SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ દિપાલિકા -પ્રવચન (૧) સાથે ભગવાનથી અલગ પડી ગઈ અને શ્રાવસ્તીમાં જાય છે. ત્યાં ભગવાનના અનન્ય ભક્ત વિદ્વાન શ્રાવક ઢંકને ત્યાં સ્થિરતા કરી હોય છે. ટંકશ્રાવક પ્રિયદર્શના સાધ્વીને ભગવાનની વાત પ્રયોગથી સમજાવે છે. પ્રિયદર્શના ભગવાન પાસે પાછી ફરે છે. પ્રાયશ્ચિત્ત કરીને વિશુદ્ધ થાય છે. ભગવાને સત્તાવીસમું ચાતુમસ મિથિલામાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાને પશ્ચિમ જનપદ તરફ વિહાર કર્યો. જ્યારે શ્રાવસ્તીમાં પધાર્યા ત્યારે પાર્શ્વનાથ પરંપરાના કેશી ગણધર ત્યાં બિરાજમાન હતા. ગૌતમ સ્વામી સાથે તેમને તત્ત્વચર્ચા થાય છે. કેશી ગણધર ભગવાન મહાવીરના સંઘમાં સંમિલિત થઈ જાય છે. ભગવાન મહાવીર ત્યાંથી વિહાર કરીને અહિછત્રા નગરીમાં જાય છે. ત્યાં શિવરાજાની દીક્ષા થાય છે. ભગવાન મોકા નગરીમાં પધારે છે. ત્યાં ઇશાનેન્દ્ર અને ચમરેન્દ્રના પૂર્વભવો બતાવે છે. ભગવાનનું અઠ્ઠાવીસમું ચાતુમસિ વાણિજ્યગ્રામમાં ચાતુર્માસ પછી ભગવાન રાજગૃહીમાં પધારે છે. દેશનામાં “આજીવકમત'ની આલોચના કરે છે. રાજગૃહીની પાસે વિપુલાચલ પર અનેક શ્રમણો અનશન કરીને મુક્તિ પામે છે. ભગવંતે ઓગણત્રીસમું ચાતુમસ રાજગૃહમાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાન ચંપા પધારે છે. n દેશ માં ત્યાં કહ્યું : “જે મનુષ્ય પોતાની લબ્ધિથી અષ્ટાપદ પર્વ ઉપર ચડે છે તે આ જ ભવમાં મુક્તિ પામે છે.” ગૌતમસ્વામી અષ્ટાપદ જાય છે. “જંઘાચરણલબ્ધિથી સૂર્યના કિરણોના સહારે પર્વત ઉપર ચડે છે. ત્યાં એક તિર્યક્ ભક દેવ કે જે વજસ્વામીનો જીવ હતો, તેને ધમપદેશ આપે છે. નીચે આવે છે. ૧૫૦૦ તાપસીને દીક્ષા આપે છે. એ સર્વેને કેવળજ્ઞાન થાય છે. | ભગવાન પૃષ્ઠચંપામાં જાય છે. ત્યાં રાજા શાલ-મહાશાલની દીક્ષા થાય છે. - દેવ, કામદેવ શ્રાવકના “સમ્યકત્વ'ની ભારે પરીક્ષા કરે છે. કામદેવ નિશ્ચલ રહે છે. ભગવાને કામદેવની પ્રશંસા કરી. • ભગવાન વિદિશા પધારે છે. રાજા દશર્ણિભદ્રની દીક્ષા થાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy