SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) ૧૨૯ આ વિષયમાં “કપિલ કેવલી ની કથા પ્રસિદ્ધ છે. કપિલ કેવલીએ પોતાના મુખે જ પોતાની જીવન-કથા સંભળાવી છે. અને લોભ કેવો અંતહીન હોય છે, એ વાત જણાવી છે. જો કે અહીં આ અધ્યયનમાં તો આ કથાનો માત્ર નિર્દેશ જ છે. વિસ્તૃત કથા, ટીકા-ગ્રંથમાં મળે છે. એક સ્ત્રીના મોહમાં કપિલ મૂઢ બન્યા હતા. એ સ્ત્રીને માટે તેઓ રાજા પાસે થોડુંક સોનું માંગવા ગયા હતા. પરંતુ રાજાની ઉદારતા જોઈને, મનોમન કરોડો સોનામહોરો માગવાનો લોભ પેદા થયો. એટલા માટે ભગવાને કહ્યું “સ્ત્રીની ઇચ્છા ન કરો. સ્ત્રીથી સર્વથા દૂર રહો. બ્રહ્મચર્ય રૂપ ધર્મમાં આત્માને સ્થાપિત કરો.” સાધુઓને સંબોધિત કરતાં કહ્યું છે કે - जे लक्खणं च सुविणं च अंगविज्जं च जे पउंजंति । न हु ते समणा वुच्चंति, एवं आयरिएहिं अक्खायं ॥ “જે સાધુ સામુદ્રિક શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર, અંગફુરણ વગેરેનો પ્રયોગ કરે છે તે સાધુ કહેવાતો નથી.' ૨૦ ગાથાઓના આ અધ્યયનમાં સ્ત્રી, ધન ઇત્યાદિથી દૂર રહેવાનો, લોભથી મુક્ત થવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ૯. નમિપ્રવ્રજ્યાઃ - મિથિલાનો પરાક્રમી રાજા નમિ હતો. આ અધ્યયનમાં નમિરાજાના વૈરાગ્યનો પ્રસંગ બતાવવામાં આવ્યો નથી. પરંતુ સંસારનો ત્યાગ કરીને નમિરાજ મિથિલાથી દૂર ચાલ્યા જાય છે ત્યારે દેવરાજ ઇન્દ્ર નમિરાજાના વૈરાગ્યની પરીક્ષા લેવા બ્રાહ્મણરૂપ ધરીને આવે છે. બ્રાહ્મણવેશધારી ઇન્દ્ર અને નમિ રાજર્ષિનો વાર્તાલાપ આ અધ્યયનનો મુખ્ય વિષય છે. ઈન્દ્ર પ્રશ્નો પણ ગજબના પૂક્યા છે અને નમિ રાજર્ષિએ ઉત્તરો પણ અદ્દભુત આપ્યા છે. રાજર્ષિએ જે વિરક્તિની અભિવ્યક્તિ કરી છે તે અનુપમ છે. નમૂનો બતાવું છું. एस अग्गी अ वाऊ अ, एयं डज्जइ मंदिरं । भयवं ! अंतेउरं तेणं, कीसणं नावपेक्खह ? ॥ “હે ભગવંત, આ અગ્નિ છે અને વાયુ છે...આપનો રાજમહેલ બળી રહ્યો છે, તમારું અંતઃપુર (રાણીવાસ) બળી રહ્યું છે. તો પણ આપ એના તરફ કેમ જોતા નથી?' Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy