________________
૧૯૦
પર્વ-પ્રવચનમાળા મહારાજશ્રી રાત્રે પત્નીઓ પણ સુવ્રત શ્રેષ્ઠીની સાથે કાયોત્સર્ગ ધ્યાનમાં મગ્ન રહેતી હતી. જીવનની દરેક પ્રવૃત્તિમાં સુવ્રત શેઠને પત્નીઓનો સાથ મળતો હતો. પરિવાર પૂર્ણરૂપે સુવ્રતને અનુકૂળ હતો. સુવતની હવેલીમાં ચોરીનો પ્રવેશ:
ચોરોએ ચોરી કરવા માટે રાત્રિના સમયે સુવ્રતની હવેલીમાં પ્રવેશ કર્યો. સુવ્રત પરિવાર સહિત કાયોત્સર્ગધ્યાનમાં લીન હતા. ચોરોને તો મજા પડી ગઈ. તેમણે તો ઉઠાવી શકાય તેટલા માલ-ધન બાંધી લીધાં. તેઓ નિશ્ચિંત હતા, નિર્ભય હતા. રાત્રિનો ચોથો પ્રહર શરૂ થઈ ગયો હતો. જયારે તેઓ હવેલીના દ્વારે પહોંચ્યા તો તેઓ ત્યાં જ ચોંટી ગયા. સ્થિર-સજ્જડ થઈ ગયા !!
સભામાંથી એવું કેવી રીતે બન્યું?
મહારાજશ્રી એવું શાસનદેવીએ કર્યું ! થર fક્ષત ક્ષતઃ જે માણસ પોતાના દયમાં ધર્મને સ્થાન આપે છે, એની રક્ષા ધર્મ કરે છે. સુવ્રત અને તેમની પત્નીઓના ર્દયમાં ધર્મ અવિચળ હતો! તેમણે ધનની રક્ષા માટે ધર્મ ન છોડયો. એના પ્રત્યે તેઓ અનાસક્ત હતાં; ધર્મમાં પૂર્ણરૂપે આસક્ત હતાં એટલા માટે દિવ્ય તત્ત્વો જાગૃત થઈ ગયાં. શાસનદેવી જાગૃત થઈ ગઈ અને ચોરોને હવેલીના મુખ્ય દ્વાર પર જ ચોંટાડી દીધા!
જે મનુષ્યમાં ઉત્કૃષ્ટ પુણ્યકર્મ અને ઉત્કૃષ્ટ ધર્મનો સમન્વય હોય છે એ મનુષ્યને દૈવીશક્તિની રક્ષા મળી જાય છે. સુવ્રતને બે વાતો પ્રાપ્ત હતી–એક તો ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ ધર્મ! એટલા માટે તે દૈવીકૃપાને પાત્ર બન્યા હતા. ધર્મ એટલે માત્ર બાહ્ય ધર્મક્રિયા ન સમજતા. ધર્મ તો ભીતરનું તત્ત્વ છે. “ઘર્ષ વિરામવો ધર્મ ચિત્તમાં પેદા થાય છે. અને અંદર ફાલેફુલે છે. એટલે ધર્મની અભિવ્યક્તિ કોઈવાર બહાર થાય છે તો કોઈવાર નથી પણ થતી.
સુવ્રત શેઠ જેવી રીતે પાંચ ઇન્દ્રિયોના વિષય પ્રત્યે વિરકત હતા એ જ રીતે સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે મૈત્રીભાવ રાખનારા હતા. દુઃખી જીવો પ્રત્યે કરુણાભાવવાળા હતા, અને પાપી જીવો પ્રત્યે પણ દયાળુ હતા. ચિત્તમાં ધર્મનો જન્મ વૈરાગ્ય અને મૈત્રીભાવથી થાય છે. આધ્યાત્મિક ઉત્થાન માટે આ બે ભાવ આવશ્યક છે. ચોરો પ્રત્યે દયાભાવઃ
પ્રભાતે જયારે સુવ્રત શ્રેષ્ઠી હવેલીના દ્વાર ઉપર ચોરોને ધન-માલ સહિત ઊભેલા જુએ છે. તેમને આશ્ચર્ય થયું."આ લોકો ચોર લાગે છે ચોરી કરીને તેઓ અહીં શા માટે ઊભા છે? જો કોટવાલ નગરરક્ષકો સાથે આવશે તો પકડાઈ જશે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org