Book Title: Parva Pravachanmala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
Catalog link: https://jainqq.org/explore/004574/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આ વુિં પ્રવચનાઈIળ આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી Education Intention Forveteers Oni v.jain voor Page #2 -------------------------------------------------------------------------- ________________ જાણીતા પ્રવચનકાર અને સાહિત્યસર્જક આચાર્ય શ્રી વિજય ભદ્રગુમસૂરીશ્વરજી મહારાજ श्रीयुत संपतराज श्वकल्याण महे શ્રાવણ શુક્લા ૧૨ વિ. સ. ૧૯૮૯ના દિવસે (મહેસાણા-ગુજરાત)માં મણીભાઈ અને હીરાબેનના કુળદીપક રુપે જન્મેલા મૂળચંદભાઈ જાઇની જેમ ઉઘડતી જવાનીના ઉંબરે ૧૮ વરસની ઉમરમાં વિ. સ. ર૮ના પોષ વદ ૫ના દિવસે રાણપુર (સૌરાષ્ટ્ર)માં પોતાના પરમ શ્રદ્ધેય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને ભાનુવિજયજી મહારાજ (વર્તમાનમાં આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી)નું શિષ્યત્વ સ્વીકારે છે. મુનિશ્રી ભદ્રગુમવિજયજીના રુપે દીક્ષાજીવનના આરંભથીજ પોતાના ગુરુદેવોના માર્ગદર્શન તળે એમની અધ્યયન-અધ્યાપનની સુદીર્ઘ યાત્રા આરંભાય છે. ૪૫ આગમોના સટીક અધ્યયન ઉપરાંત દાર્શનિક, ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન, કાવ્ય-સાહિત્ય વગેરે ‘માઈલસ્ટોન' વીતાવતી એમની યાત્રા સર્જનાત્મક ક્ષિતિજો તરફ વળી. ‘મહાપંથનો યાત્રી’ નામના પુસ્તકથી ર૦ વરસની ઉમરે આરંભાયેલી એમની લેખનયાત્રા ૧૦ જેટલા પુસ્તકોનું સર્જન કરીને પણ અનવરત-અથક ચાલે છે. જાતજાતનું મૌલિક સાહિત્ય, જ્ઞાનસાર-પ્રશમરતિ જેવાં ગ્રંથો પર તત્ત્વજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, જૈન રામાયણ વગેરે લાંબી કથાઓ ઉપરાંત નાની નાની વાર્તાઓના સાહિત્યની સાથે કાવ્યગીતો, પત્રોના માધ્યમથી જીવનસ્પર્શી સ્વચ્છ અને સ્વસ્થ માર્ગદર્શન... આમ સાહિત્યસર્જનની યાત્રા રોજબરોજ વધુ ને વધુ સમૃદ્ધ બનતી જાય છે. પ્રેમાળ સ્વભાવ પ્રસન્ન અને મૃદુ-મધુર આંતર-બાહ્ય વ્યક્તિત્વ અને સંઘશાસન માટે બહુજનહિતાય- બહુજનસુખાય એવી વિવિધ પ્રવૃત્તિઓ એમના જીવનનું મહત્ત્વપૂર્ણ પાસુ છે. વિશેષ કરીને ઉગતી પેઢી અને નાના બાળકોના સંસ્કાર-સર્જનની પ્રક્રિયામાં એમની રુચિ છેસંતુષ્ટિ છે. પ્રવચન, વાર્તાલાપ, સંસ્કાર શિબિર, જાપ-ધ્યાન અનુષ્ઠાન અને પરમાત્મ્ય ભક્તિના વિશિષ્ઠ આયોજનોના માધ્યમથી એમનું બહુમુખી વ્યક્તિત્વ એટલુંજ ઉદ્દાત્ત અને ઉન્નત બન્યું છે. ગુજરાત / રાજસ્થાન / મહારાષ્ટ્ર / તામિલનાડુ / આન્ધ્ર / મધ્યપ્રદેશ પ્રદેશોમાં વિહારયાત્રા દ્વારા એમના હાથે અનેક ધર્મપ્રભાવનાના કાર્યો સંપન્ન થયા છે. ‘અરિહંત’ (હિન્દી માસિક પત્ર) તથા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ: મહેસાણા દ્વારા એમનું સાહિત્ય હિન્દી – ગુજરાતી – અંગ્રેજી ભાષામાં નિયમિત પ્રગટ થતું રહે છે. કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ખાતે ૪-૫-૮૭ના દિવસે એમના ગુરુદેવે એમને આચાર્યપદ પ્રદાન કર્યું. ત્યારથી એઓ આચાર્ય શ્રી વિજય ભદ્રગુમસૂરીશ્વ Private & Personal Use Only મહારાજ તરીકે ઓળખાય છે. * * * 144 ex Page #3 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા ભુલાભાઈ સુરચંદ, બીચંદ કરમચંદ અને છગનલાલ પીતામ્બરદાસ ચેરીટી ટુટ, મહેસાણા, તકુથી પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબને ભેટ વિક્રમ સંવત ૨૦૫૭ - સન ૨૦૦૧ જૈન ધર્મના મહત્વપૂર્ણ પર્વોનું હાર્દ સમજાવતાં રોચક અને બોધક પ્રવચનોનું સંકલન. : પ્રવચનકાર : પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી 2010_03 Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુવાદક : પ્રહ્લાદભાઈ પટેલ. M.A. PhD. પ્રકાશક : શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા - ૩૮૪૦૦૨, બીજી આવૃત્તિ : વિ.સં. ૨૦૫૧ જેઠ મૂલ્ય ઃ રૂ. ૫૦/ટાઈપ સેટીંગ્સ : મેક ગ્રાફીક્સ, અમદાવાદ-૬. પ્રીન્ટર ઃ ચન્દ્રિકા પ્રીન્ટરી. અમદાવાદ : ૧. 2010_03 Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય વિદુષી સાધ્વીજી સુલોચનાશ્રીજીની પ્રેરણાથી શ્રી હાલારી વીસા ઓસવાલ જૈન સંઘ (ભીવંડી)ના જ્ઞાનખાતામાંથી રૂ. ૧૦/ હજાર આ પુસ્તકના પ્રકાશનમાં ભેટ મળ્યા છે. (હસ્તે : અંજુબેન હેમચન્દ્રરામજી ચાંદરીયા) વિ.ક.પ્ર. ટ્રસ્ટ આભાર માને છે. - ટ્રસ્ટીઓ 2010_03 Page #6 -------------------------------------------------------------------------- ________________ ( નિવેદન ) (બીજી આવૃત્તિનું) પર્વો અને મહાપર્વોનું મહત્વ, હાર્દ અને ઉપયોગિતાને ખૂબ જ સરળ ભાષામાં સમજાવતાં આ ૧૪ પ્રવચનોનું સંકલન છે. પૂજ્ય આચાર્યદિવે મૂળ આ પ્રવચનો હિન્દીમાં આપેલા, અને હિન્દીમાં છપાઈ ગયેલાં, એ જ પ્રવચનોનો આ ગુજરાતી અનુવાદ છે. આ અનુવાદશ્રી પ્રહૂલાદભાઈ પટેલે (M.A. PhD) કર્યો છે. પહેલી આવૃત્તિનો અનુવાદ બરાબર ન હતો. ઘણી ભૂલો રહી જવા પામેલી. તેથી એ રદ કરીને, ફરીથી પ્રહૂલાદભાઈ પાસે અનુવાદ કરાવ્યો અને પૂજ્ય આચાર્યદિને તેનું સંમાર્જન કર્યું પછી આ છપાયો છે. પ્રુફ રીડીંગમાં પણ પૂરતી કાળજી લેવાઈ છે. આ પુસ્તકના પ્રકાશનમાં પૂજ્ય વિદુષી સાધ્વીજી સુલોચનાશ્રીજીની પ્રેરણાથી સારો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. અમે તેઓનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. આ પુસ્તકની સતત માંગણી રહેવાથી અમે બીજી આવૃત્તિનું પ્રકાશન કરી રહ્યા છીએ. પ્રવચનો આપનારાઓ માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી બન્યું છે. તેથી આની માંગ ઘણી વધી જવા પામી છે. શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું સાહિત્ય પ્રકાશનનું કાર્ય અવિરત ચાલી રહ્યું છે. જૈનજૈનેતર પ્રજાનો. આ સાહિત્યને સારો આવકાર મળી રહ્યો છે. ઘણા પુસ્તકોની નવી નવી આવૃત્તિઓ છપાઈ રહી છે. કાગળના અને પ્રીન્ટીંગના ભાવો સતત વધી રહ્યા છે. એટલે ઓછી કિંમત રાખવી મુશ્કેલ બને છે. છતાં પણ શક્ય એટલા ઓછા ભાવ રાખવામાં આવે છે પુસ્તકોના. ટ્રસ્ટની આજીવન ગ્રાહક યોજનાને સારો આવકાર મળી રહ્યો છે. રૂ. ૨૫૦૧/- ભરીને આજીવન ગ્રાહક બનનારા ભાઈ-બહેનોને તરત જ રૂ. ૧૧૦૦/- ની કિંમતના પુસ્તકોનો સેટ ભેટ મળી જાય છે અને પછી દર વર્ષે ૩/૪ પુસ્તકો મળતાં રહે છે. સરળ સુબોધ અને રોચક પુસ્તકોનું અધ્યયન કરી સહુ શાન્તિ પ્રાપ્ત કરો, એ જ મંગલ કામના. વિ.સં. ૨૦૧૧ ટ્રસ્ટીઓ વૈશાખ 2010_03 Page #7 -------------------------------------------------------------------------- ________________ (ઃ અનુકમ ) ............................. ! .......... ...................... ૧. આષાડ ચાતુમાસિક પ્રવચન ... ૨. પર્યુષણા મહાપર્વ પ્રવચનઃ ૧...... ૩. પર્યુષણા - મહાપર્વ પ્રવચન : ૨...... ૪. પર્યુષણા - મહાપર્વ પ્રવચનઃ ૩.... પ. શ્રી હીરવિજયસૂરિ સ્વર્ગારોહણ - દિન. .............. ૬. શ્રી દીપાલિકા - પ્રવચન ૧ ................................. ૭. શ્રી દીપાલિકા - પ્રવચન ૨....... ૮. શ્રી જ્ઞાનપંચમી – પ્રવચન..... ........... ૯. કાર્તિક - પૂર્ણિમા - પ્રવચન .................. ૧૦. મૌન એકાદશી - પ્રવચન ........... ૧૧. મૌન એકાદશી - પ્રવચન ૨......... ૧૨. પોષદશમી - પ્રવચન - ૧....... ............... ૧૩. પોષદશમી - પ્રવચન - ૨........... ......... ૧૪. પોષદશમી – પ્રવચન - ૩....... ........... 2010_03 Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું સુંદર સુબોધ પ્રેરણાપ્રદ સાહિત્ય તમારે ઘેર બેઠા મેળવવું છે? તો તમે (આજીવન ગ્રાહક બની જાઓ ) તમે ગ્રાહક બનો એટલે એક સાથે લગભગ રૂ. ૧૧OO/- ની કિંમતનો પુસ્તકોનો સેટ મળી જશે તમને. પછી દર વર્ષે ચાર પુસ્તકો તમને મળતાં રહેશે. તમારા ઘરમાં આ પુસ્તકો શોભા વધારશે, સંસ્કાર વધારશે અને જીવન-વ્યવહારને સુધારશે. રૂ. ૨૫૦૧/- ભરીને આજીવન ગ્રાહક બની જાઓ. રૂપિયા રોકડા અથવા ડ્રાફ્ટથી સ્વીકારવામાં આવે છે. શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ કમ્બોઈનગર પાસે, મહેસાણા-૩૮૪૦૦૨ 2010_03 Page #9 -------------------------------------------------------------------------- ________________ GE O 2010_03 પર્વ-પ્રવચનમાળા વિશિષ્ટ પર્વોને લગતા પ્રવચનોનું સંકલન : પ્રવચનકાર : આચાર્યદેવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી ર Page #10 -------------------------------------------------------------------------- ________________ जई सव्वेसु दिणेसु पालह किरिय तओ एवइ लडें । जइ पुण तहा न सक्कह, तह विहु पालिज्ज पव्व दिणं ॥ ‘જો રોજ ધર્મ-આરાધના કરો તો ઉત્તમ, પણ એ ન બને તો ધર્મના દિવસોમાં તો ખાસ ધર્મ-આરાધના કરવી જોઈએ. પર્વના દિવસોમાં વિશેષ-ધર્મઆરાધના કરવી જોઈએ, કારણ કે પર્વ-તિથિઓમાં જીવાત્મા આવતા જન્મ માટેનું આયુષ્યકર્મ બાંધે છે. પર્વના દિવસોમાં કરેલી થોડી પણ ધર્મઆરાધના મહાન પુણ્યબંધ કરાવે છે. 2010_03 Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ O : આષાઢ-ચામસિક : ૫ : સંકલનાઃ ૧. ધર્મનો મહિમા. ૨. આષાઢ-ચતુમતિ ૩. વષકાળના નિયમો. - ગામની બહાર ન જવું. - યાત્રાએ ન જવું. – રાજા કુમારપાળ – જીવદયા. ૪. યુકાવિહાર ૫. દેવી કંટકેશ્વરીનો ઉપદ્રવ. ૬. પ્રતિજ્ઞાધર્મનું મહત્ત્વ. ૭. પાપ ન કરો છતાં પાપ લાગે! ક્યારે? ૮. માંસાહાર, શરાબ, જુગાર, પરસ્ત્રીગમન, રાત્રિભોજન વગેરે મોટાં પાપોનો ત્યાગ. ૯ ચાતુમસિમાં કરવાના નિયમો. ૧૦. મનોબળ દૃઢ બનાવવાના ઉપાયો ૧૧. જયણાધર્મનું પાલન કરો. ૧૨. જેનેતર-ગ્રંથોમાં વષકાળમાં ત્યજવાનાં પાપો, આચરવાનાં કૃત્યો. ૧૩. નવ પ્રકારની આરાધના ૧૪. તપશ્ચર્યા વિવેક જરૂરી. 2010_03 Page #12 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ-પ્રવચનમાળા आषाढ़ारव्य चातुर्मास्यां विशेषाद्विधिपूर्वकम् । अभिग्रहाः सदा ग्राहयाः सम्यगह विवेकिभिः ॥ પરમ ઉપકારી પરમાત્મા જિનેશ્વરદેવ સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે ધર્મતીર્થ’ની સ્થાપના કરે છે અને જીવોને ધર્મનો ઉપદેશ આપે છે. કારણ કે તેમણે પોતાના પૂર્ણજ્ઞાનથી જોયું કે જીવાત્મા પાપોથી દુઃખ પામે છે, ધર્મથી સુખ પામે છે. "पापद् दुःखम् धर्मात् सुखम् ।" પરંતુ અજ્ઞાની જીવ, મોહમૂઢ જીવ સુખ પામવા માટે પાપમાર્ગે ચાલે છે ! સુખ પ્રાપ્ત કરવા હિંસા કરે છે, સુખ પ્રાપ્ત કરવા જૂઠ્ઠું બોલે છે, સુખ પામવા ચોરી કરે છે, સુખ પામવા દુરાચારનું સેવન કરે છે. સુખ પામવા મમતા-મૂર્ચ્યા કરે છે ! સુખ મેળવવા ક્રોધ-માન-માયા અને લોભ કરે છે !! ૨ પરંતુ આ બધું કરવાથી તેમને સુખ મળે છે ખરું ? શાન્તિ મળે છે ખરી? ના, ઘોર દુઃખ અને અશાંતિ ભોગવતાં જીવન પૂરું કરે છે અને દુર્ગીતમાં તેઓ જાય છે. સર્વ સુખોનું મૂળ છે ધર્મ. જો માણસ શ્રદ્ધાથી ધર્મની આરાધના કરે તો તેને સર્વ પ્રકારનાં સુખ મળે જ છે. करोति विश्वस्य समीहितानी धर्मः समाराधित एव भक्त्या 1 मूढ़ा जनास्तं न भजन्ति किन्तु वांछन्ति सौरव्यानि निरन्तराणि ॥ “ભક્તિથી, શ્રદ્ધાથી સમારાધિત ધર્મ, સંસારનાં સર્વ ઇચ્છિત પૂર્ણ કરે છે. પરંતુ મૂર્ખ લોકો એવા ધર્મની આરાધના નથી કરતા. જો કે તેઓ નિરંતર સુખોની ઇચ્છા તો જરૂર કરે છે !’ ધર્મની આરાધનામાં પ્રથમ જરૂરી છે શ્રદ્ધા. પ્રથમ જોઈએ ભક્તિ ! ધર્મથી જ સુખ મળે છે, ધર્મથી જ દુઃખ દૂર થાય છે.’ એ વાતની શ્રદ્ધા હોવી જોઈએ. પછી ધર્મતત્ત્વનું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે ધર્મનું સ્વરૂપ શું છે, ધર્મનો પ્રભાવ શું છે...ધર્મઆરાધનાનો ક્રમિક વિકાસક્રમ શું છે, વગેરેનું જ્ઞાન હોવું જોઈએ. પ્રત્યેક ધર્મક્રયાની વિધિનું જ્ઞાન પણ હોવું જોઈએ. કારણ કે દરેક ધર્મક્રિયા વિધિપૂર્વક કરવાથી જ ફળદાયી બને છે. વિધિમાં ‘કાળ’નો સમાવેશ થઈ જાય છે. એટલે કે જે ધર્મક્રિયા જે સમયે કરવાની વિધિ હોય એ કાળમાં જ એ ધર્મક્રિયા કરવી જોઈએ. જ જે રીતે ધર્મીક્રયાઓની વિધિનું જ્ઞાન હોવું જોઈએ, એ રીતે પ્રત્યેક ધર્મક્રયાના અલગઅલગ ફળનું જ્ઞાન પણ હોવું જોઈએ. કેમ કે અંતિમ ફળ તો આત્માની શુદ્ધિ જ છે; પરંતુ તાત્કાલિક ફળનું જ્ઞાન પણ હોવું જોઈએ. જેમ કે પરમાત્માની પૂજા કરવાથી ચિત્તથી સમાધિ પ્રાપ્ત થાય છે. સામાયિક કરવાથી સમતાભાવ પ્રાપ્ત થાય 2010_03 Page #13 -------------------------------------------------------------------------- ________________ આષાઢ-ચાતુમાસિક પ્રવચન છે. પ્રતિક્રમણ કરવાથી પાપો પ્રત્યેનો રાગ તૂટી જાય છે....વગેરે. સાથે સાથે ભૌતિક લાભ તો થાય જ છે. પરંતુ એ લાભોનું ચિંતન કરવાની આવશ્યકતા નથી. જે સ્વતઃ મળવાનું છે એનું ચિંતન શા માટે કરવું? ધર્મઆરાધનામાં વિશિષ્ટ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અપેક્ષિત હોય છે. દ્રવ્ય એટલે સાધનસામગ્રી. ક્ષેત્ર એટલે ઉચિત સ્થાન, કાળ એટલે યોગ્ય સમય, અને ભાવ એટલે ક્રિયાને અનુરૂપ શુભ ચિંતન. પ્રત્યેક ધર્મઆરાધનામાં આ ચારે વાતો મહત્ત્વપૂર્ણ હોય છે. આજે મારે વિશેષ રૂપે “કાળ' વિષે કંઈક કહેવું છે. કાળ'ના આધારે દ્રવ્ય, ક્ષેત્ર, અને ભાવના વિષયમાં પણ માર્ગદર્શન આપવું છે. ધર્મઆરાધનાની વૃષ્ટિથી જ્ઞાની પુરુષોએ વર્ષના ત્રણ વિભાગો પાડ્યા છે: ૧. કાર્તિક ચાતુમસી. ૨. ફાગણ ચાતુમસી. ૩. અષાઢ ચાતુમસિી. પ્રસ્તુતમાં અષાઢ ચાતુર્માસનો જે વર્ષાકાળ છે, એ વિષયનું આજે પ્રવચન કરવામાં આવશે. આજથી, આષાઢી શુક્લપક્ષની ચૌદશથી વર્ષાકાળનોચાતુર્માસનો પ્રારંભ થાય છે. આજથી ભારતમાં જ્યાં જ્યાં જૈન સાધુ-સાધ્વીઓ હશે તેઓ એક ગામમાં એક સ્થાને સ્થિર થઈ જશે. એટલે કે કાર્તિક શુક્લપક્ષની ચૌદશ સુધી વિહાર નહીં કરે. ચાર માસ સુધી તપોમય જીવન જીવીને સંયમ-આરાધનામાં નિમગ્ન રહેશે. અમે પણ અહીં ચાર મહિના સ્થિરતા કરીશું અને સ્વ-પરના આત્મકલ્યાણની પ્રવૃત્તિ કરીશું. અમારી પ્રવૃત્તિ પણ નિવૃત્તિરૂપ હોય છે. સભામાંથી એક સ્થળે ચાર મહિના સ્થિરતા કરવાનું મુખ્ય પ્રયોજન શું છે? મહારાજશ્રી મુખ્ય પ્રયોજન છે જીવદયા પ્રાણી રક્ષા. વષકાળમાં જીવોની ઉત્પત્તિ વધારે થાય છે. વનસ્પતિની ઉત્પત્તિ પણ વધારે થાય છે. આ સમયમાં ચાલવા ફરવાથી, વિહાર વગેરે કરવાથી જીવહિંસા થાય છે, એટલા માટે વિહારાદિ કરવામાં આવતા નથી. ધર્મગ્રંથોમાં કહ્યું છે? दयार्थ सर्वजीवानां वर्षास्वेकत्र संवसेत् । માત્ર સાધુ-સાધ્વીઓ માટે જ આ નિયમ છે એવું ન સમજો. તમારે માટે એટલે કે શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ આ નિયમ બતાવવામાં આવ્યો છે. શ્રી નેમનાથ ભગવંતની પાસે કૃષ્ણ મહારાજાએ આ નિયમ-(પ્રતિજ્ઞા) કરેલો કે ચાતુર્માસમાં દ્વારકાની બહાર ન જવું. આ રીતે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી પાસેથી ગુર્જરેશ્વર રાજા કુમારપાળે પણ 2010_03 Page #14 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા પાટણની બહાર ન જવાની પ્રતિજ્ઞા લીધી હતી. પાટણમાં પણ જિનમંદિરોનાં દર્શન, અને ગુરુવંદન સિવાય અન્યત્ર પરિભ્રમણ ન કરવાની પ્રતિજ્ઞા કરી હતી. सर्वचैत्यानां गुरोरपि वन्दनम् दर्शनं मुक्त्वा पुरेऽपि न प्रायो भ्रमिष्यामि घनागमे ॥ વર્ષાકાળમાં આ રીતે એક જ સ્થળે રહેવાથી જીવોની હિંસાથી તો બચી જવાય છે, પણ વિશેષમાં નિવૃત્તિધર્મનું આરાધન પણ થાય છે. ચાર મહિના સંસારનાં સર્વ કાર્યોથી સંપૂર્ણ નિવૃત્ત થઈને જો તમે લોકો ભક્તિયોગ, જ્ઞાનયોગ, અને અધ્યાત્મયોગની આરાધના કરતા રહો તો તમારું જીવન કેવું બની જાય...એની કલ્પના કરજો. ૪ સભામાંથી : ચાર મહિના સુધી ઘર અને દુકાન કેવી રીતે છોડી શકાય ? મહારાજશ્રી : જો પુત્ર, ભાઈ યા વિશ્વાસપાત્ર મુનીમ-મેનેજર હોય તો છોડી શકો. રાજર્ષિ કુમારપાળ મંત્રીમંડળના વિશ્વાસે જ છોડતા હતા ને ? રાજસભામાં પણ જતા ન હતા. તેમનો વધારે વખત તો મંદિરમાં અને ગુરુદેવને ઉપાશ્રયે જ વ્યતીત થતો હતો. ગુરુદેવ હેમચંદ્રસૂરિજીના સંપર્કથી કુમારપાળ સ્વયં તો અહિંસક બન્યા જ હતા; પણ સમગ્ર ગુજરાતમાં અહિંસાધર્મનો અદ્ભુત પ્રચાર કર્યો હતો. ચાતુર્માસમાં તમારે બની શકે તેટલી વધારે નિવૃત્તિ લેવી જોઈએ. સંસારના તમામ કાર્યોનો ત્યાગ કરીને ભક્તિયોગમાં, જ્ઞાનયોગમાં અને અધ્યાત્મયોગમાં પ્રવૃત્ત થવું જોઈએ. ગુરુનો યોગ મળે ત્યારે તો અચૂક નિવૃત્તિ લેવી જોઈએ. સદ્ગુરુના આલંબનથી તમે ત્રણે યોગોમાં સારી પ્રગતિ કરી શકો. “મારે આ મનુષ્યજીવનમાં આત્મકલ્યાણ કરી લેવું છે. આ દુર્લભ જીવનને વ્યર્થ ગુમાવવું નથી.' આવો દૃઢ સંકલ્પ હોય અને આજીવિકાની ચિંતા ન હોય તો વર્ષાકાળમાં અવશ્ય ચાર માસ નિવૃત્તિ લઈને, ગુરુજનોનું માર્ગદર્શન લઈને આત્મકલ્યાણની આરાધના કરી લેવી જોઈએ. શું કુમારપાળ રાજાને શિરે કોઈ જવાબદારી ન હતી ? તે અઢાર દેશના રાજા હતા. તમારે તો કદાચ અઢાર દુકાનો ય નહીં હોય ! એક બે જ દુકાનો છે ને ? શું તમે દુકાને નહીં જાઓ તો દુકાન બંધ કરી દેવી પડશે ? એવું હોય તો દુકાને જઈ શકો છો. પરંતુ પાંચ યા છ કલાકનો સમય તો કાઢી શકોને ? હૃદય જીવદયાથી ભર્યું હોવું જોઈએ. તો જ વપંચાતુર્માસની આરાધનાની વાત ગમશે, એ સિવાય નહીં ગમે. ભક્તિ, જ્ઞાન અને અધ્યાત્મની ચાહના હ્દયમાં ઉદ્ભવશે, અને તો જ નિવૃત્તિ લેવાની વાત ગળે ઊતરશે, એ સિવાય નહીં. ગુરુદેવ 2010_03 Page #15 -------------------------------------------------------------------------- ________________ આષાઢ-ચાતુર્માસિક પ્રવચન હેમચંદ્રસૂરીશ્વરજીના સંપર્કમાં આવ્યા પછી રાજા કુમારપાળ પરમ દયાળુ બની ગયા હતા. સૂક્ષ્મ હિંસાથી બચવાના પણ તેમણે પ્રયત્નો કર્યા હતા. તેમના રાજ્યમાં તેમના ૧૧ લાખ અશ્વોને, ૧૧ સો હાથીઓને તેમજ ૮૦ હજાર ગાય-ભેંશોને પાણી ગાળીને પાવામાં આવતું હતું. ૫ પોતાના મુખથી કદી પ્રમાદવશ માર’ એવો હિંસાવાચી શબ્દ નીકળી જતો તો બીજે દિવસે તે ઉપવાસ કરતા. જૂઠ્ઠું બોલાઈ જતું તો બીજે દિવસે આયંબિલ કરી લેતા. ચાતુર્માસમાં પ્રતિદિન એકાસણું કરતા. એકાસણામાં માત્ર આઠ વસ્તુઓ જ આરોગતા. એમાં પણ દૂધ, દહીં, ઘી, ગોળ, સાકર અને તળેલા પદાર્થો ખાતા ન હતા. લીલી વનસ્પતિનો ત્યાગ કરતા. ચાતુમસમાં મન, વચન અને કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરતા, મનમાં પણ બ્રહ્મચર્યનો ભંગ થતો તો બીજે દિવસે ઉપવાસ કરતા હતા. આમ તો કુમારપાળે ગુરુદેવ પાસેથી બાર વ્રતો ગ્રહણ કર્યાં હતાં - એ બાર વ્રતોનું પાલન ખૂબ જ સારી રીતે કરતા હતા. – પ્રતિવર્ષ ચાતુર્માસમાં ગુરુદેવના સાન્નિધ્યમાં ભક્તિ તથા વિનયપૂર્વક બેસીને કુમારપાળ ધર્મગ્રંથોનું અધ્યયન કરતા હતા. અંદાજે ૬૦ વર્ષની ઉંમરે તેઓ સંસ્કૃતભાષાનું વ્યાકરણ ભણ્યા હતા, અને તેઓ સંસ્કૃત ભાષાના વિદ્વાન્ બન્યા હતા. દરરોજ પરમાત્મ-મંદિરમાં જઈને અપૂર્વ ભક્તિભાવથી પરમાત્માનું દર્શનપૂજન-સ્તવન કરતા હતા. તેઓ પોતે પણ પરમાત્માનાં સ્તોત્રો રચતા હતા. સૂક્ષ્મ જીવો પ્રત્યે પણ તેમની દયાભાવના કેવી પ્રબળ હતી એ એક ઘટના દ્વારા બતાવું છું. પર્પીતથિનો દિવસ હતો. પર્વતથિના દિને કુમાપાળ પૌષધ વ્રત’ લેતા હતા અને ચોવીસ કલાક પૌષધશાળામાં રહેતા હતા. તેમની સાથે બીજા સેંકડો શ્રાવકો પણ પૌષધવ્રત લેતા હતા. કુમારપાળ પૌષધવ્રતમાં હતા, એમના શરીર ઉપર એક મંકોડો ચોંટી ગયો. મુખવસ્તિકાથી તેને ઉતારવાનો પ્રયત્ન કર્યો પરંતુ મંકોડો ઊતર્યો નહીં. જો હાથથી પકડીને દૂર કરવાનો પ્રયત્ન કરે તો મંકોડો મરી જાય અથવા તેના પગ તૂટી જાય. કુમારપાળ એવું કરવા માગતા ન હતા. તેમણે મંકોડાને કષ્ટ ન આપ્યું; પરંતુ જ્યાં મંકોડો ચોંટી ગયો હતો એ જગ્યાની ચામડી જ કાપીને અલગ કરી દીધી ! આ હતી તેમની દયાભાવના ! 2010_03 Page #16 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ-પ્રવચનમાળા કુમારપાળે સમગ્ર ગુજરાતમાં અહિંસાનો અદ્ભુત પ્રસાર કર્યો હતો. એ વખતે ગુજરાતમાં એક પણ કતલખાનું ન હતું. એટલે કે એક પણ કતલખાનું ‘સ્લોટર હાઉસ’ નહીં. કોઈ પણ વ્યક્તિ બળદ, ગાય, પાડો, બકરું વગેરે પશુઓની હત્યા તો કરી જ શકતી નહીં; વાળમાં પડેલી જૂને પણ કોઈ મારી શકતું ન હતું ! S એક વેપારીએ જાણી જોઈને એક જૂ મારી. એની પત્નીએ જઈને કુમારપાળને ફરિયાદ કરી. કુમારપાળે એ વેપારીને બોલાવ્યો અને દંડ કર્યો- એક જિનમંદિર બંધાવવાનો ! તેણે જિનમંદિર બંધાવ્યું. ચૂકા વિહાર' નામે એ મંદિર પાટણમાં પ્રસિદ્ધ થયું. સંસ્કૃતમાં ‘જૂ’ ને ‘યૂકા’ કહે છે. પોતે જીવદયાનું પાલન કરવું અને બીજાની પાસે કરાવવું કેટલો મહાન્ ધર્મ છે ! કુમારપાળે આ ધર્મનું પાલન પ્રાણની પરવા કર્યા વગર કર્યું હતું. પાટણમાં દેવી કંટકેશ્વરીના મંદિરમાં પ્રતિવર્ષ પશુબલિ આપવામાં આવતો. આસો માસના શુક્લ પક્ષમાં પશુબલિ આપવામાં આવતો હતો. આસોના શુક્લપક્ષની શરૂઆતમાં પૂજારીએ કુમારપાળની પાસે આવીને કહ્યું ઃ ‘મહારાજ, આપના પૂર્વજ રાજાઓની પરંપરા અનુસાર દેવી કંટકેશ્વરીને શુક્લપક્ષની સાતમના દિવસે સાતસો બકરા અને સાત પાડાઓનો બિલ આપવો જોઈએ. આઠમના દિવસે આઠસો બકરા અને આઠ પાડાનો બલિ તથા નોમના દિવસે નવસો બકરા અને નવ પાડાનો બલિ આપવો જોઈએ.’ રાજાએ કહ્યું : વિચારીને જવાબ આપીશ.' અને કુમારપાળ ગુરુદેવ હેમચંદ્રસૂરિની પાસે ગયા. તેમને આખી વાત જણાવી દીધી. ગુરુદેવે તેમને પશુઓની રક્ષા કરવાનો તેમજ પશુબલિની પ્રથા બંધ ક૨વાનો માર્ગ બતાવ્યો. કુમારપાળે મહેલમાં જઈને પોતાના વિશ્વાસપાત્ર પુરુષો દ્વારા, પૂજારીઓના હક્ક પ્રમાણે રાત્રિના સમયે પશુઓને દેવીના મંદિરમાં પહોંચાડી દીધાં. મંદિરનું મેદાન મોટું હતું. તેમાં ઘાસ પણ હતું. પશુઓને મંદિરના કમ્પાઉન્ડમાં પૂરી દેવામાં આવ્યાં, અને ચારેબાજુ રક્ષકોને ગોઠવી દેવામાં આવ્યા. બીજે દિવસે પ્રાતઃકાળે કુમારપાળ સ્વયં પૂજારીઓને સાથે લઈને મંદિરે ગયા, મંદિરના દરવાજા ખોલાવ્યા. અંદ૨ હજારો પશુઓ ઘાસ ખાતાં હતાં, દોડતાં હતાં, રમતાં હતાં. કુમારપાળે પૂજારીઓને કહ્યું : “મેં તો આ પશુઓ દેવીને આપી દીધાં હતાં. જો દેવીની ઇચ્છા એમને ભક્ષ્ય બનાવવાની હોત તો સર્વ પશુઓનું મોત થઈ જાત અને તેમનાં હાડકાં સિવાય કશું બચ્યું ન હોત; પરંતુ તમે જુઓ; બધાં પશુઓ નિર્ભયતાથી રમી રહ્યાં છે. એનો અર્થ એ છે કે દેવીને પશુઓનું માંસ નથી જોઈતું. માંસભક્ષણ તો તમારે પૂજારીઓને કરવાનું હતું ! પરંતુ હવે તમે માંસભક્ષણ નહીં 2010_03 Page #17 -------------------------------------------------------------------------- ________________ ૭. આષાઢ-ચાતુમસિક પ્રવચન કરી શકો. હું જીવતાં પશુઓને મારવા નહીં દઉં.' રક્ષકોએ પશુઓને છોડી મૂક્યાં. પૂજારીઓના મુખ ઉપર કાલિમા છવાઈ ગઈ. કુમારપાળ દેવીની સમક્ષ પશુઓના મૂલ્ય જેટલા જ મૂલ્યની મીઠાઈ મૂકી દીધી. પૂજારીઓ તો ચૂપ થઈ ગયા. પરંતુ ચૌલુક્યવંશની કુળદેવી કેટકેશ્વરી કુપિત થઈ ગઈ. દેવી પ્રકટ થઈ અને તેણે કુમારપાળ ઉપર ત્રિશૂળનો પ્રહાર કર્યો. ત્રિશૂળના પ્રહારથી રાજાને કોઢનો રોગ થયો આખા શરીર ઉપર ! છતાં પણ કુમારપાળ ભયભીત ન થયા, તેમજ દેવીને પશુબલિ ન આપ્યા. મહામંત્રી ઉદયનને ખબર પડી, તે ગયા ગુરુદેવ હેમચંદ્રસૂરિજીની પાસે. આચાર્યદિને અભિમંત્રિત જળ કુમારપાળ ઉપર છાંટ્યું તો રાજાનો કોઢનો રોગ દૂર થઈ ગયો. ચાતુર્માસના સમયમાં કુમારપાળ વિશેષ પ્રકારના નિયમો ગ્રહણ કરતા હતા. આમ તો તમારે પણ થોડાઘણા નિયમો ગ્રહણ કરવા જોઈએ. કેટલીક પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ. એ નિયમો બે પ્રકારના હોય છે. ૧. પાપોના ત્યાગસ્વરૂપ અને ૨. ધર્મઆરાધના રૂપ સભામાંથી પ્રતિજ્ઞા લેવી શું અનિવાર્ય છે?મનથી જપાલન કરીએ તો ન ચાલી શકે ? મહારાજશ્રી જો મન સ્થિર હોય, દૃઢ હોય, અને પ્રતિજ્ઞા લીધા સિવાય પણ પાપોનું સેવન કરતા ન હો તો પછી પ્રતિજ્ઞા લેવામાં તકલીફ શું છે ? તમે લોકો પ્રતિજ્ઞા લેવામાં શા માટે કરો છો? કારણ બતાવી દઉં? કારણ કે તમારું મન ચોર છે! પ્રતિજ્ઞા ન લીધી હોય અને કોઈવાર પાપ કરવું અનિવાર્ય લાગે તો કરી શકીએ આ ખ્યાલથી જ તમે પ્રતિજ્ઞા ન લેવાની ઈચ્છા રાખો છો ને? મહાનુભાવ, ભલે તમે પાપ ન કરતા હો, પરંતુ તમે પાપ નહીં કરવાની પ્રતિજ્ઞા ન લીધી હોય તો તમને પાપની અનુમોદનાનો દોષ લાગે જ છે. પાપોનો પ્રવાહ આત્મામાં વહેતો જ રહે છે. તમે લોકો “અવિરતિના આઝવદ્વારને સમજશો તો જ પ્રતિજ્ઞાનું મહત્ત્વ સમજી શકશો. કર્મબંધના મુખ્ય પાંચ આવ છે. ૧. મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩. કષાય, ૪. યોગ અને પ. પ્રમાદ. જ્યાં સુધી પાપોનો ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક કરવામાં નથી આવતો, ત્યાં સુધી આત્મામાં પાપોનો પ્રવાહ આવતો જ રહે છે, એને “અવિરતિ' કહે છે. પ્રતિજ્ઞાને 'વિરતિ' કહે છે. તમે માંસાહાર ન કરતા હો, શરાબ પીતા ન હો પરંતુ તમે માંસાહાર ન કરવાની પ્રતિજ્ઞા આત્મસાક્ષીથી યા ગુરુસાક્ષીથી ન લીધી હોય તો તમને માંસાહારનું, શરાબપાનનું પાપ લાગે છે. 2010_03 Page #18 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા વિશ્વમાં જેટલા વધ થાય છે જીવોના, અને જેટલી શરાબ બને છે, એ પાપોમાં તમારી અનુમોદના-અવ્યક્ત અનુમોદના રહે જ છે. એટલા માટે તમને પાપ લાગતું રહે છે. આ વાત તમને બે ઉદાહરણો દ્વારા સમજાવું છું ૧. તમારી દુકાન ભાગીદારીમાં ચાલે છે. તમે બે ભાગીદાર છો. તમારું સ્વાથ્ય બગડ્યું. ડૉક્ટરે તમને હિલસ્ટેશન પર આબુ, મહાબળેશ્વર યા ઉટી જવાનું કહ્યું. તમે હિલસ્ટેશન ઉપર ચાલ્યા ગયા. આ બાજુ તમારી દુકાનમાં તમારા પાર્ટનરે ધંધામાં એક લાખ રૂપિયાનું નુકસાન કર્યું. શું એ નુકસાનીમાં તમારી પાર્ટનરશીપ' નહીં ગણાય? નુકસાન તમે નથી કર્યું, તમને તો ખબર પણ નથી. સભામાંથી પાર્ટનરશીપ’ ચાલુ રહેવાથી લાભ-નુકસાન બંનેને રહેશે. મહારાજશ્રી એ રીતે આપણે સહુ આ દુનિયામાં પાર્ટનર’ છીએ. અનંત અનંત જીવોની પાર્ટનરશીપ'માં આ દુનિયા ચાલે છે. દુનિયાની દરેક વાતમાં, દરેક વસ્તુમાં આપણી “પાર્ટનરશીપ' છે એટલે કે જે જે વાતમાં આપણી અનુમોદના રહે છે, એ સર્વે કાર્યોમાં આપણે ભાગીદાર બની જઈએ છીએ. તમારે માંસાહારના પાપથી બચવું હોય તો તમારે પ્રતિજ્ઞાપૂર્વક માંસાહાર છોડવો પડશે. પછી દુનિયામાં ગમે તેટલાં કતલખાનાં ચાલતાં હશે તો પણ તમને દોષ નહીં લાગે. તમારી જવાબદારી પૂર્ણ થઈ ગઈ. એ પાપોમાં તમારી અનુમોદના રહી નથી. જેમ હિલ સ્ટેશન પર જતા પહેલાં તમે પાર્ટનરને કહી દીધું હોય કે જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી નફા-નુકસાનમાં મારો ભાગ નહીં રહે.” તે પછી ગમે તેટલું નુકસાન કરે તો પણ તમે એમાં ભાગીદાર નથી રહેવાના. કારણ કે તમે કેટલોક સમય ધંધામાંથી મુક્ત રહેવાની પ્રતિજ્ઞા કરી દીધી છે ! આ દ્રષ્ટિએ પ્રતિજ્ઞાનું મહત્ત્વ છે. તમે શાન્તિથી વિચારજો. બીજું ઉદાહરણ છે. લાઈટ-કનેક્સન'નું. તમારા ઘરમાં લાઈટ કનેક્સન લીધેલું છે. તમે એક વર્ષ માટે એ ઘર બંધ કરીને મુંબઈ જતા રહ્યા. તમે લાઈટનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. એક વર્ષ સુધી. શું તમારે લાઈટનો ટેક્ષ નહીં ભરવો પડે? તમે ઈલેક્ટ્રીસીટી-બોર્ડને કહેશો કે “અમે તો લાઈટનો ઉપયોગ નથી કર્યો. તો પછી ટેક્સ’ શા માટે આપીએ ?' આ વાત માન્ય રહેશે? પરંતુ મુંબઈ જતા પહેલાં તમે લાઈટનું કનેક્સન કપાવી નાખ્યું છે અને તમે મુંબઈ ગયા છો. તો તમારે લાઈટ-ટેક્સ નહીં ભરવો પડે! લાઈટ'નો ઉપયોગ કરો યા ન કરો, ‘કનેક્સન ચાલુ હશે તો ટેક્સ ભરવો જ પડશે. એ રીતે પાપ કરો યા ન કરો, પાપની સાથે કનેક્સન ચાલુ છે, અનુમોદનાનું તમને પાપ લાગશે જ..! 2010_03 Page #19 -------------------------------------------------------------------------- ________________ આષાઢ-ચાતુમાસિક પ્રવચન એટલા માટે કહું છું કે જે પાપ તમે કરતા જ નથી, તે પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરો. સાત મહાવ્યસનોનો ત્યાગ તો કરવો જ જોઈએ. ૧. માંસાહાર, ૨. શરાબ, ૩. શિકાર, ૪. જુગાર, ૫. ચોરી, ૬, પરસ્ત્રી, અને ૭. વેશ્યાગમન. આ સાત વ્યસનો માત્ર ચાતુર્માસ માટે જ નથી છોડવાનાં, જીવનપર્યત આ પાપોનો ત્યાગ કરવો જોઈએ. એ રીતે માખણ અને મધનો પણ જીવનભર ત્યાગ કરવો જોઈએ. રાત્રિભોજન, જમીનકંદ-કંદમૂળનો અને વાસી ભોજનનો પણ જીવનપર્યત ત્યાગ કરી દેવો જોઈએ. માંસાહાર : વિશ્વના તમામ ધર્મોએ માંસાહારનો નિષેધ કર્યો છે, એટલું જ નહીં, વિશ્વના પ્રસિદ્ધ ડૉક્ટરો પણ માંસાહારનો નિષેધ કરે છે. વૉશિંગટનના ડૉક્ટર Alvin E. Adamse (M.D.) કહે છે કે માંસભક્ષણથી આંતરડાનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. પશુઓનો વધ કરતી વખતે તેમનામાં રહેલું યૂરિક એસિડ-વિષ, અન્ય ત્યજવા જેવા પદાર્થો તથા રક્તના નિસાર પદાર્થો વગેરે માંસમાં ભળી જાય છે. તેમને શરીરમાંથી બહાર કાઢવા માટે મૂત્રપીંડોને ખૂબ વધારે બોજ ઉપાડવો પડે છે, એને કારણે ત્યાં પથરી (Stone) થવાની સંભાવના વધી જાય છે. ઈગ્લેંડના પ્રસિદ્ધ ડૉક્ટર William Henry talbot કહે છે: “માંસ એક તેજાબયુક્ત ભોજન છે. મોતથી ડરવાને લીધે તેમ જ દુઃખને કારણે પશુનું માંસ વધારે તેજાબવાળું બની જાય છે. એવા ઝેરી માંસને આરોગનારા મૂર્ણ છે. અને પોતાના પેટને જાનવરોનું કબ્રસ્તાન બનાવે છે.' આજકાલ ઉચ્ચ વર્ગના લોકો પણ માંસાહાર કરવા લાગ્યા છે. ઈંડા ખાવાં એ તો યુવકોમાં સામાન્ય વાત થઈ ગઈ છે. “શાકાહારી' ઈડાંનો પ્રચાર પણ જોશપૂર્વક થઈ રહ્યો છે. મૂર્ખલોકોને ભ્રમિત કરવા માટેના અનેક ઉપાયો અજમાવવામાં આવે છે. તમે લોકો સાવધાન રહેજો. રસનેન્દ્રિયને આધીન ન બનો. શક્તિ મેળવવાની ભ્રમણામાંથી મુક્ત થજો. મહાનું શક્તિશાળી હાથી માંસાહાર નથી કરતો. શક્તિશાળી ઘોડો પણ માંસાહાર નથી કરતો. અનાજમાં અને વનસ્પતિમાં સર્વ પ્રકારનાં પોષક તત્ત્વો રહેલાં છે. એટલા માટે કહું છું કે માંસાહાર ન કરવાની આજીવન પ્રતિજ્ઞા કરી લેવી જોઈએ. શરાબ: Wine leads to heart failure, cancer, T.B. and Vomiting of blood. શરાબથી હાફિલ, કેન્સર, ટી.બી. અને લોહીની ઊલટી પણ થાય છે. શરાબમાં 2010_03 Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પૂર્વ-પ્રવચનમાળા અસંખ્ય સૂક્ષ્મ જીવ હોય છે. એનાથી ઘોર હિંસા થાય છે. શરાબ-દારૂ પીનારાઓના પરિવાર નષ્ટ થઈ જાય છે. પરિવારમાં ઝઘડા, મારામારી, ગાળાગાળી વગેરે દૂષણો પ્રવેશી જાય છે. ધનનો દુર્વ્યય થાય છે. સભામાંથી માનસિક ભારણ-તનાવને દૂર કરવા થોડીક મદિરા પીએ તો ? મહારાજશ્રી : માનસિક તાણ ઉત્પન્ન જ ન થાય તેવી જીવનપદ્ધતિ કેમ નથી બનાવતા ? તાણમાંથી મુક્ત થવા માટે સામાયિક કરો, પરમાત્માનું ધ્યાન ધરો. શ્રીનવકારમંત્રનો જાપ કરો. સત્પુરુષોનો સંપર્ક કરો, સારી ધાર્મિક ચોપડીઓનું અધ્યયન કરો. આવા અનેક ઉપાયો છે માનસિક તાણમાંથી મુક્ત થવાના. એને માટે દારૂ કોઈ પણ સંજોગોમાં ઉચિત નથી. જરૂરી નથી.. દવાને નામે પણ દારૂ ઉચિત નથી. શ્રીમંત લોકોમાં દવાને નામે દારૂ પીવાનું શરૂ થઈ ગયું છે. ધીરેધીરે એનું પ્રમાણ વધે છે. સ્વભાવ ક્રોધી અને ચીડિયો થવા માંડે છે. અનેક ખરાબીઓ જીવનને નષ્ટ કરી દે છે. એટલા માટે કહું છું કે દારૂનો ત્યાગ કરો. મારે શરાબને-દારૂને સ્પર્શ પણ કરવો નથી' એવો તમારો દૃઢ સંકલ્પ હશે તો કોઈ પણ વ્યક્તિ તમને શરાબ પાઈ નહીં શકે. લોભ અને ભયથી મુક્ત થઈ જાઓ. જીવનભર શરાબનો ત્યાગ કરી દેવો જોઈએ. જુગાર : * જુગા૨ ૨મવામાં ભલે તમે રૂપિયા ન હારતા હો, પરંતુ જીવન હારી જાઓ છો, એ વાત જાણો છો ? ના, જીવનનું તો મૂલ્યાંકન જ કર્યું નથી. મૂલ્યાંકન તો છે માત્ર રૂપિયાનું ! વગર પરિશ્રમે તમારે લોકોને લખપતિ, કરોડપતિ બની જવું છે ને ? દેશમાં લાખો નહીં, કરોડો લોકો આ દૃષ્ટિએ જુગા૨ ૨મે છે. રૂપિયા હારતા જાય છે તો પણ જુગા૨નો ત્યાગ કરતા નથી. કારણ કે જુગાર રમવાનું વ્યસન થઈ ગયું છે. ‘લોટરી’ પણ જુગાર જ છે. ‘મટકા’ રમવું એ પણ જુગાર છે. જુગાર રમીને રૂપિયા કમાનાર દુઃખી થાય છે અને હારનારો પણ દુઃખી થાય છે. જીતનારો એક દિવસે હારી જ જાય છે. કોઈ પણ જુગારી શાન્તિથી જીવન જીવતો નથી. એનો પરિવાર પણ સુખશાન્તિ પામતો નથી. એટલા માટે કહું છું કે જુગાર રમવો છોડી દો. એક દિવસ પણ ન રમો. પરસ્ત્રીગમન ઃ પોતાની પત્ની સિવાય સર્વ પ્રકારની સ્ત્રીઓ પરસ્ત્રી છે. પરસ્ત્રીઓનું પાપ ખૂબ મોટું પાપ છે. સિનેમા, ટી.વી. અને વિડિયોના આ યુગમાં મનુષ્યની જાતીયવૃત્તિકામવાસના પ્રબળ થતી જાય છે. પુરુષો પરસ્ત્રીગામી બન્યા છે. સ્ત્રીઓ 2010_03 Page #21 -------------------------------------------------------------------------- ________________ આષાઢ-ચાતુમસિક પ્રવચન ૧૧ પરપુરુષગામી બની છે. આ પાપથી બચી ગયેલાં સ્ત્રીપુરુષોની સંખ્યા અતિ અલ્પ છે. આ પાપ આત્માનું તો સર્વતોમુખી પતન કરે જ છે પણ શરીરને ય રોગી બનાવે પરસ્ત્રીગામી પુરુષ અને પરપુરુષગામી સ્ત્રી, બંને પોતાના પારિવારિક જીવનને કલુષિત કરી દે છે. પોતાના ક્ષણિક આવેગોમાં વહીને તેઓ બીજાંનાં જીવનમાં પણ આગ લગાડે છે. આ વિષયમાં મેં તમને ઘણાં ઉદાહરણો સંભળાવ્યાં છે. પરસ્ત્રીગામી પુરુષોનાં કેવાં ભયંકર પતન થયાં છે...કેવો એમનો સર્વનાશ થયો છે એ વાત શું તમે નથી જાણતા? મનને તૃઢ કરો. પુરુષોએ પરસ્ત્રીઓના નજીકના પરિચયમાં ન આવવું જોઈએ. પરસ્ત્રીઓનાં રૂપ-શૃંગાર ન જોવાં જોઈએ. નીચી કોટિનું એવું હલકું સાહિત્ય ન વાચવું જોઈએ, પરસ્ત્રી સાથે એકાન્તમાં રહેવું ન જોઈએ અને આંખ પરોવીને હસવું પણ ન જોઈએ. આ જ સાવધતા સ્ત્રીઓએ પુરુષ સંબંધમાં સમજવાની છે. પ્રથમ વાત તો એ છે કે તમારા મનમાં પરસ્ત્રીગમનની પરપુરુષગમનની ઈચ્છા જ પેદા ન થવી જોઈએ. એવા વિચારોનો પ્રવાહ જ ન બનવો જોઈએ. સમાન ઈચ્છાવાળાં સ્ત્રીપુરુષ મળી ગયાં અને અનુકૂળ સ્થાન મળી ગયું...તો પતન થવામાં વાર નથી લાગતી. તત્કાલ પતન થઈ જશે. ઇન્દ્રિયો ઉપર સંયમ હશે, પાપનો ભય હશે, મનને પરસ્ત્રીગમનની ઇચ્છાથી મુક્ત કર્યું હશે, તો જ તમે પરસ્ત્રીગમન ન કરવાની પ્રતિજ્ઞા લઈ શકશો અને પ્રતિજ્ઞાનું પાલન કરી શકશો. ખૂબ સાવધાન બનીને જીવવાનું છે. રાત્રિભોજનઃ સૂર્યાસ્ત થયા પછી ભોજન ન કરવું જોઈએ. પ૩મરિયું ગ્રંથમાં શ્રી વિમલાચાર્યજીએ કહ્યું છે. जे पुण रयणीसु नरा भुज्जन्ति असंजया वयविह्वणा । ते नरयतिरियवासे हिण्डन्ति अणंतयं कालं ॥ अणुहविऊण य दुःखं जइ कह विलहन्ति माणुसं जम्मं । तत्थ वि होन्ति अणाहा जे निसिभत्तं न वज्जंति ॥ જે અસંયત અને વ્રતરહિત મનુષ્યો રાત્રિમાં ભોજન કરે છે, તે લોકો નરકગતિ અને તિર્યંચગતિમાં અનંતકાળ-જન્મ મરણ કરે છે. દુઃખ અનુભવે છે. અને ગમે તે પ્રકારનું મનુષ્યજીવન પામે છે. અને રાત્રિભોજનનો ત્યાગ નથી કરતા તે લોકો અનાથ-અસહાય બને છે. 2010_03 Page #22 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ-પ્રવચનમાળા કેટલાંક વર્ષોથી આપણા જૈન સંઘોમાં પણ રાત્રિભોજન વ્યાપક બનતું જાય છે. રાત્રિભોજનને માંસ-ભોજન સમાન માનવામાં આવ્યું છે. એટલા માટે રાત્રિભોજનને જીવનપર્યંત ત્યજી દેવું જોઈએ. ઓછામાં ઓછું, ચાતુર્માસમાં તો રાત્રિભોજનનો ત્યાગ કરવો જ જોઈએ. ૧૨ સૂર્યાસ્ત પછી વાતાવરણમાં જીવોની ઉત્પત્તિ ઘણી થઈ જાય છે. વીજળીના પ્રકાશમાં પણ તે જીવો દેખાતા નથી, પણ ભોજનમાં પડે છે. એનાથી શારીરિક નુકસાન તો થાય જ છે, જીવહિંસા પણ થાય છે. બ્રહ્મચર્યવ્રતનું પાલન કરનારાઓએ તો રાત્રિભોજન છોડવું જ જોઈએ. રાત્રિભોજન કરનારાઓના મનમાં મૈથુનની ઇચ્છા ઊમટે છે. શરીરમાં વિકાર ઉત્પન્ન થાય છે. એટલા માટે સૂર્યાસ્ત થતા પહેલાં ૪૮ મિનિટ પૂર્વે જ ભોજનનો ત્યાગ કરવાનું કહ્યું છે. સવારે જે રીતે સૂર્યોદય થયા પછી ૪૮ મિનિટ વીત્યા પછી ભોજન કરવાનું કહ્યું છે, એ રીતે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં જ ભોજનનો ત્યાગ કરવાનો હોય છે. જૈનધર્મમાં રાત્રિભોજનના ત્યાગને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જીવનવ્યવસ્થા જ એવી બનાવવી જોઈએ કે રાત્રિભોજન કરવું જ ન પડે. જો તમે નિર્ણયનિશ્ચય કરી લો તો રાત્રિભોજનનો ત્યાગ કરી શકો. સમગ્ર જીવન માટે રાત્રિભોજનના ત્યાગની પ્રતિજ્ઞા ન લઈ શકો તો ચાતુર્માસના ચાર મહિનાઓ માટે પણ પ્રતિજ્ઞા લેવી જ જોઈએ. જીવનપર્યંત તમારે શું શું ત્યજવું જોઈએ, તેની એક સૂચિ તમને બતાવું છું. ૧. કુદેવ, કુગુરુ, કુધર્મની માન્યતા, ૨. સાત વ્યસન, ૩. રાત્રિભોજન, ૪. કંદમૂળ, ૫. વાસી ખોરાક, ૬. મધ અને માખણ, ૭. દ્વિદળની સાથે ગરમ કર્યા વગરના દૂધ, દહીં, છાશ, ખાવાનું. ૮. પાન, બીડી, સિગરેટ, ૯. સિનેમા, ટી.વી., ૧૦. જાસૂસી નવલકથા વાંચવી, ૧૧. દાણચોરી, ૧૨. ગાળો બોલવી, ૧૩. હિંસામય વ્યવસાય, ૧૪. ભોજન જુઠું મૂકવું, ૧૫. ખોટી સાક્ષી આપવી, ૧૬. તમાકું ખાવી, ૧૭. હિંસાજન્ય સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવો. તમારામાં દૃઢ મનોબળ હોય તો આ પાપોને જીવનભર ત્યજી દો. પ્રતિજ્ઞા કરી લો. જો એવું મનોબળ ન હોય તો પાંચ વર્ષ માટે, ચાર, ત્રણ, બે યા એક વર્ષ માટે પ્રતિજ્ઞા કરી શકો છો. આ વાતોમાં કોઈ વાત તમારી સમજમાં ન આવતી હોય તો તમે મારી પાસે આવીને પૂછી પણ શકો છે. પ્રતિજ્ઞામાં કોઈ અપવાદ રાખવો હોય તો તે રાખી શકો છો; પરંતુ પ્રતિજ્ઞા તો કરવી જ જોઈએ. 2010_03 Page #23 -------------------------------------------------------------------------- ________________ આષાઢ-ચાતુર્માસિક પ્રવચન ૧૩ હવે ખાસ ચાતુર્માસમાં વિશેષ રૂપે ત્યાગ કરવા જેવી કેટલીક વાતો તમને જણાવું છું. (૧) મુસાફરી, (૨) આમ્રફળ, (૩) પત્તાંવાળી ભાજી, (૪) જાંબૂ, (૫) ઘ૨ની વાર્ષિક સફાઈ, (૬) નવું મકાન બનાવવું, (૭) જૂનું મકાન રીપેર કરવું, (૮) ખારેકખજૂર (૯) પાછળના દિવસે તોડેલી સોપારી, (૧૦) કાચું પાણી, (૧૧) સિનેમા, નાટક, સરકસ., (૧૨) બરફ, આઇસ્ક્રીમ. હવે જીવનમાં શું શું કરવું જોઈએ અને ચાતુર્માસમાં શું શું કરવું જોઈએ એની યાદી-સૂચિ સંભળાવું છું. ૧. સુદેવ, સુગુરુ, સુધર્મ પર શ્રદ્ધાને મજબૂત કરવી, ૨. પરમાત્મદર્શન, ૩. પરમાત્મપૂજન, ૪. જાગતાં જ નવકા૨સ્મરણ, ૫. પ્રતિક્રમણ, ૬. સામાયિક, ૭. ગુરુવંદના, ૮. સ્નાત્રપૂજા, ૯. વ્યાખ્યાન શ્રવણ, ૧૦. પૌષધવ્રત (પતિથિમાં), ૧૧. ઉપવાસ (પર્વીતથિમાં), ૧૨. આયંબિલ (મહિનામાં કેટલાંક), ૧૩. એકાસણાં (મહિનામાં કેટલાંક), ૧૪. કેટલીક વિગઈનો ત્યાગ, ૧૫. સચિતનો ત્યાગ, ૧૬. લીલી વનસ્પતિનો ત્યાગ, ૧૭. થાળી ધોઈને પીવી, ૧૮. નવકારમંત્રની એક માળા, ૧૯. ધાર્મિક પુસ્તકો વાંચવાં, ૨૦. ગરમ-ઊકાળેલું પાણી પીવું, ૨૧. બ્રહ્મચર્યનું પાલન કરવું, ૨૨. પાણી ગાળીને ઉપયોગમાં લેવું, ૨૩. નીચે જોઈને ચાલવું, ૨૪. ક્રોધ ન ક૨વો, ૨૫. ઝઘડો ન ક૨વો, ૨૬. સુપાત્રે દાન આપવું, ૨૭. જ્ઞાનદાન આપવું, ૨૮. અભયદાન આપવું, ૨૯. તીર્થયાત્રા (ચાતુર્માસમાં નહીં). આ સૂચિમાંથી તમે જે જે કરી શકો તેની પ્રતિક્ષા કરવી જોઈએ. આખી જિંદગી સુધીની પ્રતિજ્ઞા લઈ શકો છો. કેટલાંક વર્ષો માટે, યા કેટલાક મહિનાઓ માટે પણ પ્રતિજ્ઞા લઈ શકો છો. ડરવું નહીં કે પ્રતિજ્ઞાનો ભંગ થશે તો મોટું પાપ લાગશે.' એવો સંકલ્પ કરો કે ‘પ્રાણ જાય તો જાય, પરંતુ પ્રતિજ્ઞાભંગ નહીં કરું.' મનોબળ દૃઢ બનાવવું. એને માટે કેટલીક સાવચેતી બતાવું છું. * પ્રતિજ્ઞા સદ્ગુરુ પાસેથી લેવી. * સંયોગ અને પરિસ્થિતિને અનુરૂપ પ્રતિજ્ઞા લેવી. * કમજોર મનોબળવાળા લોકોનો સંપર્ક ન રાખવો. * પ્રતિજ્ઞા-ભંગ થવાની સંભાવના હોય એવા સ્થળે ન જવું. * સપ્તાહમાં એક વાર સર્વ પ્રતિજ્ઞાઓને યાદ કરી લેવી. * જે વિષયની તમે પ્રતિજ્ઞા લીધી હોય, એ પ્રતિજ્ઞાનું મહત્ત્વ બુદ્ધિપૂર્વક સમજી 2010_03 Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પર્વ-પ્રવચનમાળા લેવું, જેથી કોઈ તમારી પ્રતિજ્ઞાને મહત્ત્વહીન બતાવે તો તમે અકાદ્ય તર્કોથી જવાબ આપી શકો. * વ્રતધારી, પ્રતિજ્ઞાવાન પુરુષોનો સહવાસ રાખવો. * પ્રતિજ્ઞા લીધા પછી પસ્તાવો ન કરવો કે મેં પ્રતિજ્ઞા ન લીધી હોય તો સારું થાત.. વગેરે. * દૃઢતાથી પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરનારાં મહાન સ્ત્રીપુરુષોનાં ચરિત્રો (કથાઓ) વાંચતા રહેવું. * પ્રતિજ્ઞા લઈને પ્રતિજ્ઞાનો ભંગ કરનારી વાતો ન સાંભળવી. એવા લોકોની મિત્રતા પણ ન કરવી. * પ્રતિજ્ઞાપાલનનાં વિશિષ્ટ ફળ જ્ઞાની ગુરુજનો પાસેથી સાંભળવાં. પ્રતિજ્ઞાનું પાલન પ્રાણની ય પરવા કર્યા વગર દ્રઢતાપૂર્વક કરનારાં મહાન સ્ત્રીપુરુષોનાં કેટલાંક નામ સંભળાવું છું. ધ્યાનથી સાંભળજો. * રાજા ચંદ્રાવતંસકે પ્રતિજ્ઞા કરી હતી કે : “દીવો બળતો રહેશે ત્યાં સુધી કાર્મોત્સર્ગ-ધ્યાનમાં ઊભો રહીશ.' દાસી દીવામાં ઘી નાખતી રહી...રાજા રાતભર કાર્યોત્સર્ગમાં ઊભા રહ્યા. ધર્મધ્યાન કરતા રહ્યા, મૃત્યુ થયું...મરીને દેવલોકમાં દેવ બન્યા. * શ્રેષ્ઠી સુદર્શનની પ્રતિજ્ઞા હતી કે પરસ્ત્રીગમન ન કરવું. રાજાની રાણી અભયાએ સુદર્શનને કપટ કરીને પોતાના મહેલમાં બોલાવ્યા અને ભોગની પ્રાર્થના કરી. સુદર્શન ચલિત ન થયા. રાણીની વાત માની નહીં રાણીએ રાજા પાસે સુદર્શનને સજા કરાવી. સુદર્શનને શૂળીએ ચઢાવ્યા. પરંતુ શૂળી સોનાનું સિંહાસન બની ગઈ. * મહાસતી સુરસુંદરીએ અનેક ભીષણ કષ્ટો વચ્ચે પણ પોતાના પતિવ્રતને સુરક્ષિત રાખ્યું. તે કષ્ટોથી ન ડરી, પ્રલોભનોથી ન લલચાઈ. છેવટે તેને વિદ્યાશક્તિઓ પ્રાપ્ત થઈ, રાજ્ય મળ્યું અને સાધ્વી બનીને તેણે કર્મોનો નાશ કર્યો. * શ્રી સુધમસ્વિામીજીની પાસે જંબૂસ્વામીએ આજીવન બ્રહ્મચર્ય વ્રત લીધું હતું. માતાપિતાના આગ્રહથી તેમણે આઠ શ્રેષ્ઠિકન્યાઓ સાથે લગ્ન કરવાં પડ્યાં. છતાં પણ તેઓ નિર્વિકારી-બ્રહ્મચારી રહ્યા. આઠ પત્નીઓને પણ તેમણે વિરાગી બનાવી. ડાકુઓને સાધુ બનાવી દીધા. અને પોતે કેવળજ્ઞાની બનીને મોક્ષે ગયા. 2010_03 Page #25 -------------------------------------------------------------------------- ________________ આષાઢચાતુમાસિક પ્રવચન ૧૫ * ડાકુ વંકચૂલ. ગુરુદેવ પાસેથી એણે ચાર પ્રતિજ્ઞા લીધી હતી. એ પ્રતિજ્ઞાઓનું કેવું પાલન કર્યું હતું ? “મરવું પડે તો મરી જઈશ પરંતુ કાગડાનું માંસ નહીં ખાઉં.' ન ખાધું એણે કાગડાનું માંસ. મરીને બારમા દેવલોકમાં ગયો, દેવ બન્યો. સભામાંથીઃ અમે તો બીમારીમાં સર્વ પ્રકારની છૂટ લઈએ છીએ, પ્રતિજ્ઞામાં! મહારાજશ્રી ઃ કારણ કે સંકટના સમયે પ્રતિજ્ઞામાં દ્રઢ રહેવાનું મનોબળ તમારામાં નથી રહ્યું. પરીક્ષાના સમયે જ નોટ અને પેન છોડી દો છો. પેપર લખવાનું જ નહીં. પરીક્ષા આપ્યા સિવાય જ પાસ થવાની ઈચ્છા રાખો છો ! પ્રતિજ્ઞા લેશો તો કસોટી તો થશે જ ! હું નાનો હતો, ગુજરાતની એક હોસ્ટેલમાં રહેતો હતો. રાત્રિભોજન ન કરવાની મારી પ્રતિજ્ઞા. એક દિવસે અમારી “દમણ'ની પદયાત્રા હતી. દમણ અમારી હોસ્ટેલના ગામથી ૬-૭ માઈલ દૂર હતું. અમે દમણ પહોંચ્યા તો સૂર્યાસ્ત થઈ ગયો હતો. એ સમયે દમણમાં ફિરંગીઓનું શાસન ચાલતું હતું. ત્યાંના ગવર્નરના દીવાન અમારા યજમાન હતા. એમને ઘેર ભોજનની વ્યવસ્થા કરી હતી. અમે આશરે ૪૦ છોકરાઓ હતા, અને અમારા ગૃહપતિ હતા. બધા ભોજન કરવા બેસી ગયા. હું દીવાનખાનામાં બેસી રહ્યો. દીવાન સાહેબ મારી પાસે આવ્યા અને મને પૂછ્યું : ‘તું અહીં કેમ બેઠો છે? ભોજન નથી કરવું?” મેં કહ્યું હું રાત્રિભોજન નથી કરતો, મારી પ્રતિજ્ઞા છે.” તેમણે કહ્યું: ‘આટલું ચાલીને આવ્યો છે, ભૂખ પણ લાગી હશે. ખાઈ લે, પાછળથી પ્રાયશ્ચિત કરી લેજે.' મેં કહ્યું: “મને ભૂખ પણ નથી લાગી. અને હું પ્રતિજ્ઞાનું પાલન તો કરીશ જ.” તેમણે કહ્યું: “આ બધા છોકરાઓ ભોજન કરે છે તો તારા મનમાં ખાવાની ઈચ્છા નથી થતી?” મેં કહ્યું: “ના, હું ખાઈશ નહીં.’ તેઓ ખુશ થઈ ગયા. તેમણે મારાં ખૂબ વખાણ કર્યા. બીજે દિવસે તેમણે મારા માટે સ્પેશ્યલ નાસ્તો તૈયાર કરાવ્યો, મને મજા પડી ગઈ ! બધા છોકરાઓ મારા નાસ્તાની પ્લેટ જોઈને સમજી ગયાને? આજે પણ કોઈવાર એ પ્રસંગ સ્મૃતિમાં આવે છે તો મારું મન આનંદિત થઈ જાય છે. હું કસોટીમાંથી પાર ઊતર્યો હતો ને ! જ્ઞાની પુરુષો ચાતુર્માસની એક મહત્ત્વપૂર્ણ સાવધાની બતાવે છે. તેઓ કહે છેચાતુર્માસમાં જણાધમનું પાલન કરો. વષકાળમાં સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ વધારે પ્રમાણમાં થાય છે. સ્થળે સ્થળે નિગોદ પણ થાય છે. જેને લીલ, ફૂગ, શેવાળ કહેવાય છે. નિગોદ લીલી હોય છે, કાળી હોય છે. સફેદ પણ હોય છે. એના એક 2010_03 Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પર્વ-પ્રવચનમાળા એક કણમાં અનંત અનંત જીવ હોય છે. એટલા માટે ચાલતાં-ફરતાં નિગોદ ઉપર પગ મૂકવો ન જોઈએ. વનસ્પતિ (હરિયાળી-લોન) ઉપર પણ ન ચાલવું જોઈએ. ઘરમાં, દુકાનમાં કોઈકોઈ વાર થાંભલાઓ ઉપર, પલંગ ઉપર, અલમારી ઉપર, જ્યાં ચીકણા હાથ લાગે છે ત્યાં નિગોદ થઈ જાય છે. ઘી-તેલના વાસણ ઉપર પણ કોઈ વાર નિગોદ થઈ જાય છે. એટલા માટે ત્યાં ચૂર્ણ, રાખ વગેરે લગાડીને વસ્તુઓ ઠંડા સ્થાનમાં રાખવી જોઈએ. પાપડ ઉપર પણ કોઈક વાર સફેદ નિગોદ થઈ જાય છે, એટલા માટે ચાતુર્માસમાં પાપડનો ઉપયોગ ન કરવો જોઈએ. ચાતુર્માસમાં જમીનને ખોદવી ન જોઈએ. વસ્ત્રો રંગવા ન જોઈએ. વસ્ત્રો વધારે ધોવા પણ ન જોઈએ કૂટવામાં, દળવામાં, રસોઈ બનાવવામાં, વાસણો ધોવામાં પૂરું ધ્યાન રાખવું જોઈએ. સૂક્ષ્મ જીવોની રક્ષાનો ભાવ હોવો જોઈએ. મંદિર અને ઉપાશ્રયમાં યતનાધર્મનું પાલન કરવું જોઈએ. એટલે ધર્મસ્થાનોમાં જીવોત્પત્તિ ન થાય, એનો ખ્યાલ રાખવો જોઈએ. જીવોત્પત્તિ થઈ જતાં એ જીવો પ્રમાદથી મરી ન જાય એનો ઉપયોગ રાખવો જોઈએ. વશિષ્ઠ મુનિએ “ભવિષ્યોત્તર પુરાણ' માં ચાતુમસિમાં શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ તેનું સુંદર માર્ગદર્શન આપ્યું છે. - પ્રવાસં નૈવ સુર્વત - પ્રવાસ ન કરવો. – મૃત્તિકા નૈવે વીનવે - જમીન ખોદવી નહીં. - પાને ચાતુર્માસી વિષેવન્ત - એક વાર ભોજન કરવું. - નક્તિ મનસ્ - રાત્રિભોજન ન કરવું. - મધમાંસાનિ વર્નચે માંસ-મદિરાનો ત્યાગ કરવો. – તૈયાખ્યાં ન રોતિ - તેલ માલિશ ન કરવાં. - પુષ્પાલિકાતંત્યા - પુષ્પાદિનો ઉપયોગ ન કરવો. – સ્મૃતિરૂમાથુ–ષા–ક્ષારસાનૂ વર્જયેત્ | - ષડરસોનો ત્યાગ કરવો. - અન્તરોપવાલી - એકાન્તરે ઉપવાસ કરવો. - સર્વદા મૌનમોનનમ્ - સદાય મૌનપૂર્વક ભોજન કરવું. પહેલી વાત કહી છે. પ્રવાસ ન કરવાની. જ્યારે કેટલાંક વર્ષોથી આપણા સંઘોમાં પ્રવાસ-ચાતુમસના કાળમાં જ વધારે પ્રમાણમાં આયોજિત થાય છે! જ્યાં પર્યુષણ પર્વ પૂરું થયું કે પ્રવાસ-આયોજન શરૂ થઈ જાય છે. જેમ કે તમે લોકો પર્યુષણ સુધી જ ચાતુર્માસ-કાળ સમજો છો ! 2010_03 Page #27 -------------------------------------------------------------------------- ________________ આષાઢ-ચાતુર્માસિક પ્રવચન ૧૭ જે રીતે સાધુ-સાધ્વીને ચાતુર્માસમાં એક ગામમાં જ સ્થિરતા ક૨વાની હોય છે, વિહાર કરવાનો હોતો નથી. એ રીતે જ તમારે લોકોને પણ નગરથી બહાર જવાનું હોતું નથી. પ્રવાસ કરવાનો નથી. નિવૃત્તિમય ધર્મઆરાધના કરવાની હોય છે. મુખ્યરૂપે નવ પ્રકારની ધર્મઆરાધના બતાવવામાં આવી છે. સામાયિાવશ્ય-પૌષધાનિ, વેવાઈન-સ્નાત્ર-વિક્ષેપનાનિ 1 ब्रह्मक्रिया-दान- तपोमुखानि भव्याश्चतुर्मासिकमण्डनानि ॥ ૧. સામાયિક, ૨. પ્રતિક્રમણ, ૩. પૌષધ, ૪. પરમાત્મપૂજન, પ. સ્નાત્રપૂજા, ૬. પરમાત્મવિલેપન, ૭. બ્રહ્મચર્યપાલન, ૮. દાન અને ૯. તપશ્ચર્યા - આ નવ પ્રકારની આરાધના ચાતુર્માસનો શણગાર છે. તેમાં તીર્થયાત્રાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ચાતુમસ-કાળમાં જ્યારે પ્રવાસનો જ નિષેધ કર્યો હોય ત્યારે તીર્થયાત્રા કેવી રીતે થાય ? એટલા માટે કહું છું કે આ ચાતુર્માસમાં, પર્યુષણની પહેલાં અથવા પછી તીર્થયાત્રાનું આયોજન ન કરવું. તમારા વ્યવહારિક કાર્યોમાં પણ પ્રવાસ કરવાનો નથી. સભામાંથી : પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈ વગેરે તપશ્ચર્યા કરીએ છીએ ત્યારે સ્નેહીસ્વજનોને નિમંત્રણ-પત્ર મોકલીએ છીએ અને સંબંધને કારણે ચાલુ પર્યુષણ પર્વમાં પ્રવાસ કરીને તેમને આવવું પડે છે. કેટલાક લોકો તો એને કારણે સંવત્સરીપ્રતિક્રમણ પણ કરી શકતા નથી. તો આ પ્રથા શું શાસ્ત્રીય છે ? ઉચિત છે ? મહારાજશ્રી : સર્વથા ખોટી પદ્ધતિ છે. પર્યુષણ જેવા મહાન્ પર્વના દિવસોમાં પ્રવાસ કરવો એ મહાપર્વની વિરાધના છે. બીજી વાત તપશ્ચર્યાની સાથે એવી પ્રથા જોડવી એ પણ ખોટું છે. તમે લોકોએ તપશ્ચર્યાને મોંઘી બનાવી દીધી છે. તપશ્ચર્યાથી મારે મારા ઉપર લાગેલાં કર્મોની નિર્જરા કરવાની છે, આત્મભાવ નિર્મળ કરવો છે, આહારસંશા પર વિજય મેળવવો છે.' આ વાત યાદ રહે છે ખરી ? તપશ્ચર્યા નિમિત્તે પણ ચાતુર્માસમાં પ્રવાસ કરવો એ ઉચિત નથી. એટલા માટે તપશ્ચર્યા નિમિત્તે ન કોઈને બોલાવવા જોઈએ, કે ન તો તમારે પ્રવાસ કરીને જવું જોઈએ. માત્ર અનુમોદના માટે સમાચાર મોકલી શકો છો. જિનાજ્ઞાથી વિપરીત પ્રથાઓને દૂર કરવી જોઈએ. ‘ચાતુમસમાં પ્રવાસ ન ક૨વો.' એ જિનાજ્ઞા છે. આ આજ્ઞાનું પાલન કરવાના હેતુથી મહારાજા કુમારપાળે પાટણ બહાર નહીં જવાની પ્રતિજ્ઞા કરી હતી. સભામાંથી અઠ્ઠાઈ વગેરે મોટી તપશ્ચર્યા કરનારાઓને ૮/૧૦ હજાર રૂપિયાનો ખર્ચ તો કરવો જ પડે છે. પૂજા ભણાવવી, વરઘોડો કાઢવો, પ્રભાવના આપવી, સ્નેહી-સ્વજનોને પ્રીતિભોજન આપવું...વગેરે કરવું; શું એ જિનાજ્ઞા છે ? મહારાજશ્રી : શ્રીમંત-ધનવાનોએ આ બધું કરવું જ જોઈએ. કરવું જ જોઈએ 2010_03 Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પર્વ-પ્રવચનમાળા એવી જિનાજ્ઞા નથી. કરવાથી જિનાજ્ઞાની પ્રશંસા જરૂર થાય છે. પરંતુ હું તપશ્ચર્યા કરીશ, અથવા મારા ઘરમાંથી કોઈ મોટી તપશ્ચર્યા કરશે તો મારે પ-૭ હજાર રૂપિયા ખર્ચવા પડશે, એટલા માટે હું મોટી તપશ્ચર્યા નહીં કરે, ન તો ઘરમાંથી કોઈને કરવા દઈશ.” આવો વિચાર કરવો એ ખોટું છે. તપશ્ચયની સાથે રૂપિયાનો સંબંધ જોડવા જ ન જોઈએ. ભાવના હોય અને શક્તિ હોય તો જ ખર્ચ કરવાનું હોય છે. શ્રીમંતોનું અનુકરણ મધ્યમવર્ગના યા ગરીબવર્ગના લોકોએ કરવાનું નથી. પાટણમાં મહારાજા કુમારપાળ પૌષધ કરવા જતા હતા તો સાથે ૧૮૦૦ શ્રેષ્ઠીઓ રહેતા હતા. રાજા ચંદ્રાવતંસક પણ સેંકડો શ્રાવકોની સાથે સામાયિક કરવા જતા હતા, શું તમે ૫૦-૧૦૦ શ્રાવકોને પણ સાથે લઈ દરરોજ સામાયિક કરવા ઉપાશ્રય જશો? તો શું તમે સામાયિક છોડી દેશો? શ્રીમંત શ્રાવકો જિનશાસનની શાન વધારવા માટે ખર્ચ કરે તો ઉચિત છે. પરંતુ જેઓ શ્રીમંત નથી, તેમણે એમની દેખાદેખીથી, ઉધાર લઈને ખર્ચ કરવાનો નથી. હું જાણું છું કે ઘણાખરા માણસો એટલા માટે મોટી તપશ્ચય ભાવના હોવા છતાં કરતાં નથી કારણ કે તેમને રૂપિયા ખરચવા પડે છે. ખર્ચ નથી કરતા તો સમાજમાં લોકો નિંદા કરે છે. તેમના પ્રત્યે હલકી નજરે જુએ છે. આ તમામ બાબતો અનુચિત છે. આ તમામ બાબતો તપશ્ચર્યામાં અંતરાય કરનારી છે. તમારી આર્થિક સ્થિતિ અનુસાર જ ખર્ચ કરવો જોઈએ. તમારામાં એટલી તો નૈતિક હિંમત હોવી જોઈએ. અમે તપશ્ચયનિા અનુલક્ષ્યમાં વરઘોડો નહીં કાઢીએ. પ્રભાવના નહીં આપીએ. પ્રીતિભોજન નહીં આપીએ તો લોકો શું કહેશે?” આ ભય તમારા મનમાં ન હોવો જોઈએ. નિર્ભય, નિશ્ચિંત થઈને આત્મશુદ્ધિના ઉપલક્ષ્યમાં તપશ્ચર્યા કરો. હવે ચાતુર્માસ કાળની નવ પ્રકારની આરાધના અંગે સંક્ષેપમાં કેટલુંક માર્ગદર્શન આપીને પ્રવચન પૂર્ણ કરીશ. રામાયિક સામાયિક કરવાનું છે, સમતાભાવમાં સ્થિર રહેવા માટે. રાગદ્વેષથી ૪૮ મિનિટ મુક્ત રહેવાનું છે. સામાયિક કરનારાઓએ ૩ર દોષોથી બચવાનું છે. મનના ૧૦, વચનના ૧૦ અને કાયાના ૧૨ દોષોને જાણીને એ દોષોથી બચીને સામાયિક કરવાનું છે. ઉપાશ્રયમાં, ઘરમાં યા સાધુ-મુનિરાજની પાસે જઈને સામાયિક કરી શકો છો. ઘરમાં એકાન્ત જગાએ સામાયિક કરવું જોઈએ. પ્રતિક્રમણ : આત્માને પાપોથી બચાવવાની ભાવનાથી સવાર-સાંજ બંને સમય પ્રતિક્રમણ કરવું જોઈએ. ઉચિત સમયે અને વિધિપૂર્વક પ્રતિક્રમણની ક્રિયા કરવાની હોય છે. સાધુપુરુષનો સંયોગ હોય તો તેમની પાસે કરવી જોઈએ, અન્યથા સ્વયં કરવી 2010_03 Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આષાઢ-ચાતુમસક પ્રવચન જોઈએ. પ્રતિક્રમણના સૂત્રોનો અર્થ અવશ્ય જાણી લેવો જોઈએ. અર્થજ્ઞાન વગર પ્રતિક્રમણમાં મન સ્થિર નહીં રહે. વિચારોમાં ખોવાઈ જશો અથવા ઊંઘ આવી જશે. પૌષધઃ પૌષધદ્રત સાધુજીવનનો નમૂનો છે. આ વ્રત નિવૃત્તિરૂપ છે. ભોજનથી નિવૃત્તિ, શરીરસેવાથી નિવૃત્તિ, અને મૈથુનથી નિવૃત્તિ હોય છે આ વ્રતમાં. પાંચમ, આઠમ, ચૌદશ જેવી પર્વતિથિઓમાં આ વ્રત લેવું જોઈએ. ઓછામાં ઓછું ૧૨ કલાકનું આ વ્રત હોય છે. ર૪ કલાકનું, બે દિવસનું, આઠ દિવસનું અને પૂરા ચાતુર્માસ માટે પણ આ વ્રત લઈ શકાય છે. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, પ્રભુભક્તિ, ગુરુસેવા...ઈત્યાદિ આરાધનાથી આ વ્રતનું પાલન કરવું જોઈએ. નિંદા, વિકથા અને પ્રમાદથી આ વ્રતની વિરાધના ન કરવી જોઈએ. પરમાત્મપૂજન : શ્રાવક-શ્રાવિકાએ પ્રતિદિન પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ. શુદ્ધ વસ્ત્રો પહેરીને, પોતાની પૂજા સામગ્રીથી ભાવપૂર્વક પૂજા કરવી જોઈએ. અભિષેકપૂજા (પ્રક્ષાલ) પણ તમારે લોકોએ કરવી જોઈએ. પૂજારી પાસે પૂજા ન કરાવવી જોઈએ. અભિષેકપૂજા, ચંદનપૂજા, ધૂપપૂજા, પુષ્પપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા, અને ફળપૂજા - આ આઠ પ્રકારની દ્રવ્યપૂજા છે. દ્રવ્યપૂજા કર્યા પછી ચૈત્યવંદનસ્વરૂપ ભાવપૂજા કરવી જોઈએ. વિધિસહિત ભાવપૂર્વક પૂજા કરવાથી મન પ્રસન્નતા રહેશે. મનમાં વૈરાગ્ય પેદા થશે. અને ક્રમશઃ આત્મશુદ્ધિ થતી જશે. સ્નાત્રપૂજા ? ગીત-ગાનપૂર્વક પરમાત્માની સ્નાત્રપૂજા કરવી જોઈએ. રોજ ન કરી શકો તો કોઈકોઈ વાર કરવી જોઈએ. પૂજારીને પૈસા (નકરો) આપીને સ્નાત્રપૂજા ન કરાવવી. તમારે જાતે જ સ્નાત્રપૂજા કરવી જોઈએ. વિલેપનપૂજાઃ પરમાત્માની મૂર્તિ ઉપર ઉત્તમ દ્રવ્યોથી વિલેપન કરવું જોઈએ. દ્રવ્યપૂજામાં જ્યારે તમે ચંદનપૂજા કરો ત્યારે એ સમયે વિલેપન કરવું જોઈએ. પરંતુ ધ્યાન રાખવું કે અશુદ્ધદ્રવ્યોથી વિલેપન ન કરવું જોઈએ. જેમાં ‘આલ્કોહોલ” હોય એવા અત્તરથી વિલેપન ન કરવું. અશુદ્ધ વરખ પણ ભગવાનને અડાવવો ન જોઈએ. આજકાલ 2010_03 Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પર્વ-પ્રવચનમાળા ચાંદીના વરખમાં મિશ્રણ થવા લાગ્યું છે. વરખ બનાવનારા મોટે ભાગે મુસલમાન કારીગરો હોય છે. તેઓ બળદના મુલાયમ ચામડામાં વરખ કૂટે છે અને કૂટતાં કૂટતાં પોતાનું ઘૂંક પણ લગાડે છે. ચાંદીની સાથે બીજી અશુદ્ધ ધાતુઓની મિલાવટ પણ થવા લાગી છે. એવા વરખ લગાડવાથી મૂર્તિને પણ નુકશાન થાય છે. વિલેપન ઉત્તમ દ્રવ્યોનું કરવું જોઈએ. બ્રહ્મચર્યપાલન : ચાતુર્માસમાં બ્રહ્મચર્યના પાલનનું વિશેષ મહત્ત્વ હોય છે. બ્રહ્મચર્યના પાલનથી તન-મન નિર્મળ રહે છે. સ્કૂર્તિવાળું રહે છે અને ધર્મધ્યાનમાં વધારે એકાગ્રતા રહે છે. આ વ્રતનું પાલન કરવા માટે સ્ત્રી-પુરુષે જુદાજુદા ઓરડાઓમાં સૂવું જોઈએ. પ્રયોજને વગર એકબીજાના શરીરને સ્પર્શ ન કરવો જોઈએ. કામોત્તેજક દ્રશ્યો ન જોવાં જોઈએ. એવી ચોપડીઓ પણ ન વાંચવી જોઈએ. એવી વાતો ય ન સાંભળવી જોઈએ. આ રીતે વ્રતનું પાલન થઈ શકે છે. ચારેમાસ પાલન , ઈ શકે તો પવતિથિમાં તો અવશ્ય કરવું જોઈએ. દાન : अभयं सुपत्तदानं अणुकम्पा- उचिय-कित्तिदानं च । दोहिं मुक्खो भणियो, तिन्न भोगाइयं दिति ॥ ૧. અભયદાન, ૨. સુપાત્રદાન, ૩. અનુકંપાદાન, ૪. ઉચિતદાન અને પ. કીર્તિદાન. અભયદાન અને સુપાત્રદાન નિઃશ્રેયસ સાધક છે. અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન અભ્યદય સાધક છે. ચાતુર્માસમાં દાનધર્મની આરાધના કરવી જોઈએ. તપશ્ચર્યા : તીર્થકરોએ સ્વયં તપ કર્યું અને તેમણે તપ કરવાનો ઉપદેશ આપ્યો. બાહ્ય અને આત્યંતર એવા બાર પ્રકારનું તપ બતાવ્યું છે...તપશ્ચર્યાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે. પાપકર્મોની નિર્જરા થાય છે. વિદ્ગોનો નાશ થાય છે. ઇન્દ્રિયોનું દમન થાય છે. કષાયોનું શમન થાય છે. ઈષ્ટ કાર્યોની સિદ્ધિ થાય છે. દેવો પ્રસન્ન થાય છે. વગેરે અનેક લાભ થાય છે. એટલા માટે ચાતુમતિમાં વિશેષ રૂપે તપશ્ચર્યા કરવી જોઈએ. ચાતુર્માસમાં દૈનિક પ્રવચનોમાં આ વિષયો પર વિસ્તારથી વિવેચન કરીશ. આજે બસ, આટલું જ. 2010_03 Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ શ્રી પર્યુષણા મહાપર્વ પહેલો દિવસ એકલના : : દૈનિક ધર્મઆરાધના ૧. પરમાત્મપૂજન. –પરમાત્મપૂજાનાં ફળ. - કર્મબંધનો મૂળ હેતુ. - “સ્વરૂપહિંસાથી ડરો નહીં. – પરમાત્મપ્રેમ જાગૃત કરી. ૨. ગુરુ-પર્યપાતિ : – સદૂગુરુની વ્યાખ્યા. - સાધુનિંદા ના કરો. - સાધુ-સાધ્વીની સુરક્ષાનો પ્રશ્ન. ૩. જીવ-અનુકંપા : – અનુકંપાની વ્યાખ્યા. – અનુકંપાદાન. – મહોકવિ માઘ. ૪. સુપાત્રદાનઃ – સુપાત્રની ઓળખાણ. - સુપાત્રદાનથી ગોવાળપુત્ર શાલિભદ્ર ૫. ગુણાનુરાગઃ – સર્વત્ર ગુણદર્શન કરો. - દોષદર્શનથી નુકશાનો. - પોતાના જ દોષ જુઓ. ૬. જિનવાણી-શ્રવણ – જિનવાણી ક્યાં સાંભળશો? - કેવી રીતે સાંભળશો? - જિનવાણી શ્રવણથી જ શાન્તિ અને જીવનપરિવર્તન. - બાદશાહ અકબર. – યુવકોમાં સારું પરિવર્તન. 2010_03 Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પર્વ-પ્રવચનમાળા जय-सिरि-वंछिअसुहए अनिट्ठहरणे तिवग्गसारम्मि । इह-परलोगहिअत्थे, सम्मं धम्ममि उज्जमह ॥ પરમ ઉપકારી પરમાત્મા જિનેશ્વરદેવોએ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે ધર્મતીર્થની સ્થાપના કરી અને જગતને ધર્મનો ઉપદેશ આપ્યો. ધર્મથી મનુષ્ય વિજયી બને છે. ધર્મથી જીવાત્માને સંપત્તિ પ્રાપ્ત થાય છે. ધર્મથી જ ઇચ્છિત સુખોની પ્રાપ્તિ માણસ કરી શકે છે. ધર્મથી આધિ-વ્યાધિ દૂર થાય છે. ધર્મથી દુર દેવોનો ઉપદ્રવ દૂર થાય છે. ધર્મ-અર્થ અને કામ-આ ત્રણે પુરુષોમાં ધર્મ જ શ્રેષ્ઠ પુરુષાર્થ છે. એટલા માટે ઈહલૌકિક અને પારલૌકિક સુખ-શાન્તિ પામવાના હેતુથી, શુદ્ધ ભાવથી. ધર્મમાં જ ઉદ્યમશીલ બનવું જોઈએ. - ધમબિંદુ ગ્રંથના માધ્યમથી તમને લોકોને ધર્મનો પ્રભાવ અને ધર્મનું સ્વરૂપ વિસ્તારથી બતાવ્યું છે. એટલા માટે આજે એ વાતોનું પુનરાવર્તન નથી કરતો. આજે મહામંગલકારી શ્રી પર્યુષણા મહાપર્વનો પુનિત પ્રારંભ થઈ રહ્યો છે. મહાપર્વના પવિત્ર દિવસોનો જ આ પ્રભાવ છે કે જે લોકો દરરોજ પ્રવચન સાંભળવા આવતા નથી, તેઓ પર્વના દિવસે અવશ્ય આવે છે. જેઓ દરરોજ જિનમંદિરમાં દર્શન-પૂજા કરવા જતા નથી તેઓ પર્વના દિવસોમાં અવશ્ય જાય છે. પ્રતિદિન દાન ન આપનારા પર્વદિવસોમાં દાન પણ આપે છે. જે સ્ત્રી-પુરુષો ચાતુર્માસમાં દરરોજ પ્રવચન સાંભળવા નથી આવતા, માત્ર પર્વના દિવસોમાં જ આવે છે, તે લોકોને દૈનિક ધર્મ-આરાધનાનું સ્પષ્ટ જ્ઞાન નથી હોતું. એ લોકો જાણતા નથી કે આપણે દરરોજ કેવી ધર્મ-આરાધના કરવી જોઈએ.” પ્રતિદિન ધર્મપ્રવચન સાંભળનારાઓને તો એટલું જ્ઞાન મળી જ જાય છે. આ દ્રષ્ટિથી શ્રીમદ્ ઉદયસોમસૂરિજી (સમય વિક્રમ સંવત ૧૮૩) એ 'અષ્ટાનિકા વ્યાખ્યાન'ના પ્રારંભમાં દૈનિક ધર્મકૃત્યોનો નિર્દેશ કર્યો છે. जिनेन्द्रपूजा गुरुपर्युपास्ति, सत्त्वानुकम्पा शुभपात्रदानम् । गुणानुरागः श्रुतिरागमस्य नृजन्मवृक्षस्य फलान्यमूनि ॥ આચાર્યદેવે મનુષ્યજીવનને વૃક્ષ કહ્યું અને વૃક્ષનાં છ પ્રકારનાં ફળ બતાવ્યાં. આ ફળો જ દૈનિક ધર્મકલ્યો છે. જે વૃક્ષો ઉપર ફળ આવે છે, સુંદર, સ્વાદિષ્ટ અને સ્વાથ્યવર્ધક ફળો આવે છે, તે વૃક્ષ સંસારમાં ઉત્તમ માનવામાં આવે છે. જે વૃક્ષ ઉપર ફળો નથી આવતાં અથવા મધુર ફળો નથી આવતાં, આરોગ્યપ્રદ ફળ નથી આવતાં, એ વૃક્ષ હલકી કક્ષાનું માનવામાં આવે છે. આપણને મનુષ્ય જીવન મળ્યું છે. એ જીવનને ઉત્તમ બનાવવું યા હીન બનાવવું, એ આપણા હાથની વાત છે. આપણે હીન જીવન પસંદ કરીએ તો હિન બની 2010_03 Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) શકીએ. ધર્મના માધ્યમથી જીવન ઉત્તમ બને છે, પાપોથી જીવન હીન બને છે. તમારું જીવન ગૃહસ્થનું છે. ગૃહસ્થજીવન અનેક વિષમતાઓથી ભરેલું હોય છે. જ્યારે બહારની વિષમતાઓ દય અને ચિત્ત ઉપર છવાઈ જાય છે ત્યારે અશાંતિ, બેચેની અને વિષાદથી જીવન ભરાઈ જાય છે. જીવન જીવવા જેવું ય નથી લાગતું. માણસ અકળાઈ જાય છે. ન કરવા જેવા વિચારો કરવા લાગે છે, ન વિચારવાનું વિચારે છે, ન કરવા જેવાં કામ કરે છે. પરિણામસ્વરૂપ જીવન ઝેર જેવું બની જાય છે. આ રીતે જીવનની બરબાદી ન ઇચ્છતા હો તો સર્વદા પરમાત્માનું પૂજન કરતા રહો. પહેલું દૈનિકકૃત્યઃ પરમાત્મપૂજનઃ પરમાત્મા જિનેશ્વરદેવની પ્રતિદિન, વિધિપૂર્વક પૂજા કરવાથી તમે મનની પ્રસન્નતા પામશો. સદેવ તમારું મન પ્રસન્ન રહેશે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ચિત્ત પ્રસન્ન રહેશેઃ શરત એક છે - પરમાત્મા પ્રત્યે તમારા દયમાં પ્રેમ હોવો જોઈએ. પ્રેમથી પરમાત્માનું દર્શન કરવાનું છે. પ્રેમથી પરમાત્માનું સ્મરણ કરવાનું છે અને પ્રેમથી પરમાત્માનું સ્તવન કરવાનું છે. પ્રેમ અખંડ રહેવો જોઈએ. અખંડ પરમાત્મપ્રેમ મનને અશાંત થવા દેતો નથી. પ્રેમથી પ્રસન્નતા જ રહે છે. જ્યાં પ્રેમ ત્યાં પ્રસન્નતા. મહાયોગી આનંદધનજીએ કહ્યું છેઃ ચિત્ત પ્રસરે પૂજન-ફળ કહ્યું, પૂજા અખંડિત એહ પરમાત્માની પૂજાનું ફળ છે ચિત્તની પ્રસન્નતા. જે પૂજનથી ચિત્ત પ્રસન્ન રહેતું હોય, પ્રશાન્ત રહેતું હોય, તો સમજવું કે તમારી પૂજા અખંડિત છે, શુદ્ધ છે. ! પરમાત્મપૂજાના ઈહલોક અને પરલોકનાં ફળોનું વર્ણન કરતાં એક મહર્ષિએ કહ્યું છેઃ जिनेन्द्रपूजा सुगति तनोति, ददाति राज्यं च सुरेन्द्रलक्ष्मीम् । छिनत्ति दुःखानि च देहभाजां, नीरोगतां राति सुरुपतां च ॥ જિનેશ્વર પરમાત્માની પૂજા કરવાથી જે ભાવશુદ્ધિ થાય છે, શુભભાવોની વૃદ્ધિ થાય છે, એનાથી vi દેવગતિ યા મનુષ્યગતિનું આયુષ્યકર્મ બંધાય છે. - રાજ્યપ્રાપ્તિ થાય છે, એટલે કે ઉચ્ચ સત્તા પ્રાપ્ત થાય છે. i દેવરાજ ઇન્દ્રનું પદ મળે છે. દુઃખ દૂર થાય છે. 2010_03 Page #34 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા | શારીરિક આરોગ્ય પ્રાપ્ત થાય છે. in રૂપ-લાવણ્ય-સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બીજા એક જ્ઞાની પુરુષે લખ્યું છેઃ जो पूएइ तिसंज्झं जिणिंदरायं सयावि गयदोसं । सो तइयभवे सिज्झइ अहवा सत्तट्ठमे जम्मे ॥ જે મનુષ્ય ત્રિકાળ એટલે કે સવારે, બપોરે અને સાંજે પરમાત્મા જિનેશ્વરદેવની દરરોજ પૂજા કરે છે, તે ત્રીજા ભવમાં મોક્ષદશા પામે છે. અથવા સાત, આઠ ભાવમાં તો અવશ્ય મોક્ષ પામે છે.” કર્મબંધનો મૂળ હેતુ મનના ભાવ: ભલે આલંબન જડ હોય યા ચેતન, એને જોઈને તમારા મનમાં શુભ ભાવ પેદા થતા હોય તો તમે શુભ કર્મ બાંધશો. જો અશુભ ભાવ પેદા થતા હશે તો તમે અશુભ કર્મ બાંધશો. એક સુંદર સ્ત્રીને જોઈને રાગના, મોહના વિચારો આવતા હોય તો જેવી રીતે તમે પાપકર્મ બાંધો છો, તેવી રીતે સુંદર સ્ત્રીની મૂર્તિ જોઈને રાગ ય મોહના વિચારો આવતા હોય તો પણ પાપકર્મ જ બંધાય છે. એ રીતે જીવંત તીર્થંકરનાં દર્શનથી પ્રશસ્ત પ્રેમ થતો હોય અને જેવાં પુણ્યકર્મ બંધાય છે, તેવી રીતે તીર્થંકરની મૂર્તિનાં દર્શનથી પ્રશસ્ત ભાવ પેદા થતો હોય તો પણ પુણ્યકર્મ જ બંધાય છે. કોઈવાર બાહ્ય ક્રિયા પાપની હોય પરંતુ Æયના ભાવ શુભ હોય, પવિત્ર હોય, નિર્મળ હોય તો મનુષ્યને અવધિજ્ઞાન યા કેવળજ્ઞાન થઈ જાય છે. આવાં અનેક ઉદાહરણો શાસ્ત્રમાં વાંચવા મળે છે. * ભરત ચક્રવર્તી અરીસાભવનમાં પોતાનું રૂપ જોઈ રહ્યા હતા. આ ક્રિયા પાપની ક્રિયા હતી. પરંતુ દ્ધયમાં ભાવ શુભ અને શુદ્ધ પેદા થયા, તો તેમને ત્યાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. * શ્રેષ્ઠીપુત્ર ગુણસાગર આઠ કન્યાઓ સાથે લગ્ન કરી રહ્યો હતો. હસ્તમેળાપની ક્રિયા ચાલી રહી હતી, એ પણ પાપક્રિયા હતી, પરંતુ તેના મનમાં શુદ્ધ ભાવોનો પ્રવાહ વહેવા લાગ્યો. તો તેને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું! જે રીતે પરમાત્માની પૂજામાં, જલપૂજા, પુષ્પપૂજા વગેરેમાં “સ્વરૂપ હિંસાની ક્રિયા જોવા મળે છે, પરંતુ પૂજકના મનમાં પરમાત્મપ્રેમના, પરમાત્મભક્તિના શુભ ભાવ પેદા થતા હોવાથી શુભ કર્મોનો જ બંધ થાય છે. પાણી અને પુષ્પની વિરાધનાથી પાપકર્મનું બંધન થતું નથી. કર્મબંધમાં મુખ્ય હેતુ જીવાત્માના મનમાં 2010_03 Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) ૨૫ રહેલા ભાવ હોય છે. એટલા માટે તમે પાણી અને પુષ્પની હિંસાના પાપથી ડરીને પૂજા ન કરતા હો તો એ કલ્પના મનમાંથી કાઢી નાખજો. પાણી અને પુષ્પની સ્વરૂપહિંસાનું પાપ, ધૂપ અને દીપની પૂજાથી થનાર સ્વરૂપહિંસાનું પાપ, પરમાત્મપ્રેમના શુભ ભાવોના પાણીમાં ધોવાઈ જાય છે. એટલા માટે નિશ્ચિંત અને નિર્ભય થઈને પરમાત્માની પૂજા કરતા રહો. દેવલોકના સમ્યદૃષ્ટિ દેવો પણ પરમાત્માની પૂજા કરે છે. દરેક દેવલોકમાં લાખોની સંખ્યામાં શાશ્વત્ જિનમંદિરો અને જિનપ્રતિમાઓ હોય છે. નંદીશ્વર દ્વીપ ઉપર પણ શાશ્વત્ જિનમંદિર અને જિનપ્રતિમાઓ હોય છે. ત્યાં દેવ-દેવીઓ તથા વિદ્યાધર મનુષ્યો જાય છે અને દર્શન-પૂજન કરે છે. ગીત, નૃત્ય કરીને પરમાત્મભક્તિ અભિવ્યક્ત કરે છે. પરમાત્મપ્રેમ કેવી રીતે જાગૃત થાય છે ? પરમાત્મા જિનેશ્વરદેવના અનંત અનંત ઉપકારોનો વિચાર કરીએ તો પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગૃત થશે. પરમાત્માના અનંત ગુણોનું ચિંતન-મનન કરશો તો પરમાત્મા પ્રત્યે પ્રેમ વધી જશે. પરમાત્માની અનંત શક્તિનું ચિંતન કરવાથી પરમાત્મા પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ જાગૃત થશે. આ રીતે જેઓ પરમાત્માના અનન્ય પ્રેમી તેમજ ભક્તો થઈ ગયા છે, તેમની પ્રેમભક્તિની વાતો સાંભળતા રહેવાથી ભક્તિનો ભાવ વૃદ્ધિ પામે છે ઃ મહારાજા કુમારપાળની પ્રીતિ-ભક્તિનું વૃત્તાંત જાણો અને તેમના પ્રત્યે નતમસ્તક બનો. મહામંત્રી પેથડશાહની ૫રમાત્મભક્તિ જાણો તો તમારું મસ્તક નમ્યા વગર નહીં રહે. સતી દમયંતીએ સાત વર્ષ સુધી ગુફામાં રહીને જે અદ્ભુત પરમાત્મભક્તિ કરી હતી તે જાણશો તો તમે પણ પરમાત્મભક્તિના રસમાં નિમગ્ન થઈ જશો. રાવણની પ૨માત્મભક્તિ જાણીને તો તમે આશ્ચર્યચકિત થઈ જશો. તન-મનને શુદ્ધ કરીને એકાગ્રતાથી પરમાત્મભક્તિ કરવી જોઈએ. બીજું દિનકૃત્ય : ગુરુસેવા ઃ બીજું દૈનિક કર્તવ્ય છે ગુરુની સેવાનું. ગુરુની સેવા ત્યારે જ શક્ય બને છે કે ગુરુ તમારા ગામ યા નગરમાં બિરાજતા હોય. સભામાંથી ઃ ગુરુ મહારાજશ્રી ઃ સંસ્કૃત ભાષામાં ‘ગુ‘ નો અર્થ અંધકાર થાય છે. અને ‘રુ’નો અર્થ : કોને માનવા ? 2010_03 Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨ પર્વ-પ્રવચનમાળા નિરોધક થાય છે. જે અજ્ઞાનના અંધકારને દૂર કરે, મિટાવે, તે ગુરુ કહેવાય છે. આ તો મેં ‘ગુરુ’ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ બતાવ્યો. ‘ગુરુ’નું સ્વરૂપ દર્શન કરાવતાં કવિએ કહ્યું છે ઃ धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मप्रवर्तकः । सत्त्वेभ्यो धर्मशास्त्रार्थ - देशको गुरुरुच्यते ॥ જેઓ ધર્મને જાણે છે, જેઓ ધર્મનું પાલન કરે છે, જેઓ સદૈવ ધર્મનો પ્રચાર કરે છે અને માણસોને જેઓ ધર્મશાસ્ત્રનો ઉપદેશ આપે છે, તેઓ ‘ગુરુ’ કહેવાય છે. પરમાત્માની ઓળખાણ કરાવનારા ગુરુઓ હોય છે. મોક્ષમાર્ગ બતાવનારા ગુરુઓ હોય છે. સાચા ધર્મની સમજણ અપનારા ગુરુજનો હોય છે. તેઓ જિનાજ્ઞા અનુસાર જીવન જીવવા માટે સદૈવ જાગૃત હોય છે. વિષય-કષાયની વૃત્તિઓ ઉ૫૨ સંયમ રાખનારા હોય છે. જો કે તેઓ સર્વજ્ઞ-વીતરાગ નથી હોતા, પૂર્ણ અપ્રમત્તભાવ પણ નથી હોતો, પ્રમાદનું પ્રમાણ કંઈક વધારે જ હોય છે. એથી પોતાના મહાવ્રતોને અતિચાર લગાડે છે; પરંતુ પ્રાયશ્ચિત લઈને શુદ્ધ બની શકે છે. સાધુપુરુષોના દોષ તો જોવા જ નહીં. કદાચ દોષ જોવાઈ જાય તો પણ અવર્ણવાદ-નિંદા તો કરવાની જ નથી. નિંદા સાધુની તો શું, કોઈ પણ જીવની ન ક૨વી જોઈએ. દોષોની નિંદા કરવાથી તમારામાં એ દોષો આવી જશે. ‘નીચગોત્રકર્મ' વગેરે અનેક પાપકર્મોનો બંધ કરશો, વળી નિંદા કરવાથી કોઈ પણ વ્યક્તિ સુધરતી તો છે જ નહીં ! તો પછી નિંદા કરવી શા માટે ? તમને કોઈ સાધુનું વર્તન પસંદ ન આવતું હોય તો એવા સાધુઓથી દૂર રહો, પરંતુ નિંદા તો કદી ન કરો. જ્ઞાની, સંયમી એવા ગુરુદેવોની તો સેવા કરતાની છે. દર્શન-વંદન કરવાનાં છે. વિનય કરવાનો હોય છે. વૈયાવચ્ચ કરવાની હોય છે. એમનો સંગ કરવાનો અને મોક્ષમાર્ગ પામવાનો છે. તેમના ગુણોની પ્રશંસા કરતા રહો. વસ્ત્રથી, પાત્રથી, ભિક્ષાથી તેમની ભક્તિ કરતા રહો. હાર્દિક પ્રેમથી ભક્તિ કરવી જોઈએ. ગુજરાતમાં જ્યારે રાણા વીરધવલ રાજ કરતાં હતા; ત્યારે તેમના મહામંત્રી વસ્તુપાલ, અને સેનાપતિ તેજપાલ હતા. વસ્તુપાલ-તેજપાલ બંને ભાઈઓ હતા. વસ્તુપાલની પત્નીનું નામ હતું લલિતાદેવી, અને તેજપાલની પત્નીનું નામ હતું અનુપમાદેવી. હું આજે અનુપમાદેવીની વાત કરીશ. એક દિવસ એક સાધુ-મુનિરાજ ગોચરી લેવા માટે વસ્તુપાલ-તેજપાલની હવેલીમાં ગયા. અનુપમાદેવીએ નતમસ્તકે પધારો ગુરુદેવ !’ કહીને સ્વાગત કર્યું. અને ઉમંગપૂર્વક ભિક્ષા આપી. પાત્રમાં ઘી નાખતી વખતે કંઈક સાવધાની ન રહી, 2010_03 Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) ૨૭ ભિક્ષાપાત્ર બહારથી ઘીવાળું થયું. એ સમયે અનુપમાદેવીએ પોતાની મૂલ્યવાન સાડીથી પાત્રને સાફ કર્યું. મુનિરાજે કહ્યું: “ભદ્ર, શા માટે તારી મૂલ્યવાન સાડીને બગાડે છે ? બીજા વસ્ત્રોથી પાત્ર સાફ થઈ શકે છે.' અનુપમાદેવીએ કહ્યું “ગુરુદેવ, આપના ભિક્ષાપાત્રનો સ્પર્શ પામીને મારી સાડી પવિત્ર થઈ ગઈ ! અને મારા શિરે જ્યાં જિનેશ્વરદેવની કૃપા છે, આપ જેવા ગુરુદેવના આશીર્વાદ છે અને રાજા વિરધવલ જેવું ઉદાર શિરચ્છત્ર છે, ત્યાં કઈ વાતની ખામી હોય?” આવી હતી અનુપમાદેવની ગુરુભક્તિ ! એ રીતે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનો જીવ જ્યારે નયસાર' નામે ગ્રામપતિ હતો, ત્યારે ગુરુસેવાથી જ તેણે સમ્યગુદર્શન પ્રાપ્ત કર્યું હતું ને? નોકરોને લઈને નયસાર જંગલમાં લાકડાં લેવા ગયા હતા. સાથે બળદગાડું પણ હતું. જંગલમાં તેમણે ડેરા નાખ્યા હતા. નોકરો-મજૂરો લાકડાં કાપી રહ્યા હતા. પડાવમાં રસોઈ બનતી હતી. અને નયસાર મજૂરો ઉપર ધ્યાન આપી રહ્યા હતા. મધ્યાહ્નનો સમય થયો. ભોજન તૈયાર થઈ ગયું હતું. નયસાર ભોજન કરવા જાય છે. તેના મનમાં વિચાર આવ્યો. “અહીં કોઈ અતિથિ આવી જાય તો એને ભોજન કરાવીને હું ભોજન કરું.’ મારો ખ્યાલ છે કે તમે લોકો જંગલમાં તો નહીં પણ તમારા ગામમાં પણ અતિથિ આવી ચડે તો ભોજન કરાવીને ભોજન નહીં કરતા હો. સભામાંથી અતિથિ યાદ જ નથી આવતો ! મહારાજશ્રીઃ “અતિથિદેવો ભવની સંસ્કૃતિ જ પ્રાયઃ લુપ્ત થઈ ગઈ છે. ગામમાં સાધુ-સાધ્વીજી હોવા છતાં પણ શું ભોજન કરતા પહેલાં તમે પૂછો છો કે “આજ સાધુમહારાજ યા સાધ્વીજીમહારાજ ગોચરી લેવા પધાર્યા હતા કે નહીં?” જ્યારે અતિથિ યાદ જ ન આવતો હોય તો પૂછવાની વાત જ ક્યાં રહી? નયસારની પાસે અતિથિસેવાનો ધર્મ હતો. તે પોતાના ડેરામાંથી બહાર નીકળ્યો અને ચારે દિશાઓમાં જોવા લાગ્યો. એ જંગલમાં અતિથિને ચાહે છે. અતિથિને શોધે છે! ભાગ્યશાળી હતો નયસાર. એક દિશામાં તેણે મુનિરાજને આવતા જોયા. નયસાર સામે દોડી ગયો. સખત તડકો હતો. જમીન આગ જેવી ગરમ થઈ ગઈ હતી. મુનિરાજ ખુલ્લા પગે, ખુલ્લા માથે શાન્તિથી ચાલ્યા આવતા હતા. નયસારે પાસે જઈને મુનિરાજને વંદન કર્યા, અને તેમને પોતાના તંબૂમાં લઈ આવ્યો. ઉતારો આપ્યો. ભાવપૂર્વક ભિક્ષા આપી અને ચોથા પહોરમાં મુનિરાજને રસ્તો બતાવવા 2010_03 Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પર્વ-પ્રવચનમાળા માટે ગયો. મુનિરાજ માર્ગ ભૂલી ગયા હતા, અને જંગલમાં ભટકાઈ ગયા હતા. નવસારે મુનિરાજને ગામનો રસ્તો બતાવ્યો. મુનિરાજે નયસારને ધર્મનો માર્ગ બતાવ્યો. શ્રી નવકારમંત્ર આપ્યો. અને પરમાત્મસ્વરૂપ, ગુરુનું સ્વરૂપ તેમજ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. પરંતુ એક વાત સમજી લેવી કે માત્ર ભિક્ષા આપવાથી જ ગુરુજનોની પર્યપાતિ પૂર્ણ થતી નથી. જ્યાં, જે સમયે, જે સેવા અપેક્ષિત હોય તે સેવા કરવાની હોય છે. ભિક્ષા દેવાના સમયે ભિક્ષા આપવી. વસ્ત્રોની આવશ્યકતા હોય તો વસ્ત્ર આપવું. આવાસની જરૂર હોય તો આવાસ આપવો. ઔષધની જરૂર હોય ત્યારે ઔષધ આપવું. રક્ષાની આવશ્યક્તા પડે તો રક્ષા કરવી.... એ પર્યાપાસ્તિ છે એટલે કે સર્વાગીણ સેવા છે. હા, સાધુ-સાધ્વીઓની ઉપદ્રવીઓથી રક્ષા કરવી એ એક પ્રકારની શ્રેષ્ઠ સેવા છે. વસ્તુપાલ-તેજપાલે એકવાર પોતાના મંત્રીપદ અને સેનાપતિપદની પરવા કર્યા વગર સાધુપુરુષોની રક્ષાનું કામ કર્યું હતું. રાજા વીરધવલના મામાએ ઉપાશ્રયમાં જઈને સાધુઓ સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતો. નાના સાધુએ ઉપાશ્રયમાંથી કચરો કાઢીને બહાર ફેંક્યો હતો, ત્યાંથી રાજાનો મામો પસાર થતો હતો. તેની ઉપર કચરો પડયો, અને તે ક્રોધિત થઈ ગયો. ઉપાશ્રયમાં જઈને સાધુઓને ન કહેવાના શબ્દો કહ્યા. સાધુઓ તો ક્ષમાશીલ હતા. તેમણે તો શબ્દો સાંભળી લીધાં, પરંતુ ત્યાં એક શ્રાવક સામાયિક કરતો હશે, તેણે જઈને વસ્તુપાલ-તેજપાલને વાત કરી. બંને ભાઈઓએ પરસ્પર પરામર્શ કર્યોઃ "આજે તો રાજાના મામાએ સાધુઓને ગંદા શબ્દો કહ્યા, કાલે ઊઠીને સાધુઓને સતાવી પણ શકે. તેમનો અનુચિત વ્યવહાર જોઈને બીજા લોકો પણ ગુરુદેવોને પરેશાન કરવા લાગશેઃ એટલા માટે રાજાના મામાને સજા તો કરવી જ જોઈએ. આપણે રાજાની નોકરી સ્વીકારતી વખતે એક શરત કરી હતી કે- “અમે સર્વ પ્રથમ અમારા પરમાત્મા અને ગુરુદેવોના સેવક રહીશું, પછી આપ-મહારાજાના રહીશું.' બંને ભાઈઓએ પોતાના ૭૦૦ સૈનિકોને બોલાવી લીધા. આ સૈનિકોનો પગાર એ બે ભાઈઓ આપતા હતા. ૭૦૦ સૈનિકોની સાથે બે ભાઈઓ રાજમહેલ તરફ ચાલ્યા, રાણા વીરધવલને સમગ્ર વૃત્તાંતનો ખ્યાલ આવી ગયો હતો. આ બાજુ અનુપમાદેવી પણ રાજસભામાં પહોંચી ગઈ હતી. કોઈપણ અનર્થન થવા દેવાની ભાવનાથી તે રાજસભામાં ગઈ હતી. વસ્તુપાલ-તેજપાલે રાણા વરધવલ પાસે ન્યાય માગ્યો. વિરધવલે કહ્યું : “અપરાધી અહીં હાજર છે. જે સજા કરવા ઈચ્છા હોય તે કરી શકો છો.” 2010_03 Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) તેજપાલે મ્યાનમાંથી તલવાર ખેંચી અને મામા તરફ દોડ્યો. અનુપમાદેવી સાવધાન હતી. વચ્ચે ઊભી રહી-નમ્રતાથી હાથ જોડીને તેજપાલને કહ્યું: “નાથ, મામાને અભયદાન આપવાની કૃપા કરો.' તેજપાલ અનુપમાદેવીની વાત ટાળી શકતો ન હતો. છતાં પણ મામાના જમણા હાથની એક આંગળીનો ઉપરનો ભાગ કાપી લીધો. કારણ કે દરરોજ ભોજન કરતી વખતે મામાને તેજપાલ યાદ આવે...અને જીવનમાં કદી ય સાધુપુરુષોને તે સતાવે નહીં. કેટલાક વર્ષોથી સાધ્વીજીઓની સુરક્ષાનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. વિહાર વખતે અનાડી લોકો ક્યાંક ક્યાંક સાધ્વીજીઓને સતાવે છે. એટલા માટે દરેક ગામમાં જૈનસંઘે સુરક્ષાનો બંદોબસ્ત કરવો જોઈએ. રાજસ્થાનમાં સાધુપુરુષો ઉપર પણ હુમલા થયા છે. માત્ર સભાઓ ભરીને પ્રસ્તાવો પસાર કરવાથી-વિરોધ કરવાથી રક્ષા થતી નથી. હુમલો કરનાર દુષ્ટ લોકોને એવો પાઠ ભણાવવો જોઈએ કે બીજી વાર હુમલો કરવાની હિંમત જ વિચાર જ ન કરે... એને માટે શક્તિ જોઈએ. હિંમત જોઈએ અને મરી ફીટવાની તૈયારી જોઈએ. સાધુપુરુષોની સેવાથી પારલૌકિક સુખ તો મળે જ છે, આ વર્તમાન જીવનમાં પણ સુખ મળે છે, શાન્તિ મળે છે. જ્ઞાન-દર્શન, ચારિત્રની પ્રાપ્તિ થાય છે. મહાન જ્ઞાની ગુરુદેવોના સંપર્કથી, તેમની સેવા-ભક્તિથી કેવાં કેવાં મહાનું કાર્યો કરનારા મહાપુરુષો થઈ ગયા-તમે લોકો જાણો છો? પ સિદ્ધસેન દિવાકરસૂરિજીના સંપર્કથી રાજા વિક્રમાદિત્યે પોતાનું જીવન સુધાર્યું હતું અને જિનશાસનની સેવા કરી હતી. આર્ય સુહસ્તિસૂરિજીના સંપર્કથી રાજા સંપ્રતિએ સવા લાખ જિનમંદિરો બંધાવ્યાં હતાં અને સવા કરોડ જિનપ્રતિમાઓ બનાવડાવી હતી. આચાર્ય બપ્પભટ્ટસૂરિના સંપર્કથી રાજા આમે પોતાનું જીવન તો સુધાર્યું હતું એ સાથે ધર્મશાસનની અપૂર્વ સેવા કરી હતી. આચાર્ય હેમચંદ્રસૂરિના સંપર્કથી રાજા કુમારપાળે સમગ્ર ગુજરાતમાં જીવહિંસા બંધ કરાવી હતી અને પોતાના જીવનમાં બાર વ્રતો અંગીકૃત કર્યા હતાં. આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના સંપર્કથી માંડવગઢના મહામંત્રી પેથડશાહે પોતાનું અને પરનું અપૂર્વ કલ્યાણ કર્યું હતું. આચાર્યશ્રી હીરવિજયસૂરિજીના સંપર્કથી બાદશાહ અકબરે સમગ્ર ભારતમાં અહિંસા ધર્મનો પ્રચાર કર્યો હતો અને પોતે ૬ મહિના માટે માંસાહાર ત્યજ્યો હતો. 2010_03 Page #40 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ-પ્રવચનમાળા તમે લોકો જૈનધર્મનો ઈતિહાસ વાંચો તો તમને ખબર પડે કે ગુરુસેવા, ગુરુ સંપર્ક શું કામ કરે છે ! ૩૦ ત્રીજું દિનકૃત્ય : જીવ અનુકંપા : હવે, તમારા હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગૃત થઈ ગયો હશે, અને સદ્ગુરુઓ પ્રત્યે ભક્તિ જાગૃત થઈ હશે તો નાનામોટા દુઃખી જીવો પ્રત્યે અનુકંપા ઉત્પન્ન થશે. અનુકંપા-દાનની પ્રવૃત્તિ તમારા જીવનમાં થતી જ રહેશે. બીજાંનાં દુઃખ જોઈને તમારું હૃદય કંપવા લાગશે. દુઃખથી પરેશાન થતાં જીવોને જોઈને તમારું હૃદય વ્યથિત થઈ જશે. તમે એ જીવોનાં દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરશો જ. તમારું વ્યથિત હૃદય જ એ પ્રયત્ન કરવા પ્રેરશે. પક્ષપાત વગર બીજાનાં દુઃખ દૂર કરવાની ઇચ્છાને અનુકંપા કહે છે. ‘અવક્ષપાતેન ટુકવપ્રહાળેછા અનુબંપા ઔચિત્યનું પાલન કરતાં દીન-અનાથઅસહાય જીવોને જે દાન આપવામાં આવે છે, એને અનુકંપાદાન કહે છે. ધર્મશાસ્ત્રમાં કહ્યું છે. कृपणेऽनाथदरिद्रे व्यसनप्राप्ते च रोगशोकहते । यद्दीयते कृपार्थमनुकम्पा तद् भवेद्यनम् ॥ ૧. કંજૂસને, ૨. અનાથને, ૩. દિદ્રને, ૪. દુઃખગ્રસ્તને, ૫. રોગીને, ૬. શોકાકુલને, દયાભાવને લીધે જે દાન આપવામાં આવે છે તેને અનુકંપા-દાન કહેવામાં આવે છે. યાદ રાખજો, આ દૈનિક કર્તવ્યોની વાત ચાલી રહી છે. દરરોજ એવું દાન આપવાનું છે. દાન આપવામાં થાકવાનું નથી. જો તમારી પાસે આપવાની શક્તિ છે તો દાન આપવામાં કસર રાખવી નહીં. દાનમાં ભોજન, વસ્ત્ર, પૈસા વગેરે લઈને તે લોકો શું કરે છે તે વાત વિચારવાની નથી. તે લોકો તમારા આપેલા દાનની વસ્તુઓથી પાપ પણ કરે, તમને એ પાપ નથી લાગતું. પાપ તો એને લાગે કે જે પાપ કરે છે. હા, જો તમે જાણતા હો કે આ વ્યક્તિ પૈસા લઈને શરાબ જ પીએ છે, અથવા જુગાર રમે છે, યા માંસાહાર કરે છે, તો તમે એને પૈસા ન આપો. ભૂખ્યો હોય તો તમે એને તમારી સામે જ ભોજન કરાવો. તરસ્યો હોય તો પાણી આપો. નાગો હોય તો વસ્ત્ર પહેરાવો. એવા માણસને પૈસા ન આપવા. વિવેક તો દરેક ક્રિયામાં અપેક્ષિત છે જ. અનુકંપાના ઉત્કટ ભાવ જાગે ત્યારે કોઈવાર વિવેક-અવિવેકનો ભેદ નથી પણ 2010_03 Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) ૩૧ રહેતો. કારણ કે વિવેક-અવિવેકનો ભેદ બુદ્ધિ કરે છે, જ્યારે અનુકંપાનો ભાવ હૃદય કરે છે. હૃદય બુદ્ધિને આધીન નથી રહી શકતું. લ્કય સ્વાધીન હોય છે. કરુણાથી, દયાથી, અનુકંપાથી ભરેલું દૃય તો દુઃખીને જોશે, અને તેનું દુઃખ દૂર કરવા માટે તેની પાસે જે હશે તે આપી દેશે. લેનારો પછી જે કરવું હોય તે કરે. સંસ્કૃત ભાષાના મહાકવિ માઘ દયાના સાગર હતા. જો કે તે હતા સ્વમાની, પરંતુ દરિદ્ર હતા. રાજસભાઓમાં જઈને રાજાઓને ખુશ કરવા માટે કાવ્યરચના કરવી, એ એમને પસંદ ન હતું. પરંતુ દરિદ્રતાથી ચિંતિત તેમની પત્નીના અતિ આગ્રહથી તેઓએ એક દિવસ રાજાની સભામાં જવાનો નિર્ણય કર્યો અને ગયા. કવિને આવેલા જોઈને રાજા ખૂબ ખુશ થયો. મહાકવિએ ઉત્તમ કાવ્યરચના સંભળાવી. રાજાએ માઘ કવિને શ્રેષ્ઠ ભેટ-ઈનામો આપીને તેમનું સન્માન કર્યું. રાજાએ હાથી આપ્યા, ઘોડા આપ્યા, સોનું-ચાંદી આપ્યાં, રૂપિયા આપ્યા અને દાળ-ચોખાની પોટલી પણ આપી. આ બધું લઈને જ્યારે કવિ રાજસભામાંથી બહાર નીકળ્યા તો તેમણે સેંકડો અપંગ, અનાથ, દુઃખી, રોગી લોકોને જોયા. તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમના દ્ધયમાં દયાનો સાગર ઊછળવા લાગ્યો. તેઓ એ લોકોને દાન આપવા લાગ્યા. કોઈને હાથી આપી દીધો, તો કોઈને ઘોડા આપી દીધા, સોનુંચાંદી...સિક્કા બધું આપતા જ ગયા. જ્યારે તેઓ પોતાને ઘેર પહોંચ્યા તો તેમની પાસે માત્ર દાળ-ચોખાની પોટલી જ બચી હતી. પરંતુ મહાકવિના હૃયમાં આનંદની લહેર નાચી રહી હતી. પત્નીને તેમણે બધી વાત જણાવી દીધી. પત્ની પતિની ઉત્કૃષ્ટ દયાભાવનાને જોઈને દિંગ થઈ ગઈ, તેણે દાળ-ચોખા લઈને ખીચડી રાંધી પતિને ભોજન માટે બેસાડયા, થાળીમાં ખીચડી પીરસી, તે જ સમયે દ્વાર ઉપર ભિક્ષામ્ દેહિનો અવાજ સંભળાયો. દ્વાર ખોલ્યું કવિએ, યાચકને જોઈને ખીચડીવાળી થાળી જ એને આપી દીધી ! અનુકંપાનો ભાવ અતિ શ્રેષ્ઠ કોટિનો ભાવ છે. એનાથી શ્રેષ્ઠ કોટિનું પુણ્યકર્મ બંધાય છે. કર્મબંધ ભાવ ઉપર નિર્ભર છે. બીજાંનાં દુઃખ દૂર કરવાનો ભાવ ઉત્તમ કોટિનો ધાર્મિક ભાવ છે. એ ભાવથી પ્રેરિત થઈને તમે દાન આપતા હો તો તમે પુણ્યકર્મ બાંધી લો છો. દાન લેનાર કોઈ પણ સારી-ખરાબ પ્રવૃત્તિ કરે, તમને પાપકર્મ નહીં બંધાય. ચોથું દિનત્ય સુપાત્રદાનઃ પરમાત્મપ્રીતિથી અને ગુરુભક્તિના પ્રભાવથી જેવી રીતે મનુષ્યના હૃદયમાં દયા-કરુણાનો ભાવ જાગે છે, એ રીતે સુપાત્ર આત્માઓ પ્રત્યે પૂજ્યતાનો ભાવ પેદા થાય છે. પરમાત્મા જિનેશ્વરદેવે બતાવેલા માર્ગે ચાલનારા સ્ત્રી-પુરુષો સુપાત્ર 2010_03 Page #42 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા કહેવાય છે. એ સુપાત્રો છે–સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા. એમને ભક્તિથી, પ્રેમથી, શ્રદ્ધાથી દાન આપવાનું હોય છે. એમને અનાથ, અશરણ વગેરે માનીને અનુકંપા દાન આપવાનું નથી. સુપાત્ર માટે દયાભાવ ન જોઈએ, એમના પ્રત્યે તો પૂજ્યતાનો ભાવ જોઈએ. આમ જોઈએ તો સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને તીર્થસ્વરૂપ માનવામાં આવ્યાં છે. ધર્મતીર્થરૂપ કહ્યાં છે. એટલે કે આ ચારેની સેવાભક્તિ તીર્થંકરની સેવાભક્તિ બને છે. પ્રતિદિન સુપાત્રને દાન આપવાનું કર્તવ્ય છે. આ દાનધર્મ એ ગૃહસ્થ જીવનનો શણગાર છે. સુપાત્ર પ્રત્યે પ્રેમ હશે, શ્રદ્ધા હશે, તો જ તમે એ કર્તવ્યનું પાલન કરી શકશો. “આજે સુપાત્રદાનનો યોગ મળ્યો કે નહીં. ભોજન કરતા પહેલાં આ વિચાર આવે છે? જો યોગ ન મળ્યો હોય તો બોલાવવા જાઓ છો ને ? સાધુસાધ્વીનો યોગ ન મળે તો કોઈ શ્રાવક-શ્રાવિકાને ઘેર લાવીને તેમની ભક્તિ કરો છો ને ? જરા વિચાર કરો અને આ કર્તવ્યોનું પાલન કરવા માટે સંકલ્પ કરો. સુપાત્રદાનનું ફળ (પરિણામ) જાણો છો? અપૂર્વ ફળ મળે છે સુપાત્રદાનનું. એક નાનકડું ગામ હતું. ગામની બહારના ભાગમાં ગરીબ લોકોની ઝૂંપડીઓ હતી. એક ઝૂંપડીમાં એક સ્ત્રી પોતાના પુત્રની સાથે રહેતી હતી. પુત્ર નાનો હતો; હશે ૮-૧૦ વર્ષનો. ગામની ગાયો-ભેંશોને જંગલમાં ચરાવવા લઈ જતો હતો. એ નાનો ગોવાળ-બાળક હતો. જે જંગલમાં પશુઓને લઈને જતો હતો ત્યાં રોજ એક મુનિરાજને જુએ છે. સ્વચ્છ જગાએ એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહેલા મુનિરાજને દૂરથી એ છોકરી જોયા કરે છે..માથું નમાવે છે. ભાવથી વંદન કરે છે. જ્યારથી એ છોકરાએ મુનિરાજને જોયા છે, ત્યારથી છોકરાના મનને તેઓ ગમી ગયા છે. કેટલાક દિવસો પછી એ છોકરાને ખીર ખાવાની પ્રબળ ઈચ્છા થઈ. તેણે માને કહ્યું: ‘મારા માટે ખીર બનાવી દે.' મા કેવી રીતે બનાવી દે? ન તો ચોખા હતા કે ન તો સાકર હતી, માને છોકરો ખૂબ પ્રિય હતો. છોકરાની ઇચ્છા મા પૂર્ણ કરી શકતી ન હતી. તે રોવા લાગી. છોકરો પણ રોવા લાગ્યો. મા અને છોકરાને રોતાં જોઈને પાડોશની સ્ત્રીઓ દોડતી આવી.. રડવાનું કારણ પૂછયું. માએ કારણ કહ્યું. પાડોશણોએ દૂધ, ચોખા અને સાકર લાવીને આપ્યાં. માએ ખીર બનાવી અને છોકરાને થાળીમાં પીરસી દીધી અને તે પાણી ભરવા માટે બહાર ચાલી ગઈ. ખીર ખૂબ ગરમ હતી એટલે છોકરો ખાતો નથી. એણે રસ્તા ઉપર જોયું. તે ચકિત થઈ ગયો. તેણે પેલા મુનિરાજને જોયા....કે જેમનાં દર્શન એક મહિનાથી 2010_03 Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) ૩૩ જંગલમાં કરતો હતો. તે દોડયો. જઈને મુનિરાજનો હાથ પકડી પાડ્યો. અને બોલ્યો ઃ ‘મહાત્મા, મારે ઘેર પધારો.’ મુનિરાજે ભાવવિભોર છોકરાને જોયો અને તેના ઘેર આવ્યા. છોકરાએ મુનિરાજના પાત્રમાં બધી જ ખીર નાખી દીધી અને હર્ષથી નાચવા લાગ્યો ! મુનિરાજને એ દિવસે માસખમણનું પારણું હતું ! છોકરો તો જાણતો ન હતો કે મુનિરાજને આજે એક માસના ઉપવાસનાં પારણાં છે ! કેટલા ઉત્તમ સુપાત્રદાનનો લાભ એને મળી ગયો ! મુનિરાજ તો ચાલ્યા ગયા; પરંતુ છોકરો ખુશીથી નાચતો હતો. એની મા પાણી ભરીને આવી. છોકરો ખીરની થાળી ચાટતો હતો. તે જોઈને માએ વિચાર્યું : "મારા છોકરાને ખીર ખૂબ જ ભાવી છે, તો બીજી ખીર બનાવી દઉં.‘ તેણે ખીર બનાવીને આપી. છોકરાએ ખાધી. આખો દિવસ એ આનંદમાં રહ્યો. તેણે માને જાણ ન કરી કે મેં મુનિરાજને ખીર આપી દીધી હતી. રાત પડતાં જ છોકરાના પેટમાં ભારે દર્દ ઊપડ્યું...તેનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુના સમયે પણ તેના મનમાં તો પેલા મુનિરાજ જ હતા. મરીને તે રાજગૃહીમાં ગોભદ્ર શેઠને ત્યાં જન્મ્યો. તેનું નામ પાડવામાં આવ્યું શાલિભદ્ર ! દાન આપતા પહેલાં આનંદ થાય. દાન આપતી વખતે આનંદ થાય અને દાન આપ્યા બાદ આનંદ થાય તો પુણ્યકર્મ નિકાચિત બંધાય છે, પ્રબળ પુણ્યકર્મ બંધાય છે. શાલિભદ્રને સંસારનાં શ્રેષ્ઠ સુખ તો મળ્યાં, સાથે સાથે ભગવાન મહાવીર જેવા શ્રેષ્ઠ ગુરુ મળ્યા ! પૂર્વજન્મમાં મુનિરાજ સાથે પ્રેમ થઈ ગયો હતો ને ? આ ભવમાં શ્રેષ્ઠ ગુરુ મળી ગયા ! સુપાત્રદાનનો ધર્મ કેટલો મહાન છે, એ વિચારજો. પ્રતિદિન સુપાત્રે દાન કરવાનું છે. સુપાત્ર ન મળે તો પણ ભાવથી દાન આપવું. શ્રમણ ભગવાન મહાવીર જ્યારે સાધનાકાળમાં હતા, તપશ્ચર્યા કરી રહ્યા હતા એ સમયે એક નગરના બાહ્ય ઉદ્યાનમાં ઊતર્યા હતા ત્યારે જીરણ શ્રેષ્ઠી ભગવાનનાં દર્શન કરવા ગયા હતા અને ભગવાનને ભિક્ષા માટે ઘેર પધારવા વિનંતી કરી હતી. ઘેર જઈને ભગવાનના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી. અત્યંત પ્રેમથી જીરણ શેઠ ભગવાનની ભક્તિ કરવાના મનોરથ રાખતા હતા. જો કે ભગવાને પારણાં બીજી જગાએ કરી લીધાં. પરંતુ શુભ ભાવોમાં ડૂબેલા જીરણ શેઠ મરીને એ સમયે બારમાં દેવલોકમાં દેવ બન્યા. સુપાત્રદાન આપવાની ક્રિયા ન કરી શકયા, પરંતુ સુપાત્રદાન કરવાના ભાવ થઈ ગયા, તેથી પણ દેવગતિ પ્રાપ્ત કરી લીધી. એટલા માટે સુપાત્ર પ્રત્યે ભક્તિભાવ ટકાવી રાખો અને સુપાત્રદાનનો ધર્મ કરતા રહો. 2010_03 Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પાંચમું દિનકૃત્ય ઃ ગુણાનુરાગ જેનું હૃદય પરમાત્મપ્રીતિથી, ગુરુભક્તિથી, સુપાત્રસેવાથી અને દુઃખી પ્રત્યે કરુણાથી સભર હોય છે, તે મનુષ્ય બીજાંના ગુણો જ જોવા જોઈએ. તે સર્વત્ર ગુણદર્શન જ કરે, ગુણ જોઈને ગુણોની અનુમોદના જ કરે. પર્વ-પ્રવચનમાળા બીજાંના દોષ જોવાથી, દોષિત જીવોનો અવર્ણવાદ કરવાથી પાપકર્મો તો બંધાય જ છે. સાથે સાથે એ દોષો, જોનારમાં પણ આવી જાય છે. એટલા માટે બીજાંના દોષ ન જોવાનો ઉપદેશ જ્ઞાનીપુરુષોએ આપ્યો છે. શા માટે દોષદર્શન કરવું જોઈએ ? દોષદર્શનથી દ્વેષ પેદા થાય છે. મનની પ્રસન્નતા નષ્ટ થઈ જાય છે. બીજાનો પ્રેમ મળતો નથી. સભામાંથી : પરંતુ પ્રત્યક્ષ દોષ દેખાતા હોય તો શું કરીએ? મહારજશ્રી ઃ દોષોની ઉપેક્ષા કરો. જોયા પછી દોષોનું ચિંતન ન કરો. પરંતુ એવું વિચારો કે, ‘જ્યાં દોષ હોય છે ત્યાં ગુણ હોય જ છે.' જે મનુષ્યમાં દોષ હશે, તેનામાં ગુણ પણ હશેજ. એટલા માટે મનુષ્યમાં ગુણ જોઈને રાજી થાઓ. ગુણોના માધ્યમથી બીજા જીવો સાથે પ્રેમ કરવો જોઈએ. કેટલાક લોકો ગુણદ્વેષી હોય છે. બીજાંના ગુણની પ્રશંસા નથી કરી શકતા, સાંભળી ય નથી શકતા. એનાથી એમનું મન અશાન્ત બની જાય છે. તેઓ અંદર હૃદયમાં બળે છે, ને પાપકર્મોનો બંધ કરતા રહે છે. ‘જૈન રામાયણ’માં બે રાણીઓની એક વાર્તા આવે છે. રાજાને બે રાણીઓ હતી, એકનું નામ હતું લક્ષ્મીવતી, બીજીનું નામ હતું કનકોદરી. લક્ષ્મીવતી પરમાત્મા જિનેશ્વરદેવની પરમ ભક્ત હતી. ઉદાર હતી, કરુણાવતી હતી. વિનમ્ર હતી. તેણે મહેલમાં એક નાનકડું સુંદર જિનમંદિર બનાવ્યું હતું, અને રત્નની નાનીશી જિનમૂર્તિ સ્થાપિત કરી હતી. રાણી દરરોજ સવાર-સાંજ ગીતગાન સાથે પરમાત્માની ભક્તિ કરતી હતી. નગરના મુખ્ય લોકોના ઘરની સ્ત્રીઓ પણ લક્ષ્મીવતીના મંદિરમાં આવતી હતી અને પૂજા કરતી હતી. લક્ષ્મીવતી સર્વ સ્ત્રીઓ સાથે પ્રેમથી વ્યવહાર કરતી હતી. બીજી રાણી કનકોદરી હતી, તે લક્ષ્મીવતીની પ્રશંસા સાંભળીને બળતી હતી, ઈર્ષ્યા કરતી હતી. લક્ષ્મીવતીના મહેલમાં દિવસભરની જે હલચલ રહેતી હતી તેનાથી તે બળતી હતી. લક્ષ્મીવતીના ગુણોને તે સહન કરી શકતી ન હતી. ‘બધા લોકો લક્ષ્મીવતીના જ ગુણ ગાય છે, મારી તો કોઈ પ્રશંસા કરતું જ નથી.’ ન કનકોદરી ગુણદ્વેષી હતી. લક્ષ્મીવતીનો કોઈ ગુણ તો જોઈ શકતી ન હતી. તેણે વિચાર કર્યો, ‘લક્ષ્મીવતીના મહેલમાં બધી ચહલપહલ જિનમંદિરને કા૨ણે છે. તે 2010_03 Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) મંદિરની મૂર્તિને જ ગાયબ કરી દઉં...તો? “વાંસ રહે તો વાંસળી વાગે ને?” તમામ ધમાલ ખતમ થઈ જશે.” તેણે પોતાની દાસી દ્વારા મૂર્તિની ચોરી કરાવી. મૂર્તિ લઈને તે નગરની બહાર જ્યાં કચરાનો ઢગલો પડ્યો હતો, ત્યાં ગઈ અને તેમાં મૂર્તિને દાટી દીધી. અચાનક ત્યાંથી એક સાધ્વીજી પસાર થાય છે. તે રાણીને પૂછપરછ કરે છે. મૂર્તિ બહાર કઢાવે છે. ઉપદેશ આપીને રાણીને તેની ભૂલ સમજાવે છે. મૂર્તિ લઈને રાણી પોતાના મહેલે પહોંચી જાય છે. આ બાજુ લક્ષ્મીવતીએ જ્યારે મંદિરમાં ભગવાનની મૂર્તિ ન જોઈ તો તે ચિંતિત થઈ ગઈ. મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે ખાવાપીવાનું ત્યજી દીધું. રાજાએ મૂર્તિની શોધ શરૂ કરાવી. કનકોદરીએ પોતે જ મૂતિને યથાસ્થાને ગોઠવી દઈ લક્ષ્મીવતીની ક્ષમા માગી. કનકોદરીએ કેવું પાપકર્મ બાંધ્યું તે તમે જાણો છો? લક્ષ્મીવતીનો ભગવાનથી વિરહ કરાવ્યો. બીજા જન્મમાં કનકોદરીના જીવને ૨૨ વર્ષ સુધી પતિનો વિરહ રહ્યો. મૂતિને કચરાના ઢગલમાં દાટી હતી એને લીધે એના ઉપર બીજા જન્મમાં વ્યભિચારિણીનું કલંક લાગ્યું. યાદ રાખો દરેક ક્રિયાનું ફળ મળે છે. કોઈ ફળ જલદી મળે છે તો કોઈ ફળ પાછળથી મળે છે. ફળ અવશ્ય મળશે. ગુણદ્વેષી ન બનો, ગુણાનુરાગી બનો. શત્રુમાં પણ ગુણ જોઈને અનુરાગી બનો. શત્રુના ગુણોની પણ પ્રશંસા કરો. ગુણદર્શન અને ગુણાનુરાગનો પ્રારંભ પોતપોતાના ઘેરથી કરો. ઘરમાં માતાપિતામાં, ભાઈ બહેનમાં... દરેકમાં કોઈને કોઈ ગુણ જુઓ. દરેક વ્યક્તિમાં ગુણ હોય જ છે. ડાકુમાં પણ એક-બે વિશેષ ગુણ હોય છે. મોટા લોકોમાં ગુણ હોય છે તેમ બાળકોમાં પણ ગુણ હોય છે. પુરુષોમાં ગુણ હોય છે એ રીતે મહિલાઓમાં પણ ગુણ હોય છે. જો તમારા ઘરમાં તમે ગુણદર્શન કરવા લાગશો તો ઘરમાં કદી ઝઘડા નહીં થાય, કદી મનભેદ નહીં થાય, થશે તો પણ સમાધાન થવામાં વાર નહીં લાગે. સભામાંથી ઘરમાં કોઈ ભૂલ કરતું હોય તો એને ભૂલ બતાવવી ન જોઈએ? મહારાજશ્રી ભૂલ બતાવવા બતાવવામાં ફેર હોય છે. જેના પ્રત્યે પ્રેમ હોય છે, તેની ભૂલ કેવી રીતે બતાવો છો? જેના પ્રત્યે દ્વેષ હોય એની ભૂલ કેવી રીતે બતાવો છો? ગુણદર્શનથી જેના પ્રત્યે પ્રેમ થયો હશે તે વ્યક્તિની ભૂલ તમે પ્રેમથી બતાવશો. દોષદર્શનથી જેના પ્રત્યે દ્વેષ થયો હશે તે વ્યક્તિની ભૂલ તમે ક્રોધ કરીને બતાવશો. ક્રોધથી ભૂલ બતાવવાથી વ્યક્તિ સુધરતી નથી. ક્રોધ કરવાથી તમે જરૂર બગડશો! 2010_03 Page #46 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા કેટલાના દોષ જોશો ? કેટલાને સુધારશો ? કેટલા દોષો જોશો ? જોવામાં જ જિંદગી પૂરી થઈ જશે તો ? પોતાના દોષો ક્યારે જોશો ? દોષ તો આપણા પોતાના જ જોવાના છે. બીજાંને સુધારતા પહેલાં આપણે જાતે જ સુધરવાનું છે. બીજાંના દોષની નિંદા કરતા પહેલાં એ જુઓ કે “શું મારામાં દોષ નથી ?" હા, તમે દોષરહિત બનીને બીજાંના દોષ જોઈ શકો છો. પહેલાં પોતે દોષરહિત બનો. ડાક્ટર બનીને જ દર્દીના દર્દને જોઈ-વિચારી શકો છો. ઉપચાર કરી શકો છો. છઠ્ઠું દિનકૃત્ય ઃ જિનવાણીશ્રવણ : છઠ્ઠું અને અંતિમ દિનકૃત્ય છે જિનવાણીનું શ્રવણ. સર્વ કર્તવ્યોમાં વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે આ જિનવાણીશ્રવણનું કર્તવ્ય. એક મહર્ષિએ કહ્યું છે. ૩૬ श्रुत्वा धर्मं विजानाति श्रुत्वा त्यजति दुर्गतिम् । श्रुत्वा ज्ञानमवाप्नोति श्रुत्वा मोक्षं च गच्छति ॥ જિનવચન સાંભળવાથી મનુષ્ય ધર્મને જાણે છે. દુર્ગીતનો યાગ કરે છે. સમ્યજ્ઞાન પ્રાપ્ત કરે છે અને મોક્ષમાં જાય છે. જિનવચન આગમગ્રંથોમાં સંગ્રહિત છે. આગમગ્રંથોના માધ્યમથી મહાન શ્રુતધર આચાર્યોએ બીજા-બીજા ગ્રંથોની રચનાઓ કરી છે. ગ્રંથોનું વિશેષ પ્રવચનવિવેચન સદ્ગુરુના મુખથી સાંભળવું જોઈએ. જેમણે ગુરુપરંપરાથી આગમગ્રંથોનું અધ્યયન કર્યું હોય, જેઓ સંયમી અને પ્રજ્ઞાવંત હોય, એ ગુરુજનો જિનવચનોનો યથાર્થ બોધ આપી શકે છે. એક વાત યાદ રાખવી કે જિનવાણીનું શ્રવણ આત્માને વિશુદ્ધ કરવા માટે કરવાનું છે. વિશુદ્ધ આત્મા જ મોક્ષદશા પામી શકે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલા સંસારમાં જીવોને શાન્તિ, સમતા અને પ્રસન્નતા એક માત્ર જિનવચન જ આપી શકે છે, એટલા માટે પ્રતિદેન જિનવાણીનું શ્રવણ કરવું જોઈએ. તમે લોકો સારી રીતે જાણો છો કે સ્કૂલ અને કોલેજોનું શિક્ષણ કેવું હોય છે. ખરેખર તો તે શિક્ષણ જ નથી. મનને, આત્માને, રોગી બનાવનારી વાતો એમાં મળે છે. એવી વાતો મગજમાં ભરીને મનુષ્ય જીવનને શું આનંદમય બનાવી શકાય ? અવિનય, અવિવેક અને ઔદ્વત્યથી આજનો માનવ-સમાજ પતનની ખીણમાં પડતો જાય છે. આવી વિષમ પરિસ્થિતિમાં એક માત્ર સહારો જિનવચન છે. વૈષયિક સુખોની તીવ્ર સ્પૃહા અને સંપત્તિનો તીવ્ર લોભ જિનવચન જ દૂર કરી શકે છે. એટલે કે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનાં વચનો સાંભળવાથી જ લોભ તેમજ આસક્તિ ઓછી. થઈ શકે છે. મનુષ્યના મનમાં અનેક પ્રશ્નો, અનેક સમસ્યાઓ ઊભી થાય છે. એથી મનુષ્ય 2010_03 Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) ૩૭ ચિંતિત, વ્યથિત અને ઉત્પીડિત રહે છે. જો તે દરરોજ જિનવાણી સાંભળતો રહે તો તેના પ્રશ્નોનું સમાધાન સહજ રીતે મળી જાય છે. માનસિક ભારણથી સહજરૂપે મુક્તિ મળી જાય છે. રાજા કુમારપાળ પૂર્વજન્મમાં નરવીર નામનો ડાકુ હતો. માળવા અને ગુજરાતના સીમપ્રદેશમાં એનો પડાવ હતો. ડાકુઓનો મોટો વિસ્તાર હતો. એ વિસ્તારમાં આતંક ફેલાઈ ગયો હતો. માળવાના એક મોટા વેપારીએ માળવાના રાજાની મદદથી નરવીરના અડ્ડાનો નાશ કરી દીધો. નરવીરના તમામ સાથીઓ તો માયા ગયા જ. પણ તેની સગભ પત્ની પણ મારી ગઈ. તેના મનમાં દુઃખ હતું. વેદના હતી અને તીવ્ર રોષ હતો. વધારે રોષ તો પત્નીની હત્યાથી પેદા થયો હતો. બદલો લેવાની પ્રબળ ભાવના એના ર્દયમાં ઊભરાઈ ઊઠી. પરંતુ તે નિઃસહાય હતો. જંગલમાં એક વૃક્ષની છાયામાં એ બેઠો હતો. ખૂનથી રંગાયેલી તલવાર તેની પાસે પડી હતી. તેનાં વસ્ત્રો પણ લોહીરંગ્યા હતાં. મન અશાન્ત હતું. ઉદ્વિગ્ન હતો. ત્યાંથી એક આચાર્ય શિષ્યપરિવાર સાથે પસાર થઈ રહ્યા હતા. નરવીરે ઊભા થઈને આચાર્યને પ્રણામ કર્યા. આચાર્ય ઊભા રહ્યા અને નરવીરને “ધર્મલાભના આશીર્વાદ આપ્યા. આચાર્ય હતા શ્રી યશોભદ્રસૂરિજી. વિશિષ્ટ જ્ઞાની હતા. પ્રતિભાશાળી હતા. તેમણે નરવીરને જોયો અને પૂછ્યું “મહાનુભાવ, તું ખૂબ અશાંત દેખાય છે..' નરવીરે પોતાની વાત કહીઃ આચાર્યદિને નરવીરને જિનવાણી સંભળાવી. જાણે કે આગ ઉપર પુષ્પરાવર્ત મેઘ વરસ્યો ! તીવ્ર કષાયોથી બળતા નરવીરના આત્માને શાંતિ મળી-બળાપો મટી ગયો ! શીતળતા પ્રાપ્ત થઈ. નરવીરમાં સુંદર પરિવર્તન આવ્યું. પરમાત્મા જિનેશ્વરદેવનો પૂજક-આરાધક બની ગયો. મરીને તે કુમારપાળ બન્યો. કુમારપાળને ૫૦ વર્ષની ઉંમર સુધી કેટલાં કષ્ટો સહન કરવાં પડ્યાં! પાછળથી ગુરુદેવ હેમચંદ્રસૂરિનો પરિચય થયો. સાત વ્યસનોથી કુમારપાળ મુક્ત બન્યો. રાજા બન્યા પછી કુમારપાળે ગુરુદેવશ્રી હેમચંદ્રસૂરિજી પાસેથી કેવી જિનવાણી સાંભળી હતી અને કેવું અદ્ભુત જીવન-પરિવર્તન કર્યું હતું, તે મેં તમને લોકોને અષાઢ-ચાતુર્માસીના પ્રવચનમાં કહ્યું હતું. મહાન મોગલ બાદશાહ અકબરે વર્ષમાં ૬ માસ માંસાહારનો ત્યાગ કયા પ્રભાવથી કર્યો હતો ? એ પ્રભાવ હતો જિનવાણીનો. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી પાસેથી, આચાર્યશ્રી સેનસૂરિજી પાસેથી, ઉપાધ્યાય શ્રી શાન્તિચંદ્રજી પાસેથી, ઉપાધ્યાયશ્રી ભાનુચંદ્રજી પાસેથી બાદશાહે જિનવાણીનું શ્રવણ કર્યું હતું. શ્રી શાન્તિચંદ્રજી ઉપાધ્યાયે બાદશાહને ધમપદેશ સંભળાવવા માટે 2010_03 Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પર્વ-પ્રવચનમાળા કૃપારસકોષ' નામના ગ્રંથની ખાસ રચના કરી હતી. આવાં અનેક ઉદાહરણો જિનશાસનના ઈતિહાસમાં ઉપલબ્ધ થાય છે. વર્તમાનમાં પણ હજારો સ્ત્રી-પુરુષોના જીવનમાં જિનવાણીના શ્રવણથી સુંદર પરિવર્તન આવ્યું છે, કેટલાય પ્રકારના પાપોથી તેઓ મુક્ત બન્યાં છે. અને કેટલાય પ્રકારની ધર્મઆરાધના કરવા લાગ્યાં છે. પરમાત્માના મંદિરમાં પગ પણ ન મૂકનારાં પરમાત્માના દર્શન-પૂજનમાં મગ્ન બન્યાં છે. સાધુપુરુષોથી દૂર રહેનારાં ગુરુસેવા કરવામાં તત્પર બન્યાં છે. વાતવાતમાં રોષ અને રીસ કરનારાં ક્ષમાશીલ બન્યાં છે. રાતદિવસ પૈસા કમાવામાં જ લીન રહેનારા મનુષ્યો સમય કાઢીને સ્વાધ્યાય અને સામાયિક કરવા લાગ્યા છે. ક્લબોમાં, હોટલોમાં જઈને ખાનારપીનાર અને જુગાર રમનારાઓએ એ માર્ગ સદાને માટે છોડી દીધો છે. શુભ કાર્યોમાં એક પૈસો પણ ન ખર્ચનારાઓએ શુભ કાર્યોમાં લાખો રૂપિયા ખર્ચા છે. દિવસમાં ૪૫૦ સિગરેટ પીનારાઓએ સર્વેથા એનો ત્યાગ કર્યો છે. જિનવાણીના શ્રવણથી કેટલાક લોકોએ કંદમૂળ, રાત્રિભોજન વગેરે પાપોનો ત્યાગ કર્યો છે. કેટલાય યુવક-યુવતીઓ વૈરાગી બનીને સાધુ-સાધ્વી બને છે. કેટલાય સ્ત્રી-પુરુષો વ્રતધારી શ્રાવક-શ્રાવિકાઓ બને છે. દાન, શીલ અને તપમાં ભાવોલ્લાસ પામે છે. એક શહેરમાં અમારું ચાતુમસ હતું. રવિવારનો દિવસ હતો. બપોરે જાહેર પ્રવચન હતું. એક જૈન યુવક પોતાના અજેન મિત્રને પ્રવચનમાં લાવ્યો હતો. પ્રવચન પૂર્ણ થયા પછી એ બંને મિત્રો મારી પાસે આવ્યા. અજૈન યુવક સરકારી નોકર હતો. તેણે કહ્યું: “આજ આપે મારું જીવન બચાવી લીધું. હું ઘેરથી આત્મહત્યા કરવા માટે નીકળ્યો હતો. રસ્તામાં મારો આ મિત્ર મળી ગયો. આગ્રહ કરીને મને આ પ્રવચનમાં લાવ્યો. પ્રવચન સાંભળતાં સાંભળતાં મારા મનના પ્રશ્ન હલ થઈ ગયા...મન શાંત થઈ ગયું. આત્મહત્યાનો વિચાર ચાલ્યો ગયો. હું દરરોજ પ્રવચન સાંભળવા આવી શકું?” આવા - આ પ્રકારના બીજા અનુભવો પણ થયા છે. જિનવાણીનો જ પ્રભાવ છે. જ્યારે જ્યારે જિનવાણી સંભળાવનાર ગુરુનો સંયોગ મળે. ત્યારે ત્યારે અવશ્ય સાંભળવી જોઈએ. – જિનવાણીનું શ્રવણ આદરથી, પ્રેમથી કરવું જોઈએ. - સાંભળતી વખતે દૃષ્ટિ વક્તા તરફ રાખવી જોઈએ. – અપ્રમત્ત (પ્રમાદ વગર) ભાવથી બેસવું જોઈએ. - સાંભળતી વખતે અંદરો અંદર વાતો ન કરવી જોઈએ. - મંગલાચરણથી જ હાજર રહેવું જોઈએ. 2010_03 Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) - “સર્વમંગલ' થયા પછી જ જવું જોઈએ. - સ્ત્રીઓએ નાનાં બાળકો લઈને ન આવવું જોઈએ. – નાનાં બાળકોને ઉપાશ્રયમાં પ્રવચન હોલમાં) રમતા ન મૂકવા જોઈએ. – એકાગ્રતાથી સાંભળવું. – પ્રશ્નો પૂછો તો વિનયપૂર્વક પૂછવા. – વિષયને અનુરૂપ પ્રશ્નો પૂછવા. – પ્રવચન આપનાર ગુરુદેવ પ્રત્યે આદરભાવ રાખવો. - સરલ હ્મયથી (નિષ્કપટ) પ્રવચન સાંભળવું. સમ્યગુષ્ટિ જીવની ઓળખાણ માટે કહેવાયું છેઃ सव्वत्थ उचियकरणं गुणानुराओ रई अ जिणवयणे । अगुणेसु अ मज्झत्थं, सम्मद्दिट्ठिस्स लिंगाइं ॥ - દરેક જગાએ ઉચિત કર્તવ્યોનું પાલન કરવું, – ગુણાનુરાગી હોવું, – જિનવચનમાં પ્રીતિ હોવી, - ગુણરહિત જીવો પ્રત્યે મધ્યસ્થભાવ હોવો. આ ચાર વાતો સમ્યગુદૃષ્ટિની ઓળખ છે. આ ચારેમાં જિનવચનમાં પ્રીતિ મહત્ત્વપૂર્ણ વાત છે. દેવલોકની અપ્સરાઓના ગીત-સંગીતમાં જેટલી પ્રીતિ હોય, એનાથી વધારે પ્રીતિ સમકિતી જીવને જિનવચનશ્રવણમાં હોય છે. આ છ દિનકૃત્યો ઉપરાંત બીજાં ચાર કર્તવ્યો મારે આજ બતાવવાં છે. પહેલું કર્તવ્ય છે-પ્રતિદિન ૧૦૮નવકારમંત્રનો જાપ કરવો. બીજું કર્તવ્ય છે-પ્રતિદિન એક સામાયિક કરવું અને ત્રીજું કર્તવ્ય છે- પ્રતિદિન પ્રતિક્રમણ કરવું. સવારે નવકારશીનું પચખાણ અને સાંજના ચોવિહારનું પચખાણ કરવું- એટલે કે રાત્રિભોજનનો ત્યાગ કરવો. આજ પર્યુષણા મહાપર્વના પ્રથમ દિવસનાં દૈનિક કર્તવ્યો પર પ્રવચન આપ્યું. પર્યુષણા મહાપર્વના પાંચ કર્તવ્યોના વિષયમાં કાલે પ્રવચન થશે. આજ બસ, આટલું જ. 2010_03 Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૩ શ્રી પર્યુષણા મહાપર્વ બીજો દિવસ : સંકલના : ૧. વાર્ષિક પર્વો છ અઠ્ઠાઈઓઃ - ચૈત્રની, - અષાઢની - ભાદરવાની, - આસોની, - કાર્તિકની- ફાગણની. ૨. પર્વની ચાર વિશિષ્ટ આરાધનાઓઃ ૧. પૌષધ, ર. બ્રહ્મચર્ય. ૩. આરંભત્યાગ, ૪. તપ ૩. બાર પ્રકારનાં આરંભનો ત્યાગઃ ૫. પર્યુષણાનાં પાંચ કર્તવ્યો: ૧. અમારિષ્પવર્તન, ૨. સાધર્મિક વાત્સલ્ય. ૩. પરસ્પરક્ષમાપના, ૪. અઠ્ઠમતપ. ૫. ચૈત્યપરિપાટી. ૬. વાતઓઃ રાજા કુમારપાળ, આચાર્ય હીરવિજયસૂરિજી, શ્રેષ્ઠિ પુનડશાહ સાધ્વી મૃગાવતી, સાધ્વી રુક્ષ્મી, રાજા ગુણસેન, પુરોહિતપુત્ર અગ્નિશમાં. - 2010_03 Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) ૪૧ પર્વદિનોનાં કેટલાંક કર્તવ્યો બતાવતાં આચાર્યદવ ઉદયસોમસૂરિજી કહે છેઃ पव्वे पोसहाई बंभ-अणारंभ- तव विसेसाई । आसो अ चित्तअट्ठठाहिअपमुहेसु विसेसेणं ॥ પર્વ બે પ્રકારનાં હોય છે માસિક પર્વ અને વાર્ષિક પર્વ. પાંચમ, આઠમ, ચૌદશ વગેરે માસિક પર્વો છે અને છ અષ્ટાકિા વાર્ષિક પર્વ છે. अष्टाह्निका षडेवोक्ताः कृपावदिभर्जिनोत्तमैः । तत्स्वरुपं समाकर्ण्य ताः सेव्या विधिपूर्वकम् ।। કૃપાવંત જિનેશ્વરદેવોએ છ અષ્ટાનિકા (આઠ દિવસોની યાત્રા) બતાવી છે. એનું સ્વરૂપ જાણીને વિધિપૂર્વક એની આરાધના કરવી જોઈએ. ૧. ચેત્ર મહિનાની અષ્ટાનિકાઃ ચૈત્ર મહિનામાં જે આયંબિલની ઓળી આવે છે, એ પહેલી અષ્ટાહ્નિકા છે. જો કે એ ઓળી નવ દિવસની હોય છે. તો પણ એને “અષ્ટાનિકા' કહેવામાં આવી છે. આ રૂઢ પ્રયોગ છે. ૨. અષાઢની અષ્ટાનિકા : અષાઢ શુક્લા ૭ થી ૧૪ સુધીના આઠ દિવસો પર્વના માનવામાં આવે છે. અષાઢશુક્લ ચૌદશથી ચાતુમસિનો પ્રારંભ થાય છે. ૩. ભાદરવાની અણહિનકાઃ આ અષ્ટાનિકા છે પર્યુષણ પર્વના આઠ દિવસની. ૪. આસો મહિનાની અષ્ટાહિનકાઃ આસોની જે આયંબિલની ઓળી આવે છે એ ચોથી અષ્ટાનિકા છે. ૫. કાર્તક મહિનાની અાનિકા કાર્તક શુક્લા ૭ થી ૧૪ સુધીના આઠ દિવસો પણ પર્વના દિવસો માનવામાં આવ્યા છે. ૬. ફાગણ મહિનાની અષ્ટાનિકા ફાગણ શુક્લા ૭ થી ૧૪ સુધીના આઠ દિવસો પર્વના દિવસો માનવામાં આવ્યા આ છ અાનિકાઓ (અઠ્ઠાઈઓ)માં શાશ્વતુ-અશાશ્વતનો ભેદ છે. એટલે કે બે અષ્ટાનિકાઓ શાશ્વતું છે અને ચાર અાનિકાઓ અશાશ્વત છે. એટલે કે 2010_03 Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પર્વ-પ્રવચનમાળા શાશ્વત નથી. તાત્પર્ય એ છે કે ચૈત્ર મહિનાની અને આસો મહિનાની જે અષ્ટાનિકાઓ છે, જેમાં આયંબિલ તપ કરવામાં આવે છે, અને નવપદની આરાધના કરવામાં આવે છે, એ બે અષ્ટાહ્નિકાઓ શાશ્વત્ છે. ભૂતકાળમાં આ મહિનાઓમાં આ બે અષ્ટાનિકાઓ હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં પણ હશે. બાકીની ચાર અષ્ટાહ્નિકાઓ અશાશ્વત્ છે. એટલે કે એમનો સમય બદલાતો રહે છે. પર્યુષણા પર્વનો કાળ પણ અનિશ્ચિત છે. એટલે કે ભૂતકાળમાં બીજા તીર્થંકરોના શાસનમાં અને ભવિષ્યમાં થનારા તીર્થંકરોના સમયમાં પર્યુષણાપર્વ અને બીજી ત્રણ અઠ્ઠાઈઓ બીજા-બીજા મહિનાઓમાં પણ હોઈ શકે છે. આ માસિક અને વાર્ષિક પર્વના દિવસોમાં ચાર પ્રકારની વિશેષ ધર્મઆરાધના કરવી જોઈએ. 'पव्वेसु पोसहाई बंभ - अणारंभतव विसेसाई' । ૧. પૌષધ કરવો જોઈએ, ૨. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ૩. આરંભ સમારંભનો ત્યાગ કરવો જોઈએ, અને ૪. વિશેષ તપ કરવા જોઈએ. આ ચાર પ્રકારની ધર્મઆરાધનાનું સંક્ષેપમાં વિવેચન કર્યા બાદ શ્રી પર્યુષણાપર્વનાં પાંચ કર્તવ્યોના વિષયમાં વિવેચન કરીશ. પહેલી આરાધના પૌષધવ્રત'ની બતાવવામાં આવી છે. પૌષધવ્રત નિવૃત્તિરૂપ છે. સંસારની સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લેવાની હોય છે. ‘સામાયિકમાં ૪૫ મિનિટની નિવૃત્તિ લેવામાં આવે છે. પૌષધમાં ઓછામાં ઓછી ચાર પ્રહરની એટલે કે ૧૨ કલાકની નિવૃત્તિ લેવામાં આવે છે. જે દિવસે પૌષધવ્રત કરવાનું હોય એ દિવસે સ્નાન-વિલેપન વગેરેથી શરી૨શોભા કરવી ન જોઈએ. એ દિવસે ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ ન થઈ શકતો હોય તો આયંબિલ, નીવી યા એકાસણું કરી શકાય છે. એ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે, અને કોઈ પણ પ્રકારનું ગૃહકાર્ય કરી શકાય નહીં. પ્રતિક્રમણ, પ્રતિલેખન, દેવવંદન, ગુરુવંદન, સ્વાધ્યાય...ધ્યાન આદિ ધર્મઆરાધના કરવાની હોય છે. આ વ્રત ગુરુદેવના સાન્નિધ્યમાં કરવું જોઈએ. ઉપાશ્રય ન હોય તો પોતાના ઘરમાં એકાન્ત ઓરડામાં કે જ્યાં ઘરના લોકોની અવરજવર ઓછી હોય, જ્યાં આરંભ (પાપકાય) ન થતો હોય, જ્યાં વિકારજન્ય ચિત્રો ન હોય, જ્યાં ઘ૨ના માણસોની વાતો સંભળાતી ન હોય, ત્યાં કરી શકો છો. તાત્પર્ય એ છે કે સંસારને સંપૂર્ણ રીતે ભૂલી જવાનો છે ! સંસારને ભૂલી જવાનો આ નાનકડો પ્રયોગ છે. અલ્પ સમયનું સાધુ જીવન છે. ! 2010_03 Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) ઓછામાં ઓછું મહિનામાં એક દિવસ પણ પૌષધદ્રત કરવું જોઈએ. એનાથી મનને એક Change પરિવર્તન મળે છે. મનને વિશ્રામ મળે છે. આત્માની સ્મૃતિ, મહાત્માઓનો સંપર્ક અને પરમાત્મા ધ્યાનનો સમય મળે છે. બીજી ધર્મઆરાધના છે બ્રહ્મચર્યપાલનની. જો કે પૌષધવ્રત કરનારાઓથી સહજ રીતે બ્રહ્મચર્યનું પાલન થઈ જાય છે, પરંતુ જે લોકો પૌષધ નથી કરી શકતા; એ લોકોએ પણ પર્વના દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. બ્રહ્મચર્યનો મહિમા ગાતાં જ્ઞાનીઓએ કહ્યું છે. દેવ – તાવ – વંથળા – ગg – રવસ – વિનરા | बंभयारिं नमसंति दुक्करं जं करंति तं ॥ जो देइ कणयकोडिं अहवा कारेइ कणयजिणभवणं । तस्स न तत्तिय पुण्णं जत्तिय बंभवए धरिए ॥ દુષ્કર બ્રહ્મચર્યવ્રતનું પાલન કરનારાઓનાં ચરણોમાં દેવ, દાનવ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ અને કિંજરો પણ નમસ્કાર કરે છે.” કોઈ મનુષ્ય કરોડ સુવર્ણમુદ્રાનું દાન આપે અથવા સોનાનું મંદિર બનાવી દે. એને પણ એટલું પુણ્ય થતું નથી કે જેટલું બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાથી થાય છે.” મનથી, વાણીથી અને શરીરથી જે માણસ મૈથુનનો ત્યાગ કરે છે. એ મનુષ્યના વિચારોમાં, વાણીમાં દિવ્ય શક્તિ પેદા થાય છે. તેના શરીરની ધાતુઓ પ્રભાવશાળી બની જાય છે. તેણે પહેરેલાં વસ્ત્રો પણ ચમત્કારી બની જાય છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી તેનું મનોબળ દૃઢ બને છે. શરીરનું સ્વાથ્ય સારું રહે છે. શરીરની કાન્તિ અને તેજ વધે છે. એટલા માટે બની શકે તેટલા વધારે સમય માટે બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું જોઈએ. ત્રીજી વિશેષ ધર્મઆરાધના છે અનારંભની. પર્વના દિવસોમાં એવાં કાર્યો ન કરવાં જોઈએ કે જેનાથી જીવહિંસા થતી હોય. જો કે પૌષધદ્રત કરવાથી સર્વ પ્રકારના આરંભ-સમારંભ છૂટી જાય છે પરંતુ પૌષધવ્રત ન કરનારાઓએ પણ પર્વના દિવસોમાં નીચેનાં કાર્યો ત્યજી દેવાં જોઈએ. ૧. સ્નાન ન કરવું (પરમાત્મપૂજન માટે અલ્પ પાણીથી સ્નાન કરવું.) ૨. વાળ સુવ્યવસ્થિત ન કરવા (શોભા ન કરવી) ૩. વસ્ત્રો ધોવાં નહીં. ૪. વસ્ત્રો રંગવાં નહીં. ૫. જમીન ખોદવી નહીં. 2010_03 Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ૬. ખેતરમાં હળ ચલાવવું નહીં. ૭. યાંત્રિક વાહન ચલાવવું નહીં. ૮. દળવું-ખાંડવું નહીં. ૯. સજીવ (સચિત્ત) વસ્તુ ખાવી નહીં. ૧૦. ઘર-દુકાન વગેરે બનાવવાં નહીં. સુધરાવવાં-સમરાવવાં નહીં. ૧૧. વનસ્પતિ તોડવી નહીં. પર્વ-પ્રવચનમાળા ૧૨. યાત્રા કરવી નહીં. પોતાના કુટુંબની આજીવિકા માટે અનિવાર્ય રૂપે કોઈ આરંભયુક્ત વ્યવસાય કરવો પડે તો અલ્પ પ્રમાણમાં કરવો જોઈએ. પરંતુ સચિત્ત (જીવત્વયુક્ત) આહારત્યાગ તો કરી જ શકો છો. હા, કોઈ બીમારી હોય અને એક બે સચિત્ત ફળશાકભાજી લેવાં જરૂરી હોય તો એક બે ચિત્ત વસ્તુઓ છોડીને શેષ સચિત્તનો ત્યાગ કરવો જોઈએ. જો તમે પર્વના દિવસોમાં પૌષવ્રત' કરતા હો તો લગભગ સર્વ પાપોમાંથી મુક્ત થઈ શકો છો. પરંતુ પૌષધ ન કરતા હો તો પાપોથી બચવા માટે ખૂબ જાગૃત રહેવું પડશે. જે રીતે જીવહિંસાથી બચવાનું છે, તે રીતે અસત્ય-જૂઠથી પણ બચવાનું છે. પર્વના દિવસોમાં જૂઠું ન બોલવું જોઈએ. નાની મોટી ચોરીયે ન કરવી જોઈએ. પર્વના દિવસોમાં ક્રોધ ન કરવો. ઝઘડા ન કરવા જોઈએ. લડવું પણ ન જોઈએ. સભામાંથી : અમારે ત્યાંતો પર્યુષણાપર્વના દિવસોમાં જ વધારે ઝઘડા થાય છે...અને તે પણ મંદિર અને ઉપાશ્રયમાં ! મહારાજશ્રી : માત્ર તમારે ત્યાં જ નહીં, ઘણા ગામોમાં એવું થાય છે. કેમ કે પર્યુષણાપર્વને તમે ધર્મઆરાધનાનું પર્વ નથી રહેવાં દીધું. રૂપિયા એકત્ર કરવાનું પર્વ માની લીધું છે. અને જ્યાં રૂપિયા આવે છે ત્યાં ઝઘડા આવે છે ! સંઘ-સમાજના તમામ હિસાબ આ મહાપર્વમાં જ કરો છો ને ? ઝઘડા થશે જ. જે પર્વમાં વર્ષભરના ઝઘડાને ક્ષમાના આદાન-પ્રદાનથી દૂર કરવાના છે, એ મહાપર્વમાં જ તમે લોકો ઝઘડા ઊભા કરો છો. મારું કહેવું માનશો ? માનો કે ન માનો, હું તો કહીશ કે તમે લોકો પર્યુષણા મહાપર્વમાં સંધના હિસાબો જ છોડી દો. હિસાબ કિતાબ માટે અને ફંડફાળા માટે બીજા દિવસો નક્કી કરો. નહીંતર તમે લોકો સંઘ-સમાજને ભારે નુકસાન પહોંચાડશો. પર્યુષણાપર્વ અને ચૈત્ર આસોની ઓળીના દિવસોને (Pure) શુદ્ધ ધર્મઆરાધનાના દિવસો રહેવા દો. 2010_03 Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્પ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) પર્યુષણાપર્વનાં પાંચ કર્તવ્યોઃ શ્રી પર્યુષણા મહાપર્વના દિવસોમાં પાંચ કર્તવ્યોનું વિશેષરૂપે પાલન કરવાનું કહ્યું છે. પર્વના દિવસોમાં શું શું કરવું જોઈએ, અને શું શું ન કરવું જોઈએ. જે વાતો પહેલાં બતાવી છે એમનું પાલન તો કરવાનું જ છે. એ સિવાય પાંચ વિશેષ ધાર્મિક કર્તવ્યોનું પર્યુષણાપર્વમાં પાલન કરવાનું છે. પહેલું કર્તવ્ય છે અમારિ-પ્રવર્તનનું. બીજું કર્તવ્ય છે સાધમિક વાત્સલ્યનું ત્રીજું કર્તવ્ય છે પરસ્પર ક્ષમાપનાનું. ચોછું કર્તવ્ય છે અઠ્ઠમ તપનું અને પાંચમું કર્તવ્ય છે ચૈત્યપરિપાટીનું. અમારિ-પ્રવર્તનઃ પદનોના સામાન્ય કર્તવ્યોમાં જીવંદયાનું પાલન, આરંભત્યાગ, વગેરે વાતો આવે જ છે, પરંતુ આ તો તમારા લોકોના વ્યક્તિગત જીવન માટે છે. પર્યુષણાપર્વમાં વિશેષરૂપે જીવદયાનું કાર્ય કરવા માટે કહ્યું છે. “અમારિ પ્રવર્તન' કરવાનું કહ્યું છે. એટલે જે ગામમાં જે શહેરમાં તમે રહો છો એ ગામમાં-નગરમાં કોઈ પણ વ્યક્તિ જીવહિંસા ન કરે-એવો ઉપાય કરવાનો છે. પર્યુષણામહાપર્વના આઠ દિવસોમાં સમગ્ર ગામનું વાતાવરણ જ અહિંસામય થવું જોઈએ. એટલે કે નાના-મોટા સર્વ જીવો નિર્ભય થવા જોઈએ. પશુ-પક્ષીઓને પણ અભયદાન મળવું જોઈએ. આઠ દિવસ કતલખાના બંધ રહેવાં જોઈએ. જે ગામમાં જૈનોનો અજૈન પ્રજા ઉપર પ્રભાવ હશે, તે જ ગામમાં આ કાર્ય થઈ શકે છે. તમારા મહાપર્વનું ગૌરવ અજૈન લોકો ત્યારે જ માન્ય રાખશે, કે જ્યારે તમારા એ લોકો સાથે સારા સંબંધો હશે. દરેક ગામમાં પ્રાયઃ માંસાહાર કરનારા લોકો હોય છે. તમારા પર્વના દિવસોમાં એ લોકો શા માટે માંસાહાર ત્યજે? તમારો એમની સાથે સારો સંબંધ હશે તો જ તેઓ તમારા કહેવાથી છોડશે. પૂર્વકાળમાં-બારમી શતાબ્દીમાં ગુજરાતના રાજા કુમારપાળે સંપૂર્ણ ગુજરાતમાં જીવહિંસા બંધ કરાવી હતી. તે બંધ કરાવી શક્યા હતા, કારણ કે તેઓ રાજા હતા! તેમની પાસે સત્તા હતી. સત્તાથી એ કામ સરળ બની જાય છે. આજ જેનો પાસે સત્તા ક્યાં છે? - આચાર્યદવ હેમચંદ્રસૂરિજીએ સર્વપ્રથમ કુમારપાળને નિરામિષાહારી બનાવ્યા હતા. પછી તેમણે તે રાજા દ્વારા સમગ્ર ગુજરાતમાં હિંસા બંધ કરાવી હતી. રાજ્યમાં ઘોષણા કરાવી હતી. – ભલે ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, બ્રાહ્મણ હોય, યા શૂદ્ર હોય, કોઈ પણ વ્યક્તિ 2010_03 Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પર્વ-પ્રવચનમાળા પોતાને માટે યા બીજાને માટે મૃગ, બકરું ગાય, ભેંશ કોઈ પણ જીવની હિંસા કરશે તે રાજદ્રોહી કહેવાશે. રાજદ્રોહીને પ્રાણદંડની શિક્ષા થશે.” - કસાઈ વગેરેને નિષ્પાપ વ્યવસાય આપીને દયામય જીવન જીવતાં શીખવ્યું. આ કામ તમે લોકો ઈચ્છો તો કરી શકો છો. કસાઈનું કામ કરનારને, તમારામાંથી જે લોકો મોટા ઉદ્યોગપતિ હોય તેઓ કામધંધો આપીને, અહિંસક વ્યવસાયવાળા બનાવી શકે છે. રાજા કુમારપાળે ગુજરાતમાં સર્વ પ્રાણીઓને અને મનુષ્યોને ગાળીને પાણી પાવાની વ્યવસ્થા કરી હતી. દરેક જળાશય ઉપર પોતાના માણસો નિયુક્ત કર્યા હતા. સૌને પ્રેમથી ગાળેલું પાણી પાવામાં આવતું. કુમારમાળે તો અદ્ભુત અમારિ-પ્રવર્તન કર્યું જ હતું. પરંતુ મોગલ બાદશાહ અકબરે પણ અમારિપ્રવર્તન કરાવ્યું હતું. જગદ્ગુરુ હીરવિજયસૂરિજીની પ્રેરણાથી અપૂર્વ અમારિપ્રવર્તન કરાવ્યું હતું. એટલે કે બંને રાજાઓની પાછળ જૈનાચાર્યોની પ્રેરણાનું બળ રહેલું હતું. બંને રાજાઓ હતા, સત્તાધીશ હતા, એટલા માટે તેઓ અમારિપ્રવર્તનનું કાર્ય કરી શક્યા હતા. હવે હું જગદ્ગુરુ હીરવિજયસૂરિજી અને મોગલ બાદશાહ અકબરના કેટલાક ઐતિહાસિક પ્રસંગો કહું છું. વિ.સં. ૧૬૩૯ નું વર્ષ હતું. દિલ્હીની પાસે ફત્તેહપુરસિક્કીમાં ચંપા' નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા હતા. અકબર ચંપાની તપશ્ચર્યાથી પ્રભાવિત થયો હતો. ચંપા શ્રાવિકાએ અકબરને હીરવિજયસૂરિજીનો પરિચય આપ્યો અને અકબરે બે જૈન આગેવાનોને બોલાવ્યા. એ હતા થાનમલ અને માનુકલ્યાણ. તેમની પાસે આચાર્યશ્રીને દિલ્હી પધારવા નિમંત્રણપત્ર લખાવ્યો અને સ્વયં અકબરે પણ નિમંત્રણપત્ર લખ્યો. મોદી અને કમાલ નામના બે સંદેશવાહકોને આમંત્રણપત્ર આપીને ગુરુદેવ હીરવિજસૂરિજીની પાસે મોકલ્યા. એ સમયે ગુરુદેવ ગુજરાતના ગાંધાર નગરમાં બિરાજમાન હતા. મોદી અને કમાલે જઈને વિનયથી ગુરુદેવને અકબરનો અને જૈનસંધનો વિનંતીપત્ર આપ્યો. આચાર્યદવ શિષ્ય પરિવાર સાથે ફત્તેહપુરસિકી પધાર્યા. બાદશાહના દીવાનખાનાની બહાર ઊભા રહીને કેટલાક કલાકો તો બાદશાહે આચાર્યદિવની સાથે વાતો કરી. અકબર ખૂબ જ પ્રભાવિત થયા. આચાદવની આચારનિષ્ઠાથી અને નિસગૃહનાથી અકબર નતમસ્તક થઈ ગયો. આચાદિ વિ. સં. ૧૬૩૯નું ચાતુમસ આગ્રામાં કર્યું. અકબરે કહ્યું : “આપ મારી વિનંતીથી દૂર દેશથી અહીં પધાર્યા છો. આપ મારી પાસેથી કશું લીધું નથી, એટલા માટે આપને ઉચિત લાગે તે મારી પાસેથી માંગી લો.” 2010_03 Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) ૪૭ આચાર્યદેવે કહ્યું : ‘પર્યુષણામહાપર્વના આઠ દિવસોમાં તમે તમારા દેશમાં હિંસા બંધ કરાવો અને જેલોમાં રહેલા બંધનયુક્ત લોકોને મુક્ત કરશો, તો મને ખૂબ આનંદ થશે.' ધર્મગ્રંથોમાં કહ્યું છે. दीर्घायुः परं रूपमारोग्यं श्लाधनीयता 1 अहिंसायाः फलं सर्वं किमन्यत् कामदैव सा ॥ દીર્ઘ આયુષ્ય, શ્રેષ્ઠ રૂપ, આરોગ્ય, પ્રશંસા વગેરે અહિંસાનાં ફળ છે. એટલા માટે હિંસાનો ત્યાગ કરવો જોઈએ. આચાર્યદેવે પોતાને માટે કશું ન માંગ્યુ. એનાથી અકબર ખૂબ જ પ્રભાવિત થયો. તેણે કહ્યું : ‘ગુરુદેવ, આઠ દિવસ આપના અને ચાર દિવસ મારા. પૂરા બાર દિવસ આખા દેશમાં અહિંસાનું પ્રવર્તન થશે બંદીજનોને પણ મુક્તિ મળશે.' : અકબરે તરત જ અહિંસા-પ્રવર્તનનાં ૬ ફરમાનો લખાવ્યાં. અને ગુજરાત, સૌરાષ્ટ્ર, દિલ્હી, ફત્તેહપુરસિક્રીમાં, અજમેર, નાગપુરમાં માલવા-દક્ષિણમાં, લાહોરમુલતાનમાં મોકલાવ્યા. એક ફરમાન આચાર્યદેવને સોપ્યું. એ સમયે થાનસિંગ શ્રાવકે અકબરને સાચા મોતીઓથી તેમજ ફૂલોથી વધાવ્યો. * અકબર રોજ પાંચસો પક્ષીઓની જીભ ખાતો હતો. એણે તેનો ત્યાગ કરી દીધો. વર્ષમાં ૬ માસ માંસાહારનો ત્યાગ કર્યો. અકબરે ગુરુદેવની સાથે જઈને ડાબર સરોવ૨ ૫૨ પિંજરામાં બંધ લાખો પક્ષીઓને મુક્ત કર્યા. * ગુજરાતમાં તીર્થસ્થાનો ઉપરનો ‘જાજિયા વેરો' લેવાતો હતો તે બંધ કરાવી દીધો. * અકબરે ગુરુદેવને-હીરવિજસૂરિજીને ‘જગદ્ગુરુ'ની ઉપાધિ પ્રદાન કરી. * આચાર્યદેવનો ગુજરાત તરફ વિહાર થતાં અકબરની વિનંતીથી ઉપાધ્યાય શ્રી શાન્તિચંદ્રજીને દિલ્હીમાં રાખીને ગયા. તેમનામાં અદ્ભુત વ્યાખ્યાનશક્તિ હતી અને ૧૦૮ અવધાન પ્રયોગ કરનારા હતા. તેમણે ‘કૃપારસ કોષ’ નામની ૧૦૮ શ્લોકોની સંસ્કૃત રચના કરીને અકબરને દયાધર્મનો ઉપદેશ આપ્યો હતો. * લાહોરમાં શ્રી શાન્તિચંદ્રજીએ અકબરને ‘કુરાને શરીફની આજ્ઞાઓ બતાવીને ઈદના દિવસે સંપૂર્ણ જીવહિંસા બંધ કરાવી હતી. * શાન્તિચંદ્રજીનો ગુજરાત તરફ વિહાર થતાં અકબરને દયાધર્મની પ્રેરણા આપવા માટે ભાનુચંદ્રજી અને સિદ્ધચંદ્રજીને દિલ્હીમાં રાખવામાં આવ્યા હતા. ભાનુચંદ્રજી વિદ્વાન પણ હતા અને દિવ્ય શક્તિઓ પણ ધરાવતા હતા. * એક વાર અકબરને અસહ્ય શિરોવેદના ઊપડી. ભાનુચંદ્રજીને બોલાવ્યા. તેમનો 2010_03 Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પર્વ-પ્રવચનમાળા હાથ પકડીને અકબરે પોતાના માથે મૂક્યો. ભાનુચંદ્રજીએ કહ્યું ચિંતા ન કરો. હમણાં જ આરામ થઈ જશે.” અકબરને આરામ થઈ ગયો. ઉમરાવ લોકોએ આ વાતની ખુશી મનાવવા કુરબાની માટે પ૦૦ ગાયો એકઠી કરી. અકબરને ખબર પડી. તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે તરત જ ગાયોને મુક્ત કરાવી દીધી. * ભાનુચંદ્રજીના ઉપદેશથી શત્રુજ્ય ગિરિરાજ ઉપર જે કર લેવાતો હતો તે અકબરે બંધ કરાવ્યો. કેટલી અદ્ભુત પ્રેરણા આપનારી છે આ વાતો? આજે આપણે શું કરી શકીએ તે વિચારવું પણ અતિ આવશ્યક છે. વર્તમાન સમયમાં રાજાશાહી નથી, પ્રજાતંત્ર છે. રાષ્ટ્રપતિ દ્વારા યા પ્રધાનમંત્રી દ્વારા અહિંસા-પ્રવર્તન એવું કરાવી શકતા નથી. કે જેવું કુમારપાળ દ્વારા હેમચંદ્રસૂરિજીએ કરાવ્યું હતું, અને અકબર દ્વારા હીરવિજયસૂરિજીએ કરાવ્યું હતું. કારણ કે કુમારપાળ અને અકબર રાજા હતા. સવધિકારી હતા. વર્તમાનકાળમાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી એવા સવધિકારી નથી. તેઓ પણ લોકસભાને આધીન છે. ‘માંસાહારી પ્રજાને માટે પશુઓની હિંસા કરવી જ પડે છે. માંસાહારી લોકો માટે કતલખાનાં જોઈએ જ.’ વગેરે દલીલો કરે છે. કારણ કે કરોડો માંસાહારી લોકોને ખુશ રાખવા પડે છે, ચુંટણીમાં તેમના મત મેળવવા માટે. હિંસાજન્ય વસ્તુઓનો ત્યાગ કરોઃ એટલા માટે તો વર્તમાનકાળમાં એવી વસ્તુઓનો ત્યાગ કરી દેવો જોઈએ. કે જે પશુપક્ષીની હિંસામાંથી બનતી હોય, એવી મોજશોખની વસ્તુઓ બજારમાં વેચાય છે. આ વસ્તુઓ ખૂબ જ આકર્ષક હોય છે. એટલા માટે સાવધાન રહેવું જોઈએ. તમે લોકો એવી વસ્તુઓ ખરીદશો તો હિંસાને ઉત્તેજન મળશે. એ રીતે કસાઈખાનામાં જતાં પશુઓને, કસાઈઓને પશુઓ વેચતા માણસો પાસેથી લઈને પાંજરાપોળમાં સુરક્ષિત રાખવાં જોઈએ. પાંજરાપોળોને સમૃદ્ધ કરવી જોઈએ. કતલખાનામાં જતાં પશુઓને બચાવવાનો એક સારો ઉપાય છે પશુપાલનનો. શહેરમાં નહીં, ગામડાઓમાં પ્રત્યેક ઘરમાં એક બે પશુઓનું પાલન થતું રહે તો કતલખાનાંને પશુઓ મળે જ નહીં. પશુપાલન ઘેરઘેર થવું જોઈએ. અપંગ પશુઓને પાંજરાપોળમાં રાખવાં જોઈએ. આમ કરવાથી કતલખાનાવાળા પશુઓ લાવશે ક્યાંથી? અમારિ-પ્રવર્તનના આવા કેટલાક રસ્તાઓ વર્તમાનકાળમાં લઈ શકાય તેમ છે. 2010_03 Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૯ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) સાધર્મિક વાત્સલ્યઃ પર્યુષણા મહાપર્વનું બીજું કર્તવ્ય છે સાધર્મિક વાત્સલ્યનું. પરમાત્મા જિનેશ્વરદેવના ધર્મશાસનને માનનારા સાધર્મિક કહેવાય છે. ધર્મક્રિયાઓ કોઈ વધારે કરનારા હોય તો કોઈ ઓછી કરનારા હોય, પરંતુ જિનશાસન પ્રત્યે શ્રદ્ધાવાન હોય તો તે સાધર્મિક કહેવાય છે. ભલે નામથી યા કુળગોત્રથી જૈન હોય તો પણ તે સાધર્મિક છે. પ્રત્યેક સાધમિક પ્રત્યે તમારા મનમાં સ્નેહ અને આદર હોવો જોઈએ. ગરીબ હોય યા શ્રીમંત હોય, દરેકના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. પરમાત્મા જિનેશ્વરદેવના સર્વકલ્યાણકારી ધર્મશાસનની પરંપરા સાધર્મિકોથી ચાલી રહી છે, અને ભવિષ્યમાં પણ સાધર્મિક જૈન સ્ત્રી-પુરુષોથી ચાલનારી છે. આ દ્રષ્ટિથી વિચારશો તો તમારા મનમાં સાધર્મિકો પ્રત્યે સદ્ભાવ પેદા થશે. અમારા લોકોનો (સાધુ-સાધ્વીઓનો) તો એવો અનુભવ છે કે જે ગામમાં માત્ર એક જ જેન ઘર હોય છે, ગરીબ હોય છે છતાં પણ અમારા લોકોનો પૂરો ખ્યાલ રાખે છે. એટલે કે આવાસ અને ભિક્ષા આપે છે. કોઈવાર દવા યા ડૉક્ટરની જરૂર પડતાં તે સુવિધા પણ પ્રાપ્ત થાય છે... શું આ ઓછી મહત્ત્વની વાત છે? ભલે ને તે પરિવાર મંદિરમાં ન જતો હોય, સામાયિક યા પ્રતિક્રમણ ન કરતો હોય, રાત્રિભોજન કરતા હોય, છતાં પણ અવસર ઉપસ્થિત થતાં “આ જૈન પરિવાર છે, તકલીફમાં છે. કોઈ બીજા પ્રાન્તમાંથી આવ્યો લાગે છે. પરંતુ તરત જ સહાય કરે છે. ગાડીની લાંબી મુસાફરીમાં જ્યારે કોઈ જૈનની કંપની મળી જાય છે તો તમને કેટલો આનંદ થાય છે? કેટલી નિશ્ચિતતા અને નિર્ભયતા મળી જાય છે? પરદેશમાં જ્યાં કોઈ જેને પરિવાર હોવાની સંભાવના ન હોય ત્યાં તમે ગયા અને અચાનક એ શહેરમાં કોઈ જૈન પરિવાર મળી જાય, તો કેટલો આનંદ થાય છે? કેટલું આશ્વાસન મળે છે? એટલા માટે બધાં ધાર્મિક સ્ત્રી-પુરુષોનું વાત્સલ્ય” કરવાનો ઉપદેશ જ્ઞાની પુરુષોએ આપ્યો છે. “સાધર્મિક વાત્સલ્ય...! કેટલો સુંદર શબ્દપ્રયોગ છે ? સાધમિકો પ્રત્યે વાત્સલ્યભાવ હોવો આવશ્યક છે. એની જે સેવા, ભક્તિ, સહાયતા કરવાની છે તે વાત્સલ્યભાવથી કરવાની છે. સાધર્મિક-વાત્સલ્ય એક મહા ધર્મ-આરાધના છે એની મહાનતા નીચેની પ્રાચીન અને પ્રામાણિક શ્લોક ઉપરથી જણાશેઃ एगत्थ सव्वधम्मा, साहम्मिअवच्छलं तु एगत्थ । बुद्धितुलाए तुलिया दोवि अ तुल्लाई भणिआई ॥ 2010_03 Page #60 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા ‘બુદ્ધિના ત્રાજવામાં એક તરફ સર્વ ધર્મો અને બીજી બાજુ સાધર્મિક-વાત્સલ્ય રાખવામાં આવે તો બંને સમાન રહે છે.’ ૫૦ સર્વધર્મો એટલે કે દેવપૂજા, ગુરુદર્શન, તપશ્ચર્યા, દાન, શીલ...વગેરે વગેરેની સામે એક માત્ર સાધર્મિક વાત્સલ્ય બરાબરી કરી શકે છે. એટલા માટે પર્યુષણા મહાપર્વમાં વિશેષ રૂપે સાધર્મિક વાત્સલ્ય કરવાનું કહેવામાં આવ્યું છે. પર્યુષણાપર્વ સિવાય પણ બીજા દિવસોમાં શક્તિ અનુસાર સાધર્મિક વાત્સલ્ય કરતા રહેવાનું છે. પુત્રજન્મના પ્રસંગે, વિવાહના સમયે, અને શુભ પ્રસંગો ૫૨ સ્વજનોને ભોજન વગેરે આપવામાં આવે છે, એ રીતે પર્યુષણાપર્વમાં સાધર્મિક સ્ત્રી પુરુષોને પોતાને ઘેર નિમંત્રિત કરીને ભોજન-વસ્ત્ર-અલંકાર વગેરે આપવાં જોઈએ. જો તમારી પાસે પૂરતી સંપત્તિ હોય તો ગામના તમામ સાધર્મિકોને નિમંત્રિત કરીને, પ્રેમથી તેમનું સ્વાગત કરીને, ઉત્તમ ભોજન કરાવવું જોઈએ. પ્રેમ, આદર, વિવેક અને ઔચિત્ય હોવાં જ જોઈએ. સાધર્મિકોમાં પણ વિવેક હોવો જોઈએ. એટલે કે ભોજન કરતી વખતે મૌન રહેવું જોઈએ. એઠું ન છોડવું જોઈએ, અને એ દિવસે વિશેષરૂપે પરમાત્મપૂજન, રાત્રિભોજનત્યાગ, બ્રહ્મચર્યવ્રતપાલન...વગેરે ધર્મઆરાધના કરવી જોઈએ. પરસ્પરના પ્રેમમાં વૃદ્ધિ થવી જોઈએ. સાધર્મિક પ્રેમ સમ્યગ્દર્શનની નિશાની છે. साहम्मियाम्मि संपत्ते धरंगणे जस्स होइ न हु नेहो । जिणसासणे भणियमिणं सम्मत्ते तस्स संदेहो ॥ ઘરઆંગણે સાધર્મિક આવતાં જે મનુષ્યને સ્નેહ થતો નથી, એ મનુષ્યમાં સમ્યક્ત્વ છે કે નહીં, એની શંકા જાય છે. જૈન શાસનની આ વાત છે. કોઈ કોઈ વાર ગરીબ સાધર્મિકોનો તિરસ્કાર કરો છો ને ? શ્રીમંત સાધર્મિકોની કોઈ કોઈ વાર તીવ્ર-કડવી ટીકા પણ કરો છો ને ? સંભાળજો, નહીંતર ઘોર પાપકર્મનું બંધન થશે. ગરીબ સાધર્મિકોની મજાક કરવાની નથી, એમનો ઉદ્ધાર કરવાનો છે. આપત્તિમાં ફસાયેલા, દારિદ્રથી ધેરાયેલા, રોગ-શોકથી સંતપ્ત જીવોનો ઉદ્ધાર કરવાનો છે. આપત્તિમાંથી બચાવવાના છે. દરિદ્રતા દૂર કરવાની છે. રોગશોકમાંથી મુક્ત કરવાના છે. બારમી શતાબ્દીની વાત છે. મહાન જૈનાચાર્ય હેમચંદ્રસૂરિજીએ ગુર્જરેશ્વર કુમારપાળને આર્હત્ ધર્મનો ઉપદેશ આપીને તેના જીવનને તો ધર્મમય બનાવ્યું જ હતું, વિશેષ કરીને અહિંસાધર્મનું પ્રવર્તન કરાવ્યું હતું. અનેક જિનમંદિરો બંધાવવાની પ્રેરણા આપી હતી. જ્ઞાનભંડારોનું નિર્માણ કરાવ્યું હતું...વગેરે અનેક 2010_03 Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) ૫૧ સત્કાર્યો કરાવ્યાં હતાં. પરંતુ કુમારપાળનું ધ્યાન દુઃખી સાધર્મિકો તરફ ગયું ન હતું. ગુરુદેવે એના પ્રત્યે તેનું કર્તવ્યભાન કરાવવા વિચાર્યું. એક વાર આચાર્યદેવી શાકંભરી નગરીમાં પધાર્યા, ત્યાં “ધનાક' નામનો એક ગરીબ જૈન રહેતો હતો. તેની પત્નીએ પોતાના હાથે કાંતેલું સૂતરનું વસ્ત્ર પ્રેમથી આચાર્યદેવને આપ્યું. વસ્ત્ર મોટું હતું. જાડું હતું. આચાર્યદેવે એ વસ્ત્ર પહેરીને પાટણમાં પ્રવેશ કર્યો. રાજા કુમારપાળે પોતાના ૭૨ સામંતોની સાથે ગુરુદેવના સ્વાગત માટે સામૈયું કર્યું. વંદન કર્યા પછી રાજાએ કહ્યું : ‘ગુરુદેવ, આપ મારા ગુરુદેવ છો. આપનાં આવાં વસ્ત્રો જોઈને મને શરમ આવે છે.’ ગુરુદેવે કહ્યું : “રાજન્, તું જ્યારે ગુજરાતનો રાજા હોય, અને તારા રાજ્યમાં સાધર્મિક જૈન પરિવાર આવા દિરદ્ર હોય, ઘણી મુશ્કેલીથી જીવનનિર્વાહ કરતા હોય, તો શું એની તને શરમ નથી આવતી ? અમારે માટે તો આવાં વસ્ત્રોમાં જ ગુરુપણું શોભે છે !’ કુમારપાળ નતમસ્તક થઈ ગયો. તેણે કહ્યું : ‘ગુરુદેવ, પ્રતિવર્ષ દુઃખી સાધર્મિકોનો ઉદ્ધાર કરવા માટે એક કરોડ રૂપિયા ખર્ચ કરીશ.' તેણે પ્રતિજ્ઞા લઈ લીધી. કુમારપાળે ચૌદ વર્ષ રાજ્ય કર્યું. (ધર્મપ્રાપ્તિ પછી) એ કાળમાં ૧૪ કરોડ રૂપિયા સાધર્મિકોના ઉદ્ધાર માટે ખર્ચ્યા. જે રીતે દુઃખી સાધર્મિકોનો ઉદ્ધાર કરવો જોઈએ એ રીતે શ્રીમંત સાધર્મિક કર્મદોષથી નિર્ધન થઈ ગયો હોય તો તેને પણ પૂર્વાવસ્થામાં લઈ જવો જોઈએ. એટલે કે શ્રીમંત બનાવવો જોઈએ. દેવગિરમાં એવું એક શ્રાવકરત્ન થઈ ગયું. તેનું નામ હતું જગતસિંહ, ૫રમાત્મા મહાવીરદેવના શાસનમાં જગતસિંહનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. તેમણે ૩૬૦ જૈન પરિવારોને પોતાની સમકક્ષ શ્રીમંત બનાવ્યા હતા ઃ પોતાના રૂપિયા આપીને વ્યવસાય કરાવતા અને ઊંચે લાવતા હતા. વિ.સં ૧૨૮૬માં નાગપુર (મહારાષ્ટ્ર)થી શ્રેષ્ઠી પૂનડશાહે શત્રુંજ્ય મહાતીર્થનો સંઘ કાઢ્યો હતો. જ્યારે સંઘ માંડલિકપૂર પહોંચ્યો ત્યારે ધોળકાના સરસેનાપતિ તેજપાલે જઈને સંઘને ધોળકા પધારવાનું નિમંત્રણ આપ્યું. પૂનડશાહે તેજપાલની વિનંતી માન્ય રાખી અને સંઘ ધોળકા તરફ આગળ વધ્યો. જ્યારે સંઘ ધોળકાની નજીક પહોંચ્યો ત્યારે મહામંત્રી વસ્તુપાળ અન્ય શ્રેષ્ઠીઓને લઈને સંઘની સામે ગયા. પવન સામે આવી રહ્યો હતો પવનની સાથે હજારો યાત્રીઓના ચાલવાથી ઊડતી ધૂળ સામે આવતી હતી. શ્રેષ્ઠીઓએ વસ્તુપાલ મહામંત્રીને કહ્યું : મંત્રીવર, બીજા રસ્તાથી જઈએ, આ રસ્તે તો ઘણી ધૂળ ઊડી રહી છે.’ વસ્તુપાલે કહ્યું : “મહાનુભાવો, તીર્થયાત્રીઓની ચરણરજ નો સ્પર્શ પણ પાપોનો 2010_03 Page #62 -------------------------------------------------------------------------- ________________ પર પર્વ-પ્રવચનમાળા નાશ કરે છે. એટલા માટે આ જ રસ્તેથી જઈએ.” - સંઘપતિ પૂનડશાહ અને મહામંત્રી વસ્તુપાલ પરસ્પર ગાઢ આલિંગન આપીને ભેટ્યા. પ્રેમપૂર્વક વાતલિાપ થયો. સંઘ સરોવર કિનારે રોકાયો. રાત્રિના સમયે વસ્તુપાલ વિચાર કરે છે : “શ્રીસંઘની ચરણરજથી મારું ઘર પવિત્ર થવું જોઈએ. મારા પરમ ભાગ્યને લીધે સંઘ અહીં આવ્યો છે. પ્રભાત વસ્તુપાલે જઈને સંઘપતિને વિનંતી કરીઃ ‘સંઘ મારે ઘેર પધારે અને મને સાધર્મિક ભક્તિનો લાભ આપે.” પૂનડશાહે વિનંતીનો સ્વીકાર કર્યો. સંઘ ઘેર આવે છે. વસ્તુપાલ સ્વયં એક એક તીર્થયાત્રીના પગ ધૂએ છે. અને તિલક કરે છે. બે પ્રહર એટલે કે છ કલાક વીતી ગયા...છતાં પણ મહામંત્રી પ્રફુલ્લિત હતા. તેજપાલે વિનંતી કરી: “આપ ઘરમાં પધારો, ભોજન કરો, સંઘભક્તિ હું કરીશ.' વસ્તુપાલે કહ્યું: ‘ભાઈ, મહાન પુણ્યોદયથી આ અવસર પ્રાપ્ત થયો છે. હું આખા સંઘને ભોજન કરાવીને પછીથી ભોજન કરીશ.' કેવું અદ્ભુત સાધર્મિક વાત્સલ્ય! સાધર્મિક પ્રત્યે કેવો અદ્વિતીય પ્રેમાં કોઈ પ્રત્યુપકારની ઈચ્છા નહીં. કોઈ શ્રીમંત-નિર્ધનના ભેદ નહીં ભવ્ય ઉદારતા! અપૂર્વ સત્કાર-સન્માન ! જે રીતે ભોજન, વસ્ત્ર, ધન..ઈત્યાદિથી સાધર્મિક વાત્સલ્ય કરવાનું હોય છે, એ રીતે જે સાધર્મિકો ધર્મરહિત હોય છે, વ્યસનોમાં ફસાયા હોય છે, પરમાત્માથી છેટા હોય છે...એવા સાધર્મિકોનો પણ ઉદ્ધાર કરવાનો છે. એમને વિવિધ ઉપાયો દ્વારા ધર્મમાર્ગ ઉપર ચડાવવા જોઈએ. વ્યસનોથી મુક્ત કરવા જોઈએ, સદ્ગુરુના પરિચયમાં લાવવા જોઈએ. પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાવાન બનાવવા જોઈએ. આ કામ સરળ નથી. બીજાંને ધાર્મિક બનાવવાનું કામ મુશ્કેલ હોય છે. છતાં પણ અસંભવ નથી. પૂર્વકાળમાં મહાન શ્રાવક-શ્રાવિકાઓએ આવાં કામ કર્યા છે. પરંતુ આ કામ કરવા માટે બુદ્ધિમત્તા જોઈએ. ધૈર્ય જોઈએ. સહનશીલતા જોઈએ, અને કંઈક તર્કપૂર્ણ ધર્મજ્ઞાન પણ જોઈએ. સાધર્મિક-વાત્સલ્ય”પર્યુષણા મહાપર્વનું જેવું કર્તવ્ય છે, એવું જીવનનું પણ આ મહાકર્તવ્ય છે. પરસ્પર ક્ષમાપના: ત્રીજું કર્તવ્ય છે પરસ્પર ક્ષમાપનાનું. અતિમહત્વનું છે આ કર્તવ્ય. પર્યુષણા મહાપર્વનું દૃય છે આ કર્તવ્ય. આ ભાવાત્મક કર્તવ્ય છે. 2010_03 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) - પોતાના અપરાધોની ક્ષમા માંગી લેવાની છે. - બીજાંના અપરાધોને માફ કરવાના છે, ભૂલી જવાના છે. - સંવત્સરીની પહેલાં પહેલાં વેરવિરોધનો ક્ષમાના આદાન-પ્રદાનથી અંત લાવી દેવાનો છે. – પોતાના આત્માને શાન્ત-ઉપશાંત કરવાનો છે. આત્માની શાન્તિ જ સાચું સુખ છે. વેર-વિરોધ બ્દયમાં સંઘરી રાખવાથી આત્મા અશાંત રહેશે. અશાંત આત્મા જ દુઃખ છે. અશાંત આત્મા જ ફ્લેશ છે. શા માટે કોઈ પણ જીવો સાથે વેર-વિરોધ રાખવાં? શું તમે એમ સમજો છો કે બીજા જીવે તમારું અહિત કર્યું છે? જો તમે એવું માનતા હો તો એ તમારી મોટી ભૂલ છે. જૈનધર્મ તો કમસિદ્ધાંતમાં માને છે. પ્રત્યેક જીવાત્માને સુખ મળે છે પુણ્યકર્મના ઉદયથી, અને દુઃખ મળે છે પાપકર્મના ઉદયથી. સુધરે છે પુણ્યકર્મથી, બગડે છે પાપકર્મથી. આ સિદ્ધાંતને માનો છો? તો પછી બીજ પર શા માટે દોષ ઢોળો છો કે : “આ માણસે મારું બગાડયું, આણે મને દુઃખી કરી નાખ્યો ?” કોઈ તમને કડવા શબ્દો સંભળાવે છે, કોઈ તમને દગો દે છે. કોઈ તમારી પાસેથી પૈસા લઈને પાછા નથી આપતું, કોઈ તમારી વિરુદ્ધ વાતો કરે છે. તો તેના પ્રત્યે તમારા મનમાં દ્વેષ પેદા થાય છે. હું જાણું છું. પરંતુ એવું કંઈ પણ બને ત્યારે તમારે વિચારવાનું કે આવું શા માટે બને છે? કર્મસિદ્ધાંતને આધારે વિચારજો. હું વિશ્વાસ સાથે કહું છું કે તમારા મનમાં દ્વેષ પેદા નહીં થાય. કોઈપણ કાર્ય, કારણ વગર બનતું નથી. કાર્યકારણનો નિયમ તો આખી દુનિયા માને છે ને? કારણ વગર કાર્ય બનતું નથી. આ સર્વમાન્ય નિયમ છે. કોઈ વ્યક્તિએ તમને દુઃખી કર્યા છે આ એક કાર્ય છે. કયા કારણે આ કાર્ય થયું એ વિચારવાની બાબત છે. વિચાર કરશો તો ખબર પડશે કે તેનું કારણ તમે જાતે જ છો. તમે તમારા ગત જન્મોમાં બીજા જીવોને દુઃખી કર્યા છે, એટલા માટે આ જીવનમાં તમને દુઃખ આવ્યું છે. છતાં પણ કોઈવાર કોઈ જીવ પ્રત્યે રોષ થયો, ઝઘડો થઈ ગયો તો તેની ક્ષમા માગીને તેના મનને શાંત કરી લો. અને મનને શાંત કરી લો. ભૂલ તમારી હોય યા ન હોય, પણ તમે ક્રોધ કર્યો છે. ઝઘડો કર્યો છે, એટલા માટે તમારે એની પાસે જઈને તેની ક્ષમા માગવી જોઈએ. ક્ષમા માગવાથી તમે નાના નહીં બની જાઓ, તે યાદ રાખજો. જૈનશાસન તો કહે છે કે ક્ષમા માગનારો અને ક્ષમા કરનારો સદાય મહાન હોય છે. મનુષ્યની મહાનતા નમ્રતામાં રહેલી છે. મહાનતા સરળતામાં રહેલી છે. એ તમે કદી ન ભૂલતા. તમારો કોઈ હિતકારી-સુખકારી પુરુષ તમારી ભૂલ બતાવે તો રીસ ન કરવી જોઈએ. સરળતાથી ભૂલનો એકરાર કરી લેવો જોઈએ. ભૂલ કરવા ઉપર પશ્ચાતાપ 2010_03 Page #64 -------------------------------------------------------------------------- ________________ પ૪ પર્વ-પ્રવચનમાળા કરી લેવો જોઈએ. ત્યારે જ આત્માની શુદ્ધિ થાય છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામી જ્યારે આ ભારતભૂમિ ઉપર સદેહ વિચરતા હતા, એ વખતની ઘટના છે. કૌશામ્બી નગરીમાં ભગવાન પધાર્યા હતા. સમવસરણમાં ભગવાનના ઉપદેશની ગંગા વહી રહી હતી. ઉપદેશ સાંભળવા દેવો પણ આવતા હતા. સુર-અસુર પણ આવતા હતા. મનુષ્ય અને પશુઓ પણ આવતાં હતાં. ગણધર હતા, આચાર્યો હતા. ઉપાધ્યાય હતા અને સાધુ-સાધ્વીઓ પણ હતા. ભગવાનની પ્રથમ શિષ્યા ચંદનબાલાજી- જે સર્વ સાધ્વીજીઓની-શ્રમણીવૃંદની મુખા હતી. તે પણ સમવસરણમાં હતાં. સૂર્યાસ્ત થયા છતાં પણ ઉપદેશ તો ચાલતો રહ્યો. સાધ્વી ચંદનબાલાજીએ સમય જોઈ લીધો. તે સર્વ સાધ્વીઓની સાથે ઉપાશ્રયમાં ચાલ્યાં ગયાં, પરંતુ સાધ્વી મૃગાવતીજી ત્યાં જ ઉપદેશ સાંભળવામાં લીન બની ઊભા રહ્યાં હતાં. જ્યારે ઉપદેશ પૂરો થયો, દેવો પણ ચાલ્યા ગયા, અંધાર થઈ ગયું. મૃગાવતીજીએ આજુબાજુ જોયું તો કોઈ સાધ્વી ન હતી. તેઓ ઝડપથી ઉપાશ્રયે પહોંચી ગયાં. પ્રતિક્રમણ કર્યું, અને ગુરુજીની પાસે જઈને કહ્યું: ‘પૂજ્યા, મને માફ કરો, રાત પડી ગઈ છતાં હું સમવસરણમાં બેસી રહી.” ચંદનબાલાજીએ કહ્યું: “આર્યે, તું મહાન્ કુળમાં જન્મી છે, તે દીક્ષા લીધી છે. રાત્રિના સમયે ઉપાશ્રયની બહાર રહેવું યોગ્ય નથી.” મૃગાવતીજીએ વારંવાર ક્ષમાયાચના કરી, પશ્ચાતાપ કર્યો, “અરે ધિક્કાર છે મને, મારા નિમિત્તે મારાં ગુરુમાતાને કેટલો મનફ્લેશ થયો?..હવે ફરીથી હું આવી ભૂલ કદી નહીં કરું.’ આત્મનિંદા કરતાં કરતાં મૃગાવતીજીને એ રાત્રે જ કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એટલે કે તેમનો આત્મા સર્વજ્ઞ-વીતરાગ બની ગયો. એ રાત્રે બીજી ઘટના બને છે. જ્યાં સાધ્વી ચંદનબાલાજી સતાં હતાં ત્યાંથી એક સાપ પસાર થાય છે. ચંદનબાલાજીનો એક હાથ સંસ્તારક-પથારીની બહાર આવી ગયો છે. ઘોર અંધકારમાં પણ મૃગાવતીજીને આ દ્રશ્ય દેખાય છે. તેમણે ચંદનબાલાજીનો હાથ સંસ્તારકમાં મૂકી દીધો. સ્પર્શ થતાં જ ચંદનબાલાજી જાગી ગયાં. પાસે જ મૃગાવતીજી હતાં. તેમણે પૂછ્યું : “આયે, મારો હાથ આમ કેમ મૂક્યો?' “સાપ આવી રહ્યો છે માટે.' મૃગાવતીજીએ કહ્યું. ‘આટલા અંધકારમાં સાપ કેવી રીતે જોયો?’ “જ્ઞાનથી.” કયા જ્ઞાનથી?” ‘અપ્રતિપાતી.” “શું અપ્રતિપાતી જ્ઞાનથી જોયું?” કેવળજ્ઞાન થઈ ગયું છે તમને ?” 2010_03 Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) ‘હા.’ ચંદનબાલાજી ઊભાં થઈ ગયાં અને મૃગાવતીજીના ચરણોમાં પડી ગયાં. પુનઃપુનઃ ક્ષમાયાચના કરી. ક્ષમાભાવથી ઉપશાંત બન્યાં અને તેમને પણ કેવળજ્ઞાન પ્રકટ થઈ ગયું ! ક્ષમાયાચનાથી, ક્ષમા આપવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. ક્ષમાભાવ આવો શ્રેષ્ઠ ભાવ છે. ૫૫ સભામાંથી : અમે ક્ષમા માગવા જઈએ, ક્ષમા માગી લઈએ. પરંતુ સમાવાળો ક્ષમા ન આપે તો શું કરવું ? : મહારાજશ્રી ઃ ક્ષમા માગીને તમે ઉપશાન્ત બનો, બસ, તમારી આરાધના થઈ ગઈ. તમારું કર્તવ્ય પૂરું થઈ ગયું. ક્ષમા ન કરનારનો આત્મા ઉપશાન્ત થતો નથી. એટલા માટે તે આરાધક નથી બની શકતો. હા, ગમે તેટલું તપ કરે, ગમે તેટલું દાન આપે, જીવનપર્યંત બ્રહ્મચર્ય પાળે, પરંતુ ક્ષમા આપે નહીં અને ક્ષમા માગે નહીં, તો સર્વ પ્રકારની ધર્મઆરાધના વ્યર્થ જાય છે. એ તપનું, દાનનું, શીલનું કોઈ વિશેષ મહત્ત્વ રહેતું નથી. સમરાદિત્યકેવલી ચરિત્ર' સાંભળ્યું છે ? સમરાદિત્યકેવલીનો પ્રથમ ભવ છે ગુણસેન રાજાનો. બચપણમાં પુરોહિતપુત્ર અગ્નિશમને હેરાન-પરેશાન કર્યો હતો. અગ્નિશમાં કુરૂપ હતો. શરીરનાં અંગો વાંકાંચૂકાં હતાં. તે વિકૃત અંગોવાળો હતો. રાજકુમાર એને ગધેડા પર બેસાડતો. કાંટાનો તાજ પહેરાવતો...આખા નગરમાં ફેરવતો વગેરે. અગ્નિશમાં ત્યાંથી નાસી ગયો અને તાપસોના આશ્રમમાં જઈને તાપસી દીક્ષા લઈ લીધી. ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યો. એક એક મહિનાના ઉપવાસ કરવા લાગ્યો. પારણું માત્ર એક જ દિવસ કરતો હતો. પહેલે ઘેર જતાં ત્યાં ભિક્ષા મળી જતી તો પા૨ણું કરતો, નહીંતર ઉપવાસ શરૂ કરી દેતો. હજારો માસખમણ કરી દીધાં. રાજકુમાર ગુણસેનનો રાજ્યાભિષેક થયો. તે રાજા બની ગયો. એક દિવસે એ જ આશ્રમમાં પહોંચ્યો. ત્યાં અગ્નિશમની ખૂબ પ્રશંસા સાંભળી. દર્શન કર્યા. માસખમણનાં પારણાં રાજમહેલમાં કરવાની વિનંતી કરી. આશ્રમના કુલપતિએ વિનંતી માન્ય કરી. પારણાંના દિવસે અગ્નિશમાં ભિક્ષા લેવા માટે રાજમહેલે ગયો. તો ત્યાં લોકોની વધારે હલચલ હતી. રાણીએ કુમારને જન્મ આપ્યો હતો. આખો મહેલ ખુશીમાં ઝૂમતો હતો. રાજમહેલના દ્વાર ઉપર ઊભા રહેલા અગ્નિશમાં તરફ કોઈએ જોયું નહીં. તે પાછો ફરી ગયો. પારણાં કર્યા વગર માસક્ષમણ શરૂ કરી દીધાં. રાજાને તાપસનાં પારણાં યાદ આવ્યાં તો ખૂબ મોડું થઈ ગયું હતું. તપોવનમાં ને તેણે ફરીથી પારણાં રાજમહેલમાં કરવાની વિનંતી કરી. ભૂલની ક્ષમા માગી. 2010_03 Page #66 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા બીજી વાર રાજાના શરીરમાં ભયંકર વેદના ઉત્પન્ન થઈ. પારણાં કરવા અગ્નિશમાં આવ્યો તો રાજમહેલ શોકમાં ડૂબી ગયો હતો. વૈદ્યોની હલચલ હતી. કોઈએ અગ્નિશમને પારણાં માટે નિમંત્રણ ન આપ્યું. તે પાછો ચાલ્યો ગયો અને ત્રીજું માસક્ષમણ શરૂ કરી દીધું. ૫ દર્દ શમ્યા પછી રાજાને અગ્નિશમાં યાદ આવ્યો. પરંતુ તે તો આશ્રમમાં પાછો ચાલ્યો ગયો હતો. રાજાએ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું. પુનઃપુનઃ ક્ષમા માગી અને ત્રણ માસક્ષણનાં પારણાં રાજમહેલમાં કરવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરી. ત્રીજી વાર જ્યારે અગ્નિશમાં પારણાં કરવા માટે રાજમહેલે પહોંચ્યો તો વિશાળ સેનાની હલચલ હતી. રાજમહેલના મેદાનમાં હાથીઘોડા અને રથ આવતા હતા. અગ્નિશમાં કેટલોક સમય દરવાજા ઉપર ઊભો રહ્યો. પરંતુ કોઈએ એના તરફ નજર ન કરી. એ આશ્રમમાં પાછો ફરી ગયો. રાજા જ્યારે યુદ્ધયાત્રા માટે પ્રયાણ કરે છે ત્યારે એને અગ્નિશમનાં પારણાં યાદ આવ્યાં...એ રથમાં ન બેઠો, સીધો દરવાજે પહોંચ્યો...પરંતુ સમય વીતી ગયો હતો. તે આશ્રમે ગયો. પરંતુ અગ્નિશમાં રોષમાં હતો. તેના મનમાં બાલ્યકાળની સ્મૃતિ તાજી થઈ. રાજા પ્રત્યે ઘોર વેરભાવના જાગૃત થઈ ગઈ હતી. તેણે આજીવન ઉપવાસનો સંકલ્પ કરી લીધો હતો. અને ‘જનમ જનમ રાજાને મારનારો બનું.’ એવો સંકલ્પ કરી લીધો હતો. રાજા કુલપતિની સામે રડી પડયો. વારંવાર ક્ષમા માગી. પોતાની ભૂલનો સ્વીકાર કર્યો. પરંતુ અગ્નિશમાં ઉપશાન્ત ન થયો. નવ ભવ સુધી અગ્નિશમાં ગુણસેનને મારતો રહ્યો. પરિણામે અગ્નિશમાં નરકે ગયો. ગુણસેન સમરાદિત્ય રાજાના ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં ગયો. વેરભાવ જીવને દુર્ગીતમાં લઈ જાય છે. ક્ષમાભાવના જીવને મોક્ષમાં લઈ જાય છે એટલા માટે ક્ષમા ધારણ કરીને આત્માને ઉપશાંત કરતા રહો. પર્યુષણાપર્વમાં ઉપશાંત થવાનું છે. નમ્ર અને સરળ બનીને પરસ્પર ક્ષમા કરી લેવી જોઈએ. અઠ્ઠમ તપ ઃ પર્યુષણામહાપર્વનું ચોથું કર્તવ્ય છે અઠ્ઠમ તપનું. નિરંતર ત્રણ દિવસ ઉપવાસ કરવાના હોય છે. પાક્ષિક તપ એક ઉપવાસનો હોય છે. ચાતુર્માસિક તપ છઠ્ઠ (બે ઉપવાસ)નો કરવાનો હોય છે. અને પર્યુષણામાં અક્રમનો તપ કરવાનો હોય છે. શારીરિક અશક્તિને કારણે કોઈ અઠ્ઠમતપ ન કરી શકે તો તેણે ૬ આયંબિલ' કરવાં જોઈએ. જે આયંબિલ ન કરી શકે તેણે નવ ‘નીવી’ કરવી જોઈએ. જે નીવી' ન કરી શકે તેણે બાર ‘એકાસણાં’ કરવાં જોઈએ. જે લોકો એકાસણાં ન કરી શકે તેમણે ૨૪ બેસણાં ક૨વાં જોઈએ. અને જેઓ બેસણાં ય ન કરી શકે તેમણે ૬ હજાર શ્લોકોનો (અથવા ગાથાનો) સ્વાધ્યાય કરવો જોઈએ. અથવા ૬૦ માળા શ્રી 2010_03 Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) પ૭ નવકારમંત્રની (પૂરાં નવપદની) ગણવી જોઈએ. આ જિનાજ્ઞા છે. બીજો કોઈ વિકલ્પ કર્યા સિવાય અક્રમનો તપ કરવો જોઈએ. જ્યારે ચક્રવર્તી રાજાને દિગ્વિજય કરવા નીકળવાનું હોય ત્યારે અઠ્ઠમ તપ કરે છે. અક્રમના પ્રભાવથી એની સેનામાં દેવલોકના દેવો ઉપસ્થિત થાય છે. શ્રીકૃષ્ણ મહારાજાએ માતા દેવકીની ઈચ્છા પૂર્ણ કરવા અઠ્ઠમનો તપ કર્યો હતો ને? દેવકીના પુત્રો એમના જન્મ સાથે જ છીનવી લેવામાં આવ્યા હતા, તેથી કોઈ પણ પુત્રને પોતાની ગોદમાં લઈને લાલનપાલન કરી શકી ન હતી. તેમના મનમાં નવા પુત્રની ઈચ્છા જાગૃત થઈ હતી. શ્રીકૃષ્ણ એ ઈચ્છા પૂર્ણ કરી હતી. એ રીતે રાજા જરાસંધ સાથે યુદ્ધ કરતી વખતે જ્યારે જરાસંધે શ્રીકૃષ્ણની સેના ઉપર જરા-વિદ્યાનો પ્રયોગ કર્યો તો કૃષ્ણનું સૈન્ય યુદ્ધભૂમિ પર બેહોશ થઈ ગયું હતું, એ સમયે નેમિકુમારે કષ્ણને અઠ્ઠમ તપ કરીને દેવી પદ્માવતીજી પાસેથી પાર્શ્વનાથજીની પ્રતિમા મેળવવાનું કહ્યું હતું. શ્રીકૃષ્ણ અઠ્ઠમનો તપ કર્યો હતો. દેવી પદ્માવતીજીએ ભગવાન પાર્શ્વનાથજીની પ્રતિમા આપી. પ્રતિમાનો સ્નાત્રાભિષેક કરવામાં આવ્યો. સ્નાત્રજળ સૈન્ય પર છાંટવામાં આવ્યું. અને “જરા-વિદ્યા' ભાગી ગઈ. શ્રીકૃષ્ણનો વિજય થયો. ત્યાં જ શંખેશ્વર ગામ વસાવવામાં આવ્યું. અને ત્યાં જ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સ્થાપવામાં આવી. - અઠ્ઠમ તપનો અચિંત્ય પ્રભાવ છે. આપણે તો બે ઉદ્દેશથી આ મહાપર્વમાં તપ કરવાનાં છે. પ્રથમ ઉદ્દેશ્ય છે કર્મક્ષય કરવાનો અને બીજો છે જિનાજ્ઞાપાલનનો. - તપશ્ચય કરતી વખતે ચિંતન કરવું કે “મારા આત્માનો સ્વભાવ અનાહારી છે. ખાવું-ભોજન કરવું એ મારા આત્માનો સ્વભાવ નથી, ખાવું પડે છે તે કર્મના બંધનને લીધે. મારા કર્મોનું બંધન તૂટી જાય, મારી સ્વભાવદશા પ્રકટ થાય, એટલા માટે મારે તપ કરવો જ છે.” બીજી મહત્ત્વની વાત એ છે કે અઠ્ઠમ તપ કરવાથી ત્રણ દિવસ ખાવાપીવાની ઝંઝટ રહેતી નથી. એથી ત્રણ દિવસ વ્યાખ્યાન-શ્રવણ અથથી ઇતિ સુધી થઈ શકે છે. 'કલ્પસૂત્રનાં વ્યાખ્યાનો શાન્તિથી, એકાગ્રચિત્તે સાંભળવાં જોઈએ. વ્યાખ્યાન પહેલેથી અંત સુધી સાંભળવું જોઈએ. દશલાખ કરોડ વર્ષની નરકગતિની પીડાના કારણભૂત કમનો નાશ એક અક્રમ કરવાથી થઈ જાય છે. કેટલો પ્રભાવશાળી છે આ તપ? મનથી નક્કી કરી લો કે “આ પર્યુષણાપર્વમાં મારે અઠ્ઠમ તપ કરવો જ છે.' – મનોબળ હોવું જોઈએ. તપ મનોબળથી થાય છે. નાનાં નાનાં બાળકો પણ અઠ્ઠમ તપ કરી લે છે. શ્રદ્ધાનું બળ હોય છે એ બાળકોમાં. 2010_03 Page #68 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા सर्वमपि तपो गतशल्यं कार्यं, सशल्यं दुष्करमपि तपो निरर्थकम् । સર્વ પ્રકારનું તપ શલ્યરહિત હૃદયથી કરવું જોઈએ. સશલ્ય હૃદયથી કરેલું દુષ્કર તપ પણ નિરર્થક બની જાય છે. એટલે કે નિર્વાણસાધક બનતું નથી. ૫૮ અસંખ્ય વર્ષ પુરાણી એક વાર્તા છે. રાજકુમારી લક્ષ્મણાની વાર્તા છે. સ્વયંવર મંડપમાં તેણે પતિને પસંદ કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યથી તે અલ્પ સમયમાં જ વિધવા બની ગઈ હતી. તેણે સંસાર ત્યજી દીધો અને સાધ્વી બની ગઈ. એક દિવસે લક્ષ્મણા સાધ્વીએ પક્ષી-પક્ષીણીની રતિક્રિડા જોઈ. તેણે મનમાં વિચાર કર્યો : ‘જિનેશ્વરોએ સ્ત્રી-પુરુષની રતિક્રિયાનો સાધુ-સાધ્વીઓ માટે કેમ નિષેધ કર્યો હશે ? સાચું છે કે તેઓ અવેદી છે, વીતરાગ છે. તેમને શું ખબર કે સવેદી જીવ કેટલા વ્યગ્ર હોય છે ?’ વગેરે........ પરંતુ વિચાર્યા પછી તે તરત જ સાવધાન થઈ ગઈ ઃ ‘મારે આવું વિચારવું જોઈતું ન હતું. ઘોર પશ્ચાતાપ કરવા લાગી. મારે પ્રાયશ્ચિત્ત કરવું પડશે. પ્રાયશ્ચિત્ત કરવા માટે મારે મારું માનસિક પાપ ગુરુદેવની સામે પ્રકાશિત કરવું પડશે. એ વગર મારો આત્મા શુદ્ધ નહીં થાય.' તે ગુરુદેવ પાસે જવા નીકળી. રસ્તામાં એના પગમાં કાંટો વાગ્યો. મને અપશુકન થયા છે' વિચારતી ગુરુદેવની પાસે ગઈ. તેણે ગુરુદેવને પૂછયું : ‘ગુરુદેવ, કોઈ સાધ્વી પક્ષીઓની રતિક્રિડા જોઈને એવું એવું વિચારે તો તેને શું પ્રાયશ્ચિત્ત કરવું પડે ?” ‘મેં આવું વિચાર્યું હતું.’ એ પ્રમાણે તે ન બોલી. આને શલ્ય' કહે છે. પાપને છુપાવવું એ શલ્ય છે. લક્ષ્મણા સાધ્વીએ શલ્ય હૃદયમાં રાખ્યું. પચાસ વર્ષ સુધી તેણે ઘોર તપશ્ચચર્યા કરી...સાધ્વી જીવનની તમામ ધર્મીક્રયાઓ કરતી રહી. છતાં પણ તે શુદ્ધ ન બની શકી. આર્તધ્યાનમાં મરીને અનેક ભવોમાં જન્મ-મરણ કરતી રહી. આગામી ચોવીસીમાં પ્રથમ તીર્થંકરના શાસનમાં એનો મોક્ષ થશે. એટલા માટે નિષ્પાપ હ્દયથી તપશ્ચર્યા કરવી જોઈએ. ચૈત્યપરિપાટી : પર્યુષણા મહાપર્વનું પાંચમું કર્તવ્ય છે ચૈત્યપરિપાટીનું. ચૈત્ય એટલે જિનમંદિર. ગામમાં જેટલાં જિનમંદિરો હોય, એ સર્વે જિનમંદિરોનાં દર્શન-વંદન કરવાનાં છે. સર્વ જિનમંદિરોને સજાવવાં જોઈએ. સારું ડેકોરેશન કરવું જોઈએ. જો કદાચ સમૂહમાં ગાયન-વાદન સાથે દર્શને જવાનું હોય તો રસ્તા પણ સજાવવા જોઈએ. રસ્તામાં અનાથ, અપંગ લોકોને દાન આપવું જોઈએ. ભક્તિપૂર્ણ હૃદયથી પરમાત્માનાં દર્શન-વંદન માટે જવું જોઈએ. I दर्शनाद् दुरितध्वंसी वंदनाद्वाग्छितप्रदः पूजनात्पूरकः श्रीणां जिनः साक्षात् सुरदुमः ॥ 2010_03 Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨) ૫૯ જિનપ્રતિમાને સાક્ષાત્ જિનેશ્વર માનીને એનાં જે દર્શન કરે છે એનાં પાપ નષ્ટ થાય છે. જે વંદન કરે છે તેને વાંછિત ફળ-સુખ મળે છે, અને જે પૂજા કરે છે તેને સંપત્તિ પ્રાપ્ત થાય છે. એટલા માટે જિનેશ્વરદેવ સાક્ષાત્ કલ્પદ્રુમ છે. ‘હું જિનમંદિરે જાઉં.’ આટલો વિચાર કરવાથી મનુષ્યને ઉપવાસનું ફળ મળે છે. જવા માટે ઊભો થાય છે ત્યારે બે ઉપવાસનું ફળ મળે છે. ચાલે છે ત્યારે ત્રણ, માર્ગમાં ભાવોલ્લાસ વધે છે ત્યારે ચાર ઉપવાસનું, જિનમંદિરે પહોંચે છે ત્યારે પાંચ ઉપવાસનું...અને પરમાત્માનાં દર્શન થતાં એક માસના ઉપવાસનું ફળ મળે છે. આ તો સામાન્ય ફળ બતાવ્યું છે. ભાવવૃદ્ધિથી જે ફળ મળે છે, એને કોણ બતાવી શકે ? ઉત્તમ ભાવોથી, ઉત્તમ સામગ્રીથી પરમાત્માની પૂજા કરવી જોઈએ. શક્તિ અનુસાર જિનશાસનની ઉન્નતિ કરવી જોઈએ. એટલે કે જે અજૈન લોકો છે, તેમના મનમાં પણ જિનશાસન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય, તેવાં કાર્યો કરવાં જોઈએ. પર્યુષણા મહાપર્વમાં આવાં કાર્યો ખાસ કરવાં જોઈએ. જિનમંદિર અને ઉપાશ્રય આદિ ધર્મસ્થાનોની આસપાસ રહેનારાં લોકોની સાથે વિશેષરૂપે સારો વ્યવહાર કરવો જોઈએ. પર્વ-મહાપર્વના દિવસોમાં સ્વાભાવિક રૂપે ધર્મરહિત લોકોમાં પણ ધર્મભાવના પેદા થાય છે. પરંતુ વાતાવરણ સદ્ભાવપૂર્ણ હોવું જોઈએ. મૈત્રીપૂર્ણ, પ્રેમપૂર્ણ અને કરુણાસભર વાતાવરણમાં ધર્મહીને લોકો પણ ધર્મ તરફ વળે છે. હા, મનુષ્ય ધર્મહીન ભલે હો, પરંતુ મૂર્ખ ન હોવો જોઈએ. પ્રાજ્ઞ હોવો જોઈએ. સમજદાર અને વિવેકી હોવો જોઈએ. મૂર્ખ માણસને લાખવાર ઉપદેશ આપવામાં આવે તો પણ તે ધર્મનાં રહસ્યોને સમજશે નહીં. ધર્મની વાતો સમજશે તો નહીં જ, ઉપરથી રોષ ક૨શે. ક્રોધ કરશે. નિંદા કરશે. એટલા માટે મૂર્ખાઓને ઉપદેશ ન આપવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् ? लोचनाभ्यां विहिनस्य प्रदीपः किं करिष्यति ? ‘જેનામાં બુદ્ધિ નથી, શાસ્ત્ર એનું શું કલ્યાણ કરે ? અંધને દીવો કેવી રીતે પ્રકાશ આપશે ?’ મૂર્ખતાને દૂર કરીને શાસ્ત્રોક્ત-માર્ગ ઉપર ચાલવું એ જ શ્રેયસ્કર બને છે. આજે પર્યુષણાપર્વનાં પાંચ કર્તવ્યોનું સંક્ષેપમાં વિવેચન કર્યું છે. વાર્ષિક અગિયાર કર્તવ્યોના વિષયમાં કાલે પ્રવચન થશે. આજ બસ, આટલું જ. 2010_03 Page #70 -------------------------------------------------------------------------- ________________ . પ્રવચન : ૪ શ્રી પર્યુષણા મહાપર્વ ત્રીજો દિવસ E 'જો જ કે : ( સંકલના વાર્ષિક ૧૧ કર્તવ્યો. ૧. સંઘપૂજાઃ – શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ. - ભક્તિના, ઉદ્ધારના પ્રકારો. ૨. સાધર્મિક ભક્તિઃ - સાધર્મિક-પ્રેમ.. | – દુખી સાધમિકોનો ઉદ્ધાર. - ખી સાધર્મિકોએ શું ન કરવું જોઈએ. ૩. ત્રણ પ્રકારની યાત્રા: - ભક્તિયાત્રા રથયાત્રા, તીર્થયાત્રા – રથયાત્રા કેવી કાઢવી, પ્રતિમા મોટાં રાખો. ૪. સ્નાત્ર-મહોત્સવઃ - પ. દેવદ્રવ્યની વૃદ્ધિઃ – વૃદ્ધિના ઉપાયો – સાથે જ સાધારણદ્વવ્યની વૃદ્ધિ કરે. ૬. મહાપૂજા ૭. રાત્રિજગરણઃ – રાત્રિભોજન ન કરો. – લાઉડસ્પીકરો ધીમા રાખો. ! ૮શ્રતભક્તિઃ | – ઋતભક્તિના ઉપાયો. - પ્રભાવના. – આશાતનાત્યાગ, - પ્રચાર-પ્રસાર. ૯. ઉદ્યાપન ૧૦. તીર્થપ્રભાવનાઃ – તીર્થ એટલે જિનશાસન. ( ૧૧. હૃદયશુદ્ધિ 2010_03 Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્ર પર્યુષણા મહાપર્વ પ્રવચન (૩) પરમકૃપાનિધિ પરમાત્મા તીર્થંકરદેવોએ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ધર્મતીર્થની સ્થાપના કરીને જીવોને ધર્મનો માર્ગ બતાવ્યો. “ધર્મથી જ સુખ મળે છે, ધર્મથી શાન્તિ મળે છે. એ વાત મનુષ્યના મનમાં વૃઢ થઈ જવી જોઈએ. ધર્મની ઉપાદેયતા મનમાં ઠસી જતાં ધર્મપુરુષાર્થમાં પ્રગતિ થાય છે. દૈનિક ધર્મકર્તવ્યોનું પાલન થાય છે, પર્વનાં ધર્મકર્તવ્યોનું પાલન થાય છે, અને વાર્ષિક ધર્મકર્તવ્યોનું પાલન થાય છે. . પર્યુષણા મહાપર્વના પ્રથમ દિવસે દૈનિક ૬ કર્તવ્યો બતાવ્યા, બીજા દિવસે આ મહાપર્વનાં ૫ કર્તવ્યો બતાવવામાં આવ્યાં, અને આજ વાર્ષિક ૧૧ કર્તવ્યો બતાવીશ. આ ૧૧ કર્તવ્યોનું વર્ષમાં ઓછામાં ઓછું એક-એક વાર તો પાલન કરવું જ જોઈએ. એ કર્તવ્યો આ પ્રકારનો છેઃ ૧. સંઘપૂજા. ૭. રાત્રિજાગરણ. ૨. સાધર્મિક ભક્તિ. ૮. શ્રુતભક્તિ ત્રણ યાત્રાઓ. ૯. ઉદ્યાપન ૪. સ્નાત્ર મહોત્સવ. ૧૦. તીર્થ પ્રભાવના દેવદ્રવ્યની વૃદ્ધિ ૧૧. આલોચના ૬. મહાપૂજા. ૧. સંઘપૂજા પહેલું વાર્ષિક કર્તવ્ય છે સંઘપૂજા, સંઘની પૂજા કરવાની હોય છે. સંઘ પૂજય છે માટે એની પૂજા કરવાની છે. કયો સંઘ પૂજ્ય છે, એ વાત બરાબર સમજી લેજો. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંધ’ પૂજનીય છે. ચતુર્વિધ સંઘમાં શ્રમણોનું પ્રાધાન્ય હોય છે. એટલા માટે સંઘનું નામ “શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ છે. એટલે કે શ્રમણોએ કરેલો શાસ્ત્રાનુસારી નિર્ણય, સંઘનો નિર્ણય માનવામાં આવે છે. શ્રમણોની આજ્ઞા વગર માત્ર શ્રાવક-શ્રાવિકાઓનો નિર્ણય સંઘનો નિર્ણય નથી મનાતો. શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ જ પૂજનીય તથા વંદનીય છે. એવા સંઘની વર્ષમાં એકવાર-ઓછામાં ઓછી એકવાર પણ પૂજા કરવી જોઈએ, એટલે કે સત્કાર કરવો જોઈએ. - સાધુ-સાધ્વીને ભક્તિભાવથી નિદોષ ભિક્ષા આપવા જાઇએ. વસ્ત્ર-પાત્ર, ઔષધ, પુસ્તક વગેરે સંયમોપયોગી ઉપકરણો આપવાં જોઈએ. વધારે શક્તિ ન હોય તો મુહપત્તિનું દાન પણ આપવું જોઈએ. પ. દવઝબ્બે 2010_03 Page #72 -------------------------------------------------------------------------- ________________ ર પૂર્વ-પ્રવચનમાળા – શ્રાવક અને શ્રાવિકાને સન્માનપૂર્વક પોતાને ઘેર નિમંત્રણ આપીને ઉત્તમ ભોજન, વસ્ત્ર, અલંકારથી ભક્તિ કરવી જોઈએ. શક્તિ અનુસાર ભક્તિ કરવી જોઈએ. ચતુર્વિધ સંઘની ભક્તિ જિનેશ્વરદેવની ભક્તિ કહેવામાં આવી છે. કારણ કે ચતુર્વિધ સંઘની સ્થાપના જિનેશ્વરદેવ કરે છે. એ દૃષ્ટિએ તીર્થની એક વ્યાખ્યા “ચાડવો સંઘો તિર્થં।" એવી પણ કરવામાં આવી છે. એટલા માટે સંઘભક્તિના વાર્ષિક કર્તવ્યનું પાલન કરવું જોઈએ. ૨. સાધર્મિક ભક્તિઃ - બીજું વાર્ષિક કર્તવ્ય છે સાધર્મિક ભક્તિનું, સાધર્મિક ભક્તિના વિષયમાં કાલે મેં કહ્યું હતું. પર્યષણા મહાપર્વનું કર્તવ્ય તો છે જ, સાધર્મિક ભક્તિ વાર્ષિક કર્તવ્ય પણ છે, સાધર્મિકો પ્રત્યે હાર્દિક પ્રીતિ હશે તો જ તેમની ભક્તિ થઈ શકશે. પ્રીતિ વગર ભક્તિ કેવી ? પરમાત્મા જિનેશ્વરના ધર્મશાસન પ્રત્યે શ્રદ્ધા-વિશ્વાસ રાખનારો શ્રીમંત હોય યા ગરીબ હોય, તેમના પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ. પરમાત્મા પ્રત્યે હૃદયમાં પ્રીતિ છે ? પરમાત્મા પ્રત્યે પ્રીતિ હશે તો તેમના ધર્મશાસન પ્રત્યે પણ પ્રીતિ થશે, અને ત્યારે સાધર્મિકો પ્રત્યે પણ પ્રીતિ થશે. ‘આ મારા પરમાત્માના શાસન પ્રત્યે શ્રદ્ધા રાખનારા છે, મારા ભાઈઓ છે, તેમની ભક્તિ કરું,' એવો ઉલ્લાસ હૃદયમાં જાગવો જોઈએ. જો તમે શ્રાવક છો, શ્રીમંત છો અને તમારા નગરમાં, ગામમાં દુઃખી સાધર્મિક છે, તો તેનો ઉદ્ધાર કરવાની ભાવના હૃદયમાં જાગવી જોઈએ. ‘સાધર્મિક મારો બંધુ છે, હું તેની નિર્ધનતા દૂર કરું. તે દુઃખી ન રહેવો જોઈએ. એવી ભાવના હૃદયમાં ઉદ્ભવવી જોઈએ. દુઃખી સાધર્મિકોના ઉદ્ધારના ઉપયો ઃ માત્ર સો-બસો રૂપિયાની સહાયતા કરવાથી સાધર્મિકનો ઉદ્ધાર કરી શકાતો નથી. તમારી ભાવના તો એ હોવી જોઈએ કે : ‘મારા દુઃખી સાધર્મિકને મારા જેવો શ્રીમંત બનાવું.’ જો તમે ઉદ્યોગપતિ હો તો દુઃખી સાધર્મિકોને કોઈ સારા વ્યવસાયમાં જોડો. જો તમે મોટા વેપારી હો તો દુઃખી સાધર્મિકોને આર્થિક સહકાર આપીને કોઈ ધંધો કરાવી શકો છો. દુઃખી સાધર્મિકોને વિશેષ વ્યાવહારિક પ્રસંગોમાં ગુપ્ત રૂપે આર્થિક સહયોગ આપીને તેમને ચિંતામુક્ત કરી શકો છો. દુઃખી સાધર્મિકોએ પોતાનું ગૌરવ ખોઈને યાચક ન બનવું પડે. તેમણે 2010_03 Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (3) a સમતાભાવથી પોતાની દરિદ્રતાના દિવસો વ્યતીત કરવા જોઈએ. દુઃખો સહન કરવાની ક્ષમતા વધારવી જોઈએ. કર્મના સિદ્ધાંતને સમજીને કોઈ પણ જીવ પ્રત્યે રોષ કર્યા વગર શક્ય એટલો અથપુરુષાર્થ કરતા રહેવું જોઈએ. હવે જે વાતો કહું, તે વાતોનું દુઃખી સાધમિકોએ દૃઢતાથી પાલન કરવું જોઈએ? * પાન, બીડી, સિગરેટ, ચા વગેરે વ્યસનોથી મુક્ત રહેવું. * હોટલનું ખર્ચ બંધ કરવું. * સિનેમા-નાટકના ફાલતુ ખર્ચ ન કરવા. * કપડાના ખરચા ઓછા કરવા, સાદગીથી જીવવું. * દેવું ન કરવું. * સાંસારિક વ્યવહારો સાદગીથી પતાવવા. * કોઈની સામે હાથ ન ધરવો. * સદાય પરમાત્મપૂજન - દર્શન કરવાં. * પ્રતિદિન સદ્દગુરુની પ્રેરણા પામતા રહેવું. * રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કરવો. * પ્રતિદિન ૧૦૮ નવકારમંત્રનો જાપ કરવો. * આપણા કરતાં વધારે દુઃખી લોકો તરફ જોયું. એમના દુઃખોનો વિચાર કરવો, જેથી દીનતા ન આવે. ૩. ત્રણ પ્રકારની યાત્રા ત્રીજું કર્તવ્ય છે વર્ષમાં ત્રણ પ્રકારની યાત્રા કરવાનું. પહેલી યાત્રા છે ભક્તિયાત્રા. જિનમંદિરમાં પ્રભુભક્તિનો મહોત્સવ આયોજિત કરવો જોઈએ. જે તમે શ્રીમંત હો તો તમારે વર્ષમાં ઓછામાં ઓછું એકવાર આઠ દિવસનો ભક્તિમહોત્સવ કરવો જોઈએ. ગીતગાન સંગીતથી પ્રભુભક્તિ કરવી જોઈએ. સમગ્ર સંઘને નિયંત્રિત કરવો જોઈએ. આઠ દિવસનો મહોત્સવ કરવાની શક્તિ ન હોય તો પાંચ દિવસનો, ત્રણ દિવસનો કે એક દિવસનો પણ મહોત્સવ કરવો જોઈએ. મંદિરને સજાવવું જોઈએ. પરમાત્માની સુંદર અંગરચના કરવી જોઈએ. પરમાત્માની સામે ઉત્તમ કોટિનાં ફળ, મીઠાઈ-મેવા વગેરે સમર્પિત કરવાં જોઈએ. આ પ્રકારના મહોત્સવનું આયોજન કરતી વખતે એક વાતની ખાસ સાવચેતી રાખવી જોઈએ. રાત્રિના સમયે મોડા સુધી મંદિરમાં ગીત ગાન કરવાં નહીં. ભક્તિ પછી ચા-પાણી-નાસ્તા વગેરેનું આયોજન ન કરવું. રાત્રિભોજન કરવું એ મોટું પાપ 2010_03 Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પર્વ-પ્રવચનમાળા છે. પ્રભુભક્તિના આવા પ્રસંગોમાં વિશેષરૂપે રાત્રિભોજન બંધ થવું જ જોઈએ. પ્રભુભક્તિ ભાવપૂર્ણ અને અર્થગંભીર ગીતોથી કરવી જોઈએ. બની શકે તો ત્યાં શાસ્ત્રીય રાગોમાં ગીતો ગાવાં જોઈએ. લોકગીતોના લયમાં પણ ગાઈ શકો છો. શાન્ત અને શાસ્ત્રીય રાગોના ગીતોની તરજમાં પણ ગાઈ શકાય છે. ગાનાર અને સાંભળનારની ભાવશુદ્ધિ અને ભાવવૃદ્ધિ થાય એ દ્રષ્ટિએ ગીતોની પસંદગી કરવી જોઈએ. બીજી યાત્રા છે રથયાત્રા. રથયાત્રા માટે ‘વરઘોડો’ શબ્દ રૂઢ થઈ ગયો છે, પરંતુ એ શબ્દ બદલવો જોઈએ. રથયાત્રા શબ્દનું પ્રચલન થવું જોઈએ. વર્ષમાં એકવાર પણ રથયાત્રાનું આયોજન કરવું જોઈએ. સુખી સદ્ગુહસ્થ આ આયોજન કરી શકે છે. ખાસ તો પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ પછી પ્રાયઃ દરેક ગામમાં રથયાત્રા નીકળે છે. અથવા મોટા મહોત્સવના આયોજનમાં રથયાત્રા નીકળે છે. સભામાંથી રથયાત્રા કાઢવાનું પ્રયોજન શું છે? મહારાજશ્રીઃ કારણ કે સર્વ વર્ગના લોકો આપણા મંદિરોમાં આવી શકતા નથી. જે લોકો મંદિરમાં આવીને પરમાત્માનાં દર્શન કરી શકતા નથી, તેઓ રથયાત્રા દરમ્યાન રથમાં બિરાજિત પરમાત્માનાં દર્શન કરી શકે છે. જે લોકો આળસને કારણે, યા માન્યતાને કારણે યા તો અન્ય કોઈ કારણથી મંદિરમાં જઈ શકતા નથી એ લોકો પણ રથયાત્રામાં પરમાત્માનાં દર્શન કરી શકે. સર્વ લોકો વીતરાગ પરમાત્માનાં દર્શન દૂરથી કરી શકે એટલા માટે રથમાં પરમાત્માની સુંદર અને વિશાળ મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. પરમાત્માની. વીતરાગતા લોકોના નજરે આવવી જોઈએ. બીજા દેવો રાગ-દ્વેષી હોય છે, પણ આપણા દેવ વીતરાગી છે એ વાત ન ભૂલવી જોઈએ. દુનિયાના મેદાનમાં જ્યારે આપણે આપણા પરમાત્માને લઈ જઈએ ત્યારે તેમની વીતરાગતા જ વિશ્વને દેખાડવી જોઈએ. એટલે કે મુગટ, કુંડળ વગેરે ન પહેરાવવાં જોઈએ. અંગરચના ન કરવી જોઈએ. મંદિરમાં ભલે તમે ભવ્ય અંગરચના કરી, પરંતુ રથયાત્રામાં ન કરવી જોઈએ. જેથી લોકોને પ્રભુની વીતરાગ અવસ્થાનાં દર્શન થઈ શકે. રથયાત્રામાં શ્રાવક-શ્રાવિકાઓએ પગમાં પગરખાં ન પહેરવાં જોઈએ. વસ્ત્ર સ્વચ્છ અને સુંદર પહેરવાં જોઈએ. આ વિષયમાં ખાસ સૂચના આપવા ઇચ્છું છું. યાત્રા દરમ્યાન પરમાત્મભક્તિનાં ગીતો જ ગાવાં જોઈએ. સૂત્રોન પોકારવાં જોઈએ. સૂત્ર-પોકારવાથી ચૂંટણી-સરઘસ જેવી સ્થિતિ થઈ જાય છે. પરમાત્માની જય બોલાવી શકો પણ એવાં સૂત્રો ન બોલાવાં જોઈએ કે જેથી અજૈન લોકોના મનમાં ઈષ ઉત્પન્ન થાય યા તો ઠેષ થઈ જાય. 2010_03 Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (3) ત્રીજી યાત્રા છે તીર્થયાત્રા. વર્ષમાં એક વાર તીર્થયાત્રા કરવી જ જોઈએ. પરંતુ પદયાત્રા કરતાં કરતાં તીર્થમાં જવું જોઈએ. કોઈ પણ વાહનનો ઉપયોગ ન કરવો જોઈએ. પગે ચાલવાની આદત પણ હોવી જોઈએ. પદયાત્રાના અનેક લાભ છે. આજ એ લાભ બતાવવાનો સમય નથી, કોઈ વાર બતાવીશ. પરંતુ પદયાત્રાનું મહત્ત્વ ખૂબ જ છે, જે તીર્થ નજીક હોય, ચાલવાની જેટલી શક્તિ હોય એ પ્રમાણે ત્યાં જવું જોઈએ. ક્યાંક સંઘયાત્રાઓ પણ નીકળે છે. સંધમાં જોડાઈને પણ પગપાળા તીર્થયાત્રા કરી શકો છો. સભામાંથી કેટલાંક વર્ષોથી ટ્રેનોમાં, બસોમાં, કારોમાં પણ સંઘ કાઢવામાં આવે છે. મહારાજશ્રી : સંઘયાત્રામાં ૬ નિયમોનું પાલન કરવું પડે છે. એ વાત જાણો છો ને ? સાંભળી લો એ છ નિયમ. પહેલો છે પાદવિહાર, બીજો છે એકાસન (એક વાર ભોજન) ત્રીજો છે સચિત્તનો ત્યાગ, ચોથો છે બ્રહ્મચર્ય-પાલન, પાંચમો છે ભૂમિ શયન અને છઠ્ઠો છે સમ્યક્તનો ભાવ. સદ્ગુરુના સંયોગ વગર ટ્રેન વગેરેમાં આ નિયમોનું પાલન કરી શકો ખરા ? આ નિયમો ઉપરાંત પ્રતિદિન બે સમય પ્રતિક્રમણ, પ્રતિદિન પ્રભુપૂજા, જિનવાણીનું શ્રવણ, રાત્રિભોજનનાં ત્યાગ, વગેરે ટ્રેન યા તો બસોમાં શક્ય છે ખરું ? હોય તો પણ કેટલું શક્ય છે ? એટલા માટે કહું છું કે તીર્થયાત્રા પગપાળા જ કરવી જોઈએ. સંઘ પગપાળા જ કાઢવો જોઈએ. તીર્થમાં જઈને શાન્તિથી - બે, ચાર દિવસ રહેવું જોઈએ. સર્વ સાંસારિક કાર્યોથી મુક્ત થઈને તીર્થધામમાં મન, વચન, કાયાને શુદ્ધ કરવાં જોઈએ. પરમાત્માનાં દર્શન-વંદન, પૂજન કરવાં જોઈએ. સ્તવન અને ધ્યાનમાં સમય વ્યતીત કરવો જોઈએ. તીર્થધામોમાં કેટલાંક વર્ષોથી અનેક અનિષ્ટો, દૂષણો પ્રવેશી ગયાં છે. તીર્થોની ધર્મશાળાઓ પાપશાળાઓ બનતી જાય છે. અભક્ષ્ય ખાવું, મદિરા પીવી, જુગાર રમવો, વ્યભિચાર સેવવો. વગેરે પાપો થવા લાગ્યાં છે. તમે લોકો એ પાપોથી બચો એટલા માટે જાગૃત કરું છું. તીર્થધામમાં પાપ કરવાથી એ પાપ વજ્રલેપ જેવાં નિકાચિત બની જાય છે. એ પાપોનું ફળ ભોગવવું જ પડે છે. તીર્થયાત્રા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓની સાથે જ કરવી જોઈએ. નિયમોનું પાલન કરીને જ ક૨વી જોઈએ, અને તો જ તીર્થયાત્રાનું વિશિષ્ટ ફળ પ્રાપ્ત કરી શકો. 2010_03 Page #76 -------------------------------------------------------------------------- ________________ 99 ૪, સ્નાત્ર મહોત્સવ ઃ ચોથું વાર્ષિક કર્તવ્ય છે સ્નાત્ર મહોત્સવ. પરંતુ તમે લોકો સવા રૂપિયાનો નકરો મંદિરમાં આપીને જે સ્નાત્રપૂજા કરાવો છો કે કરો છો તેની વાત નથી. આ સ્નાત્ર મહોત્સવ તો ભવ્યતાથી કરવાનો હોય છે. ભલે વર્ષમાં એક વાર કરો. પરંતુ કરવો જોઈએ ઉત્તમ ભાવોથી અને ઉત્તમ સામગ્રીથી. સમગ્ર સંઘની સાથે કરવો જોઈએ. જે રીતે મેરુ પર્વત ઉપર ૬૪ ઇન્દ્રો મળીને પરમાત્માનો સ્નાત્રાભિષેક કરે છે, એ રીતે કરવો જોઈએ. સામગ્રી પણ શ્રેષ્ઠ હોવી જોઈએ. પરમાત્માની સામે સમર્પણ કરવાની સામગ્રી વિપુલ હોવી જોઈએ, વિશુદ્ધ હોવી જોઈએ. જો હ્રદયમાં પરમાત્મપ્રીતિ હશે તો સમર્પણ શ્રેષ્ઠ જ થશે. પ્રીતિ સમર્પણ કરાવે જ છે. ૫. દેવદ્રવ્યની વૃદ્ધિ : પર્વ-પ્રવચનમાળા પાંચમું વાર્ષિક કર્તવ્ય છે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું. એટલે કે તમારે તમારું દ્રવ્ય પરમાત્માને સમર્પિત કરવું જોઈએ. એ દ્રવ્યથી જીર્ણ મંદિરનું સમારકામ થઈ શકે, નવું જિનમંદિર બની શકે, જિનપ્રતિમાનું નિર્માણ થઈ શકે. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ગીતાર્થ પુરુષોએ કેટલાક ઉપાયો નિશ્ચિત કર્યા છે, જેથી દરેક વર્ષ સરળતાથી દેવદ્રવ્ય મંદિરને મળતું જ રહે. * મંદિરમાં જે ભંડાર રાખવામાં આવે છે, એ ભંડારોમાં તમે જે રૂપિયા નાખો છો તે દેવદ્રવ્ય કહેવાય છે. * તીર્થમાં સંઘપતિ તીર્થમાળા પહેરે છે, એ તીર્થમાળાની બોલીના રૂપિયા દેવદ્રવ્યમાં જાય છે. * ઉપધાન તપ કરનારાઓને જે માળા પહેરાવવામાં આવે છે, તેની બોલીના રૂપિયા દેવદ્રવ્યમાં જાય છે. * પર્યુષણાપર્વમાં ભાદરવા સુદ એકમે જે ચૌદ સ્વપ્ન બતાવવામાં આવે છે, એ સ્વપ્નોની બોલીના રૂપિયા દેવદ્રવ્યમાં જાય છે. પારણું ઝુલાવવું વગેરેની બોલીના રૂપિયા પણ દેવદ્રવ્યમાં જાય છે. અન્ય કેટલાય ઉપાયો છે દેવદ્રવ્યની વૃદ્ધિ માટેના. એ ઉપાયોને કારણે આજ પ્રાયઃ તમામ મંદિરો પાસે દેવદ્રવ્ય જમા છે. કેટલાંક મંદિરોની પાસે તો અઢળક દેવદ્રવ્ય જમા છે. જો મંદિરના ટ્રસ્ટીઓ સમજદાર હોય તો તેમણે દેવદ્રવ્યનો સંગ્રહ ન કરવો જોઈએ. જ્યાં જ્યાં મંદિરો જીર્ણ હોય તે મંદિરોનો જીર્ણોદ્વાર ક૨વામાં દેવદ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ. વર્તમાન કાળમાં ‘સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરવાનું કામ પરમ કર્તવ્ય બની ગયું 2010_03 Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન () ૬૭ છે. જે જે કાર્યોમાં દેવદ્રવ્ય કામ ન આવતું હોય ત્યાં “સાધારણ દ્રવ્ય' કામ આવે છે. એટલે કે મંદિરની વ્યવસ્થાનું અને પૂજનસામગ્રીનું ખર્ચ પ્રાયઃ સાધારણ દ્રવ્યમાંથી કરવાનું છે. તમે લોકો સાધારણ ખાતામાં ખૂબ ઓછા રૂપિયા આપો છો, અને ખર્ચ વધારે થાય છે ! ટ્રસ્ટીઓ પોતાના ગજવામાંથી ખોટ-પૂર્તિ કરતા નથી ! કેટલાક ટ્રસ્ટીઓ દેવદ્રવ્યનો ઉપયોગ કરી દે છે ! એથી ખૂબ દોષ લાગે છે. જેવી રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પૂર્વાચાર્યોએ કેટલાક ઉપાયો બતાવ્યા છે, એ રીતે સાધારણ દ્રવ્યની વૃદ્ધિ માટે વર્તમાન કાળના આચાદવોએ ઉપાય બતાવવા જોઈએ. દરેક સાલ ફંડફાળા કરવાથી જેટલી જરૂરી હોય તેટલું સાધારણ દ્રવ્ય મળતું નથી. જે રીતે ૧૪ સ્વપ્નોની બોલી બોલાય છે એ રીતે સાધારણદ્રવ્યની વૃદ્ધિ અર્થે કોઈ બોલીનું આયોજન કરવું જોઈએ. તમે બોલી (ઉછામણી)માં લાખો રૂપિયા આપો છો. સભામાંથી બોલી બોલવામાં અમને લોકોને જુસ્સો આવી જાય છે. મહારાજશ્રી ઃ સારું છે ને ? એ રીતે પણ પૈસાનો ત્યાગ થઈ જાય છે ને! જે રસ્તાથી પૈસા છૂટે એ રસ્તો સારો. સાધારણ દ્રવ્ય માટે મારે તમારી પાસેથી પૈસા છોડાવવાના છે ! કોઈ બોલીનું આયોજન કરવું પડશે. અન્યથા દેવદ્રવ્યનો દુરુપયોગ થશે! સભામાંથીઃ દેવદ્રવ્યના રૂપિયા ઉપાશ્રય-ધર્મશાળામાં વાપરી શકાય ખરા? મહારાજશ્રી ન વાપરવા જોઈએ. તમારે ધમરાધના કરવા માટે ઉપાશ્રય, ધર્મશાળા જરૂરી હોય તો તમારા પૈસાથી બનાવો. દેવદ્રવ્યનું આયોજન કદી ન કરો. કર્યું હોય તો વ્યાજસહિત પૈસા મંદિરમાં પાછા આપી દેજો. નહીંતર મહાપાપના ભાગીદાર બનશો. દેવદ્રવ્ય સાથે કદીયે રમત ન કરવી. સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરતા રહેશો તો દેવદ્રવ્ય સુરક્ષિત રહેશે. ઉ. મહાપૂજાઃ છઠું વાર્ષિક કર્તવ્ય છે મહાપૂજાનું. એટલે કે શ્રાવક-શ્રાવિકાએ વર્ષમાં એક વાર પણ મહાપૂજા કરાવવી જોઈએ, જો આર્થિક સ્થિતિ સારી હોય તો. જિનમંદિરમાં, ઉપાશ્રયમાં, અથવા પોતાને ઘેર પણ મહાપૂજા કરાવી શકો છે. લઘુ શાન્તિસ્નાત્ર, બૃહતુશાન્તિસ્નાત્ર, સિદ્ધચક્ર મહાપૂજન વગેરે મહાપૂજા કહેવાય છે. જો આર્થિક સ્થિતિ બહુ સારી ન હોય તો પંચકલ્યાણકપૂજા, નવપદપૂજા ભણાવી શકો છો. પરંતુ વર્ષમાં એક વાર એવી મહાપૂજા થવી જોઈએ. આ કર્તવ્ય 2010_03 Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પર્વ-પ્રવચનમાળા સમૃદ્ધ ગૃહસ્થો માટે છે. ૭. રાત્રિ જાગરણ : સાતમું કર્તવ્ય છે રાત્રિ જાગરણનું. રાત્રિના સમયે પરમાત્માની ભક્તિ કરવી. જોઈએ. આ દૈનિક કર્તવ્ય નથી, વાર્ષિક કર્તવ્ય છે. વર્ષમાં બે-ચાર વાર આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ. કોઈ તીર્થ હોય, શાન્ત સુંદર જગા હોય ત્યાં યાત્રીઓને એકત્ર કરીને વાજિંત્રો સાથે મધુર સ્વરમાં પરમાત્માનાં ગીતો ગાવાં જોઈએ. એ રીતે તીર્થંકર પરમાત્માનો કલ્યાણ-દિન હોય, ગુરુનો સ્વર્ગારોહણ દિન હોય, તો રાત્રિના સમયે પરમાત્માનાં ગીત ગાવાં જોઈએ, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. પહેલી વાત તો એ છે કે રાત્રિમાં ખાવું-પીવું નહીં. સભામાંથી કેટલાક લોકો રાત્રે ભાંગ પીએ છે અને જોરજોરથી ગાય છે. મહારાજશ્રી આ ખોટું છે. એટલા માટે તો કહું છું કે રાત્રે ખાવું-પીવું ન જોઈએ. બીજી વાત છે-લાઉડસ્પીકરની. દશ વાગ્યા પછી લાઉડસ્પીકર બંધ થઈ જવું જોઈએ. લોકોની શાન્તિનો ભંગ ન થવો જોઈએ. દુનિયાને સંભળાવવા માટે રાત્રિજાગરણ કરવાનું નથી. પરમાત્માની ભક્તિ માટે ગાવાનું છે. શાન્તિથી મધુર સ્વરોમાં પરમાત્મગીત ગાવાં જોઈએ. પરમાત્મપ્રીતિ વધારવા માટે રાત્રિ જાગરણ કરવાનું હોય છે. ૮. શ્રુતભક્તિઃ આઠમું વાર્ષિક કર્તવ્ય છે શ્રુતભક્તિનું શ્રુત એટલે શાસ્ત્રજ્ઞાન. શાસ્ત્રજ્ઞાનની ભક્તિ કરવી જોઈએ. ભક્તિના કેટલાક પ્રકારો બતાવું છું. * ઉચ્ચ આસન પર-ટેબલ ઉપર આગમગ્રંથોને સ્થાપિત કરીને શુદ્ધ શરીર અને શુદ્ધ વસ્ત્રોથી વાસક્ષેપ દ્વારા પૂજા કરવી જોઈએ. સુગંધિત પુષ્પોથી આગમગ્રંથોની પૂજા કરવી જોઈએ. ધૂપ અને દીપથી પૂજા કરવી જોઈએ. ચાંદી, સુવર્ણ આદિ અર્પણ કરવાં જોઈએ. * શ્રુતજ્ઞાન પ્રત્યે પ્રેમ અને આદર વધારવો જોઈએ. * આર્થિક શક્તિ હોય તો ધર્મગ્રંથોને શ્રેષ્ઠ કાગળ ઉપર લખાવવા જોઈએ. સોના, અગર ચાંદીની શાહીથી લખાવવાં જોઈએ અને જ્ઞાનભંડારોમાં સુરક્ષિત રાખવા જોઈએ. * પ્રતિવર્ષ એક વાર મા બે વાર જ્ઞાનભંડારની અભરાઈઓ ઉપરથી શાસ્ત્રોને બહાર કાઢીને સાફ કરવાં જોઈએ. સફાઈ કરાવવી જોઈએ. * સાધુ-સાધ્વીના અધ્યયનમાં યોગદાન આપવું જોઈએ. તેમને પુસ્તકો, 2010_03 Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (3) નોટબુકો..આદિ આપવાં જોઈએ. જો ભણાવનાર પંડિત હોય તો તેમને પુરસ્કાર આપવો જોઈએ, બાલ્યકાળમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી દેવગિરિમાં ષડ્રદર્શનનું અધ્યયન કરવા ગયા હતા ત્યારે દેવશી શાહ અને તેમની ધર્મપત્ની જયબાઈએ ભણાવનાર પંડિતને પૂરો ખર્ચ આપ્યો હતો. * પ્રતિદિન નવું શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને પ્રાપ્ત કરેલું પુરાણું જ્ઞાન ભૂલવું ન જોઈએ. રાજા કુમારપાળ, મહામંત્રી વસ્તુપાળ, મહામંત્રી પેથડશાહ વગેરે મહાનું શ્રાવકોની શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના કરવી જોઈએ. * જિનશાસનનો આધાર શ્રુતજ્ઞાન છે. એ વાત સદેવ યાદ રાખવી જોઈએ. સુંદર પુસ્તકો છપાવીને જૈન-અજૈન લોકોને આપવાં જોઈએ. * દેશમાં અને વિદેશોમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ વધ્યું છે. લોકો પુસ્તકો વાંચે છે. જો તેમને તેમની ભાષામાં જૈનધર્મનું સાહિત્ય મળે તો તેઓ અવશ્ય વાંચશે. આપણા દેશમાં ૩પ કરોડથી પણ વધુ લોકો હિન્દીભાષી છે. હિન્દી ભાષામાં જૈનધર્મનું વિપુલ સાહિત્ય છપાવું જોઈએ. એવા સાહિત્યના પ્રકાશનમાં તમારે લોકોએ લાખો રૂપિયા ખરચવા જોઈએ. * અંગ્રેજી ભાષામાં પણ જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં છાપવું જોઈએ. અંગ્રેજી ભાષા આંતરરાષ્ટ્રીય ભાષા છે. દુનિયાના તમામ દેશોમાં પ્રાયઃ અંગ્રેજી ભાષા જાણનારા મળશે. શ્રુતજ્ઞાનનો પ્રસાર-પ્રચાર પણ મૃતભક્તિનો જ એક પ્રકાર છે. આ વિષયમાં એક સાવધાની રાખવાની છે. માની લો કે તમારી પાસે કેટલીક ચોપડીઓ છે. તમે ઘરમાં રાખવા માગતા નથી. કારણ ગમે તે હોય, પસ્તીમાં પુસ્તકો વેચવાં નહીં. તમારા ગામની લાઈબ્રેરીમાં ભેટ આપવાં અથવા ઉપાશ્રયમાં-જ્ઞાનભંડારમાં આપી દેવાં. પુસ્તકોને પસ્તીમાં વેચવાથી દોષ લાગે છે. - પુસ્તકોને બાળવાં નહીં. - પુસ્તકોને પટકવાં નહીં. - પુસ્તકોની ઉપર બેસવું નહી. - કોઈ શ્રુતજ્ઞાન મેળવતું હોય તો અન્તરાય કરવો નહીં. એટલે કે ખલેલ પહોંચાડવી નહીં. - જ્ઞાન આપનાર ગુરુજનો પ્રત્યે આદરભાવ રાખવો. - “જ્ઞાનપંચમી' તપની આરાધના કરવી. વાસ્તવમાં જોઈએ તો શ્રુતભક્તિ વાર્ષિક જ નહીં, દૈનિક કર્તવ્ય છે. દરરોજ 2010_03 Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રુતભક્તિ કરવી જોઈએ. ૯. ઉદ્યાપન : નવમું વાર્ષિક કર્તવ્ય છે ઉઘાપનાનું. ઉઘાપનાને ‘ઉજમણું' પણ કહેવાય છે. આ કર્તવ્ય ખાસ કરીને તપસ્વી સ્ત્રીપુરુષો માટે છે. તપશ્ચર્યા પૂર્ણ થતાં પૂર્ણાહુતિના આનંદને વ્યક્ત ક૨વો, ખુશી મનાવવી એને ઉઘાપન કહે છે. પર્વ-પ્રવચનમાળા ઉદ્યાપનમાં જ્ઞાન-દર્શન અને ચારિત્રનાં ઉપકરણો સમર્પિત કરવામાં આવે છે. મંદિર માટે ઉપયોગી સામગ્રી, સાધુ-સાધ્વીને ઉપયોગી ઉપકરણો અને શાસ્ત્ર, પુસ્તક, પેન-પેન્સિલ, નોટ બુક્સ વગેરે સમર્પિત કરવામાં આવે છે. જ્ઞાનપંચમી તપ, મૌન એકાદશી તપ, રોહિણી તપ...વગેરે પૂર્ણ થતાં પોતપોતાની શક્તિ અનુસાર દ્રવ્યવ્યય કરીને ઉઘાપન કરવું જોઈએ, જો તમે એકલા ઉઘાપન ન કરી શકો તો જ્યારે સંઘ તરફથી સામુદાયિક રૂપથી ઉઘાપન થતું હોય ત્યારે યથાશક્તિ યોગદાન આપીને લાભ લેવો જોઈએ. ઉઘાપનની સાથે સાથે અષ્ટાહ્નિકા મહોત્સવનું પણ આયોજન થઈ શકે છે. તપશ્ચર્યા પૂર્ણ થયા પછી તે તપશ્ચર્યાની જેટલી અનુમોદના તપસ્વીના મનમાં ચાલતી રહે છે એટલો નિકાચિત પુણ્યકર્મનો બંધ થતો રહે છે. ઉઘાપન તપશ્ચયની અનુમોદનાનું જ એક કાર્ય છે. તપશ્ચર્યા કરતાં પહેલાં ‘હું તપશ્ચર્યા કરીશ.’ એ વાતનો આનંદ હોવો જોઈએ. તપશ્ચર્યાં કરતી વખતે આનંદ હોવો જોઈએ અને તપશ્ચર્યા પૂર્ણ થતાં પણ આનંદ થવો જોઈએ. કોઈપણ શુભ કાર્ય કરવામાં આ ખ્યાલ રાખવો જોઈએ. શુભ કાર્ય કરવામાં કોઈ વાર બે-પાંચ હજાર વધારે ખર્ચ થઈ શકે છે. એ સમયે મનમાં ખેદ ન થવો જોઈએ. અફસોસ ન થવો જોઈએ. ૧૦. તીર્થ પ્રભાવના આ દશમું વાર્ષિક કર્તવ્ય છે, તીર્થ પ્રભાવનાનું. તીર્થ એટલે કે જિનશાસનની પ્રભાવના કરવી જોઈએ. બીજા અજૈન લોકોના હૃદયમાં જૈન ધર્મ પ્રત્યે સદ્ભાવ પેદા થાય, એવાં કાર્યો કરવાં જોઈએ. બીજા લોકોના હૃદયમાં જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ પેદા થતાં તે લોકો સન્માર્ગને, મોક્ષમાર્ગ અને પરમ શાન્તિ પામવા અગ્રસર થઈ શકશે. જિનશાસનની પ્રભાવના શ્રીમંત લોકો જ કરી શકે છે. પરંતુ જેવા તેવા શ્રીમંતો નહીં, કરુણાવંત અને સદ્યવહારી શ્રીમંતો જિનશાસનની પ્રભાવના કરી શકે છે. 2010_03 Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (3) ૭૧ તમારે લોકોએ જો અજૈન લોકોને જૈનધર્મ પ્રત્યે આદરવાળા બનાવવા હોય તો તમારો અજૈન લોકો સાથે સારો વ્યવહાર હોવો જોઈએ. ઉચિત દાનધર્મનું પાલન હોવું જોઈએ. શાસન પ્રભાવનાના કેટલાક ઉપાયો બતાવું છું. એ રીતે જો તમે લોકો કરો તો સુંદર શાસન પ્રભાવના કરી શકો. શાસન પ્રભાવક મહાન જૈનાચાર્ય તમારા ગામમાં પધારે ત્યારે તેમનું, તથા મહાન પ્રભાવક મુનિરાજ પધારે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવું. મોટી સંખ્યામાં સ્ત્રી-પુરુષોએ સ્વાગત-યાત્રામાં જોડાવું જોઈએ એ દિવસે ગામમાં ગરીબોને ભોજન આપવું જોઈએ, વસ્ત્રો આપવા જોઈએ. સાધર્મિક વાત્સલ્ય કરવું જોઈએ. મંદિરમાં મહાપૂજાનું આયોજન હોય ત્યારે જે રીતે જૈનોને પ્રભાવના આપો છો એ રીતે જ અજેનોને પણ પ્રભાવના આપવી જોઈએ. જે પ્રભાવના લેવા આવે તેને પ્રેમથી આપવી જોઈએ. પૂર, ભૂકંપ, અકસ્માત વગેરે પ્રસંગોમાં તન-મન-ધનથી સેવાના સહાયકાર્યમાં જોડાઈ જવું જોઈએ. ગામ નગરનાં સાર્વજનિક સેવાકાર્યોમાં સાથ સહકાર આપવા જોઈએ. આપણા ધાર્મિક મહોત્સવોમાં અજેન અગ્રણીઓને નિમંત્રિત કરવા જોઈએ. શાસન પ્રભાવના એ આશયથી કરવાની છે કે સંસારના લોકો આ ધર્મશાસનને પામીને આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થાય. ૧૧. હૃદયશુદ્ધિઃ અગિયારમું કર્તવ્ય છે હૃદયશુદ્ધિનું. આ કર્તવ્ય મહત્ત્વપૂર્ણ છે. અશુદ્ધ હૃદયને શુદ્ધ કરવું જ જોઈએ. પાપોથી હૃદય અશુદ્ધ થાય છે. સદ્ગુરુની સમક્ષ પાપોનું પ્રકાશન કરી દેવાથી હૃદય શુદ્ધ થાય છે. સભામાંથી અમારાં પાપ આપની સમક્ષ કહીશું તો આપ અમને નીચ, અધમ સમજશો ને? મહારાજશ્રી : ના, અમે તો તમને ઉત્તમ શ્રેષ્ઠ સમજીશું. કારણ કે તીર્થંકર પરમાત્માઓએ કહ્યું છે : “જે મનુષ્ય પોતાનાં નાનાં-મોટાં પાપોની આલોચના, પ્રકાશન ગુરુની સામે કરે છે તે ધન્ય જ નહીં, ધન્યાતિધન્ય છે. પરંતુ પાપ-પ્રકાશન સરળ હૃદયથી કરવું જોઈએ. એક નાનું બાળક જે રીતે માની સાથે કશું જ છુપાવ્યા સિવાય બધું કહી દે છે, એ રીતે પાપ કહી દેવાં જોઈએ. પાપ મનથી કર્યું હોય, - 2010_03 Page #82 -------------------------------------------------------------------------- ________________ કર પર્વ-પ્રવચનમાળા વચનથી કર્યું હોય કે શરીરથી કર્યું હોય પણ ગુરુદેવને કહી દેવું જોઈએ. હૃદયમાં પાપથી ધૃણા થતી હશે તો જ તમે પાપોનું પ્રકાશન કરી શકશો. હૃદય સરળ અને વિનમ્ર બન્યું હશે તો જ તમે પાપોની આલોચના કરી શકશો. માયાવી હૃદય પાપોની આલોચના કરવા દેતું નથી. અહંકારનો ત્યાગ પણ કરવા દેતું નથી. આ વિષયમાં આપણા ધર્મગ્રંથોમાં એક વાર્તા વાંચી હતી એ કહું છું એક નગર હતું, રાજા હતો. રાણી હતી. રાજા-રાણીને સંતાનમાં એક માત્ર છોકરી હતી. એનું નામ હતું રુક્મિ. રાજાએ રુકિમને ખૂબ સારું શિક્ષણ આપ્યું, કળાઓ શીખવી. રાજાને ઉત્તરાધિકારીની ચિંતા થવા લાગી. તેણે મંત્રીમંડળની સલાહ લીધી. મહામંત્રીએ કહ્યું: “મહારાજ, આપ ચિંતા ન કરો. અમે રાજકુમારીને રાજસિંહાસન ઉપર બેસાડીશું, રુકિમ બુદ્ધિશાળી છે, રાજ્ય કરવા માટે તેનામાં પૂરી યોગ્યતા છે.” રાજાને આશ્વાસન મળ્યું. રાજાએ એક દિવસ કિમને કહ્યું: “બેટી, હવે હું તારા લગ્ન કરવા ઈચ્છું .” રુક્તિએ કહ્યું “પિતાજી, મારી ઈચ્છા લગ્ન કરવાની નથી. હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ.” રાજાનું મન પ્રસન્ન થયું, કારણ કે રાજા જાણતો હતો કે ભવિષ્યમાં અશ્મિ જ રાજાનું સ્થાન લેનારી છે. અને જો તે લગ્ન કરે તો તેને માટે રાજ્ય કરવું શક્ય ન બને.” રાજાનું મૃત્યુ થયું. મંત્રીમંડળે રુક્મિને રાજસિંહાસને સ્થાપિત કરી દીધી. થોડાક જ દિવસોમાં તેણે રાજ્યકના રૂપમાં સારી ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી. તેના બ્રહ્મચર્યની પ્રશંસા તેના રાજ્યમાં તેમજ અન્ય રાજ્યોમાં પણ થવા લાગી. દૂરદૂરથી લોકો રુમિનાં દર્શન કરવા આવવા લાગ્યા. દૂર દેશનો એક રાજકુમાર હતો; નામ હતું શિલસના. તેણે જ્યારે અમિના બ્રહ્મચર્યની પ્રશંસા સાંભળી ત્યારે રુક્તિના દર્શન માટે તે ચાલી નીકળ્યો; એક્તિના નગરમાં આવી પહોંચ્યો. રાજસભા ભરેલી હતી. રુક્તિ સિંહાસન ઉપર બેઠી હતી. રાજકુમાર શિલસત્રાએ રાજસભામાં પ્રવેશ કર્યો. અને સૌથી પાછળ આસન ઉપર બેસી ગયો. એ એકીટસે રુક્મિને જોઈ રહ્યો હતો. રુમિએ પણ રાજકુમારને જોયો. બંનેની આંખો મળી, બે ક્ષણ પછી રાજકુમાર ઊભો થઈ ગયો. પછી રાજસભામાંથી બહાર નીકળી ગયો. કેટલાંક વર્ષો વીતી જાય છે. રાજકુમાર શિલસત્રા સંસારત્યાગ કરીને 2010_03 Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (3) ૭૩ શ્રમણજીવન સ્વીકારી લે છે. જ્યારે તે યોગ્યતા સંપન્ન કરે છે ત્યારે ગુરુદેવ એમને આચાર્યપદે સ્થાપિત કરે છે. આચાર્ય શિલસન્ના ગામ-નગરોને પાવન કરતા કરતા મિની રાજધાનીમાં પધારે છે. રુક્મિએ ભવ્ય સ્વાગત કર્યું. આચાર્યદેવનો ઉપદેશ સાંભળતાં સાંભળતાં રુક્મિને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. ક્લિએ એક દિવસે આચાર્યદિવને કહ્યું: ‘ગુરુદેવ, આપનો ઉપદેશ સાંભળીને મારી મોહનિદ્રા દૂર થઈ છે. સંસારનાં સુખો પ્રત્યે મારા મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. હું ચારિત્ર ધર્મ સ્વીકારવા ઇચ્છા ધરાવું છું. આપ મને ચારિત્રધર્મ પ્રદાન કરવાની કૃપા કરો. જેથી હું એ ધર્મનું પાલન કરીને મારા આત્માને વિશુદ્ધ કરી શકું.” આચાર્યદેવે કહ્યું : “ભદ્ર, તારી ભાવના શુભ છે. આ મનુષ્યજીવનમાં ચારિત્રધર્મનું પાલન કરવું એ જ શ્રેષ્ઠ ધર્મપુરુષાર્થ છે, તારે મોડું ન કરવું જોઈએ.’ રુમિ સાધ્વી બની ગઈ. સાધ્વી-સંઘમાં રહીને તે જ્ઞાન-ધ્યાનમાં અને તપમાં લીન બની. કેટલાંક વર્ષો વીતી જાય છે. આચાર્યદિવ શિલસત્રાને જ્ઞાન થયું કે, હવે મારો અંતકાળ નજીક છે. તેમણે સમેતશિખરના પહાડ ઉપર જઈને અનશન કરવાનો સંકલ્પ કર્યો. તેમણે તમામ શ્રમણો અને શ્રમણીઓને પોતાની પાસે એકઠાં કર્યાં અને કહ્યું: મારો અંતકાળ નજીક છે. હું સમેતશિખરના પહાડ ઉપર જઈને અનશન કરવા ઈચ્છું છું; જેથી મારું આત્મહિત થાય. તમારામાંથી જે કોઈ શ્રમણ યા શ્રમણીને અનશન કરવા હોય તે મારી સાથે આવી શકે છે. કેટલાય શ્રમણ અને શ્રમણીઓએ અનશન કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી. આચાર્યદવ એ સૌની સાથે સમેતશિખરે પહોંચ્યા. અનશન સ્વીકારતા પહેલાં ગુરુદેવની પાસે દરેક શ્રમણ-શ્રમણીને આલોચના કરવાની જિનાજ્ઞા છે. આચાર્યદવ પાસે આવીને પહેલાં શ્રમણોએ પોતાપોતાનું નિવેદન કર્યું. ભૂલોને પ્રગટ કરી. ત્યારબાદ શ્રમણીઓ આવવા લાગી. તેઓ પણ પોતાના પાપોની આલોચના કરવા લાગી. રુક્તિએ આવીને પશ્ચાતાપપૂર્વક પોતાના દોષ પ્રકાશિત કર્યા. આચાર્યદિવ સાંભળતા રહ્યા. જ્યારે રુમિએ કહેવું બંધ કર્યું ત્યારે આચાર્યદિવે કહ્યું “ભકે, શું તેં તારા દોષોની આલોચના કરી લીધી?' મિએ કહ્યું: ‘જી હા, મેં મારા તમામ દોષો આપની સમક્ષ પ્રગટ કરી દીધા છે.” આચાર્યદેવે કહ્યુંઃ “ભદ્ર, યાદ કર, કોઈ દોષ મનમાં રહી તો નથી ગયો ને? એક 2010_03 Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પર્વ-પ્રવચનમાળા દોષ પણ રહી જાય છે તો તે જીવને સંસારમાં ભટકાવનારો બને છે.” ‘ગુરુદેવ, આપ જેવા જ્ઞાની મહાપુરુષની સામે હું શા માટે એક દોષ પણ છુપાવું? જે કોઈ પાપ મારાથી થઈ ગયાં છે એ બધાં પાપ મેં આપની સમક્ષ પ્રકટ કરી દીધાં છે. મારે ભવસાગર તરવો છે. આપ જેવા મારી જીવનનૌકાના ખલાસી મળી ગયા...પ્રભુ, મને પાર ઉતારો.” રુક્મિની આંખોમાં આંસુ આવી ગયાં. આચાર્યદિવે કહ્યું: “મિ, તું એક પાપ છુપાવી રહી છે. એ પાપ હતું દ્રષ્ટિદોષનું. જ્યારે હું રાજકુમાર હતો. તું રાજ-સિંહાસન ઉપર બેઠી હતી. હું તારી રાજસભામાં આવ્યો હતો, યાદ છે તને? એ સમયે તેંમારી સામે જોયું હતું. તારી આંખોમાં વિકાર હતો ને?' રુક્તિએ કહ્યું: ‘ગુરુદેવ, સાચી વાત છે આપની, પરંતુ મેં તો આપની પરીક્ષા કરવા માટે કટાક્ષ ફેંક્યો હતો. મારા મનમાં વિકાર ન હતો.” મહાનિશીથસૂત્રમાં કહેવામાં આવ્યું છે, કે રુક્તિ સાધ્વીએ કપટથી દ્રષ્ટિદોષના પાપને છુપાવ્યું. ફલસ્વરૂપ એ સંસારની ગતિઓમાં દીર્ધકાળ સુધી ભટકતી રહેશે એટલે કે જન્મમરણ કરતી રહેશે. મિ સાધ્વી હતી. તેણે મહાવ્રતોનું વિશુદ્ધ પાલન કર્યું હતું. છતાં પણ પાપ છુપાવવાથી તે સંસારમાં ભટકાઈ પડી. તમારા લોકોના જીવનમાં મહાવ્રતોનું પાલન તો નથી, પણ ગૃહસ્થ જીવનનાં વ્રતોનું ય પાલન છે ખરૂ? અને હૃદયમાં કેટલાં પાપ છુપાવીને જીવી રહ્યા છો? મરીને ક્યાં જશો? શાન્ત ચિત્તે વિચાર કરજો. પાપોની આલોચના કરીને પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઈએ. સભામાંથી પાપોનું આલોચન શું દરેક મુનિરાજની સામે કરી શકીએ? મહારાજશ્રી ના, જે જિનાગમોના જ્ઞાતા હોય. પ્રાયશ્ચિત્ત વિધ.1ના ગ્રંથોનું જેમણે અધ્યયન કર્યું હોય; ગુરુપરંપરામાં જેમને પ્રાયશ્ચિત્ત-વિધાન મળ્યું હોય, ગંભીર હોય, ઈન્દ્રિયવિજેતા હોય એવા ગુરુદેવોની સમક્ષ આલોચના (દોષોનું પ્રકટીકરણ) કરવી જોઈએ. પ્રતિમાસ આલોચના કરવી જોઈએ. એ ન બની શકે તો પ્રતિવર્ષ તો અચૂક કરવી જોઈએ. તમારે એવું નહીં વિચારવાનું કે, “ગુરુદેવની પાસે અમે સજજનના રૂપમાં, ધર્માત્માના રૂપમાં જઈએ છીએ અને અમારાં પાપ પ્રકટ કરીશું તો ગુરુદેવ અમારી બાબતમાં શું વિચારશે? અમે એમની દ્રષ્ટિમાંથી નીચે ઊતરી જઈશું.’ જ્ઞાની ગુરુદેવોનું હૃદય છીછરુ નથી હોતું. ગંભીર હોય છે. તેમની દૃષ્ટિ જ્ઞાનવૃષ્ટિ હોય છે. પોતાના પાપોનું પ્રકાશન કરનારાઓને તેઓ ‘ઉત્તમ આત્મા’ સમજે છે. સરળ, નિર્દભ મનુષ્ય જ ગુરુદેવના હૃદયમાં વસી શકે છે. એટલા માટે નિશ્ચિંત, 2010_03 Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (3) ૭૫ નિર્ભય થઈને ગુરુદેવ પાસે જવું અને આલોચના કરીને આત્મશુદ્ધિ કરવી. જ્યારે ગુરુદેવની પાસે પાપ-પ્રકાશન કરશો ત્યારે ગુરુદેવ તમને પ્રાયશ્ચિત્ત આપશે. કોઈક પ્રાયશ્ચિત્ત કરવાનું કહેશે અથવા કેટલોક જાપ કરવા કહેશે. અથવા તો કેટલાક સ્વાધ્યાય કરવાનું કહેશે. તમારે એ પ્રાયશ્ચિત્ત કરવું; તમારો આત્મા નિર્મળ બનશે. આ કર્તવ્ય વાર્ષિક એટલા માટે બતાવ્યું છે કે ઓછામાં ઓછી એકવાર તો માણસે આલોચના ક૨વી જ રહી. જો અનુકૂળતા હોય (સદ્ગુરુનો સંયોગ મળે) તો પ્રતિમાસ આલોચના કરવી જોઈએ. શરીરને સાફ રાખો છો ને ? એ રીતે હૃદયને પણ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે સંક્ષેપમાં વાર્ષિક અગિયાર કર્તવ્યોનું વિવેચન કર્યું. આ કર્તવ્યોનું પાલન ક૨વા માટે તમારે એ કર્તવ્યોનાં નામ ડાયરીમાં લખી લેવાં. કાલે મહાપવિત્ર ‘શ્રી કલ્પસૂત્ર' પર પ્રવચન શરૂ થશે. કલ્પસૂત્રનાં પ્રવચન પ્રતિવર્ષ સંભળાવવામાં આવે છે. કારણ કે મુખ્યતયા કલ્પસૂત્રમાં આપણા પરમોપકારી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું જીવનચરિત્ર હોય છે. જે તીર્થંકર ભગવંતોનું ધર્મશાસન આપણને મળ્યું છે, જેમની પરમકૃપાને લીધે આપણને સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ મળ્યો છે, તેમનું જીવનચરિત્ર વર્ષમાં એકવાર તો અવશ્ય સાંભળવું જોઈએ. પ્રેમથી, શ્રદ્ધાથી અને એકાગ્રતાથી સાંભળવું જોઈએ. પર્યુષણપર્વના દિવસોમાં ઉપાશ્રયોમાં પણ જ્યાં પ્રવચનો થાય છે, ત્યાં ખૂબ ભીડ થાય છે. છતાં શાન્તિ જાળવવી જોઈએ. ત્યાં નાનાં બાળકોને ન લાવવાં જોઈએ. પ્રવચન દરમ્યાન પરસ્પર વાર્તાલાપ ન કરવો જોઈએ. અવિવેક, કોલાહલ...વગેરેથી પરેશાન થઈને કેટલાંક ભાઈ બહેનો ઉપાશ્રયમાં આવતાં નથી. તેઓ ચાલ્યા જાય છે ગૃહસ્થોની પ્રવચનમાળામાં ! તેઓ કલ્પસૂત્રના શ્રવણથી વંચિત રહી જાય છે. સદ્ગુરુઓના પરિચયથી વંચિત રહી જાય છે. કોઈકોઈ વાર જિનવચનથી વિરુદ્ધ-વિપરીત મિથ્યા વાતો સાંભળે છે, એટલા માટે આ બાબતમાં ગંભીરતાથી વિચારવું જરૂરી બની ગયું છે. એટલી શાન્તિ રાખવી જોઈએ કે બધાંને પ્રવચન સંભળાય. આ રીતે આજ પર્યુષણપર્વના પ્રથમ ત્રણ દિવસનાં પ્રવચન પૂર્ણ થાય છે. ૬ દૈનિક કર્તવ્યો, ૫ પર્યુષણપર્વનાં કર્તવ્યો, અને ૧૧ વાર્ષિક કર્તવ્યોનું પાલન કરવા માટે શક્તિમાન બનો. એવી મંગલ કામના. 2010_03 Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૫ જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરીશ્વરજી (સ્વગરિોહણ દિનઃ ભાદરવા સુદ ૧૧) ': સંકલનાઃ ૧. જન્મ, પરિવારપરિચય. ગુરુસંપર્ક ૨. દીક્ષા. અધ્યયન, દેવગિરિ-ગમન. વિશિષ્ટ અધ્યપ્રનઃ સહાયક શ્રાવક-શ્રાવિકા. ૩. પદપ્રાપ્તિ પંડિત-પદ, ઉપાધ્યાયપદ, આચાર્યપદ, ૪. ઉપદ્રવોઃ ખંભાતમાં, પેટલાદમાં, કુણઘેરમાં, અમદાવાદમાં અમદાવાદના કુંવરજી ઝવેરી. ૫. દિલ્લીમાં ચંપા શ્રાવિકાના ૬ મહિનાના ઉપવાસ. અકબર પ્રભાવિત. આચાર્યદિવને આમંત્રણ. ૬ આચાર્યદવ દિલ્લી તરફ વટાદરામાં શાસનદેવીનો દિવ્ય સંકેત. ૭. દિલ્લીમાં અબુલફજલનો, અકબરનો સંપર્ક - ભવ્ય સ્વાગત આચાર્યદિવથી ખૂબ પ્રભાવિત. ૮. સંપૂર્ણ ભારતમાં હિંસા (પર્યુષણના આઠ દિવસ + બે-બે દિવસ આગળપાછળ = ૧૨ દિવસ) ફરમાનો. ૯. ઉપાધ્યાયશ્રી શાનિચન્દ્રજી વિશિષ્ટ પ્રસંગો. ૧૦. ઉપાધ્યાયશ્રી ભાનુચંદ્રજીઃ ચમત્કારો. ૧૧. આચાર્યશ્રી સેનસૂરિજી ભવ્ય ઉપદેશ. ૧૨. સ્વર્ગવાસઃ 2010_03 Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિ - સ્વર્ગારોહણ - દિન अज्ञानतिमिरान्धानां ज्ञानाग्जनशलाकया 1 नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॥ અજ્ઞાનરૂપ અંધકારથી અંધ બનેલા જીવોનાં નેત્રોને જ્ઞાનરૂપી અંજનની સળીથી ઉન્મીલિત ક૨ના૨ ગુરુદેવને નમસ્કાર હો. એક એવા મહાન સદ્ગુરુનો આજે સ્વર્ગારોહણ દિન છે કે જેમણે વિક્રમની ૧૭મી શતાબ્દીમાં જિનશાસનનો ઉજ્જવળ યશ સમગ્ર ભારતમાં ફેલાવ્યો હતો. અહિંસા ધર્મનો અદ્ભુત પ્રચાર કર્યો હતો. તેમણે મુસલમાન બાદશાહ અકબરનું હૃદયપરિવર્તન કરીને, તેનેય દયાધર્મનો પાલક બનાવ્યો હતો. તેમણે સ્વયં ઉત્કૃષ્ટ ચારિત્રધર્મનું પાલન કરીને અંદાજે બે હજાર સાધુ-સાધ્વીઓનું સુંદર યોગક્ષેમ કર્યું હતું. પોતાના જીવનમાં અનેક સંકટોને સહન કરતાં કરતાં, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ કેળવ્યો હતો અને અંતમાં મૃત્યુનો મહોત્સવ બનાવીને સ્વર્ગવાસી બન્યા હતા. એ મહાન ગુરુ હતા આચાર્યદેવશ્રી હીરવિજયસૂરિજી. ૧૭ કદાચ તમે લોકો આ મહાપુરુષના જીવનચરિત્રને, તેમની શાસન પ્રભાવકતાને અને દયાધર્મના પ્રચારને નથી જાણતા. આજ એ મહાપુરુષનો સ્વર્ગારોહણ દિવસ છે. એટલે એ બધી વાતો કરીને તેમના ગુણોનું કીર્તન કરીશું. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે ‘ઉત્તમ પુરુષોના ગુણ ગાવાથી એ ગુણ આપણામાં આવે છે,' એટલા માટે સદાય જ્ઞાની, ધ્યાની, સંયમી, ધર્મ-પ્રભાવક એવા મહાપુરુષોના ગુણ ગાતા રહેવું જોઈએ. જન્મ અને દીક્ષા : આચાર્યદેવનો જન્મ વિ.સં. ૧૫૮૩માં માગશર સુદિ નવમીના દિવસે ગુજરાતના પાલનપુર નગરમાં થયો હતો. માતાનું ના! નાથીબાઈ હતું અને પિતાનું નામ કૂરાશાહ હતું. પરિવાર સંસ્કારી અને વૈભવશાળી હતો. કૂરાશાહને ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ હતી. પુત્રોનાં નામ હતાં સંઘજી, સૂરજી, શ્રીપાલ અને હીરજી, પુત્રીઓનાં નામ હતાં રંભા, રાણી અને વિમલા. બધાં સંતાનો સુશીલ, ગુણવાન અને બુદ્ધિમાન હતાં. બધાં સંતાનોને યોગ્ય શિક્ષણ મળતું હતું. હીરજીની ઉંમર જ્યારે બાર વર્ષની હતી ત્યારે માતા નાથીબાઈનો અને પિતા કૂરાશાહનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પિરવાર ૫૨ જાણે વજ્રાઘાત થયો. બાર વર્ષનો હીરજી માતા-પિતાના અભાવે શૂન્યમનસ્ક જેવો થઈ ગયો. બહેનો રાણી અને વિમલાનાં લગ્ન પાટણમાં થયાં હતાં. તેમને સમાચાર મળ્યા કે હીરજી ખાતો નથી, સૂતો નથી. રડી રડીને તેની આંખો સૂઝી ગઈ છે. બહેનો તરત જ પાલનપુર આવી અને હીરજીને પાટણ લઈ ગઈ. હીરજીને રાણી અને વિમલા 2010_03 Page #88 -------------------------------------------------------------------------- ________________ ७८ પૂર્વ-પ્રવચનમાળા ઉપર વધારે સ્નેહ હતો. રાણી અને વિમલાને પણ હીરજી સૌથી વહાલો ભાઈ હતો. પાટણ આવ્યા પછી હીરજીનું મન પ્રસન્ન થઈ ગયું. પાટણમાં એ વખતે આચાર્યદેવ વિજયદાનસૂરીશ્વરજી ચાતુર્માસ બિરાજમાન હતાં. આચાર્યદેવ શાની હતા, કરુણાવંત હતા, અને જૈન સંઘ માટે પરમ શ્રદ્ધેય હતા. રાણી અને વિમલા પ્રતિદિન જિનમંદિરમાં જતી હતી, અને ગુરુદેવનાં દર્શન પણ કરતી હતી. હીરજી તેની બહેનો સાથે જતો હતો. એક દિવસે ગુરુદેવે રાણી અને વિમલાને પૂછ્યું ઃ ‘આ પુણ્યશાળી છોકરો કોણ છે ?’ ‘ગુરુદેવ, મારો નાનો ભાઈ છે; પાલનપુરથી અમે એને અહીં લાવ્યાં છીએ.’ છોકરો આશાસ્પદ-ભવિષ્યમાં મહાન બને તેવો લાગે છે. તેનું ભાવિ ઉજ્જવળ છે. જોજિનશાસનને આ છોકરો મળી જાય...તો જૈનશાસનનો જ્યોતિર્ધર બની શકે તેમ છે.’ આચાર્યદેવના મુખેથી હીરજીનું ભવિષ્ય સાંભળીને રાણી અને વિમલા હર્ષીવભોર થઈ ગઈ. તેમણે ગુરુદેવને કહ્યું : ‘ગુરુદેવ, હીરજી દરરોજ આપની પાસે આવશે, આપની પાસેથી જ્ઞાન અને સંસ્કાર પ્રાપ્ત કરશે.' હીરજીના મનમાં ગુરુદેવ વસી ગયા હતા. ગુરુદેવ પ્રત્યે તેના મનમાં અગાધ શ્રદ્ધા પ્રકટી ચૂકી હતી. તે દરરોજ ગુરુદેવની પાસે જવા લાગ્યો. અધ્યયન કરવા લાગ્યો. ગુરુદેવે હીરજીમાં વિશેષ ગુણોનું દર્શન કર્યું. સાધુ બનવા માટે કેટલાક મૌલિક ગુણો હોવા અતિ આવશ્યક છે. સાધુ થવામાં ઉંમર નિર્ણાયક નથી બનતી. ગુણ નિર્ણાયક બને છે. ગુણોને પરખનારા ગુરુ જોઈએ. હીરજીના મનમાં સાધુ બનવાની પ્રબળ ઇચ્છા ઉત્પ થઈ. રાણી અને વિમલાએ અનુમતિ આપી દીધી. ચાતુમસ પછી હીરજીની દીક્ષા થઈ ગઈ. એનું નામ ‘હીરહર્ષમુનિ’ રાખવામાં આવ્યું. એ દિવસે અન્ય આઠ સ્ત્રી-પુરુષોની ય દીક્ષા થઈ. તેરમા વર્ષે હીરજીની દીક્ષા થઈ હતી. અધ્યયનઃ આચાર્યદેવશ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ હીરહર્ષમુનિને સારું જ્ઞાન આપ્યું. ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓનું પણ પર્યાપ્ત જ્ઞાન આપ્યું. વેદાન્ત, બૌદ્ધ આદિ દર્શનોનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે હીરહર્ષમુનિને દેવિગિર (વર્તમાન દૌલતાબાદ) મોકલવા નિર્ણય કર્યો, તેમની સાથે મુનિરાજશ્રી ધર્મસાગરજી અને મુનિરાજશ્રી રાજવિમલજીને મોકલ્યા. ૧૬ મી તથા ૧૭ મી 2010_03 Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિ-સ્વગરિોહણ - દિન ૭૯ શતાબ્દીમાં દેવગિરિ પ્રકાંડ બ્રાહ્મણ વિદ્વાનોનું ધામ હતું. જો કે ત્યાં માળવાના મહામંત્રી પેથડશાહ દ્વારા નિર્મિત ભવ્ય જિનમંદિર હતું અને પૌષધશાળા પણ હતી. પરંતુ વિશેષ પ્રમાણમાં ત્યાં જૈન પરિવારો ન હતા. જ્યારે હીરહર્ષમુનિ દેવગિરિ પહોંચ્યા, બ્રાહ્મણ-પડિતને મળ્યા તો તેમણે ભણાવવા માટે તૈયારી બતાવી, પરંતુ વેતન (પગાર) ની વાત કરી તો ધર્મસાગરજી, રાજવિમલજી અને હીરહર્ષવિજયજી ત્રણે જણા એકબીજાનાં મોઢાં જોઈ રહ્યા....કારણ કે દેવગિરિમાં એવો એક પણ શ્રાવક પરિચિત ન હતો કે જેને પગાર અંગેની વાત કહી શકાય ! ત્રણે મુનિરાજો ઉપાશ્રયે આવ્યા. મૌન અને ચિંતામગ્ન ! એટલામાં ત્યાં એક શ્રાવિકા ગુરુવંદન કરવા આવી. કચ્છી ગુજરાતી મહિલા હતી એ. એનું નામ હતું જસમાઈ. વંદન કરતાં સમાઈએ ભાળી લીધું કે ત્રણે મુનિરાજો કોઈ ગૂંચવણમાં છે. તેણે વિનયપૂર્વક ચિંતાનું કારણ પૂછ્યું. શ્રી ધર્મસાગરજીએ આખી વાત કહી. જસમાઈએ કહ્યું: ‘ગુરુદેવ, આપ ચિંતા ન કરો બાલમુનિરાજનું અધ્યયન અહીં થશે. પંડિતજીને પગાર અમે આપીશું. પરંતુ હમણાં હું શ્રાવકને લઈને આવું છું.' જસમાઈના પતિનું નામ હતું દેવશીશાહ ખૂબ સજ્જન પુરુષ હતા. બંને જણાં ઉપાશ્રયે આવ્યાં અને તેમણે વિનંતી કરી કે પંડિતને વેતન આપવાનો પુણ્યલાભ અમને આપવા કૃપા કરો.” ત્રણે મુનિરાજને આનંદ થયો. એક મુનિરાજને જ્ઞાનદાન આપવાનો અર્થ થાય છે હજારો-લાખો લોકોને શાનદાન આપવું. જ્ઞાની બનેલા મુનિરાજ હજારો-લાખો લોકોને જ્ઞાનામૃત પાય છે ને ? એટલા માટે સાધુ- સાધ્વી ને જ્ઞાનાધ્યયનમાં સહયોગી બનવાની ભાવના રાખવી. જે પ્રકારે સહયોગી બની શકો તે રીતે તત્પરતા રાખવી જોઈએ. કેટલાંક વષ દેવગિરિમાં રહીને હીરદમુનિએ ષડ્રદર્શનનું સારું અધ્યયન કર્યું. પછી તેઓ ગુરુદેવશ્રી દાનસૂરિશ્વરજીની પાસે રાજસ્થાન પહોંચ્યા. પદપ્રાપ્તિઃ ગુરુદેવે હીરહર્ષમુનિની વિદ્વત્તા જોઈને વિ.સં. ૧૬૦૭ માં નાડલાઈ (રાજ.)માં તેમને પંડિત-પદથી વિભૂષિત કર્યા. એ જ નગરમાં વિ.સં. ૧૬૦૮માં માઘ શુક્લા પંચમીના દિવસે ઉપાધ્યાય પદથી અલંકૃત કર્યા. વિ.સં.૧૬૧૦માં પોષ શુક્લા પંચમીના દિને સિરોહી (રાજ) નગરમાં મોટી ધામધૂમથી હીરહર્ષમુનિને આચાર્યપદ આપવામાં આવ્યું. અને તેમનું નામ રાખ્યું હીરવિજયસૂરિજી. તેઓ આચાર્ય બન્યા ત્યારે તેમની ઉંમર હતી ૨૭ વર્ષની. તે શાન્ત પ્રકૃતિના હતા. ઈન્દ્રિયવિજેતા હતા. અને જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવથી ભરેલા હતા. સમગ્ર જૈન સંઘ 2010_03 Page #90 -------------------------------------------------------------------------- ________________ ८० પ્રત્યે તેમના હૃદયમાં અપાર વાત્સલ્ય હતું. સિરોહીથી વિહાર કરીને પોતાના ગુરુદેવ સાથે હીરવિજયસૂરિજી પાટણ (ગુજરાત) પધાર્યા. પાટણના ભણસાલી સમરથે નગરપ્રવેશનો ભવ્ય મહોત્સવ આયોજિત કરીને હજારો રૂપિયા ખર્ચ્યા હતા. ગુરુદેવનો સ્વર્ગવાસ : પર્વ-પ્રવચનમાળા આચાર્યદેવ પોતાના સુવિશાળ મુનિપરિવાર સાથે ખંભાત (ગુજરાત) પધાર્યા હતા. એ સમયે એક વિચિત્ર ઘટના બની. ખંભાતમાં રત્નપાલ દોશી નામનો એક શ્રીમંત વેપા૨ી રહેતો હતો. એનો એકનો એક પુત્ર હતો રામજી. તેને કોઈક ગંભીર બીમારી હતી. વૈદ્યોએ ઘણા ઉપચારો કર્યા, પરંતુ રોગ દૂર ન થયો. રત્નપાલ દોશીએ આચાર્યદેવની પાસે જઈને કહ્યું ઃ ‘ગુરુદેવ, મારા પુત્રને ગંભીર બીમારી છે. વૈદ્યોએ તેની બચવાની આશા છોડી દીધી છે. આપ ઘેર પધારીને મારા પુત્રને આશીર્વાદ આપવાની કૃપા કરો; અને કદાચ છોકરો જીવતો રહેશે, અને એની ઇચ્છા સાધુ થવાની હશે તો હું આપને આપી દઈશ.' આચાર્યદેવ તો કરુણાવંત હતા. મરણાસન્ન જીવને સમતાસમાધિ આપવી એ તો આમે ય સાધુનું કર્તવ્ય છે. આચાર્યદેવ રત્નપાલ દોશીને ઘેર પધાર્યા; રામજીને આશીર્વાદ આપ્યા અને પછી તેમણે ખંભાતથી વિહાર કર્યો. આ બાજુ રામજી સાજો થઈ ગયો. જ્યારે રામજી આઠ વર્ષનો થયો તો આચાર્યદેવ પુનઃ ખંભાતમાં પધાર્યા. એમને રત્નપાલ દોશી યાદ આવ્યા ! જ્યારે રત્નપાલ નંદન કરવા માટે આવ્યા ત્યારે આચાર્યદેવે કહ્યું : ‘મહાનુભાવ, રામજી કેટલા વર્ષનો થયો?’ દોશીએ કહ્યું ઃ ‘ગુરુદેવ, આઠ વર્ષનો થયો છે.’ આચાર્યદેવે કહ્યું ઃ ‘તો પછી અમને સોંપી દો. કેટલોક સમય ધાર્મિક અધ્યયન કરતો રહેશે...સાધુ બનવાની ભાવના પણ જાગશે, અને યોગ્ય સમય આવતાં એને દીક્ષા આપવામાં આવશે.’ રત્નપાલે ઘેર જઈને પોતાની પત્ની, પુત્રી તથા અન્ય લોકોને વાત કરી. કોઈ પણ રામજીને આપી દેવા તૈયાર ન હતું. તેમણે તો આચાર્યદેવ પાસે જઈને ઝઘડો શરૂ કરી દીધો. આચાર્યશ્રી સમજી ગયા. તેમણે રામજીની વાત છોડી દીધી. પરંતુ રામજીની બહેને તેના સસરા હરદાસને વાત કરી કે ‘હીરવિજયસૂરિ મારા નાના ભાઈને બળજબરીથી લઈ જશે, અને દીક્ષા આપી દેશે...આપ કંઈક કરો.’ 2010_03 હરદાસને ખંભાતના સુબા શિતાબખાન સાથે દોસ્તી હતી. હરદાસે શિતાબખાનને વાત કરી અને હીરવિજયસૂરિજીને પકડવાનું ‘વોરંટ’ કઢાવ્યું. જૈન સંઘના આગેવાનોને આ વાતની ખબર પડી ગઈ. તેમણે આચાર્યદેવને ૨૩ દિવસ Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિ - સ્વર્ગારોહણ - દિન સુધી સંતાડી રાખ્યા. એ સમયે સમગ્ર ભારતમાં મુસલમાન બાદશાહનું રાજ્ય હતું. ગામ, નગરોમાં ન્યાય તોળાતો ન હતો. હિન્દુઓ ઉપર ત્રાસ છવાયેલો રહેતો હતો. મુસલમાન સુબાઓનો ત્રાસ કંઈક વિશેષ રહેતો હતો. જૈન સંઘના અગ્રણીઓએ જઈને શિતાબખાનને સાચી વાત કરી અને ‘વોરંટ’ પાછું ખેંચાવ્યું; એ પછી આચાર્યદેવે ખંભાતથી વિહા૨ કર્યો. હવે બીજી આફતની વાત કરું છું. આચાર્ય બોરસદ પધાર્યા. બોરસદ ખંભાતથી વધારે દૂર નથી, બોરસદમાં એક જગમાલ નામનો એકલો સાધુ રહેતો હતો. એ કર્ણઋષિ નામના મહાત્માનો શિષ્ય હતો. તેણે જઈને આચાર્યદેવને કહ્યુઃ ‘મારા ગુરુ મને ગ્રંથો નથી આપતા.' આચાર્યદેવે કહ્યું ઃ ‘તારા ગુરુ તારામાં યોગ્યતા નહીં જોતા હોય.' આચાર્યદેવે જગમાલને ગુરુઆજ્ઞામાં રહેવા ખૂબ સમજાવ્યો; પરંતુ તે સંમત ન થયો. એટલું જ નહીં, આચાર્યદેવ પ્રતિ રોષાયમાન થઈ ગયો. એટલા માટે તો કહેવામાં આવ્યું છે કે ૩પદેશો ફ્રિ મૂર્છાળાં પ્રોપાવ ખાયતે । મૂર્ખ માણસને ઉપદેશ આપવાથી તે ગુસ્સે થાય છે; ઉપદેશ આપનારને પરેશાન કરે છે. ૮૧ જગમાલ પેટલાદ ગયો. ત્યાંના મુસલમાન હાકેમ પાસે જઈને આચાર્ય વિરુદ્ધ વાતો કરી અને આચાર્યદેવને પકડવાનું ‘વોરંટ’ કઢાવ્યું. બોરસદના શ્રાવકોએ જઈને હાકેમને સમજાવ્યો અને વોરંટ રદ કરાવ્યું. હવે ત્રીજી આપત્તિનો કિસ્સો ય સાંભળી લો. પાટણ (ગુજરાત)ની પાસે ‘કુણઘેર' નામનું ગામ છે. ત્યાં આચાર્યશ્રી સોમસુંદરસૂરિ રહેતા હતા. પર્યુષણાપર્વ પછી ત્યાં ઉદયપ્રભસૂરિ નામના ચિંત આવી પહોંચ્યા. પૂજ્ય આચાર્યશ્રી હીરવિજયસૂરિજી પણ કુણઘેરમાં જ ચાતુર્માસ બિરાજતા હતા. યતિ ઉદયપ્રભસૂરિએ શ્રી હીરવિજયસૂરિને કહ્યું ઃ ‘તમે પણ સોમપ્રભસુંદરસૂરિને વંદન-ક્ષમાપના કરો.' આચાર્યદેવે કહ્યું : “મહાનુભાવ, એ અમારા ગુરુ નથી; અમે એમને વંદન ન કરી શકીએ.’ ઉદયપ્રભને ગુસ્સો આવ્યો. તે પાટણ ગયો. મંત્રતંત્ર જાણતો હશે. પાટણનો મુસલમાન સુબો કલાખાન ઉદપ્રભથી પ્રભાવિત હતો. કલાખાનની પાસે જઈને ઉદયપ્રભે કહ્યું : ‘શ્રી હીરવિજયસૂરિએ વરસાદ રોક્યો છે !' કલાખાન આ વાત સાંભળીને ભરમાઈ ગયો. તરત જ સો ઘોડેસ્વાર કુણઘેર મોકલીને આચાર્યદેવને પકડી લાવવા ‘વોરંટ’ કાઢ્યું. 2010_03 Page #92 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા જુઓ, મુસલમાન સુબાની સરમુખત્યારશાહી ! ન કોઈ પૂછપરછ ! ન કોઈ જાણકારી મેળવવાની વાત ! ન બુદ્ધિમત્તા ! નહીંતર કલાખાન ઉદયપ્રભને કહી શકત કે “મહારાજ, આપ પણ મોટા માંત્રિક છો, હીરવિજયસૂરિએ વરસાદ રોકયો છે તો આપ આપની મંત્રશક્તિથી વરસાદ વરસાવો.” આ બાજુ સૈનિકોએ જઈને કુણઘેરને ઘેરો ઘાલ્યો. પરંતુ તેની પહેલાં જ ગુરુદેવ તો રાત્રે કુણઘેરની બહાર નીકળી ગયા હતા, અને વડાવલી પહોંચી ગયા હતા. એ વડાવલીમાં જ ગુરુદેવ આચાર્યશ્રી દાનસૂરીશ્વરજી મહારાજનો સ્વર્ગવાસ થયો હતો. એ સમયે વડાવલીમાં તોલા' નામે એક ધનવાન અને બળવાન શ્રાવક રહેતા હતા. તેમણે પોતાના ઘરમાં આચાદવને આશ્રય આપ્યો અને ત્રણ મહિના સુધી કલાખાનના સૈનિકો સામે આચાર્યદિવની રક્ષા કરી. આવા વીર હતા શ્રાવકો, સાધુ પુરુષોની રક્ષા કરનારા ! હવે એક ચોથી આપત્તિ બતાવીને આપત્તિઓનું વર્ણન પૂર્ણ કરીશ. આચાર્યદેવ અમદાવાદમાં બિરાજતા હતા. આચાર્યદિવ પ્રત્યે અકારણ વેરભાવ રાખનાર કોઈકે અમદાવાદના સુબા શિહાબખાનની પાસે જઈને કહ્યું : “હીરવિજયસૂરિએ મંત્રશક્તિથી વરસાદને રોકયો છે.' શિહાબખાને આચાર્યદેવને બોલાવ્યા. આચાર્યદેવ ગયા. શિહાબખાને પૂછયું. મહારાજ, વરસાદ કેમ નથી આવતો? શું આપે વરસાદને બાંધ્યો છે?” આચાદવે કહ્યું: ‘મહાનુભાવ, અમે વરસાદ શા માટે રોકીએ? પ્રજાને શાતિસુખ ન મળે તો અમને શાન્તિ કેવી રીતે મળે? પ્રજાને ધાન્યન મળે તો અમને ભિક્ષા કયાંથી મળશે ?' આ વાત ચાલતી હતી તેટલામાં અમદાવાદના શાહસોદાગર-વેપારી કુવરજી ત્યાં આવી પહોંચ્યા, શિહાબખાન કુંવરજીનું માન રાખતો હતો. કુંવરજીએ શિહાબખાનને જૈન સાધુના આચાર-વિચાર સમજાવ્યા, આચાર્યદિવ ઉપાશ્રયે આવી ગયા. કુંવરજીએ તત્કાલીન પરિસ્થિતિને જોઈને પ્રજાનો પ્રેમ જીતવો આવશ્યક માન્યો. એટલા માટે તેમણે દાન આપવાની શરૂઆત કરી. પ્રજાની કુંવરજી પ્રત્યે ચાહના વધવા લાગી. પરંતુ એક દિવસે સેનાના અધિકારી સાથે કુંવરજીને ઝઘડો થઈ ગયો. એ અધિકારીએ કોટવાલની કાનભંભેરણી કરી. કોટવાલે જઈને શિહાબખાનને આચાર્યદેવ વિરુદ્ધ વાતો કરી. ખાને પોતાના બે ત્રણ સૈનિકો મોકલ્યા આચાર્યદિવને પકડી લાવવા માટે. એ સૈનિકોએ ઝવેરીવાડમાં આવીને આચાર્યદિવને પકડી લીધા. પરંતુ એ સમયે રાઘવ ગંધર્વ અને સોમસાગર નામના બે ગૃહસ્થો વચમાં કૂદી પડયા. સૈનિકો સાથે ઝપાઝપી થઈ ગઈ. આચાર્યદવ મુક્ત થઈ ગયા 2010_03 Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિ - સ્વર્ગારોહણ – દિન ૮૩ અને ત્યાંથી તરત જ નીકળી પડયા. રાઘવ ગંધર્વને હાથ ઉપર ઘા તો વાગ્યો, પરંતુ . ખુશ હતો. પેલા સૈનિકોએ જઈને શિહાબખાનને આખી વાત કરી. ખાન વધારે ગુસ્સામાં આવી ગયો. કેટલાક દિવસો સુધી અમદાવાદમાં આ ગરમ ચર્ચા ચાલતી તે રહી. આચાર્યદેવે દક્ષિણ ગુજરાત તરફ વિહાર કર્યો. ઉપદ્રવ શાન્ત થઈ ગયો. વિશાળ મુનિવૃંદને સંયમ ધર્મની આરાધનામાં પ્રવૃત્ત કરતા આચાર્યદેવ વિચરવા લાગ્યા. ચંપા શ્રાવિકા : એ સમયે ફ્તેહપુર સિક્રી (દિલ્હી) માં એક અદ્ભુત ઘટના બની. ‘ચંપા' નામની શ્રાવિકાએ છ માસના ઉપવાસ કર્યા હતા. તપશ્ચર્યાના થોડાક જ દિવસો બાકી હતા. શ્રી જૈન સંઘે તપસ્વિની ચંપા શ્રાવિકાનું બહુમાન કરવા માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. હજારો સ્ત્રી-પુરુષો શોભાયાત્રામાં સામેલ થયાં. જ્યારે શોભાયાત્રા રાજમહેલ આગળથી પસાર થતી હતી ત્યારે રાજમહેલના ઝરુખામાં બેઠેલા અકબરે શોભાયાત્રા જોઈ. તેણે પાસે બેઠેલા પરિચારકને પૂછયું ઃ ‘આ સરઘસ શા માટે નીકળ્યું છે ?' પરિચારિકે જવાબ આપ્યો. મહારાજ, ચંપા નામની એક જૈન સ્ત્રીએ ૬ માસના ઉપવાસ કર્યા છે. તે તપશ્ચયનેિ નિમિત્તે આ સરઘસ કાઢવામાં આવ્યું છે. જૈન ધર્મના ઉપવાસ ખૂબ કષ્ટદાયી હોય છે.’ અકબર આશ્ચર્યચક્તિ થઈ ગયો. તેણે માનુકલ્યાણ અને થાનસિંગ નામના બે જૈન આગેવાનોને બોલાવ્યા, ચંપા શ્રાવિકાના ૬ મહિનાના ઉપવાસ અંગે પૂછ્યું અને ચંપાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. બંને શ્રાવકોએ જૈન ધર્મના ઉપવાસનું સ્વરૂપ સમજાવ્યું અને ચંપા શ્રાવિકાની મુલાકાત કરવાનો સમય નિશ્ચિત કર્યો. અકબરના ચિત્તમાં ૬ મહિનાના ઉપવાસની વાત ઘૂમવા લાગી. એક સુંદર ડોલીમાં બેસાડીને ચંપા શ્રાવિકાને અકબરની સામે લાવવામાં આવી. અકબરે ઊભા થઈને ચંપાનું સ્વાગત કર્યું. ચંપાનું શરીર કૃશ થઈ ગયું હતું. પરંતુ તેના મુખ ઉપર અપૂર્વ તેજ ચમકી રહ્યું હતું. તે સ્વસ્થ હતી, શાન્ત હતી અને પ્રસન્નમુખ હતી. અકબરે બેસવા માટે ઉચિત આસન આપ્યું અને પૂછ્યું : ‘તેં ૬ મહિનાનાં રોજા કર્યા છે, એવું મેં સાંભળ્યું છે.’ ‘હા, જહાંપનાહ’ ચંપાએ ઉત્તર આપ્યો. ‘પરંતુ આવા કઠોર ઉપવાસ તેં કેવી રીતે કર્યા ?” ‘ગુરુદેવની કૃપાથી...’ 2010_03 Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પર્વ-પ્રવચનમાળા “તારા પણ ગુરુ છે?” હા, જહાંપનાહ. મારા ગુરુદેવ છે, અત્યારે ગુજરાતમાં વિચારે છે. તેમનું નામ છે આચાર્ય હીરવિજયસૂરીશ્વરજી. તેમની મારા ઉપર પરમ કૃપા છે. તેમની જ શક્તિથી હું આ ઉપવાસ કરી શકી છું.” અકબરનું નિમંત્રણ: અકબરે આચાર્યદિવનું નામ યાદ કરી રાખ્યું. બંને અગ્રણી શ્રાવક માનુકલ્યાણ અને થાનસિંગ ત્યાં ઉપસ્થિત હતા. અકબરે એ બે જણને કહ્યું: ‘ગુરુદેવશ્રી હીરવિજયસૂરીશ્વરને અહીં પધારવા જૈનસંઘ વતીથી તમે પત્ર લખો અને હું પણ લખું છું. આવા મહિમાવંત ગુરુદેવનાં દર્શન કર્યા વગર મને ચેન નહીં પડે. હા, ગુરુદેવ આપણી વિનંતીથી અહીં પધારશે તો ખરાને? અવશ્ય પધારશે જહાંપનાહ, ગુરુદેવ તો કરુણાનો અવતાર છે.' માનુકલ્યાણ અને થાનસિંગે અકબરને વિશ્વાસ આપ્યો અને એમણે ગુરુદેવને દિકર પધારવા માટે વિનંતી-પત્ર લખ્યો. અકબરે ય વિનંતીપત્ર લખ્યો. મોંદી અને કમાલ નામના બે અનુચરો સાથે બંને પત્રો અમદાવાદ શિબાહખાનને મોકલ્યા. સાથે શિબાહખાનને પણ પત્ર લખ્યો કે, “ગુરુદેવ હીરવિજયસૂરિજીને હાથી, ઘોડા વગેરે વૈભવ સાથે દિલ્હી મોકલવા. તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ.” મોદી અને કમાલ પત્ર લઈને અમદાવાદ પહોંચ્યા. શિહાબખાનને પત્ર આપ્યો. પત્ર વાંચીને શિહાબખાન સ્તબ્ધ થઈ ગયો. તેના ચિત્તમાં ભૂતકાળની સ્મૃતિઓ ઊભરાઈ આવી. ખાનને પરસેવો છૂટી ગયો. તેણે અમદાવાદના જૈનસંઘના પ્રમુખ માણસોને બોલાવ્યા. વચ્છરાજપારેખ, મૂલાશેઠ, નાનાબાપુ શેઠ અને કુંવરજી ઝવેરી આવ્યા. ખાને સ્વાગત કર્યું અને આચાલિના નામે અકબરનો પત્ર તથા જૈનસંઘનો પત્ર - બંને પત્રો તેણે શ્રાવકોને વંચાવ્યા, શ્રાવકગણ આનંદિત થયો. ખાને કહ્યું : ગુરુદેવ અત્યારે ક્યાં બિરાજે છે ?' વચ્છરાજપારેખે કહ્યું: “અત્યારે ગુરુદેવ ગન્ધારનગરમાં બિરાજમાન છે.' ખાને કહ્યું: ‘તમે આ પત્ર લઈને ગધાર જાઓ અને ગુરુદેવને અમદાવાદ થઈને દિલ્હી જવાનું નિમંત્રણ આપો.' ચારે શ્રાવકો કુંવરજી ઝવેરીની હવેલીએ મળ્યા. અકબરના નિમંત્રણ ઉપર વિચારણા કરી. ખંભાતના સંઘને પણ ગંધાર પહોંચવાની સૂચના આપવામાં આવી. બીજે જ દિવસે વચ્છરાજ પારેખ વગેરેએ ગંધાર તરફ પ્રયાણ કરી દીધું. ખંભાત સૂચના પહોંચતાં જ સંઘવી ઉદયકરણ, પારેખ વજિયા, પારેખ રાજીયા અને રાજા શ્રીમલ્લ વગેરે ગંધાર માટે રવાના થઈ ગયા. બંને સંઘરવાળા ગંધાર 2010_03 Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિ-સ્વરોહણ - દિન પહોંચ્યા. પરમાત્માની પૂજા કરી, પ્રવચન સાંભળ્યું, ભોજન કર્યું અને પછી ગંધારના અગ્રણી શ્રાવકોને આખી વાત જણાવી. મધ્યાહ્ન સમયે ત્રણે સંઘના મુખ્ય શ્રાવકો આચાર્યદિવને મળ્યા. અકબરનો નિમંત્રણપત્ર તથા ફત્તેહપુર સિકીના જૈનસંઘનો વિનંતીપત્ર ગુરુદેવને આપ્યો. આચાર્યદવે બંને પત્રો વાંચ્યા. શ્રાવકોની સાથે ગંભીર ચર્ચા-વિચારણા કરી અને દિલ્હી જવાનો નિર્ણય કર્યો. અમદાવાદ તરફ પ્રયાણ : પોષ વદિ સાતમ (ગુજરાતી માગશર વદિ ૭) ના દિવસે ગંધારથી વિહાર કર્યો. વટાદરા ગામે પધાર્યા. ત્યાં એક દિવ્ય ઘટના બની. રાતના સમયે આચાર્યદિવા અલ્પ નિદ્રામાં હતા, એ સમયે એક સ્વપ્ન આવ્યું. એક દિવ્ય શરીરધારી સ્ત્રી આવે છે, તેના હાથમાં મોતી અને કંકુ છે. તે ગુરુદેવને મોતીઓથી વધાવે છે અને કહે છેઃ હે આચાર્યદિવ, અકબર આપને સાચા હૃદયથી ચાહે છે. આપ મનમાં કોઈ પણ પ્રકારની શંકા ન લાવો. આપ દિલ્હી પધારો અને જિનશાસનની શાન વધારો. ત્યાં આપની કીર્તિ ફેલાશે.” આટલું કહીને એ દિવ્ય સ્ત્રી અદ્ગશ્ય થઈ ગઈ. સ્વપ્ન પછી આચાર્યદિવ જાગૃત થયા અને શ્રીનવકારના ધ્યાનમાં નિમગ્ન બન્યા. પ્રાતઃકાળે એ જગામાં કંકુ અને મોતી વેરાયેલાં મળ્યાં. આચાર્યદિવે અમદાવાદ તરફ વિહાર આગળ ચલાવ્યો. કુંવરજી ઝવેરી વગેરેએ શિહાબખાનને આચાર્યદિવના આગમનના સમાચાર આપ્યા. શિહાબખાન હાથી, ઘોડા વગેરે લઈને ગુરુદેવની સામે આવ્યો. ગુરુદેવના ચરણોમાં પડયો. ખૂબ જ શરમાઈને બોલ્યોઃ ‘ગુરુદેવ, દિલ્હીથી જહાંપનાહનો હુકમ છે કે આપની સેવામાં હાથી, ઘોડા વગેરે આપ જે કંઈ આજ્ઞા કરો તે રજૂ કરવું. આપ હુકમ કરો. હું આપની સેવામાં ઉપસ્થિત છું. અને મારા તમામ ગુનાઓની માફી ચાહું છું.” ગુરુદેવે કહ્યું: “મહાનુભાવ, અમે જૈન સાધુ છીએ. અમારે હાથી, ઘોડા કશું ન જોઈએ. ધન-દોલત પણ ન જોઈએ. અમે સ્વેચ્છાથી સંસારના તમામ સુખો ત્યજ્યાં છે. બાદશાહ અકબરની વિનંતીથી અમે દિલ્હી જઈએ છીએ. તારે નિશ્ચિત રહેવું. તારા પ્રત્યે અમારા મનમાં કોઈ રોષ નથી. અમે શત્ર-મિત્રને સમાન માનીએ છીએ. સર્વ જીવોના સુખની કામના કરીએ છીએ.” શિહાબખાન આચાર્યદિવના ઉપદેશથી મંત્રમુગ્ધ થઈ ગયો. તેણે આચાર્યદિવનું ભવ્ય સ્વાગત કર્યું. આચાદિવ અમદાવાદમાં વધારે દિવસ રોકાયા નહીં, તેમણે પાટણ તરફ વિહાર કર્યો. મોંદી અને કમાલવિહારમાં ગુરુદેવની સાથે ચાલતા હતા. સાત દિવસ ગુરુદેવ પાટણમાં રોકાયા. ત્યાંથી આચાર્યદિવ વડાવલી પધાર્યા. અહીં ગુરુદેવશ્રી દાનસૂરીશ્વરજી મહારાજની ચરણપાદુકા સ્થાપિત કરી હતી. એ સમયે 2010_03 Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પર્વ-પ્રવચનમાળા આચાર્યદિવના પટ્ટધર શ્રી સેનસૂરીશ્વરજી સાથે હતા. શ્રી સેનસૂરીશ્વરજીને ગુજરાતમાં રાખવાનો નિર્ણય કરવામાં આવતાં તેઓ વડાવલીથી વિહાર કરીને પાટણ પધારી ગયા. દિલ્હી તરફ પ્રયાણ: આચાયદિને તેમના વિદ્વાન શિષ્ય શ્રી વિમલહર્ષ ઉપાધ્યાય આદિ મુનિવરોને દિલ્હી તરફ વિહાર કરાવ્યો અને પોતે ધીરેધીરે ગામ-નગરોમાં સ્થિરતા કરતા કરતા આગળ વધવા લાગ્યા. વિમલહર્ષ ઉપાધ્યાય તત્કાલીન ધર્મ-દર્શનોના વિદ્વાન તો હતા જ ઉપરાંત કાર્યદક્ષ અને વ્યવહારકુશળ પ્રિયભાષી પણ હતા. તેઓ એ જાણવા ઇચ્છતા હતા કે બાદશાહે શા માટે ગુરુદેવને દિલ્હી બોલાવ્યા છે ? બાદશાહને ગુરુદેવ પાસે શું અપેક્ષા છે. ઉગ્ર વિહાર કરતા કરતા ઉપાધ્યાયજી મુનિવૃંદની સાથે ફત્તેહપુર સિક્રી પહોંચી ગયા. સર્વશ્રી થાનસિંગ, માનુકલ્યાણ અમિપાલ વગેરે મુખ્ય શ્રાવકો સામે આવ્યા. વિહારની કુશળતા પૂછી અને ઉપાધ્યાયજીની સેવામાં બેઠા. ઉપાધ્યાયજીએ કહ્યું હું બાદશાહને મળવા માગું છું. અત્યારે બાદશાહ ફતેહપુર સિક્રીમાં જ બિરાજે છે ને? થાનસિંગે કહ્યું: ‘ગુરુદેવ, અમને એ યોગ્ય લાગે છે કે બાદશાહને મળવા પહેલાં આપની મુલાકાત અબુલફજલ સાથે થાય. ઉપાધ્યાયજીએ વાતને સ્વીકારી. ઉપાધ્યાયજી પોતાની સાથે ત્રણ મુનિવરોને લઈને અબુલફજલને ઘેર ગયા. થાનસિંગ વગેરે શ્રાવકો પણ સાથે હતા. અબુલફજલે સૌનું વિનયપૂર્વક સ્વાગત કર્યું થાનસિંગે ઉપાધ્યાયજી વગેરેનો પરિચય કરાવ્યો. ઔપચારિકતા પૂરી થયા પછી ઉપાધ્યાયજીએ અબુલફજલને પ્રશ્ન કર્યો કેઃ “અમે જૈન સાધુ મંત્ર-તંત્ર તો કરતા નથી, તો પછી બાદશાહે અમને શા માટે બોલાવ્યા છે?” અબુલફજલના મુખ ઉપર હાસ્ય રમી રહ્યું. તેણે ઉપાધ્યાયજીને કહ્યું : ‘ઉપાધ્યાયજી, બાદશાહને આપનું બીજું કોઈ કામ નથી. તે તો આપની પાસેથી માત્ર ધર્મ જ સાંભળવા માગે છે. આપનાં દર્શન થવાથી બાદશાહને ખુશી થશે. મારી સાથે ચાલો, આપની મુલાકાત કરાવી દઉં.” અબુલજ્જલની સાથે ઉપાધ્યાયજી વગેરે બાદશાહના મહેલે ગયા. બાદશાહ પાસે જઈને અબુલફજલ ઉપાધ્યાય અને અન્ય મુનિવરોની ઓળખાણ કરાવી. તરત જ બાદશાહ સિંહાસન ઉપરથી ઊભો થયો અને મુનિવરોની સામે આવ્યો. ઉપાધ્યાયજીએ ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. - અકબરે પૂછ્યું : “મને આચાર્યદિવનાં દર્શન ક્યારે થશે? 2010_03 Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૭ શ્રી હીરવિજયસૂરિ-સ્વરોહણ - દિન ઉપાધ્યાયજીએ કહ્યું: “અત્યારે તો તેઓ સાંગાનેર પધાર્યા છે હવે તરત જ આ બાજુ પધારશે. અકબરે ઉપાધ્યાયજી વગેરેનાં નામ લખાવી લીધાં. તેમની ગૃહાવસ્થાનાં નામ, માતાપિતાનાં નામ, ગામનાં નામ વગેરે લખાવી લીધાં. આ મુલાકાતથી ઉપાધ્યાયજીએ અકબરના બાહ્ય-આંતરિક વ્યક્તિત્વને જાણી લીધું. તેમને વિશ્વાસ બેસી ગયો કે અકબર નમ્ર છે, વિવેકી છે, સભ્ય છે અને વિદ્વાનોને માટે આદરભાવવાળો છે. આચાર્ય ભગવંત સાંગાનેરથી ઉગ્ર વિહાર કરીને અભિરામાબાદ પધારી ગયા. ફત્તેહપુર સિક્રીથી ઉપાધ્યાયજી વગેરે અભિરામાબાદ પહોંચ્યા. તેમણે અબુલફજલ તથા અકબરની સાથે થયેલી મુલાકાતનો વૃત્તાંત આચાર્યદિવને સંભળાવ્યો. આચાર્યદિવને સંતોષ થયો. આ બાજુ ત્તેહપુર સિક્રીમાં શ્રી થાનસિંગ વગેરે શ્રાવકોએ આચાર્ય ભગવંતના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી દીધી. આચાર્યદવ ફત્તેહપુર સિક્રીમાં વિ.સં. ૧૩૯, જેઠ વદ તેરસ (ગુજરાતી વૈશાખવદ તેરસ) ના દિવસે પૂ. આચાર્યદિવશ્રીએ ૬૭ સાધુઓની સાથે ફત્તેહપુર સિક્રીમાં પ્રવેશ કર્યો. શ્રી જૈનસંઘે ગુરુદેવનું શાહી સ્વાગત કર્યું. આચાર્યશ્રીની પણ પ્રથમ મુલાકાત અબુલફજલ સાથે થઈ. તેના ઘેર જ આચાર્યશ્રીએ આયંબિલ કર્યું. આયંબિલની ભિક્ષા કરણરાજ નામના હિન્દુના ઘેરથી પ્રાપ્ત થઈ ગઈ હતી. અબુલફજલે આચાર્યદેવને કેટલાક પ્રશ્નો પૂછ્યા. આચાર્યદિવે પ્રત્યુત્તર આપ્યા. અબુલફજલે કેટલાક પ્રશ્નો પૂછયા તેના પણ ઉત્તરો આચાદિવે આપ્યા. અબુલજ્જલ ખૂબ જ પ્રભાવિત થયો. રાજમહેલમાંથી નિમંત્રણ આવતાં અબુલફજલ વગેરે અકબરને મળવા રાજમહેલે પધાર્યા. થાનસિંગ વગેરે શ્રાવકો પણ સાથે ચાલ્યા. જ્યારે આચાર્યદિવ મહેલમાં પધાર્યા ત્યારે અકબર સામે ગયા. મંત્રણાગૃહના બહારના ભાગમાં જ અકબરે આચાર્યદિવ સાથે વાતો શરૂ કરી દીધી. ઊભા ઊભા જ વાતો થતી રહી. અકબર એટલો તો ભાવવિભોર બની ગયો હતો કે તેને ખ્યાલ સરખો ન રહ્યો કે આચાર્યદિવને આસન આપવું જોઈએ ! કેટલાક કલાકો વીતી ગયા - પછી મંત્રણાગૃહમાં જવાનું થયું તો ત્યાં ગાલીચો પાથરેલો હતો. આચાર્યદવ પોતાના નિયમ અનુસાર ત્યાં રોકાઈ ગયા. “અમે ગાલીચા ઉપર ચાલી ન શકીએ.” 2010_03 Page #98 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા ૮૮ અકબરે પૂછ્યું: “કેમ?' આચાર્યદેવે કહ્યું : “શું ખબર પડે કે ગાલીચાની નીચે કોઈ જીવજંતુ હોય...ચાલવાથી હિંસા થઈ શકે છે.” એકબરે તરત જ ગાલીચો ઉપડાવી લીધો. તો નીચે અસંખ્ય કીડીઓ દેખાઈ ! અકબર વિસ્ફારિત નેત્રે આચાર્યદિવને જોતો રહ્યો. એની શ્રદ્ધા વધારે પુષ્ટ બની. અકબર પરીક્ષા કરે છે ? આચાર્યભગવંત ઉપાશ્રયે પધારી ગયા. પ્રથમ મુલાકાતથી સૌને આનંદ આવ્યો. અકબર પણ આચાર્યદિવથી પ્રભાવિત થયો. દરરોજ મુલાકાત થાય છે અને ધર્મચર્ચા ચાલે છે. એક દિવસે અકબરે પ્રશ્ન પૂછળ્યો: “મારી મીન રાશિના શનિની દશા ચાલી રહી છે; મને ભય લાગે છે, શનિની દશાથી બચવાનો આપ કોઈ ઉપાય બતાવશો?” આચાર્યદવે સ્પષ્ટ છતાં પણ મૃદુભાષામાં કહ્યું: “મારો વિષય ધર્મનો છે, જ્યોતિષનો નહીં. એટલે હું ઉપાય કેવી રીતે બતાવી શકું?” અકબરને તો આચાર્યદિવની આચારવૃઢતાની પરીક્ષા કરવી હતી, આચાર્યદેવનો જવાબ સાંભળીને બાદશાહ પ્રસન્ન થયો. એક દિવસે જ્યારે આચાર્યદિવની પાસે અકબર બેઠો હતો, ત્યારે પોતાના મોટા પુત્ર શેખજી પાસે ખૂબ સુંદર ગ્રંથો મંગાવીને આચાર્યદિવને બતાવ્યા. આચાર્યદેવ તેમજ ઉપાધ્યાયશ્રી વિમલહર્ષજીએ એ ગ્રંથો જોયા. ગ્રંથો જૈન ધર્મના તો હતા જ, અન્ય ધર્મોના પણ હતા. અકબરે કહ્યું: ‘ગુરુદેવ, અમારે ત્યાં શ્રી પદ્મવિમલસુંદરજી નામના નાગપુરીય તપાગચ્છના વિદ્વાનું સાધુ હતા. આ બધા ગ્રંથો તેમના છે. એમનો સ્વર્ગવાસ થઈ ગયા પછી આ તમામ ગ્રંથો મેં સંભાળીને રાખ્યા છે. હવે હું આ જ્ઞાનભંડાર આપને ભેટ આપવા ઇચ્છું છું. આપ સ્વીકારો.” આચાદિકે કહ્યું : “અમે લોકો શું કરીશું? જ્યારે ગ્રંથોની જરૂર પડશે. ત્યારે વાંચવા માટે લઈ જઈશું અને પછી પરત કરીશું.' આચાર્યદવે જ્ઞાનભંડારનો સ્વીકાર ન કર્યો. અકબરે આચાર્યદેવની નિસ્પૃહતાની પ્રશંસા કરી. પાછળથી આગ્રામાં અકબરના નામે આ જ્ઞાનભંડાર સ્થાપિત કરવામાં આવ્યો. દિનપ્રતિદિન આચાર્યદવ પ્રત્યે અકબરનો શ્રદ્ધાભાવ વધતો ગયો. આચાર્યદવે વિ.સં. ૧૩૯માં આગ્રામાં ચાતુમસ કરવાનો નિર્ણય કર્યો. 2010_03 Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૯ શ્રી હીરવિજયસૂરિ - સ્વરિોહણ - દિન અકબર દયાળુ બને છેઃ ફત્તેહપુર સિક્રીથી વિહાર કરીને આચાર્યદિવ આગ્રા પધાયાં. ખૂબ આનંદથી ચાતુમતિ સંપન્ન થયું. પર્યુષણાપર્વમાં “અમારિ-પ્રવર્તન કર્યું. ચાતુર્માસ પછી આચાર્યદિવ શૌરીપુર-તીર્થની યાત્રા કરવા પધાર્યા. પુનઃ આગ્રા પધારીને સિક્રી તરફ વિહાર કર્યો. પુનઃ બાદશાહનો સંપર્ક વધ્યો. આચાર્યદિને બાદશાહને અહિંસાધર્મનો મહિમા બતાવ્યો. હિંસાના અનર્થો સમજાવ્યા. અકબરના હૃદય ઉપર એની અસર પડી. આચાર્યદિવને લઈને અકબર ડાબર’ સરોવરના કિનારે ગયો. ત્યાં પિંજરામાં હજારો પક્ષીઓ કેદ હતાં. અકબરે સર્વ પક્ષીઓને મુક્ત કરી દીધાં. આચાર્યદિવની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. અકબરને ખૂબ ધન્યવાદ આપ્યા. ડાબર સરોવરમાં અન્ય હિંસા પણ થતી હતી, તે બંધ કરાવી દીધી. પર્યુષણાપર્વના આઠ દિવસ અને આગળ પાછળના બે-બે દિવસો - એ પ્રકારે ૧૨ દિવસ સંપૂર્ણ ભારતમાં અમારિ-પ્રવર્તનનાં ફરમાન અકબરે કઢાવ્યાં એટલે કે ૧૨ દિવસમાં એક પણ જીવની હિંસા ન કરવાનો આદેશ આપી દીધો. જે સમયે આ ફરમાન થાનસિંગને સોંપ્યું, ત્યારે તેણે અકબરને સાચાં મોતી અને ફૂલોથી વધાવ્યો! કુલ ૬ ફરમાનો કાઢવામાં આવ્યાં. (૧) ગુજરાત-સૌરાષ્ટ્ર માટે. (૨) દિલ્હી-ફત્તેહપુર માટે, (૩) અજમેર-નાગપુર માટે. (૪) માળવા તથા દક્ષિણ પ્રાન્ત માટે. (૫) લાહોર-મુલતાન માટે. (૬) ફરમાનની એક પ્રત આચાર્યદવને સોંપવામાં આવી. આચાદવની સામે અકબરે પોતાનાં પાપોનો (હિંસાનો) એકરાર કર્યો હતો. અને કહ્યું હતું કે, ‘ચિત્તોડમાં મેં હજારો મનુષ્યોની કતલ કરાવી હતી. કૂતરાંને પણ મરાવી નાખ્યાં હતાં. ૩૬ હજાર હરણો માર્યા હતાં. રોજની ૫૦૦ પક્ષીઓની જીભ આરોગતો હતો.” - આચાર્યદેવની પ્રેરણાથી અકબરે વર્ષમાં ૬ માસ સુધી માંસાહાર ત્યજી દીધો હતો. – ગુજરાતમાં “જજિયાવેરો’ નામનો વેરો લેવામાં આવતો હતો તે બંધ કરાવ્યો. - તીર્થસ્થાનોમાં જે મૂડકાં’ નામનો વેરો લેવાતો હતો તે બંધ કર્યો. શાન્તિચંદ્રજી ઉપાધ્યાયઃ અકબર આચાદવનો અનન્ય અનુરાગી બની ગયો હતો. એણે દિલ્હીમાં ભવ્ય દરબાર ભર્યો અને આચાર્યદિવને ‘જગદ્ગુરુ ની ઉપાધિ પ્રદાન કરી. એ પ્રસંગને અનુલક્ષીને બંધનગ્રસ્ત તમામ પશુ-પક્ષીઓને મુક્ત કરી દેવામાં આવ્યાં. 2010_03 Page #100 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા આચાર્યદેવે વિ.સં. ૧૬૪૦-૧૬૪૧ નાં ચાતુર્માસ દિલ્હી, ફત્તેહપુર સિક્રીમાં કર્યાં. વિ.સં. ૧૬૪૨નું ચાતુર્માસ અભિરામાબાદ (ફ્તેહપુર સિક્રીથી ૧૦ માઈલ દૂર) માં કર્યું. જે સમયે અભિરામાબાદનું ચાતુર્માસ નક્કી થયું તો અકબરે કહ્યું : ‘ગુરુદેવ, આપ અભિરામાબાદ પધારશો તો મને દયાધર્મનો ઉપદેશ કોણ આપશે ?’ ૦ આચાર્યદેવે ઉપાધ્યાયશ્રી શાન્તિચંદ્રજીનું ચાતુર્માસ દિલ્હીમાં નક્કી કર્યું. શાન્તિચંદ્રજીમાં અપૂર્વ વ્યાખ્યાનશક્તિ હતી. તેઓ મધુરભાષી હતા. ૧૦૮ અવધાન પ્રયોગ કરનારા હતા. અકબરને ઉપદેશ આપવા માટે તેમણે ‘કૃપારસકોશ’ નામનો ૧૨૮ શ્લોકોનો સંસ્કૃત ગ્રંથ રચ્યો હતો. આ જ ગ્રંથ તેઓ અકબરને સંભળાવતા રહ્યા. દયાધર્મનું વિવેચન કરીને અકબરનું હૃદય કરુણાથી પૂર્ણતયા ભરી દીધું. હમણાં જ અકબર વિશે એક ઘટના વાંચવામાં આવી છે - લખનૌની પાસે એક શહેરની બહાર બાદશાહ અકબરનો આઠ દિવસનો મુકામ હતો. આઠમો દિવસ હતો. પડાવ ઉપાડી લેવામાં આવતો હતો; અકબર પોતાના તંબુની બહાર ઊભો હતો. તેણે શાહી ડેરા ઉપર રહેલા શાહીધ્વજને જોયો. ધ્વજ હવામાં ઊડતો ન હતો. તેણે સેવકને બોલાવીને કહ્યું ઃ ‘જરા જો તો આ ધ્વજ બરાબર લહેરાતો નથી શું બાબત છે ?” સેવકે જઈને કહ્યું ઃ ‘જહાંપનાહ, જે લાકડી ઉપર ધ્વજ બાંધવામાં આવ્યો છે, તે લાકડી ઉપર પક્ષીએ માળો બનાવ્યો છે. એ માળાને કા૨ણે ધ્વજ બરાબર ફરકતો નથી.' આ સાંભળીને બાદશાહ વિચારમાં ડૂબી ગયો. મનમાં કંઈક નિર્ણય કર્યો અને ડેરા ઉઠાવનારાઓને બોલાવીને કહ્યું : ‘અત્યારે ડેરો ઉપાડવાનો નથી.’ ‘શું અત્યારે અહીં રોકાવાનું છે ?’ ‘ના, આપણે તો અત્યારે દિલ્હી તરફ રવાના થઈશું, પરંતુ ધ્વજની લાકડી ઉ૫૨ પક્ષીએ જે માળો બનાવ્યો છે, તેમાં પક્ષિણી ઈંડા મૂકશે, ઇંડામાંથી બચ્ચાં પેદા થશે, અને એ બચ્ચાં ઊડતાં નહીં શીખે ત્યાં સુધી મારો ડેરો (તંબૂ) અહીં જ રહેશે.’ પક્ષી અને એનાં ભાવિ બચ્ચાંનો ખ્યાલ રાખનાર બાદશાહ અકબરની દયાભાવનાનું આ કેવું જ્વલંત ઉદાહરણ છે ? દરરોજ પ∞ પક્ષીઓની જીભ ખાનારા બાદશાહના હૃદયનું કેવું અદ્ભુત પરિવર્તન ? આ આખો ય પ્રભાવ હતો આચાર્યદેવ શ્રી હીરવિજયસૂરીશ્વરજીનો ! બીજી એક ઘટના છે લાહોરની. અકબરને કંઈક વધારે દિવસો લાહોરમાં રહેવાનું હતું. તેણે શ્રી શાન્તિચંદ્ર ઉપાધ્યાયને વાત કરી. તેમણે લાહોર તરફ વિહાર કર્યો ! ગુરુદેવની આજ્ઞા છે; 2010_03 Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિ - સ્વર્ગારોહણ - દિન ૧ બાદશાહને દરરોજ ધર્મોપદેશ આપવો ! એટલા માટે તેઓ ઉગ્ર વિહાર કરીને લાહોર ગયા. ત્યાં અકબર દરરોજ ઉપાધ્યાયજી પાસેથી ધર્મશ્રવણ કરતો હતો. બકરી ઈદનો દિવસ આવ્યો, આગળના જ દિવસે ઉપાધ્યાયજીએ અકબરને કહ્યું : ‘હું આજે અહીંથી વિહાર કરવા ઇચ્છું છું.' અચાનક વિહારની વાત સાંભળીને અકબર દ્વિધામાં પડી ગયો. તેણે પૂછ્યું : ‘કેમ ?’ ‘કાલે ઈદ છે; કરોડો પશુઓની કાલે હિંસા થશે...એવી સ્થિતિમાં અહીં રહેવાથી મારા હૃદયને ખૂબ દુઃખ થશે. એટલા માટે મારે અહીં ન રહેવું જોઈએ.’ : અકબર ગંભીર વિચારમાં ડૂબી ગયો. ઉપાધ્યાયજીએ એ સમયે અકબરને ‘કુરાને શરીફ’ ગ્રંથની આજ્ઞા બતાવી કે ઃ રોટલી તથા ભાજી (પત્તીનું શાક)થી રોજા કબૂલ કરવાં જોઈએ.' અકબરે તરત જ લાહોરમાં જાહેર કરાવ્યું કે ઃ ‘કાલે ઈદના દિવસે કોઈ પણ જીવની હિંસા નિષિદ્ધ છે.’ આખા લાહોરમાં ઈદના દિવસે એક પણ જીવની હિંસા ન થઈ. : ભાનુચંદ્રજી ઉપાધ્યાય : શાન્તિચંદ્રજી ઉપાધ્યાયને પાછળથી આચાર્યદેવે ગુજરાત બોલાવ્યા અને ભાનુચંદ્રજી નામના વિદ્વાન મુનિરાજને તેમના શિષ્ય સિદ્ધિચંદ્રજીની સાથે દિલ્હી મોકલ્યા. ભાનુચંદ્રજીને ‘વરુણદેવ'ની સહાયતા હતી. દૈવી સહાયતાથી તેઓ અનેક ચમત્કારો કરી શકતા હતા. તમે જાણો જ છો કે દુનિયા હમેશાં ચમત્કારના ચરણોમાં ઝૂકતી આવી છે. ભાનુચંદ્રજીએ ચમત્કારોથી અકબરને ખૂબ જ પ્રભાવિત કર્યો. એવા તો અનેક ચમત્કારો અકબરને ભાનુચંદ્રજીએ બતાવ્યા હતા; હું તમને સંક્ષેપમાં બે ઘટનાઓ સંભળાવું છું. એક દિવસ અકબરને અસહ્ય શિરદર્દ થયું. વૈદ્ય, હકીમોના ઉપાયો નિષ્ફળ ગયા. અકબરે શ્રી ભાનુચંદ્રજીને બોલાવી લાવવા કર્યું. ભાનુચંદ્રજી પધાર્યા. અકબરના પલંગ પાસે કાષ્ઠાસન ઉપર જેવા બેઠા કે તરત જ અકબરે તેમનો હાથ પકડીને પોતાના મસ્તકે મૂકી દીધો. ઉપાધ્યાયજીએ કહ્યું ઃ ‘તમે ચિંતા ન કરો હમણાં જ આપને આરામ થઈ જશે.’ અને અલ્પ ક્ષણોમાં જ અકબરને આરામ થઈ ગયો. આખા રાજમહેલમાં આનંદ છવાઈ ગયો. ઉમરાવોએ એ નિમિત્તે ૫૦૦ ગાયો કુરબાની માટે અકત્ર કરી. જ્યારે અકબરને ખબર પડી તો તે ક્રોધમાં આગ જેવો થઈ ગયો, અને ગાયોને મુક્ત કરાવી દીધી. હવે બીજી ઘટના સાંભળો. 2010_03 Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પર્વ-પ્રવચનમાળા. અબુલફજલને ત્યાં મૂળ નક્ષત્રમાં પુત્રીનો જન્મ થયો. જ્યોતિષીએ કહ્યું: “આ બાળકી ને જીવતી રહેશે તો તમારા ઘરમાં મોટો ઉત્પાત થશે, એટલા માટે તેને પાણીમાં વહાવી દો.” અબુલફજલને ચિંતા થઈ તે ભાનુચંદ્રજીની પાસે ગયો, જ્યોતિષીની આખી વાત કરી. ભાનુચંદ્રજીએ કહ્યું: “આવું કશું કરવું નથી. છોકરીને પાણીમાં ડૂબાડી દેવાથી સ્ત્રીહત્યાનું મોટું પાપ લાગે છે. વિજ્ઞશાન્તિ માટે શ્રીસુપાર્શ્વનાથ ભગવાનની સામે બુહ અષ્ટોત્તરીસ્નાત્ર' ભણાવો. વિજ્ઞશાન્તિ થઈ જશે. અબુલફજલને શ્રી ભાનુચંદ્રજીના વચનોમાં શ્રદ્ધા બેસી ગઈ હતી. તેણે અષ્ટોત્તરી સ્નાત્ર-મહાપૂજાનું આયોજન કર્યું. એક લાખ રૂપિયા ખચ્ય. છોકરી જીવતી રહી અને પરિવારને કોઈ નુકસાન ન થયું. આવી અનેક ચમત્કારિક ઘટનાઓથી અકબર ખૂબ પ્રભાવિત થયો હતો. તેણે જગદ્ગુરુ આચાર્યદિવને ગુજરાત વિનંતી-પત્ર લખ્યો કે શ્રી ભાનુચંદ્રજીને ઉપાધ્યાયપદ આપવાની કૃપા કરો. પત્ર મળતાં આચાર્યદવે ઉપાધ્યાય-પદનો વાસક્ષેપ મોકલ્યો અને અનુમતિ આપી. અકબરે મોટો મહોત્સવ કર્યો અને ભાનુચંદ્રજીને ઉપાધ્યાય-પદ પ્રદાન કર્યું. આ પ્રસંગ ઉપર અબુલફજલે ૨૫ ઘોડાઓનું દાન આપ્યું. અને ૨૫ હજાર રૂપિયાનો સદ્વ્ય ય કર્યો. આચાર્યશ્રી સેનસૂરિજી: કેટલાંક વર્ષ અકબર પાસે રહીને શ્રી ભાનુચંદ્રજી ઉપાધ્યાય ગુજરાત ચાલ્યા ગયા. ગુજરાતમાંથી આચાર્યદિવના પટ્ટઘર શ્રી સેનસૂરીશ્વરજી દિલ્હી પધાર્યા. અકબરે તેમની પાસેથી પણ ધર્મોપદેશ સાંભળ્યો. અને ખૂબ પ્રભાવિત થયો. આચાર્યદિને દિલ્હીમાં ચાતુર્માસ કર્યું. અકબરે રાજદરબારમાં આચાર્યદિવને સૂરિસાઈની ઉપાધિ આપી. ચાતુર્માસ પછી અકબરને લાહોર જવાનું હતું. આચાર્યદવ પણ લાહોર પધાયાં. અકબરને ધમપદેશ સાંભળવાનું વ્યસન થઈ ગયું હતું! દયાધર્મ એના હૃદયમાં વસી ગયો હતો. આઈને-અકબરી' નામના ગ્રંથમાં અબુલફજલ લખે છેઃ “અકબર કહેતા કતા કે મારું શરીર એટલું મોટું હોત કે જેથી માંસાહારી લોકો એકમાત્ર મારા શરીરને ખાતાં રહેત, કે જેને લીધે બીજા જીવોની હિંસા ન કરત. તો અસંખ્ય જીવોને કેવું સુખ મળત?” આ રીતે અકબર જૈનધર્મથી પરિચિત થયો હતો, પ્રભાવિત થયો હતો. એના પ્રામાણિક ઉલ્લેખો મળે છે. અકબરને દયાવાન બનાવીને આખા ભારતમાં 2010_03 Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિ - સ્વગરિોહણ - દિન પર્યુષણાપર્વના દિવસોમાં અમારિ-પ્રવર્તન કરાવનારા જગદ્ગુરુ શ્રી હીરવિજ્યસૂરિજી હતા એ નિર્વિવાદ સિદ્ધ છે. સ્વર્ગવાસઃ જે સમયે શ્રી સેનસૂરીશ્વરજી મહારાજ લાહોરમાં હતા ત્યારે જગદ્ગુરુ આચાર્યદિવ ઊના (સૌરાષ્ટ્ર)માં ચાતુર્માસ હતા. ચાતુર્માસના પ્રારંભથી જ આચાર્યદિવનું સ્વાચ્ય અનુકૂળ ન હતું. શરીર પર સોજા આવી ગયા હતા. એક નહીં, અનેક રોગ પેદા થઈ ગયા હતા. શ્રાવકોએ ઔષધોપચાર કરવાનો ખૂબ આગ્રહ કર્યો પરંતુ આચાર્યદિને મના કરી દીધી. તેઓ સમતાથી રોગની વેદના સહન કરતા હતા. શ્રાવક-શ્રાવિકાસંઘ ખૂબ વ્યથિત થયો. શ્રાવકોએ ઉપવાસ શરૂ કરી દીધા. શ્રાવિકાઓએ બાળકોને સ્તનપાન કરાવવાનું બંધ કરી દીધું. આખા ગામમાં હાહાકાર મચી ગયો. જ્યાં સુધી ગુરુદેવ ઔષધ ગ્રહણ નહીં કરે, ત્યાં સુધી અમે ઉપવાસ કરીશું.' શ્રાવકોએ ઘોષિત કરી દીધું. જ્યાં સુધી ગુરુદેવ ઔષધ નહીં લે ત્યાં સુધી અમે બાળકોને ધવડાવીશું નહીં.” શ્રાવિકાઓએ ઘોષણા કરી દીધી. મુનિરાજશ્રી સોમવિજયજીએ આચાર્યદિવને વિનંતી કરી, ઔષધ ગ્રહણ કરવા ખૂબ આગ્રહ કર્યો. સંઘની ભાવના અંગે જાણ કરી ત્યારે આચાર્યશ્રીએ ઔષધ ગ્રહણ કર્યું. ઔષધ લેવા છતાં પણ સ્વાથ્ય સુધરતું ન હતું. એક દિવસે તેમણે તેમના પટ્ટધર આચાર્યશ્રી સેનસૂરિજીને યાદ કર્યા. “સેનસૂરિજીને બોલાવવા લાહોર કોણ જશે ?” એ જમાનામાં આજની જેમ કોઈ ટપાલવ્યવસ્થા ન હતી. તાર-ટેલિફોન ન હતા. લાહોર સમાચાર કોની સાથે મોકલવા? મુનિરાજ ધનવિજયજી લાહોર જવા તૈયાર થઈ ગયા. તેમણે તરત જ વિહાર પણ કરી દીધો. સભામાંથીઃ ચાતુર્માસમાં વિહાર થઈ શકે? મહારાજશ્રી વિશેષ કારણ ઉપસ્થિત થાય તો ગીતાર્થ મુનિરાજ વિહાર કરી શકે છે. આ બાજુ પર્યુષણાપર્વ આવી ગયાં. આચાર્યદવે સ્વયં “કલ્પસૂત્ર'નાં વ્યાખ્યાન આપ્યાં. વ્યાખ્યાન આપવામાં પરિશ્રમ તો થતો જ હતો. આચાર્યદેવનું સ્વાથ્ય વધારે બગડી ગયું. પર્યુષણાપર્વની આરાધના નિર્વિઘ્ન પૂર્ણ થઈ પરંતુ ભાદરવા સુદ ૧૦ (વિ.સં. ૧પર) ની રાતે જ્યારે વેદના વધી ગઈ તો આચાર્યદિવે વિમલહર્ષ ઉપાધ્યાય વગેરે મુનિવરોને પોતાની પાસે બોલાવ્યા. સર્વેને અંતિમ ઉપદેશ આપતાં કહ્યું: “મહાનુભાવો, સંયમધર્મની આરાધનામાં પ્રમાદ ન કરતા. પરસ્પર મૈત્રીભાવ જાળવી રાખજો. ગ્લાન સાધુઓની સેવા કરજો. સંઘનું યોગક્ષેમ કરજો. 2010_03 Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પર્વ-પ્રવચનમાળા જિનશાસનની પ્રભાવના-રક્ષા કરજો.’ સૌની ક્ષમાપના કરતાં કહ્યું: “મને લાગે છે કે હવે મારું આયુષ્ય સમાપ્ત થવા આવ્યું છે. હું તમને સૌને ખમાવું છું. તમે સૌ મને ક્ષમા કરજો. કોઈના પ્રત્યે મારા મનમાં દ્વેષ નથી, વેર નથી. મિચ્છામિ દુક્કડમ્... મિચ્છામિ દુક્કડમ્... મિચ્છામિ દુક્કડમ્....' સર્વ ઉપસ્થિત મુનિરાજાએ પણ અવરુદ્ધ કઠે ક્ષમાયાચના કરી. રાતભર સર્વ મુનિરાજો આચાર્યદિવની સેવામાં બેસી રહ્યા, અને અંતિમ આરાધના કરાવતા રહ્યા. ભાદરવા સુદ અગિયારસને દિવસે પ્રાતઃકાળથી સંઘનાં સેંકડો સ્ત્રી-પુરુષો ઉપાશ્રયમાં આવવા જવા લાગ્યાં. આસપાસના ગામોમાંથી પણ લોકો આવવા લાગ્યા. આચાર્યદવે ઔષધનો ત્યાગ કરી દીધો હતો. તેઓ ધર્મધ્યાનમાં નિમગ્ન હતા. સૂર્યાસ્ત થઈ ગયો. સાધુઓએ ગુરુદેવને પ્રતિક્રમણ કરાવ્યું. પ્રતિક્રમણ શાન્તિથી થઈ ગયું. શ્રી નવકારમંત્રનો જાપ શરૂ થઈ ગયો. અને આચાર્યદિવના આત્માએ પરમ શાન્તિ તરફ પ્રયાણ શરૂ કર્યું. પ્રાણોએ પાર્થિવ દેહ ત્યજી દીધો. હજારો લોકો આક્રંદ કરવા લાગ્યા. સાધુઓ પણ ગુરુપ્રેમથી વ્યથિત હતા. તેઓ પણ રડી પડયા. છેવટે તો પ્રેમ સૌને રડાવે છે. ભગવાન મહાવીરનું નિવણિ થતાં કયો ભક્ત, કયો પ્રેમી રડ્યો ન હતો? ગૌતમ સ્વામી જેવા વિશિષ્ટ જ્ઞાની પુરુષ પણ બાળકની જેમ રડી પડ્યા હતા ને! બીજે દિવસે ભવ્ય સ્મશાનયાત્રા કાઢવામાં આવી ગામની બહાર આમ્રવનમાં તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. એ સમયના મહાકવિ ઋષભદાસે લખ્યું છે કે આમ્રવનની પાસેના ખેતરમાં એક નાગર વણિક સૂતો હતો. તેણે અગ્નિસંસ્કારની જગા ઉપર રાત્રિના સમયે દૈવી નાટારંભ જોયો હતો. તેરસના દિવસે પ્રભાતે જ્યારે લોકો અગ્નિસંસ્કારની જગાએ ગયા તો તેમણે આપ્રવનના વૃક્ષો ઉપર આમ્રફળ-કેરીઓ) જોયાં. કેટલાંક વૃક્ષો ઉપર પાકેલાં ફળ હતાં, કેટલાંક ઉપર કાચાં ફળ હતાં. જે વૃક્ષોને ફળ આવતાં ન હતાં, તેમના ઉપર પણ ફળ બેઠાં હતો. એમાંથી કેટલાંક આમ્રફળ બાદશાહ અકબર તેમજ અબુલફજલને મોકલાવ્યાં હતાં. ઉપસંહાર: આચાર્યદિવનું જીવનચરિત્ર તો રોમહર્ષક છે જ, તેમનાં જીવન-કાય પણ અપૂર્વ અને અભુત છે. મુસલમાન બાદશાહના હૃદયમાં દયાધર્મની પ્રતિષ્ઠા કરીને તેમણે 2010_03 Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિ - સ્વગરિોહણ -દિન અસાધારણ ઉપકાર કર્યો હતો. બાદશાહને પ્રેરણા આપીને તત્કાલીન ભારતમાં અહિંસા ધર્મનો કેટલો સરસ પ્રસાર કર્યો હતો ! લાખો-કરોડો પશુ-પક્ષીઓને અભયદાન આપીને પોતાના આત્માનું તો કલ્યાણ કર્યું જ હતું, પણ અન્ય આત્માઓને પણ સુખ-શાન્તિ અને જીવન પ્રદાન કર્યું હતું. એ મહાપુરુષની પછી આજ દિન સુધી કોઈ પણ સાધુએ, આચાર્યો યા ગૃહસ્થ એવો અહિંસા ધર્મનો પ્રચાર કર્યો નથી. આજે તો દેશમાં હિંસાનું તાંડવનૃત્ય થઈ રહ્યું છે. દેશની સરકાર જ અનેક કતલખાના ચલાવી રહી છે. યાંત્રિક સ્લોટરહાઉસ' ચાલી રહ્યાં છે. જેમાં દરરોજ લાખોની સંખ્યામાં જીવોની કતલ થાય છે. ન કોઈ સરકારને દયા ધર્મ સમજાવી શકે છે, ન કોઈ અનાથ પશુ-પક્ષીઓની રક્ષા કરવામાં સમર્થ છે. કોઈ કોઈ વાર આપણી આ અશક્તિ ઉપર, નિર્બળતા ઉપર...કમજોરી ઉપર રોષ આવે છે તો કોઈ વાર આંસુ પણ વહે છે! ખેર, જિનશાસન છે, આર્યદેશ છે, આશા રાખીએ કે કોઈ એવો મહાપુરુષ પેદા થશે કે જે બીજો હીરવિજયસૂરિ હશે અને આ ઘોર હિંસા દૂર કરશે. દયાધર્મનો. દેશવ્યાપી પ્રચાર-પ્રસાર કરીને ભારતની પ્રજાને અહિંસામય જીવન જીવવા પ્રેરિત કરે. આજના દિવસે બની શકે તેટલા જીવોને અભયદાન આપો. અને એ રીતે આ મહાપુરુષને શ્રદ્ધાંજલિ અર્પિત કરો. એ જ મંગલ કામના. 2010_03 Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૬ દીપાલિકા-પ્રવચન-૧ (શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર) : સંકલના : ૧. ભગવાનના નિણિકલ્યાણક સાથે દીપાલિકા-પર્વનો સંબંધ. ૨. નિર્વાણકલ્યાણક: – 'કલ્યાણક'નો અર્થ. – પાંચ કલ્યાણક ૧. ચ્યવનકલ્યાણક. ૨. જન્મકલ્યાણક. – ત્રિશલામાતા અને ભગવાન. - આમલકી ક્રિડા અને પાઠશાળાગમન. – યશોદા સાથે લગ્ન-પ્રિયદર્શના પુત્રી. – રાજાનંદીવર્ધનની અનુજ્ઞા. ૩. દીક્ષાકલ્યાણક – મનઃપર્યવજ્ઞાન, એક દૃઢ પ્રતિજ્ઞા, બ્રાહ્મણને દેવદુષ્યનું દાન. – ઉપસની પરંપરા - – ગોશાલક, ભગવાનની ઘોર તપશ્ચર્યા. ૪. કેવળજ્ઞાન કલ્યાણક ― - ૧૧ ગણધરોની સ્થાપના, તીર્થસ્થાપના. – ભગવાનનાં ચાતુર્માસો, ઉપકારો, દીક્ષાઓ, 2010_03 Page #107 -------------------------------------------------------------------------- ________________ દિપાલિકા-પ્રવચન (૧) ૯૭ रक्षन्तु स्खलितोपसर्गगलित-प्रौढप्रतिज्ञाविधौ, याति स्वाश्रयमर्जितांहसि सूरे निःश्वस्य संचारिता । आजानुक्षितिमध्य-मग्नवपुषः चक्राभिघातव्यथामूर्ध्वान्ते करुणा-भराग्चितपूटा वीरस्य वो दृष्टयः ॥ મહાકવિ ધનપાલ કહે છેઃ “શ્રમણ ભગવાન મહાવીરની અપાર કરુણાસભર આંખો અમારી રક્ષા કરો !” પ્રસંગ હતો સંગમદેવના ઉપસર્ગનો. ભગવાન મહાવીરની ધીરતાની, વીરતાની અને દૃઢતાની પ્રશંસા દેવલોકમાં દેવરાજ ઈન્દ્ર કરી. દેવસભામાં ઉપસ્થિત સર્વે દેવો પ્રશંસા સાંભળીને આનંદિત થયા, પરંતુ મિથ્યાવૃષ્ટિ સંગમદેવ પ્રસન્ન ન થયો. તે ઊભો થયો અને બોલ્યોઃ 'હે દેવરાજ, આપ મહાવીરના ભક્ત છો, એટલા માટે મહાવીરની આટલી પ્રશંસા કરો છો ! મને પ્રશંસા વાસ્તવિક લાગતી નથી. મહાવીર મેરુવતુ નિશ્ચલ ન હોઈ શકે, કારણ કે તેઓ મનુષ્ય છે. તેમનું શરીર -ઔદારિક છે; હું તેમને વિચલિત કરી શકું છું. તેમનું મનોબળ તોડી શકું છું. હું જાઉં છું...અને પ્રતિજ્ઞા કરું છું કે મહાવીરને વિચલિત કરીને પાછો આવીશ.' સંગમદેવે છ છ મહિના સુધી મહાવીરને કષ્ટ આપ્યાં પરંતુ મહાવીર નિશ્ચલ રહ્યા. જ્યારે સંગમ થાકી ગયો કષ્ટ આપીને, તો તેણે ભગવાન ઉપર ‘કાલચક્ર' માર્યું. ભગવાન ઘૂંટણો સુધી જમીનમાં ધસી ગયા. પરંતુ તેમનું મનોબળ ન તૂટ્યું. તેમના ધર્મધ્યાનની ધારા અખ્ખલિત રહી. સંગમ હારી ગયો. તેણે કરેલી પ્રતિજ્ઞાનું પાલન ન કરી શક્યો. તેનું મુખ પ્લાન થઈ ગયું. ગરમ નિઃશ્વાસ નાખતો દેવલોક તરફ જવા લાગ્યો...એ સમયે કરુણાસાગર ભગવાન મહાવીરની આંખો કરુણાનાં આંસુઓથી ભરાઈ ગઈ..અરેરે બીચારો આ સંગમ, મારું નિમિત્ત પાણીને નિકાચિત પાપકર્મો બાંધીને ગયો...દુર્ગતિનાં દુઃખોમાં ડૂબી જશે.' મહાકવિ ધનપાલને ભગવાનની એ સમયની કરુણાભરી આંખો આકર્ષી ગઈ અને “એ આંખો અમારી રક્ષા કરો.' એવી એમને પ્રાર્થના કરી. પચીસસો વર્ષ પૂર્વે મહાવીરભગવાન કાર્તિક અમાવસ્યા (ગુજરાતી આસો મહિનાની અમાસ) ના દિવસે મગધ દેશમાં પાવાપુરીમાં નિવણ પામ્યા હતા. એટલા માટે પ્રતિવર્ષ કાર્તિક અમાસનો દિવસ આપણા માટે નિર્વાણ કલ્યાણકના રૂપમાં આરાધ્ય, સ્મરણીય, અને પ્રેરણાસ્ત્રોત બને છે. આજે તેરશ છે. આજના દિવસે ભગવાને અંતિમ આહાર ગ્રહણ કર્યો હતો. આજની મધ્યરાત્રિથી તેમણે અંતિમ ઉપદેશ આપવો શરૂ કર્યો હતો. નિરંતર ૪૮ કલાક (૧૬ પ્રહર) સુધી એટલે કે તેમનું નિવણિ થયું ત્યાં સુધી ઉપદેશ આપતા રહ્યા 2010_03 Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૮ હતા. ઉપદેશ આપતાં આપતાં જ તેઓ વિદેહ-દેહમુક્ત થઈ ગયા હતા. ભગવાને ૪૮ કલાક સુધી જ ઉપદેશ આપ્યો હતો તેના થોડા અંશો આજ પણ ઉપલબ્ધ છે. ‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં એ ઉપદેશ સંકલિત છે. ભગવંતનો આ અંતિમ ઉપદેશ મોક્ષમાર્ગના પથિકો માટે અતિ મહત્ત્વનો છે. ‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર'ના ૩૬ અધ્યાયો છે. ૩૬ વિષયોનું સરળ, સુબોધ અને વૈરાગ્યપૂર્ણ પ્રતિપાદન છે. આ ૩૬ અધ્યાયોનો સંક્ષિપ્ત પરિચય કાલે અને પરમ દિવસે-બે દિવસમાં આપીશ. આજ પરમોપકારી શાસનપતિ ભગવાનનું જીવનકવન જ કરીશું. પૂર્વ-પ્રવચનમાળા પ્રત્યેક તીર્થંકર ભગવંતનાં પાંચ કલ્યાણક હોય છે પહેલું ચ્યવન કલ્યાણક, બીજું જન્મકલ્યાણક, ત્રીજું દીક્ષાકલ્યાણક, ચોથું કેવળજ્ઞાન કલ્યાણક અને પાંચમું નિશિ કલ્યાણક. જે કલ્યાણ કરે તે કલ્યાણક કહેવાય છે. કલ્યાણનો અર્થ થાય છે સુખ. તીર્થંકરનું જ્યારે ચ્યવન થાય છે ત્યારે ત્રણે ભુવનના સર્વજીવોને ક્ષણ માટે સુખની સંવેદના થાય છે ! એટલે કે તીર્થંકરનું ચ્યવન સમગ્ર જીવસૃષ્ટિને સુખ આપે છે. એટલા માટે ચ્યવનને ‘કલ્યાણક’ કહે છે. એ રીતે તીર્થંકરનો જન્મ થાય છે ત્યારે પણ સમગ્ર જીવસૃષ્ટિને એક ક્ષણ માટે સુખનો અનુભવ થાય છે એટલા માટે જન્મ પણ કલ્યાણક કહેવાય છે. એ રીતે દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક કહેવાય છે. સભામાંથી ઃ આજ-કાલ લોકો જન્મ કલ્યાણક' શબ્દનો પ્રયોગ કરતા નથી ‘જયન્તી’ શબ્દનો પ્રયોગ કરે છે, શું એ ઉચિત છે ? મહારાજશ્રી : ના, તીર્થંકરના જન્મદિનને ‘જન્મકલ્યાણક' જ કહેવું જોઈએ. ‘જયન્તી’ શબ્દ લૌક્કિ છે. તીર્થંકર લોકોત્તર પુરુષ હોય છે. એમની સાથે ‘જયન્તી’ શબ્દ ન જોડવો જોઈએ. આમે ય ‘જયન્તી’ શબ્દ કરતાં ‘કલ્યાણક' શબ્દ વિશેષ ભાવપૂર્ણ અને વિશિષ્ટ અર્થનો ઘોતક છે. સમગ્ર સૃષ્ટિને સુખી કરવાની ભાવના જ તો તીર્થંકરત્વની જનની છે ! સારા વિશ્વનું કલ્યાણ કરનારા તીર્થંકરના ચ્યવન, જન્મ, દીક્ષા, કૈવલ્ય અને નિર્વાણ- આ પાંચે પ્રસંગ જીવસૃષ્ટિનું કલ્યાણ કરનારા છે. એટલા માટે આ પાંચે ‘કલ્યાણક’ કહેવાયાં છે. તીર્થંકરોના કલ્યાણકદિન પર્વના દિવસો માનવામાં આવ્યા છે. પતિથિઓની જેમ કલ્યાણક તિથિઓ પણ આરાધ્ય-ઉપાસ્ય માનવામાં આવી છે. શ્રમણ ભગવાન મહાવીરનું દશમા દેવલોકમાંથી અષાઢ શુક્લા ૬ ના દિવસે ચ્યવન થયું હતું. ચૈત્ર શુક્લા તેરસને દિવસ જન્મ થયો હતો. માગશર શુક્લા દશમના દિવસે તેમણે દિક્ષા લીધી હતી. વૈશાખ શક્લા દશમને દિને તેમને કૈવલ્ય 2010_03 Page #109 -------------------------------------------------------------------------- ________________ દીપાલિકા -પ્રવચન (૧) ૯૯ પ્રાપ્ત થયું હતું. તેમજ કાર્તિક અમાવાસ્યાને દિને તેમનું નિવણ થયું હતું. આ રીતે આપણા માટે અષાઢ શુક્લા ૬, ચૈત્ર શુક્લા ૧૩, માગશર શુક્લા ૧૦, વૈશાખ શુક્લા ૧૦, અને કાર્તિક અમાવાસ્યાના દિવસો પરમ પવિત્ર, પરમ આરાધ્ય અને ઉપાસ્ય છે. આ દિવસોમાં વિશેષ રૂપે તપશ્ચય તેમજ ભગવંતનું સ્મરણ, દર્શન, પૂજન વગેરે કરવાં જોઈએ. કારણ કે આપણી ઉપર એમનો પરમ ઉપકાર છે. તેમનું ધર્મશાસન આપણે મેળવ્યું છે. આપણે તેમનાં સંતાનો છીએ. પ્રત્યેક જેનને શ્રમણ ભગવાન મહાવીરના જીવનચરિત્રનો ખ્યાલ હોવો જોઈએ. જન્મથી નિવણ સુધીની અદ્ભુત જીવનયાત્રાનો બોધ હોવો જોઈએ. ખૂબ જ રોચક, બોધક અને પ્રેરણાદાયી છે ભગવાનની જીવનકથા. હવે તમને કલ્યાણકોના માધ્યમથી ભગવાનની જીવનકથા સંભળાવું છું. ચ્યવન કલ્યાણકઃ બે શબ્દો છે અવન અને કલ્યાણક. દેવલોકમાં દેવ-દેવીઓના મૃત્યુને અવન કહે છે. તેમનું મૃત્યુ મનુષ્ય અને પશુ-પક્ષીઓ જેવું નથી હોતું. કારણ કે તેમનું શરીર વૈક્રિય પુદ્ગલોનું બનેલું હોય છે. એ શરીરને ન બાળવાની જરૂર હોય છે, ન તો જમીનમાં દાટવાની જરૂર હોય છે. જ્યારે દેવ-દેવીનું આયુષ્ય કર્મ પૂરું થાય છે ત્યારે શરીર સહજતાથી વિખરાઈ જાય છે. એટલે કે શરીરનાં વૈક્રિય પુદ્ગલો પારાની જેમ વિખરાઈ જાય છે, અને આત્માને જ્યાં પેદા થવાનું હોય છે, એટલે કે જે ગતિનું આયુષ્યકર્મ બાંધ્યું હોય છે, એ ગતિમાં ચાલ્યો જાય છે. દેવ યા દેવી મનુષ્યગતિમાં જાય છે અથવા તો પશુ-પક્ષીની યોનિમાં જન્મે છે. દેવ-દેવી પુનઃ દેવદેવી નથી બનતાં, ન તો સીધાં નરકમાં જાય છે. શ્રમણ ભગવાન મહાવીરનો આત્મા પ્રાણત' નામના દશમા દેવલોકમાં દેવરુપે હતો. તેમનું આયુષ્ય પૂર્ણ થયું કે તેમનું ચ્યવન થયું. તેમનું વૈક્રિય શરીર વિખરાઈ ગયું. અને આત્મા આ ભારતવર્ષમાં મગધ દેશમાં (બિહારમાં) બ્રાહ્મણકુંડ ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિમાં અવતરિત થયો. એટલે કે દેવાનંદાના પેટમાં ગર્ભરૂપે ભગવાન ઉત્પન્ન થયા. તે વખતે દેવાનંદાએ ચૌદ સુંદર સ્વપ્નો જોયાં. આ ચૌદ સ્વપ્નોની હારમાળા જોઈ લો. ૧. સિંહ ૨. હાથી. ૩. વૃષભ. ૪. લક્ષ્મીદેવી. ૫. પુષ્પમાળા. ૬. ચંદ્ર. 2010_03 Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પર્વ-પ્રવચનમાળા ૭. સૂય ૮. ધ્વજ. ૯. પૂર્ણકુંભ. ૧૦. સરોવર. ૧૧. સાગર. ૧૨. વિમાન, ૧૩. રત્નરાશિ. ૧૪. અગ્નિ પ્રત્યેક તીર્થંકરની માતા આ પ્રકારે ૧૪ સ્વપ્નો જુએ છે. એ રીતે ચક્રવર્તીની માતા પણ સ્વપ્ન જુએ છે. પરંતુ એ ઝાંખા-નિસ્તેજ જુએ છે. દેવાનંદા સ્વપ્ન જોઈને જાગૃત થઈ જાય છે. ફરીથી સૂતી નથી. સારાં સ્વપ્ન જોઈને સૂવું ન જોઈએ. અન્યથા સ્વપ્નફળ નષ્ટ થઈ જાય છે. ખરાબ સ્વપ્ન જોઈને સૂઈ જવું જોઈએ. જેથી તે સ્વપ્ન ફળદાયી ન બની શકે. દેવાનંદા પ્રાતઃકાળે પોતાનાં સ્વપ્નો ઋષભદત્તને કહે છે. ઋષભદત્ત એ સ્વપ્નોનું ફળ બતાવે છે. દેવાનંદાહર્ષવિભોર બની જાય છે. પરંતુ તેનો હર્ષક્ષણિક સિદ્ધ થાય છે. ભગવાનનો આત્મા ૮૨ દિવસ જ દેવાનંદાના પેટમાં રહે છે તે પછી ઇન્દ્ર તેના સેનાપતિ દ્વારા ગર્ભપરિવર્તન કરાવ્યું. એટલે કે દેવાનંદાનો ગર્ભ ક્ષત્રિયકુંડ નગરના રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાના પેટમાં સંક્રમિત કરવામાં આવ્યો અને ત્રિશલાનો પુત્રીરૂપ ગર્ભ દેવાનંદાના પેટમાં સંક્રમિત કરી દેવામાં આવ્યો. સભામાંથીઃ ઈન્દ્ર એવું શા માટે કર્યું? મહારાજશ્રી કારણ કે એવો શાશ્વત્ નિયમ છે કે તીર્થંકરનો જન્મ ક્ષત્રિયાણીના પેટે જ થાય છે. ક્ષત્રિયાણીના ઉદરથી જ થાય છે. આ શાશ્વત્ નિયમ છે. એ અંગે તર્કવિતર્ક કરવા વ્યર્થ છે. જ્યારે ભગવાન ત્રિશલા રાણીના પેટમાં સંક્રમિત થયા ત્યારે બે ઘટનાઓ બની. દેવાનંદાને સ્વપ્નોના અપહરણનું સ્વપ્ન આવ્યું. અને ત્રિશલાને નવાં જ ચૌદ સ્વપ્ન આવ્યા. ત્રિશલા રાણી તેનાં સ્વપ્ન રાજા સિદ્ધાર્થને જણાવે છે. રાજા સિદ્ધાર્થ પોતાના જ્ઞાનને અનુરૂપ ફલાદેશ કરે છે. પાછળથી સ્વપ્ન શાસ્ત્રના પંડિતોને બોલાવીને તેમની પાસે ફલાદેશ કરાવે છે. પંડિતોએ કહ્યું: ‘તમારો પુત્ર યા તો ચક્રવર્તી રાજા થશે, અથવા તીર્થંકર થશે.” રાણી ત્રિશલા ખૂબ સાવધાનીપૂર્વક ગર્ભનું પાલન કરતી હતી. ખાવામાં, બેસવામાં, ઊઠવામાં, બોલવામાં...દરેક ક્રિયામાં સંયમ અને સાવધાનીથી વર્તતી હતી. કારણ કે તે જાણતી હતી કે મારા મનના વિચારોનો મારી વાણીનો અને મારી પ્રત્યેક ક્રિયાનો પ્રભાવ મારા ગર્ભ ઉપર પડે છે. એટલા માટે મારે મન-વચન-કાયાથી શુભ, સુંદર અને શ્રેષ્ઠ પ્રવૃત્તિ જ કરવી જોઈએ. 2010_03 Page #111 -------------------------------------------------------------------------- ________________ દીપાલિકા-પ્રવચન (૧) ૧૦૧ ત્રિશલાના ગર્ભમાં રહેલા ભગવાન મતિજ્ઞાની છે, શ્રુતજ્ઞાની છે અને અવધિજ્ઞાની છે. પ્રત્યેક તીર્થંકર ગભવિસ્થામાંથી જ આ પ્રકારે જ્ઞાની હોય છે, બુદ્ધિનો ભંડાર હોય છે. શ્રુતજ્ઞાનના પારગામી હોય છે, અને અવધિજ્ઞાનની દિવ્યવૃષ્ટિ તેમની પાસે હોય છે. ભગવાને વિચાર્યું: ‘મારા હલનચલનથી મારી માતાને કષ્ટ પડતું હશે. એટલા માટે હું સ્થિર થઈ જાઉં. માતાને કષ્ટ ન પડવું જોઈએ.' માતા પ્રત્યે કેવો ભક્તિપૂર્ણ વિચાર કર્યો છે ભગવાને ! જ્યારે ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે આવો વિચાર કર્યો છે ! માતાને કષ્ટ ન પડે એટલા માટે સ્થિર થઈ ગયા! વિશ્વની પ્રજાને આ રીતે ભગવાને માતૃભક્તિ અને માતૃપૂજક બનવાનો ભવ્ય આદર્શ આપ્યો છે. કેવી માતા અને કેવો પુત્ર? ત્રિશલા રાણી ગર્ભસ્થ શિશુને કોઈ પણ પ્રકારે કષ્ટ ન થાય એ રીતે જીવે છે. ગર્ભસ્થ ભગવંત માતાને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય એવી રીતે જીવે છે. પુત્રનો ઉત્કૃષ્ટ પુણ્યોદય થાય છે ત્યારે આવી માતા મળે છે. અને માતાનો પણ ઉત્કૃષ્ટ પુણ્યોદય થાય છે ત્યારે આવો પુત્ર મળે છે. જો કે ગર્ભનું હલનચલન બંધ થઈ જતાં ત્રિશલા રાણીને બહુ વ્યાકુળતા થઈ ગઈ હતી. હે છે તે મે ? પડે છે તે પામે ? ગુણ છે તે પામે ? એટલે કે “શું મારો ગર્ભમરી ગયો? અલિત થઈ ગયો? નષ્ટ થઈ ગયો?' આવી અશુભ શંકાઓથી ત્રિશલા રાણી અતિ વ્યથિત થઈ ગઈ હતી. એક શાશ્વત્ નિયમ છે કે તીર્થંકરની માતાનું પેટ તીર્થંકર ગર્ભસ્થ થયા પછી વધતું નથી. સામાન્ય માતાઓની જેમ તીર્થંકરની માતાનું પેટ વૃદ્ધિ પામતું નથી. એટલા માટે ત્રિશલા રાણીના મનમાં શંકા ઉત્પન્ન થઈ ગઈ ! થોડાક સમય પછી ભગવંતે અવધિજ્ઞાનથી બહાર જોયું. તો આશ્ચર્ય થયું ! માતા-પિતા અને આખો રાજપરિવાર શોક-સાગરમાં ડૂબેલો હતો. તરત જ તેમણે થોડુંક કંપન કર્યું..હાલ્યા, તો ત્રિશલા માતા હર્ષિત થઈ ગઈ! “મારો ગર્ભ કુશળ છે ! પહેલાં હાલતો ન હતો. હવે હાલે છે !' ભગવાને માતાની મનોદશાનો વિચાર કર્યો: ‘હજુ, જ્યારે માતાએ મારું સુખ પણ જોયું નથી અને આટલો મોહ છે, જ્યારે મારો જન્મ થશે, માતા મારું મુખ જોશે ત્યારે માતાનો મોહ કેટલો પ્રગાઢ થશે? એક ક્ષણ પણ મારો વિરહ એ સહી નહીં શકે. એટલા માટે જ્યાં સુધી મારા માતા-પિતા જીવતાં રહેશે, ત્યાં સુધી હું સંસારવાસનો ત્યાગ નહીં કરું.’ ભગવાને ગર્ભાવસ્થામાં જ આવી પ્રતિજ્ઞા કરી હતી. 2010_03 Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જન્મકલ્યાણક: ચૈત્ર સુદ તેરસના દિવસે ત્રિશલા રાણીએ કોઈ પણ પ્રકારની પીડા વગર પુત્રરત્નને જન્મ આપ્યો. ત્રણે ભુવનોને સુખી કરવા માટે જન્મ લેનારા ભગવંતની માતાને પીડા કેવી રીતે થાય ? પર્વ-પ્રવચનમાળા ભગવાનનાં જન્મ-મૃત્યુ કોઈ પણ મનુષ્યસ્ત્રીને કરવાનાં હોતાં નથી. તમામ જન્મ કૃત્યો ૫૬ દિકુમારિકાઓ કરે છે. પછી ઇન્દ્ર, ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જાય છે, અને ખૂબ ભક્તિભાવથી ભવ્ય મહોત્સવ સાથે ભગવાનને સ્નાન કરાવે છે. ગીત-ગાન અને નૃત્ય કરે છે અને પુનઃ ભગવાનને લાવીને માતાની પાસે મૂકી દે છે. આ સમગ્ર પ્રસંગ સ્નાત્રાભિષેક મહોત્સવમાં અને અંજનશલાકામાં અભિનયની સાથે બતાવવામાં આવે છે. ‘શ્રી કલ્પસૂત્ર’માં વિસ્તારથી આ પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. પર્યુષણાપર્વમાં કલ્પસૂત્રના વ્યાખ્યાનોમાં આ સંભળાવવામાં ય આવે છે. તીર્થંકર ભગવંતોનો ઉત્કૃષ્ટ પુણ્યોદય આ રીતે દેવોને, દેવેન્દ્રોને પણ આકર્ષિત કરે છે ! જન્મથી લઈને નિર્વાણ સુધી દેવ-દેવેન્દ્ર તીર્થંકરોની ભક્તિમાં, સેવામાં અને ધર્મતીર્થ-પ્રવર્તનના કાર્યમાં તત્પરતાથી ઉપસ્થિત રહે છે. રાજા સિદ્ધાર્થ પણ રાજકુમારનો ભવ્ય મહોત્સવ ઉજવે છે. ગરીબોને દાન આપે છે. કારાવાસમાં રહેલા કેદીઓને મુક્ત કરે છે. રાજકુમારનું નામ ‘વર્ધમાન' રાખવામાં આવે છે, કારણ કે જ્યારથી ભગવાનનો જીવ ત્રિશલા રાણીની કુક્ષિમાં આવ્યો હતો, ત્યારથી સિદ્ઘાર્થના ખજાનામાં વૃદ્ધિ થઈ ગઈ હતી. પ્રજાના અને અન્ય રાજાઓના આદરભાવમાં, પ્રેમભાવમાં વૃદ્ધિ થતી રહી પડી. એટલે રાજપરિવાર સર્વતોમુખી વૃદ્ધિ પામતો હતો. એના માટે પુત્રનું નામ ‘વર્ધમાન’ રાખવામાં આવ્યું હતું. વર્ધમાનનો અર્થ થાય છે વધતો...વૃદ્ધિ પામતો ! ભગવાન મહાવીરદેવનું મૂળનામ વર્ધમાન કુમાર હતું. તેઓ ‘વર્ધમાનસ્વામી'ના નામે પણ ધર્મગ્રંથોમાં પ્રસિદ્ધ છે. ‘લોગસ્સસૂત્ર’માં વર્ધમાન (વજ્રમાણ) નામ છે. સિદ્ધાળું-વ્રુદ્ધાળું સુત્ર' માં પણ ‘વર્ધમાન’નામ આવે છે. જો વિ નમુનારો ખિળવવસહસ્ત્ર વજ્રમાળસ્ત્ર' આવે છે ને ? ભગવાનને એક મોટા ભાઈ હતા. તેમનું નામ હતું નંદિવર્ધન. એક મોટી બહેન હતી, તેમનું નામ હતું સુદર્શના I ભગવાનની બાલ્યાવસ્થાની બે મુખ્ય ઘટનાઓ ‘કલ્પસૂત્ર’માં મળે છે. એક છે આમલકી ક્રીડા અને બીજી છે પાઠશાલાગમન. સમવયસ્ક બાળકો સાથે ભગવાન 2010_03 Page #113 -------------------------------------------------------------------------- ________________ દીપાલિકા-પ્રવચન (૧) ૧૦૩ રમે છે. જો કે તેઓ અંદરથી વિરક્ત હોય છે, બહારથી માનવસહજ વ્યવહારની ક્રિયાઓ કરે છે. દેવલોકમાં જ્યારે ઇન્દ્ર તેની સભામાં ભગવાનની ધીરતા, વીરતા અને દૃઢતાની પ્રશંસા કરે છે ત્યારે એક દેવ ઈન્દ્રની પ્રશંસામાં અતિશયોક્તિ જુએ છે. “વર્ધમાન ભલે તીર્થંકર થનાર હોય, છતાં પણ છે તો મનુષ્ય જ ને? શરીર તો ઔદારિક જ છે ને? દેવોની શક્તિની આગળ એ શું વિસાતમાં?દેવ ક્ષત્રિયકુંડ નગરમાં આવે છે. જ્યાં વર્ધમાનકુમાર બીજા છોકરાઓ સાથે રમતા હોય છે, ત્યાં ભયાનક સાપનું રૂપ ધારણ કરીને જાય છે. બીજાં બાળકો તો સાપ જોઈને ડરી ગયા અને દૂર જઈને ઊભા રહ્યા. જ્યારે વર્ધમાનકુમારે સાપને પકડીને દૂર ફેંકી દીધો. છોકરાઓ વર્ધમાનકુમારની નિર્ભયતા જોઈને દિંગ થઈ ગયા. દેવે ફરીથી નવું રૂપ ધારણ કર્યું. છોકરો બનીને તેણે વર્ધમાનકુમારને પોતાના ખભે બેસાડ્યા. પછી તાડના વૃક્ષ જેવો ઊંચો રાક્ષસ બની ગયો! બીજાં બાળકો તો આ દ્રશ્ય જોઈને ભાગી ગયાં, પરંતુ વર્ધમાનકુમાર ડર્યા નહીં. તેમણે દેવ ઉપર એક મુષ્ટિ-પ્રહાર કર્યો કે બસ ! દેવ વેદનાથી બરાડા પાડતો મૂળ રૂપમાં આવી ગયો. વર્ધમાનકુમારના પગે પડી ગયો. ક્ષમા માગવા લાગ્યો, અને પોતાના દેવલોકમાં ચાલ્યો ગયો. તીર્થંકરના શરીરમાં અપાર તાકાત હોય છે. વર્ધમાનકુમાર જ્યારે યૌવનમાં આવ્યા તો માતા-પિતાના આગ્રહથી તેમણે રાજા સમરવીર તેમજ રાણી પદ્માવતીની રાજકુમારી યશોદા (યશોમતી)ની સાથે લગ્ન કર્યા. જો કે તેઓ પોતાના અવધિજ્ઞાનથી જાણતા જ હતા કે તેમને સંસારનાં સુખ ભોગવવાનાં હતાં, કેટલાંક પુણ્યકર્મના ઉદય, જીવાત્મા ઇચ્છતો ન હોય છતાં ભોગવવાં જ પડે છે. તીર્થંકરનો આત્મા વૈષયિક સુખો પ્રત્યે વિરક્ત જ હોય છે. અનાસક્ત યોગી જ હોય છે તેઓ. છતાં પણ પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત સુખભોગ ભોગવવાં જ પડે છે. યશોદા સાથે અનાસક્તિભાવે સંસારસુખ ભોગવતાં સમય પસાર થાય છે. યશોદાએ એક પુત્રીને જન્મ આપ્યો. તેનું નામ પ્રિયદર્શના રાખવામાં આવ્યું. જ્યારે વર્ધમાનકુમાર ૨૮ વર્ષના થયા તો માતા-પિતાનો સ્વર્ગવાસ થયો. જેને માટે સંસારમાં રહેતા હતા તે માતા-પિતા જ જ્યારે સ્વર્ગવાસી થયા તો વર્ધમાનકુમારે મોટાભાઈ નંદિવર્ધનની પાસે જઈને ગૃહવાસ ત્યજવાની અનુમતિ માગી. રાજા નંદિવર્ધનને વર્ધમાનકુમાર પ્રત્યે અપાર પ્રેમ હતો. ગૃહત્યાગની વાત સાંભળતાં જ નંદિવર્ધન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. કુમારને પોતાની છાતીએ 2010_03 Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પર્વ-પ્રવચનમાળા લગાડીને બોલ્યાઃ “મારા પ્રિય ભાઈ, હજુ તો માતા-પિતાના મૃત્યુનો આઘાત તાજો જ છે. તેમના વિરહથી ધ્રય વ્યથિત છે, ત્યાં તું ગૃહવાસ છોડીને જવાની વાત કરે છે? ના, હું અનુમતિ નહીં આપું.” - વર્ધમાનકુમાર નંદિવર્ધનના આગ્રહથી બે વર્ષ સંસારમાં વધુ રહ્યા, પરંતુ એક વિરક્ત યોગીની જેમ ! ભાવ સાધુની જેમ ! ૩૦ વર્ષની ઉંમર થતાં તેમણે ગૃહવાસ ત્યજી દીધો. અહીં એક બીજો શાશ્વત્ નિયમ બતાવું છું. તીર્થકરને જ્યારે સંસારત્યાગ કરવાનો હોય છે ત્યારે તેની એક વર્ષ પહેલાં લોકાંતિક' નામના દેવ (તેઓ ૯ હોય છે) તીર્થંકરની પાસે આવીને વિનંતી કરે છે, કે મવયં ! તિર્થં વિહિ | હે, ભગવંત! ધર્મતીર્થની પ્રવર્તના કરો.” પછી તીર્થકર એક વર્ષ સુધી દાન આપે છે. સૂર્યોદયથી મધ્યાહ્ન સુધી દાન આપે છે. દેવલોકના દેવ, ધનસંપત્તિ લાવીને ભંડારો ભરી દે છે. ભરતા રહે છે. તીર્થંકર દાન કરતા રહે છે. આ નિયમ બધા તીર્થંકરો માટે હોય છે. એક દિવસમાં એક કરોડ, આઠ લાખ સુવર્ણમુદ્રાઓનું દાન આપે છે. દીક્ષા કલ્યાણકઃ માગશર શુક્લા દશમીનો દિન હતો. રાજા નંદિવર્ધને દીક્ષામહોત્સવ આયોજિત કયો હતો. દેવોએ એ મહોત્સવમાં સંમિલિત થઈને મહોત્સવને ભવ્યાતિભવ્ય બનાવ્યો હતો. વર્ધમાનકુમારને સ્નાન કરાવવામાં આવ્યું. સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરાવ્યાં. “ચંદ્રપ્રભા' નામની સુંદર શિબિકામાં બિરાજિત કર્યા. ક્ષત્રિયકુંડ નગરની બહારના જ્ઞાતખંડવનમાં શોભાયાત્રા પહોંચી. લાખો સ્ત્રી-પુરુષો અને કરોડો દેવોની ઉપસ્થિતિમાં અનંત સિદ્ધ ભગવંતોની સાક્ષીમાં વર્ધમાનકુમારે ચારિત્રધર્મ સ્વીકારી લીધો. તે સમયે તેમને “મન પર્યવજ્ઞાન પ્રકટ્યું. અન્ય એક શાશ્વતુ નિયમ સાંભળી લો ! તીર્થકર જ્યારે ગૃહવાસ ત્યજીને અણગાર બને છે તે સમયે તેમને “મન પર્વવજ્ઞાન થાય છે. ભગવાને એ સમયે એક વૃઢ સંકલ્પ કર્યો. ૧૨ વર્ષ સુધી, જ્યાં સુધી મને કેવળજ્ઞાન નહીં થાય ત્યાં સુધી હું આ શરીરની સેવા-શુશ્રુષા નહીં કરું. દેવ, મનુષ્ય અને તીર્થંચ (પશુ-પક્ષી) તરફથી જે કોઈ ઉપસર્ગો આવશે તે બધાને સમભાવથી સહન કરીશ. અને મનમાં કિંચિત માત્ર પણ ઉગ આવવા નહીં દઉં.” 2010_03 Page #115 -------------------------------------------------------------------------- ________________ દીપાલિકા • પ્રવચન (૧) ૧૦૫ ભગવાને ક્ષત્રિયકુંડથી વિહાર કર્યો. તેમના ખભા ઉપર એક માત્ર ‘દેવદુષ્ય’ હતું, કે જે દીક્ષાના સમયે દેવેન્દ્ર ઇન્દ્રે તેમના ખભા ઉપર મૂક્યું હતું. રસ્તામાં રાજા સિદ્ધાર્થનો જૂનો મિત્ર ‘સોમ’ બ્રાહ્મણ મળ્યો. ગરીબ હતો. ભગવાને જ્યારે સંવત્સર દાન આપ્યું હતું ત્યારે તે સોમ બ્રાહ્મણ પરદેશ ગયો હતો. તે જ્યારે પાછો ફર્યો તો ભગવાને ગૃહત્યાગ કરી દીધો હતો. ભગવાને સોમને અડધું દેવદુષ્ય આપી દીધું ! સોમ એ લઈને ઘેર ચાલ્યો ગયો. ભગવંત કરિગ્રામ પહોંચ્યા. રાત્રિ ત્યાં જ વ્યતીત કરવાના ખ્યાલથી તેઓ ધ્યાનમાં સ્થિર થઈ ગયા. ત્યાં ગોવાળની એક ઘટના બની. એક ગોવાળ પોતાના બળદો ભગવાનની પાસે છોડીને તે ગામમાં ચાલ્યો ગયો. બળદ તો ચરતા ચરતા દૂર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળ જ્યારે પાછો આવ્યો તો તેણે બળદોને જોયા નહીં. તેણે ભગવાનને પૂછ્યું. ભગવાન તો ધ્યાનસ્થ હતા. તે જંગલમાં બળદો શોધવા ચાલ્યો ગયો. બળદો પોતાની મેળે પ્રાતઃકાળે ભગવાનની પાસે આવીને ઊભા રહી ગયા ! એ ગોવાળ પણ ત્યાં આવ્યો. તેણે ભગવાન પ્રત્યે રોષ કર્યો, અને બળદ બાંધવાની દોરી લઈને ભગવાનને મારવા દોડ્યો. એ સમયે દેવરાજ ઇન્દ્રે અવધિજ્ઞાનથી આ દૃશ્ય જોયું. તરત જ ગોવાળને સ્થિર કરી દીધો અને પોતે પ્રકટ થઈને ગોવાળને ધમકાવ્યો. ભગવાનનો પરિચય આપ્યો. ગોવાળ શરમાઈને ચાલ્યો ગયો. ભગવાને કમરિગ્રામથી વિહાર કર્યો અને કોલ્લાગ-સન્નિવેશ પધાર્યા. ત્યાં તેમણે ‘બહુલ’ નામના બ્રાહ્મણને ઘેર છઠ (બે ઉપવાસ)નું પારણું કર્યું. કોલ્લાગ-સન્નિવેશથી ભગવાને વિહાર કરીને મોરાક-સન્નિવેશ તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં તેઓ ‘દુઈજ્જત્તક' નામના તાપસના આશ્રમમાં ગયા. આશ્રમનો કુલપતિ રાજા સિદ્ધાર્થનો મિત્ર હતો. તેણે ભગવાનનું સ્વાગત કર્યું, અને વર્ષાકાળ એ આશ્રમમાં વ્યતીત કરવાનો આગ્રહ કર્યો. ભગવાન આસપાસના પ્રદેશમાં રિભ્રમણ કરીને વર્ષાકાળ વ્યતીત કરવા માટે એ આશ્રમમાં પધાર્યા. કુલપતિએ તેમને રહેવા માટે એક પર્ણકુટી આપી. ભગવાન તો ત્યાં અનાસક્ત ભાવે રહ્યા. પરંતુ આશ્રમમાં વાતાવરણ જુદું હતું. ત્યાંના તાપસોને પોતપોતાની ઝૂંપડી પ્રિય હતી. ભૂખથી પીડિત ગાયો જ્યારે ઝૂંપડીનું ઘાસ ખાવા તૂટી પડતી, ત્યારે એ તાપસો ગાયોને રોકતા હતા. ભગાડી મૂકતા અને મારતા પણ ખરા. જ્યારે ભગવાન તો કશું કરતા ન હતા. ગાયો એમની ઝૂંપડીનું ઘાસ ખાતી હતી. તાપસોએ કુલપતિને ફરિયાદ કરી. કુલપતિએ ભગવાનને ઠપકાના બે શબ્દો કહ્યા. ‘કુમાર, આવી 2010_03 Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પર્વ-પ્રવચનમાળા ઉદાસીનતા શા કામની? એક પક્ષી પણ પોતાના માળાની રક્ષા કરે છે. તમે તો ક્ષત્રિય કુમાર છો.' વગેરે ઉપાલંભ આપ્યો. વષકાળના પંદર દિવસ વીતી ચૂક્યા હતા. ભગવાને વિચાર કર્યોમારું અહીં રહેવું આ તાપસોને અપ્રીતિકર લાગે છે. એટલા માટે મારે અહીં ન રહેવું જોઈએ.” ભગવાને પાંચ પ્રકારની પ્રતિજ્ઞા કરી લીધી. ना प्रीतिमद्गृहे वासः स्थेयं प्रतिमया सह । न गेहिविनयो कार्यः मौनं पाणौ च भोजनम् ॥ ૧. અપ્રીતિ થતી હોય તેવા સ્થળે રહીશ નહીં ૨. સદા ધ્યાનમાં લીન રહીશ. ૩. સદા મૌન રહીશ. ૪. હાથમાં ભોજન કરીશ. ૫. ગૃહસ્થોનો વિનય નહીં કરું. - તેઓ આશ્રમથી વિહાર કરીને અસ્થિગ્રામ પધાર્યા અને ચાતુર્માસ ત્યાં વ્યતીત કર્યું. અસ્થિગ્રામમાં ભગવાન “શૂલપાણિ યક્ષના મંદિરમાં ઊતર્યા. રાત્રિના સમયે એ શૂલપાણિ યક્ષે કોપાયમાન થઈને અનેક ઉપસર્ગો કર્યા. ભયંકર અટ્ટહાસ્યો કર્યા. હાથીનું સ્વરૂપ લઈને દંતપ્રહારો કર્યા. પિશાચનું રૂપ ધરીને નખોથી, દાંતોથી કાપવા-કરડવા લાગ્યો. સાપ બનીને ડંખવા લાગ્યો. ભગવાનની આંખોમાં, કાન, નાક, દાંત, નખ અને પીઠમાં ભયંકર વેદના ઉત્પન્ન કરી. છતાં પણ ભગવાન નિશ્ચલ અને નિરાકુલ રહ્યા. પરિણામ-સ્વરૂપ શૂલપાણિ ભગવાનના ચરણોમાં નમી પડયો અને ક્ષમાયાચના કરી. એ રાત્રે છેલ્લા પ્રહરમાં જ્યારે એક મુહૂર્ત રાત બાકી રહી ત્યારે ભગવાનને નિદ્રા આવી ગઈ અને તેમણે ૧૦ સ્વપ્નો જોયાં. અસ્થિગ્રામના “ઉત્પલ' નામના નિમિત્તવેત્તાએ એ ૧૦ સ્વપ્નોનો ફળાદેશ ભગવાનને સંભળાવ્યો. ભગવાને આ ચાતુમસિમાં આઠ વાર ૧૫-૧૫ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. ભગવાને ત્યાંથી વિહાર કર્યો અને મોરાક સન્નિવેશમાં પધાર્યા ત્યાંથી વિહાર કરીને વાચાલા તરફ પ્રસ્થાન કર્યું. દક્ષિણ વાચાલી થઈને ઉત્તર વાચાલા જઈ રહ્યા હતા, તો રસ્તામાં કેટલાક ગોવાળો મળ્યા. તેમણે કહ્યું હે દેવાર્ય. આ માર્ગ સારો નથી. રસ્તામાં એક દૃષ્ટિવિષ' સાપ રહે છે. તે મુસાફરોને બાળી દે છે. આપ પાછા ફરી જાઓ.'પરંતુ ભગવાન એ જ રસ્તે આગળ વધ્યા, રસ્તામાં ચંડકૌશિક સાપે ભગવાનને જોયા. ભગવાન ધ્યાનસ્થ બનીને ઊભા 2010_03 Page #117 -------------------------------------------------------------------------- ________________ દીપાલિકા -પ્રવચન (૧). ૧૦૭ રહ્યા. સાપે ભગવાનના ચરણ ઉપર ડંખ માર્યો.શ્વેત દૂધની ધારા વહેવા લાગી, ભગવાને સર્પને સંબોધિત કરીને કહ્યું: ૩વસમ જો વાડોલિયા | ‘ચંડકૌશિક' સાપના પૂર્વ જન્મનું નામ હતું. સાંભળીને તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તેણે અનશન કર્યા અને મરીને આઠમા દેવલોકમાં ગયો. ભગવાન ઉત્તર વાચાલા પહોંચ્યા. ત્યાં નાગસેનના ઘેર પંદર ઉપવાસનાં પારણાં કર્યા. ઉત્તર વાચાલાથી ભગવાન શ્વેતામ્બી નગરી પધાર્યા. ત્યાંના પ્રદેશ રાજાએ અતિ આદરથી ભગવાનનું સ્વાગત કર્યું. વંદન કર્યો. ભગવાને ત્યાંથી સુરભીપુર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં રથોમાં બેસીને શ્વેતાંબી જતા પાંચ રાજાઓ મળ્યા. તેમણે ભગવાનને વંદના કરી. ભગવાન આગળ વધ્યા. રસ્તામાં ગંગા નદી આવી. નદી પાર કરવા માટે ભગવાન સિદ્ધદત્તની નૌકામાં બેઠા. ગંગાના મધ્યભાગે નૌકા પહોંચી ત્યારે “સુદંષ્ટ્ર નામના દેવે નદીમાં ભયંકર તોફાન ઊભું કરી દીધું. ભગવાન તો નૌકામાં જ ધ્યાનસ્થ થઈને મેવત્ નિશ્ચલ બેસી રહ્યા. એ સમયે કમ્બલ-શમ્બલ નામના બે દેવોએ તોફાન શાન્ત કર્યું. અને ભગવાનને ભાવપૂર્વક વંદના કરી. ભગવાન કિનારે ઊતર્યા અને ગંગા કિનારે ચાલતા ચાલતા થુણાક સંનિવેશ પધાર્યા. એ સમયનો શ્રેષ્ઠ સામુદ્રિકશાસ્ત્રી પુષ્ય, એ કિનારેથી જઈ રહ્યો હતો. તેણે ભગવાનનાં પદચિહ્નો જોયાં. તેણે વિચાર્યું: “આ પદચિહનો તો કોઈ ચક્રવર્તીનાં છે. એ ચિહ્નો જોતા જોતા થુણાક પહોંચી ગયો. ત્યાં સન્નિવેશની બહાર, અશોકવૃક્ષની નીચે ભગવાન ધ્યાનસ્થ દશામાં ઊભા હતા, પુષ્ય ભગવાનનાં દર્શન કર્યા. આખા શરીર ઉપર ચક્રવર્તીનાં લક્ષણ જોયાં પુષ્ય ચિંતામાં પડી ગયો. સામુદ્રિકશાસ્ત્ર ઉપરથી તેનો વિશ્વાસ ઊઠી ગયો. તે પોતાનાં શાસ્ત્રોને ગંગામાં ડુબાડી દેવા તૈયાર થયો. ત્યાં દેવરાજ ઇન્દ્ર પ્રગટ થઈને કહ્યું “પુષ્ય, તને લક્ષણશાસ્ત્રનું સાચું જ્ઞાન નથી. આ ભગવંત શ્રેષ્ઠ ધર્મ-ચક્રવર્તી છે. દેવ-દેવેન્દ્રને માટે પણ પૂજ્ય છે!' ઈન્દ્રની વાત સાંભળીને પુષ્યના મનનું સમાધાન થયું અને તે નમન કરીને ચાલ્યો ગયો. કૃણાકથી વિહાર કરીને ભગવાન રાજગહ પધાર્યા. નાલંદામાં ઊતર્યા. નાલંદામાં એક તંતુવાદ્યશાળા હતી, તેના માલિકની અનુમતિ લઈને ત્યાં ભગવાને ચાતુમસ કર્યું. ત્યાં ભગવાનને ગોશાલક મળ્યો. તેના પિતા પંખલી મંખ જાતિનો હતો. તે 2010_03 Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પૂર્વ-પ્રવચનમાળા શિવનું ચિત્ર લઈને ભિક્ષા માગતો હતો. ગોશાલની માતાનું નામ ‘ભદ્રા’ હતું. ગોશાલનો જન્મ ગૌશાળામાં થયો હતો તેથી તેનું નામ ‘ગોશાલક' રાખવામાં આવ્યું હતું. નાની ઉંમરમાં જ તે ઉદ્ધત હતો. માતાપિતાથી અલગ થઈ ગયો હતો. અને તે સાધુના વેશમાં ફરતો રહેતો હતો. ભગવાનને એક મહિનાના ઉપવાસ હતા. તેનાં પારણાં વિજય શેઠે કરાવ્યાં. એ સમયે પાંચ દિવ્ય પ્રકટ થયાં. દેવોએ આકાશમાંથી સુગંધિત જળ વરસાવ્યું. પુષ્પવૃષ્ટિ કરી, સુવર્ણમુદ્રાઓની વૃષ્ટિ કરી. દુભિ-નાદ કર્યો અને ‘અહો દાનમ્ અહો દાનમ્' નો ધ્વનિ કર્યો. આ પણ એક નિયમ છે. તીર્થંકર જ્યારે પારણાં કરે છે ત્યારે એ પાંચ દિવ્ય પ્રકટ થાય છે. ગોશાલકે આ જોયું. ‘આ પ્રભાવશાળી તપસ્વી છે; હું એનો શિષ્ય થઈ જાઉં. તેણે ભગવાનને કહ્યું ઃ ‘ભગવન્, મને આપનો શિષ્ય બનાવો.' ભગવાને કોઈ જવાબ ન આપ્યો. તેઓ બીજુ માસક્ષમણ કરીને ધ્યાનસ્થ થઈ ગયા. બીજા માસક્ષમણનાં પારણાં આનંદ શ્રમણે કરાવ્યાં. ત્રીજા માસક્ષમણનાં પારણાં સુંદર શ્રાવકે કરાવ્યાં. ચાતુર્માસ સમાપ્ત થતાં ભગવાને નાલંદાથી વિહાર કર્યો. તેઓ કોલ્લાગ સન્નિવેશમાં ગયા. ત્યાં પ્રભુએ ચોથા માસક્ષમણનાં પારણાં બહુલ બ્રાહ્મણને ત્યાં કર્યાં. ગોશાલક પણ ભગવાનને શોધતો ત્યાં પહોંચ્યો અને ૬ માસ સુધી ભગવાનની સાથે રહ્યો. કોલ્લાગ-સન્નિવેશથી ભગવાને સુવર્ણખલ તરફ વિહાર કર્યો. તે પછી ભગવાન બ્રાહ્મણગામ પધાર્યા. ત્યાંથી ચંપા નગરી જઈને ત્રીજુ ચાતુર્પાસ કર્યું. ભગવાને ત્યાં ‘ઉત્કૃટુક’ આદિ વિવિધ આસનો દ્વારા ધ્યાન કરીને ચાતુર્માસ વ્યતીત કર્યું. ચંપાથી ભગવાન ‘કાલાયસન્નિવેશ’ તરફ પધાર્યા. ત્યાં એક ખંડેરમાં ધ્યાનસ્થ થઈ ગયા. બીજે દિવસે ભગવાન ‘પત્તકાલય' નામના ગામે ગયા. ત્યાં રાત્રે ભગવાન ધ્યાનારુઢ થઈ ગયા. ત્યાંથી ભગવાન કુમાર-સન્નિવેશમાં પધાર્યા- ત્યાં ચંપકરમણીય નામના ઉદ્યાનમાં કાર્યોત્સર્ગમાં સ્થિર થઈ ગયા. ત્યાંથી વિહાર કરીને ભગવાન ચોરાકસન્નિવેશમાં ગયા. ત્યાં ચોરોનો ભય હોવાથી નગરરક્ષકો ખૂબ સતર્ક રહેતા હતા. નગ૨૨ક્ષકે ભગવાનનો પરિચય પૂછ્યો. ભગવાન મૌન રહ્યા. નગરરક્ષકે ભગવાનને ‘ગુપ્તચર’ સમજીને પકડી લીધા. ગોશાલકને પણ પકડી લીધો. બંનેને ખૂબ સતાવ્યા. એ ગામમાં સોમા અને જયન્તી નામની બે પરિવાજિકાઓ રહેતી 2010_03 Page #119 -------------------------------------------------------------------------- ________________ દીપાલિકા-પ્રવચન (૧) ૧૦૯ હતી. તેમને આ ઘટનાનો ખ્યાલ આવ્યો. તે બંને ઘટનાસ્થળે આવી અને નગરરક્ષકને ભગવાનનો પરિચય કરાવ્યો. ભગવાન અને ગોશાલક મુક્ત થયા. ભગવાને ત્યાંથી વિહાર કર્યો. અને પૃષ્ઠચંપા પધાર્યા. ચોથું ચાતુમતિ પૃષ્ઠચંપામાં કર્યું. ત્યાં ભગવાને લગાતાર ચાર માસના ઉપવાસ કર્યો. ત્યાં ભગવાન વીરાસન આદિ આસનોમાં ધ્યાન કરતા રહ્યા. ચાતુર્માસ પછી ભગવાને કયંગલા સન્નિવેશ તરફ વિહાર કર્યો. ત્યાંથી પ્રભુ શ્રાવતિ પહોંચ્યા. શ્રાવતિની બહાર જ ભગવાન ધ્યાનસ્થ થઈ ગયા. ત્યાંથી હલિદુય ગામમાં પધાય. એ નગરની બહાર એક વિશાળ વૃક્ષ હતું. તે વૃક્ષની નીચે ધ્યાનસ્થ ઊભા રહ્યા. ત્યાં રાત્રે મુસાફરોએ ઠંડીથી બચવા આગ સળગાવી હતી. સવારે આગ હોલવ્યા સિવાય મુસાફરો ચાલ્યા ગયા. આગ તો ફેલાતી ગઈ. જ્યાં ભગવાન ઊભા હતા ત્યાં આગ ફેલાણી- ભગવાનના પગ આગથી દાઝી ગયા. ત્યાંથી ભગવાન બંગલા ગામ પધાર્યા. ત્યાં વાસુદેવના મંદિરમાં ધ્યાન લગાવ્યું. બંગલાથી આવર્તગામ ગયા. ત્યાં પણ બળદેવના મંદિરમાં ધ્યાનસ્થ થયા. ત્યાંથી ચોરાયસન્નિવેશ પધાર્યા. ત્યાં પણ એકાન્ત સ્થાને ધ્યાન લગાવ્યું. ત્યાંથી ભગવાન કલંબકા-સન્નિવેશ પધાર્યા. ગોશાલક પણ સાથે હતો. ત્યાં “આ ચોરો છે.” એમ સમજીને કાલહસ્તી નામના એ પ્રદેશના અધિકારીએ બંનેને માય. કાલહસ્તીનો ભાઈ મેઘ ભગવાનને ઓળખતો હતો. તેણે ભગવાનની ક્ષમા માગી અને મુક્ત કર્યા. પછી ભગવાન અનાર્ય દેશમાં ગયા, ત્યાં ભગવાને ખૂબ જ કષ્ટો સહન કર્યા. ત્યાંના લોકો ભગવાનને મારવા અને દાંતોથી બચકાં ભરવા દોડતા હતા. ખૂબ મુશ્કેલીથી લૂખો સૂકો આહાર મળતો હતો. કૂતરાઓ કષ્ટ આપતા હતા. અને કરડવા ઉપર ધસી આવતા હતા. ત્યાંના અનાર્યલોકો ભગવાનને દંડાથી મારતા હતા. આ સર્વ કષ્ટોને ભગવાને શાન્તિ અને સમભાવથી સહન કર્યા. આ દેશમાં આવીને ભગવાને પાંચમું ચાતુમસ ભદિયા નગરીમાં કર્યું. ચાતુર્માસ પછી વિહાર કરીને ભગવાન કદલી-સમાગમમાં પધાર્યા. ત્યાંથી વિહાર કરીને તમ્બાય-સન્નિવેશમાં પધાર્યા. ત્યાંથી કૂપિય-સન્નિવેશમાં પધાર્યા. ત્યાંના લોકોએ ભગવાનને ગુપ્તચર સમજીને પકડયા, અને માર માર્યો, કેદમાં પૂર્યા. ત્યાં ભગવાન પાર્શ્વનાથની ધર્મશાસનની વિજયા અને પ્રગભા નામની બે સાધ્વીઓ રહેતી હતી. તેમણે જઈને ભગવાનને મુક્ત કરાવ્યા. ગોશાલક ત્યાં ભગવાનથી અલગ થઈ ગયો. ભગવાન વૈશાલી પધાર્યા. ત્યાં એક લુહારની શાળામાં જઈને ધ્યાનસ્થ બન્યા. લુહાર બીમાર હતો. ૬ માસ પછી 2010_03 Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પર્વ-પ્રવચનમાળા પોતાની શાળામાં-કોઢમાં આવ્યો. ભગવાનને જોઈને અમંગલ કલ્પના કરી. હથોડો લઈને ભગવાનને મારવા દોડ્યો. એ સમયે દેવરાજ ઈન્દ્ર પ્રકટ થઈને એ હથોડાથી એને માર્યો. ભગવાનને વંદના કરીને ઇન્દ્ર ચાલ્યો ગયો. વૈશાલીથી વિહાર કરીને ભગવાન રામક-સન્નિવેશ થઈને શાલીશીર્ષ આવ્યા. ત્યાં ગામની બહાર ઉદ્યાનમાં ધ્યાનારુઢ થઈ ગયા. માઘ માસ ચાલતો હતો. ભયંકર ઠંડી પડતી હતી. ‘કટપુતના' નામની એક વાણવ્યંતરી દેવી ત્યાં આવી. ભગવાનને જોઈને જ તે ક્રોધથી ઊછળી પડી. તેણે પરિવ્રાજિકાનું રૂપ ધારણ કર્યું. પોતાની જટામાં જળ ભરીને ભગવાનની ઉપર છાંટવા લાગી. ભગવાનના ખભા ઉપર ચડીને પોતાની જટાઓથી પવન નાખવા લાગી. આ ભીષણ ઉપસર્ગને પણ ભગવાને પૂર્ણ સ્વસ્થતાથી સહન કરી દીધો. ત્યાં ભગવાનને લોકાવધિ-જ્ઞાન’ ઉત્પન્ન થયું. કટપુતનાને હાર માનવી પડી. તે ભગવાનની પૂજા કરવા લાગી. ત્યાંથી ભગવાને વિહાર કર્યો. છઠું ચાતુમસ ભદિયા નગરમાં વ્યતીત કર્યું. ગોશાલક ફરીથી ત્યાં આવીને ભગવાનને મળ્યો. ચાતુર્માસ પછી ભગવાને મગધભૂમિ તરફ વિહાર કર્યો. સાતમું ચાતુર્માસ ભગવાને આલંબિયા નગરીમાં કર્યું. આ એ જ આલંબિયા નગરી હતી કે જ્યાં ભગવાને કેવળજ્ઞાની બનીને પણ ચાતુર્માસ કર્યું હતું. અને જ્યાં “ચુલ્લશતક'નામનો મહા શ્રાવક રહેતો હતો. પોગ્ગલ-પરિવ્રાજક પણ ત્યાંનો જ હતો. જેને ભગવાને પોતાનો પરમ શ્રાવક બનાવ્યો હતો. આલંભિયાથી વિહાર કરીને ભગવાન બહુશાલગ ગામમાં પહોંચ્યા. ત્યાં ‘શાલવન” ઉદ્યાનમાં ધ્યાનસ્થ થયા, ત્યાં ‘શાલાય નામની વ્યંતરી દેવીએ ખૂબ જ ઉપસર્ગ કર્યો. ભગવાન નિશ્ચલ રહ્યા. વ્યંતરદેવી થાકીને પોતાને સ્થાને પાછી ફરી. ત્યાંથી ભગવાન લોહાગલા પધાર્યા. ત્યાં ભગવાનને ગોપાલકની સાથે આ ગુપ્તચરો છે,’ એમ માનીને પકડી લીધા. પરિચય થતાં રાજા જિતશત્રુએ ક્ષમા માગી અને બંધનોમાંથી મુક્ત કર્યા. ભગવાન ત્યાંથી પુરિમતાલ” પધાર્યા. ત્યાં ઇશાનેન્દ્ર ભગવાનને વંદન કરવા આવ્યો હતો. ત્યાંથી ભગવાન રાજગૃહ પધાર્યા અને ત્યાં આઠમો વષકાળ વ્યતીત કર્યો. ફરીથી ભગવાન અનાર્ય દેશમાં ગયા. તેમને તો તેમના કર્મોનો નાશ કરવો હતો. ભગવાને નવમો વર્ષાકાળ અનાર્ય દેશમાં પસાર કર્યો. આ ચાતુમસ ભગવાને ઝાડોની નીચે યા ખંડેરોમાં ધ્યાન ધરીને પૂર્ણ કર્યું. ચાતુર્માસ પછી પુનઃ આદિશમાં પ્રભુએ પ્રવેશ કર્યો. ભગવાન ગોશાલકની સાથે સિદ્ધાર્થપુર, કૂર્મગ્રામ ઇત્યાદિ ગામોમાં વિચરતા 2010_03 Page #121 -------------------------------------------------------------------------- ________________ દીપાલિકા -પ્રવચન (૧) ૧૧૧ રહ્યા. એ સમયે ભગવાને ગોશાલકને તેજલેશ્યા' સિદ્ધ કરવાનો ઉપાય બતાવ્યો. ગોશાલકે શ્રાવસ્તી નગરીમાં જઈને હાલહલા નામની કુંભારણને ઘેર રહીને તેજલેશ્યા સિદ્ધ કરી. પાછળથી તેણે નિમિત્ત શાસ્ત્રનું અધ્યયન કર્યું. સુખ-દુઃખ, લાભ-હાનિ, જીવન અને મૃત્યુ - આ છ વાતોમાં સિદ્ધ નૈમિત્તિક બની ગયો. પછી તે આજીવક-સંપ્રદાય નો “ભગવાન” બનીને વિચારવા લાગ્યો. * ભગવાન સિદ્ધાર્થપુરથી વૈશાલી થઈને વાણિજ્યગ્રામ પધાર્યા. વાણિજ્યગ્રામમાં આનંદ શ્રાવક રહેતો હતો. આનંદને અવધિજ્ઞાન થઈ ગયું હતું. તેણે ભગવાનને વંદન કરીને કહ્યું : 'હે ભગવનું આપનું શરીર અને મન બંને વજનાં બનેલાં છે. એટલા માટે અતિ દુઃસહ પરીષહ અને દારુણ ઉપસર્ગો આવવા છતાં પણ આપનું શરીર ટક્યું છે. હવે નજીકના ભવિષ્યમાં જ આપને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.” ભગવાન ત્યાંથી શ્રાવસ્તી પધાર્યા. દશમું ચાતુર્માસ શ્રાવસ્તીમાં કર્યું. ચાતુર્માસ પછી વિહાર કરીને ભગવાન સાનુલઠિય સન્નિવેશમાં પધાર્યા. ત્યાં પ્રભુએ ભદ્રમહાભદ્ર નામની પ્રતિમાઓ કરી. (પ્રતિમા એટલે વિશેષ પ્રકારની આત્મસાધના) આરાધના કરી અને લગાતાર ૧૬ ઉપવાસ કર્યા. ત્યાંથી વિહાર કરીને ભગવાન કૃઢભૂમિમાં ગયા. ત્યાં પેઢાળ ગામમાં ગામ પાસેના પેઢાલ-ઉદ્યાનમાં પોલાસ-ચૈત્યમાં જઈને અટ્ટમ કર્યો, અને “મહાપ્રતિમા તપ કર્યું. એ સમયે દેવલોકમાં ઇન્ટે પોતાની સભામાં ભગવાનની મુક્ત કંઠે પ્રશંસા કરી. ભગવાન મહાવીરની બરાબરનો આ જગતમાં કોઈ ધ્યાની યા ધીર નથી. મનુષ્ય તો શું, દેવ પણ તેમને વિચલિત ન કરી શકે.” દેવસભામાં સંગમ નામનો દેવ બેઠો હતો. તેનાથી ભગવાનની પ્રશંસા સાંભળી ન ગઈ. તેણે કહ્યું: “એવો કોઈ મનુષ્ય હોતો નથી કે જે દેવોની સાથે સ્પર્ધા કરી શકે, સરખામણી કરી શકે. અત્યારે જ જઈને તેને વિચલિત કરું છું. એવી પ્રતિજ્ઞા કરીને સંગમદેવ ભગવાન મહાવીરની પાસે પહોંચ્યો. તેણે એક રાત્રિમાં ૨૦ અતિ ભયંકર ઉપસર્ગો કર્યા. સંગમ છ માસ સુધી નિરંતર ભગવાનને કષ્ટ આપતો જ રહ્યો. પરંતુ ભગવાનને વિચલિત ન કરી શક્યો. તેણે ભગવાનને કહ્યું “ઇન્ડે આપની જે સ્તુતિ કરી હતી તે પૂર્ણ સત્ય છે. આપ સત્યપ્રતિજ્ઞ છો અને હું મારી પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયો છું.” હારીને સંગમ દેવલોકમાં ચાલ્યો ગયો. ભગવાન ત્યાંથી વ્રજગામ પધાર્યા. પૂરા છ મહિના પછી તેમણે એક વૃદ્ધાના હાથે ખીરથી પારણાં કર્યા. ભગવાને અગિયારમું ચાતુર્માસ વૈશાલીમાં કર્યું. ભગવાને અહીં ચાર માસના 2010_03 Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પર્વ-પ્રવચનમાળા ઉપવાસ કર્યા હતા. જીરણ શ્રેષ્ઠીનો પ્રસંગ અહીંનો છે. ભગવાનને પારણાં કરાવવાની ઉચ્ચતમ ભાવનાના બળે તેણે સદ્ગતિ પ્રાપ્ત કરી હતી. પારણાં તો ભગવાને અભિનવ શેઠને ઘેર કરી લીધાં હતાં. વૈશાલીમાં જ નાગકુમારેન્દ્ર ભૂતાનંદે આવીને ભગવાનને કુશળતા પૂછી અને કહ્યું કે : હે ભગવાનું, આપને ટૂંક સમયમાં જ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્તિ થશે.” ચાતુર્માસ પછી ભગવાન સુસુમાર ગામમાં પધાર્યા. ત્યાં અમરેન્દ્રનો ઉત્પાત થાય છે એની રોચક કથા ભગવતીસૂત્ર' માં આવે છે. ભગવાન અનેક ગામનગરોમાં વિચરતા કૌશામ્બી નગરીમાં આવે છે. ત્યાં પોષ વદિ એકમના દિવસે ભગવાને ભિક્ષા સંબંધી એક ઘોર અભિગ્રહ કર્યો - શિરે મુંડન, પગમાં બેડી, ત્રણ દિવસની ઉપવાસવાળી, રાંધેલા અડદના બાકળા સુપડામાં ખૂણામાં લઈને ભિક્ષાનો સમય પસાર થઈ ગયા પછી, દ્વારની વચ્ચે ઊભેલી, દાસીપણાને પ્રાપ્ત કરનારી અને રડતી કોઈ રાજકુમારી પાસેથી ભિક્ષા મલે તો લેવી, નહીંતર ન લેવી.” પાંચ માસ અને પંદર દિવસના ભગવાનને ઉપવાસ થયા. પછી ચંદનબાલાના હાથે પારણાં થયાં. આ ચંદનબાલા ભગવાનની પ્રથમ સાધ્વી બની હતી અને ચારિત્રધર્મનું પાલન કરીને મોક્ષે ગઈ હતી. ભગવાને બારમું ચાતુમસ ચંપાનગરીમાં સ્વાતિદત્ત બ્રાહ્મણની યજ્ઞશાળામાં કર્યું. ભગવાનની ઘોર તપશ્ચર્યાથી આકૃષ્ટ થઈને પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના બે યક્ષો રાતમાં આવીને ભગવાનની સેવા કરતા હતા. સ્વાતિદત્ત દરરોજ આ જોતો હતો. તેથી તે પ્રભાવિત થયો. પછી તેણે ભગવાનને કેટલાક તાત્ત્વિક પ્રશ્નો પૂછ્યા; ભગવાને પ્રત્યુત્તર આપ્યા. સ્વાતિદત્ત નતમસ્તક થઈ ગયો. ચાતુર્માસ પછી પ્રભુ જંભિયગ્રામ પધાર્યા. ત્યાંથી મેઢિય થઈને છમ્માણી ગયા. ગામની બહાર ધ્યાનસ્થ બનીને ઊભા રહ્યા. અહીં ગોવાળે ભગવાનના બે કાનોમાં લાકડાની બે સળીઓ ઠોકી દીધી હતી. એ સળીઓને પથ્થરથી એવી તો ઠોકી કે બંને સળીઓ અંદર મળી ગઈ! પછી ગોવાળે બહારની સળીઓ કાપી લીધી. ભગવાન ત્યાંથી વિહાર કરીને “મધ્યમા પાવા નગરમાં પધાર્યા. ત્યાં સિદ્ધાર્થ વણિક અને ખરક વૈદ્ય ભગવાનના કાનોમાંથી એ સળીઓ કાઢી. લોહીથી રંગાયેલી સળીઓ ખેંચી કાઢતાં ભગવાનના મુખેથી ચીસ નીકળી પડી. એનાથી આખું ઉદ્યાન ભયાનક બની ગયું. ખરકવૈદ્ય સંરોહણ ઔષધિથી તે કોનોના ઘાને ભરી દીધા અને ભગવાનને વંદન કરીને, એ બે જણા ચાલ્યા ગયા. એ ગોવાળ મરીને સાતમી નરકમાં ગયો અને ખરક વૈદ્ય અને સિદ્ધાર્થ મરીને દેવલોકમાં ગયા. 2010_03 Page #123 -------------------------------------------------------------------------- ________________ દિપાલિકા-પ્રવચન (૧) ૧૧૩ આ રીતે ભયંકર ઉપસર્ગો અને ઘોર પરીષહ સહન કરતાં વિવિધ તપશ્ચર્યા અને ધ્યાન કરતાં ભગવાનને સાડાબાર વર્ષથી કંઈક વધારે સમય વીતી ગયો હતો. શ્રી આવશ્યક-નિયુક્તિ ગ્રંથમાં ભગવાનની તપશ્ચય આ રીતે બતાવવામાં આવી છે. ૧. છ માસના તપ, ૧ પાંચ દિવસ ઓછા હોય તેવા છ માસનું તપ, ૯ ચારમાસી, ૨ત્રિમાસી. ૨ અઢી માસી. દુબે માસી, ૧દોઢ માસી, ૧૨ માસ ખમણ, ૭ર પક્ષખમણ ૧ ભદ્ર પ્રતિમા (બે દિવસની), ૧ મહાભદ્ર પ્રતિમા (ચાર દિનની) ૧ સર્વતોભદ્ર પ્રતિમા (દશ દિવસની) ૨૨૯ છ8, ૧૨ અઠ્ઠમ. કેવળજ્ઞાન-કલ્યાણક જ્યારે ભગવાનની દીક્ષાનું તેરમું વર્ષ ચાલતું હતું ત્યારે મધ્યમા પાવાથી વિહાર કરીને ભગવાન જભિયગ્રામ પધાર્યા. તેની નજીક ઋજુવાલુકા નદીને કિનારે એક જીર્ણ ચૈત્ય હતું. એ ચૈત્યની નજીક શ્યામક નામના એક ગૃહપતિનું ખેતર હતું. એ ખેતરમાં ‘શાલ” નામનું વૃક્ષ હતું એ વૃક્ષની નીચે ભગવંત ગોદોહિકા' આસન (જેમાં બેસીને ગાય દોહી શકાય તેવું આસન)માં બેઠા હતાં આતાપના લઈ રહ્યા હતા. ભગવાનને છઠ્ઠનો તપ હતો. વૈશાખ શુક્લા દશમીનો દિવસ હતો. ચોથો પ્રહર હતો. રવિવારનો દિવસ હતો. ‘વિજય’ નામનું મુહૂત હતું. ચંદ્રની સાથે ઉત્તરાફાલ્ગની નક્ષત્રનો યોગ હતો. ભગવાન શુક્લ ધ્યાનમાં નિમગ્ન હતા. એ સમયે ચાર ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો. ભગવાનને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રકટ થઈ ગયાં. ભગવાન રાગદ્વેષના વિજેતા ‘જિન’ બન્યા. સર્વજ્ઞ બની ગયા. સર્વદર્શી બન્યા. આ બાજુ દેવલોકમાં ઈન્દ્રનું આસન પ્રકંપિત થયું. “ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થઈ ગયું.” જાણીને સર્વ દેવો અત્યંત હર્ષિત થઈ ગયા. દેવ-દેવેન્દ્ર ભગવાનની પાસે આવ્યા. ગીત ગાવા લાગ્યા. નૃત્ય કરવા લાગ્યા. સ્તુતિ કરવા લાગ્યા. દેવોએ સમવસરણની રચના કરી. ભગવાન સમવસરણમાં બિરાજ્યા. ક્ષણિક ધર્મદિશના આપીને ભગવાને ત્યાંથી વિહાર કરી દીધો. એક રાતમાં બાર યોજનનો વિહાર કર્યો! ભગવાન પાવાપુરી પધાર્યા. ગામની બહાર મહસેનવર્નમાં બિરાજ્યા. વૈશાખ શુક્લા-એકાદશીનો દિવસ હતો. એ દિવસે તત્કાલીન બ્રાહ્મણ શ્રેષ્ઠ ૧૧ વિદ્વાનોએ પોતપોતના શિષ્યો સાથે પોતાની તાત્ત્વિક શંકાઓનું સમાધાન પામીને ભગવાન મહાવીરના ચરણોમાં જીવન સમર્પિત કર્યું. એમના નામ છે - ૧ ઇન્દ્રભૂમિ ગૌતમ, ૨ અગ્નિભૂતિ ગૌતમ, ૩ વાયુભૂતિ ગૌતમ, ૪ વ્યક્ત, ૫ સુધમાં, ૬ મંડિત, ૭ મૌર્યપુત્ર, ૮ અકપિત, ૯ અચલભ્રાતા, ૧૦ મેતાર્ય. ૧૧ પ્રભાસ. 2010_03 Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પર્વ-પ્રવચનમાળા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય આ અગિયાર ગણધરો માટે કહે છે. महाकुलाः महाप्राज्ञाः संविग्ना विश्ववंदिता । एकादशापि तेऽभूवन्मूलशिष्या जगद्गुरोः ॥ જગદ્ગુરુ ભગવાન મહાવીરના આ અગિયાર મૂળ શિષ્યો (ગણધર) મહાન કુળવાન હતા, મહાન પ્રાજ્ઞપુરુષ હતા. સંવિગ્ન એટલે મોક્ષરસિક હતા. તેમજ વિશ્વ માટે વંદનીય હતા. તીર્થસ્થાપના : આ બાજુ ચંદનબાલાને કૌશામ્બી નગરીમાં ખ્યાલ આવી ગયો અને તેના મનમાં ભગવાન પાસે દીક્ષા લેવા માટે ઇચ્છા પ્રકટ થઈ. એની ઈચ્છા જોઈને ભગવાન એને સમવસરણમાં લાવ્યા. ભગવાને એને દીક્ષા આપી. તે પછી ભગવાને હજારો નરનારીઓને શ્રાવકવ્રત આપ્યું. આ રીતે ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, એટલે કે ધર્મતીર્થની સ્થાપના કરી. “શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે. तित्थं पुण चाउवन्नाइन्ने समणसंघो, तं जहाः समण समणीओ, सावया, સાવિયાગો / ભગવાને મુખ્ય શિષ્યોને ત્રિપદી' આપી ૩પ૬ વા વિચાડ઼ વા યુવેરૂ વI ગણધરોએ આ ત્રિપદીના આધારે ‘દ્વાદશાંગી'ની રચના કરી. દ્વાદશાંગી' એટલે બાર અંગ. અંગ એટલે શાસ્ત્ર. ઇન્દ્ર રત્નના થાળમાં વાસક્ષેપ (સુગંધી ચૂણ) લઈને ભગવાનની પાસે ઊભા રહ્યા. ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ અગિયાર ગણધર નતમસ્તક થઈને ઊભા રહ્યા. ભગવાન સિંહાસન ઉપર ઊભા થયા અને બોલ્યાઃ દ્રવ્ય ગુણ અને પયયથી તમને અનુજ્ઞા છે.' સર્વ પ્રથમ પ્રભુએ ઇન્દ્રભૂતિ ગૌતમ ઉપર વાસક્ષેપ નાખ્યો પછી બાકીના ગણધરો ઉપર અનુક્રમે મસ્તક ઉપર વાસક્ષેપ નાખ્યો. એ સમયે આનંદિત દેવોએ પણ પ્રસન્નતાથી અગિયાર ગધણરો ઉપર ચૂર્ણ તેમજ પુષ્પોની વૃષ્ટિ કરી. ભગવાને એક પ્રહર સુધી દેશના આપી. પછી ભગવાનની ચરણપીઠ ઉપર બેસીને (સમવસરણમાં જ્યાં ભગવાન પોતાના ચરણ રાખતા હતા ત્યાં બેસીને) શ્રી ગૌતમ ગણધરે ઉપદેશ આપ્યો. ભગવાન પાવાપુરીથી વિહાર કરીને રાજગૃહ પધાર્યા. ત્યાં રાજકુમાર નંદિષેણ, મેઘકુમાર, વગેરેએ દીક્ષા લીધી. શ્રેણિક પુત્ર અભયકુમાર શ્રાવકનાં વ્રત લે છે. તુલસા શ્રાવિકા બને છે. 2010_03 Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ દીપાલિકા-પ્રવચન (૧) ભગવાને તેરમું ચાતુમસ રાજગૃહમાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાન બ્રાહ્મણકુંડગ્રામમાં પધાર્યા. તેઓ બહુસાલચૈત્યમાં બિરાજે છે. દેવો “સમવસરણ રચે છે. ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણને ભગવાનના આગમનના સમચાર મળે છે. તેમણે દેવાનંદાને કહ્યું: હે સુંદરી, ત્રણે લોકમાં તિલક સમાન સર્વજ્ઞશ્રી વીરજિન સ્વયં ગામમાં પધાર્યા છે.' ઋષભદત તથા દેવાનંદા સમવસરણમાં આવે છે. ભગવાનને જોઈને જ દેવાનંદાના સ્તનોમાંથી દૂધની ધારા છૂટે છે. ગૌતમ સ્વામી વગેરે આશ્ચર્યચકિત થઈ જાય છે. ગૌતમે પૂછ્યું: ‘ભગવંત, આ કોણ છે?” ભગવાને કહ્યું: “ગૌતમ, આ મારી માતા છે. હું એની કુક્ષિમાં ૮૨ દિવસ રહ્યો હતો !” ભગવાને ત્યાં ધર્મોપદેશ આપ્યો. ઋષભદત્ત અને દેવાનંદાએ ગૃહવાસ ત્યજી દીધો. સાધુ સાધ્વી બની ગયાં, કર્મક્ષય કર્યો અને મોક્ષે ગયાં. ત્યાંથી ભગવાન ક્ષત્રિયકુંડ ગયા. રાજા નંદિવર્ધન નગરજનોની સાથે વંદન કરવા આવ્યા. ભગવાનની પુત્રી પ્રિયદર્શના અને તેનો પતિ જમાલી પણ દર્શન કરવા આવ્યા છે. જમાલીને વૈરાગ્ય થાય છે. ૫00 રાજકુમારોની સાથે જમાલી દીક્ષા લે છે. પ્રિયદર્શના પણ ૧000 રાજકુમારીઓ સાથે દીક્ષા લે છે. ભગવાન ત્યાંથી વિહાર કરીને વૈશાલી પધાર્યા. ભગવાને ચૌદમું ચાતુર્માસ વૈશાલીમાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાન વત્સ દેશમાં પધારે છે. વત્સ દેશની રાજધાની શ્રાવસ્તી હતી. ત્યાં જયન્તી શ્રાવિકા (રાજા શતાનિકની બહેન) રહેતી હતી. તે ભગવાનની પાસે આવે છે. ધમપદેશ સાંભળ્યા પછી ભગવાનને તાત્ત્વિક પ્રશ્નો પૂછે છે, સમાધાન પામે છે અને દીક્ષા ગ્રહણ કરે છે. ત્યાંથી પ્રભુ વાણિજ્યગ્રામ પધારે છે. ત્યાં આનંદ શ્રાવક અને શિવાનંદા બાર વ્રતો ગ્રહણ કરે છે. ભગવાને પંદરનું ચાતુમસિ વાણિજ્ય ગ્રામમાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાન રાજગૃહમાં પધાર્યા. નગરની બહાર ગુણશીલ ચૈત્યમાં સ્થિરતા કરે છે. ત્યાં શ્રી ગૌતમસ્વામી ભગવાનને ધાન્યના અંકુરો વિશે - અંકુરોત્પત્તિ - શક્તિના વિષયમાં પ્રશ્ન પૂછે છે. ભગવાન સમાધાન કરે છે. અહીંશાલિભદ્ર તથા ધનાજીની દીક્ષા થાય છે. ધનાજી તેમજ શાલિભદ્રની વાત પ્રસિદ્ધ છે. બંને મુનિ કાલધર્મ પામીને અનુત્તર દેવલોકમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થાય છે. 2010_03 Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ભગવાને સોળનું ચાતુર્માસ રાજગૃહમાં કર્યું ઃ ચાતુમિસ પછી ભગવાન ચંપા પધાર્યા. ત્યાંનો રાજા હતો દત્ત. તેનો પુત્ર મહાચંદ્ર યુવરાજ હતો, તેને ૫૦૦ રાણીઓ હતી. ભગવાનની દેશના સાંભળીને મહાચંદ્ર પ્રભાવિત થાય છે અને દીક્ષા લે છે. પર્વ-પ્રવચનમાળા ત્યાંથી ભગવાન સિંધુ-સૌવીર દેશની રાજધાની વીતભયનગરમાં જાય છે. ત્યાંનો રાજા ઉદયન, ભગવાન પાસે દીક્ષા લે છે. વીતભય જતી વખતે રસ્તામાં સાધુઓને ભિક્ષા તથા પાણી ન મળવાથી ખૂબ કષ્ટ પડયું. રસ્તામાં તલથી ભરેલી ગાડીઓ મળી. ગાડીઓના માલિકે કહ્યું : ‘આ ખાઈને આપ લોકો ભૂખ શાંત કરો.’ પરંતુ ભગવાને મના કરી દીધી. તેઓ જાણતા હતા કે તલ અચિત્ત છે પરંતુ ખોટી પરંપરા ન પડી જાય, એટલા માટે તલ ન લીધા. એ જ રીતે સરોવરમાં અચિત્ત પાણી હતું; સાધુઓ તરસ્યા હતા, છતાં પણ ભગવાને અનુમતિ ન આપી. ભગવાન વીતભયથી વિહાર કરીને વાણિજ્યગ્રામ પધાર્યા. ભગવાને સત્તરમું ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં કર્યું ઃ ચાતુર્માસ પૂર્ણ થતાં ભગવાન બનારસ પધાર્યા. ભગવાનનો ઉપદેશ સાંભળીને ત્યાંનો શ્રીમંત શ્રેષ્ઠી ચુલ્લિનીપિતા અને એની પત્ની શ્યામા વ્રતધારી શ્રાવકશ્રાવિકા બન્યાં. એ રીતે સુરાદેવ અને તેની પત્ની ધન્યા પણ વ્રતધારી શ્રાવક શ્રાવિકા બન્યાં. બના૨સથી વિહાર કરીને ભગવાન આલંભિયા પધાર્યા. આલંભિયામાં પ્રભુ શંખવનમાં બિરાજ્યા. શંખવનની પાસે ‘પુદ્ગલ’ નામનો પરિવ્રાજક રહેતો હતો. તે વિભંગજ્ઞાની હતો. પરમાત્માના સંપર્કમાં આવ્યો. પ્રતિબુદ્ઘ થયો. દીક્ષા લીધી અને મોક્ષગામી બન્યો. આ નગરમાં ચુલ્લશતક અને એની પત્ની બહુલાએ પણ શ્રાવકધર્મ સ્વીકાર્યો. આલંભિયાથી ભગવાને વિહાર કર્યો અને રાજગૃહ પધાર્યા. ત્યાં મંકાતી, વિક્રમ, અર્જુનમાલી અને કાશ્યપની દીક્ષા થઈ. ભગવાને અઢારમું ચાતુર્માસ રાજગૃહમાં કર્યું ઃ ચાતુર્માસ પૂર્ણ થયા બાદ પણ ભગવાન રાજગૃહીમાં જ રહ્યા. એક દિવસે મગધસમ્રાટ શ્રેણિકે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું : ‘શ્રેણિક, તારે નરકમાં જવું પડશે. પરંતુ એની ચિંતા ન કરવી. ભાવિચોવીસીમાં તું પદ્મનાભ (બીજું નામ મહાપદ્મ) નામે પ્રથમ તીર્થંકર બનીશ.’ શ્રેણિકે રાજપરિવારમાં તથા મંત્રીઓ અને સામંતો વચ્ચે ઘોષણા કરી કે ઃ ‘જે : 2010_03 Page #127 -------------------------------------------------------------------------- ________________ દીપાલિકા -પ્રવચન (૧) ૧૧૭ કોઈ ભગવાનની પાસે પ્રવજ્યા લેશે તેને હું રોકીશ નહીં.' શ્રેણિકના ૨૩ પુત્રો તથા ૧૩ રાણીઓએ દીક્ષા લીધી. ભગવાને ઓગણીસમું ચાતુમસ રાજગૃહમાં કર્યું: ચાતુમસ પછી ભગવાન આલંબિયા થઈને કૌશામ્બી પધાર્યા. કૌશામ્બીના રાજા ઉદયનની માતા મૃગાવતીએ ભગવાન પાસે દીક્ષા લીધી. રાજા ચંડપ્રદ્યોત તથા તેની અંગારવતી આદિ આઠ રાણીઓએ પણ દીક્ષા લીધી. ભગવાને વીસમું ચાતુર્માસ વૈશાલીમાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાન કાકંદી નગરીમાં પધાર્યા. સમવસરણ થયું. રાજા જિતશત્રુ દર્શન-વંદન કરવા ગયો. કાકંદીમાં “ભદ્રા' નામની સાર્થવાહ-પત્ની રહેતી હતી. તેનો પુત્ર હતો ધન્યકુમાર. ૩૨ કન્યાઓ સાથે તેના લગ્ન થયાં હતાં. તેણે પણ ભગવાનનો ઉપદેશ સાંભળીને વૈરાગી બની દીક્ષા લીધી. એ સમયે રાજા જિતશત્રુએ ઘોષણા કરાવીઃ જે લોકો મૃત્યુના નાશની ઈચ્છા રાખે છે. અને એ માટે વિષય-કષાય ત્યાગ કરવા તત્પર હોય, પરંતુ મિત્ર, જાતિ તથા સ્વજનોના આગ્રહથી રોકાયા હોય તેઓ પ્રસન્નતાપૂર્વક દિક્ષા લઈ લે. તેમના સંબંધીઓના યોગક્ષેમની જવાબદારી હું મારી ઉપર લઈ લઉં છું.” ધન્યકુમાર “ધન્ના અણગાર’ નામે પ્રસિદ્ધ થયા. . કાકંદીમાં ‘સુનક્ષત્રની પણ દીક્ષા થઈ. 1 કાકંદીથી ભગવાન કાંડિલ્યપુર પધાર્યા. ત્યાં કુડકલિકે શ્રાવક વ્રત સ્વીકાર્યું. પ ભગવાન પોલાસપુર આવ્યા. ત્યાં સદાલકપુત્ર શ્રાવકવ્રત અંગીકાર કર્યું. ભગવાને એકવીસમું ચાતુર્માસ વૈશાલીમાં કર્યું? ' ચાતુર્માસ બાદ ભગવાન રાજગૃહ પધાર્યા. ત્યાં “મહાશતક' ગાથાપતિએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પાર્શ્વનાથ પરંપરાના શ્રમણોએ ભગવાન મહાવીરસ્વામીના ધર્મશાસનમાં પ્રવેશ કર્યો. રોહ અણગારે લોક-અલોક વિષયક પ્રશ્નો પૂછયા, ભગવાને સમાધાન કર્યું. - શ્રી ગૌતમ સ્વામીએ લોકસ્થિતિ વિષયક પ્રશ્નો પૂછડ્યા, ભગવાને સમાધાન કર્યું. 2010_03 Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પર્વ...વચનમાળા ભગવાને બાવીસમું ચાતુમસ રાજગૃહમાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાન કઢંગલા નગરીમાં પધાર્યા ત્યાં સ્કંદપરિવ્રાજક પ્રતિબુદ્ધ થાય છે. નંદિનીપિતા શ્રાવકધર્મ સ્વીકારે છે. ભગવાને ત્રેવીસમું ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં કર્યું? ચાતુમસ પછી ભગવાન બ્રાહ્મણકુંડ ગ્રામમાં પધાર્યા. પણ અહીં જમાલી મુનિએ ભગવાનના કમાણે કડે સિદ્ધાંતનો અપલાપ કર્યો. ડેડે સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું અને ભગવાનથી અલગ થઈ ગયા. ભગવાન વિહાર કરીને કૌશામ્બી પધાર્યા. ત્યાં નીચેની બે ઘટનાઓ બની. . ચંદ્ર અને સૂર્ય પોતપોતાનાં વિમાનો લઈને ભગવાનને વંદન કરવા આવ્યા. . સાધ્વી મૃગાવતીજીને કેવળજ્ઞાન થયું. ભગવાને ચોવીસમું ચાતુર્માસ રાગૃહમાં કર્યું? ચાતુમસ પછી ભગવાન ચંપાનગરીમાં પધાર્યા. સમ્રાટ શ્રેણિકનું મૃત્યુ થઈ ગયું હતું. શ્રેણિકપુત્ર કોણિકે ચંપાને રાજધાની બનાવી હતી. તેણે ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યું. શ્રેણિકના દસ પુત્રોએ દીક્ષા લીધી. ભગવાનનું પચીસનું ચાતુમસ મિથિલામાં થયું? ચાતુર્માસ પછી ભગવાન અંગદેશમાં પધાર્યા. - વૈશાલી (વિદેહની રાજધાની)માં ચેટક મહારાજા અને કોણિકનું યુદ્ધ ચાલતું હતું. - ભગવાન ચંપા નગરીથી પૂર્ણભદ્ર શૈત્ય સધાય. શ્રેણિકની કાલી આદિ ૧૦ રાણીઓએ દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યા કરી અને મોક્ષદશા પ્રાપ્ત કરી. ભગવાને છવ્વીસમું ચાતુર્માસ મિથિલામાં કર્યું? ચાતુમસ પછી ભગવાન શ્રાવસ્તીમાં પધાર્યા ત્યાં હલ્લ-વિહલ્લની દીક્ષા થઈ. ગોશાલકે ભગવાનના શિષ્ય નક્ષત્ર અને સવનુભૂતિનો તેજોવેશ્યાથી ઘાત કર્યો પછી ભગવાન ઉપર તેજોલેશ્યા છોડી. ગોાલકનું મૃત્યુ થાય છે. ભગવાનને ૬ માસ સુધી શરીરમાં પિત્તજ્વર થયો હતો. સિંહ અણગાર રહે છે. રેવતી શ્રાવિકાને ઘેરથી બિજોરા-પાક લાવવામાં આવે છે. એનાથી ભગવાનનો પિત્તવર શાન્ત થાય છે. ભગવાનની પુત્રી પ્રિયદર્શના જમાલિના પક્ષમાં માનતી તેથી તેની શિષ્યાઓ સ્વાગત કર્યું. શ્રેણિકે ચંપાને રાજધાની કલા સમાટ શ્રેણિકનું , 2010_03 Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ દિપાલિકા -પ્રવચન (૧) સાથે ભગવાનથી અલગ પડી ગઈ અને શ્રાવસ્તીમાં જાય છે. ત્યાં ભગવાનના અનન્ય ભક્ત વિદ્વાન શ્રાવક ઢંકને ત્યાં સ્થિરતા કરી હોય છે. ટંકશ્રાવક પ્રિયદર્શના સાધ્વીને ભગવાનની વાત પ્રયોગથી સમજાવે છે. પ્રિયદર્શના ભગવાન પાસે પાછી ફરે છે. પ્રાયશ્ચિત્ત કરીને વિશુદ્ધ થાય છે. ભગવાને સત્તાવીસમું ચાતુમસ મિથિલામાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાને પશ્ચિમ જનપદ તરફ વિહાર કર્યો. જ્યારે શ્રાવસ્તીમાં પધાર્યા ત્યારે પાર્શ્વનાથ પરંપરાના કેશી ગણધર ત્યાં બિરાજમાન હતા. ગૌતમ સ્વામી સાથે તેમને તત્ત્વચર્ચા થાય છે. કેશી ગણધર ભગવાન મહાવીરના સંઘમાં સંમિલિત થઈ જાય છે. ભગવાન મહાવીર ત્યાંથી વિહાર કરીને અહિછત્રા નગરીમાં જાય છે. ત્યાં શિવરાજાની દીક્ષા થાય છે. ભગવાન મોકા નગરીમાં પધારે છે. ત્યાં ઇશાનેન્દ્ર અને ચમરેન્દ્રના પૂર્વભવો બતાવે છે. ભગવાનનું અઠ્ઠાવીસમું ચાતુમસિ વાણિજ્યગ્રામમાં ચાતુર્માસ પછી ભગવાન રાજગૃહીમાં પધારે છે. દેશનામાં “આજીવકમત'ની આલોચના કરે છે. રાજગૃહીની પાસે વિપુલાચલ પર અનેક શ્રમણો અનશન કરીને મુક્તિ પામે છે. ભગવંતે ઓગણત્રીસમું ચાતુમસ રાજગૃહમાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાન ચંપા પધારે છે. n દેશ માં ત્યાં કહ્યું : “જે મનુષ્ય પોતાની લબ્ધિથી અષ્ટાપદ પર્વ ઉપર ચડે છે તે આ જ ભવમાં મુક્તિ પામે છે.” ગૌતમસ્વામી અષ્ટાપદ જાય છે. “જંઘાચરણલબ્ધિથી સૂર્યના કિરણોના સહારે પર્વત ઉપર ચડે છે. ત્યાં એક તિર્યક્ ભક દેવ કે જે વજસ્વામીનો જીવ હતો, તેને ધમપદેશ આપે છે. નીચે આવે છે. ૧૫૦૦ તાપસીને દીક્ષા આપે છે. એ સર્વેને કેવળજ્ઞાન થાય છે. | ભગવાન પૃષ્ઠચંપામાં જાય છે. ત્યાં રાજા શાલ-મહાશાલની દીક્ષા થાય છે. - દેવ, કામદેવ શ્રાવકના “સમ્યકત્વ'ની ભારે પરીક્ષા કરે છે. કામદેવ નિશ્ચલ રહે છે. ભગવાને કામદેવની પ્રશંસા કરી. • ભગવાન વિદિશા પધારે છે. રાજા દશર્ણિભદ્રની દીક્ષા થાય છે. 2010_03 Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પર્વ...વચનમાળા ભગવાને-ત્રીસમું ચાતુમસિ વાણિજ્યગ્રામમાં કર્યું? ચાતુમસ બાદ ભગવાન કાંપિલ્યપુર પધાર્યા. શ્રી ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને અંબડ પરિવ્રાજકનું વૃત્તાંત કહી સંભળાવ્યું. અંબડનું અનશન, દેવલોક, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ અને મોક્ષ....વગેરે બતાવ્યું. ભગવાને એકત્રીસમું ચાતુર્માસ વૈશાલીમાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાન વાણિજ્યગ્રામ પધાર્યા. દ્વિપલાશ-ચૈત્યમાં બિરાજ્યા. ત્યાં પાર્શ્વનાથ પરંપરાના શ્રી ગાંગેય મુનિ આવે છે, અને ભગવાનને પ્રશ્નો પૂછે છે. ભગવાન એમના પ્રશ્નોનું સમાધાન કરે છે..ગાંગેયમુનિ ભગવાનના શ્રમણસંઘમાં જોડાઈ જાય છે. ભગવાને બત્રીસમું ચાતુર્માસ વૈશાલીમાં ગાળ્યું ચાતુમસ પછી ભગવાન રાજગૃહમાં પધારે છે, અને ગુણશીલ ચૈત્યમાં બિરાજે . ગૌતમસ્વામીએ અન્ય તીર્થિકો સંબંધી પ્રશ્નો પૂછડ્યાં. ભગવાને તેના પ્રત્યુત્તરો આપ્યા. ગૌતમસ્વામીએ “આરાધના'ના વિષયમાં પ્રશ્નો પૂછયાં. ભગવાને તેના પ્રત્યુત્તરો આપ્યા. ગૌતમસ્વામીએ પુદ્ગલ-પરિણામ'ના વિષયમાં પ્રશ્નો કર્યા. અને ભગવાને તેના પ્રત્યુત્તરો આપ્યા. રાજગૃહીથી ભગવાન પૃષ્ઠચંપા પધાર્યા. ભગવાનની આ યાત્રામાં પિઠર, ગાગલિ આદિની દીક્ષા થઈ. ભગવાન ફરીથી રાગૃહ પધાર્યા. ત્યાં ભગવાનના પરમભક્ત મદુદુક શ્રાવકની અન્ય મતાવલંબીઓ સાથે તાત્ત્વિક ચર્ચા થાય છે. મદુક એ લોકોને નિરુત્તર ' કરી દે છે. ભગવાનનું તેત્રીસમું ચાતુમસ રાજગૃહમાં ચાતુર્માસ પછી નિકટવર્ત પ્રદેશોમાં વિચરણ કરીને ભગવાન પુનઃ રાજગૃહ પધારે છે. “કાલોદયી' નામના તપસ્વીને પંચાસ્તિકાયના વિષયમાં બોધ કરાવે છે. કાલોદયી દીક્ષા લે છે. જાલી, મહાલી વગેરે અણગારો વિપુલાચલ પર અનશન કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. 2010_03 Page #131 -------------------------------------------------------------------------- ________________ દીપાલિકા-પ્રવચન (૧) ૧૨૧ ગૌતમસ્વામીની સાથે પેઢાલપુત્રની તાત્ત્વિક ચર્ચા થાય છે. પેઢાલપુત્ર ભગવાનની પાસે આવીને દીક્ષા લે છે. ચોત્રીસનું ચાતુર્માસ નાલંદામાં ચાતુર્માસ બાદ ભગવાન વાણિજ્યગ્રામ પહોંચ્યા. ત્યાં સુદર્શન' નામનો શ્રીમંત અને વિદ્વાન્ બ્રાહ્મણ રહેતો હતો. તેણે ભગવાનની પાસે આવીને ઉકાળ' વિષયક પ્રશ્નો પૂછ્યા. ભગવાને ચાર પ્રકારના કાળ બતાવ્યા. પછી ભગવાને સુદર્શનનો પૂર્વભવ બતાવ્યો. સુદર્શને દીક્ષા લીધી. ગૌતમસ્વામી આનંદ શ્રાવકને ત્યાં જાય છે. આનંદે આજીવન અનશન કર્યું હતું. ત્યાં આનંદે પોતાના અવધિજ્ઞાનની વાત કરી. ગૌતમસ્વામીને શંકા થાય છે. ભગવાન આનંદની વાત સાચી બતાવે છે. ગૌતમસ્વામી આનંદ પાસે ક્ષમા માગે છે. ભગવાન પાંત્રીસમું ચાતુર્માસ વૈશાલીમાં કરે છે? ચાતુર્માસ પછી ભગવાન કોશલભૂમિ પર પધારે છે. ત્યાંથી સાકેતપુર પહોંચ્યા. ત્યાંનો રાજા હતો શત્રુંજય. ત્યાં જિનદેવ નામના શ્રાવકના પરિચયથી કોટિવેશનગરનો રાજા ચિલાત સાકેતપુરમાં આવે છે. ભગવાનના પરિચયમાં આવે છે અને દીક્ષા લે છે. ભગવાનનું છત્રીસમું ચાતુમસ મિથિલામાં થાય છે? ચાતુમસ પછી ભગવાન રાજગૃહ પધારે છે. પ્રભાસ ગણધર એકમાસના ઉપવાસ કરીને નિર્વાણ પામે છે. ભગવાનનું સાડત્રીસમું ચાતુમણિ રાજગૃહમાં થાય છે? ચાતુર્માસ પછી રાજગૃહમાં જ ગણધર અચલભ્રાતા અને મેતા અનશન ગ્રહણ કરીને નિર્વાણ પામે છે. ભગવાનનું આડત્રીસમું ચાતુમસ નાલંદામાં થાય છે? ચાતુર્માસ પછી ભગવાન મિથિલા પહોંચ્યા. ભગવાન મણિભદ્ર ચૈત્યમાં ઊતર્યા. સમવસરણ થયું. રાજા જિતશત્રુ અને રાણી ધારિણી ભગવાનની પાસે આવ્યાં. ભાવપૂર્વક વંદના કરી. શ્રી ગોતમસ્વામીએ ભગવાનને જ્યોતિષ સંબંધી ૨૦ પ્રશ્નો પૂછ્યાં. ભગવાને પ્રત્યુત્તર આપ્યો. (એનું સંપૂર્ણ વિવરણ “સૂર્યપ્રજ્ઞપ્તિ અને “ચંદ્રપ્રજ્ઞપ્તિ'માં મળે છે.) 2010_03 Page #132 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા ભગવાનનું ઓગણચાલીસમું ચાતુર્માસ મિથિલામાં...ચાલીસમું પણ મિથિલામાં થયું ઃ ૧૨૨ ચાતુમિસ પછી ભગવાન રાજગૃહ પધાર્યા. શ્રાવક મહાશતકને અવધિજ્ઞાન થાય છે. મહાશતકની પત્ની રેવતી મહાશતકના ધ્યાનમાં વિઘ્ન નાખે છે. મહાશતકને ક્રોધ આવે છે. તેણે રેવતીને કહ્યું : ‘રોગી બનીને સાતમા દિવસે મરીશ અને નરકમાં જઈશ.' ભગવાને શ્રી ગૌતમસ્વામીને મહાશતકની પાસે મોકલ્યા. અને કટુભાષણ કરવાનું પ્રાયશ્ચિત્ત કરાવ્યું. અગ્નિભૂતિ અને વાયુભૂતિ - બે ગણધરો નિર્વાણ પામ્યા. ભગવાનનું એકતાલીસમું ચાતુર્માસ રાજગૃહમાં ગણધર શ્રી વ્યક્ત, મંડિત, મૌર્યપુત્ર અને અપિત નિર્વાણ પામે છે. શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નોના ઉત્તરમાં ભગવાન ૬ આરાનું અને કાલચક્રનું વર્ણન કરે છે. ભગવાનનું બેતાલીસમું ચાતુર્માસ અપાપાપુરીમાં : શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું આ અંતિમ ચાતુર્માસ હતું. આ ચાતુર્માસમાં શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. અને ભગવાને પ્રત્યુત્તરો આપ્યા છે. ભગવંતની અંતિમ દેશનાના વિષયમાં અને નિર્વાણ કલ્યાણકના વિષયમાં કાલે પ્રવચન થશે. આજ બસ, આટલું જ. 2010_03 Page #133 -------------------------------------------------------------------------- ________________ , , પ્રવચન : | શ્રી દીપાલિકા-પ્રવચન - ૨ (શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની અંતિમ દેશના) : : સંકલનાઃ ૧. અંતિમ દેશના - શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૨. ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ અધ્યયનો ૧. વિનયકૃત, ર. પરીષહ ૩. ચતુરંગીય. ૪. પ્રમાદા પ્રમાદ, ૫. અકામ મરણીય, ૬. ક્ષુલ્લક નિગ્રન્થીય, ૭. ઉરીય, ૮. કપિલીય, ૯ નમિધ્વજ્યા, ૧૦. દ્રુમપત્રક, ૧૧. બહુશ્રુતપૂજા, ૧૨. હરિકેશીય, ૧૩. ચિત્ર-સંભૂતિયા, ૧૪. ઈષકારીય. ૧૫ ભિખ્ખું, ૧૬. બ્રહ્મચર્યસમાધિ, ૧૭. પાપ શ્રમણીય. ૧૮. સંજય, ૧૯. મૃગાપુત્રીય, ૨૦. મહાનિધીય, ૨૧. સમુદ્રપાલીય, ૨૨. રથનેમિ, ૨૩. કેશી-ગૌતમીય, ૨૪. પ્રવચનમાતા, ૨૫. યજ્ઞીય ૨૦. સામાચારી, ૨૭. ખાંકીય, ૨૮. મોક્ષમાર્ગગતિ, ર૯સમ્યક્ત-પરાક્રમ, ૩૦ તપોમાર્ગગતિ, ૩૧. ચરણવિધિ, ૩ર, પ્રમાદસ્થાન, ૩૩. કર્મપ્રકૃતિ. ૩૪. વેશ્યા. ૩૫. અણગારમાર્ગ-ગતિ, ૩૬ જીવાજીવવિભક્તિ. ૩. નિવણિકલ્યાણકઃ ૪. શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન. 2010_03 Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ‘કલ્પસૂત્ર'માં શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે तेणं कालेणं तेणं समएणं... पावाए मज्झिमाए हत्थिवालस्स रण्णो रज्जगसभाए एगे अबीए छट्ठणं भत्तेणं अपाणएणं साइणा नक्खत्तेणं जोगमुवागएणं पच्चूसकाल - समयंसि संपलियंकनिसण्णे पणपन्नं अज्झयणाई कल्लाणफल- विवागाई, पपन्नं अज्झयणाई पावफलविवागाई, छत्तीसं च अपुट्ठवागरणाई, "पहाणं" नाम अज्झयणं विभावेमाणे विभावेमाणे कालगए विइक्कंते समुज्झाए छिन्न जाइजरा - मरणबन्धणे सिद्धे, बुद्धे, मुत्ते अंतगडे परिनिव्वुडे सव्वदुकखपहीणे । (સૂત્રઃ ૨૪૭) શ્રમણ ભગવાન મહાવીરસ્વામી અપાપાપુરીમાં બિરાજમાન હતા. રાજા હસ્તિપાલની લેખશાળામાં ચાતુર્માસ વ્યતીત કરી રહ્યા હતા. ભગવાનનું આ અંતિમ ચાતુર્માસ હતું. ચાતુર્માસના ત્રણ માસ વ્યતીત થઈ ચૂક્યા હતા. ચોથો માસ ચાલતો હતો. સર્વજ્ઞ ભગવાન જાણતા હતા પોતાના જીવનકાળની સમાપ્તિ. કાર્તક કૃષ્ણા તેરસની મધ્યરાત્રિએ ભગવાને સમવસરણમાં બિરાજીને અંતિમ દેશના શરૂ કરી દીધી. પૂર્વ-પ્રવચનમાળા ભગવાને પોતાની દેશનામાં ૫૫ અધ્યયન પુણ્યફલ વિપાક' સંબંધી અને ૫૫ અધ્યયન પાપલ વિપાક' સંબંધી કહ્યા, તે પછી ભગવાને ૩૬ અધ્યયન ‘અપ્રશ્નવ્યાકરણ' એટલે કે વગર પૂછેલા અંગે કહ્યા. આ ૩૬ અધ્યયન ‘ઉત્તરાધ્યયન‘ કહેવાયા. આજે આપણું ૫૨મ સૌભાગ્ય છે કે આ ૩૬ અધ્યયન - ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ના રૂપમાં આજે પણ એટલે કે ૨૫૦૦ વર્ષ પછી પણ ઉપલબ્ધ છે. આ ગ્રંથ ઉપર સંસ્કૃત ભાષામાં અનેક ટીકાગ્રંથો લખાયા છે. આ ગ્રંથનું અધ્યયન-અધ્યાપન શ્રમણ-શ્રમણીસંઘમાં ચાલતું રહે છે. કોઈ કોઈ વાર ચાતુર્માસિક વ્યાખ્યાનોમાં પણ ગ્રંથ સંભળાવવામાં આવે છે. પરંતુ છતાં ય ગૃહસ્થવર્ગ આ ગ્રંથથી પરિચિત નથી. તમે લોકોએ કદાચ ભાગ્યે જ આ ગ્રંથને સાંભળ્યો હશે. સભામાંથી : અમે લોકોએ આ ગ્રંથ કદી સાંભળ્યો નથી ! મહારાજશ્રી : આજે સંભળાવીશ, પરંતુ અતિ સંક્ષેપમાં સંભળાવીશ. એક એક અધ્યયનનો પરિચય આપીશ. વિષય-પ્રતિપાદન કરીશ. એટલું ય એકાગ્ર બનીને સાંભળશો તો આ ગ્રંથ ઉપર અહોભાવ જાગૃત થશે અને સાંભળવાની જિજ્ઞાસા ઉદ્ભવશે. બસ, આજે તો મારે આટલું જ કામ કરવાનું છે - તમારા લોકોના હૃદયમાં 2010_03 Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) ‘ઉત્તરાધ્યયન સ્ત્રીની પ્રતિષ્ઠા કરવી છે! એ યાદ રાખજો, આ ભગવાનની અંતિમ દેશના છે. અંતિમ દેશના અતિ મહત્ત્વપૂર્ણ હોય છે. મોક્ષમાર્ગની આરાધના કરનારા મહાપુરુષો માટે તો-મુમુક્ષુઓ માટે તો આ દેશના, દેશનાનો એક એક શબ્દ અતિમૂલ્યવાન છે. ૧. વિનયશ્રતઃ પહેલો અધ્યાય છે ‘વિનયકૃત' નામનો. અધ્યયનના પ્રારંભે ભગવાને જણાવ્યું છે. संजोगा विप्पमुक्कस्स अणगारस्स भिक्खुणो । विणयं पाउकरिस्सामि आणुपुव् िसुणेह मे ॥ ‘સંયોગોથી સર્વથા મુક્ત એવા અણગાર ભિક્ષુનો વિનયધર્મ” હું ક્રમશઃ પ્રકટ કરીશ, તેને તમે સાંભળો.” સાધુ તેમજ સાધ્વી ચતુર્વિધ સંઘમાં મુખ્ય હોય છે. તેમને લક્ષ્યમાં રાખી ભગવાને દેશનાનો પ્રારંભ કર્યો છે. સંઘનો આધાર શ્રમણ-શ્રમણી હોય છે. અને મોક્ષમાર્ગની આરાધનાનું મૂળ “વિનયધર્મ છે. આ વાત તેમને બતાવવામાં આવી છે. “વિયમૂત્રો ધબ્બો ધર્મનું મૂળ વિનય છે. આ વાત પ્રત્યેક મુમુક્ષુએ યાદ રાખવા જેવી છે. વિનય કોનો કરવો, વિનય કેવી રીતે કરવો, વિનયનું ફળ શું છે, વગેરે વાતો ૪૮ ગાથાઓમાં જણાવી છે. સાધુજીવનનો પ્રાણ છે વિનય, વિનય છે તો સાધુતા છે. વિનય નથી તો સાધુતા નથી ! વિનય છે તો જ્ઞાનપ્રાપ્તિ છે, વિનય નથી તો જ્ઞાનપ્રાપ્તિ નથી. ર. પરીષહઃ જ્ઞાનપ્રાપ્તિ માટે વિનય અનિવાર્ય છે. આમ તો ચારિત્રપાલનમાં પરિષહોને સમતાપૂર્વક સહન કરવા આવશ્યક છે. ભગવાને મોક્ષમાર્ગના સાધકોને ૨૨ પરીષહ સહન કરવાની આ બીજા અધ્યાયમાં પ્રેરણા આપી છે. એક એક પરીષહોનું સ્વરૂપ બતાવ્યું છે, અને આ રીતે પરીષહ આવતાં એટલે કે કષ્ટ-આપત્તિ આવતાં સમતાભાવ ટકાવી રાખવો એ પણ સમજાવ્યું છે. પરીષહ પ્રતિકૂળ અને અનુકૂળ - બે પ્રકારના બતાવ્યા છે. કષ્ટોને સહન કરતા રહો! સહન કરે તે સાધુ!' એવું સૂત્ર આ અધ્યયનમાં આપી દીધું છે ! “સુધા, તરસ, અપમાનતાડન.વગેરે સમતાભાવથી સહન કરતાં રહો! કષ્ટોમાં દુઃખ ન માનો. કર્મક્ષયનો અણમોલ અવસર માનો!” આ અધ્યયન સાધુ-સાધ્વીને સુખ સુવિધાઓથી દૂર રહેવાની પ્રેરણા આપે છે. 2010_03 Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પર્વ-પ્રવચનમાળા જીવનને સહનશીલ બનાવવાનો ઉપદેશ આપે છે. ૪૬ ગાથાઓમાં સાધુ-સાધ્વીને વૃઢતાપૂર્વક પરીષહોને સહન કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ૩. ચતુરંગીયઃ चत्तारि परमंगाणि दुल्लहाणीह जंतुणो । माणुसत्तं सुई सद्धा, संजमम्मि अ वीरियं ।। ત્રીજા અધ્યયનનો પ્રારંભ આ પ્રસિદ્ધ ગાથાથી થાય છે. “ભગવાને કહ્યું: ‘જીવાત્મા માટે મનુષ્યજન્મ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ – આ ચાર વાતો દુર્લભ છે.” જેને મનુષ્યજન્મ મળ્યો છે તેઓ મનુષ્યજન્મની દુર્લભતાને સમજતાં નથી ! જેમને જિનતત્ત્વોનું શ્રવણ સુલભ છે તેઓ તેની દુર્લભતા સમજતાં નથી. જેને સહજતાથી ધર્મશ્રદ્ધા મળી છે, તેઓ તેની દુર્લભતા નથી જાણતા, અને જેને સંયમધર્મ મળ્યો છે તેની દુર્લભતા સમજતા નથી. એને કારણે જ એ લોકો પ્રમાદી, બનીને પ્રાપ્ત થયેલાં દુર્લભ તત્ત્વોને ખોઈ બેસે છે. મનુષ્યનો આ સ્વભાવ છે કે જેને દુર્લભ સમજે છે તેની સારી સંભાળ રાખે છે. જેને સુલભ સમજે છે તેની પરવા કરતો નથી. ચોથા અધ્યયનમાં ભગવાને રોચક શૈલીથી મનુષ્ય જીવનની પ્રાપ્તિને દુર્લભ બતાવી છે. મનુષ્યજીવન પ્રાપ્ત થયા છતાં પણ સર્વજ્ઞભાષિત તત્ત્વોનું શ્રવણ પ્રાપ્ત થવું વધારે દુર્લભ બતાવ્યું છે. તત્ત્વશ્રવણથી ય વધારે દુર્લભ તત્ત્વશ્રદ્ધા બતાવી છે. અને તત્ત્વશ્રદ્ધાથી અતિદુર્લભ સંયમ-પુરુષાર્થને ગણાવ્યો છે. આપણે આ ચારે વાતોની દુર્લભતા સમજવાની છે અને એ વાતોનો સદુપયોગ કરવો છે. સંભાળ રાખવાની છે. ૨૦ ગાથાના અધ્યયનમાં અંતિમ સિદ્ધિનું લક્ષ્ય આપીને કર્મક્ષય માટે પુરુષાર્થશીલ બનવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ૪. પ્રમાદાપ્રમાદઃ અસંય નીવિયં મા પમાયા ! “જીવન ક્ષણિક છે, પ્રમાદ ન કરો.” કેટલી અદ્ભુત પ્રેરણા આપી છે ! આળસને દૂર કરીને, અપ્રમત્ત-જાગૃત બનીને ધર્મપુરુષાર્થ કરવાનો અનુપમ ઉપદેશ આપ્યો છે. વૃદ્ધાવસ્થામાં પુરુષાર્થ નહીં થાય! યૌવન જ ધર્મપુરુષાર્થ કરી લેવા માટે સુયોગ્ય અવસ્થા છે. સ્ત્રી, ધન..ઇત્યાદિના મોહનાં પાપાચરણ કરનારાઓની કેવી દુર્ગતિ થાય છે એ બતાવીને કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. એ સત્યને સ્પષ્ટ કર્યું છે. સંસારમાં 2010_03 Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) ૧૨૭ જીવની અશરણતા કેવી છે એ સમજાવ્યું છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત ન બનતાં, ક્રોધ અને માનને છોડીને નિરંતર ધર્મપુરુષાર્થ કરતા રહેવાનો ઉપદેશ આપ્યો છે. અપૂરવલ્લી ૩ વર અપમત્તો ! “આત્માની રક્ષા કરતાં અપ્રમત્ત બની ચાલ્યા કરો.” આત્માની દુર્ગતિ ન થાય, એ વાતની સાવધાની રાખીને જીવનયાત્રા કરવાની વાત કરી છે. સ્વજન, ધન, અને પરિજનો ઉપર વિશ્વાસ ન કરવાનું કહ્યું છે. કારણ કે મૃત્યુ અને દુર્ગતિથી એ સ્વજન અને ધન વગેરે આત્માને બચાવી શકશે નહીં. પ્રમાદનો ત્યાગ કરી અપ્રમત્ત બની, જીવનનિરપેક્ષ થઈને કર્મક્ષય કરવાની પ્રેરણા આપવામાં આવી છે આ ૧૩ ગાથાઓનાં અધ્યયનમાં. ૫. અકામ મરણીયઃ પ્રમાદીનું અકાળ મરણ થાય છે. અપ્રમાદીનું સકામ મૃત્યુ થાય છે ! વિવેકહીન બાલજીવ - અજ્ઞાનીજીવ પુનઃ પુનઃ અકામ મૃત્યુનો શિકાર બને છે, જ્યારે પંડિતચારિત્રવાન પુરુષોનું સકામ મૃત્યુ વધારેમાં વધારે આઠ વાર થાય છે. બાલ જીવોની પરિભાષા-વ્યાખ્યા કરતાં ભગવાને કહ્યું છે. જે જીવ કામાસક્ત છે, કૂર કર્મ કરનાર છે, કામભોગોમાં આસક્ત છે, અસત્યભાષી છે, હિંસા કરે છે, માયા આચરે છે. માંસભક્ષી છે. શરાબી છે એ બાલ જીવ છે.” આવા જીવો વર્તમાન જીવનમાં અને પારલૌકિક જીવનમાં દુઃખી થાય છે. નરકગતિ અને તિર્યંચગતિનાં દુઃખ પામે છે. પંડિત જીવોની પરિભાષા કરતાં ભગવાને કહ્યું છે : “જે પુણ્યશાલી છે, ચારિત્રધારી છે, અને ઇન્દ્રિય વિજેતા છે, તે પંડિત છે. આવા જીવ સાધુ પણ હોઈ શકે છે અને ગૃહસ્થ પણ હોઈ શકે છે. આવા જીવ ત્રણ પ્રકારનાં અનશનમાંથી કોઈ પણ એક અનશનનો સ્વીકાર કરીને મૃત્યુ પામે છે. ૩૨ ગાથાઓનું આ અધ્યયન ગહન મનોમંથન કરવા પ્રેરે છે. ૬. કુલ્લક નિગ્રન્થીય ? અજ્ઞાન અને અનાચારના કટુ પરિણામો બતાવીને સમ્યજ્ઞાન અને શુદ્ધ આચાર પામવાનું ર્દયસ્પર્શી ઉર્બોધન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. ગપ્પા સંગ્વસિષ્ણા પિત્તિ મુકું પૂ, I ‘તત્ત્વજ્ઞાની પુરુષે સ્વયં સંયમ ધારણ કરવું અને જીવ માત્ર પ્રત્યે મૈત્રી ધારણ કરવી.” 2010_03 Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પર્વશ્રવચનમાળા શ્રમણ તેમજ શ્રમણીઓને સંબોધન કરતાં જ્ઞાન અને ચારિત્રમાં દ્રઢ થવાની પ્રેરણા આપવામાં આવી છે. સાધુજીવનમાં આહાર-વિહારની મર્યાદાઓનું પાલન કરવામાં પ્રમાદ ન કરવાનું કહ્યું છે. મોક્ષપ્રાપ્તિના ઉદ્દેશને લઈને સાધુને પોતાનાં પૂર્વોપાર્જિત કર્મોનો નાશ કરવા માટે પુરુષાર્થ કરવાનું કહ્યું છે. સંયમપાલનની વૃષ્ટિથી શ્રમણે પોતાના શરીરનું પાલન કરવું, તેમાં આસક્તિ ન રાખવી. મુનિ પણ વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણો પ્રહણ કરવાની બાબતમાં તેમજ ઉપભોગમાં આસક્તિ ન રાખે. આ ૧૮ ગાથાઓનું અધ્યયન સાધુ-સાધ્વી માટે પ્રેરણાનો સ્ત્રોત છે. ૭. ઉરબ્રીયઃ આ અધ્યયનમાં મનુષ્યલોકના વિષય સંબંધી સુખોની નિઃસારતા તેમજ દુખદાયિતા સમજાવવા માટે બકરાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. માંસાહારી ગૃહસ્થને ત્યાં રહેલા બકરાને મગ, અડદ આદિ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. એથી બકરો હષ્ટપુષ્ટ થાય છે. પરંતુ એ જાણતો નથી કે આ પુષ્ટિનું પરિણામ શું આવશે. જ્યારે કોઈ મહેમાન આવે છે ત્યારે એ બકરાને મારીને તેનું માંસ રાંધવામાં આવે છે. એ રીતે કામભોગમાં આસક્ત જીવ જાણતો નથી કે સુખભોગોનું ફળ નરક આદિ દુર્ગતિ છે. તીવ્ર વિષયાસક્ત જીવ નરકાદિ દુર્ગતિમાં જાય છે. બીજું ઉદાહરણ આપ્યું છે ત્રણ વેપારીઓનું ત્રણ વેપારી વેપાર કરવા પરદેશ ગયા. જે બુદ્ધિમાન હતો તે ખૂબ ધન કમાઈને ઘેર આવ્યો. જે મધ્યમ બુદ્ધિનો હતો તે જેટલું ધન લઈને ગયો હતો તેટલું જ ધન લઈને પાછો આવ્યો. જે મૂર્ખ હતો તેણે જુગાર રમવામાં અને અન્ય વ્યસનોમાં ધન ખોઈ નાખ્યું.ગરીબ થઈને ઘેર આવ્યો. એ રીતે જે મનુષ્ય બુદ્ધિમાન હોય છે તે જીવનમાં એવો પુરુષાર્થ કરે છે કે જેના ફળ સ્વરૂપે સ્વર્ગ પામે છે. જે મધ્યમ બુદ્ધિવાળો હોય છે તે એવો પુરુષાર્થ કરે છે કે જેથી ફરીથી મનુષ્યજન્મ પામે છે, અને મૂર્ખ હોય છે તે જીવન હારી જાય છે અને નરકનતિર્યંચગતિમાં ચાલ્યો જાય છે. આ અધ્યયનમાં દેવગતિનાં, મનુષ્યગતિનાં, તિર્યંચગતિનાં અને નરકગતિનાં કારણો બતાવ્યાં છે. ૩૦ ગાથાના આ અધ્યયનમાં કામ ભોગથી વિરક્ત રહેવાનો ઉપદેશ આપ્યો છે. ૮. કાપિલીયઃ નહીં ત્યારે તહીં ટોહો, હા ટોળે પદ્યરૂં . આ સૂક્તિ ઉત્તરાધ્યયનસૂત્રની છે. જ્યાં જ્યાં લાભ દ્રવ્યલાભ) થાય છે ત્યાં ત્યાં લોભ વધતો જાય છે. 2010_03 Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) ૧૨૯ આ વિષયમાં “કપિલ કેવલી ની કથા પ્રસિદ્ધ છે. કપિલ કેવલીએ પોતાના મુખે જ પોતાની જીવન-કથા સંભળાવી છે. અને લોભ કેવો અંતહીન હોય છે, એ વાત જણાવી છે. જો કે અહીં આ અધ્યયનમાં તો આ કથાનો માત્ર નિર્દેશ જ છે. વિસ્તૃત કથા, ટીકા-ગ્રંથમાં મળે છે. એક સ્ત્રીના મોહમાં કપિલ મૂઢ બન્યા હતા. એ સ્ત્રીને માટે તેઓ રાજા પાસે થોડુંક સોનું માંગવા ગયા હતા. પરંતુ રાજાની ઉદારતા જોઈને, મનોમન કરોડો સોનામહોરો માગવાનો લોભ પેદા થયો. એટલા માટે ભગવાને કહ્યું “સ્ત્રીની ઇચ્છા ન કરો. સ્ત્રીથી સર્વથા દૂર રહો. બ્રહ્મચર્ય રૂપ ધર્મમાં આત્માને સ્થાપિત કરો.” સાધુઓને સંબોધિત કરતાં કહ્યું છે કે - जे लक्खणं च सुविणं च अंगविज्जं च जे पउंजंति । न हु ते समणा वुच्चंति, एवं आयरिएहिं अक्खायं ॥ “જે સાધુ સામુદ્રિક શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર, અંગફુરણ વગેરેનો પ્રયોગ કરે છે તે સાધુ કહેવાતો નથી.' ૨૦ ગાથાઓના આ અધ્યયનમાં સ્ત્રી, ધન ઇત્યાદિથી દૂર રહેવાનો, લોભથી મુક્ત થવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ૯. નમિપ્રવ્રજ્યાઃ - મિથિલાનો પરાક્રમી રાજા નમિ હતો. આ અધ્યયનમાં નમિરાજાના વૈરાગ્યનો પ્રસંગ બતાવવામાં આવ્યો નથી. પરંતુ સંસારનો ત્યાગ કરીને નમિરાજ મિથિલાથી દૂર ચાલ્યા જાય છે ત્યારે દેવરાજ ઇન્દ્ર નમિરાજાના વૈરાગ્યની પરીક્ષા લેવા બ્રાહ્મણરૂપ ધરીને આવે છે. બ્રાહ્મણવેશધારી ઇન્દ્ર અને નમિ રાજર્ષિનો વાર્તાલાપ આ અધ્યયનનો મુખ્ય વિષય છે. ઈન્દ્ર પ્રશ્નો પણ ગજબના પૂક્યા છે અને નમિ રાજર્ષિએ ઉત્તરો પણ અદ્દભુત આપ્યા છે. રાજર્ષિએ જે વિરક્તિની અભિવ્યક્તિ કરી છે તે અનુપમ છે. નમૂનો બતાવું છું. एस अग्गी अ वाऊ अ, एयं डज्जइ मंदिरं । भयवं ! अंतेउरं तेणं, कीसणं नावपेक्खह ? ॥ “હે ભગવંત, આ અગ્નિ છે અને વાયુ છે...આપનો રાજમહેલ બળી રહ્યો છે, તમારું અંતઃપુર (રાણીવાસ) બળી રહ્યું છે. તો પણ આપ એના તરફ કેમ જોતા નથી?' 2010_03 Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ નિમ રાજર્ષિએ કહ્યું ઃ सुहं वसामो जीवामो जेसिंमो नत्थि किंचणं । मिथिलाए डज्झमाणीए न मे इज्झई किंचण ॥ પૂર્વ-પ્રવચનમાળા ‘હે બ્રાહ્મણ, અમે સુખથી રહ્યા છીએ અને સુખથી જીવીએ છીએ. કોઈ પર વસ્તુ મારી નથી. મારું કશું નથી. મિથિલા બળી રહી છે પરંતુ મારું કશું બળતું નથી.' चत्तपुत्तकलत्तस्स निव्वावारस्स भिक्खुणो । पिऊं ण विज्जइ किंचि, अप्पिअंपि ण विज्जई ॥ ‘હે બ્રાહ્મણ, સ્ત્રી, પુત્ર, વગેરેને ત્યજનાર અને પાપવ્યાપારથી દૂર એવા સાધુને કોઈ વસ્તુ પ્રિય હોતી નથી. તેમ કોઈ વસ્તુ અપ્રિય નથી હોતી.’ આવા તો અનેક પ્રશ્નોત્તર ઇન્દ્ર અને રાજર્ષિની વચ્ચે થાય છે. ઇન્દ્ર રાજર્ષિના પ્રત્યુત્તરોથી ખૂબ પ્રભાવિત થાય છે. પોતાનું મૂળ રૂપ પ્રકટ કરે છે, અને રાજર્ષિના ચરણોમાં નતમસ્તક થઈને સ્તુતિ કરે છે. રાજર્ષિને પ્રદક્ષિણા કરીને પુનઃપુનઃ પ્રણામ કરે છે. ૬૩ ગાથાઓના આ અધ્યયનમાં શ્રામણ્યના સાફલ્યને અનુપમ રીતે નિરૂપિત કર્યું છે. ૧૦, ધ્રુમપત્રક ઃ "સમય ગોયમ, મા પમાય ।" ભગવાન મહાવીરના મુખથી નીકળેલું આ વચન ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના આ અધ્યયનમાં લિપિબદ્ધ થયું છે. અધ્યયનની ૩૭ ગાથાઓ છે. આ અધ્યયનની પ્રત્યેક ગાથાનું ચોથું પદ છે - "સમય ગોયમ ! મા સમાયણ" પ્રતિપલ, પ્રતિક્ષણ જાગ્રત રહેવાનો ઉપદેશ આપ્યો છે આ અધ્યયનમાં. કારણ કે જીવન ક્ષણભંગુર છે. પ્રમાદ ભયાનક છે. શરીર અને ઇન્દ્રિયોની શક્તિ ક્ષણિક છે...એટલા માટે આત્મશુદ્ધિનો પુરુષાર્થ કરવામાં આળસ ન કરવી જોઈએ. કાળનો વિશ્વાસ ન કરવો જોઈએ. જીવનની ક્ષણભંગુરતા બતાવતાં ભગવાને કહ્યું છે ઃ दुमपत्तए पंडुरए जहा निवडई राइगणाणं अच्चए । एवं मणुयाण जीविअं, समयं गोयम ! मा पमायए || कुसग्गे जह ओसबिंदुए, थोवं चिट्ठइं लंबमाणए । एवं मणुयाण जीविअं समयं गोयम ! मा पमायए ॥ ‘જે રીતે વૃક્ષોનું પાન શ્વેત થતાં, પાકી જતાં વૃક્ષ પરથી તૂટીને નીચે પડી જાય છે, એ રીતે દિવસ-રાત્રિનો સમૂહ વ્યતીત થતાં એટલે કે આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યનું 2010_03 Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) ૧૩૧ જીવન પણ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે હૈ ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં !' જે રીતે દર્ભ ઘાસ ઉપર પડેલું ઓસબિંદુ અલ્પ સમય જ ટકે છે, એ રીતે મનુષ્યોનું જીવન પણ અલ્પ સમયનું છે. એટલા માટે હે ગૌતમ, એક સમયનો ય પ્રમાદ ન કરે. ૩૭ ગાથાઓના આ અધ્યયનમાં જાગ્રત રહેવાની ઘોષણા ઢોલ પીટીને કરી છે. પ્રમાદ-રહિત શ્રમણ જ સિદ્ધગતિ પ્રાપ્ત કરી શકે છે. પ્રમાદી ભવસાગરમાં ડૂબી જાય છે. ૧૧. બહુશ્રુતપૂજા : આ અધ્યાયમાં ભગવાને સાધુઓને વિનીત બહુશ્રુત બનવાનું કહ્યું છે. અવિનીત બહુશ્રુત નથી બની શકતો. એટલે કે વિશિષ્ટ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. બહુશ્રુતનાં આઠ લક્ષણો બતાવ્યાં છે ઃ ૧. હાસ્ય ન કરનાર, ૨. ઇન્દ્રિય વિજેતા, ૩. બીજાંને મર્મ-આહત ન કરનાર, ૪. શીલવાન, પ. નિરતિચાર વ્રતોનો ધારક, ૬. રસલોલુપતા રહીત, ૭. ક્ષમાશીલ, ૮. સત્યવાદી. અવિનીતનાં ૧૪ લક્ષણો બતાવ્યાં છે. સુવિનીતનાં ૧૫ લક્ષણો બતાવ્યાં છે. આ બધું બતાવ્યા પછી સંક્ષેપમાં કહ્યું છે કે, જે ગુરુકુલવાસી હોય છે, યોગોહન કરે છે, બીજાનું પ્રિય કરે છે, અને જે પ્રિયવાદી હોય છે તે સાધુ શાસ્ત્રજ્ઞાન પામી શકે છે. બહુશ્રુત મહાત્માને જે ઉપમાઓ આપવામાં આવી છે તે બતાવું છું : ૧. શંખમાં રહેલા દૂધ જેવા, ૨. શ્રેષ્ઠ અશ્વ જેવા, ૩. અશ્વારોહી યોદ્ધા જેવા, ૪. અનેક હાથણીઓથી યુક્ત આઠ સાલના હાથી જેવા, પ. બલિષ્ઠ વૃષભ (બળદ) જેવા, ૬. કેસરી, સિંહ જેવા, ૭. વાસુદેવ જેવા, ૮. ચક્રવર્તી જેવા, ૯. શક્રેન્દ્ર જેવા, ૧૦. સૂર્ય જેવા, ૧૧. ચંદ્ર સમાન, ૧૨. ધાન્ય ભંડાર સમાન, ૧૩. ‘સુદર્શના' નામે જંબૂવૃક્ષ જેવા, ૧૪. મેરુ પર્વત જેવા ૧૫. સ્વયંભૂરમણ સમુદ્ર જેવા. ૩૨ ગાથાઓના આ અધ્યયનમાં ભગવાને સાધુઓને બહુશ્રુતોનો વિનય કરવાનો ઉપદેશ આપ્યો છે. બહુશ્રુતોનો ગુણવૈભવ અને ઉચ્ચતમ વ્યક્તિત્વ પ્રકાશિત કર્યું છે. ૧૨. હરિકેશીય : ચંડાળ કુળમાં જન્મેલા હિરકેશી મુનિનો પરિચય આપતાં ભગવાન કહે છે ઃ 2010_03 Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ सोवाग कुलसंभूओ गुणुत्तरधरो मुणी । हरिएसबलो नामं आसी भिक्खू जिइंदिओ ॥ પર્વ-પ્રવચનમાળા ‘ચંડાળ કુળમાં ઉત્પન્ન થયેલા, ઉત્કૃષ્ટ ગુણોના ધારક અને જિતેન્દ્રિય એવા ‘હિકેશબલ’ નામના સાધુ હતા.’ જિનશાસનમાં ‘હરિકેશીમુનિ' નામે પ્રસિદ્ધ આ ઉગ્ર તપસ્વી મુનિરાજ માસક્ષમણની તપશ્ચર્યા પૂર્ણ થતાં ભિક્ષા લેવા નીકળે છે. જ્યાં બ્રાહ્મણોનો યજ્ઞ થતો હતો ત્યાં જાય છે. મુનિનો અતિ કૃશ દેહ, જીર્ણ મલિન વસ્ત્ર, કુરુપતા વગેરે જોઈને બ્રાહ્મણો હસે છે. ઉપહાસ કરે છે. કઠોર વચન બોલે છે. અપમાન, તિરસ્કાર કરે છે...તો પણ મુનિ શાન્ત રહે છે. કશું જ બોલતા નથી. પરંતુ મહામુનિની સેવામાં રહેલાં ‘તિન્દુક’ વૃક્ષવાસી ‘યક્ષ’, મુનિના શરીરમાં પ્રવેશ કરીને બ્રાહ્મણો સાથે વાત કરે છે. ભિક્ષા માગે છે. બ્રાહ્મણો મના કરે છે. ત્યારે યક્ષ કહે છે ते माहणा जाइविज्जाविहुणा ताइं तु खेत्ताई सुपावगा । ‘જાતિવિદ્યા રહિત બ્રાહ્મણ અત્યંત પાપરુપ ક્ષેત્ર છે.' બ્રાહ્મણો ક્રોધિત થઈને મુનિરાજને મારે છે. દંડપ્રહાર કરે છે. એ સમયે યજ્ઞમંડપમાં ઉપસ્થિત કૌશલિક રાજાની પુત્રી ભદ્રા બ્રાહ્મણોને રોકે છે. મુનિરાજનો પરિચય આપે છે. મુનિરાજનાં તપ તેજ બતાવે છે. એ સમયે મુનિરાજનો ભક્ત યક્ષ બ્રાહ્મણોને મારે છે. જેમણે મુનિરાજને માર્યા હતા એ બધાને યક્ષે મૃતપ્રાયઃ કરી દીધા. રાજકુમારીના કહેવાથી બધા બ્રાહ્મણો હરિકેશી મુનિની ક્ષમા માગે છે. પગે પડે છે. શરણાગતિ સ્વીકારે છે. યક્ષે મારવાનું બંધ કર્યું. બ્રાહ્મણો મુનિરાજને ભિક્ષા આપે છે. મુનિરાજ ભિક્ષા સ્વીકારે છે. એ સમયે આકાશમાંથી સુગંધી જળ વરસે છે. પુષ્પવૃષ્ટિ થાય છે. સુવર્ણમુદ્રાઓ વ૨સે છે, દુભિ વાગે છે. અને ‘અહો દાન, અહો દાન' ની ઘોષણા થાય છે. પાછળથી બ્રાહ્મણો મુનિરાજને યજ્ઞનું સ્વરૂપ પૂછે છે. મુનિરાજ યથાર્થ યજ્ઞસ્વરૂપ બતાવે છે. ૪૭ ગાથાઓનું આ અધ્યયન ખૂબ જ રોચક છે અને મનનીય છે. ૧૩. ચિત્ર-સંભૂતીય ઃ આ તેરમા અધ્યાયમાં બે ભાઈઓના પતન અને ઉત્થાનની વાત છે. ચિત્ર અને સંભૂતિ - બે ભાઈઓ દીક્ષા લે છે. હસ્તિનાપુરમાં ચક્રવર્તી પટરાણી સાથે વંદના ક૨વા આવે છે. વંદના કરતી વખતે રાણીનો ચોટલો ખૂલી જાય છે. વાળનો મુલાયમ સ્પર્શ સંભૂતિ મુનિને થાય છે. તેનું મન વૈયિક સુખવાસનાથી ગ્રસ્ત થઈ જાય છે. તે પ્રતિજ્ઞા કરે છે ઃ ‘મારા તપનું ફળ ચક્રવર્તી પદ હજો.’ મરીને તે દેવલોકમાં જાય 2010_03 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) છે. ત્યાંથી આવીને બ્રહ્મરાજાને ત્યાં જન્મ લે છે. બ્રહ્મદત્ત' તેનું નામ પડે છે. ચિત્તમુનિ પણ સ્વર્ગમાં જાય છે. ત્યાંથી તે પુરિમતાલ નગરમાં ધનસાર શ્રેષ્ઠીને ત્યાં પુત્રરૂપે અવતરે છે. તેનું નામ “ગુણસાર' રાખવામાં આવે છે, તે યુવાવસ્થામાં જ સાધુ બની જાય છે. કાંડિલ્યપુરમાં ગુણસાર મુનિ બ્રહ્મદત્ત ચક્રવર્તીને મળે છે. બ્રહ્મદત્તને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તે ચિત્રમૂનિને પૂર્વજન્મો સંબંધી જાણ કરે છે. ચિત્રમૂનિ બ્રહ્મદત્તને ઉપદેશ આપે છે. સંસારનો ત્યાગ કરીને સાધુ બનવા તેને આગ્રહ કરે છે. બ્રહ્મદત્ત ચિત્રમુનિને સંસારી બનવા માટે આગ્રહ કરે છે. બંને વચ્ચે રસપ્રદ વાર્તાલાપ થાય છે. બ્રહ્મદત્ત અતિકામાસક્ત છે. તે ચિત્રમુનિની વાત માનતો નથી. ચિત્રમૂનિ ચાલ્યા જાય છે. બ્રહ્મદત્ત મરીને સાતમી નરકમાં જાય છે. ગુણસારમુનિ (પૂર્વજન્મના ચિત્રમુનિ) સર્વ કર્મોનો નાશ કરીને મુક્તિ પામે છે. ૩૫ ગાથાઓના આ અધ્યયનમાં નિયાણાથી પ્રાપ્ત સુખવૈભવ જીવાત્માને દુર્ગતિમાં લઈ જાય છે. એ વાત સ્પષ્ટ થાય છે. ૧૪. ઈષકારીયઃ નલિની ગુલ્મ' નામના દેવલોકમાં એક સાથે કેટલાક દેવો હતા. તેમનું અવન થયું અને તે બધા ઇષકાર’ નામના સુંદર નગરમાં જન્મ્યા. એક બન્યો ઇષકાર રાજા એક બન્યો રાણી કમલાવતી. એક બન્યો ભૃગુ નામનો પુરોહિત અને એક બન્યો તેની પત્ની યશા. ભૃગુ પુરોહિતના બે પુત્રો જેઓ દેવલોકમાંથી અહીં જન્મ્યા હતા, તેઓ સંસારમાંથી વિરક્ત થાય છે. પિતાની પાસે જઈને સંસાર-ત્યાગની રજા માગે છે. સંયમધર્મ સ્વીકારવાની અનુમતી માગે છે. બે પુત્રો અને પિતાની વચ્ચે ખૂબ સારો સંવાદ થાય છે. પરિણામ એ આવે છે કે ભૃગુ અને યશા બંને પોતાના પ્રિય પુત્રોની સાથે સંયમધર્મ સ્વીકારે છે. આ સાંભળીને રાજા અને રાણી પણ ચારિત્રધર્મ અંગીકાર કરવા તત્પર થાય છે. આ રીતે ૬ મહાનુભાવો ચારિત્રી બને છે અને કર્મક્ષય કરીને મોક્ષે જાય છે. પ૩ ગાથાઓના આ અધ્યયનમાં - - ભૃગુ અને તેના બે પુત્રોનો સંવાદ, – ભૃગુ અને તેની પત્નીનો સંવાદ, -રાજા અને રાણીનો સંવાદ, તીવ્ર વૈરાગ્યના પ્રેરક છે. મોહવાસનાને નિર્મૂળ કરનાર છે. 2010_03 Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ૧૫, ભિક્કુ : ભિક્ષુ એટલે શ્રમણ, અર્થાત્ મુનિ... સાધુ. સાધુનો વેશ ધારણ કરવા માત્રથી કોઈ સાધુ-ભિક્ષુ નથી બની જતો. ભિક્ષુનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ એ આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે. ૧૬ ગાથાઓના આ અધ્યયનનું પ્રત્યેક સાધુ અને સાધ્વીએ અધ્યયન...ચિંતન....મનન કરવું આવશ્યક છે. દીક્ષા લીધા પછી સાધુ-સાધ્વીને આ અધ્યયનનો બોધ કરાવવો જોઈએ, અને દ૨૨ોજ એનો સ્વાધ્યાય ક૨વો જોઈએ. સાધુના વિચાર, સાધુની વાણી અને સાધુનો જીવન-વ્યવહાર કેવાં હોવાં જોઈએ, એ આ અધ્યયનમાં ભગવાને બતાવ્યું છે. ૧૬, બ્રહ્મચર્ય-સમાધિઃ પર્વ-પ્રવચનમાળા सुयं मे आउसं ! तेणं भगवया एव मक्रवायं इह खलु थेरेहिं भगवंतेहि दश बंभचेरं समाहिट्ठाणा पण्णत्ता । जे भिक्खू सोच्चा निसम्म संजमबहूले संवरबहूले समाहिबहूले गुत्त गुतिंदिए गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेज्जा । - શ્રી સુધર્મસ્વામી જંબૂસ્વામીને કહે છે ઃ “હે આયુષ્યમાન્, સ્થવિર ભગવાન મહાવીરે બ્રહ્મચર્યનાં દશ સમાધિસ્થાન કહ્યાં છે. એ સ્થાન સાંભળીને ભિક્ષુ સંયમશીલ, સંવરશીલ, સમાધિશીલ, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, ઇન્દ્રિયવિજેતા, બ્રહ્મચારી અને અપ્રમત્ત બનીને મોક્ષમાર્ગ પર વિચરે છે. આ અધ્યયનના પ્રારંભમાં ૧૩ આલાપક છે અને પછી ૧૭ ગાથાઓ છે. ગાથાઓમાં આલાપકોના જ વિષયો આપવામાં આવ્યા છે. * ભિક્ષુએ સ્ત્રીજન રહિત એકાન્ત સ્થાનમાં રહેવું. * મનને ખુશ કરનારી, કામરાગ વધારનારી સ્ત્રીકથા ન કરવી. * વારંવાર સ્ત્રીઓ સાથે રાગપૂર્વક વાતો ન કરવી. * ભિક્ષુએ સ્ત્રીના અંગોપાંગ, આકાર વગેરે ન જોવા. * ભિક્ષુએ સ્ત્રીનું ગીત, રુદન, હાસ્ય વગેરે ન સાંભળવાં. * ભિક્ષુએ સ્ત્રી સાથે પૂર્વાવસ્થામાં કરેલી કામક્રીડા યાદ ન કરવી. * ભિક્ષુએ શીઘ્ર કામવાસના જાગ્રત કરનારો આહા૨ ન કરવો. 2010_03 * ભિક્ષુએ શરીરનો, વસ્ત્રોનો શૃંગાર ન કરવો. * ભિક્ષુએ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ કામગુણોના અનુરાગી ન બનવું. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩પ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) * ભિક્ષુએ શાસ્ત્રવિહિત પ્રમાણોપેત આહાર ગ્રહણ કરવો. एस धम्मे धुवे णिच्चे सासए जिणदेसिए । सिद्धा सिझंति चाणेणं सिज्झिस्संति तहावरे । આ બ્રહ્મચર્યરૂપ ધર્મ શાશ્વત્ છે, નિત્ય છે, જિનકથિત છે. આ ધર્મના પાલનથી જીવ સિદ્ધ થયા છે. સિદ્ધ થઈ રહ્યા છે, અને સિદ્ધ થશે. ૧૭, પાપ શ્રમણીય વેશ ભલે સાધુનો હોય, પરંતુ જેનું જીવન નિમ્ન પ્રકારના દોષોથી યુક્ત હોય એ સાધુ પાપ-સાધુ, પાપ-શ્રમણ કહેવાય છે. * શ્રે શ્રમણ નવું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન નથી કરતો. * જે શ્રમણ ખાઈપીને સૂતો રહે છે. * જે શ્રમણ આચાર્ય વગેરેની નિંદા કરે છે. * જે શ્રમણ ગુરુજનોની જિનાજ્ઞા અનુસાર સેવા નથી કરતો. * જે શ્રમણ પ્રત્યુપકાર નથી કરતો, અહંકારી બને છે. * જે શ્રમણ એકેન્દ્રિય જીવોને પડા પહોંચાડે છે. * જે શ્રમણ આસન-વસ્ત્રાદિનું પ્રમાર્જન-પ્રતિલેખન કરતો નથી. * જે શ્રમણ શીધ્ર ગતિથી ચાલે છે, ક્રિયામાં પ્રમાદ કરે છે. * જે શ્રમણ મયદાઓનું પાલન નથી કરતો, ક્રોધ કરે છે. * જે શ્રમણ ઉપકરણોની ઉપેક્ષા કરે છે. * જે શ્રમણ પ્રતિલેખનમાં ઉપયોગ નથી કરતો. * જે શ્રમણ ગુરુની આશાતના કરે છે. * જે શ્રમણ માયા, અભિમાન, લોભ કરે છે. કે જે શ્રમણ બીમાર સાધુની સેવા નથી કરતો. * જે શ્રમણ કલહ ઊભા કરે છે. * દશ પ્રકારના યતિધર્મનું પાલન કરતો નથી. *કુતર્ક કરીને સદ્ગદ્ધિનો નાશ કરે છે. * સ્થિર આસને બેસતો નથી. * વસતિની પ્રતિલેખના કરતો નથી. - 2010_03 Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પર્વ-પ્રવચનમાળા * સંસ્મારકની ઉપેક્ષા કરે છે. પુનઃપુનઃ નિષ્કારણ વિગઈઓનું સેવન કરે છે. * સૂર્યાસ્ત સુધી વિના કારણે આહાર કરે છે. * ગુરુ સાથે વિવાદ કરે છે. * જે જિનધર્મનો ત્યાગ કરે છે. * જે પોતાના આચાર્યનો ત્યાગ કરે છે. * જે ગૃહસ્થનું કાર્ય કરે છે. * જ્યોતિષ-નિમિત્ત કથન કરીને વેપાર કરે છે. આવા શ્રમણોને ભગવાને પાપ-શ્રમણ કહ્યા છે. ૨૧ ગાથાના આ અધ્યયનમાં પ્રત્યેક સાધુ - સાધ્વીએ અવગાહન કરવું જોઈએ. ૧૮. સંજયઃ કાંપિલ્પપુરનો રાજા સંજય શિકાર કરવા જંગલમાં ગયો છે. ત્યાં “ગર્દભાલિ’ નામના જ્ઞાની મહાત્માનો પરિચય થાય છે. મુનિરાજના ઉપદેશથી રાજા સંજય વૈરાગી બનીને દીક્ષા લે છે. મુનિરાજનો ઉપદેશ દયસ્પર્શી છે. સંજય મહર્ષિને બીજા એક જાતિસ્મરણજ્ઞાનવાળા રાજર્ષિનો સંપર્ક થાય છે. બંનેનો તાત્ત્વિક વાર્તાલાપ થાય છે. ખૂબ જ મનનીય છે આ વાર્તાલાપ. અધ્યયનની ૩૪ ગાથાઓમાં જે મહાપુરુષોનાં નામ ગણાવ્યાં છે કે જેમણે વિશાળ સામ્રાજ્યનો ત્યાગ કરીને સંયમધર્મ સ્વીકાર્યો હતો. એમાં પહેલું નામ છે ભગવાન ઋષભદેવના પુત્ર ચક્રવર્તી ભારતનું બીજું નામ છે ભગવાન અજિતનાથના ભાઈ સગર ચક્રવર્તીનું. પછી નામ આવે છે મઘવ ચક્રવર્તીનું. તેમની પછી સનતકુમાર ચક્રવર્તીનું નામ આવે છે. પછી જેઓ તીર્થંકર હતા અને ચક્રવર્તી પણ હતા એમનાં નામ આવે છે. શ્રી શાન્તિનાથ, શ્રી કુંથુનાથ, અરનાથ. આ ત્રણ ચક્રવર્તી પણ હતા. પછી ત્રણ ચક્રવર્તી બતાવ્યા છે. મહાપદ્મ, હરિષણ અને જય. તત્પશ્ચાત્ રાજા દશાર્ણભદ્ર, રાજા નમિ, રાજા કરકં. રાજા દ્વિમુખ અને રાજા નગગતિનાં નામ લેવામાં આવે છે. કે જેમણે પોતપોતાનાં સામ્રાજય ત્યજીને સંયમધર્મનો સ્વીકાર કર્યો હતો. તે પછી સૌવીરદેશના રાજા ઉદયન, કાશી દેશના રાજા નંદન, રાજા વિજય, રાજા મહાબલ વગેરેનાં નામ આવે છે. આ અધ્યયનમાં ૫૪ ગાથાઓ છે. 2010_03 Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) ૧૩૭ ૧૯. મૃગાપુત્રીયઃ સુગ્રીવ નગરનો રાજા હતો બલભદ્ર અને રાણી હતી મૃગા. એના પુત્રનું નામ હતું બલશ્રી. પરંતુ “મૃગાપુત્ર'ના નામથી તે વધારે પ્રસિદ્ધ હતો. જયારે તે યૌવનમાં આવ્યો ત્યારે તેને "યુવરાજ” બનાવવામાં આવ્યો, અને અનેક રાજકન્યાઓ સાથે તેનાં લગ્ન કરવામાં આવ્યાં. એક દિવસ એ કુમાર મહેલના ગવાક્ષમાં બેઠો હતો ત્યારે તેણે રાજમાર્ગેથી પસાર થતા એક તપસ્વી મુનિને જોયા. જોતો જ રહ્યો.. અને કુમારને જાતિસ્મરણ” જ્ઞાન થઈ ગયું. તેણે પોતાને પૂર્વજન્મમાં સાધુ તરીકે જોયો ! પૂર્વજન્મના સંસ્કારો જાગૃત થઈ ગયા. વૈષયિક સુખમાંથી તે વિરક્ત બની ગયો. માતાપિતાની પાસે જઈને તે સંયમધર્મ માટેની અનુમતિ માગે છે. ૧૦ મી ગાથાથી ૨૩ ગાથા સુધી મૃગાપુત્ર માતાપિતાની સામે સંસારના વૈષયિક સુખોની નિસારતાની, સુખભોગની ભયાનકતાની, અને સંયધર્મની ઉપાદેયતાની ર્દયસ્પર્શી વાતો કરે છે. તે પછી ૨૦ ગાથાઓમાં માતાપિતાનો પ્રત્યુત્તર છે. તત્પશ્ચાત્ ૩૧ ગાથાઓમાં મૃગાપુત્રનું વિવેચનપૂર્ણ વક્તવ્ય છે. ચારિત્રધર્મ સ્વીકાર કરવાનો નિર્ણય તે પુનઃ ઉચ્ચારે છે. પછી માતાપિતા પુત્રને સમજાવવા પ્રયત્ન કરે છે. મૃગાપુત્ર વિનીતભાવથી માતાપિતાના ચિત્તનું સમાધાન કરે છે. અંતમાં માતાપિતા પુત્રને અનુમતિ આપે છે. મૃગાપુત્ર દીક્ષા લે છે. ગાથા ૮૭ થી ૯૫ સુધી મહામુનિ મૃગાપુત્રના સાધુજીવનના ઉત્તમ પાલનનું વર્ણન આવે છે. બધી મળીને ૯૮ ગાથાઓ છે. ઉપસંહારમાં ભગવાન કહે છે. एवं करंति संबुद्धा पंडिया पवियक्रवणा । विणिअदंति भोगेसु मियापुत्रे जहामिसी । આ રીતે મૃગાપુત્ર ઋષિનું ઉદાહરણ લઈને સંબુદ્ધ પંડિત અને વિચક્ષણ પુરુષ ઉત્તમ પ્રવૃત્તિ કરે છે અને ભોગોથી નિવૃત્ત થાય છે. ૨૦, મહાનિર્ગથીયઃ મગધસમ્રાટ શ્રેણિક ક્રીડા કરવા રાજગૃહ નગરની બહાર "મંડિત કુક્ષિ" નામના ઉદ્યાનમાં જાય છે. ઉદ્યાન નંદનવન જેવું રમણીય છે. ત્યાં એક વૃક્ષની નીચે એક સુકોમળ... સુંદર અને પ્રશાંત મુનિ બેઠા છે. રાજા એમને જુએ છે, વિસ્મય પામે છે. 2010_03 Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પર્વમ્પ્રવચનમાળા अहो - वण्णो ! अहो रुवं, अहो अज्जस्स सोमया । अहो खंती ! अहो मुत्ति ! अहो भोगे असंगता ।। કેવો વર્ણ છે ! કેવું રૂપ છે ! કેવી સૌમ્યતા છે ! કેવા એ ક્ષમાશીલ છે. કેવા સંતોષી છે. અને કેવી ભોગસુખમાં નિઃસંગતા છે. શ્રેણિક ઘોડા ઉપરથી નીચે ઊતરીને મુનિચરણોમાં વંદન કરીને મુનિને પ્રદક્ષિણા આપીને વિનયપૂર્વક બેસે છે અને મુનિને પ્રશ્ન પૂછે છે. "સંસાર સુખ ભોગવવાના આ યૌવનકાળમાં આપે શ્રમણ્ય કેમ લીધું?" મુનિવરે કહ્યું “અહો મિ મહારાય ના મળ્યું ન વિજ્ઞ!"હે મહારાજ! હું અનાથ છું... મારી કોઈ નાથ નથી, એટલા માટે હું શ્રમણ બન્યો છું !” આ સાંભળીને શ્રેણિક કહે છે: "તમારો નાથ બનીશ. અને તમે સંસારનાં સુખ ભોગવો. !” મુનિરાજે કહ્યુંઃ “अप्पणा अणाहो संतो कहं मे नाहो भविस्ससि ?" "રાજનું, સ્વયં તું અનાથ છે, તો મારો નાથ કેવી રીતે બનીશ?” બસ, અહીંથી અનાથ મુનિ–જે ભગવાનના શિષ્ય હતા, એવા શ્રેણિકના જીવાત્માની અનાથતા.. અશરણતા બતાવે છે. પોતાનું ગૃહસ્થ જીવન બતાવે છે. રોગની સામે પોતાની અનાથતા બતાવે છે! "હે રાજન! જયારે કોઈ પણ ઉપાયથી મારો રોગ દૂર ન થયો તો મેં સંકલ્પ કર્યો : “જો મારી આ તીવ્ર વેદના મટી જશે તો હું અણગાર - શ્રમણ બની જઈશ.” હું સંકલ્પ કરીને સૂઈ ગયો. મને નિદ્રા આવી ગઈ. બીજે દિવસે મારી સારી ય વેદના ગાયબ થઈ ગઈ ! માતાપિતાની અનુમતિ લઈને હું અણગાર બન્યો. હવે હું સ્વ અને પરનો નાથ બન્યો. યોગક્ષેમ કરનારો બન્યો. એની પછી અનાથ મુનિ શ્રેણિકને ભાવસાધુ અને દ્રવ્યસાધુનું સ્વરૂપ બતાવે છે. આ અધ્યયનમાં ૬૦ ગાથાઓ છે. ૨૧. સમુદ્રપાલીય ચંપા નગરીમાં "પાલિત” નામે શ્રાવક હતો. ભગવાન મહાવીરસ્વામીનો તે શિષ્ય હતો. તે જિનશાસનનો જ્ઞાતા-પંડિત હતો. વેપાર માટે તે "પિહુડ” નગરમાં જાય છે. ત્યાં વણિક કન્યાની સાથે પાલિતનાં લગ્ન થાય છે. તે કન્યા એક પુત્રને જન્મ આપે છે. એનું નામ “સમુદ્રપાલ રાખવામાં આવે છે. સમુદ્રપાલ ૭૨ કલાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે નીતિમાન અને સ્વરૂપવાન છે. “પિણી' નામે કન્યા સાથે તેનાં લગ્ન થાય છે. એક દિવસ તે રાજમાર્ગ ઉપર એક વધ્ય પુરુષને વધ્યભૂમિ ઉપર લઈ જતો જુએ છે. તે કમની વિડંબણાનું ચિંતન કરે 2010_03 Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી દીપાલિકા પ્રવચન (૨) ૧૩૯ છે, વિરક્ત થાય છે અને દીક્ષા લે છે. ૧૦ ગાથાઓમાં આટલો પ્રસંગ બતાવ્યો છે. પછી ૧૧ થી ૨૪ ગાથાઓ સુધી સમુદ્રપાલ કેવું શ્રેષ્ઠ ચરિત્રપાલન કરે છે, એ વાત ઉપદેશાત્મક શૈલીમાં બતાવી છે. આ અધ્યયનમાં ૨૪ ગાથાઓ છે. ૨૨. રથનેમિક શૌર્યપુરમાં રાજા સમુદ્રવિજય અને રાણી શિખાના પુત્ર હતા અરિષ્ટનેમિ. રાજા ઉગ્રસેનની પુત્રી રામતી સાથે અરિષ્ટનેમિના વિવાહ નિશ્ચત થાય છે. જાન જયારે લગ્નમંડપની પાસે પહોંચે છે ત્યારે ત્યાં વાડામાં સેંકડો પશુઓને નેમિકુમાર જુએ છે. પશુઓ ત્રસ્ત, ભયગ્રસ્ત છે. ખબર પડીને પશુઓ માંસાહાર માટે લાવવામાં આવ્યાં છે. સારથિ દ્વારા તે પશુઓને નેમિકુમાર મુક્ત કરાવે છે. સારથિને નેમિકુમાર પોતાનાં તમામ આભૂષણો ભેટ આપે છે અને પાછા ફરી જાય - એક વર્ષ સુધી વર્ષીદાન આપીને તેઓ અણગાર બને છે. - રાજીમતી પણ સાધ્વી બની જાય છે. - એકવાર ભગવાન નેમનાથને વંદન કરવા સાધ્વી રાજીમતી ગિરનાર પર્વત ઉપર જાય છે. રસ્તામાં વર્ષો થતાં એક ગુફામાં પ્રવેશ કરે છે. ભીનાં કપડાં ઉતારીને શિલાઓ ઉપર મૂકે છે. એલન કરે છે. - આઠ મદોનો ત્યાગ કરે છે. બ્રહ્મચર્યની ૯ ગુપ્તિ તેનું પાલન કરે છે. ક્ષમાદિ દશવિધ સાધુધર્મનું પાલન કરે છે. - શ્રાવકની ૧૧ પ્ર તમાં, સાધુની ૧૨ પ્રતિમામાં રાજીમતી ચેતી જાય છે. ગાથા ૩૯ થી ૪૫ સુધી બંનેનો વાર્તાલાપ બતાવ્યો છે. રાજીમતી જ્ઞાનપૂર્ણ વચનોથી રથનેમિને નિર્વિકારી બનાવે છે. ઉગ્ર તપ કરીને બંને કેવળજ્ઞાની બને છે. અને મોક્ષે જાય છે. ૪૯ ગાથાઓનું આ અધ્યયન છે. ૨૩. કેશી – ગૌતમીયઃ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ જે સમયે ધર્મ-પ્રવર્તન કર્યું હતું તે સમયે ભગવાન પાર્શ્વનાથના ધર્મશાસનનાં સાધુ-સાધ્વી મગધમાં વિચરતાં હતાં. શ્રી પાર્શ્વનાથના ધર્મશાસનના ચારિત્રવંત કેશીકુમાર કે જેઓ અવધિજ્ઞાની હતા, તેઓ શ્રાવસ્તીનગરીમાં તિંદુકવનમાં પધાર્યા હતા. અનેક શિષ્યોની સાથે ત્યાં બિરાજમાન હતા. તે સમયે ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ 2010_03 Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પૂર્વ-પ્રવચનમાળા પણ શ્રાવસ્તીનગરીમાં "કોષ્ટકવન" માં પધાર્યા. બંને મહાપુરુષોના સાધુઓ શ્રાવસ્તી નગરીમાં ભિક્ષા માટે જાય છે. એક બીજાને જુએ છે. પરસ્પર વાતો પણ થાય છે. બંને પક્ષના સાધુઓના મનમાં કેટલાક પ્રશ્નો પણ પેદા થાય છે. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર બંને સર્વજ્ઞ ! આપણો ધર્મ સર્વજ્ઞભાષિત... તો પછી (૧) પાર્શ્વનાથે સાધુ-સાધ્વીઓને ચાર મહાવ્રતો બતાવ્યાં જ્યારે મહાવીરે પાંચ મહાવ્રતો બતાવ્યાં,... આવું કેમ ? (૨) પાર્શ્વનાથના સાધુ સાધ્વીઓ કોઈ પણ રંગનાં કપડાં પહેરે છે, જ્યારે મહાવીર ભગવાનના સાધુ સાધ્વીઓ શ્વેત વસ્ત્ર જ કેમ પહેરે છે ? શ્રી ગૌતમ સ્વામીએ સાધુઓના મનનું સમાધાન કરવા ઇચ્છા કરી. તેઓ સામે ચાલીને કેશીકુમાર શ્રમણ પાસે જાય છે. કેશીકુમાર શ્રમણ ગૌતમનું સમુચિત સ્વાગત કરે છે. એ સમયે હિંદુકવનમાં અનેક અજૈન સાધુ-સંન્યાસીઓ પણ કુતૂહલવશાત્ ત્યાં આવે છે. હજારો ગૃહસ્થો આવે છે. દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિન્નરો પણ અદૃશ્ય બનીને ઉપસ્થિત થાય છે. વાર્તાલાપનો પ્રારંભ પણ કેશીકુમાર શ્રમણ કરે છે, ગાથા ૨૧ થી ૮૫ સુધી બંનેનો વાર્તાલાપ બતાવ્યો છે. ખૂબ જ માર્મિક, બોધક વાર્તાલાપ છે. અંતમાં કેશીકુમાર શ્રમણ કહે છે. साहु गोयम् ! पण्णा ते छिन्नो मे संसओ इमो । नमो ता संसयाईय सव्ववसुत्तमहोदही । "હે ગૌતમ, આપની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે. આપે મારો સંશય દૂર કર્યો, હે સંશયરહિત મહાત્મા, સર્વસૂત્રમહોદધિ, મારા આપને નમસ્કાર છે !” કેશીકુમાર શ્રમણ પંચમહાવ્રતમય ધર્મનો સ્વીકાર કરે છે અને શ્રમણ ભગવાન મહાવીરના ધર્મતીર્થમાં મળી જાય છે. ૮૯ ગાથાઓનું આ અધ્યયન છે. ૨૪. પ્રવચન માતા ઃ આ અધ્યયનમાં ૫ સમિતિ, અને ૩ ગુપ્તિ જેને "અષ્ટ પ્રવચન માતા” કહે છે, એનું સ્વરૂપ બતાવ્યું છે. ૧. ઇયસમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪. આદાન નિક્ષેપ સમિતિ, ૫. ઉચ્ચારાદિ-પરિષ્ઠાપનિકા-સમિતિ, આ પાંચ "સમિતિ” છે ૧. મનોગુપ્તિ, ૨. વચનગુપ્તિ, ૩. કાયગુપ્તિ-આ ત્રણ "ગુપ્તિ"ઓ છે. 2010_03 Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) ૧૪૧ આ આઠ સમિતિ-ગુપ્તિમાં જિનકથિત દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સમાવેશ થાય છે. એટલા માટે એને "પ્રવચનમાતા” કહેવાઈ છે. આ અધ્યયનમાં ૩૭ ગાથાઓ છે. ૨૫. યજ્ઞીયઃ બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન, ઈન્દ્રિય વિજેતા જયઘોષ” નામના મુનિ વિહાર કરતા વારાણસીના બાહ્ય ઉદ્યાનમાં પધારે છે. એ સમયે વારાણસી નગરીમાં "વિજયઘોષ” નામનો વિદ્વાન્ બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે. જયઘોષ મુનિએ માસક્ષમણ કર્યું છે. પારણાના દિવસે એ યજ્ઞમંડપના દ્વારે પહોંચે છે. વિજયઘોષ ભિક્ષા આપતો નથી. એ સમયે જયઘોષ મહામુનિ વિજયઘોષને કહે છે. - - તું વેદોમાં મુખ્ય વેદને જાણતો નથી. - તું યજ્ઞોના ઉપયોગને જાણતો નથી. - તું નક્ષત્રોના પ્રધાન નક્ષત્રને જાણતો નથી. - તું ધર્મના ઉપાયોને જાણતો નથી. - તું સ્વ-પરના ઉદ્ધારકને જાણતો નથી! પછી જયઘોષ મુનિ જ વિજયઘોષ બ્રાહ્મણને પાંચ વાતો સમજાવે છે. "બ્રાહ્મણ”નું સ્વરૂપ બતાવે છે. ગાથા ૧૯ થી ૨૮ સુધી ખૂબ જ રોચક શૈલીમાં બ્રાહ્મણનું સ્વરૂપ બતાવ્યું છે. શ્રમણ, બ્રાહ્મણ, મુનિ અને તાપસ.. કોને કહે છે એ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. વિજયઘોષ પ્રબુદ્ધ થાય છે. જયઘોષ મુનિની સ્તુતિ કરે છે. વિજયઘોષ જૈન દીક્ષા પ્રહણ કરે છે. સંયમ અને તપથી સર્વ કર્મોનો નાશ કરીને શ્રી જયઘોષ મુનિ અને વિજયઘોષ મુનિ સિદ્ધિગતિને પામે છે. આ અધ્યયનમાં ૪૪ ગાથાઓ છે. ૨. સામાચારીઃ આ અધ્યયનમાં સાધુજીવનની ૧૦ પ્રકારની સામાચારીનું વિશદ વિવેચન છે. ૧. આવશ્યકી, ૨. નૈધિકી, ૩. આપૃચ્છના. ૪, પ્રતિકૃચ્છના. ૫. છંદણા ૬. ઈચ્છાકાર, ૭. મિથ્થાકાર, ૮. તથાકાર, ૯ અભ્યત્યાન. ૧૦. ઉપસંપદા. એના પછી સાધુજીવનની દિનચર્યા બતાવવામાં આવી છે. ચાર પોરિસીનાં કર્તવ્યો બતાવવામાં આવ્યાં છે. પ્રતિલેખનમાં કેવા કેવા દોષ ન લાગવા જોઈએ એ 2010_03 Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પર્વ-પ્રવચનમાળા બતાવ્યું છે. - સાધુ છ કારણોને લીધે ભિક્ષા લેવા જતો નથી, એ ૬ કારણો બતાવ્યાં છે. - આ રીતે પર ગાથાઓના આ અધ્યયનમાં સાધુજીવનની ખૂબ જ વાતો જણાવી છે. ૨૭. ખાંકીયઃ એક સ્થવિર "ગર્ગ” નામના આચાર્ય હતા. એમના શિષ્યો અવિનીત હતા. અવિનીત શિષ્યોને ખૂબ જ શિક્ષણ આપવા છતાં પણ સંયમ-માર્ગમાં સ્થિર થતા નથી. તે કુશિષ્યો હતા. એથી ગર્ગના મનમાં ખેદ થાય છે. અસમાધિ થાય છે. તેઓ વિચારે છે. किं मज्झ टुट्ठसीसेहिं अप्या मे अवसीअइ । जारिसा मम सीसा उ तारिसा गलिगद्दहा ॥ गलिगद्देहे चइत्ताणं दढं पगिण्हाई तवं ॥ "આ દુષ્ટ શિષ્યોની મારે શી જરૂર છે? એથી મારો આત્મા ખેદ પામે છે. ગળિયા બળદ અને ગધેડા જેવા મારા શિષ્યો છે." ગગચાર્ય એવા કુશિષ્યોને ત્યજીને શ્રેષ્ઠ સમાધિ ધારણ કરીને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. કુશિષ્યો કેવા હોય છે એનું ૮ થી ૧૩ ગાથાઓમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યયનમાં ૧૭ ગાથાઓ છે. ૨૮, મોક્ષમાર્ગગતિઃ આ અધ્યયનમાં ભગવાને નીચેના વિષયો ઉપર પ્રકાશ પાડ્યો છે. * જ્ઞાન, ચારિત્ર અને તપ, * દ્રવ્ય, ગુણ અને પર્યાય, * ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, અને કાળ. * નવ તત્ત્વો, * સમ્યકત્વ-સમ્યગુ દર્શન * સમ્યકત્વના પ્રકારઃ ૧. નિસર્ગરુચિ, ૨. ઉપદેશચ, ૩. આજ્ઞારુચિ, ૪. સૂત્રરુચિ. ૫. બીજચિ, ૬. અભિગમરુચિ, ૭. વિસ્તારરુચિ, ૮. ક્રિયારુચિ, ૯. સંક્ષેપરુચિ, ૧૦. ધર્મરુચિ. * આઠ પ્રકારના દર્શનાચાર, 2010_03 Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી દીપલિકાપ્રવચન (૨) ૧૪૩ * પાંચ પ્રકારનાં ચારિત્ર. * બાહ્ય-આત્યંતર તપ, આ રીતે આ અધ્યયનની ૩૬ ગાથાઓ છે. ૨૯. સમ્યકત્વ-પરાક્રમઃ "ઉત્તરાધ્યયન સૂત્ર"નું આ અધ્યયન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ૭૩ તાત્ત્વિક પ્રશ્નોના ભગવાને જવાબ આપ્યા છે ! પહેલાં એ ૭૩ પ્રશ્નો જણાવું. ૧. સંવેગ, ૨. નિર્વેદ, ૩. ધર્મશ્રદ્ધા, ૪. ગુરુ-સાધર્મિક શુશ્રુષણા પ. આલોચના, ૬. નિંદા, ૭. ગહ, ૮. સામાયિક, ૯, ચતુવિંશતિસ્તવ, ૧૦. વંદન, ૧૧. પ્રતિક્રમણ, ૧૨. કાયોત્સર્ગ. ૧૩. પ્રત્યાખ્યાન ૧૪. સ્તવ સ્તુતિ મંગલમ્ ૧૫. કાલપ્રત્યુપેક્ષણા, ૧૬. પ્રાયશ્ચિત્તકરણ ૧૭. ક્ષામણા, ૧૮. સ્વાધ્યાય, ૧૯. વાચના. ૨૦. પ્રતિપૃચ્છના. ૨૧. પરાવર્તના, ૨૨. અનુપ્રેક્ષા, ૨૩. ધર્મકથા, ૨૪. શ્રત આરાધના, ૨૫. એકાગ્ર મનઃ સંનિવેશના, ૨૬. સંયમ. ૨૭. તપ, ૨૮. વ્યવદાન ર૯. સુખશાય, ૩૦. અપ્રતિબદ્ધતા, ૩૧. વિવિતશયન-આસનસેવના, ૩૫. આહાર પ્રત્યાખ્યાન. ૩૬. કષાય પ્રત્યાખ્યાન ૩૭. યોગ પ્રત્યાખ્યાન ૩૮. શરીર પ્રત્યાખ્યાન, ૩૯. સહાય પ્રત્યાખ્યાન. ૪૦. ભક્ત પ્રત્યાખ્યાન ૪૧. સદૂભાવ પ્રત્યાખ્યાન, ૪૨. પ્રતિરુપતા, ૪૩. વૈયાવૃત્ય, ૪૪. સર્વગુણસંપન્નતા, ૪પ. વીતરાગતા. ૪૬. ક્ષાન્તિ, ૪૭. મુક્તિ, ૪૮. માર્દવ.૪૯, આર્જવ, પ૦. ભાવસત્ય, ૫૧. કરણસત્ય, પર. યોગસત્ય, ૫૪. મનોગુપ્તતા ૫૪. વાગૂ ગુપ્તતા. પપ. કુયગુપ્તતા, ૫૬. મનસમાધારણા. પ૭. વાકસમાધારણા, ૫૮, કાય માંધારણા, ૫૯. જ્ઞાનસંપન્નતા, ૬૦. દર્શન સંપન્નતા. ૬૧. ચારિત્ર સંપન્નતા, ૬૨. શ્રોત્રેન્દ્રિય સંપન્નતા, ૬૩. ચક્ષુરિન્દ્રિયનિગ્રહ ૬૪. ધ્રાણેન્દ્રિયનિગ્રહ, ૬૫. જિગ્લૅન્દ્રિયનિગ્રહ, ૬૬. સ્પર્શેન્દ્રિય નિગ્રહ, ૬૭. ક્રોધ વિજય, ૬૮. માન વિજય, ૯. માયા વિજય ૭૦. લોભ વિજય, ૭૧. પ્રેમòષમિથ્યા-દર્શનવિજય, ૭૨. શૈલેષી ૭૩. અકમતા. આ છે ૭૩ વિષયો! એક એક વિષય લઈને પ્રશ્ન અને ઉત્તર આપવામાં આવ્યા છે જેમ કે - प्रश्नः संवेगेणं भंते । जीवे किं जणयइ ? उत्तरः संवेगेणं अणुत्तरं धम्मसद्धं जणयइ, अणुत्तराए धम्मसद्धाए संवेग હષ્યમાચ્છડ઼ . પ્રશ્ન: હે ભગવાન્ સંવેગથી જીવ કયો ગુણ પેદા કરે છે? ઉત્તરઃ સંવેગથી જીવ અનુત્તર ધર્મશ્રદ્ધા પેદા કરે છે. અને અનુત્તર ધર્મશ્રદ્ધાથી 2010_03 Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પર્વ-પ્રવચનમાળા વિશિષ્ટ સંવેગ શીઘ આવે છે... આ રીતે આ અધ્યયનમાં ૭૬ આલાપક છે. ૩૦. તપોમાર્ગગતિઃ આ અધ્યયનમાં બાહ્ય તપ અને આત્યંતર તપના વિષયમાં વિસ્તારથી સમજાવ્યું છે. બાહ્ય તપના 9 પ્રકારોમાં પહેલો પ્રકાર "અનશન" છે. અનશન બે પ્રકારનાં બતાવ્યાં છે. - ઈતરકાલીન. ૨. મરણકાલીન. - ઇત્વર અનશનના બે પ્રકારો જણાવ્યા છે - સાવકાંક્ષ અને નિરવકાંક્ષ. - ઇત્વર અનશનરૂપ તપના 9 પ્રકારો બતાવ્યા છે. ૧. શ્રેણીતપ, ૨. પ્રતરતપ, ૩. ઘનતપ ૪. વગતપ, ૫. વગેવગે તપ, અને ૬. પ્રકીર્ણતપ. + મૃત્યકાલીન અનશનના બે પ્રકારો બતાવ્યા છે - સવિચાર અને અવિચાર. * "ભક્તપ્રત્યાખ્યાન” અને “ઈગિની-મરણ” સવિચાર અનશન છે. * પાદપોપગમન - અનશન અવિચાર અનશન છે. * આ રીતે ઉણોદરી” તપના પાંચ પ્રકારો બતાવ્યા છે. * "વૃત્તિ સંક્ષેપ” તપના આઠ પ્રકારો બતાવ્યા છે. સાધુની સાત પ્રકારની એષણા, ભિન્ન ભિન્ન અભિગ્રહ પણ "વૃત્તિ સંક્ષેપ” તપસ્વરૂપ જણાવ્યા છે. * વિગયોના ત્યાગરૂપ “રસ ત્યાગ” તપ કહ્યું છે. * વીરાસન વગેરે આસન અને કેશલુંચન વગેરે કષ્ટ ક્રિયારૂપ કાયફલેષ” તપ કહ્યું છે. * "સંલીનતા” તપમાં ઇન્દ્રિયસલીનતા, કષાયસંલીનતા, અને યોગસંલીનતા બતાવી છે. આત્યંતર તપના પ્રકારો સંક્ષેપમાં બતાવ્યા છે. ૩૭ ગાથાઓનું આ અધ્યયન ૩૧. ચરણવિધિઃ આ અધ્યયનના દરેક શ્લોકનું ચોથું ચરણ તે ને મંડલ્લે " આવે છે. એટલે કે તે સાધુ સંસાર-મંડળમાં નથી રહેતો.” કેવો સાધુ સંસારના ચાર ગતિરૂપ મંડળમાં નથી રહેતો, એનું વિસ્તૃત વિવેચન આ અધ્યાયમાં મળે છે. ૨૧ શ્લોકોમાં ખૂબ જ સારી વાતો કહી છે. 2010_03 Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) જે સાધુ - રાગ–દ્વેષરૂપનો પાપનો તિરસ્કાર કરે છે, - - ત્રણ દંડ, ત્રણ ગારવ, ત્રણ શલ્યનો ત્યાગ કરે છે, ઉપસર્ગોને સહન કરે છે, ચાર વિકથા, ચાર કષાય, ચાર સંજ્ઞા, અને બે અશુભ ધ્યાનનો ત્યાગ કરે છે, પાંચ મહાવ્રતોમાં, પાંચ સમિતિના પાલનમાં રત રહે છે, અને પાંચ વિષયોમાં મધ્યસ્થ રહે છે અને પાંચ ક્રિયાનો ત્યાગ કરે છે. ૧૪૫ અશુભ લેશ્યાનો વિરોધ કરે છે. શુભ લેશ્યામાં રહે છે. ષડૂજીવનિકાયની રક્ષા કરે છે. સાત ભયોને જીતે છે, સાત પિંડૈષણાનું પાલન કરે છે. આઠ મદોનો ત્યાગ કરે છે. બ્રહ્મચર્યની ૯ ગુપ્તિઓનું પાલન કરે છે. ક્ષમાદિ દવિધ સાધુધર્મનું પાલન કરે છે. શ્રાવકની ૧૧ પ્રતિમા, સાધુની ૧૨ પ્રતિમામાં જે પ્રયત્ન કરે છે. તે સંસારમંડળમાં રહેતો નથી. એવી બીજી વાતો પણ કહેવામાં આવી છે. ૩૨. પ્રમાદસ્થાનઃ આ અધ્યયનમાં શ્રમણોએ કેવા કેવા પ્રમાદોનો ત્યાગ કરવો જોઈએ તથા રાગ દ્વેષના ઉન્મૂલન માટે કેવા કેવા ઉપાયો કરવા જોઈએ એ વિસ્તારથી બતાવ્યું છે. સૌથી પ્રથમ તો બ્રહ્મચર્યપાલન અંગે કહેવામાં આવ્યું છે. કામભોગોના દારુણ વિપાકો બતાવ્યા છે. રાગ-દ્વેષની મુક્ત બનીને, સમાધિ પ્રાપ્ત કરવા માટે કહ્યું છે. - ચક્ષુરિન્દ્રિયના દોષોથી બચવું જોઈએ. રૂપના મોહને પ્રમાદ બતાવ્યો છે. શ્રવણેન્દ્રિયના દોષ બતાવ્યા છે. શબ્દના રાગ-દ્વેષથી બચવાનો ઉપદેશ આપ્યો છે. - ઘ્રાણેન્દ્રિયનો દોષ બતાવીને સુગંધ-દુર્ગંધના રાગ-દ્વેષથી, બચવાનું કહ્યું છે. રસનેન્દ્રિયના દોષ બતાવીને મધુરાદિ રસોના રાગ-દ્વેષથી બચવાનો ઉપદેશ આપ્યો છે. સ્પર્શનેન્દ્રિયના દોષ બતાવીને અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શના રાગ-દ્વેષથી બચવાનું 2010_03 Page #156 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા ૧૪૬ કહ્યું છે. - મનના અશુભ ભાવોથી મુક્ત થવાની વિસ્તારથી પ્રેરણા આપવામાં આવી છે. આ રીતે ૧૧૧ શ્લોકોમાં વિષય-કષાયરૂપ પ્રમાદના વિભિન્ન સ્થાનોથી સાધુસાધ્વીને દૂર રહેવાનો ઉપદેશ છે. ૩૩. કર્મ પ્રકૃતિઃ આ અધ્યયનમાં આઠ કર્મનાં નામ, તેમના ઉત્તરભેદ (નામ કર્મના ભેદ બતાવ્યા નથી) આઠ કર્મોની જઘન્ય, ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. સામાન્ય રૂપથી પ્રદેશ, ક્ષેત્ર, કાળ અને ભાવની વાત પણ કહી છે. ૨૫ ગાથાઓનું આ અધ્યયન છે. ૩૪. લેયા : આ અધ્યયનમાં કષ્ણ, નીલ, કાપોત, તેજ, પડા અને શુક્લ-લેશ્યાઓ સંબંધી ભગવાને વિસ્તૃત વિવેચન કર્યું છે. ૬ વેશ્યાઓનું ૬ દ્વારોથી વિવેચન કર્યું છે. ૧. નામદ્વાર, ૨. વર્ણદ્વાર, ૩. પરિણાદ્વાર ૪. લક્ષદ્વાર, ૫. સ્થાનદ્વાર, ૬. સ્થિતિદ્વાર. આ અધ્યયનની ૬૧ ગાથાઓ છે. ૩૫. અણગાર માર્ગ-ગતિઃ ગૃહવાસનો ત્યાગ કરીને, પ્રવ્રજ્યા ગ્રહણ કરનારા મુનિએ શ્રમણજીવન કેવી રીતે જીવવું જોઈએ, એ વિષયમાં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો ભગવાને આ અધ્યયનમાં કહી છે. - ભવબંધનના હેતુભૂત સંગનો ત્યાગ કરવો. - હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મસેવન, કામ અને લોભનો ત્યાગ કરવો. - કામરાગપોષક ઉપાશ્રયમાં રહેવું નહીં. સ્મશાન, શૂન્યગૃહ અથવા વૃક્ષની નીચે રહેવું અથવા સ્ત્રી આદિથી રહિત મકાનમાં રહેવું. મુનિએ સ્વયં ઘર બનાવવું નહીં, બીજા પાસે બનાવડાવવું નહીં કે અનુમોદના ન કરવી, કારણ કે તેથી ત્રસસ્થાવર જીવોની હિંસા થાય છે. મુનિએ જાતે આહાર-પાણીનું પચન-પાચન કરવું નહીં કરાવવું નહીં, અનુમોદના પણ ન કરવી. કેમ કે એમાં જીવહિંસા થાય છે. સોના-ચાંદીની મનથી ય ઇચ્છા ન કરવી. કારણ કે સોના અને ચાંદીને માટી સમાન ગણવાં. 2010_03 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) - ન કંઈ વેચે છે, ન કંઈ ખરીદે છે. - ભિક્ષાવૃત્તિથી જીવન જીવે છે. - માત્ર સંયમપાલન માટે જ ભોજન કરે છે. - અર્ચના, વંદના, પૂજન, સંપદા, સત્કાર, સન્માન આદિની મનથી ય ઇચ્છા ન કરવી. શુક્લધ્યાન પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી ધ્યાન કરવું. • તપશ્ચર્યાનું નિયાણું” ન કરવું. - પરિગ્રહરહિત રહેવું, શરીર શોભા ન કરવી. • મૃત્યુ નજીક આવતાં સંખના કરવી. આ રીતે જીવનમાં સાધુ શારીરિક-માનસિક દુઃખોથી મુક્ત થાય છે અને निमम्मो निरहंकारो वीअरागो अणासवो । संपत्तो केवलं नाणं सासयं परिणिव्वुए ॥ નિર્મમ, નિરહંકાર, વીતરાગ, કમશ્રિવરહિત, કેવલજ્ઞાની, કર્મમુક્ત થઈને પરિનિવણિ પદને પામે છે. ૩૬. જીવાજીવવિભક્તિઃ - આ અધ્યયનમાં સર્વપ્રથમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના માધ્યમથી અજીવ તત્ત્વની પ્રરૂપણા કરી છે. - તેની પછી જીવ તત્ત્વની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. • અજીવ તત્ત્વના વિવેચનમાં ૧. સ્કંધ, ૨. દેશ, ૩. પ્રદેશ અને ૪. પરમાણુના વિષયમાં વિશદ બોધ કરાવ્યો છે. - વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી પરિણમિત સ્કંધાદિના પ્રકાર (ભેદ) બતાવ્યા છે. - સંસ્થાન (આકાર)થી પરિણમિત સ્કંધાદિના પ્રકારો પણ બતાવ્યા છે. - જીવ તત્ત્વ વિસ્તારથી બતાવ્યા પછી દ્રવ્ય સંલેખના અને ભાવ સંલેખનાનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવ્યું છે. - તત્પશ્ચાત્ કંદર્પભાવના, અભિયોગ્ય ભાવના, કિલ્વેિષભાવના, મોહભાવના અને આસુરીભાવના - આ પાંચ ભાવનાઓને દુર્ગતિના હેતુરૂપ બતાવવામાં આવી છે. ભાવનાઓનું સ્વરૂપ પણ બતાવવામાં આવ્યું છે. આ અધ્યયનમાં ૨૬૬ ગાથાઓ છે. 2010_03 Page #158 -------------------------------------------------------------------------- ________________ પર્વ-પ્રવચનમાળા “જ્ઞાતકુલોત્પન્ન કેવલજ્ઞાની શ્રી વર્ધમાનસ્વામીએ ભવ્ય જીવોને પરમ પ્રિય એવા ૩૬ ઉત્તર (પ્રધાન) અધ્યયન પ્રકાશિત કર્યા છે. પ્રધાન અધ્યયન પ્રકાશિત કરતાં કરતાં જ ભગવાનનું નિર્વાણ થઈ ગયું. નિર્વાણકલ્યાણક: ૧૪૮ કાર્તક માસની પાછલી રાત હતી, ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં આવેલો હતો. ભગવાનને છઠ્ઠનો તપ હતો. ભગવાન અંતિમ અધ્યયનની દેશના આપી રહ્યા હતા. એ સમયે ઇન્દ્રનું આસન કંપિત થયું. પ્રભુના મોક્ષનો સમય જાણીને ઇન્દ્ર પરિવાર સહિત અપાપાપુરીમાં આવ્યા. શકેન્દ્રની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. તેમણે બે હાથ જોડીને પ્રભુને કહ્યું : "હે નાથ, આપના ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનમાં હસ્તોત્તરા નક્ષત્ર હતું. આ સમયે એમાં ભસ્મકગ્રહ સંક્રાન્ત થનારો છે. આપના જન્મનક્ષત્રમાં સંક્રમિત થનારો આ ગ્રહ બે હજાર વર્ષ સુધી આપના ધર્મશાસનના સાધુ-સાધ્વીઓને વિઘ્નો ઉત્પન્ન કરશે. એટલા માટે આ ગ્રહ આપના જન્મનક્ષત્રમાંથી સંક્રમણ કરે ત્યાં સુધી આપ પ્રતીક્ષા કરો. આપની સામે જ એ સંક્રમણ કરી જાય તો આપના પ્રભાવથી એ ગ્રહનો પ્રભાવ નષ્ટ થશે. જયારે આપના સ્મરણ માત્રથી કુસ્વપ્ન, ખરાબ શુકન અને દુષ્ટ ગ્રહ શ્રેષ્ઠ ફળ આપનાર થઈ જાય છે, ત્યારે આપ સાક્ષાત્ બિરાજતા હો ત્યારે તો કહેવું જ શું ? એટલા માટે હે ભગવંત ! આપનુ આયુષ્ય એક ક્ષણ વધારી દો. જેથી આ દુષ્ટ ગ્રહ ઉપશાંત થઈ જાય.” ઇન્દ્રની પ્રાર્થના સાંભળીને ભગવાને કહ્યું : "હે ઇન્દ્ર, તું જાણે છે કે આયુષ્ય વધારવાની શક્તિ કોઈનામાં ય નથી. આગામી દુષમકાળના પ્રભાવથી ધર્મતીર્થને નુકસાન થવાનું છે. તેમાં ભસ્મક ગ્રહ પણ પોતાનો પ્રભાવ દેખાડશે જ.” એ સમયે પર્યંકાસનમાં બેઠેલા ભગવાને બાદર કામયોગમાં સ્થિત થઈને બાદર મનોયોગને રોકયો. પછી સૂક્ષ્મકાયયોગમાં સ્થિત થઈને વચન-કાયયોગને રોકયો. વાણી અને મનના સૂક્ષ્મયોગને રોકયો. આ રીતે સૂક્ષ્મ ક્રિયાવાળું ત્રીજું શુક્લધ્યાન પ્રાપ્ત કર્યું. તે પછી સૂક્ષ્મકાયયોગને રોકીને સમુચ્છિન્નક્રિયા નામના ચોથા શુક્લધ્યાનને પ્રાપ્ત કર્યું. પછી પાંચ હસ્તાક્ષરોનું ઉચ્ચારણ કરી શકાય એટલા કાળમાં, કર્મબંધથી મુક્ત થઈને ૠજુગતિથી ઊર્ધ્વગમન કરીને મોક્ષમાં ગયા. એ સમયે જેમને એક ક્ષણ પણ સુખ નથી થતું એવા નારકીના જીવોને પણ એક 2010_03 Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) ૧૪૯ ક્ષણ માટે સુખનો અનુભવ થયો. એ સમયે ચંદ્ર નામનું સંવત્સર હતું. પ્રીતિવર્ધન” નામનો મહિનો હતો. "દિવર્ધન” નામનું પક્ષ હતું. "અગ્નિવેશ” નામનો દિવસ હતો. "દેવાનંદા” નામની રાત્રિ હતી. "અર્ચ” નામનું લવ હતું. "શુલ્ક” નામનો પ્રાણ હતો. "સિદ્ધ” નામનો સ્તોક હતો "સર્વાર્થસિદ્ધ” નામે મુહૂર્ત હતું, અને "નાગ” નામનું કરણ હતુ. જે રાત્રે ભગવાનનું નિવણિ થયું તે રાત્રે ઘણાં દેવ-દેવીઓ સ્વર્ગથી આવ્યાં. એટલે તેમના પ્રકાશથી સર્વત્ર પ્રકાશ થઈ ગયો. એ સમયે નવ મલ્લકો, નવ લિચ્છવી, કાશી-કોશલના ૧૮ ગણરાજાઓ ઉપસ્થિત હતા. તેમણે વિચાર્યું : "જગતને જ્ઞાનપ્રકાશથી પ્રકાશિત કરનારી ભાવજ્યોતિ બુઝાઈ ગઈ... એની સ્મૃતિમાં દ્રવ્ય દીપક પ્રજ્જવલિત કરવા જોઈએ. તેમણે ઘેરઘેર દીપક પેટાવ્યા, ત્યારથી દીપોત્સવી-પર્વ ચાલ્યું આવે છે. એ સમયે આંસુભરી આંખોથી દેવ-દેવેન્દ્રોએ ભગવાનના શરીરને પ્રણામ કર્યા... અને અનાથ થઈ ગયા હોય, એવી રીતે ઊભા રહ્યા. શકેન્દ્ર નંદનવન આદિ સ્થાનોમાંથી ગોશીષ ચંદન મંગાવીને ચિતા બનાવી; ક્ષીરસાગરના જળથી પ્રભુના શરીરને સ્નાન કરાવ્યું. પોતાના હાથો વડે પ્રભુના શરીર પર વિલેપન કર્યું. દિવ્ય વસ્ત્ર ઓઢાડયું અને દેવ-દેવેન્દ્રોએ મળીને દેહને દિવ્ય શિબિકામાં પધરાવ્યો. ઇન્દ્રોએ શિબિકા ઉપાડી. દેવોએ જય જય શબ્દો ઉચ્ચારતાં પુષ્પવૃષ્ટિ કરી. દેવગન્ધર્વ ગાવા લાગ્યા. સેંકડો દેવો મૃદંગ વગેરે વાદ્યો વગાડવા લાગ્યા. પ્રભુની શિબિકાની આગળ શોકવિહ્વળ દેવાંગનાઓ અભિનવ નૃત્યાંગનાઓની જેમ નૃત્ય કરતી ચાલવા લાગી. ભવનપતિ - વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ દિવ્ય શસ્ત્રોથી, આભૂષણોથી અને પુષ્પમાળાઓથી શિબિકાનાં પૂજન કરવા લાગ્યા. શ્રાવક-શ્રાવિકાઓ શોકવ્યાકુળ થઈને રુદન કરવા લાગ્યાં. શોકસંતપ્ત ઈન્દ્ર પ્રભુના શરીરને ચિતા ઉપર મુકયું. અગ્નિકુમાર દેવોએ એમાં અગ્નિ પ્રજ્વલિત કર્યો. અગ્નિને પ્રદક્ષિણા કરવા માટે વાયુકુમાર દેવોએ વાયુ ચલાવ્યો. દેવોએ સુગંધી પદાર્થોના અને ઘી તથા મધના સેંકડો ઘડા આગમાં નાખ્યા.. પ્રભુનું શરીર સંપૂર્ણ બળી જતાં મેઘકુમાર દેવોએ ક્ષીરસાગરના જળથી ચિતા બુઝાવી દીધી. કેન્દ્ર તથા ઈશાનેન્દ્ર પ્રભુના શરીરની જમણી અને ડાબી દાઢો લઈ લીધી. અમરેન્દ્ર તથા બલીન્ટે નીચેની દાઢો લઈ લીધી. અન્ય દેવ પણ દાંત અને અસ્થિ લઈ ગયા. મનુષ્યગણ ચિતાની ભસ્મ લઈ ગયો. પછી દેવોએ એ સ્થાન ઉપર રત્નમય સૂપની રચના કરી. દેવ-દેવેન્દ્રો 2010_03 Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પોતપોતાના સ્થાને ગયા. શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ઃ જે સમયે ભગવાનનું નિર્વાણ થયું એ સમયે ભગવાનના પ્રમુખ શિષ્ય શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ ત્યાં ઉપસ્થિત ન હતા. ભગવાને જ એમને પાસેના ગામમાં “દેવશર્મા" નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલ્યા હતા. પૂર્વ-પ્રવચનમાળા જયારે તે અપાપાપુરીમાં પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં એમને સમાચાર મળ્યા કે ઃ “ભગવાનનું નિર્વાણ થઈ ગયું !” ગૌતમસ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે અપાર પ્રીતિ હતી, પ્રબળ અનુરાગ હતો. જયારે ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળ્યા... તેઓ સ્તબ્ધ થઈ ગયા, અને માર્ગમાં જ બેસી ગયા. એક બાળકની જેમ ખુલ્લે મોંએ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. પ્રભુ-વિરહની વેદનામાં તેમનું હૃદય દ્રવિત થઈ ગયું. "ભગવાન સર્વજ્ઞ હતા...તેઓ પોતાનું નિર્વાણ જાણતા હતા. છતાં તેમણે મને નિર્વાણના સમયે પાસે ન રાખ્યો... શું જોયું હશે તેમણે પોતાના જ્ઞાનમાં ? ખેર, તે વીતરાગ હતા. તેમને કયાં કોઈના પ્રત્યે રાગ હતો ? રાગ તો મને હતો એમના પ્રત્યે... હવે તે નથી રહ્યા... હવે મારે કોના પ્રત્યે રાગ કરવાનો છે ? રાગ જ મુક્તિમાં રુકાવટ કરનારો છે.” સમતામાં સ્થિર થઈ ગયા ! શુક્લધ્યાનમાં નિમગ્ન થઈ ગયા. ચાર ઘાતી કર્મોનો નાશ થયો. તે કેવળજ્ઞાની બની ગયા. કાર્તક સુદિ એકમના પ્રાતઃ સમયે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ આવીને કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. ભગવાનના નિર્વાણ પછી શ્રી ગૌતમ સ્વામીએ ૧૨ વર્ષ સુધી પૃથ્વી પર વિચરણ કર્યું અને ભવ્ય જીવોને પ્રતિબોધ આપતા રહ્યા. તે પણ ભગવાન મહાવીરની જેમ દેવ-દેવેન્દ્રોથી પૂજિત હતા. શ્રી ગૌતમસ્વામીનું રાજગૃહમાં નિર્વાણ થયું. તેમને અંતિમ માસક્ષમણ (એક મહિનાના ઉપવાસ) હતું. દીપાવલી-પર્વની આરાધના ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ કલ્યાણકના રૂપમાં ક૨વાની છે. ચૌદશ - અમાવાસ્યાનો છઠ્ઠ તપ કરવાનો હોય છે. ભગવાનનું સ્મરણ કરવાનું હોય છે. તેમના જીવનને અને એમના અપાર ઉપકારોને યાદ કરવાના છે. તેમની સ્તુતિ કરવાની છે. શ્રી ગૌતમસ્વામી જેવો અનુરાગ આપણા હૃદયમાં પણ ઉત્પન્ન થઈ જાય... એવી તમન્ના સાથે પ્રવચન પૂર્ણ કરું છું. 2010_03 Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન શ્રી જ્ઞાનપંચમી પ્રવચન સંકલના ૧. જ્ઞાનની પ્રાથમિકતા. ૨. જ્ઞાનપ્રાપ્તિમાં અપેક્ષિત ૧૦ વાતો. ૩. જ્ઞાનોપાસનાના પાંચ પ્રકાર : ૧. વાચના, ૨. પૃચ્છના, ૩. પરાવર્તના ૪. અનુપ્રેક્ષા અને ૫. ધર્મકથા. ૪. આઠ જ્ઞાનાચાર ૧. કાળ, ૨. વિનય, ૩. બહુમાન, ૪. ઉપધાન ૫. કૃતજ્ઞતા ૬. સૂત્રશુદ્ધિ, ૭. અર્થશુદ્ધિ ૮. સૂત્રાર્થશુદ્ધિ ૫. જ્ઞાનની આશાતનાઓ. ૬. કથા ઃ વરદત્ત - ગુણમંજરીની. ૭. કથાબોધ. ૮. ઘરમાં પુસ્તકો વસાવો. ૯. જ્ઞાનભક્ત મહાપુરુષો. ૧૦. એક ચિંતા ૧૧. ટી.એસ. ઇલિયટનું મંતવ્ય. ૧૨. જ્ઞાનોપાસનાથી કર્મક્ષય 2010_03 Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પર્વ-પ્રવચનમાળા ज्ञानं विष्टपके वरं तमतमःप्रध्वंसहंसोपमं, सर्वार्थप्रविधायकं च कुमतप्रच्छेदकं तत्त्वदम् । तज्झानं भविभिः सुखैकरसिकैरासाद्यते हि धुवं, पञ्चम्या उपचारतः सुविधिना साऱ्या मनुष्यैरतः ॥ પરમ કરુણાવંત જ્ઞાની પુરુષ કહે છે. "હે ભવ્યાત્મનું, જો તમે આત્મસુખ પામવા માટે લાલાયિત હો તો સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત કરો. જ્ઞાન જ વિશ્વમાં શ્રેષ્ઠ તત્ત્વ છે. જ્ઞાન જ અજ્ઞાનના અંધકારને દૂર કરનાર દિવ્ય પ્રકાશ છે. જ્ઞાનથી જ સર્વ ઈષ્ટ પ્રયોજન સિદ્ધ થાય છે અને જ્ઞાન જ મિથ્યામતોનું ઉમૂલન કરનારું છે. એવું સમ્યગૃજ્ઞાન પામવા માટે વિધિપૂર્વક પંચમી તિથિની આરાધના કરો. પંચમીની આરાધના કરવાથી જ્ઞાનપ્રાપ્તિ અવશ્ય થાય છે. જ્ઞાનપ્રકાશ મળે છે. જ્ઞાનની પ્રાથમિકતાઃ * પરમાત્મા તીર્થંકરદેવ જયારે તીર્થની સ્થાપના કરે છે ત્યારે સર્વપ્રથમ તેઓ પોતાના પ્રથમ શિષ્યોને “ત્રિપદી સ્વરૂપ જ્ઞાન આપે છે. -૩પ વા, વિમેટ્ટ વા, યુવેરૂ વો આ ત્રિપદી ના આધારે ગણધરો દ્વાદશાંગી"ની રચના કરે છે. સમગ્ર જ્ઞાનગંગાનો મૂળસ્ત્રોત આ દ્વાદશાંગી છે. * તીર્થકર ભગવંતોએ જ્ઞાનની પ્રાથમિકતા બતાવતાં કહ્યું: 'પમ નાણે તો યાં પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરો, પછી દયાનું પાલન થઈ શકશે. જ્ઞાન વગર અહિંસા ધર્મનું પાલન સંભવે નહીં. એકેન્દ્રિયાદિ જીવોનું જ્ઞાન જ નહીં હોય તો એ જીવોની રક્ષા કેવી રીતે કરી શકશો? * તીર્થંકર ભગવંતોએ કર્મનિર્જરા માટે બાર પ્રકારની તપશ્ચર્યા બતાવી છે. એમાં ય શ્રેષ્ઠ તપશ્ચય “જ્ઞાન”ની બતાવવામાં આવી છે! જ્ઞાન સમાન બીજું કોઈ તપ નથી!સલ્ફાસો તેવો નથિ ! બૃહત્કલ્પસૂત્રનું આ વચન છે. જ્ઞાનને શ્રેષ્ઠ તપ કેમ કહ્યું તે જાણો છો? એનું કારણ છે કર્મનિર્જરા! જ્ઞાનથી જેટલી કર્મનિર્જરા થાય છે એટલી કમનિર્જરા બીજા કોઈ ઉપાયે થતી નથી. ઉપવાસ-આદિ તપ કરનારાઓ જે જ્ઞાનની ઘોર ઉપેક્ષા કરે છે, તેમણે જિનવચન ઉપર વિચાર કરવો જોઈએ. જ્ઞાનની ઉપેક્ષા કરનાર ગૃહસ્થ હોય કે સાધુ હોય, તે મોક્ષમાર્ગની ઉપેક્ષા કરે છે. મોક્ષમાર્ગની ઉપેક્ષા કરનાર મનુષ્ય ભવસંસારમાં ભટકાઈ જાય છે. 2010_03 Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી પ્રવચન ૧પ૩ * જ્ઞાનની ઉપેક્ષા કરીને માત્ર જડ ધર્મક્રિયાઓ કરનાર અને ક્રિયાઓ કરીને મિથ્યા અભિમાન ધારણ કરનારાઓએ જિનવચન કાન ખોલીને સાંભળી લેવાં જોઈએ. જ્ઞાન–ક્રિયાખ્યા મોત પહેલાં જ્ઞાન જોઈએ, પછી ક્રિયા કરવી જોઈએ. જિનેશ્વર ભગવંતોએ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને જે પંચાચારનું પાલન કરવાની આજ્ઞા આપી છે, એ પાંચ આચારોમાં પહેલો આચાર છે - જ્ઞાનાચાર ! પછી દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર જણાવ્યા છે. એથી જ્ઞાનની સર્વશ્રેષ્ઠતા પરિફુટ થાય છે. બીજી વાત - + આત્માનો મૂળ ગુણ જ્ઞાન છે. ક્રિયા નહીં પોતાના જ મૂળગુણને પ્રગટ કરવાનો પ્રયત્ન સર્વ પ્રથમ કરવો જોઈએ. જ્ઞાનપ્રાપ્તિના પુરુષાર્થથી જ જ્ઞાનગુણ પ્રકટ થાય છે. * એનો ફલિતાર્થ એ છે કે મોક્ષ પામવો છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ પામવું છે, તો જ્ઞાન પ્રાપ્તિ અનિવાર્ય છે. મોક્ષનું મુખ્ય પ્રવેશદ્વાર Gateway of Moksha જ્ઞાન જ છે. "સ્નાતસ્યા” સ્તુતિમાં સાંભળો છો ને મોક્ષ મૂર્ત... જ્ઞાન મુખ્ય દ્વાર છે મોક્ષનું. આ રીતે જ્ઞાનની મહત્તા સાંભળીને જ્ઞાનપ્રાપ્તિનો પુરુષાર્થ કરવાની ઈચ્છા મનમાં જાગે છે ને? પરંતુ જ્ઞાનપ્રાપ્તિની ઈચ્છા સરળતાથી ફળવતી બનતી નથી. જ્ઞાનપ્રાપ્તિ એટલે કે શાસ્ત્રજ્ઞાનની પ્રાપ્તિ પરસાપેક્ષ છે. જ્ઞાનપ્રાપ્તિનો પુરુષાર્થ દશ વાતોની અપેક્ષા રાખે છે ! જ્ઞાનપ્રાપ્તિમાં અપેક્ષિત ૧૦ વાતોઃ ૧. પહેલી વાત છે શરીરના આરોગ્યની. તમારું શરીર નીરોગી હશે તો જ અધ્યયન કરી શકશો. પેટમાં દર્દ હોય, તાવ હોય, કોઈ ચોટ લાગી હોય, શરીરમાં પીડા છે, વેદના છે તો તમે અધ્યયન નહીં કરી શકો. એટલા માટે શરીરને નીરોગી તથા સશક્ત બનાવવું જોઈએ. હા, શરીર અશક્ત, કમજોર હશે તો તમે વધારે સમય અધ્યયન નહીં કરી શકો. ૨. તમારું શરીર સ્વસ્થ છે, સશક્ત છે. પરંતુ બુદ્ધિ નહીં હોય, અથવા અલ્પબુદ્ધિ હશે, તો પણ તમે શાસ્ત્રાભ્યાસ નહીં કરી શકો. જ્ઞાનપ્રાપ્તિ માટે પર્યાપ્ત બુદ્ધિ જોઈએ. ગુરુદેવ જે ભણાવે તેને સમજવાની, ગ્રહણ કરવાની અને ધારણા કરવાની બુદ્ધિ જોઈએ. એક બુદ્ધિ હોય છે સમજવાની અને બીજી બુદ્ધિ હોય છે યાદ રાખવાની. આ બંને પ્રકારની બુદ્ધિ જ્ઞાનપ્રાપ્તિ માટે જોઈએ. ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ દ્વારા મનુષ્ય સરળતાથી જ્ઞાનપ્રાપ્તિ કરી શકે છે. 2010_03 Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પર્વ-પ્રવચનમાળા ૩. શરીર સ્વસ્થ છે, બુદ્ધિ પણ સારી છે, પરંતુ વિનય' ન હોય તો સમ્યજ્ઞાન ન પામી શકો. જેમ ધર્મનું મૂળ વિનય છે, તે રીતે જ્ઞાનનું મૂળ પણ વિનય છે. જે ગુરુદેવ પાસેથી જ્ઞાન પામવાનું હોય તેમની સાથે વિનયપૂર્વકનો વ્યવહાર રાખવો જોઈએ. માતા-પિતા વગેરેનો વિનય તો રાખવો જ જોઈએ. અવિનીત-ઉદ્ધત મનુષ્ય જ્ઞાનપ્રાપ્તિ કરી શકતો નથી. બળનું અભિમાન અને બુદ્ધિનું અભિમાન મનુષ્યને અવિનીત બનાવી જ દે છે. એવો મનુષ્ય જ્ઞાની ન બની શકે. અવિનયના અનેક પ્રકારો હોય છે. એ તમામ પ્રકારોનો ત્યાગ કરીને વિનીત બનીને જ્ઞાનપ્રાપ્તિ કરવી જોઈએ. ૪. શરીર નીરોગી છે, બુદ્ધિ સારી છે અને વિનય ગુણ પણ હોય, પરંતુ જ્ઞાનપ્રાપ્તિનો ઉત્સાહ ન હોય તો તમે જ્ઞાનપ્રાપ્ત કરી ન શકો. જ્ઞાનપ્રાપ્તિનો ઉત્સાહ જોઈએ અને ઉદ્યમ પણ જોઈએ. ઉત્સાહ હશે તો ઉદ્યમ હશે જ. જેઓ પ્રમાદી હોય છે, આળસુ હોય છે તેઓ કદી જ્ઞાની નથી બની શકતા. જ્ઞાન પામવા માટે અને તેને સ્મૃતિમાં રાખવા માટે સખત પરિશ્રમ કરવો પડે છે. પ્રમાદી માણસ જ્ઞાન પામવા માટે ઉત્સાહી નથી હોતો અને પ્રાપ્ત જ્ઞાનને યાદ રાખવા માટે જાગૃત પણ નથી હોતો. આવી વ્યક્તિને ગુરુ જ્ઞાન આપતા પણ નથી. જ્ઞાન પામવું હોય તો ઉત્સાહ અને ઉદ્યમ ટકાવી રાખો. ૫. પાંચમી વાત જોઈએ શાસ્ત્રરાગની ! મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રો પ્રત્યે, ગ્રંથો પ્રત્યે તમને શ્રદ્ધા હોવી જોઈએ, પ્રીતિ હોવી જોઈએ. શાસ્ત્રોને આપણું ‘ત્રીજું નેત્ર’ સમજવું જોઈએ. “શાસ્ત્રોથી જ મોક્ષમાર્ગનું જ્ઞાન, હેય-ઉપાદેયનું જ્ઞાન, પુણ્યપાપનું જ્ઞાન થઈ શકે છે.' એવી હાર્દિક શ્રદ્ધા રાખવી જોઈએ. શાસ્ત્રરાગથી જ્ઞાનપ્રાપ્તિમાં પ્રતિબંધક કર્મોનો ક્ષયોપશમ થાય છે. એટલે કે બુદ્ધિ વધારે નિર્મળ અને તેજસ્વી બને છે. ૬. માની લીધું કે તમે શાસ્ત્રરાગી છો, ઉદ્યમશીલ છો, વિનીત છો, બુદ્ધિશાળી છો અને નીરોગી છો. પરંતુ જ્ઞાનદાતા ગુરુનો સંયોગ જ ન હોય, તો તમે કેવી રીતે જ્ઞાનપ્રાપ્તિ કરશો ? એટલા માટે જ્ઞાનપ્રાપ્તિમાં જ્ઞાનદાતા ગુરુનો સંયોગ મળવો પરમ આવશ્યક છે. સભામાંથી : ગુરુનો સંયોગ તો મળે છે પરંતુ જ્ઞાનદાતા ગુરુનો સંયોગ કોઈક કોઈક વાર જ મળે છે. મહારાજશ્રી અને જયારે આવો સંયોગ મળતો હશે ત્યારે તમે લાભ લેતા હશો ને 2010_03 Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી પ્રવચન ૧પપ સભામાંથીઃ ના જી, એ સમયે કાંતો પ્રમાદ હોય કે શરીર સ્વસ્થ ન હોય, વાસ્તવમાં કહીએ તો જ્ઞાનપ્રાપ્તિનો ઉત્સાહ જ નથી હોતો. મહારાજશ્રી આ વાત મેં પહેલેથી જ બતાવી દીધી છે ને? ઉત્સાહ વગર પ્રયત્ન નથી થતો. પરંતુ ઉત્સાહ હોવા છતાં પણ જ્ઞાનદાતા કરુણાવંત ગુરુનો સંયોગ મળતો નથી તો ઉત્સાહ મંદ પડી જાય છે. ૭. જ્ઞાનદાતા ગુરુદેવ મળી ગયા, પરંતુ જે વિષયનું અધ્યયન કરવાનું હોય, એ વિષયનું શાસ્ત્ર, ગ્રંથ - પુસ્તક ન મળે તો પણ અધ્યયન નથી થઈ શકતું. જો કે વર્તમાન સમયમાં આ સુવિધા તો મળી જ જાય છે. બેંગ્લોરમાં ગ્રંથ ન મળે તો બીજે દિવસે મદ્રાસથી આવી શકે છે, મદ્રાસમાં ન મળે તો મુંબઈથી આવી શકે છે. ગમે ત્યાંથી મંગાવી શકાય છે. ગમે તેમ કરો અધ્યયનમાં ઉપયોગી ગ્રંથ હોવો જરૂરી છે. ૮. જ્ઞાનદાતા છે, ગ્રંથ છે, પરંતુ અધ્યયન માટે ઉપયોગી નિવાસ જોઈએ! અધ્યયન માટે સુયોગ્ય સ્થાન જોઈએ. ઉપયુક્ત સ્થાન એને કહે છે જયાં – આસપાસ હિંસા ન થતી હોય, – જયાં જન-કોલાહલ ન થતો હોય, - જયાં શાન્તિ હોય, પ્રસન્નતા હોય. - નૈસર્ગિક વાતાવરણ હોય. આવા સ્થાને સારી રીતે અધ્યયન - અધ્યાપનકાર્ય થઈ શકે છે. ૯. આ તમામ બાબતો હોવા છતાં કોઈ એક સમવયસ્ક અને સમાન વિષયનું અધ્યયન કરનાર સહાધ્યાયી હોવો જોઈએ. સહાધ્યાયી હોવાથી અધ્યયનમાં ઉત્સાહ વધે છે. કોઈવાર પ્રમાદ આવી જાય તો સહાધ્યાયી પ્રેરણા આપીને પ્રમાદ દૂર કરે છે. પ્રાપ્ત જ્ઞાનની અનુપ્રેક્ષામાં સહાયક બની શકે છે. જો કે સહાધ્યાયી પ્રમાદી, વ્યસની અને કષાયી તો ન જ હોવો જોઈએ. શાન્ત, સંયમી, ઉદ્યમી અને પ્રજ્ઞાવંત સહાધ્યાયી હોવાથી ખૂબ સારું જ્ઞાનોપાર્જન થઈ શકે છે. ૧૦. દશમી વાત પહેલી વાત જેટલી જ મહત્ત્વપૂર્ણ છે. કહ્યું છે કે - શરીરમાં વહુ સાથનમ્ એ રીતે આપણે પણ કહી શકીએ. શરીરમાં વધુ જ્ઞાનથનમ્ શરીર ધર્મનું પ્રથમ સાધન છે એ રીતે શરીર જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રથમ સાધન છે. 2010_03 Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પર્વ-પ્રવચનમાળા પરંતુ શરીરનું સ્વાસ્થ્ય ટકાવી રાખવા માટે મુખ્ય સાધન કયું છે તે જાણો છો ? એ સાધન છે સમુચિત ભોજન ! દશમી વાત છે ભોજનની ! જ્ઞાનપ્રાપ્તિનો પુરુષાર્થ કરનારાએ ભોજનમાં સંયમિત અને નિયમિત રહેવું જોઈએ. જ્ઞાનપ્રાપ્તિનો પ્રબળ પુરુષાર્થ કરનાર મેઘાવી વિદ્યાર્થીએ એવો અને એટલો જ ખોરાક લેવો જોઈએ કે જેથી શરીરમાં પ્રમાદ ન આવે અને અશક્તિ ન આવે. રાતદિન જ્ઞાનોપાર્જનમાં નિરત રહેનાર મેઘાવી સાધુ માટે ભિક્ષાના નિયમોમાં અપવાદ બતાવ્યા છે. દ્રવ્યાનુયોગનું ગહન-ગંભીર અધ્યયન કરનાર સાધુ માટે "આધાકર્મ” દોષથી દૂષિત ભિક્ષા પણ ગ્રહણ કરવાનું વિધાન શાસ્ત્રમાં મળે છે. જ્ઞાનપ્રાપ્તિનો પુરુષાર્થ કેટલો મહત્ત્વનો છે, એ વાત સમજ્યા ને ? અમારા સાધુજીવનમાં તો દિન અને રાતના ૨૪ કલાકોમાંથી ૧૫ કલાક જ્ઞાન માટે, ઉપાસના માટે હોય છે. સભામાંથી : ૧૫ કલાક અધ્યયન કરવાનું હોય છે સાધુઓને ? મહારાજશ્રી : હા, ૧૫ કલાક જ્ઞાનોપાસનામાં વ્યતીત કરવાના હોય છે ! જ્ઞાનોપાસનાના ક્રમશઃ પાંચ પ્રકાર છે. જ્ઞાનોપાસનાના પાંચ પ્રકાર ૧. પહેલો પ્રકાર છે "વાચના"નો. જ્ઞાનદાતા ગુરુદેવને વંદન કરીને વિનયપૂર્વક બેસીને સૂત્રની તેમજ અર્થની વાચના લેવી જોઈએ. એકાગ્રતાથી સાંભળવું જોઈએ. વાચના લેતી વખતે વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછવા ન જોઈએ. જે ભણાવવામાં આવે તેને સ્મૃતિમાં ભરી લેવું જોઈએ અથવા લખી લેવું જોઈએ. ૨. એ પછી જે ભણ્યા હો તેની ઉપર વિચાર વિમર્શ કરવો જોઈએ. અને કેટલીક વાતો ભૂલી ગયા હો તો અથવા સમજવામાં ન આવી હોય તો તે વાતો ગુરુદેવની પાસે જઈને વિનયથી પૂછી લેવી જોઈએ. એને "પૃચ્છના" કહે છે. ૩. આ રીતે જે જ્ઞાન (સૂત્ર-અર્થ) નિઃશંક થઈ ગયું હોય, તે ભૂલી જવાનું નથી. તેને યાદ રાખવા માટે તેને દરરોજ ગોખવું જોઈએ. એને “પરાવર્તના” કહે છે. જે વિદ્યાર્થીઓ પરાવર્તના નથી કરતા તેઓ નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરતા જાય છે અને જૂનું ભૂલતા જાય છે. પરિણામ એ આવે છે કે તેમની જ્ઞાનપ્રાપ્તિનો પરિશ્રમ વ્યર્થ જાય છે. એટલા માટે પરાવર્તના કરવી અતિ આવશ્યક છે. ૪. જેવિષયનાં સૂત્ર, શ્લોક, ગાથા આદિ યાદ કરી લીધાં હોય, તેના અર્થનું ચિંતન કરવું જોઈએ. ચિંતન ક૨વાનાં અનેક માધ્યમો છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી ચિંતન કરવામાં આવે છે. ‘નય' અને પ્રમાણ'થી ચિંતન કરવામાં આવે છે. ઉત્પત્તિ, 2010_03 Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ શ્રી જ્ઞાનપંચમી પ્રવચન સ્થિતિ અને નાશના માધ્યમથી ચિંતન કરવામાં આવે છે. એક શબ્દના અનેક અર્થ થાય છે. વ્યુત્પત્તિ અર્થ થાય છે. રૂઢ અર્થ થાય છે...તાત્પયર્થ થાય છે. શાસ્ત્રસાપેક્ષ રહીને અર્થચિંતન કરવું જોઈએ. સંદર્ભ જોઈને અર્થ કરવો જોઈએ...એને “અનુપ્રેક્ષા કહે છે. પ. આ રીતે અનુપ્રેક્ષા કરવાથી જિનવચનોનો યથાર્થ બોધ થાય છે. એવો બોધ પ્રાપ્ત કરીને “ધર્મકથા કરવાની હોય છે. એટલે કે બીજાને તત્ત્વબોધ આપવાનો છે. માત્ર શાસ્ત્રોના શબ્દોનો અર્થ કરવાથી વ્યુત્પત્તિ અર્થ અને રુત્યર્થ) વાસ્તવિક જ્ઞાન નથી થતું. ઉપદેશકને તાત્પર્યાર્થિનો બોધ પણ થવો જોઈએ. આ રીતે જ્ઞાનોપાસના કરવામાં આવે છે. એમાં આઠ પ્રકારના આચારોનું પાલન કરવાનું હોય છે. કારણ કે આ વ્યાવહારિક જ્ઞાન નથી, મોક્ષમાર્ગ-પ્રકાશક જ્ઞાન છે. દ્રવ્યોપાર્જન કરવાનું જ્ઞાન નથી. આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાનું જ્ઞાન છે ! માત્ર વિદ્વત્તા પ્રાપ્ત કરવાનું જ્ઞાન નથી. અંતરાત્મદશા પ્રાપ્ત કરવાનું જ્ઞાન છે. એટલા માટે આઠ પ્રકારના જ્ઞાનાચારોનું પાલન કરવું એ ખૂબ જ આવશ્યક માનવામાં આવ્યું છે. અત્યારે તો હું સંક્ષેપમાં જ જ્ઞાનાચાર બતાવું છું. કારણ કે નિશ્ચિત સમયમર્યાદા હોય છે પ્રવચનની. બીજી ઘણી વાતો કરવાની છે ! આઠ જ્ઞાનાચારઃ ૧. જ્ઞાનારાધનામાં 'કાળ' - સમયનું મહત્ત્વ છે. વર્ષમાં કેટલાક દિવસો એવા આવે છે કે જેમાં આગમ ગ્રંથોનું અધ્યયન કરવામાં આવતું નથી. પૂર્વધર મહર્ષિ રચિત ગ્રંથોનું અધ્યયન કરવામાં આવતું નથી. એટલે કે નવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવતું નથી અને પ્રાપ્ત જ્ઞાનની પરાવર્તન કરાતી નથી. "કાળ”ની શુદ્ધિ-અશુદ્ધિની દ્રષ્ટિએ આ નિર્ણય કરવામાં આવે છે. એ રીતે એક દિવસમાં પણ ત્રણ સંધ્યાનો સમય સ્વાધ્યાય માટે "અકાલ” બતાવ્યો છે. પૃચ્છના, અનુપ્રેક્ષા અને ધર્મકથા માટે કાલ–અકાલનો નિયમ નથી. ૨. બીજે જ્ઞાનાચાર છે વિનયનો. જ્ઞાનોપાસના કરનારનું વ્યક્તિત્વ વિનયથી અને નમ્રતાથી સુશોભિત હોવું જોઈએ. વિનયથી ગુરુનું ચિત્ત પ્રસન્ન રહે છે. પ્રસન્ન ચિત્તવાળા ગુરુ શિષ્યને ભરપૂર વાત્સલ્યથી જ્ઞાન આપે છે. શાસ્ત્રોની રહસ્યભૂત વાતો બતાવે છે. અવિનય કરવાથી ગુરુનું મન ઉદાસ થઈ જાય છે. ઉદાસ મનમાંથી જ્ઞાનની પવિત્ર ધારા પ્રવાહિત નથી થતી. ૩. ત્રીજો જ્ઞાનાચાર છે બહુમાનનો. જ્ઞાનદાતા ગુરુદેવ પ્રત્યે હાર્દિક બહુમાન હોવું જોઈએ. વિનય બાહ્ય ક્રિયારૂપ છે. બહુમાન આંતરિક ભાવરૂપ છે. ગુરુબહુમાનના ભાવથી "જ્ઞાનાવરણ કર્મ”નો ક્ષયોપશમ થાય છે. એનાથી 2010_03 Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પર્વ-પ્રવચનમાળા બુદ્ધિ-પ્રતિભા વિકસિત થાય છે. અને જ્ઞાનપ્રાપ્તિ વિપુલ પ્રમાણમાં થાય છે. ૪. ચોથો જ્ઞાનાચાર છે ઉપધાનનો. આપણા જૈન સંઘોમાં ઉપધાન તપ થાય છે ને?એ ઉપધાન જ્ઞાનપ્રાપ્તિની યોગ્યતા સંપાદિત કરવા માટે કરવામાં આવે છે. ઉપધાનમાં તપ, જપ, ધ્યાન...આદિ અનેક ક્રિયાઓ કરવામાં આવે છે. શ્રી નવકારમંત્રનું જ્ઞાન પામવા માટે પણ અઢાર દિવસનાં ઉપધાન કરવાં પડે છે. ૫. પાંચમો આચાર છે ગુરુ પ્રત્યે કૃતજ્ઞભાવ. જે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. એ ગુરુના ઉપકારને ભૂલવો ન જોઈએ. બીજા લોકો સામે ગુનો પરિચય આપતી વખતે તેમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રદર્શિત કરવો જોઈએ. એવું ન હોવું જોઈએ કે ગુરુનું નામ પણ બીજા લોકોને ન બતાવવું! ૬. છઠ્ઠો આચાર છે. સૂત્રોનું શુદ્ધ ઉચ્ચારણ, સૂત્રપાઠ શુદ્ધ હોવો જોઈએ. ૭. સાતમો આચાર છે. સૂત્રોનું યથાર્થકથન. સૂત્રોના અર્થ મનસ્વી રીતે ન કરવા જોઈએ. શાસ્ત્રોમાં જે સૂત્રનો જે અર્થ કરવામાં આવ્યો હોય તે જ અર્થનું કથન કરવું જોઈએ. વિપરીત અર્થકથન કરવાથી સ્વ-પર બંનેને પાપબંધ થાય છે. ૮. આઠમો આચાર છે સૂત્ર અને અર્થ બંનેનું સાચું કથન કરવું. એવું નહીં કે સૂત્ર સાચું બતાવવું અને અર્થ ખોટો બતાવવો! અગર તો સૂત્ર ખોટું બતાવાય અને અર્થ સાચો બતાવાય. સૂત્ર-અર્થ બંનેનું સાચું કથન કરવું જોઈએ. આ છે આઠ જ્ઞાનાચાર. આ આચારોનું પાલન કરતાં જ્ઞાનપ્રાપ્તિનો પુરુષાર્થ કરવો જોઈએ. આ રીતે પ્રાપ્ત કરેલું જ્ઞાન મનુષ્યને અંતર્મુખ બનાવે છે, અને આધ્યાત્મિક વિકાસનો હેતુ બને છે. સભામાંથી આ આચારોનું પાલન કર્યા સિવાય કોઈ જ્ઞાનપ્રાપ્તિ કરે તો શું થાય? મહારાજશ્રી જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. ભવિષ્યમાં જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય રહેતો નથી. જ્ઞાનપ્રાપ્તિના ઉપાય, સાધન અને સંયોગ મળતા નથી. જે રીતે જ્ઞાનાચારોનું પાલન ન કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે એ રીતે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની ઉપેક્ષા-અવહેલના અને આશાતના કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાનની આશાતનાઓ: – જ્ઞાન ભલેને વ્યાવહારિક હોય યા ધાર્મિક હોય, જ્ઞાન પ્રત્યે અરુચિ, દ્વેષ યા અભાવ હોવાથી જ્ઞાનની આશાતના થાય છે. - જ્ઞાની પુરુષો સાથે દુર્વ્યવહાર કરવાથી, તેમને કષ્ટ આપવાથી તેમની મજાક 2010_03 Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી પ્રવચન ૧૫૯ કરવાથી, એમનો અવિનય કરવાથી, તેમનાં આસન, વસ્ત્ર આદિનો ઉપયોગ કિરવાથી આશાતના થાય છે. જ્ઞાનનાં સાધન, ઉપકરણોનો દુરુપયોગ કરવાથી જ્ઞાનની આશાતના થાય છે. કેટલીક પ્રચલિત આશાતનાઓ સાંભળો. પુસ્તકો અને નોટબુકોને સળગાવી દેવી, • ચોપડીઓ અને નોટ્સને પટકવાં, વાળી નાંખવાં, ફેંકી દેવાં, કાગળ ઉપર અશુચિ કરવી અથવા કાગળથી અશુચિ સાફ કરવી. | કાગળમાં ખાવું, ૦ પેન-પેન્સિલથી કાન સાફ કરવા, પુસ્તક યા કાગળ ઉપર બેસવું, ૦ પુસ્તકથી હવા નાખવી, • એંઠા મુખે બોલવું, અસત્ય બોલવું. પોતે વાંચવું નહીં અને વાંચનારને વાંચવા ન દેવું. બીજાંની ચોપડી....પેન આદિ ચોરી કરવી, છુપાવવું, જ્ઞાની પુરુષોની નિંદા કરવી, જિનવચનોનો ખોટો અર્થ કરવો, જ્ઞાનદાન ન આપવું, શક્તિ હોવા છતાં પણ. જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિમાં વિધ્ધ કરવું, આ પ્રકારની જ્ઞાનાશાતના કરવાથી "જ્ઞાનાવરણીય કર્મ” અશાતાવેદનીય કર્મ, અશુભ નામ કર્મ વગેરે પાપકર્મો બંધાઈ જાય છે. જયારે એ કર્મો ઉદયમાં આવે છે, ત્યારે જીવાત્મા મતિમૂઢ બને છે, રોગી બને છે. અભાગી બને છે. આ વાતને સ્પષ્ટ અને પુષ્ટ કરનારી અનેક કથા ધર્મગ્રંથોમાં આવે છે. વરદત્ત અને ગુણમંજરીઃ પદ્મપુર નામનું નગર હતું. એમાં સિંહદાસ નામે શ્રેષ્ઠી હતા. તેમને "કપૂરતિલકા” નામની પત્ની હતી અને ગુણમંજરી નામે પુત્રી હતી. ગુણમંજરી જન્મથી જ રોગી અને મૂંગી હતી. શ્રેષ્ઠી પાસે કરોડો રૂપિયાની મિલ્કત-સંપત્તિ હોવા છતાં પણ છોકરીની આ દુઃખમય સ્થિતિથી તેઓ દુઃખી હતા. ઘણાં ઔષધ 2010_03 Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પર્વ...વચનમાળા ઉપચાર કયાં તો પણ કોઈ અસર ન થઈ. એ નગરમાં વિજયસેન નામના આચાર્યદિવ પધાર્યા. રાજા, પ્રજા સર્વે ધમપદેશ સાંભળવા માટે આચાર્યદવ પાસે જાય છે. આચાર્યદિવ “અવધિજ્ઞાની' હતા. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળના જાણકાર હતા. આચાર્યદિરે ધર્મોપદેશમાં જ્ઞાનોપાસના કરવાનો અને જ્ઞાનાશાતના ન કરવાનો ઉપદેશ આપ્યો. જ્ઞાનની વિરાધનાનાં કટ્રફળ પણ જણાવ્યાં! શ્રેષ્ઠી સિંહદાસે ગુરુદેવને વંદના કરીને વિનયથી પૂછ્યું : "ભગવંત, મારી પુત્રી ગુણમંજરીએ પૂર્વજન્મમાં કઈ વિરાધના કરી છે કે જેને પરિણામે આ જન્મમાં મૂંગી અને રોગી બની છે ?" આચાર્યદેવે કહ્યું: “મહાનુભાવ, ધાતકીખંડના ભરતક્ષેત્રની વાત છે. એ ભરતક્ષેત્રમાં "ખેટક નામનું ગામ છે. એ ગામમાં જિનદેવ નામનો શ્રેષ્ઠી હતો. તેને સુંદરી નામની પત્ની હતી. તેમને પાંચ પુત્રો અને ચાર પુત્રીઓ હતી. બાળકોને ભણાવવા માટે પાઠશાળામાં મોકલ્યાં. બાળકો ભણવામાં આળસુ હતા. ભણતાં ન હતાં. સમજાવવા છતાં તે સમજતાં ન હતાં. તે પછી પંડિત મારવાની શરૂઆત કરી. બાળકોએ ઘરમાં સુંદરીની આગળ ફરિયાદ કરી "પંડિત અમને મારે છે.” સુંદરીએ બાળકોને સારું ભણવાની પ્રેરણા આપવાને બદલે કહ્યું કે, "પંડિત તમને મારે છે તો તમે બધા ભેગા થઈને પંડિતને મારો !” બાળકો પંડિતને મારીને ઘેર આવ્યાં. સુંદરીએ પાટી, પુસ્તકો વગેરે સળગાવી દીધાં અને બાળકોને કહ્યું કે હવે તમારે ભણવાનું નથી !” છોકરાઓ મોટા થયા. શેઠે છોકરાઓ માટે છોકરીઓની તપાસ કરી. અભણ, મૂર્ખ છોકરાઓ સાથે કોઈ પણ કન્યા લ કરવા તૈયાર ન થઈ. શેઠે સુંદરીને કહ્યું : 'જો, આ તારા કાર્યોનું ફળ છે. તે બાળકોને ભણાવ્યાં નહીં. હવે તારા મૂર્ખ પુત્રો સાથે લગ્ન કરવા કોઈ છોકરી તૈયાર નથી.” સુંદરીએ શેઠ સાથે ઝઘડો કર્યો. શેઠે સુંદરીને મારી. સુંદરી મર્મથી આહત થઈમરી ગઈ ! મરીને તે તારી પુત્રી ગુણસુંદરી બની!” શ્રેષ્ઠી સિંહદાસ, અવધિજ્ઞાની આચાદવની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા ! તેમણે ગુણમંજરીની સામે જોયું. ગુણસુંદરી આંખો બંધ કરીને ઊંડા વિચારમાં ડૂબી ગઈ. આચાર્યદેવે કહ્યું : "મહાનુભાવ, ગુણસુંદરીને "જાતિસ્મરણજ્ઞાન” થઈ ગયું છે. મેં જે બતાવ્યો એનો પૂર્વભવ, એની સ્મૃતિમાં આવી ગયો છે.” "પ્રભુ, હવે શું કરવું જોઈએ કે જેથી ગુણસુંદરીને જ્ઞાનની પ્રાપ્તિ થાય? એનું 2010_03 Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી પ્રવચન ૧૬૧ મૂંગાપણું દૂર થાય અને શરીર નીરોગી બને ?" આચાર્યદેવે કહ્યું "મહાનુભાવ, ગુણસુંદરીએ જ્ઞાનપંચમીની આરાધના કરવી જોઈએ. દરેક માસની શુકલા પંચમીના દિવસે નિર્જળ ઉપવાસ કરવો, જિનપૂજા કરવી, સુપાત્રે દાન દેવું. અને જ્ઞાનપદનો જાપ કરવો. પાંચ વર્ષ અને પાંચ માસ સુધી આ આરાધના કરવી જોઈએ.” સિંહદાસે વારંવાર ગુરુદેવનો ઉપકાર માન્યો અને આભાર માનીને ઘેર ગયો. એ નગરનો રાજા હતો અજિતસેન, રાણીનું નામ હતું યશોમતી, અને રાજકુમાર હતો વરદત્ત. વરદત્ત જન્મથી જ મતિમૂઢ હતો. પૂરા શરીરે કોઢ થઈ ગયા હતા. રાજા-રાણી એ કારણે ખૂબ દુઃખી હતાં. ખૂબ ઉપાયો કરવા છતાં વરદત્ત ન તો નીરોગી બન્યો, ન જ્ઞાની બન્યો. એમને ખબર પડી કે નગરની બહાર જ્ઞાની આચાર્યદિવ પધાર્યા છે. તો રાણી અને રાજકુમારની સાથે રાજા ગુરુદેવની પાસે ગયો. ભાવપૂર્વક વંદના કરીને વિનયપૂર્વક ગુરુદેવની પાસે બેઠાં. ગુરુદેવે તેમને ધર્મનો ઉપદેશ આપ્યો. રાજાએ બે હાથ જોડીને પૂછયું : "ગુરુદેવ, આ મારો પુત્ર વરદત્ત છે. અનેક ઉપાય કરવા છતાં પણ એને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. અને એનો કોઢનો રોગ દૂર થતો નથી. પ્રભુ, એણે પૂર્વજન્મમાં એવાં કયાં પાપ કર્યા હશે?” આચાર્યદેવે કહ્યું : "રાજનું, કુમારનો પૂર્વજન્મ બતાવું છું. એકાગ્ર થઈને સાંભળો. આ ભરતક્ષેત્રમાં સિંહપુર નામનું નગર છે. એ નગરમાં “વસુ'નામનો શ્રેષ્ઠી રહેતો હતો. એને બે પુત્રો હતા - વસુધાર અને વસુદેવ. સદ્ગુરુના સંપર્કથી બંને ભાઈ વૈરાગી થયા અને દીક્ષા લીધી. નાનો ભાઈ વસુદેવ બુદ્ધિશાળી હતો. સારો શાસ્ત્રાભ્યાસ કર્યો અને પ્રતિદિન ૧૦૦ સાધુઓને ભણાવવા લાગ્યો. એક દિવસે જયારે વસુદેવ મુનિ શ્રમિત થઈને સૂઈ ગયા હતા, ગાઢ નિદ્રામાં હતા. એ સમયે એક સાધુએ એમને જગાડીને કહ્યું: "મને ભણાવો !” વસુદેવ મુનિ અસ્વસ્થ થઈ ગયા. સાધુ પર નારાજ થઈ ગયા. “ચાલ્યો જા અહીંથી, હું ભણાવીશ નહીં." તે મનમાં વિચારે છેઃ મેં શા માટે આ ભણવાનું પાપ કર્યું? હું ન ભણ્યો હોત તો મારે બીજાંને ભણાવવા ન પડત... આ મારો ભાઈ...એણે અભ્યાસ નથી કર્યો તો નિશ્ચિંત થઈને ભોજન, શયન કરે છે. હવે હું કોઈપણ સાધુને ભણાવીશ નહીં. બાર વર્ષ સુધી તેમણે કોઈને ભણાવ્યો નહીં. તેમનું મૃત્યુ થયું. એમનો આત્મા જ તારો પુત્ર વરદત્ત છે! વસુસાર મુનિ કે જેમણે સાધુજીવનમાં જ્ઞાનની ઉપેક્ષા કરી હતી તેઓ મરીને 2010_03 Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પર્વ-પ્રવચનમાળા માન સરોવરમાં હંસ બન્યા છે. પોતાના પૂર્વજન્મ સાંભળીને વરદ કુમારને "જાતિસ્મરણશાન" થઈ ગયું. તેણે પોતાનો પૂર્વજન્મ જાણી લીધો. ગુરુદેવે વરદત્તને પણ જ્ઞાનપંચમીની આરાધના કરવાની પ્રેરણા આપી. વરદત્ત અને ગુણસુંદરીએ ગુરુદેવના કહ્યા પ્રમાણે જ્ઞાનપંચમીની આરાધના કરી, ફળસ્વરૂપે બંનેના રોગ દૂર થયા. ગુણસુંદરીનું મૂંગાપણું દૂર થયું અને વરદત્તની મતિમંદતા દૂર થઈ ગઈ. એક હજાર રાજકન્યાઓ સાથે વરદત્તનાં લગ્ન થયાં. સંસારનાં અનેક સુખો ભોગવે છે, પરંતુ પ્રતિવર્ષ જ્ઞાનપંચમીની આરાધના ચૂકતો નથી. ગુણસુંદરીનાં લગ્ન વણિકપુત્ર જિનભદ્રની સાથે થાય છે. એ પણ સાંસારિક સુખો ભોગવે છે, પરંતુ જ્ઞાનપંચમીની આરાધના કરતી રહે છે. એક દિવસ વરદત્ત સંસારનાં સુખોથી વિરક્ત થાય છે અને ચારિત્ર અંગીકાર કરે છે. ગુણસુંદરી પણ ચારિત્ર ગ્રહણ કરે છે. આયુષ્ય પૂર્ણ થાય છે. બંને અનુત્તર દેવલોકમાં દેવ થાય છે. આયુષ્ય પૂર્ણ થતાં વરદત્તનો આત્મા મહાવિદેહક્ષેત્રમાં રાજા અમરસેનને ત્યાં સુરસેનના સ્વરૂપે જન્મ લે છે. કુમાર સુરસેનનાં ૧૦૦કન્યાઓ સાથે લગ્ન થાય છે. પાછળથી વૈરાગી બનીને દીક્ષા લે છે. ઘોર તપશ્ચયથી સર્વ કર્મોની નિર્જરા કરીને એ સિદ્ધિગતિ પ્રાપ્ત કરી લે છે. ગુણસુંદરીનો આત્મા દેવલોકમાંથી ઔવે છે. મહાવિદેહક્ષેત્રમાં રાજા અમરસિંહનો પુત્ર સુગ્રીવ થાય છે. તે પણ વિરક્ત બનીને દીક્ષા લઈને કર્મોનો ક્ષય કરીને મોક્ષે જાય છે. કથાબોધઃ ગુણસુંદરીનો પૂર્વજન્મ અવધિજ્ઞાનીએ બતાવ્યો તેમાં તેમણે સુંદરીની ગંભીર ભૂલ બતાવી,કે તેણે જ્ઞાનનાં સાધનો બાળી નાખ્યાં અને પુત્રો દ્વારા પંડિતને મરાવ્યો. સુંદરીએ બે પ્રકારે જ્ઞાનની આશાતના કરી. એ આશાતનાને કારણે તેણે જ્ઞાનાવરણ કર્યું અને અશાતા વેદનીય કર્મ બાંધ્યું. ગુણસુંદરીના ભવમાં એ કર્મો ઉદયમાં આવ્યા. તે મૂંગી અને રોગી બની. એ રીતે વરદત્તકુમારના પૂર્વજન્મની ઘટના પર ગંભીર વિચાર કરવા પ્રેરે છે. વસુદેવ મુનિએ ન જ્ઞાનીની આશાતના કરી હતી, ન જ્ઞાનનાં સાધનોની આશાતના કરી હતી. તેમણે જ્ઞાનની આશાતના માનસિક રૂપે કરી હતી. પોતે જ્ઞાની બન્યા તે 2010_03 Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી પ્રવચન ૧૬૩ માટે પસ્તાવો કર્યો હતો અને બીજાને જ્ઞાન આપવાનું બંધ કરી દીધું હતું. તેના ફળસ્વરૂપે તેમણે પણ જ્ઞાનાવરણ કર્મ અને અશાતાવેદનીય કર્મ બાંધી લીધું હતું. વરદત્તના ભવમાં બંને કર્મ ઉદયમાં આવ્યાં! તે મંદબુદ્ધિ અને કોઢ રોગવાળો બન્યો. બંનેની પૂર્વજન્મની ઘટનામાં એક મહત્ત્વપૂર્ણ અંતર છે, તફાવત છે. સુંદરીએ બાળકો દ્વારા પંડિતને મરાવ્યો હતો, તે પંડિત સાધુ ન હતો, અને ધાર્મિક શિક્ષણ આપનાર પણ ન હતો. એ તો વ્યાવહારિક શિક્ષણ આપનાર શિક્ષક હતો. સુંદરીએ જે પાટી-પુસ્તક વગેરે બાળ્યાં હતાં, તે પણ ધાર્મિક સાધનો ન હતાં. છતાં પણ પંડિત તો પંડિત જ છે! જ્ઞાની હતો. પુસ્તક-પાટી આદિ જ્ઞાનનાં જ સાધનો હતાં. એમની આશાતનાથી પણ પાપકર્મ જ બંધાય છે. સભામાંથી આ વાત તો અમે સમજતા જ નથી. સ્કુલ-કોલેજના અધ્યાપકોની મજાક કરવી, તિરસ્કાર કરવો, મારવા. એ તો સામાન્ય વાત થઈ ગઈ છે. કોઈ વાર અમે બાળકો પાસે એવું કરાવીએ છીએ પણ ખરા, અને વ્યવહારિક શિક્ષણની ચોપડીઓની આશાતના તો થતી જ રહે છે. ધાર્મિક પુસ્તકોની આશાતના ન થવી જોઈએ. એટલું જ અમે સમજીએ છીએ ! મહારાજશ્રી એટલા માટે તો હું સ્પષ્ટીકરણ કરું છું. જે પુસ્તકો ધાર્મિક નથી હોતાં તેને તમે લોકો જ્ઞાન જ માનતા નથી! કાગળને જ્ઞાનનું સાધન નથી માનતા! છાપાઓનો શો ઉપયોગ કરો છો? શું છાપામાં "અક્ષરદ્યુત” નથી હોતું? યાદ રાખો. જ્ઞાની અને જ્ઞાનનાં ઉપકરણોની આશાતના કરતા રહેશો તો પ્રગાઢ જ્ઞાનાવરણ કર્મ અને અશાતાવેદનીય કર્મ બાંધી લેશો અને જયારે તે કર્મો ઉદયમાં આવશે ત્યારે ગુણસુંદરી કરતાં ય ખરાબ સ્થિતિ થશે. વરદત્તના પૂર્વજન્મની ઘટના બીજા પ્રકારની છે. એ જિનશાસનનો સાધુ હતો. એની પાસે સમ્યક કૃતજ્ઞાન હતું. જ્ઞાની હોવા માટે તેણે અફસોસ કર્યો હતો ! અજ્ઞાનીની આરામપ્રિયતા અને પ્રિય લાગતી હતી ! જ્ઞાન પ્રત્યે મનમાં અરુચિ પેદા થઈ ગઈ હતી, બીજાને જ્ઞાન આપવાની ક્ષમતા હોવા છતાં પણ જ્ઞાન ન આપ્યું અને તે ૧૨ વર્ષ સુધી ! એનાથી જ્ઞાનાવરણીય અને અશાતાવેદનીય કર્મ બાંધી લીધાં હતાં! આ ઘટના આપણને સાવધાન કરે છે. - જ્ઞાનદાન આપવામાં કદી થાકવું ન જોઈએ. – આરામપ્રિયતાને મનમાં પ્રવેશવા દેવી ન જોઈએ ! મનને સમજાવવું જોઈએ? "વિદ્યાર્થિનઃ સુતઃ સુષમ્ ? અર્થને વિદ્યા ? વિદ્યાર્થીને સુખઆરામ કયાંથી? સુખાર્થીને જ્ઞાન કયાંથી? 2010_03 Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પર્વ-પ્રવચનમાળા જ્ઞાની પુરુષનો આરામ પણ જ્ઞાનારાધના જ છે ! જ્ઞાનાનંદમાં જ એને તૃપ્તિ થાય છે. અજ્ઞાની લોકોની આરામપ્રિયતા, જ્ઞાનીને પ્રિય ન લાગવી જોઈએ. આમે ય જ્ઞાનદાનને તીર્થંકરોએ શ્રેષ્ઠ ધર્મ કહ્યો છે. નિઃસ્વાર્થ ભાવનાથી, થાકયા વિના બીજાંને જ્ઞાનદાન દેતા જ રહેવાનો ઉપદેશ આપ્યો છે. એનાથી જ્ઞાનદાતાને લાભ જ લાભ છે. આ રીતે ”જ્ઞાન લેવામાં અને જ્ઞાન આપવામાં, આશાતનાઓથી બચવું જોઈએ.” એ આ વાર્તાનો બોધ છે - તાત્પર્ય છે. ઘરમાં પુસ્તકો વસાવો ઃ જ્ઞાન-આશાતનાનો વિષય ચાલી જ રહ્યો છે તો આ વિષયમાં એક મહત્વપૂર્ણ વાત કહી દઉં છું. કેટલાક લોકો આશાતનાના ભયથી ઘરમાં ધાર્મિક ગ્રંથો,...શાસ્ત્રો, પુસ્તકો રાખવામાં ગભરાય છે. રાખતા નથી ! ધાર્મિક અધ્યયન પણ છોડા દ છે. ધાર્મિક ગ્રંથ, શાસ્ત્ર છપાવવામાં યા તો લખાવવામાં પણ ડરે છે ! આવો ભય ન રાખવો જોઈએ. તમારા ઘરમાં સારા ધાર્મિક અને આધ્યાત્મિક ગ્રંથો હોવા જોઈએ. એક અલગ અભરાઈ ઉપર રાખવા જોઈએ. દરરોજ એ ગ્રંથોનું થોડુંક પણ અધ્યયન કરવું જોઈએ. જો તમે તમારા ઘરોમાં સારા ધાર્મિક ગ્રંથો નહીં રાખો તો તમારા છોકરાછોકરીઓ બીજી ચોપડીઓ વાંચશે. જાસૂસી નવલકથાઓ, સેક્સી નવલો, ફિલ્મી મેગેઝીન વગેરે વાંચશે અને પોતાના મનને બગાડશે. એટલા માટે કહું છું કે જો તમે નાનું સરખું એક કબાટ વસાવી શકો તેમ હો તો એમાં સારી, સંસ્કારપ્રદ સારી ચોપડીઓ રાખો. એમાં પણ એક સાવધાની રાખો. પુસ્તકની પસંદગી બુદ્ધિમતાથી કરવી. ધાર્મિક કહેવાતી ચોપડીઓમાં પણ શાસ્ત્ર વિરૂદ્ધ, ઇતિહાસ વિરૂદ્ધ અને સંસ્કૃતિ વિરૂદ્ધ વાતો લખવામાં આવે છે ! અરે, કેટલાક કટ્ટર સંપ્રદાયવાદીઓએ તો આગમ ગ્રંથોના ખોટા (સાંપ્રદાયિક) અર્થ કાઢીને હિન્દી, ગુજરાતી ભાષામાં છપાવ્યા છે. તમે લોકો સંસ્કૃત-પ્રાકૃત ભાષા જાણતા નથી એટલે અર્થ સાચો લખ્યો છે કે ખોટો લખ્યો છે એ તમે કેવી રીતે જાણો ? એ રીતે કેટલીક પ્રાચીન વાર્તાઓ પણ વિકૃત અર્થ કરીને છપાવી છે. એટલા માટે કોઈ જ્ઞાની પુરુષનું માર્ગદર્શન લઈને પુસ્તકો વાંચજો. ન્યાય-નીતિ-સદાચાર આદિની પ્રેરક અને ત્યાગ વૈરાગ્યની ભાવનાઓ 2010_03 Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી પ્રવચન જગાડનારા પુસ્તકો વાંચવાથી મન સ્વસ્થ, પ્રસન્ન તેમજ પવિત્ર રહે છે. જ્ઞાનભક્ત મહાપુરુષો ઃ હવે હું તમને કેટલાક એવા મહાપુરુષોનાં દૃષ્ટાંત આપું છું કે જેમણે અપૂર્વ જ્ઞાનભક્તિ કરી છે. સુંદર જ્ઞાનોપાસના કરી છે. પ્રથમ હું એક એવા મહાન શ્રાવકનું નામ જણાવું કે જેને તમે જાણતા નથી ! મહાન આચાર્યદેવ હિરભદ્રસૂરિજીનો એ પરમ ભક્ત શ્રાવક હતો, તેનું નામ "લલ્લિગ. ૧૬૫ હરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરવાની હતી. આયુષ્ય પરિમિત હતું, કાર્ય ખૂબ જ મોટું હતું. હરિભદ્રસૂરિજીને લાગ્યું કે આખો દિવસ ગ્રંથ લખતા રહીએ તો પણ ૧૪૪૪ ગ્રંથોની રચના ન થઈ શકે. રાત્રિના સમયે લખવાનું કામ થઇ શકે તો કાર્ય સંપૂર્ણ થઈ શકે. તેમણે લલ્લિગ શ્રાવકને કહ્યું. "જો એવો રત્નમણિ મળી જાય કે જેના અચિત્ત પ્રકાશમાં લખી શકાય; તો મારું જીવનકાર્ય પૂર્ણ થઈ શકે.” લલ્લિગે એવો મણિ પ્રાપ્ત કર્યો અને ઉપાશ્રયમાં ગુરુદેવની પાસે રાખી મૂકયો. પછી હરિભદ્રસૂરિજીએ રાતના સમયે પણ ગ્રંથ લખવાની શરૂઆત કરી, ૧૪૪૪ ગ્રંથોની રચના કરી નાખી ! પ્રતિભાશાળી જ્ઞાની પુરુષોને જો એવો સહાયક મહાનુભાવ મળી જાય તો જ્ઞાનનું સર્જન અને પ્રસાર અતિ સુંદર થઈ શકે છે. બીજા મહાન શ્રાવક થયા રાજા કુમારપાળ. ગુજરાતના આ રાજેશ્વરે અપૂર્વ જ્ઞાનભક્તિ કરી હતી. મહાન આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના અનન્ય ભક્ત, શ્રાવક હતા. તેમણે - * ૨૧ મોટા જ્ઞાનભંડારો સ્થાપિત કર્યા હતા. * ૭૦૦ લહિયાઓ પાસે ૩૬ હજાર શ્લોક સુવર્ણની શાહીથી લખાવ્યા હતા. * હેમચંદ્રસૂરિ-રચિત ૩,૫૦,૦૦,૦૦૦ શ્લોકો પણ લખાવ્યા હતા. * તેમણે જાતે ૭૦ વર્ષની ઉંમરે “સિદ્ધહેમ-સંસ્કૃત વ્યાકરણ”નું અધ્યયન કર્યું અને સંસ્કૃત ભાષામાં કાવ્યની રચના કરી હતી. * ચાતુર્માસ કાળ સ્વાધ્યાયમાં વ્યતીત કરતા હતા. ગુજરાતના રાણા વીરધવલના મહામંત્રી વસ્તુપાલ પણ બહુશ્રુત શ્રાવક હતા. તેમણે ૧૮ કરોડ રૂપિયા ખરચીને ત્રણ મોટા જ્ઞાનભંડારો સ્થાપિત કરાવ્યા હતા. એક ધોળકામાં, બીજો ખંભાતમાં, અને ત્રીજો પાટણમાં. માલવદેશના મહામંત્રી પેથડશાહની વાત તો તમે જાણતા જ હશો. તે જિનશાસનના મહા પ્રભાવક શ્રાવક હતા.,૩૨ વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું 2010_03 Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ પર્વ-પ્રવચનમાળા હતું. વિજયધર્મઘોષસૂરિજી તેમના પરમારાધ્ય ગુરુદેવ હતા. ગુરુદેવની પ્રેરણાથી પેથડશાહે - * ગુરુમુખથી ૧૧ અંગ-આગમોનું શ્રવણ કર્યું હતું. * "શ્રી ભગવતીસૂત્ર" સાંભળતી વખતે જયારે જયારે “ગોયમ” નામ આવતું હતું ત્યારે એક એક સુવર્ણમુદ્રાથી જ્ઞાનપૂજા કરતા હતા. એ રીતે ૩૬ હજાર સુવર્ણમુદ્રાઓથી પૂજન કર્યું હતું. * ૩૬ હજાર સુવર્ણમુદ્રાઓ ખર્ચ કરીને આગમો લખાવ્યાં હતાં. * સાત સમૃદ્ધ જ્ઞાનભંડારોની સ્થાપના કરી હતી. આ તો કેટલાક જ મહાન શ્રાવકોનાં નામ જણાવ્યાં છે પરંતુ જૈનશાસનમાં આવા તો અનેક મહાનુભાવો થયા છે. પરંતુ પાછળનાં કેટલાંક વર્ષોમાં અથવા અંતિમ શતાબ્દીમાં આવા શ્રાવકોનાં નામ સાંભળવામાં નથી આવ્યાં. એક ચિંતાપ્રેરક ભયસ્થાનઃ આજે ભદ્ર સમાજમાં પણ આત્મજ્ઞાનનો, ધર્મજ્ઞાનનો, પરમાત્મજ્ઞાનનો હ્રાસ નજરે પડે છે. આત્મવાદી કહેવડાવનાર ભારત દેશ આત્માને ભૂલતો જઈ રહ્યો છે. પરમાત્માથી ખૂબ દૂર જઈ રહ્યો છે. આત્મવત્ સર્વમૂતેપૂ ની ભાવના નષ્ટપ્રાયઃ થઈ ગઈ છે. મૈત્રી-કરુણા અને પ્રમોદભાવથી મનુષ્યદય ખાલી થઈ ગયાં છે. "આવું કેમ બન્યું," એવું ગંભીરતાથી કોણ વિચારે છે ? જેના ખભા ઉપર જીવહિતનો ભાર છે, જેઓ સમાજના, સંઘના, દેશના અને વિશ્વના "ગુરુ” કહેવાય છે, તેઓ પણ આ વિષયમાં ગંભીરતાથી વિચારે છે ખરા ? ધર્મક્ષેત્રમાં ઉચ્ચપદો ઉપર બેઠેલા મહાનુભાવો યા તો નિરાશ થઈ ગયા છે અથવા તો સ્વાર્થપરાયણ થઈ ગયા છે ! વિશ્વની પ્રજાનું આકર્ષણ ભૌતિકવાદ તરફ થઈ ગયું છે. આ વિષયમાં પ્રસિદ્ધ અંગ્રેજ કવિ ટી.એસ. ઇલિયટ, જેને ૧૯૪૭ માં સાહિત્યનું "નોબલ પ્રાઈઝ” મળ્યું હતું, એનું મંતવ્ય જાણવા જેવું છે. તેણે કહ્યું છે : - "આજે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, તે માત્ર ચાલવાનું જ્ઞાન છે, રોકાવાનું નથી, કે વિચારવાનું નથી. તે તો માત્ર બોલવાનું જ્ઞાન છે. ચુપ-મૌન રહેવાનું નથી. આપણું આ સમગ્ર જ્ઞાન આપણને અજ્ઞાનતા પાસે લઈ જાય છે. આપણે જીવીએ છીએ પરંતુ આપણે "જીવન" ગુમાવી દીધું છે. ફળરૂપે જીવનના સાચા આનંદથી વંચિત થઈ ગયા છીએ. આજ આપણે જે જ્ઞાન (વાસ્તવમાં અજ્ઞાન) પ્રાપ્ત કરી રહ્યા છીએ તે જ્ઞાને આપણો વિવેક છીનવી લીધો છે. આપણું આ 2010_03 Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી પ્રવચન ૧૬૭ જ્ઞાન અનંત સૂચનાઓમાં અને ફરમાનોમાં ખોવાઈ ગયું છે. વીસ-વીસ શતાબ્દીઓ પછી પણ આપણે ઈશ્વરથી દૂર સુદુર અને ધૂળની નજીક પહોંચ્યા છીએ.” ઇલિયટે તો આ મંતવ્ય ૩૫-૩૬ વર્ષ પૂર્વે વ્યક્ત કર્યું છે, પરંતુ ૩૫-૩૬ વર્ષ પછી મનુષ્ય ધૂળની નજીક નહીં, કાદવમાં ગયો છે. જો માણસને બચાવવો હોય, કીચડમાંથી બહાર કાઢવો હોય તો શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરવું પડશે. તે પરિવર્તનનો પ્રારંભ ઘેરથી કરવો પડશે. પરંતુ પરિવર્તન કરનારા હિંમતવાન હોવા જોઈએ. કાયર અને ડરપોક માણસો પરિવર્તન ન કરી શકે. જો તમારે સમાજ અને સંઘમાં સારા માણસો, સારા છોકરાઓ, સારા કાર્યકર્તાઓ, સારાં માતા-પિતા અને સારા સાધુ-સાધ્વી જોઈતાં હોય.. તો સમ્યજ્ઞાન આપનાર સેંકડો-હજારો શાળા-મહાશાળાઓ સ્થાપિત કરવી પડશે. આપણી જ સંસ્કૃતિ અને આપણા જ સંસ્કારો ત્યાં મળવા જોઈએ. આજે તમે તમારા બાળકોને કોન્વેન્ટ” સ્કૂલોમાં-અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં શા માટે મોકલો છો? સભામાંથી ત્યાં શિક્ષણનું સ્તર સારું હોય છે, શિસ્તપાલન સારું હોય છે. એટલા માટે મોકલીએ છીએ. મહારાજશ્રી પરંતુ ત્યાં સંસ્કાર કયા મળે છે તે જાણો છો ? શું ભણાવવામાં આવે છે, શું શીખવવામાં આવે છે તે જાણો છો ? નથી જાણતા ! તમને લોકોને સંસ્કાર અને સંસ્કૃતિથી કોઈ મતલબ જ નથી રહ્યો! બસ, આજ જ્ઞાનપંચમી છે, બે પાંચ રૂપિયાની નોટ જ્ઞાન ઉપર ચડાવીને વાસક્ષેપથી પૂજા કરી લીધી, યા ઉપવાસ કરી લીધો...જ્ઞાનપૂજા ભણાવી લીધી, કામ પતી ગયું! * જીવનમાં અજ્ઞાનતા, અને પૂજા જ્ઞાનની! * પ્રિય છે અજ્ઞાનતા અને પૂજા જ્ઞાનની! * પામવી છે અજ્ઞાનતા અને પૂજા જ્ઞાનની ! કયાં સુધી આમ કરતા રહેશો? યાદ રાખો, આ દંભ તમને સર્વનાશની ગહન ખાઈમાં નાખી દેશે. મેં એવી અનેક એજ્યુકેશનલ સોસાયટીઓ” જોઈ છે, જેનું સંચાલન "ઇસાઈ મીશનરીજ કરે છે. મુસલમાનો, વહોરાઓ...હિન્દુઓ વગેરે કરતા હોય છે. તેઓ સ્કલો ચલાવે છે. ત્યાં માંસાહારી બાળકો ભણે છે, અને માંસાહાર ન કરનાર બાળકો પણ ભણે છે. ખ્રિસ્તી, મુસલમાન, હિન્દુ, બ્રાહ્મણ, જૈન... બધાં જ બાળકો ભણે છે. એક ટેબલ ઉપર માંસાહારી બાળકો ભોજન કરે છે, તો પાસેના ટેબલ ઉપર માંસાહાર ન કરનારાં બાળકો ભોજન કરે છે. એકબીજાનું ભોજન જુએ છે ! 2010_03 Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પાછળથી એકબીજાને પોતાનું ભોજન આપીને મે છે. એક “હિલ સ્ટેશન” પર એવી સ્કૂલોમાં અંદાજે ૭૦૦ જૈન બાળકો ભણે છે. બીજા એક ‘હિલ સ્ટેશન’ પર પણ આવી જ સ્કૂલોમાં બાળકોને ભણતાં મેં જોયાં છે. નાનાં નાનાં બાળકોને માતા-પિતા આવી સ્કૂલોમાં દાખલ કરી દે છે. કેટલાકને તો નવકાર મંત્ર પણ નથી આવડતો ! નથી તો ભગવાન મહાવી૨ને જાણતા ! એક નાની બાળકીને મેં પૂછ્યું : "હુ ઇઝ યોર ગોડ ?”. તો તે છોકરીનો જવાબ હતો : " "માય ગોડ ઇઝ જીસસ ક્રાઈસ્ટ” એ જૈન પરિવારની છોકરી હતી. એવાં તો આપણાં લાખો બાળકો એવી સ્કૂલોમાં ભણે છે. તેમના સંસ્કારોનું શું થશે ? શું થશે તેમના ધર્મનું ? : પૂર્વ-પ્રવચનમાળા એવી આપણા જૈનસમાજની શૈક્ષણિક સંસ્થાઓ હોવી જોઈએ કે જયાં જૈનધર્મના સિદ્ધાંતો પર આધારિત રહનસહન હોય, ખાવાપીવાનું હોય, અને વાતાવરણ હોય. સ્કૂલમાં પ્રિન્સિપાલથી માંડીને પટાવાળા સુધી બધા જ જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હોય. સ્કૂલના શિક્ષણનું સ્તર શ્રેષ્ઠ હોય. The Best હોય ! જૈનધર્મના સિદ્ધાંતોનું સારી રીતે અધ્યયન કરાવાતું હોય ! આ દિશામાં જો નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો સંઘ અને સમાજના સંસ્કાર નષ્ટ પ્રાયઃ થઈ જશે. વિશુદ્ધ જીવનવ્યવહાર અશુદ્ધ બની જશે. શરાબ અને માંસાહાર ઘ૨-ઘરમાં વ્યાપક બની જશે. અને જો સમાજમાં ખાવાપીવાનું બગડી ગયું, રહેણીકરણી મર્યાદાહીન થઈ ગઈ, જીવન વ્યસનભરપૂર થઈ ગયું, વેશભૂષા વિકૃત થઈ ગઈ, પરસ્પરના સંબંધ માત્ર વાસનામૂલક થઈ ગયા.,...તો શું જૈનધર્મનો પાયો રહેશે ? જિનોક્ત ધર્મના પાલનની યોગ્યતા રહેશે? આવા સમાજના આધાર ૫૨ સાધુ-સાધ્વી પોતાની સંયમ-આરાધના કરી શકશે ? વિચાર કરો આ દિશામાં. પ્રાસંગિક વાત કરી દીધી છે. સમાજને સાવધાન કરવાનું અમારું કર્તવ્ય છે. જ્ઞાનોપાસનાથી કર્મક્ષયઃ જ્ઞાનપંચમીની આરાધના કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે. પરંતુ જ્ઞાનોપાસના કરતા રહીએ તો ! જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. એક વાત વિશેષ રૂપે બતાવી દઉં. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અવશ્ય, પરંતુ મોહનીય કર્મના ક્ષયોપશમ વગર એ જ્ઞાન સમ્યગ્ નથી બનતું. મોહનીય કર્મના ક્ષયોપશમથી જ જ્ઞાન સમ્યગ્ બને છે. એટલા માટે મોહનીય કર્મનો ક્ષયોપશમ કરવાનું પણ લક્ષ્ય હોવું જોઈએ. 2010_03 Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપંચમી પ્રવચન ૧૬૯ મિથ્યાત્વ મોહનીય કર્મ અને અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષયોપશમ થવો જ જોઈએ. મિથ્યાત્વના ક્ષયોપશમની સાથે કષાયમંદતા થાય જ છે. એ જ કષાયમંદતા ગુણરૂપ છે ! મિથ્યાત્વના ઉદયની સાથે જે કષાયમંદતા થાય છે.એ સૂતેલા સાપ જેવી છે ! જ્ઞાનપંચમીની આરાધનાથી જ્ઞાનાવરણ કર્મની સાથે મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે, એટલા માટે સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દિન-પ્રતિદિન થોડો સમય જ્ઞાન-પ્રાપ્તિ માટે નિશ્ચિત કરી લેવો જોઈએ. ઓછામાં ઓછું આટલું જ્ઞાન તો પ્રાપ્ત કરી જ લેવું જોઈએ. --- આવશ્યક ક્રિયાઓનાં સૂત્ર અને અર્થ. જીવવિચાર અને નવતત્ત્વ અર્થ સહિત. પહેલો કર્મગ્રંથ, અર્થ સહિત. ત્રણ ભાષ્યો (ચૈત્યવંદન, ગુરુવંદન, પચ્ચક્ખાણ) અર્થ સહિત. જ્ઞાનસાર (અર્થ ચિંતન) શાન્તસુધારસ (અર્થ ચિંતન) આ રીતે જ્ઞાનારાધના કરીને આત્મભાવને નિર્મળ કરતા રહો એ જ મંગલ કામના. 2010_03 Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૯ કાર્તિક-પૂર્ણિમા-પ્રવચન ૧. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પ્રભાવો. ૨. શત્રુંજય ગિરિરાજનો પ્રભાવ. ૩. દ્રાવિડ અને વારિખીલ્ય. : સંકલના : ૪. દ્રાવિડને વારિખીલ્યની ઇર્ષ્યા. ૫. યુદ્ધનો ઉન્માદ, ૬. ૫-૫ કરોડ સૈનિકોનાં મોત ૭. વર્ષાનો પ્રારંભ ઃ દ્રાવિડને સંત-સમાગમ. ૮. સુવલ્લુ મહર્ષિનો ઉપદેશ ૯. દ્રાવિડને વૈરાગ્ય. ૧૦. બે ભાઈઓનું મધુર મિલન ૧૧. ૫-૫ કરોડ સૈનિકો સાથે દીક્ષા. ૧૨. ૧૦ કરોડ સૈનિકો સાધુ કેમ બન્યા ? . ૧૩, વિદ્યાધર મુનિઓનો સંપર્ક. ૧૪. શત્રુંજય ગિરિરાજનો પરિચય. ૧૫. સહુ તાપસો શ્રમણ બને છે. ૧૬. ગિરિરાજ ઉપર અનશન ૧૭. કાર્તિક પૂર્ણિમાનો મહિમા. 2010_03 Page #181 -------------------------------------------------------------------------- ________________ કાર્તિક-પૂર્ણિમા પ્રવચન नमि - विनमि-रायाणो सिद्धा कोडिहिं दोहिं साहूणं । तह दाविड - वारिखिल्ला निव्वुआ दस य कोडिओ || - ૧૭૧ આજ કાર્તિક-પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. દશ કરોડ મુનિવરોના નિર્વાણનો આ દિવસ છે. એટલા માટે પવિત્ર અને સ્મરણીય છે ! અસંખ્ય વર્ષો પૂર્વે આજના દિવસે શત્રુંજય ગિરિ પર દશ કરોડ મુનિવરોનું નિર્વાણ થયું હતું. शत्रुंजय-कल्प આમેય શત્રુંજય ગિરિ અનંત આત્માઓની નિર્વાણભૂમિ જ છે, અનંત આત્માઓએ આ ગિરિરાજ ઉપર પોતાની અંદરના કામ, ક્રોધાદિ શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને તેઓ સિદ્ધ, બુદ્ધ-મુક્ત બન્યા છે. ગિરિરાજના ક્ષેત્રે એ આત્માઓને પરોક્ષ રૂપે સહાયતા કરી છે મુક્તિની સાધનામાં. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પ્રભાવ ઃ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સારા ખોટા પ્રભાવ આત્મા ઉપર પડે જ છે. જીવાત્માઓની સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવનો સંબંધ જોડાયેલો હોય છે. ઉત્તમ દ્રવ્યોના અસ્તિત્વ માત્રથી મનુષ્યને સુખનાં સાધનો ઉપલબ્ધ થાય છે. ઉત્તમ ક્ષેત્રમાં નિવાસ કરવા માત્રથી મનુષ્યની ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે. ઉત્તમ સમય (કાળ) આવતાં માણસ સહજતાથી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી લે છે, અને ઉત્તમ ભાવ જાગૃત થતાં માણસ ઉચ્ચતમ આત્મસ્થિતિ પ્રાપ્ત કરી લે છે. આજના દિવસે આપણને આ ચારેય - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ શ્રેષ્ઠ મળ્યા છે. ભગવાન ઋષભદેવની દિવ્ય મૂર્તિ શ્રેષ્ઠ દ્રવ્ય છે. શ્રી શત્રુંજય ગિરિરાજ શ્રેષ્ઠ ક્ષેત્ર છે. કાર્તિક પૂર્ણિમાનો દિવસ શ્રેષ્ઠ કાળ છે; અને મુક્તિ પામવાની ભાવના શ્રેષ્ઠ ભાવના છે ! 2010_03 દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં પ્રધાનતા છે ભાવની, અને સર્વ પ્રકારના ભાવોમાં શ્રેષ્ઠ ભાવ છે મુક્તિ પામવાનો, મોક્ષ પામવાનો ભાવ ! “મારે મારા આત્માને કર્મમાં બંધનોથી મુક્ત કરવો છે.” આ ભાવ શ્રેષ્ઠ ભાવ છે. અતિ દુર્લભ છે આ ભાવ ! આ ભાવ સસ્તો નથી. આ શ્રેષ્ઠ ભાવ જાગૃત કરવામાં ઉત્તમ દ્રવ્ય, ક્ષેત્ર, અને કાળ નિમિત્તભૂત થાય છે. જાગેલા આ ભાવને ટકાવી રાખવા માટે પણ દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ઉત્તમ આલંબનો બને છે. શત્રુંજય-ગિરિરાજ : શત્રુંજય ગિરિરાજનો અદ્ભુત પ્રભાવ મુક્તિની દૃષ્ટિએ જ છે. જો તમને Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પર્વ-પ્રવચનમાળા આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય, આત્માની સ્વભાવદશા પ્રાપ્ત કરવાની તમન્ના પ્રકટ થઈ હોય, તો શત્રુંજયનું ક્ષેત્ર તમારી તમન્નાને પૂર્ણ કરવામાં સહાયક બની શકે છે. એટલા માટે કહું છું? – સર્વ પ્રથમ આત્માને જાણો, – આત્માનાં બંધનોને જાણો, – આત્માની શુદ્ધ અવસ્થાને જાણો. – બંધન તોડવાનો અને શુદ્ધ અવસ્થા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરો. જે જે મહાત્માઓએ - મહાનુભાવોએ આવો પુરુષાર્થ શત્રુંજય ઉપર કર્યો છે એમને સિદ્ધિ મળી છે, મુક્તિ મળી છે. શત્રુંજય સિદ્ધક્ષેત્ર છે ને? આ ક્ષેત્ર મુક્તિ અપાવે છે. જોઈએ મુક્તિ પામવાની તીવ્ર તમન્ના ! કમોંથી આત્માને પૂર્ણતયા મુક્તિ અપાવવાની તમન્ના ! આ તમન્ના સિવાય અન્ય કોઈ તમન્ના ન જોઈએ. સર્વ ઇચ્છાઓથી મન મુક્ત જોઈએ. પહેલાં ઈચ્છાઓથી મુક્ત બનો, પછી કર્મોથી મુક્ત બની શકશો. ઈચ્છાઓથી મુક્ત બનવું શકય લાગે છે? પૂછો તમારા અંતરાત્માને. અને કર્મથી મુક્ત આત્માને વિશુદ્ધ અવસ્થાનું આકર્ષણ જાગ્યું છે ભીતરમાં? પૂછો તમારા અંતરાત્માને. માત્ર બાહ્ય યાત્રાથી સંતોષ નથી માનવાનો, અંતર્યાત્રા પણ કરવાની છે. પોતાના અંતરને પણ ઢંઢોળવાનું છે. દ્રાવિડ-વારિખીલ્યઃ આ અંતયત્રિામાં સહાયક બનશે દ્રાવિડ અને વારિખીલ્યનું વૃત્તાંત. એ બે મહાપુરુષોએ આજના દિવસે દશ કરોડ મુનિવરોની સાથે મુક્તિ પ્રાપ્ત કરી હતી ! તમે જાણો જ છો કે ભગવાન ઋષભદેવને સો પુત્રો હતા. એમાં દ્રવિડ નામનો એક પુત્ર હતો. દ્રવિડના નામથી "દ્રવિડ દેશ” પ્રસિદ્ધ થયો છે. દ્રવિડ રાજાને બે પુત્રો હતા. એક હતો દ્રાવિડ અને બીજો હતો. વારિખીલ્ય. બંને પુત્રોને દ્રવિડ રાજાએ વિશિષ્ટ અધ્યાપકો દ્વારા શસ્ત્રકલા, શાસ્ત્રકલા વગેરે બોત્તેર કલાઓ શીખવી હતી. જયારે તેઓ યૌવનમાં આવ્યા ત્યારે સુયોગ્ય રાજકુમારીઓ સાથે લગ્ન કરાવ્યાં. દ્રવિડ રાજા અંદરથી તો વિરક્ત જ હતા. ભગવાન ઋષભદેવ દ્વારા બતાવેલા મોક્ષમાર્ગ ઉપર ચાલવાની ઇચ્છા તેમની અંદર તો પહેલી જ હતી. તેમણે દ્રાવિડને મિથિલાનું વિશાળ રાજય આપ્યું અને વારિખીલ્યને બીજાં એક લાખ ગામ આપ્યાં. દ્રવિડ રાજાએ પોતાના ભાઈઓની સાથે ઋષભદેવના ચરણોમાં ચારિત્રધર્મ 2010_03 Page #183 -------------------------------------------------------------------------- ________________ કાર્તિક-પૂર્ણિમા પ્રવચન ૧૭૩ સ્વીકાર્યો સંયમ-ધર્મની આરાધના કરીને તેમણે સર્વે કર્મોનો ક્ષય કર્યો. નિવણિ પ્રાપ્ત કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ ગયા. દ્રાવિડ રાજા ઈષ્યથી જલે છેઃ રાજા વારિખીલ્યની જેમ કીર્તિ વધતી જાય છે તેમ, લક્ષ્મી પણ વધતી જાય છે. તે સર્વતોમુખી ઉન્નતિ કરતો જાય છે. સ્વ-દેશમાં અને પરદેશમાં પણ તેની લોકપ્રિયતા વધતી જાય છે. આ બધું જોઈને રાજા દ્રાવિડ ખુશ થતો નથી, પણ ઈર્ષાથી બળે છે. વારિખીલ્યની પ્રશંસા સાંભળી શકતો નથી. તેના મનમાં વારિખીલ્ય પ્રત્યે અકારણ દ્વેષ પેદા થઈ ગયો. તે વારિખીલ્યની નિંદા કરવા લાગ્યો! સગા ભાઈની ઈષ! સગા ભાઈની નિંદા ! સંસારમાં આવાં અનેક અનિષ્ટો ભરેલાં છે. એને કારણે તો સંસાર દુઃખમય છે. સંસારમાં ઈષ સુલભ છે, પણ પ્રમોદભાવ દુર્લભ છે. બીજાનાં સુખ, બીજાની ઉન્નતિ, આબાદી જોઈને ખુશી થવું સરળ નથી ! "દુનિયામાં લોકો જેટલી મારી પ્રશંસા કરતા નથી, એટલી વારિખીલ્યની કરે છે ! મારી સમૃદ્ધિ કરતાં એની સમૃદ્ધિ વધારે છે. દ્રાવિડથી આ બધું સહન થતું નથી. બીજું તો તે શું કરી શકે? વારિખીલ્યની નિંદા કરે છે. વારિખીલ્યના કાને આ વાત પડી ગઈ! "દ્રાવિડ મારી પ્રત્યે ઇર્ષા રાખે છે, મારી નિંદા કરે છે...” વારિખીલ્યના દ્ધયમાં દ્રાવિડ પ્રત્યે રોષ ઉત્પન્ન થઈ ગયો!” કદી દ્રાવિડની નિંદા નથી કરી, તેના કોઈ ગામ કે નગર ઉપર આક્રમણ નથી કર્યું તો પણ તે મારા પ્રત્યે શત્રુતા રાખે છે? તો એને પણ એની મજા ચખાડું.” વારિખીલે દ્રાવિડની સાથે પ્રચંડ યુદ્ધ કરવાનો નિર્ણય કરી દીધો. પૂરા દ્રવિડદેશ ઉપર વિજય પ્રાપ્ત કરવાની યોજના બનાવી. દશ કરોડ સૈનિકોની વિશાળ સેના તૈયાર કરી. આ બાજુ દ્રાવિડને ય ખબર પડી ગઈ કે વારિખીલ્ય યુદ્ધની તૈયારી કરી રહ્યો છે. તેણેય યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી દશ કરોડની સેના એકત્ર કરી દીધી. આખા યા દેશમાં યુદ્ધોન્માદ છવાઈ ગયો. દ્રવિડે વિચાર્યું : "પહેલું આક્રમણ હું જ કરી દઉં. વિજય એને મળે છે કે જે પહેલો પ્રહાર કરે છે.” યુદ્ધનો ઉન્માદઃ દ્રાવિડ દશ કરોડની સેનાની સાથે ચાલી નીકળ્યો. વારિખીલ્યના ગુપ્તચરોએ તરત જ વારિખીલ્યને સમાચાર આપી દીધા. વારિખીલ્યની સેના તો યુદ્ધ માટે તત્પર હતી જ. રાજયની સીમા પર સેના તૈયાર થઈ ગઈ. 2010_03 Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પર્વ-પ્રવચનમાળા બંને રાજાઓનાં મંત્રીમંડળ યુદ્ધ કરવાના પક્ષમાં ન હતાં. કોઈ પણ પ્રકારે યુદ્ધ ટળી જાય એ હેતુથી તેમણે પરસ્પર ચર્ચા-મંત્રણા કરી. પરંતુ ન માન્યો દ્રાવિડ કે ન માન્યો વારિખીલ્ય. બંનેનાં મન પ્રચંડ ક્રોધને લીધે વિચારશૂન્ય થઈ ગયાં હતાં. તેમને ન આવ્યો પોતાના પિતાનો વિચાર કે ન આવ્યો પિતામહનો વિચાર ! વિચારશૂન્ય અને વિવેકશૂન્ય બનીને બંનેએ ભીષણ યુદ્ધ શરૂ કરી દીધું. સાત મહિના સુધી યુદ્ધ ચાલતું રહ્યું. આ યુદ્ધમાં બંને પક્ષના પાંચ-પાંચ કરોડ સૈનિકો માર્યા ગયા. કેટલા હાથી અને કેટલા ઘોડાઓ માર્યા ગયા હશે, તેની કલ્પના ય કરવાથી બુદ્ધિ ચક્કર ખાઈ જશે. વર્ષાનો પ્રારંભ અને દ્રાવિડને સંતસમાગમ ઃ સાત મહિના પછી પણ યુદ્ધનો અંત આવ્યો ન હતો. પરંતુ વર્ષાનો પ્રારંભ થઈ જવાથી યુદ્ધ સ્થગિત કરવું પડયું હતું. પાંચ-પાંચ કરોડ સૈનિકોનો સંહાર જોઈને પણ બંને ભાઈઓનો યુદ્ધોન્માદ શાંત થયો ન હતો. વેરનો અગ્નિ શાન્ત પડ્યો ન હતો. હૃદયમાં વિરક્તિનો ભાવ જાગ્યો ન હતો. ન . બંને સેનાઓ પોતપોતાની છાવણીઓમાં વિશ્રામ કરી રહી હતી. એક દિવસ દ્રવિડ દેશના મહામંત્રી વિમલબુદ્ધિએ દ્રાવિડને કહ્યું : "મહારાજ, અહીંથી થોડેક દૂર "શ્રીવિલાસ” નામનું તપોવન છે. ત્યાં પાપશાન્તિ માટે તાપસો તપશ્ચર્યા કરી રહ્યા છે. તેમણે શ૨ી૨ ઉ૫૨ જીર્ણ વલ્કલ ધારણ કર્યાં છે. તેઓ માત્ર કંદમૂળ ફળાદિનો જ આહાર કરે છે. દુનિયાની આધિ, વ્યાધિ, ઉપાધિથી તેઓ દૂર છે. જીવ માત્ર પ્રત્યે કરુણા ધારણ કરનારા છે. જો આપની ઇચ્છા હોય તો આપણે એ મહાત્માઓનાં દર્શન ક૨વા જઈએ.” દ્રાવિડના મનમાં એ મહાત્માઓનાં દર્શન કરવાની ઇચ્છા જાગૃત થઈ. મહામંત્રીને ખૂબ આનંદ આવ્યો. મહામંત્રીનું હૃદય દશ કરોડ સૈનિકોના સંહારથી અત્યંત વ્યથિત હતું. તે યુદ્ધનો શીઘ્ર અંત લાવવા માગતા હતા. તેમના મનમાં આ વિચાર આવ્યો કે ‘રાજાઓને મહાત્માઓ જ સમજાવી શકે, કટુ સત્ય સંભળાવી શકે છે. કારણ કે તેઓ ત્યાગી, નિઃસ્પૃહ અને કરુણાવંત હોય છે. રાજાઓ ૫૨ મહાત્માઓનો જ પ્રભાવ પડે છે.’ શ્રીવિલાસ-તપોવનમાં ઃ દ્રાવિડ મંત્રીમંડળ તથા સેનાપતિ સાથે “શ્રીવિલાસ” તપોવનમાં પહોંચ્યો. તપોવનના કુલપતિ હતા સુવલ્લુ નામના એક ઋષિ. સુવલ્જીએ વલ્કલ પહેર્યાં હતાં, હાથમાં જપમાળા હતી. પર્યંકાસને બેઠા હતા; શરીર ઉપર ગંગાની માટીનો લેપ કર્યો હતો. માથે જટા હતી. ધ્યાનમાં નિમગ્ન હતા. પોતાનાં નેત્રોને ભગવાન 2010_03 Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭પ કાર્તિક-પૂર્ણિમા પ્રવચન ઋષભદેવનાં ચરણોમાં સ્થિર કર્યા હતાં. સુવલ્લુ મહર્ષિનો ઉપદેશઃ દ્રાવિડ વગેરેએ ઋષિના ચરણોમાં વંદન કર્યા. ઋષિએ આશીર્વાદ આપ્યા. દ્રાવિડે કુશળતા પૂછી. ઋષિએ કરુણાસભર વાણીમાં કહ્યું: “રાજનું, ધર્મવૃક્ષનું બીજ છે દયા. ક્રોધથી દયાબીજ નષ્ટ થઈ જાય છે. જે માણસ રોષથી હિંસા કરે છે, તે મરીને નરકે જાય છે. રાજનું, તું રાજ્યના લોભથી તારા ભાઈ સાથે યુદ્ધ કરે છે, કે જે રાજ્ય નરકનું જ કારણ છે. આ યુદ્ધમાં કરોડો જીવોની હિંસા થઈ છે.... કેટલો ઘોર જીવસંહાર થયો છે? રાજનું, પોતાના ભાઈ સાથે વેર બાંધવું એ પોતાની જ આંખ ફોડવા જેવું છે. પરંતુ મહાલોભરૂપ પિશાચને આધીન મનુષ્ય કયો અનર્થ નથી કરતો ? દ્રાવિડ! તારો લઘુબંધુ, તારો જ બીજો બાહુ છે. એની સાથે તેં શા માટે યુદ્ધ કર્યું છે? શાન્ત ચિત્તે વિચાર કર. એનો નાશ કરીને તું તારો જ નાશ કરીશ. એટલા માટે કહું છું કે યુદ્ધ બંધ કરીને ક્રોધને શાન્ત કર. મહાનુભાવ, તું યુગાદિદેવ ભગવાન ઋષભદેવની આરાધના કરનારો છે. તેમણે બતાવેલા સદૂધર્મને માનનારો છે. તેમનો જ પૌત્ર છે. અને તું શા માટે હિંસાના ઉન્માર્ગ ઉપર ચાલે છે? ભગવાને તો હિંસાનો ત્યાગ કરવાનો આદેશ આપ્યો છે.” દ્રાવિડે કહ્યું : “હે મહાત્મનું કારણવશ મહારાજ ભારત અને બાહુબલી પણ પરસ્પર યુદ્ધના હેતુથી મેદાનમાં આવ્યા હતા ને? મારો ભાઈ વારિખીલ્ય, પ્રચંડ ક્રોધથી કલુષિત છે. જો તે યુદ્ધથી નિવૃત્ત થતો હોય તો હું પણ.. સુવલ્લુ ઋષિએ વચમાં જ દ્રાવિડને બોલતો બંધ કરી દીધો અને કહ્યું.” દ્રાવિડ, આ પ્રસંગમાં તું શા માટે એ બે મહાપુરુષોને વચ્ચે લાવીને તેમને દૂષિત કરે છે ? એ બંને જેવા મહાપરાક્રમી હતા એવા જ મહાગુણનિધિ હતા, ઉદારતા હતા. અલ્પ સમયમાં કેવળજ્ઞાની બનીને મોક્ષે ગયા. તમે બંને ભાઈઓ એવું કરવા સમર્થ છો?ભરતજીને દર્પણ-મહેલમાં કેવળજ્ઞાન થઈ ગયું અને બાહુબલીને યુદ્ધના મેદાનમાં કેવળજ્ઞાન થયું. કેવા ઉત્તમ આત્માઓ હતા તેઓ? બીજી વાત તારા પિતાજી વગેરે ૯૮ ભાઈઓએ રાજ્યની સ્પૃહાનો ત્યાગ કર્યો હતો, અને માત્ર યુગાદિદેવના ઉપદેશથી જ કર્યો હતો ને? ભરતજીની સાથે યુદ્ધ કરવા માટે તત્પર બનેલા એ ૯૮ ભાઈઓ કેવા ઉપશાન્ત બની ગયા હતા? મહાનુભાવ, જયાં સુધી ભીતરના કામ ક્રોધ, લોભ આદિ શત્રુઓ હશે ત્યાં સુધી બહારના શત્રુઓ પણ રહેશે જ. બાહ્ય શત્રુઓથી કયાં સુધી લડતો રહીશ? આ મનુષ્યજીવન લડવા માટે નથી. ભીતરના શત્રુ-કામ, ક્રોધ આદિ શત્રુઓની સાથે 2010_03 Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પર્વ-પ્રવચનમાળા લડી લેવું જોઈએ. ભીતરના શત્રુઓ ઉપર વિજય પામવો જોઈએ. તારા પિતાજીએ આ જ કામ કર્યું હતું. અંતરંગ શત્રુઓ ઉપર વિજય પામીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરી લીધી હતી. તારે પણ એ જ માર્ગે ચાલવું જોઈએ.” દ્રાવિડને વૈરાગ્યઃ દ્રાવિડ ઋષિની વાણી સાંભળતો જ રહ્યો. તેનું મન ઉપશાન્ત થઈ ગયું. રાજ્ય.વૈભવ, પરિવાર. સર્વસ્વપ્નવત્ પ્રતીત થયું. ઈષ...દ્વેષ..વેર....યુદ્ધ.. જયપરાજય સર્વ નિઃસાર ભાસિત થયું. તેની કલ્પનાસૃષ્ટિ બદલાઈ ગઈ. તૃણવત્ રાજ્યનો ત્યાગ કરીને સાધુ બની જનાર તેના પિતા સ્મૃતિપટ ઉપર તરવા લાગ્યા. દ્રાવિડની આંખ ભરાઈ ગઈ! તેણે પોતાનું મસ્તક ઋષિના પવિત્ર ચરણોમાં મૂકી દીધું. તેણે ગદ્ગદ્ સ્વરમાં કહ્યું "મહાત્મન્ આપની સામે હું લજ્જિત છું. આપ મારી ઉપર પરમકૃપા કરી. મને ઊંડા ભવકૂવામાં પડતાં બચાવ્યો. આપ મારા ગુરુ છો.. આરાધ્ય છો. મારા જેવા પાપી ઉપર પ્રસન્ન થાઓ... હું રાજ્યનો ત્યાગ કરું છું. ગૃહવાસનો ત્યાગ કરું છું. મને દીક્ષા આપીને મારો ઉદ્ધાર કરો. હું મારા નાના ભાઈ પાસેથી ક્ષમાની યાચના કરી હમણાં જ આપની પાસે પાછો આવું છું.” | ઋષિએ કહ્યું "વત્સ, શુભકાર્યમાં વિલંબ ન કરવો જોઈએ." દ્રાવિડ ત્યાંથી એકલો જ વારિખીલ્યની છાવણી તરફ દોડયો. મહામંત્રી વિમલબુદ્ધિના મુખમાંથી શબ્દો નીકળી પડયા. "ધન્ય 8ષભદેવ, અને ધન્ય આપની વંશપરંપરાને ! કેવું અદ્ભુત પરિવર્તન ! મહામંત્રી વગેરેએ ઋષિને પ્રણામ કર્યા અને તેઓ પણ વારિખીલ્યની છાવણી તરફ ચાલી નીકળ્યા. બે ભાઈઓનું મધુર મિલનઃ જેવો દ્રાવિડે વારિખીલ્યની છાવણીમાં પ્રવેશ કર્યો, કે તમામ સૈનિકો ઊભા થઈ ગયા... નિઃશસ્ત્ર અને એકલા દ્રાવિડને છાવણીમાં જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. દ્રાવિડ દોડતો જ જઈ રહ્યો છે. વારિખીલ્યને સમાચાર મળી ગયા... તે પણ સ્તબ્ધ જેવો જ થઈ ગયો. પોતાના નિવાસમાંથી બહાર આવ્યો. તેણે અદ્ભુત દૃશ્ય જોયું. બંને બાજુ સૈનિકો નતમસ્તક ઊભા રહ્યા છે, અને એકલો દ્રાવિડ દોડતો આવી રહ્યો છે. વારિખીલ્યના હૃયમાં ભ્રાતૃપ્રેમનું ઝરણું ફૂટી નીકળ્યું. તેની આંખો અશ્રુઓથી ભરાઈ ગઈ. અને તે પણ દ્રાવિડ તરફ દોડવા લાગ્યો. દ્રાવિડનું મિલન થતાં જ વારિખીલ્ય દ્રાવિડના ચરણોમાં નમી પડયો. પોતાના વાળની જટાથી દ્રાવિડના પગ સાફ કરવા લાગ્યો. અને ગદ્ગદ્ કંઠે બોલ્યોઃ “હે 2010_03 Page #187 -------------------------------------------------------------------------- ________________ કાર્તિક પૂર્ણિમાં પ્રવચન ૧૭૭ પિતાતુલ્ય મોટાભાઈ, મારાં સંચિત પુણ્યકર્મના ઉદયથી જ આપ મારે ત્યાં પધાર્યા છો. મારા અપરાધોને ભૂલીને મને ક્ષમા કરો.. મારી ઉપર પ્રસન્ન થાઓ. મારા રાજ્યને સ્વીકારો.” દ્રાવિડે પોતાના બે હાથથી વારિખીલ્યને ઊભો કર્યો. પોતાની છાતીએ લગાવ્યો, અને મસ્તકે આલિંગન કરતાં કહ્યું "હે ભાઈ, મેં જ તને કોપિત કર્યો છે. મેં જ તને યુદ્ધ માટે પ્રેરિત કર્યો છે. મને મારા દુષ્કૃત્યો માટે ઘોર પશ્ચાત્તાપ થયો છે. સુવલ્લુ ઋષિએ મને આજે જગાડયો છે. હું આ અસાર સામ્રાજ્યથી વિરક્ત થયો છું. આજે જ હું સમજ્યો છું કે આ રાજ્ય દુર્ગતિમાં લઈ જનારું છે. રાજ્યની સ્પૃહામાંથી જ ઈર્ષા, ભય, ક્રોધ ઈત્યાદિ દોષ પેદા થાય છે. મારા નાના બંધુ, ધન્ય છે તને કે ઋષિવાણી સાંભળ્યા વગર જ તું તારું રાજ્ય મને આપવા તત્પર થયો છે. પણ હવે તો મારે મારું રાજ્ય પણ નથી જોઈતું. મારું રાજ્ય હું તને આપું છું, અને એ ઋષિરાજ પાસે જઈને દીક્ષા ગ્રહણ કરું છું. બસ, તું મને ક્ષમા કરી દે !” દ્રાવિડ રોઈ પડયો, વારિખીલ્ય પણ રડી ગયો. ત્યાં ઉપસ્થિત તમામ સૈનિકો રડી પડયા. વારિખીલ્ય કહ્યું : "હે પૂજ્ય, આપે જે કહ્યું તે જ સત્ય છે. રાજ્ય સ્પૃહા જ સર્વ અનર્થોની જનની છે. આ સંસાર દુઃખરૂપ છે. એટલા માટે હું પણ આપની સાથે જ ઋષિની પાસે આવું છું. આપની સાથે હું પણ દીક્ષા ગ્રહણ કરીશ.” પ-૫ કરોડ સૈનિકો સાથે બે ભાઈઓની દીક્ષા બંને ભાઈઓએ ત્યાં જ પોતપોતાનાં મંત્રીમંડળોને બોલાવ્યાં. અને પોતાની ભાવનાથી અવગત કર્યા. યુદ્ધ સમાપ્ત થયું જાણીને સૌને આનંદ થયો, પરંતુ બંને રાજાઓ સંસારનો ત્યાગ કરી રહ્યા છે, એ જાણીને દુઃખ થયું. બંને ભાઈઓએ પોતપોતાના પરિવારોને ત્યાં બોલાવી લીધા અને રાજકુમારોનો રાજ્યાભિષેક કરવાનો આદેશ આપી દીધો. રાજકુમારોના રાજ્યાભિષેક કર્યા પછી બંને ભાઈઓએ પોતપોતાની સેનાના પ-પ કરોડ સૈનિકોને કહ્યું જેવી રીતે તમે લોકો અમને વફાદાર રહ્યા છો એ રીતે નવા રાજાઓને પણ વફાદાર રહેજો.” સૈનિકોએ કહ્યું: અમે પણ આપની સાથે જ દીક્ષા ગ્રહણ કરીશું. આપ જયાં જશો, ત્યાં અમે પણ સાથે ચાલીશું.” સૈનિકોએ દ્રાવિડ અને વારિખીલ્યના જયઘોષથી આકાશ ભરી દીધું. સુવલ્લુ ઋષિએ દ્રાવિડ અને વારિખીલ્યને દશ કરોડ સૈનિકો સાથે તાપસી દીક્ષા ગ્રહણ કરાવી. તે સર્વે સાધુ બની ગયા. હજારો ગામોને ઉજાડીને સ્મશાન 2010_03 Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પર્વપ્રવચનમાળા બનાવનાર એ સુભટો જીવમાત્રને અભયદાન આપનાર સાધુ બની ગયા ! કરોડો માનવોનો સંહાર કરીને લોહીની નદીઓ વહેવડાવનાર સુભટો આજ કરુણાની ગંગા વહાવનાર સાધુ બની ગયા! એ દિવસે સમગ્ર ભારત સ્તબ્ધ હતું. જે દિવસે દ્રાવિડ અને વારિખીલ્ય દશ કરોડ સૈનિકો સાથે સાધુ બની ગયા હતા! કલ્પના કરો એ દિવસની આ ઘટનાના સંદર્ભમાં! આજે આપણે કોઈ કોઈ વાર પ-૨૫ ભાઈ બહેનોને એક સાથે દીક્ષા લેતાં સાંભળીએ છીએ તો પણ આશ્ચર્યથી, અહોભાવથી સ્ક્રય ભરાઈ જાય છે ને ? તો એક સાથે દશ કરોડ લોકોએ દીક્ષા લીધી હશે ત્યારે ભારતની પ્રજાએ કેવાં સંવેદનો અનુભવ્યાં હશે? દશ કરોડ સૈનિકોનું દીક્ષાનું શું કારણ જો કે તત્કાલીન પ્રજાએ ભગવાન ઋષભદેવનો સમય) સંસારત્યાગના આવા પ્રસંગો જોયા હતા, છતાં પણ એક સાથે દશ કરોડ સૈનિકો સાધુ બને, એ તો તેમને માટે પ્રથમ જ પ્રસંગ હતો. સૈનિકો સાધુ બન્યા હતા. આશ્ચર્યકારક ઘટના હતી એ. દશ કરોડ શ્રાવકો સાધુ બને એ દુનિયાને મન આશ્ચર્યન હતું. મારે પણ તમને લોકોને એ બતાવવું છે કે દશ કરોડ સૈનિકો સાધુ કેવી રીતે બન્યા! દ્રાવિડ અને વારિખીલ્યને તો ત્યાગની એક વિશિષ્ટ પરંપરા મળી હતી, સુવલ્ગ ઋષિની પ્રેરણા પણ મળી હતી. પરંતુ સૈનિકો સાધુ બન્યા કેવી રીતે? સભામાંથી સાંભળ્યું છે અનેક વાર પરંતુ વિચાર્યું નથી કદી ! મહારાજશ્રી દ્રાવિડના સૈનિકોનો દ્રાવિડ પ્રત્યે અને વારિખીલ્યના સૈનિકોનો વારિખીલ્ય પ્રત્યે સાચો પ્રેમ હતો. અંતરંગ પ્રીતિ હતી. "આજ દિન સુધી જે માલિકનું અન ખાધુ, માલિકે અમને પાળ્યા-પોષ્યા, હવે માલિક સર્વસ્વ ત્યજીને સાધુ બની જાય... અને અમે સંસારમાં રહીએ? ના, એવું ન બની શકે. અમે માલિક વગર ન રહી શકીએ.” આવું કંઈક વિચાર્યું હશે સૈનિકોએ. સૌથી મોટું તત્ત્વ હતું પ્રેમનું ! જે રીતે વ્યક્તિ વૈરાગ્યથી સાધુ બને છે એ રીતે પ્રેમથી પણ સાધુ બને છે ! પ્રેમ પણ એવો જ ત્યાગ કરાવે છે... જેવો વૈરાગ્ય કરાવે છે ! એ કાળમાં મનુષ્યોનું આયુષ્ય લાખ-કરોડ વર્ષનું રહેતું હતું. સુવલ્લુ ઋષિની પાસે દ્રાવિડ-વારિખીભે લાખો વર્ષ તાપસી દીક્ષામાં વ્યતીત કર્યા. વિદ્યાધર મુનિઓનો સંપર્કઃ એક દિવસે ત્યાં અચાનક આકાશમાર્ગેથી બે વિદ્યાધર મુનિઓ પધારે છે. નમિ 2010_03 Page #189 -------------------------------------------------------------------------- ________________ કાર્તિક પૂર્ણિમા પ્રવચન ૧૭૯ રાજર્ષિના એ શિષ્યો હતા. તાપસીએ એ બે મુનિઓને પ્રણામ કરીને વિનીતભાવે પૂછયું : "આપ ક્યાંથી પધાર્યા છો અને ક્યાં જઈ રહ્યા છો ?" મોટા મુનિ હતા તેમણે જવાબ આપ્યો : "હે મહાનુભાવો, અમે વિદ્યાધર મુનિઓ છીએ, અને શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર જઈ રહ્યા છીએ.” આ સાંભળીને તાપસીએ (દ્રાવિડ અને વારિખીલ્ય) પૂછયું "હે પૂજ્ય, શત્રુજ્ય ગિરિરાજનો મહિમા અમને પણ બતાવવાની કૃપા કરો.” શત્રુંજય ગિરિરાજનો પરિચય મુનિરાજે કહ્યું: "હે મહાનુભાવો, શત્રુંજય ગિરિરાજ સૌરાષ્ટ્ર દેશમાં છે ! તે શાશ્વત્ ગિરિરાજ છે. એ ગિરિરાજ ઉપર અનંત અનંત આત્માઓએ સાધના કરીને મુક્તિ પ્રાપ્ત કરી છે. ભવિષ્યમાં પણ એ ગિરિરાજ ઉપર અનંત આત્માઓ મુક્તિ પામશે. માણસે ગમે તેટલાં પાપ કર્યો હોય, પરંતુ શત્રુંજય ગિરિરાજ ઉપર તમામ પાપ નષ્ટ થઈ જાય છે." દ્રાવિડ-વારિખીલ્યના હૃયમાં કરોડો જીવોના સંહારનું પાપ ડંખતું હતું. મુનિરાજના મુખથી શત્રુંજય-મહિમા સાંભળીને તે પણ શત્રુંજય જવા તત્પર બન્યા. તેમણે મુનિરાજને પૂછયું : “ભગવંત, શું અમે પણ આપની સાથે શત્રુંજય ગિરિરાજ ઉપર આવી શકીએ?” મુનિરાજે અનુમતિ આપી. દશ કરોડ તાપસો સાથે દ્રાવિડ અને વારિખીલ્ય શત્રુંજય તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં એક સરોવર આવ્યું. સરોવર વિશાળ હતું. કિનારા ઉપર પણ વૃક્ષોની ઘટાઓ હતી. ચાલતાં ચાલતાં તાપસ થાકી પણ ગયા હતા. વિશ્રામ માટે તાપસો. સાથે મુનિરાજ સરોવર કિનારે આવીને બેઠા. ત્યાં કિનારા ઉપર એક હંસને ઘેરીને કેટલાય હંસો બેઠા હતા. અચાનક તાપસીને જોઈને તે બધા હંસો ઊડી ગયા, પરંતુ એક હંસ ત્યાં જ પડી રહ્યો. હંસ મરતો હતો. એક મુનિરાજે પોતાના પાત્રમાંથી એ હંસના મુખમાં પાણી નાખ્યું અને તેને નવકારમંત્ર સંભળાવવા લાગ્યા. હંસને સમાધિ પ્રાપ્ત થઈ અને તેને સમાધિમૃત્યુ પ્રાપ્ત થયું. મરીને તે હંસ "સૌધર્મદેવલોક"માં દેવ થયો. સહુ તાપસો શ્રમણ બને છેઃ દ્રાવિડ, વારિખીલ્ય વગેરે તાપસ મુનિરાજોની કરુણાથી અતિ પ્રભાવિત થયા. તેમને મુનિરાજોનું જીવન સારું લાગ્યું. તેમણે મુનિરાજોને કહ્યું "હે સપુરુષો, અમને આપનું જીવન ખૂબ જ સારું લાગ્યું. આપની જીવનચય કેટલી સારી છે!” મુનિરાજેએ કહ્યું: "હે તપસ્વીજનો, તમે પણ અમારા જેવું જીવન જીવી શકો છો.” દ્રવિડે પૂછયું: "આપના જેવું જીવન જીવવા માટે અમારે શું કરવું જોઈએ?” મુનિરાજે કહ્યું "આપ ધ્યાનથી સાંભળો, -મન-વચન-કાયાથી કોઈ જીવને મારવો 2010_03 Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પર્વ-પ્રવચનમાળા નહીં. અસત્ય બોલવું નહીં. ચોરી કરવી નહીં, સ્ત્રી-સંગ કરવો નહીં. પરિગ્રહ રાખવો નહીં. રાત્રિભોજન કરવું નહીં. ગુરુઆજ્ઞાનું પાલન કરવું. ભગવાન ઋષભદેવે બતાવેલા ધર્મમાર્ગ ઉપર વિશ્વાસ રાખવો. બસ, આટલું કરો તો અમારા જેવું જીવન જીવી શકો છો. અમારા જેવાં વસ્ત્રો પહેરીને અમે બતાવીએ એ રીતે ભિક્ષા લાવવાની.” દ્રાવિડે કહ્યું : "આપે કહ્યું તેવું અમે કરી શકીએ છીએ. આપ જ અમારા ગુરુ છો. આપ અમને આપની દીક્ષા આપવા કૃપા કરો.” દ્રાવિડે અને વારિખીલ્યું દશ કરોડ તાપસો સાથે જૈન ભાગવતી દીક્ષા ગ્રહણ કરી લીધી. બધાએ શ્રી શત્રુંજય ગિરિરાજ તરફ પ્રયાણ કરી દીધું. બધાના મન પ્રફુલ્લિત હતાં. સૌના ભાવ ઉલ્લસિત હતા. બે વિદ્યાધર મુનિરાજોએ દ્રાવિડ-વારિખીલ્ય વગેરેને શત્રુંજય ગિરિરાજનો અદ્ભુત મહિમા બતાવ્યો હતો. સૌનાં નેત્રો ગિરિરાજનાં દર્શન કરવા માટે ઉત્સુક હતાં. એ બધા સરળ હૃદયના મહાપુરુષો હતા. તેમનામાં મુક્તિ પામવા સિવાય અન્ય કોઈ ઇચ્છા ન હતી. મુક્તિ માટે જે કંઈ કરવું પડે તે કરવા તૈયાર હતા. તેમનામાં મેરુ જેવી નિશ્ચલતા હતી અને કમળ સમી કોમળતા હતી. ગિરિરાજ ઉપર અનશન ઃ ચાલતાં ચાલતાં જેવો એમને ગિરિરાજ દેખાયો કે વિદ્યાધર મુનિરાજે કહ્યું : "જુઓ... સામે જે વાદળો સાથે વાતો કરી રહ્યો છે, તે શત્રુંજય ગિરિરાજ છે. નમન કરો એ ગિરિરાજને." જોતજોતામાં દશ કરોડ મસ્તક, વીસ કરોડ આંખો ગિરિરાજ ત૨ફ એકાગ્ર થઈ ગઈ. મસ્તક નમી ગયાં. તીવ્ર ગતિથી તેઓ આગળ વધ્યા. જેવી ગિરિરાજની સ્પર્શના થઈ તો તેઓ આનંદથી ગદ્ગદિત થઈ ગયા. વિદ્યાધર મુનિરાજની સાથે તેઓ પણ ગિરિરાજ ઉપર ચડવા લાગ્યા. ગિરિરાજ ઉપ૨ ચડીને તેમણે ડોલ૨ પુષ્પ અને કપૂર જેવી ગૌર કાન્તિવાળા શ્રી ઋષભદેવ ભગવાનનાં દર્શન કર્યાં. પ્રભુજીના અનંત ગુણોની સ્તવના કરી. બે વિદ્યાધર મહામુનિઓએ દ્રાવિડવારિખીલ્ય વગેરેને કહ્યું : "તમે બધાએ પૂર્વાવસ્થામાં અશુભ મન-વચન-કાયાના યોગોથી અનંત પાપકર્મો ઉપાર્જિત કર્યાં છે. એટલા માટે તમારે સૌને આ ક્ષેત્રમાં રહેવાનું છે. આ ઉત્તમ ક્ષેત્રના પ્રભાવથી તમારાં અશુભ કર્મો નષ્ટ થશે. તમે સર્વજ્ઞ-વીતરાગ બનશો. અને અનંત સુખમય મોક્ષનું સુખ પામશો. યુગાદિદેવના ચરણોમાં સહજતાથી તમારું ધ્યાન લાગી જશે.” દ્રાવિડ-વારિખીલ્ય વગેરેએ કહ્યું ; "હે ગુરુદેવ, આપની આજ્ઞા અનુસાર અમે 2010_03 Page #191 -------------------------------------------------------------------------- ________________ કાર્તિક-પૂર્ણિમા પ્રવચન ૧૮૧ અહીં રહીશું. આપની કૃપાથી અમે અવશ્ય પાપમુક્ત બનીશું. આજથી અમે બધા એક માસના ઉપવાસનો સંકલ્પ કરીએ છીએ.” એ બે વિદ્યાધર મુનિરાજો આકાશમાર્ગથી ચાલ્યા જાય છે. દ્રાવિડ-વારિખીલ્ય વગેરે ૧૦ કરોડ મુનિવરો ગિરિરાજ ઉપર યુગાદિદેવના ધ્યાનમાં મગ્ન થઈને ઊભા રહ્યા. ગિરિરાજના ઉત્તમ ક્ષેત્રના પ્રભાવથી તેમનું મન ધ્યાનમગ્ન થઈ ગયું ! ક્ષેત્રનો જ પ્રભાવ માનવો પડશે. અન્યથા તેમણે ધ્યાનના વિષયમાં કયાં વાંચ્યું હતું યા તો શીખ્યા હતા ? ધર્મધ્યાનમાં નિમગ્ન થઈને, તેમણે શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો. ઘાતી કર્મોનો ક્ષય કર્યો. અઘાતી કર્મોનો પણ ક્ષય કર્યો... અન્તર્મુહૂર્ત કાલમાં દશ કરોડ સાધુઓની સાથે દ્રાવિડ અને વારિખીલ્યે સિદ્ધગતિ પ્રાપ્ત કરી લીધી. એ દિવસ હતો કાર્તિક પૂર્ણિમાનો ! આકાશમાં ચંદ્ર કૃત્રિકા નક્ષત્રમાં આવ્યો હતો... પેલો હંસ... જે મરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયો હતો એણે અવધિજ્ઞાનથી દશ કરોડ મુનિઓ સાથે દ્રાવિડ-વારિખીલ્યની મોક્ષયાત્રા જોઈ. તે ગિરિરાજ ઉ૫૨ આવ્યો અને ભવ્ય નિર્વાણ-મહોત્સવ મનાવ્યો. કાર્તિક પૂર્ણિમાનો મહિમા ઃ કાર્તિક પૂર્ણિમાના દિવસે જયારે પણ શત્રુંજય ગિરિરાજની યાત્રા કરતા જાઓ ત્યારે એ ગિરિરાજના ઉત્તુંગ શિખર ઉપર ઊભા રહીને થોડી ક્ષણો આંખો બંધ કરીને એ મહાનુભાવોને સ્મૃતિપથમાં લાવજો. તેમના જીવન-પરિવર્તનની ઘટનાને જો જો. એમને ધ્યાનસ્થ દશામાં ઊભા રહેલા જો જો. ભાવપૂર્વક તેમને વંદના કરજો. આ મહાપુરુષોની આટલી જલ્દી મુક્તિ કેવી રીતે થઈ ? ઉદ્ભવે છે ને ? એનું એક જ મુખ્ય કારણ છે, અને તે છે તેમની સરળતા, તેમને મુક્તિ સિવાય કશું ય જોઈતું ન હતું. અન્ય કોઈ ઇચ્છા જ ન હતી. આ પ્રશ્ન મનમાં આજના દિવસનું મહત્ત્વ એ દૃષ્ટિથી છે. એ રીતે કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની આજે જન્મતિથિ છે, એ દૃષ્ટિથી પણ આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. આજે એ મહાપુરુષના જીવનનું કથન કરવાનો, તેમની અદ્ માંચિત વાતો કરવાનો, તેમના દ્વારા કરવામાં આવેલા અહિંસાપ્રવર્તનની અપૂર્વ વાત કરવાનો અને તેમના દિવ્ય ચમત્કારોની વાતો કરવાનો સમય નથી. ભવિષ્યમાં આ બધી વાતો કોઈકવાર સંભળાવીશ. આજ બસ, એટલું જ. 2010_03 - Page #192 -------------------------------------------------------------------------- ________________ * * - પ્રવચન : ૧૦ શ્રી મૌન એકાદશી - પ્રવચન (૧) સુરત શ્રેષ્ઠિનું ચરિત્ર સંકલના: શ્રીકૃષ્ણની એક ભવ્ય આરાધના. મૌન એકાદશી/૧૫૦ કલ્યાણક. • મૌનનો અર્થમૌનનો મહિમા. • મહાત્મા સુવ્રત શ્રેષ્ઠિ ૦ પૂર્વજન્મ એકાદશીની આરાધના. ૦ ૧૧ નો અંક/જન્માંતર સાથે સંબંધ. ૦ ૧૧ પત્નીઓનું સુખ આરાધનામાં સાથ. પુણ્યાનુબંધી પુણ્ય પાપનુબંધી પુણ્ય. • ૧૨ ભાવનાઓચિંતનથી અનાસક્તિ • ભાવનાઓથી આધ્યાત્મિક પ્રાપ્તિ ૦ સુવ્રતની હવેલીમાં ચોરોનો પ્રવેશ ચોરો પ્રત્યે દયાભાવ દ્રવ્યથી-ભાવથી સુવતઃ અનાસક્ત યોગી સુવ્રતની હવેલીમાં આગ આગ ઉપર ચિંતન ૦ ચારિત્રગ્રહણ/ધોર પીડામાં અમૃત ચિંતન • મૃત્યુથી નિર્ભય. 2010_03 Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ શ્રી મૌન એકાદશી પ્રવચન-૧ શ્રીકૃષ્ણ મહારાજા ભગવાન નેમિનાથજીને કહે છે: જગપતિ! ચારિત્રધર્મ અશકત, રક્ત. આરંભ-પરિગ્રહે, જગપતિ ! મુજ આતમ ઉદ્ધાર, કારણ તું જ વિણ કુણ કહે ? ભગવાન નેમિનાથ શ્રીકૃષ્ણને કહે છે નરપતિ! ઉજ્જવળ માગશર માસ, આરાધો એકાદશી. નરપતિ! એકસો પચાસ કલ્યાણતિથિ ઉલ્લાસી.... નરપતિ! મૌનપણે ઉપવાસ, દોઢસો જપમાળા ગણો, નરપતિ ! મન-વચન-કાય પવિત્ર, ચરિત્ર સુણો સુવ્રત તણ.. બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથ દ્વારિકામાં પધાર્યા હતા. એ સમયે ભારતની રાજધાની દ્વારિકા હતી. શ્રીકૃષ્ણ ભારતના સમ્રાટ હતા, વાસુદેવ હતા, શ્રીકૃષ્ણ ભગવાન નેમિનાથનું અપૂર્વ ઉલ્લાસથી દ્વારકામાં ભવ્ય સ્વાગત કર્યું. નગરના બાહ્ય પ્રદેશમાં દેવોએ સમવસરણની ભવ્ય રચના કરી, સમવસરણમાં બિરાજીને ભગવાને ધમદશના આપી. ધમદશના સાંભળ્યા પછી શ્રીકૃષ્ણ વિનયપૂર્વક ભગવાનને પૂછયું "ભગવંત, હું સંસારનો ત્યાગ કરીને સાધુજીવન જીવવા માટે સમર્થ નથી. માનું છું કે સર્વવિરતિમય શ્રમણ-જીવન શ્રેષ્ઠ છે. ચારિત્રધર્મના પાલન સિવાય મોક્ષ પામવા માટે બીજો કોઈ માર્ગ નથી, પરંતુ પ્રભુ ! હું તો અસંખ્ય પાપારંભોમાં.. અને પરિગ્રહમાં આકંઠ ડૂબેલો છું. હે નાથ, મારા આત્માનો ઉદ્ધાર કેવી રીતે થશે? અનંત અનંત કર્મોનાં બંધનો કેવી રીતે તૂટશે? આપના સિવાય બીજું કોણ મારા આત્માના ઉદ્ધારનો ઉપાય બતાવી શકે તેમ છે? પ્રભુ. હું આપનો છું... આપ મારા સર્વસ્વ છો. માટે વર્ષમાં એક દિવસ એવો બતાવવાની કૃપા કરો.. કે જેથી હું એ સર્વશ્રેષ્ઠ દિવસે અપૂર્વ ધર્મઆરાધના કરીને આત્મકલ્યાણ કરી શકું. પ્રતિદિન તો હું ધર્મઆરાધના કરી શકું નહીં." ભગવાને કહ્યું “રાજનું વર્ષમાં એવો સર્વશ્રેષ્ઠ દિવસ આવે છે તે છે માગશર શુકલ એકાદશીનો. આ એક જ દિવસમાં તીર્થકરોનાં ૧૫૦ કલ્યાણકો આવે છે. આજે છે ૧૫૦ કલ્યાણકઃ આજના દિવસે ૧૫૦ કલ્યાણકો કેવા પ્રકાર હોય છે એ પહેલાં બતાવવા માગું છું. ધ્યાનથી સાંભળો અને સમજો. * પહેલાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ત્રણ તીર્થકરોનાં પાંચ કલ્યાણકો સાંભળો. 2010_03 Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ * ૧૮મા તીર્થંકર શ્રી અરનાથનું આજે દીક્ષાકલ્યાણક છે. * ૧૯મા તીર્થંકર શ્રી મલ્લિનાથનું આજે જન્મ-દીક્ષા અને કેવળજ્ઞાન-ત્રણ કલ્યાણકો છે. પૂર્વ-પ્રવચનમાળા * ૨૧મા તીર્થંકર શ્રી નેમિનાથનું આજ કેવળજ્ઞાન કલ્યાણક છે. ભવિષ્યમાં આ ભરતક્ષેત્રમાં થનારી ચોવીસીના ત્રણ તીર્થંકરો-ચોથા સ્વયંપ્રભુ, છઠ્ઠા દેવપુત્ર, સાતમા ઉદયનાથનાં પણ પાંચ કલ્યાણકો આજના દિવસે છે. આ વાત થઈ આપણે જયાં રહીએ છીએ તે ભરતક્ષેત્રની પરંતુ આવાં ચાર ક્ષેત્રો છે પૃથ્વી ઉપર, એવું આપણા ધર્મગ્રંથોમાં લખ્યું છે. દરેક ભરતક્ષેત્રમાં ચોવીસચોવીસ તીર્થંકરો થાય છે. પાંચ ભરતક્ષેત્રના પંદર તીર્થંકરોનાં પંચોતેર કલ્યાણકો થયાં ને ? એવાં પાંચ ”ઐરવત” નામના ક્ષેત્રમાં છે. ત્યાંના પણ પંદર તીર્થંકરોનાં પંચોતેર કલ્યાણકો થાય છે. આ રીતે આજના દિવસે ૧૫૦ કલ્યાણકો છે. વર્ષમાં આવો બીજો એકે દિવસ નથી કે જેમાં આટલાં બધાં કલ્યાણકો આવતાં હોય. એટલા માટે માગશર શુક્લા એકાદશીનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. મૌન એકાદશી : આજ ૧૫૦ કલ્યાણકોની ૧૫૦ માળા ગણવાની હોય છે. મૌન રહ્યા સિવાય આટલી માળા કેવી રીતે ગણી શકાય ? માળાજાપ સિવાય આજ મોટું દેવવંદન પણ કરવાનું હોય છે. સવારે અને સાંજે પ્રતિક્રમણ કરવાનું હોય છે. ઉપવાસનો તપ કરવાનો હોય છે. આજે મૌન રહેવાનું છે. મૌનનો અર્થ "બોલવું નહીં" એટલો જ નથી. "પુદ્ગલભાવોમાં પ્રવૃત્તિ ન કરવી. આ મૌનનો રહસ્યાર્થ છે. મનથી પુદ્ગલ ભાવોના વિચાર નથી કરવાના. વચનથી પુદ્ગલના ભાવોની વાતો નથી કરવાની. કાયાથી એટલે કે પાંચે ઇન્દ્રિયોથી પુદ્ગલ ભાવોમાં પ્રવૃત્તિ કરવાની નહીં. તાત્પર્ય એ છે કે પુદ્દગલ ભાવોથી નિવૃત્ત થઈને આત્મભાવમાં રમણતા કરવાનું આ મહાપર્વ છે. તીર્થંકર ભગવાનનાં કલ્યાણકોના માધ્યમથી આત્મસ્વરૂપમાં રમણતા કરવાનો અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસ માત્ર આજના દિવસે જ નથી ક૨વાનો. દરેક માસની શુકલા એકાદશીના દિવસે ક૨વાનો છે. શ્રીકૃષ્ણ મહારાજા માટે ભલે વર્ષમાં એક દિવસ હોય, પરંતુ આપણા માટે વર્ષમાં બાર દિવસો આવશ્યક છે. કારણ કે કૃષ્ણ મહારાજા તો ક્ષાયિક સમકિતી હતા. તે દૃઢ શ્રદ્ધાવાન હતા, જ્ઞાનવાન હતા, અનેક મૌલિક ગુણોના ધારક હતા. તેમની ત્રણ પ્રતિજ્ઞાઓ જાણો છો ? 2010_03 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ શ્રી મૌન એકાદશી પ્રવચન-૧ સભામાંથી ના જી, બતાવવાની કૃપા કરો. મહારાજશ્રી તેઓ વષકાળમાં રાજસભામાં જતા ન હતા. તેઓ કન્યાવિવાહ કરતા ન હતા અને કદી પરનિંદા કરતા ન હતા. એટલે કે તેઓ બીજાના દોષ જોતા. ન હતા. ભગવાન નેમનાથ અને તેમના ધર્મશાસનમાં અવિચળ પ્રેમ હતો. તેઓ આત્મભાવમાં જાગૃત હતા. તેમનું ભીતરી વ્યક્તિત્વ જ નિરાળું હતું. બાહ્ય તપત્યાગ તેઓ કરી શકતા ન હતા, પરંતુ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘના પ્રત્યે તેમના હૃયમાં ઊંડો પ્રેમ હતો, આદરભાવ હતો. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન નેમનાથે શ્રીકૃષ્ણને ભલે એક જ દિવસ વર્ષભરમાં આરાધના માટે બતાવ્યો હોય, પણ આપણા માટે તો ઓછામાં ઓછા બાર દિવસો જોઈએ. બાર મહિનાના બાર દિવસો! મૌન રહેવું, ઉપવાસ કરવો અને પુદ્ગલભાવોથી નિવૃત્ત થઈને મન-વચન-કાયાને આત્મભાવમાં સ્થિર રાખવા! મૌનનો મહિમા મનનું મૌન અતિ મહત્ત્વપૂર્ણ છે. વાણીનું મૌન અને કાયાનું મૌન, મનનું મૌન પામવા માટે સાધન છે. મનમાં અશુભ વિચાર, પુલભાવોના વિચાર ન આવે એ મૌન મનનું છે. આ પ્રકારનું મૌન પામવા માટે વાણીનું મૌન હોવું જોઈએ. સર્વ પૌદ્ગલિક પ્રવૃત્તિમાં મૌન રહેવું જોઈએ. શરીરથી ય આવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. આ પ્રકારના મૌનનો પ્રભાવ બતાવતાં એક જ્ઞાનીપુરુષે બતાવ્યું છે - "મૌન આરાધે શિવપદ પામે. સંકટવેલ તણાં મૂળ કાપે” જે કોઈ વ્યક્તિ મૌન-ધર્મની આરાધના કરે છે, તે શિવપદ એટલે કે મોક્ષદશાને પામશે જ, પરંતુ જયાં સુધી તેને સંસારમાં જન્મ લેવો પડે ત્યાં સુધી કોઈ સંકટ-કષ્ટ તેને સતાવશે નહીં. તમામ સંકટોનાં મૂળ જ કપાઈ જાય છે. વાત સાચી જ છે. વધારે સંકટો તો બોલવાથી જ ઊભાં થાય છે. જે માણસ વધારે બોલે છે, વગર વિચાર્યું બોલે છે, અપ્રિય, અસત્ય. અને અહિતકર બોલે છે, એ સંકટોની વચ્ચે જ જીવે છે! તે અશાંત, બેચેન અને ધૂંધવાયેલો જ રહે છે. તે પોતે તો અશાંત રહે જ છે, પણ બીજાંનેય અશાન્ત કરે છે. પરંતુ વધારે બોલવાની આદતથી લાચાર માણસો વધારે બોલવાનાં અનિષ્ટો સમજતા નથી, માનતા નથી. આવા લોકો દુઃખી જ થાય છે. અપ્રસ્તુત બોલવું, અપ્રાસંગિક બોલવું, અવ્યવહારિક બોલવું, અપ્રિય-કઠોર બોલવું, અહિતકર બોલવું... એ અનર્થોનું કારણ છે. સાધારણ મનદુઃખથી શરૂ કરીને ભયંકર ઝગડા અને હત્યાકાંડ પણ થઈ જાય છે. એટલા માટે મારું તો કહેવું છે કે “મૌન” માત્ર એક દિવસનું નહીં, પરંતુ જીવનપર્યત ટકવું જોઈએ ! બાર દિવસનું 2010_03 Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પર્વ-પ્રવચનમાળા મૌન તેનો અભ્યાસ-સમગ્ર જીવનને પ્રભાવિત કરનારો હોવો જોઈએ. જીવન મૌનથી પ્રભાવિત હશે તો તમારામાં સહજતાથી ગંભીરતા આવી જશે. તમે ચિંતનશીલ બનશો અને તમારું વચન પ્રભાવશાળી બનશે. મહાત્મા સુવ્રતનું જીવનચરિત્રઃ મૌન એકાદશીની આરાધનાનું લક્ષ્ય આ જ હોવું જોઈએ. આ લક્ષ્યથી આરાધના કરશો તો સુવ્રત શેઠની જેમ બાહ્ય અને આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરીને આત્માની પરમ વિશુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લેશો. પહેલાં તમને સુવ્રત શ્રેષ્ઠીના પૂર્વજન્મની વાત કહું. પૂર્વજન્મ : આપણે એક વિશાળ દ્વીપ ઉપર છીએ, એ દ્વીપનું નામ છે, જંબૂદ્વીપ. એક લાખ યોજનનો આ દ્વીપ છે. જંબૂદ્વીપની ચારે કોર લવણસમુદ્ર ફેલાયેલો છે. એ બે લાખ યોજનનો છે. લવણસમુદ્રની ચારે બાજુ ધાતકીખંડ આવેલો છે. એ ચાર લાખ યોજનનો છે. જેવી રીતે જંબૂદ્વીપમાં ભરતક્ષેત્ર છે, ઐરાવત ક્ષેત્ર છે, મહાવિદેહક્ષેત્ર છે એ રીતે ધાતકીખંડમાં પણ એવાં ક્ષેત્રો છે. ધાતકીખંડમાં જે મહાવિદેહક્ષેત્રનો પશ્ચિમ વિભાગ છે, ત્યાં વિજયનગર નામનું નગર છે. ત્યાં શુર નામનો શ્રેષ્ઠી હતો. એ જેવો ધનવાન હતો તેવો જ યશસ્વી પણ હતો. એકવાર શૂરશ્રેષ્ઠી પાસેના નગરમાં ગયો હતો. ત્યાં જિનમંદિરમાં પૂજા કરવા ગયો. પૂજા કર્યા પછી બાર ભાવનાઓનું ચિંતન કરે છે. આત્મભાવ નિર્મળ થાય છે. જિનમંદિરની પાસે જ તેણે મુનિવરોનાં દર્શન કર્યા. તે રોમાંચિત થઈ ગયો. મુનિવરોની પાસે જઈને, વિધિપૂર્વક વંદન કરીને તેમને વિનમ્ર શબ્દોમાં કહ્યું : ગુરુદેવ, આજ મને એક એવી ધર્મઆરાધના કરવાની પ્રતિજ્ઞા આપો કે અનંતઅનંત કર્મોની નિર્જરા થાય ! મારો આત્મભાવ વિશુદ્ધ-વિશુદ્ધતર થતો જાય.” મુનિરાજે કહ્યું: “હે મહાનુભાવ, સમ્યગૃજ્ઞાન પામવાનો પ્રયત્ન કરતો રહે અને અગિયાર વર્ષ તથા અગિયાર માસ સુધી હર મહિને શુક્લા એકાદશીની આરાધના કર. મૌન રહેવું, ઉપવાસ કરવો. જિનેશ્વર ભગવંતોના કલ્યાણકોની આરાધના કરવી. બીજે દિવસે જિનમંદિરમાં જઈને નૈવેદ્યપૂજા કરવી, જ્ઞાનની પૂજા કરવી. અને સાધુપુરુષોને ભિક્ષા આપ્યા પછી પારણાં કરવાં.” ઘેર શ્રેષ્ઠીએ મૌન એકાદશીની આરાધના કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી. અગિયાર વર્ષ, અગિયાર મહિના સુધી તેણે આરાધના પૂર્ણ કરી. આરાધના પૂર્ણ થતાં પરમાત્મભક્તિનો ભવ્ય મહોત્સવ કર્યો. આયુષ્ય પૂર્ણ થતાં શુર શ્રેષ્ઠીનું સમાધિ મૃત્યુ થયું. અગિયારમા દેવલોકમાં તે દેવ થયો. એ આત્માની સાથે 2010_03 Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૌન એકાદશી પ્રવચન-૧ ૧૮૭ "અગિયાર”નો આંક જોડાઈ ગયો. આખરે ત્યાં પણ આયુષ્ય કર્મનો બંધ થાય છે ને? આયુષ્ય પૂર્ણ થઈ ગયું. જંબૂદ્વીપના આ ભરતક્ષેત્રમાં શૌરીપુરી નગરીમાં તેનો જન્મ થાય છે. પિતા હતા સમુદ્રદત્ત શ્રેષ્ઠી અને માતા હતી પ્રીતિમતી. જ્યારે એ આત્મા માતાના ઉદરમાં હતો ત્યારે તેને વ્રત ગ્રહણ કરવાની ઇચ્છા થઈ હતી. માતા પ્રીતિમતીને પણ વ્રત-નિયમ લેવાની ઈચ્છા ઉત્પન્ન થઈ હતી. એટલા માટે પુત્રનું નામ સુવ્રત પાડ્યું! પુત્રજન્મની સાથે જ સમુદ્રદત્તને જમીનમાંથી ખજાનો મળ્યો ! સુવ્રતનું શ્રેષ્ઠ લાલનપાલન થયું. ઉત્તમ શિક્ષણ આપવામાં આવ્યું. અનેક કલાઓ શીખવવામાં આવી. જ્યારે તે યૌવનમાં આવ્યો તો ખાનદાન ગોત્રની અગિયાર કન્યાઓ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. સુવ્રત પાસે ધન પણ અગિયાર કરોડ સુવર્ણ મુદ્રાઓનું થયું. એકાદશીની આરાધના કરી હતી ને પૂર્વભવમાં ? એટલે એકાદશ (અગિયાર)નો અંક એની સાથે જોડાઈ ગયો. પૂર્વજન્મનું સ્મરણઃ એક દિવસ શૌરીપુરીમાં "ધર્મઘોષ” નામના મુનિરાજ પધાર્યા. સુવ્રત શ્રેષ્ઠી સપરિવાર ધર્મોપદેશ સાંભળવા મુનિરાજ પાસે ગયો. મુનિરાજે ધમોપદેશમાં "મૌન એકાદશી”નું વર્ણન કર્યું. સાંભળતાં સાંભળતાં સુવ્રત શેઠને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ. હા, આવું થાય છે. નિમિત્ત મળતાં પૂર્વજન્મમાં પડેલા પ્રગાઢ સંસ્કારો જાગી ઊઠે છે. જે રીતે મનુષ્યને પૂર્વજન્મની સ્મૃતિ થઈ જાય છે તેમ પશુઓને પણ થઈ જાય છે. ભગવાન મહાવીરે સાપને તેના પૂર્વજન્મનું નામ વારંવાર સંભળાવ્યું અને સાપને પૂર્વજન્મ યાદ આવી ગયો હતો ને? પૂર્વજન્મમાં ચંડકૌશિક તાપસને પોતાના નામથી ખૂબ પ્યાર હશે ! આ નામ સાંભળતાં જ પૂર્વજન્મની સ્મૃતિ ઊભરાઈ આવી! એ રીતે સુવ્રતના આત્માને શૂર શ્રેષ્ઠીના ભાવમાં મૌન એકાદશી સાથે પ્રગાઢ અનુરાગ બાંધી લીધો હતો. એટલા માટે મુનિરાજના મુખથી "મૌન એકાદશી”નું વર્ણન સાંભળતાં જ "મેં આવી આરાધના કોઈક વાર કરી છે...” એવી કલ્પના આવી. અને પૂર્વજન્મ યાદ આવી ગયો. "શા માટે હું અગિયારમા દેવલોકમાં ગયો? આ જન્મમાં મને કેમ અગિયાર પત્નીઓ મળી? કેમ અગિયાર કરોડ રૂપિયા મળ્યા. આ બધી વાતો સુવત સમજી ગયો ! ”આ બધો પ્રભાવ મૌન એકાદશીની આરાધનાનો છે.” 2010_03 Page #198 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ-પ્રવચનમાળા સુવ્રતે આ જીવનમાં જ પુનઃ મૌન એકાદશીની આરાધના શરૂ કરી દીધી ! ભોગોપભોગનાં વિપુલ સાધનો પાસે હોવા છતાં પણ સુવ્રતે નિયમિતરૂપે એકાદશીની આરાધના શરૂ કરી દીધી. અપૂર્વ સુખ-વૈભવ પ્રાપ્ત હતા, પરંતુ ધર્મારાધનામાં બાધક ન બન્યા ! એને કહે છે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય ! પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જે સુખનાં સાધનો મળે છે, તે ધર્મપુરુષાર્થમાં બાધક, અવરોધક નથી બનતાં, પરંતુ સહાયક સિદ્ધ થાય છે. ૨ ૧૮૮ સુવ્રતને અગિયાર પત્નીઓ હતી ને ? સુવ્રતની મૌન એકાદશીની આરાધનામાં તેમણે વિઘ્ન ન કર્યું, વિક્ષેપ ન પાડયો. સભામાંથી : અમારે તો એક પત્ની છે છતાં કોઈ કોઈ વાર ધર્મઆરાધના કરવા દેતી નથી ! મહારાજશ્રી : પત્ની સુખ આપનારી છે તો પુણ્યનો ઉદય માનવો પડશે. પરંતુ ધર્મઆરાધના કરવા દેતી નથી, રંગરાગમાં જ સાથ આપે છે. તો પાપાનુબંધી પુણ્યનો ઉદય છે એમ સમજવું. બીજી વાત : જો તમે તમારી પત્નીને વૈષયિક સુખ આપતા હો પરંતુ તેની ધર્મઆરાધનામાં વિઘ્ન નાખતા હો તો એમાં પણ પાપાનુબંધી પુણ્યનો ઉદય માનવો પડશે ! એક નિયમ સમજી લો. સુખનાં સાધનો મળ્યાં છે પરંતુ એ સાધનોનો ઉપયોગ નવા પુણ્યના ઉપાર્જનમાં નથી થતો તો પાપાનુબંધી પુણ્યનો ઉદય સમજવો ! કારણ સુખનાં સાધનોથી નવાં પાપકર્મો જ બાંધો છો ! સુવ્રત શ્રેષ્ઠીના પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હતો. અગિયાર રૂપવતી પ્રેમપૂર્ણ પત્નીઓ અને અગિયાર કરોડ રૂપિયા હોવા છતાં તેમના મનમાં ધર્મભાવના ટકી રહી હતી. તેની જ્ઞાનવૃષ્ટિ ખૂલેલી હતી. શૂર શ્રેષ્ઠીના ભવમાં જે બાર ભાવનાઓનો અભ્યાસ કર્યો હતો ને પૂર્વજન્મની સ્મૃતિની સાથે તે જાગૃત થઈ ગયો હતો. ભાવનાઓનો પ્રભાવ સભામાંથી ; એ ભાવનાઓ કઈ કઈ હતી ? મહારાજશ્રી : એ ભાવનાઓ હતી અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર, આસ્ત્રવ, સંવર, નિર્જરા, લોક-સ્વરૂપ, ધર્મસ્વાખ્યાત અને બોધિદુર્લભ. તમે પણ આ ભાવનાઓનું ચિંતન દરરોજ કરો છો ને ? સભામાંથી : ના જી ! નામ પણ યાદ નથી... મહારાજશ્રી : એટલે તો પ્રબળ રાગદ્વેષમાં ફસાયા છો. તીવ્ર મમત્વભાવ કરતા રહો છો. બાર ભાવનાઓના ચિંતન વગર અમે સાધુ-સાધ્વી પણ પ્રબળ રાગદ્વેષમાં ફસાઈ જઈએ ! પછી ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન હોય યા ગમે તેટલી 2010_03 Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૌન એકાદશી પ્રવચન-૧ તપશ્ચર્યા હોય ! ભાવનાઓ વગર બધું જ અર્થહીન છે, બેકાર છે. સુવ્રત શ્રેષ્ઠી આ ભાવનાઓના ચિંતનથી - મમત્વ રહિત બન્યા હતા. જિનવચનોમાં શ્રદ્ધાવાન બન્યા હતા "હું એકલો છું” - એ વાત સમજી ગયા હતા. "અન્ય કોઈ મારું નથી” આ વાત ગળે ઊતરી ગઈ હતી. "શરીર અપવિત્રતાથી ભરેલું છે” એ વિચારીને શરીર પ્રત્યે પણ મમત્વ રહિત બની ગયા હતા. સંસારના સંબંધો પ્રત્યે અનાસકત બન્યા હતા. આત્મા અને કર્મના અનાદિ સંબંધો જાણી ગયા હતા. કર્મોના બંધનોથી બચવાનો ઉપાય પણ જાણી લીધો હતો. – કર્મોને તોડવાના ઉપાયો પણ જાણતા હતા. ચૌદ રાજલોકનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. ધર્મના પ્રભાવોને જાણી ચૂકયા હતા. - ૧૮૯ સમ્યગ્દર્શન પામ્યા હતા. બાર ભાવનાઓનું હૃદયસ્પર્શી ચિંતન કરનારાઓનું જીવન, તેમનું વ્યક્તિત્વ આ વાતોથી ભર્યુંભર્યું બની જાય છે. તેઓ આ વેદનાભર્યા સંસારમાં પણ વ્યથારહિત જીવન જીવે છે. દુઃખપૂર્ણ સંસારમાં સુખશાન્તિમય જીવન પસાર કરે છે. મૌન એકાદશીની આરાધનાની સાથે સાથે ભાવનાઓના ચિંતનની વાત જ્ઞાની પુરુષોએ અતિ મહત્ત્વની બતાવી છે. આ વાતને પ્રાયઃ તમે લોકો ભૂલી ગયા છો. તેના ફળસ્વરૂપે તમે બાહ્ય ધર્મક્રિયાઓ કરવા છતાં પણ અશાન્ત, વ્યથિત, અને બેચેન રહો છો. જે રીતે દુનિયામાં લોકો સારી વાત સાંભળીને, જાણીને અનુમોદના કરે છે, અનુસરણ કરે છે, એ રીતે એ વાતનો ખોટો ફાયદો પણ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. જેવી વ્યક્તિની દૃષ્ટિ ! ચોરોની એક ટોળીએ સુવ્રતની હવેલીમાં અગિયારસના દિવસે ચોરી કરવાની યોજના બનાવી. ચોરોએ જાણકારી મેળવી લીધી હતી કે સુવ્રતની હવેલીમાં કોઈ ચોકીદાર નથી. અને સુવ્રત રાતભર ધર્મધ્યાનમાં નિમગ્ન રહે છે. કોઈ રોકટોક કરનારું નથી...!" સભામાંથી : સુવ્રત શ્રેષ્ઠી સિવાય એમની અગિયાર પત્નીઓ તો હતી ને ? 2010_03 Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પર્વ-પ્રવચનમાળા મહારાજશ્રી રાત્રે પત્નીઓ પણ સુવ્રત શ્રેષ્ઠીની સાથે કાયોત્સર્ગ ધ્યાનમાં મગ્ન રહેતી હતી. જીવનની દરેક પ્રવૃત્તિમાં સુવ્રત શેઠને પત્નીઓનો સાથ મળતો હતો. પરિવાર પૂર્ણરૂપે સુવ્રતને અનુકૂળ હતો. સુવતની હવેલીમાં ચોરીનો પ્રવેશ: ચોરોએ ચોરી કરવા માટે રાત્રિના સમયે સુવ્રતની હવેલીમાં પ્રવેશ કર્યો. સુવ્રત પરિવાર સહિત કાયોત્સર્ગધ્યાનમાં લીન હતા. ચોરોને તો મજા પડી ગઈ. તેમણે તો ઉઠાવી શકાય તેટલા માલ-ધન બાંધી લીધાં. તેઓ નિશ્ચિંત હતા, નિર્ભય હતા. રાત્રિનો ચોથો પ્રહર શરૂ થઈ ગયો હતો. જયારે તેઓ હવેલીના દ્વારે પહોંચ્યા તો તેઓ ત્યાં જ ચોંટી ગયા. સ્થિર-સજ્જડ થઈ ગયા !! સભામાંથી એવું કેવી રીતે બન્યું? મહારાજશ્રી એવું શાસનદેવીએ કર્યું ! થર fક્ષત ક્ષતઃ જે માણસ પોતાના દયમાં ધર્મને સ્થાન આપે છે, એની રક્ષા ધર્મ કરે છે. સુવ્રત અને તેમની પત્નીઓના ર્દયમાં ધર્મ અવિચળ હતો! તેમણે ધનની રક્ષા માટે ધર્મ ન છોડયો. એના પ્રત્યે તેઓ અનાસક્ત હતાં; ધર્મમાં પૂર્ણરૂપે આસક્ત હતાં એટલા માટે દિવ્ય તત્ત્વો જાગૃત થઈ ગયાં. શાસનદેવી જાગૃત થઈ ગઈ અને ચોરોને હવેલીના મુખ્ય દ્વાર પર જ ચોંટાડી દીધા! જે મનુષ્યમાં ઉત્કૃષ્ટ પુણ્યકર્મ અને ઉત્કૃષ્ટ ધર્મનો સમન્વય હોય છે એ મનુષ્યને દૈવીશક્તિની રક્ષા મળી જાય છે. સુવ્રતને બે વાતો પ્રાપ્ત હતી–એક તો ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ ધર્મ! એટલા માટે તે દૈવીકૃપાને પાત્ર બન્યા હતા. ધર્મ એટલે માત્ર બાહ્ય ધર્મક્રિયા ન સમજતા. ધર્મ તો ભીતરનું તત્ત્વ છે. “ઘર્ષ વિરામવો ધર્મ ચિત્તમાં પેદા થાય છે. અને અંદર ફાલેફુલે છે. એટલે ધર્મની અભિવ્યક્તિ કોઈવાર બહાર થાય છે તો કોઈવાર નથી પણ થતી. સુવ્રત શેઠ જેવી રીતે પાંચ ઇન્દ્રિયોના વિષય પ્રત્યે વિરકત હતા એ જ રીતે સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે મૈત્રીભાવ રાખનારા હતા. દુઃખી જીવો પ્રત્યે કરુણાભાવવાળા હતા, અને પાપી જીવો પ્રત્યે પણ દયાળુ હતા. ચિત્તમાં ધર્મનો જન્મ વૈરાગ્ય અને મૈત્રીભાવથી થાય છે. આધ્યાત્મિક ઉત્થાન માટે આ બે ભાવ આવશ્યક છે. ચોરો પ્રત્યે દયાભાવઃ પ્રભાતે જયારે સુવ્રત શ્રેષ્ઠી હવેલીના દ્વાર ઉપર ચોરોને ધન-માલ સહિત ઊભેલા જુએ છે. તેમને આશ્ચર્ય થયું."આ લોકો ચોર લાગે છે ચોરી કરીને તેઓ અહીં શા માટે ઊભા છે? જો કોટવાલ નગરરક્ષકો સાથે આવશે તો પકડાઈ જશે 2010_03 Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૌન એકાદશી પ્રવચન-૧ ૧૯૧ અને શૂળી ઉપર ચડી જશે." સુવ્રત વિચારતા જ હતાં તેટલામાં તો કોટવાલ ત્યાં આવી પહોંચ્યા. ચોરોને પકડી લીધા. કોટવાલે ચોરોને કહ્યું "અરે દુષ્ટો, તમને કેવી પાપબુદ્ધિ સૂઝી કે તમે ધમત્મિા સુવ્રત શ્રેષ્ઠીના ઘેર ચોરી કરવા આવ્યા? એની સજા હશે તમારો વધ !” સુવ્રત શ્રેષ્ઠીનું દય કંપવા લાગ્યું: "અરે રે ! મારા ધનના નિમિત્તે આ ચોર બિચારા માર્યા જશે... ધિક્કાર છે આવી ધન-સંપત્તિને... ગમે તેમ કરીને તેઓ બચી જાય તો તેમને ખૂબ ધન આપીને ચોરીના પાપમાંથી મુક્ત કરાવી દઉં.” શાસનદેવીએ સુવતના શુભ આશયને જાણી લીધો. કોટવાલ સહિત સર્વ નગરરક્ષકો પણ ત્યાં જ તંભિત કરી દીધા. પ્રભાત થઈ જ ગયું હતું. હવેલીની સામે હજાર-બે હજાર સ્ત્રીપુરુષો એકઠાં થઈ ગયાં. દરેકને આશ્ચર્ય થતું હતું. બધાં સુવ્રત શ્રેષ્ઠીની પ્રશંસા કરતાં હતાં. મહારાજા પાસે સમાચાર પહોંચી ગયા. મહારાજા જાતે જ સુવ્રતને ત્યાં પધાર્યા. સુવતે મહારાજાનું સ્વાગત કર્યું : “સુતે કહ્યું : "મહારાજા, આપ આ ચોરોને અભયદાન આપવાની કૃપા કરો. ફરીથી આ લોકો ચોરી નહીં કરે, એમને ચોરીનું પાપ ન કરવું પડે એટલું ધન હું તેમને આપીશ.” સુવ્રતના આગ્રહથી મહારાજાએ ચોરોને અભયદાન આપ્યું. તેમને બંધનમુક્ત કર્યા. શાસનદેવીએ સૈનિકોને મુક્ત કર્યા. સુવતે ચોરોને પુષ્કળ ધન આપ્યું અને તેમને છોડી મૂકયા. રાજાએ સુવ્રતને ખૂબ ધન્યવાદ આપ્યા. સુવ્રત: અનાસક્ત યોગી: બસ, આ ઘટનામાંથી બે બાબતો સ્પષ્ટ થઈ ને? ધનમાલ પ્રત્યે વૈરાગ્ય અને જીવ પ્રત્યે કરુણા. જો ધનસંપત્તિ માટે રાગ-અનુરાગ હોત તો પ્રવાતે ચોરોને જોતાં જબરાડા પાડવાની શરૂઆત કરી દેવામાં આવત, નગરરક્ષક આવે ત્યારે તરત જ ફરિયાદ આપીને ચોરોને પકડાવી દેવામાં આવત. ચોરોને વધની શિક્ષા થતાં ખુશ થાત ! પરંતુ સુવતે આવું કશું ન કર્યું. તેમના મનમાં ચોરો માટે પણ દયાભાવ ઉત્પન્ન થયો. ભવિષ્યમાં તેઓ ચોરી ન કરે એટલા માટે તેમને પુષ્કળ ધન આપ્યું. દયાભાવ વગર આ શક્ય છે? એ પણ અપરાધી પ્રત્યે દયા ! પાપી પ્રત્યે દયા! અંતરાત્માની સાક્ષીએ વિચાર કરો. * જે નિરપરાધી છે, જેણે તમારો એક પણ અપરાધ કર્યો નથી, તેના પ્રત્યે પણ તમારા દયમાં મૈત્રીભાવ યા કરુણાભાવ છે? 2010_03 Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પર્વ-પ્રવચનમાળા * કોઈ મોટો અપરાધ નહીં, નાનકડી ચોરી જ કરી હોય. તમારાં બે રૂપિયાનાં સ્લીપ૨ લઈ ગયો હોય, અને એ પણ તમે બે માસ પહેર્યાં હોય, તે ચોર જો પકડાઈ જાય તો તમે શું કરો ? સભામાંથી : તે કમજોર હોય તો અમે એને માર્યા વગર ન છોડીએ... ! મહારાજશ્રી : હવે તમે સુવ્રત શ્રેષ્ઠીની કરુણાનો વિચાર કરો. કેમ એના ઉપર શાસનદેવીની કૃપા થઈ અને શા માટે તમારી ઉપર કોઈ યક્ષ-રાક્ષસની ય કૃપા નથી થતી : સમજી ગયા ને ? સુવ્રતના હૃદયમાં સંસારના કોઈપણ જીવ પ્રત્યે દ્વેષ ન હતો, શત્રુતા ન હતી અને દુઃખી-પાપી જીવો પ્રત્યે અત્યંત કરુણા હતી. અપરાધી મનુષ્યો પ્રત્યે પણ મનમાં રોષ ઉત્પન્ન થતો ન હતો. આ એક મોટી વાત છે; અને આ વાતનું રહસ્ય છૂપાયું હતું એના અનાસક્તિ ભાવમાં ! એ અનાસક્ત યોગી હતા. અનાસક્ત પુરુષ જ રાગદ્વેષની તીવ્રતાથી બચી શકે છે. એક વાત ન ભૂલો કે સુવ્રત સંસારી હતા. એમને ઘર હતું, પિરવાર હતો. તમે લોકો વાતવાતમાં... "અમે તો સંસારી છીએ... અમારે ઘરબાર છે... અમારે તો દરેક વાતમાં વિચારવું પડે છે.” એવી વાત કરો છો ને ? એવી વાતો કરીને તમે તમારો મમત્વભાવ, આસક્તિભાવ ટકાવી રાખો છો. પાપોને કર્તવ્યરૂપ માનીને પાપોથી નિર્ભય અને નિશ્ચંત બની ગયા છો. સાચી વાત છે ને ? જ્ઞાનવૃષ્ટિ ખુલતાં સાધુ હોય યા ગૃહસ્થ હોય, ભૌતિક સુખો પ્રત્યે અનાસક્તિનો ભાવ અને જીવો પ્રત્યે મૈત્રીનો ભાવ જાગૃત થયા સિવાય રહેતો નથી. જ્ઞાનવૃષ્ટિ ખુલવી જોઈએ. તે ન ખુલે તો એ સાધુ હોય યા સંસારી હોય, આસક્તિનો ભાવ અને શત્રુતાનો ભાવ રહેવાનો જ. સુવ્રતની હવેલીમાં આગ ઃ ન મૌન એકાદશીની આરાધના કરતાં કરતાં સુવ્રત શ્રેષ્ઠીની જ્ઞાનવૃષ્ટિ ખૂલી ગઈ હતી. સંસારનું વાસ્તવિક સ્વરૂપ તેમણે જાણી લીધું હતું. જ્ઞાનના પ્રકાશમાં જ તેઓ દરેક ઘટનાને, દરેક પ્રસંગને જોતા હતા. બીજે જ દિવસે (ચોરી થઈ તેના પછી) સુવ્રતની હવેલીમાં આગ લાગી ગઈ અચાનક ! પરંતુ ન કોઈ જાનહાનિ થઈ કે ન તો ધનહાનિ થઈ ! સુવ્રત સરસ રીતે બચી ગયા. દૈવી કૃપા વગર આ સંભવ ન હતું. પૂરી શૌરીનગરી જાણે કે આગ બુઝાવવા એકઠી થઈ ગઈ હતી. સુવ્રતનું બધું જ બચી જવાથી નગ૨વાસી લોકો સુવ્રતનાં મુક્તકંઠે વખાણ કરતાં હતાં, સુવ્રતનાં ગુણગાન ગાતાં હતાં, સુવ્રતની એકાદશીનો મહિમા ગાતાં હતાં : પરંતુ સુવ્રત શ્રેષ્ઠી ગંભીર હતા, ઊંડા ચિંતનમાં ડૂબી ગયા હતા. 2010_03 Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૌન એકાદશી પ્રવચન-૧ ૧૯૩ આગ ઉપર ચિંતનઃ સુવ્રત અને તેમની અગિયાર પત્નીઓના મનમાં કોઈ ગ્લાનિ નથી, ઉદાસીનતા નથી. આ રીતે આગ લાગવી, એમને સ્વાભાવિક લાગે છે. ભૌતિક પદાર્થોની ક્ષણિકતા, અનિત્યતા, ક્ષણભંગુરતાથી તેઓ સુપરિચિત હતા. ચિંતન કરે છે - "કાલે ચોરીનો બનાવ બન્યો, આજે આગ લાગી. જો કે બધી સંપત્તિ બચી ગઈ. પરંતુ આ ઘટનાઓ મને જાગૃત કરવા તો નથી બનીને? મારે ગૃહવાસનો ત્યાગ કરવો જોઈએ. ચારિત્રધર્મનો સ્વીકાર કરીને મારે કર્મક્ષયનો પુરુષાર્થ કરવો જોઈએ. મારા પરમ સૌભાગ્યથી મને પરમ કરુણાવંત પરમાત્મા જિનેશ્વરદેવનું શાસન મળ્યું છે. માનો કે ભવસાગર તરવા માટેની નૌકા મળી છે ! હવે મારે ભવસાગરમાં ડૂબવું નથી. હું સંયમધર્મ સ્વીકારીશ તો મારી સાથે અગિયાર પત્નીઓ પણ સંયમધર્મ સ્વીકારશે. તે પણ કર્મક્ષય કરીને મુક્તિ પામશે. પરમ સુખ આનંદ પામી શકશે. હવે મારે શા માટે વિલંબ કરવો જોઈએ? ના, હવે તો મારે શીધ્રાતિશીધ્ર ચારિત્રધમ સ્વીકારી લેવો જોઈએ.” આ રીતે સુવતે વિચાર કર્યો અને પોતાની પત્નીઓને કહ્યું : પત્નીઓ પણ ભીતરથી તો વિરકત હતી જ ! ચોરી અને આગની બે ઘટનાઓએ તેમને હચમચાવી નાંખી હતી. વિશેષમાં, તે બધી જ પત્નીઓ, પતિના નિર્ણયનો સહર્ષ સ્વીકાર કરનારી હતી. ચારિત્રધર્મનો સ્વીકાર કરવા બધી પત્નીઓ તૈયાર થઈ ગઈ. સુવ્રત પરિવાર સાથે ચારિત્ર લે છે? આચાર્ય જયશેખરસૂરિજીની પાસે સુવતે સપરિવાર ચારિત્રધર્મનો સ્વીકાર કરી લીધો. શ્રી જયશેખરસૂરિજી ચાર જ્ઞાનના ધારક હતા. (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન) સુવ્રતની અગિયાર પત્નીઓએ ચારિત્રધર્મ સ્વીકારીને એ દિવસથી એક મહિનાના ઉપવાસ શરૂ કરી દીધા. જેમ કે તેમને માટે અનશન થઈ જ ગયું. એક માસના ઉપવાસ કરીને, સર્વ કર્મોનો ક્ષય કરીને તે સર્વે સિદ્ધ-બુદ્ધ બની ગઈ. સુવ્રતની પહેલાં સુવ્રતની પત્નીઓએ મુક્તિ મેળવી લીધી. મહાત્મા સુવતે તેમના સાધુજીવનમાં ખૂબ જ તપશ્ચર્યા કરી. તેમણે એક વાર છ માસના ઉપવાસ કર્યા, ચાર વાર ૪-૪ મહિનાના અને ૧૦૦ અમ કરી, ૨૦૦ છઠ્ઠ (બેલા) કર્યા. ઘોર પીડામાં અમૃતચિંતનઃ એક દિવસે એક વ્યંતરદેવે એક સાધુની શારીરિક વેદના સુવ્રતના શરીરમાં 2010_03 Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પર્વ-પ્રવચનમાળા સંક્રમિત કરી દીધી. સુવ્રત મુનિ વેદનાગ્રસ્ત થઈ ગયા. સુવ્રત મુનિને એ દિવસે પ્રતિજ્ઞા હતી કે મૌન રહેવું અને ઉપાશ્રયની બહાર ન જવું. વ્યંતરદેવે કહ્યું : "હે મુનિ સુવત, તું પાસેના ઘરમાં જા અને તરત જ ઔષધ લઈ આવ.” પરંતુ સુવ્રત તો પોતાની પ્રતિજ્ઞામાં અડગ હતા, તે ઉપાશ્રયની બહાર ન ગયા. વેદના સહન કરતા રહ્યા. બંતરે સુવત ઉપર પ્રહાર કરી દીધો. સુવ્રતના શરીરમાં તીવ્ર વેદના ઉપડી, પરંતુ એ સમયે તે ચિંતન કરે છે. अर्हन्तो भगवन्तो ये, साधवो गणधारिणः इन्द्राश्चन्द्रा दिनेन्द्राश्च, नागेन्द्र-व्यन्तरेन्द्रकाः ॥ सचक्रवर्तिनो वासुदेवाः प्रतिनारायणाः । बलदेवा नराधीशा, मानवा अपरेऽपि च ॥ कर्मणा पापिनाऽनेन ते सर्वेऽपि विडंबिताः । कियन्मात्रो वराकोऽहं पुरस्तात् तस्य कर्मणः ॥ अरे जीव ! क्षमस्व त्वमुदितं कर्म तेऽस्ति यत् । तद् भोगेन विना नैव प्रक्षीयन्ते कदाचन ।। અરિહંત ભગવંત, ગણધર, સાધુ, ઈન્દ્ર, ચંદ્ર, સૂર્ય નાગેન્દ્ર વ્યંતરેન્દ્ર, ચક્રવર્તી વાસુદેવ, પ્રતિવાસુદેવ બળદેવ રાજા મહારાજા, અને બીજા લોકો પાપકર્મોના ઉદયથી દુખી થયા છે. તો પછી તે કર્મની સામે તુચ્છ એવો હું કોણ? હે આત્મનું તારું પાપકર્મ ઉદયમાં આવ્યું છે તું એને (વ્યંતરને) ક્ષમા કર. કર્મ ભોગવ્યા વગર તેનો કદીય ક્ષય નહીં થાય. આ રીતે સુવત મુનિએ કર્મવિપાકનામનું ધ્યાન ધર્યું. અને ધર્મધ્યાનના સહારે તેમણે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને મનમાં ન આવવા દીધું. તે અપૂર્વ સમતાભાવમાં સ્થિર રહ્યા. આત્મસ્વરૂપના ચિંતન-મનનમાં લીન બન્યા. મૃત્યુથી નિર્ભયઃ તે વિચાર કરે છે - लद्धं अलद्धपुव्वं जिणपवयण सुभासियं अभयभूयं । गहिओ सुग्गइमग्गो नाहं मरणाओ बिहेमि ॥ વીતેલાં અનંત જન્મોમાં જે કદી પ્રાપ્ત નથી થયાં એવા અમૃતસમાન જિનવચનોનાં સુભાષિત મને મળી ગયાં છે. મેં સદ્ગતિનો માર્ગ મેળવી લીધો છે. હવે હું મોતથી ડરતો નથી.” 2010_03 Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૌન એકાદશી પ્રવચન-૧ ૧૯૫ મૃત્યુથી સુવ્રત નિર્ભય બની ગયા. નિર્ભય બનાવનારાં બે તત્ત્વો હતાં – અમૃત સમાન જિનવચનની પ્રાપ્તિ, અને સદ્ગતિના માર્ગની પ્રાપ્તિ. એ મહામુનિને અમૃત સમાન લાગ્યું હતું જિનવચન ! જિનવચનોના મનન-ચિંતન-અનુશીલનથી તેમણે અમૃતનો આસ્વાદ કર્યો હતો. તે જાતે જ અમૃતમય બની ગયા હતા એમને કષાયોનું ઝેર કેવી રીતે અસર કરી શકે? ઉપસર્ગ કરનારા વ્યંતરદેવ ઉપર તેમના મનમાં રજમાત્ર પણ રોષ પેદા થયો ન હતો. જીવન અને મૃત્યુ સમાન જ પ્રતિભાષિત થયાં. જીવનનો મોહ ન રહ્યો. મૃત્યુનો ભય ન રહ્યો. સમતાયોગી બન્યા અને ચારે ઘાતી કર્મો (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અને અંતરાય) નો ક્ષય કરીને તે કેવળજ્ઞાની બની ગયા, વીતરાગ બની ગયા. પૂર્ણ પુરુષ બની ગયા. "મૌન એકાદશી” સાથે સુવ્રતનું નામ એવું તો જોડાયેલું છે કે કદીય અલગ થઈ શકે તેમ નથી. સુવ્રતનું જીવનચરિત્ર ઉચ્ચતમ પ્રેરણાનો સ્ત્રોત છે. જો જીવાત્મામાં પ્રેરણા પામવાની યોગ્યતા હોય તો સુવ્રતના જીવનચરિત્રમાંથી અપૂર્વ પ્રેરણા મળી શકે છે. હવે આજના દિવસનાં ત્રણ કલ્યાણકો છે તે મલ્લિનાથ તીર્થંકરનું રોમાંચક જીવનચરિત્ર પણ સંભળાવવું છે. ૨૪ તીર્થકરોમાંથી આ એક જ સ્ત્રી-તીર્થંકર છે. આજ બસ, આટલું જ. 2010_03 Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧૧ પ્રવચન (૨) શ્રી મૌન એકાદશી તીર્થંકર મલ્લિનાથનું જીવનચરિત્ર ઃ સંકલના : મલ્લિનાથનો પૂર્વજન્મ / મિત્રો સાથે માયા. ♦ મહાબલમુનિ તીર્થંકર - નામકર્મ બાંધે છે. ૨૦ સ્થાનકની આરાધના. લઘુ સિંહનિષ્ક્રીડિત તપ. ♦ સાતે મુનિવરો અનુત્તર દેવલોકમાં. ♦ દેવલોકમાંથી મનુષ્યલોકમાં ♦ મલ્લિકુમારીનો જન્મ, રાજા પ્રતિબુદ્ઘ / રાજા ચન્દ્રચ્છાય. અર્જુનક શ્રાવકની કસોટી રાજા રુપ્પી / રાજા શેખ ♦ રાજા અદીનશત્રુ / રાજા જિતશત્રુ છયે રાજાઓ મિથિલામાં છયે રાજાઓને પ્રતિબોધ. ચારિત્ર કેવળજ્ઞાન : નિર્વાણ, : 2010_03 Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રી મૌન એકાદશી પ્રવચન (૨) जह मल्लिस्स महाबलभवंमि तित्थयरनामबंधे वि । तव विसय थेव माया जाया जुवइत्त-हेउत्ति ॥ . આજે શ્રી મલ્લિનાથ ભગવાનનાં ત્રણ કલ્યાણક છે. તમે જાણો છો કે ૨૪. તીર્થકર ભગવંતોમાં આ એક જ સ્ત્રી તીર્થંકર છે. સભામાંથી તો પછી મલ્લિનાથ કેમ કહેવાય છે? મહારાજશ્રી કારણ કે બાકીના ૨૩ તીર્થકરો “નાથ” અથવા “સ્વામી' કહેવાય છે. વર્તમાનમાં આપણા એક જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં સાધ્વી (મહાસતી)ના નામ સાથે સ્વામી શબ્દ લગાડીએ છીએ ને? સભામાંથી લગાડીએ છીએ ! મહારાજશ્રી ઃ જે રીતે તેઓ જ્યારે ગૃહસ્થપયયિમાં હતાં ત્યારે તેઓ મલ્લિકુમારી કહેવાતાં હતાં. પૂર્વજન્મમાં જ્યાં તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું ત્યાં સાથે જ "સ્ત્રીવેદ” નામનું મોહનીય કર્મ પણ બાંધી લીધું હતું. પૂર્વજન્મની વાતઃ વાત છે જેબૂદ્વીપના પશ્ચિમ - મહાવિદેહ ક્ષેત્રની. સલિલાવતી નગરીમાં બલ' નામનો રાજા હતો. તેને એક હજાર રાણીઓ હતી. પટરાણી હતી ધારિણી. ધારિણીનો પુત્ર હતો મહાબલકુમાર. મહાબલકુમાર જ્યારે યૌવનાવસ્થામાં આવ્યો તો બલ રાજાએ એને રાજા બનાવ્યો. મહાબલનો પુત્ર હતો બલભદ્ર. જ્યારે બલભદ્ર યૌવનાવસ્થામાં આવ્યો તો તેનો રાજ્યાભિષેક કરીને મહાબલે પોતાના છ મિત્રરાજાઓ સાથે ચારિત્રધર્મ અંગીકાર કર્યો. સાતે મુનિવર મિત્રોએ મળીને નિર્ણય કર્યો: "આપણે બધા એક જ પ્રકારની તપશ્ચર્યા કરીશું. એટલે કે એક મુનિ જે તપશ્ચર્યા કરશે તે તપ બધા - સાતેય મિત્રો કરશે." સાતેય મુનિઓ હતા ને? ઘનિષ્ઠ મિત્રતા હતી. આંતરિક સ્નેહભાવ હતો. મિત્રો સાથે માયાઃ મહાબલ મુનિ વિચાર કરે છે - ગૃહસ્થ જીવનમાં હું મારા મિત્રોથી મોટો હતો. અહીં પણ મોટો છું. મોટો હોવાને કારણે મારે કંઈક વિશેષ તપ કરવું જોઈએ. એવું વિચારીને જ્યારે મિત્ર મુનિવરો એક ઉપવાસ કરતા ત્યારે મહાબલ મુનિવર બે ઉપવાસ કરતા. જ્યારે મિત્ર મુનિવરો બે ઉપવાસ કરતા ત્યારે મહાબલ મુનિ ત્રણ ઉપવાસ કરતા. કહે છે કંઈ અને કરે છે કંઈ ! આ તો માયા છે ! માયાથી સ્ત્રીવેદ મોહનીય કર્મ 2010_03 Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ બંધાય છે. મહાબલ મુનિએ "સ્ત્રીવેદ” બાંધી લીધો ! સ્ત્રીવેદ બાંધે તેને સ્ત્રીનો જન્મ મળે ઃ : ગંભીર વાત છે આ. દરેક મનુષ્યે વિચારવા જેવી વાત છે. મહાબલ મુનિએ કોઈ વૈષયિક સુખની સ્પૃહાથી માયા કરી ન હતી. કોઈની સાથે ઈર્ષાભાવથી પ્રેરિત થઈને પણ માયા કરી ન હતી. તો પણ "સ્ત્રીવેદ” બાંધી લીધો, તો જે જીવ વૈયિક સુખના પ્રલોભનથી, અથવા કષાયોને પરવશ બનીને માયા-કપટ કરે છે, તેમને સ્ત્રીવેદ કર્મ બાંધવું કેટલું સ્વાભાવિક છે ? આપણા પ્રત્યે વિશ્વાસ કરનારાઓનો વિશ્વાસ ભંગ કરવો, એમની સાથે માયાકપટ કરવાં એ નાનું પાપ નથી. મામુલી પાપ નથી. સભામાંથી ઃ સ્ત્રીવેદ કર્મ બાંધવાથી આવનાર જન્મમાં “સ્ત્રી” થવું પડે છે ને ? મહારાજશ્રી : હા, સ્ત્રી થવું પડે છે. પુરુષની અપેક્ષાએ સ્ત્રીને શારીરિક અને માનસિક કષ્ટો વધારે પડે છે. એટલા માટે સ્ત્રીજન્મ પામવો એ હીન માનવામાં આવ્યું છે. આધ્યાત્મિક દૃષ્ટિથી કોઈ હીન નથી. ન પુરુષ હીન છે, ન તો સ્ત્રી હીન છે. જે રીતે પુરુષ પોતાના આત્માને શુદ્ધ-વિશુદ્ધ કરી શકે છે એ જ રીતે સ્ત્રી પોતાના આત્માને શુદ્ધ-વિશુદ્ધ કરી શકે છે. "સ્ત્રીવેદ" અને "પુરુષવેદ”નો સંબંધ શરીર અને મનોવૃત્તિઓની સાથે જોડાયેલો છે. આ દૃષ્ટિથી પૂર્ણજ્ઞાની પુરુષોએ મોક્ષમાર્ગની આરાધનાના વ્યવહારની મર્યાદાઓ પ્રતિપાદિત કરી છે. મોક્ષમાર્ગ તો બંને માટે એક જ છે, પરંતુ સ્ત્રીનો વ્યવહારમાર્ગ અને પુરુષનો વ્યવહારમાર્ગ-ક્યાંક ક્યાંક અલગ હોય છે, તો કોઈક સ્થળે એક જેવો હોય છે. મહાબલ મુનિ તીર્થંકર - નામકર્મ બાંધે છે * પર્વ-પ્રવચનમાળા મહાબલ મુનિએ "સ્ત્રીવેદ” મોહનીય કર્મ બાંધ્યું, એ રીતે તેમણે ૨૦ સ્થાનક તપની ભવ્ય આરાધના કરીને જીવમાત્ર પ્રત્યે ઉત્કૃષ્ટ કરુણાભાવ ધારણ કરીને "તીર્થંકર નામકર્મ" પણ બાંધી લીધું. વીસ સ્થાનકની આરાધના : ૧. તેમણે "અરિહંત-પદ”ની તપ અને ધ્યાનથી આરાધના કરી. ૨. "સિદ્ધિ-પદ”ની તપ અને ધ્યાનથી આરાધના કરી. ૩. “પ્રવચન-પદ”ની તપ અને ધ્યાનથી આરાધના કરી. ૪. ગુરુપદની, 2010_03 Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ શ્રી મૌન એકાદશી પ્રવચન-(૨) પ. સ્થવિર પદની, ૬. બહુશ્રુત પદ તેમજ ૭. તપસ્વીની સેવા આદર કરવા સાથે એ પદની તપશ્ચર્યા સહિત આરાધના કરી. ૮. પુનઃ પુનઃ જ્ઞાનોપાસના કરતાં તપશ્ચર્યા કરી. ૯. સમ્યગુ દર્શનમાં કોઈ દોષ ન લગાડ્યો. ૧૦. વિનય ધર્મનું યથાર્થ પાલન કર્યું. ૧૧. આવશ્યક ધર્મક્રિયાઓનું નિરતિચાર પાલન કર્યું. ૧૨. મૂલોત્તર ગુણોનું દોષરહિત પાલન કર્યું. ૧૩. હમેશાં અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન-મનન કર્યું. ૧૪. તપ-પદની આરાધના કરી. ૧૫. ત્યાગ (દાન)-પદની આરાધના કરી. ૧૬. વૈયાવચ્ચ (સેવા) કરતા રહ્યા. ૧૭. ગુરુસેવા વગેરેથી ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત કરતા રહ્યા. ૧૮. શ્રુતભક્તિ કરતા રહ્યા, ૧૯. પ્રવચન - પ્રભાવના કરતા રહ્યા અને ૨૦. અભિનવ જ્ઞાન-પ્રાપ્તિ કરતા રહ્યા. આ પ્રકારની દ્રવ્ય-ભાવાત્મક આરાધનાની સાથે એ મહાપુરુષમાં સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે શ્રેષ્ઠ કરુણાભાવના હતી. ભાવના અને આરાધનાના સુગમ સંયોગથી તીર્થકર નામકર્મનો જન્મ થાય છે. મહાબલ મુનિના આત્મામાં તીર્થકર થવાનું બીજ નંખાઈ ગયું. લઘુ સિંહનિષ્ક્રીડિત તપઃ મહાબલ મુનિવરે પોતાના છ મુનિવરોની સાથે એક વિશિષ્ટ તપશ્ચર્યા કરી. એ તપનું નામ છે - "લઘુ સિંહનિષ્ક્રીડિત તપ.” જે રીતે સિંહ આગળ જાય છે, અને પાછું વળીને જુએ છે, એ રીતે આ તપ કરવામાં આવે છે. સિંહાવલોકનની જેમ આ તપ કરવામાં આવે છે. જેવી રીતે એક ઉપવાસ કર્યો. પારણાં કરીને બે ઉપવાસ કર્યો. પારણાં કરીને ફરીથી એક ઉપવાસ કરવાનો. પછી ત્રણ ઉપવાસ. પારણાં કરીને ફરીથી બે ઉપવાસ કરવાના, પછી ચાર ઉપવાસ, પારણાં અને ત્રણ ઉપવાસ. પછી પાંચ ઉપવાસ, પારણાં અને ચાર 2010_03 Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પૂર્વ-પ્રવચનમાળા ઉપવાસ. પછી છ ઉપવાસ, પારણાં અને પાંચ ઉપવાસ. તેના પછી સાત ઉપવાસ, પારણાં અને છ ઉપવાસ. તે પછી આઠ ઉપવાસ, પારણાં અને સાત ઉપવાસ. અંતમાં નવ ઉપવાસ, પારણાં અને આઠ ઉપવાસ. હવે ઊતરતા ક્રમમાં ઉપવાસ શરૂ કરવાના, પાછળથી શરૂ કરવાના. આ રીતે છ માસ અને સાત દિવસની પહેલી પરિપાટી પૂર્ણ થાય છે. આ પ્રથમ પરિપાટીમાં દરેક પારણાંમાં વિગય (ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, સાકર)નો ઉપયોગ કરવામાં આવે છે. બીજી પરિપાટીમાં વિગયનો ઉપયોગ - પારણાંમાં ક૨વામાં આવતો નથી. ત્રીજી પરિપાટીમાં પારણાં અલેપકૃત્ વસ્તુથી કરવામાં આવે છે. ચોથી પરિપાટીમાં પારણાં આયંબિલથી કરવામાં આવે છે. આ રીતે ચારે પરિપાટીના મળીને ૨ વર્ષ અને ૨૮ દિવસ થાય છે. "મહા સિંહ નિષ્ક્રીડિત તપ” માં આ પ્રકારની ચાર પરિપાટી હોય છે. પરંતુ એક પરિપાટી ૧ વર્ષ, છ માસ અને ૧૮ દિવસની હોય છે. ચારે પરિપાટીનો સમય છ વર્ષ, ૨ માસ અને ૧૨ દિવસનો હોય છે. દરેક પિરપાટીમાં ૧૬ ઉપવાસ સુધી ચઢવાનું હોય છે અને પછી ઊતરવાનું હોય છે. સાતે મુનિવરો અનુત્તર દેવલોકમાં : ઘોર, વીર અને ઉગ્ર તપશ્ચર્યાથી સાતે મુનિવરોનાં શરીર અસ્થિપિંજર જેવાં થઈ ગયાં. ભીતરના કષાયો પણ નષ્ટ થઈ ગયા. ૮૪ લાખ પૂર્વ-વર્ષોનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું. સાતેય મુનિવરો અનુત્તર દેવલોકમાં "જયન્ત” દેવ વિમાનમાં દેવ થયા. બધા દેવોમાં અનુત્તર દેવલોક શ્રેષ્ઠ ગણવામાં આવે છે. વૈભવ પણ શ્રેષ્ઠ અને વૈરાગ્ય પણ શ્રેષ્ઠ ! ત્યાં વૈષયિક સુખોની ઇચ્છા પણ નથી થતી. સુખભોગ તો દૂર રહ્યા. ત્યાં દેવોની સ્થિતિ નિર્વિકાર જેવી હોય છે. ૩૨ સાગરોપમ વર્ષનું આયુષ્ય હોય છે જયન્ત વિમાનમાં - અસંખ્ય વર્ષ ! સભામાંથી : “સાગરોપમ”નો અર્થ શું થાય છે ? મહારાજશ્રી : કાલગણનાનો જૈનાગમોનો એક પારિભાષિક શબ્દ છે. "પલ્યોગમ" અને "સાગરોપમ.” આ બે શબ્દો સમજી લેવા જોઈએ. જૈન આગમગ્રંથોમાં જ્યાં દેવલોક યા નરકલોકનું વર્ણન આવે છે ત્યાં આ શબ્દો આવે છે. આજે તો સમજાવવાનો સમય નથી પણ કોઈક વાર સમય મળતાં સમજાવીશ. અનુત્તર દેવલોકના દેવ પોતાનો જીવનકાળ તત્ત્વચિંતનમાં, તત્ત્તરમણતામાં વ્યતીત કરે છે. તેમાં જ સુખ અને તેમાં જ આનંદ. સાતે મુનિઓના આત્માઓ દેવપર્યાયમાં આ રીતે જીવન વ્યતીત કરે છે. 2010_03 Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૌન એકાદશી પ્રવચન (૨) દેવલોકમાંથી મનુષ્યલોકમાં ઃ મહાબલ મુનિના આત્માના દેવભવનું આયુષ્ય સંપૂર્ણ ૩૨ સાગરોપમનું હતું. જ્યારે બાકીના છ મુનિવરોના આત્માઓનું કંઈક ઓછાં વર્ષ, પણ એ રીતે ૩૨ સાગરોપમનું હતું. આયુષ્ય પૂર્ણ થતાં સાતેયનું અવતરણ આ ભરતક્ષેત્રમાં રાજકુળોમાં થાય છે. છ જણ તો રાજા બન્યા છે - એક રાજકુમારી બને છે ! - એક કોશલદેશનો રાજા પ્રતિબુદ્ધ બન્યો. - બીજો અંગદેશનો રાજા ચંદ્રચ્છાય બન્યો. - ત્રીજો કુણાલદેશનો રાજા રુપ્પી બન્યો. - ચોથો કાશીદેશનો રાજા શંખ બન્યો. - પાંચમો કુરુદેશનો રાજા અદીનશત્રુ બન્યો. - છઠ્ઠો પાંચાલદેશનો રાજા જિતશત્રુ બન્યો. મલ્લિકુમારીનો જન્મ ઃ મહાબલ મુનિનો આત્મા દેવલોકમાંથી ચ્યવન પામીને મિથિલા નગરીમાં રાજા કુંભની પટરાણી પ્રભાવતીની કુક્ષિમાં આવ્યો. એ સમયે અશ્વિની નક્ષત્ર હતું. રાણી પ્રભાવતી દેવીએ ૧૪ મહાસ્વપ્નો જોયાં. રાણી ગર્ભવતી થઈ. સમય પૂર્ણ થતાં રાણીએ પુત્રીને જન્મ આપ્યો. એનું નામ મલ્લિકુમારી રાખવામાં આવ્યું. ૨૦૧ જ્યારે મલ્લિકુમારી યુવાવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે આ છએ રાજાઓનાં મનમાં કેવાં કેવાં નિમિત્તોથી મલ્લિકુમારી પ્રત્યે અનુરાગ પેદા થાય છે એ મજાની વાત છે. પૂર્વજન્મનો સ્નેહ કોઈ ને કોઈ કારણે - નિમિત્તે ઉદયમાં આવી જ જાય છે. હવે સાંભળો, પ્રથમ મિત્ર રાજા પ્રતિબુદ્ધ કેવી રીતે મલ્લિકુમારી પ્રત્યે અનુરાગી બની જાય છે. રાજા પ્રતિબુદ્ધ : કોશલદેશમાં પ્રતિવર્ષ નાગપૂજાનો મહોત્સવ મનાવવામાં આવે છે. રાજા-રાણી પણ આ મહોત્સવમાં સામેલ થતાં હતાં. નાગપૂજાનો દિવસ આવ્યો. રાજાની આજ્ઞાથી માળીએ પંચવર્ણનાં પુષ્પોનો સુંદર દડો બનાવ્યો. વિવિધ રંગના સુગંધી પુષ્પોના લતામંડપો બનાવ્યા. રાજસેવકોએ આખા નગરને સ્વચ્છ તોરણમાળાઓથી સજાવ્યું. રાજા-રાણીએ નાગદેવની પૂજા કરી અને લતામંડપમાં ગયાં. લતામંડપમાં મંત્રીમંડળ પણ ઉપસ્થિત હતું. માળીએ રાજાને પંચવર્ણનાં પુષ્પોનો બનાવેલો દડો 2010_03 Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પર્વ-પ્રવચનમાળા ભેટ આપ્યો. દડો જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થયો. તેણે મહામંત્રીને પૂછ્યું ”આવો દડો આપે બીજે ક્યાંય જોયો છે?" મહામંત્રીએ કહ્યું "મહારાજા, જ્યારે હું મિથિલા ગયો હતો, ત્યારે ત્યાંના રાજા કુંભરાજની પુત્રી મલ્લિકુમારીની પાસે જે દડો જોયો હતો તે આ દડા કરતાં લાખ ગણો વધારે સુંદર હતો મહારાજા, એ રાજકુમારી પણ અનુપમ તેજથી શોભાયમાન છે.” મહામંત્રીએ તો સરળભાવથી મલ્લિકુમારીની પ્રશંસા કરી, પરંતુ પ્રશંસા સાંભળતાં જ પ્રતિબદ્ધ રાજા મલ્લિકુમારી પ્રત્યે અનુરાગવાન બની ગયો. તેણે તરત જ રાજદૂતને બોલાવ્યો અને સંદેશ આપ્યો “તું મિથિલા જા અને રાજા કુંભને કહેજે, કોશલપતિ આપની પુત્રી મલ્લિ સાથે લગ્ન કરવા માગે છે.” દૂત સંદેશ લઈને મિથિલા તરફ રવાના થઈ ગયો. જુઓ જન્મજન્માન્તરના સંસ્કારોનો કેવો પ્રભાવ હોય છે ! રાજા પ્રતિબુદ્ધ મલ્લિકુમારીને જોઈ નથી. માત્ર પ્રશંસા જ સાંભળી અને અનુરાગી બની ગયો ! આવી જ સ્થિતિ અંગદેશના રાજા ચંદ્રચ્છાયની બની! રાજા ચંદ્રચ્છાયઃ એ સમયે અંગદેશની રાજધાની હતી ચંપાનગરી. ચંપાનગરીમાં એક કરોડપતિ શ્રાવક હતો. તેનું નામ હતું અહંનક. અહનક જેવો શ્રીમંત હતો તેવો જ ધીમંત અને શ્રદ્ધાવંત હતો. પરમાત્મા જિનેશ્વરદેવ પ્રત્યે તેમના દ્ધયમાં અનન્ય શ્રદ્ધા હતી. એની અવિચળ ધર્મશ્રદ્ધાની પ્રશંસા દેવલોકમાં ઇન્દ્ર પોતાની સભામાં કરી. એ કાળ તીર્થંકરોનો હતો. એ કાળમાં દેવ-દેવેન્દ્રો આ દેશમાં આવતા-જતા હતા. ઉત્તમ-શ્રેષ્ઠ ભાવવાળા મનુષ્યોને દેવદર્શન સુલભ રહેતાં હતાં. જિનશાસનને સમર્પિત મહામના પુરુષોની પ્રશંસા દેવ-દેવેન્દ્ર પણ કરતા હતા. અહંનક શ્રાવકની પ્રશંસા દેવસભામાં બેઠેલા એક દેવને ન ગમી. તેણે અહંન્નકની કસોટી કરવાનો વિચાર કર્યો. અહંન્નક શ્રાવકની કસોટી: અહંનક શ્રાવકનો વેપાર સમુદ્રમાર્ગે ચાલતો હતો. હજારો જહાજોની સાથે અહંન્નક સમુદ્રમાર્ગથી જતો હતો. તે પોતાના જહાજમાં સ્વસ્થ રીતે બેઠો હતો. અચાનક સમુદ્રમાં તોફાન આવ્યું. સમુદ્રમાં મોજાં ગર્જના કરીને ઊછળવા લાગ્યાં; અને ભયંકર રૌદ્રરૂપી પિશાચ સમુદ્રમાં પ્રકટ થયો. બધા જ નાવિકો, રક્ષકો વગેરે ભયભીત થઈ ગયા.... કંપવા લાગ્યા. પરંતુ અહંન્નક જરાય વિચલિત ન થયો. 2010_03 Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૌન એકાદશી પ્રવચન (૨) ૨૦૩ પિશાચ તીક્ષ્ણ ખડ્ગ લઈને અર્જુનક પાસે આવીને બોલ્યો ઃ ” તારું સમ્યકત્વ છોડી દે, નહીં છોડે તો તારાં બધાં જહાજોને આકાશમાં ઉછાળી દઈશ....અને સમુદ્રમાં ડુબાડી દઈશ.” તો પણ અર્હન્નક નિર્ભય રહ્યો. વસ્ત્રથી ભૂમિપ્રમાર્જન કરીને તેણે સાગારિક અનશન લઈ લીધું. “નમુત્યુર્ણ” સૂત્રનો પાઠ કરીને તેણે પ્રતિજ્ઞા ધારણ કરી લીધી. जइणं अहं एत्तो उवसग्गातो मुञ्चामि तो मे कप्पति । पारितए, न मुञ्चामि तो मे तहा पच्चकरवाई अव्वे ॥ - જો હું આ ઉપસર્ગથી મુક્ત થઈશ તો જ અનશન છોડીશ. જો ઉપસર્ગથી મુક્ત નહીં થાઉં તો મારું પચ્ચકખાણ કાયમ રહેશે, હું અનશન નહીં છોડું. અહનકે કાયોત્સર્ગ-ધ્યાનમાં લીનતા પ્રાપ્ત કરી લીધી ! યાદ રાખો, નિર્ભય અને નિરાકુલ માણસ જ સંકટમાં ધ્યાનમગ્ન થઈ શકે છે. સભામાંથી ; અમે લોકો તો સંકટ વગર પણ ધ્યાનમાં સ્થિર નથી રહી શકતા. મહારાજશ્રી : આસક્તિ ભરી પડી છે હ્રદયમાં, પછી ધ્યાનમાં સ્થિર કેવી રીતે રહી શકો ? અનિત્યાદિ ભાવનાઓથી હ્દયને અનાસક્ત બનાવ્યા વગર ધ્યાનમગ્નતા સંભવી જ ન શકે. અર્હન્નક શ્રાવક અનાસક્ત યોગી હતા. કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં પણ સંપત્તિનું મમત્વ ન હતું ! અરે ! જીવનનો પણ મોહ ન હતો. અને એક સિદ્ધાંત સમજી લો કે જેને જીવન-મોહ હોતો નથી, તેને મૃત્યુભય પણ નથી હોતો. અર્જુન્નક મૃત્યુથી ય નિર્ભય હતા. તેમણે પિશાચરૂપધારી દેવને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું : “તારે જે કરવું હોય તે કરી લે. હું સમ્યકત્વ (સમ્યક્ શ્રદ્ધા)નો ત્યાગ કરવાનો નથી." જ્યારે અર્જુનક ભયથી વિચલિત ન થયો ત્યારે પિશાચે એને લલચાવવાનો પ્રયત્ન કર્યો. હા કોઈ વાર માણસ પ્રતિકૂળતાઓ સામે દૃઢ રહી શકે છે. પરંતુ અનુકૂળતાઓ સામે ડગી જાય છે. મન ડામાડોળ થઈ જાય છે. એટલા માટે દેવે અર્હન્નકને લલચાવવા પ્રયત્ન કર્યો. પરંતુ અર્હન્નક થોડો લલચાવાનો હતો ? દેવ હારી ગયો; અર્હન્નકનો વિજય થયો. દેવે પોતાનું મૂળરૂપ ધારણ કર્યું અને અર્હન્નકની હાર્દિક પ્રશંસા કરી. દેવે અહન્નકને બે દિવ્ય કુંડળો ભેટ આપ્યાં અને ચાલ્યો ગયો. અર્હન્નક વેપાર માટે મિથિલા ગયો. ત્યાં તેણે રાજા કુંભને ઉત્તમ રત્નો ભેટ આપ્યાં અને બે દિવ્ય કુંડળો રાજકુમારી મલ્લિને પહેરવા આપ્યાં. મલ્લિએ કેટલોક 2010_03 Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પર્વ-પ્રવચનમાળા સમય કુંડળો પહેરીને અહંન્નકને પાછાં આપી દીધાં. વેપાર પૂર્ણ કરીને અહંન્નક ચંપાનગરી પહોંચી ગયો. તેણે પોતાના રાજા ચંદ્રચ્છાયને એ બે દિવ્ય કુંડળો ભેટ આપ્યાં. રાજાએ અહંન્નકને દેશ-વિદેશના સમાચાર પૂછયા. અહંન્નકે મલ્લિકુમારીની અત્યંત પ્રશંસા કરી. પ્રશંસા સાંભળીને ચંદ્રચ્છાય રાજાના ભીતરના પૂર્વજન્મના સ્નેહ-સંબંધના સંસ્કારો જાગૃત થઈ ગયા. રાજા મલ્લિકુમારી માટે અનુરાગવાન બની ગયો. એ રાજકુમારી સાથે લગ્ન કરીશ.” એણે પણ પોતાનો દૂત મિથિલા તરફ રવાના કર્યો. જે રીતે જોવાથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, તેવી રીતે સાંભળવાથીય રાગદ્વેષ ઉત્પન્ન થાય છે ! પ્રેરક હોય છે પૂર્વજન્મના સંસ્કાર! કુણાલદેશના રાજા રુપ્પીની બાબતમાં પણ આવું જ બન્યું !! રાજા રુપ્પીઃ કુણાલદેશની રાજધાની હતી શ્રાવતિનગરી. રાજા રુપ્પીને "સુબાહુ” નામની એક રાજકુમારી હતી. તેના ચાતુમસ સ્નાનનો મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો. મહોત્સવ ખૂબ જ ભવ્યતાથી મનાવવામાં આવ્યો. રાજા રુપ્પીને લાગ્યું કે, " આવો ચાતુમસ સ્નાનનો મહોત્સવ ક્યાંય પણ ન થઈ શકે.” તેણે દેશ-વિદેશમાં પરિભ્રમણ કરનારા પોતાના દૂતને પૂછ્યું હે દૂત, તેં આવો મહોત્સવ કોઈ રાજ્યમાં જોયો છે ?" દૂતે કહ્યું: "મહારાજા, જો મારો અવિનય થતો હોય તો ક્ષમા કરજો. પરંતુ મેં મિથિલામાં રાજકુમારી મલ્લિનો સ્નાન-મહોત્સવ જોયો તે અદ્વિતીય હતો, અદ્ભુત હતો. એવો મહોત્સવ મેં ક્યાંય જોયો નથી, અને એવી બીજી રાજકુમારી પણ મેં ક્યાંય જોઈ નથી.” રાજકુમારીની પ્રશંસા સાંભળીને રાજા રુપ્પી તેના પ્રત્યે અનુરાગવાળો બની ગયો. તેણે દૂતને કહ્યું: “તું મિથિલા જા અને કુંભ રાજાને કહે કે રાજકુમારી મલ્લિનાં લગ્ન મારી સાથે કરે.” આ રીતે રુપ્પી રાજા પૂર્વજન્મના સંસ્કારોને કારણે મલ્લિકુમારી ઉપર આસક્ત બન્યો. એ રીતે કાશીનરેશ શંખ પણ એક નિમિત્તથી મલ્લિકુમારીનો પ્રેમી બની ગયો. રાજા શંખઃ એક દિવસ મલ્લિકુમારીનાં દિવ્ય કુંડળ તૂટી ગયાં. કુંડળને જોડવા માટે સોની લોકોને બોલાવવામાં આવ્યાં. સોનીઓને કુંડળોને જોડવા માટે અનેક ઉપાયો કર્યા, 2010_03 Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ શ્રી મૌન એકાદશી પ્રવચન (૨) પરંતુ કુંડળોને બરાબર સાંધી ન શક્યા. કુંભ રાજાને રોષ આવ્યો. તેમણે તમામ સોનીઓને દેશનિકાલ કરી નાખ્યા. આ બધા સોનીઓ કાશી પહોંચ્યા. રાજા શંખ પાસે જઈને તેમણે કાશીમાં વસવાની રજા માગી. રાજાએ પૂછ્યું: "મિથિલા શા માટે છોડી?" સોનીઓએ સત્ય હકીકત જણાવી દીધી. સાથે સાથે મલ્લિકુમારીનાં પણ ભરપૂર વખાણ કર્યા. સોનીઓના મુખેથી મલ્લિકુમારીનાં વખાણ સાંભળીને રાજા શંખ મલ્લિ પ્રત્યે અનુરાગી બની ગયો. તેણે પણ મલ્લિકુમારી સાથે લગ્ન કરવા માટે નિર્ણય કર્યો અને પોતાનો દૂત મિથિલા રવાના કરી દીધો. રાજા અદીનશત્રુ કુરુદેશનો રાજા હતો અદનશત્રુ. એ મલ્લિકુમારી પ્રત્યે કેવી રીતે અનુરાગયુક્ત બન્યો એ બતાવું છું. મલ્લિકુમારીનો ભાઈ હતો મલ્લદીન. મલ્લદીન ચિત્રકળાનો રસિક જીવ હતો. તેણે એક ચિત્રશાળા બનાવી. એક ચિત્રકાર મંડળ પણ બનાવ્યું. કેટલાય ચિત્રકારો નવાં નવાં ચિત્રો બનાવવા લાગ્યા. ચિત્રશાળા અનેકવિધ ચિત્રોથી શોભવા લાગી. એક દિવસે જ્યારે મલદીન ચિત્રશાળામાં જાય છે ત્યાં મલ્લિકુમારીનું એક સંપૂર્ણ ચિત્ર જોયું. એ અભુત ચિત્ર હતું. મલ્લિદીને એ ચિત્રકારને બોલાવીને પૂછ્યું: “તેં આ ચિત્ર કેવી રીતે બનાવ્યું?" ચિત્રકારે જવાબ આપ્યો : "હું મનુષ્યનું એકાદ અંગ - ઉપાંગ જોઈને એનું સંપૂર્ણ ચિત્ર બનાવી શકું છું. મેં એક દિવસ રાજસભામાં પરદાની પાછળ બેઠેલી રાજકુમારીના પગનો અંગુઠો જોયો હતો, એના આધારે મેં આ ચિત્ર બનાવ્યું છે." રાજકુમારને આ વાત પસંદ ન પડી. તેણે એ ચિત્રકારના હાથનો અંગુઠો કાપી લીધો અને તેને દેશનિકાલ કરી નાખ્યો. એચિત્રકાર ત્યાંથી ગયો હસ્તિનાપુર. રાજા અદીનશત્રુ પાસે જઈને તેણે પોતાની વ્યથા કહી સંભળાવી. સાથે સાથે રાજકુમારી મલ્લિકુમારીના ગુણગાન કર્યા. રૂપ-ગુણની ખૂબ જ પ્રશંસા કરી. પ્રશંસા સાંભળીને રાજા મલ્લિકુમારી પ્રત્યે અનુરાગી બની ગયો. તેણે ય દૂત મોકલીને મલ્લિકુમારીનું માગું કર્યું. હવે પૂર્વજન્મનો છઠ્ઠો મિત્ર જે પાંચાલદેશનો રાજા જિતશત્રુ બન્યો હતો તે મલ્લિકુમારી પ્રત્યે અનુરાગવાળો કેવી રીતે બને છે એ જણાવું. રાજા જિતશત્રુ એક દિવસની વાત છે. મિથિલામાં "ચોખા” નામની એક પત્રિાજિકા આવી. 2010_03 Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પર્વ-પ્રવચનમાળા એ વેદોના અધ્યયનમાં પારંગત હતી. તે નગરમાં શૌચમૂલક ધર્મનો પ્રચાર કરી રહી હતી. તે મલ્લિકુમારી પાસે આવી. મલ્લિકુમારીને પણ શૌચમૂલક ધર્મ સમજાવવાનો પ્રયત્ન કરવા લાગી. મલ્લિકુમારીએ એવા પ્રશ્નો પૂછ્યા કે ચોખા નિરૂત્તર થઈ ગઈ. દાસીઓએ તેની મજાક ઉડાવી. ચોક્કખા રોષાયમાન થઈ ગઈ. તે મિથિલાથી કાંપિલ્યપુર પહોંચી. રાજા જિતશત્ર પાસે જઈને તેણે પોતાના શૌચધર્મની વાત કરી અને અંતપુરની કુશળતા પૂછી. રાજાને એક હજાર રાણીઓ હતી. રાજાએ ચોખાને અંતઃપુરમાં જવાની રજા આપી. ચોખા અંતઃપુરમાં ગઈ. જ્યારે તે બહાર આવી ત્યારે રાજાએ પૂછ્યું : "હે પરિવ્રાજિકા, તેં આવું સ્વરૂપવાન અંતઃપુર ક્યાંય જોયું છે ?" પ્રશ્ન સાંભળીને ચોક્મા હસવા લાગી. તેણે મલ્લિકુમારીના રૂપની ભરપેટ પ્રશંસા કરી. પ્રશંસા સાંભળીને જિતશત્રુ મલ્લિકુમારી પ્રત્યે અનુરાગી બની ગયો અને એની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરીને દૂત મિથિલા તરફ મોકલ્યો. આ રીતે મલ્લિકુમારી પ્રત્યે પૂર્વજન્મના છ મિત્રો અનુરાગી બની ગયા! એક દિવસે આ રાજાઓના દૂતો રાજા કુંભની રાજસભામાં પહોંચ્યા અને દરેક પોતપોતાના રાજાની ઓળખાણ આપીને મલ્લિકુમારીની માગણી કરી. છયે રાજાઓ મિથિલામાં કુંભરાજા આ દૂતોની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો! એક સાથે છ-છ દેશના રાજાઓ મલ્લિકુમારીનું માગું કરવા આવ્યા જાણીને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. તે તો રોષાયમાન થઈ ગયા. દૂતોનો તિરસ્કાર કરીને તેણે બધાને નગર બહાર કાઢી મૂક્યા. દૂતોએ તો જઈને પોતપોતાના રાજાઓને વાત કરી. દરેક રાજા ગુસ્સે થઈ ગયો અને બધા રાજાઓ પોતપોતાની સેના લઈને મિથિલા પહોંચી ગયા. ગુપ્તચરોએ મહારાજા કુંભને સમાચાર આપી દીધા. મહારાજા કુંભ પણ પોતાની વિશાળ સેના લઈને યુદ્ધના મેદાનમાં આવ્યા. ભીષણ યુદ્ધ શરૂ થયું. મહારાજા કુંભે જોયું કે એક સાથે છ રાજાઓની સામે ટકવું શક્ય નથી. તે પાછા કિલ્લામાં જતા રહ્યા. કિલ્લાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. રાજાઓએ નગરને ચારેકોરથી ઘેરી લીધું. મહારાજા કુંભ ભારે ચિંતામાં ડૂબી ગયા. મલ્લિકુમારીએ કુંભરાજાને કહ્યું “પિતાજી, આપ ચિંતા ન કરો. આપ પ્રત્યેક રાજાની પાસે અલગ અલગ દૂત મોકલીને કહેવડાવો કે “તમને મલ્લિકુમારી આપીશ.” ત્યાર પછી દરેક રાજાને અલગ અલગ ગુપ્તમાર્ગથી મારા ઉદ્યાનવાળા મહેલમાં લાવજો. બસ, પછી બધું હું સંભાળી લઈશ.” 2010_03 Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી મૌન એકાદશી પ્રવચન (૨) ૨૦૭ મલ્લિકુમારી પ્રત્યે રાજાને પૂર્ણ વિશ્વાસ હતો. રાજાએ વિશ્વાસપાત્ર દૂતોને બોલાવીને અલગ અલગ છ રાજાઓની પાસે મોકલી દીધા. રાજા કુંભનો સંદેશો સાંભળીને બધા રાજાઓ નાચવા લાગ્યા. બધા માનવા માંડવા કે - "મલ્લિકુમારીનું લગ્ન મારી સાથે થશે.” છયે રાજાઓને પ્રતિબોધ : ગુપ્ત માર્ગો દ્વારા જુદા જુદા રાજાઓને ઉદ્યાનના મહેલમાં લાવવામાં આવ્યા. મહેલના મધ્યભાગમાં એક ઊંચી વેદિકા ઉપર મલ્લિકુમારીની મૂર્તિ હતી. રાજાઓએ એ મૂર્તિને જોઈ અને માનવા લાગ્યા કે આ જ મલ્લિકુમારી છે. બધા રાજાઓ એકીટસે મૂર્તિને જોતા જ રહ્યા. તેને વાસ્તવિક મલ્લિકુમારી સમજીને તેના સૌંદર્યનું પાન કરવા લાગ્યા. આ સમયે મલ્લિકુમારી સખીવૃંદ સાથે ત્યાં આવી પહોંચી. તેમણે ગુપ્તતાથી મૂર્તિના માથા ઉપરથી ઢાંકણ ખોલી દીધું. જેવું ઢાંકણ ખુલ્યું...દુર્ગંધ...દુર્ગંધ ફેલાઈ ગઈ. માથું ફાટી જાય તેવી દુર્ગંધ હતી. રાજાઓએ પોતપોતાનાં ઉત્તરીય વસ્ત્રોથી નાક બંધ કરી દીધાં. મલ્લિકુમારીએ રાજાઓને પૂછ્યું : "હે મહાનુભાવો, શા માટે આપનાં નાક બંધ કરીને, પાછા ફરીને ઊભા છો ?” "શું કરીએ ? આ દુર્ગંધ અમારાથી સહી જતી નથી. શું ખબર કે ક્યાંથી આવી રહી છે ?” "રાજેશ્વરો ! આ દુર્ગંધ આ પ્રતિમામાંથી આવી રહી છે. કે જે પ્રતિમાને આપ સાક્ષાત્ મલ્લિકુમારી માનીને એના રૂપમાં મુગ્ધ બની ગયા છો. આ પ્રતિમા છે, મૂર્તિ છે. એના માથા ઉપરથી મેં ઢાંકણ ઉપાડી લીધું ...અંદરથી દુર્ગંધ આવી રહી છે. હું દરરોજ આ મૂર્તિમાં ભોજનના કેટલાક પિંડ નાખું છું. અત્યંત સ-રસ ભોજનના પિંડ નાખું છું. આ દુર્ગંધ એ ભોજનની છે. એ આ મૂર્તિમાં કેટલાય દિવસોથી સડે છે. હે રાજેશ્વરો, કંઈક વિચાર કરો. આપણું શરીર ઔદારિક છે. એ શરીરમાં શું ભરેલું છે ? હાડકાં, માંસ, લોહી...શરીરની અંદર જુઓ. આવા ગંદા પદાર્થોથી ભરેલા શરીર ઉપર રાગ કેવો ? મનુષ્યના ભોગ, સુખ તુચ્છ છે, ગંદા છે અને બિભત્સ છે.” રાજાઓ તો સાંભળતા જ રહ્યા...સાંભળતા જ ગયા ! "કેટલી મધુર વાણી ! કેટલી સાચી અને હિતકારી વાત કહે છે આ રાજકુમારી ?” મલ્લિકુમારીએ રાજાઓને પૂર્વભવ યાદ કરાવ્યો. પૂર્વજન્મની ભવ્ય સંયમ-આરાધના યાદ કરાવી. છયે રાજાઓને ત્યાં જ પૂર્વજન્મની સ્મૃતિ આવી ગઈ ! શુભ પરિણામ જાગૃત થઈ ગયાં. શુભ લેશ્યા પ્રકટ થઈ અને શુભ અધ્યવસાય પેદા થઈ ગયા. તેમને 2010_03 Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પર્વ-પ્રવચનમાળા મલ્લિકુમારીની વાત યથાર્થ લાગી. મલ્લિકુમારીએ રાજાઓને પૂછ્યું “હે નરેશ્વરો, હું સંયમધર્મ ગ્રહણ કરીશ, આપ. સૌની શું ઇચ્છા છે?" તેમણે કહ્યું : "અમે પણ આપની સાથે સંયમધર્મ ગ્રહણ કરીશું.” રાજાઓની વૈષયિક વાસના ક્ષીણ થઈ ગઈ હતી. તેમણે મહારાજા કુંભની ક્ષમાયાચના કરી અને પોતપોતાની સેના સાથે પોતાને દેશ ગયા. ચારિત્રઃ કેવળજ્ઞાનઃ નિવણિઃ આ રીતે મલ્લિકુમારીએ છ રાજાઓને પ્રતિબોધ આપ્યો. તીર્થપ્રવર્તનનો સમય થઈ ગયો હતો. લોકાન્તિક દેવોએ આવીને વિનંતી કરી મયર્વ તિર્થં પદિ "હે ભગવંત, તીર્થની પ્રવર્તના કરો.” મલ્લિકુમારીએ સંવત્સરી દાન આપવાની શરૂઆત કરી. એક વર્ષ સુધી દાન આપ્યું. માગશર શુક્લા એકાદશીના દિવસે તેમણે ચારિત્ર સ્વીકાર્યું. તેમની સાથે ત્રણસો પુરષોએ અને ત્રણસો સ્ત્રીઓએ ચારિત્ર ગ્રહણ કર્યું. જે દિવસે ચારિત્ર લીધું. એ દિવસે અંતિમ પ્રહરમાં તેમને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ. એ છ રાજાઓ આવ્યા. મલ્લિનાથ ભગવાન પાસેથી તેમણે પણ ચારિત્ર સ્વીકાર્યું. માગશર શુક્લા એકાદશીના દિવસે જન્મ થયો. માગશર શુક્લા એકાદશીના દિવસે દીક્ષા લીધી, અને એ જ દિવસે કેવળજ્ઞાન થયું. મલ્લિનાથ ભગવાનનું આયુષ્ય પંચાવન હજાર વર્ષનું હતું. ચૈત્રી શુક્લા ચોથના દિવસે સમેતશિખર પહાડ ઉપર મધ્યરાત્રિના સમયે તેમનું નિવણ થયું. એમની સાથે પાંચસો શ્રમણોએ તથા પાંચસો શ્રમણીઓએ પણ અનશન ગ્રહણ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ રીતે "મૌન એકાદશી” મહાપર્વનું વૈશિસ્ય સમજીને તીર્થકર ભગવંતોના કલ્યાણકોની આરાધનામાં મૌનપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ. જે કોઈ મનુષ્ય આ મહાપર્વની આરાધના કરશે એ પરમ કલ્યાણ પામશે અને પૂર્ણાનંદ પ્રાપ્ત કરશે! 2010_03 Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧૨. પોષ દશમી - પ્રવચન (૧) ભગવાન પાર્શ્વનાથના ૧૦ ભવ : સંકલના : શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં બે કલ્યાણકા નિષ્કામ પરમાત્મપ્રેમ ( ભક્તિ. ભવ પહેલો / કમઠ અને મરુભૂતિ. સાધુપરિચય / મરુભૂતિ વિરક્ત. કમઠ-વસુંધરા વિષયાંધ / પતન. કમઠ-વસુંધરાનો વ્યભિચાર પકડાયો. મરુભૂતિનું ચિંતન. સમસ્યાનો ઉકેલ સ્વસ્થ મનથી. મરુભૂતિ રાજા અરવિંદને વાત કરે છે. કમઠને સજા / દેશનિકાલ. મરુભૂતિનું સમ્ય ચિંતન. ઘર્મનો જન્મ ચિત્તમાં. અયોગ્ય જીવ ક્ષમા આપતો નથી. મરુભૂતિની ઉદાત્ત ભાવના. • મરુભૂતિ કમઠને મળે છે. તે મૃત્યુ / ભવ ૨ હાથી. રાજા અરવિંદને વૈરાગ્ય / દીક્ષા. હાથીને પ્રતિબોધ. પુણ્યકર્મ બાંધતા રહો. • ભવ ૩ઃ સ્વર્ગ અને નરક. 2010_03 Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પર્વ-પ્રવચનમાળા वन्दे पार्श्वजिनं प्रभावसदनं विश्वत्रयीपावनं, श्रेयो-वृक्षवनं नतामरजनं संफुल्लपद्मासनम् । सिद्धेः संवननं मददुदहनं श्रद्धामयूरीघनं, विघ्नालिशमनं खवाजीदमनं संसारनिर्नाशनम् ॥ પરમાત્મા પાર્શ્વનાથજીની સ્તવના કરતાં એક કવિએ કહ્યું છે કે, "અચિંત્ય પ્રભાવોના મંદિર, ત્રણે ભુવનને પાવન કરનારા, કલ્યાણરૂપ વૃક્ષોના વન સમાન, જેમના ચરણોમાં દેવ અને મનુષ્ય નતમસ્તક છે, પ્રફુલ્લ કમલાસનસ્થ, સિદ્ધિના સંવનનરૂપ, મદરૂપ વૃક્ષોના બાળનારા, શ્રદ્ધારૂપ મયૂરી માટે વાદળ સમાન, વિઘ્નોની પરંપરાનું શમન કરનારા ઇન્દ્રિયરૂપ ઘોડાઓનું દમન કરનારા અને રાગદ્વેષરૂપ સંસારનો નાશ કરનારા શ્રી પાર્શ્વનાથ જિનને હું વંદન કરું છું.” શ્રી પાર્શ્વનાથનાં બે કલ્યાણકઃ પોષ વદી ૯, ૧૦, ૧૧ - આ ત્રણ દિવસો શ્રી પાર્શ્વનાથ ભગવાનની વિશેષ આરાધનાના દિવસો છે. કારણ કે દશમનો દિવસ જન્મકલ્યાણકનો દિવસ છે અને એકાદશીનો દિવસ દીક્ષાકલ્યાણકનો દિવસ છે. આ બે કલ્યાણકોની આરાધનાઉપાસના આજથી શરૂ કરવામાં આવે છે. કોઈ અઠ્ઠમ તપથી, કોઈ ત્રણ એકાસણાંથી, કોઈ ત્રણ આયંબિલથી આ ત્રણ દિવસોની આરાધના કરશે. સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાનનો જાપ કરશે. પૂજા-પ્રતિક્રમણ-દેવવંદન વગેરે કરશે. જ્યાં જ્યાં આ દિવસોમાં સાધુ-સાધ્વીજીનો યોગ-સંયોગ મળે છે, ત્યાં અને પાર્શ્વનાથ ભગવાનના તીર્થોમાં પોષ દશમની આરાધના વિશાળ જનસંખ્યામાં થાય છે. પરંતુ આરાધના કરનારાં સ્ત્રી-પુરુષોમાંથી મોટો ભાગ ભગવાન પાર્શ્વનાથની દશ ભવોની જીવનયાત્રા જાણતાં નથી. મોટા ભાગના લોકો ભગવાન પાર્શ્વનાથને "ચમત્કારી", "પ્રકટ પ્રભાવશાળી” માને છે. તે ચમત્કારો ભગવાન પાર્શ્વનાથના, પરંતુ ચમત્કારોનો અનુભવ ભક્તિપૂર્ણ જ કરી શકે છે. ભગવાન પાર્શ્વનાથના પ્રેમી પુરુષ જ એ અચિંત્ય પ્રભાવોની અનુભૂતિ કરી શકે છે. નિષ્કામ પરમાત્મપ્રેમ / ભક્તિઃ આ પ્રેમ અને ભક્તિ ત્યારે જ દયમાં પેદા થશે, જ્યારે તમે ભગવાન પાર્શ્વનાથના ગુણોને, ઉપકારોને અને તેમના દશ ભવોની જીવનયાત્રાને જાણશો. એટલા માટે આ ત્રણ દિવસોમાં હું દશ ભવોની જીવનયાત્રા સંબંધી પ્રવચનો કરીશ. જેમ જેમ તમે દશ ભવોની વાત સાંભળતા જશો તેમ તેમ તેમના ગુણ અને ઉપકારોને સમજતા જશો. 2010_03 Page #221 -------------------------------------------------------------------------- ________________ પોષદશમી -પ્રવચન (૧) ૨૧૧ તમારા દયમાં ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે નિષ્કામ પ્રેમ...નિષ્કામ ભક્તિ ઊભરાતી જશે. તે પછી તમારો મંત્રજાપ એકાગ્રચિત્ત થશે. તમારો પૂજાપાઠ પ્રેમભાવથી થશે. તમારા શ્વાસોચ્છવાસમાં પાર્શ્વનાથ ભગવાનનું નામ એકરસ થઈ જશે. તમે દિવ્ય આનંદની અનુભૂતિ કરવા લાગશો. આ રીતે જ્યારે પાર્શ્વનાથ ભગવાનની સાથે તમારો હાર્દિક સંબંધ બની જશે, સૂક્ષ્મ ભૂમિકા ઉપર સંબંધ બંધાઈ જશે, ત્યારે તમારામાં શરણાગતિનો, સમર્પણનો ભાવ જાગતાં પાપકર્મોનાં બંધનો તૂટી જાય છે. પુણ્યકર્મનાં ફળ મળે છે અને આત્મા નિર્ભય, નિશ્ચિત અને નિરાકુળ બની જાય છે. પરમાત્મા પ્રત્યે વળનાર આત્માને નથી પડતું દુઃખ કે નથી નડતી અશાંતિ કે નથી રહેતી ચિંતા! એટલા માટે કહું છું કે તમે લોકો પરમાત્મા-અભિમુખ બનો. તમારા સુખદુઃખોની ચિંતા કરવાનું છોડી દો. પરમાત્મા-ભક્ત પોતાનાં સુખદુખોની ચિંતા કરતો જ નથી. એક વાત સારી રીતે સમજી લો કે પ્રત્યેક જીવાત્મા કર્મબંધનથી બંધાયેલો છે. જકડાયેલો છે. એટલા માટે તેના જીવનમાં સુખદુઃખનાં દ્વન્દ્રો તો ચાલતાં જ રહેશે. સામાન્ય મનુષ્યની સંસારયાત્રા હોય કે તીર્થકરોની ભવયાત્રા હોય ! સુખદુઃખનાં દ્વન્ડો તો ચાલ્યા જ કરવાનાં. જે આત્મા આ દ્વન્દ્રોથી મૂંઝાતો નથી, અકળાતો નથી, સમતા ધારણ કરે છે, તે મહાત્મા કહેવાય છે. સમતા અને સમાધિ જેને સહજતાથી પ્રાપ્ત થાય છે તે મહાત્મા ભવયાત્રાને જલદી પૂર્ણ કરીને અજર - અમર અને અક્ષય બની જાય છે. ભગવાન પાર્શ્વનાથે જે ભવમાં સમ્યગુ દર્શન પ્રાપ્ત કર્યું હતું એ મરુભૂતિના ભવમાં જ સમતા અને સમાધિના સ્વામી હતા. ભવ ૧- કમઠ અને મરુભૂતિઃ પોતનપુર નામનું નગર હતું. રાજાનું નામ હતું અરવિંદ અને રાણીનું નામ હતું ધારિણી. રાજા અરવિંદની સભામાં રાજપુરોહિત વિશ્વભૂતિ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવતા હતા. રાજા અરવિંદની તેમની ઉપર પરમ કૃપા હતી. વિશ્વભૂતિને બે દીકરા હતા. મોટાનું નામ હતું મરભૂતિ અને નાનાનું નામ હતું કમઠ. વિશ્વભૂતિએ બંને દીકરાઓને સારું શિક્ષણ અને સારા સંસ્કાર આપવા પ્રયત્ન કર્યો, પરંતુ પરિણામ અપૂર્ણ આવ્યું. મરભૂતિએ સારું શિક્ષણ મેળવ્યું, સારા સંસ્કાર પ્રાપ્ત કર્યા. તે ગુણવાન, ચારિત્રવાન બન્યો, જ્યારે કમઠ બરાબર તેનાથી વિરુદ્ધ ગુણ ધરાવનારો બન્યો. દુર્ગુણી, દ્વેષી, ઘમંડી અને ખરાબ ચારિત્રવાળો થયો. તીર્થકરોએ આ વિષયમાં એક સત્ય તારવ્યું છે. સારા નિમિત્તોની અસર સારા 2010_03 Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પર્વ-પ્રવચનમાળા ઉપાદાનો પર થાય છે. ઉપાદાન સાર ન હોય તો નિમિત્તની સારી અસર પડતી નથી. ઉપાદાન છે આત્મા, આત્માની ઉપર કમનો ભાર વધારે હોય છે. કર્મોથી તે પૂર્ણતયા અભિભૂત થાય તો ઉત્તમ - શ્રેષ્ઠ નિમિત્તોની પણ એના ઉપર કોઈ અસર પડતી નથી. સ્વયં તીર્થકરનો ઉપદેશ સાંભળવા મળે તો પણ એ આત્મા સુધરતો નથી. કમઠની બાબતમાં પણ આવું જ બન્યું. એના આત્માની પરિણતિ જ એવી હતી. પુરોહિત વિશ્વભૂતિ તથા તેની પત્ની અનુદ્ધરા બંને ચિંતિત હતાં કમઠના કુસંસ્કારોની બાબતમાં. તેમણે વિચાર્યું કે - લગ્ન કર્યા પછી આ છોકરો સુધરી જશે.” સભામાંથી અમે લોકો પણ એવું જ વિચારીએ છીએ. મહારાજશ્રી સંસારી લોકોની વિચારવાની પદ્ધતિ સમાન જ હોય છે ને? વિશ્વભૂતિ તથા અનુદ્ધરા પણ તમારા જેવાં સંસારી જ હતાં. તેમણે મરભતિનાં લગ્ન ‘વસુંધરા નામની બ્રાહ્મણ કન્યા સાથે કર્યા અને કમઠનાં લગ્ન "અરા” નામની ભૂદેવકન્યા સાથે કર્યા. બંને પુત્રોનાં લગ્ન કર્યા પછી થોડાંક જ વર્ષોમાં વિશ્વભૂતિ અને અનુદ્ધરાનો સ્વર્ગવાસ થયો. રાજા અરવિંદે મરુભૂતિને "રાજપુરોહિત"નું પદ અર્પણ કર્યું. મરભૂતિ રાજાનો પરમ વિશ્વાસુ પુરષ બની ગયો. મરભૂતિની કાર્યદક્ષતા તેમજ ગુણવૈભવ જોઈને રાજા અરવિંદ પૂર્ણ પ્રસન્ન રહેવા લાગ્યો. સાધુ-પરિચય: મરુભૂતિ વિરક્તઃ આ બાજુ એક દિવસે પોતનપુરમાં હરિશ્ચંદ્ર નામના મુનિરાજ પધાર્યા. રાજા અરવિંદ સાધુ-સંતો પૂજક હતો. રાજપુરુષોના પરિચયે તેણે સારું તત્ત્વજ્ઞાન પs પ્રાપ્ત કર્યું હતું. રાજાએ મુનિરાજના આગમન વિશે સાંભળીને તરત જ પ્રજાને જાણ કરી દીધી. રાજા અને પ્રજા બધાં જ મુનિરાજનાં દર્શન કરવા તથા ઉપદેશ સાંભળવા નગરની બહારના ઉદ્યાનમાં પહોંચ્યા. મુનિરાજે ત્યાં કષાયત્યાગ અને વિષયવૈરાગ્ય ઉપર પ્રેરણાદાયી ઉપદેશ આપ્યો. ઉપદેશની અસર સૌથી વધારે મરુભૂતિ પર પડી. તેના દયમાં વૈરાગ્યભાવ પેદા થયો. સંસારના વૈષયિક સુખો પ્રત્યે તેનું મન ઉદાસ બની ગયું. અપાર સુખ વૈભવ પાસે હોવા છતાં પણ અનાસક્ત ભાવથી જીવવા લાગ્યો. વૈષયિક સુખો પ્રત્યે અનાસક્તિ આપતાં કષાયો સહજ રીતે મંદ પડી જાય છે. મરુભૂતિનાં ક્રોધ, માન-માયા-લોભ પણ મંદ પડી ગયા. સ્વાભાવિક છે કે વૈરાગી બનેલા મરુભૂતિથી તેની પત્ની વસુંધરાને સંતોષ મળતો ન હતો. વસુંધરા વૈષયિક 2010_03 Page #223 -------------------------------------------------------------------------- ________________ પોષદશમી -પ્રવચન (૧) ૨૧૩ સુખ ઇચ્છતી હતી ! સંસારના રંગ-રાગ ઝંખતી હતી. વિરક્ત પતિથી તે વિરક્ત બનતી ગઈ !! કમઠ-વસુંધરા વિષયાંધઃ મરૂભૂતિ પોતાના રાજકાજમાં અને ધર્મધ્યાનમાં નિમગ્ન રહેવા લાગ્યો. વસુંધરા પોતાના દિયર કમઠ સાથે હસવા લાગી.... વાતો કરવા લાગી. કમઠ તો આમેય કામધંધા વગરનો હતો. તેને કોઈ કામકાજ હતું જ નહીં. વસુંધરા સાથે તે કલાકો સુધી ગપ્પાં મારતો રહ્યો. જો કે કમઠની પત્ની અરુણાને આ પસંદ પડતું ન હતું. પરંતુ એ બિચારી શું કરે? કમઠને તે કંઈક કહેવા ગઈ તો કમઠે તેને ટીપી નાખી. ધીરે ધીરે દિયર-ભાભીનો સંબંધ ગાઢ બનતો ગયો. બંનેની વિષય-વાસના જાગૃત થઈ ગઈ. બંને મોહવશ બન્યાં.... પરસ્પર શારીરિક સંબંધ થઈ ગયો... કેટલાય દિવસો સુધી સંબંધ ચાલતો રહ્યો. બંનેને કોઈ પાપનો ભય તો હતો જ નહીં. ન તો ભય હતો મરુભૂતિનો! એટલે બંને જણાં નિર્ભય બનીને વિષયભોગ કરતાં રહ્યાં. કમઠ-વસુંધરાનો વ્યભિચાર પકડાયો વિષયસુખનો રાગ માનવ પાસે અનેક પ્રકારનાં પાપો કરાવતો રહે છે. વિષયરાગથી મોહ પેદા થાય છે. મોહના પ્રગાઢ અંધકારમાં મનુષ્ય પોતાના કાર્યોના ગુણદોષ જોઈ શકતો નથી. પોતાના આત્માનું હિત-અહિત પણ વિચારી શકતો નથી. હિતકારીને અહિતકારી અને અહિતકારીને હિતકારી માનીને ચાલે છે. પરિણામ આવે છે દુઃખ... ત્રાસ અને વિટંબણા! એક દિવસે કમઠની પત્ની અરુણાએ કમઠ અને વસુંધરાની કામક્રીડાને પોતાની આંખે જોઈ લીધી. એના મનમાં બંને પ્રત્યે ધૃણા ઉત્પન્ન થઈ ગઈ. એણે વિચાર કર્યો: “આ વાત મરુભૂતિને કહી દેવી જોઈએ. તેઓ વિરક્ત છે છતાં પણ, ઘરની પરિસ્થિતિથી એમને વાકેફ કરી દેવા જોઈએ.” એક દિવસે અરુણાએ મરુભૂતિને વાત કરી દીધી, અને કહ્યું - ‘તમને એ બંનેનો દુરાચાર પ્રત્યક્ષ બતાવીશ, તમે અચાનક જ બપોરે ઘેર આવજો.” મભૂતિનું ચિંતનઃ મરુભૂતિએ કમઠ અને વસુંધરાની પાપલીલા પ્રત્યક્ષ જોઈ લીધી. તેના મનમાં દ્વેષ નહીં પરંતુ વૈરાગ્ય પ્રબળ થઈ ગયો : "સાચે જ આ સંસાર વિષમતાઓથી ભરેલો છે. જીવોને મોહ નચાવે છે. ન કરવા જેવાં કૃત્ય મનુષ્યો પાસે કરાવે છે. ધિક્કાર છે આવા સંસારને. મારે આવા સંસારમાં નથી રહેવું પરંતુ જ્યાં સુધી હું 2010_03 Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પર્વ-પ્રવચનમાળા સંસારનો ત્યાગ ન કરું ત્યાં સુધી આ બેની પાપપ્રવૃત્તિને મારે રોકવી જોઈએ!” શું કરું?’ મરુભૂતિ ગહન વિચારમાં ડૂબી ગયો. "જો હું કમઠને કહી દઉં તો તે માનશે નહીં, ઝઘડો કરશે. વસુંધરાને કહીશ તો તે ય ઝઘડો કરશે અથવા પ્રાણત્યાગ કરી દેશે. એનાથી ઘરની બદનામી થશે. કમઠે કદીય મારી વાત માની નથી. તે તો સ્વચ્છંદી અને ઉદ્ધત બની ગયેલો છે. વસુંધરા પણ તેની સાથે સ્વૈરિણી બની ગઈ છે. મારા કહેવાનો કોઈ અર્થ નહીં રહે.” મરુભૂતિ કેટલી સ્વસ્થતાથી વિચાર કરે છે ? એનો આત્મા કેટલો સમભાવી બની ગયો હશે? સભામાંથી અમે તો આવું કુકર્મ જોતાંની સાથે જ પ્રહાર કરી દઈએ... મોટું મહાભારત રચાઈ જાય ! મહારાજશ્રી : તમે તો શું, મોટા મોટા માણસો ય આવું દ્રશ્ય જોઈને ગુસ્સે થઈ જાય ! મારવા માટે તૈયાર થઈ જાય. મામૂલી અપ્રિય ઘટના બની જતાં ય આપણે ગુસ્સે થઈ જઈએ છીએ ને! ચંચળ બની જઈએ છીએ. તો પછી આવી દુર્ઘટના બનતાં શું ન બની શકે ? સમસ્યાનો ઉકેલ સ્વસ્થ મનથી કરોઃ આવું શા માટે બને છે તે જાણો છો? લ્દયમાં વૈરાગ્ય નથી. Æયમાં વિષયરાગ ભરેલો છે. મમત્વ અને આસક્તિ ભરેલી છે. વિષયરાગથી કષાય ઉત્પન્ન થાય છે. ને મરૂભૂતિના હૃયમાં પણ વિષયરાગ હોત તો તે પણ કષાયથી... રોષથી... ક્રોધથી તમતમી ઊઠત. સંભવ છે કે તે કમઠ અને વસુંધરાને પ્રહાર કરી બેસત. આ મારામારીમાં સંભવ છે કે કમઠ પણ મરુભૂતિ ઉપર પ્રહાર કરી દેત. પરિણામ આવત સર્વનાશનું. સભામાંથી તો શું આવો દુરાચાર ચલાવી લેવો જોઈએ? મહારાજશ્રી ચાલવા દેવાની વાત નથી. વાત છે આવી ઘટનાને બુદ્ધિપૂર્વક રોકવાની. ચિત્ત શાંત થાય તો બુદ્ધિ કામ કરતી હોય છે. ક્રોધમાં બુદ્ધિ કુંઠિત બની જાય છે, જડ બની જાય છે. આવી ઘટનાઓ ઝઘડા કરવાથી વા મારામારી કરવાથી રોકી શકાતી નથી. પરંતુ એક દુર્ઘટનાથી બીજી દુર્ઘટના પેદા થાય છે. દરેક સમસ્યાને સ્વસ્થ મનથી ઉકેલવા પ્રયત્ન કરવો જોઈએ. અપ્રિય ઘટના હોય કે દુઃખદ ઘટના હોય, મનને અસ્વસ્થ - બેચેન ન બનવા દેવું જોઈએ. જો Æયમાં વૈરાગ્ય હશે તો મન સ્વસ્થ રહી શકશે. વિરક્ત દય આવી ઘટનાઓમાં ભવસ્થિતિનું ચિંતન કરશે. કર્મોના પ્રભાવનું ચિંતન કરશે. જનમ-જનમના 2010_03 Page #225 -------------------------------------------------------------------------- ________________ પોષદશમી – પ્રવચન (૧) ૨૧૫ સંસ્કારોનું ચિંતન ક૨શે. આવા પ્રકારનું ચિંતન વિરક્ત મનમાં ચાલ્યા જ કરે છે. મરુભૂતિએ ઘરની વિકટ સમસ્યાને ઉકેલવાનો વિચાર કર્યો. સમસ્યા માત્ર મરુભૂતિની જ નહીં, અરુણાની પણ હતી. એટલા માટે વિલંબ ન કરતાં શીઘ્ર ઉપાય ક૨વાનું વિચાર્યું. અરુણા ગંભીર હતી અને તેને મરુભૂતિ ઉપર વિશ્વાસ હતો. તેણે કોઈ ધાંધલ ન મચાવ્યું, ન તો તેણે કોઈ સ્નેહી સ્વજનને વાત કરી. રાજા અરવિંદને વાત કરી મરુભૂતિ વિચારે છે ઃ "પિતાજીના મૃત્યુ પછી મહારાજા અરવિંદ જ અમારે માટે પિતા છે. પિતાની જગાએ એ જ વાત્સલ્ય વરસાવે છે અને પરિવારનો ખ્યાલ રાખે છે. મારે મહારાજાને આખી વાત કરી દેવી જોઈએ. એ કમઠને સમજાવી શકશે.” મરુભૂતિએ આખી વાત મહારાજા અરવિંદને જણાવી દીધી. સાંભળતાં જ અરવિંદ કમઠ પ્રત્યે રોષાયમાન થઈ ગયા. તેમણે મરુભૂતિને કહ્યું : ‘તું જા અને હું કમઠને જોઉં છું. એ ઉદ્ધત છોકરાથી તો તારા પિતા પણ ચિંતિત હતા; પરંતુ હવે તો તેણે હદ વટાવી છે.' મરુભૂતિ ઘેર ચાલ્યો ગયો. તેના માથા ઉપરથી આખો ભાર ઊતરી ગયો. તે નિશ્ચિંત થઈ ગયો. પરંતુ મહારાજા અરવિંદ ચિંતામાં પડી ગયા. "શું કરવું જોઈએ કમઠને ? જો તેને ઘ૨થી અલગ કરી નાખું તો પણ તે આ નગરમાં રહેશે... તો ગમે તેમ કરીને તે વસુંધરાને મળતો રહેશે. બીજા ગામમાં મોકલી દઉં તો... ? તો પણ તે અહીં આવતો-જતો રહેશે. એને દેશમાંથી કાઢી મૂકવો જોઈએ. આમેય તે નકામો છે, ફરતો રહે છે. અનેક ખરાબ કામ કરતો રહે છે. તેને પુરોહિતપુત્ર સમજીને આજ દિન સુધી માફ કરતો રહ્યો. પરંતુ હવે તો તેને શિક્ષા કરવી જ પડશે.” કમઠને સજા ઃ રાજાએ કમઠને બોલાવ્યો. તેનું ભયંકર અપમાન કર્યું. તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી. રાજાએ એને દેશનિકાલની સજા કરી. :: સભામાંથી તેની પાસે ક્ષમા મંગાવીને તેને સુધરવાની તક આપવામાં આવી હોત તો કામ ન થાત ? મહારાજશ્રી : રાજાએ કમઠમાં સુધરવાની યોગ્યતા જોઈ નહીં હોય, કેટલાક અપરાધીઓ ક્ષમા આપવાથી સુધરે છે; કેટલાક અપરાધી નથી સુધરતા. આવા અપરાધીઓને દંડ આપવો એ રાજનીતિમાં યોગ્ય માનવામાં આવ્યું છે. અપરાધીના ભૂતકાલીન જીવનનો અભ્યાસ કરીને ક્ષમા અથવા સજાનો નિર્ણય 2010_03 Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પર્વ-પ્રવચનમાળા કરવામાં આવે છે. કમઠનું જીવન બચપણથી જ ઉદ્ધતાઈભર્યું અને દોષપૂર્ણ હતું. અને રાજા એને ઘરથી, નગરથી, રાજ્યથી દૂર રાખવા ઈચ્છતા હતા. જેથી મરુભૂતિના ઘરની શાન્તિ અને પવિત્રતા કાયમ રહે. મરુભૂતિ નિશ્ચિત બની ગયો. કમઠ Æયમાં તીવ્ર રોષ લઈને રાજ્ય છોડીને દૂર જંગલમાં ચાલ્યો ગયો. મરુભૂતિના ઘરમાં શાન્તિ થઈ, પરંતુ આ શાન્તિ બહારની હતી, અંદરથી ભીતરથી બધાં અશાન્ત હતાં ! દિનપ્રતિદિન અરુણાને કમઠનો વિયોગ સતાવવા લાગ્યો. વસુંધરા પોતાની અંદર જ પાપને લીધે વ્યાકુળતા અનુભવવા લાગી. જ્યારે મરુભૂતિ દયા અને કરુણાથી બેચેન રહેવા લાગ્યો. મરુભૂતિનું સમ્ય ચિંતનઃ "ક્યાં જશે કમઠ? શું કરશે? શું ખાશે? સ્થાન સ્થાન ભટકતો રહેશે. જો તે સાચા માર્ગે ચાલ્યો હોત તો આ દિવસ ન આવત.... અને તે હૃદયમાં રોષ ભરીને ગયો છે... તેને ખબર તો પડી જ ગઈ હતી કે મહારાજને બધી વાત મેં કહી છે. એટલા માટે મારા પ્રત્યે તેના દ્ધયમાં દ્વેષ ઉત્પન્ન થયો હશે. તેના દુઃખમાં હું નિમિત્ત બની ગયો.” સમકિત દ્રષ્ટિ જીવનો અપરાધી પ્રત્યે પણ કેવો કરણાભય ચિંતન-ભાવ હોય છે. તે અપરાધી પ્રત્યે પણ અશુભ યા અહિતકારી વિચાર નથી કરતા. આ સમજવાની વાત છે. આંતરનિરીક્ષણ કરવાની જરૂર છે. અંદર ઊતરીને જુઓ કે સમ્યગુ દર્શનનો ગુણ પ્રકટ થયો છે? "અપરાધીનું પણ અહિત ન વિચારવું ” એ જિનવચન મનમાં ઊતર્યું છે ખરું? જિનવચનો ઉપર શ્રદ્ધા એ જ જિનેશ્વરદેવો પ્રત્યે સાચી શ્રદ્ધા છે. જિનવચનોને સમજ્યા વગર તેમના વચનો પ્રત્યે શ્રદ્ધા કેવી રીતે હોય? એટલા માટે તમને લોકોને સદાય કહું છું કે પ્રતિદિન નવું નવું સમ્યગુ જ્ઞાન પ્રાપ્ત કરતા રહો. જેઓ તમારા અપરાધી નથી તેમને દુઃખ આપવાનું તો વિચારતા નથી ને? તેમના દુઃખમાં તમને મજા તો નથી પડતી ને? તમારા કાર્યકલાપોને જુઓ. તમારા વિચારોનું પૃથક્કરણ કરો. પછી આ વાત વિચારો કે કોઈ માણસ પોતાનાં જ ખરાબ કાયથી દુઃખી થયો. હોય અને તેમાં તમે નિમિત્ત બન્યા હો તો એ મનુષ્ય માટે તમારા હૃયમાં સહાનુભૂતિ.. દયા, કરણાનો ભાવ જાગે છે? જો તમે વાસ્તવમાં જિનધર્મ પામ્યા હશો તો આ ભાવ જાગશે જ. પણ જો માત્ર નામના જ જેન હશો તો એવો શુભ ભાવ નહીં જાગે. 2010_03 Page #227 -------------------------------------------------------------------------- ________________ પોષદશમી - પ્રવચન (૧) ૨૧૭ ધર્મનો જન્મ ચિત્તમાંઃ ભગવાન પાર્શ્વનાથનો પહેલો ભવ હતો મરુભૂતિનો. એ પહેલા ભવમાં એમણે સમ્યગુ દર્શન પ્રાપ્ત કર્યું હતું. જિનધર્મ પ્રાપ્ત કર્યો હતો. તેમના જ ઘરમાં તેમના ભાઈએ અને પત્નીએ કેવી વિકટ સમસ્યા પેદા કરી દીધી હતી? કેવી દુઃખદ ઘટના બની ગઈ હતી? એ સમયે મરુભૂતિ કેવી સ્વસ્થતા બતાવે છે અને કેવી વિચારધારા તેમના દ્ધયમાં વહે છે? એને કહેવાય જિનધર્મની પ્રાપ્તિ ! એક વાત ન ભૂલો કે ધર્મનો સંબંધ આપણા ચિત્ત સાથે છે. ધર્મ વિરામવઃ | ધર્મજીવના ચિત્તમાં પેદા થાય છે. ધર્મમય ચિત્તમાંથી સદેવ શુભ વિચારધારા જ વહે છે ! હા, કાર્ય શુભ ન પણ હોય, તો કાર્ય પાપનું થઈ શકે છે, વિચાર નહીં ! સભામાંથી અમારા વિચારો તો મોટા ભાગે પાપના જ ચાલતા રહે છે... કોઈ કોઈ કાર્ય શુભ થાય છે. મહારાજશ્રી? કારણ કે જિનવચનોનું અધ્યયન નથી કરતાં. અધ્યયન કરતા હો તો ચિંતન-મનન નથી કરતા... ચિંતન કરતા હો તો તાત્પયથિ સુધી નહીં જતા હો. ધર્મક્રિયા કરતા હશો તો પણ એ ક્રિયામાં મનને જોડતા નહીં હો !! મરુભૂતિ એ વિચારે છે કેઃ “મારે નિમિત્તે કમઠને દેશનિકાલ કરવામાં આવ્યો.... મારા નિમિત્તે તેના મનમાં તીવ્ર કષાયો પેદા થયા. તે માટે નિમિત્તે દુખી થયો...” તેમણે એવું કદી ન વિચાર્યું કે : "એ દુષ્ટને પાપની સજા થઈ તે સારું થયું. અહીં તો એને દેશનિકાલ મળ્યો પણ મરીને તે નરકમાં જ જશે. આવા પાપીને તો આનાથી વધારે સખત શિક્ષા મળવી જોઈએ. કૂતરાને મોતે મરશે.” મરભૂતિ આવું વિચારી જ ન શકે. કારણ કે તેમનું ચિત્ત ધર્મમય બની ગયું હતું. ધર્મમય ચિત્તમાંથી મૈત્રીપૂર્ણ, કરુણાપૂર્ણ પ્રમોદપૂર્ણ યા ઉપેક્ષાપૂર્ણ વિચારધારા જ પ્રવાહિત થાય છે. વસુંધરા પ્રત્યે પણ મરુભૂતિએ કોઈ રોષભર્યું પગલું ન ભર્યું. તેની ઉપેક્ષા કરી દીધી. વસુંધરાના મનમાં ઘોર પશ્ચાત્તાપ થયો તેના પાપાચરણનો. તેણે જાતે આવીને મરુભૂતિની ક્ષમા માગી. મરુભૂતિએ ક્ષમા આપી દીધી. અરુણા મરુભૂતિના મહાન વ્યક્તિત્વથી અભિભૂત થતી ગઈ. મરુભૂતિના પ્રત્યે ઉચ્ચતમ પ્રમોદભાવ તેના હૃદયમાં જાગૃત થયો. અયોગ્ય જીવ ક્ષમા આપતો નથીઃ એક દિવસે મરુભૂતિએ મહારાજા અરવિંદની પાસે જઈને કહ્યું: "મહારાજા, જે દિવસથી કમઠ ગયો છે તે દિવસથી મારું મન ઉદ્વિગ્ન રહ્યા કરે છે. તે ભાગ્યે જ તેની ભૂલ અનુભવતો હશે... પરંતુ મારા પ્રત્યે ઘોર ષ હૃદયમાં ભરીને ગયો છે. 2010_03 Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પર્વ-પ્રવચનમાળા મોટાભાઈએ મહારાજાને કહીને દેશનિકાલ કરાવ્યો, ત્યાં મારી ભૂલ માનીને મારા પ્રત્યે તીવ્ર કષાયી બન્યો હશે !” મહારાજા અરવિંદે કહ્યું: "બનવા દો તીવ્ર કષાયી, આપણે શું? અપરાધ એણે કર્યો છે; સજા ભોગવવી જ પડશે.” મરુભૂતિએ કહ્યું "પરંતુ તીવ્ર કષાયમાં મરશે તો નરકમાં જશે... અસંખ્ય વર્ષ દુખ, ત્રાસ, વેદના... સહન કરવી પડશે..." મહારાજાએ કહ્યું : "આવા પાપી જ નરકે જાય છે ને? જવા દો, તું ચિંતા ન કર." મરુભૂતિએ કહ્યું: મહારાજા, મારા નિમિત્તે એવું ન થવું જોઈએ... હું એ વિચારું છું કે એની પાસે જઈને ક્ષમાયાચના કરી આવું, તેથી તેનો કષાય શાન્ત થાય.” મહારાજાએ કહ્યું: “વત્સ, એવી ભૂલ ન કરતો. અયોગ્ય અપાત્ર જીવ ન કોઈની પાસે ક્ષમાયાચના કરે છે, ન કોઈને ક્ષમાદાન આપે છે. તું એની પાસે જઈશ તો તેના કષાયો વધારે પ્રજ્વલિત થશે.” મરુભૂતિએ કહ્યું: “પરંતુ જ્યાં સુધી હું એની ક્ષમાયાચના નહીં કરું, ત્યાં સુધી મારું મન શાન્ત-ઉપશાન્ત નહીં બને.” મહારાજાએ કહ્યું: “મરુભૂતિ, આ તારી ભાવુકતા છે. વધારે પડતી ભાવુકતામાં વહી જવું એ બરાબર નથી. તે અહીં જ પોતાની ક્ષમાયાચના કરી લે. એના પ્રત્યે મનમાં વેરભાવ ન રાખવો જોઈએ. એટલું જ પર્યાપ્ત છે.” મરુભૂતિની અતિભાવુકતા ભરેલી વાત મહારાજાના દયને ગમી નહીં. તે પોતાને ઘેર આવે છે. રાતભર ખૂબ જ વિચાર કર્યો: "આ રાજ્ય છોડીને તે ક્યાં ગયો છે, તેની હું તપાસ કરાવીશ પછી તેની પાસે જઈશ.” મરૂભૂતિની ઉદાત્ત ભાવના: વાત સમજી શકો છો ને? કોણ કોની ક્ષમા માગવાનું વિચારે છે? જેનો અપરાધ કર્યો છે, જે મોટો ભાઈ છે, તે અપરાધીની ક્ષમા માગવાની વાત કરે છે. કેમ? શા માટે ? એક જ પ્રયોજન હતું - “મારી ક્ષમાયાચનાને કારણે તેનો કષાય શાન્તઉપશાંત થશે. કષાય ઉપશાંત થવાથી તેની દુર્ગતિ નહીં થાય... જીવ કર્મવશ છે, ભૂલ થઈ જાય છે... હવે તે સુધરી જશે.” કેટલી ઉદાત્ત ભાવના હતી મરુભૂતિની? "મેં તો કોઈ ગુનો કર્યો નથી. ગુનેગાર તો તે છે. હું શા માટે તેની ક્ષમા માગું?” આવી કોઈ વાત મરુભૂતિએ વિચારી નહીં. તેમણે કમઠના સમાચાર મેળવી લીધા. કમઠ અરવિંદનું રાજ્ય છોડીને પાસેના રાજ્યમાં ગયો હતો. એને કોઈ કામધંધો તો આવડતો ન હતો. એક જંગલમાં તેણે 2010_03 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ પોષ દશમી - પ્રવચન (૧) તાપસીનો એક આશ્રમ જોયો. આશ્રમના કુલપતિ હતા "શિવ નામના તપસ્વી. કમટે તેમનું શરણું લઈ લીધું. એ તાપસી દીક્ષા લઈને તપસ્વી બની ગયો. તમારે એમ ન સમજવું કે એ સુધરી ગયો! ના, એ તો આપત્તિકાળમાં ધારણ કરેલ માત્ર તપસ્વી - તાપસી દીક્ષાનો આડંબર હતો. ન તો એ ત્યાગ હતો કે ન તો એ વૈરાગ્ય હતો. એવા ર્દયમાં તો મરુભૂતિ પ્રત્યે ઘોર દ્વેષ ઊછળી રહ્યો હતો. સહવર્તી તાપસો સાથે વાર્તાલાપ કરતી વખતે કોઈ કોઈ વાર આ ઠેષભાવ પ્રકટ થઈ જતો હતો. મરુભૂતિ કમઠને મળે છે? આ બાજુ મરુભૂતિએ માત્ર અરુણાને વાત કહી કે "હું કમઠને મળીને આવું છું. તે શિવતાપસના આશ્રમમાં તાપસ બનીને રહ્યો છે.” મરુભૂતિ રાત્રિના સમયે અશ્વારૂઢ થઈને ઘેરથી નીકળ્યો. રાતભર અશ્વ દોડતો રહ્યો. પ્રાતઃકાળે મરુભૂતિ શિવતાપસના આશ્રમ પાસે આવી પહોંચ્યો. તે ઘોડા ઉપરથી નીચે ઊતરી ગયા. આશ્રમની બહારના એક વૃક્ષની સાથે ઘોડો બાંધીને તેમણે આશ્રમમાં પ્રવેશ કર્યો. પથ્થરની એક શિલા ઉપર કમઠ બેઠો હતો. તેણે મરુભૂતિને આશ્રમમાં પ્રવેશતાં જ જોઈ લીધો... તેની આંખોમાં દ્વેષનો જ્વાળામુખી ફાટ્યો... મરભૂતિએ કમઠને તાપસના રૂપમાં જોયો. તેમની આંખો ભીની થઈ ગઈ. તે દોડીને કમઠની પાસે ગયા અને જમીન પર સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. મરુભૂતિનું મૃત્યુ હજી તોમરૂભૂતિ જમીન ઉપર પડ્યા છે ત્યાં કમઠે ઊભા થઈને એક મોટો પથ્થર ઉપાડીને મરુભૂતિના માથા ઉપર પ્રહાર કર્યો. મરુભૂતિનું માથું ફૂટી ગયું.. કમઠ ત્યાં ઊભો ઊભો અટ્ટહાસ્ય કરે છે. મરુભૂતિનું ત્યાં મૃત્યુ થઈ ગયું. આશ્રમના તાપસો ત્યાં એકઠા થઈ ગયા. કુલપતિ શિવ પણ ત્યાં દોડતા આવી ગયા. તેમણે કમઠને ધિક્કાયો.. અન્ય તાપસો એની ઉપર થૂક્યા..... પ્રહારો કર્યા અને તેને આશ્રમમાંથી કાઢી મૂક્યો. મરુભૂતિના હૃયમાં આમ તો શુભ ભાવ જ હતો મૃત્યુની પહેલાં. પરંતુ મરીને તે તિર્યંચગતિમાં ઉત્પન્ન થયા. એટલા માટે માનવું પડે છે કે મૃત્યુની ક્ષણે અશુભ ભાવ આવી ગયો હોય !!! અથવા એમણે પહેલા કદી તિર્યંચગતિનું આયુષ્ય બાંધી લીધું હોય. મરુભૂતિના મૃત્યુના સમાચાર પહોંચ્યા પોતનપુર. મહારાજા અરવિંદને ઘેરો આઘાત લાગ્યો. અરુણા અને વસુંધરા પણ ખૂબ દુઃખી થયાં. આખાય નગરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. 2010_03 Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પર્વ-પ્રવચનમાળા રાજા અરવિંદને વૈરાગ્ય દીક્ષાઃ મહારાજા અરવિંદ આ ઘટનાને જ્ઞાનના આલોકમાં જુએ છે અને તેમનું મન સંસારનાં સુખો પ્રત્યે વૈરાગ્યવાળું બને છે. એક દિવસે આ વૈરાગ્ય તીવ્ર બની જાય છે... એક દ્રશ્ય જોઈને. મહારાજા અરવિંદ એક દિવસે ઝરૂખામાં બેસીને પશ્ચિમ દિશામાં સંધ્યાના રંગો નિહાળી રહ્યા હતા. સૂર્ય આથમી ગયો હતો. ક્ષિતિજ ઉપર રંગબેરંગી વાદળો છવાયેલાં હતાં. અનેક નયનરમ્ય આકૃતિઓ રચાઈ રહી હતી. મહારાજા કુદરતના સૌદર્યને જોઈ રહ્યા હતા. ત્યાં અચાનક વાદળો વિખરાવા લાગ્યાં, કાળાં કાળાં વાદળો ઘેરાવા લાગ્યાં. મહારાજાએ આ ઘટનાને જ્ઞાનના આલોકમાં જોઈ. જીવન અને યૌવનની ક્ષણભંગુરતાને જોઈ. તેમનો વૈરાગ્યભાવ તીવ્ર થઈ ગયો. તેમણે તે જ ઘડીએ આત્મસાક્ષીએ ગૃહવાસ ત્યજીને ચારિત્ર - સાધુધર્મ અંગીકાર કરવાનો નિર્ણય કર્યો. ઉત્તમ આત્માઓને તો સામાન્ય નિમિત્ત પણ આત્મભાવમાં જાગૃત કરી દે છે. મોહમૂઢ જીવોને ઉત્તમ નિમિત્ત મળવા છતાં પણ કોઈ અસર થતી નથી. ઉપાદાન આત્માની યોગ્યતા પર જાગૃતિ યા મૂઢતા આધારિત હોય છે. એક દિવસે મહારાજા અરવિંદે રાજકુમારનો અભિષેક કરી દીધો, અને તેમણે ચારિત્રધર્મ સ્વીકારી લીધો. તેઓ શ્રમણ બની ગયા. જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગમાં લીન બનીને જીવન વ્યતીત કરવા લાગ્યા. ભવ ૨ - સર્પ અને હાથીઃ મરુભૂતિ મરીને એક જંગલી હાથીનો ભવ પામે છે, અને કમઠ મરીને એ જંગલમાં કુટ નામનો સપનો ભવ પામે છે. કુકુટ સાપ તીવ્ર ઝેરવાળો હોય છે. અરુણા (કમઠની પત્ની) મરીને એ જ જંગલમાં હાથણીનો ભવ પામે છે. વસુંધરાનો ખ્યાલ નથી કે તે મરીને કઈ ગતિમાં ગઈ !! જુઓ કર્મની વિચિત્ર ગતિ ! મનુષ્ય ભવમાંથી પશુના ભવમાં ટ્રાન્ફર” થઈ ગયા. ક્યાં રાજપુરોહિતનો પરિવાર અને કયાં જંગલમાં હાથી અને સાપનો ભવ? જીવોને કર્મ ભવનમાં કેવા ભટકાવે છે, એ વાત શાંત ચિત્તે વિચારવાની છે. - શ્રી અરવિંદ રાજર્ષિ પરિભ્રમણ કરતા કરતા એ જ જંગલમાં પહોંચી જાય છે. મરભૂતિનો જીવ - જે હાથી છે - તે રાજર્ષિને જોઈને મારવા એમની તરફ દોડે છે. 2010_03 Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ પોષ દશમી - પ્રવચન (૧) હાથીને પ્રતિબોધઃ એક વાત કદાચ તમને બતાવી નથી. અરવિંદ રાજર્ષિને અવધિજ્ઞાન'પ્રકટ થઈ ગયું છે. તેમણે અવધિજ્ઞાનના પ્રકાશમાં જોયું. દૂરથી હાથી દોડતો આવી રહ્યો છે. જ્યારે હાથી નજીક આવ્યો ત્યારે રાજર્ષિએ પોતાનો જમણો હાથ ઊંચો કરીને આશીર્વાદની મુદ્રા હલાવીને, બહેમરુભૂતિ, શાંત થા. પૂર્વજન્મમાં મારું કહેવું ન માન્યું તો આ તિર્યંચ પશુનો જન્મ મળ્યો. હજુ પણ મારું કહેવું નહીં માને તો તારું શું થશે? યાદ કર, તું રાજપુરોહિત હતો, તારું નામ મરુભૂતિ હતું. કેવો તું વિવેકી, ક્ષમાશીલ અને ધૈર્યવાન હતો ? અપરાધીને ક્ષમા કરવાની તારી કેવી ઉદારતા હતી? ક્ષમાયાચના કરતાં કરતાં તારો પ્રાણ નીકળી ગયો... પ્રાણ નીકળતી વખતે તારા મનમાં આર્તધ્યાન આવી ગયું, અને તે હાથીનો ભવ પ્રાપ્ત કર્યો.” રાજર્ષિની વાણી સાંભળતાં જ હાથીને પૂર્વભવની સ્મૃતિ થઈ આવી. તે જમીન ઉપર બેસી ગયો અને નમીને રાજર્ષિને વંદના કરવા લાગ્યો. એટલામાં હાથણી - અરણા પણ ત્યાં આવી. રાજર્ષિએ એને પણ પ્રતિબોધ આપ્યો. હાથણીને ય પૂર્વજન્મની સ્મૃતિ તાજી થઈ આવી. બંને પ્રતિબદ્ધ થયાં. તેમના હૃયમાં દયાભાવ જાગૃત થયો. પુણ્યકર્મ બાંધતા રહોઃ આને કહે છે પુણ્યોદય ! જંગલમાં અવધિજ્ઞાની મહર્ષિનો સંયોગ મળવો.. હાથી-હાથણીના ભવમાં પ્રતિબોધ પામવો... પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવવી. પશુયોનિમાં ધર્મપ્રાપ્તિ થવી. આ બધી સામાન્ય બાબતો નથી. મહાન પુણ્યનો ઉદય હોય, ત્યારે જ આવી વાતો બને છે. મરુભૂતિના ભવમાં એવું પુણ્ય ઉપાર્જન કર્યું હતું, તે પુણ્ય - તે પ્રારબ્ધ આ જન્મમાં કામ આવી ગયું. આ ઘટનાથી એ ફલિત થાય છે કે મનુષ્ય જન્મમાં કષાયોને ઓછા કરતાં કરતાં બની શકે તેટલાં સુકૃત્યો કરો. વિવિધ પ્રકારના સુકત કરતા રહો. સુકતોથી પુણ્યકર્મનું બંધન થાય છે. પુણ્ય ઉપાર્જન કરતા રહો. ઉત્કૃષ્ટ પુણ્યોપાર્જન કરતા રહો. કોઈ વાર કોઈક ભૂલ થઈ ગઈ અને દુર્ગતિમાં જવું ય પડ્યું તો એ પુણ્યકર્મ ઉદ્ધાર કરવા માટે સહયોગી બની જશે. અરવિંદ રાજર્ષિની જેમ કોઈક ઉદ્ધારક મળી જશે. ચંડકૌશિક નાગને ભગવાન મહાવીર મળ્યા હતા ને? એ જીવોના પુણ્યકર્મના ઉદયથી જ આવા ઉદ્ધારકો મળ્યા હતા. એટલા માટે કહું છું કે પુણ્યકર્મનો સંચય કરતા રહો! ચારેકોર દુઃખનાં વાદળો ઘેરાયેલાં હશે. એ સમયે તેજસ્વી સૂર્યની માફક પુણ્યકર્મ ચમકશે અને દુઃખોનાં વાદળોને ચીરી નાખશે... ચારે તરફથી ડાકુઓએ ઘેરી લીધા હોય અને કોઈ રક્ષક 2010_03 Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પર્વ-પ્રવચનમાળા સૈનિક આવી પહોંચી રક્ષા કરે, એ રીતે પુણ્યકર્મ આવી તમારી રક્ષા કરશે. હાથીના ભાવમાં અવધિજ્ઞાની મુનિ મળ્યા હતા ને? સાથે અરુણાના જીવ હાથણીનું કલ્યાણ થઈ ગયું. તેનો આત્મા પણ જાગી ગયો. ન જાગ્યો એક માત્ર કમઠનો આત્મા. કુકુટ સર્પ બન્યો છેને? અતિ ઝેરી અને ઘાતક! એક દિવસે તે પણ હાથીની પાસે પહોંચી ગયો. એને પહોંચવાનું જ હતું. મરૂભૂતિને એક વાર માર્યા છતાં પણ તેનો વેરભાવ શાન્ત થયો ન હતો. અને મરુભૂતિએ તેના પૂર્વજન્મોમાં મોહવશ - અજ્ઞાનવશ કમઠના જીવનું કંઈક અહિત કર્યું હશે, કંઈક દુઃખ આપ્યું હશે! કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. સર્વે હાથીને ડંખ માર્યો. હાથીના શરીરમાં ઝેર ફેલાવા લાગ્યું. પરંતુ હાથી સાવધાન હતો. સાપની ઉપર જરાય રોષ ન કર્યો. મોતના સમયે સાવધાની રાખી. ધર્મધ્યાન કરતો રહ્યો. મરીને તેનો આત્મા દેવલોકમાં દેવ બન્યો. ભવ ૩- નરક અને સ્વર્ગ કમઠનો જીવ મરીને પાંચમી નરકમાં ઉત્પન્ન થયો. મરુભૂતિનો આત્મા આઠમા દેવલોકમાં ગયો અને અરુણાનો આત્મા દેવલોકમાં દેવી બન્યો. અરવિંદ રાજર્ષિ અષ્ટાપદ પર્વત ઉપર ચાલ્યા જાય છે. ત્યાં તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આયુષ્યકર્મ પૂર્ણ થતાં તેમનું નિવણ થાય છે. તેમની સંસારયાત્રા તો સમાપ્ત થઈ ગઈ. પરંતુ મરભૂતિ તથા કમઠની સંસારયાત્રા આગળ વધી રહી છે. એકનું ઊર્ધ્વગમન થાય છે, બીજાનું અધોગમન થાય છે! એક આત્મા સમતાથી યાતનાઓ સહે છે, બીજો તીવ્ર વેરભાવમાં યાતનાઓ વરસાવે છે. ક્યારે અને કેવી રીતે તે આગળ બતાવીશ. આજે બસ, આટલું જ. 2010_03 Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧૩ પોષ દશમી - પ્રવચન (૨) શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ભવ સંકલના: ભવ ચોથો/ રાજા અને સર્પનો. વૈતાઢય પર્વત વિદ્યાધરોની દુનિયા. મરભૂતિ કિરણગ રાજા / કમઠ સર્પ બને છે. કિરણવેગને વૈરાગ્ય / દીક્ષા આત્મા ઉપાદાન / ઉપાદાનને પરિપક્વ કરવાના ત્રણ ઉપાય. કિરણવેગ મુનિને કાલદારુણ સપડખ દે છે. મુનિનું મૃત્યુ / ૧૨ મા દેવલોકે | સર્પ છઠ્ઠી નરકમાં. ભવ ૫ સ્વર્ગ અને નરકનો / ચીકણાં કમી સમતાભાવ અને સહનશીલતા ભવ : રાજા અને ભીલ્લનો. રાજા વજનાભની દીક્ષા / કમઠનો જીવ ભીલ્લ. ભીલ મુનિને મારે છે | મુનિ સ્વર્ગમાં / ભીલ્લ નરકમાં. ભવ ૭. ભવ ૮ઃ ચક્રવર્તી રાજા અને સિંહ ચક્રવર્તી સુવર્ણબાહુ / કમઠનો જીવ સિંહ/સુવબાહુનું અપહરણ, લગ્ન / રાજ્યાભિષેક દીક્ષા/ તીર્થકર નામકર્મ બાંધ્યું 7 સમાધિમૃત્યુ • ભવ ૯ઃ મરૂભૂતિનો જીવ સ્વર્ગમાં / કમઠનો જીવ નરકમાં. 2010_03 Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પર્વ-પ્રવચનમાળા कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वती । प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥ પોતપોતાનાં ઉચિત કર્મો કરનારા કમઠ અને ધરણેન્દ્ર પ્રત્યે સમાન મનોભાવ રાખનારા શ્રી પાર્શ્વનાથ ભગવાન અમારું કલ્યાણ કરો.' કલિકાલસર્વજ્ઞશ્રી આચાર્યદિવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ આ શ્લોક દ્વારા ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાનનો શત્રુ, મિત્ર પ્રત્યે સમભાવ હતો એ વાત પ્રત્યે આચાર્ય ભગવંત આકૃષ્ટ થયા છે. ભગવાન એમના મનમાં વસી ગયા છે અને તેમણે પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી. ભગવાનનો આ સમભાવ પૂર્વજન્મની સાધનાના પરિપાકરૂપ હતો. મરુભૂતિના જન્મથી શરૂ કરીને નિરંતર સમભાવનો અભ્યાસ ચાલતો હતો. પાર્શ્વનાથના અંતિમ ભવમાં આ ભાવ પરાકાષ્ઠા પર પહોંચી ગયો હતો. મરુભૂતિના ભવમાં અને હાથીના ભવમાં તેમણે કેવું સમત્વ રાખ્યું હતું, તે આપણે જોઈ લીધું. ત્રીજો ભવ હતો દેવનો. કમઠ નરકમાં ગયો હતો. એટલે બંનેનું મિલન શકય જ ન હતું. મરુભૂતિના જીવે આઠમા દેવલોકમાં ભરપૂર સુખ ભોગવ્યું અને કમઠના જીવે નરકમાં અસંખ્ય વર્ષ સુધી ઘોર દુઃખો ભોગવ્યાં. ભવ ૪- સર્પ અને રાજા દેવલોકમાં અસંખ્ય વષનું આયુષ્ય પૂર્ણ થાય છે અને મરુભૂતિનો આત્મા મધ્યલોકમાં અવતરિત થાય છે. જંબૂદ્વીપના પૂર્વ-મહાવિદેહ ક્ષેત્રમાં “સુકચ્છ” નામનો વિજય છે (વિજય એટલે વિભાગ), ત્યાં વૈતાઢય પર્વતની ગિરિમાળા આવેલી છે. ખૂબ જ લાંબો-પહોળો છે આ વૈતાઢય પર્વત. આપણા જૈન ગ્રંથોમાં વૈતાઢય પર્વતનું વર્ણન આવે છે. રામાયણમાં ય વૈતાઢયનો ઉલ્લેખ છે. વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધર મનુષ્યોની દુનિયા વસેલી છે. સભામાંથી શું વિદ્યાધર દેવ નથી હોતા? મનુષ્ય હોય છે? મહારાજશ્રી હા, વિદ્યાધર મનુષ્ય હોય છે, દેવ નથી હોતા. એ મનુષ્યો પાસે અનેક પ્રકારની વિદ્યાશક્તિઓ હોય છે. એટલા માટે તે વિધાધર' કહેવાય છે. આ વૈતાઢય પર્વત ઉપર "તિલકપુરી” નામની નગરી છે. ત્યાંનો રાજા હતો વિદ્યુતગતિ. રાણીનું નામ હતું તિલકાવતી. એ તિલકાવતીના પેટે મરુભૂતિનો આત્મા જમ્યો. રાજકુમારનું નામ રાખવામાં આવ્યું કિરણવેગ "પદ્માવતી નામની કન્યા સાથે રાજકુમારનું લગ્ન થઈ ગયું. મહારાજા વિદ્યુતગતિએ કિરણવેગનો રાજ્યાભિષેક કરી દીધો. અને તેમણે 2010_03 Page #235 -------------------------------------------------------------------------- ________________ પોષ દશમી - પ્રવચન (૨) ૨૨૫ ગૃહવાસનો ત્યાગ કર્યો અને શ્રમણ જીવન સ્વીકારી લીધું. સભામાંથી શું વિદ્યાધરો પણ સાધુ બને છે? મહારાજશ્રી વિપુલવૈભવ અને અનેક વિદ્યાશક્તિઓ હોવા છતાં પણ વૈરાગી બની શકે છે. વૈરાગી આત્મા કયો ત્યાગ નથી કરી શકતો ? વૈરાગ્ય ચક્રવર્તીપણાનોય ત્યાગ કરાવી શકે છે ને ? દેવનો વૈરાગ્ય ત્યાગ કરાવી શકતો નથી. દેવ વૈરાગી બની શકે, પરંતુ સાધુ ન બની શકે ! અને વૈરાગ્ય ન હોય તો ભિખારી પણ સાધુ બની શકતો નથી! ભિખારી પાસે ત્યાગ કરવા જેવું શું હોય છે? તો પણ તમે એને સાધુ બનવાનું કહો તો! ના પાડી દેશે! ભલે તમે એને લલચાવવાનો પ્રયત્ન કરો. "સાધુજીવનમાં સારું ભોજન મળશે. સારાં વસ્ત્રો મળશે. રહેવા સારું મકાન મળશે...” વગેરે વાતો જણાવો. તો પણ તે સાધુ બનવા તૈયાર નહીં થાય! કારણ કે તેના મનમાં વૈષયિક સુખોનો રાગ છે! વૈષયિક સુખ પામવાની ઇચ્છાઓ હોય છે. મહારાજા વિધુતગતિએ દીક્ષા લઈને નિરતિચાર ચારિત્રધર્મની આરાધના કરી. ઉગ્ર તપશ્ચર્યા કરી. કર્મોની નિર્જરા કરી અને મોક્ષ પામી ગયા. તેમનું સંસાર-ભ્રમણ અટકી ગયું. અનંત કાળ હવે શુદ્ધ સ્વરૂપમાં રહેતાં પૂણનંદનો અનુભવ કરવાનો! ફરીથી સંસારમાં જન્મ લેવાનો નહીં! રાજા કિરણવેગ વૈરાગી બને છે? પુત્ર ઉપર પિતાની અસર પડી જ હતી. ત્યાગ અને વૈરાગ્ય કિરણવેગમાં પણ સંસ્કારના રૂપે આવી જ ગયા હતા. રાજ્યનું પાલન કરતાં કેટલાંક વર્ષો વીતી જાય છે. પદ્માવતી એક પુત્રને જન્મ આપે છે. તેનું નામ રાખવામાં આવે છે “ધરણવેગ.” એક દિવસ તિલકપુરીમાં વિજયભદ્ર નામના વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષ પધારે છે. રાજા કિરણવેગ પરિવાર સાથે આચાર્યદેવના દર્શન - વંદન કરવા જાય છે. આચાર્ય ત્યાં વૈરાગ્યપૂર્ણ ધર્મોપદેશ આપે છે. તેની અંદર ઊગેલો વૈરાગ્યનો છોડ પ્રફુલ્લિત થઈ જાય છે. ત્યાં જ તે મનોમન ગૃહત્યાગ કરીને ચારિત્ર સ્વીકારવાનો સંકલ્પ કરે સભામાંથી એક જ વ્યાખ્યાનની આટલી અસર થઈ ગઈ? અમે તો હજારો પ્રવચન સાંભળ્યાં, પરંતુ વૈરાગ્ય ઉત્પન્ન થતો જ નથી ! મહારાજશ્રી ઉપાદાન યોગ્ય હોય તો નિમિત્તની અસર સારી થાય છે - તરત જ થઈ જાય છે. આત્માની યોગ્યતા પરિપક્વ થતાં નિમિત્ત તરત જ અસર કરે છે. જે તમે લોકો તમારી યોગ્યતા પરિપક્વ કરશો તો તમે પણ વૈરાગી બની શકશો. ત્યાગના માર્ગે ચાલી શકશો. 2010_03 Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આત્માના ઉપાદાનને પરિપક્વ કરો : ઉપાદાનને પરિપક્વ કરવા માટેના ત્રણ ઉપાયો તીર્થંકર ભગવંતોએ બતાવ્યા છે. તેમાં પહેલો ઉપાય છે ઃ પ્રતિદિન ત્રિકાલ ચાર શરણ અંગીકાર કરવાં - અરિહંતોનું, સિદ્ધોનું, સાધુઓનું અને સર્વજ્ઞપ્રણીત ધર્મનું શરણ સ્વીકારતા રહેવું. યાદ રાખો, શ્રદ્ધા વગર શરણાગતિનો ભાવ નહીં જાગે, અને પ્રીતિ વગ૨ ભક્તિનો ભાવ નહીં જાગે. એટલા માટે ચાર તત્ત્વો પ્રત્યે પ્રીતિ થઈ જવી જોઈએ. પ્રતિદિન શરણ અંગીકાર કરવાથી પ્રીતિ બની જશે. પર્વ-પ્રવચનમાળા બીજો ઉપાય છે ઃ દરરોજ ત્રિકાળ દુષ્કૃત્યોની ગ-િનંદા કરવી. પોતાના જીવનમાં જે દુષ્કૃત્યો - પાપ થયાં હોય, તેની આત્મસાક્ષીએ નિંદા કરતા રહો. પશ્ચાત્તાપ કરતા રહો. દુષ્કૃત્યને દુષ્કૃત્ય માનવું પડશે, અને “મારે દુષ્કૃત્ય ન કરવું જોઈએ.” આ સંવેદન અંદર થવું જોઈએ. કારણ કે આ ભાવાત્મક પ્રક્રિયા છે, ક્રિયાત્મક નહીં. કેવાં કેવાં દુષ્કૃત્યોનો પશ્ચાત્તાપ કરવો જોઈએ એ સૂચિ “પંચસૂત્ર” નામના ગ્રંથમાં મળે છે. અર્થસહ "પંચસૂત્ર” છપાઈ ગયું છે. આ ગ્રંથ અચૂક વાંચવો જોઈએ. ત્રીજો ઉપાય છે ઃ સુકૃત્યોની અનુમોદનાનો. પંચપરમેષ્ઠી ભગવંતોનાં જે સુકૃત્યો છે એની હાર્દિક અનુમોદના કરવી જોઈએ. સવાર, બપોર અને સાંજે... ત્રણે સમયે અનુમોદના કરતા રહો. અરિહંત પરમાત્મા જે ધર્મતીર્થની સ્થાપના કરે છે, સિદ્ધ ભગવંતોનો જે સિદ્ધભાવ છે, આચાર્યદેવોનો જે પંચાચારપાલન અને પ્રસાર છે, ઉપાધ્યાયોનું જે જ્ઞાનપ્રદાનનું કાર્ય છે, અને સાધુપુરુષોની જે સાધુક્રિયાઓ છે - એ સર્વેની અનુમોદના કરવાની છે. પછી આપણા જીવનમાં પણ જે સુકૃત કર્યાં હોય, ધર્મકાર્યો કર્યાં હોય એ બધાંની પણ હાર્દિક અનુમોદના કરતા રહો. આ બધું કરવાથી આત્માની યોગ્યતા વધે છે. શુભ-પ્રશસ્ત નિમિત્તોના અવસરો ગ્રહણ કરવાની શક્તિ વધે છે. રાજા કિરણવેગનો આત્મા નિમિત્તને ગ્રહણ કરવા માટે યોગ્ય બન્યો હતો. શ્રી વિજયભદ્રાચાર્યનું નિમિત્ત મળ્યું. કિરણવેગના આત્મામાં રાગદ્વેષની મંદતા આવી ગઈ. મમતા, આસક્તિ - મૂર્છા દૂર થઈ ગઈ અને વૈરાગ્યભાવ પ્રબળ થઈ ગયો. રાજા કિરણવેગ દીક્ષા લે છે : રાજકુમા૨ ધરણવેગ યુવાવસ્થામાં આવી જ ગયો હતો. મંત્રીમંડળને બોલાવીને રાજકુમારનો અભિષેક કરવાની વાત કરી દીધી. રાણી પદ્માવતીને ય પોતાની ભાવના જણાવી દીધી. પદ્માવતીએ કહ્યું ઃ ‘આપ ચારિત્રના માર્ગે ચાલશો, તો હું પણ આપની સાથે સંસારનો ત્યાગ કરીશ.' 2010_03 Page #237 -------------------------------------------------------------------------- ________________ પોષદશમી - પ્રવચન (૨) ૨૨૭ રાજા-રાણીએ ચારિત્રધર્મ અંગીકૃત કર્યો. રાજર્ષિ કિરણવેગે પણ તેના પિતા - મુનિરાજની માફક ઘોર તપશ્ચર્યાનો માર્ગ સ્વીકાર્યો. તે દૂર સુદૂર જંગલોમાં... પહાડોમાં ચાલ્યા ગયા. ચાલતાં ચાલતાં હિમાદ્રિ પહોંચી ગયા. વિશિષ્ટ કોટિના ધ્યાનમાં નિમગ્ન બન્યા. આ બાજુ કમઠનો જીવ જે નરકમાં ગયો હતો તે ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને હિમાદ્રિના પહાડોમાં "કાલદારુણ સર્પ"ની યોનિમાં પેદા થયો. સર્પ રાજર્ષિને ડંખ દે છે ઃ અહીં એક ગંભીર વાત છુપાયેલી છે ! ધ્યાનથી સાંભળજો અને પછી ગંભીરતાથી વિચારજો. કમઠનો જીવ અસંખ્ય વર્ષ પાંચમી નરકમાં રહ્યો. આપણે જે દુઃખોની... વેદનાઓની કલ્પનાય ન કરી શકીએ એવાં ભયંકર દુઃખો તે નરકમાં સહન કરતો રહ્યો. અસંખ્ય વર્ષોમાં મરુભૂતિનું એક ક્ષણ સ્મરણ થયું નહીં હોય. જો કે નરકમાં જીવોમાં "અવધિજ્ઞાન” યા "વિભંગ જ્ઞાન” હોય જ છે. પરંતુ જ્ઞાનનો ઉપયોગ કરી લેવા માટે સમય જ હોતો નથી. દુઃખ....દુઃખ અને દુઃખ જ. ત્યાં જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકે ? અસંખ્ય વર્ષોનું અંતર પડી ગયું છે કમઠના જીવ અને મરુભૂતિના જીવના મિલનમાં; પરંતુ કમઠે પોતાના આત્મામાં વેરનાં - દ્વેષનાં બીજ એટલી ગહન રીતે વાવ્યાં છે કે... મરુભૂતિના જીવને સામે જોતાં જ (અસંખ્ય વર્ષો પછી) એ વેરભાવના જાગૃત થઈ જાય છે. હા, શરીર બંનેનાં બદલાઈ ગયાં છે; પરંતુ આત્મા તો તેના તે જ છે ને ? સારી ખોટી ભાવનાઓનો સંબંધ આત્મા સાથે હોય છે, શરીર સાથે નહીં. કાલદારુણ સાપે જેવા કિરણવેગ મહર્ષિને જોયા... કે તેનામાં ભયંકર દ્વેષભાવ પેદા થઈ ગયો. જોતાં જ દ્વેષ ! તીવ્ર દ્વેષ ! મહર્ષિના હૃદયમાં નથી તો દ્વેષ, નથી રાગ. તે તો સમભાવમાં... આત્મભાવમાં લીન છે. સંસારના કોઈ પણ જીવ પ્રત્યે એના આત્મામાં દ્વેષ નથી, પરંતુ એવું પાપકર્મ એમના આત્મામાં અવશ્ય જમા થઈને પડ્યું હતું... કે જે કર્મ કાલદારુણ સાપને ખેંચીને લઈ આવ્યું ! સાપે મુનિરાજને તીવ્રતાથી ડંખ માર્યો. પોતાનું બધું જ ઝેર મહર્ષિના શરીરમાં ઠાલવી નાખ્યું. ઝેરે તો પોતાનું કામ કરી દીધું; મુનિરાજના દ્રવ્યપ્રાણોનો નાશ થયો; પરંતુ ભાવપ્રાણોને ઝેર કશું જ ન કરી શક્યું. મુનિરાજના ભાવપ્રાણો તો અખંડ રહ્યા; નિર્મળ રહ્યા. એટલે કે સાપના હસવા છતાંય ન મુનિરાજે દ્વેષ કર્યો કે ન તો વેદનાથી તેઓ વિચલિત થયા. જ્ઞાનધ્યાનના માધ્યમથી તેમણે પોતાના મનને ‘વેદનાપ્રફ’ 2010_03 Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પર્વ-પ્રવચનમાળા બનાવી દીધું હતું. શારીરિક વેદનાથી મન ઉપર કોઈ જ અસર નહીં! વિશિષ્ટ કોટિની ધ્યાનપ્રક્રિયાથી અને દેહાધ્યાસ છૂટી જતાં મન વેદનાપ્રફ બની શકે છે. આજે તો આપણી પાસે નથી એવી બાનપ્રક્રિયા અને નથી છૂટતો દેહાધ્યાસ. કિરણવેગ મહર્ષિ સહજતાથી સમાધિમૃત્યુને ભેટ્યા. ભવ ૫ – નરક અને સ્વર્ગ તેમનો આત્મા પાર્થિવ શરીરને છોડીને બારમા દેવલોકમાં દેવ બન્યો અને આ કાલદારુણ સર્પ મરીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. એક આત્માનું ઊર્ધ્વગમન જ્યારે બીજા આત્માનું અધોગમન ! એક આત્મા સ્વર્ગનું સુખ ભોગવે છે, જ્યારે બીજો આત્મા અસંખ્ય વર્ષો સુધી ઘોર દુઃખ સહન કરે છે. અસંખ્ય વર્ષ સુધી બંને જણા એકબીજાથી દૂર રહે છે... પરંતુ પેલું પાપકર્મ- કમઠના જીવ દ્વારા કોઈ પણ સ્વરૂપે મરવાનું, એ તો એમને એમ જ મરુભૂતિના આત્મામાં એમનું એમ જ પડ્યું છે! અને આ પાપકર્મ મરભૂતિના જીવને મનુષ્ય ભવમાં જ ફળ આપે છે! માત્ર ૨૫પવાદ એક જ કે કમઠના જીવે એને તિર્યંચના હાથીના ભવમાં માર્યો. ચીકણાં કર્મ બાંધતાં ચેતોઃ કયા જન્મમાં મરુભૂતિના જીવે આટલું ચીકણું પાપકર્મ બાંધ્યું હશે ? સાનુબંધ પાપકર્મ ! જન્મ-જન્માન્તર સુધી એ અનુબંધ પડતો જ રહે છે. એક વાર એ પાપકર્મનાં ફળ ભોગવ્યા પછી પણ એ કર્મનાશ પામતું નથી. વારંવાર દુઃખદ ફળ આપે છે! એટલા માટે તીર્થકર ભગવંતોએ કહ્યું કે પાપકર્મ બાંધતી વખતે સાવધાન રહો. મોહમૂઢ બનીને પાપકર્મ ન કરો. પાપ કર્યા પછી હર્ષિત ન થાઓ. આનંદિત ન થાઓ. વારંવાર પાપજન્ય સુખને યાદ ન કરો, નહીંતર સાનુબંધ પાપકર્મ બંધાઈ જશે. જનમોજનમ એ પાપકર્મ દુઃખ આપતું રહેશે. સમતાભાવ અને સહનશીલતાઃ જો કે પાર્શ્વનાથ ભગવાનના જીવનચરિત્રમાં આ વાત જાણવા નથી મળતી કે કયા જન્મમાં તેમણે કયા પ્રકારનું પાપકર્મ બાંધ્યું! પરંતુ બાંધ્યું છે અવશ્ય. નહીંતર દશ દશ ભવ સુધી કમઠનો જીવ આ રીતે દુઃખ આપી શકે નહીં. ખેર, અજ્ઞાન દશામાં બાંધી લીધું હશે આવું પાપકર્મ! પરંતુ મરુભૂતિના ભવમાં આત્મા જાગૃત થઈ ગયો. સમતાભાવથી દુઃખ સહન કરવાની શક્તિ પામી ગયા. અને એ ભવના પછીના ભાવમાં સમતાભાવ વધતો ચાલ્યો. દુઃખ સહન કરવાની શક્તિ પણ વધતી ગઈ.. આ છે પાર્શ્વનાથ ભગવાનની ભવયાત્રાની વિશેષ ઉપલબ્ધિ !! આપણે આપણું ધ્યાન આ વિશેષ ઉપલબ્ધિ ઉપર કેન્દ્રિત કરવાનું છે. સમત્વભાવને પુષ્ટ 2010_03 Page #239 -------------------------------------------------------------------------- ________________ પષદશમી - પ્રવચન (૨) ૨૨૯ કરવાનો છે અને દુઃખોને સહન કરવાની શક્તિ વધારવાની છે. આ જ મુક્તિ પામવા માટેનો સીધો.. સરળ રસ્તો છે. પાર્શ્વનાથ ભગવાનની આરાધનાઉપાસના કરીને આપણે બે તત્ત્વો પામવાનો સંકલ્પ કરવો જોઈએ. ભવ - ભીલ્લા અને રાજા : અત્યાર સુધી તમે ભગવાન પાર્શ્વનાથના પાંચ ભવોનો વૃત્તાંત સાંભળ્યો. હવે છઠ્ઠા ભવની વાત સંભળાવું છું. આ જંબૂદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર છે, ત્યાં "સુગન્ધિમાં વિજયમાં "શુભંકર” નામની વિશાળ નગરી છે. એ નગરીનો રાજા હતો વજવીર્ય અને તેની રાણીનું નામ હતું લક્ષ્મીવતી. બારમા દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં મરુભૂતિના આત્માએ લક્ષ્મીવતીના પેટે અવતાર ધારણ કર્યો. લક્ષ્મીવતીએ શુભ સ્વપ્નો જોયાં. યોગ્ય સમયે તેણે પુત્રને જન્મ આપ્યો. પુત્રનું નામ આપ્યું વજનાભ જ્યારે વજનાભ યૌવનાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે તેનું લગ્ન રાજકુમારી વિજયા સાથે કરવામાં આવે છે. અનેક વર્ષો સુધી સંસાર ભોગવતા રહ્યા. તેમને એક પુત્રની પ્રાપ્તિ થાય છે. એનું નામ "ચકાયુધ” રાખવામાં આવે છે. સંસારમાં આ બધી કોઈ નવી વાતો નથી. જન્મવું, રમવું, કૂદવું, શિક્ષણ પામવું.. લગ્ન કરવું.. વૈષયિક સુખ ભોગવવું - સંતાનપ્રાપ્તિ કરવી. આ બધું સંસારનું ચક્ર છે. જ્યારે ચરિત્ર સંભળાવવું હોય ત્યારે આ બધી "રૂટીન” વાતો પણ બતાવવી પડે છે. મહત્ત્વની વાત તો હવે આવે છે, અને તે વાત છે રાજાનું તીર્થંકર ક્ષેમંકરના પરિચયમાં આવવું ! મહાવિદેહ ક્ષેત્ર છે ને? ત્યાં સદાય તીર્થકરો હોય છે. ત્યાંની પ્રજાને તીર્થંકર ભગવંતોના યોગ-સંયોગનો લાભ સુલભ હોય છે. આત્માને વિશુદ્ધ કરવા માટે, મુક્તિ પામવા માટે શ્રેષ્ઠ આલંબન છે. તીર્થકર ભગવંત, મહાવિદેહ ક્ષેત્ર આ અપેક્ષાએ ખૂબ જ મોટું પુણ્યક્ષેત્ર માનવામાં આવે છે. તીર્થકર શ્રી ક્ષેમંકર વિચરતા વિચરતા શુભંકરા નગરીમાં પધારે છે. દેવો સમવસરણ રચે છે. સમવસરણમાં બિરાજીને તીર્થંકર દેશના આપે છે. રાજા વજનાભ પણ પરિવાર સહિત ઉપદેશ સાંભળવા સમવસરણમાં આવે છે. રાજા વજનાભ દીક્ષા લે છેઃ તીર્થકર ભગવંતનો ઉપદેશ ! કેટલી મધુર... કેટલી ગંભીર અને કેટલી બ્દયસ્પર્શી હોય છે તીર્થંકરની વાણી ! દુશમન સાંભળે તો પણ પાણી પાણી થઈ જાય. શ્રદ્ધા, સ્નેહ અને ભક્તિથી સાંભળનારાઓનું ભવભ્રમણ પણ અટકી જાય. 2010_03 Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પર્વ-પ્રવચનમાળા વજનાભ તીર્થંકરની દેશના સાંભળીને રાજા વિરક્ત બને છે. વૈષયિક સુખોથી વિરક્ત બને છે. મહેલમાં આવીને તેમણે રાણીને વાત કરી. રાણી વિરક્ત બને છે. કુમાર ચક્રાયુધનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. રાજા-રાણી તીર્થંકર પરમાત્માની પાસે આવીને ચારિત્ર સ્વીકારે છે. મરુભૂતિના આત્મા માટે વિરક્ત થવું, રાજ્યવૈભવોનો ત્યાગ કરી દેવો, ચારિત્રધર્મની આરાધના કરવી, આ બધું સ્વાભાવિક લાગે છે. કોઈ રુકાવટ નહીં. કોઈ વિબ નહીં. સદગુરનું નિમિત્ત મળ્યું નથી કે સંસારનો ત્યાગ કર્યો નથી! જીવનયાત્રા સહજ અને સ્વાભાવિક બની ગઈ હતી. વજનાભ મુનિ તીર્થંકર પરમાત્માની અનુમતિ લઈને વિશિષ્ટ ધ્યાન સાધના કરવા માટે આકાશમાર્ગથી "સુકચ્છ" વિજયમાં જાય છે. સુકચ્છ વિજયના પહાડોમાં પોતાની આરાધના કરતા રહે છે. વિચરતા રહે છે. કમઠનો જીવ ભીલના ભાવમાં આ બાજુ કમઠનો જીવ છઠ્ઠી નરકમાંથી નીકળે છે. અસંખ્ય વર્ષો સુધી તેણે ઘોર દુઃખ સહન કર્યું. કેટલાક નાનામોટા ભવો પશુયોનિમાં કરીને તે આ જ સુકચ્છ વિજયમાં મનુષ્યજન્મ પામે છે, પરંતુ જન્મે છે ભીલના ઘરમાં. નકોઈ સારું શિક્ષણ, ન કોઈ સંસ્કાર. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મવાથી શું વિશેષ? મનુષ્યજન્મ પામવાનો શો અર્થ? હા, આર્યકુળમાં જન્મ, સારા ધાર્મિક સંસ્કારોવાળું કુટુંબ મળત, તો ક્ષેત્ર અને કુળનું મહત્ત્વ રહેત. આત્મવિકાસનો અવસર મળત. ભીલ પરિવારમાં આત્માના વિકાસની વાત જ ક્યાં રહી? શિકારી પરિવાર હતો. કમઠના જીવને પણ શિકાર કરવાની, ધનુષ્યબાણ ચલાવવાનું શિક્ષણ મળ્યું. જ્યારે તે જવાનીમાં આવ્યો તો શિકાર કરવા જંગલમાં જવા લાગ્યો. ભીલ, મુનિનો શિકાર કરે છે ? એક દિવસ તેણે વજનાભ રાજર્ષિને ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહેલા જોયા. તેના મનમાં દ્વેષ ઊભરાવા લાગ્યો. વેરની આગ એની આંખોમાં ભડકી ઊઠી. તેણે ધનુષ્ય ઉપર તીર ચડાવ્યું અને રાજર્ષિનું નિશાન લઈને તીર છોડ્યું. રાજર્ષિની છાતી ચીરીને તીર આરપાર ચાલ્યું ગયું. "નમો અરિહંતાણ” ના ઉચ્ચાર સાથે જમીન ઉપર ઢળી પડ્યા. સમતાભાવમાં લીન રહ્યા. પરમાત્મધ્યાનમાં નિમગ્ન રહ્યા. તેમનો કાળધર્મ થયો; સમાધિમૃત્યુ પામી ગયા. જુઓ, કેવો સંજોગ બને છે. વજનાભ મહર્ષિનો જન્મ થયો હતો સુગંધિ વિજયમાં. દીક્ષા પણ તેમને ત્યાં લીધી હતી. પરંતુ સાધના કરીને તે આકાશમાર્ગે સુકચ્છ વિજયમાં ગયા! કારણ કે જનમજનમનો શત્રુ ભીલના રૂપમાં ત્યાં મળવાનો 2010_03 Page #241 -------------------------------------------------------------------------- ________________ પોષદશમી - પ્રવચન (૨) હતો ને ? કર્મ પણ કેવા કેવા સંજોગો કરાવે છે ? ભવ ૭ - નરક અને સ્વર્ગ : વજ્રનાભ મહર્ષિનો આત્મા મધ્યમ પ્રૈવેયક દેવલોકમાં ઉત્પન્ન થયો. અને પેલો ભીલ મરીને સાતમી નરકમાં પેદા થયો. મારનાર ક્રમશઃ નીચે ઊતરતો જાય છે, સમાધિથી મરનાર ક્રમશઃ ઉપર ને ઉપર જ જાય છે. નુકસાન મારનારને જ થતું હોય છે. લાભ મરનારને થાય છે. ૨૩૧ મરુભૂતિના જીવની સાથે કમઠનો જીવ એક માત્ર મૃત્યુના સમયે જ મળે છે ! જીવનકાળ દરમિયાન ક્યાંયે મળતો નથી. બસ, અંતિમ ૧૦મા ભવમાં કમઠ તાપસના રૂપમાં મળશે. પરંતુ ત્યાં મૃત્યુના સમયે નહીં મળે ! હવે આઠમો ભવ બતાવું છું. ભવ ૮ - સિંહ અને ચક્રવર્તી રાજા ઃ જંબુદ્રીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સુરપુર નામનું નગર છે. ત્યાંનો રાજા હતો વજ્રબાહુ - રાણીનું નામ હતું સુદર્શના, ત્રૈવેયક દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને મરુભૂતિનો જીવ રાણી સુદર્શનાના ઉદરમાં અવતિરત થાય છે. એ સમયે રાણીને ૧૪ મહાસ્વપ્નો આવે છે. સ્વપ્નોનો ફળાદેશ કરતાં જ્યોતિષીઓએ કહ્યું : "આ પુત્ર ચક્રવર્તી થશે.” સુવર્ણબાહુનો રાજ્યાભિષેક : પુત્રનો જન્મ થાય છે. તેનું નામ "સુવર્ણબાહુ" રાખવામાં આવે છે. તેનું ખૂબ જ લાલનપાલન કરવામાં આવે છે. ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે સુવર્ણબાહુ યૌવનાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે રાજા વજ્રબાહુ વૈયિક સુખોથી વિરક્ત થાય છે, સુવર્ણબાહુનો રાજ્યાભિષેક કરે છે અને તે ચારિત્રમાર્ગ ઉપર ચાલે છે. ચારિત્રધર્મનું નિરતિચાર પાલન કરતાં એ કેવળી બની જાય છે. શેષ અઘાતી કર્મોનો ક્ષય થઈ જતાં તેમનું નિર્વાણ થાય છે. સુવર્ણબાહુ રાજા એક દિવસ અશ્વારૂઢ થઈને વનવિહાર કરવા જંગલમાં ગયા. સાથે સૈનિકો હતા, સેનાપતિ પણ હતો. વનવિહાર કરતાં તેઓ દૂર પ્રદેશમાં નીકળી ગયા. ત્યાં સુવર્ણબાહુએ એક હાથીને જોયો. હાથી ખૂબ જ સુંદર હતો. રાજાને પસંદ પડી ગયો. સેનાપતિને કહ્યું : "આ હાથીને આપણા નગરમાં લઈ લો. હું હાથી ઉ૫૨ સવારી કરું છું.” 2010_03 Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પર્વ-પ્રવચનમાળા હાથી, સુવર્ણબાહુને લઈને આકાશમાર્ગે સુવર્ણબાહુ ઘોડા ઉપરથી નીચે ઊતરી ગયા અને હાથીની નજીક ગયા. હાથીએ પોતાની સૂંઢ હલાવીને રાજાનું સ્વાગત કર્યું. રાજા ખુશ થઈ ગયા. બધા સૈનિકોય આનંદિત થઈ ગયા, પરંતુ હાથીએ ચાલવાને બદલે આકાશમાં ઊડવાનું શરૂ કરી દીધું. ત્યાં તો બધા સૈનિકોની આંખો વિસ્ફારિત થઈ ગઈ. રાજા પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા; પરંતુ હાથી ઉપરથી નીચે ઊતરવાનો સમય જ રહ્યો ન હતો. જો નીચે કૂદી પડે તો જીવતા રહી શકે તેમ ન હતું. સૈનિકોના દેખતાં દેખતાં જ હાથી રાજાને લઈને ક્ષિતિજની પેલી પાર અદૃશ્ય થઈ ગયો. સૈનિકો નિરાશ થઈને નગરમાં પાછા ફર્યા. મંત્રીમંડળને આખી વાત કરી. સર્વ લોકો ચિંતામગ્ન બની ગયા. સુવર્ણબાહુનું અપહરણઃ મેં તમને લોકોને કહ્યું હતું કે વિદ્યાધર મનુષ્યો પાસે અનેક પ્રકારની વિદ્યાશક્તિઓ હોય છે. તેઓ ઇચ્છે તેવું રૂપ પણ ધારણ કરી શકે છે. હાથી વાસ્તવમાં હાથી ન હતો પરંતુ એક વિદ્યાધર હતો. રાજા સુવર્ણબાહુનું અપહરણ કરવા માટે તેણે હાથીનું રૂપ ધારણ કર્યું હતું. અપહરણ પણ દુષ્ટ ઇરાદાથી કર્યું ન હતું. ઇરાદો શુભ હતો - સુવર્ણબાહુને સુખ આપવાનો હતો. વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીમાં રત્નપુર નામનું નગર હતું. ત્યાંનો રાજા હતો મણિચૂડ. તેની લાડકી રાજકુમારી હતી પદ્માવતી. પદ્માવતી માટે મણિચૂડ રાજાએ પોતાના સેવક વિદ્યાધર પાસે સુવર્ણબાહુનું અપહરણ કરાવ્યું હતું. હાથી રત્નપુર નગરની બહાર ઊતરી ગયો. સુવર્ણબાહુને ત્યાં છોડીને તે હાથી મણિચંડ પાસે ગયો. મણિચૂડ પરિવાર સહિત સુવર્ણબાપુની પાસે આવ્યો અને ભવ્ય સ્વાગતની સાથે સુવર્ણબાહુને રાજમહેલમાં લઈ ગયો. સુવર્ણબાહુને બધી વાત કરી અને પદ્માવતી સાથે લગ્ન કરવાનું કહ્યું. શુભ મુહૂર્તે પદ્માવતી સાથે સુવર્ણબાહુનું લગ્ન કરી દેવામાં આવ્યું. તે પછી પાંચ હજાર વિદ્યાધર કન્યાઓ સાથે સુવર્ણબાહુએ લગ્ન કર્યું. મણિચૂડની સાથે અન્ય વિદ્યાધર રાજાઓએ સુવર્ણબાહુને અનેક મૂલ્યવાન ભેટો આપી. પછી બધી રાણીઓ સાથે સુવર્ણબાહુ પોતાની રાજધાનીમાં પાછો ફર્યો. સુવર્ણબાહુ ચક્રવર્તી બને છે રાજધાનીમાં ભવ્ય મહોત્સવ મનાવવામાં આવ્યો. એક દિવસ દેવોથી અધિષ્ઠિત ચૌદ રત્નો શસ્ત્રાગારમાં પ્રકટ થયાં. પછી વિરાટ સેનાને લઈને 2010_03 Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ પોષદશમી - પ્રવચન (૨) સુવર્ણબાહુ છ ખંડો પર વિજય પામવા નીકળી પડ્યા. ચક્રવર્તી થવાનું હતું ને? ષટુ ખંડ ઉપર વિજય પામ્યા વગર ચક્રવર્તી બની શકાતું નથી. વિજય પામીને સુવર્ણબહુ પોતાની રાજધાનીમાં પાછા ફરે છે. બાર વર્ષ સુધી રાજ્યાભિષેક મહોત્સવ ચાલે છે. કેટલાય વર્ષો સુધી સુવર્ણબાહુ ચક્રવર્તીના સિંહાસન ઉપર સત્તારૂઢ રહ્યા. પ્રજાનું યોગક્ષેમ કરતા રહ્યા. હજારો...લાખો વર્ષ વ્યતીત થઈ ગયાં. એક દિવસે સુરપુર નગરની બહાર "જગન્નાથ” નામે તીર્થંકર પધાર્યા. નગરનો બાહ્ય પ્રદેશ દેવોથી, સાધુઓથી, સાધ્વીઓથી ભરાઈ ગયો. દેવોએ સમવસરણની ભવ્ય રચના કરી. તીર્થંકરના અચિંત્ય પ્રભાવથી સુરપુર નગરમાંથી રોગ - શોક અને ઉપદ્રવ દૂર થઈ ગયા. આખાય નગરમાં આનંદ થઈ ગયો. ચક્રવર્તી સુવર્ણબાહ પરિવાર સહિત તીર્થંકર પરમાત્માની દેશના સાંભળવા આવ્યા. પરમાત્માનો ઉપદેશ સાંભળતાં સાંભળતાં તેમને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ. કારણ કે પૂર્વજન્મમાં તેમણે તીર્થકરશ્રી ક્ષેમંકર પાસે દીક્ષા લીધી હતી. તીર્થકરના સાંનિધ્યમાં રહ્યા હતા. તીર્થંકર પ્રત્યે પ્રીતિ-ભક્તિનો સંબંધ બંધાઈ ગયો હતો. અહીં ફરીથી તીર્થંકરનું સાંનિધ્ય મળ્યું ! એ જ સમવસરણ. એ જ બાર પર્ષદાઓ...એ જ અષ્ટ પ્રાતિહાર્ય...! અને એ જ તીર્થંકરની મધુર વાણી !! ચક્રવર્તી દીક્ષા લે છેઃ મેંપૂર્વજન્મમાં ક્ષેમકર તીર્થંકર પાસેથી ચારિત્રધર્મ સ્વીકાર્યો હતો. એમનું સ્ક્રય ગદ્ગદ થઈ ગયું. આંખો હર્ષનાં આંસુઓથી ભરાઈ ગઈ. તીર્થકર ભગવાને કહ્યું : "હે ચક્રવર્તી, તને પૂર્વભવની સ્મૃતિ થઈ ગઈ છે તે સાચું છે. તું વજનાભ નામનો રાજા હતો. તે ક્ષેમંકર તીર્થંકર પાસે ચારિત્રધર્મ સ્વીકાર્યો હતો.” સુવર્ણબાહુ ઊભા થઈ ગયા અને તેમણે નતમસ્તકે કહ્યુંઃ “હે ભગવંત, મારા પરમ ભાગ્યોદયથી જ આપ અહીં પધાર્યા છો. હું આ ભવમાં પણ આપના પાવન ચરણોમાં જીવન સમર્પિત કરીશ. આપ કૃપા કરીને અહીં બિરાજો. હું તરત જ કુમારનો રાજ્યાભિષેક કરીને આપની પાસે આવું છું.' ચક્રવર્તીનું ચિત્તવૈરાગી બની ગયું. તીર્થંકર પરમાત્માના શ્રેષ્ઠ આલંબને એમના આત્માને જગાડી દીધો. તેમણે ચારિત્ર સ્વીકારી લીધું. શ્રમણ બનીને તેમણે શ્રતધર ગણધરો પાસે અધ્યયન કર્યું. તેઓ ગીતાર્થ બન્યા. મોક્ષમાર્ગનું સર્વાગીણ જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું. પછી વિશેષ પ્રકારની તપશ્ચર્યા કરીને પોતાને ધીર, વીર અને પરાક્રમી બનાવ્યા. તીર્થંકર પરમાત્માની આજ્ઞા પામીને એકાકી વિહાર કરવા લાગ્યા. 2010_03 Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પર્વ...વચનમાળા તીર્થકર - નામકર્મ બાંધ્યું? ન તો તેમને કોઈ ભય છે ન તો કોઈ લાલચ, તેમણે ૨૦ સ્થાનકોની આરાધના કરી. એક એક આરાધ્ય તત્ત્વને લઈને તપ, જપ અને ધ્યાનથી આરાધના કરી. દ્ભયમાં જીવમાત્ર પ્રત્યે પરમ કલ્યાણભાવ ભર્યો હતો. તેમણે તીર્થંકર નામકર્મ બાંધી લીધું. તીર્થંકર નામકર્મ બાંધવા માટે જોઈએ ભાવના અને આરાધના. જે આત્મામાં સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે ઉત્કૃષ્ટ કરુણાભાવ જાગૃત થાય છે, "હું આ સર્વે જીવોને સર્વ પ્રકારનાં દુઃખોથી મુક્ત કરું અને પરમ સુખ પ્રાપ્ત કરાવું,” એવો આત્મા સહજતાથી તીર્થંકર નામકર્મ બાંધી લે છે. અરિહંત આદિ જે ૨૦આરાધ્ય ઉપાસ્ય તત્ત્વો છે, એ તત્ત્વોની શ્રદ્ધા-ભક્તિથી ભરપૂર આરાધના કરવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. સુવર્ણબાહુનું સમાધિમૃત્યુઃ સુવર્ણબાહુ રાજર્ષિ વિચરતા વિચરતા ક્ષીરગિરિ આવી પહોંચ્યા. આ બાજુ કમઠનો જીવ નરકનું આયુષ્ય પૂર્ણ કરીને એ ક્ષીરગિરિમાં સિંહ સ્વરૂપે ઉત્પન્ન થયો. ક્ષીરગિરિ પર બંનેનું ફરી મિલન થયું. રાજર્ષિ એક ખડક ઉપર ધ્યાનસ્થ ઊભા હતા. સિંહ ત્યાં આવે છે. રાજર્ષિને જુએ છે અને તેનામાં પડેલી વેરભાવના જાગૃત થઈ જાય છે. સિંહની આંખોમાં વૈષનો લાવા ઊકળવા માંડે છે અને તેણે છલાંગ મારી રાજર્ષિ ઉપર - રાજર્ષિ સમતા ભાવમાં લીન હતા. પરમાત્માના ધ્યાનમાં લીન હતા. સિંહે રાજર્ષિના શરીરને ચીરી નાખ્યું - રાજર્ષિના આત્માએ ઊર્ધ્વગતિ કરી. ભવ ૯- સ્વર્ગ-નરક? રાજર્ષિ દશમા દેવલોકમાં દેવ બને છે. સિંહ મરીને નરકમાં જાય છે. આ રીતે નવ ભવનો સંક્ષિપ્ત પરિચય આપ્યો તમને લોકોને. કાલે અંતિમ દશમો ભવ બતાવીશ. આજે બસ, આટલું જ. 2010_03 Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૪ પોષ દશમી - પ્રવચન (૩) શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ભવ. : એકલના: • આત્માને પરમાત્મા બનાવવાનો ઉપાય. સ્વપ્નને સાચાં-ખોટા. / ભવ ૧૦ મો. માતા વામાદેવી / પાર્શ્વકુમારનો જન્મ | પ્રભાવતી સાથે લગ્ન કમઠનો જીવ મનુષ્ય ભવમાં / તાપસ. કમઠ કાશીમાં / પાર્શ્વકુમાર સાથે સંવાદ. કમઠ મરીને મેઘમાળી | સ્વપ્રશંસા - પરનિન્દા. વૈરાગ્યપ્રેરક ચિત્ર દીક્ષાકલિકુંડ - તીર્થ અહિછત્રાનગર/મેઘમાલીનો ઉપસર્ગ ધરણેન્દ્ર-પદ્માવતી / ઉપસર્ગનિવારણ. • નિકાચિત કર્મો તીર્થસ્થાપના/પાર્શ્વનાથનો પરિવાર ૦ નિવણિ. પાર્શ્વનાથનાં અનેક નામનું પ્રયોજન. • મંત્રો - તંત્રો યંત્રો. 2010_03 Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પર્વ-પ્રવચનમાળા श्रीपार्श्वः पातु वो नित्यं, जिनः परमशंकरः ।। · नाथः परमशकितश्च शरण्यः सर्वकामदः ॥ "સર્વ પ્રિય વિષયોના આપનારા, દરેક જીવ માટે શરણભૂત, પરમશક્તિના નિધાન, ત્રણે ભુવનના નાથ, પરમ શાન્તિ કરનારા, એવા જિનેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવંત અમારી રક્ષા કરો.” પ્રકટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ભગવંતનાં ગુણગાન કરવાનો આ પવિત્ર દિવસ છે. કાલે પોષ વદી દશમના દિવસે ભગવાનનું જન્મકલ્યાણક હતું. આજે ભગવાનનું દીક્ષા કલ્યાણક છે. કલ્યાણક દિવસોની આરાધના મહત્ત્વપૂર્ણ હોય છે. અહીં અપૂર્વ ઉલ્લાસ છવાયો છે આરાધનાનો. ઘરઘરમાં અને ઘટઘટમાં ભગવાન પાર્શ્વનાથનું નામ ગુંજી રહ્યું છે. ભગવાનનાં સ્મરણ, દર્શન, પૂજન અને સ્તવનથી આખું વાતાવરણ પ્રફુલ્લિત અને પ્રમુદિત થઈ ગયું છે. તમારા સૌના સાડા બાર હજાર મંત્રજાપ આજ રાત્રે પૂરા થઈ જશે. તમારા પ્રાણોની સાથે પાર્શ્વનાથનું નામ તથા તેમની મૂર્તિનું તાદાભ્ય સધાઈ જશે. આત્માને પરમાત્મા બનાવવાનો ઉપાયઃ પરંતુ આ આરાધનાના ફળસ્વરૂપે તમારે સમતાભાવને આત્મસાત્ કરવાનો છે. કર્મોના ઉદયથી આવનારાં દુઃખોને સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરવાની છે. આ બે વાતોના સહારે તમારે મોક્ષમાર્ગે અગ્રસર થવાનું છે. મરુભૂતિનો આત્મા આ બે વાતોના સહારે પાર્શ્વનાથ બની શક્યો ને? આપણે પણ એ માર્ગે ચાલીને આપણા આત્માને પરમાત્મા બનાવવાનો છે. આપણું અંતિમ લક્ષ્ય પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ છે. કારણ કે એ સ્વરૂપમાં જ પૂર્ણ સુખ છે, પૂર્ણ શાન્તિ છે, પૂર્ણ આનંદ છે. હવે આજે ભગવાનના અંતિમ દશા ભવની વાત કહેવી છે. દશમા દેવલોકમાં આયુષ્ય પૂર્ણ થાય છે અને મરુભૂતિનો આત્મા આ ભરતક્ષેત્રમાં કાશીનગરમાં અવતરિત થાય છે. એ સમયે કાશીના રાજા હતા અશ્વસેન. રાણીનું નામ હતું રામાદેવી. ચૈત્રી વદી ચૌદશનો દિવસ હતો. રાત્રિના સમયે વામાદેવી અલ્પ નિદ્રા લઈ રહ્યાં છે. તેમને ચૌદ સ્વપ્નો આવે છે. દરેક તીર્થંકરની માતાને ચૌદ સ્વપ્નો આવે છે. પર્યુષણ પ્રસંગે દરેક સ્થળે જૈનસંઘોમાં આ ચૌદ સ્વખા બતાવવામાં આવે છે ને? મોટો મહોત્સવ મનાવાય છે. સ્વખો સાચાં ને ખોટાં ઃ જ્યારે તીર્થંકરનો આત્મા દેવલોકમાંથી અવન પામે છે અને માતાના ઉદરમાં 2010_03 Page #247 -------------------------------------------------------------------------- ________________ પોષ દશમી - પ્રવચન (૩) ૨૩૭ આવે છે તો માતાને ચૌદ સ્વખો આવે છે. આ સ્વપ્નો ઉદરમાં આવનારા ઉત્તમ આત્માનાં પરિચાયક છે. સ્વપ્નોનું પણ એક મોટું શાસ્ત્ર છે. કેટલાંક સ્વપ્નો નિરર્થક હોય છે. તો કેટલાંક ભવિષ્યનાં સૂચક હોય છે. કેટલાંક સ્વપ્નો નજીકના ભવિષ્યમાં ફળ આપનાર હોય છે તો કેટલાંક મોડું ફળ આપનાર હોય છે. કોઈવાર એવું પણ. બને છે કે દૂર કે નજીક કોઈ ઘટના બને છે તો આ બાજુ એ જ સમયે એ ઘટના માણસ સ્વપ્નમાં જુએ છે! દેશ અને વિદેશોમાં પણ આપણે આવાં સ્વપ્નોની વાતો સાંભળીએ છીએ, વાંચીએ છીએ. આત્માની સ્વતંત્ર સૈકાલિક જ્ઞાનશક્તિ વગર આ વાતો શક્ય બનતી નથી. માતા વામાદેવી: માતા વામાદેવીના મનમાં, જ્યારથી તે ગર્ભવતી બને છે ત્યારથી અનેક શુભ.. કલ્યાણકારી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે અને મહારાજા અશ્વસેન એ ઇચ્છાઓને પૂર્ણ કરતા રહે છે. ગર્ભવતી સ્ત્રીની ઈચ્છાઓ પૂર્ણ થવાથી તે પ્રફુલ્લિત રહે છે. એની સારી અસર ગર્ભસ્થ બાળક ઉપર પડે છે. ગર્ભસ્થ બાળકના સારા વિકાસ માટે માતા ખાવાપીવામાં, હાલવા-ચાલવામાં, વસ્ત્રપરિધાનમાં તેમજ બીજાં કાર્યકલાપોમાં સંયમનું પાલન વિશેષ રૂપે કરે છે. ગર્ભસ્થ બાળકના તન-મનનો સારો વિકાસ થાય એ માતાનું લક્ષ્ય હોય છે. તીર્થકરની માતાનું તો પૂછવું જ શું? પૂર્ણ સાવધાનીથી તે ગર્ભનું પાલન કરે છે. જીવના ઉત્તમ પુણ્યકર્મના ઉદયથી જ વાત્સલ્યમયી કરુણામયી અને જ્ઞાનમયી માતા મળે છે. જે પાપકર્મનો ઉદય થયો હોય તો નિર્દય, કૂર અને અજ્ઞાની માતા મળે છે. તેવી માતા ગર્ભસ્થ શિશુની હત્યા કરવામાં ય અચકાતી નથી. તીર્થકર તો શ્રેષ્ઠ પુણ્યકર્મના ધણી હોય છે. તેમના માતાપિતા, ભાઈ, ભગિની. બધાં સ્વજનો સ્નેહપૂર્ણ મળે છે. સર્વ વાતો શુભ...મંગળમય... કલ્યાણકારી મળે છે. પાર્શ્વકુમારનો જન્મઃ માતા વામાદેવીએ પોષ વદી દશમની મધ્યરાત્રિએ પુત્રને જન્મ આપ્યો. કોઈ કષ્ટ નહીં. કોઈ પીડા નહીં. કોઈ વેદના નહીં. સહજતાથી જન્મ આપ્યો. એ સમયે સમગ્ર જીવસૃષ્ટિને આનંદની અનુભૂતિ થઈ. નરકમાં રહેનારા જીવોને પણ ક્ષણિક સુખાનુભૂતિ થઈ. દેવેન્દ્રોએ નવજાત તીર્થકરને મેરગિરિ ઉપર લઈ જઈને અભિષેક મહોત્સવ મનાવ્યો. રાજા અશ્વસેને કાશી રાજ્યમાં મોટો મહોત્સવ મનાવ્યો. સર્વત્ર આનંદ આનંદ થઈ ગયો. 2010_03 Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પર્વ-પ્રવચનમાળા પ્રભાવતી સાથે લગ્ન પુત્રનું નામ રાખવામાં આવ્યું પાર્શ્વકુમાર. શ્રેષ્ઠ પુણ્યકર્મથી તેમનું રૂપ, તેમની લોકપ્રિયતા, તેમનું સૌભાગ્ય વગેરે શ્રેષ્ઠ હતાં. જ્ઞાન અને ગુણ તો અદ્ભુત હતાં જ! બાળપણ વીતી જાય છે. પાર્શ્વકુમાર યૌવનાવસ્થામાં પ્રવેશ કરે છે, ત્યારે રાજકુમારી પ્રભાવતી સાથે તેમનું લગ્ન થાય છે. અંદરથી પૂર્ણ વિરક્ત એવા પાર્શ્વકુમાર સંસારનાં સુખ ભોગવે છે. હા, તેમને કેટલાંક કર્મોનો ઉદય પણ ભોગવવો પડે છે. પરંતુ સુખભોગમાં તે આસક્ત નથી બનતા. મોહાક્રાન્ત નથી બનતા. બધા તીર્થકરોની આવી આત્મસ્થિતિ હોય છે. કમઠનો જીવ મનુષ્ય બને છે: તાપસઃ હવે આપણે પેલા કમઠના આત્માનો પણ પત્તો લગાડીએ ! તે નરકમાંથી નીકળ્યો છે અને મનુષ્ય બન્યો છે. પહેલા ભવમાં એનું નામ કમઠ હતું ને? આ ભવમાં પણ તેનું નામ કમઠ છે. એ કયા ગામમાં જન્મ્યો, અને કેવી રીતે તાપસ બન્યો એ જાણવા મળતું નથી. પરંતુ તે તાપસ બન્યો અને વિશેષ પ્રકારની તપશ્ચર્યા કરે છે. વિશેષ પ્રકારનાં કષ્ટોને સહન કરે છે. એથી ગામ-નગરોમાં એની પ્રસિદ્ધિ થઈ અને હજારો લોકો એના ભક્ત બન્યા છે ! આવું બને છે! દુનિયા બહારનું તપ જુએ છે. જાણી જોઈને - સમજીને તપ અને કષ્ટ સહન કરનારાઓ પ્રત્યે દુનિયા આદર અને બહુમાનથી જુએ છે. દુનિયા અંદરથી જોઈ શકતી નથી. અંદર જોવા માટે તો જ્ઞાનવૃષ્ટિ જોઈએ ! દુનિયા પાસે જ્ઞાનવૃષ્ટિ નથી. કમઠ તાપસ બની ગયો છે. પોતાની ચારે બાજુ આગ સળગાવીને વચમાં બેઠો છે. આવું કષ્ટ જોઈને લોકો આશ્ચર્ય પામે છે. કમઠને પ્રભાવશાળી તાપસ માને છે. કમઠ કાશીમાં એ કમઠ ફરતો ફરતો કાશીનગરમાં બાહ્ય સ્થળે આવીને રહે છે. ચારે બાજુ આગ સળગાવીને વચ્ચે બેસીને માળા ફેરવે છે. નગરમાં વાતો ફેલાઈ જાય છે. "કમઠ નામનો એક મહા પ્રભાવશાળી તાપસ નગરમાં આવ્યો છે." બસ, પ્રભાતે હજારો લોકોની હાર લાગી ગઈ. લોકો ફળ નૈવેદ્ય વગેરે લઈને આવે છે અને કમઠને સમર્પિત કરે છે. કમઠ-પાર્શ્વકુમારનો સંવાદઃ પાર્શ્વકુમાર પ્રભાવતી સાથે મહેલના ઝરૂખામાં બેઠા છે. તેમણે લોકોને નગર બહાર જતાં જોયા. જાણકારી મેળવી અને ત્યાં બેઠાં બેઠાં “અવધિજ્ઞાનના પ્રકાશમાં 2010_03 Page #249 -------------------------------------------------------------------------- ________________ પોષ દશમી -પ્રવચન (૩) ૨૩૯ કમઠને જોયો. વિલંબ કર્યા વગર તેઓ ઘોડા પર બેસીને સીધા જ કમઠની પાસે પહોંચી ગયા. "શ્રી પંચકલ્યાણક પૂજા” માં કવિરાજ શ્રી વીરવિજયજીએ ખૂબ જ માર્મિક રીતે આનું વર્ણન કર્યું છે. પાર્શ્વકુમાર અને કમઠનો મજાનો સંવાદ બતાવ્યો છે. પાકુમાર : સુણ તપસી, સુખ લેનકુ જપે ફોગટ માલે, અજ્ઞાન સે અગ્નિ બિએ યોગકુ પરજાલે.. કમઠ : કમઠ કહે સુણ રાજવી, તુમે અશ્વ ખેલાઓ, યોગી કે ઘર હૈ બડે મત કો બતલાઓ... પાકુમાર : તેરા ગુરુ કોન હૈ, બડા જિણે યોગ ધરાયા, નહિ ઓળખાયા ધર્મકુ તનુકષ્ટ બતાયા.... કમઠ : હમ ગુરુ ધર્મ પિછાનત નહિ કવડી પાસે. ભૂલ ગયે દુનિયા દિશા રહતે વનવાસપાકુમાર : વનવાસી પશુ-પંખીયાં ઐસે તુમ યોગી, યોગી નહીં પણ ભોગિયા સંસાર કે સંગી. કમઠ : સંસાર બુરા છોર કે સુણ હો લઘુ રાજા, યોગી જંગલ સેવતે લેઈ ધર્મ-આવાજાપાકુમાર : દયા ધર્મ કા મૂલ છે. ક્યા કાન ફુકાયા, જીવદયા નહ જાતને તપ ફોગટ માયા.... કમઠ : બાત દયા કી ધખિયે ભૂલચૂક હમારા, બેર બેર ક્યાં બોલના ઐસા ડાક ડમાલા.... પાકુમાર જ્યાં કમઠ તપ કરે છે ત્યાં પહોંચે છે. તેમણે કમઠને કહ્યું: "હે તપસ્વી, સુખ પામવા માટે તું વ્યર્થમાળા ફેરવે છે. આ અગ્નિમાં લાકડાં સાથે તારો યોગ પણ બળી રહ્યો છે.” કમઠ લાલપીળો થઈ ગયો. તેણે કહ્યું: “હે રાજનું તમે ઘોડા પર બેસીને ખેલતા રહો... યોગી પુરુષના ઘરની વાતો મોટી હોય છે. એટલા માટે તમારે મને યોગની વાતો શીખવવાની જરૂર નથી.” પાકુમારે તાપસને કહ્યું હે તાપસ, તારા ગુરુ કોણ છે? તે પોતાની જાતને મોટો યોગી માનતો હશે, પરંતુ ધર્મનો મર્મ તે કંઈ જાણતો નથી. ધર્મના નામે તેણે 2010_03 Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦૦ પર્વ-પ્રવચનમાળા માત્ર કાયાકષ્ટ જ બતાવ્યું છે ! કે જે ધર્મ નથી.” કમઠ બોલ્યોઃ હેનાના રાજા, અમે ગુરુ અને ધર્મને જાણીએ છીએ. જે પોતાની પાસે પૈસા નથી રાખતો, જે દુનિયાને ભૂલીને વન-જંગલોમાં રહે છે, એ ગુરુ છે અને એ તેમનો ધર્મ છે. પાર્શ્વકુમારે કહ્યું: ‘હે તાપસ, જંગલમાં રહેનારાં પશુ અને પક્ષી ક્યાં પોતાની પાસે પૈસા રાખે છે? તું એવો જ છે! યોગી નહીં પરંતુ સંસારસુખની કામનાઓ બ્દયમાં ભરીને રહેનાર ભોગી છે.” કમઠ પોતાના રોષને દબાવીને બોલ્યોઃ “રાજનું, સંસારને ખરાબ સમજીને તો અમે એનો ત્યાગ કર્યો છે. યોગી બનીને ધર્મની વાતો કરતા અમે જંગલમાં રહીએ છીએ. તો પછી અમે ભોગી કેવી રીતે ?' ધર્મની વાત કરે છે તું? ધર્મનું મૂળ પણ તું જાણે છે? ધર્મનું મૂળ છે દયા. તું જીવદયા તો જાણતો નથી. તારું બધું તપ વ્યર્થ છે. પાર્શ્વકુમારે કંઈક રોષપૂર્ણ વચનો કહ્યાં. કમઠે થોડીક વિનમ્રતા બતાવી કહ્યું : “રાજનું, અમારી કોઈ ભૂલ થઈ હોય તો બતાવો. દયાની એવી કઈ વાત છે કે જે અમારા ખ્યાલમાં ન હોય. વધારે શું કહું?' એ સમયે પાર્શ્વકુમારે પોતાના સેવકોને એક મોટું સળગતું લાકડું બતાવ્યું અને કહ્યું : ”આ લાકડાને સાવધાનીથી બહાર કાઢી સાવધ રીતે ફડો. અંદર સાપ છે.” એ સ્થળે જે લોકો હાજર હતા તેઓ આશ્ચર્યથી જોઈ રહ્યા. સેવકે લાકડાને સાવધાનીથી ચીર્યું. અંદરથી અડધો બળેલો સાપ નીકળ્યો. પાકુમારના કહેવાથી સેવકે સાપને નવકાર મહામંત્ર સંભળાવ્યો. સાપ શાંત ચિત્તે સાંભળતો રહ્યો. સાંભળતાં સાંભળતાં તેને સમાધિ લાગી ગઈ. તે મરીને દેવલોકમાં દેવ બન્યો. એ જ નાગરાજ ધરણેન્દ્ર! ત્યાં ઊભેલા લોકોએ કમઠનો તિરસ્કાર કર્યો અને પાર્શ્વકુમારનો જયજયકાર કર્યો. કમઠ લજ્જિત થઈ ગયો. પણ મનમાં પાર્શ્વકુમાર પ્રત્યે ઘોર દ્વેષ લઈને જંગલમાં ચાલ્યો ગયો ત્યાં ઘોર તપશ્ચર્યા કરી. મરીને તે દેવયોનિમાં ઉત્પન્ન થયો. તેનું નામ મેઘમાલી. પાર્શ્વકુમાર પાછા મહેલમાં આવી ગયા. રાજા-રાણી અને પ્રભાવતીને બધી વાત મળી ગઈ હતી. બધાંએ કુમારની પ્રશંસા કરી. પાર્શ્વકુમાર તો અંદરથી વિરક્ત હતા. લોકોની પ્રશંસા સાંભળીને અને કમઠની નિંદા સાંભળીને તેમને કોઈ ખુશી થાય તેમ ન હતું. તેમણે તો મધ્યસ્થ ભાવ ધારણ કરેલો હતો. 2010_03 Page #251 -------------------------------------------------------------------------- ________________ પોષ દશમી -પ્રવચન (3) ૨૪૧ સ્વપ્રશંસા ને પરમિન્દી ઉચ્ચતમ આધ્યાત્મિક વિકાસ થયા વગર આત્મા સ્વપ્રશંસા અને પરનિંદાને સાંભળીને મધ્યસ્થ રહી ન શકે. ભલે બહારથી તપ, ત્યાગ કરતો રહે, શાસ્ત્ર વાંચતો રહે અને ધર્મક્રિયા કરતો રહે. અધ્યાત્મયોગ અને સમતાયોગની પ્રાપ્તિ વગર મનુષ્ય મધ્યસ્થભાવમાં સ્થિર રહી શકતો નથી. સ્વપ્રશંસા અને પરનિંદા સાંભળીને ખુશી થયા સિવાય નથી રહેતી ! સંસારી લોકોની વાત તો છોડી દો, પરંતુ જેઓ ધર્મક્ષેત્રમાં ઉચ્ચપદ ઉપર આરૂઢ છે એવા મહાનુભાવો પણ સ્વપ્રશંસા સાંભળીને જૂઈના ફૂલની જેમ ઉફુલ્લ થઈ જાય છે ! ધર્મક્રિયાઓ કરવી યા શાસ્ત્રોના વિદ્વાન થવું એક વાત છે અને આધ્યાત્મિક વિકાસ કરવો એ બીજી વાત છે. આધ્યાત્મિક વિકાસની આ નિશાની છે - સ્વપ્રશંસા અને પરનિંદા સાંભળતાં ખુશ ન થવું, મધ્યસ્થ રહેવું. જો કે પાર્શ્વકુમાર તો તીર્થકર જ હતા, એમનામાં એવી ઉચ્ચતમ આધ્યાત્મિકતા હોવી સ્વાભાવિક હતું, પરંતુ એવી આત્મસ્થિતિ પ્રાપ્ત કરવાનું આપણું પણ લક્ષ્ય હોવું જોઈએ. વૈરાગ્યપ્રેરક ચિત્રઃ હવે ચાલો, પાર્શ્વકુમારના વૈરાગ્યને તીવ્ર કરનાર એક નિમિત્ત કેવું મળ્યું તે બતાવું. વસંતઋતુ હતી. પ્રભાવતીની સાથે પાર્શ્વકુમાર નગરના બાહ્ય ઉદ્યાનમાં જાય છે. વિશાળ ઉદ્યાનમાં ફરતાં ફરતાં તેઓ એક સુંદર મહેલમાં જાય છે. મહેલ ઉધાનમાં જ આવેલો હતો. મહેલની ભીંતો ઉપર વિવિધ પ્રકારનાં સુંદર ચિત્રો દોરેલાં હતાં. બંને જણાં-યુવરાજ અને યુવરાજ્ઞી એ ચિત્રો જોતાં જાય છે. જોતાં જોતાં તેમણે એક ચિત્ર નેમનાથ અને રાજિમતીનું જોયું ! નેમિકુમાર રાજિમતી સાથે લગ્ન કરવા જાન સાથે રાજા ઉગ્રસેનના મહેલ તરફ જઈ રહ્યા છે. તેમણે ત્યાં એક વિશાળ વાડામાં પશુઓ જોયાં. તેમને ખબર પડી કે આ પશુઓને મારીને તેમનું માંસ પકાવીને માંસાહારી જાનૈયાઓને ખવડાવવામાં આવશે. તેઓ તો જીવમાત્ર પ્રત્યે પરમ કરુણા ધારણ કરનારા પરમ પુરુષ હતા. તેમણે તત્કાલ પોતાના રથને પાછો લીધો. લગ્ન ન કર્યો. જાન એમ જ પાછી ફરી. ન કોઈએ ખાધું, ન પીધું ! ચિત્રમાં આ ઘટના પાર્શ્વકુમારે નિહાળી, તેમનો વૈરાગ્ય તીવ્ર થઈ ગયો. તેમના મુખ ઉપર ગંભીરતા છવાઈ ગઈ, તેઓ ગંભીર વિચારમાં ડૂબી ગયા, પ્રભાવતી પણ કુમારનું આ ઓચિંતું પરિવર્તન જોઈને સૂનમૂન થઈ ગઈ. 2010_03 Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પર્વ-પ્રવચનમાળા પાર્શ્વકુમારની દીક્ષા: ત્યાં નવ લોકાન્તિક દેવો આવે છે અને પાર્શ્વકુમારને વિનંતી કરે છે. મથવું તિર્થં પત્તેદિ ! હે ભગવંત! હવે ધર્મતીર્થની પ્રવર્તન કરો. દેવોના ગયા પછી પાર્શ્વકુમારે પ્રભાવતીને કહ્યું : “દેવી, હવે એક વર્ષ પછી ગૃહત્યાગ કરીશ ! એક વર્ષ દરરોજ લોકોને દાન આપીશ! સવારથી સાંજ સુધી દાન આપતો રહીશ. તું પણ સહયોગી બને !' પ્રભાવતી ખૂબ રડે છે. પાર્શ્વકુમાર એને સમજાવે છે. જ્યારે તે રાજમહેલમાં આવે છે ત્યારે પ્રભાવતીએ સમગ્ર વાત રાજા-રાણીને બતાવી દીધી. રાજા-રાણી પણ વિષાદમગ્ન થઈ જાય છે. કુમાર એમને પણ સમજાવે છે અને દાન આપવાની શરૂઆત કરી દે છે. દેવરાજ ઈન્દ્રની આજ્ઞાથી ધનકુબેર દેવ અશ્વસેન રાજાનો ભંડાર ધન-સંપત્તિથી ભરી દે છે. પાર્શ્વકુમાર લોકોને આપતા રહે છે!! લાખો લોકોનું દારિદ્ય દૂર થઈ જાય છે. એક વર્ષ વીતતાં કેટલી વાર લાગે છે? વર્ષ પૂરું થઈ ગયું. પોષ વદી એકાદશીના દિવસે-આજના દિવસે પાર્શ્વકુમારે ગૃહવાસનો ત્યાગ કર્યો. દીક્ષા-કલ્યાણકનો ભવ્ય મહોત્સવ થાય છે... એમાં દેવ-દેવીઓ પણ હાજર થાય છે. શોભાયાત્રા કાશીનગરની બહાર “આશ્રમપદ નામના બાગમાં આવે છે. ભગવાન શિબિકામાંથી નીચે ઊતરે છે. અશોકવૃક્ષની નીચે આવે છે. શરીર ઉપરથી આભૂષણો ઉતારી નાખે છે. બધાં વસ્ત્રો ઉતારી નાખે છે. પંચમુઠી લોચ કરે છે અને અનંત સિદ્ધોની સાક્ષીમાં તેઓ ચાર મહાવ્રતો ઉચ્ચારે છે. આ સમયે ભગવાનને ચોથું જ્ઞાન-મન:પર્યવજ્ઞાન પ્રકટ થાય છે. ઇન્દ્ર ભગવાનના સ્કંધ ઉપર મૂલ્યવાન દેવદૂષ્ય રાખે છે અને ત્યાં જ ભગવાન કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહી જાય છે. રાજા-રાણી વગેરે પોતપોતાના સ્થાને ચાલ્યાં જાય છે. દેવ નંદીશ્વર દ્વીપ ઉપર ચાલ્યા જાય છે. જિનચૈત્યોની યાત્રા કરવા જાય છે. ભગવાને અઠ્ઠમ ત્રણ ઉપવાસ)નો તપ કર્યો હતો. કાશીમાં ધન્ય સાર્થવાહને ઘેર પારણાં કર્યો. ધન્ય સાર્થવાહ ધન્ય બની ગયો ! કૃતાર્થ બની ગયો! તેનો આત્મા ભવસાગર તરી ગયો. કલિકુંડ તીર્થ બન્યું? પછી ભગવાને ત્યાંથી વિહાર કર્યો. વિહાર કરતાં કરતાં તેઓ 'કાદંબરી” નામના સુંદર વનમાં પધાર્યા. ત્યાં "કુંડ” નામનું વિશાળ સરોવર હતું. સરોવરમાં 2010_03 Page #253 -------------------------------------------------------------------------- ________________ પોષ દશમી – પ્રવચન (3) ૨૪૩ હજારો કમળ ખીલ્યાં હતાં. પાસે જ એક નાનકડો "કલિ” નામનો પર્વત હતો. સાચે જ સુરમ્ય વાતાવરણ હતું. ભગવાન એ ‘કુંડ સરોવર'ને કિનારે કાયોત્સર્ગ ધ્યાનમાં નિમગ્ન બન્યા. આ બાજુ એક વનહાથી આવ્યો. તેણે સૂંઢમાં સરોવરમાંથી પાણી ભર્યું અને ભગવાનનો અભિષેક કર્યો ! પછી સૂંઢમાં એક કમળ લીધું અને ભગવાનના ચરણે ધરી દીધું ! પછી તો ભગવાને જ બતાવ્યું છે કે તે હાથી મરીને દેવ બન્યો છે.’ જે જગાએ આ અદ્ભુત ઘટના બની એ જગા "તીર્થ" બની ગયું અને તે "કલિકુંડ” નામે પ્રસિદ્ધ થયું. કાશીની આસપાસના વિસ્તારમાં આ તીર્થ હોવું જોઈએ. આજે એ સ્થળ મળતું નથી. અહિછત્રા’નગર વસે છે ઃ ભગવાને કાદંબરી વનમાંથી વિહાર કર્યો. તેઓ "કોસ્તુભવન”માં પધાર્યા. ત્યાં ધરણેન્દ્ર (સાપ મરીને જે નાગરાજ બન્યો હતો.) આવે છે અને ભક્તિપૂર્ણ હૃદયથી પરમાત્માની સ્તુતિ કરે છે. ત્યાં ભગવાન ત્રણ દિવસ સુધી ધ્યાનસ્થ રહે છે અને ત્યાં જ ધરણેન્દ્ર પોતાના પૂર્વભવનું સર્પનું રૂપ ધારણ કરી ને ભગવાનની ઉપર પોતાની ફણાનું છત્ર બનાવીને રહે છે ! આ સ્થળે "અહિછત્રા” નામનું નગર ધરણેન્દ્ર વસાવે છે. "અહિ” એટલે સાપ, ત્યાં સાપે પ્રભુની ઉપર છત્ર ધર્યું હતું ને ? એ ઘટનાની સ્મૃતિમાં "અહિછત્રા" નગર વસી ગયું. ભગવાને ત્યાંથી પણ વિહાર કરી દીધો. એક વટવૃક્ષની નીચે ભગવાન ધ્યાનસ્થ બનીને ઊભા રહ્યાં. કમઠ : મેઘમાલી દેવ ઃ ભગવાન ૫૨ ઉપસર્ગઃ આ બાજુ કમઠનો જીવ મરીને મેઘમાલી દેવ બન્યો છે. એણે વિભંગ જ્ઞાનથી જોયું કે, "પેલો રાજકુમાર હજુ ત્યાં છે કે જેણે કાશીમાં મારી સ્થિતિ ખરાબ કરી હતી." તેણે વટવૃક્ષની નીચે ઊભેલા ભગવાનને જોયા. ભયાનક રોષથી તે નીચે આવ્યો. અને ભગવાનને અનેક પ્રકારનાં કષ્ટો આપવા લાગ્યો. અતિશય ઉપસર્ગો કર્યા.. પરંતુ ભગવાન તો નિશ્ચલ હતા. જરાય ચંચળતા ન હતી ! છેવટે તેણે વરસાદ વરસાવવાની શરૂઆત કરી. મુશળધાર વર્ષા ! આકાશમાં ઘનઘોર વાદળો... વાદળોની કાળભૈરવ જેવી ગર્જના. વીજળીના ચમકારાથી વાતાવરણ ભયજનક લાગતું હતું. પાણી તો ભગવાનના નાક સુધી ઊંચું ચડી ગયું ! તોય ભગવાન તો ધ્યાનમગ્ન હતા ! ધરણેન્દ્ર-પદ્માવતી આવે છે એ સમયે નાગરાજ ધરણેન્દ્રે અવધિજ્ઞાનથી ભગવાનનાં દર્શન કર્યાં ! એક 2010_03 Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પર્વ-પ્રવચનમાળા ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પદ્માવતી દેવી સાથે નીચે આવ્યા-ઉપસર્ગો દૂર કર્યા. મેઘમાલી દેવને ધમકાવ્યો.... સમજાવ્યો. બસ, એ સમયે મેઘમાલીને પોતાની ભૂલનું ભાન થયું. પાપોનો પશ્ચાત્તાપ થયો... અને તેણે સમ્યગ્ દર્શનનો ગુણ પ્રાપ્ત કર્યો. તેણે ભગવાનની સ્તવના કરી, ક્ષમાયાચના કરી અને દેવલોકમાં ચાલ્યો ગયો. ધરણેન્દ્ર પણ પદ્માવતી સાથે દેવલોકમાં ચાલ્યા ગયા. નિકાચિત કર્મો ભોગવવાં પડે છે ઃ વેરની પરંપરાનો અંત આવી ગયો. દશ દશ ભવોથી કમઠની અંદર પડેલી વેરની ભયાનક ગાંઠ છૂટી ગઈ, પીગળી ગઈ ! કારણ કે મરુભૂતિના આત્મામાં પડેલું પાપકર્મ નષ્ટ થઈ ગયું હતું કે જે પાપના ઉદયથી તેને કમઠના નિમિત્તે વારંવાર મરવું પડ્યું હતું. કમઠે તેને માર્યો હતો. કેટલાંક પાપકર્મો અને કેટલાંક પુણ્યકર્મો એવાં હોય છે કે જે ભોગવવાં જ પડે છે. ગમે તેટલાં તપ-ત્યાગ કરો, ગમે તેટલું ઉત્કૃષ્ટ સંયમપાલન કરો, એ પાપકર્મો નષ્ટ થતાં નથી. ભોગવવાં જ પડે છે. એ રીતે ગમે તેટલો વૈરાગ્ય હો, અનાસક્તિ હોય... તો પણ કેટલાંક પુણ્યકર્મો ભોગવવાં જ પડે છે. એટલા માટે તો ઉચ્ચ કોટિના મોટા મોટા મુનિ-મહર્ષિઓને દેવલોકમાં જવું પડે છે; અને ત્યાં અસંખ્ય વર્ષો સુધી વૈયિક સુખો ભોગવવાં પડે છે. એ જ રીતે મનુષ્યલોકમાં પણ વૈયિક સુખો ભોગવવાં પડે છે. દુઃખ ભોગવો યા સુખ ભોગવો, મનમાં સમતા રાખવાની છે. સમતા જ શાન્તિ, સ્વસ્થતા અને પ્રસન્નતાનો સાચો ઉપાય છે. ભગવાન પાર્શ્વનાથના દશ ભવોમાં આ જ પરમ રહસ્યભૂત તત્ત્વ સમજવા મળે છે, બીજી અભિનવ દિવ્યદૃષ્ટિ મળે છે. દુઃખ આપનારાઓ પ્રત્યે વિચારવાની. ભગવાનના આત્માએ કદી પણ કમઠ પ્રત્યે રોષયુક્ત યા વેરયુક્ત વિચાર કર્યો ન હતો. કદીય તેના અહિતનો વિચાર નથી કર્યો. "મને કમઠ દુઃખ આપતો નથી. મારાં કર્મો જ મને દુઃખ આપી રહ્યાં છે. મારાં બાંધેલાં કર્મ જ મને દુઃખ આપે છે.” તીર્થસ્થાપના : હવે આપણે ભગવંતના કેવળજ્ઞાન-કલ્યાણકના થોડાક ગુણ ગાઈ લઈએ. ભગવાન વિહાર કરતાં કાશીનગરના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા. ધાતકી વૃક્ષની નીચે ધ્યાનસ્થ બનીને ઊભા રહ્યા. દીક્ષાજીવનના ૮૪ દિવસ વીતી ગયા. ભગવાન ત્રણ દિવસના ઉપવાસી છે. ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશ થઈ ગયો ! ચાર ઘાતી કર્મોનો નાશ થઈ ગયો ! લોકાલોક પ્રકાશી કેવળજ્ઞાન પ્રકટ થઈ ગયું. તે 2010_03 Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ પોષ દશમી -પ્રવચન (3) દિવસ હતો ચૈત્રી વદી ચોથનો. એ સમયે દેવલોકના ૬૪ ઈન્દ્રો કાશીમાં ઊતરી આવ્યા. સમવસરણની રચના કરી. ભગવાન સમવસરણમાં સિંહાસન ઉપર આરૂઢ થયા. આકાશમાં દેવદુંદુભિ વાગવા લાગી. પુષ્પવૃષ્ટિ થવા લાગી. દિવ્ય સંગીતના સૂર વહેવા લાગ્યા. વનપાલે જઈને રાજા અશ્વસેનને શુભ સમાચાર આપ્યા. રાજમહેલમાં આનંદ થઈ ગયો. નગરમાં ઘોષણા થઈ ગઈ. હજારો સ્ત્રીપુરુષોની સાથે રાજા-રાણી અને પ્રભાવતી સમવસરણમાં આવ્યો. ભગવાનની અચિંત્ય શોભા... વૈભવ..... અને દેવેન્દ્રોને જોઈને રાજા-રાણી અને પ્રભાવતી હર્ષવિભોર થઈ ગયાં. તેમના દય કમળની કળી-કળી ખીલી ઊઠી. પાર્શ્વનાથનો પરિવારઃ ભગવાને ધદિશના આપી. ધદિશના સાંભળીને રાજા-રાણી અને પ્રભાવતી વૈરાગી બન્યાં. તેમણે પણ પ્રભુને હાથે ચારિત્રધર્મ સ્વીકાર્યો. ભગવાનના ૧૦ ગણધર બન્યા. ધર્મતીર્થની સ્થાપના થઈ. ભગવાનના ૧૬ હજાર સાધુઓ હતા, ૩૮ હજાર સાધ્વીઓ હતી. એક લાખ ચોસઠ હજાર શ્રાવકો હતા અને ત્રણ લાખ એકવીસ હજાર શ્રાવિકાઓ હતી. તમામ શ્રાવક-શ્રાવિકાઓ વ્રતધારી હતાં. બીજા લોકો હતા તેઓ પાર્શ્વનાથ પ્રત્યે પ્રેમ-શ્રદ્ધા રાખનારા હતા. નિવણિઃ ભગવાન કેટલાંક વર્ષો સુધી પૃથ્વી ઉપર વિચરતા રહ્યા. લોકોને સુખશાન્તિનો માર્ગ બતાવતા રહ્યા. જ્યારે નિવણનો સમય નજીક આવ્યો ત્યારે ભગવાન સમેત શિખરના પર્વત ઉપર પહોંચ્યા. ત્યાં તેમણે એક માસનું અનશન કર્યું. સાથે ૩૩ મુનિવરોએ પણ અનશન કર્યા. બધા જ કાયોત્સર્ગ મુદ્રામાં હતા. એ સમયે નિવણિ થયું. એ દિવસ હતો શ્રાવણ સુદી આઠમનો. દેવ-દેવેન્દ્રોએ ત્યાં જઈને ભગવાનનો નિવણ મહોત્સવ મનાવ્યો. ભગવાન સિદ્ધબુદ્ધ મુક્ત બની ગયા. સંસારયાત્રા પૂર્ણ થઈ ગઈ. ભગવાન વિદેહ બની ગયા, પરંતુ દુનિયા એમને આજ દિન સુધી ભૂલી નથી અને અસંખ્ય વર્ષો સુધી ભૂલશે પણ નહીં. લોકોએ પાર્શ્વનાથની પ્રતિમાઓ બનાવી. કોઈએ રત્નોની, કોઈએ સોના-ચાંદીની તો કોઈકે પાષાણની કે માટીની! મૂર્તિની ઉપાસના કરવા લાગ્યા લોકો. પાર્શ્વનાથજીની મૂર્તિની સાથે નાગરાજની ફણા પણ મસ્તક ઉપર બનાવવામાં આવી. ત્રણ દિવસ સુધી ધરણેન્દ્ર નાગરાજના રૂપમાં ભગવાનના માથે ફણાનું છત્ર ધર્યું હતું ને? પાર્શ્વનાથનાં અનેક નામ: ભગવાન પાર્શ્વનાથની કેટલીક મૂર્તિઓ ધરણેન્દ્રપદ્માવતી સાથેની મળે છે અને 2010_03 Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પર્વ-પ્રવચનમાળા જેટલાં ભિન્નભિન નામ પાર્શ્વનાથજીનાં મળે છે એટલાં નામ અન્ય કોઈ પણ તીર્થંકર પરમાત્માનાં મળતાં નથી. એ નામો ત્રણ દ્રષ્ટિથી પડ્યાં છે. ૧. ગુણના માધ્યમથી. ૨. ગામના માધ્યમથી. ૩. મૂર્તિના માધ્યમથી. ૧. જેવાં કે ચિંતામણિ પાર્શ્વનાથ, વિબહર પાર્શ્વનાથ.... વગેરે ગુણના પ્રભાવથી નામો પડ્યાં છે. ૨. પરંતુ જીરાવલા પાર્શ્વનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, નાકોડા પાર્શ્વનાથ... વગેરે નામો ગામના માધ્યમથી પડ્યાં છે. ૩. જ્યારે શામળા પાર્શ્વનાથ, નવખંડા પાર્શ્વનાથ, સહસ્ત્રફણા પાર્શ્વનાથ વગેરે નામ મૂર્તિના માધ્યમથી પડ્યાં છે. અને આ મૂર્તિઓની આજુબાજુ કોઈ ને કોઈ કથા મળે છે ઈતિહાસ મળે છે. ચમત્કાર અને પ્રભાવ જાણવા મળે છે. મોટાભાગના સાધકોએ-ઉપાસકોએ પોતાની સાધના-ઉપાસના શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની સામે કરેલી છે અને વર્તમાનમાં પણ કરે છે. પાર્શ્વનાથ ભગવાનના નામની સાથે, એમની મૂર્તિની સાથે યોગીપુરુષોનો આંતરિક સંબંધ હોય છે. આપણા જૈન કવિઓએ-પછી તેઓ ઋષિ-મુનિ હોય કે ગૃહસ્થ હોય, તેમણે પાર્શ્વનાથ ભગવાનનાં સ્તોત્ર રચ્યાં છે-સ્તવન બનાવ્યાં છે - સ્તુતિઓની રચના કરી છે. જો આ બધા સાહિત્યનું સંકલન કરવામાં આવે તો એક મોટું "વોલ્યુમ” થઈ જાય! મંત્રો - યંત્રો - સ્તોત્રઃ માંત્રિકોએ ભગવાન પાર્શ્વનાથનું નામ જોડીને અનેક મંત્રોનું નિર્માણ કર્યું છે. મંત્રગર્ભિત સ્તોત્રોની રચનાઓ કરી છે. શ્રી ભદ્રબાહસ્વામીનું "ઉવસગ્ગહર સ્તોત્રમ્ અને સિદ્ધસેન દિવાકરસૂરિજીરચિત "કલ્યાણમંદિર સ્તોત્રમ્ આનો શ્રેષ્ઠ ઉદાહરણો છે. કેટલાક મંત્રોમાં ધરણેન્દ્ર અને પદ્માવતી દેવીનાં નામ પણ ગુંતિ છે. અનેક મંત્રો બીજોની સાથે છે; એવા અનેક મંત્રો આજે પણ મળે છે. પરંતુ મંત્રસાધનામાં સાધક માટે ઘણી બાબતો જરૂરી છે. જેમ કે મંત્ર શ્રેષ્ઠ જોઈએ. મંત્રસાધક મનુષ્ય પણ યોગ્યતાવાળો હોવો જોઈએ. મંત્રોની જેમ ભગવાન પાર્શ્વનાથના કેટલાંય "યંત્ર પણ બન્યાં છે ! ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનાં પ્રાચીન યંત્રો જોવા મળ્યાં છે. એની પૂજનવિધિ પણ મળે છે. જે કોઈને પોતાના જીવનમાં શાનિ જોઈએ. સમતા જોઈએ, મનની પ્રસન્નતા જોઈએ, તેણે ભગવાન પાર્શ્વનાથજી પ્રત્યે અખંડ, અવિચ્છિન્ન શ્રદ્ધા રાખવી જોઈએ. શ્રદ્ધાપૂર્વક, વિધિસહિત આરાધના કરવી જોઈએ. તમે બધા ભગવાનની આરાધના કરીને પરમ સુખ-શાન્તિ પ્રાપ્ત કરો, એ જ મંગલ કામના. * * * 2010_03 Page #257 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ માટુંગા, માટુંગા, શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના સ્થાયી સહયોગીઓ ૧. શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ ૨. શ્રી જૈન છે. મૂર્તિ. સંઘ એન્ડ ચેરીટીઝ પાલ (ઈસ્ટ), મુંબઈ ૩. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ ઈરલાબ્રીજ મુંબઈ ૪. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ ગાંધીનગર, બેંગલોર ૫. શ્રી મહાવીર સ્વામી જૈન સંઘ દાસપ્પાલન, બેંગલોર ૬. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ આર. એસ. પૂરમ, કોઈમ્બતૂર ૭. શ્રી સુવિધિનાથ જૈન સંઘ તીરુપુર (T.N.) ૮. શ્રી સંધમસ્વિામી જૈન સંઘ બુધવાર પેઠ, પૂના ૯. શ્રી પ્રાણલાલ કાનજી દોશી. ગોવાલિયા ટેક, ૧૦. પદ્માબેન ચીનુભાઈ શાહ (પાટણવાળા) ગોવાલિયા ટેંક, ૧૧. માણેકલાલ વી. સવાણી સાયન, ૧૨. ભરતકુમાર પાનાચંદ શાહ સાયન, મુંબઈ ૧૩. એક સદુગ્રહસ્થ સાયન, ૧૪. નિર્મળાબેન પ્રવીણચંદ્ર ઝવેરી સાયન, મુંબઈ ૧૫. લીલાધર પાસુ શાહ મુંબઈ ૧૬. નટવરલાલ મનસુખલાલ શાહ મુંબઈ ૧૭. મીઠુભાઈ માવજી શાહ પાલ (ઇસ્ટ), ૧૮. મહાસુખલાલ લક્ષ્મીચંદ શેઠ પાલી (ઇસ્ટ), ૧૯. જયંતિલાલ ધરમચંદ શાહ પાલ (ઇસ્ટ), ૨૦. ગિરીશભાઈ ચંદુલાલ શાહ પાલી (ઇસ્ટ), મુંબઈ ૨૧. નયનાબેન ગિરીશભાઈ શાહ પાલ (ઈસ્ટ), ૨૨. સવિતાબેન રમણલાલ ડી. શાહ પાલી (ઇસ્ટ, ૨૩. અરવિંદભાઈ ભોગીલાલ શાહ પાલી (ઈસ્ટ), ૨૪. પ્રવીણચંદ્ર પોપટલાલ શાહ પાલી (ઇસ્ટ), ૨૫. જયંતિલાલ એચ. લોઢા પાલી (વેસ્ટ), ૨૬. નાગરદાસ કાનજી શાહ ભાયખલા, ૨૭. જયંતિલાલ મોતીલાલ લાપસીયા મુલુંડ, મુંબઈ ૨૮. શાંતિલાલ ચત્રભૂજ બાબરીયા ૨૯. શ્રી ઉમરશી બીયશી પોલડીયા, ૩૦. રતિલાલ જેઠાલાલ સલોત મુંબઈ ૩૧. ચેતનભાઈ મહેન્દ્રભાઈ ઝવેરી અંધેરી (વેસ્ટ), ૩૨. કાન્તિલાલ એલ. વસા વાલકેશ્વર, મુંબઈ ૩૩. મુગટલાલ સી. શાહ ઘાટકોપર, ૩૪. રાજેશભાઈ પી. મોતા ઘાટકોપર, મુંબઈ ૩પ. પદ્માબેન વસંતભાઈ શાહ સાન્તાક્રૂઝ, મુંબઈ ૩૬. પોપટલાલ બાદરચંદ શાહ ઘાટકોપર, મુંબઈ ૩૭. અમિતભાઈ સારાભાઈ મહેતા અમદાવાદ ૩૮. અશોકભાઈ રતિલાલ કાપડિયા અમદાવાદ PPE મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ 2010_03 Page #258 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ બિદડા-કચ્છ બિદડા-કચ્છ વડાવલી. ચવેલી. ધાનેરા સૂરત સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા વાપી વાપી. સૂરત સૂરત ૩૯. માયાભાઈ મણીલાલ કાપડિયા ૪૦. ધીરજલાલ હાલાણી ૪૧. રાજેન્દ્રભાઈ કે. શાહ ૪૨. ગંગાબેન બાલાભાઈ ઝવેરી ૩. આણંદજી નાનજી દેઢીયા ૪૪. રતનબાઈ આણંદજી દેઢીયા ૪૫. ચંદુલાલ અંબાલાલ શાહ ૪૬. મણીલાલ મગનલાલ શાહ ૪૭. રામચંદ સવરાજભાઈ ૪૮, મંજુલાબેન રમણીકલાલ જોગાણી ૪૯. અરવિંદભાઈ રતિલાલ શાહ ૫૦. કલાવતીબેન રસિકલાલ વોરા ૫૧. હર્ષદભાઈ અમૃતલાલ શાહ પર. વિદ્યાબેન સરદારમલ નાહર પ૩. શકરચંદ નાથાલાલ શાહ (સૂરજવાળા) પ૪. રસિકલાલ વિઠ્ઠલદાસ શાહ (ચાણસ્માવાળા) પપ. દિલીપ વ્રજલાલ શાહ (ચાણસ્માવાળા) પ૬. જગજીવનદાસ ન્યાલચંદ શાહ (ચાણસ્માવાળા) પ૭. વિનેશ ઈન્ડસ્ટ્રીઝ ઃ રવિભાઈ દોશી ૫૮. હંસાબેન મૂળજીભાઈ શાહ પ૯. ઝવેરબેન જેઠુભાઈ મોમાયા ૬૦. વ્રજલાલ રતનચંદ શાહ ૧. પદાબેન શશિકાન્ત પારેખ ૬૨. સંઘવી જે. વીરચંદ એન્ડ સન્સ ૩. ભરતભાઈ હીરાલાલ શાહ મસાટ ૬૪. પુનમચંદ શિવલાલ શાહ ૫. રમાબેન વસંતભાઈ શાહ ૬૬. પોપટલાલ ચત્રભૂજ બાબરીયા ૬૭. સુભાષભાઈ ભાયચંદ શાહ ૬૮. સર્વોદય કમર્શિયલ બેંક લિ. ૬૯. બાબુલાલ મણીલાલ શ્રોફ ૭૦. રઈબેન શાન્તિલાલ ગો. વકીલ ૭૧. શા કેશવજી ખીમજી ગાલા દશલપુરવાળા) ૭૨. શ્રી દેવેન્દ્રભાઈ રતિલાલ વોરા ૭૩. શ્રી હસમુખભાઈ રતિલાલ વોરા વાલકેશ્વર ૭૪. બિપીનચંદ્ર ચીમનલાલ શાહ નંદરબાર ૭૫. સ્વ. ચંપાબેન રતીલાલ શેઠ (ધાનેરાવાલા) ૭૬. શ્રી હીરાચંદ દેવચંદ શાહ ૭૭. શ્રી કલ્યદિપ મશીનરી ૭૮. શાહ તારાચંદ ભગાજી પરિવાર ભીવંડી ભીવંડી મદ્રાસ મદ્રાસ તિરુપુર (T.N.). પૂના પૂના. પૂના સેલવાસ સોલાપુર સોલાપુર શ્રીરામપુરા ઈસ્લામપુર મહેસાણા મહેસાણા મહેસાણા કોરેગામ ભાવનગર મુંબઈ સૂરત નવસારી કિલ્લા પારડી વાપી કોપરલી. 2010_03 Page #259 -------------------------------------------------------------------------- ________________ चंद महेता निर्मित काशन ट्रस्टभ HTTTTTTTT સજનના માઈલસ્ટોન” (ઉપલબ્ધ સાહિત્ય) ઘમ્મુ સરણે પવન્જામિ ભાગ (૧-૨-૩-૪) પ્રશમરતિ (સંપૂર્ણ) જૈન રામાયણ (ભાગ ૧-૨-૩) ક પર્વ પ્રવચનમાળા મારગ સાચા કૌન બતાવે પ્રીતિ કિયે દુ:ખ હોય * પાંપણે બાંધ્યું પાણિયારું છે નીલ ગગનનાં પંખેરું - વિજ્ઞાન સેટ (૩ પુસ્તકો) છે તારા દુ:ખને ખંખેરી નાંખ સર્વજ્ઞ જેવા સૂરિદેવ વિચારપંખી જૈનધર્મ દોસ્તી શ્રદ્ધાની સરગમ વાતંદીપ અંજના ન પ્રિયતે. રીસાયેલો રાજકુમાર | જિનદર્શન ફૂલપાંદડી માંગલિક છે સુવાસ સેટ (૩ પુસ્તકો) પ્રાર્થના ગુણવૈભવ વ્રત ધરે ભવ તરે * શ્રાવક જીવન (૧-૨-૩-૪) જ્ઞાનસાર સમરાદિત્ય મહાકથા (ભાગ ૧-૨-૩). શોધ પ્રતિશોધ જ શાંત સુધારસ સંયમ સાધના સમાધાન હું તો પલ પલમાં મૂંઝાઉ ગીતગંગા ભવના ફેરા JAIN RAMAYAN 1-2-3 THE WAY OF LIFE 1-2-3-4 GUIDELINES OF JAINISM A CODE OF CONDUCT TREASURE OF MIND SCIENCE SET (3 BOOKS) (ATMA-KARMA-DHARMA) BURY YOUR WORRY 13 MINI BOOKLETS RISING SUN STORY STORY अरिहंत (हिन्दी मासिक पत्र) For Private & Peronals On Part 2010_03 Page #260 -------------------------------------------------------------------------- ________________ Rial 9161 Indie vate Pers se W ieliorary