SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ-પ્રવચનમાળા आषाढ़ारव्य चातुर्मास्यां विशेषाद्विधिपूर्वकम् । अभिग्रहाः सदा ग्राहयाः सम्यगह विवेकिभिः ॥ પરમ ઉપકારી પરમાત્મા જિનેશ્વરદેવ સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે ધર્મતીર્થ’ની સ્થાપના કરે છે અને જીવોને ધર્મનો ઉપદેશ આપે છે. કારણ કે તેમણે પોતાના પૂર્ણજ્ઞાનથી જોયું કે જીવાત્મા પાપોથી દુઃખ પામે છે, ધર્મથી સુખ પામે છે. "पापद् दुःखम् धर्मात् सुखम् ।" પરંતુ અજ્ઞાની જીવ, મોહમૂઢ જીવ સુખ પામવા માટે પાપમાર્ગે ચાલે છે ! સુખ પ્રાપ્ત કરવા હિંસા કરે છે, સુખ પ્રાપ્ત કરવા જૂઠ્ઠું બોલે છે, સુખ પામવા ચોરી કરે છે, સુખ પામવા દુરાચારનું સેવન કરે છે. સુખ પામવા મમતા-મૂર્ચ્યા કરે છે ! સુખ મેળવવા ક્રોધ-માન-માયા અને લોભ કરે છે !! ૨ પરંતુ આ બધું કરવાથી તેમને સુખ મળે છે ખરું ? શાન્તિ મળે છે ખરી? ના, ઘોર દુઃખ અને અશાંતિ ભોગવતાં જીવન પૂરું કરે છે અને દુર્ગીતમાં તેઓ જાય છે. સર્વ સુખોનું મૂળ છે ધર્મ. જો માણસ શ્રદ્ધાથી ધર્મની આરાધના કરે તો તેને સર્વ પ્રકારનાં સુખ મળે જ છે. करोति विश्वस्य समीहितानी धर्मः समाराधित एव भक्त्या 1 मूढ़ा जनास्तं न भजन्ति किन्तु वांछन्ति सौरव्यानि निरन्तराणि ॥ “ભક્તિથી, શ્રદ્ધાથી સમારાધિત ધર્મ, સંસારનાં સર્વ ઇચ્છિત પૂર્ણ કરે છે. પરંતુ મૂર્ખ લોકો એવા ધર્મની આરાધના નથી કરતા. જો કે તેઓ નિરંતર સુખોની ઇચ્છા તો જરૂર કરે છે !’ ધર્મની આરાધનામાં પ્રથમ જરૂરી છે શ્રદ્ધા. પ્રથમ જોઈએ ભક્તિ ! ધર્મથી જ સુખ મળે છે, ધર્મથી જ દુઃખ દૂર થાય છે.’ એ વાતની શ્રદ્ધા હોવી જોઈએ. પછી ધર્મતત્ત્વનું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે ધર્મનું સ્વરૂપ શું છે, ધર્મનો પ્રભાવ શું છે...ધર્મઆરાધનાનો ક્રમિક વિકાસક્રમ શું છે, વગેરેનું જ્ઞાન હોવું જોઈએ. પ્રત્યેક ધર્મક્રયાની વિધિનું જ્ઞાન પણ હોવું જોઈએ. કારણ કે દરેક ધર્મક્રિયા વિધિપૂર્વક કરવાથી જ ફળદાયી બને છે. વિધિમાં ‘કાળ’નો સમાવેશ થઈ જાય છે. એટલે કે જે ધર્મક્રિયા જે સમયે કરવાની વિધિ હોય એ કાળમાં જ એ ધર્મક્રિયા કરવી જોઈએ. જ જે રીતે ધર્મીક્રયાઓની વિધિનું જ્ઞાન હોવું જોઈએ, એ રીતે પ્રત્યેક ધર્મક્રયાના અલગઅલગ ફળનું જ્ઞાન પણ હોવું જોઈએ. કેમ કે અંતિમ ફળ તો આત્માની શુદ્ધિ જ છે; પરંતુ તાત્કાલિક ફળનું જ્ઞાન પણ હોવું જોઈએ. જેમ કે પરમાત્માની પૂજા કરવાથી ચિત્તથી સમાધિ પ્રાપ્ત થાય છે. સામાયિક કરવાથી સમતાભાવ પ્રાપ્ત થાય Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy