________________
૧૮૦
પર્વ-પ્રવચનમાળા
નહીં. અસત્ય બોલવું નહીં. ચોરી કરવી નહીં, સ્ત્રી-સંગ કરવો નહીં. પરિગ્રહ રાખવો નહીં. રાત્રિભોજન કરવું નહીં. ગુરુઆજ્ઞાનું પાલન કરવું. ભગવાન ઋષભદેવે બતાવેલા ધર્મમાર્ગ ઉપર વિશ્વાસ રાખવો. બસ, આટલું કરો તો અમારા જેવું જીવન જીવી શકો છો. અમારા જેવાં વસ્ત્રો પહેરીને અમે બતાવીએ એ રીતે ભિક્ષા લાવવાની.”
દ્રાવિડે કહ્યું : "આપે કહ્યું તેવું અમે કરી શકીએ છીએ. આપ જ અમારા ગુરુ છો. આપ અમને આપની દીક્ષા આપવા કૃપા કરો.”
દ્રાવિડે અને વારિખીલ્યું દશ કરોડ તાપસો સાથે જૈન ભાગવતી દીક્ષા ગ્રહણ કરી લીધી.
બધાએ શ્રી શત્રુંજય ગિરિરાજ તરફ પ્રયાણ કરી દીધું. બધાના મન પ્રફુલ્લિત હતાં. સૌના ભાવ ઉલ્લસિત હતા. બે વિદ્યાધર મુનિરાજોએ દ્રાવિડ-વારિખીલ્ય વગેરેને શત્રુંજય ગિરિરાજનો અદ્ભુત મહિમા બતાવ્યો હતો. સૌનાં નેત્રો ગિરિરાજનાં દર્શન કરવા માટે ઉત્સુક હતાં.
એ બધા સરળ હૃદયના મહાપુરુષો હતા. તેમનામાં મુક્તિ પામવા સિવાય અન્ય કોઈ ઇચ્છા ન હતી. મુક્તિ માટે જે કંઈ કરવું પડે તે કરવા તૈયાર હતા. તેમનામાં મેરુ જેવી નિશ્ચલતા હતી અને કમળ સમી કોમળતા હતી.
ગિરિરાજ ઉપર અનશન ઃ
ચાલતાં ચાલતાં જેવો એમને ગિરિરાજ દેખાયો કે વિદ્યાધર મુનિરાજે કહ્યું : "જુઓ... સામે જે વાદળો સાથે વાતો કરી રહ્યો છે, તે શત્રુંજય ગિરિરાજ છે. નમન કરો એ ગિરિરાજને."
જોતજોતામાં દશ કરોડ મસ્તક, વીસ કરોડ આંખો ગિરિરાજ ત૨ફ એકાગ્ર થઈ ગઈ. મસ્તક નમી ગયાં. તીવ્ર ગતિથી તેઓ આગળ વધ્યા. જેવી ગિરિરાજની સ્પર્શના થઈ તો તેઓ આનંદથી ગદ્ગદિત થઈ ગયા. વિદ્યાધર મુનિરાજની સાથે તેઓ પણ ગિરિરાજ ઉપર ચડવા લાગ્યા.
ગિરિરાજ ઉપ૨ ચડીને તેમણે ડોલ૨ પુષ્પ અને કપૂર જેવી ગૌર કાન્તિવાળા શ્રી ઋષભદેવ ભગવાનનાં દર્શન કર્યાં. પ્રભુજીના અનંત ગુણોની સ્તવના કરી.
બે વિદ્યાધર મહામુનિઓએ દ્રાવિડવારિખીલ્ય વગેરેને કહ્યું : "તમે બધાએ પૂર્વાવસ્થામાં અશુભ મન-વચન-કાયાના યોગોથી અનંત પાપકર્મો ઉપાર્જિત કર્યાં છે. એટલા માટે તમારે સૌને આ ક્ષેત્રમાં રહેવાનું છે. આ ઉત્તમ ક્ષેત્રના પ્રભાવથી તમારાં અશુભ કર્મો નષ્ટ થશે. તમે સર્વજ્ઞ-વીતરાગ બનશો. અને અનંત સુખમય મોક્ષનું સુખ પામશો. યુગાદિદેવના ચરણોમાં સહજતાથી તમારું ધ્યાન લાગી જશે.” દ્રાવિડ-વારિખીલ્ય વગેરેએ કહ્યું ; "હે ગુરુદેવ, આપની આજ્ઞા અનુસાર અમે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org