________________
શ્રી દીપાલિકા-પ્રવચન (૨)
૧૩૧
જીવન પણ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે હૈ ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં !'
જે રીતે દર્ભ ઘાસ ઉપર પડેલું ઓસબિંદુ અલ્પ સમય જ ટકે છે, એ રીતે મનુષ્યોનું જીવન પણ અલ્પ સમયનું છે. એટલા માટે હે ગૌતમ, એક સમયનો ય
પ્રમાદ ન કરે.
૩૭ ગાથાઓના આ અધ્યયનમાં જાગ્રત રહેવાની ઘોષણા ઢોલ પીટીને કરી છે. પ્રમાદ-રહિત શ્રમણ જ સિદ્ધગતિ પ્રાપ્ત કરી શકે છે. પ્રમાદી ભવસાગરમાં ડૂબી જાય છે.
૧૧. બહુશ્રુતપૂજા :
આ અધ્યાયમાં ભગવાને સાધુઓને વિનીત બહુશ્રુત બનવાનું કહ્યું છે. અવિનીત બહુશ્રુત નથી બની શકતો. એટલે કે વિશિષ્ટ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી.
બહુશ્રુતનાં આઠ લક્ષણો બતાવ્યાં છે ઃ ૧. હાસ્ય ન કરનાર, ૨. ઇન્દ્રિય વિજેતા, ૩. બીજાંને મર્મ-આહત ન કરનાર, ૪. શીલવાન, પ. નિરતિચાર વ્રતોનો ધારક, ૬. રસલોલુપતા રહીત, ૭. ક્ષમાશીલ, ૮. સત્યવાદી.
અવિનીતનાં ૧૪ લક્ષણો બતાવ્યાં છે. સુવિનીતનાં ૧૫ લક્ષણો બતાવ્યાં છે. આ બધું બતાવ્યા પછી સંક્ષેપમાં કહ્યું છે કે, જે ગુરુકુલવાસી હોય છે, યોગોહન કરે છે, બીજાનું પ્રિય કરે છે, અને જે પ્રિયવાદી હોય છે તે સાધુ શાસ્ત્રજ્ઞાન પામી શકે છે. બહુશ્રુત મહાત્માને જે ઉપમાઓ આપવામાં આવી છે તે બતાવું છું :
૧. શંખમાં રહેલા દૂધ જેવા, ૨. શ્રેષ્ઠ અશ્વ જેવા, ૩. અશ્વારોહી યોદ્ધા જેવા, ૪. અનેક હાથણીઓથી યુક્ત આઠ સાલના હાથી જેવા, પ. બલિષ્ઠ વૃષભ (બળદ) જેવા, ૬. કેસરી, સિંહ જેવા, ૭. વાસુદેવ જેવા, ૮. ચક્રવર્તી જેવા, ૯. શક્રેન્દ્ર જેવા, ૧૦. સૂર્ય જેવા, ૧૧. ચંદ્ર સમાન, ૧૨. ધાન્ય ભંડાર સમાન, ૧૩. ‘સુદર્શના' નામે જંબૂવૃક્ષ જેવા, ૧૪. મેરુ પર્વત જેવા ૧૫. સ્વયંભૂરમણ સમુદ્ર જેવા.
૩૨ ગાથાઓના આ અધ્યયનમાં ભગવાને સાધુઓને બહુશ્રુતોનો વિનય કરવાનો ઉપદેશ આપ્યો છે. બહુશ્રુતોનો ગુણવૈભવ અને ઉચ્ચતમ વ્યક્તિત્વ પ્રકાશિત કર્યું છે.
૧૨. હરિકેશીય :
ચંડાળ કુળમાં જન્મેલા હિરકેશી મુનિનો પરિચય આપતાં ભગવાન કહે છે ઃ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org