SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ८० પ્રત્યે તેમના હૃદયમાં અપાર વાત્સલ્ય હતું. સિરોહીથી વિહાર કરીને પોતાના ગુરુદેવ સાથે હીરવિજયસૂરિજી પાટણ (ગુજરાત) પધાર્યા. પાટણના ભણસાલી સમરથે નગરપ્રવેશનો ભવ્ય મહોત્સવ આયોજિત કરીને હજારો રૂપિયા ખર્ચ્યા હતા. ગુરુદેવનો સ્વર્ગવાસ : પર્વ-પ્રવચનમાળા આચાર્યદેવ પોતાના સુવિશાળ મુનિપરિવાર સાથે ખંભાત (ગુજરાત) પધાર્યા હતા. એ સમયે એક વિચિત્ર ઘટના બની. ખંભાતમાં રત્નપાલ દોશી નામનો એક શ્રીમંત વેપા૨ી રહેતો હતો. એનો એકનો એક પુત્ર હતો રામજી. તેને કોઈક ગંભીર બીમારી હતી. વૈદ્યોએ ઘણા ઉપચારો કર્યા, પરંતુ રોગ દૂર ન થયો. રત્નપાલ દોશીએ આચાર્યદેવની પાસે જઈને કહ્યું ઃ ‘ગુરુદેવ, મારા પુત્રને ગંભીર બીમારી છે. વૈદ્યોએ તેની બચવાની આશા છોડી દીધી છે. આપ ઘેર પધારીને મારા પુત્રને આશીર્વાદ આપવાની કૃપા કરો; અને કદાચ છોકરો જીવતો રહેશે, અને એની ઇચ્છા સાધુ થવાની હશે તો હું આપને આપી દઈશ.' આચાર્યદેવ તો કરુણાવંત હતા. મરણાસન્ન જીવને સમતાસમાધિ આપવી એ તો આમે ય સાધુનું કર્તવ્ય છે. આચાર્યદેવ રત્નપાલ દોશીને ઘેર પધાર્યા; રામજીને આશીર્વાદ આપ્યા અને પછી તેમણે ખંભાતથી વિહાર કર્યો. આ બાજુ રામજી સાજો થઈ ગયો. જ્યારે રામજી આઠ વર્ષનો થયો તો આચાર્યદેવ પુનઃ ખંભાતમાં પધાર્યા. એમને રત્નપાલ દોશી યાદ આવ્યા ! જ્યારે રત્નપાલ નંદન કરવા માટે આવ્યા ત્યારે આચાર્યદેવે કહ્યું : ‘મહાનુભાવ, રામજી કેટલા વર્ષનો થયો?’ દોશીએ કહ્યું ઃ ‘ગુરુદેવ, આઠ વર્ષનો થયો છે.’ આચાર્યદેવે કહ્યું ઃ ‘તો પછી અમને સોંપી દો. કેટલોક સમય ધાર્મિક અધ્યયન કરતો રહેશે...સાધુ બનવાની ભાવના પણ જાગશે, અને યોગ્ય સમય આવતાં એને દીક્ષા આપવામાં આવશે.’ રત્નપાલે ઘેર જઈને પોતાની પત્ની, પુત્રી તથા અન્ય લોકોને વાત કરી. કોઈ પણ રામજીને આપી દેવા તૈયાર ન હતું. તેમણે તો આચાર્યદેવ પાસે જઈને ઝઘડો શરૂ કરી દીધો. આચાર્યશ્રી સમજી ગયા. તેમણે રામજીની વાત છોડી દીધી. પરંતુ રામજીની બહેને તેના સસરા હરદાસને વાત કરી કે ‘હીરવિજયસૂરિ મારા નાના ભાઈને બળજબરીથી લઈ જશે, અને દીક્ષા આપી દેશે...આપ કંઈક કરો.’ Jain Education International 2010_03 હરદાસને ખંભાતના સુબા શિતાબખાન સાથે દોસ્તી હતી. હરદાસે શિતાબખાનને વાત કરી અને હીરવિજયસૂરિજીને પકડવાનું ‘વોરંટ’ કઢાવ્યું. જૈન સંઘના આગેવાનોને આ વાતની ખબર પડી ગઈ. તેમણે આચાર્યદેવને ૨૩ દિવસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy