________________
આરાધન કરનાર આરાધક નથી પણ વિરાધક છે.
જ્ઞાનથી આત્મસ્વરૂપનું જ્ઞાન છે, અને ક્રિયાથી પરહિત ચિંતાજનક અહિંસાદિ સત્ ક્રિયાઓ છે.
સજ્ઞાન અને સક્રિયાનું પ્રદાન કરનાર અરિહંત છે. અરિહંત દીવાદાંડી જેવા છે. સાગરની મધ્યમાં રહેલી દીવાદાંડી કંઈ કરતી નથી પરંતુ નાવિક સાગરમાં અટવાય નિહ તેનો નિર્દેશ કરે છે. અરિહંતનું અસ્તિત્વ ભવ્યાત્માને સંસાર સાગરમાં ડૂબતા બચાવે છે. તેમનું શરણ અને સ્મરણ દીવાદાંડી જેવા છે. અરિહંત કોઈના કર્તા નથી પરંતુ પરમ તારક છે. તેમનું વિશ્વમાં અસ્તિત્વ છે તે જ પરમ ઉપકારક છે.
તારે અરિહંતનું શરણ લેવામાં શું કરવાનું ? ન સાગરમાં ડૂબકી મારવી, ન પર્વતારોહણ કરવું. ન ધરતીમાં શમાઈ જવું, ફક્ત તારે તારા મન સુધી આત્મા સુધી પહોંચવાનું અને અન્યના આત્મા સુધી પહોંચવાનું છે. ન તારા આત્માનો અનાદર ન અન્યના આત્મા પ્રત્યે દુર્ભાવ. આ તદ્દન સરળ છે. છતાં કઠણ કેમ લાગે છે ?
અહંકાર કહે છે હું કંદમૂળ ત્યાગ કરું પરંતુ કંદમૂળ ખાનાર પ્રત્યે દુર્ભાવ કરું. હું તપ કરું પણ તપ ન કરનાર પ્રત્યે અભાવ કરું. હું પ્રભુદર્શન કરું પણ દર્શન ન કરનારની નિંદા ન ત્યજું. ભાઈ આવા તારામાં રહેલા દુર્ભાવ જ તારું દુર્ભાગ્ય છે.
દરેક જીવ પોતાના કર્મને આધીન છે, તેમાં તારે દુર્ભાવ કરવાની શી જરૂર છે ?
વિધિની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર થાય. પ્રારબ્ધ તો છાપેલો કાગળ છે, તેમાં કંઈ ફેર ન થાય.
સામાન્ય રીતે દુઃખ નદીના પૂર જેવું છે. સારુંખોટું નાનુંમોટું બધું જ ઘસડે, પશુને ઘસડે, માનવીને ઘસડે, તૃણને ઘસડે, વૃક્ષને ઘસડે, પણ જો વચમાં પર્વત આવે તો સ્વયં માર્ગ કરીને આગળ વધે. તેમ એક વાર અશુભનો ઉદય થયો, ધન, માન બધું જવા માંડે. શરીર કૃશ થઈને રહે સગાં અળગાં થઈને રહે. મિત્રો મુખ મરડે. છતાં તારી પાસે ધર્મ છે. ધર્મનો બોધ છે તો નદી જેમ પર્વત બાજુએથી માર્ગ કરી લે છે તેમ તું તારી આત્મશક્તિ વડે, સમતાથી સહીને માર્ગ કરી શકીશ.
Jain Education International
*
૨૦૮ * શ્રુતસાગરનાં બિંદુ
For Private & Personal Use Only
www.jainelibrary.org