________________
૩૯
શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧) - “સર્વમંગલ' થયા પછી જ જવું જોઈએ. - સ્ત્રીઓએ નાનાં બાળકો લઈને ન આવવું જોઈએ. – નાનાં બાળકોને ઉપાશ્રયમાં પ્રવચન હોલમાં) રમતા ન મૂકવા જોઈએ. – એકાગ્રતાથી સાંભળવું. – પ્રશ્નો પૂછો તો વિનયપૂર્વક પૂછવા. – વિષયને અનુરૂપ પ્રશ્નો પૂછવા. – પ્રવચન આપનાર ગુરુદેવ પ્રત્યે આદરભાવ રાખવો. - સરલ હ્મયથી (નિષ્કપટ) પ્રવચન સાંભળવું. સમ્યગુષ્ટિ જીવની ઓળખાણ માટે કહેવાયું છેઃ
सव्वत्थ उचियकरणं गुणानुराओ रई अ जिणवयणे ।
अगुणेसु अ मज्झत्थं, सम्मद्दिट्ठिस्स लिंगाइं ॥ - દરેક જગાએ ઉચિત કર્તવ્યોનું પાલન કરવું, – ગુણાનુરાગી હોવું, – જિનવચનમાં પ્રીતિ હોવી, - ગુણરહિત જીવો પ્રત્યે મધ્યસ્થભાવ હોવો.
આ ચાર વાતો સમ્યગુદૃષ્ટિની ઓળખ છે. આ ચારેમાં જિનવચનમાં પ્રીતિ મહત્ત્વપૂર્ણ વાત છે. દેવલોકની અપ્સરાઓના ગીત-સંગીતમાં જેટલી પ્રીતિ હોય, એનાથી વધારે પ્રીતિ સમકિતી જીવને જિનવચનશ્રવણમાં હોય છે.
આ છ દિનકૃત્યો ઉપરાંત બીજાં ચાર કર્તવ્યો મારે આજ બતાવવાં છે. પહેલું કર્તવ્ય છે-પ્રતિદિન ૧૦૮નવકારમંત્રનો જાપ કરવો. બીજું કર્તવ્ય છે-પ્રતિદિન એક સામાયિક કરવું અને ત્રીજું કર્તવ્ય છે- પ્રતિદિન પ્રતિક્રમણ કરવું. સવારે નવકારશીનું પચખાણ અને સાંજના ચોવિહારનું પચખાણ કરવું- એટલે કે રાત્રિભોજનનો ત્યાગ કરવો.
આજ પર્યુષણા મહાપર્વના પ્રથમ દિવસનાં દૈનિક કર્તવ્યો પર પ્રવચન આપ્યું. પર્યુષણા મહાપર્વના પાંચ કર્તવ્યોના વિષયમાં કાલે પ્રવચન થશે.
આજ બસ, આટલું જ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org