________________
પોષ દશમી -પ્રવચન (૩)
૨૩૯ કમઠને જોયો. વિલંબ કર્યા વગર તેઓ ઘોડા પર બેસીને સીધા જ કમઠની પાસે પહોંચી ગયા.
"શ્રી પંચકલ્યાણક પૂજા” માં કવિરાજ શ્રી વીરવિજયજીએ ખૂબ જ માર્મિક રીતે આનું વર્ણન કર્યું છે. પાર્શ્વકુમાર અને કમઠનો મજાનો સંવાદ બતાવ્યો છે. પાકુમાર : સુણ તપસી, સુખ લેનકુ જપે ફોગટ માલે,
અજ્ઞાન સે અગ્નિ બિએ યોગકુ પરજાલે.. કમઠ : કમઠ કહે સુણ રાજવી, તુમે અશ્વ ખેલાઓ,
યોગી કે ઘર હૈ બડે મત કો બતલાઓ... પાકુમાર : તેરા ગુરુ કોન હૈ, બડા જિણે યોગ ધરાયા,
નહિ ઓળખાયા ધર્મકુ તનુકષ્ટ બતાયા.... કમઠ : હમ ગુરુ ધર્મ પિછાનત નહિ કવડી પાસે.
ભૂલ ગયે દુનિયા દિશા રહતે વનવાસપાકુમાર : વનવાસી પશુ-પંખીયાં ઐસે તુમ યોગી,
યોગી નહીં પણ ભોગિયા સંસાર કે સંગી. કમઠ : સંસાર બુરા છોર કે સુણ હો લઘુ રાજા,
યોગી જંગલ સેવતે લેઈ ધર્મ-આવાજાપાકુમાર : દયા ધર્મ કા મૂલ છે. ક્યા કાન ફુકાયા,
જીવદયા નહ જાતને તપ ફોગટ માયા.... કમઠ : બાત દયા કી ધખિયે ભૂલચૂક હમારા,
બેર બેર ક્યાં બોલના ઐસા ડાક ડમાલા.... પાકુમાર જ્યાં કમઠ તપ કરે છે ત્યાં પહોંચે છે. તેમણે કમઠને કહ્યું: "હે તપસ્વી, સુખ પામવા માટે તું વ્યર્થમાળા ફેરવે છે. આ અગ્નિમાં લાકડાં સાથે તારો યોગ પણ બળી રહ્યો છે.”
કમઠ લાલપીળો થઈ ગયો. તેણે કહ્યું: “હે રાજનું તમે ઘોડા પર બેસીને ખેલતા રહો... યોગી પુરુષના ઘરની વાતો મોટી હોય છે. એટલા માટે તમારે મને યોગની વાતો શીખવવાની જરૂર નથી.”
પાકુમારે તાપસને કહ્યું હે તાપસ, તારા ગુરુ કોણ છે? તે પોતાની જાતને મોટો યોગી માનતો હશે, પરંતુ ધર્મનો મર્મ તે કંઈ જાણતો નથી. ધર્મના નામે તેણે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org