________________
શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨)
‘હા.’
ચંદનબાલાજી ઊભાં થઈ ગયાં અને મૃગાવતીજીના ચરણોમાં પડી ગયાં. પુનઃપુનઃ ક્ષમાયાચના કરી. ક્ષમાભાવથી ઉપશાંત બન્યાં અને તેમને પણ કેવળજ્ઞાન પ્રકટ થઈ ગયું !
ક્ષમાયાચનાથી, ક્ષમા આપવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. ક્ષમાભાવ આવો શ્રેષ્ઠ ભાવ છે.
૫૫
સભામાંથી : અમે ક્ષમા માગવા જઈએ, ક્ષમા માગી લઈએ. પરંતુ સમાવાળો ક્ષમા ન આપે તો શું કરવું ?
:
મહારાજશ્રી ઃ ક્ષમા માગીને તમે ઉપશાન્ત બનો, બસ, તમારી આરાધના થઈ ગઈ. તમારું કર્તવ્ય પૂરું થઈ ગયું. ક્ષમા ન કરનારનો આત્મા ઉપશાન્ત થતો નથી. એટલા માટે તે આરાધક નથી બની શકતો. હા, ગમે તેટલું તપ કરે, ગમે તેટલું દાન આપે, જીવનપર્યંત બ્રહ્મચર્ય પાળે, પરંતુ ક્ષમા આપે નહીં અને ક્ષમા માગે નહીં, તો સર્વ પ્રકારની ધર્મઆરાધના વ્યર્થ જાય છે. એ તપનું, દાનનું, શીલનું કોઈ વિશેષ મહત્ત્વ રહેતું નથી.
સમરાદિત્યકેવલી ચરિત્ર' સાંભળ્યું છે ? સમરાદિત્યકેવલીનો પ્રથમ ભવ છે ગુણસેન રાજાનો. બચપણમાં પુરોહિતપુત્ર અગ્નિશમને હેરાન-પરેશાન કર્યો હતો. અગ્નિશમાં કુરૂપ હતો. શરીરનાં અંગો વાંકાંચૂકાં હતાં. તે વિકૃત અંગોવાળો હતો. રાજકુમાર એને ગધેડા પર બેસાડતો. કાંટાનો તાજ પહેરાવતો...આખા નગરમાં ફેરવતો વગેરે. અગ્નિશમાં ત્યાંથી નાસી ગયો અને તાપસોના આશ્રમમાં જઈને તાપસી દીક્ષા લઈ લીધી. ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યો. એક એક મહિનાના ઉપવાસ કરવા લાગ્યો. પારણું માત્ર એક જ દિવસ કરતો હતો. પહેલે ઘેર જતાં ત્યાં ભિક્ષા મળી જતી તો પા૨ણું કરતો, નહીંતર ઉપવાસ શરૂ કરી દેતો. હજારો માસખમણ કરી દીધાં.
રાજકુમાર ગુણસેનનો રાજ્યાભિષેક થયો. તે રાજા બની ગયો. એક દિવસે એ જ આશ્રમમાં પહોંચ્યો. ત્યાં અગ્નિશમની ખૂબ પ્રશંસા સાંભળી. દર્શન કર્યા. માસખમણનાં પારણાં રાજમહેલમાં કરવાની વિનંતી કરી. આશ્રમના કુલપતિએ વિનંતી માન્ય કરી.
પારણાંના દિવસે અગ્નિશમાં ભિક્ષા લેવા માટે રાજમહેલે ગયો. તો ત્યાં લોકોની વધારે હલચલ હતી. રાણીએ કુમારને જન્મ આપ્યો હતો. આખો મહેલ ખુશીમાં ઝૂમતો હતો. રાજમહેલના દ્વાર ઉપર ઊભા રહેલા અગ્નિશમાં તરફ કોઈએ જોયું નહીં. તે પાછો ફરી ગયો. પારણાં કર્યા વગર માસક્ષમણ શરૂ કરી દીધાં.
રાજાને તાપસનાં પારણાં યાદ આવ્યાં તો ખૂબ મોડું થઈ ગયું હતું. તપોવનમાં ને તેણે ફરીથી પારણાં રાજમહેલમાં કરવાની વિનંતી કરી. ભૂલની ક્ષમા માગી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org