________________
શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧)
૩૭ ચિંતિત, વ્યથિત અને ઉત્પીડિત રહે છે. જો તે દરરોજ જિનવાણી સાંભળતો રહે તો તેના પ્રશ્નોનું સમાધાન સહજ રીતે મળી જાય છે. માનસિક ભારણથી સહજરૂપે મુક્તિ મળી જાય છે.
રાજા કુમારપાળ પૂર્વજન્મમાં નરવીર નામનો ડાકુ હતો. માળવા અને ગુજરાતના સીમપ્રદેશમાં એનો પડાવ હતો. ડાકુઓનો મોટો વિસ્તાર હતો. એ વિસ્તારમાં આતંક ફેલાઈ ગયો હતો. માળવાના એક મોટા વેપારીએ માળવાના રાજાની મદદથી નરવીરના અડ્ડાનો નાશ કરી દીધો. નરવીરના તમામ સાથીઓ તો માયા ગયા જ. પણ તેની સગભ પત્ની પણ મારી ગઈ. તેના મનમાં દુઃખ હતું. વેદના હતી અને તીવ્ર રોષ હતો. વધારે રોષ તો પત્નીની હત્યાથી પેદા થયો હતો. બદલો લેવાની પ્રબળ ભાવના એના ર્દયમાં ઊભરાઈ ઊઠી. પરંતુ તે નિઃસહાય હતો.
જંગલમાં એક વૃક્ષની છાયામાં એ બેઠો હતો. ખૂનથી રંગાયેલી તલવાર તેની પાસે પડી હતી. તેનાં વસ્ત્રો પણ લોહીરંગ્યા હતાં. મન અશાન્ત હતું. ઉદ્વિગ્ન હતો. ત્યાંથી એક આચાર્ય શિષ્યપરિવાર સાથે પસાર થઈ રહ્યા હતા. નરવીરે ઊભા થઈને આચાર્યને પ્રણામ કર્યા. આચાર્ય ઊભા રહ્યા અને નરવીરને “ધર્મલાભના આશીર્વાદ આપ્યા.
આચાર્ય હતા શ્રી યશોભદ્રસૂરિજી. વિશિષ્ટ જ્ઞાની હતા. પ્રતિભાશાળી હતા. તેમણે નરવીરને જોયો અને પૂછ્યું “મહાનુભાવ, તું ખૂબ અશાંત દેખાય છે..'
નરવીરે પોતાની વાત કહીઃ આચાર્યદિને નરવીરને જિનવાણી સંભળાવી. જાણે કે આગ ઉપર પુષ્પરાવર્ત મેઘ વરસ્યો ! તીવ્ર કષાયોથી બળતા નરવીરના આત્માને શાંતિ મળી-બળાપો મટી ગયો ! શીતળતા પ્રાપ્ત થઈ. નરવીરમાં સુંદર પરિવર્તન આવ્યું. પરમાત્મા જિનેશ્વરદેવનો પૂજક-આરાધક બની ગયો. મરીને તે કુમારપાળ બન્યો.
કુમારપાળને ૫૦ વર્ષની ઉંમર સુધી કેટલાં કષ્ટો સહન કરવાં પડ્યાં! પાછળથી ગુરુદેવ હેમચંદ્રસૂરિનો પરિચય થયો. સાત વ્યસનોથી કુમારપાળ મુક્ત બન્યો. રાજા બન્યા પછી કુમારપાળે ગુરુદેવશ્રી હેમચંદ્રસૂરિજી પાસેથી કેવી જિનવાણી સાંભળી હતી અને કેવું અદ્ભુત જીવન-પરિવર્તન કર્યું હતું, તે મેં તમને લોકોને અષાઢ-ચાતુર્માસીના પ્રવચનમાં કહ્યું હતું.
મહાન મોગલ બાદશાહ અકબરે વર્ષમાં ૬ માસ માંસાહારનો ત્યાગ કયા પ્રભાવથી કર્યો હતો ? એ પ્રભાવ હતો જિનવાણીનો. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી પાસેથી, આચાર્યશ્રી સેનસૂરિજી પાસેથી, ઉપાધ્યાય શ્રી શાન્તિચંદ્રજી પાસેથી, ઉપાધ્યાયશ્રી ભાનુચંદ્રજી પાસેથી બાદશાહે જિનવાણીનું શ્રવણ કર્યું હતું.
શ્રી શાન્તિચંદ્રજી ઉપાધ્યાયે બાદશાહને ધમપદેશ સંભળાવવા માટે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org