________________
૧૫૦
પોતપોતાના સ્થાને ગયા.
શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ઃ
જે સમયે ભગવાનનું નિર્વાણ થયું એ સમયે ભગવાનના પ્રમુખ શિષ્ય શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ ત્યાં ઉપસ્થિત ન હતા. ભગવાને જ એમને પાસેના ગામમાં “દેવશર્મા" નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલ્યા હતા.
પૂર્વ-પ્રવચનમાળા
જયારે તે અપાપાપુરીમાં પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં એમને સમાચાર મળ્યા કે ઃ “ભગવાનનું નિર્વાણ થઈ ગયું !” ગૌતમસ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે અપાર પ્રીતિ હતી, પ્રબળ અનુરાગ હતો. જયારે ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળ્યા... તેઓ સ્તબ્ધ થઈ ગયા, અને માર્ગમાં જ બેસી ગયા. એક બાળકની જેમ ખુલ્લે મોંએ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. પ્રભુ-વિરહની વેદનામાં તેમનું હૃદય દ્રવિત થઈ ગયું.
"ભગવાન સર્વજ્ઞ હતા...તેઓ પોતાનું નિર્વાણ જાણતા હતા. છતાં તેમણે મને નિર્વાણના સમયે પાસે ન રાખ્યો... શું જોયું હશે તેમણે પોતાના જ્ઞાનમાં ? ખેર, તે વીતરાગ હતા. તેમને કયાં કોઈના પ્રત્યે રાગ હતો ? રાગ તો મને હતો એમના પ્રત્યે... હવે તે નથી રહ્યા... હવે મારે કોના પ્રત્યે રાગ કરવાનો છે ? રાગ જ મુક્તિમાં રુકાવટ કરનારો છે.”
સમતામાં સ્થિર થઈ ગયા ! શુક્લધ્યાનમાં નિમગ્ન થઈ ગયા. ચાર ઘાતી કર્મોનો નાશ થયો. તે કેવળજ્ઞાની બની ગયા.
કાર્તક સુદિ એકમના પ્રાતઃ સમયે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ આવીને કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. ભગવાનના નિર્વાણ પછી શ્રી ગૌતમ સ્વામીએ ૧૨ વર્ષ સુધી પૃથ્વી પર વિચરણ કર્યું અને ભવ્ય જીવોને પ્રતિબોધ આપતા રહ્યા. તે પણ ભગવાન મહાવીરની જેમ દેવ-દેવેન્દ્રોથી પૂજિત હતા.
શ્રી ગૌતમસ્વામીનું રાજગૃહમાં નિર્વાણ થયું. તેમને અંતિમ માસક્ષમણ (એક મહિનાના ઉપવાસ) હતું.
દીપાવલી-પર્વની આરાધના ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ કલ્યાણકના રૂપમાં ક૨વાની છે. ચૌદશ - અમાવાસ્યાનો છઠ્ઠ તપ કરવાનો હોય છે. ભગવાનનું સ્મરણ કરવાનું હોય છે. તેમના જીવનને અને એમના અપાર ઉપકારોને યાદ કરવાના છે. તેમની સ્તુતિ કરવાની છે. શ્રી ગૌતમસ્વામી જેવો અનુરાગ આપણા હૃદયમાં પણ ઉત્પન્ન થઈ જાય... એવી તમન્ના સાથે પ્રવચન પૂર્ણ કરું છું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org