SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પર્વ-પ્રવચનમાળા પ્રભાવતી સાથે લગ્ન પુત્રનું નામ રાખવામાં આવ્યું પાર્શ્વકુમાર. શ્રેષ્ઠ પુણ્યકર્મથી તેમનું રૂપ, તેમની લોકપ્રિયતા, તેમનું સૌભાગ્ય વગેરે શ્રેષ્ઠ હતાં. જ્ઞાન અને ગુણ તો અદ્ભુત હતાં જ! બાળપણ વીતી જાય છે. પાર્શ્વકુમાર યૌવનાવસ્થામાં પ્રવેશ કરે છે, ત્યારે રાજકુમારી પ્રભાવતી સાથે તેમનું લગ્ન થાય છે. અંદરથી પૂર્ણ વિરક્ત એવા પાર્શ્વકુમાર સંસારનાં સુખ ભોગવે છે. હા, તેમને કેટલાંક કર્મોનો ઉદય પણ ભોગવવો પડે છે. પરંતુ સુખભોગમાં તે આસક્ત નથી બનતા. મોહાક્રાન્ત નથી બનતા. બધા તીર્થકરોની આવી આત્મસ્થિતિ હોય છે. કમઠનો જીવ મનુષ્ય બને છે: તાપસઃ હવે આપણે પેલા કમઠના આત્માનો પણ પત્તો લગાડીએ ! તે નરકમાંથી નીકળ્યો છે અને મનુષ્ય બન્યો છે. પહેલા ભવમાં એનું નામ કમઠ હતું ને? આ ભવમાં પણ તેનું નામ કમઠ છે. એ કયા ગામમાં જન્મ્યો, અને કેવી રીતે તાપસ બન્યો એ જાણવા મળતું નથી. પરંતુ તે તાપસ બન્યો અને વિશેષ પ્રકારની તપશ્ચર્યા કરે છે. વિશેષ પ્રકારનાં કષ્ટોને સહન કરે છે. એથી ગામ-નગરોમાં એની પ્રસિદ્ધિ થઈ અને હજારો લોકો એના ભક્ત બન્યા છે ! આવું બને છે! દુનિયા બહારનું તપ જુએ છે. જાણી જોઈને - સમજીને તપ અને કષ્ટ સહન કરનારાઓ પ્રત્યે દુનિયા આદર અને બહુમાનથી જુએ છે. દુનિયા અંદરથી જોઈ શકતી નથી. અંદર જોવા માટે તો જ્ઞાનવૃષ્ટિ જોઈએ ! દુનિયા પાસે જ્ઞાનવૃષ્ટિ નથી. કમઠ તાપસ બની ગયો છે. પોતાની ચારે બાજુ આગ સળગાવીને વચમાં બેઠો છે. આવું કષ્ટ જોઈને લોકો આશ્ચર્ય પામે છે. કમઠને પ્રભાવશાળી તાપસ માને છે. કમઠ કાશીમાં એ કમઠ ફરતો ફરતો કાશીનગરમાં બાહ્ય સ્થળે આવીને રહે છે. ચારે બાજુ આગ સળગાવીને વચ્ચે બેસીને માળા ફેરવે છે. નગરમાં વાતો ફેલાઈ જાય છે. "કમઠ નામનો એક મહા પ્રભાવશાળી તાપસ નગરમાં આવ્યો છે." બસ, પ્રભાતે હજારો લોકોની હાર લાગી ગઈ. લોકો ફળ નૈવેદ્ય વગેરે લઈને આવે છે અને કમઠને સમર્પિત કરે છે. કમઠ-પાર્શ્વકુમારનો સંવાદઃ પાર્શ્વકુમાર પ્રભાવતી સાથે મહેલના ઝરૂખામાં બેઠા છે. તેમણે લોકોને નગર બહાર જતાં જોયા. જાણકારી મેળવી અને ત્યાં બેઠાં બેઠાં “અવધિજ્ઞાનના પ્રકાશમાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy