SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પર્વ-પ્રવચનમાળા બતાવ્યું છે. - સાધુ છ કારણોને લીધે ભિક્ષા લેવા જતો નથી, એ ૬ કારણો બતાવ્યાં છે. - આ રીતે પર ગાથાઓના આ અધ્યયનમાં સાધુજીવનની ખૂબ જ વાતો જણાવી છે. ૨૭. ખાંકીયઃ એક સ્થવિર "ગર્ગ” નામના આચાર્ય હતા. એમના શિષ્યો અવિનીત હતા. અવિનીત શિષ્યોને ખૂબ જ શિક્ષણ આપવા છતાં પણ સંયમ-માર્ગમાં સ્થિર થતા નથી. તે કુશિષ્યો હતા. એથી ગર્ગના મનમાં ખેદ થાય છે. અસમાધિ થાય છે. તેઓ વિચારે છે. किं मज्झ टुट्ठसीसेहिं अप्या मे अवसीअइ । जारिसा मम सीसा उ तारिसा गलिगद्दहा ॥ गलिगद्देहे चइत्ताणं दढं पगिण्हाई तवं ॥ "આ દુષ્ટ શિષ્યોની મારે શી જરૂર છે? એથી મારો આત્મા ખેદ પામે છે. ગળિયા બળદ અને ગધેડા જેવા મારા શિષ્યો છે." ગગચાર્ય એવા કુશિષ્યોને ત્યજીને શ્રેષ્ઠ સમાધિ ધારણ કરીને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. કુશિષ્યો કેવા હોય છે એનું ૮ થી ૧૩ ગાથાઓમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યયનમાં ૧૭ ગાથાઓ છે. ૨૮, મોક્ષમાર્ગગતિઃ આ અધ્યયનમાં ભગવાને નીચેના વિષયો ઉપર પ્રકાશ પાડ્યો છે. * જ્ઞાન, ચારિત્ર અને તપ, * દ્રવ્ય, ગુણ અને પર્યાય, * ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, અને કાળ. * નવ તત્ત્વો, * સમ્યકત્વ-સમ્યગુ દર્શન * સમ્યકત્વના પ્રકારઃ ૧. નિસર્ગરુચિ, ૨. ઉપદેશચ, ૩. આજ્ઞારુચિ, ૪. સૂત્રરુચિ. ૫. બીજચિ, ૬. અભિગમરુચિ, ૭. વિસ્તારરુચિ, ૮. ક્રિયારુચિ, ૯. સંક્ષેપરુચિ, ૧૦. ધર્મરુચિ. * આઠ પ્રકારના દર્શનાચાર, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy