________________
૨૦
પર્વ-પ્રવચનમાળા
ચાંદીના વરખમાં મિશ્રણ થવા લાગ્યું છે. વરખ બનાવનારા મોટે ભાગે મુસલમાન કારીગરો હોય છે. તેઓ બળદના મુલાયમ ચામડામાં વરખ કૂટે છે અને કૂટતાં કૂટતાં પોતાનું ઘૂંક પણ લગાડે છે. ચાંદીની સાથે બીજી અશુદ્ધ ધાતુઓની મિલાવટ પણ થવા લાગી છે. એવા વરખ લગાડવાથી મૂર્તિને પણ નુકશાન થાય છે. વિલેપન ઉત્તમ દ્રવ્યોનું કરવું જોઈએ. બ્રહ્મચર્યપાલન :
ચાતુર્માસમાં બ્રહ્મચર્યના પાલનનું વિશેષ મહત્ત્વ હોય છે. બ્રહ્મચર્યના પાલનથી તન-મન નિર્મળ રહે છે. સ્કૂર્તિવાળું રહે છે અને ધર્મધ્યાનમાં વધારે એકાગ્રતા રહે છે. આ વ્રતનું પાલન કરવા માટે સ્ત્રી-પુરુષે જુદાજુદા ઓરડાઓમાં સૂવું જોઈએ. પ્રયોજને વગર એકબીજાના શરીરને સ્પર્શ ન કરવો જોઈએ. કામોત્તેજક દ્રશ્યો ન જોવાં જોઈએ. એવી ચોપડીઓ પણ ન વાંચવી જોઈએ. એવી વાતો ય ન સાંભળવી જોઈએ. આ રીતે વ્રતનું પાલન થઈ શકે છે. ચારેમાસ પાલન , ઈ શકે તો પવતિથિમાં તો અવશ્ય કરવું જોઈએ. દાન :
अभयं सुपत्तदानं अणुकम्पा- उचिय-कित्तिदानं च ।
दोहिं मुक्खो भणियो, तिन्न भोगाइयं दिति ॥ ૧. અભયદાન, ૨. સુપાત્રદાન, ૩. અનુકંપાદાન, ૪. ઉચિતદાન અને પ. કીર્તિદાન. અભયદાન અને સુપાત્રદાન નિઃશ્રેયસ સાધક છે. અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન અભ્યદય સાધક છે. ચાતુર્માસમાં દાનધર્મની આરાધના કરવી જોઈએ. તપશ્ચર્યા :
તીર્થકરોએ સ્વયં તપ કર્યું અને તેમણે તપ કરવાનો ઉપદેશ આપ્યો. બાહ્ય અને આત્યંતર એવા બાર પ્રકારનું તપ બતાવ્યું છે...તપશ્ચર્યાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે. પાપકર્મોની નિર્જરા થાય છે. વિદ્ગોનો નાશ થાય છે. ઇન્દ્રિયોનું દમન થાય છે. કષાયોનું શમન થાય છે. ઈષ્ટ કાર્યોની સિદ્ધિ થાય છે. દેવો પ્રસન્ન થાય છે. વગેરે અનેક લાભ થાય છે. એટલા માટે ચાતુમતિમાં વિશેષ રૂપે તપશ્ચર્યા કરવી જોઈએ. ચાતુર્માસમાં દૈનિક પ્રવચનોમાં આ વિષયો પર વિસ્તારથી વિવેચન કરીશ.
આજે બસ, આટલું જ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org