SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ શ્રી હીરવિજયસૂરિ - સ્વરિોહણ - દિન અકબર દયાળુ બને છેઃ ફત્તેહપુર સિક્રીથી વિહાર કરીને આચાર્યદિવ આગ્રા પધાયાં. ખૂબ આનંદથી ચાતુમતિ સંપન્ન થયું. પર્યુષણાપર્વમાં “અમારિ-પ્રવર્તન કર્યું. ચાતુર્માસ પછી આચાર્યદિવ શૌરીપુર-તીર્થની યાત્રા કરવા પધાર્યા. પુનઃ આગ્રા પધારીને સિક્રી તરફ વિહાર કર્યો. પુનઃ બાદશાહનો સંપર્ક વધ્યો. આચાર્યદિને બાદશાહને અહિંસાધર્મનો મહિમા બતાવ્યો. હિંસાના અનર્થો સમજાવ્યા. અકબરના હૃદય ઉપર એની અસર પડી. આચાર્યદિવને લઈને અકબર ડાબર’ સરોવરના કિનારે ગયો. ત્યાં પિંજરામાં હજારો પક્ષીઓ કેદ હતાં. અકબરે સર્વ પક્ષીઓને મુક્ત કરી દીધાં. આચાર્યદિવની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. અકબરને ખૂબ ધન્યવાદ આપ્યા. ડાબર સરોવરમાં અન્ય હિંસા પણ થતી હતી, તે બંધ કરાવી દીધી. પર્યુષણાપર્વના આઠ દિવસ અને આગળ પાછળના બે-બે દિવસો - એ પ્રકારે ૧૨ દિવસ સંપૂર્ણ ભારતમાં અમારિ-પ્રવર્તનનાં ફરમાન અકબરે કઢાવ્યાં એટલે કે ૧૨ દિવસમાં એક પણ જીવની હિંસા ન કરવાનો આદેશ આપી દીધો. જે સમયે આ ફરમાન થાનસિંગને સોંપ્યું, ત્યારે તેણે અકબરને સાચાં મોતી અને ફૂલોથી વધાવ્યો! કુલ ૬ ફરમાનો કાઢવામાં આવ્યાં. (૧) ગુજરાત-સૌરાષ્ટ્ર માટે. (૨) દિલ્હી-ફત્તેહપુર માટે, (૩) અજમેર-નાગપુર માટે. (૪) માળવા તથા દક્ષિણ પ્રાન્ત માટે. (૫) લાહોર-મુલતાન માટે. (૬) ફરમાનની એક પ્રત આચાર્યદવને સોંપવામાં આવી. આચાદવની સામે અકબરે પોતાનાં પાપોનો (હિંસાનો) એકરાર કર્યો હતો. અને કહ્યું હતું કે, ‘ચિત્તોડમાં મેં હજારો મનુષ્યોની કતલ કરાવી હતી. કૂતરાંને પણ મરાવી નાખ્યાં હતાં. ૩૬ હજાર હરણો માર્યા હતાં. રોજની ૫૦૦ પક્ષીઓની જીભ આરોગતો હતો.” - આચાર્યદેવની પ્રેરણાથી અકબરે વર્ષમાં ૬ માસ સુધી માંસાહાર ત્યજી દીધો હતો. – ગુજરાતમાં “જજિયાવેરો’ નામનો વેરો લેવામાં આવતો હતો તે બંધ કરાવ્યો. - તીર્થસ્થાનોમાં જે મૂડકાં’ નામનો વેરો લેવાતો હતો તે બંધ કર્યો. શાન્તિચંદ્રજી ઉપાધ્યાયઃ અકબર આચાદવનો અનન્ય અનુરાગી બની ગયો હતો. એણે દિલ્હીમાં ભવ્ય દરબાર ભર્યો અને આચાર્યદિવને ‘જગદ્ગુરુ ની ઉપાધિ પ્રદાન કરી. એ પ્રસંગને અનુલક્ષીને બંધનગ્રસ્ત તમામ પશુ-પક્ષીઓને મુક્ત કરી દેવામાં આવ્યાં. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy