________________
૭.
આષાઢ-ચાતુમસિક પ્રવચન કરી શકો. હું જીવતાં પશુઓને મારવા નહીં દઉં.'
રક્ષકોએ પશુઓને છોડી મૂક્યાં. પૂજારીઓના મુખ ઉપર કાલિમા છવાઈ ગઈ. કુમારપાળ દેવીની સમક્ષ પશુઓના મૂલ્ય જેટલા જ મૂલ્યની મીઠાઈ મૂકી દીધી.
પૂજારીઓ તો ચૂપ થઈ ગયા. પરંતુ ચૌલુક્યવંશની કુળદેવી કેટકેશ્વરી કુપિત થઈ ગઈ. દેવી પ્રકટ થઈ અને તેણે કુમારપાળ ઉપર ત્રિશૂળનો પ્રહાર કર્યો. ત્રિશૂળના પ્રહારથી રાજાને કોઢનો રોગ થયો આખા શરીર ઉપર ! છતાં પણ કુમારપાળ ભયભીત ન થયા, તેમજ દેવીને પશુબલિ ન આપ્યા. મહામંત્રી ઉદયનને ખબર પડી, તે ગયા ગુરુદેવ હેમચંદ્રસૂરિજીની પાસે. આચાર્યદિને અભિમંત્રિત જળ કુમારપાળ ઉપર છાંટ્યું તો રાજાનો કોઢનો રોગ દૂર થઈ ગયો.
ચાતુર્માસના સમયમાં કુમારપાળ વિશેષ પ્રકારના નિયમો ગ્રહણ કરતા હતા. આમ તો તમારે પણ થોડાઘણા નિયમો ગ્રહણ કરવા જોઈએ. કેટલીક પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ. એ નિયમો બે પ્રકારના હોય છે.
૧. પાપોના ત્યાગસ્વરૂપ અને ૨. ધર્મઆરાધના રૂપ સભામાંથી પ્રતિજ્ઞા લેવી શું અનિવાર્ય છે?મનથી જપાલન કરીએ તો ન ચાલી
શકે ?
મહારાજશ્રી જો મન સ્થિર હોય, દૃઢ હોય, અને પ્રતિજ્ઞા લીધા સિવાય પણ પાપોનું સેવન કરતા ન હો તો પછી પ્રતિજ્ઞા લેવામાં તકલીફ શું છે ? તમે લોકો પ્રતિજ્ઞા લેવામાં શા માટે કરો છો? કારણ બતાવી દઉં? કારણ કે તમારું મન ચોર છે! પ્રતિજ્ઞા ન લીધી હોય અને કોઈવાર પાપ કરવું અનિવાર્ય લાગે તો કરી શકીએ આ ખ્યાલથી જ તમે પ્રતિજ્ઞા ન લેવાની ઈચ્છા રાખો છો ને? મહાનુભાવ, ભલે તમે પાપ ન કરતા હો, પરંતુ તમે પાપ નહીં કરવાની પ્રતિજ્ઞા ન લીધી હોય તો તમને પાપની અનુમોદનાનો દોષ લાગે જ છે. પાપોનો પ્રવાહ આત્મામાં વહેતો જ રહે છે.
તમે લોકો “અવિરતિના આઝવદ્વારને સમજશો તો જ પ્રતિજ્ઞાનું મહત્ત્વ સમજી શકશો. કર્મબંધના મુખ્ય પાંચ આવ છે. ૧. મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩. કષાય, ૪. યોગ અને પ. પ્રમાદ.
જ્યાં સુધી પાપોનો ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક કરવામાં નથી આવતો, ત્યાં સુધી આત્મામાં પાપોનો પ્રવાહ આવતો જ રહે છે, એને “અવિરતિ' કહે છે. પ્રતિજ્ઞાને 'વિરતિ' કહે છે.
તમે માંસાહાર ન કરતા હો, શરાબ પીતા ન હો પરંતુ તમે માંસાહાર ન કરવાની પ્રતિજ્ઞા આત્મસાક્ષીથી યા ગુરુસાક્ષીથી ન લીધી હોય તો તમને માંસાહારનું, શરાબપાનનું પાપ લાગે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org