________________
પર્વ-પ્રવચનમાળા
૮૮
અકબરે પૂછ્યું: “કેમ?'
આચાર્યદેવે કહ્યું : “શું ખબર પડે કે ગાલીચાની નીચે કોઈ જીવજંતુ હોય...ચાલવાથી હિંસા થઈ શકે છે.”
એકબરે તરત જ ગાલીચો ઉપડાવી લીધો. તો નીચે અસંખ્ય કીડીઓ દેખાઈ ! અકબર વિસ્ફારિત નેત્રે આચાર્યદિવને જોતો રહ્યો. એની શ્રદ્ધા વધારે પુષ્ટ બની. અકબર પરીક્ષા કરે છે ?
આચાર્યભગવંત ઉપાશ્રયે પધારી ગયા. પ્રથમ મુલાકાતથી સૌને આનંદ આવ્યો. અકબર પણ આચાર્યદિવથી પ્રભાવિત થયો. દરરોજ મુલાકાત થાય છે અને ધર્મચર્ચા ચાલે છે.
એક દિવસે અકબરે પ્રશ્ન પૂછળ્યો: “મારી મીન રાશિના શનિની દશા ચાલી રહી છે; મને ભય લાગે છે, શનિની દશાથી બચવાનો આપ કોઈ ઉપાય બતાવશો?”
આચાર્યદવે સ્પષ્ટ છતાં પણ મૃદુભાષામાં કહ્યું: “મારો વિષય ધર્મનો છે, જ્યોતિષનો નહીં. એટલે હું ઉપાય કેવી રીતે બતાવી શકું?”
અકબરને તો આચાર્યદિવની આચારવૃઢતાની પરીક્ષા કરવી હતી, આચાર્યદેવનો જવાબ સાંભળીને બાદશાહ પ્રસન્ન થયો.
એક દિવસે જ્યારે આચાર્યદિવની પાસે અકબર બેઠો હતો, ત્યારે પોતાના મોટા પુત્ર શેખજી પાસે ખૂબ સુંદર ગ્રંથો મંગાવીને આચાર્યદિવને બતાવ્યા. આચાર્યદેવ તેમજ ઉપાધ્યાયશ્રી વિમલહર્ષજીએ એ ગ્રંથો જોયા. ગ્રંથો જૈન ધર્મના તો હતા જ, અન્ય ધર્મોના પણ હતા. અકબરે કહ્યું: ‘ગુરુદેવ, અમારે ત્યાં શ્રી પદ્મવિમલસુંદરજી નામના નાગપુરીય તપાગચ્છના વિદ્વાનું સાધુ હતા. આ બધા ગ્રંથો તેમના છે. એમનો સ્વર્ગવાસ થઈ ગયા પછી આ તમામ ગ્રંથો મેં સંભાળીને રાખ્યા છે. હવે હું આ જ્ઞાનભંડાર આપને ભેટ આપવા ઇચ્છું છું. આપ સ્વીકારો.” આચાદિકે કહ્યું : “અમે લોકો શું કરીશું? જ્યારે ગ્રંથોની જરૂર પડશે. ત્યારે વાંચવા માટે લઈ જઈશું અને પછી પરત કરીશું.'
આચાર્યદવે જ્ઞાનભંડારનો સ્વીકાર ન કર્યો. અકબરે આચાર્યદેવની નિસ્પૃહતાની પ્રશંસા કરી. પાછળથી આગ્રામાં અકબરના નામે આ જ્ઞાનભંડાર
સ્થાપિત કરવામાં આવ્યો. દિનપ્રતિદિન આચાર્યદવ પ્રત્યે અકબરનો શ્રદ્ધાભાવ વધતો ગયો. આચાર્યદવે વિ.સં. ૧૩૯માં આગ્રામાં ચાતુમસ કરવાનો નિર્ણય
કર્યો.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org