________________
કાર્તિક પૂર્ણિમા પ્રવચન
૧૭૯ રાજર્ષિના એ શિષ્યો હતા. તાપસીએ એ બે મુનિઓને પ્રણામ કરીને વિનીતભાવે પૂછયું : "આપ ક્યાંથી પધાર્યા છો અને ક્યાં જઈ રહ્યા છો ?"
મોટા મુનિ હતા તેમણે જવાબ આપ્યો : "હે મહાનુભાવો, અમે વિદ્યાધર મુનિઓ છીએ, અને શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર જઈ રહ્યા છીએ.”
આ સાંભળીને તાપસીએ (દ્રાવિડ અને વારિખીલ્ય) પૂછયું "હે પૂજ્ય, શત્રુજ્ય ગિરિરાજનો મહિમા અમને પણ બતાવવાની કૃપા કરો.” શત્રુંજય ગિરિરાજનો પરિચય
મુનિરાજે કહ્યું: "હે મહાનુભાવો, શત્રુંજય ગિરિરાજ સૌરાષ્ટ્ર દેશમાં છે ! તે શાશ્વત્ ગિરિરાજ છે. એ ગિરિરાજ ઉપર અનંત અનંત આત્માઓએ સાધના કરીને મુક્તિ પ્રાપ્ત કરી છે. ભવિષ્યમાં પણ એ ગિરિરાજ ઉપર અનંત આત્માઓ મુક્તિ પામશે. માણસે ગમે તેટલાં પાપ કર્યો હોય, પરંતુ શત્રુંજય ગિરિરાજ ઉપર તમામ પાપ નષ્ટ થઈ જાય છે."
દ્રાવિડ-વારિખીલ્યના હૃયમાં કરોડો જીવોના સંહારનું પાપ ડંખતું હતું. મુનિરાજના મુખથી શત્રુંજય-મહિમા સાંભળીને તે પણ શત્રુંજય જવા તત્પર બન્યા. તેમણે મુનિરાજને પૂછયું : “ભગવંત, શું અમે પણ આપની સાથે શત્રુંજય ગિરિરાજ ઉપર આવી શકીએ?” મુનિરાજે અનુમતિ આપી.
દશ કરોડ તાપસો સાથે દ્રાવિડ અને વારિખીલ્ય શત્રુંજય તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં એક સરોવર આવ્યું. સરોવર વિશાળ હતું. કિનારા ઉપર પણ વૃક્ષોની ઘટાઓ હતી. ચાલતાં ચાલતાં તાપસ થાકી પણ ગયા હતા. વિશ્રામ માટે તાપસો. સાથે મુનિરાજ સરોવર કિનારે આવીને બેઠા.
ત્યાં કિનારા ઉપર એક હંસને ઘેરીને કેટલાય હંસો બેઠા હતા. અચાનક તાપસીને જોઈને તે બધા હંસો ઊડી ગયા, પરંતુ એક હંસ ત્યાં જ પડી રહ્યો. હંસ મરતો હતો. એક મુનિરાજે પોતાના પાત્રમાંથી એ હંસના મુખમાં પાણી નાખ્યું અને તેને નવકારમંત્ર સંભળાવવા લાગ્યા. હંસને સમાધિ પ્રાપ્ત થઈ અને તેને સમાધિમૃત્યુ પ્રાપ્ત થયું. મરીને તે હંસ "સૌધર્મદેવલોક"માં દેવ થયો. સહુ તાપસો શ્રમણ બને છેઃ
દ્રાવિડ, વારિખીલ્ય વગેરે તાપસ મુનિરાજોની કરુણાથી અતિ પ્રભાવિત થયા. તેમને મુનિરાજોનું જીવન સારું લાગ્યું. તેમણે મુનિરાજોને કહ્યું "હે સપુરુષો, અમને આપનું જીવન ખૂબ જ સારું લાગ્યું. આપની જીવનચય કેટલી સારી છે!”
મુનિરાજેએ કહ્યું: "હે તપસ્વીજનો, તમે પણ અમારા જેવું જીવન જીવી શકો છો.” દ્રવિડે પૂછયું: "આપના જેવું જીવન જીવવા માટે અમારે શું કરવું જોઈએ?” મુનિરાજે કહ્યું "આપ ધ્યાનથી સાંભળો, -મન-વચન-કાયાથી કોઈ જીવને મારવો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org