SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ-પ્રવચનમાળા ૧૪૬ કહ્યું છે. - મનના અશુભ ભાવોથી મુક્ત થવાની વિસ્તારથી પ્રેરણા આપવામાં આવી છે. આ રીતે ૧૧૧ શ્લોકોમાં વિષય-કષાયરૂપ પ્રમાદના વિભિન્ન સ્થાનોથી સાધુસાધ્વીને દૂર રહેવાનો ઉપદેશ છે. ૩૩. કર્મ પ્રકૃતિઃ આ અધ્યયનમાં આઠ કર્મનાં નામ, તેમના ઉત્તરભેદ (નામ કર્મના ભેદ બતાવ્યા નથી) આઠ કર્મોની જઘન્ય, ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. સામાન્ય રૂપથી પ્રદેશ, ક્ષેત્ર, કાળ અને ભાવની વાત પણ કહી છે. ૨૫ ગાથાઓનું આ અધ્યયન છે. ૩૪. લેયા : આ અધ્યયનમાં કષ્ણ, નીલ, કાપોત, તેજ, પડા અને શુક્લ-લેશ્યાઓ સંબંધી ભગવાને વિસ્તૃત વિવેચન કર્યું છે. ૬ વેશ્યાઓનું ૬ દ્વારોથી વિવેચન કર્યું છે. ૧. નામદ્વાર, ૨. વર્ણદ્વાર, ૩. પરિણાદ્વાર ૪. લક્ષદ્વાર, ૫. સ્થાનદ્વાર, ૬. સ્થિતિદ્વાર. આ અધ્યયનની ૬૧ ગાથાઓ છે. ૩૫. અણગાર માર્ગ-ગતિઃ ગૃહવાસનો ત્યાગ કરીને, પ્રવ્રજ્યા ગ્રહણ કરનારા મુનિએ શ્રમણજીવન કેવી રીતે જીવવું જોઈએ, એ વિષયમાં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો ભગવાને આ અધ્યયનમાં કહી છે. - ભવબંધનના હેતુભૂત સંગનો ત્યાગ કરવો. - હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મસેવન, કામ અને લોભનો ત્યાગ કરવો. - કામરાગપોષક ઉપાશ્રયમાં રહેવું નહીં. સ્મશાન, શૂન્યગૃહ અથવા વૃક્ષની નીચે રહેવું અથવા સ્ત્રી આદિથી રહિત મકાનમાં રહેવું. મુનિએ સ્વયં ઘર બનાવવું નહીં, બીજા પાસે બનાવડાવવું નહીં કે અનુમોદના ન કરવી, કારણ કે તેથી ત્રસસ્થાવર જીવોની હિંસા થાય છે. મુનિએ જાતે આહાર-પાણીનું પચન-પાચન કરવું નહીં કરાવવું નહીં, અનુમોદના પણ ન કરવી. કેમ કે એમાં જીવહિંસા થાય છે. સોના-ચાંદીની મનથી ય ઇચ્છા ન કરવી. કારણ કે સોના અને ચાંદીને માટી સમાન ગણવાં. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy