________________
શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૨)
પ૭ નવકારમંત્રની (પૂરાં નવપદની) ગણવી જોઈએ.
આ જિનાજ્ઞા છે. બીજો કોઈ વિકલ્પ કર્યા સિવાય અક્રમનો તપ કરવો જોઈએ. જ્યારે ચક્રવર્તી રાજાને દિગ્વિજય કરવા નીકળવાનું હોય ત્યારે અઠ્ઠમ તપ કરે છે. અક્રમના પ્રભાવથી એની સેનામાં દેવલોકના દેવો ઉપસ્થિત થાય છે.
શ્રીકૃષ્ણ મહારાજાએ માતા દેવકીની ઈચ્છા પૂર્ણ કરવા અઠ્ઠમનો તપ કર્યો હતો ને? દેવકીના પુત્રો એમના જન્મ સાથે જ છીનવી લેવામાં આવ્યા હતા, તેથી કોઈ પણ પુત્રને પોતાની ગોદમાં લઈને લાલનપાલન કરી શકી ન હતી. તેમના મનમાં નવા પુત્રની ઈચ્છા જાગૃત થઈ હતી. શ્રીકૃષ્ણ એ ઈચ્છા પૂર્ણ કરી હતી.
એ રીતે રાજા જરાસંધ સાથે યુદ્ધ કરતી વખતે જ્યારે જરાસંધે શ્રીકૃષ્ણની સેના ઉપર જરા-વિદ્યાનો પ્રયોગ કર્યો તો કૃષ્ણનું સૈન્ય યુદ્ધભૂમિ પર બેહોશ થઈ ગયું હતું, એ સમયે નેમિકુમારે કષ્ણને અઠ્ઠમ તપ કરીને દેવી પદ્માવતીજી પાસેથી પાર્શ્વનાથજીની પ્રતિમા મેળવવાનું કહ્યું હતું.
શ્રીકૃષ્ણ અઠ્ઠમનો તપ કર્યો હતો. દેવી પદ્માવતીજીએ ભગવાન પાર્શ્વનાથજીની પ્રતિમા આપી. પ્રતિમાનો સ્નાત્રાભિષેક કરવામાં આવ્યો. સ્નાત્રજળ સૈન્ય પર છાંટવામાં આવ્યું. અને “જરા-વિદ્યા' ભાગી ગઈ. શ્રીકૃષ્ણનો વિજય થયો. ત્યાં જ શંખેશ્વર ગામ વસાવવામાં આવ્યું. અને ત્યાં જ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સ્થાપવામાં આવી. - અઠ્ઠમ તપનો અચિંત્ય પ્રભાવ છે. આપણે તો બે ઉદ્દેશથી આ મહાપર્વમાં તપ
કરવાનાં છે. પ્રથમ ઉદ્દેશ્ય છે કર્મક્ષય કરવાનો અને બીજો છે જિનાજ્ઞાપાલનનો. - તપશ્ચય કરતી વખતે ચિંતન કરવું કે “મારા આત્માનો સ્વભાવ અનાહારી છે.
ખાવું-ભોજન કરવું એ મારા આત્માનો સ્વભાવ નથી, ખાવું પડે છે તે કર્મના બંધનને લીધે. મારા કર્મોનું બંધન તૂટી જાય, મારી સ્વભાવદશા પ્રકટ થાય, એટલા માટે મારે તપ કરવો જ છે.” બીજી મહત્ત્વની વાત એ છે કે અઠ્ઠમ તપ કરવાથી ત્રણ દિવસ ખાવાપીવાની ઝંઝટ રહેતી નથી. એથી ત્રણ દિવસ વ્યાખ્યાન-શ્રવણ અથથી ઇતિ સુધી થઈ શકે છે. 'કલ્પસૂત્રનાં વ્યાખ્યાનો શાન્તિથી, એકાગ્રચિત્તે સાંભળવાં જોઈએ. વ્યાખ્યાન પહેલેથી અંત સુધી સાંભળવું જોઈએ. દશલાખ કરોડ વર્ષની નરકગતિની પીડાના કારણભૂત કમનો નાશ એક અક્રમ કરવાથી થઈ જાય છે. કેટલો પ્રભાવશાળી છે આ તપ? મનથી નક્કી કરી લો
કે “આ પર્યુષણાપર્વમાં મારે અઠ્ઠમ તપ કરવો જ છે.' – મનોબળ હોવું જોઈએ. તપ મનોબળથી થાય છે. નાનાં નાનાં બાળકો પણ
અઠ્ઠમ તપ કરી લે છે. શ્રદ્ધાનું બળ હોય છે એ બાળકોમાં.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org