SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પર્વ-પ્રવચનમાળા સમય કુંડળો પહેરીને અહંન્નકને પાછાં આપી દીધાં. વેપાર પૂર્ણ કરીને અહંન્નક ચંપાનગરી પહોંચી ગયો. તેણે પોતાના રાજા ચંદ્રચ્છાયને એ બે દિવ્ય કુંડળો ભેટ આપ્યાં. રાજાએ અહંન્નકને દેશ-વિદેશના સમાચાર પૂછયા. અહંન્નકે મલ્લિકુમારીની અત્યંત પ્રશંસા કરી. પ્રશંસા સાંભળીને ચંદ્રચ્છાય રાજાના ભીતરના પૂર્વજન્મના સ્નેહ-સંબંધના સંસ્કારો જાગૃત થઈ ગયા. રાજા મલ્લિકુમારી માટે અનુરાગવાન બની ગયો. એ રાજકુમારી સાથે લગ્ન કરીશ.” એણે પણ પોતાનો દૂત મિથિલા તરફ રવાના કર્યો. જે રીતે જોવાથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, તેવી રીતે સાંભળવાથીય રાગદ્વેષ ઉત્પન્ન થાય છે ! પ્રેરક હોય છે પૂર્વજન્મના સંસ્કાર! કુણાલદેશના રાજા રુપ્પીની બાબતમાં પણ આવું જ બન્યું !! રાજા રુપ્પીઃ કુણાલદેશની રાજધાની હતી શ્રાવતિનગરી. રાજા રુપ્પીને "સુબાહુ” નામની એક રાજકુમારી હતી. તેના ચાતુમસ સ્નાનનો મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો. મહોત્સવ ખૂબ જ ભવ્યતાથી મનાવવામાં આવ્યો. રાજા રુપ્પીને લાગ્યું કે, " આવો ચાતુમસ સ્નાનનો મહોત્સવ ક્યાંય પણ ન થઈ શકે.” તેણે દેશ-વિદેશમાં પરિભ્રમણ કરનારા પોતાના દૂતને પૂછ્યું હે દૂત, તેં આવો મહોત્સવ કોઈ રાજ્યમાં જોયો છે ?" દૂતે કહ્યું: "મહારાજા, જો મારો અવિનય થતો હોય તો ક્ષમા કરજો. પરંતુ મેં મિથિલામાં રાજકુમારી મલ્લિનો સ્નાન-મહોત્સવ જોયો તે અદ્વિતીય હતો, અદ્ભુત હતો. એવો મહોત્સવ મેં ક્યાંય જોયો નથી, અને એવી બીજી રાજકુમારી પણ મેં ક્યાંય જોઈ નથી.” રાજકુમારીની પ્રશંસા સાંભળીને રાજા રુપ્પી તેના પ્રત્યે અનુરાગવાળો બની ગયો. તેણે દૂતને કહ્યું: “તું મિથિલા જા અને કુંભ રાજાને કહે કે રાજકુમારી મલ્લિનાં લગ્ન મારી સાથે કરે.” આ રીતે રુપ્પી રાજા પૂર્વજન્મના સંસ્કારોને કારણે મલ્લિકુમારી ઉપર આસક્ત બન્યો. એ રીતે કાશીનરેશ શંખ પણ એક નિમિત્તથી મલ્લિકુમારીનો પ્રેમી બની ગયો. રાજા શંખઃ એક દિવસ મલ્લિકુમારીનાં દિવ્ય કુંડળ તૂટી ગયાં. કુંડળને જોડવા માટે સોની લોકોને બોલાવવામાં આવ્યાં. સોનીઓને કુંડળોને જોડવા માટે અનેક ઉપાયો કર્યા, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy