________________
પૂર્વ-પ્રવચનમાળા
સુવ્રતે આ જીવનમાં જ પુનઃ મૌન એકાદશીની આરાધના શરૂ કરી દીધી ! ભોગોપભોગનાં વિપુલ સાધનો પાસે હોવા છતાં પણ સુવ્રતે નિયમિતરૂપે એકાદશીની આરાધના શરૂ કરી દીધી. અપૂર્વ સુખ-વૈભવ પ્રાપ્ત હતા, પરંતુ ધર્મારાધનામાં બાધક ન બન્યા ! એને કહે છે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય ! પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જે સુખનાં સાધનો મળે છે, તે ધર્મપુરુષાર્થમાં બાધક, અવરોધક નથી બનતાં, પરંતુ સહાયક સિદ્ધ થાય છે.
૨ ૧૮૮
સુવ્રતને અગિયાર પત્નીઓ હતી ને ? સુવ્રતની મૌન એકાદશીની આરાધનામાં તેમણે વિઘ્ન ન કર્યું, વિક્ષેપ ન પાડયો.
સભામાંથી : અમારે તો એક પત્ની છે છતાં કોઈ કોઈ વાર ધર્મઆરાધના કરવા દેતી નથી !
મહારાજશ્રી : પત્ની સુખ આપનારી છે તો પુણ્યનો ઉદય માનવો પડશે. પરંતુ ધર્મઆરાધના કરવા દેતી નથી, રંગરાગમાં જ સાથ આપે છે. તો પાપાનુબંધી પુણ્યનો ઉદય છે એમ સમજવું. બીજી વાત : જો તમે તમારી પત્નીને વૈષયિક સુખ આપતા હો પરંતુ તેની ધર્મઆરાધનામાં વિઘ્ન નાખતા હો તો એમાં પણ પાપાનુબંધી પુણ્યનો ઉદય માનવો પડશે ! એક નિયમ સમજી લો. સુખનાં સાધનો મળ્યાં છે પરંતુ એ સાધનોનો ઉપયોગ નવા પુણ્યના ઉપાર્જનમાં નથી થતો તો પાપાનુબંધી પુણ્યનો ઉદય સમજવો ! કારણ સુખનાં સાધનોથી નવાં પાપકર્મો જ બાંધો છો ! સુવ્રત શ્રેષ્ઠીના પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હતો. અગિયાર રૂપવતી પ્રેમપૂર્ણ પત્નીઓ અને અગિયાર કરોડ રૂપિયા હોવા છતાં તેમના મનમાં ધર્મભાવના ટકી રહી હતી. તેની જ્ઞાનવૃષ્ટિ ખૂલેલી હતી. શૂર શ્રેષ્ઠીના ભવમાં જે બાર ભાવનાઓનો અભ્યાસ કર્યો હતો ને પૂર્વજન્મની સ્મૃતિની સાથે તે જાગૃત થઈ ગયો હતો.
ભાવનાઓનો પ્રભાવ
સભામાંથી ; એ ભાવનાઓ કઈ કઈ હતી ?
મહારાજશ્રી : એ ભાવનાઓ હતી અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર, આસ્ત્રવ, સંવર, નિર્જરા, લોક-સ્વરૂપ, ધર્મસ્વાખ્યાત અને બોધિદુર્લભ. તમે પણ આ ભાવનાઓનું ચિંતન દરરોજ કરો છો ને ?
સભામાંથી : ના જી ! નામ પણ યાદ નથી...
મહારાજશ્રી : એટલે તો પ્રબળ રાગદ્વેષમાં ફસાયા છો. તીવ્ર મમત્વભાવ કરતા રહો છો. બાર ભાવનાઓના ચિંતન વગર અમે સાધુ-સાધ્વી પણ પ્રબળ રાગદ્વેષમાં ફસાઈ જઈએ ! પછી ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન હોય યા ગમે તેટલી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org