SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ પૂર્વ-પ્રવચનમાળા ઉપર વધારે સ્નેહ હતો. રાણી અને વિમલાને પણ હીરજી સૌથી વહાલો ભાઈ હતો. પાટણ આવ્યા પછી હીરજીનું મન પ્રસન્ન થઈ ગયું. પાટણમાં એ વખતે આચાર્યદેવ વિજયદાનસૂરીશ્વરજી ચાતુર્માસ બિરાજમાન હતાં. આચાર્યદેવ શાની હતા, કરુણાવંત હતા, અને જૈન સંઘ માટે પરમ શ્રદ્ધેય હતા. રાણી અને વિમલા પ્રતિદિન જિનમંદિરમાં જતી હતી, અને ગુરુદેવનાં દર્શન પણ કરતી હતી. હીરજી તેની બહેનો સાથે જતો હતો. એક દિવસે ગુરુદેવે રાણી અને વિમલાને પૂછ્યું ઃ ‘આ પુણ્યશાળી છોકરો કોણ છે ?’ ‘ગુરુદેવ, મારો નાનો ભાઈ છે; પાલનપુરથી અમે એને અહીં લાવ્યાં છીએ.’ છોકરો આશાસ્પદ-ભવિષ્યમાં મહાન બને તેવો લાગે છે. તેનું ભાવિ ઉજ્જવળ છે. જોજિનશાસનને આ છોકરો મળી જાય...તો જૈનશાસનનો જ્યોતિર્ધર બની શકે તેમ છે.’ આચાર્યદેવના મુખેથી હીરજીનું ભવિષ્ય સાંભળીને રાણી અને વિમલા હર્ષીવભોર થઈ ગઈ. તેમણે ગુરુદેવને કહ્યું : ‘ગુરુદેવ, હીરજી દરરોજ આપની પાસે આવશે, આપની પાસેથી જ્ઞાન અને સંસ્કાર પ્રાપ્ત કરશે.' હીરજીના મનમાં ગુરુદેવ વસી ગયા હતા. ગુરુદેવ પ્રત્યે તેના મનમાં અગાધ શ્રદ્ધા પ્રકટી ચૂકી હતી. તે દરરોજ ગુરુદેવની પાસે જવા લાગ્યો. અધ્યયન કરવા લાગ્યો. ગુરુદેવે હીરજીમાં વિશેષ ગુણોનું દર્શન કર્યું. સાધુ બનવા માટે કેટલાક મૌલિક ગુણો હોવા અતિ આવશ્યક છે. સાધુ થવામાં ઉંમર નિર્ણાયક નથી બનતી. ગુણ નિર્ણાયક બને છે. ગુણોને પરખનારા ગુરુ જોઈએ. હીરજીના મનમાં સાધુ બનવાની પ્રબળ ઇચ્છા ઉત્પ થઈ. રાણી અને વિમલાએ અનુમતિ આપી દીધી. ચાતુમસ પછી હીરજીની દીક્ષા થઈ ગઈ. એનું નામ ‘હીરહર્ષમુનિ’ રાખવામાં આવ્યું. એ દિવસે અન્ય આઠ સ્ત્રી-પુરુષોની ય દીક્ષા થઈ. તેરમા વર્ષે હીરજીની દીક્ષા થઈ હતી. અધ્યયનઃ આચાર્યદેવશ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ હીરહર્ષમુનિને સારું જ્ઞાન આપ્યું. ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓનું પણ પર્યાપ્ત જ્ઞાન આપ્યું. વેદાન્ત, બૌદ્ધ આદિ દર્શનોનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે હીરહર્ષમુનિને દેવિગિર (વર્તમાન દૌલતાબાદ) મોકલવા નિર્ણય કર્યો, તેમની સાથે મુનિરાજશ્રી ધર્મસાગરજી અને મુનિરાજશ્રી રાજવિમલજીને મોકલ્યા. ૧૬ મી તથા ૧૭ મી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy