________________
૧૪
પર્વ-પ્રવચનમાળા લેવું, જેથી કોઈ તમારી પ્રતિજ્ઞાને મહત્ત્વહીન બતાવે તો તમે અકાદ્ય તર્કોથી
જવાબ આપી શકો. * વ્રતધારી, પ્રતિજ્ઞાવાન પુરુષોનો સહવાસ રાખવો. * પ્રતિજ્ઞા લીધા પછી પસ્તાવો ન કરવો કે મેં પ્રતિજ્ઞા ન લીધી હોય તો સારું
થાત.. વગેરે. * દૃઢતાથી પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરનારાં મહાન સ્ત્રીપુરુષોનાં ચરિત્રો
(કથાઓ) વાંચતા રહેવું. * પ્રતિજ્ઞા લઈને પ્રતિજ્ઞાનો ભંગ કરનારી વાતો ન સાંભળવી. એવા લોકોની
મિત્રતા પણ ન કરવી. * પ્રતિજ્ઞાપાલનનાં વિશિષ્ટ ફળ જ્ઞાની ગુરુજનો પાસેથી સાંભળવાં. પ્રતિજ્ઞાનું
પાલન પ્રાણની ય પરવા કર્યા વગર દ્રઢતાપૂર્વક કરનારાં મહાન સ્ત્રીપુરુષોનાં કેટલાંક નામ સંભળાવું છું. ધ્યાનથી સાંભળજો. * રાજા ચંદ્રાવતંસકે પ્રતિજ્ઞા કરી હતી કે : “દીવો બળતો રહેશે ત્યાં સુધી કાર્મોત્સર્ગ-ધ્યાનમાં ઊભો રહીશ.' દાસી દીવામાં ઘી નાખતી રહી...રાજા રાતભર કાર્યોત્સર્ગમાં ઊભા રહ્યા. ધર્મધ્યાન કરતા રહ્યા, મૃત્યુ થયું...મરીને દેવલોકમાં દેવ બન્યા. * શ્રેષ્ઠી સુદર્શનની પ્રતિજ્ઞા હતી કે પરસ્ત્રીગમન ન કરવું. રાજાની રાણી
અભયાએ સુદર્શનને કપટ કરીને પોતાના મહેલમાં બોલાવ્યા અને ભોગની પ્રાર્થના કરી. સુદર્શન ચલિત ન થયા. રાણીની વાત માની નહીં રાણીએ રાજા પાસે સુદર્શનને સજા કરાવી. સુદર્શનને શૂળીએ ચઢાવ્યા. પરંતુ શૂળી સોનાનું સિંહાસન બની ગઈ. * મહાસતી સુરસુંદરીએ અનેક ભીષણ કષ્ટો વચ્ચે પણ પોતાના પતિવ્રતને
સુરક્ષિત રાખ્યું. તે કષ્ટોથી ન ડરી, પ્રલોભનોથી ન લલચાઈ. છેવટે તેને વિદ્યાશક્તિઓ પ્રાપ્ત થઈ, રાજ્ય મળ્યું અને સાધ્વી બનીને તેણે કર્મોનો નાશ કર્યો. * શ્રી સુધમસ્વિામીજીની પાસે જંબૂસ્વામીએ આજીવન બ્રહ્મચર્ય વ્રત લીધું હતું. માતાપિતાના આગ્રહથી તેમણે આઠ શ્રેષ્ઠિકન્યાઓ સાથે લગ્ન કરવાં પડ્યાં. છતાં પણ તેઓ નિર્વિકારી-બ્રહ્મચારી રહ્યા. આઠ પત્નીઓને પણ તેમણે વિરાગી બનાવી. ડાકુઓને સાધુ બનાવી દીધા. અને પોતે કેવળજ્ઞાની બનીને મોક્ષે ગયા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org