________________
પોષદશમી -પ્રવચન (૧)
૨૧૧ તમારા દયમાં ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે નિષ્કામ પ્રેમ...નિષ્કામ ભક્તિ ઊભરાતી જશે. તે પછી તમારો મંત્રજાપ એકાગ્રચિત્ત થશે. તમારો પૂજાપાઠ પ્રેમભાવથી થશે. તમારા શ્વાસોચ્છવાસમાં પાર્શ્વનાથ ભગવાનનું નામ એકરસ થઈ જશે. તમે દિવ્ય આનંદની અનુભૂતિ કરવા લાગશો.
આ રીતે જ્યારે પાર્શ્વનાથ ભગવાનની સાથે તમારો હાર્દિક સંબંધ બની જશે, સૂક્ષ્મ ભૂમિકા ઉપર સંબંધ બંધાઈ જશે, ત્યારે તમારામાં શરણાગતિનો, સમર્પણનો ભાવ જાગતાં પાપકર્મોનાં બંધનો તૂટી જાય છે. પુણ્યકર્મનાં ફળ મળે છે અને આત્મા નિર્ભય, નિશ્ચિત અને નિરાકુળ બની જાય છે. પરમાત્મા પ્રત્યે વળનાર આત્માને નથી પડતું દુઃખ કે નથી નડતી અશાંતિ કે નથી રહેતી ચિંતા!
એટલા માટે કહું છું કે તમે લોકો પરમાત્મા-અભિમુખ બનો. તમારા સુખદુઃખોની ચિંતા કરવાનું છોડી દો. પરમાત્મા-ભક્ત પોતાનાં સુખદુખોની ચિંતા કરતો જ નથી.
એક વાત સારી રીતે સમજી લો કે પ્રત્યેક જીવાત્મા કર્મબંધનથી બંધાયેલો છે. જકડાયેલો છે. એટલા માટે તેના જીવનમાં સુખદુઃખનાં દ્વન્દ્રો તો ચાલતાં જ રહેશે. સામાન્ય મનુષ્યની સંસારયાત્રા હોય કે તીર્થકરોની ભવયાત્રા હોય ! સુખદુઃખનાં દ્વન્ડો તો ચાલ્યા જ કરવાનાં. જે આત્મા આ દ્વન્દ્રોથી મૂંઝાતો નથી, અકળાતો નથી, સમતા ધારણ કરે છે, તે મહાત્મા કહેવાય છે. સમતા અને સમાધિ જેને સહજતાથી પ્રાપ્ત થાય છે તે મહાત્મા ભવયાત્રાને જલદી પૂર્ણ કરીને અજર - અમર અને અક્ષય બની જાય છે.
ભગવાન પાર્શ્વનાથે જે ભવમાં સમ્યગુ દર્શન પ્રાપ્ત કર્યું હતું એ મરુભૂતિના ભવમાં જ સમતા અને સમાધિના સ્વામી હતા. ભવ ૧- કમઠ અને મરુભૂતિઃ
પોતનપુર નામનું નગર હતું. રાજાનું નામ હતું અરવિંદ અને રાણીનું નામ હતું ધારિણી. રાજા અરવિંદની સભામાં રાજપુરોહિત વિશ્વભૂતિ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવતા હતા. રાજા અરવિંદની તેમની ઉપર પરમ કૃપા હતી. વિશ્વભૂતિને બે દીકરા હતા. મોટાનું નામ હતું મરભૂતિ અને નાનાનું નામ હતું કમઠ. વિશ્વભૂતિએ બંને દીકરાઓને સારું શિક્ષણ અને સારા સંસ્કાર આપવા પ્રયત્ન કર્યો, પરંતુ પરિણામ અપૂર્ણ આવ્યું. મરભૂતિએ સારું શિક્ષણ મેળવ્યું, સારા સંસ્કાર પ્રાપ્ત કર્યા. તે ગુણવાન, ચારિત્રવાન બન્યો, જ્યારે કમઠ બરાબર તેનાથી વિરુદ્ધ ગુણ ધરાવનારો બન્યો. દુર્ગુણી, દ્વેષી, ઘમંડી અને ખરાબ ચારિત્રવાળો થયો.
તીર્થકરોએ આ વિષયમાં એક સત્ય તારવ્યું છે. સારા નિમિત્તોની અસર સારા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org