SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પર્વ-પ્રવચનમાળા માટે ગયો. મુનિરાજ માર્ગ ભૂલી ગયા હતા, અને જંગલમાં ભટકાઈ ગયા હતા. નવસારે મુનિરાજને ગામનો રસ્તો બતાવ્યો. મુનિરાજે નયસારને ધર્મનો માર્ગ બતાવ્યો. શ્રી નવકારમંત્ર આપ્યો. અને પરમાત્મસ્વરૂપ, ગુરુનું સ્વરૂપ તેમજ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. પરંતુ એક વાત સમજી લેવી કે માત્ર ભિક્ષા આપવાથી જ ગુરુજનોની પર્યપાતિ પૂર્ણ થતી નથી. જ્યાં, જે સમયે, જે સેવા અપેક્ષિત હોય તે સેવા કરવાની હોય છે. ભિક્ષા દેવાના સમયે ભિક્ષા આપવી. વસ્ત્રોની આવશ્યકતા હોય તો વસ્ત્ર આપવું. આવાસની જરૂર હોય તો આવાસ આપવો. ઔષધની જરૂર હોય ત્યારે ઔષધ આપવું. રક્ષાની આવશ્યક્તા પડે તો રક્ષા કરવી.... એ પર્યાપાસ્તિ છે એટલે કે સર્વાગીણ સેવા છે. હા, સાધુ-સાધ્વીઓની ઉપદ્રવીઓથી રક્ષા કરવી એ એક પ્રકારની શ્રેષ્ઠ સેવા છે. વસ્તુપાલ-તેજપાલે એકવાર પોતાના મંત્રીપદ અને સેનાપતિપદની પરવા કર્યા વગર સાધુપુરુષોની રક્ષાનું કામ કર્યું હતું. રાજા વીરધવલના મામાએ ઉપાશ્રયમાં જઈને સાધુઓ સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતો. નાના સાધુએ ઉપાશ્રયમાંથી કચરો કાઢીને બહાર ફેંક્યો હતો, ત્યાંથી રાજાનો મામો પસાર થતો હતો. તેની ઉપર કચરો પડયો, અને તે ક્રોધિત થઈ ગયો. ઉપાશ્રયમાં જઈને સાધુઓને ન કહેવાના શબ્દો કહ્યા. સાધુઓ તો ક્ષમાશીલ હતા. તેમણે તો શબ્દો સાંભળી લીધાં, પરંતુ ત્યાં એક શ્રાવક સામાયિક કરતો હશે, તેણે જઈને વસ્તુપાલ-તેજપાલને વાત કરી. બંને ભાઈઓએ પરસ્પર પરામર્શ કર્યોઃ "આજે તો રાજાના મામાએ સાધુઓને ગંદા શબ્દો કહ્યા, કાલે ઊઠીને સાધુઓને સતાવી પણ શકે. તેમનો અનુચિત વ્યવહાર જોઈને બીજા લોકો પણ ગુરુદેવોને પરેશાન કરવા લાગશેઃ એટલા માટે રાજાના મામાને સજા તો કરવી જ જોઈએ. આપણે રાજાની નોકરી સ્વીકારતી વખતે એક શરત કરી હતી કે- “અમે સર્વ પ્રથમ અમારા પરમાત્મા અને ગુરુદેવોના સેવક રહીશું, પછી આપ-મહારાજાના રહીશું.' બંને ભાઈઓએ પોતાના ૭૦૦ સૈનિકોને બોલાવી લીધા. આ સૈનિકોનો પગાર એ બે ભાઈઓ આપતા હતા. ૭૦૦ સૈનિકોની સાથે બે ભાઈઓ રાજમહેલ તરફ ચાલ્યા, રાણા વીરધવલને સમગ્ર વૃત્તાંતનો ખ્યાલ આવી ગયો હતો. આ બાજુ અનુપમાદેવી પણ રાજસભામાં પહોંચી ગઈ હતી. કોઈપણ અનર્થન થવા દેવાની ભાવનાથી તે રાજસભામાં ગઈ હતી. વસ્તુપાલ-તેજપાલે રાણા વરધવલ પાસે ન્યાય માગ્યો. વિરધવલે કહ્યું : “અપરાધી અહીં હાજર છે. જે સજા કરવા ઈચ્છા હોય તે કરી શકો છો.” Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy