SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પર્વ-પ્રવચનમાળા બુદ્ધિ-પ્રતિભા વિકસિત થાય છે. અને જ્ઞાનપ્રાપ્તિ વિપુલ પ્રમાણમાં થાય છે. ૪. ચોથો જ્ઞાનાચાર છે ઉપધાનનો. આપણા જૈન સંઘોમાં ઉપધાન તપ થાય છે ને?એ ઉપધાન જ્ઞાનપ્રાપ્તિની યોગ્યતા સંપાદિત કરવા માટે કરવામાં આવે છે. ઉપધાનમાં તપ, જપ, ધ્યાન...આદિ અનેક ક્રિયાઓ કરવામાં આવે છે. શ્રી નવકારમંત્રનું જ્ઞાન પામવા માટે પણ અઢાર દિવસનાં ઉપધાન કરવાં પડે છે. ૫. પાંચમો આચાર છે ગુરુ પ્રત્યે કૃતજ્ઞભાવ. જે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. એ ગુરુના ઉપકારને ભૂલવો ન જોઈએ. બીજા લોકો સામે ગુનો પરિચય આપતી વખતે તેમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રદર્શિત કરવો જોઈએ. એવું ન હોવું જોઈએ કે ગુરુનું નામ પણ બીજા લોકોને ન બતાવવું! ૬. છઠ્ઠો આચાર છે. સૂત્રોનું શુદ્ધ ઉચ્ચારણ, સૂત્રપાઠ શુદ્ધ હોવો જોઈએ. ૭. સાતમો આચાર છે. સૂત્રોનું યથાર્થકથન. સૂત્રોના અર્થ મનસ્વી રીતે ન કરવા જોઈએ. શાસ્ત્રોમાં જે સૂત્રનો જે અર્થ કરવામાં આવ્યો હોય તે જ અર્થનું કથન કરવું જોઈએ. વિપરીત અર્થકથન કરવાથી સ્વ-પર બંનેને પાપબંધ થાય છે. ૮. આઠમો આચાર છે સૂત્ર અને અર્થ બંનેનું સાચું કથન કરવું. એવું નહીં કે સૂત્ર સાચું બતાવવું અને અર્થ ખોટો બતાવવો! અગર તો સૂત્ર ખોટું બતાવાય અને અર્થ સાચો બતાવાય. સૂત્ર-અર્થ બંનેનું સાચું કથન કરવું જોઈએ. આ છે આઠ જ્ઞાનાચાર. આ આચારોનું પાલન કરતાં જ્ઞાનપ્રાપ્તિનો પુરુષાર્થ કરવો જોઈએ. આ રીતે પ્રાપ્ત કરેલું જ્ઞાન મનુષ્યને અંતર્મુખ બનાવે છે, અને આધ્યાત્મિક વિકાસનો હેતુ બને છે. સભામાંથી આ આચારોનું પાલન કર્યા સિવાય કોઈ જ્ઞાનપ્રાપ્તિ કરે તો શું થાય? મહારાજશ્રી જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. ભવિષ્યમાં જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય રહેતો નથી. જ્ઞાનપ્રાપ્તિના ઉપાય, સાધન અને સંયોગ મળતા નથી. જે રીતે જ્ઞાનાચારોનું પાલન ન કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે એ રીતે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની ઉપેક્ષા-અવહેલના અને આશાતના કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાનની આશાતનાઓ: – જ્ઞાન ભલેને વ્યાવહારિક હોય યા ધાર્મિક હોય, જ્ઞાન પ્રત્યે અરુચિ, દ્વેષ યા અભાવ હોવાથી જ્ઞાનની આશાતના થાય છે. - જ્ઞાની પુરુષો સાથે દુર્વ્યવહાર કરવાથી, તેમને કષ્ટ આપવાથી તેમની મજાક Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy