SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પૂર્વ-પ્રવચનમાળા અસંખ્ય સૂક્ષ્મ જીવ હોય છે. એનાથી ઘોર હિંસા થાય છે. શરાબ-દારૂ પીનારાઓના પરિવાર નષ્ટ થઈ જાય છે. પરિવારમાં ઝઘડા, મારામારી, ગાળાગાળી વગેરે દૂષણો પ્રવેશી જાય છે. ધનનો દુર્વ્યય થાય છે. સભામાંથી માનસિક ભારણ-તનાવને દૂર કરવા થોડીક મદિરા પીએ તો ? મહારાજશ્રી : માનસિક તાણ ઉત્પન્ન જ ન થાય તેવી જીવનપદ્ધતિ કેમ નથી બનાવતા ? તાણમાંથી મુક્ત થવા માટે સામાયિક કરો, પરમાત્માનું ધ્યાન ધરો. શ્રીનવકારમંત્રનો જાપ કરો. સત્પુરુષોનો સંપર્ક કરો, સારી ધાર્મિક ચોપડીઓનું અધ્યયન કરો. આવા અનેક ઉપાયો છે માનસિક તાણમાંથી મુક્ત થવાના. એને માટે દારૂ કોઈ પણ સંજોગોમાં ઉચિત નથી. જરૂરી નથી.. દવાને નામે પણ દારૂ ઉચિત નથી. શ્રીમંત લોકોમાં દવાને નામે દારૂ પીવાનું શરૂ થઈ ગયું છે. ધીરેધીરે એનું પ્રમાણ વધે છે. સ્વભાવ ક્રોધી અને ચીડિયો થવા માંડે છે. અનેક ખરાબીઓ જીવનને નષ્ટ કરી દે છે. એટલા માટે કહું છું કે દારૂનો ત્યાગ કરો. મારે શરાબને-દારૂને સ્પર્શ પણ કરવો નથી' એવો તમારો દૃઢ સંકલ્પ હશે તો કોઈ પણ વ્યક્તિ તમને શરાબ પાઈ નહીં શકે. લોભ અને ભયથી મુક્ત થઈ જાઓ. જીવનભર શરાબનો ત્યાગ કરી દેવો જોઈએ. જુગાર : * જુગા૨ ૨મવામાં ભલે તમે રૂપિયા ન હારતા હો, પરંતુ જીવન હારી જાઓ છો, એ વાત જાણો છો ? ના, જીવનનું તો મૂલ્યાંકન જ કર્યું નથી. મૂલ્યાંકન તો છે માત્ર રૂપિયાનું ! વગર પરિશ્રમે તમારે લોકોને લખપતિ, કરોડપતિ બની જવું છે ને ? દેશમાં લાખો નહીં, કરોડો લોકો આ દૃષ્ટિએ જુગા૨ ૨મે છે. રૂપિયા હારતા જાય છે તો પણ જુગા૨નો ત્યાગ કરતા નથી. કારણ કે જુગાર રમવાનું વ્યસન થઈ ગયું છે. ‘લોટરી’ પણ જુગાર જ છે. ‘મટકા’ રમવું એ પણ જુગાર છે. જુગાર રમીને રૂપિયા કમાનાર દુઃખી થાય છે અને હારનારો પણ દુઃખી થાય છે. જીતનારો એક દિવસે હારી જ જાય છે. કોઈ પણ જુગારી શાન્તિથી જીવન જીવતો નથી. એનો પરિવાર પણ સુખશાન્તિ પામતો નથી. એટલા માટે કહું છું કે જુગાર રમવો છોડી દો. એક દિવસ પણ ન રમો. પરસ્ત્રીગમન ઃ પોતાની પત્ની સિવાય સર્વ પ્રકારની સ્ત્રીઓ પરસ્ત્રી છે. પરસ્ત્રીઓનું પાપ ખૂબ મોટું પાપ છે. સિનેમા, ટી.વી. અને વિડિયોના આ યુગમાં મનુષ્યની જાતીયવૃત્તિકામવાસના પ્રબળ થતી જાય છે. પુરુષો પરસ્ત્રીગામી બન્યા છે. સ્ત્રીઓ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy