SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ દિપાલિકા-પ્રવચન (૧) ૧૧૩ આ રીતે ભયંકર ઉપસર્ગો અને ઘોર પરીષહ સહન કરતાં વિવિધ તપશ્ચર્યા અને ધ્યાન કરતાં ભગવાનને સાડાબાર વર્ષથી કંઈક વધારે સમય વીતી ગયો હતો. શ્રી આવશ્યક-નિયુક્તિ ગ્રંથમાં ભગવાનની તપશ્ચય આ રીતે બતાવવામાં આવી છે. ૧. છ માસના તપ, ૧ પાંચ દિવસ ઓછા હોય તેવા છ માસનું તપ, ૯ ચારમાસી, ૨ત્રિમાસી. ૨ અઢી માસી. દુબે માસી, ૧દોઢ માસી, ૧૨ માસ ખમણ, ૭ર પક્ષખમણ ૧ ભદ્ર પ્રતિમા (બે દિવસની), ૧ મહાભદ્ર પ્રતિમા (ચાર દિનની) ૧ સર્વતોભદ્ર પ્રતિમા (દશ દિવસની) ૨૨૯ છ8, ૧૨ અઠ્ઠમ. કેવળજ્ઞાન-કલ્યાણક જ્યારે ભગવાનની દીક્ષાનું તેરમું વર્ષ ચાલતું હતું ત્યારે મધ્યમા પાવાથી વિહાર કરીને ભગવાન જભિયગ્રામ પધાર્યા. તેની નજીક ઋજુવાલુકા નદીને કિનારે એક જીર્ણ ચૈત્ય હતું. એ ચૈત્યની નજીક શ્યામક નામના એક ગૃહપતિનું ખેતર હતું. એ ખેતરમાં ‘શાલ” નામનું વૃક્ષ હતું એ વૃક્ષની નીચે ભગવંત ગોદોહિકા' આસન (જેમાં બેસીને ગાય દોહી શકાય તેવું આસન)માં બેઠા હતાં આતાપના લઈ રહ્યા હતા. ભગવાનને છઠ્ઠનો તપ હતો. વૈશાખ શુક્લા દશમીનો દિવસ હતો. ચોથો પ્રહર હતો. રવિવારનો દિવસ હતો. ‘વિજય’ નામનું મુહૂત હતું. ચંદ્રની સાથે ઉત્તરાફાલ્ગની નક્ષત્રનો યોગ હતો. ભગવાન શુક્લ ધ્યાનમાં નિમગ્ન હતા. એ સમયે ચાર ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો. ભગવાનને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રકટ થઈ ગયાં. ભગવાન રાગદ્વેષના વિજેતા ‘જિન’ બન્યા. સર્વજ્ઞ બની ગયા. સર્વદર્શી બન્યા. આ બાજુ દેવલોકમાં ઈન્દ્રનું આસન પ્રકંપિત થયું. “ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થઈ ગયું.” જાણીને સર્વ દેવો અત્યંત હર્ષિત થઈ ગયા. દેવ-દેવેન્દ્ર ભગવાનની પાસે આવ્યા. ગીત ગાવા લાગ્યા. નૃત્ય કરવા લાગ્યા. સ્તુતિ કરવા લાગ્યા. દેવોએ સમવસરણની રચના કરી. ભગવાન સમવસરણમાં બિરાજ્યા. ક્ષણિક ધર્મદિશના આપીને ભગવાને ત્યાંથી વિહાર કરી દીધો. એક રાતમાં બાર યોજનનો વિહાર કર્યો! ભગવાન પાવાપુરી પધાર્યા. ગામની બહાર મહસેનવર્નમાં બિરાજ્યા. વૈશાખ શુક્લા-એકાદશીનો દિવસ હતો. એ દિવસે તત્કાલીન બ્રાહ્મણ શ્રેષ્ઠ ૧૧ વિદ્વાનોએ પોતપોતના શિષ્યો સાથે પોતાની તાત્ત્વિક શંકાઓનું સમાધાન પામીને ભગવાન મહાવીરના ચરણોમાં જીવન સમર્પિત કર્યું. એમના નામ છે - ૧ ઇન્દ્રભૂમિ ગૌતમ, ૨ અગ્નિભૂતિ ગૌતમ, ૩ વાયુભૂતિ ગૌતમ, ૪ વ્યક્ત, ૫ સુધમાં, ૬ મંડિત, ૭ મૌર્યપુત્ર, ૮ અકપિત, ૯ અચલભ્રાતા, ૧૦ મેતાર્ય. ૧૧ પ્રભાસ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy