SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પર્વ-પ્રવચનમાળા જ્ઞાની પુરુષનો આરામ પણ જ્ઞાનારાધના જ છે ! જ્ઞાનાનંદમાં જ એને તૃપ્તિ થાય છે. અજ્ઞાની લોકોની આરામપ્રિયતા, જ્ઞાનીને પ્રિય ન લાગવી જોઈએ. આમે ય જ્ઞાનદાનને તીર્થંકરોએ શ્રેષ્ઠ ધર્મ કહ્યો છે. નિઃસ્વાર્થ ભાવનાથી, થાકયા વિના બીજાંને જ્ઞાનદાન દેતા જ રહેવાનો ઉપદેશ આપ્યો છે. એનાથી જ્ઞાનદાતાને લાભ જ લાભ છે. આ રીતે ”જ્ઞાન લેવામાં અને જ્ઞાન આપવામાં, આશાતનાઓથી બચવું જોઈએ.” એ આ વાર્તાનો બોધ છે - તાત્પર્ય છે. ઘરમાં પુસ્તકો વસાવો ઃ જ્ઞાન-આશાતનાનો વિષય ચાલી જ રહ્યો છે તો આ વિષયમાં એક મહત્વપૂર્ણ વાત કહી દઉં છું. કેટલાક લોકો આશાતનાના ભયથી ઘરમાં ધાર્મિક ગ્રંથો,...શાસ્ત્રો, પુસ્તકો રાખવામાં ગભરાય છે. રાખતા નથી ! ધાર્મિક અધ્યયન પણ છોડા દ છે. ધાર્મિક ગ્રંથ, શાસ્ત્ર છપાવવામાં યા તો લખાવવામાં પણ ડરે છે ! આવો ભય ન રાખવો જોઈએ. તમારા ઘરમાં સારા ધાર્મિક અને આધ્યાત્મિક ગ્રંથો હોવા જોઈએ. એક અલગ અભરાઈ ઉપર રાખવા જોઈએ. દરરોજ એ ગ્રંથોનું થોડુંક પણ અધ્યયન કરવું જોઈએ. જો તમે તમારા ઘરોમાં સારા ધાર્મિક ગ્રંથો નહીં રાખો તો તમારા છોકરાછોકરીઓ બીજી ચોપડીઓ વાંચશે. જાસૂસી નવલકથાઓ, સેક્સી નવલો, ફિલ્મી મેગેઝીન વગેરે વાંચશે અને પોતાના મનને બગાડશે. એટલા માટે કહું છું કે જો તમે નાનું સરખું એક કબાટ વસાવી શકો તેમ હો તો એમાં સારી, સંસ્કારપ્રદ સારી ચોપડીઓ રાખો. એમાં પણ એક સાવધાની રાખો. પુસ્તકની પસંદગી બુદ્ધિમતાથી કરવી. ધાર્મિક કહેવાતી ચોપડીઓમાં પણ શાસ્ત્ર વિરૂદ્ધ, ઇતિહાસ વિરૂદ્ધ અને સંસ્કૃતિ વિરૂદ્ધ વાતો લખવામાં આવે છે ! અરે, કેટલાક કટ્ટર સંપ્રદાયવાદીઓએ તો આગમ ગ્રંથોના ખોટા (સાંપ્રદાયિક) અર્થ કાઢીને હિન્દી, ગુજરાતી ભાષામાં છપાવ્યા છે. તમે લોકો સંસ્કૃત-પ્રાકૃત ભાષા જાણતા નથી એટલે અર્થ સાચો લખ્યો છે કે ખોટો લખ્યો છે એ તમે કેવી રીતે જાણો ? એ રીતે કેટલીક પ્રાચીન વાર્તાઓ પણ વિકૃત અર્થ કરીને છપાવી છે. એટલા માટે કોઈ જ્ઞાની પુરુષનું માર્ગદર્શન લઈને પુસ્તકો વાંચજો. ન્યાય-નીતિ-સદાચાર આદિની પ્રેરક અને ત્યાગ વૈરાગ્યની ભાવનાઓ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy