SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૌન એકાદશી પ્રવચન-૧ ૧૮૭ "અગિયાર”નો આંક જોડાઈ ગયો. આખરે ત્યાં પણ આયુષ્ય કર્મનો બંધ થાય છે ને? આયુષ્ય પૂર્ણ થઈ ગયું. જંબૂદ્વીપના આ ભરતક્ષેત્રમાં શૌરીપુરી નગરીમાં તેનો જન્મ થાય છે. પિતા હતા સમુદ્રદત્ત શ્રેષ્ઠી અને માતા હતી પ્રીતિમતી. જ્યારે એ આત્મા માતાના ઉદરમાં હતો ત્યારે તેને વ્રત ગ્રહણ કરવાની ઇચ્છા થઈ હતી. માતા પ્રીતિમતીને પણ વ્રત-નિયમ લેવાની ઈચ્છા ઉત્પન્ન થઈ હતી. એટલા માટે પુત્રનું નામ સુવ્રત પાડ્યું! પુત્રજન્મની સાથે જ સમુદ્રદત્તને જમીનમાંથી ખજાનો મળ્યો ! સુવ્રતનું શ્રેષ્ઠ લાલનપાલન થયું. ઉત્તમ શિક્ષણ આપવામાં આવ્યું. અનેક કલાઓ શીખવવામાં આવી. જ્યારે તે યૌવનમાં આવ્યો તો ખાનદાન ગોત્રની અગિયાર કન્યાઓ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. સુવ્રત પાસે ધન પણ અગિયાર કરોડ સુવર્ણ મુદ્રાઓનું થયું. એકાદશીની આરાધના કરી હતી ને પૂર્વભવમાં ? એટલે એકાદશ (અગિયાર)નો અંક એની સાથે જોડાઈ ગયો. પૂર્વજન્મનું સ્મરણઃ એક દિવસ શૌરીપુરીમાં "ધર્મઘોષ” નામના મુનિરાજ પધાર્યા. સુવ્રત શ્રેષ્ઠી સપરિવાર ધર્મોપદેશ સાંભળવા મુનિરાજ પાસે ગયો. મુનિરાજે ધમોપદેશમાં "મૌન એકાદશી”નું વર્ણન કર્યું. સાંભળતાં સાંભળતાં સુવ્રત શેઠને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ. હા, આવું થાય છે. નિમિત્ત મળતાં પૂર્વજન્મમાં પડેલા પ્રગાઢ સંસ્કારો જાગી ઊઠે છે. જે રીતે મનુષ્યને પૂર્વજન્મની સ્મૃતિ થઈ જાય છે તેમ પશુઓને પણ થઈ જાય છે. ભગવાન મહાવીરે સાપને તેના પૂર્વજન્મનું નામ વારંવાર સંભળાવ્યું અને સાપને પૂર્વજન્મ યાદ આવી ગયો હતો ને? પૂર્વજન્મમાં ચંડકૌશિક તાપસને પોતાના નામથી ખૂબ પ્યાર હશે ! આ નામ સાંભળતાં જ પૂર્વજન્મની સ્મૃતિ ઊભરાઈ આવી! એ રીતે સુવ્રતના આત્માને શૂર શ્રેષ્ઠીના ભાવમાં મૌન એકાદશી સાથે પ્રગાઢ અનુરાગ બાંધી લીધો હતો. એટલા માટે મુનિરાજના મુખથી "મૌન એકાદશી”નું વર્ણન સાંભળતાં જ "મેં આવી આરાધના કોઈક વાર કરી છે...” એવી કલ્પના આવી. અને પૂર્વજન્મ યાદ આવી ગયો. "શા માટે હું અગિયારમા દેવલોકમાં ગયો? આ જન્મમાં મને કેમ અગિયાર પત્નીઓ મળી? કેમ અગિયાર કરોડ રૂપિયા મળ્યા. આ બધી વાતો સુવત સમજી ગયો ! ”આ બધો પ્રભાવ મૌન એકાદશીની આરાધનાનો છે.” Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy