________________
( નિવેદન )
(બીજી આવૃત્તિનું) પર્વો અને મહાપર્વોનું મહત્વ, હાર્દ અને ઉપયોગિતાને ખૂબ જ સરળ ભાષામાં સમજાવતાં આ ૧૪ પ્રવચનોનું સંકલન છે.
પૂજ્ય આચાર્યદિવે મૂળ આ પ્રવચનો હિન્દીમાં આપેલા, અને હિન્દીમાં છપાઈ ગયેલાં, એ જ પ્રવચનોનો આ ગુજરાતી અનુવાદ છે. આ અનુવાદશ્રી પ્રહૂલાદભાઈ પટેલે (M.A. PhD) કર્યો છે. પહેલી આવૃત્તિનો અનુવાદ બરાબર ન હતો. ઘણી ભૂલો રહી જવા પામેલી. તેથી એ રદ કરીને, ફરીથી પ્રહૂલાદભાઈ પાસે અનુવાદ કરાવ્યો અને પૂજ્ય આચાર્યદિને તેનું સંમાર્જન કર્યું પછી આ છપાયો છે. પ્રુફ રીડીંગમાં પણ પૂરતી કાળજી લેવાઈ છે.
આ પુસ્તકના પ્રકાશનમાં પૂજ્ય વિદુષી સાધ્વીજી સુલોચનાશ્રીજીની પ્રેરણાથી સારો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. અમે તેઓનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
આ પુસ્તકની સતત માંગણી રહેવાથી અમે બીજી આવૃત્તિનું પ્રકાશન કરી રહ્યા છીએ. પ્રવચનો આપનારાઓ માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી બન્યું છે. તેથી આની માંગ ઘણી વધી જવા પામી છે. શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું સાહિત્ય પ્રકાશનનું કાર્ય અવિરત ચાલી રહ્યું છે. જૈનજૈનેતર પ્રજાનો. આ સાહિત્યને સારો આવકાર મળી રહ્યો છે. ઘણા પુસ્તકોની નવી નવી આવૃત્તિઓ છપાઈ રહી છે. કાગળના અને પ્રીન્ટીંગના ભાવો સતત વધી રહ્યા છે. એટલે ઓછી કિંમત રાખવી મુશ્કેલ બને છે. છતાં પણ શક્ય એટલા ઓછા ભાવ રાખવામાં આવે છે પુસ્તકોના.
ટ્રસ્ટની આજીવન ગ્રાહક યોજનાને સારો આવકાર મળી રહ્યો છે. રૂ. ૨૫૦૧/- ભરીને આજીવન ગ્રાહક બનનારા ભાઈ-બહેનોને તરત જ રૂ. ૧૧૦૦/- ની કિંમતના પુસ્તકોનો સેટ ભેટ મળી જાય છે અને પછી દર વર્ષે ૩/૪ પુસ્તકો મળતાં રહે છે.
સરળ સુબોધ અને રોચક પુસ્તકોનું અધ્યયન કરી સહુ શાન્તિ પ્રાપ્ત કરો, એ જ મંગલ કામના. વિ.સં. ૨૦૧૧
ટ્રસ્ટીઓ વૈશાખ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org