SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ પર્વ-પ્રવચનમાળા जय-सिरि-वंछिअसुहए अनिट्ठहरणे तिवग्गसारम्मि । इह-परलोगहिअत्थे, सम्मं धम्ममि उज्जमह ॥ પરમ ઉપકારી પરમાત્મા જિનેશ્વરદેવોએ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે ધર્મતીર્થની સ્થાપના કરી અને જગતને ધર્મનો ઉપદેશ આપ્યો. ધર્મથી મનુષ્ય વિજયી બને છે. ધર્મથી જીવાત્માને સંપત્તિ પ્રાપ્ત થાય છે. ધર્મથી જ ઇચ્છિત સુખોની પ્રાપ્તિ માણસ કરી શકે છે. ધર્મથી આધિ-વ્યાધિ દૂર થાય છે. ધર્મથી દુર દેવોનો ઉપદ્રવ દૂર થાય છે. ધર્મ-અર્થ અને કામ-આ ત્રણે પુરુષોમાં ધર્મ જ શ્રેષ્ઠ પુરુષાર્થ છે. એટલા માટે ઈહલૌકિક અને પારલૌકિક સુખ-શાન્તિ પામવાના હેતુથી, શુદ્ધ ભાવથી. ધર્મમાં જ ઉદ્યમશીલ બનવું જોઈએ. - ધમબિંદુ ગ્રંથના માધ્યમથી તમને લોકોને ધર્મનો પ્રભાવ અને ધર્મનું સ્વરૂપ વિસ્તારથી બતાવ્યું છે. એટલા માટે આજે એ વાતોનું પુનરાવર્તન નથી કરતો. આજે મહામંગલકારી શ્રી પર્યુષણા મહાપર્વનો પુનિત પ્રારંભ થઈ રહ્યો છે. મહાપર્વના પવિત્ર દિવસોનો જ આ પ્રભાવ છે કે જે લોકો દરરોજ પ્રવચન સાંભળવા આવતા નથી, તેઓ પર્વના દિવસે અવશ્ય આવે છે. જેઓ દરરોજ જિનમંદિરમાં દર્શન-પૂજા કરવા જતા નથી તેઓ પર્વના દિવસોમાં અવશ્ય જાય છે. પ્રતિદિન દાન ન આપનારા પર્વદિવસોમાં દાન પણ આપે છે. જે સ્ત્રી-પુરુષો ચાતુર્માસમાં દરરોજ પ્રવચન સાંભળવા નથી આવતા, માત્ર પર્વના દિવસોમાં જ આવે છે, તે લોકોને દૈનિક ધર્મ-આરાધનાનું સ્પષ્ટ જ્ઞાન નથી હોતું. એ લોકો જાણતા નથી કે આપણે દરરોજ કેવી ધર્મ-આરાધના કરવી જોઈએ.” પ્રતિદિન ધર્મપ્રવચન સાંભળનારાઓને તો એટલું જ્ઞાન મળી જ જાય છે. આ દ્રષ્ટિથી શ્રીમદ્ ઉદયસોમસૂરિજી (સમય વિક્રમ સંવત ૧૮૩) એ 'અષ્ટાનિકા વ્યાખ્યાન'ના પ્રારંભમાં દૈનિક ધર્મકૃત્યોનો નિર્દેશ કર્યો છે. जिनेन्द्रपूजा गुरुपर्युपास्ति, सत्त्वानुकम्पा शुभपात्रदानम् । गुणानुरागः श्रुतिरागमस्य नृजन्मवृक्षस्य फलान्यमूनि ॥ આચાર્યદેવે મનુષ્યજીવનને વૃક્ષ કહ્યું અને વૃક્ષનાં છ પ્રકારનાં ફળ બતાવ્યાં. આ ફળો જ દૈનિક ધર્મકલ્યો છે. જે વૃક્ષો ઉપર ફળ આવે છે, સુંદર, સ્વાદિષ્ટ અને સ્વાથ્યવર્ધક ફળો આવે છે, તે વૃક્ષ સંસારમાં ઉત્તમ માનવામાં આવે છે. જે વૃક્ષ ઉપર ફળો નથી આવતાં અથવા મધુર ફળો નથી આવતાં, આરોગ્યપ્રદ ફળ નથી આવતાં, એ વૃક્ષ હલકી કક્ષાનું માનવામાં આવે છે. આપણને મનુષ્ય જીવન મળ્યું છે. એ જીવનને ઉત્તમ બનાવવું યા હીન બનાવવું, એ આપણા હાથની વાત છે. આપણે હીન જીવન પસંદ કરીએ તો હિન બની Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy