SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પર્વ-પ્રવચનમાળા સંક્રમિત કરી દીધી. સુવ્રત મુનિ વેદનાગ્રસ્ત થઈ ગયા. સુવ્રત મુનિને એ દિવસે પ્રતિજ્ઞા હતી કે મૌન રહેવું અને ઉપાશ્રયની બહાર ન જવું. વ્યંતરદેવે કહ્યું : "હે મુનિ સુવત, તું પાસેના ઘરમાં જા અને તરત જ ઔષધ લઈ આવ.” પરંતુ સુવ્રત તો પોતાની પ્રતિજ્ઞામાં અડગ હતા, તે ઉપાશ્રયની બહાર ન ગયા. વેદના સહન કરતા રહ્યા. બંતરે સુવત ઉપર પ્રહાર કરી દીધો. સુવ્રતના શરીરમાં તીવ્ર વેદના ઉપડી, પરંતુ એ સમયે તે ચિંતન કરે છે. अर्हन्तो भगवन्तो ये, साधवो गणधारिणः इन्द्राश्चन्द्रा दिनेन्द्राश्च, नागेन्द्र-व्यन्तरेन्द्रकाः ॥ सचक्रवर्तिनो वासुदेवाः प्रतिनारायणाः । बलदेवा नराधीशा, मानवा अपरेऽपि च ॥ कर्मणा पापिनाऽनेन ते सर्वेऽपि विडंबिताः । कियन्मात्रो वराकोऽहं पुरस्तात् तस्य कर्मणः ॥ अरे जीव ! क्षमस्व त्वमुदितं कर्म तेऽस्ति यत् । तद् भोगेन विना नैव प्रक्षीयन्ते कदाचन ।। અરિહંત ભગવંત, ગણધર, સાધુ, ઈન્દ્ર, ચંદ્ર, સૂર્ય નાગેન્દ્ર વ્યંતરેન્દ્ર, ચક્રવર્તી વાસુદેવ, પ્રતિવાસુદેવ બળદેવ રાજા મહારાજા, અને બીજા લોકો પાપકર્મોના ઉદયથી દુખી થયા છે. તો પછી તે કર્મની સામે તુચ્છ એવો હું કોણ? હે આત્મનું તારું પાપકર્મ ઉદયમાં આવ્યું છે તું એને (વ્યંતરને) ક્ષમા કર. કર્મ ભોગવ્યા વગર તેનો કદીય ક્ષય નહીં થાય. આ રીતે સુવત મુનિએ કર્મવિપાકનામનું ધ્યાન ધર્યું. અને ધર્મધ્યાનના સહારે તેમણે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને મનમાં ન આવવા દીધું. તે અપૂર્વ સમતાભાવમાં સ્થિર રહ્યા. આત્મસ્વરૂપના ચિંતન-મનનમાં લીન બન્યા. મૃત્યુથી નિર્ભયઃ તે વિચાર કરે છે - लद्धं अलद्धपुव्वं जिणपवयण सुभासियं अभयभूयं । गहिओ सुग्गइमग्गो नाहं मरणाओ बिहेमि ॥ વીતેલાં અનંત જન્મોમાં જે કદી પ્રાપ્ત નથી થયાં એવા અમૃતસમાન જિનવચનોનાં સુભાષિત મને મળી ગયાં છે. મેં સદ્ગતિનો માર્ગ મેળવી લીધો છે. હવે હું મોતથી ડરતો નથી.” Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy