________________
આ સર્વે ક્રિયા છે, જેના વડે શુદ્ધિ થતાં જ્ઞાનસ્વરૂપે પ્રગટ થાય છે.
તમે ધ્યાનમાર્ગી છો. તો તમારી પાસે ધ્યેયનું જ્ઞાન જરૂરી છે, એકાંતે બેસવાની ક્રિયા જરૂરી છે. પ્રારંભમાં અવલંબન જરૂરી છે. આ સર્વે ક્રિયા છે, ત્યાર પછી જ્યારે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા થાય છે ત્યારે ક્રિયા સહજપણે છૂટી જાય છે અને ધ્યાન અવસ્થા બને છે.
આથી એમ સમજવું કે જ્ઞાનાદિ પ્રયોજનમાં તે તે રૂપ અવસ્થા થતાં પહેલાં ક્રિયાનો ક્રમ હોય છે. અને ક્રિયામાં જો ધ્યેયનું લક્ષ્ય હોય તો જ્ઞાન તેમાં નિહિત હોય છે. સ્વરૂપના લક્ષ્ય વગર જ્ઞાન કે ક્રિયા એક કાર્યકારી બનતાં નથી. શાસ્ત્રોમાં જ્યાં જે પદાર્થનું નિરૂપણ કરવાનું હોય તેની વિશેષતા જણાવી હોય છે, પરંતુ એકાંતે થતું કોઈ વિધાન સમ્યગું હોતું નથી. ક્રિયા કરતાં કરતાં મુક્તિ થશે. અથવા જ્ઞાન મેળવો; જ્ઞાનથી મુક્તિ થશે આ એકાંત-નિરૂપણ છે. આત્મા અશુદ્ધ જ છે કે શુદ્ધ છે તે એકાંત-નિરૂપણ છે. બંને કથન અપેક્ષિત છે. એકાંત દુરાગ્રહ સંસારનું કારણ છે. અનેકાંતનો બોધ મુક્તિનું કારણ છે. એટલે કહ્યું છે કે
જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ જ્ઞાનયોગીમાં જ્ઞાનક્રિયાનું સમત્વ થાય છે. જ્ઞાની પણ ભૂમિકા પ્રમાણે કાર્ય કરે છે, પરંતુ દુરાગ્રહ રહિત, અકર્તાભાવે, સાક્ષીભાવથી કાર્ય કરે છે, દર્પણ જેમ અવિકારી છે, તેમ જ્ઞાની વ્યવહાર કરતાં છતાં લેખાતા નથી, સર્વાત્મમાં સમદષ્ટિ હોવાથી તેઓ આત્માનંદથી ભરપૂર છે, તેથી તેમને વિશ્વદર્શન પણ બ્રહ્માનંદથી ભરપૂર જણાય છે. અને સમસ્ત વિશ્વનું રાજ્ય મળે તો તે તેમને તૃણવત્ છે. માટે આપણી ઉપાસના એ પદ્ધતિની થાય તો વાસના દૂર થતાં સ્વરૂપદર્શન થાય.
૦ અશુદ્ધિ ક્યારથી? ૦ અશુદ્ધિથી આત્માને શું હાનિ થઈ ? " અશુદ્ધિ એ જ સ્વયં આત્માને સંસારના પરિભ્રમણનું દુઃખદાયક ફળ છે અને સ્વસ્વરૂપનું વિસ્મરણ છે. પુણ્યયોગે સંસારનાં કાર્યો કથંચિત નિર્વિઘ્ન થતાં હોય ત્યારે જીવને આ દુ:ખદાયક હાનિનું ભાન થતું નથી. છતાં રોગ, શોક, સંતાપ, વ્યાકુળતા જેવા કારણો એ આ અશુદ્ધિથી થયેલા દોષોનું પરિણામ છે. આત્મા સ્વયં આનંદ અને
૬ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org