________________
પોષ દશમી – પ્રવચન (3)
૨૪૩
હજારો કમળ ખીલ્યાં હતાં. પાસે જ એક નાનકડો "કલિ” નામનો પર્વત હતો. સાચે જ સુરમ્ય વાતાવરણ હતું. ભગવાન એ ‘કુંડ સરોવર'ને કિનારે કાયોત્સર્ગ ધ્યાનમાં નિમગ્ન બન્યા. આ બાજુ એક વનહાથી આવ્યો. તેણે સૂંઢમાં સરોવરમાંથી પાણી ભર્યું અને ભગવાનનો અભિષેક કર્યો ! પછી સૂંઢમાં એક કમળ લીધું અને ભગવાનના ચરણે ધરી દીધું !
પછી તો ભગવાને જ બતાવ્યું છે કે તે હાથી મરીને દેવ બન્યો છે.’
જે જગાએ આ અદ્ભુત ઘટના બની એ જગા "તીર્થ" બની ગયું અને તે "કલિકુંડ” નામે પ્રસિદ્ધ થયું. કાશીની આસપાસના વિસ્તારમાં આ તીર્થ હોવું જોઈએ. આજે એ સ્થળ મળતું નથી. અહિછત્રા’નગર વસે છે ઃ
ભગવાને કાદંબરી વનમાંથી વિહાર કર્યો. તેઓ "કોસ્તુભવન”માં પધાર્યા. ત્યાં ધરણેન્દ્ર (સાપ મરીને જે નાગરાજ બન્યો હતો.) આવે છે અને ભક્તિપૂર્ણ હૃદયથી પરમાત્માની સ્તુતિ કરે છે. ત્યાં ભગવાન ત્રણ દિવસ સુધી ધ્યાનસ્થ રહે છે અને ત્યાં જ ધરણેન્દ્ર પોતાના પૂર્વભવનું સર્પનું રૂપ ધારણ કરી ને ભગવાનની ઉપર પોતાની ફણાનું છત્ર બનાવીને રહે છે ! આ સ્થળે "અહિછત્રા” નામનું નગર ધરણેન્દ્ર વસાવે છે. "અહિ” એટલે સાપ, ત્યાં સાપે પ્રભુની ઉપર છત્ર ધર્યું હતું ને ? એ ઘટનાની સ્મૃતિમાં "અહિછત્રા" નગર વસી ગયું. ભગવાને ત્યાંથી પણ વિહાર કરી દીધો. એક વટવૃક્ષની નીચે ભગવાન ધ્યાનસ્થ બનીને ઊભા રહ્યાં.
કમઠ : મેઘમાલી દેવ ઃ ભગવાન ૫૨ ઉપસર્ગઃ
આ બાજુ કમઠનો જીવ મરીને મેઘમાલી દેવ બન્યો છે. એણે વિભંગ જ્ઞાનથી જોયું કે, "પેલો રાજકુમાર હજુ ત્યાં છે કે જેણે કાશીમાં મારી સ્થિતિ ખરાબ કરી હતી."
તેણે વટવૃક્ષની નીચે ઊભેલા ભગવાનને જોયા. ભયાનક રોષથી તે નીચે આવ્યો. અને ભગવાનને અનેક પ્રકારનાં કષ્ટો આપવા લાગ્યો. અતિશય ઉપસર્ગો કર્યા.. પરંતુ ભગવાન તો નિશ્ચલ હતા. જરાય ચંચળતા ન હતી ! છેવટે તેણે વરસાદ વરસાવવાની શરૂઆત કરી. મુશળધાર વર્ષા ! આકાશમાં ઘનઘોર વાદળો... વાદળોની કાળભૈરવ જેવી ગર્જના. વીજળીના ચમકારાથી વાતાવરણ ભયજનક લાગતું હતું. પાણી તો ભગવાનના નાક સુધી ઊંચું ચડી ગયું ! તોય ભગવાન તો ધ્યાનમગ્ન હતા !
ધરણેન્દ્ર-પદ્માવતી આવે છે
એ સમયે નાગરાજ ધરણેન્દ્રે અવધિજ્ઞાનથી ભગવાનનાં દર્શન કર્યાં ! એક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org