Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram
Catalog link: https://jainqq.org/explore/009130/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કથાસાર (જેન આગમ કથાઓ અને વિવેચન) Jainology JYF સૌજન્ય: જૈન યુથ ફોરમ. (હાદિક મામણીયા.) Page #2 -------------------------------------------------------------------------- ________________ jain કથાસાર કથાસાર (જૈન આગમ કથાઓ અને વિવેચન) સૌજન્યઃ જેને યુથ ફોરમ i છે જ છે આજથી પુર્વે જીવે ધર્મકરણી તો કરી, પણ કાં તો નર્ક અને સંસારના દુખોથી ભય પામીને અથવા દેવગતિ અને મોક્ષના સુખો પામવા, પ્રાથમિક અવસ્થામાં આ કારણો હોવા સમજાય છે. પરંતુ બધા જીવો પર અનુકંપા અને અજીવ પુદગલ જગત પર અનાસકતિ જ જ્ઞાન નું પરિણામ છે. અનુકંપા એ સમકતનું મૂળભુત લક્ષણ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ સુખડનો ભારો ઉપાડીને ચાલનારો ગદર્ભ જેમ તેની સુગંધને પામી શકતો નથી. તેવી રીતે કિયા-આચરણ–ચારિત્ર-ઉપયોગ વિનાનું જ્ઞાન જીવને ફળદાયી થતું નથી. E F E F E F F F અભ્યાસ ૪ પ્રકારે હોય છે. ૧. પુસ્તકોનું વાંચન. ૨. શિક્ષક દ્રારા તેનું વિવેચન. ૩. વિધાર્થી અને શિક્ષક નાં પરસ્પર પ્રશ્નોતર. જેથી વિધાર્થી નહિં સમજાયેલ વસ્તુ વિસ્તારથી સમજી શકે.તથા શિક્ષક વિધાર્થીની પ્રગતી અને બુધ્ધીમતા જાણી શકે. ૪. પ્રયોગશાળા કે કાર્યશાળા. જયાં જાત અનુભવથી જ્ઞાન પૂર્ણ અને ઉપયોગી થાય. ધર્મ તો ક્ષેત્રજ અનુભવનો છે. અહિં સાબીતી અને પ્રમાણ તરીકે અનુભવ જ મુખ્ય છે. અનુભવથી જ શ્રધ્ધા દૃઢ થાય છે. F F T F F E F G Fા ઉલ્થ ગ્રહણ કરેલુ શસ્ત્ર જેમ પોતાનેજ હાનીકારક થાય છે, તેમ જ્ઞાનથી જો અહંકાર અને માન વધે, તો એ જ્ઞાન અહિતકારી થઈ જાય છે. વિશેષ જ્ઞાનની ક્ષમતા સાથે નમ્રતા પણ વધવી જોઈએ. T F T F E F T F F નવ તત્વ, ૫ સમિતી અને ૩ ગુપ્તીનાં જ્ઞાન ધારકમાં પણ મોક્ષની પાત્રતા છે. બીજે પક્ષે ૩ ગર્વમાં અટવાઈ કોઈ ભૂતપૂર્વ ૧૪ પૂર્વનાં ધારક પણ હજી મોક્ષથી દૂર છે, અને પડિવાઈ થઈ સંસાર ભ્રમણ કરી રહયા છે. કર ર ર ર ર ર ર F F. વૃક્ષની દરેક શાખામાં જેમ તે વૃક્ષનાં ગુણો રહેલા હોય છે. તેમ જૈન ધર્મની કોઈ પણ શાખા હોય, ઓછી–વતી | ક્રિયા કરનારા હોય, પણ તેમાં સમકિતી તો હોય જ છે. રાત્રી ભોજનના ત્યાગી, કંદમૂલનાં ત્યાગી, ઓછા આરંભ પરિગ્રહથી જીવનારા,પાપભીરુ પ્રતિક્રમણ ના લક્ષય વાળા, અનુકંપાના ધારક પણ હોયજ છે. F E F E F F F F વયવહારથી ઉપદેશ ભવ્ય જીવોને અને નિશ્ચયથી ઉપદેશ જીવ પોતાને જ આપે છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ jain ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ E ૭–૧૧ કથાસાર સ્વાધ્યાય પ્રિયોએ અસ્વાધ્યાય સંબંધમાં પણ હંમેશા સાવધાની રાખવાની ફરજનું આવશ્યક રૂપથી પાલન કરવું જોઈએ. યાદ રાખવાનું કે આ કર્તવ્ય ફક્ત અર્ધમાગધી ભાષાવાળા કાલિક તેમજ ઉત્કાલિક સૂત્રોનાં મૂળ પાઠની અપેક્ષાએ છે. આવશ્યક સૂત્ર(પ્રતિક્રમણ સૂત્ર)ને માટે અસ્વાધ્યાય સંબંધી કોઈ કર્તવ્ય નથી. તેમજ સૂત્રોની વ્યાખ્યા, ભાષાન્તર, અર્થ ચિંતન, વાંચન તેમજ અન્ય સંવર પ્રવૃત્તિ વગેરેને માટે પણ અસ્વાધ્યાય સંબંધી કોઈ નિયમ લાગુ પડતો નથી. વિષય–સૂચિ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ વિષય જ્ઞાતા ધર્મકથા ઉપાસક દશા અંતગડ દશા અનુત્તરોપપાતિક 3 વિપાક રાજપ્રશ્નીય નિરયાવલિકા વર્ગ પંચક પ્રથમ વર્ગ – નિરયાવલિકા (કપ્પિય) = વર્ગ બીજો – કલ્પાવતંસિકા વર્ગ ત્રીજો – પુષ્પિકા ચતુર્થ વર્ગ – પુષ્પચૂલિકા પંચમ વર્ગ – વૃષ્ણિક દશા ઉત્તરાધ્યયન ઔપપાતિક ચૌદ ગુણસ્થાનોનું સ્વરૂપ નંદી આવશ્યક વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ (ભગવતીની કથાઓ ) પરિશિષ્ટ :–સાધુ જીવનમાં દન્તમંજન જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ ૧૭ ૧૮ ૧૯ શિથિલાચાર પ્રવૃત્તિઓ, ૨૦ જૈન શ્રમણોની ગોચરી અને શ્રાવકઆચાર (પિંડ નિર્યુકતિ ) તેત્રીસ બોલ વિસ્તાર સૂર્ય–ચન્દ્ર પ્રજ્ઞપ્તિ તપ સ્વરૂપ ધ્યાન સ્વરૂપ આત્મશાંતિનો સાચો માર્ગ, જ્યોતિષ મંડલ વિજ્ઞાન અને આગમ, નક્ષત્રનો થોકડો, બાવીસ અભક્ષ્ય, અનંતકાય, દયા દાન, ધાતુ ગ્રહણ–ધારણ, નિત્ય ગોચરી જવા સંબંધી, ધોવણ પાણી, મંજન ઃ સ્નાન : વિભૂષા, દૈનિક સમાચાર પત્ર, સંજ્યા–નિયંઠા, સ્વગચ્છીય સમાચારી પાલન, મુખવસ્ત્રિકા વિચારણા, સાધુને વનવાસ કે વસતિમાં વાસ—આગમ ચિંતન, એકતાના અભાવમાં પણ વીતરાગ ધર્મ નિષ્પ્રાણ નથી વિજ્ઞાન અને જૈનોલોજી પાના નં. ૫ ૨૫ ૩૨ ૫૩ ૫૪ ર ૭૨ ૭૨ ૭૩ ૭૪ ૭૬ 66 86 ૯૮ ૧૦૫ ૧૧૧ ૧૨૧ ૧૮૦ ૧૮૮ ૧૯૩ ૨૦૮ ૨૧૮ ૨૩૪ ૨૩૯ ૨૪૨ ૨૪૭ કથાસાર ૨૫૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ જે ૪ શ્રાવક–શિક્ષા પુણ્યથી પ્રાપ્ત થયેલી ઋદ્ધિનો ગર્વ ન કરવો. ગમે તેટલી સમૃદ્ધિ અથવા પ્રવૃત્તિ હોય તો પણ શ્રાવકનાં ૧૨ વ્રત સ્વીકારવામાં પ્રમાદ ન કરવો. મહિનામાં છ પૌષધ વ્રત અંગીકાર કરવાના લક્ષ્ય, તેની શરૂઆત ભલે મહિનામાં બે પૌષધ વ્રતથી થાય, પરંતુ છ પૌષધ વ્રત અંગીકાર કરવાનું લક્ષ્ય રાખવું. ઘરના પ્રત્યેક સદસ્યો – માતા, પિતા, પતિ, પત્ની આદિને પણ યોગ્ય પ્રેરણા આપી બાર વ્રતધારી શ્રાવક બને તેવા સમ્યગ્ પ્રયત્નો કરવા. સાંસારિક જવાબદારી ગમે તેટલી વિશાળ હોય તો પણ યોગ્ય સમયે તેનાથી નિવૃત્તિ લઈ, વિશિષ્ટ સાધનાનું લક્ષ રાખવું. મોતની ઘડી સુધી સાંસારિક વ્યવહારોમાં પ્રતિબદ્ધ ન રહેવું. દુઃસહ્ય પરિસ્થિતિ અને સંકટના સમયે પણ ધર્મશ્રદ્ધા અને ધર્માચરણમાં દઢ શ્રદ્ધા જાળવી રાખવી. ચમત્કારોમાં ફસાવું નહિ. કોઈપણ ધર્મી વ્યક્તિ પર સંકટ આવે તો પણ ધર્મ શાસનની શ્રદ્ધા, પ્રરૂપણામાં પૂર્ણ વિવેક રાખવો. કોઈ પ્રકારના નિરાશા ભર્યા વાક્યો ન બોલવા. ચમત્કાર થવો તે ધર્મનું ફળ નથી. સમભાવની પ્રાપ્તિ જ ધર્મનું સાચું ફળ છે. જીવનમાં પૂર્ણ ધાર્મિક(સંવર, તપોમય) જીવન જીવવાની વય–મર્યાદા નક્કી કરી લેવી. ગુણાનુરાગી બનવું, દોષો જોવાથી અળગા રહેવું. ગુણ વિકાસ, તપ વિકાસ, જ્ઞાન વિકાસ, સાથે વિનય વિવેકમાં પણ વૃદ્ધિ કરવી. બ $ $ $ ૧૦. ૧૧. ૧૨. ಘ ಘ ಘ શિક્ષા-વાક્ય શુ શબ્દોને ન જુઓ, ભાવોને જુઓ. એકાંતવાદમાં ન જાઓ, અનેકાંતવાદથી નિરીક્ષણ ચિંતન કરો. ણ અવગુણની ચર્ચા ન કરો, ગુણ ગ્રહણ કરો. કાદવમાં પત્થર મારવાથી ફકત છાંટાજ મળે છે. પરંપરાઓના દુરાગ્રહમાં ન ફસાઓ. ઉદાર હૃદયી બનીને નૂતન તત્ત્વોનું અનુપ્રેક્ષણ કરો. સમભાવ અને સમાધિભાવોને ન ગુમાવો. ઉત્કૃષ્ટ ત્યાગમાં પણ ધર્મ વિવેક રાખવો આવશ્યક છે. શું અનુકંપા એ સમકિતનું મુખ્ય લક્ષણ છે. એનો નિષેધ કરાય નહીં. હિંસા અને આડંબરની પ્રવૃત્તિઓ ધર્મ નથી પણ ધર્મની વિકૃત પરંપરાઓ છે. તે તજવા યોગ્ય છે. અખૂટ સમભાવની ઉપલબ્ધિ થવી તે જ ધર્મ સાધનાઓની સાચી સફળતા છે. ક્યાં ય પણ, કોઈ સાથે કર્મ બંધ ન કરવો, સમભાવોને જાળવી રાખવા, એ જ જ્ઞાનનો સાર છે. ક્રોધ અને ઘમંડને સર્વથા તિલાંજલિ દેતા રહો. ભાવોની શુદ્ધિ તથા હૃદયની પવિત્રતા એજ સાધનાનો પ્રાણ છે. ಘ ಘ? ಈ? ಈ? ಈ? 'ચિંતન-કણ' સમભાવની પ્રાપ્તિ અને તે દ્વારા અખૂટ આત્મ-શાંતિ પામવી, એ જ શ્રાવક જીવન અને સંયમ જીવનનું મુખ્ય લક્ષ્ય છે. સમભાવ અને આત્મ-શાંતિની પ્રાપ્તિ થવી એ જ સમસ્ત ધર્મ સાધનાઓનું શ્રેષ્ઠ ફળ છે. કોઈ વ્યકિતઓના સંયોગથી અને કોઈ પણ ઉપસ્થિત વિકટ પરિસ્થિતિમાં જો સમભાવ અને શાંતિ સ્થિર રહે (ચલિત ન થાય). ત્યારે જ સમજવું જોઈએ કે આપણે ધર્માચરણનો સાચો આનંદ મેળવ્યો છે. અને આપણી ધર્મકરણી ધર્માચરણ સફળ છે. પરિસ્થિતિ અને (કપરા) સંયોગ માં જેનો સમભાવ અને શાંતિ ભંગ થાય છે, તેમણે આત્માનંદ નથી મેળવ્યો. શ્રાવક બહુશ્રુત બની શકે છે. જેમ રોગ મટાડવા દવાનું સેવન વારંવાર કરવામાં આવે છે. તેમ કર્મરૂપી રોગ મટાડવા શાસ્ત્રોનું વાંચન વારંવાર કરવું જોઈએ, ધરમાં પુસ્તકો રાખવાથી દોષ લાગે છે,એ માન્યતા માં ફેરફાર કરવો જરૂરી છે. સ્વાધ્યાયનો સમય અને અનુકુળતા છતાં સ્વાધ્યાય ન કરવો એજ તો જ્ઞાનનો અતિચાર છે. નહોય બાંસ, નબજે બંસરી-ન હોય ઘરમાં પુસ્તકો, નરહે દોષનું કારણ . એ નીતી ભૂલભરેલી છે. જે પરિક્ષા આપી નાપાસ થયો તે વિધાર્થી, જેણે પરિક્ષા આપવાની કોશીશ જ નથી કરી તેના કરતાં અપ્રમાદિ છે દસ દુર્લભ માં એક, શાસ્ત્રો નું શ્રવણ (કે વાંચન) છે. જે જીવ મહા ભાગ્યથી પામે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ - 5 કથાસાર jain જ્ઞાતા ધર્મકથા સૂત્ર પરિચય :- જ્ઞાતા ધર્મકથા સૂત્ર ગણધરકૃત છઠું અંગસૂત્ર છે. તેના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુત સ્કંધમાં કેટલીક કથાઓ ઐતિહાસિક છે તો કેટલીક કથાઓ કલ્પિત છે. આ બધીજ કથાઓનો ઉદ્દેશ વિવિધ પ્રતિબોધ, પ્રેરણા અથવા શિક્ષા દેવાનો છે. જેથી મુમુક્ષુ સાધક સરળતાથી આત્મ ઉત્થાન કરી શકે. આ કથાઓમાં શ્રદ્ધાનું મહત્વ, આહાર કરવાનો ઉદ્દેશ, અનાસકિત, ઇન્દ્રિય | વિજય, વિવેકબુદ્ધિ, ગુણવૃદ્ધિ, પુદ્ગલ સ્વભાવ, કર્મ વિપાક, ક્રમિક વિકાસ, કામભોગોનું દુષ્પરિણામ, સહનશીલતાના માધ્યમથી સંયમની આરાધના-વિરાધના અને દુર્ગતિ-સદ્ગતિ આદિ વિષયો ઉપર સરળ ભાષામાં પ્રકાશ પાડ્યો છે. આ કથાઓ વાદ-વિવાદ કે મનોરંજન માટે નથી પણ જીવન ઉત્થાનને માટે ચિંતન-મનન કરવા યોગ્ય છે. દ્વિતીય શ્રુતસ્કંધમાં સંયમ સાધના કરીને દેવલોકમાં જનારી ૨૦૬ સ્ત્રીઓનું વૃત્તાંત છે. બધી સ્ત્રી પર્યાયમાં સંયમ સ્વીકાર કરી દેવીના રૂપમાં ઉત્પન્ન થઈ છે. દેવ ભવ પછી મનુષ્ય ભવ પ્રાપ્ત કરી સંયમની શુદ્ધ આરાધના કરી મુકિત મેળવશે. આ પ્રમાણે આ છઠું અંગસૂત્ર કથાપ્રધાન છે. સામાન્ય જન માટે રોચક આગમ છે. જીવન નિર્માણ માટે અનેક પ્રેરણાઓનો ભંડાર છે. વધુ વિશેષતા એ છે કે અહીં કહેવામાં આવેલી બધી જ પ્રેરણાઓ સાધુ-સાધ્વી તથા શ્રમણોપાસક બન્ને વર્ગને ઉપયોગી છે. પ્રથમ શ્રુતસ્કંધના ૧૯ અધ્યયન છે. દ્વિતીય શ્રુતસ્કંધના દશ વર્ગ છે અને તેના કુલ ૨૦૬ અધ્યયન છે. સંપૂર્ણ સૂત્ર ૫૫૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. આ સૂત્રમાં શિક્ષાપ્રદ દષ્ટાંત તથા ધર્મકથાઓ હોવાથી તેનું નામ "જ્ઞાતા ધર્મકથા" સૂત્ર રાખવામાં આવ્યું છે. સંક્ષિપ્તમાં તેને જ્ઞાતાસૂત્ર પણ કહેવામાં આવે છે. પ્રથમ શ્રુતસ્કંધ પ્રથમ અધ્યયન –મેઘકુમાર પચ્ચીસસો વર્ષ પૂર્વે રાજગૃહી નામના નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને ચેલણા-ધારિણી આદિ અનેક રાણીઓ હતી. ઔપપાતિક સૂત્ર આદિમાં શ્રેણિકની કુલ પચીસ રાણીઓનું વર્ણન આવે છે. એકદા સમય ધારિણી રાણીને સ્વપ્ન આવ્યું, જેમાં તેણીએ જોયું કે આકાશમાંથી એક સુંદર હાથી ઉતરીને તેના મુખમાં પ્રવેશ કર્યો. જેના ફલસ્વરૂપે એક પુણ્યાત્મા ગર્ભમાં આવ્યો. ગર્ભકાળના ત્રીજે મહીને દોહદ ઉત્પન્ન થયો. જેથી તીવ્ર ઇચ્છા થઈકે વરસતા વરસાદમાં, હરિયાળી યુક્ત પ્રાકૃતિક દશ્યમાં રાજા શ્રેણિકની સાથે નગર અને ઉપવનમાં ઐશ્વર્યનો આનંદ ભોગવતી વિહરે. પ્રકૃતિની ભવ્યતા કોઈપણ માનવીના હાથમાં નથી હોતી. અસમયમાં ઉત્પન્ન થયેલો દોહદ પૂર્ણ ન થવાથી રાણી ચિંતિત રહેવા લાગી અને ઉદાસીન થઈ ગઈ. અંતે બુદ્ધિનિધાન અભયકુમારે અઠ્ઠમ તપ કરી મિત્રદેવનું સ્મરણ કર્યું અને તેના સહયોગથી મનોકામના પૂર્ણ થઈ. યથાસમયે ધારિણીને પુત્ર જનમ્યો જેનું નામ મેઘકુમાર રાખવામાં આવ્યું. આઠ વર્ષ વીત્યા પછી તેને કલાચાર્ય પાસે અભ્યાસ કરવા મોકલ્યો ત્યાં તેણે પુરુષની ૭ર કળાઓનું જ્ઞાન મેળવીને તેમાં નિષ્ણાત થયો. યુવાન થતાં આઠ રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા. આ પ્રમાણે પ્રાપ્ત ઋદ્ધિનો ઉપયોગ કરતાં મેઘકુમાર વિચરવા લાગ્યો. મેઘકુમારની દીક્ષા – ભગવાન મહાવીર સ્વામી રાજગૃહીમાં પધાર્યા. ધર્મસભા એકઠી થઈ. મેઘકુમાર પણ ઉપસ્થિત થયા. વૈરાગ્ય ભરપૂર ઉપદેશ સાંભળી મેઘકુમાર સંસારના ભોગોથી વિરકત થયા. માતા-પિતા પાસે અનુમતિ માંગી, માતા-પિતાએ તેમને ખૂબ સમજાવ્યા છતાં તે વૈરાગ્યમાં દઢ રહયા. અંતે અનિચ્છાએ આજ્ઞા આપી. રાજકુમારે સંપૂર્ણ રાજવૈભવ તથા પરિવારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી. પ્રથમ રાત્રે જ શ્રમણોના ગમનાગમન આદિથી ક્ષણમાત્ર પણ ઉંઘ ન આવી, જેથી તેનું મન સંયમથી ચલ-વિચલ થયું. અંતે સવાર થતાં જ ભગવાન પાસે જઈ સંયમ ત્યાગનો નિર્ણય મનોમન કરી લીધો. પ્રાતઃકાલે ભગવાન સમીપે ગયા. વંદન નમસ્કાર કરી ઉભા રહયા ત્યાં જ પ્રભુએ તેમના સંપૂર્ણ મનોગત સંકલ્પને જાહેર કરી કહ્યું કે તમે તે જ આશયથી મારી પાસે આવ્યા છો? મેઘમુનિએ ભગવાનના વચનોનો સ્વીકાર કર્યો. ભગવાને તેમનો પ્રતિબોધ માટે પૂર્વભવ કહ્યો. પૂર્વભવઃ- હે મેઘ! તું પૂર્વના ત્રીજા ભવમાં સુમેરૂપ્રભ નામનો હાથી હતો. એક હજાર હાથી–હાથણીઓનો નાયક હતો. નિર્ભય થઈ ક્રિીડા કરી રહયો હતો. તારી વૃદ્ધાવસ્થામાં જેઠ મહિનામાં જંગલમાં ભયંકર દાવાનળ પ્રગટયો. જંગલના અનેક પ્રાણીઓ ત્રાસી ભાગવા લાગ્યા. તે સમયે હે મેઘ! તું ભૂખ તરસથી આકુળ-વ્યાકુળ થઈ સરોવર તટે પહોંચ્યો. પાણી પીવાની આશાએ સરોવરમાં ઉતર્યો પણ તેમાં બહુ કીચડ હોવાથી ફસાઈ ગયો. જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો ગયો તેમ તેમ વધુને વધુ ખેંચતો ગયો. તે વખતે કોઈ યુવાન હાથી ત્યાં આવ્યો જેને તારા ઝૂંડમાંથી હરાવીને કાઢી મૂકયો હતો. તેને જોતાંજ તે ક્રોધથી ભભૂકી ઉઠયો. દાંતથી ભયંકર પ્રહાર કરી લોહીલુહાણ બનાવી તારો બદલો લીધો. તે સમયે તને અસહ્ય વેદના થઈ. હે મેઘ! આવી અસહ્ય–પ્રચંડ વેદનામાં તે સાત દિવસ–રાત્રિ પસાર કરી, મૃત્યુ પામી મેરૂપ્રભ નામનો હાથી બન્યો. કાળાંતરે તે મેરૂપ્રભ હાથી પણ યૂથપતિ બન્યો. એક વખત ગરમીના દિવસોમાં જંગલમાં દાવાનળ લાગ્યો. બધા પ્રાણી જયાં ત્યાં ભાગવા લાગ્યા. મેરૂપ્રભ તે દાવાનળને જોઈ વિચારમાં પડી ગયો. જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવનું સ્મરણ થયું. વારંવાર થતી આ આપત્તિથી બચવા તેણે ઉપાય શોધી કાઢયો. દાવાનળ શાંત થયો. વનમાં બધાજ પશુઓની સહાયતાથી એક મોટું મેદાન સાફ કર્યું કે જેમાં કિંચિત માત્ર ઘાસ ન હોય જેથી જંગલના તમામ પશુઓ થોડો સમય ત્યાં રહી દાવાનળથી સુરક્ષા પ્રાપ્ત કરી શકે. એક વખત જેઠ મહિનામાં ફરીને જંગલમાં આગ લાગી. સાફ કરેલું આખું મેદાન પ્રાણીઓથી ભરચક ભરાઈ ગયું. હે મેઘતું પણ મેરૂપ્રભ હાથીના રૂપમાં ત્યાં ઉભો હતો. અચાનક ચળ (ખંજવાળ) આવવાથી તે પગ ઉંચો કર્યો. સંયોગોવસાત્ સસલું તારા પગની નીચેની ખાલી થયેલી જગ્યામાં બેસી ગયું. સસલાને જોઈને હે મેઘ' અનુકંપાના શ્રેષ્ઠ પરિણામોથી તે તારો પગ ઉંચેજ રાખ્યો. અનુકંપાના શ્રેષ્ઠ પરિણામોથી સમ્યક્ત્વની Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ પ્રાપ્તિ કરી સંસાર પરિત્ત કર્યો. અઢી દિવસ બાદ અગ્નિ શાંત થયો. બધા પશુઓ ચાલ્યા ગયા. સસલું પણ ગયું ત્યારે હે મેઘા તે પગ નીચે મૂકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જકડાઈ જવાના કારણે પગ ધરતી ઉપર ન મૂકાણો. વધુ પ્રયત્ન કરવા જતાં તું પડી ગયો. તે વખતે તારી ઉંમર ૧૦૦ વર્ષની હતી. વૃદ્ધાવસ્થાથી જર્જરિત દેહમાં ત્રણ દિવસ પ્રચંડ વેદના રહી. અસહ્ય વેદનાજન્ય આર્તધ્યાનને કારણે કવચિત સમ્યકત્વ ચાલ્યું જવાથી મેરૂપ્રભ હાથીએ મનુષ્યના આયુષ્યનો બંધ કર્યો. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તે શ્રેણિક રાજાના ઘરે જન્મ લીધો છે. ત્યાર પછી તે મેઘ! તે મારી પાસે દીક્ષા લીધી. પ્રભનું ઉદ્દબોધન : હે મેઘ! પશની યોનિમાં પ૨વશપણે વૃદ્ધાવસ્થામાં ભૂખ તરસથી વ્યાકુળ બની બીજા યુવાન હાથીથી કરાયેલા પ્રહારોની વેદનાને સાત દિવસ સુધી સહન કરી અને ત્યારબાદ મેરૂપ્રભ હાથીના ભાવમાં પ્રાણીની રક્ષા માટે અઢી દિવસ નિરંતર એક પગ ઉંચો રાખી ઉભો રહયો. ઘોરઅતિઘોર વેદના એક જીવની રક્ષા માટે પશુયોનિમાં સહન કરી, તો હે મેઘા હવે તું મનુષ્ય શરીર હોવા છતાં પણ નિર્ચન્દમુનિઓના આવાગમન અને સ્પર્શ આદિનું કષ્ટ એક દિવસ પણ સહન ન કરી શકયો અને સંકલ્પ વિકલ્પોમાં રાત પસાર કરી સંયમ ત્યાગવાનો વિચાર કરી મારી પાસે ઉપસ્થિત થયો છે? હે મેઘ વિચાર કર. વિચાર કરો અને સંયમમાં સ્થિર થા ભગવાન પાસેથી હૃદયદ્રાવક પૂર્વભવનું શ્રવણ કરી મેઘને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ જોયો. હૃદય પલટો થયો. તેનો વૈરાગ્ય-ઉત્સાહ અનેકગણો વધી ગયો. વંદના કરી, ભૂલની ક્ષમા માગી અને પુનઃ સંયમમાં સ્થિર થઈ ગયા. મેઘમુનિની પુનઃ દીક્ષા – પોતાની દુર્બળતાનો પશ્ચાતાપ કરતાં પ્રાયશ્ચિતના રૂપમાં મેઘકુમારે પુનઃ દીક્ષા ગ્રહણ કરતાં સંકલ્પ કર્યો કે મારી બે આંખની રક્ષા સિવાય સંપૂર્ણ શરીર મુનિઓની સેવામાં સમર્પિત રહેશે. સંયમ જીવનમાં મેઘમુનિએ અનેક પ્રકારના તપનું આચરણ કર્યું. ભિક્ષુ પડિમા તથા ગુણરત્ન સંવત્સર તપ કર્યું. અગિયાર અંગનું જ્ઞાન કંઠસ્થ કર્યું. અંતે સંલેખનાસંથારો કરી સમાધિ પણે કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સંપૂર્ણ કર્મનો ક્ષય કરશે. આ અધ્યયનના મૂળ પાઠમાં રાજાની વ્યાયામ વિધિ, સ્નાનવિધિ, સ્વપ્ન પાઠક, દોહદ, મેઘમયપ્રાકૃતિક દશ્ય, ૭૨ કળા, વિવાહ મહોત્સવ, દીક્ષાની આજ્ઞા પ્રાપ્તિ, દીક્ષા મહોત્સવ, ભગવાનના સમવસરણમાં પધારવાનું વર્ણન, પૂર્વભવની ઘટના આદિનું વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવેલ છે. અનુત્તરોપપાતિક અંગ સૂત્રમાં પણ મેઘકુમારનું તપોમય જીવન અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાનું વર્ણન છે. પ્રેરણા - શિક્ષા – (1) જીવે અનેક ભવોમાં વિવિધ વેદનાઓ સહન કરી છે. તેથી મનુષ્યભવ પામીને ધર્મસાધના કરતાં કષ્ટો આવે તો ગભરાવું નહિ. (૨) પશુ અને મનુષ્યને પૂર્વભવનું સ્મરણ થઈ શકે છે. (૩) પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતની શ્રદ્ધા રાખવી જોઈએ. (૪) દુઃખદ પરિસ્થિતિમાં પણ વિવેકપૂર્ણ આવશ્યક કર્તવ્યથી દૂર થવું ન જોઈએ. (દા.ત. મેઘકુમાર. સંયમમાં અસ્થિર થવા છતાં પ્રથમ ભગવાનની પાસે નિવેદન કરવા ગયા.) (૫) કોઈને પણ માર્ગથી પતિત થયેલો જાણી કુશળતાપૂર્વક તેને માર્ગમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ નિંદા–અવલેહના–તિરસ્કાર આદિ નિંદનીય પ્રવૃત્તિઓનું આચરણ કયારેય ન કરવું. પોતાની ભૂલોનો પશ્ચાતાપ કરી તેને સુધારી લેવી જોઈએ; પણ છુપાવવાનો પ્રયત્ન કયારેય ન કરવો. અનુકંપા અને દયાભાવ આત્મ ઉન્નતિનો ઉત્તમ ગુણ છે. તેને સમકિતનું લક્ષણ કહેવામાં આવ્યું છે. પ્રસિદ્ધ આધ્યાત્મિક કવિ તુલસીદાસજીના શબ્દોમાં "દયા ધર્મકા મૂલ હૈ". ઉકત કથાનકમાં હાથી જેવા પશુએ પણ દયાભાવથી સંસાર પરિત્ત કરી મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી લીધી. હૃદયની સાચી અનુકંપા અને દઢ સંકલ્પનું આ પરિણામ છે. (૮) આત્મા અનંત શાશ્વત તત્વ છે. રાગ-દ્વેષ આદિ વિકારોથી ગ્રસ્ત હોવાના કારણે વિભિન્ન અવસ્થામાં જન્મ-મરણ કરે છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાનું નામ જ સંસાર છે. કયારેક આત્મા અધોગતિના પાતાળમાં તો કયારેક ઉચ્ચગતિના શિખરે પહોંચી જાય છે. તેનું મૂળ કારણ આત્મા જ છે. સંયોગ મળતાં આત્મા જ્યારે પોતાના સ્વરૂપને સમજી લે છે, ત્યારે અનુકૂળ પુરુષાર્થ કરી, વિશુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શાશ્વત સુખનો સ્વામી બની જાય છે. મેઘકુમારના જીવનમાં પણ આ ઘટના થઈ. હાથીથી માનવ, પછી મુનિ, તત્પશ્ચાત્ દેવ બની અને ક્રમશઃ પરમાત્મપદને પ્રાપ્ત કરશે. (૯) “સંયમથી મેઘમુનિનું ચિત્ત ઉઠી ગયું.” આ અધ્યયનનો મુખ્ય વિષય છે. ભગવાન દ્વારા પૂર્વભવ સાંભળી સંયમમાં સ્થિર કરવાના પ્રેરક વિષયનું મૂળ નિમિત્ત પણ આ જ છે. તેથી અધ્યયનનું નામ મેઘકુમાર ન રાખતા 'ઉફિખાનાય' રાખવામાં આવ્યું છે. અધ્યયન – ૨ ધન્યશેઠ અને વિજય ચોર (૨પક કથા) રાજગૃહી નગરીમાં ધન્ય સાર્થવાહ રહેતા હતા. તેની પત્નીનું નામ ભદ્રા હતું. ધન્ય સમૃદ્ધિશાળી, પ્રતિષ્ઠાસંપન હતો પણ નિઃસંતાન હતો. તેની પત્નીએ અનેક દેવતાઓની માન્યતા કરી, પરિણામે પુત્રની પ્રાપ્તિ થઈ. દેવી કૃપાનું ફળ સમજી તેનું નામ દેવદત્ત' રાખવામાં આવ્યું. દેવદત્તની સંભાળ રાખવા માટે પંથક નામનો દાસ રાખવામાં આવ્યો. દેવદત્ત કંઈક મોટો થયો. એક દિવસ ભદ્રાએ તેને નવડાવી, અનેક પ્રકારના આભૂષણોથી શૃંગારિત કરી પંથક સાથે દેવદત્તને રમવા મોકલ્યો. પંથક દેવદત્તને એક સ્થાને બેસાડી પોતે અન્ય બાળકોની સાથે રમવા લાગ્યો. (પંથક મોટી ઉમરનો બાળક કે બાળબુધ્ધી ધરાવનાર છે.) તે દરમ્યાન પંથકની ધ્યાન બહાર તે જ નગરનો કુખ્યાત નિર્દય અને નૃશંસ વિજય ચોર ત્યાં આવ્યો અને આભૂષણ સજિજત દેવદત્તને ઉપાડી, પલાયન થઈ ગયો. નગરની બહાર લઈ જઈ તેના આભૂષણો ઉતારી લીધા અને દેવદત્તને નિષ્ઠાણ બનાવી અંધારીયા કૂવામાં ફેંકી દીધો. રમતાં રમતાં અચાનક પંથકને દેવદત્ત યાદ આવ્યો. તેને સ્થાન ઉપર ન જોતાં ધ્રાસ્કો પડયો. ચારે બાજુ તપાસ કરી પણ દેવદત્ત Page #8 -------------------------------------------------------------------------- ________________ jain 7 કથાસાર કયાંય ન મળ્યો અંતે રડતો રડતો તે ઘરે ગયો. ધન્ય સાર્થવાહે પણ સઘન તપાસ કરી પણ બાળકનો પત્તો ન લાગતાં નગર રક્ષકની સહાય માગી. ખૂબ ઉંડી તપાસને અંતે નગર રક્ષકોએ અંધારા કૂવામાંથી બાળકના શબને શોધી કાઢયું. શબને જોઈ બધાના મુખમાંથી દુખદ શબ્દ નીકળી પડયા. પગેરું લેતાં નગર રક્ષકોએ સઘન જાડીઓની વચ્ચે છુપાયેલા વિજયચોરને પકડી લીધો. ખૂબ માર મારી, નગરમાં ફેરવી જેલમાં કેદ કર્યો. કેટલાક સમય પછી કોઈ સામાન્ય ગુન્હાની સજા રૂપે ધન્યસાર્થવાહને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. વિજય ચોર અને ધન્ય સાર્થવાહ બન્નેને એક જ બેડીમાં ગોઠવવામાં આવ્યા. સાર્થવાહ પત્ની ભદ્રા ધન્ય સાર્થવાહ માટે વિવિધ ભોજન–પાણી જેલમાં મોકલતી. સાર્થવાહ જયારે જમવા બેઠો ત્યારે વિજયે તેમાંથી થોડો આહાર માંગ્યો પણ પુત્ર ઘાતકને આહાર કેમ આપી શકાય? તેથી તેને દેવાનો ઈન્કાર કર્યો. ધન્યને મળ–મૂત્ર વિસર્જન કરવાની બાધા ઉત્પન્ન થઈ. વિજય ચોર અને ધન્ય સાર્થવાહ એક જ બેડીમાં જકડાયેલા હતા. મળ–મૂત્ર વિસર્જન માટે બંનેને સાથે જવું અનિવાર્ય હતું. ધન્ધે વિજયને સાથે આવવાનું કહયું તો તે આવેશમાં આવી ગયો. તે બોલ્યો – 'તમે ભોજન કર્યુ છે માટે તમે જ જાઓ. હું ભૂખ્યો તરસ્યો છું, મને બાધા–પીડા ઉત્પન્ન નથી થઈ માટે તમે જ જાઓ.' ધન્ય લાચાર બની ગયો. અંતે અનિચ્છાએ પણ વિજય ચોરને ભોજનમાંથી ભાગ આપવાનું વચન આપ્યું. તે સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. બીજે દિવસે પંથક આહાર લઈ જેલમાં આવ્યો. ભોજનમાંથી થોડો ભાગ વિજયને આપતાં જોઈને દુઃખી થઈ ગયો. ઘેરે આવી ભદ્રા સાર્થવાહીને હકીકત કહી. સાંભળીને ભદ્રાના ક્રોધનો પાર ન રહયો. પુત્ર ઘાતક પાપી ચોરને ભોજન દઈ તેનું પાલન પોષણ કરવું તે તેનાથી સહન ન થયું. માતાનું હૃદય ઘોર વેદનાથી વ્યાપ્ત થઈ ગયું. દ૨૨ોજ આ ક્રમ ચાલવા લાગ્યો. કેટલોક સમય વીત્યા બાદ ધન્ય સાર્થવાહને કારાગૃહથી મુકિત મળી. જયારે તે ઘરે પહોંચ્યો તો બધાએ તેનું સ્વાગત કર્યું જયારે ભદ્રા પીઠ ફેરવી ઉદાસ થઈ બેઠી રહી. સાર્થવાહ બોલ્યા – ભદ્રે! શું હું જેલમાંથી મુકત થયો તે તમને ન ગમ્યું? શા માટે વિમુખ બની અપ્રસન્નતા પ્રગટ કરો છો? ઉદ્દેશથી અજાણ ભદ્રાએ કહયું– 'મારા લાડકા પુત્રના હત્યારા વૈરી વિજય ચોરને અહીંથી મોકલાતાં આહાર–પાણીમાંથી તમે થોડો ભાગ આપતા હતા, તે જાણી મને પ્રસન્નતા, આનંદ કે સંતોષ કયાંથી થાય?' ધન્ય સાર્થવાહને ભદ્રાના કોપનું કારણ મળી ગયું. બધીજ પરિસ્થિતિ સમજાવતાં તેનું સ્પષ્ટીકરણ કર્યું – હે દેવાનુપ્રિય! મેં તેને થોડો ભાગ આપ્યો છે પણ તે ધર્મ, કર્તવ્ય કે પ્રત્યુપકાર સમજીને નહીં પણ ફકત મળ મૂત્રની બાધા નિવૃત્તિમાં સહાયક બનવાના ઉદ્દેશથી જ આપ્યો હતો. આ સ્પષ્ટતા સાંભળી ભદ્રાને સંતોષ થયો. તે પ્રસન્ન થઈ. વિજય ચોર પોતાના ઘોર પાપોનું ફળ ભોગવવા નરકનો અતિથિ બન્યો. ધન્ય સાર્થવાહ કેટલાક સમય પછી ધર્મઘોષ સ્થવિર પાસે દીક્ષા અંગીકાર કરી, સ્વર્ગવાસી થયા. = સારાંશ એ છે કે જેવી રીતે ધન્ય સાર્થવાહે મમતા કે પ્રીતિને કારણે વિજય ચોરને આહાર નથી આપ્યો પણ શારીરિક બાધાની નિવૃત્તિના કારણે આહારનો વિભાગ કર્યો. તે જ પ્રકારે નિર્પ્રન્થમુનિ શરીર પ્રત્યેની આસકિતના કારણે તેને આહાર–પાણી ન આપે પણ માત્ર શરીરની સહાયતાથી સમ્યક્ જ્ઞાન-દર્શન–ચારિત્રની વૃદ્ધિ અને તેની રક્ષા માટે તે શરીરનું આહાર આદિથી પાલન પોષણ પ્રેરણા–શિક્ષાઃ કરે. = (૧) સાધનાના ક્ષેત્રમાં પ્રબળ બાધક નીવડનાર આકિત છે. આકિત – તે મનોભાવ છે. આત્માને પરપદાર્થ તરફ આકર્ષિત કરે છે; આત્માથી વિમુખ કરે છે. સાધનામાં એકાગ્રતાથી લીન રહેવા માટે આસકિતનો ત્યાગ કરવો આવશ્યક છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને ઇન્દ્રિયના માધ્યમથી આત્મા જયારે ગ્રહણ કરે છે ત્યારે મન તેમાં રાગ–દ્વેષનું વિષ મેળવી દે છે, તેથી આ 'ઇષ્ટ છે, આ અનિષ્ટ છે, આ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. સમતાભાવ ખંડિત થઈ જાય છે. સમાધિભાવ વિલીન થઈ જાય છે. આવી સ્થિતિમાં સાધક પોતાની મર્યાદાથી ચલિત થઈ જાય છે અને કયારેક પતન પણ પામે છે. (૨) આકિતના આ ભયને ધ્યાનમાં રાખી શાસ્ત્રકારોએ અનેક પ્રકારે આસકિત ત્યાગનો ઉપદેશ આપ્યો છે. આપણી નજર સમક્ષ દેખાતા પદાર્થો ઉપરાંત શરીર પ્રત્યે પણ આસકત ન રહેવાનું આગમમાં વિધાન છે યથાઃ— ગામે કુલે વા નગરે વા દેસે મમત્ત ભાવં ન કહિં પિ મુજ્જા અવિ અપિણો વિ દેહમ્નિ, નાયરંતિ મમાઈયં અર્થ :— ભિક્ષુએ ગામમાં, ઘરમાં, નગરમાં કે દેશમાં, કોઈપણ પદાર્થમાં મમત્વ કરવું ન જોઈએ. મુનિજન પોતાના શરીર ઉપર પણ મમત્વ ન રાખે. (૩) શરીર પ્રત્યે મમતા નથી તો આહાર પાણી દ્વારા તેનું સંરક્ષણ શા માટે કરો છો? આ પ્રશ્નના સમાધાન માટે જ આ અધ્યયનની રચના કરવામાં આવી છે. સુંદર ઉદાહરણ દ્વારા તેનું સમાધાન કર્યું છે. ન (૪) કોઈપણ પ્રવૃત્તિનો આશય સમજ્યા વિના ફોગટ ગુસ્સો ન કરવો જોઈએ. જેવી રીતે ભદ્રાએ ધન્યશેઠ ઉપર કર્યો. નમ્રતા પૂર્વક તે વ્યકિત પાસેથી જ આશયની જાણકારી મેળવી નિરર્થક કર્મબંધથી બચતા રહેવું જોઈએ. પોતાની એક પક્ષીય બુદ્ધિથી નિર્ણય કરી લેવાની કુટેવને સુધારવી જોઈએ. અધ્યયન – ૩ મોરલીના ઇંડા (રુપક ) ચંપા નગરીમાં બે સાર્થવાહ પુત્ર રહેતા હતા, જેમનું નામ જિનદત્ત અને સાગરદત્ત હતું. બન્ને અભિન્ન હૃદયથી મિત્ર હતા. લગભગ સાથે જ રહેતા. દરેક પ્રસંગે સાથે રહેવાનો તેમણે સંકલ્પ કર્યો હતો. પણ માનસિક દશામાં બન્ને ભિન્ન હતા. એક વખત બંને મિત્રો ચંપાનગરીના સુભૂમિભાગ ઉદ્યાનમાં ગયા. ત્યાં ભોજનથી નિવૃત્તથઈ, ઉદ્યાનમાં પરિભ્રમણ કરવા લાગ્યા. ઉદ્યાનની સમીપે ગીચ જાડીવાળો એક પ્રદેશ 'માલુકાકચ્છ' હતો. તેઓ માલુકાકચ્છ તરફ ગયા ત્યાં જ એક મોરલી ગભરાઈને ઉડી, નજીકના વૃક્ષની શાખા ઉપર બેસી કેકારવ કરવા લાગી. આ દશ્ય જોઈ સાર્થવાહ પુત્રોને આશ્ચર્ય થયું, સાથે સંદેહ પણ થયો. તેઓ આગળ વધ્યા તો ત્યાં મોરલીના બે ઇંડા પડયા હતા. બન્નેએ એક–એક ઈંડુ લઈ લીધું. પોતાના ઘરે આવી બીજા ઇંડાઓની વચ્ચે મોરલીનું ઇંડુ મૂકી દીધું. જેથી માદા પોતાના ઇંડાની સાથે મોરલીના ઇંડાનું પણ પોષણ કરે. શંકાશીલ સાગરદત્તથી રહેવાયું નહિ. વારંવાર તે ઇંડાની પાસે જતો અને વિચાર કરતો કે Page #9 -------------------------------------------------------------------------- ________________ 8 આગમ-કથાઓ કોણ જાણે આ ઈંડુ ઉત્પન્ન થશે કે નહિ? આ પ્રકારે શંકા, કંખા, વિચિકિત્સાથી ઘેરાયેલા સાગરદત્તે ઈડાને ઉલટસુલટ કરવા માંડ્યું. કાન પાસે લાવી તેને વગાડવા લાગ્યો. વારંવાર આમ કરવાથી ઈડુ નિર્જીવ બની ગયું. તેમાંથી બચ્યું ન નીકળ્યું. જિનદત્ત શ્રદ્ધાસંપન્ન હતો. તેણે વિશ્વાસ રાખ્યો. યથાસમયે ઇંડામાંથી બચ્યું નીકળ્યું. જિનદત્ત આ જોઈ ખૂબ હર્ષિત થયો. આ છે શ્રદ્ધા અને અશ્રદ્ધાનું પરિણામ. જે સાધક મહાવ્રતમાં, છ કાયમાં શ્રદ્ધાવાન થઈ સાધનામાં પ્રવૃત્ત થાય છે તેને આ ભવમાં માન-સન્માન અને પરભવમાં મુકિત મળે છે. તેનાથી વિપરીત અશ્રદ્ધાળુ સાધક આ ભવમાં નિંદા-ગહૉ અને પરભવમાં અનેક પ્રકારના સંકટો, દુઃખો, પીડાઓ અને વ્યથાઓને પ્રાપ્ત કરે છે. પ્રેરણા - શિક્ષા:ત્રીજા અધ્યયનો મુખ્ય સાર છે 'જિન પ્રવચનમાં શંકા, કંખા કે વિચિકિત્સા ન કરવી. ('તમેવ સર્ચો નીસંક જં જિPહિં પવેઈયં')અર્થાત્ વીતરાગ અને સર્વશે જે તત્વ પ્રતિપાદિત કર્યા છે તે સત્ય છે, તેમાં શંકાને અવકાશ નથી. કષાય અજ્ઞાનને કારણે જ જૂઠું બોલાય છે. આ બે દોષ જેનામાં નથી તેના વચન અસત્ય હોતા નથી. આ પ્રકારની સુદઢ શ્રદ્ધા સહિત સાધનાના પથ પર અગ્રેસર થવાવાળા સાધક જ પોતાની સાધનામાં પૂર્ણ સફળતા મેળવી શકે છે. તેની શ્રદ્ધા જ તેને અપૂર્વ શકિત પ્રદાન કરે છે અને બધાજ વિદ્ગો પર વિજય પ્રાપ્ત કરાવે છે. આથી જ સમ્યગુ દર્શનનું પ્રથમ અંગ અથવા લક્ષણ "નિઃશંકિતતા" કહયું છે. આનાથી ઉલટું જેના અંત:કરણમાં પોતાના લક્ષ્ય કે લક્ષ્ય પ્રાપ્તિના સાધનોમાં વિશ્વાસ નથી, ડામાડોળ ચિત્ત હોય છે, જેની મનોવૃત્તિ ઢચુપચુ હોય છે તેને પ્રથમ તો આંતરિક બળ પ્રાપ્ત નથી થતું. અને કદાચ થાય તો તે તેનો પૂર્ણરૂપે ઉપયોગ નથી કરી શકતો. લૌકિક કે લોકોત્તર કોઈપણ કાર્ય હોય, સર્વત્ર પૂર્ણ શ્રદ્ધા, સમગ્ર ઉત્સાહ અને પરિપૂર્ણ મનોયોગને તેમાં જોડી દેવું આવશ્યક છે. સંપૂર્ણ સફળતાની પ્રાપ્તિ માટે આ અનિવાર્ય શરત છે. પ્રસ્તુત ઉદાહરણમાં બે પાત્ર દ્વારા શ્રદ્ધાનું સુફળ અને અશ્રદ્ધાનું દુષ્પરિણામ બતાવવામાં આવ્યું છે. અધ્યયન - ૪ કાચબાનું (કથા) આ અધ્યયનમાં આત્મસાધનાના પથિકો માટે ઇન્દ્રિયગોપનની આવશ્યકતા બે કાચબાના ઉદાહરણ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવી છે. વારાણસી નગરીમાં ગંગા નદીથી ઉત્તરપૂર્વમાં એક વિશાળ તળાવ હતું. નિર્મળ, શીતળ જળથી પરિપૂર્ણ અને વિવિધ જાતિઓનાં કમળોથી આચ્છાદિત તે તળાવમાં અનેક પ્રકારના મચ્છ, કચ્છ, મગર, ગ્રાહ આદિ જળચર પ્રાણી ક્રીડા કરતા હતા. તળાવને લોકો “મૃતગંગાતી રહૃદ” કહેતા હતા. એક વખત સંધ્યાના સમય પછી. લોકોને આવાગમન નહિવત થઈ ગયું ત્યારે તે તળાવમાંથી બે કાચબા આહારની શોધ અર્થે નીકળ્યા. તળાવની આસપાસ ફરવા લાગ્યા. તે સમયે ત્યાં બે શિયાળ આવ્યા. તે પણ આહારની શોધ માટે ભટકી રહયા હતા. શિયાળોને જોઈ કાચબા ગભરાઈ ગયા. આહારની શોધ માટે નીકળતા પોતેજ શિયાળનો આહાર બની જશે તેવી શંકા ઉત્પન્ન થઈ. કાચબામાં એક વિશેષતા હોય છે કે તે પોતાના હાથ, પગ તથા મુખ પોતાના શરીરમાંજ ગોપવી દે છે. તેની પીઠ ઉપર ઢાલ જેવું કઠણ કવચ હોય છે, તેને કોઈ ભેદી શકતું નથી. જેથી તે સુરક્ષિત રહી શકે છે. કાચબાઓએ તેમ જ કર્યું. શિયાળો તેઓને જોઈ તૂટી પડયા. છેદન-ભેદન કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. પ્રાણીઓમાં સૌથી વધુ ચાલાક શિયાળ હોય છે. તેમણે જોયું કે જયાં સુધી કાચબાઓ પોતાના અંગોપાંગ ગોપવીને બેઠા છે ત્યાં સુધી અમારો કોઈપણ પ્રયત્ન સફળ નહિ થાય. તેથી ચાલાકીથી કામ લેવું પડશે. એવું વિચારી બંને શિયાળ કાચબા પાસેથી ખસી ગીચ જાડીમાં ચૂપકીદીથી સંતાઈ ગયા. બે કાચબામાંથી જે ચંચળ પ્રકૃત્તિનો હતો. તે પોતાના અંગોપાંગને લાંબો સમય સુધી ગોપવી ન શકયો. તેણે પગ બહાર કાઢયો. જોતાંની સાથે જ શીઘ્રતાથી શિયાળે એક જાપટ નાખી અને પગ ખાઈ ગયો; કાચબાએ ગર્દન બહાર કાઢી, શિયાળોએ તેને ખાઈ પ્રાણહીન બનાવી દીધો. આ પ્રમાણે પોતાના અંગોનું ગોપન ન કરી શકવાના કારણે કાચબાના જીવનનો કરૂણ અંત આવ્યો. બીજો કાચબો ચંચળ નહોતો તેણે પોતાના અંગો ઉપર નિયંત્રણ રાખ્યું. લાંબા સમય સુધી પોતાના અંગોપાંગનું ગોપન કરી રાખ્યું અને જ્યારે શિયાળ ચાલ્યા ગયા એમ જાણ્યું ત્યાર પછી ચારે પગને એક સાથે જ બહાર કાઢી શીઘ્રતાપૂર્વક તળાવમાં સુરક્ષિત પહોંચી ગયો. જે સાધક જિનઆશા રુપી ઢાલ નીચે પોતાની ઈન્દ્રીયોને, સંયમને સુરક્ષિત ન રાખતાં, આરંભ પરિગ્રહમાં પ્રવૃતિ કરે છે. તેને મોહ રૂપી શિયાળો એક એક ઈન્દ્રીયો કરી ખાઈ જાય છે. અને તેના સંયમની ધાત કરે છે. પ્રેરણા – શિક્ષા – શાસ્ત્રકાર કહે છે કે જે સાધુ-સાધ્વી દીક્ષા ગ્રહણ કર્યા બાદ પોતાની ઇન્દ્રિયોનું ગોપન નથી કરતા તેની દશા પ્રથમ કાચબા જેવી થાય છે. તે આ ભવ પરભવમાં અનેક પ્રકારના કષ્ટો પામે છે, સંયમ જીવનથી પતિત થઈ જાય છે અને નિંદાગહના પાત્ર બની જાય છે. તેનાથી ઉર્દુ, જે સાધુ-સાધ્વી ઇન્દ્રિયોનું ગોપન કરે છે તે આ ભવમાં જ બધાના વંદનીય, પૂજનીય, અર્ચનીય બને છે અને સંસાર અટવીને પાર કરી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે સાધુ અથવા સાધ્વી, તેમણે પોતાની ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખવું જ જોઈએ. ઇન્દ્રિય ગોપનનો અર્થ છે કે ઇન્દ્રિયોને પોતાના વિષયમાં પ્રવૃત્ત ન થવા દેવી. સાધુ-સાધ્વી પોતાની ઇન્દ્રિયોને બંધ કરી રાખે નહિ પણ ઇન્દ્રિય દ્વારા ગૃહિત વિષયમાં રાગ-દ્વેષ ઉત્પન્ન થવા ન દેવો તેનું નામ ઇન્દ્રિય ગોપન, ઇન્દ્રિય દમન અથવા ઇન્દ્રિય સંયમ છે. આ સાધના માટે મનને સમભાવનો અભ્યાસી બનાવવાનો સદૈવ પ્રયત્ન કરતા રહેવું અનિવાર્ય છે. અધ્યયન – ૫. શૈલક રાજર્ષિ દ્વારિકા નગરીમાં બાવીસમા તીર્થકર ભગવાન અરિષ્ટનેમિનું પદાર્પણ થયું. કૃષ્ણવાસુદેવ પોતાના વિશાળ પરિવાર સાથે ભગવાનની ઉપાસના કરવા તથા ધર્મદેશના સાંભળવા ગયા. આ દ્વારિકા નગરીમાં થાવચ્ચ નામની એક સંપન ગૃહસ્થ મહિલા રહેતી હતી. Page #10 -------------------------------------------------------------------------- ________________ jain કથાસાર તેનો એકજ પુત્ર જે થાવચ્ચપુત્ર નામથી ઓળખાતો હતો. તે પણ ભગવાનની દેશના શ્રવણ કરવા પહોંચ્યો. દેશના સાંભળી વૈરાગ્યવાસિત બન્યો. માતાએ ખૂબ સમજાવ્યો, આજીજી કરી, કાકલૂદી કરી પણ થાવચ્ચપુત્ર પોતાના નિશ્ચય ઉપર અડગ રહયા. અંતે લાચાર બનીને માતાએ દીક્ષા મહોત્સવ ઉજવવાનું વિચાર્યું. જેને થાવચ્ચપુત્રે મૌનભાવે સ્વીકાર્યું. થાવચ્ચ છત્ર, ચામર આદિ માંગવા શ્રીકૃષ્ણ મહારાજા પાસે ગઈ. શ્રી કૃષ્ણ સ્વયં દીક્ષા મહોત્સવ ઉજવવાનો પ્રસ્તાવ મૂકયો. થાવચ્ચપુત્રની પરીક્ષા કરવા શ્રીકૃષ્ણ જાતેજ તેના ઘરે પહોંચ્યા. સોળ હજાર રાજાઓ અને અર્ધભરતક્ષેત્રના અધિપતિ શ્રીકૃષ્ણનું થાવસ્યના ઘરે આવવું એ તેમની અસાધારણ મહાનત્તા અને નિરઅહંકારિતાનું દ્યોતક છે. થાવચ્ચપુત્રની પરીક્ષા બાદ જ્યારે વિશ્વાસ બેઠો કે આંતરિક વૈરાગ્ય છે ત્યારે શ્રી કૃષ્ણ નગરીમાં ઘોષણા કરાવી કે ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષિત થવાવાળાના આશ્રિતજનોનું પાલન પોષણ કરવાની જવાબદારી શ્રી કૃષ્ણ વાસુદેવ વહન કરશે. માટે જેને દીક્ષા લેવી હોય તે નિશ્ચિત પણે લઈ શકે છે. ઘોષણા સાંભળી હજાર જેટલા પુરૂષ થાવસ્યપુત્રની સાથે પ્રવર્જિત થયા. કાલાંતરમાં થાવચ્ચપુત્ર અણગાર, ભગવાન અરિષ્ટનેમિની અનુમતિ લઈ પોતાના સાથી મુનિઓની સાથે દેશ, દેશાંતરમાં વિચરવા લાગ્યા. વિચરતા વિચરતા થાવચ્ચપુત્ર સૌગંધિકા નગરીમાં પધાર્યા. ત્યાંના નગરશેઠ સુદર્શન સાંખ્યધર્મના અનુયાયી અને શુક્ર પરિવ્રાજકના શિષ્ય હતા, છતાં પણ થાવત્સ્યપુત્રની દેશના સાંભળવા ગયા. થાવચ્ચપુત્ર અને સુદર્શન શ્રેષ્ઠીની વચ્ચે ધર્મના આધારે ચર્ચા થઈ. વાર્તાલાપથી સંતુષ્ટ થઈ સુદર્શને જૈનધર્મ અંગીકાર કર્યો. શુક્ર પરિવ્રાજકની જૈન દીક્ષા – શુક્ર પરિવ્રાજકને જયારે આ બનાવની જાણ થઈ ત્યારે તેઓ સુદર્શનને પુનઃ પોતાનો અનુયાયી બનાવવાના વિચારે સૌગન્ધિકા નગરીમાં પધાર્યા. સુદર્શન ડગ્યો નહિ. બને ધર્માચાર્ય (શુક્ર તથા થાવચ્ચપુત્ર) વચ્ચે ધર્મચર્ચા થઈ. શુક્ર પોતાના શિષ્યોની સાથે થાવચ્ચપુત્રની સમીપે ગયા. શુ થાવચ્ચપુત્રને વાકચાતુર્યથી ફસાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ થાવત્સ્યપુત્રે તેનો ગૂઢ અભિપ્રાય સમજી અત્યંત કુશળતા પૂર્વક પ્રત્યુત્તર આપ્યા. અંતે શુક્ર પોતાના શિષ્યોની સાથે થાવચ્ચપુત્રના | શિષ્ય બની ગયા.– દીક્ષિત થયા. શૈલક રાજર્ષિની દીક્ષા :- એક વખત શુક્ર અણગાર શેલકપુર પધાર્યા. ત્યાંના રાજા શૈલકે પહેલેથી જ થાવચ્ચપુત્રના ઉપદેશથી શ્રમણોપાસક ધર્મ સ્વીકાર્યો હતો. આ વખતે તે પોતાના પાંચસો મંત્રીઓની સાથે દીક્ષિત થયા. તેના પુત્ર મંડુકને રાજગાદી ઉપર બેસાડયો. (અહિં પાંચસો કે હજારની સંખ્યાનો અર્થ લગભગ પાંચસો જેટલા તથા હજારની આસપાસની સંખ્યા જેટલા એમ સમજવું, ગણીને પુરા હજાર એમ નહિં. જેમકે કોઈ પ્રસંગથી આવીએ અને કોઈ પૂછે તો આપણે કહીએ કે ૨000 માણસો હતાં). સાધુચર્યા અનુસાર શેલકમુનિ દેશ દેશાંતરમાં વિચરવા લાગ્યા. તેના ગુરૂ શુક્ર મુનિ વિદ્યમાન નહોતા. સિદ્ધગતિ મેળવી ચૂકયા હતા. શૈલકનું સુકોમળ શરીર સાધુ જીવનની કઠોરતા સહી ન શકયું. શરીરમાં દાદ–ખુજલી થઈ ગઈ. પિત્તજવર રહેવા લાગ્યો. જેથી તીવ્ર વેદના થવા લાગી. ભ્રમણ કરતાં શૈલકપુર પધાર્યા. મંડુક દર્શનાર્થે આવ્યો. શૈલક રાજાનું રોગિષ્ટ શરીર જોઈ ચિકિત્સા કરાવવાની | વિનંતિ કરી. શૈલકે સ્વીકૃતિ આપી. ચિકિત્સા થવા લાગી. સ્વાથ્ય સુધરવા લાગ્યું. પરંતુ રાજર્ષિ સરસ આહાર અને ૫. વિહાર કરવાનો વિચાર સરખોય ન આવ્યો. ત્યારે તેના શિષ્યોએ એકત્ર થઈ પંથકને તેમની સેવામાં રાખી બાકી બધાએ વિહાર કરવાનો નિર્ણય કર્યો. રાજર્ષિ ત્યાંજ રહી ગયા, પંથકમુનિ તેમની સેવામાં રહ્યાં બાકી બધા જ શિષ્યો વિહાર કરી ગયા. કાર્તિક સુદ પૂનમનો દિવસ આવ્યો. શૈલક રાજર્ષિ આહાર-પાણી આરોગી નિશ્ચિત બની સૂતા હતા. આવશ્યક - પ્રતિક્રમણ કરવાનું યાદે ય ન આવ્યું. પંથક મુનિ દેવસિક પ્રતિક્રમણ કરી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવા તૈયાર થયા. શૈલક રાજર્ષિને વંદન કરી ચરણ સ્પર્શ કરવા મસ્તક નમાવ્યું. શૈલકમુનિની નિદ્રામાં ભંગ પડતાં ભડકી ઉઠયા. પંથકને કડવા વચનો કહેવા લાગ્યા. પંથકમુનિએ ક્ષમા માગતાં કાર્તિકી ચૌમાસીની યાદી દેવડાવી. રાજર્ષિની ધર્મચેતના જાગૃત થઈ. તેમણે વિચાર્યું – ' રાજ્ય આદિનો પરિત્યાગ કરી મેં સાધુપણું સ્વીકાર્યું અને હવે હું આવો | શિથિલાચારી થઈ ગયો? સાધુને માટે આ શોભતું નથી.' બીજે જ દિવસે શૈલકપુર છોડી પંથકમુનિની સાથે વિહાર કર્યો. આ સમાચાર અન્ય શિષ્યોને મળતાં બધાજ શિષ્યો સાથે મળી આવ્યા. અંતિમ સમયમાં બધા જ મુનિઓને સિદ્ધગતિની પ્રાપ્તિ થઈ. પ્રેરણા - શિક્ષા:(૧) થાવચ્ચ સ્ત્રીનું કૃષ્ણ પાસે જવું અને કૃષ્ણવાસુદેવનું થાવચ્ચપુત્રને ઘરે આવવું એક અસાધારણ ઘટના છે. સંયમની વાત સાંભળી ઉત્સાહિત થવું, વૈરાગ્યની પરીક્ષા કરવી, શહેરમાં ઢંઢેરો પીટવાવો તેમજ એક હજાર પુરૂષોની સાથે દીક્ષા મહોત્સવ ઉજવવો ઇત્યાદિક બાબતો ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવની અનન્ય ધર્મશ્રદ્ધા અને વિવેક પ્રગટ કરે છે.આ વિવેક બધાએ અપનાવવા જેવો છે અર્થાત્ દીક્ષા લેનાર પ્રત્યે કેવો વ્યવહાર રાખવો જોઈએ તે આ ઘટના દ્વારા શીખવા મળે છે. (૨) સાંખ્ય મતાનુયાયી સુદર્શને જૈન મુનિ સાથે ચર્ચા કરી શ્રાવકધર્મ સ્વીકાર્યો અને તેના ગુરૂ શુક્ર સન્યાસીએ ચર્ચા કરી સંયમ સ્વીકાયો. 2જુ અને પ્રજ્ઞ જીવોના આ ઉદાહરણથી જાણવા મળે છે કે માન કષાયથી અભિભૂત થયેલા હોવા છતાં તે આત્માઓ દુરાગ્રહી નહોતા. સત્ય સમજાતાં પોતેજ સર્વસ્વ પરિવર્તન કરી લેતા. આપણે પણ સ્વાભિમાનની સાથે સરલ અને નમ્ર બની દુરાગ્રહોથી દૂર રહેવું જોઈએ અર્થાત્ સત્યને સ્વીકારવામાં હિચકિચાટ કરવો ન જોઈએ, પછી ચાહે તે પરંપરા હોય કે સિદ્ધાંત. (૩) કયારેક શિષ્ય પણ ગુરૂનું કર્તવ્ય અદા કરે છે. પંથક શિષ્યના વિનય, ભકિત, સેવા, સત્યનિષ્ઠાથી શૈલક રાજર્ષિનું અધઃપતન અટકી ગયું. (૪) સંયમથી પતિત થતા સાધકનો તિરસ્કાર ન કરતાં તેની યોગ્ય સંભાળ રાખવાથી તેનું ઉત્થાન થઈ શકે છે. તેથી ગુરુ હોય કે શિષ્ય હોય, વિવેક સભર નિર્ણય કરવો જોઈએ. તિરસ્કાર વૃત્તિ તો હેય છે, એટલે કે અનાચરણીય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 10 (૫) અતિ વેગથી પડવાવાળી વ્યકિત પણ કયારેક બચી શકે છે. તેથી તેના પ્રત્યે યોગ્ય સંભાળ અને સહાનુભૂતિ રાખવી સૌની ફરજ છે. (૬) ઔષધનું સેવન કરવું તે પણ સંયમ જીવનમાં એક ભયસ્થાન છે. તેનાથી અસંયમભાવ તથા પ્રમાદભાવ આવી શકે છે. તેથી સાધકે ઔષધ સેવનની રુચિથી નિવૃત્ત થઈ વિવેક યુકત તપ-સંયમની સાધના કરવી જોઈએ. શૈલક જેવા ચરમ શરીરી તપસ્વી સાધક પણ ઔષધસેવનના નિમિત્તથી સંયમમાં શિથિલ બની ગયા હતા. (૭) શૈલક રાજર્ષિ મધ્યમ તીર્થંકરના શાસનમાં થયા હતા. તેમના માટે માસકલ્પ આદિ નિયમ પાલન આવશ્યક નહોતા. આ કથાનકના આલંબનથી અંતિમ તીર્થંકરના શાસનમાં તેનું અનુકરણ ન કરાય. અર્થાત્ સેવામાં જેટલા શ્રમણોની જરૂરિયાત હોય તેટલાને રાખી બાકીનાને અકારણ કલ્પ મર્યાદાથી અધિક સ્થિર રાખવા ન જોઈએ. (૮) પંથકે ચૌમાસી પક્ષ્મીના દિવસે બે પ્રતિક્રમણ કર્યા તેનું કારણ પણ એ જ છે કે મધ્યમ તીર્થંકરના શાસનમાં શ્રમણોને માટે સદાય બન્ને વખત પ્રતિક્રમણ કરવું ફરજિયાત નહોતું. તેથી તેઓ ફકત પક્ષી, ચૌમાસી, સંવત્સરી પર્વ દિવસે નિયમસર પ્રતિક્રમણ કરતા. અંતિમ તીર્થકરના સાધુઓને બન્ને સમય ભાવયુકત પ્રતિક્રમણ કરવાનો નિયમ તેમના માટે છે. તેમના માટે ત્યાગ, તપ, મૌન ધ્યાન અને આત્મચિંતન કે ધર્મજાગરણ કરવું તે જ પર્વદિવસની વિશેષ આરાધના છે. જે શ્રમણોપાસક હંમેશા પ્રતિક્રમણ ન કરતાં પર્વદિવસે જ પ્રતિક્રમણ કરે છે, તેમના માટે બે પ્રતિક્રમણ જરૂરી છે. અધ્યયન – ૬ તુંબડાનું (દૃષ્ટાંત ) રાજગૃહી નગરીમાં ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયો કે હે ભગવાન! જીવ હળવો થઈ ઉ૫૨ કેવી રીતે જાય છે અને જીવ ભારે થઈ નીચે કેવી રીતે જાય છે? તેના પ્રત્યુત્તરમાં ભગવાને એક દૃષ્ટાંત આપી સમજાવ્યું કે જેવી રીતે તુંબડી પાણી ઉપર તરે છે પણ તેની ઉપર કોઈ વ્યકિત માટી, ઘાસનો લેપ કરી તડકામાં સુકવી દે તેમ ક્રમશઃ આઠ લેપ લગાવે. તે તુંબડાને જો પાણી ઉ૫૨ રાખવામાં આવે તો તે તુંબડું લેપના ભારથી તળીયે ડૂબી જાય છે. ધીમે ધીમે માટીનો લેપ પાણીમાં ઓગળી જતાં ફરી તે તુંબડું પાણી ઉપર તરવા લાગે છે. એ પ્રકારે જીવ ૧૮ પાપનું સેવન કરી આઠ કર્મનો બંધ કરી, કર્મથી ભારે બની અધોગતિમાં નરકમાં જાય છે. કર્મો જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય છે ત્યારે આત્મા ઉર્ધ્વગમન કરી શાશ્વત સિદ્ધ સ્થાનમાં સ્થિર થઈ જાય છે. ન પ્રેરણા શિક્ષા :– શ્રમણ ૧૮ પાપના ત્યાગી હોય છે છતાં પણ જાણ્યે અજાણ્યે જૂઠ, નિંદા, કલેશ, કષાય આદિ પાપોનું સેવન ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કારણકે પાપાચરણના સેવનથી જ આઠ કર્મોનું ઉપાર્જન થાય છે. શ્રમણોપાસક તથા પ્રત્યેક મુમુક્ષુએ પણ ૧૮ પાપોનું જાણપણું મેળવી તેનાથી બચવા માટે સદા પ્રયત્ન કરવો જોઈએ. અધ્યયન – ૭ ધન્ય સાર્થવાહ અને તેની ચાર પુત્રવધૂ (દૃષ્ટાંત કથા ) રાજગૃહ નગરમાં ધન્ય સાર્થવાહન રહેતા હતાં. તેમને ચાર પુત્રો હતા, ' જેમનાં નામ ધનપાલ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત હતા. તેમની પત્નીઓનાં અનુક્રમે નામ – ઉજિઝતા (ઉજિઝકા) ભક્ષિકા, રક્ષિકા અને રોહિણી હતાં. ધન્ય સાર્થવાહ દીર્ઘદ્રષ્ટા હતા. ખૂબ વિચક્ષણ હતા. ભવિષ્યનો વિચાર કરવાવાળા હતા. તે જયારે પરિપકવ ઉંમરના એટલે વૃદ્ધ થયા ત્યારે તેમને વિચાર ઉદ્ભવ્યો કે મારા મૃત્યુ પછી કુટુંબની સુવ્યવસ્થા આવી જ રીતે જળવાઈ રહે માટે મારે મારીહાજરીમાં જ આ વિષયે વ્યવસ્થા કરી લેવી જોઈએ. આ પ્રકારનો વિચાર કરી ધન્ય સાર્થવાહે મનોમન એક યોજના ઘડી લીધી. એક દિવસ પોતાના જ્ઞાતિજનો, સગા—સંબંધીઓ, મિત્રવર્ગને આમંત્રિત કર્યા. ભોજનાદિથી બધાનો સત્કાર કર્યો ત્યારબાદ પોતાની ચારે પૂત્રવધૂઓને બોલાવી દરેકને પાંચ ડાંગરના દાણા આપી કહ્યું – 'હું જયારે માંગુ ત્યારે આ પાંચ દાણા મને પાછા આપજો.' પહેલી પુત્રવધૂએ વિચાર્યું –' મારા સસરાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે. 'સાઠે બુદ્ધિ નાઠી'. આટલો મોટો સમારંભ યોજી અને આટલી તુચ્છ ભેટ અમને આપવાનું સૂજયું. વળી કહ્યું કે પાછું માંગુ ત્યારે પાછા આપજો. ભંડારમાં ડાંગરનો કયાં તોટો છે? જયારે માગશે ત્યારે આપી દઈશ' એમ વિચારી આપેલા દાણા કચરામાં ફેંકી દીધા. બીજી પુત્રવધૂએ વિચાર્યું – 'ભલે આ દાણાનું મૂલ્ય ન હોય તો પણ સસરાજીએ આપેલો પ્રસાદ છે; તેને ફેંકવો ઉચિત નથી' એમ વિચારી પાંચ દાણા ખાઈ ગઈ. ત્રીજી વધુ વિચારશીલ હતી. તેણે વિચાર્યું– 'મારા સસરા ખૂબ જ વ્યવહારકુશળ, અનુભવી અને સમૃદ્ધિશાળી છે. તેમણે આટલો મોટો સમારંભ રચી અમને પાંચ દાણા આપ્યા છે તેમાં તેમનો કોઈ વિશિષ્ટ અભિપ્રાય હોવો જોઈએ. તેથી દાણાની સુરક્ષા જાળવવી મારું કર્તવ્ય છે.' આમ વિચારી પાંચ દાણા એક ડબીમાં રાખી સુરક્ષિત જગ્યાએ મૂકી દીધા. ચોથી પુત્રવધૂ રોહિણી ખૂબ બુદ્ધિશાળી, વિચક્ષણ હતી. તે સમજી ગઈ કે પાંચ દાણા દેવા પાછળ કોઈ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. કદાચ અમારી પરીક્ષા કરવાનો હેતુ હોઈ શકે. તેણે બહુમાનપૂર્વક પાંચ દાણા લઈ પિયર મોકલી દીધા. તેની સૂચના અનુસાર પિયરવાળાઓએ તે દાણા અલગ ખેતરમાં વાવ્યા. દર વર્ષે જે પાક થાય તે બધોજ વાવી દેવાતો. આમ પાંચ વર્ષમાં તો કોઠાર ભરાઈ ગયા. આ ઘટનાને પાંચ વર્ષ વ્યતીત થઈ ગયા. ત્યારે ધન્ય સાર્થવાહે ફરીને પૂર્વવત્ સમારંભ યોજયો. ભોજન–પાન આપી બધાયનું સત્કાર–સન્માન કર્યું. ત્યાર પછી પહેલાંની જેમ ચારે પુત્રવધૂઓને પોતાની સમક્ષ બોલાવી પાંચ-પાંચ દાણા જે પહેલાં આપ્યા હતા તે પાછા માંગ્યા. પહેલી પુત્રવધૂએ કોઠારમાંથી દાણા લાવી આપ્યા. ધન્ય સાર્થવાહે પૂછ્યું – 'આ દાણા મેં આપ્યા હતા તે જ છે કે બીજા?' તેણે સત્ય હકીકત કહી દીધી. તે સાંભળી શેઠે કચરો વાળવા ઇત્યાદિ સફાઈકામ સોંપ્યુ અને કહ્યું કે તમને આ કામ યોગ્ય છે. બીજી પુત્રવધૂ પાસે દાણા માંગ્યા ત્યારે તેણે કહ્યું કે આપના અપાયેલા દાણા પ્રસાદ સમજી હું ખાઈ ગઈ છું. સાર્થવાહે તેના સ્વભાવ અનુસાર અનુમાન કરી રસોડાખાતું સોંપ્યું. Page #12 -------------------------------------------------------------------------- ________________ jain 11 કથાસાર ત્રીજી પુત્રવધૂએ પાંચ દાણા સુરક્ષિત રાખ્યા હતા તેથી તેને નાણાંકીય ખાતું સોપ્યું. ચોથી પુત્રવધૂએ કહ્યું – પિતાજી, પાંચ દાણા મેળવવા ગાડીઓ જોઈશે. ધન્ય સાર્થવાહે તેનું સ્પષ્ટીકરણ માંગ્યું તો સવિસ્તાર વર્ણન કર્યું. ગાડીઓ મોકલવામાં આવી. ધન્ય શેઠ પણ ખૂબ જ પ્રસન્ન થયા. બધાયની સમક્ષ રોહિણીની ખૂબ પ્રશંસા કરી. તેને ગૃહસ્વામિનીના ગૌરવપૂર્ણ પદ ઉપર પ્રસ્થાપિત કરવામાં આવી અને કહ્યું – 'તે પ્રશંસનીય છે બેટી! તારા પ્રતાપથી આ પરિવાર સુખી અને સમૃદ્ધ રહેશે.' દષ્ટાંતનો ઉપનય – શાસ્ત્રકારોએ આ ઉદાહરણને ધર્મશિક્ષાના રૂપમાં ઘટાવ્યું છે. જે વ્રત ગ્રહણ કરી તેનો ત્યાગ કરે છે તે પ્રથમ પુત્રવધૂ ઉજિઝતાની સમાન આ ભવ–પરભવમાં દુઃખી થાય છે. તિરસ્કારને પાત્ર બને છે. જે સાધુ પાંચ મહાવ્રતને ગ્રહણ કરી સાંસારિક ભોગ-ઉપભોગને માટે તેનો ઉપયોગ કરે છે તે પણ નિન્દાને પાત્ર બની ભવભ્રમણ કરે છે. જે સાધુ ત્રીજી પુત્રવધૂ રક્ષિકાની સમાન અંગીકૃત મહાવ્રતોનું સારી રીતે રક્ષણ કરે છે તે પ્રશંસા પાત્ર બને છે અને તેનું ભવિષ્ય મંગલમય બને છે. જે સાધુ શેહિણીની સમાન સ્વીકૃત સંયમની ઉત્તરોત્તર વૃદ્ધિ કરે છે તે નિર્મળ–નિર્મળતર પાલન કરી સંયમનો વિકાસ કરી પરમાનંદના ભાગી બને છે. પ્રેરણા - શિક્ષા:- જો કે આ અધ્યયનનો ઉપસંહાર ધર્મશિક્ષાના રૂપમાં જ કરવામાં આવ્યો છે. છતાં તેમાંથી વ્યાવહારિક જીવનને સફળ બનાવવાની સુચારૂ પ્રેરણા મળે છે. (યોગ્યે યોગ્યન યોજયે) અર્થાત્ યોગ્ય વ્યકિતને તેની યોગ્યતા અનુસાર એવા કાર્યમાં જોડવી જોઈએ. મૂલભૂત યોગ્યતાથી પ્રતિકૂળ કાર્યમાં જોડવાથી યોગ્યમાં યોગ્ય વ્યકિત પણ અયોગ્ય સિદ્ધ થાય છે. ઉચ્ચ કોટિનો પ્રખર વિદ્વાન પણ સુતારના કામમાં અયોગ્ય સિદ્ધ થાય છે. અધ્યયન – ૮ મલ્લિકુમારી મહાવિદેહ ક્ષેત્રમાં, સલિલાવતી વિજયની વીતશોકા નામની રાજધાની હતી. બલ નામનો રાજા હતો. એક વખત સ્થિવર ભગવંતોનું પદાર્પણ થયું. ધર્મદેશના શ્રવણ કરી રાજા બલે રાજ્યનો તથા હજાર રાણીઓનો ત્યાગ કરી દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યા કરી સમસ્ત કર્મોનો ક્ષય કરી મોક્ષે પધાર્યા. બલ રાજાનો ઉત્તરાધિકારી તેનો પુત્ર મહાબલ થયો. અચલ, ધરણ આદિ અન્ય છ રાજા તેના પરમ મિત્ર હતા. જે સાથે જનમ્યા, સાથે રમ્યા અને મોટા થયા. તેઓએ નિશ્ચય કર્યો કે સુખમાં, દુઃખમાં, દેશયાત્રામાં અને ત્યાગમાર્ગમાં પરસ્પર એકબીજાને સાથ આપવો. આ રીતે સમય વિતતા એકદા મહાબલ સંસારથી વિરકત થઈ મુનિદીક્ષા લેવા તૈયાર થતાં બધાજ મિત્રો પણ પ્રતિજ્ઞા અનુસાર તૈયાર થઈ ગયા. બધાએ ઉત્કૃષ્ટ સાધના કરી, ઘોર તપશ્ચર્યા કરી જયંત નામના અનુત્તર વિમાનમાં દેવપર્યાયે જન્મ લીધો. તે દરમ્યાન એક વિચિત્ર ઘટના થઈ ગઈ હતી. સાધનાકાળમાં મહાબલ મુનિના મનમાં કપટભાવ ઉત્પન્ન થયો કે હું અહીં પ્રમુખ છું, જ્યેષ્ઠ છું અને ભવિષ્યમાં પણ જ્યેષ્ઠ બનું. જો સમાન તપશ્ચર્યા કરીશ તો તેમની સમાન જ રહીશ, તેથી થોડી વધુ તપશ્ચર્યા કરું જેથી જયેષ્ઠ બની શકાય. આવા કપટયુકત આશયથી અન્યને પારણું કરાવી પોતે ઉપવાસના પચ્ચખાણ વધારી લેતા. સાતે મુનિઓએ એક સરખી તપશ્ચર્યા કરવાનો નિશ્ચય કર્યો હતો છતાં છ મુનિવરો ઉપવાસ કરતા ત્યારે મહાબલમુનિ છઠ્ઠ તપ કરતા. બીજા છઠ્ઠ તપ કરતા ત્યારે મહાબલ અઠ્ઠમ તપ કરતા. તપશ્ચર્યાના ફલ સ્વરૂપે છ મુનિવરોએ દેવપર્યાયમાં બત્રીસ સાગરોપમમાં કંઈક ન્યૂન આયુષ્ય પ્રાપ્ત કર્યું જયારે મહાબલ મુનિએ સંપૂર્ણ બત્રીસ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરી. તદુપરાંત તેમણે તીર્થકર નામકર્મનો બંધ કર્યો. જેથી મનુષ્યના ભાવમાં પણ તે છ થી વરિષ્ઠ બન્યા. રાજા હોય કે રંક, મહામુનિ હોય કે સામાન્ય ગૃહસ્થ, કર્મ કોઈની શરમ નથી રાખતા. કપટ સેવનના ફળ સ્વરૂપ મહાબળે સ્ત્રી નામ કર્મનો બંધ કર્યો. અને જયંત વિમાનથી ચ્યવી ભરતક્ષેત્રમાં મિથિલા નરેશ કુંભરાજાની મહારાણી પ્રભાવતીની કુક્ષિએ કન્યા સ્વરૂપે ઉત્પન્ન થયા. તેનું નામ 'મલ્લિકુમારી' રાખવામાં આવ્યું. તીર્થકરોનો જન્મ પુરુષના રૂપમાં હોય છે પણ મલ્લિકુમારીનો જન્મ સ્ત્રીરૂપમાં થવો એ જૈન ઈતિહાસમાં અદ્ભુત અને આશ્ચર્યજનક ઘટના છે. મલ્લિકુમારીના અન્ય છ સાથી તેનાથી પૂર્વેજ વિભિન્ન પ્રદેશોમાં જન્મ લઈ પોત પોતાના પ્રદેશોના રાજા બની ચૂકયા હતા. તેમના નામ આ પ્રમાણે છે. (૧) પ્રતિબુદ્ધ – ઇશ્વાકુરાજા (૨) ચન્દ્રધ્વજ – અંગનરેશ (૩) શંખ – કાશીરાજ (૪) રુકિમ – કુણાલનરેશ (૫) અદીનશત્રુ - કુરુરાજ (૬) જિતશત્રુ – પંચાલાધિપતિ. અનેક વખત આપણે જોઈએ છીએ કે વર્તમાન જીવનમાં કોઈપણ પ્રકારનો સંપર્ક ન હોવા છતાં પણ કોઈ પ્રાણી પર દષ્ટિ પડતાં જ આપણા હૃદયમાં પ્રીતિ કે વાત્સલ્યભાવ ઉત્પન્ન થાય છે અને કોઈને જોતાં જ તિરસ્કાર થાય છે તેનું કારણ આપણે જાણી નથી શકતા છતાંય આવા ભાવ નિષ્કારણ તો નથી જ થતા. હકીકતમાં પૂર્વ જન્મોનાં સંસ્કારોને સાથે લઈને જ માનવ જન્મમાં કોઈ જીવ પ્રત્યે આપણો રાગાત્મક સંબંધ હોય છે, તેની ઉપર દૃષ્ટિ પડતાંજ અનાયાસ હૃદયમાં પ્રતિભાવ ઉત્પન્ન થાય છે. તેનાથી ઉલ્યું, જેના પ્રત્યે વૈર વિરોધાત્મક સંબંધ હોય તેના પ્રત્યે સહજ દ્વેષની ભાવના જાગૃત થાય છે. અનેકાનેક શાસ્ત્રોના કથાનક દ્વારા આ વાતને પુષ્ટી મળે છે, યથા ભગવાન પાર્શ્વનાથ અને કમઠ, મહાવીર અને હાલિક, ગજસુકુમાર અને સોમિલ. અહીં પણ મલ્લિકુમારીના જીવ પ્રત્યે તેના પૂર્વભવના સાથીઓનો જે અનુરાગ સંબંધ હતો તે વિભિન્ન નિમિત્ત મેળવી જાગૃત થયો. સંયોગોવશાત્ છ એ રાજા મલ્લિકુમારી સાથે લગ્ન કરવાના ભાવથી સૈન્યસહિત મિથિલા નગરીમાં આવી પહોંચ્યા. અહંન્નક ચંપાનગરીમાં અહંનક વગેરે અનેક વ્યાપારીઓ રહેતા હતા. જેઓ જળમાર્ગે વ્યાપાર કરવા પરદેશ જતાં. એકવાર પરસ્પર મંત્રણા કરી અનેક વ્યાપારીઓએ અન્ય સેંકડો લોકોને સાથે લઈ વિદેશયાત્રા માટે પ્રસ્થાન કર્યું. જહાજ સમુદ્રમાં જવા રવાના થયા. સેંકડો યોજન સમુદ્ર પ્રવાસ કર્યા બાદ અચાનક દેવનો ઉપદ્રવ થયો. Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 આગમ-કથાઓ અહંન્નક શ્રાવકની ધર્મપરીક્ષા - એક વિકરાળ રૂપધારક પિશાચ આવ્યો. જહાજમાં બેઠેલા અહંનક શ્રાવકને સંબોધીને કહ્યું કે તું તારો ધર્મ, વ્રત–નિયમ છોડી દે નહિતર તારા વહાણને આકાશમાં અધ્ધર લઈ સમુદ્રમાં પટકી દઈશ– પછાડી દઈશ અનક શ્રાવકે તેને મનથી જ ઉત્તર આપ્યો કે મને કોઈપણ દેવદાનવ ધર્મથી ચલીત કરી શકે તેમ નથી. તમારી ઇચ્છા હોય તેમ કરશે. આ પ્રકારે નિર્ભય થઈ ધર્મધ્યાનમાં લીન થઈ ગયા. બે-ત્રણ વખત ધમકી દીધા પછી દેવે જહાજને આકાશમાં ઉંચે ઉપાડી અને પુનઃ ધમકી આપી છતાં શ્રાવક અડોલ રહયા. જહાજના બીજા બધાજ પ્રવાસીઓ ભયભીત થઈ ગયા. અનેક માન્યતાઓ કરવા લાગ્યા. પરંતુ અહિંન્નક શ્રાવકે સાગારી સંથારાના પચ્ચકખાણ કરી લીધા. આખરે દેવ થાકયો. ધીરેથી જહાજ નીચે મૂક્યું અને મૂળ રૂપે પ્રગટ થઈ અહંન્નક શ્રાવકની પ્રશંસા કરી, ક્ષમા માંગી અને કુંડલની બે જોડી આપી સ્વસ્થાને ચાલ્યો ગયો. ત્યાંથી તે શ્રાવકો મિથિલા નગરીમાં ગયા. રાજા કંબને એક કંડલની જોડી ભેટણા સ્વરૂપે આપી વ્યાપાર કરવાની અનુજ્ઞા મેળવી. વ્યાપાર કર્યા પછી તેઓ પોતાની ચંપાનગરીમાં આવ્યા અને ત્યાંના રાજા ચન્દ્રધ્વજને બીજી કુંડલની જોડી ભેટ સ્વરૂપે આપી. મિથિલા નગરીમાં ચોખા નામની પરિવ્રાજિકા રહેતી હતી. તે દાનધર્મ, શૌચધર્મ, તીર્થસ્નાન આદિની પ્રરૂપણા કરતી હતી. અને તેના દ્વારા જ સ્વર્ગગમનનું કથન કરતી. એકદા તેણી મલ્લિકુમારીના ભવનમાં આવી યોગ્ય સ્થાનમાં પાણી છાંટી, ઘાસ બીછાવી તેના પર આસન પાથરી બેસી ગઈ. મલ્લિકુમારીને ધર્મનો ઉપદેશ દેવા લાગી. મલ્લિકુમારીએ ચોખા પરિવ્રાજિકાને પૂછયું કે તમારા ધર્મનું મૂળ શું છે? તેણે કહ્યું કે અમારો શુચિમૂલક ધર્મ છે. જલથી બધા પદાર્થને તથા સ્થાનને પવિત્ર કરી શકાય છે. આવી રીતે જીવ પણ પવિત્ર થઈ સ્વર્ગમાં જાય છે. મલ્લિકુમારીએ કહ્યું ,લોહીથી રંગાયેલા કપડાને લોહીથી ધોવામાં આવે તો પવિત્ર થઈ શકે તેવી જ રીતે પાપ સેવનથી ભારે બનેલ આત્મા ફરીને હિંસાદિ પાપોનું સેવન કરવાથી મુકત થાય? પવિત્ર થાય? ચોખા પરિવ્રાજિકા નિરુત્તર થઈ ગઈ છએ રાજાઓને એક સાથે સંકલ્પ થયો અને તેઓએ પોતપોતાના દૂતને મિથિલાનગરીમાં મોકલ્યા. છએ દૂતો એક સાથે પહોંચ્યા. બધાને એક સાથે આવેલા જોઈ રાજા ક્રોધાવિષ્ટ થયા. બધાનું અપમાન કરી કાઢી મૂકયા. મલ્લિકુમારી અવધિજ્ઞાન સહિત હતા. જ્ઞાન દ્વારા તેમણે પોતાના છએ મિત્રોની સ્થિતિ જોઈ લીધી હતી. ભવિષ્યમાં થવાની ઘટનાથી પણ તે અજાણ્યા નહોતા તેથી તેનો પ્રતિકાર કરવાની પૂર્વ તૈયારી પણ કરી લીધી હતી. મલ્લિએ પોતાના જેવી જ એક પ્રતિમાનું નિર્માણ કરાવ્યું હતું જે અંદરથી પોલી હતી. તેના મસ્તકમાં એક મોટું છિદ્ર મૂકવામાં આવ્યું હતું. આ પ્રતિમા જોયા પછી કોઈ કલ્પના નહોતા કરી શકતા કે પ્રત્યક્ષ મલ્લિકુમારી છે કે તેની મૂર્તિ છે! મલ્લિકુમારી જે ભોજનપાન કરતી તેનો એક કોળિયો મસ્તકના છિદ્રમાંથી પ્રતિમામાં નાખતી. જે ભોજન અંદર ગયા પછી સડી જતું અને અત્યંત દુર્ગધ ઉત્પન્ન થતી. પરંતુ ઢાંકણું ઢાંકવાથી તે દુર્ગધ દબાયેલી રહેતી. જયાં મૂર્તિ હતી તેની ચોપાસ જાલીગૃહ પણ બનાવડાવ્યું હતું. તે ગૃહમાં બેસી પ્રતિમાને સ્પષ્ટ જોઈ શકાતી. પણ તે ગૃહમાં બેઠેલા એક બીજાને જોઈ ન શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તરફ છએ રાજા મલ્લિકુમારી સાથે પરણવાના સંકલ્પ સહિત મિથિલામાં આવી પહોંચ્યા. રાજા દ્વિધામાં પડયા. છએ રાજા પરસ્પર ભળી ગયા. કુંભે તેમનો સામનો કર્યો પણ એકલા શું કરી શકે? આખરે કુંભ પરાજિત થઈ મહેલમાં ભરાઈ ગયા. (કિકર્તવ્ય)મૂઢ' બની ગયા. રાજકુમારી મલ્લિ પિતાને પ્રણામ કરવા ગઈ. પિતાજી ઉંડી ચિંતામાં હોવાથી મલ્લિના આગમનનું ભાન ન રહયું. મલ્લિકુમારીએ | ચિંતાનું કારણ પૂછયું. રાજાએ બધો વૃત્તાંત જણાવ્યો. 'પિતાજી! ચિંતાનો ત્યાગ કરો અને પ્રત્યેક રાજા પાસે ગુપ્ત રૂપે દૂતને મોકલી કહેવડાવી દો કે "મલ્લિકુમારી તમને જ આપવામાં આવશે. ગુપ્ત રીતે સંધ્યા સમયે રાજમહેલમાં આવી જજો." અને આ બધાને જાલીગૃહમાં અલગ અલગ મોકલી દેજો. કુંભરાજાએ તેમજ કર્યું. છએ રાજા મલ્લિકુમારીને પરણવાની આશાથી ગર્ભગૃહમાં આવી હોંચ્યા. સવાર થતાં જ બધાએ મલ્લિકુમારીની મૂર્તિ જોઈ માની લીધું કે આ જ મલ્લિકમારી છે. તે તરફ અનિમેષ દષ્ટિએ જોવા લાગ્યા. મલ્લિ સાક્ષાત ત્યાં ગઈ અને મૂર્તિના મસ્તક ઉપરનું છિદ્ર ખુલ્લું કર્યું. ભયંકર બદબૂ ફેલાવા લાગી. દુર્ગધ અસહય બની. બધા ગભરાઈ ઉઠયા. બધાએ નાકે ડૂચા માર્યા. વિષય આસકત રાજાઓને પ્રતિબોધવાનો સમય હતો. નાક મોઢું બગાડવાનું કારણ પૂછતાં બધાનો એક જ જવાબ આવ્યો કે અસહ્ય બદબૂ. "દેવાનુપ્રિયો! આ મૂર્તિમાં દરરોજ એક એક કોળિયો નાખવાથી આવું અનિષ્ટ અને અમનોજ્ઞ પરિણામ આવ્યું તો આ ઔદારિક શરીરનું પરિણામ કેટલું અશુભ, અનિષ્ટ અને અમનોજ્ઞ હશે? આ શરીર તો મળ-મૂત્ર, લોહી આદિનું ભાજન છે. તેના પ્રત્યેક દ્વારમાંથી ગંદા પદાર્થો વહી રહયા છે. સડવું અને ગળવું તેનો સ્વભાવ છે. એના પરથી ચામડાની ચાદરને દૂર કરવામાં આવે તો શરીર કેટલું અસુંદર એટલે કે બીભત્સ દેખાય? ગીધ-કાગડાઓનું ભક્ષ્ય બની જાય. આવા અમનોજ્ઞ શરીર ઉપર શા માટે મોહિત થયા છો? આ પ્રમાણે સંબોધન કરી મલ્લિકુમારીએ પૂર્વભવ કહ્યો. કેવી રીતે દીક્ષા લીધી, માયા-કપટ કર્યું, દેવપર્યાયમાં ઉત્પન્ન થયા ઇત્યાદિક વર્ણન કહી સંભળાવ્યું. આ સાંભળી છએ રાજાઓને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. બધાને વૈરાગ્ય આવ્યો. ગર્ભગૃહના દ્વાર ખૂલ્લા મૂકી દીધા. તે સમયે વાતાવરણમાં અનુરાગને બદલે વેરાગ્ય છવાઈ ગયાં. તે વખતે કરવાનો સંકલ્પ કર્યો. તીર્થકરોની પરંપરા અનુસાર વાર્ષિકદાન દીધા પછી પ્રવ્રજયા અંગીકાર કરી. જે દિવસે દીક્ષા લીધી તે જ | દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી જિતશત્રુ આદિ છએ રાજાઓએ પણ દીક્ષા અંગીકાર કરી. અંતે બધાએ મુકિત મેળવી. મલ્લિ ભગવતી ચૈત્ર સુદ ૪ના દિને નિર્વાણ-મોક્ષ પધાર્યા. કુંભરાજા અને પ્રભાવતી રાણીએ શ્રાવકવ્રત સ્વીકાર્યા હતા. છએ રાજાઓ સંયમ અંગીકાર કરી, ચૌદ પૂર્વી બની અંતે મોક્ષમાં ગયા. મલ્લિનાથ તીર્થકરના ૨૮ ગણધર હતા. ૨૫ ધનુષ્યની ઉંચાઈ હતી. ૧૦૦ વર્ષ ઘરમાં રહ્યા. ૫૫ હજાર વર્ષની ઉંમર ભોગવી. પૂર્વે Page #14 -------------------------------------------------------------------------- ________________ jain કથાસાર મહાવિદેહ ક્ષેત્રમાં મહાબલના ભવમાં ૮૪ લાખ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું હતું. કુલ ઉંમર ત્યાં ૮૪ લાખ પૂર્વની હતી. ત્યાં તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું હતું. તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરવાના ૨૦ બોલ આ પ્રમાણે છે ઃ (૧) અરિહંત (૨) સિદ્ઘ (૩) જિન સિદ્ધાંત (૪) ગુરુ (૫) સ્થવિર (૬) બહુશ્રુત (૭) તપસ્વી–આ સાતની ભકિત, બહુમાન, ગુણ—કીર્તન કરવાથી (૮) વારંવાર જ્ઞાનમાં ઉપયોગ કરવાથી (૯) દર્શન શુદ્ધિ (૧૦) વિનય (૧૧) ભાવયુકત પ્રતિક્રમણ (૧૨) નિરતિચાર સંયમનું પાલન (૧૩) અપ્રમત્ત જીવન (૧૪) તપસ્યા (૧૫) ત્યાગ, નિયમ અથવા દાન (૧૬) અપૂર્વજ્ઞાન ગ્રહણ (૧૭) સમાધિભાવમાં રહેવું અથવા બીજાને શાતા ઉપજાવવી (૧૮) સેવા કરવી (૧૯) શ્રુત ભકિત (૨૦) જિનશાસનની પ્રભાવના કરવી. 13 ઉપરોકત બોલમાંથી એક અથવા એકથી વધુ બોલનું સેવન કરવામાં ઉત્કૃષ્ટ રસ ઉત્પન્ન થાય તો તીર્થંકર નામકર્મનો બંધ થાય છે. આ બંધ પડયા પછી ત્રીજા ભવમાં અવશ્ય તીર્થંકર બને છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રેરણા – શિક્ષા :(૧) ધર્મકાર્યમાં પણ સરલતા હોવી અત્યંત આવશ્યક છે. અતિશય હોશિયારી કે કપટભાવ ક્ષમ્ય નથી. વિશિષ્ટ તપ–સાધના કાળમાં નહિવત્ માયા દ્વારા મહાબળના જીવને મિથ્યાત્વની પ્રાપ્તિ અને સ્ત્રીવેદનો બંધ થઈ ગયો, જેનું ફળ તીર્થંકર બન્યા પછી પણ ભોગવવું પડયું. (૨) મિત્રોની સાથે કયારેય દ્રોહ – વિશ્વાસઘાત કરવો નહિ. સાથે સંયમ લેવાનું વચન આપ્યું હોય તો પણ સમય આવતાં પૂર્ણ કરવું. જેવી રીતે મહાબલના છ મિત્ર રાજા હોવા છતાં સાથે જ દીક્ષા લીધી. (૩) ઇચ્છા પર કાબૂ ન રાખતી વ્યકિત પ્રાપ્ત થયેલા પૂર્ણ સુખોમાં પણ અસંતુષ્ટ રહે છે અને અપ્રાપ્તની લાલસામાં ગોથાં ખાય છે. દા.ત. છએ રાજા પરિવાર સંપન્ન હોવા છતાં મલ્લિકુમારીનું વર્ણન સાંભળી તેમાં આસકત થઈ યુદ્ધ કરવા ગયા. આ બધી અસંતોષવૃત્તિ છે. જ્ઞાની થવાનું ફળ એ છે કે પ્રાપ્ત થયેલી સામગ્રીમાં સંતોષ માની ઉત્તરોત્તર તેમાં ત્યાગ ભાવનાની વૃદ્ધિ કરવી. (૪) મોહનો નશો વધારે ચઢયો હોય તો તે પ્રેમ અને ઉપદેશથી એક વાર ઉતરતો નથી પરંતુ એક વખત પ્રતિકૂળ ભયંકર પરિસ્થિતિ આવતાં કુશળ ઉપદેશકનો સંયોગ થાય તો જરૂર જીવન પરિવર્તિત થઈ જાય છે. (૫) મલ્લિકુમારીએ એંઠા કોળિયા મૂર્તિમાં નથી નાખ્યા પરંતુ એક કોળિયા જેટલો શુદ્ધ આહાર નાખ્યો હતો. દ્વાર બંધ રહેવાથી અનાજ સુકાતું નહિ તેથી તેમાં દુર્ગંધ પેદા થઈ પરંતુ સમૂર્ચ્છિમ કે ત્રસ જીવોની ઉત્પત્તિ નથી થઈ. (૬) પોતાની ભૌતિક ઋદ્ધિમાં કયારેય ફુલાવું ન જોઈએ. સંસારમાં કેટલાય એક એકથી અધિક ચડિયાતા વૈભવશાળી જીવો હોય છે. કૂપમંડૂક ન બનતાં વિશાળ દષ્ટિ રાખવી જોઈએ. (૭) પરીક્ષાની ઘડીઓ જયારે આવે છે ત્યારે ખૂબ ગંભીર અને સહનશીલ બનવું જોઈએ. તે સમયે લોકનિંદા, તિરસ્કાર અને કષ્ટોની ઉપેક્ષા કરવી જોઈએ. દા.ત. અર્હન્નક શ્રાવકે દેવ ઉપદ્રવ આવ્યો જાણી ઉકત ગુણોને ધારણ કરી નિર્ભય દઢ મનોબળની સાથે કામ લીધું. ત્યારે માનવની શાંતિ અને ધૈર્ય પાસે વિકરાળ દાનવની શકિત વિનષ્ટ થઈ અને દેવ નતમસ્તક બની ગયો. (૮) પરિગ્રહની મર્યાદાવાળો શ્રાવક અકસ્માત પ્રાપ્ત થતી સંપતિને પોતાની પાસે નથી રાખતો. જેવી રીતે અર્હન્નક શ્રાવકને દેવાધિષ્ઠિત કુંડલની બે જોડ મળી છતાં બન્ને રાજાઓને ભેટ સ્વરૂપે આપી દીધી. (૯) સમૃદ્ધ શ્રાવક પોતાની આજુબાજુમાં રહેવાવાળા સામાન્ય પરિસ્થિતિવાળા જન સમુદાયને વ્યાપારમાં અનેક પ્રકારનો સહયોગ આપે તો એ તેની અનુકંપા અને સાધર્મિક સાથેનો સહાનુભૂતિનો વ્યવહાર ગણાય. જે શ્રાવક માટે અનિવાર્ય ફરજ છે. જેથી વ્યવહારિક રીતે ધર્મ અને ધર્મીઓ પ્રશંસિત થાય છે. જીવો પ્રત્યે ઉપકાર થાય છે. સારાંશ એ છે કે અર્હન્નક શ્રાવકના જીવનમાંથી ધર્મમાં દઢતા, સહવર્તીઓનો સહયોગ અને પરિગ્રહની સીમામાં સતર્ક રહેવું, મનને લોભાન્વિત ન કરવું ઇત્યાદિક પ્રેરણા ગ્રહણ કરવા જેવી છે. (૧૦) પોતાની કળામાં કોઈ ગમે તેટલો નિપુણ હોય છતાં પ્રવૃત્તિમાં વિવેકબુદ્ધિ ન હોય તો તેને લાભ અને યશની જગ્યાએ દુઃખ અને તિરસ્કારની પ્રાપ્તિ થાય છે. (અહીં મલિકુમારીનું ચિત્ર બનાવનાર ચિત્રકારને દેશનિકાલની સજાની કથા છે.) (૧૧) શુચિ મૂલક ધર્મમાં પાણીના જીવોનો આરંભ કરી તેને ધર્મ તથા મુકિતમાર્ગ માનવામાં આવે છે જે અશુદ્ધ સિદ્ધાંત છે. આવા સિદ્ધાંતને લોહીથી લોહીની શુદ્ધિ કરવાની વૃત્તિની ઉપમા આપવામાં આવી છે. તેથી મુમુક્ષુ આત્માએ છ કાયના જીવોની કોઈપણ ઉદ્દેશથી કરવામાં આવેલી હિંસા મોક્ષદાયક ન માનવી. સબ જીવ રક્ષા યહી પરીક્ષા, ધર્મ ઉસકો જાનીયે – જહાં હોત હિંસા, નહીં હૈ સંશય, અધર્મ વહી પહચાનીયે. (૧૨) મલ્લિનાથ ભગવાનની નિર્વાણ તિથિનું વર્ણન કરતાં સૂત્રમાં કહ્યું છે કે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસનો બીજો પક્ષ અને ચૈત્ર સુદિ ચતુર્થીના દિને ૫૦૦ સાધુ અને ૫૦૦ સાધ્વીજીઓની સાથે ભગવાન મોક્ષે પધાર્યા.અહીં ઘ્યાન દેવા યોગ્ય વાત એ છે કે મહિનાનો પ્રથમ પક્ષ વદિ અને બીજો પક્ષ સુદિ કહ્યો છે. તેથી એ સિદ્ધ થાય છે કે જૈન સિદ્ધાંત અનુસાર અમાસને અંતે મહિના કે વર્ષ નથી થતા પણ મહિના અને વર્ષ પૂર્ણિમાને અંતે થાય છે. ઋતુ પણ પૂર્ણિમાને અંતે પૂર્ણ થાય છે. અધ્યયન – ૯ જિનપાલ અને જિનરક્ષિત ચંપા નગરીના માકંદી સાર્થવાહને બે પુત્ર હતા – જિનપાલિત અને જિનરક્ષિત. તેઓ અગિયાર વખત લવણસમુદ્રની યાત્રા કરી ચૂકયા હતા. તેની યાત્રાનો ઉદ્દેશ વ્યાપાર કરવાનો હતો. તે જયારે પણ સમુદ્રયાત્રાએ ગયા, સફળતા પ્રાપ્ત કરી પાછા વળ્યા. તેથી તેમનું સાહસ વધવા લાગ્યું. તેઓએ બારમી વખત સમુદ્રયાત્રા કરવાનો સંકલ્પ કર્યો. માતા–પિતા પાસેથી અનુમતિ માંગી. માતા–પિતાએ તેમને યાત્રા કરવાની અનિચ્છા દર્શાવી. પુત્રો! આપણી પાસે વડીલોપાર્જિત ધન સંપત્તિ પ્રચુર પ્રમાણમાં છે. સાત પેઢી બેઠાં બેઠાં ઉપભોગ કરશો છતાં ખૂટશે નહિ. સમાજમાં પ્રતિષ્ઠા પણ સારી છે; તો પછી અનેકાનેક વિઘ્નોથી પરિપૂર્ણ સમુદ્રયાત્રા કરવાની આવશ્યકતા શી છે? બારમી યાત્રા સંકટોથી ભરપૂર હોય છે. તેથી યાત્રાનો વિચાર સ્થગિત કરી દો. ઘણી રીતે Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 આગમ-કથાઓ સમજાવવા છતાં યુવાનીના જોશમાં તે માન્યા નહિ અને યાત્રા કરવા નીકળી પડ્યા. સમુદ્રમાં ઘણે દૂર નીકળી ગયા પછી માતા-પિતાના વચનો સદશ થયા. આકાશમાં ભીષણ ગર્જના થઈ. આકાશમાં વિજળી તાંડવ નૃત્ય કરવા લાગી. પ્રલયકાળ જેવી ભયંકર આંધીએ રૌદ્રરૂપ ધારણ કર્યું. જિનપાલિત અને જિનરક્ષિતનું વહાણ તે આંધીમાં ફસાઈ ગયું. છિન્નભિન્ન થઈ ગયું. વ્યાપારને અર્થે જે માલ ભર્યો હતો તે સાગરના ગર્ભમાં સમાઈ ગયો. બન્ને ભાઈ નિરાધાર થઈ ગયા. તેમણે જીવવાની આશા છોડી દીધી. માતા-પિતાની વાતનો અસ્વીકાર કરવાથી ભારે પશ્ચાતાપ કરવા લાગ્યા. સંયોગાધીન વહાણનું પાટીયું હાથમાં આવ્યું. તેના સહારે તરતાં તરતાં સમુદ્રના કિનારે આવવા લાગ્યા. જે પ્રદેશમાં આવ્યા તે રત્નદ્વીપ હતો. આ દ્વીપના મધ્યભાગમાં રત્નાદેવી નિવાસ કરતી હતી. તેનો એક અત્યંત સુંદર મહેલ હતો; જેની ચારે દિશામાં ચાર વનખંડ હતા. રત્નાદેવીએ અવધિજ્ઞાન દ્વારા માર્કદીયપુત્રોને મુશ્કેલીમાં ફસાયેલા સમુદ્રકિનારે જોયા અને તુરત તેમની પાસે આવી પહોંચી. તે બોલી-જો તમે બંને જીવિત રહેવા ઇચ્છતા હો તો મારી સાથે ચાલો અને મારી સાથે વિપુલ ભોગ ભોગવતા આનંદપૂર્વક રહો. જો મારી વાત નહીં માનો, ભોગનો સ્વીકાર નહિ કરો તો આ તલવારથી મસ્તક કાપી ફેંકી દઈશ. માકન્દીય પુત્રોની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેઓએ દેવીની વાતનો સ્વીકાર કર્યો. તેના પ્રાસાદમાં જઈ તેની ઇચ્છા તૃપ્ત કરવા લાગ્યા. ઇન્દ્રની આજ્ઞાથી, સુસ્થિત દેવે રત્નાદેવીને લવણસમુદ્રની સફાઈને માટે નિયુકત કર્યા હતા. સફાઈને માટે જતાં તેણે માર્કદીય પુત્રોને ત્રણ દિશામાં સ્થિત ત્રણ વનખંડમાં જવા એવં ક્રીડા કરવાની અનુજ્ઞા આપી. પરંતુ દક્ષિણ દિશાના વનખંડમાં જવાનો નિષેધ કર્યો. વળી કહ્યું કે ત્યાં એક અત્યંત ભયંકર સર્પ રહે છે, ત્યાં જશો તો મૃત્યુ પામશો. એક વખત બને ભાઈઓને દક્ષિણ દિશાના વનખંડમાં શું છે? દેવીએ શા માટે મનાઈ કરી છે? આવું જાણવાની કુતૂહલ બુદ્ધિ પેદા થઈ. તે દક્ષિણ વનખંડમાં ગયા. ત્યાં તેઓએ એક પુરુષને શૂળી ઉપર ચઢેલો જોયો. પૂછતાં ખ્યાલ આવ્યો કે માર્કદીયપુત્રોની જેમ દેવીના ચક્કરમાં ફસાઈ ગયો હતો અને કોઈ સામાન્ય અપરાધના કારણે દેવીએ શૂળીએ ચઢાવી દીધો. તેની કરુણ કહાની સાંભળી માકંદીયપુત્રનું હૃદય કંપી ઉઠયું. પોતાના ભવિષ્યની કલ્પનાથી તે શોકમગ્ન બની ગયા. મુકિત માટેનો ઉપાય પૂછયો. પૂર્વના વનખંડમાં અધ્વરૂપધારી શેલક નામનો યક્ષ રહેતો હતો. અષ્ટમી આદિ તિથિઓના દિવસે એક નિશ્ચિત સમયે બુલંદ અવાજે ઘોષણા કરતો હતો (કં તારિયામિ કં પાલયામિ) અર્થાત્ કોને તારું અને કોને પાળું? એક દિવસ બને ભાઈ ત્યાં જઈ પહોંચ્યા અને તેઓએ પોતાને તારવા અને પાળવાની પ્રાર્થના કરી. કૌદ્ધ થશે તેની પ્રાર્થનાનો સ્વીકાર તો કર્યો પણ શરતની સાથે કહ્યું – 'રત્નાદેવી અત્યંત પારિણી, ચંડા, રૌદ્રા, દ્રા અને સાહસિકા છે. જ્યારે હું તમને લઈ જાઉં ત્યારે અનેક ઉપદ્રવ કરશે, લલચાવશે, મીઠી મીઠી વાતો કરશે. તમે તેના પ્રલોભનમાં સપડાઈ જશો તો હું તત્ક્ષણે મારી પીઠ ઉપરથી તમને સમુદ્રમાં ફેંકી દઈશ. પ્રલોભનમાં ન ફસાતા, મનને દઢ રાખશો તો તમને હું ચંપાનગરી પહોંચાડી દઈશ.' શૈલક યક્ષે બન્નેને પીઠ ઉપર બેસાડી લવણ સમુદ્ર ઉપર ચાલવા માંડ્યું. રત્નાદેવી જ્યારે પાછી વળી અને બન્નેને ન જોતાં અવધિજ્ઞાનથી જાણી લીધું કે મારી ચૂંગાલમાંથી ભાગી છૂટયા છે. તીવ્ર ગતિએ તેનો પીછો કરી પકડી પાડ્યા. અનેક પ્રકારે વિલાપ કર્યો. પરંતુ જિનપાલિત શૈલક યક્ષની ચેતવણીને ધ્યાનમાં રાખી અવિચલ રહ્યો. મનને અંકુશમાં રાખ્યું પરંતુ જિનરક્ષિતનું મન ડગી ગયું. શૃંગાર અને કરૂણાજનક વાણી સાંભળી રત્નાદેવી પ્રત્યે અનુરાગ પ્રગટયો. પોતાની પ્રતિજ્ઞા અનુસાર યક્ષે તેને પીઠ ઉપરથી પછાડ્યો અને નિર્દયી રત્નાદેવીએ તલવાર ઉપર ઝીલી ટુકડે ટુકડા કર્યા. જિનપાલિત પોતાના મન ઉપર નિયંત્રણ રાખી દઢ રહો અને સશિલ ચંપા નગરીમાં પહોંચી ગયો. પારિવારિક જનોને મળી, માતા પિતાની કપા પ્રાપ્ત કરી; અને તેમની શિક્ષા ન માનવાને માટે પશ્ચાતાપ કરવા લાગ્યો. પ્રેરણા – શિક્ષા :- જે નિર્ગસ્થ અથવા નિર્ગુન્શી આચાર્ય, ઉપાધ્યાયની સમીપે પ્રવ્રજિત થયા પછી મનુષ્ય સંબંધી કામભોગોનો આશ્રય લે છે તે મનુષ્ય આ ભવમાં નિંદનીય બને છે. અનેક કષ્ટોને પ્રાપ્ત કરે છે અને અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે તેની દશા | જિનરક્ષિત જેવી થાય છે. પાછળ જોનાર જિનરક્ષિત ડૂબી ગયો અને પાછું ન જોનાર જિનપાલિત નિર્વિઘ્નપણે સ્થાને પહોંચી ગયો. તેવી રીતે ચારિત્રવાન મુનિએ વિષયોમાં અનાસકત રહી ચારિત્રનું પાલન કરવું જોઈએ. જે નિર્ગસ્થ, નિર્ચથી મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરી, અંતિમ શ્વાસ સુધી દઢતાપૂર્વક પોતાની પ્રતિજ્ઞામાં રત રહે છે તેનું સંયમ જીવન ધન્ય બની જાય છે; ભવભ્રમણના દુઃખોથી મુકત બની જાય છે. જેમકે જિનપાલે રત્નાદેવીની ઉપેક્ષા કરી તો સુરક્ષિત જીવનની સાથે ઘેર પહોંચી ગયા અને અંતે ભગવાન સમીપે સંયમ ગ્રહણ કરી, પ્રથમ ભવ દેવલોકનો પૂર્ણ કરી મહાવિદેહથી મોક્ષે જશે.આ પ્રદ દષ્ટાંતને સ્મૃતિ પટલ ઉપર રાખી, ત્યાગેલા ભોગની આકાંક્ષા કે યાચના ન કરવી જોઈએ. પૂર્ણ વિરકત ભાવોથી સંયમ'તપમાં રમણ કરતાં વિચારવું જોઈએ. અધ્યયન – ૧૦ ચંદ્રની કળા (દષ્ટાંત) પ્રસ્તુત અધ્યયનમાં કોઈ કથાનું વર્ણન કરવામાં નથી આવ્યું પણ ઉદાહરણ દ્વારા જીવોનો વિકાસ અને હૃાસ અથવા ઉત્થાન અને પતનનું વર્ણન કરવામાં આવ્યું છે. એક વખત ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો – ભંતે! જીવ કયા કારણથી વૃદ્ધિ અને હાનિને પ્રાપ્ત કરે છે? ગૌતમાં જેવી રીતે કૃષ્ણપક્ષની પ્રતિપદાનો ચંદ્રમાં, પૂર્ણિમાના ચંદ્રની અપેક્ષાએ કાન્તિ, દીપ્તિ, પ્રભા અને મંડલની દષ્ટિથી હીન હોય છે. ત્યારબાદ બીજ, ત્રીજ આદિ તિથિઓમાં હીનતર થતો જાય છે. પક્ષાંતે અમાવાસ્યાના દિને પૂર્ણ રૂપે વિલીન–નષ્ટ થઈ જાય છે. તે જ પ્રકારે જે અણગાર આચાર્યાદિની સમીપે ગૃહત્યાગ કરી અણગાર બને છે. તે જો ક્ષમા, માર્દવ, આર્જવ, બ્રહ્મચર્ય આદિ મુનિધર્મથી હીન હોય છે તો ઉત્તરોત્તર હીનતર થતો જાય છે. અનુક્રમે પતનની તરફ આગળ વધતો જાય છે અને અંતે અમાવાસ્યાના ચંદ્રની સમાન પૂર્ણ રૂપે નષ્ટ થઈ જાય છે અર્થાત્ સંયમ રહિત બને છે. વિકાસ એટલે કે વૃદ્ધિનું કારણ તેનાથી વિપરીત છે. શુકલપક્ષની પ્રતિપદાનો ચંદ્ર અમાવાસ્યાના ચંદ્રમાની અપેક્ષાએ વર્ણ, કાન્તિ, Page #16 -------------------------------------------------------------------------- ________________ jain 15 કથાસાર પ્રભા, સૌમ્યતા, સ્નિગ્ધતા આદિની દષ્ટિએ અધિક હોય છે અને દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. પૂર્ણિમાના દિવસે પોતાની સમગ્ર કલાઓથી ઉદિત થાય છે. મંડળથી પણ પરિપૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. એવી જ રીતે જે સાધુ પ્રવ્રજયા અંગીકાર કરી ક્ષમા, શાંતિ, સંતોષ, સરલતા, લઘુતા, બ્રહ્મચર્ય આદિ ગુણોનો ક્રમથી વિકાસ કરે છે તે અંતે પૂર્ણિમાના ચંદ્રની જેમ સંપૂર્ણ પ્રકાશમય બની જાય છે. તેની અનંત આત્મ જ્યોતિ, જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. પ્રેરણા – શિક્ષા:- અધ્યયન સંક્ષિપ્ત છે પણ તેના ભાવ ગૂઢ છે. માનવજીવનનું ઉત્થાન અને પતન તેના ગુણો અને અવગુણો ઉપર અવલંબિત છે. કોઈપણ અવગુણ પ્રારંભે અલ્પ હોય છે. તેની જો ઉપેક્ષા કરવામાં આવે તો અવગુણ ચરમ સીમાએ પહોંચી જાય છે. અંતે જીવનને પૂર્ણ અંધકારમય બનાવી દે છે. તેનાથી ઉર્દુ, મનુષ્ય જો સદ્ગણોની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરે તો અંતે તે ગુણોમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. એટલે કે અવગુણને ઉત્પન્ન થતાની સાથે જ ડામી દેવા જોઈએ અને સગુણોના વિકાસ માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ અધ્યયનથી એ જાણવા મળે છે કે દીક્ષા ગ્રહણ કરતાં મુનિ શુકલપક્ષની દ્વિતીયાનો ચંદ્રમા બને છે. પૂર્ણિમાના ચંદ્ર બનવા માટે નિરંતર સાધુના ગુણોનો વિકાસ કરતા રહેવું જોઈએ.આધ્યાત્મિક ગુણોના વિકાસમાં અંતરંગ, બહિરંગ આદિ અનેક પ્રકારના | નિમિત્ત કારણ હોય છે, ગુણોના વિકાસ માટે સગુરુનો સમાગમ બહિરંગ નિમિત્ત કારણ છે તો ચારિત્રાવરણકર્મનો ક્ષયોપશમ અને અપ્રમાદવૃત્તિ અંતરંગ નિમિત્ત કારણ છે. બન્ને પ્રકારના નિમિત્ત કારણોના સંયોગ થી આત્મગુણોના વિકાસમાં સફળતા મળે છે. અધ્યયન – ૧૧ દાવદ્રવ વૃક્ષ (દષ્ટાંત) MANGROV (ચેરીયા) સમુદ્રના કિનારે સુંદર મનોહર દાવદ્રવ નામના વૃક્ષ હોય છે તે જ્યારે (૧) દ્વીપનો વાયુ વાય છે ત્યારે કોઈ વૃક્ષ અધિક ખીલે છે અને થોડા કરમાઈ જાય છે. (૨) સમદ્રનો વાય વાય છે ત્યારે ઘણા કરમાઈ જાય છે અને થોડા ખીલે છે. (૩) જ્યારે કોઈપણ વાયુ નથી વાતો ત્યારે બધા કરમાઈ જાય છે. (૪) જ્યારે બન્ને વાયુ વાય છે ત્યારે બધા ખીલી ઉઠે છે, સુશોભિત થાય છે. દાવદ્રવ વૃક્ષની જેમ સહનશીલતાની અપેક્ષાએ સાધુના પણ ચાર પ્રકાર છે. (૧) સ્વતીર્થિક સાધુ-સાધ્વી આદિના પ્રતિકૂળ વચન આદિને સમ્યક્ રીતે સહન કરે પરંતુ અન્યતીર્થિક કે ગૃહસ્થના પ્રતિકૂળ વચનોને સહન ન કરે. (૨) અન્યતીર્થિકના દુર્વચનોને સમ્યફ પ્રકારે સહન કરે પરંતુ સ્વતીર્થિકોના દુર્વચનને સહન ન કરે (૩) કોઈના પણ દુર્વચનોને સહન ન કરે. (૪) બધાના દુર્વચનોને સમ્યક્ પ્રકારે સહન કરવાવાળા. સર્વ વિરાધક બધાથી નિમ્ન કક્ષાના શ્રમણ છે. તેનાથી દેશ આરાધક શ્રેષ્ઠ છે. (૩) તેનાથી દેશ વિરાધક શ્રેષ્ઠ છે. સર્વ આરાધક બધાથી શ્રેષ્ઠ છે. (૧) પ્રથમ વિભાગવાળા દેશ વિરાધક છે (૨) દ્વિતીય વિભાગવાળા દેશ આરાધક છે (૩) તૃતીય વિભાગવાળા સર્વ વિરાધક છે. (૪) ચતુર્થ વિભાગવાળા સર્વ આરાધક છે. દષ્ટાંત દેવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સાધનાને માટે ઉદ્યત બધા સાધકોએ ચોથા વિભાગવાળા દાવદ્રવોની સમાન બની સર્વ આરાધક બનવું જોઈએ. પ્રેરણા - શિક્ષા: આ અધ્યયનમાં કહેવાયેલ દાવદ્રવ વૃક્ષની સમાન સાધુ છે. દ્વીપના વાયુની સમાન સ્વપક્ષી સાધુ આદિના વચન છે, સમુદ્રના વાયુની સમાન અન્ય તીર્થિકોના વચન છે અને પુષ્પ–કલ આદિની સમાન મોક્ષમાર્ગની આરાધના છે. તેમ સમજવું. જેમ દ્વીપના વાયુના સંસર્ગથી વૃક્ષની સમૃદ્ધિ બતાવી છે તે પ્રકારે સાધર્મિકના દુર્વચન સહેવાથી મોક્ષમાર્ગની આરાધના અને અન્ય તીર્થિકના દુર્વચન ન સહેવાથી વિરાધના સમજવી જોઈએ. અન્ય તીર્થિકોના દુર્વચન ન સહેવાથી મોક્ષમાર્ગની અલ્પ વિરાધના થાય છે. જે પ્રકારે સમૃદ્ધી વાયુના સંસર્ગથી પુષ્પ આદિની થોડી સમૃદ્ધિ અને બહુ અસમૃદ્ધિ બતાવી, તે પ્રકારે પરતીર્થિકોના દુર્વચન સહન કરવા અને સ્વપક્ષના સહન ન કરવાથી થોડી આરાધના અને બહુ વિરાધના હોય છે. બન્નેના દુર્વચન સહન ન કરવાથી, ક્રોધાદિ કરવાથી સર્વથા વિરાધના અને સહન કરવાથી સર્વથા આરાધના થાય છે. તેથી સાધુએ પણ બધા જ દુર્વચન ક્ષમાભાવથી સહન કરવા જોઈએ. તાત્પર્ય એ છે કે દુર્વચન સાંભળીને જેનું ચિત્ત કલુષિત થતું નથી તે હકીકતમાં સહનશીલ કહેવાય છે અને તે આરાધક થાય છે. આ રીતે આરાધક બનવા માટે ક્ષમા, સહિષ્ણુતા, વિવેક, ઉદારતા આદિ અનેક ગુણોની પણ આવશ્યકતા હોય છે. તેથી દુર્વચન સહન કરવા એ મુનિની અનિવાર્ય ફરજ બને છે. અધ્યયન – ૧૨. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાન (રૂપક કથા). ચંપા નગરીના રાજા જિતશત્રુના સુબુદ્ધિ નામના પ્રધાન હતા. રાજા જિતશત્રુ જિનમતથી અનભિજ્ઞ હતા જ્યારે સુબુદ્ધિ અમાત્ય Page #17 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 16 શ્રમણોપાસક હતા. એક દિવસનો પ્રસંગ હતો. રાજાએ અન્ય અનેક પ્રતિષ્ઠિત જનોની સાથે ભોજન કર્યું. સંયોગવશ તે દિવસે ભોજન ખૂબ સ્વાદિષ્ટ બન્યું. ભોજન કર્યા બાદ ભોજનના સ્વાદિષ્ટપણાથી વિસ્મિત રાજાએ ભોજનની ખૂબ પ્રશંસા કરી. અન્ય લોકોએ તેને ટેકો આપ્યો. સુબુદ્ધિ પ્રધાન તે વખતે હાજર હતા છતાં તેમણે મૌન સેવ્યું. સુબુદ્ધિનું મૌન જાણી રાજાએ વારંવાર ભોજનની પ્રશંસા કરી તેથી સુબુદ્ધિને બોલવું પડ્યું – 'સ્વામિનું! એમાં આશ્ચર્ય જેવું નથી. પુદ્ગલોના પરિણમનના અનેક પ્રકાર હોય છે. શુભ પુદ્ગલ અશુભમાં પરિણમી જાય છે, તેમજ અશુભ પુદ્ગલ શુભમાં પણ પરિણમે. અંતે તો પદગલ જ છે. મને તેમાં આશ્ચર્ય જેવું કંઈ નથી લાગતું.' સબદ્ધિના આ કથનનો રાજાએ આદર ન કર્યો પણ ચુપ રહી ગયા. ચંપા નગરીની બહાર એક ખાઈ હતી. તેમાં અત્યંત અશુચિ દુર્ગન્ધયુકત અને સડેલા મૃત કલેવરોથી વ્યાપ્ત ગંદુ પાણી ભરેલું રહેતું. રાજા જિતશત્રુ પ્રધાનની સાથે ફરવા નીકળતાં આ ખાઈ પાસેથી પસાર થયા. પાણીની દુર્ગધથી તે અકળાઈ ગયા. તેણે વસ્ત્રથી નાક-મુખ ઢાંકી દીધા. તે સમયે રાજાએ પાણીની અમનોજ્ઞતાનું વર્ણન કર્યું. સાથીઓએ તેમાં સૂર પૂરાવ્યો. પરંતુ સુબુદ્ધિ મૌન રહ્યો તે જોઈ રાજાએ વારંવાર ખાઈના દુર્ગન્ધયુકત પાણી માટે કહ્યું ત્યારે સુબુદ્ધિએ પુલના સ્વભાવનું પૂર્વ પ્રમાણે જ વર્ણન કર્યું. રાજાથી તે ન સંભળાયું. તેમણે કહ્યું – સુબુદ્ધિ! તમે કદાગ્રહના શિકાર બન્યા છો અને બીજાને જ નહી પોતાને પણ ભ્રમમાં નાખો છો. સુબુદ્ધિ તે સમયે મૌન રહ્યા અને વિચાર્યું રાજાને સત્ય વચન ઉપર શ્રદ્ધા નથી. તેને કોઈપણ ઉપાયે સન્માર્ગ પર લાવવા જોઈએ. આમ વિચારી તેમણે પૂર્વોકત ખાઈનું પાણી મંગાવ્યું અને વિશિષ્ટ વિધિથી ૪૯ દિવસમાં તેને અત્યંત શુદ્ધ અને સ્વાદિષ્ટ બનાવ્યું. તે સ્વાદિષ્ટ પાણી જ્યારે રાજાને મોકલવામાં આવ્યું અને તેને પીધું. તો તે આસકત બન્યા. પ્રધાનજીએ પાણી મોકલાવ્યું છે તે જાણ્યું ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે કયા કૂવાનું પાણી છે? પ્રધાનજીએ નિવેદન કર્યું કે, 'સ્વામિનું! આ તે જ ખાઈનું પાણી છે જે આપને અત્યંત અમનોજ્ઞ પ્રતીત થયું હતું.' રાજાએ સ્વયં પ્રયોગ કર્યો. સુબુદ્ધિનું કથન સત્ય સિદ્ધ થયું. ત્યારે રાજાએ સુબુદ્ધિને પૂછયું, "સુબુદ્ધિ! તમારી વાત સત્ય છે પણ બતાવો તો ખરા કે આ સત્ય, કથનનું યથાર્થ તત્વ કેવી રીતે જાણ્યું? તમને કોણે બતાવ્યું?" સુબુદ્ધિએ ઉત્તર આપ્યો- સ્વામિનું આ સત્યનું પરિજ્ઞાન મને જિન ભગવાનના વચનોથી થયું છે. વીતરાગવાણીથી જ આ સત્ય તત્વને ઉપલબ્ધ કરી શકયો છું. રાજાએ જિનવાણી શ્રવણ કરવાની અભિલાષા પ્રગટ કરી. સુબુદ્ધિએ તેને ચાતુર્યામ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. રાજા પણ શ્રમણોપાસક બની ગયા. એકદા સ્થવિર મુનિઓનું ચંપામાં પદાર્પણ થયું. ધર્મોપદેશ સાંભળ્યો. સુબુદ્ધિ પ્રધાને દીક્ષા અંગીકાર કરવા અનુજ્ઞા માંગી. રાજાએ થોડો સમય સંસારમાં રહેવા ને પછી સાથે દિક્ષા લેવાનું કહ્યું. સુબુદ્ધિ પ્રધાને તે કથનનો સ્વીકાર કર્યો. બાર વર્ષ પછી બંને સંયમ અંગીકાર કરી અંતે જન્મ-મરણની વ્યથાઓથી મુકત થઈ ગયા. પ્રેરણા- શિક્ષા - પ્રસ્તુત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરૂષ કોઈપણ વસ્તુને ફકત બાહ્ય દષ્ટિથી વિચારતા નથી પણ આત્યંતર તાત્વિક દષ્ટિથી અવલોકન કરે છે. તેની દષ્ટિ તત્વસ્પર્શી હોય છે; તેથી જ તે આત્મામાં રાગદ્વેષની સંભાવના નષ્ટપ્રાય થઈ જાય છે. જ્યારે મિથ્યાદષ્ટિ જીવ ઈષ્ટ–અનિષ્ટ મનોજ્ઞ–અમનોજ્ઞ ઈત્યાદિ વિકલ્પ કરે છે અને સંકલ્પ-વિકલ્પ દ્વારા રાગ-દ્વેષને વશીભૂત થઈ કર્મબંધનો ભાગી બને છે. આ ઉપદેશને અત્યંત સરલ કથાનક દ્વારા વર્ણવવામાં આવ્યો છે. સુબુદ્ધિ અમાત્ય સમ્યગુદષ્ટિ, તત્વજ્ઞ શ્રાવક હતા તેથી અન્યની અપેક્ષાએ તેની દષ્ટિ જુદી જ હતી. સમ્યગુદષ્ટિ આત્મા કોઈપણ વસ્તુના ઉપભોગથી ન તો આશ્ચર્યચકિત થાય કે ન તો શોકમગ્ન થાય. તે પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણી સ્વભાવમાં સ્થિર રહે છે. આ તેનો આદર્શ ગુણ છે. અમુક કુળમાં ઉત્પન્ન થવા માત્રથી શ્રાવકપણું નથી આવતું. આ જાતિગત વિશેષતા નથી. શ્રાવક થવા માટે સૌ પ્રથમ વિતરાગ પ્રરૂપિત તત્વ સ્વરૂપ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. શ્રધ્ધા સાથે શ્રાવકજીવન સ્વીકાર કર્યા બાદ તેના આત્યંતર તથા બાહ્ય જીવનમાં પરિવર્તન આવી જાય છે. તેની રહેણી કરણી વચન વ્યવહાર આહાર વિહાર સર્વ વ્યવહારોમાં પરિવર્તન આવી જાય છે. આ અનુભવ સુબુદ્ધિપ્રધાન શ્રમણોપાસકના જીવનથી જાણી શકાય છે. આ સૂત્રથી પ્રાચિનકાલમાં રાજા અને તેના મંત્રી વચ્ચે કેવો સંબંધ રહેતો હતો અથવા હોવો જોઈએ તે પણ જાણવા મળે છે. અધ્યયન – ૧૩ "નન્દ મણિયાર" રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરનું પદાર્પણ થતાં દુર્દરાવતંસક વિમાનવાસી દુર્દર નામનો દેવ ત્યાં આવ્યો. રાયપરોણીય સૂત્રમાં વર્ણવ્યા અનુસાર સૂર્યાભદેવની જેમ નાટયવિધિ બતાવી પાછો ગયો. ત્યારે ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછયો તેના સંદર્ભમાં ભગવાને તેનો ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં જન્મનો પરિચય આપ્યો, તે નીચે પ્રમાણે છે – રાજગૃહી નગરીમાં નંદ નામનો મણિયાર હતો. ભગવાનનો ઉપદેશ સાંભળી શ્રમણોપાસક બન્યો. કાલાંતરે સાધુ સમાગમ ન થવાથી તેમજ મિથ્યાષ્ટિનો પરિચય વધવાથી તે મિથ્યાત્વી થયો, છતાં તપશ્ચર્યાદિ બાહ્ય ક્રિયાઓ પૂર્વવત્ કરતો હતો. એકદા ગ્રીષ્મઋતુમાં અષ્ટમભકતની તપશ્ચર્યા કરી, પૌષધશાળામાં રહી પૌષધની ક્રિયા કરી. તે દરમ્યાન સખત ભૂખ અને તરસ લાગતાં પૌષધ અવસ્થામાં જ વાવડી–બગીચા આદિનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. બીજે દિવસે વ્રતમાંથી મુકત થયા બાદ રાજા પાસે પહોંચ્યો. રાજાની આજ્ઞા મેળવીને સુંદર વાવડી બનાવાઈ તેની આજુબાજુ બગીચા, ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સાલય તથા અલંકારશાળા આદિનું નિર્માણ કરાવ્યું. બહુધા લોકો તેનો ઉપયોગ કરવા લાગ્યા અને નંદમણિયારની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળી નંદ ખૂબ હર્ષિત થયો. વાવડી પ્રત્યે તેની આસકિત અધિકાધિક વધવા લાગી. આગળ જતાં નંદના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. રોગ મુકત કરનાર ચિકિત્સકોને યોગ્ય પુરસ્કાર આપવાની ઘોષણા કરાવી. Page #18 -------------------------------------------------------------------------- ________________ - 17 jain કથાસાર અનેક ચિકિત્સકો આવ્યા, અનેકાનેક ઉપચારો કર્યા છતાં સફળતા ન મળી. અંતે નંદ મણિયાર આર્તધ્યાનવશ થઈ મૃત્યુ પામી વાવડીની આસકિતને કારણે ત્યાંજ દેડકાની યોનિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ વારંવાર લોકોના મુખેથી નંદની પ્રશંસા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વભવના મિથ્યાત્વ સંબંધી પાપનો પશ્ચાતાપ કરી આત્મ સાક્ષીએ પુનઃ શ્રાવકવ્રત અંગીકાર કર્યા. ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં સમોસર્યા. દેડકાને તે સમાચાર જાણવા મળતાં તે પણ ભગવાનના દર્શન કરવા ઉત્કંઠિત થયો. રસ્તામાં જ શ્રેણિકરાજાના સૈન્યના એક ઘોડાના પગ નીચે તે દબાઈ ગયો. જીવનનો અંત નજીક જાણી અંતિમ સમયની વિશિષ્ટ આરાધના કરી મૃત્યુ પામી દેવપર્યાયમાં ઉત્પન થયો. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનથી જાણી તુરંત ભગવાનના સમોસરણમાં આવ્યો. દેવગતિનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી, ચારિત્ર અંગીકાર કરી મુકિતપદને મેળવશે. પ્રેરણા – શિક્ષા – પ્રસ્તુત અધ્યયનમાંથી બે શિક્ષા પ્રાપ્ત થાય છે. (૧) સગુરુના સમાગમથી આત્મિક ગુણોની વૃદ્ધિ થાય છે. તેથી સંત સમાગમ કરતા રહેવું જોઈએ. (૨) આસકિત અધ:પતનનું કારણ છે; તેથી સદાય વિરકત ભાવ કેળવવો જાઈએ. વસ્તુ કે વ્યકિતમાં કયારે રાગ-દ્વેષ કે આસકિત પરિણામ ન કરવા.(૩) સંજ્ઞિ ત્રિપંચને જાતિસ્મરણ જ્ઞાન થઈ શકે છે તથા તે શ્રાવકપણું પણ આદરી શકે છે.(૪) ચારિત્રની ધાત થતાં દર્શનની પણ હાની થાય છે. (૫) પ્રીતી ત્યાં ઉત્પતીનાં ન્યાયે આસકતિમાં ઉતપતી થાય છે.(૬) તિર્થંકરને દુરથી વંદવાથી પણ સુગતિ થાય છે. સમ્યકત્વની ચાર શ્રદ્ધાનું મહત્વ આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે. (૧) જિનભાષિત તત્વજ્ઞાનની વૃદ્ધિ કરવી. (૨) તત્વજ્ઞાની સંતોનો સંપર્ક કરવો. (૩) અન્યધર્મીઓની સંગતિનો ત્યાગ કરવો. (૪) સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ ગયેલાનો પરિચય વર્જવો. આ ચાર બોલથી વિપરીત વર્તતા નંદ મણિયાર શ્રાવક ધર્મથી પતિત થઈ ગયા.(કુણીક પણ સાધુ સમાગમ ન થવાથી ધર્મથી ભ્રષ્ટ થયા માટે યથા શકિત નીયમીત સંતોની ઉપાસના તથા જીનવાણીનું શ્રવણ કરવું.) તિર્યંચ ભવમાં પણ જાતે જ શ્રાવક વ્રત ધારણ કરી શકાય તેમજ અંતિમ સમયે આજીવન અનશન પણ જાતે જ કરી શકાય છે, તે આ અધ્યયન દ્વારા ફલિત થાય છે.(શે કંઠસ્થ જ્ઞાન જરૂરી છે? આ પ્રશ્નનો ઉતર અહિં મળે છે. કેવલી ભગવાનનાં જ્ઞાનમાં લોકનાં જે ભાવ દેખાયા તે પરથી જીવ ગતિથી કર્મસંયોગે જો આવી કોઈ પરિસ્થીતીમાં પડી જાય તો ફકત કંઠસ્થ જ્ઞાનનું જ અવલંબન રહે છે. આવું જાણી ભવ્ય જીવોનાં હિતને માટે જ્ઞાન કંઠસ્થ કરવાની પ્રભુની હિતાવહ આજ્ઞા છે.અઢિ દીપની બહાર ચૌદપૂર્વ ધારી ત્રિપંચ શ્રાવકો પણ છે અને કરણી કરી એકભવતારી પણ થાય છે.) શ્રાવક વ્રતમાં સ્થૂલ પાપોનો ત્યાગ છે અને સંથારામાં સર્વથા પાપોનો ત્યાગ હોય છે, તો પણ સંથારામાં તે સાધુ નથી કહેવાતો. બાહ્ય વિધિ, વેષ, વ્યવસ્થા એવં ભાવોમાં સાધુ અને શ્રાવકની વચ્ચે અંતર હોય છે. તેથી સંથારામાં પાપોનો સર્વથા ત્યાગ હોવા છતાં શ્રાવક, શ્રાવક જ કહેવાય છે. સાધુ નહિ. અધ્યયન – ૧૪ તેટલીપુત્ર પ્રધાન અને પોટીલા તેરમા અધ્યયનમાં બતાવવામાં આવ્યું કે સદગુરુનો સમાગમ પ્રાપ્ત ન થતાં વિદ્યમાન સગુણોનો હ્રાસ થાય છે. જ્યારે આ અધ્યયનમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે સ નિમિત્ત મળતાં અવિદ્યમાન સગુણ પણ વિકસિત થાય છે. તેથી ગુણાનુરાગી આત્માએ તેવા નિમિત્તોને મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેથી પ્રાપ્ત ગુણોનો વિકાસ અને અવિદ્યમાન ગુણોની પ્રાપ્તિ થતી રહે. તેતલપુર નગરના રાજા કનકરથના પ્રધાનનું નામ તેટલીપુત્ર હતું. તે જ નગરમાં મૂષિકાદારક નામનો સોની રહેતો હતો. એક વખત તેટલીપુત્રે તે સોનીની સુપુત્રી પોટીલાને ક્રીડા કરતાં જોઈ, જોતાંજ તે તેમાં આસકત બન્યો. પત્નીના રૂપે માંગણી કરી. શુભ મુહૂર્ત બન્નેના લગ્ન થઈ ગયા. ઘણા સમય સુધી બન્ને પરસ્પર અનુરાગી રહ્યા પણ કાલાંતરે સ્નેહ ઘટવા માંડયો. એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે તેટલીપુત્રને પોટીલાના નામથી ધૃણા થવા લાગી. પોટીલા ઉદાસ અને ખિન રહેવા લાગી. તેનો નિરંતર ખેદ જાણી તેટલીપુત્રે કહ્યું – તું ઉદાસીનતા છોડી દે. આપણી ભોજનશાળામાં પ્રભૂત ભોજન-પાણી, ફળ મેવા મુખવાસ અને સ્વાદિમ તૈયાર કરાવી શ્રમણ, માહણ, અતિથિ અને ભિખારીઓને દાન આપી પુણ્ય ઉપાર્જન કરો."પોટીલાએ તે પ્રમાણે કર્યું. સંયોગોવશાત્ એક વખત તેતલપુરમાં સુવ્રતા આર્યાનું આગમન થયું. ગોચરી અર્થે તેતલપુત્રના ઘરે પધાર્યા. પોટીલાએ આહારાદિ 9ઓને વિનંતિ કરી કે – "હું તેટલીપુત્રને પહેલાં ઇષ્ટ હતી, હવે અનિષ્ટ થઈ ગઈ છે. તમે તો ખૂબ ભ્રમણ કરો છો. તમારો અનુભવ પણ બહોળો હોય છે, તો કોઈ કામણ ચૂર્ણ કે વશીકરણ મંત્ર બતાવો જેથી હું તેટલીપુત્રને પૂર્વવત્ આકૃષ્ટ કરી સાધ્વીજીઓને આ વાતોથી શો ફાયદો? પોટીલાનું કથન સાંભળતાં જ બન્ને કાનને હાથથી દબાવી દીધા અને કહ્યું કે હે "દેવાનુપ્રિયા અમે બ્રહ્મચારીણી છીએ. અમને આ વાતો સાંભળવી પણ કલ્પતી નથી તમે ઇચ્છો તો તમને સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ સંભળાવીએ." પોટીલાએ ધર્મોપદેશ સાંભળી શ્રાવિકાધર્મ સ્વીકાર્યો. તેનાથી તેને નૂતન જીવન મળ્યું. તેનો સંતાપ શમ્યો. ધર્મ પ્રત્યે રુચિ થઈ. ત્યારબાદ સંયમ લેવાનો સંકલ્પ કર્યો. તેટલીપુત્ર પાસે અભિલાષા વ્યકત કરી. ત્યારે તેતલપુત્રે કહ્યું – “તમે સંયમ પાળી આગામી ભવમાં અવશ્ય દેવલોકમાં જશો. ત્યાંથી મને પ્રતિબોધવા આવજો. આ વચન સ્વીકારો તો અવશ્ય અનુમતિ આપીશ." પોટ્ટીલાએ શરતનો સ્વીકાર કર્યો. તે દીક્ષિત થઈ ગઈ. સંયમ પાળી આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાં ઉત્પન્ન થઈ. તેતલપુરનો રાજા રાજ્યમાં અત્યંત વૃદ્ધ અને સત્તા લોલુપ હતો. તેનો દીકરો યુવાન થતાં તેનું રાજ્ય ઝૂંટવી ન લે તેથી જન્મતાં જ બાળકોને વિકલાંગ કરી નાખતો. તેની આ ક્રૂરતા રાણી પદ્માવતીથી સહન ન થઈ. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે ગુપ્ત રીતે તેટલીપુત્રને અંતઃપુરમાં બોલાવી, ભવિષ્યમાં થવાવાળા સંતાનની સુરક્ષા માટે મંત્રણા કરી. અંતે નક્કી કરવામાં આવ્યું કે જો પુત્ર હોય તો રાજાની નજર ચૂકવી તેટલીપુત્રના ઘરે જ પાલન પોષણ કરવામાં આવશે. સંયોગવશ જે દિવસે રાણી પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યો તે સમયે તેટલીપુત્રની બીજી પત્નીએ મૃત કન્યાને જન્મ આપ્યો. પૂર્વકૃત Page #19 -------------------------------------------------------------------------- ________________ આગમ–કથાઓ 18 નિશ્ચય અનુસાર તેતલીપુત્રે સંતાનની અદલાબદલી કરી. પત્નીને બધી વાતથી વાકેફ કરી. રાજકુમાર વૃદ્ધિંગત થવા લાગ્યો. કાલાંતરે કનકરથ રાજાનું મૃત્યુ થતાં ઉત્તરાધિકારી માટે ચર્ચા થવા લાગી. તેતલીપુત્રે રહસ્ય પ્રગટ કર્યું અને રાજકુમાર કનકધ્વજને રાજ્યાસીન કરવામાં આવ્યા. રાણી પદ્માવતીનો મનોરથ સફળ થયો. તેણે કનકધ્વજ રાજાને આદેશ કર્યો કે તેતલીપુત્ર પ્રત્યે સદૈવ વિનમ્ર રહેવું. તેનો સત્કાર કરવો, રાજસિંહાસન, વૈભવ ત્યાં સુધી કે તમારું જીવન પણ તેમની કૃપાથી છે. કનકધ્વજે માતાનો આદેશ સ્વીકાર્યો. અમાત્ય પ્રત્યે આદર કરવા લાગ્યા. આ તરફ પોટીલદેવે પોતાની પ્રતિજ્ઞા અનુસાર તેતલીપુત્રને પ્રતિબોધ કરવા અનેક ઉપાયો કર્યા પરંતુ રાજા દ્વારા અત્યંત સન્માન મળતાં તે પ્રતિબોધ ન પામ્યા. ત્યારે દેવે અંતિમ ઉપાય કર્યો. રાજા આદિને તેનાથી વિરુદ્ધ કર્યા. એક દિવસ જ્યારે રાજસભામાં ગયા ત્યારે રાજાએ તેની સાથે વાત તો ન કરી પણ તેની સામે પણ જોયું નહિ. તેતલીપુત્ર આવો વિરુદ્ધ વ્યવહાર જોઈ ભયભીત થઈ ગયા. ઘરે આવ્યા. માર્ગમાં અને ઘરે આવતાં પરિવાર જનોએ કિંચિત્ આદર ન કર્યો. પરિસ્થિતિ બદલાયેલી જોતાં તેતલીપુત્રને આપઘાત કરવાનો વિચાર સ્ફુર્યો. આપઘાતના બધા ઉપાયો અજમાવી લીધા, પણ દૈવી માયાના યોગે સફળતા ન સાંપડી. જ્યારે તેતલીપુત્ર આત્મઘાત કરવામાં અસફળ થતાં નિરાશ થયો ત્યારે પોટ્ટીલદેવ પ્રગટ થયા. સારભૂત શબ્દોમાં ઉપદેશ આપ્યો. તે સમયે તેતલીપુત્રના શુભ અધ્યવસાયે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે જાણ્યું કે પૂર્વભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં મહાપદ્મ નામનો રાજા હતો. સંયમ અંગીકાર કરી,યથાસમયે અનશન કરી મહાશુક્ર નામના દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. ત્યાર પછી અહીં જન્મ લીધો માનો કે તેતલીપુત્રને નૂતન જીવનની પ્રાપ્તિ થઈ. થોડો વખત પહેલા જેની ચારે બાજુ ઘોર અંધકાર છવાયેલો હતો હવે અલૌકિક પ્રકાશ છવાઈ ગયો. અને ચિંતન કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ભાવોની શ્રેણી ક્રમશઃ વિશુદ્ધ થતાં કેવળાજ્ઞાન ઉત્પન્ન થયું. આકાશમાં દેવદુંદુભી વાગી. કનકધ્વજ રાજા આવ્યો. ક્ષમા માગી. ઉપદેશ સાંભળી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. તેતલીપુત્ર અનેક વર્ષ કેવળી પર્યાયમાં રહી સિદ્ધ થયા. પ્રેરણા – શિક્ષા :– (૧) પ્રતિજ્ઞાબદ્ધ દેવ ધર્મક્રિયામાં સહાયક બને છે. (૨) અનુકૂળ વાતાવરણ કરતાં પ્રતિકૂળતામાં શીઘ્ર બોધ થાય છે. (૩) પતિ–પત્નીનો પ્રેમ ક્ષણિક હોય છે. તે કર્મોના ઉદયથી બદલાઈ પણ જાય છે . (૪) વિપત્કાળમાં પણ સુખી અને પ્રસન્ન રહેવાનો ઉપાય કરવો. (૫) દુઃખથી ગભરાઈ આત્મઘાત કરવો મહા કાયરતા છે, અજ્ઞાન દશા છે. એવા સમયમાં ધર્મનું સ્મરણ કરી સંયમ–તપ સ્વીકારવો જોઈએ. અર્થાત્ દુઃખમાં તો ધર્મ અવશ્ય કરવો. અધ્યયન – ૧૫. ''નન્દીફળ' (રુપક) = ચંપાનગરીમાં ધન્ય સાર્થવાહ શકિત સંપન્ન વ્યાપારી હતો. તેણે એક વખત માલ વેચવા અહિચ્છત્રા નગરી જવા વિચાર્યું. ધન્ય સાર્થવાહે સેવકો દ્વારા ચંપાનગરીમાં ઘોષણા કરાવી – ધન્ય સાર્થવાહ અહિચ્છત્રા નગરી જઈ રહ્યા છે. જેને આવવું હોય તે સાથે આવે. જેની પાસે જે પણ પ્રકારના સાધનનો અભાવ હશે તેની પૂર્તિ કરવામાં આવશે. દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. ધન્ય શ્રેષ્ઠીએ સૌની સાથે ચંપાનગરીથી પ્રસ્થાન કર્યું. ઉચિત સ્થાને વિશ્રાન્તિ લેતાં ભયંકર અટવીની વચ્ચે આવી પહોંચ્યા. અટવી ખૂબ વિકટ હતી. માણસોની અવર જવર ન હતી. બરાબર મધ્ય ભાગમાં એક વિષયુકત વૃક્ષ હતું. જેના ફળ, પાંદડા, છાલ આદિનો સ્પર્શ કરતાં, સૂંઘતા, ચાખતાં અત્યંત મનોહર લાગતાં પણ તે બધા તો ઠીક, પણ તેની છાયા પણ પ્રાણ હરણ કરવાવાળી હતી. અનુભવી ધન્ય સાર્થવાહ તે નન્દીફળના વૃક્ષોથી પરિચિત હતો. તેથી સમયસર ચેતવણી આપી દીધી કે – 'સાર્થની કોઈ વ્યકિતએ નન્દીફળની છાયાની નજીક પણ ન જવું.' ધન્ય સાર્થવાહની ચેતવણીનો ઘણાએ અમલ કર્યો તો કેટલાક એવા પણ નીકળ્યા કે આ વૃક્ષના વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પ્રલોભનને રોકી ન શકયા. જે તેનાથી બચ્યા તે સકુશળ યશેષ્ટ સ્થાને પહોંચી સુખના ભોગી બન્યા અને જે ઇન્દ્રિયને વશીભૂત થઈ પોતાના મન ઉપર નિયંત્રણ ન રાખી શકયા તેઓ મૃત્યુના શિકાર બન્યા. તાત્પર્ય એ છે કે આ સંસાર ભયાનક અટવી છે. તેમાં ઇન્દ્રિયના વિવિધ વિષયો નન્દીફળ સમાન છે. ઇન્દ્રિયના વિષય ભોગવતી વખતે ક્ષણભર સુખદ લાગે છે પણ ભોગનું પરિણામ ખૂબ શોચનીય હોય છે. દીર્ઘકાળ સુધી વિવિધ વ્યથાઓ ભોગવવી પડે છે. તેથી સાધકે વિષયોથી બચવું જોઈએ. = પ્રેરણા – શિક્ષા :– (૧) બુઝર્ગ અનુભવી વ્યકિતઓની ચેતવણી, હિતસલાહની કયારેય ઉપેક્ષા ન કરવી. (૨) અજાણ્યું ફળ ખાવું નહિ. (૩) ઇચ્છાઓ ઉપર નિયંત્રણ રાખવાનો અભ્યાસ કરવો. (૪) ખાવા–પીવાની આકિત મનુષ્યના શરીર, સંયમ અને જીવનનો ખાત્મો બોલાવી દે છે. તેથી ખાવા–પીવામાં વિવેકનું જ્ઞાન હોવું આવશ્યક છે. અધ્યયન – ૧૬ દ્રૌપદી ઘણી વખત મનુષ્ય સાધારણ લાભ મેળવવાની ઈચ્છાએ એવું નિકૃષ્ટ કર્મ કરી બેસે છે કે જેનું ભયંકર પરિણામ ભવિષ્યમાં ભોગવવું પડે છે. તેનું ભવિષ્ય દીર્ઘાતિદીર્ઘ કાળ માટે અંધકારમય બની જાય છે. દ્રૌપદીના અધ્યયનમાંથી આ બાબતની શીખ મળે છે. દ્રૌપદીની કથા તેના નાગશ્રીના ભવથી શરૂ થાય છે. નાગશ્રી બ્રાહ્મણીએ પોતાના પરિવાર માટે ભોજન તૈયાર કર્યું હતું, જેમાં તુંબીનું શાક બનાવેલું. શાક તૈયાર થઈ ગયા બાદ ચાખતાં ખ્યાલ આવ્યો કે તુંબી કડવી અને વિષયુકત છે. અપયશથી બચવા શાક એક જગ્યાએ છુપાવી રાખ્યું. પરિવારના લોકો જમીને ગયા બાદ નાગશ્રી ઘરમાં એકલી જ હતી. તે વખતે માસખમણના તપસ્વી મુનિવર Page #20 -------------------------------------------------------------------------- ________________ 19. jain કથાસાર ધર્મરુચિ અણગાર પારણા કાજે તેના ઘરે પહોંચ્યા. સર્પ પાસે અમૃતની અપેક્ષા રખાય જ નહિ, તેની પાસેથી તો ઝેર જ મળે. નાગશ્રી માનવીના રૂપમાં નાગણ હતી. પરમ તપસ્વી મુનિને ઝેર પ્રદાન કર્યું. વિષયુકત તુંબીનું બધું જ શાક પાત્રમાં નાખી દીધું. ધર્મરુચિ અણગાર આહાર લઈ ગુરુ સમક્ષ આવ્યા. શાકની ગંધ માત્રથી ગુરુદેવ આહારને પારખી ગયા. તેમ છતાં એક ટીપું લઈ ચાખ્યું અને મુનિવરને નિર્વદ્ય સ્થાનમાં પરઠવાનો આદેશ કર્યો. ધર્મરુચિ અણગાર પરઠવા ગયા. એક ટીપું ધરતી ઉપર મૂકતાં જ તેની ગંધથી પ્રેરાઈ સેંકડો કીડીઓ આવવા લાગી. જે પણ તેનો રસાસ્વાદ માણે તે પ્રાણ ગુમાવી દેતી. આ દશ્ય જોઈ કરૂણા અવતાર મુનિનું હૃદય હચમચી ઉઠયું. તેમણે વિચાર્યું કે એક ટીપા માત્રથી આટલી બધી કીડીઓ મૃત્યુ પામી તો બધું જ શાક પરઠવાથી કેટલા બધા જીવોની ઘાત થશે? તે કરતાં શ્રેયસ્કર એ છે કે પેટમાં પધરાવી દઉં. મુનિએ તે પ્રમાણે કર્યું. દારૂણ વેદના થઈ. મુનિ પાદપોપગમન સંથારો કરી સમાધિ પૂર્વક પંડિત મરણને વર્યા. નાગશ્રીનું પાપ છૂપું ન રહ્યું. સર્વત્ર તેની ચર્ચા થવા લાગી. સ્વજનોએ માર–પીટ કરી ઘરમાંથી કાઢી મૂકી. તે ભિખારી બની ગઈ. સોળ રોગ તેને થયા. અતિ તીવ્ર દુ:ખોને અનુભવતી હાય-વોય કરતી છઠ્ઠી નરકમાં ઉત્પન થઈ. ત્યાર પછી પ્રત્યેક નરકમાં અનેક સાગરોપમના આયુષ્યથી અનેક વખત જન્મ ધારણ કર્યા. વચ્ચે વચ્ચે માછલી આદિ તિર્યંચ યોનિમાં પણ જન્મ લીધા. તે ભવોમાં શસ્ત્રો દ્વારા વધ થાય છે. જલચર, ખેચર અને સ્થલચર, એકેન્દ્રિય, | વિકલેન્દ્રિય પર્યાયમાં જન્મ લીધા: દ:ખમય જીવન પસાર કર્યા. દીર્ઘકાળ સુધી જન્મ મરણ કરી મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યો. ચંપા નગરીના સાગરદત્ત શેઠના ઘરે પુત્રી પણ જન્મ લીધો. સુકુમાલિકા નામ રાખવામાં આવ્યું. હજી પણ પાપના વિપાકનો અંત નહોતો આવ્યો. વિવાહિત થતાં જ પતિ દ્વારા તેનો પરિત્યાગ કરવામાં આવ્યો. તેના શરીરનો સ્પર્શ તલવારની ધાર જેવો તીણ અને અગ્નિ જેવો ઉષ્ણ લાગતો. તેના પતિ ઉપર દબાણ કરવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે "હું મૃત્યુને ભેટીશ પણ સુકુમાલિકાનો સ્પર્શ સુદ્ધાં નહિ સુકુમાલિકાનો પુનર્વિવાહ એક ભિખારી સાથે કરવામાં આવ્યો. ભિખારી પણ તેને પ્રથમ રાત્રેજ છોડીને ભાગ્યો. અતિશય દીન-હીન ભિખારી, શેઠના અસીમ વૈભવ અને સ્વર્ગ જેવા સુખના પ્રલોભનનો ત્યાગ કરી, હુકરાવી જતો રહ્યો, હવે કોઈ આશાનું કિરણ ન રહ્યું. પિતાએ નિરાશ થઈને કહ્યું – "બેટી! તારા પાપ-કર્મનો ઉદય છે જેને તું સંતોષની સાથે ભોગવી લે." પિતાએ દાનશાળા ખોલી. સુકુમાલિકા દાન દેતી સમય વ્યતીત કરવા લાગી. એકદા ગોપાલિકા નામના સાધ્વીજી દાનશાળામાં ગોચરી અર્થે પધાર્યા. તેઓની પાસે સુકુમાલિકાએ વશીકરણ, મંત્ર-તંત્ર, કામણ-કૂટણ આદિની યાચના કરી. આર્યાજીએ પોતાનો ધર્મ સમજાવ્યો; અને કહ્યું કે આવું સાંભળવું પણ મને કલ્પતું નથી અમારે મંત્ર-તંત્રનું શું પ્રયોજન? આખરે સાધ્વીજીના ઉપદેશથી સુકમાલિકાએ વિરકત થઈ દીક્ષા અંગીકાર કરી. કાલાંતરે તે શિથિલાચારી બની ગઈ. સ્વચ્છેદ થઈ એકાકી રહેવા લાગી. ગામ બહાર જઈ આતાપના લેવા લાગી. એક વખત એક વેશ્યાને પાંચ પુરુષ સાથે વિલાસ કરતી જોઈ સુકમાલિકાની સુષુપ્ત સુખ ભોગની લાલસા ઉત્પન્ન થઈ. તેણે નિયાણું કર્યું– 'મારી તપશ્ચર્યાનું ફળ હોય તો બીજા ભવમાં આવા પ્રકારનું સુખ પ્રાપ્ત કરું. અંતે મૃત્યુ પામી દેવ પર્યાયમાં ઉત્પન્ન થઈ ત્યાં પણ દેવગણિકા બની. દેવભવનો અંત થતાં પાંચાલનપતિ દ્રપદની કન્યા દ્રૌપદી રૂપે ઉત્પન્ન થઈ. ઉચિત વય થતાં સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું. સ્વયંવરમાં શ્રી કૃષ્ણ વાસુદેવ, પાંડવો આદિ હજારો રાજાઓ ઉપસ્થિત હતા. દ્રૌપદીએ પાંચ પાંડવોનો સ્વીકાર કર્યો. તેના આ સ્વયં વરણનો કોઈએ વિરોધ ન કર્યો. દ્રૌપદી પાંડવોની સાથે હસ્તિનાપુરમાં ગઈ. ક્રમશઃ પાંચ પાંડવોની સાથે માનવીય સુખોનો ઉપભોગ કરવા લાગી. એક વખત અચાનક નારદજી આવી પહોંચ્યા. યથોચિત વિનય બધાએ જાળવ્યો પણ દ્રૌપદીએ સત્કાર ન કર્યો. નારદજી કોપ્યા. બદલો લેવાની ભાવનાએ લવણ સમુદ્ર પાર કરી ઘાતકી ખંડદ્વીપમાં અમરકંકાના રાજા પાનાભ પાસે ગયા. દ્રૌપદીના રૂપ–લાવણ્યની અતિશય પ્રશંસા કરી પદ્મનાભને લલચાવ્યો. તેણે મિત્રદેવની સહાયતાથી દ્રૌપદીનું અપહરણ કરાવ્યું. દ્રોપદી પતિવ્રતા હતી. પદ્મનાભે તેણી પાસે અનુચિત માંગણી કરી ત્યારે તેણે છ મહિનાની મુદત માંગી. દ્રૌપદીને શ્રદ્ધા હતી કે આ સમય દરમ્યાન શ્રી કૃષ્ણ આવી મને છોડાવશે. મારો ઉદ્ધાર કરશે. આ તરફ પાંડુરાજાએ ચારે બાજુ તપાસ આદરી. દ્રૌપદીનો કયાંય પત્તો ન લાગ્યો. આખરે પાંડવોની માતા કુંતીજી કૃષ્ણ વાસુદેવ પાસે ગઈ. સમાચાર મળતાં જ શ્રી કૃષ્ણ નગર બહાર સત્કારવા આવ્યા. ભવનમાં લઈ આવી આગમનનું કારણ પૂછ્યું. કુંતીએ દ્રૌપદીના અપહરણની વાત કરી. કૃષ્ણ તે કાર્ય પૂર્ણ કરવાનું વચન આપી કુંતીને વિદાય કરી. અત્યંત શોધ કરવા છતાં દ્રોપદીનો પત્તો ન લાગ્યો. અચાનક નારદજી શ્રી કૃષ્ણ પાસે આવ્યા. ઉચિત સત્કાર કર્યો. પરસ્પર કુશલ સમાચાર પૂછી શ્રી કૃષ્ણ દ્રૌપદી માટે પૂછ્યું. તેના પ્રત્યુત્તરમાં નારદે કહ્યું કે ધાતકીખંડદ્વીપની અમરકંકા નામની રાજધાનીમાં પદ્મનાભના અંતઃપુરમાં દ્રૌપદી જેવી એક સ્ત્રીને જોઈ હતી. શ્રી કૃષ્ણને સમજતાં વાર ન લાગી કે આ કરતૂત નારદજીનાં છે. નારદજી પલાયન થઈ ગયા. કૃષ્ણ પાંડવોને સમુદ્ર કિનારે આવવા જણાવ્યું. ત્યાં છે એ જણાએ પોત પોતાનાં રથ સહિત લવણાધિપતિ સુસ્થિત દેવની સહાયતાથી લવણસમુદ્ર પાર કરી અમરક પહોંચ્યા. દૂત દ્વારા પદ્મનાભને સૂચના અપાઈ. યુદ્ધનો પ્રારંભ થયો. પ્રથમ યુદ્ધમાં પાંડવોની હાર થઈ, ત્યાર પછી શ્રી કૃષ્ણ વાસુદેવે શંખનાદ કરી યુદ્ધ કર્યું અને વિજય મેળવ્યો. પદ્મનાભના પંજામાંથી દ્રૌપદીને છોડાવી પ્રસ્થાન કર્યું. શ્રી કૃષ્ણ વાસુદેવના શંખનો ધ્વનિ તે ધાતકીખંડના ભરતક્ષેત્રના કપિલ વાસુદેવે સાંભળ્યો. તે વખતે ત્યાંના બાવીસમાં તીર્થકરનું સમવસરણ રચાયું હતું તેમાં કપિલ વાસુદેવે દેશના સાંભળતાં શંખનો અવાજ સાંભળ્યો. પ્રશ્ન પૂછતાં ભગવાને બધોજ વૃત્તાંત કહ્યો. તે વાસુદેવ કૃષ્ણને મળવા આવ્યા; તેટલામાં કૃષ્ણ બહુજ દૂર સમુદ્રમાં પહોંચી ગયા હતા. બન્ને વાસુદેવોનું શંખથી મિલન થયું એવું વાતોલાપ થયાં. કપિલ વાસુદેવે પદ્મનાભને દેશનિકાલ કર્યો અને તેના પુત્રને રાજગાદી ઉપર બેસાડ્યાં. સમુદ્ર પાર કરી શ્રી કૃષ્ણ પાંડવોને આગળ મોકલી દીધા અને પોતે સુસ્થિત દેવને મળવા ગયા. પાંચે પાંડવો નાવ દ્વારા ગંગાનદીને Page #21 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 20 પાર કરી કિનારે પહોંચ્યા અને તે નાવને ત્યાં જ રોકી લીધી અને વિચાર્યું કે શ્રી કૃષ્ણ આટલી મોટી નદીને તરીને પાર કરી શકે છે કે નહિ તે જોઈએ. શ્રીકૃષ્ણ નદી કિનારે આવ્યા. કોઈ સાધન ન દેખાતાં ભુજાએ તરીને કિનારે જવા વિચાર્યું. મધ્ય ભાગમાં આવતાં થાકી જવાથી દેવીએ વિશ્રાન્તિ માટે પાણીમાં બેટ બનાવ્યો. થોડો સમય આરામ કરી બાકી રહેલ જલપ્રવાહને તરી કિનારે પહોંચ્યા. પાંડવોને પૂછ્યું તમે નદી કેવી રીતે પાર કરી? સાથે આશ્ચર્ય પણ વ્યકત કર્યું. ત્યારે પાંડવોએ સત્ય વાત જણાવી, 'અમે તમારી શકિતને જોવા માંગતા હતા.' આ સાંભળી કૃષ્ણનો ક્રોધ આસમાને પહોંચ્યો. પાંચેના રથના ચૂરે ચૂરા કરી નાખ્યા અને દેશનિકાલની સજા ફટકારી. પાંડવો હસ્તિનાપુર માતા–પિતાને મળવા આવ્યા. પાંડુ રાજાએ ખૂબ ઉપાલંભ આપ્યો. કુંતીજી કૃષ્ણ પાસે ગયા. ત્રણ ખંડના અધિપતિ! પાંડવો આપના રાજ્યથી બહાર કયાં જાય? દરેક ઠેકાણે તમારું આધિપત્ય છે. અંતે સમાધાન કરાયું કે દક્ષિણ સમુદ્રના કિનારે જઈ નવી 'પાંડુ મથુરા' નગરી વસાવી રહેવું. દ્રૌપદી સહિત પાંચે પાંડવો પોતાના દલ–બલ સહિત સમુદ્ર કિનારે ચાલ્યા ગયા અને સુખ રૂપ રહેવા લાગ્યા. કાલાંતરે દ્રૌપદીએ પુત્રરત્નને જન્મ આપ્યો તેનું નામ પાંડુસેન રાખવામાં આવ્યું. ધર્મઘોષ આચાર્યનું નગરીમાં પદાર્પણ થયું. પાંચ પાંડવો અને દ્રૌપદીએ પુત્રને રાજગાદી સોંપી સંયમ અંગીકાર કર્યો. દ્રૌપદીએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. તપ સંયમની આરાધના કરી પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. પાંચ પાંડવોએ ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું. અનેક વર્ષો સુધી તપ—સંયમની આરાધના કરી. એક વખત અરિહંત અરિષ્ટનેમિના દર્શનના હેતુએ માસ–માસખમણ તપનો અભિગ્રહ કરી ગુરુ આજ્ઞા મેળવી પાંચે મુનિઓએ વિહાર કર્યો. કોઈ નગરમાં પારણાના દિવસે આહાર લેવા જતાં સાંભળવા મળ્યું કે અરિષ્ટનેમિ ભગવાન મોક્ષે પધાર્યા. ત્યારે તેઓએ આહારને વોસિરાવી સંથારાના પચ્ચક્ખાણ લીધા. કુલ્લે ૬૦ દિવસનું અનશન કરી સંપૂર્ણ કર્મનો ક્ષય કરી સિદ્ધ—બુદ્ધ–મુકત થયા. પ્રેરણા – શિક્ષા :– (૧) ધર્મ અને ધર્માત્માઓ સાથે કરેલો અલ્પતમ દુર્વ્યવહાર વ્યકિતને ભવોભવ દુઃખદાઈ નીવડે છે. દા.ત. નાગેશ્રી. (૨) 'પાપ છિપાયા ના છિપે'. આ ઉકિતને સદાય યાદ રાખવી. પાપ અનેક ગણું વધીને પ્રગટ થયા વિના રહેતું નથી. કર્મોનો વિપાક ભયંકર હોય છે. નાગશ્રી બ્રાહ્મણી તે ભવમાં ભિખારી બની અને અંતે સોળ મહારોગ ભોગવતાં નરકમાં ગઈ. (૪) જિનશાસનમાં સાધનાના વિવિધ પ્રકાર બતાવ્યા છે. ગચ્છ અને ગુરુની સાથે રહેતા થકા પણ મુનિ ઉગ્ર તપશ્ચર્યાના પારણે પરઠવા જાતે જ જાય. પરઠવાની ગુરુ આજ્ઞા થતાં ધર્મરુચિએ તે ઝેર જાતે પી લીધું, તે વિવેક સમજવો. વિવેકનું મહત્વ વિનય અને આજ્ઞાથી પણ અધિક છે. L (૫) સાધુએ કોઈના ગુપ્ત અવગુણો પ્રગટ કરવા નહિ. સાધુની બદનામી ન થાય તેથી નાગશ્રીનું નામ પ્રગટ કરવું અનિવાર્ય બન્યું. (કારણ કે તેમના શરીરમાં ઝેર હતું તો કોઈ એમ કહે કે સાધુએ જ ઝેર આપ્યું.) ધર્મઘોષ આચાર્યે વિવેક પૂર્વક વ્યવહાર કર્યો હતો. તેઓ ચૌદ પૂર્વધારી આગમ વિહારી હતા. (૬) પરસ્ત્રીગમનનો ત્યાગ ધાર્મિક તેમજ વ્યાવહારિક જીવનને માટે પણ અત્યંત આવશ્યક સમજવો. પરસ્ત્રી લંપટ પુરૂષ આ ભવમાં નિંદનીય બને છે. (દા.ત. પદ્મરથ) અને પરભવને પણ બગાડે છે.(કામેય પન્થેમાણા અકામા જંતિ દુર્ગાઈ) અર્થાત્ ઇચ્છિત ભોગો ન મળવા છતાં વિચારોની મલિનતાને કારણે તેઓ દુર્ગતિના ભાગીદાર બને છે. તેથી મર્યાદિત વ્રતધારી જીવન બનાવવું. (૭) કથાનકના બધા જ પ્રસંગો ઉપાદેય નથી હોતા. કેટલાક જાણવા યોગ્ય હોય છે તો કેટલાક ધારણ કરવા યોગ્ય હોય છે; જ્યારે કેટલાક હેય—ત્યાગવા યોગ્ય પણ હોય છે તેથી આવી કથાઓમાંથી ક્ષીર – નીર બુદ્ધિએ આદર્શ ગ્રહણ કરવા જોઈએ. (૮) આદરણીય પુરુષોની ઠઠ્ઠા મશ્કરી ન કરવી. અન્યથા અતિ પ્રેમ પણ તૂટી જાય છે. (૯) ઉત્તમ પુરુષો પાછલી જીંદગી પણ સુધારી લે છે. અને તીર્થંકરની હાજરીમાં પણ સ્થવિરોની પાસે દીક્ષા લઈ શકાય છે. અધ્યયન – ૧૭ આકીર્ણજ્ઞાત (રુપક) હસ્તિશીર્ષ નગરના કેટલાક વેપારીઓ જળમાર્ગે વ્યાપાર કરવા નીકળ્યા. તેઓ લવણ સમુદ્રમાં જતા હતા ત્યાં અચાનક તોફાન આવ્યું. નૌકા ડગમગવા લાગી. ચાલકની બુદ્ધિ પણ કુંઠિત થઈ ગઈ. તેને દિશાનું ભાન ન રહ્યું. વણિકોના હોશ કોશ ઉડી ગયા. બધા દેવ – દેવીઓની માન્યતા કરવા લાગ્યા. થોડીવારે તોફાન શાંત થયું. ચાલકને દિશાનું ભાન થયું. નૌકા કાલિક દ્વીપના કિનારે જવા લાગી. કાલિક દ્વીપમાં પહોંચતા જ વણિકોએ જોયું કે અહીં ચાંદી, સોનું, હીરા–રત્નોની પ્રચુર ખાણો છે; તેમજ તેઓએ ત્યાં ઉત્તમ જાતિના વિવિધ વર્ણોવાળા અશ્વો પણ જોયા. વણિકોને અશ્વોનું કોઈ પ્રયોજન ન હતું તેથી ચાંદી–સોનું–રત્ન આદિથી વહાણ ભરી પુનઃ પોતાની નગરીમાં પાછા વળ્યા. બહુમૂલ્ય ઉપહાર લઈ રાજા સમક્ષ વણિકો આવ્યા. રાજાએ પૂછયું – 'દેવાનુપ્રિયો! તમે વેપાર અર્થે અનેક નગરમાં પરિભ્રમણ કરો છો તો કોઈ અદ્ભુત આશ્ચર્યકારી વસ્તુ જોઈ છે? વણિકોએ કાલિકીપના અશ્વોનો ઉલ્લેખ કર્યો. તે સાંભળી રાજાએ વણિકોને અશ્વો લઈ આવવાનો આદેશ કર્યો. વણિકો રાજાના સેવકોની સાથે કાલિક દ્વીપ ગયા. અશ્વોને પકડવા પાંચે ઇન્દ્રિયોને લલચાવતી લોભામણી વસ્તુઓ સાથે લઈને Page #22 -------------------------------------------------------------------------- ________________ 21 jain કથાસાર ગયા. જુદી જુદી જગ્યાએ તે વસ્તુઓ વિખેરી નાખી. જે અશ્લો ઇન્દ્રિયોને વશમાં ન રાખી શકયા તેઓ સામગ્રીમાં ફસાઈ બંધનમાં પડયા. પકડાયેલા અન્વોને હસ્તિશીર્ષ નગરમાં લઈ જવામાં આવ્યા. તેઓને પ્રશિક્ષિત થવામાં ચાબૂકનો માર ખાવો પડ્યો. વધ–બંધનના અનેક કષ્ટો સહન કરવા પડ્યા. તેમની સ્વાધિનતા નષ્ટ થવા લાગી. પરાધીનતામાં જીંદગી પસાર કરવી પડી. કેટલાક અશ્વો એવા હતા કે જેઓ સામગ્રીમાં ન ફસાયા અને દૂર ચાલ્યા ગયા. તેઓની સ્વતંત્રતા કાયમ રહી. વધ–બંધન આદિ કષ્ટોથી બચી ગયા. તેઓ સ્વેચ્છાપૂર્વક કાલિક દ્વીપમાં જ સુખે રહ્યા. પ્રેરણા – શિક્ષા :-પ્રસ્તુત અધ્યયનનું નામ આકીર્ણજાત છે. આકીર્ણ એટલે ઉત્તમ જાતિના અશ્વ. અશ્વોના ઉદાહરણ દ્વારા અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જે સાધક ઇન્દ્રિયોના વશવર્તી બની, અનુકૂળ વિષયો પ્રાપ્ત કરવામાં લુબ્ધ બને છે તે રાગ વૃત્તિની ઉત્કટતાને કારણે દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરે છે. અને જે ઇન્દ્રિયોના વિષયોમાં આસકત નથી બનતા તે પરમાનંદને પ્રાપ્ત કરે છે. કથાનક સમાપ્ત થતાં વીસ ગાથાઓમાં શિક્ષા આપવામાં આવી છે તેનો સારાંશ -(૧) કાનને સુખકારી, હૃદયને હરનારી મધુર વીણા, વાંસળી, શ્રેષ્ઠ મનોહર વાધ, તાળી આદિના શબ્દોમાં ઇન્દ્રિયોના વશવર્તી જીવ આનંદ માને છે. આત્માર્થી સાધકે તેમાં આનંદ ન માનવો જોઈએ. મનોજ્ઞ કે અમનોજ્ઞ શબ્દોમાં તુષ્ટ કે રુષ્ટ ન થતાં સમભાવ અને ઉપેક્ષા ભાવ ધારણ કરવો જોઈએ. (૨) સ્ત્રીઓના સ્તન, પેટ, મુખ, હાથ, પગ, નેત્ર આદિને જોતાં ઇન્દ્રિયાસકત જીવ આનંદ માને છે. મુનિ તેનાથી નિર્લેપ રહે છે. અન્ય પણ મનોજ્ઞ – અમનોજ્ઞ રૂપોમાં તુષ્ટ-રુષ્ટ ન થતાં સમભાવ રાખવો જોઈએ. (૩) સુગંધિત પર્દાથની ગંધમાં એટલે કે ફૂલ, માળા, અત્તરાદિની સુગંધ સુંઘવામાં ઇન્દ્રિયાસકત જીવ આનંદ માને છે. આત્માર્થી મુનિ આ સહુથી વિરકત રહે સુગંધ કે દુર્ગધ મળતાં ઉપેક્ષા ભાવ રાખે. (૪) કડવા – કસાયેલા – ખાટા-મીઠા ખાદ્ય પદાર્થ, ફળ-મેવા-મીઠાઈમાં અજ્ઞાની જીવ આનંદ માને છે. જ્ઞાની – આત્માર્થી મનિ આ શુભાશુભ પદાર્થોનું આવશ્યક સેવન કરતા થકાં સુખ કે દુઃખનો અનુભવ ન કરે પરંતુ યુગલ સ્વભાવ અને ઉદરપૂર્તિના લક્ષ્યથી આવશ્યક ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરે. સ્પર્શેન્દ્રિયમાં આસકત બનેલા જીવ અનેક ઋતુઓમાં મનોહર સુખકર સ્પર્શોમાં તનને સુખ દેવાવાળા આસન-શયન-ફૂલ–માળા આદિના સ્પર્શમાં, મનને ગમતા સ્ત્રી આદિના સ્પર્શમાં આનંદ માને છે જ્યારે વિરકત આત્માઓ તો આ ઇન્દ્રિયના વિષયોને મહાન દુ:ખનું કારણ સમજી તેનાથી વિમુખ રહે છે. પ્રતિકૂળ કે અપ્રતિકૂળ સ્પર્શ પ્રાપ્ત થતાં સહન કરે. સંસારનું મૂળ ઇન્દ્રિયના વિષયો છે. (જે ગુણે સે મૂલ ઠાણે, જે મૂલ ઠાણે સે ગુણે – આચારાંગ) આ પાંચ ઇન્દ્રિયના વિષયના વિકારોની આસકિત જ સંસાર ભ્રમણનું કારણ છે. એક ઇન્દ્રિયમાં આસકત થઈ દુ:ખ પામવાવાળા પ્રાણીઓનાં દાંત પણ આ ગાથાઓમાં આપવામાં આવ્યા છે. (૧) શ્રોતેજિની આસકિતથી - તેતર (૨) ચક્ષુઇન્દ્રિયની આસકિતથી – પતંગીયા (૩) ઘ્રાણેન્દ્રિયની આસકિતથી – સર્પ (૪) રસેન્દ્રિયની આસકિતથી માછલી (૫) સ્પર્શેન્દ્રિયની આસકિતથી - હાથી મૃત્યુને પ્રાપ્ત કરે છે. ના છે. અધ્યયન – ૧૮ સુષમાદારિકા (રૂપક કથા) સુષમા સોનાના પારણામાં પોઢી, સુખમાં ઉછરી, રાજગૃહીના ધન્ય સાર્થવાહની લાડલી, તેનો કેવો કરૂણ અંત આવ્યો તે આ અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે. ધન્ય સાર્થવાહના પાંચ પુત્રો પછી તેનો જન્મ થયો હતો. જ્યારે તે નાની હતી ત્યારે ચિલાત નામનો દાસ તેને આડોશી-પડોશીના બાળકો સાથે રમવા લઈ જતો. તે બહુ જ નટખટ, ઉદંડ અને દુષ્ટ હતો. રમતા બાળકોને તે બહુ જ સતાવતો. ઘણી વખત તેમની કોડીઓ, લાખની ગોળીઓ છુપાવી દેતો, તો કયારેક વસ્ત્રાહરણ કરતો. કયારેક મારપીટ પણ કરતો જેથી બાળકોને નાકે દમ આવી જતો. ઘરે જઈ મા–બાપ પાસે ફરિયાદ કરતાં. ધન્યશેઠ દાસને વઢવા છતાં આદતથી મજબૂર દિનપ્રતિદિન તેનો ત્રાસ વધવા લાગ્યો. આખરે વારંવાર ફરિયાદ આવતાં ચિલોતને ઘરમાંથી કાઢી મૂકયો. હવે તે સ્વચ્છંદ અને નિરંકુશ બન્યો. તેને રોકટોક કરવાવાળું કોઈ ન રહ્યું. તેથી તે જુગારના અડ્ડા, દારૂના અડ્ડા તથા વેશ્યાગૃહમાં ભટકવા લાગ્યો. બધા જ વ્યસનોથી વીંટળાઈ ગયો. રાજગૃહથી થોડે દૂર સિંહગુફા નામની ચોર પલ્લી હતી. ત્યાં ૫૦૦ જેટલા ચોરો સાથે વિજય નામનો ચોરોનો સરદાર રહેતો હતો. ચિલાત ત્યાં પહોંચ્યો. તે બળવાન, સાહસિક અને નિર્ભીક તો હતો જ! વિજયે તેને ચૌર્યકળા, ચૌર્યમંત્ર શીખવાડી ચૌર્યકળામાં નિષ્ણાત બનાવ્યો. વિજયના મૃત્યુ બાદ ચિલાત ચોરનો સરદાર બન્યો. ધન્ય સાર્થવાહે તેનો તિરસ્કાર કર્યો હતો તેથી તેનો બદલો લેવાની ભાવના થઈ. સુષમા પ્રત્યે પ્રીતિ હતી. એક વખત ધન્યનું ઘર લૂંટી સુષમાને પોતાની બનાવવાનો વિચાર ઉદ્ભવ્યો અને પોતાના સાથીઓને જણાવ્યું કે લૂંટમાં ધન મળે તે તમારું અને ફકત સુષમા મારી. નિર્ધારિત સમયે ધન્ય સાર્થવાહના ઘરને ઘેર્યું, પ્રચુર સંપત્તિ તથા સુષમાને લઈ ચોર ભાગ્યો. ધન્યશેઠ જીવ બચાવવા છુપાઈ ગયા હતા. તે નગર રક્ષક પાસે ગયા. નગર રક્ષકોએ તેનો પીછો પકડયો. ધન્ય અને પાંચ દીકરા પણ સાથે જ ગયા. નગર રક્ષકોએ સતત પીછો કરી ચિલાતને હંફાવ્યો. ૫૦૦ ચોર ચોરીનો માલ છોડી ભાગ્યા. નગર રક્ષકો માલ–સંપત્તિ લઈ પાછા વળ્યા. ચિલાત સષમાને લઈ ભાગ્યો. ધન્યશેઠ તથા તેમના પત્રો તલવાર લઈ એકલા પડી ગયેલા ચિલાતનો સતત પીછો કરતા જ રહ્યા. બચવાનો ઉપાય ન મળતાં ચિલાતે સુષમાનું ગળું કાપી નાખ્યું. ધડને છોડી મસ્તક લઈ ચિલાત ભાગી છૂટયો. છતાં ભૂખ્યો-તરસ્યો પીડા પામતો અટવીમાં જ મૃત્યુ પામ્યો. સિંહગુફા સુધી પહોંચી ન શકયો. આ તરફ ધન્ય સાર્થવાહે પોતાની પુત્રીનું મસ્તક રહિત નિર્જીવ શરીર જોયું તો તેમના સંતાપનો પાર ન રહ્યો. તેમણે ખૂબ વિલાપ કર્યો. નગરીથી ખૂબ દૂર નીકળી ગયા હતા. જોશમાં કેટલું અંતર કપાયું તેનો ખ્યાલ નહોતો રહ્યો. જોશ નિઃશેષ થઈ ગયો હતો. ભુખ-તરસ સખત લાગેલી. આસપાસ પાણી માટે તપાસ કરી પણ એક ટીપુંય ન મળ્યું. રાજગૃહી નગરી સુધી પહોંચવાની શકિત ન રહી. વિકટ સમસ્યા ઉભી થઈ. Page #23 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 22 ધન્ય સાર્થવાહે કહ્યું – 'ભોજન વિના રાજગૃહી નહિ પહોંચાય તેથી મને હણી મારું માંસ તથા રુધિર દ્વારા ભુખ–તરસ મીટાવો.' જ્યેષ્ઠ દીકરાએ તે માન્ય ન કર્યું. પોતાના વધ માટે તૈયારી બતાવી પણ કોઈ સહમત ન થયા. પરસ્પર બધાએ વધ માટે તૈયારી બતાવી પણ કોઈ સહમત ન થયા ત્યારે નિર્ણય કર્યો કે સુષુમાના શરીરનો આહાર કરી સકુશલ રાજગૃહી પહોંચવું અને એમ જ થયું. યથાસમયે ધન્ય પ્રવ્રજયા અંગીકાર કરી. સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. મહાવિદેહમાં જઈ મોક્ષે પધારશે. શિક્ષા—પ્રેરણા :– ધન્ય સાર્થવાહ તથા તેમના પુત્રોએ સુષમાના માંસ–રુધિરનો આહાર રસેન્દ્રિયની લોલુપતા માટે નહિ પરંતુ રાજગૃહી સુધી પહોંચવાના ઉદ્દેશથી જ કર્યો હતો. તેથી સાધકે આહાર અશુચિમય શરીરના પોષણ માટે નહિ પરંતુ મુકિતએ પહોંચવાના લક્ષથી જ કરવો. લેશમાત્ર પણ આસિકત ન રાખવી. અનાસકત ભાવે આહાર કરવો તે દૃષ્ટિકોણને નજર સમક્ષ રાખી આ ઉદાહરણની અર્થ સંઘટના કરવી જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્ર તથા ઠાણાંગસૂત્રમાં છ કારણે આહાર કરવાનું બતાવ્યું છે. (૧) ક્ષુધા વેદનાની શાંતિ માટે (૨) સેવા માટે (સશકત શરીર હોય તો સેવા કરી શકે તે માટે) (૩) ઈરિયા સમિતિ શોધવા માટે (ખાધા વિના આંખે અંધારા આવતા હોય તો તે મટાડી ગમન કરી શકાય તે માટે) (૪) સંયમ પાળવાને માટે (૫) જીવન નિભાવવા માટે (૬) ધર્મધ્યાન અને ચિંતન માટે. આ પ્રમાણે છ કારણોથી શ્રમણ – નિગ્રંથ આહાર કરે છે. સાચું જ કહ્યું છે કે જીવન ભોજન માટે નથી પણ ભોજન જીવન માટે છે. ''સુખી થવું છે? તો કમ ખા, ગમ ખા, નમ જા.'' - અધ્યયન – ૧૯ પુંડરીક અને કંડરીક મહાવિદેહ ક્ષેત્રના પૂર્વવિભાગના પુષ્પકલાવતી વિજયમાં પુંડરિકણી નગરી સાક્ષાત્ દેવલોક સમાન સુંદર હતી. બાર યોજન લાંબી અને નવયોજન પહોળી હતી. મહાપદ્મ રાજાના બે દીકરા હતા – પુંડરીક અને કંડરીક. એકદા ધર્મઘોષ આચાર્યની દેશના સાંભળી મહાપદ્મરાજા દીક્ષિત થયા. પુંડરીક રાજા બન્યા. મહાપદ્મ રાજર્ષિ વિશુદ્ધ સંયમ પાળી મોક્ષે પધાર્યા. ફરીને સ્થવિરોનું આગમન થતાં કંડરીકને વૈરાગ્ય ઉત્પન્ન થયો. દીક્ષાની અનુમતિ માંગતા વડીલ બંધુએ રાજ્યગાદી પ્રદાન કરવાનું કહ્યું પરંતુ કંડરીકે તેનો અસ્વીકાર કરતાં દીક્ષા લીધી. કંડરીક મુનિને દેશ–દેશાંતરમાં વિચરતાં, લુખો—સુકો આહાર કરતાં શરીરમાં રોગ ઉત્પન્ન થયો. સ્થવિર પુનઃ પુંડરિકણી નગરીમાં પધાર્યા. ભાઈમુનિનું શરીર શુષ્ક જોઈ સ્થવિર મુનિ પાસે ચિકિત્સા કરાવવાનું નિવેદન કર્યું. તે માટે યાન શાળામાં પધારવા વિનંતિ કરી. સ્થવિર યાનશાળામાં પધાર્યા. ઉચિત ચિકિત્સા થવાથી કંડરીક મુનિ સ્વસ્થ થયા. સ્થવિર મુનિ ત્યાંથી વિહાર કરી અન્યત્ર ગયા પરંતુ કંડરીક મુનિ રાજસી ભોજનમાં આસકત થવાથી ત્યાં જ રહ્યા. વિહાર કરવાનું નામે ન લીધું. રાજા પુંડરીક તેની આસિકત તથા શિથિલતાને જાણી ચૂકયા હતા. કંડરીકને જાગૃત કરવા નિમિત્તે સવિધિ વંદન કરી કહ્યું – 'દેવાનુપ્રિય! આપને ધન્ય છે! આપ પુણ્યશાળી છો! આપે મનુષ્ય જન્મ સફળ બનાવ્યો; ધન્યાતિધન્ય છે આપને!!! હું પુણ્યહીન છું, ભાગ્યહીન છું કે હજી સુધી મારો મોહ નથી છૂટયો. હું સંસારમાં ફસાયેલો છું!" કંડરીક મુનિને આ વચન રુચિકર તો ન લાગ્યું છતાં મોટા ભાઈની લજ્જાવશ વિહાર કર્યો; પણ સંયમ પ્રત્યે સદ્ભાવ નહોતો. વિરકત ભાવ નહોતો. તેથી કેટલોક સમય સ્થવિર પાસે રહ્યા. અંતે સાંસારિક લાલસાઓથી પરાજિત થઈ રાજમહેલની અશોકવાટિકામાં આવી બેઠા. લજ્જાને કારણે મહેલમાં પ્રવેશ ન કર્યો. ધાવમાતાએ તેમને જોયા. જઈને રાજાને જણાવ્યું. રાજાએ અંતઃપુર સહિત આવી વંદન કરી સંયમમાર્ગની અનુમોદના કરી. પણ યુકિત કામ ન આવી. કંડરીક ચુપચાપ બેઠા રહ્યા. ' આપ ભોગને ઈચ્છો છો?' કંડરીકે લજ્જા ત્યાગી હા પાડી. પુંડરીક રાજાએ કંડરીકનો રાજ્યાભિષેક કર્યો. કંડરીકના સંયમ ઉપકરણ લઈ પુંડરીક રાજા દીક્ષિત થયા. તેમણે પ્રતિજ્ઞા લીધી કે સ્થવિર મહાત્માના દર્શન કરી તેમની પાસે ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યા પછી જ આહાર–પાણી ગ્રહણ કરીશ. તેઓએ આ પુંડરિકિણી નગરીનો ત્યાગ કર્યો અને સ્થવિર ભગવંત પાસે જવા પ્રસ્થાન કર્યું. કંડરીક પોતાના અપથ્ય આચરણને કારણે અલ્પકાળમાં જ આર્તધ્યાન પૂર્વક કાળધર્મ પામ્યો. તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી સાતમી નરકમાં ઉત્પન્ન થયો. આ ઉત્થાન બાદ પતનની કહાની થઈ. જ્યારે પુંડરીક મુનિ ઉગ્ર સાધના કરી અંતે સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કરી તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી તે મોક્ષે પધારશે. ઉત્થાન તરફ જવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રેરણા – શિક્ષા : (૧) સંયમજીવનમાં દર્દને કારણે કદાચ ઔષધનું સેવન કરવું પડે કે શકિતવર્ધક દવા લેવી પડે ત્યારે અત્યધિક વિવેક રાખવો. કયારેક આવી દવાઓથી એશ આરામ, ભોગાકાંક્ષાની મનોવૃત્તિ પ્રબળ થાય છે. દા.ત. શૈલક રાજર્ષિ અને કંડરીક મુનિ. બન્ને મુનિઓને પથ ભ્રષ્ટ થવામાં ચિકિત્સા જ કારણભૂત છે. પ્રાયઃ અનેક સાધુ દવાની માત્રામાં યા પરેજી પાળવામાં અવિવેક રાખે છે તેથી તેનું પરિણામ નવા રોગોની ઉત્પત્તિ અને જીવન વિનાશ થાય છે. (૨) વિગય અને મહાવિગયનું વિપુલ માત્રામાં સેવન કરવાથી વિકાર પેદા થાય છે. છતાં પણ તે સુસાધ્ય છે એટલે કે વિગયોત્પન્ન વિકારનું તપ દ્વારા ઉપશમન થઈ શકે છે પણ ઔષધજન્ય વિકાર મહા ઉન્માદ પેદા કરે છે. કુશલ સેવાનિષ્ઠ પંથકના મહિનાઓના પ્રયત્નથી શૈલક રાજર્ષિનો ઉન્માદ શાંત થયો પણ કંડરીકનો વિકારોન્માદ શાંત ન થયો. ત્રણ દિવસના ક્ષણિક નશ્વર જીવન માટે વર્ષોની કમાણી બરબાદ થઈ આ નિકૃષ્ટતમ દરજ્જાનો ઉન્માદ આત્મદેવાળું ફૂંકવાનું દૃષ્ટાંત પૂરું પાડે છે. (૩) અલ્પકાળની આકિત જીવોને ઉંડા ખાડામાં નાખી દે છે; જ્યારે અલ્પકાળનો વૈરાગ્ય ઉત્સાહ પ્રાણીને ઉચ્ચતમ શિખરે પહોંચાડે છે. પુંડરીક રાજર્ષિએ ત્રણ દિવસના ઉત્કૃષ્ટ સંયમ અને એક છઠ્ઠ તપની આરાધનાથી ગુરુ ચરણોમાં સ્થિર થતાં આત્મ કલ્યાણ સાધી લીધું. ત્રણ દિવસ તો શું...એક ઘડીનો વૈરાગ્ય પણ બેડો પાર કરી નાખે છે. અને ક્ષણભરની લાપરવાહી વર્ષોની કમાણી લૂંટી લે છે. - Page #24 -------------------------------------------------------------------------- ________________ 2 jain કથાસાર (૪) પુંડરીક રાજાએ સ્વયંવેશ ધારણ કર્યો... દીક્ષા લીધી. છતાંય ગુરુ પાસે પુનઃ મહાવ્રતનું ઉચ્ચારણ કર્યું. પ્રથમ છઠ્ઠના પારણે ગુરુ આજ્ઞા લઈ વહોરવા ગયા. વૈરાગ્યની ધારા ઉત્કૃષ્ટ હતી તેથી નિરસ - રૂક્ષ આહાર લઈ આવ્યા. પાદ વિહાર, તપશ્ચર્યા અને રૂખા આહારથી દારૂણ પેટપીડા ઉત્પન્ન થઈ. અવસરોચિત અનશન ગ્રહણ કર્યું અને રાત્રે જ કાળધર્મ પામ્યા. સર્વાર્થસિદ્ધ અનત્તર વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. કંડરીક પ્રબળ ઈચ્છાથી રાજા બન્યા અને ત્રીજે દિવસે મૃત્યુ પામી સાતમી નરકમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન થયાં. વિષય-કષાય આત્માના મહાન લુંટારા છે. અનર્થની ખાણ છે. આત્મગુણોને માટે અગ્નિ અને ડાકુનું કામ કરવાવાળા છે. વિષય ભોગને વિષ અને કષાયને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. હૃષ્ટ–પષ્ટ શરીરનો ક્ષણભરમાં ખાત્મો બોલાવી દેનાર વિષ છે. જ્યારે અગ્નિ અલ્પ સમયમાં બધું જ ભસ્મ કરી નાખે છે. એ જ ન્યાયે વિષય-કષાય અલ્પ સમયમાં દીર્ઘકાળની આત્મ સાધનાને નષ્ટ કરી નાખે છે. વિષયભોગમાં અંધ બનેલ મણિરથ મદનરેખામાં અંધ બની નિરપરાધ નાના ભાઈની હત્યા કરે છે. સર્પદંશથી પોતાનું મૃત્યુ થતાં નરકમાં ચાલ્યો જાય છે. નિરંતર મા ખમણની તપશ્ચર્યા કરવાવાળા મહાતપસ્વી પણ જો કષાય કરે તો વારંવાર જન્મ-મરણ કરે છે. (સૂય. અ. ૨. ઉ. ૧)કષાય અને વિષયની તીવ્રતાવાળી વ્યકિત ચક્ષુહીન ન હોવા છતાં અંધ કહેવામાં આવી છે–મોહાંધ, વિષયાંધ, ક્રોધાંધ ઇત્યાદિ... ઉત્ત.અ.૧૯માં વિષયભોગને કિંપાગ ફળની ઉપમા આપી છે. જે ખાતાં તો મીઠાં લાગે છે પણ પછી પ્રાણ હરી લે છે. (૬) આ અંતિમ અધ્યયનમાં કામભોગોનું દુઃખમય પરિણામ અને સંયમના શ્રેષ્ઠ આનંદનું પરિણામ બતાવ્યું છે. ઓગણીસ અધ્યયનોન હાર્દ (૧) સંસાર ભ્રમણના દુઃખોની તુલનાએ સંયમના કષ્ટો નગણ્ય છે. સંયમથી અસ્થિર બનેલ આત્માને વિવેકથી સ્થિર કરવો જોઈએ. દા.ત. ભગવાન મહાવીરે મેઘમુનિને સ્થિર કર્યા. કોઈ કાર્યના મૌલિક આશયને સમજ્યા વિના નિર્ણય ન લેવો. શરીર ધર્મ સાધનાનું સાધન અને મુકિતમાર્ગનો સાથી હોવાથી આહાર દેવો પડે છે એવી વૃત્તિથી આહાર કરવો. જેમ કે શેઠે ચોરને આપ્યો. જીવનમાં પોતાના સાધ્ય પ્રત્યે દઢ શ્રદ્ધા હોવી જોઈએ. જિનદત્ત પુત્રને ઈડા પ્રત્યે હતી તેવી. (૪) ઇન્દ્રિય અને મનનો નિગ્રહ કરી આત્મસાધનામાં અગ્રેસર થવું. ગંભીર કાચબા સમાન. ચંચળ અને કૂતુહલવૃત્તિનો ત્યાગ કરવો. માર્ગભૂલેલા સાધકનો તિરસ્કાર ન કરતાં કુશળતા અને આત્મીયતાથી તેનો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરવો. દા.ત. પંથક. ઔષધ પ્રયોગમાં અત્યધિક સાવધાની રાખવી. કર્મ આત્માને લેપયુકત તુંબડાની સમાન ભારે બનાવી સંસારમાં ભટકાવે છે. ૧૮ પાપથી કર્મ પુષ્ટ થાય છે તેથી પાપનો ત્યાગ કરી કર્મની નિર્જરા કરવામાં સદા પુરુષાર્થ રત રહેવું. (૭) આત્મગુણોનો દિનપ્રતિદિન વિકાસ કરતા રહેવું. ધન્ના સાર્થવાહની ચોથી પુત્રવધૂ શેહિણીની જેમ. (૮) સાધનામય જીવનમાં અલ્પતમ માયા કપટ ન હોવું જોઈએ. માયા મિથ્યાત્વની જનની છે. સમકિતને નષ્ટ કરી સ્ત્રીપણું અપાવે છે. | (૯) સ્ત્રીઓના લોભામણા હાવભાવમાં ફસાવું નહિ. જિનપાલની જેમ દઢ રહેવું. (૧૦) જીવ પ્રયત્ન વિશેષથી ગુણોના શિખરને સર કરે છે અને અવિવેકથી અંધકારમય ગર્તામાં જાય છે. માટે સાવધાની પૂર્વક વિકાસ ઉન્મુખ બનવું જોઈએ. ચંદ્રમાની કળાની જેમ. (૧૧) પોતાના કે પરાયા દ્વારા કોઈપણ જાતનો પ્રતિકૂળ વ્યવહાર થાય તેને સમ્યક પ્રકારે સહન કરવો જોઈએ. ચોથા દાવદ્રવ વૃક્ષની જેમ. તેમાં સહજ પણ ઉણપ રહેશે તો સંયમની વિરાધના થશે. અન્ય ત્રણ પ્રકારના દાવદ્રવ વૃક્ષની જેમ. (૧૨) પુદ્ગલનો સ્વભાવ બદલાતો રહે છે. તેની પ્રત્યે ધૃણા કે આનંદ ન માનવો. સુબુદ્ધિ પ્રધાનની જેમ. (૧૩) સંત સમાગમ આત્મ વિકાસનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી સત્સંગ કરતા રહેવું. આત્મસાધનામાં પ્રમાદ આવતાં જીવ પશુ યોનિમાં જાય છે. ત્યાં પણ સંયોગ મળતાં જીવનને સફળ બનાવી શકે છે. નંદ મણિયારની જેમ. (૧૪) દુઃખ આવતાં ધર્મ પ્રત્યે રુચિ વધે છે. તેટલીપુત્ર પ્રધાનની જેમ. કિન્તુ સુખની પળોમાં ધર્મ કર્યો હોય તો દુઃખના દિવસો જોવા ન પડે. (૧૫) અનુભવી વૃદ્ધની સલાહ કયારેય અવગણવી નહિ. નંદી ફળ ન ખાવાનું સૂચન. (૧૬) મુનિને અભકિત-અશ્રદ્ધાથી દાન ન દેવું – નાગેશ્રી. જીવદયા અને અનુકંપાનું મહત્વ ધર્મચિ અણગારની જેમ સમજો. (૧૭) ઇન્દ્રિયના વિષયોમાં ફસાતાં સ્વતંત્રતા નષ્ટ પામે છે. આ કીર્ણ ઘોડાની જેમ. (૧૮)અનાસકત ભાવે આહાર કરવો. (૧૯) સાધનાયુકત જીવનમાં ધૈર્ય ધારણ કરવું. સંયમ ભ્રષ્ટ ભોગાસકત આત્મા દુઃખની પરંપરા વધારે છે – કંડરીક. દ્વિતીય શ્રુતસ્કંધ કાલીદેવી: રાજગૃહી નગરીમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. તે સમયે ચમરેન્દ્ર અસુરરાજની અગ્રમહિષી (પટ્ટરાણી) કાલીદેવી પોતાના સિંહાસન ઉપર બેઠી હતી. અચાનક જંબુદ્વીપ તરફ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતાં ભગવાન મહાવીરને જંબુદ્વીપના ભરત ક્ષેત્રની રાજગૃહી નગરીમાં બિરાજતા જોયા. તે જોતાં જ કાલીદેવી સિંહાસનથી નીચે ઉતરી જે દિશામાં ભગવાન મહાવીર હતા તે દિશામાં સાત-આઠ પગ આગળ જઈ પૃથ્વી ઉપર મસ્તક મૂકી વિધિવત્ વંદના કરી. ત્યારપછી ભગવાનની સમક્ષ પ્રત્યક્ષ વંદન-નમસ્કાર કરવાનો નિશ્ચય કર્યો. હજાર યોજન વિસ્તૃત વિમાનની વિક્રવણા કરવાનો આદેશ કર્યો. વિમાન તૈયાર થતાં પરિવાર સહિત ભગવાન Page #25 -------------------------------------------------------------------------- ________________ 24 આગમ-કથાઓ પાસે આવી વંદન નમસ્કાર કર્યા. દેવોની પરંપરા અનુસાર પોતાના નામ-ગોત્ર પ્રકાશિત કરી બત્રીસ પ્રકારની નાટ્યવિધિ બતાવી પાછી ગઈ. કાલીદેવીના ગયા પછી ગૌતમ સ્વામીએ ભગવાનની સમક્ષ પ્રશ્ન પૂછયો – '! કાલી દેવીએ દિવ્ય ઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી?' ત્યારે ભગવાને તેનો પૂર્વભવ જણાવ્યો. આમલકલ્પા નગરીના કાલ નામના ગાથાપતિની એક પુત્રી હતી. તેની માતાનું નામ કાલશ્રી હતું. પુત્રીનું નામ કાલી હતું. તે બેડોળ શરીરવાળી હતી. જેથી અવિવાહિત રહી ગઈ. એકદા પુરુષદાનીય ભગવાન પાર્શ્વનાથ આમલકલ્પામાં પધાર્યા. કાલીએ દેશના સાંભળી દીક્ષા અંગીકાર કરી. માતા-પિતાએ ઠાઠ-માઠથી દીક્ષા મહોત્સવ ઉજવ્યો. ભગવાને પુષ્પચૂલા આયોજીને શિષ્યા તરીકે પ્રદાન કરી. કાલી આયજીએ અગિયાર અંગનું અધ્યયન કર્યું અને યથાશકિત તપશ્ચર્યા કરતી સંયમની આરાધના કરવા લાગી. કેટલોક સમય વીત્યા બાદ કાલી આર્યાને શરીર પ્રત્યે આસકિત ઉત્પન્ન થઈ. વારંવાર અંગોપાંગ ધોતી અને જ્યાં સ્વાધ્યાય કાઉસગ્ગ આદિ કરતી ત્યાં પાણી છાંટવા લાગી. સાધ્વાચારથી વિપરીત પ્રવૃત્તિ જોઈ આર્યા પચ લાજીએ વારંવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ન માની. અંતે જુદા ઉપાશ્રયમાં રહેતી સ્વચ્છેદ થતા વિરાધક બની. અંતિમ સમયે પંદર દિવસનો સંથારો કરી, શિથિલાચારની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામી કાલીદેવી પણે ઉત્પન્ન થઈ છે. ગૌતમ સ્વામીએ પુનઃ પ્રશ્ન કર્યો, તે પ્રભુ! હવે તે કયાં જન્મ લેશે?" "ગૌતમ! દેવીનો ભવ પૂર્ણ કરી મહાવિદેહમાં જન્મ લેશે. ત્યાં નિરતિચાર સંયમની આરાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરશે. પ્રેરણા - શિક્ષા – મહાવ્રતોનું વિધિવતુ પાલન કરવાવાળો જીવ, તે ભવમાં જો સમસ્ત કર્મોનો ક્ષય કરે તો નિર્વાણ પ્રાપ્ત કરે. જો શેષ કર્મ બાકી રહી જાય તો વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે. પણ મહાવ્રતને અંગીકાર કરવા છતાં જો વિધિવત્ પાલન ન કરે તો શિથિલાચારી બને છે, કુશીલ બને છે, સમ્યગુજ્ઞાન આદિનો વિરાધક બને છે. કાય કલેશ આદિ બાહ્ય તપશ્ચર્યા દ્વારા દેવગતિ પ્રાપ્ત કરે છે પણ વૈમાનિક જેવી ઉચ્ચગતિ નથી મેળવી શકતો. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી દેવ બને છે. દશ વર્ગોના વિષયોનું વર્ણન દ્વિતીય શ્રત સ્કંધના દશ વર્ગ છે. પ્રથમ વર્ગમાં ચમરેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન છે. બીજા વર્ગમાં વૈરોચનેન્દ્ર બલીન્દ્રનું, ત્રીજામાં અસુરેન્દ્રને છોડી દક્ષિણ દિશાના નવ ભવનવાસી ઇન્દ્રોની અગ્રમહિષીઓ અને ચોથામાં ઉત્તર દિશાના ઇન્દ્રોની અગ્રમહિષીઓનું વર્ણન છે. પાંચમામાં દક્ષિણ અને છઠ્ઠામાં ઉત્તર દિશાના વાણવ્યંતર દેવોની અગ્રમહિષીઓનું, સાતમામાં જયોતિષેન્દ્ર ચન્દ્રની, આઠમામાં સૂર્યેન્દ્રની તથા નવમા અને દશમા વર્ગમાં વૈમાનિકના સૌધર્મેન્દ્ર તથા ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન કરવામાં આવ્યું આ બધી દેવીઓનું વર્ણન તેમના પૂર્વભવનું છે. જે મનુષ્ય પર્યાયમાં સ્ત્રીરૂપે હતી. સાધ્વી બન્યા પછી ચારિત્રની વિરાધના કરી. શરીરબકુશ બની. ગુરુણીની મનાઈ હોવા છતાં માની નહિ અને અંતે ગચ્છથી મુકત થઈ સ્વચ્છંદ પણે રહેવા લાગી. અંતિમ સમયે તેમણે દોષોની આલોચના – પ્રતિક્રમણ ન કર્યા. કાળધર્મ પામી. ચમરેન્દ્રની અગ્રમહિષી | બલીન્દ્રની અગ્રમહિષી દક્ષિણના નાગકુમાર આદિ ૯ની અગ્રમહિષી ૬૪૯ | ૫૪ | ઉત્તરના નાગકુમાર આદિ ૯ની અગ્રમહિષી ૬૪૯ | ૫૪ | દક્ષિણ વ્યંતરના આઠ ઇન્દ્રોની અગ્રમહિષી ૪૪૮ | ૩૦ ઉત્તર વ્યંતરના આઠ ઇન્દ્રોની અગ્રમહિષી ૪૪૮ | ૩૨ ચન્ટેન્દ્રની અગ્રમહિષી સૂર્યેન્દ્રની અગ્રમહિષી સિધર્મેન્દ્રની અગ્રમહિષી ઈશાનેન્દ્રની અગ્રમહિષી આ પ્રમાણે દશ વર્ગના ૨૦ અધ્યયનમાં ૨૦૬ દેવીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એક ભવ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. સાર – જિનવાણી પ્રત્યે, જિનાજ્ઞા પ્રત્યે શ્રદ્ધા, આસ્થા શુદ્ધ છે. તપ-સંયમની રુચિ છે તો બકુશવૃત્તિ ભવપરંપરા નથી વધારતી પણ અંતે સાચા હૃદયથી આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી જીવ વિરાધક બને છે. ઉપાસક દશા પ્રસ્તાવના: જૈન ધર્મમાં ત્યાગ અને સાધનાનું મહત્વપૂર્ણ સ્થાન છે. તીર્થકર પ્રભુ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ બાદ ધર્મ તીર્થની સ્થાપના કરે છે. જેમાં ચાર અંગ હોય છે. સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. એમની સાધનાને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. શ્રમણ ધર્મ અને શ્રમણોપાસક ધર્મ. શ્રમણ સર્વત્યાગી સંયમી હોય છે. જ્યાં આત્મ સાધના જ સર્વસ્વ છે. આ શ્રમણ "સવૅ સાવજજે જોગં પચ્ચખામિ" આ સંકલ્પ સાથે જ નવા જીવનમાં પ્રવેશ કરે છે. ત્યાં તેઓ કરવું કરાવવું અને અનુમોદન કરવું આ ત્રણ કરણ Page #26 -------------------------------------------------------------------------- ________________ 25 jain અને ત્રણ યોગથી જીવન પર્યન્ત બધાં જ પાપોનો ત્યાગ કરે છે. તેમની એ સાધના સર્વ–વિરતિ સાધના છે. મહાવ્રતોની સમગ્ર પરિપૂર્ણ આરાધના રૂપ ઉપર્યુકત સાધનાની અપેક્ષાએ હળવો, સુકર, સરળ બીજો માર્ગ પણ છે. જેમાં સાધક પોતાની શકિત અનુસાર સીમામાં (મર્યાદામાં) વ્રત સ્વીકાર કરે છે. એવા સાધકોને શ્રમણોપાસક (શ્રાવક) કહેવામાં આવે છે. તેમની આ સાધનાને દેશ વિરતિ સાધના કહેવામાં આવે છે. કથાસાર ઉપાશક દશાંગ સૂત્ર અંગ સૂત્રોમાં સાતમું અંગ સૂત્ર છે. એમાં દેશ વિરતિ સાધના રૂપે શ્રમણોપાસક જીવનની ચર્ચાઓ છે. ભગવાન મહાવીરના સમયના દશ શ્રાવક આનંદ, કામદેવ, ચલણીપિયા, સુરાદેવ, ચુલશતક, કુંડકૌલિક, સકડાલપુત્ર, મહાશતક, નંદિની પિયા અને શાલિહિપિયા ન વર્ણન છે. આમ, ભગવાન મહાવીરના લાખોની સંખ્યામાં શ્રાવકો હતાં. તેમનાંમાં મુખ્ય પ્રમુખ શ્રાવકો સંખ– પુષ્કલીજી વગેરે હતાં. તદપિ અહીંયા આ ૧૦ શ્રાવકોનું જીવન કંઈક વિશેષ ઘટનાઓ અને ઉપસર્ગોને કારણે તેમજ પ્રેરક હોવાથી અંકિત કરવામાં આવ્યું છે. સૂત્રમાં વર્ણિત દશે શ્રાવકોએ વીસ વર્ષ સુધી શ્રાવક વ્રતોનું પાલન કર્યુ. જેમાં છેલ્લા છ વર્ષોમાં બધાયે નિવૃત્તિમય જીવન સ્વીકાર કર્યું અને શ્રાવકની અગિયાર પડિમાઓનું આરાધન કર્યું. આ સમાનતાની દૃષ્ટિએ પણ આ દશ શ્રાવકોનું વર્ણન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આ સૂત્રની એ સ્વતંત્રરૂપે વિશેષતા છે કે તે ગૃહસ્થ જીવનની સર્વાંગીય સાધના પર પ્રકાશ પાડે છે. તે કારણે તેનું નામ પણ ઉપાશક દશાંગ સૂત્ર રાખવામાં આવ્યું છે. આથી ગૃહસ્થજીવનમાં ધર્માચરણ કરનાર દરેક સાધકો માટે આ સૂત્ર અવશ્ય વાંચવા યોગ્ય અને મનન કરવા યોગ્ય છે. આ તથ્યને સમજીને દરેક શ્રમણોપાસક આ સૂત્રનું વારંવાર અધ્યયન કરશે તો તેઓ અનેકાનેક માર્ગદર્શન આ સૂત્રથી મેળવી શકશે. પ્રાપ્ત કરશે. ઉપલબ્ધ આ સૂત્ર ૮૧૨ શ્લોક પ્રમાણ માનવામાં આવ્યું છે. પ્રથમ અધ્યયન આનંદ : પ્રાચીનકાળમાં વૈશાલીની નજીક જ વાણિજયગ્રામ નામનું નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તે લિછવિઓનું ગણ રાજ્ય હતું. તે નગરમાં આનંદ નામનાં શેઠ રહેતા હતા. તેની પાસે કરોડોની સંપત્તિ હતી. સમાજમાં તે પ્રતિષ્ઠિત અને સમ્માનિત હતા. બુદ્ધિમાન, વ્યવહાર કુશળ અને મિલનસાર હોવાને કારણે તેઓ બધાના વિશ્વસનીય હતા. તેમને શિવાનંદા નામની પત્ની હતી. તે પણ ગુણવંતી અને પતિપરાયણ હતી. આનંદના અન્ય પારિવારિક લોકો પણ ગુણ સંપન્ન અને સુખી હતાં. એક વાર તે નગરની બહાર ઉપવનમાં ભગવાન મહાવીર સ્વામી પર્ધાયા. પ્રજાજનો ભગવાનના દર્શન કરવા ગયાં. આનંદ શ્રાવકને જાણકારી મળી. તેના મનમાં પણ ભગવાનના દર્શન કરવાની ઉત્કંઠા જાગી. તે પણ ત્યાં પહોંચ્યા અને ભકિતપૂર્વક ભગવાનને વંદન નમસ્કાર કરીને પરિષદમાં બેસી ગયા. ભગવાને આવેલી વિશાળ પરિષદમાં બેઠેલાં તમામ લોકોને ઉપદેશ આપ્યો. જીવાદિ, મોક્ષ પર્યન્ત તત્વોનું સ્વરૂપ સમજાવ્યું. સંમય ધર્મ અને ગૃહસ્થ ધર્મનું પણ ભગવાને વિશ્લેષણ કર્યું. ઉપદેશ સાંભળીને કેટલાય લોકો પ્રતિબોધ પામ્યા. શ્રદ્ધાન્વિત બન્યા અને કેટલા ય લોકોએ શ્રમણ ધર્મ તથા શ્રમણોપાસક ધર્મ સ્વીકાર કર્યો તેમજ વીતરાગ ધર્મની ભૂ–િભૂરિ પ્રશંસા કરી. આનંદ શ્રેષ્ઠી ભગવાનની વાણીનું શ્રવણ કરીને અત્યંત આનંદિત થયા. અગાઢ શ્રદ્ધા ભકિત પ્રગટ કરીને તેણે ભગવાન સમીપે અણગાર બનનાર વ્યકિતઓને ધન્યવાદ આપ્યા અને પોતાની અસમર્થતા પ્રગટ કરીને શ્રાવકના વ્રતોનો સ્વીકાર કર્યો. આનંદ શ્રાવકે ગ્રહણ કરેલાં વ્રતો : (૧ થી ૩) સ્થૂલ — હિંસા, અસત્ય તથા ચોરીનો બે કરણ અને ત્રણ યોગથી ત્યાગ. ૪. શિવાનંદા સ્ત્રીની મર્યાદા અને શેષ કુશીલનો ત્યાગ. ૫. પરિગ્રહ પરિમાણમાં (૧) ચાર કરોડ સોનૈયા નિધાનમાં (૨) ચાર કરોડ વેપારમાં (૩) ચાર કરોડ ચલ-અચલ સંપતિમાં (ઘર વખરીમાં ) એ સિવાય પરિગ્રહનો ત્યાગ, ૪૦ હજાર પશુઓ ઉપરાંત પશુઓનો ત્યાગ. આવાગમન સંબંધી ક્ષેત્રસીમા – ૫૦૦ હલવા ઉપરાંત ત્યાગ. બે હજાર વાંસનો એક હલવો એવા ૫૦૦ હલવા અર્થાત્ ૨૫૦૦ માઈલ ૪૦૦૦ કિલોમીટરની ક્ષેત્ર મર્યાદા ઉપરાંત ત્યાગ. આ ક્ષેત્ર મર્યાદામાં મકાન, ખેતી, રહેવાનું અને ગમનાગમન વગેરેનો સમાવેશ છે. ૬. ૭. (૧) સુગંધિત તથા લાલ રંગના ટુવાલ, રૂમાલ ઉપરાંત ત્યાગ. (૨) લીલા બાવળના દાતણ સિવાય અન્ય દાતણોનો ત્યાગ. (૩) દુધીયા આંબળા, સિવાય વાળ ધોવાના ફળોનો ત્યાગ.(૪) શતપાક અને સહસ્ત્ર પાક તેલ ઉપરાંત માલિશનો ત્યાગ. (૫) એક પ્રકારની પીઠી સિવાય ઉબટ્ટણનો ત્યાગ.(૬) આઠ ઘડા ઉપરાંત સ્નાનનાં પાણીનો ત્યાગ. (૭) પહેરવાના સુતરાઉ કપડા સિવાય અન્ય વસ્ત્રનો ત્યાગ. (૮) ચંદન, કુમકુમ, અગર સિવાય તિલક માટેના લેપનો ત્યાગ. (૯) કમલ અને માલતીનાં ફૂલો સિવાય ફૂલનો ત્યાગ.(૧૦) કુંડલ અને અંગુઠી વીંટી સિવાયનાં આભૂષણોનો ત્યાગ. (૧૧) અગર અને લોબાન સિવાયનાં ધૂપનો ત્યાગ.(૧૨) એક જ પ્રકારનો કઢો અથવા ઉકાળા સિવાય અન્યપેય પદાર્થનો ત્યાગ. અથવા મગ તથા ચોખાના પાણી (રસ) સિવાય ત્યાગ.(૧૩) ઘેવર તથા સાટા સિવાયઅન્ય મીઠાઈઓનો ત્યાગ. (૧૪) બાસમતી ચોખા સિવાય ઓદનનો ત્યાગ.(૧૫) ચણા, મગ અને અડદની દાળ અતિરિકત દાળનો ત્યાગ. (૧૬) ગાયના દૂધના તાજા ઘી સિવાય ત્યાગ.(૧૭) દૂધી, સુવા, પાલકનો અને ભીંડા સિવાય લીલી શાકભાજીનો ત્યાગ. (૧૮) પાલંકા(વિશિષ્ટ પ્રકારના ગુંદર) સિવાય બીજા ગુંદરનો ત્યાગ. (૧૯) દાળના વડા અને કાંજીના વડા ઉપરાંત તળેલા પદાર્થોનો ત્યાગ. (૨૦) વરસાદનું પાણી અથવા ઘરમાં એકઠું થયેલું વરસાદનું પાણી, એ સિવાય ત્યાગ. Page #27 -------------------------------------------------------------------------- ________________ 26 આગમ-કથાઓ (૨૧) એલચી, લવિંગ, કપૂર, તજ અને જાયફળ સિવાય તંબોલ પદાર્થોનો ત્યાગ. (રર) એક હજાર બળદ ગાડીઓ ઉપરાંત વધારે રાખવાનો ત્યાગ, આઠ જહાજ ઉપરાંત રાખવાનો ત્યાગ. ૮. ચાર પ્રકારના અનર્થ દંડનો ત્યાગ. ૯. વિશેષ સામાયિક આદિની સંખ્યા પરિમાણ આદિનું વર્ણન નથી. આનંદ શ્રાવક દ્વારા આ વ્રત પ્રત્યાખાન ગ્રહણ કરાયા પછી ભગવાન મહાવીરે તેમને સમકિત સહિત બધાં વ્રતોનાં ૯૯ અતિચાર સમજાવ્યાં. અતિચાર, આદરેલા વ્રતોની સીમામાં ન હોવાં છતાં પણ ધ્યાનમાં રાખવા યોગ્ય હોય છે. અતિચારોનું યથાશય સેવન ન કરવાથી જ વ્રત અને ધર્મની શોભા રહે છે. અતિચારોનું સેવન કરવાથી વતી અને ધર્મની અવહેલના થાય છે. અને વ્રતમાં પણ દોષ લાગે છે અથવા પરંપરાએ દોષ લાગવાની સંભાવના રહે છે. ૯૯ અતિચાર શ્રવણ કરીને આનંદ શ્રાવકે ભગવાનને વંદના નમસ્કાર કરીને પ્રતિજ્ઞા ઘારણ કરી કે હું હવે પછી અન્ય મતોના ધર્મદેવોને અને તેમના ધર્મગુરુઓને વંદન નમસ્કાર અને તેઓ સાથે અત્યધિક વાર્તાસંપર્ક નહીં કરું. આ પ્રતિજ્ઞામાં તેમણે રાજા, દેવતા, માતાપિતા, કુલની રીતી, ગુરુ અને આજીવિકા; આ છ પ્રકારનો આગાર રાખ્યો. તે પછી આનંદે પ્રભુ સમક્ષ શ્રમણ | નિગ્રંથોનો સંયોગ પ્રાપ્ત થતાં તેઓને આહાર, વસ્ત્ર અને ઓષધ વગેરે પ્રતિલાભિત કરવાનો સંકલ્પ પ્રગટ કર્યો. પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી આનંદે પોતાના મનમાં ઉઠેલા પ્રશ્નો પૂછીને સમાધાન કર્યું. ત્યાર પછી ઘેર જઈને આનંદ શ્રાવકે પોતાની પત્ની શિવાનંદાને પણ વ્રત ધારણ કરવાની પ્રેરણા આપી. તેણે પણ ભગવાન સમક્ષ ઉપસ્થિત થઈને વિનય ભકિત પૂર્વક ઉપદેશ સાંભળીને શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. ક્રમશઃ શ્રમણોપાસક પર્યાયનું પાલન કરતાં-કરતાં શિવાનંદા પત્ની સહિત આનંદ શ્રાવક જીવ–અજીવ આદિ તત્વોના જ્ઞાતા બની ગયા; નિગ્રંથ પ્રવચનમાં તેમની શ્રદ્ધા દઢ થી દઢતર બની. કોઈ પણ દેવ કે દાનવ તેમને ધર્મમાંથી વિચલિત કરી શકતા નહિ. ધર્મનો રંગ તેના રોમે-રોમમાં વણાઈ ચૂકયો હતો. તેઓ મહિનામાં છ દિવસ ઘરનાં બધાંજ કાર્યોથી નિવૃત્ત થઈને પરિપૂર્ણ પૌષધ વ્રતનું સમ્યક પ્રકારે પાલન કરતા. ચૌદ વર્ષ પછી આનંદ શ્રાવકે મોટા(ભવ્ય) સમારંભ સાથે સંપૂર્ણ કુટુંબની જવાબદારી પોતાના પુત્રોને સોપીને પૌષધશાળામાં નિવૃત્તિથી રહેવા લાગ્યા. તે નિવૃત્ત જીવનમાં તેમણે શ્રાવકની ૧૧ પડિમાઓ સ્વીકારી. તે પડીમાઓની સાડા પાંચ વર્ષ સુધી સમ્યક આરાધના કરી. અને અંતમાં મૃત્યુનો સમય નજીક આવતો જાણીને તેમણે વ્યકત પ્રત્યાખ્યાન સંથારો ગ્રહણ કર્યો. સંથારા દરમ્યાન શુભ અધ્યવસાયોનું શુદ્ધિ કરણ વિશુદ્ધિ કરણ થતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિશિષ્ટ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે અવધિજ્ઞાન વડે તેઓ ઊંચા-નીચા અને તિથ્ય લોકના સીમિત ક્ષેત્રને અને તેમાં રહેલ જીવ-અજીવ પદાર્થોને પ્રત્યક્ષ જોવા લાગ્યા. વિચરણ કરતાં-કરતાં ભગવાન મહાવીર સ્વામી તે નગરમાં પધાર્યા. ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા લઈને છઠના પારણાર્થે ગોચરી વહોરવા નગરમાં પધાર્યા. આનંદ શ્રમણોપાસકના અનશનની વાત સાંભળીને ગૌતમ સ્વામી ત્યાં પૌષધશાળામાં આનંદ શ્રાવક પાસે આવ્યા આનંદ શ્રાવકનું શરીર ધન્ના અણગારની જેમ અસ્થિપંજર (અત્યંત કુશ) થઈ ગયું હતું. પોતાની જગ્યાએથી હલવું ચાલવું પણ તેમના માટે શકય ન હતું. માટે ગૌતમ સ્વામીને નજીક આવવાની પ્રાર્થના કરી. ગૌતમ સ્વામી નજીક ગયા. આનંદે તેમને ભકિત સભર વંદન-નમસ્કાર કર્યા. અને નિવેદન કર્યું કે હે ભંતે ! મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે, જેથી હું ઉપર સૌધર્મ દેવલોક સધી નીચે લોલચ્ય નામક નરકાવાસ સુધી અને પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણમાં લવણસમદ્રમ થી અને પર્વ-પશ્ચિમ અને દક્ષિણમાં લવણસમુદ્રમાં ૫૦૦-૫૦૦ યોજન સુધી તથા ઉત્તરમાં ચુલ્લ હિમવંત પર્વત સુધી જોઈ રહ્યો છું. ગૌતમ સ્વામીએ કહ્યું કે શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે છે પરંતુ આટલું વિશાળ ન થઈ શકે. માટે તમે આ કથનની આલોચના અને પ્રાયશ્ચિત્ત કરો. આનંદ શ્રમણોપાસકે ગૌતમ સ્વામીને પ્રશ્ન કર્યો કે હે ભો! શું જિનશાસનમાં સત્યનો પણ પ્રાયશ્ચિત્ત હોય? ગૌતમ સ્વામીએ ઉત્તરમાં ફરમાવ્યું કે એવું નથી અર્થાત્ સાચા વ્યકિત ને પ્રાયશ્ચિત આવતું નથી. ત્યારે ગૌતમ સ્વામીને આનંદ શ્રાવકે ફરીને નિવેદન કર્યું કે હે ભંતે! તો આપે જ આલોચના-પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. દઢતા યુકત આનંદ શ્રમણોપાસકના શબ્દો સાંભળીને ગૌતમસ્વામી સંદેહશીલ થઈ ગયા અને ભગવાનની પાસે જઈને આહાર–પાણી બતાવ્યા અને સંપૂર્ણ હકીકત કહીને ભગવાનને પૂછ્યું કે આનંદ શ્રાવકે પાયશ્ચિત કરવું જોઈએ કે મારે? ભગવાને ફરમાવ્યું કે હે ગૌતમ! તમારે જ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ અને શુદ્ધ થવું જોઈએ તેમજ આનંદ શ્રાવક પાસે આ પ્રસંગની ક્ષમાયાચના કરવી જોઈએ. ત્યારે ગૌતમ સ્વામીએ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કર્યું. અને પાછા પૌષધશાળામાં જઈને આનંદ શ્રાવક પાસે ક્ષમાયાચના કરી અને પછી આવીને પારણું કર્યું. આનંદ શ્રાવકનો આ સંથારો એક મહિના સુધી ચાલ્યો. પછી સમાધિ પૂર્વક તેમણે પંડિત મરણ પ્રાપ્ત કર્યું. દેહ ત્યાગ કરીને તેઓ પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને તપ-સંયમનું પાલન કરીને મોક્ષ પ્રાપ્ત કરશે. શિક્ષા – પ્રેરણા –૧. વ્યકિતએ બુદ્ધિમાન, વ્યવહાર કુશળ અને મિલનસાર બનવું જોઈએ. ૨. પત્નીનો પતિ તરફ હાર્દિક અનુરાગ શ્રદ્ધા અને સમર્પણ ભાવ હોવો જોઈએ. ૩. ધર્મ પ્રત્યેની સાચી શ્રદ્ધા, નિષ્ઠા સમજ પ્રાપ્ત થઈ જાય પછી વ્રત ધારણ કરવામાં આળસ ન કરવી જોઈએ. કેટલી પણ વિશાળ સંપત્તિ હોય કે ગમે તેટલું વિશાળ કાર્ય ક્ષેત્ર કેમ ન હોય પણ શ્રાવકને વ્રત ધારણ કરવામાં તે કોઈ બાધક રૂપ નથી બનતાં. કારણ કે સંપત્તિ ધર્મમાં બાધક હોતી નથી પરંતુ તેની અમર્યાદા અને મોહ તેમજ મમત્વ બાધક બને છે. કેટલાયે લોકો વર્ષો સુધી ધર્મ સાંભળે છે અને ભકિત કરે છે. પરંતુ શ્રાવકના બાર વ્રતોને ધારણ કરવામાં આળસના કારણે તેઓ પરિસ્થિતિઓ અને જવાબદારીઓનાં બહાનાઓને આગળ કરે છે. તેમણે આ શ્રાવકોનાં જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. સંતોએ પણ આવેલી પરિષદને શ્રાવકના વ્રતોનું સ્વરૂપ સરળતા પૂર્વક વિધિવત્ સમજાવવું જોઈએ અને તેમને વ્રતધારી બનવા ઉત્સાહિત પ્રોત્સાહિત કરવા જોઈએ. આજ-કાલ કેટલાયે ઉપદેશકો વગેરે આ વિષયનું વિશ્લેષણ કરતાં જ નથી ૪. Page #28 -------------------------------------------------------------------------- ________________ બં છે $ $ jain કથાસાર અને કોઈક આ વિષયનું પ્રતિપાદન કરે તો પણ શ્રાવકના વ્રતોને પહાડ સમાન બતાવીને તેની કઠિનતાનો (અઘરાપણાનો) ભય શ્રાવકોમાં ભરી દે છે. જેથી કરીને શ્રાવક લોકો આ વ્રતોને ધારણ કરવાની વાતોને પહેલેથી ધકેલી દે છે, ઉપેક્ષા કરી દે છે. માટે એવું ન કરતાં આ બાબતમાં વિદ્વાન સાધુ ભગવંતો અને સંત સતિઓએ વિશેષ ધ્યાન આપવું જોઈએ. ૫. ઉપદેશ શ્રવણ કર્યા પછી જિનવાણીની હૃદયપૂર્વક પ્રશંસા અનુમોદના કરવી જોઈએ. પોતાની શકિતનું મૂલ્યાંકન કરીને અથવા વિકાસ કરીને વ્રત ધારણ કરવા જોઈએ. પરિવારના સહસભ્યોને પણ ધર્મકાર્યમાં, વ્રત પ્રત્યાખ્યાનમાં જોડાવા માટે ઉત્સાહિત કરવા જોઈએ. શ્રાવકપણામાં પણ તત્વજ્ઞાનની વૃદ્ધિ કરતાં રહેવું આગમોનો સ્વાધ્યાય પણ કરવો. શીધ્રપણે જ જવાબદારીઓમાં થી મુકત થઈને અથવા મુકત થવાની લગની રાખીને. ઘર, વ્યાપારનો કારોબાર પુત્ર વગેરેને સોપી દેવો જોઈએ. એમ નહીં કે મારે ત્યાં સુધી ઘર, દુકાન, ધંધો અને મોહ છૂટે જ નહીં. આવી મનોવૃત્તિ થી આરાધના થવી સંભવ નથી. તેથી સમય આવ્યે ધંધાથી નિવૃત્ત થઈને સાધનાની અભિવૃદ્ધિ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તે શ્રાવકનો પહેલો મનોરથ પણ છે. ૧૦. નિવૃત્ત જીવનમાં શકિત અનુસાર તપ અને ધ્યાનમાં તેમજ આત્મ ચિંતન-મનનમાં લીન થઈ સાધના કરવી જોઈએ. ૧૧. પારિવારિક લોકોના મોહની એટલી હદે પ્રગાઢતા કે લાચારી ન હોવી જોઈએ કે અનશન લેતી વખતે તે બાધક બને. ૧૨. ગુણોનો વિકાસ ચરમ સીમાએ પહોંચ્યા પછી પણ વિનયનો ગુણ ન છોડવો જોઈએ. આનંદ શ્રાવકનું જીવન ત્યાગ, તપ, ધ્યાન, પડિમાયુકત હતું, આદર્શ શ્રાવક રત્ન હતાં; અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું; શરીર હાડપીંજર થઈ ગયું હતું. તેમ છતાં ગૌતમ સ્વામીને જોઈને તેમના પ્રત્યે શ્રદ્ધા અને વિનય-ભકિત યુકત વંદન નમસ્કાર કરી ચરણોમાં મસ્તક ૧૩. સત્યનું સન્માન જીવનમાં હંમેશાં હોવું જોઈએ. વિનયવાન હોવા છતાં પણ સત્ય માટે દઢ મનોબળ હોવું જોઈએ. સત્યમાં કોઈનાથી દબાવાની કેડરવાની જરૂર હોતી નથી. ૧૪. પોતે કરેલી ભૂલની ખબર પડે તો ઘમંડ અથવા ખોટો દંભ ન કરવો જોઈએ. સરલતા અને ક્ષમાયાચના રૂપે નમ્રતા ધારણ કરીને જીવન સુંદર અને સાધનામય બનાવવું જોઈએ. સાર:- જિન શાસનમાં ત્યાગનુ, વ્રત નિષ્ઠાનું, શુદ્ધ શ્રદ્ધા તેમજ, સરલતા, નમ્રતા, આદિ ગુણોનું, સત્ય નિષ્ઠતા, નિડરતા અને ક્ષમાપના આદિગુણોનું તેમજ તે ગુણો યુકત આત્મવિકાસ કરનારાઓનું મહત્વ છે. આ પ્રકારના ગુણ સંપન સાધકો અંતિમ સમય સુધી ઉચ્ચ સાધનામાં લીન બનીને આત્મ કલ્યાણ કરી લે છે. તેઓ સાધનાની વચ્ચે ગુસ્સો,ઘમંડ, અપ્રેમ, વૈમનસ્ય, કલહ, દ્વેષ, | નિંદા, પ્રમાદ, આળસ આદિ દુર્ગુણોના શિકાર બનતા નથી. મનમાં નભાવ્યું. બીજું અધ્યયન – શ્રમણોપાસક કામદેવ ભગવાન મહાવીરના સમયમાં પૂર્વ બિહારમાં ચંપા નામની નગરી હતી. જિતશત્રુ રાજા રાજય કરતો હતો. તે જ નગરમાં કામદેવ નામના શેઠ રહેતા હતા. જે આનંદ શ્રાવકની જેમ જ શ્રેષ્ઠ ગુણ વાળા અને સૌમ્ય પ્રકૃતિવાળા હતા. જેથી તેઓ સમાજમાં અગ્રસ્થાને હતા. લોકો તેમનો યોગ્ય આદર કરતા હતા. તેમને ભદ્રા નામની પતિપરાયણ અને ગુણ સંપન્ન સ્ત્રી હતી. સમૃદ્ધિમાં કામદેવ શ્રેષ્ઠિ આનંદથી ચડિયાતા (વિશેષ) હતા. તેમનું સાંસારિક જીવન ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતું. ભગવાન મહાવીરનું ચંપાનગરીમાં પદાર્પણ થતાં પરિષદ તેમનો ઉપદેશ સાંભળવા ગઈ. કામદેવ પણ ગયા. ધર્મદેશના શ્રવણ કરતાં જ કામદેવ ગદ્ગદિત થઈ ગયા બાર વ્રત ધારણ કર્યા. ઇચ્છાઓ સીમિત થઈ ગઈ. જીવન સંયમિત બન્યું, સંસારના પદાર્થો પ્રત્યેની આસકિત ઘટી ગઈ. વિરકત ભાવે કુટુંબનું પરિપાલન કરતાં ધર્મ આરાધના કરવા લાગ્યા. ચૌદ વર્ષ સુધી શ્રાવક વ્રતનું પાલન કર્યા બાદ તેમના જીવનમાં ફરી પરિવર્તન આવ્યું. ભારે સમારોહની સાથે પુત્રને કુટુંબનો ભાર સોંપી નિવૃત્ત જીવનમાં અધિકાધિક સાધના કરવા પૌષધશાળામાં રહેવા લાગ્યા. એક વખત કામદેવના વ્રત કસોટીના એરણે ચઢયા. તે પૌષધશાળામાં ધ્યાનસ્થ હતા. તેમની ધર્મ દઢતાની પ્રશંસા ઇન્દ્રસભામાં શકેન્દ્ર કરી મિથ્યાત્વી દેવથી તે સહન ન થઈ, તે કામદેવ શ્રાવકને ધર્મથી વિચલિત કરવા પૌષધશાળામાં આવ્યો; વિકરાળ પિશાચનું રૂપ લીધું; હાથમાં તલવાર લઈ કામદેવને ધમકાવતાં એમ કહ્યું – તમે આ ક્રિયા કલાપ તથા ધર્મોપાસના છોડી દો. નહિંતર આ તલવારથી તમારા ટુકડે ટુકડા કરી નાખીશ. જેથી આર્તધ્યાન કરતાં અકાળમાં જ તમે મૃત્યુ પામશો. બીજી અને ત્રીજી વખત પણ તે જ પ્રમાણે કહ્યું અને જોયું કે કામદેવ શ્રાવક તો પોતાની સાધનામાં મસ્ત બની ગયા છે. તેની ધમકીની કિંચિત પણ પરવા તેમને નથી. તે જોઈ દેવનો ગુસ્સો ખુબજ વધી ગયો. તત્કાળ તલવારથી તેના શરીરના ટુકડે ટુકડા કર્યા. ભયંકર વેદના હોવા છતાં કામદેવ શ્રમણોપાસક સમભાવથી સ્થિર રહ્યા. દેવમાયાથી ફરીને શરીર જોડાઈ ગયું. બીજી વખત દેવે હાથીનું રૂપ કરી ડરાવ્યો, ધમકાવ્યો. ત્રણ વખત કહેવા છતાં પણ કામદેવ શ્રમણોપાસક નહિ માનવાથી સૂંઢથી ઉપાડી આકાશમાં ઉછાળ્યો અને દાંતોથી ઝીલી લીધો પછી પગ નીચે કચડ્યો. ઘોર વેદના સહન કરવા છતાં નિશ્વલ રહયા. દેવમાયાથી પુનઃ તેનું શરીર દુરસ્ત થઈ ગયું. ફરીને ત્રીજી વખત વિષધર સર્પનું રૂપ ધારણ કર્યું. ડરાવ્યો, ધમકાવ્યો, ધર્મ છોડવા માટે કહ્યું તેમ છતાં કામદેવ સહેજ પણ ચલિત ન થયા. ત્યારે સર્પરૂપધારી દેવે તેના ગળામાં ત્રણ લપેટા દઈ છાતીમાં ડંખ માર્યો; ઘોરાતિઘોર વેદના આપી; હજી કામદેવ શ્રાવક અડોલ જ હતા. આખરે માનવ પાસે દાનવની હાર થઈ. ક્રૂરતા ઉપર શાંતિનો વિજય થયો. કામદેવ શ્રાવક પરીક્ષામાં ઉતીર્ણ થયા. દેવ ગુણાનુવાદ કરતો, ક્ષમા માંગતો, ભવિષ્યમાં હવે આવું નહીં કરું એવો સંકલ્પ કરી વારંવાર વિનય કરતો, દેવલોકમાં ચાલ્યો ગયો. ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં તે નગરમાં પધાર્યા. સવાર થતાં કામદેવે પૌષધ પાળી, યોગ્ય વસ્ત્ર પરિધાન કરી, જન સમૂહની સાથે ભગવાનના દર્શન કરવા ચાલ્યા. વંદન નમસ્કાર કરી બેઠા. ભગવાને ધર્મદેશના આપી. સ્વયં ભગવાને Page #29 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ કામદેવ શ્રાવકને પૂછયું કે " આજ રાત્રે દેવે આ પ્રમાણે ઉપસર્ગ આપ્યા હતા?' કામદેવે સ્વીકાર કર્યો. તે ઘટના બતાવી ભગવાને શ્રમણ-શ્રમણીઓને સંબોધિત કરતાં કહ્યું કે એક શ્રમણોપાસક ગૃહસ્થ પણ ધર્મની શ્રદ્ધા રાખી શકે છે; પરીક્ષાની ઘડીએ ધીર-ગંભીર બની સહન કરે છે. દાનવને પણ પરાજિત કરે છે; આ ઘટના દ્વારા દરેક સાધકે દઢ શ્રદ્ધાની અને સંકટોમાંથી પાર ઉતરવા ધેર્યની પ્રેરણા લેવી જોઈએ. ત્યારે ઉપસ્થિત શ્રમણ-શ્રમણીઓએ 'તપત્તિ' કહી પરમાત્માના વચનોનો સ્વીકાર કર્યો. ત્યાર પછી કામદેવ શ્રાવકે વિનય યુકત કેટલાક પ્રશ્નો પૂછી સમાધાન પ્રાપ્ત કર્યું અને વંદન નમસ્કાર કરી ચાલ્યા ગયા. | ઉપવાસનું પારણું કર્યા પછી પૌષધશાળામાં આવી ધર્મસાધનામાં લીન બન્યા. આનંદની જેમ શ્રાવકની અગિયાર પડિમાઓ સ્વીકારી. અંતે એક મહિનાનો સંથારો કરી સમાધિમરણ પ્રાપ્ત કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંનું ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જઈ સિદ્ધ થશે. બાકીનું બધું વર્ણન આનંદ શ્રાવકની જેમ જ સમજવું. ૧૪ વર્ષ સામાન્ય શ્રાવક પર્યાય + ૬ વર્ષ નિવૃત્તિ સાધનામય જીવન કુલ ૨૦ વર્ષ શ્રમણોપાસક પર્યાયનું પાલન કર્યું. શિક્ષા – પ્રેરણા આ ચરિત્રમાંથી ધર્મમાં દઢ શ્રદ્ધા અને મજબૂત મનોબળ રાખવાની પ્રેરણા મળે છે. માનવને કર્મ સંયોગે શારીરિક, આર્થિક, માનસિક, સામાજિક આદિ કેટલાય સંકટોમાંથી પસાર થવું પડે છે. તે સમયે સુબ્ધ ન થવું, પ્લાન ન બનવું, ગભરાવું નહિ પરંતુ ધૈર્યની સાથે આત્મ ક્ષમતાને કેન્દ્રિત કરતાં દઢધર્મી અને પ્રિયધર્મી બનવું. દશ વૈકાલિક સૂત્રમાં મનોબળને દઢ રાખવાવાળા આશ્વાસન વાક્યો કહ્યા છે – ન મે ચિરં દુખમિણે ભવિસ્યુઈ પલિઓવમ ઝિન્નઈ સાગરો વાં કિમંગ પણ મઝ ઈમ મણો દુહ ભાવાર્થ આ મારું દુઃખ શાશ્વત રહેવાવાળું નથી. નરકના જીવો અસંખ્ય વર્ષો સુધી ઘોરાતિઘોર વેદના સહન કરે છે તેની અપેક્ષાએ અહીંના શારીરિક કે માનસિક દુઃખ કંઈ વિસાતમાં નથી. આત્મા બધાનો સરખો છે. મારા આત્માએ પણ અજ્ઞાન દશામાં સહન કર્યા છે. તો હવે સમજણ પૂર્વક આવા સામાન્ય કષ્ટોને સહન કરી લઉં. આ પ્રમાણે ચિંતન કરી શ્રેષ્ટ આદર્શોને નજર સમક્ષ રાખી આપત્તિની ઘડીઓને ધૈર્ય પૂર્વક પાર પાડવી જોઈએ. કેટલાક આત્માઓ ધર્મ દ્વારા લૌકિક સુખોની ઈચ્છા કરે છે. તેઓ પોતાની ચાહના પૂર્તિ થાય કે કેમ તેના ઉપરથી ધર્મગુરુઓની કિંમત આંકે છે. તેઓને ચમત્કારી ગુરુ તથા ચમત્કારી ધર્મ જ પ્રિય હોય છે. આવા ચમત્કાર પ્રિય શ્રાવકોએ આ અધ્યયનમાંથી શિક્ષા લેવી જોઈએ કે દેવ પ્રદત્ત કષ્ટોને સહેનાર કામદેવે એવું ન વિચાર્યું કે 'આવો શ્રેષ્ઠ ધર્મ ધારણ કર્યો, તીર્થકરોનું શરણું લીધું છે છતાં ધર્મના કારણે જ સંકટની ઘડીઓ આવી. સુખને બદલે દુઃખ મળ્યું. "આવો કોઈ વિકલ્પ ન કર્યો. જેની પાસે સમ્યફ શ્રદ્ધા છે તેમને તો આવો વિચાર આવતો જ નથી. પણ ઐહિક સુખની ઈચ્છાવાળાને જ આવા સંકલ્પ-વિકલ્પ થાય છે. ચિત્ત સ્થિતિ ડામાડોળ થઈ જાય છે. માટે ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખવી જોઈએ. અસ્થિર ચિત્તવાળા ન બનવું જોઈએ. ધર્મના સંબંધે ઐહિક ચમત્કારથી મુકત બનવું જોઈએ. ત્રીજું અધ્યયન-ચલની પિતા ભારતની સુપ્રસિદ્ધ સમૃદ્ધિશાળી વારાણસી નગરીમાં ચુલની પિતા નામના શેઠ રહેતા હતા. તેમની માતાનું નામ સમ્યકભદ્રા અને પત્નીનું નામ શ્યામા હતું. અગાઉના બને શ્રાવક કરતાં ચુલની પિતાની સમૃદ્ધિ ઘણી હતી. ૮ કરોડ સોનૈયા ભંડારમાં, ૮ કરોડ વ્યાપારમાં તથા ૮ કરોડ ઘરખર્ચમાં હતા. ૮ ગોકુલ હતા. આ પ્રમાણે ચુલની પિતા વૈભવશાળી પુણ્યશાળી પુરુષ હતા. ભગવાન મહાવીર પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતા. ચૌદ વર્ષ ગૃહસ્થ જીવનમાં રહ્યા બાદ નિવૃત્તિ મેળવી આત્મસાધનામાં લીન | બન્યા હતા. એક વખત પૌષધશાળામાં ઉપવાસયુકત પૌષધની આરાધના કરી રહ્યા હતા. અર્ધ રાત્રિએ એક દેવ હાથમાં તલવાર લઈ બોલ્યો – ઓ ચુલની પિતા! આ ધર્મ-કર્મ છોડી દે. નહીં તો તારી સામે જ તારા મોટા દીકરાના શરીરના ટુકડા કરી, કળાઈમાં ઉકાળીશ. અને તેના લોહી અને માંસ તારી ઉપર નાંખીશ. બેત્રણ વખત આમ કહ્યા છતાં ચુલની પિતા દઢ રહ્યા. અંતે દેવે તેમજ કર્યું. પુત્રને મારી તેને કડાઈમાં તળી તેના લોહી–માંસ શ્રાવક ઉપર નાખ્યા. ચુલની પિતા નજરે જોતા હતા છતાં સાધનામાં ક્ષુબ્ધ ન થયા. તેથી દેવનો ક્રોધ તેની શાંતિને કારણે વધુ ભડકયો. દેવે એક એક કરતાં તેના ત્રણ પુત્રો સાથે તેવું જ બિભત્સ કૃત્ય કર્યું. ચુલની પિતા અડગ રહ્યા. અંતે દેવ દ્વારા ચુલની પિતાની માતા ભદ્રાની સાથે પણ તેવું જ કૃત્ય કરવાની ધમકી દેતાં શ્રાવકનું ધૈર્ય તૂટી ગયું. માતાની મમતાને કારણે સાધનામાં પરાજય થયો. પૌષધની મર્યાદાનું ઉલ્લંઘન કરીને દેવને પકડવાનો સંકલ્પ કર્યો. જ્યાં દેવને પકડવા હાથ ફેલાવયો ત્યાં દેવ તો અદશ્ય થઈ ગયો. અવાજ સાંભળતાં તેની માતા દોડતી આવી. આખી ઘટનાની જાણકારી થતાં કહ્યું. વત્સ! આ તો દેવ માયા હતી. અમે બધા સુરક્ષિત છીએ. નાહક ક્રોધ કરી સાધનામાં દોષ લગાડ્યો.તારા દોષનું પ્રાયશ્ચિત કરી લે. ચુલની પિતાએ પોતાના દોષનો સ્વીકાર કરી પ્રાયશ્ચિત કર્યું. કુલ વીસ વર્ષ સુધી શ્રાવક પર્યાયનું પાલન કરી, શ્રાવકની પડિમાઓ ધારણ કરી અંતે સંથારો કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. | શિક્ષા – પ્રેરણા – અપાર ધન વૈભવ સંપન્ન હોવા છતાં પ્રાચીન કાળના માનવોમાં એટલી સરળતા હતી કે શીધ્ર ધર્મબોધ પામી જીવન પરિવર્તન કરી લેતા. આજના માનવે પણ તથ્યને જાણવું જોઈએ કે ધન સંપત્તિજ સર્વસ્વ નથી. પરલોકમાં સાથે ચાલશે ધર્મ, નહિ કે ધન. કોઈ નબળાઈના કારણે અનિચ્છાએ પણ ભૂલ થઈ જવાની સંભાવના રહે છે. છતાં ભૂલને ભૂલ સમજી, તેને સુધારી આદર્શમય જીવન જીવવું તે મહાન ગુણ છે. આપણે તેવો ગુણ અપનાવીએ અને તત્કાળ ભૂલનો સ્વીકાર કરી સન્માર્ગમાં આવી જઈએ. Page #30 -------------------------------------------------------------------------- ________________ jain કથાસાર ચોથું અધ્યયન – સુરાદેવ વારાણસી નગરીમાં સુરાદેવ નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ પણ સમૃદ્ધિશાળી હતા. છ-છ કરોડનું ધન વ્યાપાર, ઘરખર્ચ તથા ભંડારમાં હતું. તેમની પત્નીનું નામ ધન્યા હતું. આનંદની જેમ તેનું સાંસારિક અને ધાર્મિક જીવન શ્રેષ્ઠ હતું. એક વખત પૌષધશાળામાં પૌષધની આરાધના કરી રહ્યા હતા. કોઈ એક મિથ્યાત્વી દેવ અર્ધરાત્રિએ આવી ડરાવવા લાગ્યો. ધમકી આપી દારુણ કષ્ટ આપવા છતાં સુરાદેવે સમતા રાખી. દેવે નવો ઉપાય અજમાવ્યો કે આ ધર્મ-કર્મ છોડી દે નહિતર કોઢ આદિ સોળ મહારોગ શરીરમાં ઉત્પન્ન કરીશ. શરીર સડી જશે અને તમે મહાદુઃખી થઈ જશો. અસીમ રોગોની કલ્પનાથી તેમનું મન ગભરાઈ ગયું; ઘીરજ ખૂટી ગઈ. સુરાદેવ પણ ચલિત થઈ ગયા. પત્ની ધન્યા દ્વારા પ્રેરણા મળતાં વ્રતની વિશુદ્ધિ કરી. પુનઃ ધર્મમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં શ્રાવકની અગિયાર પડિકાઓનું વહન કર્યું. વીસ વર્ષની શ્રાવક પર્યાયનું પાલન કરી એક માસનો સંથારો કરી પ્રથમ સ્વર્ગમાં ઉત્પન્ન થયા. મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા - આદિ વાકયોથી આત્મ શકિતને જાગૃત કરવી. શરીરનું મમત્વ પણ સાધકને સાધનાથી યૂત કરી દે છે. તેથી કોઈ પણ પ્રકારની આત્મસાધનામાં શરીરની મમતાને વૈરાગ્યના ચિંતન દ્રારા ક્રમશઃ ઘટાડવી જરૂરી છે. કારણ કે સાધનાની અંતિમ સફળતા દેહ મમત્વના ત્યાગમાં જ છે. (દેહં પાતયામિ વા કાર્ય સાધયામિ – દેહ દુખં મહાફલ) પાંચમું અધ્યયન - ચુલ્લશતક આલંભિકા નગરીમાં ચુલ્લશતક શ્રાવક રહેતા હતા. તેમનો વૈભવ સુરાદેવ જેવો જ હતો. જીવનની સાધનાનું વર્ણન સુરાદેવ જેમ જ સમજવું. તેઓ પણ દેવ દ્વારા ધન ને નષ્ટ કરી દરિદ્ર બનાવી દેવાની ધમકી દ્વારા સાધનાથી યૂત થઈ ગયા. બહુલાનામની ભાર્યા દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરી, પ્રાયશ્ચિત કરી શુદ્ધ થયા. અંતે સમ્યફ આરાધના કરી પંડિત મરણને વર્યા. શેષ મોક્ષ પર્યતનું વર્ણન સુરાદેવ સમાન જાણવું. છઠું અધ્યયન – કુંડકૌલિક પ્રાચીન કાળમાં કાંપિલ્યપુર નગરમાં કુંડકૌલિક નામના શેઠ રહેતા હતા. ધન, સમૃદ્ધિ સુરાદેવ જેવી જ હતી. આનંદાદિ શ્રાવકોની જેમ જ ઉત્તમ ધાર્મિક જીવન જીવવા લાગ્યા. શ્રાવક વ્રતોનું પાલન કરવા લાગ્યા. એકદા બપોરના સમયે કુંડકૌલિક અશોક વાટિકામાં ગયા. ઉત્તરીય વસ્ત્ર ઉતારી, વીંટી પણ ઉતારી પોતાની સમીપે મૂકી દીધી. સામાયિકમાં સ્થિર થયા. ત્યાં એક દેવ ઉપસ્થિત થયો અને ઉત્તરીય વસ્ત્ર તથા વીંટી ઉપાડી આકાશમાં જઈ બોલ્યો. ગોશાલકનો ધર્મ સિદ્ધાન્ત સુંદર છે. ભગવાન મહાવીરનો સિદ્ધાંત નથી. કારણ કે પુરુષાર્થથી કંઈ વળતું નથી. જે થવાનું હોય તે થઈને જ રહે છે આ સાંભળી કુંડકૌલિક બોલ્યા – 'દેવ! એક વાત કહો કે આ દેવ ઋદ્ધિ તમે કેવી રીતે મેળવી? ' 'મે પુરુષાર્થ વિના જ પ્રાપ્ત કરી છે. ' દેવે કહ્યું ' તો અન્ય પ્રાણી-પશુ તમારી જેમ પુરુષાર્થ વિના દેવ કેમ નથી થતા? તેમાં જો કંઈ વિશેષ પુરુષાર્થ છે તો ગોશાલકનો સિદ્ધાંત સુંદર કેવી રીતે બન્યો? તે તો પુરુષાર્થને નિરર્થક સમજે છે.' ભગવાન મહાવીરના સિદ્ધાંત પરષાર્થ, નિયતિ, કાળ, સ્વભાવ અને કર્મ આ પાંચેયનો સ્વીકાર કરતા થકાં પરષાર્થ પ્રધાન વ્યવહારનું કથન કરે છે. અર્થાત્ વ્યાવહારિક જીવનમાં પુરુષાર્થ મુખ્ય છે અન્યથા તો બધા આળસુ (નિરુદ્યમી) થઈ મોક્ષ પ્રાપ્ત કરી લે. પણ તે અસંભવિત છે. ગોશાલકના સિદ્ધાંતથી લૌકિક વ્યવહાર પણ ચાલતો નથી. વ્યાપાર, ભોજન આદિમાં જો પુરુષાર્થ કરવાની આવશ્યકતા ન રહે તો તે સર્વથા અવ્યવહારિક થઈ જાય છે. કુંડકૌલિક શ્રાવકના તર્કપૂર્ણ ઉત્તરથી દેવ નિરુત્તર થઈ ગયો અને ઉત્તરીય વસ્ત્ર તથા વીંટી મૂકીને ચાલ્યો ગયો. ભગવાને કુંડકૌલિક શ્રાવકની ભરસભામાં પ્રશંસા કરી. બધા શ્રમણ, શ્રમણોપાસકને જ્ઞાન ચર્ચાથી ન ગભરાતાં આ આદર્શને સન્મુખ રાખવાની પ્રેરણા કરી. કુંડકૌલિકે પણ ચૌદ વર્ષ દરમ્યાન સંસારની જવાબદારી નિભાવી તે પછી મોટો મહોત્સવ કરી, પુત્રને કુટુંબ વ્યવસ્થાનો ભાર સોંપી છ વર્ષ નિવૃત્ત સાધના કરી. પડિમાઓનું આરાધન કર્યું. અંતે એક મહિનાનો સંથારો કરી પંડિત મરણને વર્યા. કુંડકૌલિક પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા:- શ્રમણ-શ્રમણોપાસકોએ પોતાની સાધનાનો કેટલોક સમય શાસ્ત્ર અધ્યયન, શ્રવણ તથા ચિંતન મનનમાં જોડીને જ્ઞાનનો અક્ષય નિધિ પ્રાપ્ત કરવો જોઈએ. દશ વૈકાલિક સૂત્ર અ. ૯ ઉ.૪ માં બતાવ્યું છે કે શ્રુત અધ્યયનથી ચિત્ત એકાગ્ર થાય અને શ્રુત સંપન્ન સાધક સમય આવતાં પોતાના કે બીજાઓના આત્માને ધર્મમાં સ્થિર કરવા પૂર્ણ સફળ બને છે માટે સાધકોએ શ્રુત અધ્યયન કરી પોતાની નિર્ણાયક શકિતનો વિકાસ કરવો જોઈએ. અધ્યયન સાતમું - સકડાલ પોલાસપુર નગરમાં સકડાલપુત્ર નામનો કુંભાર રહેતો હતો, જે ગોશાલકનો અનુયાયી હતો તે આર્થિક રીતે સંપન્ન હતો તેને ત્રણ કરોડ સોનૈયા તથા એક ગોકુળ હતું. માટીના વાસણ બનાવવાની ૫૦૦ કુંભાર શાળાઓ હતી. અને તે વાસણો વેચવાની વ્યવસ્થા તેના નોકરો દ્વારા રાજમાર્ગ અને અનેક સાર્વજનિક સ્થાનો ઉપર રાખવામાં આવી હતી. તે સકડાલને પોતાના ધર્મસિદ્ધાંતો પ્રત્યે અડગ આસ્થા હતી તે પ્રમાણે જીવન વીતાવતો હતો. એકદા બપોરના સમયે તે પોતાની અશોક વાટિકામાં બેઠો ધર્મધ્યાન કરી રહ્યો હતો. તે સમયે એક દેવ અદશ્ય રહી બોલ્યા - કાલે અહીં સર્વજ્ઞ, સર્વદર્શી ભગવાન પધારશે. તમે તેમને વંદન નમસ્કાર કરી તમારી કુંભારશાળામાં રહેવાની અનુજ્ઞા આપજો. આ સૂચનાને પોતાના ધર્મગુરુ ગોશાલક માટેની સમજી સકડાલે અવધારી. બીજે દિવસે પોલાસપુર નગર બહાર ભગવાન મહાવીર પધાર્યા. પ્રજાજનો દર્શનાર્થે જવા લાગ્યા. સકડાલ પણ ગયા. Page #31 -------------------------------------------------------------------------- ________________ 30 આગમ-કથાઓ વિધિવત્ વંદન કરી ભગવાનની દેશના સાંભળવા બેઠા. ભગવાને સકડાલને સંબોધી કહ્યું કે ગઈકાલે એક દેવ તમને સૂચના આપવા આવ્યો હતો? તે મારા માટે જ કહ્યું હતું, ગોશાલકની અપેક્ષાએ નહીં. સકલાલ ભગવાનના જ્ઞાન ઉપર આકર્ષિત થયા, પ્રભાવિત થયા. તેમણે ઉઠી ભગવાનને વંદન નમસ્કાર કરી કુમારશાળામાં પધારવાની વિનંતિ કરી. ભગવાને તેની પ્રાર્થના સ્વીકારી. સકલાલ ભગવાન પ્રત્યે આકર્ષિત થયા હતા છતાં સૈદ્ધાત્તિક આસ્થા તો ગોશાલકમાં જ હતી. અનુકૂળ અવસર જોઈ ભગવાને પૂછયું – ' આ માટીના વાસણ કેવી રીતે બન્યા છે? ' સકડાલ ક્રમશઃ સંપૂર્ણ પ્રક્રિયા બતાવી. ભગવાને પુનઃપૂછયું – આ આખી પ્રક્રિયા પુરુષાર્થથી થઈને? સકડાલે કહ્યું – ના, નિયતિથી. પુરુષાર્થનું કંઈ મહત્વ નથી. ભગવાને પુનઃ કહ્યું – જો કોઈ પુરૂષ તારા આ સેંકડો વાસણોને ફોડી નાખે અને તારી પત્ની સાથે દુરવ્યવહાર કરે તો તું તેને દંડ આપે કે નિયતિ સમજી ઉપેક્ષા કરે ? તુરત સકડાલે કહ્યું કે અપરાધી સમજી તેને મૃત્યુદંડ કરુ , ભગવાને કહ્યું – જો તમે તેમ કરશો તો તમારો સિદ્ધાંત અસત્ય ઠરશે. કારણ કે તમે નિયતિના સ્થાને પુરુષાર્થને માન્યો અને તેને અપરાધી ગયો. આમ થોડી ચર્ચાથી જ સકડાલ યથાર્થ તત્વને સમજી ગયા. શ્રદ્ધાથી તેનું મસ્તક ઝૂકી ગયું. બાર વ્રત અંગીકાર કર્યા. સકડાલની પ્રેરણાથી તેની પત્ની અગ્નિમિત્રાએ પણ તેમજ કર્યું. આમ બન્ને આત્માએ સધર્મની પ્રાપ્તિ કરી ગૃહસ્થ જીવનની સાથે ધર્મસાધનામાં લીન બન્યા. ગોશાલકને આ ઘટનાની જાણકારી થતાં સકડાલને પોતાના મતમાં લાવવાની કોશિષ કરી. તે ત્યાં આવ્યો. ભગવાનની પ્રશંસા કરી. થોડા દિવસ તે ત્યાં જ રહ્યો, પણ બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. નિરાશ થઈ ચાલ્યો ગયો. એકદા પૌષધશાળામાં અર્ધરાત્રિએ સકલાલ પાસે એક દેવ આવ્યો. ધર્મક્રિયા–વત આદિને છોડવાનું કહ્યું અને તેના પુત્રોને મારવાની ધમકી આપી. પુત્રોને મારી અગ્નિમિત્રાને મારવાની ધમકી દેતાં સકડાલ ડગી ગયા. ક્રોધિત થઈ સકલાલ દેવને પકડવાનો પ્રયત્ન સાંભળી અગ્નિમિત્રા જાગત થયાં પતિને વ્રતમાં સ્થિર કર્યા. સકડાલે પ્રાયશ્ચિત કરી શદ્ધિ કરી. અંતે નિવૃત્ત થઈ સાધનામય જીવન જીવવા લાગ્યા. શ્રાવકની અગિયાર પડિમાઓનું પાલન કર્યું; વીસ વર્ષની શ્રાવક પર્યાય પૂરી કરી; એક માસનો સંથારો કરી પ્રથમ સ્વર્ગમાં ઉત્પન્ન થયા. અંતે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મુકિત મેળવશે. શિક્ષા – પ્રેરણા - એકાંતવાદ મિથ્યા છે, તેથી અનેકાંત સત્યનો સ્વીકાર કરવો. અર્થાત્ નિયતિનો સ્વીકાર કરતાં સાથે પુરુષાર્થને પણ સ્વીકારવું જોઈએ. કોઈ પણ કાર્યની સફળતામાં એક યા અનેક સમવાયોની (સંયોગોની) પ્રમુખતાનો સ્વીકાર કરતા અન્યનો એકાંતિક નિષેધ ન કરવો. દુનિયાનાં સર્વે વ્યવહારો પુરુષાર્થ પ્રધાન હોય છે. તેની સાથે કાળ, કર્મ, નિયતિ અને વસ્તુ સ્વભાવનું પોત-પોતાની સીમામાં મહત્વ સમજવું જોઈએ. સકલાલે પોતાની બુદ્ધિ અને સમજદારીનો આદર્શ ઉપસ્થિત કર્યો. અંતે સત્યનો નિર્ણય કરી તેનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તેને ગોશાલકની ચમત્કારિક શકિત પણ વિચલિત ન કરી શકી. તે જ રીતે માનવના જીવનમાં ઉતાર-ચઢાવ ભલે આવે પરંતુ જીવનનો અંત સત્ય સાથે પસાર થાય, તેવી સરલતા અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો જોઈએ. નિયતિને એકાંતિક સત્ય માનવાવાળી વ્યકિત કોઈના પુરુષાર્થને નથી સ્વીકારી શકતી. કોઈના ગુણ અને અપરાધને ન માની શકે. પરંતુ તે તથ્ય વ્યવહારથી તદ્ન વિપરીત છે. તથા નિયતિવાદને માટે ધર્મક્રિયાનો પુરુષાર્થ પણ નિરર્થક નીવડે. તેથી આવા એકાંત સિદ્ધાંતના ચક્કરમાં ફસાવું નહિ. આઠમું અધ્યયન – મહાશતક રાજગૃહી નગર તેના સમયમાં પ્રસિદ્ધ નગર હતું. રાજા શ્રેણિક ત્યાંનો શાસક હતો. ત્યાં મહાશતક નામના ધનિક શેઠ રહેતા હતા. ધન, સંપતિ, વૈભવ, પ્રભાવ, માન-સન્માન આદિની અપેક્ષાએ નગરમાં તેનું બહુ ઉંચુ સ્થાન હતું. તેની પાસે કાંસાના પાત્રના માપની અપેક્ષાએ ૨૪ કરોડ સોનૈયાનું ધન હતું. તે સમયના રિવાજ પ્રમાણે તેર (૧૩) શ્રેષ્ઠી કન્યાઓ સાથે મહાશતકના લગ્ન થયા. તે કન્યાઓને પોતાના પિતા તરફથી વિપુલ સંપત્તિ આદિ પ્રીતિદાનમાં મળી હતી. તે તેર સ્ત્રીઓમાં રેવતી સૌથી મુખ્ય હતી. પિતૃ સંપત્તિની અપેક્ષાએ પણ તે બધાથી અધિક ધનાઢય હતી. આ પ્રમાણે મહાશતક સાંસારિક દષ્ટિથી મહાન વૈભવશાળી અને અત્યંત સુખી હતો. પરંતુ વૈભવ અને સુખ વિલાસમાં તે ખોવાયો ન હતો. સંયોગવશ એક વખત ભગવાન મહાવીર સ્વામી રાજગૃહીમાં પધાર્યા. નગરના લોકો અને મહાશતક શેઠ પણ દર્શન કરવા માટે સમવસરણમાં ઉપસ્થિત થયા. ઉપદેશ સાંભળી મહાશતકના આત્માને પ્રેરણા મળી.તેમણે શ્રાવકના બાર વ્રત ધારણ કર્યા અને વધતી જતી સંપત્તિને સીમિત કરી દીધી અર્થાત્ હવે પછી સંપત્તિ ન વધારવાની પ્રતિજ્ઞા કરી. મહાશતક શ્રમણોપાસકને ઉપાસનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા કરતા ચૌદ વર્ષ વ્યતીત થયા. ત્યારબાદ પુત્રને વ્યવસાય આદિ સોપીને નિવૃત્ત જીવન જીવવા લાગ્યા. મહાશતકની મુખ્ય પત્ની રેવતીનું જીવન અત્યંત વિલાસ પૂર્ણ હતું. તે માંસ અને મદિરામાં પહેલેથી જ અત્યંત આસકત હતી. મહાશતકના શ્રમણોપાસક બની ગયા પછી પણ તેણીએ પોતાની તે પ્રવૃત્તિ ન છોડી. રાજા શ્રેણિક દ્વારા પોતાના રાજ્યમાં ઘોષણા (પંચેન્દ્રિય વધ નિષેધ) આજ્ઞા કરાવ્યા પછી રાજ્યમાં કયાંય પણ માંસ મળતું નહિ તો પણ તેણીએ ઉપાય શોધી લીધો અને નોકરો દ્વારા પીયરથી દરરોજ ગાયના નવજાત વાછરડાના માંસના આયાતની વ્યવસ્થા ગુપ્ત રીતે કરી લીધી. ભોગાકાંક્ષાની તીવ્રતાથી તેણે સ્વચ્છંદતા પૂર્વક પોતાની બાર શોકયોને શસ્ત્ર પ્રયોગ અને વિષપ્રયોગ દ્વારા મરાવી નાખી. મહાશતકનો તેની ઉપર કોઈ પણ નિયંત્રણ–ઉપાય ચાલી શકયો નહીં. - નિવૃત્ત સાધનાના સમયમાં એક દિવસની વાત છે કે તે પોતાની ઉપાસનામાં હતા. રેવતી મધના નશામાં ઉન્મત્ત બનીને ત્યાં પહોંચી અને મહાશતકને વ્રતથી ટ્યુત કરવા માટે અનેક પ્રકારના કામોદ્દીપક હાવભાવ કરવા લાગી અને કહેવા લાગી કે "તમારો Page #32 -------------------------------------------------------------------------- ________________ jain 31 કથાસાર ધર્મ કરી સ્વર્ગ પ્રાપ્ત કરવાથી વધુ શું લાભ થશે? જો કે તમે મારી સાથે પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવતા નથી. તો એનાથી વધુ સ્વર્ગ અને મોક્ષમાં શું લાભ થશે? આ પ્રકારે બે-ત્રણ વખત કહી મોહાસકત પ્રયત્ન કર્યો, પણ તેને નિષ્ફળતા મળી. મહાશતક મૌની સમાન અડગ રહ્યા. લેશ માત્ર પણ રેવતીનો પ્રભાવ તેના ઉપર ન પડયો. ધન્ય છે તે મહાશતકની વૈરાગ્યપૂર્ણ સાધનાને કે જે સ્વયં પત્નીના લોભામણા હાવભાવ આદિ અનુકૂળ ઉપસર્ગમાં પણ વિજયી બન્યા. રેવતી હારીને ચાલી ગઈ. મહાશતકજીએ શ્રાવકની અગિયાર પડિમા સ્વીકારી. અંતે સંખના કરી આત્મસાધનામાં ઝૂલવા લાગ્યા. પવિત્ર પરિણામોથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આ તરફ રેવતી માંસ અને મદિરામાં લુબ્ધ બની. ફરીથી મહાશતકજીને વ્રતોથી શ્રુત કરવા પૌષધશાળામાં પહોંચી અને અનેક પ્રકારની કુચેષ્ટાઓનો પ્રારંભ કર્યો. શ્રમણોપાસકની ઘીરજ ખૂટી. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી રેવતીનું ભવિષ્ય જોયું અને તેને ઉપાલંભ આપતા કહ્યું કે તું સાત દિવસમાં ભયંકર રોગથી દુઃખી થઈ આર્તધ્યાન કરતી મૃત્યુ પામી પહેલી નરકમાં ઉત્પન્ન થઈશ. આ સાંભળતાં જ રેવતીનો નશો ઉતરી ગયો. નજરની સમક્ષ મોત દેખાવા લાગ્યું. સાતમા દિવસે મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થઈ. સંયોગવશાત્ ભગવાન મહાવીરનું પદાર્પણ થયું. તેઓએ ગૌતમ ગણધર દ્વારા મહાશતકજીને સાવધાન કરાવ્યા કે – સંથારામાં અમનોજ્ઞ કથન ન કરવું જોઈએ. તેથી તમે તેનું આલોચના પ્રાયશ્ચિત કરી વિશુદ્ધ બનો. મહાશતક શ્રમણોપાસકે તેનો સહર્ષ સ્વીકાર કર્યો. યથાસમયે સમાધિપૂર્વક પંડિત મરણે દેહનો ત્યાગ કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા -(૧)અશુભ કર્મના સંયોગે કોઈ દુરાત્માનો સંયોગ થઈ જાય તો તેની ઉપેક્ષા કરતાં આત્મ-સાધનામાં લીન બનવું, એ આદર્શ મહાશતકજીએ પુરવાર કરી બતાવ્યો. વિચાર તો કરો કે કેટલી હદે રેવતીની દુષ્ટ પ્રવૃત્તિ હતી. મધ-માંસમાં લોલુપ, બાર શોકયને મારવાવાળી, પીયરથી નવજાત વાછરડાઓના માંસ મંગાવવાવાળી, પૌષધના સમયે પતિ સાથે નિર્લજ વ્યવહાર કરવાવાળી,અહો! આશ્ચર્ય છે કર્મની વિચિત્રતા અને વિટંબણાઓનો! બંનેનું મરણ લગભગ સાથે જ થયું. (૨) વ્યસનીનું પતન અવશ્ય થાય છે. ઘોરાતિઘોર પાપકાર્યમાં તે ફસાઈ જાય છે. તેથી વ્યસનથી દૂર રહેવું જોઈએ. સાત વ્યસન ત્યાજય છે જુગાર, શિકાર, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, ચોરી, મધ,(દારૂ) માંસ. (૩)જિન શાસનમાં અંશમાત્ર પણ કટુતા અને અમનોજ્ઞ વ્યવહાર ક્ષમ્ય નથી. ભલે સામેવાળો ગમે તેટલો પાપી આત્મા કેમ ન હોય ? ભગવાને તે ભૂલને સુધારવા જ ગૌતમ ગણધરને મહાશતક પાસે મોકલ્યા હતા. હકીકતમાં લોઢું, લાકડું, પીતળ અને ત્રાંબામાં જેમ લોઢાની મેષ ક્ષમ્ય થઈ શકે છે પણ સોનાના પાત્રમાં લોઢાની નાની મેષ પણ અક્ષમ્ય છે. જેવી રીતે સુકોમળ પગમાં નાનો કાંટો પણ સહન નથી થતો. તે આખા શરીરની સમાધિને લૂંટી લે છે. તે જ રીતે સર્વોચ્ચ સાધનામય જીવનમાં પાપી વ્યકિત પ્રત્યે પણ કરવામાં આવેલી કટુતા, અમનોજ્ઞતા અક્ષમ્ય છે. તે સુધારવા માટે તીર્થકર, ગણધરને પણ અવશ્ય પ્રયત્ન કરવો પડે છે તો ગૃહસ્થની તો વાત જ શી? આ છે જિનશાસનનો મહાન આદર્શ. (૪) જિન શાસનની સાધનામાં લાગેલા બધા સાધકોએ પોતાના જીવન-વ્યવહારોનું સૂક્ષ્મતાથી અવલોકન કરવું જોઈએ અને કોઈ પણ વ્યકિત પ્રત્યે પોતાના માનસમાં કટુ ભાવ હોય, કટુ વ્યવહાર યા અમનોજ્ઞ વ્યવહાર હોય તો તેને પોતાની જ ભૂલ સમજીને સ્વીકાર કરવી જોઈએ અને તેને સુધારવાની પ્રવૃત્તિને પોતાની આરાધના માટે આવશ્યક સમજવી જોઈએ. (૫) આજકાલ સાધકોના મનમાં ન જાણે કેટ-કેટલાની પ્રત્યે કટુતા, અમનોજ્ઞતા, અપ્રસન્નતા, અમૈત્રીના સંકલ્પ ચકકર ફર્યા જ કરે છે. અર્થાત્ કોઈને કોઈ તરફ અમનો ભાવ અને અમનોજ્ઞ વ્યવહારના ચક્ર ચાલ્યા કરે છે. તે બધા સાધકોએ આત્માને જગાડી સાવધાન થવું જોઈએ. અન્યથા બાહય ક્રિયા કલાપ અને વિચિત્ર વિકટ સાધનાઓ સફળતાની શ્રેણિ સુધી પહોંચાડી શકશે નહીં. તેના માટે બધા શ્રમણોપાસકોએ અને વિશેષ કરીને નિગ્રંથ સાધના કરવા વાળાઓએ ફરી ફરીને આત્મસાક્ષી પૂર્વક મનન–ચિંતન અને સંશોધન અવશ્ય કરવું જોઈએ. | (૬) કેટલાય ધર્મ શ્રદ્ધાળુ માણસો વ્રતોની પ્રેરણા મળ્યા પછી પણ ઘરની પરિસ્થિતિને આગળ કરીને વ્રત નિયમ અને સાધનાઓથી વંચિત રહી જાય છે તેઓને મહાશતકના આદર્શને નજર સમક્ષ રાખવો જોઈએ કે તેર પત્નીઓ હોવા છતા પણ ભગવાનની પાસે વ્રતધારણ કરવામાં તેમણે શરમ કે ખોટા બહાના બતાવ્યા નહીં પરંતુ આત્મીયતાથી ધર્મમાર્ગ સ્વીકાર્યો. ૫ રેવતી પત્ની દ્વારા થવા છતાં પણ તે શ્રાવકે પોતાની સામાયિક અને મહિનામાં છ પૌષધ આદિ સાધના ન છોડી. તેની મુખ્ય પત્નીનો માંસાહાર અને મદ્યસેવન ન છૂટી શક્યું. તો પણ તેઓ સાધનાની પ્રગતિ કરતા જ ગયા. (૭) રેવતીની વિલાસિતા અને આસકિત વધતી જ ગઈ તો પણ મહાશતકની સાધના વીસ વર્ષમાં અવિરામ સંથારા સુધી પણ પહોંચી જ ગઈ. કેટલી ઉપેક્ષા, કેટલી એકાગ્રતા અને શાંતિ, સમભાવ રાખ્યા હશે મહાશતક શ્રમણોપાસકે કે એવી વિકટ સંયોગજન્ય સ્થિતિમાં પણ તેમણે ગૃહસ્થ જીવનમાં અવધિજ્ઞાન અને આરાધક અવસ્થા પ્રાપ્ત કરી લીધી.આ મહાન શ્રમણોપાસકના શાંત અને ધર્મ સંયુકત સાધનામય જીવનથી પ્રેરણા લઈ આપણે અનેકાનેક ગુણોને પ્રાપ્ત કરીને પોતાના જીવનને ઉજ્જવળ બનાવવું જોઈએ. (૮) આજકાલ અધિકતર લોકો દુર્ઘટનાઓના વાતાવરણથી વ્યાખ થઈને વ્યકિતના દોષથી પણ ધર્મને બદનામ કરવા લાગી જાય છે, આ તેઓની ભાવુકતા અને અજ્ઞાન દશાથી થવાવાળી ગંભીર ભૂલ છે. આધ્યાત્મ ધર્મ કોઈને પણ અકૃત્ય કરવાની પ્રેરણા નથી કરતો. ધાર્મિક સંસ્કારોવાળા વ્યકિતના પરિવારમાં જો કોઈ અકૃત્ય થઈ પણ જાય તો તે પારિવારિક સદસ્યની ધાર્મિકતાથી નહીં પરંતુ વ્યકિગત વિષય, કષાય, મૂર્ખતા અને સ્વાર્થ અન્ધતાના દૂષણોનું અથવા પૂર્વકૃત કર્મોનું પ્રતિફળ છે, એમ સમજવું જોઈએ. ધર્મ અને ધાર્મિક વ્યકિત તો આવા સમયમાં પણ પોતાના આદર્શ અને સિદ્ધાંતમાં અડગ રહે છે. કહ્યું છે કે - કિંમત ઘટે નહીં વસ્તુની, ભાંખે પરીક્ષક ભૂલ જેનો જેવો પારખી, કરે મણિ નો મૂલ / Page #33 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 32 નવમું અધ્યયન – નંદિનીપિતા શ્રાવસ્તી નગરીમાં સમૃદ્ધિશાળી ગાથાપતિ શેઠ નંદિનીપિતા રહેતા હતા. તે પણ આનંદની જેમ ગુણસંપન્ન અને સમાજમાં પ્રતિષ્ઠિત હતા. તેની સંપત્તિ પણ કુલ બાર કરોડ સુવર્ણ મુદ્રાઓમાં હતી. જે ત્રણ વિભાગમાં વહેંચાયેલી હતી. પશુધન પણ ૪૦ હજારની સંખ્યામાં હતું. તેમની પત્નીનું નામ અશ્વિની હતું. તે સુખી ગૃહસ્થ જીવન વિતાવતા હતા. શુભ સંયોગથી ભગવાન મહાવીર શ્રાવસ્તીમાં પધાર્યા. શ્રદ્ધાળ માનવ સમદાય દર્શન કરવા ઉમટયો. નંદિનીપિતા પણ ગયા. ભગવાનની ધર્મદેશના સાંભળી, અંતઃકરણમાં પ્રેરણા જાગી. આનંદ શ્રાવકની જેમ શ્રાવત વ્રત ધારણ કર્યા. નંદિનીપિતા પોતાના ધાર્મિક જીવનને ઉત્તરોત્તર વિકસિત કરતા ગયા. એમ ચૌદ વર્ષ વીતી ગયા. મોટા પુત્રને ઘરનો ભાર સોંપ્યો અને નિવૃત્ત સાધનામાં લાગી ગયા. શ્રાવક પડિમાઓની આરાધના કરી. અંતમાં વીસ વર્ષ શ્રાવક પર્યાય પૂર્ણ કરી એક માસના સંથારાથી પહેલા સ્વર્ગમાં ઉત્પન્ન થયા. ત્યાંથી એક મનુષ્ય ભવ કરીને મહાવિદેહમાંથી મોક્ષમાં જશે. દસમું અધ્યયન – સાલિદીપિતા નગરી, વૈભવ, સંપત્તિ, વ્રતસાધના, નિવૃત્ત સાધના અને સંલેખના સંથારો આદિનું સંપૂર્ણ વર્ણન નવમાં અધ્યયન પ્રમાણે છે. સાહિપિતા શ્રમણોપાસકની પત્નીનું નામ ફાલ્ગની હતું. નંદિનીપિતા અને સાલિદીપિતા બંને શ્રમણોપાસકોને કોઈ પણ ઉપસર્ગ નથી આવ્યા અને સમાધિપૂર્વક પંડિત મરણ પ્રાપ્ત કર્યું પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા ત્યાંથી ચ્યવને મહાવિદેહમાંથી મુકિત પ્રાપ્ત કરશે. સંપૂર્ણ ઉપાસકદશા સૂત્રની પ્રેરણા. ૧. પુણ્યથી મળેલી ઋદ્ધિમાં ફૂલાવું નહિ. ૨. બાર વ્રત અવશ્ય ધારણ કરવા. મહીનામાં છ પૌષધ કરવા. ૩. પરિસ્થિતિઓમાં અને સંકટમાં ધર્મન છોડવો. સંસાર પ્રપંચોથી શીઘ્ર નિવૃત્ત થવું. ૫. સંલેખના–સંથારો કરવો. છે. જીવનમાં સરલતા, નમ્રતા આદિ ગુણો અંત સુધી રાખવા. ૭. નાનો પણ દોષ થઈ જાય તો તેનો સ્વીકાર કરવો અને પ્રાયશ્ચિત લેવું. ગુસ્સો, ઘમંડ આદિ ન કરવા. બાર વ્રત ટૂંકમાં - જે વુિં સભી જીવકી રક્ષા કરના. મુખસે સચ્ચી બાતે કહના. માગ પૂછ કર વસ્તુ લેના. બ્રહ્મચર્યકા પાલન કરના. ઈચ્છા અપની સદા ઘટાના. ઈધર–ઉધર નહિ આના જાના. સીધા-સાદા જીવન જીના. ૮. કોઈ અન અર્થકા કામ ન કરના. નિત ઉઠ કર સામાયિક કરના. ૧૦. જીવન મેં મર્યાદા લાના. ૧૧. બનતે પૌષધ આદિ કરના. ૧૨. અપને હાથો સે બહોરાના. ધારણ કર શ્રાવક બન જાના,ધારણ કર શ્રાવિકા બન જાના. ર ૬. અંતગડ દશા પર્યુષણના દિવસોમાં અંતગડ સૂત્રનું વાંચન કરવામાં આવે તે એક સુંદર અને બહુમાનનીય પરંપરા છે. આ સૂત્રમાં ત્યાગ, વૈરાગ્ય, ક્ષમા, શાંતિ, શ્રધ્ધા, સંયમ, તપ વગેરેનું પ્રેરણાદાયી વર્ણન છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી છે –(૧) શ્રમણધર્મ (૨) શ્રમણોપાસક ધર્મ. અંતગડ સૂત્ર શ્રમણધર્મને પ્રેરણા આપતું સૂત્ર છે. શ્રમણોપાસક ધર્મની પ્રેરણા પણ પર્યુષણ પર્વના દિવસોમાં અત્યંત આવશ્યક છે. અતઃ મધ્યાહનું ના સમયે ઉપાસક દશાસૂત્રનું વાંચન કરવાની પરંપરા ચાલુ રાખવી એકાંત રીતે આવશ્યક અને કલ્યાણકારી છે. એ સૂત્રમાં શ્રાવકની અનેક પ્રકારની ગતિવિધિઓનું વર્ણન છે. કથાઓ પણ રોચક અને વિભિન્ન પ્રેરણાઓથી યુકત છે તેથી દરેક વ્યાખ્યાતાઓને આ નિવેદન છે કે પયુર્ષણમાં અંતગડ સૂત્રને વાંચ્યા પછી ઉપાસક દશા સૂત્રનું વાંચન થવું જોઈએ. શ્રાવકોના જીવનને સુંદર અને શ્રેષ્ઠ બનાવવાનો આ એક સરસ અને સફળ પ્રયત્ન બની રહેશે. પરિચય –આ આઠમં અંગ સત્ર છે. જેમાં સંયમ અંગીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરનાર નેવ (૯૦) આત્માઓનું વર્ણન છે. આ સત્રમાં આઠ વર્ગ(વિભાગ) છે. પ્રત્યેક વર્ગમાં અનુક્રમે દશ, આઠ, તેર, દશ,દશ, સોળ, તેર, દશ અધ્યયન છે. કુલ નેવું અધ્યયન છે. અત્યારે આ સૂત્ર નવસો (૯૦૦) શ્લોક પ્રમાણ ઉપલબ્ધ છે. બાવીસમા તીર્થકર અરિષ્ટનેમિ ભગવાનના શાસનના એકાવન જીવોનું વર્ણન કર્યા પછી, ચોવીસમા ભગવાન મહાવીર સ્વામીના શાસનના ઓગણચાલીસ જીવોનું આ સૂત્રમાં વર્ણન છે. રાજા, રાજકુમાર, રાજરાણીઓ, શ્રેષ્ઠી, માળી, બાળ, યુવાન, પ્રૌઢ અને વૃધ્ધ અનેક ઉંમરવાળાઓનાં સંયમ, તપ, શ્રુત-અધ્યયન, ધ્યાન, આત્મદમન, ક્ષમા ભાવ આદિ આદર્શ ગુણો યુકત Page #34 -------------------------------------------------------------------------- ________________ jain વૈરાગ્ય પૂર્ણ જીવનનાં વૃત્તાંતો આ સૂત્રમાં અંકિત છે. નેવુ મુકત આત્માઓ સિવાય સુદર્શન શ્રાવક, શ્રીકૃષ્ણ વાસુદેવ અને દેવકી રાણીની એક ઝલક પણ અંકિત છે. જેમાં ત્રણેય આત્માઓને વીતરાગ વાણી પ્રત્યે દઢ શ્રધ્ધાવાન અને પ્રિયધર્મી, દઢ ધર્મી બતાવવામાં આવ્યા છે. 33 કથાસાર આ સૂત્રના રચયિતા સ્વયં ગણધર ભગવંત છે. ઉપાસક દશાંગ સૂત્રની જેમ આ સૂત્રમાં પણ દશ અધ્યયન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જે હતાં, એવું ઠાણાંગ, સમવાયાંગ સૂત્ર અને અનેક ગ્રંથોમાં આવતાં વર્ણનો પરથી જણાય છે પરંતુ નંદી સૂત્રની રચના સમયથી આ સૂત્રનું આઠ વર્ગમય નેવુ અધ્યયનાત્મક આ સ્વરૂપ ઉપલબ્ધ છે. કથાઓ અને જીવન ચરિત્રોના માધ્યમથી આ સૂત્રમાં અનેક શિક્ષાપ્રદ, અને જીવન–પ્રેરક તત્વોનું માર્મિક રૂપથી કથન કરવામાં આવ્યું છે. તેથી આ સૂત્ર વાચકો માટે અને વિશેષ રૂપે વ્યાખ્યાતાઓ તથા શ્રોતાઓ માટે પણ રુચિકર આગમ છે. આથી જ સ્થાનકવાસી પરંપરાઓમાં મોટે ભાગે દર વર્ષે પર્યુષણ પર્વના આઠ દિવસોમાં આ સૂત્રનું વ્યાખ્યાન સભામાં વાંચન અને શ્રવણ કરવામાં આવે છે. અંગોમાં આ આઠમું અંગ છે. એના આઠ વર્ગ(વિભાગ) છે. પર્યુષણના દિવસો પણ આઠ છે. અને આઠ કર્મોનો ક્ષય કરવાનો જ સાધકનો મુખ્ય હેતુ છે, લક્ષ્ય છે. આ રીતે સંખ્યાનો મેળાપ કરીને પણ આ સૂત્રનો પર્યુષણમાં વાંચન સાથેનો સંબંધ જોડવામાં આવે છે. પ્રથમ દિન : પ્રારંભિક વ્યાખ્યાન : ભાગ્યશાળી જીવોને જ શાસ્ત્ર શ્રવણ કરવાની તક મળે છે. ઉત્તરા ૦ અ. —૩ માં ધર્મના ચાર અંગાની દુર્લભતા વર્ણવવામાં આવી છે. જેમાં જિનવાણીનું શ્રવણ પણ જીવને દુર્લભ કહેવામાં આવ્યું છે. ચોથા આરામાં પણ કોઈ વિરલ અને ભાગ્યશાળી લોકો જ તીર્થંકર પ્રભુની વાણીનું શ્રવણ કરી શકતા હતા. અન્ય અનેક લોકો તો આળસ પ્રમાદ અને મિથ્યાત્વ ભાવોના કારણે વંચિત જ રહી જતાં હતાં. માટે આ પાંચમાં આરામાં મહાન પુણ્યનો ઉદય હોય તેને જ શાસ્ત્ર શ્રવણનો સંયોગ મળે છે. ધર્મ અને મોક્ષની આધાર શિલા પણ ધર્મ શ્રવણ જ છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે : (સવણે નાણે વિણાણે, પચ્ચકખાણે ય સંજમે – અણછ્હવે તવે ચેવ, વોદાણે અકિરિયા સિદ્ધી ) અર્થ :– શાસ્ત્ર શ્રવણથી સામાન્ય જ્ઞાન થાય છે; તેના ચિંતનથી વિશેષ જ્ઞાન અને પછી પ્રત્યાખ્યાન તથા સંયમ ગ્રહણ કરી શકાય છે; જેનાથી આશ્રવ રોકાય છે અને પછી ક્રમશઃ તપ અને નિર્જરા દ્વારા અક્રિયા અવસ્થા પ્રાપ્ત થાય છે. અક્રિય બનેલો જીવ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે મોક્ષ પ્રાપ્તિ, સંયમસ્વીકાર અને આત્મજ્ઞાન વિજ્ઞાન આ બધું ધર્મ શ્રવણ પછી જ સંભવ અને શકય બને છે. તેથી જ ભગવતી સૂત્રની ઉપર્યુકત ગાથામાં સર્વ પ્રથમ ધર્મ શ્રવણનો ઉપદેશ છે. ઉપલબ્ધ આગમોમાંથી આઠ દિવસમાં પૂર્ણ થઈ શકે એવો અને રોચક તથા અંતગડ સૂત્રને પર્યુષણ વ્યાખ્યાનમાં વાંચવાનું શરૂ કર્યું છે. પ્રેરક દષ્ટાંતોથી યુકત હોવાને કારણે પૂર્વાચાર્યોએ આ આ સૂત્રમાં આવા જ નેવુ (૯૦) ચારિત્રાત્માઓનું વર્ણન છે. જેમણે તે જ ભવના અંતમાં સમસ્ત કર્મોનો અને સંસારનો અંત કરી દીધો. આ કારણથી જ આ સૂત્રનું 'અંતકૃત' એ નામ પણ સાર્થક છે. ધર્મ–ધ્યાનના આઠ દિવસોમાં જીવન સંસ્કારિત બને, ગૃહસ્થ જીવનમાં પણ ત્યાગ—વૈરાગ્યની વૃદ્ધિ થાય, વિવેક વધે, વિચાર અને પ્રવૃતિઓ શુદ્ધ બને તેમજ પ્રબળ પ્રેરણાઓથી સંયમ ધારણ કરવાનો દઢ આત્મ સંકલ્પ બને. એ જ આપણું શાસ્ત્ર વાંચન અને શ્રવણનું લક્ષ્ય હોવું જોઈએ. રૂચિપૂર્વક શાસ્ત્ર શ્રવણ કરવાથી અને યોગ્ય સમયે ઉપસ્થિત રહીને નિરંતર અને પરિપૂર્ણ શાસ્ત્ર શ્રવણ કરવાથી શુદ્ધ અને સાચો આનંદ આવે છે. આથી શ્રોતાજનોએ સમયનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. પ્રથમ વર્ગ : પ્રથમ અધ્યયન : ગૌતમ ઃ ત્રણ ખંડના સ્વામી શ્રીકૃષ્ણ વાસુદેવની દ્વારિકા નગરી નામની રાજધાની હતી. જે ૧૨ યોજન (૯૬ માઈલ) લંબાઈમાં અને ૯ યોજન (૭૨ માઈલ) પહોળાઈમાં વિસ્તૃત હતી. તે નગરીનું નિર્માણ પ્રથમ દેવલોકના ધનપતિ કુબેર નામના દેવની બુદ્ધિથી થયું હતું. (ધણવઈ મઈ ણિયિાં) તેનો ઘટના ક્રમ આ પ્રમાણે છે – દ્વારિકા નિર્માણનો ઈતિહાસ : કૃષ્ણે કંસનો વધ કર્યો ત્યાર પછી તેની પત્ની જીવયશાએ પોતાના પિતા જરાસંધ પ્રતિ વાસુદેવની પાસે ફરિયાદ કરી. ક્રોધિત થઈને જરાસંધે સમુદ્રવિજય આદિ યાદવ જનોને આદેશ આપ્યો કે કૃષ્ણકુમારને મને સોંપી દ્યો અન્યથા હું યાદવોનો નાશ કરી દઈશ. જરાસંધના આતંકથી યાદવોએ ગુપ્ત રીતે સૌર્યપુરને છોડી દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. રસ્તા વચ્ચે તેમને હેરાન કરવા માટે જરાસંઘના પુત્ર કાલકુમારે સેના લઈને પીછો કર્યો પરંતુ દેવમાયામાં ફસાઈ જતાં તે મૃત્યુ પામ્યો. અને યાદવો સકુશળ સૌરાષ્ટ્ર પહોંચી ગયા. યોગ્ય સ્થાન જાણીને શ્રી કૃષ્ણે અઠ્ઠમ તપ કર્યો અને તેમાં ધનપતિ વૈશ્રમણ દેવની આરાધના અને સ્મરણ કર્યું. દેવ ઉપસ્થિત થયો અને કૃષ્ણની વિનંતી થતાં તેણે પોતાના અનુગામી દેવોને આદેશ—નિર્દેશ આપ્યો અને નગરીનું નિર્માણ કરાવ્યું. તે નગરીમાં અનેક મોટાં—મોટાં દરવાજાઓ બનાવવામાં આવ્યાં હતાં. તેને કારણે તેનું નામ દ્વારવતી રાખવામાં આવ્યું. આગળ જતાં તે દ્વારિકા તરીકે ઓળખાવા લાગી. તે નગરીનો કિલ્લો(કોટ) સુવર્ણમય હતો. તેના બૂરજ ગોખલા આદિ અનેક પ્રકારના મણિઓથી સુશોભિત હતા કૃષ્ણ વાસુદેવની સમૃદ્ધિ : કાળાંતરે કૃષ્ણનું પ્રતિ વાસુદેવની સાથે યુદ્ધ થયું. જરાસંધ યુદ્ધમાં પોતાના ચક્રથી કૃષ્ણના હાથે માર્યો ગયો. તે પછી કૃષ્ણજી ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ રાજા બન્યા. તેમની રાજ્ય ઋદ્ધિ, ઐશ્વર્ય આ પ્રમાણે હતા— સમુદ્રવિજય આદિ મુખ્ય દસ તેમના પૂજનીય રાજાઓ હતા. બળદેવ આદિ પાંચ મહાવીર પદવી ધારીઓ હતાં. પ્રદ્યુમ્ન પ્રમુખ સાડા ત્રણ કરોડ કુમાર પદ પર હતા.સાંબ પ્રમુખ ૬૦ હજાર દુર્દાત પદ ધારી હતા. મહાસેન પ્રમુખ ૬૫ હજાર સેનાપતિ Page #35 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ પદવી ધારી હતા. વિરસેન પ્રમુખ ૨૧ હજાર 'વીર' પદ પર પ્રતિષ્ઠિત હતા. ઉગ્રસેન પ્રમુખ ૧૬ હજાર રાજાઓ તેમની આજ્ઞામાં હતાં. રુકિમણી પ્રમુખ ૧૬ હજાર રાણીઓ તેમના રાજ્યમાં હતી, અન્ય અનેક યુવરાજ, શેઠ, સાર્થવાહ, આદિ પ્રજાગણનું અને ત્રણ ખંડ ૩ ઈ ભરત ક્ષેત્રનું આધિપત્ય-સ્વામિત્વનું પાલન કરતા અને વિપલ સખ ભોગવતાં શ્રી કષ્ણ દ્વારિકામાં રહેતા હતા. ગૌતમ કુમારનો જન્મ – કૃષ્ણ વાસુદેવની દ્વારિકા નગરીમાં અંધકવૃષ્ણિ રાજા રહેતા હતા. તેમની ધારિણી નામની રાણીએ એકવાર “ સિંહ પોતાના મુખમાં પ્રવેશે છે” એવું સ્વપ્ન જોયું. રાજાને નિવેદન કર્યું. સ્વપ્ન પાઠકોએ અત્યંત તેજસ્વી અને યશસ્વી પુત્ર રત્નની ઉત્પત્તિનો શુભ સંદેશ સંભળાવ્યો. નવ માસ વ્યતીત થતાં પુત્રનો જન્મ થયો. તેનું નામ ગૌતમ રાખવામાં આવ્યું. ગૌતમ કુમારનું બાળપણ સુખરૂપ પસાર થયું. કલાચાર્યની પાસે અધ્યયન કર્યું. યૌવન વયમાં આઠ યોગ્ય કન્યાઓની સાથે તેમનું એક જ દિવસે પાણિગ્રહણ થયું. રમ્ય પ્રાસાદમાં(મહેલમાં) તેઓ માનષિક ભોગોનો ઉપભોગ કરતાં રહેવા લાગ્યા. ગૌતમ કુમારની દીક્ષા –એક વાર વિચરણ કરતા અરિહંત અરિષ્ટનેમિ ભગવાન દ્વારિકા નગરીમાં પધાર્યા. ચાર જાતિના દેવો, કૃષ્ણ વાસુદેવ અને નાગરિક ગણ ભગવાનના સમવસરણમાં આવ્યા. સંપૂર્ણ પરિષદને ધર્મોપદેશ આપ્યો. પરિષદનું વિસર્જન થયું. ગૌતમ કુમારે ભગવાનને વિનંતી કરી કે હું માતા-પિતા પાસેથી અનુમતિ પ્રાપ્ત કરીને આપની પાસે દીક્ષિત થવા ઈચ્છું છું. ભગવાનની સ્વીકૃતિ પ્રાપ્ત કરીને ગૌતમ કુમાર ઘરે પહોંચ્યા. માતા-પિતા સમક્ષ પોતાની ભાવના વ્યકત કરી અને અનુમતિ માંગી. દીક્ષાની વાત સાંભળીને માતા-પિતાને મોહ ભાવને કારણે અત્યંત દુ:ખ થયું. તેઓએ પુત્રને અનેક પ્રકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગૌતમ કુમારની વિચારધારામાં પરિવર્તન થયું નહીં તેમણે માતા-પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા એક દિવસ માટે રાજ્ય ગ્રહણ કર્યું. પછી સંપૂર્ણ વૈભવ ત્યાગીને ભગવાનની પાસે સંયમ ગ્રહણ કરવા ઉપસ્થિત થઈ ગયા. પરિષદ સમક્ષ ગૌતમ કુમારે ભગવાનને નિવેદન કર્યું કે હે ભગવન! આ સમગ્ર સંસાર જરા અને મરણરૂપ અગ્નિથી બળી રહ્યો છે. તેમાંથી હું મારા આત્માનો વિસ્તાર કરવા ઈચ્છું છું અતઃ આપ મને સંયમ પ્રદાન કરો. ગૌતમ મુનિનો સંયમ, તપ અને અધ્યયન - ભગવાન અરિષ્ટનેમિએ તેમના (ગૌતમના) માતા-પિતાની આજ્ઞા મેળવીને, ગૌતમ કુમારના ભાવોને જાણીને તેમને સંપૂર્ણ સાવધયોગના ત્યાગ રૂપ સામાયિક ચારિત્ર પ્રદાન કર્યું. અર્થાત્ વિધિપૂર્વક દીક્ષાનો પાઠ ભણાવ્યો તેમજ યોગ્ય શિક્ષા-દીક્ષા આપીને તેમને અધ્યયન માટે સ્થવિર ભગવંત (ઉપાધ્યાય) પાસે રાખ્યા. ત્યાં તેમણે આવશ્યક સૂત્ર અને અગિયાર અંગ સૂત્રોનું કંઠસ્થ અધ્યયન પૂર્ણ કર્યું. સાથે અનેક પ્રકારના ઉપવાસ આદિ તપ અને માસખમણ સુધીના તપ દ્વારા આત્માને ભાવિત બનાવ્યો. અગિયાર અંગનું અધ્યયન સમાપ્ત થયા પછી ગૌતમ અણગારે ભગવાન પાસેથી આજ્ઞા લઈને ભિક્ષુની બારે પડિકાઓની આરાધના કરી. ભિક્ષુની પડિકામાં આઠ મહિના સુધી એકાકી વિચરણ કરવામાં આવે છે. એનું વિસ્તૃત વર્ણન દશાશ્રુત સ્કંધમાં છે. ભિક્ષ પડિમા પૂર્ણ થયા પછી ગૌતમ અણગારે ગુણ રત્ન સંવત્સર તપ કરવાની આજ્ઞા લઈને સોળ મહિના સુધી તપની આરાધના કરી. આ તપમાં પ્રથમ માસે નિરંતર ઉપવાસ બીજા મહિનામાં નિરંતર છઠ્ઠ એવી રીતે ક્રમશઃ વધારીને તપસ્યા કરવામાં આવે છે. ગૌતમ મુનિની મુકિત :- આ પ્રકારે બાર વર્ષના સંયમ પર્યાય (જીવન) બાદ શત્રુંજય પર્વત ઉપર એક માસના (સંખેલના) સંથારાથી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને જે પ્રયોજનથી નગ્ન ભાવ, મુંડ ભાવ, કેશલોચ, ખુલ્લા પગે ભ્રમણ, બ્રહ્મચર્ય વ્રત, ભિક્ષાવૃતિ વગેરેને ધારણ કર્યા હતા તથા લાભ-અલાભ, આક્રોશ, વધ આદિ પરિષહ અને ઉપસર્ગ સ્વીકાર્યા હતા અને સ્નાન, ત–મંજન, પગરખાં, છત્ર આદિનો ત્યાગ કર્યો હતો તે પ્રયોજનને સિદ્ધ કરી મોક્ષગામી બન્યા. ૨ થી ૧૦ સુધીના શેષ નવ અધ્યયન ગૌતમ કુમારની જેમ જ બાકીના નવ (૧) સમુદ્ર (૨) સાગર (૩) ગંભીર (૪) તિમિત (૫) અચલ (૬) કાંડિલ્ય (૭) અક્ષોભ (૮) પ્રસેનજીત અને (૯) વિષ્ણુકુમારનું વર્ણન છે. અર્થાત્ દશેયનું સાંસારિક જીવન પરિચય, સુખ-સમૃદ્ધિ અને સાધના જીવન લગભગ એક સરખા છે. બધાએ બાર વર્ષની દીક્ષા પર્યાયમાં વિવિધ તપ અને અગિયાર અંગોના જ્ઞાનની સાથે ભિક્ષુની બાર પડિમાઓનું આરાધન કર્યું અને ગુણ રત્ન સંવત્સર તપ પણ કર્યું. અંતિમ સમયે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પહોંચ્યા. બીજો વર્ગ આ વર્ગમાં આઠ અધ્યયન છે જેમાં (૧) અક્ષોભ (૨) સાગર (૩) સમુદ્ર (૪) હિમવંત (૫) અચલ (૬) ધરણ (૭) પૂરણ (૮) અભિચ આ આઠ રાજકુમારોનું વર્ણન છે. જે ગૌતમ કુમારની જેમ જ છે. વિશેષતા માત્ર એટલી છે કે આ આઠેયનો દીક્ષા પર્યાય સોળ વર્ષનો હતો. તેઓ પણ અંતે એક મહિનાના સંથારા વડે શત્રુંજય પર્વત પરથી સિદ્ધ થયા. બંને વર્ગોમાં આવેલા નામોમાં ચાર નામ પરસ્પર સમાન છે. તે સિવાય દશ દસાઈ (સમુદ્રવિજય આદિ)ના નામોમાં વસુદેવજી સિવાયના નવ નામો આ અઢાર અધ્યયનમાં મળે છે. તે કાળમાં સમાન નામો આપવાની પ્રથા હશે. તેથી આવું બનવું સંભવ છે. ટિપ્પણ – સગાભાઈઓના (એક માતાના પુત્રોના) નામ એક સરખા તો ન જ અપાય માટે બંને વર્ગોમાં સમાન નામ હોવાથી વર્ણવેલ રાજકુમારો સગા ભાઈઓ નહિ હોય એવું સમજવું યોગ્ય છે. શિક્ષા – પ્રેરણા - બંને વર્ગોમાં કુલ ૧૮ રાજવંશી પુરુષોનું જીવન વર્ણન પૂર્ણ થયું. ભોગમય જીવન પ્રાપ્ત કરીને પુનઃસંયમ જીવનમાં અગ્રેસર થવું આ પ્રકારના સંયોગો પણ ભાગ્યશાળી આત્માઓને જ પ્રાપ્ત થાય છે. આવા પુણ્યવાન ચરિત્ર નાયકોનું આગમિક વર્ણન સાંભળીને પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ પોતાના જીવનમાં પ્રેરણા લેવી જોઈએ અને આળસ પ્રમાદને છોડીને વ્રતો અથવા મહાવ્રતોમાં આગળ વધવું જોઈએ. પ્રત્યેક મોક્ષાભિલાષી શ્રમણોપાસકની એ મુખ્ય અભિલાષા હોવી જોઈએ કે એક દિવસ હું પણ અણગાર બનું Page #36 -------------------------------------------------------------------------- ________________ jain શ્રાવક જીવન એક અધૂરી ધર્મ–કરણી છે. જીવનમાં પરિવાર–પોષણ જીવન નિર્વાહ, વ્યાપાર-ધંધો, વૈભવ–ઉપયોગ આદિ અનેક પ્રકારના પ્રમાદો જોડાયેલાં છે. મુનિ જીવન માનવ ભવની સર્વોચ્ચ અવસ્થા છે. આત્મધર્મની સર્વોત્કૃષ્ટ સાધના છે. સંયમ ધારણ કરીને તેનું જિન આજ્ઞા અનુસાર પાલન કરવું એ જ મોક્ષ પ્રાપ્તિનો સાચો રાજમાર્ગ છે. ભવ ભ્રમણમાં ધકકા ખાતાં – ખાતાં માનવ સંસારના કિનારે અને મોક્ષની નજીક પહોંચી ગયો છે. હિંદ અવસર ચૂકી ગયો તો પુનઃચોરાશીનું ચક્કર તૈયાર છે. માટે ''એક ધકકા ઔર દો, સંસાર કો છોડ દો." 35 'ત્રીજો વર્ગ' ૧ થી ૬ અધ્યયન કથાસાર આ વર્ગમાં તેર અધ્યયન છે. જેમાં તેર રાજકુમારોનું વર્ણન છે. અનિકસેન આદિઃ પ્રાચીનકાળમાં ભદ્દિલપુર નામનું નગર હતું. ત્યાં નાગ નામના ગાથાપતિ(શેઠ) રહેતા હતા.તેમને સુલસા નામની ભાર્યા(શેઠાણી) હતી. તેણીએ સુંદર અને ગુણયુકત પુત્રને જન્મ આપ્યો. જેનું નામ અનિકસેન રાખવામાં આવ્યું. બાળપણ, શિક્ષા ગ્રહણ, યૌવન વયમાં પ્રવેશ અને પાણિગ્રહણ આદિ યથાસમયે સુખપૂર્વક સંપૂર્ણ થયા. બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓની સાથે તેઓ સાંસારિક સુખ ભોગવતાં રહેવા લાગ્યા. એક વખત અરિહંત અરિષ્ટનેમિનું નગરી બહાર શ્રી–વન ઉદ્યાનમાં આગમન થયું. અનિકસેન રાજકુમાર ભગવાનની સેવામાં ગયા. ઊપદેશ સાંભળ્યો. ઉપદેશની વૈરાગ્ય ધારા તેના હૈયામાં ઉતરી ગઈ. સંયમ સ્વીકારવાનો દઢ સંકલ્પ કર્યો અને પ્રથમ અધ્યયનમાં વર્ણવેલ ગૌતમના વર્ણન સમાન માતા–પિતા પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને ભગવાનની પાસે દીક્ષિત થયા. સંયમ જીવનની શિક્ષાઓ ગ્રહણ કરીને સંયમ તપથી પોતાના આત્માને ભાવિત કરતાં બાર અંગોનું કંઠસ્થ અધ્યયન કર્યું. ૧૪ પૂર્વધારી બન્યા. ગૌતમ અણગારની જેમ જ ભિક્ષુ પડિમા અને ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી. વીસ વર્ષની દીક્ષા પર્યાયના અંતે એક મહિનાના સંથારાથી સંપૂર્ણ કર્મોનો ક્ષય કર્યો. એવી જ રીતે અનંતસેન કુમાર, અજિતસેન કુમાર, અનિહતરિપુ કુમાર, દેવસેન કુમાર, અને શત્રુસેન કુમાર આદિ પાંચેય શ્રેષ્ઠી કુમાર નાગ ગાથાપતિના પુત્ર સુલસાના અંગજાત સગા ભાઈઓનું વર્ણન છે. બધાએ ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈને ૨૦ વર્ષ સુઘી સંયમ પાલન કર્યું અને અંતે સર્વ કર્મોનો ક્ષય કરીને શત્રુંજય પર્વત પરથી સિદ્ધ થયા. આ રીતે છ અધ્યયન પૂર્ણ થયા. સાતમું અધ્યયન દ્વારિકા નગરીમાં વસુદેવ રાજા(શ્રી કૃષ્ણજીના પિતા) રહેતા હતા. તેમને સારણકુમાર નામનો પુત્ર હતો. યુવાવસ્થા દરમિયાન તેના પચ્ચાસ કન્યાઓની સાથે લગ્ન થયાં. તેણે પણ સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરીને અરિહંત અરિષ્ટનેમિની પાસે સંયમ અંગીકાર કર્યો. ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો. બાકીનું વર્ણન ગૌતમ કુમાર જેવું જ છે. વીસ વર્ષનો દીક્ષા પર્યાય પાળી અને અંતે માસખમણના સંથારા વડે મુકિત પ્રાપ્ત કરી . આ રીતે બે વર્ગોમાં ૧૮ અને ત્રીજા વર્ગમાં સાત જીવોનું તેમ કુલ ૨૫ જીવોનું સુખ રૂપ મુકિત ગમન થયું. હવે ત્રીજા વર્ગના ઉપસર્ગ યુકત વર્ણનવાળા આઠમા અધ્યયનો પ્રારંભ થાય છે. આઠમું અધ્યયન – - ગજસુકુમાર છ ભાઈ મુનિઓના પારણા :– અરિહંત અરિષ્ટનેમિનું વિચરણ કરતાં-કરતાં દ્વારિકા નગરીમાં પદાપર્ણ થયું. ભગવાનની આજ્ઞા લઈને પૂર્વે વર્ણવેલ અનિકસેન આદિ છ ભાઈઓ પોતાના છટ્ટના પારણા માટે દ્વારિકા નગરીમાં ગયા. છ મુનિઓએ બે–બેના વિભાગ બનાવ્યા. તેમાંથી એક વિભાગના બે મુનિઓ ગવેષણા કરતાં દેવકી રાણીના આવાસે પહોંચ્યા. વચ્ચેના તીર્થંકરોના( ૧ અને ૨૪ સિવાયના) સાધુ–સાધ્વીઓ રાજકુળમાં ગોચરી જઈ શકે છે. તેથી દેવકીના ઘેર આવવું તેમના માટે કલ્પનીય હતું. દેવકી રાણી આદર—સત્કાર વિનય ભકિત અને પ્રસન્નતા પૂર્વક બંને મુનિઓને ૨સોઈ ઘરમાં લઈ આવી અને સિંહ કેશરી નામના મોદક થાળમાં ભરી ઈચ્છાનુસાર વહોરાવ્યા. ત્યાર પછી પુનઃવિનય વ્યવહારપૂર્વક તેમને વિદાય કર્યા. થોડી જ વારમાં ગવેષણા કરતો–કરતો એ ભાઈઓનો બીજો સંઘાડો પણ સંયોગ વશ દેવકી રાણીને ત્યાં પહોંચ્યો. રાણીએ તેમને પણ ભાવપૂર્વક થાળમાં મોદક ભરી ઈચ્છાનુસાર વહોરાવ્યા. અને વિનય વ્યવહારપૂર્વક તેમને પણ વિદાય કર્યા. ત્રીજો સંઘાડો પણ દેવકીના ઘર તરફ ઃ- સંયોગવશ ત્રીજો સંઘાડો પણ ત્યાં પહોંચ્યો. દેવકી રાણીએ પોતાનું અહોભાગ્ય સમજીને ભકિતપૂર્વક રસોઈ ઘરમાં જઈને તે જ પ્રમાણે થાળ ભરીને મોદક વહોરાવ્યા, પછી દેવકી રાણીને એ આભાસ થયો કે આ જ બે મુનિઓ વારંવાર ભિક્ષા લેવા માટે આવી રહયા છે. આ આશંકાનું કારણ એ હતું કે તે છએ ભાઈઓ દેખાવમાં લગભગ સરખા હતાં. જેને કારણે અપરિચિત વ્યકિત માટે ભ્રમ થવો સહજ હતો. શંકા અને સમાધાન : દેવકી રાણીએ ત્રીજા સંઘાડાને વિદાય દેતાં વિનમ્રતા પૂર્વક નિવેદન કર્યું ' હે દેવાનુપ્રિય ! શું શ્રી કૃષ્ણ વાસુદેવની રાજધાનીમાં(નગરીમાં) શ્રમણ નિગ્રંથોને બરાબર ભિક્ષા નથી મળતી ? કે એક જ ઘરે ફરી – ફરીને વારંવાર આવવું પડે છે. દેવકીના શંકાયુકત વાકયોના ઉચ્ચારણથી મુનિ તેના આશયને સમજી ગયા કે બબ્બેના સંઘાડારૂપે ત્રણવારમાં અમે છએ ભાઈઓ દેવકીના ઘેર આવી ગયા છીએ. સરખા વર્ણ, રૂપ આદિને કારણે દેવકી રાણીને એ ભ્રમ થઈ રહયો છે આ જ બંને મુનિઓ મોદક માટે ફરી–ફરીને પાછા આવે છે, તો આ મુનિઓને આવું કરવાની શી આવશ્યકતા પડી ? દ્વારિકા નગરીમાં ઘણા ઘર છે અને ભિક્ષા મળી શકે છે. મુનિએ સમાધાન કરતાં સ્પષ્ટીકરણ કર્યું કે અમે છ ભાઈઓ ભદ્દિલપુર નગરના શ્રેષ્ઠી પુત્રો હતા. છએ નું રૂપ, લાવણ્ય, Page #37 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 36. વય વગેરે સરખાં છે. અને સુખ વૈભવનો ત્યાગ કરી અરિહંત અરિષ્ટનેમિની પાસે દીક્ષિત થયા છીએ.દીક્ષા દિનથી જ આજીવન છઠના પારણે છઠનું તપ કરીએ છીએ. સાથો-સાથ અનેક પ્રકારના તપથી સંયમની આરાધના કરી રહયા છીએ. આજ અમારે છએ ભાઈઓનું એક સાથે છઠનું પારણું આવ્યું. ભગવાનની આજ્ઞા લઈને બબ્બેના સંઘાડામાં નીકળ્યા છીએ. સહજ સ્વાભાવિક તમારા ઘેર ત્રણેય સંઘાડાનું આવવાનું થઈ ગયું છે. એટલા માટે હે દેવકી રાણી! પહેલાં આવેલા મુનિઓ અન્ય હતા અને અમે પણ અન્ય મુનિઓ છીએ. દ્વારિકામાં ભિક્ષા નથી મળતી એવી વાત નથી અને અમે પુનઃપુનઃ આવ્યા એવું પણ નથી. એક સરખા, સગા ભાઈઓ હોવાને કારણે તમને એવો આભાસ થયો છે. આવી રીતે સમાધાન કરીને મુનિ ચાલ્યા ગયા. આ વાર્તાલાપ વચ્ચે જે સમય પસાર થયો તેમાં દેવકીએ મુનિઓના અલૌકિક રૂપ લાવણ્યને જોયું. તેના ચિંતનથી તેને(દેવકીને) પૂર્વેની ઘટના યાદ આવી ગઈ. જે આ પ્રમાણે છે દેવકીની બીજી શંકા અને ભગવાન અરિષ્ટનેમિ દ્વારા સમાધાનઃ એક વાર મને અતિમુકત મુનિએ જણાવ્યું હતું કે "તું આઠ અલૌકિક નલ કુબેર સમાન પુત્રોને જન્મ આપીશ. એવા પુત્રોને સમગ્ર ભારતમાં જન્મ આપનારી બીજી કોઈ પણ સ્ત્રી નહિ હોય.' પરંતુ મને તો એ સાક્ષાત્ દેખાઈ રહ્યું છે કે મેં તો એવા આઠ પુત્રોને જન્મ આપ્યો જ નથી અને બીજી કોઈ સ્ત્રીએ જ આવા છ અલૌકિક પુત્રોને જન્મ આપ્યો છે. આથી શું મુનિની વાણી મિથ્યા સાબિત થઈ? આ પ્રકારની આશંકા તેના મનમાં ઘૂમવા લાગી. સમાધાન માટે તે ભગવાન અરિષ્ટનેમિની પાસે પહોંચી અને વંદન નમસ્કાર કર્યા. ભગવાન અરિષ્ટનેમિએ સ્વતઃ દેવકીના મનની શંકા પ્રગટ કરતાં કહ્યું કે – હે દેવકી! તમને આવા પ્રકારની શંકા થઈ છે? દેવકીએ પ્રસન્નતા પૂર્વક એનો સ્વીકાર કર્યો. ભગવાને તેનું સમાધાન કરતાં ફરમાવ્યું – ભદિલપુર નગરીમાં નાગ ગાથાપતિની સુલસા નામની પત્ની છે. તેને બાળ પણમાં જ કોઈ નિમિતકે (લક્ષણથી જોનારે) કહ્યું હતું કે તને મરેલા પુત્ર થશે આ કારણે બાળપણથી જ તે હરિણગમેષી દેવની પૂજા કરતી હતી. દેવ તેના પર પ્રસન્ન થયા. દેવે તેના હિત માટે પોતાના અવધિજ્ઞાનમાં | ઉપયોગ મૂકીને તમને (દેવકીને) જોયાં અને જોયા પછી એવો ઉપાય કર્યો કે તમારો (દેવકીનો) અને સુલસાનો પ્રસૂતિનો સમય એક સમાન થઈ જાય. તમે જન્મ આપેલા પુત્રોને દેવ પોતાની શકિતથી ક્ષણભરમાં સુલસા પાસે પહોંચાડી દેતો અને તેના મૃત પુત્રોને તમારી પાસે મૂકી દેતો. દૈવિક પ્રક્રિયાને કારણે તમને એની ખબર પડતી નહિ. આ કારણે હે દેવકી! આ છએ અણગાર વાસ્તવમાં સુલતાના પુત્ર નથી પરંતુ તમારા જ પુત્રો છે. અતઃમુનિની વાણી અસત્ય નથી થઈ. દેવકીનો પુત્ર પ્રેમ - ભગવાનના શ્રી મુખેથી સમાધાન મેળવીને દેવકી ખૂબ જ ખુશ થઈ. છ અણગારોની પાસે આવીને તેમને વંદન નમસ્કાર કર્યા. મુનિ દર્શનમાં તેનો અત્યંત મોહ ભાવ અને વાત્સલ્ય ભાવ હતો. તે અનિમેષ નયને મુનિઓને નીરખવા લાગી અને પોતાના જ પુત્રો છે એવો અનુભવ કરવા લાગી. ઘણીવાર સુધી આ જ પ્રકારે તેમને નિરખતી ઉભી રહી. પછી વંદન નમસ્કાર કરી પોતાના ભવનમાં આવી ગઈ. શય્યા પર આરામ કરતાં-કરતાં તેને આ પ્રકારનો વિચાર આવ્યો. મોહભાવનો અતિરેક અને આર્તધ્યાન- મેં છ પુત્રોને જન્મ આપ્યો પરંતુ નાનપણમાં એમનું મોટું પણ નથી જોયું. સાતમો પુત્ર કૃષ્ણ થયો તો તેનું બાલ્યકાળ પણ મેં નથી જોયું. તેનું લાલન-પાલન નથી કર્યું. જગતની તે માતાઓને ધન્ય છે કે જેમણે પોતાના પુત્રની બાલ્યાવસ્થાના અનેક પ્રકારના બાલ્ય-ભાવ સુખોનો અનુભવ કર્યો છે. તેમને લાડ લડાવ્યાં હશે. પ્રેમ કર્યો હશે. ખવડાવ્યું હશે. પીવડાવ્યું હશે. પોતાની ગોદમાં રાખ્યાં હશે. મેં આવું કંઈ પણ સુખ નથી જોયું. મારું તો આવા અલૌકિક પુત્રોને જન્મ આપવાનું પણ નિરર્થક થયું છે. અને આ કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડનો સ્વામી છે. તે પણ છ માસે આવે છે. અર્થાત્ તેને મારી પાસે આવવાની અને બેસવાની ફુરસદ જ કયાં છે. આ પ્રકારે મોહ ભાવોથી પ્રેરાઈને દેવકી રાણી સંકલ્પ-વિકલ્પ કરતી આર્તધ્યાનમાં મગ્ન બની ગઈ અને પોતાની ઇચ્છા અને પુત્ર મોહમાં ડૂબીને, રાજસી વૈભવને ભૂલી જઈને સંતાન દુ:ખનો અનુભવ કરવા લાગી. કૃષ્ણ વાસુદેવ માતાની પાસે :- કૃષ્ણ વાસુદેવ સવારે માતાને પ્રણામ કરવા તેમના મહેલમાં ગયા. માતાને આ પ્રકારે આતંધ્યાન કરતાં જોયાં. તેમણે માતાને પ્રણામ કર્યા પરંતુ દેવકી રાણી દુઃખમાં ડૂબેલી હતી. તેમણે કૃષ્ણની સામે પણ ન જોયું કે તેમને ન આશીર્વચન કયા અને તેમના આગમન પર પ્રસન્નતા પણ વ્યકત ન કરી. તે પોતાના વિચારોની વણજારમાં ખોવાયેલી હતી. શ્રી કૃષ્ણ આગ્રહ પૂર્વક માતાને દુઃખનું કારણ પૂછ્યું દેવકીએ આખાયે ઘટના ચક્ર અને મનોગત સંકલ્પનું સ્પષ્ટીકરણ શ્રી કૃષ્ણ પાસે કર્યું. | મુનિઓની ગોચરી પધાર્યાની વાતથી માંડીને આર્તધ્યાનની બધી જ હકીકત સાંભળીને શ્રી કૃષ્ણ વાસુદેવ સમજી ગયા કે આઠ પુત્રની વાત તો સાચી જ હશે. માટે હજી મારો એક ભાઈ અવશ્ય થશે. તેમ છતાં હરિણગમૈષી દેવ તેને અહીંથી ત્યાં પરિવર્તન ન કરી દે, તેનો ઉપાય કરી લેવો જોઈએ. કૃષ્ણ વાસુદેવે દઢ નિશ્ચય પૂર્વક માતાને આશ્વાસન આપ્યું કે હું એવો પ્રયત્ન કરીશ કે મારો આઠમો નાનો ભાઈ થશે અને તે તેની બાલ્યાવસ્થાનો અને બાલ્યક્રીડાનો અનુભવ કરીશ. માતાને પૂર્ણ આશ્વાસન આપીને કૃષ્ણ વાસુદેવ પૌષધશાળામાં ગયા. વિધિ પૂર્વક પૌષધ ગ્રહણ કર્યો. અને હરિણગમૈષી દેવની મનમાં આરાધના કરવા લાગ્યા. દેવદર્શન અને દેવકીનું પ્રસન્ન ચિત્ત - સમયની અવધિ પૂર્ણ થતાં દેવ પ્રસન્ન થઈ પ્રગટ થયો અને શ્રી કૃષ્ણને યાદ કરવાનું કારણ પૂછયું. કૃષ્ણ વાસુદેવે પોતાનો આશય સ્પષ્ટ કરતાં કહ્યું કે મને સહોદર નાનો ભાઈ આપો. દેવે શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું હે દેવાનુપ્રિય ! તમને નાનો ભાઈ થશે. જે દેવલોકમાંથી ચ્યવન કરીને આવશે અને યુવાનીમાં પ્રવેશ કરતાં ૦ (શ્રી કૃષ્ણ વાસુદેવનો ભાઈ માંગવાનો આશય સ્પષ્ટ હતો કે ફરીને કયાંય હરિણગમૈષી દેવ હરણ કરીને અન્યત્ર ન લઈ જાય તેથી તેની પાસે જ માંગી લેવું જોઈએ. દેવના શબ્દોમાં પણ સ્પષ્ટતા હતી કે હું કોઈ આપનાર નથી." પરંતુ એક જીવ દેવલોકમાંથી ચ્યવને આવશે અને તમારો ભાઈ બનશે.) કૃષ્ણ વાસુદેવ હરિણગમૈષી દેવને મળીને માતાની પાસે આવ્યા. અને પ્રણામ કરીને માતાને કહ્યું કે નકકી મારો નાનો ભાઈ થશે. આ પ્રમાણે ઈષ્ટ અને કર્ણપ્રિય, મનોજ્ઞ વાકયોથી માતાને સંતુષ્ટ કરીને શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાની રાજય સભામાં ચાલ્યા ગયાં. Page #38 -------------------------------------------------------------------------- ________________ jain કથાસાર 37 દેવકી દેવીનું આર્તધ્યાન સમાપ્ત થયું. તે પ્રસન્ન થઈને સુખ પૂર્વક સમય પસાર કરવા લાગી. | શિક્ષા – પ્રેરણા:(૧) સુખ અને દુઃખનો આધાર પોતાના જ સંકલ્પ અને વિકલ્પો બને છે. (૨) મોહ પણ વધારવાથી વધે છે અને ઘટાડવાથી ઘટે છે તેનો મુખ્ય આધાર પણ સ્વંયના જ્ઞાન-અજ્ઞાન, વિવેક-અવિવેક, વૈરાગ્ય અને આસકિત પર નિર્ભર છે. (૩) માતા અને પુત્રનો સંબંધ બંનેનો છે તેમ છતાં, છ એ ભાઈઓ વિરકત રહ્યાં અને દેવકીએ મોહ ભાવોની વૃદ્ધિ કરી. દેવકીની ઉમર ઓછી ન હતી. એક હજાર વર્ષની આસપાસની વયમાં પણ તેણે પુત્રની પ્રાપ્તિ કરી અને તેના બાળપણની તીવ્ર અભિલાષા પૂર્ણ કરી તે તેના મોહભાવનો અતિરેક હતો. પુત્રની માતૃભકિત હોય તો એક પુત્ર સમય આવ્યે વિપત્તિ અને મનોવેદના દૂર કરી શકે છે. શ્રી કૃષ્ણ પોતાના બધાં જ રાજકીય કાર્યો અને સુખ વૈભવને ગૌણ કરી. માતાની સંવેદનાને દૂર કરવાના હેતુથી તે જ ક્ષણે ત્રણ દિવસની નિરાહાર પૌષધ સાધના પ્રારંભ કરી અને માતાની ચિંતાને સંપૂર્ણ પણે દૂર કરીને પછી પોતાના કાર્યની શરૂઆત કરી. (૬) મુનિઓનું સ્વતંત્ર પણે ગોચરી માટે અલગ-અલગ સંઘાડામાં જવું, એક જ વિશિષ્ટ પ્રખ્યાત ઘરમાં અજ્ઞાતવશ(અજાણતાં) ત્રણેય સંઘાડાઓનું પહોંચવું, ઈત્યાદિ વર્ણન વિશેષ મનનીય છે. આ વર્ણનથી તે સમયના મુનિઓનું અને તેમની વિશિષ્ટ ભિક્ષાચારીનું અનુમાન કરી શકાય છે. દેવકી રાણીનું સ્વયં પોતાના હાથે ભકિત પૂર્વક કોઈ પણ તર્ક-વિતર્ક વિના અને આદેશ-પ્રત્યાદેશ વિના ત્રણે સંઘાડાઓને વહોરવાનું કાર્ય, તેની વિશિષ્ટ ધાર્મિકતાને પ્રગટ કરે છે. આવી ધર્મ પરાયણતાને કારણે તેણે ત્રણેય સંઘાડાઓને પ્રતિલાભિત કર્યા. એનાથી એ સ્પષ્ટ થાય છે કે બીજા–બીજા મુનિઓનું બીજી વખત કે ત્રીજી વખત આવવું દોષપ્રદ ન હતું. અને અકલ્પનીય પણ ન હતું. કારણ કે એવું હોય તો તે (દેવકી) બીજા સંઘાડાને ગોચરી વહોરાવતાં પહેલાં જ જણાવી દેત (કે પહેલાં મુનિઓ પધારી ગયાં છે, પરંતુ તેણે ત્રણેય સંઘાડાઓને હર્ષભાવથી દાન આપ્યું અને પછી જ પ્રશ્ન કર્યો. તેથી એ સ્પષ્ટ થાય છે કે મુનિ પર તેને આસકિતની શંકા થઈ એથી જ તેણે પ્રશ્ન રૂપે નિવેદન કર્યું અને ચૌદપૂર્વધારી મુનિએ પણ પોતાની અનાસકિત અને ઉત્કૃષ્ટ વૈરાગ્યનો બોધ કરાવે એવો જ જવાબ આપ્યો. (૮) દેવ કોઈને પુત્રો આપતાં નથી પરંતુ ભવિતવ્યતા હોય તો સંયોગો મેળવી શકે છે અથવા જાણકારી આપી શકે છે કે પુત્ર થશે. ગજસુકુમારનો જન્મ - સુખ પૂર્વક સમય પસાર કરતાં એકવાર દેવકી રાણીએ પોતાના મુખમાં સિંહ પ્રવેશ્યો એવું સ્વપ્ન જોયું. સ્વપ્ન પાઠકોએ તેનું ફળ એ બતાવ્યું કે દેવલોકમાંથી ચ્યવીને એક ભાગ્યશાળી જીવ ગર્ભમાં આવ્યો છે. દેવકીએ યોગ્ય વ્યવહાર | વિધિથી ગર્ભકાળ પૂર્ણ કર્યો. નવ માસ પછી પુત્રનો જન્મ થયો. ખુશી અને આનંદ મહોત્સવ મનાવવામાં આવ્યો. કેદીઓને મુકત કરવામાં આવ્યા, અપરાધીઓને પણ માફ કરવામાં આવ્યાં. દસ દિવસના મહોત્સવની ઘોષણા કરવામાં આવી. જેમાં ઋણ અને કર વગેરે માફ કરવામાં આવ્યા. બારમા દિવસે જન્મ મહોત્સવ કરીને નામ કરણ કરવામાં આવ્યું. ગજના તાળવા સમાન સુકોમળ હોવાથી તેનું નામ ગજસુકુમાર રાખવામાં આવ્યું. દેવકીએ પોતાની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી, ગજસુકુમારનો બાલ્ય કાળ પસાર થયો. શિક્ષણકાળ દરમ્યાન તેણે વિદ્યાભ્યાસ કર્યો અને ક્રમશઃ તરુણ અવસ્થામાં પ્રવેશ કર્યો. ગજસુકુમારની સગાઈ:- વિચરણ કરતાં-કરતાં અરિહંત અરિષ્ટનેમિનું દ્વારિકામાં પદાર્પણ થયું. શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાના નાના ભાઈ ગજસુકુમારને સાથે લઈને ભગવાનની પાસે જવા માટે રસાલા સાથે નીકળ્યા. જતી વખતે શ્રી કૃષ્ણ રાજમાર્ગ પર સહેલીઓની સાથે સોનાના દડાથી રમતી સોમા કુમારીને જોઈ. તેના રૂપ, લાવણ્ય, યૌવનને જોઈ શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રભાવિત થયા. પોતાના સેવકો દ્વારા તેનો પરિચય મેળવ્યો અને તેના પિતા સોમિલ બ્રાહ્મણને ગજસુકુમાર માટે સોમાની માંગણી કરી. સોમિલે આ માંગણી સ્વીકારી ગજસુકુમારનો વૈરાગ્ય :- શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાન અરિષ્ટનેમિના સમવસરણમાં પહોંચ્યા. અરિહંત અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ અને ગજસુકુમાર સહિત સંપૂર્ણ પરિષદને ધર્મોપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને કૃષ્ણ સહિત બધીજ પરિષદ પાછી વળી. ગજસુકુમારને ભગવાનનો ઉપદેશ અત્યંત રુચિકર લાગ્યો; વૈરાગ્ય ભાવ જાગૃત થયો. તેણે ભગવાનને વંદન નમસ્કાર કરી, પોતાની ભાવના વ્યકત કરી. ત્યારે ભગવાને કહ્યું 'અહા સુહ દેવાણુપિંયા' આ શબ્દોથી દીક્ષા લેવા માટેની અનુમતિ પ્રાપ્ત કરી. ગજસુકુમાર ઘેર આવીને માતા-પિતાને વિનંતિ કરતાં કહ્યું કે મેં ભગવાનની વાણી સાંભળી જે મને અત્યંત રુચિકર લાગી અતઃ તમારી આજ્ઞા મેળવીને હું ભગવાન પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. દેવકી રાણીને પુત્રના દીક્ષા લેવા સંબંધિત વચનો અત્યંત અપ્રિય લાગ્યા અને સાંભળતાં જ પુત્ર વિરહના દુઃખથી ખૂબ જ દુ:ખાભિભૂત થઈ. અંતઃપુરમાં રહેલાં પરિવારિક જનોએ તેની સાર સંભાળ કરી, પાણી અને હવાના ઉપચારથી એને સ્વસ્થ કરવામાં આવી. થોડી સ્વસ્થ થયેલી દેવકી રાણી ઉઠી અને રડતાં, આક્રંદ કરતાં પોતાના પુત્રને આ પ્રમાણે કહેવા લાગી. માતા-પિતા અને ગજસુકુમારનો સંવાદ – હે પુત્ર! તું અમારો ખૂબ જ લાડકવાયો પુત્ર છે. ક્ષણ માત્ર પણ અમે તારો વિયોગ સહન નહિ કરી શકીએ. તેથી જયાં સુઘી અમે જીવિત છીએ ત્યાં સુધી તું સંસારમાં રહે અને વિપુલ સુખ વૈભવનો ઉપભોગ કર, તેના પછી તું અરિહંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લે જે. પ્રત્યુત્તરમાં ગજસુકુમારે વૈભવ – વિલાસ અને ભોગ સુખોની અસારતા અને મનુષ્ય આયુની ક્ષણભંગુરતાનું વર્ણન કરતાં કહ્યું કે હે માતા-પિતા! એ કોને ખબર છે કોણ પહેલા જશે? અને કોણ પાછળ રહેશે. માટે હે માતા-પિતા! હું તો હમણાં જ તમારી આજ્ઞા પ્રાપ્ત કરીને દીક્ષિત થવા ઇચ્છું છું. માતાની મોહ દશાના અતિરેક યુકત વાતાવરણની વૈરાગી ગજસુકુમાર પર કોઈ અસર ન પડી. માતા-પિતાએ ઋદ્ધિ અને વૈભવથી તેને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો અને તેની અસર ન પડી. ત્યારે તેમણે સંયમજીવનની કઠણાઈઓ અને પરિષહોનું વર્ણન કરતાં કહ્યું કે હે પુત્ર! તું અત્યંત સુકોમળ છે. સંયમ પાલનકરવું એ લોઢાના ચણા ચાવવા સમાન Page #39 -------------------------------------------------------------------------- ________________ 38 આગમ-કથાઓ છે, સમુદ્રને બાહુબળથી (ભુજાઓથી) તરવા સમાન છે; તલવારની ધાર પર ચાલવા બરાબર છે; રેતીના કવલ સમાન અરસ-નિરસ છે અર્થાત્ ઈન્દ્રિયજન્ય કોઈપણ સુખ અનુભવ ત્યાં છે જ નહિ. તેમજ ત્યાં આધાકર્મી આદિ દોષોથી રહિત ભિક્ષા દ્વારા આહાર પ્રાપ્ત કરવો, ઘર-ઘર ફરવું અને બ્રહ્મચર્યનું આજીવન પાલન કરવું, હે પુત્ર! ખૂબ જ દુષ્કર છે. તે જ રીતે હે પુત્ર! ગ્રામાનુગ્રામ પગપાળા ચાલવું, લોચ કરવો, ઠંડી-ગરમી, ભૂખ-તરસ આદિ બાવીસ પરીષહ સહન કરવા અતિ મુશ્કેલ છે. તેથી હે પુત્ર! તું હમણાં દીક્ષા ન લે. તારું આ શરીર (સુકુમાર હોવાને કારણે) સંયમને યોગ્ય નથી. તું ખૂબ જ સુકોમળ છે. જો તારે દીક્ષા લેવી હોય તો યુવાન વય પસાર થઈ જાય પછી દીક્ષા લેજે. સંયમી જીવનમાં સંકટોની વાત સાંભળીને પણ ગજસુકુમારનો વૈરાગ્ય પૂર્વવત્ રહ્યો. તેણે ઉત્તરમાં કહ્યું કે – હે માતા-પિતા! લૌકિક પિપાસામાં પડેલા જે સામાન્ય જીવો છે તેમને માટે આ નિગ્રંથ પ્રવજયા ભલે કષ્ટદાયક હોય પરંતુ જેમને લૌકિક કે પૌગલિક સુખની જરા પણ આશા, લાલસા કે અભિલાષા નથી તેમના માટે સંયમ જીવનનું આચરણ અને પરીષહ, ઉપસર્ગ કંઈ પણ કષ્ટદાયક કે દુષ્કર નથી. તેથી હે માતા-પિતા! તમારી આજ્ઞા હોય તો હું દીક્ષા લેવા ઈચ્છું છું. શ્રી કૃષ્ણ ની સમજાવટ અને રાજયાભિષેક - જ્યારે માતા-પિતા કોઈપણ પ્રકારે તેમના વિચારોને પરિવર્તિત ન કરી શકયા, ત્યારે કૃષ્ણ વાસુદેવ ત્યાં આવ્યા અને ગજસુકુમારને ભેટયા. તેને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડયા અને કહ્યું કે, તું મારો સગો નાનો ભાઈ છે, તું હમણાં ભગવાનની પાસે દીક્ષા ન લે, હું તને ભવ્ય રાજયભિષેક કરીને દ્વારિકાનો રાજા બનાવીશ. કુમારે મૌન રહીને શ્રી કૃષ્ણના વચનોનો અસ્વીકાર કર્યો અને પુનઃપોતાનું નિવેદન પ્રગટ કર્યું. માતા-પિતા અને કૃષ્ણ વાસુદેવ ગજસુકુમારના વિચારોને અંશમાત્ર પણ બદલી ન શક્યા ત્યારે તેમને એક દિવસ માટે રાજ્ય લેવા અને રાજા બનવાનો આગ્રહ કર્યો. ઉચિત અવસર જોઈને કુમારે મૌન પૂર્વક તેનો સ્વીકાર કર્યો. રાજ્યાભિષેકની તૈયારી કરવામાં આવી. મહોત્સવ પૂર્વક રાજયાભિષેક કરીને માતા-પિતા અને કૃષ્ણ વાસુદેવે પોતાની અભિલાષા પૂર્ણ કરી. છી શ્રી કષ્ણ આદિએ નવા રાજા ગજસકમાર પાસેથી આદેશ માંગ્યો – હે રાજન ! ફરમાવો શે આદેશ છે? ગજસુકુમારે દીક્ષાની તૈયારીનો આદેશ આપ્યો. આદેશ અનુસાર દીક્ષાની તૈયારી થઈ. ઉત્સવ પૂર્વક ગજસુકુમારને ભગવાનના સમવસરણમાં શિબિકા દ્વારા લાવવામાં આવ્યા. માતા–પિતાએ ગજસુકુમારને આગળ કરીને ભગવાનને કહ્યું કે – અમે આ શિષ્ય-ભિક્ષા આપને આપી રહ્યા છીએ, આપ એનો સ્વીકાર કરો. ભગવાનની સ્વીકૃતિ પર ગજસુકુમાર ભગવાનને વંદન નમસ્કાર કરીને ઈશાન ખૂણામાં ગયા. આભૂષણ, અલંકાર, વસ્ત્ર આદિ ગૃહસ્થ વેષનો ત્યાગ કર્યો અને સંયમ વેશ ધારણ કર્યું. પછી ભગવાન પાસે ઉપસ્થિત થઈને પ્રવર્જિત કરવા માટે દીક્ષા આપવા માટે નિવેદન કર્યું. પ્રભુએ ગજસુકુમારને દીક્ષાનો પાઠ ભણાવ્યો અને તેને સંયમ અને આવશ્યક ક્રિયાઓ કરવાની વિધિ બતાવી. આમ, આ રીતે ગજસુકુમાર હવે સમિતિ ગુપ્તિવંત અને મહાવ્રતધારી અણગાર બની ગયા. ભિક્ષુ પડિમાની આજ્ઞા – દિક્ષા દિવસના પાછલા ભાગમાં ગજસુકુમાર મુનિ ભગવાનની પાસે આવ્યા. વંદન નમસ્કાર કરીને ભગવાનને વિનંતિ કરી કે મને જલદી થી જલદી મોક્ષ જવાનો ઉપાય બતાવો અને મહા કર્મ નિર્જરાને માટે આપની આજ્ઞા હોય તો હું મહાકાળ સ્મશાનમાં એક રાત્રિની ભિક્ષની બારમી પડિમા ઘારણ કરવા ઇચ્છે છે. ત્રિકાળદર્શી પ્રભુએ તેમને સહજ આજ્ઞા આપી દીઘી. નવદીક્ષિત મુનિ સ્મશાનમાં - નવદીક્ષિત મુનિ એકલા જ સ્મશાનમાં પહોંચી ગયા. કાયોત્સર્ગ કરવા માટે સ્થાનની પ્રતિલેખના કરી અને આજ્ઞા ગ્રહણ કરી. પછી ચંડિલ ભૂમિની પ્રતિલેખના કરીને નિશ્ચિત સ્થાને આવીને કાયોત્સર્ગ મુદ્રામાં ઊભા રહ્યા અને એક રાત્રિની મહાપ્રતિમા અંગીકાર કરીને અધ્યાત્મ ભાવમાં લીન બની ગયા. મારણાંતિક ઉપસર્ગઃ -સોમિલ બ્રાહ્મણ યજ્ઞની સામગ્રી લેવા માટે જંગલમાં ગયો હતો. પાછા ફરતી વખતે તે સ્મશાનની નજીકથી નિકળ્યો. સંધ્યાનો સમય હતો. લોકોનું આવાગમન ઓછું થઈ ગયું હતું. સ્મશાન તરફ દષ્ટિ પડતાં જ ધ્યાનસ્થ મુનિને જોયા. તેમને જોઈને સોમિલે ઓળખી લીધા કે આ એ જ ગજસુકુમાર છે જેના માટે મારી પુત્રીની શ્રી કૃષ્ણ માંગણી કરીને તેને કુંવારી અંતઃપુરમાં રાખી દીઘી છે. સોમિલને ગુસ્સો આવ્યો અને પૂર્વભવમાં બાંધેલ વેરભાવનો ઉદય તીવ્ર બન્યો અને બદલો લેવાનો નિશ્ચય કર્યો. તેણે ચારેય તરફ નજર ફેરવી કે કોઈ વ્યકિત જોતી તો નથી ને? તરત જ ભીની માટીથી મુનિના મસ્તક પર પાળ બાંધી દીધી અને ચિતામાંથી ધગધગતા અંગારા માટીના ઠીકરામાં લાવીને નિર્દયતા પૂર્વક મુનિના માથા પર નાખી દીધા. પછી ભયભીત થતો-થતો ત્યાંથી શીધ્ર ચાલ્યો ગયો. મુનિની સમભાવથી મુકિત - મુનિને ધ્યાન અને કાઉસગ્ન કર્યાને ધણો સમય નહોતો થયો કે મારણાંતિક ઉપસર્ગ આવ્યો. મુનિએ તો કષ્ટોને સામે ચાલીને નિમંત્રણ આપ્યું હતું. શરીરમાં ભયંકર અસહ્ય વેદના ઉત્પન્ન થઈ.મુનિ સમભાવ અને આત્મભાવમાં લીન રહ્યા. દેહ વિનાશી હું અવિનાશી' ના ઘોષને સત્ય રૂપથી આત્મામાં વણી લીધો. સોમિલ બ્રાહ્મણ પર કોઈ જાતનો દ્વેષ કે ક્રોધ ન કરતાં અને અંતરમાં પણ તેના પ્રત્યે રોષ ન લાવતાં પોતાના નિજ કર્મોનો વિચાર કરતાં-કરતાં, વિચારોની શ્રેણીને વિશુદ્ધ, વિશુદ્ધતર બનાવી. ધર્મ ધ્યાનમાંથી શુકલ ધ્યાનમાં પહોંચ્યા. કર્મ દલિકોનો નાશ કરીને કેવલજ્ઞાન કેવલદર્શન ઉપાર્જિત કર્યું અને આયુષ્ય પૂર્ણ થતાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ પરમાત્મા બની ગયા. નિકટવર્તી દેવોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા અને સમ્યમ્ આરાધનાનો મહોત્સવ કર્યો. આદર્શ જીવન અને શિક્ષા પ્રેરણાઃ(૧) સોળ વર્ષની વયે અને એક દિવસની અર્થાત્ (થોડાંક જ કલાકની) દીક્ષા પર્યાયમાં મુનિએ આત્મ કલ્યાણ કરી લીધું. દઢતા, સહન શીલતા, ક્ષમા દ્વારા મુનિએ લાખો ભવોના પૂર્વસંચિત કર્મોનો મિનિટોમાં જ ક્ષય કરી દીધો. Page #40 -------------------------------------------------------------------------- ________________ jain 39 કથાસાર ઘર, કુટુંબ, પરિવારનો ત્યાગ કર્યા પછી શરીરના મમત્વનો પણ ત્યાગ કરવો અને સંયમની આરાધના માટે શરીરને જીવિત અવસ્થામાં આ રીતે વિસર્જિત કરવું કંઈ નાની સૂની કે અલ્પ મહત્વની વાત નથી. મહાન અને સારા અભ્યાસી સાધકો પણ અહીં આવીને ડગમગી જાય છે. પરંતુ ધન્ય છે એ નવદીક્ષિત મુનિને, કૃષ્ણ વાસુદેવના ભાઈ હોવાં છતાં પણ એક દિવસની દીક્ષામાં જ એવો આદર્શ દાખલો ઉપસ્થિત કર્યો કે જેમાંથી પ્રેરણા લઈને કેટલાય મુમુક્ષુ પ્રાણીઓ પોતાના આત્મોત્થાનમાં અગ્રેસર થવાની મહાન ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે. (૨) શૂરવીર પુરુષો સિંહ વૃત્તિથી ચાલે છે. સિંહની જેમ જ વીરતા પૂર્વક સંયમ ગ્રહણ કરે છે, પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે, અને સંકટ સમયે પણ સિંહની જેમ જ તેના પર વિજય મેળવે છે. સિંહવૃત્તિ અને શ્વાનવૃત્તિ વિશે એમ કહેવામાં આવે છે કે સિંહ બંદૂકની ગોળી ઉપર તરાપ નથી મારતો પરંતુ તેના અવાજ પરથી મૂળ સ્થાનને ઓળખી લે છે અને તેને જ પોતાનું લક્ષ્ય બનાવે છે પરંતુ કુતરાને કોઈ લાકડી મારે તો તે લાકડીને જ પકડવાની કોશિષ કરે છે. આજ રીતે આપણે દુઃખનું મૂળ કારણ એવાં પોતાના કર્મોનો જ વિચાર કરવો જોઈએ અને સમભાવમાં સ્થિર રહેવું જોઈએ. આ જ સિંહવૃત્તિ છે તેનાથી વિપરીત દુ:ખના ક્ષણિક નિમિત્તરૂપે રહેલાં કોઈપણ પ્રાણી પર રોષ કરવો અથવા બદલો લેવો, તે શ્વાનવૃતિ છે. પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ ગજસુકુમારના જીવનમાંથી સિંહવૃત્તિનો આદર્શ શીખવો જોઈએ. "દેહં પાતયામિ વા કાર્ય સાધયામિ " નો દઢ સંકલ્પ હોવો જોઈએ; ત્યારે જ મુકિત પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ એવો સંકલ્પ ન હોવો જોઈએ કે – ખાતા પીતા મોક્ષ મળે, તો મને પણ કહિજો! માથા સાટે મોક્ષ મળે, તો દૂર હી રહિજો . (૪) ભૌતિક ઈચ્છાઓનો ત્યાગ અને જીવનનો ભોગ આપ્યા વિના સહજ પણે જ મુકિત મળી જવી સંભવ નથી. તેથી મોક્ષની પ્ત માટે આપણે ગજસુકુમાર મુનિના આદર્શને સામે રાખીને આપણું જીવન જીવીએ તથા આવી વીરતાના સંસ્કારોથી આત્માને બળવાન બનાવીએ તો સંયમના આનંદને પ્રાપ્ત કરી શકીએ. કહ્યું છે કે – સભી સહાયક સબલ કે, કોઉન નિબલ સહાય – પવન જગાવત આગકો, દીપ હી દેત બુજાયા (૫) પોતાના સંસ્કાર જો મજબૂત હોય, બળવાન હોય તો બધા સંયોગો હિતકર બની જાય છે. સોમિલ બ્રાહ્મણ જેવી નિર્દય વ્યકિત, અને ધગધગતા અંગારાના સંયોગો પણ મુકિત પ્રાપ્ત કરાવી શકે છે. તેથી આપણે જ્યારે આપણી સાધનાને સબળ અને વેગવાન બનાવશું અને સહનશીલતાને ધારણ કરશું ત્યારે જ આપણું આવા મહાપુરુષોનું જીવન-ચરિત્ર સાંભળવાનું કે વાંચવાનું સાર્થક થશે. કષાય ભાવોથી મુકત થઈ જવું એ જ મોક્ષ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ અને સફળ સાધના છે. ભગવાન અરિષ્ટનેમિથી કૃષ્ણનો વાર્તાલાપ :- ગજસુકુમાર અણગારની દીક્ષાના બીજા દિવસે કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિ અને પોતાના ભાઈ સહિત બધા જ મુનિઓના દર્શન કરવા ભગવાન પાસે ગયા. ભગવાનના દર્શન–વંદન કર્યા. અન્ય મુનિઓનાં પણ દર્શન–વંદન કર્યા. અહીં-તહીં જોયું પરંતુ પોતાના ભાઈ ગજસુકુમાર મુનિના દર્શન ન થયાં ત્યારે ભગવાનને પૂછયું- હે ભંતે ! ગજસુકુમાર અણગાર કયાં છે? ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું કે ગજસુકુમાર મુનિએ પોતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે અર્થાત્ તેઓ મોક્ષે પધાર્યા છે. કૃષ્ણ વાસુદેવે ફ દેવે કરીથી પ્રશ્ન કર્યો કે હે પ્રભ! ગજસકમારે કેવી રીતે પોતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે? ત્યારે ભગવાને ભિક્ષુની બારમી પડિમાની આજ્ઞા માંગવાથી કરીને નિર્વાણ સુધીની બધી જ વાત સંભળાવી. સોમિલ બ્રાહ્મણનું નામ ન કહેતાં એમ કહ્યું કે એક પુરુષ ત્યાં આવ્યો અને તેણે આ પ્રકારે કર્યું. હે કૃષ્ણ! આમ, ગજસુકુમાર મુનિએ પોતાનું કાર્ય સિદ્ધ કર્યું છે. કૃષ્ણ વાસુદેવનો કોપ -કૃષ્ણ વાસુદેવે આ વૃતાન્ત સાંભળીને રોષ ભર્યા શબ્દોમાં પ્રશ્ન કર્યો કે હે ભગવાન્ ! એવી હીન પુણ્ય અને દુષ્ટ વ્યકિત કોણ હતી? જેણે મારા સગા નાના ભાઈના અકાળે જ પ્રાણ હરી લીધા? ભગવાને કૃષ્ણને શાંત કરતાં કહ્યું કે હે કૃષ્ણ! તમે એ પુરુષ પર ગુસ્સો કે દ્વેષ ન કરો કારણકે એ પુરુષે તો તમારા ભાઈ ગજસુકુમાર અણગારને સહાયતા પ્રદાન કરી છે. સોમિલની સહાયતા દષ્ટાંત દ્વારા -કૃષ્ણ ફરીથી પ્રશ્ન કર્યો – હે ભંતે! તેણે સહાયતા કેવી રીતે આપી? ભગવાને સમાધાન કરતાં ફરમાવ્યું - હે કૃષ્ણ! આજે જ્યારે તમે દર્શન કરવા માટે આવી રહ્યાં હતા ત્યારે માર્ગમાં એક વૃદ્ધ પુરુષ પોતાના ઘરની બહાર પડેલા ઈટના મોટા ઢગલામાંથી એક–એક ઈટ લઈને ઘરમાં લઈ જઈને મૂકી રહ્યો હતો. તેને જોઈને તમે એ ઢગલામાંથી હાથી પર બેઠાં-બેઠાં જ એક ઈટ ઉપાડી અને એના ઘરમાં નાખી દીધી. તરત જ અન્ય રાજપુરુષોએ પણ તેનું અનુકરણ કરી, એક–એક ઈટ કરી આખોય ઢગલો એના ઘરમાં પહોંચાડી દીધો. તે વૃદ્ધ વ્યકિતના આંટા મારવાનું અને બધી જ મુશ્કેલી દૂર થઈ ગઈ. તેનું દિવસો અને કલાકોનું કામ માત્ર મિનિટોમાં જ પૂર્ણ થઈ ગયું. જે રીતે આ તમારો પ્રયત્ન તે વૃદ્ધ માટે સહાય રૂપ બન્યો; તે જ રીતે તે પુરુષે ગજસુકુમાર અણગારના લાખો ભવ પૂર્વેના સંચિત કર્મોની ઉદીરણા અને, ક્ષય કરવામાં સહાયતા પ્રદાન કરી છે. જેનાથી શીઘ્રતા પૂર્વક મિનિટોમાં જ તેમનું સંસાર ચક્ર સમાપ્ત થઈ ગયું છે. હત્યારાને જાણવાની ઉત્કંઠા:- કૃષ્ણ વાસુદેવની ઈચ્છા ન હોવા છતાં પણ ગુસ્સાને શાંત કરવો પડ્યો. પરંતુ અંદર દમિત થયેલ મોહ અને કષાયને કારણે તેઓએ ભગવાનને ફરીથી પૂછી લીધું કે હે ભંતે! હું તે વ્યકિતને કેવી રીતે જાણી શકીશ? ભગવાને ફરમાવ્યું કે હમણાં દ્વારિકામાં જતી વખતે જે વ્યકિત અચાનક તમારી સામે આવીને, ભયભીત થઈને સ્વતઃ જ પડી જાય અને મરી જાય, ત્યારે તમે સમજી લેજો કે આ તે જ પુરુષ છે. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે ભગવાનને વંદન નમસ્કાર કર્યા અને નગરીમાં જવા માટે પ્રસ્થાન કર્યું. સોમિલનું મૃત્યુ - બીજી બાજુ, સોમિલ બ્રાહ્મણના મનમાં વિચાર આવ્યો કે કૃષ્ણ વાસુદેવ ભગવાનના દર્શન કરવા ગયા છે અને અરિષ્ટનેમિ ભગવાન સર્વજ્ઞ સર્વદર્શી છે. તેનાથી કંઈ પણ અજાણ્યું કે છૂપું નથી. તે અવશ્ય કૃષ્ણને મારા કુકૃત્યની માહિતી આપશે. ત્યારે કૃષ્ણ વાસુદેવ રોષે ભરાઈને ન જાણે શું સજા કરશે? કેવી રીતે કમોતે મારશે? એ ભયથી ભયભીત થઈને તે ઘેરથી નીકળ્યો કે કૃષ્ણના પાછા ફરવા પહેલા હુ કયાંક જઈને છુપાઈ જાઉં. ભાઈના મૃત્યુને કારણે કૃષ્ણ વાસુદેવને તરત જ પાછા ફરવાનું થયું. સોમિલનું સમય અનુમાન ખોટું કર્યું. કૃષ્ણ વાસુદેવ Page #41 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 40 શાંતિથી(દબદબા વગર) નગરીમાં રાજ્ય માર્ગ છોડી અન્ય માર્ગ દ્વારા પ્રવેશ કરી રહ્યા હતા. કોઈ પણ પ્રકારનો અવાજ ન થવાને કારણે સોમિલ બ્રાહ્મણને કંઈ જ ખબર ન પડી શકી અને તે અચાનક કૃષ્ણની સામે આવી પહોંચ્યો. તેના મનમાં આશંકા અને ભય તો હતો જ, કૃષ્ણને નજીકમાં જ સામે જોઈને તે ત્યાંજ ધ્રાસ્કો પડવાને કારણે જમીન પર પડી ગયો અને મરી ગયો. તેને જોઈને કૃષ્ણ વાસુદેવ સમજી ગયા કે આ દુષ્ટ સોમિલ મારા ભાઈનો હત્યારો છે. તેમણે ચાંડાલો દ્વારા રસ્સીથી તેનું મૃત શરીર ખેંચાવીને નગરની બહાર ફેંકાવી દીધું. અને જમીનને પાણીથી ધોવડાવીને સાફ કરાવી. આ રીતે સોમિલ બ્રાહ્મણ સ્વતઃ પોતાના કર્મોના ફળનો ભોકતા બન્યો. અને મરીને નરકમાં ગયો. શિક્ષા-પ્રેરણાઃ-(૧) વિતરાગી ભગવાન અરિષ્ટનેમિ એ સોમિલ બ્રાહ્મણના કુકૃત્યને પણ શ્રી કૃષ્ણ સન્મુખ ગુણ રૂપે મૂકયું. () મહાપુરુષોના સત્સંગથી પ્રચંડ કોપ પણ નિષ્ફળ થઈ જાય છે. (૩)કુકર્મ કરતી વખતે વ્યકિત ભવિષ્યનો વિચાર નથી કરતી અને કુત્ય કર્યા પછી ભયભીત બને છે અને વિચાર કરે છે. પરંતુ પાછળથી વિચારો કરવા તેના માટે નિરર્થક જ હોય છે. માટે પહેલાંથી જ વિચારીને કામ કરવું જોઈએ, જેથી પાછળથી પસ્તાવું ન પડે. સોમિલે જો પહેલેથી જ એવો વિચાર કર્યો હોત કે હું છુપાઈને પણ પાપ કરીશ તો પણ સર્વજ્ઞ ભગવાન તો જાણી જ લેશે" તો તે ઘોર પાપ કૃત્યથી બચી શકત. કહેવાયું પણ છે – "સોચ કરે સો સુઘડ નર, કર સોચે સો ફૂડ–સોચે કિયા મુખ નૂર હૈ, કર સોચે મુખ ધૂડા (૪) કૃષ્ણ સોમિલની કન્યાને ગજસુકુમાર માટે “કુંવારા ' અંતઃપુરમાં જ રાખી હતી. ગજસુકુમાર દીક્ષા લઈ લે તો પણ કુંવારી કન્યાની અન્ય કોઈ સાથેપણ પાણિગ્રહણ વિધિ થઈ શકે. પ્રચંડ ગુસ્સો કરવો કે મુનિની ઘાત કરવી એવો કોઈ પ્રશ્ન જ ન હતો. પરંતુ વર્તમાન સમયે કોઈ ખાસ કારણ ન દેખાતાં, છતાં પૂર્વ ભવના કરેલા કર્મો માટે નિમિત મળી જાય છે. સોમિલના કોપનું મુખ્ય કારણ પણ પૂર્વભવનું વેર જ હતું. ગજસુકુમારના જીવે સોમિલના મસ્તક પર ગરમાગરમ રોટલો બંધાવીને તેના પ્રાણોનું હરણ કરાવ્યું હતું અને ખુશીનો અનુભવ કર્યો હતો. તે જ કર્મો ઉદયમાં આવ્યા હતાં. તેને ગજસુકુમારે પોતાના કર્મોનું કરજ ચૂકવવાનું સમય સમજીને સહર્ષ સ્વીકારી લીધું. તે ઘટના લાખો ભવો પહેલાંની હતી. તે જ આશયથી આ સૂત્રમાં કહ્યું છે કે લાખો ભવોના સંચિત કર્મોની સોમિલે ઉદીરણા કરાવી અને ક્ષય કરવામાં નિમિત્ત બન્યો.(પોતે વંધ્યા હોવાથી દેરાણીના બાળકની ઈષ્યા થઈ .બાળકને શરદી જેવી કોઈ બીમારી વખતે માથા પર ગરમ રોટલો બાંધવાની ખોટી સલાહ આપી હત્યા કરી હતી.) (૫) પાપી વ્યકિત પોતાના પાપોના ભારથી સ્વતઃ જ સોમિલની જેમ દુઃખી થાય છે અને લોકોમાં નિંદાને પાત્ર બને છે. પરમાત્મા કોઈને દુઃખી નથી કરતાં. કહેવાયું પણ છે કે – રામ ન કિસ કો મારતા, સબસે મોટા રામ – આપ હી મરજાત હૈ, કર કર ભુંડા કામ || નવમું અધ્યયન – સુમુખ દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેના ભાઈ બળદેવ રાજા હતા. તેમને સુમુખ નામનો પુત્ર હતો. પ્રથમ અધ્યયનમાં વર્ણવેલ ગૌતમના જેવું જ તેનું સંપૂર્ણ વર્ણન છે. પાછલી વયે તેણે અરિહંત અરિષ્ટનેમિની પાસે દીક્ષા અંગીકાર કરી, ગૌતમની સમાન જ તપ સંયમની આરાધના કરી. વીસ વર્ષના દીક્ષા પર્યાય અને માસખમણના સંથારા દ્વારા તેમને કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત થયું અને તે સમયે જ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરી. બાકીના ચાર અધ્યયન –સુમુખના વર્ણન પ્રમાણે જ દુર્મુખ અને કૂપદારકનું વર્ણન છે. આ ત્રણેય સગા ભાઈઓ હતા અને તે જ ભવમાં મુકિતગામી બન્યા. દારુક અને અનાદષ્ટિનું વર્ણન પણ તેજ પ્રમાણે છે તેઓ બંને વસુદેવજીના પુત્રો અને શ્રી કૃષ્ણના ભાઈઓ હતા. ૯ થી ૧૩ આ પાંચ અધ્યયનમાં વર્ણિત પાંચેય યાદવ કુમારો પાછલી વયમાં ૨૦ વર્ષ સંયમની આરાધના કરીને સિદ્ધ થયા હતાં ચોથો વર્ગ” ૧ થી ૧૦ અધ્યયન આ વર્ગમાં દસ રાજકુમારોનું વર્ણન છે. ૧. જાલિકુમાર ૨. માલિકુમાર ૩. ઉવયાલીકુમાર ૪. પુરિસસેન ૫. વારિસેણ એ પાંચ વસુદેવજીના પુત્રો અને શ્રી કૃષ્ણના ભાઈઓ હતા. ૬. પ્રદ્યુમ્નકુમાર શ્રી કૃષ્ણ અને રુકિમણીના પુત્ર હતા ૭. સાંબ કુમાર શ્રી કૃષ્ણ અને જાંબવતીના પુત્ર હતા. ૮. અનિરુદ્ધકુમાર પ્રદ્યુમ્ન અને વૈદર્ભીના પુત્ર હતા. ૯. સત્યનેમિ અને ૧૦. દ્રઢનેમિ બંને સમુદ્રવિજયજીના પુત્ર અને અરિહંત અરિષ્ટનેમિ ભગવાનના સગા ભાઈ હતા. આ બંને એ પણ પાછળી ઉંમરે અરિષ્ટનેમિ પાસે સંયમ અંગીકાર કર્યો. દ્વાદશાંગીનો અભ્યાસ કર્યો. અર્થાત્ ૧૪ પૂર્વધારી બન્યા. અને સોળ વર્ષની દીક્ષા પર્યાયમાં અંતે માસખમણનો સંથારો કરી શત્રુંજય પર્વત પરથી સિદ્ધ થયા. ચાર વર્ગોના ૪૧ અધ્યયનોમાં ૪૧ યાદવ પુરુષોનું મોક્ષ ગમનનું વર્ણન પૂર્ણ થયું. તે પછી પાંચમા વર્ગમાં કૃષ્ણની પટ્ટરાણીઓ અને પુત્રવધુઓનું વર્ણન છે. પાંચમો વર્ગ પ્રથમ અધ્યયન પદમાવતી દ્વારિકા નગરીની બહાર ઉદ્યાનમાં બિરાજમાન ભગવાન અરિષ્ટનેમિના દર્શન કરવા માટે શ્રી કૃષ્ણ વાસુદેવે પોતાના વિશાળ સમૂહ સાથે ગયા. કૃષ્ણની પદ્માવતી રાણી પણ પોતાના ધાર્મિક રથમાં બેસીને ભગવાનના દર્શન કરવા ગઈ. પરિષદ એકત્રિત થઈ. ભગવાન શ્રી કૃષ્ણ, પદ્માવતી તથા અન્ય સંપૂર્ણ પરિષદને લક્ષ્યમાં રાખીને પ્રવચન આપ્યું. પ્રવચન સાંભળીને કૃષ્ણની પટ્ટરાણી પદ્માવતી સંસારથી વિરકત થઈગઈ. તેણે બધાંજ વૈભવોનો ત્યાગ કરીને સંયમ અંગીકાર કરવાનો નિર્ણય કર્યો. ભગવાન સમક્ષ પોતાની ભાવના વ્યકત કરી અને કહ્યું કે કૃષ્ણ વાસુદેવની આજ્ઞા પ્રાપ્ત કરીને હું આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ભગવાને Page #42 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain અનુમતિ આપી. શ્રી કૃષ્ણના ભગવાન અરિષ્ટનેમિ સમીપે પ્રશ્નોત્તર:- પરિષદ પ્રવચન સાંભળીને પાછી ફરી. કૃષ્ણ વાસુદેવે ભગવાનને વંદન નમસ્કાર કર્યા અને પોતાની જિજ્ઞાસાનું સમાધાન કરવા ઈચ્છયું. તેમણે ભગવાનને પૂછ્યું કે હે ભંતે! આ દ્વારિકા નગરીનો વિનાશ કયા કારણે થશે ? પ્રત્યુત્તરમાં ભગવાને આ પ્રમાણે સમાધાન કર્યું કે – સુરા (મદિરા), અગ્નિ અને દ્વિપાયન ઋષિના કોપના નિમિત્તથી દ્વારિકાનો વિનાશ થશે. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવને એવો વિચાર આવ્યો કે ધન્ય છે એ જાલિ, મયાલી આદિકુમારોને જેમણે સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરીને અરિહંત અરિષ્ટનેમિ પાસે સંયમ અંગીકાર કર્યો; હું અધન્ય અકૃત્ય પુણ્ય છું કે હજી સુધી હું માનષિક કામ–ભોગોમાં ફસાયેલો છું. ભગવાન પાસે સંયમ નથી લઈ શક્યો અને એક દિવસ મારાં જોતાં મારી હાજરીમાં જ દ્વારિકાનો વિનાશ થઈ જશે. - ભગવાન શ્રી કૃષ્ણને સંબોધન કરતાં કહ્યું કે હે કૃષ્ણ ! બધા વાસુદેવો પૂર્વભવમાં નિયાણું કરે છે નિયાણા દ્વારા જ તેઓ વાસુદેવ બને છે. અને એ નિયાણાના તીવ્ર રસને કારણે જ કોઈ પણ વાસુદેવ દીક્ષા અંગીકાર કરી શકતા નથી. ણને પોતાનું ભવિષ્ય જાણવાની ઇચ્છા થઈ. પ્રશ્ન પૂછવા પર સમાધાન કરતા ભગવાને કહ્યું – દ્વિપાયન ત્રિઋષિના કોપને કારણે દ્વારિકા બળીને નષ્ટ થઈ ગયા પછી, માતા-પિતા પરિવારજનોથી રહિત રામ બલદેવની સાથે (બલરામની સાથે) તમે પાંડુ મથુરા જવા માટે પ્રસ્થાન કરશો. કૌસાંબી વનમાં પહોંચીને વટ–વૃક્ષ નીચે પૃથ્વીશીલા પર પીળા વસ્ત્રથી શરીરને ઢાંકી વિશ્રામ કરશો, ત્યારે જરાકુમાર દ્વારા ફેલાયેલું બાણ તમારા જમણાં પગમાં લાગશે. તે સમયે તમે ત્યાં કાળ કરીને ત્રીજી પૃથ્વીમાં જન્મ લેશો. ભગવાનનાં શ્રી મુખેથી પોતાનું આગામી ભવિષ્ય જાણીને કૃષ્ણ વાસુદેવ ખિન્ન થઈ ગયા અને ઉદાસ મને આર્તધ્યાન કરવા લાગ્યા તથા વિલાપ કરવા લાગ્યા. ત્યારે ભગવાને શ્રી કૃષ્ણને સંબોધન કરતા કહ્યું કે હે કૃષ્ણ! તમે આ આર્તધ્યાન ન કરો. તમે ત્યાંથી કાળ કરીને આગામી ભવમાં મારા જેવા જ તીર્થકર બનશો. ત્યાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને મુકિત પ્રાપ્ત કરશો. પોતાનું કલ્યાણકારી ભવિષ્ય સાંભળીને શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા. ખુશીમાં એટલા હર્ષ - વિભોર બની ગયા કે ત્યાં ભગવાન સન્મુખ પોતાની ખુશી પ્રગટ કરતાં સિંહનાદ કર્યો. તેમની ખુશીના ભાવ એ હતા કે હું પણ એક ભવ કરીને તીર્થકર બનીશ અને મોક્ષ પ્રાપ્ત કરીશ અર્થાત્ કૃષ્ણ વાસુદેવના ભવમાં જ તેમણે પોતાની ઉત્કૃષ્ટ ધર્મ ભાવના અને ધર્મ દલાલીથી તીર્થકર ગોત્ર નામ કર્મનો બંધ કર્યો હતો. જેથી તેઓ ત્રીજા ભવમાં આગામી ઉત્સર્પિણી કાળમાં આ ભરત ક્ષેત્રમાં બારમા “અમમ” નામના તીર્થકર થશે. કૃષ્ણની ધર્મ દલાલી :- આ પ્રમાણે ઉતાર-ચઢાવના વાર્તાલાપ પછી કૃષ્ણ વાસુદેવ ભગવાનને વંદન-નમસ્કાર કરી દ્વારિકામાં આવ્યા. સિંહાસન પર આરૂઢ થઈને પોતાના રાજકીય પુરુષોને આદેશ આપ્યો કે નગરીમાં ત્રણ માર્ગ અને ચાર રસ્તા વગેરે જગ્યા એ ત્રણ-ત્રણ વાર ઘોષણા કરાવો કે “આ દ્વારિકા નગરીનો વિનાશ થવાનો છે, જે કોઈ રાજા, રાજકુમાર, રાણીઓ, શેઠ, સેનાપતિ આદિ ભગવાનની પાસે દીક્ષા લઈને આત્મ કલ્યાણ કરવા ઈચ્છે તો તેમને વાસુદેવ કૃષ્ણ તરફથી આજ્ઞા છે. તેઓ પોતાની પાછળની કોઈ પણ જવાબદારીની કોઈપણ પ્રકારે ચિંતા ન કરે. તેની બધી જ વ્યવસ્થા રાજય તરફથી કરવામાં આવશે. દીક્ષા મહોત્સવ પણ સ્વયં શ્રી કૃષ્ણ વાસુદેવ કરશે.” કષ્ણની આજ્ઞા અનુસાર નગરમાં ઘોષણા કરવામાં આવી. ભાગ્યશાળી કેટલાય આત્માઓએ આ સૂચનાનો લાભ લીધો. પદ્માવતીની દીક્ષા – કૃષ્ણની પટ્ટરાણી પદ્માવતી દેવી પણ સંસારથી વિરકત થઈ તેમણે પણ સંયમ ગ્રહણ કરવાની આજ્ઞા માંગી. કૃષ્ણ વાસુદેવે સહર્ષ અનુમતિ આપી અને ભવ્ય સમારોહ દ્વારા પોતની જાતે જ પદ્માવતીનો દીક્ષા મહોત્સવ કર્યો. ભગવાનની સન્મુખ પદ્માવતીને લાવ્યા અને નિવેદન કર્યું કે હે ભગવાન! આ મને પ્રાણથી પણ અતિ પ્યારી પદ્માવતી દેવી છે. તે સંસારથી ઉદ્વિગ્ન અને વિરકત થઈ છે. તેથી હું આપને શિષ્યાના રૂપમાં ભિક્ષા આપું છું. આપ એનો સ્વીકાર કરો. ત્યારે અરિહંત અરિષ્ટનેમિએ એને દીક્ષા પ્રદાન કરી અને પ્રમુખા સાધ્વીને શિષ્યાના રૂપમાં સોંપી દીધી. પદ્માવતી આર્યાજીએ તેમની પાસેથી સંયમ વિધિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને વિવિધ તપશ્ચર્યાઓ દ્વારા પોતાની આત્મ-સાધના કરવા લાગ્યા. વીસ વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કર્યું. અંતમાં માસખમણના સંથારા દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી તે જ ભવમાં સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. અધ્યયન ર થી ૧૦ સુધી આ જ પ્રમાણે કૃષ્ણની અન્ય પટ્ટરાણીઓ–૨. ગૌરી ૩. ગંધારી ૪. લક્ષ્મણા ૫. સુસીમા ૬. જાંબવતી ૭. સત્યભામા ૮. રુકિમણી આદિએ પણ સંયમ અંગીકાર કરીને ૨૦ વર્ષમાં સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. તેજ રીતે કૃષ્ણ વાસુદેવના પુત્ર સાંગકુમારની બંને પત્નીઓ-૯, મૂલશ્રી ૧૦. મૂલદત્તા કૃષ્ણની આજ્ઞા લઈને દીક્ષિત થયા. કારણ કે સાંબકુમાર તો પહેલેથી જ દીક્ષિત થઈ ચૂકયા હતા. તેમણે પણ ૨૦ વર્ષ સુધી સંયમ પાળી આત્મ-કલ્યાણ કર્યું. આમ, આ વર્ગના દસ અધ્યયનોમાં દસ રાણીઓનું મુકિતગમન વર્ણન પૂર્ણ થયું. શિક્ષા – પ્રેરણા :(૧) તીર્થકર ભગવાનનો સંયોગ મળી ગયો, “નગરી બળવાની છે,” એવી ઘોષણા કરી દેવાઈ. તેમ છતાં પણ હજારો નર-નારીઓ દ્વારિકામાં જ રહી ગયા. દીક્ષા અંગીકાર ન કરી શકયા અને ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયા. આ જીવોની એક ભારી કર્ભાવસ્થા છે. ભગવાન તરફ અને ધર્મ તરફ શ્રદ્ધા-આસ્થા રાખનાર કેટલાય જીવો પણ દીક્ષા ન લઈ શકયા. તાત્પર્ય એ જ છે કે સંયમની ભાવના અને સુંદર સંયોગ બધા લોકોને મળતાં નથી. | (૨) મનુષ્ય ભવને પામીને પોતાના સામર્થ્ય અનુસાર તક મળતાં ધર્મનો લાભ અવશ્ય લઈ લેવો જોઈએ. પ્રમાદ – આળસ અને ઉત્સાહ હીનતાની બેદરકારીમાં રહી ન જવું. જેવી રીતે શ્રી કૃષ્ણ જાણી લીધું કે મને તો સંયમ માર્ગ પ્રાપ્ત થવાનો નથી. તો પણ તેમણે અન્ય લોકોને સંયમ લેવાની પ્રેરણા આપી અને સહયોગી બની ધર્મ દલાલી કરવાનો લાભ મેળવી લીધો. દ્વારકા Page #43 -------------------------------------------------------------------------- ________________ 42 આગમ-કથાઓ | વિનાશન નિમિત્ત પણ પ્રેરક હતું. આવી જ શ્રદ્ધા અને ધર્મદલાલીનાં કાર્યોથી તેમણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. (૩) તે સમયે શ્રી કૃષ્ણ પોતાની આઠ પટ્ટરાણીઓને સહજ રીતે દીક્ષાની આજ્ઞા આપી દીધી હતી. આજે આપણે પણ જાણીએ છીએ કે આ જીવન ચંચળ છે. આયુષ્યની દોરી એક દિવસ તૂટવાની છે. પરંતુ આળસ, પ્રમાદ અને મોહને વશ થઈને ધર્મ આરાધનાના કર્તવ્યને ભૂલી રહ્યા છીએ અથવા ભવિષ્યના ભરોસે છોડી દઈએ છીએ. પ્રસ્તુત પ્રકરણના શ્રવણથી આપણે આપણા જીવનને નવો વણાંક આપવો જોઈએ. વ્રત અને મહાવ્રતોમાં અગ્રેસર થવુ જોઈએ. (૪) કષ્ણ વાસુદેવના જીવનના વિભિન્ન ઉતાર-ચઢાવને સમજીને એ સ્વીકારવું અને સમજ ાં જોઈએ કે આ બાહ્ય વૈભવ પણ જયાં સુધી પુણ્યનો ઉદય છે ત્યાં સુધી જ જીવને સાથ આપે છે. શ્રી કૃષ્ણનો એક સમય એવો હતો કે તેમના બોલાવવાથી દેવ હાજર થયા અને દ્વારિકાની રચના કરી દીધી. સુસ્થિત દેવે લવણ સમુદ્ર પાર કરાવી દીધો. ગજસુકુમાર ભાઈ થશે એવી સૂચના પણ દેવે જ આપી હતી. પરંતુ પુણ્યોદય સમાપ્ત થયો અને પાપનો ઉદય થયો ત્યારે નગરીની એક વ્યકિત સોમિલે જ નવ દીક્ષિત મુનિ અને કૃષ્ણના ભાઈની, અરિષ્ટનેમિ ભગવાન ત્યાં બિરાજમાન હોવા છતાં હત્યા કરી દીધી અને જે દ્વારિકા હંમેશા તીર્થકર, મુનિઓથી પાવન રહેતી હતી, પ્રથમ દેવલોકના દેવો દ્વારા નિર્મિત હતી તેને એક સામાન્ય દેવે બાળીને ભસ્મ કરી દીધી. આ બધાં પશ્ય અને પાપ કર્મોને લીધે ઉદયમાં આવતાં ફળ છે.કર્મોની વિચિત્ર અવસ્થાઓને જાણીને કર્મોથી હંમેશને માટે મુકત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમ્યકત્વના લક્ષણ શાંત હો આવેગ સારે, શાન્તિ મનમેં વ્યાપ્ત હો,– મુકત હોને કી હૃદયમેં, પ્રેરણા પર્યાપ્ત હો, વૃત્તિ મે વૈરાગ્ય, અંતર ભાવમેં કરુણાં રહે,– વીતરાગ વાણી સહી, યાં અટલ આસ્થા નિત રહે. છઠ્ઠો વર્ગ પાંચ વર્ગોમાં બાવીસમા તીર્થંકરના શાસનવર્તાિ મોક્ષગામી ૫૧ જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આગળના ત્રણેય વર્ગોમાં અંતિમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના શાસનના ૩૯ જીવોનું વર્ણન છે. આ છઠ્ઠા વર્ગમાં ૧૩ અધ્યયન છે. જેમાં શેઠ અને અર્જુનમાલી તથા અતિમુકતક રાજકુમાર અર્થાત્ એવંતામુનિનું જીવન વર્ણન છે. પહેલું બીજું અધ્યયન – મકાઈ અને કિંકમ પ્રાચીનકાળમાં રાજગૃહી નામની નગરી હતી. શ્રેણિક ત્યાંના રાજા હતા. મકાઈ શેઠ તે નગરીમાં રહેતા હતા. તે ધનાઢય અને અત્યંત સમૃદ્ધ હતા. એક વાર ભગવાન મહાવીર સ્વામીનું ત્યાં આગમન થયું. મકાઈ શેઠ ભગવાનના સમવસરણમાં ગયા. ભગવાનના દર્શન કર્યા. વંદન નમસ્કાર કરી ઉપદેશ શ્રવણ કર્યું. તેનો તે દિવસ ધન્ય થઈ ગયો. તે ધર્મના રંગમાં રંગાઈ ગયા. સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી. ઘેર આવીને મોટા પુત્રને સંપૂર્ણ ઘરની જવાબદારી સોંપી દીધી. પુત્ર મહોત્સવની સાથો સાથ હજાર પુરુષ ઉચકે એવી શિબિકામાં બેસાડીને ભગવાનના સમવસરણમાં પહોંચાડયા.યોગ્ય સમયે ભગવાને દીક્ષાનો પાઠ ભણાવ્યો. શેઠ હવે મકાઈ અણગાર બની ગયા. સંયમની વિધિઓને શીખીને તે સમિતિ ગુપ્તિવંત બની ગયા. તેમણે સોળ વર્ષ સુધી સંયમ પયાર્યનું પાલન કર્યું. અગિયાર અંગ સૂત્રો કંઠસ્થ કર્યા. ભિક્ષુ પડિમા અને ગુણરત્ન સંવત્સર આદિ વિશિષ્ટ તપશ્ચર્યાઓ કરી. અન્ય પણ માસખમણ સુધીની તપશ્ચર્યાઓથી પોતાની સંયમ આરાધના કરી. અંતે એક મહિનાના સંથારા દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને શ્રેષ્ઠ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. મકાઈ શેઠની જેમ જ કિંકમ શેઠનું પણ વર્ણન છે. દીક્ષા પર્યાય, તપસ્યા, શ્રુતજ્ઞાન, વગેરે પણ સમાન જ છે. અંતમાં કિંકમ શેઠે પણ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. ત્રીજું અધ્યયન અર્જનમાળી રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા ત્યાં “અર્જુન”નામનો એક માળી રહેતો હતો. જે ઋદ્ધિ સંપન્ન હતો. તેનો પોતાનો જ એક ખૂબ મોટો બગીચો હતો. તે અર્જુનને બંધુમતી નામની પત્ની હતી. જે સ્ત્રીનાં બધાં જ ગુણો અને લક્ષણોથી સુસંપના હતી. અર્જુનમાળીની પુષ્પવાટિકાની બાજુમાં એક “મુદ્ગરપાણિ” નામના યક્ષનું મંદિર હતું. તેમાં મુગરપાણિ યક્ષની મૂર્તિ હતી. અર્જુન માળીના પૂર્વજોની અનેક પેઢીઓથી તે યક્ષની પૂજા કરવામાં આવતી. તે અર્જુન પણ ફૂલ એકઠા કરીને સારા-સારા લગ વીણીને તે યક્ષની પ્રતિમાને પુષ્પ અપર્ણ કરતો; પંચાગ નમાવીને પ્રણામ કરતો; તેની સ્તુતિ અને ગુણગાન કરતો.પછી ફૂલ અને માળાઓ લઈને રાજમાર્ગ પાસે બેસીને આજીવીકા કમાતો હતો. લલિતા ગોષ્ઠી –તે જ નગરમાં લલિતા નામની ગોષ્ઠી રહેતી હતી. જેને વર્તમાન ભાષાઓમાં “ગુંડાઓની ટોળી” કહી શકાય. મહોત્સવ - એક વાર નગરમાં કોઈ આનંદનો મહોત્સવ હતો. અર્જુન માળીએ સવારે વહેલા ઉઠીને બંધુમતીને પણ સાથે લીધી. કારણ કે ફૂલોનું વેચાણ વિશેષ થવાનું હતું.માળી-માલણ બંને બગીચામાં આવ્યા. ઘણાં બધાં ફૂલ એકઠા કર્યા. છાબડીઓ ભરી અને મુદ્દગરપાણિ યક્ષની પૂજા માટે કેટલાંક સુંદર ફુલો અલગ કર્યા. ગોષ્ઠીના છ પુરુષોનો ઉપદ્રવ - પતિ-પત્ની બંને પક્ષના મંદિર તરફ પહોંચ્યા. લલિત ગોષ્ઠીના ૬ પુરુષો પહેલેથી જ તે મંદિરમાં હતા અને ઇચ્છા પ્રમાણે પોતાની ક્રીડાઓ કરી રહ્યા હતા. અર્જુન માળીને પત્ની સાથે આવતો જોયો અને અંદરોઅંદર વિચાર કર્યો કે અર્જુનમાળીને બાંધીને આપણે તેની પત્ની સાથે સુખોપભોગ કરીશું.મંત્રણા કરી તે છયે મોટા પ્રવેશદ્વારની પાછળ સંતાઈ ગયા. અર્જુનમાળી અને બંધુમતીએ મંદિરમાં પ્રવેશ કર્યો. યક્ષને પ્રણામ કર્યા, ફુલ ચડાવ્યા અને પછી પંચાગ નમાવીને અર્થાત્ ઘૂટંણો ટેકવીને પ્રણામ કર્યા. તે જ સમયે છ એ પુરુષ એક સાથે નીકળ્યા અને તેને એ જ દશામાં બાંધી બંધુમતી માલણ સાથે ઈચ્છિત Page #44 -------------------------------------------------------------------------- ________________ jain 43 કથાસાર ભોગ ભોગવવા લાગ્યા અર્થાત્ તેના ઉપર બળાત્કાર કર્યો. આંખોની સામે થઈ રહેલ આ કુકૃત્ય અર્જુન પડયો—પડયો જોતો જ રહ્યો. કારણ કે અવાજ કરવા છતાં પણ તે ગુંડાઓની સામે કોઈ પણ નહોતું આવતું. તેના મનમાં યક્ષ પ્રત્યે અશ્રદ્ધા અને શંકાના વિકલ્પો થવા લાગ્યા કે અરે ! બાપ-દાદા-પરદાદાઓથી પૂજિત આ પ્રતિમા માત્ર કાષ્ઠ જ છે. એમાં જો યક્ષ હોત તો શું તે મારી આપત્તિમાં મદદ ન કરત ? આ પ્રમાણે તે મનમાં ને મનમાં ક્રોધિત થયો હતો કે તેજ સમયે યક્ષે ઉપયોગ મૂકીને જોયું અને અર્જુનની અશ્રધ્ધાના સંકલ્પોને જાણી લીધા. યક્ષનો ઉપદ્રવઃ–પોતાની પ્રતિષ્ઠા ખાતર તે યક્ષે અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો તડાતડ બંધનો તોડી નાખ્યા અને કાષ્ઠની તે પ્રતિમાના હાથમાં રહેલું એક મણ અને સાડા બાવીસ સેર અર્થાત્ ૫૭ કિલોનાં લોઢાનું મુદ્ગર ઉપાડયું. મુગર લઈને ક્રમશઃ છએ પુરુષોને મુદ્ગરના ઘાથી મોત ઘાટ ઉતારી દીધા. અને પછી બેભાન(બેધ્યાન) બનીને તેણે બંધુમતી ભાર્યાને પણ મોતને ઘાટ ઉતારી દીધી અર્જુનના શરીરમાંથી યક્ષ ન નીળ્યો તેથી યક્ષાવિષ્ટ (પાગલ) બનેલો તે અર્જુન રાજગૃહી નગરીની બહાર ચારેય તરફ ફરતાં–ફરતાં ૬ (છ) પુરુષ અને એક સ્ત્રીની હંમેશને માટે ઘાત કરવા લાગ્યો. રાજા શ્રેણિક પણ એ યક્ષની સામે કંઈ જ ઉપાય ન કરી શકયા. નગરમાં ઘોષણા કરાવી કે કોઈ વ્યકિત કોઈ પણ કામ માટે નગરની બહાર નહીં જાય કારણ કે નગરની બહાર યક્ષાવિષ્ટ અર્જુન માળી મુદ્ગર લઈને ફરી રહયો છે. અને મુદ્ગરના પ્રહારથી સ્ત્રી-પુરુષોને મારી નાખે છે. આ પ્રમાણે તેણે પાંચ મહિના અને તેર દિવસમાં ૧૧૪૧ સ્ત્રી પુરુષોના પ્રાણ હર્યા. આ સંખ્યા મૂળ પાઠમાં નથી પણ શ્રેણિક ચરિત્રમાં મળે છે. ભગવાનનું પદાર્પણ :– વિચરણ કરતા ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં પધાર્યા. તેઓ ગુણશીલ બગીચામાં બિરાજયા. નગરના લોકોને સમાચાર મળ્યા. પરંતુ યક્ષાવિષ્ટ અર્જુનના ભયથી કોઈ પણ ભગવાનની પાસે જવા માટે તૈયાર ન થયાં. બધાં અંદરો–અંદર એક–બીજાને પણ ના પાડવા લાગ્યા. = સુદર્શન શ્રાવકની અદ્ભૂત પ્રભુ ભકિત :– તે નગરીમાં સુદર્શન શ્રાવક રહેતા હતા. જે આગમ વર્ણિત શ્રાવકનાં બધાં જ ગુણોથી યુકત હતા; દઢ ધર્મી અને પ્રિય ધર્મી હતા. જ્યારે તેમણે ભગવાનના આગમનની વાત સાંભળી ત્યારે તેમણે દર્શન કરવા જવાનો સંકલ્પ કર્યો. માતા–પિતા પાસે આજ્ઞા માંગી. ઉત્તર-પ્રત્યુત્તર થયા, પિતાનું કહેવું હતું કે અહીંથી જ ભગવાનને વંદન કરી લો. બહાર યક્ષનો પ્રકોપ છે, પ્રભુ કેવલજ્ઞાની છે. માટે તમારા વંદન સ્વીકારી લેશે. પરંતુ સુદર્શનના ઉત્તરમાં દઢતા હતી કે જયારે નગરીની બહાર જ ભગવાન પધાર્યા છે તો તેમની સેવામાં જઈને જ દર્શન કરવા જોઈએ. ઘેર બેસીને તો હંમેશાં દર્શન કરીએ છીએ. અત્યંત આગ્રહ કર્યા પછી આજ્ઞા મળી ગઈ. નગરીની બહાર અર્જુનનો ઉપદ્રવ તો હતો જ. કેટલાક ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ એ જ આશામાં હતાં કે કોઈને કોઈ ધર્મવીર અવશ્ય માર્ગ કાઢશે. સુદર્શનને જતાં જોઈને કેટલાયે લોકોએ આશા બાંધી. કારણ કે નગરમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી. ધીર, વીર, ગંભીર, અલ્પભાષી સુદર્શન એકલા જ નગરની બહાર નીકળ્યા. ગુણશીલ બગીચામાં જવાની દિશાના માર્ગમાં જ યક્ષાવિષ્ટ અર્જુન માળીનો પડાવસ્થાન અર્થાત્ મુદ્ગરપાણિનું યક્ષાયતન આવ્યું. અર્જુનમાળીએ દૂરથી સુદર્શનને પોતાની તરફ આવતાં જોયા. તે ઉઠયો અને સુદર્શન તરફ મુગર ફેરવતો ચાલ્યો. ભિકતની અનુપમ શિકત :- સુદર્શન શેઠે યક્ષાવિષ્ટ અર્જુનને દૂરથી આવતો જોઈને શાંતિથી ભૂમિ પ્રમાર્જન કરીને બેસી ગયા. અરિહંત–સિદ્ધને નમસ્કાર કરીને સાગારી સંથારો ધારણ કર્યો. ઉપસર્ગથી મુકત થવાનો આગાર રાખ્યો. યક્ષાવિષ્ટ અર્જુન નજીક આવ્યો અને જોયું કે સુદર્શન પર મુગરનો પ્રહાર લાગતો નથી. તેણે ચારેય તરફ મુન્દ્ગરને ઘુમાવીને તેનાથી મારવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મુદ્ગર આકાશમાં જ સ્થિર થઈ ગયું પરંતુ સુદર્શન ઉપર પડયો નહીં. ત્યારે સુદર્શન પાસે જઈને યક્ષ તેને એકી ટસે જોવા લાગ્યો. તો પણ કંઈ જોર ચાલ્યું નહીં એટલે એ યક્ષ અર્જુન માળીના શરીરમાંથી નીકળી ને મુદ્ગર લઈને ચાલ્યો ગયો. ઉપદ્રવની સમાપ્તિ :– યક્ષના નીકળી જવાથી અર્જુનનું દુર્બલ બનેલું શરીર ભૂમિ પર પડી ગયું. ઉપસર્ગની સમાપ્તિ થઈ એમ જાણીને સુદર્શન શ્રમણોપાસક પોતાના વ્રત–પ્રત્યાખાનથી નિવૃત્ત થયા. અર્જુનની સારસંભાળ કરી. થોડી જ વારમાં સ્વસ્થ થઈને તે ઉઠયો અને તેણે સુદર્શનને પૂછયું કે તમે કોણ છો ? અને કયાં જાઓ છો ? ઉત્તરમાં સુદર્શને પોતાના મંતવ્યો પ્રગટ કર્યાં. અર્જુનમાળી પણ ભગાવનના દર્શન કરવા માટે સાથે ચાલ્યો. ખબર ફેલાતા વાર ન લાગી. નગરીના લોકોએ મુગરને જતાં જોઈ લીધું. સુદર્શન અને અર્જુનની પાછળ લોકોના ટોળેટોળા પણ ભગવાનના દર્શન કરવા પહોંચી ગયાં. સુદર્શન અને અર્જુન સહિત વિશાળ પરિષદને ભગવાને ધર્મોપદેશ આપ્યો. અર્જુનની દીક્ષા :– · અર્જુનમાળીનું અંધકારમય જીવન ભગવાનની વાણીથી પ્રકાશમય બની ગયું. વીતરાગ ધર્મમાં તેને શ્રદ્ધા અને રુચિ થઈ. સંયમ અંગીકાર કરવો, એમ એણે જીવન માટે સાર્થક સમજ્યું. તેની પત્ની બંધુમતી તો મરી જ ચુકી હતી. તેને એક પણ સંતાન ન હતું. ભગવાન સમક્ષ પોતાના સંયમ લેવાના ભાવો પ્રગટ કર્યા. ભગવાનની સ્વીકૃતિ મળી ગઈ. તે જ સમયે લોચ કર્યો; વસ્ત્ર પરિવર્તન કર્યા અને ભગવાન સમક્ષ પહોંચ્યા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તેને સંયમનો પાઠ ભણાવ્યો. અહીં આજ્ઞા લેવાનું વર્ણન નથી. કદાચ રાજાની આજ્ઞાથી દીક્ષા આપી દેવામાં આવી હશે. = અર્જુન અણગારને પરિષહ ઉપસર્ગ :– અર્જુન અણગારે સંયમ વિધિ અને સમાચારીનું સંક્ષેપમાં જ્ઞાન મેળવ્યું. આજીવન નિરંતર છઠ – છઠ પારણા કરવાની પ્રતિજ્ઞા કરી અર્થાત્ દીક્ષા લઈને જ છઠના પારણે છઠની તપશ્ચર્યા પ્રારંભી દીધી. પ્રથમ પારણામાં ભગવાનની આજ્ઞા લઈને સ્વયં જ ગોચરી માટે ગયા રાજગૃહીમાં જ અર્જુન માળીએ ૧૧૪૧ મનુષ્યોની હત્યા કરી હતી. આજે એ જ અર્જુન અણગાર તે જ નગરીમાં ભિક્ષા માટે નીકળ્યા. માર્ગમાં ચાલતી વખતે અથવા કોઈ પણ ઘરમાં પ્રવેશ કરતી વખતે તેની આસ-પાસ કેટલાય બાળકો, જુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ, પુરુષો વગેરે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા આ અર્જુને મારા પિતાને માર્યા, તેણે મારા ભાઈને માર્યો, તેણે મારી - Page #45 -------------------------------------------------------------------------- ________________ 44 આગમ-કથાઓ બહેનને મારી, એવું કહેવા લાગ્યા, કેટલાક લોકો તાડન-પીડન કરી પરેશાન કરતાં કેટલાક માર–પીટ કરતાં, ધકકા મારતાં, અને પથ્થર ફેંકતાં, તે બધા ને અનમુનિ સમભાવથી સહન કરતા મનમાં પણ કોઈ પ્રત્યે રોષ ભાવ ન કરતાં, આર્તધ્યાનથી મુકત થઈને શાંત અને ગંભીરભાવોને ધારણ કરીને અર્જુન અણગારે છઠના પારણામાં ભિક્ષાર્થે ભ્રમણ કર્યું. આ પ્રકારની પરિસ્થિતિમાં રાજગૃહી નગરમાં તેને ખૂબ જ મુશ્કેલીથી આહાર–પાણી મળ્યા. જે કંઈ પણ મળ્યું તેમાં જ સંતોષ માની ઉધાનમાં પાછા ફર્યા. ભગવાન પાસે પહોંચીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. દોષોની આલોચના કરી અને આહાર દેખાડ્યો. પછી ભગવાનની આજ્ઞા લઈને રાગ-દ્વેષના ભાવોથી રહિત થઈને તે આહાર પાણી વાપર્યા. અર્જન અણગારની મકિત :- અર્જન અણગારે આ પ્રમાણે છ મહિના સુધી શદ્ધ સંયમનું પાલન કર્યું. છઠના પારણે છઠ અને સમભાવોથી તેણે પોતાના કર્મોના દલિકો તોડી નાખ્યાં; અલ્પ દીક્ષા પર્યાય અને પંદર દિવસના સંથારા વડે અર્જુન મુનિએ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને મોક્ષની પ્રાપ્તી કરી. શિક્ષા-પ્રેરણા - (૧) લલિત ગોષ્ઠી પર અંકુશ ન મૂકવાને કારણે રાજાશ્રેણિકની રાજધાનીના નાગરિકોમાં અશાંતિ વધી અને સેંકડો લોકોનો સંહાર થયો. | (૨) તીર્થકર ભગવાનના પગલાં થયા પછી તે ક્ષેત્રમાં થઈ રહેલા ઉપદ્રવ કે રોગાતંક કોઈપણ નિમિત્તે શાંત થઈ જાય છે. અર્જુનનો ઉપદ્રવ પણ સુદર્શન શ્રાવકના નિમિત્તથી દૂર થયો. મૂળ કારણ તો ભગવાનનું આગમન જ સમજવું જોઈએ. જેના કારણે દૈવી શકિત પણ સ્તબ્ધ થઈ ગઈ. (૩) કોઈ પણ વ્યકિતના ભૂતકાળના જીવન પરથી વર્તમાન સમયમાં તેના પર ધૃણા કરવી સન્નતા નહિ પરંતુ દુર્જનતા છે.દિશા બદલતાં જ વ્યકિતની દશા બદલાઈ જાય છે. ભૂતકાળની દષ્ટિથી જ વ્યકિતને જોતાં રહેવું એ માનવની એક તુચ્છ અને મલિન વૃત્તિ છે. વ્યકિતનો કયારે કેટલો વિકાસ થાય છે. એ વાતનો પણ વિવેક રાખવો જોઈએ. પાપીમાં પાપી પ્રાણી પણ પોતાનું જીવન પરિવર્તિત કરી નાખે છે. પ્રદેશ રાજા, અર્જુન માળી, પ્રભવ ચોર ઈત્યાદિક અને તેનાં ઉદાહરણો છે. કવિનાં શબ્દોમાં - ધૃણા પાપ સે હો, પાપી સે નહિં કભી લવલેશ ભૂલ સૂજાકર ન્યાય માર્ગમે., કરો યહી યત્નશ. (૪) કોઈ પણ ધાર્મિક વ્યકિત કે માનવ અથવા પ્રાણી માત્રથી ધૃણા કરવી કે તેની નિંદા કરવી, એ નિમ્ન કક્ષાના લોકોનું કામ છે.સજજન અને વિવેકી ધર્મજનનું એ જ કર્તવ્ય છે કે તે કોઈ પણ વ્યકિતની નિંદા કે ધૃણા ન કરે અને નિંદાનો વ્યવહાર પણ ન કરે. પાપ અથવા પાપમય સિદ્ધાંતની નિંદા કરવી કે ધૃણા રાખવી તે ગુણ છે અને વ્યકિતથી ધૃણા કરવી તે અવગુણ અને અધાર્મિકતા છે. (૫) ભગવાને સેંકડો માનવોનાં હત્યારા અર્જુન પ્રત્યે જરાપણ ધૃણા કે છૂતાછૂત જેવો વ્યવહાર ન કર્યો. ભગવાનની વાત તો દૂર રહી, પરંતુ તેનો એક ઉપાસક(સુદર્શન શેઠ) પણ તેને દુષ્ટ, હત્યારા જેવા શબ્દ પ્રયોગ વડે નથી ધુત્કાર્યો. પરંતુ તેની તત્કાળ સેવા-પરિચર્યા કરી છે. તેને ભગવાનના સમવસરણમાં પોતાની સાથે લઈ ગયા. અને ભગવાને પણ તેને તે જ દિવસે તે જ હાલતમાં પોતાની શ્રમણ સંપદામાં ગ્રહણ કરી લીધો હતો. આ દષ્ટાંત દ્વારા આપણને હદયની વિશાળતાનો આદર્શ શીખવા મળે છે. જેને આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને તુચ્છતા તેમજ સંકુચિતતા આદિ અવગુણોને તિલાંજલિ આપવી જોઈએ. અર્જુને અલ્પ સમયમાં જ પોતાના જીવન અને વિચારોને તીવ્ર ગતિથી ફેરવી નાખ્યા. આજે આપણે પણ આપણી સાધનામાં માન-અપમાન, ઈર્ષ્યા-દ્વેષ, કષાય આદિ પ્રવૃત્તિઓનું ઉપશમન કરવામાં અને પોતાના આત્માને સમભાવોમાં તેમજ સહજ ભાવોમાં સંલગ્ન કરવામાં ઢીલ ન કરવી જોઈએ.વર્ષો સુધીનું ધાર્મિક જીવન પર્યાય કે શ્રમણ પર્યાય વીતી જાય તેમ છતાં પણ આપણે કયારેક તો અશાંત બની જઈએ છીએ; કયાંક આપણે માન-અપમાનની વાતો કરીએ છીએ તો કયારેક બીજા લોકોના વ્યવહારની ચર્ચા કરીએ છીએ; કોઈની નિંદામાં અને તિરસ્કારમાં રસ લઈએ છીએ; જીવનની થોડીક અને ક્ષણિક સુખમય ક્ષણોમાં આપણે ફૂલી જઈએ છીએ તો કયારેક મુર્જાઈને પ્લાન અને ઉદાસીન બની જઈએ છીએ. આ સર્વ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ માર્ગથી ભટકવા સમાન છે.ચલિત થવા બરાબર છે. એનાથી સંયમની સફળતા કે ધર્મ જીવનની સફળતા ન મળી શકે. આપણા આત્મ પ્રદેશના કણ-કણમાં અને વ્યવહારિક જીવનમાં જ્યારે ધાર્મિકતા, ઉદારતા, સરળતા, નમ્રતા, શાંતિ ક્ષમા, વિચારોની પવિત્રતા અને પાપી–ધર્મી બધા પ્રત્યે સહજ સ્વાભાવિકતાનો વ્યવહાર આવશે, ત્યારે જ અર્જુન અને ગજસુકુમાર જેવા ઉદાહરણો સાંભળવાનો આપણને સાચા અર્થમાં લાભ પ્રાપ્ત થશે. ભલે ને ગૃહસ્થ જીવન હોય કે સંયમ જીવન, ધર્મના આચરણો દ્વારા આપણા જીવનમાં શાંતિ, પ્રેમ, મૈત્રી, માધ્યસ્થ ભાવોની અને સમભાવોની વૃદ્ધિ થવી જોઈએ. એથી વિપરીત જો કોઈ પણ વ્યકિત પ્રત્યે અશાંતિ, અપ્રેમ, અમૈત્રી, વિપરીત ભાવ અને વિષમભાવ રહે તો સમજવું જોઈએ કે આત્મામાં ધર્મનું સાચા અર્થમાં પરિણમન થયું નથી. પરંતુ આ ધમોચરણ માત્ર દેખાવ પૂરતું કે દ્રવ્ય આચરણરૂપ જ છે. આ જાણીને પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ ધર્મનો સાચા અર્થમાં લાભ અને સાચો આનંદ લેવા માટે આત્માને હંમેશને માટે સુસંસ્કારોથી સિંચિત કરતા રહેવું જોઈએ. પોતાના દુર્ગુણો અને અવગુણોને શોધી–શોધીને કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આત્મ ગુણોની વૃદ્ધિ કરવી જોઈએ. (૯) સુદર્શન શ્રાવકના જીવનમાંથી ધર્મપ્રેમની ઉત્કૃષ્ટતા, દઢતા અને નિર્ભીકતાનો બોધપાઠ લેવો જોઈએ. ગંભીરતા અને વિવેક તથા સંકટમાં પણ શાંતિ સહ સંથારો કરવાની શિક્ષા પણ લેવી જોઈએ. Page #46 -------------------------------------------------------------------------- ________________ jain 45 કથાસાર (૧૦) એક જ ઉત્તમ વ્યકિત આખાયે નગરને સુખી અને ઘરને સ્વંગ સમાન બનાવી દે છે.અને અધર્મી વ્યકિત સારાયે નગરને સંકટમાં નાખી દે છે અને ઘરને નર્કમય બનાવી દે છે. તેથી પોતાની જવાબદારી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કોઈમાં પણ કુસંસ્કાર કે અન્યાય, અનીતિ વૃદ્ધિ ન પામે એનો વિવેક અવશ્ય રાખવો જોઈએ. (૧૧) લલિતગોષ્ટીના કરતૂતોથી નાગરિકજન હેરાન પરેશાન થઈ ગયાં હતાં અને અંતમાં યક્ષના ઉપદ્રવના ભયાનક સંકટથી ગ્રસ્ત બન્યાં. (૧૨) સુદર્શન શ્રમણોપાસકના કર્તવ્યથી નગરમાં હર્ષ–હર્ષ થઈગયો, શ્રેણિક રાજાની ચિંતા પણ ટળી ગઈ અને અર્જુનનો પણ બેડો પાર થઈ ગયો. (૧૩) આપણને પણ ભગવાનની વાણી રૂપ શાસ્ત્ર શ્રવણ અને ગુરુ ભગવંતો જેવાં જ્ઞાનીઓનો શુભ સંયોગ મળ્યો છે. તેથી આપણો પણ બેડો પાર થઈ જ જવો જોઈએ. તેમ જાણી જે સાધક ધર્માચરણ અને ભાવોની વિશુદ્ધિમાં વૃદ્ધિ કરીને આત્મ ઉન્નતિ કરશે તેનો અવશ્ય બેડો પાર થશે. શ્રાવક ભાવના : ધન્ય હૈ મુનિવર મહાવ્રત પાલતે સદ્ભાવસે – સર્વ હિંસા ત્યાગ કર વે જી રહે સમભાવ સે, હૈ મહાવ્રત લક્ષ્ય મેરા કિન્તુ અભી વે દુઃસાધ્ય હૈ – અણુવ્રત કા માર્ગ મુજકો સરલ ઔર સુસાધ્ય હૈ. 'છઠ્ઠો દિવસ' 'છઠ્ઠો વર્ગ' ૪ થી ૧૪ અધ્યયન :- ૪. પ્રથમ અધ્યયનમાં વર્ણવાયેલ ''મકાઈ શેઠ' ની જેમ ૪. કાશ્યપ ૫. ક્ષેમક ૬. ધૃતિધર ૭. કૈલાશ ૮. હરિચન્દન ૯. વારતક ૧૦. સુદર્શન ૧૧. પૂર્ણભદ્ર ૧૨. સુમનભદ્ર ૧૩. સુપ્રતિષ્ઠિત ૧૪. મેઘ. આ અગિયાર ગાથાપતિ શેઠોનું ગૃહસ્થ જીવન, વૈરાગ્ય, ભગવાન મહાવીર પાસે દીક્ષા, અગિયાર અંગનું જ્ઞાન અને તપ, સંથારો તથા મોક્ષ જવા સુધીનું વર્ણન છે. વિશેષતા એ છે કે ઃકાશ્યપ શેઠ રાજગૃહી નગરીના નિવાસી હતા તેમણે ૧૬ વર્ષ સુધી સંયમ પાળ્યો. ૫. ક્ષેમક શેઠ અને ૬. ઘૃતિધર શેઠ કાંકંદીના નિવાસી હતા. દીક્ષા પર્યાય ૧૬ વર્ષનો હતો. (૭–૮) કૈલાશ શેઠ અને હરિચન્દન શેઠ સાકેત નગરના નિવાસી હતા. તેઓએ બાર વર્ષ સુધી દીક્ષા પાળી. (૯.) વારતક શેઠ રાજગૃહીના નિવાસી હતા. બાર વર્ષ સુધી સંયમ પાળ્યો. (૧૦ – ૧૧) સુદર્શન શેઠ અને પૂર્ણભદ્ર શેઠ વાણિજ્ય ગ્રામ નામક નગરનાં નિવાસી હતા અને દીક્ષા પર્યાય પાંચ વર્ષનો હતો. (૧૨.) સુમનભદ્ર શેઠ શ્રાવસ્તીના નિવાસી હતા. તેમનો દીક્ષા પર્યાય અનેક વર્ષનો હતો. ૧૩. સુપ્રતિષ્ઠિત શેઠ શ્રાવસ્તી નગરીના રહેવાસી હતા. સતાવીશ વર્ષનો તેમનો દીક્ષા પર્યાય હતો. (૧૪.) મેઘ નામના શેઠ રાજગૃહીના નિવાસી હતા. તેમનો દીક્ષા પર્યાય ઘણાં વર્ષોનો હતો. તેઓ બધા વિપુલ વર્પત પર એક મહિનાનો સંથારો આદરી સિદ્ધ થયાં. ૧૫મું અધ્યયન – એવંતા મુનીવર પોલાસપુરી નગરીમાં વિજય રાજા રાજ્ય કરતા હતા. તેમની શ્રીદેવી નામની રાણી હતી. તેણે એક સુંદર સુકુમાર પુત્રને જન્મ આપ્યો. જેનું નામ અતિમુકતકુમાર રાખ્યું. તેનું પ્રસિદ્ધ નામ ''એવંતા' છે. ગૌતમ ગણધર અને બાળક એવંતાકુમાર :– ભગવાન મહાવીર વિચરણ કરતાં-કરતાં તે નગરીમાં પધાર્યા. એક દિવસ ભગવાનના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી છઠના પારણા માટે ગોચરી પધાર્યા. એવંતાકુમાર હજી બાલ્યાવસ્થામાંથી પસાર થઈ રહ્યા હતા. કલાચાર્ય પાસે અભ્યાસ માટે નહોતા મોકલ્યા. તેથી આઠ વર્ષની આસપાસ તેની ઉંમર હતી. તેઓ પોતાના મિત્રો, બાળક–બાલિકાઓ સાથે ઘેરથી નીકળ્યા અને રાજભવનની નજીક જ રહેલાં ક્રીડા સ્થાનમાં રમતના મેદાનમાં જઈને ૨મવા લાગ્યા. ગૌતમ સ્વામી તે ખેલના મેદાનની બાજુમાંથી પસાર થયા. એવંતાની દૃષ્ટિ ગૌતમ અણગાર પર પડી. તેનું મન રમત છોડીને ગૌતમ સ્વામી તરફ ખેંચાઈ ગયું. તે ગૌતમ અણગારની નજીક પહોંચ્યો અને પૂછવા લાગ્યો કે– તમે કોણ છો? અને શા માટે ફરી રહ્યા છો? ગૌતમ અણગારે બાળકની વાતની ઉપેક્ષા ન કરી. બરાબર ઉત્તર આપ્યો કે અમે શ્રમણ નિગ્રંથ છીએ. અર્થાત્ જૈન સાધુ છીએ. અને ભિક્ષા દ્વારા આહાર-પાણી લેવા માટે ભ્રમણ કરીએ છીએ. એવંતા કુમાર મૂળ અને સાચો હેતું સમજી ગયો. અને અવિલંબ તેણે નિવેદન કર્યું કે – તમે મારા ઘરે ચાલો, હું આપને ભિક્ષા અપાવીશ. એવું કહીને ગૌતમ ગણધરની આંગળી પકડી લીધી અને પોતાને ઘેર લઈ જવા લાગ્યો. શ્રીદેવીનું સુપાત્ર દાન અને વ્યવહાર :– એવંતાની માતા શ્રીદેવીએ દૂરથી જ ગૌતમ સ્વામીને આવતા જોઈ લીધા. તે અતિ હર્ષિત થઈ. આસન પરથી ઉભી થઈને સામે આવી. ગૌતમ સ્વામીની નજીક આવીને ત્રણ વાર આવર્તન સાથે વંદન–નમસ્કાર રૂપે અભિવાદન કર્યું અને પછી રસોઈઘરમાં લઈ ગઈ. પ્રસન્નતા અને વિવેકપૂર્વક ઈચ્છિત આહાર પાણી ગૌતમ સ્વામીને વહોરાવ્યા અને તેમને સન્માન પૂર્વક વિદાય આપી. એવંતાકુમાર આ બધુ જોઈને મનમાં ખુશ થઈ રહ્યા હતા, કે હું જેને લઈ આવ્યો છું તે મારા પિતા રાજા કરતાં પણ ખૂબ જ મોટા વ્યકિત છે. જેમનું મારી માતાએ ભકિતપૂર્વક સ્વાગત કર્યું અને પ્રણામ કર્યાં. એવંતાની જિજ્ઞાસા અને ભગવાનના દર્શન :– ગૌતમ સ્વામી ઘેરથી જેવા બહાર નીકળ્યા કે તરત જ એવંતાએ પૂછ્યું કે તમે કયાં રહો છો? કયાં જાઓ છો ? ગૌતમ સ્વામીએ એવંતાના પ્રશ્નોની ઉપેક્ષા ન કરતાં, સ્પષ્ટીકરણ કર્યું કે નગરની બહાર શ્રીવન બગીચામાં અમારા ધર્મગુરુ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજી રહ્યા છે. ત્યાં અમે રહીએ છીએ. ત્યાં હું જઈ રહ્યો છું. ગૌતમ સ્વામીની વાતો અને દર્શન વ્યવહારથી એવંતાકુમારને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. આથી તેણે ગૌતમસ્વામીને નિવેદન કર્યું કે હું પણ તમારી સાથે ભગવાનના ચરણ–વંદન કરવા આવું છું. ગૌતમ સ્વામીએ સાધુ ભાષામાં તેમને સ્વીકૃતિ આપી. એવંતાકુમાર ગૌતમ સ્વામીની સાથે જ ભગવાનની સેવામાં પહોંચીને વિધિ સહિત વંદન કરી ભગવાનની સમીપ બેસી ગયા. ગૌતમ સ્વામી ભગવાનને આહાર બતાવીને પોતાના સ્થાને ચાલ્યા ગયા. એવંતાને વૈરાગ્યનો રંગ ઃ– ભગવાનને અવસર જાણીને એવંતાને લક્ષ્યમાં રાખીને અને બીજા પણ ત્યાં ઉપસ્થિત શ્રોતાઓને ધ્યાનમાં Page #47 -------------------------------------------------------------------------- ________________ 46 આગમ-કથાઓ રાખીને વૈરાગ્યમય ધર્મોપદેશ આપ્યો. ભગવાનના સરળ સીધા વાકયો એવંતાના હૃદયમાં સોંસરવા ઉતરી ગયા. તેનો તે દિવસ અને સંયોગ ધન્ય બની ગયા. અલ્પ સમયના સત્સંગે તેના દિલમાં સંયમ લેવાનાં દઢ સંકલ્પને ભરી દીધો. તેના ભીતરમાં છેક સુધી વૈરાગ્યનો રંગ પ્રસરી ગયો. ભગવાન પાસેથી સંયમની સ્વીકૃતિ લઈને તે ઘરે પહોચ્યો. માતા-પિતાને સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. માતા ખૂબ જ ખુશ થઈ અને તેની પ્રશંસા કરી અને અંતે દીક્ષા લેવાની વાત પણ તેમને કહી સંભળાવી. માતાની સાથે સંવાદ –શ્રીદેવી માતા તેની વાતની ઉપેક્ષા કરી કહેવા લાગી કે હજી તો તું નાસમજ અને નાદાન છે. તું હમણાંથી દીક્ષા અને ધર્મમાં શું સમજે? એમ કહીને તેને ટાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ એવંતાકુમાર વાસ્તવમાં જ નિર્ભીક બાળક હતો. તેણે અપરિચિત ગૌતમ સ્વામી સાથે વાત કરવામાં પણ હિચકિચાટ નહતો અનુભવ્યો. તો પછી માતાની સામે તેને શું સંકોચ થાય? અને કરે પણ શા માટે? તેણે તરત જ પોતાની વાત માતાની સમક્ષ મૂકી દીધી. એવંતાઃ હે માતા! તમે મને નાસમજ કહીને મારી વાતને ટાળવા ઇચ્છો છો. પરંતુ તે માતા! હું – 'જે જાણું છું તે નથી જાણતો અને નથી જાણતો તે જાણું છું" માતા વાસ્તવમાં વાતને ટાળવા ઈચ્છતી હતી. પરંતુ એવંતાના આ વાકયોએ માતાને મુંઝવી દીધી. તે પણ આ વાકયોનો અર્થ ન સમજી શકી અને એવંતાને આવા પરસ્પર વિરોધી વાકયોનો અર્થ પૂછવા લાગી. એવંતાને શ્રમણ ભગવાન મહાવીર પાસેથી શિક્ષા ગ્રહણ કરી હતી અને સ્વયં એક બુદ્ધિનિધાન અને હોશિયાર વ્યકિત હતા. માતાની મુંઝવણનું સમાધાન કરતાં તેણે કહ્યું કે - એવંતા :૧.હે માતા-પિતા! હું જાણું છું કે જે જન્મ્યો છે તે અવશ્ય મરવાનો છે. હું પણ અવશ્ય મરીશ પરંતુ કયારે, કયાં અને કેવી રીતે મરીશ એ હું નથી જાણતો અર્થાત્ આ ક્ષણભંગુર વિનાશી મનુષ્યનું શરીર જ્યારે સાથ છોડી દેશે, કયારે મૃત્યું થશે, તે હું નથી જાણતો. ૨. હે માતા પિતા! હું એ નથી જાણતો કે હું મરીને કયાં જઈશ? કઈ ગતિ કે યોનિમાં જન્મવું પડશે? પરંતુ હું એ જાણું છું કે જીવ જેવા કર્મો આ ભવમાં કરે છે તે અનુસાર તેને ફળ મળે છે. તદ્દનુસાર જ તે એવી ગતિ અને યોનિમાં ઉત્પન્ન થશે. અર્થાત્ જીવ સ્વકૃત કર્માનુસાર જ નરક-સ્વર્ગ આદિ ચતુર્ગતિમાં જન્મે છે, તે હું જાણું છું. ઉત્તરનો સાર:- તેથી હે માતા-પિતા!ક્ષણભંગુર અને નશ્વર એવા માનવ ભવમાં શીધ્ર ધર્મ અને સંયમનું પાલન કરી લેવું જોઈએ. એ જ બુદ્ધિમાની છે. આમ કરવાથી, ક્ષણિક એવા આ માનવ ભવનો અપ્રમત્તતા પૂર્વક ઉપયોગ થઈ જશે. અને મર્યા પછી પણ પરિણામ સ્વરૂપ સદ્ગતિ જ મળશે. આ રીતે સંયમ ધર્મની આરાધનાથી જીવ સ્વર્ગ અથવા મુકિતગામી જ બને છે. અન્ય બધાં જ દુર્ગતિના માર્ગો બંધ થઈ જાય છે. તેથી હે માતા-પિતા! હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે દીક્ષિત થવા ઇચ્છું છું, તમે મને આજ્ઞા આપો. આ પ્રમાણે એવંતાએ પોતાના વાકયોની સત્યતા સાબિત કરી આપી કે(૧) જે હું જાણું છું તે નથી જાણતો અને (૨.) જે નથી જાણતો તે હું જાણું છું. (જે ચેવ જાણામિ, તે ચેવ ન જાણામિ, જે ચેવ ન જાણામિ, તે ચેવ જાણામિ) એવંતા રાજા – અન્ય પ્રકારે પણ માતા-પિતાએ તેને સમજાવવાનો અને ટાળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એવંતાની રુચી અને લગન અંતરની સમજપૂર્વકની હતી. તેનો નિર્ણય સબળ હતો. આથી માતા–પિતા તેના વિચારો પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યા. ત્યારે તેમણે કેવલ પોતાના મનની સંતુષ્ટિ માટે એવંતાને એક દિવસનું રાજ્ય આપ્યું અર્થાત્ એવંતાનો રાજ્યાભિષેક કરી પોતાની હોંશ અને તેમના પૂરી કરી. એવંતા એક દિવસ માટે રાજા બન્યો પરંતુ બાળક હોવા છતાં પણ તેની દિશા તો બદલી જ ચૂકી હતી. તે બાલ રાજાએ માતા-પિતાના પૂછવાથી પોતાની દીક્ષા સંબંધી આદેશ આપ્યો. અવતાની દીક્ષા : માતા-પિતાએ પોતાની ઈચ્છાનુસાર તેનો દીક્ષા મહોત્સવ કર્યો અને ભગવાન મહાવીરની સમક્ષ લઈ જઈને શિષ્યની ભિક્ષા અર્પિત કરી. અર્થાત્ તે બાલકુમાર એવંતાને દીક્ષિત કરવાની અનુમતિ આપી દીધી. ભગવાને તેમને દીક્ષા પાઠ ભણાવ્યો અને સંક્ષેપમાં સંયમ આચારનું જ્ઞાન અને અભ્યાસ કરાવ્યા. એવંતા મુનિની દ્રવ્ય નૈયા તરી:- એક દિવસ વર્ષાઋતુમાં વર્ષા વરસ્યા પછી શ્રમણ શૌચ ક્રિયા માટે નગરની બહાર જઈ રહ્યા હતા. એવંતામુનિ પણ સાથે ગયા. નગરની બહાર થોડા દૂર આવીને પાત્રી અને પાણી આપીને તેને બેસાડી દીધો. અને તે શ્રમણ થોડે દૂર ચાલ્યા ગયા. - કુમાર શ્રમણ શૌચ ક્રિયાથી નૃિવત થઈને સૂચિત કરાયેલી જગ્યાએ જઈને શ્રમણોની પ્રતિક્ષા કરવા લાગ્યા. ત્યાં એક તરફ વર્ષાનું પાણી મંદગતિથી વહીને જઈ રહ્યું હતું. તે જોઈને એવંતા મુનિને ક્ષણભર માટે બાલ્યભાવ જાગી ઉઠયો. તેમાં તે સંયમ સમાચારીને ભૂલી ગયા. આજુ-બાજુની માટી લીધી અને પાણીનાં વહેણને રોકી દીધું. તે રોકાયેલા પાણીમાં પાત્રી મૂકી તેને ધક્કા મારીને આ પ્રમાણે બોલવા લાગ્યા કે – મારી નાવ તરે છે. મારી નાવ તરે છે....! આ પ્રમાણે ત્યાં રમતાં-રમતાં પોતાનો સમય પસાર કરવા લાગ્યા. થોડી જ વારમાં અન્ય સ્થવિરો પણ શૌચ ક્રિયાથી નિવૃત થઈને આવી પહોંચ્યા દૂરથી જ તેમણે એવંતાકુમાર શ્રમણને રમતાં જોઈ લીધો. નજીક આવ્યાં ત્યારે એવંતા મુનિ પોતાની રમતથી નિવૃત થઈને તેમની સાથે ચાલવા લાગ્યા. વિરનું સમાધાન શ્રમણોના મનમાં એવંતામુનિનું એ દશ્ય ભમવા લાગ્યું તેઓ ભગવાન પાસે પહોચ્યા અને પ્રશ્ન કર્યો કે ભંતે! આપનો અંતેવાસી શિષ્ય એવંતાકુમાર શ્રમણ કેટલા ભવો કરીને મોક્ષ જશે? ભગવાને ઉત્તર આપતાં કહ્યું કે હે આર્યો! આ કુમાર શ્રમણ એવંતા આ જ ભવમાં મોક્ષમાં જશે. તમે લોકો તેનાથી કોઈપણ જાતની ધિક્કાર, ધૃણા કે કુતૂહલભાવ ન કરતાં, સમ્યક્ પ્રકારે એને શિક્ષિત કરો અને સંયમ ક્રિયાઓથી તેને અભ્યસ્ત કરો. તેની ભૂલ પર હીન ભાવના કે ઉપેક્ષાનો ભાવ ન લાવતાં બાલશ્રમણની બરાબર સંભાળ લ્યો. વિવેકપૂર્વક જ્ઞાન દાન અને સેવા આદિ કરો પરંતુ Page #48 -------------------------------------------------------------------------- ________________ 47 jain કથાસાર તેમની હીનતા, નિંદા, ગર્હ કે અપમાન આદિ ન કરો. ભગવાનના વચનોનો સ્વીકાર કરીને શ્રમણોએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો. શ્રમણ ભગવાનને વંદના નમસ્કાર કર્યા અને એવંતા મુનિનું ધ્યાનપૂર્વક સંરક્ષણ કરવા લાગ્યા અને ભકિત પૂર્વક યોગ્ય આહાર–પાણી વગેરે દ્વારા તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. એવંતા મુનિનું મોક્ષગમન :– એવંતા મુનિએ યથા સમય અગિયાર અંગોનું અધ્યયન કંઠસ્થ કર્યું. વિવિધ તપશ્ચર્યામાં પોતાની શકિતનો વિકાસ કર્યો. ભિક્ષુની બાર પડિમા અને ગુણ રત્ન સંવત્સર તપની આરાધના કરી; ઘણાં વર્ષો સુધી દીક્ષાનું પાલન કરીને અંતે એક માસનો સંથારો કરીને સંપૂર્ણ કર્મોનો ક્ષય કર્યો અને મોક્ષમાં બિરાજમાન થઈ ગયા. શિક્ષા–પ્રેરણા : - (૧)ભાગ્યશાળી હશુકર્મી જીવોને સહજ રીતે જ સુસંયોગ અને ધર્માચરણની પ્રાપ્તિ થઈ જાય છે અને સમ્યક્ પુરુષાર્થ દ્વારા તેઓ પોતાને પ્રાપ્ત થયેલા તે સુસંયોગને સફળ બનાવી દે છે. આપણને પણ માનવભવ, શાસ્ત્ર શ્રવણ, મુનિસેવા આદિનો અવસર મળ્યો છે, તે અવસરને સફળ કરવા, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા આળસ, બેદરકારી અને ઉપેક્ષાના ભાવાને હટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. (૨) એક નાનકડો બાળક પણ જીવન અને ધર્મના સાર પૂર્ણ તથ્યને સરળતાથી સમજી શકે છે અને તેનું સાચા અર્થમાં વિશ્લેષણ કરી શકે છે તો શું આપણે આ નાની શી વાતને પણ હૃદયંગમ ન કરી શકીએ કે – જે જન્મ્યો છે તેને મરવું અવશ્ય પડશે જ. કયારે, કેવી રીતે મોત આવશે એની કોઈને જ ખબર નથી. જીવ જેવું આચરણ કરશે તે અનુસાર જ ભવિષ્યની ગતિ મળશે તે પણ નક્કી જ છે. આ મામૂલી જેવી લાગતી વાતને આપણે લક્ષ્યપૂર્વક તથા બાળમુનિનો આદર્શ સામે રાખીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.પોતાની યોગ્યતા અને અવસર અનુસાર જીવન સુધારવામાં, ધર્માચરણમાં અને ભવિષ્યને કલ્યાણમય બનાવવામાં યથા શકિત હંમેશા પુરુષાર્થ વધારતાં રહેવું જોઈએ. (૩)એવંતાકુમારની બુદ્ધિમતા અને ઉત્સાહ :– ૧. ૨મત છોડીને રસ્તે ચાલ્યા જતાં મહાત્માને તેમનો પરિચય પૂછવો. પરંતુ તેની મશ્કરી ન કરવી. ૨. ભિક્ષાની વાત જાણીને તરત જ પોતાના ઘેર લઈ જવા માટે નિવેદન કરવું. ૩. ભિક્ષા લઈને નીકળતા મુનિને વિવેકપૂર્વક તેમના નિવાસસ્થાન વિશે પૂછવું. ૪. નિવાસસ્થાન અને ભગવાનનો પરિચય મળતાં તત્કાળ જ તેમની સાથે ચાલી નીકળવું. ૫. ભગવાન પાસે પહોંચીને વિધિવત્ વંદન કરવાં. ૬. શાંતિથી બેસી જવું. ૭. ધર્મ અને સંયમની રુચિને ભગવાન સમક્ષ રાખવી. ૮. માતા–પિતા પાસે સ્વંય આજ્ઞા પ્રાપ્તિ માટે નિવેદન કરવું. ૯. ભગવાન પાસેથી મળેલા જ્ઞાનના આધારે ચમત્કારિક જવાબ આપવો. ૧૦. વહેતાં પાણીમાં નાવ તરાવવા માટે પહેલાં પાણી રોકીને પછી પાત્રીને પાણીમાં છોડવી. એવું ન કરે તો પાત્રીની પાછળ પાછળ દોડવું પડે. ૧૧. શ્રમણોને આવતાં જોઈને તે રમતમાંથી તરત જ નિવૃત થઈને ચાલવા માટે તૈયાર થઈ જવું. (૪)વર્ષાઋતુમાં પણ સંતો શૌચ નિવૃતિ માટે બહાર જઈ શકે છે એવું સ્પષ્ટ ઉદાહરણ પ્રસ્તુત અધ્યયનમાં છે. ઉચિત નિર્દોષ ભૂમિ હોવી જરૂરી છે. (૫) બાલ દીક્ષાનો એકાંત વિરોધ કરવો એ અનઆગમિક છે. વિવેકની આવશ્યકતા સર્વત્ર સ્વતઃ સિદ્ધ છે. અનેકાંત સિદ્ધાંતોને પામીને કોઈપણ વ્યવહારિક પ્રવૃત્તિમાં એકાંત આગ્રહ ન રાખવો જોઈએ. ૮ વર્ષ, ૧૬ વર્ષ, પાછળી વય અર્થાત્ હજાર વર્ષની ઉંમરમાં પણ માત્ર ૧૦–૨૦ વર્ષ સંયમ પાળનાર વ્યકિતઓના ઉદાહરણો આ આગમમાં છે. શેઠ, રાજા, રાણી, રાજકુમાર, માળીના દીક્ષિત થવાના અને મોક્ષ જવાના ઉદાહરણો પણ આ આગમમાં છે. અન્ય આગમ સૂત્રોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનું સંયમ લેવા વિશે અને મોક્ષ જવાનું વર્ણન છે. માટે આગમ આજ્ઞા સિવાય કોઈ પણ એકાંત આગ્રહ રાખવો કે કરવો ભગવાનની આજ્ઞા નથી. તે માત્ર વ્યકિતગત આગ્રહ રૂપે જ છે. (૬) આ અધ્યયનની નીચે મુજબની વાતો ધ્યાનમાં લેવી જોઈએ. ૧. એવંતાનું ગૌતમ સ્વામીને રમતના મેદાનમાંથી નિમંત્રણ આપીને સાથે લઈ જવું. ૨. આચાર્ય કરતાં પણ વિશિષ્ટ મહત્વવાળી ગણધરની પદવી ધારણ કરનાર ગૌતમ સ્વામીની આંગળી પકડીને ચાલવું. ૩. છોકરાને ઘર બતાવવા માટે સાથે ચાલવા દેવો. ૪. ઉપાશ્રયમાં પણ સાથે આવવા તૈયાર થવું. ૫. બાલમુનિનો કાચા પાણી સાથે સ્પર્શ (અડવાનું) થયું હોવાનું જાણીને પણ તેમની સાથે અભદ્ર વ્યવહાર ન કરવો. ૬. ભગવાન દ્વારા પણ એવંતા મુનિને બોલાવીને ઠપકો ન આપવો પરંતુ શ્રમણોને જ સેવા ભાવ માટે અને સાર–સંભાળ તેમજ શિક્ષણ, સંરક્ષણ માટે પ્રેરણા આપવી. આમ બધા ઉદારતાપૂર્ણ વ્યવહાર ચિંતન–મનન કરવા જેવા છે. તેનાથી ‘ઉદાર’ ભાવોમાં વૃદ્ધિ કરવાની પ્રેરણા મળે છે અને આવા ઉદાર ભાવોના વ્યવહારથી કેટલાય જીવોને ઉન્નતિ કરવાની પ્રેરણા, અવસર અને સુસંયોગ મળે છે અને આવી વૃતિથી(ઉદારવૃતિથી) માનવમાં સમતા ભાવ ની વૃદ્ધિ થાય છે. (૭) માતાએ એવંતાને એકલાને જ બગીચામાં જવા દીધો. જરા પણ રોકટોક ન કરી. ગૌતમ સ્વામી અથવા બીજા કોઈ સંત તેને પાછો ઘેર પહોંચાડવા ન આવ્યા. તેથી તેમની ઉંમર નાસમજ બાળક જેટલી ન હતી. અને આંગળી પકડીને ચાલવાની પ્રકૃતિ પરથી તેમને અધિક ઉંમરના પણ ન માની શકાય.સવા આઠ વર્ષની ઉંમર ધરાવતાં બાળકને દીક્ષા આપવાનું વિધાન પણ આગમમાં છે. તેથી એવંતાએ દીક્ષા લીધી ત્યારે તેમની ઉંમર આઠ–નવ વર્ષની આસપાસ હશે. મૂળ પાઠમાં ઉંમરનું અલગથી કોઈ પણ જાતનું વર્ણન કરવામાં આવ્યું નથી. (૮) આ અધ્યયનમાંથી આપણે પણ જીવનમાં સંયમ ગ્રહણ કરવાની પ્રેરણા લેવી જોઈએ, એક બાળક પણ માનવ ભવનું આટલું ઉચ્ચ મૂલ્યાંકન કરી શકે છે તો આપણે તો પ્રૌઢ ભવિષ્યમાં પહોંચ્યા છીએ. અને શ્રાવકનો બીજો મનોરથ, સંયમ લેવાનો પણ સદા સેવીએ છીએ. તેને સફળ કરવાનો પ્રયત્ન પણ કયારેક કરવો જોઈએ. આવા આદર્શ દષ્ટાંતો સાંભળીને તો અવશ્ય જીવનમાં નવો વળાંક લાવવો જોઈએ અને અધ્યાત્મ માર્ગમાં આગેકૂચ કરવા માટે દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. શ્ર પરિનંદા– અવગુણ ગાવા કરવું એ પણ ૧૫મું પાપસ્થાન છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ શ્ર અઢાર પાપોનો ત્યાગી કોઈની પણ વ્યકિતગત નિંદા અવલેહના કરે, કોઈનું અપમાન કરે, તે પણ સાવધ યોગનું સેવન કરનાર કહેવાય છે. પર નિંદા કરવી એ પીઠનુ માંસ ખાવા બરાબર છે. અતઃ આત્માર્થી મુનિએ પરનિંદાના પાપથી બચવા માટે પ્રતિક્ષણ સાવધાન રહેવું જોઈએ. શ્ર કોઈપણ સાધુ યા ગૃહસ્થની આશાતના અવલેહના કરવાથી સાધુસાધ્વીજી ચૌમાસી પ્રાયશ્ચિતના દોષિત બને છે.નિશીથી ઉદ્દેશક ૧૩ થી ૧૫. “સાતમો દિવસ” સોળમું અધ્યયન - અલક્ષ વારાણસી નામની નગરી હતી. ત્યાં અલક્ષ નામના રાજા રાજ્ય કરતા હતા. તે ભગવાનના પરમ ભકત હતા શ્રમણોપાસક હતા. એકવાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. અલક્ષ રાજા કોણિકની જેમ પોતાની ઋદ્ધિ અને પરિવાર સહિત ભગવાનના દર્શન કરવા માટે ગયા અને ભગવાનનો ધર્મોપદેશ સાંભળ્યો. ઉપદેશ સાંભળીને રાજા વિરકત થઈ ગયા. પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય સોપીને ભગવાનની પાસે દીક્ષિત થઈ ગયા. સંયમ તપનું પાલન કરતાં કરતાં અલક્ષ રાજર્ષિએ અગિયાર અંગોનું જ્ઞાન કંઠસ્થ કર્યું. પૂર્વે વર્ણવેલ ભિક્ષુ પડિમા અને ગુણ રત્ન સંવત્સર તપની આરાધના પણ કરી. અનેક વર્ષો સુધી સંયમની આરાધના કરી તે રાજર્ષિ એક માસના સંથારે વિપુલ પર્વત પરથી સિદ્ધ થયા. અંતગડ સૂત્રમાં, આ એક અધ્યયનમાં જ રાજર્ષિનું મોક્ષ જવાનું સ્પષ્ટ વર્ણન છે. પાછળની ઉમરમાં દીક્ષા લીધી તેમ છતાં ૧૧ અંગ કંઠસ્થ કર્યા. તેના પરથી આ ધ્રુવ સિદ્ધાંત સ્વીકારતો જોઈએ કે જીનશાસનમાં દીક્ષિત પ્રત્યેક ક્ષમણ-ક્ષમણીઓને માટે આગમનું જ્ઞાન કંઠસ્થ કરવું એક આવશ્યક અને મુખ્ય કર્તવ્ય માનવામાં આવતું હતું ભલેને દીક્ષા રાજા લે કે રાણી. માત્ર અલ્પ સંયમ પર્યાયવાળા અર્જુન મુનિ અને ગજસુકુમાર મુનિના શાસ્ત્ર અધ્યયનનું વર્ણન નથી. બાકીના બધા અણગારોએ ૧૧ અંગ કે ૧૨ અંગનું જ્ઞાન કંઠસ્થ કર્યું હતું. સાતમો વર્ગ પહેલું અધ્યયન – નંદા રાણી રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને અનેક રાણીઓ હતી અર્થાતુ નંદા આદિ તેર રાણીઓ, કાલી આદિ દસ રાણીઓ અને ચેલણા, ધારિણી આદિ રાણીઓ હતી. એકવાર ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. નંદારાણીએ ભગવાનનો ઉપદેશ સાંભળ્યો અને દીક્ષા લેવાની અંતરમાં ભાવના જાગી. શ્રેણિક રાજાની આજ્ઞા લઈને ભગવાન પાસે દીક્ષિત થઈ.ભગવાને તેને ચંદનબાળા સાધ્વીજીને સોંપ્યા. તે નંદા શ્રમણીએ વીસ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. ગુણરત્ન સંવત્સર તપ કર્યું. અન્ય પણ માસમણ આદિ અનેક જાતની તપશ્ચર્યા કરી. અંતે એક મહિનાના સંથારા દ્વારા ઉપાશ્રયમાં જ સિદ્ધ થયા. સાધ્વીજીઓ પર્વત પર જઈને સંથારો કરતા નથી . સાધ્વીજીઓ અગિયાર અંગનું જ અધ્યયન કરે છે. બારમાં અંગનું અધ્યયન માત્ર શ્રમણો જ કરી શકે છે. એવી જ રીતે ભિક્ષુની બાર પડિમા પણ માત્ર શ્રમણો જ કરી શકે છે. શ્રમણીઓ ભિક્ષુપડીમાં નથી કરી શકતી, કારણ કે સાધ્વીજીઓ એકાકી(એકલા) ન રહી શકે. જયારે સાધુઓ એકલા રહી શકે છે. બાર પડિમાઓ ધારણ કરતી વખતે એકલા રહેવું અનિવાર્ય છે. ભિક્ષુની બાર પડિમા નવ પૂર્વધારી જ ધારી શકે છે, આવી એક ધારણા છે. પરંતુ આ અંતગડ સૂત્રમાં અગિયાર અંગનું અધ્યયન કરનારા કેટલાય શ્રમણોએ બાર પડિમાની આરાધના કરી એવું વર્ણન છે. જેનું કારણ છે ભગવાનની હાજરી. આગમ વિહારીઓ ની આજ્ઞા પ્રાપ્ત કરી પ્રથમ સંહનન વાળા આ પડીમા ધારી શકે છે. અન્ય વિવિધ તપશ્ચર્યાઓ અને અન્ય ભિક્ષુઓની પડિમાઓ સાધ્વીજીઓ કરી શકે છે. જેનું વર્ણન આગળ આઠમા વર્ગમાં છે. અધ્યયન ૨ થી ૧૩ નિંદાના વર્ણન જેવું જ શ્રેણિકની અન્ય બાર રાણીઓનું વર્ણન છે. આ બધી જ રાણીઓએ શ્રેણિકની હાજરીમાં જ દીક્ષા લીધી. વિસ વર્ષ સુધી સંયમ પાળી મોક્ષ પ્રાપ્ત કર્યો. તેમના નામો આ પ્રમાણે છે – ૨. નંદવતી ૩. નંદુત્તરા ૪. નંદશ્રેણિકા ૫. મરુતા ૬. સુમરુતા ૭. મહામરુતા ૮. મરુદેવા ૯. ભદ્રા ૧૦. સુભદ્રા ૧૧. સુજાતા ૧૨. સુમાનષિકા ૧૩. ભૂતદત્તા આ સાતમો વર્ગ અહીં પૂર્ણ થયો. આઠમા વર્ગમાં શ્રેણિકની કાલી આદિ દસ રાણીઓનું વર્ણન છે. જેમણે શ્રેણિકના મૃત્ય પછી કોણિકની આજ્ઞા લઈને દીક્ષા લીધી. આઠમો વર્ગ પ્રથમ અધ્યયન – કાલી રાણી કોણિક - ચંપાનગરીમાં કોણિક રાજા રાજય કરતો હતો. કોણિક, શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલણા રાણીનો આત્મજ હતો. તે પિતાના અવસાન બાદ પોતાની રાજધાની રાજગૃહીને બદલી ચંપાનગરીમાં પ્રસ્થાપિત કરીને શાસન સંભાળવા લાગ્યો. તેથી તેના રાજ્યની રાજધાની હવે ચંપાનગરી હતી. કોણિક રાજા રાજ્ય સંચાલનમાં યોગ્ય અને કુશળ રાજા હતો. માતા પ્રત્યે પણ તેને વિનય-ભકિત હતાં અને ભગવાન મહાવીર સ્વામીનો પણ તે અનન્ય ભકત હતો. ધર્મ પ્રત્યે પણ તેને અનુરાગ હતો. પરંતુ પૂર્વભવમાં તીવ્ર રસ પણે નિદાન (નિયાણું). કરેલું હોવાને કારણે તથા આ ભવમાં પણ નરકગામી હોવાને કારણે ઉદય અને ભવિતવ્યતા વશ કુસંસ્કારો અને કુબુદ્ધિ તેમાં વધતાં જતાં હતાં. પૂર્વભવ-નિમિતક કુસંસ્કારઃ- તે કુસંસ્કારોના પ્રબળ પ્રવાહમાં જ તેણે પિતાને કેદમાં પૂરી દીધાં. અલ્પ સમયમાં જ માતા ચેલણાની પ્રેરણાથી તેને સબુદ્ધિ આવી ગઈ. શ્રેણિકની ભવિતવ્યતા એવી જ હતી કે કોણિક પિતાની ભકિતથી પ્રેરાઈને તેમની પાસે બંધન Page #50 -------------------------------------------------------------------------- ________________ jain 49 કથાસાર કાપવા અને તેમને મુકત કરવા જઈ રહ્યો હતો. પરંતુ ભ્રમ વશ થઈને શ્રેણિકે ઉલ્ટો અર્થ કર્યો અને વીંટીમાં રહેલા ઝેર પ્રયોગથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. કોણિકને અત્યંત પ્રશ્ચાતાપ થયો. તે દુઃખ અસહ બનવાને કારણે તેણે રાજગૃહી નગરીને છોડી દીધી ચંપાનગરમાં તેનું શાસનખૂબ જ શાંતિપૂર્ણ અને ધર્મભાવથી વ્યતીત થઈ રહ્યું હતું કે ફરીને તેના પર કુસંસ્કારોનો પડછાયો પડયો. હાર અને હાથી માટે સગા ભાઈઓ અને નાના શ્રી ચેડા રાજા સાથે યુદ્ધ કર્યું. તે યુદ્ધમાં તેના દસ ભાઈઓ કાળનો કોળિયો બની ગયા. તે દશેય ભાઈઓની દશે ય માતાઓ પોતાના પુત્રોનાં મૃત્યુના દુઃખને કારણે સંસારથી વિરકત થઈને ભગવાન પાસે દીક્ષિત થયા. તે દશેય રાણીઓનું વર્ણન આ આઠમા વર્ગમાં કરવામાં આવેલ છે. આ કોણિકની લઘુ માતાઓ હતી. કાલી રાણીની વિરકિત - એક વખત વિચરણ કરતા ભગવાન મહાવીર સ્વામીનું ચંપાનગરીમાં આગમન થયું. તે સમયે કોણિક, ચેડા રાજાની સાથે યુદ્ધ કરવા માટે કાલકુમાર આદિ દસ ભાઈઓને સાથે લઈને નીકળ્યો હતો. ત્યાં યુદ્ધમાં દસ દિવસમાં દસ ભાઈઓ ચેડા રાજાના બાણથી માર્યા ગયા. કાલીરાણી ભગવાનના સમવસરણમાં ગઈ. ઉપદેશ શ્રવણ કર્યા પછી તેણે ભગવાનને પૂછયું કે હે ભંતે! મારો પુત્ર કાલકુમાર કોણિક સાથે યુદ્ધમાં ગયો છે. તે ક્ષેમકુશળ પાછો આવશે? ભગવાને પ્રત્યુત્તરમાં કહ્યું કે તારો પુત્ર યુદ્ધમાં ચેડા રાજાને હાથે માર્યો ગયો છે અને મરીને ચોથી નકરમાં ઉત્પન્ન થયો છે. આ સાંભળીને કાલીરાણીને પુત્ર વિયોગનું અત્યંત દુઃખ થયું. તેને પતિ વિયોગ અને પુત્ર વિયોગ બંનેનું દુઃખ એકઠા થયા અને તેમાં નિમિત્ત કોણિક હતો. તેને સંસાર તરફ ઉદાસીન ભાવો જાગ્યા. થોડા સમય પછી તેણે કોણિક પાસેથી આજ્ઞા લઈને ભગવાન પાસે સંયમ અંગીકાર કર્યો. ચંદનબાલા સાધ્વીજીના સાંનિધ્યમાં તેણે તપ સંયમની આરાધના કરી. પૂર્વ વર્ગોમાં વર્ણવેલ નિંદા આદિની જેમ જ તેણે પણ વિવિધ તપસ્યાઓ કરી. રત્નાવલી તપ - રત્નાવલી નામના એક વિશેષ તપની કાલીઆર્યાએ આરાધના કરી. જેમાં તેણે તપશ્ચર્યાનો હાર બનાવીને આત્માને સુશોભિત કર્યો. ૧. પહેલી પરિપાટીમાં(કડીમાં) પારણાના દિવસે બધી જ જાતનો કલ્પનીય(કલ્પે તેવો) આહાર લઈ શકાય છે. ૨. બીજી પરિપાટીમાં ધાર વિગયનો ત્યાગ કરવામાં આવે છે. અર્થાત્ તેમાં માત્ર શાક-રોટલી પરંતુ અલગથી ઘી, દૂધ, દહીં વગેરે ન લેવાં. તેલમાં કે ઘીમાં તળેલી ચીજો ન લેવી. કોઈ પણ પ્રકારની મીઠાઈઓ, ગોળ, સાકર પણ ન લેવા. વિગય વર્જન (લુખા) તપ કહેવાય છે. તેમાં અચેત નિર્દોષ ફળ મેવો (સૂકો) મુખવાસ વગેરેનો ત્યાગ હોતો નથી. ૩. ત્રીજી પરિપાટીમાં પારણામાં “નીવીતપ કરવામાં આવે છે.એમાં ઘી આદી વિગયોના લેપનો પણ ત્યાગ હોય છે. અર્થાત્ ચોપડેલી રોટલી અને વિઘારેલું શાક પણ એમાં નથી લઈ શકાતું. તે સિવાય કોઈપણ પ્રકારનું રાંધેલા કે શેકેલા અચેત આહાર લઈ શકાય છે. એમાં ફળ મેવા–મુખવાસ વગેરેનો પણ પૂર્ણ રીતે ત્યાગ થાય છે. ચોથી પરિપાટીમાં ઉપરોકત બધી જ તપશ્ચર્યા ક્રમથી કરતાં-કરતાં પારણાના દિવસે આંબિલ તપ કરવામાં આવે છે. એમાં લુખો અને વિગય રહિત ખાદ્ય પદાર્થ પાણીમાં ધોઈને અથવા પાણીમાં થોડો સમય રાખીને પછી આરોગવામાં આવે છે. આવી રીતે, કાલીરાણીએ પાંચ વર્ષ બે મહિના બાવીસ દિવસ નિરંતર તપ કર્યું. કાલીરાણીએ કુલ આઠ વર્ષના સંયમ પર્યાયમાં વિભિન્ન તપશ્ચર્યાઓ સિવાય આ રત્નાવલી તપ કર્યું. રાજરાણી હોવા છતાં પણ, પાછલી વયમાં દીક્ષા લઈને કાલી આર્યાજીએ શરીરનું મમત્વ છોડ્યું અને આવા વિકટ તપમય જીવનની સાથે શાસ્ત્ર જ્ઞાનના પણ અગિયાર અંગો કંઠસ્થ કર્યા અને આઠ વર્ષની અલ્પ દીક્ષા પર્યાયમાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. કાલી આર્યાજીનું જીવન તપ-સંયમથી ધન્ય-ધન્ય થઈ ગયું. પતિ અને પુત્ર બને દુર્ગતિના મહેમાન બન્યાં હોવા છતાં પણ તેણે પોતાના જીવનને આર્તધ્યાનમાં ન પરોવતાં ધર્મ ધ્યાનમાં પરોવ્યું અને તે જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કર્યો. આવા આદર્શ જીવનમાંથી પ્રેરણા મેળવીને આપણે પણ વધારે ને વધારે તપસંયમ અને જ્ઞાનની આરાધનામાં આપણું જીવન પરોવીને દુર્લભ મનુષ્ય ભવને સાર્થક કરી લેવો જોઈએ. કાલી રાણીની આઠ વર્ષની સંયમ ચર્યા : (૧) ૧૧ અંગ શાસ્ત્રનું જ્ઞાન કંઠસ્થ. (૨) રત્નાવલી તપ, ગુણરત્ન સંવત્સર તપ (૩) મા ખમણ સુધીના તપ. (૪) એક મહિનાનો સંથારો અને મુકિત ૪. આઠમો દિવસ બીજું અધ્યયન - સુકાલિ રાણી કાલિરાણીનું વર્ણન પ્રથમ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. તેના જેમજ સુકાલી રાણીનું પણ દીક્ષા લેવા સુધીનું વર્ણન છે. સંયમ તપની આરાધના અને અગિયાર અંગનું અધ્યયન વગેરે પણ કાલી આર્યા જેવું જ સુકાલી આર્યાનું છે. વિશેષતા એ છે કે તેનો પુત્ર સુકાલ કુમાર હતો. તેણે સંયમ પર્યાયમાં રત્નાવલી તપ નહીં પરંતુ કનકાવલી તપ કર્યું. જેમાં કુલ સમય પાંચ વર્ષ નવ મહિના અને અઢાર દિવસ લાગ્યા. કનકાવલી તપઃ- રત્નાવલી તપ કરતાં કનકાવલી તપમાં થોડોક ફેરફાર છે. બાકી બધી જ તપશ્ચર્યા અને પારણાઓમાં સમાનતા છે. રત્નાવલી તપમાં જયારે એક સાથે આઠ છઠ અથવા ૩૪ છઠ કરવામાં આવે છે તેની જગ્યાએ કનકાવલી તપમાં આઠ અટ્ટમ અને૩૪ અટ્ટમ કરવામાં આવે છે. એ સિવાય કોઈ જ અંતર નથી. માટે સંપૂર્ણ તપશ્ચર્યા અને પારણાઓનું વર્ણન રત્નાવલી તપ સમાન જ સમજી લેવું. એમાં પણ ચાર પરિપાટી હોય છે. પારણામાં નવી આયંબિલ આદિ કરવામાં આવે છે. પારણાના દિવસો બંને તપશ્ચર્યામાં આ રીતે સમાન હોય છે. આ પ્રમાણે સુકાલી આર્યાએ નવ વર્ષ સંયમનું પાલન કર્યું. અંતે એક મહિનાનો સંથારો આદરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. ત્રીજું અધ્યયન – મહાકાલી રાણી Page #51 -------------------------------------------------------------------------- ________________ 50 આગમ-કથાઓ મહાકાલી રાણીના વૈરાગ્ય ભાવોની ઉત્પતિ અને દીક્ષા સુધીનું સમગ્ર વર્ણન કાલીરાણીની જેમ જાણવું. કનકાવલી-રત્નાવલી તપના સ્થાને તેણે લઘુસિંહ નિષ્ક્રીડિત તપ કર્યું. આ તપમાં પણ ચાર પરીપાટી અને તેમના પારણાનું વર્ણન કનકાવલી–રત્નાવલી તપની સમાન જ છે. લઘુસિંહ નિષ્ક્રીડિત તપ – આ તપશ્ચર્યાનું વર્ણન કરવામાં પણ એક પ્રકારની માનસિક ક્રીડા હોય છે. અર્થાત્ તપશ્ચર્યા કરતી વખતે એક ઉપવાસ ઘટાડો અને બે વધારો કરીને એક ઘટાડો મહાકાલી આર્યાજીએ લઘુસિંહ નિષ્ક્રીડિત તપની સૂત્ર વર્ણન અનુસાર પાલના-આરાધના કરી. બાકી રહેલા દીક્ષા પર્યાયમાં અન્ય વિવિધ તપશ્ચર્યાઓ કરી કુલ દસ વર્ષ તેમણે સંયમનું પાલન કરી આત્માનું કલ્યાણ કર્યું. ચોથું અધ્યયન – કૃષ્ણા રાણી દીક્ષા આદિ વર્ણન કાલી રાણીની જેમ જ છે. વિશેષ તપમાં કૃષ્ણા આર્યાજીએ મહાસિંહ નિષ્ક્રીડિત તપ કર્યું તેમાં તપશ્ચર્યા કરવાની રીત એક ઉપવાસ ઘટાડીને ર વધારવાની છે. તે લઘુનિષ્ક્રીડિત તપ સમાન જ છે. કૃષ્ણા આર્યાજીએ અગિયાર વર્ષ સંયમ પાળીને મોક્ષ પ્રાપ્ત કર્યો. પાંચમું અધ્યયન – સુકૃષ્ણા રાણી સંયમ ગ્રહણ, શાસ્ત્ર અધ્યયન, તપ અને મોક્ષ પ્રાપ્તિ સુધીનું વર્ણન પહેલા અધ્યયનની જેમ સમજવું. વિશેષમાં સુકૃષ્ણા આર્યાએ ચાર ભિક્ષ પડિમા ધારણ કરી તેના નામ આ પ્રમાણે છે :૧. સપ્ત સપ્તમિકા ભિક્ષુ પડિમા ૨. અષ્ટ અષ્ટમિકા ભિક્ષુ પડિમા ૩. નવ નવમિકા ભિક્ષુ પડિમા ૪. દસ દસનિકા ભિક્ષુ પડિયા આ ચારે પડિકાઓમાં ઉપવાસ આદિ કરવું જરૂરી નથી હોતું ગોચરીમાં આહાર લેવાની દાતીઓની સંખ્યાથી અભિગ્રહ કરવામાં આવે છે. દાતીનો અર્થ એ થાય છે કે એક વખતમાં એક ધારથી એકસાથે જેટલા આહાર પાણી વહોરાવો, તેને એક દાતી કહેવાય છે તેમાં દાતા એક વખતમાં એક રોટલી અથવા એક ચમચી આહાર આપીને રોકાઈ જાય તો તે પણ એક દાતી જ કહેવાય છે તેવી જ રીતે પાણી પણ એક જ ધારથી જેટલું આપે તેને એક દાતી કહેવાય છે. ભિક્ષુ પ્રતિમાની વિધિઃ સપ્ત સપ્તમિકા ભિક્ષા પડિયામાં પહેલા સપ્તાહમાં હંમેશાં એક દાતી આહાર અને એક દાતી પાણી લેવું. બીજા સપ્તાહમાં હંમેશાં બે દાતી આહાર અને બે દાતી પાણી લેવું, ત્રીજા સપ્તાહમાં હંમેશ ત્રણ દાતી આહાર અને ત્રણ દાતી પાણી એવી જ રીતે સાતમા સપ્તાહમાં સાત દાતી આહાર અને સાત દાતી પાણીની લઈ શકાય છે. આ પ્રમાણે આ તપમાં ૪૯ દિવસ લાગે છે. અષ્ટ અષ્ટમિકા ભિક્ષુ પડિયામાં આઠ અઠવાડિયા અર્થાત્ ૬૪ દિવસ લાગે છે. તેમાં એક થી માંડી આઠ દાતી સુધી વૃદ્ધિ કરાય છે. નવ નવમિકા ભિક્ષુ પડિકામાં નવ નવક લાગે છે. તેમાં પહેલા નવકમાં એકદાતી અને ક્રમશઃ વધારતાં નવમાં નવકમાં નવ દાતી આહાર અને નવ દાતી પાણી લઈ શકાય છે. આ રીતે તેમાં કુલ ૮૧ દિવસ લાગે છે. દસદસમિકા ભિક્ષુ પડિયામાં દસ દસક દિવસ લાગે છે. જેથી કુલ ૧૦૦ દિવસ થાય છે. તેમાં દાતીની સંખ્યા એકથી લઈને દસ સુધી વધારી શકાય છે અર્થાત્ પહેલા દસક (દસદિવસ) માં એક દાતી આહાર અને એક દાતી પાણી લેવાય છે. આ રીતે ક્રમથી વધારતાં (દસમા દસકમાં) દસ દાતી આહાર અને દસ દાતી પાણી લઈ શકાય છે. આ તપસ્યામાં કહેલી દાતીઓથી ઓછી દાતી આહાર અથવા ઓછી દાતી પાણી લઈ શકાય છે. પરંતુ એક પણ દાતી વધારે લઈ શકાતી નથી. આ તપસ્યામાં ઉપવાસ, છઠ્ઠ આદિ કોઈ પણ તપસ્યા કરી શકાય છે પરંતુ તેની દાતીનો જે ક્રમ હોય તેનું પાલન કરવું જરૂરી હોય છે અર્થાત્ તેટલી જ દાતી પારણામાં આહાર કે પાણી લઈ શકાય છે. આ પ્રમાણે સુકૃષ્ણા આર્યાજીએ સૂત્રમાં બતાવેલી પદ્ધતિથી આ ચારેય ભિક્ષુ પડિમાઓની આરાધના કરી, કુલ૧૨ વર્ષ સંયમ પાળી મોક્ષ પ્રાપ્ત કર્યો. છઠું અધ્યયન – મહાકૃષ્ણા રાણી મહાકૃષ્ણા રાણીએ ૧૩(તેર) વર્ષ સુધી સંયમ પર્યાય નું પાલન કર્યું અને વિશેષમાં “લઘુ સર્વતોભદ્ર” તપ કર્યું. તેની એક પરિપાટીમાં ૭૫ દિવસ તપસ્યા ૨૫ દિવસ પારણા એમ કુલ ૧૦૦ દિવસ લાગે છે; અને ચાર પરિપાટીમાં ચાર સો (૪૦) દિવસ લાગે છે. આ મહાકૃષ્ણા આર્યાજી પણ તે જ ભવમાં સર્વ કર્મનો ક્ષય કરી મુકિત ગામી બની ગયા. લઘસર્વતોભદ્ર તા:- તેમાં એક ઉપવાસથી માંડીને પાંચ સુધીની તપસ્યા કરાય છે. આ એક પરિપાટી છે. ચાર પરિપાટી અને પારણાનો ક્રમ રત્નાવલી તપ પ્રમાણે છે. સાતમું અધ્યયન- વીર કૃષ્ણા વીર કૃષ્ણા રાણીએ દીક્ષા લઈ ચૌદ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. મહાસર્વતો ભદ્ર નામનું વિશેષ તપ કર્યું. આ તપમાં એક ઉપવાસથી લઈને સાત ઉપવાસ સધીની તપસ્યા લઘસર્વતોભદ્ર તપ પ્રમાણે કરાય છે. આમ ૨ ચાર પરિપાટી હોય છે. આ તપની આરાધના કરીને વિરકૃષ્ણા આર્યાજીએ અન્ય તપ, સંયમ, સ્વાધ્યાય, અધ્યયન આદિ દ્વારા આત્માને ભાવિત કરતાં અંતમાં એક મહિનાની સંલેખના સંથારા દ્વારા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. અધ્યયન-૮ રામકૃષ્ણા રાણી રામકૃષ્ણા રાણીએ સંયમ લઈ તેનું (પંદર) ૧૫ વર્ષ સુધી પાલન કર્યું. અંતમાં સિદ્ધગતિને પ્રાપ્ત કરી. સંપૂર્ણ વર્ણન કાલી રાણી Page #52 -------------------------------------------------------------------------- ________________ કથાસાર 51 jain પ્રમાણે છે. તેમણે ભદ્રોતર નામનું વિશિષ્ટ તપ કર્યું. તેમાં પંચોલા (પાંચ ઉપવાસ)થી માંડીને નવ સુધીની તપસ્યા હોય છે. આ રીતે એક પરિપાટી થાય છે અને આ પ્રમાણે ચાર પરિપાટી કરાય છે. પારણાઓનો ક્રમ પહેલાંની જેમ આયંબિલ સુધી હોય છે. અધ્યયન-૯- પિતૃસેન કૃષ્ણા પિતૃસેન કૃષ્ણા રાણીએ સોળ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. તેમણે વિશેષ તપમાં 'મુકતાવલી' નામની તપસ્યા કરી. પ્રત્યેક તપસ્યા વચ્ચે પુન:પુનઃ એક ઉપવાસ કરાય છે. ઉપવાસ + છઠ + ઉપવાસ + અટ્ટમ આમ ક્રમશઃ આ એક પરિપાટી થઈ. આ પ્રમાણે ચાર પરિપાટી કરાય છે. નોંધઃ તપને નિર્જીવ પુદગલોથી નિર્મીત હારનાં આકાર સાથે શું નિસબત હોઈ શકે. કર્મનિષેક અનેક ભૌમિતિક આકૃતિનાં હોઈ શકે, પણ તે તો જ્ઞાનીજ જાણી શકે. મોટા તપ પછી એક દિવસનાં પારણાંથી, શરીરને લાગેલા ગસારાની પૂર્તિ થતી નથી. તેથી તેને સળંગ તપ જેવાજ સમજવા જોઈએ. ગુરુ આજ્ઞામાં રહિને અને સમય, ક્ષેત્ર કાળ ભાવનું ધ્યાન રાખી તપ કરવા જેથી છ મહિનાનાં સળંગ તપની ભગવદ આજ્ઞાનું ઉલંધન ન થાય. કોઈ અકસ્માતના કારણે ધર્મની નિંદા ન થાય. ઈતિ શુભમ પિતૃસેન કૃષ્ણા આર્યાજીએ યથાવિધિ આ 'મુકતાવલી' તપની આરાધના કરી. પછી અન્ય વિવિધ તપસ્યા પણ કરી. અગિયાર અંગ સૂત્રોના અધ્યયન કંઠસ્થ કર્યા. અંતે એક મહિનાની સંલેખના-સંથારાથી સિદ્ધ બુદ્ધ મુકત થયા. અધ્યયન–૧૦– મહાસેન કૃષ્ણા મહાસેન કૃષ્ણા રાણીની દીક્ષા આદિનું વર્ણન કાલી રાણી પ્રમાણે છે. ૧૭ વર્ષના સંયમ પર્યાયમાં મહાસેન કૃષ્ણા આર્યાજીએ અગિયાર અંગ શાસ્ત્ર કંઠસ્થ કર્યા, વિવિધ તપસ્યાઓ કરી. અને આયંબિલ વર્ધમાન તપ નામની વિશિષ્ટ ઉગ્ર તપસ્યા કરી. આ તપમાં એક આયંબિલથી લઈ સો આયંબિલ સુધી કરવામાં આવે છે. પારણાની જગ્યાએ ઉ (૧) એક આયંબિલ + પછી ઉપવાસ + ૨ આયંબિલ + પછી ઉપવાસ + ૩ આયંબિલ વળી ઉપવાસ; આમ વધારતાં ૯૮ આયંબિલ + વળી ઉપવાસ +૯૯ આયંબિલ + ઉપવાસ + ૧૦૦ આયંબિલ અને એક ઉપવાસ. આ એક પરિપાટી થી જ આયંબિલ વર્ધમાન તપ પૂર્ણ થઈ જાય છે. આ તપમાં કુલ સમય ૧૪ વર્ષ ૩ મહિના ૨૦ દિવસ લાગે છે. જેમાં ૧૦૦ ઉપવાસ કરાય છે. શેષ ૧૪ વર્ષ અને ૧૦ દિવસ આયંબિલ કરાય છે. આ સંપૂર્ણ તપસ્યાના ૧૪ વર્ષમાં કયારેય પણ વિગયનો કે તેના લેપનો પણ ઉપયોગ કરાય નહિ. આ પ્રમાણે મહાસેન કૃષ્ણાએ ૧૭ વર્ષની દીક્ષા પર્યાયમાં સાધિક ચૌદ વર્ષ સુધી તો આ તપની જ આગમ વિધિ પ્રમાણે આરાધના કરી. બાકીના સમયમાં પણ માસખમણ તપની વિવિધ તપસ્યાઓ કરી. શકિત ક્ષીણ થઈ ગયા પછી સંખના–સંથારો ગ્રહણ કર્યો. એક મહિના સુધી સંથારો ચાલ્યો. પછી અંતિમ સમયે ચાર ઘાતી કર્મ ક્ષય થવાથી કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉત્પન્ન થયા. અને અલ્પ સમયમાં આયુષ્ય પૂર્ણ થવાથી સંપૂર્ણ કર્મ ક્ષય કરી સિદ્ધ–બુદ્ધ-મુકત થયા. જેના માટે જે ઉદ્દેશ્યથી સંયમ લીધો હતો, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ૩ ગુપ્તિનું પાલન, લોચ, ખુલ્લે પગે ચાલવું, સ્નાન ન કરવું, દાંતણ ન કરવું આદિ આચાર અને નવ બ્રહ્મચર્યનું પાલન વગેરે નિયમ, ઉપનિયમ ગ્રહણ કર્યા હતા તે પ્રયોજનને સિદ્ધ કરી લીધું. ધન્ય છે આ સર્વ મહારાણીઓને, જેમણે વૈભવ-વિલાસનો ત્યાગ કરી પરમ પદની પ્રાપ્તિ કરી. ઉપસંહાર:- આ પ્રમાણે આ સૂત્રમાં ૯૦ જીવોએ સંયમ ગ્રહણ કરી તેના નાના મોટા બધા વિધિ વિધાનોનું પૂર્ણ પાલન કર્યું અને પોતાના લક્ષ્યમાં સફળ થયા અર્થાત્ તે આત્માઓએ તે જ ભવમાં મોક્ષગતિ પ્રાપ્ત કરી લીધી. આ છેલ્લા આઠમાં વર્ગમાં શ્રેણિકની વિધવા રાણીઓના ઉગ્ર તપ પરાક્રમનું વર્ણન છે. જિંદગી આખી તેમણે રાજરાણી અવસ્થામાં, સુકુમારતામાં વ્યતીત કરી હતી. અંતિમ અલ્પ વર્ષોમાં પોતાના જીવનનું એક અલૌકિક પરિવર્તન કરી બતાવ્યું. વાસ્તવમાં વૈરાગ્ય અને સંયમ ગ્રહણનો સાર એ છે કે શ્રતજ્ઞાન, તપ અને સંયમમાં આત્માને તલ્લીન બનાવી દેવો જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે- 'અંતિમ વયમાં પણ સંયમ લેવાવાળાને જો તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય અત્યંત પ્રિય હોય અથવા તેમાં જ આત્માને એક-રૂપ કરી દે છે તે શીધ્ર કલ્યાણ સાધી લે છે" કાલી આદિ અનેક રાણીઓનું તથા બીજા પણ અનેક જીવોનું વર્ણન આગમોમાં ઉપલબ્ધ છે. તે આદર્શને સન્મુખ રાખી પ્રત્યેક શ્રાવકે પોતાના બીજા મનોરથને સફળ કરવા પ્રયત્ન કરવો જોઈએ. અર્થાત્ જ્યારે પણ અવસર, મોકો મળે, ભાવોની તીવ્રતા વધે, ત્યારે જ શીધ્ર પરિસ્થિતિનું સમાધાન કરી, સંયમ માર્ગમાં અગ્રેસર થવું જોઈએ. મોક્ષ પ્રાપ્તિનું પ્રથમ અને અંતિમ સાધન: અંતગડ સૂત્ર અનુસાર મોક્ષ પ્રાપ્તિનાં અથવા સંસાર પ્રપંચથી છૂટવાનાં પ્રમુખ સાધન છે – (૧) શ્રદ્ધા સાથે સંયમ લેવો. (૨) શાસ્ત્ર કંઠસ્થ કરવા (૩) પોતાની બધી શકિત તપસ્યામાં લગાવવી. મોક્ષ પ્રાપ્તિનું અંતિમ સાધન તપ છે. ભાવપૂર્વક, વૈરાગ્યપૂર્વક અને વિવેક પૂર્વક તથા ગુરુઆજ્ઞાપૂર્વક કરેલું તપ કર્મ રોગોને મૂળથી નાશ કરવા માટે રામબાણ ઔષધ છે. તેથી સંયમ અને શ્રુત અધ્યયન સિવાય બાહ્ય અને આભ્યન્તર બંને પ્રકારના તપોનું મોક્ષપ્રાપ્તિમાં અનન્ય યોગદાન છે એમ સમજીને તપોમય જીવન જીવવું જોઈએ. સંપૂર્ણ સૂત્રનો આદર્શ -(૧) શાસ્ત્ર શ્રવણ અને ધર્મ શ્રદ્ધાનો સાર છે કે આ માનવ જીવનમાં અવશ્ય સંયમ ગ્રહણ કરવો જોઈએ. (૨) રાજા અને માળી, શેઠ અને રાજકુમાર, બાળક અને યુવાન તથા વૃદ્ધ રાણીઓ વગેરેની દીક્ષાથી પરિપૂર્ણ આ આદર્શસૂત્ર સર્વ કોઈ માટે સંયમ દીક્ષા બળ પ્રેરક છે. (૩) સંયમના સુઅવસર વિના ત્રણ ખંડના સ્વામી મહાઋધિવાન શકિત સંપન્ન શ્રીકૃષ્ણ વાસુદેવ પણ પોતાને અધન્ય, અકૃતપુણ્ય, અભાગી હોવાનો અનુભવ કરે છે અને સંસારમાં વિશાળ કાર્યક્ષેત્ર હોવા છતાં પણ સમયે-સમયે ભગવાનની Page #53 -------------------------------------------------------------------------- ________________ 52 આગમ-કથાઓ સેવામાં ઉપસ્થિત થાય છે. તે પોતાની પ્રજાને સંયમ લેવા માટે ખુલ્લી પ્રેરણા–ઘોષણા કરી ધર્મ દલાલી કરે છે. તેના જીવનની અનેક વિશિષ્ટતાઓ છે જે આપણા માટે આદર્શરૂપ છે. (૪) સુદર્શન શ્રાવકની ગંભીરતા, દઢતા અને તેની ધર્માનુરાગતા અનુકરણીય છે. એવંતા બાળમુનિના સંયમ ભાવોનું વર્ણન આપણા ધર્મ જીવનમાં આળસ અને નબળાઈ અથવા ભયને દૂર કરવામાં અત્યંત પ્રેરક પ્રસંગ છે. (૬) ગજસુકુમાર રાજકુમારના લગ્ન માટે નકકી કરેલી કન્યાઓનો ત્યાગ અને પ્રથમ દીક્ષા–દિવસમાં અપૂર્વ ક્ષમા અને સમભાવનો આદર્શ, આપણા કષાય અને કલુષતાને દૂર કરવા માટે એક શ્રેષ્ઠ માર્ગદર્શક છે. ધૈર્યવાન ગંભીર અને સહનશીલ બનવા માટે ઉત્તમ રસ્તો બતાવનાર છે. અર્જુનમાળીની ક્ષમા સાધુઓને સંયમ જીવનની પ્રત્યેક ક્ષણે યાદ કરવા યોગ્ય છે. જેથી અનુપમ સમભાવ, સમાધિનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. | (૮) ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીર સ્વામીએ એવંતાની સાથે કરેલ વ્યવહાર થી આપણે પોતાના જીવનમાં ઉદારતા અને | વિશાળતાને સ્થાન આપવું જોઈએ. કોઈપણ પ્રત્યે ધૃણા અને તિરસ્કારનો ભાવ ન હોવો જોઈએ. | (૯સમય નીકાળીને આગમનાં સૂત્રોનું સૂચિત જ્ઞાન અવશ્ય કંઠસ્થ કરવું જોઈએ. બાલ-વૃદ્ધ બધા શ્રમણો માટે આવશ્યક નિયમ છે. પ્રસ્તુત સૂત્રમાં અલ્પ દીક્ષા પર્યાયને કારણે અર્જુનમાળી અને ગજસુકુમારને છોડી શેષ સર્વ સાધકોએ (સ્ત્રી, પુરુષ, બાલ,વૃદ્ધ બધાએ) શાસ્ત્રોનું વિશાળ કંઠસ્થ જ્ઞાન હાંસલ કર્યું હતું. (૧૦) સંયમ જીવનમાં તપસ્યાનું અત્યધિક સન્માન હોવું જોઈએ. કારણ કે તપ રહિત કે તપથી ઉપેક્ષિત સંયમ જીવન વાસ્તવિક ફલદાયી બની શકતું નથી. બ્રહ્મચર્ય અને સ્વાસ્થય રક્ષા માટે તથા સંપૂર્ણ ઈન્દ્રિય અને મનોનિગ્રહ માટે ઉપવાસ આદિ તપસ્યાઓ નિતાન્ત આવશ્યક છે, એમ સમજવું જોઈએ. તપસ્યા વિના આ બધી સાધના અધૂરી રહી જાય છે. તપસ્યાના અભ્યાસ વડે જ સાધક અંતિમ જીવનમાં સંલેખના સંથારાના મનોરથને સફળ કરી શકે છે જૈન આગમોમાં શ્રી કૃષ્ણનું જીવન જૈન પરંપરામાં શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વગુણ સંપન્ન, શ્રેષ્ઠ, ચારિત્રનિષ્ઠ, અત્યંત દયાળુ, શરણાગત વત્સલ, ધીર, વિનયી, માતૃભકત, મહાનવીર, ધર્માત્મા, કર્તવ્યપરાયણ, બુદ્ધિમાન, નીતિમાન અને તેજસ્વી વ્યકિતત્વ સંપન્ન હતા. સમવાયાંગ સૂત્રમાં તેમના તેજસ્વી વ્યકિત્વનો જે ઉલ્લેખ છે તે અદ્ભુત છે. તેઓ ત્રણ ખંડના અધિપતિ અર્ધચક્રી હતા. તેમના શરીર પર એક સો આઠ પ્રશસ્ત ચિહન હતા. તેઓ પરષોમાં સિંહ સમાન, દેવરાજ ઈન્દ્ર સદશ હતા; મહાન યોદ્ધા હતા. તેમણે પોતાના જીવનમાં ત્રણસો સાઠ યુદ્ધ કર્યા પણ કયારે ય પરાજિત થયા નહિ. તેમનામાં વીસ લાખ અષ્ટાપદોની શકિત હતી પરંત તેમણે પોતાની શકિતનો કયારેય દુરપયોગ કર્યો ન હતો. વૈદિક પરંપરાની જેમ જૈન પરંપરામાં વાસુદેવ શ્રી કૃષ્ણને ઈશ્વરના અંશ કે અવતાર માનવામાં નથી આવ્યા. તેઓ શ્રેષ્ઠ શાસક હતા અર્થાત્ ભૌતિક દષ્ટિએ તેઓ તે યુગના સર્વશ્રેષ્ઠ અધિનાયક હતા. કિન્તુ નિદાનકૃત હોવાથી તેઓ આધ્યાત્મિક દષ્ટિથી ચોથા ગુણ સ્થાનથી આગળ વિકાસ કરી શકયા નહીં. તેઓ બાવીસમાં તીર્થકર અરિષ્ટનેમિ ભગવાનના પરમભકત હતા. અરિષ્ટનેમિથી શ્રી કૃષ્ણ વાસુદેવ વયની અપેક્ષાએ મોટા હતા જ્યારે આધ્યાત્મિક દ્રષ્ટિથી અરિષ્ટનેમિ જ્યેષ્ઠ હતા. ભગવાન નેમિનાથ અને શ્રી કૃષ્ણ વાસુદેવ કાકાઈ ભાઈ હતા. એક ધર્મ વીર હતા તો બીજા કર્મવીર હતા. એક નિવૃત્તિ પ્રધાન હતા તો બીજા પ્રવૃત્તિપ્રધાન હતા. જ્યારે પણ ભગવાન નેમિનાથ વિચરણ કરતાં દ્વારિકામાં પધારતા ત્યારે શ્રી કૃષ્ણ તેમની ઉપાસના માટે પહોંચી જતા. અંતકૃત દશા, સમવાયાંગ, જ્ઞાતા ધર્મકથા, સ્થાનાંગ, નિરયાવલિકા, પ્રશ્ન વ્યાકરણ, ઉત્તરાધ્યન આદિ આગમોમાં શ્રી કૃષ્ણના સંબંધી સંકેત ઉપલબ્ધ છે તેમાં તેઓનું જીવન યશસ્વી અને તેજસ્વી બતાવવામાં આવ્યું છે. આગામોના વ્યાખ્યા સાહિત્યમાં | નિયુકિત, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકા ગ્રન્થોમાં તેમના જીવન સંબંધિત અનેક ઘટનાઓ બતાવવામાં આવી છે. શ્વેતામ્બર અને દિગમ્બર બને પરંપરાના મૂર્ધન્ય શિખરસ્થ વિદ્વાનોએ શ્રી કૃષ્ણના જીવન પ્રસંગોને આલેખતા સૌથી વધારે ગ્રન્થોની રચના કરી છે. ભાષાની દૃષ્ટિથી તે રચનાઓ પ્રાકૃત, અપભ્રંશ, સંસ્કૃત, જૂની ગુજરાતી, રાજસ્થાની અને હિન્દીમાં છે. પ્રસ્તુત આગમમાં શ્રી કૃષ્ણનું બહુરંગી વ્યકિતત્વ જોઈ શકાય છે. તેઓ ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં પણ માતા-પિતાના પરમ ભકત હતા. માતા દેવકીની અભિલાષાપૂર્તિ માટે તેઓએ હરિણગમેષી દેવની આરાધના કરી હતી. લઘુ ભાઈ પ્રત્યે પણ અત્યંત સ્નેહ રાખતા હતા.ભગવાન અરિષ્ટનેમિ પ્રતિ પણ અત્યંત ભકિત નિષ્ઠા હતી. જયાં તેઓ યુદ્ધભૂમિમાં અસાધારણ પરાક્રમનો પરિચય આપી રિપુમર્દન કરે છે, વજથીય કઠોર બને છે, ત્યાં એક વૃદ્ધ વ્યકિતને જોઈ તેમનું હૃદય અનુકંપાથી કંપિત થઈ જાય છે અને તેને સહ્યોગ દેવાની ભાવનાથી સ્વયં ઈટ ઉપાડીને તેના ઘરમાં મૂકે છે. સાચું જ કહ્યું છે કે વજાદપિ કઠોરાણિ, મૃદૂનિ કુસુમાદપિ લોકોત્તરાણાં ચેતાંસિ, કો નુ વિજ્ઞાતુ મહિતિ અર્થ - વજથીય કઠોર અને ફૂલથીય કોમળ તેવા મહાપુરુષોના ચિત્તને જાણવા માટે કોણ સમર્થ છે? (કોઈ નહિ) દ્વારિકાના વિનાશની વાત સાંભળી તેઓ બધાને એક જ પ્રેરણા આપતા કે ભગવાન અરિષ્ટનેમિની પાસે દીક્ષા ગ્રહણ કરો. દીક્ષા લેનાર વ્યકિતઓના પરિવારોનું પાલન પોષણ હું કરીશ. પોતાની પટ્ટરાણીઓ, પુત્રો, પુત્રવધુઓ અને પૌત્રાદિ વગેરે પરિવાર જનો પણ દીક્ષા લેવા માટે તૈયાર થયા તો તેમને પણ સહર્ષ અનુમતિ આપી દીધી હતી. આવશ્યક ચૂર્ણિમાં વર્ણન છે કે તેઓ પૂર્ણ રૂપથી ગુણાનુરાગી હતા.મરેલી કૂતરીના શરીરમાં ખદબદતા કીડાઓ તરફ નજર Page #54 -------------------------------------------------------------------------- ________________ jain ન કરતાં તેના ચમકતા દાંતની પ્રશંસા કરી હતી. શ્રી કૃષ્ણ વાસુદેવ આગામી ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં ૧૨મા 'અમમ' નામના તીર્થંકર બનશે. ત્યાં તેઓ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ પરમાત્મા બનશે. 53 કથાસાર અનુત્તરોપપાતિક અનુત્તરોપપાતિક દશા સૂત્ર દ્વાદશાંગીનું નવમું અંગ સૂત્ર છે. શ્રેષ્ઠ ઉત્તમ વિમાનને અનુત્તર વિમાન કહેવાય છે. બાર દેવલોક પછી નવપ્રૈવેયક વિમાન છે તેની ઉપર વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ આ પાંચ અનુત્તર વિમાન છે. જે સાધક પોતાના ઉત્કૃષ્ટ તપ–સંયમની સાધનાથી ત્યાં ઉત્પન્ન થાય છે તેને અનુત્તરોપપાતિક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર કહ્યા છે. તેઓનું વર્ણન જે શાસ્ત્રોમાં હોય તેને અનુત્તરોપપાતિક સૂત્ર કહેવાય છે. 'દશા' શબ્દ અવસ્થા અથવા દશની સંખ્યા સૂચક છે. દશ સંખ્યાનો આશય એ છે કે આ સૂત્રના પ્રથમ વર્ગમાં દશ અધ્યયન છે. બીજી અપેક્ષાએ આ સૂત્ર પૂર્વે દશ અધ્યયનાત્મક રહ્યો હશે. વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્રમાં ત્રણ વર્ગ છે અને કુલ (૧૦+૧૩+૧૦) ૩૩ અધ્યયન છે. જેમાં પ્રથમ બે વર્ગના ૨૩ અધ્યયનમાં શ્રેણિકના ૨૩ દીકરાઓનું વર્ણન છે. આ સૂત્રમાં વર્ણિત ૩૩ જીવોએ અપાર સુખ–વૈભવનો ત્યાગ કરી, વિવાહિત સ્ત્રીઓનો ત્યાગ કરી ચરમ તીર્થંકર પાસે દીક્ષા અંગીકાર કરી અંતે એક માસના પાદોપગમન સંથારાથી અનુત્તર વિમાનમાં દેવભવને પ્રાપ્ત કર્યો. ત્યાર પછી મનુષ્યપણે ઉત્પન્ન થઈ મોક્ષે પધારશે. પ્રથમ વર્ગ : જાલિકુમાર : રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામની રાણી હતી. તેણીએ એકદા અર્ધરાત્રે સિંહનું સ્વપ્ન જોયું. કાલાંતરે પુત્ર થયો. તેનું નામ જાલિકુમાર રાખવામાં આવ્યું. યૌવન પ્રાપ્ત થતાં આઠ કન્યાઓ સાથે વિવાહ થયા. લગ્ન બાદ પિતાએ ભવનાદિ બધું આઠની સંખ્યામાં આપ્યું. આઠ કરોડ સુવર્ણ અને ચાંદીની મહોરો આદિ જાલિકુમારને પ્રીતિદાનના રૂપે આપ્યું; જે બધી પત્નીઓને વહેંચી દીધું. ત્યાર પછી તે જાલિકુમાર પોતાના ભવનમાં નાટક, ગીત આદિ મનુષ્ય સંબંધી સુખોનો ઉપભોગ કરતો રહેવા લાગ્યો. એકદા ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. નગરીના લોકો વંદન – પર્યુપાસના કરવા ગયા. શ્રેણિક રાજા પણ ભગવાનની સેવામાં ગયા. જાલિકુમાર પણ ગયા. વૈરાગ્ય વાસિત ભરપૂર ધર્મ દેશના સાંભળી સંસારથી વિરકત થયા. ઘરે આવી માતા–પિતા પાસે સંયમની અનુમતિ મેળવી દીક્ષિત થયા. સંયમ પર્યાયમાં આવશ્યક સૂત્રના અધ્યયન પછી અગિયાર અંગોને કંઠસ્થ કર્યા. ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી. ભિક્ષુની બાર પ્રતિમાઓ વહન કરી. અંતિમ સમય નિકટ આવેલો જાણી ભગવાનની પાસે ઉપસ્થિત થયા અને અનશન કરવાની અનુજ્ઞા મેળવી. ભગવાનની અનુમતિથી કરીને જાતે મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું અને સ્થવિર ભગવંતોની સાથે વિપુલ નામના પર્વત ઉપર ધીરે ધીરે ચઢી યોગ્ય સ્થાને જઈ પાદોપગમન સંથારો કર્યો. એક મહિના સુધી સંથારો ચાલ્યો. ત્યાર પછી કાળધર્મ પામતાં સ્થવિર ભગવંતોએ પરિનિર્વાણનો કાયોત્સર્ગ કર્યો. તેમના ભંડોપકરણ લઈ ભગવાન પાસે આવ્યા. પ્રભુને વંદન-નમસ્કાર કરી જાલિકુમારના કાળધર્મના સમાચાર આપ્યા; અને તેના ઉપકરણ ભગવાનને સોંપ્યા. ત્યારપછી ગૌતમ ગણધરના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે જાલિકુમાર વિજય નામના પ્રથમ અનુત્તર વિમાનમાં બત્રીસ સાગરોપમની સ્થિતિએ દેવ બન્યા છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી માનવભવ પ્રાપ્ત કરી સંપૂર્ણ કર્મનો ક્ષય કરશે. આ પ્રમાણે શેષ નવે ભાઈઓનું વર્ણન છે. તે બધા શ્રેણિકના જ પુત્ર છે. સાતકુમારોની માતા ધારિણી હતી. વેહલ અને વેહાયસની માતા ચેલણા હતી. અભયકુમારની માતા નંદા હતી. પ્રથમ પાંચનો સોળ વર્ષનો દીક્ષા પર્યાય હતો.તે પછીના ત્રણનો બાર વર્ષનો અને અંતિમ બે નો પાંચ વર્ષનો દિક્ષા પર્યાય હતો. પ્રથમ પાંચ અધ્યયનમાં વર્ણિત અણગાર ક્રમશઃ વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. આગળના પાંચ અણગાર ક્રમશઃ સર્વાર્થસિદ્ધ, અપરાજિત, જયંત, વિજયંત અને વિજય નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. અંતે જાલિકુમારની જેમ બધા જીવ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પ્રાપ્ત કરી મોક્ષે પધારશે. બીજો વર્ગ આ વર્ગમા તેર અધ્યયન છે. જેમાં દીર્ઘસેન આદિ શ્રેણિકના પુત્ર અને ધારિણીના અંગજાત તેર જીવોનું વર્ણન છે. આ બધા સગા ભાઈ હતા. યૌવનવયમાં રાજકન્યાઓનો ત્યાગ કરી ભગવાનની પાસે દીક્ષિત થયા અને સોળ વર્ષ સુધી સંયમ તપનું પાલન કર્યું. અંતે એક મહિનાનો સંથારો કરી, કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. તેમના શ્રુત અધ્યયન અને તપ આદિનું વર્ણન જાલિકુમારની જેમ સમજવું. આ તેરમાંથી ક્રમશઃ બે વિજય અનુત્તર વિમાનમાં, બે વિજયંતમાં, બે જયંતમાં, બે અપરાજિતમાં ઉત્પન્ન થયા, શેષ અંતિમ પાંચ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. તેર ભાઈઓ દેવાયુ પૂર્ણ થતાં મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને યથાસમય તપ–સંયમનું પાલન કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ—બુદ્ધ–મુકત થશે. ત્રીજો વર્ગ પ્રાચીનકાળે કામંદી નામની સમૃદ્ધ નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં ભદ્રા નામની શેઠાણી રહેતી હતી. તેને ધન્યકુમાર નામનો પુત્ર હતો; જે અનેક શ્રેષ્ઠ લક્ષણોથી સંપન્ન હતો. પાંચ ધાવમાતાઓથી તેનું લાલન પાલન થયું. કળાચાર્યની પાસે રહી ૭૨ કળાઓમાં, અનેક ભાષાઓમાં અને શાસ્ત્રોમાં પારંગત થયા. માતાએ તેના માટે તેત્રીસ ભવનો તૈયાર કરાવ્યા. ખૂબ આડંબરથી તેના બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓ સાથે લગ્ન થયા. Page #55 -------------------------------------------------------------------------- ________________ 54 આગમ-કથાઓ તે ધન્યકુમાર અપાર ધન, વૈભવ અને મનુષ્ય સંબંધી સુખોનો ઉપભોગ કરતાં સમય વ્યતીત કરવા લાગ્યા. એક વખત કાકંદી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. પરિષદ દેશના સાંભળવા ગઈ, ધન્ય કુમાર પણ ગયા. ઉપદેશ સાંભળી ધન્યકુમાર સંસારથી વિરકત થયા અને માતાની અનુમતિ મેળવી સંયમ લેવાની ભાવના વ્યકત કરી. પુત્ર મોહના કારણે વચન સાંભળતાં જ માતા દુખ પામી. થોડો સમય વ્યતીત થતાં સ્વસ્થ બની અને વિલાપ કરતી પુત્રને સમજાવવા લાગી કે હે પુત્ર! અત્યારે દીક્ષા ન લે. મારા મૃત્યુ પછી તું દિક્ષા લેજે. ક્ષણભર પણ તારો વિયોગ મારાથી સહન કરી શકાય નહીં. ધન્યકુમાર માતાને કહે છે કે – માતા! મનુષ્ય જીવન ક્ષણ ભંગુર છે. કામભોગ અવશ્ય ત્યાગવા યોગ્ય છે. કોણ પહેલાં અને કોણ પછી મૃત્યુ પામશે તેની ખબર નથી. તેથી હું હમણાં જ સંયમ ગ્રહણ કરીશ. અનિચ્છાએ માતાએ અનુમતિ આપી. તે નગરીના જિતશત્રુ રાજાએ કૃષ્ણ મહારાજની જેમ ભવ્ય દીક્ષા મહોત્સવ કર્યો. ભગવાનની સમક્ષ પહોંચી ધન્યકુમારે પંચમષ્ટિ લોચ કર્યો. ભગવાને રાજા તથા માતાની આજ્ઞાથી દીક્ષા પાઠ ભણાવ્યો. ધન્યકમાર હવે ધના અણગાર બન્યા. દીક્ષાના દિવસથી જ ધના અણગારે આજીવન છઠ્ઠના પારણે છઠ્ઠ કરવાની પ્રતિજ્ઞા કરી. પારણામાં પણ આયંબિલ કરવું અને એવો રૂક્ષ આહાર લેવો કે જેને અન્ય કોઈ યાચક લેવા ન ઇચ્છે–ફેંકી દેવા યોગ્ય હોય. આ પ્રકારે અભિગ્રહ કરી મુનિ પારણા માટે ફરતાં હતાં. તેઓને કયારેક પાણી મળે તો અન્ન ન મળતો અને કયારેક આહાર મળે તો પાણી ન મળતો. જે મળતું તેમાં સંપૂર્ણ સંતોષ માની, કોઈપણ પ્રકારનો ખેદ કર્યા વિના તેઓ સમભાવે વિધિપૂર્વક આહાર ગ્રહણ કરતા. આવું ઉત્કૃષ્ટ તપ કરવાથી તેમનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું. તેમના આ તપોમય શરીરના અંગ-ઉપાંગનું વર્ણન ઉપમાસહિત સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. અંતે બતાવ્યું કે ધન્ના અણગાર તપ તેજથી અત્યંત શોભી રહ્યા હતા. અને આત્માના બળથી જ ચાલી રહયા હતા. ધના અણગારે આવશ્યક સૂત્ર અને અગિયાર અંગસૂત્રોનું અધ્યયન કર્યું. તપ-સંયમથી આત્માને ભાવિત કરતા ભગવાનની સાથે ગ્રામાનુગ્રામ વિચારવા લાગ્યા. એક વખત ભગવાન રાજગૃહી નગરીમાં પધાર્યા. શ્રેણિક રાજા દર્શન કરવા આવ્યા. ધર્મોપદેશ સાંભળી પૂછયું કે, 'ભંતે! ગૌતમ આદિ સહિત ચૌદહજાર મુનિઓમાં સૌથી વધુ દુષ્કર ક્રિયા કરનાર કોણ છે.' પ્રભુએ ફરમાવ્યું કે વર્તમાને સર્વ મુનિઓમાં ધના અણગાર દુષ્કર કરણી કરનાર છે અને મહાનિર્જરા કરનાર છે. આ સાંભળી શ્રેણિક અત્યંત હર્ષિત થયા. ધના અણગાર સમીપે આવી ધન્ય ધન્ય કહેતા તેમના ગુણગ્રામ કર્યા. ભકિતસભર વંદન કર્યા અને પાછા ફર્યા. કાલાંતરે ધના અણગારે પણ જાલિકુમારની જેમ વિપુલપર્વત પર ચઢી સંલેખના કરી. નવમાસની દીક્ષા પાળી, એક માસનો સંથારો કરી સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી સિદ્ધ થશે. પ્રસ્તુત અધ્યયનમાંથી એ શિક્ષા લેવી જોઈએ કે આત્મ-કલ્યાણની ઇચ્છાથી સંસારનો ત્યાગ કર્યા બાદ સાધકે કયાંય મમત્વ ન રાખવું જોઈએ. શરીરના મમત્વનો પણ ત્યાગ કરી તપ-સંયમમાં પુરુષાર્થ કરવો જોઈએ. આ પ્રકારે જ વર્તતાં લીધેલો સંયમ સાર્થક બને છે. સુનક્ષત્ર આદિ શેષ નવનું વર્ણન પણ ધના અણગારની જેમ જ સમજવું. નગરી, માતાનું નામ તથા દીક્ષા પર્યાયમાં કંઈક તફાવત છે. તે સર્વે ઉત્કૃષ્ટ તપ-સંયમની આરાધના કરી સર્વાર્થસિદ્ધમાં ગયા. આ વર્ગમાં ૯ મહિના અને ૬ મહિનાની દીક્ષા દરમ્યાન અગિયાર અંગોના અધ્યયનનું વર્ણન મનનીય છે. ત્રીજા વર્ગમાં વેહલકમાર સિવાય ૯ના પિતા દીક્ષા પૂર્વે દિવંગત થઈ ગયા હતાં. પ્રથમ વર્ગમાં શ્રેણિકના પ્રસિદ્ધ પત્ર વેહલ' અને "વેહાલય'નું વર્ણન છે. બીજામાં હલ' નામ આવ્યું છે અને ત્રીજામાં વહલ્લ' નામ આવ્યું છે. આ બધા ભિન્ન ભિન્ન છે. ઉપલબ્ધ સૂત્ર પદ્ધતિમાં નામની સામ્યતા હોવી સહજ છે. વિપાક ગમિક સુત્રોઃ સુત્રો કંઠસ્થ રાખવાની પરંપરામાં સુગમતા માટે એક સરખા વર્ણનો કે પાઠો માટે નિર્દેશ નો ઉપયોગ થતો. આમાં લાબાં વર્ણનો વારંવાર ન કરતાં એક જ પાઠનો ઉપયોગ થતો. તેથી આ સુત્રના પાઠો તથા અન્ય અનેક સૂત્રનાં કેટલાંક પાઠ ગમિક (એક સરખા) છે. પ્રસ્તાવનાઃ આ સંસારના સમસ્ત જીવો કર્મના વિપાક પ્રમાણે પ્રવાહિત થઈ રહ્યા છે. આ પ્રવાહમાં જીવ શુભ કર્મના સંયોગથી સુખી સાંસારિક અવસ્થા પ્રાપ્ત કરે છે અને અશુભ કર્મના સંયોગથી દુઃખી અવસ્થા પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત સૂત્રમાં આવા બન્ને પ્રકારના આત્માઓના જીવન વૃત્તાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ વિપાકના વર્ણનના કારણે આ સૂત્રનું નામ વિપાક સૂત્ર રાખવામાં આવ્યું છે. આ અગિયારમું અંગસૂત્ર છે. તેના બે શ્રુતસ્કંધ છે. (૧) દુ:ખ વિપાક અને (૨) સુખ વિપાક. દુ:ખવિપાકમાં પાપકર્મનું અને સુખવિપાકમાં પુણ્યકર્મનું ફલ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ કથા પ્રધાન અંગ શાસ્ત્ર ગણધર રચિત છે. ભગવાન મહાવીર સ્વામીએ મોક્ષ પધારતાં પહેલાં ભવી જીવોના ઉદ્ધાર અર્થે (પપપપ) ૧૧૦ અધ્યયન દુઃખ અને સુખ વિપાકના ફરમાવ્યા છે. વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્ર ૧૨૧૬ ગાથા પ્રમાણ છે. પ્રથમ શ્રુતસ્કંધ – દુઃખ વિપાક પ્રથમ અધ્યયન – મૃગાપુત્ર ભગવાન મહાવીરના વિચરણ કાલમાં મૃગગ્રામ નામનું નગર હતું. વિજયક્ષત્રિય નામનો રાજા ત્યાં રાજ્ય કરતો હતો. મૃગાદેવી તેની રાણી હતી. તેણે એક બાળકને જન્મ દીધો. તે મહાન પાપ કર્મોના ઉદયથી પ્રભાવિત હતો. તે જન્મથી જ આંધળો અને બહેરો હતો. તેને આંખ, કાન, નાક, હાથ-પગ આદિ અવયવ નહોતાં. ફકત નિશાની જ હતી. શરમના કારણે અને પતિની આજ્ઞાથી મૃગાદેવી તેનું ગુપ્ત રૂપે પાલન-પોષણ કરતી. તેને એક ભોયરામાં રાખવામાં આવ્યો હતો. તેને જન્મ પહેલાં ગર્ભમાં જ ભસ્મક રોગ લાગુ પડયો હતો જેથી આહાર કરતાં તુરત જ તેના શરીરમાંથી પરૂ અને લોહી વહેતું. મૃગારાણીનો આ પ્રથમ દીકરો હતો. ત્યાર પછી Page #56 -------------------------------------------------------------------------- ________________ jain કથાસાર ચાર પુત્રો થયા હતા જે સુંદર, સુડોળ અને રૂપ ગુણ યુકત હતા. એક વખત તે નગરીમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. ધર્મદેશના સાંભળવા આવેલી પરિષદમાં રાજા પણ હતા, સાથે એક દીન-હીન જન્માંધ વ્યકિત પણ હતી. જેને એક માણસ નાની ગાડીમાં બેસાડી, ખેંચીને અહીં-તહીં લઈ જતો હતો. તેને જોઈ ગૌતમ ગણધરે પ્રશ્ન પૂછયો – 'ભંતે! આ કેવો દુઃખી આત્મા છે. આના જેવો બીજો કોઈ દુઃખી નહીં હોય!' ઉત્તરમાં ભગવાને ભોયરામાં રહેલા મૃગાપુત્રનું વર્ણન કર્યું. તેથી ગૌતમ સ્વામીએ તેને જોવાની ભાવના વ્યકત કરી. મૃગા પુત્રનું વિભત્સ દ્રશ્ય : ભગવાનની આજ્ઞા લઈ ગૌતમ સ્વામી મૃગારાણીના મહેલે પધાર્યા. મૃગારાણી કર્યા. આવવાનું કારણ પૂછ્યું. ગૌતમ સ્વામીએ પુત્ર જોવાની ભાવના વ્યકત કરતાં મૃગારાણીએ પોતાના ચાર સુકમારોને ઉપસ્થિત કર્યા. ગૌતમ સ્વામીએ સ્પષ્ટતા કરી કે આ પુત્રોનું મારે પ્રયોજન નથી પણ ભોયરામાં રાખેલ પ્રથમ પુત્રને જોવો છે. મૃગારાણીએ આશ્ચર્ય પૂછયું કે આ ગુપ્ત વાતનું રહસ્ય કોના દ્વારા જાણવા મળ્યું? ગૌતમ સ્વામીએ કહ્યું કે, સર્વજ્ઞ, સર્વદર્શી મારા ધર્મગુરુ ધર્માચાર્ય ભગવાન મહાવીર સ્વામી દ્વારા મને જાણવા મળ્યું છે. ત્યારપછી ભગવાનના જ્ઞાનનો તથા અતિશયનો પરિચય આપ્યો. મૃગારાણીએ ભોજનની ગાડી ભરી, ગૌતમ સ્વામીને દોરતી ભોયરા પાસે પહોંચી દરવાજો ખોલતાં જ અસહ્ય દુર્ગધ આવી. નાક ઢાંકીને બન્ને અંદર ગયા. મૃગારાણીએ તે પુત્રની પાસે આહાર રાખ્યો. ખૂબ આસકિતથી, શીવ્રતાએ તે આહાર ખાઈ ગયો. તત્કાળ તે આહાર પરિણમન થઈ, પચી જઈ રસી અને લોહીના રૂપમાં બહાર આવ્યો તેને પણ તે ચાટી ગયો. આ લોમહર્ષક બીભત્સ છતાં દયનીય દશ્ય જોઈ ગૌતમ સ્વામી પાછા આવ્યા. ભગવાનને તેની દુર્દશાનું કારણ પૂછ્યું ત્યારે ભગવાને તેનો પૂર્વભવ કહ્યો – ઈકાઈ રાઠોડ – ભારતવર્ષમાં શતકાર નરેશના પ્રતિનિધિ વિનયવર્ધમાન નામના ખેડનો શાસક ઈકાઈ' નામનો રાષ્ટ્રકૂટ (રાઠોડ) હતો. આ રાષ્ટ્રકૂટ અત્યંત, અધર્મી, અધર્માનુયાયી, અધર્મનિષ્ઠ, અધર્મદર્શી, અધર્મપ્રજ્વલન એવં અધર્માચારી હતો. આદર્શ શાસકમાં જે વિશેષતા હોવી જોઈએ તેમાંથી એક પણ નહતી. એટલું જ નહિ, તે દરેક રીતે ભ્રષ્ટ અને અધમ શાસક હતો. પ્રજાને વધુને વધુ પીડવામાં જ આનંદ માનતો હતો. તે લાંચ લેનાર હતો. નિરપરાધ લોકો ઉપર જૂઠા આરોપ મૂકી તેમને પરેશાન કરતો હતો. રાત-દિવસ પાપ કૃત્યોમાં તલ્લીન રહેતો. તીવ્રતર પાપકર્મોના આચરણથી તાત્કાલિક ફળ એ મળ્યું કે તેના શરીરમાં અસાધ્ય સોળ મહારોગ ઉત્પન્ન થયા. આ રોગોના ફળ સ્વરૂપ હાય વોય કરતો મૃત્યુ પામ્યો. પાપના ફળને ભોગવવા પહેલી નરકમાં નારકી પણે ઉત્પન્ન થયો. નરકમાં એક સાગરોપમનું લાંબું આયુષ્ય ભોગવ્યા પછી અહી મૃગા પુત્રના રૂપે જન્મ લીધો. આગામી ભવો :–મૃગાપુત્રના ભૂતકાળની આ કથા સાંભળીને ગૌતમ સ્વામીએ તેના ભવિષ્ય માટે પૂછયું. ભગવાને મૃગાપુત્રનું ભવિષ્ય બતાવતાં કહ્યું કે – (૧) અહીં ૨૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ (૮) સિંહરૂપે જન્મ લેશે. નરકમાં ઉત્પન થશે. (૯) ચોથી નરકમાં જશે. (૨) એક સાગરોપમનું નરકનું આયુષ્ય ભોગવી (૧૦) ઉપર જાતિમાં જન્મ લેશે. સિંહરૂપે ઉત્પન થશે. (૧૧) પાંચમી નરકમાં જશે. ત્યાર પછી પ્રથમ નરકમાં ઉત્પન થશે. (૧૨) સ્ત્રીરૂપે પાપાચારનું સેવન કરશે. સરીસર્પ થશે. (૧૩) છઠ્ઠી નરકમાં જશે. ત્યારપછી બીજી નરકમાં જશે. (૧૪) મનુષ્ય ભવમાં અધર્મનું સેવન કરી. (૬) પક્ષી યોનિમાં ઉત્પન્ન થશે. (૧૫) સાતમી નરકમાં જશે. (૭) ત્રીજી નરકભૂમિમાં જશે. ત્યાર પછી લાખો વખત જલચર જીવોની સાડા બાર લાખ કુલકોટિમાં ચતુષ્પદોમાં, ઉરપરિસર્પોમાં, ભુજપરિસપમાં, ખેચરોમાં, ચહેરેન્દ્રિયમાં, તેઈન્દ્રિયમાં, બેઈન્દ્રિયમાં, વનસ્પતિમાં, વાયુકાય, અપકાય, તેઉકાય તથા પૃથ્વીકાયમાં લાખો-લાખો વખત જન્મ ધારણ કરશે. દીર્ઘકાળ સુધી ભવભ્રમણ કરી અપાર વેદનાઓ ભોગવ્યા પછી બળદના રૂપે જન્મશે. તત્પશ્ચાત્ તેને મનુષ્ય ભવની પ્રાપ્તિ થશે. ત્યાં સંયમની આરાધના કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. પ્રેરણા – શિક્ષા:- આ અધ્યયનથી મળતો બોધ:(૧) શાસનના માધ્યમ દ્વારા પ્રાપ્ત સત્તાનો દુરુપયોગ કરવાવાળા, લાંચ લેનાર, પ્રજા ઉપર અનુચિત કર–ભાર લાદનાર, તે સિવાય અન્ય આવાં પાપાચરણો કરનારાઓના ભવિષ્યનું આ નિર્મળ દર્પણ છે. આજના વાતાવરણમાં પ્રસ્તુત અધ્યયન અને આગળનાં અધ્યયન પણ ઉપયોગી છે. પતિની આજ્ઞાથી મૃગારાણીએ દુઃસ્સહ દુર્ગધયુકત તે પાપી પુત્રની પણ સેવા કરી હતી. આ કર્તવ્યનિષ્ઠા એવું પતિપરાયણતાનો અનુપમ આદર્શ છે. (૩) પાપી, અધર્મિષ્ઠ આત્મા પોતે દુઃખી થાય છે અને અન્યને દુઃખી કરે છે. જેવી રીતે ખાદ્ય સામગ્રીમાં પડેલી માખી. સત્તા અને પુણ્યના નશામાં વ્યકિત કોઈની પરવાહ નથી કરતો. ભવિષ્યના કર્મબંધનો પણ વિચાર નથી કરતો. તેમ છતાં દુઃખ દાયી કર્મો તો ભોગવવા જ પડે છે. તેથી નાના-મોટા કોઈપણ પ્રાણીને મન-વચન-કાયાથી કષ્ટ પહોંચાડતાં પ્રાણીઓ પોતાના માટે દુઃખનો પહાડ તૈયાર કરે છે. (૫) સૌદર્ય-પૂર્ણ દશ્યને જોવાની આસકિત સાધુને માટે અકલ્પનીય છે. પણ ગંભીર જ્ઞાન, અનુપ્રેક્ષા, અન્વેષણ આદિ હેતુએ જાણવા–જોવાની જિજ્ઞાસા થવી તે અલગ બાબત છે. તે ગીતાર્થની આજ્ઞાનુસાર કરવું જોઈએ. જેવી રીતે ગૌતમ સ્વામી આજ્ઞા લઈ મૃગા પુત્રને જોવા ભોયરામાં ગયા હતા. Page #57 -------------------------------------------------------------------------- ________________ 56 આગમ-કથાઓ બીજું અધ્યયન – ઉજિઝતક આ અધ્યયનનું નામ 'ઉજિઝતક છે. આમાં તે નામના દુઃખી બાલકનું જીવન વૃત્તાંત છે. વાણિજ્યગ્રામમાં વિજયમિત્ર સાર્થવાહનો ઉજિઝતક નામનો દીકરો હતો. તે સર્વાગ સુંદર અને રૂપ સંપન્ન હતો. સંયોગવશાત્ ઉજિઝતકના માતા-પિતા કાળધર્મ પામ્યા. થોડું ઘણું ધન હતું તે નષ્ટ થઈ ગયું. રાજ કર્મચારીઓએ લઈ લીધું અને ઉજિઝતકને ઘરમાંથી બહાર કાઢી મૂકયો. શૂળીની સજા –તે સાર્થવાહ પુત્ર નગરમાં ભટકતો અનેક દુર્બસનોનો ભોગ બન્યો. દારૂ પીવો, જુગાર રમવો, ચોરી કરવી ઈત્યાદિ પ્રવૃત્તિમાં સમય પસાર કરતાં હવે કામધ્વજા વેશ્યાના ઘરે પહોંચ્યો. ત્યાં તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો. એકદા મિત્રરાણીના ઉદરે શૂળરોગ ઉત્પન્ન થતાં રાજાએ તેને તરછોડી દીધી. પોતે કામધ્વજાના આવાસે જવા-આવવા લાગ્યા. ત્યાં ઉજિઝતકને જોતાં તેને કાઢી મૂકયો. રાજા સ્વયં ગણિકા સાથે માનષિક વિષયભોગોનો ઉપભોગ કરવા લાગ્યો. ઉજિઝતક વેશ્યામાં આસકત હતો. તક મળતાં તે ચૂકતો નહિ. એક વખત રાજા તેને જોઈ ગયો. પ્રચંડ ગુસ્સામાં તેને શૂળીએ ચઢાવવાનો આદેશ કર્યો. રાજાના આદેશ અનુસાર રાજકર્મચારી તેને બાંધી, જુદા જુદા પ્રકારે મારપીટ કરતા, નગરમાં ફેરવી રહ્યા હતા. તે વખતે ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી છઠ્ઠના પારણે ભિક્ષા માટે વાણિજ્યગ્રામ ના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી છઠ્ઠના પારણે ભિક્ષા માટે વાણિજ્યગ્રામમાં પધાર્યા. રસ્તામાં તેઓએ નાક-કાન કાપેલા, હાથને પીઠ પાછળ બાંધેલ, બેડીઓ પહેરાવેલ ઉજિઝતકને જોયો. જેના શરીરમાંથી તલ-તલ જેટલું માંસ કાઢી તેનેજ ખવડાવતા હતા અથવા પક્ષીઓને ખવડાવતા હતા. માણસો તેને સેંકડો પત્થરો તથા ચાબુકોનો માર મારતા હતા. ગૌતમ સ્વામી ગોચરી વહોરી ભગવાન પાસે આવ્યા અને રસ્તામાં જોયેલ માણસની દુઃખમય અવસ્થાનું કારણ પૂછયું. પૂર્વભવ:–ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કર્યું. આ જંબુદ્વીપમાં હસ્તિનાપુર નામનું નગર હતું. સુનંદ નામનો રાજા હતો. તેની ખૂબ વિશાળ ગોશાલા હતી. જ્યાં અનેક પશુ નિર્ભય થઈને રહેતાં હતાં અને પ્રચુર ભોજન–પાણી લેતાં હતાં. તે નગરમાં ભીમ નામનો કોટવાળ રહેતો હતો. જે અધર્મિષ્ઠ હતો. એક વખત તેની પત્ની ઉત્પલાએ પાપબુદ્ધિવાળા એક પુત્રને જન્મ દીધો. તેના જન્મ સમયે ગાયો અને બીજા પ્રાણીઓ ભયભીત થયા, આક્રંદ કર્યો ત્રાહિત થયા જેથી તેનું નામ ગોત્રાસક રાખવામાં આવ્યું. તેનો મુખ્ય સ્વભાવ પશુઓને દુ:ખ દેવાનો એટલે કે મારવું, પીટવું તથા અંગોને હીન કરવા. તે હંમેશા અડધી રાત્રે ઉઠી ગૌશાળામાં જતો અને પશુઓને સંત્રસ્ત કરી આનંદ માનતો. સાથે જ માંસ-મદિરાના સેવનમાં મસ્ત રહેતો. આ પ્રકારે ક્રૂર આચરણ કરતો થકો ૫૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી બીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ત્રણ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી અહીં ઉજિઝતક કમાર બન્યો અને પૂર્વકત શેષ કર્મોને આ દારૂણ દુઃખો દ્વારા ભોગવી રહ્યો છે. ઉજિઝતકનો પૂર્વભવ સાંભળી ભવિષ્યના વિષયમાં ગૌતમ સ્વામીએ પૂછયું. ભગવાને ભવિષ્ય ભાખ્યું - આજે સાંજે શૂલી ઉપર ૨૫ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી પાપિષ્ઠ વાંદરો થશે. ત્યાર પછી વેશ્યાપુત્ર પ્રિયસેન નામનો કૃત નપુંસક થશે. ત્યાં એકવીસ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન થશે. આ રીતે મૃગાપુત્રની સમાન નરક-તિર્યંચ ગતિમાં ભવભ્રમણ કરશે. અંતે પાડો બનશે. ત્યાંથી કાળ કરીને શ્રેષ્ઠિપુત્ર થશે. સંયમ પાલન કરી દેવલોકમાં જશે. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત કરશે. પ્રેરણા શિક્ષાઃ જન્મ જન્માંતર સુધી પાપાચરણના સંસ્કાર ચાલે છે. તેજ રીતે ધર્મના સંસ્કારોની પણ અનેક ભવ સુધી પરંપરા ચાલે છે. માંસાહારમાં આસકત વ્યકિતને અને નિરપરાધ ભોળા પશુઓને સંત્રાસિત કરનારને આ ભવમાં તથા ભવોભવમાં વિચિત્ર વિટંબણાઓ ભોગવવી પડે છે. ત્રીજું અધ્યયન – અભગ્નસેન આ અધ્યયનનું નામ 'અગ્નિસેન છે. આમાં તે નામના એક ચોર સેનાપતિનું જીવન વૃત્તાંત છે. પ્રાચીન કાળમાં પુરિમતાલ નામનું નગર હતું. ત્યાંનો રાજા મહાબળ હતો. નગરીથી થોડે દૂર ચોરપલ્લી હતી, તેમાં વિજય ચોર ૫૦૦ ચોરોનો સેનાપતિ હતો. તે મહા અધર્મી હતો. તેના હાથ લોહીથી રંગાયેલા રહેતા. પુરિમતાલ તથા આસપાસના બધા ગામના લોકોને તે ત્રાસ પહોંચાડતો હતો. તે મૃત્યુ પામતાં તેનો દીકરો અગ્નિસેન ચોરોનો સેનાપતિ બન્યો. તે પણ પિતા જેવો જ અધર્મી હતો. એક વખત નગરવાસીઓએ મહાબળ રાજા પાસે અગ્નિસેનની ફરિયાદ રજૂ કરી. રાજાએ કોટવાળને આદેશ આપ્યો – 'ચોરપલ્લી ઉપર આક્રમણ કરી અગ્નિસેનને જીવતો પકડી હાજર કરો.' કોટવાળ સેના સહિત પલ્લીમાં ગયો. યુદ્ધ થયું. ચોરોનો વિજય થયો. કોટવાળે આવી કહ્યું કે બળથી પકડવો અશકય છે. સેનાપતિને ઉગ્રદંડ:- રાજાએ છળકપટથી પકડવાનો નિર્ણય કર્યો. અગ્નિસેનના ચોરોને અનેક પ્રકારની સામગ્રીઓ મોકલવા લાગ્યા. ત્યાર પછી સેનાપતિને પણ ઉચિત સમયે અમૂલ્ય ભેટ મોકલાવતા. એક વખત દસ દિવસનો પ્રમોદ મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો. જેમાં ચોર વગેરેને આમંત્રણ અપાયા. ચોરના સેનાપતિને ખૂબ સન્માનપૂર્વક રહેવા સ્થાન આપ્યું. પછી તેમના સ્થાને ખાદ્ય સામગ્રી તથા વિશિષ્ટ મદિરાઓ મોકલાવી. ચોરો ખાઈ-પી નશામાં ચકચૂર બની બેભાન બન્યા. ત્યારે રાજાએ તેને પકડી લીધો. બંધનથી બૂરી રીતે બંધાયેલ અભગ્નસેનને એનક પ્રહારોથી દંડતા થકા નગરમાં ફેરવ્યો. ૧૮ ચૌટા ઉપર તેની દુર્દશા થઈ. તેની માતા આદિ અનેક પરિવારજનોને તેની સામે જ ચૌટા ઉપર માર મારી જબરજસ્તીથી તેઓને તેનું માંસ ખવડાવતા અને લોહી પીવડાવતા. ૧૮ ચૌટા ઉપર આવી દુર્દશા કરી તેના સમસ્ત સ્વજન પરીજનોને મોતને ઘાટ ઉતારી નાખ્યા અને ત્યાર પછી અગ્નિસેનને શૂળીએ ચઢાવવામાં આવ્યો. ગૌતમ સ્વામી ભિક્ષાર્થ ભ્રમણ કરતાં કોઈ ચૌટા ઉપર ચોરની દુર્દશા જોઈ ભગવાન પાસે આવ્યા. તેના દુ:ખોનું કારણ પૂછતાં પૂર્વભવ કહ્યો. પૂર્વભવ:–આ પરિમતાલ નગરમાં નિર્ણય નામનો ઈંડાનો વેપારી રહેતો હતો. તે ઈંડાને બાફી–પકાવી નોકરો દ્વારા રાજમાર્ગ ઉપર Page #58 -------------------------------------------------------------------------- ________________ jain 57 કથાસાર વેચતો. પોતે પણ ઇંડાને ખાતો અને શરાબ પીવામાં આનંદ માનતો આ રીતે પાપમય પ્રવૃત્તિ કરતો ૧૦૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો ત્યાંનું સાત સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી અભગ્નસેન ચોર સેનાપતિ બન્યો છે. રાજા દ્વારા છળ કપટથી પકડાઈ દુઃખમય વેદના સહી રહ્યો છે. આગામીભવ :–ભૂતકાળની વાત સાંભળ્યા પછી ભવિષ્ય જાણવાની જિજ્ઞાસા ગૌતમ સ્વામીને થઈ. ભગવાને તે પણ પ્રકાશ્યું. આજે જ શૂળી ઉ૫૨ ૭૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. પછી મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે બનારસમાં 'સુવર' બનશે. શિકારીઓ દ્વારા મારવામાં આવશે. પછી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ સ્વીકારી દેવલોકમાં જશે, ત્યાંથી મહાવિદેહમાં અને મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા – :– શારીરિક બલ કેટલુંય પણ હોય પરંતુ જ્યારે પાપનો કુંભ ભરાઈ જાય તો ફૂટતા વાર ન લાગે. પાપકૃત્યો કરનારો ચોર પોતે અભગ્નસેન શકિતથી નહિ પણ કપટથી પકડાયો અને આ ભવમાં જ ઘોર દુઃખો પ્રાપ્ત કરી આગળ પણ દુઃખોને જ પામ્યો. માટે કર્મ કરતાં પહેલાં જ તેના ફળ(વિપાક)નો વિચાર કરવો . ચોથું અધ્યયન – શકટકુમાર જ આ અધ્યયનનું નામ શકટકુમાર છે. આમાં તે નામના દુઃખી બાળકનું જીવન વૃત્તાંત છે. સાહંજણી નામની નગરીમાં મહાચંદ્ર રાજાનો સુષેણ નામનો પ્રધાન હતો. તે જ નગરમાં સુભદ્ર સાર્થવાહનો શકટકુમાર નામનો પુત્ર હતો. જે સુંદર એવં રૂપ સંપન્ન હતો. દુર્ભાગ્યવશ તેના માતા–પિતા કાળધર્મ પામ્યા. ઉજિઝતકની સમાન એને પણ ઘરમાંથી બહાર કાઢી મૂકાયો. ભટકતો ભટકતો તે સુદર્શના વેશ્યાને ત્યાં પહોંચ્યો. ત્યાં જ ભોગાસકત બની રહેવા લાગ્યો. એક વખત સુષેણ મંત્રીએ તેને વેશ્યાના ઘરમાંથી હાંકી કાઢયો અને તે વેશ્યાને પોતાની પત્ની સ્વરૂપમાં સ્વીકારી લીધી. કયારેક મોકો મળતાં શકટકુમાર પણ મંત્રી પત્ની વેશ્યાના ઘરે ગયો અર્થાત્ સુદર્શના પાસે પહોંચ્યો. સંયોગવશાત્ મંત્રીનું આગમન થતાં પકડાઈ ગયો. મંત્રીએ તેને રાજા પાસે ઉપસ્થિત કર્યો. 'મારા અંતઃપુરમાં પ્રવેશ કરવાનો અપરાધ કર્યો છે' આ પ્રમાણે ફરિયાદ કરતાં રાજાએ કહ્યું, 'તમને યોગ્ય લાગે તે દંડ કરો.' શકટ અને સુદર્શના બન્નેને બાંધી ચૌટા ઉપર મારતા મારતા નગરમાં ફેરવ્યા. ગૌતમ સ્વામીનું નગરીમાં ભિક્ષાર્થે પદાર્પણ થયું. બન્નેની દુર્દશા જોઈ ભગવાન પાસે દયનીય દશ્યનું વર્ણન કરી તેનું કારણ પૂછયું. ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કર્યું. : પૂર્વભવ : આ ભારતવર્ષમાં છગલપુરમાં છણિક નામનો કસાઈ રહેતો હતો જે ધનાઢય છતાં અધર્મી હતો. તે માંસ–મદિરા સેવનમાં આસકત હતો. તે સેંકડો—હજારો પશુઓ રાખતો. મુખ્યતાએ બકરાના માંસનો વ્યાપાર કરતો હતો તેમ છતાં મૃગ, ગાય, બળદ, સસલા, સૂવર, સિંહ, મોર, પાડા આદિનું માંસ પણ વેચતો હતો. પશુઓનું માંસ પકાવી નોકરો દ્વારા નગરમાં વેચતો અને પોતે પણ ખાતો. આવી પાપમય પ્રવૃત્તિને તે પોતાનું સર્વોત્તમ કત્તવ્ય સમજતો. તેથી કલિષ્ટ કર્મોનું ઉપાર્જન કરી, સાતસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ચોથી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં દસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી. દુઃખમય જીવન પસાર કરી અહીં શકટકુમાર બન્યો છે. વેશ્યામાં આસકત થવાથી અને પૂર્વકૃત કર્મોના ઉદયથી આવી દુર્દશા થઈ છે. આગામી ભગ : હવે ચૌટા ઉપર ફેરવી બન્નેને વધસ્થાને લઈ જવામાં આવશે. ત્યાં ગરમ લોહ પ્રતિમાથી આલિંગન કરાવશે. આ પ્રકારે આજે જ મૃત્યુ પામી બન્ને પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી બંને ચાંડાલ કુળમાં યુગલ સ્વરૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ બન્નેના નામ શકટ અને સુદર્શના રાખવામાં આવશે. યૌવન વય પ્રાપ્ત થતાં બન્ને પતિ-પત્ની બનશે. ત્યાં પણ અનેક પાપકર્મોનું ઉપાર્જન કરી પ્રથમ નરકમાં જશે. પછી મૃગાપુત્રની સમાન સંસાર ભ્રમણ કરતાં અંતે મચ્છ થશે. ત્યાંથી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ ગ્રહણ કરશે. ત્યારબાદ પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. બોધઃ– આ અધ્યયનમાં માંસાહાર, પંચેન્દ્રિય વધ, વેશ્યાગમન મદ્યપાન આદિ દુર્વ્યસનોનું કડવું પરિણામ બતાવ્યું છે. અત્યંત ભાગ્યશાળી આત્મા જ વ્યસનથી મુકત રહી શકે છે. માટે સુખ ઇચ્છનાર માનવીએ સદાય કુસંગત અને દુર્વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. પાંચમું અધ્યયન – બૃહસ્પતિ દત્ત તે આ અધ્યયનનું નામ બૃહસ્પતિ દત્ત છે. તે નામના રાજ પુરોહિતનું જીવન વૃત્તાંત આ અધ્યયનમાં વર્ણવેલ છે. કૌશામ્બી નગરીમાં શતાનીક રાજાનો ઉદાયન નામનો રાજકુમાર હતો. સોમદત્ત રાજ પુરોહિત હતો. તેનો બહુસ્પતિદત્ત સર્વાંગ સુંદર પુત્ર હતો. રાજાનું મૃત્યુ થતાં ઉદાયન રાજા બન્યો અને બૃહસ્પતિદત્ત પુરોહિત બન્યો. પુરોહિત રાજાનો બાલ મિત્ર હતો, વળી પુરોહિત કર્મ કરતાં રાજાના કોઈપણ સ્થાનમાં નિઃસંકોચ બેરોકટોક ગમનાગમન કરતો. અંતઃપુરમાં પણ કસમયે જવા લાગ્યો. આ પ્રમાણે અંતઃપુરમાં વારંવાર જતાં મહારાણી પદ્માવતી દેવીમાં આસકત થયો અને યથેચ્છ ભોગ ભોગવવા લાગ્યો. એકાએક ઉદાયનની નજરમાં ઝડપાઈ ગયો. પ્રચંડ ક્રોધમાં આવતાં શૂળીની સજા ફરમાવી. રાજ કર્મચારીઓએ તેને બંધનોથી બાંધી, મારતાં–પીટતાં, તેનું માંસ તેને જ ખવડાવતાં ઘોષણા કરતાં નગરમાં ફેરવ્યો. "બૃહસ્પતિદત્ત પોતાના અપરાધથી એટલે કે કુકર્મોથી દુઃખી થઈ રહ્યો તેને અન્ય કોઈ દુઃખ નથી આપતા." પ્રભુ મહાવીરના પ્રથમ ગણધરે ભિક્ષાર્થે ભ્રમણ કરતાં આ દારૂણ દશ્ય જોયું. પ્રભુ પાસે જિજ્ઞાસા વ્યકત કરતાં પ્રભુએ તેનો પૂર્વભવ કહયો . પૂર્વભવ – પ્રાચીન કાળમાં સર્વતોભદ્ર નામનું નગર હતું. જિતશત્રુ રાજાનો મહેશ્વરદત્ત નામનો પુરોહિત હતો. તે રાજાની રાજ્યવૃદ્ધિ માટે હંમેશા એક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રના બાળકનું હૃદય કાઢી તેનાથી શાંતિ હોમ કરતો. અષ્ટમી—ચતુર્દશીના બે—બે બાળકો, ચૌમાસીના ચાર–ચાર બાળકો, છ માસીએ આઠ–આઠ બાળકો, સંવત્સરીએ ૧૬–૧૬ બાળકોના હૃદયનો શાંતિહોમ કરતો. રાજા જો યુદ્ધ માટે પ્રયાસ કરતા તો ૧૦૮–૧૦૮ બ્રાહ્મણ આદિના બાળકોનો હવન કરતો. સંયોગવશ એવું Page #59 -------------------------------------------------------------------------- ________________ 58. આગમ-કથાઓ કરવાથી રાજા સદા વિજયી બનતો. તેથી રાજાને વિશ્વાસ બેસી ગયો. આ પ્રકારે અતિ રુદ્ર, બીભત્સ, કૂર પાપકર્મ કરતા તેના 3000 વર્ષ નીકળી ગયા. અંતે કાળધર્મ પામી પાંચમી નરકમાં ગયો. ત્યાં સત્તર સાગરોપમનું આયુષ્ય ભોગવી બૃહસ્પતિદત્ત બન્યો છે. અહીં પૂર્વકૃત અવશેષ કર્મ ભોગવી રહ્યો છે. ભવિષ્ય :- આજે સાંજે ૬૪ વર્ષનું આયુષ્ય ભોગવી શૂળી દ્વારા મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ક્રમશઃ બધી જ નરકમાં તેમજ એકેન્દ્રિય, વિકલેન્દ્રિમાં મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે હસ્તિનાપુરમાં મૃગ થશે. જાળમાં ફસાઈ મૃત્યુ પામશે. ત્યાંથી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ લઈ દેવલોકમાં ઉત્પન્ન થશે. પછી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા – બોધ :- આ અધ્યયનમાં હિંસાના ક્રૂર પરિણામોનું અને પરસ્ત્રીગમનનું દુષ્પરિણામ બતાવવામાં આવ્યું છે. વ્યકિત કેટલીય ચતુરાઈ કરે પણ પાપ કયારેક તો પ્રગટ થઈ જ જાય. ભોગાશકિતને કારણે રાણી સાથે પકડાતા બૃહસ્પતિદત્ત રાજપુરોહિત તે જ ભવમાં દારુણ દુઃખે મૃત્યુને પામી ભવોભવ સુધી નરકનો મહેમાન થયો. માટે મન અને ઇચ્છાઓ પર અંકુશ રાખવો એ જ સુખી થવાનો માર્ગ છે. છઠું અધ્યયન – નંદિવર્ધન આ અધ્યયનનું નામ નંદિવર્ધન છે. આમાં રાજકુમાર નંદિવર્ધનનું જીવન વૃત્તાંત છે. મથુરા નગરીમાં શ્રીદામ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને નંદિવર્ધન નામનો પુત્ર હતો. તે સર્વાંગસુંદર એવં લક્ષણયુકત હતો. યથા સમયે તેને યુવરાજ બનાવવામાં આવ્યો પણ શ્રીદામની ઉંમર લાંબી હતી તેથી યુવરાજની ૬૦ વર્ષની ઉંમર થવા છતાં રાજ્ય ન મળ્યું. રાજ્યલિસા બળવત્તર બની. તેણે રાજાના મૃત્યુની વાંછા શરૂ કરી અને મારવાનો ઉપાય વિચારવા લાગ્યો. કોઈ અન્ય ઉપાય ન મળતાં તેણે રાજાની હજામત કરનાર હજામને અડધા રાજ્યનો લોભ બતાવી રાજાના ગળામાં છૂરી ભોંકી દેવાનો ઉપાય બતાવ્યો. હજામે એક વખત સ્વીકાર તો કરી લીધો પણ પછી ડરી ગયો. ભયનો માર્યો બધો વૃત્તાંત રાજાને જણાવી દીધો. રાજા રાજકુમાર ઉપર અત્યંત કોપિત થયા અને મૃત્યુદંડ જાહેર કર્યો. રાજપુરુષો દ્વારા બંધનમાં બાંધી, અનેક પીડાઓ આપતાં નગરમાં ફેરવ્યો. (ચૌટા ઉપર) અતિ ઉષ્ણ સિંહાસન ઉપર તેને બેસાડી, લોખંડ, ત્રાંબુ તથા શીશા આદિના ગરમ જલથી અભિષેક કરવા લાગ્યા. તે વખતે ગૌતમ સ્વામી ભિક્ષાર્થે પધાર્યા. દયનીય દશ્ય જોઈ ભગવાન પાસે નિવેદન કર્યું. પૂર્વભવ જાણવાની જિજ્ઞાસા વ્યકત કરી. પૂર્વભવ:- સિંહપુર નગરમાં સિંહરથ રાજાનો દુર્યોધન નામનો જેલર હતો. જે અધર્મી એવં સંકલિષ્ટ પરિણામી હતો. તેની પાસે દંડ દેવાના અનેક સાધનો હતા. રાજના અપરાધી, ચોર, લૂટારા, ઘાતક, લંપટ આદિ કોઈપણ વ્યકિત જેલમાં આવે તેને નિર્દયતાપૂર્વક અનેક પ્રકારની યાતનાઓ આપતો. કોઈને હાથી, ઘોડા, ઊંટ, ભેંસ, બકરા આદિ પશુઓનું મૂત્રપાન કરાવતો. કોઈને તપ્ત તાંબુ, લોઢું, શીશું પીવડાવતો. વળી કોઈને વિભિન્ન પ્રકારના બંધનોથી મજબૂત બાંધતો. શરીરને વાળતો, સંકોચતો અથવા શસ્ત્રોથી ચીરતો. કોઈને ચાબૂક આદિથી માર મારી અધમૂઓ કરી દેતો. હાડકાના ચૂરેચૂરા કરી નાખતો. ઉંધા લટકાવી છેદન કરતો. ક્ષાર મિશ્રિત તેલથી મર્દન કરાવતો. અનેક મર્મ સ્થાનોમાં ખીલાઓ ઠોકતો. હાથ-પગની આંગળીઓમાં સોઈઓ ભોકતો; અને તેનાથી જમીન ખોદાવતો. ભીના ચામડાથી શરીરને બાંધી તડકામાં બેસાડતો. ચામડું જ્યારે સૂકાઈ જતું અને સંકોચાઈ જતું ત્યારે તેને ખોલી નાખતો. આ પ્રકારે બહુ પાપકર્મ કરતો ૩૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ૨૨ સાગરોપમ સુધી દારૂણવેદના ભોગવી નંદિવર્ધન રૂપે પેદા થયો છે. આજે ૬૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી પ્રથમ નરકમાં જશે. ઘોર દુઃખો ભોગવતાં ભવભ્રમણ કરશે અંતે મચ્છ બનીને મૃત્યુ પામશે. ત્યાર પછી શ્રેષ્ઠી પુત્ર થઈ સંયમ લેશે. ત્યાંથી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થઈ, મહાવિદેહક્ષેત્રમાં જઈ સિદ્ધ થશે. શિક્ષા પિતા અને પુત્રનો સંબંધ નિકટનો સ્નેહ સંબંધ કહેવાય પરંતુ પૂર્વ ભવના અશુભ કર્મોનો સંયોગ હોવાના કારણે તે દ્વેષી અને વેરીનાં કામ કરી જાય છે. રાજકુમાર રાજાને મારવા ઇચ્છે અને તેના પરિણામે રાજા રાજકુમારને દારુણદંડ આપી મરાવી નાખે છે. આ સંસારના સંબંધ બધા પુણ્યાધીન છે માટે શુભકર્મ કરી આત્માનો વિકાસ કરવો જોઈએ અને કર્મક્ષય કરવામાં જ પુરુષાર્થ કરવો જોઈએ. સાતમું અધ્યયન – ઉંબરદસ્ત આમાં પ્રબલ અશાતા વેદનીય કર્મના ઉદયવાળા સાર્થવાહ પુત્રનું દુઃખી જીવન વૃત્તાંત છે. બાલકની દર્દશા:- પાટલીખંડ નામના નગરમાં સિદ્ધાર્થ રાજા રહેતો હતો. તે નગરમાં સાગરદત્ત સાર્થવાહ પણ રહેતો હતો. તેમની ગંગદત્તા નામની પત્ની હતી. તે મૃતવંધ્યા હતી. કોઈ યક્ષાયતનમાં સ્ત્રીઓના સમૂહની સાથે પૂજન કર્યું અને પુત્રની યાચના કરી. પુત્ર થતાં તેનો દાન-ભંડાર ભરવાનું આશ્વાસન દઈ યક્ષની માન્યતા કરી. કાલાંતરે એક પુત્રને જન્મ આપ્યો. યક્ષની સ્મૃતિમાં તેનું નામ ઉંબરદત આપ્યું. તેની નાની ઉંમરમાં જ મા-બાપનું મૃત્યુ થયું. તેનુ ધન લોકોએ તેમજ રાજપુરુષોએ હરી લીધું અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકયો. દુર્વ્યસની બન્યો. તીવ્ર પાપોદયે સોળ મહારોગ પેદા થયા. તેના હાથ-પગની આંગળીઓ સડવા લાગી. નાક-કાન ગળી ગયા. શરીરના ઘા માંથી પરૂ વહેવા લાગ્યું. વિવિધ વેદનાથી તે કષ્ટોત્પાદક, કરુણાજનક એવં દીનતા પૂર્ણ શબ્દ પોકારી રહ્યો હતો. અસહાય બની જ્યાં-ત્યાં ભટકતો રહેતો. તેની પાસે માટીનું ઠીબડું હતું. તેમાં ભોજન કરતો. હજારો માખીઓનું ઝુંડ તેની આસપાસ ફરતું. ઘરઘરમાં ભીખ માંગી તે જીવન પસાર કરતો હતો. ગૌતમ સ્વામીએ છઠ્ઠના પારણાના હેતુએ નગરીના પૂર્વ દરવાજામાંથી પ્રવેશ કર્યો. ત્યાં તેઓએ આ દુઃખી માણસને જોયો. બીજા છના પારણે દક્ષિણના દરવાજેથી પ્રવેશ કર્યો, ત્રીજા છઠ્ઠના પારણે પશ્ચિમના દરવાજેથી પ્રવેશ કર્યો. ચોથા છઠ્ઠના પારણે ઉત્તર Page #60 -------------------------------------------------------------------------- ________________ jain 59 કથાસાર દિશાના દરવાજેથી નગર પ્રવેશ કર્યો. સંયોગવશ ચારે દિશાના રસ્તામાં દુઃખી ઉંબરદત્તને જોયો. જિજ્ઞાસા થતાં ભગવાનને પૂછયું. ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. (કોઈ અભિગ્રહ વિશેષના કારણે અથવા બીજા બીજા ઘરે ગોચરી માટે વિવિધ દરવાજાઓથી પ્રવેશ કર્યો હશે .) પૂર્વભવ :- આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં વિજયપુર નગરમાં ધન્વંતરી નામનો રાજવૈદ્ય હતો. તે કનકરથ રાજાના અંતઃપુરમાં, શ્રીમંત તેમજ ગરીબ બધાના દર્દનો ઉપચાર કરતો. ઉપચાર એવં પથ્યમાં તે લોકોને મચ્છ, કચ્છ, ગ્રાહ, મગર, સુંસુમાર આદિ જલચરોનું તથા બકરા, સુવર, મૃગ, સસલા, ગાય, ભેંસ, ઘેંટા આદિ પશુઓના માંસનો આહાર કરવાની પ્રેરણા કરતો. કેટલાકને આ વૈધ તીતર, બતક, કબૂતર કૂતરા, મોર આદિનું માંસ ખાવાની સલાહ આપતો. પોતે પણ ઉકત પ્રકારના માંસ પકાવીને ખાતો. આ પ્રકારની પાપકર્મની વૃત્તિથી તેણે ૩૨૦૦ વર્ષની ઉંમર વ્યતીત કરી મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો.(અસાતા વેદનીયનો ઉત્કૃષ્ટ બંધ ૩૦ કોડા કોડી સાગર તથા અબાધા કાળ ૩૦૦૦ વર્ષનો છે. આથી મોટુ આયુષ્ય અને ૩૦૦૦ વર્ષથી વધારે કાળ સુધી પાપનુ આચરણ કરનાર તેજ ભવમાં કર્મ ઉદયથી અસાતા ભોગવે છે.) ત્યાં ૨૨ સાગરોપમનું આયુષ્ય ભોગવી, દારુણ દુ:ખથી પીડાતો મૃત્યુ પામી અહીં ઉંબરદત્ત બન્યો છે; જે અવશેષ કર્મોને ભોગવી રહ્યો છે. ભવિષ્ય – અહીં ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી દુઃખમય જીવન પસાર કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. સંસાર ભ્રમણ કરતો થકો અંતે હસ્તિનાપુરમાં કૂકડા તરીકે ઉત્પન્ન થશે. ત્યાં કોઈના દ્વારા મરીને પછી શ્રેષ્ઠિપુત્ર બની સંયમ આરાધન કરશે; ત્યારે પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જઈ મોક્ષે જશે. આઠમું અધ્યયન – શૌરિકદત્ત શૌર્યપુર નામના નગરમાં શૌર્યદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં શૌર્યાવતંસક ઉદ્યાનમાં શૌર્ય નામના યક્ષનું યક્ષાયતન પણ હતું. તે નગરીમાં સમુદ્રદત્ત નામનો માછીમાર રહેતો હતો. તેની પત્ની સમુદ્રદત્તા મૃત બાળકોને જન્મ આપતી હતી. શૌર્યયક્ષની માન્યતા કરવાથી એક જીવિત બાળકની પ્રાપ્તિ થતાં તેનું નામ શૌરિકદત્ત રાખ્યું. સમુદ્રદત્ત માછીમાર મહા અધર્મી એવં નિર્દયી હતો. તે મૃત્યુ પામ્યો. તેનો પુત્ર પણ તેના જેવો જ અધર્મી બન્યો. તેના અનેક નોકરો યમુના નદીમાં જઈ માછલીઓ પકડી તેના ઢેરના ઢેર ઉભા કરતા. પછી તેને સૂકવી, બાફીને વેચતા હતા. શૌરિકદત્ત પોતે પણ માછલીઓ ખાતો અને મદિરાઓનું સેવન કરતો હતો. એક વખત માછલીનો આહાર કરતાં શૌરિકદત્તના ગળામાં માછલીનો કાંટો ફસાઈ ગયો. અનેકાનેક ઉપાયો કરવા છતાં કાંટો ન નીકળ્યો તે કારણે પ્રચંડ વેદના ભોગવતો દુઃખ પૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યો. પીડામાં તેનું શરીર હાડપીંજર જેવું થઈ ગયું. તેના વમનમાંથી લોહી, પરૂ તથા કીડાઓ નીકળતા. સંયોગવશાત્ ગૌતમ સ્વામી ભિક્ષાર્થે જતાં તેમની દૃષ્ટિ શૌરિકદત્ત ઉપર પડી. શૌરિકદત્ત કંટકની વેદનાથી આક્રંદ કરી રહ્યો હતો. તેને જોતાં લોકો કહેતા – 'અહો! આ નરકતુલ્ય વેદના અનુભવી રહ્યો છે.' પૂર્વભવ તેનો પૂર્વભવ પૂછતાં ભગવાને આ પ્રકારે વર્ણન કર્યું – નંદીપુરમાં મિત્રરાજાનો શ્રિયક નામનો રસોઈયો હતો. તેના માછીમાર, શિકારી તથા પક્ષીઘાતક નોકરો હતા; જે તેને અનેક પ્રકારનું માંસ લાવી આપતા. તે રસોઈયો અનેક જલચર, સ્થલચર અને ખેચર જીવોના માંસના નાના—મોટા, લાંબા—ગોળ અનેક આકારોમાં ટુકડા કરી વિવિધ પ્રકારે પકાવતો. અર્થાત્ અગ્નિથી, બરફથી, તાપથી, હવાથી પકાવતો. કયારેક કાળા, લીલા, લાલ બનાવતો હતો તો કયારેક તેને દ્રાક્ષ, આંબળા, કવીઠ આદિના રસોથી સંસ્કારિત કરતો. = આ પ્રકારની તલ્લીનતા પૂર્વક ભોજનવિધિથી શાક આદિ બનાવતો અને રાજાને પ્રસન્ન રાખતો. પોતે પણ આવી વસ્તુઓ વાપરી પાંચ પ્રકારની મદિરાઓ ભોગવતો. આ પ્રકારનું પાપમય જીવન ૩૩૦૦ વર્ષ સુધી પસાર કર્યું. ત્યાંથી મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ૨૨ સાગરોપમ સુધીનું દુઃખ ભોગવી અહીં શૌરિકદત્ત થયો. ભવિષ્ય :- અહીં નરકતુલ્ય દુ:ખો ભોગવી પહેલી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી મૃગાપુત્રની જેમ સંસાર ભ્રમણ કરશે. અંતે મચ્છ બની માર્યો જશે; અને પછી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ ગ્રહણ કરશે. ત્યાંથી પ્રથમ દેવલોકમાં જશે. ત્યાર પછી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા અને પ્રેરણા :– સંસારમાં નોકરી, વ્યાપાર આદિ આવશ્યક કાર્ય કરવા પડે તો તેમાં તલ્લીન થવું ન જાઈએ. કારણ કે તેવા પરિણામોથી અત્યંત દુ:ખદાયી કર્મોનો બંધ પડે છે. વર્તમાનમાં મસ્ત રહેવાવાળા અને ભવિષ્યનો વિચાર ન કરવાવાળા યથેચ્છ પાપ પ્રવૃત્તિથી પોતાનું ભવિષ્ય અત્યંત સંકટમય બનાવે છે. નવમું અધ્યયન – દેવદત્તા રોહિતક નામના નગરમાં વૈશ્રમણદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રી દેવી નામની રાણી અને પુષ્પનંદી રાજકુમાર હતો. તે નગરમાં દત્ત નામનો એક શેઠ રહેતો હતો. તેની દેવદત્તા દીકરી હતી. તે તરૂણાવસ્થામાં પ્રવેશી. સખીઓ સાથે રાજમાર્ગ ઉપર રમતાં વૈશ્રમણદત્તની આંખમાં વસી ગઈ. તેના પ્રત્યે તે આકર્ષિત બન્યો. તેણે પોતાના રાજકુમાર પુષ્પનંદી માટે માંગણી કરી. દત્ત શેઠે તેનો સ્વીકાર કર્યો અને રાજસી ઠાઠમાઠથી પુષ્પનંદી અને દેવદત્તાના લગ્ન થઈ ગયા. તેઓ સુખપૂર્વક રહેવા લાગ્યા. કાલાંતરે વૈશ્રમણદત્ત રાજા કાળધર્મ પામ્યા. પુષ્પનંદી રાજા બન્યો. પિતાની ગેરહાજરીમાં માતા શ્રી દેવીની અત્યંત ભકિત કરી. શ્રી દેવી સો વર્ષના થયાં; તેથી પુષ્પનંદી માતાની સેવામાં વધુને વધુ સમય ગાળવા લાગ્યો. દેવદત્તા વિલાસપ્રિય હતી. પતિ તરફથી અસંતોષ રહ્યા કરતો. સાસુ આંખના કણાની જેમ ખટકવા લાગી. દેવદત્તાનું કૃત્ય :- એક દિવસ શ્રી દેવી સુખ પૂર્વક સૂતી હતી. દેવદત્તાએ લોહ દંડ ગરમ કર્યો. તેને સાણસીથી પકડી સૂતેલી સાસુને ઘોંચી દીધો. શ્રી દેવીને અચાનક જોરદાર વેદના થઈ અને તત્કાળ મૃત્યુ પામી. Page #61 -------------------------------------------------------------------------- ________________ 60 આગમ-કથાઓ અવાજ સાંભળતાં જ શ્રી દેવીની દાસીઓ હાજર થઈ ગઈ. દેવદત્તાને ખંડમાંથી બહાર નીકળતાં જોઈ. ખંડમાં મૃત્યુ પામેલી શ્રી દેવીને જોતાં રાજાને સમાચાર પહોંચાડ્યા. અત્યંત દુઃખિત હૃદયે મૃત્યુકર્મ પતાવ્યું. પુષ્પનંદીએ દેવદત્તાને રાજપુરૂષો દ્વારા પકડાવી તીવ્રતમ મૃત્યુદંડ ઘોષિત કર્યો. તેને બંધનમાં બાંધી કાન-નાક કાપી નાખ્યા. હાથમાં હાથકડી અને ગળામાં લાલ ફૂલોની માળા - શરીરને લાલ ગેરવાથી લિપ્ત કર્યું. આ પ્રકારના કરણ દશ્યની સાથે મારતાં–પીટતાં અનેક પ્રકારની પીડાઓ આપતાં એવં ઉદ્ઘોષણા કરતાં કે 'આ પોતાનાં દુષ્કર્મોથી દુઃખી થઈ રહી છે, તેને કોઈ દુ:ખ નથી આપતું.' – એમ કહેતાં કહેતાં વધુ સ્થાન તરફ દોરી જતા હતા. તે સમયે ગૌતમ સ્વામીએ નરકતુલ્ય દુઃખ ભોગવતી માણસના ટોળાંની વચ્ચે સ્ત્રીને જોઈ. સ્થાનમાં આવી ભગવાનને પૂછયું– 'ભંતે! આ સ્ત્રીએ એવા કયા કર્મો બાંધ્યા છે કે જેથી આવું દુ:ખ ભોગવી રહી છે?' ભગવાને તેનો પૂર્વભવ કહ્યોપૂર્વભવ : – આ જંબદ્વીપના ભરતક્ષેત્રમાં પ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાંના રાજા મહાસેનને 1000 રાણીઓ હતી. તેણે પોતાના પુત્ર સિંહસેનને ૫૦૦ રાજકન્યા સાથે પરણાવ્યો અને યથેચ્છ પ્રીતિદાન એવં ભોગ–ઉપભોગની સામગ્રીઓ આપી. સિંહસેન સુખપૂર્વક રહેવા લાગ્યો. કાલાંતરે મહાસેન મૃત્યુ પામતાં સિંહસેન રાજકુમાર રાજા બન્યો. પોતાની મુખ્ય રાણી શ્યામામાં ખૂબ આસકત હતો, અન્ય રાણીઓ પ્રત્યે ઉપેક્ષા કરતો તેથી દરેકે પોતાની માતાને કહી દીધું. બધી રાણીઓની માતાઓએ મળી શ્યામાને વિષ આદિ શસ્ત્રોથી મારી નાખવાનું વિચાર્યું. આ વાત ગુપ્ત ન રહેતાં શ્યામાને કાને આવી. શ્યામાએ સિંહસેન રાજાને જણાવી. તેઓએ યુકિત કરી. બધી જ રાણીઓની માતાઓને બહુમાન પૂર્વક નિમંત્રણ મોકલ્યું. એક વિશાળ કુટાગાર શાળામાં બધાની ઉતરવાની – ખાવા-પીવાની વ્યવસ્થા કરી. અર્ધરાત્રિએ રાજા ઉઠયો અને પોતાના પુરુષોની સાથે કૂટાગાર શાળા પાસે ગયો. તે શાળાના દરવાજા બંધ કરાવી ચોતરફ આગ લગાડી દીધી. ૪૯૯ની માતાઓ આક્રંદ કરતી મૃત્યુ પામી. સિંહસેન આ પ્રમાણે પાપકર્મયુકત જીવન જીવતો ૨૪૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં રર સાગરનું ભયંકર દુઃખ ભોગવી દેવદત્તાના રૂપમાં જમ્યો છે. ભવિષ્ય:- તે દેવદત્તા આજે મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. અનેક ભવોમાં ભ્રમણ કરતી અંતે ગંગપર નગરમાં હિંસ બનશે. કોઈના દ્વારા તેનું મોત થશે. ત્યારપછી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ લેશે. ત્યાંથી દેવલોકમાં જશે. સ્વર્ગનું આયુ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય બની મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા :(૧)સ્વાર્થ અને ભોગની લિપ્સા કેટલી ભયંકર હોય છે કે વ્યકિત પોતાના સંબંધ ભૂલી જાય છે. અને ક્રોધાવેશમાં ભયંકર કૃત્ય કરી બેસે છે. તેથી ત્રણને અંધ કહ્યા છે – ક્રોધાંધ, કામાંધ અને સ્વાર્થોધ. આ ત્રણે દીર્ઘકાળ સુધી સંસારમાં ભવભ્રમણ કરે છે. દેવદત્તા, સિંહસેન તેના ઉદાહરણ પૂરાં પાડે છે. (૨) દેવદત્તા પૂર્વભવમાં અશુભ કર્મોથી વ્યાપ્ત બુદ્ધિવાળી હતી. તેથી જ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સુઝી. અન્યથા તેને ૮૦ વર્ષ તો થઈ ચૂકયા હતા છતાં સાસુની હત્યા કરી. ખુદ કમોતે આજંદ કરતી મૃત્યુ પામી. પતિ દ્વારા પત્ની હત્યાનું પાપ કરાવ્યું અને અનેક લોકોના કર્મબંધનું કારણ બની. એક અધર્મી અનેકને બગાડે છે. તેના આ ભવ-પરભવ નિંદિત થાય છે.. (૩) સંસારના સ્વાર્થપૂર્ણ સંબંધોનું સ્પષ્ટ ચિત્ર આ અધ્યયનમાં દોર્યું છે. એક વ્યકિત ૪૯૯ સાસુઓને જીવતી સળગાવી દે, તો એક ૮૦ વર્ષની વહુ ૧૦૦ વર્ષની સાસુની હત્યા કરી નાખે છે. રાજકુળમાં મળેલું સુખ પણ કેટલું ભયંકર દુઃખદાયી બન્યું. આ જાણી દુર્લભ માનવભવનું સ્વાગત ધર્માચરણ દ્વારા કરી જીવન સફળ બનાવવું જોઈએ. ચંચળ લક્ષ્મી અને સ્વાર્થી સંબંધોનો ત્યાગ કરી સંયમ–તપમાં પુરુષાર્થ કરવો જોઈએ. પાપ છીપાયા ના છીપે, છૂપે ન મોટા ભાગી દાબી ડૂબી ના રહે, રૂવે લપેટી આગા દસમું અધ્યયન – અંજશ્રી પ્રાચીન કાળમાં ભરતક્ષેત્રમાં ઇન્દ્રપુર નામનું નગર હતું. ત્યાં પૃથ્વીશ્રી નામની એક વેશ્યા રહેતી હતી. તે નગરના શેઠ, સેનાપતિ, રાજ કર્મચારી આદિ નાગરિકોને વશીકરણ ચૂર્ણથી વશ કરી તેઓની સાથે ભોગો ભોગવવામાં અત્યંત આસકત રહેતી. તેમાં તે પોતાનું કર્તવ્ય તથા આનંદ માનતી. આ પ્રકારે ૩૫૦૦ વર્ષ પસાર કર્યા. અંતે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાં ૨૨ સાગરોપમ સુધી નરકના દુઃખો ભોગવી વર્ધમાન નગરમાં ધનદેવ સાર્થવાહની પુત્રી બની. તેનું નામ અંજુશ્રી રાખવામાં આવ્યું. યૌવનવય પ્રાપ્ત થતાં | વિજય મિત્ર રાજા તેની ઉપર મોહિત થયો. ધનદેવ સાર્થવાહ પાસે અંજુશ્રીની માંગણી કરી. ધનદેવે બન્નેના લગ્ન કરી દીધા. માનષિક ભોગો ભોગવવા લાગ્યા. કેટલાક સમય પછી ભોગાસકત અંજુશ્રીને શૂળવેદના ઉત્પન્ન થઈ. અંજુશ્રી અસહ્ય વેદનાથી દીનતાપૂર્વક કરુણ આક્રંદ કરવા લાગી. રાજાઅ અનક ઉપચાર કરાવ્યા. સર્વત્ર ઘોષણા કરાવી કુશળ વૈદ્યોને આમંત્રિત કરી ઇનામ જાહેર કર્યું. અનેક અનુભવી કુશળ વૈદ્યો આવ્યા. કેટલાય ઉપચાર કર્યા છતાં નિષ્ફળ ગયા. અંજુશ્રી અસહાય થઈ આર્તધ્યાન કરવા લાગી. દુસ્સહ મહાવેદનાથી તેનું ઔદારિક શરીર ક્ષીણ થવા લાગ્યું. એક વખત ગૌતમ સ્વામી રાજાની અશોક વાટિકા પાસેથી પસાર થયા હતા. તેમના કાને કરુણ શબ્દો પડ્યા. તેમણે જોયું કે રાજરાણી હાડપીંજર જેવી બની કરુણ વિલાપ કરી રહી હતી. ગૌતમ સ્વામીએ ભગવાન પાસે જઈ તે જોયેલા દશ્યનું વર્ણન કરી પૂર્વભવ પૂછયો. તેના વ્યથા સાંભળ્યા પછી ભવિષ્ય પૂછયું. ભગવાને ફરમાવ્યું કે – અંજુશ્રી આ અસહ્ય વેદના ભગવતી ૯0 વર્ષની ઉંમરે મૃત્યુ પામશે. પ્રથમ નરકમાં જશે. ત્યાર પછી નરક–તિર્યંચ આદિ યોનિઓમાં મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે મોર બની શિકારી દ્વારા મૃત્યુ પામશે. પછી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ સ્વીકારશે. સંયમ–તપની આરાધના કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. Page #62 -------------------------------------------------------------------------- ________________ jain કથાસાર ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તે જ ભવે મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા (૧) કોઈપણ તીવ્રતમ વેદના લાંબો સમય નથી ટકતી પરંતુ કયારેક પ્રગાઢ કર્મોનો નિકાચિત ઉદય હોય તો અંજુશ્રી જેવું બને છે. અને તે ઉત્પન્ન વેદના મૃત્યુ સુધી ચાલે છે. | (૨) ઇન્દ્રિયના વિષય સુખોનો આનંદ જીવનને માટે મીઠા ઝેર સમાન છે. મીઠે મીઠે કામભોગ મેં, ફસના મત દેવાનુપ્રિયા - બહુત બહુત કડવે ફલ પીછે, હોતે હૈ દેવાનુપ્રિયા. (સંસાર મોખિસ્સ વિપખભૂયા, ખાણી અણ–ાણહુ કામભોગા) અર્થાત્ આ કામભોગ મોક્ષના વિરોધી એવં અનર્થોની ખાણ સમાન છે. (૩) તીવ્ર પાપ-કર્મોદય થતાં કોઈ શરણભૂત હોતું નથી. જીવનમાં ધર્મના સંસ્કાર ન હોય તો જીવ આવા દુઃખોથી દુઃખી થાય છે અને આર્તધ્યાન એવં સંકલ્પ વિકલ્પોમાં મરી દુ:ખોની પરંપરા વધારે છે. (૪) પરંતુ જીવનમાં જો ધર્મ આત્મસાત્ કર્યો હોય તો આવી વિકટ પરિસ્થિતિમાં શાંતિથી કમને ભોગવી ભવિષ્યને કલ્યાણમય બનાવી શકાય છે. ધર્મ દુઃખમાં પણ સુખી બનાવે છે. સંકટ સમયે પ્રસન્ન ચિત્ત રાખવાનું ધર્મ શીખવાડે છે. કહ્યું છે કે – સંકટો ભલેને આવે સ્વાગત કરી લે – સાધક તું હૈયે તારે સમતા ધરી લે... (૫) ધર્મ દ્વારા અનંત આત્મશકિત અને ઉત્સાહ જાગૃત થાય છે. આવી વ્યકિત ગજસુકુમાર, અર્જુન માળીની જેમ શાંતિપૂર્વક કરજને ચૂકવી મોક્ષ પ્રાપ્ત કરે છે. (૬) આ દુઃખ વિપાક સૂત્રમાં હિંસક, દૂર, ભોગાસકત, સ્વાર્થધ, માંસાહારી અને શરાબી જીવોના જીવનનું ચિત્રણ કર્યું છે. તેમના કૃત્યોના કટુ પરિણામો બતાવ્યા છે. શુદ્ધ, સાત્વિક, વ્યસનમુકત અને પાપમુકત જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી છે દ્વિતીય શ્રતસ્કંધ – સુખવિપાક પ્રથમ અધ્યયન – સુબાહકુમાર હતિશીર્ષ નામના નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી પ્રમુખ ૧૦૦૦ રાણીઓ હતી. ધારિણીનો સુબાહુકુમાર નામનો પુત્ર હતો. તેણે પુરુષોની ૭૨ કળાઓનું જ્ઞાન મેળવ્યું હતું. યૌવન વય પ્રાપ્ત થતાં માતા-પિતાએ ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે એક જ દિવસમાં વિવાહ કરાવ્યો. પ્રીતિદાનમાં ૫૦૧ ભવ્ય મહેલ આપ્યા. ત્યાં સુબાહુ ઉત્તમ ભોગ ભોગવતો રહેવા લાગ્યો. કોઈ સમયે વિચરતાં વિચરતાં ભગવાન મહાવીર હતિશીર્ષ નગરમાં પધાર્યા. પરિષદ તેમજ જિત શત્રુ રાજા તથા સુબાહુકુમાર આદિ દેશના સાંભળવા ઉપસ્થિત થયા. ધર્મોપદેશ સાંભળી રાજા અને ગ્રામવાસીઓ પાછા વળ્યા. સુબાહુકુમારે ભગવાનને વંદન–નમસ્કાર કરી કહ્યું – હે ભંતે! હું નિગ્રંથ પ્રવચન – વીતરાગ ધર્મની, શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરું છું આપના ચરણોમાં જે રાજા, રાજકુમાર, રાજકર્મચારી, શેઠ, સેનાપતિ અણગાર બને છે તેમને ધન્ય છે. હું તેમની જેમ સંયમ ગ્રહણ નથી કરી શકતો પરંતુ ગૃહસ્થ જીવનમાં રહેતાં શ્રાવકના બાર વ્રત સ્વીકાર કરું છું. ત્યાર પછી પોતાની યોગ્યતા અનુસાર વ્રત ધારણ કર્યા. મહિનામાં આઠમ, ચૌદસ, પૂનમ અને અમાવસ્યાના દિને પૌષધ કરી આત્મ જાગરણ કરવા લાગ્યા. સુબાહુકુમારના વૈભવ એવં સૌમ્યતાથી ગૌતમ સ્વામી આકર્ષાયા. તેમણે ભગવાનને પૂછયું કે – સુબાહુકુમાર ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, સૌમ્ય અને સૌભાગ્યશાળી લાગે છે, સાધુજનોને પણ પ્રિય આનંદકારી અને મનોહર લાગે છે તો પૂર્વભવમાં શું કર્યું હતું? કેવું દાન આપ્યું હતું? કયા ગુણ ઉપલબ્ધ કર્યા હતા? કોની પાસે ધર્મશ્રવણ કરી તેનું અનુપાલન કર્યું હતું? ભગવાને પૂર્વભવ કહ્યો – હસ્તિનાપુર નગરમાં સુમુખ ગાથાપતિ (શેઠ) રહેતો હતો. જે ધનાઢય હતો. ધર્મઘોષ સ્થવિર વિચરણ કરતાં ત્યાં પધાર્યા. સુદત્ત નામના અણગાર માસખમણના પારણાને માટે ગુરુની આજ્ઞા લઈ નગરમાં પધાર્યા. ભિક્ષાર્થે ભ્રમણ કરતાં સુમુખ ગાથાપતિના ઘરે આવ્યા. સુમુખ મુનિને જોતાં જ હર્ષિત થયો. આસન ઉપરથી ઉઠી, પગમાંથી પાદુકાઓ કાઢી, મુખે ઉત્તરાસન રાખી, સાત-આઠ પગ સામે જઈ, હાથ જોડી ત્રણ આવર્તન આપી વંદન-નમસ્કાર કર્યો. મુનિરાજને ભોજનગૃહમાં લાવ્યા. 'આજે હું મુનિરાજને પર્યાપ્ત આહાર દાન આપીશ.' આવો સંકલ્પ કરી દેતી વખતે પણ ખૂબ હર્ષિત થતો અને દીધા પછી પણ ખૂબ આનંદિત થતો, પોતાને કૃતકૃત્ય માનતો હર્ષવિભોર બન્યો. આ પ્રમાણે (૧) સૈકાલિક ભાવ વિશુદ્ધિ (૨) તપસ્વી ભાવિતાત્માનો સંયોગ (૩) ઘરમાંજ સહજ નિપ્પન નિર્દોષ પ્રાસુક આહારનું દાન દેવાથી સુમુખ શેઠે સંસાર ભ્રમણ મર્યાદિત કર્યું. અર્થાત્ સમ્યમ્ દર્શનની પ્રાપ્તિ થઈ. તેના ઘરમાં પાંચ દિવ્ય પ્રગટ થયા. (૧) સુવર્ણ વૃષ્ટિ (૨) પુષ્પ વૃષ્ટિ (૩) ધ્વજા (૪) દેવદુંદુભિ (૫) 'અહો દાન – મહાદાનની આકાશમાં દિવ્યવાણી. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. સર્વત્ર સમખ ગાથાપતિ થવા લાગ્યો. સુમુખે યથાસમયે મનુષ્ય આયુનો બંધ કર્યો અને ત્યાંથી અનેક વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી સુબાહુકુમારના રૂપે જન્મ લીધો છે. સુપાત્રદાનના સર્વાંગસુંદર સંયોગથી આ પ્રકારની ઋદ્ધિ સંપદાને પ્રાપ્ત કરી છે. જેથી જોતાં જ બધાને પ્રિયકર થઈ રહે છે. આ વર્ણન સાંભળી ગૌતમ સ્વામીએ ફરી પ્રશ્ન પૂછયો – ભંતે! સુબાહુકુમાર ગૃહ ત્યાગ કરી આપની પાસે અણગાર બનશે? ભગવાને કહ્યું ' કેટલોક સમય શ્રાવક વ્રતનું પાલન કરશે. ત્યારબાદ સંયમ ગ્રહણ કરશે. યથાસમયે ભગવાને ત્યાંથી વિહાર કર્યો. શ્રમણોપાસકના શ્રેષ્ઠ શ્રેષ્ઠ ગણો યકત સબાહ કમાર જે સમયે પૌષધ કરી ધર્મ જાગરણ કરી રહ્યા હતા તે સમયે એવો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે તે ક્ષેત્રને ધન્ય છે જ્યાં ભગવાન વિચારી રહ્યા છે, તે ભવ્ય જીવને ધન્ય છે જે ભગવાનની પાસે સંયમ અથવા શ્રાવક વ્રત સ્વીકાર કરી રહ્યા છે. જો ભગવાન વિહાર કરતાં અહીં પધારે તો હું પણ અવશ્ય સંયમ ગ્રહણ કરીશ. સુબાહુકુમારના મનોગત ભાવોને જાણી ભગવાન વિચરણ કરતાં આ હસ્તીશીર્ષ નગરમાં પધાર્યા. માતા-પિતાની આજ્ઞા લઈ સુબાહુ દીક્ષિત થયા. અગિયાર અંગ કંઠસ્થ કર્યા. વિવિધ તપશ્ચર્યા કરી અને અંતે એક મહિનાની સંલેખના કરી કાળધર્મ પામ્યા. સબાહ અણગાર ક્રમશઃ સાત મનુષ્યના ભવોમાં સંયમની આરાધના કરશે અને વચ્ચે પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા, અગિયારમા દેવલોક એવં સર્વાર્થસિદ્ધ વિમાન, આમ સાત દેવના ભવ કરશે. ત્યાર પછી ચૌદમા એટલે કે ૨ Page #63 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ સંયમ–તપની આરાધના કરી મોક્ષે જશે. શેષ નવ અધ્યયન બીજાથી માંડી દસમા અધ્યયન સુધી બધામાં નગરી આદિના નામોમાં ભિન્નતા છે. બાકી બધું વર્ણન સમાન સમજવું. તેથી સંક્ષિપ્ત પાઠથી જ સૂચન કર્યું છે. અર્થાત્, જન્મ, બચપન, કલા-શિક્ષણ, પાણિગ્રહણ, સુખોપભોગ, ધર્મ શ્રવણ, શ્રાવક વ્રત, ધર્મ જાગરણ, સંયમ ગ્રહણ, તપ, અધ્યયન, દેવ-મનુષ્યના ૧૫ ભવ અને મોક્ષનું વર્ણન સમાન સમજવું. પૂર્વભવનું વર્ણન પણ સુબાહુકુમાર જેવું જ સમજવું. ગૌતમ સ્વામીની પૃચ્છા, શેઠનો ભવ, માસ ખમણના પારણામાં મુનિનું આગમન, શુદ્ધ ભાવોથી દાન, દિવ્ય વૃષ્ટિ, મનુષ્ય આયુષ્યનો બંધ ઈત્યાદિ. પહેલા, બીજા, ત્રીજા અને દસમાં અધ્યયનમાં પંદર ભવો પછી મોક્ષે જવાનું વર્ણન છે. શેષ છ અધ્યયનોમાં તે જ ભવમાં મોક્ષે જવાનું વર્ણન છે. સૂત્રના વર્ણનની શૈલીમાં આ અધ્યયનોમાં આ પ્રકારનું અંતર હોવાનું કારણ સમજાતું નથી. અર્થાત્ ઉપાસકદશા, અંતગડ દશાસૂત્ર સમાન ભવપરંપરા માટેની સમાનતા હોવી જોઈએ. તેથી એવી સંભાવના છે કે સંક્ષિપ્ત પાઠમાં કોઈ લિપિદોષથી આ ભિન્નતા રહી ગઈ હોય. અર્થાત્ ' જાવ સિજિઝસઈ'ના સ્થાન પર જાવ સિદ્ધ' લખવાની ભૂલ થઈ ગઈ હોય. આ ભૂલનો સ્વીકાર કરતાં ઉકત બધા સૂત્રોના અધ્યયનોની એકરૂપતા જળવાઈ રહે છે અને બધાની ભવપરંપરા એક સરખી સમજાઈ શકે. તત્વ કેવલી ગમ્યું. શિક્ષા – પ્રેરણા – (૧) ભાગ્યશાળી આત્માઓ પ્રાપ્ત પુણ્ય સામગ્રીમાં જીવનભર આસકત નથી રહેતા. ગમે ત્યારે વિરકત થઈ ત્યાગ કરે છે. (૨) સંયમ સ્વીકાર ન થાય ત્યાં સુધીમાં શ્રાવકવ્રતોને અવશ્ય ધારણ કરી લેવા જોઈએ. દશે અધ્યયનમાં વર્ણિત રાજકુમારોએ વિપુલ ભોગમય જીવન જીવતાં છતાં સંપૂર્ણ બારવ્રત સ્વીકાર કર્યા હતા. (૩) સુપાત્ર દાન દેવાથી સમ્યકત્વની પ્રાપ્તિ અને સંસાર પરિત થાય છે. મનુષ્ય આયુનો બંધ અન્ય કોઈ ક્ષણે થાય છે. કારણ કે સંસાર પરિતીકરણ સમ્યકત્વ પ્રાપ્તિ પછી થાય છે. અને સભ્યત્વની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય નથી બંધાતું. ભગવતી સૂત્રની શાખે. તેથી સુબાહુકુમારનો આયુબંધ અન્ય ક્ષણે થયો તેમ માનવો જોઈએ. ઘરમાં મુનિરાજ ગોચરીએ પધારે ત્યારે વિધિપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. સુદત્ત શેઠની જેમ સમજવું. વર્તમાને મુનિરાજ પધારતાં અતિભકિત યા અભકિતના અવિવેક એવં દોષયુકત વ્યવહાર થાય છે તેમાં સંશોધન કરવું. ગોચરી અર્થે પધારતાં મુનિવરને વંદન-નમસ્કારનું જે વર્ણન છે તે ત્રણ વખત ઉઠ-બેસ કરવું તેમ નથી. રસ્તામાં કે ગોચરીના સમયે કેવલ વિનય વ્યવહાર જ કરવાનો હોય છે. હાથ જોડી મસ્તક નમાવી મથેણ વદામિ' કહેવું. તિકબુતાના પાઠથી ત્રણ વખત વંદન કરી ચરણ સ્પર્શ કરી મુનિને અટકાવતાં અવિવેક થાય છે. મુનિરાજને જોતાં દૂરથી જ અભિવાદન કરવું. આસન છોડવું, પગરખા કાઢવા એ વિનય વ્યવહાર છે, નજીક આવતાં ઉત્તરાસન મુખે રાખવું. એટલે ખુલ્લા મુખે ન રહેવું. સુપાત્ર દાન દેતાં સૈકાલિક હર્ષ થવો જોઈએ. દાન દેવાનો અવસર પ્રાપ્ત થતાં, દાન દેતાં અને દાન દીધા પછી આમ ત્રણે કાલ ઉત્કૃષ્ટ ભાવ રહેવા જોઈએ. સુપાત્રદાનની ત્રણ શુદ્ધિ – દાતાનો ભાવ શુદ્ધ હોય, લેનાર મુનિરાજ સમ્યક જ્ઞાન-દર્શન–ચારિત્રયુકત હોય, અને દાન અચિત તેમજ એષણીય હોવું જોઈએ. (૯) ત્રણ શુદ્ધિ, ત્રણ હર્ષ અને દીર્ઘ તપશ્ચર્યાનું પારણું હોય તો દેવો ખુશ થઈ પાંચ દિવ્ય પ્રગટ કરે છે. (૧૦) પાંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિમાં દેવકૃત અચિત પુષ્પ સમજવા. રાજપ્રશ્નીય પ્રસ્તાવના:- પ્રસ્તુત આગમ કથા પ્રધાન શાસ્ત્ર છે. અન્ય કથા આગમોની અપેક્ષાએ આ સૂત્રમાં વિશિષ્ટતા એ છે કે તેમાં ફકત એક આત્માનું જ વર્ણન કર્યું છે. આ સૂત્ર બે વિભાગમાં વિભકત છે. પ્રથમ વિભાગમાં સૂર્યાભદેવનું વર્ણન, તેની દૈવી ઋદ્ધિ સંપદા, દેવવિમાન એવં ઋદ્ધિવાન દેવના જન્મ સમયે કરવામાં આવતા વિધિ-વિધાનો એટલે કે જીતાચારોનું રોચક વર્ણન છે. બીજા વિભાગમાં પ્રદેશ રાજાનું સાંસારિક અધાર્મિક જીવન, ચિત્ત સારથીના પ્રયત્નથી કેશી શ્રમણનો સમાગમ, અદ્ભુત જીવન પરિવર્તન, થોડા જ સમયમાં શ્રમણોપાસક પર્યાયની આરાધના કરી આત્મકલ્યાણ કર્યું. જેથી પ્રથમ દેવલોકમાં મહાદ્ધિવાન સામાનિક દેવ બન્યા. પરિવાર સહિત ભગવાન મહાવીરના દર્શન–વંદન-પર્યાપાસના માટે આવવું વગેરે વર્ણન છે. અંતે મોક્ષે જવાનું કથન કર્યું છે. પ્રદેશી રાજાએ કેશી શ્રમણ પાસેથી બોધ પામી સમ્યકત્વ પ્રાપ્ત કર્યું તે પહેલાં આત્માના અસ્તિત્વ,નાસ્તિત્વ સંબંધી પ્રશ્ન ચર્ચા કરી હતી તેનું વર્ણન બીજા વિભાગમાં છે. તે પ્રશ્નોત્તર અનેક ભવ્ય આત્માઓના સંશયોનું ઉમૂલન કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આધ્યાત્મની અપેક્ષાએ આ પ્રશ્નો આ સૂત્રોના પ્રાણ સમા છે. તેથી જ રાજા પ્રદેશોના પ્રશ્નો હોવાથી આ સૂત્રને સાર્થક નામ "રાજપ્રશ્નીય સૂત્ર" રાખવામાં આવ્યું છે. અર્ધમાગધી ભાષામાં તેનું નામ રાયપ્રસણીય' છે. નંદી સૂત્રમાં આ સૂત્રનું સ્થાન અંગ બાહ્ય ઉત્કાલિક સૂત્રમાં છે. વર્તમાન પ્રચલિત શ્વેતાંબર પરંપરામાં આ સૂત્ર ઉપાંગસૂત્રમાં ગણવામાં આવ્યું છે. આમાં એક જ શ્રુતસ્કંધ છે. તેમાં અધ્યયન, ઉદ્દેશા નથી. કેવળ વિષયની અપેક્ષાએ બે વિભાગ કચ્યા છે. આ સૂત્ર ૨૦૭૮ શ્લોક તુલ્ય માનવામાં આવ્યું છે. પ્રથમ ખંડ – સૂર્યાભદેવ Page #64 -------------------------------------------------------------------------- ________________ jain 63 કથાસાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં આમલકલ્પા નામની નગરીમાં પધાર્યા. ત્યાં આમ્રશાલવન નામના બગીચામાં અધિષ્ઠાયક વ્યકિતની આજ્ઞા લઈ અન્ય સાધુઓ સહિત સપરિવાર બિરાજમાન થયા. ત્યાંના શ્વેત નામના રાજા ધારિણી રાણી સહિત, વિશાળ જનમેદની સાથે ભગવાન મહાવીરનો ધર્મોપદેશ સાંભળવા આવ્યા. ભગવાન પાસે આવતાં જ પાંચ અભિગમ કર્યા અને વિધિયુકત વંદન—નમસ્કાર કરી બેઠા. પ્રથમ દેવલોકના સૂર્યાભ વિમાનના માલિક સૂર્યાભદેવ–ચાર હજાર સામાનિક દેવ, ચાર અગ્રમહિષીઓ, ત્રણ પ્રકારની પરિષદ, સોળહજાર આત્મરક્ષક દેવ ઇત્યાદિ વિશાળ ઋદ્ધિની સાથે દૈવિક સુખોનો અનુભવ કરી રહ્યા હતાં. સંયોગવશાત્ અઘિશાનમાં ઉપયોગ મૂકતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આમલકલ્પા નગરીમાં બિરાજતા જોયા અને જોતાં જ પરમ આનંદિત થયા; તરત જ સિંહાસનથી ઉતરી, પગમાંથી પાદુકા કાઢી, મુખે ઉત્તરાસન રાખી, ડાબો પગ ઊંચો કરી મસ્તકને ત્રણ વખત ધરતી ઉપર અડાડયું. ત્યાર પછી જોડેલા હાથ મસ્તક પાસે રાખીને પ્રથમ નમોત્થણના પાઠથી સિદ્ધ ભગવંતોને અને તે પછી બીજા નમોત્થણના પાઠથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન અને ગુણ કીર્તન કર્યા. પછી સિંહાસન પર બેઠા. ત્યારે સૂર્યાભદેવને મનુષ્ય લોકમાં આવી ભગવાનના દર્શન–સેવાનો લાભ લેવાની ભાવના ઉત્પન્ન થઈ. સમવસરણની આસપાસ એક યોજન પ્રમાણ ક્ષેત્રની શુદ્ધિ કરવા આભિયોગિક દેવોને આજ્ઞા કરી. નમસ્કાર આજ્ઞાનુસાર આભિયોગિક દેવોએ આમલકલ્પા નગરીમાં આવીને પહેલાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કર્યા, પોતાના નામ—ગોત્ર આદિનો પરિચય આપ્યો. ભગવાને કહ્યું – હે દેવાનું પ્રિયો ! તમારો જીતાચાર આચાર પરંપરા છે કે ચારે જાતિના દેવ પ્રસંગોપાત અધિપતિ દેવોની આજ્ઞાથી અરિહંત ભગવાનને નમસ્કાર કરી પોતાના નામ-ગોત્રનો પરિચય આપે છે. દેવો ભગવાનના વચનામૃતો સાંભળી પુનઃ વંદન નમસ્કાર કરી બહાર આવ્યા અને ભગવાનની ચારે તરફ એક યોજન જેટલા ક્ષેત્રને સંવર્તક વાયુ દ્વારા પ્રમાર્જિત કર્યું. ત્યાર પછી પાણીનો છંટકાવ કર્યો એવં સુગંધિત દ્રવ્યોથી તે ક્ષેત્રને સુવાસિત કર્યું. પુનઃ પરમાત્માને વંદન કરી તે દેવો દેવલોકમાં ચાલ્યા ગયા. સૂર્યાભદેવને આજ્ઞા પાછી આપી. સૂર્યાભદેવની આજ્ઞાથી સેનાપતિ દેવે સુસ્વરા નામની ઘંટાને ત્રણ વખત વગાડી બધા દેવોને સજાગ કર્યા. પછી બધાને સંદેશો સંભળાવ્યો કે સૂર્યાભદેવ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે. તમે પણ પોત પોતાના વિમાનોથી શીધ્ર ત્યાં પહોંચો. ઘોષણા સાંભળી દેવ સુજિજત થઈ યથાસમયે સુધર્મ સભામાં પહોંચ્યા. સૂર્યાભદેવની આજ્ઞાથી એક લાખ યોજન લાંબુ – પહોળું અને ગોળાકાર વિમાન વિકવ્યું. જેના મધ્યમાં સિંહાસન ઉપર સૂર્યાભદેવ આરૂઢ થયા. પછી યથાક્રમથી બધા દેવ ચઢીને પોત–પોતાના ભદ્રાસન પર બેસી ગયા. શીઘ્ર ગતિએ વિમાન પહેલા દેવલોકના ઉતર નિર્માણ માર્ગથી નીકળી, હજારો યોજનની ગતિથી અલ્પ સમયમાં નંદીશ્વર દ્વીપના રતિકર પર્વત ઉપર પહોંચી ગયો. ત્યાં વિમાનને નાનું બનાવી પછી આમલકલ્પા નગરીમાં આવી વિમાન દ્વારા ભગવાનની ત્રણ વખત પ્રદક્ષિણા કરી, ભૂમિથી ચાર આંગળ ઊંચુ વિમાન રાખ્યું. સૂર્યાભદેવ પોતાના સમસ્ત દેવપરિવાર સહિત ભગવાનની સેવામાં પહોચ્યા અને વંદન—નમસ્કાર કરી પોતાનો પરિચય આપ્યો. ત્યારે ભગવાને સૂર્યાભદેવને સંબોધિત કરી યથોચિત શબ્દોથી તેની વંદનાનો સ્વીકાર કરતાં કહ્યું કે આ તમારું કર્તવ્ય છે, ધર્મ છે, આચાર છે, જીતાચાર છે, કરણીય છે ઇત્યાદિ. સૂર્યાભદેવ ભગવાનના વચનો સાંભળી અત્યંત હર્ષિત થયા અને હાથ જોડી બેસી ગયા. – પ્રભુએ પરિષદને ધર્મોપદેશ સંભળાવ્યો. ઉપદેશ સાંભળીને પરિષદ વિસર્જન થઈ. સૂર્યાભદેવે ભગવાનને પ્રશ્ન પૂછયો – ભંતે ! હું ભવી છું કે અભવી ? સમ્યક્દષ્ટિ છું કે મિથ્યાદષ્ટિ ? પરિત સંસારી છું કે અપરિત સંસારી ? ચરમ શરીરી છું કે અચરમ શરીરી ? ઉત્તરમાં ભગવાને કહ્યું કે તમે ભવી, સમ્યક્દષ્ટિ છો અને એક ભવ કરી મોક્ષે જશો. સૂર્યાભદેવ અત્યંત આનંદિત થયા અને ભગવાનને કહ્યું – ભંતે ! આપ તો સર્વજ્ઞ, સર્વદર્શી છો. બધું જાણો – જુઓ છો પરંતુ ભકિતવશ થઈ હું ગૌતમાદિ અણગારોને મારી ઋદ્ધિ – બત્રીસ પ્રકારના નાટકો દેખાડવા ઇચ્છું છું. આ પ્રમાણે નિવેદન કર્યું પણ ભગવાને કંઈ જ જવાબ ન આપ્યો, મૌન રહ્યા. પછી સૂર્યાભદેવે ત્રણ વખત વિધિયુકત વંદન કરી મૌન સ્વીકૃતિ સમજી ઇચ્છાનુસાર વૈક્રિય શકિતથી સુંદર નાટયમંડપની રચના કરી અને ભગવાનની આજ્ઞા લઈ પ્રણામ કરી પોતાના સિંહાસન પર ભગવાનની સામે મુખ રાખી બેસી ગયા. નાટયવિધિનો પ્રારંભ કરતાં પોતાની એક ભુજામાંથી ૧૦૮ દેવકુમાર અને બીજી ભુજામાથી ૧૦૮ દેવકુમારીઓ કાઢી. ૪૯ પ્રકારના ૧૦૮ વાદકોની વિકુર્વણા કરી. પછી દેવકુમારોને નાટક કરવાનો આદેશ કર્યો. દેવકુમારોએ આજ્ઞાનુસાર નૃત્ય કર્યું. તે નાટકનો મુખ્ય વિષય આ પ્રમાણે છે = (૧) આઠ પ્રકારના મંગલ દ્રવ્યો સંબંધી (૨) પંકિતઓ (આવલિકાઓ) સંબંધી (૩) વિવિધ ચિત્રો સંબંધી (૪) પત્ર-પુષ્પ-લતા સંબંધી (૫) ચંદ્રોદય–સૂર્યોદયની રચના સંબંધી (૬) તેમના આગમન સંબંધી (૭) તેના અસ્ત સંબંધી (૮) તેના મંડળ અથવા વિમાન સંબંધી (૯) હાથી, ઘોડા આદિની ગતિ સંબંધી (૧૦) સમુદ્ર અને નગર સંબંધી (૧૧) પુષ્કરણી સંબંધી (૧૨) કકાર, ખકાર, ગકાર ઇત્યાદિ આદ્ય અક્ષર સંબંધી (૧૩) ઉછળવું – કૂદવું, હર્ષ–ભય, સંભ્રાંત– સંકોચ વિસ્તારમય થવા સંબંધી, અંતમાં ભગવાન મહાવીર સ્વામીનો પૂર્વ–દેવ ભવ, ચ્યવન, સંહરણ, જન્મ, બાલ્યકાળ, યૌવનકાળ, ભોગમય જીવન, વૈરાગ્ય, દીક્ષા, તપ-સંયમમય છદ્મસ્થ જીવન, કૈવલ્ય પ્રાપ્તિ, તીર્થ પ્રવર્તન અને નિર્વાણ સંબંધી સમસ્ત વર્ણન યુકત નાટકનું પ્રદર્શન કર્યું; નાટય વિધિનો ઉપસંહાર કરતાં દેવકુમાર દેવકુમારીઓએ મૌલિક ચાર પ્રકારના વાજીંત્ર વગાડયા, ચાર પ્રકારના ગીત ગાયા, ચાર પ્રકારના નૃત્ય દેખાડયા અને ચાર પ્રકારનો અભિનય બતાવ્યો. પછી વિધિયુકત વંદન નમસ્કાર કરી સૂર્યાભદેવની પાસે આવ્યા. સૂર્યાભદેવે સમસ્ત વિકુર્વણાને સમેટી લીઘી. અને ભગવાનને વંદન–નમસ્કાર કરતાં પોતાના વિમાનમાં આરૂઢ થયા અને દેવલોકમાં ચાલ્યા ગયા. (નોંધ : સમકીતી દેવોએ આ પ્રમાણે ન કરવું જાઈએ, સાધુસંદને જ્ઞાન અધ્યયન અને સ્વાધ્યાયમાં તેથી વિક્ષેપ થાય છે. પ્રમાદ અને આસકિત પણ થઈ શકે છે. પ્રશ્ન એ થાય છે કે પ્રભુએ તેને આવું ન કરવા ઉપદેશ કેમ નહિં આપ્યો.) Page #65 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ સૂર્યાભ વિમાનનું વર્ણનઃ સૌધર્મ નામનું પ્રથમ દેવલોક સમભૂમિથી અસંખ્ય યોજન ઉપર છે. તે દેવલોકમાં ૩ર લાખ વિમાન છે. તેની વચ્ચે પાંચ અવતંસક(મુખ્ય) વિમાન છે. (૧) અશોક અવતંસક (૨) સપ્તપર્ણ અવતંસક (૩) ચંપક અવતંસક (૪) આમ્ર અવતંસક. આ ચારે ચાર દિશામાં છે તેની વચ્ચે પ્રથમ દેવલોકના ઈન્દ્રનું સૌધર્માવલંસક વિમાન છે. આ સૌધર્મા વતંસક વિમાનની પૂર્વ દિશામાં અસંખ્ય યોજન દૂર સૂર્યાભ નામનું વિમાન છે. જે સાડા બાર લાખ યોજન લાંબુ–પહોળું છે. સૂર્યાભ વિમાનથી ૫00 યોજન દૂર ચારે દિશાઓમાં એક-એક વનખંડ છે. જે ૫00 યોજન પહોળા અને સૂર્યાભ વિમાન જેટલા લાંબા છે. તેના નામ – અશોક વન, સપ્તપર્ણ વન, ચંપક વન અને આમ્રવન છે. વનખંડમાં ઠેર ઠેર વાવડીઓ, પુષ્કરિણીઓ, કૂવા, તળાવ આદિ છે. જે વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. તેમાં ઉતરવા માટે ચારે દિશાઓમાં પગથીયા છે. તેની વચ્ચે ઠેર ઠેર નાના-મોટા પર્વત અને મંડપ છે. જ્યાં બેસવા-સૂવા માટે ભદ્રાસન છે. વનખંડમાં અનેક જગ્યાએ કદલીગૃહ, વિશ્રામગૃહ, પ્રેક્ષાગૃહ, સ્નાનગૃહ, શૃંગારગૃહ, મોહનગૃહ, જલગૃહ, ચિત્રગૃહ, આદર્શગૃહ આદિ શોભી રહ્યા છે. વિધ-વિધ લતા મંડપો છે જેમાં અનેક પ્રકારના આસન, શયનના આકારની શિલાઓ છે. ચારે વનખંડોમાં વચ્ચો વચ્ચ એક એક પ્રાસાદાવતંસક છે જેમાં પલ્યોપમની સ્થિતિવાળા એક એક દેવ રહે છે. જેના નામ – અશોક દેવ, સપ્તપર્ણ દેવ, ચંપક દેવ, આમ્ર દેવ છે. વનખંડનો અવશેષ ભૂમિ ભાગ સમતલ, સુંદર, સુખદ સ્પર્શવાળો રમણીય છે. અનેક પ્રકારના પંચરંગી મણિ, તૃણ અને તેની મધુર ધ્વનિથી સુશોભિત છે. પુણ્યફળનો ઉપભોગ કરનાર દેવ-દેવીઓ અહીં ક્રીડા કરે છે. ઉપકારિકાલયન :- સુઘર્મા સભા અને અન્ય પ્રમુખ સ્થાનોથી યુકત રાજધાની સમાન પ્રસાદમય ઘેરાયેલ ક્ષેત્રને ઉપકારિલાયન કહ્યું. છે. આ ક્ષેત્ર જંબુદ્વીપ જેવડું છે. તેની મધ્યમાં એક મુખ્ય પ્રાસાદ છે જે ૫00 યોજન ઊંચા ૨૫0 યોજન વિસ્તારવાળો છે. તેની ચારે તરફ ચાર ભવન અડધા પ્રમાણના છે, જે ચારે પણ અન્ય અર્ધ પરિમાણના ચાર ચાર ભવનોથી ઘેરાયેલા છે. તે ભવન પણ અન્ય અર્ધ પરિમાણના ચાર ભવનોથી ઘેરાયેલા છે. અર્થાત્ (૧ +૪+ ૧૬+ ૬૪)૮૫ પ્રાસાદ છે. રેકાલયન સુર્યાભ વિમાનની વચ્ચે મધ્યમાં છે. સમભૂમિથી કંઈક ઊંચાઈ પર છે. તેમાં પ્રવેશ કરવાને માટે ચારે | દિશાઓમાં પગથિયા છે. તેની ચારે બાજુ પાવર વેદિકા રૂપ પરકોટા છે અને તેની ચારે બાજુ બે યોજનથી કંઈક ન્યૂન પહોળું વનખંડ છે. (નોંધઃ પક્ષીઓ ઉડવાની શકતિ ધરાવે છે, છતાં થોડું નજીકનાં ક્ષેત્ર માટે ચાલે પણ છે તેવીજ રીતે દેવોને પણ પગથીયાનો – સોપાનનો ઉપયોગ છે.) સુધર્મ સભાનું બાહય વર્ણન – મુખ્ય પ્રાસાદવર્તાસકના ઈશાન ખૂણામાં અનેક સ્તંભો પર બનેલી સુધર્મ સભા છે. તેની ત્રણ દિશામાં ત્રણ દ્વારા અને ત્રણ સોપાનશ્રેણી (પગથીયા) છે. પશ્ચિમમાં નથી. આ દ્વાર સોળ યોજન ઊંચા અને આઠ યોજન પહોળા છે. દ્વારની સામે મંડપ છે, મંડપની આગળ પ્રેક્ષાગૃહ છે. પ્રેક્ષાગૃહની વચ્ચે મંચ છે, મંચની વચ્ચે ચબૂતરો(મણિપીઠિકા) છે, તેની ઉપર એક એક સિંહાસન છે. તેની આસપાસ અનેક ભદ્રાસન છે. પ્રેક્ષાગૃહની સામે પણ મણિપીઠિકા છે. તેના પર સૂપ છે. સૂપની સામે મણિપીઠિકા પર ચૈત્યવૃક્ષ છે, ચૈત્યવૃક્ષની સામે ઓટલા પર માહેન્દ્ર ધ્વજ છે. અને તેની સામે નંદા નામની પુષ્કરિણી છે. સુધર્મસભાનું આવ્યંતર વર્ણન:- સુધર્મ સભાની ચારે તરફ કિનારા ઉપર ૪૮ હજાર ઘર જેવા ખુલ્લા વિભાગ છે. તેમાં ૪૮ હજાર લાંબી ખુરશીઓ સમાન આસન છે. સુધર્મ સભાની વચ્ચે ૬૦ યોજન ઊંચા માણવક ચૈત્ય સ્તંભ છે. જેના ૪૮ તળિયા અને ૪૮ પાળ છે. અર્થાત્ ૪૮ વળાંકમાં ગોળાકાર છે. જેના મધ્યભાગમાં અનેક ખીલીઓ છે જેમાં શીકા લટકી રહ્યા છે અને શીકામાં ગોળ ડબ્બીઓ છે. ડબ્બીઓમાં "જિન દાઢાઓ" છે. જે દેવો માટે અર્ચનીય એવં પૂજનીય છે. માણવક ચૈત્ય સ્તંભની પૂર્વમાં સિંહાસન અને પશ્ચિમમાં દેવશય્યા છે. દેવ શય્યાના ઈશાન ખૂણામાં માહેન્દ્ર ધ્વજ છે. મહેન્દ્ર ધ્વજની પશ્ચિમમાં આયુધ શાળા છે. આયુધ શાળાના ઈશાન ખૂણામાં સિદ્ધાયતન છે. સિદ્ધાયતનનું બાહ્ય વર્ણન સુધર્મસભાના બાહ્ય વર્ણન છે. સિદ્ધાયતની અંદર ૧0૮ જિન પ્રતિમાઓ છે. તેની પાછળ એક છત્ર ધારક અને બાજુમાં બે ચામર ધારકની પ્રતિમાં છે. આગળ બબ્બે યક્ષ, ભૂત, નાગ આદિની મૂર્તિઓ છે. ત્યાં ૧૦૮ ઘંટડીઓ, ચંદન કળશ, થાળ, પુષ્પગંગેરી, ધૂપકડુચ્છક આદિ છે. સિદ્ધાયતનના ઈશાન ખૂણામાં અભિષેક સભા છે. તેના ઈશાન ખૂણામાં અલંકાર સભા છે. તેના ઈશાન ખૂણામાં વ્યવસાય સભા છે; તેમાં પુસ્તક રત્ન છે. જેમાં દેવોના જીતઆચાર કર્તવ્ય કલ્પ આદિ નું વર્ણન છે અને ધાર્મિક લેખ છે. વ્યવસાય સભાના ઈશાન ખૂણામાં નંદા નામની પુષ્કરિણી છે અને તેના ઈશાન ખૂણામાં વિશાળ બલીપીઠ' ચબૂતરો છે. સૂર્યાભનો જન્માભિષેક અને ક્રિયા કલાપ:- સૂર્યાભદેવ ઉપપાત સભામાં જન્મ લે છે. સામાનિક દેવોના નિવેદન અનુસાર પ્રવૃત્તિ કરવા માટે પૂર્વ દરવાજાથી નીકળી સરોવર પર આવે છે. ત્યાં સ્નાનાદિથી નિવૃત્ત થઈ અભિષેક સભામાં આવી પૂર્વ દિશા સન્મખ મુખ રાખી સિંહાસન પર બેસે છે. ત્યાં તેમનો બધા દેવ મળી જન્માભિષેક અને ઇન્દ્રાભિષેક કરે છે. અર્થાત કળશોથી સ્નાન કરાવે છે. અને વિવિધ પ્રકારે હર્ષ મનાવે છે. મંગલ શબ્દોચ્ચાર કરે છે. પછી પૂર્વ દરવાજાથી નીકળી સૂર્યાભદેવ અલંકાર શાળામાં આવી સિંહાસન પર બેસે છે. શરીરને લૂંછી, ગૌશીર્ષ ચંદનનો લેપ કરે છે. વસ્ત્ર યુગલ ધારણ કરે છે. અનેક આભૂષણ પગથી માંડી મસ્તક સુઘી ધારણ કરે છે. કલ્પવૃક્ષની જેમ સુસજિજત થાય છે. ત્યાર પછી વ્યવસાય સભામાં આવી સિંહાસન પર બેસી પુસ્તકરત્નનું અધ્યયન કરે છે. ત્યાર પછી નંદા પુષ્કરિણીમાં આવે છે. હાથ–પગનું પ્રક્ષાલન કરી પાણીની જારી અને ફૂલ લઈ સિદ્ધાયતનમાં આવે છે. વિનય ભકિત અને પૂજાવિધિ કરી ૧૦૮ મંગળ શ્લોકોથી સ્તુતિ કરે છે. ત્યાર પછી વંદન નમસ્કાર કરી મોરપીંછથી અનેકાનેક સ્થાનોનું પ્રમાર્જન, પાણીથી પ્રક્ષાલન અને ચંદનથી હાથના છાપા લગાવે છે, ધૂપ કરે છે, ફૂલ ચઢાવે છે. તે સ્થાનો આ પ્રમાણે છે – સિદ્ધાયતનનો મધ્યભાગ, દક્ષિણ દ્વાર, દ્વાર શાખા, પૂતળીઓ, વાઘ રૂપ મુખ મંડપનો મધ્ય ભાગ, મુખ મંડપનું પશ્ચિમી દ્વાર, પ્રેક્ષાઘર, મંડપના બધા ઉકત સ્થાન, ચૈત્ય સ્તૂપના બધા સ્થાન, ચૈત્ય વૃક્ષના બધા સ્થાન, મહેન્દ્ર ધ્વજના બધા સ્થાન, નંદા પુષ્કરિણીના બધા સ્થાન. Page #66 -------------------------------------------------------------------------- ________________ 65 કથાસાર jain તે જ રીતે ઉત્તર અને ત્યાર પછી પૂર્વ દ્વારના બધા સ્થાનોની પૂજા કરે છે. ત્યાર પછી સુધર્મસભામાં પ્રવેશ કરે છે. ત્યાં પણ જિન દાઢાઓ, સિંહાસન, દેવ શય્યા, મહેન્દ્ર ધ્વજ, આયુધ શાળા, ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા, પુસ્તક રત્ન, ચબૂતરા, સિંહાસન, નંદા પુષ્કરિણી સરોવર આદિ બધી જગ્યાઓનું મોરપીંછથી પ્રમાર્જન, પાણીથી સિંચન, ફૂલ, ધૂપ આદિ ક્રિયાઓ કરે છે. આ રીતે સર્વ નાનામોટા સ્થાનોનું ધૂપ દ્વિપ અને પૂજન, પ્રમાર્જન તથા પ્રક્ષાલન કરે છે. (નોંધઃ માલિક દેવ દ્રારા ઉપપાત થતાંજ આટલું મોટું કાર્ય અને તેમાં પણ વળી નાના મોટા દરેક સ્થળ, પગથીયાં વગેરેનું પ્રમાર્જન, પાણીથી પ્રક્ષલન વગેરે ક્રિયા વિચારણીય છે. નોકર દેવો પણ આટલું બધું કામ નથી કરતાં.) અંતે બલીપીઠની પાસે આવી બલી વિસર્જન કરે છે. પછી નોકર દેવો દ્વારા સૂર્યાભ વિમાનના બધા માર્ગ, દ્વાર, વન, ઉપવનમાં આ પ્રમાણે અર્ચા-પૂજા વિધિ કરાવે છે. ત્યાર પછી નંદા પુષ્કરિણીમાં હાથ-પગનું પ્રક્ષાલન કરી, સુધર્મા સભાના પૂર્વ દરવાજાથી પ્રવેશ કરે છે. પૂર્વ દિશામાં મુખ કરી સિંહાસન ઉપર બેસી જાય છે. સૂર્યાભ સભાની વ્યવસ્થા :- તેની પૂર્વ દિશામાં ચાર અગ્રમહિષીઓ, ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમમાં ચાર હજાર સામાનિક દેવ, દક્ષિણ પૂર્વમાં આવ્યંતર પરિષદના આઠ હજાર દેવ, દક્ષિણમાં મધ્યમ પરિષદના દસ હજાર દેવ, દક્ષિણ પણિ બાર હજાર દેવ, પશ્ચિમ દિશામાં સાત અનિકાધિપતિ દેવ, તદુપરાંત પાછળની ચારે દિશામાં સોળ હજાર આત્મ રક્ષક દેવ; આ બધા પોત પોતાના નિયુકત ભદ્રાસનો પર બેસે છે. સૂર્યાભ દેવનું ચાર પલ્યોપમનું આયુષ્ય છે. તેના સામાનિક દેવોનું પણ ચાર-ચાર પલ્યોપમનું આયુષ્ય છે. આ પ્રકારે સૂર્યાભ દેવ મહાદ્ધિ, મહાધુતિ, મહાબલ, મહાયશ અને મહાસૌખ્યવાળો તથા મહાપ્રભાવી છે. દ્વિતીય ખંડ – પ્રદેશી રાજા સૂર્યાભદેવની મહાદ્ધિ જોતાં સ્વાભાવિક જિજ્ઞાસા થાય કે આવી સંપદા તેને કેવી રીતે પ્રાપ્ત થઈ? પૂર્વ ભવમાં તે કોણ હતો? શી તપશ્ચર્યા કરી હતી? સંયમ, ધર્મનું પાલન કેવી રીતે કર્યું હતું? તેના સમાધાન અર્થે અહીં સૂર્યાભના પૂર્વ ભવનું વર્ણન કરવામાં આવ્યું પ્રદેશી રાજાનું જીવન :- ત્રેવીસમા તીર્થકર ભગવાન પાર્શ્વનાથનું શાસન પ્રવર્તી રહ્યું હતું. તે સમયે કેકયાર્દ્ર દેશમાં શ્વેતાંબિકા નામની નગરીમાં પ્રદેશ રાજા રાજ્ય કરતા હતા. તેની સૂર્યકાંતા નામની રાણી હતી અને સૂર્યકાંત નામનો પુત્ર હતો. તેને યુવરાજ પદે આરૂઢ કર્યો હતો. જે રાજ્યની અનેક વ્યવસ્થાઓની દેખરેખ રાખતો હતો. પ્રદેશી રાજાનો ભ્રાતૃવંશીય ચિત્ત નામનો પ્રધાન (સારથી) હતો. જે ચારે બુદ્ધિમાં પારંગત, કાર્યકુશલ, દક્ષ, સલાહકાર, રાજાનો વિશ્વાસુ, આલંબનભૂત, ચક્ષુભૂત, મેઢીભૂત હતો; રાજ્ય કાર્યમાં સક્રિય ભાગ લેવા વાળો હતો. પ્રદેશી રાજાનો આધીનસ્થ જિતશત્રુ રાજા હતો. જે કૃણાલ દેશની શ્રાવસ્તી નગરીમાં રહેતો હતો. એકદા પ્રદેશી રાજાએ ચિત્ત સારથીને શ્રાવસ્તીનગરીની રાજ્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કરવાનું કહ્યું. કિંમતી ભેટશું આપી વિદાય કર્યો. ચિત્ત સારથી શ્રાવસ્તી ગયો. રાજાના ચરણોમાં ભટણું મૂકી પ્રદેશી રાજાનો સંદેશો કહ્યો. જિતશત્રુ રાજાએ ભેટનો સ્વીકાર કર્યો અને ચિત્ત સારથીનો સત્કાર કરી રાજમાર્ગ પર આવેલા ભવનમાં ઉતારો આપ્યો. ચિત સારથી ત્યાં રહી રાજ્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા લાગ્યો. શ્રાવસ્તીમાં કેશી શ્રમણ :- એક વખત વિચરણ કરતા ભગવાન પાર્શ્વનાથના શિષ્ય અનેક ગુણોથી સંપન કેશીકુમાર શ્રમણ શ્રાવસ્તી નગરીની બહાર કાષ્ઠક નામના ઉદ્યાનમાં પધાર્યા. લોકોના ટોળે ટોળાં તેમના દર્શન કરવા જવા લાગ્યા. રાજમાર્ગ ઉપર કોલાહલ થતાં ચિત્ત સારથીનું ધ્યાન ખેંચાયું. અનુચર દ્વારા તપાસ કરાવતાં ખ્યાલ આવ્યો કે નગરીમાં કોઈ મહોત્સવ નથી પરંતુ કેશીકુમાર શ્રમણ બગીચામાં પધાર્યા છે, લોકો તેમના દર્શનાર્થે જઈ રહ્યા છે. ચિત્ત સારથી પણ રથારૂઢ થઈ ઉધાનમાં કેશીકુમાર શ્રમણ પાસે આવ્યા. વિધિવત્ નમસ્કાર કરી પરિષદમાં બેઠા. ધર્મોપદેશ સાંભળ્યો. યથાયોગ્ય પચ્ચખાણ લઈ સહુ ચાલ્યા ગયા. ચિત્ત સારથીનું હૃદય પુલકિત બન્યું; ત્રણ વખત વંદન-નમસ્કાર કરી કહ્યું, “તે! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું, રુચિ કરું છું અને તદ અનુરૂપ આચરણ કરવા તૈયાર છું. તેમણે નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા-ભકિત પ્રગટ કરતા થકાં, નિર્ગસ્થ પ્રવચનને ધારણ કરવાવાળા શ્રમણોનાં ગુણ-કીર્તન કર્યો. અને ધન્યવાદ આપ્યા. જાતને અધન્ય માનતાં થકા નિવેદન કર્યું કે- 'ભંતે! હું શ્રમણધર્મ સ્વીકારવા અસમર્થ છું, તેથી આપની પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કરવા ઇચ્છું છું'. ચિત્ત સારથીએ શ્રાવકના બાર વ્રત સ્વીકાર્યા તેમજ શ્રમણોપાસકનાં અનેક ગુણોથી સંપન્ન થયા. જિતશત્રુ રાજાએ ચિત્ત સારથીને અમૂલ્ય ભેટશું પ્રદેશ રાજાને આપવાનું નિવેદન કરી વિદાય આપી અને કહ્યું કે આપના કથન અનુસાર રાજ્યનું સંચાલન કરીશ. વિદાય લઈ ચિત્ત સારથી પોતાના ભવનમાં આવ્યા. ત્યાર પછી પગે ચાલીને જ કેશીકુમાર શ્રમણ પાસે ગયા. વંદન–નમસ્કાર કરી ધર્મોપદેશ સાંભળ્યો. પછી વિનંતિ કરી કે – 'ભંતે! હું શ્વેતાંબિકા નગરી જઈ રહ્યો છું. કરબદ્ધ વિનંતિ કરું છું કે આપ ત્યાં પધારવાની કૃપા કરજો.' ચિત્તની વિનંતિની ઉપેક્ષા કરતાં કેશી શ્રમણે પ્રત્યુત્તર ન આપ્યો. ચિત્તે ભાવભરી વિનંતિ કર્યે જ રાખી. ત્યારે કેશી શ્રમણે દષ્ટાંત આપી ઉત્તર આપ્યો. કે જે પ્રકારે કોઈ સુંદર, મનોહર વનખંડમાં પશુઓને દુઃખ દેવાવાળા પાપિષ્ઠ લોકો રહેતા હોય, ત્યાં વનચર પશુઓને રહેવાનો આનંદ કેમ આવે? તે પ્રકારે હે ચિત્ત! ક્વેતાંબિકા નગરી ભલે સુંદર, રમણીય હોય પણ તમારો રાજા પ્રદેશી જે રહે છે તે અધાર્મિક, અધર્મનું આચરણ કરવાવાળો અને અધર્મથી જ વૃત્તિ કરવાવાળો છે. સદા હિંસામાં આસકત, ક્રૂર, પાપકારી, ચંડ, રુદ્ર, ક્ષુદ્ર રહે છે. કૂડ-કપટ બહુલ, નિર્ગુણ, મયાર્દા રહિત, પચ્ચકખાણ રહિત, અધર્મનો જ સરદાર છે; પોતાની પ્રજાનું પણ રક્ષણ નથી કરતો યાવતું ગુરુઓનો પણ આદર-સત્કાર, વિનય-ભકિત નથી કરતો, તો તારી શ્વેતાંબિકા નગરીમાં કેવી રીતે આવું? અર્થાત્ આવવાની ઇચ્છા નથી'. Page #67 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 66 ચિત્તે બધી વાતનો સ્વીકાર કર્યો. અને કહ્યું કે – ભંતે ! આપને પ્રદેશી રાજાથી શું કામ છે ? ત્યાં અન્ય અનેક રાજકર્મચારી, શેઠ, સેનાપતિ, સાર્થવાહ, પ્રજાજન ધાર્મિક છે. તેઓ આપનો સત્કાર કરશે અને વિનય—ભકિત કરશે. ધર્મોપદેશ સાંભળશે, પ્રત્યાખ્યાન ધારણ કરશે. આહાર–પાણીથી પ્રતિલાભશે તેથી આપ જરૂર શ્વેતાંબિકા પધારો'. વારંવાર વિનંતિ કરવાથી કેશીકુમાર શ્રમણે આશ્વાસન આપતાં કહ્યું, 'જેવો અવસર....... આશ્વાસન મેળવી ચિત્તે પુનઃ વંદન–નમસ્કાર કર્યા. પોતાના ભવન ઉપર આવ્યા બાદ શ્વેતાંબિકા જવા પ્રસ્થાન કર્યું. શ્વેતાંબિકા પહોંચ્યા પછી ચિત્ત સારથીએ ઉદ્યાન પાલકને ભલામણ કરી. ત્યાર પછી પ્રદેશી રાજા પાસે જઈ ભેટલું આપી પોતાના મહેલમાં આવ્યા. વિચરણ કરતા કેશીકુમાર શ્રમણ શ્વેતાંબિકા નગરીના મૃગવન ઉદ્યાનમાં પધાર્યા. ઉદ્યાન પાલકે ચિત્ત સારથીને સંદેશો પહોંચાડયો. ચિત્તે ત્યાંજ પ્રથમ સિદ્ધ ભગવંતને નમોત્થણના પાઠથી વંદન કર્યા. પછી કેશીશ્રમણને નમોત્થણના ઉચ્ચારણ પૂર્વક વંદન નમસ્કાર કર્યા ત્યાર પછી ઉદ્યાન પાલકને પ્રીતિદાન આપ્યું. યશાશીઘ્ર તૈયાર થઈ ચિત્ત સારથી ગુરુસેવામાં હાજર થયા. વંદન કર્યા. દેશના સાંભળી. ત્યાર બાદ પ્રદેશી રાજાને પ્રતિબોધવા વિનંતિ કરી. કેશીશ્રમણે કહ્યું – (૧) જે વ્યકિત સંત–મુનિરાજની સમક્ષ બગીચામાં આવે છે, શ્રદ્ધા—ભકિતથી વાણી સાંભળે છે (૨) ગામ કે ઉપાશ્રયમાં જયાં પણ સંત હોય ત્યાં જાય (૩) ઘરે આવતાં સુપાત્રદાનથી સત્કાર કરે (૪) માર્ગમાં મળતાં અભિવાદન કરે છે; વંદના કરે છે તે વ્યકિત બોધ પ્રાપ્ત કરી શકે છે. તેનાથી વિપરીત જે બગીચામાં નથી આવતો, નજીકના ઉપાશ્રયે નથી આવતો, ઘરે દાન દેવાનો ઉત્સાહ પ્રગટ નથી કરતો, સામા મળતાં મુખ છુપાવે અને શિષ્ટાચાર પણ ન કરે તે બોધ પ્રાપ્ત નથી કરી શકતો. હે ચિત્ત ! તમારો રાજા પણ આજ રીતે કિંચિત્ પણ વિનય કે સત્કાર કરવા તૈયાર નથી, તો તેને બોધ કેવી રીતે આપવો ? ત્યારે ચિત્તે યુકિત પૂર્વક રાજાને લઈ આવવાનો નિર્ણય કર્યો. બીજે દિવસે ચિત્તે પ્રદેશી રાજને કંબોજ દેશના શિક્ષિત કરાયેલા ઘોડાની પરીક્ષા કરવાનું કહ્યું. રાજાએ સ્વીકાર્યુ. ચાર ઘોડાને ૨થમાં જોડી બન્ને ફરવા માટે નીકળ્યા. અલ્પ સમયમાં ખૂબ દૂર નીકળી ગયા. સખત ગરમી અને તૃષાથી રાજા વ્યાકુળ બન્યા. આરામ કરવાની ઇચ્છા વ્યકત કરી. ચિત્તે અવસર જોઈ રથ ફેરવ્યો. શીઘ્રતાથી તે બગીચા પાસે આવ્યા. રથને ઉભો રાખ્યો. તે વખતે કેશી શ્રમણનું પ્રવચન ચાલી રહ્યું હતું. રાજા વૃક્ષની શીતળ છાયામાં આરામ કરી રહયા હતા. ત્યાંથી કેશીકુમાર શ્રમણ તથા તેમની પરિષદ દેખાતી હતી. વ્યાખ્યાનનો અવાજ પણ સંભળાતો હતો. પ્રદેશી રાજાએ મનમાં વિચાર્યુ કે આ જડ, મુંડ અને મુઢ લોકો જડ, મુંડ અને મુઢની ઉપાસના કરે છે. આટલું જોરથી કોણ બોલે છે કે જે મને શાંતિથી આરામ કરવા નથી દેતા. ચિત્તને પૂછ્યું આ કોણ છે ? ચિત્તે મુનિનો પરિચય આપતાં કહ્યું કે ચાર જ્ઞાનના ધારક પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય છે. તેમને મનઃપર્યવ અને અવધિ જ્ઞાન છે. પ્રાસુક એસણીય આહાર કરનાર હોય છે. શ્રમણ કેશી અને રાજા પ્રદેશીનો સંવાદ : પ્રદેશી રાજા ચિત્ત સારથીની સાથે કેશી શ્રમણ પાસે આવ્યા અને ઉભા ઉભા જ પૂછવા લાગ્યા – આપ અવધિ જ્ઞાની છો ? મનઃ પર્યવજ્ઞાની છો ? પ્રાસક એષણીય અન્ન ભોગી છો ? કેશી શ્રમણ :– રાજન્ ! જેમ વણિકો દાણચોરી કરવાના ભાવે સીધો માર્ગ નથી પૂછતા. તેવી રીતે તમે પણ વિનય – વ્યવહાર ન કરવાના ભાવે અયોગ્ય રીતે પ્રશ્ન પૂછી રહ્યા છો ? રાજન્ ! મને જોઈને તમારા મનમાં એ સંકલ્પ ઉત્પન્ન થયો કે જડ, મુંડ અને મૂર્ખ લોકો જડ, મુંડ અને મૂર્ખની ઉપાસના કરે છે ? ઈત્યાદિ. રાજા પ્રદેશી :– મને એવો વિચાર આવ્યો તે તમે કેવી રીતે જાણ્યો ? શાસ્ત્રમાં પાંચ જ્ઞાન કહ્યા છે. તેમાંથી ચાર જ્ઞાન મને છે. જેમાં મન:પર્યવ જ્ઞાન દ્વારા હું જાણી શકયો કે તમને ઉકત શ્રમણ :સંકલ્પ થયો હતો. રાજા :– હું અહીં બેસી શકું ? કેશી :– આ તમારો બગીચો છે. તમે જાણો છો. ત્યારે પ્રદેશી રાજા ચિત્ત સારથીની સાથે બેસી ગયા. રાજા :– ભંતે ! આત્મા શરીરથી જુદો છે કે શરીર જ આત્મા છે ? = કેશી = રાજન્ ! શરીર એ જ આત્મા નથી. આત્મા શરીરથી ભિન્ન છે. આત્માના અસ્તિત્વનું જ્ઞાન સ્વસંવેદનથી થઈ શકે છે. સંસારમાં જેટલા પ્રાણી છે તેમને સુખ અને દુઃખ, ધનવાન અને નિર્ધન, માન અને અપમાનનું જે સંવેદન થાય છે– અનુભૂતિ થાય છે, તે આત્માને જ થાય છે; શરીરને નહિ. શરીર તો જડ છે. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ – શંકાનો કરનાર તેજ, અચરજ એહ અમાપ . આત્માના અસ્તિત્વની શંકા જડને નથી થતી. એવો સંશય ચેતન તત્વને જ થાય છે – “આ મારું શરીર છે.'' આ કથનમાં જે 'મારું' શબ્દ છે તે સિદ્ધ કરે છે કે હું કોઈ શરીરથી અલગ વસ્તુ છું અને તે આત્મ તત્વ છે, આત્મા છે,જીવ છે, ચૈતન્ય છે. શરીરના નાશ થવા પછી પણ તે રહે છે, પરલોકમાં જાય છે. ગમનાગમન અને જન્મ મરણ કરે છે. તેથી સંશય કરવાવાળો, સુખ–દુ:ખ નો અનુભવ કરવાવાળો, આત્માનો નિષેધ કરવાવાળો અને'હું' 'મારું શરીર' આ બધાનો અનુભવ કરવાવાળો આત્મા જ છે અને તે શરીરથી ભિન્ન તત્વ છે. આંખ જોવાનું કામ કરે છે, કાન સાભળવાનું કામ કરે છે પણ તેનો અનુભવ કરી ભવિષ્યમાં યાદ કોણ કરે છે ? તે યાદ રાખનાર આત્મ તત્વ છે, જે શરીર અને ઇન્દ્રિયોથી ભિન્ન છે. રાજા :- ભંતે ! મારા દાદા મારા ઉપર અત્યંત સ્નેહ રાખતા હતા. તે મારા જેવા અધાર્મિક હતા, આત્મા અને શરીરને એક જ માનવા વાળા હતા તેથી તે નિઃસંકોચ પાપ કર્મ કરતાં જીવન પસાર કરતા હતા. તમારી માન્યતા અનુસાર તે નરકમાં ગયા હશે. ત્યાં Page #68 -------------------------------------------------------------------------- ________________ jain 67 કથાસાર દારૂણ દુ:ખ ભોગવતા હશે. તેમને મારા ઉપર અપાર સ્નેહ હતો. માટે મને સાવધાન કરવા મારી પાસે તેઓએ આવવું જોઈતું હતું કે હે પ્રિય પૌત્ર ! હું પાપકાર્યના ફલસ્વરૂપ નરકમાં ગયો છું અને મહાન દુઃખો ભોગવું છું તેથી તું આવું પાપ કાર્ય ન કરતો, ધર્મ કર, પ્રજાનું સારી રીતે સંરક્ષણ–પાલન કર. પણ આજ સુધી કયારેય આવ્યા જ નથી. તેથી હે ભંતે! આત્મા કંઈ અલગ નથી, શરીર એ જ આત્મા છે. શરીરના નાશ થયા પછી આત્માની સ્વતંત્ર કલ્પના કરવી તે જૂઠું છે. કેશી - રાજન્ ! તારા દાદા નરકમાં ગયા હશે તો પણ આવ્યા નથી તેનું કારણ એ છે કે – જેમ તારી રાણી સૂર્યકાંતાની સાથે કોઈ અન્ય પુરુષ ઇચ્છિત કામભોગોનું સેવન કરે તે જોયા બાદ તું તેને કેવો દંડ કરે? રાજા :- તે દુષ્ટ પાપીને તત્કાળ દંડ દઉં અર્થાત્ તલવારથી ટુકડે ટુકડા કરી પરલોકમાં પહોંચાડી દઉં. કેશી :–જો તે એમ કહે કે મને એકાદ બે કલાકનો સમય આપો, જેથી હું મારા પરિવારને મળી આવું, સૂચના આપી આવું તો તું તેને છોડી દે? રાજા :- ના..એટલો બોલવાનો પણ સમય ન આપું. અથવા તે બોલવાની હિંમત પણ ન કરી શકે અને કદાચ કહે તો દુષ્ટને એક ક્ષણ પણ રજા ન આપું. કેશી :- રાજન્! આ અવસ્થા નરકના જીવોની અને તારા દાદાની હશે. પોતાના દુઃખથી અહીં આવવાનો વિચાર પણ ન કરી શકે અથવા તે આવવા ઇચ્છે તો આવી ન શકે. તેથી તારા દાદા તને કહેવા ન આવ્યા હોય તે માટે જીવ અને શરીર એક જ છે, તેમ માનવું યોગ્ય નથી. રાજા ભંતે! મારી દાદી બહુ ધર્માત્મા હતી. તેથી તમારી માન્યતા અનુસાર જરૂર સ્વર્ગમાં ગઈ હશે. તેને પાપ ફળનું પ્રતિબંધ નહીં હોય તો તે આવીને મને કહી શકે કે હે પૌત્ર! હું ધર્મ કરી સ્વર્ગમાં ગઈ છું. તું પાપ નહીં કરતો. આત્મા અને શરીર ભિન્ન છે, તેમ માની ધર્મ કર, પ્રજાનું યથાતથ્ય પાલન કર, ઇત્યાદિ. પણ હજી સુધી તે મને સાવધાન કરવા કયારેય આવી નથી. તેને મારા ઉપર અત્યંત પ્રેમ હતો તો પણ કેમ આવી નહિ? તેથી પરલોક, દેવલોક અને આત્મા એવું કાંઈ નથી એવી મારી માન્યતા છે. (નોંધઃ કેશી સ્વામીનાં સમય કાળમાં પોતાનાં સંપૂર્ણ આયુષ્ય દરમિયાન પ્રદેશી રાજાએ દેવોને જોયા નથી. તેથી ચોથા આરામાં પણ દેવો ફકત તિર્થંકર,ચક્રવર્તી કે વાસુદેવની હાજરીમાંજ આવાગમનની પ્રવૃતિ કરતાં હશે એવું અનુમાન થાય છે.) કેશી :- રાજન્! જયારે તું સ્નાન આદિ કરી પૂજાની સામગ્રી આદિ લઈ મંદિરમાં જઈ રહ્યો હોય, અને માર્ગમાં કોઈ પુરુષ અશુચિથી ભરેલા શૌચગૃહ પાસે બેઠો તમને કહે.'અહીં આવો, થોડી વાર બેસો. તો તમે ત્યાં ક્ષણભર પણ નહીં જાવ. તે પ્રકારે હે રાજન્! મનુષ્ય લોકમાં પ00 યોજન ઉપર અશુચિની દુર્ગધ જાય છે. તેથી દેવો અહીં નથી આવતા. તેથી તમારા દાદી પણ તમને કહેવા ન આવ્યા હોય. દેવલોકમાંથી તિøલોકમાં ન આવવાના કારણ (૧) ૫00 યોજન ઉપર દુર્ગધ ઊછળે છે. (૨) ત્યાં ગયા પછી અહીંનો પ્રેમ સમાપ્ત થઈ જાય છે. (૩) ત્યાં ગયા પછી હમણાં જાઉં જાઉં એવો વિચાર કરી કોઈ નાટક જોવામાં કે એશ-આરામમાં પડી જાય; તેટલા સમયમાં અહીં કેટલીય પેઢીઓ પસાર થઈ જાય છે. તેથી દાદીના આવવાના ભરોસે તમારું માનવું યોગ્ય નથી. રાજા :- ભંતે ! તે સિવાય પણ મારો અનુભવ છે કે શરીરથી ભિન્ન જીવ તત્વ નથી. એક વખત મેં એક અપરાધી પરષને લોખંડની કોઠીમાં બંધ કરી, ઢાંકણું ઢાંકી તેની ઉપર ગરમ લોખંડ અને ત્રાંબાનો લેપ કર્યો. વિશ્વાસુ માણસને પહેરેગીર તરીકે રાખ્યો. કેટલાક દિવસ પછી તે કોઠીને ખોલવામાં આવી તો તે વ્યકિત મૃત્યુ પામી હતી. તે કોઠીમાં સોઈની અણી જેટલું પણ છિદ્ર નહોતું પડયું. જો આત્મા અલગ હોય તો કોઠીમાંથી નીકળતાં કયાંક સૂક્ષ્મ છિદ્ર પડવું જોઈએ ને? ખૂબ ધ્યાન પૂર્વક નીરખ્યું હોવા છતાં કયાંય છિદ્ર ન દેખાયું. તેથી મારી માન્યતાને પુષ્ટિ મળી. કેશી : રાજનું! ચોતરફ બંધ દરવાજાવાળો એક ખંડ હોય. તેની દિવાલો નકકર બની હોય, તેમાં કોઈ વ્યકિત બૅડ-વાજા-ઢોલ આદિ લઈને ગઈ હોય, પછી દરવાજા બંધ કરી તેની ઉપર લેપ કરી સંપૂર્ણ છિદ્ર રહિત કરી, પછી જોર–જોરથી ઢોલ, ભેરી વગાડે તો અવાજ બહાર આવશે? તેની દિવાલ આદિમાં છિદ્ર થશે? રાજા :- દિવાલમાં છિદ્ર ન હોવા છતાં અવાજ તો જરૂર આવશે. કેશી :- રાજ! જેવી રીતે છિદ્ર વિનાની દિવાલમાંથી અવાજ બહાર આવે છે તો અવાજથી પણ આત્મ તત્વ અતિ સૂક્ષ્મ છે. તેની અપ્રતિહત ગતિ છે અર્થાત્ દિવાલ આદિથી જીવની ગતિ અટકતી નથી. તેથી તમે શ્રદ્ધા રાખો કે જીવ શરીરથી ભિન્ન તત્વ છે. રાજા : ભંતે! એક વખત મેં એક અપરાધીને મારી તત્કાળ લોહ કભીમાં પૂરી ઢાંકણને લેપ લગાડી નિચ્છિદ્ર કર્યો. કેટલાક દિવસો પછી જોયું તો તેમાં કીડાઓ પેદા થઈ ગયા હતા. તો બંધ કુંભમાં તેમનો પ્રવેશ કયાંથી થયો? અંદર તો કોઈ જીવ હતો જ નહિ. કેશી કોઈ સઘન લોખંડનો ગોળો હોય, તેને અગ્નિમાં નાખી દીધા પછી તે થોડીવારમાં લાલધૂમ થઈ જાય છે ત્યારે સમજવું તેમાં અગ્નિનો પ્રવેશ થયો છે. તે ગોળાને જોવામાં આવશે તો કયાંય છિદ્ર નહીં દેખાય તો તેમાં અગ્નિનો પ્રવેશ કયાંથી થયો? તેવી રીતે હે રાજન! જીવ પણ બંધ કુંભમાં પ્રવેશ કરી શકે છે. તેનું અસ્તિત્વ અગ્નિથી પણ સૂક્ષ્મ છે. તેને લોખંડ આદિમાં પ્રવેશ કરતાં કે બહાર નીકળતાં બાધા નથી પહોંચતી. તેથી હે રાજનું! તમે શ્રદ્ધા કરો કે શરીર અને આત્મા ભિન્ન છે, જન્મ, મરણ અને પરલોક છે. રાજા - એક શસકત વ્યકિત પાંચ મણ વજન ઉપાડી શકે છે અને બીજી અશકત વ્યકિત તે વજન ઉપાડી શકતી નથી. એટલે હું માનું છું કે શરીર એજ આત્મા છે. જો એક આત્મા વજન ઉપાડી શકે તો બીજો કેમ ન ઉપાડી શકે? કારણ કે શરીર ગમે તેવું અશકત હોય પણ આત્મા તો બધાના સરખા જ છે ને? બધા આત્મા સરખા હોવા છતાં સમાન વજન ઉપાડી નથી શકતા તેથી મારું માનવું યથાર્થ છે. 'શરીર એ જ આત્મા છે ' જેવું શરીર હોય તે પ્રમાણે કાર્ય થાય છે તેથી આત્માનું અલગ અસ્તિત્વ માનવાની આવશ્યકતા નથી. કેશી :- સમાન શકિતવાળા પુરુષોમાં પણ સાધનના અંતરથી કાર્યમાં પણ અંતર પડે છે. જેવી રીતે એક સરખી શકિતવાળા બે પુરુષોને લાકડા કાપવાનું કાર્ય સોપવામાં આવ્યું. એકને તીક્ષ્ણ ધારવાળી કુહાડી આપી અને બીજાને બુઠી ધારવાળી કુહાડી આપી Page #69 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 68 સારી કુહાડીવાળો પુરુષ લાકડાને જલ્દી કાપી નાખે છે અને ખરાબ કુહાડીવાળો કાપી નથી શકતો. તેનો અર્થ એવો નથી કે શસ્ત્ર પ્રમાણે કાર્ય થાય, વ્યકિત કંઈ છે જ નહીં પરંતુ સાધનના અભાવમાં કાર્યમાં અંતર પડે છે. તેમ આત્મ તત્વ બધામાં એક સરખુ હોવા છતાં સાધન રૂપ શરીરની અપેક્ષા તો દરેક કાર્યમાં રહે જ છે. ભાર વહન કરવા કાવડ તથા રસ્સી નવી–જુની મજબૂત જેવી હોય તે પ્રમાણે વ્યકિત ભાર વહન કરી શકે છે. આ રીતે સાધનની મુખ્યતાથી જ ભિન્નતા જણાય છે. તેથી હે રાજન્ ! આ તર્કથી પણ આત્માને ભિન્ન ન માનવો તે અસંગત છે. રાજાઃ–એક વખત એક માણસને મેં જીવતાં તોળ્યો, વજન કર્યું, પછી તત્કાળ પ્રાણ રહિત કરીને તોળ્યો તો અંશમાત્ર તેના વજનમાં અંતર ન પડયું. તમારી માન્યતાનુસાર શરીરથી ભિન્ન આત્મ તત્વ ત્યાંથી નીકળતુ હોય તો વજનમાં ફરક પડવો જોઈએ ને ? કેશી :- કોઈ મસકમાં હવા ભરીને તોળવામાં આવે અને હવા કાઢી નાખ્યા પછી તોળવામાં આવે તો તેમાં કોઈ અંતર નથી પડતું. આત્મા તે હવાથી પણ અત્યંત સૂક્ષ્મ(અરૂપી) છે. તેથી તેના નિમિત્તથી વજનમાં ફરક પડતો નથી. તેથી હે રાજન્ ! તમારે શ્રદ્ઘા કરવી જોઈએ કે શરીર અને આત્મા ભિન્ન છે. રાજા :- એક વખત એક અપરાધીને મેં નાના—નાના ટુકડા કરી જોયો, મને કયાંય જીવ ન દેખાયો. તેથી હું માનું છું કે શરીરથી ભિન્ન જીવ જેવી કોઈ ચીજ જ નથી. કેશી: – રાજન્ ! તું પેલા મૂર્ખ કઠિયારાથી અધિક મૂર્ખ છે, વિવેકહીન છે. એક વખત કેટલાક કઠિયારા જંગલમાં ગયા. આજે એક નવો માણસ પણ સાથે હતો. જંગલ ખૂબ દૂર હોવાથી ત્યાંજ ખાવું–પીવું વગેરે કાર્ય હોઈ, સાથે થોડા અંગારા લીધા હતા. આજે તેઓએ નવા માણસને કહ્યું. તમે જંગલમાં બેસો. અમે લાકડા કાપી લઈ આવશું. તમે ભોજન બનાવી રાખજો. કદાચ આપણી પાસે રહેલો અગ્નિ બુજાઈ જાય તો અરણી કાષ્ટથી અગ્નિ પેદા કરી ભોજન તૈયાર કરી રાખજો. લાકડા લઈ આવ્યા પછી ભોજન કરી ઘરે જશે. તેઓના ગયા પછી પેલા માણસે યથાસમયે ભોજન બનાવવાનો પ્રારંભ કર્યો પણ જોયું તો આગ બુજાઈ ગઈ હતી. અરણી કાષ્ઠની ચારે બાજુ જોયું તો કયાંય અગ્નિ ન દેખાણો. આખરે અરણી કાષ્ટના ટુકડેટુકડા કરી જોયા પણ અગ્નિ ન દેખાણો. અગ્નિ વિના ભોજન કેમ પકાવવું ? તે નિરાશ થઈ બેઠો રહ્યો. જ્યારે તે કઠિયારાઓ લાકડા લઈને આવ્યા ત્યારે તેઓ બીજા અરણી કાષ્ઠ દ્રારા અગ્નિ પેદા કરી ભોજન બનાવ્યું. તેઓએ નવા કઠિયારાને કહ્યું કે – રે મૂર્ખ ! તું આ લાકડાના ટુકડેટુકડા કરી તેમાંથી અગ્નિ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તો એમ શોધવાથી અગ્નિ મળે ? તે જ રીતે હે રાજન્ ! તારી પ્રવૃત્તિ પણ તે મૂર્ખ કઠિયારા સમાન છે. રાજા ભંતે ! તમારા જેવા જ્ઞાની, બુદ્ધિમાન, વિવેકશીલ વ્યકિત આ વિશાળ સભામાં મને તુચ્છ, હલકા શબ્દોથી, અનાદર પૂર્ણ વ્યવહાર કરે તે ઉચિત છે. -: કેશી :- રાજન્ ! તમે જાણો છો કે પરિષદ કેટલા પ્રકારની હોય છે ? તેમાં કોની સાથે કેવી રીતે વ્યવહાર કરાય ? કોને કેવો દંડ દેવાય ? તો તમે મારી સાથે શ્રમણોચિત વ્યવહાર ન કરતાં, વિપરીત રૂપે વર્તન કરી રહયા છો તો મારે તમારી સાથે આ પ્રમાણે વાર્તાલાપ કરવો જ યોગ્ય છે, તમે આ નથી સમજી શકતા ? રાજા :– પોતાનો આશય સ્પષ્ટ કરતાં રાજાએ કહ્યું કે પ્રારંભના વાર્તાલાપથી જ હું સમજી ગયો હતો કે આ વ્યકિત સાથે જેટલો વિપરીત વ્યવહાર કરીશ તેટલો જ્ઞાનલાભ વધુને વધુ થશે. તેમાં લાભ થશે નુકશાન નહિ જ. હું તત્વ જ્ઞાન, સમ્યક્ શ્રદ્ધા, સમ્યક્ ચારિત્રને પ્રાપ્ત કરીશ. જીવ અને જીવના સ્વરૂપને સમજીશ. તે કારણે જ હું તમારી સાથે વિપરીત વર્તન કરતો હતો. હે ભંતે ! આપ તો સમર્થ છો. મને હથેળીમાં રાખેલા આંબળાની જેમ આત્માને બહાર કાઢી બતાવો. કેશી :- હે રાજન્ ! આ વૃક્ષના પાંદડા આદિ હવાથી હલી રહ્યા છે, તો હે રાજન્ ! તું આ હવાને આંખોથી જોઈ નથી શકતો, હાથમાં રાખી કોઈને દેખાડી નથી શકતો તો પણ તેના અસ્તિત્વનો સ્વીકાર તો કરે જ છે. તે પ્રકારે હે રાજન્ ! આત્મા હવાથી પણ સૂક્ષ્મ છે અર્થાત્ હવા તો રૂપી પદાર્થ છે પણ આત્મા અરૂપી છે. તેને હાથમાં કેવી રીતે દેખાડી શકાય ? તેથી હે રાજન ! તમે શ્રદ્ધા કરો કે હવાની સમાન આત્મા પણ સ્વતંત્ર અચક્ષુગ્રાહય તત્વ છે. જમીનમાં આંબો, દ્રાક્ષ, શેરડી, મરચા આદિના પરમાણુ પડયા છે તેવી શ્રદ્ધાથી કોઈ વ્યકિત બીજ વાવે તો ફળ પ્રાપ્ત કરી શકે પરંતુ કોઈ ધરતીને ખોદી તેના કણ-કણમાં તે આમ્ર, દ્રાક્ષ, શેરડી, મરચાના પરમાણુઓને પ્રત્યક્ષ જોવાનો પ્રયત્ન કરે તો તેને ઇચ્છિત ફળ ની પ્રાપ્તિ થતી નથી. જ્યારે આ રૂપી પદાર્થ પણ રૂપી હોવા છતાં સામાન્ય જ્ઞાન વાળાને દષ્ટિગોચર નથી થતા તો આત્મા જેવો અરૂપી અને અતિ સૂક્ષ્મ પદાર્થ જોવાની કલ્પના કરવી તે બાલિશતા છે, નાદાનતા છે. તેથી આત્મા, પરલોક, પુદ્ગલ પરમાણુ, સૂક્ષ્મ સમય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવની આદિ, તૈજસ–કાર્મણ શરીર, કર્મ આદિ કેટલાક તત્વ સામાન્ય જ્ઞાનીઓ માટે શ્રદ્ધા ગમ્ય અને બુદ્ધિ ગમ્ય હોઈ શકે. પ્રત્યક્ષ ગમ્ય નહિ. રાજા –ભંતે ! જીવને અલગ તત્વ માનશું તો તેનું પરિમાણ, કદ કે માપ કેટલું માનવું ? તે આત્મા કયારેક હાથીની વિશાળ કાયામાં અને કયારેક કીડી જેવા નાના શરીરમાં કેવી રીતે રહી શકે ? જો તેનું કદ કીડી જેટલું માનીએ તો હાથીના શરીરમાં કેવી રીતે રહી શકે ? અને જો હાથી જેટલું કદ માનીએ તો કીડીના શરીરમાં કેમ સમાઈ શકે ? તેથી શરીર અને આત્માને ભિન્ન તત્વ ન માનવા જોઈએ. કેશી - રાજન્ ! જે પ્રકારે દીપક મોટા હોલમાં રાખવામાં આવે તો તેનો પ્રકાશ આખા હોલમાં ફેલાય છે અને નાના ખંડમાં રાખવામાં આવે તો પણ તેના પ્રકાશનો સમાવેશ થઈ જાય છે. તેવી રીતે બલ્બને એક કોઠીમાં રાખો તો તેનો પ્રકાશ કોઠીમાં સમાઈ જાય છે. તેનું કારણ એ છે કે રૂપી પ્રકાશમાં સંકોચ વિસ્તરણનો ગુણ છે. આ જ રીતે આત્માના પ્રદેશમાં પણ ઉકત ગુણ છે. તે જે કર્મના ઉદયથી જેવું અને જેટલું શરીર પ્રાપ્ત કરે છે તે શરીરમાં વ્યાપ્ત થઈને રહે છે. તેમાં કોઈ મુશ્કેલી નથી તેથી હે રાજન્ ! તમે શ્રદ્ધા કરો કે આત્મા અને શરીર ભિન્ન છે. જીવ તે શરીર નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ jain કથાસાર રાજા – ભંતે! આપે જે કંઈ સમજાવ્યું છે તે બધું ઠીક પણ મારા પૂર્વજો એટલે કે બાપ-દાદાના વખતથી ચાલ્યો આવતો આ ધર્મ કેમ છોડું? કેશી :- હે રાજન! તમે લોહ વણિકની જેમ હઠીલા ન બનો. નહિતર તેની જેમ પસ્તાવુ પડશે.યથા – એકદા કેટલાક વણિકો ધન કમાવાની ઇચ્છાથી યાત્રાર્થે નીકળ્યા. મોટા જંગલમાં આવ્યા ત્યાં કોઈ એક સ્થાને લોખંડની ખાણ જોઈ. બધાએ વિચાર વિમર્શ કરી લોખંડના ભારા બાંધ્યા. આગળ જતાં સીસાની ખાણ આવી. બધાએ વિચારી લોખંડ છોડી સીસાના ભારા બાંધ્યા. એક વણિકને અનેક રીતે સમજાવવા છતાં તેણે એમ જ કહ્યું કે આટલે દૂરથી મહેનત કરી વજન ઉપાડયું હવે તેને કેમ છોડાય? આગળ જતાં ત્રાંબાની, પછી ચાંદીની, ત્યાર પછી સોનાની, રત્નની અને અંતે હીરાની ખાણો આવી. બધા વણિકોએ અગાઉની વસ્તુનો ત્યાગ કરી હીરા ભરી પુનઃ ઘર તરફ જવાની તૈયારી કરી. પણ પેલા વણિકે પોતાની જીદ અને અભિમાનમાં લોખંડ છોડ્યું નહિ અને હીરા લીધા જ નહિ. નગરમાં આવ્યા પછી બધા વણિકોએ હીરા વેચી અખૂટ ધન સંપતિ પ્રાપ્ત કરી. વિશાળ સંપતિના માલિક બનીને સમય પસાર કરવા લાગ્યા. પરંતુ લોહ વણિક ફકત લોઢાના મૂલ્ય જેટલું ધન મેળવી પૂર્વવત્ જીવન જીવવા લાગ્યો અને તેના સાથીઓના ને જોઈ પારાવાર પશ્ચાતાપ કરવા લાગ્યો. વણિક હોવા છતાં હાનિ-લાભ, સત્યઅસત્યનો વિચાર ન કર્યો. પૂર્વાગ્રહમાં રહી પશ્ચાતાપ મેળવ્યો, તેમ હે રાજન્ ! તું બુદ્ધિમાન થઈ, જાણતો હોવા છતાં સત્યઅસત્યનો નિર્ણય કરી સત્યનો સ્વીકાર નથી કરતો, તો તારી દશા લોહ વણિક જેવી જ થશે. રાજાનું પરિવર્તન - કેશીકુમાર શ્રમણના નિર્ભીક અને સચોટ વાકયોથી તથા તર્ક સંગત દષ્ટાંતોથી પ્રદેશ રાજાના જીવનમાં પરિવર્તન આવ્યું. ચિત્ત સારથીનો પુરૂષાર્થ સફળ થયો. રાજાએ વંદન નમસ્કાર કરી મુનિને કહ્યું – ભંતે! હું લોહ વણિક જેવું નહીં કરું કે જેથી મારે પસ્તાવું પડે. હું તમારી પાસે ધર્મશ્રવણ કરવા ઇચ્છું છું. કેશી શ્રમણે સમય ઉચિત ધર્મ ઉપદેશ આપ્યો. જેથી પ્રદેશ રાજા વ્રતધારી શ્રમણોપાસક બન્યા. બીજે દિવસે સંપૂર્ણ પરિવાર સહિત રાજસી વૈભવ સહિત ઠાઠમાઠ પૂર્વક દર્શનાર્થે આવ્યા. પાંચ પ્રકારના અભિગમ સહિત તેમના અવગ્રહમાં પ્રવેશ કર્યો. | વિધિયુકત વંદન નમસ્કાર કર્યા. અગાઉ કરેલ અવિનય, અશાતનાની ક્ષમા યાચના કરી. ઉપદેશ સાંભળવા વિશાળ પરિષદ સાથે કેશી શ્રમણ સમક્ષ બેસી ગયા. કેશી શ્રમણે પરિષદને લક્ષ્યમાં રાખી ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળી પરિષદ વિસર્જિત થઈ. કેશી શ્રમણે રાજાને સંબોધિત કરી કંઈક ભલામણ રૂપે શિક્ષા વચનો કહ્યા - હે પ્રદેશી! જેવી રીતે ઉદ્યાન, ઈક્ષનું ખેતર, નૃત્ય શાળા આદિ કયારેક રમણીય હોય છે તો કયારેક અરમણીય પણ બની જાય છે. તેમ તું ધર્મની અપેક્ષાએ રમણીય બની પુનઃ કયારેય અરમણીય બનતો નહીં. રાજા :- ભંતે! હું શ્વેતાંબિકા સહિત સાત હજાર ગામ નગરોને ચાર વિભાગમાં વિભકત કરીશ. યથા (૧) રાજય વ્યવસ્થા માટે (૨) ભંડાર માટે (૩) અંતઃપુર માટે અને (૪) દાન શાળા માટે. દાનશાળાની વ્યવસ્થા માટે સુંદર કુટાકાર શાળા તથા નોકરોને નિયુકત કરીશ જેમાં સદા ગરીબોને તથા અન્ય વાચકો અને ભિક્ષાચરોને ભોજન આદિની સુંદર વ્યવસ્થા રહેશે. તદુપરાંત હું પણ વ્રત, પચ્ચકખાણ અને પૌષધ કરતો ઉત્તરોત્તર ધર્મ આરાધનામાં અભિવૃદ્ધિ કરીશ. આ પ્રકારે પ્રદેશીએ દ્રવ્ય અને ભાવથી જીવન પરિવર્તન કર્યું. ધર્માચરણમાં તેની રુચિ કેન્દ્રિત થઈ ગઈ. રાજ્ય વ્યવસ્થાની લગન ઘટી ગઈ. યુવરાજ સૂર્યકાંત રાજ્ય વ્યવસ્થા સંભાળવા લાગ્યો. ભવિતવ્યતા વશ પ્રદેશનું ધર્મયુકત જીવન રાણી સૂર્યકાંતા સહી ન શકી. તેની દષ્ટિમાં રાજા વાસનાથી વૈરાગી – ધર્મઘેલા બની ગયા હોય તેવું લાગ્યું. અનેક વિકલ્પોથી ઘેરાઈ ગઈ. ત્યાં સુધી વિચાર્યું કે રાજાને ઝેર દઈ મારી નાખવા. પોતાની અધીરાઈને રોકી ન શકી. પોતાના કુત્સિત વિચારો સૂર્યકાંતકુમાર પાસે રજૂ કર્યા. સૂર્યકાંત કુમારે તેની હળાહળ ઉપેક્ષા કરી તેથી રાણીને લાગ્યું કે કદાચ કુમાર મારા વિચારો રાજા પાસે રજુ કરી ન દે..! અવસર જોઈ રાજાને ભોજનનું નિમંત્રણ આપી વિષમય આસન, શય્યા, વસ્ત્ર, આભૂષણ અને આહાર-પાણી બનાવ્યા. યથાસમયે પ્રદેશને વિષયુકત ભોજન આપ્યું. તેનો ભોગ ઉપભોગ કરતા જ રાજાને બેચેની થવા માંડી, વિષનો પ્રભાવ વધવા માંડયો. રાજાને સમજતાં વાર ન લાગી. તે ત્યાંથી ઉઠયા. પૂર્ણ શાંતિ અને સમભાવના સાથે કર્મનો ઉદય અને ભવિતવ્યતાનો વિચાર કરી સૂર્યકાંતા પ્રત્યે બિલકુલ દ્વેષ ન કરતાં ધીરે ધીરે ચાલતાં પૌષઘશાળામાં પહોચી ગયા. ઘાસના સંથારે પથંકાસને બેસી વિધિવત્ ભકતપ્રત્યાખ્યાન સંથારો કર્યો. પ્રથમ નમોત્થણે સિદ્ધ પરમાત્માને અને બીજું નમોત્થણે ધર્મગુરુ ધર્માચાર્ય કેશી શ્રમણને આપ્યું અને ઉચ્ચારણ કર્યું કે હે ભંતે! આપ ત્યાં બેઠા મને જોઈ – જાણી શકો છો હું આપને વંદન નમસ્કાર કરું છું. ત્યાર પછી અઢાર પાપ અને ચાર આહારનો ત્યાગ કર્યો. શરીરના મમત્વનો ત્યાગ કર્યો, શરીરને વોસિરાવી દીધું. વિષનું પરિણમન વૃદ્ધિગત થતાં પ્રગાઢ વેદના પ્રજવલિત થઈ પરંતુ પરીક્ષાના સમયે સમભાવને ન ચૂકતા પ્રદેશ રાજ આયુષ્ય પૂર્ણ કરી, ધર્મના આરાધક બની સૂર્યાભ દેવ બન્યા. - આ પ્રકારે અમાવસ્યાથી પૂનમ તરફ આવીને એટલે કે નાસ્તિકમાંથી આસ્તિક બની, દિવ્ય દેવાનુભવ તથા ઐશ્વર્યને પ્રાપ્ત કર્યા. દેવભવની ચાર પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, રાજ ઋદ્ધિનો ત્યાગ કરી બાળ બ્રહ્મચારી દઢ પ્રતિજ્ઞા નામના શ્રમણ થશે. ઘણા વર્ષોની કેવલી પ્રવજ્યા પાળી અંતિમ દિવસોમાં અનશન કરી નિર્વાણ પ્રાપ્ત કરશે. ભવચક્રથી મુકત થઈ જશે. શિક્ષા એવં જ્ઞાતવ્ય:(૧) ધૃણા પાપસે હો પાપીસે નહીં કભી લવલેશ – ભૂલ સુજા કર સત્ય માર્ગ પે, કરો યહી યત્નશ. મણના અનપમ આદર્શથી એક દુરાગ્રહી, પાપિષ્ઠ માણસ જેના હાથ લોહીથી રંગાયેલા રહેતા હતા, તેવી ઉપમા સૂત્રમાં જેને આપવામાં આવી છે, તે એક વખત સંત સમાગમ થતાં, વિશદ ચર્ચા કરતાં, દઢધર્મી બન્યો. Page #71 -------------------------------------------------------------------------- ________________ 70 આગમ-કથાઓ | (૨) કેશી શ્રમણનો ઉપદેશ સૂર્યકાંતા મહારાણીએ પણ સાંભળ્યો હતો. તે રાજા જેવી પાપિષ્ઠ નહોતી, રાજાને પ્રિયકારી હતી, તેથી પુત્રનું નામ માતાના નામ ઉપરથી સૂર્યકાંત રાખવામાં આવ્યું હતું. છતાં રાજાના પૂવના નિકાચિત કર્મ ઉદયમાં આવતાં રાણીને કુમતિ સુઝી. જીવ અજ્ઞાન દશામાં કોઈ ઉતાવળું કાર્ય કરી બેસે છે, જેનાથી તેને કોઈ લાભ થતો નથી. છતાં ફકત ઉત્પન્ન થયેલ સંકલ્પોને પૂર્ણ કરવા દત્તચિત્ત બની જાય છે. આ પણ જીવની અજ્ઞાનદશા છે. અંતે અપયશ મેળવી આ ભવ-પરભવને બગાડી દુઃખની પરંપરાનું સર્જન કરે છે. | સમ્યક સમજણ આવ્યા પછી રાજા હોય કે પ્રધાન શ્રાવકના બાર વ્રત ધારણ કરવામાં કોઈને તકલીફ પડતી નથી. તેથી ધર્મપ્રેમી કોઈપણ આત્મા સંયમ સ્વીકાર નથી કરી શકતા તેમણે શ્રાવકવ્રત ધારણ કરવામાં આળસ, પ્રમાદ, લાપરવાહી કે ઉપેક્ષાવૃતિ ન રાખવી જોઈએ. દા.ત. ચિત્ત સારથી અન્ય રાજ્યમાં રાજ્ય વ્યવસ્થા માટે ગયો હોવા છતાં ત્યાં બારવ્રતધારી બન્યો. પરદેશી રાજા અશ્વ પરીક્ષાર્થે નીકળ્યા હોવા છતાં મુનિના સત્સંગથી બારવ્રતધારી શ્રાવક બન્યા. આજે વર્ષોથી ધર્મ કરતા માણસો બાર વ્રત ધારી નથી બની શકતા. તેમણે આ સૂત્રમાંથી પ્રેરણા મેળવી વ્રતધારી શ્રાવક બનવું જોઈએ. આધ્યાત્મ ભાવની સાથે સાથે ગૃહસ્થ જીવનમાં અનુકંપા દાન અને માનવસેવાને સ્થાન આપવું જોઈએ. પ્રદેશી શ્રમણોપાસકને કેશી શ્રમણે ' રમણીક' રહેવાની પ્રેરણા આપી હતી. તેના ફળ સ્વરૂપે રાજાએ દાનશાળા ખોલી. અનેકાંતમય આ નિગ્રંથ પ્રવચન એક ચક્ષુથી નથી ચાલતું. ઉભય ચક્ષુ પ્રવર્તક છે. કેટલાક ફકત માનવસેવાને જ ધર્મ માને છે, વ્રત નિયમની ઉપેક્ષા કરે છે. તો કેટલાક શ્રાવક આધ્યાત્મ ધર્મમાં આગળ વધે છે પણ સંપજા હોવા છતાં દયા, દાન, માનવસેવા, ઉદારતાના ભાવોની ઉપેક્ષા કરે છે. તે બધાની ગૃહસ્થ જીવનની સાધના એક ચક્ષુભૂત સમજવી. તેઓ છતી શકિતએ ધર્મની પ્રભાવના કરી શકતા નથી આ પ્રમાણે આ સૂત્રના અંતિમ પ્રકરણથી શ્રાવકોએ ઉભય ચક્ષુ બનવાની પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ. અર્થાત્ અધ્યાત્મધર્મની સાધનાની સાથે છતી શકિતએ અનુકંપા દાન આદિની ઉપેક્ષા ન કરવી જોઈએ. (૫) શ્રમણ વર્ગે કેશીશ્રમણની આ ચર્ચાથી અનુપમ પ્રેરણા લેવી જોઈએ કે દુરાગ્રહી પ્રશ્નકર્તાઓને પણ સંતોષ આપી શકાય છે. આવા પ્રકરણોનું વારંવાર સ્વાધ્યાય, મનન કરવાથી બુદ્ધિ અને તર્કશકિતનો વિકાસ થાય છે. (૬) કેવળજ્ઞાની ભગવંતો પણ અંતિમ સમયે ઘણા દિવસોનો સંથારો કરે છે તે પ્રદેશના ભવિષ્યના ભવ દઢપ્રતિજ્ઞના વર્ણનથી સ્પષ્ટ થાય છે. (૭) કથાનકોમાં પ્રદેશી રાજાએ છઠના પારણે છઠની ૪૦ દિવસની શ્રમણોપાસકની પર્યાયમાં આરાધના કરી છે તેમ વર્ણવ્યું છે, પણ આ સૂત્રમાં તે ઉપલબ્ધ નથી. રાણીએ છઠનાં પારણા માં ઝેર આપ્યું હોય એ પણ શકય છે. આ બધા તારા રૂપો પણ છે. કથામાં ઉપસ્થિત જીવાત્માઓમાં મારો આત્મા છે, તમારો આત્મા પણ છે, આજ સુધી અનંત ભવભ્રમણ કરતાં જીવ હજી સિધ્ધ ગતિ નથી પામ્યો. અને આજથી પૂર્વે જીવે અનંત ભવ કર્યા તેથી આમાંના સઘડા ભવ જીવે કર્યા. તેથી તે જીવો પ્રત્યે આત્મભાવમાં ધૃણા ન લાવતાં, કરુણા ભાવ રાખવો. નાગેશ્વરી કે ગોશાલક જ્વા જીવો પ્રત્યે પણ ઘાભાવ ન રાખવો, કે ન તેમનાં ભવભમકાનું વાંચન કરતાં, ન્યાય થયો એમ જાણવું. પરંતુ જીવોની આ પણ એક દશા છે. એમ જારી કરુણાભાવ રાખવો. કારણકે હે જીવ તે જીવાત્મા તું પોતે પણ છે. તેથી હવે તું પોતાના પર ઉપકાર કર, દયા કર અને ફરી આવા ભવ ભ્રમણ ન કરવા પડે તે માટે પ્રયત્ન કર. (૮) પાપકર્મોનો ઉદય થતાં પોતાના પણ પરાયા થઈ જાય છે. તેથી સંસારમાં કોઈની પણ સાથે મોહ રાખવો નહિ. નિમ્પ્રયોજન અહિત કે પ્રાણઘાત કરનાર ઉપર પણ દ્વેષ કરવો નહિ. સમભાવ રાખવામાં કંઈ અહિત થતું નથી. આ પ્રકારે વર્તવાથી જ પ્રદેશીએ ધર્મ આરાધના કરી દેવભવની પ્રાપ્તિ કરી. તેમજ સંસાર ભ્રમણથી મુકત થવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. એક કવિના શબ્દોમાં કહીએ તો – જહર દિયા મહારાણીને, રાજા પરદેશી પી ગયા,- વિઘટન પાપકા કિયા, રોષ કો નિવારા હૈ વિપદાઓ કે માધ્યમ સે, કર્મોના કિનારા હૈ – ડરના ભી કયા કષ્ટોસે, મહાપુરૂષોકા નારા હૈ. (૯) આત્મા આદિ અરૂપી તત્વોને શ્રદ્ધાથી સમજી સ્વીકારવા જોઈએ. સૂક્ષ્મતમ તત્વો માટે પ્રત્યક્ષ પ્રમાણનો આગ્રહ ન રાખવો જોઈએ. તર્ક અગોચર વિષયોનો પણ શ્રદ્ધાથી સ્વીકાર કરવો જોઈએ. પરંપરાગત રૂઢીઓને પણ સાચી સમજણ મેળવ્યા પછી છોડી દેવી જોઈએ. પછી ગમે તેવી પરંપરા હોય, સિદ્ધાંતનું રૂપ લઈ ચૂક્યા હોય, આચારનો કે ઇતિહાસનો વિષય હોય તો પણ જો તે અસત્ય,કલ્પિત, અનઆગમિક, અસંગત હોય તો તે પરંપરાનો દુરાગ્રહ ન રાખવો. બલ્ક સત્ય બુદ્ધિથી નિર્ણય લીધા બાદ પરિવર્તન કરવામાં જરા પણ હિચકિચાટ ન થવો જોઈએ. આ પ્રેરણા કેશી સ્વામીએ પ્રદેશ રાજાને લોહ વણિકના દષ્ટાંત દ્વારા આપી હતી. અને પ્રદેશીએ તેનો સ્વીકાર પણ કર્યો હતો. (૧૦) પ્રદેશ રાજા અને ચિત્ત સારથીના ધાર્મિક શ્રમણોપાસક જીવનના વર્ણનમાં મુનિ દર્શન, સેવા ભકિત, વ્યાખ્યાન શ્રવણ, પાંચ અભિગમ,વંદન વિધિ ક્ષેત્ર સ્પર્શના કરવાની વિનંતિ, સાધુની ભાષામાં સ્વીકૃતિ, શ્રાવક વ્રત ધારવા, પૌષધ સ્વીકાર, શ્રમણ નિગ્રંથો સાથેનો વ્યવહાર, દૂર ક્ષેત્રમાં વિચરતા શ્રમણોને વંદના, ઉધાનમાં પધારવા છતાં પ્રથમ ઘરમાંજ વંદન વિધિ, અનશન ગ્રહણ આદિ ધાર્મિક કૃત્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. જે શ્રાવકોના શ્રેષ્ઠ આચારો છે. સાથે જ જનસેવાની ભાવનામય રાજયની આવકનો ચોથો ભાગ દાનશાળા માટે વાપરવા રૂપ આચરણને ધાર્મિક જીવનનું મહત્વશીલ અંગ Page #72 -------------------------------------------------------------------------- ________________ jain બતાવ્યું છે. (૧૧) સૂર્યાભ વિમાનની સુધર્મા સભામાં જે સિદ્ધાયતન આદિનું વર્ણન છે તેમાં ૧૦૮ જિન પ્રતિમાઓનું વર્ણન છે તેને સૂર્યાભદેવે જન્મ સમયે પૂજી છે. પણ સુધર્મા સભાની બહાર સ્તૂપના વર્ણનની સાથે જે ચાર જિન પ્રતિમાઓનું કથન મૂળ પાઠમાં ઉપલબ્ધ છે તે શંકાસ્પદ છે. કારણ કે શાશ્વત દેવલોકના સ્થાનોમાં ૧૦૮ નામ વિનાની મૂર્તિઓ અંદરના ભાગમાં છે. તો પછી દરવાજાની બહારના અસંગત સ્થાનમાં, તે પણ સ્તૂપ તરફ મુખવાળી તેમજ વર્તમાન ચોવીસીના ઋષભ અને વર્ધમાન નામ વાળી છે અને ઐરાવતના પ્રથમ અને અંતિમ તીર્થંકરનું નામ પણ તેમા જોડયું છે. શાશ્વત પ્રતિમાઓમાં ચોથા આરાના ચાર તીર્થંકરોનાં નામ હોવા ખરેખર સંદેહ પૂર્ણ છે.તેથી તેની કાલ્પનિકતા અને પ્રક્ષિપ્તતા પ્રગટ થાય છે. આ ચાર પ્રતિમાઓના માપ સૂત્રમાં કહયા અનુસાર વર્તમાન ઋષભ અને વર્ધમાન તીર્થંકારના માપથી ભિન્ન છે. કારણ કે શાશ્વત સ્થાનની પ્રતિમાઓ ભિન્ન ભિન્ન અવગાહનાવાળી ન હોય. તો ઋષભ અને વર્ધમાનની અવગાહનાનો મેળ કયાં બેસે ? ઋષભદેવની ૫૦૦ ધનુષ્યની અગવાહના છે જયારે મહાવીર સ્વામીની સાત હાથની. આથી ફલિત થાય છે કે તે સ્તૂપની પાસેની ચારે પ્રતિમાઓનું વર્ણન કાલ્પનિક છે. 71 કથાસાર (૧૨) તીર્થંકર ભગવંતો ને અને શ્રમણોને પરોક્ષ વંદન, નમોત્થણના પાઠથી કરવામાં આવે છે તે વંદન ભલેને દેવ–મનુષ્ય કરે, દેવ સભા, રાજ સભા, પૌષધશાળા કે ઘરમાં બેઠા ક૨ે. તેમજ તેઓને પ્રત્યક્ષ વંદન તિકપુત્તોના પાઠથી કરાય છે, ચાહે શ્રાવક હોય કે દેવ. સિદ્ધોને વંદન સદાય નમોત્થાંના પાઠથી જ કરવામાં આવે છે. કારણ કે તેઓ હંમેશા પરોક્ષજ હોય છે. આ નિર્ણય પ્રસ્તુત સૂત્રના પ્રસંગોથી કે અન્ય સૂત્રમાં આવેલા પ્રસંગોથી તેમ સિદ્ધ થાય છે. મોક્ષ પ્રાપ્ત તીર્થંકારોને સિદ્ધપદથી વંદન કરવામાં આવે છે. 6 ‘ ઈચ્છામિ ખમાસણો’ ના પાઠથી ઉત્કૃષ્ટ વંદન ફકત પ્રતિક્રમણ વેળાએ જ કરવામાં આવે છે. અન્ય સમયમાં અથવા અન્યત્ર આ ઉત્કૃષ્ટ વિધિથી વંદન કયાંય કરવામાં આવ્યા નથી. નમોત્થણં તથા તિક્ષુતોના પાઠથી વંદન બતાવ્યા છે. શ્રમણોને જે નમોત્થણંથી વંદન કરવામાં આવે છે તેમાં તીર્થકરોના સંપૂર્ણ ગુણોનું ઉચ્ચારણ ન કરતાં નીચે પ્રમાણે સંક્ષિપ્તમાં બોલવામાં આવે છે ‘નમોત્થણં કેસિસ્ટ કુમાર સમણમ્સ મમ ધમ્માયરિસ્ટ ધમ્મોવએસગસ્સ' અને વિશિષ્ટ જ્ઞાની ગુરુ હોય તો વંદામિણું ભંતે ! તિત્થગયું ઈહગએ, પાસઉ મે ભગવંત તિત્થગયે ઈહગયં તિકટુ વંદઈ નમંસઈ.’ એટલું અધિક બોલવું જોઈએ. ઉપકારી શ્રમણોપાસકને પણ પરોક્ષ વંદન નમોત્થણના પાઠથી કરાય છે ઔપપાતિક સૂત્રમાં 'નમોત્પુર્ણ અંબડમ્સ પરિવ્યાયગસ્સ (સમણોવાસગસ્સ) અહં ધમ્માયરિયમ્સ ધમોવએસગસ્સ.' ઔપપાતિક સૂત્રમાં ત્રણ વખત નમોત્થણં કહેવાનું કથન છે. પ્રસ્તુત રાજપ્રશ્નીય સૂત્રમાં તથા જ્ઞાતા સૂત્રમાં બે વખત નમોત્થણું કહેવાનો પ્રસંગ છે. બે વખત સૂર્યાભે સિદ્ધ અને અરિહંત ભગવાન મહાવીર સ્વામીને. ચિત્તસારથી, પ્રદેશી રાજા તથા ધર્મરૂચિ અણગારે સિદ્ધ અને ગુરુને નમોત્થણના પાઠથી પરોક્ષ વંદન કર્યા. ત્રણ વખત નમોત્થણં કહેનારા અંબડના શિષ્યોએ સિદ્ધને, ભગવાન મહાવીરને અને ગુરુ અંબડને પરોક્ષ વંદન કર્યા છે. (૧૩) કથારૂપ અધ્યયનોના સ્વાધ્યાય કરતાં ધ્યાન રાખવું જરૂરી છે કે તેમાંથી ગ્રહણ કરવા યોગ્ય, છોડવા યોગ્ય, જાણવા યોગ્ય, મધ્યસ્થ ભાવ રાખવા યોગ્ય એમ જુદા જુદા ઘણા વિષયો હોય છે. તે માટે સતત વિવેકબુદ્ધિથી નિર્ણય કરવો જોઈએ. રાજાઓની દિવ્ય ઋદ્ધિનું વર્ણન પણ હોય છે, રાણીઓ (સ્ત્રીઓ)ની ભોગ સામગ્રીનું વર્ણન પણ હોય છે. ધર્માચરણ, શ્રાવકાચાર તથા શ્રમણાચારનું વર્ણન પણ હોય છે, તેમજ કુસિદ્ધાંત, કુતર્કોનું તેમજ મહા અધર્મી આત્માઓની ક્રૂર પ્રવત્તિનું વર્ણન પણ હોય છે; અને જીતાચાર, લોકાચારનું વર્ણન પણ હોય છે. આવા વર્ણનોથી ચિંતનપૂર્વક આચરણીય તત્વોનો નિર્ણય લેવો જોઈએ. કથામાં વર્ણિત વ્યકિતઓમાંથી કોઈની પણ ઉપર રાગ–દ્વેષ, નિંદા અને કર્મબંધના વિચારો આવવા જોઈએ નહીં. તટસ્થ પણે રહેવાનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે ઘટના પ્રસંગો ભૂતકાળમાં થઈ ગયા છે. હવે તેના વિષયમાં સંકલ્પ, વિકલ્પ કરવા નિરર્થક છે; અને તેમ કરતાં નાહક કર્મબંધના ભાગીદાર થવાય છે. (૧૪) જીતાચાર અથવા લોક વ્યવહાર અને ધાર્મિક આચારનું સ્થાન જુદું જુદું હોય છે. ગૃહસ્થ શ્રમણોપાસકના જીવનમાં યા દૈવિક જીવનમાં કેટલાક વ્યવહારો મર્યાદિત સીમા સુધીના હોય છે. પણ તેમના ધાર્મિક આચાર તે વ્યવહારથી જુદા વ્રત–પ્રત્યાખાન, દયા, દાન, શીલ સંતોષ, સંવર અને નિર્જરા વગેરે ધર્મરૂપ હોય છે. કોઈપણ ધર્માચરણમાં જીતાચાર યા લોક વ્યવહારને પ્રવિષ્ટ કરાવી તેની પરંપરા બનાવી દેવી અનુચિત છે. તેવી જ રીતે જીતાચારને જ ધર્માચાર બનાવી દેવો તે પણ અયોગ્ય છે. તથા જીતાચાર કે લોક વ્યવહારની વિવેકબુદ્ધિ રહિત, એકાંત ઉપેક્ષા કરવી પણ યોગ્ય નથી. તેમાં વિવેક બુદ્ધિ રાખવાની હોય છે. સામાજિક જીવનમાંથી સ્વતંત્ર થઈ, નિવૃત્ત સાધનામય જીવનકાળમાં ગૃહસ્થના જીતાચાર આદિનો પૂર્ણ ત્યાગ કરી દેવો અનઉપયુકત નથી અર્થાત્ ઉપયુકત જ કહેવાય છે. આ કારણે જ અનિવૃત ગૃહસ્થ જીવનમાં મુખ્ય ૬ આગાર હોય છે. અને નિવૃત્ત સાધનાકાળમાં શ્રાવકને તે ૬ આગારનો પણ ત્યાગ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે અનિવૃત્ત શ્રાવકના જીવનમાં જીતાચારની એકાંત ઉપેક્ષા નથી કરી શકાતી. જ્ઞાતાસૂત્રના આદર્શ શ્રમણોપાસક અર્હન્નકને શ્રધ્ધામાંથી પિશાચ રૂપ દેવ પણ વિચલિત કરી ન શકયા. તેમણે પણ યાત્રાના પ્રારંભમાં નાવની પૂજા–અર્ચા તથા મંગલ મનાવવાની પ્રવૃત્તિ કરી હતી. સમ્યગ્દષ્ટિ ચરમ શરીરી દેવેન્દ્રો પણ તીર્થંકરોના દાહ સંસ્કાર; ભસ્મ, અસ્થિ આદિ સંબંધી કેટલીય પ્રવૃત્તિ કરે છે. ઉત્કૃષ્ટ આરાધનાથી દેવ થયેલા. સૂર્યાભ સમ્યક્દષ્ટિ હોવા છતાં વિમાનના નાના—મોટા અનેક સ્થાનની પૂજા કરી હતી. જે પ્રસ્તુત સૂત્રમાં સ્પષ્ટ પણે વર્ણવવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીતાચારને જીતાચાર જ માનવો. તેને ધર્માચરણ ન માનતાં આવશ્યકતા અનુસાર સ્વીકાર કરવું, જીતાચાર પોત–પોતાની સીમા સુધી જ મર્યાદિત હોય છે. (૧૫) શ્રમણોએ કોઈપણ પ્રકારના નાટક, વાંજીત્ર આદિ દર્શનીય દશ્યોને જોવાનો સંકલ્પ પણ ન કરવો. આ પ્રમાણેનો નિષેધ Page #73 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 12 આચારાંગ સૂત્રમાં છે તથા તેનું પ્રાયશ્ચિત નિશીથ સૂત્રમાં વર્ણવ્યું છે. સાધુએ વિવેકથી આચારનું પાલન કરવું જોઈએ. તેમ છતાં કોઈ વ્યકિત આગ્રહ ભાવે સાધુની આજ્ઞા સ્વીકારવાનો વિકલ્પ ન રાખે તો તેવા આગ્રહી ભાવવાળા સાથે તિરસ્કાર વૃત્તિ કે દંડનીતિ ન અપનાવતાં ઉપેક્ષા ભાવ રાખી તટસ્થ રહેવું હિતાવહ છે. જેમ કે સૂર્યાભે ગૌતમ આદિ અણગારની સમક્ષ પોતાની ત્રદ્ધિ બતાવવાનું વિચાર્યું, પ્રભુએ સ્વીકૃતિ ન દેતાં મૌન ધાર્યું, નિષેધ કે તિરસ્કાર ન કર્યો તેમજ અસદ્ વ્યવહાર પણ ન કર્યો. સ્વીકૃતિ વિના જ સૂર્યાભે પોતાના નિર્ણય અનુસાર નાટક દેખાવ્યા જ. આવા પ્રસંગો ઉપસ્થિત થતાં યોગ્ય લાગે તો ઉપદેશ આપવો, શ્રાવક–સાધુના આચારો જણાવી સૂચન કરવું; છતાં ય નિરર્થક લાગે તો ઉપેક્ષા રાખવી; પણ જોહુકમી, તિરસ્કાર, બહિષ્કાર કે દુર્વ્યવહાર વગેરે ન જ કરવા અને તેવા વ્યવહારોની પ્રેરણા કે અનુમોદના પણ ન કરવી.ધર્મ આત્માના પરિણામો ઉપર આધાર રાખે છે. બીજા ઉપર બળજબરી કરી જાતને ધર્મી દેખાડવી યોગ્ય નથી. ઉપસંહાર :- આ પ્રકારે અનેક શિક્ષાઓ, પ્રેરણાઓથી પરિપૂર્ણ આ સૂત્ર છે. જે અનુભવ અને શ્રદ્ધાને પુષ્ટ કરે છે. તેથી આ અધ્યયનના મનનથી યથોચિત આત્મવિકાસને પ્રાપ્ત કરવો જોઈએ. ઉપાંગ (નિરયાવલિકા વર્ગ પંચક) સૂત્ર પરિચય – આ આગમ બાર અંગસૂત્રોથી ભિન્ન અંગ બાહ્ય કાલિક સૂત્ર છે. આ સૂત્રનું નામ 'ઉપાંગ સૂત્ર છે, જે તેની પ્રારંભિક ભૂમિકાના મૂળ પાઠથી જ સ્પષ્ટ સિદ્ધ થાય છે. યથા (સમણેણં જાવ સંપતાણ ઉવંગાણે પંચ વગા પન્નતા, તંજહા નિરયાવલિયાઓ જાવ વહિદસાઓ,) છતાં પણ કાળક્રમથી તેનું નામ 'નિરયાવલિકા' પ્રસિદ્ધ થયું છે. તદુપરાંત એક સૂત્રના પાંચ વર્ગને પાંચ સૂત્ર તરીકે સ્વીકારી લેવામાં આવ્યા છે. હકીકતમાં આ "ઉપાંગસૂત્ર" નામનું આગમ છે. તેની રચના કયારે થઈ, કોણે કરી તે અજ્ઞાત છે. છતાં પણ તેના રચયિતા પૂર્વધર બહુશ્રુત છે, તે નિઃસંદેહ છે. કારણકે નંદીસૂત્રની આગમ સૂચિમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઉપાંગસૂત્ર' નું એક જ શ્રુતસ્કંધ છે. તેના પાંચ વર્ગ છે. પાંચ વર્ગના કુલ બાવન અધ્યયન છે. પાંચે વર્ગના નામનું સ્પષ્ટીકરણ કરતાં પ્રારંભની ઉત્થાનિકામાં તેના જે નામો કહ્યા છે તે વર્ગના નામને જ સૂત્ર કહેવામાં આવ્યા છે. પરંપરાએ લિપિકાળમાં આ કથનનો પ્રભાવ આ સૂત્રના અંતિમ પ્રશસ્તિ વાકયમાં અને નંદીસૂત્રમાં પણ પડયો છે. તો પણ આ પાંચ વર્ગ આગમ માન્ય અને સર્વમાન્ય તત્વ છે. વર્ગ કોઈ એક સૂત્રના હોય છે. તેથી ઉપાંગસૂત્ર નામનું આ એક જ આગમ છે. નિરયાવલિકા આદિ તેના પાંચ વર્ગ છે, તે ધ્રુવ સત્ય છે. પ્રામાણિક ઉદાહરણ માટે આ સૂત્રના પ્રારંભિક મૂળપાઠને જુઓ. તે અંતગડસૂત્રના પ્રારંભિક પાઠ સમાન જ છે. જે રીતે અંતગડદશામાં પૃચ્છા કરી આઠ વર્ગ કહ્યા છે તે જ રીતે આ સુત્રના પ્રારંભમાં ઉપાંગસૂત્રની પૃચ્છા કરી તેના પાંચ વર્ગ કહ્યા છે. સાર– નિરયાવલિકા વર્ગ પંચક એક સૂત્ર છે. તેનું વાસ્તવિક નામ "ઉપાંગસૂત્ર" છે. અંતગડસૂત્રના આઠ વર્ગ અને નેવુ અધ્યયનની સમાન જ નિરયાવલિકા આદિ તેના પાંચ વર્ગ તથા બાવન અધ્યયન છે. આ સૂત્ર કથા અને ઘટના પ્રધાન છે. કથાઓના માધ્યમે આલોક-પરલોક, નરક-સ્વર્ગ, કર્મ સિદ્ધાંત, સાંસારિક મનોદશા અને દુર્ગતિ, વૈરાગ્ય અને મુકિત, રાજનીતિ અને તત્કાલીન ઐતિહાસિક તત્વોને સમજાવવામાં આવ્યા છે. પ્રથમ વર્ગ–નિરયાવલિકા (કપ્રિય) આ વર્ગમાં દસ અધ્યયન છે; જેમાં દસ જીવોનું નરકમાં જવાનું વર્ણન છે. તેથી આ વર્ગનું નામ નિરયાવલિકા છે. કથા વર્ણન – પ્રાચિન કાળમાં રાજગૃહી નામની નગરી હતી. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. શ્રેણિક રાજાને ચેલણા, નંદા આદિ તેર તથા કાલિ આદિ દસ એમ અનેક રાણીઓ હતી. ચેલણા રાણીને કોણિક, વેહલ્લ આદિ પુત્ર હતા. નન્દાને અભયકુમાર નામનો પુત્ર હતો, તેમજ કાલી આદિ દસ રાણીઓને કાલકુમાર આદિ દસ પુત્ર હતા. કોણિકનો જન્મ – એકદા રાણી ચેલણાએ સિંહનું સ્વપ્ન જોયું. જાગૃત થઈ તેણીએ રાજાને સ્વપ્નનું નિવેદન કર્યું. રાજાએ સ્વપ્ન પાઠકોને પૂછીને જાણ્યું કે કોઈ તેજસ્વી જીવ ગર્ભમાં આવ્યો છે. ગર્ભકાળના ત્રણ મહિના વીત્યા બાદ ચેલણાને ગર્ભના પ્રભાવે શ્રેણિક રાજાના કલેજાનું માંસ ખાવાનો દોહદ(સંકલ્પ) થયો. અભયકુમારનાં બુદ્ધિના બળે દોહદ પૂર્ણ કરવામાં આવ્યો. બે ગર્ભ નષ્ટ કરવાના અનેક પ્રયત્નો કર્યા કિન્ત બધાજ નિષ્ફળ ગયા. ગર્ભકાળના નવ મહિના પૂર્ણ થતાં જ પુત્રનો જન્મ થયો. રાણીએ દાસી દ્વારા તેને ઉકરડા ઉપર નખાવી દીધો. ત્યાં કુકડાએ બાળકની આંગળીને કરડી ખાધી. તેથી આંગળીમાંથી લોહી અને પરુ વહેવા લાગ્યા. શ્રેણિકને આ ઘટનાની જાણકારી મળતાં તત્કાળ તે બાળક પાસે ગયા. રાજા સ્વયં બાળકને લઈ આવ્યા અને રાણીને આક્રોશભર્યા શબ્દોથી ઉપાલંભ દેતાં બાળકની સાર-સંભાળ લેવાનો આદેશ કર્યો. બારમે દિવસે તે રાજકુમારનું નામ કુણિક (કોણિક) રાખવામાં આવ્યું. યુવાવસ્થામાં કુણિકકુમારના પદ્માવતી આદિ આઠ રાજકન્યાઓની સાથે લગ્ન થયા.ચેલણારાણીને વિહલ્લકુમાર નામના પુત્ર પણ હતો. એકદા શ્રેણિક રાજાએ પ્રસન્ન થઈ સેચનક હાથી અને અઢાર સરો હાર વિહલ્લકુમારને ભેટ આપ્યા. શ્રેણિકના અશુભ કર્મોદય:- કાલી આદિ રાણીઓ દ્વારા કાલકુમાર આદિ દસ પુત્રો ઉત્પન થયા. એક વખત કુણિકે કાલકુમાર આદિ દસ ભાઈઓ સમક્ષ પ્રસ્તાવ મુકયો કે 'શ્રેણિકને બાંધી જેલમાં પૂરી દો અને રાજ્યના અગિયાર ભાગ કરી આપણે બધા રાજ્યશ્રીનો ઉપભોગ કરીએ.' કાલકુમાર આદિએ તેનો સ્વીકાર કર્યો. તક જોઈને શ્રેણિકને કારાગૃહમાં બંધનગ્રસ્ત કર્યા અને કોણિક સ્વયં રાજા બની ગયો. ત્યાર પછી કોણિક ચેલણામાતાના ચરણ સ્પર્શ કરવા ગયો. માતાને અપ્રસન્ન જોઈ તેનું કારણ પૂછતાં કોણિકના જન્મની વિસ્તૃત Page #74 -------------------------------------------------------------------------- ________________ jain 73. કથાસાર ઘટના બતાવતાં માતાએ કહ્યું કે 'પિતાને તારી ઉપર અપાર સ્નેહ હતો. તેઓએ તને ઉકરડા ઉપરથી ઉઠાવી તારી પાકેલી આંગળીનું લોહી–પરુ ચૂસી તારી વેદના શાંત કરી હતી. હે પુત્ર! આવા પરમ ઉપકારી પિતાને બંધનગ્રસ્ત કરવાનું તારા માટે યોગ્ય નથી." માતા દ્વારા પોતાનો પૂર્વ વૃતાંત સાંભળી કોણિકને પોતાની ભૂલનો ખેદ થયો. પિતાને બંધનમુકત કરવા સ્વયં કુહાડી લઈને દોડ્યો. કુહાડી લઈને આવતો જોઈ શ્રેણિકે વિચાર્યું કે કોણિક મને મારવા માટે જ આવી રહ્યો છે. પુત્રના હાથે મરવા કરતાં જાતે જ મરી જવું જોઈએ એવું વિચારી વીટીમાં રહેલું તાલપુટ(સાઈનાઈડ) ઝેર મુખમાં નાંખી પ્રાણ ત્યાગ કર્યો. આ ઘટના બાદ કુણિક ખૂબ શોકાકુલ થયો અને અંતે મનને શાંત કરવા રાજગૃહી નગરી છોડી ચંપાનગરીમાં પરિવાર સહિત રહેવા ગયો. તેણે રાજ્યના અગિયાર ભાગ કર્યા. કાલકુમાર આદિ દસ ભાઈ અને કુણિક રાજા રાજ્યશ્રીને ભોગવવા લાગ્યા. હાર હાથી માટે નરસંહાર:- કોણિકના સગા ભાઈ વિહલકુમાર પોતાની રાણીઓના પરિવાર સહિત હાર અને હાથી દ્વારા અનેક પ્રકારે સુખોપભોગ કરતાં આનંદનો અનુભવ કરતાં ચંપાનગરીમાં રહેતા હતા. એક વખત મહારાણી પદ્માવતીએ પોતાના પતિ કુણિકને કહ્યું કે હાર અને હાથી તો તમારી પાસે હોવા જોઈએ. રાણીના અતિઆગ્રહથી કુણિકે ભાઈ પાસે હાર અને હાથી માંગ્યા. વિહલ્લકુમારે તેના બદલામાં અર્ધ રાજય માંગ્યું. કોણિકે તેનો અસ્વિકાર કર્યો અને હાર હાથી આપવા માટે વારંવાર આગ્રહ ચાલુ રાખ્યો. આવી પરિસ્થિતિ સર્જાતા વિહલ્લકુમારે પોતાના નાના(માતાનાપિતા) ચેડા રાજાની પાસે વૈશાલી નગરીએ જવાનું વિચાર્યું અને તક શોધી નીકળી પડયા. નાનાની પાસે પહોંચી તમામ પરિસ્થિતિથી વાકેફ કર્યા. મહારાજા ચેડા અઢાર ગણરાજાઓના પ્રમુખ હતા. બધા રાજાઓને બોલાવી મંત્રણા કરી નિર્ણય લીધો કે શરણાગતની રક્ષા કરવી. કોણિકે હાર-હાથીનો આગ્રહ ન છોડયો, પરિણામે બન્ને પક્ષમાં યુદ્ધની તૈયારી થવા લાગી. મહારાજા ચેડા ભગવાન મહાવીરના પરમ ઉપાસક હતા. તેમણે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતા. તેમનું બાણ અમોઘ હતું, કયારેય નિષ્ફળ ન જતું. કાલકુમાર આદિ દસે ભાઈ કોણિકની સાથે યુદ્ધમાં આવ્યા. યુદ્ધનો પ્રારંભ થયો. દસ દિવસમાં દસે ભાઈ સેનાપતિ બન્યા અને ચેડા રાજાના અમોઘ બાણથી માર્યા ગયા. તે ઉપરાંત યુદ્ધમાં અન્ય લાખો મનુષ્ય મૃત્યુ પામ્યા. માતાઓની મકિત :- જ સમયે ભગવાન મહાવીર સ્વામી વિચરતાં વિચરતાં ચંપા નગરીમાં પધાર્યા. કાલકમાર આદિ દસે કુમારની માતાઓ ભગવાનના દર્શનાર્થે ગઈ. ઉપદેશ સાંભળ્યા પછી એક પછી એક દસેય રાણીઓએ પ્રશ્ન કર્યો કે – 'મારો પુત્ર યુદ્ધ કરવા ગયો છે, હે ભગવન્! હું તેને જીવિત જોઈ શકીશ કે નહિ? પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે – 'તમારો પુત્ર ચેડા રાજા દ્વારા માર્યો ગયો છે માટે તમે તેમને જીવતાં જોઈ નહિ શકો.' ત્યાર પછી વૈરાગ્ય ભાવથી ભાવિત થઈ દસે રાણીઓએ દીક્ષા અંગીકાર કરી અને તે જ ભવમાં સંપૂર્ણ કર્મક્ષય કરી શિવપદને પ્રાપ્ત કર્યું. કાલકુમારાદિનું ભવિષ્ય – ગૌતમ ગણધરે પ્રશ્ન પૂછયો – હે ભગવંત! કાલકુમાર મૃત્યુ પામી કયાં ઉત્પન્ન થશે? ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે કાલકુમાર યુદ્ધમાં મૃત્યુ પામી ચોથી નરકમાં ઉત્પન્ન થયા છે. ત્યાં દસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં સંયમ સ્વીકારી સંપૂર્ણ કર્મક્ષય કરી મુકિત પામશે. આ પ્રકારે દસે ભાઈઓ યુદ્ધમાં કાળ કરી ચોથી નરકમાં ગયા અને પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ અંગીકાર કરી, સંપૂર્ણ કર્મનો ક્ષય કરી સિદ્ધ થશે. સાર:- (૧) માણસ ધારે છે કંઈ અને થાય છે કંઈક, માટે જ અનૈતિક અને અનાવશ્યક ચિંતન કયારેય પણ કરવું ન જોઈએ. (૨) માતાના ચરણ સ્પર્શ કરવા જવાના નિમિત્તે કોણિકની ચિંતન દશામાં પરિવર્તન આવી ગયું. (૩) અભયકુમારે પોતાની બુદ્ધિ કૌશલ્યથી અસંભવ કાર્યને સંભવ કરી બતાવ્યું. (૪) અતિ લોભનું પરિણામ શૂન્યમાં આવે છે – ન હાર મિલા ન હાથી ઓર ભાઈ મરે દસ સાથી. (૫) સ્ત્રીઓનો તુચ્છ હઠાગ્રહ માણસને મહાન ખાડામાં નાખી દે છે તેથી મનુષ્ય તેવા સમયમાં ગંભીરતાપૂર્વક હાનિ-લાભ તથા ભવિષ્યનો વિચાર કરી સ્વતંત્ર નિર્ણય લેવો જોઈએ. (૬) યુદ્ધમાં આત્મપરિણામોની ક્રૂરતા થાય છે તેથી તે અવસ્થામાં મરવાવાળા પ્રાયઃ નરકગતિમાં જાય છે. (૭) ચેલણારાણીએ મન વિના પણ પતિની આજ્ઞાથી કોણિકનું લાલનપાલન કર્યું. (૮) "પૂજ્ય પિતાસે લડતા લોભી ભાઈ કી હત્યા કરતા. લોભ પાપકા બાપ ન કરતા પરવાહ અત્યાચાર કી." કવિતાની આ કડીઓનું ઉકત ઘટનામાં સાકાર રૂપ જોઈ શકાય છે. તેથી સૂજ્ઞજનોએ લોભ સંજ્ઞાનો નિગ્રહ કરવો જોઈએ. આ ઉપાંગસૂત્રનો નિરયાવલિકા નામનો પ્રથમ વર્ગ સમાપ્ત થયો. - વર્ગ બીજો – કલ્પાવર્તાસિકા આ વર્ગના દસ અધ્યયન છે જેમાં દસ જીવોના દેવલોકમાં જવાનું વર્ણન છે માટે આ વર્ગનું નામ કલ્પાવતંસિકા રાખવામાં આવ્યું છે પ્રથમ અધ્યયન પાકુમાર પ્રાચીનકાળે ચંપાનગરીમાં કોણિક રાજા રાજ્ય કરતો હતો. ત્યાં શ્રેણિકરાજાની પત્ની અને કોણિકની અપરમાતા કાલી નામની રાણી હતી. તેને કાલકુમાર નામનો પુત્ર હતો. જેણે પદ્માવતી સાથે લગ્ન કર્યા હતા. એક વખત પદ્માવતીને રાત્રે સિંહનું સ્વપ્ન આવ્યું. કાલાંતરે પુત્રરત્નનો જન્મ થયો જેનું નામ 'પાકુમાર' રાખવામાં આવ્યું. તરૂણાવસ્થામાં આઠ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. માનષિક સુખોનો ઉપભોગ કરતો થકો તે સમય વ્યતીત કરવા લાગ્યો. એક વખત તે ચંપાનગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. પાકુમાર પણ વંદન કરવા માટે ગયા. ધર્મદેશના સાંભળી, વૈરાગ્યમય વાણીથી માનવજીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો. ક્ષણિક ભોગ સુખોનું દારૂણ પરિણામ અને મનુષ્ય ભવનું મહત્વ સમજાયું. ઉપદેશ સાંભળ્યા પછી ભગવાન સમક્ષ પ્રવ્રજયા અંગીકાર કરવાની ભાવના પ્રગટ કરી. પરિવારિક જનોની આજ્ઞા લઈ દીક્ષિત થયા. દીક્ષા લીધા બાદ પદ્દમુનિએ અગિયાર અંગસૂત્રોનું જ્ઞાન કંઠસ્થ કર્યું. તેમજ અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા શરીરને અને કર્મને કૃશ – (પાતળા) કર્યા. પાંચ વર્ષ સુધી સંયમ પાળી, એક માસનો સંથારો કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ અંગીકાર કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મુકત થશે. Page #75 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ આ પ્રમાણે જ મહાપદ્રકુમાર આદિ શેષ નવનું વર્ણન સમજવું. પૂર્વ અધ્યયનમાં વર્ણિત કાલકુમાર આદિ દસે ભાઈઓના આ દશ પુત્ર હતા. શ્રેણિક રાજાના પૌત્ર અને કુણિકના ભત્રીજા હતા. આ દશે આત્માઓએ ક્રમશઃ (૧) પાંચ (૨) પાંચ (૩) ચાર (૪) ચાર (૫) ચાર (૬) ત્રણ (૭) ત્રણ (૮) ત્રણ (૯) બે (૧૦) બે વર્ષ સંયમ પાળી, એક મહિનાનો સંથારો (અનશન) કર્યો. નવમું અને અગિયારમું દેવલોક વર્જી દશે આત્માઓ ક્રમશઃ પહેલા દેવલોકથી માંડી બારમા દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થયા. આ દશેના પિતા નરકમાં ગયા. તેમના દાદીઓ ભગવાનની પાસે સંયમ અંગીકાર કરી તે જ ભવમાં મોક્ષે ગયા. સાર - એક જ પરિવારના દરેક જીવોની પોતપોતાના કર્મો અનુસાર ગતિ થાય છે. પિતા નરકમાં, માતા મોક્ષમાં, પુત્રો નરકમાં, પૌત્રો સ્વર્ગમાં, (શ્રેણિક, કાલિ આદિ રાણીઓ, કાલકુમારાદિ અને પદ્માદિ) ખરેખર તો પણ્યશાળી તે જ છે કે જે મળેલી પણ સામગ્રીમાં અંતિમ સમય સુધી ફસાયેલા (આસકત) રહેતા નથી પરંત સ્વેચ્છાએ તેનો ત્યાગ કરી મનુષ્ય ભવની અમૂલ્ય ક્ષણોને આત્મસાધનામાં પસાર કરે છે. મોક્ષપ્રદાયી આ માનવભવમાં એક દિવસ ધન-સંપત્તિ, સ્ત્રી-પુત્ર પરિવાર અને ઇન્દ્રિયના સુખોનો સ્વેચ્છાએ ત્યાગ કરે છે, ગુસ્સો, ઘમંડ, લોભ આદિ કષાયો ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે અને જીવનમાં પૂર્ણ સરલ, નમ્ર અને શાંત બની સંયમ–તપની આરાધનામાં મગ્ન બની જાય છે. તેને જ સાચો બુદ્ધિશાળી સમજવો જોઈએ. જીવનની અંતિમ ક્ષણો સુધી જે ધન-પરિવાર આદિમાં ફસાયેલો રહે છે, કષાયોથી મુકત થઈ સરલ–શાંત નથી બનતો; તેને આગમની ભાષામાં બાલ(અજ્ઞાની) જીવ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને મૂર્ખ કહેવાય છે. કારણ કે મનુષ્યભવ સંપત્તિને ગુમાવી નરક, તિર્યંચ ગતિના દુઃખોનો મહેમાન બની જાય છે. માટે જ, પ્રત્યેક માનવે અમૂલ્ય એવા મનુષ્ય ભવને પામીને નિપ્રયોજન પ્રવૃત્તિને ટાળી સંયમ, વ્રત, ત્યાગ અને ધર્મમાં અવશ્ય પ્રયત્નશીલ થવું જોઈએ. વર્ગ ત્રીજો – પુપિકા પ્રથમ બે વર્ગમાં કેવળ શ્રેણિક રાજાના પરિવારના જીવોનું વર્ણન છે, જયારે આ ત્રીજા વર્ગમાં દશ અધ્યયનોમાં જુદા જુદા દશ જીવોનું વર્ણન છે માટે તેનું નામ પુષ્પિકા રાખવામાં આવ્યું છે. પ્રથમ અધ્યયન – ચંદ્ર દેવનો પૂર્વભવ શ્રાવસ્તી નગરીમાં અંગજીત નામનો ધનસંપન્ન વણિક રહેતો હતો. અનેક લોકોનો તે આલંબનભૂત, આધારભૂત અને ચકુભૂત હતો. અર્થાતુ અનેકોનો માર્ગદર્શક હતો. એકદા પાર્શ્વનાથ ભગવાન ત્યાં પધાર્યા. અંગજીત શેઠ ભગવાનના દર્શન કરવા ગયા. દેશના સાંભળી સંસારથી વિરકત થયા. પુત્રને કુટુંબનો ભાર સોપી ભગવાન પાસે દીક્ષિત થયા. અગિયાર અંગ કંઠસ્થ કર્યા. વિવિધ તપશ્ચર્યાઓ કરી, પંદર દિવસનો સંથારો સહ, કાળ કરી ચંદ્ર વિમાનમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થયા. સંયમની આરાધનામાં થોડી ઉણપ રહેવાથી વિરાધક થયા. ચંદ્ર દેવનું મનુષ્ય લોકમાં આગમન :-દૈવિક સુખોને ભોગવતા થકા ચંદ્રદેવે અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકયો. જંબુદ્વિીપના આ ભરતક્ષેત્રમાં વિચરતા ભગવાન મહાવીર સ્વામીને જોયા. સપરિવાર ભગવાનના દર્શન કરવા આવ્યા. જતી વખતે બત્રીસ પ્રકારની નાટયવિધિ અને પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કર્યું. તેના ગયા બાદ ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેના પૂર્વભવનું કથન કર્યું. વર્તમાનમાં આપણે ચંદ્રવિમાન જોઈએ છીએ તેમાં આ અંગજીતનો જીવ ઇન્દ્રરૂપે છે. ત્યાં તેની ચાર અગ્રમહિષી–દેવી છે. સોળ હજાર આત્મરક્ષક દેવ આદિ વિશાળ પરિવાર છે. વૈજ્ઞાનિક ભ્રમ :- આજના વૈજ્ઞાનિકો આ ચંદ્રવિમાનમાં ન પહોંચતાં પોતાની કલ્પના અનુસાર અચાન્ય પર્વતીય સ્થાનોમાંજ પરિભ્રમણ કરે છે. કારણ કે જયોતિષ-રાજ ચંદ્રનું વિમાન રત્નોથી નિર્મિત છે અને અનેક દેવોથી સુરક્ષિત છે. જયારે વૈજ્ઞાનિકો પોતાના કલ્પિત સ્થાનમાં માટી કે પત્થર સિવાય કંઈજ મેળવી શકયા નથી. અંગજીતમુનિએ સંયમની વિરાધના કેવી રીતે કરી તેનો સ્પષ્ટ ઉલ્લેખ સૂત્રમાં નથી પરંતુ વિરાધના કરવાનો સંકેત માત્ર છે. દ્વિતીય અધ્યયન સૂર્યદેવનો પૂર્વભવઃ- શ્રાવસ્તી નગરીમાં સુપ્રતિષ્ઠિત નામનો વણિક રહેતો હતો. તેનું સંપૂર્ણ વર્ણન અંગજીત સમાન જાણવું. અર્થાત્ સાંસારિક ઋદ્ધિ, સંયમગ્રહણ, જ્ઞાન, તપ, સંલેખના, સંયમની વિરાધના આદિ પ્રથમ અધ્યયન સમાન જ છે. પાર્શ્વનાથ ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી અને જયોતિષેન્દ્ર સૂર્યદેવ થયા. ચંદ્રદેવની સમાન તેઓ પણ ભગવાન મહાવીર સ્વામીની સેવામાં દર્શન કરવાં ઉપસ્થિત થયા; તેમજ પોતાની ઋદ્ધિ અને નાટયકળાનું પ્રદર્શન કર્યું. આ ચંદ્ર અને સૂર્ય અને જયોતિષેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાં યથાસમય તપ-સંયમનું પાલન કરી સંપૂર્ણ કર્મક્ષય કરી શિવગતિને પ્રાપ્ત કરશે. વૈજ્ઞાનિકો સૂર્યના રત્નવિમાનોને અગ્નિનો ગોળો સમજે છે પણ આ માત્ર તેમની કલ્પનાનો ભ્રમ છે. જૈન સિદ્ધાંતમાં તેને રત્નોનાં વિમાન કહ્યા છે. જે જયોતિષેન્દ્ર ચંદ્ર-સૂર્યદેવના સંપૂર્ણ પરિવારનું નિવાસ સ્થાન અને જન્મસ્થાન છે. તેમાં હજારો દેવ-દેવીઓ ઉત્પન્ન થાય છે, નિવાસ કરે છે. આ જંબુદ્વીપમાં ભ્રમણ કરનારા સૂર્યના વિમાન છે. બે સૂર્ય અને બે ચંદ્રના વિમાન જંબુદ્વીપમાં ભ્રમણ કરે છે. સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્યવિમાન ભ્રમણ કરે છે. અઢી દ્વીપથી બહાર અસંખ્ય ચંદ્ર-સુર્ય પોતપોતાના સ્થાન પર સ્થિર છે. તૃતીય અધ્યયન – શુક્ર મહાગ્રહ શુક્ર મહાગ્રહનો પૂર્વભવઃ- વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ તથા અનેક શાસ્ત્રોમાં નિષ્ણાત Page #76 -------------------------------------------------------------------------- ________________ jain 75 કથાસાર હતો. એક વખત તે નગરીમાં પાર્શ્વનાથ ભગવાન પધાર્યા. સોમિલ બ્રાહ્મણને ખબર પડતાં અનેક પ્રશ્નોનું સમાધાન કરવા પ્રભુ સમીપે ગયો. પ્રભુએ શંકાનું સમાધાન કર્યું. સંતોષ મેળવી જૈન ધર્મ અને શ્રાવક ધર્મ સ્વીકાર કર્યો. કાળક્રમે સંત સમાગમની ઉણપને કારણે સોમિલ ધર્મ પ્રત્યે શિથિલ થઈ ગયો અને તેને અનેક પ્રકારના ઉદ્યાન બનાવવાની ઇચ્છા થઈ. અનેક પ્રકારના આમ્ર આદિના ફળો તથા ફૂલોના બગીચા બનાવ્યા. કાળાંતરે તેણે દિશા પ્રેક્ષિક તાપસની પ્રવ્રજયા અંગીકાર કરી. તેમાં તે છઠ્ઠના પારણે છઠ્ઠ કરતો. પારણાના દિને સ્નાન, હવન આદિ ક્રિયાઓ કરી પછી આહાર કરતો. પ્રથમ પારણામાં તે પૂર્વદિશામાં જતો અને તે દિશાના સ્વામીદેવની પૂજા કરી, તેની આજ્ઞા લઈ કંદ આદિ ગ્રહણ કરતો. બીજા પારણામાં દક્ષિણ દિશામાં, ત્રીજા પારણામાં પશ્ચિમ દિશામાં અને ચોથા પારણામાં ઉત્તર દિશામાં જતો. આ પ્રમાણે તાપસી દીક્ષાનું આચરણ કરતો હતો. તાપસી દીક્ષાનું પાલન કરતાં તેને સંલેખના કરવાનો વિચાર ઉદ્ભવ્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે ઉત્તર દિશામાં ચાલતાં ચાલતાં જ્યાં પણ હું પડી જાઉં ત્યાંથી ઉઠીશ નહિ. પહેલે દિવસે ઉત્તર દિશામાં ચાલ્યો. દિવસ ભર ચાલતાં સાંજે કોઈપણ યોગ્ય સ્થાનમાં વૃક્ષનીચે પોતાના વિધિ વિધાન કરી, કાષ્ઠમદ્રાથી મખને બાંધી, મૌન ધારણ કરી, ધ્યાનમાં સ્થિર થઈ ગયો. રાત્રે ત્યાં આકાશમાં એક દેવ પ્રગટ થયો અને આકાશવાણી કરી કે, હે સોમિલા આ તારી પ્રવ્રજયા દુષ્પવ્રજયા છે અર્થાત્ તારું આ આચરણ ખોટું છે. સોમિલે તેના કહેવા પ્રત્યે ધ્યાન ન દોર્યું. દેવ ચાલ્યો ગયો. બીજે દિવસે ફરીને કાષ્ઠમુદ્રા બાંધી ઉત્તર દિશામાં ચાલવા લાગ્યો. સાંજે યોગ્ય સ્થાને બેઠો. રાત્રે ફરીને દેવ આવ્યો, પહેલાંની જેમ જ કહ્યું છતાં સોમિલે ધ્યાન ન આપ્યું. એ પ્રમાણે ત્રીજો તથા ચોથો દિવસ પણ વીતી ગયો. પાંચમે દિવસે પુનઃ દેવ આવ્યો, વારંવાર કહેતાં સોમિલે પ્રશ્ન પૂછયો – હે દેવાનુપ્રિય! કેમ મારી દીક્ષા ખોટી છે? પ્રત્યુત્તરમાં દેવે કહ્યું કે, – 'તમે પાર્શ્વનાથ ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતા. તે છોડી તાપસી દીક્ષા અંગીકાર કરી છે તે યોગ્ય નથી કર્યું.' પુનઃ સોમિલે પૂછયું કે 'મારું આચરણ સુંદર કેવી રીતે બને?" દેવે ફરીને બારવ્રત સ્વીકારવાની પ્રેરણા કરી. ત્યારબાદ સોમિલે સ્વયં બાર વ્રત અંગીકાર કર્યા. ઉપવાસથી લઈને માસખમણ સુધીની તપશ્ચર્યા કરી. અનેક વર્ષો સુધી શ્રાવકવ્રતનું પાલન કરી, પંદર દિવસનું અનશન કરી, મૃત્યુ પામી શુક્રાવતંસક વિમાનમાં શુક્ર મહાગ્રહના રૂપમાં દેવપણે ઉત્પન્ન થયા. એકદા આ શુક્ર મહાગ્રહ દેવ પણ ભગવાન મહાવીરની સેવામાં ઉપસ્થિત થયો. વંદન કરી પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કરી ચાલ્યો ગયો. વ્રતભંગ અને તાપસી દીક્ષા સ્વીકાર કરવાની આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી તે વિરાધક થયો. દેવ ભવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ આત્મ કલ્યાણ કરશે, મુકત થશે. ચતુર્થ અધ્યયન - બહુપુત્રિકા દેવી બહુપુત્રિકા દેવી – વારાણસી નગરીમાં ભદ્ર નામનો સાર્થવાહ રહેતો હતો. તેની પત્નીનું નામ સુભદ્રા હતું, તે વધ્યા હતી. પુત્ર ન થવાથી અત્યંત દુઃખી થતી હતી. એક વખત સુવ્રતા આર્યાની શિષ્યાઓ તેના ઘરે ગોચરી અર્થે પહોંચી સુભદ્રાએ આહાર–પાણી વહોરાવી સાધ્વીજી પાસે સંતાન ઉત્પત્તિ માટે વિદ્યા, મંત્ર ઔષધિની યાચના કરી. સાધ્વીજીઓએ કહ્યું કે આ સંબંધમાં કંઈપણ બતાવવું એ અમારા સિદ્ધાંત વિરુદ્ધનું કાર્ય છે. ત્યારબાદ સંક્ષેપમાં નિર્ગસ્થ પ્રવચનનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને તે શ્રમણોપાસિકા બની. કેટલોક સમય પસાર થયા બાદ તેણે સંયમ પણ અંગીકાર કર્યો પરંતુ બાળક–બાળિકાઓ ઉપર તેનો સ્નેહ વધવા લાગ્યો. સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરી બાળક-બાળકાઓની સાથે સ્નેહ, કડા, શૃંગાર, સુશ્રુષા આદિ પ્રવૃત્તિઓ કરવા લાગી. ગુણી દ્વારા અને અન્ય આર્યાઓ દ્વારા નિષેધ કરવા છતાં, સમજાવવાં છતાં, તેની ઉપેક્ષા કરી અન્ય સ્થાન (ઉપાશ્રય)માં જઈ રહેવા લાગી. સંયમ તપનું પાલન કરતાં, પંદર દિવસનો સંથારો કરી ઉક્ત દૂષિત પ્રવૃત્તિઓની આલોચના કર્યા વિના વિરાધક થઈ પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થઈ. જ્યારે જ્યારે દેવલોકની ઈન્દ્રસભામાં તે જાય છે ત્યારે ઘણા બાળક – બાળિકાઓની વિલૂર્વણા કરી સભાનું મનોરંજન કરે છે. એટલા માટે ત્યાં તે બહુપુત્રકિા દેવીના નામથી ઓળખાય છે. એક વખત તે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીરના સમોસરણમાં આવી પોતાની બન્ને ભુજાઓમાંથી ક્રમશઃ ૧૦૮ બાળક તથા ૧૦૮ બાળિકાઓ કાઢયા. તે સિવાય અન્ય અનેક બાળકોની વિક્ર્વણા કરી નાટક બતાવી પોતાની શકિત તથા ઋદ્ધિનું પ્રદર્શન કરી, પુનઃ વૈક્રિય લબ્ધિને સંકોચી પોતાના સ્થાને ચાલી ગઈ. ગૌતમ સ્વામીના પૂછતાં ભગવાને તેનો પૂર્વભવ કહયો અને દષ્ટાંત આપી સમજાવ્યું છે કે જેવી રીતે એક વિશાળ ભવનમાંથી હજારો વ્યકિતઓ બહાર જાય છે અને ફરીને તેમાં પ્રવેશ કરે છે તે પ્રમાણે આખુંય રૂ૫ સમૂહ તેના શરીરમાં સમાવિષ્ટ થઈ જાય છે. તે દેવી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી બ્રાહ્મણના ઘરે સોમા નામની પુત્રી તરીકે ઉત્પન થશે. યૌવન અવસ્થામાં પ્રવેશતાં ભાણેજ રાષ્ટ્રકૂટ સાથે તેના માતા-પિતા લગ્ન કરાવશે. ત્યાં એક એક વર્ષમાં એક યુગલ પુત્રને જન્મ આપશે. કુલ સોળ વર્ષમાં બત્રીસ બાળકોને જન્મ આપશે. આટલા બાળકોની પરિચર્યા કરતાં તે પરેશાન થઈ જશે. તેમાંથી કેટલાક નાચશે, કૂદશે, રડશે, હસશે, એકબીજાને મારશે, એક બીજાનું ભોજન ખૂંચવી લેશે. તે બાળકો સોમાના શરીર ઉપર જ વમન કરશે તો કોઈ મળમૂત્ર કરશે. આ પ્રમાણે પુત્રોથી દુઃખિત થઈને વિચારશે કે "આ કરતાં વંધ્યા રહેવું શ્રેષ્ઠ છે." ગોચરીએ પધારેલા કોઈ સાધ્વીજી પાસે પોતાનું દુઃખ વર્ણવશે અને ધર્મ શ્રવણ કરી દીક્ષા અંગીકાર કરવા ઇચ્છશે પરંતુ પતિનો અધિક આગ્રહ થવાથી તે શ્રમણોપાસિકા બનશે. કાળાંતરે સંયમ રહી અગિયાર અંગો ભણી, શુદ્ધ આરાધના કરી, એક માસનો સંથારો કરી, કાળધર્મ પામી પ્રથમ દેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, સંયમની આરાધના કરી, સંપૂર્ણ કર્મક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુકત થશે. Page #77 -------------------------------------------------------------------------- ________________ 76. આગમ-કથાઓ શિક્ષા સાર- મનુષ્ય અપ્રાપ્ત ભૌતિક ચીજોની યાચના કરી દુઃખી થાય છે. આ ભૌતિક સામગ્રીમાં કયાંય સુખ નથી. સંસારમાં કોઈ વિશાળ પરિવારથી દુઃખી છે તો કોઈ પરિવાર ન હોવાથી દુઃખી છે. કોઈ સંપત્તિના અભાવમાં દુઃખી છે તો કોઈ અઢળક સંપત્તિના કારણે શાંતિ મેળવી શકતા નથી. સહજ પ્રાપ્ત થયેલા સંયોગોમાં સંતોષ રાખી, પ્રસન્ન રહેવાથી સુખ-શાંતિ અને આત્માનંદની પ્રાપ્તિ થાય છે. અંતે તો ધર્મ અને ત્યાગ જ સંસારના પ્રપંચથી મુકત કરી શકે છે. એવું જાણી પ્રત્યેક સુખેચ્છએ ધર્મ-ત્યાગ અને સંયમ માર્ગે અગ્રેસર થવાનો સંકલ્પ કરવો જોઈએ. ઈચ્છાઓ ઉપર કાબૂ મેળવી આત્મકલ્યાણના શ્રેષ્ઠ માર્ગનો સ્વીકાર કરવો જોઈએ. એજ આગમ, જ્ઞાન અને શ્રદ્ધાનો સાર છે. જે શ્રદ્ધાળુ લોકો સાધુ-સાધ્વીજીઓ પાસેથી પોતાની સાંસારિક ઉલઝનોને દૂર કરવાની અપેક્ષા રાખે છે, તે માટે યંત્ર-મંત્ર, ઔષધ-મેષજની આશા રાખે છે તેમણે ઉપરોકત અધ્યયનથી શિક્ષા લેવી જોઈએ કે આવી પ્રવૃત્તિઓ સાધ્વાચારથી વિપરીત છે. વીતરાગ ભગવાનના સાધુ-સાધ્વીજી કેવળ આત્મ કલ્યાણના માર્ગનો, સંયમ ધર્મ અને તપ ત્યાગનો જ ઉપદેશ આપી શકે. અન્ય લૌકિક પ્રવૃત્તિમાં તેઓ ભાગ લઈ શકતા નથી. પંચમ અધ્યયન પૂર્ણભદ્રઃ આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મણિપદિકા નામની નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામનો શેઠ રહેતો હતો. તેમણે બહુશ્રુત સ્થવિર ભગવંતો પાસેથી ધર્મોપદેશ સાંભળી સંયમ અંગીકાર કર્યો. અગિયાર અંગો કંઠસ્થ કર્યા. ઉપવાસથી માંડી માસખમણ સુધીની અનેક તપશ્ચર્યાઓ કરી, કર્મની નિર્જરા કરતા થકા અનેક વર્ષો સુધી સંયમ પાલન કર્યું. એક માસના અનશનની આરાધના કરી સૌધર્મ દેવલોકમાં પૂર્ણભદ્ર નામનો દેવ થયો. કોઈ એક સમયે તે દેવે ભગવાન મહાવીર સમક્ષ બત્રીસ પ્રકારના નાટક દ્વારા પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કર્યું. ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. તદુપરાંત દેવલોકનું બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ, સંયમ અંગીકાર કરી, સર્વ કર્મનો ક્ષય કરી મુકત થશે. છઠ્ઠા અધ્યયનનું સંપૂર્ણ વર્ણન પૂર્ણભદ્ર સમાન સમજવું. મણિપદિકા નગરી, મણિભદ્ર શેઠ દીક્ષા–અધ્યયન-તપ-દેવલોકની સ્થિતિ–મહાવિદેહમાં જન્મ અને અંતે મોક્ષ. બધું જ વર્ણન પાંચમાં અધ્યયન સમાન જાણવું. એજ પ્રમાણે માં-દત્ત, ૮માં શિવ, ૯માં–બલ અને ૧૦માં અનાદતનું વર્ણન પાંચમાં અધ્યયન સમાન જ છે. આ વર્ગમાં ૪ જીવ સંયમના વિરાધક થયા. શેષ છ આરાધક થઈ દેવગતિમાં ગયા. દશમાંથી નવ જીવ એકાવતારી છે અર્થાત એક ભવ મનુષ્યનો કરી મોક્ષે જશે. બહુપુત્રિકા દેવી ત્રણભવ કરી મોક્ષે જશે. સાર:- સંયમ વ્રતની વિરાધના કરવાવાળા પણ જો શ્રદ્ધામાં સ્થિર હોય તો વિરાધક થવા છતાં સંસાર ભ્રમણ એટલે કે જન્મ-મરણ વધારતા નથી. પણ નિમ્ન કક્ષાના દેવ અથવા દેવી સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તેથી જ આ ઉપરથી સમજવાનું એ છે કે સંયમમાં પૂર્ણ શુદ્ધ આરાધના ન કરતા સાધકોએ પોતાની શ્રદ્ધા પ્રરૂપણા આગમ અનુસાર શુદ્ધ રાખે. યથાસંભવ બાર પ્રકારના તપમાં લીન રહે. કષાય ભાવોથી મુકત રહે તો તે સંયમમાં નબળા હોવા છતાં પણ પોતાના આત્માની અધોગતિથી સુરક્ષા કરી એક દિવસ જરૂર મુકત થશે. ચતુર્થ વર્ગ – પુષ્પચૂલિકા આ વર્ગમાં દસ સ્ત્રીઓનું વર્ણન છે જેમણે પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં "પુષ્પચૂલા નામની સાધ્વી પ્રમુખોની પાસે અધ્યયન કરી, સંયમ–તપનું પાલન કર્યું હતું. એટલે આ વર્ગનું "પુષ્પચૂલા" નામ રાખવામાં આવ્યું છે. તે દસે સ્ત્રીઓ સંયમનું પાલન કરી ક્રમશઃ નીચે પ્રમાણે દેવીઓ બની. (૧) શ્રી દેવી () હી દેવી (૩) ધૃતિ દેવી (૪) કીર્તિદેવી (૫) બુદ્ધિ દેવી (૬) લક્ષ્મી દેવી (૭) ઈલા દેવી (૮) સુરા દેવી (૯) રસ દેવી (૧૦) ગંધ દેવી. શ્રી દેવી – રાજગૃહી નગરીમાં સુદર્શન નામનો ધનાઢ્ય સગૃહસ્થ રહેતો હતો. તેને પ્રિયા' નામની પત્ની હતી અને 'ભૂતા' નામની સુપુત્રી હતી. ભૂતા વૃદ્ધ અને જીર્ણ શરીરવાળી દેખાતી હતી. તેના દરેક અંગોપાંગ શિથિલ હતા જેથી તેને કોઈ વર મળતો ન હતો. એક વખત પાર્શ્વનાથ ભગવાન તે નગરીમાં પધાર્યા. માતા-પિતાની આજ્ઞા લઈ તે ભૂતા પોતાના ધાર્મિક રથમાં બેસી ભગવાનના દર્શન-વંદન કરવા ગઈ. ઉપદેશ સાંભળી ખૂબ ખુશ થઈ. તેને નિર્ગસ્થ પ્રવચન ઉપર ખૂબ શ્રદ્ધા થઈ. માતા-પિતાની આજ્ઞા લઈ સંયમ લેવા તત્પર બની. એક હજાર પુરૂષ ઉપાડી શકે તેવી શિબિકામાં બેસાડી ભગવાન સન્મુખ તેને લાવવામાં આવી. ભગવાનને શિષ્યાના રૂપમાં ભિક્ષા સ્વીકારવાની માતા-પિતાએ વિનંતિ કરી. ભગવાને દીક્ષા આપી અને પુષ્પચૂલા આર્યાને સુપ્રત કરી. ભૂતા પુષ્પચૂલા આર્યાની પાસે સંયમ તપથી આત્માને ભાવિત કરતી થકી વિચરવા લાગી. કાલાંતરે તે ભૂતા આર્યા શરીરની સેવા-સુશ્રુષામાં લાગી ગઈ. શુચિધર્મનું આચરણ કરવા લાગી. અર્થાત્ વારંવાર હાથ, પગ, મુખ, શીર, મસ્તક, કાંખ, ધોવા લાગી. બેસવા, સૂવા, ઊભા રહેવાની જગ્યા ઉપર પહેલા પાણી છાંટવા લાગી. ગુરુણી દ્વારા આ બધી પ્રવૃત્તિનો નિષેધ કરવા છતાં તે અન્ય એકાંત સ્થાનમાં રહી આ પ્રવૃત્તિ કરવા લાગી. અનેક પ્રકારની તપશ્ચર્યા કરવા છતાં આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી વિરાધક થઈ પ્રથમ દેવલોકના 'શ્રી અવતંસક' વિમાનમાં 'શ્રી દેવી'ના રૂપમાં ઉત્પન્ન થઈ. કોઈ સમયે ભગવાન મહાવીર સમક્ષ આવી શ્રી દેવીએ અનેક પ્રકારની નાટય વિધિ દ્વારા ઋદ્ધિનું પ્રદર્શન કર્યું. ત્યાંની એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મુક્ત થશે. ભૂતાની સમાન જ નવે સ્ત્રીઓનું વર્ણન જાણવું. ફક્ત નામ જ જુદા છે. બધી જ શરીર બકુશ થઈ પ્રથમ દેવલોકમાં ગઈ. ત્યાં એક Page #78 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 77 પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. આ વર્ગના વર્ણનથી જાણવામાં આવે છે કે લોકમાં લક્ષ્મી, સરસ્વતી આદિ દેવીઓની પૂજા પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે પ્રથમ દેવલોકની દેવીઓ પ્રત્યે એક પ્રકારની ભકિતનું પ્રદર્શન છે. તેમને પ્રસન્ન કરી લોકો કંઈક મેળવવાની અપેક્ષા રાખે છે. ત્રીજા વર્ગમાં મણિભદ્ર-પૂર્ણભદ્ર દેવનું વર્ણન આવે છે. તેઓની પણ જિનમંદિરોમાં પૂજા પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ બધી ભૌતિક સુખની અપેક્ષાથી પ્રવૃત્તિ કરવામાં આવે છે. વીતરાગ ધર્મ તો લૌકિક આશાથી પર રહીને આત્મ-સાધના કરવાનો છે. તેની સાધના કરવા–વાળા સાધકને પાંચ પદોમાં સ્થિત આત્માઓ જ નમસ્કરણીય છે. તે સિવાય બીજા કોઈને પણ વંદન કરવા તે લૌકિક, વ્યાવહારિક અને પરંપરાગત આચાર માનવો જોઈએ પરંતુ તેમાં ધર્મની કલ્પના ન કરવી જોઈએ. કેટલાક ભદ્ર સ્વભાવી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ આવા લૌકિક આશાયુકત વિનય ભકિતના આચરણને ધર્મ માને છે, આ તેની વ્યકિતગત અજ્ઞાનદશાની ભૂલ છે. જો તે પોતાની પ્રવૃતિનું પરિવર્તન ન કરી શકે તો પણ સમજણનું પરિવર્તન અવશ્ય કરવું જોઈએ અર્થાત સાંસ્કૃતિક પ્રવૃતિને લૌકિક આચરણ સમજે અને પ્રભુ આજ્ઞાની પ્રવૃતિને ધર્માચરણ સમજે તેમજ ધર્મના નામે આરંભ-સમારંભ આડંબર પ્રવૃત્તિ નો ત્યાગ કરે. પંચમ વર્ગ– વૃષ્ણિક દશા આ વર્ગમાં અંધક વિષ્ણુના કુળના યાદવોનું વર્ણન છે; એટલે આ વર્ગનું નામ વૃષ્ણિદશા રાખવામાં આવ્યું છે. આ વર્ગના બાર અધ્યયન છે. નિષધકુમાર:- કૃષ્ણ વાસુદેવના ભાઈ બળદેવ રાજાની રેવતી નામની રાણી હતી. તેણે એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ | નિષધકુમાર રાખવામાં આવ્યું. યૌવનાવસ્થામાં પ્રવેશ કરતાં પચાસ કન્યાઓ સાથે તેના લગ્ન થયા. ભવ્ય પ્રાસાદમાં મનુષ્ય સંબંધી સખો ભોગવતા વિચારવા લાગ્યા. એક વખત અરિહંત અરિષ્ટનેમિ દ્વારિકા નગરીમાં પધાર્યા. કૃષ્ણ રાજાની આજ્ઞાથી સામુદાનિક ભેરી વગાડવામાં આવી. કૃષ્ણ વાસુદેવ તથા પ્રજાજનો ભગવાનના દર્શનાર્થે ગયા. નિષધકુમાર પણ ગયા. ઉપદેશ શ્રવણ કરી ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. પરિષદ પાછી ગઈ. અરિષ્ટનેમિ ભગવાનના પ્રથમ ગણધર વરદત્ત અણગાર દ્વારા નિષધકુમારનો પૂર્વભવ પૂછવામાં આવતાં ભગવાને તેનું વર્ણન કર્યું. નિષધકુમારનો પૂર્વભવ– આ ભરતક્ષેત્રમાં રોહતક નામનું નગર હતું. ત્યાં મહાબલ નામનો રાજા હતો. તેને વીરાંગદ નામનો પુત્ર હતો. બત્રીસ શ્રેષ્ઠ રાજ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. ઉત્તમ પ્રાસાદમાં માનષિક સુખો ભોગવતા વિચારવા લાગ્યા. કોઈ એક સમયે સિદ્ધાર્થ નામના આચાર્ય તે નગરીમાં પધાર્યા. વીરાંગદે ઉપદેશ સાંભળી સંયમ અંગીકાર કર્યો. અગિયાર અંગ કંઠસ્થ કરી અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા આત્મશુદ્ધિ કરવા લાગ્યા. ૪૫ વર્ષ સુધી શુદ્ધ સંયમનું પાલન કરી, બે મહિનાનો સંથારો કરી, આરાધક બની પાંચમા દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. ત્યાં દસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી. અહીં નિષધકુમાર તરીકે ઉત્પન્ન થયો છે. અને આજે તેણે શ્રાવકવ્રત સ્વીકાર્યા છે. નિષધકુમાર શ્રાવકના ગુણોથી સંપન્ન થઈ શ્રમણોપાસક પર્યાય વ્યતીત કરવા લાગ્યા. એક વખત પૌષધમાં ધર્મજાગરણ કરતાં દ્વારિકા નગરીમાં ભગવાનની વંદના પર્યાપાસના કરવાનો સંકલ્પ કર્યો. ભગવાન અરિષ્ટનેમિ તેમના મનોગત ભાવને જાણી ત્યાં પધાર્યા. નિષધકુમાર ઉપદેશ સાંભળી સંયમી બન્યા. અગિયાર અંગ કંઠસ્થ કર્યા. વિવિધ તપશ્ચર્યા કરતાં, નવ વર્ષનો સંયમ પાળી એકવીસ દિવસનો સંથારો કરી કાળ ધર્મ પામી સવાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમનું દેવાયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. યૌવન અવસ્થામાં સંયમ ગ્રહણ કરી સંપૂર્ણ કર્મક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરશે. શેષ અગિયાર અધ્યયનમાં ૧૧રાજકુમારોનું વર્ણન ઉપર પ્રમાણે જ આવે છે. સંયમગ્રહણ અને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ આદિ નિષધકુમારની જેમ જ સમજી લેવું. ઉપાંગસૂત્રના પાંચ વર્ગ અને બાવન અધ્યયનોમાં પ્રથમ વર્ગના દસ જીવોનું નરકમાં જવાનું વર્ણન છે. શેષ ચાર વર્ગના ૪૨ આત્માઓનું સ્વર્ગમાં જવાનું વર્ણન છે તેથી જ પ્રથમ વર્ગનું નામ નિરયાવલિકા હોવું સુસંગત છે. આખાય સૂત્રનું નામ નિરયાવલિકા હોવું તે યોગ્ય નથી. આગમ પ્રમાણથી સંપૂર્ણ સૂત્રનું નામ 'ઉપાંગસૂત્ર" સમજવું અને સૂચિત પાંચ નામ વર્ગોના સમજવા. આ પ્રમાણે આ પાંચ વગોત્મક ઉપાંગસૂત્ર સમાપ્ત થયું. ઉત્તરાધ્યયન સૂત્રનામ અને વિષય - ઉત્તરાધ્યયન સૂત્ર આગમના વર્તમાન વર્ગીકરણમાં મૂળસૂત્રરૂપે પ્રખ્યાત છે. ઉત્તર-અધ્યયન એટલે શ્રેષ્ઠ અને પ્રધાન અધ્યયનોનું સંકલન સૂત્ર છે. તેમાં જીવ-અજીવ, પરીષહ, કર્મવાદ, છ દ્રવ્ય, નવ તત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, બાલમરણ, પંડિત મરણ, વૈરાગ્ય અને સંસાર તથા ભગવાન પાર્થ અને મહાવીર પરંપરાના અનેક વિષયોનું સુંદર આકલન છે. સ્વાધ્યાય અને આત્મ ચેતનાની જાગૃતિ માટે આ સૂત્રનું અધ્યયન પઠન ચિંતન-મનન આદરણીય છે. આ સૂત્રમાં ૧૩ અધ્યયન ધર્મ કથાત્મક છે (૭, ૮, ૯, ૧૨, ૧૩, ૧૪, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૫, ૨૭), આઠ અધ્યયન ઉપદેશાત્મક છે (૧, ૩, ૪, ૫, ૬, ૧૦, ૨૩, ૩૨), આઠ આચારાત્મક (૨, ૧૧, ૧૫, ૧૬, ૧૭, ૨૪, ૨૬, ૩૫), સાત સૈદ્ધાંતિક | (૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૩, ૩૪, ૩૬) છે. શ્રેષ્ઠ અધ્યયનો અને ઉત્તમ ઉપયોગી વિષયોને કારણે આ સૂત્ર સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓને વિશેષ રુચિકર છે. સેંકડો સાધુ-સાધ્વીજીઓ તેને કંઠસ્થ કરી નિરંતર તેનો સ્વાધ્યાય કરી આત્માનંદની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે અત્યધિક લોકપ્રિયતાને Page #79 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 78 કારણે આ સૂત્ર માટે એવી શ્રુતિ પરંપરા પણ છે કે—“આ સૂત્ર ભગવાન મહાવીર સ્વામીએ નિર્વાણ સમયે અંતિમ રાત્રિએ સ્વમુખે ફરમાવ્યું છે.’” સર્વ જૈન સમુદાયોમાં આ સૂત્રનું પ્રચલન છે. આ સૂત્રનું પરિમાણ ૨૧૦૦ શ્લોકનું માનવામાં આવેલ છે. પ્રથમ અધ્યયન : વિનય શ્રુત આ અધ્યયનનું નામ છે “વિનય શ્રુત”. વિનયને બાર પ્રકારના તપમાં આત્યંતર તપ કહેવામાં આવ્યું છે. ઉવવાઈ સૂત્રમાં તેના સાત પ્રકાર કહેવામાં આવ્યા છે– (૧) જ્ઞાન વિનય (૨) દર્શન વિનય (૩) ચારિત્ર વિનય (૪) મન વિનય (૫) વચન વિનય (૬) કાયા વિનય (૭) લોકોપચાર વિનય. દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશામાં ચાર પ્રકારની સમાધિ કહેવામાં આવી છે– (૧) વિનય સમાધિ (૨) શ્રુત સમાધિ (૩) તપ સમાધિ (૪) આચાર સમાધિ. પ્રસ્તુત અધ્યયનમાં વિનયના અનેક રૂપોને લક્ષમાં રાખીને અનેક વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. (૧) જે ગુરુના ઇશારાથી અને ભાવભંગથી સમજીને તેમના નિર્દેશોનું યથાર્થ પાલન કરે છે, તેમની શુશ્રુષા કરે છે, તે વિનીત શિષ્ય છે. તેનાથી વિપરીત આચરણ કરનાર અવિનીત શિષ્ય કહેવાય છે. (૨) સડેલા કાનવાળી કુતરીની સમાન અવિનીત શિષ્ય ક્યાંય પણ આદર પામતો નથી. (૩) ગામનો સૂઅર(ભૂંડ) ઉત્તમ ભોજનને છોડીને અશુચિ તરફ દોડે છે, તે જ પ્રકારે અવિનીત આત્મા સદ્ગુણોને છોડી દુર્ગુણોમાં રમણ કરે છે. (૪) ગુરુ આચાર્યાદિ દ્વારા અનુશાસન પામતાં ભિક્ષુ ક્યારેય ક્રોધ ન કરે અને જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્યારેય છુપાવે નહિ. (૫) આ ભવમાં તથા પરભવમાં બીજાઓ દ્વારા આત્માનું કાયમ દમન થઈ રહ્યું છે, તેની અપેક્ષાએ જ્ઞાની પુરુષોએ જાતે જ આત્મદમન કરવું શ્રેયસ્કર છે. સંયમ અને તપ દ્વારા આત્મદમન કરવું અર્થાત્ સંપૂર્ણ ઇચ્છાઓ તેમજ સંકલ્પ–વિકલ્પોથી રહિત બની જવું જોઈએ, એવું કરવાથી જ આ લોક અને પરલોકમાં આત્મા સુખી બને છે. (૬) વચનથી, વ્યવહારથી, આસનથી અને આજ્ઞા પાલન દ્વારા ગુરુનો પૂર્ણ વિનય કરવો જોઈએ. આવો વિનયશીલ શિષ્ય શાસ્ત્રજ્ઞાનને તેમજ અનેક સદ્ગુણોને અને યશને પ્રાપ્ત કરે છે. (૭) સાવધકારી, નિશ્ચયકારી આદિ ભાષાનો પ્રયોગ ન કરવો. એકલા ભિક્ષુએ એકલી સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરવો. (૮) યથાયોગ્ય સમયે કાર્યો કરવા. ભિક્ષાચરીની વિધિઓનું યથાવત્ પાલન કરવું. (૯) આચાર્ય આદિ ક્યારેક અપ્રસન્ન હોય તો વિવેકપૂર્વક તેમના ચિત્તની આરાધના કરવી, એટલે કે તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો . (૧૦) વિનીત શિષ્ય સર્વત્ર પૂજનીય બને છે. તે ગુરુના હૃદયમાં સ્થાન પામી જાય છે. તે તપ અને સંયમની સમાધિથી સંપન્ન બની જાય છે. પાંચ મહાવ્રતોનું પાલન કરતો થકો તે મહાન તેજસ્વી બની જાય છે. (૧૧) દેવોનો પણ પૂજનીય બની તે વિનીત શિષ્ય અંતમાં સંયમની આરાધના અને સદ્ગતિને પામે છે. બીજું અધ્યયન : પરીષહ જય તપ-સંયમનું યથાવત્ પાલન કરતાં થકાં પ્રતિકૂળ પ્રસંગ ઉપસ્થિત થાય છે, તેને ‘પરીષહ' કહેવામાં આવે છે. આ પરિસ્થિતિને ધૈર્ય અને ઉત્સાહથી પાર કરવી અને સંયમ–તપની મર્યાદાથી વિચલિત ન થવું, તેને ‘પરીષહ જીતવો’ કહેવાય છે. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે – (માર્ગાÚચ્યવન નિર્જરાર્થ પરિષોઢવ્યાઃ પરીષહાઃ) અર્થાત્ પ્રતિકૂળ પ્રસંગોમાં માર્ગથી ચ્યુત ન થાય પણ એકાંત નિર્જરાના અર્થે સમભાવે સહન કરે છે તેને પરીષહ કહેવાય છે. - આ અધ્યયનમાં ભિક્ષુના બાવીસ પરીષહો બતાવી, તેના પર વિજય પ્રાપ્ત કરવાની શિક્ષા આપવામાં આવી છે. (૧) ક્ષુધા પરીષહ– ભિક્ષુ ભૂખથી ક્લાંત થઈને પણ ક્યારેય એષણા સમિતિનો ભંગ ન કરે. તેમજ સચેત વનસ્પતિનું છેદન–ભેદન કરે નહિ અને કરાવે નહિ. ધૈર્યથી ક્ષુધાને સહન કરે. (૨) તૃષા પરીષહ– તૃષાથી પીડિત થવા છતાં પણ સચેત પાણીનું સેવન ન કરે. તરસથી મુખ સુકાઈ જાય છતાંય અદીન ભાવે સહન કરે. દેહ અને આત્મ સ્વરૂપની ભિન્નતાનો વિચાર કરે. (૩–૪) શીત–ઉષ્ણ પરીષહ– અલ્પ વસ્ત્ર અથવા અચેલ સાધનાના સમયે ઠંડી કે ગર્મીની અધિકતા હોવા છતાં દીન ન બને. અગ્નિ કે પંખાની ચાહના ન કરે. સ્નાનની ઇચ્છા મનથી પણ ન કરે. (૫) દંશમશક પરીષહ– મુનિ ડાંસ–મચ્છર આદિ ક્ષુદ્ર જીવોના ત્રાસથી ગભરાય નહિ, પરંતુ સંગ્રામમાં અગ્રભાગે રહેલા હાથીની જેમ સહનશીલ બને. (૬) અચેલ પરીષહ– વસ્ત્રની અલ્પતાથી પણ દીનતા ન કરે. (૭) અરતિ પરીષહ– ગ્રામાનુગ્રામ વિચરતાં અનેક સંકટ ઉપસ્થિત થાય તો પણ કદી શોકાકુલ ન બને, અપ્રસન્ન ન થાય, સદા સંયમપાલનમાં પ્રસન્ન રહે. (૮) સ્ત્રી પરીષહ– શીલ રક્ષાના હેતુએ સ્ત્રીનો સંગ આત્માને માટે કીચડ સમાન છે.' એમ સમજીને તેનાથી વિરક્ત રહે. સ્ત્રીઓથી પૂર્ણ સાવધાન રહેનારનું શ્રમણ જીવન સફળ બને છે. (૯) ચર્યા પરીષહ– વિહાર સંબંધી કષ્ટોને સમભાવે સહન કરતા થકા મુનિ ગ્રામાદિમાં કે કોઈ વ્યકિતમાં મમત્વ બુદ્ધિ ન કરે. રાગદ્વેષ ન કરતાં એકત્વ ભાવમાં રમણ કરે. (૧૦–૧૧) શય્યા નિષધા પરીષહ– અનુકૂળ-પ્રતિકૂળ ઉપાશ્રયમાં સમભાવ રાખે. ભૂત–પ્રેત આદિથી યુક્ત સ્થાનમાં પણ નિર્ભય રહે. Page #80 -------------------------------------------------------------------------- ________________ jain 79 કથાસાર (૧૨–૧૩) આક્રોશ—વધ પરીષહ– કઠોર શબ્દ અથવા મારપીટ-તાડનના પ્રસંગમાં પણ મુનિ સમાન ભાવ રાખે. પરંતુ મૂર્ખની સામે મૂર્ખ ન બને. અર્થાત્ ભિક્ષુ કદી ક્રોધ ન કરે, પ્રતિકાર ન કરે પરંતુ શાંત ભાવે સહન કરે અને વિચારે કે આત્મા તો અમર છે, પ્રહાર કરવા છતાં આત્માનું કંઈ બગડવાનું નથી. (૧૪–૧૫) યાચના—અલાભ પરીષહ– દીર્ધ જીવન કાળમાં સંયમ પાલનના હેતુ માટે ભિક્ષા કરવી આવશ્યક છે. તેથી ભિક્ષાની યાચના કરવામાં તેમજ ભિક્ષા ન મળવા પર ભિક્ષુ કયારે ય ખેદ ન કરે પરંતુ તપમાં રમણ કરે. (૧૬) રોગ પરીષહ– સંયમ મર્યાદાની સુરક્ષા હેતુ અને કર્મ નિર્જરાર્થે ક્યારેય પણ રોગાંતક થવા છતાં ઔષધ-ચિકિત્સાની ભિક્ષુ ઇચ્છા ન કરે. તે રોગાંતકનો ઉપચાર ર્યા વિના સહન કરવામાં જ સાચી સાધુતા છે. (૧૭) તૃણસ્પર્શ પરીષહ– અલ્પ વસ્ત્રથી રહેવામાં અને ખુલ્લા પગે ચાલતાં જો તૃણ, કાંટા, પત્થર આદિથી કષ્ટ ઉત્પન્ન થાય તો મુનિ તેને સમભાવે સહન કરે. (૧૮) જલ્લ–મેલ પરીષહ– બ્રહ્મચારીમુનિ પસીના કે મેલ આદિથી ગભરાઈને ક્યારેય સ્નાન કરવાની ઇચ્છા ન કરે પરંતુ કર્મ નિર્જરાના લક્ષ્ય અને ઉત્તમ ભગવદ્ આજ્ઞા સમજીને જીવનપર્યંત પસીનાથી ઉત્પન્ન મેલને શરીર પર ધારણ કરે. (૧૯) સત્કાર–પુરસ્કાર પરીષહ– અતિશય માન–સન્માન પામીને ફુલાઈ ન જવું પરંતુ વિરક્ત રહેવું અને અન્યના માન–સન્માન જોઈને તેની ચાહના ન કરવી. સૂયગડાંગ સૂત્રમાં પૂજા—સત્કારને સૂક્ષ્મ શલ્ય કહેવામાં આવેલ છે. (૨૦–૨૧) પ્રજ્ઞા-અજ્ઞાન પરીષહ– તપ-સંયમની વિકટ સાધના કરવા છતાં પણ બુદ્ધિની મંદતા ન ઘટે અને અતિશય જ્ઞાન(અવધિ, મન:પર્યવ આદિ) ઉત્પન્ન ન થાય તોપણ ખેદ ન કરવો. ધૈર્ય અને શ્રદ્ધાથી સાધનામાર્ગમાં આગળ વધતા રહેવું. (૨૨) દર્શન પરીષહ– કોઈપણ પ્રકારના ખેદથી અથવા તો અલાભથી ગભરાઈને સંયમ સાધનાથી અને ન્યાય માર્ગથી વ્યુત ન થવું પરંતુ દઢ શ્રદ્ધાની સાથે મોક્ષ માર્ગમાં અગ્રેસર થવું. આ પરીષહોથી પરાજિત ન થનાર મુનિ શીઘ્રાતિ શીઘ્ર આત્મકલ્યાણ કરે છે. સંસાર સાગરનો પાર પામી જાય છે. ત્રીજું અધ્યયન : ચાર દુર્લભ અંગ (૧) જીવ કર્મ સંયોગથી વિવિધ યોનિઓમાં ભ્રમણ કરતો થકો કીટ, પતંગ, પશુ, નરક, દેવ રૂપમાં ઉત્પન્ન થાય છે. ક્યારેક બ્રાહ્મણ તો ક્યારેક ક્ષત્રિય, વૈશ્ય અને ક્યારેક ક્ષુદ્ર પણ બને છે. (૨) સંસાર ભ્રમણ કરતા જીવને મનુષ્યભવ અત્યંત અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. પુણ્યયોગે તે પ્રાપ્ત થઈ જાય તો પણ ધર્મશ્રવણ અને તેમાં શ્રધ્ધા, પ્રતીતિ, રુચિ થવી અત્યંત દુર્લભ છે. (૩) કોઈ જીવને ધર્મશ્રવણની પ્રાપ્તિ અને શ્રધ્ધા થઈ જાય તો પણ કંઈક અંશે પુણ્યની અલ્પતાને કારણે ધર્મતત્ત્વ (વ્રત, નિયમ, સંયમ) નો સ્વીકાર કરી શકતા નથી અથવા તો પાલન કરી શકતા નથી. (૪) જે મનુષ્યભવને પ્રાપ્ત કરી સંયમ તપમાં પુરુષાર્થ કરે છે તેનો માનવ જન્મ સફળ છે. કારણકે માનવભવ સિવાય બીજી કોઈપણ યોનિમાં સંયમની આરાધના કરવાની યોગ્યતા જ નથી. (૫) સંયમ તપથી કર્મ નિર્જરા કરતાં પુણ્ય સંચય થવાથી કોઈ જીવ દેવગતિને પ્રાપ્ત કરે છે. (૬) પછી મનુષ્યભવમાં આવીને દસ ગુણોથી સંપન્ન અવસ્થાને પ્રાપ્ત કરી યથાસમયે ભૌતિક સમૃદ્ધિનો ત્યાગ કરી સંયમ, તપઆદિની આરાધના દ્વારા સંપુર્ણ કર્મ ક્ષય કરીને મુકત થઈ જાય છે. (૭) પ્રત્યેક મુમુક્ષુ પ્રાણીએ ૧. મનુષ્યભવ ૨. ધર્મ શ્રવણ ૩. ધર્મ શ્રદ્ધા ૪. તપ– સંયમમાં પરાક્રમ, આ ચાર મોક્ષના દુર્લભ અંગ જાણીને પ્રાપ્ત અવસરમાં આળસ, પ્રમાદ, મોહ, પુદ્ગલ આસક્તિને હટાવીને સંયમમાર્ગમાં ઉપસ્થિત થવું જોઈએ. (૮) સરલ અને પવિત્ર આત્મામાં જ ધર્મનો વાસ હોય છે અને તેનું જ કલ્યાણ થાય છે. (ધર્મ ઉપદેશનાં પાણીથી ફળદ્રુપ કસવાળી જમીન હોય તો ધર્મનું વૃક્ષ ઉગી નીકળે છે, સત્વ વગરનાં લોકોને ઉપદેશ ફળીભૂત થતું નથી) ચોથું અધ્યયન ઃ કર્મફળ અને ધર્મપ્રેરણા (૧) જીવન સાંધી શકાતું નથી અર્થાત્ ક્ષણભર પણ આયુષ્યની વૃદ્ધિ કોઈ કરી શકતું નથી, તેથી વૃદ્ધત્વની પ્રતીક્ષા ન કરતાં અવસર પ્રાપ્ત થયે અપ્રમત્ત ભાવથી તપ–સંયમ, વ્રત–નિયમનું આચરણ કરી લેવું જોઈએ. (૨) પ્રાણી કુમતિ કે અજ્ઞાનને કારણે અનેક પાપ કૃત્યો દ્વારા ધનને અમૃત સમજીને તેનું ઉપાર્જન કરવામાં અનુરક્ત રહે છે પરંતુ મૃત્યુ સમયે નરકમાં જતાં તેણે ભેગું કરેલું ધન તેની રક્ષા કરી શકતું નથી. (૩) પરિવારને માટે કે અન્યને માટે જીવ જે પાપ ઉપાર્જન કરે છે, તેના ફળ ભોગવવાના સમયે કોઈ ભાગ પડાવતા નથી. કર્મોના ફળ આ ભવમાં કે પરભવમાં પોતાને જ ભોગવ્યા વિના છુટકારો થતો નથી. (૪) સ્વચ્છંદતાનો સંપૂર્ણપણે ત્યાગ કરી ભગવદ્ આજ્ઞામાં જ સંપૂર્ણ અપ્રમત્ત ભાવથી રહેનારા શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. (૫) ‘પછી ધર્મ કરશું’ એમ કહેનાર પહેલાં કે પછી ક્યારે ય ધર્મ કરી શકતો નથી; કારણ કે અચાનક મૃત્યુના આવવાથી અભ્યાસ વિના ધર્માચરણ દુઃશક્ય છે. (૬) સંયમ આરાધન કાળમાં લલચામણા પ્રસંગ અને પ્રતિકૂળ પ્રસંગ ઉપસ્થિત થવા છતાં સદા સાવધાન રહેવું જોઈએ. અર્થાત્ ક્રોધ, માન ન કરવા તેમજ માયા, લોભ પણ ન કરવા જોઈએ. (૭) સમ્યક્ શ્રદ્ધાની સાથે સંયમ પાલન કરતા થકાં અંતિમ શ્વાસ સુધી ગુણોની આરાધના કરવી જોઈએ. Page #81 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 80 પાંચમું અધ્યયન : બાલ–પંડિત મરણ જન્મની સાથે જ મૃત્યુ સંકળાયેલુ છે. જીવન જીવવું એક કળા છે તો સમાધિ મૃત્યુ ને વરવું તે પણ ઓછી કળા નથી ! આ અધ્યયનમાં મરણના બે પ્રકાર વર્ણવ્યા છે– બાલ મરણ(અકામ મરણ) અને પંડિત મરણ(સકામ મરણ). (૧) બાળ એટલે અજ્ઞાની જીવોનું વારંવાર અકામ મરણ થાય છે, જ્યારે પંડિત પુરુષોનું ઉત્કૃષ્ટ સકામ મરણ એક જ વખત થાય છે; અર્થાત્ જઘન્ય, મધ્યમ આરાધનામાં અધિકતમ સાત—આઠ ભવ થાય છે અને ઉત્કૃષ્ટ આરાધનામાં જીવ તે જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરે છે. (૨) વિષય આસક્ત બાળ જીવ અનેક ક્રૂર કર્મ કરે છે. કેટલાક તો પરલોકનો જ સ્વીકાર કરતા નથી. બધા પ્રાણીઓના જે હાલ થશે તે અમારા થશે”. એવું વિચારીને કેટલાક જીવો હિંસા, જૂઠ, છળ–કપટ, ધૂર્તતા આદિ કરે છે, સુરા અને માંસનું સેવન કરે છે તેમજ ધન અને સ્ત્રીઓમાં ગૃદ્ધ બને છે. (૩) એવા લોકો અળસિયાની સમાન ‘મુખ અને શરીરથી’ માટી ગ્રહણ કરવાની જેમ રાગ અને દ્વેષ બંનેથી કર્મ બંધ કરે છે. (૪) ઉક્ત અજ્ઞાની પ્રાણી મૃત્યુથી ક્લાંત થવાના સમયે નરકગતિ આદિ દુઃખોનું ભાન થતાં શોક કરે છે. જેવી રીતે અટવીમાં ગાડાની ધૂરા તૂટી જવાથી ગાડીવાન શોક કરે છે. (૫) તેમ જ ધર્માચરણ રહિત અજ્ઞાની જીવ હારેલા જુગારીની સમાન મૃત્યુ સમયે આર્તધ્યાન કરે છે. (૬) પંડિત મરણ પણ ગૃહસ્થજીવનની વિભિન્નતા અને શ્રમણજીવનની વિષમતાના કારણે બધા ભિક્ષુઓને કે બધા ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી. (૭) કેટલાક ગૃહસ્થોની ધર્મસાધના સાધુઓથી પણ ઉચ્ચ હોય છે. પરંતુ સુસાધુઓના સંયમ તો સર્વગૃહસ્થોથી ઉત્કૃષ્ટ જ હોય છે. (૮) ભિક્ષાજીવી કેટલાક સંન્યાસીઓના આચરણ અને શ્રદ્ધા શુદ્ધ હોતા નથી. તેથી તેમના જટાધારણ, મુંડન, નગ્નત્વ, ચર્મ, વસ્ત્ર, વિભિન્ન વેષભૂષા અને અન્ય ઉપકરણ ધારણ કરવા આદિ તેમને દુર્ગતિથી મુક્ત કરી શકતા નથી. તેથી ભિક્ષુ હોય યા ગૃહસ્થ, જો તે સુવ્રતી અને સુશીલ હોય તો જ દિવ્યગતિને પ્રાપ્ત કરી શકે છે. (૯) જે પૌષધ, વ્રત, નિયમ અને સદાચારનું પાલન કરતાં થકાં ગૃહસ્થ અવસ્થામાં રહે છે અથવા ઇન્દ્રિયના વિષયોથી તેમજ સંપૂર્ણ પાપોથી નિવૃત થઈ ભિક્ષા જીવનથી ધર્મ આરાધના કરે છે એવા શ્રમણોપાસક અને શ્રમણ મૃત્યુ સમયે ત્રાસ પામતા નથી પરંતુ પંડિત મરણને વરે છે. તેમાંથી કોઈ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે તો કોઈ એક ભવ દેવનો કરી પુનઃ મનુષ્ય થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. (૧૦) આ અકામ–સકામ બંને મરણોના ફળની તુલના કરીને મુમુક્ષુઓએ દયાધર્મનો સ્વીકાર કરવો જોઈએ અને દેહ મમત્વનો ત્યાગ કરી અંતિમ સમયે ભક્તપ્રત્યાખ્યાન આદિ કોઈપણ પ્રકારના પંડિતમરણ (અનશન)નો સ્વીકાર કરવો જોઈએ. છઠ્ઠું અધ્યયન : જ્ઞાન—ક્રિયા (૧) અજ્ઞાની જીવો દુઃખોની વૃદ્ધિ કરતા રહે છે, તેથી મુમુક્ષુઓએ જીવાદિ નવ તત્વોને જાણીને સત્યની ગવેષણા કરતા થકા બધા પ્રાણીઓ સાથે મૈત્રીનો વ્યવહાર કરવો જોઈએ અને પરિવારના સભ્યોમાં પણ અસંરક્ષણનો ભાવ જાણીને સ્નેહરહિત બને તથા ધન–સંપત્તિને ચંચળ સમજી તેનો ત્યાગ કરે. (૨) જ્ઞાનયુક્ત આચરણને હૃદયંગમ કરી, પરિગ્રહને નરકનું મુખ્ય કારણ સમજી તેનો ત્યાગ કરે અને સર્વ જીવોને આત્મવત્ સમજીને સાવધ આચરણનો સર્વથા ત્યાગ કરે. (૩) સાવધકર્મ, ધન અને પરિગ્રહના ત્યાગી મુનિ ગૃહસ્થ દ્વારા અપાયેલ, એષણા સમિતિની વિધિથી પ્રાપ્ત આહારથી સંયમ નિર્વાહ કરે. પક્ષીની જેમ સંગ્રહવૃત્તિથી મુક્ત રહે. (૪) માત્ર જ્ઞાનથી મુક્તિ માનનારા અને કંઇપણ આચરણ(પાપ ત્યાગ) ન કરનારા સ્વેચ્છાએ વચન વીર્યથી મુક્તિની કલ્પના કરી શકે છે પરંતુ તેઓને વાસ્તવિક આત્મોન્નતિની ઉપલબ્ધિ થઈ શકતી નથી. પાપાચરણ અને આસકિતથી દુર્ગતિ પ્રાપ્ત કરતા સમયે તે જ્ઞાન અને વચનવીર્ય તેનું આંશિક પણ રક્ષણ કરી શકતા નથી. તેની દશા ‘બિલ્લી આવે ત્યારે ઉડી જવું” એ પ્રમાણે રટણ કરનારા પોપટ સમાન થાય છે. અર્થાત્ પોપટનું તે પ્રકારનું કોરૂં રટણ બિલ્લીના ઝપાટા– માંથી તેને બચાવી શકતું નથી. તેવી રીતે અજ્ઞાની જીવો (આચરણ વગરનુ જ્ઞાન,જ્ઞાન નથી પણ માહિતી છે, તેથી અજ્ઞાની જીવો કહયા છે.)જન્મ-મરણના દુ:ખથી છૂટી શકતાં નથી. અનુકંપા અને આત્માની શુધ્ધતા હાથીના ભવમાં મેઘકુમારે સસલાંના જીવની દયા પાળી સંસાર પરિત કર્યો. ત્યારે આત્માનું કોઈ વિશેષ જ્ઞાન તેમની પાસે ન હતું. એક ગાઉ પ્રમાણ વનસ્પતિનું નિકંદન કાઢી મેદાન તૈયાર કર્યું હતું. તેથી વનસ્પતિનાં જીવોથી પણ અજાણ હતા. છ દ્દવ્ય કે નવ તત્વથી અજાણ હોવા છતાં એક જીવ પર આવેલા અનુકંપાના ઉત્કૃષ્ટ પરિણામોથી સમયકત્વને પ્રાપ્ત કર્યું. અહીં સમકીતનાં પ્રારંભીક અને મુખ્ય લક્ષણ તરીકે અનુકંપાના ભાવોનું મહત્વ દેખાઈ રહયું છે. જે જીવોની દયા પાળવાથી જ સંભવ છે. આત્મા અને શરીર ભીન્ન છે એ શાન રૂરી હોવા છતાં એવું જ મુક્તિનું કારણ બની શકતું નથી. દેવ પર્યાયમાં ઉત્પન્ન થયેલ જીવ પોતાના પૂર્વના શરીરની અંતિમ યિા થઈ રહેલી જોઇ શકે છે. તથા છ મહિના આયુષ્ય બાકી રહે ત્યારે નવો જન્મ ક્યાં થશે તે પણ જાણી શકે છે. આમ તે પ્રત્યક્ષ શરીર અને આત્માને જુદા જાણે છે. પણ તેનું આ ભેદ વિજ્ઞાન તેને કંઈ કામ આવતું નથી. જેમ સારનો ગુણ મીઠાસ છે તેની શુધ્ધતા નથી. તેમ આત્માનો ગુણ અનુકંપાનો ભાવ છે. શુધ્ધતા સ્વયં કોઈ ગુણ નથી. Page #82 -------------------------------------------------------------------------- ________________ 81 jain કથાસાર એક વાકયમાં ધર્મની વ્યાખ્યા કરવી હોય તો “અહિંસા પરમો ધર્મ” કહી શકાય પરંતુ “હું એક શુધ્ધ આત્મા છું” એટલું જ પુરતું નથી. લોક જીવ અને અજીવથી બનેલો છે. અજીવ પુદગલ પ્રત્યેનો અનાતી ભાવ અડધો વ્યવહાર શુધ્ધ કરે છે. આત્મભાવોમાં રમકતા કરવાથી પોતાના પર ઉપકાર કર્યો કહેવાય. બાકી રહેલા અડધા ભાગ, જીવદવ્ય પ્રત્યેના અનુકંપા ભાવથી જ સંપૂર્ણ વ્યવહાર શુધ્ધ થાય છે. વ્યવહારમાં પણ કોઈનાં ડૉકટર હોવા માત્રથી તે સ્વયં પણ બીમારીથી બચી શકતો નથી. તે પોતે પકા ઉપચારની ક્રિયા વગર સાજો થતો નથી. તેનું જ્ઞાન ક્રિયા વગર અધુરું છે. જીવોના સુખ દુઃખનું કારણ તેમનાં કર્મ છે. આપણો જીવ તેમાં પ્રમાદવશ નીમીત બને છે. આ પ્રમાદનાં કારણે આત્માનાં અનુકંપાના ગુણ ની ઘાત થાય છે. તથા રાગદ્વેષ નાં પરિણામો કરી જીવ કર્મોનો બંધ કરે છે. એકેન્દ્રીયનાં જીવોને તુચ્છ સમજી ( પૃથ્વી, પાળી અગ્નિ, વનસ્પતિ વાયરો) તે જીવો પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી આત્માની શુદ્ધતાનું રટણ કરવું એ નિક્રિયતા છે. આત્માનું શુભભાવથી ક્રિયાશીલ થવું એટલે અનુકંપા. કડીઓની રક્ષા માટે કડવી તુંબીનું શાક પી જનાર અાગાર કે માથા પર અંગારા સહેનાર ગજસુકુમારની જેમ જીવ જ્યારે ખરેખર અનુકંપાના ભાવ સાથે પ્રવૃતિ કરે છે ત્યારે પોતાનાં શરીર બળને પણ ઓળંગી જાય છે. જાણે હોવા છતાં ચંડકોશોકનાં માર્ગ પર આગળ વધે છે તે આત્મા છે. પાસે જઈ ડેબ સહે છે તે આત્મા છે, લોહીની ધારા વહી રહી છે છતાં ઉપદેશ આપે છે તે આત્મા છે. સાહસિક સહનશીલ અનુકંપાધારક આવા અનેક ગુણવાચક શબ્દોને અપૂરતાં સાબીત કરનાર આત્માની ઓળખ ફકત શુધ્ધતા કેવી રીતે હોઈ શકે ? સાતમું અધ્યયન દષ્ટાંતયુક્ત ધર્મપ્રેરણા (૧) જે પ્રકારે ખાવા-પીવામાં મસ્ત બનેલો બકરો, જાણે કે અતિથિઓની પ્રતીક્ષા જ કરે છે એટલે કે યજમાન આવતાં જ તેનું મસ્તક ધડથી જાદુ કરી, તેના માંસને પકાવીને ખાવામાં આવે છે. તે જ રીતે અધાર્મિક પ્રાણી પોતાના કૃત્યોથી જાણે નરકની જ ચાહના કરે છે. એટલે કે તેઓ અધર્મ આચરણના કારણે નરકમાં જાય છે. (૨) તે અજ્ઞાની પ્રાણી હિંસા, જૂઠ કે ચોરી ના કૃત્યો કરનારા, લુંટારાં, માયાચારી, સ્ત્રીલંપટ, મહારંભી, મહાપરિગ્રહી, માંસ-મદિરાનું સેવન કરનારા, હૃષ્ટપુષ્ટ શરીરવાળા બનીને નરકની આકાંક્ષા કરે છે. (૩) તે ઈચ્છિત ભોગોનું સેવન કરી, દુઃખથી એકત્રિત કરેલ ધન સામગ્રીને છોડીને, અનેક સંચિત કર્મોને સાથે લઈ જાય છે. વર્તમાનમાં રાચનારા, ભવિષ્યનો વિચાર ન કરનારા ભારે કર્મી બની મૃત્યુ સમયે ખેદ કરે છે. (૪) જેવી રીતે એક કાંગણી(કોડી) ને લેવા જતાં મનુષ્ય હજાર મહોરોને ગુમાવે છે, અપથ્યકારી આમ્રફળને ખાઈ રાજા રાજ્યસુખ હારી જાય છે તે પ્રકારે તુચ્છ માનવીય ભોગોમાં આસક્ત પ્રાણી દૈવિક સુખ અને મોક્ષના સુખને હારી જાય છે.(અહીં બે કથાઓ છે) (૫) ત્રણ પ્રકારના વણિક- ૧. લાભ મેળવવા વાળા ૨. મૂળ મૂડીનું રક્ષણ કરવાવાળા ૩. મૂળ મૂડીને પણ ગુમાવી દેવાવાળા. તે જ રીતે ધર્મની અપેક્ષાએ સાધક પ્રાણીની ત્રણ અવસ્થા છે– ૧. દેવગતિ કે મોક્ષગતિના લાભને મેળવનારા ૨. મનુષ્ય ભવ રૂપ મૂળ મૂડીને પનઃ પ્રાપ્ત કરનારા ૩. નરક-તિર્યંચ ગતિ ૩પ દુર્ગતિને પ્રાપ્ત કરનારા (૬) નરક-તિર્યંચગતિમાં જનારો સદાય પરાજિત થયેલો હોય છે. તે ગતિમાંથી દીર્ઘકાળ સુધી બહાર નીકળી શકતો નથી અર્થાત્ તેનું બહાર નીકળવું દુર્લભ છે. (૭) મનુષ્યનું આયુષ્ય અને તેના ભોગ સુખ દેવની તુલનામાં અતિ અલ્પ છે. પાણીનું ટીપું અને સમુદ્ર જેટલું અંતર છે. તેવું જાણ્યા છતાં પણ જે મનુષ્ય સંબંધી ભોગોથી નિવૃત્ત થતો નથી, તેમનું આત્મપ્રયોજન નષ્ટ થઈ જાય છે. તે મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીને પણ પથભ્રષ્ટ થઈ જાય છે. (૮) ભોગોથી નિવૃત્ત થનારા પ્રાણી ઉત્તમ દેવગતિને અને પછી મનુષ્ય જીવનને પ્રાપ્ત કરી અનુત્તર સુખોને પ્રાપ્ત કરે છે. (૯) બાલ જીવ ધર્મને છોડી, અધર્મને સ્વીકારી દુર્ગતિ પ્રાપ્ત કરે છે. અને ધીર, વીર પુરુષ અધર્મને છોડી ધર્મને સ્વીકારી સદ્ગતિને પ્રાપ્ત કરે છે. આઠમું અધ્યયન : દુર્ગતિથી મુક્તિ (૧) સંપૂર્ણ સ્નેહનો ત્યાગ કરનારા સાધક બધા દોષો અને દુઃખોથી મુક્ત થઈ જાય છે, પછી તે સ્નેહ ઇન્દ્રિયના વિષયનો હોય કે ધન-પરિવારનો હોય અથવા તો યશ-કીર્તિ કે શરીરનો હોય, પણ તે સ્નેહ ત્યાજ્ય છે. (૨) શ્લેખમાં માખી જે રીતે ફસાઈ જાય છે તે રીતે ભોગાસક્ત પ્રાણી સંસારમાં ફસાઈ જાય છે (૩) કેટલાક સાધક પોતાની જાતને સંન્યાસી માને છે પરંતુ પ્રાણીવધને નથી જાણતા, તે દુર્ગતિ પ્રાપ્ત કરે છે, કારણ કે પ્રાણવધની અનુમોદના કરવાવાળો પણ કદાપિ મુક્ત થઈ શકતો નથી, તો સ્વયં અજ્ઞાનવશ વધ કરનારા માટે મુક્તિનો પ્રશ્ન જ રહેતો નથી. (૪) તેથી સંપૂર્ણ જગતના ચરાચર પ્રાણિઓને મન,વચન, કાયાથી હણવા નહિ, હણાવવા નહિ અને હણનારની અનુમોદના પણ કરવી નહિ. (૫) સંપૂર્ણ અહિંસા પાલન હેતુ ભિક્ષુ એષણા સમિતિયુક્ત આહાર ગ્રહણ કરે અર્થાત્ કોઈપણ પ્રકારે પ્રાણીવધ થાય તેવી ભિક્ષા ગ્રહણ ન કરે. (૬) નિર્દોષ ભિક્ષામાં પણ આસક્ત ન બને પરંતુ જીવન નિર્વાહ માટે નીરસ, શીતલ, સારહીન, રૂક્ષ પદાર્થોનું સેવન કરે. (૭) લક્ષણ, સ્વપ્ન આદિ ફળ બતાવનારા પાપ શાસ્ત્રોનો પ્રયોગ ન કરે. (૮) સંસારમાં જેમ-જેમ લાભ મળતો જાય છે તેમ-તેમ લોભ વધતો જાય છે. જેમ કે બે માસા સુવર્ણની પ્રાપ્તિની ઇચ્છાવાળા કપિલની લાલસા રાજ્ય મેળવવા સુધી પહોંચી ગઈ હતી. તેથી ઇચ્છાઓનું નિયંત્રણ કરવું જોઈએ.(અહીં કપીલ કેવળીની કથા છે.) (૯) ઉદરને હંમેશાં બિલાડીનો ભય રહે છે, તેવી રીતે છઘસ્થ સાધકને હંમેશાં સ્ત્રીનો ભય રહે છે, તેથી ભિક્ષુઓએ સ્ત્રીસંપર્ક અને તેનો અતિ પરિચય વર્જવો જોઈએ. Page #83 -------------------------------------------------------------------------- ________________ 82 આગમ-કથાઓ નવમું અધ્યયનઃ નમિ રાજર્ષિ પૂર્વકથા : મયણરેહા પર મોહિત થઈ, તેને મેળવવા કપટથી ભાઈ જુગબાહુની ગરદન પર તલવારનો વાર કરી મદનરથ વૈધને તેડવા જાય છે. જયાં સાપના કરડવાથી મૃત્યુ પામી નરકે જાય છે. મયણરેહા પતિનો અંત સમય જાણી તેને ધરમનાં શરણા આપે છે, ભાઈ પરનો રોષ કાઢી નાખી ધર્મ શરણુ લેતાં મરીને જુગબાહુ દેવ ગતિ પામે છે. ભયભીત મયણરેહા મદનરથથી બચવા જંગલમાં નાસી જાય છે. જયાં તેને પુત્રનો જન્મ થાય છે. અશુચી નિવારવા તળાવ કિનારે જતાં, ત્યાં હાથી તેને આકાશમાં ઉલાળે છે. ત્યાંથી પસાર થઈ રહેલા વિધાધરનું ધ્યાન જતા તેને જીલી લે છે. આ બાજુ રાજાનું મૃત્યુ થતાં મયણરેહાનો મોટો દિકરો ચંદધ્વજ રાજા બને છે.નાના દિકરાને જંગલમાં ઝાડની ડાળીએ ઝુલતો, નિરાધાર જાણી પાસેના રાજય મિથીલાનો રાજા (નમિનો પૂર્વભવનો ભાઈ) પોતાની સાથે લઈ જાય છે. રાજા નિસંતાન હોવાથી પુત્રને દેવનો દીધેલો જાણી આનંદીત થઈ જાય છે. નમિકુમાર નામ રાખે છે. વિધાધર પિતામુનીને વાંદવા જઈ રહયો હોય છે, જયાં મયણરેહાનો પતિ જુગબાહુ દેવગતિથી આવે છે,મયણરેહાનો ઉપકાર માને છે. વિધાધર મયણરેહાને નમકુમાર પાસે લઈ જાય છે. પુત્રને ક્ષેમકુશળ જાણી ત્યાંથી તે ચાલી જાય છે અને દિક્ષા અંગીકાર કરે છે. મોટો થતાં નમિ રાજા બને છે. તે પ્રજા પાલક હોવાથી અત્યંત પ્રિય થઈ જાય છે. એકદા બે પાડોશી રાવ મહાસતી મયણરેહા વચ્ચે પડી બેઉ ભાઈની ઓળખ કરાવે છે. મોટો ભાઈ ચંદધ્વજ બેઉ રાજય નમિને સોંપી,પોતે દિક્ષા લે છે. નમિને એકદા દાહ–જવર રોગ થતાં રાણીઓ ચંદન ઘસે છે.કંકણનો અવાજ સહન ન થતાં પ્રધાનને કહે છે.પ્રધાન એક કંકણ પહેરી ચંદન ઘસવાનું કહે છે, જેથી અવાજ બંદ થઈ જાય છે.નમિને એકત્વ ભાવના ભાવતાં જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તે દિક્ષા માટે તૈયાર થાય છે. તેના વૈરાગ્યની પરીક્ષા કરવા શકેન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈ આવે છે. મહાસતી મદનરેખાના પુત્ર નિમિકુમાર જ્યારે સંયમ અંગીકાર કરવા ઉત્સુક બન્યા ત્યારે તેના વૈરાગ્યની પરીક્ષા બ્રાહ્મણ રૂપધારી સ્વયં શકેન્દ્રએ કરી. નમિ રાજર્ષિએ ઈન્દ્રને યથાર્થ ઉત્તર આપી સંતુષ્ટ કર્યા. ઈન્દ્રનાં પ્રશ્નો: આજે મિથીલા નગરીનાં રાજમહેલમાં અને ઘરોમાં કોલાહલ અને વિલાપ,આક્રંદ કેમ સંભળાઈ રહ્યો છે? (૧) સુવિસ્તૃત વૃક્ષ પડી જવાથી પક્ષીઓ આક્રંદ કરે છે, તેવી રીતે નગરીના લોકો પોતાના સ્વાર્થને રડે છે. વાયુથી પ્રજવલીત અગ્ની આપના ભવન અને અંતેપુરને બાળી રહી છે, તેને કેમ નથી જોતાં? (૨) જ્યાં મારું કંઈ જ નથી, તે નગરી કે ભવનોના બળવાથી મને કંઈ નુકશાન થતું નથી. પુત્ર, પત્ની અને પૈસાના ત્યાગીને માટે કશું જ પ્રિય હોતું નથી. તેમજ અપ્રિય પણ હોતું નથી. સંપૂર્ણ બંધનમક્ત તપસ્વી ભિક્ષને વિપલ સુખ મળે છે. કિલો,ગઢ ખાઈ ખોદાવી, દરવાજાથી નગરને પહેલાં સુરક્ષિત કરાવો પછી દિક્ષા લો. (૩) શ્રદ્ધા, તપ, સંયમ, સમિતિ, ક્ષમાદિ ધર્મ, ગુપ્તિ, વૈર્ય આદિ આત્મ સુરક્ષાના સાચા સાધનો છે. ધરો અને ભવનોનાં નિર્માણ કરાવી પછી દિક્ષા લો. (૪) સંસાર ભ્રમણના માર્ગમાં કયાંય પણ પોતાનું ઘર બનાવવાની આવશ્યકતા નથી. શાશ્વત મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંજ શાશ્વત નિવાસસ્થાન બનાવવું શ્રેયસ્કર છે. ચોર અને લુટારાઓને દંડી નગરને સુરક્ષિત કરો. (૫) રાજનીતિ દૂષિત છે. તેમાં ન્યાયમાર્ગને જાણવા છતાં પણ અન્યાય થવાની સંભાવના રહે છે. જ્યાં સાચા દંડાઈ જાય અને જૂઠા આબાદ રહી જાય. જે રાજાઓ તમને નથી નમતા, તેમને નમાવીને, પછી દિક્ષા લો. (૬) અન્ય રાજાઓનું દમન કરી તેને નમાવવામાં કોઈ લાભ નથી. લાખો સુભટોને જીતવા કરતાં સ્વયંનું આત્મદમન શ્રેષ્ઠ છે. તેથી અનાદિના દુર્ગણોની સાથે સંગ્રામ કરવો જોઈએ. બાહ્ય યુદ્ધથી કોઈ લાભ નથી, આત્મવિજય યુદ્ધથી કોઈ લાભ નથી, આત્મવિજયથી જ સુખ થાય છે. યજ્ઞ કરાવી, બ્રામણોને ભોજન તથા દાન કરી, ભોગો ને ભોગવી પછી દિક્ષા લો . (૭) પ્રતિમાસ દસ લાખ ગાયોનું દાન કરવા કરતાં એક દિવસની સંયમ સાધના શ્રેષ્ઠતમ છે. ગ્રહસ્થાશ્રમમાં રહિનેજ ધર્મ કરો. (૮) કેવલ ઘોર જીવન અને કઠિનાઈઓ યુક્ત જીવનથી મોક્ષ પ્રાપ્ત નથી થતો પરંતુ સમ્યગું જ્ઞાન અને વિવેકયુક્ત સંયમનું આચરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મા ખમણને પારણે કુશાગ્ર જેટલો આહાર કરે તો પણ તે અજ્ઞાની, શુદ્ધ સંયમીની સમક્ષ અમાવાસ્યા તુલ્ય પણ નથી. સોના, ચાંદીથી ભંડારો ભરીને પછી દિક્ષા લો. (૯) ઇચ્છાઓ આકાશની જેમ અનંત છે. સોનાચાંદીના પહાડ થઈ જાય તો પણ સંતોષ અને ત્યાગ વિના તેની પૂર્ણતા થતી નથી. તેથી આ ઇચ્છાપૂર્તિના લક્ષને છોડી તપ-સંયમનું આચરણ કરવું શ્રેયસ્કર છે. વિધમાન ભોગોને છોડીને,અવિધમાન ભોગો માટે અભિલાશી થયા છો, તો કયાંક પસ્તાવાનો વારો ન આવે. (૧૦) સંયમી સાધક ભવિષ્યના કામભોગો મેળવવાની આશા અપેક્ષાએ વર્તમાન ભોગોનો ત્યાગ નથી કરતા પરંતુ ભોગોને શલ્ય સમજી સંસાર પ્રપંચથી મુક્ત થવા માટે એનો ત્યાગ કરે છે. તે એમ માને છે કે આ ભોગોની ચાહના માત્ર જ દુર્ગતિ અપાવવાવાળી છે. કામભોગ આશીવિષ સમાન છે તેથી તેની પ્રાપ્તિનું લક્ષ ભિક્ષુને હોતુ નથી, તેથી સંકલ્પ વિકલ્પથી દુઃખી થવાની તેઓને કોઈ સંભાવના નથી. અલ્પ સાંસારિક સુખોનો ત્યાગ કરી અધિક સંસારી સુખની ચાહના કરનારાઓને પશ્ચાત્તાપ કરવો પડે છે. આ શક્રેન્દ્રના અંતિમ પ્રશ્નનો ઉત્તર છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 83 ક્રોધ, માન, માયા અને લોભ બધા દુર્ગતિના દલાલ છે. તે આ લોક અને પરલોક બંને ને બગાડનારા છે. પરીક્ષામાં નમિ રાજર્ષિને ઉત્તીર્ણ થયેલા જાણીને શક્રેન્દ્ર વાસ્તવિક રૂપમાં પ્રગટ થઈ, વંદન, સ્તુતિ કરીને ચાલ્યા ગયા. નમિ રાજર્ષિ સંયમ ધારણ કરી દઢતાથી આરાધના કરે છે. વિચક્ષણ પંડિત પુરુષોએ પણ આવાજ વૈરાગ્ય અને સાધનાથી મુક્તિમાર્ગમાં પુરુષાર્થ રત થવું જોઈએ. દશમું અધ્યયન: વૈરાગ્યોપદેશ આ અધ્યયનમાં “હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર.' આ વાક્યનું અનેક ગાથાઓના અંતિમ ચરણમાં ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. (સમય મા પમાય ગોયમા.) (૧) મનુષ્ય જીવન વૃક્ષના પરિપક્વ(પીળા પડી ગયેલા) પાંદડાની સમાન અસ્થિર છે. તૃણના અગ્ર ભાગે રહેલ ઝાકળના બિંદુ સમાન ચંચળ છે. (“તેથી હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કરવો.') | (૨) ક્ષણભંગુર જીવન હોવા છતાં અનેક સંકટોથી ભરપૂર છે, તેથી અવસર જોઈ ધર્મપુરુષાર્થ કરવામાં ક્ષણ ભરનો પણ પ્રમાદ ન કરવો જોઈએ. (“તેથી હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કરવો.') (૩) પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, નરક, દેવ આ અગિયાર સ્થાનોને પાર કર્યા પછી ચિરકાળે પુણ્યયોગે મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. તેમાં પણ કેટલાકને આર્યક્ષેત્ર, ઉત્તમકુલ, પરિપૂર્ણ અંગોપાંગ, સદ્ધર્મનું શ્રવણ અને શ્રદ્ધા- પ્રતીતિનું મળવું ઉત્તરોત્તર દુર્લભ છે. (૪) તેનાથી વિપરીત અનાર્ય ક્ષેત્ર, ચોર,ડાકુ,કસાઈ કુળ તથા અંધપણું, બહેરાપણું, લંગડાપણું, લૂલાપણું અને રોગ યુક્ત શરીર પ્રાપ્ત થાય છે. કુતીર્થી(મિથ્યાત્વી) ની સંગતિ અને વિપરીત માન્યતાવાળી બુદ્ધિ એટલે મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. (૫) હે દેવાનુપ્રિય! પાંચ ઇન્દ્રિય અને શરીરનું બળ ઘટતું જાય છે તેથી સુંદર અવસરયુક્ત માનવભવ પ્રાપ્ત કર્યા પછી ધર્મ પુરુષાર્થ કરવામાં ક્ષણભર પણ વિલંબ ન કરવો જોઈએ. (૬) અનેક રોગો શરીરને નષ્ટ–ભ્રષ્ટ કરી નાખે છે તેથી આ સંસારમાં જળકમળવત્ રહી સંપૂર્ણ ધન પરિવારના મમત્વના બંધનનો ત્યાગ કરી, સંયમ સ્વીકાર કરવો જોઈએ. (૭) હે ગૌતમ! સંપૂર્ણ સંસાર પ્રવાહને પાર કરી, સંયમ પ્રાપ્ત કરી, હવે અટકો નહિ, પરંતુ શીઘ્ર શુદ્ધ ભાવોની શ્રેણિની વૃદ્ધિ કરી, કર્મક્ષય માટે પ્રયત્નશીલ રહો. આ પ્રકારે મનુષ્ય ભવની દુર્લભતા, ક્ષણભંગુરતા અને દુઃખમય જીવનને સમજી પ્રત્યેક પ્રાણી મોક્ષ પ્રદાયક અપ્રમત્ત ભાવ યુક્ત સંયમમાં ઉપસ્થિત થાય. અગિયારમું અધ્યયન : બહુશ્રુત મહાતમ્ય (૧) વિદ્યાહીન, અભિમાની, સરસ આહારનો લોલુપી, અજિતેન્દ્રિય અને અસંબદ્ધ પ્રલાપી તથા અતિભાષી; એ અવિનીત હોય છે. (૨) ક્રોધી, માની, પ્રમાદી(અનેક અન્ય કાર્યોમાં કે ઈચ્છાપૂર્તિમાં વ્યસ્ત), રોગી અને આળસુ, એ ગુરુ પાસેથી શિક્ષા(જ્ઞાન) લાભ કરી શકતા નથી. (૩) હાસ્ય ન કરનાર, ઇન્દ્રિય અને મન ઉપર કાબૂ રાખનાર, માર્મિક વચન ન બોલનાર, સદાચારી, દુરાચરણનો ત્યાગી, રસલોલુપતા રહિત, ક્રોધ રહિત અને સત્યપરાયણ; આ ગુણવાળા શિક્ષા (અધ્યયન) પ્રાપ્તિને યોગ્ય છે. (૪) જે વારંવાર ક્રોધ કરે છે, ક્રોધને ચિરકાળ સુધી ટકાવી રાખે છે, મિત્રોને ઠકરાવે છે, શ્રતનું ઘમંડ કરે છે, અતિઅલ્પ ભૂલ થતાં તેનો તિરસ્કાર કરે છે, મિત્રની પીઠ પાછળ નિંદા કરે છે, જે દ્રોહી છે, અસંવિભાગી અને અપ્રીતિકર સ્વભાવવાળો છે તે અવિનીત કહેવાય છે. તે મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી. (૫) ઉક્ત અવગુણોને દૂર કરી ગુણોને ધારણ કરનાર અને નમ્રવૃતિ, અચપલ, અમાયાવી, અકુતૂહલી, ક્લેશ કદાગ્રહથી દૂર રહેનાર, કુલીન, લજ્જાવાન, બુદ્ધિમાન મુનિ સુવિનીત કહેવાય છે. (૬) ગુરુકુળવાસમાં રહીને શિષ્ય ઉક્ત ગુણયુક્ત બનવું જોઈએ. પ્રિયંકર અને પ્રિયવક્તા શિષ્ય, શ્રુતનું વિશાળ અધ્યયન કરી બહુશ્રુત બને છે. (૭) બહુશ્રુત જ્ઞાન સંપન્ન મુનિ સંઘમાં અતિશય શોભાયમાન હોય છે. તેને માટે વિવિધ ઉપમાઓ આ અધ્યયનમાં કહેવામાં આવી છે. જે આ પ્રમાણે છે. ૧. બહુશ્રુત મુનિ શંખમાં રાખવામાં આવેલ દૂધ સમાન સંઘમાં શોભાયમાન હોય છે, ૨. ઉત્તમ જાતિના અશ્વ સમાન મુનિઓમાં શ્રેષ્ઠ હોય છે, ૩. પરાક્રમી યોદ્ધા સમાન અજેય હોય છે, ૪.હાથણીઓથી ઘેરાયેલા હાથી સમાન અપરાજિત હોય છે. ૫. તીક્ષ્ણ શિંગડા અને પુષ્ટ સ્કંધવાળા બળદ પોતાના યુથમાં સુશોભિત હોય છે તેમ તે સાધુ સમુદાયમાં પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને જ્ઞાનથી પુષ્ટ થઈ સુશોભિત હોય છે, દ. આ રીતે તે મુનિ પશુઓમાં નિર્ભય સિંહ સમાન હોય છે, ૭. અબાધિત બળમાં વાસુદેવ સમાન હોય છે, ૮. ઐશ્વર્યમાં ચક્રવર્તી સમાન હોય છે, ૯. દેવતાઓમાં શક્રેન્દ્ર સમાન હોય છે, ૧૦. અજ્ઞાન અંધકાર નાશ કરવામાં સૂર્ય સમાન હોય છે, ૧૧. તારાઓમાં પ્રધાન પરિપૂર્ણ ચંદ્ર સમાન હોય છે, ૧૨. પરિપૂર્ણ કોઠારો-ભંડારોની સમાન જ્ઞાન-ધનથી સમૃદ્ધ હોય છે, ૧૩. શ્રેષ્ઠ જંબૂ સુદર્શન વૃક્ષ સમાન હોય છે, ૧૪. નદીઓમાં સીતા નદી સમાન વિશાળ હોય છે, ૧૫. પર્વતમાં મેરુ પર્વતની સમાન ઉચ્ચ હોય છે, ૧૬. સમદ્રમાં સ્વયંભૂરમણ સમદ્ર સમાન વિશાળ અને ગંભીર આવા શ્રેષ્ઠ અને ઉત્તમગુણવાળા બહુશ્રુત ભગવંત શ્રુત પ્રદાનકર્તા અને સમાધાનકર્તા હોય છે. તથા ચર્ચાવાર્તામાં અજેય હોય છે તેથી મોક્ષના ઇચ્છુક સંયમ પથિક પ્રત્યેક સાધકે શ્રુત સંપન બનવું જોઈએ અને તે ઋતથી સ્વ–પરનું કલ્યાણ કરવું જોઈએ. Page #85 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 84 બારમું અધ્યયન ઃ હરિકેશી મુનિ (૧) શુદ્ર જાતિમાં જન્મ પ્રાપ્ત કર્યા પછી પણ કોઈક જીવ જ્ઞાન અને તપ–સંયમ ઉપાર્જન કરી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. (૨) ચાંડાલ કુલોત્પન્ન ‘હરિકેશ બલ’ નામના અણગારના સંયમ તપોબળથી પ્રભાવિત થઈ યજ્ઞ કરનાર પુરોહિત, અધ્યાપક અને બાળક,– સત્ય ધર્મ, ભાવયશ અને ભાવસ્નાનનું સ્વરૂપ સમજ્યા. (૩) યક્ષ પણ મુનિથી પ્રભાવિત થઈ સમયે-સમયે તેમની સેવામાં ઉપસ્થિત થતો હતો. તેના નિમિત્તે ભદ્રા રાજકુમારી અને બ્રાહ્મણો મુનિથી પ્રભાવિત થયા. યજ્ઞ શાળામાં જાતિવાદને આગળ કરી મુનિને ભિક્ષા આપવાનો ઇન્કાર કર્યો, તદુપરાંત મુનિ સાથે અભદ્ર વ્યવહાર પણ કરવામાં આવ્યો. ભદ્રાએ બાળકોને ઉપાલંભ આપતાં કહ્યું કે તમે આ મુનિની અવહેલના કરો છો તે પર્વતને નખથી ખોદવા સમાન, લોખંડને દાંતથી ચાવવા સમાન અને અગ્નિને પગથી કચડવા સમાન મૂર્ખતા કરી રહ્યા છો. ભિક્ષાકાળમાં ભિક્ષુનું અપમાન કરવું, પતંગિયાઓના અગ્નિમાં પડવા અને ભસ્મ થવા બરાબર છે. ત્યારબાદ યક્ષનો વિકરાળ ઉપદ્રવ થવાથી પુરોહિત અને પુરોહિત પત્ની ભદ્રાએ મુનિનો અનુનય વિનય કરી યક્ષને શાંત કર્યો. ઉપદ્રવ દૂર થયા બાદ તેઓએ મુનિને આદરપૂર્વક આહાર આપ્યો. (૪) હરિકેશીમુનિને ભિક્ષા દેતાં યજ્ઞશાળામાં પંચદિવ્ય વૃષ્ટિ થઈ. જેથી લોકમાં સ્પષ્ટ પ્રતીતિ થઈ કે જાતિની અપેક્ષા અધિક મહત્વ તપ,સંયમ અને શીલનું છે. ત્યાં દ્રવ્ય યજ્ઞકર્તાઓની અપેક્ષાએ મુનિનો ભાવયજ્ઞ વિશેષ પ્રભાવક રહ્યો. (૫) ત્યારબાદ મુનિએ ઉપદેશ આપ્યો. અગ્નિ અને પાણી દ્વારા બાહ્ય શુદ્ધિ થાય છે, નહિ કે આત્માની. તેઓની જિજ્ઞાસાનું સમાધાન કરતા મુનીએ સમજાવ્યું કે છકાયના જીવોની કિંચિત્ પણ હિંસા ન કરવી, તેમજ કરવાની પ્રેરણા પણ ન આપવી, જૂઠ અને અદત્તનો ત્યાગ કરી, સ્ત્રી તથા પરિગ્રહથી અને ક્રોધાદિ કષાયથી નિવૃત્ત થવું તે જ સાચો મહાયજ્ઞ છે. (૬) આ ભાવયજ્ઞમાં આત્મા જ્યોતિ સ્થાને છે, તપ અગ્નિ છે, મન,વચન અને કાયા ઘી નાખવાનો ચાટવો છે, શરીર કડાઈ છે અને કર્મ કાષ્ઠ છે. સંયમ યોગ, સ્વાધ્યાય,ધ્યાન આદિ શાંતિ પાઠ છે. આ ૠષિઓનો પ્રશસ્ત યજ્ઞ છે. અકલુષિત અને પ્રશસ્ત લેશ્યાવાળો સંયમ જ ધર્મજલનો હોજ છે, બ્રહ્મચર્ય શાંતિ તીર્થ છે; પ્રશસ્ત અધ્યવસાય નિર્મળ જળ છે; જેમાં સ્નાન કરી મુનિ શીતલતા—– કર્મમલ રહિત અવસ્થા રૂપ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. એ જ ઋષિઓનું પ્રશસ્ત મહાસ્નાન છે. તેરમું અધ્યયન : ચિત્ત સંભૂતિ કથા : ચિત સંભૂતિ એ પૂર્વમાં પાંચ ભવ સાથે કર્યા હતાં. શુદુ કુળમાં જન્મ થવાથી વારંવાર અપમાનીત થયા અને અંતમા દિક્ષા લીધા પછી પણ જયારે તેમને કુળના કારણે અપમાનીત થવું પડયું, ત્યારે સંભૂતિએ ક્રોધમાં તેજો લેશ્યાનો ઉપયોગ કર્યો . ચક્રવર્તી તેમની ક્ષમા માંગવા આવે છે, ચક્રવર્તી ની રુધ્ધિ જોઈ સંભૂતિ, એ રુધ્ધિ માટે નિયાણું કરે છે. (૧) નિદાનના બળે સંભૂતિ મુનિએ ચક્રવર્તી પદની પ્રાપ્તિ કરી પરંતુ હવે તે ધર્મનું આચરણ કરી શકતા નથી. (૨) પૂર્વ ભવોના સાથી બંધુ ચિત્તમુનિના પરિચયથી તેણે જાતિ સ્મરણ જ્ઞાન અને બોધને પ્રાપ્ત કર્યું ત્યારે પોતાને હાથીની જેમ કીચડમાં ફસાયેલો જાણ્યા છતાં નિયાણાને કારણે કામ–ભોગનો ત્યાગ કરી શકયા નથી અને શ્રાવક વ્રતોને પણ ધારણ કરી શકયા નથી જેથી મૃત્યુ પામી નરકમાં ગયા. (૩) કર્મોના શુભાશુભ ફળ પ્રત્યેક આત્માની સાથે જ રહે છે. કર્મ ઉદયમાં આવ્યા વિના છૂટી શકતા નથી. ( કડાણ કમ્માણ ન મોકખ અસ્થિ )(૪) બ્રહ્મદત્તે પોતાની ભાવના અનુસાર ચિત્તમુનિનું સ્વાગત કરતાં ભોગોને ભોગવવાનું આમંત્રણ આપ્યું, ત્યારે ચિત્તમુનિએ ગીતોને વિલાપ તુલ્ય, નાટકોને વિટંબના સમાન, આભૂષણોને ભારરૂપ અને કામભોગોને દુઃખકારી કહી; વિરકત મુનિ જીવનને અનુપમ સુખમય બતાવ્યું. (૫) મૃગના સમુહમાંથી કોઈ એક મૃગને સિંહ ઉપાડી જાય અને ફાડી નાંખે તો અન્ય કોઈપણ મૃગ તેનું રક્ષણ કરી શકતા નથી. તે પ્રકારે મૃત્યુ આવતાં કોઈપણ સંસારી કુટુંબીજનો સહાયભૂત થતા નથી. તેમજ દુર્ગતિમાં પ્રાપ્ત થતા દુઃખોમાં પણ ભાગ પડાવી શકતા નથી. મૃત્યુ પામતા માનવીના શબના અગ્નિ સંસ્કાર કર્યા બાદ લોકો તેના ધન– સંપત્તિના સ્વામી બની જાય છે. ઉક્ત માર્મિક, હૃદયસ્પર્શી ઉપદેશ સાંભળ્યા છતાં બ્રહ્મદત્ત રાજા આંશિક પણ ધર્મનું આચરણ કરી શકયો નહીં અને સંપૂર્ણ વિરક્ત ચિત્તમુનિએ પણ તેના ભોગના આમંત્રણનો સ્વીકાર કર્યો નહીં. ચિત્તમુનિએ સંયમ–તપનું આરાધન કરી મુક્તિ પ્રાપ્ત કરી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી ભોગોમાં આસક્ત બની નરકમાં ગયો. ચૌદમું અધ્યયન ઃ ભૃગુ પુરોહિત પ્રાસંગિક કથા :– છ જીવ સંયમ પાલન કરી દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી ક્રમશઃ રાજા, રાણી, પુરોહિત, પુરોહિત પત્ની બન્યા. બાકીના બે દેવ કાલાંતરે પુરોહિતના પુત્ર રૂપે અવતર્યા. આ અધ્યયનમાં સંયમ સ્વીકાર કરવાની ભાવનાવાળા પુત્રોનો માતા-પિતા સાથેનો તાત્ત્વિક સંવાદ છે. ત્યાર પછી વૈરાગ્ય વાસિત પુરોહિતનો, પત્ની સાથે સંવાદ છે અને અંતમાં રાણીએ રાજાને ઉદ્બોધન કર્યું. ક્રમશઃ છયે આત્મા વૈરાગ્યવાસિત બની સંયમ સ્વીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ રીતે તે જ ભવે મુક્તિ ગામી બન્યા. Page #86 -------------------------------------------------------------------------- ________________ jain 85 કથાસાર (૧) સંયમ લેતાં પૂર્વે માતા–પિતાની અનુમતિ મેળવવી આવશ્યક છે. તે જ પ્રકારે પતિ-પત્નીએ પણ પરસ્પર સ્વીકૃતિ લેવી આવશ્યક છે. (૨) વેદોનું અધ્યયન ત્રાણભૂત થતું નથી. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી નરક– ગમનમાંથી મુક્તિ મળી શકતી નથી અને કુપાત્ર સંતાન સદ્ગતિ આપી શકતા નથી. (૩) કામ ભોગો ક્ષણ માત્રનું સુખ અને બહુકાળનું દુઃખ આપનારા છે. તે દુઃખરૂપ અનર્થોની ખાણ છે. મુક્તિમાં જતાં જીવોને અવરોધરૂપ છે. (૪) કામભોગોમાં અતૃપ્ત માનવ રાત-દિન ધન પ્રાપ્તિની શોધમાં વ્યસ્ત રહે છે ; અંતે કાળના પંજામાં ફસાઈ જાય છે. તેથી ક્ષણમાત્રનો પણ પ્રમાદ ન કરવો જોઈએ. (૫) આ લોક કે પરલોકના ઐહિક સુખો મેળવવાના લક્ષે ધર્મ કરવો નહી પરંતુ ધર્મ સંપૂર્ણ કર્મક્ષય કરવા અને ભવ પરંપરાનું છેદન કરવા માટે ધર્મ કરવામાં આવે છે. આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ કરવાના હેતુએ તપ–સંયમનો સ્વીકાર કરવામાં આવે છે. (૬) અરણીના લાકડામાં અગ્નિ, તલમાં તેલ અને દૂધમાં ઘી ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે પરંતુ આત્માનું આ સ્વરૂપ નથી, તે તો અરૂપી હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી અને અમૂર્ત હોવાથી નિત્ય શાશ્વત છે. આત્મ પરિણામોથી જ નવા કર્મબંધ થાય છે અને કર્મબંધ જ સંસારનો હેતુ છે. તેથી કર્મક્ષય કરવા સંયમ–તપનો સ્વીકાર કરવો ૫૨મ આવશ્યક છે. (૭) આ સંપુર્ણ સંસાર મૃત્યુથી પીડિત અને જરાથી ઘેરાયેલ છે. વ્યતીત થયેલા દિવસ–રાત ફરીને આવતા નથી. તેથી વર્તમાનમાં જ ધર્મ કરી લેવો. કેળવી નથી, મૃત્યુનું નિશ્ચય જ્ઞાન મેળવ્યું નથી; તેણે (૯) જે રીતે સર્પ કાંચળીનો ત્યાગ કરી નિરાસક્ત ભાવે ચાલ્યો જાય છે તે રીતે વિરક્તમુનિ સંસારના સમસ્ત સંયોગો અને ભોગોને છોડી દે છે. (૮) જેણે મૃત્યુની સાથે મિત્રતા બાંધી નથી, મૃત્યુથી પલાયન થવાની શક્તિ ધર્મને કયારે ય પછીના ભરોસે છોડવો નહી. (૧૦) રોહિત મત્સ્ય જાળ કાપીને બહાર નિકળી જાય છે, તેમ ધીર પુરુષ મોહ જાળને કાપી મુક્તવિહારી શ્રમણ બની જાય છે. (૧૧) એકબીજાના નિમિત્તે પણ સંયમ પ્રાપ્તિ થઈ શકે છે. તેથી નિમિત્ત મળતાં સંયમથી વંચિત ન રહેવું. (૧૨) ધન અને કામભોગોને છોડી જીવે અવશ્ય એકલા જ જવું પડે છે. (૧૩) ભૌતિક સુખો પક્ષીના મુખમાં રહેલા માંસના ટુકડા સમાન દુ:ખદાયી છે. માંસના ટુકડાનો ત્યાગ કરવાથી પક્ષી કલહ રહિત થઈ શકે છે. તે પ્રકારે પરિગ્રહ મુક્ત મુનિ પણ પરમ સુખી બને છે. (ઉતરાધ્યન સૂત્રના ૩૬ અધ્યયન ભાષાંતર વાળા મૂળ સૂત્રોમાં થી વાંચવા . અત્યંત જ્ઞાનપૂર્ણ અને રસપ્રદ કથાઓ સાથેના એ અધ્યયનો ને સંક્ષિપ્ત કરવા કઠીન છે. વૈરાગ્યથી ભરેલી એની કેટલીક ગાથાઓ કંઠસ્થ કરવાથી જીવને ઉતમ જ્ઞાન અને પરમ શાંતિનો અનુભવ થાય છે. દિવાના અજવાળે તથા ઉગાળે મોઢે જ્ઞાન આરાધના ન કરવી . ભગવદ આજ્ઞા પ્રમાણે જ જ્ઞાન પ્રાપ્ત કરવું આત્માને માટે ક્ષેયકર હોય છે.) પંદરમું અધ્યયન : ભિક્ષુ ગુણ આ અધ્યયનમાં ભિક્ષુના અનેક વિશિષ્ટ તેમજ સામાન્ય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ભિક્ષુ સરલ આત્મા, જ્ઞાનાદિ સહિત, સંકલ્પ–વિકલ્પોનું છેદન કરનાર, પરિચય અને ઇચ્છાઓને ન વધારનાર, અજ્ઞાત ભિક્ષાજીવી, રાત્રિ આહાર-વિહારથી મુક્ત, આગમના જાણકાર, આત્મારક્ષક અને મૂર્છા રહિત હોય છે. (૨) આક્રોશ અને વધને સમ્યક્ પ્રકારે સહન કરનારા અને હર્ષ શોક ન કરનારા ભિક્ષુ હોય છે. (૩) શયન—આસન, શીત–ઉષ્ણ, ડાંસ–મચ્છરથી વ્યગ્ન ન થનારા, વંદન–પ્રશંસાની અપેક્ષા ન રાખનારા, આત્માર્થી, તપસ્વી, મોહોત્પાદક સ્ત્રી પુરુષોની સંગતિ ન કરનારા, કુતૂહલ રહિત ભિક્ષુ હોય છે. (૪) પાપ શાસ્ત્રો અર્થાત્ જ્યોતિષ, મંત્ર-તંત્ર, ઔષધ–ભેષજ નો પ્રયોગ ન બતાવનારા, રોગ આવવા છતાં કોઈ વૈદ્ય આદિનું શરણ ન લેનારા, ચિકિત્સાનો પરિત્યાગ કરનારા ભિક્ષુ કહેવાય છે. (૫) રાજા આદિ ક્ષત્રિયો તથા શિલ્પીઓ કે અન્ય ગૃહસ્થો સાથે ઐહિક પ્રયોજને સંપર્ક—પરિચય ન કરે તો ભિક્ષુ છે. (૬) આહાર આદિ ન દેવા પર અપ્રસન્ન ન થાય, દેનારા ઉપર પ્રસન્ન થઈ આશીર્વચન ન કહે, નિરસ એટલે સામાન્ય આહાર મળતાં નિંદા ન કરે, સામાન્ય ઘરોમાં ભિક્ષાર્થે જાય, તે ભિક્ષુ કહેવાય છે. (૭) ભયાનક શબ્દોથી અને ભયસ્થાનોથી ભયભીત ન બને તે ભિક્ષુ છે. (૮) જીવોના દુઃખોને જાણી તેને આત્મવત્ સમજનારા, આગમ જ્ઞાનમાં કોવિદ, પરીષહ વિજેતા, ઉપશાંત, મંદ કષાયી, કોઈને અપમાનિત કે ખેદિત ન કરનારા, અલ્પભોજી, ઘરને છોડી એકત્વભાવમાં લીન રહી વિચરણ કરે તો તે ભિક્ષુ છે. સોળમું અધ્યયન : બ્રહ્મચર્ય સમાધિ બ્રહ્મચર્ય વ્રતની સુરક્ષા માટે અને આત્મસમાધિ ભાવોને કેળવવા માટે નીચે બતાવેલ સાવધાનીઓ રાખવી જરૂરી છે. (૧) સ્ત્રી આદિ સાથે એક મકાનમાં ન રહેવું. (૨) રાગવૃદ્ધિ કરવાવાળી સ્ત્રી–સંબંધી વાર્તા ન કરવી તેમજ ન સાંભળવી. (૩) સ્ત્રીઓ સાથે વારંવાર વાર્તા તેમજ અધિક સંપર્ક ન કરવો. (૪) સ્ત્રીઓના અંગોપાંગ એકીટશે ન જોવા. (૫) સ્ત્રીના રુદન, હાસ્ય, ગીત, ક્રંદન આદિ શબ્દ શ્રવણમાં આસક્ત ન થવું. (૬) પૂર્વાશ્રમનું સ્ત્રી સંબંધી વિષયોનું સ્મરણ, ચિંતન, મનન ન કરવું. (૭) શીઘ્ર વાસનાની વૃદ્ધિ કરાવનારા ઉત્તેજક, પૌષ્ટિક ખાદ્યપદાર્થ, રસાયણ– ઔષધિઓનું સેવન ન કરવું. દૂધ, ઘી આદિ વિગયોનો અમર્યાદિત તથા નિરંતર ઉપયોગ ન કરવો. Page #87 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 86 (૮) ઠાંસી ઠાંસીને ન ખાવું. (૯) શરીરની વસ્ત્ર આદિથી શૃંગાર શોભા ન કરવી, વિભૂષાવૃત્તિનો ત્યાગ કરવો. (૧૦) શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ પાંચે મનોજ્ઞ વિષયોની આસક્તિનો ત્યાગ કરવો. પાંચે ઇન્દ્રિયનો નિગ્રહ કરવો. આ પ્રમાણે બ્રહ્મચર્ય-સંયમના બાધક સ્થાનોનો ત્યાગ કરવો. પુર્ણ સમાધિ ભાવયુક્ત દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરનારા મુનિને દેવ દાનવ પણ નમસ્કાર કરે છે. બ્રહ્મચર્યના પાલનથી જીવ સંયમની આરાધના કરી મુક્ત બની જાય છે. સત્તરમું અધ્યયન : પાપી શ્રમણ પરિચય જે સંયમ સ્વીકાર કર્યા બાદ સાધનાથી વ્યુત થઈ વિપરીત આચરણ કરે છે, તેને આ અધ્યયનમાં “પાપી શ્રમણ” ની સંજ્ઞાથી સૂચિત કરવામાં આવ્યા છે. (૧) જે શ્રત અધ્યયનમાં તલ્લીન રહેતા નથી. (૨) નિદ્રાશીલ હોય એટલે ખાઈ, પીને દિવસે પણ સૂઈ રહે. (૩) આચાર્ય-ઉપાધ્યાય કોઈ સૂચના પ્રેરણા કરે ત્યારે ક્રોધ કરે, તેમનો સમ્યફવિનય, સેવા-ભક્તિ ન કરે ઘમંડી બને. | (૪) જીવ રક્ષા અને યતનાનું લક્ષ ન રાખનારા. (૫) ભૂમિનું પ્રતિલેખન કર્યા વિના જ્યાં-ત્યાં બેસનારા. જોયા વિના ગમનાગમન કરનારા. (૬) શીઘ અને ચપલગતિએ ચાલનારા. (૭) પ્રતિલેખનની વિધિનું પાલન ન કરનારા. (૮) માયાવી, લાલચી, ઘમંડી, વાચાળ, મન અને ઈન્દ્રિયોનો નિગ્રહ ન કરનારા, અસંવિભાગી અને અપ્રિય સ્વભાવવાળા. (૯) વિવાદ, કલહ અને કદાગ્રહશીલ સ્વભાવવાળા. (૧૦) જ્યાં ત્યાં ફરતા રહેનાર, અસ્થિર આસનવાળા. (૧૧) શયનવિધિનું પાલન ન કરવાવાળા અર્થાત્ ઉતાવળે સૂઈ જનારા. (૧૨) વિગયોનું વારંવાર સેવન કરવા છતાં તપશ્ચર્યા ન કરનારા. (૧૩) સવારથી સાંજ સુધી ખાનારા. (૧૪) અસ્થિર ચિત્ત થઈ ગણ–ગચ્છમાં વારંવાર પરિવર્તન કરનારા. (૧૫) નિમિત બતાવનારા યંત્ર, મંત્ર, તંત્ર તથા વિદ્યા આદિનો પ્રયોગ કરી ગૃહસ્થોને બતાવનારા. (૧૬) સામુદાનિક(અનેક ઘરોની ભિક્ષા ન કરનારા, નિત્ય એક જ ઘરથી આમંત્રણ સ્વીકારી આહાર–પાણી લેનારા, ગૃહસ્થના આસન શયનનો ઉપયોગ કરનારા. - ઉક્ત આચરણ કરનારા પાપી શ્રમણ” કહેવાય છે. તેઓ આ લોકમાં નિન્દા પાત્ર થતાં શિથિલાચારી કહેવાય છે અને આ લોક તથા પરલોકને બગાડે છે. તેનાથી વિપરીત એટલે શુદ્ધ સંયમ પાલન કરનારા અર્થાત્ ઉક્ત દોષોનો પરિત્યાગ કરનારા સુવતી મુનિ આ લોકમાં અમૃતની સમાન પૂજિત બને છે અને પરલોકના આરાધક બને છે. અઢારમું અધ્યયન : સંયતિ મુનિ પ્રાસંગિક - એકદા સંયતિ રાજા હરણનો શિકાર કરી રહ્યા હતા, હરણ ભયભીત થઈ દોડી રહ્યું હતું. ઉદ્યાનમાં પ્રશાંત ચિત્ત મુનિને જોઈ હરણ તેના શરણમાં બેસી ગયું. સંયતિ રાજા તે હરણને શોધતાં-શોધતાં આવ્યા. મુનિ પાસે મૃગને બેઠેલો જોઈ રાજાને થયું–નક્કી આ ઋષિનો મૃગ હશે. હવે તે મને શ્રાપ આપશે તો? તેઓએ ભયભીત થઈ મુનિ પાસે ક્ષમાની પ્રાર્થના કરી. ત્યારબાદ મુનિનો ઉપદેશ સાંભળી તેઓએ સંયમ ગ્રહણ કર્યો. સંયમમાર્ગમાં વિચરણ કરતાં તેમનો ક્ષત્રિય રાજર્ષિ સાથે સમાગમ થયો. તે ક્ષત્રિય રાજર્ષિએ આત્મીયતા વ્યક્ત કરી અને તેમને ઉદાહરણો દ્વારા તપ-સંયમમાં સદા સ્થિર રહેવાની શિક્ષા-પ્રેરણા કરી (૧) આ જીવને બીજા નિરપરાધી પ્રાણીઓને મારતી વખતે સહેજ પણ વિચાર નથી આવતો પરંતુ જ્યારે પોતાની ઉપર આંશિક આપત્તિની સંભાવના પણ હોય તોપણ ગભરાઈને દીનતાનો સ્વીકાર કરી લે છે. (૨) અનિત્ય એવા આ જીવનમાં સ્વયંનું મૃત્યુ પણ અવશ્ય થવાનું છે, કોઈ અસર નથી રહેવાનું, તેથી હિંસ આદિમાં મગ્ન રહેવાથી કોઈ લાભ નથી. (૩) સર્વસ્વ છોડી એક દિવસ અવશ્ય જવું તો પડશે જ, આ જીવન વિજળી સમાન ચંચળ છે; છતાં પ્રાપ્ત થયેલ રાજ્ય આદિમાં પ્રાણી આસક્ત થઈ પરલોકનો વિચાર કરતો નથી, તે અજ્ઞાન દશા છે. (૪) સગા-સંબંધીનો સાથ પણ જ્યાં સુધી માણસ જીવતો છે ત્યાં સુધી જ છે. મૃત્યુ બાદ કેવલ શુભ અશુભ કર્મજ સાથે આવે છે. પરિવારના સભ્યો પણ મૃત્યુ પછી ઘરમાં રાખતા નથી. (૫) સંસારમાં અનેક એકાંતવાદી ધર્મ છે. એકાંત હોવાથી તેનું કથન યુક્તિ સંગત નથી હોતું, તેથી સમ્યક્ તત્ત્વોની શ્રદ્ધા સાથે સમ્યકુ ધર્મમાં સ્થિર રહેવું જોઈએ. ટૂંકમાં સાર એ છે કે-કોઈપણ સિદ્ધાન્તવાળા હોય પણ જો પાપકાર્યમાં અનુરક્ત રહે તો દુર્ગતિને પ્રાપ્ત કરે છે અને જે પાપનો ત્યાગ કરી અહિંસક, દયામય, આર્યધર્મનું આચરણ કરે છે તે દિવ્યગતિને પ્રાપ્ત કરે છે. (૬) લોકમાં દેખાતા વિભિન્ન એકાન્તવાદી સિદ્ધાન્ત મિથ્યા છે અને નિરર્થક છે; તેવું જાણી સ્યાદ્વાદમય સમ્યનિષ્પાપ માર્ગનું અનુસરણ કરવું જોઈએ. (૭) દસ ચક્રવર્તી રાજાઓએ પણ સંપૂર્ણ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરી સંયમ–તપની આરાધનાથી મુક્તિ મેળવી. બે ચક્રવર્તીએ (આઠમા સુભૂમ અને બારમા બ્રમદત) સાંસારિક સુખમાં આસક્ત બની સંયમ અંગીકાર ન ક્યું તો તેઓ આસક્ત દશામાં જ મૃત્યુ પામી નરકમાં ગયા. (૮) દશાર્ણભદ્ર રાજા, નમિ રાજા, કરકંડુ, દુર્મુખ, નગતિ રાજા, ઉદાયન રાજા, શ્વેત રાજા, વિજય, મહાબલ ઇત્યાદિ મોટા મોટા રાજાઓએ સંયમ ધારણ કરી આત્મ કલ્યાણ ક્યું. આ પ્રમાણે જાણીને શુરવીર મોક્ષાર્થી સાધકે મોક્ષ માર્ગમાં દઢતાપૂર્વક પરાક્રમ કરવું જોઈએ. ઓગણીસમું અધ્યયનઃ મૃગાપુત્ર પ્રાસંગિક – સંત દર્શનથી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમાં નરક આદિ ભવોને જોઈને ભોગોથી વિરક્ત થાય છે. દીક્ષાની અનુમતિ માંગતા માતા-પિતા સાથે થયેલ રોચક સંવાદનું વર્ણન તથા નરકગતિના દુઃખોનું ભયાનક વર્ણન આ અધ્યયનમાં કરવામાં Page #88 -------------------------------------------------------------------------- ________________ jain 87 કથાસાર આવ્યું છે. સંયમની દુષ્કરતા બતાવતાં મહાવ્રતોનું અને અનેક આચારોનું વર્ણન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. છેલ્લે મૃગાપુત્ર આજ્ઞા પ્રાપ્ત કરી, સંયમ સ્વીકારી એકલા જ વિચરણ કરી સંયમ–તપની ઉત્કૃષ્ટ આરાધના કરી, એક માસનું અનશન કરી, સર્વકર્મોનો ક્ષય કરી મુક્ત થયા. (૧) જાતિ સ્મરણ જ્ઞાન અધ્યવસાયોની શુદ્ધિ યુક્ત અનુપ્રેક્ષાથી અને જ્ઞાનાવરણીય તેમજ મોહનીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન થાય છે. આ જ્ઞાનથી ઉત્કૃષ્ટ પૂર્વના નિરંતર સંજ્ઞીઅવસ્થાના ૯૦૦ ભવોનું, તેમજ તે ભવોના આચરણનું અને સંયમ વિધિઓનું જ્ઞાન થઈ શકે છે. તેથી સ્વત: જીવને ધર્મબોધ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. મૃગાપુત્ર દીક્ષાની અનુમતિ માંગતા:(૨) કામભોગ કિંપાક ફળ સમાન ભોગવવામાં(સેવન કરતાં સમયે)સુંદર અને મિષ્ટ લાગે છે પણ તેનું પરિણામ કરુ છે અર્થાત્ દુઃખદાયી છે. (૩) આ શરીર અનિત્ય, અશુચિમય, અશાશ્વત અને ક્લેશનું ભાજન છે. તેને પહેલાં કે પછી અવશ્ય છોડવું જ પડશે. પાણીના પરપોટાની સમાન આ જીવન ક્ષણભંગુર છે. (૪) સંસારમાં જન્મ, જરા, રોગ અને મરણ એ ચાર મહા દુઃખ છે. બાકી તો આખોય સંસાર દુઃખમય છે. (૫) સંસારરૂપી અટવીમાં ધર્મરૂપી ભાતું લીધા વિના પ્રવાસ કરનારા જીવ રોગ આદિ દુઃખોથી પીડિત થાય છે. માતા-પિતા સંયમની દુષ્કરતા બતાવતા:(૬) સમસ્ત પ્રાણિઓ પ્રત્યે કે વેરવિરોધ રાખનારાઓ પ્રત્યે પણ સમતાભાવ ધારણ કરવારૂપ અહિંસાનું પૂર્ણ પાલન કરવું દુષ્કર છે (૭) સદા અપ્રમત્ત ભાવે, હિતકારી અને સત્ય ભાષા ઉપયોગપૂર્વક બોલવી દુષ્કર છે. (૮) પૂર્ણ રૂપે અદત્તને ત્યાગી નિર્વધ અને એષણીય આહાર આદિ ગ્રહણ કરવા કઠિન છે. (૯) સમસ્ત કામભોગોનો ત્યાગ કરવો અને વિવિધ સંગ્રહ પરિગ્રહનો તેમજ તેના મમત્વનો પરિત્યાગ કરવો અતિ દુષ્કર છે. (૧૦) રાત્રિ ભોજનનો ત્યાગ કરવો અને ખાદ્ય પદાર્થ કે ઔષધ ભેષજનો સંગ્રહ ન કરવો દુષ્કર છે. (૧૧) બાવીસ પરીષહ સહેવા, લોચ કરવો તથા વિહાર કરવો અતિ કષ્ટમય છે. (૧૨) જીવનભર જાગૃતિ પૂર્વક આ બધા જ સંયમ ગુણોને ધારણ કરવા એટલે કે તે–૧. લોખંડનો મોટો બોજ કાયમ ઉપાડી પ્રતિસ્રોતમાં ચાલવા સમાન છે. ૩. ભુજાઓથી સમુદ્ર પાર કરવા સમાન છે.૪. રેતીના કવલ ચાવવા સમાન છે.૫. તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવા સમાન છે.. મીણના દાંતે લોખંડના ચણા ચાવવા સમાન છે. ૭. પ્રદીપ્ત અગ્નિશિખાને પીવા સમાન છે.૮. કપડાની થેલીને હવાથી ભરવા સમાન છે.૯. મેરુપર્વતને ત્રાજવાથી તોળવા સમાન છે અર્થાત્ ઉપરના બધા જ કાર્યો દુષ્કર છે. તેની સમાન સંયમ પાળવો પણ અત્યંત દુષ્કર છે. મૃગાપુત્ર ઉતરમાં કહે છે :(૧૩) અગ્નિની ઉષ્ણતા કરતાં પણ નરકની ગરમી અનંત ગુણી છે. અહીંની ઠંડીથી નરકની ઠંડી અનંતગુણી છે. જ્યાં નારકીને વારંવાર ભેજવામાં આવે છે, કરવતથી કાપવામાં કે ટુકડા કરવામાં આવે છે. મુગરોથી માર મારવામાં આવે છે. તીણ કાંટાઓમાં ઢસેડવામાં આવે છે. ઘાણીમાં પીલવામાં આવે છે, છેદન- ભેદન કરવામાં આવે છે. બળપૂર્વક ઉષ્ણ જાજ્વલ્યમાન રથમાં જોતરવામાં આવે છે, તૃષા લાગતાં તીક્ષ્ણ ધારવાળી વૈતરણી નદીમાં નાખવામાં આવે છે. ઉકાળેલ લોઢું, સીસું, તાંબુ પીવડાવવામાં આવે છે. (૧૪) “તમને માંસ પ્રિય હતું, એમ કહી અગ્નિ સમાન પોતાના જ માંસને લાલચોળ કરી પકવી ખવડાવવામાં આવે છે. તમને વિવિધ મદિરા ભાવતા હતા' એમ કહી ચરબી અને લોહી ગરમ કરી પીવડાવે છે. નરકમાં કેટલીક વેદના પરમાધામી દેવકૃત હોય છે. વૈક્રિય શરીર અને દીર્ઘ આયુષ્ય હોવાથી નારકી જીવો મરતા નથી. રાઈ જેટલા ટુકડા કરવામાં આવે છતાં પારાની સમાન તેમનું શરીર પુનઃ સંયુક્ત થઈ જાય છે. આ પ્રકારે અહીં બતાવ્યું છે કે સંયમના કષ્ટથી અનંત અધિક નરકમાં દુઃખો છે.તિને જીવ પરવશતાથી અને અનિચ્છાએ સહન કરીને આવ્યો છે.] (૧૫) મુનિ જીવનમાં રોગનો ઉપચાર ન કરવો તે પણ એક સિદ્ધાંત છે. તેના માટે મૃગ-પશુનું દષ્ટાંત આપી સમજાવ્યું છે કે પશુને રોગ આવતાં આહારનો ત્યાગ કરી વિશ્રામ કરે છે અને સ્વસ્થ થયા પછી જ આહાર ગ્રહણ કરે છે. મુનિ પણ રોગ આવતાં મૃગની જેમ સંયમ આરાધના કરે. (૧૬) મુનિ લાભ–અલાભ, સુખ-દુ:ખ, જીવન-મરણ, નિન્દા-પ્રશંસા, માન– અપમાનમાં સદા એક સમાન ભાવ રાખે, હાસ્ય-શોકથી દૂર રહે, ચંદન વૃક્ષની સમાન ખરાબ કરનારનું પણ ભલું જ કરે, તેના પ્રતિ શુભ હિતકારી અધ્યવસાય રાખે. (૧૭) અંતિમ ગાથામાં કહેવામાં આવ્યું છે કે, ધન દુઃખોની વૃદ્ધિ કરાવનારુ છે. મમત્વ બંધન મહાભયને પ્રાપ્ત કરાવનારુ છે. ધર્માચરણ- વ્રત, મહાવ્રત ધારણ કરવાથી અનુત્તર સુખોની પ્રાપ્તિ થાય છે. વીસમું અધ્યયન : અનાથી મુનિ પ્રાસંગિક - એક વખત મહારાજા શ્રેણિક ફરતાં-ફરતાં ઉદ્યાનમાં આવ્યા. ત્યાં અનાથિમુનિને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા જોયા. મનિના રૂપ, સૌમ્યતા તથા વૈરાગ્યને જોઈ આશ્ચર્ય થયું. તે યોગ્ય શિષ્ટાચાર જાળવી વંદન કરી બેઠા અને પૂછયું કે- “આપે દીક્ષા શા માટે લીધી?' મુનિએ પ્રત્યુત્તરમાં કહ્યું- “હું અનાથ હતો.' રાજાએ કહ્યું- “તમારો નાથ હું બનું છું' રાજ્યમાં પધારો.' ત્યારે મુનિએ અનાથતાનું વર્ણન કર્યું. કે મારે માતા-પિતા, ભાઈ-બહેન પત્નિ પરિવાર અને પ્રભૂત ધન ભંડાર હતો, છતાં મારી રોગ જનિત મહાન વેદનાને કોઈ મટાડી શક્યા નહિ કે તેમાં ભાગ પડાવી શક્યા નહિ, ઉપાયો બધા નિષ્ફળ થતાં મેં દીક્ષા લીધી. સર્વ હકીકત અને ઉપદેશ સાંભળી શ્રેણિક રાજા બોધ પામ્યા અને ધર્માનુરાગી બન્યા. ઉપદેશનો સાર આ પ્રમાણે છે(૧) પુષ્કળ ધન, માતા-પિતા, ભાઈ–બહેન અને પત્ની હોવા છતાં પણ આ જીવની રોગથી કે મૃત્યુથી કોઈ રક્ષા કરી શકતા નથી. તેથી રાજા હોય કે શેઠ, બધા અનાથ છે; કારણ કે હજારો દેવ, હજારો સ્ત્રીઓ, હજારો રાજા, કરોડોનો પરિવાર, ચૌદ રત્ન, Page #89 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 88 નવનિધાન; આ બધું જ હોવા છતાં ચક્રવર્તી એકલો, અસહાય બની મૃત્યુ આવતાં નરકમાં ચાલ્યો જાય છે. અર્થાત્ આ બધા જ પદાર્થ મૃત્યુ અને દુઃખોથી બચાવી શકતા નથી. આ રીતે જેનું કોઈ રક્ષક નથી તે સર્વ અનાથ છે. (૨) સંયમ ધર્મ સ્વીકાર કરનાર માણસ સનાથ હોય છે. ધર્મ તેને દુઃખમાં પણ સુખી રહેવાની પ્રેરણા કરે છે. મૃત્યુ સમયે પણ મહોત્સવ જેવા આનંદનો અનુભવ કરાવે છે અને અંતમાં દુર્ગતિમાં જવા દેતો નથી. તેથી આવો સંયમધર્મ યુક્ત આત્મા સનાથ બને છે. માટે હે રાજન્ ! હવે તો હું સનાથ થઈ ગયો છું. (૩) કેટલીક વ્યક્તિઓ સંયમ સ્વીકાર કરવા છતાં પણ અનાથ હોય તે બીજા પ્રકારની અનાથતા છે. એટલે કે સંયમધારણ કર્યા પછી પણ કેટલાક સાધક આત્માને દુર્ગતિથી બચાવી શકતા નથી. જેમ કે– ૧. જે મહાવ્રતોનું સમ્યક્ પ્રકારે પાલન કરતો નથી. ૨. મન, ઇન્દ્રિય અને કષાયનો નિગ્રહ કરતો નથી. ૩. ૨સોમાં આસક્ત રહે છે. ૪. ચાલવા, બોલવા, ગવેષણા કરવામાં પણ સંયમની મર્યાદાઓ છે, તેનું ધ્યાન રાખીને પાલન કરતો નથી અર્થાત્ સમિતિ, ગુપ્તિનું સમ્યક્ પ્રકારે પાલન કરતો નથી. ૫. જે લોકોને ભૂત–ભવિષ્યના નિમિત્ત કહે છે; રેખા, લક્ષણ, સ્વપ્ન આદિનું ફળ બતાવે છે; વિદ્યામંત્રથી ચમત્કાર બતાવે છે; સાવધ અનુષ્ઠાનોમાં અને ગૃહકાર્યોમાં ભાગ લે છે. ૬. જે ઔદેશિક ખાદ્ય પદાર્થ આદિ લે છે અથવા એષણીય–અનેષણીય જે મળે તે લે છે. આ રીતે જે સ્વીકૃત ઉત્તમ સંયમની વિરાધના કરે છે, તે પણ અનાથ છે. એટલે કે જેનો સંયમ દૂષિત બની જાય છે તે દુર્ગતિથી બચી શકતો નથી. તેથી સાધુ થવા છતાં તે અનાથ છે. સૂત્રમાં આવા સાધુની નગ્નતા, મુંડન આદિ વૃતિઓને મોક્ષમાર્ગની સાધનામાં મહત્વહીન નિરર્થક બતાવી છે. કાચના ટુકડાની સમાન ખોટી બતાવી છે. એવા સંયમચ્યુત સાધકોને બન્ને લોકમાં સંક્લેશ પ્રાપ્ત કરનારા અને કર્મક્ષય નહીં કરનારા બતાવ્યા છે. જે રીતે વિષ પીવું, ઉલ્ટું શસ્ત્ર ગ્રહણ કરવું અને અવિધિથી યક્ષને(દેવને) સાધવો દુઃખદાયી નીવડે છે; તે જ રીતે સંયમની વિધિથી વિપરીત આચરણ તે સાધકનું હિત કરી શકતું નથી. આ પ્રમાણે ધર્મનો સ્વીકાર કરવો તે પહેલી સનાથતા છે અને સંયમ ગ્રહણ કર્યા પછી જિનાજ્ઞાનું પ્રામાણિકપણે યથાર્થ પાલન કરવું બીજી સનાથતા છે. બન્ને પ્રકારની સનાથતા ધારણ ર્યા પછી જ જીવન સફળ અને આરાધક બને છે. એકવીસમું અધ્યયન : સમુદ્રપાલમુનિ પ્રાસંગિક = જૈન દર્શનના જાણકાર(પારંગત) પાલિત શ્રાવકને સમુદ્રપાળ નામનો પુત્ર હતો. એક વખત સમુદ્રપાલે પોતાના ભવનમાં બેઠા–બેઠા ચોરને મૃત્યુદંડ માટે લઈ જતાં જોયો. તેના અશુભ કર્મોનાં કડવા ફળોનું ચિંતન કરતાં-કરતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સંયમ સ્વીકાર્યો. અંતમાં કર્મ ક્ષય કરી નિર્વાણ પામ્યા. (૧) મુનિ ત્રસ—સ્થાવર બધા જીવો પ્રત્યે અનુકંપા રાખે. સાવધ યોગોનો ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરે. (૨) પોતાના બળને જાણીને મુનિ સંયમમાં વિચરણ કરે અને તપ ધારણ કરે. (૩) સિંહની સમાન સદા નિર્ભય બની વિચરે. (૪) પરીષહોને સમ્યક પ્રકારે સહન કરી કર્મ ક્ષય કરે પરંતુ કિંચિતમાત્ર પણ ગભરાય નહીં. (૫) આશ્રવનો સદા નિરોધ કરે. અકિંચન અને અમમત્વી બને. બાવીસમું અધ્યયન : અરિષ્ટનેમિ પ્રાસંગિક :– બાવીસમાં તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ પોતાના વિવાહ પ્રસંગે જાન લઈને જતાં માર્ગમાં પશુઓના કરુણ પોકાર સાંભળી તુરત જ પાછા વળ્યા. એક વર્ષ સુધી દાન આપી સંયમ સ્વીકાર કર્યો. યથાસમયે અરિષ્ટનેમિ ભગવાનના ભાઈ રથનેમિ અને સતી રાજેમતીએ પણ સંયમ અંગીકાર કર્યો. એકવાર વરસાદમાં ભીંજાઈ જતાં સતી રાજેમતી એક ગુફામાં વસ્ત્ર સૂકવવા ગયાં. તે જ ગુફામાં ધ્યાનસ્થ રહેલા રથનેમિની દૃષ્ટિ રાજેમતિ ઉપર પડતાં સંયમમાં વિચલિત થયા. રાજેમતિને ખ્યાલ આવતાં વિવેક અને વીરતાપૂર્વક રથનેમીને સંયમમાં સ્થિર કર્યા. અંતે બન્ને કર્મક્ષય કરી મુક્ત થયા. (૧) કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિના પિત્રાઈ મોટાભાઈ હતા. તેઓએ ભગવાનના વિવાહમાં સક્રિય ભાગ લીધો હતો. (૨) ભગવાન અરિષ્ટનેમિનું શરીર ૧૦૦૮ લક્ષણોયુક્ત ઉત્તમ સંઘયણ અને સંસ્થાનથી સંપન્ન હતું. (૩) જીવો પ્રત્યેના અનુકંપાના ભાવથી તેઓએ વિવાહનો ત્યાગ કર્યો હતો. (૪) કૃષ્ણ વાસુદેવે અરિહંત અરિષ્ટનેમિને દીક્ષા ગ્રહણ કરતી વખતે શ્રેષ્ઠ આરાધના કરવાના શુભાશીષ આપ્યા. (૫) ભોગાસક્ત વ્યકિત પણ મનુષ્યભવને દુર્લભ કહી મનુષ્ય સંબંધી ભોગોમાં આનંદ માને છે. જ્યારે મોક્ષાર્થી સાધક “ભોગો તો પ્રત્યેક ભવમાં પ્રાપ્ત થનારા છે’” તેમ જાણી મનુષ્ય ભવની દુર્લભતાને મોક્ષ પ્રાપ્તિના હેતુભૂત સમજે છે. કારણકે ભોગોની સુલભતા તો અન્ય ગતિમાં પણ થાય છે પરંતુ સંયમ અને મોક્ષની આરાધના ફક્ત મનુષ્યભવમાં જ થાય છે. તેથી દુર્લભ મનુષ્ય ભવનો ઉપયોગ જ્ઞાની આત્મા મુક્તિ સાધનમાં જ કરે અને બાકી બધા કાર્યોને તેઓ મનુષ્યભવના દુરુપયોગ રૂપ સમજે. (૬) સ્વ–પરની એકાંત હિત ભાવનાથી કહેવાયેલા કટુ વચન પણ સુભાષિત વચન હોય છે. (રાજેમતિએ ભોગોને, વમેલાને ચાટવા સમાન કહયા અને વમનનુ આહાર તો કાગડા, કુતરા કરે. એમ કહયું.) (૭) શબ્દોને પ્રભાવશાળી બનાવી ઉચ્ચારણ કરવું તે ક્રોધ અને અભિમાનથી ભિન્ન છે. (૮) કષાયનો ત્યાગ કરી, ઇન્દ્રિયોને વશમાં રાખી ગુપ્તિઓથી યુક્ત થઈને, દઢતાથી સંયમના નિયમોનું પાલન કરવાથી જીવ આત્મકલ્યાણ સાધી શકે છે. આ જ ગુણોના આસેવન અને ધારણથી રથનેમિ મુનિ અને રાજેમતી સતીએ આત્મ કલ્યાણ સાધ્યુ હતું. ત્રેવીસમું અધ્યયન : કેશી—ગૌતમ સંવાદ Page #90 -------------------------------------------------------------------------- ________________ jain પ્રાસંગિક :– ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી અને પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના અવધિજ્ઞાની શ્રમણ કેશી સ્વામી પોતાના શિષ્ય પરિવારની સાથે શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. બન્ને અલગ–અલગ ઉદ્યાનમાં ઉતર્યા હતા. ગમનાગમન, ભિક્ષાચરી આદિ વખતે તે–તે શ્રમણોનું પરસ્પર સંમેલન અને પરિચય થાય છે. કંઈક આચાર આદિની ભિન્નતા હોવાથી શિષ્યોમાં ચર્ચા થાય છે. શિષ્યોની જિજ્ઞાસાઓના સમાધાન માટે ઉચિત અવસર જોઈ બન્ને પ્રમુખ શ્રમણ (કેશી—ગૌતમ) એકત્રિત થઈ પ્રશ્નોત્તર, વાર્તાલાપની ગોઠવણ કરે છે. ગૌતમ સ્વામી કેશી શ્રમણ પાસે શિષ્ય પરિવાર સહિત જાય છે. પરસ્પર સમ્યક વિનય– વ્યવહાર આસન આદાન-પ્રદાન કરે છે ત્યાં અન્ય અનેક દર્શક શ્રોતા તથા અનેક જાતિના દેવો પણ આવે છે. કેશી સ્વામી મહાભાગ’ સંબોધન દ્વારા ગૌતમ સ્વામીને પ્રશ્ન પૂછે છે; જ્યારે ગૌતમ સ્વામી ‘ભંતે’ સંબોધનપૂર્વક કેશી સ્વામીને અનુમતિ અને ઉત્તર આપે છે. અંતે કેશી સ્વામી ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં સમર્પિત થઈ જાય છે, પુનઃદીક્ષિત થઈ જાય છે. જ્ઞાનગોષ્ઠી સારાંશ : 89 કથાસાર " (૧) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓનો સચેલકધર્મ(મૂલ્ય અને મર્યાદા માં ઇચ્છિત વસ્ત્રો ધારણ કરવા રૂપ) હોય છે અને ભગવાન મહાવીરના સાધુઓનો અચેલક ધર્મ (અલ્પ મૂલ્ય અને મર્યાદિત વસ્ત્ર ધારણ કરવા રૂપ)હોય છે. (૨) આ જ પ્રમાણે બંનેમાં ચાતુર્યામ ધર્મ અને પંચમહાવ્રત ધર્મરૂપ અંતર હોય છે. તે અંતર ફક્ત વ્યવહાર રૂપ કે સંખ્યા સંબંધી જ છે, તત્વ સંબંધી નથી. આ બંને તફાવતોનું કારણ એ છે કે મધ્યમ બાવીસ તીર્થંકરના સમયે કાલ પ્રભાવે મનુષ્ય સરલ અને પ્રજ્ઞા સંપન્ન અધિક હોય છે. પ્રથમ તીર્થંકરના શાસન કાળના મનુષ્ય સરલ અને જડ અધિક હોય છે. અંતિમ તીર્થંકરના શાસન કાળના મનુષ્ય ઉક્ત ગુણસંપન્ન અતિ અલ્પ હોય છે પરંતુ વક્ર જડની સંખ્યા અધિક હોય છે. (૩) સંયમયાત્રા અને ઓળખાણ(સ્વયંને સાધુતાની પ્રતીતિ અને અન્યને પરિચય) માટે કોઈપણ લિંગ(વેષ)નું પ્રયોજન હોય છે; જે વ્યવસ્થા અને આજ્ઞા અનુસાર તેમજ ગૂઢ હેતુ પૂર્વક હોય છે. નિશ્ચયમાં મોક્ષના મુખ્ય સાધન સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર છે. તેની આરાધનામાં કોઈપણ તીર્થંકરના શાસનમાં કે કોઇ પણ ભેદે મોક્ષ જનારામાં ભિન્નતા હોતી નથી. (૪) આત્મા, ચાર કષાય અને પાંચ ઇન્દ્રિય; આ દસને જીતવામાં જ પૂર્ણ વિજય છે, અર્થાત્ આત્મપરિણતિને જિનાજ્ઞામાં સમર્પિત કરી દેવી. જ્ઞાનાત્મા દ્વારા કષાયાત્માને શિક્ષિત કરી નિયંત્રિત કરવો, સમભાવથી રહેવું, વૈરાગ્ય ભાવો દ્વારા ઇન્દ્રિયોની ચંચલતાને શાંત કરવી, ઇચ્છાઓનો નિગ્રહ કરવો; આ સર્વ ઉપાયો આત્મવિજય પ્રાપ્ત કરવા માટે જરૂરી છે. (૫) રાગ,દ્વેષ અને સ્નેહ સંસારમાં બંધનરૂપ છે, જાળ રૂપ છે; તેનું છેદન કરવું જોઈએ. અર્થાત્ મોક્ષસાધકે તે પરિણામોથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાન અને વિવેક દ્વારા રાગ,દ્વેષ અને સ્નેહ પરિણામોથી મુક્ત થઈ શકાય છે. (૬) તૃષ્ણા–ઇચ્છાઓ અને લાલસાઓ એ હૃદયમાં રહેનારી વિષ વેલડીઓ છે. તેથી મોક્ષાર્થીએ સમિતિ દ્વારા ગુપ્તિ તરફ અગ્રેસર થવું જોઈએ. આ લોક–પરલોકની સંપૂર્ણ લાલસાઓથી ક્રમશઃ મુક્ત થવું જોઈએ. પ્રશંસા, પ્રતિષ્ઠા, સન્માનની ઇચ્છા પણ મુનિએ જીવનમાંથી સમૂળ ઉખેડી ફેંકી દેવી જોઈએ તો જ વિષ ભક્ષણથી મુક્તિનો સંભવ છે. (૭) કષાય, આત્મગુણોને બાળવામાં અગ્નિ સમાન છે, તેથી ગુસ્સો, ઘમંડ, ચાલાકી અને ઇચ્છાઓને શ્રુત, સદાચાર, તપ દ્વારા શાંત કરવામાં પ્રયત્નશીલ બનવું. (૮) મન લગામ વિનાના ઉદંડ ઘોડા સમાન છે. તેને ધર્મ શિક્ષાથી એટલે કે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, આત્મ સ્વરૂપ ચિંતન, કર્મ સ્વરૂપ ચિંતનથી વશમાં રાખવું જોઈએ. શ્રુતરૂપ દોરીની લગામ તેનો નિગ્રહ કરવામાં સર્વશ્રેષ્ઠ સાધન છે. તેથી સાધુએ સદા શ્રુત અધ્યયન, પુનરાવર્તન, અનુપ્રેક્ષા આદિમાં લીન રહી મનની સ્વચ્છંદતા અને ઉદંડતાને નષ્ટ કરવામાં સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. (૯) વીતરાગ, સર્વજ્ઞ—દર્શિત સ્યાદ્વાદ ધર્મ જ ન્યાય યુક્ત છે. આ ઉત્તમ માર્ગની આરાધનાથી જીવ સંસાર ભ્રમણથી મુક્ત થાય છે (૧૦) સંસાર સમુદ્રમાં ડુબતા પ્રાણીઓને ધર્મજ ત્રાણભૂત–શરણભૂત છે. (૧૧) મનુષ્યનું શરીર નૌકા છે, જીવ નાવિક છે; જેની ક્ષમતા સંયમ—તપ આરાધનાની નથી, તે શરીર છિદ્રવાળી નાવની સમાન છે. એવી અસહાયક શરીરરૂપી નૌકાથી સમુદ્ર પાર થઈ શકતો નથી. તેનાથી ઉલટું જે શરીર સંયમ− તપની વૃદ્ધિમાં સહાયક છે, તે છિદ્રરહિત નૌકા સમાન છે. તેનાથી જીવ રૂપી નાવિક સંસાર સમુદ્ર પાર કરી મુક્ત થઈ શકે છે. (૧૨) આ જગતના ભાવ અંધકારને દૂર કરી જ્ઞાન પ્રકાશ ફેલાવનારા સૂર્ય ‘તીર્થંકર પ્રભુ’ છે. તે સમસ્ત પ્રાણીઓને જ્ઞાન પ્રકાશ આપે છે. (૧૩) સિદ્ધ શિલાથી ઉપર લોકાગ્રમાં ક્ષેમકારી, કલ્યાણકારી ધ્રુવ સ્થાન છે. જ્યાં વ્યાધિ, વેદના અને જન્મ-મરણ નથી. શારીરિક–માનસિક દુઃખ નથી. તે સ્થાનને પ્રાપ્ત કરનારા મુનિ ભવભ્રમણના સંક્લેશથી સદાને માટે મુક્ત થઈ જાય છે. ચોવીસમું અધ્યયન : સમિતિ–ગુપ્તિ (૧) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ સંયમનો પ્રાણ છે. દ્વાદશાંગીનો એટલે– સંપૂર્ણ જિન પ્રવચનનો તેમાં સમાવેશ થાય છે. અર્થાત્ પ્રવચનનું મુખ્ય લક્ષ્ય છે મોક્ષ. મોક્ષનું પ્રધાન સાધન છે સંયમ અને સંયમમાં પ્રમુખ સ્થાન છે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું. તેથી તેને ‘અષ્ટ પ્રવચન માતા' કહેવામાં આવે છે. (૨) સાધુ દિવસ દરમ્યાન જ ગમનાગમન કરી શકે છે. સંયમ, શરીર તથા સેવાના પ્રયોજને ચાલતાં, યુગમાત્ર ભૂમિનું પ્રતિલેખન કરતાં, એકાગ્રચિત્તે, છકાયના જીવોની રક્ષા કરતાં, મૌનપૂર્વક ચાલવું. તે ઉપરાંત સૂવું, બેસવું, ઊઠવું વગેરે પ્રવૃતિઓ ઉપયોગ રાખીને યતનાપૂર્વક કરવી એ ઈર્યાસમિતિ છે. પ્રયોજન વિના ગમનાગમન ન કરવું. Page #91 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ (૩) કષાયોથી રહિત અને અહિંસાનું પૂર્ણપણે પાલન થાય તેવી ભાષા બોલવી જોઈએ. ક્રોધ, માન, માયા, લોભયુક્ત ભાષા; હાસ્ય, ભય, વાચાલતા અને વિકથા પ્રેરિત ભાષા; કઠોર, કર્કશ, છેદકારી, ભેદકારી, મર્મકારી, સાવધ, નિશ્ચયકારી, અસત્ય અને મિશ્રભાષા ન બોલવી પરંતુ વારંવાર વિચારીને હિતકારી,પ્રિયકારી,સત્ય અને વ્યવહાર ભાષા બોલવી જોઈએ; આ ભાષા સમિતિ છે (૪) આહારાદિની નિષ્પત્તિમાં સાધુનું નિમિત્ત હોય એવા ઉદ્ગમ સંબંધી દોષયુક્ત આહારાદિ ન લેવા, આહારાદિની પ્રાપ્તિ માટે કોઈ સંસારીવૃત્તિ કે પ્રવૃતિ અથવા દીનવૃત્તિ ન કરવી, આહારાદિ ગ્રહણ કરતી વખતે પણ કિંચિત જીવ વિરાધના ન થાય તેવું લક્ષ્ય રાખવું,પરિભોગેષણાના પાંચ મુખ્ય અતિચાર તથા અન્ય અનેક દોષોનો પરિત્યાગ કરી આહારાદિ વાપરવા; આ એષણા સમિતિ છે (૫) આવશ્યક ઉપધિ અને પરિસ્થિતિક ઉપધિ-વસ્ત્ર, પાત્ર, રજોહરણ, પુસ્તક, દંડ આદિ ઉપરથી ન પડે તેમ ભુમિને અડાડીને પછી મૂકવા; મૂકતાં પહેલાં તે ભૂમિનું પ્રતિલેખન કરવું; આ રીતે કોઈપણ વસ્તુ ગ્રહણ કરતાં કે મૂકતાં ઉપયોગ રાખવો તે આયાણ ભંડમત્ત નિષ્ણવણા સમિતિ છે. (૬) મળમૂત્ર આદિ પરઠવાના પદાર્થોને યતના પૂર્વક પરઠવા. જીવરહિત અચેત સ્થાને પરઠવા. કોઈને પીડાકારી ન થાય તેવો વિવેક રાખવો તે પરિઠાવણિયા સમિતિ છે. (૭) સંયમ જીવનના અને શરીરના આવશ્યક કાર્યોને યત્નાથી કરવા; તેનું નામ સમિતિ છે તથા મન,વચન અને કાયાની અશુભ પ્રવૃતિઓ ઉત્તરોત્તર સીમિત કરવી; તેને ગુપ્તિ કહેવાય. અધ્યયનમાં છેલ્લે દર્શાવ્યું છે કે સંપુર્ણ અશુભ પ્રવૃત્તિઓની નિવૃત્તિ તે ગુપ્તિ છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું સમ્યફ આરાધન કરનારા પંડિત પુરુષ સંસાર સાગરને શીઘ્રતાથી તરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. પચીસમું અધ્યયનઃ જયઘોષ—વિજયઘોષ પ્રાસંગિક - જયઘોષ અને વિજયઘોષ બે ભાઈ હતા. જયઘોષ દીક્ષા ગ્રહણ કર્યા બાદ એક વખત ભિક્ષા અર્થે પોતાના સંસારી ભાઈ | વિજયઘોષ બ્રાહ્મણની યજ્ઞ- શાળામાં આવ્યા. ત્યાં બન્ને ભાઈઓ વચ્ચે વાર્તાલાપ થયો. છેલ્લે વિજયઘોષે પણ સંયમ ગ્રહણ કર્યો. સંયમ અને તપ દ્વારા કર્મક્ષય કરી બન્ને ભાઈ મોક્ષગામી થયા, સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી. (૧) યજ્ઞના નિયમ અનુસાર જે વેદજ્ઞ યજ્ઞાર્થી તથા જ્યોતિષશ અને બ્રાહ્મણધર્મના પારગામી હોય, સ્વ-પર ઉદ્ધાર કરવામાં સમર્થ હોય; તેને તે યજ્ઞનો આહાર આપી શકાય છે, અન્યને નહીં. (જવાબમાં મુનિએ યજ્ઞનો અર્થ સમજાવ્યો.) (૨) તપ અને ધ્યાનરૂપી અગ્નિમાં કર્મોની આહુતિ આપવી, એજ સાચો અગ્નિહોત્ર છે; એવો ભાવયજ્ઞ કરનાર યજ્ઞાર્થી જ વેદમાં એટલે આત્મજ્ઞાનમાં પ્રમુખ કહેવાય છે. જેમ જ્યોતિષ મંડળમાં ચન્દ્ર શ્રેષ્ઠ છે તેમ ધર્મમાં તીર્થંકર પ્રભુ શ્રેષ્ઠ છે. (૩) જે સાધક કોઈપણ વ્યક્તિમાં સ્નેહ કે આસક્તિ નથી રાખતો પરંતુ સંયમમાં (જિનાજ્ઞામાં) રમણ કરે છે; નિર્મલ હૃદયી થઈ રાગ-દ્વેષ અને ભયથી દૂર રહે છે; કષાયો અને શરીરને કૃશ કરે છે; હિંસા, જૂઠ, અદત્ત અને કુશીલનો સર્વથા ત્યાગ કરે છે; કમળની સમાન ભોગોથી અલિપ્ત રહે છે; તે બ્રાહ્મણ છે. (૪) જે અલોલુપી નિર્દોષ ભિક્ષાજીવી, અકિંચન (સંયમ ઉપકરણ સિવાય કંઈ જ રાખતા નથી) અને ગૃહસ્થોનો પરિચય તથા આસક્તિ રહિત છે; તે બ્રાહ્મણ છે. (૫) વેદ પશુવધનું વિધાન કરનારા છે; યજ્ઞ હિંસાકારી પાપ કૃત્યો યુક્ત સ્પષ્ટ દેખાય છે, તેથી તે દુર્ગતિમાં જતાં દુરશીલ પ્રાણીઓની રક્ષા કરી શકતા નથી. (૬) કેવલ માથું મૂંડાવવાથી શ્રમણ નથી થવાતું, “” નો જાપ કરવા માત્રથી બ્રાહ્મણ નથી કહેવાતા, પરંતુ સમભાવ ધારણ કરવાથી શ્રમણ અને બ્રહ્મચર્ય પાલન કરવાથી બ્રાહ્મણ કહેવાય છે. તેમજ જ્ઞાન અધ્યયન કરવાથી મુનિ અને તપશ્ચર્યા કરવાથી તપસ્વી થવાય દિવાલ ઉપર ભીની માટીનો ગોળો ફેંકવામાં આવે તો ચીટકી જાય છે અને સુકી માટીના ગોળાને ફેંકવાથી તે દિવાલને ચોંટતો નથી. તે જ પ્રકારે વિષય લાલસાયુક્ત જીવો સંસારમાં વળગ્યા રહે છે, સંસારમાં ફસાઈ જાય છે. અને વિરકત અનાસક્ત જીવો સંસારથી મુક્ત બની જાય છે. છવીસમું અધ્યયન સમાચારી (૧) ભિક્ષુએ ઉપાશ્રયની બહાર જતી વખતે “આવસ્સહિ’ શબ્દનું ઉચ્ચારણ કરવું જોઈએ. જેનો અર્થ થાય છે કે હું સંયમના આવશ્યક પ્રયોજનથી જ બહાર જઉ છું.(૨) ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે “નિસ્સહિ” શબ્દનું ઉચ્ચારણ કરવું અર્થાત્ હું મારા કાર્યથી નિવૃત્ત થઈને આવી ગયો છું.(૩-૪) પોતાનું કે અન્યનું દરેક કાર્ય ગુરુની આજ્ઞા લઈને જ કરવું જોઈએ. (૫) આહારાદિની પ્રાપ્તિ થયા બાદ અન્યને નિમંત્રણ આપવું. (૬) જ્ઞાનાદિ ગ્રહણ કરતી વખતે પણ ગુર્નાદિને એ પ્રમાણે કહેવું કે આપની ઈચ્છા હોય તો મને શાસ્ત્રજ્ઞાન આપો.(૭) ભૂલ થઈ હોય, તેનું જ્ઞાન થવા પર “ મિચ્છામિ દુક્કડ' બોલવું. (૮) ગુરુના વચનોને સાંભળ્યા બાદ “ તહત્તિ' શબ્દનું ઉચ્ચારણ કરવું અને તેનો સ્વીકાર કરવો.(૯) ગુરુની સેવાને માટે સદાય તત્પર રહેવું. (૧૦) શ્રુત અધ્યયન અર્થે કોઈપણ આચાર્ય આદિની સમીપે રહી અધ્યયન કરવું; આ દસવિધ સમાચારી કહી છે.(૧૧) ભિક્ષુએ રાત્રિના ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાય કરવો જોઈએ. જ્યારે દિશા લાલ થાય ત્યારે પ્રતિક્રમણ કરવું જોઈએ. સૂર્યોદય થયા બાદ પ્રતિલેખન કરી ગુરુની આજ્ઞા લઈ, અન્ય કોઈ સેવા કાર્ય ન હોય તો પ્રથમ પ્રહર સુધી સ્વાધ્યાય કરવો. પ્રથમ પ્રહરના અંતમાં પાત્ર પ્રતિલેખન કરવું. બીજા પ્રહરમાં ધ્યાન અર્થાત્ અનુપ્રેક્ષા કરવી. ત્રીજા પ્રહરમાં ભિક્ષાદિ શારીરિક આવશ્યક કર્તવ્યોથી નિવૃત્ત થવું. ચતુર્થ પ્રહરમાં પાત્ર પ્રતિલેખન કરી તેને બાંધી મૂકી દેવા અને અન્ય ઉપકરણોની પ્રતિલેખના કરી સ્વાધ્યાયમાં લીન થવું. Page #92 -------------------------------------------------------------------------- ________________ jain કથાસાર ચોથા પ્રહરના અંતમાં રાત્રિને માટે શયનભૂમિનું અને મળ-મૂત્ર પરઠવાની ભુમિનું પ્રતિલેખન કરવું. સૂર્યાસ્તથી માંડી લાલ દિશા રહે તે સમય દરમ્યાન પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ સમાપ્ત થતાં દિશાવલોકન કરી સ્વાધ્યાયનો સમય થતાં પ્રથમ પ્રહર સુધી સ્વાધ્યાય કરવો. દ્વિતીય પ્રહરના પ્રારંભમાં ધ્યાન કર્યા બાદ વિધિપૂર્વક શયન કરવું. તૃતીય પ્રહરના અંતમાં નિદ્રા અને શયનથી નિવૃત્ત થઈ; ધ્યાન આદિ કરી સ્વસ્થ થઈ જવું. ફરી ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાય કરવો. આ ભિક્ષુની સંક્ષિપ્ત દિનચર્ચા કહી છે. (૧૨) પ્રતિલેખના મુહપત્તીથી પ્રારંભ કરી અંત સુધી યતનાથી એવં વિધિપૂર્વક કરવી જોઈએ. (૧૩) ૧. ભૂખને શાંત કરવા માટે ૨. વૈયાવચ્ચ કરવા માટે ૩. નેત્ર જ્યોતિ અને ગમનાગમનની શક્તિ માટે ૪. સંયમ વિધિઓનું પાલન થાય માટે ૫. જીવન નિર્વાહ માટે દ. ધર્મચિંતન, અધ્યયન કે સ્વાધ્યાય ધ્યાન આદિને માટે ભિક્ષુ આહાર કરે. (૧૦) ૧. રોગાતંક થવાથી સાધુએ આહાર છોડી દેવો જોઈએ. ૨. ઉપસર્ગ ઉપસ્થિત થવાથી ૩. બ્રહ્મચર્યની સમાધિ જાળવવા માટે ૪. ત્ર-સ્થાવર જીવોની રક્ષા માટે અર્થાત્ વર્ષા, વાવાઝોડું, ધુમ્મસના કારણે અને વિકસેન્દ્રિય પ્રાણીઓની અત્યધિક ઉત્પત્તિ થવાથી (ગોચરીએ જતાં વિરાધના થવાથી) ૫. કર્મ નિર્જરાર્થે તપશ્ચર્યા કરવા માટે અને ૬. મૃત્યુ સમય નજીક જાણી સંથારો કરવા માટે, આ છે કારણે મુનિઓએ આહારનો ત્યાગ કરવો જોઈએ. સત્તાવીસમું અધ્યયન ગર્ગાચાર્ય પ્રાસંગિક - સ્થિવર ગર્ગાચાર્યના અશુભ કર્મોદયે બધા શિષ્ય તેમને માટે અસમાધિ ઉત્પન્ન કરાવનારા થયા. તેમની આજ્ઞા પાલન અને ચિત્ત આરાધના કરવામાં એક પણ શિષ્ય સફળ ન થયો. તેથી નિરાશ થઈ ગર્ગાચાર્ય શિષ્યોને ત્યજી એકલા રહીને સંયમની આરાધના કરવા લાગ્યા અને પરમ શાંતિનો અનુભવ કરતાં સંયમ–તપની આરાધના કરી કલ્યાણ સાધ્યું. ગળીયો બળદ (માલિકની આજ્ઞ અનુસાર ન ચાલનાર) અને ગાડીવાન બંને પરસ્પર દુઃખી થાય છે. તે જ રીતે અવિનીત | શિષ્ય અને ગુરુ બંને દુઃખી થાય છે. તેના માયા, જૂઠ, કલહ આદિ પ્રવૃત્તિઓથી સંયમનો નાશ થાય છે. તેથી અશુભ કર્મ અથવા અનાદેય નામકર્મનો તીવ્ર(જોરદાર) ઉદય જાણી એવા સમયમાં યોગ્ય અવસર જાણી એકાકી વિહાર કરી આત્મ કલ્યાણ કરવું જ હિતકર થાય છે. - અવિનીત સાધુ કોઈ ઘમંડી હોય છે, કોઈ દીર્ઘ ક્રોધી હોય છે, કોઈ ભિક્ષાદિ પ્રવૃત્તિમાં આળસુ હોય છે; તો કોઈ વડીલોની શિક્ષા–પ્રેરણા સાંભળવા જ નથી ઈચ્છતા, બલ્ક કુતર્ક કરી સદા પ્રતિકૂળ વર્તન કરે છે. મોક્ષાર્થી મુનિએ આવા કુલક્ષણવાળા સાથીઓનો પણ ત્યાગ કરવો જોઈએ. અઠ્ઠાવીસમું અધ્યયન મોક્ષમાર્ગ (૧) સભ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ ધર્મ એ જ મોક્ષમાર્ગ છે; મોક્ષ પ્રાપ્તિનો રાજમાર્ગ છે. (૨) જીવાદિ નવપદાર્થ અને છ દ્રવ્યોને જાણી સર્વજ્ઞના કથન અનુસાર શ્રદ્ધા કરવી; એ જ સમ્યગજ્ઞાન અને સમ્યગૂ દર્શન છે. (૩) જિનવાણી દ્વારા દેશ વિરતિ કે સર્વવિરતિનું જ સ્વરૂપ પ્રરૂપિત છે, તેને સારી રીતે સમજી શુદ્ધરૂપે પાલન કરવું, તે સમ્પર્ક ચારિત્ર છે. (૪) ઉપવાસ આદિ બાહ્યતા અને સ્વાધ્યાય આદિ આવ્યંતર તપમાં યથાશક્તિ વૃદ્ધિ કરતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરીરના મમત્વને દૂર કરી કર્મક્ષય કરવામાં સંપૂર્ણ આત્મશક્તિને કાર્યાન્વિત કરવી. દેહ પાતયામિ કાર્ય સાધયામિ અથવા દેહ દુઃખ મહાફલ ના સિદ્ધાંતને આત્મસાત કરી તપ આરાધના કરવી. ધ્યાન પછી અંતિમ તપ “બુત્સર્ગ' છે એમાં મન, વચન, કાયા; કષાય, ગણ– સમૂહ, શરીર તથા આહારનું વ્યુત્સર્જન(ત્યાગ) કરવામાં આવે છે. (૫) જ્ઞાનથી તત્ત્વોને, આશ્રવ-સંવર આદિને જાણવું. દર્શનથી તેના વિષયમાં યથાવત્ શ્રદ્ધા કરવી; ચારિત્રથી નવા કર્મબંધને રોકવા અને તપથી પૂર્વકર્મોનો ક્ષય કરવો; આ પ્રકારે ચારેયના સુમેળપુર્વક મોક્ષની પરિપૂર્ણ સાધના થાય છે. કોઈપણ એકના અભાવમાં સાધનાની સફળતાનો સંભવ નથી. માટે કર્મક્ષયરૂપ મુક્તિ અર્થે મહર્ષિ ચતુર્વિધ મોક્ષમાર્ગમાં પરાક્રમ કરે છે. ઓગણત્રીસમું અધ્યયન : સમ્યક્ પરાક્રમ (૧) વૈરાગ્ય ભાવોની વૃદ્ધિ કરીને સંસારથી ઉદાસીન બનવાથી– ૧. ઉત્તમ ધર્મ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે. ૨. તેથી પુન વૈરાગ્ય વૃદ્ધિ થાય છે ૩. તીવ્ર કષાય ભાવોની સમાપ્તિ થાય છે ૪. નવા કર્મબંધની અલ્પતા થાય છે પ. સમ્યકત્વની ઉત્કૃષ્ટ આરાધના કરવાવાળા કોઈ જીવ તે જ ભવમાં તો કોઈ જીવ ત્રીજા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. (૨) નિવૃત્તિની વૃદ્ધિ અને ત્યાગ વ્રતની વૃદ્ધિ કરવાથી–૧. પદાર્થો પ્રત્યે અનાસક્ત ભાવ પેદા થાય છે. ૨. ઇન્દ્રિયના વિષયોમાં વિરક્ત ભાવ થાય છે.૩. હિંસાદિ પ્રવૃતિઓનો ત્યાગ થાય છે. ૪. સંસારનો અંત અને મોક્ષની ઉપલબ્ધિ થાય છે. | (૩) ધર્મ ઉપર શ્રદ્ધા રાખવાથી– ૧. સુખ-સુવિધા પ્રત્યેનો લગાવ ઓછો થઈ જાય છે. ૨. સંયમનો સ્વીકાર કરવામાં આવે છે. ૩. શારીરિક-માનસિક દુઃખોનો વિચ્છેદ થઈ જાય છે અને ૪. બાધા રહિત સુખની પ્રાપ્તિ થાય છે. (૪) ગુરૂ અને સહવર્તી સાધુઓની સેવા કરવાથી–૧. કર્તવ્યનું પાલન થાય છે. ૨. આશાતનાઓથી બચાય છે. ૩. આશાતના ન થવાથી દુર્ગતિનો નિરોધ થાય છે. ૪. તેમના ગુણ, ભક્તિ–બહુમાન કરવાથી સદ્ગતિની પ્રાપ્તિ થાય છે. ૫. વિનયાદિ અનેક ગુણોની ઉપલબ્ધિ થાય છે. ૬. અન્ય જીવોને વિનય સેવાનો આદર્શ ઉપલબ્ધ થાય છે. (૫) પોતાના દોષોની આલોચના કરવાથી–મોક્ષમાર્ગમાં વિઘ્ન કરવાવાળા અને અનંત સંસારની વૃદ્ધિ કરવાવાળા માયા, નિદાન અને મિથ્યાત્વરૂપ ત્રણ શલ્યોનો નાશ થાય છે. સરલ ભાવો પ્રાપ્ત થાય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 92 (૬) આત્મનિંદા કરવાથી૧. પશ્ચાત્તાપ થઈને વિરક્તિ ભાવોની વૃદ્ધિ થાય છે. ૨. તેનાથી ગુણસ્થાનોની ક્રમશઃ વૃદ્ધિ થઈ મોહનીય કર્મનો ક્ષય થાય છે. (૭) બીજાની સમક્ષ પોતાની ભૂલ પ્રગટ કરવાથી જીવ પોતાના અનાદર, અસત્કાર જન્ય કર્મોની ઉદ્દીરણા કરે છે અને ક્રમશઃ ઘાતી કર્મોનો ક્ષય થાય છે. (૮) સામાયિક કરવાથી—પાપ પ્રવૃત્તિઓ છૂટી જાય છે. (૯) ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરવાથી—સમ્યક્ત્વની વિશુદ્ધિ થાય છે. ટિપ્પણ :– અહીં કોઈ-કોઈ ભાષાવિદ્ ‘સમ્યક્–પરાક્રમ' માટેના આ પ્રશ્નોત્તરોને સમ્યકત્વ પરાક્રમ કહી દે છે અને લખી દે છે. તેઓને એ ખાસ સમજવાનું છે કે ‘પરાક્રમ’ એ સમ્યક્ અને અસમ્યક એમ બે પ્રકારનો થઈ શકે તેમાંથી પ્રસ્તુત સમ્યક્ પરાક્રમના બોલોનું ફળ બતાવવામાં આવ્યું છે. પ્રાકૃત શાસ્ત્રમાં સમ્મત્ત શબ્દ અનેક અર્થમાં પ્રયુક્ત થાય છે. માટે પ્રસંગાનુકૂલ અને તર્કસંગત અર્થ કરવો યોગ્ય બને છે. (૧૦) વંદના કરવાથી−૧. નીચ ગોત્રનો ક્ષય અને ઉચ્ચ ગોત્ર કર્મનું ઉપાર્જન થાય છે. ૨. તેની આજ્ઞાને લોકો શિરોધાર્ય કરે તેવું સૌભાગ્ય અને લોકચાહનાને પ્રાપ્ત કરે છે. (૧૧) પ્રતિક્રમણ કરવાથી−૧. લીધેલા વ્રત પ્રત્યાખ્યાનોની શુદ્ધિ થાય છે. ૨. જેનાથી ચારિત્ર શુદ્ધ થાય છે. ૩. સમિતિ-ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતામાં જાગૃતિ રહે છે. ૪. ભાવયુક્ત પ્રતિક્રમણ કરવાથી સંયમમાં વૃદ્ધિ થાય છે. ૫. માનસિક નિર્મળતાની ઉપલબ્ધિ થાય છે. (૧૨) કાયોત્સર્ગ કરવાથી અર્થાત્ મન–વચન તથા શરીરને પૂર્ણતઃ વ્યુત્સર્જન કરવાથી−૧. સાધક કર્મના બોજથી હલકો બને છે. ૨. પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈ ઉતરોત્તર સુખ પૂર્વક વિચરણ કરે છે. (૧૩) પ્રત્યાખ્યાન કરવાથી—આશ્રવોનો નિરોધ થાય છે, જેથી કર્મબંધ ઓછા થાય છે. (૧૪) સિદ્ધ સ્તુતિ કરવાથી અર્થાત્ નમોત્કૃણનો પાઠ કરવાથી−૧. જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી વિશિષ્ટ બોધિની પ્રાપ્તિ થાય છે. ૨. અને વિશિષ્ટ જ્ઞાન સંપન્ન જીવ આરાધના કરવા યોગ્ય બને છે. (૧૫) પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાથી−૧.ચારિત્ર નિરતિચાર બને છે. ૨. પાપાચરણોનું સંશોધન થાય છે. ૩. સમ્યગ્ જ્ઞાનની ઉપલબ્ધિ અને ચારિત્રની સમ્યક્ પ્રકારે આરાધના થાય છે. (૧૬) કાળપ્રતિલેખન એટલે અસ્વાઘ્યાયના કારણોની યોગ્ય જાણકારી મેળવવાથી– જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય છે. (૧૭) ક્ષમાયાચના કરવાથી૧. ચિત્ત પ્રસન્ન થાય ૨. બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવના પ્રગટે ૩. મનની નિર્મળતા થવાથી તે સર્વત્ર નિર્ભય બની જાય છે. (૧૮) સ્વાધ્યાય કરવાથી—જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે. (૧૯) વાચનાથી—આચાર્યાદિ પાસેથી મૂળ પાઠ અને અર્થની વાચના લેવાથી ૧. સર્વતોમુખી(ગાઢા,મોટા,ચિકણા)કર્મોનો ક્ષય થાય છે. ૨. વાચના લેવાથી શ્વેત પ્રત્યે ભક્તિ ભાવની વૃદ્ધિ થાય છે અને સમ્યક્ શાસ્ત્ર વાચના લઈ બહુશ્રુત થવાથી શ્રુતના ઉપેક્ષા દોષ અને આશાતના દોષથી બચી જાય છે. ૩. તે સદા શ્રુતાનુસાર નિર્ણય કરનાર થાય છે તથા ૪. તે જિન શાસનના અવલંબન ભૂત બને છે. ૫. જેનાથી મહાન નિર્જરાનો લાભ અને મુક્તિનો લાભ થાય છે. (૨૦) સૂત્રાર્થના વિષયમાં પ્રશ્ન પૂછી સમાધાન પ્રાપ્ત કરવાથી−૧. સૂત્રાર્થ જ્ઞાનની વિશુદ્ધિ થાય છે. ૨. સંશયોનું નિરાકરણ થાય છે; જેથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય થાય છે. (૨૧) સૂત્રોનું પરાવર્તન કરવાથી−૧. સ્મૃતિની પુષ્ટિ થાય છે. ૨. ભૂલાયેલું જ્ઞાન તાજું થાય છે. ૩. પદાનુસારિણી બુદ્ધિનો વિકાસ થાય છે અર્થાત્ એક પદના ઉચ્ચારણથી આગળના પદ સ્વતઃ યાદ આવી જાય છે. (૨૨) સૂત્રોના તત્વોની મનમાં વિચારણા ચિંતવના કરવાથી−૧. કર્મ શિથિલ બને છે, તેની સ્થિતિ ઘટે છે, ઓછા થાય છે, મંદ થાય છે. ૨. કર્મબંધથી અને સંસારથી શીઘ્ર મુક્તિ થાય છે. (૨૩) ધર્મોપદેશ દેવાથી— ૧. સાધક પોતાના કર્મોની મહા નિર્જરા કરે છે, ૨. જિન શાસનની પણ ઘણી પ્રભાવના કરે છે, અને તે ૩. આગામી ભવોમાં મહાભાગ્યશાળી થવાના કર્મોનું ઉપાર્જન કરે છે. (૨૪) શ્રુતની સમ્યક આરાધના કરવાથી – ૧. અજ્ઞાનનો નાશ થઈ જાય છે. ૨. તે જ્ઞાની ક્યાંય પણ સંક્લેશ – ચિત્તની અસમાધિને પામતા નથી. (૨૫) મનને એકાગ્ર કરવાથી – ચિત્તની ચંચળતા સમાપ્ત થાય છે. = (૨૬)સંયમ લેવાથી – મુખ્ય આશ્રવ એટલે કર્મ આવવાના રસ્તા બંધ થઈ જાય છે અર્થાત્ હિંસા વગેરે મોટા–મોટા પાપોનો લગભગ પૂર્ણપણે ત્યાગ થઈ જાય છે. (૨૭)વિવિધ (૧૨ પ્રકારની) તપસ્યા કરવાથી – પૂર્વબદ્ધ કર્મ આત્માથી અલગ થઈ જાય છે. (૨૮) અલ્પકર્મી થઈ જવાથી – તે ક્રમશઃ યોગ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. પછી ઝડપથી મુક્ત થઈ જાય છે. (૨૯) શાંતિપૂર્વક અર્થાત્ ઉતાવળ, ઉદ્વેગ વિના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરવાથી અથવા સુખની અપેક્ષાથી રહિત થઈ જવાથી – ૧. જીવ ઉત્સુકતા રહિત અને શાંતિપ્રિય સ્વભાવ તેમજ વ્યવહાર વાળો બને છે. ૨. શાંતિ પૂર્વક પ્રવૃત્તિ કરનારા જ વાસ્તવમાં પ્રાણીઓની પૂર્ણ અનુકંપા રાખી શકે છે. એવો તે અનુકંપા પાલક સાધક, ઉત્સુકતા અને ઉતાવળી પ્રવૃત્તિઓ કરતો નથી. જેથી તે શોક મુક્ત રહે છે અને ૫. ચારિત્ર મોહનીય કર્મોનો વિશેષ રૂપે ક્ષય કરે છે. (૩૦) મન અનાસક્ત થઈ જવાથી – ૧. પ્રાણી બાહ્ય સંસર્ગોથી અને તેનાથી ઉત્પન્ન થનારી પરિણતિઓથી મુક્ત થઈ જાય છે. ૨. એવો સાધક સદા એકત્વભાવમાં જ તલ્લીન બની તેમાં દત્તચિત્ત રહે છે. ૩. અને તે રાત દિવસ (પ્રતિક્ષણ) પ્રતિબંધોથી રહિત થઈને આત્મભાવોમાં રહે છે તેમજ અપ્રમત્ત ભાવોથી યુક્ત રહીને સદા અંતર્મુખી રહે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ jain કથાસાર (૩૧) જનાકુલતાથી અને સ્ત્રી વગેરેથી રહિત એવા એકાંત સ્થાનના સેવનથી – ૧. ચારિત્રની રક્ષા થાય છે. ૨. એવો ચારિત્ર રક્ષક સાધક પૌષ્ટિક આહારનો ત્યાગ કરે છે. ૩. દઢ ચારિત્રવાળો બને છે. ૪. એકાંતમાં જ રમણ કરવાવાળો થાય છે. ૫. અંતઃકરણથી મોક્ષ પથિક બનીને કર્મોની ગ્રંથીને તોડી દે છે. (૩૨)ઈન્દ્રિયો અને મનને વિષયોથી દૂર રાખવાથી−૧. જીવ નવા-નવા પાપ કર્મ ન કરવામાં જ સંતુષ્ટ રહે છે અર્થાત્ તે પાપાચરણ કરવામાં ઉત્સાહ રહિત થઈ જાય છે. ૨. અને પૂર્વ ઉપાર્જિત કર્મોનો ક્ષય કરીને, સંસાર અટવીને પાર કરી મુક્ત થઈ જાય છે (૩૩) સામૂહિક આહાર પાણીનો ત્યાગ કરવાથી – ૧. શ્રમણ પરાવલંબનથી મુક્ત થાય છે. ૨. સ્વાવલંબી બને છે. ૩. તે પોતાના લાભથી સંતુષ્ટ રહેવાનો અભ્યાસી થઈ જાય છે. અને ૪. ૫૨લાભની આશાઓથી મુક્ત થઈ જાય છે. ૫. સંયમ ગ્રહણ કરવો જીવનની પ્રથમ સુખશય્યા છે તો તેમાં સામૂહિક આહારનો ત્યાગ કરવો જીવનની બીજી સુખશય્યા છે, અર્થાત્ સંયમની સાધનાની સાથે સામૂહિક આહારનો ત્યાગ કરીને સાધક બીજી અનુપમ સુખ સમાધી પ્રાપ્ત કરે છે. (૩૪) સંયમ જીવનમાં શરીરોપયોગી વસ્ત્ર આદિ ઉપકરણોને ઘટાડવા કે ત્યાગ કરવાથી – ૧. જીવને તે ઉપધિ સંબંધી લાવવું, રાખવું, સંભાળવું પ્રતિલેખન કરવું તથા સમયે—સમયે તેના સંબંધી અનેક સુધાર, સંસ્કાર આદિ કાર્યો કરવામાંથી મુક્તિ મળે છે. ૨. જેથી પ્રમાદ અને વિરાધના ઘટે છે. ૩. સ્વાધ્યાયની ક્ષતિનો બચાવ થાય છે. ૪. ઉપધિ સંબંધી આકાંક્ષાઓ રહેતી નથી ૫. અને એવા અભ્યાસી જીવને ઉપધિની અનુપલબ્ધિ થવા પર પણ ક્યારે ય સંક્લેશ થતો નથી. (૩૫)આહારનો ત્યાગ કરતા રહેવાથી કે આહારને ઘટાડતા રહેવાથી – ૧. જીવવાના મોહનું ધીમે-ધીમે છેદન થાય છે. ૨. તથા તે જીવ આહારની અનુપલબ્ધિ થવા પ૨ સંક્લેશ પામતો નથી પરંતુ ૩. તેવી પરિસ્થિતિમાં પણ પ્રસન્નચિત્ત રહી શકે છે. ૪. દુઃખાનુભૂતિ કરતો નથી. 93 = (૩૬) કષાયોના પ્રત્યાખ્યાન માટે પ્રયત્ન કરતા રહેવાથી – ૧. પ્રાણી વીતરાગ ભાવની સમકક્ષ ભાવોની પ્રાપ્તિ કરે છે. ૨. એવો જીવ સુખ–દુઃખ બંને સ્થિતિમાં સમપરિણામી રહે છે, અર્થાત્ હર્ષ કે શોકથી પોતાના આત્માને અલિપ્ત રાખે છે. (૩૭)યોગ પ્રવૃત્તિઓને અલ્પતમ કરવાથી કે તેનો ત્યાગ કરવાથી – ૧. જીવ યોગ રહિત, આશ્રવ રહિત થઈને કર્મબંધ રહિત સ્થિતિને પ્રાપ્ત કરે છે. ૨. અને પૂર્વ કર્મોનો ક્ષય કરી દે છે. (૩૮) શરીરનો પૂર્ણપણે ત્યાગ કરી દેવાથી ૧. પ્રાણી આત્માને સિદ્ધ અવસ્થાના ગુણોથી યુક્ત બનાવી લે છે ૨. લોકાગ્રે પહોંચીને આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. ૩. જન્મ-મરણ અને સંસાર ભ્રમણથી સદાને માટે છૂટી જાય છે. (૩૯)કોઈપણ કાર્યમાં બીજાઓનો સહયોગ લેવાનું છોડી દેવાથી અર્થાત્ સમૂહમાં રહેવા છતાં પણ પોતાનું બધું કાર્ય જાતે કરવા રૂપ એકત્વચર્ચામાં રહેવાથી – ૧. સાધક સદા એકત્વભાવમાં રમણ કરે છે. એકત્વની સાધનાથી અભ્યસ્ત થઈ જાય છે. ૩. અનેક પ્રકારની અશાંતિથી તેમજ કલહ, કષાય, કોલાહલ અને હુંસાતુંસી વગેરે પ્રવૃત્તિઓથી મુક્ત થઈ જાય છે. ૪. તથા તેમને સંયમ, સંવર અને સમાધિની વિશિષ્ટ પ્રકારની પ્રાપ્તિ થાય છે. = (૪૦) આજીવન અનશન કરવાથી અર્થાત્ મૃત્યુ સમય નજીક જાણીને સ્વતઃ સંથારો ગ્રહણ કરી લેવાથી થઈ જાય છે, અર્થાત્ તે પ્રાણી ભવ ભ્રમણ ઘટાડી અતિ અલ્પ ભવોમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે. (૪૧) સંપૂર્ણ દૈહિક પ્રવૃત્તિઓનો નિરોધ કરવાથી અર્થાત્ દેહ રહેવા છતાં પણ દેહાતીત બની જવાથી – તે કેવળજ્ઞાની યોગ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરી, ચાર અઘાતી કર્મ ક્ષય કરી મુક્ત થઈ જાય છે. – ભવ પરંપરાની અલ્પતા (૪૨) વેશ અનુસાર આચાર વિધિનું ઈમાનદારી પૂર્વક પાલન કરવાથી અથવા અચેલકતા ધારણ કરવાથી – ૧. સાધક હળવાપણું પ્રાપ્ત કરે છે. ૨. સ્પષ્ટ અને વિશ્વસ્ત લિંગવાળો બને છે. ૩. અપ્રમત્ત ભાવોની વૃદ્ધિ થાય છે. ૪. તે સાધક જિતેન્દ્રિય, સમિતિયંત તેમજ વિપુલ તપવાળો થઈ જાય છે. ૫. બધા પ્રાણીઓ માટે વિશ્વસનીય બની જાય છે. = (૪૩) સાધુઓની સેવા શુશ્રૂષા કરવાથી – તીર્થંકર નામકર્મ બંધ રૂપ પુણ્ય ઉપાર્જન થાય છે. (૪૪) વિનય આદિ સર્વ ગુણોથી સંપન્ન થઈ જવાથી – ૧. જીવ ઉત્તરોત્તર મુક્તિગમનની નજીક થઈ જાય છે અને ૨. શારીરિક માનસિક દુઃખોનો ભાગીદાર બનતો નથી. એટલે અનેક દુ:ખોથી છૂટી જાય છે. (૪૫) વીતરાગ ભાવોમાં રમણતા કરવાથી ૧. જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધનોથી મુક્ત થઈ જાય છે અને ૨. મનોજ્ઞ—અમનોજ્ઞ શબ્દ રૂપ આદિનો સંયોગ થવા છતાં સદા વિરક્ત ભાવો સાથે નિઃસ્પૃહ બની રહે છે. (૪૬) ક્ષમા ધારણ કરવાથી – સાધક કષ્ટ, ઉપસર્ગ કે પરીષહો ઉપસ્થિત થાય ત્યારે દુઃખી બનતો નથી. પરંતુ પરીષહ વિજેતા બનીને પ્રસન્ન રહે છે. (૪૭) નિર્લોભી બનીને રહેવાથી – ૧. પ્રાણી અકિંચન, નિષ્પરિગ્રહી અને સાચો ફકીર બની જાય છે. ૨. એવા સાચા સાધક પાસે અર્થ લોલુપી લોકો કંઈ પણ ઈચ્છા કે આશા રાખતા નથી. - (૪૮) સરળતા ધારણ કરવાથી – ૧. ભાષામાં અને કાયામાં તથા ભાવોમાં સરળતા એકરૂપ બની જાય છે. ૨. એવી વ્યક્તિનું જીવન વિવાદ રહિત બની જાય છે. ૩. અને તે ધર્મનો સાચો આરાધક બને છે. (૪૯) મૃદુતા, લઘુતા, નમ્રતા, કોમળતાના સ્વભાવને ધારણ કરવાથી ૧. જીવ ઉદ્ધૃત ભાવ અથવા ઉદંડ સ્વભાવવાળો બનતો નથી. ૨. અને તે વ્યક્તિ આઠ પ્રકારના મદ(ઘમંડ) ના સ્થાનોનો વિનાશ કરી દે છે.[આઠ મદ પ્રત્યક્ષ – ત્રણ ગર્વ અપ્રત્યક્ષ હોય છે] (૫૦) અંતરાત્મામાં સચ્ચાઈ ધારણ કરવાથી ૧. જીવ ભાવોની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. ૨. અરિહંત ભાષિત ધર્મનો અને પરલોકનો આરાધક બને છે. (૫૧) પ્રમાણિકતા પૂર્વક કાર્ય કરવાથી ૧. જીવ અપૂર્વ કાર્ય કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. ૨. તથા તેની કથની અને કરણી એક થઈ જાય છે. (૫૨) મન, વચન અને કાયાની સચ્ચાઈ ધારણ કરવાથી – જીવ પોતાની બધી પ્રવૃત્તિઓને વિશુદ્ધ કરે છે. = Page #95 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 94 = (૫૩) મનને ગોપવવાથી અર્થાત્ અશુભ મનને રોકીને તેને શુભરૂપમાં પરિણત કરતા રહેવાથી – ૧. જીવ ચિત્તની એકાગ્રતા વાળો બને છે. ૨. અશુભ સંકલ્પોથી મનની રક્ષા કરી, સંયમની આરાધના કરે છે. (૫૪) વચનને ગોપવવાથી અર્થાત્ મૌનવ્રત ધારણ કરવાથી – ૧. જીવ વિચાર શૂન્યતાને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સંકલ્પ–વિકલ્પોથી મુક્ત બનવામાં અગ્રેસર બને છે. ૨. અને તેને આધ્યાત્મ યોગ તેમજ શુભ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. (૫૫)કાયાના ગોપનથી અર્થાત્ અંગોપાંગના ગોપનથી ૧.કાયિક સ્થિરતાને પ્રાપ્ત કરે છે.૨. તેમજ પાપના આશ્રવોનો નિરોધ કરે છે (૫૬) મનને આગમકથિત ભાવોમાં સારી રીતે જોડવાથી – ૧. જીવ એકાગ્રતા અને જ્ઞાનની વિશિષ્ટ ક્ષમતા પ્રાપ્ત કરે છે. ૨. તથા તે સમકિતની વિશુદ્ધિ અને મિથ્યાત્વનો ક્ષય કરે છે. (૫૭) વાણીને સ્વાધ્યાયમાં સારી રીતે જોડવાથી – ૧. ભાષાથી સંબંધિત સમકિતના વિષયની વિશુદ્ધિ થાય છે. ૨. તેને સુલભ બોધિની પ્રાપ્તિ થાય છે અને દુર્લભ બોધિનો ક્ષય થાય છે. (૫૮) સંયમના યોગોમાં કાયાને સારી રીતે જોડવાથી – ૧. ચારિત્રની વિશુદ્ધિ થાય છે અને ૨. સર્વ દુઃખોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. (૫૯)આગમજ્ઞાન–સંપન્ન થવાથી – ૧. વિશાળ તત્ત્વોનો જ્ઞાતા બની જાય છે. ૨. સૂત્ર જ્ઞાનથી સંપન્ન જીવ, દોરો પરોવેલ સોયની જેમ સંસારમાં સુરક્ષિત રહે છે. અર્થાત્ ક્યાંય પણ ખોવાઈ જતો કે ભૂલો પડતો નથી. ૨. સિદ્ધાંતોમાં કોવિદ બનેલો તે જ્ઞાની લોકોમાં પ્રમાણિક અને આધારભૂત પુરુષ માનવામાં આવે છે. (૬૦) જિન પ્રવચનમાં ગાઢ શ્રદ્ધા સંપન્ન થવાથી – ૧. પ્રાણી મિથ્યાત્વનો વિચ્છેદ કરી દે છે. અને ૨. ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરે છે. અર્થાત્ તેનો સમકિત રૂપી દીપક ક્યારે ય બુઝાતો નથી તથા તે ૩. જ્ઞાન–દર્શનની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતો થકો અણુત્તર જ્ઞાન–દર્શન પ્રાપ્ત કરે છે. (૬૧) ચારિત્રથી સુસંપન્ન બનવાથી – જીવ શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરી, અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. (૬૨–૬૬) પાંચેય ઈન્દ્રિયોનો નિગ્રહ કરવાથી— ૧. જીવ મનોશ–અમનોજ્ઞ ઈન્દ્રિય વિષયો ઉપસ્થિત થવા છતાં રાગ–દ્વેષ અને કર્મ બંધ કરતો નથી. (૬૭–૭૦) ચારે કષાયો પર વિજય પ્રાપ્ત કરી લેવાથી– ૧. સાધક ક્રમશઃ ક્ષમા, નમ્રતા, સરલતા અને નિર્લોભીપણાના ગુણથી સંપન્ન બની જાય છે. ૨. અને તદજન્ય કર્મ બંધ નહિ કરતાં પૂર્વ કર્મોનો ક્ષય કરે છે. (૭૧–૭૩) રાગ દ્વેષ અને મિથ્યાત્વ પાપ પર વિજય પ્રાપ્ત કરવાથી અર્થાત્ તેવા પરિણામોનો ક્ષય કરી દેવાથી– ૧. સાધક રત્નત્રયની આરાધનામાં ઉપસ્થિત થાય છે. ૨. પછી મોહ કર્મ આદિનો ક્ષય કરી સર્વજ્ઞ સર્વદર્શી બને છે. ૩. તેને કેવળ બે સમયની સ્થિતિવાળા શાતા વેદનીય કર્મનો જ બંધ થાય છે. ૪. અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહેવા પર તે કેવળી ત્રણે યોગ અને શ્વાસોશ્વાસનો નિરોધ કરે છે. ૫. જેથી તેના આત્મપ્રદેશ શરીરની બે તૃતીયાંશ અવગાહનામાં સ્થિર થઈ જાય છે, અર્થાત્ પછી આત્મ પ્રદેશોનું શરીરમાં ભ્રમણ બંધ થઈ જાય છે. ૬. અંતમાં સંપૂર્ણ કર્મક્ષય કરીને અને શરીરનો ત્યાગ કરીને, તે જીવ શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે.સમ્યક્ પરાક્રમ નામના આ અધ્યયનમાં દર્શિત સર્વ સ્થાનોમાં સાધકોએ યથાશક્તિ, યથાસમય, સભ્યપણે પરાક્રમ કરતાં જ રહેવું જોઈએ. એમ કરવાથી જ સંયમમાં ઉપસ્થિત થનારા તે સાધકો આત્મકલ્યાણ સાધીને સદાને માટે કૃતકૃત્ય બની જાય છે. ત્રીસમું અધ્યયન : તપનું સ્વરૂપ આ અધ્યયનમાં તપના સ્વરૂપનું અને તેના ભેદાનુભેદોનું વર્ણન છે. જેવી રીતે મહાસરોવરમાં પાણી આવવાના માર્ગ બંધ કરી દેવાથી અને પાણીને બહાર કાઢતાં રહેવાથી તેમજ સૂર્યના તાપથી ક્રમશઃ પાણી સુકાઈ જતાં તેનું પાણી ખાલી કરી શકાય છે. તેવી રીતે શ્રમણોના સંપૂર્ણ નવા કર્મોનો અટકાવ થાય છે, પછી ઉતરોત્તર તપનું આચરણ કરતાં રહેવાથી કરોડો ભવોના સંચિત કરેલા કર્મો પણ ક્ષય થઈ જાય છે. અર્થાત્ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ અને રાત્રિભોજનથી સર્વથા નિવૃત્ત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી યુક્ત, કષાયોથી મુક્ત, જિતેન્દ્રિય, ત્રણ ગર્વ અને ત્રણ શલ્યથી રહિત મુનિ કર્મ આશ્રવથી પણ રહિત થઈ જાય છે. અનશન આદિ છ પ્રકારના બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાય, ધ્યાન આદિ છ પ્રકારના આપ્યંતર તપનું અધિકાધિક આચરણ કરવાથી મુનિ ક્રમશઃ કર્મોથી મુક્ત બની જાય છે. (૧) નવકારસી, પોરસી, નીવી, આયંબિલ, કે ઉપવાસથી લઈને છ માસ સુધીનું તપ અને અન્ય અનેક શ્રેણી, પ્રતર આદિ તપ વગેરે ઇત્વરિક અનશન તપ છે. સંથારો કરવો એ આજીવન અનશન છે. તે પણ શરીરના બાહ્ય પરિકર્મયુક્ત અને પરિકર્મ રહિત બંને પ્રકારનો હોય છે.(૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાયના ભેદથી ઉણોદરી તપના પાંચ પ્રકાર છે. ભૂખથી ઓછું ખાવું, દ્રવ્ય ઊણોદરી છે. બીજા ચાર ભેદ અભિગ્રહ સંબંધિત છે.(૩) પેટી, અર્ધપેટી આદિ આઠ પ્રકારની ગોચરી અને સાત પ્રકારની પિંડેષણા તેમજ અન્ય અનેક પ્રકારના નિયમ-અભિગ્રહમાંથી કોઈપણ અભિગ્રહ કરીને ભિક્ષા માટે જવું એ ભિક્ષાચર્યા તપ છે. (૪) પાંચ વિગયમાંથી કોઈપણ એક અથવા અનેક વિગયનો ત્યાગ કરવો અથવા અનેક મનગમતા(પ્રિય) ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો રસપરિત્યાગ તપ છે.(૫) વીરાસન આદિ અનેક કઠિન આસન કરવા, રાત્રિભર એક આસન કરવું, લોચ કરવો, પરીષહ વગેરે સહન કરવા; એ બધા કાયક્લેશ તપ છે.(૬) જંગલ, વૃક્ષ, પર્વત, સ્મશાન વગેરે એકાન્ત સ્થાનમાં આત્મલીન થઈને રહેવું, તેમજ કષાય, યોગ અને ઇન્દ્રિય–વિષયોનો ત્યાગ કરવો પ્રતિસંલીનતા તપ છે.(૭) દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી યથાયોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો, પ્રાયશ્ચિત્ત તપ છે.(૮) ઊભા થવું, આસન આપવું, હાથ જોડીને મસ્તક નમાવવું આદિ ગુરુ ભક્તિ અને ભાવ સુશ્રુષા કરવી વિનય તપ છે.(૯) આચાર્ય, સ્થવિર, રોગી, નવદીક્ષિત આદિ દશવિધ શ્રમણોની યથાશક્તિ સેવા કરવી વૈયાવચ્ચ તપ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ 95 jain કથાસાર (૧૦) સ્વાધ્યાય-૧. નવાં-નવાં સૂત્રો અને શાસ્ત્રોના મૂળ અને અર્થની વાચના લેવી, તેમને કંઠસ્થ કરવા, ૨. શંકાઓને પૂછીને સમાધાન કરવું ૩. શીખેલા જ્ઞાનનું પુનરાવર્તન કરવું. ૪. અનપેક્ષા કરવી, ૫. ધર્મનો ઉપદેશ આપવો વગેરે સ્વાધ્યાય તપ છે. (૧૧) આત્મસ્વરૂપનું એકત્વ, અન્યત્વ, અશરણ આદિ ભાવનાઓનું, લોકના સ્વરૂપનું, એકાગ્રચિત્તથી આત્માનુલક્ષી સુક્ષ્માતિસૂક્ષ્મ ચિંતન કરતાં-કરતાં તેમાં લીન થઈ જવું, તે ધ્યાન તપ છે. તે ધ્યાનમાં પ્રથમ અવસ્થા ધર્મધ્યાનરૂપ છે અને એકાગ્રતામાં આગળ વધીને, સાધક અતિ સૂક્ષ્મ ધ્યાન અવસ્થારૂપ શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરે છે. (૧૨) વ્યુત્સર્ગમન, વચન, કાયાની વૃત્તિઓનો નિર્ધારિત સમય માટે પૂર્ણ રૂપથી (પૂરેપૂરી રીતે) ત્યાગ કરવો યોગ-વ્યુત્સર્ગ છે. તેને પ્રચલિત ભાષામાં કાયોત્સર્ગ (કાઉસ્સગ્ગ) કહેવામાં આવે છે. એવી રીતે કષાયોનું, કર્મોનું, ગણ-સમૂહનું વ્યુત્સર્જન કરીને એકાકીપણે રહેવું, વગેરે બધા ય વ્યુત્સર્ગ તપ છે. તેના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. સમુહમાં રહેવા છતાં એકત્વ ભાવના ભાવવી તે ભાવથી એકાકીપણું. આ બાહ્ય અને આત્યંતર તપને જે મુનિ યથાશક્તિ ધારણ કરી, તેમાં ઉતરોત્તર વૃદ્ધિ કરતાં સમ્યફ આરાધન કરે તે શીધ્ર સંસારથી મુક્ત થાય છે. એકત્રીસમું અધ્યયન: ચરણવિધિ આ અધ્યયનમાં એકથી લઈને તેત્રીસ બોલ સુધી આચારના વિષયો પરનું વર્ણન છે. જેમાં કેટલાક ય(જાણવા જેવા) છે. કેટલાક ઉપાદેય(આદરવા જેવા) છે અને કેટલાક હેય(છોડવા લાયક) છે. સમિતિ, ગુપ્તિ, મહાવ્રત, શ્રમણ ધર્મ, પડિમા, આદિ ઉપાદેય છે. કષાય, દંડ, અસંયમ, બંધન, શલ્ય, ગર્વ, સંજ્ઞા, ભય, મદ આદિ હેય છે. છ કાય, ભૂતગ્રામ, પરમાધામી, સૂત્રકૃતાંગ સૂત્ર, જ્ઞાતાસૂત્ર, દશાશ્રુત સ્કંધ વગેરે સૂત્રોના અધ્યયન ોય છે. અંતમાં, ગુરુ રત્નાધિકની તેત્રીસ આસાતનાઓનું વર્ણન છે. બત્રીસમું અધ્યયન પ્રમાદથી સુરક્ષા આ અધ્યયનમાં મૈથુનભાવ અને પાંચ ઇન્દ્રિયોના વિષયના સંદર્ભમાં વિસ્તાર પૂર્વક વર્ણન કરીને, પ્રમાદાચરણ વિશે સમજાવીને, એનાથી આત્માને સાવધાન અને સુરક્ષિત રહેવાની પ્રેરણા આપવામાં આવી છે અને સુરક્ષિત રહેવાની વિધિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. (૧) સંપૂર્ણ જ્ઞાનને પ્રગટ કરવાથી તથા અજ્ઞાન અને મોહનો ત્યાગ કરવાથી તેમજ રાગ દ્વેષનો ક્ષય કરવાથી એકાન્ત સુખના સ્થાનરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. (૨) એ માટે – ૧. વૃદ્ધ અને ગુરુજનોની સેવા ૨. બાલ જીવોની સોબતનો ત્યાગ ૩. સ્વાધ્યાય ૪. એકાન્તનું સેવન ૫. સૂત્રાર્થ ચિંતન ૬. પરિમિત આહાર ૭. યોગ્ય સાથી ૮. જનાકુલતા રહિત સ્થાન; આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. (૩) કદાચ કર્મયોગે યોગ્ય સહાયક સાથી ન મળે તો આત્માર્થી મુનિ સમસ્ત પાપોનું નિવારણ કરતાં બ્રહ્મચર્યની સાધનામાં વિશિષ્ટ સાવધાન રહેતાં એકલા જ વિચરણ કરે.(૪) લોભ, તુણા અને મોહના ત્યાગથી દ:ખોનો શીઘ નાશ સંભવ છે. (૫) રાગ, દ્વેષ અને મોહ એ કર્મોના મૂળ છે અને કર્મ એ દુઃખ-સંસારના મૂળ છે. (૬) બ્રહ્મચર્યના સાધક આરાધક મુનિઓએ રસોનું, વિગયોનું અધિક પ્રમાણમાં સેવન ન કરવું, પેટ ભરીને કયારેય ન ખાવું, સ્ત્રી આદિના સંપર્ક રહિત, અને તેના નિવાસ રહિત, એકાત્ત સ્થાનમાં રહેવું, સ્ત્રીના હાસ્ય, વિલાસ, રૂપ, લાવણ્ય વગેરેનું શ્રવણ કે અવલોકન ન કરવું તેમજ સ્ત્રી વિશે ચિંતન ન કરવું.(૭) વિભૂષિત દેવાંગનાઓ પણ બ્રહ્મચર્યમાં લીન બનેલા મુનિઓને ચલિત કરવામાં સમર્થ ન હોય, એવા સાધક માટે પણ ભગવાને સ્ત્રી આદિથી રહિત સ્થાનમાં રહેવું જ એકાંત હિતકારી કહ્યું છે. (૮) “કિંપાક ફળ’ સ્વાદમાં, વર્ણમાં, ખાવામાં અતિ મનભાવક હોય છે પરંતુ તેનું પરિણામ વિષમય હોય છે. તેવી જ રીતે કામભોગોનું પરિણામ મહા દુઃખદાયી હોય છે. (૯) સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષો પર પક્ષીઓ આવજા કરતાં રહે છે. તે જ રીતે પૌષ્ટિક ભોજન કરનારના મનમાં વિકાર વાસનાના સંકલ્પો આવતા રહે છે. (૧૦) જેમ ઘણાં વૃક્ષોવાળા (લાકડાંવાળા) જંગલમાં લાગેલી આગને શાંત કરવી મુશ્કેલ છે એવી જ રીતે અતિ ભોજન કરનારના ચિતમાં અસાધ્ય કામાગ્નિ ઉત્પન્ન થાય છે તે બ્રહ્મચારીઓ માટે જરા પણ હિતકારી નથી. (૧૧) જે રીતે બિલાડીના આવાસ પાસે ઉદરોનું રહેવું કયારેય ઉચિત નથી તેવી જ રીતે સ્ત્રીના નિવાસ સ્થાનમાં સાધુને સાથે રહેવું, ગમનાગમન કરવું, હંમેશાં અનુચિત હોય છે. (૧૨) પાંચ ઇન્દ્રિયોમાં આસક્ત બનેલો આ જીવ અનેક પ્રકારના પાપોનું આચરણ કરતો હોય છે. તે વિષયોને સંતોષવામાં મુગ્ધ બનીને રાત-દિવસ દુઃખી અને અશાન્ત રહે છે. જૂઠ, કપટ, ચોરી આદિ કરે છે અને અનેક પ્રકારના કર્મ બાંધીને સંસાર વધારે છે. (૧૩) પ્રસ્તુત અધ્યયનમાં પાંચ ઇન્દ્રિયો અને કામભોગની આસક્તિથી જીવન નાશ કરનાર પ્રાણીઓનું ઉદાહરણ આપીને, તે ઉદાહરણ દ્વારા વિષયોથી વિરક્ત થવાની પ્રેરણા આપવામાં આવી છે. (૧૪) શ્રોતેન્દ્રિયમાં હરણ, ચક્ષુઇન્દ્રિયમાં પતંગીયું, ઘ્રાણેન્દ્રિયમાં સર્પ, રસનેન્દ્રિયમાં મચ્છ, સ્પર્શેન્દ્રિયમાં પાડો અને કામભોગમાં હાથી, પોતાના પ્રાણ ગુમાવી દે છે. (૧૫) મોક્ષાર્થી સાધક “જલ કમલવત્' આ બધા વિષયોમાં વિરક્ત રહીને સંસારથી અલિપ્ત રહે છે. (૧૬) વિરક્ત, જ્ઞાની, અને સતત સાવધાન સાધકને માટે આ ઇન્દ્રિયોના વિષય જરા પણ દુઃખ આપનાર થતા નથી, અર્થાત્ તે | (સાધક આત્મા) તેમાં લપેટાતો જ નથી. કારણ કે સદા તેના તરફ વીતરાગ ભાવો જેવી દષ્ટિ રાખે છે. (૧૭) આમ દુ:ખ આ વિષયોમાં નથી, પરંત આત્માના રાગ-દ્વેષ જન્ય પરિણામોમાં અને આસક્તિમાં તથા અજ્ઞાનમાં જ દુઃખ ભરેલું છે. જ્ઞાની અને વિરક્ત આત્માઓને માટે આ બધા વિષયો જરા પણ પીડાકારી થતા નથી. આ ઇન્દ્રિયોના વિષયો તો સ્વતઃ હંમેશા તે વિરક્ત આત્માથી દૂર ભાગે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 96 આ જાણીને મુનિઓ નિરંતર વિરક્તતાના ભાવોમાં વૃદ્ધિ કરીને સંકલ્પ– વિકલ્પોથી આગળ વધીને સંપૂર્ણ તૃષ્ણા ઇચ્છાઓથી મુક્ત બને છે. તેત્રીસમું અધ્યયન : અષ્ટ કર્મ (૧) આ અધ્યયનમાં, મૂળ કર્મ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિ ૭૧ કહેવામાં આવી છે. વેદનીય અને નામ કર્મના બે–બે ભેદ કહીને તેના પુનઃ અનેક ભેદ છે એવું પણ સુચન કર્યું છે– ૧. જ્ઞાનાવરણીયના–૫. ૨. દર્શનાવરણીયના–૯. ૩. વેદનીયના–૨. ૪. મોહનીયના–૨૮. ૫. આયુષ્યના–૪. ૬. નામકર્મના–૨. ૭. ગોત્રકર્મના−૧૬. ૮. અંતરાયના—૫; આ સર્વ મળીને કુલ– ૭૧ થાય છે. (૨) એક સમયમાં અનંત કર્મોના પુદ્ગલ આત્મા સાથે લાગે છે. તે દશેય દિશાઓ માંથી લાગે છે અને બધા આત્મ પ્રદેશો પર તેનો બંધ સમાન રૂપે હોય છે. (૩) આઠ કર્મોની બંધ સ્થિતિ આ પ્રમાણે છે– ક્રમ કર્મ ૧ ૨ ૩ ૪ ૫ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતમુહૂર્ત જીવ સર્વજીવ સર્વજીવ સર્વજીવ સર્વજીવ તેજોલેશ્યા સર્વજીવ પદ્મલેશ્યા સર્વજીવ નારકી નારકી આઠ મુહૂર્ત આઠ મુહૂર્ત કૃષ્ણલેશ્યા નીલલેશ્યા કાપોતલેશ્યા વીસ ક્રોડાક્રોડ સાગરોપમ ૭ વીસ ક્રોડાક્રોડ સાગરોપમ ८ અંતરાય અંતર્મુહૂર્ત ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ (૪) મોક્ષાર્થી સાધકે આ કર્મોને જાણીને નવા કર્મ બંધ ન કરવા જોઈએ અને પૂર્વે બાંધેલા કર્મોનો તપ–સંયમથી ક્ષય કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. શુક્લલેશ્યા કાપોતલેશ્યા નીલલેશ્યા ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ ચોત્રીસમું અધ્યયન : લેશ્યાનું સ્વરૂપ કૃષ્ણ, નીલ, કાપોત આ ત્રણ લેશ્યા અશુભ છે અને તેજો, પદ્મ અને શુકલ એ ત્રણ લેશ્યાઓ શુભ છે અથવા ત્રણ અધર્મ લેશ્યાઓ છે તે જીવને દુર્ગતિમાં લઈ જનાર છે. અને ત્રણ ધર્મ લેશ્યાઓ જીવને સદ્ગતિમાં લઈ જનાર છે. લેશ્યા, દ્રવ્ય અને ભાવ રૂપ બે પ્રકારની હોય છે. ભાવ લેશ્યા તો આત્માના પરિણામ અર્થાત્ અધ્યવસાય રૂપ છે અને તે અરૂપી છે. દ્રવ્ય લેશ્યા પુદ્ગલમય હોવાથી રૂપી છે. તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામ, સ્થાન, સ્થિતિ વગેરેના સ્વરૂપનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. ભાવ લેશ્યાની અપેક્ષાએ અહીં – લક્ષણ, ગતિ, આયુબંધનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧) કૃષ્ણ લેશ્યાનાં લક્ષણ :– પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત, અગુપ્ત, અવિરત, તીવ્ર ભાવોથી આરંભ સમારંભમાં અજિતેન્દ્રિય, આ પ્રકારના પરિણામોવાળા જીવને કૃષ્ણ લેશ્યાવાળો સમજવો જોઈએ. પ્રવૃત્ત, નિર્દય, ક્રુર, (૨) નીલ લેશ્યાના લક્ષણ :- ઈર્ષ્યાળુ, કદાગ્રહી, અજ્ઞાની, માયાવી (કપટી), નિર્લજ્જ, આસક્ત, ધૂર્ત, પ્રમાદી, રસ–લોલુપ, સુખેશી, અવ્રતી, ક્ષુદ્ર સ્વભાવી, આ પ્રકારના પરિણામોવાળા જીવને નીલ લેશ્યાવાળો સમજવો જોઈએ. (૩) કાપોત લેશયાનાં લક્ષણ :– વક્ર, વક્રઆચરણવાળો, કપટી, સરલતા રહિત, દોષોને છુપાવનારો, મિથ્યાદષ્ટી, અનાર્ય, હંસોડ, દુષ્ટવાદી, ચોર, મત્સર ભાવ વાળો ; આ પ્રકારના પરિણામોવાળા જીવને કાપોત લેશ્યા વાળો સમજવો જોઈએ. (૪) તેજો લેશ્યાનાં લક્ષણ :– નમ્રવૃત્તિ, ચપળતા રહિત, માયા રહિત, કુતૂહલ રહિત, વિનયયુક્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, સમાધિવાન, પ્રિયધર્મી, દ્રઢધર્મી, પાપભીરુ, મોક્ષાર્થી; આ પ્રકારના પરિણામોવાળા જીવને તેજો લેશ્યાવાળો સમજવો જોઈએ. (૫) પદ્મ લેશ્યાનાં લક્ષણ :- · ક્રોધ, માન, માયા, લોભ અત્યંત અલ્પ હોય, પ્રશાંત ચિત્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, તપસ્વી, અલ્પભાષી, ઉપશાંત, જિતેન્દ્રિય વગેરે આ પ્રકારના પરિણામવાળા જીવને પદ્મ લેશ્યાવાળો સમજવો જોઈએ. ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ (૬) શુકલ લેશ્યાનાં લક્ષણ :– આર્ત–રૌદ્ર ધ્યાનને છોડીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં લીન, પ્રશાન્ત ચિત્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, સમિતિવાન, ગુપ્તિવાન, ઉપશાંત, જિતેન્દ્રિય વગેરે આ પ્રકારના ગુણોથી યુક્ત સરાગી હોય કે વીતરાગી તે પરિણામો– વાળા જીવને શુક્લ લેશ્યાવાળો સમજવો જોઈએ. (૭) અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીકાલના જેટલા સમય હોય છે તેટલા અસંખ્યાત સ્થાન(દરજ્જા) લેશ્યાઓના હોય છે. (૮) લેશ્યાઓની સ્થિતિ : લેશ્યા વિવરણ જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સિત્તેર ક્રોડાક્રોડ સાગરોપમ તેત્રીસ સાગરોપમ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૧૦ હજાર વર્ષ પલ્યો૦અસં૦ ભાગ અધિક ત્રણ સાગરો ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરો૦ પલ્યો૦ અસં૦ ભાગ અધિક દસ સાગરો પલ્યો૦ અસં૦ ભાગ અધિક ત્રણ સાગરો પલ્યો૦ અસં૦ ભાગ અધિક બે સાગરોળ અંતર્મુહૂર્ત અધિક દસ સાગરો૦ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરો૦ પલ્યો૦ અસં૦ ભાગ અધિક ત્રણ સાગરો પલ્યો૦ અસં૦ ભાગ અધિક દસ સાગરો Page #98 -------------------------------------------------------------------------- ________________ jain કથાસાર નારકી કૃષ્ણલેશ્યા પલ્યો અસં૦ ભાગ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરો, અધિક દસ સાગરોળ દેવતા કૃષ્ણલેશ્યા (૧) ૧૦ હજાર વર્ષ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેવતા નીલલેશ્યા પલ્યો. અસંવે ભાગ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેવતા કાપોતલેશ્યા પલ્યો. અસંવે ભાગ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેવતા તેજોવેશ્યા ૧૦ હજાર વર્ષ પલ્યો. અસં. ભાગ અધિક બે સાગરોપમ ભવનપતિ તેજલેશ્યા ૧૦ હજાર વર્ષ સાધિક એક સાગરોપમ વાણવ્યંતર | તેજલેશ્યા ૧૦ હજાર વર્ષ ૧ પલ્યોપમ જ્યોતિષી તેજોલેશ્યા પલ્યો.નો આઠમો ભાગ ૧ પલ્યોપમ અને એક લાખ વર્ષ વૈમાનિક તેજોવેશ્યા ૧ પલ્યોપમ ૨ સાગરોપમ અધિક વૈમાનિક પઘલેશ્યા ૨ સાગરોપમ અધિક ૧૦ સાગરોપમ વૈમાનિક શુક્લલેશ્યા ૧૦ સાગરોપમ સાધિક ૩૩ સાગરોપમ અંતર્મુહૂર્ત અધિક તિર્યંચ દ લેશ્યા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત મનુષ્ય ૫ વેશ્યા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત મનુષ્ય શુક્લલેશ્યા અંતર્મુહૂર્ત દેશોન કોડ પૂર્વ વર્ષ નોધ(૧): દેવતાઓમાં કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ સમયાધિક હોય છે. તેનાથી નીલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતગણી હોય છે, ત્યારપછી કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ સમયાધિક હોય છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતગણી હોય છે. તેમ છતાં બધી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહેવાય છે. ચાર્ટમાં આપેલી આ સર્વ સ્થિતિઓ દ્રવ્યલેશ્યાની મુખ્યતાએ સમજવી. (૯) કોઈપણ લેશ્યા પ્રારંભ થાય તેના પ્રથમ આદિ સમયમાં જીવ મરતો નથી. અસંખ્ય સમયનું અંતર્મુહૂર્ત થયા પછી અને અસંખ્ય સમયનું અંતર્મુહૂર્ત લેશ્યાનું બાકી રહે ત્યારે જીવ મરીને પરલોકમાં જાય છે. તેથી જે લેગ્યામાં મરીને જાય છે તે જ લેગ્યામાં પરભવમાં જન્મે છે. (૧૦) મુમુક્ષુ આત્માઓએ વેશ્યાઓના સ્વરૂપ(લક્ષણ)ને જાણી અપ્રશસ્ત લેશ્યાઓનું વર્જન કરી, તેવા પરિણામોથી દૂર થઈ, પ્રશસ્ત લેશ્યાના લક્ષણ રૂપ ભાવોમાં, પરિણામોમાં આત્માને સ્થાપિત કરી સ્થિત રાખવા. પાંત્રીસમું અધ્યયન મુનિ ધર્મ (૧) ગૃહવાસનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કરનાર મુનિએ હિંસા આદિની ઇચ્છા અને લોભનો ત્યાગ કરવો જોઈએ. (૨) મનોહર ઘરમાં રહેવાની ઈચ્છા પણ ન કરવી જોઈએ. (૩) કોઈપણ પ્રકારના મકાનોના નિર્માણ કાર્યમાં અંશતઃ પણ ભાગ ન લેવો જોઈએ. કારણ કે તે કાર્ય ત્રસ–સ્થાવર અનેક જીવોના સંહારરૂપ બને છે. તેની અનુમોદના અને પ્રેરણા આપવી એ પણ મહાન પાપ કર્મોને પેદા કરનાર છે એટલે મહાન કર્મબંધ કરાવનાર થાય છે. (૪) એવી જ રીતે આહાર પાણી પકાવવાનું અને પકાવતાને અનુમોદન આપવાનું કાર્ય પણ અનેક પાપોથી યુક્ત છે અર્થાત્ ઘણાં જીવોની હિંસા કરનાર છે. તેથી અણગારોએ આવા કાર્યોમાં ભાગ ન લેવો અને તેઓને માટે કોઈ આહાર પાણી બનાવે તો તેને ગ્રહણ કરવાની મનથી પણ ઇચ્છા ન કરવી. (૫) મુનિ ધન-સંપત્તિ રાખવાની મનથી પણ ઈચ્છા ન કરે. સોના અને પત્થરને સમાનભાવથી જુએ. કંઈ પણ ખરીદે નહિ અને ખરીદનારને અનુમોદન આપે નહિ. કારણકે એવું કરનાર વણિક(વ્યાપારી) હોય છે. (૬) મુનિ સામુદાનિક (અનેક ઘરેથી ફરીને) પ્રાપ્ત થયેલ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે, લાભ અલાભમાં સંતુષ્ટ રહે, સ્વાદ માટે કંઈ પણ ન ખાય, પૂજા, પ્રતિષ્ઠા, વંદન નમસ્કાર કે સન્માનની મનથી પણ ઇચ્છા ન કરે અર્થાત્ એના માટે કોઈ પણ પ્રવૃતિ ન કરે. નિર્મમત્વી અને નિરઅહંકારી બનીને સાધના કરે. મૃત્યુના સમયે આહારનો ત્યાગ કરીને, શરીર પરથી મૂછ હટાવીને દેહાતીત બનીને શુક્લ ધ્યાનમાં લીન બને. આ પ્રકારે આરાધના કરનાર, કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પરમ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. છત્રીસમું અધ્યયન : જીવ-અજીવ આ અધ્યયનમાં ૨૭૪ ગાથાઓ છે અને તેનાથી ઓછી-વતી પણ મળે છે. આમાં જીવ-અજીવનું વિસ્તૃત વિવેચનાત્મક વર્ણન છે જે અધિકતમ જીવાભિગમ સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં ઉપલબ્ધ છે માટે અહીં સંપૂર્ણ સારાંશ લીધેલ નથી. માત્ર પરિચયાત્મક કથન કર્યું છે. (૧) આ અધ્યયનમાં અરૂપી અને રૂપી અજીવના ભેદ-પ્રભેદ સાથે તેમનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને પછી જીવના વર્ણનનો પ્રારંભ કરતાં, સિદ્ધોના ભેદ અને સ્વરૂપની સમજણ આપવામાં આવી છે, સાથે-સાથે સિદ્ધસ્થાન, સિદ્ધશિલાનું વર્ણન છે. અંતમાં, સિદ્ધોની અવગાહના અને તેમના અતુલ સુખોનું વર્ણન કરવામાં આવ્યું છે. (૨) પૃથ્વીકાયનું વર્ણન કરતાં, કઠણ પૃથ્વીના ૩૬ અને મૃદુ પૃથ્વીના સાત ભેદ કહેવામાં આવ્યા છે. અને પછી તેની સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર-કાળ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 98 (૩) પૃથ્વીકાયના વર્ણન અનુસાર બાકીના ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, નારકીના જીવ, તિર્યંચપંચેન્દ્રિય જલચર આદિ, મનુષ્ય અને ચારે ય જાતિના દેવોના ભેદ–પ્રભેદ; નામ, સ્થિતિ, કાયસ્થિતિ અને અંતરકાળ બતાવવામાં આવ્યા છે. (૪) આ જીવ–અજીવનું સ્વરૂપ જાણીને અને શ્રદ્ધા કરીને મુનિ સંયમમાં રમણતા કરે. ક્રમશઃ સંલેખના કરે. તે સંલેખના (સંથારો કરવા પહેલાની સાધના) જઘન્ય ૬ મહિનાની, મધ્યમ ૧ વર્ષની અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની હોય છે. (૫) મુનિ કોઈ પણ પ્રકારનું નિયાણું ન કરે તેમજ હાસ્ય વિનોદવાળી કાંદર્ષિકવૃત્તિ; મંત્ર કે નિમિત્ત પ્રયોગરૂપ આભિયોગિક વૃત્તિ, કેવળી, ધર્માચાર્ય, સંઘ અને સાધુના અવર્ણવાદ રૂપ કિક્વિષિકવૃત્તિ; રૌદ્રભાવ રૂપ આસુરીવૃત્તિ અને આત્મઘાત રૂપ મોહી વૃત્તિ કરીને સંયમની વિરાધના ન કરે. (૬) જિનવચનમાં અનુરકત બનીને ભાવપૂર્વક આગમ આજ્ઞાનું પાલન કરવાથી જીવ કર્મમળ રહિત અને સંક્લેશ રહિત બનીને, ક્રમશઃ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. ૫ ઉત્તરાધ્યયન સૂત્રનો સારાંશ સંપૂર્ણ ॥ ગાથા – અકકોસેજજા પ૨ે ભિકબૂ, ન તેસિં ડિસંજલે .- સરસો હોઈ બાલાણં, તમ્હા ભિકખુ ણ સંજલે . ઉતરા. – ૨૫ ભાવાર્થ : કોઈના દ્વારા કંઈ પણ દુર્વચન કે દુર્વ્યવહાર કરવા છતાં સાધુ તેની બરાબરી ન કરે. (અર્થાત્ તેના જેવો ન થાય) કારણકે દુર્વ્યવહાર કરનાર બાળ છે, અજ્ઞાની છે, મૂર્ખ છે અને સાધક (ભિક્ષુક) જો તેની બરાબરી કરે તો તે પણ મુર્ખાની કક્ષામાં ગણાશે. આથી, સાધકે કયારે ય પણ ક્રોધમાં બરાબરી ન કરવી જોઈએ. (જાએ સદ્ઘાએ અિક્બતો, તમેવ અણુપાલિજજા, વિયહિન્દુ વિસોત્તિયં .) ભાવાર્થ : જે ઉત્સાહથી, વૈરાગ્યથી અને જે ભાવનાથી સંયમ લીધેલ છે તે જ ઉત્સાહથી બધી માનસિક, વૈચારિક અને પરિસ્થિતિક બાધાઓને દૂર કરતાં થકા શુદ્ધ સંયમની આરાધના કરવી જોઈએ.........આચારાંગ (ન પર વઈજજાસિ અયં કુસિલે, જેણં ચ કુષ્પિજજ ન તં વઈજજા .) (દશ૦ અ૦ ૧૦) અર્થ :– કોઈપણ એક સાધકે અન્ય સાધક માટે, આ કે પેલો કુશીલવાન છે. અર્થાત્ સંયમભ્રષ્ટ કે શિથિલાચારી છે. એવું ભિક્ષુકે ન = બોલવું જોઈએ. જે વચનો બોલવાથી કોઈને રોષ ભરાય તેવા કંઈ પણ વચન પ્રયોગ ભિક્ષુઓએ ન કરવા. (સોહી ઉજજુય ભૂયમ્સ, ધમ્મો સુદ્ધમ્સ ચિઠ્ઠઈ ) (ઉત્તરાધ્યયન સૂત્ર અ૦ ૩) અર્થ : સરલતાથી પરિપૂર્ણ આત્માની શુદ્ધિ થાય છે માટે કપટ, હોશિયારી, (છલ) આદિ અવગુણોનો ત્યાગ કરીને સાફ અને સરળ હૃદયી બનીએ ત્યારે જ આત્મામાં ધર્મ ટકી શકે છે ઔપપાતિક પ્રસ્તાવનાઃ પ્રત્યેક ભવી પ્રાણીને સંસાર પરિભ્રમણમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય છે. તેમાં દેવ, ગુરુ અને શાસ્ત્ર અનન્ય સહયોગી છે. તીર્થંકર પ્રભુના સદુપદેશથી ગણધર ભગવંતોએ ૧૨ અંગસૂત્રોની રચના કરી. તત્પશ્ચાત્ મૂર્ધન્ય આચાર્ય ભગવંતોએ તેના આધારે અનેક રચનાઓ પ્રસ્તુત કરી, જેનો અંગ બાહ્ય શાસ્ત્રોમાં સમાવેશ કરવામાં આવ્યો. નંદીસૂત્રમાં અંગપ્રવિષ્ટ અને અંગ બાહ્ય એમ બે પ્રકાર આગમના કહેલ છે તથા અંગ બાહ્યના પણ બે વિભાગ કરેલ છે– કાલિક અને ઉત્કાલિક. આ પ્રસ્તુત ઔપપાતિક સૂત્ર ઉત્કાલિક અંગ બાહ્ય સૂત્ર છે. પ્રચલિત પરંપરામાં તેને પ્રથમ ઉપાંગ સૂત્ર તરીકે માનવામાં આવે છે. ઉપાંગોની સંખ્યા પણ ૧૨ માનવામાં આવે છે ઔપપાતિકનો અર્થ છે નારક અને દેવોમાં ઉપપાત–જન્મ અને સિદ્ધિ આ ઔપપાતિક સૂત્રનો વિષય બે અધ્યાય(પ્રકરણ)ના રૂપમાં માનવામાં આવે છે. પ્રથમનું નામ સમવસરણ છે અને બીજાનું નામ ઉપપાત છે. પ્રથમ સમવસરણમાં નગરી, ઉદ્યાન, ચૈત્ય, વૃક્ષ, રાજા, ભગવાન મહાવીરનું શરીર, તેમની શિષ્ય સંપદા, પરિષદમાં દેવ, મનુષ્ય તથા નરેન્દ્રનું આગમન, મૌલિક ઉપદેશ, વ્રત ધારણ, પરિષદ વિસર્જન આદિ વર્ણન છે. બીજા વિભાગમાં અસંયત જીવોનું, પરિવ્રાજકોનું તથા કુશ્રમણોનું દેવોમાં ઉત્પન્ન થવાનું વર્ણન છે. સુશ્રમણો અને સુશ્રાવકોના આચાર, ગુણ તથા આરાધનાનું વર્ણન છે. અંતમાં આરાધક સુવ્રતી જીવોની દેવગતિ તથા સિદ્ધગતિ, કેવલી સમુદ્દાત, સિદ્ધ સ્વરૂપ એવં સુખોનું વર્ણન છે. વિશેષતાઓ :– આમાં એકબાજુ જ્યાં સામાજિક, રાજનૈતિક, નાગરિક ચર્ચાઓ છે તો બીજી બાજુ ધાર્મિક, દાર્શનિક, સાંસ્કૃતિક તથ્યોનું સુંદર પ્રતિપાદન છે. આ સૂત્રની સૌથી મોટી વિશેષતા એ છે કે ભગવતી આદિ અંગ આગમોમાં પણ આ સૂત્રને જોવાનો સંકેત કરેલ છે. તેનું કારણ એ છે કે આ સૂત્રમાં અનેક વિષયોનું વિસ્તારથી વર્ણન છે, જ્યારે અન્ય સૂત્રોમાં સંક્ષિપ્ત કથન છે. આ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના સમસ્ત અંગોપાંગોનું ઉપમાયુક્ત વર્ણન છે. સમવસરણનું પણ જીવંત ચિત્રણ થયેલું છે. ભગવાનની ઉપદેશવિધિ પણ અહીં સુરક્ષિત છે. તપનું સુંદર વિશ્લેષણ ભેદ-પ્રભેદો દ્વારા કરવામાં આવેલ છે. આમાં વૈદિક અને શ્રમણ પરંપરાના પરિવ્રાજકો, તાપસો એવં શ્રમણોની આચાર સંહિતા પણ આપેલી છે. વળી તેમાં અંબડ સંન્યાસીનું રોચક વર્ણન છે. અંતમાં સિદ્ધાવસ્થાનું સાંગોપાંગ સ્વરૂપ સમજાવેલ છે. આ સૂત્રનું પરિમાણ ૧૨૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. ઔપપાતિક નો સારાંશ પ્રથમ પ્રકરણ – સમવસરણ ૧. ચંપાનગરી– અંગદેશની રાજધાની ચંપાનગરી મહાન વૈભવશાળી, સમૃદ્ધ અને સુરક્ષિત હતી, મનોહર હતી. ત્યાંની પ્રજા પણ ધન–વૈભવથી આબાદ હતી. ગાય, ભેંસ, આદિ પશુ-પક્ષીઓ પણ ત્યાં વિપુલ પ્રમાણમાં હતા. નગરીની બહારના રસ્તાઓની બંને બાજી શેરડી, જવ, ચોખાના ખેતરો હતાં. નગરી આમોદ–પ્રમોદના અનેક સાધનોથી યુક્ત હતી. Page #100 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 99 ચોર, ડાકુ, લૂંટારા, લાંચીયા, ખીસાકાતરુ ઈત્યાદિ તે નગરીમાં નહોતા. તેથી તે નગરી ઉપદ્રવ મુક્ત, સુખ શાંતિમય હતી. ત્યાં ભિક્ષુઓને ભિક્ષા સરળતાથી મળી રહેતી. સઘન વસ્તી હોવા છતાં નગરીમાં ખૂબ શાંતિ હતી. ૨. પૂર્ણભદ્ર યક્ષાયતન :- ચંપાનગરીની બહાર ઈશાન ખૂણામાં એક યક્ષાયતન હતું. પૂર્વ પરંપરાથી ચાલ્યું આવતું આ યક્ષાયતન પૂર્ણભદ્ર ચૈત્યના નામથી પ્રસિદ્ધ હતું. તે લોકોની માન્યતાઓ મનાવવાનું સ્થાન હતું, કેટલાક લોકોની આજીવિકાનું સાધન હતું. તે છત્ર, ઘંટા, ધ્વજા, પતાકાયુક્ત હતું. ત્યાં ભૂમિને ચંદનના છાપા લગાડેલા રહેતા; તાજા ફૂલ અને લાંબી માળાઓ લટકતી રહેતી હતી. લોબાનના ધૂપ આદિથી સદાય તે મહેકતું રહેતું. નગરવાસીઓ અને જનપદમાં તેની કીર્તિ ફેલાયેલી હતી. તે યક્ષાયતનના પૂર્ણભદ્ર દેવને અનેક લોકો ચંદન આદિથી અર્ચનીય, સ્તુતિ આદિ દ્વારા વંદનીય અને નમન કરવા યોગ્ય નમસ્કરણીય માનતા હતા. વસ્ત્રાદિથી સત્કાર કરવા યોગ્ય, મનથી સન્માન દેવા યોગ્ય, કામનાઓ પૂર્ણ કરનારા મંગલમય, અવાંછનીય સ્થિતિઓને નષ્ટ કરનારા, દૈવી શક્તિ સંપન, લોકોની અભિલાષાઓને જાણનારા અને વિનયપૂર્વક ઉપાસના કરવા યોગ્ય માનતા હતા, દિવ્ય સત્ય અને સત્યફળ દેનારા માનતા હતાં. ઘણા લોકો અભિલાષાની પૂર્તિ અર્થે તેની પૂજા કરતા. તેના નામથી હજારો લોકો દાન દેતા હતા. [આ પૂર્ણભદ્ર દેવ દક્ષિણ દિશાના યક્ષ જાતીય વ્યંતરોના સ્વામી ઇન્દ્ર છે.] ૩. વનખંડ(બગીચો):- પૂર્ણભદ્ર યક્ષાયતન ચારે તરફ વિશાળ વનખંડથી ઘેરાયેલું હતું. વૃક્ષ, લતા આદિની સઘનતાના કારણે તે વનખંડ ક્યારેક કાળી આભાવાળું તો ક્યારેક લીલી આભાવાળું દેખાતું હતું; શીતલ અને સ્નિગ્ધ વાતાવરણવાળું હતું; સુંદર વર્ણ આદિ ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત હતું. તે વૃક્ષોની છાયા પણ ઉક્ત ગુણોથી યુક્ત હતી. સઘન છાયાને કારણે તે વનખંડ મહામેઘ સમૂહની છાયા સમાન રમણીય, આનંદદાયક લાગતું હતું. ૪. વૃક્ષો:- તે વનખંડના વૃક્ષ ઉત્તમ મૂળ, કંદ, અંધ, શાખા, પ્રશાખા, પાંદડા, પુષ્પ, ફળ તથા બીજ યુક્ત હતા. ૫, અશોકવક્ષ :- આ વનખંડની મધ્યમાં અંદર અને વિશાળ અશોક વૃક્ષ હતું. તેનો ઘેરાવો ખૂબ વિસ્તત હતો. તેના કંદ, પાંદડા. પ્રવાલ, સુશોભિત હતા. તેના નવા પાંદડા તામ્રવર્ણવાળા આકર્ષિત હતા. તે વૃક્ષ બધી જ ઋતુઓમાં પાંદડા, મંજરી અને ફૂલોથી ખીલેલું રહેતું, પુષ્પ અને ફળોના કારણે ઝૂકેલું રહેતું હતું. ૬. શિલાપટ્ટક - અશોકવૃક્ષની નીચે થડની પાસે ચબૂતરાની જેમ એકઠી થયેલી માટી ઉપર એક શિલાપટ્ટક હતું. જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સપ્રમાણ હતી. ચમકતો શ્યામવર્ણવાળો શિલાપટ્ટક અષ્ટકોણીય તથા કાચ જેવો સ્વચ્છ હતો. ૭. ચંપાધિપતિ કુણિક રાજા :- તે ચંપાનગરીના કુણિક રાજા મહાહિમાવાન પર્વતની સમાન મહત્તા, પ્રધાનતા, વિશિષ્ટતા યુક્ત હતા. તે રાજા ઘણા લોકો દ્વારા સન્માનિત અને પૂજિત હતા. તેના અનુશાસનવર્તી અન્યોન્ય રાજાઓ દ્વારા તેનો રાજયાભિષેક થયો હતો. ૮. ધારણી મહારાણી - કોણિક રાજાની ધારણી નામની રાણી હતી. ૯. પ્રવૃત્તિ નિવેદક:- કુણિક રાજાએ પ્રચુર વેતન આપી એક એવી વ્યક્તિને નિયુક્ત કરી હતી કે જે ભગવાન મહાવીર સ્વામીના પ્રતિદિન વિહારાદિ ક્રમની પ્રવૃત્તિની જાણકારી આપે. તે પ્રવૃત્તિ નિવેદક વ્યક્તિએ પોતાના તરફથી ભોજન તથા વેતન પર અન્ય અનેક માણસો નિયુક્ત કર્યા હતા, જેઓ ભગવાનના વિહારાદિ કાર્યક્રમને જણાવતા રહેતા. ૧૦. કુણિકની રાજયસભા:- કુણિક રાજાનું એક બહિર્વર્તી રાજ્યસભા ભવન હતું. ૧૧. ભગવાન મહાવીર સ્વામીનું વર્ણન :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ધર્મની આદિ કરવાવાળા સ્વયં સંબુદ્ધ તીર્થકર હતા. પુરુષોત્તમ આદિ નમોત્થણે પઠિત ગુણોથી યુક્ત હતા. તેઓ રાગાદિ વિજેતા, કેવળજ્ઞાન યુક્ત, સાત હાથની ઊંચાઈવાળા, સમચરિસ સંહાણ તથા વજઋષભનારા સંઘયણ યુક્ત હતા. તેમનું અસાધારણ રૂપ હતું. તેમનું તેજ નિર્ધમ અગ્નિ સમાન હતું. તે પ્રાણાતિપાત આદિ આશ્રવ રહિત, મમતા રહિત અને અકિંચન હતા તથા નિરુપલેપ(કર્મબંધથી રહિત) હતા. તેઓ નિર્ગસ્થ પ્રવચનના ઉપદેશક, ધર્મ શાસનના નાયક, ચોત્રીસ અતિશય, પાંત્રીસ સત્યવચનાતિશય યક્ત હતા. આકાશગત ચક્ર, છત્ર, ચામર, સ્વચ્છ સ્ફટિક યુક્ત પાદપીઠ-સિંહાસન અને ધર્મધ્વજ તેમની આગળ ચાલી રહ્યા હતા. આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીર ૧૪,000 સાધુ, ૩૬,000 સાધ્વીજીઓના પરિવાર સહિત વિચરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ચંપાનગરીની બહાર ઉપનગરમાં પહોંચ્યા. ૧૨. સૂચના અને વંદન – કુણિકને પોતાના સેવક દ્વારા સૂચના મળી કે આપ જેમની આકાંક્ષા કરો છો, પ્રાર્થના કરો છો, જેનું નામ સાંભળવા માત્રથી હર્ષિત થાવ છો તે જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ચંપાનગરીના ઉપનગરમાં પધાર્યા છે. આ સાંભળીને કુણિક રાજા અત્યંત પ્રસન્ન થયા. તેના રોમરોમ ખીલી ઉઠયા. તે આદરપૂર્વક સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા. પાદુકા, છત્ર, ચામર, તલવાર એવં મુગટ આદિ રાજચિહ્નોને ઉતારી(અલગ કરી) જે દિશા તરફ ભગવાન મહાવીર બિરાજી રહ્યા હતા તે તરફ ૭-૮ પગલા આગળ ચાલીને ભક્તિભાવ યુક્ત હાથ જોડી ડાબો ઢીંચણ ઊંચો રાખી બેઠા; બેસીને ત્રણ વખત મસ્તક ભૂમિ ઉપર અડાડી પ્રથમ સિદ્ધને અને ત્યાર પછી મહાવીર સ્વામીને નમોત્થણના પાઠથી વંદન-નમસ્કાર કર્યા. ત્યાર પછી પૂર્વાભિમુખે સિંહાસન પર બેસી તેમણે એક લાખને આઠ રજત મુદ્દાઓ ભેટ સ્વરૂપે સેવકને પ્રદાન કરી; તદુપરાંત ઉત્તમ વસ્ત્રાદિથી સત્કાર કરી કહ્યું- હે દેવાનુપ્રિય! જ્યારે પ્રભુ ચંપાના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારે ત્યારે સૂચના કરજો.' બીજે જ દિવસે ભગવાન મહાવીર શિષ્ય પરિવાર સાથે ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. ૧૩. શ્રમણ ભગવાન મહાવીરની સંપદા :- શ્રમણ ભગવાન મહાવીરના ૧૪,૦૦૦ અંતેવાસી શિષ્ય હતા. તેમાં કેટલાક રાજા, મહારાજા, મંત્રી, મહામંત્રી, શેઠ, સાર્થવાહ, કુમાર, રાજકર્મચારી, સુભટ, યોદ્ધા, સેનાપતિ, અધિકારી, શેઠ, ગર્ભશ્રીમંત શેઠ, આદિ ઉત્તમ જાતિ-કુળ-ગુણ યુક્ત હતા. જેઓએ સંસારી ભોગ સુખોને કિંપાક ફળ સમાન દુ:ખદાયી જાણી, જીવનને પાણીના પરપોટા સમાન, ઝાકળ બિંદુની જેમ નાશવંત, ચંચળ જાણી પ્રાપ્ત ઋદ્ધિ-સંપદા, ઘર-પરિવારનો ત્યાગ કરી, જાણે કે બધી સાંસારિક સમૃદ્ધિ Page #101 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 100 વસ્ત્ર ઉપર લાગેલી રજની સમાન ખંખેરી, ત્યાગ કરી, મુંડિત થઈ, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આત્મકલ્યાણની સાધના માટે શ્રમણ દીક્ષા અંગીકાર કરી. જેમાંના કેટલાકને પ્રવ્રજયા અંગીકાર કર્યાને માસ, અર્ધમાસ, બે–ત્રણ–ચાર માસ થયા હતા. કેટલાકને તેથી વધુ માસ કે વર્ષો થયા હતા અર્થાત્ વિભિન્ન દીક્ષા પર્યાયવાળા અનેકાનેક શ્રમણો હતા. કેટલાક શ્રમણો મતિ અને શ્રુત એમ બે જ્ઞાનના ધારક હતા. કેટલાક અવધિજ્ઞાની તો કેટલાક મનઃપર્યવજ્ઞાની તો કેટલાક કેવળજ્ઞાનદર્શનના ધારક સર્વજ્ઞ-સર્વદર્શી હતા. કોઈ શ્રમણ ઉત્કૃષ્ટ મનબળ, કોઈ વચનબળ તો કોઈ કાય– બળના ધારક હતા. ૧૪. સ્થવિરોનાં ગુણો :– ભગવાન મહાવીરના અંતેવાસી કેટલાક સ્થવિર ભગવંત(જ્ઞાન ચારિત્રમાં વૃદ્ધ) જાતિ સંપન્ન, કુલ સંપન્ન, બલ સંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન્ન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન, લજજા સંપન્ન, લાઘવ–નિરહંકાર ભાવ સંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વચંસી, યશસ્વી, ક્રોધજયી, માનજયી, માયાજયી, લોભજયી, ઇન્દ્રિયજયી, નિદ્રાજયી, પરિષહજયી, જન્મ– મરણના ભયથી રહિત, સંયમ ગુણ પ્રધાન, કરણ પ્રધાન, ચારિત્ર પ્રધાન, દશ પ્રકારના યતિધર્મ યુક્ત, નિગ્રહ પ્રધાન, નિશ્ચય પ્રધાન, આર્જવ, માર્દવ, લાઘવ સંપન્ન, શાંત, દાંત, ગુપ્તિ પ્રધાન, બ્રહ્મચર્ય, નય, નિયમ, સત્ય, શૌર્ય, કીર્તિ, લજ્જા, તપ, અનિદાન, અલ્પ ઉત્સુક, અનુપમ મનોવૃત્તિ યુક્ત હતા. જેઓ વીતરાગ મહાવીર પ્રભુના પ્રવચનને પ્રમાણભૂત માનીને ચાલતા હતા. ૧૫. ગુણનિષ્પન્ન અણગાર :–ભગવાન મહાવીરના અંતેવાસી ઘણા અણગાર હતા. તેઓ ઈર્યા, ભાષા, એષણા સમિતિ યુક્ત, ભંડોપકરણ રાખવામાં અને મળમૂત્ર ત્યાગવામાં યત્નાયુક્ત હતા. તેઓ મન, વચન, કાયાથી ગુપ્ત હતા. તેઓ બ્રહ્મચારી, અકિંચન, નિરુપલેપ; ક્રોધ, દ્વેષ, રાગ, પ્રેમ અને પ્રશંશાથી રહિત; નિગ્રંથ, શંખ સમાન નિરંગણ, વાયુ સમાન અપ્રતિહત, છલ–કપટ રહિત, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય, સૌમ્ય, કોમળ, તેજયુક્ત, લેશ્યાયુક્ત, સમુદ્ર જેવા ગંભીર, મેરૂ સમાન અડોલ, પરિષહોમાં અચલ, ભારડ પક્ષી સમાન અપ્રમત્ત, હાથી સમાન શક્તિશાળી, સિંહ સમાન અપરાજેય, પૃથ્વી સમાન સહિષ્ણુ, જ્ઞાન તથા તપતેજથી દીપતા હતા. તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની આસક્તિથી રહિત હતા. સાધુઓ વર્ષાવાસના ચાર મહિના છોડીને આઠ મહિનામાં ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત( એક અઠવાડિયું અને પાંચ અઠવાડિયા એટલે ૨૯ દિવસ) રહેતા હતા. તેઓ ચંદનની જેમ અપકાર કરવાવાળા ઉપર પણ ઉપકારની વૃત્તિ રાખનારા અનાસક્ત, મોક્ષાભિગામી અને કર્મોનો નાશ કરનારા હતા. આ નિર્પ્રન્થ મુનિઓ છ બાહ્ય અને છ આવ્યંતર કુલ બાર પ્રકારના તપને યથાયોગ્ય ધારણ કરનારા હતા. આ પ્રમાણે તપસંયમથી આત્માને ભાવિત કરનારા ગુણ સંપન્ન શિષ્યો હતા. ૧૬. અણગારોની જ્ઞાનઆરાધના :– કેટલાક શ્રમણ આચારાંગ સૂત્રને કંઠસ્થ કરનારા તો કેટલાક શ્રમણ સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ આદિને કંઠસ્થ કરી ધારણ કરનારા હતા અને કેટલાક શ્રમણો અગિયાર અંગસૂત્રો અથવા સંપૂર્ણ દ્વાદશાંગીને ધારણ કરનારા હતા. તે શ્રમણો ઉદ્યાનમાં જુદા–જુદા સ્થાને નાના—મોટા સમૂહોમાં વિભક્ત રહેતા હતા. કોઈ શ્રમણો વાચના દેતા, તો કોઈ આગમ ભણતા, ભણાવતા; કોઈ શંકાનું સમાધાન કરતા, તો કોઈ સ્વાધ્યાયનું પુનરાવર્તન કરતા, કોઈ ચિંતન-મનન કરતા, તો કોઈ વિવિધ ધર્મકથા કરતા. જ્યારે કેટલાક શ્રમણો સ્થિર થઈ ધ્યાન ધરતા હતા. તેઓ સંસારને મહા સમુદ્રની ઉપમાવાળો સમજી તેના ભવભ્રમણ રૂપ ભયથી ઉદ્વિગ્ન થઈ વિરક્ત ભાવમાં લીન રહેતા. તેઓ સંયમ—તપને ધર્મનૌકા સમજી તેના દ્વારા આત્માની સમ્યક્ રીતે રક્ષા કરતા થકા મોક્ષ પ્રાપ્તિના હેતુએ સમ્યક્ પરાક્રમ કરતા હતા. ૧૭. સમવસરણમાં દેવોનું આગમન :– ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં ભગવાન સમોસર્યા. ભવનપતિ અસુરકુમારદેવો પોતાની ઋદ્ધિ સંપદા અને દિવ્યરૂપે ભગવાનની સેવામાં પહોંચ્યા. તેમણે ભગવાનને ત્રણ વખત આદક્ષિણા પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક હાથ જોડી પર્યુપાસના કરવા લાગ્યા. નાગકુમાર આદિ શેષ નવનિકાયના દેવો પણ સમવસરણમાં આવ્યા. તેવી જ રીતે પિશાચ, ભૂતાદિ અને આણપત્નક આદિ વ્યંતરદેવો આવી પર્વપાસના કરવા લાગ્યા. બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનિશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ એવં અંગારક તથા અન્ય ગ્રહ, નક્ષત્ર, તારા, ચલ અચલ બધા પ્રકારના જ્યોતિષી દેવો સમવ– સરણમાં આવ્યા. સૌધર્મ, ઈશાન આદિ ૧૨ દેવલોકના વૈમાનિક દેવ પોતાની ઋદ્ધિ, સંપદા, દ્યુતિથી યુક્ત પોતપોતાના વિમાનોથી આવ્યા અને વંદન–નમસ્કાર કરી વિનય– ભક્તિ સહિત પર્યાપાસના કરવા લાગ્યા અર્થાત્ ઉપદેશ સાંભળવા માટે બેસી ગયા. આ બધા દેવોની સાથે તેમની દેવીઓ પણ સમવસરણમાં આવી ઉપરોક્ત વિધિપૂર્વક બેસી દેશના સાંભળવા લાગી. ૧૮. જનસમુદાયનું સમવસરણમાં આગમન :– ચંપાનગરીના ત્રિભેટે, ચૌટે, દ્વારે તેમજ ગલીઓમાંથી મનુષ્યનો કોલાહલ થઈ રહ્યો હતો. એકબીજા પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા કે− દેવાનુપ્રિય ! ધર્મના પ્રરૂપક ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિચરણ કરતા થકાં આપણા ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા છે, સમવસ્તૃત થયા છે. માટે હે દેવાનુપ્રિયો ! જે ભગવાનનું નામ સાંભળવું હિતકારી છે, તેની સન્મુખ જવું, દર્શન કરવા, વંદન-નમસ્કાર કરી ભગવાણીનો લાભ લેવો, પર્યુપાસના કરવી; ખરેખર મહાભાગ્યની વાત છે ! તે મહાપ્રભુ મંગલ છે, તીર્થરૂપ છે, કલ્યાણકર છે, દેવરૂપ છે; ચાલો તેમની પર્યાપાસના કરીએ. આપણા ભવોભવના સંચિત કર્મ ક્ષય થશે; આપણને મોક્ષ લાભ મળશે. આવું વિચારી બધા સજ્જનો નિત્ય ક્રિયાથી નિવૃત્ત થઈ ઉત્તમ વસ્ત્રાલંકારથી યુક્ત થયા. આરક્ષક અધિકારી, તેમના પુત્રાદિ, રાજાનો મંત્રીવર્ગ, પરામર્શ મંડલના સદસ્યો, ક્ષત્રિયો, રાજકર્મચારીઓ, બ્રાહ્મણો, ભાટવર્ગ, યોદ્ધાઓ; લિચ્છવીવંશી, મલ્હવી વંશી, ઇક્ષ્વાકુવંશી, કુરુવંશી, સૈનિકો, મલ્લ, ગણરાજ્યના સદસ્યો, ઐશ્વર્યશાળી, પ્રભાવશાળી પુરુષો, વિશિષ્ટ નાગરિકો, જાગીરદારો, શ્રેષ્ઠીઓ, શેઠ, સેનાપતિઓ અને સાર્થવાહોએ નિર્ણય કર્યો કે આપણે ભગવાનની સમક્ષ જઈ વંદન–નમસ્કાર કરી, ઉપાસના કરીએ; વ્રત અંગીકાર કરીએ, ઇત્યાદિ વિચારી પગે ચાલી, મધુર ઘોષણા કરતાં નગરીની વચ્ચેથી નીકળી જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં સમોસરણમાં આવી ભગવાનને વંદન–નમસ્કાર કરી પર્યુપાસના કરવા લાગ્યા. Page #102 -------------------------------------------------------------------------- ________________ jain 101 કથાસાર ૧૯. કુણિક રાજાનું સમવસરણમાં આગમન - કુણિક રાજાના દરબારી પ્રવૃત્તિનિવેદકને જ્યારે ભગવાનના પદાર્પણની જાણ થઈ, ત્યારે તે પણ નિત્ય- ક્રિયાથી નિવૃત્ત થઈ કુણિક રાજાના દરબારમાં ઉપસ્થિત થયા; પ્રણામ કરી ભગવાનના પદાર્પણની સૂચના આપી. રાજા હર્ષિત થયા; યથાવિધિ નમોત્થણંથી વંદના કરી સિંહાસન ઉપર આરૂઢ થયા અને પ્રવૃત્તિ નિવેદકને રજતમુદ્રાઓ પ્રીતિદાન રૂપે આપી, ઉત્તમ વસ્ત્રાદિથી તેનો સત્કાર કર્યો. અર્ધ ભરતને જીતવામાં સક્ષમ એવા મહાબલી, ચક્રવર્તી તુલ્ય બંબસારપુત્ર કુણિક રાજાએ પૂર્ણભદ્ર ચૈત્ય તરફ પ્રસ્થાન કર્યું. તેની પાછળ ચતુરગિણી સેના અભિવાદન, પ્રશસ્તિ, જયજયકાર કરતી ચાલી રહી હતી. રસ્તામાં નગરજનોએ અપૂર્વ ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું. તેઓ સ્વાગતગીત–ગાન કરતાં રાજાનું અભિવાદન કરી રહ્યા હતા. તેમના અભિવાદનને હાથ ઊંચા કરી ઝીલતા થકા સૌની કુશળતા પૂછતા થકા મહારાજા ચંપા નગરીની વચ્ચેથી પસાર થઈ જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, જ્યાં ભગવાનનું સમવસરણ હતું ત્યાં આવ્યા. તેઓ ભગવાનના અતિશયોને નિહાળી હસ્તિરત્ન ઉપરથી નીચે ઉતર્યા. તેમણે તલવાર, છત્ર, મુગટ, ચામરાદિ રાજચિહ્નોને દૂર કર્યા. મહારાજાએ પાદરક્ષક ઉતારી સજીવ પદાર્થ દૂર કર્યા, અભિમાન સૂચક અજીવ પદાર્થ પણ દૂર કર્યા. સીવ્યા વગરના વસ્ત્રનું ઉત્તરાસન રાખી, ધર્મનાયક પર દષ્ટિ પડતાં જ હાથ જોડી, મનને એકાગ્ર કરી પાંચે અભિગમનું અનુપાલન કરી રાજા કુણિક ભગવાન સમક્ષ ઉભા રહ્યા. તેમણે ભગવાનને ત્રણ વખત આવર્તન આપી, વંદન–નમસ્કાર કર્યા અને મન, વચન, કાયાથી પર્યાપાસના કરી. તેઓ હાથ-પગ સંકોચી, પલાંઠી વાળી સાંભળવાની ઉત્સુક્તા પૂર્વક ભગવાન સન્મુખ મુખ રાખી, હાથ જોડી સ્થિર થઈ બેઠા. ભગવાન જે કહે તે સત્ય છે, પરમાર્થ છે, ઇચ્છિત છે, તહત ઇત્યાદિ પ્રકારના વચન બોલતા થકા તીવ્ર ધર્માનુરાગમાં અનુરક્ત થઈ દેશના સાંભળવા લાગ્યા. ૨૦. રાણીઓનું આગમન - સુભદ્રા આદિ રાણીઓ પણ દાસીઓથી ઘેરાયેલી રથમાં આરૂઢ થઈ, ચંપા નગરીની વચ્ચેથી પસાર થઈ, પૂર્ણભદ્ર ચૈત્યમાં આવી. તેણીઓ ભગવાનના અતિશયો જોઈ રથમાંથી નીચે ઉતરી (૧) સચિત્તનો ત્યાગ (૨) અચિત્ત અયોગ્યનો ત્યાગ(વિવેક). (૩) વિનમ્રતાની સાથે ઝૂકવું(અંજલી યુક્ત)(૪) અનિમેષ દષ્ટિએ જોવું (૫) મનને એકાગ્ર કરવું. આ પાંચ અભિગમોની સાથે ભગવાનને ત્રણ વખત વંદના કરી, રાજા કુણિકને આગળ રાખીને બેઠા. અર્થાત્ રાજાની પાછળ જ બેઠા પરંતુ સ્ત્રી પરિષદમાં જઈને બેઠા નહીં. આ રીતે તે રાણીઓએ પરિજનો સહિત ભગવાનની પર્યાપાસના કરી. ૨૧. ભગવાનની ધર્મદેશના :- ભગવાને વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો. મધુર, ગંભીર સ્વરયુક્ત, સ્પષ્ટ ઉચ્ચારણ યુક્ત, શ્રોતાઓની ભાષામાં પરિણત થનારી એક યોજન સંભળાય તેવી ઉચ્ચ સ્વરવાળી અર્ધમાગધી ભાષામાં ભગવાને ધર્મકથન કર્યું. ઉપસ્થિત બધા જ આર્ય-અનાર્ય જનોએ અગ્લાન ભાવે, ભેદભાવ વિનાના ધર્મનું શ્રવણ કર્યું. ભગવાન દ્વારા ફરમાવાયેલી અર્ધમાગધી ભાષા તે બધા આર્ય-અનાર્ય શ્રોતાઓની ભાષામાં બદલાઈ ગઈ. ધર્મદેશનાનો પ્રકાર- આ સમસ્ત સંસાર એક લોક છે. તેની બહાર અલોકનું અસ્તિત્વ છે. આ પ્રમાણે જીવ, અજીવ, બંધ, મોક્ષ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, વેદના, નિર્જરા આદિ તત્ત્વ છે. તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, નરયિક(નરક), તિર્યંચયોનિક જીવ, માતા, પિતા, ઋષિ, દેવ, દેવલોક, સિદ્ધિ, સિદ્ધ, પરિનિર્વાણ, પરમશાંતિ, પરિનિવત્ત આ બધાને લોકમાં અસ્તિત્વ છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પર પરિવાદ, રતિ–અરતિ, માયામૃષા, મિથ્યા દર્શન શલ્ય આ અઢાર પાપ છે. પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ, ક્રોધથી વિરત, માનથી વિરત, માયાથી વિરત, લોભથી વિરત, રાગથી વિરત, દ્વેષથી વિરત, કલહથી વિરત, અભ્યાખ્યાનથી વિરત, પૈશુન્યથી વિરત, પ૨પરિવાદથી વિરત, રતિ–અરતિથી વિરત, માયામૃષાથી વિરત અને મિથ્યા દર્શન શલ્ય વિવેક; આ અઢાર પાપથી નિવૃત્તિ પણ લોકમાં જ છે. બધા પદાર્થોમાં અસ્તિભાવ પોતપોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી છે અને નાસ્તિ ભાવ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,ભાવની અપેક્ષાએ છે. છતાં એ બધા પોતપોતાના સ્વરૂપમાં છે. દાન, શીલ, તપ આદિ ઉત્તમ કર્મ ઉત્તમ ફળ દેનારા છે. પાપમય કર્મ દુઃખમય ફળ દેનારા છે. જીવ પુણ્ય પાપનો સ્પર્શ કરે છે, બંધ કરે છે. જીવ જન્મ લે છે. સંસારી જીવોને જન્મ-મરણ છે. શુભકર્મ અને અશુભકર્મ બન્ને ફળયુક્ત છે, નિષ્ફળ જતા નથી. | નિગ્રંથ પ્રવચનનું મહાભ્ય:- આ નિગ્રંથ પ્રવચનમય ઉપદેશ સત્ય છે, અનુત્તર છે, કેવલી દ્વારા ભાષિત અદ્વિતીય છે, સર્વથા નિર્દોષ છે, પ્રતિપર્ણ છે, ન્યાયયક્ત છે. પ્રમાણથી અબાધિત છે, માયાદિ શલ્યોનો નિવારક છે. સિદ્ધિનો માર્ગ–ઉપાય છે. મક્તિ-કર્મ ક્ષયનો હેતુ છે, નિર્માણ–પારમાર્થિક સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ છે, નિર્વાણપદને માટે જન્મમરણના ચક્રરૂપ સંસારથી પ્રસ્થાન કરવાનો આ જ માર્ગ છે, વાસ્તવિક, પૂર્વાપર વિરોધથી રહિત અર્થાત્ કુતર્કોથી અબાધિત છે, વિચ્છેદ રહિત છે અને બધા દુઃખોને ક્ષીણ કરવાનો સાચો શ્રેષ્ઠ માર્ગ છે. તેમાં સ્થિર થયેલા જીવ સિદ્ધિ-સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે, કેવળ જ્ઞાની થાય છે, જન્મ મરણથી મુક્ત થાય છે, પરમ શાંતિમય થઈ જાય છે, બધા દુઃખોનો અંત કરે છે. જેને એક જ મનુષ્ય ભવ ધારણ કરવાનો બાકી રહ્યો છે તેવા નિગ્રંથ પ્રવચનના આરાધક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ અત્યંત વિપુલ ઋદ્ધિથી પરિપૂર્ણ લાંબા આયુષ્ય- વાળા દેવ થાય છે, જે અસાધારણ રૂપવાળા હોય છે. જીવ ચાર કારણે નરકનો બંધ કરે છે – (૧) મહાઆરંભ (૨) મહાપરિગ્રહ (૩) પંચેન્દ્રિય વધ (૪) માંસભક્ષણ. જીવ ચાર કારણે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે– (૧) માયાપૂર્ણ આચરણ (૨) અસત્ય ભાષણ યુક્ત માયાચરણ (૩). ઉત્કચનતા(ધૂર્તતા) (૪) વંચકતા (ઠગાઈ). જીવ ચાર કારણે મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થાય છે– (૧) પ્રકૃતિની ભદ્રતા (૨) પ્રકૃતિની વિનીતતા (૩) કરુણાશીલતા (૪) ઈર્ષાનો અભાવ. જીવ ચાર કારણે દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. (૧) સરાગ સંયમ (૨) સંયમસંયમ (૩) અકામ નિર્જરા (૪) બાલ તપ. Page #103 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 102 નરકમાં જનારા નારકી વિવિધ દુઃખમય વેદના પામે છે. તિર્યંચમાં જીવો શારીરિક, માનસિક સંતાપ પ્રાપ્ત કરે છે. મનુષ્ય જીવન અનિત્ય છે; વ્યાધિ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને વેદના આદિ કષ્ટોથી વ્યાપ્ત છે. દેવલોકમાં દેવ ઋદ્ધિ અને અનેક દૈવિક સુખો પ્રાપ્ત કરે છે. આ પ્રકારે ચારગતિ, સિદ્ધ તથા છ જવનિકાયના જીવો અલગ-અલગ છે. કેટલાક જીવ કર્મબંધ કરે છે. કોઈ તેનાથી મુક્ત થાય છે. કોઈ કલેશ પામે છે. પણ અનાસક્ત રહેનારી કેટલીક વ્યક્તિ દુઃખોનો અંત કરે છે. આર્તધ્યાનથી પીડિત ચિત્તવાળા જીવ દુઃખ પ્રાપ્ત કરે છે. વૈરાગ્યને પ્રાપ્ત કરનારા જીવ કર્મ દલનો નાશ કરે છે. રાગ સહિત કરવામાં આવેલા કર્મોનો વિપાક પાપપૂર્ણ હોય છે. ધર્માચરણ દ્વારા સંપૂર્ણ કર્મોથી રહિત થતાં જ જીવ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે ધર્માચરણના બે પ્રકાર છે– (૧) આગાર ધર્મ (ર)અણગારધર્મ. અણગાર ધર્મમાં માનવ સંપૂર્ણ રૂપે, સર્વાત્મભાવથી સાવધકર્મોનો પરિત્યાગ કરી, મુંડિત થઈ મુનિ અવસ્થામાં પ્રવ્રજિત થાય છે. સંપૂર્ણ પણે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ તથા રાત્રિભોજનથી વિરત થાય છે. આ અણગારનો સામાયિક સંયમ ધર્મ છે. આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત થઈ આગમ પ્રમાણની પ્રમુખતાથી પ્રવૃત્તિ કરનારા સાધુ-સાધ્વી આરાધક થાય છે. આગાર ધમેના ૧૨ પ્રકારે છે- ૫ અણુવ્રત ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત. પાંચ અણુવ્રત:- સ્થૂલ પ્રાણાતિપાતનો ત્યાગ, સ્થૂલ મૃષાવાદનો ત્યાગ, સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ, સ્વદાર સંતોષ અને ઇચ્છા પરિમાણ. ત્રણ ગુણવ્રત – દિશાઓમાં જવાની મર્યાદા, ઉપભોગ પરિભોગનું પરિમાણ તથા અનર્થદંડ વિરમણ. ચાર શિક્ષાવ્રત સામાયિક, દેશાવગાસિક(દૈનિક પ્રવૃત્તિઓમાં નિવૃત્તિભાવની વૃદ્ધિનો અભ્યાસ), પૌષધ, અતિથિ સંવિભાગ. અંતિમ સમયે સંલેખના આમરણ અનશન કરી આરાધના પૂર્વક દેહ ત્યાગ કરવો, શ્રાવક જીવનની સાધનાનું પર્યવસાન છે. આ આગાર સામાયિક ધર્મ છે. આ ધર્મના અનુસરણમાં પ્રયત્નશીલ આગમ આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરનારા શ્રાવક-શ્રાવિકા આજ્ઞાના આરાધક થાય છે. આ પ્રમાણે સિદ્ધાંતોનું કથન, આચારધર્મ, ચારગતિ બંધ, અઢાર પાપનો ત્યાગ, શ્રાવકવ્રત, સાધુવ્રત તથા મુક્તિગમન સુધીનું પૂર્ણ અને વિસ્તૃત વિશ્લેષણ યુક્ત ભગવાનનું પ્રવચન સદાય મનનીય છે. ૨૨. પરિષદ વિસર્જન – વિશાળ માનવ પરિષદે શ્રમણ ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળી. તેમાંથી કેટલાક હળુકર્મી જીવોએ દીક્ષા અંગીકાર કરી તો કેટલાકે શ્રાવકના બાર વ્રતો સ્વીકાર્યા. શેષ પરિષદમાંથી કેટલાકે ભગવાનને વંદન–નમસ્કાર કર્યા અને કહ્યું કે– “આપ દ્વારા સારી રીતે કહેવાયેલું, સુભાષિત, સુવિનીત, સુભાવિત, નિગ્રંથ પ્રવચન શ્રેષ્ઠ છે. આપે ધર્મની વ્યાખ્યા કરતાં જે વિશ્લેષણ કરી સમજાવ્યું, વિરતિ અથવા નિવૃત્તિનું નિરૂપણ કર્યું, પાપકર્મ ન કરવાનું વિવેચન કર્યું; આ પ્રમાણે ઉપદેશ બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ આપી ન શકે.” આ પ્રમાણે કહી ક્રમશઃ પરિષદનું વિસર્જન થયું. ત્યાર પછી કુણિક રાજા આસનથી ઉઠયા, ત્રણ વખત આવર્તનપૂર્વક, વંદન–નમસ્કાર કરી ઉપરોક્ત શ્રદ્ધા-કીર્તનના ભાવ વ્યક્ત કરી રાજધાની તરફ વળ્યા. રાણીઓ પણ ઉઠી, વંદના કરી, ગુણગ્રામ કરી રાજભવનો તરફ પાછી વળી. દ્વિતીય પ્રકરણ - ઉપપાત (૧) ગૌતમ સ્વામી - પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય હતા. સાત ફૂટની તેમની અવગાહના-ઊંચાઈ હતી. સમચરિંસ સંઠાણ, વજઋષભનારાચ સંઘયણ યુક્ત તેમનું શ્રેષ્ઠ શરીર હતું. તેઓ અનુપમ શ્રેષ્ઠ શક્તિ સંપન્ન હતા. તેઓ ગૌરવર્ણવાળા અને વિપુલ તપ કરનારા હતા. તેઓ સાધનામાં સશક્ત, વિશાળ ગુણોના ધારક, કઠોરતમ બ્રહ્મચર્યવ્રતની વિશુદ્ધ પાલના કરનારા હતા; શરીર મમત્વના ત્યાગી હતા; તેજોલેશ્યા આદિ વિવિધ લબ્ધિઓના ધારક હતા. તેઓ અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની શ્રમણ શિરોમણી હતા. તેઓ બાર અંગના ધારક, ચૌદ પૂર્વધારી, અદ્વિતીય મતિશ્રુતજ્ઞાની હતા. તે શ્રમણ ગૌતમ ભગવાન મહાવીર સ્વામીના દષ્ટિ ક્ષેત્રમાં વિશિષ્ટ ધ્યાનમુદ્રાના આસને બેસી ધ્યાન ધરતા. તેમનું તે ધ્ય અને પ્રેક્ષા ધ્યાન રૂપ હતું. તે ધ્યાનના માધ્યમથી તેમને જિજ્ઞાસા ઉત્પન્ન થતી અને અવિલંબ ભગવાન પાસે જતા, વિનયપૂર્વક સમાધાન પ્રાપ્ત કરી લેતા. તે સમાધાનના કેટલાક ઉદાહરણો આ પ્રમાણે છે| (૨) પાપકર્મનો બંધ :- અસંયત, અવિરત, પાપકર્મોનો ત્યાગ ન કરનારો, વિવિધ પાપક્રિયા કરનારો, ઇન્દ્રિયોને કાબૂમાં ન રાખનારો, એકાંત પાપી, અજ્ઞાની, ભાવ નિદ્રામાં સુષુપ્ત જીવ પ્રાયઃ પાપકર્મનું જ ઉપાર્જન કરે છે. તે મોહવર્ધક પાપ કર્મનું જ ઉપાર્જન કરે છે, મોહકર્મનું વેદન કરતો હોવા છતાં ફરી ફરી મોહનીયકર્મનો બંધ કરે છે. (અંતતોગત્વા) દસમા ગુણસ્થાનકે ગયા પછી જ મોહનીયકર્મનો બંધ અટકે છે. ત્યાર પછી માત્ર વેદનીય કર્મનો જ બંધ થાય છે. (૩) અસંયતની ગતિ :- અસંયત જીવ જે ત્રસપ્રાણીની ઘાતમાં અનુરક્ત રહે છે તે મૃત્યુ પામી નરકમાં જાય છે. જે ત્રસપ્રાણીની ઘાતમાં લીન નથી રહેતા, તેમાંથી કોઈ દેવ પણ બની શકે છે, તો કોઈ અન્યગતિઓમાં પણ જાય છે. દેવગતિમાં કોણ કોણ, કેવા અજ્ઞાની(અસંવૃત) જીવ જાય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે(૪) અકામ કષ્ટ સહનથી ગતિ :- જે અજ્ઞાની જીવ કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રેરણા વિના અશુભ કર્મના ઉદયથી અને પરિસ્થિતિવશ ભૂખ, તરસ, સહન કરે છે, બ્રહ્મચર્ય પાળે છે, સ્નાન નથી કરતા, ઠંડી-ગરમી સહન કરે છે, ડાંસ મચ્છરના ડંખ તથા મેલ-પરસેવાના પરીષહને સહન કરે છે, તે અલ્પ સમય યા અધિક સમય સુધી આ પ્રકારના દુઃખો ભોગવી વ્યંતર જાતિના ભૂત, પિશાચ, યક્ષ, રાક્ષસ આદિ દેવ બને છે. ત્યાં ૧૦,000 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તેમનું દેવ બનવું આરાધક ભાવે નહિ પરંતુ સંસાર ભ્રમણની કોટીનું હોય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ jain 103 કથાસાર (૫) દારૂણ દુ:ખથી ગતિઃ- જે કોઈ પ્રકારના અપરાધમાં આવવાથી રાજ્ય પુરુષો દ્વારા વિભિન્ન યાતનાઓ ભોગવી મૃત્યુ પામે છે, વિરોધીઓ દ્વારા રીબાવીને મારી નાંખવામાં આવે છે, કોઈ-કોઈ જાતે જ દુઃખથી ગભરાઈ આત્મહત્યા કરે છે, જેથી અચાનક ઘટનાગ્રસ્ત થઈ મૃત્યુ પામે છે, વેદનીય કર્મની તીવ્રતાનાં કારણે મોહનીય કર્મ મંદ થઈ જાય છે. અંતિમ સમયે રૌદ્રધ્યાન તથા સંકિલષ્ટ પરિણામોમાં મૃત્યુ ન પામે તો, એટલે કે સામાન્ય આર્તધ્યાનમાં મૃત્યુ પામે તો વ્યંતર દેવમાં ઉત્પન્ન થાય છે. ત્યાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧૨,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તેનો આ દેવભવ પણ ભવભ્રમણ રૂપ જ હોય છે. ? સ્વભાવથી ભદ્ર, ઉપશાંત અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા છે, નમ્ર, સરલ. વિનીત સ્વભાવવાળા છે; માતાપિતાની સેવા કરે છે, તેમની આજ્ઞાનો અનાદર કરતા નથી, અલ્પ ઇચ્છાવાળા, અલ્પ પરિગ્રહી, અલ્પારંભી, અલ્પ પાપની પ્રવૃત્તિ કરનારા, જીવન નિર્વાહ અલ્પ આરંભથી કરનારા, વ્રત નિયમ ધર્માચરણ ન કરનારા પણ મૃત્યુ પામી વ્યંતર જાતિના દેવ બની ઉત્કૃષ્ટ ૧૪,000 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. (૭) અકામ કષ્ટ સહનથી સ્ત્રીઓની ગતિ – જે સ્ત્રીઓ પતિથી ત્યજાયેલી હોય, બાળ વિધવા હોય, જે રાજ અંતઃપુરમાં રહેતી હોય, જેનો પતિ પરદેશ હોય, બીજો પતિ ન કરી શકતી હોય; પરિસ્થિતિ વશ ખાવું, પીવું, પહેરવું આદિ સુખ ભોગ ન કરી શકતી હોય; સંયોગ ન મળવાથી શૃંગાર, સ્નાન, ધૂપ, માળા આદિનો ઉપયોગ ન કરતી હોય; મેલ, પરસેવા, ડાંસ મચ્છરના ડંખને સહેતી હોય; ભૂખ, તરસ, ઠંડી ગરમીને સહન કરતી હોય; અલ્પ આરંભ, પરિગ્રહથી જીવન નિર્વાહ કરતી હોય, અલ્પ ઇચ્છાવાળી હોય; આ પ્રમાણે અકામ (અનિચ્છાએ) બ્રહ્મચર્યનું પાલન કરનારી હોય તે મૃત્યુ પામી વ્યંતર દેવમાં ઉત્કૃષ્ટ ૬૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. આ દેવભવ ધર્મ આરાધનાનો ન થતાં સંસાર ભ્રમણનું જ કારણ બને છે. (૮) ખાદ્ય દ્રવ્યોના ત્યાગી આદિ બાળજીવોની ગતિ :- એક દિવસના ભોજનમાં પાણીથી અધિક એક દ્રવ્ય લેવાવાળા, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને અગિયાર દ્રવ્ય લેનારા, ગોસેવાના વિશેષ વ્રત અને પ્રદર્શન કરનારા, ગૂ અતિથિ સેવા, દાનાદિથી યુક્ત, ગૃહસ્થ ધર્મને જ શ્રેષ્ઠ માનનારા અને તેનું અનુસરણ કરનારા, ધર્મકથા સાંભળવાવાળા, ભક્તિમાર્ગી, અનાત્મવાદી, ક્રિયાવિરોધી, વૃદ્ધ, તાપસ, શ્રાવક, ધર્મશાસ્ત્રના શ્રોતા, બ્રાહ્મણાદિ, નવ વિગય તથા મધમાંસના ત્યાગી, માત્ર સરસવના તેલનું વિગય વાપરનારા, તેવા મનુષ્ય અલ્પ ઇચ્છા, અલ્પ પરિગ્રહ, અલ્પ પાપ પ્રવૃત્તિઓથી જીવન ચલાવનારા ત્યાંથી મૃત્યુ પામી વ્યંતર દેવનું ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦ વર્ષનું આયુષ્ય પામે છે. બાળ ભાવ અને અજ્ઞાન દશાના કારણે ધર્મના આરાધક નથી હોતા તેથી તેમની આ દેવ અવસ્થા ભવ ભ્રમણની અવસ્થા છે. | (૯) વાનપ્રસ્થ સાધકોની ગતિ - ગંગાનદીના કિનારે વાનપ્રસ્થ તાપસ રહે છે. તેનામાં કોઈ અગ્નિહોત્રી હોય છે, કોઈ વસ્ત્રધારી તો કોઈ પૃથ્વી શયનવાળા હોય છે. તેમાં કોઈ શ્રાદ્ધ કરનારા, પાત્ર ધારણ કરનારા, કંઠી ધારણ કરનારા, ફળાહારી, પાણીમાં એક વખત કે વારંવાર ડૂબકી લગાડી સ્નાન કરનારા, પાણીમાં ડૂખ્યા રહી સ્નાન કરનારા, માટીનો લેપ લગાડી સ્નાન કરનારા, ગંગાના દક્ષિણ તટપર રહેનારા, ઉત્તર તટપર રહેનારા, શંખ વગાડી ભિક્ષા લેનારા, ગંગા તટ ઉપર ઉભા રહી અવાજ કરી ભિક્ષા લેનારા, દંડને ઊંચો રાખી ચાલનારા, દિશા પ્રોક્ષી– દિશાઓમાં પાણી છાંટી ફળ-ફૂલ એકઠા કરનારા અને પ્રાપ્ત આહારમાંથી દાન કરી ખાનારા, ગુફાવાસી, જલ–તટવાસી, પાણીમાં નિવાસ કરનારા, વૃક્ષ નીચે રહેનારા, કેવળ જળાહારી, કેવળ વાયુ ભક્ષી, શેવાળ, મૂળ, કંદ, ત્વચા, પત્ર, પુષ્પ, ફળ, બીજનો આહાર કરનારા, નીચે પડેલા મૂળ, કંદાદિ મળે તો જ એનો આહાર કરનારા, પંચાગ્નિ તાપથી શરીરને આતાપના દેવાવાળા. આવા સાધક વિવિધ પ્રકારના નિયમ યુક્ત વાનપ્રસ્થ પર્યાયનું પાલન કરવાવાળા ઉત્કૃષ્ટ જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમનું ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. તેઓ પણ બાલ ભાવ અને અજ્ઞાન દશામાં હોવાના કારણે અર્થાત્ શુદ્ધ નિર્વદ્ય ધર્મને ન સમજવાથી, ધર્મના આરાધક ન હોવાથી તેમનો દેવભવ પણ મોક્ષ હેતુક થતો નથી, સંસાર બ્રમણ રૂપ જ હોય છે. (૧૦) કાંદર્ષિક શ્રમણોની ગતિ: જે શ્રમણ પ્રવ્રજિત થઈને વિવિધ હાંસી મજાકમાં ઉટપટાંગ આલાપ–સંલાપમાં, ભાંડ જેવી ચેષ્ટા કરનારા, અન્યને હસાવનારા, ગાન યુક્ત ક્રિીડામાં અને નૃત્યવૃત્તિમાં વિશેષ અભિરૂચિ રાખી પ્રવૃત્ત થાય છે અને તેમાં જ આનંદ માનતા રહે છે. આ પ્રકારે મોહરૂપ અને મોહવર્ધન દશામાં રહેતા થકા આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી તે વિરાધક થાય છે. પ્રથમ સૌધર્મ દેવલોકમાં કાંદપિંક હાસ્યપ્રિય અને નોકર દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ મેળવે છે. (૧૧) પરિવ્રાજકોની ગતિ :- પરિવ્રાજકોના અનેક પ્રકાર હોય છે. (૧) પચ્ચીસ તત્વોને માનનારા અને અનાત્મત્વાદી, અનીશ્વરવાદી, સાંખ્ય મતાવલંબી(પાંચ મહા ભૂત, અગિયાર ઇન્દ્રિય, પાંચ તન્માત્રાઓ, પુરુષ, પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર આ પચીસ તત્ત્વ માનનારા) (૨) હઠ યોગ અનુષ્ઠાતા યોગી (૩) મહર્ષિ કપિલના મતાવલંબી (૪) ભૃગુઋષિની પરંપરાના અનુયાયી “ભાર્ગવ' (૫) ગુફા, પર્વત, આશ્રમ, દેવસ્થાનમાં રહેનારા, માત્ર ભિક્ષા હેતુએ વસ્તીમાં જનારા હંસ પરિવ્રાજક' (૬) નદીના તટે અથવા નદીના સંગમ સ્થાને રહેતા “પરમહંસ', મૃત્યુ સમયે વસ્ત્ર, ઘાસ આદિનો પણ ત્યાગ કરી દેનારા (૭) ગામમાં એક રાત અને શહેરમાં પાંચ રાત રહી પ્રાપ્ત ભોગોનો સ્વીકાર કરનારા બહૂદક' (૮) ગૃહસ્થા– વસ્થામાં રહેતા થકા ક્રોધ, લોભ, મોહ અને અહંકારનો ત્યાગ કરનારા કુટીવ્રતી યા કુટીચરી (૯) નારાયણમાં ભક્તિશીલ પરિવ્રાજક – “કૃષ્ણ પરિવ્રાજક' તથા આઠ બ્રાહ્મણ પરિવ્રાજક અને આઠ ક્ષત્રિય પરિવ્રાજક છે. આઠ બ્રાહ્મણ પરિવ્રાજક- કર્ણ, કરકંડ, અંબડ, પારાશર, કૃષ્ણ, દ્વિપાયન, દેવગુપ્ત, નારદ, આઠ ક્ષત્રિય પરિવ્રાજક- શીલધી, શશિધર, નગ્ન, ભગ્નક, વિદેહ, રાજરાજ, રાજરામ, બલ. - આ પરિવ્રાજક ચાર વેદ, ઇતિહાસ, નિઘંટુ, છ અંગોમાં નિષ્ણાત, વ્યાકરણ, જ્યોતિષ આદિ બ્રાહ્મણ યોગ્ય શાસ્ત્રો, ગ્રંથોમાં સુપરિપક્વ જ્ઞાન યુક્ત હોય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 104 આ પરિવ્રાજક દાનધર્મની અને સ્વચ્છતામૂલક ધર્મની પ્રરૂપણા વિશ્લેષણ કરી યુક્તિપૂર્વક સમજાવે છે. તેઓ એવું કથન કરે છે કે દરેક વસ્તુને માટી અને પાણીથી શુદ્ધ કરી પવિત્ર બનાવાય છે. સ્નાનાદિથી દેહને પવિત્ર બનાવી આપણે આપણા મતાનુસાર સ્વર્ગગામી થઈશું. (૧૨) પરિવ્રાજકોની આચાર પ્રણાલી :– (૧) વાવડી, તળાવ, નદી આદિમાં પ્રવેશ ન કરવો, માર્ગમાં વચ્ચે આવી જાય તો છૂટ (૨) વાહનોનો પ્રયોગ ન કરવો. (૩) હાથી, ઘોડા, ગધેડા, આદિની સવારીનો પણ ત્યાગ, પરવશતા તથા બલજબરી નો આગાર. (૪) બધા પ્રકારના ખેલ, નૃત્ય, કુતૂહલ, મનોરંજન, વીણા, વાજિંત્ર અને દર્શનીય સ્થળો કે પદાર્થોને જોવા સાંભળવા કલ્પતા નથી. (૫) લીલી વનસ્પતિનો સ્પર્શ કરવો, તોડવી, કચડવી, પાંદડા, શાખા આદિને ઊંચા– નીચા કરવા, વાળવા અકલ્પનીય છે. (૬) બધા જ પ્રકારની વિકથાઓ, હાનિપ્રદ વિકથા કરવી કલ્પતી નથી. (૭) તુંબડા, લાકડા તથા માટી આ ત્રણ સિવાયના અન્ય પ્રકારના પાત્ર કે પાત્રબંધન રાખવા કલ્પતા નથી. (૮) વીંટીથી લઈ ચૂડામણી પર્યંત કોઈ પણ પ્રકારના આભૂષણ પહેરવાનો નિષેધ. (૯) ભગવા રંગના વસ્ત્ર સિવાય કોઈપણ રંગના વસ્ત્ર કલ્પતા નથી. (૧૦) કનેર(કરેણ)ના ફૂલની માળા સિવાય બીજી કોઈપણ માળા ન વાપરવી. (૧૧) ગંગાની માટી સિવાય કોઈપણ જાતના ચંદન કે કેસરનો લેપ કરવો કલ્પતો નથી. (૧૨) પરિવ્રાજકોને પીવા માટે એક શેર પાણી અને હાથ, પગ, પાત્રાદિ ધોવા ચાર શેર(કિલો) પાણી ગ્રહણ કરવું કલ્પે છે. તે પણ સ્વચ્છ, નિર્મળ, વહેતું તથા ગાળેલું પાણી લેવું કલ્પે છે. તે જળ પણ કોઈ ગૃહસ્થ આપે તો જ લે, જાતે લઈ શકતા નથી. આ પ્રકારના આચારનું પાલન કરતા થકા તે ઉત્કૃષ્ટ પાંચમાં દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની દસ સાગરોપમની સ્થિતિ હોય છે. શુદ્ધ, નિષ્પાપ ધર્મથી અનભિજ્ઞ, અજ્ઞાત હોવાથી તેઓ ધર્મના આરાધક થતા નથી. (૧૩) અંબડ પરિવ્રાજકના શિષ્ય :- બ્રાહ્મણ પરિવ્રાજકોમાં અંબડનું કથન છે. તે અંબડની કથા આ પ્રમાણે છે– અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્ય હતા. એકદા વિચરણ કરતા થકા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો સમાગમ થયો. નિગ્રંથ પ્રવચનનું શ્રવણ કરી બાર વ્રત ધારણ કરવાની રુચિ જાગી. ભગવાને તેમને શ્રાવકના બાર વ્રત ધરાવ્યા. આથી અંબડ પરિવ્રાજક નિગ્રંથ પ્રવચનનો સ્વીકાર કરી શ્રાવકધર્મનું પાલન કરતા થકા પરિવ્રાજક પર્યાયમાં વિચરણ કરવા લાગ્યા. છતાં શ્રાવક વ્રતની આરાધનામાં કોઈ રુકાવટ ન આવી. કયારેક અંબડ પરિવ્રાજક એકલા પણ વિચરતા હતા. એક વખત અંબડના ૭૦૦ શિષ્યોએ કંપિલપુરથી પુરિમતાલ નગર તરફ પ્રસ્થાન કર્યુ. ત્યારે સાથે લીધેલું પાણી વચ્ચે જ પૂરું થઈ ગયું. જેઠ મહિનાની સખત ગરમી હતી. બધા તૃષાથી સંતપ્ત હતા. શોધ કરવા છતાં સંયોગવશાત્ પાણી દેનારા કોઈ ન મળ્યા. બધાનો અફર નિર્ણય હતો કે આપકાળમાં પણ અદત્ત ગ્રહણ ન કરવું. તેઓ ગંગા નદીની નજીક પહોંચી ગયા. ગરમીના કારણે મનુષ્યનું આવાગમન બંધ હતું. અંતે બધાએ ગંગાની રેતીમાં પાદપોપગમન સંથારો લેવાનો નિર્ણય કર્યો. તેમણે પોતાના ભંડોપકરણ- વસ્ત્રપાત્રાદિ ૧૪ ઉપકરણોનો ત્યાગ કર્યો. તેઓએ રેતીમાં જ પથંકાસને બેસી બંને હાથ જોડી સિદ્ધ ભગવાનને નમોત્થના પાઠથી વંદના કરી. ત્યાર પછી બીજી વખત નમોત્થણના પાઠથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કર્યા. ત્યાર પછી પોતાના ધર્મગુરુ ધર્માચાર્ય અંબડ સંન્યાસીને ભાવપૂર્વક વંદન કર્યા. ત્યાર પછી મોટેથી બોલ્યા કે– અમે પ્રથમ અંબડ પરિવ્રાજકની સમીપે જીવનભર સ્થૂલ હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહનો ત્યાગ કર્યો હતો અને સંપૂર્ણ મૈથુનનો ત્યાગ કર્યો હતો. હવે અમે શ્રમણ ભગવાન મહાવીર સમીપે(પરોક્ષ સાક્ષીએ) સંપૂર્ણ હિંસા, જૂઠ, ચોરી આદિ અઢાર પાપનો યાવજ્જીવન ત્યાગ કરીએ છીએ, ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીએ છીએ, અતિપ્રિય આ શરીરનો પણ ત્યાગ કરીએ છીએ. આ પ્રકારે વિસ્તૃત વિધિપૂર્વક સંલેખનાના પાઠથી પાદપોપગમન સંથારો ધારણ કરી સમય વ્યતીત કરવા લાગ્યા. યથા સમયે આયુષ્ય પૂર્ણ કરી તે ૭૦૦ શિષ્યો પાંચમા દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિમાં ઉત્પન્ન થયા. તે અંબડના શિષ્યો ધર્મના આરાધક થયા. કારણકે પરિવ્રાજક પર્યાયમાં રહેતા થકા નિષ્પાપ, નિરવધ ધર્મને સમજ્યા હતા અને યથાશક્તિ પાલન પણ કર્યું હતું. (૧૪) અંબડ પરિવ્રાજક :– અંબડ સંન્યાસી પરિવ્રાજકપણામાં એકલા જ વિચરણ કરતા હતા. સાથે શ્રાવકના બાર વ્રતનું પણ પાલન કરતા હતા. છટ્ટ છઠ્ઠનું નિરંતર તપ કરવાથી અને આતાપના લેવાથી તેમને અવધિજ્ઞાન અને વૈક્રિયલબ્ધિ ઉત્પન્ન થયા હતા. પોતાના બળ અને શક્તિથી લોકોને આશ્ચર્ય પમાડવા એક સાથે સો ઘરે જતા. ગોચરી લેતા(ભોજન લેતા) અને રહેતા. આ વાતની ચર્ચા ગામમાં થઈ રહી હતી. ભિક્ષાર્થે પધારતા ગૌતમ સ્વામી એ પણ આ વાત સાંભળી હતી. અંબડ સંન્યાસી નિગ્રંથ પ્રવચનમાં અતૂટ શ્રદ્ધા રાખતા થકા શ્રાવક પર્યાયનું પાલન કરતા અને સંપૂર્ણ બ્રહ્મચર્ય પણ પાળતા. સાથે સાથે પરિવ્રાજક પર્યાયનું પણ પાલન કરતા હતા. વિશેષતા એ છે કે તેઓ આધાકર્મી, ઉદ્દેશિક, મિશ્ર, ક્રીત, પૂતિકર્મ, અધ્યવપૂર્વક, ઉધાર, અનિસૃષ્ટ, અભિહડ, સ્થાપિત, રચિત દોષોથી યુક્ત આહાર ગ્રહણ નહોતા કરતા. કંતાર ભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાન ભક્ત, બાદલિક ભક્ત, પાહુણક ભક્ત, આદિ દોષવાળા આહાર પાણી ગ્રહણ નહોતા કરતા. કંદમૂળ, પત્ર, પુષ્પ, ફળ, બીજ પણ ગ્રહણ નહોતા કરતા. તેમણે ચાર પ્રકારના અનર્થ દંડનો યાવજ્જીવન ત્યાગ કર્યો હતો. તેઓ પીવા માટે તેમજ હાથ-પગ પાત્ર ઘોવા માટે બે શેર પાણી ગ્રહણ કરતા હતા તથા સ્નાન માટે ચાર શેરથી અધિક પાણી નહોતા લેતા. પાણી ગ્રહણમાં પણ સંપૂર્ણ નિયમોનું પાલન કરતા હતા. અંબડ સંન્યાસી અરિહંત અને અરિહંતના શ્રમણો સિવાય કોઈને સવિધિ વંદન નહોતા કરતા. આ પ્રમાણે અંબડ પરિવ્રાજક પોતાના પૂર્વવેશ અને ચર્યાની સાથે શ્રાવકવ્રતની આરાધના કરી અંતિમ સમયે એક માસનો સંથારો કરી આયુષ્ય પૂર્ણ કરી આરાધક બની પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં દસ સાગરોપમનું આયુષ્ય મેળવ્યું. દેવભવ પૂર્ણ થતાં અંબડનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં જન્મ લેશે. દઢપ્રતિજ્ઞ નામ રાખવામાં આવશે, ૭૨ કળામાં પારંગત થશે, યૌવનવય પ્રાપ્ત થતા માતા–પિતા તેને ભોગનું આમંત્રણ આપશે છતાં તેનો અસ્વીકાર કરશે. તેઓ અનેક વર્ષનું શુદ્ધ Page #106 -------------------------------------------------------------------------- ________________ jain 105 કથાસાર શ્રામણ્ય પાળી કેવળજ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ કરશે, અનેક વર્ષ સુધી કેવળ પર્યાયનું પાલન કરી કર્મક્ષય કરી સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. મુક્ત થવા માટે સાધુએ નિમ્ન કઠોરતમ નિયમોનું પાલન કરવું પડે છે. યથા– (૧) નગ્ન ભાવ-શરીર સંસ્કારનો ત્યાગ. (૨) મુંડભાવ-ગૃહાદિ પરિગ્રહ તથા મમત્વનો ત્યાગ. (૩) સ્નાન ન કરવું. (૪) દાતણ આદિ ન કરવું. (૫) કેશલુંચન કરવું. (૬) અખંડ બ્રહ્મચર્યનું પાલન. (૭) છત્ર ત્યાગ. (૮) પાદરક્ષકનો ત્યાગ. (૯) ભૂમિ શયન કરવું. પાટ અથવા કાષ્ટના ટુકડા ઉપર સુવું. (૧૦) ઘર ઘરથી ભિક્ષા લેવી. (૧૧) લાભઅલાભમાં સંતુષ્ટ રહેવું (૧૨) બીજા દ્વારા થયેલ હીલના, નિંદા, ગહ, તાડન, તર્જન, પરાભવ(તિરસ્કાર), વ્યથા(પરિતાપ) આ બધી પરિસ્થિતિમાં સમભાવ કેળવવો. અન્ય કોઈ ઊંચા-નીચા રાગ-દ્વેષાત્મક સંકલ્પ-વિકલ્પ ન કરવા. તે સિવાય નાની મોટી ઇન્દ્રિય વિરોધી કષ્ટકારક પરિસ્થિતિ, ૨૨ પરીષહ, દેવ-મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ આદિનો સમભાવથી સ્વીકાર કરી શાંત, પ્રસન્ન રહેવું. ઇત્યાદિ મન અને તનની પ્રતિકૂળ સ્થિતિઓનો પ્રતિકાર ન કરતાં તે અવસ્થામાં જ્ઞાતા દષ્ટ બની સમભાવ રાખવો. આ બધા મન અને તનના કષ્ટ સાધ્ય નિયમોને સાધક સર્વથા કર્મમુક્ત થવા જ ધારણ કરે છે. (૧૫) ગુરુ પ્રત્યેનીક શ્રમણોની ગતિ:- જે શ્રમણ નિગ્રંથ પ્રવચનમાં પ્રવ્રજિત થયા બાદ કાલાંતરે અહંભાવમાં આવી આચાર્ય, ઉપાધ્યાય, કુલ, ગણ, ગુરુ આદિનો તિરસ્કાર, અપકીર્તિ કરે છે, નિગ્રંથ પ્રવચનથી વિપરીત પ્રરૂપણા કરે છે, જેથી પોતે ભ્રમણામાં પડે છે અને અન્યને ભ્રમમાં નાખે છે; આ પ્રકારે અભિનિવેશિક મિથ્યાત્વ યુક્ત શ્રમણ પર્યાયનું પાલન કરે છે; તેવા સાધક મૃત્યુ સમયે તે દોષોની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના જ આયુષ્યપૂર્ણ કરી ઉત્કૃષ્ટ છઠ્ઠા દેવલોકમાં કિલ્પિષક દેવોના રૂપમાં તેર સાગરની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. તે મિથ્યા મતિ હોવાથી બાલ ભાવના કારણે ધર્મના આરાધક થતા નથી. તેથી આ દેવભવ સંસાર બ્રમણનો જ સમજવો. (૧૬) આજીવિક ગોશાલક મતાવલંબીની ગતિ - આજીવિકા મતના શ્રમણ કોઈ બે ઘરના અંતરે તો કોઈ ત્રણ, ચાર, પાંચ, છ, સાત ઘરના અંતરે ભિક્ષા લે છે. કોઈ ફક્ત કમળના ડંઠણ (ડીંટીયા) લે છે. કોઈ પ્રત્યેક ઘરથી ભિક્ષા લેનારા, આકાશમાં વિજળી ચમકે ત્યારે ભિક્ષા ન લેનારા, માટીના મોટા વાસણમાં પ્રવિષ્ટ થઈ તપ કરનારા ઇત્યાદિ વિવિધ વિહાર ચર્યા અને તપ કરનારા ગોશાલક મતાવલંબી કાળ કરી ઉત્કૃષ્ટ ૧૨મા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિ હોય છે. તે પણ મિથ્યાત્વ અભિભૂત અજ્ઞાન દશામાં હોવાથી ધર્મના આરાધક થતા નથી. (૧૭) આત્મોત્કર્ષક કુશીલ શ્રમણોની ગતિઃ- જે શ્રમણ નિગ્રંથ પ્રવચનમાં પ્રવ્રજિત થઈ કાલાંતરે મહિમા, પૂજા, માન-પ્રતિષ્ઠાથી અભિભૂત થઈ સ્વયંના ગુણાનવાદ અને અન્યના અવગણ ગાય છે, દોરા-ધાગા, રક્ષા પોટલી, યંત્ર-મંત્ર-તંત્ર આદિ ચમત્કાર પૂર્ણ વૃત્તિઓથી લોકોને આકર્ષિત કરે છે; આ પ્રકારના કુશીલ આચરણથી યુક્ત થઈ શ્રમણ પર્યાયનું પાલન કરે છે એવા સાધક મૃત્યુ પર્યત આ દોષોનો પરિત્યાગ, આલોચના પ્રતિક્રમણ આદિ ન કરતાં આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં આભિયોગિક(નોકર) દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિ પામે છે. તે સાધકોની શુદ્ધ, નિરતિચાર સંયમની આરાધના ન હોવાથી તેને પણ વિરાધક કહ્યા છે. (૧૮) નિન્દવોની ઉત્પત્તિ :- જે શ્રમણ નિગ્રંથ ધર્મમાં પ્રવ્રજિત થયા બાદ અહંભાવમાં આવી તીર્થકરના સિદ્ધાંતોની ઉપેક્ષા કરી વિપરીત પ્રરૂપણા કરે છે; કુતર્ક અને બુદ્ધિ બળથી અભિનિવેષિક મિથ્યાત્વને પુષ્ટ કરે છે; સાથે બીજાને પણ અસત્ પ્રરૂપણાથી ભાવિત કરે છે; મિથ્યામતમાં જોડે છે. તેઓ બાહ્યાચારથી શ્રમણ પર્યાયમાં હોય છે, તેવા સાધક વિશુદ્ધ દ્રવ્ય શ્રમણાચારનું પાલન કરી (મિથ્યાત્વ ભાવો હોવા છતાં) ઉત્કૃષ્ટ નવરૈવેયકમાં ૩૧ સાગરોપમનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. વર્તમાનમાં ૨૪મા તીર્થંકરના શાસનમાં ૭ નિન્દવ થયા. (૧) જમાલી (૨) તિષ્યગુપ્તાચાર્ય (૩) અષાઢાચાર્યના શિષ્ય (૪) અશ્વમિત્ર (૫) ગંગાચાર્ય (૬) રોહગુપ્ત (૭) ગોષ્ઠામાહિલ – તેઓએ જિનોક્ત, આગમોક્ત સિદ્ધાંતોની વિપરીત પ્રરૂપણા કરી હતી. તે સાત નિહવોનું વિવરણ આ પ્રમાણે છે(૧) બહુરતવાદ:- ઘણા સમય પછી કાર્ય પૂર્ણ થાય છે. કરતાં ને કર્યું ન કહેવાય, આ વિચારધારા જમાલીની હતી. તેઓ ભગવાન મહાવીરના જમાઈ હતા, વૈરાગ્યભાવે દીક્ષિત થયા. તેઓએ એક વખત સ્વતંત્ર વિહરવાની ભગવાન પાસે આજ્ઞા માગી, ભગવાને મૌન રાખ્યું છતાં ૫૦૦ શ્રમણોને લઈ વિહાર કર્યો. તેમણે કઠોર આચાર અને તપશ્ચર્યા કરી. શ્રાવસ્તી નગરીમાં જમાલીને પિત્તજવરની પીડા થઈ, અસહ્ય વેદના થઈ, પથારી કરવા સાધુઓને નિર્દેશ કર્યો. તેમને એક એક પળ પણ ભારે થવા લાગી. સાધુઓને પૂછયું- પથારી તૈયાર છે? જવાબ મળ્યો- પથારી થઈ રહી છે, થઈ નથી. આ સાંભળી તેમણે વિચાર કર્યો કે એક સમયમાં કાર્ય નિષ્પન્ન થતું નથી. ભગવાને કહ્યું છે કે “કરતા તે કર્યું તેમ કહેવું, તે મોટી ભૂલ છે. વેદના શાંત થયા છતાં તે પોતાના વિચારને છોડી ન શકયા. જમાલી ભગવાન સમીપે ગયા. તેમણે ભગવાન મહાવીર તથા ગૌતમ સ્વામી સાથે વાર્તાલાપ કર્યો. જમાલી એ જીદ ન છોડી અને જુદા થઈ ગયા. કેટલાક શિષ્યો તેમની સાથે ગયા તો કેટલાક ભગવાનની પાસે જ રહ્યા. આ ઘટના ભગવાનના કેવળજ્ઞાન પ્રાપ્તિના ૧૪ વર્ષ પછી થઈ. (૨) જીવપ્રાદેશિકવાદ – એક પ્રદેશ પણ ઓછો હોય તો જીવ જીવત્વયુક્ત કહેવાતો નથી. અંતિમ પ્રદેશથી પૂર્ણ હોય ત્યારે જ જીવ, જીવ કહેવાય છે. તેથી તે એક પ્રદેશ જ જીવ છે આ સિદ્ધાન્તના પ્રવર્તક તિષ્યગુપ્તાચાર્ય હતા. તે ભગવાનના મોક્ષગમન પછી ૧૬ વર્ષે થયા. (૩) અવ્યક્તવાદ - સાધુ આદિના સંદર્ભમાં આખુંય જગત અવ્યક્ત છે. અમુક સાધુ છે કે દેવ, કંઈ કહી શકાતું નથી. તેના પ્રવર્તક આચાર્ય આષાઢના શિષ્યો મનાય છે. આચાર્ય આષાઢ શ્વેતાંબિકા નગરીમાં હતા. શિષ્યોને યોગ સાધના શીખવાડી રહ્યા હતા. અચાનક તેમનો દેહાંત થયો, દેવ બન્યા. શિષ્યોનો અભ્યાસ અટકે નહીં તેથી મૃત શરીરમાં તે દેવે પુનઃ પ્રવેશ કર્યો, અલ્પ સમયમાં જ તે ક્રિયા થઈ ગઈ. કોઈને આ ઘટનાનો ખ્યાલ ન રહ્યો. શિષ્યોને અભ્યાસ કરાવી દેવરૂપે દેહમાંથી નીકળ્યા. શ્રમણોને બધી પરિસ્થિતિ કહી ક્ષમાયાચના કરી કે દેવરૂપ અસંયત હોવા છતાં મેં સંયતાત્માઓને વંદન કરાવ્યા. તેમ કહી પોતાના સ્થાને ચાલ્યા Page #107 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 106 ગયા. શ્રમણોના ચિત્તમાં સદાય સંદેહ રહ્યો કે કોણ દેવ ને કોણ સાધુ ? તે અવ્યક્ત છે. તેથી તેઓ શ્રમણ વ્યવહાર છોડી દુરાગ્રહમાં ફસાયા. તેમ વીર નિર્વાણ પછી ૧૧૪ માં વર્ષે આ મત ચાલ્યો. (૪) સામુચ્છેદિક વાદ :– કૉંડિલ નામના આચાર્ય હતા. તેમના શિષ્ય અશ્વમિત્ર હતા. શિષ્યને પૂર્વનું જ્ઞાન શીખવાડી રહ્યા હતા. પર્યાય સ્વરૂપનું પ્રકરણ ચાલી રહ્યું હતું. પ્રથમ સમયના નારક સમુચ્છિન્ન થશે પછી બીજા સમયના નારક સમુચ્છિન્ન થશે. દ્રવ્યની અપેક્ષાએ તે જ નારક જીવ તે સમયની પર્યાયમાં રહેશે તેમણે તે સમય પર્યાયાત્મક દૃષ્ટિથી જ સમુચ્છિન્નતાનું કથન કર્યું હતું પણ અશ્વમિત્રે તે પકડી લીધું કે “નારક આદિ ભાવોનો એકાંતે પ્રતિક્ષણ સમુચ્છેદ, વિનાશ થતો રહે છે.” તેમણે આ પ્રરૂપણા વીર નિર્વાણ પછી ૨૨૦ વર્ષે ચાલુ કરી. (૫) વૈક્રિય વાદ :– શીતલતા અને ઉષ્ણતા આ બે ક્રિયાની અનુભૂતિ એક જ સમયે એક વ્યક્તિને થાય છે– આ ત્રૈક્રિયવાદ છે. ગંગાચાર્ય તેના પ્રવર્તક હતા. ગંગમુનિ ધનગુપ્તના શિષ્ય હતા. તે એક વખત પોતાના ગુરુની સેવામાં જઈ રહ્યા હતા, માર્ગમાં ઉલ્લુકા નદીના પાણીમાં ચાલીને નદી પાર કરી રહ્યા હતા. માથા ઉપર સૂર્યના તાપથી ઉષ્ણતા અને પગમાં પાણીની શીતળતાનો અનુભવ થઈ રહ્યો હતો. ગંગમુનિ વિચારવા લાગ્યા– આગમોમાં બતાવ્યું છે કે એક સાથે બે ક્રિયાની અનુભૂતિ થતી નથી પણ હું તો પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. ભગવાનના નિર્વાણ બાદ ૨૨૮ વર્ષ પછી આ નિન્હેવ થયા. આગમ તત્વ એ છે કે એક જીવને એક સાથે બે ક્રિયાનો અનુભવ થઈ શકે છે પરંતુ એક સૂક્ષ્મ સમયમાં જીવને એક જ ઉપયોગ હોય છે. (૬) ત્રેરાશિક વાદ :– જીવ, અજીવ, નોજીવ(જીવ પણ નહી અને અજીવ પણ નહીં) એવો ત્રેરાશિકવાદ આચાર્ય રોહગુપ્તે સ્વીકાર્યો હતો. તે અંતરંજિકા નામની નગરીમાં આચાર્ય શ્રીગુપ્તની સેવામાં જઈ રહ્યો હતો, રસ્તામાં પોઢશાલ પરિવ્રાજક પોતાની વિદ્યાઓનો ચમત્કાર બતાવી રહ્યો હતો. તે વાદ કરવા બધાને આમંત્રણ આપી રહ્યો હતો. રોહગુપ્તે આમંત્રણનો સ્વીકાર કર્યો. પોઢશાલ વૃશ્ચિકી, સર્પિણી, મૂષિકી, વિદ્યાઓનો સાધક હતો. તેમણે ચાલાકી કરી. અને રોહગુપ્તના સિદ્ધાંતોને જ માન્ય કરી બતાવ્યું કે રાશિ બે છે જીવ, અજીવ. રોહગુપ્ત ખંડન ન કરી શકે તે હેતુએ જ તેણે આમ કહ્યું હતું. રોહગુપ્ત પણ બે રાશિ જ માનતા હતા. પણ પોઢશાલની વાત માની લેવાથી પરાજિત થવું પડે તેથી વિરોધ કરતા સાથે કહ્યું– જગતમાં રાશિ ત્રણ છે– જીવ, અજીવ, નોજીવ અજીવ. આ પ્રરૂપણા તર્કની સાથે સિદ્ધ કરી વિજયી થયા. ગુરુદેવ શ્રીગુપ્તે આ તર્કને અમાન્ય કર્યો, તેમને પુનઃ રાજસભામાં જઈ પ્રતિવાદ કરવાનું કહ્યું. પણ હવે તો પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઉભો થયો. તેમણે ગુરુ આજ્ઞાનું પાલન ન કર્યું. ત્યારથી ત્રિરાશિકવાદ શરૂ કર્યો. વીર નિર્વાણના ૫૪૪ વર્ષ પછી આ નિહ્નવ થયા. (૭) અબદ્ધિકવાદ :— “કર્મ જીવની સાથે બંધાતા નથી પણ કંચુકની જેમ સ્પર્શમાત્ર કરી સાથે લાગ્યા રહે છે.” ગોષ્ઠામાહિલ આ મતના પ્રવર્તક હતા. દુર્બલિકા પુષ્યમિત્ર આર્યરક્ષિતના ઉત્તરાધિકારી હતા, વિન્ધ્ય નામના શિષ્યને કર્મપ્રવાદના બંધઅધિકારનો અભ્યાસ કરાવી રહ્યા હતા. તે સમજાવી રહ્યા હતા કે જેવી રીતે દિવાલ ઉપર ભીની માટીના ગોળાને ફેંકવાથી ચીટકી જાય છે તેવી જ રીતે કેટલાક કર્મ આત્માની સાથે ચીટકી જાય છે. સૂકી માટીના ગોળાને દિવાલ ઉપર ફેંકતા દિવાલનો સ્પર્શ કરી નીચે પડી જાય છે, તેવી રીતે કેટલાક કર્મ સ્પર્શ માત્ર જ કરે છે, ગાઢરૂપે બંધાતા નથી. ગોષ્ઠામાહિલે આ કથન સાંભળ્યું તો અપેક્ષાની ઉપેક્ષા કરી શંકિત થઈ ગયા કે જો આત્મા અને કર્મ એકાકાર થઈ જાય તો તે જુદા થઈ શકતા નથી. તેથી આ જ ન્યાય યુક્ત છે કે કર્મ આત્માની સાથે બંધાતા નથી, માત્ર સ્પર્શ કરે છે. પુષ્યમિત્રે તેમને બહુ સમજાવ્યા પણ પોતાની જિદ ઉપર તે અડગ રહ્યા. વીર નિર્વાણના ૬૦૯ વર્ષ બાદ ગોષ્ઠામાહિલે આ મત પ્રવર્તાવ્યો. (૧૯) સંન્નીતિર્યંચ પંચેન્દ્રિય શ્રાવકની ગતિ :– પાંચે ય જાતિના સંન્ની તિર્યંચ પંચેન્દ્રિયને યથાયોગ્ય ચિંતન મનન કરવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનાથી તેઓ શ્રાવકના વ્રત સ્વીકારી પોતાની યોગ્યતા અને ક્ષમતા અનુસાર પાલન કરે છે. સામાયિક, પૌષધઉપવાસ આદિ પણ અનુકૂળતા પ્રમાણે કરે છે. તેઓ શ્રમણોપાસક પર્યાયનું પાલન કરતાં કરતાં સમાધિપૂર્વક આયુષ્યપૂર્ણ કરી ઉત્કૃષ્ટ આઠમા દેવલોક સુધી જઈ શકે છે. તેઓ નિગ્રંથ પ્રવચન અને શ્રાવક ધર્મના આરાધક થાય છે. દેવલોકમાં તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૮ સાગરોપમનું હોય છે. તેઓ ૧૫ ભવથી વધારે સંસારમાં પરિભ્રમણ કરતા નથી. (૨૦) શ્રમણોપાસક મનુષ્યોની ગતિ :– કેટલાક મનુષ્યો ધર્મપ્રેમી, ધર્મશ્રદ્ધા– વાળા, ધર્માનુયાયી, ધાર્મિકવૃત્તિવાળા અને ધર્મ સંસ્કારોવાળા સદાચારી તથા સંતોષી હોય છે. અલ્પઆરંભ, અલ્પ પરિગ્રહથી જીવન ચલાવે છે. તેઓ હિંસા આદિ મિથ્યાત્વ સુધીના ૧૮ પાપ સ્થાનકોના આંશિક ત્યાગી હોય છે અર્થાત્ અમુક અંશે મર્યાદા કરી હોય છે. આ પ્રકારના આરંભ સમારંભ કરવા–કરાવવા, ભોજનઆદિ બનાવવું–બનાવડાવવું, પદાર્થોને ફૂટવા, પીસવા; કોઈને મારવું, પીટવું, તાડના તર્જના કરવી, વધ બંધન કરવા, કોઈને દુઃખ દેવું ઇત્યાદિ ક્રિયાના આંશિક ત્યાગી હોય છે. સ્નાન, અત્યંગન, વિલેપન, ઉબટન, શૃંગાર, અલંકાર, માળા તેમજ મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શના સુખોના દેશથી ત્યાગી અને મર્યાદિત આગારવાળા હોય છે. તે શ્રમણોપાસક પરપીડાકારી સાવધ યોગોના અંશતઃ ત્યાગી અને મર્યાદિત આગારવાળા હોય છે. આવા શ્રમણોપાસક જીવ, અજીવ તત્વના જ્ઞાતા; પુણ્યપાપને અનુભવ પૂર્વક સમજીને આશ્રવ, સંવર, નિર્જરા, મોક્ષના વિષયમાં કુશળ; દેવ, દાનવના ડગાવ્યા છતાં ડગે નહિ; નિગ્રંથ પ્રવચનમાં શંકા, કાંક્ષા આદિ દોષોથી રહિત; નિગ્રંથ પ્રવચનના(સિદ્ધાંતોના) અર્થ, પરમાર્થના જાણકાર હોય છે. તેમની હાડ– હાડની મિજ્જામાં ધર્મપ્રેમ વણાયેલો હોય છે. નિગ્રંથ પ્રવચનને જ જીવનમાં અર્થ–પરમાર્થરૂપે સમજે છે, શેષ અન્યકૃત્યોને આત્મા માટે નિષ્પ્રયોજન રૂપ સમજે છે. તેમને દાન દેવાની પૂર્ણ ભાવના હોય છે, તે કારણે તેમના ઘરના દરવાજા સદાય ખુલ્લા રહે છે. કોઈ પણ યાચક તેમના દરવાજેથી ખાલી હાથે પાછો જતો નથી. વિશેષ પ્રયોજન વિના કોઈના ઘરમાં કે અંતઃપુરમાં તેઓ પ્રવેશ ન કરે. તેઓ મહિનામાં છ પ્રતિપૂર્ણ પૌષધ કરે; શ્રમણ નિગ્રંથોને કલ્પનીય આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, રજોહરણ, ઔષધ, ભેષજ, મકાન, પાટ, ઘાસ આદિ પરમ ભક્તિ અને વિવેકપૂર્વક પ્રતિલાભતાં શ્રમણોપાસક પર્યાયમાં વિચરણ કરે છે. અંતિમ સમયે યથાઅવસરે તેઓ અનશનનો સ્વીકાર કરે છે. અંતે આલોચના, Page #108 -------------------------------------------------------------------------- ________________ jain 107 કથાસાર પ્રતિક્રમણ કરી, સમાધિ ભાવે પંડિત મરણને પ્રાપ્ત કરી, ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં વધુમાં વધુ ૨૨ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે શ્રમણોપાસક આરાધક થઈને ઉત્કૃષ્ટ પંદર ભવથી અધિક ભ્રમણ કરતા નથી. એટલેકે પંદર ભવમાં મોક્ષ ગામી બને છે. નિગ્રંથ સુશ્રમણોની ગતિ – શ્રમણ નિગ્રંથ શ્રેષ્ઠ ધર્મી, ધર્માનુરાગી, ધાર્મિક જીવન જીવવાવાળા હોય છે. ૧૮ પાપના સંપૂર્ણ ત્યાગી હોય છે. સાથે સાથે કરવું, કરાવવું, પકવવું, પકાવવું, આરંભ, સમારંભ, કૂટવું, પીસવું, તેમજ તેઓ પર– પરિતાપકારી કૃત્યોના ત્યાગી હોય છે. સ્નાન, શરીરસુશ્રુષા, માળા, અલંકાર આદિ પ્રવૃત્તિઓના પણ તેઓ ત્યાગી હોય છે. તેઓ ઇન્દ્રિયોના વિષયો શબ્દ, રૂપ આદિના પૂર્ણ ત્યાગી હોય છે. આવા અણગાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ યુક્ત હોય છે. તેઓ ઇન્દ્રિયોને વશમાં રાખનારા, વિષયોમાં અનાસક્ત, નિયમઉપનિયમયુક્ત, બ્રહ્મચર્યનું પાલન કરનારા, નિર્મમત્વી, અકિંચન, ભાવગ્રંથીઓથી રહિત અને આશ્રવ રહિત હોય છે. કર્મ બંધથી રહિત હોય છે. તેઓ સૂત્રોક્ત રર ઉપમાઓના ગુણોથી યુક્ત હોય છે. શાસ્ત્ર આજ્ઞા ને જ સર્વસ્વ સમજી જીવનની માનસિક, વાચિક તથા કાયિક દરેક પ્રવૃત્તિ કરનારા હોય છે. આ પ્રમાણે વિચરણ કરતા કેટલાક શ્રમણોને કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થાય છે. તેઓ અનેક વર્ષો સુધી કેવળી પણ વિચરી અંતે ભક્ત પ્રત્યાખ્યાન, સંલેખના કરી, સંપૂર્ણ કર્મનો ક્ષય કરી મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. કેટલાક શ્રમણ જીવન પર્યત છદ્મસ્થ અવસ્થામાં જ વિચરણ કરે છે અને અંતિમ ક્ષણે સંથારો કરી તે સ્થિતિમાં જ કેવળજ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. જયારે કેટલાક શ્રમણ સંયમનું આરાધન કરી ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે, ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. ત્યાંથી ચ્યવી તેઓ એક ભવ મનુષ્યનો કરી સિદ્ધ(મુક્ત) થાય છે. ધર્મના આરાધક શ્રમણ-શ્રમણોપાસક જઘન્ય પહેલા દેવલોકમાં બે પલ્યની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. ધર્મના વિરાધક અહીં વર્ણવેલા બધાજ જઘન્ય ભવન- પતિ તથા વ્યંતરમાં દસ હજાર વર્ષની સ્થિતિએ ઉત્પન્ન થાય છે, તેમજ અન્ય ત્રણ ગતિમાં પણ જાય છે. કેવલી સમુઘાત – બધાજ કેવળી ભગવાન કેવળી સમુદ્યાત કરતા નથી. જે કેવળીને છ મહિનાથી વધુ આયુષ્ય બાકી હોય ત્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન થયા હોય તેઓ કેવળી સમુદ્યાત કરતા નથી. છ મહિનાથી ઓછું આયુષ્ય હોય અથવા તો જીવનની અંતિમ ક્ષણોમાં કેવળજ્ઞાન થયું હોય તેમજ જે કેવળીને આયુષ્ય અને અન્ય કર્મની અત્યધિક અસમાનતા હોય તે કેવળી કર્મોને સમ અવસ્થામાં કરવા માટે કેવળી સમુઘાત કરે છે. જેને સ્વભાવિક કર્મોની અસમાનતા ન હોય તેમને કેવળી સમુઘાત કરવાની આવશ્યકતા રહેતી નથી. કેવળી સમુઘાતમાં આત્મપ્રદેશ બહાર નીકળીને ક્રમશઃ સંપૂર્ણ લોકમાં ફેલાઈ, ફરીને ક્રમશઃ શરીરસ્થ થઈ જાય છે. આ પ્રક્રિયામાં માત્ર આઠ સમય જ લાગે છે. આ કેવળી સમુદ્યાત યોગ નિરોધ અવસ્થાના અધિકતમ અંતર્મુહૂર્ત પહેલાં થઈ જાય છે. પછી કેવળી સંપૂર્ણ યોગનો નિરોધ કરી શરીરની ર/૩ અવગાહનામાં આત્મપ્રદેશોને અવસ્થિત કરી દે છે. તે અવસ્થિત અવસ્થામાં પાંચ લઘુ અક્ષર ઉચ્ચાર જેટલો સમય રહે છે. તેને ૧૪ મું ગુણસ્થાન કહેવામાં આવે છે. તે સમય પછી તે અયોગી કેવળી સંપૂર્ણ કર્મક્ષય કરી, ઔદારિક, તેજસ, કાર્મણ શરીરનો ત્યાગ કરી શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. સિદ્ધોનું સ્વરૂપ – જેવી રીતે અગ્નિથી બળેલા બીજ ફરીને અંકુરિત નથી થતા તેવી રીતે સંપૂર્ણ કર્મબીજ બળી જવાના કારણે સિદ્ધને પુનઃ સંસારમાં અવતરવું પડતું નથી. વજઋષભનારા સંઘયણવાળા અને બધાજ સંઠાણવાળા મનષ્ય સિદ્ધ થઈ શકે છે. જઘન્ય બે હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્ય સિદ્ધ થઈ શકે છે. જઘન્ય સાધિક આઠ વર્ષ(ગર્ભ સહિત નવ વર્ષ) ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વની સ્થિતિવાળા સિદ્ધ બની શકે છે. બધા દેવલોકથી ઉપર સિદ્ધ શિલા છે, જે પૃથ્વીકાયની છે, ૪૫ લાખ યોજનાના વિસ્તારવાળી ગોળાકાર છે, કિનારે માખીની પાંખ જેટલી પાતળી છે, અને વચ્ચે આઠ યોજન જાડી છે. તેનું ઉપરનું તળિયું સમતલ છે અને નીચેનું છત્રાકારે ગોળ છે. તે સિદ્ધશિલા સર્વાર્થસિદ્ધ મહાવિમાનથી ૧૨ યોજન ઉપર છે. તે સિદ્ધશિલાથી ઉપર ઉભેધાંગુલના એક યોજન સુધી લોક છે. ત્યાર પછી અલોક છે. લોકના અંતિમ કિનારેથી લોકની અંદર ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલ સુધીના ક્ષેત્રમાં અનંતાનંત સિદ્ધ ભગવંતો રહેલા છે. તે બધાયના આત્મા અવગાહનાના ઉપલા કિનારા અલોકથી સ્પર્શેલા છે. જે તે સિદ્ધ ભગવાન ત્યાં સાદિ અનંતકાળ સુધી અરૂપી શુદ્ધાત્મ સ્વભાવમાં સ્થિર રહે છે. સિદ્ધોના આત્મપ્રદેશોની અવગાહના જઘન્ય એક હાથ આઠ અંગુલ, ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ્ય ને ૩૨ અંગુલ તથા મધ્યમ બધી અવગાહનાઓ હોય છે. ૪૫ લાખ યોજન ક્ષેત્રમાં કોઈપણ સ્થાન સિદ્ધ પ્રદેશોથી ખાલી નથી પરંતુ પ્રત્યેક પ્રદેશ ઉપર અનંત સિદ્ધોના આત્મપ્રદેશો રહેલા છે. સાથે સેકડો દીપકોનો પ્રકાશ પણ તે જ દીપકના પ્રકાશમાં રહી શકે છે. જ્યારે આ રૂપી પદગલ પ્રકાશને રહેવામાં ક્યાંય મુશ્કેલી આવતી નથી તો અરૂપી આત્મપ્રદેશ અનંત સિદ્ધોના એકમાં અનેક વ્યાપ્ત થઈ જાય તેમાં સંદેહને સ્થાન રહેતું નથી. અર્થાત્ આવી રીતે અનંતાનંત સિદ્ધ ભગવાન એક સાથે રહે છે. બધા સિદ્ધોની અવગાહના એક સરખી હોતી નથી. અંતિમભવમાં મનુષ્ય દેહની જે અવગાહના અને સંઠાણ હોય છે તેના બે તૃતીયાંશ અંશ જેટલી પ્રત્યેક સિદ્ધની પોત પોતાની અલગ અલગ અવગાહના હોય છે. તે ત્યાં સ્થિર રહેતાં લોક, અલોકના બધા ભાવોને, દ્રવ્ય ગુણ પર્યાયોને કેવળજ્ઞાનથી જાણે છે અને કેવળ દર્શનથી જુએ છે. આ જ્ઞાન અને દર્શન બે આત્મગુણો જ સિદ્ધોમાં હોય છે. તેનો ઉપયોગ સાકારોપયોગ અને અનાકારોપયોગ કહેવાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 108 સિદ્ધોના સુખનું જ્ઞાન :– સિદ્ધોના સુખને આપણે પ્રત્યક્ષ જાણી શકતા નથી કેમકે તે અરૂપી હોવાથી પરોક્ષ હોય છે. તેથી તેમને ઉપમા દ્વારા જાણવા જોઈએ. સિદ્ધોને જે અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે તે મનુષ્ય કે દેવને પણ પ્રાપ્ત થતું નથી. કારણ મનુષ્ય અને દેવોના સુખ બાધાઓથી ભરપૂર તથા વિનાશી હોય છે. કલ્પના કરવામાં આવે કે દેવોના જીંદગીભરના બધા જ સુખોને એકઠા કરવામાં આવે અને તેને અનંતી વખત વર્ષાવર્ગિત ગુણવામાં આવે તો પણ તે મોક્ષ સુખની તોલે ન આવે. ન અન્ય કલ્પનાએ– એક સિદ્ધના સંપૂર્ણ સુખને અનંતવર્ગથી ભાગવામાં આવે અને જે સુખરાશિ ભાગફળના રૂપમાં આવે તે પણ એટલી અધિક હોય છે કે સંપૂર્ણ આકાશમાં સમાઈ શકતી નથી. જેમ નગરને જોઈ, તેના સુખનો અનુભવ કરી પાછો ફરેલો કોઈ અસભ્ય વનવાસી પુરુષ નગરના અનેક વિધ ગુણોના સુખને જાણતો–સમજતો હોવા છતાં પણ પોતાના સાથી અન્ય વનવાસીઓને તે સુખ સુવિધાને જંગલની કોઈ શ્રેષ્ઠ વસ્તુની ઉપમા આપીને પણ હકીકતે સમજાવી શકતો નથી કારણ કે જંગલમાં ઉપમા આપી શકે તેવી કોઈ વસ્તુ નથી, તેમ સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થંકર, કેવળજ્ઞાની ભગવંત પણ છદ્મસ્થોને સાંસારિક પદાર્થોની ઉપમાથી, સિદ્ધોના વાસ્તવિક સુખોને જાણતા હોવા છતાં સમજાવી શકતા નથી. માત્ર શ્રદ્ધા ઉત્પન્ન કરાવવા માટે અંશતઃ સમજાવી શકે છે. હકીકતમાં સિદ્ધોના સુખ અનુપમ છે. તેને ઉપમા આપવા માટે સંસારમાં કોઈ પદાર્થ નથી. અહીં પણ અપેક્ષાએ સૂક્ષ્માંશમાં ઉપમા દ્વારા શ્રદ્ધા ઉત્પન્ન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. જેવી રીતે કોઈ પુરુષ પોતાની ઇચ્છાનુસાર સર્વ ગુણો–વિશેષતાઓથી યુક્ત સ્વાદિષ્ટ ભોજન કરી, ભૂખ, તરસથી મુક્ત થઈ અપરિમિત તૃપ્તિ, ઇચ્છિત આનંદનો અનુભવ કરે છે; તે રીતે સદાય પરમ તૃપ્તિ યુક્ત, અનુપમ શાંતિયુક્ત સિદ્ધપ્રભુ વિઘ્ન રહિત, શાશ્વત, પરમસુખમાં નિમગ્ન રહે છે. તે સર્વ દુ:ખોથી પાર થઈ ચૂકયા છે અર્થાત્ તેઓએ સંપૂર્ણ દુ:ખના મૂળને નષ્ટ કરી નાખ્યું છે. જન્મ, જરા અને મૃત્યુના બંધનથી સર્વથા મુક્ત થયા છે. તેથી તે સિદ્ધ પરમાત્મા અનુપમ સુખ સાગરમાં સદા માટે અવસ્થિત છે. પરિશિષ્ટ – ૧ ચૌદ ગુણસ્થાનોનું સ્વરૂપ જીવની આત્મિક-આધ્યાત્મિક હીનાધિક, ઊંચનીચ અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. આવા જીવનાં ગુણસ્થાન ચૌદ કહેવામાં આવેલ છે. જેમાં ચોથા ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધીનાં અગિયાર ગુણસ્થાનવાળાં ઉન્નતિશીલ– પ્રગતિશીલ આત્મસ્થાનમાં અવસ્થિત હોય છે. શેષ ૧ થી ૩ ગુણસ્થાનવાળા અવનત આત્મસ્થાનમાં હોય છે. તે ૧૪ ગુણસ્થાનોનું સ્વરૂપ આ પ્રકારે છે– પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનઃ- (૧) જે પરભવ, પુનર્જન્મ, કર્મસિદ્ધાંત અને જીવના અનાદિ અસ્તિત્વને માનતા નથી. (૨) અઢાર પ્રકારનાં પા૫, ૨૫ ક્રિયાઓ અને આઠ પ્રકારનાં કર્મનાં બંધ, ઉદય આદિને માનતા નથી. (૩) જે સુદેવ, સુગુરુ, સુધર્મ, સત્શાસ્ત્ર—આગમની શ્રદ્ધા કરતા નથી પરંતુ સ્વછંદતા, સ્વેચ્છાએ કુદેવ, કુગુરુ, કુધર્મ અને કુશાસ્ત્રોમાં શ્રદ્ધા કરે છે. (૪) શ્રાવકનાં ૧૨ વ્રત અને સાધુનાં પાંચ મહાવ્રતોની, સમિતિ–ગુપ્તિની તેમજ અન્ય પણ જિનાજ્ઞાની સમ્યક શ્રદ્ધા કરતા નથી. (૫) જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, આ તત્ત્વોની તીર્થંકર ભગવાને પ્રરૂપેલ સ્વરૂપ પ્રમાણે શ્રદ્ધા કરતા નથી. (૬) ઈશ્વરને સંસારના કર્તા માને છે. (૭) યજ્ઞ, હવન, પશુ–બલિ આદિમાં ધર્મ માને છે, અન્ય પણ નાની મોટી હિંસાકારી સાવધ પ્રવૃત્તિઓને, છ કાય જીવોની હિંસાવાળી પ્રવૃત્તિઓને ધર્મ માને છે. (૮) જિનેશ્વર ભગવંત કથિત સિદ્ધાંતથી ઓછી અધિક કે વિપરીત પ્રરૂપણા કરે છે. (૯) અનેકાંતિક સિદ્ધાંતને છોડી દ્રવ્ય–ભાવ કે નિશ્ચય-વ્યવહાર વગેરે કોઈ પણ એકાંતના આગ્રહમાં પડી જાય છે. સાત નયોનો વિચાર કરવાને બદલે દુર્રયમાં પડી જાય છે. વિવેકબુદ્ધિ છોડી બધા નિક્ષેપોને એક સરખા માની લે છે. (૧૦) કલહ, ક્રોધ અને રંજભાવને દીર્ઘકાળ સુધી ટકાવી રાખે છે. (૧૧) કોઈ પણ પાપકૃત્યમાં અતિ આસક્ત, વૃદ્ધ,લીન બને છે અર્થાત્ લોભ, પરિગ્રહ, નિંદા (પર પરિવાદ), માયા, જૂઠ, ચોરી અને જીવહિંસા આદિ કોઈ પણ પાપકાર્યમાં તલ્લીન બની જાય છે. (૧૨) જે જિનેશ્વર ભગવંતો પર કે તેના ધર્મ પર અથવા તેના માર્ગ પર ચાલતાં ધર્મગુરુઓ પર દ્વેષ રાખે છે ઈત્યાદિ, ઉપરોક્ત દરેક અવસ્થામાં રહેલ જીવોને વ્યવહારથી મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી જાણવા જોઈએ. નિશ્ચય દષ્ટિની અપેક્ષાએ મિથ્યાત્વ મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય થવાથી અને ઉદય રહેવાથી જીવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહે છે. આ જીવનું પ્રથમ ગુણસ્થાન છે. તેમાં રહેલા જીવોની અપેક્ષાએ તેના ત્રણ પ્રકાર છે :– (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ સાંત. અનાદિ અનંત અભવીની અપેક્ષાએ છે. અનાદિ સાંત ભવીની અપેક્ષાએ છે અને સાદિ સાંત પ્રતિપાતી(પડિવાઈ) સમકિતની અપેક્ષાએ છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તનની હોય છે. આ ગુણસ્થાનમાં મરનારા કે આયુષ્ય બાંધનારા જીવ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. આ ગુણસ્થાનવર્તી જીવ કર્મોનો વિશેષ બંધ કરતા રહે છે. તેઓ કર્મવૃદ્ધિ અને સંસારવૃદ્ધિ કરે છે. આ ગુણસ્થાન પાંચ અનુત્તર વિમાન સિવાય સંસારના બધાં જીવોમાં હોઈ શકે છે. બીજું સાસ્વાદન ગુણસ્થાન :- જે જીવે ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરી લીધું છે, તેવા અથવા તેનાથી ઉપરના કોઈ પણ ગુણસ્થાનવાળા પ્રથમ ગુણસ્થાનમાં કહેલ કોઈ પણ પ્રકારના વિચારોની અવસ્થા પ્રાપ્ત કરે અથવા નિશ્ચયથી મિથ્યાત્વના ઉદયાભિમુખ થાય ત્યારે તે ચોથા આદિ ગુણસ્થાનોથી પડી પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય છે. તે સમયે ચોથા આદિ ગુણસ્થાનોથી વ્યુત થઈને પ્રથમ ગુણસ્થાને પહોંચતાં વચ્ચે ક્ષણિક કાળમાં આત્માની જે અવસ્થા હોય છે, તે જ બીજું સાસ્વાદન ગુણસ્થાન છે. જેમ કે વૃક્ષ ઉપરથી તૂટેલું ફળ જમીન પર પડે તે પહેલાં માર્ગમાં થોડો સમય વ્યતીત કરે છે, તેવી અવસ્થા બીજા કે ગુણસ્થાનની સમજવી જોઈએ. આ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા જેટલી હોય છે અર્થાત્ એક સેકંડના હજારમાં ભાગથી પણ ઓછી સ્થિતિ હોય છે. તેથી આ ગુણસ્થાનનું અસ્તિત્વ ઈકચિત્ માત્ર છે, જે છદ્મસ્થોને અનુભવગમ્ય નથી. આ ગુણસ્થાન એકેન્દ્રિયોમાં હોતું નથી. શેષ Page #110 -------------------------------------------------------------------------- ________________ 109 કથાસાર jain બેઈન્દ્રિય આદિ અસંજ્ઞી પંચેન્દ્રિયમાં અપર્યાપ્ત અવસ્થામાં હોય છે તથા સંજ્ઞીને પર્યાપ્ત અપર્યાપ્ત બંને અવસ્થામાં ચારે ગતિમાં હોય છે. ત્રીજે મિશ્ર ગુણસ્થાન :- સમકિત અને મિથ્યાત્વના મિશ્ર પરિણામોવાળી આત્માની અવસ્થાને મિશ્ર ગુણસ્થાન કહેવામાં આવે છે. જેમ કે શ્રીખંડ ખાટા-મીઠા એમ બંને સ્વાદવાળો હોય છે. એવી જ રીતે આ ગુણસ્થાનવાળા જીવો જિનેશ્વર ભગવંતના ધર્મની પણ શ્રદ્ધા રાખે છે અને જિનેશ્વર ભગવંતના સિદ્ધાંતોથી વિપરીત સિદ્ધાંતોવાળા ધર્મની પણ શ્રદ્ધા કરે છે. બધા ધર્મોને સત્ય અને સુંદર માને છે. આવા ભોળા સ્વભાવવાળા અનભિજ્ઞ આત્માને આ ત્રીજું ગુણસ્થાન હોય છે. તેની સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અર્થાત્ ૪૮ મિનિટથી ઓછા સમયની છે. ત્યાર પછી આત્માના તે મિશ્ર પરિણામ મિથ્યાત્વમાં અથવા સમકિતમાં પરિણમી જાય આ ગુણસ્થાન મિશ્ર પરિણામવાળું હોવાથી તેમાં જીવ મરતો પણ નથી અને આયુષ્ય પણ બાંધતો નથી. તે સંજ્ઞી જીવોને પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. પાંચ અનુત્તર વિમાનના દેવોમાં આ ગુણસ્થાન હોતું નથી. એકેન્દ્રિય વિકલેન્દ્રિયોમાં પણ હોતું નથી. આ ગુણસ્થાન અનાદિ મિથ્યાત્વીને આવતું નથી પરંતુ જેઓ એકવાર સમકિત પ્રાપ્ત કરી તેમાંથી ગ્રુત થઈ ગયા છે એવા જીવને જ આ ગુણસ્થાન પ્રાપ્ત થઈ શકે. ચોથે અવિરત સમ્યગ્દષ્ટિ ગણસ્થાન :- પહેલાં ગુણસ્થાનમાં જે આત્માની અવસ્થારૂપ લક્ષણ કહ્યાં છે, તે અવગુણોની અવસ્થાઓમાં નહીં રહેનારા આ ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે અર્થાત્ ઉક્ત અવગુણોથી વિપરીત ગુણોવાળી આત્મ અવસ્થાને વ્યવહારની અપેક્ષાએ અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહે છે. નિશ્ચય દષ્ટિએ દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ અને ચારિત્રમોહની અનંતાનુબંધી ક્રોધ, માન,માયા, લોભ; એ ચાર પ્રકૃતિના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી જીવને આ ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળાની બધા પ્રકારની સમજ અને દષ્ટિકોણ સમ્યક હોય છે. તેથી તેને સમ્યક્ દષ્ટિ કહે છે. આ ગુણસ્થાનવાળા કોઈ પણ પ્રકારના પ્રત્યાખ્યાનના ભાવોમાં પરિણત કે પ્રગતિશીલ થતા નથી. ફક્ત સમ્યક શ્રદ્ધાન સુધી જ રહે છે. તેથી તેના સમદષ્ટિ ગુણની સાથે અવિરત લાગવાથી તેનું પરિપૂર્ણ નામ 'અવિરત સમ્યક્દષ્ટિ' ગુણસ્થાન થાય છે. આ ગુણસ્થાનવાળાને સમ્યકત્વી, સમકિતી, સમદષ્ટિ આદિ પણ કહે છે. આ ગુણસ્થાનને ગુણની મુખ્યતાએ સમ્યક્ત્વ અથવા સમકિત પણ કહેવામાં આવે છે. જેમ કે- એકવાર “સમકિત’ આવી જવાથી અર્થાત્ ચોથું ગુણસ્થાન આવી જવાથી જીવ અર્ધપુગલ પરાવર્તનથી વધારે સમય સંસારમાં પરિભ્રમણ કરતા નથી. - આ ગુણસ્થાનવાળા જિનેશ્વર ભગવંત ભાષિત બધાં સિદ્ધાંતોમાં, જ્ઞાન, ચારિત્ર, કપરૂપ બધાં પ્રવર્તનોમાં અને જીવાદિ પદાર્થોમાં, સમ્યક્ શ્રદ્ધાની આસ્થા રાખે છે, કથન/પ્રરૂપણ સત્ય કરે છે, હિંસા આદિ પાપ કૃત્યોમાં અતિ આસકત બનતા નથી. તે પાપજનક પ્રવૃત્તિઓમાં, છકાય જીવોની આરંભજનક પ્રવૃત્તિઓમાં ક્યારેય પણ ધર્મ માનતા નથી. કષાયો તથા કલેશને દીર્ઘકાળ સુધી રાખતા નથી. આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનાર જીવ જઘન્ય આ ભવ સહિત ત્રીજા ભવમાં મોક્ષે જાય છે. ઉત્કૃષ્ટ ૧૫ માં ભવે મોક્ષે જાય છે. આ ગુણસ્થાન ચારે ય ગતિના સંશી જીવોના અપર્યાપ્ત–પર્યાપ્ત બંનેમાં હોય છે. નિશ્ચય દષ્ટિએ આ ગુણસ્થાનમાં સાત પ્રકૃતિઓના ક્ષય આદિના અનેક વિકલ્પ હોય છે. ક્ષય આદિનો અર્થ આ પ્રમાણે છે– ૧. ક્ષય- તે પ્રકૃતિની આત્મામાંથી સત્તા(અસ્તિત્વ) સમાપ્ત થઈ જવી. ૨. ઉપશમ– તે પ્રકૃતિનો કંઈક ઉદય અટકી જવો, સત્તામાં અવરુદ્ધ રહેવું. ૩. ક્ષયોપશમ- તે પ્રકૃતિનો પ્રદેશોદય થવો, વિપાકોદય અટકવો. અથવા તે પ્રકૃતિનો કંઈક ઉદય અને કંઈક ઉપશમ(અનુદય) હોય તેને પણ ક્ષયોપશમ કહેવાય છે. બન્ને પરિભાષા ઉપયોગી છે. ૪. ઉદય – તે પ્રકૃતિનો વિપાકોદય થવો તે ઉદય કહેવાય છે. પુનશ્ચ:- ૧. ક્ષય-સર્વથા ક્ષય. ૨. ઉપશમ-સર્વથા અનુદય ૩. ક્ષયોપશમ– પ્રદેશોદય. ૪. ઉદય-વિપાકોદય. - સાત પ્રકૃતિઓના કારણે થતાં વિકલ્પો આ પ્રકારે છે૧. સાત પ્રકૃતિઓનો ક્ષય- લાયક સમકિત. ૨. સાત પ્રકૃતિઓનો ઉપશમ–ઉપશમ સમકિત. ૩. ૬નો ક્ષય, ૧ નો ઉદય–ક્ષાયિક વેદક. ૪. ૬ નો ઉપશમ, ૧ નો ઉદય-ઉપશમ વેદક ૫. ૬ નો ક્ષયોપશમ, ૧ નો ઉદય–ક્ષયોપશમ સમકિત ૬. ૫ નો ક્ષયોપશમ, ૧ નો ઉપશમ,૧ નો ઉદય-ક્ષયોપશમ સમકિત. ૭. ૪ નો ક્ષયોપશમ, ૨ નો ઉપશમ, ૧ નો ઉદય–ક્ષયોપશમ સમકિત. ૮. ૪ નો ક્ષય, ૩ નો ક્ષયોપશમ ૯. ૫ નો ક્ષય, ૨ નો ક્ષયોપશમ ૧૦. ૬ નો ક્ષય, ૧ નો ક્ષયોપશમ ૧૧. ૪ નો ક્ષય, ૨ નો ક્ષયોપશમ,૧ નું વેદન (સૂક્ષ્મ) ૧૨. ૫ નો ક્ષય, ૧ નો ક્ષયોપશમ, ૧નું વેદન (સૂક્ષ્મતર). ક્રમાંક ૮ થી ૧૨ ના પાંચ ભાંગા લાયક સમકિતની પૂર્વભૂમિકાના છે. તેમાં અનંતાનુબંધી ચતુષ્કનો નિયમથી સર્વથા ક્ષય હોય છે. સંક્ષિપ્તમાં આ બધા ભાંગાનો ત્રણ સમકિતમાં સમાવેશ થાય છે. ત્યારે ઉપરના ત્રીજાથી ૧૨ મા સુધીના બધા ભાંગાનો ક્ષયોપશમ સમકિતમાં સમાવેશ થઈ જાય છે અર્થાત્ સાતનો ક્ષય કે સાતે ય ઉપશમ ન હોય ત્યારે તે બધા ક્ષયોપશમ સમકિતની કક્ષાના જ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 110 આ ગુણસ્થાનવર્તી જીવ નરક તિર્યંચનું આયુષ્ય બાંધતા નથી. દેવ અથવા મનુષ્ય એમ બે ગતિનું આયુષ્ય બાંધી શકે છે અર્થાત્ આ ગુણસ્થાનવાળા નારકી– દેવતા ફક્ત મનુષ્યનું અને તિર્યંચ તથા મનુષ્ય ફક્ત દેવતાનું જ આયુષ્ય બાંધે છે અને ચોથા ગુણસ્થાનવર્તી મનુષ્ય-તિર્યંચ વૈમાનિક જાતિના દેવોનું જ આયુષ્ય બાંધે છે, ભવનપતિ,વ્યંતર અને જ્યોતિષી એ ત્રણ જાતિના દેવોનું આયુષ્ય બાંધતા નથી. આ ગુણસ્થાનવાળા સ્ત્રીવેદ અને નપુંસકવેદનો પણ બંધ કરતા નથી, ફક્ત પુરુષવેદ જ બાંધે છે. સ્થાનની સ્થિતિ જઘન્ય અંતર્મહર્ત ઉત્કૃષ્ટ સાધિક ૩૩ સાગરોપમની છે. (૬૦ સાગરોપમ કહેવ શ્રમયક્ત છે.) એટલા સમય પછી આ ગુણસ્થાન બદલી જાય છે અર્થાત્ તે જીવ પાંચમા વગેરે ગુણસ્થાનમાં ઉપર ચડે છે અથવા નીચેનાં ગુણસ્થાનોમાં પડે છે. એક ભવમાં આ ગુણસ્થાન હજારો વાર આવી શકે છે અને અનેક ભવોમાં અસંખ્યવાર આવી શકે છે. ક્ષાયિક સમકિત એક જ વખત આવે છે. તે આવ્યા પછી મનુષ્ય કોઈ પણ આયુષ્ય બાંધતો નથી અને તે જ ભવમાં મોક્ષે જાય છે. જો મનુષ્યને ક્ષાયિક સમકિત આવ્યા પહેલાં ચારે ગતિમાંથી કોઈ ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો તે ગતિમાં જવું જ પડે છે. નરક–દેવગતિમાં ગયેલા ક્ષાયિક સમકિતી ફરી મનુષ્યનો ભવ પ્રાપ્ત કરી મોક્ષે જાય છે. મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધેલા જીવો મરીને તે ગતિઓમાં જાય છે, ત્યાર પછી દેવગતિ અને તેના પછી મનુષ્ય થઈ મોક્ષે જાય છે. પરંતુ તે ભવો દરમ્યાન તે ક્ષાયિક સમકિત બદલાતું નથી અર્થાત્ એકવાર તે પ્રાપ્ત થયા પછી મોક્ષપર્યત સદા શાશ્વત રહે છે. આ સમકિત માત્ર મનુષ્ય ગતિમાં જ આવે છે, અન્ય ત્રણ ગતિમાં આવતું નથી, આવ્યા પછી કોઈ પણ ગતિમાં રહી શકે છે. ' ઉપશમ સમ્યકત્વ જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ બે વાર અને અનેક ભવોમાં કુલ પાંચ વાર જ આવી શકે છે. ક્ષયોપશમ સમકિતની અપેક્ષાએ જ આ ગુણસ્થાન એક ભવમાં હજારો વાર અને અનેક ભવોમાં અસંખ્ય વાર આવે છે. ' ઉપશમ સમકિતવાળા જ મિથ્યાત્વમાં જતી વખતે બીજા ગણસ્થાનનો સ્પર્શ કરે છે. ક્ષયોપશમ સમકિતવાળા તો છઠ્ઠા. પાંચમા, ચોથા ગુણસ્થાનેથી સીધાં મિથ્યાત્વ ગુણસ્થાને જઈ શકે છે અને ૭મા, ૮મા, ૯મા, ૧૦મા, ૧૧માં ગુણસ્થાન- વાળા સીધાં ચોથા ગુણસ્થાને જઈ શકે છે. પાંચમે દેશવિરત (શ્રાવક) ગુણસ્થાન :- કોઈ પણ સમ્યકત્વવાળો જીવ જ્યારે સભ્યશ્રદ્ધાની સાથે વ્રત પ્રત્યાખ્યાનની રુચિવાળા હોય છે અથવા વ્રત પ્રત્યાખ્યાન ધારણ કરે છે, પાપોનો દેશતઃ ત્યાગ કરે છે, તેને વ્યવહારથી પાંચમું દેશવિરત ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળાને શ્રાવક કે શ્રમણોપાસક કહેવાય છે. નિશ્ચય દષ્ટિએ મોહનીય કર્મની અપ્રત્યાખ્યાન કષાય ચતુષ્ક રૂપ ચાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે અર્થાત્ સાત પ્રકૃતિ ચોથા ગુણસ્થાને કહી છે, તે સહિત કુલ અગિયાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન આવે છે. આ ગુણસ્થાનવાળામાં ચોથા ગુણસ્થાનવાળા બધાં લક્ષણ હોય છે. વિશેષમાં તેનામાં વ્રતધારણ અથવા પ્રત્યાખ્યાન રુચિનો વિકાસ હોય છે, શ્રાવકનાં ૧૨ વ્રતોમાંથી અનુકૂળતા અનુસાર એક યા અનેક અથવા બધાં વ્રતોને ધારણ કરે છે. આગળ વધીને તે શ્રાવકની ૧૧ પ્રતિમા ધારણ કરે છે. ત્રણ મનોરથનું ચિંતન કરે છે. રોજના ૧૪ નિયમ ધારણ કરીને સામાયિક કરે છે. મહીનામાં ઓછામાં ઓછા છ પૌષધ કરે છે. જીવ અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા બને છે. ક્રમશઃ અનેક શાસ્ત્રોમાં અને જિનમતમાં વિશારદ-કોવિદ–બહુશ્રુત થઈ દેવો સાથે પણ વાદ વિવાદ કરી વિજય પ્રાપ્ત કરવા યોગ્ય થઈ શકે છે. પોતાના ધર્મમાં એવી દઢ આસ્થાવાળા બને છે કે દેવ દાનવની સંપૂર્ણ શક્તિથી યુક્ત કષ્ટ સહેવા છતાં વિચલિત થતા નથી. આ ગુણસ્થાનવર્તી જીવ પોતાના જીવનમાં દીક્ષા લેવાનો સદા મનોરથ રાખે છે. દીક્ષા લેનારના હાર્દિક સહયોગી થાય છે, દીક્ષિત શ્રમણ નિગ્રંથોના હાર્દિક સ્વાગત ભક્તિ વિનય વંદના કરે છે અને તેની પર્યપાસના સેવા કરે છે. ભક્તિ અને ઉત્સાહથી તેમને સંયમ યોગ્ય કલ્પનીય આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ભેષજ, મકાન, પાટ આદિનું નિર્દોષ દાન દઈને પ્રતિલાભિત કરે છે. શ્રમણ નિગ્રંથોને જોઈને જ, તેના દર્શન થતાં જ તેના આત્મામાં પ્રસન્નતાની લહેર વ્યાપી જાય છે. તેથી આ ગુણસ્થાનવાળાને શ્રમણ+ઉપાસક ઊ શ્રમણોપાસક એવું સાર્થક નામ આપેલું છે. આ ગુણસ્થાનમાં મરવાવાળા કે આયુબંધ કરવાવાળા કેવળ વૈમાનિક દેવ રૂપ દેવગતિ જ પ્રાપ્ત કરે છે, અન્ય કોઈ પણ ગતિ કે દંડકમાં જતા નથી. વૈમાનિકમાં પણ ૧૨ દેવલોક અને ૯ લોકાંતિકમાં જ જાય છે. આ ગુણસ્થાન જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક હજારવાર અને આઠ ભાવમાં પણ ઉત્કૃષ્ટ અનેક હજારવાર આવી શકે છે અર્થાત્ તેટલીવાર તે ગુણસ્થાન આવે અને જાય તેવું થઈ શકે છે. આ ગુણસ્થાન છૂટવાના અનેક રસ્તા છે– (૧) ઉપરના ગુણસ્થાનોમાં જવું (૨) મિથ્યાત્વઆદિ રૂપે નીચે જવું (૩) આયુષ્ય પૂર્ણ થવાથી સ્વતઃ આ ગુણસ્થાન છૂટી જવું અને ચોથા ગુણસ્થાનને પ્રાપ્ત કરવું. આયુષ્ય સમાપ્ત થવાથી આ ગુણસ્થાનવાળા દેવલોકમાં જાય છે અને ત્યાં પાંચમા આદિ ઉપરના ગુણસ્થાનોનો સ્વભાવ ન હોવાથી સ્વાભાવિક ચોથું ગુણસ્થાન આવી જાય છે. આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ વર્ષોની હોય છે અર્થાત આખા ભવ સધી નિરંતર પણ આ ગુણસ્થાન રહી શકે છે. મનુષ્ય અને તિર્યંચ એમ બે ગતિમાં જ સંજ્ઞી જીવોના પર્યાપ્તમાં આ ગુણસ્થાન હોય છે. તિøલોકના અઢી દ્વીપમાં મનુષ્ય, તિર્યંચોને આ ગુણસ્થાન હોય છે અને અઢી દ્વીપની બહાર માત્ર સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને જ હોય છે. મનુષ્યની અપેક્ષાએ આ ગુણસ્થાનવાળા લોકમાં સંખ્યાત હોય છે અને તિર્યંચની અપેક્ષાએ અસંખ્ય હોય છે. આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનારા કે મરનારા ઓછામાં ઓછા ત્રણ ભવ(વર્તમાન ભવ સહિત) અને ઉત્કૃષ્ટ ૧૫ ભવ કરીને મોક્ષે જાય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ jain 111 કથાસાર છઠું પ્રમત્ત સંયત ગુણસ્થાન :- જે મનુષ્ય ભાવપૂર્વક સંયમ સ્વીકારે છે, જિનશાસનમાં પ્રવ્રજિત થાય છે, મુનિ બને છે અને | ઉત્તરોત્તર સંયમ ગુણોનો વિકાસ કરતાં ભગવદાશાનું પાલન કરે છે, તેને વ્યવહારની અપેક્ષાએ આ છઠ્ઠ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. નિશ્ચય દષ્ટિએ પૂર્વોક્ત ૧૧ પ્રકૃતિ અને પ્રત્યાખ્યાનાવરણ કષાય ચતુષ્ક એમ કુલ ૧૫ પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. વ્યવહારની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનમાં બતાવેલા બધા ગુણોથી તો તેઓ સંપન્ન હોય જ છે પરંતુ તે ગુણોના અભાવમાં આ ગુણસ્થાન કે ઉપરના કોઈ પણ ગુણસ્થાન રહેતા નથી. આ ગુણસ્થાન અને ત્યાર પછીના બધા ગુણસ્થાન માત્ર મનુષ્યગતિમાં જ હોય છે. શેષ ત્રણ ગતિમાં હોતાં નથી. એક જીવને આ ગુણસ્થાન અધિકતમ આઠ ભવમાં આવી શકે છે. એક ભવમાં આ ગુણસ્થાન સેંકડોવાર આવી શકે છે અને આઠ ભવોમાં પણ સેંકડોવાર આવી શકે છે. આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનારા અને મરનારા વૈમાનિક દેવનાં ૩૫ સ્થાનોમાં ઉત્પન્ન થઈ શકે છે, અન્યત્ર ક્યાંય પણ ઉત્પન્ન થતા નથી. આ ગુણસ્થાનમાં જીવ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ વર્ષ સુધી સ્થિર રહી શકે છે. ગુણસંપન્ન જૈન શ્રમણ અને શ્રમણીઓ આ ગુણસ્થાનના અધિકારી હોય છે. શરીર સંબંધી પ્રમાદરૂપ પ્રવૃત્તિઓથી યુક્ત હોવાના કારણે આ ગુણસ્થાનનું નામ “પ્રમત્ત સંવત” છે. તે પ્રવૃત્તિઓ આ પ્રકારે છે– ગોચરી લાવવી, આહાર કરવો, મળમૂત્ર ત્યાગવા, સૂઈ જવું, વસ્ત્ર પાત્રાદિ ઉપકરણોનું અને શરીરનું પરિકર્મ, સુશ્રુષા કરવી આદિ મુનિજીવનના પ્રમાદો છે. અન્ય મદ્ય, નિન્દ્રા, નિંદા, વિષય, કષાય અને વિકથા વગેરે મુનિજીવનને યોગ્ય જ નથી; તેને અહીં સમજવા નહીં. જીવને આ ગુણસ્થાન જ્યારે પણ આવે છે, ત્યારે સાતમા ગુણસ્થાને થઈને જ આવે છે. કોઈ પણ ગુણસ્થાનવાળા સીધા અહીં આવતા નથી. આ ગુણસ્થાન- વાળા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, રાત્રિભોજનનો ત્યાગ અને અન્ય અનેક ભગવદાશાઓનું પાલન કરે છે. સંપૂર્ણ ૧૮ પાપોના ત્યાગી હોય છે. કોઈ પણ પાપકાર્યની, સાવધકાર્યની, છકાય જીવોની હિંસામૂલક પ્રવૃત્તિઓની પ્રેરણા કે પ્રરૂપણા પણ કરતા નથી. ત્રણ કરણ ત્રણ યોગથી દરેક નાની મોટી સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે. સદા સરળ, નિષ્કપટ રહે છે, યથાસમય સ્વાધ્યાય ધ્યાનમાં સદા પ્રયત્નશીલ રહે છે. સાતમું અપ્રમત્ત સંયત ગુણસ્થાન :- છઠ્ઠા ગુણસ્થાનમાં જણાવેલાં બધાં લક્ષણોથી યુક્ત જીવ જ્યારે શરીર અને ઉપકરણ સંબંધી પ્રમાદ પ્રવૃત્તિઓ કરે નહીં અથવા પ્રવૃત્તિ હોવા છતાં ભાવથી નિસ્પૃહ રહે છે, તપ, સ્વાધ્યાય, ધ્યાન અને આત્મચિંતનમાં લીન થાય છે, આહારસંજ્ઞા આદિથી રહિત થાય છે, માત્ર આત્મલક્ષી પરિણામોમાં વર્તે છે, ત્યારે તે શ્રમણમાં આ સાતમું અપ્રમત્ત સંયત ગુણસ્થાન હોય છે. નિશ્ચય દષ્ટિએ તેમાં ઉપરોક્ત ૧૫ પ્રકૃતિઓના ક્ષય આદિ છઠ્ઠા ગુણસ્થાનની જેમ જ રહે છે. જીવને સંયમભાવમાં પ્રવેશતાં જ સર્વપ્રથમ આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી જ છઠ્ઠા કે આઠમા ગુણસ્થાને જાય છે અર્થાતુ એ સંયમનું પ્રવેશદ્વાર છે. આ ગુણસ્થાન વ્યવહારથી શ્રમણધર્મ સ્વીકાર કરનારમાં હોવા ઉપરાંત કદાચિત્ ગૃહસ્થલિંગમાં અને અન્ય મતાવલંબીના લિંગ–વેશભૂષામાં પણ ભાવથી હોઈ શકે છે. આ ગુણસ્થાનની સ્થિતિ પ્રારંભમાં આવે ત્યારે જઘન્ય અંતર્મુહૂર્તની હોય છે અને પુનઃ આવે ત્યારે જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની હોય છે. એક ભવમાં આ ગુણસ્થાન સેંકડો, હજારોવાર આવી–જઈ શકે છે અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાને હજારોવાર આવ-જા કરે છે. આ ગુણસ્થાનમાં આયુષ્યબંધનો પ્રારંભ કરવામાં આવતો નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રારંભ કર્યો હોય તે અહીં પૂર્ણ કરી શકાય છે, એ માં આયબંધ કરે છે. આ ગણસ્થાનમાં જીવ મરણ પામે તો ગતિ કેવળ વૈમાનિકની જ હોય છે. તે છઠ્ઠા ગણસ્થાન પ્રમાણે જ છે. આ ગુણસ્થાનવાળા મરીને પાંચ અણુત્તર વિમાનમાં પણ જઈ શકે છે, છઠ્ઠા ગુણસ્થાનમાં મરનાર ત્યાં જઈ શકતા નથી. આ ગુણસ્થાન પણ ઉત્કૃષ્ટ આઠ ભવમાં જ આવી શકે છે. આ ગુણસ્થાન- વાળા છઠ્ઠા ગુણસ્થાનથી નીચે જતાં નથી. પરંતુ આયુષ્યપૂર્ણ થાય તો સીધા ચોથે ગુણસ્થાને જઈ શકે છે. આઠમે નિવૃત્તિ બાદર ગુણસ્થાન :- આ ગુણસ્થાન નિશ્ચય દષ્ટિએ જ આવે છે. વ્યવહાર દષ્ટિએ સાત ગુણસ્થાન જ જાણવામાં આવે છે. માટે શુક્લધ્યાન અને અપૂર્વકરણ–ગુણશ્રેણી પ્રારંભ કરવાથી આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. મોહનીયની જેટલી પણ પ્રકૃતિ સાતમા ગુણસ્થાન સુધી ક્ષયોપશમમાં હોય છે, તે અહીં પરિવર્તિત થઈ જાય છે અર્થાતુ આ ગુણસ્થાનમાં મોહનીય કર્મની પ્રકૃતિઓનો ક્ષય કે ઉપશમ જ રહે છે, ક્ષયોપશમ થતો નથી, રહેતો પણ નથી. તેથી જ આ અને ત્યાર પછીના ગુણસ્થાનોમાં ક્ષયોપશમ સમકિત હોતું નથી, ઉપશમ અને ક્ષાયિક એ બે જ સમકિત હોય છે. તેથી અહીં ચારિત્ર મોહનીય કર્મની અપેક્ષાએ બે શ્રેણીઓ હોય છે. (૧) ઉપશમ શ્રેણી (૨) ક્ષપકશ્રેણી, ઉપશમ શ્રેણી કરનારા યથાયોગ્ય પ્રકૃતિઓનો ઉપશમ કરતાં કરતાં અગિયારમા ગુણસ્થાન સુધી જાય છે અને ક્ષપક શ્રેણી કરનારા યથાયોગ્ય પ્રકૃતિઓનો પૂર્ણ ક્ષય કરતાં ક્રમશઃ ઉપર ચડે છે પરંતુ અગિયારમાં ગુણસ્થાનને છોડી સીધા બારમા ગુણસ્થાનમાં જાય છે. આ ગુણસ્થાનમાં ધર્મધ્યાન જ આગળ વધીને શુક્લધ્યાનમાં પરિવર્તિત થઈ જાય છે અર્થાત્ આ ગુણસ્થાનથી શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. આ ગુણસ્થાનમાં રહેલા જીવના હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા; આ છ મોહનીયની પ્રકૃતિઓનો યથાક્રમે ક્ષય અથવા ઉપશમ થાય છે. ક્ષપકશ્રેણી પ્રારંભ કરવાવાળા તે જ ભવમાં મુક્ત થાય છે અને ઉપશમ શ્રેણી કરવાવાળા તે જ ભવમાં મુક્ત થતા નથી પરંતુ શ્રેણીથી પડે છે, સાતમા વગેરે કોઈ પણ ગુણસ્થાને પહોંચી ત્યાંની ગતિ મેળવી લે છે. આ ગુણસ્થાનમાં અને આગળનાં Page #113 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ ગુણસ્થાનોમાં આયુબંધ થતો નથી, મૃત્યુ થઈ શકે છે. આ ગુણસ્થાનમાં મરનારા પાંચ અનુત્તર વિમાનમાં જ જાય છે. આ ગુણસ્થાનમાં કાળ કરનારા જઘન્ય ત્રીજા ભવમાં અને ઉત્કૃષ્ટ ૧૫ મા ભવમાં મોક્ષે જાય છે. આ ગુણસ્થાનમાં કાળ ન કરે તો કોઈ જીવ નીચેના ગુણસ્થાને પડે તો ઉત્કૃષ્ટ દેશોન અદ્ભુ પુદ્ગલ પરાવર્તન જેટલો અનંતકાળ પણ સંસારમાં રહી શકે છે. આ ગુણસ્થાન એક ભવમાં ઉત્કૃષ્ટ ચાર વખત અને ત્રણ ભવોમાં ઉત્કૃષ્ટ નવ વખત આવી શકે છે. આ ગુણસ્થાનવાળા પ્રથમવાર તો ચડતી વખતે નવમા ગુણસ્થાને જ જાય છે, પાછો પડતી વખતે સાતમે પણ જઈ શકે છે, અન્ય કોઈ ગુણસ્થાને સીઘા જતાં—આવતાં નથી, ક્યારે ય પણ કાળ કરે તો તે સમયે સીધા ચોથા ગુણસ્થાને જઈ શકે છે. આઠમા ગુણસ્થાનનું સ્વરૂપ તો સ્પષ્ટ સમજાય તેવું છે, પરંતુ આ ગુણસ્થાન અને નવમા ગુણસ્થાનના નામોથી મતલબ સમજવા લાગીએ તો કેટલાક પ્રશ્નો અને સમાધાન ઊભા થાય છે. તે સૂક્ષ્મતામાં સામાન્ય પાઠકોએ જવાની જરૂર નથી. વાસ્તવમાં એ બંનેનાં નામ ખરેખર પરંપરામાં ક્યારે ય લિપિ પ્રમાદના દોષથી આડાં અવળાં થઈ ગયા હોય એવી સંભાવના છે. તેથી નામના વિવાદમાં પડવું ન જોઈએ. આ ગુણસ્થાનના પ્રારંભમાં ક્ષયોપશમ સમકિત સમાપ્ત થઈ જાય છે અને સમકિત મોહનીયનો ઉદય પણ અટકી જાય છે. ત્યાર પછી યથાક્રમે હાસ્યાદિ છ પ્રકૃતિઓનો ઉદય અટકવાથી જીવ આગળ વધે છે. નવમું અનિવૃત્તિ બાદર ગુણસ્થાન :– હાસ્યાદિ છ પ્રકૃતિઓના પૂર્ણ ક્ષય અથવા ઉપશમ થવાથી જીવ આ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે અને અહીં રહેલો જીવ ત્રણે ય વેદ અને સંજ્વલનનાં ક્રોધ, માન, માયાના ઉદયને અનુક્રમથી રોકે છે અર્થાત્ તેનો ક્ષય અથવા ઉપશમ કરે છે. અંતે સંજ્વલન માયાનો ઉદય અટકવાથી આ ગુણસ્થાનવાળા જીવ દસમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. શેષ આ ગુણસ્થાનનું વર્ણન આઠમા ગુણસ્થાન પ્રમાણે સમજી લેવું. નામ પ્રમાણે કરવામાં આવતી પરિભાષા– નિવૃત્તિ બાદર આઠમા ગુણસ્થાનમાં ઉપશમક અને ક્ષપક બંને પ્રકારના જીવો છે તેમાં જે સમસમયવર્તી હોય છે તે જીવોનાં પરિણામોમાં ભિન્નતા રહે છે. તે ભિન્નતાને સૂચવવા માટે ‘નિવૃત્તિ' શબ્દ નો પ્રયોગ કરવામાં આવ્યો છે. નવમા અનિવૃત્તિ બાદર ગુણસ્થાનમાં આવનાર સમસમયવર્તી જીવોનાં પરિણામોમાં ભિન્નતા હોતી નથી, તે સૂચવવા માટે 'અનિવૃત્તિ' શબ્દનો પ્રયોગ કરેલ છે. બન્ને ગુણસ્થાનોમાં બાદર કષાય હોય છે, માટે બાદર શબ્દ રાખવામાં આવ્યો છે. આ પ્રકારે આ બન્ને ગુણસ્થાનોનાં નામ નિવૃત્તિ બાદર અને અનિવૃત્તિ બાદર સમજી શકાય છે. દસમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન ઃ સંપરાયનો અર્થ છે કષાય. અહીં માત્ર સંજ્વલન લોભ બાકી રહે છે. શેષ સંજ્વલન ક્રોધ માન માયાનો ઉદય સમાપ્ત થવાથી જીવ નવમા ગુણસ્થાનેથી દસમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. દસમા ગુણસ્થાનમાં અંતિમ સમય સુધી સંજ્વલનના લોભનો ઉદય રહે છે, ત્યાર પછી ઉપશમ શ્રેણીવાળા તેનો ઉપશમ કરીને અગિયારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. આ ગુણસ્થાનની સ્થિતિ ગતિ આદિ સંપૂર્ણ વર્ણન આઠમા ગુણસ્થાન પ્રમાણે છે. વિશેષતા એ છે કે આ ગુણસ્થાનવાળા ઉપર બે ગુણસ્થાનમાં જઈ શકે છે– અગિયારમે અને બારમે. નીચે માત્ર નવમે જઈ શકે છે અને કાળ કરે તો ચોથે ગુણસ્થાને જાય છે. આ ગુણસ્થાન જીવને ઉત્કૃષ્ટ ત્રણ ભવોમાં આવી શકે છે. એક ભવમાં ઉત્કૃષ્ટ ચાર વાર અને ત્રણ ભવોમાં ઉત્કૃષ્ટ નવ વાર આવી શકે છે. જે ભવમાં મોક્ષે જાય છે તે ભવમાં તો એક જ વાર આવે છે. 112 આઠમા, નવમા અને દસમા ગુણસ્થાને પરિણામ હાયમાન અને વર્ધમાન બંને પ્રકારે હોય છે. શ્રેણીથી પડવાવાળાની અપેક્ષાએ હાયમાન અને શ્રેણી ચઢનારાની અપેક્ષાએ વર્ધમાન પરિણામ હોય છે. આ ગુણસ્થાનવાળામાં ૪ જ્ઞાન+૩ દર્શન ઊ ૭ હોઈ શકે છે પરંતુ ઉપયોગ માત્ર જ્ઞાનોપયોગ સાકારોપયોગ જ હોય છે. અગિયારમું ઉપશાંત મોહ ગણસ્થાન :– : સંજ્વલન લોભ ઉપશમ થવાથી સંપૂર્ણ મોહનીય કર્મનો ઉદય સમાપ્ત થઈ જાય છે. ત્યારે ઉપશમ શ્રેણીવાળા દસમા ગુણસ્થાનવર્તી જીવ અગિયારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. માત્ર અંતર્મુહૂર્ત જેટલા સમયને માટે જ, લોભનો ઉપશમ કરી શકાય છે. તેથી આ ગુણસ્થાનવાળા લોભનો ઉપશમ સમાપ્ત થવા પર અર્થાત્ સ્થિતિ પૂર્ણ થવા પર પુનઃ ઉદયાભિમુખી થવાથી દસમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. આ ગુણસ્થાનવાળા આગળ બારમા ગુણસ્થાને જતા નથી. આ ગુણસ્થાનવાળાને મોહ, રાગ, દ્વેષ નહીં હોવાથી વીતરાગ પણ કહેવાય છે, તેનું પૂર્ણ નામ ઉપશાંત મોહ વીતરાગ કહેવામાં આવે છે. આ ગુણસ્થાન એક ભવમાં બે વાર અને ઉત્કૃષ્ટ બે ભવમાં ચાર વાર આવી શકે છે. આ ગુણસ્થાનમાં ઉપશમ સમકિત અને ક્ષાયિક સમકિત બંને હોઈ શકે છે. તેના ચારિત્રને યથાખ્યાત ચારિત્ર કહે છે. શેષ વર્ણન પૂર્વ ગુણસ્થાન પ્રમાણે છે. અહીં અગિયાર ગુણસ્થાનોમાં મોહકર્મની અપેક્ષાએ વિચાર કરવામાં આવ્યો છે, અન્ય કર્મોનો પણ યથાયોગ્ય ઉદયવિચાર અન્યત્રથી જાણી લેવા જોઈએ. અહીં અગિયારમા ગુણસ્થાને માત્ર સાતા વેદનીય કર્મ સિવાય બધાં કર્મનો બંધ અટકી જાય છે. સાતા વેદનીય કર્મ પણ માત્ર બે સમયની સ્થિતિનું બાંધે છે, જે બંધ નામ માત્રનો જ છે. આ ગુણસ્થાનમાં ફક્ત અવસ્થિત પરિણામ રહે છે. આ ગુણસ્થાનની સમયમર્યાદા પૂરી થયા બાદ હાયમાન પરિણામ થાય છે, ત્યારે દસમું ગુણસ્થાન શરૂ થઈ જાય છે. પરંતુ આ ગુણસ્થાનની સ્થિતિમાં હાયમાન પરિણામ હોતાં નથી. બારમં ક્ષીણ મોહ ગણસ્થાન :– દસમા ગુણસ્થાને રહેલા ક્ષપક શ્રેણી– વાળા જીવ, સંજ્વલનના લોભનો ક્ષય થવાથી, મોહનીય કર્મની બધી જ પ્રકૃતિ ક્ષય થઈ જવાથી આ બારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે તેથી તેને ક્ષીણમોહ ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનને અંતે જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય; એ ત્રણ ઘાતી કર્મોનો ક્ષય કરે છે. આ ગુણસ્થાનની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ હોય છે. એક સમયની સ્થિતિ હોતી નથી. આ ગુણસ્થાને કોઈ જીવ મરતો નથી. અહીં માત્ર વર્ધમાન પરિણામ જ હોય છે. હાયમાન અને અવસ્થિત પરિણામ હોતાં નથી. Page #114 -------------------------------------------------------------------------- ________________ jain 113 કથાસાર તેરમ સયોગી કેવળી ગુણસ્થાન :- બારમા ગુણસ્થાનના અંતિમ સમયે ત્રણ કર્મ ક્ષય થવાથી કેવળજ્ઞાન કેવળદર્શન પ્રગટ થાય છે. ત્યારે જીવને આ તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળા સર્વજ્ઞ સર્વદર્શી કહેવાય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વની હોય છે. તેમાં અપેક્ષિત મન, વચન, કાયાના યોગ પ્રવર્તે છે, તેથી તેને સયોગી કેવળી ગુણસ્થાન કહે છે. આ ગણસ્થાનમાં સામાન્ય કેવળી અને તીર્થકર કેવળી બંને હોય છે. વધારે આયુષ્યવાળા કેવળજ્ઞાન પર્યાયમાં વિચરણ કરે છે. મહત માત્ર આયુષ્ય બાકી રહે ત્યારે કેવળીનું આયોજીકરણ થાય છે, જેમાં મુક્ત થવા પહેલાંની પ્રક્રિયાઓ શરૂ થાય છે, જેમ કે– જવાબદારીના કર્તવ્ય પુરાં કરવાં, બીજાની જવાબદારીના કાર્ય તેમને સોપવા, જરૂર હોય તો કેવળી સમુાત કરવો, પાટ આદિ યથાસ્થાને પહોંચાડવા, પછી યોગ નિરોધ કરવો, જેમાં ક્રમશઃ મન, વચન, કાયાના યોગોનો નિરોધ કરવો, શૈલેષી અવસ્થા પ્રાપ્ત કરવી; એ બધી અવસ્થાઓ આ ગુણસ્થાનમાં હોય છે. શેલેષી અવસ્થા અને યોગ નિરોધ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે જીવના ૧૩ માં ગુણસ્થાનનો સમય પૂરો થઈ જાય છે. આ ગુણસ્થાનમાં પ્રાયઃ અવસ્થિત પરિણામ જ રહે છે પરંતુ અંતિમ સમયના અંતર્મુહૂર્તમાં પરિણામ વર્ધમાન હોય છે, જેમાં યોગનિરોધ થાય છે. ચૌદમ અયોગી કેવલી ગુણસ્થાન - તેરમા ગુણસ્થાનના અંતિમ અંતર્મુહૂર્ત સમયની પ્રક્રિયાઓમાં યોગનિરોધ ક્રિયા અને શૈલેષી અવસ્થા પૂર્ણ થતાં જીવ ૧૪ મા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. આ ગુણસ્થાનમાં શરૂઆતથી જ શરીરના ૨/૩ ભાગમાં આત્મપ્રદેશ અવસ્થિત થઈ જાય છે. શરીરમાં તેનું કંપન પણ બંધ થઈ જાય છે. શ્વાસોશ્વાસ ક્રિયા પણ બંધ થઈ જાય છે. આ ગુણસ્થાને માત્ર વર્ધમાન પરિણામ હોય છે. પાંચ લઘુ અક્ષર ઉચ્ચારણ જેટલા સમયની તેની સ્થિતિ છે (અ, ઈ, ઉ, સ્ટ, લૂ એ પાંચ લઘુ અક્ષર છે). સ્થિતિ પૂર્ણ થતાં અંતિમ સમયે અઘાતિકર્મોનો ક્ષય કરી જીવ સંપૂર્ણ કર્મરહિત, નિરંજન, નિરાકાર, પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. મુક્ત થતાં જીવ,ચાર કર્મની નિર્જરા કરતાં, ત્રણ શરીરોને છોડતાં ઋજુ શ્રેણીએ, અસ્પર્શ ગતિએ સાકારોપયોગમાં વર્તતાં સિદ્ધ થાય છે. ત્યારે જીવ ૧૪ મા ગુણસ્થાનને પણ છોડી આત્મસ્વરૂપી સિદ્ધ અવસ્થામાં સદાને માટે સાદિ અનંત સ્થિતિમાં લોકાગ્રે અવસ્થિત થાય છે. તે સિદ્ધોના આત્મપ્રદેશ અંતિમ શરીરના ૨/૩ ભાગની અવગાહનાએ શરીર સંસ્થાનના ઘનરૂપે અવસ્થિત રહે છે. વિશેષ જ્ઞાતવ્ય : આ ૧૪ ગુણસ્થાનોનું સામાન્ય સ્વરૂપ પૂર્ણ થયું. પમા આરાના આ વર્તમાન સમયે ૧૪ ગુણસ્થાનોમાંથી ૭. ગુણસ્થાનો જીવોમાં થઈ શકે છે. ૮માથી ઉપરનાં બધાં ગુણસ્થાનો અત્યારના જન્મેલા મનુષ્યોમાં હોતા નથી એવો કાલ સ્વભાવ છે. અગિયારમા ગુણસ્થાને ચડેલા જીવોનો વધારે સંસાર બાકી હોય તો ચારે ગતિમાં અનંતાનંત ભવ કરી શકે છે. આરાધક થવાવાળા જીવો ઉત્કૃષ્ટ પંદર ભવથી વધારે કરતા નથી, અને જઘન્ય ત્રીજા ભવે પણ મોક્ષે જાય છે. આ ગુણસ્થાનવાળા કોઈ તરત જ પહેલા ગુણસ્થાનમાં જાય છે. કોઈક વચમાં જ રોકાઈ જાય છે. આ ગુણસ્થાને કાળ કરવાવાળા નિયમથી અણુત્તર વિમાનમાં જ જાય છે અને ત્યાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ જ પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનમાં કાળ કરનારા જીવો નિયમા આરાધક હોય છે માટે નરક તિર્યંચમાં ક્યારે ય જતા નથી. તેમજ પાંચમાથી દસમા સુધીના ગુણસ્થાનમાં કાળ કરવાવાળા જીવો પણ નિયમા આરાધક હોય છે તે જીવો પણ નરક તિર્યંચમાં ક્યારે ય જતા નથી અને ઉત્કૃષ્ટ પંદર ભવથી વધારે સંસારમાં ચોથા ગુણસ્થાનમાં આયુષ્યનો બંધ કરવાવાળા જીવો માટે પણ એ જ ઉપર કહેલ નિયમ છે. પરંતુ ચોથા ગુણસ્થાનમાં કાળ કરનાર માટે એવો નિયમ લાગતો નથી. જો આ ગુણસ્થાનમાં મરનાર ક્ષાયિક સમકિતવાળા હોય તો ત્રીજા કે ચોથા ભવે નિયમથી મોક્ષે જાય છે. ચોથા ગુણસ્થાનના ઉપશમ સમકિતવાળા જીવો માટે બે મત છે. (૧) તે નિયમથી પહેલા ગુણસ્થાનમાં જાય છે. (૨) ઉપશમ સમકિતથી ક્ષયોપશમ સમકિતમાં ચાલ્યા જાય છે. આ બંને માન્યતાઓ અપેક્ષાથી ચાલે છે. આગમથી ચિંતન કરતાં ઉપશમ સમકિતની બંને અવસ્થાઓ સ્વીકાર કરવા યોગ્ય છે અર્થાત્ ઉપશમ સમકિતવાળા જીવ મિથ્યાત્વમાં પણ જાય અને ક્ષયોપશમ સમકિતમાં પણ જઈ શકે છે. નંદી સૂત્ર પ્રસ્તાવના :–નંદીસૂત્ર અંગબાહ્ય અને ઉત્કાલિક સૂત્ર છે. વર્તમાનમાં અંગબાહ્યના વિવિધ વિભાગ પ્રચલિત છે. યથા– ઉપાંગ, છેદ, મૂળસૂત્ર ઇત્યાદિ. જેમાં નંદી સૂત્ર ચાર મૂળ સૂત્રોમાં ગણાય છે. આ સૂત્રમાં મુખ્યતઃ પાંચ જ્ઞાનનું તાત્ત્વિક અને વિસ્તૃત વર્ણન છે. જ્ઞાન મોક્ષમાર્ગનું મુખ્ય અંગ છે. તેથી જ્ઞાનના વર્ણનયુક્ત આ સૂત્રને મૂળ સૂત્રોમાં માનવામાં આવેલ છે. જ્ઞાન આત્માને વાસ્તવિક આનંદ આપે છે. તેથી આ સૂત્રનું નંદી એટલે આનંદ આપનારું , એ સાર્થક નામ છે. રચનાકાર આ સૂત્રની રચના દેવવાચક શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ કરી છે. તેઓ આચાર્ય શ્રી દુષ્યગણિના શિષ્ય હતા. તેઓએ સમસ્ત જેનાગમોને વીર સંવત ૯૮૦ માં લિપિ બદ્ધ કરાવ્યા હતા. નંદી સૂત્રની રચનાના સમયે તેઓ ઉપાધ્યાય પદ પર હતા. શાસ્ત્ર લેખનના સમયે તેઓ આચાર્ય પદ પર હતા. એ સમયે ભાષા શૈલીમાં ઉપાધ્યાય પદ માટે વાચક શબ્દનો પ્રયોગ થતો હતો અને આચાર્ય પદ માટે ગણિ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો. તેમજ યુગપ્રધાન માટે ક્ષમાશ્રમણ શબ્દનો પ્રયોગ થતો હતો. અતઃ નંદી સૂત્રના રચયિતા દેવ વાચક જ સૂત્ર લેખન કરાવનારા દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ હતા. વિષય:- નંદી સૂત્રના પ્રારંભમાં ૫૦ ગાથાઓમાં તીર્થકર, સંઘ અને બહુશ્રુત યુગપ્રધાન પૂર્વધરોની સ્તુતિ ગુણગ્રામ તથા વિનય ભક્તિ અને વંદના કરેલ છે. પશ્ચાત્ ભેદ-પ્રભેદ યુક્ત પાંચ જ્ઞાનનું વિસ્તૃત વર્ણન છે. અંતમાં દ્વાદશાંગીનો પરિચય આપવામાં આવ્યો છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ પરિમાણ :- આ સૂત્રમાં વિભાગ, અધ્યયન, ઉદ્દેશક આદિ કંઈ નથી. આ તેની સ્વયંની અલગ વિશેષતા છે. ઉપલબ્ધ આ સૂત્રને ૭૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. વાસ્તવમાં ગણતરી કરવાથી ૬૪૬ બ્લોક થાય છે. આ પ્રકારે જ્ઞાત થાય છે કે લેખનકાળમાં અપેક્ષાએ અનુમાનથી શ્લોક સંખ્યા અંકિત કરવામાં આવી છે. જે પરંપરાથી આજ સુધી તે જ રૂપે માન્ય કરવામાં આવે છે. 114 નંદી નો સારાંશ સ્તુતિ ગુણગ્રામ :– (૧) જગતગુરુ, જગતનાથ, જગતબંધુ, જગતપિતામહ, સંપૂર્ણ ચરાચર પ્રાણીઓના વિજ્ઞાતા અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીરનો જય હો. (૨) જગતમાં ભાવ ઉદ્યોત કરવાવાળા, દેવ દાનવોથી વંદિત, બધા કર્મોથી મુક્ત, એવા પ્રભુ વીતરાગ ભગવાન મહાવીરના શાસનનું કલ્યાણ હો. (૩) (૧) નગરની ઉપમાવાળા, (૨) ચક્રની ઉપમાવાળા, (૩) રથની ઉપમા– વાળા, (૪) કમળની ઉપમાવાળા, (૫) ચંદ્રની, (૬) સૂર્યની (૭) સમુદ્રની (૮) મેરુની ઉપમાવાળા મહાસંઘનો સદા જય હો અને એવા ગુણસાગર સંઘને વંદન હો. (૪) આદિ તીર્થંકર ઋષભદેવથી લઈ ચરમ તીર્થંકર ભગવાન વર્ધમાન સ્વામી તથા સમસ્ત ગણધરોને વંદન હો. (૫) નિર્વાણ માર્ગના પથ પ્રદર્શક, સંપૂર્ણ પદાર્થોનું સમ્યગ્ જ્ઞાન કરાવનારા, કુદર્શન–મિથ્યામતના મદને નષ્ટ કરનારા, એવા જિનેન્દ્ર ભગવાનનું શાસન જયવંત હો. (૬) ભગવાનના શાસનને ગતિમાન રાખનારા એવા પટ્ટધર શિષ્ય તથા કાલિકશ્રુત અને એના અર્થ પરમાર્થ(અનુયોગ) ને ધારણ કરનારા બહુશ્રુતોને (જ્ઞાનીને) વંદન નમસ્કાર હો. જેમાં (૧) સુધર્મા સ્વામી (૨) જંબૂસ્વામી બંને મોક્ષગામી છે. શેષ દેવલોક– ગામી બહુશ્રુત ભગવંત છે. તેઓ આ પ્રમાણે છે– (૩) પ્રભવ (૪) શયંભવ (૫) યશોભદ્ર (૬) સંભૂતિ વિજય (૭) ભદ્રબાહુ (૮) સ્થૂલીભદ્ર (૯) મહાગિરિ (૧૦) સુહસ્તી (૧૧) બલિસ્સહ (૧૨) સ્વાતિ (૧૩) શ્યામાર્ય (૧૪) શાંડિલ્ય (૧૫) સમુદ્ર (૧૬) મંગૂ (૧૭) ધર્મ (૧૮) ભદ્રગુપ્ત (૧૯) વજ (૨૦) રક્ષિત (૨૧) નન્દિલ (૨૨) નાગહસ્તિ (૨૩) રેવતીનક્ષત્ર (૨૪) બ્રહ્મદીપિકસિંહ (૨૫) સ્કંદિલાચાર્ય (૨૬) હિમવંત (૨૭) નાગાર્જુન (૨૮) ગોવિંદ (૨૯) ભૂતદેિશ (૩૦) લોહિત્ય (૩૧) દૂષ્યગણી. એ સિવાય બીજા પણ જે કાલિક શ્રુતના અર્થ–પરમાર્થ ને ધારણ કરનારા અનુયોગધર શ્રમણ થયા છે તે સર્વને પ્રણામ કરીને જ્ઞાનની પ્રરૂપણા કરું છું. ઉપરોકત નામો, ન તો એકાંત ગુરુ પરંપરાના છે, ન સ્થવિર પરંપરાના છે, ન તો પાટ પરંપરાના છે પરંતુ સર્વે નામો સંમિશ્રિત છે. મુખ્યત્વે યુગપુરુષ, પ્રસિદ્ધિ પ્રાપ્ત, અનુયોગધરોના નામ સ્મરણ કરીને સૂત્રકારે શેષ સર્વ અનુયોગધરોને અંતિમગાથામાં પ્રણામ—વંદન કર્યા છે. ટિપ્પણી :–અંતિમ નામ અનુયોગધર દૂષ્યગણિનું છે. સ્વયંનું નામ પણ સૂત્રકારે મૂળ પાઠમાં રાખ્યું નથી. ટીકાકાર ચૂર્ણિકારે સ્પષ્ટ કર્યું છે કે દૃષ્યગણિના શિષ્ય દેવવાચક દેવગિણિ ક્ષમાશ્રમણ આ સ્તુતિના રચનાકાર છે તથા તેઓ જ આ સૂત્રના રચિયતા છે. યોગ્ય અયોગ્ય શ્રોતાઓના ચૌદ દષ્ટાંત ઃ (૧) અપરિણામી : મુદ્ગશૈલ એટલે મજબૂત પથ્થર. જેમ ચીકણા ગોળ પથ્થર પર સતત સાત દિવસ અને રાત પુષ્કલાવર્ત મેઘ વરસ્યા પછી પણ તે અંદરથી ભીંજાતો નથી. તેમ લાખ પ્રયત્ન કર્યા પછી પણ જેના હૃદયમાં શિક્ષા ઉતરતી નથી; તેવા શ્રોતાઓ શાસ્ત્ર, શિક્ષા, ઉપદેશ કે વચન શ્રવણ કરવા માટે અયોગ્ય છે. (૨) પાણીના ઘડા ચાર પ્રકારના હોય છે– (૧) ઉપ૨થી મુખ પર ફૂટેલા (૨) વચમાંથી ફૂટેલા (૩) નીચેથી ફૂટેલા (૪) અખંડ. આ ચાર પ્રકારોમાંથી પાણી ધારણ કરવા માટે ચોથા પ્રકારનો ઘડો શ્રેષ્ઠ છે. બાકી ત્રણ પ્રકારના ઘડા પાણી ધારણ કરવા માટે અયોગ્ય છે. એજ પ્રમાણે જે શ્રોતાઓ સર્વે જ્ઞાન, શિક્ષા ગ્રહણ કરી શકે છે, તેઓ શ્રેષ્ઠ છે. દુષપરિણામી : દુર્ગંધયુકત ધડો–જેમાં ભરવાથી શુધ્ધ વસ્તુ પણ અશુધ્ધ થઈ જાય, તે ઉપદેશ શ્રવણ કરવા માટે અયોગ્ય છે. (૩) અગ્રાહિ : જેવી રીતે ચાળણીમાંથી પાણી નીકળી જાય છે, તેવી રીતે સાંભળ્યુ ન સાંભળ્યું કરી હૃદયમાં જેઓ ગુણને ગ્રહણ કરતા નથી તેઓ શ્રોતા તરીકે સંપૂર્ણ અયોગ્ય છે. (૪) દોષ ગ્રાહિ : જેમ ઘી ગાળવાની ગળણી ઘીને જવા દઈ કીટુ રાખી લે છે તેમ જે ગુણોને છોડી દોષોને સ્વયંના હૃદયમાં રાખે છે; તેઓ શાસ્ત્ર શ્રવણ માટે અયોગ્ય છે. (૫) જેમ હંસ દૂધ અને પાણીના મિશ્રણમાંથી ફક્ત દૂધને પીએ છે તેમ જેઓ ફક્ત ગુણને ગ્રહણ કરે છે અને અવગુણને છોડી દે છે તેઓ ઉપદેશ કે શાસ્ત્ર શ્રવણ ને યોગ્ય છે. (૬) અંતરાય કરવા વાળો ઃ જેમ તળાવના પાણીને ભેંસ હલાવીને ડહોળું કરી નાખે છે તથા એજ ડહોળું પાણી સ્વયં પીએ છે તથા બીજાને પણ પીવું પડે છે, તેમ અવિનિત શિષ્ય સ્વયં શાસ્ત્ર કે શિક્ષણ ગ્રહણ કરતો નથી અને બીજાને પણ ગ્રહણ કરવા દેતો નથી. તેઓ શાસ્ત્ર શ્રવણ માટે અયોગ્ય છે. (૭) નદી કિનારે જેમ બકરી શાંતિથી ઘૂંટણ ટેકવીને પાણીને હલાવ્યા વગર સ્વચ્છ પાણી પીએ છે. તેવી રીતે જેઓ સ્વયં શાંતિથી જ્ઞાન શ્રવણ કરે છે તથા બીજાને શાંતિથી જ્ઞાન શ્રવણ કરવા દે છે, તેઓ શ્રેષ્ઠ શ્રોતા છે. (૮) અસમાધિ કરાવે ઃ જેમ મચ્છર શરીર પર બેસીને શરીરને કષ્ટ આપે છે, તેમ જે શ્રોતા આચાર્ય તથા ઉપદેશક ને કષ્ટ આપે છે તે અયોગ્ય શ્રોતા છે. (૯) જેમ જળો શરીરને કષ્ટ આપ્યા વિના ગંદુ લોહી પી જાય છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રાખે છે. તેમ જેઓ આચાર્યને કષ્ટ આપ્યા વિના ઇશારા માત્રથી ઉપદેશ ગ્રહણ કરે છે તેઓ શાસ્ત્રજ્ઞાન ગ્રહણ કરવા યોગ્ય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 115 (૧૦) અવિનયી જેમ બિલાડી દૂધના તપેલાને ઢોળીને ધૂળયુક્ત દૂધ પી જાય છે. તેમ જે અહંકારવશ આચાર્યની શાસ્ત્રોક્ત વાત સાંભળી ન સાંભળી કરીને આજુબાજુની મિથ્યા વાતોમાં રસ ધરાવે છે તે શ્રોતા પણ અયોગ્ય છે. (૧૧) વિશિષ્ટ પ્રકારનો ઉદર વાસણમાંથી થોડું દૂધ પીએ છે તથા આજુબાજુ ચાટીને સાફ કરે છે અને ફરી પાછું દૂધ પીએ છે. તેવી રીતે જે શિષ્ય આચાર્યનો ઉપદેશ સાંભળીને મનન કરે છે, ફરી સાંભળે છે અને હૃદયમાં ઉતારે છે. તેવા શ્રોતા ઉપદેશ કે જ્ઞાનને યોગ્ય છે. (૧૨) વૈયાવચ્છ ન કરે : ચાર બ્રાહ્મણોને એક ગાય દક્ષિણામાં મળી. વારાફરથી ચારે બ્રાહ્મણ એક–એક દિવસ ગાયને દોહતા હતા અને ગાયનું દૂધ વાપરતા. પરંતુ બીજે દિવસે ગાયનો વારો બીજાનો છે એમ વિચારી ગાયને ઘાસચારો દેતા નહીં કે સાર સંભાળ રાખતા નહીં તેથી બિચારી ગાય મરી ગઈ. તેવી રીતે આચાર્યની સેવા કરવામાં જેઓ આળસ કરે કે ઉદાસીન રહે તથા સેવાનું કાર્ય અન્યના ભરોસે રાખે તેઓ ઉપદેશ ગ્રહણ કરવાને અયોગ્ય છે. (વૈયાવચ્છ નું મહત્વ જ્ઞાનથી વિષેશ છે, તથા તે અનુકંપા ભાવ છે.) (૧૩) પ્રત્યેનીકને : એક રાજા પાસે એક દિવ્ય ભેરી હતી અને એ વિઘ્ન વિનાશક તથા રોગ વિમુક્ત કરનારી હતી. ભેરીને વગાડવાથી આસપાસના વર્તુળમાં જ્યાં સુધી ભેરીનો અવાજ પહોંચે ત્યાં સુધી કોઈ બીમાર થતો નથી અને બીમાર હોય તો સ્વસ્થ થઈ જતો. એ ભેરીના અવાજની અસર છ મહિના સુધી રહેતી. ફરી પાછી છ મહિને ભેરી વગાડવામાં આવતી. ભેરીની પ્રશંસા સાંભળીને લોકો દૂર દૂરથી આ વર્તુળ(નગરમાં)માં રહેવા આવતા. પરંતુ તેઓને આ નગરમાં છ મહિના સુધી રહેવું મુશ્કેલ લાગતું તેથી ભેરી રક્ષક ગુપ્ત રીતે પુરસ્કાર લઈને તે ભેરીનો નાનો ટુકડો તોડીને આગંતુકને આપી દેતો અને ત્યાં ગમે તે લાકડાના ટુકડા જોડીને ભેરી વગાડતો. તેથી ભેરીનો અવાજ મંદ પડતો ગયો તથા ભેરીનો રોગ નાશક પ્રભાવ પણ મંદ પડતો ગયો. ભેરીનું નિરીક્ષણ કરતાં ભેદ ખુલી ગયો અને ભેરી રક્ષકને રજા અપાઈ ગઈ. વિદ્યા અને દેવની આરાધના કરીને રાજાએ બીજી ભેરી પ્રાપ્ત કરી લીધી અને નવો ભરી રક્ષક રાખ્યો. જેમ ભેરી ને ખંડિત કરનારો રક્ષક અયોગ્ય છે, તેમ શાસ્ત્રવિનાની વાતો, ધર્મગ્રંથો વિરુદ્ધના વાક્યો, અહીં તહીંથી સાંભળેલી વાતો ઉચ્ચારે તેવા શિષ્યો અયોગ્ય છે. પ્રભાવહીન ભેરીની જેમ શાસ્ત્રોને જે વિકૃત કરે તેવા શ્રોતાઓ પણ અયોગ્ય છે. બીજો ભેરી રક્ષક યોગ્ય વ્યકિત હતો અને એ રક્ષકથી રાજા ઘણો ખુશ હતો. રાજાએ એને આજીવિકાની રકમ ખૂબ વધારી આપી. તેવી રીતે યોગ્ય શિષ્ય જિનવાણીની રક્ષા કરે અને જન્મ જન્માંતરો સુધી સુખનો ભોક્તા બને. (૧૪) પોતાના દોષ ન જોતાં બીજાનાં દોષ જુએ: એક રબારી અને રબારણ ઘીના ઘડા ગાડામાં ભરી નગર તરફ વેચવા લઈ જતા હતાં. ગાડામાંથી ઉતરતી વેળાએ બન્નેની અસાવધાનીથી ઘી ભરેલો ઘડો જમીન પર ઢોળાઈ ગયો. બન્ને એકબીજા પર આક્ષેપ, પ્રત્યાક્ષેપ કરવા લાગ્યા, પણ કોઈએ પોતાની ભૂલ સ્વીકારી નહીં ને વિવાદ વધતો ગયો. તેટલામાં નીચે પડેલું ઘી કુતરો ચાટી ગયો. થોડીવાર પછી બન્ને શાંત થયા ને ઘી વેચીને ઘર તરફ ચાલવા લાગ્યા. ત્યાં સુધીમાં રાત પડી ગઈ હતી અને અંધારામાં ચોરોએ બન્નેનું મેળવેલું ધન લૂંટી લીધું. આવી રીતે એ લોકોનું ધન પણ ગયું ને ઘી પણ ગયું. જે શિષ્ય સ્વયંની ભૂલ ગુરુના કહેવા છતાં પણ સ્વીકારતો નથી ને કલહ કંકાશ કરે છે તે શ્રુત જ્ઞાનરૂપી ઘીની સંપત્તિ ખોઈ નાખે છે. એવા શિષ્ય અયોગ્ય છે. જે આહીર દંપતિ શીધ્ર પોતાની ભૂલ સ્વીકારી ઘીના ઘડાને સંભાળી લે અને શીઘ્ર વેચીને દિવસના સમયે જ ઘરે પહોંચી જાય છે, તેને વધારે નુકસાન થતું નથી. તેમ જે શિષ્ય શીધ્ર પોતાની ભૂલ સ્વીકારી આચાર્યના ચિત્તની આરાધના કરે છે તે શ્રતગ્રહણને યોગ્ય છે. શ્રોતાના ત્રણ પ્રકાર છે :- (૧) જાણિયા(જ્ઞાયિકા) :- તત્વ જિજ્ઞાસુ, ગુણજ્ઞ, બુદ્ધિમાન, શ્રદ્ધાવાન, આત્માન્વેષી, ગુણોને ગ્રહણ કરીને દોષોને છોડી દે તેવા તથા હંસ સમાન સહજ સ્વભાવવાળા શ્રોતા પ્રથમ જ્ઞાયિકા–સમજદાર પરિષદમાં આવે છે. (૨) અજ્ઞાયિકાઃ- જેઓ અબુધ બાળકની જેમ સરળ હૃદયના હોય છે તેઓ કોઈ પણ પ્રકારના મત મતાંતરથી દૂર હોય છે. તેઓ હીરાની ખાણમાંથી નીકળેલા અણઘડ હીરા જેવા હોય છે. તેને હરાઘસુ ઇચ્છે તેવા નિત નવા ઘાટ આપે છે. તેવી રીતે આવા શ્રોતાઓને આચાર્યનો ઉપદેશ અંતરમાં ઊતરી જાય છે, તેઓ ગુણવાન, સન્માર્ગગામી, સંયમી, વતી, વિદ્વાન, તપસ્વી બની શકે છે. આવા સરળ સ્વચ્છ હૃદયના અબોધ શ્રોતા અજ્ઞાયિકા–અજાણ પરિષદમાં આવે છે. (૩) દુર્વિદગ્ધા:- જેમ ગામડાનો કોઈ અજ્ઞાની પંડિત શાસ્ત્રોક્ત જ્ઞાન ધરાવતો નથી પરંતુ સ્વયંને મહાપંડિત, જ્ઞાની સમજે છે તથા અનાદર તથા અપમાનના ભયથી જ્ઞાની પંડિત પાસેથી જ્ઞાન ગ્રહણ કરતો નથી. તેવા શ્રોતાઓ વાયુ ભરેલી મશક જેવા ખાલી હોય છે. આવા અભિમાની, અવિનીત, દુરાગ્રહી, ખોટી મનમાની કરનારા પંડિત શ્રોતાઓની ગણતરી ત્રીજી દુર્વિદગ્ધા પરિષદમાં આવે છે. પ્રથમ શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) શાસ્ત્ર શ્રવણ કરવા માટે યોગ્ય છે. બીજી શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) પણ શાસ્ત્ર શ્રવણ કરવા યોગ્ય છે. પરંતુ ત્રીજી શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) સર્વથા શાસ્ત્ર શ્રવણ કરવા અયોગ્ય છે. તેઓ શાસ્ત્રનો ખરો અર્થ–પરમાર્થ સમજી શકતા નથી. તેમજ તેઓ શાસ્ત્રજ્ઞાનથી સ્વયંનું તથા અન્યનું કાંઈ પણ હિત કરી શકતા નથી. બલ્ક, તે જ્ઞાનને અહિતકારી બનાવી દે છે. જ્ઞાન-પ્રમાણ-વાદ સંબંધ કોઈ શ્રોતા અનુસરણીય તો કોઈ વિપરિત એટલે કે વાદી હોય છે. કોઈ શ્રોતા શ્રધ્ધાનંત તો કોઈ શ્રોતા અશ્રધ્ધાળ હોય છે. કોઈ શ્રોતા વિષયનાં જ્ઞાત તો કોઈ શ્રોતા અજ્ઞાત હોય છે. કોઈ શ્રોતા બુધ્ધીમાન, પ્રજ્ઞાવંત તો કોઈ અબુધ, જડ હોય છે. કોઈ સરલ અને કોઈ વક્ર હોય છે. કોઈ પુણ્યશાળી, ભાગ્યશાળી આત્મા તો કોઈ અભાગી હોય છે. કોઈ શ્રોતા અશુભ હેતુવાળા તો કોઈ શુભ હેતુ વાળા હોય છે. કોઈ અજ્ઞાન પ્રેરીત તો કોઈ જ્ઞાન પ્રેરીત હોય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 116 ચારિત્ર મોહનીય કર્મનાં વિચિત્ર ક્ષયોપશમનાં કારણે આ દુસમ કાળમાં ઉપરનાં ગુણ-અવગુણનાં લગભગ બધાંજ ભાંગા આશચર્યજનક રીતે શકય છે. તેથી જ્ઞાન પ્રમાણ વાદ કરતી વખતે કે ઉપદેશ દેતી વખતે શ્રોતાઓનાં આ વિચિત્ર ક્ષયોપશમનું ધ્યાન રાખવું. જેથી વિવાદ ટળે અને જયાં કષાય ઉત્પતીની સંભાવના દેખાય ત્યાં મૌન ધરવું. પાંચ જ્ઞાન જ્ઞાન આત્માનો નિજ ગુણ છે. જે જ્ઞાનાવરણીય કર્મથી આવરિત (આચ્છાદિત) થઈને વિભિન્ન રૂપે દષ્ટિગોચર થાય છે. જૈનાગમોમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪). મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. એ પાંચ જ્ઞાનને આવરણ કરનારા જ્ઞાનાવરણીય કર્મ પણ પાંચ પ્રકારના કહ્યા છે– (૧) મતિજ્ઞાનાવરણીય- કર્મ (૨) શ્રુતજ્ઞાનાવરણીયકર્મ (૩) અવધિજ્ઞાનાવરણીયકર્મ (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીયકર્મ. આ ચાર કર્મ પ્રકૃતિઓનો જેટલો ક્ષયોપશમ વધતો જાય એટલું જ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન વધતું જાય છે અને આ ચારેય કર્મોનો ઉદય વધતો જાય છે ત્યારે તે ચારેય જ્ઞાન ઘટતા જાય છે. (૫) કેવળજ્ઞાનાવરણીય કર્મ પ્રકૃતિનો તો એક સાથે ક્ષય થાય છે, તેનો ક્ષયોપશમ થતો નથી; ક્ષય થવાથી કેવળજ્ઞાન(અને સાથે કેવળ દર્શન પણ) પ્રગટ થાય છે. ચાર જ્ઞાનમાં ઘટાડો, વધારો અને લોપ થયા કરે છે પરંતુ કેવળજ્ઞાનમાં એવી કોઈ અવસ્થા હોતી નથી. તે ઉત્પન્ન થયા પછી સદા અને સર્વને એક સરખું રહે છે. પછી કયારેય નષ્ટ થતું નથી. એ આત્માનું સ્થાયી અને પરિપૂર્ણ જ્ઞાન છે. આ પાંચ જ્ઞાનનો ક્રમ જે બતાવવામાં આવેલ છે તે અન્ય આગમોમાં વર્ણિત છે. અપેક્ષાથી અહીં નંદી સૂત્રમાં જ્ઞાનના ભેદ આ પ્રમાણે કહ્યા છે– પ્રત્યક્ષજ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારના છે– ઈદ્રિય પ્રત્યક્ષ અને નોઈદ્રિય પ્રત્યક્ષ. ઈદ્રિય પ્રત્યક્ષના પાંચ પ્રકાર છે. જેમ કે– (૧) શ્રોતેન્દ્રિય પ્રત્યક્ષ (૨) ચક્ષુ ઇન્દ્રિય પ્રત્યક્ષ (૩) ઘ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) રસનેન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. નોઈદ્રિય પ્રત્યક્ષ ૩ પ્રકારના છે–(૧) અવધિજ્ઞાન (૨) મનઃ પર્યવ જ્ઞાન (૩) કેવળ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન બે પ્રકારના છે-(૧) મતિજ્ઞાન (૨) શ્રતજ્ઞાન અહીં સારાંશ ઉપક્રમમાં ઉપર બતાવેલ પ્રસિદ્ધ ક્રમથી પાંચ જ્ઞાનનું વર્ણન કરવામાં આવે છે. (૧) મતિજ્ઞાન – આ જ્ઞાન આભિનિબોધિક જ્ઞાનના નામથી પણ આગમમાં ઓળખાવાય છે, પરંતુ તેનું મતિજ્ઞાન એ નામ પણ લઘુ, સરળ અને આગમ સમ્મત છે. આ જ્ઞાન આત્માને મન અને ઈદ્રિયોના અવલંબનથી થાય છે અર્થાત્ જોવું, સાંભળવું, સુંઘવું, ચિંતન કરવું તેમજ બુદ્ધિજન્ય જે પણ જ્ઞાન હોય છે તે મતિજ્ઞાન છે. મતિજ્ઞાનના મુખ્ય બે પ્રકાર છે– ૧. શ્રુતનિશ્રિત ૨. અશ્રુતનિશ્ચિત. (૧) મન અને ઈદ્રિયોના નિમિત્ત (યોગ)થી અર્થાત્ જોવા, સાંભળવા, વિચારવાના નિમિત્તથી થનાર મતિજ્ઞાન ૠતનિશ્રિત કહેવાય છે અને (૨) ચાર બુદ્ધિ દ્વારા થનાર મતિજ્ઞાન અશ્રુતનિશ્રિત કહેવાય છે. શ્રત નિશ્રિત મતિજ્ઞાન – આ જ્ઞાનની ચાર અવસ્થા છે યથા– અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. (૧) કોઈપણ વસ્તુ કે વિષયને સર્વપ્રથમ ઈન્દ્રિય દ્વારા ગ્રહણ કરવા અર્થાત્ સામાન્ય રીતે જોવું તથા સાંભળવું ઈત્યાદિને અવગ્રહ કહે છે. (૨) એના પર વિચારણા કરવી કે શું છે? કયાં છે? કેવો છે? વગેરેને ઈહા કહે છે. (૩) વિચારણા કરતાં-કરતાં તે શબ્દ કે રૂપ આદિને એક નિર્ણિત રૂપ આપવાને (આ નથી, એમજ છે) અવાય કહેવાય છે. (૪) આ નિર્ણિત કરેલા વિષય અથવા તત્વને થોડા સમય કે લાંબા સમય સુધી સ્મૃતિમાં ધરવાને ધારણા કહેવાય છે. ઉદાહરણ - (૧) કોઈ મનુષ્ય દૂરથી દેખાય છે, તેને અવગ્રહ કહે છે. (૨) આ મનુષ્ય પર ચિંતન કરવું કે કયાંનો છે? કોણ છે? કેવો છે? એનું નામ ગૌતમ છે કે પારસ છે? ઇત્યાદિ પૂર્વ વિચારણા કરવાને ઈહા કહેવાય છે.(૩) આ મનુષ્ય ગૌતમ છે, એમ નિર્ણય લેવાય, તેને અવાય કહે છે. (૪) આ મનુષ્ય અથવા પ્રસંગ ને અમુક વર્ષ યાદ રાખવાને ધારણા કહે છે. અહીં રૂપનું ઉદાહરણ આપ્યું છે. તે જ રીતે ગંધ, શબ્દ, રસ, સ્પર્શના વિષયમાં સમજવું. અવગ્રહ એક સમયનો હોય છે. ઈહા, અવાય, અંતર્મુહૂર્તના હોય છે. અને ધારણા ઉત્કૃષ્ટ સંખ્યા અસંખ્યાત વર્ષની હોય છે. સંખ્યાત અસંખ્યાત વર્ષ પછી પૂર્વની વાત સ્મૃતિ પટ પર રહી શકે છે અથવા સ્મરણ કરવાથી સ્મૃતિમાં આવી શકે છે. જાતિસ્મરણ જ્ઞાન :- ધારણાના ફળ સ્વરૂપ વ્યક્તિનું અનુભવ જ્ઞાન વધે છે અને એના પરિણામ સ્વરૂપ ઘણાં જીવોને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. આ જ્ઞાનથી જીવ સ્વયંના જન્મ જન્માંતરોની વાતો(ઘટનાઓ) જાણી શકે છે. પૂર્વભવોની અનેક ઘટનાઓ એની સ્મૃતિમાં આવી શકે છે. આ જાતિ સ્મરણ જ્ઞાન મતિજ્ઞાનનો એક પ્રકાર છે. જાતિસ્મરણ દ્વારા સેંકડો ભવનું જ્ઞાન થાય છે. આમાં પણ એક નિયમ છે કે પૂર્વમાં લગાતાર સંજ્ઞી પંચેન્દ્રિય ના ભવ કર્યા હોય તો તેનું જ્ઞાન થાય છે. પરંતુ વચમાં કોઈ અસન્નીનો ભવ કર્યો હોય તો જાતિ સ્મરણજ્ઞાન અવસ્થિત થઈ જાય છે. આવી રીતે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા ઈત્યાદિ ચાર પ્રકારના શ્રત | નિશ્રિત અર્થાત્ ઇન્દ્રિયજન્ય મતિ જ્ઞાન છે. તéપરાંત એના મૂળ ભેદ ૨૮ છે અને વિષયની અપેક્ષાએ ૩૩૬ ભેદ છે. (નંદી સૂત્રમાં દર્શાવેલ ૪ બુદ્ધિને ઉમેરતાં ૩૪૦ ભેદ થાય છે.) (૨) અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન – આ જ્ઞાન બુદ્ધિની અપેક્ષા રાખે છે. બુદ્ધિના ચાર પ્રકાર કહેલ છે. તેથી આ અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના ચાર પ્રકાર છે. બુદ્ધિના ચાર પ્રકાર આ પ્રમાણે છે- (૧) અભ્યાસના પ્રયાસ વગર ક્ષયોપશમના કારણે અચાનક જેની સ્વતઃ ઉપજ થાય કે સૂઝ બૂઝ પેદા થાય તેને ઔત્પાતિકી બુદ્ધિ કહે છે. IQ - intelligence quality. (૨) ગુરુ આદિની સેવા ભક્તિ વિનયથી જે ઉન્નત બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેને વૈનયિકી બુદ્ધિ કહે છે. (૩) શિલ્પ કલા આદિ કોઈ કાર્યના અભ્યાસથી ઉત્પન્ન થયેલ બુદ્ધિને કર્મના બુદ્ધિ કહે છે. (૪) ચિરકાળ પર્વત પરસ્પર પર્યાલોચન, વિચારણા કરવાથી અથવા ઉમરના વધવાની સાથે પ્રાપ્ત અનુભવ જન્ય બુદ્ધિને પારિણામિકી બુદ્ધિ કહે છે. અથવા અનુમાનિત યોજના મુજબ કાર્ય કરીને ચોક્કસ પરિણામ આપનારી બુદ્ધિને અશ્વત નિશ્ચિત મતિજ્ઞાન - આ શાન છે(૧) અભ્યાસના પ્રયાસ વગર યાર આદિની સેવા ભક્તિ Page #118 -------------------------------------------------------------------------- ________________ jain 117 કથાસાર પારિણામીકી બુદ્ધિ કહે છે. એ ચારે પ્રકારની બુદ્ધિને ક્રિયાત્મક રૂપથી સમજવા માટે સૂત્રમાં કેટલાક દષ્ટાંતોનો સંકેત કરવામાં આવેલ છે. [નોધ: ઠાણાંગ ૪થો ઉદેશો ૩ જો.(આહરણ તદોશ) દષ્ટાંત,ઉદાહરણનાં ૪ દોષઃ ૧). અધર્મયુકત અધર્મ ઉત્પન્ન કરાવનાર. ૨). પ્રતિલોમ:- પ્રતિકુળ આચરણની શિક્ષા આપનાર – જેવા સાથે તેવા થવું. ૩). આત્મોપનીત - સ્વમતનો ધાત કરનાર. ૪). દુરુપનીત – જેનાથી સ્વમતમાં ઘુસણ આવે. નંદી સૂત્રના મૂળ પાઠમાં કથાઓ નથી, પરંતુ ફકત નામ છે. ચાર જ્ઞાનનાં દષ્ટાંતો જે કહેવાય છે તે ઉપરોકત દોશથી દુસીત છે. સૂત્રોને રોચક બનાવવા માટે કથા ઉમેરવાની દલીલ પણ નકામી છે.જેને સૂત્રરુચી નથી તે ફકત દયાને પાત્ર છે. રચનાકારની યોગ્યતા સિધ્ધ નથી થતી, તેથી કોઈ કથા દુષિત ન પણ હોય, તોય સૂત્રનો ભાગ નથી.] વિશેષ:- અવગ્રહ, ઈહા, અવાયથી જે વસ્તુનો નિર્ણય થાય છે તે નિર્ણયમાં જ્યારે નૂતન ધર્મને જાણવાની અભિલાષા થાય છે ત્યારે પુનઃ વિચારણા દ્વારા નૂતન ઈહા થાય છે, એવી સ્થિતિમાં તે પૂર્વનો અવાય આ નૂતન ઈહાને માટે અવગ્રહ બની જાય છે. આ પ્રકારે વિશેષ–વિશેષ નૂતન ધર્મની અપેક્ષા પૂર્વ–પૂર્વના અવાય પણ અવગ્રહ બની જાય છે. અર્થાત્ અપેક્ષાથી અવાય પણ અવગ્રહથી પુનઃ પ્રારંભ થાય છે. સામાન્યથી વિશેષ વિશેષતર નૂતન ધર્મ (ગુણ)ની જિજ્ઞાસાથી એમ થાય છે. મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દઃ- (૧) ઈહા (૨) અપોહ (૩) વિમર્શ (૪) માર્ગણા (૫) ગવેષણા (૬) સંજ્ઞા (૭) સ્મૃતિ (૮) મતિ (૯) પ્રજ્ઞા (૧૦) બુદ્ધિ. મતિજ્ઞાનનો વિષય :- (૧) દ્રવ્યથી- મતિજ્ઞાની અપેક્ષાએ સર્વદ્રવ્ય જાણે છે, પરન્તુ જોઈ શકતા નથી. (૨) ક્ષેત્રથી મતિજ્ઞાની અપેક્ષાએ સર્વ ક્ષેત્ર જાણી શકે છે, પરન્તુ જોઈ શકતા નથી. (૩) કાળથી– મતિજ્ઞાની અપેક્ષાએ સર્વે કાળ જાણી શકે છે, પણ જોઈ શકતા નથી. (૪) ભાવથી- મતિજ્ઞાની અપેક્ષાએ સર્વે ભાવોને જાણી શકે છે, પણ જોઈ શકતા નથી. આ તેનો ઉત્કૃષ્ટ વિષય છે. જઘન્ય, મધ્યમ મતિજ્ઞાન આનાથી ઓછું વિવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે. (૨) શ્રતજ્ઞાન :- અધ્યયન, શ્રવણ, વાંચન, ચિંતન, ઇત્યાદિથી જે અક્ષર વિન્યાસરૂપ જ્ઞાન થાય છે અથવા ઇગિત આકાર સંકેત દ્વારા જે અનુભવ અભ્યાસયુક્ત જ્ઞાન થાય છે, એ સર્વેને શ્રુતજ્ઞાન કહેવાય છે. તેમાં બધી ઇન્દ્રિય, મન તથા બુદ્ધિનો ઉપયોગ થાય છે. આ જ્ઞાન લૌકિક કે લોકોત્તર શાસ્ત્રમય હોય છે અથવા કોઈપણ ભાષા અક્ષર–સમૂહ સંકેતમય હોય છે. શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે. અર્થાત્ અધ્યયન કે અક્ષરરૂપ જ્ઞાનથી પૂર્વ ઇન્દ્રિય યા મન સંબંધિત વસ્તુનું જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થયા પછી શ્રુતજ્ઞાન થાય છે. અતઃ જ્ઞાનક્રમમાં પણ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન લેવામાં આવ્યું છે. શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકાર છે. એના અધ્યયન દ્વારા શ્રુતજ્ઞાન સહજ રીતે ખૂબ જ સ્પષ્ટતાથી સમજી શકાય છે. તે આ પ્રમાણે છે– (૧) અક્ષરશ્રુત (૨) અનક્ષરદ્યુત (૩) સન્નીશ્રત (૪) અસત્રીશ્રત (૫) સમ્યકશ્રુત (૬) મિથ્યાશ્રુત (૭) સાદિકશ્રુત (૮) અનાદિકશ્રુત (૯) સપર્યવસિતશ્રત (૧૦) અપર્યવસિતશ્રત ૧૧) ગમિકશ્રત (૧૨) અગમિકશ્રત (૧૩) અંગ પ્રવિષ્ટશ્રત (૧૪). અનંગ પ્રવિષ્ટદ્યુત. અક્ષરદ્યુત તથા અનફરશ્રુતમાં સંપૂર્ણશ્રુત જ્ઞાનનો સમાવેશ થાય છે. પરંતુ સામાન્ય બુદ્ધિ ધરાવતા જીવોને વિભિન્ન પાસાઓથી અર્થ પરમાર્થને સમજવામાં સરળતા રહે એ હેતુથી અહીં સાત પ્રકારે બેબે ભેદ કરીને ૧૪ ભેદ કર્યા છે. (૧) અક્ષરગ્રુત :- આના ત્રણ ભેદ છે– સંજ્ઞા અક્ષરશ્રુત, વ્યંજન અક્ષરશ્રુત અને લબ્ધિ અક્ષરશ્રત. (૧) અક્ષરોની આકૃતિ અર્થાત્ વિભિન્ન લિપિઓમાં લખાયેલ અક્ષરને “સંજ્ઞાશ્રુત' કહે છે. (૨) અક્ષરના જે ઉચ્ચારણ કરાય છે, તેને “વ્યંજનશ્રુત કહેવાય છે. (૩) શ્રોતેન્દ્રિય આદિના ક્ષયોપશમના નિમિતે જે ભાવરૂપમાં શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને “લબ્ધિ અક્ષરગ્રુત કહે છે. અક્ષર શબ્દની પર્યાલોચના થકી જે અર્થનો બોધ થાય છે તેને “લબ્ધિ' અક્ષર શ્રત કહે છે. એ જ ભાવ શ્રત છે. સંજ્ઞા અને વ્યંજન દ્રવ્યશ્રત છે અને ભાવ- શ્રતનું કારણ છે. (૨) અનરશ્રુત - જે શબ્દ અક્ષરાત્મક(વર્ણાત્મક) ન હોય પરન્તુ ધ્વનિ માત્ર હોય જેમ કે ખાંસવું, છીંકવું, થુંકવું, લાંબો શ્વાસ લેવોછોડવો, સીટી, ઘંટડી બ્યુગલ વગાડવા વગેરે. કોઈ પણ આશય સંકેત દ્વારા સૂચિત કરાય છે તે સર્વે અનક્ષશ્રત છે. વગર પ્રયોજન કરાયેલ ધ્વનિ કે શબ્દ અનક્ષરદ્યુત ન કહેવાય. મતિજ્ઞાન એવં શ્રતજ્ઞાનમાં સંબંધ વિચારણા - મતિજ્ઞાન કારણ છે. શ્રતજ્ઞાન કાર્ય છે. મતિજ્ઞાન સામાન્ય છે. શ્રતજ્ઞાન વિશેષ છે. મતિજ્ઞાન મૂક છે, શ્રુતજ્ઞાન મુખરિત (બોલતું) છે. મતિજ્ઞાન અનક્ષર છે. શ્રુતજ્ઞાન અક્ષર પરિણત છે. ઇન્દ્રિય અને મનથી જે જ્ઞાન અનુભૂતિ રૂપે થાય છે ત્યારે તેને મતિજ્ઞાન કહે છે, પરંતુ એ જ્ઞાન જ્યારે અક્ષરરૂપ સ્વયં અનુભવ કરે છે, કે બીજાને પોતાનો અભિપ્રાય ચેષ્ટાથી બતાવે છે, ત્યારે તે અનુભવ અને ચેષ્ટા આદિ શ્રુતજ્ઞાન કહેવાય છે. અતઃ મતિજ્ઞાન શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ સંબંધી ચિંતનના અનુભવથી થાય છે. જ્યારે શ્રુતજ્ઞાનમાં શબ્દ વગેરેની અનુભૂતિ અક્ષરના રૂપમાં કરાય છે. આમ, અક્ષરરૂપે સ્વયં અનુભવ કરવો અને બીજાને અક્ષર કે અનક્ષર(ધ્વનિ) દ્વારા અનુભવ કરાવવો તેને શ્રુત જ્ઞાન કહેવાય છે. (૩-૪) સન્નીશ્રત અસન્નીશ્રત :– સન્નીને થનાર જ્ઞાન સન્નીશ્રત કહેવાય છે અને અસત્રીને થનારું જ્ઞાન અસત્રીશ્રત કહેવાય છે. અસન્ની જીવોમાં અવ્યક્ત ભાવકૃત હોય છે. જ્યારે સન્ની જીવોનું ભાવ શ્રુતજ્ઞાન સ્પષ્ટ(વ્યક્ત) હોય છે. (૫) સભ્યશ્રુત - તીર્થકર ભગવંતો દ્વારા પ્રણીત અર્થને ગણધરો શાસ્ત્રરૂપે ગૂંથે તે “સમ્યદ્ભુત છે. આ શાસ્ત્રો પર આધારિત અન્ય દશ પૂર્વધારી પર્વતના બહુશ્રુત આચાર્યો દ્વારા રચિત શાસ્ત્ર પણ “સમ્યકશ્રુત” છે. વ્યક્તિગત સ્મૃતિની અપેક્ષાએ દશપૂર્વથી લઈને ચૌદ પૂર્વધારી જ્ઞાનીના ઉપયોગ સાથે ઉક્ત શાસ્ત્ર સમ્યદ્ભુત છે. એનાથી ઉતરતા જ્ઞાનવાળાના શાસ્ત્ર સમ્યક્ષુત રૂપ પણ હોય છે અને અસમ્યક પણ હોય છે. આનું કારણ સ્મૃતિ દોષપણ હોઈ શકે. દશપૂર્વથી ઓછા જ્ઞાનવાળા મિથ્યાદષ્ટિ હોઈ શકે. Page #119 -------------------------------------------------------------------------- ________________ 518 આગમ-કથાઓ એના આધારે એમ સમજાય છે કે દશપૂર્વ જ્ઞાનધારીઓથી ઓછા શાની દ્વારા રચિત શાસ્ત્ર એકાંત સભ્યશ્થત નથી હોતા, એને આગમકોટિમાં નહીં ગણવા. (૬) મિથ્યાશ્રુત – અજ્ઞાની મિથ્યા દષ્ટિ દ્વારા સ્વયંની સ્વચ્છંદ બુદ્ધિથી અર્થાત્ સર્વજ્ઞોની વાણીનો આધાર લીધા વગર જે શાસ્ત્રની રચના થાય છે તે મિથ્યાશ્રુત” છે. (૭–૧૦) સાદિ સાંત, અનાદિ અનંત શ્રત – કોઈ પણ વ્યક્તિની અપેક્ષાએ, ભરત આદિક્ષેત્રની અપેક્ષાએ, ઉત્સર્પિણી આદિ કાળની અપેક્ષાએ શ્રુત “સાદિ સાંત’ હોય છે. પરંપરાની અપેક્ષાએ, સમસ્ત ક્ષેત્રોની અપેક્ષાએ, સંપૂર્ણકાળની અપેક્ષાએ શ્રત અનાદિ અનંત હોય છે. ભવી જીવોનું શ્રુત “સાદિ સાંત' હોય છે. અભવી જીવોનું અસભ્ય શ્રુત અનાદિ અનંત હોય છે. કારણ કે ભવીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રુતજ્ઞાન નથી હોતું. કેવળ જ્ઞાન આત્માનો નિજ ગુણ છે. એનું અસ્તિત્વ બધા જીવોમાં હોય છે. કર્યાવરણને કારણે એનો અનંતમો ભાગ સર્વે જીવોમાં અનાવરિત હોય છે. જો એમ ન હોય તો જીવ અજીવમાં પરિણમે. પરંતુ આવું થતું નથી. કેવળ જ્ઞાનને અહીં પર્યાયઅક્ષર' શબ્દ દ્વારા કહેવાયું છે. (૧૧-૧૨) ગમિકશ્રુત અગમિકશ્રુત – દષ્ટિવાદ નામનું બારણું અંગ સૂત્ર “ગમિકશ્રુત' છે. શેષ અગિયાર અંગ “અગમિકશ્રુત' છે. જેમાં એક વાક્ય યા આલાપક વારંવાર આવે છે તેને ગમિક કહેવાય છે. જે શાસ્ત્રમાં પુનઃ પુનઃ એક સરખા પાઠ નથી આવતા તેને “અગમિક' કહેવાય છે. (૧૩–૧૪) અંગ પ્રવિષ્ટ અને અંગબાહ્ય – બાર અંગ સૂત્ર “અંગ પ્રવિષ્ટદ્યુત” છે. એ સિવાયના સર્વે સમ્યગૂ શાસ્ત્ર અંગબાહ્ય “ અનંગપ્રવિષ્ટ' શ્રત છે. અંગ બાહ્યના બે ભેદ છે– (૧) આવશ્યક સૂત્ર (૨) તેનાથી અતિરિક સૂત્ર. એકલા આવશ્યક સૂત્રને અલગ રાખવામાં આવ્યું છે. કારણ કે એની રચના પ્રારંભમાં ગણધર દ્વારા કરવામાં આવે છે. આવશ્યક સિવાય અતિરિક શ્રુતના બે ભેદ છે. (૧) કાલિકશ્રુત (૨) ઉત્કાલિક શ્રત. પ્રથમ પ્રહર અને ચતુર્થ પ્રહરમાં જેનો સ્વાધ્યાય આદિ કરાય તેને “કાલિકશ્રુત’ કહે છે અને જેનો ચારે પ્રહરમાં સ્વાધ્યાય આદિ કરાય તેને “ઉત્કાલિકશ્રત' કહે છે. અંગ પ્રવિષ્ટ બધા આગમો કાલિક હોય છે. આવશ્યક સૂત્ર ઉત્કાલિક સૂત્ર(નોકાલિક નોઉત્કાલિક સૂત્ર) છે. ચારે પ્રહરમાં તથા અસઝાયમાં પણ તેનું વાંચન(સ્વાધ્યાય) થાય છે. અંગ પ્રવિષ્ટ સૂત્રોના નામ:- (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(ભગવતીસૂત્ર) (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદશા (૮) અંતકૃતદશા (૯) અનુત્તરોપપાતિક (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાક (૧૨) દષ્ટિવાદ(પૂર્વજ્ઞાન). આનો વિષય પરિચય સમવાયાંગ સૂત્રના સારાંશમાં છે અંગબાહ્ય કાલિક સૂત્ર :- ઉત્તરાધ્યયન, નિશીથ, દશાશ્રુત સ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, નિરિયાવલિકાદિ પાંચ વર્ગ અર્થાત્ ઉપાંગ સૂત્ર, ઋષિભાષિત, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, ફુલ્લિકા વિમાન પ્રવિભક્તિ ઇત્યાદિ ૧૦ અર્થાત્ સંક્ષેપિક દશા, ઉત્થાન શ્રુત, સમુત્થાન શ્રત. અંગ બાહ્ય ઉત્કાલિક સૂત્ર – દશવૈકાલિક, ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નંદી, અનુયોગ દ્વાર, સૂર્યપ્રજ્ઞપ્તિ, મહાપ્રજ્ઞાપના, પ્રમાદાપ્રમાદ, દેવેન્દ્રસ્તવ, તન્દુલ– વૈચારિક, પૌરુષી મંડળ, મંડળ પ્રવેશ, ધ્યાન વિભક્તિ, મરણ વિભક્તિ, આત્મ વિશદ્ધિ. વીતરાગ શ્રત, સંલ્લેખનાશ્રત. વિહાર કલ્પ, ચરણવિધિ, આતરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન. અંગ પ્રવિષ્ટ સૂત્રોની સંખ્યા બાર છે. અંગ બાહ્ય સૂત્રોની કોઈ સંખ્યા બતાવી નથી. કયારેક વધી જાય છે તો કયારેક ઘટી જાય છે. પ્રત્યેક તીર્થંકરના શાસનમાં અલગ અલગ સંખ્યા રહે છે તથા એક તીર્થકરના શાસનમાં પણ પ્રારંભમાં ૧-૨ હોય, ફરી નવા બનતા રહેવાથી વધે અને ક્યારેક વિલુપ્ત- વિચ્છેદ થવાથી ઘટી જાય છે. તેથી અહીં સૂત્રમાં અંગબાહ્યની કે કાલિક ઉત્કાલિકની સંખ્યા કહેલ નથી. તીર્થકરની ઉપસ્થિતિમાં એમના સર્વે શિષ્યો વીતરાગવાણીના આધારે પોતાનું વ્યક્તિગત સંકલન કરે છે. તેને પ્રકીર્ણશ્રત કહે છે. આની સંખ્યા જેટલા સાધુ હોય તેટલી હોય છે. યથા ચોવીસમા તીર્થંકરની પ્રકીર્ણકશ્રુત સંખ્યા ૧૪ હજારની કહી છે. પ્રથમ તીર્થકરના પ્રકીર્ણક સૂત્રોની સંખ્યા ૮૪000 ની કહી છે. આનો સમાવેશ "અંગ બાહ્ય કાલિક યા ઉત્કાલિક સૂત્રમાં થાય છે. શ્રુતજ્ઞાનનો વિષય :- (૧) દ્રવ્યથી– શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા બધા દ્રવ્યને જાણે–દેખે છે. (૨) ક્ષેત્રથી– શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા સર્વે ક્ષેત્રને જાણે-દેખે છે. (૩) કાળથી ઉપયોગ દ્વારા શ્રુતજ્ઞાની સર્વેકાળને જાણે-દેખે છે. (૪) ભાવથી શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા સર્વે ભાવોને જાણે–દેખે છે. આ કથન ઉત્કૃષ્ટ માટે છે. જઘન્ય, મધ્યમ, માટે થોડું ઓછું દ્રવ્ય-ક્ષેત્ર આદિ સમજવું. શ્રુતજ્ઞાનથી સ્પષ્ટ જાણી શકાય છે. પરંતુ જોવું ચિત્ર વગેરેની અપેક્ષાએ સમજવું. આ પાઠમાં કયાંક-કયાંક પ્રતોમાં ભેદ પણ છે. અન્ય આગામોમાં અને અન્ય પ્રતોમાં (ણ પાસઈ) છે. તેનો અર્થ થાય કે શ્રુતજ્ઞાની જાણી શકે છે પણ જોઈ શકતો નથી. પરંતુ એકાંત એવું નથી. કોઈ દ્રવ્ય આદિ પ્રત્યક્ષ હોય તો તે જોઈ શકે છે. શ્રુત જ્ઞાનની અધ્યયન તથા શ્રવણ વિધિઃઅધ્યયનના આઠ ગુણ :- (૧) વિનય યુક્ત સાંભળવું (૨) શંકાઓનું પૂછીને સમાધાન કરવું (૩) ફરી સમ્યફ પ્રકારથી સાંભળવું (૪) અર્થ અભિપ્રાય ગ્રહણ કરવો. (૫) પૂર્વાપર અવિરોધ વિચારણા કરવી (૬) પુનઃ સત્ય માનવું (૭) નિશ્ચિત કરેલા અર્થને હૃદયમાં ધારણ કરવો (૮) એ જ પ્રમાણે આચરવું. શ્રવણ વિધિઃ- (૧) મૌન રહી એકાગ્રચિત્તથી સાંભળવું (૨) “હું કાર અથવા “જી હા આદિ કહેવું (૩) “સત્યવચન' તહત્તિ ઇત્યાદિ બોલવું (૪) પ્રશ્ન પૂછવા (૫) વિચાર વિમર્શ કરવો (૬) સાંભળેલા તથા સમજાવેલા શ્રતમાં પારંગત થવું (૭) પ્રતિપાદન કરવામાં સમર્થ થવું. Page #120 -------------------------------------------------------------------------- ________________ jain 119 કથાસાર અધ્યાપન વિધિઃ- આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ આદિ પહેલા સૂત્રોચ્ચારણ શીખવે. પછી સામાન્ય અર્થ અર્થાત્ શબ્દોની સૂત્ર સ્પર્શી નિયુકિત (શબ્દાર્થ) બતાવે. પશ્ચાત્ ઉત્સર્ગ–અપવાદ, નિશ્ચય-વ્યવહાર આદિ એ સર્વેનો આશય વ્યાખ્યા સહિત બતાવે. આ ક્રમ પ્રમાણે અધ્યયન કરાવવાથી ગુરુ શિષ્યને પારંગત બનાવી શકે છે. (૩) અવધિજ્ઞાન :- આ જ્ઞાન મન અને ઇન્દ્રિયોની સહાયતાની અપેક્ષા નથી રાખતું. પણ આત્મા દ્વારા રૂપી પદાર્થો નો સાક્ષાત્કાર કરે છે. આ જ્ઞાનમાં માત્ર રૂપી પદાર્થોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા છે, અરૂપીને નહિ. તે આ જ્ઞાનની મર્યાદા છે. બીજા શબ્દોમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા સાથે આ જ્ઞાન રૂપી દ્રવ્યોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા ધરાવે છે. અહીં અવધિ શબ્દ મર્યાદાના અર્થમાં પ્રયુક્ત થયો છે. અવધિ જ્ઞાનના બે પ્રકાર - આ જ્ઞાન ચાર ગતિના જીવોને હોય છે. નરકગતિ અને દેવગતિના જીવોમાં આ જ્ઞાન “ભવ પ્રત્યયિક' હોય છે અર્થાત્ બધાને જન્મના સમયથી તે મૃત્યુ પર્યત રહે છે. સમ્યગ્દષ્ટિનું આ જ્ઞાન અવધિજ્ઞાન કહેવાય છે અને મિથ્યા દષ્ટિનું આ જ્ઞાન અવધિ અજ્ઞાન કહેવાય છે અથવા વિલંગ જ્ઞાન” કહેવાય છે. તિર્યંચ અને મનુષ્યમાં ક્ષયોપશમ અનુસાર કોઈ કોઈને આ જ્ઞાન ઉત્પન્ન થાય છે, બધાને નહીં. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિયના જીવોમાં આ જ્ઞાન નથી હોતું, સન્ની પંચેન્દ્રિયમાં જ હોય છે. (૧) મનુષ્ય, તિર્યંચના આ જ્ઞાનને ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કહેવાય છે. (૨) દેવ નારકીના આ જ્ઞાનને ભવ પ્રત્યયિક અવધિ જ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાનના છ ભેદ – જ્ઞાન દર્શન ચારિત્ર સંપન્ન અણગારને અને ક્યારેક શ્રમણોપાસકને ક્ષયોપથમિક અવધિજ્ઞાન સમુત્પન્ન થાય છે. એના છ પ્રકાર છે. (૧) અનુગામિક– જે સાથે ચાલે છે. (૨) અનાનુગામિક– જે સાથે ચાલતું નથી. (૩) વર્ધમાન– જે વધતું જાય છે. (૪) હીયમાન- જે ઘટતું જાય છે. (૫) પ્રતિપાતી– જે ઉત્પન્ન થઈને નાશ પામે છે. (૬) અપ્રતિપાતી– જે સંપૂર્ણ ભવમાં નાશ પામતું નથી. તેમ ઘટતું પણ નથી. (૧) અનુગામિક અવધિજ્ઞાન - આ અવધિજ્ઞાનમાં કોઈને આગળ દેખાય, કોઈને પાછળ દેખાય, કોઈને જમણી બાજુ તો કોઈને ડાબી બાજુ દેખાય છે. આ અવધિજ્ઞાન જયાં ઉત્પન્ન થયું હોય ત્યાંથી તે અવધિજ્ઞાની જયાં જાય ત્યાં તેની સાથે અવધિજ્ઞાન જાય છે. જ્યારે અવધિજ્ઞાની ઇચ્છે ત્યારે તે દિશામાં પોતાની સીમામાં અવધિજ્ઞાનમાં જોઈ શકે છે. ઉદાહરણ :- કોઈને ૫૦૦ માઈલના વર્તુળમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે અવધિ જ્ઞાની બીજે જાય તો ત્યાંથી પણ ૫૦૦ માઈલના વર્તુળમાં જોઈ શકે છે પરંતુ એની સીમાથી દૂર અવધિજ્ઞાનમાં જોઈ શકાતું નથી. આ જ્ઞાન ઉત્કૃષ્ટ સંખ્યાતા અસંખ્યાતા યોજનનું હોઈ શકે છે. દેવ-નારકીના અવધિજ્ઞાનથી ચારેબાજુ જોઈ શકાય છે. તિર્યંચ અને મનુષ્ય એક તરફ કે ચારે તરફ જાણી-દેખી શકે છે. | (૨) અનાનુગામિક અવધિજ્ઞાન – જેમ કોઈને એક ક્ષેત્રમાં પ00 માઈલનું અવધિજ્ઞાન થયું. તે વ્યક્તિ તે ક્ષેત્રની મર્યાદામાં રહીને અવધિજ્ઞાનથી જાણી–દેખી શકે. તેની બહાર જાય તો ત્યાંથી કંઈ જાણી–દેખી શકે નહીં. (૩) વર્ધમાન અવધિજ્ઞાન – પ્રશસ્ત અધ્યવસાયો તથા ચારિત્રની વિશુદ્ધતાથી જે અવધિજ્ઞાનીના આત્મ પરિણામ વિશુદ્ધતર થતા જાય છે, તેમનું અવધિજ્ઞાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે અને સર્વે દિશામાં વૃદ્ધિ થાય છે. તેના ક્ષેત્રમાં, કાળમાં અને દ્રવ્ય-પર્યાયોમાં પણ વૃદ્ધિ થાય છે. તેને વર્ધમાન અવધિજ્ઞાન કહે છે. અવધિજ્ઞાનનું જઘન્ય ક્ષેત્ર સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તાની અવગાહના જેટલું તથા વધતાં-વધતાં અલોકમાં લોક જેટલા અસંખ્ય ખંડ જેટલી સીમા જોવાની તેની ક્ષમતા થઈ જાય છે. કલ્પના કરો કે અગ્નિકાયના જીવોને ઉત્કૃષ્ટ સંખ્યામાં મેરુ પર્વતથી એક દિશામાં ક્રમશઃ ગોઠવીએ તો તે અલોકમાં ખૂબ દૂર સુધી પહોંચી જશે. આ કતાર ને ચારે તરફ ફેરવતા જે મંડલાકાર ક્ષેત્ર બને તેટલું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનું ક્ષેત્ર સમજવું. જે અસંખ્ય લોક પ્રમાણ બની જાય છે. અવધિજ્ઞાનના ક્ષેત્રની વૃદ્ધિ સાથે કાળની વૃદ્ધિ કયા ક્રમથી થાય છે તેને સમજવાની તાલિકા આ પ્રમાણે છેક્ષેત્ર કાળ (૧) એક અંગુલનો અસંખ્યાતમો ભાગ જોવે. (૧) આવલિકાનો અસંખ્યાતમો ભાગ જોવે. (૨) અંગુલનો સંખ્યાત. ભાગ જોવે. (૨) આવલિકાનો સંખ્યાતમો ભાગ જોવે (૩) એક અંગુલ (૩) આવલિકાથી થોડુંક ઓછું (૪) અનેક અંગુલ એક આવલિકા (૫) એક હસ્ત પ્રમાણ (૫) એક મુહૂર્તથી થોડું ઓછું. (૬) એક કોસ(ગાઉ) (૬) એક દિવસથી થોડું ઓછું. (૭) એક યોજના (૭) અનેક દિવસ (૮) પચ્ચીસ યોજના (૮) એક પક્ષથી થોડું ઓછું (૯) ભરત ક્ષેત્ર (૯) અર્ધ માસ (૧૦) જંબુદ્વીપ (૧૦) એક માસથી થોડું વધુ (૧૧) અઢી દ્વીપ (૧૧) એક વર્ષ (૧૨) રૂચકદીપ (૧૨) અનેક વર્ષ (૧૩) સંખ્યાતદ્વીપ (૧૩) સંખ્યાત કાળ (૧૪) સંખ્યાત અસંખ્યાત દ્વીપ સમુદ્ર (૧૪) પલ્યોપમ આદિ અસંખ્ય કાળ (૪) હીયમાન અવધિજ્ઞાન – સાધકને અપ્રશસ્ત યોગ, સંકિલષ્ટ પરિણામ આવે ત્યારે અવધિજ્ઞાનનો વિષય ઘટતો જાય છે. એ સર્વે દિશાઓથી ઘટે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 120 (૫) પ્રતિપાતી અવધિજ્ઞાન - અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોકના વિષયનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ વિનષ્ટ થઈ શકે છે. આને પ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે. (૬) અપ્રતિપાતિ અવધિજ્ઞાન :- લોકની સીમાથી આગળ વધીને જ્યારે અવધિજ્ઞાનની ક્ષમતા અલોકમાં જાણવા-દેખવા યોગ્ય વધી જાય છે ત્યારે તે અવધિજ્ઞાન અપ્રતિપાતિ થઈ જાય છે. અર્થાત્ તે આખા ભવમાં ક્યારેય નષ્ટ થતું નથી, પતિત થતું નથી; આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી રહે છે અથવા તો કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય ત્યારે તે તેમાં વિલીન થઈ જાય છે. અવધિજ્ઞાનનો જઘન્ય ઉત્કૃષ્ટ વિષય:- (૧) દ્રવ્યથી– જઘન્ય અનંત રૂપી દ્રવ્ય જુએ અને જાણે, ઉત્કૃષ્ટ સર્વરૂપી દ્રવ્ય જુએ અને જાણે. (૨) ક્ષેત્રથી– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રને જુએ અને જાણે, ઉત્કૃષ્ટ લોક જેટલા અસંખ્યાતા ખંડ પ્રમાણ ક્ષેત્ર અલોકમાં જુએ અને જાણે. (૩) કાળથી- જઘન્ય આવલિકાનો અસંખ્યાતમો ભાગ જુએ અને જાણે, ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્સર્પિણી– અવસર્પિણી કાળ પ્રમાણ ભૂત ભવિષ્ય જુએ અને જાણે.(૪) ભાવથી જઘન્ય ઉત્કૃષ્ટ અનંત પર્યાય જુએ અને જાણે. પરતુ જઘન્યથી ઉત્કૃષ્ટનો વિષય અનંત ગુણો છે, એમ સમજવું. તોપણ સર્વ પર્યાયથી અનંતમો ભાગ જુએ. (૪) મન:પર્યવજ્ઞાન:- (૧) મનની પર્યાયોને જાણનારું મન:પર્યવજ્ઞાન છે. ભાષા વર્ગણાની જેમ મન વર્ગણા પણ રૂપી છે. વચન યોગ દ્વારા ભાષા વર્ગણાનું ભાષારૂપમાં પરિણમન થાય છે. તેવી રીતે મનોયોગ દ્વારા મન વર્ગણાના ૫ગલનું મનરૂપમાં પરિણમન થાય છે. મનરૂપમાં પરિણત એ પુદ્ગલોને ઓળખવા તે મન:પર્યવજ્ઞાનનો વિષય છે. (૨) જે રીતે શ્રવણેન્દ્રિયનો વિષય છે, કોઈના વચનને શ્રવણ કરવું, તે રીતે મનઃ પર્યવજ્ઞાનનો વિષય છે કોઈના મનને જાણી લેવું. કોઈ વ્યક્તિ વચન દ્વારા કોઈની નિંદા કરે અથવા કોઈની પ્રશંસા કરે તથા વચમાં એ વ્યક્તિ સંબંધિત નામ લે એ સાંભળવાનો વિષય છે. પરંતુ આ વ્યક્તિ કોણ છે, કઈ જાતિની છે, એનો વક્તા સાથે શું સંબંધ છે? નિંદા અથવા પ્રશંસાનુ કારણ અથવા નિમિત્ત શું છે? વગેરે જ્ઞાન વક્તાના તાત્પર્યાર્થથી સમજાય અથવા સ્વયંના ચિંતન કે ક્ષયોપશમથી જાણી શકાય, તેવી રીતે મન:પર્યવજ્ઞાન દ્વારા મન પરિણત પર્યાયોનું જ્ઞાન થાય છે. અન્ય વિષયોનું જ્ઞાન મનના પર્યાયના અનુપ્રેક્ષણ દ્વારા થાય અથવા અન્ય અનુભવ બુદ્ધિ આદિથી અથવા તો તેની આગળ-પાછળના મનથી જાણી શકાય છે. (૩) આ મન:પર્યવજ્ઞાન ફક્ત મનુષ્યને થાય છે, અન્ય ત્રણ ગતિમાં નથી હોતું. તે દ્રવ્ય અને ભાવથી સંયમ પર્યાયમાં જ થાય છે. ફક્ત દ્રવ્ય સંયમ હોય તો નથી થતું અથવા ફકત ભાવ સંયમ હોય પણ દ્રવ્ય સંયમ ન હોય તો પણ નથી થતું. સંયમી પણ જ્યારે અપ્રમત્તયોગમાં હોય ત્યારે તેને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. પ્રમત્ત અવસ્થામાં મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન નથી થતું. સાતમા ગુણસ્થાનમાં ઉત્પન્ન થાય છે. એકથી છ ગણ સ્થાનમાં ઉત્પન્ન થતું નથી. (૪) જેમ વચન અથવા ભાષાના દ્રવ્ય અને ભાવ એવા કોઈ વિકલ્પ નથી હોતા તેમ મનના પણ દ્રવ્યને ભાવનો આગમમાં કોઈ વિકલ્પ કહ્યો નથી. આની પ્રક્રિયા પૂર્ણ ભાષા પરિણમનની જેમ છે. જેવી રીતે ભાષાનો રૂપી, અરૂપી વિકલ્પ નથી હોતો તેવી રીતે મનના રૂપી અરૂપી વિકલ્પ નથી હોતા. એ બન્ને રૂપી હોય છે. (૫) આ મન:પર્યવજ્ઞાન બે પ્રકારના હોય છે– ૧. ઋજુમતિ મન:પર્યવજ્ઞાન ૨. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન. ઋજુમતિની અપેક્ષાએ | વિપુલમતિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિશુદ્ધ વિપુલ અને નિર્મલરૂપથી વધુ જાણે છે, દેખે છે અને ક્ષેત્રમાં અઢી અંગુલ ક્ષેત્ર એનું વધુ હોય છે. સામાન્ય બુદ્ધિવાળાનું મન:પર્યવજ્ઞાન ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય અને વિશિષ્ટ બુદ્ધિવાળાનું મન:પર્યવજ્ઞાન વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. (૬) મન:પર્યવ જ્ઞાનનો વિષય:- (૧) દ્રવ્યથી– મન:પર્યવજ્ઞાની સન્ની જીવો (દેવ મનુષ્ય તિર્યંચ)ના મનના(મનરૂપમાં પરિણત પગલોના) અનંત અનંત પ્રદેશી ઢંધોને જાણે દેખે છે. (૨) ક્ષેત્રથી–મનઃ પર્યવજ્ઞાની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે દેખે છે, ઉત્કૃષ્ટ નીચે 1000 યોજન, ઉપર ૯૦૦ યોજના તથા ચારે દિશામાં ૪૫ લાખ યોજન ક્ષેત્રમાં રહેલા સન્ની દેવ મનુષ્ય તિર્યંચોના વ્યક્ત મનના ભાવને જાણે દેખે છે.(જે પ્રકારે અસ્પષ્ટ શબ્દ સાંભળી શકાતા નથી તે પ્રકારે અસ્પષ્ટ મનને જાણી-દેખી શકાતા નથી.). (૩) કાળથી– જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સમયના ભૂત અને ભવિષ્યના મનને જાણી જોઈ શકે છે. ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સમયના ભૂત અને ભવિષ્યના મનને જાણી દેખી શકે છે.જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્ને કથનની અપેક્ષાએ તો એક જ છે, પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ વધારે છે એમ સમજી લેવું જોઈએ(જો જઘન્ય ઉત્કૃષ્ટ વાસ્તવમાં સમાન જ હોય તો તેને આગમમાં જઘન્ય ઉત્કૃષ્ટ નહીં કહેતા અજઘન્ય અનુત્કૃષ્ટ કહેવાય છે.) (૪) ભાવથી- મન:પર્યવજ્ઞાની અનંત ભાવોને જાણી શકે છે, જોઈ શકે છે. પરિશેષ વાર્તાઃ જો અવધિજ્ઞાની રૂપી પદાર્થોને જાણે છે તો શું તે સ્વયંની સીમામાં રહેલા જીવોના મનને જાણી-દેખી શકે છે? ઉત્તર :- હા જાણી-દેખી શકે છે. આને દષ્ટાંત દ્વારા સમજીએ. એક ટપાલઘરમાં ઘણી વ્યક્તિ કામ કરતી હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ તારની અનુભવી હોય છે. કોઈને તાર વિષે અનુભવ નથી પણ તેને શ્રોતેન્દ્રિય તો છે જ તેથી તાર સંદેશાના ટિકટિક અવાજને સાંભળી શકે છે પરંતુ સમજી શકતી નથી. તેવી રીતે તેટલું અંતર અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની વચ્ચે રહેલું છે. અથવા એક ડોકટર ચક્ષુરોગનો નિષ્ણાત છે અને બીજો સંપૂર્ણ શરીરનો ચિકિત્સક છે. તે આંખની ચિકિત્સા પણ કરે છે, પરંતુ આંખના વિષયમાં ચક્ષુ વિશેષજ્ઞની ચિકિત્સા તથા શરીર નિષ્ણાતની ચિકિત્સામાં અંતર હોવું સ્વાભાવિક છે. તેવીજ રીતે અવધિજ્ઞાની દ્વારા મનના પુદ્ગલને જાણવામાં ને મન:પર્યવજ્ઞાની દ્વારા મનના પુદ્ગલને જોવા અને જાણવામાં ઘણું અંતર હોય છે, એમ સમજવું જોઈએ. પ્રશ્ન:-ઋજુમતિ અને વિપુલમતિ બન્ને લગભગ સરખા છે. તો આ વિભાગને કેમ સમજવા? Page #122 -------------------------------------------------------------------------- ________________ jain 121 કથાસાર | ઉત્તર:- જેમ કે બે વિદ્યાર્થીઓએ એક જ વિષયની પરીક્ષા આપી. એક પ્રથમ શ્રેણીમાં આવે છે બીજો દ્વિતીય શ્રેણીમાં આવે છે. તેથી સ્પષ્ટ છે કે પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનું જ્ઞાન વિશેષ છે. એની શ્રેણી આગળ છે. ભવિષ્યમાં પણ એનો પ્રવેશ પ્રથમ આવશે. એવી રીતે ત્રજુમતિ અને વિપુલમતિમાં ફેર સમજવો. ઋજુમતિનું જ્ઞાન એ જ ભવમાં નષ્ટ થઈ શકે છે. જ્યારે વિપુલમતિનું જ્ઞાન આખા ભવ સુધી રહે છે. આ તેની વિશેષતા છે. કોઈ ધારણા થકી વિપુલમતિ એજ ભવમાં મોક્ષ પામે છે. જ્યારે ઋજુમતિ મન:પર્યવજ્ઞાનીને ભવિષ્યમાં અનેક ભવ પણ કરવા પડે છે. સામાન્ય અંતરપણ કયારેક મહત્ત્વનું થઈ જાય છે. જેમ કે ચુંટણીમાં એક મત ઓછો પડ્યો તો બીજા પાંચ વર્ષ રાહ જોવી પડે. એવી જ વિશેષતા બન્ને પ્રકારના મન:પર્યવ જ્ઞાનમાં છે. તેથી બે પ્રકાર કહ્યા છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની તુલના:(૧) અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે. (૨) અવધિજ્ઞાન બધા પ્રકારના રૂપી દ્રવ્યોનો વિષય કરે છે. જ્યારે મન:પર્યવ જ્ઞાન ફક્ત મનોદ્રવ્યોનો વિષય કરે છે. (૩) અવધિજ્ઞાન ચારેય ગતિમાં હોય છે, મનઃ પર્યવ જ્ઞાન ફક્ત મનુષ્ય ગતિમાં જ હોય છે. (૪) અવધિજ્ઞાન મિથ્યાત્વ આવ્યા પછી નષ્ટ થતું નથી પરંતુ વિર્ભાગજ્ઞાનમાં પરિવર્તિત થાય છે જ્યારે મન:પર્યવજ્ઞાન મિથ્યાત્વ આવ્યા પછી સમાપ્ત થઈ જાય છે. (૫) અવધિજ્ઞાનની સાથે અવધિ દર્શન હોય છે, મન:પર્યવજ્ઞાનની સાથે કોઈ દર્શન નથી હોતું. (૬) અવધિજ્ઞાન આગામી ભવમાં સાથે જાય છે. મન:પર્યવજ્ઞાન પરભવમાં સાથે જતું નથી. (૭) મન:પર્યવ જ્ઞાનનો વિષય દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અલ્પ છે, અવધિજ્ઞાનનો વિષય અત્યંત વિશાળ છે. અર્થાત્ અવધિજ્ઞાની સંપૂર્ણ શરીરના ચિકિત્સક સમાન છે, તો મન:પર્યવ જ્ઞાની કોઈ એક અંગના વિશેષજ્ઞની સમાન છે. (૫) કેવળજ્ઞાન – કેવળજ્ઞાન આત્માનો નિજ ગુણ-સ્વભાવ છે. અનાદિકાળથી આત્મા જ્ઞાનાવરણીય કર્મથી આવૃત્ત છે. જ્યારે આત્મા સદનુષ્ઠાનરૂપ તપ સંયમ દ્વારા મોહ કર્મનો ક્ષય કરીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મોનો એક સાથે ક્ષય કરે છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને કેવળદર્શન પણ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન આવરણ રહિત અને સંપૂર્ણ જ્ઞાન છે. આ જ્ઞાન દ્વારા રૂપી અરૂપી સમસ્ત પદાર્થો તથા સમસ્ત પર્યાયોનું જ્ઞાન થાય છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી કયારેય પણ અર્થાત આ અપ્રતિપાતિ જ્ઞાન છે. મનુષ્ય જ્ઞાન છે. મનુષ્ય દેહ છૂટયા પછી પણ આ જ્ઞાન યથાવત્ આત્મામાં રહે છે. અનંત સિદ્ધો અને હજારો મનુષ્યનું કેવળ જ્ઞાન એક જ હોય છે; એમાં કોઈ ભેદ કે વિભાગ નથી હોતા. કેવળજ્ઞાની મનુષ્ય અને સિદ્ધોની અવસ્થાઓ વિભિન્ન હોય છે. એ અપેક્ષાએ કેવળજ્ઞાનીના ભેદ-વિકલ્પ ઉપચારથી હોય છે. પરંતુ વાસ્તવમાં કેવળજ્ઞાનના કોઈ ભેદ વિકલ્પ હોતા નથી એ સ્પષ્ટ છે. કેવળજ્ઞાન સાદિ અનંત છે અર્થાત્ એક દિવસ આ જ્ઞાન પ્રકટ થાય છે, તેથી સાદિ છે અને તે સદા તથા સર્વદા રહેશે તેથી અનંત છે. પાંચ પદોમાં પ્રથમ અને બીજા પદમાં અર્થાત્ અરિહંત અને સિદ્ધોને કેવળજ્ઞાન હોય છે. શેષ ત્રણ પદમાં કોઈકને હોય છે અને કોઈકને નથી હોતું. કેવળજ્ઞાનનો વિષય:- (૧) દ્રવ્યથી- કેવળજ્ઞાની રૂપી અરૂપી સર્વ દ્રવ્યોને જાણે અને જુએ (૨) ક્ષેત્રથી– સર્વ લોક અલોકને જાણે, જુએ(૩) કાળથી– સંપૂર્ણ ભૂત ભવિષ્યને જાણે–જુએ (૪) ભાવથી- સર્વે દ્રવ્યોની સર્વે પર્યાયોને, અવસ્થાઓને જાણે–જુએ. કેવળજ્ઞાનથી સંપૂર્ણ પદાર્થો અને ભાવોને જાણીને કેવળી થોડા તત્ત્વોનું જ કથન વાણી દ્વારા કરે છે. તેમનો આ વચન યોગ હોય છે. એમનું આ પ્રવચન, સાંભળનારા માટે શ્રુતજ્ઞાન બની જાય છે. મતિ આદિ ચાર જ્ઞાન એક સાથે એક વ્યક્તિમાં હોઈ શકે છે. કેવળ જ્ઞાન એકલું જ હોય છે. શેષ ચારે જ્ઞાન કેવળજ્ઞાનમાં વિલીન થઈ જાય છે. જેમ કોઈ મકાનની એક દિશામાં ચાર દરવાજા છે, તેને હટાવીને આખી દિશા ખુલ્લી કરીને જ્યારે એક જ પહોળો માર્ગ બનાવી દેવામાં આવે છે, ત્યારે તેમાં પ્રવેશ દ્વાર ૪ અથવા ૫ નહીં પરંતુ એક જ માર્ગ કહેવામાં આવે છે. ચાર દરવાજાઓના ચાર માર્ગ પણ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. એ જ રીતે એક કેવળજ્ઞાનમાં જ ચારે ય જ્ઞાન સમાવિષ્ટ થઈ જાય છે. કેવળજ્ઞાનથી વિશેષ કોઈ જ્ઞાન હોતું નથી. આ સર્વોપરી જ્ઞાન છે અને આત્માની સર્વશ્રેષ્ઠ નિજ સ્વભાવ અવસ્થા છે. કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવા સંપૂર્ણ તપ, સંયમની સાધનાનો સ્વીકાર કરવો જરૂરી છે. થત ન આત્મ હિત શિક્ષા | નિંભાડાની ધગધગતી માટી પર પહેલી વરસાદની પહેલી બુંદો, બાપ બનીને ઉડી જાય છે. તેમાં અનેક ઉપદેશો સાંભળ્યા પછી જીવને કયારેક, કોઈકની વાણી અંતર સુધી પહોંચે છે. આ વાણીને અંતર સુધી પહોચાડવામાં એ દરેકનો ઉપકાર રહેલો છે, જેમણે એક પણ શબ્દનો અર્થ સમજાવ્યો હોય. તેથી કોઈના ઉપદેશ બીજા કરતાં વધારે પ્રભાવકારી અને સમજણ પૂર્વકનાં છે. એવો ભેદભાવ ન કરવો જોઈએ. આવું કરવાથી ગુરુની અવિનય અશાતના થાય છે. જો આ બધા સાંભડેલા શબ્દો નો અર્થજ ખબર ન હોત તો, વાણી અંતરમાં કેવી રીતે પહોંચત. વાણી પ્રત્યે ગમો અણગમો પોતાની જ એક દશા છે,એવું જાણી એકચીત થઈ સાંભડવાનો પ્રયાસ કરવો. બાહુબલી Page #123 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 122 વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ (ભગવતીની કથાઓ.) જમાલી : રાણી ત્રિશલા અને રાજા સિદ્ધાર્થ ભગવાન મહાવીરના પ્રસિદ્ધ માતા-પિતા હતા. પરંતુ દસમાં દેવલોકથી આવીને ભગવાન પહેલા દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં ૮૩ દિવસ રહ્યા હતા. આ અપેક્ષાએ ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી પણ ભગવાનના માતા-પિતા હતા. એકવાર વિહાર કરતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બ્રાહ્મણ કુંડગ્રામ' નામના નગરમાં પધાર્યા. ઋષભદત્ત અને દેવાનંદા પણ દર્શન કરવા માટે સમવસરણમાં આવ્યા હતા. દેવાનંદા બ્રાહ્મણી ભગવાન મહાવીર સ્વામીને અનિમેષ દૃષ્ટિથી જોવા લાગ્યા. જોતાં-જોતાં જ એના બધા અંગ ખીલી ઉઠયા ગૌતમ સ્વામીએ આ બધું પ્રત્યક્ષ જોયું અને ભગવાનને એનું કારણ પૂછ્યું. જવાબમાં ભગવાને પૂર્વની વાત કરીને પોતાની માતા હોવાનો પરિચય આપ્યો. ત્યારપછી આવેલ બધા લોકોને ભગવાને ઉપદેશ આપ્યો. ઋષભદત્ત અને દેવાનંદા ઉપદેશ સાંભળીને વિરક્ત થઈ ગયા, ત્યાં જ દીક્ષિત થઈ ગયાં. તેમણે બંનેએ ઘણાં વર્ષ સંયમ પાલન કર્યું, અગિયાર અંગ શાસ્ત્રનું અધ્યયન કર્યું અને એક મહીનાનો સંથારો કરીને એજ ભવમાં સંપૂર્ણ કર્મ ક્ષય કરી બધા દુ:ખોનો અંત આણ્યો. ઋષભદત્ત પહેલાં બ્રાહ્મણ મતના વેદ વગેરેમાં પારંગત હતા, પછી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં જીવ અજીવના જ્ઞાતા શ્રમણોપાસક બન્યા હતા અને જીવનના અંતિમ વર્ષોમાં સંયમ પણ ધારણ કરી તે જ ભવમાં મુક્ત થઈ ગયા. ભગવાનના જમાઈ: જમાલી : ભગવાન મહાવીર સ્વામીની એક પુત્રી હતી જેનું નામ પ્રિયદર્શના હતું. એના પતિનું નામ "જમાલી' હતું. જમાલીનું આઠ શ્રેષ્ઠ કન્યાઓની સાથે પાણિગ્રહણ(લગ્ન) થયું હતું. અપાર ધન-વૈભવના સ્વામી હતા. માનષિક સુખ અને કામ ભોગમાં જ તે મનુષ્યભવનો સમય વ્યતીત કરી રહ્યો હતો. વૈરાગ્ય પ્રાપ્તિ – એક વખત શ્રમણ ભગવાન મહાવીરનું ત્યાં પદાર્પણ થયું. ઉદ્યાન તરફ લોકોના અનેક સમૂહ(ટોળાં) જવા લાગ્યા. લોકોના કોલાહલનો અવાજ જમાલી સુધી પણ પહોંચ્યો, લોકોના એક દિશામાં જવાનું કારણ જાણ્યું અને તે પણ ભગવાનની સેવામાં રથ દ્વારા પહોંચ્યો, સમવસરણની નજીક રથ રોકીને નીચે ઉતર્યો. ફૂલ, પાણી વગેરે સચેત વસ્તુનો ત્યાગ કર્યો (અલગ કર્યા) આયુધ-શસ્ત્ર અને ઉપાનહ(જોડાં) વગેરે અચેત પદાર્થોનો પણ ત્યાગ કર્યો. (કાઢીને રાખી દીધા) મુખ પર એક પટવાળું વસ્ત્ર રાખ્યું. આ પ્રકારે સચેત-અચેતનો વિવેક રાખી પરમ પવિત્ર અને એકાગ્ર ચિત્ત થઈ મસ્તક પર અંજલી રાખીને ભગવાનની નજીક પહોંચ્યો. ત્રણ વખત આવર્તન સાથે વંદના કરી સમવસરણમાં બેસી ગયો. ભગવાને જમાલી સહિત ઉપસ્થિત વિશાળ પરિષદને ધર્મઉપદેશ આપ્યો. જમાલી ઉપદેશ સાંભળીને આનંદિત થઈ ગયો. તેને શ્રદ્ધા રુચી જાગી અને સંયમ લેવા માટે તૈયાર થઈ ગયો. ભગવાન પાસે પોતાની મનોભાવના વ્યક્ત કરી. ઘરે પહોંચીને માતા-પિતાની સામે પોતાની ભાવના વ્યક્ત કરી. દીક્ષાના ભાવ સાંભળીને મોહમયી માતા પોતાને સંભાળી ન શકી. થોડી વારમાં દાસીઓએ કરેલી પરિચર્યાથી સ્વસ્થ થઈને ઉઠી અને આંખમાં આસું સાથે રડતી-રડતી પુત્રને સમજાવવા લાગી. Page #124 -------------------------------------------------------------------------- ________________ jain માતા અને પુત્રનો સરસ સંવાદ ઃ— માતા :– હે પુત્ર ! તું મને ઇષ્ટ, કાંત, વલ્લભ, આધારભૂત, વિશ્વાસપાત્ર, રત્નતુલ્ય, જીવનનો આનંદદાયક એક જ પુત્ર છે. હે પુત્ર! એક ક્ષણ માટે પણ અમે તારો વિયોગ સહન નથી કરી શકતા. આથી જયાં સુધી અમે જીવીત છીએ ત્યાં સુધી તું ઘરમાં જ રહી અને કુળ–વંશની વૃદ્ધિ કર અને જ્યારે અમે કાળધર્મ પામીએ, તારી વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે તું ભલે દીક્ષા લે જે. જમાલી :- - હે માતાપિતા! આ મનુષ્ય જીવન જન્મ, જરા, મરણ, રોગ, વ્યાધિ વગેરે અનેક શારીરિક માનસિક દુઃખોની અત્યંત વેદનાઓથી પીડિત છે, અધૃવ, અનિત્ય છે, સંધ્યાકાળના રંગો સમાન છે, પાણીના પરપોટા સમાન છે, કુશાગ્ર પર(ઘાસ૫૨) રહેલ ઝાકળબિંદુ સમાન છે સ્વપ્ન દર્શન સમાન અને વીજળીના ચમકારા સમાન ચંચળ છે; સડવું, પડવું, ગળવું અને નષ્ટ થવાનો એનો સ્વભાવ છે. એક દિવસ એને અવશ્ય છોડવું પડશે. તો હે માતા–પિતા ! આપણામાંથી પહેલાં કોણ જશે અને પછી કોણ જશે ? આ નિર્ણય કોણ કરી શકે છે? આથી હે માતા-પિતા ! તમે મને આજ્ઞા આપો. આપની આજ્ઞા મળવાથી હું શ્રમણ ભગવાન–મહાવીરસ્વામીની પાસે સંયમ અંગીકાર કરવા માગું છું. (ઇચ્છું છું.) 123 કથાસાર માતા–પિતા :– હે પુત્ર ! તારું શરીર બધા લક્ષણો, ગુણોથી સંપન્ન છે, રોગ રહિત, શક્તિ સંપન્ન છે, નિરુપકૃત છે. આથી જ્યાં સુધી રૂપ, સૌભાગ્ય અને યૌવન આદિગુણ છે ત્યાં સુધી તું એનાથી સુખનો અનુભવ કર. અમારા મૃત્યુ બાદ કુળવંશની વૃદ્ધિ કરીને પછી દીક્ષા લે જે. જમાલી :– હે માતા–પિતા ! સુંદર દેખાવવાળું આ શરીર દુઃખોનું ભાજન, સેંકડો રોગોનું ઘર છે; માટીના વાસણ સમાન (કાચના વાસણ સમાન) દુર્બળ છે; અશુચિનો ભંડાર છે. સદાય એની સંભાળ રાખવી પડે છે. તો પણ એ જીર્ણ ઘર સમાન છે, અનિશ્ચિત સમયમાં એક દિવસ છોડવું જ પડશે. હે માતા– પિતા! આપણામાંથી કોણ પહેલા જશે અથવા પછી જશે એની ખબર નથી. આથી આપની આજ્ઞા મળવાથી હું દીક્ષા લેવા ઇચ્છું છું. માતા-પિતા :– પુત્ર ! તારી આ તરૂણ અવસ્થાવાળી યોગ્ય ગુણવાળી, રૂપ– વાળી, સમાન ઉમર વાળી, વિનયવાળી, વિચક્ષણ, મધુરભાષી, મિતભાષી, મનને અનુકૂળ, પ્રિય, ઉત્તમ, સર્વાંગ સુંદર આઠ પત્નીઓ છે અને તારા તરફ પૂરો અનુરાગ રાખવાવાળી છે. યૌવન વયમાં અત્યારે તું એની સાથે સુખ ભોગવ. યુવાન અવસ્થા ઢળવા ૫૨ વિષય–વાસનાથી મુક્ત થઈને, ભોગઇચ્છાનું કુતુહલ સમાપ્ત થવા પર અને અમારા મૃત્યુ પછી દીક્ષા લેજે. - જમાલી :– હે માતા–પિતા ! આ કામભોગ નિશ્ચિત અશુચિનો ભંડાર, દુર્ગન્ધથી ભરેલા છે; ઉદ્વેગ ઉત્પન્ન કરવાવાળા છે; બીભત્સ થોડો સમય રહેવાવાળા, તુચ્છ કલિમલ(ગંદકી) રૂપ છે. તે શારીરિક માનસિક દુ:ખે સાધ્ય છે, અજ્ઞાની અથવા સામાન્ય પુરુષો દ્વારા સેવિત છે. કામભોગ ઉત્તમ પુરુષો દ્વારા તજવા યોગ્ય(ત્યાજ્ય) છે; પરિણામમાં દુઃખદાયી છે; કઠિનતાથી છૂટવાવાળા છે અને મોક્ષ માર્ગની ગતિમાં વિઘ્નરૂપ છે. તે શલ્ય, ઝેર અને કાંટાની ઉપમાવાળા છે, અનર્થોની ખાણ છે અને મહાન પ્રમાદ, મોહ અને કર્મબંધમાં વધારો કરનારા છે. હે માતા–પિતા ! પહેલાં અથવા પછી કોણ જશે એ ખબર નથી. આથી તમે મને આજ્ઞા આપો હું ભગવાનની પાસે સંયમ લેવા માંગુ છું. માતા–પિતા :– હે પુત્ર ! આ આપણાં દાદા-પરદાદાઓએ કમાયેલું અપાર ધન છે, સાત પેઢી સુધી ખાઈ–પી અને દાન આપતાં પણ ખલાસ નથી થવાનું. એટલા માટે હે પુત્ર ! મળેલ આ ધન–સંપતિનો તું લાભ લે. મનુષ્યભવનો આનંદ લઈ પછી દીક્ષા લેજે. જમાલી :– હે માતાપિતા ! આ સોનું, ચાંદી, હીરા, ઝવેરાત વગેરે ધન; ચોર, અગ્નિ, રાજા, મૃત્યુને આધીન પરાધીન છે. આના કેટલા ભાગીદાર છે. આ લક્ષ્મી ચંચળ, અધ્રુવ, અનિત્ય, અશાશ્વત છે. એનો એકક્ષણનો પણ ભરોસો નથી. ન આયુષ્યનો કોઈ ભરોસો છે. આથી હે માતા–પિતા ! હું તમારી રજા મળવાથી દીક્ષા લેવા ઇચ્છું છું. [માતા–પિતાની ધન, વૈભવ, ભોગઆકર્ષણ અને મોહમયી શક્તિ સફળ ન થતાં, હવે પછી દીક્ષાની ભયાનકતા દ્વારા પુત્રના વિચારોને પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા માતા–પિતા :– હે પુત્ર ! આ નિર્પ્રન્થ પ્રવચન સત્ય છે. યાવત્ બધા દુઃખોનો અંત કરવામાં સમર્થ છે. પરન્તુ હે પુત્ર ! આ દીક્ષા(સંયમ જીવન) તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવાથી પણ અત્યંત દુષ્કર છે; લોઢાના ચણા ચાવવાથી પણ કઠિન છે; રેતીનાં કોળીયાની જેમ નિરસ છે; નદી પ્રવાહની સામે ચાલીને પાર કરવા સમાન શ્રમદાયક છે અને હાથ વડે સમુદ્ર પાર કરવા સમાન કઠિન છે. મહાશિલાને માથા પર ઉપાડી રાખવા સમાન છે. અવિશ્રામ ગતિથી,અનેક હજાર ગુણા નિયમોના ભારને ધારણ કરવાથી દુષ્કર છે. દીક્ષા અંગીકાર કર્યા પછી જીવનના કેટલાંક જરૂરી કાર્ય પણ કરવાનું(સ્નાન,મંજન,શ્રૃંગાર) કલ્પતું નથી; ફળ, ફૂલ, લીલી વનસ્પતિ, કાચુ પાણી, અગ્નિ વગેરે સેવન કરવાનું કલ્પતું નથી; ભુખ, તરસ, શર્દી, ગરમી, ચોર, શ્વાપદ(શિકારી) સર્પ, ડાંસ, મચ્છર વગેરેના કષ્ટ ઉપસર્ગ સહન કરવા પડે છે. રોગ આવવા પર ઉપચાર ન કરવો, જમીન પર સુવાનું, ચાલતાં (પગે) વિહાર, લોચ, આજીવન બ્રહ્મચર્ય પાલન, ઘરે—ઘરે ભિક્ષા માટે ફરવું અનેક સ્ત્રીને જોવા છતાં યુવાન ઉંમરમાં નવવાડ શુદ્ધ બ્રહ્મચર્ય પાલન કરવું હે પુત્ર ! અત્યંત દુષ્કર છે. હે પુત્ર ! તારું આ સુકોમળ શરીર દીક્ષાના કષ્ટો માટે જરાપણ યોગ્ય નથી. આથી હે પુત્ર ! તું ઘરમાં રહે અને સુખ ભોગવ. જયાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી તારો એકક્ષણ પણ વિયોગ નથી જોઈ શક્તા. અમારા મૃત્યુપછી તું શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા લેજે. હે જમાલી :– હે માતાપિતા ! જે કાયર પુરુષ હોય છે. જેની દૈહિક લાલસા મટી નથી, જે આ લૌકિક સુખમાં આસક્ત છે તેના માટે દીક્ષાની ઉપર કહેલ દુષ્કરતા છે અર્થાત્ એને સંયમ પાલન કરવું કિઠન હોઈ શકે છે. પરંતુ જે આ લૌકિક સુખોની આશાથી મુક્ત-વિરક્ત થઈ ગયા છે; ધીર, વીર, દઢ નિશ્ચયવાળા પુરુષ હોય છે, એના માટે સંયમની મુશ્કેલી જરાપણ બાધક નથી. પરંતુ Page #125 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 124 આનંદદાયક હોય છે. આથી હે માતા–પિતા ! સંપૂર્ણ દુઃખો અને ભવ પરંપરાનું ઉન્મૂલન કરનારા, સુખમય સંયમ ગ્રહણ કરવાની આપ મને આજ્ઞા આપો. સંયમની આજ્ઞા :– - કોઈપણ પ્રકારે માતા–પિતા જમાલીકુમારની વૈરાગ્ય ભાવનાને રોકી શકયા નહીં, અંતે કમને સ્વીકૃતિ આપવી પડી. પછી તેનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. જમાલીની અભિલાષા પ્રમાણે કુત્રિકાપણમાંથી બે લાખ સોનૈયાનાં રજોહરણ પાત્ર મંગાવ્યાં; હજામને બોલાવ્યો; હજામે મોં પર મુખવસ્ત્ર બાંધીને જમાલીના વાળ કાપ્યા, ચોટીના લગભગ ચાર આંગળ ક્ષેત્ર પ્રમાણે વાળ રાખી બધા વાળોનું ખુર મુંડન કર્યું. એને પણ એક લાખ સોનૈયા આપ્યા. એ વાળને સ્વચ્છ વસ્ત્રમાં લઈને ધોઈને માતાએ રત્નકરંડકમાં રાખી પોતાના ઓશિકાની પાસે રાખી દીધા. પછી જમાલીને ઉત્તરાભિમુખ બેસાડીને માતા–પિતાએ મંગળ કળશોથી સ્નાનવિધિ કરાવી; વસ્ત્ર, માળા, આભૂષણો થી સુસજ્જિત કર્યા. હજાર પુરુષ ઉપાડે તેવી પાલખી મંગાવી એમાં જમાલીકુમાર પૂર્વાભિમુખ સિંહાસન પર બેસી ગયા. એની જમણી તરફ માતા–પિતા પણ બેસી ગયા. પછી અપૂર્વ વૈભવની સાથે અને અનેક મંગળોની સાથે વિશાળ જન સમુદાય સાથે, ઘોડા, હાથી, ૨થ વગેરે સાથે એ દીક્ષા મહોત્સવનો વરઘોડો રાજમાર્ગો પરથી આગળ વધ્યો. ઘરોમાંથી સેંકડો હજારો સ્ત્રી-પુરુષો એ વરઘોડાને અને દીક્ષાર્થી જમાલીકુમારને જોવા લાગ્યા. ક્ષત્રિયકુંડ ગ્રામ નગરથી એ વરઘોડો બ્રાહ્મણકુંડ ગ્રામ નગરની તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં ઉત્સાહી લોકો વિવિધ જય જયકાર કરતા, મંગલ અવાજ કરતા જઈ રહ્યા હતા. એમાં મુખ્ય નારા આ પ્રમાણે હતા. દીક્ષાર્થીના નારા :– • હે નંદ (આનંદ દાયક—આનંદ ઇચ્છુક) ! તમારી ધર્મ દ્વારા જય હો ! હે નંદ ! તપથી તમારી જય હો ! હે નંદ. તમારું કલ્યાણ હો ! હે નંદ ! તમે અખંડિત જ્ઞાન–દર્શન, ચારિત્રના સ્વામી બનો ! હે નંદ ! તમે ઇન્દ્રિય જયી બનો. હે નંદ ! તમે બધા વિઘ્નોને પાર કરો ! હે નંદ ! આપ પરીષહરૂપી સેના પર વિજય મેળવો. હે નંદ ! તમે રાગ–દ્વેષરૂપી મલ્લો પર વિજય પ્રાપ્ત કરો. હે નંદ ! ઉત્તમ શુકલ ઘ્યાન દ્વારા કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. હે ધીર ! ત્રણ લોક રૂપ વિશ્વ– મંડપમાં ઉત્તમ આરાધના રૂપ વિજય પતાકા ફરકાવો ! હે ધીર ! અપ્રમત્ત થઈ સંયમમાં વિચરણ કરો. હે વીર ! નિર્મળ વિશુદ્ધ અનુત્તર કેવલજ્ઞાન પ્રાપ્ત કરો. હે વીર ! તમારા ધર્મમાર્ગમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન હો. હે મહાભાગ ! તમે પરમ– પદરૂપ મોક્ષ પ્રાપ્ત કરો. દીક્ષાર્થી ભગવાનના સમવસરણમાં :– વરઘોડો ભગવાનના સમવસરણ સ્થળની નજીક પહોંચી ગયો. જમાલીકુમારે છત્ર, ચામર, શિબીકાનો ત્યાગ કર્યો. પગે ચાલીને માતા-પિતાની સાથે ભગવાનની સામે પહોંચ્યા. માતા-પિતાએ ભગવાનને વંદન નમસ્કાર કરીને નિવેદન કર્યું, હે ભંતે ! આ જમાલીકુમાર અમારો એકનો એક પુત્ર છે તે અમને ઇષ્ટ, કાંત, વલ્લભ છે. એ જળ કમળની જેમ ભોગોથી વિરક્ત બની ગયો છે. એને અમે તમને શિષ્યરૂપી ભિક્ષા આપીએ છીએ, તમે સ્વીકાર કરો. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર એનો સ્વીકાર કરે છે અને જમાલીકુમારને નિર્દેશ કરતાં કહે છે કે હે દેવાનુપ્રિય ! તમને સુખ થાય તેમ કરો. ત્યારે જમાલીકુમારે ઈશાનખૂણામાં નિશ્ચિત(જગ્યા)માં જઈને પોતે જ વસ્ત્ર- આભૂષણ ઉતાર્યા. માતાએ એને શુદ્ધ વસ્ત્રમાં ગ્રહણ કર્યા અને આંસુ સારતા જમાલીકુમારને અંતિમ શિક્ષા વચન કહ્યા કે હે પુત્ર ! તું સારી રીતે સંયમ પાલન કરજે. તપમાં પરાક્રમી બનજે અને જરાપણ પ્રમાદ ન કરજે. આ પ્રમાણે શિક્ષા વચન કહેતાં માતા-પિતા ભગવાનને વંદન– નમસ્કાર કરીને ચાલ્યા . ૫૦૦ પુરુષો સાથે દીક્ષા ગ્રહણ :– જમાલીકુમાર ચાર આંગળની ચોટીના વાળનો પંચમુદિ લોચ કરી ભગવાનની સામે પહોંચ્યા. જમાલીની સાથે જ ૫૦૦ બીજા પુરુષો દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા હતા. પ્રભુએ ૫૦૦ પુરુષોની સાથે જમાલીકુમારને દીક્ષિત કર્યા. તેનું વિસ્તૃત વર્ણન અહીં નથી. દીક્ષા લઈને જમાલી અણગારે સંયમ વિધિઓનો જ્ઞાન અને અભ્યાસ કર્યો, તપ–સંયમમાં આત્માને ભાવિત કર્યો યાવત્ ૧૧ અંગશાસ્ત્રોનું અધ્યયન કર્યું. સ્વતંત્ર વિચરણ :– કોઈ સમયે જમાલી અણગારે સ્વતંત્ર વિચરણ માટે ભગવાનને નિવેદન કર્યું. ભગવાને એવી સ્પર્શના જાણીને એને સ્વીકૃતિ ન આપી અને મૌન રાખ્યું. ૫૦૦ શિષ્યો સહિત એમણે ભગવાનને વંદન કરીને ત્યાંથી વિહાર કર્યો. વિહાર કરતાં તેઓ શ્રાવસ્તિ નગરીમાં પહોંચ્યા. આહારની અનિયમિતતાથી અને અરસ આહાર, વિરસ આહારથી, રુક્ષ, પ્રાંત, કાલ અતિક્રાંત, પ્રમાણ અતિક્રાંત અને શીતળ આહારથી એમના શરીરમાં વિપુલ રોગ ઉત્પન્ન થયો, પ્રગાઢ દુ:સ્સહ વેદના થવા લાગી. એનું શરીર પિત્ત જવર અને દાહથી આક્રાંત થઈ ગયું. મિથ્યાત્વ ઉદય :– - વેદનાથી પીડિત બનેલા જમાલી અણગારે શ્રમણોને સંથારો(પથારી) કરવાનું કહ્યું. પથારી કરવામાં થોડો સમય લાગ્યો. એમને ઉભા રહેવાનું અસહ્ય થઈ ગયું હતું. જલ્દીથી એમણે તેઓને પૂછી લીધું કે હે દેવાનુપ્રિયે પથારી પાથરી લીધી કે પાથરો છો ? શ્રમણોએ ઉત્તર આપ્યો કે અત્યારે પથારી પાથરી નથી, પાથરી રહ્યા છીએ. કષ્ટની અસહ્યતાને કારણે એ વાક્યો પર એનું ઊંધું ચિંતન ચાલવા લાગ્યું. મિથ્યાત્ત્વ કર્મ દલીકોનો ઉદય થયો અને આ પ્રમાણે વિચારવા લાગ્યા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો સિદ્ધાંત છે કે ચાલતા– ચાલતા ચાલ્યા, કરતાં-કરતાં કર્યું', આ સિદ્ધાંત મિથ્યા છે. આ હું પ્રત્યક્ષ અનુભવ કરું છું. આ પ્રકારના મનોગત ભાવ એમણે શ્રમણોની સામે રાખ્યા. કેટલાક શ્રમણોએ એમની આ વાત પર શ્રદ્ધા કરી અને કેટલાકે શ્રદ્ધા ન કરી, પ્રતિકાર કર્યો. પરંતુ મિથ્યાત્વ ઉદયના પ્રભાવથી જમાલીને એ દઢ નિશ્ચય થઈ ગયો કે ભગવાનનો સિદ્ધાંત મિથ્યા છે. ત્યારે કેટલાક શ્રમણ જ્યાં ચંપાનગરીમાં ભગવાન બિરાજમાન હતાં ત્યાં વિહાર કરી ગયા. અવિનય -- થોડા દિવસોમાં જમાલી પણ સ્વસ્થ થઈ ગયા. તે પણ વિહાર કરતાં ચંપાનગરીમાં ભગવાનની સમક્ષ પહોંચ્યા અને ઉભા રહીને કહેવા લાગ્યા કે ભંતે ! આપના કેટલાક શિષ્ય છદ્મસ્થ વિચરણ કરીને આવે છે. પરંતુ હું કેવલી બનીને આવ્યો છું. ગૌતમ સ્વામીએ એક જ પ્રશ્ન પૂછીને એને નિરુતર અને ચૂપ કરી દીધા. પછી ભગવાને જમાલીને કહ્યું કે હે જમાલી ! મારા અન્ય છદ્મસ્થ અણગાર આ પ્રશ્નનો ઉત્તર મારી જેમ જ આપી શકે છે. પરંતુ એ પોતાને તારી જેમ કેવલી નથી કહેતા. પછી ભગવાને Page #126 -------------------------------------------------------------------------- ________________ jain 125 કથાસાર એ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ કર્યો કે લોક શાશ્વત છે. કેમકે તે સદા હતો છે અને રહેશે. લોક–અશાશ્વત છે કેમ કે એ ઉત્સર્પિણી, અવસર્પિણી વગેરે રૂપ પર્યાયોમાં બદલતો રહે છે. આ જીવ શાશ્વત છે, કેમ કે સદા હતો, છે અને રહેશે. તેમજ આ જીવ અશાશ્વત છે, કેમ કે નારક વગેરે પર્યાયોમાં બદલાતો રહ્યો છે. ભગવાનથી અલગાવ અને મિથ્યા પ્રરુપણા :– જમાલી નિરુતર થઈ ગયા અને શ્રદ્ધા પ્રગટ ન કરતાં મિથ્યાત્વ ઉદયના પ્રભાવે ત્યાંથી નીકળી ગયા, અનેક અસત્ પ્રરુપણા કરતાં વિચરવા લાગ્યા. આ રીતે મિથ્યાત્વના અભિનિવેશથી પોતાને અને બીજાને ભ્રાંત કરતાં તપ—સંયમનું પાલન કરવા લાગ્યા. પ્રથમ ગુણસ્થાનવર્તી હોવા છતાં અનેક વર્ષ(૧૦–૧૫ વર્ષ) સંયમનું પાલન કર્યું. ૧૫ દિવસના સંથારા બાદ કાળધર્મ પામીને છઠ્ઠા દેવલોકમાં કિવિષિક દેવરૂપમાં ઉત્પન્ન થયા. જમાલી કિક્વિષીક દેવ ઃ– જમાલીને કાળ ધર્મ પામ્યા જાણીને ગૌતમ સ્વામીએ એની ગતિ–સ્થિતિ, ભવ–ભ્રમણ સંબંધી પ્રશ્ન કર્યો. જવાબમાં ભગવાને જણાવ્યું કે જમાલી દેવલોકનો ભવ પૂરો કરીને ૪–૫ મનુષ્ય, તિર્યંચ, નરક, દેવના ભવ કરશે. પછી બધા કર્મનો ક્ષય કરીને મોક્ષે જશે. કિક્વિષિકો ના ભવ ભ્રમણ :– કિક્વિષિક દેવ ત્રણ પ્રકારના હોય છે અને એના ત્રણ સ્થાન છે. (૧) પ્રથમ દ્વિતીય દેવલોકની નીચલી પ્રતરમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા (૨) ત્રીજા—ચોથા દેવલોકની નીચલી પ્રતરમાં ત્રણ સાગરોપમના આયુષ્યવાળા (૩)છઠ્ઠા દેવલોકમાં ૧૩ સાગરના આયુષ્યવાળા. આ કિક્વિષિકો ઓછામાં ઓછા ૪-૫ નરક, તિર્યંચ, મનુષ્ય, દેવના ભવ કરે છે અને ઉત્કૃષ્ટ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણ કે જે કુળ ગણ સંઘના વિરોધી દ્વેષી હોય છે; આચાર્ય, ઉપાધ્યાય, આદિના અપયશ, અવર્ણવાદ, અપકીર્તિ કરવાવાળા હોય છે; અનેક અસત્ય અર્થોની પ્રરુપણા કરે છે; કદાગ્રહમાં પોતે ભ્રમિત હોય છે અને બીજાને ભ્રમિત કરે છે, સાથે નિરંતર તપ સંયમની વિધિઓનું ઉત્કૃષ્ટ પાલન કરે છે. અંતિમ સમય સુધી પોતાની મિથ્યાવાદિતાની આલોચના–પ્રાયશ્ચિત્ત શુદ્ધિકરણ નથી કરતાં તે જીવ આ કિક્વિષિક દેવ સ્થાનોને પ્રાપ્ત કરે છે. દશવૈકાલિક સૂત્ર અધ્ય. ૫/૨ અનુસાર તપ સંયમના ચોર એવા વિરાધક શ્રમણ પણ મિથ્યાત્વ પામી કિક્વિષિકમાં જાય છે. ઔપપાતિક સૂત્ર આદિમાં પણ આનું વર્ણન છે. શિવરાજર્ષિ : (૧) હસ્તિનાપુરમાં 'શિવ' નામના રાજા રાજય કરતા હતા. તે શ્રેષ્ઠ રાજાના યોગ્ય ગુણોથી સમ્પન્ન હતા. એની ધારીણી નામની રાણી તથા શિવભદ્રકુમાર નામનો પુત્ર હતો. યોગ્ય સમયે રાજકુમાર રાજય કાર્યની દેખરેખ કરવા લાગ્યો. એક વખત રાજાને રાત્રિમાં વિચાર ઉત્પન્ન થયો કે મને ધન સમ્પતિ અને રાજય સંબંધી બધી અનુકૂળતા પ્રાપ્ત થઈ છે. આ બધી વૃદ્ધિ પૂર્વના પુણ્યથી જ પ્રાપ્ત થઈ છે. હવે સમય થતાં આ બધાનો ત્યાગ કરીને મારે પુત્રને રાજ્ય સોંપીને સન્યાસ ગ્રહણ કરી લેવો જોઈએ. ઉત્પન્ન થયેલા એ વિચારોને શિવરાજાએ દ્રઢ કર્યા અને તે અનુસાર પુત્રનો રાજયાભિષેક કર્યો. શિવરાજર્ષિની તાપસી દીક્ષા :– એના પછી યોગ્ય તિથિ મુહૂર્ત જોઈને મિત્ર, જ્ઞાતીજન વગેરેને ભોજન કરાવીને, સમ્માનિત કરીને એ બધાની અને પુત્રની આજ્ઞા—સ્વીકૃતિ લઈ તાપસ આશ્રમમાં જઈને તેમણે દિશા પ્રોક્ષિક તાપસી પ્રવ્રજયા અંગીકાર કરી. તેઓ ગંગા નદીને કિનારે પોતાની ઝુંપડી બનાવીને રહેવા લાગ્યા. એમણે દીક્ષા લઈને છઠને પારણે છઠ કરવાનો પ્રારંભ કર્યો. તે આતાપના ભૂમિમાં જઈને આતાપના લેતા હતા. પારણાના દિવસે આતાપના ભૂમિમાંથી ઉતરીને વલ્કલ વસ્ત્ર પહેરીને પોતાની ઝુંપડીમાં આવ્યા. વાંસની છાબડી અને કાવડ લઈને પૂર્વ દિશામાં ગયા પૂર્વ દિશાની પૂજા કરીને સોમ લોકપાલને આ પ્રકારે કહ્યું– હે પૂર્વ દિશાના સ્વામી સોમ મહારાજા ! ધર્મ સાધનમાં પ્રવૃત્ત મારું શીવરાજર્ષિનું રક્ષણ કરો અને પૂર્વ દિશામાં રહેલ કંદમૂલ, છાલ, પત્ર, પુષ્પ, ફલ, બીજ, લીલી વનસ્પતિ લેવાની આજ્ઞા આપો. એવું કહી અને પછી પૂર્વ દિશાથી ઈચ્છીત સામગ્રીથી છાબડી ભરીને ઝુંપડીમાં આવ્યા. પછી ગંગા નદીમાં જઈ સ્નાન આદિ કરીને આવ્યા. પછી હવનની પૂર્ણ તૈયારી કરીને મધુ ઘૃત ચોખાથી હોમ કર્યો. વૈશ્વ દેવ અને અતિથિ પૂજન કરીને પછી આહાર કર્યો. પછી બીજો છઠ સ્વીકાર કર્યો. આ પ્રકારે ક્રમશઃ પારણામાં દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશાનું પૂજન કરી એ દિશાના લોકપાલની આજ્ઞા પ્રાપ્ત કરી, બાકી વિધિ પ્રથમ પારણાની સમાન કરતાં, આમ તપ સાધના કરતાં–કરતાં તે ભદ્ર અને વિનીત પ્રકૃતિવાળા શિવ–રાજર્ષિને વિભંગજ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે સાત દ્વીપ સમુદ્ર જોવા લાગ્યા. વિભંગ જ્ઞાની શિવરાજર્ષિ :- તે આતાપના ભૂમિથી ઝુંપડીમાં આવ્યા. ત્યાંથી તાપસ આશ્રમમાં આવ્યા અને ત્યાંથી હસ્તિનાપુર નગરમાં ગયા અને સર્વ ઠેકાણે પ્રચાર કરવા લાગ્યા કે મને અતિશય જ્ઞાન–દર્શન ઉત્પન્ન થયું છે. સાત દ્વીપ સમુદ્ર છે. એટલો જ લોક છે. એનાથી આગળ કાંઈ નથી. વાત નગરમાં વ્યાપ્ત થઈ લોકોની ચર્ચાનો વિષય બની ગયો. કેટલાક શ્રદ્ઘા કરવા લાગ્યા, કેટલાક સંદેહ કરવા લાગ્યા. વિચરણ કરતાં શ્રમણ ભગવાન મહાવીર હસ્તિનાપુરમાં પધાર્યા. ગૌતમ સ્વામી પારણામાં ગૌચરી લેવા ગયા. લોકોની ચર્ચા ગૌતમ સ્વામી સુધી પણ પહોંચી. ગૌતમસ્વામીએ ભગવાનને નિવેદન કરી લોકોનો પ્રશ્ન વ્યક્ત કર્યો. ઉપસ્થિત પરિષદની સમક્ષ જ ભગવાને સ્પષ્ટીકરણ કર્યું કે સાત દ્વીપ સમુદ્ર જોવા સુધીની વાત સાચી છે. પરંતુ એની સાથે એણે જે પ્રરુપણ કરવાનું શરૂ કર્યું છે કે આટલો જ લોક છે, આગળ નથી; તે એનું કથન મિથ્યા છે અને એનું જ્ઞાનપણ અપૂર્ણ છે. વાસ્તવમાં દ્વીપ સમુદ્ર અસંખ્ય છે. પરિષદના ચાલ્યા જવાથી નગરમાં બેરંગી વાતો થવા લાગી. શિવરાજર્ષિ સુધી પણ સારી વાર્તા પહોંચી ગઈ. તે શંકિત, કાંક્ષિત થયો, વિચારાધીન બન્યો અને એનું વિભંગ જ્ઞાન સમાપ્ત થઈ ગયું. ત્યારે એણે એવો વિચાર કર્યો કે શ્રમણ ભગવાન મહાવીરની Page #127 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 126 સમીપ જઈને પર્યુપાસના કરવી મારા માટે આ ભવ, પરભવમાં કલ્યાણકારી થશે; એવો વિચાર કરી તે તાપસ આશ્રમમાં આવ્યા, યોગ્ય ઉપકરણ વેશભૂષા ગ્રહણ કરી ભગવાનની સેવામાં પહોંચ્યા . = શિવરાજર્ષિની શ્રમણ દીક્ષા અને મુક્તિ :– ત્રણ વખત આવર્તન કરી વંદના, નમસ્કાર કરી ભગવાનની સેવામાં બેસી ગયા. ભગવાને શિવરાજર્ષિ પ્રમુખ અન્ય પણ ઉપસ્થિત પરિષદને ઉપદેશ આપ્યો. શિવરાજર્ષિને ભગવાનની વાણી અત્યંત રુચિકર લાગી અને ત્યાં જિન પ્રવ્રજ્યા અંગીકાર કરવા માટે તત્પર થયા. સ્કંધક અણગારની સમાન એનું સંયમ ગ્રહણ સંબંધી વર્ણન સમજવું. ઈશાનખુણામાં જઈને ભંડોપકરણ રાખી, પંચ મુષ્ઠિ લોચ કરી અને ભગવાનની સામે પહોંચીને વંદન કર્યા. ત્યાર પછી ભગવાને એને વિધિપૂર્વક દીક્ષા પાઠ ભણાવ્યો. શિવરાજર્ષિ શ્રમણ નિગ્રન્થ બની ગયા. ૧૧ અંગોનું અધ્યયન કર્યું. અંતમાં એ જ ભવમાં બધા કર્મ ક્ષય કરી મુક્ત થયા. (૨) ગંગા કિનારે રહેનારા અન્ય વાનપ્રસ્થ સન્યાસી :– અગ્નિહોત્રી, પોતિક(વસ્ત્રધારી) કૌત્રિક, યાજ્ઞિક, શ્રદ્ધાળુ, ખપ્પરધારી, હૂંડિકાધારી, ફલ– ભોજી, ઉમજ્જક, નિમજ્જક, સમ્પ્રક્ષાલક, ઉર્ધ્વકંડુક, અધોકુંડક, દક્ષિણ- કૂલક, ઉત્તરકૂલક, શંખધમક, ફૂલધમક, મૃગલુબ્ધક, હસ્તી તાપસ, જલાભિષેક કર્યા વગર ભોજન ન કરનારા, વાયુમાં રહેનારા, પાણીમાં રહેનારા, વલ્કલધારી, જલભક્ષી, વાયુભક્ષી, શેવાલભક્ષી, મૂલાહારી, કંદાહારી, પત્રઆહારી, છાલ ખાનારા, પુષ્પઆહારી, બીજઆહારી, આપોઆપ જ પડેલા ફળ આદિ ખાનારા ફલાહારી, ઉંચા દંડ રાખનારા, વૃક્ષવાસી, મંડલવાસી, વનવાસી, બિલવાસી, દિશાપ્રોક્ષી, આતાપના લેવાવાળા, પંચાગ્નિ તાપ લેનારા વગેરે અને બીજા પણ ઔપપાતિક સૂત્ર વર્ણિત સન્યાસી ગંગા કિનારે રહેતા હતા. વાનપ્રસ્થ આશ્રમમાં વિવિધ સાધનાઓ અને વિવિધ વેશભૂષા અને ઉપકરણ હોય છે. એ પોતાની માન્યતા અનુસાર વિવિધ તપસ્યાઓ કરે છે. સમભાવ–ઉપશાંતિની ઉપલબ્ધિ પણ કેટલાય સાધક કરે છે. અંતિમ સમયમાં સંલેખના સંથારા પણ કરે છે, જે મહિનો, બે મહિના પણ ચાલે છે અને પાદપોપગમન મરણ પણ સ્વીકાર કરે છે. જીવાદિનું સાચું જ્ઞાન અને આચરણ ન હોવા છતાં પણ પ્રકૃતિની શાંતિ, સમાધિ અને તપસ્યાના બળથી એ દેવગતિમાં તો જાય છે, પરંતુ અધિકતર ભવનપતિ વ્યંતર આદિ સામાન્ય દેવ થાય છે. ગૌતમ, સ્કંધક, શિવરાજર્ષિ, જેવા કેટલાય ભદ્રિક પરિણામી પુનઃ વીતરાગ પ્રભુની પાસે શ્રમણ પ્રવ્રજ્યા સ્વીકાર કરીને સાધના કરતા આરાધક ગતિને પણ પ્રાપ્ત કરે છે. સદર્શન શ્રમણોપાસક : વાણિજ્ય ગ્રામ નામના નગરમાં જીવાજીવના જ્ઞાતા, ગુણસંપન્ન, સુદર્શન શ્રમણોપાસક રહેતા હતા. એક વખત ભગવાન મહાવીરસ્વામી નગરીની બહાર ધ્રુતિપલાસક બગીચામાં પધાર્યા. સુદર્શન શ્રાવક વિશાલ જનસમૂહની સાથે ચાલતાં ભગવાનના દર્શન કરવા ગયા. તેમણે પાંચ અભિગમ સાથે દર્શન વંદન કર્યા. પછી ભગવાને આવેલ સમસ્ત પરિષદને ધર્મ ઉપદેશ આપ્યો. ઉપદેશ પૂર્ણ થયા પછી પરિષદના ચાલ્યા જવા બાદ સુદર્શન શ્રમણોપાસકે ભગવાનને વંદન– નમસ્કાર કરી કાલ(સમય) સંબંધી પ્રશ્ન પૂછયો. કાલ :– કાલ ચાર પ્રકારના હોય છે. (૧) પ્રમાણકાલ (૨) યથાયુષ્ય નિવૃત્તિ કાલ (૩) મરણકાલ (૪) અદ્ધાકાલ. (૧) પ્રમાણકાલ :– ૧૨ મુહૂર્તથી લઈને ૧૮ મુહૂર્તની રાત્રી હોય છે. એટલો જ દિવસ હોય છે. ત્રણ મુહૂર્તની પોરષીથી લઈને સાડાચાર મુહૂર્તની પોરષી હોય છે. મોટો દિવસ અને મોટી પોરષી અષાઢમાં હોય છે. નાનો દિવસ અને નાની પોરષી પોષ મહીનામાં હોય છે. ૧/૧૨૨ મુહૂર્ત પ્રમાણ પોરષી ક્રમશઃ ઘટે છે અને વધે છે. આસો અને ચૈત્રમાં દિવસ–રાત ૧૫-૧૫ મુહૂર્ત સમાન જ હોય છે. એ સમયે ૩–૩/૪ઊ પોણા ચાર મુહૂર્તની પોરષી હોય છે. આ બધા પ્રમાણકાલ છે. (૨) યથાયુષ્ય નિવૃત્તિ કાલ :– ચારે ગતિમાં જે ઉંમર મળી છે એ કાલનું વ્યતીત થવું યથાયુષ્ય નિવૃત્તિ કાલ છે. (૩) મરણકાલ :– આયુષ્ય પૂર્ણ થવા પર જે શરીર અને જીવને અલગ થવા રૂપી મૃત્યુ થાય છે તે મરણકાલ છે. (૪) અદ્યાકાલ :– સમયથી લઈને આવલિકા મુહૂર્ત યાવત્ સાગરોપમ રુપ જે કાલ વિભાજન છે તે અન્ના કાલ છે. પલ્યોપમ સાગરોપમ થી આયુષ્યની સ્થિતિઓનાં માપ હોય છે. પલ્યોપમ સાગરોપમરુપ કાળ કેવી રીતે ક્ષય થાય છે, વ્યતીત થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં સુદર્શન શ્રાવકને ભગવાને એના પૂર્વ ભવનું વર્ણન સંભળાવ્યું. પૂર્વ ભવ : મહાબલ ચરિત્ર :- હસ્તિનાપુર નગરમાં 'બલ' નામના રાજા રાજ્ય કરતા હતા. એક વખત એની રાણી પ્રભાવતીએ સ્વમુખમાં સિંહ પ્રવેશનું સ્વપ્ન જોયું. જેના ફળ સ્વરૂપે યોગ્ય સમયે એણે એક પુણ્યશાળી બાળકને જન્મ આપ્યો. રાજાએ પુત્રનો જન્મ મહોત્સવ મનાવ્યો. ત્રીજા દિવસે બાળકને સૂર્યદર્શન કરાવ્યા. છઠ્ઠા દિવસે જાગરણ અને અગિયારમાં દિવસે અશુચિ નિવૃત્તિકરણ કરાવ્યું, બારમાં દિવસે ઉત્સવ ભોજનની સાથે બાલકનું નામકરણ કર્યું. મહાબલકુમાર નામ રાખ્યું. સુખપૂર્વક એનો બાલ્યકાળ વ્યતીત થયો. સાધિક આઠ વર્ષનો થવાથી એને કલાચાર્યની પાસે અઘ્યયન અર્થે મોકલવામાં આવ્યો. યુવાન અવસ્થામાં આઠ કન્યાઓની સાથે એનું પાણિગ્રહણ કરાવ્યું. પિતાએ વિવિધ પ્રકારની સામગ્રી ૮–૮ ની સંખ્યામાં એને પ્રીતિદાનરૂપમાં આપી. આ પ્રકારે તે મહાબલકુમાર માનુષિક સુખ ભોગવતાં કાલ વ્યતીત કરવા લાગ્યો. એક સમયે વિમલનાથ અરિહંતના પ્રપૌત્ર શિષ્ય ધર્મઘોષ અણગાર હસ્તિનાપુર નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. જમાલીકુમારની સમાન અહીં મહાબલનું સંપૂર્ણ વર્ણન જાણવું. યથા- ધર્મશ્રવણ, આજ્ઞા પ્રાપ્તિ સંવાદ અને દીક્ષા ગ્રહણ. તેણે ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું, જુદા-જુદા તપ અનુષ્ઠાન કરતાં– કરતાં ૧૨ વર્ષની દીક્ષા પર્યાયનું પાલન કર્યું. Page #128 -------------------------------------------------------------------------- ________________ 127 કથાસાર jain એક મહીનાના સંથારાથી આયુષ્ય પૂર્ણ કરી મહાબલ મુનિ પાંચમાં દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. ત્યાં દશ સાગરોપમની ઉમર પૂર્ણ કરી હે સુદર્શન! તે અહીં વાણિજ્ય ગ્રામમાં જન્મ લીધો યાવત વિર ભગવંતોની પાસે ધર્મનો બોધ પ્રાપ્ત કરી શ્રમણોપાસક બન્યા છો. આ પ્રકારે અન્ય જીવોની પણ પલ્યોપમ સાગરોપમની ઉમર સમાપ્ત થાય છે. ભગવાન દ્વારા પ્રશ્નના સમાધાનમાં પોતાના જ પૂર્વભવનું ઘટનાચક્ર સાંભળીને ચિંતન, મનન કરતાં એને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એની શ્રદ્ધા, વૈરાગ્ય સંવેગમાં અતિ વૃદ્ધિ થઈ. આનંદ અશ્રુઓથી તેના નેત્ર ભરાઈ ગયા અને ત્યાં જ સંયમ સ્વીકાર કર્યો. સુદર્શન શ્રમણોપાસકથી સુદર્શન શ્રમણ બની ગયા. ચૌદપૂર્વનું અધ્યયન કર્યું. બાર વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરી બધા કર્મોનો ક્ષય કર્યો અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયા. આ પ્રકરણમાં રાણીના મહેલનું, શવ્યાનું, સિંહ સ્વપ્ન, રાજાની પાસે જઈ અને કહેવાનું, રાત્રિ પસાર કરવાનું, સ્વપ્ન પાઠકોનું, પુત્ર જન્મ મહોત્સવનું, ખુશખબર આપવાવાળી દાસીઓનું સન્માનનું, ક્રમશઃ વયવૃદ્ધિનું, પ્રીતિદાનની પાંચસો પ્રકારની વસ્તુઓનું, વિસ્તૃત વર્ણન મૂળ પાઠમાં દર્શાવ્યું છે. જિજ્ઞાસુ પાઠક પ્રસ્તુત મૂળસૂત્રનો અભ્યાસ કરે. દીક્ષા વગેરેનું વિસ્તૃત વર્ણન અહીં નથી કર્યું. એના માટે જમાલીના પ્રકરણનો નિર્દેશ કર્યો છે, જ્યાં વિસ્તારથી વર્ણન છે. ઋષિભદ્રપત્ર: આલંભિકા નામની નગરીમાં ઋષિભદ્ર પ્રમુખ અનેક શ્રમણ ઉપાસક હતા. એક વખત કયાંક થોડા શ્રાવક એકઠા થઈ વાર્તાલાપ કરતા હતા. પ્રસંગોપાત ત્યાં દેવની ઉમર સંબંધી વાર્તા ચાલી. ત્યારે ઋષિભદ્ર શ્રાવકે બતાવ્યું કે જઘન્ય દસ હજાર વર્ષથી ૧-૧ સમય વૃદ્ધિ થતાં થતાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધીની ઉમર દેવોની હોય છે. કેટલાયને આના પર શ્રદ્ધા ન થઈ. થોડા સમય પછી વિચરણ કરતાં કરતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આયંબિકા નગરી પધાર્યા. ઉક્ત શ્રમણોપાસક અને નગરીના અન્ય લોકો ભગવાનની સેવામાં પહોંચ્યા. ઉપદેશ સાંભળીને પરિષદ વિસર્જિત થઈ ગઈ. વંદન નમસ્કાર કરીને તે શ્રમણોપાસકોએ દેવની | સ્થિતિનો પ્રશ્ન પૂર્વ હકીકત સાથે પૂછયો. ભગવાને સમાધાન કર્યું કે ઋષિભદ્રનું કથન સત્ય છે. હે આર્યો! હું પણ આવું જ કથન કરું છું. ત્યારે એ શ્રમણોપાસકોએ શ્રદ્ધા રાખી અને ઋષિભદ્રની સમીપ જઈને વંદન- નમસ્કાર અર્થાત્ પ્રણામ અભિવાદન કરીને પોતાની ભૂલની વિનયપૂર્વક ક્ષમાયાચના કરી. પછી એ શ્રાવકોએ પોતાની જીજ્ઞાસાઓનું સમાધાન કર્યું અને પ્રભુને વંદન-નમસ્કાર કરી અને ચાલ્યા ગયા. શ્રાવકોના ગયા પછી ગૌતમ– સ્વામીના પ્રશ્ન કરવા પર ભગવાને ફરમાવ્યું કે ઋષિભદ્ર પુત્ર દીક્ષા ગ્રહણ નહીં કરે પરંતુ અનેક વર્ષ શ્રાવક પર્યાયનું પાલન કરી એક મહિનાનો સંથારો કરી, કાળ કરી પહેલા દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાં અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમની ઉંમર પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષ પ્રાપ્ત કરશે. વિશેષઃ- કોઈની સત્ય વાતનો સ્વીકાર ન કરવો, અશ્રદ્ધા કરવી કે તેને ખોટું કહેવું એ પણ તેની આશાતના જ કહેવાય છે. આ જ કારણથી ગૌતમસ્વામી પણ ફરીથી આનંદ શ્રાવક પાસે ખમાવવા ગયા હતા. એવી જ રીતે અહીં પણ ઋષિભદ્ર શ્રમણોપાસકને બીજા શ્રાવકોએ ખમાવ્યા. આવી સરળતા લતાની રીત શાસ્ત્રમાં સાધ શ્રાવક બન્નેને માટે ઘણી જગ્યાએ વર્ણવાયેલ છે. આવા વર્ણનોથી અત્યારના સાધકોને શિક્ષા લઈને એનું આચરણ કરવું જોઈએ.] પગલ પરિવ્રાજક: આલંભિકા નગરીના શંખવન' નામના ઉદ્યાનની સામે "પુદ્ગલ" નામનો પરિવ્રાજક રહેતો હતો. તેને ચારે વેદનું સાંગોપાંગ જ્ઞાન હતું અને બ્રાહ્મણમતના સિદ્ધાંતોમાં પારંગત હતો. તે છઠ છઠના પારણા કરી અને આતાપના લેતો હતો. પ્રકૃત્તિભદ્ર વિનીત અને સમભાવોમાં પરિણમન કરતાં તેને વિભંગ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે પાંચમાં દેવલોક સુધી દેવોને અને એમની ઉમર પણ જોવા લાગ્યો. જેનાથી એ માનવા લાગ્યો કે આટલો જ લોક છે. એના પછી દેવ પણ નથી અને દેવોની ઉમર પણ નથી. અર્થાત્ ઉત્કૃષ્ટ દસ સાગરોપમની ઉમરના દેવ હોઈ શકે છે. એના પછી કોઈ સ્થિતિ હોતી નથી. શિવરાજર્ષિની જેમ પુગલ પરિવ્રાજકે પણ નગરીમાં પોતાના જ્ઞાનનો અને મંતવ્યનો પ્રચાર કર્યો. લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. સંયોગવશ ભગવાન આલંભિકા નગરીમાં પધાર્યા. ગોતમ સ્વામીએ ગોચરી દરમિયાન ચાલુ વાત સાંભળી ભગવાનને નિવેદન કર્યું. ભગવાને પરિષદની સામે જ સ્પષ્ટીકરણ કર્યું. ભગવાનના વાકય પણ નગરીમાં પ્રચારિત થયા કે અનુત્તર વિમાન સુધી દેવ છે, દેવલોક છે, ઉમર પણ દેવોમાં ૩૩ સાગરોપમ સુધી છે,' વગેરે. લોકો પાસેથી આ વાર્તા પુગલ પરિવ્રાજક સુધી પણ પહોંચી. તે શંકિત કાંક્ષિત થઈને ભ્રમિત થઈ ગયો. એનું પણ વિભંગ જ્ઞાન ચાલ્યું ગયું. શિવ-રાજર્ષિની જેમ તે પણ ભગવાનની પર્યુપાસના કરવા ગયો. ઉપદેશ સાંભળ્યો, સંયમ લીધો, એ ભવમાં બધા કર્મો ક્ષય કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. દેવલોકોમાં રુપી દ્રવ્ય અને વર્ણાદિ બોલ હોય છે. આ કારણે વિલંગ જ્ઞાનનો વિષય થઈ જાય છે. વિશેષ:- છઠ–છઠના પારણા કરતાં અને આતાપના લેતાં વિવિધ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. વિભંગ જ્ઞાન પણ પરોક્ષ જ્ઞાન હોવાથી એનો પણ લબ્ધિઓમાં સમાવેશ થાય છે. વાનપ્રસ્થ આશ્રમના તાપસ કંદમૂલ વગેરેને સ્વયં પકાવીને ખાય છે. અને સન્યાસાશ્રમના પરિવ્રાજક ભિક્ષાથી આજીવીકા કરે છે. શિવરાજર્ષિએ તાપસી દીક્ષા ધારણ કરી હતી અને પુદ્ગલ પરિવ્રાજકે સંન્યાસી દીક્ષા ગ્રહણ કરી હતી. Page #129 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 128 શંખ પુષ્કલી શ્રમણોપાસક શ્રાવસ્તી નગરીમાં શંખ પ્રમુખ ઘણાં બધા શ્રમણોપાસક રહેતા હતા. શંખ શ્રાવકની ઉત્પલા નામની પત્ની હતી. તે પણ જીવાજીવની જાણકાર યોગ્ય ગુણોથી યુક્ત શ્રમણોપાસિકા હતી. પુષ્કલી નામના શ્રમણોપાસક પણ એ જ નગરીમાં રહેતા હતા. એક વખત ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. શ્રાવસ્તી નગરીથી અનેક જનસમૂહ ભગવાનના દર્શન, સેવા માટે કોષ્ટક ઉદ્યાનની તરફ ચાલ્યા. શંખ પુષ્કલી પ્રમુખ શ્રાવક પણ વિશાળ સમૂહની સાથે પગપાળા ગયા. ભગવાનની સેવામાં પરિષદ એકઠી થઈ. ભગવાને ધર્મ ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને સભા વિસર્જિત થઈ. પકખી પૌષધ :- શંખ પ્રમુખ શ્રાવકોએ વંદન-નમસ્કાર કરી પ્રશ્ન પૂછયા, સમાધાન ગ્રહણ કરી અને વંદન-નમસ્કાર કરી ઘરે જવા માટે રવાના થયા. માર્ગમાં શંખ શ્રમણોપાસકે કહ્યું કે આજ પધ્ધી છે. આપણે બધા ખાઈ-પીને સામૂહિક પૌષધ કરીએ. અન્ય શ્રાવકોએ એમનું કથન સ્વીકાર્યું. સ્થાન અને ભોજન તૈયાર કરવાની જવાબદારી માટે નિર્ણય લેવાયો. બધા પોતાના ઘેર જઈ આવ્યા અને એક સ્થાન પર એકઠા થયા. પૌષધવ્રત(દયાવ્રત) લીધું. ભોજનનો સમય નજીક આવવા લાગ્યો પરંતુ શંખ શ્રમણોપાસક આવ્યા ન હતા. એનું કારણ એ થયું કે પૌષધનો નિર્ણય કરી બધા શ્રાવક પોત પોતાના ઘરની દિશામાં ચાલ્યા. ઘરે પહોંચતા પહેલાં જ શંખજીના વિચાર પરિવર્તિત થઈ ગયા. તેમને ઉપવાસ યુક્ત પૌષધ કરવાનો વિચાર દઢ થઈ ગયો. ઘેર આવી ઉત્પલા પત્નીને પૂછીને પૌષધશાળામાં ઉપવાસ સાથે પૌષધ અંગીકાર કર્યો. શ્રાવક-શ્રાવિકાના વંદન વ્યવહાર:- શ્રાવકોએ શંખજીને બોલાવવા જવાનો નિર્ણય કર્યો. ત્યારે પુષ્કલી શ્રાવક શંખજીના ઘરે ગયા. | ઉપલા શ્રમણોપાસિકાએ પુષ્કલી શ્રાવક ને ઘરમાં આવતાં જોઈ અને આસનથી ઉઠી સાત-આઠ કદમ (પગલા) સામે જઈ અને વંદન-નમસ્કાર કર્યા, આવવાનું કારણ પુછયું. પુષ્કલી શ્રાવકે કહ્યું કે શંખ શ્રમણોપાસક કયાં છે? પૌષધશાળા તરફ સંકેત કરતાં ઉત્પલાએ બતાવ્યું કે એમણે પૌષધ કર્યો છે. પુષ્કલી શ્રાવક પૌષધશાળામાં આવ્યા. ઈરિયા- વહિનું પ્રતિક્રમણ કર્યું પછી ચાલવા માટે નિવેદન કર્યું. ખાતાં-પીતાં પષધ – શંખ શ્રમણોપાસકે સ્પષ્ટીકરણ કર્યું કે મેં ઉપવાસ સાથે પૌષધ ગ્રહણ કરી લીધો છે. તમે હવે તમારી ઈચ્છા અનુસાર ખાતાં-પીતાં પૌષધ કરો. પુષ્કલી શ્રમણોપાસક પાછા આવી ગયા અને કહ્યું કે શંખજી નહીં આવે. પછી એ શ્રાવકોએ ખાતા–પીતાં પૌષધ કર્યો. શ્રાવકોમાં વ્યંગ વ્યવહાર અને પ્રભુ દ્વારા સંબોધન :- બીજા દિવસે બધા શ્રાવક ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. શંખજી. પૌષધના પારણા કર્યા વગર જ વસ્ત્ર બદલીને ભગવાનના દર્શન કરવા ગયા. પરિષદ એકઠી થઈ. ધર્મ ઉપદેશ થયો. સભા વિસર્જિત થઈ. બીજા શ્રમણોપાસક શંખજીની પાસે પહોંચીને એમને ઉપાલંભ દેવા લાગ્યા કે તમે જ પ્રસ્તાવ રાખ્યો (આદેશ આપ્યો, અને પછી પોતે જ ઉપવાસ સાથે પૌષધ કરી લીધો. આ રીતે ઉપાલંભ વ્યંગ વચનો થવા લાગ્યા. ત્યારે ભગવાને શ્રાવકોને સંબોધન કર્યું અને કહ્યું– હે આર્યો! આ પ્રકારે શંખ શ્રમણોપાસકની તમે હાલના(અવહેલના) ન કરો. શંખ શ્રમણોપાસકે સુંદર ધર્મ આચરણ અને ધર્મ જાગરણા કરી છે. તે દઢધર્મી, પ્રિયધર્મી શ્રમણોપાસક છે. કષાયનું ફળ :- પછી શ્રમણોપાસક શંખના પ્રશ્નનો ઉત્તર દેતાં ભગવાન મહાવીરે ફરમાવ્યું કે ક્રોધ, માન વગેરેથી વશીભૂત થઈને જીવ સાત કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ(આ બધાં)ની વૃદ્ધિ કરે છે, અશાતા વેદનીયનો વારંવાર બંધ કરે છે અને ચતુર્ગતિક સંસારમાં પરિભ્રમણ કરે છે. શંખ શ્રમણોપાસકની ગતિ - પછી એ શ્રમણોપાસકોએ શંખ શ્રમણોપાસકને વંદન-નમસ્કાર કરી થયેલ આસાતનાની વિનયપૂર્વક ક્ષમાયાચના કરી. ત્યાર પછી પોત-પોતાના ઘરે ગયા. ગૌતમસ્વામીએ શંખ શ્રમણોપાસકના દીક્ષા લેવા સંબંધી પ્રશ્ન કર્યો. ઉત્તરમાં ભગવાને કહ્યું કે તે દીક્ષા લેશે નહીં. શ્રમણોપાસક પર્યાયથી દેવલોકમાં જાશે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ, સંયમ તપની આરાધના કરી બધા દુઃખોનો અંત કરશે. શંખ પપ્પલીજીના પૌષધ પર ચિંતન સાર :- પ્રસ્તુત પ્રકરણમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ ગણધરની જાણકારીમાં એમના શાસનમાં સમસ્ત શ્રમણોપાસકોમાં પ્રમુખ શંખ પુષ્કલીજીના મમ્મી પર્વ દિન માટે પૌષધનું વર્ણન છે. આ ભગવતી સૂત્ર પણ સમસ્ત ઉપલબ્ધ આગમોમાં મહત્ત્વપૂર્ણ શ્રદ્ધાકેન્દ્રનું આગમ છે અને ગણધરો દ્વારા રચિત છે. અહીં વર્ણિત શ્રાવકોએ મહીનામાં બે આઠમ, બે ચૌદસ, અમાવસ્યા, પૂર્ણિમા એમ ૬-૬ પ્રતિપૂર્ણ પૌષધ કરવાના વ્રત ધારણ કર્યા હતા. પકખીપર્વ અમાવાસને પૂનમના જ હોય છે અને વર્તમાન પ્રણાલીથી ચૌદશની પણ હોય છે. તેથી શ્રમણોપાસકોના ૬ પ્રતિપૂર્ણ પૌષધનો જ તે દિવસ હતો. એ દિવસે ભગવાનનું પ્રવચન સાંભળીને ઘરે જતાં સમયે માર્ગમાં શંખ શ્રમણોપાસકે ખાતાં પીતાં(આહાર યુક્ત – ઉપવાસ વિના) પૌષધ કરવાનો પ્રસ્તાવ રાખ્યો અને જેનો પુષ્કલી આદિ શ્રાવકોએ સ્વીકાર કર્યો. ત્યારે એક જગ્યાએ એકઠા થઈને ત્યાં ભોજન કરીને પૌષધ કરવાનો નિર્ણય લીધો હતો. તે સ્થાન સંભવતઃ પુષ્કલીજીની પૌષધ- શાળાનું રાખ્યું. કેમ કે ભોજન સમય સુધી શંખજીના ન આવવા પર પુષ્કલીજી સ્વયં પૌષધ વ્રતમાં તેમને બોલાવવા ગયા. પુષ્કલીજી જ્યારે શંખજીને બોલાવવા એની પૌષધશાળામાં ગયા ત્યારે એમણે પહેલા ઈરિયાવહિનો કાયોત્સર્ગ કર્યો, પછી વાત કરી. આનાથી એમનું પૌષધમાં જવાનું સ્પષ્ટ થાય છે. પછી પુષ્કલીજીના પાછા આવયા બાદ બધાએ આહાર કર્યો. આથી એ ફિલિતાર્થ નિકળે છે કે(૧) શ્રાવકના ૧૧ માં વ્રતમાં ઉપવાસ વિના પણ પૌષધ કરી શકાય છે. (૨) આવો પૌષધ પણ પ્રતિપૂર્ણ પૌષધ કહેવાય છે.(સાવધ ત્યાગની અપેક્ષા) (૩) પૌષધ પચ્ચકખાણ પછી આહાર કરી શકાય છે. (૪) પૌષધ પચ્ચખ્ખાણ બાદ આવશ્યકતા હોવા પર યતનાપૂર્વક એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમનાગમન કરી શકાય છે. એના માટે પહેલાથી મર્યાદા કરવાની આવશ્યકતા હોતી Page #130 -------------------------------------------------------------------------- ________________ 12 jain કથાસાર નથી. (૫) વ્યાખ્યાન સાંભળીને પછી પોત-પોતાના ઘરે જઈ આવશ્યક નિર્દેશ કરી ફરી એક જગ્યાએ એકત્રિત થવામાં એક પ્રહરથી વધારે સમય પણ લાગી શકે છે. (૬) ખાતાં-પીતાં સામુહિક પૌષધની વાત ન હોત તો તે શ્રાવક તે દિવસે પલ્મી હોવાને કારણે ઘરે જઈને પૌષધ તો કરવાના જ હતા, પરંતુ કેવો પૌષધ કરતા અને કયારે કરતા એ નિર્ણય તે સમય સુધી લેવાયો ન હતો. તેથી ઘરે જઈને કોઈ ખાતાં-પીતાં પૌષધ કરતા, કોઈ ઉપવાસ સાથે પણ કરતા અને કોઈ ઘેર જઈને તરત જ પૌષધ કરતા, કોઈ થોડા સમય પછી પણ કરતા. તેથી પ્રતિપૂર્ણ પૌષધ- વ્રતધારી શ્રાવકો માટે પણ આઠ પ્રહરના સમયનો અથવા ચૌવીહાર ત્યાગનો(ચારે ય આહાર ન કરવાનો) આગ્રહ ન હતો. આ બધા ફલિતાર્થોમાં સ્વયં ભગવતી સૂત્ર, ૬ પ્રતિપૂર્ણ પૌષધ વ્રતધારી પ્રમુખ શ્રાવક અને ભગવાન મહાવીર સ્વામી હાવીર સ્વામી સાક્ષીરપ અને પ્રમાણ૩પ છે. આવો ચોખ્ખો પાઠ હોવા છતા વ્યક્તિગત કે પરંપરાઓના આગ્રહમાં કોઈ દ્વારા આ સૂત્ર ફલિતાર્થોનો અસ્વીકાર કરવો ખરેખર નાસમજ અને દુરાગ્રહ છે. અનેકાંતિક વ્યવહાર વૃત્તિવાળાઓને આ જિન શાસનમાં અનાગમિક એકાંત આગ્રહ ન કરવા જોઈએ. જયંતી શ્રમણોપાસિકા: કૌશામ્બી નામની નગરીમાં ઉદાયન રાજા રાજય કરતા હતા. એની માતા મૃગાવતી ચેડા રાજાની પુત્રી હતી અને એની ફોઈ જયંતી શ્રમણોપાસિકા હતી. તે ભગવાનના સાધુઓની પ્રથમ શય્યાતરી-મકાન આપનારી હતી. ઉદાયન રાજાના પિતા શતાનીક અને દાદા સહસત્રાનીક હતા. મૃગાવતી પણ ગુણ સંપન્ન શ્રમણોપાસિકા હતી. એક વખત ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં કરતાં કૌશામ્બી નગરીમાં પધાર્યા. ઉદાયન રાજા, કોણિક રાજાની જેમ ભગવાનના દર્શન કરવા ગયા. મૃગાવતી અને જયંતિ શ્રમણોપાસિકા પણ સાથે દર્શન કરવા ગઈ. ભગવાને ઉદાયન, મૃગાવતી અને જયંતિ પ્રમુખ ઉપસ્થિત આખી પરિષદને ધર્મોપદેશ આપ્યો. પરિષદ વિસર્જિત થઈ. ઉદાયન રાજા અને મૃગાવતી દેવી પણ ચાલ્યા ગયા. પંદર પ્રશ્નોત્તર :જયંતિ શ્રમણોપાસિકાએ વંદન-નમસ્કાર કરી ભગવાનને અનેક પ્રશ્ન કર્યા. એ પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે છે.૧–૪.અઢાર પાપોના સેવનથી જીવ ભારે થાય છે. સંસાર વધારે છે, કર્મોની સ્થિતિ વધારે છે અને સંસાર સાગરમાં પરિભ્રમણ અઢાર પાપોનો ત્યાગ કરવાથી જીવ હલકો થાય છે. સંસાર ઘટે છે. કર્મોની સ્થિતિ ઘટાડે છે અને સંસાર સાગરથી તરે છે. ૫. ભવી જીવ સ્વભાવથી અનાદિથી હોય છે અર્થાત્ નવા પરિણમન થઈને કોઈ ભવી નથી બનતાં. -૭. બધા ભવસિદ્ધિક જીવ સિદ્ધ થાય છે. સ્વભાવની અપેક્ષાએ જ આ કથન છે. તેથી ભવ સિદ્ધિક જીવોથી આ સંસાર કયારેય ખાલી નહીં થાય. એનું કારણ એ છે કે એ જીવોની સંખ્યા ખૂબ જ વિશાળ છે. યથા આકાશની એક શ્રેણીમાં અનંત પ્રદેશ છે. એને કોઈ કાઢે તો તે એક શ્રેણી પણ કયારેય ખાલી થઈ શકતી નથી તો આકાશની અનંત શ્રેણીઓની ખાલી થવાની વાત જ થઈ શકતી નથી, એ જ રીતે નિગોદમાં અનંતાનંત જીવ છે. તેમાંથી એક નિગોદ જેટલા ભવી જીવ પણ કયારે ખાલી નહી થાય તો આ આખો સંસાર ભવી જીવોથી ખાલી થવાનો પ્રશ્ન જ થતો નથી. અર્થાત્ આ સંસાર અને જીવોનું મોક્ષ જવું એ બને આજ સુધી અનાદિથી ચાલે છે અને ચાલતા રહેશે. જે રીતે ભવિષ્યકાળ પણ અનાદિથી ચાલ્યો આવે છે અને અનંત કાલ સુધી ચાલુ રહેશે તે જ રીતે જીવ પણ સિદ્ધ થતા રહેશે અને સંસાર પણ ચાલતો રહેશે. ૮-૧૦. જીવ સુતા પણ સારા અને જાગતા પણ સારા. જે ધર્મ જીવો છે તે જાગતાં સારા છે, કેમ કે તે ધર્મની વૃદ્ધિ કરશે. જે પાપી જીવો છે તે સૂતેલા સારા છે, કેમ કે પાપ કૃત્ય ઓછું થશે. આ પ્રકારે જીવ નબળા પણ સારા અને બલવાન પણ સારા. આળસુ પણ સારા અને ઉદ્યમી પણ સારા. ૧૧-૧૫. પાંચ ઈન્દ્રિયોના શબ્દ, ૪૫, ગંધ, રસ, સ્પર્શ આદિ વિષયોમાં આસક્ત રહેનારા જીવ સાત કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશોની વૃદ્ધિ કરે છે; અશાતા વેદનીયનો વારંવાર બંધ કરે છે અને ચતુર્ગતિક સંસારમાં પરિભ્રમણ કરે છે. આયુષ્ય કર્મ તો જીવનમાં એકવાર બંધાય છે. અતઃ સાત કર્મ કહેવાયા છે. - જયંતી શ્રમણોપાસિકાએ સંયમ ગ્રહણ કર્યો અને સંપૂર્ણ કર્મોનો અંત કરીને એજ ભવમાં સિદ્ધ થઈ. વિશેષ – જયંતી શ્રમણોપાસિકાના પતિ અને પુત્રોનું કથન નથી. દીક્ષા પણ એણે સમવસરણમાં એજ સમયે લઈ લીધી હતી. માટે તે સંપન્ન અને સ્વતંત્ર જીવનવાળી શ્રાવિકા હતી અને એનું મકાન સદા સાધુ-સાધ્વીઓને રહેવાના ઉપયોગમાં આવતું હતું. એટલા માટે તેના પરિચય વર્ણનમાં શ્રમણોને મકાન દેવાવાળી પ્રથમ શય્યાતરી કહી છે. ઉદાયન રાજા : | સિંધુ અને સોવીર વગેરે સોળ દેશના અધિપતિ ઉદાયન રાજા વીતભય નામના નગરમાં રહેતા હતા. એનું રાજ્યક્ષેત્ર અત્યંત વિશાળ હતું. ૩૬૩ નગર અને ખાણો એના રાજ્યમાં હતી. મકાસેના પ્રમુખ ૧૦ મુકુટબંધ રાજા અને અન્ય ઘણા બધા રાજા વગેરે પર પણ એનું આધિપત્ય હતું. આટલો રાજ્ય સંબંધ હોવા છતાં પણ તે ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત અને વ્રતધારી જીવાજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા(જાણકાર) શ્રમણોપાસક હતા. અભીચિકુમાર :- ઉદાયન રાજાને પ્રભાવતી નામની રાણી હતી. જે સુકોમળ અને સ્ત્રીના લક્ષણો–ગુણોથી પરિપૂર્ણ હતી. એ પ્રભાવતી રાણીનો આત્મજ અભીચિકુમાર નામનો રાજકુમાર હતો. ઉદાયનરાજાનો તે એક જ પુત્ર હતો. બાલ્યકાળ એનો પુરો થઈ ગયો હતો. રાજ્યકાર્યમાં દેખરેખ કરવા લાગ્યો હતો. Page #131 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 130. ઉદાયનરાજાના કેશિકુમાર નામના એક ભાણેજ હતા. તે એમની પાસે જ રહેતા હતા. તે પણ ગુણ સંપન્ન અને રાજ્ય કાર્ય કરવાને યોગ્ય હતા. એક દિવસ પૌષધશાળામાં પૌષધ લઈને ધર્મ જાગરણ કરતા ઉદાયન- રાજાને એ સંકલ્પ થયો કે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી જે ક્ષેત્રમાં વિચરણ કરે છે અને ધર્મપ્રેમી સજ્જનો એમની સેવા-દર્શન વગેરેનો લાભ લઈ રહ્યા છે, તેને ધન્ય છે. જો વિચરણ કરતાં ભગવાન અહીંયા વીતભયનગરમાં પધારે તો હું પણ યથાયોગ્ય સેવા પયૂપાસના કરું. ઉદાયનને વૈરાગ્ય :- ભગવાન એ સમયે ચંપાનગરીમાં વિચરણ કરી રહ્યા હતા. શ્રમણોપાસક ઉદાયનની મનોભાવના જાણીને વિતભય નગરની દિશામાં વિહાર કર્યો. વિચરણ કરતાં કરતાં ભગવાન નગરની બહાર મૃગવન બગીચામાં પધાર્યા. નાગરિકજનો દર્શન કરવા જવા લાગ્યા. રાજા પણ પોતાની સમૃદ્ધિ સહિત દર્શન કરવા ગયા, વંદના કરીને પર્યાપાસના કરતાં કરતાં ભગવાનની સેવામાં બેસી ગયા. રાજા સહિત સમસ્ત પરિષદને ભગવાને ધર્મોપદેશ આપ્યો. ઉપદેશ સભાળીને રાજા અત્યંત હર્ષિત થયા. નિર્ગસ્થપ્રવચન (ભગવાનના વચનો)ની હાર્દિક પ્રશંસા કરતા એણે નિવેદન કર્યું- હે ભંતે! હું પુત્રને રાજ્ય સોપીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ભગવાને પોતાના(અહાસુહ દેવાણુપ્પિયા) શબ્દોમાં એને સ્વીકૃતિ આપી. ભાણેજને રાજ્ય :- નગરીમાં જતા સમયે રાજાના વિચારોમાં પરિવર્તન થયું કે મારો પુત્ર અભિચિકુમાર મને અત્યંત પ્રિયવલ્લભ છે. એ રાજ્ય મેળવીને એમાં આસક્ત બનશે તો દુર્ગતિનો ભાગીદાર બનશે. આથી રાજ્ય મારે મારા ભાણેજ કેશીકુમારને આપવું જોઈએ. રાજાનો નવો વિચાર નિર્ણિત રહ્યો અને રાજ્ય કેશીકુમારને આપી દીધું. અભિચિકુમાર અત્યંત નમ્ર, વિનીત, ગુણ સંપન્ન કુમાર હતા. અમનોજ્ઞ વ્યવહાર હોવા છતાં પણ તે કાંઈપણ ન બોલી શક્યો. પછી યોગ્ય સમયે ઉદાયનરાજાએ દીક્ષા અંગીકાર કરી. મહોત્સવ વગેરે વિસ્તૃત વર્ણન જમાલીના વર્ણન સમાન છે. કેલિરાજા અને પ્રભાવતી રાણી વગેરેએ દીક્ષાની આજ્ઞા આપી. ઉદાયનરાજાએ સંયમ તપનું યોગ્ય વિધિએ પાલન કર્યું. અંતમાં સંપૂર્ણ કર્મક્ષય કરી સમસ્ત દુખોનો અંત કરી દીધો. અભીચિકુમારનું ચંપામાં જવાનું – અભિચિકુમારને કોઈ સમય રાત્રિમાં ચિંતન કરતાં રાજ્ય સંબંધી ધટિત ધટનાની સ્મૃતિ થઈ. માનસિક વેદના વધી અને પિતા ઉદાયનરાજા માટે અત્યંત અપ્રીતિકારક વિચાર ઉત્પન્ન થયો કે હું ઉદાયનનો પુત્ર અને પ્રભાવતીનો આત્મજ છું. મને છોડીને ભાણેજને રાજ્ય આપ્યું. આ મારી સાથે અત્યંત અનુચિત કર્તવ્ય કર્યું. વગેરે સંકલ્પોથી એનું મન ત્યાંથી રાજ્ય છોડીને અન્યત્ર ચાલ્યા જવા માટે થઈ ગયું અને પિતા ઉદાયનના માટે વૈરભાવ પ્રબળ થઈ ગયો. સંપૂર્ણ તૈયારી કરીને પોતાના પરિવાર અને ધન સામગ્રી સહીત તે ગ્રામાનુ– ગ્રામ થતા ચંપાનગરીમાં રાજા કોણિકની પાસે પહોંચી ગયા અને સુખ– પૂર્વક રહેવા લાગ્યા. અભીચિ શ્રમણોપાસક – સંયોગવશ ત્યાં એને ધાર્મિક સંયોગ પણ મળ્યો. કેમકે કોણિક રાજા પણ ભગવાનના પરમ ભક્ત હતા. અનુક્રમથી અભીચિકુમાર પણ વ્રતધારી જીવાજીવ વગેરે તત્વોના જ્ઞાતા શ્રમણોપાસક બની ગયા. પરંતુ ઉદાયનરાજા પ્રતિ જે વૈરભાવનો સંકલ્પ હતો તેનું પરિમાર્જન ન કર્યું. વિરાધક ગતિ:- શ્રાવકવ્રતોના પૂર્ણ શુદ્ધ-પાલન કરતા અંતિમ સમયમાં એણે સંથારો ગ્રહણ કર્યો. ૧૫ દિવસ ચોવિહારો સંથારો પણ ચાલ્યો. બાહ્ય વિધિ આલોચના શુદ્ધિ આદિ પણ કરી. પરંતુ અંતરમનમાં પિતાના કર્તવ્ય પ્રતિ જે ખટકો હતો વૈરભાવના કણ હતા એનું શુદ્ધિકરણ એ સમયે પણ ન કર્યું. આ કારણે વ્રત પાલન અને વ્રત શુદ્ધિ બધુ નિષ્ફળ ગયું. અસુરકાયના આતાપ જાતિના દેવસ્થાનનું આયુબંધ થયો અને વિરાધક થઈને અસુરકુમાર જાતિમાં દેવરુપમાં ઉત્પન્ન થયા. વિરાધક કેમ ? :- અંતર મનમાં દ:ખ અને ખટક માત્રથી વિરાધક થયા, પરંતુ હિંસા અનબંધી કોઈ સંકલ્પ, રૌદ્રધ્યાન અથવા નિંદા. કદાગ્રહ ન હતા. આ કારણ સંસાર વૃદ્ધિ અને નરક, તિર્યંચ વગેરે ગતિમાં ન ગયા પરંતુ શ્રાવકવ્રત વગેરેના આચરણ પ્રકૃતિ ભદ્રતા, વિનીતતા વગેરે કારણોથી દેવ બન્યા. ભાવોની પૂર્ણ શદ્ધિ પવિત્રતા ન હોવાથી તે ધર્મના વિરાધક બન્યા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં સંયમ અંગીકાર કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થશે. શિક્ષા - (૧) રાજા હો અથવા દીક્ષાર્થી હો કેવળ એકપક્ષીય ચિંતનથી નિર્ણય ન લેવો જોઈએ. એના પ્રતિપક્ષી બીજા પાસાનો | વિચાર અવશ્ય કરવો જોઈએ. સાથે આવા ગંભીર વિષયોમાં કોઈ સાથે સલાહ વિચારણા પણ અવશ્ય કરવી જોઈએ. કારણકે હિત ઈચ્છવા છતાં પણ કોઈનું અહિત થવાનો પ્રસંગ ન બને. | (૨) બીજાની ગમે તેવી ભૂલ અને વ્યવહાર હોય પરંતુ હાર્દિક શુદ્ધિપૂર્વક માફ કરીને શાંત પવિત્ર બની જવું જોઈએ. નહીંતર આપણી બધી સાધનાઓ નિષ્ફળ થઈને વિરાધકપણું અવશ્ય પ્રાપ્ત થાય છે. સામેવાળાનું કાંઈપણ નુકસાન નથી થતું એટલા માટે બાહ્ય વ્યવહારમાં સંથારો, ક્ષમાપના અને વ્રત પાલન હોવા છતાં પણ ભાવોની શાંતિ સમાધિ અને પવિત્રતા નિર્મળતા હોવી આરાધના માટેનું પરમ આવશ્યક અંગ સમજવું જોઈએ. જીવનના સંકલ્પિત ભાવોને અંતિમ સમયે પણ યાદ રાખીને કાઢવા અને માનસિક શુદ્ધિ કરવાનું ક્યારે પણ નહીં ભૂલવું જોઈએ અને ઉપેક્ષા પણ કરવી જોઈએ નહીં. કેટલાય સાધુ અથવા શ્રાવક દેવસિક, પાક્ષિક, સાંવત્સરિક, ક્ષમાપના વ્યવહારથી તો કરી જ લે છે. પરંતુ કેટકેટલા પ્રતિ એમને મનદુઃખ, ખટકો, નિંદા, તિરસ્કારનો ભાવ, મેલી દષ્ટિ, અશુદ્ધવ્યવહાર, એલર્જી, ચિડ વગેરે ભરેલા હોય છે. તે બધી અયોગ્ય અવસ્થાઓ, સ્થિતિઓ છે. એનાથી સાધનાના પ્રાણ નષ્ટ થાય છે. આવી સ્થિતિમાં તપોનિષ્ટ અને ક્રિયાનિષ્ટપણે નિષ્ફળ જાય છે. અભીચિકમારના આ કથાનકથી સાધકોને સદા પ્રતિસમય ભાવ શદ્ધિ અને વિચારોની પવિત્રતા માટે જાગૃત રહેવાની કાળજી રાખવી જોઈએ. ત્યારે સાધના– ઓનો સાચો જીવંત આનંદ પ્રાપ્ત થઈ શકે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 131. ગોશાલક વર્ણન આ ભરત ક્ષેત્રમાં શરવણ નામનું સન્નિવેશ–નગર હતું. એ સન્નિવેશમાં ગોબહુલ બ્રાહ્મણ રહેતો હતો. જે વેદ વગેરેનો જાણકાર હતો. એને એક બહુ જ મોટી ગોશાલા હતી. એકવાર મખલિ નામનો મંખ ભિક્ષાચર પોતાની ભદ્રા પત્ની સાથે ચાલતાં ચાલતાં એ શરવણ નગરીમાં આવ્યો તે ચિત્રફલક(ફોટો- તસ્વીર) હાથમાં રાખીને ભિક્ષા માંગતો હતો. ચાતુર્માસ રહેવાને માટે એણે શોધ કર્યા પછી પણ કોઈ જગ્યા ન મળી. તો એણે ગોબહુલ બ્રાહ્મણની ગોશાલામાં જ ચાર્તુમાસ કર્યું. એની ભદ્રા પત્ની ગર્ભવતી હતી. ત્યાં જ એણે બાળકને જન્મ દીધો બારમા દિવસે એનું અર્થ સંપન્ન નામ રાખ્યું 'ગોશાલક- (ગોશાલામાં જન્મ લેનાર). યુવાન અવસ્થામાં તે ગૌશાલક પણ પિતાની જેમ તસ્વીર હાથમાં લઈને આજીવિકા કરવા લાગ્યો. ભગવાન મહાવીર:- એ કાળમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ માતા- પિતાના દિગંવત થયા પછી પોતાની ગર્ભગત પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી એકલા પોતે જ દીક્ષા અંગીકાર કરી, વિચરણ કરતા પહેલા ચાતુર્માસ અસ્થિક ગ્રામમાં કર્યું. એ વર્ષે ભગવાને નિરંતર ૧૫-૧૫ ઉપવાસની તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો હતો. બીજા વર્ષે ભગવાને મહિના–મહિનાના ઉપવાસની તપસ્યા શરૂ કરી અને બીજું ચોમાસું રાજગૃહી નગરીમાં નાલંદા પાડાની બહાર તંતુવાય શાળાના એક રૂમમાં કર્યું. ગોશાલક અને ભગવાનનો સંયોગ – સંયોગવશ મંખલિ પુત્ર ગોશાલક પણ ફરતાં-ફરતાં એ નગરીમાં એ પાડામાં પહોંચી ગયો. ક્યાં ય પણ રહેવાનું સ્થાન ન મળતાં તે પણ એજ તંતવાય શાળામાં આવીને કોઈ રૂમમાં રહી ગયો. ભગવાનનું પ્રથમ માસખમણ પૂરું થયું. પારણાં માટે રાજગૃહી નગરીમાં ગયા. ગોચરીમાં ભ્રમણ કરતાં એમણે વિજય શેઠના ઘરમાં પ્રવેશ કર્યો, વિજય શેઠે ભગવાનને આવતાં જોયા, ઉઠીને સામે ગયા અને આદર-સત્કાર વિનય વંદનની સાથે ભગવાનને ભોજનગૃહમાં લઈ ગયા અને શુદ્ધ ભાવોથી પારણા કરાવ્યા. ત્રણે યોગોથી શુદ્ધ નિર્દોષ સુપાત્ર દાન દઈને હર્ષિત થયો. એ સમય એ પરિણામોમાં એણે દેવાયુનો બંધ કર્યો અને સંસાર પરિત કર્યો. એના ઘરમાં પાંચ દિવ્ય વૃષ્ટિ થઈ, જેમાં ધનના(સોનૈયાંના) ઢગલા થઈ ગયા. દેવદુંદુભી વાગી. નગરમાં વાત ફેલાઈ ગઈ. ગોશાલક પણ સાંભળીને તત્કાલ ત્યાં જોવા આવ્યો. એણે સારી રીતે તે દશ્ય આખોથી જોયું. ગોશાલક અત્યંત પ્રસન્ન અને આનંદિત થયો. ભગવાનને વંદન-નમસ્કાર કરીને બોલ્યો કે હું આજથી આપનો શિષ્ય છું, આપ મારા ધર્માચાર્ય છો. ભગવાને એનો સ્વીકાર ન કર્યો, નગરમાંથી ચાલતાં પોતાના સ્થાન પર આવીને માસખમણ શરૂ કરી દીધુ, ધ્યાનમાં લીન બની ગયા. બીજા માસખમણના પારણા આનંદ શેઠના ઘરે થયા. ત્રીજા પારણા સુનંદ શેઠના ઘરે કર્યા. ચોથું પારણું ચોમાસુ સમાપ્ત થવા પર ત્યાંથી વિહાર કરીને કોલ્લાક સન્નિવેશમાં બકલ બ્રાહ્મણના ઘરે કર્યું. બધાં પારણાનાં સ્થાન પર પંચ દિવ્ય વષ્ટિ થઈ. શિષ્યત્વ ગ્રહણ :- ગોશાલકે ભગવાનને ત્યાં ન જોયા તેથી નગરીમાં બહુ જ શોધ્યા પણ ક્યાં ય પત્તો ન લાગ્યો. ત્યારે એણે તંતુવાયશાલામાં આવીને કપડાં, ચંપલ વગેરે બ્રાહ્મણોને આપીને દાઢી-મૂંછ સહિત મસ્તકનું મુંડન કરાવ્યું, પૂર્ણ મુંડીત થઈને ભગવાનની શોધમાં નીકળ્યો અને સીધો કોલાક સન્નિવેશમાં પહોંચ્યો. ત્યાં એણે લોકોના મુખે ભગવાનના પારણા પર પંચદિવ્યવૃષ્ટિની વાર્તા સાંભળી. તે સમજી ગયો કે ભગવાન અહીં જ છે, શોધતાં–શોધતાં તે એ નગરીની બહાર માર્ગમાં જતાં ભગવાનની પાસે પહોંચી ગયો. તેણે પુનઃ વિનય વંદન કરીને ભગવાનને નિવેદન કર્યું કે હું આપનો શિષ્ય છું, આપ મારા ધર્માચાર્ય છો. અત્યંત આગ્રહ લગની અને તેનો દ્રવ્ય પરિવેશ જોઈ ભગવાને એને શિષ્ય રૂપમાં સ્વીકાર કરી લીધો. બંને સાથે સાથે વિચરણ કરતાં સમય વીતવા લાગ્યો. તલનો છોડ – એક વખત થોડોક વરસાદ થયા બાદ સાથે વિહાર કરતાં તે સિદ્ધાર્થ ગ્રામથી કુર્મગ્રામ જઈ રહ્યા હતા. માર્ગમાં ફૂલોથી યુક્ત એક તલનો છોડ જોઈ ગોશાલકે પૂછ્યું કે હે ભગવન્! આ છોડના આ સાત ફૂલના જીવ મરીને ક્યા જાશે? ભગવાને ઉત્તર આપ્યો કે આ છોડની એક ફળીમાં સાત તલ રૂપમાં ઉત્પન્ન થશે. ગોશાલકને આ ઉત્તર રુચિકર ન લાગ્યો અને એને અસત્ય કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. તે કપટ પૂર્વક ભગવાનથી પાછળ રહી ગયો અને છોડને જડ અને માટીથી ઉખાડીને ફેંકી દીધો અને જલ્દી ચાલીને ભગવાનની સાથે થઈ ગયો. થોડીવારમાં જ મૂશળધાર વર્ષા થઈ માટીમાં તે છોડ ફરીથી જામી ગયો અને તે સાત ફૂલના જીવ મરીને એક ફળીમાં સાત તલના રૂપમાં ઉત્પન્ન થઈ ગયા. વૈશ્યાયન તપસ્વીઃ- ભગવાન કૂર્મ ગ્રામની બહાર પહોંચ્યા ત્યાં વૈશ્યાયન બાળ તપસ્વી છઠને પારણે છઠ કરતાં રહેતા હતાં. એના મસ્તકમાં બહુ જ જૂ પડી ગઈ હતી. તે તાપના કારણે અહીં-તહીં પડતી તો તે તપસ્વી ફરી તેને મસ્તક પર નાખી દેતો હતો. ગોશાલકને તે જોઈને કૂતહલ ઉત્પન્ન થયું. ભગવાનથી નજર ચૂકાવીને તે એની પાસે પહોંચ્યો અને વારંવાર એમ કહીને ચિડાવવા લાગ્યો કે "તું સાધુ છો કે જૂનું ઘર છો" વારંવાર કહેતાં તે તપસ્વીની શાંતિ ભંગ થઈ. એણે ગોશાલક પર તેજોવેશ્યા ફેંકી. એ વેશ્યા ગોશાલકની પાસે પહોંચતા પહેલાં જ ભગવાને શીત લેશ્યાથી એને પ્રતિહત કરી દીધી. ત્યારે તપસ્વીએ તેજોલેશ્યાને પાછી ખેંચી લીધી અને એણે ભગવાનને જોઈ લીધા અને કહ્યું કે હું જાણી ગયો આ આપનો પ્રભાવ છે. આપે જ મારી વેશ્યાને પ્રતિહત કરી છે. પછી ગોશાલકે ભગવાનને પૂછ્યું કે ભગવન્ આ જૂનું ઘર આપને શું કહી રહ્યો છે? ત્યારે ભગવાને તેજલેશ્યાની વાત સ્પષ્ટ કરી કે હે ગોશાલક! તારી અનુકંપા માટે મેં શીત લેશ્યાથી એની તેજોલેશ્યાને પ્રતિહત કરી. જેનાથી તને કંઈ નુકસાન ન થયું, નહીંતર હમણાં રાખનો ઢગલો થઈ જાત. ગોશાલક સાંભળીને ભયભીત થયો. વંદન નમસ્કાર કરી એણે ભગવાનને પૂછ્યું કે આ તેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત થાય છે. ભગવાને તેને છઠ-છઠનાં પારણાં કરીને આતાપના લેવી આદિ સંપૂર્ણ વિધિ બતાવી. ગોશાલકનું પૃથ્થકરણ – થોડો સમય કૂર્મ ગ્રામમાં રહીને ભગવાન અને ગોશાલકે ફરીથી સિદ્ધાર્થ ગ્રામની તરફ વિહાર કર્યો. માર્ગમાં તે તલના છોડનું સ્થાન આવ્યું. ગોશાલકે ભગવાનને પૂર્વની વાત યાદ કરાવીને કહ્યું કે તમે જે કહ્યું હતું તે તો મિથ્યા થઈ ગયું. અહીં તલનો છોડ જ નથી. ઉત્તર દેતાં ભગવાને સ્પષ્ટ કર્યું કે હે ગોશાલક! તે મારા કથન પર શ્રદ્ધા ન રાખતાં પાછળ રહીને તેને ઉખાડીને ફેંકી દીધો હતો. આ સારી ઘટના સંભળાવી અને થોડે જ દૂર ઉભેલ તલના છોડનો નિર્દેશ કરતાં બતાવ્યું કે આ તે જ છોડ Page #133 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 132 છે. આની અમુક ફળીમાં તે જ સાત ફૂલના જીવ મરીને તલના રૂપમાં ઉત્પન્ન થયા છે. ગોશાલકે ફળી તોડીને તલ ગણીને જોયા. ભગવાનનું કથન સત્ય હતું. ગોશાલક અત્યંત શરમિંદો થયો અને ત્યાંથી ભગવાનને છોડીને ચાલ્યો ગયો. તેજોલબ્ધિ સાધના અને પ્રભાવ :- એણે સર્વપ્રથમ છ મહિનામાં તેજો– લેશ્યાની સાધના કરી. પછી એની પાસે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના છ દિશાચર શ્રમણ આવીને મળી ગયા. જેને કાંઈક પૂર્વનું જ્ઞાન પણ અવશેષ હતું. એમણે પૂર્વોમાંથી અષ્ટાંગ નિમિત્ત જ્ઞાન વગેરેનું નિર્મુહણ કર્યું, ગોશાલકનું શિષ્યત્વ સ્વીકાર કરી લીધું. હવે ગોશાલક પોતાને ૨૪માં તીર્થકર કહેતો વિચરણ કરવા લાગ્યો. પોતાનો ભક્ત સમુદાય, શ્રમણ સમુદાય વગેરે પણ તેણે વિસ્તૃત કરી લીધો. નિમિત્ત જ્ઞાન વગેરેનું બળ તેની પાસે હતું. એનાથી તે લોકોને પ્રભાવિત કરવા લાગ્યો. કેટલાક પાર્શ્વનાથ ભગવાનના શ્રમણ પણ તેના ચક્કરમાં આવી ગયા અને એને જ ૨૪માં તીર્થકર સમજીને શિષ્યત્વ સ્વીકારવા લાગ્યા. શ્રાવસ્તિ નગરીમાં ગોશાલક અને ભગવાન - ભગવાન મહાવીર સ્વામી પણ છાસ્થ કાલ પૂર્ણ કરી, કેવલજ્ઞાન, કેવલદર્શન ઉત્પન્ન થવાથી ધર્મોપદેશ દેવા લાગ્યા અને ગૌતમ આદિ હજારો શિષ્યો સહિત વિચરણ કરતાં-કરતાં એકવાર શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા અને કોષ્ટક નામના ઉદ્યાનમાં સમોસર્યા. ગોશાલક પણ વિચરણ કરતાં ભગવાનથી પહેલાં જ શ્રાવસ્તીનગરીમાં આવી ગયો હતો. ત્યાં હાલાહલા નામની કુંભારણ રહેતી હતી. જે ઋદ્ધિ સંપન્ન હતી. તે ગોશાલકની અનન્ય શ્રદ્ધાવાન ઉપાસિકા હતી. ત્યાં ગોશાલક પોતાના આજીવિક સંઘની સાથે એની દુકાનમાં રહ્યો અને પોતાને ૨૪માં તીર્થકર કહેતા પ્રચાર કરવા લાગ્યો. સભામાં ગોશાલકનો જીવન પરિચય :- શ્રાવતિ નગરીમાં ગોશાલકના કથનની ચર્ચા ફેલાવા લાગી. ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા લઈને પારણાને માટે નગરીમાં ગયા. એમણે પણ આ ચર્ચા સાંભળી. બગીચામાં આવીને ભગવાનને નિવેદન કર્યું અને જિજ્ઞાસા પ્રગટ કરી કે ભગવાન આ ગોશાલક કોણ છે અને એનું જીવન વૃત્તાંત શું છે? ત્યાં નાગરિક જનની પરિષદ પણ બેઠી હતી. ભગવાને ગૌતમ સ્વામીનું સમાધાન કરતાં ગોશાલકના જન્મથી લઈને ત્યાં શ્રાવસ્તીમાં પહોંચવા સુધીનો સારો જીવન વૃતાંત સંભળાવી દીધો. ગોશાલકની સંપૂર્ણ વાર્તા સાંભળીને પરિષદ વિસર્જિત થઈ. નગરમાં વાતો ચાલવા લાગી. ગોશાલક સુધી પણ વાત પહોંચતા વાર ન લાગી. એને પોતાની વાર્તા પ્રકટ થવાથી ગુસ્સો આવવો સ્વાભાવિક છે. તે આતાપના ભૂમિથી ઉતરીને પોતાના સ્થાન પર આવીને બેસી ગયો. ગોશાલક અને આનંદ શ્રમણ :- ભગવાનની આજ્ઞા લઈને આનંદ નામના સ્થવિર શ્રમણ છઠના પારણે નગરીમાં ગોચરીને માટે ગયો. ભ્રમણ કરતાં તે ગોશાલકના સ્થાનની નજીકથી જઈ રહ્યા હતા. ગોશાલકે આનંદ શ્રમણને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે આનંદ! તું મારી પાસેથી એક દષ્ટાંત સાંભળ ગોશાલકે પોતાનું કથન શરૂ કર્યું. વ્યાપારીનું દષ્ટાંત – કોઈ એક સમયે કેટલાક વ્યાપારી ધન કમાવા માટે યાત્રા કરવા નીકળ્યા. માર્ગમાં ભયંકર જંગલ આવ્યું આજુ-બાજુ કોઈ ગામ ન હતું. એમની પાસેનું પાણી પૂરું થઈ ગયું. પાણીની શોધ કરતાં-કરતાં એમણે એક વલ્મીક(બાંબી) જોઈ. જેના ચાર સુંદર શીખર હતા. પરસ્પર વિચાર કરી ને તે ત્યાં રોકાયા અને એક શીખરને પાણીની આશાથી તોડ્યું, ઈચ્છાનુસાર તેમને સુંદર મધુર પાણી પ્રાપ્ત થયું. બધાએ તરસ છીપાવી અને પોતાની પાસેના જળ કુંભોમાં છલોછલ પાણી ભરી લીધું. પરસ્પર વિચાર વાર્તા થઈ અને બીજું શીખર સોનાની ઈચ્છાથી તોડ્યું. એમાં પણ એમને ઈચ્છિત પ્રચર સોનું પ્રાપ્ત થયું. પોતાની પાસે રહેલા ગાડાઓમાં ઈચ્છા પ્રમાણે સોનું ભરી લીધું. પછી રત્નોની આશાથી ત્રીજું શીખર તોડ્યું. એમાં પણ એમને સફળતા મળી. ઈચ્છિત રત્નોની રાશિ પણ પોત-પોતાના ગાડામાં ભરી લીધી. લોભ સંજ્ઞા અનેક ગણી વધી, ચોથું શિખર તોડવાની વિચારણા ચાલી. ત્યારે એક અનુભવી હિતપ્રેક્ષી વ્યાપારીએ નિષેધ કર્યો કે આપણને ઈચ્છિત સામગ્રી મળી ચૂકી છે અને હવે ચોથા શિખરને ન તોડવું જોઈએ. સંભવ છે કે આને તોડવાથી કોઈ આપત્તિનું કારણ બની શકે. એ અનુભવી વ્યક્તિએ આગ્રહ કર્યો પરંતુ બહુમતીની આગળ એનું કાંઈ ન ચાલ્યું. ચોથું શિખર તોડ્યું. એમાંથી દષ્ટિ વિષ સર્પ નીકળ્યો. વલ્મીકની ઉપર ચડીને સૂર્યની તરફ જોયું અને પછી વ્યાપારી વર્ગ તરફ અનિમેષ દષ્ટિથી જોયું અને તેઓને તેમના બધા ઉપકરણ સાથે સળગાવીને ભસ્મ કરી દીધા. જેણે ચોથું શિખર તોડવાની મનાઈ કરી હતી એના પર અનુકંપા કરીને એ નાગરાજ દેવે એનો સામાન, સંપત્તિ સહિત એને એના નગરમાં પહોંચાડી દીધો. ગોશાલક દ્વારા ધમકી - હે આનંદ! આ રીતે તારા ધર્માચાર્યે બહુ જ ખ્યાતિ, આદર સન્માન પ્રાપ્ત કરી લીધા છે. હવે જો મારા વિષયમાં કાંઈપણ કહેશે તો એ સર્પરાજની સમાન હું પણ મારા તપ તેજથી બધાને સળગાવીને ભસ્મ કરી દઈશ અને હે આનંદ! જો તે મારો સંદેશ પહોંચાડીને મનાઈ કરી દઈશ તો હું પણ એ હિત સલાહ દેનારા વણિકની સમાન તારા ધર્માચાર્યને મારી આ વાત કરી દેજે. આનંદ શ્રમણે આવીને બધી વાર્તા ભગવાનની સમક્ષ કરી અને પૂછ્યું કે હે ભગવન્! શું ગોશાલકની પાસે એટલી શક્તિ છે. ભગવાને ઉત્તરમાં સ્પષ્ટીકરણ કર્યું કે ગોશાલક એવું કરવામાં સમર્થ છે. પરંતુ તીર્થકર ભગવંતો પર એની શક્તિ ચાલી શકતી નથી. કેવલ પરિતાપ પહોંચાડી શકે છે. હે આનંદ ! ગોશાલકથી અનંત ગણી શક્તિ શ્રમણ નિગ્રંથો અને સ્થવિરોની પાસે છે. પરંતુ તે ક્ષમા-શ્રમણ હોય છે. તેઓ આવું આચરણ નથી કરતા. એનાથી પણ અનંત ગણી શક્તિ તીર્થકરોની પાસે હોય છે. પરંતુ તે ૫ ક્ષમાધારી હોય છે. આવું હિંસક આચરણ તે કરતા નથી. આથી હે આનંદ ! તું ગૌતમ આદિ બધા શ્રમણોને સૂચના આપી દે કે કોઈપણ નિગ્રંથ ગોશાલકથી જરાપણ ધાર્મિક ચર્ચા ન કરે. કેમ કે તે હમણાં વિરોધ ભાવમાં ચઢેલો છે. ગોશાલકનું ભગવાનની સામે વક્તવ્ય :- આનંદ શ્રમણે અન્ય શ્રમણોને સૂચના અને સંપૂર્ણ માહિતી આપી દીધી. ગોશાલકથી ન રહેવાયું, એનો ક્રોધ ઉગ્ર થતો ગયો અને તે પોતાના સંઘની સાથે અત્યંત ગુસ્સે થતો ત્યાં પહોંચી ગયો. ભગવાનની સામે ઉભો રહી ભગવાનને કહેવા લાગ્યો કે આયુષ્યમ– કાશ્યપ ! મારા માટે તમે સારી વાતો કરો છો. અરે વાહ! ઠીક વાતો કરો છો કે આ મારા Page #134 -------------------------------------------------------------------------- ________________ jain 133 કથાસાર શિષ્ય ગોશાલક મંખલી પુત્ર છે. પરંતુ તમને અત્યાર સુધી ખબર જ નથી કે આપનો શિષ્ય ગોશાલક ક્યારનો મરી ચૂક્યો છે. હું તો અન્ય છું. તલ અને ફૂલના જીવોની સમાન છોડાયેલા શરીરને ગ્રહણ કરતાં કરતાં મેં એ ગોશાલકના શરીરને પડેલું જોયું તો એમાં પ્રવેશ કરી દીધો છે. આ મારો સાતમો શરીરમંતર પ્રવેશ(પટ્ટિ પરિહાર) છે. હું તો કોડિન્ય ગૌત્રીય ઉદાયી છું. હું ગોશાલક નથી, ગોશાલકના સ્થિર મજબૂત સહનશીલ શરીર જોઈને મેં આમાં આ સાતમો પ્રવેશ કર્યો છે. આથી હું ઉદાયી છું, ગોશાલક નથી, સોળ વર્ષ મને આ શરીરમાં તપ સાધના કરતાં થઈ ગયા. ૧૩૩ વર્ષની મારી ઉમર છે. એમાં મેં આ સાતમું[પટ્ટિપરિહાર] શરીર પરિવર્તન કર્યું. એટલા માટે આપે સમજ્યા વગર ઠીક કહેવાનું શરૂ કરી દીધું કે આ ગોશાલક છે અને મારા શિષ્ય છે. આ રીતે વ્યંગ ભર્યા શબ્દોમાં ગોશાલક મનમાની બોલતો જ ગયો. ભગવાન દ્વારા ગોશાલકને સંબોધન :- એના થોભવા પર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગોશાલકને આ પ્રકારે કહ્યું- હે ગોશાલક! જેમ કોઈ ચોર પરાભવ પામીને ક્યાં ય છુપાવાનો અવસર ન હોય અને ઊન, શણ, કપાસ, તૃણ વગેરેથી પોતાને ઢાંકીને એવું સમજે છે કે "હું છુપાઈ ગયો છું". આ રીતે તે પોતાને ગુપ્ત માટે અથવા છુપાયેલ માને એ રીતે હે ગોશાલક! તું પણ તેજ ગોશાલક હોવા છતાં પણ પોતાને અન્ય બતાવી રહ્યો છે. તું આવું ન કર. હે ગોશાલક! તને આવું કરવું યોગ્ય નથી. તું તે જ છે. તારી પ્રકૃતિ પણ તેજ છે. તે અન્ય નથી. ગોશાલકનો અનર્ગલ પ્રલાપ – ગોશાલક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ઉપરના વચન અને દષ્ટાંત સાંભળીને અત્યંત કોપીત થયો અને ભગવાનનો અનેક પ્રકારના અનુચિત આક્રોશ પૂર્ણ શબ્દોથી તિરસ્કાર કરવા લાગ્યો, અનેક પ્રકારના વચનોથી અપમાન કરવા લાગ્યો, ભર્જના કરવા લાગ્યો. આ બધો અનર્ગલ પ્રલાપ કરીને તેણે ભગવાનને કહ્યું કે આજ તું મરી ગયો છે, નષ્ટ થઈ ગયો છે, ભ્રષ્ટ થઈ ગયો છે. હવે તું જીવીત નહીં રહી શકે અને હવે મારા દ્વારા તને સુખ થવાનું નથી. સર્વાનુભૂતિ અણગાર :- સર્વાનુભૂતિ અણગારથી પોતાના ધર્માચાર્યની આ અવહેલના સહન ન થઈ શકી. તે ગોશાલકની નજીક જઈને આ પ્રકારે કહેવા લાગ્યા- હે ગોશાલક! જે મનુષ્ય શ્રમણ બ્રાહ્મણની પાસે એક પણ ધાર્મિક વચન સાંભળીને અવધારણ કરે છે, તે એનો ઉપકાર માને છે, આદર સત્કાર વિનય ભક્તિ ભાવ રાખે છે. તો તારું તો કહેવું જ શુ? ભગવાને તો તને શીક્ષા આપી, દીક્ષા આપી, શિષ્ય બનાવ્યો, બહુશ્રુત બનાવ્યો તેમ છતાં તું ભગવાનની સાથે વિપરીત બનીને આવું અનાર્યપણું કરી રહ્યો છે, તુચ્છ વ્યવહાર, અસભ્ય વચન અને તિરસ્કાર કરતાં અનર્ગલ ભાષણ કરી રહ્યો છે. તે ગોશાલક! તને આવું કરવું યોગ્ય નથી. કેમ કે તું તેજ મખલીપુત્ર ગોશાલક છે. બીજો કોઈ નહીં. ગોશાલકને આ શિક્ષા વચન પણ વિશેષ ભડકાવવાવાળું બન્યું. એણે એક જ વારમાં પોતાની તેજો વેશ્યાથી એને ત્યાંજ સળગાવીને ભસ્મ કરી દીધો. સર્વાનુભૂતિ અણગારના વ્યવહાર અને ભાષણ સર્વથા ઉચિત અને મર્યાદામય હતા. એના ભાવ પણ પૂર્ણ શુદ્ધ હતા. તે અણગાર અચાનક કાળ કરીને પણ આરાધક થયા અને આઠમાં સ્વર્ગમાં ૧૮ સાગરોપમની સ્થિતિએ દેવરૂપમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરીને મોક્ષમાં જાશે. સુનક્ષત્ર અણગાર :- સર્વાનુભૂતિ અણગારને ભસ્મ કરીને ગોશાલક ફરીથી ભગવાન મહાવીર સ્વામીને આક્રોશ ભર્યા અનર્ગલ શબ્દોમાં પૂર્વવતુ બકવા લાગ્યો. સુનક્ષત્ર નામના અણગાર પણ ભગવાનની આવી અવહેલના સહન ન કરી શક્યા અને ગોશાલકને એણે સર્વાનુભૂતિની સમાન જ ફરીથી શીક્ષા વચન કહ્યા અને સત્યવાત સ્પષ્ટ કરી કે તું તે જ ગોશાલક છે, અન્ય નહીં. આ વચનોને સાંભળીને ગોશાલક અત્યંત કોપિત થયો અને તેજલેશ્યાથી એને પણ પરિતાપિત કર્યા. પરિતાપિતા સુનક્ષત્ર અણગાર ભગવાનની પાસે પહોંચ્યા વંદન નમસ્કાર કરી તેણે ફરીથી મહાવ્રતારોપણ અને સંથારો ધારણ કર્યો, બધાની ક્ષમાયાચના કરી સમાધિપૂર્વક પ્રાણ ત્યાગ કર્યા. તે મુનિ પણ આરાધક થઈને ૧૨માં દેવલોકમાં રર સાગરોપમની સ્થિતિએ દેવરૂપમાં ઉત્પન્ન થયા. ત્યાનું આયુષ્ય પૂર્ણ કરીને એકભવ મહાવિદેહક્ષેત્રમાં કરીને મોક્ષ પ્રાપ્ત કરશે. ભગવાન પર તેજોલેશ્યાનો પ્રહાર :- હવે ગોશાલક ફરીથી ભગવાનને આક્રોશ વચનો દ્વારા અપમાનિત કરવા લાગ્યો, તિરસ્કાર અને મત્સ્યના કરતાં એણે પૂર્વોક્ત બકવાસના વચનો ફરી સંભળાવ્યા. ત્યારે શિક્ષા વચન કહેતાં ભગવાને પણ ગોશાલકના તે વ્યવહારને અયોગ્ય બતાવ્યો અર્થાત્ ભગવાને પણ એમ કહ્યું કે ગોશાલક! મેં તને શિક્ષિત કર્યો, દીક્ષિત કર્યો, બહુશ્રુત કર્યો અને મારી સાથે જ વિપરીત બન્યો? તું એવો વ્યવહાર કરે છે એ તને યોગ્ય નથી. કેમ કે તું તે જ ગોશાલક છે. અન્ય નથી. (કેવળ વ્યર્થની વાતો ઘડીને છૂપાવા માગે છે) ગોશાલકનો ગુસ્સો પ્રચંડ થઈને | શિખર સુધી પહોંચી ગયો. તેણે સાત-આઠ કદમ પાછળ ચાલીને તૈજસ સમુદ્દાત કરીને સંપૂર્ણ શક્તિની સાથે ભગવાનની ઉપર તેજોલેશ્યાનો વાર કરી દીધો. આ તેજોલેશ્યાનો વાર એટલો સમર્થ હતો કે એક જ ક્ષણમાં ૧૬ દેશોને બાળીને ભસ્મ કરી દે. પરંતુ તીર્થકર ભગવાન પર એનું જોર ન ચાલ્યું. ક્ષતિ પહોંચાડવામાં અસમર્થ થઈને તે તેજશક્તિ પ્રદક્ષિણા લગાવી આકાશમાં ઉછળી ગઈ અને પડતાં–પડતાં ગોશાલકના શરીરમાં પ્રવેશ કરીને એને પરિતાપિત કરવા લાગી. જેનાથી ગોશાલકના શરીરમાં બળતરા થવા લાગી. પરસ્પર ભવિષ્યવાણી – ગોશાલકની શક્તિનો વાર ખાલી ગયો. તો પણ તે આ પ્રકારે કહેવા લાગ્યો કે હે આયુષ્યમનું કાશ્યપ ! તમે અત્યારે ભલે જીવીત બચી ગયા છો. કિંતુ છ મહિનામાં જ પિત્ત જ્વર અને દાહ પીડાથી છઘસ્થ અવસ્થામાં જ મરી જશો. પ્રત્યુત્તરમાં ભગવાને સ્પષ્ટ કર્યું કે- "હું તો હજુ પણ સોળ વર્ષ સુધી તીર્થકર રૂપે વિચરણ કરીશ, હે ગોશાલક! તું સ્વયં જ પોતાની તેજોલેશ્યાથી પરિતાપિત થઈને સાત દિવસમાં છદ્મસ્થ પણામાં જ મરી જઈશ" આ વાર્તાલાપની શ્રાવસ્તી નગરીમાં ચર્ચા થવા લાગી કે કોષ્ટક ઉદ્યાનમાં બે તીર્થંકર પરસ્પર એકબીજાને કહે છે કે તું "છ મહીનામાં મરી જઈશ" "તું સાત દિવસમાં મરી જઈશ." એમ કહે છે. ગોશાલકનો પરાજય - ભગવાન શ્રમણોને સંબોધિત કરતાં કહ્યું હવે ગોપાલક નિસ્તેજ થઈ ચૂક્યો છે. એની તેજો શક્તિ સમાપ્ત થઈ ચૂકી છે. હવે એની સાથે ધાર્મિક ચર્ચા પ્રશ્નોત્તર સારણા વારણા પ્રેરણા વગેરે કરી શકો છો અને એને નિરસ્ત કરી શકો છો. શ્રમણોએ ભગવાનની આજ્ઞા મેળવી ભગવાનને વંદન નમસ્કાર કરીને એમ જ કર્યું. બધા પ્રકારથી ગોશાલક નિરુત્તર જ રહ્યો અને Page #135 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 134 પ્રચંડ ગુસ્સો કરીને પણ શ્રમણોને જરાપણ બાધા, પીડા પહોંચાડવા માટે સમર્થ ન થઈ શક્યો. એવું જોઈને કેટલાય આજીવિક સ્થવિર શ્રમણ ગોશાલકને છોડીને ભગવાનની સેવામાં વંદન નમસ્કાર કરીને ત્યાં રહી ગયા. ગોશાલકની દુર્દશા:- ગોશાલક જે પ્રયોજનથી આવ્યો હતો તે સિદ્ધ ન થઈ શક્યું. તે હારી ગયો, શરમિંદો થઈને નિશ્વાસ નાખીને પસ્તાવા લાગ્યો કે હા હા ! અહો હું માર્યો ગયો. આ પ્રકારે “જેવી કરણી તેવી ભરણીની ઉક્તિ પ્રમાણે તે શારીરિક માનસિક પ્રચંડ વેદનાથી સ્વતઃ દુઃખી થયો અને કોષ્ટક ઉદ્યાનથી નીકળીને અવશેષ સંઘની સાથે પોતાના આવાસ સ્થાનમાં પહોંચ્યો. એટલું થયા પછી પણ એણે મિથ્યામતિનો ત્યાગ ન કર્યો, કેટલા ય ઢોંગ અને અસત્ય કલ્પનાઓ, પ્રરુપણાનો ત્યાગ ન કર્યો. પરંતુ તે ઢોંગ અને પ્રવૃતિઓના દોષો ને ઢાંકવાનો પ્રયત્ન કર્યો. તે દિવસભર (૧) કેરી ચૂસતો, દારૂ પીતો (૨) વારંવાર ગાતો, (૩) વારંવાર નાચતો (૪) વારંવાર હાલાહલી કુંભારણને પ્રણામ કરતો હતો. દાહ શાંતિ માટે માટી મિશ્રિત શીતળ જળથી નિરંતર શરીરનું સિંચન કરતો હતો. પોતાની આ દુર્દશાને પણ ગુણના રૂપમાં બતાવીને તે પ્રરુપણા કરતો કે આ બધું ચરમ કૃત્ય છે. આવા કુલ આઠ ચરમ કહેવાય છે. જેમાં એણે ચાર પોતાના ઉપરના કૃત્ય જોડી દીધા અને અન્ય વાતો જોડીને તુક્કો લગાવી દીધો. પોતાના પાપને ઢાંકવાના પ્રયત્નમાં બુદ્ધિના દુરુપયોગથી કેટલી બે ડીની વાતો એણે બનાવી. આઠ ચરમ, ૪ પાનક, ૪ અપાનક વગેરે. આઠમા ચરમમાં અને ચોથા અપાનકમાં પોતે તીર્થકર રૂપમાં મોક્ષમાં જશે એમ બતાવ્યું. અયંપુલ - "અયંપુલ" નામનો આજીવિકોપાસક ગોશાલકને સર્વજ્ઞ, સર્વદર્શ માનતો હતો. કાંઈ જિજ્ઞાસા લઈને તે ગોશાલકની સેવામાં દર્શન વંદન કરવા માટે આવ્યો. દૂરથી જ ગોશાલકની પ્રવૃતિઓ(હાથમાં કેરી નાચ, ગાન, વારંવાર હાથ જોડવા વગેરે) અને એની દુર્દશાને જોઈને લજ્જિત થયો, ઉદાસ થયો. અર્થાત્ અશ્રદ્ધાભાવ ઉત્પન્ન થવા લાગ્યો અને તે આગળ ન વધી શક્યો. વંદન નમસ્કારની વાત જ ન રહી. પાછળ ખસવા લાગ્યો. અચંપુલે સ્થવીરોની પાસે જઈને વેદના કરી. સ્થવીરોએ એના મનની જાણી લીધી અને પ્રકટ કરતાં કહ્યું કે તને આવો વિચાર ઉત્પન્ન થયો અને એટલા માટે તું આવ્યો છે. અત્યંપુલ ખુશ થયો અને સહર્ષ સ્વીકાર કર્યો. પછી સ્થવિરોએ આઠ ચરમ, ચાર પાનક, અપાનક વિગેરે વાત કરતા બતાવ્યું કે આવું કરતાં તમારા ધર્માચાર્ય હવે મોક્ષ જાશે. તું એની પાસે જા, તે તારા પ્રશ્નના સમાધાન સ્વતઃ જ કરી દેશે. આ રીતે સ્થવિરોએ ફરીથી એને સ્થિર કર્યો. અયંપુલ ગોશાલકની પાસે ગયો. સ્થવિરોએ સંકેત કરીને કેરી એના હાથથી છોડાવી લીધી. ગોશાલકે પણ અચંપુલ ઉપાસકને એના મનોગત પ્રશ્નને બતાવીને સમાધાન કર્યું, સાથે જ ખોટું બોલીને ખુલાસો કર્યો કે મારા હાથમાં આમ્રફળ ન હતું માત્ર છાલ જ હતી. આ પ્રકારે અચંપુલની શ્રદ્ધાને પોતાના પ્રતિ સુરક્ષિત કરી. વંદના નમસ્કાર કરીને અયંપુલ ચાલ્યો ગયો. મરણ મહોત્સવ નિર્દેશ – પોતાનું મૃત્યુ નજીક જાણીને મિથ્યાભિનિવેષમાં લીન એ ગોશાલકે પોતાના સંઘના સ્થવિર શ્રમણોને કહ્યું કે મારા આદર-સત્કાર આડંબર સહિત નિર્વાણ મહોત્સવ કરજો. નગરમાં ઉદ્ઘોષણા કરજો કે ચરમ તીર્થકર સિદ્ધ થયા છે. ગોશાલકને સમ્યકત્વ પ્રાપ્તિ – સાતમી રાત્રિના શુભ અધ્યવસાય સંયોગોથી એને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. જેનાથી એનું ચિંતન સીધું ચાલવા લાગ્યું કે હું વાસ્તવમાં ગોશાલક જ છું. શ્રમણોનો ઘાતક છું, ગુરુદ્રોહી છું, તીર્થકર ભગવાનની આશાતના કરવાવાળો છું કે ખોટા વાક્ઝાલો, તર્કો, દલીલો, કલ્પનાઓથી પોતાને અને બીજાને ભ્રમિત કરવાવાળો છું. હવે સ્વયંની તેજો વેશ્યાથી તપ્ત થઈ ને દાહ જવરથી સાતમી રાત્રિમાં આજ છદ્મસ્થ અવસ્થામાં જ મરી જઈશ. વાસ્તવમાં શ્રમણ ભગવાન–મહાવીર સ્વામી જ અંતિમ તીર્થકર છે. મેં તો માત્ર ઢોંગ જ કર્યો અને ખોટો પ્રપંચ કર્યો છે. ગોશાલકની સમ્યક્તથી દેવગતિ - આ પ્રકારના વિચાર આવવા પર એણે ફરીથી સ્થવિરોને પોતાની પાસે બોલાવ્યા અને સત્યને પ્રગટ કરતાં એણે પ્રતિજ્ઞા લેવડાવીને આદેશ આપ્યો કે તમે મારા ડાબા પગમાં મુજની રસ્સી બાંધી મોઢા પર ત્રણવાર યૂકીને ઘસેડતા શ્રાવસ્તી નગરીના વિવિધ સ્થાનો, માર્ગોમાં ઘોષણા કરજો કે આ ગોશાલક જ હતો, તીર્થકર ન હતો. એણે જુદો પ્રપંચ કર્યો હતો. વાસ્તવમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ અંતિમ તીર્થકર છે. આ પ્રકારે મહાન અસત્કાર પૂર્વક મારા શરીરનું નિષ્કાસન કરજો. એવું કહીને તે કાળધર્મ પામ્યો. શુભ પરિણામોમાં મરીને તે પણ ૧૨માં દેવલોકમાં ઉત્પન્ન થયો. દંભ પૂર્વક પ્રતિજ્ઞા પાલન – પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે અને પ્રતિષ્ઠા પણ કાયમ રહે એટલા માટે ગોશાલકના વિરોએ કુંભાર શાળામાં જ શ્રાવતી નગરી ચિત્રિત કરી અને તેના ચૌટા(ચાર રસ્તા ભેગા થતા હોય) વગેરે સ્થાનોમાં મંદમંદ અવાજથી ઘોષણા કરી દીધી. આ બધું કૃત્ય દરવાજા બંધ રાખી અને કર્યું. ત્યાર બાદ દરવાજો ખોલીને મહાન ઋદ્ધિ સત્કાર સન્માનની સાથે નિર્વાણ મહોત્સવ કર્યો. ભગવાન ને રોગાંતક:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ યથા સમય ત્યાંથી વિહાર કર્યો, વિચરણ કરતાં "મેંઢિક ગ્રામ" નામના નગરમાં પધાર્યા. પૂર્વ ઘટના ને છ મહીના પૂરા થવાની તૈયારી હતી. ભગવાનના શરીરમાં મહાન પીડાકારી દાહકારક પિત્તજ્વર ઉત્પન્ન થયો. અર્થાત્ ભગવાનનું શરીર મહાન રોગાતક થી આક્રાંત થઈ ગયું. એ રોગના કારણે લોહી-પરુનાં ઝાડા પણ થવા લાગ્યા. આ સ્થિતિને જોઈને લોકોમાં ચર્ચા થવા લાગી કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગોશાલકના તપ-તેજથી આક્રાંત થઈને દાહપિત જવર થી હવે છઘસ્થ જ કાળ કરી જશે. સિંહ અણગારનું રુદન :- બગીચામાં એક તરફ ભગવાનના અંતેવાસી. ભદ્ર, વિનીત. સિંહ નામના અણગાર આત્મ ધ્યાન સાધના કરી રહ્યા હતા અને આતાપના લઈ રહ્યા હતા. એમના કાનોમાં લોક અપવાદના ઉપરોક્ત શબ્દ પડ્યા. સિંહ અણગારને સંકલ્પ-વિકલ્પ થવા લાગ્યા કે ભગવાનના શરીરમાં પ્રચંડ વેદના ઉત્પન્ન થઈ છે અને તે છઘસ્થ જ કાળ કરી જશે વગેરે. આવી માનસિક મહાન વ્યથાથી તે પીડિત થયા, આતાપના ભૂમીથી બહાર આવ્યા અને એક તરફ જઈને પોતાના દુઃખના અતિરેકમાં અત્યંત રુદન કરવા લાગ્યા. Page #136 -------------------------------------------------------------------------- ________________ jain 135 કથાસાર ભગવાને શ્રમણોને મોકલીને સિંહ અણગારને પોતાની પાસે બોલાવ્યા અને સમજાવ્યું કે આવું આર્તધ્યાન કરવાનું યોગ્ય નથી. હું હજી ૧૫–૧/૨ (સાડા પંદર) વર્ષ વિચરણ કરીશ. તમે રેવતી શેઠાણીના ઘરે જાવ અને એણે મારા માટે જે કોલ્હાપાક બનાવ્યો છે તે લાવતા નહીં. પરંતુ પોતાના ઘોડાના ઉપચાર માટે પહેલાથી(કેટલાક દિવસ પહેલા) બિજોરાપાક બનાવ્યો હતો, જેમા થોડોક બચેલો પડ્યો છે, તે લઈ આવો. રેવતીનું સુપાત્ર દાન અને રોગનિવારણ :– ભગવાનની આજ્ઞા થવા પર સિંહ અણગાર રેવતી શેઠાણી ના ઘરે ગયા. શેઠાણીએ આદર–સત્કારની સાથે આવવાનું કારણ પૂછ્યું(કેમ કે તે સમયે ભિક્ષાનો સમય ન હતો). સિંહ અણગારે પોતાનું પ્રયોજન કહ્યું કે ભગવાનના માટે જે કોલ્હાપાક બનાવ્યો છે, તે તો નહીં જોઈએ. પરંતુ બિજોરાપાક જોઈએ. રેવતીએ પોતાની ગુપ્ત વાત જાણવાનો હેતુ પૂછયો. સિંહ અણગારે ભગવાનના જ્ઞાનનો પરિચય આપ્યો. પછી એણે ભક્તિપૂર્વક બીજોરાપાક વહોરાવ્યો. ભાવોની દાનની અને પાત્રની આમ ત્રિકરણ શુદ્ધિથી એ રેવતી શેઠાણીએ દેવાયુનો બંધ કર્યો અને સંસાર પરિત્ત કર્યો. ત્યાં પણ પાંચ દિવ્ય પ્રકટ થયા. સિંહ અણગાર ભગવાનની સેવામાં પહોંચ્યા અને તે બિજોરા પાક ભગવાનના કરકમલમાં અર્પિત કર્યો. ભગવાને અમુર્છા ભાવથી એ આહારના પુદ્ગલોને શરીરરૂપી કોઠામાં નાખ્યા. એ આહારનું પરિણમન થવાથી ભગવાનનો રોગ તરત જ શાંત થયો. શરીર સ્વસ્થ થવા લાગ્યું. થોડા સમયમાં જ ભગવાન આરોગ્યવાન અને શરીરથી બળ સંપન્ન થઈ ગયા. ચતુર્વિધ સંઘમાં પ્રસન્નતાની લહેર ફેલાઈ ગઈ. ત્યાં સુધી કે અનેક દેવ-દેવી પણ ખુશ થયા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સ્વસ્થ થઈ ગયા છે. પછી ભગવાન પૂર્વવત્ ધર્મોપદેશ દેતા ગ્રામાનુગ્રામ વિચરણ કરવા લાગ્યા. - ગોશાલકનો બીજો ભવ રાજાવિમલવાહન :– ગોશાલકનો જીવ દેવલોકનું આયુ સમાપ્ત થવા પર આ જ ભરતમાં વિંધ્યગિરિપર્વતની નજીક ફંડ દેશમાં શત દ્વારા નગરીમાં જન્મ લેશે. ગુણોથી અને રૂપથી સંપન્ન થશે. યોગ્ય સમયે એના માતા– પિતા એનો રાજ્યાભિષેક કરશે. તે મહાન બળવાન રાજા થશે. યશસ્વી થશે. બે દેવ એની સેવામાં રહેશે. એના ત્રણ નામ હશે. (૧) જન્મનામ– પદ્મ (૨) પૂર્ણભદ્ર અને મણિભદ્ર બે દેવ સેવક હોવાથી—દેવસેન (૩) ''વિમલ' નામના હસ્તિરત્નના ઉપભોગ કરનાર હોવાથી ''વિમલ વાહન' એનું ત્રીજું નામ હશે. આટલો પુણ્ય– શાળી હોવા છતાં પણ તે શ્રમણ—નિગ્રંથોંનો મહાન વિરોધી થશે. તેમની સાથે તે અનાર્યતા પૂર્ણ વ્યવહાર કરશે, જેમ કે હંસી કરશે. ભર્ત્યના કરશે, કષ્ટ દેશે, બાંધશે, મારશે, છેદન–ભેદન કરશે, ઉપદ્રવ કરશે, ઉપકરણ છીનવી લેશે, અપહરણ કરી લેશે, નગરથી અથવા દેશથી કાઢી મૂકશે. આ રીતે વિભિન્ન અભદ્ર વ્યવહાર સમય સમય પર કરતો રહેશે. આવું કરવા પર એકવાર નગરના પ્રતિષ્ઠિત લોક સામુહિક રુપથી નિવેદન કરશે કે હે રાજન્ ! આવું ન કરો કેમ કે આવું કરવું ક્યારેક આપના અને અમારા માટે જોખમકારક પીડાકારી બની શકે છે. આથી આપ આવા દુરાચરણ બંધ કરો, રાજા મન વગર મિથ્યાભાવથી એ નિવેદનને સ્વીકાર કરી લેશે. સુમંગલ અણગાર ઃ- એકવાર સુમંગલ નામના અણગાર જે ત્રણ જ્ઞાન અને વિપુલ તેજોલબ્ધિના ધારક હશે તે ત્યાં પધારશે અને બગીચાની પાસે આતાપના− ભૂમિમાં આતાપના લેશે. તે વિમલનાથ તીર્થંકરના પ્રપૌત્ર શિષ્ય હશે. વિમલવાહન રાજા રથ ચંક્રમણ હેતુ એ બગીચાની પાસેથી નિકળશે. મુનિને આતાપના લેતા જોઈને સ્વભાવિક જ ક્રોધથી પ્રજવલિત થશે. રથના આગળના ભાગથી ટક્કર લગાવીને ધ્યાનમાં ઉભેલા મુનિને નીચે પાડી દેશે. મુનિ ઉઠીને અવધિજ્ઞાનમાં ઉપયોગ લગાવીને જોશે અને એનો ભૂતકાળ જાણી—જોઈ અને કહેશે કે તું શ્રમણોની ઘાત કરવાવાળો મંખલી પુત્ર ગોશાલક હતો. એ સમયે એ અણગારો અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમર્થ હોવા છતાં પણ તારા અન્યાયને સહન કર્યો, કાંઈ પણ પ્રતિકાર ન કર્યો, પણ હું સહન કરનાર નથી. તને એક ક્ષણમાં જ સારથી ઘોડા સહિત ભસ્મ કરી દઈશ. આવું કહેવા પર તે વિમલ વાહન રાજા ત્રીજીવાર રથની ટક્કર લગાવીને ફરી સુમંગલ અણગારને પાડી દેશે. ત્યારે તે અણગાર તૈજસ સમુદ્દાત દ્વારા એ રાજાને ભસ્મ કરી દેશે. ત્યાર પછી તે મુનિ વર્ષો સુધી સંયમ પાલન કરી આલોચના પ્રતિક્રમણ શુદ્ધિની સાથે એક મહીનાના સંથારાથી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ રૂપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈને મોક્ષ જાશે. ગોશાલકના નરકાદિ ભવ ભ્રમણ :- વિમલવાહન રાજા (ગોશાલકનો જીવ) તેજો લેશ્યાના પ્રહારથી મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થશે. અને પશ્ચાનુપૂર્વી ક્રમથી એક—એક નરકમાં બે—બે ભવ કરશે, અંતમાં પહેલી નરકથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિયની વિવિધ યોનિયોમાં જન્મ મરણ કરશે. પછી ક્રમશઃ ચૌરેન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિયની યોનિમાં ભવ ભ્રમણ કરીને એકેન્દ્રિયોમાં ભવ ભ્રમણ કરશે. વિમલ વાહનના ભવ પછી ક્યાંક શસ્ત્રથી, ક્યાંક દાહથી પીડિત થઈ મરતો રહેશે. એકેન્દ્રિયથી નિકળીને વેશ્યાઓનો ભવ કરશે. પછી બ્રાહ્મણ પુત્ર થઈને દાવાગ્નિની જ્વાલામાં મરશે. અગ્નિકુમાર દેવરૂપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નિકળીને મનુષ્યનો ભવ કરશે. જેમાં સંયમ ધારણ કરશે. અનેક ભવો (૧૦ ભવો) સુધી દ્રવ્ય સંયમ ક્રિયાની વિરાધના કરશે. ભાવથી સંયમને સ્પર્શ પણ નહીં કરે અને ક્રમશઃ નવ અસુર કુમાર(અગ્નિકુમાર ને છોડીને) ના અને એક જ્યોતિષીનો ભવ કરશે. એના પછી સાત ભવમાં સંયમની આરાધના કરશે. અને ક્રમશઃ પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા, અગ્યારમા દેવલોક અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે. પછી મહાવિદેહક્ષેત્રમાં આઠમી વાર સંયમની આરાધના કરી કેવલજ્ઞાન કેવલ દર્શન પ્રાપ્ત કરશે. = ગોશાલકની મુક્તિ કેવલજ્ઞાનથી પોતાના ભવોને જાણશે અને પોતાના શિષ્યોને સંબોધન કરીને કહેશે કે હું પૂર્વભવમાં એવો શ્રમણઘાતક ગુરુદ્રોહી હતો જેના ફળ સ્વરૂપે આવા વિવિધ જન્મ-મરણ રૂપ સંસાર ભ્રમણના ફળને પ્રાપ્ત કર્યું છે. આ વૃતાંત સાંભળીને તે શ્રમણ ભયભીત થશે અને પોતાની આલોચના શુદ્ધિની સાથે સાવધાની પૂર્વક સંયમ ની આરાધના કરવા લાગશે. ગોશાલકનો જીવ કેવલી પર્યાયમાં વિચરણ કરીને અંતમાં આયુ સમાપ્તિ વેળા જાણીને ભક્ત પ્રત્યાખ્યાન પંડિત મરણ સ્વીકારશે બાકી કર્મોનો ક્ષય કરી સિદ્ધ બુદ્ધ મુક્ત થશે. શિક્ષા અને જ્ઞાતવ્ય ઃ Page #137 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 136 (૧) નિમ્નસ્તરીય વ્યક્તિમાં પણ અપાર મનોબલ અને બુદ્ધિબળ હોઈ શકે છે. એક ભિક્ષાચરના પુત્ર ગોશાલકે ત્રિલોકીનાથ ભગવાન મહાવીરના વિરોધી બનીને ટક્કર લીધી હતી. (૨) પૂર્ણ અસત્યવાદી હોવા છતાં પણ ગોશાલકની કઠોરતા દુષ્ટતા અઘીકતમ કક્ષાની હતી. આનંદને બોલાવીને સદષ્ટાંત સમજાવ્યું. ભગવાનની સામે આવીને પણ બેહદ અધમતા દેખાડી. શક્તિ વિફલ જવા છતાં પણ એવું કહી ગયો કે છ મહીનામાં મરી જશો. (૩) ઢોંગી વ્યક્તિ કેટલા કપટ પ્રપંચ સિદ્ધાંત કલ્પનાઓ ઘડી શકે છે. એ ગોશાલકના જીવનથી જાણવા મળી શકે છે. એણે પોતાને છુપાવવા માટે કેટલા શરીર પ્રવેશ, નામ, વર્ષ વગેરે ની કલ્પનાઓ જોડી આઠ ચરમ પાનક અપાનક કલ્પિત ઘડ્યા અને લોકોને આકર્ષિત કરવા માટે કેટલાય જુઠાણા ફેલાવ્યા, છતાં જીવનમાં લગભગ સર્વત્ર એને સફળતા મળી. શ્રમણ ભગવાનના જ્યાં ૨-૩ લાખ ઉપાસક હતા તો ગોશાલકને તીર્થંકર માનીને ઉપાસના કરનારાની સંખ્યા ૧૧ લાખ થઈ ચૂકી હતી. તોપણ પાપનો ઘડો એક દિવસ અવશ્ય ફુટવાવાળો હોય છે. જ્યારે એનું પાપ ચરમ સીમાએ પહોંચી ગયું, બે શ્રમણોની હત્યાના પાપથી ભારી બની ગયો, ત્યારે સ્વયંની લેશ્યાથી જ મરી ગયો અને અંતમાં હારી ગયો, નિષ્ફળ થઈ ગયો. (૪) ગોશાલક અને એના સ્થવિરોની પાસે નિમિત્તજ્ઞાન સિવાય કોઈના મનની વાત જાણવાની અદ્ભુત શક્તિ પણ હતી. તેથી અયંપુલ શ્રાવકને રાત્રે ઉત્પન્ન થયેલ પ્રશ્નને સ્વતઃ જાણી લીધો. અંતિમ ઉંમર સુધી પણ ગોશાલક આતાપના અને તપસ્યામાં સંલગ્ન રહેતો હતો. આતાપના ભૂમિથી ઉતરીને તે કુંભારશાળામાં આવ્યો હતો ત્યારે આનંદ શ્રમણને બોલાવીને દષ્ટાંત સંભળાવ્યું. (૫) ભગવાન પ્રતિ પૂર્ણ ભક્તિ અને અર્પણતાની સાથે જ ગોશાલકે શિષ્યત્વ સ્વીકાર કર્યું હતું. પરંતુ તે ૪-૫ વર્ષ સુધી પણ એને પૂરું નિભાવી ન શક્યો. કેમ કે મૂળમાં તે એક અયોગ્ય અને અવિનીત તથા ઉદંડ પ્રકૃતિનો વ્યક્તિ હતો. આ કારણે વિહારકાળમાં વૈશ્યાયન તપસ્વીની છેડ–છાડ જેવા કેટલાય પ્રસંગ એના જીવનમાં બન્યા હતા. (૬) એને દીક્ષિત કરવામાં ભગવાનનો કોઈ સ્વાર્થ ન હતો. એનો આગ્રહ અને સ્પર્શના(ભાવી) જાણીને એનો સ્વીકાર કર્યો. કેવલજ્ઞાન બાદ ગૌતમ સ્વમીના પૂછવા પર પણ એની જે ચર્ચા ચલાવાઈ, એમા પણ તેવી જ સ્પર્શના અને ગોશાલકના અનેક શ્રમણ શ્રાવકોના શુદ્ધ ધર્મમાં આવવું વગેરે અનેક કારણ રહ્યા હશે. વાસ્તવમાં સર્વજ્ઞ પ્રભુ ત્રિકાળજ્ઞાતા હોય છે. તે જ્ઞાન અનુસાર જ યથોચિત આચરણ અને ભાષણ કરે છે. (૭) ગોશાલકના અનર્ગલ, હિંસક, ક્રૂર વ્યવહાર પર પણ ભગવાન અને એના શ્રમણોનું જે કંઈ પણ વર્ણન છે, એમાં તેઓની ભાષા, વ્યવહાર અને ભાવોનું અવલોકન કરવાથી આ સ્પષ્ટ જ્ઞાત થાય છે કે તેઓ પૂર્ણ સંયમિત હતા. ક્યાંય પણ ગોશાલક પ્રતિ અસભ્ય વર્તન, વચન, તિરસ્કાર અથવા ખોટા માનસની ગંધ પણ ન હતી. એક ઉત્કૃષ્ટ દર્જાનો વિરોધી અને નિરપરાધ શ્રમણોની હત્યા કરનારાની સાથે પણ છતી શક્તિએ અત્યંત શાંતિપૂર્ણ તેઓનો વ્યવહાર હતો. જે મહાન શાંતિનો એક આદર્શ છે. ગોશાલકથી પણ વિશિષ્ટ શક્તિશાળી અને લબ્ધિધારી શ્રમણ ત્યાં હતા. પરંતુ જરાપણ આવેશ, રોષનું વાતાવરણ ભગવાનની તરફથી થયું ન હતું. બે શ્રમણ ગોશાલકની સામે આવ્યા તેમ છતાં તેમના વ્યવહારમાં આવેશ કે આવેગનું નામોનિશાન ન હતું, કેવળ શિક્ષા આપતું સંબોધન હતું. એના મરણ પ્રસંગને પ્રત્યક્ષ આંખોની સામે જોવા છતાં પણ કોઈએ આવેશ પૂર્ણ વ્યવહાર, ધમકી, બદલો લેવો વગેરે કાંઈપણ ન કર્યું. આ છે જિનવાણીના આરાધકોની ક્ષમતા, શાંતિનો અદ્ભુત સંદેશ. આ સંદેશ આપણા જીવનમાં ઉતરી જાય અને એનાથી સાચી શાંતિ ઉત્પન્ન થશે, ત્યારે આપણે જિનવાણી પ્રાપ્ત કર્યાનું સાચા અર્થોમાં સફળ થશે. ગોશાલકે અનેક અપશબ્દ, અનર્ગલ બકવાસ, ક્રોધાંધ થઈને કહ્યા. એમાથી કોઈનો પણ જવાબ સર્વાનુભૂતિ અથવા સુનક્ષત્ર અણગારે અથવા ભગવાને આપ્યો નથી. અર્થાત્ એની બરાબરી કોઈએ ન કરી. પરંતુ માત્ર સીમિત શબ્દોમાં ઉચિત શિક્ષા અને સત્ય કથન જ કહ્યું. (૮) ગોશાલકના વર્ણનમાં ૧૮ ભવોમાં સંયમ ગ્રહણનું વર્ણન છે. પરંતુ ભગવતી સૂત્ર શતક ૨૫ માં બતાવ્યું છે કે કોઈ પણ નિયંઠા આઠ ભવથી વધારે પ્રાપ્ત નથી હોતા, સામાયિક આદિ ચારિત્ર પણ આઠ ભવથી વધારે ભવમાં નથી થઈ શક્યું. તેથી અભવીના સંયમ ક્રિયાઆરાધનથી નવપ્રૈવેયકમાં અનંતવાર જવાની સમાન જ આ પૂર્વના દસ ભવ સમજી લેવા જોઈએ અને ત્યારપછીના આઠ ભવ સંયમ સહિત અવસ્થાના સમજવા જોઈએ. સૂત્રમાં દ્રવ્ય ક્રિયાની અપેક્ષા જ ''વિરાધિત શ્રામણ્ય'' કહ્યું છે, એમ માનવું જોઈએ. (૯) નૃસંશ પ્રવૃતિઓથી યુક્ત જીવન હોવા છતાં પણ ગોશાલકનું જીવન મહા– તપસ્વી જીવન હતું અને અંતિમ સમયમાં સમ્યક્ત્વ યુક્ત શુદ્ધ પરિણામ આવી ગયું હતું. જેના કારણે તેને અનંતર દેવભવ અને પરંપર મનુષ્ય ભવમાં પુણ્યનો ઉપભોગ પ્રાપ્ત થયો અને થશે. એના પછીના ભવોમાં સર્વે પાપ કર્મોનું સામ્રાજ્ય ચાલશે. (૧૦) ગોશાલકના મોક્ષ જાવાના અંતિમ ભવના વર્ણનને ઔપપાતિક સૂત્રમાં વર્ણિત ‘દઢપ્રતિશ કુમાર’ ની ભલામણ(સૂચના) છે. પરંતુ પ્રતિયોમાં ભલામણ દેતાં–દેતાં આગળ એને જ દઢ પ્રતિજ્ઞ નામથી કહી દીધેલ છે. આ લિપિ દોષમાત્ર છે. આવો લિપિદોષ અન્ય સૂત્રમાં પણ થયો છે. (૧૧) તીર્થંકર ભગવાન કેવલજ્ઞાન બાદ પણ શ્રમણોના પાત્રમાં ખાતા નથી પરંતુ તેઓ દ્વારા મંગાવીને હાથમાં જ આહાર કરતા હતા. (૧૨)ભગવાનના ઔષધ ગ્રહણનો પાઠ લિપિકાળમાં કોઈપણ દુર્બુદ્ધિવાળા માણસ દ્વારા વિકૃત કરાયો છે. તેમાં કુર્કટમાંસ, કબૂતરમાંસ આવા અર્થવાળા શબ્દોને સંયોજિત કરાયા છે. આવા ભ્રમપૂર્ણ અર્થવાળા શબ્દોને ગણધર રચિત માનવું એક વ્યાપક ભ્રમ છે અને ગંભીર ભૂલ છે. ભલે કેટલાય વનસ્પતિ પરક અર્થ કરાય પરંતુ શબ્દ અને ભાષાના કોવિદ(નિષ્ણાત) ગણધરો દ્વારા આવા ભ્રમમૂલક શબ્દોનું ગુંથન શાસ્ત્રમાં માનવું એ જ અયોગ્ય છે. મધ્યકાળમાં આવા અનેક સૂત્ર પ્રક્ષેપ આદિના પ્રહાર ધર્મ અને Page #138 -------------------------------------------------------------------------- ________________ 137 jain કથાસાર આગમાં પર થયા છે. એનામાં જ કરેલ આ પણ એક વિકૃતિ છે. આનું શુધ્ધીકરણ ન કરવું, માનો ‘લકરના ફકીર બનવું' ની ઉક્તિને ચરિતાર્થ કરવા સમાન જ છે. (૧૩) ચોથા આરામાં અર્થાત્ સતયુગમાં તીર્થકરોની ઉપસ્થિતિમાં આવી ઘટનાઓ થવા પર પણ ધર્મનિષ્ટ લોકો પોતાની શ્રદ્ધા ટકાવી રાખે છે. ધર્મથી વિચલિત થતા નથી. તો આજ પંચમ કાળમાં જ્ઞાનીઓની અનુપસ્થિતિમાં કોઈ ઘટનાને જોઈને આપણે કોઈની પાછળ પોતાની શ્રદ્ધા, આચરણ, ત્યાગ તપ વગેરે જરા પણ ન છોડવા જોઈએ અને ક્યારે ય (કિં કર્તવ્ય) વિમૂઢ ન બનવું જોઈએ. આ સંસાર છે, આનામાં કોઈ કેટલીય હોનારત થતી જ રહે છે. તેમાં આપણે પડતાં નહીં, પરંતુ ચડતાં જ શીખવું જોઈએ. (૧૪) સોગંદ, શપથ દેવાની વ્યવહારિક પ્રથા પણ પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. ગોશાલકે પણ મૃત્યુ સમયે પોતાના શિષ્યોને સોગંદ દઈને આદેશ આપ્યો હતો. જેનું એમણે દંભની સાથે પાલન કર્યું હતું, સાચા રૂપમાં પાલન નહોતું કર્યું. (૧૫) ગોશાલકના નિમિત્તજ્ઞાન, મનની વાતને જાણીને બતાવવાની ક્ષમતાથી અને આડંબરના માધ્યમે જ એનો શિષ્ય પરિવાર ત્યાં સુધી કે ૨૩ માં તીર્થકરના શાસનના અનેક સાધુ પણ એને ૨૪ માં તીર્થકર જ સમજીને એના શાસનમાં ભળી ગયાં હતાં. | (૧૬) સંક્ષિપ્ત સારાંશનું લક્ષ્ય હોવાથી અનેક વિસ્તૃત વર્ણનો આપ્યા નથી. એના માટે સૂત્રવર્ણનથી જાણવું જોઈએ. જેમ કે– ૮ ચરમ, પાનક, અપાનક ગોશાલક ના શરીર પરિવર્તન અને વિવિધ પ્રરુપણા વગેરે. (૧૭) ગોશાલક ભગવાન ની પાસે છઘર્થીકાળના બીજા ચોમાસામાં આવ્યો હતો અને ક્યાં સુધી રહ્યો એ વર્ણન અહીં સૂત્રમાં નથી. અન્યત્ર દીક્ષાના છઠ્ઠા વર્ષ સુધી સાથે રહ્યાનું કથન મળે છે. (૧૮) ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાને ગોશાલકના ભૂત, ભવિષ્ય અંગે વર્ણન બતાવ્યું હતું અને વર્તમાન ધટના ને તો ઉપસ્થિત શ્રમણોએ પ્રત્યક્ષ જોઈ હતી. ભૂતકાળના છઘસ્થ કાળની ઘટનાનું વર્ણન કરતાં ભગવાને અનેક જગ્યાએ અહં શબ્દના પ્રયોગથી કથન કર્યું છે. વૈશ્યાયન તપસ્વીની તેજો વેશ્યાથી ગોશાલક ને બચાવવાના વર્ણનમાં પણ ભગવાને ગૌતમસ્વામીને સ્પષ્ટ કહ્યું હતું કે હે ગૌતમ! ત્યારે "મેં" ગોશાલક મંખલી પુત્રની અનુકંપા માટે શીત લેશ્યાથી તેજો લેશ્યાનું પ્રતિહનન કર્યું અને આગળના વર્ણનમાં ગોશાલકના પૂછવા પર એને પણ આ શબ્દો માં કહ્યું હતું કે ત્યારે હે ગોશાલક! "મેં" તારા પ્રત્યેની અનુકંપાને કારણે વૈશ્યાયન બાળ તપસ્વીની તેજોલેશ્યાને વચ્ચેથી પ્રતિહત કરી, રોકી દીધી, આમ આવું કથન પણ ભગવાને કેવલી અવસ્થામાં બે વખત કર્યું. પરંતુ ક્યાંય એમ નથી કહ્યું કે "મેં ગોશાલકને છઘસ્થતાની ભૂલથી મોહવશ બચાવ્યો". અનુકંપા સંબંધી વિશેષ વિવરણ માટે આગમસાર–પૂર્વાર્ધનાં પરિષ્ટ માં જોવું જોઈએ. (૧૯) ભગવાન અને ગોશાલકની વચ્ચે થયેલા કેટલાય વ્યવહારોથી તર્કશીલ માનસમાં કેટલાય મૂંઝવણ ભર્યા પ્રશ્ન ઉભા થાય છે કે– (૧) ચાર જ્ઞાન સંપન્ન ભગવાને એને પોતાની સાથે રાખ્યો જ શા માટે? (૨) તલ સંબંધી પ્રશ્નોના ઉત્તર જ કેમ દીધા? જેનાથી વિરાધના થઈ. (૩) સ્વતઃ પોતાના જ કર્તવ્યથી તે ગોશાલક વૈશ્યાયન બાળ તપસ્વીની તેજોલેશ્યાથી મરી રહ્યો હતો, એને ભગવાને શીત લેશ્યાથી શા માટે બચાવ્યો? સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ અણગારને પ્રભુએ બચાવ્યા નથી તો તેમાં ભગવાનને કયો દોષ લાગ્યો? ઉત્તર- કાંઈપણ દોષ ન લાગ્યો. તેમજ ગોશાલકને ન બચાવત તોપણ ભગવાનને કોઈ દોષ લાગત નહીં. તેને બચાવવાથી તો તે જીવિત રહ્યો અને પોતે જ ૨૪મો તીર્થકર હોવાનું કહી, કેટલાય લોકોને ભ્રમિત કર્યા, મહા પાપ કર્યા. જેમ સુમંગલ અણગાર વિમલવાહનને ભસ્મ કરશે જ અને અણુત્તર વિમાનમાં જાશે, તેવી રીતે જ ભગવાનના કોઈ લબ્ધિધારી શ્રમણ ગોશાલકને પહેલાં જ કાંઈપણ શિક્ષા આપી શકતા હતા. તો સમવસરણમાં આવો પ્રસંગ બનતો જ નહીં. અનેક ઈન્દ્ર વગેરે પણ ગોશાલકના અવળા પ્રચારને રોકી ન શક્યા, એવું કેમ થયું? કેમ કે બધા ઈન્દ્ર સમ્યગુદષ્ટિ છે, દઢધર્મી પ્રિયધર્મી છે. એક ભવ કરીને મોક્ષમાં જનારા છે; વગેરે વગેરે પ્રશ્નો થાય છે. તે અનેક પ્રશ્નોનું સમાધાન આ છે કે ભગવાન અને ગોશાલકનો કોઈ એવો જ સંયોગ નિબદ્ધ હતો. વિશિષ્ટ જ્ઞાનિઓના આચરણ વિષયે છઘસ્થોએ સંકલ્પ-વિકલ્પ કરવા જ ન જોઈએ. કેમકે તે શાશ્વત જ્ઞાની ભવિતવ્યતાને જોઈ લે છે, ભૂત–ભવિષ્યને જાણીને તેને અનુરૂપ આચરણ કરે છે. તેથી સુમંગલ અણગારે પણ પહેલાં જ્ઞાનથી એ જોયું કે આ રાજા આવો દુર્વ્યવહાર કેમ કરી રહ્યો છે. એનું ભૂત-ભવિષ્ય શું છે ? આ જ રીતે ભગવાને એવંતાને દીક્ષા આપી, ભલે ને તેણે કાચા પાણીમાં પાત્રી તરાવી. જમાલીને દીક્ષા તો આપી દીધી, પરંતુ વિચરણની આજ્ઞા માંગવા પર મૌન ધારણ કર્યું. ભગવાને જ્ઞાનમાં ફરસના જોઈને જ તે પ્રકારની પ્રવૃતિઓ કરી હતી. છાસ્થોના તર્ક ની અહી ગતિ હોતી નથી. આથી આવા–આવા વિવિધ પ્રશ્નો આપણા અનધિકાર ગત છે. નિશ્ચય જ્ઞાનીયોના પ્રત્યેક વ્યવહાર જ્ઞાનસાપેક્ષ હોય છે અને આપણા છઘસ્થોના વ્યવહાર બુદ્ધિ સાપેક્ષ હોય છે તેમજ સૂત્ર સાપેક્ષ પણ હોય છે. આ ભિન્નતા જાણીને જ્ઞાનિયોના જ્ઞાન સાપેક્ષ આચરણ સબંધી ઉપરના પ્રશ્નોના અથવા આવા અન્ય પણ ઘણા પ્રશ્નોના સમાધાન સ્વતઃ કરી લેવા જોઈએ. | (૨૦)ભગવાન પાર્શ્વનાથ ના વિશિષ્ટ શિષ્યોને અહીં દિશાચર શબ્દથી સંબોધ્યા છે. તે પૂર્વેના જ્ઞાતા હતા, એમણે જીવનમાં દિશાની પ્રમુખતાથી કોઈ વિશિષ્ટ તપ, ધ્યાન અથવા વિહારચર્યાનું આચરણ કર્યું હશે. જેનાથી તે દિશાચરના નામથી વિખ્યાત થયા. એમના આગમનથી ગોશાલકની શક્તિમાં વિશેષ અભિવૃદ્ધિ થઈ. એવો સૂત્ર વર્ણનથી આભાષ થાય છે. આ રીતે તેઓ કોઈ વિશિષ્ટ ચમત્કારી જ્ઞાની અને લબ્ધિ સંપન્ન શ્રમણ હતા. અર્થ કરનારા કેટલાય વિદ્વાન એમને ભગવાન મહાવીરના શિથિલાચારી પાર્શ્વસ્થ શ્રમણ કહી દે છે. એમના આ કથન અનુપયુક્ત અને અસંગત છે. (૨૧)મંખમતના ભિક્ષાચર લોકો પણ ચાતુર્માસમાં ભ્રમણ કરતા નથી અને ભિક્ષાચર હોવા છતાં પણ સપત્ની ભ્રમણ કરતા હતા તથા ચિત્ર ફલક દેખાડીને ભિક્ષા પ્રાપ્ત કરતા હતા. Page #139 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 138 કાર્તિક શેઠ: હસ્તિનાપુરમાં કાર્તિક નામના શેઠ રહેતા હતા. જે ઋદ્ધિ સંપન્ન હતા. તે ૧૦0૮ વેપારીઓના પ્રમુખ હતા. એમણે વીસમા તીર્થકર ભગવાન મુનિસુવ્રત સ્વામીની પાસે શ્રાવક વ્રત સ્વીકાર કર્યા હતા. તે જીવાજીવના જાણકાર તેમ જ શ્રમણોપાસકના ગુણોથી સંપન્ન હતા. તેમના અનેક વર્ષ શ્રમણોપાસક પર્યાયમાં પસાર થઈ ગયા. એકવાર વિચરણ કરતા ભગવાન મુનિસુવ્રત સ્વામી હસ્તિનાપુરમાં પધાર્યા. નગરના લોકો તથા કાર્તિક શેઠ ભગવાનની સેવામાં હાજર થયા. પરિષદ ભેગી થઈ, ભગવાને વૈરાગ્યમય પ્રતિબોધ આપ્યો. કાર્તિક શેઠ વૈરાગી થઈ ગયા, દીક્ષા લેવાની પ્રબળ ભાવના જાગૃત થઈ. તેમણે ભગવાનની સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા. સ્વીકૃતિ મળવાથી ઘરે જઈને પોતાને આધીન વેપારીઓને બોલાવ્યા અને પોતાની ઈચ્છા એમની સામે રાખી. ૧૦૦૮ વેપારીઓએ પણ કાર્તિક શેઠ સાથે દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. બધાએ પોત પોતાના પુત્રોને કાર્યભાર સોપ્યો અને દીક્ષાની તૈયારી કરી. કાર્તિક શેઠ સાથે મહોત્સવપૂર્વક બધા(૧૦૦૯) વૈરાગી આત્માઓ એક જ સમયે ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. પોતાની વૈરાગ્ય ભાવનાના બે શબ્દ કાર્તિક શેઠે સભા સહિત ભગવાનની સમક્ષ રજૂ કર્યા. પછી વેશ પરિવર્તન કરીને ફરી સભામાં આવ્યા. ભગવાન મનિસવ્રત સ્વામીએ બધાને એક સાથે દીક્ષા પાઠ ભણાવ્યો. એમને શિક્ષા દીક્ષા આપી; મહાવ્રત, સમિતિ, ગુપ્તિ સમાચારીનું જ્ઞાન આપ્યું. આ પ્રકારે તે બધા શ્રેષ્ઠી સાધુ બની ગયા. સ્થવિરોની પાસે એમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સૌએ તપ સંયમથી પોતાના આત્માને ભાવિત કર્યો. કાર્તિક મુનિએ સામાયિક વગેરે ૧૪ પૂર્વોનો અભ્યાસ કર્યો. ૧૨ વર્ષ દીક્ષાપર્યાયનું પાલન કરી એક મહિનાના સંથારાથી આયુષ્ય પૂરુ કર્યું અને પહેલા દેવલોકમાં ઈન્દ્ર રૂપે ઉત્પન્ન થયા. બાકીના સાધુઓ પણ સંયમ આરાધના કરીને એ જ થયા. ગંગદત્ત શેઠ કાર્તિક શેઠના પૂર્વવર્તી હસ્તીનાપુરના શેઠ હતા. એમણે કાર્તિક શેઠના પ્રમુખ વેપારી બન્યા પછી મુનિસુવ્રત સ્વામીની પાસે દીક્ષા અંગીકાર કરી હતી અને આરાધના કરીને સાતમા દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. વેપારી જીવનમાં ગંગદત્ત શેઠથી કાર્તિકશેઠ આગળ રહ્યા હશે. એના કારણે શક્રેન્દ્રની ગંગદર દેવથી સમક્ષ મળવાની અસહ્યતા શતક ૧૬ ના પાંચમા ઉદ્દેશકમાં બતાવી છે. અર્થાત્ ગંગદત્ત દેવ સમવસરણમાં આવી રહ્યા છે તેમ શકેન્દ્રને ખબર પડી કે તરત જ પાછા જતા રહ્યા, ભગવાનની સેવામાં રોકાયા નહીં. આ વર્ણનમાં આશ્રિત સાથી વેપારીઓના એક સાથે દીક્ષા લેવાનો આદર્શ ઉપસ્થિત કરાવાયો છે. તેઓએ વાસ્તવમાં ખરો સાથ નિભાવ્યો હતો. તેથી તેઓ દેવલોકમાં પણ સાથે જ રહ્યા. મદ્રક શ્રાવક: રાજગૃહી નગરીની બહાર ગુણશીલ ઉધાનમાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા. 'મુદ્રક' શ્રાવક દર્શન કરવા માટે ઘરેથી પગે ચાલીને જ નીકળ્યા. વચ્ચે અન્ય તીર્થિકોના નિવાસ સ્થાન આશ્રમની પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક સંન્યાસી એમની પાસે આવ્યા અને પૂછવા લાગ્યા કે તમારા ભગવાન પંચાસ્તિકાય બતાવે છે? તમે એને જાણો જુઓ છો તો અમને પણ બતાવો કે તેઓ ક્યાં છે? અમે પણ જોઈએ. પ્રત્યક્ષ જોવાનું તર્ક અને સમાધાન – મદ્દકે કહ્યું – કેટલીક વસ્તુઓના કાર્યથી જ એનું અસ્તિત્વ જાણી અને જોઈ શકાય છે. બધી વસ્તુઓ પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. અન્યતીર્થિક સંન્યાસી આક્ષેપપૂર્વક કહેવા લાગ્યા કે અરે ! તમે પણ કેવા શ્રાવક છો કે જાણતા નથી, જોતા નથી તો પણ માનો છો? મદ્રુક શ્રાવકે જવાબમાં અનેક પ્રશ્ન ઉભા કરી દીધા. પવન વાય છે અને તમે જુઓ છો? સુગંધ આવી રહી છે. એને જુઓ છો? મારા શબ્દ સાંભળી રહ્યા છો અને જુઓ છો? અરણીકાષ્ટ્રમાં અગ્નિ છે એને જુઓ છો? સમુદ્રની પેલી પાર પણ જમીન છે, એને જઓ છો? દેવલોક પણ છે. એને જઓ છો? બધા પ્રશ્નોના જવાબ નિશ્ચિત છે કે "જોઈ શક્તા નથી". મદ્રુકે એમને સમજાવ્યું કે હે આયુષ્યમાન્ ! એવુ કરશો તો પૃથ્વીના કેટલાય પદાર્થોનો અભાવ થઈ જશે અર્થાત્ એ બધાનો નિષેધ કરવો પડશે. એટલે કેટલીક વસ્તુઓને હું, તમે અથવા છvસ્થ મનુષ્ય જોઈ શક્તા નથી. તો પણ એના ગુણધર્મ, કાર્યથી તે પદાર્થના અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઈએ. એ પ્રમાણે અન્યતીર્થિકોના આક્ષેપનું સમાધાન કરી એમને નિરુત્તર કર્યા અને ભગવાનની સેવામાં પહોંચ્યા, વંદન નમસ્કાર કરી પર્યાપાસના કરવા લાગ્યા. સિદ્ધાંતનું જ્ઞાન આવશ્યક - ભગવાને પરિષદની સમક્ષ એના સાચા જવાબ આપવાની પ્રશંસા કરી આ અજ્ઞાનવશ, ખોટુ પ્રરૂપણ વગેરે કરે છે તેઓ કેવલજ્ઞાની અને ધર્મની આશાતના કરે છે. ભાવાર્થ એ છે કે શ્રમણ હોય કે શ્રમણોપાસક, એમણે યથાસમયે પોતાના ધર્મ સિદ્ધાંતોનું જ્ઞાન તેમજ એનો અર્થ, પરમાર્થ, હેતુ, પ્રશ્ન, ઉત્તર સહિત પ્રાપ્ત કરવા જોઈએ. પોતાને મળેલા સમયનો સદુપયોગ કરી શાસ્ત્રાભ્યાસમાં અવશ્ય સમય આપવો જોઈએ. - શાસ્ત્રાભ્યાસ નહીં વધારનારા પોતાના ધર્મની સ્થિરતાના પૂર્ણ રક્ષક પણ થઈ શકતા નથી અને સમય સમય પર સિદ્ધાંત વિપરીત પ્રરૂપણ ચિંતન કરનારા પણ બની શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનના ૧૯મા પ્રશ્નના ઉત્તરમાં પણ આ જ ભાવ બતાવ્યો છે અને પ્રસ્તુત પ્રકરણમાં ભગવાને મદ્રુકની પ્રશંસા પછી આ જ ભાવ પ્રગટ કર્યો છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ jain મદ્રુક શ્રાવકનું ભવિષ્ય :– ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને કહ્યું કે આ મદ્રુક શ્રાવક, શ્રાવકપર્યાયની આરાધના કરી પ્રથમ દેવલોકના અરુણાભ વિમાનમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં એક ભવ કરી મુક્ત થશે. સોમિલ બ્રાહ્મણ : વાણિજ્યગ્રામ નામના નગરમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ વિગેરે બ્રાહ્મણ મતના સિદ્ધાંતોમાં નિષ્ણાત હતો. એના શિષ્યો પણ હતા. તે ધનિક હતો. સુખપૂર્વક કુટુંબનું સ્વામિત્વ નિર્વાહ કરી રહ્યો હતો. એકવાર એણે જાણ્યું કે ભગવાન મહાવીર સ્વામી નગરની બહાર તિપલાસ બગીચામાં પધાર્યા છે. ત્યારે એને મનમાં ને મનમાં એવો વિચાર આવ્યો કે હું પણ જાંઉ અને કેટલાક પ્રશ્ન પૂછું. જો તેઓ મારા પ્રશ્નના ઉત્તર આપી શકે તો હુ એમને વંદના, નમસ્કાર કરીને પર્યુપાસના કરીશ. જો ઉત્તર નહીં આપી શકે તો હું એમને પ્રશ્નો દ્વારા નિરુત્તર કરીશ. એમ વિચારી તે બગીચામાં પહોંચ્યો અને પ્રશ્નોનો પ્રારંભ કર્યો. સોમિલ :– હે ભંતે ! આપની યાત્રા, યાપનીય, અવ્યાબાધ (બાધારહિત) અને પ્રાસુક (કલ્પનીય) વિહાર છે ? : ભગવાન :– હે સોમિલ ! તપ, સંયમ, નિયમ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે યોગ, યતના પ્રવૃત્તિ અમારી યાત્રા (સંયમયાત્રા) છે. પાંચ ઈન્દ્રિય અને કષાયને વિવેકપૂર્વક સ્વવશ નિયંત્રણમાં રાખવું એ અમારો યાપનીય છે. વાત, પિત, કફ જન્ય શારીરિક રોગ આતંક મારા ઉપશાંત છે. આ મારા અવ્યાબાધ(સુખ) છે. આરામ, ઉદ્યાન, સભા, પરબ, દેવસ્થાન વગેરે સ્ત્રી, પશુ, પંડક રહિત શય્યા સંસ્તારક ગ્રહણ કરી રહેવું આ અમારા પ્રાસુક વિહાર છે. સોમિલ :– 'સરિસવ' ભક્ષ્ય છે કે અભક્ષ્ય? ભગવાન ઃ – સોમિલ ! સરિસવ ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. બ્રાહ્મણ મતમાં સરિસવ બે પ્રકારના કહ્યા છે– (૧) મિત્ર સરિસવ(સરખા) (૨) ધાન્ય સરિસવ (સરસવ). સાથે જન્મયા, સાથે રમ્યા અને સાથે મોટા થયા તે સરખા મિત્રરૂપ 'સરિસવ' અભક્ષ્ય હોય છે. ધાન્ય સરિસવ (સરસવ) અચિત હોય, એષણા નિયમોથી યુક્ત હોય, યાચિત હોય અને પ્રાપ્ત હોય તો શ્રમણ નિગ્રંથને ભક્ષ્ય —ખાવા યોગ્ય છે. પરંતુ જે સચિત હોય, અનેષણીય હોય, અયાચિત અથવા અપ્રાપ્ત હોય તે સરિસવ ધાન (સરસવ) અભક્ષ્ય – શ્રમણ નિર્પ્રન્થને ખાવા માટે અયોગ્ય છે. સોમિલ :– 'માસ' ભક્ષ્ય છે યા અભક્ષ્ય ? 139 ભગવાન :– બ્રાહ્મણ મતમાં 'માસ' બે પ્રકારના કહ્યા છે. એમાથી શ્રાવણ વિગેરે અષાઢ સુધીના માસ અભક્ષ્ય છે. સોના ચાંદીના માપ કરવાનું માસ અભક્ષ્ય છે. ધાન્ય માસ(અડદ) અચિત્ત એષણીય, યાચિત, પ્રદત્ત હોય તો શ્રમણોને ભક્ષ્ય છે અને સચિત્ત, અનેષણીય, અયાચિત, અપ્રાપ્ત હોય તો અભક્ષ્ય છે. સોમિલ :– ''કુલત્થા'' અભક્ષ્ય છે યા ભક્ષ્ય ? ભગવાન :– બ્રાહ્મણ મતે 'કુલત્થા' બે પ્રકારના કહ્યા છે. એમાંથી કુલવાન સ્ત્રી 'કુલત્થા' છે. તે અભક્ષ્ય છે. ધાન્ય કુલત્થા અગર અચિત્ત, એષણીય, યાચિત અને પ્રદત્ત, હોય તો શ્રમણોને ભક્ષ્ય છે અન્યથા અભક્ષ્ય હોય છે. જો આત્મકલ્યાણ કરવું હોય તો..... વિવેક પૂર્ણ યથાર્થ ઉત્તર સાંભળી સોમિલ નમી પડ્યો. બોધ પ્રાપ્ત કરી એણે બાર શ્રાવક વ્રત સ્વીકાર કર્યા, અનેક વર્ષ વ્રતઆરાધન કરી, સદ્ગતિ પ્રાપ્ત કરી એક ભવાવતારી બન્યા. મહાવિદેહથી મોક્ષે જશે. નોંધ :– સોમિલના પ્રશ્ન જિજ્ઞાસા માટે નહીં પરંતુ પરીક્ષા મૂલક હતા. 9_9_9_9_Ø Ø છે એ જી છ કથાસાર જોશમાં હોશ અને ક્રાન્તિમાં શાન્તિ જાળવવી. પર નિંદા, તિરસ્કારિત (તુચ્છ) ભાષા અને ભાવ–ભંગીથી મુક્તિ પામો. મારા—તારાના ભેદથી બચીને રહો. સમભાવોથી પોતાના જીવનને સફળ બનાવો. દ્રવ્ય ક્રિયાની ઉત્કૃષ્ટતાની સાથે-સાથે ભાવ શુદ્ધિ એટલે હૃદયની પવિત્રતા પામીને પરમ શાંત અને ગંભીર બનવું. સંકુચિત, ક્ષુદ્ર અને અધીરાઈવાળી મનોદશાથી મુક્ત બનવું સાધુ અને સાધુઓની વાણી આ જગતમાં અમૃતસમ છે. કોઈનું સારૂં ન કરી શકો તો, કોઈનું ખરાબ તો ન જ કરો. કોઈની નિંદા, તિરસ્કાર આત્માને માટે ઝેર સમાન છે, તે સંસાર પરિભ્રમણનો રસ્તો છે. (જુઓ—સૂય. અ. ૨, ઉ. ૨, ગા.ર.) કોઈને નીચે પાડવાની ચેષ્ટા કરવી દુષ્ટવૃત્તિ છે. સમભાવ ધ૨વાથી અને પવિત્ર હૃદયી બનવાથી સંસાર તરવો શક્ય બને છે. નાની એવી જીંદગાનીમાં કોઈથી અપ્રેમ અથવા વૈરભાવ ન કરવો. Page #141 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 140 શ્રાવકના બાર વ્રત આગાર ધર્મ-શ્રાવકવ્રત: તીર્થકર પ્રભુએ અપાર કરુણા કરીને ગૃહસ્થ ધર્મના સ્વરૂપનું વર્ણન કર્યું છે. સાધક જીવનનો સાચો રાહ તો ઘરબારનો ત્યાગ કરીને સંયમ લેવો તે જ છે, સંપૂર્ણ સાંસારિક જીવનનો ત્યાગ કરવાનો છે. તોપણ સર્વજ્ઞ, સર્વદર્શી પ્રભુએ સારી રીતે જાણ્યું છે કે ધર્મને હૃદયંગમ કરીને પણ અનેક આત્માઓ સંયમનો સ્વીકાર કરી શકતા નથી. ગૃહસ્થ જીવનની અનેક પરિસ્થિતિઓમાં રહેવા છતાં જીવોને પોતાની તે અવસ્થામાં પણ સાધનાનો અનુપમ અવસર મળવો જોઈએ. જેનાથી તે તેમાં પોતાના ધર્મ જીવનની પૂર્ણ આરાધના કરી શકે. માટે પ્રભુએ મહાવ્રતોની સાથે-સાથે અણુવ્રતોનું અર્થાત્ શ્રમણ ધર્મની સાથે જ ગૃહસ્થ ધર્મ (શ્રાવકવ્રતો) નું નિરૂપણ કર્યું છે. શ્રાવકના વ્રતોનો અધિકાર :- મનુષ્યોના ભીષણ સંગ્રામમાં જાવાવાળા રાજા હોય અથવા મોટા વ્યાપારી શેઠ હોય અથવા કુંભકાર હોય, ચાહે કોઈની માંસાહારી સ્ત્રી હોય અથવા ૧૩ સ્ત્રીઓ હોય(મહાશતક), અંબડ સન્યાસી જેવા હોય અથવા ગોશાલક પંથી નિયતિવાદી(શકડાલ) હોય, જેને હજારો બેલગાડીઓ ચાલતી હોય અથવા ૧૦–૧૦ જહાજ જેને ત્યાં ચાલતા હોય, સ્ત્રી હોય અથવા પુરૂષ હોય તે શ્રાવકના વ્રતોનો સહજ રીતે સહર્ષ સ્વીકાર કરી શકે છે. શ્રાવક વ્રતોની મૌલિક સંરચના પણ વિશાળ દષ્ટિકોણથી થયેલ છે. તેમાં કોઈને, કોઈ પણ પ્રકારની બાધા આવી શકતી નથી. માટે શ્રાવકના બારવ્રત સ્વીકાર કરવામાં કોઈપણ મમક્ષ આત્માએ આળસ કે પ્રમાદ કરવો ન જોઈએ. અપ્રતિબંધ :- શ્રાવકના વ્રત ધારણ કરવામાં કોઈને માટે કોઈપણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. તે પોતાની સુવિધા અનુસાર હિનાધિક કોઈપણ છૂટ કોઈપણ વ્રતમાં રાખી શકે છે. ચાહે તે મૌલિકવ્રત હોય અથવા અતિચાર હોય, શ્રાવક કોઈ પણ વ્રતને સર્વથા ધારણ ન કરે અથવા કોઈપણ વ્રત ઈચ્છા પ્રમાણે છૂટ રાખીને ધારણ કરે તેમાં કોઈ જાતની રોક-ટોક કે પ્રતિબંધ નથી. શ્રાવકોના વ્રતોમાં અપવાદોનો કોઈ અંતિમ એક રૂપ નથી. એક જ અહિંસાવ્રત અનેક પ્રકારના અપવાદોની સાથે સ્વીકાર કરવામાં આવે છે. વિવિધ વ્યક્તિઓની ક્ષમતાન સામર્થ્ય પણ વિવિધ પ્રકારનું હોય છે. તેઓમાં ઉત્સાહ, આત તું નથી, તે વ્યક્તિઓના ક્ષયોપક્ષમ અનુરૂપ અનેક પ્રકારનું થઈ શકે છે. તેથી અપવાદ સ્વીકાર કરવામાં વ્યક્તિની પોતાની સ્વતંત્રતા છે. તેના પર અપવાદ જબરદસ્તીથી આરોપિત કરવામાં આવતા નથી. માટે હીનાધિક બધી પ્રકારની શક્તિવાળી અને સાધનામાં ઉત્સુક વ્યક્તિઓને સાધના કરવાનો સહજ રીતે અવસર મળી શકે છે. પછી ધીરે ધીરે સાધક પોતાની શક્તિને વધારતો આગળ વધી જાય છે તેમજ અપવાદોને ઓછા કરે છે. આમ કરતાં કરતાં તે શ્રમણોપાસકની ભૂમિકામાં શ્રમણભૂત પડિયા સુધી પહોંચી શકે છે. આ ગહન મનોવૈજ્ઞાનિક તથ્ય છે કે આગળ વધવું (પ્રગતિ કરવી) તે જેવું અપ્રતિબદ્ધ અને નિર્દુ માનસથી સધે છે, તેવું પ્રતિબદ્ધ અને નિગૃહીત માનસથી સધી શકે નહીં. આ પદ્ધતિ નિઃસંદેહ બેજોડ છે. પ્રેરણાની અપેક્ષા કયારેક કોઈ ત્યાગ નિયમનું શ્રાવકને માટે આવશ્યક પણ કહેવામાં આવે છે તો પણ એકાંતિક ન સમજવું. જેમ ભગવતીસૂત્રમાં પ્રેરણા પ્રસંગથી શ્રમણોપાસકને માટે કર્માદાનના ત્યાગી થવાનું આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યું છે તો પણ આ ઉપાસક દશાંગ સૂત્રમાં ઈગાલકર્મ રૂપ કુંભકાર કર્મ આદિનો ત્યાગ ન કરવાવાળા મકડાલ શ્રમણોપાસકનું પણ શ્રાવકરૂપમાં વર્ણન છે. આનંદ શ્રાવકના સાતમા વ્રતમાં ૨૬ બોલની મર્યાદામાંથી ૨૨ બોલોને ધારણ કરવા વાળાનું જ વર્ણન છે ચાર(પત્રી, સયણ, સચિત્ત, દ્રવ્ય) ની મર્યાદા બતાવેલ નથી. અલ્પાધિક વ્રત ધારણ - કહેવાય છે કે એક વ્રતને ધારણ કરનારા પણ શ્રાવક હોય છે અને બાર વ્રતને ધારણ કરનારા પણ શ્રાવક હોય છે. તેથી કોઈપણ ધર્મપ્રેમી શુદ્ધ જાણકારી પ્રાપ્ત કરીને શ્રાવકના બાર વ્રતને પોતાની ઇચ્છા અનુસાર ધારણ કરી શકે છે તેમાં જરા માત્ર પણ શંકા કરવી ન જોઈએ. ગૃહસ્થ જીવનમાં ધર્મ સાધના સુલભ બને તેને માટે ગૃહસ્થ જીવનની પરિસ્થિતિઓને જાણીને જ પ્રભુએ આવો સરલ માર્ગ બતાવ્યો છે. છતાં પણ કોઈની નબળાઈ હોય તો બાર વ્રતમાંથી ઓછા વ્રતોને પણ ધારણ કરી શકે છે, હીનાધિક છૂટ પણ રાખી શકે છે. આટલો સરળ અને સ્પષ્ટ માર્ગ હોવા છતાં પણ સેંકડો હજારો શ્રદ્ધાળુજન પછી કરશ–પછી કરશ” એમ કરતાં, વર્ષો વીતી જાય છે, પણ શ્રાવકના બારવ્રત ધારણ કરતા નથી. આ એક પ્રકારની ઉપેક્ષાવૃતિ અથવા આળસવૃતિ છે અથવા તો શ્રમણવર્ગ દ્વારા સાચું જ્ઞાન અને સાચી પ્રેરણા ન મળવાનું પરિણામ પણ માનવામાં આવી શકે છે. શ્રાવકના વ્રતમાં જરા પણ ભય રાખવો યોગ્ય નથી. તેમાં પોતાની શક્તિ સુવિધા અનુસાર અને સ્વભાવને અનુકૂળ વ્રત ધારણ કરવામાં આવે છે. શ્રાવક જે છૂટ રાખે છે તેનો પણ તેના મનમાં ખેદ રહે છે. તેમજ ક્રમિક વિકાસ કરીને તે છૂટોને જીવનમાંથી હટાવવાનું લક્ષ્ય પણ શ્રાવકને હંમેશાં રહે છે. અનૈતિક વૃત્તિઓનો ત્યાગ :- કોઈનું જીવન નૈતિકતાથી રહિત છે અથવા કોઈ દુર્વ્યસનોના શિકાર બનેલા હોય છે. તેઓને પણ ક્યારેક ધર્મ સમજમાં આવી જાય તો ધર્મી તેમજ વતી બનવાને માટે તેઓએ અનૈતિક પ્રવૃત્તિઓ અને દુર્વ્યસન છોડવા અતિ આવશ્યક છે. તેમાં થોડું મોડું થાય તો ક્ષમ્ય ગણી શકાય પરંતુ હંમેશા માટે નહિ. જેમ કે કોઈ ચોરીઓ કરે, પરસ્ત્રી ગમન કરે, વ્યાપારમાં અતિ લોભથી અનૈતિક અવ્યવહારિક કાર્ય કરે, પંચેન્દ્રિય હિંસા કરે, શિકાર કરે, મધ, માંસ, ઈડા, માછલીનું ભક્ષણ કરે, જુગાર રમે, ધુમ્રપાન કરે, ઇત્યાદિ. આ બધી પ્રવૃત્તિઓ શ્રાવક જીવનના જઘન્ય દર્જામાં પણ છોડવા યોગ્ય છે. શ્રાવકની સમજ તથા શ્રદ્ધા – શ્રાવક જીવન સ્વીકાર કરવાવાળા પણ શ્રમણ ધર્મને શ્રેષ્ઠ તેમજ સંયમ આદરણીય માને છે. તેમજ ધારણ કરવાવાળાને ધન્ય સમજે છે અને પોતાને અધન્ય અકૃત–પુણ્ય સમજે છે. તેઓ ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરવા છતાં પણ ઉદાસીન પરિણામોથી(લાચારીથી) રહે છે. અર્થાત્ ગૃહસ્થની કોઈપણ પ્રવૃત્તિમાં તેમને અતિ આસકિતભાવ હોતો નથી. તેને પહેલો Page #142 -------------------------------------------------------------------------- ________________ jain કથાસાર અને બીજો મનોરથ આજ વાતની હંમેશાં પ્રેરણા આપે છે. જેમ કે– (૧) હું ક્યારે ગૃહસ્થ જીવનનો ભાર કોઈને સોંપીને નિવૃત્ત થાઉ (૨) ક્યારે હું સંયમ ધારણ કરું. તે દિવસ મારો ધન્ય થશે. શ્રાવકના વ્રતોને ધારણ કરવાની સાથે—સાથે તેની સમજ પણ સાચી હોવી અતિ જરૂરી છે. અર્થાત્ શુદ્ધ સમ્યક્ત્વને ધારણ કરવું તેમજ પાલન કરવું અત્યંત આવશ્યક બને છે. 141 દેવ, ગુરુ, ધર્મ તત્ત્વનું સામાન્ય જ્ઞાન :– વીતરાગ સર્વજ્ઞ સર્વદર્શી સાક્ષાત્ દેહધારી અરિહંત પ્રભુ તેમજ નિરંજન નિરાકાર સિદ્ધ પ્રભુ આરાધ્ય દેવ છે. મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તેમજ ભગવદ્ આજ્ઞાનું આરાધન કરવાવાળા નિગ્રંથ મુનિ આચાર્ય, ઉપાધ્યાય તેમજ સાધુ–સાધ્વી આરાધ્ય ગુરુ છે. તેમજ દયા પ્રધાન, અહિંસા પ્રધાન અથવા પાપ ત્યાગ રૂપ સંવર, નિર્જરામય ધર્મ જ અમારો આરાધ્ય ધર્મ છે. હિંસાપ્રધાન પ્રવૃત્તિઓમાં કયારેય પણ ધર્મ માનવો નહિ અને આવા ધર્મને વીતરાગ ધર્મથી અલગ સમજવો. કર્મ, પુનર્જન્મ, પરલોક, જીવ, અજીવ, પુણ્ય, પાપ, વ્રત, નિયમ, સંયમ, તપ, જ્ઞાન, શ્રદ્ધાન, મુક્તિ તેમજ નય આદિ જિનેશ્વર ભાષિત સિદ્ધાંત જાણવા યોગ્ય તેમજ શ્રદ્ધા કરવા યોગ્ય તત્ત્વ છે. આ રીતે દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વનું સમ્યગ્નાન કરીને સમ્યગ્ શ્રદ્ધા કરવી તે સમ્યક્ત્વ અથવા સમ્યગ્દર્શન છે. દરેક શ્રાવક પોતાની શ્રદ્ધાને તેમજ સમજને શુદ્ધ રાખશે તો જ તે આરાધક બની શકશે. શ્રાવકની ઉદાસીનતા :–શ્રાવક જીવનમાં ઉદાસીન રહવા માટે ધાય માતાની ઉપમા આપવામાં આવી છે. જેમ કે— અહો સમદષ્ટિ જીવડા, કરે કુટુમ્બ પ્રતિપાલ – અંતર્ગત ન્યારો રહે, જ્યાં ધાય ખિલાવે બાલ . વૃતિ–વર્તન. પ્રવૃતિ–વિશેષ કાર્ય કે ધંધો . નિવૃતિ–પ્રવૃતિનું સંક્ષિપ્તીકરણ કે અવરોધન . અશુભ જોગથી નિવૃતિ– નિવરતન . શુભજોગમાં પ્રવૃતિ ,પ્રવર્તવું– પુરુષાર્થ . વ્યવહારમાં નિવૃતિ જેવી(જીવન આવશ્યક)વૃતિ– નિસંગતા, અનાસકતિ . જતના વૃતિ એટલે વર્તનમાં ભાવ સહિત, ભાવ પ્રધાન, ઉપયોગ સહિત, આત્મભાવથી જીવદયા પાળવી . આ વિષયમાં એક પ્રેરણાત્મક દષ્ટાંત છે જેને સ્મરણમાં રાખીને શ્રાવકે દરેક પ્રવૃત્તિ કરવી જોઈએ. ઉદાસીન વૃત્તિ માટે ચોખાની કણકીનું દૃષ્ટાંત :– કોઈ એક નગરમાં એક શેઠ રહેતા હતા. તેમનું જીવન સુખી અને સમૃદ્ધ હતું તેમજ સાદાઈ અને ધાર્મિક વિચારોથી યુક્ત હતું. કોઈ સમયે તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. અશુભ કર્મોનો પ્રભાવ જામ્યો. તેના વ્યાપારમાં અવરોધ આવ્યો. માલ–દુકાન પણ વેંચાઈ ગયા. મહા મહેનતે એક દિવસનું ગુજરાન ચાલે એવી પરિસ્થિતિ આવી ગઈ. બેઈમાની અને ચાપલૂસી તેના જીવનમાં સર્જી જ ન હતી. સંકટની ઘડીઓમાં પણ તે સંતોષ અને મહેનતથી આજીવિકા ચલાવતા રહ્યાં. કર્મનો ઉદય વધારે તીવ્ર બનતો ગયો. ભૂખ્યા જ સૂવાનો ટાઈમ આવ્યો. જ્યારે બાળકોને ભૂખ્યા રહેવાનો સમય આવ્યો ત્યારે શેઠ શેઠાણીનું ધૈર્ય ખૂટી ગયું. એકબીજાની સલાહ લઈને નિર્ણય લીધો કે અત્યારે સ્થિતિ એવી આવી ગઈ છે કે, કયાંયથી ચોરી કરીને કામ ચલાવવું. ઇચ્છા ન હોવા છતાં શેઠને સંમત થવું પડ્યું. કહ્યું પણ છે કે મુંઝાયેલો માણસ શું નથી કરતો !’ ચોરી કરવી, ક્યાં કરવી ?, જ્યાં ચોરી કરીશ તે જો ગરીબ હશે તો દુ:ખી થશે. કેટલાય શેઠ તો અતિ લોભી કંજુસ હોય છે. તેને ચોરીથી બહુ દુ:ખ થશે. આપણું દુ:ખ મટાડવા માટે કોઈને દુ:ખી શા માટે કરવા ! વિચાર વધતા—વધતા શેઠે રાજાના ભંડારમાં ચોરી કરવાનો નિર્ણય કર્યો. વિચાર્યું કે ત્યાં તો ભંડાર ભરપૂર છે કોઈને વધારે કષ્ટ નહી થાય. શેઠ તૈયારી કરી અર્ધરાત્રિએ ચોરી કરવા ચાલ્યો. મનમાં સંકલ્પ કર્યો કે હું ખોટું બોલીશ નહી. સામે રસ્તામાં રાજા પોતે જ સિપાઈના વેશમાં મળ્યા, રાજાએ પૂછયું ત્યારે સરળભાવથી પોતે ચોર છે એમ બતાવી દીધું. તેવા પૂર્ણ સત્ય ઉત્તરમાં રાજ ભંડારમાં ચોરી કરવાની વાત પણ સ્પષ્ટ કરી દીધી. રાજાએ મજાક જાણીને છોડી દીધો. શેઠ રાજભંડારમાં પહોંચ્યો, સંયોગથી તેને કોઈ રોકી શક્યું નહી. અને રાજ ભંડારમાં પ્રવેશ કર્યો. ક્રમથી અંદર-અંદર આગળ વધવા લાગ્યો. હીરા, પન્ના, માણેક, મોતી, સોના ચાંદી, ઝવેરાત, બહુમૂલ્ય કપડા, મેવા મિષ્ટાન્ન, ધાન્ય કોઠાર બધું જોઈ લીધું. કયાં ય મન લલચાયું નહીં. શેઠે વિચાર કર્યો કે ભૂખના દુઃખથી ચોરી કરવા નીકળ્યો છું તો ફક્ત પેટ ભરવાનું સાધન જ ચોરવું. બીજો કોઈ લોભ કરવાની કોઈ આવશ્યકતા નથી. જે સામાન્ય ચીજથી બે ચાર દિવસનું ગુજરાન ચાલી શકે તેટલી જ વસ્તુ લેવી. એટલા સમયમાં કોઈ પણ ધંધો હાથમાં આવી જશે. આ પ્રકારનો વિચાર કરતાં કરતાં જોતાં–જોતાં તેને ચોખાની કણકી એક વાસણમાં જોવામાં આવી. પાંચ-દસ શેર કપડામાં ભરી, બાંધી અને ચાલ્યો. માર્ગમાં તે જ રાજા ફરી મળ્યા. રાજાએ પૂછયું. શેઠે કહ્યું– હું રાજભંડારમાં ચોરી કરીને આવ્યો છું. આમ સાચેસાચું કહી દીધું ચોખાની કણકી ભરીને લાવ્યો છું. રાજાએ ખોલીને જોઈ લીધું અને તેની પાછળ ગુપ્ત રૂપથી આવીને ઘરનું સ્થળ જોઈ લીધું. રાજપુરુષો અને ભંડારીઓએ તાળો તૂટવાની જાણકારી થવા પર ઘણો બધો માલ પોત પોતાના ઘરોમાં પહોંચાડી દીધો. સવાર પડતાં રાજ ભંડારમાં થયેલી ચોરીની વાત જાહેર થઈ. રાજ સભામાં ચર્ચાઓ થઈ રાજાએ કર્મચારીઓ પાસેથી વાત સાંભળી. જેણે રાત્રે ચોરી કરી હતી તે શેઠને નોકર દ્વારા બોલાવવામાં આવ્યો. બધાની સામે પૂછયું– તમે કોણ છો ? શેઠે જવાબ આપ્યો કે હું દિવસનો શાહુકાર અને રાત્રિનો ચોર છું અને પોતાની હકીકત બતાવતા કહ્યું કે આ કારણે ચોખાની કણકીની ચોરી કરી છે. રાજાને બહુ દુ:ખ થયુ કે આવા ઈમાનદાર અને સાચા લોકો મારા રાજ્યમાં દુઃખી થઈ રહ્યા છે અને કર્મચારી અથવા ભંડારી બનેલા આ લોકો પોતે ચોરીઓ કરે છે. રાજાએ શેઠને પોતાના ભંડારનો પ્રમુખ બનાવ્યો અને કર્મચારીઓને યોગ્ય દંડ અને શિક્ષા આપી. શિક્ષા :– જે રીતે શેઠને લાચારી અને ઉદાસીનતાથી ચોરી કરવાને માટે વિવશ થવું પડયું, તે ઉદાસીનતા અને લાચારીના કારણે તેને ચોરીનો દંડ ન મળતા ઈનામ અને આદર મળ્યો. શ્રાવકને પણ ઉદાસીનતા પૂર્વક કરાયેલા સાંસારિક કાર્યોનું પરિણામ નરક તિર્યંચ Page #143 -------------------------------------------------------------------------- ________________ 142 આગમ-કથાઓ ગતિના રૂપમાં ન મળતાં દેવભવ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મનુષ્ય ભવ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શેઠે ચોરી કરવામાં ખુશી માની ન હતી. તેવી જ રીતે શ્રાવક સંસારમાં રહીને જે કોઈ પણ પાપકાર્ય કરે છે તેમાં તેની ઉદાસીનતા હોવી જોઈએ. માત્ર જીવન નિર્વાહનું જ લક્ષ્ય હોવું જોઈએ. કર્મબંધ અને પરભવનો હંમેશા વિચાર રાખવો જોઈએ. ધન સંગ્રહ પણ જેટલી જરૂર હોય તેટલો જ કરવો વધારે ન કરવો જોઈએ. જો પુત્ર કપૂત છે તો ધન સંચય શા માટે?,અને પુત્ર સપૂત છે તો ધન સંચય શા માટે? આવશ્યક્તા હોય ત્યાં સુધી ગૃહસ્થ જીવનમાં કાર્ય કરવું પડે છે પરંતુ આવશ્યક્તાઓને ઓછી કરવી એ પણ ધર્મીજીવનું મુખ્ય કર્તવ્ય હોય છે. - એક વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે શ્રાવક જીવનમાં કોઈની સાથે વેર વિરોધ કષાય કલુષિતને લાંબા સમય સુધી રાખવા ન જોઈએ. જલ્દીથી સમાધાન કરીને સરલ અને શાંત બની જવું જોઈએ. કષાયની તીવ્રતાથી સમક્તિ ચાલ્યું જાય છે. માયા કપટ, પ્રપંચ, ધૂર્તતા, ઠગાઈ અને બીજાના અવગુણ અપવાદ આ બધા દુર્ગુણો ધર્મી જીવનના તેમજ સમક્તિના મહાન દૂષણ છે. તેને જીવનમાં જરાય સ્થાન ન આપતા હંમેશાં તેનો ત્યાગ કરીને જીવનને સુંદર અને શાંત બનાવવું જોઈએ. વ્રતધારી શા માટે બનવું?: જીવ અનાદિકાળથી ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યાં સુધી જીવ પ્રમાદ, કષાય, અવ્રત, વિષય અને અશુભયોગના પરિણામ સ્વરૂપ કર્મબંધ કરતો રહેશે ત્યાં સુધી જન્મ, જરા અને મરણના ચક્કરમાં તેમજ દુઃખોની પરંપરામાં પરિભ્રમણ કરતો રહેશે. આવી અવસ્થા જીવનનું અસંસ્કૃત રૂપ છે. સદ્ગુરુની કૃપા પામીને શુદ્ધ શ્રદ્ધાની સાથે સજ્ઞાનની પ્રાપ્તિ કરીને ચારિત્ર માર્ગમાં ઉત્તરોત્તર વિકાસ કરવો એજ જીવનનું સંસ્કૃત રૂપ છે. ચારિત્ર વિકાસને માટે જ વ્રતોનું આયોજન કરાયું છે, ભાગ્યશાળી જીવો જ તેનું પાલન કરે છે. શાસ્ત્રોમાં જીવોને માટે ચાર વાત દુર્લભ કહી છે. (ચત્તારિ પરમંગાણી, દુલહાણીહ જંતુણો.- માણસત્ત, સુઈ, સદ્ધા, સંજમમ્મિ ય વરિય) ઉત્તરાધ્યયન અ.-૩ ગા.-૧ આ ગાથાનો ભાવાર્થ છે કે આ સંસારમાં પ્રાણીઓને માનવદેહ મળવો દુર્લભ છે. માનવ દેહ મળ્યા પછી વીતરાગ ધર્મ મળવો દુર્લભ છે. કદાચ ધર્મ પ્રાપ્ત થઈ પણ જાય તો શાસ્ત્ર શ્રવણ અને શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. તેથી પણ આગળ ધર્મનું આચરણ કરવું અત્યંત કઠિન છે અર્થાત્ શ્રાવક વ્રત અથવા સંયમ ગ્રહણ કરવો તેમજ તેની આરાધના કરવી મહાન દુષ્કર છે. ચાર ગતિમાં મનુષ્ય ગતિ જ એક એવી ગતિ છે કે જેમાં જીવ ફક્ત ધર્મનું આચરણ જ નહિ પરંતુ કર્મોના બંધનને તોડીને મુક્ત પણ થઈ શકે છે. માનવભવમાં જીવને જે આધ્યાત્મિક વિવેક શક્તિ પ્રાપ્ત થાય છે તેવી શક્તિ બીજા કોઈ ભવમાં સુલભ નથી. તેથી મનુષ્યભવ પામીને તેને સફળ કરવાનો હંમેશાં પ્રયત્ન કરવો જોઈએ. વ્રત ધારણ કરવાથી ચારિત્રનો તો વિકાસ થાય જ છે પરંતુ સાથે સાથે નિરર્થક આશ્રવથી-કર્મબંધથી બચી જવાય છે. ફળસ્વરૂપે કર્મબંધ ઘણો ઓછો થઈ જાય છે. વ્રતી જીવનું નરકાદિ દુર્ગતિઓમાં ભ્રમણ કરવાનું બંધ થાય છે. તેમનું વર્તમાન જીવન પણ શાંત અને સુખમય બની જાય છે. આત્મા જ્યારે વિકાસની તરફ આગળ વધે છે ત્યારે તેને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આત્મ શાંતિની ઉપલબ્ધિ થાય છે તે શબ્દો દ્વારા વર્ણવી શકાતી નથી. તેથી દરેક સદગૃહસ્થ પોતા આવશ્યક છે, સાથે સાથે તે સાધનાને ઉત્તરોત્તર વધારતા રહે, તો જ માનવભવ સાર્થક બને છે. બાર વ્રતોનું પ્રયોજન સમ્યકત્વ પ્રયોજન - સાધના જીવનમાં ધર્મના સાચા માર્ગનું તેમજ તે માર્ગના ઉપદેષ્ટાનું જ્ઞાન હોવું અને તેના પ્રત્યે શ્રદ્ધા ભક્તિ થવી, તે આત્મ કલ્યાણનું મુખ્ય અંગ છે. મોક્ષાર્થી સાધક જ્યાં સુધી જીવ અજીવને, હેય–ઉપાદેયને, પુષ્ય-પાપને, ધર્મ–અધર્મને સારી રીતે સમજે નહિ, સમ્યક્ રૂપથી શ્રદ્ધા કરી શકે નહિ, ત્યાં સુધી તેનું આચરણ ફળ આપનાર બનતું નથી. કહ્યું છે કે એક સમકિત પાયે બિના, જપ તપ કિરિયા ફોક જૈસે મુરદો શિણગારવો, સમજ કહે ત્રિલોક. તેથી વ્રત ધારણ કરતાં પહેલાં તત્વોનું જ્ઞાન અને સાચી શ્રદ્ધા હોવી અત્યંત જરૂરી છે. શ્રદ્ધા કરવાના તત્ત્વ બે પ્રકારના કહેલ છે(૧) જીવાદિ નવતત્વ (૨) દેવ, ગુરુ, ધર્મ ત્રણ તત્વ. આ બંને પ્રકારના તત્ત્વોનું સાચું જ્ઞાન તથા સાચી શ્રદ્ધા થવી તે જ સમ્યકત્વ છે. તેના વગર સાધુપણું અથવા શ્રાવકપણું એકડા વિનાના મીંડા સમાન છે. તેથી સર્વ પ્રથમ સમ્યક્ત્વની પ્રતિજ્ઞાનું કથન કરવામાં આવ્યું છે. દેવ, ગુરુ, ધર્મ તત્ત્વનું સામાન્યજ્ઞાન - દેવઃ- સર્વજ્ઞ, સર્વદર્શી અરિહંત (તીર્થંકર) અને સિદ્ધ ભગવાન આરાધ્ય દેવ છે. ગુરુ:મહાવ્રત સમિતિ ગુપ્તિ યુક્ત તેમજ ભગવદ્ આજ્ઞાનું પાલન કરવાવાળા આરાધ્ય–ગુરુ છે. તેઓ નિગ્રંથ કહેવાય છે. વર્તમાનમાં (૧) બકુશ (૨) પ્રતિસેવના (૩) કષાય કુશીલ આ ત્રણ નિગ્રંથ હોય છે. ધર્મ-પાપ ત્યાગ રૂપ અહિંસા પ્રધાન અને સંવર-નિર્જરામય ધર્મ આરાધ્ય ધર્મ છે. કર્મ, પુનર્જન્મ, પરલોક, જીવ, અજીવ, પુણ્ય, પાપ, વ્રત, નિયમ, સંયમ, તપ, જ્ઞાન વગેરે શ્રદ્ધા કરવા યોગ્ય ધર્મ તત્ત્વ છે, તેનો સમાવેશ નવ તત્ત્વોમાં થઈ જાય છે. આ તત્વોનું જ્ઞાન કરીને, સમ્યક્ શ્રદ્ધા કરવી તેને સમ્ય દર્શન કહે છે. પહેલા વ્રતનું પ્રયોજન -(સવે જીવા વિ ઈચ્છતિ, જીવિયન મરિજિજઉ. તન્હા પાણીવહં ઘોર, અણગૂંથા વજજયંતિ ણ) - દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છોડિયે, જબ લગ ઘટ મેં પ્રાણ સંસારનો કોઈપણ જીવ મરવાનું કે દુઃખી થવાનું ઇચ્છતો નથી. તેથી પ્રાણીઓનો વધ કરવો ઘોર પાપ છે. તેનાથી જીવ નરકાદિ દુર્ગતિઓમાં ભ્રમણ કરે છે અને અનેક જીવોની સાથે વેરનો અનુબંધ કરીને સંસારની વૃદ્ધિ કરે છે. તેથી સ્થૂલ હિંસાનો ત્યાગ તેમજ સૂક્ષ્મ હિંસાની મર્યાદા કરવા માટે શ્રાવકનું પહેલું વ્રત કહ્યું છે. બીજા વ્રતનું પ્રયોજન -(મુસાવાઓ ય લોગમ્મિ, સવ્વસાહુઈહ ગરહિઓ.અવિસ્સાસોય ભૂયાણ, તન્હા મોસંવિવજજએ) Page #144 -------------------------------------------------------------------------- ________________ jain 143 કથાસાર સાંચ બરાબર તપ નહીં, નહીં જૂઠ બરાબર પાપ જાંકે હૃદય સાંચ હૈ, તđકે હૃદય આપ. જૂઠને લોકમાં બધા મહાત્માઓએ છોડવા યોગ્ય કહ્યું છે. અસત્યભાષી એટલે ખોટું બોલવાવાળાનો વિશ્વાસ ખત્મ થઈ જાય છે, તેનો સર્વ જગ્યાએ અવિશ્વાસ ફેલાઈ જાય છે. શાસ્ત્રમાં સત્યને ભગવાનની ઉપમા આપી છે. તેથી સત્યને પૂર્ણરૂપથી ધારણ કરવાવાળા પોતે પરમાત્મ સ્વરૂપ બની જાય છે. તેથી લઘુ સાધક શ્રાવકના જીવનમાં સ્કૂલ અસત્યનો ત્યાગ હોય તેમજ સૂક્ષ્મ જૂઠમાં વિવેક વધે તેને માટે બીજું વ્રત કહ્યું છે. ત્રીજા વ્રતનું પ્રયોજન ઃ ચોરી કર જોલી ભરી, ભઇ છિનકમેં છાર .એસે માલ હરામ કા, જાતા લગે ન વાર . ચોરી કરવાવાળાનું જીવન અનૈતિક હોય છે. કલંકિત હોય છે. ચોરી કરવાવાળો હંમેશાં ભયભીત હોય છે. તેની લોભવૃત્તિ વધતી જાય છે. કયારેક ચોરી કરતા પકડાઈ જાય તો તે શારીરિક અને માનસિક ઘોર કષ્ટ ને પ્રાપ્ત કરે છે. ચોરીથી પ્રાપ્ત થયેલા ધનથી જીવને કયારેય પણ શાંતિ કે સુખ મળી શક્યું નથી. કહ્યું પણ છે રહે ન કોડી પાપ કી, જિમ આવે તિમ જાય—લાખોં કા ધન પાય કે મરે ન કફન પાય . તેથી શ્રાવક આવા ઘૃણાસ્પદ નિંદનીય કાર્યથી દૂર રહે. તેને માટે ત્રીજું વ્રત સ્વીકારવું જરૂરી છે. આમાં મોટી ચોરીનો ત્યાગ હોય છે. ચોથા વ્રતનું પ્રયોજન – અખંભચરિયું ઘોરું, પમાયં દુરહિષ્ક્રિય . – દશવૈ. અધ્ય.-૬ મૂલમેય મહમ્મસ, મહાદોષસમુસ્સયં . —દશવૈ. અધ્ય.-૬ કુશીલ અધર્મનું મૂળ છે અને તે મહાન દોષોને ઉત્પન્ન કરવાવાળું છે અર્થાત્ અનેક દોષ, અનેક પાપ અને અનેક દુઃખોની પરંપરાને વધારવાવાળું આ કુશીલ પાપ છે. શ્રમણોએ તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. શ્રાવક પણ ધર્મ સાધના કરવાનો ઇચ્છુક હોય છે તેથી તેને પણ કુશીલ પર અંકુશ રાખવો જોઈએ. પરસ્ત્રી સેવનનો ત્યાગ કરવો જોઈએ. તેમજ પોતાની સ્ત્રી સંબંધી પણ કુશીલ પ્રવૃત્તિને મર્યાદિત કરવી જોઈએ, કુશીલનો ત્યાગ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવાથી વ્યક્તિ બુદ્ધિ, બલ, સ્વાસ્થ્ય તેમજ જીવન વિકાસની તરફ આગળ વધે છે. બધા તપોમાં અર્થાત્ ધર્માચરણોમાં બ્રહ્મચર્ય ઉત્તમ તપ છે, ઉત્તમ આચાર છે.(તવેસુ વા ઉત્તમ ખંભચેર )સૂત્રકૃતાંગ, અધ્ય.-૬. પાંચમા વ્રતનું પ્રયોજન :– ઈચ્છા હુ આગાસ સમા અર્ણતયા . —ઉત્ત–૯ ઇચ્છાઓ આકાશ જેવી અસીમ અનંત છે. જહા લાહો તહા લોહો, લાહા લોહો પવઠ્ઠઇ . —ઉત્ત−૮ જયાં લાભ ત્યાં લોભ છે.લાભથી લોભ વધે છે. ‘મહારંભી મહાપરિગ્રહી ' નરકનું આયુષ્ય બાંધે છે. –ઠાણાંગ-૪ વિયાણિયા દુક્ખ વિવક્રાણું ધણું, મમત્ત બંધં ચ મહા ભયાવહૈ . —ઉત્ત. ૧૯ ધન અને તેનું મમત્વ દુઃખની વૃદ્ધિ કરવાવાળું છે અને આત્માને દુર્ગતિમાં લઈ જવાવાળું હોવાથી મહા ભયવાળું છે. જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભ પણ વધતો જાય છે. મહાપરિગ્રહી નરકનું આયુષ્ય બાંધે છે. તેથી મોક્ષાર્થી સાધકે પોતાની ઇચ્છાઓ, પરિગ્રહ અને મમત્ત્વને મર્યાદિત કરવું આવશ્યક સમજવું જોઈએ. આ વ્રતમાં ગૃહસ્થ જીવનની આવશ્યક્તા અનુસાર પરિગ્રહની મર્યાદા કરવાનો જ મુખ્ય ઉદ્દેશ છે. છઠ્ઠાવ્રતનું પ્રયોજન :– આ છઠ્ઠું દિશાવ્રત પાંચ મૂળ અણુવ્રતોને પુષ્ટ કરવાવાળું છે અર્થાત્ તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવાવાળું છે. લોકમાં જેટલા પણ ક્ષેત્રો છે અને તેમાં જે ક્રિયાઓ ચાલી રહી છે તેનો ત્યાગ નહિ કરવાથી સૂક્ષ્મક્રિયાઓ આવતી રહે છે. દિશાઓની મર્યાદા કરવાથી તેની આગળ જવાનો અથવા પાપ સેવન કરવાનો ત્યાગ થઈ જાય છે. ત્યારે ત્યાંની આવવાવાળી ક્રિયાઓ બંધ થઈ જાય છે તેથી શ્રાવકે પોતાને આવશ્યક થતી સીમાને નક્કી કરીને તે ઉપરાંત આખા લોકમાં પ્રવૃત્તિ કરવાનો કે કરાવવાનો ત્યાગ કરવો જોઈએ. જેમ કોઈ મકાનના ઓરડાઓનો ઉપયોગ ન હોય તો બંધ કરી દેવાય છે કે જેથી તેમાં ધૂળ કચરા ભરાઈ ન જાય. ખુલ્લા રાખવાથી ધૂળ વગેરે ભરાઈ જાય છે. તેવી જ રીતે દિશાઓની સીમા નક્કી કરી દેવાથી અને તે ઉપરાંતનો ત્યાગ કરી દેવાથી તે પાપ ક્રિયાઓનો આશ્રવ બંધ થઈ જાય છે. તેથી શ્રાવકને માટે છ દિશાઓની મર્યાદારૂપ આ વ્રત કહ્યું છે; તેને ધારણ કરવું અત્યંત સરળ છે. સાતમા વ્રતનું પ્રયોજનઃ ન લોકમાં ખાવાના તેમજ ઉપયોગમાં લેવાના ઘણા પદાર્થ છે, તેમજ વ્યાપાર ધંધા પણ અનેક છે તેનો ત્યાગ કરવાથી જ ત્યાગી થવાય છે અને ત્યાગ નહિ કરવાથી તેની ક્રિયા હંમેશા આવતી રહે છે. છઠ્ઠા વ્રતથી ક્ષેત્રની મર્યાદા થઈ જવા પર તે ક્ષેત્રમાં રહેલા પદાર્થોની તેમજ વ્યાપારોની મર્યાદા કરવી પણ અતિ જરૂરી છે તેથી ૨૬ બોલ તેમજ વ્યાપારોની મર્યાદાને માટે આ સાતમું વ્રત ધારણ કરવું જોઈએ. તેમાં પંદર (કર્માદાન) અતિ પાપ બંધ કરવાવાળા ધંધાઓનો ત્યાગ કરવાની પ્રેરણા પણ છે. સંભવ હોય તો શ્રાવકે તેનો પૂર્ણરૂપે ત્યાગ કરવો જોઈએ. આઠમાં વ્રતનું પ્રયોજન ઃ યોગ્ય ખર્ચ કરવો ભલો, ભલો નહીં અતિ ભાય .લેખન ભર લિખવો ભલો, નહીં રેડે લખાય. શેઠે ઉપાલંભ આપિયો, નિરર્થક ઢોળયો નીર .રોગ હરણ મોતી દિયો, ગઇ બહૂકી પીર શાહીથી લખવાવાળા મર્યાદિત કલમ ભરીને લખે છે પરંતુ કાગળ પર શાહી ઢોળતાં નથી તેવી જ રીતે યોગ્ય અને આવશ્યક ખર્ચ કરવો જ ઉચિત હોય છે. આત્માને માટે પણ આમ સમજવું જોઈએ કે શ્રાવક ને અત્યંત આવશ્યક સાંસારિક કાર્ય સિવાય નિરર્થક પાપ કરવું, અવિવેક અને અજ્ઞાન દશાવાળા અનર્થ દંડ થાય છે. નિરર્થક એક લોટો પાણી પણ વાપરવું અથવા ફેંકવું શ્રાવકને પસંદ હોતું નથી અને આવશ્યક હોવા પર સાચા મોતીનો પણ ખર્ચ કરી નાખે છે. બસ આ જ વિવેક જાગૃત કરવાને માટે આઠમું વ્રત છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 144 ગૃહસ્થમાં રહેવાવાળાને કેટલાક કાર્ય આવશ્યકતા અનુસાર કરવા પડે છે તે સંબંધી આશ્રવ અને બંધ પણ તેને થઈ જાય છે પરંતુ જે કર્માશ્રવ અને બંધ નિરર્થક અવિવેક, આળસ અને અજ્ઞાનતાથી થાય છે તેને રોકવાને માટે શ્રાવકે જ્ઞાન અને વિવેકની વૃદ્ધિ કરવી જોઈએ તથા આળસ, લાપરવાહીને દૂર કરીને સાવધાની સજાગતા જાગરૂકતા રાખવી જોઈએ. અજ્ઞાનદશાથી કરવામાં આવતી અથવા વિકૃત પરંપરાથી કરવામાં આવતી પ્રવૃત્તિઓને જ્ઞાન અને વિવેકના સામંજસ્યથી છોડી દેવી જોઈએ. તે પ્રવૃત્તિઓ મન, વચન અને કાયાથી કરવામાં આવે છે. અનર્થદંડના ચાર ભેદોમાં આ ત્રણનો સમાવેશ થઈ જાય છે. તેથી શ્રાવકે અનેક મર્યાદાઓ કરવાની સાથે ચાર પ્રકારના અનર્થ દંડના સ્વરૂપને સમજીને તેનો પણ ત્યાગ કરવો જોઈએ. તેમ કરતાં અનેક વ્યર્થના કર્મબંધથી આત્માની સુરક્ષા કરી શકાય છે. સમઝુશકે પાપ સે, અણસમગ્ર હરપંત વે લૂખ્ખા વે ચીકણા, ઈણ વિધ કર્મ બંધત. સમઝ સાર સંસાર મેં, સમઝુ ટાલે દોષ.સમઝ સમઝ કર જીવડા, ગયા અનંતા મોક્ષ. નવમા વ્રતનું પ્રયોજન - લાખખાંડી સોના તણું લાખ વર્ષ દે દાન સામાયિક તુલ્ય આવે નહીં, ઈમ નિશ્ચય કર જાણ. પહેલા આઠ વ્રતોમાં મર્યાદાઓ કરવામાં આવી છે. આ વ્રતમાં મર્યાદા અથવા પાપનો આગાર ન રાખતા થોડા સમયને માટે પાપોની સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરાય છે. પૂર્વાચાર્યોએ તેનો સમય ૪૮ મિનિટનો નક્કી કર્યો છે. તેથી ઓછામાં ઓછી ૪૮ મિનિટ સુધી રોજ શ્રાવકે બધી પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરીને તે સમયમાં ધર્મ જાગરણ કરીને આત્માની ઉન્નતિ કરવાને માટે તેમજ આત્માને શિક્ષિત કરવાને માટે સામાયિક વ્રત અવશ્ય ધારણ કરવું જોઈએ. આ વ્રતને ધારણ કરવામાં પોતાની ઈચ્છાનુસાર સામાયિક કરવાની સંખ્યાને નક્કી કરી લેવી જોઈએ. દશમા વ્રતનું પ્રયોજન - પૂર્વ વ્રતોમાં જે જે મર્યાદાઓ જીવનભરને માટે કરાયેલી છે તેને દૈનિક મર્યાદામાં સીમિત કરવી તે આ વ્રતનો ઉદ્દેશ છે. જીવનભરના લક્ષ્યથી સીમાઓ વધારે વધારે રાખવામાં આવે છે પરંતુ દરરોજ એટલી જરૂર હોતી નથી. તેથી વિશાલ ક્રિયાને સીમિત કરવાને માટે શ્રાવકે દૈનિક નિયમ પણ ધારણ કરવા અત્યંત જરૂરી હોય છે, ત્યારે જ તેના પાપ કર્મનો આશ્રવ રોકવાનો ઉદ્દેશ પૂર્ણ રીતે સફળ થઈ શકે છે. તેથી ૧૪ નિયમ(૨૩ નિયમ) ધારણ કરવા રૂપ આ દેશાવગાસિક વ્રત છે. તેમાં ૨૪ કલાકને માટે અનેક નિયમ ધારણ કરી શકાય છે. આ વ્રતને ધારણ કરવું અત્યંત સરળ અને લાભકારક છે તેથી બધા શ્રાવકોએ આ વ્રત ધારણ કરવું જોઈએ. અગિયારમા વ્રતનું પ્રયોજન - દિવસભર મહેનત કરવાવાળાને જેમ રાત્રે વિશ્રામની જરૂર હોય છે તેજ રીતે શ્રાવક ગૃહસ્થ જીવનમાં હંમેશાં આત્માના કર્મબંધરૂપ ભાર વહન કરવાનો જે ક્રમ ચાલુ છે, આશ્રયોની જે પ્રવૃત્તિઓ ચાલુ છે તેમાંથી મહિનામાં ઓછામાં ઓછા છ દિવસ વિશ્રાન્તિ મળવી જરૂરી છે. તેથી આગમોમાં વર્ણિત કેટલાય શ્રાવક મહિનામાં છ છ પૌષધ કરતા હતા. સરકાર પણ શ્રમિકોને માટે રવિવાર આદિની રજા આ વિશ્રાંતિના ઉદ્દેશથી રાખે છે. તેથી શ્રાવકોએ મહિનામાં તેમજ વર્ષમાં કોઈ દિવસ એવો કાઢવો જોઈએ કે જેમાં તે આખો દિવસ ધર્મ આરાધના કરી શકે. તેને માટે આ શ્રાવકનું અગિયારમું વ્રત છે– તેને ધારણ કરવાથી જ પૂર્ણ આત્મસાધના થઈ શકે છે. અલ્પ શક્તિવાળા સાધક આ વ્રતમાં આહાર કરીને પણ પાપત્યાગરૂપ પૌષધ સ્વીકારી આત્મસાધના કરી શકે છે. બારમા વ્રતનું પ્રયોજન - ગૃહસ્થ જીવનની સાધના, એ અધૂરી સાધના છે; પરિસ્થિતિ તેમજ લાચારીની સાધના છે. વાસ્તવમાં પૂર્ણરૂપે સાધના તો સંયમ જીવનથી જ સંભવિત છે. શ્રાવકની હંમેશાં મનોકામના–મનોરથ હોય છે કે હું ક્યારે સાધુ બનું અને સંયમજીવનનો સ્વીકાર કરું. જ્યાં સુધી તે પોતાના મનોરથને પૂર્ણ કરી શકતો નથી ત્યાં સુધી શ્રમણ ધર્મની અનુમોદનારૂપે શ્રમણ નિગ્રંથોની સેવા ભક્તિ કરે. તેમાં પોતાની ભોજન સામગ્રી તેમજ અન્ય સામગ્રીથી તેઓનો સત્કાર, સન્માન કરીને તેના સંયમમાં સહયોગી બનીને, તેમની સાધનાને શ્રેષ્ઠ માનતો થકો અનુમોદન કરે છે તેનાથી તે મહાન કર્મોની નિર્જરા કરે છે. તેથી ગૃહસ્થ જીવનમાં રહેવાવાળાઓને માટે સહજ લાભના અવસર રૂપ આ બારમું વ્રત કહ્યું છે. તેના પાલનથી જિનશાસનની ભક્તિ થાય તેમજ ગુરુ સેવાનો આનંદ પણ પ્રાપ્ત થાય છે. આ વ્રતમાં ભિક્ષાના દોષો ન લગાડતાં શુદ્ધ ભાવોથી દાન દેવામાં આવે છે. તે દાનને સુપાત્રદાન કહે છે. તેમાં કોઈપણ પ્રકારની લોકેષણા કરવામાં આવતી નથી. ફક્ત ગુરુ ભક્તિ, સંયમચય અને કર્મોની નિર્જરાનો હેતુ હોય છે. નિયમોથી યુક્ત તેમજ દોષ રહિત દાનનો અને ભાવોની પવિત્રતાનો તથા લેવાવાળા પાત્ર નિર્મળ આત્માનો સંયોગ મળી જવા પર આ વ્રત પ્રક્રિયાનું મહત્વ ઘણુંજ વધી જાય છે. શ્રાવકના બાર વ્રતોને ધારણ કરવાની સ્પષ્ટ તેમજ સરળ વિધિ સમ્યકત્વ - દેવ ગુરુ ધર્મની શુદ્ધ સમજ રાખીશ અને સુદેવ, સુગુરુને ભક્તિપૂર્વક વિનય અને વંદન કરીશ. કુદેવ, કુગુરુનો વિનય અથવા વંદનની પ્રવૃત્તિ સમાજ વ્યવહારથી તથા આવશ્યક પરિસ્થિતિથીમાં કરવી પડે તો તેનો આગાર. પ્રતિક્રમણમાં ઉપલબ્ધ અવ્રતોના પાઠોના આધારથી વ્રત ધારણનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. (૧) પહેલું વ્રત : સ્થલ પ્રાણાતિપાત વિરમણ (સ્થલ હિંસાનો ત્યાગ) : નિરપરાધી ત્રસ જીવને મારવાની ભાવનાથી મારવાના પચ્ચખાણ, જીવન પર્યંત, બે કરણ ત્રણ યોગથી. અતિચારોને બનતી કોશિશ ટાળવાનું ધ્યાન રાખીશ. Page #146 -------------------------------------------------------------------------- ________________ jain 145 કથાસાર અતિચાર :- (૧) ગુસ્સામાં આવીને નિર્દયતા પૂર્વક ગાઢ બંધનથી કોઈને બાંધવુ (૨) ગુસ્સામાં આવીને નિર્દયતાપૂર્વક મારપીટ કરવી (૩) ગુસ્સામાં આવીને નિર્દયતાપૂર્વક કાન, નાક, હાથ, પગ આદિ અવયવ કાપવા (૪) સ્વાર્થવશ શક્તિ ઉપરાંત કોઈપણ પ્રાણી ઉપર અધિક ભાર નાખવો. જેનાથી તેને અત્યંત પરિતાપ પહોંચે અથવા પ્રાણ સંકટમાં પડી જાય. (૫) ગુસ્સામાં આવીને કોઈ પણ પ્રાણીના નિર્દયતાપૂર્વક આહાર, પાણી બંધ કરવા. આ પાંચ અતિચાર છે. આગાર:- પોતાના અથવા પોતાને આશ્રિત જીવોને ઉપચાર કરાવવામાં કોઈ વિગલેન્દ્રીય ત્રસ જીવોની હિંસા રોકી ન શકાય તો તેનો આગાર. તેમજ સાંસારિક કાર્ય અથવા વ્યાપારિક કાર્ય કરતાં તથા વાહન પ્રયોગ કરતાં ત્રસ જીવોની હિંસા થઈ જાય તો તેનો આગાર. જીવોની ઉત્પત્તિની પહેલા અથવા પછી તેના નિવારણનો કોઈ ઉપાય અપનાવવો પડે તો આગાર. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી અહિંસક ઉપાય કરવાનું ધ્યાન રાખીશ. અવિવેક અને ભૂલનો આગાર. આદત ન સુધારવાથી કોઈ પ્રવૃત્તિ થઈ જાય તેનો આગાર. આદતને સુધારવાનો પ્રયત્ન કરીશ. (૨) બીજું વ્રત: સ્થૂલ મૃષાવાદ વિરમણ(મોટા જૂઠનો ત્યાગ): પાંચ પ્રકારના મોટકા જૂઠું બોલવાનો મારી સમજ તેમજ ધારણા અનુસાર ઉપયોગ સહિત બે કરણ ત્રણ યોગથી જીવન પર્યંત ત્યાગ. અતિચારોને બનતી કોશીશ ટાળવાનો પ્રયત્ન કરીશ. પાંચ પ્રકાર :- (૧) કન્યા–વર સંબંધી અર્થાત્ મનુષ્ય સંબંધી (૨) પશુ સંબંધી (૩) ભૂમિ–સંપત્તિ સંબંધી (૪) થાપણ સંબંધી (૫) ખોટી સાક્ષી સંબંધી(વ્યાપાર તેમજ પરિવાર સંબંધી આગાર). મોટકા (સ્થૂલ) જૂઠની પરિભાષા - રાજદંડે, લોકભંડે(ધિક્કારે) બીજાઓની સાથે ધોખો થાય, વિશ્વાસઘાત થાય, વગર અપરાધે કોઈને ભારે નુકસાન ભોગવવું પડે, ઇજ્જત તેમજ ધર્મને ઠેસ પહોંચાડવી, જીવન કલંકિત થાય, આવું જૂઠ મોટું– ધૂલ હોય છે. તે શ્રાવકને માટે છોડવા યોગ્ય છે. આગાર – વ્યાપાર સંબંધી પ્રવૃત્તિનો આગાર. અવિવેક અથવા ભૂલનો આગાર. કોઈ આદત–દેવ સુધરી ન શકે ત્યાં સુધી આગાર. બને ત્યાં સુધી આદત સુધારવાની કોશિશ કરીશ. સ્વપર પ્રાણ રક્ષાનો તેમજ સામાજીક પરિસ્થિતિઓનો આગાર. સરકારી કાયદાનું પાલન થાય નહિ ને કોઈ કારણસર જૂઠું બોલવું પડે તો આગાર. અતિચાર:- (૧) વગર વિચાર્યે આક્ષેપ લગાવવો (૨) એકાંતમાં વાતચીત કરતી વ્યક્તિઓ પર આરોપ લગાવવો (૩) પોતાની સ્ત્રી અથવા પુરુષના મર્મને ખોલવા (૪) અહિતકારી, ખોટી સલાહ આપવી (૫) વિશ્વાસઘાત કરીને ખોટા લેખ લખવા. આ પાંચ અતિચાર છે. (૩) ત્રીજું વ્રત: સ્થૂલ અદત્તાદાન વિરમણ(મોટકી ચોરીનો ત્યાગ) :પાંચ પ્રકારની મોટી ચોરીનો બે કરણ ત્રણ યોગથી જીવનપર્યત ત્યાગ પાંચ અતિચારોને બને ત્યાં સુધી ટાળવાની કોશિશ કરીશ. સ્થૂલ ચોરીના પાંચ પ્રકાર:- (૧) ભત, દરવાજા આદિમાં છિદ્ર કરીને અથવા તોડીને (૨) વસ્ત્ર, સૂત(ધાગા), સોના આદિની ગાંઠ, પેટી ખોલીને ચોરી કરવી, ખિસ્સા કાપવા આદિ (૩) તાળા તોડીને અથવા ચાવી લગાવીને ચોરી કરવી. (૪) માર્ગમાં ચાલતાને લુંટવા (પ) કોઈની માલિકીની કિમતી વસ્ત ચોરીની ભાવનાથી લેવી. અતિચારઃ- (૧) જાણી બૂઝીને પાંચ પ્રકારની ચોરીની વસ્તુ ખરીદવી. (૨) પાંચ પ્રકારની ચોરી કરવાવાળાને સહાયતા આપવી (૩) રાજ્યનિયમ વિરુદ્ધ આચરણ કરવું (૪) જાણીને ખોટા તોલ અને ખોટા માપ કરવા (૫) વેચવા માટે ચીજ દેખાડ્યા પછી નક્કી કરેલી ચીજને બદલાવીને અથવા મિશ્રણ કરીને આપવી. આ પાંચ અતિચાર છે. આગાર - ત્રીજા અતિચારનું પાલન થઈ શકે નહીં તો તેનો આગાર. બીજાપણ જે અતિચાર પ્રવૃત્તિમાં છે અને તે ન છૂટી શકે તેવા છે તો તેનો પણ આગાર; બનતી કોશિશ તેને છોડવાનો પ્રયત્ન કરીશ. (૪) ચોથ વ્રત : સ્વદાર સંતોષ, પરદાર વર્જન(પોતાની સ્ત્રીની મર્યાદા, પરસ્ત્રીનો ત્યાગ): (૧) સંપૂર્ણ મૈથુન સેવનનો ત્યાગ અથવા મહિનામાં (C) દિવસ મૈથુન સેવનનો ત્યાગ (૨) પરસ્ત્રી અને વેશ્યાનો ત્યાગ | (૩) ૪૮ વર્ષની ઉમર પછી લગ્ન કરવાનો ત્યાગ (૪) દિવસમાં મૈથુન સેવનનો ત્યાગ. એક કરણ એક યોગથી તેમજ સોઈ દોરાના ન્યાયથી જિંદગી સુધી. પાંચ અતિચારોને બને ત્યાં સુધી ટાળવાની શક્ય કોશિશ કરીશ. અતિચારઃ- (૧) નાની ઉમરની પોતાની કે થોડા સમય માટે શુલ્ક આપેલી પોતાની કરેલી સ્ત્રીની સાથે કુશીલ (મૈથુન) સેવન કરવું (૨) સગાઈ કરેલી કન્યાની સાથે વિવાહ પહેલાં મૈથુન સેવન કરવું (૩) અશુદ્ધ રીતથી મૈથુન સેવન કરવું. (૪) પોતાના બાળકો કે પોતાને આશ્રીત ભાઈ–બહેન સિવાય બીજાના લગ્ન કરાવી આપવા (૫) ઔષધિ આદીથી વિકાર ભાવને વધારવો. (૫) પાંચમું વ્રત: પરિગ્રહ પરિમાણ: (૧) ખેતી ઘર વિઘા () વ્યાપાર સંબંધી વિઘા () (૨) મકાન દુકાન કુલ નંગ () (૩) પશુની જાતિ () નંગ (), સવારી જાતિ ( ) નંગ (), શેષ કુલ પરિગ્રહ (રૂ.) જેનું સોનું () કિલો પ્રમાણ ચાંદી () કિલો પ્રમાણ. આ મારો અધિકતમ પરિગ્રહ થયો. તે ઉપરાંત પરિગ્રહ રાખવાનો એક કરણ ત્રણ યોગથી ત્યાગ. નવા મકાન () ઉપરાંત બનાવવાનો ત્યાગ. સ્પષ્ટીકરણ - બીજાની ઉધાર પૂંજી જે વ્યાપારમાં લાગેલી છે તેને મારી નહિ ગણું. જે ચીજની માલિકી વાસ્તવમાં ઘરમાં કોઈ વ્યક્તિની અલગ કરી દીધી હોય તેને મારા પરિગ્રહમાં ગણીશ નહિ. સરકારમાં નામ અલગ-અલગ હોય અને ઘરમાં એકજ હોય તેને હું પરિગ્રહમાં ગણીશ. ભાગીદારીના વ્યાપારમાં બીજાની સંપત્તિને મારી નહિ ગણું. પુત્રવધુની પોતાની વસ્તુ અથવા સામાનને મારા પરિગ્રહમાં નહિ ગણું. પોતાની પત્નીની સંપતિ મારા પરિગ્રહમાં ગણીશ. મકાન, જમીન, પશુ અને વાહનની કિંમત નહિ કરું પરંતુ સંખ્યામાં જ પરિગ્રહનું માપ રાખીશ. મારે આધીન ન ચાલે એવા પુત્રાદિ કંઈપણ કરે તો તેનો આગાર. જે જે મર્યાદા રાખી છે તેનો અવિવેકથી અજાણપણે તેમજ હિસાબ કરવાનો રહી જતાં કાંઈ ઉલ્લંઘન થયું હોય તો તે બધાને અતિચાર સમજવા અને જાણીને લોભ સંજ્ઞાથી ઉલ્લંઘન થાય તો તેને અનાચાર સમજવો. Page #147 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ (૬) છઠ્ઠું વ્રત : દિશા પરિમાણ : પોત પોતાના સ્થાનથી ચારે દિશામાં ( ) કિલોમીટર ઉપરાંત જવાનો ત્યાગ અથવા ભારત ઉપરાંત જવાનો ત્યાગ ( ) અથવા વિદેશ સંખ્યા ( ) ઉપરાંત ત્યાગ. વિદેશ નામ ( ); ઉપરની દિશામાં કિ.મી. ( ), નીચેની દિશામાં ફૂટ ( ) ઉપરાંત જવાનો ત્યાગ, એક કરણ ને ત્રણ યોગથી જીંદગી પર્યંત. તાર, ચિઠ્ઠી, ફોન આદિ પોતે કરવાની મર્યાદા ( ), દેશની સંખ્યા ( ) ઉપરાંતનો ત્યાગ. આગાર :– સ્વાભાવિક જમીન ઊંચી નીચી હોય તો તેનો આગાર. જે વાહન ખુલ્લા રાખ્યા છે તે જેટલા ઊંચા નીચા જાય તેનો આગાર. આવેલા તાર, ચિઠ્ઠી, ફોન, રેડિયો, ટી.વી. આદિનો આગાર. નોકરી અથવા શારીરિક કારણ આદિ વિશેષ પરિસ્થિતિનો આગાર. રાજ્ય સંબંધી, દેવ સંબંધી સ્થિતિનો આગાર. પુત્રાદિ મર્યાદિત ક્ષેત્રથી બહાર ચાલ્યા જાય તો તેના સંબંધે વિશેષ પરિસ્થિતિનો આગાર. બનતી કોશિશ બધી પરિસ્થિતિઓથી બચવાનું ધ્યાન રાખીશ. અતિચાર :– (૧–૩) ઉર્ધ્વ, અધો અને તિરછી દિશા સંબંધી અજાણપણે અને મર્યાદાને ભૂલી જવાના કારણે ઉલ્લંઘન થયું હોય (૪) એક દિશાના પરિમાણને ઘટાડીને બીજી દિશાનું પરિમાણ વધાર્યું હોય. બંને દિશાઓનો સરવાળો તેટલો જ રહે છે માટે અતિચાર છે (૫) યાદ ન રહે અને અંદાજથી જેટલી મર્યાદા ધ્યાનમાં (સ્મૃતિમાં) આવે, તેનું ઉલ્લંઘન કરે; ત્યારપછી ખબર પડે કે વાસ્તવમાં મર્યાદાનું ઉલ્લંઘન થયું નથી, તોપણ તે અતિચાર છે. (૭) સાતમું વ્રત : ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત – નોંધ : ૨૬ બોલોની મર્યાદાને ૧૫ બોલોમાં સંક્ષિપ્ત કરી છે. 146 ૧. દાતણ – સચિત ( ), અચિત ( ), પ્રતિદિન ( ). ૨. સાબુ ન્હાવાનો ( ) જાતિ. ધોવાનો જાતિ ( ), પોતાની અપેક્ષાએ. ૩. વિલેપન – તેલ, ચંદન, પીઠી, પાવડર, ક્રીમ આદિની જાતિ ( ). ૪. સ્નાન – રોજ નંગ ( ) માસમાં નંગ / દિવસ ( ) વરસમાં નંગ / દિવસ ( ) એક વખતના સ્નાનમાં પાણી ( ) લીટર, વગર = માપના પાણીથી સ્નાન કરવાનો ત્યાગ અથવા મર્યાદા ( ). લોકાચારનો આગાર. મહિનામાં ( ) દિવસ સ્નાન કરવાનો ત્યાગ. ૫. વસ્ત્ર – ૧ સૂતર, ઊન આદિ જાતિ ( ) જાવજીવ સુધી (૨) વસ્ત્ર જોડ અથવા નંગ ( ) ઉપરાંત એક સાથે રાખવાનો ત્યાગ. રેશમી વસ્ત્રનો સંપૂર્ણ ત્યાગ. (રેશમના કીડાઓને જીવતા ગરમ પાણીમાં નાખી તાતણાં ભેગા કરાય છે.) ૬. શયન – સુવા બેસવાના નંગ રોજ (). ૭. કુસુમ (ફૂલ) – સૂંઘવાના ફૂલોની જાતિ ( ), અત્તરાદિ જાતિ (), માળા જાતિ (), ભૂલનો, દવાનો અને પરીક્ષાનો આગાર. ૮. આભૂષણ – ઘડિયાળ આદિ એક સાથે શરીર પર પહેરવાની જાતિ ( ) નંગ ( ) સંભાળીને રાખવા માટે અથવા પરીક્ષણને માટે પહેરવાનો આગાર. ૯. ધૂપ કરવો – જાતિ ( ), અગરબત્તી, લોબાન, કપૂર, ઘી, તેલ આદિ. અગરબત્તીની જાતિ ( ). ૧૦. લીલા શાકભાજી ફળ આદિ ( ) કંદમૂળ ( ) જાતિ ઉપરાંત ત્યાગ.( કંદમૂળ નો આજીવન ત્યાગ કરવાનો લક્ષ્ય રાખવો .) ૧૧. સૂકોમેવો – જાતિ ( ) ઉપરાંત ત્યાગ અથવા અમુક ચીજનો ત્યાગ. ૧૨. સવારી – હવાઈ જહાજનો ત્યાગ અથવા મર્યાદા જીવનમાં ( ) વાર, સમુદ્રમાં જહાજનો ત્યાગ અથવા મર્યાદા ( ). પશુની સવારી—તેની પીઠ પર બેસીને જવાનો ત્યાગ અથવા મર્યાદા, જાતિ ( ), સ્થૂલ ક્ષેત્રની સવારી અમુક( ) કી.મી.ઉપરાંત નો ત્યાગ. ૧૩. ચંપલ – (જૂતા), રબર ચામડા આદિ જાતિ ( ), બૂટ સેંડલ આદિ જાતિ ( ) જાવજીવ. એક સાથે રાખવા ની કુલ જોડી ( ) = ઉપરાંત ત્યાગ. ( ચામડાનાં જૂતા કે અન્ય પટા, પાકીટ વગેરેનો આજીવન ત્યાગનો લક્ષ્ય રાખવો કે જેથી અશાતા વેદનીયનો બંધ ન થાય .) ૧૪. સચિત – ખાવાની જાતિ ( ), જાવજીવ, રોજ જાતિ ( ) ઉપરાંત ત્યાગ. ( ૧૫. દ્રવ્ય – રોજ જાતિ ( ), જાવજીવ પર્યંતની જાતિ ( ) ઉપરાંત ત્યાગ. = દ્રવ્ય :– (૧) લીલા શાક (૨) સૂકા સાક (૩) દાળ (૪) મુખવાસ (૫) મીઠાઈ (૬) પીવાલાયક પદાર્થ (૭) સૂકો મેવો (૮) વિગય (૯)ભોજન, રોટલી, ખીચડી આદિ, (૧૦) તળેલા પદાર્થ (૧૧) અન્ય પદાર્થ. વ્યાપાર જાતિ ( ) ઉપરાંતનો ત્યાગ. કર્માદાન સંખ્યા ( ) નો ત્યાગ. આગાર :– ઉપરના નિયમોમાં ભૂલનો આગાર, દવાનો આગાર, બીજા કરી દે તો આગાર, નોકરી સંબંધી આગાર, ઘરને માટે આવેલી વસ્તુમાંથી કોઈ વેચવાનો પ્રસંગ આવી જાય તો આગાર. પુત્રાદિ આજ્ઞા વગર અથવા સલાહ વગર કંઈ કરી લે તો સ્વભાવ અનુસાર તેમાં સલાહ–સૂચન—ભાગનો આગાર. ઉપર કહેલી સર્વે ય મર્યાદાઓ ઉપરાંત એક કરણ ને ત્રણ યોગથી ત્યાગ. અતિચાર પાંચ :– (૧) ત્યાગ કરેલો હોવા છતાં પણ સચિત ને અચિત સમજીને અથવા ભૂલથી ખાવું તથા કોઈપણ સચિત વસ્તુ સ્વાદ લઈને આસકતીથી,પાપને પાપ સમજયા વગર ઉપયોગ રહિત થઈને ખાવી, તે પણ અતિચાર છે (૨) સચિત ગોટલી આદિથી લાગેલા ફળોને ખાય પછી ગોટલીને ફૂંકવી અથવા તત્કાલ એટલે કે તરતજ ગોટલી આદિ કાઢીને ખાવું (૩) પાકું સમજી ને અપક્વ સચિત ખાવું (૪) અચિત સમજીને અધૂરા પાકેલા અથવા સેકેલા પદાર્થને ખાવા (૫) જેમાં ઝાઝું સચિત ખાવાનું હોય અને થોડોક જ અચિત ભાગ ખાવાનો હોય અથવા જેમાં ફેંકવાનું થૂંકવાનુ અધિક હોય અથવા જેમાં પાપક્રિયા વધારે લાગે અને ખાવાનું ઓછું હોય એવી તુચ્છ વસ્તુઓ ખાવી પીવી. જેમ કે− કંદમૂળ; બીડી, સિગારેટ, તંબાકુ, ભાંગ; સીતાફળ, શેરડી આદિ. પંદર કર્માદાનનું સ્વરૂપ ૧. ઈંગાલ કમ્મૂ– અગ્નિનો આરંભવાળો ધંધો, ધોબીકામ,રંગાટકામ,ગાળવાનું કામ,સુખડિયા,ભાંડભુંજા,સોની,લુહાર આદિના ધંધા ૨. વણ કમ્મૂ– વનસ્પતિના આરંભનો વ્યાપાર અથવા કર્મ, ખેતી, લીલા શાકભાજી બાફીને સૂકવવા વેચવાનો ધંધો. Page #148 -------------------------------------------------------------------------- ________________ jain ૩. સાડી કર્મો– વાહન બનાવીને વેચવા. ૪. ભાડી કમ્મૂ– વાહન ચલાવીને ભાડાની કમાણી કરવી, વ્યાપાર રૂપે. ૫. ફોડી કમ્મે ખેતીને માટે હળ ચલાવવું. ખાણ ખોદવી અને તેમાંથી નીકળેલ પદાર્થને વેચીને આજીવિકા ચલાવવી. કુવા, વાવડી, તળાવ, સડક આદિ બનાવવાનો ઠેકો લેવો. 147 કથાસાર ૬. દંત વાણિજજે– ત્રસ જીવોના શરીરના અવયવનો વ્યાપાર હાથીદાંત, રેશમ, કસ્તૂરી, શંખ, કેશ, નખ, ચામડું, ઊન, સીધા ખરીદવા અથવા ઓર્ડર દેવો. ૭. લખ વાણિજ્યું– જે વસ્તુઓને તૈયાર કરવામાં ત્રસ જીવોની હિંસા થાય અથવા સાડવવી પડે એવા કેમિકલના વ્યાપાર અથવા લાખ આદિ વેચવા, ગળી, સોડા, સાબુ, મીઠું, સાજીખાર, રંગ આદિનો વ્યાપાર. ૮. ૨સ વાણિજ્યું – દારૂનો ધંધો, તથા ઘી, તેલ, ગોળ, સાકર આદિ રસ પદાર્થનો ધંધો કરવો. દૂધ, દહીં વેચવા. ૯. કેશ વાણિજ્યું– વાળવાળા જાનવર કે દાસ–દાસી વેચવા—ખરીદવાનો વેપાર. ઘેટા કે ઉનનો વેપાર . = ૧૦. વિષ વાણિજ્યું – જેનો ઉપયોગ જીવોને મારવાનો હોય એવા પદાર્થ અથવા શસ્ત્રનો વ્યાપાર જેમ કે – બંદૂક, તલવાર, ડી.ડી.ટી. પાઉડર આદિ. ૧૧. યંત્ર પીલન કર્મ– તેલ અથવા રસ કાઢવો તથા ચરખામિલ, પ્રેસમિલ, ઘંટી આદિ ચલાવવા, વીજળીથી ચાલે તેવા કારખાના ચાલવવા. ૧૨. નિલંછણ કમ્પે– નપુંસક બનાવવાનો ધંધો કરવો, અંગોપાંગનું છેદન કરવું, ડામ આપવા વગેરે. ૧૩. દવગ્નિ દાવણયા– જંગલ, ખેત, ગામ આદિમાં આગ લગાડવી.જમીન સાફ કરવી, કરાવવી . (મોટા પાયે.) ૧૪. સરદહ તલાગ રિસોસણયા– ખેતી આદિ કરવાને માટે ઝીલ, તળાવ આદિના પાણીને સૂકવવા. ૧૫. અસઈ જણ પોષણયા– શોખ, શિકાર અથવા આજીવિકા નિમિત્તે હિંસક જાનવર તથા દુશ્ચરિત્ર સ્ત્રીઓનું પોષણ કરવું . કે ઉગરાણી વગેરેને માટે, જમીન ખાલી કરાવવા માટે ગુંડાઓ ને પાળવા પોષવા . (૮) આઠમું વ્રત : અનર્થદંડ વિરમણ ઃ ચાર પ્રકારના અનર્થ દંડને પોતાની સમજ અનુસાર, વિવેક અનુસાર ટાળવાનું ધ્યાન રાખીશ; જ્ઞાન અને વિવેક વધે તેને માટે કોશિશ કરીશ. આ પ્રકારના ત્યાગ કરવા :- (૧) હોળી રમવી નહિ. (૨) ફટાકડા ફોડવા નહિ.(૩) જુગાર રમવો નહિ.(૪) સિનેમા (૫) પાન (૬) સાત વ્યસન (૭) ધુમ્રપાન (૮) તંબાકુ ખાવું સુંઘવું નહિ.(૯) માપ વગર પાણીથી સ્નાન કરવું નહિ.જેમ કે—– કુવા, વાવડી, તળાવ, નદી, વરસાદમાં અથવા નળની નીચે. તેનો ત્યાગ કરવો અથવા મર્યાદા ( ) વાર વરસમાં. લોકાચારનો આગાર (૧૦) ગાળ્યા વગરનું પાણી પીવાનો ત્યાગ અથવા કામમાં લેવાનો ત્યાગ. ચાર પ્રકારના અનર્થદંડ : (૧) અવજજાણા ચરિએ :- · ખોટું ખોટું ચિંતન કરવું. જેમ કે— બીજાને મારવાનો કે પોતે મરવાનો, નુકસાનનો, રોગ આવવાનો, આગ લાગી જવાનો કોઈપણ રીતે દુઃખી થવાનો ઈત્યાદિ વિચાર કરવો. અથવા આ કાર્ય પોતે જ કરવાનો વિચાર કરવો. બીજા પણ અનેક આર્ટરૌદ્ર ધ્યાન કરે જેમ કે– બીજાના દોષ જુએ, નિંદા કરે, બીજાની લક્ષ્મી ઇચ્છે, સંયોગ વિયોગના સંકલ્પ વિકલ્પ કરે, બીજાના દુઃખમાં ખુશ થાય, ખોટું આળ આપે, ખોટી અફવા ઉડાડે. મિશ્ર ભાષા બોલીને કોઈના પ્રત્યે ભ્રમ ફેલાવે ઇત્યાદિ આ બધી પ્રથમ અનર્થ દંડની પ્રવૃત્તિઓ છે. (૨) પમાયાચરિએ :– પ્રમાદ પૂર્વક પ્રવૃત્તિ કરવી. વિવેક ન રાખતા આળસ, બેપરવાહી આદિ તરલ પદાર્થ જેમ કે– પાણી, દૂધ, ઘી આદિના વાસણ ઉઘાડા રાખવા. મીઠા પદાર્થોને વિવેક વગર રાખવા તથા કઈ વસ્તુને ક્યાં, કેવી રીતે રાખવી, તેનો વિવેક ન રાખવો. વિવેક વગર બોલી જવું, વિવેક વગર ચાલવું, બેસવું વગર પ્રયોજને પૃથ્વી ખોદવી; પાણી ઢોળવું, અગ્નિ પેટાવવી, હવા નાખવી, હાથ પગ વસ્તુ હલાવવી; પંખા લાઈટ ચાલુ મૂકીને ચાલ્યા જવું, નળ આદિ ખુલ્લા રાખીને જવું, વિવેક ન રાખવો. લીલી વનસ્પતિ, ઘાસ તોડવું; તેના ઉપર બેસવું; ચાલવું; માપ વગર પાણીનો ઉપયોગ કરવો અથવા પાણીમાં તરવું; અનેક મનોરંજનની પ્રવૃત્તિઓ પણ અનર્થદંડમાં ગણવામાં આવે છે. દીપક, ચૂલા, ગેસ ઉઘાડા રાખી દેવા. સંમૂóિમ ખાર, ફૂલણ આદિનું ધ્યાન રાખ્યા વગર ચાલવું. વૃક્ષ પર ઝૂલો બાંધવો આ બધી પ્રવૃત્તિઓ બીજા અનર્થદંડની છે. = (૩) હિંસપ્પયાણું હિંસાકારી શસ્ત્ર કોઈને પણ આપવા અથવા અવિવેકીને આપવા તથા એવા સાધનોનો અધિક સંગ્રહ કરવો. શસ્ત્ર, તલવાર, બંદૂક, છરી, કોદાળી, પાવડા આદિ. હિંસક જાનવરોનું પોષણ કરવું, ડી.ડી.ટી. પાવડર આદિનો સંગ્રહ અથવા ઉપયોગ કરવો આદિ ત્રીજા અનર્થદંડ છે. - (૪) પાવકમ્મોવએસે :– પ્રયોજન વગર અથવા જવાબદારી વિના જ બીજાઓને પાપકાર્યોની પ્રેરણા કરવી. જેમ કે– સ્નાન, શાદી, મકાન બનાવવું, વ્યાપાર કરવો, મોટરગાડી ખરીદવી, કૂવો ખોદાવવો, ખેતી કરવી, જાનવરનો સંગ્રહ કરવો. વનસ્પતિ કાપવી, ઉકાળવી આદિ પ્રેરણા કરવી અથવા એવા સંકલ્પ–વિકલ્પ કરવા. કોઈપણ ચીજોને અથવા સ્થાનોને જોવા જવું તેમજ કોઈ પણ વસ્તુના વખાણ અથવા પ્રશંસા કરવી. ખોટા શાસ્ત્ર રચવા તેમજ ખોટી પ્રરૂપણા કરવી; ઇત્યાદિ આ બધા ચોથા અનર્થદંડ છે. આગાર :– જે આદત જ્યાં સુધી પૂર્ણરૂપે ન સુધરે ત્યાં સુધી તેનો આગાર. આદતને સુધારવાનો પૂરો પ્રયત્ન કરીશ. લક્ષ રાખીને વિવેકજ્ઞાન વધારીશ. અતિચાર :- (૧) કામ વિકાર ઉત્પન્ન થાય તેવી કથા કરવી. (૨) ભાંડોની જેમ બીજાઓને હસાવવા માટે કાયાની કુચેષ્ટા કરવી. અંગોપાંગોને વિકૃત કરવા. (૩) નિર્લજ્જતાપૂર્વક નિરર્થક બોલવું, અસત્ય અને અટપટુ અથવા હાસ્યકારી બોલવું (૪) ઉખલ–મૂસલ આદિ ઉપકરણોને એક સાથે રાખવા જેનાથી સહજ રીતે વિરાધના થાય તથા શસ્ત્રોનો અધિક સંગ્રહ કરવો. Page #149 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 148 (૫) ઉપભોગ–પરિભોગની વસ્તુઓનો વધારે સંગ્રહ કરવો. આ પાંચ અતિચાર છે. (૯) સામાયિકવ્રત : રોજ( ), દર મહિને( ) દર વરસે( ) સામાયિક કરીશ; વિશેષ પરિસ્થિતિનો આગાર. ૩૨ દોષોને ટાળવાનું ધ્યાન રાખીશ. આ દોષોને કંઠસ્થ કરી લેવા અથવા વરસમાં ૧૨ વખત વાંચવા. ભૂલ થઈ જાય તો આગાર. અતિચાર :– (૧–૩) પાપમય મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરવી. (૪)સામાયિક છે તે યાદ ન રાખવું, ભૂલ કરતી સમયે અચાનક = યાદ આવવું (૫) સામાયિક અવ્યવસ્થિત ઢંગથી, અવિવેકથી કરવી; જેમ—તેમ અનાદર કે અસ્થિરતાથી કરવી અથવા સમય પૂરો થયા પહેલાં સામાયિક પાળી લેવી. ત્રણ અતિચાર ઉપયોગની શૂન્યતાથી અને બે અતિચાર પ્રમાદથી લાગે છે. (૧૦) દેશાવગાસિક વ્રત ઃ ચૌદ નિયમ(ત્રેવીસ નિયમ) રોજ ધારણ કરીશ અને ત્રણ મનોરથનું ચિંતન કરીશ. ભૂલ, શારીરિક પરિસ્થિતિનો આગાર. અભ્યાસ જ્યાં સુધી જામે ત્યાં સુધી આગાર. વિશેષ પરિસ્થિતિમાં કોઈ પણ સંક્ષિપ્ત રીતથી કરવાનો આગાર. અતિચાર :– મર્યાદાઓનું અજાણપણે અથવા અવિવેકથી ઉલ્લંઘન થવા પર અતિચાર લાગે છે. નોટ :– ચૌદ નિયમનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ જુઓ. (૧૧) પૌષધવ્રત :– દયા અથવા પૌષધ મળીને કુલ ( ) દર વર્ષે અથવા પરિપૂર્ણ પૌષધ ( ), અપૂર્ણ પૌષધ ( ), દયા ( ), ચૌવિહાર ( ), તિવિહાર ( ), ઉપવાસ ( ), આયંબિલ ( ), નીવી ( ), એકાસણું ( ), પોરસી ( ), નવકારસી ( ), પ્રતિક્રમણ ( ), મહિનામાં અથવા વરસમાં; ભૂલ થવા પર અથવા અવસ્થાના કારણે આગાર. નિવૃત્તિ વ્યાપારથી ( ) વર્ષ પછી. અતિચાર ઃ– (૧) સુવાના મકાન, પથારીનું પડિલેહણ ન કરવું અથવા સારી રીતે ન કરવું (૨)પૂંજવાના સમયે પ્રમાર્જન ન કરવું અથવા સારી રીતે ન કરવું. (૩–૪) એવી રીતે ઉચ્ચાર પાસવણ ભૂમિના બે અતિચાર સમજી લેવા. (૫) પૌષધના ૧૮ દોષ ન ટાળવા અથવા ચાલવું બેસવું સુવું, બોલવું, પૂંજવું, થૂંકવું, ખાવું, પીવું, પરઠવું આદિ અવિવેકથી કરવું. આ બધા અતિચાર છે. (૧૨) અતિથિ સંવિભાગ વ્રત :– સાધુ–સાધ્વીનો યોગ મળવા પર નિર્દોષ વસ્તુઓને ભક્તિભાવથી, નિષ્કામ બુદ્ધિથી, કેવળ આત્મ કલ્યાણને માટે વહોરાવીશ અને ભોજન કરવાના ટાઈમે ત્રણ વખત નવકાર ગણીને દિવસમાં ઓછામાં ઓછું એક વખત દાન દેવાની ભાવના ભાવીશ. શિક્ષાઓ :– નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરનાર શ્રમણોને જૂઠ–કપટ કરી સદોષ આહાર પાણી, મકાન, વસ્ત્રપાત્ર, પાટ, પૂઠાં ઘાસ, દવા આદિ ન વહોરાવવા. ઘરમાં સચિત અને અચિત ચીજોને એક સાથે એક જ કબાટમાં અથવા એક કાગળ પર ન રાખવા તેનું હંમેશા ધ્યાન રાખવું અને ઘરની વ્યક્તિઓને પણ સમજાવવું. ઘરમાં અચિત પાણી થતું હોય તો તેને તરત જ ન ફેંકી દેવું અને બીજાઓએ પણ ધ્યાનમાં રાખવું. જો અચિત પાણી ન બનતું હોય તો તેને બનાવી રાખવાનો રિવાજ ન કરવો અને તેને માટે સાચું જ્ઞાન મેળવીને બીજાને પણ સાચું માર્ગદર્શન આપતા રહેવું. ૪૨ દોષ આદિનું જ્ઞાન કરવું. સંત–સતીજીઓ સામે ખોટું ન બોલવું. ઘરમાં અથવા ભોજન ઘરમાં સચિત પદાર્થોને વેરાયેલા ન રાખવા તેમજ વચમાં પણ ન રાખવા. ન અતિચાર :(૧) અવિવેકથી ઘરમાં સચિત—અચિત વસ્તુ સંઘટાથી રાખી હોય (૨) અવિવેક ભૂલથી અચિત પદાર્થ ધોવણ આદિ ઉપર ચિત અથવા કાચું પાણી રાખ્યું હોય. (૩) ભિક્ષાનો સમય વીતી ગયા પછી ભાવના ભાવી હોય અથવા ભિક્ષાના સમયે ઘરના દરવાજા બંધ રાખ્યા હોય તેમજ રસ્તામાં પાણી, બીજ આદિ રાખ્યા હોય. (૪) વિવેક અને ઉમંગની ઉણપથી પ્રસંગ આવવા પર પોતે ન વહોરાવે અને બીજાને આદેશ કરતા રહે; હું પોતે વહોરાવું એવો ભાવ જ ન આવે. અહીં અનુકંપા ભાવથી બીજાને લાભ આપવો એ અતિચાર નથી. (૫) સરળ, શુદ્ધ ભાવ અને શુદ્ધ કાયા–વચનના વિવેકથી ન વહોરાવે; અનેક પ્રકારના અશુદ્ધ ભાવ, કલુષતા, ઈર્ષ્યા, બરાબરી, દેખાવ, આગ્રહ, જિદ, અવિનય, અવિવેક ભરી ઠપકારૂપવાણી, મહેણાં મારવા આદિ કાયા અને વચનના અવિનય અભક્તિ અવિવેકથી વહોરાવ્યું હોય. આ અતિચાર છે. વિશેષ નોંધ :– બધા વ્રતોમાં પ્રતિક્રમણ અનુસાર કરણ અને યોગ સમજી લેવા. બધા વ્રત બુદ્ધિ પ્રમાણે, ધારણા અનુસાર ધારણ કરું છું. બધામાં ભૂલનો આગાર. આમાં જે કંઈ નવી શંકા થશે, જે વિષયમાં અત્યારે વિચાર્યું—સમજ્યું ન હોય, તેને તે સમયે સમજ શક્તિ અનુસાર કરીશ. આ લખેલા નિયમોમાં ફેરફાર કરવાનો આગાર ( ) વરસ સુધી. ત્યાં સુધી દર મહિનામાં એક વખત અવશ્ય વાંચીશ. ત્યાર પછી દર વરસે આ લખેલા નિયમોને એક વખત અવશ્ય વાંચીશ. ભૂલનો આગાર. પ્રતિક્રમણ અર્થ સહિત વરસમાં એક વખત અવશ્ય વાંચીશ. જલ્દીથી જલ્દી જાતિ અને નામ લખવાં, યથા– લીલોતરી, સચિત્ત, કંદમૂળના, સાબુના વિલેપનના, દાંતણના, વસ્ત્રના, ફૂલના, અગરબત્તીના, વ્યાપારના, દ્રવ્યોના. અધ્યયન :– (૧) ભાવના શતક, બાર ભાવના ( ) વરસમાં વાંચીશ. (૨) ઉતરાધ્યન સૂત્ર ૨ વરસમાં વાંચીશ. (૩) આગમોનો સારાંશ ( ) વરસમાં વાંચીશ (૪) મોક્ષમાર્ગ, સમ્યક્ત્વ વિમર્શ, જ્ઞાતા સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, સમર્થ સમાધાન ભાગ ૧–૨–૩, આત્મ-શુદ્ધિનું મૂળ તત્ત્વત્રયી, જૈન તત્ત્વ પ્રકાશ,જૈન સિધ્ધાંત બોલ સંગ્રહ ભાગ ૧ થી ૭ બીકાનેરના. આ બધા પુસ્તકને એકવાર અવશ્ય વાંચીશ ( ) વરસમાં. (૫) આગમ ના સૂત્રો ( ) વરસમાં વાંચીશ. કંઠસ્થ જ્ઞાન –સામાયિક સૂત્ર ૩૨ દોષયુક્ત; પ્રતિક્રમણ અર્થ સહિત અને પચ્ચીસ બોલ. –ઃ અંતિમ શિક્ષા : (૧) બધા જૈન શ્રમણોનો આદર, સત્કાર, સન્માન, વિનય, ભક્તિ, શિષ્ટાચાર આદિ અવશ્ય કરવો. સમય કાઢીને જ્ઞાન પ્રાપ્ત કરવું. શક્તિ પ્રમાણે સેવા અને સહયોગ આપવો. સુપાત્રદાન દઈને શાતા પહોંચાડવી. Page #150 -------------------------------------------------------------------------- ________________ jain 149 કથાસાર (૨) અન્ય મતાવલંબી જૈનેતર સંન્યાસી આદિનો અતિ પરિચય ન કરવો. પરંતુ પોતે સંયોગવશાત્ મળી જાય તો અશિષ્ટતા, અસભ્યતા ન કરવી. (૩) કુળ પરંપરાથી દેવ–દેવીની પૂજા આદિ કરવા પડે તો તેને ધર્મ ન સમજવો, સાંસારિક કાર્ય સમજવું. (૪) હિંસામાં અને આડંબરમાં, ધર્મ ન સમજવો અને જે કોઈ હિંસા અને આડંબરને ધર્મ માને તો તેને ખોટા સમજવા. પાપના આચરણને કયારેય પણ ધર્મ ન માનવો. (૫) કોઈપણ વ્યક્તિ સમુદાય વિશેષની નિંદા, અવહેલના, ઘૃણા ન કરવી; મધ્યસ્થ ભાવ, સમભાવ, અનુકંપા ભાવ રાખવા. (૬)જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળા શ્રમણોને અવસર પ્રમાણે વિનયવિવેક યુક્ત શબ્દોમાં સૂચના કરતા રહેવું પરંતુ નિંદા ન કરવી (૭) સંસારના કોઈપણ પ્રાણી પ્રત્યે આપણા મનમાં રાગ અથવા દ્વેષ અર્થાત્ નારાજી, રંજ, એલર્જી ભાવ ન રાખવો. ભલે ને તે પાપી હોય, દુષ્ટ હોય, વિરોધી હોય, પ્રતિપક્ષી હોય, ધર્મી હોય, અશુદ્ધ ધર્મી હોય, અહિત કરનાર હોય, પાગલ કે મૂર્ખ હોય, શિથિલાચારી હોય, અન્ય સંપ્રદાય કે અન્ય ધર્મનો અનુયાયી હોય. બધાના પ્રત્યે ચિત્ત સ્વસ્થ અને પ્રસન્ન રહેવું જોઈએ. ‘બધાના પુણ્ય અને ઉદય કર્મ જુદા—જુદા હોય છે,’ એવું ચિંતન કરીને સમભાવ રાખવો આ સમકિતનું પ્રથમ લક્ષણ છે– ‘સમ’. (૮) પરમત પરપાખંડ, અન્ય દર્શન, મિથ્યા દષ્ટિ આદિની સંગતિ, પરિચય, પ્રશંસા, સન્માન આદિનો સમ્યક્ત્વ શુદ્ધિની અપેક્ષાએ આગમોમાં નિષેધ છે. પરંતુ સ્વદર્શની જિનમતાનુયાયી તીર્થંકરોના અનુરાગી આદિ જે જૈન શ્રમણ નિગ્રંથ છે તેની નફરત કરવી, અનાદર કરવો, અયોગ્ય આચરણ છે, રાગ-દ્વેષ વર્દક આચરણ છે, સંકુચિત વૃત્તિનું પરિચાયક છે તે આગમ સમ્મત પણ નથી. પરંતુ જૈનશાસનની અવહેલના કરવાનું કાર્ય છે. તેથી સમસ્ત જૈન શ્રમણોનું સન્માન રાખવું જોઈએ તથા અનાદર તિરસ્કાર તો કોઈનો પણ ન ક૨વો જોઈએ. સાવકા ભાઈ બહેન ધર્મ પ્રેમી દરેક શ્રાવકને અન્ય સંપ્રદાયનાં સાધુ-સાધવી કે શ્રાવક શ્રાવીકાઓને જોઈને સાવકા ભાઈ-બહેનો ને જોવાથી થતી લાગણી જેવો અજ્ઞાત હર્ષની લાગણી થાય છે. પરમ ઉપકારી તિર્થપ્રવર્તક પિતા મહાવીરની ગેરહાીમાં પોતાના એ ભાઇ-બહેનો સાથે સમય ઉચીત વિનય અને વ્યવહાર, પ્રકટ કે અપ્રકટ હર્ષ સાથે દરેક ધર્મપ્રેમીએ અવશ્યથી કરવો જોઈએ. આ લોકાલમાં પા દરેક ભાઈ-બહેન કે જેમને વોરનાં વચનો પર અટલ શ્રધ્ધા છે ચાહે તે મંદિરમાર્ગી હોય કે સ્થાનક્વાસી ધન્યવાદને પાત્ર છે. વ્રત ધારણ કરવાની સંક્ષિપ્ત વિધિ = [સૂચના :– કોઈપણ વિશેષ સ્પષ્ટીકરણ જાણવું હોય તો પૂર્વ પ્રકરણમાં વિસ્તારથી કથન છે, ત્યાં જોઈ લેવું. સમ્યક્ત્વ :દેવ, ગુરુ, ધર્મની શુદ્ધ સમજણ રાખીશ અને સુદેવ સુગુરુને ભક્તિપૂર્વક વંદન કરીશ. કુદેવ કુગુરુને વિનય વંદનની પ્રવૃત્તિ સમાજ–વ્યવહારથી, વિવેક ખાતર તથા પરિસ્થિતિથી કરવી પડે તો તેનો આગાર. (૧) પહેલું વ્રત :– જાણીને મારવાની ભાવનાથી નિરપરાધી ત્રસ જીવને મારવાના પચ્ચક્ખાણ પોતાની સમજણ અને ધારણાનુસાર, આગાર સહિત, બે કરણ ત્રણ યોગથી, જીવનપર્યંત. અતિચારોને ટાળવાનું ધ્યાન રાખીશ. (૨) બીજું વ્રત :– પાંચ પ્રકારનું મોટકું જૂઠ બોલવાના પચ્ચક્ખાણ, પોતાની સમજણ તેમજ ધારણાનુસાર, આગાર સહિત, બે કરણ–ત્રણ યોગથી જીવન પર્યંત. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૩) ત્રીજું વ્રત :– પાંચ પ્રકારની મોટી ચોરીના સમજ ધારણાનુસાર આગાર સહિત પચ્ચક્ખાણ. બે કરણને ત્રણ યોગથી જીંદગી સુધી ધારણાનુસાર. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૪) ચોથું વ્રત :– (૧) સંપૂર્ણ કુશીલ સેવનનો ત્યાગ અથવા (૨) મર્યાદા ( ) (૩) વેશ્યા ‚પરસ્ત્રીનો ત્યાગ (૪) દિવસમાં કુશીલ સેવનનો ત્યાગ ( ) ધારણાનુસાર અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૫) પાંચમું વ્રત :– · ખેતી ( ), કુલ મકાન, દુકાન( ), બાકી પરિગ્રહ રૂપિયામાં ( ) અથવા સોનામાં ( ); આ મર્યાદા ઉપરાંત સમજ ધારણા અનુસાર ત્યાગ, એક કરણને–ત્રણયોગથી. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૬) છઠ્ઠું વ્રત :– ભારત ઉપરાંત ત્યાગ અથવા દેશ ( ) ઉપરાંત ત્યાગ. ઊંચા (કિલોમીટર) ( ), નીચા (મીટર) ( ), ઉપરાંત ત્યાગ. એક કરણ ત્રણ યોગથી સમજ અનુસાર. અતિચાર ટાળવાનું ધ્યાનમાં રાખીશ. (૭) સાતમું વ્રત :– - (૧) મંજન ( ) (૨) નાહવાનો સાબુ ( ) (૩) તેલ ( ) બીજા વિલેપન ( ) (૪) સ્નાન મહિનામાં ( )દિવસ ત્યાગ. (૫) વસ્ત્ર જાતિ ( ), રેશમનો ત્યાગ (૬) ફૂલ ( ), અત્તર ( ), ફુલ માળા. ( ) (૭) આભૂષણ ( ) (૮) ધૂપ જાતિ ( ), અગરબત્તીની જાતિ ( ) (૯) લીલાશાકભાજી ( ), જમીનકંદ ( ) (૧૦) મેવો ( ) (૧૧) વાહન હવાઈ જહાજ ( ), સમુદ્રી જહાજ ( ) જાનવરની સવારી ( ) (૧૨) જૂતા જાતિ ( ), જોડી ( ) (૧૩) સયણ ( ) રોજ.(૧૪) સચિત રોજ( ) (૧૫) દ્રવ્ય ( ) રોજ. વ્યાપાર કુલ ( ), કર્માદાન ( ); આ મર્યાદા ઉપરાંત ત્યાગ, સમજ ધારણાનુસાર, આગાર સહિત, એક કરણ ત્રણ યોગથી. અતિચારોને ટાળવાનું ધ્યાન રાખીશ. ભૂલ, દવાનો આગાર; બીજા કરી દે તો આગાર. (૮) આઠમું વ્રત :– ચાર પ્રકારના અનર્થ દંડને પોતાની સમજ અથવા વિવેક અનુસાર ટાળવાનું ધ્યાન રાખીશ. બે કરણ ત્રણ યોગથી જીવન પર્યંત. જ્ઞાન અને વિવેક વધે તેને માટે કોશિશ કરીશ. ત્યાગ કરવો – હોળી રમવી નહિ.( ), ફટાકડા ફોડવા નહિ. ( ), જુગાર રમવો નહિ. ( ), સાત વ્યસન ત્યાગ ( ), ધૂમ્રપાન ત્યાગ ( ), તમાકુ નહિ ખાવું, સુંઘવી નહિ.( ), માપ વગર પાણીથી સ્નાન નહિ.( ), ગાળ્યા વગર પાણી પીવું નહિ.( ), રાત્રે સ્નાન આદિ કાર્ય નહિ. ( ), કોઈ પણ આરંભ–સમારંભની વસ્તુની અતિ પ્રશંસા ન કરવી, તેને માટે ધ્યાન રાખીશ. (૯) નવમું વ્રત :– મહિનામાં સામાયિક () કરીશ. આગાર સહિત ૩૨ દોષોનું જ્ઞાન કરીને છોડવા યોગ્યને છોડવાનું ધ્યાન રાખીશ. (૧૦) દશમું વ્રત :– રોજ ૧૪ નિયમ(૨૩ નિયમ) ધારણ કરીશ, ચિતારીશ(પુનઃ નિરીક્ષણ કરીશ) અને ત્રણ મનોરથનું ચિંતન કરીશ. અભ્યાસની કમી, ભૂલ અને અસ્વસ્થતાનો આગાર. (૧૧) અગિયારમું વ્રત :– કુલ દયા પૌષધ વર્ષમાં ( ) કરીશ, સમજ અને ધારણાનુસાર, આગાર સહિત. Page #151 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 150 | (૧૨) બારમું વ્રત - દિવસે ભોજન કરતી વેળાએ ત્રણ નવકાર ગણીને સુપાત્રદાનની ભાવના ભાવીશ. સંત સતીજીઓની સામે ખોટું બોલવાના પચ્ચકખાણ. બીજા પચ્ચખાણો - નિવૃત્તિ વ્યાપારથી (), ચાર સ્કંધ(મોટા ત્યાગ) (), રાત્રિ ભોજન (), નવકારશી (), પ્રતિક્રમણ (). મહિનામાં. બીજા જે કંઈ પણ પચ્ચખાણ લીધા હોય અથવા નવા પચ્ચખાણ કરવા હોય તો તેની અહીં યાદી કરી લેવી. નોંધ:- બધા વ્રત સમજ અનુસાર ધારણાનુસાર ધારણ કરું છું. ભૂલ તેમજ શારીરિક પરિસ્થિતિ તથા પરવશનો આગાર. આ લખેલા નિયમોને દરમાસે બે વખત અવશ્ય વાંચીશ. આમાં કયારેય પણ જે નવી શંકા ઉત્પન્ન થશે જે વિષયમાં અત્યારે કંઈપણ વિચાર્યું કે સમક્યું ન હોય તેને તે સમયની સમજ શક્તિ ભાવ અનુસાર કરીશ. સમજ ધારણા, આગાર, અતિચાર આદિના વિસ્તારને વાંચીને સમજી લેવું. આવશ્યક વાંચન કરવુંઃ (૧) જ્ઞાતા ધર્મકથા, ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક, જૈન તત્ત્વ પ્રકાશ, નવ તત્ત્વ સાર્થ.()વર્ષમાં વાંચીશ. | (૨) આવશ્યક સૂત્રનો સારાંશ વરસમાં () વાર વાંચીશ. (૩) બાર વ્રતોનું વિસ્તારથી વર્ણન મહિનામાં () વખત વાંચીશ. (૪) આગમોનો સારાંશ વરસ માં () વખત વાંચીશ. (૫) સૂત્રનું વિવેચન યુક્ત પ્રકાશન વર્ષ () માં વાંચીશ. ઈચ્છા અનુસાર આગમ શાસ્ત્ર વાંચન– (લેખક, સંપાદક) – ઘાસીલાલજી મ.સા. મધુકર મુનિજી મ.સા. અમોલક ઋષિજી મ.સા. આત્મારામજી મ.સા., આચાર્ય તુલશી મ.સા. શૈલાના, બીકાનેર, જોધપુરથી પ્રકાશિત આગમ તેમજ રાજકોટથી પ્રકાશિત ગુરુપ્રાણ આગમ નું અધ્યયન મનન કરવું. ઈચ્છા અનુસાર બીજું વાંચન :- મોક્ષમાર્ગ (પારસમુની), ભાવના શતક (રત્નચંદ્રજી મ.સા.) સદ્ધર્મ મંડન, સમક્તિ સાર, ગણધરવાદ, જેનસિદ્ધાંત બોલ સંગ્રહ ભાગ એકથી સાત સુધી, મુખવસ્ત્રિકા નિર્ણય, સમ્યક્ત્વ શલ્યોધ્વાર ઇત્યાદિ નિબંધ ચર્યાનું સાહિત્ય વાંચવું. થોક સંગ્રહ, સામાયિક પ્રતિક્રમણ અર્થ સહિત વાંચવા. દિવા(ઈલેકટ્રીક બલ્બ)નાં અજવાળે નહિ વાંચવું, ઉધાડે મોઢે ધર્મચર્ચા નહિ કરવી, શરીરમાં સ્વસ્થતા હોય તો સુતા કે લેટીને નહિં વાંચવું. સામાયિક લઈ વાંચવા બેસવું, જેથી જ્ઞાન સમયક પરિણમે. તપથી શ્રધ્ધા-સમકીત દૃઢ થાય છે. તેથી યથા શકતિ તપ પણ કરવું. ત્રણ મનોરથ : ચૌદ નિયમ ત્રણ મનોરથનો વિસ્તાર(હંમેશાં વાંચન મનન કરવાને માટે): આરંભ પરિગહ તજી કરી, પંચ મહાવ્રત ધાર – અંત સમય આલોયણા, કરું સંથારો સાર. (૧) પહેલો મનોરથ:- મેં જે દ્રવ્યાદિની મર્યાદા રાખી છે તે આરંભ અને પરિગ્રહ પણ મારા આત્માને માટે કર્મબંધ કરાવવાવાળા છે. પરંતુ હું એવી પરિસ્થિતિમાં ફસાઈ ગયો છું. સંપૂર્ણ આરંભ પરિગ્રહનો ત્યાગ કરી શક્તો નથી તેથી મર્યાદા કરીને સંતોષ રાખું છું. પરંતુ વાસ્તવમાં તો મારો તે જ દિવસ ધન્ય થશે જે દિવસે હું સંપૂર્ણ આરંભ પરિગ્રહનો ત્યાગ કરીને નિવૃત્તિ ધારણ કરીશ. પોતાનો ભાર “આનંદ' આદિ શ્રાવકની જેમ પુત્ર આદિને સોંપીને સંપૂર્ણ સમય ધર્મ સાધનમાં લગાવીશ તે દિવસ મારા માટે પરમ મંગલમય તેમજ ધન્ય થશે. જીવનમાં તે દિવસ મને જલ્દી પ્રાપ્ત થાય જે દિવસે હું ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહ(ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, રતિ, અરતિ, શોક, દુગંછા, ત્રણ વેદ, મિથ્યાત્વ) અને નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ (ખેત, વલ્થ, હિરણ્ય, સુવર્ણ ધન, ધાન્ય, દ્વિપદ, ચૌપદ, કુવિય આદિ) ના નિમિત્તથી થવાવાળા આરંભ તેમજ પરિગ્રહથી બિલકુલ નિવૃત્ત થઈશ. તે દિવસ મારો ધન્ય થશે. આ આરંભ પરિગ્રહ સમ્યગુ જ્ઞાન, સમ્યગુ દર્શન, સમ્યફચારિત્ર આદિ સદ્ગણોનો નાશ કરનારા છે, રાગ દ્વેષને વધારનારા છે. વિષય કષાયને ઉત્પન્ન કરનારા છે. અઢાર પાપોને વધારનારા છે દુર્ગતિને દેનાર છે, અનંત સંસારને વધારનારા છે, અશરણરૂપ છે, અતારણરૂપ છે, નિગ્રંથને માટે નિંદનીય છે, ચાર ગતિ, ચોવીસ દંડક, ચોરાશી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરાવીને દુઃખ આપનાર છે. આ અપવિત્ર આરંભ–પરિગ્રહનો હું સર્વથા પ્રકારે ત્યાગ કરીશ, છોડીશ તેનું મમત્વ ઉતારીશ, તેને પોતાનાથી સંપૂર્ણ પણે અલગ કરીશ. તે દિવસ મારો ધન્ય થશે. હે પ્રભુ! મને એવી આત્મ શક્તિ પ્રગટ થાય કે હું આ આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરવામાં સર્વથા પ્રકારે સફળ થઈ શકે. (૨) બીજો મનોરથ - જ્યરે હું આરંભ પરિગ્રહથી પૂર્ણતઃ નિવૃત્ત થઈ અઢારેય પાપો ને ત્રણ કરણ ત્રણ યોગથી જીવન ભરને માટે ત્યાગીને મહાવ્રત ધારણ કરી સંયમ અંગીકાર કરીશ અને સંપૂર્ણ આશ્રવોને રોકીને તપ આદિ દ્વારા પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરવામાં લાગીશ; તે દિવસ મારો ધન્ય થશે. મને મનુષ્ય ભવ પ્રાપ્ત થયો તે પણ પૂર્ણ સાર્થક થશે. જે મહાત્માઓએ સંયમ ધારણ કર્યો છે અથવા કરવાવાળા છે તેઓને કોટિ કોટિ ધન્યવાદ છે. હું સંયમ લેવાવાળાઓ માટે કયારેય બાધા રૂપ થઈશ નહીં. હે પ્રભુ! મારી પણ સંયમ લેવાની ભાવના દિવસે દિવસે વધતી જાય અને મારા પરિવારવાળાઓને એવી સદ્બુદ્ધિ થાય કે મારી ભાવના દઢ થતા જ તેમજ આજ્ઞા માંગતા જ જલદીમાં જલદી આજ્ઞા આપી દે અથવા મારુ એવા પ્રકારનું ઉચ્ચ મનોબળ થઈ જાય કે મારા માર્ગની બાધાઓ પોતાની મેળે જ દૂર થઈ જાય. આવી મારી મનોકામના સફળ થાય. જે દિવસે હું પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ યતિધર્મ, સત્તર પ્રકારના સંયમનું, જે પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલ છે તે પ્રમાણે, પાલન કરી ભગવાનની આજ્ઞામાં વિચરણ કરીશ, કષાયોને પાતળા કરીશ, પરમશાંત બનીશ, તે દિવસ મારો પરમ કલ્યાણકારી થશે. હે પ્રભુ! તે દિવસ, તે શુભઘડી મને જલદીથી જલદી પ્રાપ્ત થાય કે જેથી હું મુનિ બનું. (૩) ત્રીજો મનોરથ :- જે પ્રાણી જન્મ્યો છે તે અવશ્ય મરશે. મારે પણ મરવાનું અવશ્ય છે. મોત ક્યારે અથવા કેવી રીતે આવશે તેની કંઈ ખબર નથી, તેથી મારો તે દિવસ ધન્ય થશે કે જ્યારે હું મૃત્યુ સમયને નજદિક આવેલો જાણીને સંલેખના, સંથારાને માટે Page #152 -------------------------------------------------------------------------- ________________ jain 151. કથાસાર તત્પર થઈશ. તે સમયે પૂર્ણ હોશમાં રહેતા હું સંપૂર્ણ કુટુંબ પરિવારનો મોહ, મમત્વભાવને છોડીને આત્મભાવમાં લીન બનીશ. બીજા અનેક જગતના પ્રપંચ અથવા જગત વ્યવહારની વાતોને ભૂલીને માત્ર આત્મ આરાધનાના વિચારોમાં રહીશ. ૧. હું પોતે સાવધાની પૂર્વક સંપૂર્ણ પાપોનો ત્યાગ કરીશ. ૨. લીધેલા વ્રત પ્રત્યાખ્યાનમાં લાગેલા દોષોની શુદ્ધિ કરીશ. ૩. બધા જીવો સાથે ખમતખામણા કરીશ. અર્થાત્ કોઈની સાથે વૈરવિરોધ ન રાખતા બધા જીવોને મારી તરફથી ક્ષમા આપીશ. કોઈની પ્રત્યે નારાજી ભાવ નહીં રાખું. પહેલાની કોઈ નારાજી હશે તો તેને યાદ કરીને દૂર કરીશ. આ રીતે આત્મામાં ક્ષમા, શાંતિ આદિ ગુણોને ધારણ કરતો હું ધર્મ ચિંતનમાં લીન રહીશ. પહેલા લાગેલા પાપોની આલોચના-પ્રાયશ્ચિત કરીને, આત્મશુદ્ધિ કરી સમાધિપૂર્વક પંડિત મરણને પ્રાપ્ત કરીશ. ભગવાનની આજ્ઞાનો આરાધક થઈશ તે દિવસ મારો ધન્ય થશે. હે પ્રભુ! જ્યારે મારો મૃત્યુ સમય નજીક આવી જાય ત્યારે મને આભાસ થઈ જાય કે હવે થોડીજ અંતિમ ઉમર બાકી છે. હવે મારે પંડિત મરણને માટે તૈયાર થઈ જવું જોઈએ અને આવું જાણીને હું આજીવન અનશન સ્વીકાર કરી લઉ. અંતમાં હે ભગવાન! મારી આ ભાવના છે કે તે ભવ, તે દિવસ તે સમય, મારા આત્માને શીધ્ર પ્રાપ્ત થાય જેથી હું આઠકર્મ ક્ષય કરીને સિદ્ધ, યાને મુક્ત થઈ જાઉ. તે સમય મારા આત્માને માટે પરમ કલ્યાણકારી થશે. તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન – શક્તિસાર વરતે સહી, પાવે શિવ સુખ ધન // ૧ // પતિત ઉદ્ધારન નાથજી, અપનો વિરુદ્ધ વિચાર – ભૂલ ચૂક સબ માહરી, ખમજો વારંવાર | ૨ છુટું પિછલા પાપસે, નવા ન બાંધુ કોય – શ્રી ગુરુ દેવ પસાય સે, સફલ મનોરથ હોય // ૩ અહો સમદષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાલ–અંતર્ગત ન્યારો રહે, જ્યે ધાય ખિલાવે બાલા ૪|| ધિક ધિક મારી આત્મા, સેવે વિષય કષાય હે જિનવર તારો મજે, વિનંતી વારંવાર | પI આરંભ પરિગ્રહ કબ તજું, કબ હું મહાવ્રત ધાર– સંથારો ધારણ કરું, એ ત્રણ મનોરથ સાર // ૬I/ ચૌદ નિયમ(૨૫ નિયમોનું સરળ જ્ઞાન:પ્રયોજન - શ્રમણોપાસક દ્વારા ગ્રહણ કરાયેલા વ્રત તેમજ મર્યાદાઓને રોજ પોતાના દૈનિક જીવનનું ધ્યાન રાખીને સંકુચિત કરવા તે જ ચૌદ નિયમોનું મુખ્ય પ્રયોજન છે. આરંભ-સમારંભ તેમજ ઉપભોગ-પરિભોગની વસ્તુઓની જે મર્યાદાઓ આજીવન વ્રતોમાં કરી છે, તે બધાનું રોજના કાર્યમાં અથવા ઉપયોગમાં આવવું સંભવ નથી. તેથી તેને ઓછું કરવાનું શ્રાવકનું લક્ષ્ય હોવું જોઈએ. તેનાથી આત્મામાં સંતોષવૃત્તિ આવે છે તેમજ પાપઆશ્રવ ઓછો થઈ જાય છે. જેનાથી આત્માના કર્મબંધનના અનેક દ્વાર બંધ થઈ જાય છે. અગર કલ્પનાથી એમ કહેવામાં આવે કે મેરુ પર્વત જેટલું વ્યર્થનું પાપ ટળી જાય છે અને માત્ર રાઈ જેટલું પાપ ખુલ્લું રહે છે, તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય. રોજ વ્રત પચ્ચકખાણની સ્મૃતિ રહેવાથી તેમજ આત્મામાં ત્યાગ પ્રત્યેની રુચિ વધતી રહેવાથી અશુભ કર્મોની અત્યંત નિર્જરા થાય છે. તેથી શ્રાવક ઉપયોગ પૂવર્ક, રુચિ તેમજ શુદ્ધ સમજણ પૂર્વક આ નિયમોને આગળ ૨૪ કલાકને માટે અથવા સૂર્યોદય સુધી ધારણ કરે. આ પ્રકારે ત્યાગના લક્ષ્યમાં વૃદ્ધિ કરતા રહેવાથી વ્રતોની આરાધના તેમજ અંતિમ સમયમાં પંડિત મરણ પ્રાપ્ત થવું બહુ સરળ થઈ જાય છે અને તે સાધક આરાધક થઈને શીધ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. વિવેક જ્ઞાન - સવારમાં(સામાયિકમાં અથવા એમજ નમસ્કાર મંત્ર, ત્રણ મનોરથ આદિનું ચિંતન પૂર્વક ધ્યાન કરીને આ નિયમોને ગ્રહણ કરી લેવા જોઈએ. નિયમોને ધારણ કરતી વેળાએ આ વિવેક રાખવો આવશ્યક છે કે “અમુક અમુક પાંચ સચિત્ત ખાઈશ.” એવું ન બોલતા આ રીતે કહેવું જોઈએ કે “પાંચ સચિત ઉપરાંત ત્યાગ અથવા “આ પાંચ સચિત સિવાય ખાવાનો ત્યાગ'. આ રીતે બધા નિયમોમાં વાક્ય પ્રયોગનું ધ્યાન રાખવું જોઈએ. ધારણ કરેલા વ્રતોમાં ભૂલથી અથવા અસાવધાનીથી દોષ લાગી જાય તો તેનું મિચ્છામિ દુક્કડ લેવું જોઈએ. અથવા જાણી જોઈને દોષ લગાવ્યો હોય તો ગુરુ તેમજ ત્યાગી મહાત્માઓની પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. શ્રેષ્ઠતા એજ છે કે લીધેલા વ્રતોનું દઢતાપૂર્વક તેમજ દોષ રહિત પાલન થવું જોઈએ. (સચિત દવૂ વિગ્નઈ, પણી તાંબુલ વત્થ કુસુમેસુ.- વાહણ સયણ વિલવણ, બંભદિસિ ન્હાણ ભત્તેસુ) (૧)સચિત્ત :- સચિત્ત વસ્તુઓ જે પણ ખાવા પીવામાં આવે, તે જાતિની મર્યાદા કરવી. જેમ કે લીલા શાકભાજી, ફળ, ફૂલ, વરિયાળી, એલચી, મેવો, મીઠું, જીરું, રાઈ, મેથી, અજવાયન, કાચું પાણી ઇત્યાદિ. સચિત્ત વસ્ત અગ્નિથી અથવા કોઈપણ શસ્ત્રથી પરિણત થઈ જવા પર અચિત થઈ જાય છે. જો પૂર્ણ શસ્ત્રથી પરિણત ન થઈ હોય તો તેને સચિત્તમાં જ ગણવી. મિશ્રણ થયેલી ચીજ જેમ કેપાન આદિમાં જેટલી સચેત વસ્તુઓ હોય તે બધાની જુદી-જુદી ગણતરી કરવી. સચિત્ત સંબંધી ધ્યાનમાં રાખવા યોગ્ય મુદ્દાઓ :૧. બીજ કાઢયા વગર બધા ફળોને સચિત્તમાં ગણવા.બીજ પણ કાચા અને પાકા બે પ્રકારના હોય છે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ ૨. વઘારેલી વનસ્પતિઓ તથા સેકેલા ડોડા (અર્ધપક્વ હોય તો) સચિત્ત ગણવા. ૩. પાકા ફળોનો રસ કાઢીને તથા ગાળીને રાખ્યો હોય તો થોડો સમય થયા પછી અચિત્ત ગણવો. ૪. સાફ કરેલા ચોખાને છોડીને ઘણું પ્રાયઃ બધું અનાજ સચિત્ત. તે પીસવાથી તથા અગ્નિપર શેકવાથી અચિત્ત થાય પરંતુ પલાળવાથી નહીં. ૫. બધી જાતના મીઠા સચિત. ઉકાળીને બનાવ્યું હોય અથવા ગરમ કરેલુ હોય તો અચિત્ત. પીસવા પર તો સચિત્ત જ રહે છે. ૬. ધાણાના બે ટુકડા થઈ જાય તો પણ સચિત્ત. પીસવાથી અચિત્ત થાય. Page #153 -------------------------------------------------------------------------- ________________ 152 આગમ-કથાઓ ૭. કોઈ પ્રવાહી ચીજમાં મીઠું જીરા આદિ ઉપરથી નાખે તો અર્ધા કલાક સુધી સચિત્ત ગણાય અને સૂકી ચીજ ઉપર નાખ્યા હોય તો સચિત્ત જ રહે છે. નોંધઃ- બીજી પણ કોઈ ધારણા હોય તો તેનું સ્પષ્ટીકરણ નિશ્ચિત કરી શકાય છે. | (૨) દ્રવ્ય:- જેટલી ચીજો દિવસભરમાં ખાવા-પીવામાં આવે તેની મર્યાદા કરવી અથવા તૈયાર ચીજની એક જાતિ ગણી લેવી, પછી તેને કોઈપણ રીતે ખાવાની વિધિ હોય. બીજી રીત એ છે કે જેટલા પ્રકારના સ્વાદ બદલીને મેળવી મેળવીને ખાવામાં આવે તો તેનું ધ્યાન રાખીને ગણતરી કરવી. ચીજ ગણવાની રીત સરળ છે. દવા પાણી આગારમાં રાખી શકાય. બીજો પણ કોઈ આગાર અથવા ધારણા પણ કરી શકાય છે. (૩) વિગય - મહાવિગય(માખણ, મધ) નો ત્યાગ કરવો તેમજ પાંચ વિગયો (દૂધ, દહીં, ઘી, તેલ, મીઠા પદાર્થ-સાકર, ગોળ) માંથી ઓછામાં ઓછો એકનો ત્યાગ કરવો. એકનો પણ ત્યાગ ન થઈ શકે તો બધાની મર્યાદા કરી લેવી. ચા, રસગુલ્લા, માવાની | ચિક્કીમાં બે વિગય ગણવા. ગુલાબજાંબુ માં ત્રણ વિગય ગણવા. દહીંમાંથી માખણ ન કાઢયું હોય તો તેને વિગયમાં(દહીં) ગણવું જેમ કે– રાયતું, મઠો આદિ. તેલની કોઈપણ ચીજ બનેલી હોય તો તેને તેલના વિષયમાં ગણવી, જેમ કે– શાક, અથાણાં, તળેલી ચીજો. સાકર, ગોળ અને તેમાંથી બનેલ ચીજો તેમજ શેરડીનો રસ આ બધાને મીઠા વિષયમાં ગણવા. પરંતુ જે ચીજ સાકર ગોળ વગર સ્વાભાવિક જ મીઠી હોય તો વિગયમાં ન ગણવી. જેમકે ફળ, મેવા, ખજૂર આદિ. દહીંથી બનાવેલ શાક, કઢી આદિમાં દહીંને વિગય ગણવામાં આવતું નથી. (૪) પની:-પગમાં પહેરવાના જોડા, ચંપલ, આદિની જાતિ ચામડા, રબર આદિની મર્યાદા કરવી તથા જોડી નંગની મર્યાદા કરવી. સ્પર્શ આદિનો તથા ભૂલનો આગાર. ખોવાઈ જાય ને બીજી જોડી લેવી પડે તો આગાર રાખી શકાય છે. ઘરના બધા ઉપરાંત પણ ત્યાગ કરી શકાય છે. મોજા વસ્ત્રમાં ગણવામાં આવે છે.(ચામડાની વસ્તુઓ પટા, પાકીટ, બુટ, ચપલ, વગેરેનાં ત્યાગનો લક્ષ્ય રાખવો. શહેરનાં મોટા ઉધોગોમાં આ બધી વસ્તુઓ કતલખાનામાંથી આવતી હોય છે. અશાતાવેદનીયનાં બંધનું કારણ છે.) (૫) તાંબુલ:- મુખવાસની ચીજો જેમ કે– સોપારી, એલચી, વરીયાળી, પાન, ચૂર્ણ ઇત્યાદિ જાતિની મર્યાદા કરવી. મિશ્ર વસ્તુ જેમ કે પાન આદિમાં એક જાતિ પણ ગણી શકાય છે અને અલગ-અલગ પણ. જે ઇચ્છા હોય તે પ્રમાણે ગણવી. (૬) વસ્ત્ર – પહેરવાના વસ્ત્ર અને કામમાં લેવાના વસ્ત્રોની ગણતરી કરવી. જેમ કે ખમીશ, પેટ, રૂમાલ, ટુવાલ, દુપટ્ટા, ટોપી, પાઘડી, મોજા આદિ.(મુહપતિ, સામાયીક ના કપડા કે ઉપકરણ મમત્વભાવ નહી હોવાથી પરગ્રહ નથી, છતા ધોવાનો વધારે આરંભ ન થાય તેનો વિવેક રાખવો.) (૭) કુસુમ:- સુંઘવાના પદાર્થોની મર્યાદા કરવી, જાતિમાં.જેમ કે–તેલ અત્તર આદિ કોઈ ચીજ પરીક્ષા ખાતર સૂંઘવામાં આવે જેમ કે ઘી, ફળ આદિનો આગાર. ભૂલ અથવા દવાનો આગાર. (૮) વાહન - બધા પ્રકારની સવારીની. જાતિ તથા નંગમાં મર્યાદા કરવી. જેમ કે– સાઈકલ, ઘોડાગાડી, સ્કૂટર, રિક્ષા, મોટર, રેલ, આદિ. વિશેષ પ્રસંગ માટે પાંચ નવકાર મંત્રના આગારથી જાતિ અને નંગની મર્યાદા કરવી. હવાઈ જહાજનો ત્યાગ.(વાયુકાય અને અગ્નીકાય નો મહાઆરંભ થાય છે માટે, તથા ધન પણ વધારે સંકળાયેલું હોવાથી પરંપરાથી પણ ક્રિયા વધે છે.) પૈસો દસ ધારવાળું શસ્ત્ર પૈસો ધન દ્રવ્ય માટે રુઢ થયેલો શબ્દ છે.આ ધન કમાવતાં, સંગ્રહ કરતાં અને ખર્ચ કરતાં ત્રણે કાળ હિંસા કે કર્મબંધનું કારણ બને છે આરંભ વગર તે ઉપજતો નથી ખર્ચ પણ આરંભથી જ થાય છે. તેના ખર્ચથી જો શરીરને શાતા પહોંચતી હોય તો તે પણ સ્થાવર જીવોની વિરાધનાથી અને પુણ્યની ઉદીરણાથી થાય છે.પુણ્યનો વપરાશ થઈ જાય છે. સંગ્રહથી આશકતિમાન કલેશ અને ભયનું કારણ બને છે. બેંકોમાં રાખવાથી લોન લેનાર દરેકનાં પાપમાંથી ભાગ મળે છે. શેરબજારમાંની શિપીંગ કંપનીઓ માછલાં પકડે છે. સરકાર ટેક્ષ નાખી તેમાંથી શસ્ત્રો ખરીદે છે. મ્યુનીસીપાલટી કતલખાનું ચલાવે છે. આ બધાની અનુમોદના પૈસાનો વ્યવહાર કરતાં થઈજ જાય છે. ભોગને માટેજ પરિગ્રહ થાય છે અને પરિગ્રહથીજ ભોગો ભોગવાય છે. સ્ત્રી પુદગલનો સંયોગ પણ પરિગ્રહનાં કારણેજ થાય છે. બહુધા તો તે આજીવિકાનાં ભયને કારણેજ ભેગું કરાય છે. ધર્મકાર્યમાં પણ જયાં પૈસાનો વપરાશ થાય છે, ત્યાં અનેક દુસણો તેના કારણે પ્રવેશી જાય છે.આમ તે દસે દિશાઓથી સંહાર કરવાવાળું છે. (૯) શયન :- પાથરવાની તથા ઓઢવાની ગાદી, તકીયા, ચાદર, રજાઈ, પલંગ, ખુરશી આદિ ફર્નીચરની મર્યાદા નંગમાં કરવી. તેમાં સ્પર્શમાં અથવા ચાલવામાં પગ નીચે આવી જાય તો તેનો આગાર તથા જ્યાં ચીજની ગણતરી જ ન થઈ શકે એવા પ્રસંગોનો પણ આગાર. એક જગ્યાએ બેસવાનું સુવાનુ ગણવાનો કાયદો પણ કરી શકાય છે. જેમ કે ગાલીચા, ગાદલા, ચાદર, શેતરંજી આદિ એક સાથે હોય તો તેના પર બેસવાનું એક ગણવું. જેવી સુવિધા અને સરળતા હોય તે પ્રમાણે પોતાનો કાયદો બનાવીને મર્યાદા ધારણ કરવી. રોજ કામમાં આવવાવાળાનો આગાર રાખીને નવાની મર્યાદા કરી શકાય છે. (૧૦) વિલેપન :- જેટલી પણ લેપ અથવા શુંગાર ની ચીજો શરીર પર લગાડાય તે જાતિની મર્યાદા કરવી. જેમ કે- તેલ, પીઠી, સાબુ, ચંદન આદિનો લેપ, અત્તર, વેસેલીન, પાવડર, ક્રીમ, કુંકુમ, હિંગળો, મહેંદી આદિ. જમ્યા પછી ચીકણા હાથ અથવા બીજા સમયમાં કોઈ પણ લેપ પદાર્થથી હાથ ભરાઈ જાય તો તેને શરીર પર ફેરવવાની આદત હોય તો તેનો પણ આગાર રાખી શકાય છે. ભૂલ તેમજ દવાનો આગાર. (૧૧) બ્રહ્મચર્ય :- સંપૂર્ણ રાત દિવસને માટે મૈથન સેવનનો ત્યાગ અથવા મર્યાદા કરવી. સાત પ્રહર અથવા છ પ્રહર અથવા દિવસ ભરનો ત્યાગ કરવો અથવા ઘડીના સમયથી પણ મર્યાદા કરી શકાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ 153 jain કથાસાર (૧૨) દિશા - પોતાના સ્થાનથી ચારે દિશામાં સ્વાભાવિક કેટલા કિલોમીટરથી આગળ આવવું જવું નહિ તેની મર્યાદા કરવી. ઊંચી | દિશામાં પહાડ ઉપર અથવા ત્રણ–ચાર માળના મકાન પર જવાનું હોય તો તેની મર્યાદા કરવી. નીચી દિશા– ભોયરા આદિમાં જવું હોય તો તેની મર્યાદા મીટર અથવા ફૂટમાં અલગ કરી લેવી જોઈએ. વિશેષ પરિસ્થિતિમાં પાંચ નવકાર મંત્રના આગારથી મર્યાદા કરવી કી.મી. અથવા પ્રાંતમાં. સ્વભાવિક વસ્તીની જમીન ઊંચી નીચી હોય તેનો આગાર. તાર, ચિટ્ટી, ટેલીફોન પોતે કરવાની મર્યાદા કરવી. કિ.મી. માં અથવા આખા ભારત વર્ષમાં અમુક-અમુક દેશ અર્થાત્ પ્રાંતમાં સંખ્યામાં પણ મર્યાદા કરી શકાય છે. (૧૩) સ્નાન :- આખા શરીર પર પાણી નાખીને સ્નાન કરવું “મોટું સ્નાન” છે આખા શરીરને ભીના કપડાથી લુછવું તે “મધ્યમ સ્નાન” છે અને હાથ, પગ, મોઢું ધોવું નાનું સ્નાન” છે. તેની મર્યાદા કરવી તથા જ્ઞાનમાં કેટલું પાણી લેવું તેની મર્યાદા કરવી. લીટર અથવા ડોલમાં. તળાવ, નળ, વર્ષા અથવા માપ વગર પાણીનો ત્યાગ. રસ્તે ચાલતા નદી, વરસાદ આવી જાય તો ચાલવાનો આગાર અથવા જાણી જોઈને ન્હાવાનો ત્યાગ. લોકાચારનો આગાર. (૧૪) ભોજન:- દિવસમાં કેટલીવાર ખાવું તેની મર્યાદા કરવી. અર્થાત્ ભોજન દૂધ, ચા, નાસ્તો, સોપારી, ફળ, આદિને માટે જેટલી વાર મોઢું ચાલુ રાખે તેની ગણતરી કરવી. કોઈ વ્યસન હોય તો તેને છોડી દેવું જોઈએ અથવા ગણી શકાય તો ગણવું અથવા આગાર કરી શકે છે. બીજો કોઈ આગાર અથવા ધારણા કાયમ કરી શકાય છે. [ઉપરના ચૌદ નિયમો સિવાય પરંપરાથી નીચેના નિયમ ઉમેર્યા છે. મૂળ પાઠમાં દ્રવ્યાદિ શબ્દ હોવાથી અને સંખ્યાનો નિર્દેશ ન હોવાથી તેમજ આ નીચે પ્રમાણેના બોલોની મર્યાદા કરવી દિનચર્યામાં આવશ્યક હોવાથી આ બોલ યોગ્ય જ છે.] (૧૫) પૃથ્વીકાય- માટી, મુરડ, ખડી, ગેરુ, હિંગળો, હરિતાલ આદિ પોતાના હાથથી આરંભ કરવાની મર્યાદા જાતિ વજનમાં કરવી અથવા સંપૂર્ણ ત્યાગ કરવો. ખાવામાં ઉપરથી નિમક લેવાનો ત્યાગ અથવા મર્યાદા કરવી. પોતાના હાથથી નિમકનો આરંભ કરવાની મર્યાદા વજનમાં કરવી. (૧૬) અકાય:- (૧) પાણી પીવું, સ્નાન કરવું, કપડા ધોવા, ઘર–કાર્ય આદિ માં પોતાના હાથથી વાપરવું, આરંભ કરવો, તેની કુલ મર્યાદા કરવી. સ્પર્શનું અહીં-તહીં રાખવાનું, નાખવાનું, બીજાને દેવાનું અથવા પીવડાવવાનો આગાર. (૨) પાણીયારા- કેટલી જગ્યાનું પાણી પીવું તેની મર્યાદા પણ ગણતરી માં કરવી. (૧૭) તેઉકાય:- (૧) પોતાના હાથથી અગ્નિ જલાવવી કેટલીવાર તેની મર્યાદા કરવી. (ર) વીજળીના બટન ચાલુ-બંધ કરવાની ગણતરી નંગમાં કરવી. (૩)ચલા–ચોકા કેટલી જગ્યા ઉપરાંતની બનેલી ચીજનો ત્યાગ અથવા ચલાની ગણતરી કરવી. ઘરની બનેલી ચીજનો એક ચૂલો-ચોકો ગણી શકાય છે. ભોજન કેટલાય ચૂલા સગડી સ્ટવ આદિ પર બનેલી હોય. બહારની, પૈસાથી ખરીદેલી ચીજની બરાબર ખબર ન પડવાથી પ્રત્યેક ચીજનો એક ચૂલો ગણી શકે છે અર્થાત્ જેટલી ચીજ ખરીદીને લાવે તેના તેટલા ચૂલાની ગણતરી કરવી. બીજાને ઘરે જ્યાં ભોજન આદિ કરે તો તેના ઘરની ચીજોનો એક ચૂલો ગણવો અને વેચાતી ચીજો ધ્યાનમાં આવી જાય તો તેનો પ્રત્યેક ચીજના હિસાબથી અલગ ચૂલો ગણવો. (૧૮) વાયકાય :- પોતાના હાથથી હવા નાખવાના સાધનોની ગણતરી નંગમાં કરવી. વીજળીના બટન. પંખા. પટ્ટા. નોટબક. કપડા આદિ કોઈપણ વસ્તુથી હવા નાખવાનો પ્રસંગ આવે તો તેની ગણતરી કરવી. પોતે કરાવે તેને પણ ગણવા. સીધા સામે આવી જાય તો તેનો આગાર. ઝૂલા, પારણા આદિ પોતે કરે તેને પણ ગણવા. એક બટનને અનેક વાર કરવું પડે તો નંગમાં એકજ ગણી શકાય છે. કુલર, એર કંડીશનનો ત્યાગ મર્યાદા કરવી. (૧૯) વનસ્પતિકાય:- લીલા શાકભાજી, ફૂટ આદિનો ત્યાગ મર્યાદા કરવી, ખાવાની તેમજ આરંભ કરવાની. સ્પર્શ આદિનો આગાર કરવો. સુવિધા હોય તો લીલોતરીના નામ તેમજ વજનનું સ્પષ્ટીકરણ પણ કરી શકાય છે. (૨૦) રાત્રિ-ભોજન:- ચૌવિહાર અથવા તિવિહાર કરવો અથવા રાત્રિ ભોજનની મર્યાદા કરવી. રાત્રે કેટલીવાર ખાવું, પીવું કેટલીવાર, અથવા કેટલા વાગ્યા પછી ખાવાનો ત્યાગ અને પીવાનો ત્યાગ. સવારે સૂર્યોદય સુધી અથવા નવકારશી અથવા પોરસી સુધીનો ત્યાગ. | (૨૧) અસિ:- પોતાના હાથથી જેટલા શસ્ત્ર ઓજાર આદિ કામમાં લેવા તેની મર્યાદા નંગમાં કરવી જેમ કે– સોય, કાતર, પત્રી, ચાકુ, છુરી આદિ હજામતના સાધનોને આખો એક સેટ પણ ગણી શકે છે અને હજામ કરે તો તેની ગણતરી થઈ શક્તી ન હોવાથી આગાર રાખી શકે છે. માટે શસ્ત્ર તલવાર, બંદૂક, ભાલા, બરછી પાવડા, કોદાળી આદિનો ત્યાગ કરવો અથવા મર્યાદા કરવી. (૨૨) મસી:- દુકાન, ધંધાનો પ્રકાર, નોકરી વગેરેની મર્યાદા કરવી. (૨૩) ખેતી-વ્યાપાર - ખેતી હોય તો તે સંબંધમાં એટલા વીઘા ઉપરાંતનો ત્યાગ અથવા સંપૂર્ણ ત્યાગ. અન્ય વ્યાપારોની મર્યાદા જાતિમાં કરવી, નોકરી હોય તો તે સિવાય બધા વ્યાપારનો ત્યાગ કરવો. ઘર ખર્ચમાં મર્યાદા કરવી. (૨૪) ઉપકરણ - ઘડીયાળ, ચશ્મા, કાચ, દાંતિયા, થાળી, વાટકા, ગ્લાસ, લોટા, બેગ, બોક્સ, કબાટ, બાજોઠ, રેડિયો આદિની મર્યાદા કરવી પોતાના ઉપયોગને માટે રોજ કામમાં આવે તેનો આગાર કરીને નવાની મર્યાદા કરી શકે છે. (૨૫) આભૂષણ – શરીર પર પહેરવાના સોના-ચાંદીના આભૂષણની મર્યાદા જાતિ અથવા જંગમાં કરવી અથવા નવા પહેરવાનો ત્યાગ કરવો. એક ગ્રામ સોનું એકગ્રામ સોનું મેળવવા માટે હજારો કિલો માટી જમીનમાંથી કેટલાંક કિલોમીટર નીચેથી ઉલેચવામાં આવે છે.કયાંકતો ગ્રેનાઈટ જેવા ખડકમાંથી તેનું પાવડર જેવું બારીક ચૂર્ણ કરી પછી તેના પર દસ ગણા પાણીથી પ્રક્રિયા કરવામાં આવે છે.ભઠીમાં નાખવામાં આવે છે. પાઈપવાટે ખાણિયા મજદુરોને હવા પહોંચાડવામાં આવે છે. કયારેક તેમનાં ખોદકામ કરતાં થતાં અકસ્માતમાં મૃત્યુ પણ થાય છે. વિસ્ફોટ કરીને પથ્થરો તોડવામાં આવે છે. આવી રીતે મહાઆરંભ કરીને મેળવેલું સોનું ત્યાર પછી પણ જયારે પહેરવામાં આવે છે, ત્યારે માન અહંકાર ઈર્ષા અને અંતે ભયનું કારણ બને છે. કોઈને સોનાના કારણે જીવ ખોવાનો વખત પણ આવે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 154 કલેશ કંકાશ ઉપજાવનારું, આસકતિનું કારણ આ સોનું પરભવમાં પણ તેવાજ સંસકારો આપે છે. પરંપરા, જુના રીતિરિવાજો, રૂઢિઓને સમય પ્રમાણે બદલતાં નહિં શીખીએ તો દૂધ્યે અને ભારે નુકસાનીજ થશે, એજ વિધાન છે. - ૨૫ પચ્ચકખાણ લેવાનો પાઠ - આ પ્રકારે જે મેં મર્યાદા અથવા આગાર રાખ્યા છે તે ઉપરાંત પોતાની સમજણ તથા ધારણા અનુસાર દવા અથવા કારણનો આગાર રાખતાં, ઉપયોગ સહિત ત્યાગ, એક કરણ ત્રણ યોગથી; હું કરું નહિ મન, વચન, કાયાથી. તસ્સ અંતે પડિકમામિ નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. પચ્ચકખાણ પારવાનો પાઠ – જો મે દેશાવગાસિયં પચ્ચકખાણું કર્યા (જે મેં અહોરાત્રને માટે દ્રવ્યાદિની મર્યાદા કરીને બાકીના પચ્ચખાણ કર્યા છે) તં સમ્મકાએણે ન ફાસિયું, પાલિય, તીરિયં, કિતિય, સોહિય, આરાહિય, આણાએ અણુપાલિકં ન ભવઈ તસ્સ મિચ્છામિ દુકકડ. અથવાઃ- કાલે ધારણ કરેલા નિયમોમાં કોઈ અતિચાર દોષ લાગ્યા હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. નોંધ:- આ નિયમો સિવાય સામાયિક, મૌન, ક્રોધ ત્યાગ, જૂઠનો ત્યાગ, કલહ ત્યાગ, નવકારસી, પોષિી, સ્વાધ્યાય, પ્રતિજ્ઞા, ધ્યાન આદિ દૈનિક નિયમ પણ રોજ યથા શક્તિ કરી લેવા જોઈએ. ચૌદ (૨૩-૨૫) નિયમ ભરવાની રીત: વિષય જ્ઞાન બોલવાની રીત લખવાની રીત ૧ સચિત પદાર્થ ૫ ઉપરાંત ત્યાગ ૫ ૨ દ્રવ્ય (ખાવાના) ૨૫ ઉપરાંત ત્યાગ ૩ વિગય પાંચ ૪ ઉપરાંત ત્યાગ ૪ ૧ મહાવિગય બે ત્યાગ ૨ દૂધ-ચા ૨ વાર ઉપરાંત ત્યાગ ૨ વાર ૩ દહીં ૧ વાર ઉપરાંત ત્યાગ ૧ વાર ૪ ઘી (ઉપરથી) ત્યાગ ૫ તળેલા પદાર્થ ૫ જાતિ ઉપરાંત ત્યાગ ૫ ૬ સાકરના પદાર્થ ૫ જાતિ ઉપરાંત ત્યાગ ૭ ગોળના પદાર્થ ત્યાગ ૪ પત્ની (જોડા આદિ) ૩ જોડી ઉપરાંત ત્યાગ ૫ તંબોલ (મુખવાસ) ૪ જાતિ ઉપરાંત ત્યાગ ૬ વસ્ત્ર (પહેરવાના) ૨૫ નંગ ઉપરાંત ત્યાગ ૭ કુસુમ (સૂંઘવાના). ત્યાગ ૮ વાહન - જાતિ ૩ ઉપરાંત ત્યાગ નંગ છ ઉપરાંત ત્યાગ વિશેષ પરિસ્થિતિમાં જાતિ પાંચ ઉપરાંત ત્યાગ ૫ (પાંચ નવકારથી) નિંગ ૧૧ ઉપરાંત ત્યાગ ૧૧ ૯ શયન (પથારી) ૨૫ ઉપરાંત ત્યાગ ૨૫ ૧૦ વિલેપન (તેલાદિ) ૭ ઉપરાંત ત્યાગ ૭ ૧૧ અબ્રહ્મચર્ય-કુશીલનો ત્યાગ અથવા રાત્રિના x ત્યાગ અથવા મર્યાદા બીજા પ્રહર ઉપરાંત ત્યાગ ૧ ૧૨ દિશા–ચારે દિશા ૮ કિ.મી. ઉપરાંત ત્યાગ ૮ કી.મી. વિશેષ પરિસ્થિતિમાં ૫૦૦ કિ.મી. ઉપરાંત ત્યાગ ૫00 કી પાંચ નવકારથી: ઉપર ૪ માળ ઉપરાંત ત્યાગ ૪ માળ નીચે ૨૦ ફૂટ ઉપરાંત ત્યાગ ૨૦ ફુટ ૧૩ સ્નાન: નાનું ૩ ઉપરાંત ત્યાગ ૩. મોટું ૧ ઉપરાંત ત્યાગ મધ્યમ ૧૪ ભોજન –નાનું(નાસ્તો) ૧૦ ઉપરાંત ત્યાગ મોટું (જમવાનું) ૨ ઉપરાંત ત્યાગ ૧૫ સચિત માટી આદિનો આરંભ ત્યાગ ઉપરથી મીઠું ત્યાગ ૧૬ પાણીનો ઉપયોગ ૫ બાલટી ઉપરાંત ત્યાગ ૫ પાણીયારા ૧૦ ઉપરાંત ત્યાગ ૧૭ અગ્નિ જલાવવી ૫ ઉપરાંત ત્યાગ enwxrwx Page #156 -------------------------------------------------------------------------- ________________ jain વીજળીના બટન નંગ ચોકા ૧૮ પંખા-પુઠ્ઠા આદિ ૧૯ લીલા—શાકભાજી, ફળ બીજાને માટે ૨૦ રાત્રિ ભોજન (૧) ટાઈમથી (૨) સંખ્યાથી ૨૧ અસિ ઃ સોયઆદિ તલવાર આદિ ૨૨ મસિ–પેન આદિ સાધન ૨૩ કૃષિ : (૧) ખેતર વીઘા (૨) વ્યાપાર જાતિ 155 ૧૦ ઉપરાંત ત્યાગ ૧૦ ઉપરાંત ત્યાગ ૫ ઉપરાંત ત્યાગ ૧૦ ૧૦ ૫ ૧૦ ૫ ત્યાગ અથવા X ૧૦ વાગ્યા પછી ત્યાગ ૧૦ વાગે સુધી ૨ વાર ઉપરાંત ત્યાગ ૨ વાર ૫ ઉપરાંત ત્યાગ ૫ X ૧૦ ઉપરાંત ત્યાગ ૫ ઉપરાંત ત્યાગ ત્યાગ ૧૦ ઉપરાંત ત્યાગ ત્યાગ ૨ ઉપરાંત ત્યાગ ૨ (૩) પરિગ્રહ ઘર ઉપયોગ–૫૦ હજાર ઉપરાંત ત્યાગ ૫૦ હજાર ૨૪ ઉ૫ક૨ણ(ઉપયોગી વસ્તુઓ)-૩૫ઉપરાંતત્યાગ ૩૫ ૨૫ નવા આભૂષણ જાતિ અથવા નંગ ૫ ઉપરાંત ત્યાગ (૫) પ્રશ્ન : આ નિયમ તો ૨૫ છે તો પછી તેને ૧૪ નિયમ શા માટે કહે છે ? ૧૦ X નવ તત્ત્વ ઃ પચ્ચીસ ક્રિયા : ઉત્તર : શ્રાવકના દશમા વ્રતના પાઠમાં ‘દ્રવ્ય આદિ' કહ્યું છે. ૧૪ આદિ સંખ્યા કહી નથી. પરંપરાથી ૧૪ સંખ્યા પ્રચલિત થઈ ગઈ છે. તેથી ૧૪ નિયમના નામથી પ્રસિદ્ધ થઈ ગયા છે. તેથી અહીં પ્રસિદ્ધ નામ જ દેવામાં આવ્યું છે પરંતુ દિનચર્યાના આવશ્યક નિયમોને જોડીને ૨૫ બોલ કર્યા છે. જેના અંતરબોલોના કુલ ૫૦ કોલમ બને છે. નોંધ : બાર વ્રત અને ચૌદ નિયમની નાની પુસ્તકા પણ ઉપલબ્ધ છે. કાયિકી આદિ પાંચ ક્રિયા :– ૧. કાયિકી– શરીરના બાહ્ય સંચારથી. ૩. પ્રાદેષિકી– કષાયોના અસ્તિત્વથી. ૫. પ્રાણાતિપાતિકી– જીવ હિંસા થઈ જવા પર. – ભગવતી આરંભિકી આદિ પાંચ ક્રિયા = ૧. આરંભિકી–હિંસાની પ્રવૃત્તિ અને સંકલ્પથી. પદાર્થ (તત્ત્વ) નવ છે. આ નવ તત્ત્વનું જ્ઞાન તેમજ શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું આવશ્યક અંગ છે. શ્રાવકને આ નવ તત્ત્વનું જ્ઞાન હોવું જ જોઈએ. જેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. (૧) જીવ ઃ– જ્ઞાન, દર્શનયુક્ત તેમજ ઉપયોગ ગુણવાળા, ચેતના લક્ષણવાળા અને સંસાર અવસ્થામાં જન્મ મરણ તેમજ ગમનાગમન રૂપ ગતિ આદિ કરવા– વાળા જીવ દ્રવ્ય છે. જીવ તત્ત્વ અરૂપી છે, શાશ્વત છે, અસંખ્ય પ્રદેશી છે અને સંકોચ વિસ્તાર સ્વભાવવાળા છે અર્થાત્ જેને જેટલું શરીર મળ્યું હોય તેટલામાં આત્માનો સમાવેશ થઈ જાય છે. સંસારી અને સિદ્ધ આ બે તેની મુખ્ય અવસ્થા છે. કથાસાર (૨) અજીવ :– જીવ સિવાયના લોકના સમસ્ત પદાર્થનો અજીવ તત્ત્વમાં સમાવેશ થાય છે. તે રૂપી, અરૂપી બંને પ્રકારના હોય છે. જીવોએ છોડેલું શરીર આદિ રૂપે પણ હોય છે તથા પુદ્ગલના અન્ય વિવિધ રૂપે પણ હોય છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય પણ અરૂપી અજીવ રૂપ છે. તેમાં ચેતના લક્ષણ હોતું નથી. અજીવ સ્વેચ્છાએ ગમનાગમન કરતા નથી. પરપ્રયોગથી અને સ્વભાવથી પુદ્ગલોની ગતિ હોય છે. સ્થૂલ દષ્ટિથી જીવ અજીવ બે દ્રવ્યોમાંજ સમસ્ત પદાર્થો નો સમાવેશ થઈ જાય છે. (૩) પુણ્ય :– નાના મોટા કોઈપણ જીવ, જંતુ, પ્રાણીને સુખ પહોંચાડવું; ભૌતિક શાંતિ સુવિધા આપવી તે પુણ્ય છે. અર્થાત્ મન વચન કાયાથી સુખ પહોંચાડવું, સત્કાર, સન્માન, નમસ્કારથી મનોજ્ઞ વ્યવહાર કરવો, આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન, બિછાના આદિ દઈને સુખ પહોંચાડવું પુણ્ય છે. શાસ્ત્રમાં તેના ૯ ભેદ કહ્યા છે. (૪) પાપ :– કોઈપણ પ્રવૃત્તિથી પ્રાણીઓને દુઃખ પહોંચાડવું તે પાપ છે તેના અઢાર પ્રકાર છે. (૫) આશ્રવ :– આત્મામાં કર્મોની આવક થવાની પ્રવૃત્તિઓને આશ્રવ તત્ત્વ કહેવાય છે. તેના ૨૦ ભેદ કહ્યા છે. (૬) સંવર :– આશ્રવને રોકવાની પ્રવૃત્તિઓ સંવર છે. તેના પણ ૨૦ ભેદ છે. (૭) નિર્જરા :– કર્મોનો વિશેષ ક્ષય કરવાના કાર્યોને નિર્જરા કહેવાય છે. નિર્જરાના ૧૨ પ્રકાર છે જે ૧૨ પ્રકારના તપ પણ કહેવાય છે. તેમાં છ અત્યંતર તપ છે અને છ બાહ્ય તપ છે. (૮) બંધ :– આત્માની સાથે કર્મોનું ચોંટી જવું તે બંધ છે. પ્રકૃતિબંધ આદિ ચાર પ્રકારથી પરિપૂર્ણ બંધ થાય છે. (૯) મોક્ષ :– સંપૂર્ણ કર્મક્ષય થઈને મુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ જાય તે મોક્ષ છે તેના સમ્યગ્ જ્ઞાન આદિ ચાર ઉપાય છે. [વિસ્તૃત જાણકારી માટે નવ તત્ત્વનો થોકડો તેમજ નવ તત્ત્વ વિસ્તાર સંબંધી સાહિત્યનું અધ્યયન કરવું જોઈએ.] શ્રાવકોએ જાણવા યોગ્ય ૨૫ ક્રિયા ૨. અધિકરણિકી– શસ્ત્ર ધારણ કરવાથી. ૪. પરિતાપનિકી– શરીરથી કષ્ટ પહોંચવા પર સૂત્ર, ઠાણાંગ સૂત્ર. ૨. પરિગ્રહિકી– કોઈમાં પણ મોહ મમત્ત્વ રાખવાથી. Page #157 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 156 ૩. માયાપ્રત્યયા— ક્રોધ, માન, માયા, લોભ, કરવાથી અથવા તેના ઉદયથી. ૪. અપ્રત્યાખ્યાનિકી– પદાર્થોનો અથવા પાપોનો ત્યાગ ન કરવાથી. ૫. મિથ્યાત્વ– ખોટી માન્યતા તેમજ ખોટી શ્રદ્ધા, પ્રરૂપણાથી. – ભગવતી સૂત્ર, ઠાણાંગ સૂત્ર દૃષ્ટિજા આદિ આઠ ક્રિયા ઃ = ૧. દષ્ટિજા– કોઈપણ પદાર્થને જોવાથી. ૨. સ્પર્શજા– કોઈપણ ચીજનો સ્પર્શ કરવાથી. ૩. નિમિત્તિકી– કોઈ વસ્તુ અથવા વ્યક્તિના સંબંધમાં વિચારવા, બોલવાથી અથવા સહયોગ કરવાથી. ૪. સામાન્તોપનિપાતિકી– પ્રશંસાની ઇચ્છાથી અથવા પ્રશંસા કરવાથી. ૫. સ્વહસ્તિકી– પોતાના હાથથી કાર્ય કરવાથી. ૬. નેસૃષ્ટિકી– કોઈ પણ વસ્તુ ફેંકવાથી. ૭. આજ્ઞાપનિકી– કોઈ પણ કાર્યની આજ્ઞા દેવાથી. ૮. વિદારણી– કોઈ વસ્તુને ફાડવા–તોડવાથી. –ઠાણાંગ સૂત્ર. અનાભોગ આદિ સાત ક્રિયા ઃ– ૧. અણાભોગ– અજાણપણે પાપ પ્રવૃત્તિ થવાથી. ૩. રાગ પ્રત્યયા– કોઈ પર રાગ ભાવ કરવાથી. ૨. અનવકાંક્ષા— ઉપેક્ષાથી, બેપરવાહ વૃત્તિથી. ૪. દ્વેષ પ્રત્યયા– કોઈપર દ્વેષ ભાવ કરવાથી. ૫. પ્રયોગ–પ્રત્યયા– મન, વચન, કાયાની પ્રવૃત્તિઓથી. ૬. સામુદાનિકી− સામુહિક પ્રવૃત્તિઓથી તેમજ ચિંતનથી. ૭. ઈર્યાપથિકી− વીતરાગી ભગવાનને યોગ પ્રવૃત્તિથી. આ ૫+૫+૮+9 ઊ પચ્ચીસ ક્રિયાઓમાં સૂક્ષ્મ, કરવામાં આવ્યો છે. –ઠાણાંગ સૂત્ર અતિસૂક્ષ્મ તેમજ વિભિન્ન પ્રકારની સ્કૂલ બધી ક્રિયાઓનો સમાવેશ વીતરાગી મનુષ્યોને પોતાની સમસ્ત પ્રવૃત્તિઓમાં ફક્ત ૨૫મી ક્રિયાજ લાગે છે બાકી સંસારી જીવોને ઉ૫૨ કહેલ ૨૪ ક્રિયાઓમાંથી કોઈપણ ક્રિયા લાગતી રહે છે. આ ક્રિયાઓથી હીનાધિક વિભિન્ન માત્રામાં જીવ કર્મબંધ કરે છે એવું જાણીને બનતી કોશિશે આનાથી બચવાનો મોક્ષાર્થીએ પૂરો પ્રયત્ન કરવો જોઈએ. શ્રાવકના ૨૧ ગુણો : ચાર પ્રકારે પ્રથમ પ્રકારે : ૨૧ આદર્શ ગુણો : = શ્રાવકે સામાન્ય કક્ષામાં પણ નિરંતર પ્રગતિશીલ રહેવું જોઈએ તેમજ આ વિશિષ્ટ ગુણોની ઉપલબ્ધિ કરવી જોઈએ. (૧) જીવ અજીવનું જાણકાર થવું. (૨) પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષના સાચા સ્વરૂપનું જ્ઞાતા એટલે જાણકાર થવું. (૩) કર્મબંધ કરાવવાવાળી પચીસ ક્રિયાઓના જાણકાર થવું. (૪) ૧૪ નિયમ(૨૩ નિયમ) હંમેશાં ધારણ કરવા. ત્રણ મનોરથનું હંમેશાં ચિંતન કરવું. (૫) સૂતાને ઉઠતાં સમયે ધર્મ જાગરણ કરે અર્થાત્ આત્મ વિકાસનું ચિંતન કરે. (૬) દઢધર્મી ને પ્રિયધર્મી એવા બને કે તેને દેવપણ ધર્મથી ડગાવી ન શકે. (૭)જીવનમાં દેવ-સહાયતાની આશા ન રાખે,દેવી દેવતાની માનતા ન કરે (૮) પોતાના સિદ્ધાંતમાં કોવિદ યાને પંડિત બને. (૯) દર મહિને ૬-૬ પૌષધ કરે. (૧૦) સમાજમાં પૂર્ણ વિશ્વાસ પાત્ર બનવું તેમજ પ્રતિષ્ઠિત જીવન બનાવવું. (૧૧) તપ તેમજ ક્ષમાની શક્તિનો વિકાશ કરે. (૧૨) દાન શીલના આચરણમાં દરરોજ પ્રગતિ કરે. સંપત્તિનો થોડોક હિસ્સો અનુકંપા દાન આદિમાં વાપરે. (૧૩) કોઈપણ ભિખારી યાચક ને ખાલી ન જવા દે. (૧૪) ગામમાં બિરાજીત સંત સતીજીઓના દર્શન, વંદન આદિ પ્રવૃત્તિ માટે સમય નક્કી કરી રાખવો. (૧૫) આહાર, વસ્ત્ર, મકાન, પાટ, પાત્ર ઔષધ આદિ પદાર્થોનું સુપાત્ર દાન દેવાની ભાવના ભાવવી તેમજ તે સંબંધી નિર્દોષતાનો વિવેક રાખવો. (૧૬) ગંભીર અને સહિષ્ણુ બનવાનો પ્રયત્ન કરે. (૧૭) વ્યાપારને ઘટાડે, સાંસારિક પ્રવૃત્તિઓથી ક્રમશઃ નિવૃત્ત થવાનો પ્રયત્ન કરે. (૧૮) ઉદાસીન વૃત્તિની, વૈરાગ્યની તેમજ ત્યાગ પચ્ચક્ખાણની વૃદ્ધિ કરે. (૧૯) ૧. રાત્રિ ભોજનનો સર્વથા ત્યાગ કરે, ૨. જમીનકંદ– અનંતકાય આદિનો સર્વથા ત્યાગ કરે, ૩. સચિતનો સર્વથા ત્યાગ કરે, ૪. કર્માદાનનો સર્વથા ત્યાગ કરે, તેમજ ૫. મિથ્યાત્વમય પ્રવૃત્તિનો ત્યાગ કરે. આ પાંચ પચ્ચક્ખાણ કરવા માટે શ્રાવકે હંમેશા પ્રયત્નશીલ બનવું જોઈએ. (૨૦) નિવૃત્તિમય સાધનાનો અવસર પ્રાપ્ત કરીને આનંદાદિ શ્રાવકની જેમ પૌષધશાળામાં રહીને શ્રાવક પ્રતિમાઓની આરાધના કરે. અવસર પ્રાપ્ત થવા પર સંયમ ગ્રહણ કરવાની તૈયારી રાખે. (૨૧) ત્રીજા મનોરથને પૂર્ણ કરવાનો અવસર જાણીને સાવધાની પૂર્વક સ્વતઃ સંથારાનો, પંડિત મરણનો સ્વીકાર કરે. દ્વિતીય પ્રકારે : ૨૧ ગુણો ઃ : ૧. શ્રાવક નવ તત્ત્વ, ૨૫ ક્રિયાના જાણકાર હોય. ૨. ધર્મની કરણીમાં કોઈની સહાય વાંછે નહી. ૩. કોઈના દ્વારા ચલાયમાન કરવા છતાં ધર્મથી ચલિત થાય નહીં. ૪. જિનધર્મમાં શંકા, કાંક્ષા, વિતિગિચ્છા કરે નહીં. ૫. લક્રિયદા, ગહિયદા, પુચ્છિયદા, વિણિચ્છિયદા હોય, જે સૂત્ર-અર્થરૂપ જ્ઞાનને ધારણ કર્યું છે તેનો નિર્ણય કરે, પ્રમાદ કરે નહીં. ૬. હાડ–હાડની મજ્જામાં ધર્મના રંગથી રંગાયમાન રહે. ૭. મારૂં આયુષ્ય અસ્થિર છે જિનધર્મ સાર છે, એવી ચિંતવના કરે. ૮. સ્ફટિક રત્ન જેવા નિર્મળ રહે, ફૂડ-કપટ રાખે નહિ. ૯. ઘરના દરવાજા દાન માટે સદાય ખુલ્લા રાખે. ૧૦. મહિનામાં છ–છ પૌષધ કરે બે આઠમ, બે ચૌદસ, બે પાખી. ૧૧. શ્રાવકજી રાજાનાં અંતઃપુરમાં, રાજાના ભંડારમાં કે સાહુકારની દુકાનમાં જાય તો પ્રતીતકારી હોય. ૧૨. ગ્રહણ કરેલા વ્રત પ્રત્યાખ્યાન નિર્મળ પાળે, દોષ લગાડે નહીં. ૧૩. ચૌદ પ્રકારના નિર્દોષ પદાર્થ સાધુ-સાધ્વીને વહોરાવે. ૧૪. ધર્મનો ઉપદેશ આપે, પ્રમાદ કરે નહીં. ૧૫. શ્રાવકજી સદા ત્રણ મનોરથનું ચિંતન કરે, પ્રમાદ કરે નહીં. Page #158 -------------------------------------------------------------------------- ________________ jain 157 ૧૬. ચારે તીર્થના ગુણગ્રામ કરે, અન્યતીર્થના ગુણગ્રામ કરે નહીં. ૧૭. સૂત્ર–સિદ્ધાંત સાંભળે પરંતુ પ્રમાદ કરે નહીં. ૧૮. કોઈ નવો માણસ ધર્મ પામ્યો હોય તેને યોગ્ય સહાય કરે, જ્ઞાન શીખવે. ૧૯. ઉભય સંધ્યા કાલ પ્રતિક્રમણ કરે, પ્રમાદ કરે નહીં. ૨૦. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખે, વૈર–વિરોધ કોઈથી રાખે નહીં. ૨૧. શક્તિ પ્રમાણે તપસ્યા અવશ્ય કરે અને જ્ઞાન શીખવામાં પરિશ્રમ કરે. તૃતીય પ્રકારે : ૨૧ લક્ષણ : ૧. અલ્પ ઇચ્છા- ઇચ્છા-તૃષ્ણાને ઓછી કરવાવાળો હોય.૨. અલ્પ આરંભી– હિંસાકારી પ્રવૃત્તિઓને ઓછી કરવાવાળો હોય. ૩. અલ્પ પરિગ્રહી– પરિગ્રહને ઓછો કરવાવાળો હોય.૪. સુશીલ– આચારવિચારની શુદ્ધતા રાખવાવાળો શીલવાન હોય. ૫. સુવ્રતી– ગ્રહણ કરેલા વ્રતોનું શુદ્ધતાપૂર્વક પાલન કરવાવાળો હોય. ૬. ધર્મનિષ્ઠ– ધર્મ કાર્યોમાં નિષ્ઠા રાખવાવાળો હોય. ૭. ધર્મપ્રવૃત્તિ– મન વચન કાયાથી ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કરવાવાળો હોય. ૮. કલ્પ ઉગ્રવિહારી– ઉપસર્ગ આવવા પર પણ મર્યાદાની વિરુદ્ધ કાર્ય ન કરવાવાળો હોય. ૯. મહાસંવેગ– નિવૃત્તિ માર્ગમાં લીન રહેવાવાળો હોય. ૧૦. ઉદાસીન– સંસારની પ્રવૃત્તિઓ પ્રત્યે ઉદાસીનતા રાખવાવાળો હોય. ૧૧. વૈરાગ્યવાન– આરંભ–પરિગ્રહને છોડવાની ઈચ્છા રાખવાવાળો હોય.૧૨. એકાંતઆર્ય– નિષ્કપટી, સરળ સ્વભાવી હોય. ૧૩. સમ્યગમાર્ગી– સભ્યજ્ઞાન–દર્શન–ચારિત્રના માર્ગપર ચાલવાવાળો હોય. ૧૪. સુસાધુ- આત્મસાધના કરવાવાળો હોય. ૧૫. સુપાત્ર- સદ્ગુણ તેમજ સમ્યગ્ જ્ઞાનને સુરક્ષિત રાખવાવાળો હોય. ૧૬. ઉત્તમ– સદ્ગુણોથી યુક્ત તેમજ સદ્ગુણાનુરાગી હોય. ૧૭. ક્રિયાવાદી– શુદ્ધ ક્રિયા કરવાવાળો હોય.૧૮. આસ્તિક– દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન આસ્થાવાન હોય. ૧૯. આરાધક– જિનાજ્ઞા અનુસાર ધર્મની આરાધના કરવાવાળો હોય.૨૦. પ્રભાવક– જિન શાસનની પ્રભાવના કરવાવાળો હોય. ૨૧. અરિહંત શિષ્ય– અરિહંત ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભક્તિ કરવાવાળો તેમજ તેમણે બતાવેલા માર્ગ પર ચાલવાવાળો હોય. ચતુર્થ પ્રકારે : ૨૧ ગુણો : ૧. અશુદ્ર– ગંભીર સ્વભાવી હોય. ૨. રૂપવાન– સુંદર, તેજસ્વી અને સશક્ત શરીરવાળો હોય. ૩. પ્રકૃતિ સૌમ્ય– શાંત, દાંત, ક્ષમાવાન અને શીતલ સ્વભાવી હોય. ૪. લોકપ્રિય– ઇહલોક પરલોકના વિરુદ્ધ કાર્ય કરવાવાળો ન હોય.૫. અક્રૂર- ક્રૂરતા રહિત, સરળ તેમજ ગુણગ્રાહી હોય. ૬. ભીરુ— લોક અપવાદ, પાપકર્મ તેમજ અનીતિથી ડરવાવાળો હોય.૭. અશઠ– ચતુર તેમજ વિવેકવાન હોય. ૮. સુદક્ષિણ– વિચક્ષણ તેમજ અવસરનો જાણકાર હોય.૯. લજ્જાળુ– કુકર્મો પ્રત્યે લજ્જાશીલ હોય. ૧૦. દયાળુ– પરોપકારી તેમજ બધા જીવો પ્રત્યે દયાશીલ હોય. ૧૧. મધ્યસ્થ− અનુકૂળતા, પ્રતિકૂળતામાં સમભાવ રાખવાવાળો હોય.૧૨. સુદષ્ટિ- પવિત્ર દષ્ટિવાળો હોય. ૧૩. ગુણાનુરાગી— ગુણોનો પ્રેમી તેમજ પ્રશંસક હોય.૧૪. સુપક્ષયુક્ત– ન્યાય અને ન્યાયીનો પક્ષ લેવાવાળો હોય. ૧૫. સુદીર્ઘદષ્ટિ- દૂરગામી દષ્ટિવાળો હોય. ૧૬. વિશેષજ્ઞ– જીવાદિ તત્ત્વોનો તેમજ હિત અહિતનો શાતા હોય. ૧૭. વૃદ્ધાનુગ– ગુણવૃદ્ધ તેમજ વયોવૃદ્ધનો આશાપાલક હોય.૧૮. વિનીત– ગુણીજનો, ગુરુજનો પ્રત્યે વિનમ્ર હોય. ૧૯. કૃતજ્ઞ– ઉપકારને ભૂલવાવાળો ન હોય. ૨૦. પરહિત કર્તા– મન, વચન, કાયાથી બીજાઓનું હિત કરવાવાળો હોય. ૨૧. લબ્ધલક્ષ્ય- લક્ષ્ય પ્રાપ્તિને માટે અધિકાધિક શાસ્ત્રોનું જ્ઞાન કરવાવાળો હોય. નોટ અલગ–અલગ અપેક્ષાથી ભિન્નભિન્ન પ્રકારે ૨૧ ગુણોનું સંકલન કર્યું છે. ઔષધ ઉપચારમાં વિવેક કથાસાર રોગનાં ઉદયમાં,અશાતામાં શ્રાવકોએ ભયભીત અને આત્યંત ન થતાં, પૂર્વ કર્મનો ઉદય જાણી ઉપચારમાં પણ અહિંસક રહેવું જોઈએ. કોડ લીવર ઓઈલ(માછલીનું તેલ), લસણ, ઘઉંનાં જવારાનો રસ .બીટ,ગાજર.જેવા અતિ પાપમય ઉપચારો ન કરવા જોઈએ. અને પોતાનો અનુકંપાનો ભાવ કાયમ રાખવો જોઈએ. મોટી ઉમરેં તો પોતાના ત્રીજા મનોરથનો અવસર જાણી એ દિશામાં આગળ વધવુ જોઈએ. ॥ શ્રાવકાચાર સંબંધી પરિશિષ્ટો સંપૂર્ણ નિગ્રંથ સ્વરૂપઃ ૬ નિયંઠા [ભગવતી સૂત્ર : શતક–૨૫, ઉદ્દેશક–૬] સંક્ષિપ્ત પરિચય : આ ઉદ્દેશકમાં છ પ્રકારના નિગ્રંથોનું સ્વરૂપ ૩૬ દ્વારના માધ્યમથી કર્યું છે. નિગ્રંથ :- રાગ દ્વેષાદિ ગ્રંથિથી જે રહિત હોય, તે ગ્રંથિનો નાશ કરવા માટે જે પુરુષાર્થશીલ હોય, તે નિગ્રંથ કહેવાય છે, તે સર્વવિરતિ સાધુ હોય છે. તેની વિવિધ અવસ્થાઓના આધારે શાસ્ત્રકારે તેના છ પ્રકાર કહ્યા છે. (૧) પુલાક : પુલાક નામની લબ્ધિના પ્રયોગથી મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ સેવન કરીને જે પોતાના ચારિત્રને શાળના પૂળાની જેમ નિઃસાર બનાવી દે છે, તેને પુલાક કહે છે. તે નિગ્રંથ સંઘ કે શાસન પર કોઈ આપત્તિ આવે ત્યારે લબ્ધિના પ્રયોગથી ચક્રવર્તીને પણ શિક્ષા આપી શકે છે, દંડિત કરી શકે છે અને તે નિગ્રંથ, પુલાક લબ્ધિના પ્રયોગ દ્વારા અંતર્મુહૂર્તમાં આપત્તિનું નિવારણ કરી શકે છે. તે નિગ્રંથનું ગુણ સ્વરૂપ પાણીથી ભરેલી મશકનું મુખ ખોલી નાખવા સમાન છે. જે રીતે મશકનું મુખ ખોલતાની સાથે જ પાણી શીઘ્રતાથી બહાર નીકળી જાય છે, તે જ રીતે પુલાક લબ્ધિ પ્રયોગના સમયે તેના સંયમપર્યવોનો શીઘ્રતાથી હ્રાસ થાય છે. જો Page #159 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 158 અંતર્મુહૂર્તમાં જ તેની આલોચના વગેરે કરીને શુદ્ધ થઈ જાય તો કષાયકુશીલ નિગ્રંથપણું પામે છે, અન્યથા ખાલી મશકની જેમ તે અસંયમ અવસ્થાને પામે છે. (૨) બકુશ :– સંયમ સ્વીકાર્યા પછી માનસિક શિથિલતાથી, અસહનશીલતાથી કે શરીરની આસક્તિથી ચારિત્ર પાલનમાં પ્રમાદનું સેવન કરતાં ઉત્તરગુણમાં દોષોનું સેવન કરીને જે સાધુ પોતાના ચારિત્રને શબલ એટલે કાબર ચિતરું બનાવી દે છે તેને બકુશ કહે છે. તે સાધુ પોતાના શરીરની કે ઉપકરણોની વિભૂષા કરવા અનેક પ્રકારે દોષોનું સેવન કરે છે. બકુશ નિગ્રંથનું સ્વરૂપ પાણીની ટાંકીમાં તિરાડોની સમાન છે. ટાંકીમાં ઉપરથી પાણી ભરાઈ રહ્યું હોય અને નાની નાની તિરાડમાંથી પાણી બહાર વહી રહ્યું હોય, તે સમયે તિરાડ નાની નાની હોવાથી પાણી ભરવાનું ચાલુ હોવાથી પાણીનું સંરક્ષણ અને વિતરણ બંને કાર્યવાહી ચાલે છે. વ્યક્તિ જો તેની ઉપેક્ષા કરે, તિરાડ મોટી થઈ જાય અને પાણીની જાવક વધી જાય તો કાર્ય અટકી જાય છે. તે જ રીતે બકુશ નિગ્રંથ ઉત્તરગુણમાં દોષસેવન કરે છે છતાં જ્ઞાનાદિની આરાધના ચાલુ હોવાથી તેના સંયમ પર્યાવો જળવાઈ રહે છે અને જીવનપર્યંત પણ આ પરિસ્થિતિ ટકી શકે છે પરંતુ મોટી તિરાડની જેમ જો દોષસેવનની માત્રા વધી જાય, અશુભલેશ્યાના પરિણામો આવી જાય તો તે અસંયમભાવને પામે છે. = કુશીલ :– મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવનથી અથવા સંજ્વલન કષાયના ઉદયથી જેનું ચારિત્ર દૂષિત થયું હોય તેને કુશીલ કહે છે. તેના બે ભેદ છે– પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ. (૩) પ્રતિસેવનાકુશીલ :– પ્રમાદ આદિના નિમિત્તથી મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષનાં સેવનથી જે પોતાના ચારિત્રને દૂષિત બનાવે, તેને પ્રતિસેવનાકુશીલ કહે છે. તે પાણીની ટાંકીમાં છિદ્ર પડવા સમાન છે. જે રીતે છિદ્રને ટૂંક સમયમાં પૂરી દેવામાં આવે, તો કાર્યવાહી યથાવત્ ચાલતી રહી શકે પરંતુ બેદરકારીથી છિદ્ર મોટું થઈ જાય, તો પાણી શીઘ્ર ખાલી થઈ જાય છે. તે જ રીતે આ નિગ્રંથ પણ દોષસેવનની મર્યાદામાં રહે, યથાસમય દોષ શુદ્ધિનું કે પ્રાયશ્ચિત્તનું લક્ષ્ય રાખે ત્યાં સુધી તેનો સંયમભાવ રહે છે અન્યથા દોષસેવનની મર્યાદાનું ઉલ્લંઘન કરે, શુદ્ધિનું કે પ્રાયશ્ચિત્તનું લક્ષ્ય ન રાખે અથવા અશુભ લેશ્યાના પરિણામો આવી જાય તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે. (૪) કષાયકુશીલ -- તે સાધુ મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરતા નથી. તે મહાવ્રત, સમિતિ, ગુપ્તિનું યથાર્થ પાલન કરે છે. તેમ છતાં માત્ર સંજ્વલન કષાયના ઉદયના કારણે જેનું ચારિત્ર કંઈક અંશે દૂષિત થાય છે તેને કષાયકુશીલ કહે છે. (૫) નિગ્રંથ :– રાગ દ્વેષની ગ્રંથીનો સર્વથા ઉપશમ અથવા ક્ષય થયો હોય તેવા છદ્મસ્થ વીતરાગી સાધકને નિગ્રંથ કહે છે. તેમાં અગિયારમું અને બારમું બે ગુણસ્થાન હોય છે. અગિયારમા ગુણસ્થાને ઉપશાંત વીતરાગ અને બારમા ગુણસ્થાને ક્ષીણ વીતરાગ હોય છે. (૬) સ્નાતક :– · જેનું ચારિત્ર અખંડ છે, જે ચાર ઘાતિકર્મથી રહિત છે, તેવા કેવળી ભગવાનને સ્નાતક કહે છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે. આ રીતે છ પ્રકારના નિગ્રંથો ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામી હોય છે. સૂત્રકારે તેના ભેદ–પ્રભેદ વગેરેનું ૩૬ દ્વારથી વિસ્તૃત વર્ણન કર્યું છે. પ્રત્યેક નિગ્રંથના પાંચ-પાંચ ભેદ : નિગ્રંથ :મિથ્યાત્વાદિ આપ્યંતર ગ્રંથી અને ધન-ધાન્યાદિ બાહ્ય ગ્રંથિથી રહિત સર્વ વિરત શ્રમણોને નિગ્રંથ કહે છે. ચારિત્ર મોહનીયકર્મના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે છ ભેદોમાં તેનું વર્ણન આ પ્રમાણે છે– (૧) પુલાક :– શાળ—ચોખાના પૂળામાં સારભાગ અલ્પ અને ઘાસ, માટી આદિ નિઃસાર ભાગ અધિક હોય, તેમ જેના ચારિત્રમાં સાર ભાગ અલ્પ અને નિઃસાર ભાગ અધિક હોય તેને પુલાક કહે છે. સંયમ પ્રાપ્તિના સમયે સાધક, કષાય કુશીલ નિયંઠાને પ્રાપ્ત થાય છે. તેની સંયમ સાધનાથી સંયમ પર્યાયોની વૃદ્ધિ થાય અને નવ પૂર્વના જ્ઞાનની પ્રાપ્તિ થાય, ત્યાર પછી નિર્દોષ ચારિત્રનું પાલન કરનાર કેટલાક સાધકોને પુલાક નામની લબ્ધિ પ્રગટ થાય છે. તે સાધુ કોઈ આવશ્યક પ્રસંગે અથવા જ્ઞાન, દર્શનાદિ પ્રયોજનથી તે લબ્ધિનો પ્રયોગ કરે છે. લબ્ધિપ્રયોગ અવસ્થામાં અંતર્મુહૂર્ત માટે તેને પુલાક નિગ્રંથ કહે છે. આ નિગ્રંથ, ચતુર્વિધ સંઘ આદિ પર આવેલી આપત્તિને દૂર કરવા માટે અન્ય કોઈ માર્ગ ન હોય, ત્યારે અનિવાર્ય સંયોગોમાં લબ્ધિ પ્રયોગ દ્વારા ચક્રવર્તી, રાજા આદિને પણ ભયભીત કરી શકે છે, દંડ આપી શકે છે. તેના સંયમમાં મૂળગુણ પ્રતિસેવના અને ક્યારેક ઉત્તરગુણ પ્રતિસેવના પણ થાય છે. લબ્ધિ પ્રયોગ સમયે આવેશ, અક્ષમાભાવ વગેરે અનેક નાના—મોટા દોષ સેવનથી તેનું ચારિત્ર નિઃસાર થઈ જાય છે. લબ્ધિ પ્રયોગના અંતર્મુહૂર્તમાં જો તે સાધુ લબ્ધિથી નિવૃત્ત થઈ જાય તો કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે અને જો નિવૃત્ત ન થાય તો અસંયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. લબ્ધિપ્રયોગના પ્રયોજનોના આધારે પુલાકના પાંચ પ્રકાર છે. જ્ઞાનપુલાક :– જ્ઞાન− અધ્યયનના વિષયમાં કોઈ દ્વારા કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય, યથા- રાજ્યમાં રાજા આદિ જ્ઞાનપ્રાપ્તિમાં બાધક બનતા હોય, ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે પુલાક લબ્ધિનો પ્રયોગ કરે, તેને જ્ઞાનપુલાક કહે છે. દર્શનપુલાક :– દર્શન અર્થાત્ શ્રદ્ધા, પ્રરૂપણાના વિષયમાં કોઈ દ્વારા, કોઈ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય, તે પરિસ્થિતિને દૂર કરવા માટે લબ્ધિ પ્રયોગ કરે છે, તેને ‘દર્શનપુલાક’ કહે છે. = = રાજાદિ ચારિત્રપાલનમાં વિક્ષેપ કરે, કોઈ ઉપદ્રવાદિ કરે, ત્યારે તે પરિસ્થિતિમાં પુલાકલબ્ધિનો પ્રયોગ કરે તેને ચારિત્રપુલાક ચારિત્ર પુલાક કહે છે. લિંગ પુલાક :– જૈન શ્રમણની આવશ્યક વેશભૂષા અને ઉપધિના વિષયમાં કોઈ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય, ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે લબ્ધિ પ્રયોગ કરે, તેને લિંગપુલાક કહે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ jain 159 કથાસાર યથાસૂક્ષ્મ પુલાક :– અન્ય વિવિધ કારણોથી, સંઘ અથવા સાધુ, શ્રાવક, દીક્ષાર્થી આદિ કોઈ વ્યક્તિ પર આવેલી વિકટ પરિસ્થિતિના નિવારણ માટે પુલાક લબ્ધિનો પ્રયોગ ક૨ે તે યથાસૂક્ષ્મ પુલાક કહેવાય છે. ‘પુલાક’ નામ જ પુલાક લબ્ધિપ્રયોગને સૂચિત કરે છે. તેના પ્રત્યેક ભેદમાં પુલાકલબ્ધિનો પ્રયોગ અવશ્ય થાય છે. તેમજ તેની લેશ્યા, સ્થિતિ, ગતિ, ભવ, આકર્ષ, અંતર, પ્રતિસેવના, લિંગ, સંયમપર્યવો, સમુદ્દાત આદિ દ્વારના વર્ણનથી સ્પષ્ટ છે કે પુલાક નિગ્રંથ લબ્ધિ પ્રયોગના સમયે જ હોય છે. મૂળપાઠમાં પણ પુલાકના પાંચ ભેદ પુલાક લબ્ધિથી સંબંધિત છે. (૨) બકુશ :– બકુશ અર્થાત્ શબલ-કાબર ચિતરું—ચિત્રવિચિત્ર. જેનું ચારિત્ર, દોષસેવન રૂપ અશુદ્ધિથી મિશ્રિત હોય તેને બકુશ નિગ્રંથ કહે છે. દોષસેવનના નિમિત્તથી તેના બે ભેદ છે. શરીરબકુશ અને ઉપકરણ બકુશ. = ૧. શરીર બકુશ :– શરીરની શોભા વિભૂષાને માટે હાથ, પગ, મુખ આદિ સાફ કરે, આંખ, કાન, નાક આદિનો મેલ દૂર કરે, નખ, કેશ આદિ અવયવોને સુસજ્જિત કરે, દાંત આદિને રંગે, ઇત્યાદિ પ્રવૃત્તિના સેવનથી જે શ્રમણ કાયગુપ્તિથી રહિત હોય, તે શરીર બકુશ છે. ૨. ઉપકરણ બકુશ :– સંયમી જીવનના આવશ્યક ઉપકરણોની આસક્તિથી તેની શોભા વિભૂષામાં પ્રવૃત્તિશીલ બને, અકાલમાં વસ્ત્ર, પાત્રાદિ વારંવાર એ રંગે, નિષ્કારણ પાત્રાદિ પર રોગાન લગાવે, અવનવી ડીઝાઈનો કરે, ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરે, તેને ઉપકરણ બકુશ કહે છે. આ બંને પ્રકારના બકુશ ઋદ્ધિ અને યશના કામી હોય છે. તે સતત શાતાની જ કામના કરે છે, તેથી તે સાધુ જીવનના કર્તવ્ય અનુષ્ઠાનોમાં પૂર્ણ સાવધાન રહી શકતા નથી. તે નિગ્રંથો મૂળગુણમાં દોષનું સેવન કરતા નથી. તેની દોષની પ્રવૃત્તિ, ઉત્તર ગુણની સીમા પર્યંતની જ હોય છે અને તે શિથિલ માનસિક વૃત્તિથી જન્મેલી હોય છે. જો દોષનું સેવન ક્રમશઃ વધતું જાય અને મૂળગુણની વિરાધના કરે તો પ્રતિસેવના કુશીલ અથવા અસંયમભાવને પ્રાપ્ત કરે છે. જો દોષની શુદ્ધિ કરી લે તો કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે. અથવા સૂક્ષ્મદોષોની પ્રવૃત્તિ ચાલુ રાખે અને સંયમ આરાધનામાં તત્પર બની જાય તો જીવનપર્યંત બકુશપણે રહી શકે છે. બંને પ્રકારના બકુશના પાંચ પ્રકાર છે— આભોગ બકુશ :– સંયમ વિધિ, શાસ્ત્રાજ્ઞા તેમજ દોષ પ્રવૃત્તિઓના પરિણામને જાણવા છતાં શિથિલવૃત્તિથી અને બેદરકારીથી દોષસેવન કરે તે આભોગ બકુશ છે. અનાભોગ બકુશ :– જે સંયમ વિધિ કે શાસ્ત્રાજ્ઞાને જાણ્યા વિના, પોતાની પ્રવૃત્તિના સારાસારનો વિચાર કર્યા વિના અનુકરણવૃત્તિથી, દેખાદેખીથી તથાપ્રકારના સંગથી દોષનું સેવન કરે છે તે અનાભોગ બકુશ છે. સંવૃત્ત બકુશ :– ગુપ્ત રીતે દોષ સેવન કરે કે કોઈ પણ બકુશ પ્રવૃત્તિ કરે, તે સંવૃત્ત બકુશ છે. અસંવૃત્ત બકુશ :– દુઃસાહસથી, શરમ કે સંકોચ વિના પ્રગટ રૂપે દોષ સેવન કરે, તે અસંવૃત્ત બકુશ છે. યથાસૂક્ષ્મ બકુશ :- જે આળસ, નિદ્રા, પ્રમાદાદિના કારણે સાધુ સમાચારીના પાલનમાં ઉત્સાહ રહિત, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત, અનાવશ્યક પદાર્થોનું સેવન કરનાર ઇત્યાદિ અનેક રીતે દોષ સેવન કરે, તે યથાસૂક્ષ્મબકુશ છે. સંક્ષેપમાં જે પ્રવૃત્તિઓથી વિનય, વૈરાગ્ય, ઇન્દ્રિય દમન, ઇચ્છાનિરોધ, જ્ઞાન, તપ આદિ સંયમ ગુણોમાં અવરોધ થાય તેવી પ્રવૃત્તિઓ કરનાર યથાસૂક્ષ્મ બકુશ કહેવાય છે. કુશીલ । : મૂળ અથવા ઉત્તરગુણોમાં દોષ લગાડવાથી તથા સંજ્વલન કષાયથી જેનું ચારિત્ર દૂષિત હોય, તેને કુશીલ કહે છે. તેના બે ભેદ છે– પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ. (૩) પ્રતિસેવના કુશીલ :- સકારણ મૂળગુણ અથવા ઉત્તરગુણમાં અમુક મર્યાદા સુધીનું દોષસેવન કરનાર પ્રતિસેવના કુશીલ કહેવાય છે. આ પ્રકારના નિગ્રંથમાં કોઈ પ્રકારની લાચારી, અસહ્ય સ્થિતિ અથવા ક્યારેક પ્રમાદ, કુતૂહલ, અભિમાન, અધૂરી સમજણ આદિ દોષસેવનનું કારણ હોય છે અથવા જ્ઞાન આદિ પાંચના નિમિત્તે દોષસેવન થાય છે. આ પ્રકારના નિગ્રંથનું દોષસેવન બકુશના દોષો કરતા અધિક પણ હોય છે. બકુશના દોષસેવનનું કારણ મુખ્યત્વે શિથિલવૃત્તિ અને આસક્તિ છે. જ્યારે પ્રતિસેવના કુશીલમાં દોષની માત્રા અધિક હોવા છતાં મુખ્યત્વે તેનું કારણ અસહ્ય પરિસ્થિતિ કે ક્ષેત્ર કાલની વિશેષ પરિસ્થિતિ હોય છે. તેથી તેના ઉત્કૃષ્ટ સંયમ પર્યવો બકુશથી અધિક હોય છે. બકુશ લાગેલા દોષની શુદ્ધિ કરે, તો તે કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે. જો દોષસેવનની પ્રવૃત્તિ ચાલુ હોય અને તેની સાથે સંયમ આરાધનામાં તત્પર હોય, તો આ નિગ્રંથ જીવનપર્યંત પણ રહી શકે છે પરંતુ જો દોષનું પ્રમાણ ક્રમશઃ વધતુ જાય અને તેની શુદ્ધિ ન કરે તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે. પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ આ ત્રણે નિયંઠામાં ત્રણ શુભ લેશ્યા જ હોય છે. તેમાં અશુભ લેશ્યાના પરિણામો ક્ષમ્ય નથી. દોષસેવન સાથે જો પરિણામો અશુભ થઈ જાય તો તે નિગ્રંથપણાના ભાવથી ચ્યુત થઈ અસંયમભાવને પ્રાપ્ત કરે છે. પ્રતિસેવનાકુશીલના પણ પાંચ પ્રકાર છે— જ્ઞાન પ્રતિસેવના કુશીલ :– જ્ઞાન ભણતાં, ભણાવતાં કે પ્રચારાદિ કરવા માટે મૂળગુણમાં કે ઉત્તરગુણમાં દોષસેવન કરે, યથા— પુસ્તકો ખરીદવા, છપાવવા વગેરે. જ્ઞાનાદિથી આજીવિકા ચલાવે તે પણ જ્ઞાન પ્રતિસેવના કુશીલ કહેવાય છે. દર્શન પ્રતિસેવના કુશીલ :– શુદ્ધ શ્રદ્ધાની પ્રાપ્તિ માટે, તેના પ્રચારાદિ માટે દોષસેવન કરે તે દર્શનપ્રતિસેવનાકુશીલ છે. = = ચારિત્ર પ્રતિસેવના કુશીલ :– ચારિત્રની પ્રવૃત્તિઓનું પાલન કરવા કે કરાવવા માટે દોષસેવન કરે, યથા– ચારિત્રપાલનનું સાધન શરીર છે, શરીર સશક્ત હશે તો ચારિત્રપાલન વિશેષ થશે તે દૃષ્ટિકોણથી શરીર માટે દોષસેવન કરે તે ચારિત્ર પ્રતિસેવનાકુશીલ છે. લિંગ પ્રતિસેવના કુશીલ :- લિંગના વિષયમાં અર્થાત્ સાધુની વેશભૂષાના નિમિત્તે તથા સાધુલિંગના આવશ્યક ઉપકરણ, વસ્ત્ર, પાત્ર, રજોહરણ આદિના નિમિત્તે દોષસેવન કરે તે લિંગ પ્રતિસેવના કુશીલ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 160 યથાસૂમ પ્રતિસેવના કુશીલ – પૂર્વોક્ત ચાર કારણ સિવાય અન્ય કારણે અર્થાતુ પૌદ્ગલિક સુખની લાલસાથી, કષ્ટ સહન ન થવાથી, ઇચ્છાપૂર્તિ માટે, માનાદિ કષાયોના પોષણ માટે અથવા કોઈના દબાણથી મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષસેવન કરે, તે યથાસૂમ પ્રતિસેવના કુશીલ છે. આ રીતે પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ, તે ત્રણે નિયંઠા પ્રતિસેવી છે, દોષ સેવી છે, તેમાં છઠું અને સાતમું બે જ ગુણસ્થાન હોય છે, શેષ ત્રણ નિયંઠા અપ્રતિસેવી છે. પુલાકમાં એક છઠ્ઠ ગુણસ્થાન જ હોય છે. (૪) કષાય કુશીલ – સંજવલન કષાયના પ્રગટ કે અપ્રગટ ઉદયથી જેનું ચારિત્ર કંઈક અંશે મલિન બને છે તેને કષાય કુશીલ કહે છે. તે નિગ્રંથ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિમાં કિંચિત્ પણ અતિચાર કે અનાચાર રૂપ દોષ સેવન કરતા નથી. સંયમ પ્રાપ્તિના સમયે અવશ્ય કષાય કુશીલ નિગ્રંથપણું જ હોય છે. બીજા નિયંઠા ત્યાર પછી પ્રાપ્ત થાય છે. સાધક જીવનમાં ક્યારેક કોઈપણ નિમિત્તથી કષાયનો ઉદય થાય પરંતુ તે તુરંત જ ઉપશાંત થઈ જાય તો જ કષાય કુશીલ નિગ્રંથપણું રહે છે. જો કષાયની કાલમર્યાદા વધી જાય તો કષાય કુશીલપણું રહેતું નથી. આ નિગ્રંથમાં ૬,૭,૮,૯,૧૦ આ પાંચ ગુણસ્થાન હોય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં કષાયનો ઉદય પ્રગટ જણાય છે. પરંતુ સાતમાથી દશમા ગુણસ્થાન સુધી અપ્રગટપણે કષાયનો ઉદય હોય છે. આ નિગ્રંથના પણ પાંચ પ્રકાર છે. જ્ઞાન કષાય કુશીલ:– જ્ઞાન ભણતા કે જ્ઞાન પ્રેરણા, પ્રચારાદિ કાર્ય કરતાં પ્રમત્ત દશાના કારણે સંજ્વલન કષાયની પ્રગટ અવસ્થા આવી જાય તો તેને જ્ઞાનકષાય કુશીલ કહે છે. દર્શન કષાય કુશીલ - દર્શન–શ્રદ્ધાગમ્ય વિષયોને સમજવા, સમજાવવામાં ક્યારેક પ્રગટ કષાયનો ઉદય થઈ જાય તેને દર્શન કષાય કુશીલ કહે છે. ચારિત્ર કષાય કુશીલ - ચારિત્રનું પાલન કરતા, કરાવતા અથવા વૈયાવચ્ચ આદિ કરતાં, પ્રમાદવશ પ્રગટ કષાયનો ઉદય થઇ જાય તો તેને ચારિત્રકષાય કુશીલ કહે છે. લિંગ કષાય કુશીલ - શુદ્ધ લિંગ, વેષભૂષા, ઉપકરણાદિના નિમિત્તે પ્રમાદવશ સંજ્વલન કષાયનો પ્રગટ ઉદય થાય, તેને લિંગ કષાય કુશીલ કહે છે. યથાસૂક્ષ્મ કષાય કુશીલ – પૂર્વોક્ત ચાર કારણ સિવાય અપ્રગટરૂપે અને ક્યારેક પ્રગટરૂપે કષાયનો ઉદય થઈ જાય. જેમ કે ઇચ્છા કે આજ્ઞા વિરુદ્ધ કાર્ય થવાથી, અનુકૂળ વાતાવરણ ન હોવાથી, કોઈની ક્ષતિ સહન ન થવાથી કષાય થઈ જાય, તેને યથાસૂમકષાય કુશીલ કહે છે. આ નિગ્રંથનો કષાય જો સંજ્વલનની કોટિથી વધી જાય તો તે અન્ય નિગ્રંથપણાને અથવા અસંયમ ભાવને પ્રાપ્ત કરે છે. (૫) નિગ્રંથ :- રાગદ્વેષની ગ્રંથિથી સર્વથા રહિત હોય તેને નિગ્રંથ કહે છે. અહીં ૧૧મા,૧૨માં ગુણસ્થાનવર્તી વીતરાગ સાધકને | નિગ્રંથ કહ્યા છે. તેમાં કોઈ પણ પ્રકારના દોષસેવન કે કષાયના ઉદયની સંભાવના નથી. તે સાધક કષાયનો ઉદય ન હોવાથી વીતરાગ અને જ્ઞાનાવરણીયાદિ શેષ ઘાતકર્મનો ઉદય હોવાથી તે છાસ્થ હોય છે અર્થાત્ છઘસ્થ વીતરાગને નિગ્રંથ કહે છે. પૂર્વના ચાર નિગ્રંથોના પાંચ-પાંચ ભેદની શૈલીનું અનુકરણ કરીને સૂત્રકારે નિગ્રંથના પણ પાંચ ભેદ કર્યા છે. તેના ભેદનું કારણ દોષસેવન કે કષાયાદિ નથી. તેમ છતાં આ નિગ્રંથાવસ્થા અશાશ્વત છે. તેથી સર્વનિગ્રંથોની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર થાય છે. પ્રથમ સમયવર્તી નિગ્રંથ :- ક્યારેક આખા લોકમાં એક પણ નિગ્રંથ ન હોય અને નવા જે શ્રમણો નિગ્રંથ અવસ્થાને પ્રાપ્ત કરે તે સર્વ પ્રથમ સમયવર્તી નિગ્રંથો હોય છે. અપ્રથમ સમયવર્તી નિગ્રંથ :- ક્યારેક નવા કોઈ પણ સાધુ નિગ્રંથપણાને પ્રાપ્ત કરતા ન હોય તો, તે સર્વનિગ્રંથો અપ્રથમસમય વર્તી જ હોય છે. ચરમ સમયવર્તી નિગ્રંથ: ક્યારેક સર્વ નિગ્રંથો ચરમ સમયવર્તી જ હોય છે, તે સર્વની છઘસ્થ અવસ્થાનો ચરમ સમય હોય તે ચરમ સમયવર્તી નિગ્રંથ છે. અચરમસમયવર્તી નિગ્રંથ ક્યારેક સર્વ નિગ્રંથો અચરમ સમયવર્તી જ હોય છે. સર્વની છવસ્થાવસ્થાને બે, ત્રણ, ચાર, પાંચાદિ સમય શેષ રહ્યા હોય, તે અચરમ સમયવર્તી નિગ્રંથ છે. પ્રથમ અને અપ્રથમનું કથન પૂર્વાનુપૂર્વાની અપેક્ષાએ છે અને ચરમ-અચરમનું કથન પશ્ચાનુપૂર્વાની અપેક્ષાએ છે. યથાસૂક્ષ્મ નિગ્રંથ – પ્રથમ–અપ્રથમ, ચરમ કે અચરમ સમયની અપેક્ષા રાખ્યા વિના સામાન્યરૂપે સર્વ સમયમાં વર્તતા નિગ્રંથોને યથાસૂક્ષ્મનિગ્રંથ કહે છે. તેમાં કેટલાક પ્રથમ સમયવર્તી હોય, કેટલાક અપ્રથમસમયવર્તી હોય. આ રીતે દ્વિસંયોગી આદિ ભંગ બની શકે છે. બીજી રીતે નિગ્રંથના પાંચ પ્રકાર આ પ્રમાણે સમજવા- (૧) નિગ્રંથ અવસ્થાના પ્રથમ સમયવર્તી સર્વ નિગ્રંથોને પ્રથમ સમયવર્તી નિગ્રંથ (૨) બીજા આદિ સમયવર્તી નિગ્રંથોને અપ્રથમ સમયવર્તી નિગ્રંથ (૩) અંતિમ સમયવર્તી નિગ્રંથોને ચરમ સમયવર્તી નિગ્રંથ (૪) અંતિમ સમય સિવાયના નિગ્રંથોને અચરમ સમયવર્તી નિગ્રંથ અને (૫) નિગ્રંથ અવસ્થાના કોઈ પણ સમયવર્તી નિગ્રંથોને યથાસૂક્ષ્મ નિગ્રંથ કહે છે. નિગ્રંથના બે પ્રકાર છે- ઉપશાંતકષાય નિગ્રંથ અને ક્ષીણકષાય નિગ્રંથ. અગિયારમા ગુણસ્થાનવર્સી નિગ્રંથ ઉપશાંત કષાય નિગ્રંથ છે અને બારમા ગુણસ્થાનવર્તી નિગ્રંથ ક્ષણ કષાય નિગ્રંથ છે. (૬) સ્નાતક :- પૂર્ણતઃ શુદ્ધ, અખંડ ચારિત્રસંપન્ન નિગ્રંથને સ્નાતક કહે છે. તે ચાર ઘાતકર્મના નાશથી કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત હોય છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે. આ પ્રકારના નિગ્રંથમાં ભેદનું કોઈ કારણ નથી. તેમજ આ ગુણસ્થાન પણ શાશ્વત છે. તેના સંયમ સ્થાનો, આત્મગુણો-જ્ઞાન, દર્શન પણ સમાન છે. તેમ છતાં પાંચ પ્રકારના ભેદની શૈલીનું અનુકરણ કરીને સૂત્રકારે તેના પાંચ ભેદનું કથન કર્યું છે. સૂત્ર કથિત સ્નાતકના પાંચ ભેદો તેના પાંચ ગુણોને પ્રગટ કરે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 161 ૧. અચ્છવી- યોગ નિરોધ અવસ્થામાં છવી અર્થાત્ શરીરભાવ ન હોય તે અચ્છવી. અપી- ઘાતકર્મનો ક્ષય કર્યા પછી તેમાં કાંઈ પણ ખાસ પણ શેષ નથી, તે અક્ષપી છે. ૨. અસબલે– સંપૂર્ણ દોષ રહિત અવસ્થા. ૩. અકમ્મસે– ઘાતકર્મના અંશથી રહિત હોય તે અકર્માશ. ૪. સંસુદ્ધ પાણ- દંસણ ધરે- વિશુદ્ધ જ્ઞાન-દર્શનના ધારક. ૫. અપરિસ્સાવી- કર્મબંધના આશ્રવથી રહિત હોય તે અપરિશ્રાવી છે. ચૌદમા ગુણસ્થાને સાધક અયોગી, નિષ્ક્રિય, બની જાય છે ત્યારે કર્મનો આશ્રવ અટકી જાય છે. આ રીતે આ પાંચે ય અવસ્થા, ભેદ રૂપ નથી પરંતુ “શક્ર–પુરંદર' આદિની જેમ શબ્દ નયની અપેક્ષા પાંચ ભેદ સમજવા. [નોંધ:- (૧) પાંચ પ્રકારના સંયમ(સંજયા)ની પરિભાષા સ્વરૂપ ભગવતી સૂત્રના સારાંશમાં કરેલ છે (૨) પ્રસ્તુતમાં નિગ્રંથોનું સ્વરૂપ ગુરુપ્રાણ આગમનાં આધારે આપેલ છે જે બુદ્ધિ ગમ્ય છે. ટીકાઓમાં અને અન્ય સંસ્કરણોમાં કંઈક ભિન્નતા જોવા મળશે, તેનું | વિદ્વાન પાઠક સ્વયં ચિંતન કરશે.]. નિગ્રંથ સ્વરૂપ સંપૂર્ણ નિગ્રંથ નિગ્રંથીઓના આત્મ નિરીક્ષણની પરિજ્ઞા [પાસત્કાદિ સ્વરૂપ વિચારણા] સાધુ-સાધ્વીઓની ગતિવિધિનું ચિત્રણ:(૧) સંયમ સ્વીકાર કર્યા પછી નિગ્રંથ બે દિશાઓમાં પ્રગતિ કરે છે. કેટલાક સાધક સંયમ આરાધનામાં પ્રગતિશીલ હોય છે, જ્યારે અનેક સાધક સંયમ વિરાધનામાં ગતિશીલ હોય છે. (૨) સંયમ આરાધનામાં પ્રગતિશીલ કેટલાય ભિક્ષ પોતાની અથવા પોતાના ગચ્છની પ્રશંસા અને ઉત્કર્ષ કરતાં થકા તથા અન્ય જિન વચનમાં અનુરક્ત સામાન્ય સંયમ સાધકોના અપકર્ષ-નિંદા કરવા અને સાંભળવામાં રસ લઈને માન કષાયના સૂક્ષમ શલ્યથી આત્મ સંયમની અન્ય પ્રકારે વિરાધના કરતા રહે છે. (૩) એથી વિપરીત આરાધનામાં પ્રગતિશીલ કેટલાક સાધક સ્વયં ઊંચાને ઊંચા સંયમ તપનું પાલન કરતાં થકા પરીષહ–ઉપસર્ગ સહન કરે છે, સાથો સાથ અલ્પસત્વ સંયમ સાધકો પ્રત્યે હીણી દષ્ટિ રાખતા નથી, તેમજ તેઓની નિંદા- અપકર્ષ પણ કરતા નથી. પરંતુ તેના પ્રત્યે મૈત્રી ભાવ, કરુણા ભાવ, માધ્યસ્થ ભાવ આદિથી સહૃદયતા અને ઉચ્ચ માનવતા પૂર્વકનો અંતર્બાહા વ્યવહાર રાખે છે. તે ઉત્તમ આરાધના કરવાવાળા મહાન આદર્શ સાધક હોય છે. (૪) સંયમ વિરાધનામાં ગતિશીલ સાધક આપમેળે અથવા ગાડરિયા પ્રવાહના સ્વભાવથી આગમ સમ્મત સંયમ સમાચારીથી ભિન્ન અથવા વિપરીત આચરણોને એક–એક કરીને સ્વીકારતા જાય છે. એમ કરતાં કરતાં સંયમ અંગીકાર કરવાના મુખ્ય લક્ષ્યથી ક્રમશઃ ત થતા જાય છે. (૫) વિરાધનામાં પ્રગતિશીલ કેટલાય સાધક અન્ય આરાધક સાધકો પ્રત્યે આદરભાવ રાખે છે અને તેઓની આરાધનાઓની અનુમોદના કરતા રહે છે તેમજ પોતાની અલ્પતમ અને દોષયુક્ત સાધના માટે ખેદ ભાવ રાખે છે અને આગમોક્ત આચારની શુદ્ધ પ્રરુપણા કરે છે. (૬) એ સિવાય વિરાધનામાં પ્રગતિશીલ કેટલાય સંયમ સાધક ક્ષેત્ર કાળની આડ લઈને આગમોક્ત મર્યાદાઓનું ખંડન કરે છે, અન્ય સંયમ આરાધક સાધકો પ્રત્યે આદરભાવ ન રાખતા મત્સરભાવ(ઈષ) રાખે છે તેમજ પોતાના બુદ્ધિ બળ અથવા ઋદ્ધિ બળથી તેઓ પ્રત્યે નિંદા આદિ પ્રકારોથી અસદ્ભાવ પ્રગટ કરે છે, અર્થાત્ શુદ્ધ આરાધના કરવાવાળા પ્રત્યે ગુણગ્રાહી ન બનતાં છિદ્રાન્વેષી બની રહે છે. એ બધા આરાધક અને વિરાધક સાધકોએ પ્રસ્તુત નિબંધ રુપ દર્પણમાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આગમોમાં સાધકોના બે વિભાગ:(૧) જૈન આગમ ભગવતી સૂત્રમાં ઉત્તમ સાધક, શુદ્ધાચારી સાધુઓનો નિગ્રંથના વિભાગમાં સમાવેશ કરેલ છે. વર્તમાનમાં તે છ પ્રકારમાંથી ત્રણ નિગ્રંથ વિભાગના સાધુ હોઈ શકે છે. (૨) અનેક આગમો (જ્ઞાતા સૂત્ર, નિશીથ સૂત્ર, વ્યવહાર સૂત્ર આદિ) માં શિથિલાચારી સામાન્ય સાધકોના અનેક પ્રકાર કહ્યા છે. તે સર્વ મળીને કુલ દશ થાય છે. વર્તમાનમાં એ દશેય શિથિલાચારી વિભાગના શ્રમણો હોઈ શકે છે. એ બન્ને વિભાગોનો પરિચય આ પ્રમાણે છેવર્તમાનમાં સંભવિત નિગ્રંથોના ત્રણ વિભાગ:(૧) બકુશ નિગ્રંથ – સંયમ સમાચારીના આગમિક મુખ્ય તેમજ ગૌણ પ્રાયઃ સર્વ નિયમોનું પાલન કરવા છતાં પણ આ નિગ્રંથોનું શરીર અને ઉપધિની સ્વચ્છતા તરફ વિશેષ લક્ષ્ય થઈ જાય છે. શરીર પ્રત્યે નિર્મોહ ભાવ પણ ઘટી જાય છે. જેથી તે તપ, સ્વાધ્યાય આદિમાં વધારો નહિ કરતાં ખાન-પાનમાં આસક્તિ, ઔષધ સેવનમાં રુચિ અને આળસ-નિદ્રામાં વૃદ્ધિ કરે છે, સાથો સાથ આ નિગ્રંથની અનેક સંયમ ગણોના વિકાસમાં જાગરૂકતા ઓછી થઈ જાય છે. તે ઉપરાંત અન્ય પણ સંયમ સમાચારીના નિયમોનો ભંગ કરવાથી અથવા તેના પ્રત્યે ઉપેક્ષાભાવ રાખવાથી આ સાધક ક્રમશઃ નિગ્રંથ વિભાગથી ટ્યુત થઈ જાય છે. કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાના પરિણામ આવવાથી તો આ સાધક નિગ્રંથ વિભાગમાંથી તત્કાલ(તેજ ક્ષણે) ગબડી પડે છે. અર્થાત્ તેનામાં નિગ્રંથ વિભાગનું છઠું સાતમું આદિ ગુણસ્થાન રહેતા નથી, ત્યારે તે શિથિલાચારી વિભાગના ‘પાસત્થા' આદિમાં પહોંચી જાય છે. (૨) પ્રતિસેવના કુશીલ નિગ્રંથ – સંયમ સમાચારીનું આગમ અનુસાર પાલન કરવાની રુચિની સાથે સાથે પ્રયત્ન કરવા છતાં પણ શારીરિક પરિસ્થિતિવશ યા શ્રુત જ્ઞાનની અભિવૃદ્ધિ માટે અને અંધહિત માટે, સમયે-સમયે મૂલગુણમાં અથવા ઉત્તરગુણોમાં દોષનું Page #163 -------------------------------------------------------------------------- ________________ 162 આગમ-કથાઓ સેવન કરે છે. સાથે જ તેને દોષ સમજીને યોગ્ય સમયે શુદ્ધિ પણ કરે છે અને કયારેક પરીસહ ઉપસર્ગ સહન કરવાની અસમર્થતાને કારણે પણ દોષ લગાડી લે છે તેમજ ખેદ કરીને શુદ્ધિ પણ કરી લે છે. પરિસ્થિતિવશ દોષ સેવન કરીને પરિસ્થિતિ દૂર થતાં જ તે દોષને છોડી દે છે અર્થાત્ કોઈપણ દોષની અનાવશ્યક પ્રવૃત્તિને દીર્ઘ સમય સુધી નથી ચલાવતા. આ પ્રકારની સાધનાની સ્થિતિમાં પ્રતિસેવના કુશીલ નિગ્રંથ રહે છે. કોઈપણ દોષને દીર્ઘ સમય સુધી ચલાવવાથી, શુદ્ધિ કરવાનું લક્ષ્ય ન રાખવાથી અન્ય અનેક સમાચારીમાં પણ શિથિલ થઈ જવાથી અથવા તો અશુદ્ધ પ્રરુપણા કરવાથી તે સાધક ક્રમશઃ નિગ્રંથ વિભાગથી ટ્યુત થઈ જાય છે. કૃષ્ણ, નીલ, કપોત એ ત્રણે અશુભ લેશ્યાના પરિણામ આવવાથી તો સાધક આ નિગ્રંથ વિભાગથી તત્કાલ જ ગબડી પડે છે અર્થાત્ સંયમના છઠ્ઠા સાતમા આદિ ગુણસ્થાનોમાં રહેતો નથી, ત્યારે તે શિથિલાચારી વિભાગના પાસત્થા આદિમાં પહોંચી જાય છે. (૩) કષાય કુશીલ નિગ્રંથ – આ સાધક સંયમ સમાચારીનું નિરતિચાર પાલન કરે છે અર્થાતુ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને સંપૂર્ણ સંયમ વિધિઓનું આગમ અનુસાર પાલન કરે છે. આ સાધક સંજવલન કષાયના ઉદયથી ક્ષણિક અને પ્રગટરૂપે કષાયમાં પરિણત થઈ જાય છે. પરંતુ તે કષાયના કારણે કોઈપણ પ્રકારે સંયમાચરણ ને દૂષિત નથી કરતો. અનુશાસન ચલાવવામાં કે અનુશાસિત થવા પર અથવા કોઈના અસવ્યવહાર કરવા પર આ સાધકને ક્ષણિક ક્રોધ આવી જાય છે. આજ રીતે ક્ષણિક માન, માયા, લોભનું આચરણ પણ એનાથી થઈ જાય છે. આ કષાયોની અવસ્થા બહારથી અલ્પ કે વિશેષ કેવીય પણ દેખાતી કેમ ન હોય, પરંતુ અંતરમાં તે સ્થિતિ તુરતજ દૂર થઈ જાય છે. પ્રતિક્રમણ સમયે તો તે સ્થિતિ સુધરીને સાધકનું હૃદય સર્વથા શુદ્ધ અને પવિત્ર બની જાય છે. આ સાધકના કષાયના નિમિત્તથી સંયમ મર્યાદાનો ભંગ થઈ જાય તો તેની શુદ્ધ નિગ્રંથ અવસ્થા નથી રહેતી, પરંતુ પૂર્વકથિત પ્રતિસેવના નિગ્રંથ અવસ્થામાં તે ચાલ્યો જાય છે. કોઈ કષાયની અવસ્થાનો જો પ્રતિક્રમણ સુધીમાં પણ અંત ન થઈ જાય તો એ નિગ્રંથ પોતાની નિગ્રંથ અવસ્થાથી ટ્યુત થઈને સંયમ રહિત અથવા સમકિત રહિત અવસ્થાને પણ પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે પૂર્વે કહેલા બન્ને નિગ્રંથ પણ પ્રતિક્રમણના સમય સુધી કષાય પરિણામોનું સંશોધન ન કરી લે તો પછી નિગ્રંથ વિભાગમાં રહેતા નથી. કષાયની અલ્પકાલીનતામાં એવં પ્રતિપૂર્ણ સંયમ મર્યાદાનું પાલન કરતાં આ કષાય કુશીલ નિગ્રંથને કયારેય ત્રણ અશુભ લેશ્યાના પરિણામ આવી જાય તો પણ તે પોતાના નિગ્રંથ વિભાગથી તત્કાલ ટ્યુત થતો નથી, પરંતુ અશુભ લેશ્યાઓમાં અધિક સમય રહી જાય તો પૂર્ણ શુદ્વાચારી આ નિગ્રંથ પણ સંયમ અવસ્થાથી ટ્યુત થઈ જાય છે. વિવેક જ્ઞાન – નિગ્રંથ અવસ્થાથી ટ્યુત-ભ્રષ્ટ નહિ થવાના લક્ષ્યવાળા સાધકોએ પોતાના કોઈપણ દોષમાં, કોઈપણ કષાય વૃત્તિમાં, કોઈપણ અશુભ લેગ્યામાં અધિક સમય સ્થિર રહેવું જોઈએ નહિ. સદા સતર્ક, સાવધાન, જાગૃત રહીને વિના વિલંબે એ અવસ્થાઓથી નિવૃત્ત થઈને આત્મ ભાવમાં લીન બની જવું જોઈએ. શિથિલાચારીના વિભાગ:(૧) પાર્શ્વસ્થ :- જે શ્રમણ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં પુરુષાર્થ નથી કરતો પરંતુ તેમાં સુસ્ત થઈ જાય છે તથા રત્નત્રયીના અતિચારો અને અનાચારોનું આચરણ કરીને તેની શુદ્ધિ નથી કરતો તે પાર્વેસ્થ(પાસત્થા) કહેવાય છે. (૨) અવસગ્ન – જે પ્રતિક્રમણ, પ્રતિલેખન, સ્વાધ્યાય, વિનય પ્રતિપત્તિ, આવશ્યકી આદિ સમાચારીઓનું અને સમિતિઓનું પાલન નથી કરતો અથવા તેમાં હીનાધિક યા વિપરીત આચરણ કરે છે અને શુદ્ધિ નથી કરતો તે અવસન (ઓસન્ના) કહેવાય છે. (૩) કુશીલ:- જે વિદ્યા, મંત્ર, તંત્ર, નિમિત્ત કથન યા ચિકિત્સક વૃત્તિ આદિ નિષિદ્ધ કૃત્ય કરે છે અને તેનાથી પોતાની માન સંજ્ઞા અથવા લોભ સંજ્ઞાનું પોષણ કરે છે તથા એ પ્રવૃત્તિઓનું કોઈ પ્રાયશ્ચિત પણ નથી લેતો, તે કુશીલ કહેવાય છે. (૪) સંસક્ત :- જે ઉન્નત આચાર વાળાનો સંસર્ગ પ્રાપ્ત કરીને ઉન્નત આચારનું પાલન કરવા લાગી જાય છે તેમજ શિથિલાચાર વાળાનો સંસર્ગ મેળવીને તેનાં જેવો પણ બની જાય છે અર્થાત્ નટની સમાન અનેક સ્વાંગ ધરી શકે છે અને ઊનની જેમ અનેક રંગ ધારણ કરી શકે છે, તે “સંસક્ત'(સંસત્તા) કહેવાય છે. (૫) નિત્યક – જે ચાતુર્માસ કલ્પ અને માસકલ્પ પછી વિહાર નથી કરતો અથવા તેનાથી બે ગણો સમય અન્યત્ર વ્યતીત કર્યા પહેલાં ફરીને એજ ક્ષેત્રમાં આવીને રહી જાય છે અર્થાત્ જે ચાતુર્માસ પછી આઠ માસ અન્યત્ર પસાર કર્યા વિના જ ત્યાં ફરી આવીને રહી જાય છે તે નિત્યક(નિતિયા) કહેવાય છે. (૬) યથાશ્ચંદ – જે સ્વચ્છંદતા પૂર્વક આગમથી વિપરીત મન માન્યુ પ્રરુપણ યા આચરણ કરે છે. તે “યથાશ્ચંદ–સ્વચ્છંદાચારી' કહેવાય છે. (૭) પ્રેક્ષણિક – જે અનેક દર્શનીય સ્થળો અને દશ્યો જોવાની અભિરુચિ– વાળો હોય છે અને તેને જોતો રહે છે તથા તેનું સૂત્રોક્ત કોઈપણ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરતો નથી તે પ્રેક્ષણિક'(પાસણિયા) કહેવાય છે. (૮) કાથિક - જે આહાર કથા, દેશ કથા વગેરે કરવા, સાંભળવા, જાણવામાં અભિરુચિ રાખે છે તેમજ તેને માટે સ્વાધ્યાયના સમયનો વ્યય કરીને સમાચાર પત્ર વાંચે છે, તે કાશિક(કાફિયા) કહેવાય છે. અથવા જે અમર્યાદિત સમય સુધી ધર્મકથા કરતો જ રહે છે, જેના કારણે પ્રતિલેખન, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાન, વિનય, વૈયાવૃત્ય વગેરે પ્રવૃત્તિઓમાં અવ્યવસ્થા કરે છે. તેમજ પોતાના સ્વાથ્યને પણ અવ્યવસ્થિત કરે છે, તે પણ “કાથિક' કહેવાય છે. (૯) મામક:- જે ગામ અને નગરને, ગૃહસ્થના ઘરોને, શ્રાવકોને કે અન્ય સચિત્ત- અચિત પદાર્થોને મારા-મારા કહે છે અથવા એમાંથી કોઈમાં પણ મમત્વ કે સ્વામિત્વ ભાવ રાખે છે અથવા અધિકાર જમાવે છે તથા શિષ્ય, શિષ્યાઓ પ્રત્યે અતિલોભ, Page #164 -------------------------------------------------------------------------- ________________ jain 163 કથાસાર આસક્તિ ભાવ રાખે છે તથા સ્વાર્થભાવથી ગુરુઆમના આદિ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને પોતાના બનાવવાનો પ્રયત્ન કરતો રહે છે, તે 'મામક'(મામગા) કહેવાય છે. જન સાધારણને જિન માર્ગમા જોડવાને માટે ધર્મકથા કે પ્રેરણા વગેરે કોઈપણ પ્રવૃત્તિ કરવાથી કોઈ સ્વતઃ અનુરાગી બની જાય અને ભિક્ષુ તેમાં મારા-મારાની બુદ્ધિ ન રાખે તો એ પ્રવૃત્તિથી તે “મામક' નથી કહેવાતો. (૧૦) સંપ્રસારિક – જે ગૃહસ્થના સાંસારિક કાર્યોમાં, સંસ્થાઓમાં ભાગ લે છે, ગૃહસ્થને કોઈપણ કાર્યના પ્રારંભ માટે શુભ મુહૂર્ત વગેરેનું કથન કરે છે, વ્યાપાર આદિ પ્રવૃત્તિઓમાં તેને પ્રત્યક્ષ પરોક્ષ કોઈપણ પ્રકારે મદદ કરે છે. અન્ય પણ અનેક પુણ્યના મિશ્રપક્ષવાળા અકલ્પનીય કાર્યોમાં ભાગ લે છે, તે સંપ્રસારિક (સંપારિયા) કહેવાય છે. મહાદોષી : આ દસ વિભાગોના શ્રમણ સિવાય જે રૌદ્ર ધ્યાનમાં વર્તે છે ફૂર પરિણામી હોય છે, બીજાઓનું અનિષ્ટ કરે છે, ખોટા આરોપ મૂકે છે, અનેક પ્રકારે છળકપટ કરે છે અથવા તો પરસ્ત્રી ગમન કરે છે, અનેક મોટી ચોરીઓ કરે છે, ધન સંગ્રહ કરે છે, છકાયના આરંભજનક મકાનોનું નિર્માણ કાર્ય વગેરે કરાવે છે, પોતાની પ્રતિષ્ઠા માટે સંઘમાં ફાટફૂટ પડાવી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે; આવું કરવા– વાળો સામાન્ય સાધુ હોય કે આચાર્ય આદિ પદવીધર હોય, તે આ શિથિલાચારના દશ વિભાગોથી પણ ચડી જાય છે અને સાધુવેષમાં રહેવા છતાં પણ ગૃહસ્થ સમાન હોય છે અને આત્મ વંચક પણ હોય છે તથા કોઈ કોઈ પ્રવૃત્તિઓવાળા તો મહાન ધૂર્ત અને મકકાર પણ હોય છે. ઉપસંહાર:– સંયમ સ્વીકાર કર્યા પછી ઉત્થાન–પતનરૂપે આવવાવાળી અનેક અવસ્થાઓની આ બહુમુખી પરિજ્ઞા કહી છે. પ્રત્યેક સાધકે તેને આત્મ-પરીક્ષાનો અરીસો સમજીને ધ્યાન પૂર્વક એમાં પોતાનું મુખ જુએ અર્થાત્ એના પરથી આત્મ નિરીક્ષણ કરે. જો મનુષ્ય ભવને સાર્થક કરવો હોય, સંયમ આરાધના કરવી હોય તો પોતાનામાં યોગ્ય સુધારો કરે. (શુભ ભવતુ સર્વ નિગ્રંથાનામું). સર્વનિગ્રંથોનું શુભ થાઓ. સંયમ ઉન્નતિની દશ આગમ કણિકા (૧) જે વૈરાગ્ય ભાવના અને ઉત્સાહથી સંયમ ગ્રહણ કરેલ છે તે જ ભાવના અને ઉત્સાહથી અન્ય સર્વ સંકલ્પરૂપી અડચણોને દૂર કરીને સદા સંયમનું પાલન કરો. - આચારાંગ – ૧/૧/૩ તથા દશવૈકાલિક-૮/૧ (૨) કોઈપણ વ્યક્તિને આ (તે) “કુશીલિયો છે' શિથિલાચારી છે' “આચાર ભ્રષ્ટ છે' ઈત્યાદિ ન કહો અને પોતાની બડાઈ પણ ન કરો. કોઈને ગુસ્સો આવે તેવા નિંદાસ્પદ શબ્દ ન બોલો. –દશવૈકાલિક-૧૦/૧૮ | (૩) જે બીજાની હીલના, નિંદા, તિરસ્કાર, અપમાન કરે છે, હલકા દેખાડવા કે નીચા પાડવાની હીન ભાવના રાખે છે તે મહા સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણકે આ પરનિંદા પાપકારી વૃત્તિ છે. -સૂય અ.૨ ૧.૨ ગા.૨ (૪) ભિક્ષુએ સારી રીતે વિચાર કરીને– ક્ષમા, સરલતા, નિર્લોભતા, નમ્રતા, હૃદયની પવિત્રતા, અહિંસા, ત્યાગ, તપ, વ્રત–નિયમ વગેરે વિષયો પર પ્રવચન આપવું જોઈએ. તેમાં અન્ય કોઈની પણ અવહેલના આશાતના નહિ કરવી જોઈએ.– આચા. ૧/૪/પ અને પ્રશ્નવ્યાકરણ–૨. કોઈ સાધુની કે ગૃહસ્થની કોઈપણ પ્રકારની આશાતના કરવાથી ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે.નિશીથ.૧૩ ને ૧૫. (૫) સરલતા ધારણ કરવાથી જ આત્માની શુદ્ધિ થાય છે અને આત્મામાં ધર્મ સ્થિર થાય છે. માયા, જૂઠ–કપટના સંકલ્પોથી ધર્મ આત્મામાંથી નીકળી જાય છે. –ઉત્તરા.અ.૩ ગા. ૧૨ (૬) સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન રહે છે, તે સાચો ભિક્ષુ છે. ભિક્ષુ નિદ્રા અને વાતોમાં અધિક રુચિ ન રાખે તથા ઠઠ્ઠા મશ્કરી ન કરે, સદા સ્વાધ્યાય-અધ્યયન વગેરેમાં રત રહે. – દશવૈ. ૮ ગા. ૪૨ (૭) જે ઘણી મોટી તપસ્યાઓ કરે છે અથવા જે બહુશ્રુત અને વિશાળ જ્ઞાની છે તો પણ જો તે ક્રોધ, ઘમંડ, માયા, પ્રપંચ, મમત્વ, પરિગ્રહ વૃત્તિ રાખે છે, તો તે તીવ્ર કર્મોનો બંધ કરે છે અને અનંત જન્મ મરણ વધારે છે. – સૂય. ૧ અ. ૨, ૩.-૧, ગા. ૭,૯ (૮) જે ભિક્ષુ સંયમ લીધા પછી મહાવ્રતોનું ત્રણ કરણ અને ત્રણ યોગથી શુદ્ધ પાલન નથી કરતો, સમિતિઓના પાલનમાં કોઈ પણ વિવેક કે લગની નથી રાખતો, ખાવામાં વૃદ્ધ બની રહે છે, આત્મ નિયંત્રણ નથી કરતો, તે જિનાજ્ઞામાં નથી, તેથી તે કર્મોથી મુક્ત થઈ શકતો નથી. તે ચિરકાલ સુધી સંયમના કષ્ટો સહન કરવા છતાં પણ સંસારથી પાર થઈ શકતો નથી. તે વાસ્તવમાં આનાથ જ છે.ઉત્તર, આ.—૨), ગા.-૩૯/૪૧ (૯) ગળું કાપી નાખવા વાળી અર્થાત્ પ્રાણોનો અંત કરી દેવાવાળી વ્યક્તિ પણ પોતાનું એટલું નુકશાન નથી કરી શક્તી, જેટલું ખોટા વિચારો અને ખોટા આચરણોમાં લાગેલ પોતાનો આત્મા જ પોતાનું નુકશાન કરે છે. – ઉત્તરા-૨૦, ગા.-૪૮ (૧૦) સદા સૂવાના સમયે અને ઉઠતા સમયે પોતાના અવગુણોનું, દોષોનું ચિંતન કરી-કરીને, વીણી–વીણીને, તેને કાઢતા રહેવું જોઈએ તેમજ શક્તિનો વિકાસ અને ઉત્સાહની વૃદ્ધિ કરી સંયમ ગુણોમાં પુરુષાર્થ કરવો જોઈએ. આ પ્રકારે આત્મ સુરક્ષા કરવાવાળો જ લોકમાં પ્રતિબદ્ધજીવી છે અને તે જન્મ મરણના ચક્કરમાં ભટકતો નથી. – દશર્વે. ૨.૨ ગા. ૧ર થી ૧૬. જે સાધુ ગુણોથી સંપન્ન થઈને આત્મ ગવેષક બને છે તે ભિક્ષુ છે.—ઉત્તરા. આ.-૧૫, ગા.-૫. પાર્થસ્થાદિ વિષે તુલનાત્મક વિચારણા પાÖસ્થાદિ એ કુલ દશ દૂષિત આચારવાળા કહ્યા છે. આગામના પ્રાયશ્ચિત વર્ણન અનુસાર એની પણ ત્રણ શ્રેણીઓ બને છે. ૧. ઉત્કૃષ્ટ દૂષિત ચારિત્ર, ૨. મધ્યમ દૂષિત ચારિત્ર, ૩. જઘન્ય દૂષિત ચારિત્ર. (૧) પ્રથમ શ્રેણીમાં – “યથા છંદ'નો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર, વસ્ત્ર, શિષ્ય વગેરેનું આદાન-પ્રદાન તેમજ ગુણગ્રામ કરવાનું, વાચના દેવા લેવાનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ 164 આગમ-કથાઓ (૨) બીજી શ્રેણીમાં – પાર્શ્વસ્થ', “અવસનડ’ ‘કુશીલ”, “સંસક્ત અને નિત્યક એ પાંચનો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર, વસ્ત્રાદિનું આદાન-પ્રદાન તેમજ ગુણગ્રામ કરવાનું, વાંચણી લેવા-દેવાનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે અને | શિષ્ય લેવા-દેવાનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. (૩) ત્રીજી શ્રેણીમાં – “કાથિક', “પ્રેક્ષણિક', “મામક” અને “સંપ્રસારિક', એ ચારનો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર-વસ્ત્ર આદિની લેવડ-દેવડ તેમજ ગુણગ્રામ કરવાનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે. શિષ્ય લેવા-દેવા નું કોઈ પ્રાયશ્ચિત્ત બતાવવામાં આવ્યું નથી તથા વાંચણી લેવા-આપવાનું પણ પ્રાયશ્ચિત નથી. પ્રથમ શ્રેણીવાળાની પ્રરૂપણા જ અશુદ્ધ છે. આથી આગમ વિપરીત પ્રરૂપણાવાળા હોવાથી તે ઉત્કૃષ્ટ દોષી છે. બીજી શ્રેણીવાળા મહાવ્રત, સમિતિ, ગુપ્તિઓના પાલનમાં દોષ લગાડે છે, અનેક આચાર સંબંધી સૂમ-ધૂળ દૂષિત પ્રવૃત્તિઓ કરે છે તેથી તે મધ્યમ દોષી છે. ત્રીજી શ્રેણીવાળા સીમિત તથા સામાન્ય આચાર-વિચારમાં દોષ લગાડવા વાળા છે, તેથી તે જઘન્ય દોષી છે. અર્થાત્ કોઈ કેવળ મહુર્ત બતાવે છે, કોઈ કેવળ મમત્વ કરે છે, કોઈ કેવળ વિકથાઓમાં સમય વિતાવે છે, કોઈ દર્શનીય સ્થળ જોતા રહે છે. અન્ય કોઈ પણ દોષ લગાડતા નથી. એ ચારે મુખ્ય દોષ નથી પરંતુ સામાન્ય દોષ છે. મસ્તક અને આંખ ઉત્તમ અંગ છે. પગ, આંગળીઓ, નખ અધમાંગ છે. અધમાંગમાં ઈજા થવા પર યા પગમાં માત્ર ખીલી ખેંચી જવા પર પણ જે પ્રકારે શરીરની શાંતિ અને સમાધિ ભંગ થઈ જાય છે તે પ્રકારે સામાન્ય દોષોથી પણ સંયમ-સમાધિ તો દૂષિત થાય જ છે. આ પ્રમાણે ત્રણે શ્રેણીઓવાળા દૂષિત આચારના કારણે શીતલ વિહારી (શિથિલાચારી) કહેવાય છે. જે આ અવસ્થાઓથી દૂર રહીને નિરતિચાર સંયમનું પાલન કરે છે તે ઉદ્યતવિહારી–ઉગ્રવિહારી(શુદ્ધાચારી) કહેવાય છે. પરસ્પર વંદન નિર્ણય:(૧) બીજી અને ત્રીજી શ્રેણીવાળા પહેલી શ્રેણીવાળાને વંદન આદિ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ બીજી ત્રીજી શ્રેણીવાળા પરસ્પર યા શુદ્ધાચારી છએ નિગ્રંથોને વંદન કરે તો પ્રાયશ્ચિત્ત નથી આવતું. (૨) શુદ્ધાચારી ઉક્ત ત્રણે શ્રેણીવાળાઓને વંદન આદિ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ બીજી અને ત્રીજી શ્રેણીવાળાઓને ગીતાર્થ–બહુશ્રુતના નિર્ણય અને આજ્ઞાથી વંદન કરે તો પ્રાયશ્ચિત્ત નથી આવતું. (૩) શુદ્ધાચારી શુદ્ધાચારીને વંદન કરે તો કોઈપણ પ્રાયશ્ચિત્ત નથી આવતું અને શિથિલાચારી શિથિલાચારીને વંદન કરે તો તેને પણ કોઈ પ્રાયશ્ચિત્ત નથી. (૪) પ્રથમ શ્રેણી સિવાય કોઈને સકારણ પરિસ્થિતિમાં બહુશ્રુત ગીતાર્થની આજ્ઞા થવા પર પણ જો વંદન આદિ વ્યવહાર ન કરે તો તે પણ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. (૫) શુદ્ધાચારી પણ જો અન્ય શુદ્ધાચારીને વંદન આદિ ન કરે તો તે પણ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે અને જિન શાસનના અપરાધી થાય છે. પાસત્થા આદિની પ્રવૃત્તિવાળા નિગ્રંથ પણ છે – પાસત્થા આદિની વ્યાખ્યા કરતા સંયમ વિપરીત જેટલી પ્રવૃત્તિઓનું અહીં કથન કરવામાં આવેલ છે, તેનું વિશેષ પરિસ્થિતિવશ અપવાદરૂપમાં ગીતાર્થ દ્વારા અથવા ગીતાર્થની નેશ્રામાં સેવન કરવા પર તથા તેની શ્રદ્ધા પ્રરુપણા આગમ અનુસાર રહેવા પર તેમજ તે અપવાદરૂપ સ્થિતિથી મુક્ત થતાં જ પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ સંયમ આરાધનામાં લાગી જવાની લગની રાખવા પર, તે પાસત્થા વગેરે કહેવામાં નથી આવતા, પરંતુ પ્રતિસેવી નિગ્રંથ કહેવાય છે. શુદ્ધ સંસ્કારોના અભાવમાં, સંયમ પ્રત્યે સજાગ ન રહેવાથી, અકારણ દોષ સેવનથી, સ્વચ્છંદ મનોવૃત્તિથી, આગમોક્તા આચાર પ્રત્યે નિષ્ઠા ન હોવાથી, નિષિદ્ધ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાથી તથા પ્રવૃત્તિ સુધારવા અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાનું લક્ષ્ય ન રાખવાથી, તે બધી નાની અથવા મોટી દૂષિત પ્રવૃત્તિઓ કરવા વાળા પાસત્યા' વગેરે શિથિલાચારી કહેવાય છે. એ અવસ્થાઓમાં તે નિગ્રંથની કક્ષાથી બહાર ગણવામાં આવે છે. ૧. આ પાસત્થા આદિનો સ્વતંત્ર ગચ્છ પણ હોઈ શકે છે. ૨. કયાંક તે એકલા પણ હોઈ શકે છે. ૩. ઉધતવિહારી ગચ્છમાં રહેવા છતાં પણ કોઈ ભિક્ષુ વ્યક્તિગત દોષોને કારણે પાસત્થા આદિ હોઈ શકે છે. તથા ૪. પાસત્થા આદિના ગચ્છમાં પણ કોઈ શુદ્ધાચારી હોઈ શકે છે. તેનો યથાર્થ નિર્ણય તો આગમજ્ઞાતા, વિશિષ્ટ અનુભવી કે સર્વજ્ઞ સર્વદર્શી કરી શકે છે, કદાચિત્ પોતાનો આત્મા પણ નિર્ણય કરી શકે છે. વંદન વ્યવહાર વિચારણા અવંદનીય વંદનીયનું સ્થળ જ્ઞાન – અવંદનીય કોણ હોય છે? જે સશક્ત અથવા સ્વસ્થ હોવા છતાં પણ વિના કારણ મૂલગુણ કે ઉત્તરગુણમાં પ્રમાદ કરે છે, અર્થાત્ સંયમમાં દોષ લગાડે છે, પાટ્વસ્થ આદિ સ્થાનોનું સેવન કરે છે તે અવંદનીય હોય છે, તેઓને વંદન કરવાથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે, અર્થાત્ જે પરિસ્થિતિવશ મૂલગુણ અથવા ઉત્તરગુણમાં દોષ લગાડે છે તે અવંદનીય નથી હોતા. વંદન કરવા કે નહિ કરવાના ઉત્સર્ગ, અપવાદની ચર્ચા સહિત વિસ્તૃત માહિતી ને માટે આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૧૦૫ થી ૧૨૦૦ સુધીનું અધ્યયન કરવું જોઈએ. –સંક્ષેપમાં અહીં આપીએ છીએ. ઉત્સર્ગથી વંદનીય અવંદનીય –ભિક્ષુ, માતા, પિતા, ગુરુ, રાજા, દેવતા આદિ કોઈપણ અસંયતિને વંદન ન કરે. બુદ્ધિમાન મુનિ સુસમાધિવંત, સંયત, પાંચ સમિતિ–ત્રણ ગુપ્તિથી યુક્ત તથા અસંયમથી દૂર રહેનારા શ્રમણોને વંદના કરે. Page #166 -------------------------------------------------------------------------- ________________ 165 jain કથાસાર જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિનયની અપેક્ષાએ સદૈવ પાર્થસ્થ આદિ ભાવમાં જ રહે છે, સાથો સાથ જે જિન શાસનની અપકીર્તિ કરવાવાળા છે, તે ભિક્ષ અવંદનીય છે. અપવાદરૂપ વંદનીય – દીક્ષા પર્યાય, પરિષદ, પુરુષ, ક્ષેત્ર, કાલ, આગમ જ્ઞાન વગેરે કોઈ પણ કારણને જાણીને યથાયોગ્ય “ મર્થીએણે વંદામિ' બોલવું, હાથ જોડવા, મસ્તક નમાવવું, સુખસાતા પૂછવી, તેમની પાસે ઊભા રહેવું, સંક્ષિપ્ત વંદન, પરિપૂર્ણ વંદન વગેરે ક્રમિક યથાવશ્યક વિનય વ્યવહાર કરવો જોઈએ, કારણકે અરિહંત ભગવાનના શાસનમાં રહેવા છતાં ભિક્ષુને ઉપચારથી પણ યથા યોગ્ય વ્યવહાર ન કરવાથી જિનશાસનની ભક્તિ નથી થતી, પરંતુ અભક્તિ જ થાય છે. જેથી લોક નિંદા વગેરે અન્ય અનેક દોષ ઉત્પન્ન થાય છે. પાસત્થા વગેરેમાં નિમ્ન ગુણ હોઈ શકે છે– બુદ્ધિ, નમ્રતા, દાનની રુચિ, અતિ– ભક્તિ, વ્યવહારશીલ, સુંદરભાષી, વક્તા, પ્રિયભાષી, જ્ઞાની, પંડિત, બહુશ્રુત, જિન– શાસન પ્રભાવક, વિખ્યાત કીર્તિ, અધ્યયન શીલ, ભણાવવામાં કુશળ, સમજાવવામાં દક્ષ, દીર્ઘ સંયમ પર્યાય, શુદ્ધ બ્રહ્મચારી, વિવિધ લબ્ધિ સંપન્નતા વગેરે. આથી ક્યારેક સકારણ મર્યાદિત વંદનાદિ વ્યવહાર ગીતાર્થના નિર્ણય અનુસાર રાખવાનું આવશ્યક પણ થઈ જાય છે. ત્યારે પોતાના આગ્રહથી કે અવિવેકથી ઉદંડતા કોઈએ ન કરવી જોઈએ. વંદનીય અવંદનીયનું સામાજિક સૂક્ષ્માવલોકન. પૂર્વકાલમાં પાર્શ્વનાથ ભગવાનના રંગબેરંગી વસ્ત્રવાળા, સદા પ્રતિક્રમણ પણ નહિ કરવાવાળા, કલ્પ મર્યાદાનું પણ પાલન નહિ કરવાવાળા વગેરે વિચિત્ર અને ભિન્ન સમાચારીવાળા શ્રમણ ગામ, નગરમાં આવી જતા તો ત્યાંના શ્રમણોપાસક તેઓના દર્શન, સેવા, પપાસના વગેરે કરતા હતા અને ભગવાન મહાવીરના શ્રમણ આવી જતા તોપણ તે જ પ્રમાણે વ્યવહાર કરતા હતા. આજે પણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ગચ્છ સમુદાય સમાચારીનો ભેદ રાખ્યા વિના શ્રાવકોનો વ્યવહાર સમસ્ત માન્ય શ્રમણોની સાથે એક સરખો જોવામાં આવે છે. શ્રાવકો દ્વારા ગુરુઓને વંદન ન કરવામાં બે કારણો સામે આવે છે– (૧) તેની ક્રિયા ઠીક નથી (૨) તે અમારા ગુરુઓને વંદન નથી કરતા કે એના શ્રાવક અમારા ગુરુઓને વંદન નથી કરતા તેથી અમે પણ નથી કરતા. દૂષિત આચાર વાળાઓને વિવેક જ્ઞાન - જેને દોષ લગાડવામાં પોતાની કોઈ પરિસ્થિતિ હોય, જેને દોષ લગાડવામાં પણ કોઈ સીમા હોય, જે દોષને દોષ સમજે છે અને તેનો સ્વીકાર પણ કરે છે, તેમજ તેનું યથા સમય પ્રાયશ્ચિત્ત લે છે, જે તે દોષ પ્રવૃત્તિને પૂર્ણરૂપથી છોડવાનો સંકલ્પ રાખે છે અથવા જો તે છૂટી શકે તેમ નથી તો તેને પોતાની લાચારી, કમજોરી સમજીને ખેદ કરે છે અથવા સમજણ ભ્રમથી કોઈના દ્વારા કોઈ પ્રવૃત્તિ થઈ જાય છે તો તેને શિથિલાચારીની સંજ્ઞામાં ગણી શકાતો નથી. તેઓ અપેક્ષાથી આચારમાં શિથિલ હોવા છતાં પણ આત્માથી સરલ અને શ્રદ્ધા પ્રરૂપણાની શુદ્ધિવાળા તેમજ શુદ્ધાચારના લક્ષ્યવાળા હોવાથી બકુશ અથવા પ્રતિસેવના નિગ્રંથમાં જ ગણાય છે. એ બન્ને પ્રકારના નિગ્રંથને છઠું અથવા સાતમું ગુણસ્થાન હોય છે. જો એ દૂષિત આચારવાળા કયારેય પ્રરૂપણામાં ભૂલ કરવા લાગી જાય અને તે શુદ્ધાચારી પ્રત્યે દ્વેષ અથવા અનાદરનો ભાવ રાખે તથા તેના પ્રત્યે આદર અને વિનય ભક્તિ ભાવ ન રાખે, તેમજ તેના ભાવોમાં ત્રણ અશુભ લેશ્યા આવી જાય અથવા આવશ્યક સંયમ પજ્જવા(પર્યાયો)ની કોટિમાં ઘટાડો આવી જાય તો એનું છઠું ગુણસ્થાન પણ છૂટી જાય છે ત્યારે તેઓ ચોથા ગુણસ્થાનમાં કે પ્રથમ ગુણસ્થાનમાં પહોંચી જાય છે. આથી દૂષિત સંયમ પ્રવૃત્તિવાળાઓને પોતાની ભાષા અને ભાવોની સરલતા, આત્મ શાંતિ, હૃદયની શુદ્ધિ વગેરે ઉક્ત નિર્દેશોનો પૂર્ણ વિવેક રાખવો અત્યંત આવશ્યક છે અન્યથા તેઓ બેવડો અપરાધ કરીને પોતાનો આ ભવ અને પર ભવ બને બગાડીને દુર્ગતિના ભાગી બને છે. વિવેક જ્ઞાનઃ ભાગ્યશાળી જીવોને જ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધ આરાધનાનો સંયોગ અને ઉત્સાહ પ્રાપ્ત થાય છે. જેમ ધનથી ધનની વૃદ્ધિ થાય છે તેમજ ગુણોથી ગુણોની વૃદ્ધિ જ થવી જોઈએ. તદનુસાર શુદ્ધાચારી હોવાનો આત્મ વિશ્વાસ રાખવાવાળા સાધકોએ પોતાની સાધનાનો કયારેય પણ ઘમંડ નહિ કરવો જોઈએ. પોતાનો ઉત્કર્ષ અને બીજાનો અપકર્ષ કરવાની વૃત્તિ નહિ રાખવી જોઈએ. જેટલા પણ અન્ય સ્વગચ્છીય કે પરગચ્છીય શુદ્ધાચારી ઉત્કૃષ્ટાચારી શ્રમણ છે તેઓ પ્રત્યે કોઈપણ પ્રકારની સ્પર્ધાનો ભાવ ન રાખતાં આત્મીય ભાવ પૂર્વક તેઓનો પૂર્ણ સત્કાર, સન્માન, વિનયભાવ વગેરે રાખવા જોઈએ. જે પણ પોતાના કર્મ સંયોગોના કારણે તેમજ ચારિત્ર મોહના અશુદ્ધ કે અપૂર્ણ ક્ષયોપશમના કારણે દૂષિત આચરણવાળા શિથિલાચારી અથવા ભિન્ન સમાચારીવાળા શ્રમણ હોય તેઓ પ્રત્યે નિંદા, ઈર્ષા, દ્વેષ ધૃણા, હીન ભાવના, તેઓની અપકીર્તિ કરવાની ભાવના નહિ રાખતાં; તેઓ પ્રત્યે પ્રેમ, મૈત્રી, મધ્યસ્થ અને અનુકંપાભાવ રાખીને તેઓના ઉત્થાન, ઉત્કર્ષનું ચિંતન અને સદ્ભાવના રાખવી જોઈએ પોતાની ક્ષમતાની વૃદ્ધિ કરીને સહૃદયતા અને સવ્યવહાર વગેરે કરતાં થકાં પોતાના બુદ્ધિ બળથી એવા ઉપાયોમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ કે જેથી દૂષિત આચારવાળા પણ શુદ્ધાચાર તરફ આગળ વધે. શુદ્ધાચારીનો આત્મ વિશ્વાસ રાખવાવાળાઓનું એ પણ પરમ કર્તવ્ય બની જાય છે કે તેઓ પડી ગએલાઓને ઉભા કરે પરંતુ નિંદા, તિરસ્કારનો વધુ એક ધકકો મારીને તેઓને વધુ ઉંડા ખાડામાં પછાડવાની ભૂલ ન કરે. - શુદ્ધાચારીનો આત્મવિશ્વાસ રાખનારાઓએ પોતાની દ્રવ્ય ક્રિયાઓ અને સમાચારીઓની સાથે ભાવ સંયમરૂપ નમ્રતા, સરલતા, ભાવોની શુદ્ધિ, હૃદયની પવિત્રતા, સર્વ જીવો પ્રત્યે પૂર્ણ મૈત્રીભાવ, અકષાય તેમજ અક્લેશભાવ તથા પૂર્ણ સદભાવ રાખવો જોઈએ. વિચરણ કરતાં કોઈપણ ક્ષેત્ર, ઘર અને ગૃહસ્થ પ્રત્યે મમત્વ ભાવ ન કેળવે, બધેજ નિર્મમત્વી રહે. કયાંય પણ Page #167 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ વાડાબંધી માંડીને મારું ગામ, મારું ઘર, મારી છાપ, મારો પ્રભાવ ઈત્યાદિ મારા– મારાના ચક્કરમાં પડીને પરિગ્રહી થઈને તેમજ સમાજમાં કલેશનાં મૂળ રોપીને અશાંત, સંકુચિત માનસનું વાતાવરણ જન્માવે નહિ અને પોતાના આત્માને પણ પરિગ્રહની વૃત્તિમાં ડૂબાડે નહિ. પરંતુ (એગ એવ ચરે ) આ ઉત્તરાધ્યયન સૂત્રના વાક્યને સદા સ્મૃતિમાં રાખે. પુનઃૠ :– સાર એ છે કે શુદ્ધાચારીઓએ પોતે ઘમંડ ન કરીને અન્ય શુદ્ધાચારી પ્રત્યે તથા શિથિલાચારી પ્રત્યે પણ ભાવોને શુદ્ધ રાખવા જોઈએ. શિથિલાચારીઓએ પણ અન્ય શિથિલાચારી પ્રત્યે ભાવોને શુદ્ધ રાખવા જોઈએ તથા શુદ્ધાચારી પ્રત્યે હૃદયમાં આદર, ભક્તિ ભાવ રાખીને તેઓનો યથોચિત વિનય વ્યવહાર અવશ્ય કરવો જોઈએ; ભલે ને તે શુદ્ધાચારીઓ તેમને વંદન ન કરતા હોય. તે સિવાય નિંદા, અપયશ તો કોઈને કોઈનો પણ નહિ કરવો જોઈએ. હિત શિક્ષાઓ 166 સ્વહિતમાં – બીજા પર કીચડ ઉછાળવો તે મૂર્ખતા છે અને તેનાથી પોતાની સુરક્ષા કરવાનું માનવું ર કોઈને ઉભા ન કરી શકો તો પછાડવામાં શરમનો અનુભવ કરો. કોઈની ઉન્નતિ જોઈ ઈર્ષાથી સળગો નહિ. કોઈને પડતા જોઈ આનંદિત ન થાઓ. મહામૂર્ખાઈ છે. ગુણગ્રાહી અને ગુણાનુરાગી બનીને ગુણ વૃદ્ધિ કરો. યુધિષ્ઠિર બનો, દુર્યોધન ન બનો. સમ્યક્ત્વ હિતમાં – આગમ પ્રમાણ :– સમક્તિની ચાર શ્રદ્ધામાં અને પાંચ અતિચારમાં મિથ્યાદષ્ટિનો અને સમકિતથી પતિતનો સંપર્ક-પરિચય કરવાનું વર્જિત કહ્યું છે પરંતુ સમ્યક શ્રદ્ધાવાળા, સમ્યક પ્રરૂપણાવાળા જૈન મુનિથી ઘૃણા કરવી કે તેની સંગતિ વર્જવી એવું કહ્યું નથી. આથી કોઈપણ સમ્યગ્દષ્ટિ કે શ્રમણોપાસક હીનાધિક આચારવાળા અને સમ્યગ્ શ્રદ્ધા પ્રરૂપણા વાળા, કોઈપણ ગચ્છના સાધુ સાધ્વીની સંગત પરિચય, વિનય વ્યવહાર, વંદન, સેવા ભક્તિ કરે એમાં તેના સમકિતમાં કોઈપણ આગમિક દોષ નથી. હૃદયની વિશાળતાથી સમાજની એકતા સંભવે છે. શિથિલાચાર અને શુદ્ધાચારનું સ્વરૂપ શાબ્દિક સ્વરૂપ – સંયમ આચારનું શુદ્ધ પાલન શુદ્ધાચાર છે. શિથિલતાથી અર્થાત્ આળસથી જાગૃતિની ખામીથી, શુદ્ધાશુદ્ધ રૂપથી, સંયમ આચારનું પાલન શિથિલાચાર છે. પ્રાચીન ભાષ્યાદિ ગ્રંથોમાં તેને માટે ‘શીતલ વિહારી’ અને ‘ઉધત વિહારી' શબ્દોનો પ્રયોગ મળે છે. શીતલનો અર્થ સુસ્તીથી અને ઉદ્યતનો અર્થ જાગૃતિપૂર્વક સંયમમાં વિચરણ કરનાર. આ પ્રમાણે સમજવાથી પ્રચલિત શબ્દ અને પ્રાચીન કાલના શબ્દ પ્રાયઃ એકાર્થવાચી થાય છે. જ્ઞાતા સૂત્ર આદિમાં આ જ અર્થ માટે ‘ઉગ્ગા, ઉગવિહારી તેમજ પાસસ્થા, પાસસ્થવિહારી, ઓસણા, ઓસણવિહારી, કુશીલા, કુશીલવિહારી, સંસત્તા, સંસત્તવિહારી, અહાછંદા, અહાછંદવિહારી' શબ્દોનો પ્રયોગ થયો છે. –જ્ઞાતા. અ. ૫ ઉગ્રવિહારી, ઉદ્યત વિહારી અને શુદ્ધાચારી એ ત્રણે લગભગ એક શ્રેણીના શબ્દ છે. પાસસ્થા, પાસસ્થવિહારી વગેરે શબ્દોના સ્વરૂપને એક શબ્દમાં કહેવા 'શીતલ વિહારી' અને શિથિલાચારી શબ્દ અલગ-અલગ સમયમાં પ્રયુક્ત થયા છે. શુદ્ધ સ્વરૂપનું વિશ્લેષણ :- પાંચ મહાવ્રત પાંચ સમિતિનું જે સ્પષ્ટ આગમ સિદ્ધ વર્ણન છે તથા આચાર શાસ્ત્રોમાં અને અન્ય શાસ્ત્રોમાં જે જે સંયમ વિધિઓનું સ્પષ્ટ વર્ણન છે; નિશીથ સૂત્ર વગેરેમાં જેનું સ્પષ્ટ પ્રાયશ્ચિત્ત વિધાન છે; તેમાંથી કોઈપણ વિધિ કે નિષેધથી વિપરીત આચરણ, વિશેષ પરિસ્થિતિ વિના, પ્રાયશ્ચિત્ત લેવાની ભાવના વિના તેમજ શુદ્ધ સંયમ પાલનના અલક્ષ્યથી કરવું, શિથિલાચાર કહી શકાય છે. પરંતુ સમય સમય પર બનાવવામાં આવેલા વ્યક્તિગત કે સામાજિક સમાચારી સંબંધી નિયમોનું પાલન ન થઈ શકવાથી કોઈને શિથિલાચારી ન સમજાય તથા આગમ સિદ્ઘ સ્પષ્ટ નિર્દેશોનો વ્યક્તિગત લાચારીથી, અપવાદરૂપ સ્થિતિમાં તેમજ યથાસંભવ શીઘ્ર શુદ્ધિકરણની ભાવના સાથે ભંગ થાય તો તેને પણ શિથિલાચાર ન સમજાય. નિષ્કારણ સેવન કરાતા દોષોને અને પરંપરા પ્રવૃત્તિરૂપના પોતાના આગમ વિપરીત આચરણોને પણ શિથિલાચાર ન માનવો અથવા શુદ્ધાચાર માનવાની બુદ્ધિમાની કરવી એ યોગ્ય નથી, પરંતુ બેવડો અપરાધ કહેવાય છે. સાથો સાથ બીજાઓની સકારણ અલ્પકાલીન દોષ પ્રવૃત્તિને પણ શિથિલાચાર કહેવો કે સમજવો એ અયોગ્ય સમજ છે . જે વિષયોમાં આગમમાં કોઈ સ્પષ્ટ વિધાન કે નિષેધ અથવા પ્રાયશ્ચિત્ત નથી તે વિષયોમાં માન્યતા ભેદથી જે પણ આચાર ભેદ હોય, તેને પણ શિથિલાચારની સંજ્ઞામાં સમાવિષ્ટ ન કરવો જોઈએ. સંક્ષેપમાં– અપવાદની સ્થિતિ વિના સંપૂર્ણ સ્પષ્ટ આગમ નિર્દેશોનું શુદ્ધ પાલન કરવું શુદ્ધાચાર છે અને શુદ્ધ પાલન ન કરવું એ શિથિલાચાર છે. અસ્પષ્ટ નિર્દેશો તથા અનિર્દિષ્ટ આચારો કે સમાચારીઓનું પાલન કે અપાલન શુદ્ધાચાર યા શિથિલાચારનો વિષય થતો નથી. = શિથિલાચારનો નિર્ણય કરવા માટે મુખ્ય બે વાતોનો વિચાર કરવો જોઈએ – ૧. આ પ્રવૃતિ સ્પષ્ટ આગમ પાઠથી વિપરીત છે ? ૨. વિશેષ પ્રસંગ કે પરિસ્થિતિ વિના, શુદ્ધિકરણની ભાવના વિના માત્ર સ્વછંદતાથી આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ? એ બે વાતોના નિર્ણયથી શિથિલાચારનો નિર્ણય કરી શકાય છે. બન્ને વાતોનો શુદ્ઘ નિર્ણય કર્યા વિના શિથિલાચારનો સાચો નિર્ણય નથી થઈ શકતો. Page #168 -------------------------------------------------------------------------- ________________ jain 167 કથાસાર શિથિલાચારીને આગમોમાં અપેક્ષાએ ૧૦ વિભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. યથા – ૧. અહાછંદા ૨. પાસત્થા ૩. ઉસણા ૪. કુશીલા ૫. સંસત્તા ૬. નિતિયા ૭. કાલિયા ૮. પાસણિયા ૯. મામળા ૧૦. સંપસારિયા. તેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. (૧) અહાછંદાઆગમ નિરપેક્ષ સ્વમતિથી પ્રરૂપણા કરનારા. (૨) પાસસ્થા– સંયમનો ઉત્સાહ માત્ર ઘટી જવો, પૂર્ણ લક્ષ્યહીન થઈ જવું, આળસુ થઈ જવું. અન્ય લક્ષ્યની પ્રધાનતા થઈ જવી. (૩) ઉસણા–પ્રતિલેખન, પ્રતિક્રમણ વગેરે અનેક દૈનિક સમાચારીમાં શિથિલતાવાળા. (૪) કુશીલા- વિદ્યા, મંત્ર, નિમિત્ત, કૌતુક કર્મ વગેરે અભિયોગિક પ્રવૃત્તિવાળા. (૫) સંસત્તા–બહુરૂપી જેવી વૃત્તિવાળા, ઈચ્છાનુસાર હીનાધિક આચારવાળા બની જાય. સંગ તેવો રંગ જેવા. (૬) નિતિયા– કલ્પકાલની મર્યાદાનો ભંગ કરવાવાળા યા સદા એક સ્થાનમાં રહેવાવાળા. (૭) કાઠિયા- વિકથાઓની પ્રવૃત્તિ કરવાવાળા. કથામાં સમયનું ભાન ન રાખવા વાળા. (૮) પાસણિયા – દર્શનીય સ્થળ જોવા જવાવાળા. (૯) મામગા– આહાર, ઉપધિ, શિષ્ય, ગામ, ઘરોમાં કે શ્રાવકોમાં મમત્વ, મારું મારું એવા ભાવ રાખનારા. (૧૦) સંપારિયા- ગૃહસ્થના કાર્યોમાં સલાહ દેવા કે મુહૂર્ત આપવાની પ્રવૃત્તિ કરવાવાળા. શુદ્ધાચારીના નિર્ણયને માટે પણ મુખ્ય બે વાતો પર ધ્યાન દેવું જોઈએ. જેમ કે – ૧. જે વિના કારણ–પરિસ્થિતિ આગમ વિપરીત કોઈ પણ આચરણ કરવાનું ઈચ્છતો નથી. ૨. પોતાની પરિસ્થિતિ અમુક આગમ પાઠથી વિપરીત છે એવું ધ્યાનમાં આવતાં જ જો કોઈ વિશેષ પરિસ્થિતિ ન હોય તો યથાસંભવ તત્કાલ તેને છોડી દેવા તત્પર રહે છે. માત્ર પરંપરાના નામથી ધકેલાતો નથી . તેને શુદ્ધાચારી સમજવો જોઈએ, ઉક્ત વિચારણાઓ પરથી નીચે દર્શાવેલ પરિભાષા બને છે. નિર્મિત થતી પરિભાષા - (૧) શુદ્ધાચારી : – જે આગમોક્ત સર્વે આચારોનું પૂર્ણપણે પાલન કરે છે કારણ વિના કોઈ અપવાદનું સેવન નથી કરતો. કોઈ કારણથી અપવાદરૂપ દોષનું સેવન કરવા પર તેનું પ્રાયશ્ચિત સ્વીકાર કરે છે. કારણ સમાપ્ત થવા પર તે પ્રવૃત્તિને છોડી દે છે અને આગમોક્ત આચારોની શુદ્ધ પ્રરૂપણા કરે છે, તે “શુદ્ધાચારી' છે. (૨) શિથિલાચારી:- જે આગમોક્ત એક અથવા અનેક આચારોથી સદા વિપરીત આચરણ કરે છે, ઉત્સર્ગ અપવાદની સ્થિતિનો વિવેક નથી રાખતો, વિપરીત આચરણનું પ્રાયશ્ચિત્ત પણ લેતો નથી અથવા આગમોક્ત આચારોથી વિપરીત પ્રરૂપણા કરે છે, તે "શિથિલાચારી" છે. આગમોક્ત વિધિ નિષેધો સિવાય ક્ષેત્ર કાલના દષ્ટિકોણથી જે કોઈ સમુદાયની સમાચારીનું ગઠન-ગુંથણી કરવામાં આવે છે તેના પાળવાથી કે નહિ પાળવાથી કોઈ અન્ય સમુદાયવાળાઓને શુદ્ધાચારી કે શિથિલાચારી સમજવાનું ઉચિત નથી. જે સમુદાયમાં જે રહે છે, તેણે તે સંઘની આજ્ઞાથી તે નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે. એવા વ્યક્તિગત સમાચારના કેટલાક નિયમોની સૂચિ આગળ આપવામાં આવશે. તે પહેલાં આગમ વિધાનોની સૂચિ આપવામાં આવે છે. સાધ્વાચારના કેટલાક આવશ્યક આગમ નિર્દેશ : અઢાર પાપનો ત્યાગ, પાંચ મહાવ્રતનું પાલન, પાંચ સમિતિનું પાલન, બાવન (પર) અનાચારનો ત્યાગ વગેરે અનેક આચાર નિર્દેશ પ્રસિદ્ધ છે. છતાં પણ એનાથી નિકટના સંબંધવાળા કેટલાક જાણવા-ચિંતવવા યોગ્ય આગમ વિષયોનો સંગ્રહ આ પ્રમાણે છે (૧) બીજાની નિંદા કરવી, પરાભવ (અવહેલના વગેરે) કરવું પાપ છે. એવું કરવાવાળા મહાન સંસારમાં પરિભ્રમણ કરે છે. -સૂયગડાંગ ધ્રુ. , અ.ર, ઉ.૨, ગા. ૨. | (૨) આ કુશીલિયો છે,એવું નહિ બોલવું અને જેનાથી અન્યને ગુસ્સો આવે તેવા નિંદાજનક શબ્દ નહિ બોલવા. દશર્વ.અ૧૦,ગા.૧૮. (૩) પરસ્પર વાતો કરવામાં આનંદ નહિ લેવો, સ્વાધ્યાયમાં સદા લીન રહેવું, નિદ્રાને વધુ આદર નહિ દેવો તથા હાંસી ઠઠ્ઠા-મશ્કરીનો ત્યાગ કરવો. – દશવૈ. અ. ૮, ગા. ૪૮. (૪) મોઢું ફાડીને ખડખડાટ હસવાથી પ્રાયશ્ચિત આવે છે. – નિશીથ – ૪ (૫) પ્રતિલેખન કરતાં-કરતાં પરસ્પરમાં વાતો કરવી નહિ, –ઉત્તરા. – અ. ૨૬, ગા. ૨૯ (૬) સવાર સાંજ બને વખત ઉપધિન પ્રતિલેખન કરવ. - આવા – ૪ પાત્ર, પસ્તક વગેરે કોઈપણ ઉપકરણને એક જ વાર પ્રતિલેખન કરવાનું કોઈ પણ આગમ પ્રમાણ નથી. માત્ર પરંપરાને આગમ પાઠની સામે મહત્વહીન સમજવી જોઈએ. (૭) ચારે કાલમાં સ્વાધ્યાય ન કરે તો ચોમાસી પ્રાયશ્ચિત્ત.-નિશીથ. ૧૯ સેવા કાર્યના અભાવમાં આગમનો સ્વાધ્યાય આવશ્યક સમજવો જોઈએ. | (૮) પોરસી આવ્યા પછી કાલિક સૂત્રની સ્વાધ્યાય કરે તો ચૌમાસી પ્રાયશ્ચિત્ત જેમ કે દીપાવલીના દિવસે ઉત્તરાધ્યયન સૂત્રનો સ્વાધ્યાય.નિશીથ ૧૯ (૯) આગમ નિર્દિષ્ટ ક્રમથી વિપરીત વાચના આપે તો પ્રાયશ્ચિત. -નિશીથ ૧૯ (૧૦) પ્રથમ આચારાંગ સૂત્રની વાચના આપ્યા વિના કોઈપણ આગમ નિર્દિષ્ટ સૂત્રની વાચના દે તો પ્રાયશ્ચિત્ત – નિશીથ ૧૯ (૧૧) આચાર્ય ઉપાધ્યાય દ્વારા વાચના આપ્યા વિના કે આજ્ઞા આપ્યા વિના, કોઈ પણ સૂત્ર વાંચે તો પ્રાયશ્ચિત્ત – નિશીથ ૧૯ (૧૨) દશ બોલ યુક્ત ભૂમિ હોય ત્યાં પરઠવું જોઈએ. -ઉત્તરા.અ.૨૪, ગા. ૧–૧૮. (૧૩) રસ્તે ચાલતાં વાતો ન કરવી. – આચારાંગ ર-૩–૨. (૧૪) (ચરે મંદ મણુવિજ્ઞો, અવષ્મિત્તેણ ચેયસા.)- દશવૈ. ૫,૧,૨ ઉતાવળે ચાલવું અસમાધિ સ્થાન છે. દશા, દ.-૧ તે સમાજમાં ઉતાવળથી અર્થાત્ તેજ ચાલવાવાળા પ્રશંસા પ્રાપ્ત કરીને ખુશ થાય છે, એ અજ્ઞાન દશાનું પરિણામ છે. ઉત્ત. ૧૭ ગા. ૮. Page #169 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ (૧૫) થોડીક પણ કઠોર ભાષા બોલવાનું માસિક પ્રાયશ્ચિત્ત; નિશીથ—૨. ગૃહસ્થ કે સાધુને કઠોર વચન બોલવા અથવા તેની કોઈ પણ પ્રકારની આશાતના કરવી એ લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્તનું કાર્ય છે– નિ. ૧૫ અને ૧૩. રત્નાધિકોને કઠોર વચન કહે અથવા કોઈપણ પ્રકારની આશાતના કરે તો ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત –નિ. ૧૦. (૧૬) દર્શનીય દૃશ્યોને જોવા અને વાજિંત્ર વગેરેના સ્થાનોમાં સાંભળવાને માટે જાય કે મકાનની બહાર આવીને જુએ તો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત. – નિશી. ૧૨ તથા ૧૭. (૧૭) રોગના આતંક સમયે આહારનો ત્યાગ કરવો જોઈએ. —ઉત્તરા – અ. ૨૬, ગા.-૩૪, ૩૫ (૧૮) ઝડપથી ખાવું, અતિ ધીરે ખાવું, બચકારા બોલાવતાં ખાવું-પીવું, નીચે ઢોળતાં ખાવું, સ્વાદ માટે સંયોગ મેળવવો, વગેરે પરિભોગેષણાના દોષ છે. – પ્રશ્ન. અ.. 168 (૧૯) સાધુ સાધ્વીએ ત્રણ જાતના પાત્ર રાખવા કલ્પે છે. –ઠાણાંગ-૩. એના સિવાય ધાતુ હોય કે કાચ, દાંત, વસ્ત્ર, પત્થર વગેરે કોઈપણ પ્રકારના પાત્ર કલ્પતા નથી. – નિશીથ ઉ. ૧ ૧ (૨૦) આચાર્ય ઉપાધ્યાયની વિશિષ્ટ આજ્ઞા વિના વિગય ખાવાનું પણ પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશીથ ઉ.૪ (૨૧) અન્ય સાધુ કાર્ય કરવાવાળા હોય તો કોઈપણ સેવા કાર્ય, શીવણ વગેરે સાધ્વી પાસે કરાવવાનું કલ્પતું નથી. અન્ય સાધ્વી કાર્ય કરનાર હોય તો સાધ્વી, સાધુ દ્વારા પોતાનું કોઈપણ કાર્ય નથી કરાવી શકતી. તે કાર્યમાં કપડા શીવવા હોય કે લાવવા અથવા આહાર ઔષધ વગરે લાવવું દેવું, – વ્યવહાર ઉ.પ. (૨૨) સ્વલિંગવાળાના અભાવની સ્થિતિ વિના સાધુ સાધ્વીએ આપસમાં આલોચના,પ્રાયશ્ચિત્ત કરવાનું પણ નથી કલ્પતું. વ્યય. ઉ.પ. (૨૩) સાધુ સાધ્વી બન્નેને એક બીજાના ઉપાશ્રયે જવું, બેસવું વગેરે કોઈ કાર્ય કરવાનું કલ્પતું નથી. વાચના લેવા દેવાનું હોય તેમજ સ્થાનાંગ કથિત પાંચ કારણ હોય તો જઈ શકે છે, એ સિવાય કેવળ દર્શન કરવા, સેવા(પર્યાપાસના) કરવા, અહીં તહીંની વાતો કરવા વગેરે માટે જવાનું કલ્પતું નથી. –બૃહત્કલ્પ ઉદ્દે.૩ સૂ. ૧,૨ અને વ્યવ. ઉ.૭. ઠાણાંગ. અ.પ = (૨૪) જે સાધુ મુખ વગેરેને વીણા જેવું બનાવે અને તેનાથી વીણા જેવો અવાજ કાઢે તો પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશી. પ (૨૬) ગૃહસ્થનો ઔષધ ઉપચાર કરે કે તેને ઉપચાર બતાવે તો પ્રાયશ્ચિત્ત. –નિશિથ ૧૨ –નિશીથ ૧૨ (૨૭) વિહાર વગેરેમાં ગૃહસ્થ પાસે ભંડોપકરણ ઉપડાવે તો પ્રાયશ્ચિત્ત. (૨૮) ચાલીશ વર્ષથી ઓછી ઉંમર વાળા તરુણ, નવદીક્ષિત અને બાળમુનિ – એ દરેક સાધુએ આચાર્ય, ઉપાધ્યાય વિના રહેવું કલ્પતું નથી. કારણકે એ શ્રમણ તેમનાથી અનુશાસિત રહે તો જ તે દીર્ઘકાલ સુધી સમાધિવંત રહી શકે છે અર્થાત્ આચાર્ય અને ઉપાધ્યાય બેની એના પર સંભાળ રહેવી આવશ્યક છે. – વ્ય.ઉ.૩ = એ ત્રણેને આચાર્ય ઉપાધ્યાયની નિશ્રામાંજ રહેવાનું સૂત્રમાં કહ્યું છે. માત્ર સ્થવિરની નિશ્રામાં કે કેવલ એક પદવીધરની નિશ્રામાં એમનું સદાને માટે રહેવાનું આગમ વિપરીત છે. અર્થાત્ કોઈ પણ વિશાળ ગચ્છને આચાર્ય ઉપાધ્યાય અને પ્રવર્તિનીની પદ વ્યવસ્થા વિના લાંબા સમય સુધી રહેવું કલ્પતું નથી. – વ્ય. ૩ (૨૯) સંઘાડાના મુખી બનીને વિચરનારમાં ૬ ગુણ હોવા જોઈએ. ઠાણા. ૬, તેમાં એક આ પણ છે કે બહુશ્રુત હોવા જોઈએ. જઘન્ય માં જઘન્ય સંપૂર્ણ આચારાંગ નિશીથ અર્થ સહિત કંઠસ્થ કરનાર બહુશ્રુત કહેવાય છે. —બૃહત્કલ્પસૂત્ર ઉદ્દે.રૂ સૂત્ર-૧,૨ અને ભાષ્યગાથા-૬૯૩, નિ.ફૂ.ગા. ૪૦૪ (૩૦) પોતાના પારિવારિક કુળોમાં ‘બહુશ્રુત’ જ ગોચરીએ જઈ શકે છે બીજા નહિ. - ઉત્તરા.અ. ૩૫–૧૦,૧૧,૧૨. અબહુશ્રુત । જઈ શકે નહિ. સાથે અથવા સ્વયં બહુશ્રુત હોવા જોઈએ. (૩૧) યોગ્ય અયોગ્ય સર્વને એક સાથે વાચના દેવી પ્રાયશ્ચિત્તનું કારણ છે. (૩૨) પ્રતિક્રમણ–( તચ્ચિત્તે, તમ્ભણે, તલ્લેસે, તદજઝવસિએ, તત્તિવ્વજઝવસાણે, તદદોવઉત્તે, તદપ્પિયકરણે, તબ્જાવણા ભાવિએ, અણદ્ઘ કત્થઇ મણું અકરેમાણે,) આ પ્રમાણે એકાગ્રચિત્ત થઈને કરવાથી ભાવ પ્રતિક્રમણ થાય છે અન્યથા નિદ્રા અને વાતોમાં કે અસ્થિર ચિત્તમાં દ્રવ્ય પ્રતિક્રમણ થાય છે. – અનુયોગ દ્વાર સૂત્ર ૨૭ મું . કહ્યું પણ છે. – દ્રવ્ય આવશ્યક બહુ કર્યા,ગયા વ્યર્થ સહ, અનુયોગ દ્વાર જોઈ લેવો રે. આથી પ્રતિક્રમણમાં નિદ્રા અને વાતો કરવાનું ક્ષમ્ય નથી થઈ શકતું. (૩૩) આહારની કોઈ વસ્તુ ભૂમિ પર અથવા આસન પર રાખે તો પ્રાયશ્ચિત્ત. -નિ.૧૬ (૩૪) મકાન નિર્માણના કાર્યમાં સાધુએ ભાગ લેવો જોઈએ નહિ. –ઉત્તરા.અ.૩૫ ગા. ૩થી૯ (૩૫) સાધુ કોઈપણ વસ્તુના ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે તો તે વાસ્તવિક સાધુ નથી હોતો. ક્રય વિક્રય મહાદોષકારી છે. – ઉત્તરા. અ. ૩૫ ગાથા ૧૩, ૧૪,૧૫ આચા. બ્રુ. ૧-અ. ૨-ઉદ્દે.૫ (૩૬) આહાર બનવા બનાવવામાં સાધુએ ભાગ ન લેવાય. અગ્નિનો આરંભ બહુ જીવ હિંસા જનક છે. - – વ્ય. ૬. મોટા આજ્ઞા આપે તો પણ એકલા (૩૭) (વિભૂસાવત્તિયં ભિક્યૂ કમ્મ બંધઈ ચિક્ક . સંસાર સાયરે ધોરે, જેણં, પડઈ દુરુત્તરે ) –દશવૈ. અ. ગા.૬૬ સ્વાસ્થ્યની દ્દષ્ટિએ અત્યંત આવશ્યક તેમજ અસહનશીલતાની સ્થિતિમાં કરવામાં આવતી પ્રક્ષાલનપ્રવૃત્તિને વિભૂષા કહેવામાં આવતી નથી. સારા દેખાવાની ભાવના અને ટાપટીપની વૃતિને વિભૂષાનું પ્રતીક સમજવું જાઈએ. (ગાહાવઇણામેગે સૂઇ સમાયારા ભવતિ ભિમ્મૂ ય અસિણાણએ, મોયસમાયારે સે તગંધે દુગંધે, પડિકૂલે પડિલોમે યાવિ ભવઈ ). આચા. ૨,૨,૨ એવા આગમ પાઠ, સારા દેખાવાની વૃત્તિના પક્ષકાર નથી. ઉત્તરાધ્યયન અ.૨. ગા. ૩૭ માં (જાવ સરીર ભેઓ ત્તિ, જલં કાએણ ધારએ ). કથનમાં મેલ પરીષહ સહન કરવાની વિશિષ્ટ પ્રેરણા છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ jain 169 કથાસાર (૩૮) (સવૅ સાવજજં જોગ પચ્ચક્ઝામિ જાવજજીવાએ તિવિહં તિવિહેણું). –આવશ્યક સૂત્ર. અઢાર પાપ કરવા, કરાવવા અને ભલા જાણવાનો જીવનપર્યત ત્યાગ હોય છે. ક્રોધ કરવો, જૂઠ-કપટ કરવું અને નિંદા કરવી તેમજ અંદરોઅંદર કલહ કરવો એ પણ સ્વતંત્ર પાપ છે.તેના સાધુને પ્રત્યાખ્યાન હોય છે. (૩૯) ગૃહસ્થને "બેસો, આવો આ કરો–તે કરો, સૂવો, ઉભા રહો, ચાલ્યા જાઓ; વગેરે બોલવું ભિક્ષુને કલ્પતું નથી – દશર્વે. અ.૭ ગા. ૪૭. (૪૦) માર્ગમાં લીલું ઘાસ, બીજ, અનાજ વગેરે કોઈપણ સચિત ચીજ હોય તો તે દોષયુક્ત માર્ગેથી નહિ જતાં અન્ય માર્ગે થઈને જવું, અન્ય માર્ગ ન હોય તો પગને આડા ત્રાંસા કે પંજાભર કરીને પગલાં સંભાળી સંભાળીને યથા શક્ય બચાવ કરીને ચાલવું અર્થાત્ આખા પગલા ધરતી પર રાખીને આરામથી ચાલવું નહીં. – આચા. ર. અ.૩. (૪૧) એષણાના ૪૨ દોષ ટાળીને આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા વગેરે ગ્રહણ કરવા જોઈએ- ઉત્તરા.અ.૨૪.ગા.૧૧. એ દોષ યુક્ત ગ્રહણ કરવાથી ગુરુચીમાસી તેમજ લઘુ ચોમાસી વગેરે જુદા-જુદા પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશીથ ઉદ્દેશ ૧,૧૦, ૧૩, ૧૪ વગેરે. (૪૨) ઉઘાડા મુખે બોલવું સાવધ ભાષા છે અર્થાતુ મુહપત્તિથી મુખ ઢાંકયા વિના જરા પણ બોલવું નહિ. – ભગ. શ.૧દ ઉ.. એ આગમોક્ત નિર્દેશો તથા અન્ય પણ એવી અનેક આજ્ઞાઓથી વિપરીત જો પોતાની પ્રવૃત્તિ હોય અને પ્રાયશ્ચિત્ત શુદ્ધિ પણ કરવામાં ન આવે, તો એવી સ્થિતિમાં પોતાને શિથિલાચારી ન માનતાં શુદ્ધાચારી માનવું, તે પોતાના આત્માને છેતરવા સમાન છે. જો શિથિલાચારીનું કલંક(લેબલ)પસંદ ન હોય તો ઉપરોક્ત આગમ નિર્દેશો અનુસાર ચાલવાની અને અશુદ્ધ પ્રવૃત્તિ કે પરંપરા છોડવાની સરલતા અને ઈમાનદારી ધારણ કરવી જોઈએ. પ્રચલિત વિભિન્ન ગચ્છોની સમાચારીઓના કેટલાક નિયમઃ (૧) કંદમૂળ, માખણ, ગઈકાલનું બનાવેલું ભોજન અને બિસ્કિટ વગેરે લેવા નહિ કારણકે એ અભક્ષ્ય છે. દિરાવાસી જૈન (૨) કાચું દહીં અને દ્વિદળના પદાર્થોનો સંયોગ નહિ કરવો અને એવા ખાદ્ય નહિ ખાવા, કારણકે એ અભક્ષ્ય છે.દિરાવાસી જેન] (૩) સૂર્યાસ્ત પછી માથું ઢાંકવું અથવા દિવસે પણ કયારેક પ્રથમ અને ચોથા પહોરમાં કામળી ઓઢીને બહાર જવું.દિરાવાસી જૈન (૩.૧) પાંખીના દિવસે ચટણીનાં પથ્થર પર પણ ટાંકણી મરાવવી નહિં. [દેરાવાસી જૈન શ્રાવક!] તેમને આ જ્ઞાન અને આચરણ માટે ધન્યવાદ, તેમને આ જ્ઞાન આપનારા ગુરુને પણ ધન્યવાદ. (૩.૨) પૃથ્વીથી પાણીનાં જીવો સુમ, તેથી અગ્નિનાં અને તેથી વાયુકાયનાં જીવો સુક્ષમ છે. વાયુકાયની દયા પાળવી સૌથી અધરી છે. બોલતી વખતે મખવસ્ત્રીકા થી મોઢ ઢાકી ને બોલવું. ઉધાડે મોઢે બોલાતી ભાષા સાવધ હોય છે. - સત્ર ભગવતી ની સાખે. (૩.૩) બીલાડી આવે તો ઉડી જવું એ જ્ઞાન અને ઉડવાની ક્રિયા તે આચરણ. જો પોપટ ફકત જ્ઞાનથી કે ભાવથી ઉડવાની ઈચ્છા રાખે પણ બિલાડી આવે ત્યારે ઉડે નહિં. તો તેનું –બિલાડી આવે તો ઉડી જાઉ– નું રટણ પણ તેનાં પ્રાણ બચાવી શકતું નથી. (૪) લખવા માટે ફાઉન્ટન પેન, પેન્સિલ તેમજ પથારી માટે ચટાઈ, પુટ્ટા, સમાચાર પત્ર, બારદાન વગેરે લેવા નહીં. (૫) નવકારસી (સૂર્યોદય પછી ૪૮ મિનિટ) પહેલાં આહાર-પાણી લેવા નહિ કે ખાવા-પીવા નહિ.દિરાવાસી જૈન (૬) ઔપગ્રહિક અપવાદિક ઉપકરણમાં પણ લોખંડ વગેરે ધાતુના ઉપકરણ રાખવા નહિ. (૭) આજે જે ઘરેથી આહાર–પાણી ગ્રહણ કરેલ હોય ત્યાંથી આવતી કાલે આહાર કે પાણી લેવા નહિ. અથવા સવારે જે ઘરેથી ગોચરી લીધી હોય ત્યાંથી બપોરે કે સાંજે ગોચરી લેવી નહિ. (૮) કબાટ, ટેબલ વગેરે પર રાખવામાં આવેલ સચિત્ત પદાર્થોનો પરંપરાગત સંઘટ્ટો માનવો. (૯) એક વ્યક્તિથી એકવાર કોઈ વિરાધના થઈ જાય તો બીજી વ્યક્તિના હાથે તેમજ આખો દિવસ તે ઘરની ગોચરી લેવી નહીં. (૧૦) એક સાધુ-સાધ્વીએ ચાર પાત્ર અને ૭૨ યા ૯૬ હાથ વસ્ત્રથી અધિક નહિ રાખવા. (ઉપધીનાં નંગ ૩૫ ની મર્યાદા.) (૧૧) ચૌમાસી, સંવત્સરીએ બે પ્રતિક્રમણ કરવા કે પાંચ પ્રતિક્રમણ કરવા, ૨૦ કે ૪૦ લોગસ્સનો કાયોત્સર્ગ કરવો. (૧૨) પોતે પત્ર લખવો નહીં, ગૃહસ્થ પાસે લખાવીને પણ પ્રાયશ્ચિત લેવું. પોસ્ટકાર્ડ વગેરે પોતાની પાસે રાખવા નહીં. (૧૩) અનેક સાધ્વીઓ કે અનેક સ્ત્રીઓ હોય તો પણ પુરુષની ઉપસ્થિતિ વિના સાધુએ બેસવું નહિ. એમજ સાધ્વીને માટે પણ સમજી લેવું. (૧૪) રજોહરણ અને પ્રમાનિકા વગેરેને સંપૂર્ણ ખોલીને જ પ્રતિલેખન કરવું. (૧૫) ગૃહસ્થ તાળું ખોલીને કે ચણિયારા વાળો દરવાજો ખોલીને આહાર વહોરાવે તો લેવો નહીં. (૧૬) બહારગામથી દર્શનાર્થે આવેલ શ્રાવકો પાસેથી નિર્દોષ આહાર વગેરે પણ નહિ લેવા. (૧૭) દોરી પર કપડાં સૂકવવા નહિ. પડદો બાંધવો નહિ. (૧૮) સાધુની સમક્ષ સાધ્વીઓએ પાટ પર બેસવું નહિ. (૧૯) દાતા દ્વારા ગોઠણ જેટલી ઊંચાઈ ઉપરથી કોઈ પદાર્થ પડી જાય તો તે ઘરને “અસૂઝતું કહેવું અથવા અન્ય કોઈપણ પ્રકારની વિરાધનાથી કોઈના ઘરને 'અસૂઝતું માનવું. (૨૦) ચાદર બાંધ્યા વિના ઉપાશ્રયમાંથી બહાર નહિ જવું અથવા ચાદર, ચોલપટ્ટો પરસ્પર ગાંઠ મારીને બાંધવા નહિ. (૨૧) ધાતુની કોઈ વસ્તુ પોતાની પાસે રાખવી નહિ. ચશ્મા વગેરેમાં ધાતુની ખીલી (રીવેટ) પણ ન જાઈએ. (૨૨) સીસાની બનેલી હોવાથી પેન્સિલ અને તેનાથી લખેલ અક્ષર પણ પાસે રાખવા નહિ.હિકમ ગચ્છ] (૨૩)માટીના પાત્ર, માટલી વગેરે પણ પડિહારા (પાઢીયારા) નહિ લેવા. (૨૪) ઘરમાં પહોંચતા સમયે જે વ્યક્તિ 'અસૂઝતો હોય, પછી તે 'સૂઝતો પણ થઈ જાય તો પણ તેના હાથે કંઈ લેવું નહિ. (૨૫) ઘણી મોટી જાજમ, ચઢાઈ વગેરેના પરંપરા સંઘટ્ટાને પણ માનવો. (૨૬) કેટલાક ફળ, મેવા અચિત અને નિર્દોષ હોય તો પણ લેવા નહિ. બદામ, પિસ્તા વગેરેના અચિત ટુકડા પણ નહિ લેવા. Page #171 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 170 પાંઉ, બિસ્કિટ, પીપરમિન્ટ, ડબલ રોટી વગેરે નહિ લેવા. બેકરીની બનાવટનાં કોઈ પદાર્થ નહિં લેવા. (૨૭) સાધુએ એકલા નહિ વિચરવું અને સાધ્વીએ બે થી વધારે સંખ્યામાં વિચરવું (આચાર્ય ઉપાધ્યાયે એકલા વિચરવાનો અને સાધ્વીએ એકલા વિચરવાનો તથા પ્રવર્તિનીએ બે થી વિચરવાનો આગમમાં સ્પષ્ટ નિષેધ છે.) (૨૮) હંમેશા દેવસીય પ્રતિક્રમણમાં ધર્મધ્યાનના ભેદોનું ચિંતન અને રાત્રિના પ્રતિક્રમણમાં તપ ચિંતન પાંચમાં આવશ્યકમાં કરવું. (૨૯) ચોવીસ કલાક મુહપત્તિ બાંધી રાખવી (ઉઘાડે મુખે બોલવાથી સાવધ ભાષા ગણાય છે –ભ.શ.-૧૬, ઉ.-ર) સાવદ્ય ભાષાથી બચવા માટે બોલતા સમયે અને લિંગ માટે યથાસમય મુખવસ્ત્રિકા બાંધવી આવશ્યક હોય છે. (૩૦-૩૧) પ્લાસ્ટીકની થેલી કે કાપડ વગેરે રાખવા નહિ. (૩૨) પ્રવાહી શાહી વગેરે (અખાદ્ય) પદાર્થ પણ રાતમાં પોતાની પાસે રાખવા નહિ. (જ્યારે કે તે પાણીના અંશમાં પેય ગુણ રહેતો જ નથી.) (૩૩) ચાતુર્માસમાં બેડેજ(પાટા પીંડી) ની પટી ન લેવી(જ્યારે કે તે કપડું તો ઔષધરૂપમાં પરિણત થઈ જાય છે.) તેમજ રૂ, દોરા વગેરે પણ લેવા નહિ. (૩૪) પ્રથમ પ્રહરના આહાર પાણીની સૂક્ષ્મ સંઘાની પરંપરા સ્વીકારવી. (૩૫) સાધુના ઉપાશ્રયમાં દિવસમાં પણ અમુક સમય સિવાય બહેનોએ, સાધ્વીઓએ બેસવું નહિ. (૩૬) સંત સતિઓએ સાથે કે એક દિશામાં વિહાર ન કરવો, એક દિશામાં સ્પંડિલ ન જાવું. (૩૭) ફૂંકવું કે હવા કરવી(વીંજવું) એ બે કાર્યોના નિષેધ ઉપરાંત અન્ય અનેક નિયમ અને મર્યાદાઓ વાયુકાયની યતના માટે (૩૮) રજોહરણની ડાંડી પર વસ્ત્ર હોવું આવશ્યક છે. પંજણી અને ડંડા વગેરે પર નહિ. (લાકડી જોઈ જાનવર ભયભીત ન થાય માટે. તથા કપડુ હોવાથી બાંધેલ પણ સારી રીતે રહે છે.) (૩૯) ઉપાશ્રયમાં રાતમાં ગૃહસ્થ એક તરફ પોતાને આવશ્યક પાણી રાખી શકે છે પરંતુ વિજળીના બલ્બ વગેરે સીડીમાં થોડીવાર માટે પણ જલાવવા નહિ. (આગમમાં “રાત્રીભર જ્યાં અગ્નિ કે દીપક જલતા હોય ત્યાં રહેવું નહિ, એવું વિધાન છે.) (૪૦) પરિસ્થિતિવશ પણ કયારેય શલ્ય ચિકિત્સા(ઓપરેશન) કરાવવી જ નહિ પરંતુ તેવી પરિસ્થિતિમાં પુનઃ ગૃહસ્થ બની જવું. દિગંબર જૈન] (૪૧) ઉપવાસમાં જ દીક્ષા આપવી, અર્થાતુદીક્ષાના દિવસે ઉપવાસ હોવો જ જોઈએ. દિગંબર જૈન] (૪૨) રેફ્રિજરેટર માંથી વસ્તુ બહાર કાઢેલી પડી હોય તે પણ અત્યંત ઠંડી હોય તો નહિ લેવી. ફ્રીજનો બહારથી પણ સંઘટો માનવો. આઈસ્ક્રીમને સચિત્ત માનવો. (૪૩) બહેનોએ પ્રાર્થનામાં સાધુ કે ભાઈઓ સાથે નહિ બેસવું. (૪૪) છદથી વધારે આગળની તપસ્યામાં રાખવું પણ ધોવણ પીવાનું કલ્પતું નથી. (૪૫) સાધ્વીઓએ મસ્તક આગળના વાળ કપડાથી બાંધીને રાખવાં. એ નિયમોનો આગમિક કોઈ સ્પષ્ટ પાઠ ઉપલબ્ધ નથી. કેટલાક વ્યકિતગત વિચારોથી અને કેટલાક અર્થ પરંપરાથી અથવા નવા અર્થની ઉપજથી સમયે સમયે બનાવવામાં આવેલી સમાચારીરૂપ છે તેમાં કેટલાક સામાન્ય સાવધાની રૂપ છે, કેટલાક અતિ સાવધાનીરૂપ છે. એ નિયમોના બનવા બનાવવામાં મુખ્ય લક્ષ્ય પ્રાયઃ સંયમ સુરક્ષાના અને આગમોક્ત નિયમોના પાલનમાં સદ્યોગ સફળતા મળતી રહે, એવો છે. જેથી નહિ હોવાથી તેના પાલન કે અપાલનને શુદ્ધાચાર કે શિથિલાચારની ભેદરેખામાં નથી જોડી શકાતા તેમજ આગમની સમાન જોર ન દઈ શકાય. જો તેનું પાલન કરે તો તે તેનું પરંપરા પાલન, સાવધાન દશા અને વિશેષ ત્યાગ–નિયમરૂપ કહી શકાય છે, તેમાં કોઈ નિષેધ નથી પરંતુ એ નિયમોનું પાલન કરનાર શુદ્ધાચારી છે અને પાલન નહિ કરનાર શિથિલાચારી છે, એમ સમજવું કે કહેવું બુદ્ધિમાની કે વિવેક યુક્ત નથી. કેટલાક સાધક એ વધારાના નિયમોનું પાલન તો કરે છે અને મૌલિક આગમોક્ત નિયમોની ઉપેક્ષા કે ઉપહાસ પણ કરી લે છે, વિપરીત પ્રરૂપણા પણ કરી દે તે શુદ્ધાચારી કહી શકાતા નથી. જે સાધક મૌલિક આગમોક્ત સ્પષ્ટ નિર્દેશોનું યથાવત્ પાલન કરે અને એ વધારાના નિયમોમાંથી જે જે નિયમ સ્વગચ્છમાં નિર્દિષ્ટ હોય તેનું પાલન કરે અને અન્યનું પાલન ન કરે તો તેને શિથિલાચારી સમજી શકાય નહિ. જે સાધક આગમોક્ત સ્પષ્ટ નિર્દેશો અને પરંપરાઓ બન્નેનું યથાવત્ પાલન કરે છે તેને તો શુદ્ધાચારી કે વિશિષ્ટાચારી કહેવામાં કોઈ હરકત ને સ્થાન જ નથી પરંતુ જો ૫-૧૦ કે એક પણ આગમોક્ત નિર્દેશનું પરંપરાના આગ્રહથી તે શ્રમણો દ્વારા અપાલન થતું હોય તો તેઓ પણ શુદ્ધાચારીની કક્ષાથી ઉતરતા જ કહેવાય ભલે ને તે કેટલીય વિશિષ્ટ સમાચારીઓનું પાલન કરતા હોય. રનું સ્વરૂપ સમજ્યા વિના મનમાન્યા નિર્ણય કરવા કે કહેવાથી કાં તો નિરર્થક રાગદ્વેષ વધારવાનું થાય છે અથવા શિથિલાચારનું પોષણ થાય છે અને નિશીથ ઉદ્દે. ૧૬ અનુસાર પ્રાયશ્ચિત આવે છે (શિથિલાચારીને શુદ્ધાચારી અને શુદ્ધાચારીને શિથિલાચારી કહે તો પ્રાયશ્ચિત્ત). આ વિવેચનથી સાચો અર્થ સમજીને શિથિલાચારનો અસત્ય આક્ષેપ લગાડવાથી બચી શકાય છે તથા પોતાના આત્માનો સાચો નિર્ણય પણ લઈ શકાય છે. સાથે જ શુદ્ધ સમજપૂર્વક શક્તિ અનુસાર શુદ્ધ આરાધના કરી શકાય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ jain 171 કથાસાર પુનશ્ચ સારભૂત ચાર વાક્ય:(૧) પ્રવૃત્તિરૂપે આગમ વિપરીત આચરણ શિથિલાચાર છે. (૨) પરિસ્થિતિ કે અપવાદ માર્ગરૂપે આગમ વિપરીત આચરણ શિથિલાચાર નથી. (૩) પૂર્વધરો સિવાય તે પછીના જમાનાના અન્ય આચાર્ય વગેરે દ્વારા બનાવાયેલ, આગમથી વધારાના નિયમોથી વિપરીત આચરણ કરવું શિથિલાચાર નથી. (૪) જે ગચ્છમાં કે સંઘમાં રહેવું હોય તે ગચ્છ કે સંઘના નાયકની સંયમ પોષક આજ્ઞા અને તે ગચ્છની કોઈપણ સમાચારીનું પાલન ન કરવું તે શિથિલાચાર જ નહિ સ્વચ્છંદાચાર પણ છે. સર્વનું મૂળ શું? – ૧ સર્વ ગુણોનું મૂળ વિનય. ૨ સર્વ રસોનું મૂળ પાની. ૩ સર્વ ધર્મોનું મૂળ દયા. ૪ સર્વ રોગનું મૂળ અજીર્ણ પ સર્વ કલેશનું મૂળ હાંસી સર્વ બંધનું મૂળ રાગ. ૭ સર્વ દુઃખનું મૂળ શરીર. ૮ સર્વ શરીરનું મૂળ કર્મ. ૯ સર્વ કર્મોનું મૂળ ૧૮ પાપ. ૧૦ સર્વ પાપનું મૂળ લોભ. મહા પાપીના બાર બોલ: ૧. આત્મઘાતી મહાપાપી. ૨. વિશ્વાસઘાતી મહાપાપી. ૩. ગુરુ દ્રોહી મહાપાપી. ૪.ઉપકારીનો ઉપકાર ભૂલનાર કે અપકાર કરનાર . ૫. જૂઠી સલાહ દેનાર મહાપાપી. ૬. હિંસામાં ધર્મ બતાવનાર મહાપાપી. ૭. જૂઠી સાક્ષી દેવા વાળો મહાપાપી. ૮. સરોવરની પાળ તોડનાર મહાપાપી. ૯. વનમાં આગ લગાડનાર મહાપાપી. ૧૦. લીલા વન કપાવનાર મહાપાપી. ૧૧. બાલ હત્યા કરનાર મહાપાપી. ૧૨. સતી સાધ્વીનું શીલ લૂંટનાર મહાપાપી. દસ બોલ દુર્લભઃ ૧. મનુષ્ય ભવ મળવો દુર્લભ છે. ૨. આર્ય ક્ષેત્ર મળવું દુર્લભ છે. ૩. ઉત્તમ કુલ મળવું દુર્લભ છે. ૪. શરીર નિરોગી મળવું દુર્લભ છે. ૫. લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે. ૬. સંપૂર્ણ ઈદ્રિયો મળવી દુર્લભ છે. ૭. સાધુ મુનિરાજોની સેવા મળવી દુર્લભ છે. ૮. સૂત્ર સિદ્ધાંતની વાણી સાંભળવા મળવી દુર્લભ છે. ૯. ધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ થવી દુર્લભ છે. ૧૦. સાધુ ધર્મ કે શ્રાવક ધર્મનું આચરણ મળવું દુર્લભ છે. નવ દુષ્કર :૧. આઠ કર્મોમાંથી મોહનીય કર્મને જીતવું મહામુશ્કેલ. ૨. પાંચ મહાવ્રત માંથી ચોથા મહાવ્રતનું પાલન મહામુશ્કેલ. ૩. ત્રણ જોગ માંથી મન જોગને સ્થિર રાખવું મહામુશ્કેલ. ૪. શક્તિ છતાં ક્ષમા કરવી મહામુશ્કેલ. ૫. પાંચ ઈદ્રિયો માંથી રસ ઈદ્રિયને જીતવી મહામુશ્કેલ. ૬. છ કાય જીવો માંથી વાયુકાયના જીવોની રક્ષા કરવી મહામુશ્કેલ. ૭. ભર યૌવનમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન મહામુશ્કેલ. ૮. કંજૂસ દ્વારા દાન કરાવવું મહામુશ્કેલ. ૯. પાંચ સમિતિમાંથી ભાષા સમિતિનું પાલન મહામુશ્કેલ. જ્ઞાન વૃદ્ધિના અગિયાર બોલ: ૧. ઉદ્યમ કરવાથી જ્ઞાન વધે. ૨. નિદ્રા તજે તો જ્ઞાન વધે. ૩. ઉણોદરી તપ કરે તો જ્ઞાન વધે. ૪. ઓછું બોલે તો જ્ઞાન વધે. ૫. જ્ઞાનીની સંગત કરે તો જ્ઞાન વધે. ૬. વિનય કરવાથી જ્ઞાન વધે. નહીં... નહીં.....નહીં.... - ૧. ક્રોધ સમાન વિષ નહીં. ૨. ક્ષમા સમાન અમૃત નહીં. ૩. લોભ સમાન દુઃખ નહીં. ૪. સંતોષ સમાન સુખ નહીં. ૭. કપટ રહિત તપ કરવાથી જ્ઞાન વધે. ૮. સંસારને અસાર જાણવાથી જ્ઞાન વધે. ૯. જ્ઞાનવંત પાસે ભણવાથી જ્ઞાન વધે. ૧૦. જ્ઞાનીઓ સાથે જ્ઞાન ચર્ચા કરે તો જ્ઞાન વધે. ૧૧. ઈદ્રિયોના આસ્વાદ તજવાથી જ્ઞાન વધે. પ. પાપ સમાન વૈરી નહીં. ૬. ધર્મ સમાન મિત્ર નહીં. ૭. કુશીલ સમાન ભય નહીં. ૮. શીલ સમાન શરણભૂત નહીં. Page #173 -------------------------------------------------------------------------- ________________ 172 શ૩. મદિરાપાન અને ધૂમ્રપાન ક રનાર આદિ દુર્ગતિઓમાં જાય છે આગમ-કથાઓ શૃંગાર : ૧. શરીરનો શૃંગાર શીલ ૭. શુભ ધ્યાનનો શૃંગાર સંવર ૨. શીલનો શૃંગાર તપ ૮. સંવરનો શૃંગાર નિર્જરા ૩. તપનો શૃંગાર ક્ષમા ૯. નિર્જરાનો શૃંગાર કેવલજ્ઞાન ૪. ક્ષમાનો શૃંગાર જ્ઞાન ૧૦. કેવલજ્ઞાનનો શૃંગાર અક્રિયા ૫. જ્ઞાનનો શૃંગાર મૌન ૧૧. અક્રિયાનો શૃંગાર મોક્ષ અને ૬. મૌનનો શૃંગાર શુભ ધ્યાન ૧૨. મોક્ષનો શૃંગાર અવ્યાબાધ સુખ. દુર્વ્યસન સાત : ૧. જગાર ૨માં ૨, માંસ–ભક્ષણ ૩, મદિરા પાન અને ધમ્રપાન ૪. વેશ્યા ગમન ૫. શિકાર કરવો . ચોરી કરવી અને ૭. પર સ્ત્રી સાથે ગમન કરવું. ઉપરોક્ત સાત વ્યસનવાળા મનુષ્ય નરક આદિ દુગાતઆમાં જાય પુણ્યવાનની ઉત્તમ સામગ્રી:૧. ક્ષેત્ર- (૧) પ્રામાદિ ઉત્તમ સ્થાન, (૨) રહેવાનું ભવન, ૫. કાંતિવાન શરીર મળવું. (૩) ચાંદી સોના આદિ સામગ્રી, (૪) ગાયો, ભેંસો, ઘોડા ૬. આરોગ્યવાન શરીર મળવું. આદિ અને નોકર-ચાકર; આ સર્વ સંયોગ મળવા. ૭. તીવ્ર અને વિમલ બુદ્ધિ મળવી. ૨. શ્રેષ્ઠ મિત્રોનો યોગ. ૮. વિનયવાન અને સર્વને પ્રિય હોવું. ૩. શ્રેષ્ઠ સગા-સંબંધીઓ મળવા. ૯, યશસ્વી હોવ. ૪. આદરણીય અને શ્રેષ્ઠ ખાનદાન મળવું. ૧૦. બળવાન-શક્તિશાળી હોવું. સુખ૧. શરીરનું નીરોગી હોવું – નિરોગીતા ૬. સંતોષવૃત્તિ-અલ્પ ઈચ્છા. ૨. દીર્ઘ આયુ. ૭. આવશ્યકતા અનુસાર વસ્તુ મળી જવી. ૩. ધન-સંપત્તિ વિપુલ હોવી. ૮. ભૌતિક સમૃદ્ધિ. ૪. પ્રીતિકારક શબ્દ અને રૂપની પ્રાપ્તિ. ૯. સંયમ પ્રાપ્તિ. ૫. શુભ ગંધ, રસ અને સ્પર્શની પ્રાપ્તિ. ૧૦. મોક્ષની પ્રાપ્તિ. રોગ થવાના નવ કારણઃ ૧. અતિ બેસવું અતિ ઉભાં રહેવું ૬. લઘુનીત-મૂત્ર રોકવાથી. ૨. આરોગ્યથી પ્રતિકૂળ આસને બેસવું. ૭. અતિ ચાલવાથી. ૩. અતિ નિદ્રા. ૮. પોતાની પ્રકૃતિથી પ્રતિકૂળ ભોજન કરવાથી કે ૪. અતિ જાગરણ. અતિ ભોજન કરવાથી. ૫. વડીનીત રોકવાથી. ૯. વિષયોમાં અતિ વૃદ્ધ રહેવાથી. દસ પ્રકારે દીક્ષા:૧. પોતાની કે બીજાની ઈચ્છાથી દીક્ષા લેવી. ૬. જાતિસ્મરણ જ્ઞાન થવાથી દીક્ષા લેવી. ૨. કોઈ પર ક્રોધ કરીને દીક્ષા લેવી. ૭. રોગના કારણે દીક્ષા લેવી. ૩. ગરીબીના કારણે દીક્ષા લેવી. ૮. અપમાનિત થવા પર દીક્ષા લેવી. ૪. વિશેષ પ્રકારનું સ્વપ્ન આવવાથી દીક્ષા લેવી. ૯. દેવ દ્વારા પ્રતિબોધ દેવા પર દીક્ષા લેવી. ૫. કોઈના વચન પર આવેશ આવવાથી દીક્ષા લેવી. ૧૦. પુત્ર-સ્નેહના કારણે તેની સાથે દીક્ષા લેવી. આમાંથી કોઈપણ નિમિત્તે દીક્ષા લેનાર આત્મ કલ્યાણ કરી શકે છે. શ્રાવકની ભાષા :૧. પહેલા બોલે શ્રાવકે થોડું બોલવું. ૬. છઠ્ઠા બોલે શ્રાવકે મર્મકારી ભાષા નહીં બોલવી. ૨. બીજા બોલે શ્રાવકે કામ પડ્યેથી બોલવું. ૭. સાતમા બોલે શ્રાવકે સૂત્ર સિદ્ધાંતના ન્યાયથી બોલવું. ૩. ત્રીજા બોલે શ્રાવકે મીઠા બોલવું. ૮. આઠમા બોલે બોલે શ્રાવકે સર્વ જીવોને સાતાકારી ૪. ચોથા બોલે શ્રાવકે ચતુરાઈથી કે અવસર જાણી બોલવું. ભાષા બોલવી. ૫. પાંચમા બોલે શ્રાવકે અહંકાર રહિત બોલવું. આયુષ્ય બંધના કારણો - (૧) નરકનું આયુષ્ય ૪ પ્રકારે બાંધ:- ૧. મહા આરંભ કરે (પાપના મોટા ધંધા કરે) ૨. મહા પરિગ્રહ રાખે (ઇચ્છા સીમિત ન કરે) ૩. મધ-માંસનો આહાર કરે.૪. પંચેન્દ્રિયની ઘાત કરે. (૨) મનુષ્યનું આયુષ્ય ૪ પ્રકારે બાંધે:૧. ભદ્ર પ્રકૃતિ વાળા હોય. ૨. વિનય પ્રકૃતિવાળા હોય. ૩. દયાવાળા હોય. ૪. ધમંડ ઈર્ષ્યા રહિત હોય. (૩) તિર્યંચનું આયુષ્ય ૪ પ્રકારે બાંધઃ૧. કપટ કરે ૨. માયા કપટ કરે, છલ-પ્રપંચ કરે ૩. જૂઠ બોલે ૪. ખોટા તોલ, ખોટા માપ કરે. Page #174 -------------------------------------------------------------------------- ________________ jain (૪) દેવતાનું આયુષ્ય ૪ પ્રકારે બાંધે : ૧. સંયમ પાળે ૨. શ્રાવકના વ્રત પાળે ૩. અજ્ઞાન દશાથી તપ કરે ૪. અનિચ્છાથી કષ્ટ સહન રહે. છ પ્રકારે અજીર્ણ :૧. જ્ઞાનનું અજીર્ણ ૨. દાનનું અજીર્ણ ૩. તપનું અજીર્ણ ૪. ક્રિયાનું અજીર્ણ ૫. ધનનું અજીર્ણ ૬. બલનું અજીર્ણ છ સુફલ ઃ (૫) મોક્ષ પ્રાપ્તિ ૪ પ્રકારે :– ૧. સમ્યગ્ જ્ઞાન ૨. સમ્યગ્દર્શન ૩. સમ્યક્ ચારિત્ર ૪. સમ્યક્ તપ, આ ચારેયની ઉત્તમ આરાધના કરી કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનું ઉપાર્જન કરવાથી અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. અંધાઃ ૧. ક્રોધથી અંધ. ૬. દ્વેષથી અંધ. ૨. માનથી અંધ. ૩. માયાથી અંધ. ૪. લોભથી અંધ. ૫. રાગથી અંધ. ૧. જ્ઞાનનું સુફલ ૨. દાનનું સુફલ ૩. તપનું સુફલ ૪. ક્રિયાનું સુફલ ૫. ધનનું સુફલ ૬. બલનું સુફલ યશો ભાવના શું છે ? : 6 = ક્રોધીના અવગુણ :— દસ મુંડનઃ ઘમંડ, કુતર્ક યશોકામનાની મતિ માનવ કંઈ કરીને યશ—પ્રશંસા ઈચ્છે તે અવગુણ છે. માનવ કંઈ કરીને બીજાથી પોતાને ચઢિયાતો દેખાડવા ઈચ્છે તે અજ્ઞાનદશા છે. 173 ૭. જન્મથી અંધ. ૮. વિષયના અંધ. ૯. દિનના અંધ(ઘુવડ) ૧૦. રાતના અંધ(રતાંધળા). માનવ કંઈ કરીને પોતાને ઊંચા અને બીજાઓને નિમ્ન દેખાડવા ઈચ્છે તો તે મૂર્ખતા છે. જ્ઞાની કહે છે કે— યશ, પૂજા, સત્કાર, સન્માનને કીચડ સમાન સમજો. આ બધા અહંભાવના પોષક છે. તે આત્માને માટે સૂક્ષ્મ શલ્ય છે, કાંટા છે. માટે યશ અને નામનાની ચાહના કરવી, તે આત્માની અવનતિ કરવાની એક પ્રક્રિયા છે. ૧. ક્ષમા કરવી. ૨. ઘમંડ રહિત હોવું. ૩. કપટવૃત્તિ છોડીને સરલ થવું. ૪. લોભ લાલસાનો ત્યાગ. ૧. શ્રોતેન્દ્રિય મુંડન ક્રોધ અન્યથી ઘૃણા, ઇર્ષ્યા લાલસા, કંજૂસાઈ, પર–તિરસ્કાર લડાઇ, આત્મોત્કર્ષ–સ્વપ્રશંસા સુખી અને ઉન્નત જીવનના ત્રણ ગુણ :– (૧) કમ ખાઓ (૨) ગમ ખાઓ (૩) નમ જાઓ. દસ શ્રમણ ધર્મ : - ૨. ચક્ષુઇન્દ્રિય મુંડન ૩. ઘ્રાણેન્દ્રય મુંડન નમ્રતા, નિરહંકાર લઘુતા, અનુકમ્પા શાંતિ, નિર્મોહ, અલ્પેચ્છા આત્માનંદ, પ્રેમ, સમભાવ વૃદ્ધિ ૫. મમત્વ પરિગ્રહથી મુક્ત થવું. ૬. સત્યવાન હોવું, ઇમાનદારીથી ભગવદાશા પાલન. સંતોષ, દાન, સદ્વ્યવહાર સેવા–ભાવ, ગંભીરતા, ગમ ખાવી. ૪. ૨સનેન્દ્રિય મુંડન ૫. સ્પર્શેન્દ્રિય મુંડન ક્રોધી મહા ચંડાલ આંખ્યા કરદે રાતી,ક્રોધી મહા ચંડાલ ઘડ–ઘડ ધ્રૂજે છાતી, ક્રોધી મહા ચંડાલ ગિણે નહીં માતા ભાઈ,ક્રોધી મહા ચંડાલ દોનો ગતિ દેત ડુબાઈ, ક્રોધી મહા ચંડાલ ગિણે નહીં થાલી કુંડો,ક્રોધી મહા ચંડાલ જાય નરકમાં ઊંડો. કથાસાર ૭. મન, વચન અને કાયાનો અને ઇંદ્રિયોનો પૂર્ણ સંયમ હોવો. ૮. તપસ્યા અને સ્વાધ્યાયમાં લીન રહેવું. ૯. ત્યાગ પચ્ચક્ખાણ કરવા, શ્રમણોને પોતાના આહારાદિ દેવા. ૧૦. શુદ્ધ બ્રહ્મચર્ય પાલન (મન, વચન અને કાયાથી). ૬. ક્રોધ મુંડન—ગુસ્સો નહીં કરવો. ૭. માન મુંડન—ઘમંડ નહીં કરવો. ૮. માયા મુંડન–કપટ નહીં કરવું. ૯. લોભ મુંડન–લાલસાઓ છોડવી. ૧૦. શિરમુંડન–લોચ કરવો. પાંચે ય ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષયોની લાલસા ન રાખવી અને શુભ અશુભ સંયોગોમાં રાગદ્વેષ નહીં કરતાં તટસ્થ ભાવમાં રહેવું, તે ઈન્દ્રિયોનું મુંડન કહેવાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 174 મનિ દર્શનના પાંચ નિયમ યાને શ્રાવકના પાંચ અભિગમ (૧) સચેતનો ત્યાગ- સચિત સજીવ ચીજોને પોતાની પાસે ન રાખવી. (૨) અચેતનો વિવેક– અચેત રાજચિન્હ છત્ર, ચામર, તલવાર આદિ તથા જૂતા, ચંપલ આદિ મુનિની પાસે આવતા જ ત્યાગ કરવો. (૩) ઉતરાસંગ- મુનિના અવગ્રહમાં પ્રવેશ કરતાં જ મુખવસ્ત્રિકા રાખવી અર્થાત ઉત્તરાસંગ કરવું. (૪) અંજલિકરણ– મુનિની પાસે પહોંચતા જ હાથ જોડવા. (૫) મનની એકાગ્રતા- બધી ઝંઝટોને મગજમાંથી કાઢીને રાગદ્વેષથી દૂર થઈને એકાગ્રચિત્ત થઈને મુનિની પાસે પ્રવેશ કરવો ત્યારબાદ સવિધિ સભક્તિ વંદન, ગુણકીર્તન, જિનવાણી શ્રવણ, ગુણગ્રહણ તેમજ વ્રત ધારણ આદિ કરવું જોઈએ. અણમોલ ચિંતન બીજાઓને માટે ફક્ત ઉત્સર્ગ વિધિનો એકાંતિક આગ્રહ રાખવો અને કસોટી કરવી, દોષ જોવા, પરંતુ પરિસ્થિતિ આવતાં જ પોતે અપવાદનું સેવન કરી લેવું એ સંકુચિત તેમજ હીન મનોદશા છે. ખરેખર તો પોતાને માટે કથની કરણીમાં ઉત્સર્ગ વિધિનો જ આદર્શ જીવનમાં રાખવો જોઈએ. મરવું મંજૂર પરંતુ દોષ લગાડવો નહીં, અપવાદનું સેવન કરવું નહીં. પરંતુ બીજાને માટે ઉદાર, અનુકંપા ભાવ રાખવો કે પોત પોતાની પરિસ્થિતિ, ભાવના, ક્ષમતા અનુસાર જીવ પ્રવૃત્તિ, પ્રયત્ન કરે છે. એવા વિચાર અને સ્વભાવ રાખવો તેમજ સમભાવ રાખવો એ પરમ ઉચ્ચ મનોદશા છે. સાધક ભલે સામાન્ય હોય કે વિશેષ, પણ મનોદશા તો ઊંચી જ રાખવી જોઈએ. કોઈને માર્ગદર્શન આપવું, સાવધાન કરવા એ ગુણ છે. પરંતુ તેની અવગણના, તિરસ્કાર યા હાંસી કરવી અવગુણ છે. આવશ્યક સૂત્ર પ્રાકથન:-સંસાર પ્રવાહમાં પરિભ્રમણ કરતાં પ્રાણીને માનવ દેહ પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. આવા માનવદેહને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ ફળ છે વ્રત પ્રત્યાખ્યાન ધારણ કરવા. કહ્યું પણ છે કે–(દેહસ્ય સારં વ્રત ધારણું ચ). દેહનો સાર વ્રત ધારણ કરવામાં છે. વ્રત ધારણ કર્યા પછી તેનું શુદ્ધ રૂપે પાલન અને આરાધન કરવું તે પણ સાધકનું પરમ કર્તવ્ય બની જાય છે. જીવનની સામાન્ય-વિશેષ વિવિધ પરિસ્થિતિઓમાં સૂક્ષમ કે સ્થૂળ અતિચાર પણ જાણતાં-અજાણતાં લાગતા રહે છે, તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું આવશ્યક બને છે. પ્રતિક્રમણ માટે અવલંબનભૂત આગમ આવશ્યક સૂત્ર છે. નામકરણ – અનુયોગ દ્વાર સૂત્રમાં શ્રાવક અને સાધુઓ બંનેને માટે ઉભય કાલ અવશ્ય કરવાનું કહેલ હોવાથી તેનું આવશ્યક સૂત્ર નામ સાર્થક છે. આગમોમાં સ્થાન:- પ્રતિક્રમણ કરવું એ સર્વ સાધુઓ અને શ્રાવકોનો મુખ્ય આચાર હોવાથી આ આવશ્યક સૂત્રનું અંગ આગમ અને અંગબાહ્ય આગમથી અલગ જ મહત્ત્વ શાસ્ત્રોમાં નિર્દિષ્ટ છે. જ્યાં સાધુઓના શાસ્ત્ર અધ્યયનની જાણકારી આપવામાં આવેલ છે ત્યાં અંગશાસ્ત્રોથી પણ આ આવશ્યકસૂત્રના અધ્યયનનો નિર્દેશ પહેલા અલગ કરવામાં આવેલ છે. નંદીસૂત્રમાં અંગબાહ્ય આગમોમાં આવશ્યકને પ્રથમ કહેવામાં આવેલ છે, ત્યારપછી બધાં જ અંગબાહ્ય આગમોને બે વિભાગમાં એક સાથે કહેવામાં આવેલ છે. આ રીતે આવશ્યક સૂત્રનું બધા આગમોથી એક વિશેષ અને અલગ એવું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેને કંઠસ્થ કરવું એ પ્રત્યેક સાધુ અને શ્રાવક માટે આવશ્યક બને છે. વિશેષતા – સમસ્ત જૈન આગમ યા તો કાલિક હોય છે અથવા ઉત્કાલિક હોય છે અને તેના ઉચ્ચારણ માટે કાલ–અકાલ બંને હોય છે. તે સૂત્રનું ૩૨(૩૪) અસ્વાધ્યાયના સમયે ઉચ્ચારણ કરવામાં આવતું નથી, પરંતુ આવશ્યક સૂત્રને કાલ–અકાલ હોતો નથી, ઉચ્ચારણ કરી શકાય છે. ૩ર(૩૪) અસ્વાધ્યાયના સમયે તેનું ઉચ્ચારણ કરવું પણ નિષેધ મનાત નથી, બલ્ક અસ્વાધ્યાયના સમય એવા સવારના અને સાંજના સંધીકાલમાં જ આ સૂત્રથી આધારિત પ્રતિક્રમણ કરવાનો વિશિષ્ટ સમય આગમ, ઉત્તરાધ્યયન અને અનુયોગદ્વાર સૂત્રમાં સૂચિત કરવામાં આવેલ છે. તેનો સાર એક જ છે કે આ આગમના ઉચ્ચારણમાં શુચિ, અશુચિ, સમય, અસમય આદિ કોઈ પણ બાધાજનક બનતા નથી. રચના અને રચનાકાર આવશ્યક સૂત્રની રચના ગણધર ભગવંત કરે છે. દરેક તીર્થકરોના શાસનના પ્રારંભમાં જ આ સૂત્રની રચના કરવામાં આવે છે, કારણ કે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા રૂપી તીર્થ સ્થાપનાથી તીર્થકરના શાસનનો પ્રારંભ થાય છે અને સાધુ-સાધ્વી માટે પ્રતિક્રમણ કરવું ઉભયકાલ આવશ્યક છે, પ્રતિક્રમણ આવશ્યક સૂત્રના આધારે જ કરવામાં આવે છે. માટે આ સુત્ર ગણધર રચિત આગમ છે. તેમાં વિભાગરૂપ છ અધ્યાય છે, જેને છ આવશ્યક કહા છે. છ આવશ્યકોમાં ક્રમશ: કલ 1 + + ૧+૯+ 1 + ૧૦ ઊ ૨૩ તથા આદિ મંગલ અને અંતિમ મંગલનો પાઠ મળી કુલ ૨૩ + ૨ ઊ ૨૫ પાઠ છે, જેનું પરિમાણ(માપ) ૧૨૫ શ્લોકનું માનવામાં આવે છે. કયાંક ૧૦૦ કે ૨૦૦ શ્લોકનું પરિમાણ પણ કહેવામાં આવે છે. પરિક્ષણ કરતાં ૧૨૫ની સંખ્યા આદરણીય જણાય છે. ઘણાં લોકો પ્રતિક્રમણ સુત્ર(વિધિ સહિત)ને જ આવશ્યક સુત્ર માની બેસે છે, પરંત આવશ્યક સૂત્ર ૧૨૫ શ્લોક પ્રમાણ આજે પણ સ્વતંત્ર છે. જે ઉપરોકત લાડનું, મુંબઈના સંસ્કરણમાં જોઈ શકાય છે. જેમાં કેવળ અર્ધમાગધી ભાષાના જ પાઠ છે. જ્યારે એ આવશ્યક સૂત્રના આધારે પ્રચલિત પ્રતિક્રમણ સૂત્રમાં અન્ય શાસ્ત્રોના ઉદ્ધરિત મૂળ પાઠ પણ છે, અન્ય નવા રચિત મૂળ પાઠ પણ છે, સાથે- સાથે હિન્દી, ગુજરાતીના કે મિશ્રિત ભાષાના ઘણા પાઠો, દોહરા, સવૈયા, સ્તુતિ આદિ પણ સમાવિષ્ટ છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ jain 175 કથાસાર આવશ્યક સૂત્ર મૂલ શાસ્ત્રમાં કેવળ સાધુને ઉપયોગી પાઠો જ છ અધ્યાયમાં ઉપલબ્ધ થાય છે. શ્રાવક પ્રતિક્રમણના અન્યાચ પાઠોનું સંકલન નિયુક્તિ, ભાષ્ય, ટીકામાં આવશ્યક સૂત્રના અંતમાં ચૂલિકારૂપે આપવામાં આવેલ છે. અનુયોગદ્વાર સૂત્રમાં શ્રાવકને પણ પ્રતિક્રમણ કરવાનું આવશ્યક કહેવામાં આવેલ છે. આ પ્રકારે આવશ્યક સૂત્ર પ્રક્ષેપો રહિત, શુદ્ધરૂપે આજે પણ ઉપલબ્ધ છે. પ્રક્ષેપ વૃદ્ધિ આદિ સર્વ સ્વતંત્ર પ્રતિક્રમણ સૂત્રોમાં થાય છે. તે સ્વતંત્ર વિધિ સૂત્ર છે જે આવશ્યકના આધારે તૈયાર કરવામાં આવેલ છે. પ્રતિક્રમણ સૂત્રની જેમ સામાયિક સૂત્ર પણ સમાજમાં પ્રચલિત છે, તેમાં પણ આવશ્યક સૂત્રના અન્યોન્ય અધ્યાયોમાં આવેલ પાઠોનું તેમજ અન્ય સૂત્રમાંથી લીધેલા પાઠોનું તેમજ નવા રચેલા પાઠોનું સંકલન કરવામાં આવેલ છે. આ સંકલિત સામાયિક સૂત્રના આધારે સામાયિક વ્રત લેવાની અને પારવાની પૂર્ણ વિધિ કરવામાં આવે છે. આવશ્યક સૂત્રનો સારાંશ નમસ્કાર મંત્ર પ્રારંભિક મંગલ :(૧) જગતમાં અધ્યાત્મ દષ્ટિએ વંદન કરવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય, ગુણ સંપન્ન આત્માઓને પાંચ પદોથી વંદન કરવામાં આવે છે. (૨) આ પાંચ પદો ઉપરાંત માતા, પિતા, જ્યેષ્ઠ ઉમરની વ્યક્તિ, વિદ્યાગુરુ આદિ પણ લૌકિક દષ્ટિએ વંદનીય હોય છે. તેમનો સમાવેશ આ પાંચ પદોમાં નથી. (૩) આ પાંચ પદો સિવાય, અધ્યાત્મ દષ્ટિએ બીજા કોઈ પણ પદો વંદનીય-નમસ્કરણીય હોતા નથી. (૪) આ પાંચ પદોમાં અધ્યાત્મ ગુણ સંપન્ન દરેક આત્માઓનું અપેક્ષાથી વિભાજન કરવામાં આવેલ છે. (૫) આ પાંચ પદોના ઉચ્ચારણથી એ પણ સ્પષ્ટ થાય છે કે ગુણ સંપન્ન આત્માઓ વંદનીય હોય છે પરંતુ કેવળ ગુણોને વંદનીય ન કહી શકાય; તેમજ ગુણ રહિત કેવળ શરીર કે આકૃતિને પણ વંદનીય કહી શકાય નહિ. આત્માથી રહિત ફોટો તેમજ મૂર્તિને પણ ભક્તિ પ્રધાન વ્યવહારમાં નમસ્કરણીય માનવામાં આવે છે, જે એક પરંપરા છે. (૬) સ્વતંત્ર જ્ઞાન-દર્શન આદિ પણ નમસ્કરણીય નથી, તેમજ કોઈ ફોટો, પણ વાસ્તવમાં વંદનીય, નમસ્કરણીય હોતા નથી, પરંતુ આવા જ્ઞાન અને ગુણ સંપન્ન આત્માઓ અધ્યાત્મ દષ્ટિએ વંદનીય નમસ્કરણીય છે. (૭) આ નમસ્કરણીય આત્માઓ પાંચ પદોમાં આ પ્રકારે કહેવામાં આવેલ છે(૧) અરિહંતઃ તીર્થકર ભગવાન જે કેવળજ્ઞાન-કેવળદર્શન ધારણ કરી, મનુષ્ય શરીરમાં મનુષ્યલોકમાં વિચરણ કરી રહ્યા હોય તે અરિહંત ભગવાન છે. તેમને આ પ્રથમ પદમાં નમસ્કાર કરવામાં આવેલ છે. સંપૂર્ણ મનુષ્ય લોકમાં એક સાથે તેઓ ઓછામાં ઓછા ૨૦ અને વધુમાં વધુ ૧૭૦ હોઈ શકે છે. તથા જધન્ય ૨ કરોડ કેવલી અને ઉત્કૃષ્ટ નવ કરોડ કેવલી ભગવાન હોય છે. (૨) સિદ્ધ : આઠ કર્મોથી રહિત, મનુષ્ય દેહને છોડીને જેઓ મુક્ત થઈ ગયા છે, પરમાત્મ પદને પ્રાપ્ત કરી ચૂકેલ છે, તે બધા જ અનંત આત્માઓ સિદ્ધ ભગવાન છે, તેમને આ બીજા પદમાં નમસ્કાર કરવામાં આવે છે. તેમાં પંદર ભેદે બધા પ્રકારના સિદ્ધોનો સમાવેશ છે. પ્રથમ પદવાળા અરિહંત પણ આ બધા જ સિદ્ધોને નમસ્કાર કરે છે, કારણ કે સિદ્ધ ભગવંત, અરિહંત ભગવાનથી અધ્યાત્મ ગુણોમાં મહાન હોય છે. સિદ્ધોના ગુણો મહાન હોવા છતાં પણ લોકમાં ધર્મ પ્રવર્તનની અપેક્ષાએ, તીર્થ સ્થાપનાની અપેક્ષાએ અરિહંત ભગવાન અતિ નિકટ ઉપકારી હોવાથી તેમને પ્રથમ પદમાં રાખવામાં આવેલ છે. (૩) આચાર્ય : જિનશાસનમાં સાધુ-સાધ્વીજીઓના અનુશાસ્તા, સંઘ શિરોમણી, ગુણ સંપન, પ્રતિભાવંત, મહાશ્રમણને આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. તે પોતાના નિશ્રાગત (અધીનસ્થ) સાધુ-સાધ્વીના સંયમ ગુણોના સાચા સંરક્ષક હોય છે. તેમને આ ત્રીજા પદમાં નમસ્કાર કરવામાં આવેલ છે. (૪) ઉપાધ્યાયઃ સંઘમાં અધ્યાપન સુવિધા તેમજ વ્યવસ્થા માટે, શિષ્યોને યથાક્રમે આગમ અધ્યયન કરાવવા, આચાર્યના સહયોગી ઉપાધ્યાય નિયુક્ત કરવામાં આવે છે. જેઓ સ્વયં આગમોના ગહન અધ્યેતા(અભ્યાસી) ગીતાર્થ–બહુશ્રુત હોય છે અને આચાર્ય દ્વારા પોતાની પાસે નિયુક્ત શિષ્યોને કુશળતાથી યોગ્યતા અનુસાર અધ્યયન કરાવે છે. જિન શાસનમાં આગમજ્ઞાનની પરંપરાને પ્રવાહિત કરવા વાળા આવા મહાજ્ઞાની સાધુઓને ચોથા પદમાં નમસ્કાર કરવામાં આવે છે. (૫) સાધુ-સાધ્વી : અધ્યાત્મ સાધનામાં ૧૮ પાપોનો ત્યાગ કરી ધર્મની સમ્યક આરાધના કરનારા, પાંચ મહાવ્રતોનું પરિપૂર્ણ પાલન કરનારાને સાધુ-સાધ્વી કહેવામાં આવે છે. આ સાધુ-સાધ્વી સામાન્ય તેમજ વિશેષ અનેક શ્રેણીવાળા હોઈ શકે છે. અલ્પશ્રુત અને બહુશ્રુત અથવા કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની આદિ બધા જ સાધુઓને આ પાંચમા પદમાં નમસ્કાર કરવામાં આવે છે. અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય આ ત્રણે પદોવાળા પણ સૌ પ્રથમ પાંચમા પદમાં જ પ્રવેશ કરે છે પરંતુ ત્યારપછી પોતાની યોગ્યતા અને કાર્યક્ષમતાથી અરિહંત આદિ પદોને પ્રાપ્ત કરે છે. (૮) આ પાંચ નમસ્કરણીય પદોને મન, વચન, કાયા દ્વારા નમસ્કાર કરવાથી પાપોનો એટલે પાપ કર્મોનો નાશ થાય છે અર્થાત્ અનેક કર્મોની નિર્જરા થાય છે. આ પાંચ પદોને કરવામાં આવેલ નમસ્કાર અલૌકિક મંગલ સ્વરૂપ થાય છે, અર્થાત્ લૌકિક રીતે જે અનેક મંગલ માનવામાં આવે છે, તે સર્વ મંગલોમાં આ નમસ્કારરૂપ મંગલ સર્વોચ્ચ મંગલ સ્વરૂપ છે. તેથી દરેક મંગલની આવશ્યકતાના સ્થાને આ પાંચ પદોને નમસ્કાર કરવા યોગ્ય ગણાય છે. (૯) આ પ્રકારે આ પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્ર સમસ્ત અધ્યાત્મગુણ સંપન આત્માઓનો અર્થાત્ નમસ્કરણીઓનું સંકલન સૂત્ર છે (૧૦) આ મહામંત્રમાં કોઈ પણ વ્યક્તિનું નામાંકન કરવામાં આવેલ નથી, એ જ આ મંત્રની વિશાળતાનું દ્યોતક છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 176 અર્થાત્ ઉપર્યુક્ત ગુણ સંપન્ન સમસ્ત અરિહંતોને, સમસ્ત સિદ્ધોને, સમસ્ત આચાર્યોને, સમસ્ત ઉપાધ્યાયોને તથા સમસ્ત સાધુ–સાધ્વીઓને આ નમસ્કાર મંત્રમાં વંદન નમસ્કાર કરવામાં આવે છે. પ્રથમ આવશ્યક(અધ્યયન) સામાયિક સૂત્ર : (૧) આ સૂત્ર સામાયિક ગ્રહણ કરવાનું પ્રતિજ્ઞાસૂત્ર છે. સામાયિકમાં સાવધ યોગોનો ત્યાગ કરવામાં આવે છે. (૨) સાવધ યોગનો અર્થ થાય છે કે બધા જ પ્રકારના કુલ ૧૮ પ્રકારના પાપકાર્યો. આ ૧૮ પ્રકારના પાપોનો યાવજ્જીવન ત્યાગ કરવાથી આજીવન સામાયિક થાય છે, આથી યાવજ્જીવનની સામાયિકને ગ્રહણ કરનારને સાધુ કહેવામાં આવે છે. એક મુહૂર્ત માટે આ અઢારપાપોનો ત્યાગ કરવાથી શ્રાવકની સામાયિક થાય છે. (૩) આ પાપોના ત્યાગની સાથે સામાયિકમાં વધુમાં વધુ સમભાવની પ્રાપ્તિ થવી એ પણ 'સામાયિક' શબ્દનો સાચો તાત્પર્યાર્થ છે. (૪) સાધુઓની આવી આજીવન સામાયિકમાં ત્રણ કરણ અને ત્રણ યોગથી પાપ કાર્યોનો ત્યાગ હોય છે. (૫) પાપ કરવું નહિ, કરાવવું નહિ અને પાપ કર્મ કરવાવાળાને અનુમોદન ન આપવું તેને ત્રણ કરણનો ત્યાગ કહેવામાં આવે છે. ૬) મનથી, વચનથી, શરીરથી આ ત્રણેયથી પાપ કાર્ય ન કરવું, તેને ત્રણ યોગથી પાપ કાર્યનો ત્યાગ કહેવામાં આવે છે. (૭) આ પ્રકારે આ સામાયિક પ્રતિજ્ઞાસૂત્રથી સામાયિક ગ્રહણ કરનાર, અઢાર પાપોને મન, વચન તથા કાયાથી કરતા નથી. બીજાઓને આ પાપ કાર્યો કરવાની પ્રેરણા કે આદેશ પણ આપતા નથી અને પાપ કાર્યો કરવાવાળાની પ્રશંસા કરતા નથી, તેમના કૃત્યોને સારા પણ જાણતા નથી. પાપ કાર્યોથી ઉપાર્જન થયેલ પદાર્થોની પણ પ્રશંસા કરતા નથી. (૮) તે અઢાર પાપ આ પ્રમાણે છે– ૧. હિંસા ૨. જૂઠ ૩. ચોરી ૪. કુશીલ ૫. પરિગ્રહ–ધનસંગ્રહ ૬. ગુસ્સો ૭. ઘમંડ ૮. કપટ ૯. લાલચ-તૃષ્ણા ૧૦. રાગ ૧૧. દ્વેષ ૧૨. કલેશ–ઝઘડા ૧૩. કલંક લગાડવું ૧૪. ચુગલી ૧૫. પરિનિંદા ૧૬. હર્ષ-શોક ૧૭. ધોખા—ઠગાઈ અથવા કપટ યુક્ત જૂઠ ૧૮. અસત્ય સમજ, ખોટી માન્યતા, ખોટા સિદ્ધાંતોની માન્યતા–પ્રરૂપણા. એક મુહૂર્તની કે આજીવન સામયિક ગ્રહણ કરનાર, પોતાની તે સામાયિક અવસ્થા દરમ્યાન હિંસાદિ પાપ કે ગુસ્સો, ઘમંડ, નિંદા, વિકથા, રાગ–દ્રેષ અથવા ક્લેશ, કદાગ્રહ આદિ કદાપિ કરી શકતા નથી. તે વિચારોથી પરમ શાંત અને પવિત્ર હૃદયી બની હંમેશા પોતાની જાતને આવા પાપોના ત્યાગમાં સાવધાન રાખે છે. ત્યારે જ તે સામાયિકવાન સાધુ અને સામાયિકવ્રતવાળા શ્રમણોપાસક (શ્રાવક) કહેવામાં આવે છે. બીજો આવશ્યક(અઘ્યયન) ચોવીસ જિન સ્તુતિ સૂત્ર : (૧) આ સૂત્ર ‘લોગસ્સ’ શબ્દથી શરૂ થાય છે, તેથી તેનું પ્રસિદ્ધ નામ ‘લોગસ્સનો પાઠ’ છે. ગ્રંથોમાં તેને ‘ઉત્કીર્તન’ નામથી કહેલ છે. કારણ કે તેમાં તીર્થંકર ભગવંતોના ગુણકીર્તન કરવામાં આવેલ છે. આગમમાં આ સૂત્રના ‘જિન સંસ્તવ’ અને ‘ચતુર્વિશતિસ્તવ’ એવા નામ મળે છે. (૨) આ સૂત્રમાં સાત ગાથાઓ છે. પ્રથમ ગાથામાં તીર્થંકર ભગવાનના પરિચયની સાથે તેમના કીર્તનની પ્રતિજ્ઞા છે. ત્યાર પછીની ત્રણ ગાથાઓમાં ચોવીસ તીર્થંકરોને નામની સાથે સન્માનપૂર્વક વંદન કરવામાં આવ્યા છે. અંતિમ ત્રણ ગાથાઓમાં તીર્થંકરોના ગુણ તેમજ મહાતમ્ય(મહત્ત્વ)નું કથન કરેલ છે. અંતમાં ઉપસંહારરૂપે સભક્તિ મોક્ષ પ્રદાન કરવાની પ્રાર્થના પણ કરેલ છે. (૩) ચોવીસ તીર્થંકર ધર્મ તીર્થની સ્થાપના કરી, લોકમાં ભાવ પ્રકાશ કરાવનારા હોય છે અને સ્વયં સર્વજ્ઞાની, રાગ–દ્વેષ વિજેતા હોય છે. (૪) ૧. આરોગ્ય બોધિ – સમ્યજ્ઞાન તેમજ શ્રદ્ધા, ૨. શ્રેષ્ઠ ભાવ સમાધિ અર્થાત્ સમભાવ અને પ્રસન્નતાની ઉપલબ્ધિ, ૩. સિદ્ધિ – મુક્તિ – મોક્ષ અવસ્થા, આ ત્રણ વસ્તુની માંગણી–પ્રાર્થના પ્રભુ પાસે કરેલ છે. આ પ્રાર્થના કેવળ પોતાના આદર્શ ભાવોની અભિવ્યક્તિ માત્ર છે. વાસ્તવમાં સિદ્ધ પ્રભુ કાંઈપણ દેવાવાળા નથી, પરંતુ એવા ભાવ ભક્તિયુક્ત ગુણ કીર્તન દ્વારા સાધક સ્વયં પોતાના કર્મોની નિર્જરા કરી ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરે છે અથવા તેવી શક્તિ પ્રગટ કરી શકે છે. (૫) ચોવીસ તીર્થંકરો બધા જ વર્તમાનમાં સિદ્ધ અવસ્થામાં છે, તેથી તેમને સિદ્ધ શબ્દથી સંબોધન કરેલ છે. (૬) તીર્થંકર પ્રભુને ત્રણ ઉપમા આપવામાં આવેલ છે. ૧. ચંદ્રમાથી પણ અતિ નિર્મળ ૨. સૂર્યથી પણ અધિક પ્રકાશ કરવાવાળા ૩. સાગર સમાન અતિ ગંભીર ધૈર્યવાન હોય છે. ત્રીજો આવશ્યક(અધ્યયન) ઉત્કૃષ્ટ ગુરુ વંદન સૂત્ર : (૧) આ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો શબ્દથી શરૂ થાય છે, તેથી તેને "ઇચ્છામિ ખમાસમણોનો પાઠ" પણ કહેવામાં આવે છે. આ સૂત્રથી પ્રતિક્રમણના સમયે ગુરુને પ્રતિક્રમણ યુક્ત વંદન કરવામાં આવે છે. બાકીના સમયે કયારે ય પણ શાંત મુદ્રામાં સ્થિત પૂ. સાધુ–સાધ્વીજીને તિક્ષુતોના પાઠથી વંદન કરવામાં આવે છે, એવું અનેક આગમોના વર્ણનથી સપ્રમાણ સિદ્ધ છે. ગતિમાન મુદ્રામાં અર્થાત્ ચાલતા જતા સાધુ-સાધ્વીને કેવળ ‘મર્ત્યએણં વંદામિ’ શબ્દનો ઉચ્ચારણ કરતાં થોડા દૂર રહીને જ વંદન કરવામાં આવે છે. [નોંધ :- કોઈ પરંપરામાં અન્ય સમયે પણ સાધુઓને તિતોના પાઠથી ગુરુવંદન નહીં કરતાં આ જ પાઠના ૪–૫ શરૂઆતના શબ્દ બોલી તિ′′તોના પાઠના અંતિમ શબ્દો "મર્ત્યએણે વંદામિ' બોલી દેવામાં આવે છે, જે એક સંક્ષિપ્ત સંકલન માત્ર છે. = (૨) ગુરુના સીમિત અવગ્રહક્ષેત્રમાં પ્રવેશ કરીને આ સૂત્રથી વંદન કરવામાં આવે છે અર્થાત્ અતિ દૂર કે અતિ નિકટથી વંદન કરવામાં આવતાં નથી. (૩) ઉભડક આસનથી બેસી બે વાર આ પાઠનું ઉચ્ચારણ કરવામાં આવે છે. (૪) ચાર વાર ત્રણ-ત્રણ આવર્તન કરવામાં આવે છે. ચાર વાર મસ્તક ઝુકાવીને વંદન કરવામાં આવે છે. કુલ ૧૨ આવર્તનથી વંદન પૂર્ણ કરવામાં આવે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ 177 jain કથાસાર (૫) ગુરુદેવની સંયમ યાત્રાની સુખશાતા પૂછવામાં આવે છે અને પોતાના અપરાધોની અથવા કોઈ પણ પ્રકારના અવિનય, અશાતનાઓની ક્ષમાયાચના કરવામાં આવે છે. મન, વચન અને કાયાથી અથવા ક્રોધ આદિના વશમાં કોઈ પણ ભગવદ આજ્ઞા કે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થયું હોય તો તેનું સમુચ્ચય રૂપે પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૬) બાર આવર્તન- ૧. અહો ૨. કાયં ૩. કાય ૪. જત્તાભે ૫. જવણિજર્જ ૬. ચ ભે; આ છ શબ્દો ઉપર ૬ આવર્તન પ્રથમ વારમાં થાય છે અને છ આવર્તન પુનઃ બીજીવારના ઉચ્ચારણમાં કરવામાં આવે છે. તે રીતે કુલ ૧૨ આવર્તન થાય છે. (૭) આવર્તનથી ગુરુદેવની ભક્તિ તેમજ બહુમાન કરવામાં આવે છે. આ ક્રિયા આરતી ઉતારવાની જેમ જ ગુરુની જમણી બાજુથી ડાબી બાજુ તરફ હાથની અંજલિ ફેરવીને કરવામાં આવે છે. આ સૂત્રમાં ગુરુ માટે અત્યધિક બહુમાન સૂચક 'ક્ષમાશ્રમણ' શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. [નોધ:- ઘણા લોકો ડાબીથી જમણી તરફ આવર્તન કરવા રૂપ અંજલિ (હથેળી સંપુટ) ફેરવે છે. વંદના ગુરુ પ્રત્યે બહુમાન અને વિનય થી તથા ભાવપૂર્વક કરવાનું લક્ષ્ય હોવું જોઈએ.જેનો ભાવ અર્થ છે, તમને કેન્દ્ર સ્થાને સ્થાપી બધી ક્રિયા કરીશ. ડાબેથી કે જમણેથી, કયાંયથી પણ પરિક્રમા કરતાં કેન્દ્રસ્થાન એજ રહે છે. મુખ્ય જરુર છે આત્મામાં ભાવોની,વિનયની, અહોભાવની.] ચોથો આવશ્યક(અધ્યયન) મંગલ સૂત્ર:(૧)લોકમાં ૧.અરિહત ૨.સિદ્ધ ૩.સાધુ અને ૪. સર્વજ્ઞો દ્વારા ઉપદિષ્ટ ધર્મ એ ચારેય ઉત્તમ છે, મંગલ સ્વરૂપ છે અને શરણભૂત છે (૨) નમસ્કાર મંત્રમાં કહેવામાં આવેલ પાંચ પદ અહિંયા ત્રણ પદમાં કહેવામાં આવ્યા છે અને એ પાંચ પદોને પ્રાપ્ત કરાવનાર ધર્મને ચોથા પદથી કહ્યું છે. (૩) આ રીતે ધર્મને નમસ્કરણીય વંદનીય પદોમાં એટલે નમસ્કારમંત્રમાં કહેવામાં આવેલ નથી પરંતુ લોકમાં ઉત્તમ, મંગલ અને શરણભૂત પદોમાં એટલે આ પાઠમાં ધર્મને લેવામાં આવેલ છે. (૪) મતલબ કે શરણભૂત તો ધર્મ તથા ધર્મી આત્માઓ બંને હોય છે, પરંતુ નમસ્કરણીય તો ધર્મી આત્માઓ જ હોય છે, ધર્મ નમસ્કરણીય હોતો નથી. (૫) અરિહંત, સિદ્ધ,સાધુ અને સર્વજ્ઞ કથિત ધર્મ સિવાય જે કાંઈપણ લોકમાં ઉત્તમ કે મંગલ અથવા શરણભૂત માનવામાં આવે છે તે લૌકિક દષ્ટિએ કે બાલ દષ્ટિએ હોય છે, પરંતુ તે સર્વે, આધ્યાત્મ દષ્ટિથી વાસ્તવમાં મંગલરૂપ કે શરણભૂત હોતા નથી. (૬) આ સૂત્રને “મંગલપાઠી, “માંગલિક', “મંગલિક આદિ નામો દ્વારા ઓળખવામાં આવે છે. સમુચ્ચય અતિચાર પ્રતિક્રમણ સૂત્ર:(૧) આ સૂત્રમાં ઈચ્છામિ ઠામિ એ પ્રથમ પદ તેથી તેને ઇચ્છામિ ઠામિનો પાઠ પણ કહેવામાં આવે છે. (૨) આ સૂત્રમાં સંક્ષિપ્તમાં પ્રતિક્રમણ કરવા યોગ્ય સ્થાનોનું સંકેતપૂર્વકનું વર્ણન છે, જેમ કે- (અ) ભગવાનની આજ્ઞા વિરુદ્ધ મન, વચન, કાયાની પ્રવૃતિ, (બ) અયોગ્ય, અકથ્ય આચરણ, દુર્ગાન, માઠું ચિંતન (ક) જ્ઞાન-દર્શન–ચારિત્રમાં અતિચરણ (ડ) શ્રત જ્ઞાન, સામાયિક, ગુપ્તિ, મહાવ્રત પિંડેષણા તથા બ્રહ્મચર્યની નવ વાડ, દસ શ્રમણધર્મ આદિમાં અતિચરણ (ઈ) કષાય વિજયમાં અને છ કાય રક્ષણમાં અલના. આ પ્રકારે આ પાઠમાં સાધુ ગુણોના અતિચારનું દેવસીય સંક્ષિપ્ત પ્રતિક્રમણ છે. (૩) શ્રાવક પ્રતિક્રમણ સૂત્રની અપેક્ષા આ પાઠમાં મહાવ્રત આદિની જગ્યાએ ૧૨ વ્રતના અતિચારની વિશેષતા છે, શેષ સમાનતા છે. ગમનાગમન પ્રતિક્રમણ સૂત્ર :(૧) આ સૂત્રનો પ્રથમ શબ્દ ઇચ્છાકારેણં હોવાથી તેને ઇચ્છાકારેણંનો પાઠ કહેવામાં આવે છે. માર્ગમાં ચાલવાથી કે બીજી અન્ય શારીરિક ક્રિયાઓ કરવામાં નાના-નાના જીવોની જાણતા-અજાણતા વિરાધના થતી રહે છે, તેનું પ્રતિક્રમણ-શુદ્ધિકરણ આ સૂત્રથી કરવામાં આવે છે. (૨) તે જીવોના આ પ્રકાર છે- ૧. પ્રાણી-કીડી, મકોડી, કંથવા આદિ ૨. અનેક પ્રકારના બીજ ૩. લીલું ઘાસ, ફૂગ અન્ય વનસ્પતિ, અંકુરા આદિ ૪. પાણી, ઝાકળ બિંદુ આદિ ૫. સચિત માટી, નમક આદિ અથવા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય. (૩) જીવ વિરાધનાના પ્રકાર– ૧. તેમની ગતિમાં અવરોધ કરવો ૨. ધૂળ, વસ્ત્ર આદિથી ઢંકાઈ જવું, ઢાંકી દેવા ૩. મસળવા, રગદોળવા ૪. એક જ જગ્યાએ અનેક જીવોને સરકાવીને એકઠા કરવા ૫. ચોટ લગાડવી ૬. પરિતાપ-કષ્ટ આપવું ૭. કિલામના - અધિક કષ્ટ આપવું ૮.ઉપદ્રવિત – ભય પમાડવો ૯. એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવા, સ્થાન ભ્રષ્ટ કરવા ૧૦. જીવન રહિત, પ્રાણ રહિત કરવા, મારી નાખવા. આ પ્રકારે આ ક્રમમાં વિશેષ-વિશેષ જીવ વિરાધનાના બોલ સમજવા જોઈએ. નિદ્રા પ્રતિક્રમણ સૂત્ર:(૧) આ સૂત્રમાં સાધુઓની શયનવિધિમાં થતાં અતિક્રમણોનો નિર્દેશ છે તથા સ્વપ્નાવસ્થા દરમ્યાન સંયમ મર્યાદાનું ઉલ્લંઘન થવાનો નિર્દેશ પણ છે. (૨) શયન દોષ– ૧. વધુ સમય સુધી સૂવું ૨. વારંવાર સૂવું કે દિવસે સૂવું ૩. પથારી પર બેસતાં-સૂતાં, હાથ–પગ આદિ અંગોપાંગોને ફેલાવવા–સંકોચવા આદિ ક્રિયા કરતી વખતે પોજવાનો વિવેક ન રાખવો. ૪. જૂ આદિનો સંઘટ્ટો થવો ૫. છીંક, બગાસા સંબંધી અયતના થવી ૬. ઉઘમાં બોલવું, દાંત પીસવા ૭. આકુળ- વ્યાકુળ થવું એટલે ઉતાવળથી સૂઈ જવું, શયનવિધિરૂપ કાયોત્સર્ગ આદિ ન કરવા. (૩) સ્વપ્નાવસ્થાના દોષ- ૧. અનેક સંકલ્પ-વિકલ્પોની જંજાળરૂપ સ્વપ્ન જોવું ૨. સ્ત્રી આદિના સંયોગ સંબંધી -સંયમ વિપરીત સ્વપ્ન જોવું અથવા સ્ત્રી વિકાર, દષ્ટિ વિકાર કે મનો વિકાર સંબંધી સ્વપ્ન જોવું ૩. આહાર–પાણી, ખાવા-પીવા સંબંધી સંયમ મર્યાદા વિરુદ્ધ સ્વપ્ન જોવું, જેમ કે રાત્રિએ ખાવું, અકલ્પનીય વસ્તુ લાવવી, ખાવીકે ગૃહસ્થના ઘેર ખાવું, અદત્ત વસ્તુ લાવવી, ખાવી. Page #179 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 178 | ઇત્યાદિ શયન, નિદ્રા અને સ્વપ્ન સંબંધી દોષો અતિચારોનું આ સૂત્રથી ચિંતન-સ્મરણ કરી પ્રતિક્રમણ કરવામાં આવે છે. ગોચરી પ્રતિક્રમણ સૂત્ર :(૧) ગાયના ચરવાની ક્રિયા સમાન એક ઘરેથી અલ્પમાત્રામાં આહારાદિ લેવાની પ્રક્રિયાના કારણે તેનું નામ “ગોચરી – ગોચર ચરિયા છે. અનેક ઘરોથી ફરીને આહારાદિ પ્રાપ્ત કરવાના કારણથી તેને “ભિક્ષા ચરિયા' કહેવામાં આવે છે. (૨) અહિંસા મહાવ્રત આદિની રક્ષા હેતુ આ ચરિયામાં વિવિધ નિયમોનું પાલન કરવામાં આવે છે. આ નિયમોને ગવેષણા, એષણા આદિ નામોથી ઓળખવામાં આવે છે. આ નિયમોમાં જાણતાં-અજાણતાં કોઈ અતિચરણ થયું હોય, ઉલ્લંઘન થયું હોય તેનું પ્રતિક્રમણ આ સૂત્રથી કરવામાં આવે છે. (૩) એમ તો એષણાના ૪૨ દોષ કહેવામાં આવે છે તેમજ સૂત્રમાં તે સિવાય પણ અનેક દોષોનું કથન છે પરંતુ પ્રસ્તુત સૂત્રમાં સંખ્યા | નિર્દેશ કર્યા વગર અનેક દોષોનું સંકલન કરવામાં આવેલ છે. (૪) પ્રતિક્રમણ યોગ્ય કથિત અતિચાર આ મુજબ છે– ૧. ઘરના દ્વાર ખોલવું કે આજ્ઞા વગર ખોલવું ૨. કૂતરા, વાછરડા, બાળકો આદિનું સંઘટ્ટન થઈ જવું કે સ્ત્રી આદિનો સ્પર્શ થઈ જવો ૩. ઈતેજારીયુક્ત વ્યવસ્થિત જુદા રાખેલ આહારાદિમાંથી લેવું ૪. બલિ કર્મ યોગ્ય યા પૂજાનો આહાર લેવો ૫. ભિક્ષાચર યાચક અથવા શ્રમણો માટેના સ્થાપિત અર્થાત્ તેઓને દેવા માટે જ નક્કી કરેલ આહારમાંથી વહોરવો ૬. નિર્દોષતામાં શંકા હોય તેવી વસ્તુ લેવી ૭. ભૂલથી સદોષ આહારાદિ લેવા ૮. અયોગ્ય, અનેષણીય આહાર, પાણી, બીજ, લીલોતરી આદિ ખાવા ૯. પશ્ચાત્કર્મ અને પૂર્વ કર્મ દાન દેવાની પહેલા કે પછી હાથ આદિ ધોવાનો દોષ ૧૦. અભિહત– સામે ન દેખાય તેવી જગ્યાએથી લાવીને આપવામાં આવેલ વસ્તુ લેવી ૧૧. પૃથ્વી, પાણી આદિથી લિપ્ત કે સ્પર્શિત વસ્તુ લેવી ૧૨. ઢોળતાં થકા કે ફેંકતા થકા અર્થાત્ ભિક્ષા દેતી વખતે જળ, કણ, બુદ આદિ ઢોળતા થકા ભિક્ષા દેતા હોય તેવી ભિક્ષા લેવી ૧૩. ભિક્ષા દેતી વખતે વચ્ચે-વચ્ચે કંઈક ફેંકવા યોગ્ય વસ્તુને, પદાર્થને ફેંકી દે અને એવું કરતા થકા ભિક્ષા દે તે લેવી અથવા પરઠવા યોગ્ય પદાર્થને ભિક્ષામાં લેવા ૧૪. વિશિષ્ટ ખાદ્ય પદાર્થોને માંગીને કે દીનતા કરીને લેવા અથવા જે પદાર્થ સ્વાભાવિક રીતે જ્યાં સુલભ ન હોય તેવા પદાર્થની યાચના કરવી ૧૫. એષણાના ૪૨ દોષોમાંથી કોઈ દોષથી યુક્ત આહારાદિ લેવાં. (૫) આ દોષો જો અજાણતા લાગે, તો તેની પ્રતિક્રમણથી શુદ્ધિ થાય છે. કોઈ વિશિષ્ટ દોષ(આધાકર્મી સચેત આદિ)થી યુક્ત આહાર ભૂલથી આવી જાય તો ખબર પડવા છતાં ખાવો એ પણ સ્વતંત્ર દોષ છે. તેથી તેવા આહાર આદિને યોગ્ય સ્થાનમાં પરઠવામાં આવે છે પરંતુ ખાવામાં આવતા નથી. () જાણીને લગાડેલ દોષોને સ્વતંત્ર પ્રાયશ્ચિત્ત (તપ આદિ) પણ હોય છે. (૭) પ્રતિક્રમણના સમય સિવાય અર્થાત્ ગોચરીએથી આવ્યા પછી પણ આ પાઠનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. સ્વાધ્યાય પ્રતિલેખન-પ્રતિક્રમણ સૂત્ર :(૧) સ્વાધ્યાય સમાપ્તિ તથા પ્રતિલેખન સમાપ્તિ બાદ કાયોત્સર્ગ કરી આ સૂત્ર પર ચિંતન કરી પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૨) દિવસ–રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહર, એમ ચારેય પ્રહર સ્વાધ્યાય કરવાનો કાળ છે. તેમાં યથાસમયે સ્વાધ્યાય ન કરવો તેને પણ અહીં અતિચાર દર્શાવેલ છે. આ ચારેય સમયે સાધુ-સાધ્વીજીએ સૂત્રોનો સ્વાધ્યાય અવશ્ય કરવો જોઈએ. કે પણ ઉપકરણ–વસ્ત્ર, પાત્ર, રજોહરણ. પંજણી આદિ તથા પસ્તક, પાના આદિ સકારણ રાખવામાં આવતાં ઉપકરણોની બંને સમય પ્રતિલેખના કરવામાં આવે છે– ૧. સવારે અને ૨. સાંજે અર્થાત પ્રથમ પ્રહરમાં અને ચોથા પ્રહરમાં (૪) પ્રતિલેખન જતનાપૂર્વક તથા વિધિપૂર્વક કરવામાં આવે છે, આવું વિધિયુક્ત પ્રતિલેખન સર્વથા ન કર્યું હોય કે અવિધિ, અજતનાથી કરેલ હોય તો તેનું પ્રતિક્રમણ તથા પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. તેમજ સ્વાધ્યાય ન કરવાથી તથા અવિધિએ કે નિષેધ કરેલ સમયે સ્વાધ્યાય કરવાથી પણ પ્રાયશ્ચિત્ત આવે છે. તે જ રીતે પ્રમાર્જન (પૂંજવા સંબંધી) પ્રતિક્રમણ પણ આ સૂત્રથી થાય છે. તેત્રીસ બોલ પ્રતિક્રમણ સૂત્ર :(૧) સાધુ આચારના અનેક પ્રકીર્ણક વિષયોને અહિંયા ૧ થી ૩૩ સુધીની સંખ્યાના આધારે સંગ્રહ કરેલ છે. (૨) આ બધા જ બોલોમાં કહેવામાં આવેલ આચારના વિધિ નિષેધરૂપ વિષયોમાં કોઈ પ્રકારની સ્પલના થઈ હોય, અતિચાર દોષ લાગ્યા હોય તો તેનું ચિંતન-સ્મરણ કરી આ સૂત્રથી પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૩) વિધિરૂપ વિષય- સમિતિ, ગુપ્તિ, મહાવ્રત, બ્રહ્મચર્યની ૯ વાડ, યતિ ધર્મ, પડિમાઓ શ્રમણની તથા શ્રાવકની, પચ્ચીસ ભાવના, સત્તાવીસ અણગાર ગુણ, અઠયાવીસ આચાર પ્રકલ્પ તથા બત્રીસ યોગ સંગ્રહ આદિ. (૪) નિષેધરૂપ વિષયઅસંયમ, દંડ, બંધ, શલ્ય, ગર્વ, વિરાધના, કષાય, સંજ્ઞા, વિકથા, ક્રિયા, કામગુણ, ભય, મદ, ક્રિયાસ્થાન, અબ્રહ્મ, સબળ દોષ, અસમાધિ સ્થાન, પાપ સૂત્ર, મહામોહ બંધ સ્થાન, તેત્રીસ આશાતના. (૫) શેય વિશેય વિવેક રૂપ વિષય- કાયા, ઇલેશ્યા, જીવના ચૌદ ભેદ, પરમાધામી, સૂયગડાંગ સૂત્રના અધ્યયનો, જ્ઞાતા સૂત્રના અધ્યયનો, ત્રણ છેદ સૂત્રોના ઉદ્દેશક(અધ્યયન), ૨૨ પરીષહ, ૨૪ દેવતા, ૩૧ ગુણ સિદ્ધોના. આ ભેદ તથા અધ્યયન જાણવા યોગ્ય તેમજ વિવેક કરવા યોગ્ય છે. (૬) ઉભય– ચાર ધ્યાનમાં બે ધ્યાન વિધિરૂપ છે, બે ધ્યાન નિષેધરૂપ છે. આ પ્રકારે તેત્રીસ બોલ સુધી સમગ્ર આચારના સંગ્રહિત વિષયોમાં જાણવા યોગ્ય જાણ્યા ન હોય, આચરણ કરવા યોગ્યનું આચરણ ન કર્યું હોય, ત્યાગવા યોગ્યનો ત્યાગ ન કર્યો હોય, વિવેક કરવા યોગ્યનો વિવેક ન કર્યો હોય, સહન કરવા યોગ્યને સહન ન કર્યું હોય ઈત્યાદિક આપણી વિવિધ ભૂલોનું અને કર્તવ્યોનું જ્ઞાન કરાવનાર આ તેત્રીસ બોલનું સૂત્ર છે. આ બોલોના વિસ્તાર માટે જુઓ પૃષ્ટ,૨૪૧. નિગ્રંથ પ્રવચન શ્રદ્ધાન, નમન અને પ્રતિક્રમણ સૂત્ર – Page #180 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 179 (૧) આ સૂત્રમાં નિગ્રંથ પ્રવચન એટલે વીતરાગ ધર્મનું મહત્ત્વ બતાવ્યું છે. ૨૪ તીર્થકરોને તથા સમસ્ત શ્રમણ ગુણ યુક્ત મહાત્માઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેમજ પોતાની શ્રદ્ધા, સંયમની પ્રતિજ્ઞા તથા પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. (૨) આ વીતરાગ ધર્મ સત્ય, અનુત્તર, શ્રેષ્ઠ, હિતાવહ, મુક્તિદાતા તથા સમસ્ત દુઃખોથી છોડાવનાર છે. આ ધર્મના આચરણ તથા શ્રદ્ધામાં સ્થિત પ્રાણી એક દિવસ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. (૩) તેથી આ ધર્મની અંતરમનથી સમજપૂર્વક શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરવી જોઈએ તથા લગનીપૂર્વક તેનું પાલન કરવું જોઈએ. હું પણ તેવું કરું છું. (૪) સૂત્રમાં પ્રતિજ્ઞા તેમજ પ્રતિક્રમણ યોગ્ય વર્ણિત સ્થાન- ૧. અસંયમ ત્યાગ- સંયમ ધારણ ૨. અબ્રહ્મચર્ય ત્યાગ–બ્રહ્મચર્ય ધારણ ૩. અકલ્પનીય ત્યાગ- કલ્પનીય આચરણ ૪. અજ્ઞાનત્યાગ-જ્ઞાન ધોરણ–વૃદ્ધિ ૫. અક્રિયા(અનુમ) ત્યાગ–ક્રિયા(ઉદ્યમ) ધારણ ૬. મિથ્યાત્વ ત્યાગ-સમ્યકત્વ ધારણ ૭. અબોધિ ત્યાગ–બોધિ ધારણ ૮. ઉન્માર્ગ ત્યાગ-સન્માર્ગ ગ્રહણ. જે પણ દોષ યાદ હોય કે યાદ ન હોય તે બધાનું પ્રતિક્રમણ કરું છું, તેમાંથી કોઈ પાપોનું પ્રતિક્રમણ પૂર્વ પાઠોના ઉચ્ચારણ ચિંતનમાં ન થઈ શકયું હોય, તેનું અહિંયા સમુચ્ચયરૂપે પુનઃ પ્રતિક્રમણ આ પાઠથી કરવામાં આવે છે. (૫) શ્રમણગુણ : જતના કરનાર, પાપોથી દૂર રહેનાર, ઇન્દ્રિયોને વશમાં રાખનાર, ભાવી ફળની ઇચ્છા-આકાંક્ષા ન કરનાર, સુદષ્ટિથી સંપન, કપટ પ્રપંચથી મુક્ત, આવા ગુણ સંપન્ન સાધુ અઢી દ્વીપના પંદર કર્મ ભૂમિ ક્ષેત્રોમાં હોય છે. આ શ્રમણો મુખ્યરૂપે મુખવસ્ત્રિકા, રજોહરણ, પૂંજણી, વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોને રાખનાર હોય છે, મુખ્ય પાંચ મહાવ્રતોને ધારણ કરનાર હોય છે અને વિશાળ દષ્ટિએ જોતાં અઢાર હજાર શીલ–ગુણોને ધારણ કરવાવાળા નિર્દોષ પરિપૂર્ણ સંયમનું પાલન કરવાવાળા હોય છે. આવા ગુણોના ધારક સાધુને આ સૂત્રથી ભાવપૂર્વક વંદન કરવાની સાથે મસ્તક ઝુકાવીને વંદન પણ કરવામાં આવે છે. સર્વ જીવ ક્ષમાપના પાઠ:(૧) વ્રત શુદ્ધિરૂપ પ્રતિક્રમણની સાથે-સાથે હૃદયની પવિત્રતા, વિશાળતા અને સમભાવોની વૃદ્ધિ હેતુ ક્ષમાપના ભાવની પણ આત્મ પરમ આવશ્યકતા છે. તેથી પ્રતિક્રમણ અધ્યાયના સમસ્ત સૂત્રો પછી આ ક્ષમાપના સૂત્ર આપવામાં આવેલ છે. આ સૂત્રનું પાંચમા આવશ્યકના “કાયોત્સર્ગ'માં ચિંતન-મનન કરી આત્માને વિશેષ વિશુદ્ધ બનાવી શકાય છે. (૨) આત્માને વિશેષ શુદ્ધ કરવા માટે પૂર્ણ સરળતા અને શાંતિની સાથે, સમસ્ત પ્રાણીઓના અપરાધોને ઉદાર ચિંતન સાથે માફ કરી પોતાના મન-મસ્તિષ્કને તેમના પ્રત્યે પરમ શાંત અને પવિત્ર બનાવી લેવું જોઈએ. (૩) અહંભાવ દૂર કરી પોતાની નાની મોટી દરેક ભૂલોનું સ્મરણ કરી, સ્વીકાર કરી, તેનાથી સંબંધિત આત્માઓની સાથે લઘુતાપૂર્વક(નમ્રતાપુર્વક) ક્ષમા યાચના કરી, તેમના હૃદયને શાંત કરવાનો પોતાનો ઉપક્રમ(પ્રયત્નો કરી લેવો જોઈએ. (૪) આપણી મનોદશા એવી બની જવી જોઈએ કે જગતના સમસ્ત પ્રાણીઓની સાથે મારી મૈત્રી જ છે, કોઈની પણ સાથે અમૈત્રી કે વેર વિરોધ ભાવ નથી. જે પણ કોઈ વેર ભાવ ક્ષણિક બની ગયેલ હોય તેને દૂર કરી ભૂલાવી દેવો જોઈએ અને સમભાવ દ્વારા માનસમાં મૈત્રીભાવ સ્થાપિત કરી દેવો જોઈએ. આ રીતે પ્રસ્તુત પાઠમાં સમસ્ત આત્મ દોષોની આલોચના, નિંદા, ગહ, આદિ સમ્યક પ્રકારે કરવાનું સૂચન છે. તેમજ મન, વચન અને કાયાના પ્રતિક્રમણનો ઉપસંહાર કરતાં થકાં અંતમાં ૨૪ તીર્થકરોને વંદન કરવામાં આવેલ છે. પાંચમો આવશ્યક(અધ્યયન) કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સૂત્ર:(૧) આ સૂત્ર તસ્સ ઉત્તરી કરણેણં શબ્દથી શરૂ થાય છે, તેથી તેને તસ્સઉત્તરીનો પાઠ પણ કહેવામાં આવે છે. પ્રત્યેક કાયોત્સર્ગ પહેલાં આ સૂત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. તેથી આ કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સૂત્ર છે. (૨) કાયોત્સર્ગ એક આત્યંતર તપ છે. આત્માને શ્રેષ્ઠ–ઉન્નત બનાવવા માટે, અકૃત્યોના પ્રાયશ્ચિત કરવા માટે, આત્માને વિશુદ્ધ અને દોષ રહિત બનાવવા માટે, આત્મ ચિંતન કરવા માટે તથા પાપ કર્મોનો વિશેષ ક્ષય કરવા માટે કાયોત્સર્ગ કરવામાં આવે છે. આમાં કાયાના સંચારનો ત્યાગ કરવામાં આવે છે, સ્થિર રહેવામાં આવે છે, તો પણ સ્વાભાવિક અનેક કાયિક પ્રક્રિયાઓ અને કાયિકવેગ રોકી શકાતા નથી, તેનો આગાર પણ કાયોત્સર્ગમાં રહે છે. (૩) તે આગાર આ પ્રમાણે છે- ૧. શ્વાસ લેવો ૨. શ્વાસ છોડવો ૩. ખાંસી ૪. છીંક પ. બગાસું ૬. ઓડકાર ૭. વાયુ નિસર્ગ ૮. ચક્કર આવવા ૯. મૂચ્છ આવવી ૧૦. સૂક્ષ્મ અંગ સંચાર ૧૧. સૂક્ષ્મ ખેલ-કફ સંચાર ૧૨. સૂક્ષ્મ દષ્ટિ સંચાર.. (૪) આવી ઉપરોક્ત શારીરિક આવશ્યક પ્રક્રિયાથી કાયાનો સંચાર થવા છતાં પણ કાયોત્સર્ગની મર્યાદાનો ભંગ થતો નથી, કાયોત્સર્ગની વિરાધના થતી નથી. (૫) અન્ય કોઈ પણ આત્મિક ચંચળતા, અસ્થિરતાને કારણે કાયિક સંચાર કરવાથી કાયોત્સર્ગની મર્યાદાનો ભંગ થઈ જાય છે. (૬) કાયોત્સર્ગમાં કાયાને સ્થિર રાખવામાં આવે છે, વચનથી પૂર્ણ મૌન રહેવામાં આવે છે તથા ચિંતન-મનન પણ લક્ષિત વિષયમાં જ કેન્દ્રિત કરવામાં આવે છે અર્થાત્ જે લક્ષ્યથી કાયોત્સર્ગ કરવામાં આવે છે, તેમાં જ ચિત્તને એકાગ્ર કરવામાં આવે છે. જ્યારે ચિંતનનું કોઈ પણ પ્રકારનું લક્ષ્ય ન હોય ત્યારે શુદ્ધ અર્થાત્ વિકલ્પ કે ચિંતન રહિત, નિર્વિકલ્પ કાયોત્સર્ગ કરવામાં આવે છે, તેમાં પૂર્ણ યોગ વ્યુત્સર્જન કરવામાં આવે છે. (૭) કાયોત્સર્ગનો વિષય કે સમય પૂર્ણ થવા પર 'નમો અરિહંતાણં' શબ્દના ઉચ્ચારણ કે સ્મરણ સાથે તેને પૂર્ણ કરવામાં આવે છે, સમાપ્ત કરવામાં આવે છે અર્થાત્ કાયોત્સર્ગ પાળવામાં આવે છે. (૮) પ્રતિક્રમણમાં મુખ્ય રૂપે બે કાયોત્સર્ગ હોય છે– ૧. અતિચાર ચિંતન ૨. તપ ચિંતન અથવા ક્ષમાપના ચિંતન. અતિચાર ચિંતન- ભૂતકાળ સંબંધી. ક્ષમાપના ચિંતન- વર્તમાનકાળ સંબંધી(કષાયભાવોથી નિવૃતિ) તપ ચિંતન – ભવિષ્યકાળ સંબંધી Page #181 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 180 [નોંધ :- અતિચાર ચિંતનના પાઠો અને ક્ષમાપના ચિંતનનો પાઠ સૂત્રમાં છે પરંતુ તપ ચિંતનનો પાઠ સૂત્રમાં નથી. તેનાં ચિંતન માટે આવશ્યક સૂત્રના પરિશિષ્ટ વિભાગ માં જુઓ. પાના નં ૧૬૯.] છો આવશ્યક(અધ્યયન) દસ પચ્ચખાણ સૂત્ર:(૧) પ્રતિક્રમણ અને વિશુદ્ધિકરણ પછી તપ રૂપી પ્રાયશ્ચિત્ત સ્વીકારવું એ પણ આત્મા માટે પુષ્ટિકારક થાય છે. તપથી વિશેષ કર્મોની નિર્જરા થાય છે, તેથી આ છઠ્ઠા આવશ્યકમાં ઈ–રિક(થોડા કાળનું) અનશન પરૂપ ૧૦ પ્રત્યાખ્યાનના પાઠ કહેવામાં આવેલ છે. તેમાં સંકેત પ્રત્યાખ્યાન પણ છે અને અદ્ધા(સમય આધારિત) પ્રત્યાખ્યાન પણ છે. નમસ્કાર સહિતં(નવકારસી) પ્રારંભના પ્રથમ પ્રત્યાખ્યાનના પાઠમાં “સહિયં” શબ્દનો પ્રયોગ થયો છે, જે “ગંઠી સહિયં’, ‘મુષ્ટિ સહિયં”ના પ્રત્યાખ્યાન જેવો છે. તેથી સહિત શબ્દની અપેક્ષાએ આ સંકેત પ્રત્યાખ્યાન થાય છે. સંકેત પ્રત્યાખ્યાનોમાં કાળની નિશ્ચિત મર્યાદા હોતી નથી, તે સંકેતમાં નિર્દિષ્ટ વિધિએ ગમે ત્યારે પૂર્ણ કરી લેવામાં આવે છે. કાળ મર્યાદા ન હોવાથી સંકેત પ્રત્યાખ્યાનોમાં સર્વ સમાધિ પ્રત્યયિક આગાર હોતો નથી, કારણ કે પૂર્ણ સમાધિ ભંગ થવાની અવસ્થા પહેલાં જ સંકેત પચ્ચકખાણ ગમે ત્યારે પાળી શકાય છે. તળુસાર નવકારસીના પાઠમાં પણ આ આગાર કહેવામાં આવેલ નથી અને નમસ્કાર સહિત શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે. તેથી આ અદ્ધા પ્રત્યાખ્યાન નથી પરંત સંકેત પ્રત્યાખ્યાન છે અર્થાતુ તેમાં સમયની કોઈ પણ મર્યાદા હોતી નથી, સૂર્યોદય પછી ગમે ત્યારે નવકાર મંત્ર ગણી આ પ્રત્યાખ્યાન પૂર્ણ કરવામાં આવે છે. બાકી બધા (૯) અદ્ધા પ્રત્યાખ્યાન છે. નવકારસી પ્રખ્યાખ્યાનમાં ચારે ય આહારનો ત્યાગ હોય છે, તેમજ બે આગાર હોય છે, (૧) ભૂલથી ખાઈ લેવાય (૨) અચાનક પોતાની જાતે મોઢામાં ચાલ્યું જાય, છાંટો ઉડે વગેરેથી તો આગાર. [નોધ - વર્તમાન પરંપરાઓમાં નવકારસીને અદ્ધાપ્રત્યાખ્યાન માનવામાં આવે છે જેમાં તેનો સમય ૪૮ મિનિટનો નિશ્ચિત કરેલ છે. માટે વર્તમાન રૂઢ પ્રત્યાખ્યાનની અપેક્ષાએ તે પાઠના પ્રારંભમાં મુક્કાર સહિયંના સ્થાને નમુક્કારસીયં બોલવું યોગ્ય થાય છે અને આગાર બેના સ્થળે ત્રણ બોલવો જોઈએ. અર્થાત તેમાં સવ સમાહિ-વત્તિયાગારેણં આગાર વધારે બોલવું જોઈએ.]. આ રીતે ૪૮ મિનિટની નવકારસીને પરંપરા સત્ય કે રૂઢ સત્ય સમજી શકાય. આ સૂત્રનું આગમોચિત અને વ્યવહારોચિત નામ છૂટીને રૂઢ નામ પ્રચલિત છે. યથા– (૧) આગમિક નામ નમસ્કાર સહિત (૨) વ્યવહારોચિત નામ ણમુક્કારસી અને (૩) રૂઢનામ- નવકારસી. પોરસી:- દિવસના ચોથા ભાગને એક પોરસી કહે છે, સૂર્યોદયથી લઈ પા દિવસ વીતે ત્યાં સુધી ચારેય આહારનો ત્યાગ કરવાને “ પોરસી પ્રત્યાખ્યાન' કહે છે. પોરસી આદિ ૯ પ્રત્યાખ્યાનોમાં હીનાધિક વિવિધ આગાર છે. પૂવાદ્ધ(પુરિમટ્ટ) – બે પોરસી, તેમાં સૂર્યોદયથી અડધા દિવસ સુધી ચારેય આહારનો ત્યાગ હોય છે. એકાસણું - તેમાં એક સ્થાને બેસી એક વખત ભોજન કરવામાં આવે છે, તે સિવાયના સમયમાં ત્રણેય આહારનો ત્યાગ હોય છે. માત્ર અચેત પાણી લઈ શકાય છે. એક સ્થાન (એકલ ઠાણા) - તેમાં એક વાર એક સ્થાને ભોજન કરવા સિવાય બાકીના સમયે ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે, અર્થાત્ આહાર–પાણી એક સાથે જ લેવામાં આવે છે. નવીઃ તેમાં એકવાર રૂક્ષ(વિગય રહિત) આહાર કરવામાં આવે છે, પાંચેય વિગયોનો અને મહાવિગયનો ત્યાગ હોય છે. એકવારના ભોજન સિવાય ત્રણેય આહારનો ત્યાગ હોય છે. અચેત પાણી દિવસે પી શકાય છે. ખાદિમ-સ્વાદિમનો આ તપમાં સર્વથા ત્યાગ હોય છે. આયંબિલ – તેમાં એક વાર ભોજન કરવામાં આવે છે, જેમાં એક જ રૂક્ષ પદાર્થને અચેત પાણીમાં ડુબાડી–ભીંજાવી નીરસ બનાવી ખાઈ તથા પી શકાય છે. અન્ય કાંઈપણ ખાઈ શકાતું નથી. એક વારના ભોજન સિવાય દિવસમાં જરૂરિયાત અનુસાર અચેત પાણી લઈ શકાય છે. ઉપવાસ: તેમાં સૂર્યોદયથી લઈ બીજા દિવસના સૂર્યોદય સુધી ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે. પરંપરાથી દિવસમાં અચેત પાણી પીવાય છે. તેમાં આગલા દિવસે સૂર્યાસ્તથી ચોવિહાર કરવું આવશ્યક છે. આના ત્રેવીહાર(પાણી આગાર) તથા ચોવિહાર ઉપવાસ એમ બે પ્રકાર છે. દિવસ ચરિમ:- ભોજનપછી ચોથા પ્રહરમાં જ્યારે ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે, તેને દિવસ ચરિમ પ્રત્યાખ્યાન કહે છે. આ પ્રત્યાખ્યાન સૂર્યાસ્ત પહેલાં ગમે ત્યારે લઈ શકાય છે. આ પ્રત્યાખ્યાન હંમેશા કરી શકાય છે અર્થાત્ આહારના દિવસે તથા આયંબિલ, નીવી તેમજ તિવિહાર ઉપવાસમાં પણ આ દિવસ ચરિમ પ્રત્યાખ્યાન કરવું આવશ્યક જ છે.(રાત્રીભોજન ત્યાગ તેનું બીજુ નામ છે.) તેમાં સૂર્યાસ્ત સુધીનો અવશેષ સમય તેમજ પૂર્ણ રાત્રિનો કાળ નિશ્ચિત હોય છે, તેથી આ પણ અદ્ધા પ્રત્યાખ્યાન છે. તેથી આ પ્રત્યાખ્યાન પાઠમાં ‘સર્વ સમાધિ પ્રત્યયિક’ આગાર કહેવામાં આવે છે. અભિગ્રહ:- આગમ નિર્દિષ્ટ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સંબંધી વિશિષ્ટ નિયમ અભિગ્રહ કરવા અને અભિગ્રહ સફળ ન થતાં તપસ્યા કરવી. આવા અભિગ્રહ મનમાં ધારણ કરવામાં આવે છે, પ્રગટ કરવામાં આવતા નથી. સમય પૂર્ણ થયા પછી આવશ્યક હોય તો જ કહેવામાં આવે છે. આ દશ પ્રત્યાખ્યાનોમાંથી કોઈપણ પ્રત્યાખ્યાન કરવાથી આ છઠ્ઠો પ્રત્યાખ્યાન આવશ્યક પૂર્ણ થાય છે. દસ પ્રત્યાખ્યાનના ૧૫ આગારોના અર્થ :(૧) અણાભોગ-પ્રત્યાખ્યાનની વિસ્મૃતિથી અર્થાત્ ભૂલથી અશનાદિ ચાખવા અથવા ખાવા-પીવાનું થઈ જાય તો આગાર. Page #182 -------------------------------------------------------------------------- ________________ 181 jain કથાસાર (૨) સહસાકાર:- વૃષ્ટિ થવાથી, દહીં આદિ મંથન કરતા, ગાય આદિ દોહતા, મોઢામાં ટીપાં-છાંટા પડી જાય તો આગાર. (૩) પ્રચ્છન્નકાળ – સઘન વાદળ આદિના કારણે પોરસિ આદિનો બરાબર નિર્ણય ન થવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તેનો આગાર. (૪) દિશા મોહ:- દિશા ભ્રમના કારણે પોરસી આદિનો બરાબર નિર્ણય ન થવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તો તેનો આગાર. (૫) સાધુ વચન - પોરસી આદિનો સમય પૂર્ણ થઈ ગયો’ – આ પ્રકારે કોઈ સાધુ (સભ્ય પુરુષ)ના કહેવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તો આગાર. (૬) સર્વ સમાધિ પ્રત્યયાગાર – સંપૂર્ણ સમાધિ ભંગ થઈ જાય અર્થાત્ આકસ્મિક રોગાતંક થઈ જાય તો તેનો આગાર. (૭) મહત્તરાગાર:– ગુરુ આદિની આજ્ઞાનો આગાર. વધેલો આહાર પરઠવો પડે એવી સ્થીતિમાં ગુરુની આજ્ઞા થવાથી. (૮) સાગારિકાગાર:- ગૃહસ્થના આવી જવાથી સાધુને સ્થાન પરિવર્તન કરવાનો આગાર(એકાસણામાં) (૯) આકંચન પ્રસારણ :- હાથ-પગ આદિ ફેલાવવાનો અથવા સંકચિત કરવાનો આગાર(એકાસણામાં) (૧૦) ગુર્વભુત્થાન – ગુરુ આદિના વિનય માટે ઊભા થવાનો આગાર. (૧૧) પારિષ્ઠાપનિકાગાર:- વધેલ આહાર પરઠવો પડે તેમ હોય તો તેને ખાવાનો આગાર. વિવેક રાખવા છતાં પણ ગોચરીમાં આહાર અધિક આવી જાય, આહાર વાપર્યા પછી પણ શેષ રહી જાય તો ગૃહસ્થ આદિને દેવો કે રાત્રે રાખવો એ સંયમ વિધિ નથી, તેથી એવો આહાર પરઠવા યોગ્ય હોય છે. તે ખાવાનો અનેક પ્રત્યાખ્યાનમાં સાધુને આગાર રહે છે. ગૃહસ્થને આ આગાર હોતો નથી (૧૨) લેપાલેપ:- શાક, ઘી આદિથી લિપ્ત વાસણમાં રાખેલો કે તેવા પદાર્થને સ્પર્શેલો ગૃહસ્થ વહોરાવે, તેનો આગાર. (૧૩) ઉક્લિપ્ત વિવેક – રૂક્ષ આહાર ઉપર રાખેલા સુકા ગોળ આદિને ઉઠાવીને દે તો તે લેવાનો આગાર. (૧૪) ગૃહસ્થ સંસ્કૃષ્ટ – દાતાના હાથે, આંગળી આદિએ લાગેલ ગોળ-ઘી આદિનો લેપ માત્ર રૂક્ષ આહારમાં લાગી જાય તેનો આગાર. (૧૫) પ્રતીય પ્રક્ષિત :- કોઈ કારણો અથવા રિવાજથી કિંચિત અંશ માત્ર વિગય લગાવવામાં આવે તો તેનો આગાર. જેમ કે બાંધેલા લોટ પર ઘી લગાવવામાં આવે છે, પાપડ કરતી વખતે તેલ ચોપડવામાં આવે છે. દૂધ કે દહીંના વાસણ ધોયેલ ધોવણ પાણી ઇત્યાદિ આ પદાર્થોનો નિવમાં આગાર હોય છે. નોંધ:- કયા પ્રત્યાખ્યાનમાં કયા કયા આગાર છે તે મૂળ પાઠ જોઈને જાણવાનો પ્રયત્ન કરવો, તેની સંખ્યા આ પ્રકારે છે– ક્રમ તપનામ આગાર ક્રમ | તપનામ આગાર ૧ | નવકારસીમાં ૬ | નિવામાં ૨ | પોરસીમાં ૬ | ૭ | આયંબિલમાં | ૮ ૩ | પૂર્વાર્ધ-પુરિમડૂઢમાં ૭ | ૮ | ઉપવાસમાં | ૫ | ૪ | એકાસણામાં | ૮ | ૯ | દિવસ ચરિમમાં ૪ ૫ | એકલઠાણામાં ૭ / ૧૦ અભિગ્રહમાં [૪ સંકેત નવકારશીમાં સર્વસમાધિ પ્રત્યધિક આગાર હોતો નથી, બાકી બધામાં હોય છે. પરિઠાવણિયાગાર પાંચમાં હોય છે, પાંચમાં ન હોય. (૧) એકાસણુ (૨) એકલઠાણ (૩) નીવી (૪) આયંબિલ (૫) ઉપવાસમાં હોય છે. મહત્તરાગાર બેમાં હોતા નથી–નવકારસી અને પોરસીમાં, બાકીના આઠમાં હોય છે. પ્રતીત્ય પ્રક્ષિત આગાર માત્ર નીવીમાં જ હોય છે. લેપાલેપ, ઉસ્લિપ્તવિવેક, ગૃહસ્થ-સંસ્કૃષ્ટ આ ત્રણ આગાર આયંબિલ અને નવી આ બે પ્રત્યાખ્યાનોમાં જ હોય છે. અણાભોગ અને સહસાગાર આ બે આગાર બધા જ પ્રત્યાખ્યાનોમાં હોય છે. અંતિમ મંગલ – ઉપસંહાર–સિદ્ધ સ્તુતિ સૂત્ર(સ્તવ સ્તુતિ મંગલ સૂત્ર):(૧) આ સૂત્રમાં પ્રથમ શબ્દ નમોત્થણે છે, આ કારણે આ સૂત્રને ‘નમોત્થણનો પાઠ' પણ કહેવામાં આવે છે. (૨) શકેન્દ્ર આદિ ઈન્દ્ર દેવલોકમાં પણ તીર્થકરોને તથા સિદ્ધોને આ સૂત્રથી સ્તુતિ સાથે નમસ્કાર કરે છે. આ કારણે આ સૂત્રનું નામ “ શકસ્તવ” પણ છે. (૩) આ પાઠમાં કેટલાક સ્તુતિ શબ્દ અરિહંતને માટે લાગુ પડે છે, કેટલાક શબ્દ સિદ્ધોને માટે અને કેટલાક શબ્દ બંનેને માટે છે તથા કેટલાક શબ્દ અપેક્ષાથી બંનેમાં ઘટિત કરવામાં આવે છે. (૪) આ સૂત્રના અંતમાં ઠાણે સંપાવિહેકામાર્ણ પાઠ બોલવાથી સૂત્રોક્ત બધાં જ ગુણો તીર્થકરોમાં ઘટિત થઈ જાય છે. ઠાણે સંપત્તાણું કહેવાથી થોડાક ગુણ સિદ્ધોમાં ઘટિત થઈ જાય છે, બાકી બધાં ગુણોને અપેક્ષાથી કલ્પિત કરીને સિદ્ધોમાં ઘટિત કરી શકાય છે. અરિહંતાણે, ભગવંતાણંથી શરૂ કરી સર્વજ્ઞ સર્વદર્શી સુધીના બધા ગુણ સ્વાભાવિક રૂપે તીર્થકર અરિહંત ભગવંતોમાં ઘટિત થાય છે. સાર એ છે કે સિદ્ધોના ગુણ તીર્થકરોમાં ભાવિનયની અપેક્ષા અને અરિહંતોના ગુણ તીર્થકર સિદ્ધોમાં ભૂતનયની અપેક્ષા અધ્યાહાર કરીને સ્વીકાર કરવામાં આવ્યા છે. સ્તુતિગત ગુણ - ધર્મની આદિ કરવાવાળા, સ્વયં સંબુદ્ધ, પુરુષોત્તમ, ઉત્તમ સિંહ, કમળ તેમજ ગંધ હસ્તિની ઉપમાવાળા, લોકના નાથ, લોકમાં જ્ઞાન પ્રકાશ કરવાવાળા, જીવોને શરણ, બોધિ અને ધર્મ દેવાવાળા, ધર્મના ચક્રવર્તી, વીતરાગી શ્રેષ્ઠ જ્ઞાન દર્શનના ધારક, સર્વજ્ઞ-સર્વદર્શી, સ્વયં તરવાવાળા અને બીજાને બોધ દઈને તારનાર, અવ્યાબાધ સુખના સ્થાનરૂપ મોક્ષ ગતિને પ્રાપ્ત કરેલ અથવા કરનાર ઇત્યાદિ. આ ગુણોનો નિર્દેશ કરવાની સાથે જ સૂત્રના પ્રારંભમાં અને અંતમાં જિનેશ્વર ભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 182 ગણધર રચિત આવશ્યક સૂત્ર આદિ મંગલ પાઠ નમસ્કાર મંત્ર:પ્રથમ આવશ્યક સામાયિક લેવાનો પાઠ: (કરેમિ ભંતે! સામાઈયં સવૅ સાવજજં જોગં પચ્ચક્ઝામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણું મણેણં વાયાએ કાણું, ન કરેમિ ન કારવેમિ, કરંત અપિ સમુ ન જાણામિ; તસ્મ ભંતે! પડિક્કમામિ શિંદામિ ગરિહામિ અય્યાણ વોસિરામિ.) બીજું આવશ્યક – ચૌવીસ જિન સ્તુતિનો પાઠ – (લોગસ્સ ઉજજોયગરે,.......................................સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ.) ત્રીજું આવશ્યક – ઉત્કૃષ્ટ ગુરુ વંદનનો પાઠ – (ઈચ્છામિ ખમાસમણો . જો મે દેવસિઓ અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ ણિદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ.) ચોથું આવશ્યક મંગલ પાઠઃ(ચત્તારિ મંગલ, અરિહંતા મંગલ, ગુરુ ગૌતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર) સમુચ્ચય અતિચાર પ્રતિક્રમણનો પાઠઃ(ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ..............દસવિહે સમણધર્મો, સમણાણ જોગાણે જે ખંડિયં જં વિરાહિય, તસ્સ મિચ્છામિ દુક્કડ ગમનાગમન પ્રતિક્રમણનો પાઠ -[ઈચ્છાકારેણં સંદિસહ ભગવં! ઈરિયાવહિયં પડિક્કમામિ. ઈચ્છ.] (ઈચ્છામિ પડિક્કમિઉ ઈરિયાવહિયાએ................જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં.) નિદ્રા પ્રતિક્રમણનો પાઠઃ(ઈચ્છામિ પડિક્કમિઉ પગામસિજજાએ સિગામસિજજાએ. ... જો મે દેવસિઓ અઈયારો કઓ તસ્સ મિચ્છામિ દુક્કડ.) ગોચરી પ્રતિક્રમણનો પાઠ: (પડિક્કમામિ ગોયરષ્ણચરિયાએ. ...........અપડિસુદ્ધ પરિગ્વહિયં પરિભુતં વા ૪ ણ પરિટ્ટવિયં જો મે દેવસિઓ અઈયારો કઓ તસ્સ મિચ્છામિ દુક્કડં.) સ્વાધ્યાય અને પ્રતિલેખન પ્રતિક્રમણનો પાઠઃ (પડિક્કમામિ ચાઉકાલ સજઝાયસ્સ અકરણયાએ. જો મે દેવસિઓ અઈયારો કઓ તસ્સ મિચ્છામિ દુક્કડં.) તેત્રીસ બોલ પ્રતિક્રમણનો પાઠ : (પડિક્કમામિ એગવિહે અસંજમે . જો મે દેવસિઓ અઈયારો કઓ તસ્સ મિચ્છામિ દુક્કડ.) નિગ્રંથ પ્રવચન શ્રદ્ધાન નમન પ્રતિક્રમણનો પાઠઃ(નમો ચહેવાસાએ તિત્થયરાણે તે સર્વે સિરસા મણસા મત્યુએણં વંદામિ.) સર્વ જીવ ક્ષમાપનાનો પાઠઃ (ખામેમિ સવ્વ જીવા,.......................................વંદામિ જિણ ચઉવ્વીસ) પાંચમું આવશ્યક – કાયોત્સર્ગ પ્રતિજ્ઞા પાઠઃ (તસ્સ–ઉત્તરી-કરણેણં, .. ............ .... ઠાણેણં મોણેણં ઝાણેણં, અપ્રાણ વોસિરામિ.) છઠું આવશ્યક પ્રત્યાખ્યાનના દસ પાઠો:નિવકારસી] ઉગ્ગએ સૂરે નમુક્કારસહિયં પચ્ચક્ઝામિ, ચઉવિહં પિ આહારં– અસણં, પાછું, ખાઈમં સાઈમં; અષ્ણત્થણાભોગેણં સહસાગારેણં, વોસિરામિ. | પોરસી ઉગ્ગએ સૂરે પોરિઈસ પચ્ચક્ઝામિ, ચઉવિહં પિ આહાર અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અણત્થણાભોગેણં, સહસાગારેણં પચ્છન્નકાલેણં, દિસામોહેણ સાહુવયણેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરામિ. [બે પોરસી] ઉગ્ગએ સૂરે પુરિમઠું પચ્ચક્ઝામિ, ચઉવ્વિહં પિ આહાર અસણં, પાછું ખાઈમ, સાઈમં ૧ અણત્થણાભોગેણં, ૨ સહસાગારેણં ૩ પચ્છણકાલેણં, ૪ દિસામોહેણં ૫ સાહુવયણેણં, મહત્તરાગારેણં ૭ સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરામિ. [એકાસન] એગાસણ પચ્ચક્ઝામિ, તિવિહં પિ આહારં અસણં, ખાઈમ સાઈમ. ૧ અણત્થણાભોગેણં, ૨ સહસાગારેણં ૩ સાગારિયાગારેણે ૪ આઉટણપસારણેણે ૫. ગુરુઅભુટ્ટાણેણ ૬ પારિફ્રાવણિયાગારેણં, ૭ મહત્તરાગારેણ, ૮ સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરામિ. [એકસ્થાન–એકલઠાણા) એકાસણું એગટ્ટાણે પચ્ચક્ઝામિ, ચઉવિહં પિ આહાર અસણં, પાછું, ખાઈમ, સાઈમં . ૧ અષ્ણત્થણાભોગેણં, ૨ સહસાગારેણં, ૩ સાગારિયાગારેણં ૪ ગુરુઅભુટ્ટાણેણં ૫. પરિફાવણિયાગારેણં, ૬ મહત્તરાગારેણં, ૭. સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરામિ. નીવી] વિગઈઓ પચ્ચક્ઝામિ ૧ અણત્થણાભોગેણં, ૨ સહસાગારેણં ૩ લેવાલેવેણં, ૪ ગિહત્યસંસણું, પ. ઉષ્મિત્તવિવેગેણં, ૬ પડુચ્ચમમ્બિએણે, ૭ પારિટ્ટાવણિયાગારેણં, ૮ મહત્તરાગારેણં ૯ સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરામિ. [આયંબિલ] આયંબિલ પચ્ચક્ઝામિ, ૧ અષ્ણત્થણાભોગેણં, ૨. સહસાગારેણં ૩ લેવાલેવેણું ૪ ઉમ્મિત્તવિવેગેણં ૫. ગિહિત્યસંસર્ણ ૬ પારિઠ્ઠાવણિયાગારેણં, ૭ મહત્તરાગારેણં ૮ સવ્વસમાહિ–વત્તિયાગારેણં વોસિરામિ. Page #184 -------------------------------------------------------------------------- ________________ jain [ઉપવાસ] ઉગ્ગએ સૂરે, અભત્તત્રં પચ્ચક્ખામિ, ચઉલ્વિ ં પિ આહારં અસણં, પાણં, ખાઈમં, સાઈમં; ૧ અણુત્થણાભોગેણં, ૨. સહસાગારેણં ૩ પારિાવણિયાગારેણં ૪ મહત્તરાગારેણં ૫. સવ્વસમાહિ-વત્તિયાગારેણ વોસિરામિ . [દિવસ ચરિમ] દિવસચરિમં પચ્ચક્ખામિ, ચઉવિહં પિ આહારં અસણં, પાણં, ખાઈમં, સાઈમં; ૧ અણુત્થણાભોગેણં, ૨. સહસાગારેણં ૩ મહત્તરાગારેણં ૪ સવ્વસમાહિ– વત્તિયાગારેણ વોસિરામિ . સિદ્ધ સ્તુતિ પાઠ (સ્તવ સ્તુતિ મંગલ પાઠ) :– (નમોત્થણું અરિહંતાણં ભગવંતાણં [અભિગ્રહ] અભિગ્ગહં પચ્ચક્ખામિ, ચઉહિં પિ આહારં અસણં પાણં, ખાઈમં, સાઈમં; ૧ અણુત્થણાભોગેણં, ૨. સહસાગારેણં ૩ મહત્તરાગારેણં ૪ સવ્વસમાહિ– વત્તિયાગારેણ વોસિરામિ . ઉપસંહાર : અંતિમ મંગલ (૧) છ કાયા (૨) પાંચ મહાવ્રત (૩) રાત્રિ ભોજન 183 ..ઠાણે સંપત્તાણું નમો જિણાણં જિયભયાણં .) સૂત્ર સિવાયના પ્રચલિત ગુજરાતી પાઠો (૬) ચૌદ સંમૂર્છિમ (૭) પચ્ચીસ મિથ્યાત્વ (૮) ક્ષમાપના પાઠ (૯) કાયોત્સર્ગ આજ્ઞા (૪) સમિતિ ગુપ્તિ (૫) સંલેખના—સંથારા (૧૦) તપ ચિંતન કથાસાર (૧૧) પ્રત્યાખ્યાન (૧૨) પ્રતિક્રમણ શુદ્ધિ (૧૩) અઢાર પાપ (૧૪) જ્ઞાનના અતિચાર (૧૫) દર્શનના અતિચાર અતિચાર ચિંતન વિધિ [ પ્રથમ આવશ્યકમાં ] અતિચાર ચિંતનની બે પ્રકારની વિધિ છે. જેમ કે– (૧) દિનચર્યા ચિંતન વિધિ (૨) છ કાય, મહાવ્રત, સમિતિ ગુપ્તિના સ્વરૂપને આધારે અતિચાર ચિંતન વિધિ. (૧) સવારે સૂર્યોદય પછી મુહપત્તિ પ્રતિલેખનથી લઈને જે કાંઈ દૈનિક કાર્ય, વચન પ્રયોગ વગેરે કર્યા હોય, તેનું ક્રમથી સ્મરણ કરતાં કરતાં વિચારવું કે તેમાં ક્યાંય કોઈપણ સંયમ કલ્પવિધિમાં અતિચાર દોષ લાગ્યો નથી ને ? કોઈ અવિધિ તો થઈ નથી ને ? આમ ક્રમશ સાંજનું પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાંના બધા કાર્યક્રમોમાં ઉપયોગ લગાવીને અનુપ્રેક્ષણ કરવું,આ દિનચર્યા ચિંતન વિધિ છે (૨) છ કાય, પાંચ મહાવ્રત સ્વરૂપ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, એમ જ્ઞાન દર્શન, ચારિત્ર તપના સ્વરૂપના આધારે અનુપ્રેક્ષણ કરવું કે આ સંયમના મુખ્ય નિયમ, ઉપનિયમોમાં કાંઈ સ્ખલના તો થઈ નથી ને ? નોંધ : । :– આ બંને ચિંતન વિધિનો નિર્દેશ આવશ્યક નિયુક્તિ ભાષ્ય ટીકામાં ઉપલબ્ધ છે. આ ચિંતન પ્રવૃત્તિઓ ભાવાત્મક રૂપથી પરંપરામાં ચાલવાથી તત્સંબંધી સ્વતંત્ર કોઈ પણ મૂળપાઠ આવશ્યક સૂત્રમાં નથી પરંતુ તેનો વિધિ રૂપ સંકેત ઉત્તરાધ્યયન સૂત્ર આદિમાં છે. આજકાલ ચિંતન વિધિ પ્રાયઃ લોપ જ થઈ રહી છે. કેવળ પરંપરાથી પ્રાપ્ત પાઠનું પુનરાવર્તન માત્ર કાઉસ્સગ્ગમાં કરી લેવામાં આવે છે અને આત્મ- નિરીક્ષણ, અવલોકન, તેમજ ભાવાત્મક ચિંતનનું લક્ષ્ય ગૌણ થઈ ગયું છે. આત્માર્થી સાધકોએ આ વિષયમાં અવશ્ય સુધારો કરવો જોઈએ. બીજા પ્રકારે ચિંતન વિધિ માટે પાઠ આ રીતે છે. છ કાયનો પાઠ :– પૃથ્વીકાય - - રસ્તામાં વિખરાયેલી સચિત્ત માટી, મુરડ, રેતી, બજરી, કાંકરી પથ્થરના ટુકડા અથવા ચૂરો, પત્થરના કોલસા અથવા ચૂરો, મીઠાં આદિ પૃથ્વીકાયના જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. અપ્લાય :– ઘરમાં ઢોળાયેલું પાણી, ધોયેલું પાણી, રસ્તામાં ફેંકાયેલું પાણી; નળ, પરબ વગેરે પાસે ઉછળતું પાણી; વર્ષા, ઝાકળ, ધુમ્મસ અને સૂક્ષ્મ દૃષ્ટિ કાયનું પાણી; નદી, નાળાં, કુવા, વાવડી, તળાવ આદિનું પાણી ઇત્યાદિ સચિત્ત અથવા મિશ્ર પાણીનો સંઘટ્ટો, વિરાધના થઈ હોય અને ધોવણની ગવેષણા આદિમાં અપ્કાય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. તેઉકાય : ગોચરી જવાના પ્રસંગમાં કોઈપણ પ્રકારની અગ્નિની વિરાધના થઈ હોય, રસ્તે ચાલતાં બીડી આદિ, સ્કુટર, ટેક્સી આદિનો સંઘટ્ટો ઇત્યાદિ રૂપે તેઉકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. વાઉકાય ઃ– શરીરના અંગોપાંગ, હાથ, પગ, મસ્તક વગેરેને ઉપદેશ, વાતચીત આદિ કાર્યમાં, પ્રતિલેખન, પ્રમાર્જનમાં તીવ્રગતિથી, ઝાટકાથી, ઉતાવળથી ચલાવ્યાં હોય; આ જ રીતે કોઈપણ ઉપકરણ, રજોહરણ, પાત્ર વસ્ત્ર, પુંજણી આદિને તીવ્રગતિથી, ઝાટકાથી, ઉતાવળથી ચલાવ્યાં હોય, પટક્યું ફેંક્યું હોય અથવા ઉપકરણ શરીર આદિને શાંતિથી યતનાપૂર્વક હલાવવાનું ધ્યાન રાખ્યું ન હોય; મુહપત્તિ વિના બોલાયું હોય; ઉતરવું, ચઢવું, ચાલવું તીવ્રગતિથી કુદકા અથવા ઠેકડાં મારતા કર્યું હોય, જેનાથી વાઉકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. વનસ્પતિકાય :– લીલું ઘાસ, અંકુરા, લીલાપાન, ફૂલ, બીજ, શાક વગેરેના છોતરાં અથવા ટુકડાં, મરચાના બી, અનાજ, ગોટલી વગેરેની રસ્તામાં, ઘરોમાં વિરાધના થઈ હોય, શેવાળ, ફુલણનો સંઘટ્ટો થયો હોય અથવા તેનું ઉલ્લંઘન કરવું પડ્યું હોય ઇત્યાદિ વનસ્પતિકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. બેઇન્દ્રિય ઃ– નાની મોટી લટ, કૃમિઓ વગેરે બેઇન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. તેઇન્દ્રિય :– લાલ કીડી, કાળી કીડી, મકોડા, પુસ્તકોમાંના નાના મોટા જીવ, જમીન જેવા રંગના કંથવા, ઈતડી, ઉધઈ, કાચા મકાનમાં અને વૃક્ષની નીચે અનેક પ્રકારના જીવ, ચાંચડ, માંકડ, હૂં, લીખ આદિ તેઇન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. Page #185 -------------------------------------------------------------------------- ________________ 184 આગમ-કથાઓ ચૌરેન્દ્રિય – માખી, મચ્છર, ડાંસ, નાના મોટા કરોળિયા, અનેક પ્રકારની કંસારી, વીજળીથી થતાં મચ્છર અને નાના મોટા અનેક જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. પંચેન્દ્રિય – કૂતરાં, ચકલી, કબૂતર, ઉદર, બિલાડી વગેરે જીવોની વિરાધના થઈ હોય તથા માર્ગમાં લઘુનીત કફ વગેરે અશુચિ પર પગ આવ્યા હોય, ગટરોને ઓળંગવી પડી હોય અથવા ગટરના પાણી આદિ ઓળંગતા વિરાધનાનું કારણ બન્યું હોય તથા પરાઠવા સંબંધી અવિધિથી કાંઈ વિરાધનાનું કારણ બન્યું હોય ઇત્યાદિ સંજ્ઞી, અસંજ્ઞી જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. - સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તેમજ બીજા સ્ત્રી, પુરુષ, પશુ પક્ષીઓની મન, વચન, કાયાથી કોઈપણ પ્રકારની આશાતના, વિરાધના કરી હોય તો મારું પાપ મિથ્યા થાઓ. મહાવ્રતના પાઠઃપહેલું મહાવ્રતઃ સંપૂર્ણ હિંસાનો ત્યાગ – છ કાય જીવોની સૂક્ષમ અને સ્કૂલ રૂપે મનથી, વચનથી, કાયાથી જીવન પર્યત હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને કરતાંને અનુમોદવી નહીં. એવા પહેલા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) યતનાપૂર્વક જોઈને ચાલવું. (૨) હંમેશાં મનને પ્રશસ્ત રાખવું. (૩) હંમેશાં સારા વચનોનો જ પ્રયોગ કરવો. (૪) ગવેષણાના નિયમોનું પૂર્ણ રૂપથી આત્મ સાક્ષીથી પાલન કરવું. (૫) વસ્તુ રાખવી, ઉપાડવી, પરઠવી વગેરે પૂર્ણ વિવેક તેમજ યત્નાની સાથે કરવું; એવા પહેલા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. (નિષ્ફલ થાઓ) બીજું મહાવ્રત: સંપૂર્ણ અસત્યનો ત્યાગ :- વિચાર્યા વગર, ઉતાવળમાં તેમજ ક્રોધ, માન, માયા, લોભને વશ થઈ સૂક્ષ્મ કે સ્કૂલ કોઈપણ પ્રકારે મનથી, વચનથી, કાયાથી જીવનપર્યત જૂઠું બોલવું નહીં બોલાવવું નહીં, બોલવાવાળાને રૂડું માનવું નહીં. એવા બીજા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) સમજી વિચારીને શાંતિપૂર્વક બોલવું. (૨–૩) ક્રોધ-લોભ વગેરે કષાયોના ઉદય સમયે ક્ષમા–સંતોષ આદિ ભાવોને ઉપસ્થિત રાખવા, મૌન તેમજ વિવેક ધારણ કરવા. (૪) હાંસી, મજાક, કુતૂહલના પ્રસંગે અથવા તેવા ભાવ ઉપસ્થિત થાય ત્યારે પણ મૌન તેમજ ગંભીરતા ધારણ કરવી. (૫) ભય સંજ્ઞા થતાં નીડરતા તેમજ ધૈર્ય ધારણ કરવા. એવા બીજા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. ત્રીજું મહાવ્રતઃ સંપૂર્ણ અદત્તનો ત્યાગ – ક્યાંય પણ, કોઈપણ નાની મોટી વસ્તુ આજ્ઞા વિના તથા કોઈ દ્વારા દીધા વિના મનથી, વચનથી, કાયાથી, જીવન પર્યત ગ્રહણ કરવી નહીં, કરાવવી નહીં, અદત્ત ગ્રહણ કરનારાને ભલા પણ જાણવા નહીં. એવા ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) નિર્દોષ સ્થાન, શય્યા સંથારાની યાચના કરવી. (૨) તૃણ, કાષ્ટ ઘાસ, લાકડું, કાંકરો, પત્થર, આદિ પણ યાચના કરીને લેવા. (૩) સ્થાનક આદિના પરિકર્મ કરવા નહીં. (૪) સહયોગી સાધુના આહાર, ઉપકરણ આદિ અદત્ત લેવા નહીં. (૫) વિનય, તપ, સંયમ, ધર્મના કર્તવ્યો ઇમાનદારીથી પાલન કરવું. તપના ચોર, રૂપનાં ચોર, વ્રતનાં ચોર, આચારના ચોર તેમજ ભગવંતની આજ્ઞાના ચોર થવું નહીં. એવા ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું. પાપ મિથ્યા થાઓ. ચોથું મહાવ્રતઃ કુશીલનો સંપૂર્ણ ત્યાગ :- મનુષ્ય, પશુ, દેવ સંબંધી કામ ભોગનું સેવન અથવા સંકલ્પ, ઇચ્છા કરવી નહીં, દષ્ટિ વિકાર અથવા કામ કચેષ્ટા કરવી નહીં. મનથી, વચનથી. કાયાથી જીવન પર્યત આ પ્રકારના કશીલ અબ્રહ્મચર્યનું સેવન સ્વયં કરવું નહીં, કરાવવું નહીં, કુશીલ સેવનારને રૂડાં પણ જાણવા નહીં. આવા ચોથા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) સ્ત્રી, પશુ વગેરેથી રહિત મકાનમાં રહેવું. (૨) સ્ત્રી સંપર્ક પરિચય વાતનો વિવેક રાખવો, (૩) સ્ત્રીના અંગોપાંગને રાગ, આસક્તિ ભાવથી જોવા સંભારવા અથવા નિરખવા નહીં, (૪) પૂર્વે ભોગવેલા ભોગોનું સ્મરણ કરવું નહીં, તેમજ નવાના કુતૂહલ આકાંક્ષા કરવા નહીં. (૫) સદા સરસ સ્વાદિષ્ટ કે અતિમાત્રામાં આહાર કરવો નહીં, અથવા ઊણોદરી તપ તેમજ રસેન્દ્રિય વિજય કરવો. એવા ચોથા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. પાંચમું મહાવ્રતઃ સંપૂર્ણ પરિગ્રહ ત્યાગ:- સોના, ચાંદી, ધન, સંપત્તિ, જમીન, જાયદાદ(વારસો) રાખવાનો સંપૂર્ણ ત્યાગ; સંયમ અને શરીરને આવશ્યક ઉપકરણો સિવાય સંપૂર્ણ નાના મોટા પદાર્થોનો ત્યાગ; ગ્રહિત અગ્રહિત બધા પદાર્થો પર મમત્વ મૂછ આસક્તિ ભાવનો પૂર્ણ રૂપથી ત્યાગ; મનથી, વચનથી, કાયાથી જીવન પર્યત. આ પ્રકારે દ્રવ્ય તેમજ ભાવ પરિગ્રહ કરવો નહીં, કરાવવો નહીં કરનારાની અનુમોદના કરવી નહીં; એવા પાંચમા મહાવ્રતની પાંચ ભાવના છે.(૧-૫) શબ્દ-રૂપ-ગંધરસ-તેમજ સ્પર્શના શુભ સંયોગમાં રાગભાવ આસક્તિ ભાવ કરવા નહીં. તેમજ અશુભ સંયોગમાં દ્વેષ, હીલના અપ્રસન્ન ભાવ કરવા નહીં. પુગલ સ્વભાવના ચિંતનપૂર્વક સમભાવ, તટસ્થભાવના પરિણામોમાં રહેવું. રાગદ્વેષથી રહિત બનવાનો અને કર્મ બંધ થાય નહીં તેવો પ્રયત્ન કરવો. એવા પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. છઠું વ્રત રાત્રિ ભોજનનો સંપૂર્ણ ત્યાગ:- આહાર, પાણી, ઔષધ, ભેષજ વગેરે કોઈપણ ખાદ્ય પદાર્થ, લેપ્ય પદાર્થ રાત્રિના સમયે પાસે રાખવા નહીં, ખાવા-પીવા નહીં, ઔષધ ઉપચાર લેપ વગેરે કરવા નહીં, આગાઢ પરિસ્થિતિથી રાત્રે રાખેલા પદાર્થ રાત્રે કામમાં લેવા નહીં, રાત્રે ઉગાલ મુખમાં આવી જાય તો એને કાઢી નાખવો, દિવસમાં પણ અંધકારયુક્ત સ્થાનમાં આહાર કરવો નહીં. અંધકારયુકત સ્થાનમાં ગોચરી વહોરવી પણ નહિં. આવી રીતે દિવસ રાત્રિ ભોજન અને રાત્રિ-રાત્રિ ભોજનરૂપ છઠ્ઠા વ્રતની કોઈપણ મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય તો મારા પાપ નિષ્ફળ થાઓ, (મિચ્છામિ દુક્કડં.) કાયોત્સર્ગમાં એમનું હું અવલોકન કરું છું. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિના પાઠઃઈર્યાસમિતિ:- શાંતિથી ચાલવું, નીચે જોઈને ચાલવું, એકાગ્રચિતે ચાલવું. છકાય જીવોની રક્ષાના વિવેકથી ચાલવું. ચાલતાં ચાલતાં કોઈ સાથે વાતો ન કરવી. રાત્રિમાં પોજીને ચાલવું (પ્રíજન કરીને), જીવ દેખાય તો દિવસે પણ પોજીને ચાલવું. ક્યાંય અંધારૂં Page #186 -------------------------------------------------------------------------- ________________ jain કથાસાર હોય તો દિવસે પણ પોંજીને ચાલવું. ચાલતી વખતે શબ્દ રૂપ આદિ ભાવોમાં આસક્ત ન થવું અને સ્વાધ્યાય, અનુપ્રેક્ષા આદિ પણ કરવાં નહીં. એવી ઈર્યા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. ભાષા સમિતિ : કઠોર, કર્કશ, છેદકારી, ભેદકારી, રહસ્ય વચન, સાવધ વચન, નિશ્ચયકારી વચન, અતિશયોક્તિ યુક્ત વચન બોલવા નહીં. ગપ્પા લગાવવાં નહીં. પરસ્પર નિરર્થક, નિષ્પ્રયોજન વાતો કરવી નહીં અથવા સમય વ્યતીત કરવાને માટે પરસ્પર વિકથા કરવી નહીં. કોઈની નિંદા, હાંસી, તિરસ્કારની વાતો કરવી નહીં. બહુ બોલવું નહીં, તેમજ ઉટપટાંગ (આડુ–અવળું ઊંધુ–ચત્તું) અથવા વિકૃત ભાષા બોલવી નહીં. એવી બીજી ભાષા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. 185 એષણા સમિતિ :- ગવેષણા અને પરિભોગેષણાની વિધિનું અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરવું. વિવેક અને વિરક્તિ તથા સત્યનિષ્ઠાની સાથે આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવાં તેમજ ઉપયોગ કરવો અથવા એષણાના ૪૨ દોષો અને માંડલાના પાંચ દોષોનું સેવન કરવું નહીં. પહેલા પહોરમાં લીધેલ આહાર પાણી ચોથા પહોરમાં રાખવા નહીં. પોતાના સ્થાનથી ચારે તરફ બે ગાઉ ઉપરાંત આહાર પાણી લઈ જવા નહીં. એવી એષણા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. આદાન નિક્ષેપ સમિતિ :– ભંડોપકરણ અથવા વસ્ત્ર, પાત્ર, રજોહરણ, સોય, કાગળ, પુસ્તક આદિ કોઈપણ ઉપકરણ ઉપરથી ફેંકવું(નાંખવું) નહીં, વાંકા વળીને વિવેકપૂર્વક નીચે નમીને ભૂમિ વગેરે ઉપર જોઈને રાખવું. આ પદાર્થોને ઉપાડવા હોય તો પણ શાંતિ અને વિવેકથી યતનાપૂર્વક ઉપાડવા. પોતાની પાસે રાખેલા ઉપકરણોનું સવાર સાંજ વિધિપૂર્વક પ્રતિલેખન કરવું અને તે ઉપકરણો પર મમત્વ મૂર્છાભાવ ન રાખતાં તેનો પૂરો ઉપયોગ કરવો. બિનજરૂરી ઉપકરણોનો સંગ્રહ કરવો નહીં. ખૂબ જરૂરી ઉપકરણો જ લેવા; એવી ચોથી સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. પારિષ્ઠાપનિકા સમિતિ :– શરીરના અશુચિ પદાર્થોને, જીર્ણ ઉપધિને, વધેલા પાણી અથવા આહારાદિને,પરઠવા યોગ્ય અન્ય બધા પદાર્થોને તેના યોગ્ય વિવેકની સાથે યોગ્ય સ્થાનમાં પરઠવા. વડીનીત પરઠવા યોગ્ય ભૂમિ ૧૦ બોલ (ગુણ) યુક્ત હોય અથવા તેવા સ્થાન પર જ શૌચ નિવૃત્તિના માટે બેસવું. શૌચ નિવૃતિની અન્ય પણ આગમોક્ત વિધિઓનું પૂર્ણ પાલન કરવું; કફ વગેરે પરઠવામાં પણ પૂર્ણ વિવેક અને યતનાભાવ રાખવો, કોઈપણ પદાર્થને પરઠયા પછી તેને વોસિરાવવો અથવા વોસિરે–વોસિરે કહેવું. વડીનીત જઈને આવ્યા પછી ઇરિયાવહિનો કાઉસગ્ગ કરવો. પરઠવામાં ત્રસ, સ્થાવર, જીવોની વિરાધના ન થાય, તેનો પૂરો વિવેક રાખવો. એવી પારિષ્ઠાપનિકા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. = મન ગુપ્તિ :– મનમાં સંકલ્પ વિકલ્પ આદિ વિશેષ કરવા નહીં. શાંત પ્રસન્ન મને રહેવું. એવી મન ગુપ્તિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. -- વચન ગુપ્તિ :– વિકથા આદિ ન કરતાં, અધિકતમ મૌન વૃત્તિથી રહેવું, આવી વચન ગુપ્તિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. કાય ગુપ્તિ :– હાથ, પગ, માથું તેમજ સમસ્ત શરીરને નિષ્પ્રયોજન હલાવવા નહીં. અવિવેકથી હલાવવા નહીં. હાથ પગ આદિને પૂરા સંયમિત રાખતાં પ્રત્યેક પ્રવૃતિ કરવી. જીવ જંતુને જોઈને, પોંજીને પછી જ ખંજવાળવું, ભીંત આદિનો સહારો લેવો, હાથ પગને પસારવા, ભેગા કરવા, સૂવું, પડખું ફેરવવું આદિ પણ વિવેકપૂર્વક કરવા; ઇત્યાદિ કાય ગુપ્તિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. સમુચ્ચય પાઠ :– મૂળગુણ, સમિતિ ગુપ્તિ યુક્ત પાંચ મહાવ્રત અને ઉત્તરગુણમાં અન્ય નિયમ, પચ્ચક્ખાણ, તપ, સ્વાધ્યાય, ધ્યાન યોગ આદિ છે, એના વિષયમાં જે કોઈ અવિવેકથી પ્રવર્તન પ્રરૂપણા થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. સંલેખના—સંથારો ઃ - હે ભગવાન હું જીવનના અંતિમ સમયમાં પોતાના ધાર્મિક જીવનની આરાધના માટે સંલેખના કરૂં છું. એવં મૃત્યુને બિલકુલ નજીક આવેલું જાણીને સંથારો ગ્રહણ કરું છું. પૌષધશાળાનું પ્રતિલેખન પ્રમાર્જન કરીને અને તેની આસપાસ નજીકમાં મળમૂત્ર પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરીને, ઘાસ આદિનો સંથારો પાથરીને, ગમનાગમનનું પ્રતિક્રમણ(ઇરિયાવહિ) કરીને ઘાસના સંથારા પર સુખાસનથી બેસું છું. બંને હાથ જોડી, મસ્તકની પાસે અંજલી કરીને, પહેલાં સિદ્ધ સ્તુતિથી સિદ્ધ ભગવાનને અને બીજી વાર સિદ્ધ સ્તુતિથી મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન અરિહંત ભગવાન–તીર્થંકરને નમસ્કાર કરું છું. બધા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાની ક્ષમાયાચના કરી એવં ક્ષમાભાવ પ્રદાન કરીને, પછી બધા નાના મોટા જીવોની ક્ષમાયાચના એવં ક્ષમાભાવ પ્રદાન કરું છું. અથવા કોઈપણ પ્રાણીના પ્રતિ વૈર વિરોધભાવ રાખતો નથી. પૂર્વે લીધેલા વ્રત પ્રત્યાખ્યાનોમાં કોઈ અતિચાર દોષ લાગ્યા હોય તો તેને યાદ કરી, આલોચના, પ્રતિક્રમણ કરીને, તેને ત્યાજ્ય સમજી હવે હું પૂર્ણ શલ્ય રહિત થાઉં છું. પહેલાં મેં અંશતઃ હિંસા, આદિ ૧૮ પાપોનો ત્યાગ કર્યો હતો, હવે હું આપની સાક્ષી(શાસનપતિની સાક્ષી)એ સંપૂર્ણ ૧૮ પાપોનો ત્યાગ ત્રણ કરણ ત્રણ યોગથી જીવન પર્યંતને માટે કરું છું. અસન, પાન, ખાદિમ, સ્વાદિમ ચારે પ્રકારના આહારોનો(અથવા ત્રણ આહારોનો) પણ જીવન પર્યંતને માટે ત્યાગ કરું છું. ધન, કુટુંબ, પરિવાર, સગા, સંબંધી, મિત્ર, સાથી જેને માટે ‘આ મારા છે’ ‘આ મારા છે,’ એવું માન્યું છે, તેનો પણ હું ત્યાગ કરૂં છું. કારણ કે હું તો એકલો છું અને એકલો જ પરભવ ને પ્રાપ્ત કરનારો છું. જે આ મારું શરીર છે તેના પ્રતિ મેં જીવનભર બહુ જ મોહ રાખ્યો છે. એની ઘણી જ સાર સંભાળ કરી છે. આ શરીરની સુખ સુવિધાને માટે જ રાતદિવસ પ્રયત્નશીલ રહ્યો છું. આ શરીરનો પણ હવે હું ત્યાગ કરૂં છું. એને વોસિરાવું છું. કારણ કે આ ઔદારિક શરીર પણ અહીં રહીને બળીને ભસ્મ થવાવાળું છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 186 આ પ્રકારે હું પૂર્ણ રૂપથી આજીવન અનશન–ભક્ત પ્રત્યાખ્યાન સંથારો ગ્રહણ કરું છું અને પંચ પરમેષ્ટી મહામંત્રને જ શરણભૂત માની, તેનું જ સ્મરણ કરું છું અને તેનું જ ચિંતન, મનન, અર્થ, પરમાર્થ અવગાહનામાં હું મારા આત્માને લીન બનાવું છું. ૧૪ સંમૂચ્છેિમનો પાઠ: મનુષ્ય સંબંધી આ ચૌદ અશુચિ સ્થાન છે, જેમાં ઉત્કૃષ્ટ બે ઘડીની ઉમરવાળા અસંખ્ય સંમૂર્છાિમ મનુષ્ય જન્મતા મરતાં રહે છે. જેમ કે ૧. મળમાં ૨. મૂત્રમાં ૩. કફમાં ૪. શ્લેષ્મમાં ૫. વમનમાં ૬. પિત્તમાં ૭. લોહીમાં ૮. રસીમાં ૯. શુક(વીર્ય)માં ૧૦. ફરી ભીના થયેલા વીર્યમાં ૧૧. મૃત શરીરમાં ૧૨. સ્ત્રી પુરુષના સંયોગમાં અર્થાત્ કુશીલ સેવનમાં ૧૩. ગટરોમાં ૧૪. બીજા પણ ઉકરડા આદિ અશુચિ સંકલનના દુર્ગધયુક્ત સ્થાનોમાં. આ જીવોની જાણ્યે અજાણ્યે આદત કે પ્રમાદવશ વિરાધના થઈ હોય તો તેનો હું પશ્ચાત્તાપ કરું છું અને એવી પ્રમાદ પ્રવૃત્તિથી એક દિવસ નિવૃત્ત થાઉ એવી મનોકામના કરું છું. રપ મિથ્યાત્વનો પાઠ : ખોટી માન્યતા, અશુદ્ધ સમજ, અશુદ્ધ શ્રદ્ધાના આ ૨૫ પ્રકાર જાણવા યોગ્ય અને છોડવા યોગ્ય છે. જેમ કે ૧. જિનેશ્વર કથિત જીવને અજીવ માનવા ૨. અજીવને જીવ માનવા ૩. ધર્મ કૃત્યને અધર્મ માનવો ૪. અધર્મને ધર્મ માનવો ૫. પાંચ મહાવ્રત પાલન કરનાર સાધુને સાધુ ન માનવા ૬. પાંચ મહાવ્રત પાલન ન કરનારા અસાધુને સાધુ માનવા ૭. મોક્ષ માર્ગને સંસાર માર્ગ માનવો ૮. સંસાર માર્ગને મોક્ષ માર્ગ માનવો ૯. મુક્ત થયેલા જીવોને અમુક્ત માનવા ૧૦. મોક્ષ ન ગયેલા જીવોને મુક્ત માનવા ૧૧. આગ્રહ યુક્ત ખોટી સમજ ૧૨. સામાન્ય રૂપ ખોટી સમજ ૧૩. સંશય યુક્ત સમજ ૧૪. જાણી સમજીને ખોટાંને સાચું માનવા મનાવવાનો આગ્રહ ૧૫. અનાભોગ, ભોળપણું, અજ્ઞાનદશા, વિકાસરહિત અવસ્થા ૧૬. લોકપ્રચારની ખોટી સમજ પ્રવૃતિ ૧૭. પરલોક સંબંધી ખોટી સમજ પ્રવૃતિ ૧૮. અન્ય મત સંબંધી માન્યતા ૧૯-૨૧. જિન પ્રવચન સિદ્ધાંતથી ઓછું, અધિક અથવા વિપરીત માનવું ૨૨. ક્રિયા- આચારની ઉપેક્ષા વૃત્તિ અને વિચાર ૨૭. જ્ઞાન અધ્યયનના પ્રતિ ઉપેક્ષા વૃત્તિ અને વિચાર ૨૪. વિનય ભાવની ઉપેક્ષા વૃત્તિ અને વિચાર અથવા શુદ્ધ ધર્મ અને ધર્માત્માઓના પ્રત્યે અવિનયભાવ અને અવિનય વૃતિ ૨૫. શુદ્ધ ધર્મ અને ધર્માત્માઓના અનાદર, અવહેલના આશાતના ભાવ એવં વૃત્તિ. આ ૨૫ મિથ્યાત્વનો હું ત્યાગ કરું છું. અજ્ઞાનતા એવં અવિવેકથી અથવા દુઃસંગતથી, આ ૨૫ મિથ્યાત્વમાંથી કોઈ મિથ્યાત્વ ભાવો અથવા મિથ્યાત્વ પ્રવૃત્તિઓનું સેવન થયું હોય તો હું તેનો પશ્ચાત્તાપ કરું છું, ત્યાગ કરું છું, તેનાથી લાગેલું મારું તે પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ). ક્ષમાપના પાઠ(સમભાવ ચિંતન કાયોત્સર્ગમાં): (ખામેમિ સવ્વ જીવા, સર્વે જીવા, ખમંતુ મે.- મિત્તી એ સવ્ય ભૂસુ, વેર મજઝન કેણઈ.) જે જીવોએ મારી સાથે ખોટો વ્યવહાર કર્યો હોય અને તેનાથી મને નારાજી થઈ હોય તો હવે હું તેને ક્ષમા કરી, તેના પ્રત્યેની નારાજી દૂર કરી મૈત્રી ભાવ સ્થાપિત કરું છું. જગતમાં કોઈ જીવ મારો શત્રુ નથી, પોતાના કરેલા કર્મથી જ સુખ દુઃખ થાય છે. એટલે મારે કોઈની પ્રત્યે વૈરભાવ નથી, બધા જીવો સાથે મૈત્રી ભાવ છે. મેં જાણતાં અજાણતાં કોઈ જીવની સાથે ખોટો વ્યવહાર કર્યો હોય, કોઈને કષ્ટ પહોંચાડ્યું હોય તો હું મારા અપરાધની, તેમની પાસે ભગવાનની સાક્ષીએ ક્ષમાયાચના કરું છું. તે જીવો મને ક્ષમા પ્રદાન કરે. ત્યારપછી જે જે વ્યક્તિ, જીવ, શ્રાવક, શ્રાવિકા, શિથિલાચારી, સહચારી, સાધુ સાધ્વીની સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપમાં વિષમ ભાવ ચિંતનમાં ચાલતું હોય તે સ્મૃતિમાં લઈને તેના પ્રત્યે સમભાવ જાગ્રત કરવો જોઈએ. (એવમહં આલોઈયં નિંદિયંગરિહિયં દુગંછિયં.– સમ્મ તિવિહેણું પડિઝંતો, વંદામિ જીણ ચઉવસં.) અર્થ:- આ પ્રકારે હું મારા વ્રતોના અતિચાર દોષોની અને કષાય ભાવોની આલોચના, નિંદા, ગહ કરીને તેનાથી જુદો થાઉ છું. એવું તે દોષોને પૂર્ણ રૂપથી ત્યાગ કરીને ૨૪ જિનેશ્વર પ્રભુને વંદન કરું છું. કાઉસગ્ગ આજ્ઞા પાઠઃ હે ભગવાન આપની આજ્ઞા લઈને દિવસ સંબંધી પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિના માટે કાઉસગ્ન કરું છું. તપ ચિંતન વિધિ:- (પાંચમા આવશ્યકમાં–રાત્રિ પ્રતિક્રમણમાં) (કિં તવ પડિવનજામિ, એવં તત્વ વિચિંતએ.)- ઉતરા. સૂત્ર અ. ૨૬ છ માસી તપ કરવું? શક્તિ નથી, અભ્યાસ નથી. પાંચ, ચાર, ત્રણ, બે માસી તપ કરવું? શક્તિ નથી, અભ્યાસ નથી. માસખમણ કરવું? શક્તિ છે, અવસર નથી. ૧૫,૮,૭,૪,૫,૪,૩,૨, ઉપવાસ કરવા? શક્તિ છે, અવસર નથી. ઉપવાસ, આયંબિલ, નિવી કરવી? શક્તિ છે, અવસર નથી. એકાસન, પુરીમઢ, પોરિસી કરવી? શક્તિ છે, અવસર નથી. નવકારશી કરવી? શક્તિ છે, અવસર છે, ભાવ છે. જ્ઞાતવ્ય:- જે તપ જીવનમાં ક્યારેય ન કર્યું હોય તેને માટે કહેવું કે શક્તિ નથી, જે તપ પહેલાં કર્યું છે પરંતુ આજે કરવું નથી તેના માટે કહેવું કે શક્તિ છે પણ અવસર નથી અને જે તપ કરવું હોય તેના ઉત્તરમાં કહેવું કે શક્તિ છે, અવસર છે, ભાવ છે. તેના પછી જ કાઉસ્સગ્ગ પૂર્ણ કરવો અર્થાત્ પછી તેના આગળના પ્રશ્ન કરવાની અને ઉત્તર ચિંતન કરવાની જરૂર હોતી નથી. Page #188 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 187 નોંધ:- આ પાઠ રાત્રિ પ્રતિક્રમણના પાંચમા આવશ્યકમાં કાઉસ્સગ્નમાં ચિંતન કરવાને માટે છે. ક્ષમાભાવ ચિંતનની સાથે તપ ચિંતન આ પાઠથી કરવું જોઈએ. પ્રત્યાખ્યાન પાઠ: (ઉગ્ગએ સૂરે નમુક્કાર સહિયં પચ્ચખ્ખામિ ચઉવિહં પિ આહાર અસણં પાણે ખાઈમ સાઈમ અણત્થણાભોગેણં, સહસાગારેણં અપ્પાણે વોસિરામિ.) અર્થ - હે ભગવાન હું હમણાંથી લઈને કાલ સૂર્યોદય સુધી તથા તે ઉપરાંત સૂર્યોદયથી લઈને નમસ્કાર મંત્ર બોલીને પારું નહિં ત્યાં સુધી ચારે આહારના પચ્ચખાણ કરું છું. ૧. ભોજનના પદાર્થ ૨. પાણી ૩. ફળ મેવા ૪. મુખવાસ – ભૂલથી ખાવામાં આવી જાય કે એકાએક મોઢામાં છાંટા આદિ. ચાલ્યા જાય તો તેનો આગાર. પ્રતિક્રમણ શુદ્ધિનો પાઠઃ પ્રતિક્રમણના પાઠોનું ઉચ્ચારણ શુદ્ધ ન કર્યું હોય, વિધિમાં કોઈ અવિધિ થઈ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. એકાગ્રચિત્ત થઈને અર્થ ચિંતનપૂર્વક, આત્મશુદ્ધિપૂર્વક, અન્યત્ર ક્યાંય પણ મનને ચલાવ્યા વિના એકાગ્ર ચિત્ત થઈને પૂર્ણ ભાવયુક્ત પ્રતિક્રમણ ન કર્યું હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા આ પાંચ વ્યવહાર સમક્તિના લક્ષણ છે. દેવ અરિહંત, ગુરુ સુસાધુ, ધર્મ-કેવળી ભાષિત; આ ત્રણ તત્ત્વ સાર ,સંસાર–અસાર, અરિહંત ભગવાન આપનો માર્ગ સત્ય છે, સત્ય છે, સત્ય છે. સ્તવ સ્તુતિ મંગલ કરું છું. અઢાર પાપ સ્થાનનો પાઠ : ૧. હિંસા ૨. જુઠ ૩. ચોરી ૪. કુશીલ ૫. પરિગ્રહ ૬. ક્રોધ ૭. માન ૮. માયા ૯. લોભ ૧૦. રાગ ૧૧. દ્વેષ ૧૨. ક્લેશ ૧૩. કલંક લગાવવું ૧૪. ચાડી કરવી ૧૫. બીજાની નિંદા, અવગુણ અપવાદ કરવો ૧૬. સુખ દુઃખમાં હર્ષ શોક કરવો ૧૭. કપટ યુક્ત જૂઠું બોલવું, છળ પ્રપંચ, ધોખાબાજી કરવી ૧૮. જિનવાણીથી વિપરીત માન્યતા રાખવી, હિંસા આદિ પાપમાં ધર્મ માનવો. એ પાપ સ્થાનોમાંથી કોઈ પાપનું જાણતા અજાણતા અવિવેક–પ્રમાદથી સેવન થયું હોય તો તેનું હું ચિંતન અવલોકન કરું છું. તેનું સંસોધન કરી તેને હું મારું દુષ્કૃત્ય ગણું છું. તેનાથી નિવૃત થાઉં છું. જ્ઞાન અને તેના અતિચારનો પાઠઃ- (આગમે તિવિહે) બાર અંગ સૂત્ર અને બીજા અનેક સૂત્ર રૂ૫ શ્રુતજ્ઞાન હોય છે. જેમાં વર્તમાનમાં ૩ર-૪૫ આગમ ઉપલબ્ધ માનવામાં આવેલ છે. તેના અર્થરૂપમાં અનેક સૂત્રની વ્યાખ્યાઓ, નિયુક્તિઓ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, અનુવાદ ઉપલબ્ધ છે. ૩ર આગમના નામ આ પ્રકારે છે. ૧૧ અંગ:- ૧. આચારાંગ સૂત્ર ૨. સૂયગડાંગ સૂત્ર ૩. ઠાણાંગ સૂત્ર ૪. સમવાયાંગ સૂત્ર ૫. ભગવતી સૂત્ર ૬. જ્ઞાતાધર્મકથા સૂત્ર ૭. ઉપાસકદશા સૂત્ર ૮. અંતગડદશા સૂત્ર ૯. અનુત્તરોવવાઈ સૂત્ર ૧૦. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૧. વિપાક સૂત્ર. ૧૨ ઉપાંગ સૂત્ર– ૧. ઔપપાતિક સૂત્ર ૨. રાયપણેણીય સૂત્ર ૩. જીવાભિગમ સૂત્ર ૪. પ્રજ્ઞાપના સૂત્ર ૫. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૬-૭. જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૮-૧૨. ઉપાંગ સૂત્ર ૪મૂલ સૂત્ર– ૧. ઉત્તરાધ્યયન ૨. દશવૈકાલિક ૩. નંદી ૪. અનુયોગ દ્વાર. ૪ છેદ સૂત્ર ૧. વ્યવહાર. ૨. બૃહત્કલ્પ ૩. નિશીથ ૪. દશાશ્રુતસ્કંધ અને ૩રમું આવશ્યક સૂત્ર. સ્થાનકવાસી સંપ્રદાયના આ ૩૨ આગમ ઉપરાંત ૧૩ બીજા આગમ મળી દેરાવાસી શ્વેતાંબરનાં ૪૫ આગમ થાય છે. ૩૩. પિંડનિર્યકતિ – ૬૭૧ શ્રલોક પ્રમાણ આ દશવૈકાલીક સૂત્રના પાંચમા અધ્યયન પિંડેષણાની નિર્યકતિ છે. ૩૪. કલ્પસૂત્ર ૧૨૦૦ શ્રલોક પ્રમાણ આ સૂત્ર બારસા સૂત્ર તરીકે પણ ઓળખાય છે. ૩૫. જીવકલ્પ. ૧૦. પ્રકીર્ણક છે. ચતુરશરણ , આતુર પ્રત્યાખ્યાન, મહા પ્રત્યાખ્યાન, ભકત પ્રત્યાખ્યાન, તન્દુલ વૈચારિક, સંસ્મારક, ગચ્છાચાર,ગણિવિધા, દેવેન્દ્રસ્તવ, મરણ સમાધિ. ૪૬. તત્વાર્થસૂત્ર આચાર્ય ઉમાસ્વાતિ રચિત . જ્ઞાનના વિષયમાં મુખ્ય ૧૪ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે– ૧. સૂત્રના અક્ષર અથવા પદ આગળ પાછળ બોલાયા હોય ૨. એક સૂત્ર પાઠને બીજા સૂત્રમાં બોલાયો હોય ૩. અક્ષર ઓછો ભણાયો હોય ૪. અક્ષર અધિક ભણાયો હોય ૫. પદ(શબ્દ) ઓછા બોલાયા હોય ૬. વિનય રહિત ભણાયું હોય ૭. સંયુક્ત અક્ષર શુદ્ધ ન ભણાયા હોય ૮. ઉચ્ચાર સ્પષ્ટ ન કર્યા હોય ૯. અયોગ્ય વ્યક્તિને ભણાવ્યો હોય. રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય ૧૦. અયોગ્ય રીતથી જ્ઞાન ગ્રહણ કર્યું હોય. (અવિનયપણે લીધું હોય) ૧૧. અકાળે શાસ્ત્ર ભણ્યા હોય ૧૨. સ્વાધ્યાયકાળે શાસ્ત્ર ન ભણ્યા હોય. ૧૩. ૩૪ અસક્ઝાયમાં શાસ્ત્ર ભણ્યા હોય ૧૪. સઝાયમાં અને સ્વાધ્યાયના અવસરે શાસ્ત્ર ન ભણ્યા હોય. આ અતિચારોમાંથી મને કોઈપણ અતિચાર લાગ્યા હોય તો તે સંબંધી મારું તે દુષ્કૃત્ય નિષ્ફલ થાઓ. દર્શન સમ્યકત્વ અને અતિચાર : કેવલજ્ઞાન કેવલ દર્શનથી યુક્ત, રાગદ્વેષથી રહિત, વિતરાગ અરિહંત તીર્થંકર પ્રભુ મારા આરાધ્ય દેવ છે. પાંચ મહાવ્રત, પાંચ આચાર, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, નવવાડ બ્રહ્મચર્ય, પાંચ ઇન્દ્રિય વિજય, ચાર કષાયથી મુક્તિ; આ ગુણોને ધારણ કરનારા બધા સાધુ સાધ્વી મારા આરાધ્ય ગુરુ છે. સંવર નિર્જરા રૂપ ધર્મ અર્થાત્ સામાયિક, પૌષધ અને ત્યાગ, તપ, નિયમ, શ્રાવકના વ્રત, સંયમ, આદિ ધર્મ જ મારો આરાધ્ય ધર્મ છે. જિનેશ્વર ભાષિત તેમજ ગણધર અથવા પૂર્વધર શ્રમણો દ્વારા રચિત આગમો મારા શ્રદ્ધાકેન્દ્ર શાસ્ત્ર છે. એવી સમ્યક્ત્વની પ્રતિજ્ઞા હું જીવનભર માટે કરું છું. Page #189 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 188 હું (જિન ભાષિત) જિનેશ્વર કથિત જીવાદિ તત્ત્વોનું જ્ઞાન વધારીશ, એવી જ રીતે જ્ઞાનીજનોનો સંગ કરીશ, મિથ્યામતધારી કુદર્શનીઓની સંગતિ કરીશ નહીં અને ઉપર પ્રમાણે સમ્યકત્વને ધારણ કરીને પછીથી તેનું વમન કરીને જે મિથ્યાદષ્ટિ થઈ ગયા છે, તેનો પણ સંગ કરીશ નહીં. સમ્યકત્વના મુખ્ય પાંચ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે. ૧. ભગવાનના વચનોમાં (સૂક્ષ્મ તત્ત્વોમાં) સંદેહ કર્યો હોય ૨. પાખંડીની પ્રભાવના, ચમત્કાર જોઈને મન આકર્ષિત થયું હોય ૩. ધર્મકરણીના ફળમાં સંદેહ આપ્યો હોય ૪. પાખંડી (પરમત)ની પ્રશંસા કરી હોય ૫. પાખંડી (પરમતિ)ઓનો, સન્યાસીનો અથવા તેના શાસ્ત્રોનો પરિચય, સંપર્ક કર્યો હોય. આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યા હોય તો તે અંગેનું મારું પાપ મિથ્યા થાઓ. ( મિચ્છામિ દુક્કડં) સામાયિક પ્રતિક્રમણના વિશેષ પ્રશ્નોત્તર પ્રશ્નઃ- શુદ્ધ સંયમ પાલન કરનારાની સંખ્યા અધિક હોય છે કે સંયમમાં દોષ લગાડનારાની સંખ્યા અધિક હોય છે ? જવાબ:- સંપૂર્ણ લોકની અપેક્ષાએ શુદ્ધ સંયમ પાળનારાની સંખ્યા અધિક હોય છે. અર્થાત્ લોકમાં શુદ્ધ સંયમ પાલન કરનારાની સંખ્યા અનેક હજાર કરોડ હોય છે અને દોષ લગાડનારાની સંખ્યા અનેક સો કરોડ હોય છે. મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ લગાડનારા સાધુ પણ મહાવિદેહ ક્ષેત્રમાં સદા શાશ્વત અનેક સો કરોડ તો હોય જ છે. ભરતક્ષેત્રમાં તો ક્યારેક સાધુ હોય છે અને ક્યારેક હોતા નથી, ક્યારેક ૧૦-૧૦૦ પણ હોય છે, ક્યારેક લાખો પણ હોય છે, ક્યારેક દોષ લગાડનારા વધુ થઈ જાય છે તો ક્યારેક શુદ્ધ સંયમ પાલન કરનારા વધુ થઈ જાય છે. પ્રશ્ન:- આ દોષ લગાડનારા અનેક સો કરોડ સાધુ પાંચમા પદમાં રહે છે. તેને વંદન કરાય છે ? જવાબ :- આ અનેક સો કરોડની સંખ્યા પાંચમા સાધુ પદમાં ગણવામાં આવેલાની બતાવવામાં આવી છે. કારણ કે જે શ્રમણ પરિસ્થિતિથી દોષ સેવન કરીને પણ અંતઃકરણમાં તેનો ખેદ રાખે છે, જેને પોતાના દોષ સમજાય છે અને યથા અવસર તે દોષ પ્રવૃત્તિને છોડીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે છે, એટલે તે પાંચમા પદમાં હોય છે અને વંદનીય પણ હોય છે. એ પોતાના દોષની પુષ્ટી કે પ્રરૂપણા કરતા નથી. પરંતુ પોતાની કાયરતા સમજે છે અને તે નબળાઈ સિવાય તપ, સંયમ અને જ્ઞાન ધ્યાનમાં લીન રહે છે. તેઓ શુદ્ધ શ્રદ્ધાપૂર્વક શુદ્ધ પ્રરૂપણા કરે છે, શુદ્ધ સંયમ પાલન કરનારા સાધુઓ પ્રત્યે હૃદયમાં આદરભાવ રાખે છે. તેના સિવાય જે શ્રમણો સંયમ, નિયમ અને ભગવંત આજ્ઞાના પ્રતિ બેદરકારી રાખનારા અથવા અશુદ્ધ શ્રદ્ધા પ્રરૂપણા કરનારા હોય છે, તે આ સંખ્યામાં સમાવેલા નથી. એટલે તેઓ પાંચમા પદમાં પણ સમાવેલા નથી, માટે તેઓ ભાવ વંદનીય પણ હોતા નથી. દ્રવ્યલિંગ અને સમાજથી ગ્રહાયેલા હોવાથી તેઓ માત્ર વ્યવહારથી વંદનીય છે. - એક ગચ્છમાં પણ અનેક જાતના સાધક હોય છે. તેમાં પણ કેટલાય ભાવ વંદનીય હોતા નથી. તો પણ તેઓ ગચ્છમાં હોય, સાધના વ્યવહારમાં બંધાયેલા હોય, ત્યાં સુધી વ્યવહાર વંદનીય રહે છે. પ્રશ્ન – રસ્તામાં ચાલતાં મુનિરાજને વંદના કેમ કરવી? જવાબ:- દર્શન થવાથી કેટલેક દૂરથી હાથ જોડી મસ્તક નમાવી “મર્થીએણં વંદામિ' બોલતાં થકાં વંદના કરવી જોઈએ. પ્રશ્ન:- અરિહંત, તીર્થકર અથવા સાધુ સાધ્વીના સ્થાન પર પ્રત્યક્ષ દર્શન થતાં કયા પાઠથી વંદના કરવી ? જવાબ:- અરિહંત અને સાધુ સાધ્વીના સ્થાન પર પ્રત્યક્ષ દર્શન થતાં તિબ્બત્તોના પાઠથી ત્રણ વાર આવર્તન કરી, પંચાંગ નમાવીને વંદના કરવી જોઈએ. પ્રશ્ન :- ખમાસમણાના પાઠથી વંદના ક્યારે કરી શકાય છે? જવાબ:- પ્રતિક્રમણની વચ્ચમાં ત્રણ જગ્યાએ ખમાસમણાના પાઠથી વંદન કરવામાં આવે છે. બીજા કોઈપણ સમયે આ પાઠથી વંદન કરવાનું આગમ સમ્મત નથી. કારણ કે આ પાઠનો સંબંધ પ્રતિક્રમણથી છે. અન્ય સમયમાં વંદના તિબ્બતોના પાઠથી અને પરોક્ષ વંદના નમોત્થણના પાઠથી કરવામાં આવે છે. રસ્તે ચાલતાં સાધુઓને “મર્થીએણે વંદામિ' કહીને દૂરથી સંક્ષિપ્ત વંદન કરવું જોઈએ. પ્રશ્ન:- આ ઉપરોક્ત વંદન સંબંધી જ્ઞાનનો આધાર પ્રમાણ શું છે? જવાબ:- રાયપરોણીય સૂત્ર, ભગવતી સૂત્ર, ઔપપાતિક સૂત્ર, આદિના વંદન પ્રકરણોના આગમ પાઠ જ કહેવાયેલા વંદન જ્ઞાનના મુખ્ય આધાર છે. તેના હેતુ આધારથી આ સમાધાન કરવામાં આવ્યું છે. પ્રશ્ન :- રાઈ અને દેવસિય પ્રતિક્રમણનો સમય કયો છે ? જવાબ:- પ્રતિક્રમણ કરવાનો સમય ઉત્તરાધ્યયન સુત્ર અધ્યયન ૨ ને સ્પષ્ટ થાય છે. સૂર્યાસ્ત પછી દેવસિય પ્રતિક્રમણ અને સૂર્યોદય પહેલાં રાઈય પ્રતિક્રમણ કરવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૬માં સૂર્યાસ્ત સમયે થંડિલભૂમિ પડિલેહણનું કાર્ય બતાવવામાં આવ્યું છે. દશાશ્રુતસ્કંધ સૂત્રમાં સૂર્યાસ્તના પહેલા સમય સુધી ચાલવું વિહાર કરવો વગેરે બતાવવામાં આવ્યું છે. બૃહત્કલ્પ સૂત્રમાં સૂર્યાસ્ત પૂર્વ સમય સુધી ખાતાં પીતાં સાધુની પણ આરાધના બતાવવામાં આવી છે. આ રીતે સૂર્યાસ્તની નજીકના પૂર્વ સમયમાં પ્રતિલેખન, વિહાર અને આહાર વિધિનો આગમ નિર્દેશ હોવાથી તે કાળને પ્રતિક્રમણનો કાળ કહી શકાતો નથી. એટલે સૂર્યાસ્તની પૂર્વે પ્રતિક્રમણનો સમય માનવો આગમ વિપરીત થાય છે. પ્રાતઃ સૂર્યોદયની પછીના સમયમાં આગમમાં પ્રતિલેખન, વિહાર એવું આહારનું કથન છે. એટલે સૂર્યોદયની પહેલાં જ પ્રતિક્રમણનો કાળ માનવો બરાબર છે. આવી રીતે આગમ સંમત તત્ત્વ એ છે કે સૂર્યાસ્ત પછી દેવસિક પ્રતિક્રમણ અને સૂર્યોદય પહેલાં રાત્રિક પ્રતિક્રમણ કરવું જોઈએ. પછી આ ૩યાં સ ક = 1, 2 Page #190 -------------------------------------------------------------------------- ________________ jain પ્રશ્ન :– પ્રતિક્રમણ ૪૮ મીનિટમાં થવું જોઈએ ? જવાબ :– આગમોમાં એવા કોઈ નિશ્ચિત સમયનો ઉલ્લેખ નથી. છતાં પણ એકરૂપતા એવું વ્યવસ્થિતતાની દૃષ્ટિથી એવું કહેવાય છે કે ૪૮ મીનિટ અથવા એક કલાકમાં પ્રતિક્રમણ થઈ જવું જોઈએ. 189 કથાસાર વાસ્તવમાં નવી જૂની શીખેલ વ્યક્તિ અથવા અભ્યસ્ત, અનભ્યસ્ત વ્યક્તિની અપેક્ષા હીનાધિક સમય થાય તે સ્વભાવિક છે. વિશેષ પરિસ્થિતિમાં અને નવા શીખેલા સાધકને ઉક્ત સમયથી અધિક સમય પણ લાગી શકે છે અર્થાત્ કોઈને કલાક, દોઢ કલાક સુધી પણ લાગી શકે છે અને કોઈને ૨૦–૨૫ મીનિટમાં પણ પૂર્ણ થઈ શકે છે. લાલ દિશા સંબંધી (સંધિકાળ) ચૂપકકાળ અસ્વાધ્યાય કાળ પણ ક્યારેક ૩૦, ૪૦, ૫૦ મીનિટ એવં ક્યારેક કલાકથી પણ વધારે સમયનો હોઈ શકે છે. સાર તત્ત્વ એ છે કે પ્રતિક્રમણ પ્રમાદ રહિત થઈને કરવું, પરસ્પર વાતો ન કરવી . છતાં કોઈને ૩૦, ૪૦, ૫૦ મીનિટ અથવા કલાક પણ લાગી જાય, તોપણ કાંઈ આગમ વિરુદ્ધ થતું નથી. વાસ્તવમાં જે મૂળ આગમકાલીન પ્રતિક્રમણ છે, તે તો અત્યંત નાનું જ છે. તે માટે તો અડધો કલાક પણ પર્યાપ્ત છે. પરંતુ વર્તમાનમાં કેટલાક પાઠ, દોહા, સવૈયા, સ્તુતિ, પ્રતિક્રમણમાં ઉમેરાયા છે. મૂળ આવશ્યક સૂત્ર તો આજ પણ ૧૦૦–૨૦૦ શ્લોક પ્રમાણ જ માનવામાં આવે છે. છતાં પણ કરવામાં આવતું વિધિયુક્ત પ્રતિક્રમણ લગભગ એક હજારથી પાંચ હજાર શ્લોક પ્રમાણ મોટું પણ થઈ ગયું છે. આ પ્રકારે પ્રતિક્રમણના પરિમાણની સમાનતા નથી. વ્યક્તિગત ઉચ્ચારણ ગતિમાં પણ મંદતા તીવ્રતા થાય છે. એટલે સમય પણ હીનાધિક લાગે છે. જે માટે શાસ્ત્રમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં કેટલાક સંકેત છે. તે અનુસાર પ્રતિક્રમણનો સમય અડધા કલાકથી લઈને સવા કલાક પણ થઈ શકે છે. સાધુ–સાધ્વીને સુર્યોદય પછીની દિનચર્યાનુ સમયપત્રક સચવાય તે હેતુથી સમયપ્રમાણ માટે સાવધાની રાખવાની હોય,પણ શ્રાવકોને માટે એવુ કોઈ કારણ દેખાતુ નથી. જુના શ્રાવકોએ નવા શિખેલા ઓને ઉતાવળ કરવાનું સમજાવતાં પહેલા ગુરુ પાસે શંકાનુ સમાધાન મેળવવુ જોઈએ. પ્રશ્ન :– શ્રાવક પ્રતિક્રમણનો પાઠ કયા આવશ્યકમાં છે ? જવાબ ઃ– આવશ્યક સૂત્રના છ આવશ્યકોમાં સાધુ પ્રતિક્રમણના પાઠોનો જ ઉલ્લેખ છે. શ્રાવક યોગ્ય પાઠ કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ આદિ શ્રમણ પ્રતિક્રમણના પાઠથી સંશોધિત, સંપાદિત કરવામાં આવ્યાં છે અને અન્ય પાઠ અનેક આગમોમાંથી લેવામાં આવ્યા છે. એ બધા મળીને આખું શ્રાવક પ્રતિક્રમણ ઉચિતરૂપથી સંકલિત કરીને સંપાદિત કરવામાં આવ્યું છે. શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું જરૂરી હોવાથી તેનું સંપાદન ઉપયોગી જ છે. ઉપલબ્ધ છ આવશ્યકમાં તો ફક્ત ૨૩ પાઠ છે અને બે આદિ, અંત– મંગલ પાઠ માનવામાં આવ્યા છે. એમ કુલ ૨૫ પાઠથી શ્રમણ પ્રતિક્રમણ પૂર્ણ કરવામાં આવ્યું છે. છઠ્ઠા આવશ્યક પછી પરિશિષ્ટ રૂપમાં શ્રાવક પ્રતિક્રમણ સંક્ષેપમાં વ્યાખ્યાકારે સ્વીકાર કર્યો છે. તેના આધારથી વિસ્તૃત રૂપમાં પૂર્ણ શ્રાવક પ્રતિક્રમણ પ્રચલિત છે. જેમાં કાલાંતરથી કેટલીય સ્તુતિઓ, દોહા પ્રવેશ્યા છે. પ્રશ્ન :– બાર અણુવ્રતોમાં કરણ–યોગ એક સમાન કેમ નથી? જવાબ :– શ્રાવકના અણુવ્રત ત્રણ કરણ અને ત્રણ યોગના ૪૯ ભાંગામાંથી કોઈપણ ભંગથી લઈ શકાય છે; એવું ભગવતી સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. પ્રત્યેક વ્રતમાં શ્રાવકની પરિસ્થિતિ અલગ-અલગ હોય છે. એટલે કરણ યોગ સમાન થઈ શકતા નથી. એટલે આ વ્રતો મધ્યમ દરજ્જાના સાધક શ્રાવકોની યોગ્યતાને લક્ષ્યમાં રાખીને સંપાદિત કરાયેલ છે. જે એક પ્રકારની સામૂહિક વ્યવસ્થાની દૃષ્ટિથી બરાબર પણ છે. જેટલા અનુકૂળ હોય તેટલા વધારે કરણ યોગ કરી શકાય છે, તેમાં આગમથી કોઈ વિરોધ નથી. એટલે આ પાઠોના સાચા આશયને વિવેક બુદ્ધિથી સમજી લેવા જોઈએ. આ અણુવ્રતોના મૂળ પાઠોમાં આગાર, વ્રત સ્વરૂપ અને તેના અતિચારોની સંરચના ઘણી અનુભવ પૂર્ણ છે. આ સંરચનાથી યુક્ત આ વ્રતોને, ગરીબ–અમીર, યુવા યા વૃદ્ધ, સ્ત્રી–પુરુષ એવં રાજા–નોકર, શેઠ–મુનિમ, કોઈપણ ધારવા ઇચ્છે તો ધારી શકે છે. પ્રથમના ત્રણ વ્રત અને ૮, ૯, ૧૧મું વ્રત બે કરણ ત્રણ યોગથી હોવાનું બરાબર અને પાલનમાં સંભવ છે. પરંતુ ૫, ૬, ૭, ૧૦ મું; આ ચાર વ્રતો એક કરણ ત્રણ યોગથી જ પાલન કરવા સુગમ છે. આ પ્રકારે બધા વ્રતોમાં કરણ યોગ સમજી લેવા. ૧૨મા વ્રતમાં કરણ યોગને બોલવાની આવશ્યકતા પણ નથી રહી. તેમાં તો સુપાત્ર દાન દેવાનો નિયમ છે. જે ત્રણ કરણ ત્રણ યોગોની સંપૂર્તિની સાથે આપવો જોઈએ. ત્યારે શ્રેષ્ઠ દાન થાય છે. આઠકોટી સંપ્રદાયોમાં ૯મું સામાયિક અને ૧૧મું પૌષધવ્રત આઠ કોટીએ લેવાય છે પ્રશ્ન :– પ્રતિક્રમણમાં અતિચારના પાઠોમાં આવતાં જાણવા યોગ્ય છે પણ આચરણ કરવા યોગ્ય નથી, આ શબ્દોનો શો હેતુ છે ? શું તે અતિચારોનું આચરણ કરનારો શ્રાવક કે સાધુની કોટીમાં નહીં ગણાય ? જવાબ :– પ્રતિક્રમણમાં પ્રયુક્ત ઉપરોક્ત શબ્દ આદર્શ શિક્ષા રૂપ છે. તેને એકાંતિક આગ્રહમાં ન લેવા જોઈએ. અર્થાત્ વ્રતધારીઓના વ્રતોની શોભા અથવા પરિપુષ્ટિ માટે તે સાવધાની, શિક્ષા, પ્રેરણા છે. તેનું યથાવત્ ધ્યાન રાખવાથી વ્રત પુષ્ટ થાય છે અને વ્રતધારી આદર્શ સ્થાનને પ્રાપ્ત કરે છે. આ શિક્ષાનું પાલન ન થવાથી વ્રતોની પરિપુષ્ટિમાં ઉણપ આવે છે; સાધક આદર્શ કક્ષાથી સામાન્ય કક્ષામાં પહોંચે છે. એટલે કે તેના વ્રતોમાં કિંચિત્ અતિચરણ પણ થાય છે. આ પ્રકારે આ વાક્યોનો આશય સમજવો જોઈએ. પરંતુ તેને સાધનાથી અર્થાત્ શ્રાવકપણાથી રહિત કહી શકાતા નથી. જેમ ૧૫ કર્માદાન વ્યાપાર ધંધા છોડવા યોગ્ય છે, છતાં પણ આગમોક્ત કેટલાક શ્રમણોપાસકો તે વેપાર ધંધા છોડી શક્યા નહોતા.બંધ અને વધ પ્રથમ વ્રતમાં આચરણ કરવા યોગ્ય નથી તોપણ કેટલાક શ્રમણોપાસક રાજા આદિ યુદ્ધમાં શસ્ત્ર પ્રયોગ કરતા હતા Page #191 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 190 આવી રીતે સંયમ સાધકના વિષયમાં પણ આદર્શ ગુણો માટે સમજી લેવું જોઈએ. સાધુને રર પરીષહ જીતવાની ધ્રુવ આજ્ઞા, આદર્શ પ્રેરણા છે. છતાં પણ રોગ પરિષહ સહન ન થવાથી, ઔષધ ઉપચાર કરવા અને કરાવનારાને શાસ્ત્રમાં અસાધુ મનાયા નથી. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ર માં ઔષધ ઉપચાર ન લેવામાં જ સાચું સાધુપણું કહ્યું છે, તો પણ આ આદર્શ શિક્ષા વાક્ય છે. તેને એકાંતમાં લેવાતું નથી. જે ઔષધ ઉપચારનું સેવન કરે તેનું સાધુપણું સાચું નથી, એમ પણ કહી શકાતું નથી. મેલ પરીષહ જીવન પર્યત સહન કરવાનો સૂત્રમાં આદેશ હોવા છતાં પણ પ્રક્ષાલન પ્રવૃત્તિ કરનારાને બકુશ નિગ્રંથ દરજ્જામાં ભગવતી સૂત્રમાં માનવામાં આવ્યા છે અને દશવૈકાલિક અધ્યયન-૪ માં પ્રક્ષાલન પ્રવૃત્તિમાં પડનારાની સતિ થવી જ દુર્લભ-કઠણ બતાવી છે. આવી રીતે આગમ વાક્યોને અપેક્ષા સાથે સમજવા જોઈએ, એકાંતિક સમજવા ન જોઈએ. પ્રશ્ન:- ૧૦મા વ્રત અને ૧૧મા વ્રતમાં શું અંતર છે? અને ૧૦માનું પૌષધ અને ૧૧માનું પૌષધ શું છે ? જવાબ:- પૌષધનું વ્રત ૧૧મું છે. તેમાં ૧૦માં ને ૧૧મા એમ બે ભેદ કરવા આગમ સાપેક્ષ નથી. બધા પ્રકારના પૌષધ ૧૧મા વ્રતમાં જ સમજવા જોઈએ. કારણ કે પૌષધનું વ્રત એક જ છે, ૧૧મું જ છે. કોઈપણ વ્રત જઘન્ય, મધ્યમ ઉત્કૃષ્ટ રીતે ધારણ કરી શકાય છે. પરંતુ તેને તે વ્રતમાં જ ગણાશે, અન્ય વ્રતમાં નહીં. એવી રીતે ૧૮ પાપોના ત્યાગ રૂપ સંવર પ્રવૃત્તિના હીનાધિક થવા પર; આહાર ત્યાગ અથવા આહાર સેવન થવા પર પણ અથવા ૨૪ કલાકના ૨૦ અથવા ૧૬ કલાક થવા પર પણ તે સંવર પ્રવૃત્તિ(સાવધ ત્યાગ પ્રવૃત્તિ)ને ૧૧મા વ્રતથી ઉતારીને ૧૦માં વ્રતમાં નાંખવું અથવા ૧૦મું પૌષધ વ્રત નામ દેવું અથવા નામકરણ કરવું બરાબર નથી અને આગમ સંમત પણ નથી. વિશેષ વિચારણા માટે ભગવતી સૂત્રના શંખ પુષ્કલી શ્રાવકના પ્રકરણનો, સારાંશનું અધ્યયન કરવું જોઈએ. ત્યાં ભગવાનના પ્રમુખ શ્રાવકોનો આહાર યુક્ત પૌષધ ૧૧મા વ્રતમાં ગણવામાં આવ્યો છે. કારણ કે પાણીનો પરિપૂર્ણ પૌષધ કરવાનો તે શ્રાવકોનો આજીવન નિયમ હતો. પ્રશ્ન :- પૌષધમાં સામાયિક પણ લઈ શકાય છે? જવાબ:- પૌષધનું જ સ્વતઃ અપ્રમત્ત ભાવથી આચરણ થાય છે. તેમાં રાત દિવસ આત્માને ધર્મ જાગરણમાં જોડી શકાય છે. પરંતુ પ્રવાહરૂપમાં સામાન્ય સાધકોને વ્યર્થ પ્રમાદ પ્રવૃત્તિથી બચાવવા માટે સામાયિકની પ્રેરણાની પ્રવૃતિ છે. આ નિમિત્તથી સાધક આળસ કે પ્રમાદ કરશે નહીં. આ પૌષધના સ્વરૂપને ન સમજનાર અથવા ભૂલનાર સામાન્ય સાધકોને સામાયિકના મહત્ત્વ વડે પ્રમાદથી અટકાવવાનો એક ઉપાય છે. વાસ્તવમાં તો પૌષધનું મહત્ત્વ સામાયિકથી પણ અધિક અપ્રમત્તતાનું છે. છતાં પણ સામાન્ય પ્રવાહની સાથે બધાને ચાલવામાં એકરૂપતા રહે એટલે સામાયિક ધ્યે તો કોઈ નુકસાન સમજવું જોઈએ નહીં અને સામાયિક લેવી અથવા ન લેવાનો એકાંતિક આગ્રહ પણ ન કરવો જોઈએ. આ હાનિ લાભના વિચારથી સામાન્ય સાધકોની અપેક્ષાએ ચલાવવામાં આવેલી પ્રવૃત્તિ છે, એવું સમજી લેવું જોઈએ. પ્રશ્ન:- પ્રતિક્રમણમાં સામાયિક કરવી આવશ્યક છે ? જવાબ :- સામાન્યતયા સામાયિક યુક્ત જ પ્રતિક્રમણ કરવું આગમ આશયયુક્ત છે. વિશેષ પરિસ્થિતિમાં સામાયિક વિના પણ પ્રતિક્રમણ કરી લેવું જોઈએ. અથૉત્ સામાયિક કરવા જેટલો સમય અથવા પ્રસંગ ન હોય તો. પ્રશ્ન:- ૧ર વ્રતધારી શ્રાવકોએ જ પ્રતિક્રમણ કરવું જોઈએ? જવાબ:- એક વ્રતધારી અથવા ૧૨ વ્રતધારી કોઈપણ શ્રાવકને પ્રતિક્રમણ કરવામાં કોઈ વાંધો નથી. હા! ૧૨ વ્રતધારીને યથા સમય પ્રતિક્રમણ કરવું આવશ્યક હોય છે. પ્રતિક્રમણના સ્વરૂપનું જ્ઞાન કરાવતાં કરાવતાં તેની વ્યાખ્યામાં ત્રણ વૈદ્યોનું દષ્ટાંત આપવામાં આવ્યું છે– ૧. પ્રથમ વૈદ્યની દવા-રોગ હોય તો સારું કરે નહીંતર નવો રોગ ઉભો કરે. ૨. બીજા વૈદ્યની દવા–રોગ હોય તો સારું. કરે નહીંતર કંઈ ન કરે. ૩. ત્રીજા વૈધની દવા–રોગ હોય તો સારું કરે નહીંતર શરીરને પુષ્ટ કરે. પ્રતિક્રમણને ત્રીજા વૈદ્યની દવાની સમાન બતાવ્યું છે. એટલે વ્રત હોય અથવા વ્રત ન હોય, અતિચાર લાગ્યા હોય અથવા ન લાગ્યા હોય પ્રતિક્રમણ કરવામાં સાંભળવામાં લાભ જ છે, હાનિ નથી. એક વાત બીજી પણ ધ્યાનમાં રાખવાની છે. જે શ્રાવકે જે હોંશથી ત્યાગ પ્રત્યાખ્યાન લીધા છે તેણે નાના મોટા બધા નિયમોની એક યાદી બનાવીને રાખવી જોઈએ અને તેને યોગ્ય સમય પર્વ દિવસોમાં ચિંતનપૂર્વક અવલોકન કરવું જોઈએ કે મારા આ બધા વ્રત પચ્ચખાણનું શુદ્ધ પાલન થઈ રહ્યું છે? જો સંભવ હોય તો પ્રતિક્રમણના સમયે કાઉસ્સગ્નમાં પણ તેનું સ્મરણ અવલોકન કરી શકાય છે. બૃહ આલોયણાની સાથે તેનું પણ વાંચન પર્વ દિવસોમાં અવશ્ય કરવું જોઈએ. પ્રશ્ન:- પ્રતિક્રમણ શું છે? જવાબ:- પ્રતિક્રમણ, એ વ્રત શુદ્ધિની, સ્વદોષ દર્શનની, દોષાવલોકનથી ભાવ વિશુદ્ધિની અને સમભાવ વૃદ્ધિકરણની પ્રક્રિયા છે; આત્માને વ્રતોના સંસ્કારથી ભાવિત કરવાની પ્રક્રિયા છે. છદ્મસ્થ અવસ્થામાં સૂમ, સ્થૂલ ભૂલ થવી શક્ય છે. તેના પરિમાર્જન અવલોકનની આ પ્રશસ્ત પ્રક્રિયા છે. એવા પ્રતિક્રમણ કરનારાની સાથે બેસીને ધ્યાનપૂર્વક સાંભળવું શ્રદ્ધાને અને વ્રતરુચિને વધારનારુ થાય છે. આ શ્રવણ, આત્માને સંસ્કારિત કરવાનું માધ્યમ પણ થઈ શકે છે. આનાથી વ્રત ધારણની પ્રેરણા પણ મળે છે. ક્યારેક કેટલાયનું સંક્ષિપ્ત રુચિથી કલ્યાણ થઈ જાય છે. જેમ કે– ભગવતી સૂત્રમાં “વરુણ નાગ નટુઆ' ના મિત્રનું દષ્ટાંત છે. તેણે મૃત્યુ સમયમાં એટલું જ કહ્યું કે મારા ધર્મી મિત્રે જે ધર્મ સ્વીકાર કર્યો છે, તેનો હું પણ સ્વીકાર કરું છું. એટલા માત્રથી તે અનંતર ભવથી (પછીના ભવથી) મુક્ત થવા યોગ્ય બની ગયો. એટલે કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને બેકાર અથવા વ્યર્થ છે; એમ કહેવું ન જોઈએ. કારણ કે ગમે તેવી નાની ધર્મ ક્રિયા પણ કોઈના જીવનમાં મહત્ત્વશીલ વળાંક દેનારી થઈ શકે છે. એટલે પ્રતિક્રમણ કરવું અથવા સાંભળવું લાભકારી જ સમજવું જોઈએ, વ્રતધારણ Page #192 -------------------------------------------------------------------------- ________________ jain કર્યા હોય કે ન કર્યા હોય. ધ્યાન એ રાખવું કે એકાગ્ર ચિત્તથી ભાવપૂર્વક પ્રતિક્રમણ સાંભળવું અને કરવું જોઈએ અને વ્રત ન લીધા હોય તેને લેવા માટે આત્મામાં પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ.તથા જેમણે લીધા હોય તેમણે તેમાં ઉતરોતર પ્રગતિ કરવી જોઈએ. 191 કથાસાર ભાવ આવશ્યક-પ્રતિક્રમણ . જે પાપથી પાછા વળવા માટે પ્રયત્ન કરે છે, કર્મ સંજોગે અને પરિસ્થીતિ વશ,થઈ રહેલી એકેન્દ્રીય–છકાય જીવોની વિરાધનાનો પશ્ચાતાપ કરે છે અને અનુકંપા ભાવ રાખે છે. તેનું પ્રતિક્રમણ છે. શુધ્ધ ઉચ્ચારણ અને વિધી સાથેનું આવશ્યક કરવાથી આત્મામાં એ ભાવો અવશ્ય આવે છે.અને સાંભડનારાઓ ને પણ તેનો લાભ થાય છે. એ સિવાય પણ જે પ્રતિક્રમણનાં ભાવોને જાણે છે, નવ તત્વને જાણે છે, ૧૮ પાપને જાણે છે. અને તેનાથી પાછા હઠવા માટે પ્રયત્નશીલ છે, તેનું પ્રતિક્રમણ છે. પ્રતિ એટલે વિરુધ્ધ અને ક્રમણ એટલે ગતિ. પાપથી વિરુધ્ધ ગતિનું લક્ષ્ય દિવસ–રાત્રિનાં દરેક સમયે અને દરેક કાર્ય કરતાં રાખવાનું છે. આજ ખરું ભાવ આવશ્યક–પ્રતિક્રમણ છે. જેમ મોક્ષ એ લક્ષ્ય છે, કોઈ વિધી કે ક્રિયાનું નામ નથી. તેમ પ્રતિક્રમણ પણ પાપથી પાછા હઠવાનું લક્ષ્યનું છે.અને તેની પુર્તી માટે નિત્ય એ બધુ લક્ષ્ય યાદ કરી, ક્રિયા કરાય છે. પ્રતિક્રમણ– અસમયક શ્રધ્ધાનું, વિપરીત પ્રરુપણાનું, અકાર્ય કરણનું, સતકાર્ય ન કરણનું, પ્રમાદનું અને પ્રત્યાખ્યાન ભંગનું . પશ્ચાતાપ અને પ્રાયચછીત થી થતું પ્રતિક્રમણ . આલોચનાં– ભૂતકાળનાં અકાર્ય કરણથી પાછા હઠવું (પ્રતિક્રમણ) પ્રત્યાખ્યાન– ભવિષ્યમાં ન કરવાની પ્રતિજ્ઞા કરવી (બાધા લેવી ) સંવર– વર્તમાન સમયમાં સેવન ન કરવું પ્રશ્ન :– ત્રીજા વ્રતના અતિચાર કેમ સમજવા ? જવાબ ઃ- · ચોરીની વસ્તુ ખરીદવામાં મોટી ચોરીની વસ્તુ સમજવી. અર્થાત્ ચોરાઉ વસ્તુ લીધી હોય, ચોરને મદદ કરી હોય, ચાવી લગાવીને તાળુ તોડીને આદિ પાંચ પ્રકારની મોટી ચોરીની વસ્તુની ખબર પડી જવાથી ઓછી કિંમતમાં મળવાથી ખરીદવી, તે ત્રીજા વ્રતના અતિચાર છે. ખબર વિના પૂરી કિંમતે ખરીદવા પર અતિચાર લાગતા નથી. પ્રશ્ન :– પાંચમા વ્રતના અતિચાર કેવી રીતે લાગે છે ? જવાબ :– પાંચમા વ્રતમાં ધ્યાન ન રાખવાથી, હિસાબ ન મેળવવાથી મર્યાદા ઉલ્લંઘન થઈ જાય અથવા વારસો આદિ ધન મળી જવાથી મર્યાદા ઉલ્લંઘન થઈ જાય, પછી તેને શીઘ્ર સમયની મર્યાદા કરી તેટલા સમયમાં સીમિત કરી લેવાય તો તે આ વ્રતના અતિચાર થાય છે અને જાણીને લોભ, લા૫૨વાહીથી મર્યાદાનું ઉલ્લંઘન કરવું; આ વ્રતના અનાચાર છે. પ્રશ્ન :– છઠ્ઠા વ્રતના અતિચાર કેવી રીતે સમજવાં ? જવાબ :છઠ્ઠા વ્રતમાં શારીરિક આદિ પરિસ્થિતિઓથી અથવા ભૂલથી દિશા પરિમાણનું ઉલ્લંઘન થયું હોય તોતે અતિચાર કહેવાય છે પ્રશ્ન :– ૭મા વ્રતના અતિચાર કેવી રીતે છે ? જવાબ :– ત્યાગ ન હોવા છતાં સચિત્ત વસ્તુઓનું સેવન, અભક્ષ્ય,અનંતકાય ભક્ષણ અને ૧૫ કર્માદાનનાં વ્યાપાર એ શ્રાવકના માટે ૭મા વ્રતના અતિચાર છે. જેમ કે કોઈને મારવા પીટવા આદિના પ્રત્યાખ્યાન ન હોય તો પણ બંધે, વહે, છવિચ્છેએ, અઈભારે, ભત્તપાણવોચ્છેએ પ્રથમ વ્રતના અતિચાર છે. અર્થાત્ ત્રસ જીવની સંકલ્પપૂર્વક હિંસા કરવાનો ત્યાગ માત્ર હોવા છતાં પણ ગુસ્સામાં કોઈને નિર્દયતાથી મારપીટ કરવી આદિ તથા અધિક ભાર ભરવો આદિ, તેવિજ રીતે ૭મા વ્રતના આ અતિચારોનો ત્યાગ ન હોવા છતાં પણ શ્રાવકના આચરણ યોગ્ય ન હોવાથી તે અતિચાર તો છે જ એવું સમજીને યથાશક્તિ ત્યાગ કરવો જોઈએ. ન શેરડી આદિ તુચ્છ વસ્તુ નથી, ઘણાં ઉઝ્ઝત ધર્મવાળી છે. પરંતુ મધ-માંસ, ઈંડા, માછલી આદિ અભક્ષ્ય; બીડી, સિગારેટ, તમાકુ આદિ તુચ્છ હેય પદાર્થ છે તથા અધિક પાપનું કારણ કર્માદાન હેય છે. તેમજ કંદમૂળ અનંતકાયના પદાર્થ પણ હેય તુચ્છ વસ્તુ છે. એ શ્રાવકને ત્યાગવા યોગ્ય છે. ૭મા વ્રતમાં મુખ્ય નવા ૨૦ અતિચારોનું કથન કરવામાં આવ્યું છે. બાકી પોતાના મર્યાદિત પદાર્થોમાં અથવા વ્યાપારોમાં કોઈ દોષ લાગે તેના અતિચાર સ્વયં સમજી લેવા જોઈએ અને જાણીને સ્વયં ભંગ કરે તો તેને અનાચાર સમજીને અલગથી આલોચના કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું જોઈએ. અભક્ષ્ય– બીડી, સીગારેટ, ચિલમ, તમાકુ, ઈંડા, માંસ, માછલી, શરાબ, ભાંગ, અફીણ ગાંજા આદિ, આ અભક્ષ્ય વસ્તુઓ છે. પ્રશ્ન :– ૧૦ મા વ્રતના અતિચારોનો શું આશય છે ? જવાબ :– ૧૦મા વ્રતમાં દિશાની મર્યાદા કરી બે કરણ ત્રણ યોગથી ત્યાગ કરવામાં આવે છે. એટલે મર્યાદિત ક્ષેત્રના બહારથી (૧) સામાન મંગાવવો (૨) મોકલવો (૩) બીજાને બોલાવીને સંકેત કરવો (૪) લખીને અથવા મોઢાના ઈશારેથી સંકેત કરવો (૫) ફોન, ચિઠ્ઠી, તાર આદિ દેવા અતિચાર છે. પ્રશ્ન :– અતિચારો અને પાપોના પ્રતિક્રમણમાં શું અંતર છે ? જવાબ :– વ્રતોમાં લાગેલ અતિચારોનું પ્રતિક્રમણમાં મિચ્છામિ દુક્કડં લેવામાં આવે છે. જે વ્રત જાણીને ભંગ કર્યા હોય તેનું ગુરુ આદિની સમક્ષ સ્વતંત્ર આલોચના પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે ત્યારે શુદ્ધિ થાય છે તથા જે પાપોનો ત્યાગ નથી, તેનું પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્ત ન થતાં ખેદ પશ્ચાત્તાપ અથવા ત્યાગનો મનોરથ અથવા ભાવના રાખવામાં આવે છે. સંક્ષેપમાં વ્રત પ્રત્યાખ્યાનના Page #193 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 192 અતિચારોની શુદ્ધિ પ્રતિક્રમણથી થાય છે. શેષ અવ્રત અથવા પાપો માટે પ્રતિક્રમણથી જ્ઞાન, શ્રદ્ધાન, ત્યાગની ભાવના અથવા ખેદ પશ્ચાત્તાપ થાય છે. પ્રશ્ન :- ક્ષમાપના ભાવ ન કરવાથી શું થાય છે? જવાબ :- ક્ષમાપના ભાવ ન કરવાથી સમકિત વ્રતમાં અતિચાર લાગે છે. મુખ્ય અતિચારમાં કથન ન હોવા છતાં પરિશેષ અતિચારોમાં એને સમજવું. નારાજી, રોષ ભાવ અધિક સમય રાખવાથી અને ક્ષમાભાવ લાંબા સમય સુધી ન કરવાથી સમકિત વ્રત જ નષ્ટ થાય છે. અર્થાત્ તેને સમકિત છૂટી જઈને મિથ્યાત્વ આવે છે. તેને બાકીના ત્યાગ નિયમનું પણ કોઈ મહત્વ નથી રહેતું, આરાધના થતી નથી. ગમે તેટલું તપ નિયમ અને સંથારો કરી લ્ય, પરંતુ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે ક્ષમાપના ન કરે, કોઈને પણ શત્ર માને અથવા રંજ રાખે તો ધર્મ અને સમદષ્ટિની ગણતરીમાં પણ તે આવતો નથી તથા સમ્યગુદૃષ્ટિની ગતિને પ્રાપ્ત નથી કરતો, મિથ્યાત્વીની ગતિને પ્રાપ્ત કરે છે. એટલે કોઈપણ વ્યક્તિ પ્રત્યે રંજભાવ લાંબા સમય સુધી ન રાખવો જોઈએ, શીધ્ર ક્ષમાભાવ ધારણ કરી લેવો જોઈએ. - એક દિવસથી અધિક રંજભાવ કષાય રાખે તો સાધુત્વ રહેતું નથી. ૧૫ દિવસથી અધિક રાખે તો શ્રાવકપણું રહેતું નથી અને એક વર્ષથી અધિક રાખે તો સમકિત અથવા ધર્મીપણું પણ રહેતું નથી. પાંચ શ્રમણ સૂત્ર : ભાષાનુવાદ (૧) શયન નિદ્રા પ્રતિક્રમણ પાઠ - હું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. અધિક સૂવું. જ્યારે ઇચ્છા થાય ત્યારે સૂવું અથવા વારંવાર સૂવું. બિછાના ઉપર, સૂવા, ઊઠવા, બેસવામાં, પડખું ફેરવવામાં શરીર સંકોચવામાં, પસારવામાં શું આદિનો સંઘટ્ટો(સ્પશ) થવામાં, નિદ્રામાં બોલવું અને દાંત કચકચાવવામાં, છીંક અને બગાસું ખાવામાં, કોઈનો સ્પર્શ કરવામાં તથા સચિત્ત રજયુક્ત વસ્તુ, ભૂમિનો સ્પર્શ કરવામાં અતિચાર કર્યા હોય, સૂવામાં અથવા સ્વપ્નના કારણે આકુળ વ્યાકુળતા થઈ હોય, સ્વપ્નમાં સ્ત્રી વિષયક કામરાગ, દષ્ટિરાગ, મનોરાગ થયો હોય અને ખાવાપીવાના વિષયમાં અન્યથા ભાવ થયો હોય, આ અતિચારોમાંથી કોઈ અતિચાર દોષ લાગ્યો હોય તો તેના સંબંધી મારું પાપ(દુષ્કૃત્ય) નિષ્ફળ થાઓ. (૨) ભિક્ષાચરી પ્રતિક્રમણ પાઠ - હું ગોચર ચર્યા–ગાયની જેમ અનેક સ્થાનોથી થોડી-થોડી લેવાની ભિક્ષા સંબંધિત અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. ગોચરીમાં આજ્ઞા વિના બંધ બારણા ખોલ્યા હોય; કુતરા, વાછરડા અને સ્ત્રીનો સંઘટ્ટો કર્યો હોય; સજાવીને રાખેલા ભોજનમાંથી ભિક્ષા લીધી હોય, પ્રક્ષેપ આદિ કરીને (અન્યનાં લાભની વચ્ચે આવી જઈને) અથવા પશુ-પક્ષીઓને દેવામાં આવતી વસ્તુની ભિક્ષા લીધી હોય, ભિક્ષાચર આદિ યાચકો અથવા શ્રમણો(સાધુઓ)ને માટે સ્થાપિત ભોજન લીધું હોય, શંકા સહિત આહાર લીધો હોય, વિચાર્યા વગર જલ્દીથી આહાર લીધો હોય, એષણા–પૂછયા કર્યા વગર આહાર લીધો હોય; પ્રાણી, બીજ અને વનસ્પતિ યુક્ત આહાર લીધો હોય, ભિક્ષા દીધાં પછી તેના નિમિત્તથી હાથ ધોવા આદિ આરંભ કરાય તેવી ભિક્ષા લીધી હોય, ભિક્ષા લીધાં પહેલાં તેના નિમિત્તથી આરંભ કરવામાં આવે તેવી ભિક્ષા લીધી હોય, સચિત્ત પાણીથી સ્પર્ધાયેલી વસ્તુ લાવીને આપે તેવી | ભિક્ષા લીધી હોય, સચિત્ત રજથી સ્પર્ધાયેલી વસ્તુને લાવીને આપે તેવી ભિક્ષા લીધી હોય, ભૂમિ ઉપર ઢોળતાં–ઢોળતાં દીધેલી ભિક્ષા લીધી હોય, ખાવા પીવાની વસ્તુમાંથી અયોગ્ય પદાર્થ ફેંકાતા–ફેંકાતા દેવામાં આવતી ભિક્ષા લીધી હોય, વિશિષ્ટ ખાવા લાયક પદાર્થ માંગીને લીધો હોય; ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાના ૪૨ દોષોમાંથી કોઈ દોષયુક્ત આહાર લીધો હોય, ખાધો હોય; દોષ યુક્ત આહાર જાણ્યો હોય, જાણીને પણ તેને પરણ્યો ન હોય, આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યો હોય તો તે મારું દુષ્કૃત્ય નિલ થાઓ. ( મિચ્છામિ દુક્કડ). (૩) સ્વાધ્યાય-પ્રતિલેખન પ્રતિક્રમણ પાઠ – હું પ્રતિક્રમણ કરું છું. ચાર કાળ એટલે દિવસના પહેલા અને છેલ્લા પહોરમાં તથા રાતના પહેલા અને છેલ્લા પહોરમાં સ્વાધ્યાય કરી ન હોય, ઉભયકાલ, બંને વખત-દિવસના પહેલા અને છેલ્લા પહોરમાં, પાત્રા, વસ્ત્ર આદિ ઉપકરણોનું પડિલેહણ કર્યું ન હોય, અથવા અવિધિથી કર્યું હોય, સ્થાન આદિનું પ્રમાર્જન કર્યું ન હોય અથવા અવિધિથી કર્યું હોય; આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર-દોષ લાગ્યો હોય તો તે મારું દુષ્કૃત્ય નિષ્ફલ થાઓ. ( મિચ્છામિ દુક્કડ) (૪) તેત્રીસ બોલ પ્રતિક્રમણ પાઠ - હું(નીચેના તેત્રીસ બોલોનું) પ્રતિક્રમણ કરું છું. જેમ કે- એક પ્રકારના અસંયમનું; રાગથી અને દ્વેષથી બે પ્રકારે બંધનું; મન, વચન, કાયા, આ ત્રણ દંડોનું; માયા, નિયાણું અને મિથ્યાત્વ આ ત્રણ શલ્યનું; રસ, ઋદ્ધિ, શાતા આ ત્રણ ગર્વનું; મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિનું અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આ ત્રણની વિરાધનાનું પ્રતિક્રમણ કરું છું. ચાર કષાય, ચાર સંજ્ઞા, ચાર વિકથા અને ચાર ધ્યાનનું પ્રતિક્રમણ કરું છું. કાયિકી આદિ પાંચ ક્રિયા, શબ્દ આદિ પાંચ કામ ગુણ, અહિંસા આદિ પાંચ મહાવ્રત અને ઈર્ષા સમિતિ આદિ પાંચ સમિતિનું પ્રતિક્રમણ કરું છું. છ કાય અને છ વેશ્યા, ૭(સાત) ભય અને ૮(આઠ) મદનું પ્રતિક્રમણ કરું છું. આવી રીતે નવ બ્રહ્મચર્યની વાડ, દસ યતિધર્મ, ૧૧-શ્રાવક પડિમાં, ૧૨–ભિક્ષુ પડિમા, ૧૩–ક્રિયા સ્થાન, ૧૪-જીવના ભેદ, ૧૫-પરમાધાર્મિક દેવ. ૧૬-સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયન, ૧૭–અસંયમ. ૧૮-અબ્રહ્મચર્ય, ૧૯-જ્ઞાતાસૂત્રના અધ્યયન. ૨૦–અસમાધિ સ્થાન. ૨૧-સબલ દોષ, ૨૨- પરીષહ, ૨૩–સૂયગડાંગસૂત્રના કુલ અધ્યયન. ૨૪-ચાર જાતિના દેવના ભેદ, ૨૫પાંચ મહાવ્રતોની ભાવના, ૨૬-ત્રણ છેદ સૂત્ર (દશા, કષ્પ, વ્યવહાર)ના અધ્યયન, ૨૭–અણગારના ગુણ. ૨૮–આચાર પ્રકલ્પ, ૨૯-પાપ સૂત્ર, ૩૦- મહામોહનીયના બંધ સ્થાન, ૩૧-સિદ્ધોના ગુણ, ૩ર–યોગ સંગ્રહ. ૩૩– આશાતના. આ ઉપરના બોલોમાંથી જાણવા યોગ્ય જાણ્યા ન હોય, આદરવા યોગ્ય આદર્યા ન હોય અને ત્યાગ કરવા યોગ્યનો ત્યાગ ન કર્યો હોય તો તે સંબંધી મારું –તમારું પાપ મિથ્યા થાઓ. (મિચ્છામિ દુક્કડ). નોંધ:- આ તેત્રીસ બોલોનો વિસ્તાર અન્યત્ર સારાંશ માં જુઓ. પાના નં ૨૪૧. Page #194 -------------------------------------------------------------------------- ________________ 193 કથાસાર jain (૫) નિગ્રંથ પ્રવચન શ્રદ્ધાન, નમન, પ્રતિક્રમણ પાઠ (નમો ચઉવીસાએ) – હું ઋષભદેવથી લઈને મહાવીર પ્રભુ સુધીના ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરું છું. આ નિગ્રંથ પ્રવચન જ સત્ય, અનુત્તર, અદ્વિતીય(અજોડ), પ્રતિપૂર્ણ, મોક્ષમાં લઈ જનારું સર્વતઃ શુદ્ધ છે. માયા, નિયાણું અને મિથ્યાદર્શન; આ ત્રણ શલ્યને છેદનારું(નાશ કરવાવાળું) છે. આ સિદ્ધિ, મુક્તિ, નિર્માણ–મોક્ષ,નિર્વાણ-શાંતિનો માર્ગ છે. આ સત્ય, અવિચ્છિન્ન અને સર્વ દુઃખોનો નાશ કરવાનો માર્ગ છે. આ નિગ્રંથ પ્રવચનમાં સ્થિત મનુષ્ય, સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિવૃત્ત થાય છે તથા સર્વ દુઃખોનો અંત કરે છે. પતિ અને રુચિ કરે છે. એને આચરણ અને અનપાલન કરું છે. આ નિગ્રંથ ધર્મ પર શ્રદ્ધા. પ્રતીતિ અને રુચિ કરતાં, એનું પાલન અને અનુપાલન કરતાં, આ નિગ્રંથ ધર્મની આરાધનાને માટે હું તત્પર થાઉ છું, વિરાધનાથી વિરમું છું. હું અસંયમ, અબ્રહ્મચર્ય, અકલ્પ, અજ્ઞાન, અક્રિયા, મિથ્યાત્વ, અબોધિ અને અમાર્ગનો ત્યાગ કરું છું તથા સંયમ, બ્રહ્મચર્ય, કલ્પ, જ્ઞાન, ક્રિયા, સમ્યકત્વ બોધિ અને સન્માર્ગનો સ્વીકાર કરું છું. જે અતિચારોની સ્મૃતિ રહિ, જેની વિસ્મૃતિ થઈ, જેનું પ્રતિક્રમણ કર્યું, જેનુ પ્રતિક્રમણ ન કર્યું, તે સંબંધી સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. હું શ્રમણ છું, સંયત અને વિરત છું. મેં ગયા કાળના પાપોની આલોચના કરી છે અને ભવિષ્યમાં પાપકર્મો ન કરવાના પ્રત્યાખ્યાન કર્યા છે. હું નિયાણાથી મુક્ત, દષ્ટિ સંપન્ન અને કપટ તથા જુહનો ત્યાગ કરનારો છું. અઢીદ્વીપ, બે સમુદ્ર અને પંદર કર્મભૂમિઓમાં હું મુહપત્તિ, રજોહરણ, ગુચ્છો અને પાત્રને ધારણ કરનારા, પાંચ મહાવ્રતને ધારણ કરનારા, અઢાર હજાર શીલાંગ ગુણોને ધારણ કરનારા, અક્ષત આચાર અને ચારિત્ર ધારણ કરનારા જે સાધુ છે, તે બધાને મનની એકાગ્રતાપૂર્વક મસ્તક નમાવીને(હાથ જોડીને)વંદન કરું છું. સામાયિક સૂત્ર ભાષાનુવાદ નમસ્કાર મંત્ર:- અરિહંતોને મારા નમસ્કાર હોજો. સિદ્ધોને મારા નમસ્કાર હોજો. આચાર્યોને મારા નમસ્કાર હોજો. ઉપાધ્યાયોને મારા નમસ્કાર હોજો. લોકમાનાં બધા સાધુઓને મારા નમસ્કાર હોજો. આ પંચ પરમેષ્ટિને કરાયેલા નમસ્કાર બધા પાપોનો નાશ કરનાર છે અને તે બધા મંગલોમાં પ્રથમ મંગલ છે. ગુરુવંદનાનો પાઠ ( તિનુત્તો) :હે ભગવાન! હું આપની જમણી બાજુથી ત્રણ વાર પ્રદક્ષિણા કરું છું, વંદના કરું છું, નમસ્કાર કરું છું, સત્કાર કરું છું, સન્માન આપું છું, ભગવાન આપ કલ્યાણ રૂપ છો, આપ મંગલરૂપ છો, આપ દેવરૂપ છો, આપ જ્ઞાનવંત છો, હે ભગવાન હું આપની સેવામાં બેસું છું અને મસ્તક નમાવીને વંદન કરું છું. વિધિ - ગુરુ મહારાજની તરફ મોઢું રાખીને સીધા ઊભા રહેવું અથવા પૂર્વ તથા ઉત્તર દિશામાં અરિહંત અથવા સિદ્ધ ભગવાનની સ્મૃતિ કરી તેની તરફ મુખ કરી ઊભા રહેવું. પછી તેમની સામે હાથ જોડીને મસ્તકની જમણીથી ડાબી તરફ હાથોને ફેરવતાં ત્રણવાર આવર્તન કરવું, પછી વિનયયુક્ત ઘૂંટણો અને પંજાના બળે બેસીને (સક્કારેમિ થી પવાસામી સુધી બોલીને) ગુણકીર્તન કરવું. પછી મત્યએણે વંદામિ' બોલતી વખતે કમર વાળીને પંચાંગથી નમસ્કાર કરવા. અર્થાત્ બે ઘૂંટણ બે હાથ અને મસ્તક ભૂમિ પર લગાવીને પૂર્ણ વંદના કરવી. ગમનાગમન અતિચાર શુદ્ધિનો પાઠ (ઈરિયાવહી): હે ભગવાન હું ઈર્યાપથિકી વિરાધનાનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. માર્ગમાં ગમનાગમન કરતાં કોઈ પ્રાણીને કચર્યા હોય, કોઈ બીજને કચર્યા હોય, કોઈ લીલી વનસ્પતિને કચડી હોય, ઝાકળ ઓસ, કીડીના દર, ફુગ, પાણી, માટી (સચિત) અને મકડીના જાળાને કચડ્યા હોય અને જે મેં એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય પ્રાણીઓની વિરાધના કરી હોય. જેમ કે– ૧. સન્મુખ આવતા હણ્યા હોય ૨. ધૂળ આદિથી ઢાંક્યા હોય ૩. મસળ્યા હોય ૪. એકઠાં કર્યા હોય પ. સ્પર્શયા હોય ૬. કષ્ટ પહોંચાડ્યું હોય ૭. વધારે કષ્ટ પહોંચાડ્યું હોય ૮. ભયભીત કર્યા હોય ૯. એક સ્થાનેથી બીજા સ્થાને રાખ્યા હોય ૧૦. જીવનથી રહિત કર્યા હોય, તો તેનું પાપ મારા માટે નિષ્ફળ હોજો. (તે કાર્યને માટે હું ખેદ અનુભવું છું. તેવા કાર્યની નીંદા કરું છું.) કાઉસ્સગ્ન કરવાનો પાઠ (તસ્સ ઉત્તરી): હે ભગવાન! તે પાપ યુક્ત આત્માને શ્રેષ્ઠ બનાવવા માટે, પ્રાયશ્ચિત્ત કરવા માટે, વિશુદ્ધ કરવા માટે, શલ્યોથી રહિત કરવા માટે અને પાપોનો નાશ કરવા માટે હું કાઉસ્સગ્ન કરું છું. કાઉસ્સગ્નમાં શ્વાસ લેવો, છોડવો, ઉધરસ આવવી, છીંક આવવી, બગાસું આવવું, ઓડકાર આવવો, વાયુ છૂટવો, ચક્કર આવવા, મૂછ આવવી, થોડા અંગોનું હલવું, થોડો કફ ચાલવો, થોડી આંખ હલાવી આદિનો મારે આગાર છે. એવું થવાથી મારો કાઉસ્સગ્ગ ખંડિત અથવા વિરાધિત થશે નહીં. એના સિવાય જ્યાં સુધી હું "નમો અરિહંતાણં" એમ બોલીને કાઉસ્સગ્ન ન પાળું ત્યાં સુધી મારું શરીર સ્થિર કરીને વચનથી મૌન રહીને અને મનને શુભ ધ્યાનમાં એકાગ્ર કરી પોતાના આ શરીરને વોસિરાવું છું. અર્થાત્ એનું મમત્વ ત્યાગીને કાઉસ્સગ્ન કરું છું. ૨૪ જિન સ્તુતિનો પાઠ (લોગસ્સ): લોકમાં ઉદ્યોત કરનારા, ધર્મ તીર્થની સ્થાપના કરનારા, રાગદ્વેષને જીતનારા, ૪ ઘાતી કર્મોનો નાશ કરનારા, ચોવીસ કેવળજ્ઞાની તીર્થકરોની હું સ્તુતિ કરીશ. 2ષભ, અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ જિનેશ્વરને હું વંદન કરું છું. સુવિધિ(પુષ્પદંત), શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ જિનેશ્વરને હું વંદન કરું છું. કંથ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, અરિષ્ટનેમિ, પારસ, વર્ધમાન જિનેશ્વરને હું વંદન કરું છું. આ પ્રકારે મારા દ્વારા સ્તુતિ કરાયેલ, કર્મ રૂપી રમેલ રહિત તથા જન્મ મરણથી મુક્ત ચોવીસ જિનેશ્વર તીર્થકર ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. Page #195 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 194 જેનું કીર્તન, વંદન અને ભાવપૂજન કર્યું છે, જે લોકમાં ઉત્તમ છે, તે સિદ્ધ ભગવાન ! મને ભાવ આરોગ્ય, શુદ્ધ સમ્યક્ત્વ લાભ અને શ્રેષ્ઠ સમાધિ ભાવ આપો.(તમારા ગુણોનું આલંબન લેતાં મને એ ભાવોની પ્રાપ્તી થાય.) ચંદ્રથી પણ અધિક નિર્મળ, સૂર્યથી પણ અધિક પ્રકાશ કરનારા મહાસમુદ્રની સમાન ગંભીર ભગવાન ! મને મોક્ષની સિદ્ધિ અને મોક્ષમાર્ગ દેખાડનારા છો . સામાયિક વ્રત લેવાનો પાઠ (કરેમિ ભંતે) :– હે ભગવાન ! હું સામાયિક વ્રત ગ્રહણ કરું છું, પાપ કાર્યોનો ત્યાગ કરું બે ઘડી માટે અને તે ઉપરાંત ન પારું ત્યાં સુધી હું આપની સેવામાં બેસું છું. હું પાપકાર્યોને મન, વચન અને કાયાથી કરીશ નહિ અને કરાવીશ નહિ તથા વચન અને કાયાથી અનુમોદના પણ કરીશ નહી.હું પૂર્વકૃત પાપ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થાઉં છું. હૃદયથી તે કાર્યોને ખરાબ સમજું છું. તેની ગર્હા કરું છું, આ રીતે મારા આત્માને પાપ ક્રિયાથી અલગ કરું છું. સિદ્ધ સ્તુતિનો પાઠ (નમોત્થણં) :– અરિહંત ભગવંતોને મારા નમસ્કાર હો. જે ધર્મની આદિ કરનારા છે, ચાર તીર્થની સ્થાપના કરનારા, સ્વયં બોધ પામેલા, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ કમળ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધ હસ્તી સમાન છે, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકનું હિત કરવાવાળા, લોકમાં દીપક સમાન, લોકમાં ઉદ્યોત કરનારા છે. જીવોને અભયદાન દેનારા, જ્ઞાનરૂપી નેત્રને દેનારા, મોક્ષ માર્ગના દાતા, શરણ દેનારા, સંયમ રૂપી જીવનના દેનારા, સમ્યક્ત્વ લાભના દેનારા, ધર્મના દાતા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મના સારથી છે. ચાર ગતિનો અંત કરનારા શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી છે. દ્વીપ સમાન, રક્ષક રૂપ, શરણભૂતને આધાર ભૂત છે. બાધા રહિત શ્રેષ્ઠ કેવળજ્ઞાન, કેવળદર્શનને ધારણ કરવાવાળા, છદ્મસ્થ અવસ્થાથી રહિત, સ્વયં રાગદ્વેષને જીતનારા, અન્યને જીતાડનારા, સ્વયં સંસાર તરેલા, બીજાને તારનારા, સ્વયં બોધ પામેલા અને બીજાને બોધ દેનારા, સર્વ કર્મબંધનથી મુક્ત અને બીજાને મુક્ત કરાવનારા, સર્વજ્ઞ સર્વદર્શી છે. જે કલ્યાણ સ્વરૂપ, સ્થિર, રોગ રહિત, અંત રહિત, ક્ષય રહિત, બાધા રહિત, પુનરાગમન રહિત એવા સિદ્ધ ગતિ નામના સ્થાનને પામી ગયા છે, ભયને જીતી ચૂક્યા છે, તે જિનેશ્વર સિદ્ધ ભગવાનને મારા નમસ્કાર હોજો. તથા આ ગુણોથી યુક્ત જે અરિહંત ભગવાન સિદ્ધ ગતિના ઇચ્છુક છે, એને પણ મારા નમસ્કાર હોજો. સામાયિક પાળવાનો પાઠ (એયસ્સ નવમસ્સ) - આ નવમા સામાયિક વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે, પરંતુ આચરણ કરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે. તેની આલોચના કરું છું. (૧) સામાયિકના સમયે મનમાં અશુભ ચિંતન કર્યું હોય. અયોગ્ય વચન બોલ્યા હોય. (૩) કાયાથી અયોગ્ય કાર્ય કર્યું હોય (૪) સામાયિકને અથવા સામાયિક લેવાના સમયને ભૂલાઈ જવાયું હોય. (૫) સામાયિકને અનવસ્થિત રૂપથી કરી હોય. નિયમોનું બરાબર પાલન ન કર્યું હોય તો તે મારું પાપ નિષ્ફળ થાઓ. સામાયિકને કાયાથી સમ્યક્ સ્પર્શ કર્યો ન હોય, પાલન ન કર્યું હોય, શુદ્ધતાપૂર્વક ન કરી હોય, તેને પૂર્ણ ન કર્યું હોય, કીર્તન કર્યું ન હોય, આરાધના કરી ન હોય, આજ્ઞા અનુસાર પાલન ન કર્યું હોય તો તેનાથી થનારું મારું પાપ નિષ્ફળ થાઓ. સામાયિકના ૩૨ દોષ = -- મનના ૧૦ દોષ ઃ(૧) અવિવેક · સામાયિકમાં આહાર, ભય, મૈથુન, પરિગ્રહનો સંકલ્પ કરવો, વિવેક (ઉપયોગ) રાખ્યા વિના સામાયિક કરવી. (૨) યશકિર્તી = - યશને માટે સામાયિક કરવી. (૩) લાભાર્થે :– ધન, પુત્ર આદિ લાભ માટે સામાયિક કરવી. (૪) ગર્વ :- ઘમંડમાં આવીને સામાયિક કરવી. સામાયિકમાં ગર્વ કરવો. (૫) ભય :- · કોઈના ડરથી અથવા દબાણથી સામાયિક કરવી. (૬) નિદાન :- સામાયિકના ફળથી પરભવમાં ભૌતિક સુખ પ્રાપ્તિનો સંકલ્પ કરવો. (૭) સંશય :– સામાયિકના ફળમાં સંદેહ રાખવો. (૮) રોષ :– સામાયિકમાં ગુસ્સો કરવો, કષાય કરવો. (૯) અવિનય :– સામાયિકમાં દેવ ગુરુનો બરાબર વિનય ન કરવો. (૧૦) અબહુમાન :– સામાયિક પ્રત્યે હૃદયમાં આદરભાવ ન રાખવો. વચનના ૧૦ દોષ ઃ : (૧) કુવચન :– ખરાબ શબ્દો બોલવા, કર્કશ–કલેશકારી ભાષા બોલવી . (૨) સહસાકાર :–(ઓચિંતું .)વગર વિચાર્યું બોલવું. (૩) સ્વછંદ :– સાંસારિક ગીત અથવા અશ્લીલ શબ્દ, સિનેમાનાં ગીત આદિ બોલવા. (૪) સંક્ષેપ :- સામાયિકના પાઠ આદિને સંક્ષેપ કરી બોલવા. (૫) કલહ :– ક્લેશકારી વચન બોલવા, કલહ કરવો. (૬) વિકથા :– દેશકથા, રાજકથા, સ્ત્રીકથા, આહાર કથા કરવી, અથવા એ વિકથાયુક્ત પત્રિકા, સમાચાર પત્ર આદિ વાંચવા. (૭) હાસ્ય :– હાંસી મજાક કરવી, અન્યને હસાવવા. Page #196 -------------------------------------------------------------------------- ________________ jain 195 (૮) અશુદ્ધિ :- સામાયિકના પાઠને અશુદ્ધ બોલવા,ભમરાની જેમ ગણગણાટ કરવો . = ભાષા વર્ગણાનાં પુદગલોની ચૂર્ણિ ફેલાવી બીજાની મનોવર્ગણા તોડવી અથવા સામાયિકમાં અકલ્પનીય ભાષા બોલવી. જેમ કે અવ્રતીને આવો, પધારો, જાઓ આદિ આદર, આદેશ સૂચક શબ્દ બોલવા અથવા સાવધ વચન બોલવા. (૯) નિરપેક્ષ :– મારે સામાયિક છે, એની સાવધાની રાખ્યા વિના બોલવું. = (૧૦) મુણમુણ ઃ– સ્પષ્ટ ઉચ્ચારણ ન કરવા. બીજાને ખલેલ પહોંચાડવી . કાયાના ૧૨ દોષ ઃ– (૧) કુઆસન :– પગ પર પગ રાખીને અથવા પગ ફેલાવીને બેસવું, અર્થાત્ અભિમાન અથવા અવિવેકપૂર્ણ આસનથી બેસવું. (૨) ચલાસન :– આસન સ્થિર ન રાખવું, ખાસ કારણ વિના અહીં તહીં ફરતાં રહેવું. (૩) ચલદષ્ટિ :– જ્ઞાન ધ્યાનમાં એકાગ્ર ન થતાં અહીં—તહીં જોતાં રહેવું. (૪) સાવધ ક્રિયા :– સ્વાધ્યાય, ધર્મધ્યાન, આદિ ધાર્મિક કાર્ય સિવાય અન્ય ગૃહ કાર્ય અથવા સમાજ કાર્ય કરવું. (૫) આલંબન :– ઓઠીંગણ લઈને બેસવું અથવા ઊભા રહેવું. (૬) આકુંચન પ્રસારણ ઃ– વારંવાર હાથપગ આદિને અકારણ લાંબા ટૂંકા કરવા.(૭) આળસ :– આળસ કરવી, સુસ્ત બેસવું. (૮) મોડન :– આંગળી આદિના ટાચકા ફોડવા. (૯) મલ :– શરીરના કોઈ અવયવનો મેલ ઉતારવો. (૧૦) વિમાસણ :– આર્તધ્યાન કરવું, શોકાસનથી બેસવું અથવા સામાયિકમાં જોયા વિના, પૂંજ્યા વિના હાલવું, કથાસાર ચાલવું તથા ખંજવાળવું. -- (૧૧) નિદ્રા :– સામાયિકમાં સૂવું અથવા બેઠા બેઠા નિદ્રા લેવી. (૧૨) વૈયાવચ્ચ :– શરીરની સેવા સુશ્રુષા કરવી અથવા કરાવવી. સામાયિકના ૩૨ દોષની ગાથાઓ :– 6 અવિવેક જસોકિત્તી, લાભત્થી ગવ્વ ભય ણિયાણસ્થિ .—સંસય રોસ અવિણઉ, અબહુમાણએ દોસા ભણિયવ્વા ।૧। કુવયણ સહસાકારો, સછંદ સંખેવ કલ ં ચ .—વિકહા વિહાસોસુદ્ધ, ણિવેક્બો મુણમુણા દોસાદસ ।। કુઆસણું ચલાસણ ચદેિઠ્ઠી, સાવજજકિરિયા લંબણાકુંચણ પસારણું . –આલસ મોડણ મલ વિમાસણું, ણિદ્દા વૈયાવચ્ચ ત્તિ બારસ કાયદોસા ।૩। સામાયિકના વિધિ દોષોનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ. ઇમાનદારીથી બધા દોષોથી રહિત સામાયિક કરવી જોઈએ. સામાયિકમાં કોઈપણ દોષ ન લાગે એવી લગની રાખવી જોઈએ. સામાયિકમાં સમય માત્ર પણ પ્રમાદ ન કરવો જોઈએ. સમાચાર પત્ર અથવા નવલકથા ન વાંચવી જોઈએ. સામાયિકમાં આત્મચિંતન અને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ અથવા ઉપદેશ,ધર્મની વાર્તા સાંભળવી જોઈએ. સામાયિકમાં અધિકતમ મૌન રાખવું જોઈએ. દોષ રહિત સામાયિક કરવાથી જ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. લાખ ખાંડી સોના તણું, લાખ વર્ષ દે દાન.- સામાયિક તુલ્ય આવે નહીં, એમ ભાખ્યું ભગવાન. ૨૪ કલાકમાંથી એક કલાક કાઢીને પ્રતિદિન સામાયિક અવશ્ય કરવી જોઈએ. પ્ર. :– વંદના કરતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ ? જવાબ :– (૧) ઉત્તરાસંગ અથવા રૂમાલ આદિ મોઢા પાસે રાખવો જોઈએ (૨) ઓછામાં ઓછા ત્રણ ચાર હાથ દૂર ઉભા રહીને વંદના કરવી જોઈએ (૩) આંખ અહીં તહીં ન ફેરવતાં ગુરુની સામે એકાગ્ર દૃષ્ટિ રાખવી જોઈએ. (૪) વ્યાખ્યાન આદિ પ્રસંગમાં મૌનપૂર્વક વંદના કરવી જોઈએ (૫) ઊંચા સ્વરથી ન બોલતાં મંદ સ્વરથી બોલી વંદના કરવી જોઈએ. જ્યાં બોલવાથી કોઈના કાર્યમાં બાધા પહોંચે તો મૌનપૂર્વક વંદના કરવી જોઈએ.(૬) આપણાં નખ, પસીનો, ગુરુને ન લાગે એવી રીતે હળવા હાથે ચરણ સ્પર્શ કરવો જોઈએ. જો વચમાં કોઈ બેઠા હોય અથવા અધિક સંખ્યા હોય તો દૂરથી જ વંદના પૂર્ણ કરી લેવી જોઈએ. પ્ર. :– ૧૦ વિરાધના કઈ છે ? જવાબ :– ૧. સન્મુખ આવતાં જીવને કષ્ટ પહોંચાડ્યું હોય ૨. ધૂળ આદિથી ઢાંક્યા હોય ૩. મસળ્યા હોય ૪. એકઠાં કર્યા હોય ૫. સ્પર્ધા હોય ૬. પરિતાપ પહોંચાડયો હોય. ૭. કિલામના પહોંચાડી હોય ૮. ભયભીત કર્યા હોય ૯. એક સ્થાનથી બીજા સ્થાન પર રાખ્યા હોય ૧૦. જીવનથી રહિત કર્યા હોય. પ્ર :- - સામાયિક કરવાથી શું-શું લાભ છે ? જવાબ ઃ (૧) એક મુહૂર્તને માટે હિંસા આદિ ૧૮ અઢારેય પાપ છુટી જાય છે.(૨) સંસારના અનંત પ્રાણીઓને અભયદાન મળે છે. (૩) સાંસારિક જીવનથી વિશ્રાંતિ મળે છે. (૪) શાંતિ અને સમભાવની પ્રાપ્તિ થાય છે. (૫)એક મુહૂર્ત સુધી ધાર્મિક અભ્યાસ, ચિંતન, મનન, શાસ્ત્રશ્રવણ, વાંચન તથા સાધુ-સાધ્વીની સેવાનો ઉપાસનાનો લાભ મળે છે. (૬) જેનાથી આપણી ધાર્મિક રુચિ, વૈરાગ્ય જ્ઞાનની વૃદ્ધિ થાય છે.(૭) કેટલાય પ્રકારના જ્ઞાન વાંચવા અને સાંભળવા મળે છે. (૮) જેનાથી ક્લેશ કષાય છૂટે છે. (૯) ધન, પરિગ્રહની અને વિષય સુખની આસક્તિ છૂટે છે. (૧૦) સામાયિકમાં પાપનું સેવન છૂટી જવાથી ઘણાં નવા કર્મનો બંધ અટકી જાય છે. (૧૧) જ્ઞાન ધ્યાન આદિથી જુના પાપ કર્મનો પણ નાશ થાય છે. (૧૨) જેથી આત્મા હળુકર્મી બને અને નવા—નવા વ્રત લેવાની ભાવના થાય. એટલે દરરોજ ઓછામાં ઓછી એક સામાયિક અવશ્ય કરવી જોઈએ. Page #197 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 196 મુખ વસ્ત્રિકા આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ સંસારમાં કેટલાય લોકો ધર્મ અને મોક્ષને માટે છકાયના જીવોની હિંસા કર્યા કરે છે. પરંતુ એ હિંસા તેમના માટે અહિતકારક હોય છે અને તેમને બોધિ પ્રાપ્તિ દુર્લભ થાય છે. અર્થાત્ કોઈપણ પ્રકારે, કોઈપણ ઉદ્દેશ્યથી કરવામાં આવેલ હિંસા અહિતકારક તો હોય છે પરંતુ ધર્મ અને મોક્ષ થાય તેવી બુદ્ધિથી જે હિંસાની પ્રવૃત્તિઓની વૃદ્ધિ કરે તો ભવિષ્યમાં તેમને માટે ધર્મની પ્રાપ્તિ થવી પણ દુર્લભ બને છે. આવું કથન અનેક વખત અલગ-અલગ પ્રસંગોમાં આચારાંગ સૂત્રના એક જ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. મુખ વસ્ત્રિકાને બાંધવી અને હાથમાં રાખવી આ વિષયમાં આગમ આશય શું છે તથા પ્રાચીન પદ્ધતિ કઈ હતી? (૧) ઉઘાડા મોએ બોલવું, મુખવસ્ત્રિકાથી મુખને ઢાંક્યા વિના બોલવું, એ સાવદ્ય ભાષા છે. આ પ્રકારે બોલવું કોઈપણ સાધુ સાધ્વીને કહ્યું નહીં. આ તત્ત્વમાં મંદિર માર્ગીઓ તથા સ્થાનકવાસીઓ એક મત છે. (૨) મુખવસ્ત્રિકા એ સાધુનું આવશ્યક ઉપકરણ છે, જેનું પ્રયોજન જીવ રક્ષા કરવાનું મુખ્યપણે છે અને મુનિપણાનું પણ આ આવશ્યક અંગ ગણાય છે. અચેલ વસ્ત્ર રહિત રહેનારા સાધુઓને માટે પણ મુખવસ્ત્રિકા અને રજોહરણ આવશ્યક માનવામાં આવ્યા છે. મુખવસ્ત્રિકા બાંધનારા સાધુઓની મુખવસ્ત્રિકા મુનિલિંગના રૂપમાં સ્પષ્ટ ઉપયોગમાં આવે છે અને મુનિલિંગ રૂપમાં દેખાય પણ છે શ્રાવકોને પણ એ જયારે બાંધેલી હોય છે ત્યારે પોતે સંવર–ધર્મક્રિયામાં છે તેની પ્રતિતી રહે છે. પરંતુ મુખ પર ન બાંધીને હાથમાં રાખવાથી એ રૂમાલ જેવી લાગે છે અથવા ચોલપટ્ટકમાં લટકાવી દેવાથી તો ઘણીવાર તે દેખાતી પણ નથી અને ઘણી વખત સાધુઓને તે શોધવા જાય તોય ક્યાંય પોતાની મુહપત્તિ જડતી નથી, જે સ્પષ્ટપણે સાધુપણાની ઉપેક્ષાનું કર્તવ્ય છે જે મુખવસ્ત્રિકા મો પર ન બાંધવાથી થાય છે. (૩) જીવરક્ષાનો તથા ઉઘાડા મોઢે નહીં બોલવાનો જે ભગવતી સૂત્રનો સર્વમાન્ય એક મત સિદ્ધાંત છે, તેનું પાલન પણ મુખવસ્ત્રિકાને હાથમાં રાખીને થતું નથી. પ્રમાણ માટે આ એક સત્ય વાત છે કે આજે લગભગ ૬૦૦૦ સાધુ સાધ્વી એવા છે, જે મુખ પર મુહપત્તિ બાંધવાના બદલે હાથમાં રાખે છે અને તેમાંથી કદાચ એક પણ સાધુ કે સાધ્વી એવા નહી હોય જેમણે પોતાના પૂરા દીક્ષાકાળમાં ક્યારે ખુલ્લા મ્હોંએ વાત ન કરી હોય અને આમ ભગવતીના એ સર્વમાન્ય સિદ્ધાંતનું ઉલ્લંઘન ન કર્યું હોય. બસ આ જ પરિણામ પુરવાર કરે છે કે મુખવસ્ત્રિકા મ્હોં પર બાંધવાથી જ સિદ્ધાંતની સાચી રક્ષા સંભવી શકે. એટલે મુખવસ્ત્રિકા ને મ્હો પર બાંધવી એ આગમ સંમત તથા આગમ આજ્ઞાપોષક પદ્ધતિ છે અને હાથમાં રાખવી એ આગમ આજ્ઞા વિરુદ્ધ પ્રવૃત્તિ છે, આ ઉક્ત પરિણામથી સ્વતઃ સિદ્ધ થાય છે. જો દોરાનો ઉપયોગ ન કરવો હોય તો પુજા વખતે જેમ રુમાલ બાંધવામાં આવે છે તેમ રુમાલ બાંધીને બોલવું જોઈએ કે હાથમાંની મુહપતિ આડી ધરીને બોલવું જોઈએ પણ ઉગાડે મોઢેતો નહિંજ. આજે પણ સેંકડો સાધુ અને કેટલાય આચાર્યો “ઉઘાડા હો એ ન બોલવું એ વાત સ્વીકારે છે અને તેનું પાલન નથી થઈ શકતું તેમ સ્વીકારે પણ છે. વિષય છે ખુલ્લા મોઢે ન બોલવાનો, જેને પ્રાચીન મંદિર માર્ગે આચાર્યોએ અનેક ગ્રંથોમાં સ્વીકારેલ છે અને આજે પણ પ્રત્યક્ષ સેંકડો સાધુ સ્વીકારે છે. (૪) મુખવસ્ત્રિકા બાંધવાથી સંમૂર્ણિમ જીવોની હિંસાનું કથન પણ અસંગત છે. કેમ કે મુહપત્તિ બાંધવાથી આગમ સિદ્ધાંતનું પાલન પણ થાય છે આ છે અને સંમર્ણિમ જીવ પણ ઉત્પન્ન થતા નથી. કેમ કે તે મહપત્તિ હંમેશાં મોઢા પર બાંધેલી જ રહે છે. શરીરની ઉષ્માથી જો ચાદર–ચોલપટ્ટામાં પરસેવાનાં પણ સંમૂર્છાિમ જીવ ઉત્પન્ન ન થાય તો, તેજ પ્રમાણે શરીરની ઉષ્માને કારણે મુહપત્તિમાં પણ થુંક વગેરેના સંમૂર્છાિમ જીવ ઉત્પન્ન ન થાય તેમ માનવું આવશ્યક છે. પરંતુ મુહપત્તિ દિવસ ભર હાથમાં રાખવામાં સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થવાનો ભય પણ નિરર્થક જ રહ્યો અને ઉઘાડા મુખે બોલ્યા કરવામાં જિનાજ્ઞાનો ભંગ થયો. વારંવાર હાથને ઊંચા-નીચા કરવામાં હાથ હલાવવાની વ્યર્થ અજતના વધી અને ઉઘાડા મોઢે ન બોલવાની જતના પણ પૂરી ન થઈ! (૫) આનું મુખવસ્ત્રિકા કે મુહપત્તિ એ નામ જ સ્પષ્ટ રૂપે જણાવે છે કે તે મુખ પર રાખવાનું વસ્ત્ર છે. (૬) વાસ્તવમાં મુખવસ્ત્રિકા હાથમાં રાખવી કે મોઢા પર બાંધવી એવો સ્પષ્ટ ઉલ્લેખ કોઈપણ આગમમાં નથી, તેમ છતાં આ લિંગના ઉપકરણના ઉપયોગની પ્રાચીન પદ્ધતિ મોઢા પર બાંધવાની હતી એ પ્રાચીન પ્રમાણોથી સિદ્ધ છે અને શાસ્ત્રાજ્ઞા પાલનના પરિણામથી પણ સિદ્ધ છે. શાસ્ત્રાજ્ઞા પાલનના પરિણામની સિદ્ધ થયેલ બાબતો ઉપર કહેવાઈ ગઈ છે. હવે પ્રાચીન પ્રમાણોથી સિદ્ધ થયેલ વાત આ પ્રકારે છે(૧) આવશ્યક સૂત્ર ઉપર હરિભદ્રસૂરિની ૨૨ હજાર શ્લોક પ્રમાણ ટીકા છે, તેમાં લખ્યું છે કે લિંગ વાતે મૃત સાધુના મુખ પર નવી મુહપત્તિ બાંધવી. પાઠક વિચારે કે મરેલા સાધુ તો બોલી શકવાના નથી, ન તો મો ખોલી શકવાના કે ન તો શ્વાસ લઈ શકવાના, તો પણ મુખવસ્ત્રિકા બાંધવાનું ધુરંધર આચાર્ય હરિભદ્રસૂરિએ લખ્યું છે. (૨) યોગ શાસ્ત્ર પૃ. ૨૬૦માં લખ્યું છે કે મુખની ઉષ્ણ હવાથી વાઉકાયના જીવોની વિરાધના થાય છે માટે તેની રક્ષા કરવાના હેતુથી મુહપત્તિ છે. આવું મહાન આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના રચેલ ગ્રંથમાં જણાવ્યું છે. | (૩) એશિયાટીક સોસાયટી કલકત્તાના પ્રમુખ મિસ્ટર હર્નલ સાહેબ ઉપાસકદશા સૂત્રની અંગ્રેજી ટીકા કરતા, ગૌતમસ્વામીની મુખવસ્ત્રિકાના વર્ણન ઉપર એમ લખે છે કે–એક નાનો કપડાનો ટુકડો મોઢા પર ટીંગાડાતો હતો જેથી કોઈ સચેત જીવ મોમા પ્રવેશી ન શકે, તેની રક્ષાને માટે. (૪) દેવસૂરીજી પોતાના સમાચારી પ્રકરણ ગ્રંથમાં લખે છે કે (મુખવસ્ત્રિકા પ્રતિલેખ્ય મુખે બધ્ધા પ્રતિલેખયંતિ રજોહરણું.) અર્થ– મુખવસ્ત્રિકાની પ્રતિલેખના કરીને તે ફરી મુખ પર બાંધીને પછી રજોહરણની પ્રતિલેખના કરે. Page #198 -------------------------------------------------------------------------- ________________ 197 jain કથાસાર (૫) વિજયસેનસૂરિ પોતાની ‘હિત શિક્ષા' પૃ.૩૮માં લખે છે કે– મુહપત્તિ મોઢા પર બાંધવી જોઈએ, બાકી તો બધા વિવિધ દૂષિત પ્રકારો છે, જેમાં કોઈ પુણ્ય અર્થાત્ ધર્મ નથી. (૬) આચાર્ય શ્રી લબ્ધિવિજયજી હરીબલ મચ્છી કે રાસ' પૃ. ૭૩ માં લખે છે કે- સાધુ જન મુખ મુહપત્તિ, બાંધી કહે જિન ધર્મ – અહીં પણ મોઢા પર મુહપત્તિ બાંધીને જિન ધર્મ-જિનોપદેશ કરવાનું કથન છે. (૭) “સાધવિધિ પ્રકાશમાં કહ્યું છે–સાધ પ્રતિલેખના કરતી સમયે મહપત્તિ બાંધી લે. (૮) પ્રભસૂરિકૃત યતિદિનચર્યા સટીક'માં કહ્યું છે કે સાધુ શૌચાદિ જાય ત્યારે પણ મુહપત્તિ બાંધી લે. (૯) હેમચંદ્રાચાર્ય કૃત યોગ શાસ્ત્રની કૃતિમાં કહ્યું છે કે ભણતી વખતે અને પ્રશ્ન વગેરે પૂછતી વખતે મુહપત્તિ બાંધીને પ્રશ્ન પૂછે અથવા ભણાવે. (૧૦) શતપદી' ગ્રંથમાં કહ્યું છે કે ઉપદેશ દેતી વખતે પણ સાધુઓએ મુહપત્તિ બાંધવી. (૧૧) “આચાર દિનકર' ગ્રંથમાં લખેલું છે કે મકાનનું પ્રમાર્જન કરતી વખતે અને વાંચન આદિ કાર્યોમાં પણ મોં પર મુહપત્તિ બાંધે. (૧૨) બૃહત્કલ્પ ભાષ્યમાં કહ્યું છે કે ગણધર મહારાજ પણ વ્યાખ્યાન વાંચતી વખતે મુહપત્તિ બાંધતા હતા. (૧૩) નિશીથ ચૂર્ણિમાં લખ્યું છે કે કોઈની સાથે વાર્તાલાપ કરતી વખતે સાધુએ મુહપત્તિ બાંધી લેવી જોઈએ. (૧૪) પ્રતિક્રમણ કરતી વખતે મુહપત્તિ બાંધવાનું તો કેટલાય આચાર્યોએ પ્રતિક્રમણના વિવિધ ગ્રંથોના પ્રારંભમાં જ લખ્યું છે. (૧૫) પ્રવચન સારોદ્વાર' ગ્રંથમાં લખ્યું છે કે મુહપત્તિ સંપાતિમ જીવોની રક્ષાને માટે છે. (સંપાતિમ જીવોની રક્ષા મુખ પર બાંધવાથી જ થાય.) (૧૬) બુદ્ધિ વિજયજીએ પોતાના વૃદ્ધ સંતોને પ્રશ્ન કર્યો કે ઘડીએ ઘડીએ આમ મુખ પર મુહપત્તિ કેમ બાંધો છો? ત્યારે વૃદ્ધ સંતોએ જવાબ આપ્યો કે શાસ્ત્રોમાં મુહપત્તિ બાંધવાનું કહ્યું છે અને પરંપરાથી બાંધતા આવ્યા છીએ, એમ આપણે પણ આમ વારંવાર બાંધી લઈએ છીએ. (૧૭) શિવપુરાણ અધ્યાય ૨૧માં જૈન સાધુનો પરિચય આ પ્રમાણે આપ્યો છે– હસ્તે પાત્ર દધાનાશ્વ, તુડે(મુખે) વસ્ત્રસ્ય ધારકો .- મલિનાચેવ વાસાંસિ, ધારયંતિ અલ્પ ભાષિણઃ | અહીં મુખ પર વસ્ત્ર ધારણ કરવાવાળા અર્થાત્ બાંધવાવાળાને જૈન સાધુ કહેલ છે. અર્થાત્ શિવપુરાણ રચનારાને પોતાના સમયમાં આવા મુખવસ્ત્રિકા બાંધનારા સાધુઓ દષ્ટિગોચર થયા હશે. (૧૮) પિંડનિર્યકતિ ગાથા ૨૮ માં મુખવસ્ત્રિકાને તથા રજોહરણને એવા ઉપકરણ તરીકે વર્ણવ્યા છે કે જેમને જરા વાર પણ વિરામ અપાતો નથી, સાધુને વધારે સમય મૌન ધારણ કરવાની સલાહ આપનાર આગમોનો આમ કહેવા પાછળનો હેતુ સ્પષ્ટ છે કે તે હંમેશા મુખ પર હોવી જોઈએ. ધોવણ પાણીની પ્રાપ્તી માટે ક્ષેત્ર અને કાળ પ્રતિકુળ લાગતું હોય કદાચ પણ તેથી પણ સુક્ષ્મ વાયુકાયની દયા પાળવા માટે કોઈ અડચણ નથી . કેટલાક શ્રાવકોની પાસે તો મુખવસ્ત્રિકા હોતી પણ નથી . મુખવસ્ત્રિકાને સ્થાનકવાસીન ચિત સમજવાને બદલે જૈનોન ચિત સમજવું જોઈએ. અને જતનાં તત્વનાં પારખ બનવું જોઈએ. (૧) મુખવસ્ત્રિકા જૈનનું ચિહ્ન છે (૨) સૂત્ર પર, પુસ્તક પર, પાસેની વ્યકતિ પર ઘૂંક ઉડવાથી રક્ષા કરે છે. (૩) વાયુકાય તથા ત્રસ–સંપાતિમ જીવોની રક્ષા કરવાવાળી છે. આ સિવાય શ્રાવકાચારમાં મુનિ દર્શન કરવાના પાંચ નિયમ(અભિગમ) શાસ્ત્રમાં ઘણી જગ્યાએ બતાવ્યા છે, તેમાં પણ મુનિઓની સેવામાં ઉપસ્થિત રહેતી વખતે શ્રાવકે ઉઘાડા મુખે રહેવાની મનાઈ કરી છે. અર્થાત્ મોઢા પર કપડું લગાડીને જ મુનિની સીમામાં પ્રવેશ કરવાનું જણાવ્યું છે. ગુરુજનો ઉઘાડા મુખે બોલનારને ઉતર આપવાની મનાઈ ફરમાવે તોજ શ્રાવકો શીખશે. મોટા-મોટા શેઠ, સેનાપતિ, રાજા વગેરે જે કોઈ પણ શ્રાવક હોય તેઓ શાસ્ત્રાજ્ઞાનું પાલન કરતા તથા વસ્ત્ર લગાડીને જ મુનિની સેવામાં પ્રવેશ કરતા હતા. - તેથી એક ગુણ તો સ્પષ્ટ થાય છે જ કે મુહપત્તિ બાંધવાથી, પાસે ઉભેલા શ્રમણોની સાથે વાતચીત કરતી વખતે પોતાનું ઘૂંક તેમના પર ઉડે નહીં. ઉઘાડા મોએ બોલવાથી જિનાજ્ઞાની મર્યાદાનો લોપ થાય છે અને મુખમાંથી ઘૂંક ઉછળીને કેટલીકવાર બીજા પર ઉડે છે ! જેથી આશાતના થાય છે. મંદિરમાર્ગી મૂર્તિની આશાતનાથી બચવા મોઢા પર વસ્ત્ર બાંધી મૌનપૂર્વક જ પૂજા કરે છે પરંતુ શાસ્ત્રાન્ના ભંગ કરીને પણ ગુરુઓની સામે આવે ત્યારે મોંએ વસ્ત્ર બાંધતા શરમનો અનુભવ કરે છે અને કેટલાક સ્થાનકવાસી લોકો પણ આળસને કારણે મુહપત્તિ બાંધતા નથી તે પણ ઠીક નથી. પોતાના નિયમો અને વિધિ વિધાનોનું દરેક ક્ષેત્રમાં ધ્યાન રાખવું જ જોઈએ. પરિશિષ્ટ : અધ્યયન-૨:–બ્રહ્મચર્યની જાણો શુદ્ધિ, ઉપનિયમોમાં જેની બુદ્ધિ (૧) દૂધ, ઘી, મીઠાઈ, માવા-મલાઈ, માખણ આદિ પૌષ્ટિક પદાર્થોનું સેવન ન કરવું, બદામ-પિસ્તા આદિ મેવાના પદાર્થોનો પણ ત્યાગ કરવો. (૨) આ પદાર્થોની ક્યારેક જરૂર હોય તો અલ્પ માત્રાનું ધ્યાન રાખવું અને નિરંતર અનેક દિવસ સુધી સેવન ન કરવું. (૩) મહિનામાં ઓછામાં ઓછા ચાર દિવસ આયંબિલ અથવા ઉપવાસ આદિ તપસ્યા અવશ્ય કરવી. (૪) હંમેશાં ઊણોદરી કરવી અર્થાત્ કોઈપણ સમયે પૂર્ણ ભોજન ન કરવું.(પેટ ભરી જમવું નહિ). તેમજ સાંજના સમયે ભોજન ન કરવું અથવા અતિ અલ્પ માત્રામાં આહાર લેવો. (૫) સ્વાથ્ય અનુકૂળ હોય તો એકવારથી વધુ ભોજન ન કરવું અથવા યથા સંભવ ઓછી વખત ખાવું. તેમજ એકવારના ભોજનમાં પણ ખાદ્ય પદાર્થોની સંખ્યા બહુ ઓછી રાખવી. (૬) ભોજનમાં મરચાં-મસાલાની માત્રા અતિ અલ્પ રાખવી, અથાણા આદિનું સેવન ન કરવું. તેમજ તળેલા ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું. ચૂર્ણ અથવા ખાટા પદાર્થોનું સેવન ન કરવું. Page #199 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 198 (૭) રાસાયણિક ઔષધિઓનું કે ઉષ્મા(ગરમી/શક્તિ) વર્ધક ઔષધિનું સેવન ન કરવું. બને ત્યાં સુધી ઔષધનું સેવન પણ ન કરવું. (૮) મહિનામાં ઓછામાં ઓછા ૧૫ દિવસ રૂક્ષ અથવા સામાન્ય આહાર કરવો અર્થાત્ ધાર વિનયનો(ઘી, દૂધ, દહીં આદિ) ત્યાગ કરવો. (૯) સ્ત્રીનો નજીકથી સંપર્ક અથવા તેના મુખ, હાથ, પગ, તેમજ વસ્ત્રાભૂષણ આદિને જોવાની પ્રવૃતિ ન કરવી. (૧૦) દિવસે સૂવું નહિ. તેમજ ભોજન બાદ તરત જ સંકુચિત પેટ રાખી બેસવું કે સૂવું નહિ. (૧૧) ભિક્ષુએ વિહાર અથવા ભિક્ષાચારી આદિ શ્રમ કાર્ય અવશ્ય કરવું અથવા તપશ્ચર્યા કે ઉભા રહેવાની પ્રવૃતિ રાખવી. (૧૨) ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર, સૂયગડાંગ સૂત્ર, તેમજ દશવૈકાલિક સૂત્રનો સ્વાધ્યાય તેમજ વાચના, અનુપ્રેક્ષા આદિ કરતાં રહેવું. તથા નિયમિત ભક્તામર સ્તોત્ર અથવા પ્રભુ ભક્તિ કરવી. (૧૩) સૂતા સમયે અને ઊઠતા સમયે કંઈક આત્મહિત વિચાર અવશ્ય કરવા. (૧૪) ક્રોધનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે મૌન રહેવું, આવેશયુક્ત બોલવાની પ્રવૃત્તિનો ત્યાગ કરવો. (૧૫) યથા સમયે સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ અવશ્ય કરવા. આ સાવધાનીઓ રાખવી એ ગચ્છગત અને એકલ વિહારી બધાં જ તરુણ ભિક્ષુઓ માટે અત્યન્ત હિતકર છે. આ સાવધાનીઓથી યુક્ત જીવન બનાવવાથી વિકાર ઉત્પન્ન થવાની સંભાવના પ્રાયઃ રહેતી નથી. પરિશિષ્ટ, અધ્યયન-૩:-સાધુ જીવનમાં દત્તમંજન સંયમ પાલન કરવા માટે શરીરનું નિરોગી હોવું નિતાના આવશ્યક છે કારણ કે સંયમ જીવનમાં શરીરનું રોગગ્રસ્ત હોવું છિદ્રોવાળી નાવ દ્વારા સમુદ્ર પાર કરવા સમાન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩માં અધ્યયનમાં શરીરને ‘નાવ’ કહેલ છે અને જીવને ‘નાવિક કહેલ છે. છિદ્રો રહિત નૌકાને સંસાર સમુદ્ર પાર કરવા માટે યોગ્ય કહેલ છે. શરીરરૂપી નૌકા સછિદ્ર હોવાનું તાત્પર્ય છે – તેનું રોગગ્રસ્ત હોવું! મંજન કરવું એ સ્વસ્થ રહેવાનું પ્રમુખ અંગ માનવામાં આવે છે. કહ્યું પણ છે કે 'આંખમાં અંજન, દાંતમાં મંજન, નિત કર નિત કર. પ્રસ્તુત સૂત્રના ત્રીજા અધ્યયનમાં મંજન કરવું, દાંત ધોવા સાધુ માટે અનાચરણીય કહેલ છે. અન્યત્ર પણ અનેક આગમોમાં મંજન ન કરવાને સંયમના મહત્ત્વશીલ નિયમરૂપે સૂચિત કરવામાં આવેલ છે. યથા– જે હેતુથી સાધકે નગ્ન ભાવ યાવત્ અદંત ધાવન(દાંત સાફ ન કરવાની પ્રતિજ્ઞા)નો સ્વીકાર કરેલ હતો તે હેતુ ને પૂર્ણ સિદ્ધ કરી મોક્ષ પ્રા વર્તમાન કાળની ખાવા-પીવાની પદ્ધતિ તેમજ અશુદ્ધ ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધિના કારણે દાંતના રોગો, જેમ કે પાયોરિયા આદિની બીમારીઓ જલ્દી થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં સ્વાથ્યની સુરક્ષાના હેતુથી ઘણા સંત- સતીજીઓએ દંત મંજનને આવશ્યક સમજી લીધેલ છે. આવી સમજ અને આચરણ પાછળ આગમ નિષ્ઠા તેમજ આચાર નિષ્ઠાના પરિણામોની શિથિલતાની સાથે સાથે શુદ્ધ વિવેકપૂર્ણ જ્ઞાનની અનભિજ્ઞતા પણ છે જ. તેનું કારણ એ છે કે જેને આગમોમાં આવતા સાધ્વાચારના નિયમો સાધારણ છવસ્થો દ્વારા સૂચિત નથી પરંતુ તે સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતોના અનુભવજ્ઞાન તેમજ કેવળજ્ઞાનના પ્રભાવથી યુક્ત છે. તેના પર શુદ્ધ શ્રદ્ધા અને ઊંડા ચિંતનની આવશ્યકતા છે. ચિંતન તેમજ અનુભવ કરવાથી ખ્યાલ આવે છે કે આ અવ્યવહારિક જેવા લાગતા આગમ વિધાન પણ મહાન વૈજ્ઞાનિક છે, તેના મૂળમાં શરીર સ્વાથ્ય તેમજ સંયમ સ્વાથ્ય બંનેનો હેતુ રહેલ છે. સાધુને સદા ભૂખથી ઓછું ખાવારૂપી ઉણોદરી તપ કરવું આવશ્યક છે. મંજન ન કરવા છતાં પણ દાંતોને સ્વસ્થ રાખવા માટે ઓછું ખાવું, તેમજ ક્યારેક-ક્યારેક ઉપવાસ આદિ તપ કરવું આવશ્યક છે. બ્રહ્મચર્ય પાલન માટે તેમજ ઇન્દ્રિય નિગ્રહ માટે પણ ઓછું ખાવું અને ક્યારેક-ક્યારેક ઉપવાસ આદિ કરવા આવશ્યક છે. બ્રહ્મચર્યની શુદ્ધિ જ સંયમની શુદ્ધિ છે. દિવસમાં એક જ વાર ખાવું કે દિવસભર ન ખાવું તે સંયમ તેમજ શરીર તથા દાંતો માટે અતિ આવશ્યક છે. પાચન શક્તિ તેમજ લીવરની સ્વસ્થતા માટે પણ અલ્પ–ભોજન આવશ્યક છે. આ પ્રકારે અલ્પ ભોજન, મંજનત્યાગ, બ્રહ્મચર્ય, સંયમ, સ્વાથ્ય આદિ એક બીજા સાથે સંલગ્ન (જોડાયેલા) છે. રોક-ટોક વગર ખાતા રહેવું તેમજ કેવળ દાંત શુદ્ધિ માટે મંજન કરી લેવું અપૂર્ણ વિવેક છે. એવું કરવાથી પાચન શક્તિ(લીવર)ની ખરાબી અને બ્રહ્મચર્યની વિકૃતિ અટકવી શકય નથી. તેથી ભિક્ષુએ મંજન કર્યા વિના પણ દાંત નિરોગી રહે તેટલો જ આહાર કરવો, તેને પોતાનું પ્રમુખ કર્તવ્ય સમજવું જોઈએ. આજના વૈજ્ઞાનિકો પણ મંજન કર્યા વગર ખાવાને સ્વાથ્ય માટે ઉપયોગી માને છે. સપ્તાહમાં એક ઉપવાસ કરી લેવાથી દાંતોની અત્યાધિક સફાઈ સ્વતઃ થઈ જાય છે. ભોજન કર્યા બાદ પાત્ર ધોઈને પાણી પીવાનો આચાર પણ વૈજ્ઞાનિક છે, એવું કરવાથી દાંત સ્વતઃ પાણીથી ધોવાઈ જાય છે અને ઘૂંકવા–ફેંકવાની પ્રવૃતિ સાધુ જીવનમાં વધતી નથી. દંત રોગની આશંકાથી શંકાશીલ ભિક્ષુઓએ મંજન કરવાની અપેક્ષાએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. (૧) ઓછું ખાવું, ઓછી વાર ખાવું અને ઓછી વસ્તુ ખાવી. મન કહે તે ન ખાવું, શરીર માંગે તે ખાવું. | (૨) ખાધા પછી તરત કે થોડા સમય પછી દાંતોમાં પાણીને હલાવતા રહી એક—બે ઘૂંટ પાણી ગળવું જોઈએ. જ્યારે પણ પાણી પીવામાં આવે ત્યારે અંતમાં પાણીને દાંતોમાં હલાવીને ગળવું જોઈએ. (૩) મહિનામાં ૨ અથવા ૪ ઉપવાસ આદિ અવશ્ય કરવા જોઈએ. આહારની અરુચિ હોય કે વાયુનિસર્ગ દુર્ગધયુક્ત હોય તો ભોજન છોડી દેવું જોઈએ. ઝાડા-ઉલ્ટી હોય તો ભોજન છોડી દેવું જોઈએ. આ પ્રકારે શ્રદ્ધા અને વિવેક રાખવામાં આવે તો અદંત ઘાવન (મંજન નહીં કરવાના) નિયમનું પાલન કરતા હોવા છતાં પણ સ્વસ્થ રહી શકાય છે. આવું કરવાથી જ સર્વજ્ઞોની આજ્ઞાની શ્રદ્ધા તેમજ આરાધના શુદ્ધ થઈ શકે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ jain કથાસાર સ્નાન નહિ કરવા આદિ નિયમોમાં પણ અહિંસા, બ્રહ્મચર્ય, ઇન્દ્રિયનિગ્રહ, આત્મલક્ષ્ય અને શરીર અલક્ષ્ય આદિ હેતુ છે. સાથે જ અલ્પવસ્ત્ર, ઢીલા વસ્ત્ર પહેરવાનો પણ તેની સાથે સંબંધ છે. વિહાર યાત્રા, પરિશ્રમી તેમજ સ્વાવલંબી જીવન, અપ્રમત્ત ચર્ચા વગેરે પણ તેમાં સંબંધિત છે. સંયમના અન્ય આવશ્યક નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો અસ્નાન તેમજ અદંત ઘાવન નિયમ શરીરના સ્વસ્થ રહેવામાં જરા પણ બાધક બની શકે નહીં. 199 તાત્પર્ય એ જ છે કે શરીર પરિચર્યાના નિષેધ કરનારા આગમના નિયમોનું પાલન કરવું હોય તો ખાન-પાન તેમજ જીવનવ્યવહારના આગમ વિધાનોનું અને વ્યવહારિક વિવેકોનું પાલન કરવું પણ અતિ આવશ્યક સમજવું જોઈએ. ત્યારે જ શરીર—સ્વાસ્થ્ય તેમજ સંયમ–શુદ્ધિ તથા ચિત્ત-સમાધિ કાયમ રહી શકે છે. સાથે જ પોતાની ક્ષમતાનો ખ્યાલ રાખવાથી સુંદર આરાધના થઈ શકે છે. પરિશિષ્ટ : અધ્યયન-૪ અને ૬ :–રાત્રિ ભોજન રાત્રિભોજન કરવાથી પ્રાણાતિપાત આદિ મૂળગુણોની વિરાધના થાય છે અને છઠ્ઠું રાત્રિભોજન વિરમણ વ્રત પણ મૂળગુણ છે, તેનો ભંગ થાય છે. રાત્રે કુંથવા આદિ સૂક્ષ્મ પ્રાણી તથા ફૂલણ આદિનું દેખાવું અશક્ય હોય છે. રાત્રે આહારની ગવેષણા કરવામાં એષણા સમિતિનું પાલન પણ નથી થતું. ચૂર્ણિકારે કહ્યું છે— “જે પ્રત્યક્ષ જ્ઞાની હોય છે, તે આહારાદિને વિશુદ્ધ જાણવા છતાં પણ રાત્રે નથી ખાતા, કારણ કે મૂળગુણનો ભંગ થાય છે. તીર્થંકર, ગણધર અને આચાર્યો દ્વારા આ રાત્રિભોજન અનાસેવિત છે, તેનાથી છઠ્ઠા મૂળગુણની વિરાધના થાય છે, અતઃ રાત્રિભોજન ન કરવું જોઈએ.’” (૧) દશવૈકાલિકસૂત્ર અધ્યયન–૩માં રાત્રિ ભોજનને અનાચરણીય કહેલ છે. (૨) દશવૈકાલિક અધ્યયન–૬માં રાત્રિભોજન કરવાથી નિગ્રંથ અવસ્થામાંથી ભ્રષ્ટ થવાનું કહેલ છે તથા રાત્રિભોજનના દોષોનું કથન પણ કરેલ છે. (૩) દશવૈકાલિક અધ્યયન–૪માં પાંચ મહાવ્રત સાથે રાત્રિભોજન વિરમણને છઠ્ઠું વ્રત કહેલ છે. (૪) દશવૈકાલિક અધ્યયન–૮માં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી અર્થાત્ રાત્રે આહારની મનથી પણ ઇચ્છા કરવાનો નિષેધ છે. (૫) ઉત્તરાધ્યયન અધ્યયન-૧૯, ગાથા-૩૧માં – સંયમની દુષ્કરતાના વર્ણનમાં ચારેય પ્રકારના આહારનું રાત્રિએ વર્જન કરવું અતિ દુષ્કર કહેલ છે. (૬) બૃહત્કલ્પ ઉદ્દેશક–૧માં રાત્રે કે વિકાલ(સંધ્યા)ના સમયે ચારેય પ્રકારના આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. (૭) બૃહત્કલ્પ ઉદ્દેશક—પમાં કહેવામાં આવેલ છે કે આહાર કરતી વખતે ખ્યાલ આવી જાય કે સૂર્યોદય થયો નથી કે સૂર્યાસ્ત થઈ ગયેલ છે તો મોઢામાં રહેલ આહાર પણ કાઢીને પરઠી દેવો જોઈએ અને ત્યાં તેને ખાવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે તથા રાત્રે આહાર–પાણી યુક્ત ' 'ઓડકાર' આવી જાય તો પણ તેને ગળી જવાનું (ગળામાં ઉતારી જવાનું) પ્રાયશ્ચિત્ત કહેલ છે. (૮)દશાશ્રુતસ્કંધ સૂત્ર દશા–ર તથા સમવાયાંગ સૂત્ર સમવાય–૨૧માં – રાત્રિભોજન કરવાને સબળ દોષ કહેલ છે. (૯) બૃહત્કલ્પ ઉદ્દેશક–૪માં– રાત્રિભોજનનું ગુરુ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૦) ઠાણાંગ અધ્યયન-૩ તથા પમાં– રાત્રિભોજનનું ગુરુ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૧) સૂયગડાંગ સૂત્ર થ્રુ.-૧, અ.-૨, ઉ.-૩માં રાત્રિભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રત પરમ રત્ન કહેવામાં આવેલ છે, જેને સાધુ ધારણ કરે છે. આ પ્રકારે અહીં મહાવ્રત તુલ્ય રાત્રિભોજન વિરમણનું મહત્વ કહેવામાં આવ્યું છે. (૧૨) સૂયગડાંગ સૂત્ર અધ્ય.-૬ માં કહેવામાં આવેલ છે કે ભગવાન મહાવીર સ્વામી એ તપ માટે અને દુઃખોનો નાશ કરવા માટે રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. (૧૩) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩૨માં રાત્રિભોજનના ત્યાગથી જીવનો આશ્રવ ઘટવો તેમજ અનાશ્રવ થવો કહેલ છે. (૧૪) નિશીથ સૂત્ર ઉદ્દેશક-૧૧માં– રાત્રિભોજન કરવાનું તેમજ તેની પ્રશંસા કરવાનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત કહેલ છે. (૧૫) દશાશ્રુતસ્કંધ સૂત્ર દશા-૬માં શ્રાવકને છઠ્ઠી પડિમા ધારણ કરવામાં રાત્રિ ભોજનનો પૂર્ણ ત્યાગ કરવાનું આવશ્યક કહ્યું છે. તેની પૂર્વ અવસ્થાઓમાં પણ શ્રાવકે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ પરંતુ ત્યાં સુધી ઐચ્છિક છે અને છઠ્ઠી પ્રતિમાથી લઈ અગ્યારમી પ્રતિમા સુધી રાત્રિભોજનનો ત્યાગ કરવો જરૂરી છે. અન્ય ગ્રંથોમાં ઃ– (૧) કાર્તિકેયાનુપ્રેક્ષા ૩૮૩માં– રાત્રિભોજન ત્યાગને ૬ મહિનાના ઉપવાસ તુલ્ય બતાવવામાં આવેલ છે.(વર્ષનો અડધો સમય તપમાં પસાર થાય એ હિસાબથી.) (૨) મહાભારતના શાન્તિપર્વમાં– નરકમાં જવાના ચાર બોલ કહેલ છે, જેમાં પ્રથમ બોલથી રાત્રિભોજનને નરકમાં જવાનું કારણ કહેલ છે બાકીના ત્રણ કારણોમાં નરક ગમનના આ કારણો છે– ૧. પ૨ સ્ત્રી ગમન ૨. મદિરા,દારુ આદી ૩. કંદમૂળ ભક્ષણ.(આગમમાં ચાર કારણ જુદા છે.) (૩) વેદવ્યાસના યોગશાસ્ત્ર અ—૩માં કહેવામાં આવેલ છે કે રાત્રે ખાનાર મનુષ્ય ઘુવડ, કાગડો, ગીધ, સૂકર, સર્પ અને વીંછી આદિ યોનિમાં જન્મ ધારણ કરે છે. (૪) મનુસ્મૃતિમાં કહેવામાં આવેલ છે કે રાત્રિ રાક્ષસી હોય છે તેથી રાત્રે શ્રાદ્ધ કરવું જોઈએ નહિ. (૫) યોગશાસ્ત્ર અ–૩માં કહેવામાં આવેલ છે કે— નિત્ય રાત્રિભોજન ત્યાગ કરવાથી અગ્નિહોત્રનું ફળ મળે છે તેમજ તીર્થ યાત્રાનું ફળ મળે છે. આહુતિ, સ્નાન, દેવતા પૂજન, દાન, શ્રાદ્ધ તેમજ ભોજન રાત્રિએ કરવામાં આવતા નથી. કીટ, પતંગ આદિ અનેક સત્ત્વોનું ઘાતક આ રાત્રિભોજન અતિ નિંદિત છે. (૬) માર્કંડેય મુનિએ તો રાત્રે પાણી પીવું લોહી સમાન અને ખાવું માંસ સમાન કહી દીધેલ છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 200 (૭) બૌદ્ધ મતના “મજ઼મનિકાય' તેમજ “લકુટિકોપમ સુત્ત'માં રાત્રિ ભોજનનો નિષેધ કર્યો છે. (૮) હેમચન્દ્રાચાર્ય એ દિવસે અને રાત્રે કોઈ રોકટોક વિના ખાનારને 'શિંગડા અને પૂંછડા વગરના જાનવર' હોવાનું સૂચિત કરેલ છે જીવન શિક્ષાઓ :| (૧) રાત્રે ઘણા નાના-નાના જીવો દેખાતા નથી, તે ખાવામાં આવી જાય તો તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. (૨) અનેક પક્ષીઓ પણ રાત્રે ખાતા નથી, કહ્યું પણ છે કે ચિડી, કમેડી, કાગલા, રાત ચુગણ નહી જાય!– નરદેહધારી જીવ તું, રાત પડ્યે ક્યાં ખાય? (૩) રાત્રે અંધકાર હોય છે, અંધકારમાં જો ભોજન સાથે કડી ખાવામાં આવી જાય તો બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. માખી જો આવી જાય તો તરત જ ઉલ્ટી થઈ જાય છે. જો ભોજનમાં જું આવી જાય તો જલોદર જેવો ભયંકર રોગ પેદા થઈ જાય છે. ગરોળી આવી જાય તો કુષ્ટ જેવી મહાવ્યાધિ ઉત્પન્ન થઈ જાય છે. તે સિવાય ઉચ્ચ રક્તપાત (હાઈ બ્લડપ્રેશર), દમ, હૃદયરોગ, પાચનશક્તિની ખરાબી આદિ બીમારીઓની સંભાવના રહે છે. (૪) સૂર્યાસ્ત પૂર્વે ભોજન કરવું પાચનની દષ્ટિએ સર્વોત્તમ છે. સુવાના ત્રણ કલાક પહેલાં ભોજન કરવું આરોગ્યદાયક છે. એવું કરવાથી પાણી બરાબર પી શકાય છે તથા ભોજનને પચવા માટે સમય મળી જાય છે. રાત્રે ૯-૧૦ વાગ્યે ભોજન કરી સૂઈ જવાથી ભોજનનું પાચન પણ બરાબર થતું નથી. (૫) સૂર્યના પ્રકાશની પોતાની અલગ જ વિશેષતા છે. સૂર્યના પ્રકાશમાં હીરા– જવેરાત આદિનું જે પરીક્ષણ કરવામાં આવે છે તેવું વિદ્યુત પ્રકાશમાં ન થઈ શકે. સૂર્યની રોશનીમાં કમળ ખીલે છે. સૂર્યોદય થતાં જ પ્રાણવાયુની માત્રા વધી જતી હોય છે. રાત્રે પાચન સંસ્થાન પણ બરાબર કામ કરતું નથી. તે સિવાય કોઈ સૂક્ષ્મ જીવ સૂર્યની રોશનીમાં જ જોઈ શકાય છે. વિદ્યત પ્રકાશમાં નહીં. આ બધી વાતોને ધ્યાનમાં રાખતા થકા વિદ્યુતના પ્રકાશને સૂર્યના પ્રકાશ સમકક્ષ ન સમજવો જોઈએ. બંનેમાં ઘણું અંતર છે, જે સ્વયંસિદ્ધ છે. (૬) તેથી ધર્મી પુરુષો એ તેમજ વિશેષ કરી સાધુ-સાધ્વીજીઓ એ રાત્રિભોજનનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. પરિસ્થિતિવશ શ્રાવક હીનાધિક રૂપમાં પણ તેનો અભ્યાસ કરતાં-કરતાં પૂર્ણ ત્યાગનું લક્ષ્ય રાખે છે, અંતે એક સમયે તેના માટે પણ રાત્રિભોજનનો ત્યાગ આવશ્યક બની જાય છે. સંક્ષેપમાં- મુનિઓએ પૂર્ણ અને ગૃહસ્થીએ યથાશક્તિ રાત્રિ ભોજનનો ત્યાગ કરી સ્વાસ્થ-લાભ તેમજ આત્મોન્નતિનો લાભ પ્રાપ્ત કરવો જોઈએ. પરિશિષ્ટ : અધ્યયન-૫ –ગોચરીએ જાવાની તેમજ આહાર કરવાની વિધિ (૧) ગોચરી જતાં પહેલાં મુનિએ મુખવસ્ત્રિકાની તેમજ જોળી તથા પાત્રાની પ્રતિલેખના કરવી. (૨) કાયોત્સર્ગ કરી ચિંતનમાં લેવું– ૧. ગોચરીમાં દષ્ટિની ચંચળતા ન થવી ૨. ચાલમાં શાન્તિ રાખવી, ઉતાવળ ન કરવી ૩. ગવેષણામાં ઈમાનદારી રાખવી, લાપરવાહી ન કરવી ૪. આહાર સંબંધી વિશેષ ત્યાગ નિયમ અથવા અભિગ્રહ કરવો, પ્રાતઃ કરેલો હોય તો સ્મૃતિમાં લેવો. (૩) ગુરુ આદિની આજ્ઞા લેવી. (૪) આવસ્સહિ, આવસ્યહિ ઉચ્ચારણ કરી ઉપાશ્રયની બહાર નીકળવું. (૫) ગોચરી લઈ આવતી વખતે નિસ્સહિ, નિસ્સહિ ઉચ્ચારણ કરી વિનયયુક્ત ઉપાશ્રયમાં પ્રવેશ કરવો. (૬) ભૂમિ પ્રમાર્જન કરી આહાર રાખવો, ગુરુને દેખાડવો.(૭) જોળીનું પ્રતિલેખન કરવું. (૮) આવશ્યક સામગ્રી અને આસન તેમજ ભાજન (માત્રક) લઈ બેસવું. (૯) તસ્સ ઉત્તરીનો પાઠ બોલી ઇરિયાવહિનો કાયોત્સર્ગ કરવો તથા ગોચરીના ઘરોને યાદ કરીને ક્રમશઃ અતિચારોનું ચિંતન કરવું. (૧૦) કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ બોલવો. (૧૧) ગોયરષ્ણચરિયાનો પાઠ ઉચ્ચારણ કરવો. (૧૨) તસ્સ ઉત્તરીનો પાઠ બોલી (અહો જિPઈહ અસાવજજા.) આ ગાથાનું ચિંતન કાયોત્સર્ગ મુદ્રામાં કરવું. (૧૩) કાયોત્સર્ગ પૂર્ણ કરી લોગસ્સનો પાઠ પ્રગટપણે બોલવો. (૧૪) સ્વાધ્યાય કરવો. (૧૫) વિશ્રાંતિ કર્યા પછી ભાવપૂર્વક અન્ય મુનિવરોને આહાર નિમંત્રણ કરવું. કોઈ લે તો સહર્ષ દેવું. (૧૬) જ્ઞાતા સૂત્રમાં કહેલા દષ્ટાંતોનું ચિંતન કરી આહાર કરવો. ૧. પિતા-પુત્રોએ અટવીમાં ફસાઈ જવાથી પ્રાણ રક્ષાર્થે ઉદાસીનતાપૂર્વક મૃત પુત્રીના શરીરનો આહાર કર્યો તેવી ગ્લાનિ તેમજ ઉદાસીનતાથી શરીર સંરક્ષણાર્થે આહાર કરવો અર્થાત્ પણ આનંદ ન માનવો ૨. પત્ર ઘાતક વિજય ચોરને ધન્ના શેઠ દ્વારા પોતાના આહારમાંથી દેવાની જેમ પૂર્ણ લાચારી તેમજ વિવશતા સાથે આહાર કરવો. સંયમ ક્રિયા, તેમજ જ્ઞાન તથા ચિત્ત સમાધિ માટે શરીરને આહાર પુદ્ગલ દેવા જરૂરી બની જાય છે, એવી વૃત્તિથી આહાર કરવો. (૧૭) માંડલાના દોષ ટાળવા માટે સ્મૃતિમાં લેવું. યથા– ૧. સ્વાદ વૃદ્ધિ માટે સંયોગ ન મેળવવા ૨. આહારની પ્રશંસા-નિંદા ન કરવી ૩. આહાર નિમિત્તે આનંદિત કે ખિન્ન ન થવું ૪. ભૂખથી ઓછું ખાવું ૫. અતિ ધીરે ન ખાવું ૪. ઉતાવળથી પણ ન ખાવું. સુખાસને બેસવું . આહાર નીચે જમીન પર ઢોળવો નહિ. ૮. મોઢેથી ચવ–ચવ, સુડ–સુડ અવાજ ન કરવો ૯. ખાદ્ય પદાર્થને પૂર્ણ ચાવવો, તેમજ મોઢામાં રસ થઈ જાય પછી જ ઉતારવો. (૧૮) (અરસં વિરસં વાવિ.) અને (અલોલે ન રસે ગિદ્દે.) આ બને ગાથાઓનું ઉચ્ચારણ મનન કરી પચ્ચખાણ પાળવા, પાંચ વાર નમસ્કાર મંત્ર ગણવા. ત્યાર પછી મૌન વ્રત લઈ આહાર કરવો. Page #202 -------------------------------------------------------------------------- ________________ 201 jain કથાસાર (૧૯) સવાર-સાંજની ગોચરીમાં કે ગુરુ આજ્ઞા થાય ત્યારે સંક્ષિપ્ત વિધિ કરવી જેમ કે– ૧. ગોચરી ગયા હોય તો ઇરિયાવહિ આદિનો કાઉસ્સગ્ગ કરવો. ૨. પચ્ચકખાણ પાળવા, પાંચ નમસ્કાર મંત્ર ગણવા. (અહો જિર્ણહિ અસાવજજા.) ગાથાનું ચિંતન કરવું. મૌન સ્વીકાર કરી મુખવસ્ત્રિકા ખોલવી તેમજ આહાર પ્રારંભ કરવો. ખુલ્લા મોઢે જરા પણ ન બોલવું. (૨૦) આહાર કર્યા બાદ નમસ્કાર સહિતનાં સાગારી પચ્ચખાણ કરવા. (૨૧) આહાર કરવાના સ્થાન તેમજ પાત્રાની શુદ્ધિ કરવી. નિહાર વિધિ (૧) લઘુનીતની ઇચ્છા(બાધા) થાય ત્યારે પ્રસવણ પાત્રમાં કરવું.(૨) અવર જવર રહિતના સ્થાને ઉકડુ આસને બેસવું. (૩) અવાજ ન થાય તે રીતે પાત્રમાં મૂત્ર વ્યુત્સર્જન કરવું. (૪) યોગ્ય, અચેત તેમજ ત્રસ–સ્થાવર જીવ રહિત ભૂમિમાં વિસ્તૃત સ્થાનમાં છૂટું છવાયું કરી પરઠવું. એક જ જગ્યાએ સઘન રૂપથી ન પરઠવું. (૫) પરઠવા પૂર્વે આજ્ઞા લેવી, ભૂમિ જોવી અથવા પ્રમાર્જન કરવું. (૬) પરઠયા બાદ વોસિરે–વોસિરે બોલવું, પછી સ્થાન પર આવી તસ્સ ઉત્તરીનો પાઠ ગણી ઈરિયાવહીનો કાયોત્સર્ગ કરવો. (૧) વડનીતની બાધા થાય ત્યારે જો અનુકૂળતા હોય તો ગામથી બહાર જવું. (૨) ચાલવાના માર્ગમાં કે બેસવાના સ્થાન પર લીલી વનસ્પતિ, અંકુર, કીડી આદિ ન હોવા. (૩) લોકોની અવર જવર ન હોય. (૪) લોકોને આપત્તિ ન હોય તેવા સ્થાન પર બેસી, વસ્ત્ર ખંડથી અંગ શુદ્ધિ કરી, પછી જળથી શુદ્ધિ કરવી. અધિક જળ પ્રયોગ ન કરવો. મળથી થોડા દૂર થઈને શુદ્ધિ કરવી. બાકી વિધિ પૂર્વવતુ! (૫)જો બાધાનો વેગ તીવ્ર હોય કે બહાર જવામાં શરીરની અનુકૂળતા ઓછી હોય, માર્ગ તેમજ સ્થાન વિરાધના વાળા હોય, લોકોની અવર જવર રહિત સ્થાન ન મળે તો ઉપાશ્રયના કોઈપણ એકાંત સ્થાને પોતાના ઉચ્ચાર માત્રકમાં શૌચ નિવૃત્તિ કરવી. ત્યારબાદ યોગ્ય સ્થાને પૂર્વોક્ત વિધિપૂર્વક પરઠી દેવું. વિહાર વિધિ (૧) રસ્તે ચાલતાં વાર્તાલાપ ન કરવો. એકની પાછળ એક એમ ક્રમથી ચાલવું, ઝુંડ બનાવીને ન ચાલવું. (૨) ઉતાવળથી ન ચાલવું. (૩) ઈર્યામાં જ એકાગ્ર ચિત્ત રાખવું, અન્ય જે તે વિચાર ન કરવા.(૪) ઈર્યા સંબંધી વિવેક વૃદ્ધિ થાય તેવું ચિંતન કરતા રહેવું, જેમકે રસ્તે ચાલતા ચિંતનના વિષયો - (૧) પત્થરના ટૂકડા, માટી, ગારો, મીઠું, પત્થરના કોલસા વગેરે તો નથી ને!(૨) સચેત કે મિશ્ર પાણી તો ઢોળાયેલું કે ફેકેલું તો નથી ને!(૩) સ્ત્રી-પુરુષનો, બીડીવાળાનો અને સ્કૂટરવાળા આદિનો સંઘટ્ટો કરવાનો નથી.(૪) કપડા, પાત્ર, શરીરને વધારે હલાવવાના નથી.(૫) લીલું ઘાસ, અંકુર, કૂલણ, અનાજ, મરચાના બીજ, શાક આદિના છોતરા, ફૂલ, પાંદડાં આદિ તો વિખરાયેલા નથી ને! તેને બચાવીને પગ મૂકવાના છે. (૬) કીડી-મકોડા-કંથવા આદિ જીવ તો નથી ને !(૭) ચાલતાં-ચાલતાં વાતો કરવાની નથી, આજુબાજુ જોવાનું નથી.(૮) ચિત્ત એકાગ્ર રાખવાનું છે, અન્ય વિચાર કરવાનો નથી.(૯) ઈર્યામાં મૂર્તિ તેમજ તન્મય બનીને ચાલવાની ભગવાનની આજ્ઞા છે.(૧૦) આગળની ભૂમિ અને વાહન આદિ જોઈને ચાલવાનું છે. (૧૧) શાંતિથી ચાલવાનું છે. પગ ધીરે મૂકવાનો છે. ઉતાવળ કરવાની નથી. (ચરે મંદ મણુવિથ્થો) તેવી ભગવાનની આજ્ઞા છે. (૧૨) જીવ, કાંટો, પત્થર, લીલ, બીજ, કીડી વગેરેનું જરૂર પડ્યે(પ્રસંગે) રટણ કરવાનું છે, યાદ કરવાના છે. પ્રતિલેખન કરતા ચિંતનના વિષયોઃ(૧) ત્રણ દષ્ટિ ગણવી અર્થાત્ પ્રતિલેખન માટે હાથમાં સામે રાખેલ વસ્ત્ર વિભાગને ઉપરે, મધ્યમાં અને નીચે એમ ક્રમશઃ ત્રણ દષ્ટિથી જોવું, એક જ દષ્ટિમાં તે વિભાગને ન જોઈ લેવું.(૨) એકાગ્ર ચિત્ત રાખવું. (૩) અન્ય વિચાર ન કરવા. (૪) ઉતાવળ ન કરવી. શાંતિથી કાર્ય કરવું.(૫) હાથ તેમજ વસ્ત્રને ધીરે—ધીરે ચલાવવાં, વધારે નહલાવવા. (૬) જીવ છે કે શું છે? તેવી અન્વેષણ બુદ્ધિ રાખવી. (૭) પ્રતિલેખન સમયે વાતો ન કરવી, મૌન રાખવાનું અને સ્થિર આસને બેસવાનું. (૮) પ્રતિલેખન કરતાં કપડાને આજુ-બાજુ કે જમીન સાથે સ્પર્શ ન કરાવવો.(૯) કપડાને નીચે રાખતી વખતે ભૂમિ જોવી. (૧૦) પ્રતિલેખિત તેમજ અપ્રતિલેખિત વસ્ત્ર જુદા-જુદા રાખવાના. (૧૧)પ્રતિલેખના પૂરી થઈ ગઈ છે, તેવો ઉપયોગ લગાવી, વિચારી, પછી શ્રમણ સૂત્રના ત્રીજા પાઠનો કાયોત્સર્ગ કરવો. શયન વિધિ (૧) ભૂમિ પ્રમાર્જન કરવું, આસન બિછાવવું, શરીર પ્રમાર્જન કરવું, આસન પ્રમાર્જન કરી બેસવું, ઇરિયાવહી કરી, ૧. પ્રગટ લોગસ્સ ૨. ત્રણ વાર કરેમિ ભંતે, ૩. ચત્તારિ મંગલનો પાઠ ૪. અરિહંતો મહદેવો ૫. ખામેમિ સવૅજીવા ૬. અઢાર પાપસ્થાન આ પાઠોનું ઉપયોગ સહિત ઉચ્ચારણ કરવું. પ્રમાદ કરવાની લાચારીનું કે આત્માનું ચિંતન કરવું. પાંચ નમસ્કાર મંત્ર ગણવા. શરીર અને આસનનું પ્રમાર્જન કરતા સૂઈ જવું. (૨) ઊઠયા પછી અતિ જરૂરી હોય તો શરીરની બાધાઓથી નિવૃત્ત થવું. અતિ આવશ્યક ન હોય તો નમસ્કાર મંત્ર, તસ્સ ઉત્તરી, પગામસિક્કાએ પાઠનો કાઉસ્સગ્ન કરવો, પ્રગટ લોગસ્સ ગણવો, આકાશ(કાળ) પ્રતિલેખન કરવું. ગુરુ વંદન કરીને સ્વાધ્યાય કરવો, પછી સવારનું પ્રતિક્રમણ કરવું. Page #203 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ પરિશિષ્ટ : ધર્માચરણ— તપના હેતુ કેવા હોય ધર્મનું કોઈપણ આચરણ કરવામાં આવે ત્યારે તેનો હેતુ શુદ્ધ હોવો આવશ્યક છે. તેને ત્રણ વિભાગથી સમજવા જોઈએ. ૧. ધર્મના આચરણ ૨. અશુદ્ધ હેતુ ૩. શુદ્ધ હેતુ. 202 ધર્મના આચરણ :– ૧. નમસ્કાર મંત્રની માળા ફેરવવી ૨. આનુપૂર્વી ગણવી ૩. પ્રત્યેક કાર્યમાં નમસ્કાર મંત્ર ગણવા ૪. મુનિ દર્શન કરવા ૫. માંગલિક સાંભળવું. ૬. કીર્તન કરવું ૭. વ્રત–પચ્ચખાણ આદિ ધર્મ પ્રવૃતિ કરવી. ૮. તપસ્યા કરવી. અશુદ્ધ હેતુ :– ઇહલૌકિક સુખ-સમૃદ્ધિ, પુત્ર, ધન આદિની પ્રાપ્તિ; કાર્ય સિદ્ધિ; ઇચ્છા પૂર્તિ; આપત્તિ-સંકટ વિનાશ આદિના હેતુ ધર્મ પ્રવૃતિમાં અશુદ્ધ હેતુ છે. યશ, કીર્તિ, પ્રશંસાની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય પણ અશુદ્ધ હેતુ છે. શુદ્ધ હેતુ = કર્મોની નિર્જરા માટે, થોડો સમય ધર્મ ભાવમાં તેમજ ધર્માચરણમાં વ્યતીત થાય તે માટે, પાપકાર્ય ઓછા થાય, પાપકાર્ય કરતાં પહેલાં પણ ધર્મ ભાવ સંસ્કારોની જાગૃતિ થાય તે માટે, ભગવદ્ આજ્ઞાની આરાધના માટે, ચિત્ત સમાધિ તેમજ આત્માનંદની પ્રાપ્તિ માટે વગેરે તે શુદ્ધ હેતુ છે. સાર :– ધર્મની કોઈપણ પ્રવૃતિમાં ઇહલૌકિક ઇચ્છા બિલકુલ ન હોવી જોઈએ; એકાંત નિર્જરા ભાવ, આત્મ ઉન્નતિ અને મોક્ષ પ્રાપ્તિનો હેતુ હોવો જોઈએ. ઐહિક ચાહના યુક્ત કોઈપણ પ્રવૃતિ હોય પછી ભલે તે માળા ફેરવવાની હોય કે વ્રતની હોય કે તપની પ્રવૃતિ હોય તેને ધર્મ આચરણ ન સમજી સંસારભાવની લૌકિક પ્રવૃતિ સમજવી, તે આત્માની ઉન્નતિમાં એક કદમ પણ આગળ વધવા દેવાવાળી પ્રવૃતિ નથી. ભગવદાશાની આરાધના અને કર્મ–મુક્તિના શુદ્ધ લક્ષ્યવાળી ધર્માચરણની પ્રવૃત્તિ જ ધાર્મિક પ્રવૃત્તિ છે, એવું સમજવું જોઈએ. ધાર્મિક પ્રવૃત્તિની સાથે લૌકિક રુચિની પ્રવૃત્તિઓ મિશ્રિત કરી દેવી તે પણ ધાર્મિક પ્રવૃત્તિને લૌકિક પ્રવૃત્તિ બનાવી દેવા સમાન માનવું જોઈએ. જેમ કે અઠ્ઠાઈ આદિ વિભિન્ન તપસ્યાઓ સાથે આડંબર, દેખાડો, શ્રૃંગાર તેમજ આરંભ–સમારંભ પ્રવૃત્તિ જોડી તેને વિકૃત કરવી તે ભગવદાજ્ઞાની બહાર છે, વિપરીત છે એવું સમજવું જોઈએ. માટે ધાર્મિક કોઈપણ પ્રવૃત્તિમાં લૌકિક રુચિઓ, લૌકિક પ્રવૃત્તિઓને મિશ્રિત કરવી નહીં. જેમ કે મહેંદી લગાવવી, વસ્ત્ર—આભૂષણ વધારે પહેરવા, બેંડવાજા બોલાવવા આદિ. તાત્પર્ય એ જ છે કે ધાર્મિક પ્રવૃત્તિને સંપૂર્ણ લૌકિક પ્રવૃત્તિઓથી પૂર્ણ મુક્ત રાખવી જોઈએ, તેમજ લૌકિક રુચિથી કરવામાં આવતી પ્રવૃત્તિને ધર્મ ન સમજતા માત્ર સાંસારિક કે લૌકિક પ્રવૃત્તિ જ સમજવી જોઈએ. હેતુ શુદ્ધિ માટે પ્રત્યેક પ્રવૃત્તિમાં અંતર્મનને જ્ઞાન–ચેતનાથી જાગૃત રાખી સાચું ચિંતન કરવું જોઈએ અને અશુદ્ધ ચિંતનોને વિવેકપૂર્વક દૂર કરી શુદ્ઘમાં પરિવર્તન કરી દેવા જોઈએ. જેમ કે– દુકાન ખોલતી વખતે નમસ્કાર મંત્ર ગણવામાં સારી ગ્રાહકી થાય તેવા વિચાર ન કરતાં એમ ચિંતન રાખવું કે સંસારમાં આ પ્રવૃત્તિઓ કરવી આવશ્યક છે છતાં પણ પહેલાં એક મિનિટ આત્મા માટે ધર્મભાવ કરી લેવો. આ રીતે દરેક પ્રવૃત્તિમાં ચિંતનનું સંશોધન કરી લેવું જોઈએ. પરિશિષ્ટ : જૈન શ્રમણોની ગોચરી અને શ્રાવકઆચાર – પિંડનિર્યુકતિ . સંયમ જીવનમાં શુદ્ધ આહાર વગેરેની ગવેષણાનું(તપાસવાનું) અતિ મહત્ત્વ છે. તેમજ શ્રમણોપાસક(શ્રાવક) જીવનમાં પણ મોક્ષસાધક નિગ્રંથ મુનિઓને વહોરાવવાનું(સુપાત્રદાનનું) વિશિષ્ટ મહત્ત્વ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર સ્થાન–૪ અનુસાર નિર્દોષ આહારની તપાસમાં દત્તચિત્ત શ્રમણ(સાધુ) અલભ્ય, અતિશય જ્ઞાન પ્રાપ્ત કરે છે. શ્રી ભગવતી સૂત્ર અનુસાર નિર્દોષ આહારની તપાસ(ગવેષણા) કરનાર શ્રમણોને હિંસા, જૂઠ રહિત નિર્દોષ સુપાત્રદાન આપનાર શ્રમણોપાસક, શ્રમણની સંયમ સમાધિની પ્રાપ્તિ કરે છે. તાત્પર્ય એ છે કે સુપાત્રદાન આપનાર દાતા(શ્રાવક) સંયમની અનુમોદના અને સંયમના લાભને પ્રાપ્ત કરનાર થાય છે. વિશેષ :– ભગવતી સૂત્ર શતક-૩, ઉદ્દેશક-૬ અનુસાર નિર્દોષ આહારની તપાસ કરનાર(ગદ્વેષક) સાધુ માટે સાવઘ હિંસાયુક્ત આચરણ કરી, જૂઠનો પ્રયોગ કરી, સદોષ આહાર આપનાર અલ્પ શુભાયુ પ્રાપ્ત કરે છે. (૨) ત્યાં જ હિંસા જૂઠ રહિત નિર્દોષ સુપાત્રદાન આપનાર શુભ દીર્ઘાયુ બંધ કરે છે. (૩) નિગ્રંથ શ્રમણોને અનાદર, અસન્માન ભાવથી અવહેલના, નિંદા કે ટીકા કરી અમનોશ ભિક્ષા આપનાર અશુભ દીર્ઘાયુ બંધ કરે છે. સાર ઃ- (૧) નિર્દોષ આહાર-પાણીની તપાસ કરનાર શ્રમણોને આદરભાવથી આગમોક્ત દોષોથી રહિત તેના શરીર અને સંયમોચિત ભિક્ષા પ્રદાન કરવાથી શ્રમણોપાસકને બારમા વ્રતની આરાધના થાય છે. તેમજ તેનું શ્રાવક જીવન યશસ્વી બને છે. (૨) તે ઉપરાંત વિશેષ પ્રસંગને કારણે પરિસ્થિતિવશ શ્રમણ નિગ્રંથનો ઔષધ ઉપચાર કરવામાં આવે કે સેવા ભાવથી, જૂઠ—કપટ રહિતપણે, સંયમ— નિયમથી અતિરિક્ત વ્યવહાર કરવામાં આવે તો તેનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધિ કરવી આવશ્યક હોય છે. તે પણ શ્રાવક ધર્મને યોગ્ય આચાર કહેવાય છે. શ્રમણાચાર અને શ્રાવકાચારની આરાધના યથા યોગ્ય થાય તે હેતુથી આ પ્રકરણનું સંકલન આગમ અને ગ્રંથોથી કરવામાં આવ્યું છે. તેથી દરેક સાધક પોતાની પ્રવૃત્તિને જિનાજ્ઞા અનુસાર બનાવી નિર્જરા લાભ પ્રાપ્ત કરે, તેવી શુભ ભાવના. ગોચરી સંબંધી : દોષ–નિયમ એષણા સમિતિના ૪૨ દોષ પ્રસિદ્ઘ છે તે માટે પિંડ નિયુક્તિની ગાથાઓ આ પ્રમાણે છે– ૧)આહાકÆ ૨)ઉદેસિય, ૩)પૂઈકમ્મ ૪)મીસજાએ ય .– ૫)ઠવણા ૬)પાહુડિયાએ, ૭)પાઓઅર ૮)કીય ૯)પામિચ્ચે ।૧। ૧૦)પરિયટ્ટિય ૧૧)અભિહડે, ૧૨)ઉષ્મિણે ૧૩)માલોહડે . ૧૪)આચ્છજજે ૧૫)અણિસિક્કે, ૧૬)અજઝોયરએ સોલસમે ।૨। ૧)ધાઇ ૨)દૂઇ ૩)ણિમિત્તે, ૪)આજીવે ૫)વણીમગે ૬)તિગિચ્છાએ .૭)કોહે ૮)માણે ૯)માયા ૧૦)લોભે, હવંતિ દસ એએ II Page #204 -------------------------------------------------------------------------- ________________ 203 કથાસાર jain ૧૧)પુત્રિપચ્છાસંઘવ, ૧૨)વિજજા ૧૩)મંત ૧૪)ચણ ૧૫)જોગે ય.- ઉષ્માયણાઈ દોસા, સોલસમે ૧૬)મૂલકમે 18ા ૧)સંકિય ૨)મમ્બિય ૩)ણિમ્બિર, ૪)પિહિય ૫)સાહરિય ૬)દાયગ ૭)ઉમિસ્ટે.૮)અપરિણય ૯)લિત્ત ૧૦)છડ઼િય, એસણ દોસા દસ હવંતિ પી અહીં પહેલી બે ગાથામાં ઉદ્ગમના સોળ દોષ; ત્રીજી, ચોથી ગાથામાં ઉત્પાદનના સોળ દોષ અને પાંચમી ગાથામાં એષણાના દસ દોષ છે. તે દોષોનો નિર્દેશ ભગવતી સૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્ર આદિ અનેક આગમોમાં થયો છે. તેનું સ્પષ્ટીકરણ પિંડનિયુક્તિ આદિ ગ્રંથ અને વ્યાખ્યાઓમાં છે. તે આ પ્રમાણે છેઉદ્ગમના ૧૬ દોષ–આહાર વગેરેની ઉત્પત્તિ સંબંધી દોષને ઉદ્ગમ દોષ કહે છે. આ સોળ દોષો ગૃહસ્થ દ્વારા લાગે છે. તે આ પ્રમાણે છે (૧) એક કે અનેક સાધુ-સાધ્વીજીના નામ નિર્દેશ સાથે તેના માટે જ આહાર આદિ બનાવવામાં આવે તે આદ્યાકર્મી દોષ છે. | (૨) કોઈના સ્પષ્ટ નિર્દેશ વિના સામાન્ય રીતે જૈન મુનિ માટે, સર્વ ભિક્ષુ માટે, શ્રમણો માટે, શ્રમણીઓ માટે આ પ્રકારના ઉદ્દેશ્યથી જે આહારાદિ બનાવવામાં આવે તે ઔદ્દેશિક દોષ છે. (૩) હાથ, ચમચા કે વાસણ વગેરેના માધ્યમે આધાકર્મી આહારનો અંશ જો શુદ્ધ આહારમાં ભળી જાય તો તે આહાર પૂતિકર્મ દોષ યુક્ત કહેવાય છે. (૪) ગૃહસ્થ પોતાના માટે અને જૈન મુનિ માટે, એમ મિશ્ર ભાવોથી જે આહારાદિ બનાવે તે મિશ્રજાત દોષ કહેવાય છે. (૫) ગૃહસ્થ માટે બનેલા નિર્દોષ આહાર આદિને દાતા સાધુ માટે જુદો રાખી મૂકે અને ઘર માટે બીજો બનાવે, જ્યારે-જ્યારે પણ સાધુ-સાધ્વી પધારે ત્યારે તે રાખેલો પદાર્થ તેને જ વહોરાવે. આ રીતે સાધુઓ માટે સ્થાપિત કરે, તે સ્થાપના દોષ છે. (૬) સાધુના નિમિત્તે ભોજન આદિના આયોજનને વહેલું કે મોડું કર્યું હોય અર્થાત્ મહેમાન માટેના ભોજન સમારંભની તારીખ કે સમય પરિવર્તન કરીને આહારાદિ તૈયાર કરે, તે પાહુડિયા દોષ છે. સાધુના નિમિત્તે આહારાદિ એકાદ બે કલાક વહેલો કે મોડો કરે તો પણ આ દોષ લાગે છે. (૭) સાધુ માટે દાતા દીપક, લાઈટ વગેરેનો પ્રકાશ કરી, અગ્નિનો આરંભ કરીને આહારાદિ વહોરાવે; તે પાઓઅર દોષ છે. (૮) સાધુ-સાધ્વી માટે દાતા બજારમાંથી કોઈ પણ વસ્તુ કે આહારાદિ ખરીદીને વહોરાવે, તે ક્રીત દોષ છે. કોઈ કારણે દવા વગેરે વહોરાવવી જરૂરી થાય તો પણ તેને દોષ રૂપ તો સ્વીકારવું જ જોઈએ. (૯) સાધુ માટે કોઈ વસ્તુ ઉધાર લાવીને દાતા વહોરાવે, તે પામૃત્ય દોષ છે. (૧૦) સાધુ માટે વસ્તુની અદલા બદલી કરે અર્થાત્ પોતાની કોઈ વસ્તુ બીજાને આપી, તેના બદલે સાધુને જરૂરી હોય તેવી વસ્તુ તેની પાસેથી લઈને આપે, તે પરિવર્તિત દોષ છે. (૧૧) સાધુ જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં લાવીને દાતા આહારાદિ વહોરાવે, તે અભિત દોષ છે. (૧૨) પેક બંધ રાખેલા ઘડા વગેરે વાસણોના બંધનને કે ઢાંકણાને ખોલીને કે જેને ખોલવામાં ત્રણ કે સ્થાવર જીવોની વિરાધના થતી હોય, તેવા આહારાદિ વહોરાવે તો તે ઉદ્ભિન દોષ કહેવાય છે, પરંતુ જો તે ઢાંકણ વગેરે સહજ રીતે ખોલી શકાય તેમ હોય તો તે દોષરૂપ નથી. (૧૩) જેનાથી પડી જવાય તેવી નીસરણી વગેરે સાધનનો ઉપયોગ કરીને દાતા ઊંચે–નીચેથી લાવીને કોઈ પદાર્થ વહોરાવે તે માલોહડ દોષ છે. એકદમ નીચા નમીને કે સુઈને વસ્તુ કાઢવી પડે, તેવા સ્થાનમાંથી વસ્તુ કાઢીને વહોરાવે, તે પણ માલોહડ દોષ છે. (૧૪) દાતા કોઈ પાસેથી છીનવીને કે બળજબરીથી લઈને તેમજ કોઈની ઇચ્છા વિના તેની વસ્તુ કે આહારાદિ વહોરાવે, તે આછિન્ન દોષ છે. (૧૫) ઘરમાં બીજા સદસ્યની માલિકીની કોઈ વસ્તુ હોય તે તેને પૂછયા વિના વહોરાવે, તે અનિસષ્ટ દોષ છે. આ એક પ્રકારે અદત્ત દોષ છે. (૧૬) ગૃહસ્થો માટે થઈ રહેલા આહારાદિમાં સાધુના નિમિત્તે આહારની માત્રા વધારે તે અધ્યવપૂર્વક (અધ્યવસાય યુક્ત) દોષ કહેવાય છે. ઉત્પાદનના ૧૬ દોષ છે, તે સાધુ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવા પર લાગે છે. જેમ કે (૧૭) મુનિ ગૃહસ્થના બાળકોને રમાડી, તેને ખુશ કરી, ધાવ માતાનું કાર્ય કરી, આહારાદિ પ્રાપ્ત કરે, તો તે ધાય દોષ છે. (૧૮) મુનિ દૂતપણું કરીને, ગૃહસ્થના સમાચારોની લેવડ–દેવડ કરીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે દૂતી દોષ છે. (૧૯) મુનિ હસ્તરેખા, કુંડલી વગેરે દ્વારા ભૂત અને ભાવી જીવનના નિમિત્ત બતાવી આહારાદિ પ્રાપ્ત કરે, તે નિમિત્ત દોષ છે. (૨૦) મુનિ પોતાનો પરિચય કે ગુણો બતાવીને અથવા મહેનત-મજૂરી કરીને આહારાદિ પ્રાપ્ત કરે, તે આજીવિકા દોષ છે. (૨૧) મુનિ ભિખારીની જેમ દીનતાપૂર્વક માંગી-માંગીને આહાર પ્રાપ્ત કરે, દાતાને દાનના ફળરૂપ આશીર્વચન કહીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વનીપક દોષ છે. (૨૨) મુનિ ગૃહસ્થને ઔષધ, ભેષજ બતાવીને ચિકિત્સા વૃત્તિ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે, તે ચિકિત્સા દોષ છે. (૨૩) મુનિ ક્રોધિત થઈને કે કોપ કરવાનો ભય દેખાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે ક્રોધ દોષ છે. (૨૪) કોઈ ગૃહસ્થ ભિક્ષા ન આપે ત્યારે મુનિ ઘમંડપૂર્વક કહે કે- “ હું ભિક્ષા લઈને જ રહીશ” એમ કહીને પછી ઘરના બીજા સદસ્યો દ્વારા બુદ્ધિમાનીપૂર્વક ભિક્ષા પ્રાપ્ત કરે, તે માન દોષ છે. (૨૫) રૂપ અથવા વેશ પરિવર્તન કરીને અથવા અન્ય કોઈ પણ પ્રકારે માયા-કપટના માધ્યમે ભિક્ષા પ્રાપ્ત કરવી તે માયા દોષ છે. (૨૬) મુનિ ઇચ્છિત વસ્તુ મળે ત્યારે લેવામાં માત્રાનો વિવેક ન જાળવે, અતિમાત્રમાં આહારાદિ લઈ લે અથવા ઇચ્છિત પદાર્થ ન મળે ત્યાં સુધી સમય મર્યાદાનો વિવેક રાખ્યા વિના ફર્યા જ કરે, તે લોભ દોષ છે. (૨૭) આહાર પ્રાપ્તિ અર્થે, આહાર ગ્રહણ પૂર્વે કે પછી દાતાની પ્રશંસા કરે, તે પૂર્વ પશ્ચાત્ સંસ્તવ દોષ છે.(૨૮) સિદ્ધ થયેલી વિદ્યાના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે તેમજ ગૃહસ્થને વિદ્યા બવાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વિદ્યા દોષ છે. (૨૯) મંત્ર, તત્ર, યંત્રના પ્રયોગે ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થને તે પ્રયોગ બતાવીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મંત્ર દોષ છે. (૩૦) વશીકરણ ચૂર્ણ વગેરેના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થને તે પ્રયોગ શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે ચૂર્ણ દોષ છે. (૩૧) પાદ લેપ, અંજન પ્રયોગ, અંતર્ધાન ક્રિયા વગેરેના પ્રયોગથી ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ તે પ્રયોગ ગૃહસ્થને બતાવીને અથવા આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે યોગ દોષ છે. (૩૨) ગર્ભપાત વગેરે પાપકૃત્યની વિધિ દર્શાવીને તેમજ તેમાં સહકાર આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મૂળકર્મ દોષ છે. એષણાના(ગ્રહëષણાના)૧૦ દોષ છે તે ગોચરી લેતા સમયે દાતા કે સાધુના અવિવેક અસાવધાનીથી લાગે છે, તે આ પ્રમાણે છે– (૩૩) ગ્રાહ્ય વસ્તુ અચિત્ત થઈ કે નહીં? ગ્રાહ્ય અચેત પદાર્થ સચિત્તના સંઘટ્ટામાં છે કે દૂર છે? દાતા દ્વારા પાણી વગેરે સચિત્ત પદાર્થનો સ્પર્શ(સંઘો) થયો કે નહીં? વગેરે શંકાશીલ સ્થિતિમાં પદાર્થ લેવા તે શંકિત દોષ છે. (૩૪) પાણીથી ભીના કે Page #205 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 204 ખરડાયેલા હાથ કે ચમચા, વાસણ વગેરેથી ભિક્ષા લેવી, તે મૃક્ષિત દોષ છે. (૩૫) અચિત્ત કલ્પનીય વસ્તુ, સચિત્ત વસ્તુ પર રાખેલી હોય કે તેને સ્પર્શેલી હોય, તેને લેવી તે નિક્ષિપ્ત દોષ છે. (૩૬) સચિત્ત વસ્તુથી ઢાંકેલી અચિત્ત કલ્પનીય વસ્તુ લેવી, તે પિહિત દોષ છે. (૩૭) સચિત્ત વસ્તુના પાત્રને ખાલી કરી, દાતા તે પાત્ર દ્વારા ભિક્ષા દે, તે સાહરિય દોષ છે. (૩૮) બાળક, અન્ય વ્યક્તિ, પૂરા મહીનાવાળી ગર્ભવતી સ્ત્રી અને વિરાધના કરતાં-કરતાં વહોરાવનાર વ્યક્તિ પાસેથી ભિક્ષા લેવી, તે દાયક દોષ છે. (૩૯) અચિત્ત પદાર્થમાં સચિત્ત પદાર્થ, જેમ કે– મીઠું, આખું જીરું, ચારોળી, ખસખસના દાણા વગેરે નાંખ્યા હોય અને તે અચિત્ત ન થયા હોય તેવા પદાર્થ લેવા, તે મિશ્ર દોષ છે. (૪૦) અથાણા, કચૂમર, ઓળા અને અર્ધપક્વ ખાધ પદાર્થ તેમજ ધોવણ પાણી અથવા ગરમ પાણી કે જે પૂર્ણ રૂપે શસ્ત્ર પરિણત ન થયા હોય, તેવા પદાર્થો ગ્રહણ કરવા, તે અપરિણત દોષ કહેવાય છે. (૪૧) સચિત્ત મીઠું, પૃથ્વી ખાર, માટી વગેરે પૃથ્વી- કાયના ચૂર્ણથી તેમજ વનસ્પતિના પિષ્ટ–ચૂર્ણ અને છોતરા આદિથી હાથ વગેરે ખરડાયેલા હોય તેના દ્વારા ભિક્ષા લેવી, તે લિપ્ત દોષ છે. (૪૨) દાતા પાણી કે આહાર કોઈ પણ વસ્તુને વેરાતાં કે ઢોળતાં વહોરાવે, તે છર્દિત દોષ કહેવાય છે. આવશ્યક સૂત્રના શ્રમણ સૂત્રમાં આવતા ગોચરી સંબંધી દોષો આ પ્રમાણે છે (૪૩) આજ્ઞા લીધા વગર અર્ધા ખુલ્લા કે અંદરથી બંધ ન કરેલા દરવાજા ખોલીને ગોચરી માટે જવું, તે દોષ છે. (૪૪). ગોચરી માટે ભ્રમણ કરતા મુનિને કૂતરી કે બાલિકા અથવા સ્ત્રી વગેરેનો સ્પર્શ-સંઘટ્ટો થાય અને સાધ્વીને કૂતરા, બાળક કે પુરુષ વગેરેનો સંઘટ્ટો થાય, તે દોષ છે. (૪૫) નિર્દોષ ખાદ્ય સામગ્રી સાધુને વહોરાવવા માટે એક જગ્યાએ એકઠી કરીને રાખી હોય, અથવા જે આહાર કોઈને દેવા માટે નિશ્ચિત્ત કરેલો હોય, તેમાંથી ભિક્ષા લેતાં દોષ લાગે છે તેને (મંડીપાહડિયા) દોષ કહેવાય છે. (૪૬) શ્રાદ્ધ વગેરે પ્રસંગે સાધુને વહોરાવતાં પહેલાં પક્ષીઓ માટે ખાદ્ય પદાર્થને દિશાઓમાં ફેંકીને પછી વહોરાવે, તે (બલિ પાહડિયા) દોષ છે. (૪૭) ઠવણા પાહડિયાએ (ભિખારીને માટે રાખેલ)(૪૮)સંકિએ-સંકા જવા છતા લીધુ હોય (૪૯) આહારાદિ વહોરાવતા દાતા વચ્ચે કોઈ ચીજ ફેંકે, તેમજ આહાર વાપરતા સમયે કે આહાર કર્યા પછી મુનિ કોઈ પદાર્થને અમનોજ્ઞ કે વધારે માત્રામાં હોવાથી પરહે તો તે પરિસ્થાનિકા દોષ છે. (૫૦) માંગી-માંગીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે (અવભાસણ) દોષ છે.(આ ૪૨ દોષ માંહેનો વનમગ દોષ છે.) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૧૭ અને ૨માં એષણા શુદ્ધિ માટે નીચેના સૂચનો છે– (૫૧) અન્ય ઘરોમાં ગોચરી ન જતાં સ્વજનોને ત્યાંથી જ ગોચરી કરે, તે દોષ છે. (પર) મુનિ છ કારણે આહાર કરે અને આહારની ગવેષણા કરે, જેમ કે– ૧. સુધાવેદનીયના ઉપશમ માટે, ૨. આચાર્યાદિની સેવા માટે, ૩. ઈર્ષા સમિતિના શોધન માટે માટે. ૪. સંયમ નિર્વાહ માટે. ૫. દસ પ્રાણોને ધારણ કરવા માટે. ૬. ધર્મ ધ્યાનની વૃદ્ધિ માટે. (૫૩) મુનિ છ કારણે આહાર છોડી દે, જેમ કે– ૧. વિશિષ્ટ રોગાતક થાય ત્યારે વૈર્ય રાખી આહારનો ત્યાગ કરવો. ૨. ઉપસર્ગ આવે ત્યારે આહારના પ્રત્યાખ્યાન કરવા. ૩. બ્રહ્મચર્યનાં પાલન-સુરક્ષા માટે આહાર છોડી તપસ્યા કરવી. ૪. જીવ દયા માટે અર્થાત્ વરસાદ વરસતો હોય કે ત્રસ જીવોની વધારે ઉત્પતિ થઈ જાય તો ગોચરી ન જવું. ૫. તપશ્ચર્યા કરવા માટે . અનશન(સંથારો) કરવા માટે આહારનો ત્યાગ કરે. આચારાંગ સૂત્ર શ્ર.-૨, અ–૧માં એષણા અદ્ધિ સંબંધી અનેકાનેક સૂચનો છે તે માંહેના વિશેષ વિધાનો આ પ્રમાણે છે (૫૪) યાત્રા, મેળો, મહોત્સવ વગેરેમાં ભિક્ષાચરો માટેની દાનશાળામાંથી સામાન્ય રીતે જૈન શ્રમણો આહાર લેતા નથી પરંતુ અન્યત્ર આહાર ન મળે તેવી પરિસ્થિતિમાં, દાન દેવાઈ જાય અને ઘરના લોકો કે કર્મચારી જમવા બેસે ત્યારે ત્યાંથી ગોચરી લઈ શકાય છે. (૫૫) નિત્યદાન પિંડ, નિત્ય નિમંત્રણ પિંડ, બનેલા ભોજનનો અર્ધો ભાગ, ચોથો ભાગ વગેરે જ્યાં દરરોજ દાન દેવાતું હોય તેવા પ્રસિદ્ધ દાન કુલો(ઘરો)માંથી ભિક્ષા ગ્રહણ ન કરવી. (૫૬) લગ્ન નિમિત્તના ભોજન પ્રસંગે જ્યાં જનાકીર્ણતા હોય ત્યાં ગોચરી ન જવું. (૫૭) મૃત્યુ પ્રસંગે કે જન્માદિ મહોત્સવ પ્રસંગે તેમજ અનેક ગામડાઓનો ઘણો મોટો જમણવાર હોય અથવા નાનો જમણવાર હોય તેમાં પણ લોકોનું આવાગમન બહુ હોય, ત્યાં ગોચરી જવું નહીં. (૫૮) ગરમ પદાર્થને ફૂંક મારીને વહોરાવે તે (કૂમેજજ) દોષ. (૫૯) સાધુ માટે પવન નાખીને ઠંડા કરેલા આહારાદિ વહોરાવે તે (વીએજજ) દોષ. ભગવતી સૂત્ર શતક-૭, ઉદ્દેશા-૧માં દર્શાવેલા શ્રમણના પરિભોગેષણા સંબંધી દોષો આ પ્રમાણે છે (૬૦) મનોજ્ઞ, સ્વાદિષ્ટ આહાર કરતા મુનિ મનમાં ખુશ થાય. આહારની અને દાતાની પ્રશંસા કરે તો ઈગાલ દોષ(અંગાર દોષ) છે. તે પ્રમાણે પ્રશંસા કરવાથી સંયમ ગુણો અંગારા સમાન થઈ જાય છે. (૬૧) મુનિ અમનોજ્ઞ, પ્રતિકૂલ આહાર કરતાં મસ્તક હલાવતાં, આંખ, મુખ વગેરે બગાડતાં, મનમાં ખિન્ન બનીને આહાર કરે અને તે આહારની કે દાતાની નિંદા કરે છે, ધૂમ દોષ છે. તેમ કરતાં સાધકના સંયમગુણો ધૂમાડા સમાન થઈ જાય છે. (૨) મુનિ ખાદ્ય પદાર્થને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં સંયોજ્ય પદાર્થ, જેવા કે– મીઠું, મરચું, ખાંડ, ગોળ વગેરેનો સંયોગ કરીને ખાય તે સંયોજના દોષ છે. (૩) મુનિ શરીરની આવશ્યકતા કરતાં વધારે આહાર કરે, ઠાંસી-ઠાંસીને આહાર કરે, તે પ્રમાણાતિક્રાંત દોષ છે. (૬૪) સૂર્યોદય પૂર્વ કે સૂર્યાસ્ત પછી આહાર કરે, તેને ક્ષેત્રાતિકાંત દોષ કહ્યું છે.(ખરેખર એ રાત્રિ ભોજન દોષ છે.) (૬૫) પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા આહાર, પાણી ચોથા પ્રહરમાં રાખે અને તેનું સેવન કરે, તે કાલાતિક્રાંત દોષ છે. (૬૬) વિહાર વગેરેના પ્રસંગે બે ગાઉથી વધારે દૂર આહાર-પાણી લઈ જાય અને વાપરે તે માર્ગીતિકાંત દોષ છે. (૭) દુષ્કાળ માટે લોકોને આપવા બનાવેલો આહાર(દષ્કાળ ભક્ત) ન લેવો. (૬૮) દીન દાખીઓ માટે બનાવેલો(કિવિણ ભક્ત) આહાર ન લેવો. (૬૯) બીમારો માટે બનાવેલો કે અપાતો(ગિલાણ ભક્ત) આહાર ન લેવો. (૭૦) અનાથ લોકો માટે તૈયાર કરેલો(અનાથ પિંડ) આહાર ન લેવો. (૭૧) અતિવૃષ્ટિથી પીડિત લોકો માટે બનાવેલો(બદલિયા ભક્ત) આહાર ન લેવો. (૭૨) સાધુ માટે સુધારેલા ફળના ટુકડા કે રસ, અથવા ટુકડા કરીને મેવા વગેરે તેમજ વાટીને, મથીને તૈયાર કરેલો આહાર વહોરાવે તો તે રચિત દોષવાળા કહેવાય છે. દાતા ખાદ્ય પદાર્થોનું પરિવર્તન કે રૂપાંતર કરીને આપે તે પણ રચિત દોષ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ jain 205 કથાસાર (૭૩) ગૃહસ્થનું આમંત્રણ કે નિમંત્રણ સ્વીકારી, તેને ઘરે ગોચરી વહોરવી તે નિમંત્રણ પિંડ દોષ છે. અનાગ્રહ ભાવે સાધુને નિવેદન કરવું કે ભાવના ભાવવી તે સુપાત્રદાનની લાગણી કહેવાય છે. તેમાં પણ અનાગ્રહ ભાવોનો અને નિર્દોષતાનો વિવેક હોવો જરૂરી છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રના પ્રથમ અહિંસા સંવર દ્વારમાં આહાર સંબંધી ઘણાં વિધિ નિષેધ છે, તેમાં વિશેષ સૂચન આ પ્રમાણે છે— (૭૪) મુનિ ગૃહસ્થના ઘરેથી પોતાના હાથે આહાર ગ્રહણ ન કરે. (ગૃહસ્થની આજ્ઞાથી પાણી લેવામાં દોષ નથી, જિનાજ્ઞા છે. – આચારાંગ સૂત્ર) (૭૫) મુનિ ગૃહસ્થની ખુશામત કરીને આહાર પ્રાપ્ત ન કરે. (૭૬) આહાર કરતાં પહેલાં મુનિ આખા શરીરને પૂંજીને પછી આહાર કરવા બેસે. (૭૭) મુનિ મૌનપૂર્વક આહાર કરે. (૭૮) અતિ ધીરે કે અતિ ઉતાવળે આહાર ન કરે. (૭૯) આહાર કરતાં મુખથી ચવ–ચવ કે સુડ–સુડનો અવાજ કરતાં અર્થાત્ સબડકા લઈને આહાર કરે તો તે દોષ રૂપ છે. નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન કરતાં એષણા સમિતિ સંબંધી સૂચનો છે. તેમાં વિશેષ સૂચન આ પ્રમાણે છે— (૮૦) આ વાસણમાં શું છે ? પેલા વાસણમાં શું છે ? તેમ પૂછી–પૂછીને મુનિ આહાર પ્રાપ્ત કરે તો પ્રાયશ્ચિત્ત (૮૧) મુનિ મોટે અવાજે માંગે કે કુતૂહલ ભાવે યાચના કરે તો પ્રાયશ્ચિત્ત (૮૨) મુનિ પહેલાં કંઈપણ દોષ દેખાડી ગોચરી ગ્રહણ કરવાનો નિષેધ કરે અને પછી ચિત્તની ચંચલતા થતાં ગૃહસ્થની ખુશામત કરે તો પ્રાયશ્ચિત્ત (૮૩) મુનિ ગૃહસ્થો વગેરેને આહારાદિ આપે તો પ્રાયશ્ચિત્ત (૮૪) મુનિ પાસસ્થા–શિથિલાચારી સાધુને આહાર દે અને તેના પાસેથી લે તો પ્રાયશ્ચિત્ત (૮૫) મુનિ લોક વ્યવહારમાં જુગુપ્સિત અને નિંદિત ગર્હિત તેમજ આગમમાં નિષિદ્ધ કુલોમાં ગોચરી જાય તો પ્રાયશ્ચિત્ત (૮૬) મુનિ શય્યાદાતા (રહેવાનું સ્થાન આપનાર)નો આહાર કે તેની દલાલીનો આહાર ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્ત (૮૭) મુનિ ગુરુ આચાર્યાદિની આજ્ઞા વિના દૂધ, દહીં વગેરે વિગયોનું સેવન કરે તો પ્રાયશ્ચિત્ત.(નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્તોના જ વિધાન છે માટે અહીં દરેકમાં પ્રાયશ્ચિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે.) દશવૈકાલિક સૂત્રના પાંચમા પિંડેષણા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં વર્ણિત કેટલાક વિધિ, નિયમ કે દોષ આ પ્રમાણે છે— (૮૮) વરસાદ વરસતો હોય, ધુમ્મસ પડતી હોય ત્યારે મુનિ ગોચરીએ ન જાય. વાવાઝોડાના સમયે અને ઉડનારા કે ચાલનારા ત્રસ જીવોની બહુ ઉત્પત્તિ થઈ હોય ત્યારે પણ ગોચરી ન જાય (૮૯) જે ગૃહસ્થે પોતાના ઘરે આવવાના ના પાડી હોય ત્યાં ગોચરી જવું નહીં. (૯૦) ગૃહસ્થની આજ્ઞા લીધા વિના વસ્ત્ર કે શણ વગેરેના પડદાને હટાવી ગોચરી જવું નહીં. (૯૧) નીચા(નાના) દ્વારવાળા કે અંધકાર યુક્ત ઓરડામાં ગોચરીએ જવું નહીં. (૯૨) ફૂલ, બીજ વગેરે ચિત્ત પદાર્થ ઘણા વિખરાયેલા હોય ત્યાં ગોચરી જવું નહીં. (૯૩) તત્કાલનું લીપેલું કે ધોયેલું આંગણું હોય તેમાં ચાલીને ગોચરી જવું નહીં. (૯૪) ઘરના દરવાજામાં બકરા, બાળક, કૂતરા, વાછરડા વગેરે બેઠાં, ઊભા કે સૂતાં હોય તો તેને ઓળંગીને ગોચરીએ જવું નહીં. (૯૫) શુચિધર્મી(ચોક્ખાઈની પરંપરાવાળા) કુલોમાં રસોઈ ઘર વગેરે જ્યાં સુધી આવવાની ગૃહસ્થની મર્યાદા હોય ત્યાં સુધી જ જવું, તેનાથી આગળ જવું નહીં. (૯૬) વહોરાવવા સમયે દાતાના પગ નીચે ત્રસ જીવ, બીજ, લીલોતરી વગેરે દબાઈ જાય તેમજ સચિત્ત પાણીનો સ્પર્શ(સંઘટ્ટો) કે કોઈ પ્રકારે પાણીની વિરાધના થઈ જાય તો તે ઘરથી ગોચરી ન લેવી. (૯૭) ગોચરી વહોરાવવાના પહેલાં કે પછી દાતા પાણીથી હાથ, ચમચા વગેરે ધોવે તો તે પૂર્વકર્મ અને પશ્ચાત્કર્મ દોષ થાય, માટે ભિક્ષુએ તે વિષયમાં વિવેકપૂર્વક ભિક્ષા ગ્રહણ કરવી. (૯૮) ગર્ભવતી સ્ત્રી માટે બનાવેલા આહારમાંથી તેના વાપર્યા પહેલાં લેવું નહીં. (૯૯) ગર્ભવતી સ્ત્રીને પ્રસૂતિ કાળનો માસ ચાલતો હોય ત્યારે તેને સાધુ માટે ઊઠવું કે બેસવું પડે તે રીતે મુનિએ ગોચરી ન લેવી; તે સ્ત્રી બેઠેલી કે ઊભી રહેલી જેમ હોય તેમ વહોરાવે તો ભિક્ષા લઈ શકાય. (૧૦૦) બાળકને દુગ્ધ પાન કરાવતી સ્ત્રી તેને રડતો મૂકીને ગોચરી વહોરાવે તો તેના હાથે મુનિએ ગોચરી ન લેવી. (૧૦૧) ભારે વાસણ કે પદાર્થ મુશ્કેલીથી ઉપાડીને દાતા વહોરાવે તો ગોચરી ન લેવી. (૧૦૨) મુનિએ દાન, પુણ્ય માટે કે ગરીબ ભિખારી માટે તેમજ સાધુ સન્યાસીઓ માટે બનાવેલો આહાર ન લેવો, તે દાનપિંડ દોષ છે. (૧૦૩) મુનિએ કંદ, મૂલ, આદું તેમજ ફૂલ, ફળ અને બીજ વગેરે સચિત્ત પદાર્થો વહોરવા નહીં. દશવૈ. -૫/૧/૭૦. (૧૪) મુનિએ દુકાન વગેરેમાં ખુલ્લા પડેલા અને રજથી ભરેલા પદાર્થ વહોરવા નહીં. (૧૦૫) જેમાં ગોઠલી, ઠળિયા વગેરે ફેંકવાનું બહુ હોય તેવા અચિત પદાર્થ પણ વહોરવા નહીં, તે બહુઉજ્જિત દોષ છે. (૧૦૬) મુનિએ ધોવણ પાણી કે છાશ વગેરે તૈયાર થતાં તત્કાલ વહોરવા નહીં; એક બે ઘડીનો સમય વ્યતીત થઈ જાય પછી લઈ શકાય છે. ન દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશકમાં અને તે પછીના અધ્યયનોમાં વર્ણિત કેટલાક નિયમો આ પ્રમાણે છે— (૧૦૭) અન્ય કોઈ ભિક્ષાચર ઘરના દ્વાર પર ઊભા હોય તો મુનિએ ત્યાં તેને ઓલંઘીને ગોચરી જવું નહીં અને તેની સામે ઊભા પણ રહેવું નહીં.(અધ્ય.- ૫/૨) (૧૦૮) મુનિ સામુદાનિક ગોચરી કરે અર્થાત્ નિક કે ગરીબના ભેદ ભાવ વિના ગોચરી કરે. (અધ્ય.-૫/૨) (૧૦૯) મુનિ અજ્ઞાત ઘરોમાં એટલે કે પૂર્વ સૂચના વિનાના ઘરોમાં ગોચરી કરે અને એક જ ઘરમાં ગોચરી ન કરતાં, ગાયના અનેક જગ્યાથી ઘાસ ચરવાની જેમ અનેક ઘરોથી થોડી થોડી નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે.(અધ્ય.-૯) (૧૧૦) મુનિ પ્રાપ્ત આહારને બીજા દિવસ માટે રાખે નહીં. (અધ્ય.-૧૦) (૧૧૧) ભિક્ષુ મદ્ય, માંસ કે મત્સ્યનો આહાર કદાપિ કરે નહીં. અર્થાત્ મુનિ તેવી આહાર વૃત્તિથી દૂર રહે.(ચૂલિકા-૨/૭) શ્રાવકના ઘરનો વિવેક સુપાત્રદાનનો લાભ ઇચ્છનારા શ્રમણોપાસકે પોતાના ઘરે આ પ્રમાણે વિવેક રાખવો જોઈએ, યથા– (૧) શ્રાવકના ઘરે રસોઈ કરવાનો સમય અને ભોજન કરવાનો સમય સ્વાભાવિક રીતે એવો હોવો જોઈએ કે તેને સહજ ગોચરી વહોરાવવાનો લાભ મળે. (૨) ઘરમાં દ૨૨ોજ બનતા અચિત્ત પદાર્થો અને સંગ્રહિત રાખેલા અચિત્ત પદાર્થોને યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને રાખવાનો એવો વિવેક હોવો જોઈએ કે અચાનક પધારેલા મુનિરાજને તે પદાર્થ સહજ વહેરાવી શકાય. (૩) ઘરમાં સચિત્ત અને અચિત્ત પદાર્થોને રાખવાની વ્યવસ્થા જુદી-જુદી હોવી જોઈએ. (૪) ૨સોડામાં કે જમવાના સ્થાને જ્યાં વહોરાવવાની ખાદ્ય સામગ્રી રાખવામાં આવે ત્યાં સચિત્ત વસ્તુઓ જ્યાં ત્યાં વેરાયેલી કે વિખરાયેલી રાખવી નહીં. (૫) ઘરના પ્રવેશદ્વાર કે આવાગમનના માર્ગમાં ગોઠલી, બીજ વગેરે સચિત્ત પદાર્થ વેરાયેલા ન રાખવાની સૂચના કે સંસ્કાર ઘરના દરેક નાના—મોટા સભ્યને મળતા રહે તેમ ધ્યાન Page #207 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 206 રાખવું જોઈએ. (૬) રસોડામાં કામમાં આવતા સચિત્ત પાણીનું માટલું કે ડોલ વગેરે રાખવાનું સ્થાન વિવેકપૂર્ણ હોવું જોઈએ. (૭) લીલા શાકભાજી સુધારવા માટે બેસવાની જગ્યા વિવેકપૂર્ણ હોવી જોઈએ અર્થાત્ માર્ગમાં ન બેસતાં એક બાજુએ બેસવું જોઈએ. (૮) ઘરનો મુખ્ય દરવાજો ગોચરી સમયે ખુલ્લો રાખવો અથવા અંદરથી બંધ ન રાખવો. (૯) ઘરમાં કયારેક કોઈ સચિત્ત પદાર્થ ઘઉં, બાજરો વગેરે અનાજ કે શાકભાજીનો સુધારેલ કચરો વગેરે વેરાઈ જાય તો તેને તુરંત ઝાડુ મારી સાફ કરવાની ટેવ હોવી જોઈએ. તેમાં આળસ કે બેદરકારી ન હોવી જોઈએ. (૧૦) ઘરના દરેક સભ્યોને સમયે સમયે ભિક્ષાના સુસંસ્કારોથી ભાવિત અને અભ્યસ્ત કરતા રહેવું જોઈએ. (૧૧) માંગનાર ભિખારી વગેરે ઘરના દરવાજા પર વધારે વાર ઊભા ન રહે, તેના દાન વિવેકનું ધ્યાન રાખવું જોઈએ. (૧૨) વહોરાવવા યોગ્ય પદાર્થોને સચિત્ત પદાર્થ પર કે સચિત્ત સ્થાનને સ્પર્શતાં તેમજ ગેસ ચૂલા આદિ પર રાખી મૂકવા નહીં. (૧૩) દિવસભર બીડી પીવી, પાન ખાવા, બીજ ઠડીયા વાળા સચિત્ત પદાર્થો ખાતા રહેવું, જમતી વખતે સચિત્ત પદાર્થ ખાવા કે તે પદાર્થો પોતાના સંઘટ્ટામાં(સ્પર્શાવેલા) રાખવા વગેરે અવિવેકવાળી પ્રવૃત્તિઓ છે. આ પ્રકારની આદતો અને પ્રવૃત્તિઓને સુધારવી આવશ્યક છે. અન્યથા સુપાત્રદાનનો(મુનિનો) સંયોગ મળવા છતાં તે લાભથી વંચિત રહેવું પડે છે અને બારમા વ્રતમાં અતિચાર-દોષ પણ લાગે છે.(૧૪) શ્રાવકે નિઃસ્વાર્થપણે ભક્તિયુક્ત ભાવોથી તેમજ નિર્જરા માટે મુનિને વહોરાવવું. વહોરાવવામાં અભિમાન કે માયા, કપટના આચરણો અથવા રાગ-દ્વેષના ભાવો ન કરતાં | વિવેકપૂર્વક શુદ્ધ સરલ ભાવે દાન આપવું જોઈએ. દાન દેતા સમયે વચન વ્યવહારનો પણ પૂર્ણ વિવેક રાખવો જોઈએ. આક્ષેપ, ઉપાલંભ કે તિરસ્કાર પૂર્ણ વચન અથવા કઠોર ભાષાનો પ્રયોગ કરવો નહીં. આ પ્રકારે ભાવ અને ભાષાના વિવેકથી મચ્છરિયાએ નામક બારમા વ્રતના પાંચમા અતિચારની શુદ્ધિ રહે છે. (૧૫) આ સર્વ વિવેકમાં પોતાનું બારમું વ્રત નિરતિચાર રહે, તે જ લક્ષ્ય માનસમાં રાખવું જોઈએ. સાધુનું નામ તે પ્રવૃત્તિઓમાં ન આવવું જોઈએ. સંક્ષેપમાં આ સર્વ શ્રાવકાચાર છે; વ્રતધારીનો વિવેક છે; સુપાત્ર દાનનો લાભ ઇચ્છનારનું કર્તવ્ય છે, તેમ માનવું અને સમજવું જોઈએ. નોંધ:- ગોચરીના દોષો અને નિયમોને દર્શાવતા કેલેન્ડર કે પોકેટ બુક ઘરમાં યથાસ્થાને રાખવા જોઈએ. તેથી અવારનવાર ઘરના સદસ્યોને તે જોવા વાંચવાનો સહજ સંયોગ થતો રહે અને જ્ઞાન વૃદ્ધિ થતી રહે. સચિત્ત અને અચિત્ત પરિજ્ઞાન જેન શ્રમણ સચિત્ત (જીવયુક્ત પદાર્થ)ના ત્યાગી હોય છે. માટે શ્રમણોને સુપાત્રદાન આપનાર શ્રમણોપાસકને સચિત્ત-અચિત્ત પદાર્થોનું જ્ઞાન હોવું જરૂરી છે. તે જ્ઞાન માટે નિમ્ન મદાઓ સમજવા જેવા છે. (૧) શેકયા વગરનું મીઠું સચિત્ત છે. તેને કોઈ પણ પદાર્થ દહીં, છાશ, શાક વગેરેમાં જમતી સમય તત્કાલ નાખ્યું હોય તો તે સચિત્ત કહેવાય. અર્ધા મુહૂર્ત પછી તે અચિત્ત ગણાય. (૨) વરસાદનું, નદીનું વગેરે કોઈપણ પાણી સચિત્ત હોય છે. તેમાં કોઈ પણ પદાર્થનું મિશ્રણ થઈ જાય કે તેને ગરમ કર્યું હોય તો તે અચિત્ત થાય છે. દાતાના હાથ, પગ કે શરીર પર પાણીના છાંટા લાગેલા હોય તે પણ સચિત્ત કહેવાય. સ્નાન કર્યા પછી કેશ વગેરે ભીના હોય તો તે પણ પાણીનો અંશ સચિત્ત કહેવાય. (૩) પાકા ફળોમાંથી બી કે ઠળિયા નીકળી જાય તો તે અચિત્ત કહેવાય અને તે પહેલાં સચિત્ત કહેવાય. મીઠું, મરચું, મસાલા નાંખેલા ટમેટામાં બી સચેત રહે છે. માટે તે અચિત્ત ન કહેવાય. (૪) મેવામાં બદામ, પિસ્તા, ચારોળી વગેરે બીજરૂપ છે. તે ખંડિત ન થાય કે અગ્નિ પર ન ચઢે ત્યાં સુધી સચિત્ત કહેવાય. અંજીર વગેરે બી યુક્ત મેવા સચિત્ત છે અને અગ્નિથી શસ્ત્ર પરિણત થાય ત્યારે તે અચિત્ત થાય છે. (૫) લીલા શાકભાજી સચિત્ત હોય છે. તે શસ્ત્રથી છેદન ભેદન કે ટુકડા થયા હોય તો પણ સચિત્ત હોય છે. તે અગ્નિ પર પૂર્ણ ગરમ ન થઈ જાય ત્યાં સુધી સચિત્ત કહેવાય છે. લીંબુનો રસ અને મીઠું નાખેલા આવા શાકભાજીના પદાર્થો પણ અસંખ્ય કે અનંતજીવી હોવાના કારણે સંદેહ પૂર્ણ હોવાથી એક દિવસ પછી જ અચિત્ત સમજવા જોઈએ. (૬) મીઠું, મરચું, મસાલો નાખેલી કાકડી વગેરે પદાર્થ પણ સંખ્ય જીવી હોવાથી શસ્ત્ર પરિણત થતો નથી માટે તે પણ સચિત્ત ગણાય છે. (૭) દાળ, શાક તૈયાર થઈ અગ્નિ પરથી નીચે ઉતાર્યા પછી તેમાં કોથમીર વગેરે નાંખવામાં આવ્યા હોય અને તે ઉપરથી તાજા જ દેખાતા હોય તો તે પૂર્ણ અચિત્ત થતા નથી. જો કોથમરી તે પદાર્થમાં એકમેક થઈ જાય કે કરમાઈ જાય તો તેને અચેત કહેવાય. (૮) કોથમીર વગેરેની ચટણી તત્કાલ સચિત્ત કહેવાય. અર્ધો મુહૂર્ત કે મુહૂર્ત પછી અચિત્ત થાય છે, કારણ કે તે પણ અસંખ્ય જીવી વનસ્પતિ છે. (૯) સૂકા ધાણા, જીરું, રાઈ, વરીયાળી, સુવા, અજમા, મેથી, એલચીના દાણા (બી) વગેરે બીજરૂપ સર્વે પદાર્થો સચિત્ત હોય છે. અગ્નિ વગેરેથી શસ્ત્ર પરિણત થયા પછી અચિત્ત થાય છે કે પૂર્ણ પીસાઈ જાય તો અચિત્ત થાય છે. (૧૦) ઘઉં, બાજરી, ચણા, મઠ વગેરે ધાન્ય બી રૂપ હોય છે, તે સચિત્ત હોય છે. ભાત(ધાણી રહિત) અચિત્ત હોય છે. કોઈ પણ અનાજ કે કઠોળ પાણીમાં પલાળવાથી અચિત્ત થતા નથી, પીસવાથી કે અગ્નિ પર ચઢવાથી અચિત્ત થાય. સચિત્ત પદાર્થનો કે તેને સ્પર્શિત વ્યક્તિનો વિવેક (૧) જે દાતાના હાથ-પગ વગેરે સચિત્ત પાણીથી ભીના હોય તો તેણે ગોચરી પધારેલા મુનિરાજ માટે બોલવું, ચાલવું કે ઇશારા કરવા યોગ્ય નથી, તેમ કરતાં પાણીના જીવોની વિરાધના થવાનો સંભવ રહે છે. (૨) અગ્નિ, લીલોતરી, બી વગેરે સચેત પદાર્થને સ્પર્શેલી વ્યક્તિ મુનિને ગોચરી વહોરાવી શકતી નથી. જો સહજ રીતે તે પદાર્થોનો સ્પર્શ છૂટી જાય, પછી તેના દ્વારા બોલવા, ચાલવામાં કોઈ વિરાધનાની સંભાવના રહેતી નથી. પ્રશ્ન-૧ શું રેફ્રીજરેટરમાં સંગ્રહ કરેલા ખાદ્ય પદાર્થ સાધુને માટે અકલ્પનીય ગણાય? ઉત્તર : હા, ગોચરીના દરેક નિયમોનું હાર્દ એ છે કે આહાર–પાણી વહોરાવવાના નિમિત્તે ત્રસ કે સ્થાવર કોઈ પણ પ્રાણી, વનસ્પતિની વિરાધના ન થાય, તેનો વિવેક રાખવો જોઈએ. પ્રશ્ન-૨: રેફ્રીજરેટરમાં રાખેલા પદાર્થો જૈન મુનિરાજને ગ્રાહ્ય છે? વ્રતધારી શ્રમણો પાસક(શ્રાવક) વહોરાવી શકે ? Page #208 -------------------------------------------------------------------------- ________________ jain 207 કથાસાર ઉત્તર : શ્રમણોપાસકે પોતાના ઉપયોગ માટે ફ્રીજમાંથી ખાદ્ય પદાર્થો બહાર કાઢયા હોય અને તે અચિત્ત હોય તો તે દાન દેવા અને ગ્રહણ કરવા યોગ્ય હોય છે. સાધુ માટે ફ્રીજમાંથી કાઢતાં સચિત્તનો સ્પર્શ થાય, પાણી અને બરફનો સ્પર્શ થાય કે ફ્રીજ ખોલતાં લાઈટ થાય વગેરે વિરાધનાઓ સામાન્ય રીતે થાય છે. જો તેમાંથી કોઈ પણ વિરાધનાની સંભાવના હોય તો તે ફ્રીજના પદાર્થો સાધુને અકલ્પનીય છે અને સાધુ માટે પદાર્થો ફ્રીજમાંથી કાઢીને વહોરાવવા શ્રાવક માટે યોગ્ય નથી. જો પરિસ્થિતિ વશ તેવું આચરણ કરવામાં આવે તો તેનું શ્રાવક અને સાધુ બંન્નેએ પ્રાયશ્ચિત્ત કરવાનું થાય છે. તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્ન-૩ : શું ડાયનિંગ ટેબલ પર સચિત્ત પદાર્થો રાખવા કે અચિત્ત વહોરાવવાના પદાર્થો ફ્રીજમાં રાખવા શ્રાવકને યોગ્ય છે ? ઉત્તર : ડાયનિંગ ટેબલ પર જ્યારે અચિત્ત ખાદ્ય પદાર્થ રાખ્યા હોય ત્યારે સચેત પદાર્થ રાખવા શ્રાવકના વ્રતનો અતિચાર છે અને વહોરાવવા યોગ્ય પદાર્થોને ફ્રીજમાં રાખવા એ પણ શ્રાવક વ્રતનો અતિચાર જ કહેવાય. જો પદાર્થો ખરાબ થવાના કારણે ફ્રીજમાં રાખવા પડે તો પણ જમતા સમયે કે ભાવના ભાવતા સમયે તે પદાર્થો ફીજમાં રખાય નહીં અન્યથા વ્રતમાં અતિચાર સમજવો. પ્રશ્ન-૪ : મુનિરાજને ફળ કે મેવા કેમ વહોરાવાય ? ઉત્તર : જે મેવાના પદાર્થો સચિત હોય, ફળ બીજ યુક્ત હોય તો મુનિરાજને માટે અચિત કરીને ન વહોરાવાય. ઘરના સભ્યોને જો સચિતનો ત્યાગ હોય, તો તેના માટે જે પદાર્થો અચિત્ત થાય અથવા જે ફળ કે મેવા ઘરમાં સામાન્ય રીતે અચિત્ત કરીને જ ખાવાનો રિવાજ હોય તો સંયોગ મળતાં મુનિરાજને વહોરાવી શકાય. પ્રશ્ન-૫ઃ મુનિરાજને નિર્દોષ પાણી કેમ વહોરાવાય ? ઉત્તર : જે શ્રાવક-શ્રાવિકા સચિત્તના ત્યાગી હોય, તેના ઘરના કોઈપણ સભ્ય સચિત્ત પાણી પીવાના કે સચિત્ત પાણીથી સ્નાન કરવાના ત્યાગી હોય અથવા તો કોઈ પણ કારણથી ઘરમાં ગરમપાણી વપરાતું હોય તો તે ગૃહસ્થ માટે કરેલા પાણીમાંથી અચાનક પધારતા મુનિરાજને નિર્દોષપાણી વહોરાવી શકાય. તે સિવાય ઘરના કાર્યક્રમના રિવાજ અનુસાર કોઈ પણ અચિત્ત ધોવણ પાણી થતું હોય અને તે પીવા લાયક હોય અને ગૃહસ્થને અનાવશ્યક કે ફેંકવા માટે પડ્યું હોય, તે પાણીને મુનિરાજ લેવા ઇચ્છે તો વહોરાવી શકાય. પ્રશ્ન-૬ : શું સાધુ માટે ગરમ પાણી કે ધોવણ પાણી બનાવી શકાય ? ઉત્તર : સાધુ-સાધ્વી માટે ગરમ પાણી કે ધોવણ પાણી બનાવવું એ દોષ છે. તેમ કરવાનો રિવાજ થઈ જાય તો પણ તે દોષનું પ્રાયશ્ચિત્ત સાધુ–શ્રાવક બંનેએ કરી લેવું જોઈએ. પ્રાયશ્ચિત્ત ન કરવું એ શિથિલાચારના સેવન અને અનુમોદન રૂપ થાય છે. પ્રશ્ન-૭ : શું જૈન શ્રમણ શ્રાવકોને શ્રાવકાચાર શીખવી ન શકે ? ઉત્તર : ઉપદેશ રૂપ સમજાવવામાં સંયમની મર્યાદા રહે છે. જે શ્રમણ ભાષા સમિતિનો વિવેક જાળવી શકે તે શ્રમણ શ્રાવકોને શ્રાવકાચાર શીખવી શકે છે. તે ઉપરાંત આદેશ કે પ્રેરણા અથવા આગ્રહના વ્યવહાર પોતાની સગવડ માટે ન જ કરવા જોઈએ. તેમજ પોતાની સગવડનો સ્વીકાર કરનારની પ્રશંસા કે સન્માન વ્યાખ્યાન આદિ કોઈ સભામાં કરવું, તે પૂર્વ–પશ્ચાત્ સંસ્તવ દોષ છે. પરિશિષ્ટ : તેત્રીસ બોલ વિસ્તાર પહેલા બોલથી છઠ્ઠા બોલ સુધી પ્રચલિત અને સરલ બોલ છે. તે આવશ્યક સૂત્ર સારાંશમાં પૃષ્ટ.૧૬૦ અને ૧૭૪.માં આપી દીધા છે. બાકીના બોલોમાંથી કેટલાંક બોલોનો વિસ્તાર અહીં આપ્યો છે. તે દરેક સંયમ સાધકે જાણવા અને કંઠસ્થ કરવા બહુ ઉપયોગી છે ભયનાં સાત સ્થાન :– ભય એ મોહનીય કર્મની એક પ્રકૃતિ છે. તેના પ્રભાવથી થતાં આત્મ પરિણામને ભય કહેવાય છે. તે સાત પ્રકારના છે– ૧. ઇહલોક ભય : સજાતીય ભય. મનુષ્યને મનુષ્યથી થતો ભય. ૨. પરલોક ભય : વિજાતીય ભય. તિર્યંચ, દેવ આદિથી થતો ભય. ૩. આદાન ભયઃ ધન આદિના અપહરણથી થતો ભય. ૪. અકસ્માત્ ભય : બાહ્ય નિમિત્તો વિના પોતાના જ સંકલ્પોથી થતો ભય. ૫. રોગ–વેદના ભય : પીડા આદિથી ઉત્પન્ન થતો ભય. ૬. મરણ ભય : મરણનો ભય. ૭. અપયશ ભય : અપકીર્તિનો ભય. આઠ મદ :– ૧. જાતિમદ ૨. કુળમદ ૩. બળમદ ૪. રૂપમદ પ. તપમદ ૬. સૂત્રમદ ૭. લાભમદ ૮. ઐશ્વર્યમદ – પ્રજ્ઞાપના સૂત્ર. બ્રહ્મચર્યની નવગુપ્તિઓ(નવ વાડ) । :– ૧. વિવિક્ત : સ્ત્રી, પશુ રહિત શય્યા– ઉપાશ્રયનું સેવન કરવું. ૨. સ્ત્રી સંબંધી કથા, વાર્તા, ચર્ચા આદિ ન કરવાં. ૩. સ્ત્રીની સાથે એક આસન પર ન બેસવું અને તેના ઉઠયા પછી પણ તે સ્થાન પર થોડા સમય(કેટલોક વખત) સુધી બેસવું નહીં. ૬. પૂર્વ અવસ્થામાં ભોગવેલાં ભોગોની સ્મૃતિ કરવી નહીં.(ચિંતન કરવું નહીં.) ૭. સદા પ્રણીત રસ એટલે અતિ સરસ આહાર કરવો નહીં. ૮. અધિક માત્રામાં આહાર કરવો નહીં. ૯. વિભૂષાવૃત્તિ : સ્નાન શૃંગાર(શણગાર) કરવો નહીં. ૧૦. શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયોમાં તથા યશકીર્તિ પ્રશંસામાં આસક્ત થવું નહીં.નોંધ :- આ દસમો બોલ ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન−૧૬માંથી લેવામાં આવ્યો છે. - દશ પ્રકારનો શ્રમણધર્મ (સાધુધર્મ) :– ૧. ક્ષાન્તિ–ક્ષમા. ક્રોધનો વિવેક (ત્યાગ) ૨. મુક્તિ—અકિંચન–લોભનો વિવેક(ત્યાગ) ૩. આર્જવ–ૠજુતા. માયાનો વિવેક(ત્યાગ) ૪. માર્દવ–મૃદુતા. માનનો વિવેક(ત્યાગ) ૫. લાઘવ– લઘુતા. હલકાપણું—અપ્રતિબદ્ધતા ૬. સત્ય–મહાવ્રત આદિ પાલનમાં સત્યનિષ્ઠા ૭. સંયમ–ઇન્દ્રિય નિગ્રહ આદિ ૮. તપ-અનશન આદિ ૯. ત્યાગ–સાધર્મિક સાધુઓને ભોજન આદિ દેવું. ૧૦. બ્રહ્મચર્યવાસ–નિયમ, ઉપનિયમ અને દસ સમાધિયુક્ત બ્રહ્મચર્યનું પાલન. અગિયાર શ્રાવક પડિમા— દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. બાર ભિક્ષુની પડિમા– દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. તેર ક્રિયા સ્થાન– ક્રિયાનો સામાન્ય અર્થ છે પ્રવૃત્તિ. પ્રસ્તુત પ્રસંગમાં તે પ્રવૃત્તિઓનું સંકલન છે કે જે કર્મબંધના હેતુભૂત છે. સૂત્રોમાં ક્રિયાઓના વિવિધ પ્રકારના વર્ગીકરણ મળી આવે છે. અહીં પૂર્ણતઃ સૂયગડાંગ સૂત્ર અનુસાર તેર ક્રિયાઓનો ઉલ્લેખ છે. માટે ત્યાં જુઓ. જીવના ચૌદ ભેદ :– પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ. પરમાધામીના પંદર ભેદ :– પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ. સૂયગડાંગ સૂત્રના સોળ અધ્યયન :– સૂત્ર કૃતાંગ સૂત્રમાં જુઓ. Page #209 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 208 સત્તર પ્રકારનો અસંયમ – ૧. પૃથ્વીકાય અસંયમ ૨. અપ્લાય અસંયમ ૩. તેઉકાય અસંયમ ૪. વાઉકાય અસંયમ પ. વનસ્પતિકાય અસંયમ ૬. બેઇન્દ્રિય અસંયમ ૭. તે ઇન્દ્રિય અસંયમ ૮. ચોરેન્દ્રિય અસંયમ ૯. પંચેન્દ્રિય અસંયમ ૧૦. અજીવકાય અસંયમ ૧૧. પ્રેક્ષા અસંયમ ૧૨. ઉપેક્ષા અસંયમ ૧૩. અપહત્ય અસંયમ ૧૪. અપ્રમાર્જના અસંયમ ૧૫. મન અસંયમ ૧૬. વચન અસંયમ ૧૭. કાયા અસંયમ. સ્પષ્ટી કરણ – પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવો અને બેઇન્દ્રિયાદિ ત્રસ જીવોનું મન, વચન, કાયાથી સંઘટન આદિ કરવું. તેને પીડા પહોંચાડવી એ તે જીવો પ્રત્યે કરાતો અસંયમ છે. અજીવ વસ્તુઓ જે નિરંતર કામમાં લેવામાં આવે છે, તેના વ્યવહારમાં જે પ્રમાદ થાય છે, તે અજીવકાય અસંયમ છે. સ્થાન આદિનું પ્રતિલેખન કરવું નહીં અને સારી રીતે જોયાં વિના કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો તે પ્રેક્ષા અસંયમ છે. સાધર્મી શ્રમણોને સંયમ-નિયમ પ્રતિ પ્રેરિત ન કરવા તે ઉપેક્ષા અસંયમ છે. (પરિષ્ઠાપન) પરઠવા યોગ્ય પદાર્થોને યોગ્ય રીતે ન પરઠવા તે અપહત્ય અસંયમ છે. આવશ્યક સમયે પ્રમાર્જન ન કરવું કે અયોગ્ય રીતે પ્રમાર્જન કરવું તે અપ્રમાર્જના અસંયમ છે. અશુભ મનથી પ્રવૃતિ કરવી તે મન અસંયમ છે. અશુભ વચનથી પ્રવૃતિ કરવી તે વચન અસંયમ છે. કાયાની અસમ્યક પ્રવૃતિ તે કાયા અસંયમ છે. અઢાર પ્રકારનું અબ્રહ્મચર્ય - ઔદારિક શરીર(મનુષ્ય-તિર્યચ) સંબંધી અબ્રહ્મચર્ય ૯ પ્રકારે(૩ કરણ, ૩ યોગ) અને વૈક્રિય શરીર(દેવ-દેવી) સંબંધી નવપ્રકારે(૩ કરણ, ૩ યોગ, આ રીતે કુલ ૧૮ પ્રકારનું અબ્રહ્મચર્ય. બીજી રીતે- નવ પ્રકારે મનુષ્ય સંબંધી અને નવપ્રકારે તિર્યંચ સંબંધી.(દેવ સંબંધી સ્વભાવિક ન હોય, પરવશ પણ હોય) જ્ઞાતાસૂત્રના ઓગણીસ અધ્યયન – જ્ઞાતા સૂત્રમાં જુઓ. વીસ અસમાધિના સ્થાન – દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. એકવીસ પ્રકારના સબળા દોષ:- દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. બાવીસ પરિષહ – ઉત્તરાધ્યયન સૂત્રમાં જુઓ. ના અધ્યયન છે. તે ત્યાં જઓ. પ્રથમ શ્રતસ્કંધમાં સોળ અને બીજા શ્રતસ્કંધમાં સાત, એમ ત્રેવીસ થાય છે. ચોવીસ જાતના દેવ ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષી અને ૧ વૈમાનિક એ કુલ ૨૪ જાતના દેવતા. તેમજ ૨૪ તીર્થકર દેવો. પચ્ચીસ ભાવના:- આચાo સૂત્ર પૃષ્ટ ૧૧૦.અને પ્રશ્રી સૂત્ર પૃષ્ટ.૨૨૭.માં જુઓ. છવ્વીસ અધ્યયન :- ૧. દશાશ્રુત સ્કંધ સૂત્રના–૧૦ અધ્યયન(દશા દશ છે). ઍલ્પ સૂત્રનાં અધ્યયન(ઉદ્દેશક છે.) ૩. વ્યવહાર સૂત્રનાં-૧૦ અધ્યયન (ઉદ્દેશક છે) આ ત્રણે મળીને કુલ ૨૬ અધ્યયન થાય છે. સાધના સત્તાવીસ ગણો :- ૧. પ્રાણાતિપાત વિરમણ ૨. અષાવાદ વિરમણ ૩. અદત્તાદાન વિરમણ ૪, મેથન વિરમણ પ. પરિગ્રહ વિરમણ ૬. શ્રોતેન્દ્રિય નિગ્રહ ૭. ચક્ષઇન્દ્રિય નિગ્રહ ૮. ધ્રાણેન્દ્રિય નિગ્રહ ૯. ૨સેન્દ્રિય નિગ્રહ ૧૦. સ્પર્શેન્દ્રિય નિગ્રહ ૧૧. ક્રોધ વિવેક ૧૨. માન વિવેક ૧૩. માયા વિવેક ૧૪. લોભ વિવેક ૧૫. ભાવ સત્ય-અંતરાત્માની પવિત્રતા ૧૬. કરણ સત્ય-ક્રિયાની પવિત્રતા ૧૭. યોગસત્ય-મન, વચન, કાયાનું સમ્યક પ્રવર્તમ્ ૧૮. ક્ષમા ૧૯. વૈરાગ્ય ૨૦. મન સમાહરણ–મનનો સમ્યક ઉપયોગ ૨૧. વચન સમાહરણ–વચનનો સમ્યક ઉપયોગ ૨૨. કાયા સમાહરણ-કાયાનો સમ્યક ઉપયોગ ૨૩. જ્ઞાન સંપન્નતા ૨૪. દર્શન સંપન્નતા ૨૫. ચારિત્ર સંપન્નતા ૨૬. કષ્ટ-વેદનાની સહનશીલતા ૨૭. મારણાંતિક કષ્ટની સહનશીલતા. આવશ્યક હરિભદ્રીય ટીકા(પૃષ્ઠ ૧૧૩)માં જુદા પ્રકારથી ઉલ્લેખ છે. જેમ કે- રાત્રિ ભોજન વિરમણ સહિત વ્રતષક, પાંચ ઈન્દ્રિય નિગ્રહ, છકાય સંયમ, ભાવ સત્ય, કરણ સત્ય, ક્ષમા, વિરાગતા, મન, વચન, કાયા નિગ્રહ, સંયમયોગ યુક્તતા, રોગાદિ વેદના સહન, મારણાંતિક કષ્ટ સહન. અઠ્ઠાવીસ આચાર પ્રકલ્પ – આચાર – આચારાંગ સૂત્રના બને શ્રુતસ્કંધના (૧૬+૯) પચ્ચીસ અધ્યયન. પ્રકલ્પ – નિશીથસૂત્રના ત્રણ અધ્યયન – લઘુ, ગુરુ અને આરોપણા. આ (૨૫ + ૩)- ૨૮ આચારપ્રકલ્પ અધ્યયન છે. બીજી રીતે પ્રાયશ્ચિત્તની અપેક્ષાએ ૨૮ આચાર પ્રકલ્પ આ પ્રકારે છે– (૧) પાંચ દિવસનું પ્રાયશ્ચિત્ત (૨) આ જ રીતે દશ દિવસનું (૩) પંદર દિવસનું (૪) વીસ દિવસનું (૫) પચીસ દિવસનું (૬) એક મહિનાનું (૭) એકમાસને પાંચ દિવસ (2) એકમાસને દસ દિવસ (૯) એકમાસને પંદર દિવસ (૧૦) એક માસને વીસ દિવસ (૧૧) એક માસને પચીસ દિવસ (૧૨) બે માસનું (૧૩) બે માસને પાંચ દિવસ (૧૪) બે માસ ને દસ દિવસ (૧૫) બે માસને પંદર દિવસ (૧૬) બે માસને વીસ દિવસ (૧૭) બે માસને પચીસ દિવસ (૧૮) ત્રણ માસનું (૧૯) ત્રણ માસને પાંચ દિવસ (૨૦) ત્રણ માસને દસ દિવસ (૨૧) ત્રણ માસને પંદર દિવસ (૨૨) ત્રણ માસને વીસ દિવસ (૨૩) ત્રણ માસને પચીસ દિવસ (૨૪) ચાર માસનું પ્રાયશ્ચિત્ત (૩૫) લઘુ(અલ્પતમ) (૨૬) ગુરુ(મહત્તર) (૨૭) સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત આરોપણ (૨૮) થોડું ઓછું પ્રાયશ્ચિત્ત આરોપણ, જેમ કે એક માસ પ્રાયશ્ચિત્તને પંદર દિવસની આરોપણા અને બે માસને વીસ દિવસની આરોપણા. ઓગણત્રીસ પાપસૂત્ર પ્રસંગ – જે સૂત્ર(શાસ્ત્ર) મોક્ષના હેતુ ભૂત નથી તેને અહીં પાપગ્રુત કહેવામાં આવ્યા છે. પ્રસંગ શબ્દના બે અર્થ છે– આસક્તિ અને આસેવન. તે પાપગ્રુત આ પ્રમાણે છે– (૧) ભૂમિ કંપશાસ્ત્ર (૨) ઉત્પાત શાસ્ત્ર (૩) સ્વપ્ન શાસ્ત્ર (૪). અંતરિક્ષ શાસ્ત્ર (૫) અંગ સ્કૂરણ (૬) સ્વર શાસ્ત્ર (૭) વ્યંજન શાસ્ત્ર (૮) લક્ષણ શાસ્ત્ર. એ આઠના સૂત્ર, વૃત્તિ અને વાર્તિક એમ ત્રણ– ત્રણ પ્રકાર હોવાથી ૨૪ ભેદથાય છે. ૨૫. વિકથાનુયોગ, ૨૬. વિદ્યાનુયોગ, ૨૭. મંત્રાનુયોગ, ૨૮. યોગાનુયોગ, ૨૯. અન્ય તીર્થિક પ્રવૃત્તાનુયોગ. ત્રીસ મહામોહનીય નાં સ્થાન – પાના નં ૨૬૭. દશાશ્રુત સ્કંધ. નવમી દશામાં જોવું. એકત્રીસ સિદ્ધના આદિ(આદ્ય) ગુણો - આદિ ગુણનો અર્થ છે મુક્ત થવાની પ્રથમ ક્ષણમાં થવાવાળા ગુણ. તેની સંખ્યા એકત્રીસ છે. આ સંખ્યા બે પ્રકારની બતાવવામાં આવી છે. ૧. જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ પાંચ (૫) Page #210 -------------------------------------------------------------------------- ________________ jain 209 ૨. દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ નવ (૯) ૩. વેદનીય કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ બે (૨)૪. મોહનીય કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ બે (૨) ૫. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ ચાર (૪)૬. નામ કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ બે (૨) ૭. ગોત્ર કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ બે (૨)૮. અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ પાંચ (૫) બીજા પ્રકારની સંખ્યાની ગણતરીમાં સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને વેદ એ છ ઘટક તત્ત્વ છે. (૧) સંસ્થાન : લાંબુ, ગોળ(લાડુ આકારે) ત્રિકોણ, ચોરસ, પરિમંડલ–ચૂડી આકારે ઊ ૫. (૨) વર્ણ : કાળો, નીલો, રાતો, પીળો, ઘોળો ઊ ૫. (૩) ગંધ : સુરભિ ગંધ, દુરભિ ગંધ ઊ ૨. (૪) રસ : : તીખો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો ઊ ૫. (૫) સ્પર્શ : સુંવાળો, ખરસટ, હળવો, ભારે, શીત, ઉષ્ણ, ચોપડ્યો અને લુખો ઊ .૮ (૬) વેદ : સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ ઊ ૩. આ કુલ ગુણ ૨૮ થાય છે. તે બધા ગુણોની સાથે “ન” કાર લગાવવો જોઈએ જેમ કે તે ન દીર્ઘ છે, ન હ્રસ્વ છે વગેરે વગેરે. તે સિવાયના ત્રણ ગુણ– અશરીરી, અજન્મા, અનાસક્ત; તેમ કુલ ૩૧ થાય છે. બત્રીસ યોગ સંગ્રહ -- યોગનો અર્થ છે— મન, વચન ને કાયાથી પ્રવૃતિ. તે પ્રવૃતિઓનો સંગ્રહ કરવો, તે યોગ સંગ્રહ છે. અહીં શુભ(આદર્શ)કર્તવ્યોના બત્રીસ ગુણોને ભેગા કર્યા છે. તે આ પ્રમાણે છે– ૧. આલોચના : પોતાના સેવિત–દોષને નિવેદન કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. ૨. નિરપલાપ : કોઈના આલોચિત પ્રમાદને પ્રગટ ન કરવો. ૩. આપત્કાલમાં દઢધર્મતા : દઢ ધર્મી બની રહેવું. ૪. અનિશ્ચિતોપધાન : બીજાની સહાયતા લીધા વિના તપ કરવું. કથાસાર ૫. શિક્ષા : સૂત્રાર્થનું પઠન–પાઠન તથા ક્રિયાના આચરણ રૂપ શિક્ષા. ૬. નિષ્પતિકર્મતા ઃ શરીરની સારસંભાળ તથા ચિકિત્સાનું વર્જન. ૭. અશાતતા : અજાણપણે તપ કરવું, તેનું પ્રદર્શન કે પ્રખ્યાતિપણું કરવું નહીં અથવા અજ્ઞાત કુલની ગોચરી કરવી. ૮. અલોભ ઃ નિર્લોભતાનો અભ્યાસ કરવો. ૯. તિતિક્ષા ઃ કષ્ટ સહિષ્ણુતા–પરીષહો ઉપર વિજય મેળવવાનો અભ્યાસ કરવો. ૧૦. આર્જવ : સરલતા, સરલ થવું. ૧૧. શુચિ : પવિત્રતા, પવિત્ર રહેવું, સાફ દિલ રહેવું. ૧૨. સમ્યક્દષ્ટિ : સમ્યક્દર્શનની શુદ્ધિ રાખવી. ૧૩. સમાધિ ઃ ચિત્ત સ્વાસ્થ્ય, ચિત્તની પ્રસન્નતા બનાવી રાખવી. ૧૪. આચાર : આચારનું સમ્યક પ્રકારથી પાલન કરવું. ૧૫. વિનયોપગ : વિનમ્ર બનવું, અભિમાન ન કરવું. ૧૬. ધૃતિમતિ : ધૈર્યયુક્ત બુદ્ધિ હોવી, દીનતા કરવી નહીં, ધૈર્ય રાખવું. ૧૭. સંવેગ ઃ વૈરાગ્ય વૃદ્ધિ અથવા મોક્ષની અભિલાષા. ૧૮. પ્રણિધિ : અધ્યવસાયની એકાગ્રતા, શરીરની સ્થિરતા રાખવી. ૧૯. સુવિધિ : સારા અનુષ્ઠાનનો અભ્યાસ. ૨૦. સંવર : આશ્રવનો નિરોધ. ૨૧. આત્મદોષોપસંહાર ઃ પોતાના દોષોનો નિકાલ કરવો. : ૨૨. સર્વ કામ વિરક્તતા : સર્વ વિષયથી વિમુખતા. ૨૩. પ્રત્યાખ્યાન : મૂલ ગુણ વિષે ત્યાગ અથવા પાપ ત્યાગ. ‘૨૪. ત્યાગ : ઉત્તરગુણ વિષે ત્યાગ અથવા નિયમ ઉપનિયમ વધારવા. ૨૫. વ્યુત્સર્ગ: શરીર, ભક્તપાન, ઉપધિ તથા કષાયનું વિસર્જન. ૨૬. અપ્રમાદ : પ્રમાદને વર્લ્ડવો, અપ્રમાદ ભાવનો અભ્યાસ. ૨૭. લવાલવ : સમાચારીના પાલનમાં પ્રતિક્ષણ(સતત) જાગૃત રહેવું. ૨૮. ધ્યાન સંવર યોગ : ધ્યાન, સંવર, અક્રિયતાની વૃદ્ધિ કરવી. ૨૯. મારણાંતિક ઉદય : મરણની વેદનામાં સહન કરતાં શાંત અને પ્રસન્ન રહેવું. ૩૦. પરિક્ષા : હેય ઉપાદેય જ્ઞપરિક્ષાથી જાણવા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી હેયનો ત્યાગ કરવો, ઉપાદેયનો સ્વીકાર કરવો. ૩૧. પ્રાયશ્ચિત્ત કરણ : વિશુદ્ધિ માટે પ્રાપ્ત થયેલા પ્રાયશ્ચિત્તનું અનુષ્ઠાન કરવું. ૩૨. મારણાંતિક આરાધના : મૃત્યુકાળમાં આરાધના કરવી, સંલેખના, સંથારો કરવાના સંસ્કારોને દઢ કરવા, અભ્યાસ કરવો. તેત્રીસ આશાતના :- શિષ્ય દ્વારા ગુરુ–રત્નાધિક પ્રતિ અભક્તિ અવિનયના વ્યવહારોને આશાતના કહેવામાં આવે છે. અનેક આગમોમાં તે તેત્રીસ કહેવામાં આવી છે. બીજી અપેક્ષાએ અરિહંત, સિદ્ધ આદિથી લઈને લોકના સમસ્ત પ્રાણીઓની અને અધ્યયન,આગમસંબંધી અવિવેક યુક્ત આચરણોનું સંકલન કરીને તેને તેત્રીસ આશાતના કહેવામાં આવી છે. મૌલિક રૂપમાં તો સૂત્રગત તેત્રીસ અશાતનાઓ ગુરુ શિષ્ય સંબંધી જ છે. બીજો પ્રકાર વ્યાખ્યાકારોએ સંકલન કરીને સમજાવ્યો છે પ્રથમ પ્રકારની તેત્રીસ અશાતના :– (૧ થી ૯) ગુરુ અથવા વિડલોની ૧. આગળ ૨.પાછળ ૩. બરાબર અવિનયથી ૧. ચાલે ૨. ઉભો રહે ૩. બેસે. ૩ × ૩ ઊ ૯. (૧૦–૧૧) અશકત, વૃધ્ધ કે વડીલની સાથે જઈને પહેલાં આવી જાય તેમજ પહેલાં ઈરિયાવહિનો કાઉસ્સગ્ગ કરે. (૧૨) આવેલી વિશેષ વ્યક્તિ સાથે ગુરુની પહેલાં શિષ્ય વાત કરે.(૧૩) રાત્રિના સમયે ગુરુ પૂછે ત્યારે જાગૃત હોય તો પણ ન બોલે. (૧૪–૧૭) ગોચરી લાવ્યા બાદ આહારાદિની વાત પહેલાં બીજાને કહે, આહાર દેખાડે, નિયંત્રણ કરે અને આપે. પછી ગુરુને કહે, દેખાડે, નિમંત્રણ કરે ને આપે. (૧૮) સાથે બેસીને આહાર કરતાં સારા આહારને શિષ્ય મોટાની અપેક્ષાએ જલ્દી અને ઝાઝો ખાય. અર્થાત્ આસક્તિ ભાવના કારણે માયા કરે અથવા અવિવેક કરે. (૧૯–૨૦) ગુરુ આદિના બોલાવ્યા છતાં સાંભળ્યું ન સાંભળ્યું કરી દે અથવા ઉદ્ધતાઈ પૂર્વક અવિનયથી બોલે. (૨૧) ગુરુના બોલાવ્યા પર રોષયુક્ત બોલે કે શું કહો છો ? શું છે ? (૨૨) શિષ્ય ગુરુ આદિને તું તું એવા તુચ્છ શબ્દ કહે. (૨૩) શિક્ષા અથવા સેવા કાર્ય બતાવવાથી કહે કે એવું તો આપ જ કરી લ્યો અથવા આપ જ કેમ કરી લેતા નથી ? (૨૪) ગુરુ આદિ ધર્મોપદેશ દઈ રહ્યા હોય તો તેને સારો ન સમજે, (રૂડો ન માને) માન્ય ન કરે. (૨૫) ધર્મકથા કરતાં સમયે ગુરુ આદિને કહે આપને આ યાદ નથી. (૨૬) ધર્મકથા કરતાં સમયે ગુરુની અથવા પરિષદની લીંક(એકાગ્રતા) તોડે. (૨૭) શ્રોતાજનને ઉપદેશથી ખિન્ન કરે. Page #211 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ (૨૮) ગુરુના કહેલા ઉપદેશને ફરી વિસ્તારથી પોતે કહે. (૨૯) ગુરુના આસન અથવા ઉપકરણને પગ લાગી જવાથી તેનો ખેદ પ્રગટ કર્યા વિના અથવા અનુનય, વિનય કે શિષ્ટતા કર્યા વિના જ ચાલ્યો જાય. (૩૦) ગુરુના કીધાં વિના તેના શય્યા આસન ઉપર બેસે, સૂએ અથવા ઉભો રહે. (૩૧) શિષ્ય ગુરુથી ઊંચા આસન ઉપર બેસે, સૂએ અથવા ગુરુથી પોતાને વિશેષ(ઊંચો) માને અથવા અવિવેક કરે. 210 (૩૨) શિષ્ય ગુરુની બરાબરીમાં બેસે, સૂએ, ઊભો રહે અર્થાત્ તેની બરાબરી કરે અથવા અવિવેક કરે. (૩૩) ગુરુ આદિનાં કાંઈપણ કહેવા પર દૂર રહીને જ કે પોતાના આસન પર અવિવેકયુક્ત બેઠાં–બેઠાં સાંભળે, ઉત્તર દે, વિનયપૂર્વક નજીક આવીને ન બોલે. ગુરુ આદિની આશાતનાઓમાં અપવાદ ભાષ્ય ચૂર્ણિમાં આશાતનાઓના અનેક અપવાદોનો ઉલ્લેખ કરેલ છે, જેમ કે– (૧) ગુરુ બીમાર હોય તો તેના માટે જે અપથ્ય આહાર હોય તો તે તેને ન દેખાડવો પરંતુ સ્વયં ખાઈ જવો કે પૂછ્યા વિના બીજાને દઈ દેવો. (૨) માર્ગમાં કાંટા વગેરે દૂર હટાવવા માટે આગળ ચાલવું. (૩) વિષમ સ્થાનમાં કે વૃદ્ધાવસ્થામાં સહારાને માટે અત્યંત નજીક ચાલવું. (૪) શારીરિક પરિચર્યા(સેવા) કરવાને માટે નજીક બેસવું તેમજ સ્પર્શ કરવો. (૫) અપરિણત (અયોગ્ય) સાધુ ન સાંભળી શકે એટલા માટે છેદસૂત્રની વાંચનાના સમયે નજીક બેસવું. (૬) ગૃહસ્થનું ઘર નજીક હોય તો ગુરુના અવાજ દેવા પર પણ ન બોલવું અથવા સંઘર્ષની સંભાવના હોય તો પણ ન બોલવું. (૭) સાધુઓથી માર્ગ અવરુદ્ધ(રોકાયેલ) હોય તો સ્થાન પરથી ગુરુને ઉત્તર દેવો. (૮) સ્વયં બીમાર હોય કે અન્ય બીમારની સેવામાં સંલગ્ન હોય તો બોલાવવા પર પણ ન બોલવું. (૯) મળ વિસર્જન કરતા ન બોલવું. (૧૦) ગુરુથી ક્યારેક ઉત્સૂત્ર પ્રરૂપણા થઈ જાય તો વિવેકપૂર્વક કે એકાંતમાં કહેવું. (૧૧) ગુરુ વગેરે સંયમમાં શિથિલ થઈ ગયા હોય તો તેને સંયમમાં સ્થિર કરવા માટે કર્કશ ભાષાનો પ્રયોગ કરવો. ઉક્ત આશાતનાની પ્રવૃત્તિ કરવા પર પણ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી, કારણ કે તેમાં આશાતનાનો ભાવ હોતો નથી પરંતુ ઉચિત વિવેક દષ્ટિ હોય છે. બીજા પ્રકારની તેત્રીસ અશાતના :– - (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (૫) સાધુ (૬) સાધ્વી (૭) શ્રાવક (૮) શ્રાવિકા (૯) દેવ (૧૦) દેવી (૧૧) આ લોક (૧૨) પરલોક (૧૩) કેવલી પ્રરૂપિત ધર્મ (૧૪) દેવ મનુષ્યમય લોક (૧૫) સર્વ પ્રાણી (૧૬) કાળ (૧૭) શ્રુત (૧૮) ગણધર (૧૯) વાચનાચાર્ય. આ ઓગણીસની આશાતના. શેષ ૧૪ જ્ઞાનના અતિચારોનું સંકલન સમજવું જોઈએ. આ પ્રકારે (૧૯ + ૧૪) ૩૩ અશાતના. વ્યાખ્યાકારે પહેલાં ગુરુશિષ્યની ૩૩ આશાતનાઓનું વિશ્લેષણ કરીને પછી અરિહંત આદિ ૩૩ આશાતનાઓનું વિશ્લેષણ કર્યું છે. આવશ્યક સૂત્રમાં શ્રમણસૂત્રના ચોથા પાઠમાં તેતીસ બોલ છે. તેમાં છ સુધીનાં બોલોના ખુલાશા છે ત્યાર પછીની સંખ્યાના બોલોનું સૂચનમાત્ર છે. તે સર્વનું વિવેચન વ્યાખ્યાકારે યથાયોગ્ય કર્યું છે તેમજ વિવિધ શાસ્ત્રોમાં અમુક અમુક બોલનો વિસ્તાર યથાસ્થાન છે ત્રીજી રીતે :– પાંચ અસ્તિકાય, છ જીવનિકાય, પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતા અને નવતત્ત્વ આ તેત્રીસ તત્ત્વોના પ્રત્યે અવિનય કરવો આશાતના છે. તેત્રીસ આશાતનાનો આ ત્રીજો પ્રકાર મૂલાચાર ગ્રંથમાં બતાવ્યો છે. પરિશિષ્ટ :તપ સ્વરૂપ (ચારિત્રનો ભેદ) ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦મા અધ્યયનમાં તપનું વર્ણન છે. ઔપપાતિક સૂત્રમાં અણગારોના તપોગુણરૂપે વિસ્તારથી તપનું વર્ણન છે. ઠાણાંગ સૂત્રમાં તપના ભેદોપભેદના નામ કહ્યા છે અને ભગવતી સૂત્રમાં પ્રશ્નોત્તરના રૂપે બધા જ તપોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તપના પ્રકાર :– તપના મુખ્ય બે ભેદ છે– (૧) આપ્યંતર (૨) બાહ્ય. બંનેના છ–છ પ્રકાર છે. બંને પ્રકારના તપમાં શરીર અને આધ્યાત્મ બંનેનો પૂર્ણ સહયોગ રહેલો છે. તો પણ અપેક્ષાએ બાહ્ય તપમાં બાહ્ય વ્યવહારની પ્રધાનતા છે અને આત્યંતર તપમાં આધ્યાત્મ ભાવોની પ્રધાનતા છે. તાત્પર્ય એ છે કે અપેક્ષાએ આપ્યંતર અને બાહ્ય તપ છે(એકાંતે નહિ)અર્થાત્ કાયાના સહયોગ વિના વૈયાવચ્ચ આદિ આપ્યંતર તપ નથી થઈ શકતું અને ભાવોની ઉચ્ચતા વિના બાહ્ય તપમાં ફોરવેલું પરાક્રમ આગળ વધારી શકાતું નથી. મોક્ષ ભાવનાથી નિરપેક્ષ બેઉ તપ અકામ નિર્જરામાં પરિણમે છે. આત્મલક્ષ્ય અને આત્મજ્ઞાનથી શૂનય નિર્જરાતપ, પુણયબંધ નું કારણ બને છે. આ ભેદથી ફકત સમયકદૃષ્ટીનું આત્યંતર તપજ આત્મલક્ષી છે. મિથ્યાદૃષ્ટીનું આત્યંતર તપ પણ બાહય જેવુંજ છે. આત્મશુધ્ધિ નથી થતી. આત્યંતર તપને બહાને બાહ્ય તપની ઉપેક્ષાથી બહિર્મુખી થવાય છે. અને આત્યંતર તપની ઉપેક્ષા કરી બાહ્ય તપ કરવાથી ક્રોધની વૃધ્ધિ થાય છે. પરસ્પર નિરપેક્ષ બેઉ તપ કેવલી પ્રરુપીત ધર્મથી ભ્રષ્ટ કરી નાખે છે. બેઉના સમનવયથી સમયકત્વ અને ચારિત્ર ટકી રહે છે. મન, વચન કાયાનાં યોગ વાળા આત્મામાં સ્પંદન થાય છે. જેનાથી શકિત, મનોબળ ઉત્પન્ન થાય છે. જો તેનો સદઉપયોગ ન થાય તો, વૃથા અનિષ્ટ ક્રિયાઓમાં તે વપરાય છે અને આત્માને ગેરમાર્ગે લઈ જાય છે. તેથી શકિત હોવા છતાં તપ ન કરવાથી ચારિત્રની હાની થાય છે. ચારિત્રની ધાત(વધારે હાની એટલે ઘાત) સાથે દર્શનની ધાત થાય છે. દર્શન વગર જ્ઞાન અજ્ઞાનમાં પરિણમે છે. તેથી શકિત હોવા છતાં, તપ ન કરનારનું કાળક્રમે સમયકત્વ પણ ચાલી જવાની શકયતા છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ jain 211 (પહેલા છ બાહય તપ)—આ બધા તપો દુવ્યથી અને ભાવથી બે ભેદે ચિંતવવા. (૧) અનશન :- નવકારશી, ઉપવાસ આદિ ૬ મહિનાના તપ સુધીની વિવિધ તપ સાધનાઓ ઈત્વરિક(અલ્પકાલીન) તપશ્ચર્યા છે અને મારણાંતીક રોગ કે વૃધઅવસ્થામાં આજીવન સંથારો ગ્રહણ કરવો તે આજીવન—યાવસ્જીવનનું તપ છે.(શ્રાવકનો ત્રીજો મનોરથ છે.) આજીવન અનશનના ભક્ત પ્રત્યાખ્યાન અને પાદોપગમન એ બે ભેદ છે. ભક્ત પ્રત્યાખ્યાનમાં ત્રણ અથવા ચાર આહારનો ત્યાગ કરવામાં આવે છે. તેમાં શરીરાદિનું પરિકર્મ–સેવા સ્વયં કરી શકે તથા બીજા પાસે કરાવી શકે છે. (નિહારિમ)—મૃત્યુ બાદ આ સંથારાવાળા સાધકના શરીરનો અગ્નિ સંસ્કાર કરવો હોય તો કરી શકાય છે. આ અનશન સાગારી પણ હોઈ શકે છે. (દા.ત. ઉપદ્રવ આવવાથી અથવા રાત્રે). કથાસાર આચારાંગાદિ સૂત્રમાં આજીવન અનશનનો ત્રીજો પ્રકાર ઈંગિતમરણ કહેવામાં આવ્યો છે. જે મધ્યમ પ્રકારનો છે એટલે કે તેમાં પાદોપગમન અનશનની અપેક્ષાએ કંઈક છૂટછાટ છે. જેમ કે મર્યાદિત ક્ષેત્રમાં હાથ-પગનો સંકોચ—વિસ્તાર કરવો. કેટલોક સમય ઊભા રહેવું, બેસવું, સંક્રમણ કરવું ઇત્યાદિ. પાદોપગમન અનશનમાં નિશ્ચેષ્ટ થઈ ધ્યાનમાં લીન બનવું, તેમાં હલન-ચલન પણ ન કરાય, પરંતુ લઘુનીત–વડીનીતનો પ્રસંગ આવે તો ઊઠીને યથાસ્થાને જઈ શકાય છે. સંઘારાના સ્થાને જ મળમૂત્રનું નિવારણ ન કરાય. નિહારિમ, અનિહારિમ બંને પ્રકારનું હોય છે. ઉપસર્ગ આવતાં પણ પાદોપગમન સંથારો કરી શકાય છે. સંલેખનાનો કાલક્રમ :- - મુનિ અનેક વર્ષો સુધી સંયમનું પાલન કરી ક્રમિક તપથી સંલેખના કરે. આ સંલેખના, સંથારાની પહેલાં કરવામાં આવે છે. સંલેખના ઉત્કૃષ્ટ બાર વર્ષ, મધ્યમ એક વર્ષ તથા જઘન્ય છ માસની હોય છે. બાર વર્ષની સંલેખના કરવાવાળા મુનિ પહેલાં ચાર વર્ષમાં વિગયોનો ત્યાગ કરે. બીજા ચાર વર્ષમાં વિવિધ તપાચરણ કરે. પછી બે વર્ષ સુધી એકાંતર તપ કરે અને પારણાના દિવસે આયંબિલ કરે. અગિયારમા વર્ષના પ્રથમ છ મહિનામાં કઠિન તપ ન કરે પાછળના છ મહિનામાં કઠિન તપ કરે. આ વર્ષમાં પારણાના દિવસે આયંબિલ કરે. બારમા વર્ષે મુનિ કોટિ સહિત(નિરંતર) આયંબિલ કરે પછી પક્ષ અથવા માસનું અનશન તપ કરે. – ઉત્ત. અ. ૩૬. (૨) ઊણોદરી :– ઇચ્છા અને ભૂખથી ઓછું ખાવું, સિમીત ધ્રૂવ્ય વાપરવા, ઓછા ઉપકરણ રાખવા, ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવો ઊણોદરી તપ છે. ઉપભોગ–પરિભોગનાં સાધનો ઓછા વસાવવા, ઓછા વાપરવા. ૧ પાત્ર, ૧ વસ્ત્ર રાખવું ઉપકરણ ઊણોદરી તપ છે. ગૃહસ્થે ઉપયોગ કર્યો હોય તેવા ઉપકરણ ગ્રહણ કરવા, એવો અભિગ્રહ કરવો પણ ઉપકરણ ઊણોદરી છે. કલહ, કષાય, વાયુદ્ધ આદિના પ્રસંગમાં ગમ ખાવી, શાંત રહેવું, સાંસારિક કાર્યો માટે મૌન રાખવું ભાવ ઊણોદરી કહેવાય છે. આવેશાત્મક ભાવ નહિ સેવવા. ગુસ્સો, ઘમંડ, કપટ, લોભ, લાલચથી અને કર્મબંધથી આત્માને સુરક્ષિત રાખવો તે ભાવ ઊણોદરી. - (૩) ભિક્ષાચરી :– સાધુ માટે—યાચનાથી પ્રાપ્ત,સામાન્ય કે તુચ્છ આહાર લેવો. ગોચરીમાં વિવિધ અભિગ્રહ કરવા, ૭ પિંડેષણા, ૭ પાણેષણાના સંકલ્પથી ગોચરીએ જવું. આઠ પ્રકારની પેટી, અર્ધપેટી ઇત્યાદિ આકારવાળી ભ્રમણ વિધિમાંથી કોઈપણ વિધિનો સંકલ્પ કરવો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સંબંધી કોઈપણ અભિગ્રહ કરવો. દ્રવ્યથી ખાધ પદાર્થોની સંખ્યા, દત્તી આદિનો નિર્ણય કરવો. ક્ષેત્રથી ભિક્ષાના ઘરોની સંખ્યા, ક્ષેત્ર, દિશા આદિ સીમિત કરવી, કાળથી સમયની મર્યાદા કરવી પછી તેટલા સમયમાં જ ભિક્ષા લેવી. ભાવથી દાતા સંબંધી, વસ્તુ સંબંધી(રંગ, વ્યવહારાદિથી) અભિગ્રહ કરવો. શુદ્ધ એષણા સમિતિથી આહારાદિ પ્રાપ્ત કરવાના દઢ સંકલ્પથી ગોચરી કરવી, તે પણ ભિક્ષાચરી તપ કહ્યું છે. આ સંકલ્પમાં નવો અભિગ્રહ તો નથી હોતો પણ એષણાના નિયમોમાં અપવાદનું સેવન થઈ શકતું નથી. મૌનપૂર્વક ગોચરી કરવી એ પણ ભિક્ષાચરી તપ કહ્યું છે. ભિક્ષાચરી તપને અભિગ્રહ તપ તથા વૃત્તિ સંક્ષેપ તપ કહી શકાય છે.શ્રાવકો માટે—પરિમીત આજીવિકા, ૧૫ કર્માદાનનો ત્યાગ. (૪) રસ પરિત્યાગ :– વિગય, મહાવિગયનો ત્યાગ કરવો, સ્વાદિષ્ટ પદાર્થનો ત્યાગ કરવો, મીઠાઈ, મેવો, મુખવાસ, ફળ તેમજ અન્ય ઇચ્છિત વસ્તુઓનો ત્યાગ કરવો, તે રસપરિત્યાગ તપ છે. એમ તો સંયમ સાધક, ભિક્ષુ રસાસ્વાદને માટે કોઈ આહાર કરતા નથી પણ સંયમ મર્યાદા અને જીવન નિર્વાહના હેતુએ જ મર્યાદિત આહાર કરે છે. તો પણ વિશિષ્ટ ત્યાગની અપેક્ષાએ આ તપ કહેવાય છે.પરિત્યાગનો અર્થ છે દુવ્યથી તેમજ ભાવથી, તેથી એમ ન સમજવું કે ૨સ–આસ્વાદન વાળા ભોજન આસકિત રહિત થઈ ખાવાથી પણ પરિત્યાગ કહેવાય. પ્રાન્ત—ખાધા પછી વધેલું . રુક્ષ–જીભને અપ્રિય લાગે . અન્ત–હલકું ધાન્ય . (૫) કાયક્લેશ ઃ (સુકુમારતા છોડવી)– આસન કરવા, લાંબા સમય સુધી એક આસને સ્થિર રહેવું, શયનાસનનો ત્યાગ કરવો, વીરાસન આદિ કષ્ટદાયક આસન કરવા, આતાપના લેવી, ઠંડી સહન કરવી, અચેલ(અલ્પવસ્ત્રી) ધર્મનો સ્વીકાર કરવો ઇત્યાદિ કાયક્લેશ તપ છે. સંયમ જીવનના આવશ્યક નિયમ–પાદવિહાર, લોચ કરવો, સ્નાન ન કરવું, ઔષધ ઉપચાર ન કરવા, ભૂમિ શયન કરવું વગેરે પણ કાયક્લેશ તપ છે. આ તપના ચાર ભેદ– (૧) આસન, (૨) આતાપના, (૩) વિભૂષા ત્યાગ, (૪) પરિકર્મ–શરીર શુશ્રૂષાનો ત્યાગ. ભિક્ષાચર્યાના ૩૦ પ્રકાર : (૧) દ્રવ્ય– દ્રવ્ય સંબંધી અર્થાત્ ખાદ્ય પદાર્થ સંબંધી નિયમ અથવા અભિગ્રહ કરી આહાર લેવો. (૨) ક્ષેત્ર– ગ્રામાદિ ક્ષેત્રોમાંથી કોઈપણ એક ક્ષેત્ર સંબંધી વાસ, પરો, ગલી, શેરી, આદિનો અભિગ્રહ કરી આહાર લેવો. કાળ– દિવસના અમુક ભાગમાં આહાર લેવો. (૪) ભાવ– અમુક વય, વસ્ત્ર યા વર્ણવાળાથી આહાર લેવો. (૫) ઉક્ખિત ચરએ– કોઈ વાસણમાંથી ભોજન કાઢનાર પાસેથી આહાર લેવો. (૬) નિખ્ખિત ચરએ– કોઈ વાસણમાં ભોજન નાખતા હોય તે આહાર લેવો. (૭) ઉક્ખિત નિખ્ખિત ચરએ– એક વાસણમાંથી લઈ બીજા વાસણમાં ભોજન નાખતા હોય તે આહાર લેવો. Page #213 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 212 | (૮) નિષ્મિત ઉખિત ચરએ કોઈ વાસણમાં કાઢેલા ભોજનને બીજા વાસણમાં લેનાર પાસેથી આહાર લેવો. (૯) વર્જિમાણ ચરએ- કોઈના માટે ભોજન પીરસાણું હોય તેમાંથી લેવું. (૧૦) સાહરિજ઼માણ ચરએ– અન્યત્ર કયાંય લઈ જનારથી આહાર લેવો. (૧૧) ઉવણીય ચરએ– આહારની પ્રશંસા કરી દેનાર પાસેથી લેવું. (૧૨) અવાણીય ચરએ– આહારની નિંદા કરી દેનાર પાસેથી આહાર લેવો. (૧૩) ઉવણીય અવણીય ચરએ-જે દાતા પહેલાં આહારની પ્રશંસા કરે અને પછી નિંદા કરે તેના પાસેથી આહાર લેવો. (૧૪) અવણીય ઉવણીય ચરએ– જે દાતા આહારની પહેલાં નિંદા કરે અને પછી પ્રશંસા કરે તેના હાથે આહાર લેવો. (૧૫) સંસટ્ટ ચરએ લેપાયેલ હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવો. (૧૬) અસંસટ્ટ ચરએ– અલિપ્ત હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવો. આમાં દાતા તથા વસ્તુનો વિવેક રાખવો જોઈએ. જેથી પશ્ચાત્કર્મ દોષ ન લાગે. (૧૭) તજ્જાય સંસ ચરએ દેય પદાર્થથી ખરડાયેલ હાથ, પાત્ર કે ચમચી દ્વારા આપવામાં આવતા આહારને લેવાનો અભિગ્રહ કરવો. (૧૮) અનાય ચરએ– અજ્ઞાત સ્થાન- ૧.જ્યાં ભિક્ષુની પ્રતીક્ષા ન કરતા હોય તથા તેના આવવાનું કોઈ અનુમાન ન હોય ત્યાંથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨. પોતાની જાતિ, કુળની ઓળખાણ આપ્યા વિના આહાર લેવો. ૩. અજ્ઞાત, અપરિચિત વ્યક્તિના ઘરેથી આહાર લેવો. (૧૯) મૌન ચરએ– મૌન રહી આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૨૦) દિટ્ટ ચરએ– સામે દેખાતો જ આહાર લેવો. | (૨૧) અદિ ચરએ–દેખાતો ન હોય એટલે કે પેટી, કબાટ આદિમાં બંધ કરી રાખેલો આહાર સામે જ ખોલીને આપે તે લેવો. (રર) પુદ ચરએ- “તમને શું જોઈએ છે?' એ પ્રમાણે પૂછીને આહાર આપે. (૨૩) અપુષ્ટ ચરએ– પૂછયા વિના આહાર આપવા લાગે તે લેવો. (૨૪) ભિષ્મ લાભિએ– યાચના કરવા પર દેનાર પાસેથી આહાર લેવો. (રપ) અભિન્મેલાભિએ– યાચના કર્યા વિના, સાધુને આવેલા જોઈને જાતે જ આહાર આપે તેવો આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૨૬) અન્નગિલાયએ – ઉઝિત ધર્મવાળા, અમનોજ્ઞ અને બીજા, ત્રીજા દિવસના આહારાદિ લેવા. | (૨૭) ઓવણીએ - બેસી રહેલા દાતાની સમીપે પડેલો આહાર લેવો. (૨૮) પરિમિય પિંડવાઈએ - પરિમિત દ્રવ્યો કે પરિમિત(અત્ય૫) માત્રામાં આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૨૯) સુદ્ધસણીએ– એસણામાં કોઈ પણ અપવાદનું સેવન ન કરવાનો અભિગ્રહ. (૩૦) સંપાદરીએ– દત્તિનું પરિમાણ નિશ્ચિત કરીને આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરવો.-પપાતિક સૂત્ર ભિન્ન પિંડપાતિક– ટુકડા કરેલા પદાર્થોની ભિક્ષા લેવાવાળા, અખંડ પદાર્થ– મગ, ચણા આદિ ન લેવાવાળા.-ઠિાણાંગ–] રસપરિત્યાગ તપના નવ પ્રકાર : (૧) નિર્વિકૃતિક– વિગય રહિત આહાર કરવો. નીવી તપ કરવું. (૨) પ્રણીતરસ પરિત્યાગ– અતિ સ્નિગ્ધ અને સરસ આહારનો ત્યાગ. (૩) આયંબિલ– મીઠું આદિ ષસ તથા વિગય રહિત એક દ્રવ્યને અચિત પાણીમાં પલાળી દિવસમાં એક વખત વાપરવું. (૪) આયામ સિકથભોજી– અતિ અલ્પ(એકાદ કણ) લઈ આયંબિલ કરવી. (૫) અરસાહાર–મસાલા વિનાનો આહાર કરવો. | (૬) વિરસાહાર- ઘણા જુના અનાજનો બનાવેલો આહાર લેવો.(૭)અન્નાહાર-ભોજન કરી લીધાં પછી પાછળ વધેલો આહાર લેવો. (૮) પ્રાન્તાહાર- તુચ્છ ધાન્યથી બનાવેલો આહાર કરવો. (૯) રુક્ષાકાર– લૂખો-સૂકો આહાર કરવો. કાયક્લેશ તપના નવ પ્રકારઃ (૧) સ્થાનસ્થિતિક- એક આસને સ્થિર ઊભા રહેવું. બેસવું નહીં. (૨) ઉત્કટકાસનિક– બન્ને પગ ઉપર બેસી મસ્તક પર અંજલી કરવી. (૩) પ્રતિમા સ્થાયી– એક રાત્રિ આદિનો સમય નિશ્ચિત કરી કાઉસગ્ગ કરવો. (૪) વીરાસનિક–ખુરશી ઉપર બેઠેલ વ્યક્તિની નીચેથી ખુરશી કાઢી લેવાથી જે સ્થિતિ થાય છે, તે આસને સ્થિર રહેવું. (૫) ઔષધિક– પલાંઠીવાળી બેસવું અને સમયની મર્યાદા કરવી. (૬) આતાપક– તડકા આદિની આતાપના લેવી. (૭) અપ્રાવૃતક- શરીરના ઉપરી ભાગથી ખુલ્લા શરીરે રહેવું. (૮) અકંડૂયક– ચળ આવવા છતાં શરીરને ખણવું નહીં. (૯) અનિષ્ઠીવક– કફ, ઘૂંક આવ્યા છતાં ઘૂંકવું નહીં. (૧૦) સર્વગાત્ર પરિકર્મ અને વિભૂષા વિપ્રમુક્ત–દેહના તમામ સંસ્કાર તથા વિભૂષાદિથી મુક્ત રહેવું. (૧૧) દંડાયતિક- દંડની સમાન લાંબા પગ કરી સૂવું. (૧૨) લગંડશાયી– (૧) માથું અને પગની એડીને જમીન પર ટેકવી બાકીના શરીરને ઊંચું કરી સૂવું. (૨)પડખુંવાળી સૂઈ જવું અને કોણી પર ઊભા રાખેલા હાથની હથેળી પર માથું રાખીને, ઊભા રાખેલ એક પગના ઘુંટણ ઉપર બીજા પગની એડી મૂકવી. આ આસનમાં શિર રાખેલા હાથની કોણી જમીન ઉપર રહે છે અને એક પગનો પંજો ભૂમિ ઉપર રહે છે. એક પડખું જમીન ઉપર રહે છે (૧૩) સમપાદપુતા– બંને પગ અને પૂઠાને ભૂમિ ઉપર ટેકવી બેસવું.(૧૪) ગોદોહિકા- ગાય દોહવાના આસને બેસવું. (૧૫) અપ્રતિશાયી– શયનનું ત્યાગ કરવું. ઊભા રહેવું અથવા કોઈ પણ આસને બેઠા રહેવું. Page #214 -------------------------------------------------------------------------- ________________ jain 213 કથાસાર (૬) પ્રતિસલીનતા તપ: અંતર(કષાય)–બાહય(ઈન્દ્રીયોની) ચેષ્ઠાઓની સંવર. ઈન્દ્રીયોની પ્રવૃતિ એટલે વિષય અને તેમાં રુચીઅરુચી તે વિકાર. ઈન્દ્રીયોને આત્મહિતકારી પ્રવૃતિઓમાં લગાડવી એ સાધના છે. શરીર એ સાધન છે, મોક્ષ સાધ્ય છે. શરીર અને ઈન્દ્રીયોનો સદઉપયોગ મોક્ષમાર્ગની પ્રવૃતિ છે. અનાયાસ અને લાચારીથી પ્રાપ્ત થતાં વિષયોમાં રાગ-દ્વેષ ન કરવો તે ઇન્દ્રિયનિગ્રહ છે. વિકાર નિકળી જતાં વિષય અર્થમાત્ર રહે છે. શ્રાવકો માટે–વિષયો પ્રત્યે અનુત્સુકતા અને પ્રાપ્તમાં ઉદાસીન ભાવ એ ઇન્દ્રિય પ્રતિસલીનતા છે. કષાયધર્મભાવમાં પ્રવૃતિ રાખવાથી કષાયનાં ઉદયને રોકી શકાય છે, અને ઉદયમાંને વિકલ કરી શકાય છે. (૧) ઇન્દ્રિયોને પોતાના વિષયમાં જવા ન દેવી તેમજ સહજ પ્રાપ્ત વિષયોમાં રાગ-દ્વેષ ન કરવો તે ઇન્દ્રિય પ્રતિસલીનતા' તપ છે. (૨) ગુસ્સો, ઘમંડ, કપટ, લોભ-લાલચને ઉત્પન જ ન થવા દેવા. સાવધાન રહેવું. ઉદયની પ્રબળતાએ ઉત્પન્ન થઈ જાય તો તેને તત્કાળ નિષ્ફળ કરી દેવા અર્થાત્ જ્ઞાન અને વૈરાગ્યના માધ્યમે પોતાના કર્તવ્યનું ચિંતન કરી, આત્મ સુરક્ષાના લક્ષ્યને રાખી, પરદોષ દર્શન દષ્ટિને નષ્ટ કરી, સ્વદોષ દર્શન કરી, ઐહિક સ્વાર્થને ગૌણ કરી, આધ્યાત્મિક વિકાસ અભિમુખ થઈ તે કષાયોને સ્થિર રહેવા ન દેવા “કષાય પ્રતિસંલીનતા” છે. (૩) ખોટા સંકલ્પ-વિકલ્પ ઉત્પન જ ન થવા દેવા, ઉચ્ચ સંકલ્પોને વધારતા રહેવું, મનને એકાગ્ર કરવામાં અભ્યસ્ત રહેવું એટલે કે ધીમે ધીમે સંકલ્પ– વિકલ્પોથી મુક્ત થવું, તે “મન યોગ પ્રતિસંલીનતા' છે. એ જ પ્રકારે ખરાબ વચનનો ત્યાગ, સારા વચનોનો પ્રયોગ, મૌનનો વધુને વધુ અભ્યાસ તે “વચનયોગ પ્રતિસલીનતા છે. હાથ-પગાદિ શરીરના અંગોપાંગને પૂર્ણ સંયમિત તથા સંકુચિત રાખવા; સ્થિર રહેવું; ચાલવું, બેસવું, ઊઠવું, અંગોનું સંચાલન કરવું ઇત્યાદિ પ્રવૃત્તિમાં યતના તથા વિવેક રાખવો તે “ કાય પ્રતિસલીનતા કહેવાય. અનાવશ્યક પ્રવૃત્તિ ન કરવી તે “કાય યોગ પ્રતિસલીનતા છે. (૪) એકાંત સ્થાનોમાં રહેવું, બેસવું, સૂવું આદિ ચોથું “વિવિક્તશયનાસન પ્રતિસલીનતા છે. છ બાહય તપથી આત્મગુણોમાં થતી પરયાપતિ: ૧. અનશનથી–અભયદાન, સર્વજીવો પ્રત્યે મૈત્રિભાવના, બ્રહ્મચર્ય સહાયક, વેદમોહનાં ઉદયનો અભાવ, ઉપશમ, અનમોહનો ત્યાગ, દેહિક મમતા પર વિજય. (બ્રમચર્યથી હાર્ટ મજબુત થાય છે,પથરી-કિડનીની બિમારી નથી થતી.) ૨. ઉણોદરીથી-ઈચ્છાઓ પર નિયંત્રણ, ઈન્દ્રીયો પર નિયંત્રણ, મનોબળની દૃઢતામાં વૃધ્ધિ. ૩. ભિક્ષા ચર્યાથી-મળે કે ના મળે બધામાં સમભાવની સાધના, મન વિજય, ભય વિજય(આહાર ન મળવાનો ભય નહિ), અંતરાય કર્મનો,ઉદીરણાથી ક્ષય થાય છે. ૪. રસપરિત્યાગથી–અનઆસકતિ ભાવની વૃધ્ધિ, અસાતા વેદનીય કર્મક્ષય થાય છે. ૫. કાયકલેશથી-સુખની ઈચ્છાનો ત્યાગ, દુખનો ભય નહિં, વ્રતને અનુકુળ શરીર બનવું, કષ્ટ સહેવાની શકતિ વધે છે. ૬. પ્રતિસલીનતાથી–ચિતની શાંતિ, એકાગ્રતા વધવી, અશુભ મનવચનકાયા નાં યોગથી પાછા વળવું. | (છ આત્યંતર ત૫) (૭) પ્રાયશ્ચિત તપઃ પ્રમાદથી, પરિસ્થિતિથી કે ઉદયાધીનતાથી લાગેલા દોષોની આલોચના આદિ કરવી, સરલતા, નમ્રતા લઘુતા યુક્ત થઈ પૂર્ણ શુદ્ધિ કરવી, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વીકારી મિથ્યા દુષ્કૃત દેવું ઇત્યાદિ પ્રાયશ્ચિત્ત તપ છે. તેના પ્રકારઆલોચના(આલોયણા)–ગુરુ પાસે વિશુધ્ધિ માટે દોષો પ્રકટ કરવા, અથવા ભિક્ષા, ચંડીલ, ગમનાગમન, પ્રતિલેખન જેવા રોજનાં કાર્યમાં લાગેલાં દોષોની વિશુધ્ધિ માટે. જેના માટે સરલતા વિનમ્રતા, ગુરુ પર શ્રધ્ધા, શૂરવીરતા, નિર્ભયતા, અક્રોધ, અમાન, અમાયા, અલોભ જેવા ગુણોની જરૂર પડે છે. પ્રતિક્રમણ (ભાવપૂર્વક પાપથી પાછા હઠવું)-પાંચ સમિતી, ત્રણ ગુપ્તીમાં સહસાગારથી, ઉતાવળથી, આશ્ચર્યથી લાગેલા દોષોને માટે મિચ્છામી દુકડમ. ચિંતન પૂર્વક ખરા મનથી દોષોની નિંદા કરી પાછા હઠવું અને ફરી એ દોષો ન લાગે તે માટે સાવચેત રહેવું. પોતાની એ ક્રિયા અને ભાવોને માટે પશ્ચાતાપ કરવો. તદુભયા-આલોચના અને પ્રતિક્રમણ બેઉ સાથે. નિદ્રા અવસ્થામાં દુઃસ્વપ્નથી લાગેલા દોષો માટે ગુરુ પાસે મિચ્છામી દુકડમ લેવું. વિવેક(પરઠવા૨૫ ત્યાગ)- સચિત, અસુજતા આહારની જાણ થતાં પરઠવો. અજાણતા આવેલા આહાર માટે વિવેક છે. જાણતા લાવેલા માટે હજી બીજું પ્રાયચીત, વિવેક સાથે આવે છે. કાયોત્સર્ગ(સ્વાધ્યાય યુકત ત૫)-વિવશતાથી લાગેલા પરાઠવા આદિનાં દોષો માટે શરીરને સ્થિર રાખીને પ્રમાણ યુકત સ્વાધ્યાય સાથેનું તપ. તપ- જાણતાં, પ્રમાદથી, કષાયથી લાગેલા દોષો માટેનું અનશન આદિ રૂપ બાહય તપનું પ્રાયશચિત. (૮) વિનય ત૫ (ઈન્દ્રીય અને કાયાને જતનાથી પ્રવર્તાવવી)– વિનયનો સામાન્ય અર્થ નમ્રતા, વંદના, નમસ્કાર, આજ્ઞાપાલન, આદર કરવો, સન્માન કરવું, ભક્તિ સભર વ્યવહાર કરવો આ બધી પ્રવૃત્તિને વિનય તપ કહેવાય છે. કર્મોને દૂર કરવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી ભક્તિ સભર વ્યવહાર કરવો. મન, વચન, કાયાને પ્રશસ્ત રાખી આત્માને કર્મબંધથી દૂર રાખી, અપ્રશસ્ત મન-વચનનો વ્યવહાર ન કરવો તે પણ વિનય છે. વિનયના ક્ષેત્રકાળ સંબંધી અનુષ્ઠાનોનું પાલન કરવું, કાયિક પ્રવૃત્તિઓ યતનાપૂર્વક કરવી, પ્રત્યેક પ્રાણી સાથે સવ્યવહાર કરવો ઇત્યાદિ પણ વિનયતા છે. વિનયના સાત પ્રકાર છે– જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાય, લોકોપચાર વિનય. Page #215 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 214 કાયાથી ઉપયોગપૂર્વક ગમનાગમન ઉલ્લંઘન, પ્રલંઘન, બેસવું, ઊઠવું પણ વિનય કહેવાય છે. અવિવેકી પ્રવૃત્તિઓ ન કરવી તે પણ વિનય છે. અર્થાત્ બધા પ્રકારના વિવેક સાથે અનાશ્રવી વૃત્તિથી વ્યવહાર કરવાવાળી ગુણ સંપન્ન વ્યક્તિ, વિનીત કહેવાય છે. આ પ્રમાણે બધા ઉન્નત ગુણોને વિનય કહેવાય છે. જેમનો ઉપરોકત સાત ભેદમાં સમાવેશ થાય છે. આ અપેક્ષાએ જ ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અને અગિયારમા અધ્યયનમાં અનેક ગુણોવાળાને વિનયી કહ્યા છે. આત્મશુદ્ધિ વિના વિનય સંભવ નથી. વિનય વ્યક્તિને અહંકારથી મુક્ત કરે છે. અહંકાર જ સર્વાધિક મહત્ત્વનો આત્મદોષ છે. જૈનાગમોમાં વિનય શબ્દનું તાત્પર્ય –આચારના નિયમોનું પાલન− પણ કર્યું છે. તે અનુસાર નિયમોનુ સમ્યક રૂપે પરિપાલન કરવું તે વિનય છે. બીજા અર્થમાં વિનય વિનમ્રતાનો સૂચક છે. તેનું તાત્પર્ય એ છે કે વરિષ્ટ, ગુરુજનોનું સન્માન કરતાં તેમની આજ્ઞાનું પાલન કરવું, તેમનો આદર કરવો. (૯) વૈયાવૃત્ય તપ ઃ સંયમી અને સાધર્મીકની સેવા (વૈયાવચ્છનું મહત્વ સ્વાધ્યાયથી વિશેષ છે) આચાર્યાદિ દસ સંયમી મહાપુરુષોની યથાયોગ્ય સેવા કરવી, વૈયાવચ્ચ તપ છે. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર, ૪. તપસ્વી, પ. રોગી, ૬. નવદીક્ષિત, ૭. કુલ, ૮. ગણ, ૯. સંઘ, ૧૦. સાધર્મિક શ્રમણ. તેઓને આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર પ્રદાન કરી શારીરિક શાતા પહોંચાડવી, વચન વ્યવહારથી માનસિક સમાધિ પહોંચાડવી વૈયાવચ્ચ તપ છે. (૧૦) સ્વાધ્યાય તપ : શુધ્ધ જ્ઞાનનું મર્યાદાથી પઠન, પાઠન– ભણવું ભણાવવું . તેના પાંચ પ્રકાર છે– વાચના, પૃચ્છા, પરિવર્તના, અનુપ્રેક્ષા તથા ધર્મકથા. રુચિપૂર્વક શાસ્ત્રોનું, જિનવાણીનું, ભગવદ્ સિદ્ધાંતોનું કંઠસ્થ કરવું, વાંચન કરવું, મનન, ચિંતન અનુપ્રેક્ષણ કરવું, પ્રશ્ન, પ્રતિપ્રશ્નોથી અર્થ, પરમાર્થને સમજવું. સ્વાધ્યાય આદિથી પ્રાપ્ત થયેલ અનુભવને ભવી જીવો સમક્ષ પ્રસારિત કરવું. અર્થાત્ પ્રવચન દેવું, સ્વતઃ ઉપસ્થિત પરિષદને યોગ્ય ઉદ્બોધન દેવું, તેઓને ધર્મમાર્ગમાં ઉત્સાહિત કરવા, તે સ્વાધ્યાય તપ છે.(પ્રેરણા કરી, પત્રિકા છપાવી, ભક્તોને એકઠા કરી સભાનું આયોજન કરવામાં આવે છે અને તેઓને પ્રસન્ન કરવાના હેતુએ માળા અર્પણ કરવામાં આવે છે તે સ્વાધ્યાય તપ નથી) (૧૧) ધ્યાન તપ : એકાગ્રતાથી શુભચિંતન અથવા અશુભ ચિતવૃતિ રોકવી. સ્વાધ્યાય આદિથી પ્રાપ્ત અનુભવ જ્ઞાન દ્વારા આત્માનુલક્ષી, વૈરાગ્યવર્ધક, અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અશુચિ ભાવના આદિ દ્વારા આત્મધ્યાનમાં લીન બનવું અને જ્ઞાન, વૈરાગ્ય તથા આત્મભાવમાં એકમેક બની જવું, મનને અધ્યાત્મભાવમાં એકાગ્ર, સ્થિર કરવું, આત્મ વિકાસના આત્મગુણોમાં પૂર્ણરૂપે ક્ષીર–નીરવત્ મળી જવું. આ પ્રકારે સમભાવ યુક્ત આત્મ વિષયમાં એકાગ્રચિત્ત થઈ જવું; બાહ્ય સંકલ્પોને દૂર કરી આધ્યાત્મ વિષયમાં આત્મસાત્ થવું, તલ્લીન બનવું તે 'ધ્યાન તપ' છે. સ્વાધ્યાયના ચોથા ભેદરૂપ અનુપ્રેક્ષા અને ધ્યાનની અનુપ્રેક્ષા જુદી જુદી છે. એક તત્ત્વાનુપ્રેક્ષા છે તો બીજી આત્માનુપ્રેક્ષા છે. વિસ્તૃત નયની અપેક્ષાએ ધ્યાનના ચાર ભેદ છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ ધ્યાન. તેનું વિસ્તૃત વર્ણન આગળ ધ્યાન સ્વરૂપ માં જુઓ. (૧૨) વ્યુત્સર્ગ તપ : (હેયનો ત્યાગ): સ્વાધ્યાય અને ધ્યાનમાં મનવચનનો પ્રયોગ હોય છે. જ્યારે વ્યુત્સર્ગમાં ત્યાગ પ્રધાન છે. આ અંતિમ ઉત્કૃષ્ટ કક્ષાનું તપ છે. તેમાં ત્યાગ જ કરવાનો છે, ત્યાં સુધી કે સ્વાધ્યાય અને ધ્યાનનો પણ ત્યાગ કરવામાં આવે છે. કારણ કે સ્વાધ્યાય, ધ્યાનમાં યોગ પ્રવર્તન છે. અનુપ્રેક્ષા કરવી એ પણ યોગ પ્રવૃત્તિ છે. આ વ્યુત્સર્ગ તપમાં તો મન, વચન અને કાયાના યોગોને ત્યાગવાનું જ લક્ષ્ય હોય છે. દ્રવ્ય વ્યુત્સર્ગ :– ૧. સામુહિકતાનો અર્થાત્ ગણનો ત્યાગ કરી એકલવિહારીપણું ધારણ કરવું એ ‘ગણ વ્યુત્સર્ગ તપ’ છે. ૨. શરીરનો ત્યાગ કરી કાયોત્સર્ગ કરવો અર્થાત્ ત્રણે યોગોનો શકય તેટલો વ્યુત્સર્ગ કરવો એ ‘કાયોત્સર્ગ તપ’ છે. ૩. ઉપધિનો પૂર્ણરૂપે યા ક્રમિક ત્યાગ કરવો એ ‘ઉપધિ વ્યુત્સર્જન તપ’ છે. ૪. આહાર પાણીનો પૂર્ણરૂપે યા ક્રમિક ત્યાગ કરવો એ ‘ભક્ત–પાન વ્યુત્સર્જન તપ’ છે. દ્રવ્ય વ્યુત્સર્ગના આ ચાર પ્રકાર કહ્યા છે. ભાવ વ્યુત્સર્ગ :– કષાય ત્યાગ, કર્મ બંધ નિવારણ અને સંસાર ભ્રમણનો નિરોધ કરવો એ ભાવ વ્યુત્સર્ગ તપના ત્રણ પ્રકાર છે. વિશેષ વિચારણા :– કાયોત્સર્ગમાં જે લોગસ્સ આદિના જાપ આદિની પ્રવૃત્તિ ચાલી રહી છે. તે પૂર્ણ વ્યુત્સર્ગ નથી. ખરેખર વ્યુત્સર્જન તે જ છે જેમાં વચન અને કાયાયોગના ત્યાગની સાથે નિર્વિકલ્પતાની સાધના થાય છે અર્થાત્ એમાં મનોયોગના વ્યાપારને પણ પૂર્ણરૂપે નિરોધ કરવાનું લક્ષ્ય હોય છે, અનુપ્રેક્ષાનો પણ ત્યાગ હોય છે. આ જ કાયોત્સર્ગરૂપ વ્યુત્સર્ગ તપની સાધના છે. વ્યુત્સર્ગ એ ધ્યાન પછીનું તપ છે. ધ્યાન કરતાં પણ તે વિશિષ્ટ કક્ષાની સાધના છે. આજકાલ આ સાધનાને પણ ધ્યાનના નામે પ્રચારિત કરાય છે. જેમ કે નિર્વિકલ્પ ઘ્યાન, ગોયંકા ઘ્યાન, પ્રેક્ષા ધ્યાન આદિ. આ સર્વે વ્યવહાર સત્ય ધ્યાન બની ગયા છે પરંતુ વાસ્તવિક સત્ય નથી. કેટલાય લોકોનું એવું માનવું છે કે નિર્વિકલ્પતા છદ્મસ્થોને નથી હોઈ શકતી. પરંતુ તેમનો આવો એકાંતિક વિચાર અયોગ્ય છે. મનોયોગનું અંતર પણ શાસ્ત્રમાં બતાવેલ છે. પ્રગાઢ નિદ્રામાં પણ મનોયોગ અવરુદ્ધ થાય છે અને વ્યુત્સર્ગ તપમાં યોગોનું વ્યુત્સર્જન કરવું તેને પણ આગમમાં તપરૂપ કહેલ છે. તેમાં મનના સંકલ્પોનું પણ વ્યુત્સર્જન કરવું સમાવિષ્ટ છે. તેથી તેનો એકાંત નિષેધ કરવો અનુપયુક્ત અને અવિચારેલ છે. ધ્યાનની સાધનાથી આ વ્યુત્સર્ગની સાધના કંઈક વિશેષ કઠિન અવશ્ય છે તો પણ તેને અસાધ્ય માની શકાય નહીં. આ બધા પ્રકારના તપ, જ્ઞાન–દર્શન–ચારિત્રની સાથે જ મહત્ત્વશીલ બને છે અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર યા ચારિત્રાચારિત્ર ન હોય તો ભૂમિકા વિનાનું તપ આત્મ ઉત્થાનમાં, મોક્ષ આરાધનામાં મહત્ત્વશીલ બની શકતું નથી. તેથી કોઈ પણ નાના કે મોટા તપમાં જ્ઞાન, શ્રદ્ધા અને વિરતિ ભાવની ઉપેક્ષા ન હોવી જોઈએ. ચતુર્વિધ મોક્ષ માર્ગની સાપેક્ષ સાધના જ મોક્ષ ફલદાયી થઈ શકે છે. એના ચાર પ્રકાર છે– (૧) સમ્યજ્ઞાન (૨) સભ્યશ્રદ્ધા (૩) સમ્યક ચારિત્ર (૪) સમ્યક તપ. જેમ કે– Page #216 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 215 સાણં ચ દંસણું ચેવ, ચરિત્ત ચ તવો તહા.– એયં મગ્ગ અણુપત્તા, જીવા ગચ્છતિ સોન્ગઈ (ઉ. ૨૮-૩) ભાવાર્થ:- આ ચતુર્વિધ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરીને તેની આરાધના કરનારા જીવ મોક્ષરૂપી સદ્ગતિને પ્રાપ્ત કરે છે. પરિશિષ્ટ : ધ્યાન સ્વરૂપ ચાર ધ્યાન વિસ્તાર – ધ્યાન ચાર છે– ૧. આર્તધ્યાન, ૨. રૌદ્રધ્યાન ૩. ધર્મધ્યાન ૪. શુક્લધ્યાન. આર્ત ધ્યાનના ચાર ભેદ(પાયા) - ૧. પાંચ ઇન્દ્રિયો તથા ત્રણ યોગોને ઈષ્ટ, સાતાકારી, સુખકર એવા પદ્ગલિક ઈષ્ટ સંયોગ જે પ્રાપ્ત નથી થયા તે પ્રાપ્ત થઈ જાય અને જે પ્રાપ્ત છે તે ટકી રહે એવા ચિંતનની સ્થિરતા, એકાગ્રતા, ૨.પાંચ ઇન્દ્રિયો તથા ત્રણે યોગોને અનિષ્ટ, અસાતાકારી, દુઃખકર એવા પૌદ્ગલિક સંયોગોનો વિયોગ થાય અથવા એવા સંયોગો આવે જ નહિ; એવી ચિંતનની સ્થિરતા, એકાગ્રતા. ૩. કામ-ભોગો ભોગવવામાં આરોગ્ય રહે; યુવાની રહે; યોગ અને ઇન્દ્રિયોનું સામર્થ્ય રહે; સ્વાધીનતા, સત્તા, ઉન્માદ રહે; એવા ચિંતનની એકાગ્રતા. ૪. આ ભવમાં, આગામી ભવમાં અને ભવો ભવમાં ચક્રવર્તી આદિની પદવી અને વિપુલ સુખ મળે, એવા ચિંતનની એકાગ્રતા. આર્ત ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ) - ૧. ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ થતાં મનથી શોક કરવો, અરતિ, ગ્લાનિ, ઉદાસીનતા થવી ઉદ્વિગ્ન બનવું, સંતપ્ત, પરિતપ્ત થવું. ૨. વચનથી રુદન કરવું, વિલાપ કરવો, દીન-હીન વચન કહેવા, આક્રંદ કરવું આદિ. ૩. કાયાથી છાતી, માથું, હાથ આદિ કૂટવા, હાથ–પગ પછાડવા, માથું ઝુકાવી, માથે હાથ દઈને બેસવું, મોઢું ઢાંકવું. ૪. આંખોથી અશ્રુપાત કરવો, આંખો ભીની રહેવી, નાકથી નિઃશ્વાસ નાંખવો, મુખેથી જીભ બહાર કાઢવી આદિ. ૧. અનિષ્ટ વિયોગ, ઈષ્ટ સંયોગ આદિ થતાં મનથી પ્રસન્ન થવું, રતિભાવ આવવો, મનમાં ગલગલિયાં થવાં, ખુશીમાં ફૂલવું, તૃપ્ત-પરિતૃપ્ત થવું, ૨. વચનથી ગીત ગાવું, હાસ્ય-અટ્ટહાસ્ય કરવું, બંસરી, સીટી વગાડવી, ખિલખિલાટ કરવું આદિ. ૩. કાયાથી મૂછો પર તાવ દેવો, તાલી વગાડવી, પગેથી નાચવું, હાથ-પગ ઉછાળવા, કૂદવું, ભુજા આદિ ફટકારવા, અભિનય કરવો, આંખો વિકસિત થવી, હર્ષના અશ્રુ આવવા, નાકથી શ્વાસની ગતિ ધીમી થવી, જીભનું હોઠ ઉપર ફરવું આદિ. રૌદ્ર ધ્યાનના ચાર ભેદ(પાયા) :- ૧. પોતાના ઈષ્ટ સંયોગો આદિ માટે નિર્દોષ, નિર્બળને દબાવવા, પીડિત કરવા, દંડ લેવો–દેવો, હત્યા કરવી, યુદ્ધ કરવું. ૨. જૂઠું બોલવું, વિશ્વાસઘાત કરવો, ખોટા કલંક, દોષારોપણ કરવું, ખોટી સાક્ષી પૂરવી. ૩. મોટી ચોરી કરવી, લૂટવું, ચોરવું, તેના માટે પ્રેરણા–સહાયતા કરવી, ચોરીનો માલ સસ્તામાં લેવો, ન્યાયોચિત કર(ટેક્સ)ની ચોરી કરવી, ચોરી કરીને પ્રસન્ન થવું. ૪. નિદોષને કારાવાસમાં રાખવા; કન્યા, પરસ્ત્રી યા વિધવાનું અપહરણ કરવું, બળાત્કાર કરવો; શરાફ શ્રેષ્ઠી બનીને લૂટી લેવું; સ્વામી ઉપકારીનો દ્રોહ કરવો આદિ. રૌદ્ર ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ) :- ૧. સ્વજન કે પરજનના અજાણપણામાં કરેલા નાના ગુન્હા માટે ખૂબ કોપ(ગુસ્સો) કરવો, ખૂબ દૂર દંડ દેવો. ૨. વારંવાર વિવિધ પ્રકારે દંડ દેવો. ૩. આરોપી દ્વારા નિર્દોષતા પ્રમાણિત કરવા છતાં પણ તેને જાણવાની, સમજવાની તૈયારી ન રાખવી, સમજમાં આવ્યા છતાંયે સ્વીકાર કરવા તૈયાર ન થવું. ૪. આરોપી દ્વારા ક્ષમા માગી લીધા પછી પણ અને જીવનમાં સુધારો લાવ્યા બાદ પણ,જીવે ત્યાં સુધી તેના તરફ શત્રુતા રાખવી. (આલંબન અને અનુપ્રેક્ષા ની પ્રેરણા ફકત સુધ્યાન માટે જ હોય છે.) ધર્મ ધ્યાનના ભેદ(પાયા) - ૧. તીર્થકર દેવોની આજ્ઞાનું, સંવર-નિર્જરા ધર્મ આદરવાનું ધ્યાન કરે, અનાજ્ઞાનું, આશ્રવને અટકાવવા(વિરમણ)નું ધ્યાન કરે. ૨. આજ્ઞા પાલનથી આ ભવના સુખ-શાંતિ, આદર આદિનો લાભ તથા ધર્મ, કર્મ નિર્જરાના લાભનું ચિંતન કરે, આજ્ઞા-પાલન ન કરવાથી આ લોકના દુઃખ, અશાંતિ, અનાદર આદિનું તથા કર્મબંધ અને કર્મ-ગુરુતાનું ધ્યાન કરે. ૩. આજ્ઞા પાલનથી પરભવના પુણ્ય ફળ તથા નિર્જરાનું ચિંતન કરે, તથા આજ્ઞા વિરાધનાથી પરભવના પાપ-ફળ તથા કર્મબંધનું ચિંતન કરે. ૪. આજ્ઞા પાલનથી લોકાગ્ર, લોક મસ્તક, સિદ્ધશિલા પર સિદ્ધત્વ પ્રાપ્તિ અને અનુત્તર, અવ્યાબાધ સુખનું ચિંતન કરે તથા આજ્ઞા વિરાધનાથી ચૌદ રાજ પરિમાણ ઉર્ધ્વ, અધો, તિર્યફ લોકમાં ચાર ગતિ ચોવીસ દંડક ચોરાસી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ, દારુણ દ:ખ, દુ:ખ પરંપરા અનબંધનો વિચાર કરે. ધર્મ ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ) :- ૧. દેવ, ગુરુ, શાસ્ત્રની; આજ્ઞા, આદેશ, અનુશાસનમાં તથા તલ્લુસાર ક્રિયામાં રુચિ, ૨. વિધિ, ઉપદેશ, બોધ, સમજણ તથા તેનાથી ક્રિયાધર્મમાં રુચિ, ૩. સૂત્ર સિદ્ધાંતનું શ્રવણ, વાંચન, અધ્યયન અને કંઠસ્થ કરવું, સ્વાધ્યાય આદિમાં રુચિ. ૪. નિસર્ગ રુચિ –ઉપરના ત્રણે કારણો વિના ક્ષયોપશમ સ્વભાવથી જ દશ્ય પદાર્થની અનુપ્રેક્ષા, જાતિસ્મરણ જ્ઞાન કે અવધિજ્ઞાનથી રુચિ. ધર્મ ધ્યાનના ચાર આલંબન :- ૧. ગુરુ-શિષ્ય કે સાધર્મિક સાથે વાચના લેવી-દેવી, સાંભળવી–સંભળાવવી; શીખવું–શીખવાડવું. ૨. જિજ્ઞાસા, સ્પષ્ટતા, પરીક્ષા આદિ હેતુથી પ્રશ્ન પૂછવા, ઉત્તર દેવા, વાદ-વિવાદ કરવો અને પ્રશ્નોત્તર, સંવાદ સાંભળવો. ૩. સ્વાધ્યાય કરવો, કરાવવો, સાંભળવો, પુનરાવંતન કરવું, પાઠ પાકા કરવા. ૪. ધર્મકથા કહેવી, સાંભળવી, શિક્ષા, બોધ, ઉપદેશ, આજ્ઞા કરવી કે સાંભળવી. ધર્મ ધ્યાનની ચાર અનુપ્રેક્ષા :- (૧)એકત્વની અનુપ્રેક્ષા– સંસારમાં જીવ, કુટુંબ જાતિ સમાજ આદિમાં અનેકરૂપે હોવા છતાંયજીવ એકલો જ છે, એકલો જ પૂર્વ ભવથી આવ્યો છે, આગામી ભવમાં એકલો જ જવાનો છે. કર્મ બાંધવામાં, સંચિત કરવામાં, ઉદીરણા કરવામાં, ભોગવવામાં, નિર્જરામાં આત્મા એકલો જ મુખ્ય કારક છે, બીજા બધા ઉપકારક યા સહકારક છે. (૨) અનિત્ય ભાવના– જીવથી જીવનો, પુદ્ગલથી પુગલનો, જીવથી પુદ્ગલનો સંયોગ-સંબંધ અનિત્ય છે, કારણ કે વિયોગ અવશ્યભાવી છે. જેમ જીવ અને શરીરનો જન્મ-સંયોગ છે તો મૃત્યુ-વિયોગ નિશ્ચિત છે. લગ્ન પછી વૈધવ્ય-વિધુત્વ અનિવાર્ય છે. સંઘાતથી સ્કંધ બન્યા બાદ ભેદથી પરમાણુ દશા અવશ્ય આવે છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 216 (૩) અશરણ ભાવના– જ્યાં સુધી પુણ્યોદય છે ત્યાં સુધી શરીર, પરિવાર, ધન આદિ શરણતભૂત દેખાય છે પરંતુ નિકાચિત પાપોદય થતાં દારુણ કર્મવિપાકને ભોગવવા જ પડે છે. કોઈ પણ તેનાથી બચાવવા સમર્થ નથી. તેને કોઈ લઈ પણ શકતા નથી, તેનો અંશ પણ લઈ શકતા નથી, તેને ઓછાં પણ કરી શકતા નથી, અરે “ઓછા થઈ જશે' એવું આશ્વાસન પણ આપી શકતા નથી (૪) સંસાર ભાવના– જે આજે માતા છે તે પુત્રી, પત્ની, ભગિની, પુત્રવધૂ બની જાય છે, જે આજે પિતા છે તે પુત્ર, ભાઈ, પતિ, જમાઈ બની જાય છે. આ રીતે અનુકૂળ સંબંધ પણ પરિવર્તનશીલ છે તથા શત્રુ, શોષક, હત્યારા, વિશ્વાસઘાતી પણ બની જાય છે, આ પ્રતિકુળ સંબંધ પણ પરિવર્તનશીલ છે. અનકુળ પ્રતિકુળમાં તથા પ્રતિકુળ અનકળમાં આમ પણ પરિવર્તન ચાલ ૨ આગામી ભવમાં તો કોઈ આ જ ભવમાં પરિવર્તિત થઈ જાય છે. શુક્લ ધ્યાનના ચાર ભેદ(પાયા) :- ૧. ધર્મ ધ્યાનની સૂક્ષ્મતા વધારતાં– વધારતાં શ્રુતજ્ઞાનના શબ્દથી અર્થમાં યા અર્થથી શબ્દમાં સંક્રાંત થવું, શ્રત નિર્દિષ્ટ દ્રવ્યથી ગુણમાં, ગુણથી પર્યાયમાં, પર્યાયથી દ્રવ્યમાં કોઈ પણ વિકલ્પથી સંક્રાંત થવું પરંતુ અન્ય વિષયોમાં ન જવું, તે જ વિષયોમાં એકાગ્ર થવું. ૨. શ્રુતજ્ઞાનના શબ્દ યા અર્થમાં, દ્રવ્ય ગુણ યા પર્યાયમાં સંક્રાંત થયા વિના કોઈ એકમાં જ એકાગ્ર થવું. આ જ રીતે મન, વચન, કાયાથી પણ સંક્રાંત થયા વિના એકાગ્ર થવું. ૩. તેરમાં ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાનમાં આરૂઢ થવા માટે બાદર મન, વચન, કાયાના યોગને નિરોધવા. ૪. સૂક્ષમ મન, વચન, કાય યોગનો પણ વિરોધ કરવો, નિરોધ કરીને ચૌદમા ગુણસ્થાનમાં મેરુપર્વતની જેમ સર્વથા અચલ અડોલ થવું,આત્મપ્રદેશોનું પણ ઉત્કલન ન રહેવું,સ્થિર થઈ જવું શુક્લ ધ્યાનના ચાર લક્ષણ :- ૧. પ્રખર–પરમ અશાતા કારક, પ્રખર વેદનીય કર્મોદય તથા મરણ આવવા છતાં ય પણ વ્યથિત ન થવું. ૨. પ્રબળ, ચરમ મોહકારક અપ્સરાદિના વિલાસ, કટાક્ષ, આમંત્રણ, આલિંગન આદિમાં પણ મોહ પ્રાપ્ત ન કરવો. ૩. જીવ અને શરીરમાં પૃથક્કરણનો અનુભવ કરવો. ૪. પૃથક્કરણ અનુભવ અનુસાર વિવેકભાવ પ્રાપ્ત કરવો, જાગૃત રહેવું, શરીર મમત્વ આદિનો ત્યાગ કરવો, પૌદ્ગલિક સુખ-દુઃખના સંયોગમાં અખંડ નિર્વેદ ભાવમાં રહેવું. શરીર અને ઉપધિમાં આસક્તિભાવનું વ્યુત્સર્જન થવું. શુક્લ ધ્યાનના ચાર આલંબન :- ૧. ક્રોધ ઉદીરણા માટે બળવાન કારણ ઉપસ્થિત થવા છતાં પણ અપૂર્વ ક્ષમા ધારણ કરવી. સોમિલ બ્રાહ્મણના પ્રસંગમાં “ગજસુકમાર’ની સમાન. ૨. લોભ ઉદીરણાનો બળવાન પ્રસંગે ઉપસ્થિત થતાં પણ અપૂર્વ “ લોભ-મુક્ત થવું. ભવનપતિ દેવો દ્વારા નિદાન કરવાની પ્રાર્થના કરવા છતાં પણ લોભ મુક્ત “તામલી તાપસ” વતુ. ૩. માયા ઉદીરણાનો બળવાન પ્રસંગે ઉપસ્થિત થવા છતાં પણ સરલતા', નિષ્કપટતા, એકરૂપતા આ ત્રણે યોગ અપનાવવા. મહાબલ દ્વારા સરળ મનવાળા છએ મિત્ર રાજર્ષિ સમાન. ૪. માન ઉદીરણાનો બળવાન પ્રસંગે ઉપસ્થિત થવા છતાં પણ “ નમ્ર, વિનીત, કોમળ, લઘુ” બનીને રહેવું, ક્ષત્રિય રાજર્ષિ દ્વારા સ્તુતિ કરાવ છતાંય નમ્ર સંયતિ રાજર્ષિવતું. શુક્લ ધ્યાનની ચાર અનુપ્રેક્ષા:- ૧. પ્રત્યેક જીવ બધી યોનિમાં અનંતીવાર પરિભ્રમણ કરી ચૂકયો છે છતાં પણ મોહના કારણે વિરામની ભાવના નથી આવી. ૨. વિશ્વના બધા પુદ્ગલ પદાર્થ સ્વભાવથી કે પ્રયોગથી શુભથી અશુભમાં અને અશુભથી શુભમાં પરિણત થતા રહે છે તો પછી તેમાં એકાંત રાગ કે એકાંત દ્વેષ શા માટે રાખવો? વીતરાગતાના ભાવમાં જ રહેવું. ૩. આ સંસારના સમસ્ત પ્રવર્તનોમાં દુઃખનો જ અનુભવ કરવો. જેમ કે-(અહો દુષ્પો હુ સંસારો)અર્થાતુ “આ સારો ય સંસાર દુઃખમય છે' એમ ચિંતન કરીને વિરકત રહેવું. ૪. દુઃખના મૂળ કારણનું ચિંતન કરવું. જેમ કે સંસાર પરિભ્રમણ અર્થાત્ જન્મ-મરણાદિ દુઃખના મૂળ છે, જન્મ-મરણનું મૂળ કર્મબંધ છે અને કર્મબંધનું મૂળ વિષયેચ્છા, ભોગેચ્છા, તૃષ્ણા છે તથા તેનું મૂળ રાગ, દ્વેષ અર્થાત્ મોહ છે. તેથી મોહ, રાગ, દ્વેષ, ભોગેચ્છા, કર્મબંધ, જન્મ–મરણ આદિ દુ:ખોથી વિરાગી થઈ આત્માનું મોક્ષમાર્ગ તથા મોક્ષ સન્મુખ થવું. આ પ્રમાણે (ર+ર+૪+૪) ઊ (૧૨ ૪૪) ઊ ૪૮ ભેદ-પ્રભેદોથી ચાર ધ્યાનનું વર્ણન થાય છે. આધ્યાત્મિક ધ્યાન ધ્યાન – ચિત્તની અવસ્થાઓનું કોઈ વિષય ઉપર કેન્દ્રિત થવું એ ધ્યાન છે. જૈન પરંપરાઓમાં ધ્યાનના ચાર પ્રકાર છે- ૧. આર્ત ધ્યાન ૨. રૌદ્ર ધ્યાન ૩. ધર્મ ધ્યાન અને ૪. શુક્લ ધ્યાન. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન મનની દૂષિત પ્રવૃત્તિઓ છે. સ્વાધ્યાય અને તપની દષ્ટિએ તેનું કોઈ મૂલ નથી. એ બંને ધ્યાન ત્યાજ્ય છે. આધ્યાત્મિક સાધનાની દષ્ટિએ ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન એ બંને ધ્યાન મહત્ત્વપૂર્ણ છે. તેની વિચારણા આ પ્રમાણે છે. ધર્મ ધ્યાન – આનો અર્થ છે ચિત્ત વિશુદ્ધિનો પ્રારંભિક અભ્યાસ. ધર્મ ધ્યાન માટે ચાર વાતો આવશ્યક છે– ૧. આગમ જ્ઞાન ૨. અનાસક્તિ ૩. આત્મ સંયમ અને ૪. મુમુક્ષભાવ. ધર્મ ધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે છે (૧) આજ્ઞા વિચય- આગમ અનસાર તત્ત્વ સ્વરૂપ અને કર્તવ્યોનું ચિંતન કરવું. (૨) અપાય વિચય- હેય-ત્યાગવા યોગ્ય શં છે? તેનું ચિંતન કરવું. (૩) વિપાક વિચયહેયના પરિણામોનું ચિંતન કરવું.(૪) સંસ્થાન વિચય- લોક કે પદાર્થોની આકૃતિઓ, સ્વરૂપોનું ચિંતન કરવું. સંસ્થાન વિજય ધર્મધ્યાન પુનઃ ચાર વિભાગમાં વિભાજિત છે અર્થાત્ સંસ્થાન વિચયના ચાર ભેદ છે. જેમ કે – (અ) પિંડસ્થ ધ્યાન- આ ધ્યાન કોઈ તત્ત્વ વિશેષના સ્વરૂપના ચિંતન ઉપર આધારિત છે. તેની આ પાંચ ધારણાઓ માનવામાં આવી છે– (૧) પાર્થિવી (૨) આગ્નેયી (૩) મારુતી (૪) વાણી અને (૫) તત્ત્વભૂ (બ) પદસ્થ ધ્યાન– આ ધ્યાન પવિત્ર મંત્રાક્ષર આદિ પદોનું અવલંબન લઈને કરાય છે. (ક) રૂપસ્થ ધ્યાન– રાગ, દ્વેષ, મોહ આદિ વિકારોથી રહિત અહંત પ્રભુનું ધ્યાન કરવું. (ડ) રૂપાતીત ધ્યાન-નિરાકાર, ચેતન્યસ્વરૂપ સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું. શુક્લ ધ્યાન:- આ ધર્મ ધ્યાન પછીની સ્થિતિ છે. શુક્લ ધ્યાન દ્વારા મનને શાંત અને નિષ્પકંપ કરી શકાય છે. તેની અંતિમ પરિણતિ મનની સમસ્ત પ્રવૃત્તિઓનો પૂર્ણ નિરોધ છે. શુક્લ ધ્યાનના ચાર પ્રકાર છે Page #218 -------------------------------------------------------------------------- ________________ jain 217 કથાસાર (૧) પૃથકત્વ વિતર્ક સવિચાર– આ ધ્યાનમાં ધ્યાતા ક્યારેક અર્થનું ચિંતન કરતાં કરતાં શબ્દ અને શબ્દનું ચિંતન કરતાં કરતાં અર્થનું ચિંતન કરવા લાગી જાય છે. આ ધ્યાનમાં અર્થ, વ્યંજન અને યોગનું સંક્રમણ થયા કરવા છતાં પણ ધ્યેય દ્રવ્ય એક જ રહે છે. (૨) એકત્વ વિતર્ક અવિચારી– અર્થ, વ્યંજન અને યોગના સંક્રમણ રહિત 'એક પર્યાય વિષયક ધ્યાન" એકત્વશ્રુત અવિચાર" ધ્યાન કહેવાય છે. (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી– મન, વચન અને શરીર વ્યાપારનો નિરોધ થાય અને શ્વાસોશ્વાસની સૂક્ષ્મ ક્રિયા શેષ રહે તે સમયે ધ્યાનની આ અવસ્થા પ્રાપ્ત થાય છે. અર્થાત્ યોગ નિરોધ ક્રિયાના પ્રારંભથી અંત સુધી આ ધ્યાન અવસ્થા છે. (૪) સમુચ્છિન્નક્રિયા નિવૃત્તિ– જ્યારે મન, વચન, કાયાની સમસ્ત પ્રવૃત્તિઓનો નિરોધ થઈ જાય છે, છેલ્લે શ્વાસોશ્વાસની સૂક્ષ્મ ક્રિયાનો પણ નિરોધ થઈ જાય અને કોઈ પણ સૂક્ષ્મ ક્રિયા બાકી રહેતી નથી; તે અવસ્થાને સમુચ્છિન્ન ક્રિયા શુક્લ ધ્યાન કહે છે. આ પ્રમાણે શુક્લ ધ્યાનની પ્રથમ અવસ્થાથી ક્રમશઃ આગળ વધતાં વધતાં અંતિમ અવસ્થામાં સાધક(!) અલ્પ સમયમાં જ કાયિક, વાચિક અને માનસિક બધી પ્રવૃત્તિઓનો પૂર્ણ નિરોધ કરી અંતમાં સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. ધ્યાન સ્વરૂપ વિચારણા પ્રથમ જ્ઞાન પીછે ક્રિયા, યહ જિન મત કા સાર – જ્ઞાન સહિત ક્રિયા કરે, તો ઉતરે ભવ પાર ॥ કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં તેનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. દશવૈકાલિક સૂત્ર અધ્યયન-૪, ગાથા−૧૦ માં કહ્યું છે કે અજ્ઞાની પોતાના હિત અને અહિતને કેવી રીતે સમજી શકે ? ગ્રામાંતર જવું હોય તો તે ગામનો માર્ગ કયો છે ? સાથે સાથે બીજા ગામના પણ માર્ગ વચ્ચે-વચ્ચે કયા આવે છે ? તે પણ જાણકારી કરવી આવશ્યક છે. ગમન કરવા માટે સાચો રાહ પણ હોય છે અને વિપરીત પણ. કોઈ પણ કાર્ય કરવાની સાચી વિધિ પણ હોય છે અને ખોટી વિધિ પણ હોય છે. ખાવાના પદાર્થ સારા પણ હોય છે અને નઠારા પણ હોય છે. બરાબર એ જ પ્રમાણે ધ્યાન પણ બે પ્રકારના છે– ૧. શુભભાવ અને ૨. અશુભભાવ. અશુભ ધ્યાનના બે પ્રકાર છે– ૧. આર્ત્તધ્યાન ૨. રૌદ્ર ધ્યાન. શુભ ધ્યાનના બે પ્રકાર છે– ૧. ધર્મ ધ્યાન ૨. શુક્લ ધ્યાન. આત્માના પરિણામ- અધ્યવસાય પણ બે પ્રકારના હોય છે– ૧. શુભ અધ્યવસાય ૨. અશુભ અધ્યવસાય. આગમમાં કહ્યું છે કે સદ્યાનમાં રહેવાવાળાની શુદ્ધિ થાય છે અથવા ''ધર્મ ધ્યાનમાં જે રત રહે છે તે ભિક્ષુ છે.[દશવૈ. અ. ૮] ધ્યાનની પરિભાષા :– જો ધર્મ ધ્યાન કે શુભ ધ્યાન હોય છે તો પ્રતિપક્ષી અશુભ ધ્યાન કે અધર્મ ધ્યાનનું અસ્તિત્વ પણ હોય જ છે એ સ્પષ્ટ છે. તેથી ધ્યાનની પરિભાષા તે જ શુદ્ધ હોઈ શકે છે જેમાં અશુભ ધ્યાન અને શુભ ધ્યાન બંનેનો સમાવેશ હોઈ શકે છે અન્યથા તે ધ્યાનની પરિભાષા ન કહી શકાય. જૈન આગમો અને અન્ય ગ્રંથોમાં જ્યાં પણ ધ્યાનના ભેદ બતાવ્યા છે કે ધ્યાનની પરિભાષા આપી છે તેમાં આ અપૂર્ણતા નથી અર્થાત્ તે પિરભાષામાં અને ભેદોમાં શુભ અને અશુભ બંને ઘ્યાનોનો પૂર્ણ સમાવેશ હોય છે. કોઈ પણ વસ્તુની પરિભાષા તે પદાર્થના સંપૂર્ણ અવયવોને ગ્રહણ ન કરે તો તેને સાચી પરિભાષા ન કહી શકાય. જૈનાગમાનુસાર ઘ્યાનના ચાર પ્રકાર છે તેમાં બે આત્મા માટે અહિત કર છે, ત્યાજ્ય છે અને બે હિતકર છે, ગ્રાહ્ય છે. પ્રત્યેક ધ્યાનના આલંબન અને લક્ષણાદિ પણ આગમોમાં બતાવેલા છે. બધા પ્રકારના ધ્યાન અને અધ્યાનના સ્વરૂપને બતાવનારી ધ્યાનની પરિભાષા આવશ્યક નિર્યુક્તિમાં આ પ્રમાણે છે– કોઈ પણ ગાઢ આલંબનમાં લાગેલ અને અકંપમાનસ્થિર ચિત્ત ધ્યાન' કહેવાય છે. શેષ જે ચિત્તની અવસ્થાઓ છે તે ધ્યાન સ્વરૂપ નથી જેમ કે— ૧. આલંબન રહિત શાંત ચિત્ત ૨. અવ્યક્ત ચિત્ત ૩. ભટકતું ચિત્ત. ધ્યાન શતક નામના ગ્રંથમાં— જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન અને જે ચલ–અસ્થિર અધ્યવસાય છે તે ચિત્ત છે. જો કે ભાવના સ્વરૂપ, અનુપ્રેક્ષા સ્વરૂપ અને અન્ય કોઈ ચિંતા સ્વરૂપ પણ ધ્યાન હોઈ શકે છે. આ બંને ગાથાઓમાં કહેલી પરિભાષાઓમાં શુભ અને અશુભ બંને પ્રકારના ધ્યાનોનો સમાવેશ થઈ જાય છે તથા ધ્યાન સાથે અધ્યાન અવસ્થાનું પણ સ્પષ્ટીકરણ થઈ જાય છે. કે સાર :– શુભ કે અશુભ જે પણ સ્થિર અધ્યવસાય અવસ્થા છે તે ધ્યાન છે અને જે અસ્થિર—ચંચળ અધ્યવસાય છે તે અધ્યાન અવસ્થા છે. ગાઢ આલંબનયુક્ત અવસ્થા અર્થાત્ કોઈ પણ એક વિષયમાં તલ્લીન અવસ્થા હોય તો ધ્યાન હોઈ શકે છે અને આલંબન રહિત યા મંદ સુસ્ત–શાંત પરિણામ છે, અવ્યક્ત પરિણામ (નિદ્રા આદિના) તથા ભટકતા વિચાર આદિ છે તે કોઈ પણ ધ્યાન નથી, તે આત્માની અઘ્યાન અવસ્થા કહેવાય છે. અન્ય અનેક અવસ્થાઓ જે પણ છે તે અઘ્યાન રૂપ છે. તેમ આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૪૮૧-૧૪૮૨માં બતાવ્યું છે. અધ્યાન ઃ– પ્રચલા–ઝબકી જવાની અવસ્થા, ગાઢ નિદ્રાવસ્થા, જાગૃત અવસ્થામાં પણ અવ્યાપારિત(અપ્રવૃત્ત, શાંત, સુસ્ત) ચિત્ત, જન્મતા સમયની અપર્યાપ્તાવસ્થા, અસંજ્ઞી જીવોના અવ્યક્ત ચિત્ત, મૂર્છિત અવસ્થા, નશામાં બેભાન અવસ્થા; આ બધી અઘ્યાન અવસ્થાઓ છે, આ અવસ્થાઓમાં આત્માનું શુભ કે અશુભ કોઈ પણ ધ્યાન નથી હોતું, શુભાશુભ અધ્યવસાય હોય છે. સંક્ષેપમાં કોઈ પણ વિષયમાં તલ્લીન થવું અને સ્થિર થવું તે જ ધ્યાન છે. ચાર ધ્યાન :– ૧. સુખ–દુ:ખના સંયોગ–વિયોગ આદિ વિષયોમાં તલ્લીન અને સ્થિર ચિત્ત આર્ત્તધ્યાન છે. ૨. અન્યનું અહિત કરવા આદિમાં તલ્લીન અને સ્થિર ચિત્ત રૌદ્ર ધ્યાન છે. આ બંને આત્મોન્નતિના ધ્યાન નથી. તેથી ધર્મ ધ્યાનની સાધનામાં તેનો સાવધાનીપૂર્વક ત્યાગ કરવામાં આવે છે. ૩. તેના સિવાય આત્મ લક્ષ્યના કોઈ પણ વિષયમાં ચિત્તને તલ્લીન–એકાગ્ર કરવું એ ધર્મ ધ્યાન છે. ૪. તેનાથી આગળ વધીને સૂક્ષ્મ અને સૂક્ષ્મતર વિષયમાં કેન્દ્રિત થવા પર શુક્લ ધ્યાનની પ્રાથમિક અવસ્થા આવે છે. શુક્લ Page #219 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 218 ધ્યાનની આગળની અવસ્થા કેવલજ્ઞાન પ્રાપ્તિના સમયે અને કેવળજ્ઞાન થયા પછી જ હોય છે. તે મોક્ષ પ્રાપ્તિની અમુક ક્ષણો પહેલા હોય છે. તે યોગ નિરોધ અવસ્થા અંતિમ ધ્યાનસ્વરૂપ છે. છવસ્થ અને કેવલીના ધ્યાનનું સ્પષ્ટીકરણ આ પ્રકારે છે. બે પ્રકારે ધ્યાન-માત્ર અંતર્મુહૂર્ત માટે કોઈ પણ એક વસ્તુના વિચારમાં ચિત્ત સ્થિર થઈ જાય તે છઘસ્થોનું ધ્યાન છે. યોગ નિરોધ કરતી વખતે અને યોગ નિરોધ થઈ ગયા બાદ જે આત્મ–અવસ્થા હોય છે તે કેવલીઓનું ધ્યાન છે. અંતર્મુહૂર્ત બાદ છઘ0ોમાં વિચાર યા ધ્યાન બદલી જાય છે. વિચલિત થઈ જાય છે. ઘણી વસ્તુઓના આલંબનની અપેક્ષાએ વિષયાંતરની અપેક્ષાએ ધ્યાન લાંબા સમય સુધી પણ રહી શકે છે. ધ્યાન શતક, ગાથા-૪) છવસ્થોનું ધ્યાન શુભ-અશુભ બંને પ્રકારનું હોઈ શકે છે અને અધ્યાન અવસ્થા પણ ઘણા સમય સુધી રહે છે. કેવલીઓની યોગ નિરોધ અવસ્થામાં શુક્લ ધ્યાન હોય છે. બાકી લાંબી ઉમર સુધી અધ્યાન અવસ્થા હોય. આ પ્રકારે ધ્યાનને સમજીને આત્માને અશુભમાંથી શુભ ધ્યાનમાં તલ્લીન, સ્થિર કરવાથી ધર્મ ધ્યાનની સાધના કરી શકાય છે. આત્માને ધર્મ ધ્યાનમાં તલ્લીન-સ્થિર કરવા માટે આલંબન ભૂત વિષય આ પ્રમાણે સમજવા- ૧. આત્મ સ્વરૂપ, ૨. કર્મ સ્વરૂપ, ૩. ભવ ભ્રમણ સ્વરૂપ, ૪. કષાય સ્વરૂપ, ૫. સિદ્ધ સ્વરૂપ, ૬. સ્વદોષ દર્શન, ૭. પરગુણ દર્શન, ૮. સ્વદષ્ટિ પોષણ, ૯. પરદષ્ટિ ત્યાગ, ૧૦. પુદ્ગલાસક્તિ ત્યાગ, ૧૧. એકલાપણાનું ચિંતન- એકત્વાનુપ્રેક્ષા, તે સિવાય અનિત્યત્વ, અશરણત્વ, અન્યત્વ આદિ ચિંતન તથા જિનભાષિત કોઈ પણ તત્ત્વનું સ્વરૂપ કે જિનાજ્ઞા સ્વરૂપનું ચિંતન. વિષયની પસંદગીમાં એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં શારીરિક, ઈહલૌકિક, સુખસંયોગ, દુઃખવિયોગ, પરના અહિતરૂપ વગેરે અશુભ વિષયો ન હોવા જોઈએ. સાર:- ૧. શુભ ધ્યાન આત્મા માટે હિતકર છે મહાન કર્મ નિર્જરાનું કારણ છે. ૨. અશુભ ધ્યાન કર્મબંધનો હેતુ છે. ૩. ચિત્તની ચંચળ અવસ્થારૂપ "અધ્યાન" પણ અનેક કર્મોની વૃદ્ધિ કરનાર છે. ૪. મનની શાંત-સુખ કે અવ્યક્ત અવસ્થા પણ અધ્યાનરૂપ છે, તેમાં આશ્રવ ઓછો થવા સાથે નિર્જરા પણ ઓછી થાય છે. આ ચારે અવસ્થાઓમાં પહેલી અવસ્થા આત્મોન્નતિમાં વધારે ઉપયોગી છે. એમ સમજીને મહાન નિર્જરાના હેતુરૂપ શુભધ્યાન અર્થાત્ ધર્મધ્યાનમાં આત્માને જોડવાની સાધના કરવી જોઈએ. વર્તમાનમાં પ્રચલિત અનેક પ્રણાલિકાઓથી પ્રાપ્ત અવસ્થાઓ વાસ્તવમાં અધ્યાન રૂપ આત્મ-અવસ્થાઓ છે, એમ ઉપરોકત પ્રમાણ અને વિવેચનથી સમજી શકાય છે. તે ઉપરોકત ચોથી દશા અવસ્થા અર્થાત્ અધ્યાન અવસ્થા છે. તેથી મોક્ષ પ્રાપ્તિની સાધનામાં તે વિશેષ ગતિપ્રદ સાધના બની શકતી નથી. ધ્યાનની સાથે સાચી શ્રદ્ધા – જૈન ધર્મની દષ્ટિએ ધર્મ ધ્યાનની સાધના કરનાર મુમુક્ષુ સમ્યગ્રજ્ઞાન અને સમ્યમ્ શ્રદ્ધાથી યુક્ત હોવા જોઈએ. તેના વિના સંપૂર્ણ સંયમ અને તપ રાખ ઉપર લીંપણ સમાન થાય છે. જિનવાણી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા સહિત યથાશક્તિ જિનાજ્ઞાનુસાર શ્રાવકના બાર વ્રતરૂપ દેશવિરતિ ધર્મમાં અથવા સંયમ–ચારિત્ર રૂપ સર્વવિરતિ ધર્મમાં તેમનો પુરુષાર્થ હોવો જોઈએ. આ બંને પ્રકારના ધર્મ પ્રત્યે શ્રદ્ધા–નિષ્ઠા હોવી જોઈએ. પરંતુ “આ તો | ક્રિયાકાંડ છે” આવા શબ્દો કે ભાવોથી આત્મામાં ઉપેક્ષાવૃત્તિ ન હોવી જોઈએ. શ્રાવકોના આગમિક વિશેષણોમાં સર્વ પ્રથમ વિશેષણ “જીવાદિ પદાર્થોના જ્ઞાતા હોવું બતાવેલ છે. સમ્યકત્વના સ્વરૂપમાં પણ જીવાદિ પદાર્થોનું જ્ઞાન અને શ્રદ્ધા આવશ્યક અંગ કહ્યા છે. ધ્યાન એ તપ છે તેની પહેલાં સમ્યગ્રજ્ઞાન, સમ્યશ્રદ્ધાન અને યથાશક્તિ દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર આવશ્યક છે. આ ત્રણની ઉપસ્થિતિમાં જ તપ અને ધ્યાન આદિ આત્મસાધનાના અંગરૂપે બનીને વિકાસ કરાવી શકે છે. તેથી તપ કે ધ્યાનની સાધનામાં અગ્રેસર થનાર સાધકોએ પોતાની સમ્યજ્ઞાન, સમ્યમ્ શ્રદ્ધા અને સમ્યક ચારિત્રની ભૂમિકાને સુરક્ષિત રાખીને આગળ વધવું જોઈએ. સામાન્ય જ્ઞાનવાળા છદ્મસ્થ સાધકોની અપેક્ષા વિશિષ્ટ જ્ઞાનવાળા છઘસ્થ જ્ઞાનીઓની વાત વિશેષ પ્રમાણભૂત માનવી જોઈએ. વિશિષ્ટ જ્ઞાની છદ્મસ્થોની અપેક્ષા સર્વજ્ઞ ભગવંતોની વાત વિશેષ મહત્ત્વની માનવી-સ્વીકારવી જોઈએ. આ નિર્ણય બુદ્ધિ રાખીને શુદ્ધ શ્રદ્ધાની સાથે જ શુદ્ધ આચરણ કરવું જોઈએ. ચારે ધ્યાનના જે લક્ષણ છે, જે આલંબન છે, જે અનુપ્રેક્ષા છે તેમાં વર્તતા જ્યારે સ્થિર અવસ્થા આવે, ત્યારે તે ધ્યાન કહેવાય છે. તેની પૂર્વે સાધક તે ધ્યાનના આલંબનાદિ રૂપ અવસ્થામાં રહે છે. જ્યારે આવી સ્થિર અવસ્થા આવે છે ત્યારે જ તે શુભ યા અશુભ ધ્યાન થાય છે. તેથી શુભ ધ્યાન અવસ્થા પ્રાપ્ત કરવા માટે તેના આલંબન આદિમાં સ્થિર પરિણામ રાખવાનો અભ્યાસ કરવો, તે જ ધર્મ ધ્યાનની સાધના છે. શાસ્ત્રોક્ત આલંબન રહિત માત્ર શરીરના અંગ કે શ્વાસના આલંબનની સાધના કેવલ અસ્થિર ચિત્તની અસ્થિરતા ઓછી કરવાનો ઉપાય માત્ર છે. તેનાથી આગળ વધીને ધર્મ તત્ત્વાનુપ્રેક્ષામાં એટલે કે અધ્યવસાયોને અને ચિત્તને સ્થિર રાખી ભગવદાશામાં, સંસાર કે લોક સ્વરૂપ વગેરેની ભાવનામાં એકાગ્રતા રાખવી તે ધર્મ ધ્યાનની સાધના છે. આવી રીતે સમજપૂર્વક ધર્મ ધ્યાનની સાધના કરવી જ શ્રેયસ્કર છે. અધ્યાન વિચારણા - સંક્ષેપમાં અધ્યાનના બે પ્રકાર કહ્યા છે- શાંત, સુખ, ચિત્ત અવસ્થા તથા ચંચલચિત્ત અવસ્થા. અન્ય પરિભાષાવાળાઓના ધ્યાનનો સમાવેશ આ અધ્યાન અવસ્થામાં થાય છે. આગમ નિરપેક્ષ થઈ કોઈ તેને પાંચમું ધ્યાન કહે અથવા વાસ્તવિક ધ્યાન આ જ છે અન્ય ચારે અધ્યાન છે એમ કહે તો તેનું કથન બુદ્ધિ કલ્પિત કહેવાશે. તેને જૈનાગમ અથવા જૈનધર્મના ધ્યાનના નામે ઓળખવું– સમજવું તે ભ્રમણા છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ jain 219 કથાસાર જૈનધર્મનું ધ્યાન જ્ઞાનપૂર્વકનું ધ્યાન છે, તેના ચાર પ્રકાર છે- જેમાં શુભ, અશુભ બન્નેનો સમાવેશ છે. આ ચારે ધ્યાન . બે હેય છે તો બે ઉપાદેય છે. ચારેયના ચાર–ચાર લક્ષણ તથા આલંબન છે. ધર્મ ધ્યાનના ચાર વિચય-ચિંતનના મુખ્ય વિષય છે, ચાર અનુપ્રેક્ષા(અત્મભાવનાઓ) છે, ચાર આલંબન છે અને ચાર રુચિઓ છે. આ સર્વેય ધ્યાનમાં જવા માટે ઉપયોગી ધર્મ દ્વાર છે. તેમાં પ્રવેશ કરીને કોઈપણ વિષયમાં તલ્લીન થતાં સાધકને ધ્યાન દશા પ્રાપ્ત થાય છે. ચલ-વિચલા અવસ્થામાં તે સાધક ધર્મધ્યાનના આલંબનમાં જ રહે છે, ધ્યાનની અંદર પ્રવેશતા નથી. શાસ્ત્રોક્ત તે સર્વ આવલંબન સ્વાધ્યાય રૂપ તેમજ નિર્જરા રૂપ હોય છે. સાધુઓનું જીવન એ આત્મ સાધના માટે જ હોય છે. તેની દિનચર્ચાના વિષયમાં આગમમાં બતાવ્યું છે કે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરવો અને બીજા પ્રહરમાં ધ્યાન ધરવું. સ્વાધ્યાયના ચાર પ્રહર તથા ધ્યાનના બે પ્રહર કહ્યા છે. ગૌતમસ્વામી આદિ અણગારો આગમોક્ત દિનચર્ચાનું પાલન કરતા હતા. આ પ્રમાણે જૈનાગમ જ્ઞાનપૂર્વક ધ્યાન કરવાનું કહે છે. જ્યારે વર્તમાન ધ્યાન પદ્ધતિવાળાઓ ખાવું- પીવું, સૂવું ઈત્યાદિક શારીરિક કાર્યનો નિષેધ ન કરતાં આગમ સ્વાધ્યાયનો નિષેધ કરે છે. આ આગમ નિરપેક્ષ માનસ વૃત્તિ છે. જ્ઞાનથી ધ્યાનની શુદ્ધિ તથા વૃદ્ધિ થાય છે. કષાયોથી ધ્યાનની વિકૃતિ થાય છે. કષાય બાહ્ય વૃત્તિથી થાય છે. જ્ઞાન અંતર્મુખ જાગૃતિનું કારણ બને છે, તે ધ્યાનનો સહયોગી છે. સ્વાધ્યાયને રાગ-દ્વેષનું મૂળ નથી કહેવાતું. વ્યક્તિગત કોઈના માટે આશ્રવનું સ્થાન પણ નિર્જરારૂપ અને નિર્જરાનું સ્થાન પણ બંધરૂપ થઈ જાય છે, જ્યારે સિદ્ધાન્ત તો જ્ઞાનને સદાય આગળ રાખે છે. માટે ધ્યાનમાં જ્ઞાનનો નિષેધ થઈ શકતો નથી. રાગ-દ્વેષના મૂળભૂત વિષય તો ઇન્દ્રિય વિષય, આશા, તૃષ્ણા અને હિંસા વગેરે પાપ છે, તે બધા ત્યાજ્ય છે પરંતુ સ્વાધ્યાય તો ઉપાદેય તત્ત્વ છે, યથાસમયે વૃદ્ધિ કરવાને યોગ્ય છે, આત્યંતર તપ છે. ધ્યાનને પ્રાપ્ત કરાવવામાં આલંબન રૂપ છે. સંપૂર્ણ સાર :- કોઈ પણ આલંબનમાં સ્થિરતા મેળવતાં ધ્યાન કહેવાય છે તે સિવાય સુપ્તાવસ્થા, ચિત્ત વિહલતા અથવા અવ્યક્ત ચિત્તાવસ્થાને ધ્યાન કહેવામાં નથી આવતું. અશુભ આર્ત-રૌદ્રના ચિંતનોથી નિવૃત્ત થઈ ધર્મ તત્ત્વના ચિંતનમાં આવી, સ્થિર થવાનો અભ્યાસ કરી, સ્થિર થવું, તેને ધર્મધ્યાન કહેવાય છે. ધ્યાનની આસપાસના તત્ત્વો ગુપ્તિ – મન, વચન અને કાયાનો નિગ્રહ કરવો, તેમાં પ્રવૃત્તિને અલ્પ, અલ્પતમ કરવી, સહજ આવશ્યક ચિંતન સિવાય અન્ય સંકલ્પોનો નિગ્રહ કરવો, મનને વધુને વધુ વશ કરવું તે મન ગુપ્તિ છે. વચન પ્રયોગ કરવા માટે ઉત્પન્ન થતી ઇચ્છાનો નિગ્રહ કરવો, અત્યન્ત અલ્પ અથવા આવશ્યકતા હોય તો જ બોલવું, તે સિવાય મૌન રહેવું, તેને વચન ગુપ્તિ કહેવાય છે. કાયાની ચંચલતા, ઇન્દ્રિયોની ચંચલતા, ખાવું-પીવું, ચાલવું, ફરવું મોજ-શોખ કરવા આદિ અનેક પ્રવૃત્તિઓથી ઉદાસીન બની કાર્યોના પ્રવર્તન અલ્પ, અલ્પતમમાં કરવા તે કાય ગુપ્તિ કહેવાય. સમિતિ – સમિતિમાં નિગ્રહ કરવાનો નથી. દિવસ-રાતમાં જે આવશ્યક કર્તવ્ય કરવાના હોય તે કરવા છતાં પણ | (જયં ચરે જયં ચિટ્ટ) આદિનું અવશ્ય પાલન કરવું. અર્થાત્ દરેક પ્રવૃત્તિ જતનાપૂર્વક કરવી; દરેક કાર્યમાં વિવેક રાખવો; આ રીતે સમિતિમાં નિગ્રહ સ્થાને વિવેક–જતનાની મુખ્યતા છે. સ્વાધ્યાય – આગમ કથિત તત્ત્વોનું અધ્યયન–સ્વાધ્યાય કરવો, કંઠસ્થ કરવું, અર્થ સમજવા, શંકા સમાધાન કરવા પુનરાવર્તન કરવું, સ્વયં અનુપ્રેક્ષણ કરી અર્થ–પરમાર્થની ઉપલબ્ધિ કરવી, શ્રુત નવનીતને યથાવસરે ભવી જીવો સમક્ષ પીરસવું ,તેવા વાચના પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ સ્વાધ્યાયના અંગ છે. ધ્યાન:- (૧) સંયોગ વિયોગના ગાઢતર સંકલ્પ-વિકલ્પ આર્તધ્યાન છે. (૨) બીજાના અનિષ્ટનો સંક્લિષ્ટ સંકલ્પ રૌદ્રધ્યાન છે. (૩) આત્મલક્ષી બાર ભાવનાદિના અનુપ્રેક્ષણ તે ધર્મ ધ્યાન છે. (૪) અત્યંત શુક્લ અને સૂક્ષ્મતમ આત્મ અનુપ્રેક્ષા કરવી, આત્મભાવમાં દઢતાની અવસ્થા પ્રાપ્ત થવી તેને શુક્લ ધ્યાન કહેવાય છે. ધ્યાન અને સ્વાધ્યાય – જ્ઞાન તથા જ્ઞાનના પરમાર્થનું અનુપ્રેક્ષણ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય ધર્મ ધ્યાનનું આલંબન છે પરંતુ ધ્યાન સ્વાધ્યાયના પાંચ પ્રકારથી ભિન્ન તત્વ, ભિન્ન તપ છે. પરંપરાએ વ્યવહારમાં કહેવાતું ધર્મધ્યાન તો ધર્માચરણ માટેનો રૂઢ શબ્દ છે. તેવી જ રીતે બીજા પ્રહરનું આગમ કથિત ધ્યાન પણ તે આગમોના અર્થનું ચિંતન, મનન અને અવગાહન માટે રૂઢ પ્રયોગ છે. કારણ કે બીજા પ્રહરમાં ઉત્કાલિક સૂત્રોનો સ્વાધ્યાય કરવો; ગુરુ પાસે અર્થની વાચના લેવી અને પ્રથમ પ્રહરમાં કરાયેલ સ્વાધ્યાયના અર્થ–પરમાર્થનું અનુપ્રેક્ષણ કરવું ઇત્યાદિ વિધાનોથી પણ તે સ્વાધ્યાય પ્રવૃત્તિ રૂપ ધર્મધ્યાન જ છે, એવું આગમ પાઠોથી તથા સ્વાધ્યાયના કહેવાયેલ પાંચ ભેદોના વર્ણનથી સ્પષ્ટ થાય છે. તેથી જ ધ્યાનની પોરસીનું બીજું નામ અર્થ પોરસી તેમ અનેક જગ્યાએ કહેવામાં આવ્યું છે. ધ્યાન સ્વતંત્ર છે, સ્વાધ્યાયથી ભિન્ન છે. તેને સ્વાધ્યાયની પરિભાષાથી અને સ્વાધ્યાયના પાંચ ભેદોથી અલગ સમજવું જોઈએ. ધ્યાન તપની અપેક્ષાએ આગમમાં (પુવ્વરત્તા વરત્ત કાલ સમયંસિ ધમ્મ જાગરિયં જાગરમાણે )તથા (જો પુષ્યરત્તાવરરત્ત કાલે, સંપેહએ અપ્પગમખ્ખએણ) આદિ વાક્ય આવ્યા છે. તથા આગમમાં ધ્યાનની અનુપ્રેક્ષાઓ પણ સ્વતંત્ર કહેવામાં આવી છે. તાત્પર્ય એ છે કે પુદ્ગલ લક્ષી યા પરલક્ષી અનુપ્રેક્ષણની તલ્લીનતા અશુભ ધ્યાન છે. આત્મલક્ષી, સંયમલક્ષી અનુપ્રેક્ષણની તલ્લીનતા શુભ ધ્યાન છે તથા તત્ત્વલક્ષી અનુપ્રેક્ષણ સ્વાધ્યાયના ભેદરૂપ અનુપ્રેક્ષા છે. વ્યુત્સર્ગ - મન, વચન અને કાયાની પ્રવૃત્તિને સમયની મર્યાદા કરી વોસિરાવી દેવી; સંઘ સમૂહ અને સંયોગોનો ત્યાગ(શક્ય હોય તેટલો કે સર્વથા ત્યાગ) કરવો વ્યુત્સર્ગ તપ છે. તેમાં કાયોત્સર્ગનો, મૌન વ્રતનો અને એક વસ્તુ યા ક્રિયા પ્રેક્ષણનો (જ્ઞાતા-દા ભાવનો) સમાવેશ સમજવો જોઈએ. Page #221 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 220 સ્વાધ્યાય તથા તેના અનુપ્રેક્ષણરૂપ ધ્યાન કલાકો સુધી થઈ શકે છે. વ્યુત્સર્ગરૂપ કાયોત્સર્ગ અને મૌનવ્રત લાંબા સમય સુધી શક્તિ અનુસાર, સ્થિરતા(દઢતા) અનુસાર થઈ શકે છે, પરંતુ ધ્યાન ક્ષણિક હોય છે. તે મિનિટ, બે મિનિટ અથવા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે, તેથી વધુ ન રહી શકે. જાપ અને લોગસ્સ:- જાપ અને લોગસ્સ આદિનું પુનરાવર્તન કરવું તે વ્યત્સર્ગ પણ નથી. તે પ્રવર્તન આગમ આધારે નથી પણ પરંપરા માત્ર છે. જો કે તે સાધકની માત્ર પ્રાથમિક ભૂમિકા રૂપે સ્વીકારેલ છે. નમસ્કાર અથવા વિનય પ્રવર્તન મર્યાદાથી થાય છે. દા.ત. ગુરુ કે માતા- પિતા આદિને પ્રણામ, ચરણ સ્પર્શ, વંદન યથાસમયે જ થાય છે. તેનું કોઈ રટણ કરે, વારંવાર પ્રણામ કરે તે અનુપયુક્ત છે. ગુણકીર્તન પણ યથા સમયે એક વખત પ્રગટ રૂપે કરવું યોગ્ય છે. વારંવાર કરવું તે આગમ સંમત કે ઉન્નતિશીલ પ્રવર્તન નથી તેમજ ધ્યાન આદિરૂપ પણ(વાસ્તવમાં) નથી. પરંતુ આ જાપ પ્રવૃત્તિ આશ્રવ ત્યાગ સાધક છે અને સામાન્ય સાધકોની છે; પ્રાથમિક અવસ્થારૂપ છે; તેમજ સ્વાધ્યાય આદિ કરવાની યોગ્યતા રહિત વ્યક્તિ માટે આલંબનરૂપ છે. સર્વથાત્યાજ્ય નથી અને સદાને માટે તેમાં જ રોકાઈ જવાય નહીં. યથાશક્ય સ્વાધ્યાય અને ધ્યાનની વૃદ્ધિ કરવામાં પ્રયત્નશીલ બનવું જોઈએ. ધ્યાનાદિના આસન - સામાન્ય સાધુઓનો અધિક સમય સ્વાધ્યાય અને તેના અનુપ્રેક્ષણરૂપ જ્ઞાનધ્યાનમાં વ્યતીત થાય છે. છદ્મસ્થ તીર્થકર, જિનકલ્પી અને પ્રતિમાધારી આદિ શ્રમણો અધિક સમય વ્યત્સર્ગમાં પસાર કરે છે. કાયોત્સર્ગ વ્યુત્સર્ગનું જ અંગ છે. તે વિધિથી તો ઊભા-ઊભા જ કરવામાં આવે છે. અપવાદમાં બેઠા કે સૂતાં પણ કરાય છે. સ્વાધ્યાયના અનુપ્રેક્ષણરૂપ ધ્યાન ઉત્કટુક આસનથી(ખમાસમણા દેવાના આસને) કરવું તે મુખ્ય વિધિ છે. શેષ સામાન્ય વિધિના આસન છે. ધ્યાન પધાસન, પર્યકાસન, સુખાસન, ઉત્કટુકાસન આદિ આસનથી કરી શકાય છે. સ્વાધ્યાય વિનયયુક્ત કોઈપણ આસનથી કરી શકાય છે. કાયોત્સર્ગ શબ્દ કાયાની મુખ્યતાથી કહેવામાં આવેલ છે તોપણ ત્રણે યોગોનો શક્ય વ્યુત્સર્ગ કરવો એમાં અન્તર્ભાવિત સમજવો જોઈએ. એક તપમાં બીજું તપઃ- કોઈ પણ તપની સાથે અન્ય તપ કરવાનો નિષેધ નથી. દા.ત. સ્વાધ્યાય કરતાં-કરતાં આત્મ ધ્યાનમાં લીન થઈ શકાય છે અથવા કાઉસગ્નમાં સ્વાધ્યાયનું ચિંતન કરી શકાય છે. એકનું અસ્તિત્વ અને નિરૂપણ બીજામાં એકમેક ન કરવું અને એકના અભાવમાં બીજાનો નિષેધ પણ ન કરવો. દા.ત. ઉપવાસમાં પૌષધ થઈ શકે છે. પણ પૌષધ વિના ઉપવાસ નથી થતો, આ | નિષેધ અનુચિત છે. તેમજ ઉપાવસ વિના,પૌષધ નથી થતો તે નિષેધ પણ આગમ વિરુદ્ધ છે. આહાર ત્યાગ પણ એક વ્રત પ્રત્યાખ્યાન તપ છે. તો સાવધયોગ ત્યાગ પણ વ્રત છે. બંને સાથે થઈ શકે છે. તેમના મહત્ત્વ અને નામ જુદા જુદા છે. એકાંત આગ્રહ રાખવો જિનમાર્ગ વિરુદ્ધ છે. જે સાધકને જે રુચિ, યોગ્યતા અને અવસર હોય તે એક યા અનેક ધર્મક્રિયા કે તપ આદિ સાથે કે જુદા-જુદા કરી શકે છે. કોઈ સાધક ઉચ્ચ કક્ષાની સાધના કરે છે તો કોઈ અન્ય કક્ષાની પણ. શ્રદ્ધા અને જ્ઞાન શુદ્ધ છે, તો કોઈ પણ કક્ષાની આગમોક્ત ક્રિયાને એકાંત દષ્ટિકોણથી ખરાબ યા ખોટી કહેવી કે સમજવી યોગ્ય નથી. સમન્વયદષ્ટિથી કે આગમના અનુપ્રેક્ષણથી કોઈપણ વ્યક્તિની કે પ્રવૃત્તિની કસોટી મધ્યસ્થતાની સાથે કરવી જોઈએ. પરંપરા યા એકાંતિક દૃષ્ટિથી કોઈની કસોટી કરવી તે સંકચિત દૃષ્ટિકોણ છે. તેમ કરનાર સ્વઆત્મામાં કે અન્યમાં રાગદ્વેષની વૃદ્ધિ કરવાવાળો બને છે. જેથી સમભાવ અને પરમશાંતિમાં ક્ષતિ થાય છે, વૃદ્ધિ થતી નથી. અન્યની ઉપેક્ષા ન કરવી – અન્ય ધર્મમાં યોગાભ્યાસ છે તે જૈન ધર્મમાં વ્યુત્સર્જનરૂપ કાઉસગ્ગ તપ કહેલ છે. જે સાધકમાં સમ્યજ્ઞાન, શ્રદ્ધા સુરક્ષિત છે તે સાધક માટે તપ રૂપ યા અનાશ્રવ રૂપ કોઈ પણ ક્રિયા હિતકર સિદ્ધ થઈ શકે છે. તેમાં કોઈને હીન સમજવું અવિવેક કહેવાય. આચારાંગ શ્રત સ્કંધ-૨, અધ્યયન–૧ માં ભિન્ન પ્રકારની સાત પિંડેષણાઓ કહી છે. તેના અંતમાં કહ્યું છે કે જેને જેમાં સમાધિ ઉપજે તે કરે; પણ એમ ન વિચારે કે હું જ શ્રેષ્ઠ કરી રહ્યો છું, બીજા નહીં', પણ એમ વિચારે કે “જેને જેમાં સમાધિ અને રુચિ છે તે તેમ કરે છે, બધા જિનાજ્ઞામાં ઉપસ્થિત છે.' તેથી જિનાજ્ઞા બહારની કોઈ પણ સાધના અસમ્યક કહી શકાય પરંતુ જિનાજ્ઞામાં રહેતાં કોઈ ગમે તે એક યા અનેક સાધના કરે તેને દોષ દષ્ટિથી જોવું યોગ્ય નથી. તાત્પર્ય કહેવાનું એ છે કે પોતાના સ્થાન ઉપર આયંબિલનું મહત્ત્વ છે તો ઉપવાસનું મહત્વ પણ તેના સ્થાન ઉપર છે. સ્થાને સ્વાધ્યાયનું મહત્ત્વ છે તો સેવાનું મહત્વ પણ ઓછું નથી. પોતાના સ્થાને સ્વતંત્ર વિહારી બનવાનું બીજો શ્રમણ મનોરથ છે તો સમૂહની સારણા-વારણા કરવી આચાર્ય માટે શીઘ મોક્ષફળ અપાવનારી બને છે. આગમમાં જિનકલ્પ અને અચેલ ચર્ચા પણ બતાવામાં આવી છે તો વસ્ત્ર યુક્ત સંયમની આરાધના પણ કહી છે. તેથી સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ બધા તપો પોત-પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. તેને વખોડવા ન જોઈએ; ચાહે પોતાના હોય કે પરાયા. અનિમેષ દૃષ્ટિ વિચારણા - આગમમાં કાયોત્સર્ગને માટે જે “અનિમેષ દષ્ટિ યા એક પુદ્ગલ દષ્ટિ' શબ્દનો પ્રયોગ છે તેને ભાવાત્મક પણ સમજી કાયાનો વ્યુત્સર્ગ કરવો છે, તો તેમાં આંખોને બંધ પણ કરી શકાય છે. સામાન્ય સાધકોને આંખો ખુલી રાખવાથી અનેક વિકલ્પો ઉત્પન્ન થાય છે. અંધારી રાત્રે, સ્મશાનમાં કે કોઈ ગુફામાં કાયોત્સર્ગ કરવામાં આવે ત્યારે ઉક્ત અનિમેષ દષ્ટિ શબ્દનો અર્થ– આત્મ દષ્ટિને એક વસ્તુ યા એક ક્રિયા ઉપર કેન્દ્રિત કરી શેષનું ભાવથી વ્યુત્સર્જન કરી દેવું તેમ સમજવો. શું “રિસર્ચ ધ્યાન છે? – રિસર્ચરૂપ અધ્યયન પ્રણાલીને સ્વાધ્યાયના અનુપ્રેક્ષણ રૂપ ચોથા વિભાગની કક્ષામાં સમજવી પરંતુ તેની સાથે સમ્યક દર્શન ન હોવાથી તે પ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં ગણાતી નથી. નહીં કે ધ્યાન તપના ભેદમાં. Page #222 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 221, પાંચમો આવશ્યક - પ્રતિક્રમણનો પાંચમો આવશ્યક કાયવ્યત્સર્જન છે. લોગસ્સનો પાઠ આગમમાં અનેક જગ્યાએ કાઉસગ્ન પછી બોલવાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. તે સ્તુતિ-કીર્તનનો પાઠ છે. કીર્તનને પ્રગટરૂપે બોલવાથી જ ભક્તિ પ્રદર્શિત કરી શકાય છે. કાયોત્સર્ગમાં લોગસ્સ બોલવાનું આગમ પ્રમાણ ન હોવાથી અને તર્ક સંગત પણ ન હોવાથી પ્રાથમિક સ્ટેજમાં બનાવેલી પરંપરા માત્ર છે એવું સમજવું. સારાંશ :- સારાંશ એ છે કે સમિતિ અલગ છે. ગુપ્તિ અને વ્યુત્સર્ગમાં પણ થોડીક ભિન્નતા છે. સ્વાધ્યાયના અનુપ્રેક્ષણમાં તથા ધ્યાનના અનપેક્ષણમાં પણ ફરક છે. સ્વાધ્યાય, ધ્યાન અને વ્યત્સર્ગ ત્રણે અલગ અલગ દસમ, અગિયારમું તથા બારમું તપ છે. જાપ અને લોગસ્સ આદિનું રટણ પણ એક પ્રાથમિક સ્ટેજ માટે ચાલુ કરાયેલી પરંપરા છે. તેને વિશાળ દષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વર્તમાનના પ્રેક્ષાધ્યાન આદિ શું છે ઉક્ત બધા સ્થળોનો વિચાર કરવાથી નિર્ણય થાય છે કે વર્તમાનમાં પ્રચલિત પ્રેક્ષા ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન અને વિપશ્યના ધ્યાન' આદિનો વ્યુત્સર્ગ તપમાં સમાવેશ થાય છે. તેમાં જે ધ્યાન શબ્દ રૂઢ કરી દેવામાં આવ્યો છે તે અશુદ્ધ છે. કારણ કે તે પ્રણાલિકામાં મન, વચન અને કાયાનું વ્યત્સર્જન જ શીખવાડવામાં આવે છે. સ્વાભાવિક ચાલવાવાળી કાયપ્રવૃત્તિ શ્વાસોચ્છવાર આત્મભાવ રૂપ જ્ઞાતા-દષ્ટાની વૃત્તિથી થાય છે. યોગોના ત્યાગને જ અપેક્ષાએ કાયોત્સર્ગ કહ્યો છે. તેથી તેને 'હઠયોગ' પણ કહેવાય છે. આ સંપૂર્ણ પ્રકારના યોગોના ત્યાગરૂપ ધ્યાન વ્યત્સર્ગ તપ છે. જે પ્રકારે મિથ્યાદષ્ટિના ઉપવાસ, સામાયિક, સંવર આદિ તપ–સંયમ તો કહેવાય પણ સમ્યકદષ્ટિ ન હોવાથી મોક્ષના કારણરૂપ બનતા નથી. માસખમણનું તપ પણ મિથ્યાત્વીનું તપ જ કહેવાય છે પરંતુ તેને મોક્ષનો હેતુ હોતો નથી. તે પ્રમાણે વર્તમાનમાં પ્રચલિત યોગ–બુત્સર્જન પ્રવૃત્તિ અધ્યાન છે અર્થાત્ ધ્યાન રહિત અવસ્થા છે. તેની સાથે સમ્યક તત્ત્વજ્ઞાન, આગમશ્રદ્ધા, સમ્યક સંયમ ભાવ હોય તો તે વ્યુત્સર્જન નામનું બારમું તપ છે, મોક્ષના હેતુરૂપ છે, અજ્ઞાન તપ નથી. વર્તમાનકાળના અનેક ધ્યાન કર્તાઓમાં સમ્યક શ્રદ્ધાની શુદ્ધિ હોતી નથી. તેઓ વ્રતોનું યથાશક્તિ પાલન ન કરતાં ઉપેક્ષા ભાવ રાખે છે. તેઓ વ્યુત્સર્જન સિવાયના સ્વાધ્યાય, ધ્યાન આદિ તપોને મહત્ત્વ આપતા નથી, એકાંત વ્યુત્સર્ગ ધ્યાનનો આગ્રહ રાખી, તેને જ વીતરાગતા પ્રાપ્તિનો ઉપાય માને છે અને અન્ય તપનો નિષેધ કરે છે, તે સાધકો મોક્ષમાર્ગની આરાધનામાં ગણાઈ શકાતા નથી. શ્રાવકોમાં કોઈ એક—બે અથવા બાર વ્રતનું પાલન કરે છે. કોઈ અન્ય વ્રત પ્રત્યાખ્યાન લે છે, તેવી રીતે અનેક ભિન્નતાઓમાં પણ અંતે બધા શ્રાવક જ કહેવાય છે. સાધઓમાં પણ કોઈ અધ્યયનમાં રુચિ રાખે છે તો કોઈ અનશન તપમાં વૃદ્ધિ કરે છે. કોઈ ભિક્ષાચરી તો કોઈ વૈયાવચ્ચમાં આનંદમાને છે. કોઈ સ્વાધ્યાયમાં, કોઈ ધ્યાનમાં તો કોઈ વ્યત્સર્જનમાં સ્થિર થાય છે. બધા પોતાની યોગ્યતાનુસાર આત્મ સાધના અને તપ નિર્જરામાં ગણાય છે, તેમાં કોઈ પણ સાધનાને એકાંત વીતરાગ માર્ગ માની અન્યનો નિષેધ કરવો, એ ઉચિત નથી જ. વાસ્તવમાં વર્તમાનની ધ્યાન પ્રણાલી પ્રાયઃ કરીને સુત્સર્ગ તપનું એક વિકૃત રૂપ છે. એના સાધક પ્રાયઃ અન્ય સાધનાઓનું મહત્ત્વ માનતા નથી તથા વ્યુત્સર્ગ તપ તો ઊભા રહીને શરીરના મમત્વ અને સંસારના ત્યાગના સંકલ્પથી થાય છે પરંતુ વર્તમાન ધકોનું ધ્યાન ગમે તે આસનથી થાય છે. શરીરના મમત્વનો ત્યાગ પણ તેમાં આવશ્યક હોતો નથી. કાયોત્સર્ગ તપ શરીર નિરપેક્ષ હોય છે, કિંતુ વર્તમાનના પ્રચલિત ધ્યાન શરીર સાપેક્ષ હોય છે. આ પ્રકારે બન્નેમાં અંતર છે. તેથી આ વર્તમાન ધ્યાન પ્રણાલિકાઓ ધ્યાન નથી પણ અધ્યાન-ધ્યાન રહિત અવસ્થા છે અર્થાત્ વ્યુત્સર્ગ તપનું વિકૃત પરિશેષરૂપ છે, એમ સમજવું જોઈએ. પ્રશ્ન:- કાય ફ્લેશ, ધ્યાન તથા વ્યુત્સર્ગ આ ત્રણેને બાર પ્રકારના તપમાં જુદું જુદું સ્થાન આપ્યું છે તો તેમાં શી ભિન્નતા છે ? ઉત્તર:- કાયાને કોઈ પણ આસન પર સ્થિર કર્યા પછી ઉત્પન્ન થતી અશાતાવેદનાને દીનતા, ભય આદિથી રહિત બની સહન કરવું તે કાય ફ્લેશ તપ છે. વાયુ વિનાના સ્થાનમાં જેમ દીપકની શિખા સ્થિર રહે છે તેમ મનને સ્થિર કરવું તથા સૂર્યના કિરણોને જેમ બહિર્ગોળ કાચમાં કેન્દ્રિત કરવામાં આવે છે તેમ મનને કેન્દ્રિત કરવું ધ્યાન છે. મનની સ્થિરતાની જેમ વચન, કાયાની એકાગ્રતા પણ ધ્યાનનું અંગ છે. ધ્યાન બળથી કાયાની વેદનાને પરાઈ સમજવી, તુચ્છ સમજવી, શરીર ઉપરથી મમતા હટાવી તેને નિષ્પષ્ટ કરવું, તેવી જ રીતે વચન અને મનને પણ ચેષ્ટા રહિત કરવું; એવી આત્મ સ્થિતિનું હોવું અને આત્મસ્થ થઈ જવાના કારણે કાયાની વેદનાનો અહેસાસ ન થવો અથવા મંદ અનુભવ થવો આ ત્રણે યોગોનું શક્ય વ્યુત્સર્જન કરવું તે જ કાયોત્સર્ગ છે. પ્રશ્ન:- નિર્વિકલ્પ ધ્યાનનો સંભવ છે ? ઉત્તર – જૈનાગમની દષ્ટિએ આ અશુદ્ધ વાક્ય પદ્ધતિ છે. નિર્વિકલ્પ હોવું કે તેનો અભ્યાસ કરવો તે વ્યુત્સર્ગ તપ છે. જેમાં વચન અને કાયાની સાથે મનનો અર્થાત્ ચિંતનનો ત્યાગ કરવામાં આવે છે. આ રીતે નિર્વિકલ્પ હોવું સંભવ છે. કારણ કે વ્યત્સર્ગ તપ પણ સંભવ છે જ. કોઈ પણ યોગનું અંતર પડી શકે છે. ગાઢ નિદ્રામાં, બેહોશ દશામાં પણ મનોયોગનું અંતર પડે જ છે. અધ્યવસાય તો અરૂપી છે. તે સદાય શાશ્વત રહે છે. પણ મન તો પુગલ પરિણામી અને વિરહ સ્વભાવી છે તેથી નિર્વિકલ્પ સાધનાનો નિષેધ ન કરવો. નિર્વિકલ્પ સાધના ધ્યાન નથી પરંતુ ધ્યાનથી આગળની સાધના છે. ધ્યાન અગિયારમું તપ છે જ્યારે નિર્વિકલ્પ સાધના વ્યુત્સર્ગરૂપ બારમું તપ છે. જેમ જિનમત વિરુદ્ધ તાપસાદિના માસ, બે માસના સંથારા પણ આગમમાં પાદોપગમન સંથારા કહેવાય છે. તેવી જ રીતે જિનમતમાં શ્રદ્ધા ન રાખવાવાળાના ઉપવાસ આદિને તપ, અને વ્યુત્સર્ગ રૂપ નિર્વિકલ્પ સાધનાને વ્યુત્સર્ગ તપ જ કહેવાય છે. પરંતુ Page #223 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ જિન વચનોમાં સમ્યગ્ શ્રદ્ધાના અભાવમાં તેઓનું તે તપ મોક્ષ સાધનરૂપ અથવા આરાધનારૂપ નથી થતું. કારણ કે સમ્યક્ત્વ વિના સમસ્ત ક્રિયાઓ અલૂણી છે; પૂર્ણ ફળદાયક નથી થઈ શકતી. 222 ધર્મ ધ્યાનનું ચિંતન [નોંધ :– ગુજરાતમાં કેટલાક સમુદાયોમાં પાંચમા આવશ્યકના કાયોત્સર્ગમાં આ પ્રમાણે ચિંતન કરવામાં આવે છે.] (૧) પહેલો ભેદ—આણા વિચય :— આણા વિચય કહેતાં વીતરાગની આજ્ઞાનો વિચાર ચિંતવવો. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે સમકિત સહિત બાર વ્રત, અગિયાર પડિમા, સાધુજીના પાંચ મહાવ્રત, બાર ભિક્ષુની પડિમા, શુભ ધ્યાન, શુભ જોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને છકાય જીવની રક્ષા; તેની આરાધના કરવી; તેમાં સમય માત્રનો પ્રમાદ ન કરવો તેમજ ચતુર્વિધ સંઘના ગુણોનું કીર્તન કરવું; આ ધર્મ ધ્યાનનો પહેલો ભેદ કહ્યો. (૨) બીજો ભેદ–અવાય વિચય :– અવાય વિચય કહેતાં જીવ સંસારમાં દુઃખ શા માટે ભોગવે છે તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ યોગ, અઢાર પાપસ્થાનક અને છકાય જીવની હિંસા; તેનાથી જીવ દુઃખ પામે છે. માટે એને દુ:ખનું કારણ જાણી, તેનો ત્યાગ કરી, સંવર માર્ગ આદરવો. જેથી જીવ દુ:ખ ન પામે; આ ધર્મ ધ્યાનનો બીજો ભેદ કહ્યો. (૩) ત્રીજો ભેદ–વિવાગ વિચય :- વિવાગ વિચય કહેતાં જીવ સંસારમાં સુખ અને દુ:ખ ભોગવે છે તે શા થકી, તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે જીવે જેવા ૨સે કરી પૂર્વે જેવા શુભાશુભ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ ઉપાર્જન કર્યા છે તે કર્મના ઉદયથી જીવ તે પ્રમાણે સુખ અને દુઃખ અનુભવે છે. તે અનુભવતા થકા કોઈ ઉપર રાગદ્વેષ ન આણી, સમતાભાવ રાખી, મન, વચન, કાયાના શુભ યોગ સહિત શ્રી જૈન ધર્મને વિષે પ્રવર્તીએ, જેથી નિરાબાધ પરમ સુખને પામીએ; આ ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો. શુભાશુભ (૪) ચોથો ભેદ–સંઠાણ વિચય :- સંઠાણ વિચય કહેતાં ત્રણ લોકના આકારનો વિચાર ચિંતવવો. ત્રણ લોકના આકારનું સ્વરૂપ સુપઈદક(સરાવલા)ને આકારે છે. લોક જીવ અજીવથી સંપૂર્ણ ભર્યો છે. મધ્ય ભાગે અસંખ્યાત યોજન પ્રમાણ તીરછો લોક છે. તેમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. અસંખ્યાત વાણવ્યંતરના નગરો છે. અસંખ્યાત જ્યોતિષીના વિમાનો છે. દેવતાઓની રાજધાનીઓ છે, તે તિરછાલોકની મધ્યમાં અઢીદ્વીપ છે. તેમાં જઘન્ય તીર્થંકર વીસ અને ઉત્કૃષ્ટ હોય તો ૧૬૦ અથવા ૧૭૦ હોય. સામાન્ય કેવળી જઘન્ય અનેક ક્રોડ, ઉત્કૃષ્ટ હોય તો પણ અનેક ક્રોડ, સાધુ સાધ્વી જઘન્ય અનેક હજાર ક્રોડ, ઉત્કૃષ્ટ પણ અનેક હજાર ક્રોડ હોય છે. તેમને વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણ, મંગલ, દેવમં, ચેઈયં, પન્નુવાસામિ, તેમજ તિરછા લોકમાં અસંખ્યાત શ્રાવક શ્રાવિકાઓ છે તેમના ગુણગ્રામ કરવા. તિરછા લોકથી અધિક મોટો ઉર્ધ્વલોક છે. તેમાં બાર દેવલોક, નવ ગ્રેવયેક અને પાંચ અનુત્તર વિમાન છે. તે સર્વના મળીને કુલ ૮૪,૯૭,૦૨૩ વિમાનો છે. તે ઉપર લોકાગ્રે સિદ્ધશિલા છે. ત્યાં સિદ્ધ ભગવંતજી નિરંજન, નિરાકાર બિરાજી રહ્યા છે. તેમને વંદામિ નöસામિ સક્કારેમિ સમ્માણેમિ કલ્લાણં મંગલં દેવયં ચેઈયં પજજુવાસામિ . તે ઉર્ધ્વલોકથી કંઈક અધિક(મોટો) અધોલોક છે. તેમાં સાત નરકના ૮૪ લાખ નરકાવાસા છે. ૭ કરોડ, ૭૨ લાખ ભવનપતિના ભવનો છે. એવા ત્રણે લોકના સર્વસ્થાનો સમકિત રહિત કરણી કરીને આ જીવે અનંતી–અનંતી વાર જન્મ મરણે કરી સ્પર્શી મૂકયા છે. તો પણ આ જીવને જન્મ-મરણનો અંત આવ્યો નથી. એવું જાણી સમક્તિ સહિત શ્રુત અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી અજર અમર નિરાબાધ પરમ સુખને પામીએ. આ ધર્મ ધ્યાનનો ચોથો ભેદ કહ્યો. પરિશિષ્ટ : આત્મશાંતિનો સાચો માર્ગ (સોહી ઉજજુય ભૂયમ્સ, ધમ્મો સુદ્રસ્સ ચિઠ્ઠઈ .) – ઉત્તરા૦ અ૦ ૩ ગાથા-૧૧. સરળતા ગુણ યુક્ત આત્માની જ શુદ્ધિ થાય છે અને સરળતા ગુણથી શુદ્ધ બનેલ આત્મામાં જ ધર્મ ટકી શકે છે. સરળતા ગુણની પ્રાપ્તિને માટે અથવા કપટ પ્રપંચથી દૂર રહેવાને માટે નીચે કહેલ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ– ૧. હું કપટ જૂઠ કરું છું તેને મારો આત્મા જાણે જ છે ૨. અરિહંત-સિદ્ધ ભગવાન પણ જાણી રહ્યા છે ૩. નવા કર્મોનો બંધ થઈ રહ્યો છે ૪. પાપ છિપાયા ના છિપે, છિપે ન કર્મ વિપાક, દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ ।। અર્થાત્ છુપાવેલા પાપનું ફળ વધારે વધીને પ્રગટ થશે આ ભવમાં અથવા પરભવમાં ૫. બચાવ કરીને બીજાઓને ભ્રમમાં રાખવા તે ખરેખર આત્માની સાથે કરેલી ઠગાઈ છે ૬. કપટ કરી ઇજ્જત અને યશ રાખવો તે પણ એક ભ્રમણા છે. વાસ્તવમાં આત્મા ભારે થઈને બગાડને વધારે પ્રાપ્ત છે ૭. ઉચ્ચ ક્ષયોપશમવાળા બુદ્ધિમાન અનુભવી સાચી વાતને જાણી લે છે ૮. અંદરના અવગુણને ઢાંકવા– વાળો આત્મા અંદરથી ઘણી અશાંતિને પ્રાપ્ત કરે છે. આ પ્રકારનું ચિંતન કરી સરળતાના ગુણને ધારણ કરવો જોઈએ. દૃષ્ટાંત :– તપસ્યાને માટે કરાયેલી માયાએ પણ મલ્લિનાથ ભગવાનના જીવને છેક મિથ્યાત્વમાં ધકેલી દીધો હતો. તેનું ફળ સ્ત્રીપણે ભોગવવું પડયું. = કોહો પીઈ પણાસેઈ, માણો વિણય નાસણો .- માયા મિત્તાણિ નાસેઈ, લોહો સવ્વ વિણાસણો । ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો વિનાશ કરે છે અને લોભ બધા ગુણોનો નાશ કરે છે. – દશવૈકાલિક અ૦–૮. પોતાની અંદર રહેલા અનેક અવગુણો અને ગુણોની ખામીઓનું વારંવાર સ્મરણ અથવા ચિંતન કરતા રહેવાથી માનની અલ્પતા રૂપ નમ્રતા અંતરમાં જાગૃત થાય છે. જેનાથી અપમાન, અપશયના પ્રસંગે પણ મનમાં કોઈ જાતની ગ્લાનિ અથવા અશાંતિ થતી નથી. નિંદા અથવા અપયશમાં સાંભળવાની ક્ષમતા વધે છે. તેનાથી ક્રોધને ઉત્પન્ન થવાની જડ નબળી બનતી જાય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ jain 223 કથાસાર પોતાના અનેક સદ્ગુણોને, સત્કાર્યોને જ વારંવાર સ્મરણમાં રાખવાથી માનની પુષ્ટિ થાય છે. માનની મજબૂતી થતી રહેવાથી તે અશાંતિ કે ક્રોધનું પ્રેરક થાય છે અને તે માન, નિંદા અથવા અપયશ શ્રવણની ક્ષમતાને વધવા દેતો નથી. થોડું અપમાન અથવા અપયશમાં પણ ગ્લાનિ અથવા અશાંતિ સ્કુરિત થાય છે. ક્રોધના મૂળમાં “માન” છુપાયેલું રહે છે, તેથી માનની જડને પુષ્ટ ન કરતાં કમજોર કરતા રહેવું જોઈએ. અનેક ગુણિયલોનું ચિંતન કરીને અંતરમનમાં પોતાના અનેક નાના-મોટા અવગુણોનું સ્મરણ કરતા રહેવું જોઈએ. સાથે-સાથે પોતાને ઘણા પાછળ તેમજ તુચ્છ સમજતા રહેવું જોઈએ. આવા સંસ્કારોને હંમેશાં જાગૃત રાખતા રહેવું જોઈએ. આમ કરવાથી અપમાનને સહન કરવાની ક્ષમતા વૃદ્ધિ પામતી જશે. કોઈના દ્વારા આક્ષેપ થવા પર અથવા ભૂલ કહેવા પર અંતઃકરણથી તેને મહાન ઉપકારી સમજવા જોઈએ. તેઓના વચનોને યોગ્ય રીતે તેમજ શુદ્ધ ભાવોથી ગ્રહણ કરવા જોઈએ. તેમાં પોતાની જ ભૂલ વિચારવી અને કંઈપણ અંશમાં ભૂલ ધ્યાનમાં આવી જવી જોઈએ, કારણ કે કહેનારા પ્રાયઃ પોતાના સમય શક્તિને નિરર્થક વ્યય કરવારૂપ પાગલ દિમાગવાળા તો નથી હોતા. માટે પોતાના માન- સંસ્કારને અલગ રાખીને વિચારવું જોઈએ. જો કોઈ ભૂલ ધ્યાનમાં ન આવે તો પણ પોતાના ઉપરથી ભાર હટાવી દઉ' આવું વિચારીને કોઈને જવાબ ન દેવો, બચાવ ન કરવો, પરંતુ ભાવ અથવા વચનથી આદર સહિત તેના વચનને સાંભળીને રહી જાવું, જેમ કે- હા ભગવાન! હા જી, ઠીક, સારું, ધ્યાનમાં રાખવાનો ભાવ, “આવું કરવું,” “સારું,” “ધ્યાન રાખ્યું આપે,' આગળ આવું ધ્યાન રાખવાની કોશિશ કરીશ, ઈત્યાદિ અથવા સ્મિત માત્રથી સાંભળીને સામે વાળી વ્યક્તિને કોઈપણ પ્રકારથી અપમાનિત ન કરવું. જો કહેનાર પુરુષ કંઈ જવાબની આશાથી કહેતો હોય, કોઈ જાણકારી (સ્પષ્ટીકરણ) સાંભળવા ઇચ્છતો હોય તો તેને ઉપકારી, હિતેચ્છુ સમજીને, તેના પર નારાજ ન થતાં, તેના પ્રત્યે પ્રસન્નતાનો ભાવ રાખતાં, તેની વાતનો આદર કરતાં, એવા ઉચિત અને સીમિત શબ્દોમાં કહેવું કે તેને સમજમાં પણ આવી જાય અને તે કોઈપણ પ્રકારના અપમાનનો અનુભવ ન કરે. તે સિવાય તેના કથનને મૂળથી જ ઉખેડી ફેંકી દેવાની કોશિશ થાય તેવા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ નહિ, અન્યથા બંનેને અશાંતિ થવાનો સંભવ રહે છે. જો સામે વાળો જવાબ ન ઇચ્છે અને પોતાને જાણકારી કરાવવી હોય તો ઉપર કહેલ સૂચનાઓને ધ્યાનમાં રાખતા મર્યાદિત અથવા શાંત શબ્દોમાં જાણકારી આપી શકાય. જો કહેવાવાળી વ્યક્તિનો આત્મા તે સમયે શાંતિમાં ન હોય તો બીજા સમયે અવસર જોઈને એકાંતમાં પ્રેમથી અને આત્મીયતાની સાથે, યોગ્ય શબ્દોથી, નમ્રતાની સાથે કહી શકાય. યોગ્યતા જ ન હોય કે સાંભળવા જ ઇચ્છતો ન હોય તો સંતોષ રાખી તેની ઉપેક્ષા કરી દેવી જોઈએ. માધ્યસ્થ ભાવ રાખીને તે વિષય અથવા કાર્યને બદલી નાખવું જોઈએ અથવા પ્રસન્ન મુદ્રાયુક્ત, ક્ષમાયાચના યુક્ત, અનુનયના શબ્દોથી પોતે અલગ થઈ જવું અથવા તેને અલગ થવાનું કહી દેવું જોઈએ, પરંત જરાપણ અવિવેક કે આવેશને પ્રગટ થવા દેવો નહિ. તેની શિક્ષા, ઠપકો અથવા આક્ષેપ વચનોને નિરાધાર કરવાને માટે વિસંવાદ કરવો જોઈએ નહીં. કારણ કે તેમ કરવું પોતાની અયોગ્યતા તેમજ અશાંતિનું જ પ્રતીક બને છે. ઉત્તર સાંભળવાની તેની ઈચ્છા હોય તો પોતાનો ભાવ અથવા સ્પષ્ટીકરણ શાંતિથી કહેવું જોઈએ. અન્યથા સાંભળ્યું ન સાંભળ્યું કરી દેવું તે જ પર્યાપ્ત છે. એવું કરવાથી પોતાનું ભવિષ્ય ઉન્નત તેમજ શાંત બને છે. બધાને ખુશ રાખવા અથવા પોતાનો આશય સમજાવી દેવો આવી ઠેકેદારી ક્યારેય પણ ન રાખવી જોઈએ પરંતુ પોતાના વચન વ્યવહારથી કોઈને પણ અપમાનિત અથવા અશાંત ન થવું પડે તેવું ધ્યાન રાખવું તથા એને પોતાનું કર્તવ્ય સમજી લેવું જોઈએ. - વ્યક્તિઓમાં ઘણું કરીને ગુણ તેમજ અવગુણ અનેક હોય છે; પરંતુ જેની જે સમયે જેવી દષ્ટિ હોય છે, જેનું પોતાનું ઉપાદાન હોય છે, તથા જેવી પોતાની યોગ્યતા હોય છે તે અનુસાર તેને અનુભવ થઈ શકે છે તેથી દરેક વ્યક્તિના ગુણ સમૂહને પોતાના મગજમાં સંગ્રહિત રાખવાથી તેના પ્રત્યે અશાંતભાવ ઉત્પન્ન થવાનો અવસર જ આવતો નથી. અશાંતિ(ગુસ્સે) થવામાં મુખ્ય બે કારણ થાય છે– ૧. નિંદા આદિ પ્રવૃત્તિઓથી પોતાના માનનો ભંગ થવા પર, ૨. બીજાઓની ભૂલના ચિંતનનો વેગ મગજમાં વધી જવા પર. સમાધાન ઉપાયઃ- (૧) પોતાની ભૂલો અથવા અવગુણોના સમૂહને સ્મરણમાં રાખતો થકો અંતઃકરણમાં રહેલ માનસંજ્ઞાને મરેલી જેવી પ્રાયઃ નાબૂદ કરી રાખવી તથા પોતાનાથી વધારે ગુણોવાળાને યાદ રાખીને પોતાને અત્યંત નાના માનતા રહેવું જોઈએ. (૨) બીજાઓના (સંપર્કમાં આવવાવાળાના) ગુણ સમૂહથી પોતાના મગજને સ્વસ્થ રાખવું અને બીજાઓની ભૂલોને પોતાના મગજમાં રાખવી જ નહિ. જોયેલા, સાંભળેલા બધાને ન જોયા, ન સાંભળ્યા કરી દેવા. ઉપેક્ષાના ચિંતનોને ઉપસ્થિત રાખવા. જેમ કે– અલગ-અલગ ક્ષયોપશમ હોય છે, જુદો જુદો સ્વભાવ અને વિવેક હોય છે, સંસારના ભોળા પ્રાણીઓથી શું શું સંભવ નથી? જેની જેવી ભવિતવ્યતા, મારે કોઈના પણ કઠોર વ્યવહારથી પોતાના આત્માને ભારે બનાવવો નથી. (ગિરિ સર દીસે મુકુરમાં, ભાર ભીજવો નાય) અરીસામાં પહાડનું પ્રતિબિંબ આવે કે સમુદ્રનું, તે તેનાથી ભારે અથવા ભીનો થતો નથી. એવી રીતે મારે સાવધાન રહેવું છે. બીજાઓની ભૂલને વિચારવામાં તેમજ ચર્ચા વાર્તા કરવામાં કોઈપણ ફાયદો, શાંતિ, સમાધિ, ઉન્નતિનો સંભવ : ઈત્યાદિ આ રીતે બીજાઓના ભૂલ રૂપી કચરાને જલ્દીથી એક બાજુ અલગ કરી દેવો અને પોતાની નાની એવી ખામીને શોધીને સાવધાન રહેવું અને વિચારવું કે ઉપાદાન કારણ તો કંઈ પણ વ્યવહારથી મેં જ બગાડ્યું હશે, તેને જ શોધવું કે વિચારવું જોઈએ; સાથે જ ગંભીર તથા શાંત રહેવું જોઈએ. પોતાની પ્રસન્નતાને ક્યારેય પણ ગુમાવવી જોઈએ નહીં, અશાંત બનાવવી જોઈએ નહીં, તે જ પોતાની સમસ્ત સાધનાનો સાર છે. જ્ઞાની વ્યક્તિ અવગુણોથી દૂર રહીને પોતાની રક્ષા કરે છે પોતાની રક્ષાની સાથે બીજાને પણ અવગુણો, કર્મબંધનોથી બચાવી શકે છે. જ્ઞાની ક્યારેય પણ અસમાધિ, સંક્લેશ કે માનસિક દુઃખનો અનુભવ કરતા નથી. હંમેશાં શાંત, પ્રસન્ન તેમજ ગંભીર રહે છે. ચંદન વૃક્ષ તો સુગંધથી ભરેલું હોય છે, કાપવા છતાં પણ સુગંધ આપે છે. કોઈ દ્વેષથી કાપે તો પણ તે જ વ્યવહાર રાખે છે. તેવી જ Page #225 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 224. રીતે જ્ઞાની આત્મા હંમેશાં શાંતિ–શાંતિ જ પ્રસરાવે છે, અશાંતિ અપ્રસન્નતા તેનામાં હોવી જ ન જોઈએ, ત્યારે જ જ્ઞાનાદિ સાધનાઓની સાચી સફળતા છે. જે કોઈ જ્ઞાની થઈને પણ અશાંત અથવા અસમાધિમાં રહેતા હોય છે, તો તેની જ્ઞાન આરાધના વાસ્તવમાં સફળ નથી; વિધિથી પ્રાપ્ત નથી, વિધિથી તેનું આત્મ પરિણમન થતું નથી અથવા તેનો વિધિપૂર્વક ઉપયોગ કરવાની તેને ખબર પડતી નથી. જેમ કૂતરાના ગળામાં રત્નોનો હાર, ગધેડા પર ચંદનનો ભાર, તેને માટે ઉપયોગી થતું નથી, ઉલટું ગ્રહણ કરેલું શસ્ત્ર ,અહિતકર થઈ જાય છે; તેવી રીતે તેનું જ્ઞાન તેને લાભદાયક ન થતાં નુકસાનકારી પણ થઈ જાય છે, માન અને અશાંતિને વધારનાર થઈ જાય છે. માટે પોતાને સુપાત્ર બનાવીને સમાધિમય, શાંત તેમજ પ્રસન્ન જ રહેવું જોઈએ, પરંતુ પોતે અપાત્ર જ્ઞાનીની ગણતરીમાં ન આવે, એનું ધ્યાન રાખવું જોઈએ. ઉત્તરા૦ અ૦ ૨૯માં કહ્યું છે કે શ્રુતજ્ઞાનની આરાધના કરવાવાળા ક્યારેય પણ સંક્લેશને પામતા નથી. વિનય(નમ્રતા) જૈનશાસનનું મૂળ છે. વિનય જ મોક્ષ સુધી પહોંચાડે છે વિનય સહિત ક્રિયા જ ધર્મ તેમજ તપની ગણતરીમાં હોય છે. | વિનય રહિત આત્માને કોઈ તપ અથવા ધર્મની પ્રાપ્તિ થવી સંભવ નથી. દશવૈકાલિક સૂત્ર. અo-૯ અર્થ:- કોઈના દ્વારા કોઈ પ્રકારની શિક્ષા, ઠપકો, પ્રેરણા અથવા ભૂલ અવગુણ બતાવવા પર તેને સાંભળીને જે ગુસ્સો કરે છે, સામેની વ્યક્તિથી નારાજ થાય છે, તેને અપમાનિત કરે છે અને પોતે અસમાધિ પ્રાપ્ત કરે છે. તે વ્યક્તિ જાણે ઘરમાં આવતી લક્ષ્મીને ડંડા મારીને જોરથી બહાર ધકેલે છે. ક્યારેય પણ કોઈ સમયે પોતાની શાંતિનો ભંગ થવાનો આભાસ થાય તો પોતે પોતાના આત્માનું, પ્રકૃતિનું, વિચારોનું દમન કરવું જોઈએ. બીજા ઉપર આદેશ, હુકમ, માસ્ટરી કરવામાં શાંતિનો સંભવ નથી. કહ્યું પણ છે અપ્પા ચેવ દમયવ્યોઅપ્પા દંતો સુહી હોઈ, અઈમ્સ લોએ પરત્થ યી આત્માનું જ દમન કરવું જોઈએ. આત્માનું દમન કરનારા આ ભવ અને પરભવમાં સુખી થાય છે.[ઉત્તરા૦૨ પોતાના સ્વભાવનું, ક્ષમતાનું, પરિવર્તન, પરિવર્ધન કરવું જોઈએ પરંતુ બીજાના સ્વભાવને બદલાવીને આત્મશાંતિ પ્રાપ્ત કરવાને માટે પરેશાન અને અશાંત ન થવું જોઈએ. કહ્યું પણ છે પર સ્વભાવ કો મોડના ચાહે, અપના ઠસા જમાતા હૈ. યહ ન હુઈ ન હોને કી, ક્યો નાહક જાન જલાતા હૈ. માટે પોતાની ઇચ્છાઓનું દમન કરવું, મનમાં ભૂતકાળમાં કરેલા કર્મોનો વિચાર કરવો કે મારા કરેલા કર્મોના પરિણામથી જ આ અવસર ઉત્પન્ન થયો છે; આ પરીક્ષાની ઘડીઓમાં મહાનિર્જરાનો લાભ શાંતિ દ્વારા જ પ્રાપ્ત થશે; “બાંધ્યા વિના ભગતે નહીં, બિન ભગત્યાં ન છુટાય” આ રીતે આત્મચિંતન, અથવા આત્મદમનપૂર્વક સંયમના આનંદમાં રમણતા કરવી, એકત્વ ભાવના આદિથી આત્માનંદનો અનુભવ કરતા રહેવું જોઈએ. ધગધગતા જાજ્વલ્યમાન અંગારા પણ આત્માનંદને છીનવી શકતા નથી. વિકરાળ રાક્ષસ પણ અશાંતિ કરાવી શકતો નથી, જો પોતાની જ્ઞાન ચિંતન શક્તિ સાવધાન(જાગૃત) હોય તો. | નિમિત્ત પ્રાપ્ત થવા પર વાચિક અથવા કાયિક અશુભતારૂપ કચરાના ગ્રાહક બનવું જ ન જોઈએ. પરંતુ એવો વિચાર કરવો કે જેવા તેના અને મારા ઉદયભાવ કે સ્પર્શના છે, તે થઈ રહ્યું છે; હું શા માટે અશાંતિ કારી ચિંતન કરું? તેનો જેવો સ્વભાવ છે તેવો જ વ્યવહાર કરી શકે છે. (જેસી જાપે વસ્ત હૈ, વૈસી હે દિખલાય. ઉસકા બરા ન માનિયે, વો લેન કહા પર જાય). જો મારે અશભ કર્મ, અપયશ, અશાતા આદિનો ઉદય છે તો અધેર્ય, અશાંતિ કરવાની જગ્યાએ, વૈર્ય તેમજ શાંતિથી જ કામ લેવું લાભકારી થશે. જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચય ફરસે સોય- મમતા સમતા ભાવ સે, કર્મ બંધ ક્ષય હોય ! મારે હવે નવા કર્મ બાંધવા નથી. હું પોતાની સાવધાનીને શાંતિમાં મસ્ત રહું. “જે જેવું કરશે તેવું ભોગવશે’ હું કેટ-કેટલાની ભૂલ રૂપ કચરાને મગજમાં ભરું? દરેકના પુણ્ય-પાપ અલગ-અલગ હોય છે, ક્ષયોપશમ પણ જુદા-જુદા હોય છે. પોતાના ઉદયને આધીન થઈને પ્રાણી નવા કર્મ બાંધી રહ્યો છે, તે ક્ષમાને પાત્ર છે, દયાને પાત્ર છે, પોતે જ દુઃખી થવાનું ભવિષ્ય બનાવી રહ્યો છે. હું તેને કંઈ પણ કહીને વધારે દુઃખી શા માટે કરું?મરતા જીવ વધારે દુ:ખી શા માટે કરે? મરતા જીવને મારીને હું શા માટે પાપ કર્મનો ભાગી બને? એવું વિચારીને તેને માફી આપી દેવી. તેના બૂલ રૂપી કચરાને પોતાના મગજમાં સ્થાન દેવું જ નહિ, કાઢીને ફેંકી દેવું, ઉપેક્ષા કરીને ભૂલી જવું, સાંભળ્યું, જોયું ન જોયું કરી દેવું. પોતાના ઉપાદાન કર્મને મુખ્ય કરીને, નિમિત્તને ગૌણ કરી શાંતિ-સમાધિને સુરક્ષિત રાખવી. - કોઈ પ્રત્યે નારાજી આપણા મગજમાં લાવવી નહિ. કદાચ આવી જાય તો રહેવા દેવી નહિ, કાઢી જ નાખવી. ગુણ-અવગુણ દરેક પ્રાણીમાં હોય છે. હું કોના કોના દોષ જોઉ? આપણને અશુભ કર્મનો ઉદય હોય તો સારી વ્યક્તિ પણ ખરાબ વ્યવહાર કરી શકે છે, એક વ્યક્તિ અનેકની સાથે મિત્ર જેવા વ્યવહાર કરે છે, તે જ વ્યક્તિ કોઈની સાથે ખરાબ વ્યવહાર પણ કરી શકે છે. મારે આરાધના કરવી હોય તો કોઈના પ્રત્યે પણ નારાજી, અપ્રસન્નતા રાખવી નહિ પણ ક્ષમા આપી દેવી. કોઈ પણ રીતે શીધ્ર શાંતિ ભાવને ધારણ કરી લેવો અને જો ક્યારેય પણ વચન પ્રયોગ આદિ દ્વારા પોતાની ભૂલ થઈ ગઈ હોય તો “અશુભ દશાથી મારી ભૂલ થઈ આવું સ્વીકારી બીજાના આત્માને શાંતિ પહોંચાડતા ક્ષમા માંગીને બંનેએ શાંતિ ધારણ કરવી જોઈએ. પોતે વચન અને કાયાથી કંઈ પણ અશુભ ન કર્યું હોય તો તેને મનથી ક્ષમા આપી દેવી અને પોતે શાંતિ રાખવી એ જ પર્યાપ્ત સમજી લેવું. જો વચન-કાયાએથી પણ અશુભ પ્રવૃત્તિ કરી હોય તો જાગૃતિ આવ્યા પછી પશ્ચાત્તાપ યુક્ત તેનાથી ક્ષમા માગવી એ પણ આરાધના માટે અતિ જરૂરી છે. તેથી ક્ષમા કરવી તથા જરૂર હોય તો ક્ષમા માંગવી, નારાજ ન થતા પ્રસન્ન રહેવું, દરેક પ્રાણી પ્રત્યે શુભ ભાવ, શુભ વ્યવહાર કરવો, ત્યાં સુધી કે અહિત કરનારને પણ આત્મ હિતિષી(નિર્જરા નિમિત્તક) માનીને, થઈ શકે તો તેનું પણ હિત અને ઉપકાર કરવો. અપકાર અને અહિત તો ક્યારેય કોઈનું વિચારવું જ નહિ. કોઈના નિમિત્તથી અથવા વગર નિમિત્તે કાયિક અથવા માનસિક કોઈપણ દુઃખ આવે તો ગભરાવું જોઈએ નહીં. પરંતુ આ રીતે વિચારવું કે (ન મે ચિરં દુષ્પમિણે ભવિસઈ) મારું આ દુઃખ કાયમ રહેવાવાળું નથી.– દશવૈકાલિક ચૂલિકા–૧. બિચારા Page #226 -------------------------------------------------------------------------- ________________ jain 225 કથાસાર કેટલાય પ્રાણી અસંખ્ય વર્ષો સુધી ભયંકર દુઃખ ભોગવી રહ્યા છે. મારું આ દુઃખ તો બહુ થોડું છે. એને તો ધૈર્ય અથવા જ્ઞાન દ્વારા પાર પામી જવું ઘણું સરળ છે. એમાં મુંઝાવાની શું જરૂર છે? ("પલિઓવમ ઝિજઝઈ સાગરોવમ, કિ પણ મજજ ઈમં મણો દુહ.")દશવૈo ચૂ૦–૧. આ રીતે જિનવાણી રૂપી પ્રબલ આલંબન દ્વારા પોતાના આત્માની દુઃખથી રક્ષા કરવી જોઈએ. હંમેશાં સમભાવ રૂપ આત્મ સમાધિમાં રમણ કરતા થકાં સુખનો જ અનુભવ કરવો જોઈએ. રાઈ માત્ર ઘટ વધ નહીં, દેખ્યા કેવલજ્ઞાન આવું વિચારીને આર્તધ્યાનથી દૂર રહેવું જોઈએ અને સ્વાધ્યાય, ધ્યાન આદિ ધર્મધ્યાનમાં જ લીન રહેવું જોઈએ. બીજાઓ દ્વારા અશુદ્ધ વ્યવહાર કરવા પર કે કરવાની સંભાવનામાં દુઃખી અથવા અશાંત ન થવું. બીજાઓની પ્રકૃતિ-વ્યવહાર કેવો હોય તો પણ જ્ઞાની તેમજ સાવધાન વ્યક્તિના આત્માનું કંઈ પણ બગાડી શકાતું નથી. જો પોતાને શુભ કર્મોના ઉદય હોય તો કંઈ જ નહી થાય. તેનો વ્યવહાર પણ સારો બની જશે. સુખી રહેવાનો સાચો ઉપાય આત્મદમન જ છે. શાંતિથી સહન કરવામાં નિર્જરા અને પરમ આનંદ પ્રાપ્ત થાય છે. પ્રતિકાર કરવામાં કર્મબંધ અને દુ:ખની પરંપરા વધે છે. કોઈપણ પ્રાણીને આપણી વાણી અથવા કાયાથી દુઃખ આપવું તે પાપ છે. પોતે શાંત, સહનશીલ, ક્ષમાવાન બનવું એ જ પર્યાપ્ત અથવા હિતકારી છે. “આપ ભલા તો જગ ભલા” તથા “એક હી સાધે સબ સાધે' અર્થાતુ પોતાના આત્માએ શાંતિ રાખવાની અને આત્મદમન કરવાની સાધના શીખી લીધી તો બધી ક્રિયાની સફળતા પોતાની મેળે જ થશે. જ્યારે કોઈક અશુદ્ધ વ્યવહારવાળા દુષ્ટ સ્વભાવના જ હોય, કંઈ પણ સાંભળવું કે સમજવાનું ન ઇચ્છે અથવા સમજવા માટે પૂરેપૂરો અયોગ્ય આત્મા હોય તો તેની ઉપર અપાર કરુણાનો શ્રોત વહાવીને તેની સાથે થોડો ય પણ અશુદ્ધ વ્યવહાર ન કરવો જોઈએ. જ્યારે ક્યારેક બિલકુલ અબોધ બાળક અથવા પાગલ વ્યક્તિ સામે આવીને ખોટો પ્રલાપ કરે કે આક્ષેપ કરે અથવા કાયાથી કષ્ટ આપે તો તે સમયે આપણને કંઈ અશાંતિ થતી નથી અને આપણે પોતે પોતાનો બચાવ અથવા ઉપેક્ષા કરીને નીકળી જઈએ છીએ. ઠીક એવી જ રીતે ખરાબ સ્વભાવના વ્યક્તિનો પ્રસંગ આવી જવા પર પણ સાંભળ્યું ન સાંભળ્યું કરવું, ઉપેક્ષા કરવી, ગમ ખાવો, શાંત રહેવું, પ્રતિકારની ભાવના ન રાખવી, ક્ષમા કરી તેનાથી નિવૃત્ત થઈ જવું. માધ્યસ્થ અથવા કરુણા ભાવ રાખીને બધુ ભૂલી જવું. તેના પ્રત્યે પણ શુભ વિચાર જ કરવો કે બિચારો અશુભ ઉદયના જોરમાં તણાઈ રહ્યો છે; અજ્ઞાનને કારણે દુઃખી થઈ રહ્યો છે, તેને શુભકર્મનો ઉદય થાય, સબુદ્ધિ પ્રાપ્ત થાય, પોતાનું હિત વિચારીને શાંત અને સુખી બને; એવા સદ્ભાવો જ પોતાના હૃદયમાં આવવા દેવા. મારે તો અશુભ કર્મનો ઉદય છે જેનાથી હું તેને સમજાવીને સાચા માર્ગ પર લાવી શકતો નથી, આ મારી મજબૂરી છે, લાચારી છે. તોપણ જ્ઞાન દ્વારા મારી રક્ષા તો હું કરી શકું છું. મારે અશાતા વેદનીયનો ઉદય જોરદાર છે અથવા અપયશ નામ કર્મનો ઉદય થવાથી આવો સંયોગ મળ્યો છે. આ પ્રકારે સમભાવ પૂર્વક સિંહ જેવા બનીને સહન કરી લેવું જોઈએ, ક્યારેય પણ શ્વાનવૃત્તિ ન કરવી જોઈએ- કે આણે મારું આવું કર્યું, તેણે એમ કેમ કહી દીધું? એણે મારી નિંદા કરી, ખોટો આક્ષેપ કર્યો, અપમાન કરી દીધું, હું આવું કરી દઉ, હું એમ કરી શકું છું, તેનો ઇલાજ કરી દઉ, ઇત્યાદિ ન વિચારવું, પોતાના જ કર્મોદય મૂળ છે, આવું વિચારવું. તે જ વિતરાગ વાણી મળ્યાનો સાર છે. હંમેશાં પરદષ્ટિ છોડીને સ્વદષ્ટિ રાખવી અને આત્મગુણોનો વિકાસ કરતાં આત્મશાંતિ પ્રાપ્ત કરવી જોઈએ. પરિશિષ્ટઃ ઉત્સર્ગ અને અપવાદનું હાર્દ ઉત્સર્ગ અને અપવાદ બંનેનું લક્ષ્ય છે- જીવનની શુદ્ધિ, આધ્યાત્મિક વિકાસ, સંયમની સુરક્ષા, જ્ઞાનાદિ સગુણોની વૃદ્ધિ. - રાજપથ પર ચાલનારો પથિક કોઈ વિશેષ અડચણ ઉપસ્થિત થતાં રાજમાર્ગનો ત્યાગ કરી પાસેની કેડી પકડી લ્ય છે અને થોડે દૂર ગયા પછી કોઈપણ પ્રકારની મુશ્કેલી ન દેખાય તો ફરીથી રાજમાર્ગ પર પાછો આવી જાય છે. આ જ વાત ઉત્સર્ગથી અપવાદમાં જવાની અને અપવાદથી ઉત્સર્ગમાં આવવાના સંબંધમાં સમજી લેવી જોઈએ. બંનેનું લક્ષ્ય પ્રગતિ છે, તેથી બંને માર્ગ છે, અમાર્ગ કે ઉન્માર્ગ નથી. બંનેના સમન્વયથી સાધકની સાધના સિદ્ધ અને સમૃદ્ધ થાય છે. ઉત્સર્ગ અને અપવાદ કયારે અને કયાં સુધી? - પ્રશ્ન મહત્ત્વનો છે. ઉત્સર્ગ એ સાધનાની સામાન્ય વિધિ છે, તેથી તેના પર સાધકને સતત ચાલવું પડે છે. ઉત્સર્ગ છોડી શકાય છે પરંતુ અકારણ નહીં. કોઈ વિશેષ પરિસ્થિતિમાં જ ઉત્સર્ગનો ત્યાગ કરી અપવાદ માર્ગ અપનાવી શકાય છે પરંત હંમેશ માટે નહીં. જે સાધક અકારણ ઉત્સર્ગ માર્ગનો પરિત્યાગ કરી દે છે અથવા સામાન્ય કારણ ઉપસ્થિત થવા પર તેને છોડી દે છે, તે સાધક સાચા નથી, તે જિનાજ્ઞાના આરાધક નથી પરંતુ વિરાધક છે. જે વ્યક્તિ અકારણ ઔષધ સેવન કરે છે અથવા રોગ ન હોવા છતાં રોગી હોવાનો અભિનય કરે છે તે ધૂર્ત છે, કર્તવ્ય વિમુખ છે. એવો વ્યક્તિ સ્વયં પથભ્રષ્ટ થઈને સમાજને પણ કલંકિત કરે છે. આ જ દશા તે સાધકોની છે જે સાધારણ કારણથી ઉત્સર્ગ માર્ગનો ત્યાગ કરી દે છે અને અકારણ જ અપવાદ માર્ગનું સેવન કરતા રહે છે. કારણ વશ એક વાર અપવાદ માર્ગના સેવન પછી કારણ સમાપ્ત થવા પર અપવાદનું સતત સેવન કરતા રહે છે એવા સાધક સ્વયં પથભ્રષ્ટ થઈને સમાજમાં પણ એક અનુચિત ઉદાહરણ ઉપસ્થિત કરે છે. એવા સાધકોને કોઈ સિદ્ધાંત હોતા નથી અને તેઓને ઉત્સર્ગ અપવાદની કોઈ સીમા હોતી નથી. તેઓ પોતાની ઈચ્છા પૂર્તિ માટે કે દુર્બળતા છુપાવવા માટે વિહિત અપવાદ માર્ગને બદનામ કરે છે. અપવાદ માર્ગ પણ એક વિશેષ માર્ગ છે. તે પણ સાધકને મોક્ષની તરફ લઈ જાય છે, સંસારની તરફનહિ. જેવી રીતે ઉત્સર્ગ સંયમ માર્ગ છે તેવી રીતે અપવાદ પણ સંયમ માર્ગ છે, પરંતુ તે અપવાદ વસ્તુતઃ અપવાદ હોવો જોઈએ. અપવાદના પવિત્ર વેશમાં ક્યાંક ભોગાકાંક્ષા(કે કષાયવૃત્તિ) આવી ન જાય એટલા માટે સાધકે સતત સજાગ, જાગૃત અને સક્રિય રહેવાની જરૂરત છે. સાધકની સામે વસ્તુતઃ કોઈ વિકટ પરિસ્થિતિ હોય, બીજા કોઈ સરલ માર્ગની સૂઝ ન પડતી હોય, ફલતઃ અપરિહાર્ય સ્થિતિમાં અપવાદ ઉપસ્થિત થઈ ગયો હોય ત્યારે અપવાદનું સેવન ધર્મ બની જાય છે અને જ્યારે આવેલ તોફાની વાતાવરણ સાફ Page #227 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 226 થઈ જાય, સ્થિતિની વિકટતા ન રહે ત્યારે તેને પુનઃ ઉત્સર્ગ માર્ગ પર આરૂઢ થઈ જવું જોઈએ. આવી સ્થિતિમાં ક્ષણનો વિલંબ પણ સંયમ ઘાતક બને છે. એક વાત આ પણ છે કે જેટલી જરૂરત હોય તેટલું જ અપવાદનું સેવન કરવું જોઈએ. એવું ન થઈ જાય કે જ્યારે આ કરી લીધું તો હવે એમાં શું છે? આ પણ કરી લ્યો. જીવનને નિરંતર એક અપવાદથી બીજા અપવાદ પર શિથિલ ભાવથી ઘસડતું લઈ જવું, અપવાદ નથી. જે લોકોને મર્યાદાનું ભાન નથી, અપવાદની માત્રા અને સીમાનું પરિજ્ઞાન નથી, તેઓનું અપવાદ દ્વારા ઉત્થાન નથી પરંતુ શતમુખ પતન થાય છે. એક બહુ સુંદર પૌરાણિક દષ્ટાંત છે; તેના પરથી સહજ સમજી શકાય છે કે ઉત્સર્ગ અને અપવાદની પોતાની શું સીમાઓ હોય છે અને તેનું સૂક્ષ્મ વિશ્લેષણ કઈ ઈમાનદારીથી કરવું જોઈએ. દષ્ટાંત - એક વિદ્વાન ઋષિ કયાંકથી જઈ રહ્યા હતા. ભૂખ અને તરસથી ખૂબજ વ્યાકુળ હતા. બાર વર્ષનો ભયંકર દુષ્કાળ હતો. રાજાના કેટલાક દરબારીઓ એક જગ્યાએ સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા. ઋષિએ ભોજનની માગણી કરી. જવાબ મળ્યો “એ ભોજન તો એઠું છે'. ઋષિ બોલ્યા-એઠું છે તો શું છે? પેટ તો ભરવાનું છે. વિપત્તિકાળે મર્યાદા રહેતી નથી'. ભોજન લીધું ખાધું અને ચાલવા લાગ્યા તો તે લોકોએ પાણી લેવાનું કહ્યું ત્યારે ત્રઋષિએ ઉત્તર આપ્યો, “પાણી એઠું છે, હું તે પી શકું નહીં.” તે લોકોએ કહ્યું- હવે લાગે છે કે “અન પેટમાં જતાં જ બુદ્ધિ પાછી આવી ગઈ. ઋષિએ શાંતિથી કહ્યું, “ભાઈઓ તમારું વિચારવું ઠીક છે, પરંતુ મારી એક મર્યાદા છે. ભોજન બીજેથી મળતુ ન હતું અને હું ભૂખથી એટલો વ્યાકુળ હતો કે પ્રાણ કંઠે આવી ગયા હતા અને વધુ સહન કરવાની ક્ષમતા સમાપ્ત થઈ ગઈ હતી તેથી મેં એઠું અનાજ અપવાદની સ્થિતિમાં સ્વીકાર કરી લીધું. હવે પાણી તો મારી મર્યાદા અનુસાર અન્યત્ર શુદ્ધ મળી શકે છે. તેથી નકામું એઠું પાણી શા માટે પીઉં?” સંક્ષેપમાં સાર એ જ છે કે જયાં સુધી બની શકે ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગ પર જ ચાલવું જોઈએ, જ્યારે એ રસ્તા પર ચાલવું મુશ્કેલ બની જાય, બીજો કોઈ રસ્તો બચવા માટે ન રહે ત્યારે મોક્ષનો હેતુ સલામત રાખીને અપવાદ માર્ગ પકડવો જોઈએ અને જ્યારે સ્થિતિ સુધરી જાય ત્યારે તરત જ ઉત્સર્ગ માર્ગ પર પાછું આવી જવું જોઈએ. ઉત્સર્ગ માર્ગ સામાન્ય માર્ગ છે. અહીં કોણ ચાલે? કોણ ન ચાલે? એ પ્રશ્નને માટે કોઈ સ્થાન નથી. જ્યાં સુધી શક્તિ રહે, ઉત્સાહ રહે, આપત્તિ કાલમાં પણ કોઈ પ્રકારનો ગ્લાનિ ભાવ ન આવે, ધર્મ અને સંઘ પર કોઈ પ્રકારનો ઉપદ્રવ ન થાય અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રની ક્ષતિનો કોઈ વિશેષ પ્રસંગે ઉપસ્થિત ન થાય ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગ પર જ ચાલવાનું છે, અપવાદ માર્ગ પર નહીં. અપવાદ માર્ગ પર કયારેક, કોઈ, કદાચિત ચાલી શકે છે, તેના પર હર કોઈ સાધક હર કોઈ સમય ચાલી શકતા નથી. જે સંયમશીલ સાધક આચારાંગ સૂત્ર આદિ આચાર સંહિતાનું પૂર્ણ અધ્યયન કરી ચૂકયા છે, ગીતાર્થ છે, નિશીથ સૂત્ર આદિ છેદ સૂત્રોના સૂક્ષ્મતમ મર્મના પણ જ્ઞાતા છે, ઉત્સર્ગ અપવાદ પદોના પાઠક જ નહીં પરંતુ સ્પષ્ટ અનુભવી છે, તે જ અપવાદના સ્વીકાર કે પરિહારના સંબંધમાં યોગ્ય નિર્ણય આપી શકે છે. તેથી અપવાદિક વિધાન કરનારા સૂત્રોમાં સૂચિત કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આ ઉત્સર્ગ અપવાદના સ્વરૂપ દર્શક વર્ણનના ભાવોને સદા લક્ષ્યમાં રાખવું જોઈએ. પરિશિષ્ટ પ્રાયશ્ચિત્તના અંગોની વિચારણા કોઈ આલોચક નિષ્કપટ યથાર્થ આલોચના કરનારા હોય છે અને કોઈ કપટયુક્ત આલોચના કરનારા પણ હોય છે. તેથી એવા આલોચકોને આપવામાં આવતા પ્રાયશ્ચિત્તની વિધિ અહીંયા કહી છે. પ્રાયશ્ચિત – ચારિત્રના મૂળ ગુણોમાં કે ઉત્તર ગુણોમાં કરાયેલી પ્રતિસેવનાઓનું અર્થાત્ દોષ સેવનનું પ્રાયશ્ચિત કરાય છે. નિશીથ સૂત્રમાં તપ પ્રાયશ્ચિતના ચાર મુખ્ય વિભાગ કહ્યા છે અને ભાષ્યમાં તેની વિસ્તારથી વ્યાખ્યા કરતાં પાંચ દિવસના તપથી લઈને છ માસ સુધીના તપ તથા છેદ, મૂલ,અનવસ્થાપ્ય અને પારાંચિક પ્રાયશ્ચિત સુધીનું કથન કર્યું છે. પ્રતિસેવનાના ભાવો અનુસાર એક જ દોષ સ્થાનના પ્રાયશ્ચિત્તોની વૃદ્ધિ કે હાનિ કરી શકાય છે. ભગવતી શ. ૨૫, ઉ. ૭ અને ઠાણાંગ અ-૧૦માં પ્રતિસેવના દસ પ્રકારની કહી છે. જેમ કે– (૧) અભિમાનથી(દર્પથી, આસક્તિ અને ધૃષ્ટતાથી) (૨) આળસથી (૩) અસાવધાનીથી (૪) ભૂખ-તરસ આદિની આતુરતાથી (૫) સંકટ આવવાથી (૬) ક્ષેત્ર આદિની સંકીર્ણતાથી (૭) ભૂલથી (૮) ભયથી (૯) રોષ કે દ્વેષથી (૧૦) શિષ્યાદિની પરીક્ષા માટે. પ્રત્યેક દોષ સેવનની પાછળ એમાંથી કોઈ પણ એક યા અનેક કારણ હોય છે. આ કારણોમાંથી કોઈ કારણે લાગેલા દોષની માત્ર આલોચનાથી જ શુદ્ધિ થઈ શકે છે, તો કોઈની આલોચના અને પ્રતિક્રમણથી શુદ્ધિ થાય છે અને કોઈની તપ, છેદઆદિથી શુદ્ધિ થાય છે દોષ સેવ્યા પછી આત્મ શુદ્ધિના ઈચ્છુક આલોચના કરી પ્રાયશ્ચિત ગ્રહણ કરે છે, જેવી રીતે વસ્ત્રમાં લાગેલ મેલની શુદ્ધિ વસ્ત્ર ધોવાથી થાય છે તેવી રીતે આત્માના સંયમ આદિમાં લાગેલા દોષોની શુદ્ધિ પ્રાયશ્ચિત્તથી થઈ જાય છે. ઉત્તરા અ-૨૬માં કહ્યું છે કે પ્રાયશ્ચિત કરવાથી દોષોની વિશુદ્ધિ થઈ જાય છે. ચારિત્ર નિરતિચાર થઈ જાય છે, તથા સમ્યક્ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરનારા મોક્ષ માર્ગ અને આચારના આરાધક થાય છે. પરિશિષ્ટઃ દસ પ્રકારનું પ્રાયશ્ચિત્ત ૧. આલોચનાને યોગ્ય - ક્ષેત્રાદિના કારણે અપવાદિક વ્યવહાર શિષ્ટાચાર પ્રવૃત્તિ આદિની માત્ર આલોચનાથી શુદ્ધિ થાય છે. ૨. પ્રતિક્રમણને યોગ્ય - અસાવધાનીથી થનારી અયતનાની શુદ્ધિ માત્ર પ્રતિક્રમણથી અર્થાત્ મિચ્છામિ દુક્કડં થી થાય છે. ૩. તદુભય યોગ્ય:- સમિતિ આદિના અત્યંત અલ્પ દોષોની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણથી થઈ જાય છે. ૪. વિવેક યોગ્ય:– ભૂલથી ગ્રહણ કરેલા દોષયુક્ત કે અકલ્પનીય આહારાદિને ગ્રહણ કરવાથી અથવા ક્ષેત્ર કાલ સંબંધી આહારની મર્યાદાનું ઉલ્લંઘન થવા પર તેને પરઠી દેવું, તે વિવેક પ્રાયશ્ચિત્ત છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ jain ૫. વ્યુત્સર્ગને યોગ્ય :– કોઈ સાધારણ ભૂલ થઈ જવા પર નિર્ધારિત શ્વાસોશ્વાસના કાયોત્સર્ગનું પ્રાયશ્ચિત્ત અપાય છે, તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત છે. ઉભય કાળ પ્રતિક્રમણમાં પાંચમો આવશ્યક પણ આ પ્રાયશ્ચિત્ત રૂપ છે. ૬. તપને યોગ્ય :– મુળગુણ યા ઉત્તરગુણમાં દોષ લગાડવા પર પુરિમઢ (દોઢ પોરસી)થી લઈને ૬ માસી તપ સુધીનું પ્રાયશ્ચિત્ત હોય છે. તે બે પ્રકારના છે– (૧) શુદ્ધ તપ (૨) પરિહાર તપ(આહાર–પાણી જુદા કરીને). ૭. છેદ પ્રાયશ્ચિત્ત યોગ્ય -- દોષોના વારંવાર સેવનથી, અકારણ અપવાદના સેવનથી કે અધિક લોકનિંદા થવા પર આલોચના કરનારાની એક દિવસથી લઈને છ માસ સુધીની દીક્ષા પર્યાયનો છેદ કરવો, તે છેદ પ્રાયશ્ચિત્ત છે. ૮. મૂલને યોગ્ય :– દોષોના સેવનમાં સંયમ પ્રતિ ઉપેક્ષા ભાવ કે સ્વચ્છંદતા કરવાથી આખી દીક્ષા પર્યાયનો છેદ કરીને ફરીથી નવી દીક્ષા દેવી, તે મૂલ પ્રાયશ્ચિત્ત છે. ૯-૧૦. અનવસ્થાપ્ય ,પારાંચિક પ્રાયશ્ચિત્ત :– વર્તમાનમાં આ બે પ્રાયશ્ચિત્તનું વિચ્છેદ થયું મનાય છે. આમા નવી દીક્ષા દીધા પહેલા કઠોર તપમય સાધના કરાવવી પડે છે. કેટલોક સમય સમૂહથી અલગ રખાય છે, પછી એક વાર ગૃહસ્થનો વેશ પહેરાવીને ફરી દીક્ષા અપાય છે. આ બંનેમાં વિશિષ્ટ તપ અને તેના કાલ આદિનું અંતર છે. તે સંબંધી વર્ણન બૃહત્ત્પ સૂત્ર ઉદ્દેશક-૪માં તથા વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૨માં છે. 227 કથાસાર નિશીથ સૂત્રમાં લઘુમાસિક આદિ તપ પ્રાયશ્ચિત્તનું કથન છે. ભાષ્ય ગાથા ૬૪૯૯માં કહ્યું છે કે ૧૯ ઉદ્દેશકમાં કહેવાયેલું પ્રાયશ્ચિત્ત જ્ઞાન, દર્શન ચારિત્રનું અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારનું છે. એમાંથી સ્થવિરકલ્પીને કોઈ અનાચારનું આચરણ કરવાથી જ તે પ્રાયશ્ચિત્ત આવે છે અને જિનકલ્પીને અતિક્રમ આદિ ચારેયનું આ પ્રાયશ્ચિત્ત આવે છે. (૧) અતિક્રમ—દોષ સેવનનો સંકલ્પ (૨) વ્યતિક્રમ– દોષ સેવનના પૂર્વની તૈયારીનો પ્રારંભ (૩) અતિચાર– દોષ સેવનના પૂર્વની પ્રવૃત્તિ લગભગ પૂરી થઈ જવી. (૪) અનાચાર– દોષનું સેવન કરી લેવું. જેમ કે– (૧) આધાકર્મી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ (૨) તેના માટે જવું (૩) લાવીને રાખવું (૪) ખાઈ લેવું. પરિશિષ્ટ : નિદાન સંબંધી તર્ક–વિતર્ક [દશા–૧૦] આ દશામાં શ્રેણિક રાજા અને ચેલણારાણીના નિમિત્તથી નિદાન કરવાવાળા શ્રમણ-શ્રમણીઓના મનુષ્ય સંબંધી ભોગોના નિદાનોનું વર્ણન શરૂઆતમાં કર્યું છે. પછી ક્રમશઃ દિવ્ય ભોગ તથા શ્રાવક અને સાધુ અવસ્થાના નિદાનોનું કથન કર્યું છે. આના સિવાય બીજા અનેક પ્રકારના નિદાન પણ હોય છે, જેમ કે કોઈને દુઃખ દેનારો બનું કે તેનો બદલો લેનારો બનું ઇત્યાદિ. ઉદાહરણના રૂપમાં શ્રેણિકને માટે કોણિકનું દુ:ખદાયી બનવું, વાસુદેવનું પ્રતિવાસુદેવને મારવું, દ્વીપાયન ઋષિ દ્વારા દ્વારકાનો વિનાશ કરવો, દ્રૌપદીને પાંચ પતિ હોવા અને સંયમ ધારણ પણ કરવો, બ્રહ્મદતનું ચક્રવર્તી થવું અને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થવી, ઇત્યાદિ. નિદાનના વિષયમાં આ સહજ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે કોઈ સંકલ્પ કરવા માત્રથી ૠધ્ધિની પ્રાપ્તિ કેવી રીતે થઈ જાય છે ? સમાધાન એ છે કે કોઈની પાસે રત્ન કે સોના ચાંદીનો ભંડાર છે, તેને રોટી કપડા આદિ સામાન્ય પદાર્થોના બદલામાં આપવામાં આવે તો તે સહજ પ્રાપ્ત થઈ શકે છે. એવી જ રીતે શાશ્વત મોક્ષ સુખ દેનારા તપ સંયમની વિશાળ સાધનાના ફલથી મનુષ્ય સંબંધી કે જૈવિક તુચ્છ ભોગો પ્રાપ્ત કરવા તે કોઈ મહત્ત્વની વાત નથી. તેને સમજવાને માટે એક દૃષ્ટાન્ત પણ આપ્યું છે– એક ખેડૂતના ખેતરની પાસે કોઈ ધનિક રાહગીરે દાલ–બાટીને ચૂરમ બનાવ્યું. ખેડુતનું મન ચૂરમો આદિ ખાવાને માટે લલચાયું. ખેડુતના માગવા પર ધનિકે કહ્યુ કે આ તારું ખેતર બદલામાં આપી દે તો ભોજન મળે. ખેડૂતે સ્વીકાર કર્યો અને ભોજન કરી તે ઘણો આનંદિત થયો. કે જેમ ખેતરના બદલામાં એકવાર મન ઇચ્છિત ભોજન મળવું તે કંઈ મહત્વનું નથી, તેમ તપ–સંયમની મોક્ષદાયક સાધનાથી એક ભવના ભોગ મેળવવા તે મહત્ત્વનું નથી. પરંતુ જેમ ખેતરના બદલે ભોજન ખાઈ લીધા પછી બીજા દિવસથી લઈ વર્ષ આખું ખેડૂત પશ્ચાતાપથી દુઃખી થાય છે, તેમ સંયમના ફળથી એક ભવનું સુખ પ્રાપ્ત થઈ જાય પરંતુ મોક્ષદાયક સાધના ખોઈને નરકાદિના દુઃખો પ્રાપ્ત થવા તે નિદાનનું ફળ છે. જેવી રીતે ખેતરને બદલે એક દિવસનું મિષ્ટ ભોજન પ્રાપ્ત કરનાર ખેડૂત મૂર્ખ ગણાય છે તેવી જ રીતે મોક્ષમાર્ગની સાધના કરનારો સાધક નિદાન કરે તો તે મહામૂર્ખ જ કહેવાય છે. તેથી(ભિક્ષુ) સાધુએ કોઈપણ પ્રકારનું નિદાન કરવું ન જોઈએ પરંતુ તેને તો સંયમ તપની નિષ્કામ સાધના કરવી, તે જ શ્રેયસ્કર છે. પરિશિષ્ટ : તાલ–પ્રલંબ સૂત્ર પર વિચારણા સૂત્ર પઠિત ‘તાલ પ્રલમ્બ' પદ બધા ફળોનું સૂચક છે. એકને ગ્રહણ કરવા પર બધા સજાતિય ગ્રહણ કરી લેવાય છે. એ ન્યાય અનુસાર ‘તાલપ્રલમ્બ' પદથી તાલ—ફલ સિવાય કેળા, કેરી,આદિ ફળ પણ ગ્રહણ કરવા અભીષ્ટ છે. એવી રીતે ‘પ્રલમ્બ’ પદને અંતઃદીપક(અન્નના ગ્રહણથી આદિ અને મધ્યનું ગ્રહણ) માનીને મૂળ, કન્દ, સ્કન્ધ આદિ પણ પહેલા, બીજા સૂત્રમાં ‘આમ’ પદનો અપકવ અર્થ અને ‘અભિન્ન’ પદનો શસ્ત્ર અપરણિત અર્થ અને ‘ભિન્ન’ પદનો શસ્ત્ર પરિણત અર્થ છે. ગ્રહણ કર્યા છે. ત્રીજા, ચોથા અને પાંચમાં સૂત્રમાં અભિન્ન પદનો અખંડ અર્થ અને પકવ પદનો શસ્ત્ર પરિણત અર્થ અભીષ્ટ છે. ભાષ્યમાં ‘તાલ પ્રલમ્બ’ પદથી વૃક્ષના દસ વિભાગોને ગ્રહણ કરેલ છે. યથા— (મૂલે કંદે ખંધે તયા ય સાલે પવાલ પત્તે ય . પુલ્ફે ફલે ય બીએ, પલંબ સુત્તમ્મિ દસ ભેયા )–બૃહપ ઉર્દૂ. ૧, ભાષ્ય ગા. ૮૫૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 228 આ પાંચ સૂત્રોનો સંયુક્ત અર્થ એ છે કે સાધુ અને સાધ્વીઓ પકવ કે અપકવ ૧. મૂળ ૨. કંદ ૩. સ્કંધ ૪. ત્વક્ ૫. શાલ ૬. પ્રવાલ ૭. પત્ર ૮. પુષ્પ ૯. ફળ અને ૧૦. બીજ; અશસ્ત્ર પરિણત હોય તો તેને ગ્રહણ કરી શકતા નથી. પરંતુ જો તે શસ્ત્ર પરિણત હોય તો તેને સાધુ–સાધ્વી ગ્રહણ કરી શકે છે. આ સૂત્રોમાં પ્રયુક્ત ‘આમ, પકવ, ભિન્ન અને અભિન્ન’, આ ચારે પદોની ભાષ્યમાં દ્રવ્ય અને ભાવથી ચોભંગીઓ કરીને એ બતાવ્યું છે કે ભાવથી પકવ કે ભાવથી ભિન્ન અર્થાત્ શસ્ત્રપરિણત તાલપ્રલમ્બ હોય તો સાધુએ ગ્રહણ કરવું કલ્પે છે. પ્રથમ સૂત્રમાં કાચા તાલપ્રલંબ શસ્ત્રપરિણત ન હોય તો અગ્રાહ્ય કહ્યા છે અને બીજા સૂત્રમાં તેઓને શસ્ત્ર પરિણત(ભિન્ન) થવા પર ગ્રાહ્ય કહ્યા છે. જેવી રીતે બીજા સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી ભિન્ન થવા પર કાચા તાલ પ્રલમ્બ ગ્રાહ્ય કહ્યા છે, એવી રીતે ત્રીજા સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી પકવ તાલપ્રલમ્બ સાધુને માટે ગ્રાહ્ય કહ્યા છે. જે ફળ સ્વયં પાકીને ઝાડ પરથી નીચે પડી ગયું છે અથવા પાકી જવા પર વૃક્ષ પરથી તોડી લેવામાં આવે છે, તેને દ્રવ્ય પકવ કહેવાય છે. તે દ્રવ્યપક્વ ફળ પણ સચિત્ત, સજીવ અને બીજ ગોટલી આદિથી સંયુક્ત હોય છે. તેથી જ્યારે તેને શસ્ત્રથી સુધારીને ગોટલી આદિ દૂર કરી લ્યે અથવા જેમાં અનેક બીજ હોય તો તેને અગ્નિ આદિમાં પકાવીને, ઉકાળીને કે શેકીને સર્વથા અસંદિગ્ધ રૂપથી અચિત્ત–નિર્જીવ કરી લીધુ હોય તો તે ભાવપક્વ શસ્ત્ર પરિણત કહેવાય છે અને તે ગ્રહણ કરવા યોગ્ય હોય છે. એનાથી વિપરીત અર્થાત્ છેદન—ભેદન કરવાથી કે અગ્નિ આદિમાં પકવવાથી પણ અર્ધપક્વ હોવાની દશામાં તેમાં સચિત્ત રહેવાની સંભાવના હોય તો તે ભાવથી અપક્વ અર્થાત્ શસ્ત્ર–અપરિણત કહેવાય છે અને તે અગ્રાહ્ય હોય છે. વનસ્પતિના વિભાગોની સજીવ અવસ્થાઓ : આગમ ચિંતન વનસ્પતિની જાતિઓ અને વિભાગ ઃ– આગમોમાં બાદર વનસ્પતિકાયના બે ભેદ કહ્યા છે– (૧) પ્રત્યેક વનસ્પતિકાય (૨) સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાયના બાર પ્રકાર છે. જેમ કે– (૧) વૃક્ષ (૨) ગુચ્છ (૩) ગુલ્મ (૪) લતા (૫) વેલ (૬) તૃણ (૭) વલય (૮) પર્વ (૯) કુહણા (૧૦) જલરૂહા (૧૧) ધાન્ય (૧૨) હરિત.- ઉત્તરા સૂત્ર અ. ૩૬ તથા પ્રજ્ઞાપના પદ–૧. બાર પ્રકારની તે પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ બધી વનસ્પતિઓના દસ વિભાગ હોય છે. જેમ કે– (૧) મૂળ (૨) કંદ (૩) સ્કંધ (૪) ત્વચા (૫) શાખા (૬) કુંપળ (૭) પત્ર (૮) પુષ્પ (૯) ફળ (૧૦) બીજ. વિભાગોમાં જીવોની સંખ્યા :– તે દશ વિભાગોમાં પણ પ્રારંભિક કાચી અવસ્થામાં અમુક—અમુક લક્ષણ મળી જાય તો તે દસે વિભાગ મૂળથી લઈને બીજ પર્યંતમાં અનંત જીવ હોઈ શકે છે અને ત્યારપછી લક્ષણ પરિવર્તન થતાં અનંત જીવ રહેતા નથી. બટેટા આદિ જે પદાર્થો સાધારણ વનસ્પતિ છે, તેના પણ મૂળ કંદ યાવત્ બીજ પર્યંત ૧૦ વિભાગ હોય છે. તેમાં સૂચિત કરેલા નામથી જે કંદ કે મૂળ વિભાગ છે, તે તો અચિત્ત ન થાય ત્યાં સુધી અનંતકાય(અનંત જીવ) જ રહે છે, એવું સમજવું જોઈએ અને શેષ ૮ વિભાગ(બીજ પર્યંત)માં સૂત્ર કથિત લક્ષણ મળતા રહે ત્યાં સુધી તે અનંતકાય રહી શકે છે. જ્યારે લક્ષણ ન મળે તો તે વિભાગ અનંત કાય નથી રહેતા, અસંખ્યાતજીવી અથવા પ્રત્યેક કાય થઈ જાય છે. આ પ્રકારે સાધારણ વનસ્પતિના કંદ કે મૂળ સિવાયના વિભાગ પ્રત્યેક કાય થઈ શકે છે અને પ્રત્યેક વનસ્પતિના દસ વિભાગમાં કાચી પ્રારંભિક અવસ્થામાં અનંત જીવ પણ રહી શકે છે. (અનંત કાયના લક્ષણ માટે જુઓ, અહિંજ આગળ .) વૃક્ષોમાં જીવ સંખ્યા :– અનંતકાયના લક્ષણોના અભાવમાં પ્રત્યેક વનસ્પતિકાય મૂળ કન્દ આદિ દસ વિભાગ યુક્ત સંપૂર્ણ વૃક્ષ અસંખ્યજીવવાળા કે સંખ્યાત જીવવાળા એમ બે પ્રકારના હોય છે તથા તેના મૂળ કન્દ યાવત્ બીજ પર્યંતનો વિભાગ અસંખ્યાત કે સંખ્યાત અથવા એક જીવી પણ હોય છે અને કોઈ વિભાગ નિર્જીવ પણ થઈ જાય છે. વૃક્ષનો મુખ્ય જીવ ઃ– વૃક્ષનો મુખ્ય જીવ એક સ્વતંત્ર હોય છે. જેના આત્મ પ્રદેશ વૃક્ષના દસે વિભાગો સુધી રહે છે. આખા વૃક્ષની અવગાહના તેની અવગાહના કહેવાય છે. તે જીવનું આયુષ્ય સમાપ્ત થઈ જવા પર ‘પઉદ્મપરિહાર’ ન હોય તો આખું વૃક્ષ ધીરે—ધીરે સુકાઈને ઠૂંઠું બની જાય છે. જો મુખ્ય જીવના મરણ પછી પઉપરિહાર થઈ જાય અર્થાત્ બીજો જીવ આવીને કે તે જ જીવ પુનઃ આવીને મુખ્ય જીવ પણે ઉત્પન્ન થઈ જાય તો વૃક્ષની સ્થિતિ નવા આવેલા જીવની ઉંમર સુધી રહે છે અને તે નવા આવેલ જીવની પર્યાપ્તી પૂર્ણ થતાં જ પૂર્ણ વૃક્ષની અવગાહના જેવડી અવગાહના થઈ જાય છે. વિભાગોના મુખ્ય જીવ ઃ– વૃક્ષના દસ વિભાગોમાં મુખ્ય જીવ અલગ–અલગ હોય છે. ‘પત્ર’ માં મુખ્ય જીવ એક જ હોય છે. શેષ ૯ વિભાગોમાં મુખ્ય જીવ એક કે અનેક કે અસંખ્ય પણ હોઈ શકે છે. વિભાગોના મુખ્ય । જીવોના આશ્રયે રહેલા જીવો ઃ– આ બધા મુખ્ય જીવોના આશ્રયે અમુક લક્ષણ અવસ્થાઓમાં અનંત, અસંખ્ય કે સંખ્ય જીવ પણ રહી શકે છે. અર્થાત્ અનંતકાયના લક્ષણ હોય ત્યાં સુધી અનંત જીવો, પૂર્ણ કાચી અથવા લીલી અવસ્થામાં રહે ત્યાં સુધી અસંખ્યાતા જીવો અને અર્ધ પક્વ અથવા પક્વ અવસ્થામાં સંખ્યાતા જીવ તથા અનેક જીવ અને પૂર્ણ પક્વ(પાકી) તથા શુષ્ક અવસ્થામાં અનેક કે એક જીવ હોય છે અને કોઈ વિભાગ સુકાઈ જતાં નિર્જીવ પણ થઈ જાય છે. જીવ સંખ્યા નિષ્કર્ષ :– આ પ્રકારે અનેકાન્ત દૃષ્ટિથી મૂળથી લઈને બીજ સુધીના બધા વિભાગ કોઈ સ્થિતિમાં અનન્ત જીવ, અસંખ્યાત જીવ, સંખ્યાતા જીવ, અનેક જીવ, એક જીવ અને નિર્જીવ પણ હોઈ શકે છે. સ્થિતિઓ = બતાવી છે. વૃક્ષના દસ વિભાગોની ભિન્ન-ભિન્ન ઉત્કૃષ્ટ સ્થિતિઓ પણ ભગવતી સૂત્ર શતક ૧૧ તથા શતક–૨૧, ૨૨, ૨૩ માં Page #230 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 229 કોઈ પ્રકારનો વ્યાઘાત ન હોય તો તે તે સ્થિતિ પર્યત તેટલા વિભાગ જીવ યુક્ત અર્થાત્ સચિત્ત રહે છે તથા કોઈ વ્યાઘાત થવા પર, તેના પહેલા પણ તે અચિત થઈ શકે છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ હોતી નથી. મધ્યમ સ્થિતિ હોય છે. વ્યાઘાત બે પ્રકારના છે જેમ કે– (૧) સ્વાભાવિક આયુષ્ય પુરું થવા પર (૨) શસ્ત્રથી છેદન-ભેદન થવા પર. બીજ અને ફળોની અવસ્થા – વૃક્ષના મૂળથી લઈને પુષ્પ પર્વતના આઠ વિભાગોનું સચિત અચિત્ત હોવાનો નિર્ણય પ્રાયઃ નિર્વિવાદ છે, અર્થાત્ તે વિભાગ સુકાઈ જતાં કે શસ્ત્ર પ્રયોગ થતાં અચિત્ત થાય છે અને જ્યાં સુધી ભીના હોય કે અગ્નિ આદિથી પૂર્ણ શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી સચિત્ત રહે છે. ફળ:- વનસ્પતિનો નવમો વિભાગ ફળ છે, તે પણ સુકાઈ જવાથી કે અગ્નિ આદિથી શસ્ત્ર પરિણત થવાથી અચિત્ત થઈ જાય છે અને પુરું પાકુ ફળ તો બીજ અને ડીટીયાથી અલગ થવાથી સ્વાભાવિક જ અચિત્ત છે, સુકાઈ જવાથી કે અગ્નિ પર શસ્ત્ર પરિણત થવાનો પ્રશ્ન જ નથી રહેતો. તો પણ આ ફળ વિભાગ બીજ કે બીજોથી સંબંધિત હોય છે તે કારણે પૂર્વના આઠ વિભાગોની સમાન તેની નિર્વિવાદ અચિત્તતા સ્વતંત્ર નથી. એક બીજવાળા ફળઃ- કોઈ ફળમાં એક બીજ(ગોટલી) હોય છે. તે ફળની સાથે જ પૂર્ણ પાકી જાય છે અને સરલતાથી ફળથી અલગ પણ થઈ જાય છે. એવા પાકા ફળોની શેષ અંશની અચિત્તતા નિર્વિવાદ છે, તો પણ ફળનું ડીટીયું સ્વસ્થ છે અર્થાત્ સડી નથી ગયું તો તે સચિત્ત છે, સાથે પાકા ફળોની છાલ પણ સચિત્ત અચિત્ત બંને અવસ્થામાં રહે છે. ૧. તાજા ચમકદાર અને સખત સ્પર્શવાળા સચિત્ત છે. ૨. ગળી જવાથી નરમ થઈ ગયું હોય, ચમક ઓછી થઈ ગઈ હોય અથવા મૂળ રંગમાં કંઈક કાળા ડાઘ કે પરિવર્તન આવ્યું હોય તો તે અચિત્ત. બહુ બીજવાળા ફળ – કોઈ ફળમાં ૪-૫, કોઈમાં ૮-૧૦ કોઈમાં ૫૦-૧૦૦ અથવા સેકંડો બીજ હોય છે. કોઈમાં ખસખસથી પણ નાના બીજ હોય છે અને કોઈમાં, ઘણા મોટા હોય છે. કોઈમાં કાળા, કોઈમાં કત્થાઈ અને કોઈમાં પીળા રંગના બીજ હોય છે અને કોઈ સફેદ રંગના પણ દેખાય છે. કોઈ સુક્ષ્મ તો કોઈ અતિસુક્ષ્મ કદનાં પણ હોય છે. એમાં જે બીજ કઠોરતા યુક્ત થઈ જાય છે, તેઓ પરિપક્વ અને એક જીવી હોય છે અને સહજ ફળના ગરથી અલગ થઈ જાય છે. જે કઠોર હોતા નથી અને જે સફેદ કોમળ નાના કે થોડા મોટા બીજ હોય છે, તે અપરિપક્વ અને સંખ્યાત તથા અસંખ્યાત જીવી કે અનંત જીવી પણ હોય છે અને ફળના(માવા) ગરમાંથી સહજ નીકળતા નથી. કોઈ ફળોમાં બધા પરિપક્વ બીજ રહે છે અને કોઈ ફળોમાં પરિપક્વ અને અપરિપક્વ(સફેદ કે નરમ) બંને પ્રકારના બીજ રહે છે એટલા માટે બીજ, છાલ ને ડીંટીયાના કારણે ફળની અચિત્તતા નિર્વિવાદ રહેતી નથી. બધી અપેક્ષાએ વિચારણા કરવાથી જ તેની અચિત્તતાનો નિર્ણય થાય છે. વનસ્પતિનો ઉત્પાદક જીવ - વૃક્ષની ઉત્પત્તિનું મૂળ કારણ હોવાથી અંતિમ દસમા વિભાગને બીજ કહેવાય છે. કોઈ–કોઈ વનસ્પતિની ઉત્પત્તિમાં બીજ સિવાય અન્ય વિભાગ પણ કારણ બને છે. તેથી તેઓને પણ આગમમાં માત્ર બીજ ન કહીને બીજ શબ્દની સાથે સૂચિત કર્યુ છે. જેમ કે-( અગ્નબીયા, મૂલબીયા, પોરબીયા, બંદબીયા વનસ્પતિઓ). વનસ્પતિના આ સ્થાન બીજ રૂપ નહિ હોવા છતાં પણ અર્થાત્ સ્કંદ, મૂળ ,પર્વ હોવા છતાં બીજનું કાર્ય(વૃક્ષ ઉત્પત્તિરૂપ કાય) કરનારા છે. આ ચાર પ્રકારની વનસ્પતિઓના ફળ અને બીજ સ્વતંત્ર પણ હોઈ શકે છે. તથાપિ તેઓના આ વિભાગ બીજનું કાર્ય કરનારા હોવાથી બીજ રૂપ કહેવાય છે. એટલે કોઈ વૃક્ષ કલમ કરવાથી લાગે છે. તથાપિ બધી વનસ્પતિઓ પોતાના બીજથી તો ઊગે જ છે, એમાં કોઈ સંદેહ નથી. સાધારણપણે ઉગવાવાળો વિભાગ બીજ છે અને કોઈ-કોઈ વનસ્પતિ સ્કંધ પર્વ આદિથી ઉગે છે. સ્કંધ પર્વ આદિ તો સુકાઈ ગયા પછી ન ઉગે. તેથી તે સચિત્ત લીલી અવસ્થામાં જ ઉગે છે, પરંતુ બીજ વિભાગ પાકી ગયા પછી કે સુકાઈ ગયા પછી જ ઉગે છે, લીલા હોય ત્યારે ઉગતાં નથી. બીજોનો સચિત્ત રહેવાનો કાળ(ઉમર) :- ઠાણાંગ સૂત્ર અને ભગવતી સૂત્રમાં ધાન્યોની ઉમર ૩ વર્ષ, દ્વિદલોની ૫ વર્ષ અને શેષ અન્ય બીજોની ૭ વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. ત્રણ પ્રકારની સ્થિતિઓમાં સમસ્ત વનસ્પતિના બીજોનો સમાવેશ થઈ જાય છે અર્થાત્ ૭ વર્ષથી અધિક કોઈપણ બીજ સજીવ રહેતા નથી. તેઓની આ સ્થિતિ વૃક્ષ પર તો બહુ અલ્પ વીતે છે. પરંતુ વૃક્ષથી અલગ થયા પછી અને સુકાયા પછી વધુ વીતે છે. આવી રીતે દસ વિભાગમાંથી આ બીજ વિભાગ જ એવો છે જે સુકાઈ જવા છતાં વર્ષો સધી સચિત્ત રહે છે અને ઉગવાની શક્તિ ધારણ કરી રાખે છે. વિકસિત અને પરિપકવ અવસ્થા ફળ અને બીજનો પહેલા પૂર્ણ વિકાસ થાય છે. પૂર્ણ વિકાસ પછી તેમાં પરિપક્વ અવસ્થા આવે છે જ્યારે ફળની પૂર્ણ વિકસિત અવસ્થા થઈ જાય છે ત્યારે બીજની પણ પૂર્ણ વિકસિત અવસ્થા થઈ જાય છે અને ફળના પરિપક્વ થવાની સાથે કોઈ બીજ પણ પરિપક્વ થવા લાગે છે. કેટલાક ફળો વૃક્ષ પર જ પરિપક્વ થયા પછી તોડવામાં આવે છે અને કોઈ ફળ પૂર્ણ પરિપક્વ થયા પહેલાં જ તોડીને બીજા પ્રયોગથી પૂર્ણ પરિપકવ બનાવાય છે. વૃક્ષ પર પૂર્ણ પરિપક્વ બનનારા ફળોના બીજમાં તો ઉગવાની યોગ્યતા બની જ જાય છે. પરંતુ અન્ય પ્રયોગથી પરિપકવ બનાવાએલા કેટલાક ફળોના બીજ પરિપક્વ બને છે અને કોઈ ફળોના બીજ પરિપક્વ બનતા નથી તથા અનેક બીજવાળા એક ફળમાં પણ કોઈ બીજ પરિપક્વ થાય છે, કોઈ બીજ પરિપક્વ થતા નથી. ઉત્પાદક(ઉગવાની) શક્તિ - વૃક્ષ પર કે પછી જે બીજ પૂર્ણ પરિપક્વ બનતું નથી, તેમાં પૂર્ણ વિકસિત અવસ્થા હોવા છતાં પણ | ઉગવાની યોગ્યતા આવતી નથી. જે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે તે જ ઉગી શકે છે. - ફળની પૂર્ણ વિકસિત અવસ્થા થવા પર બીજની પણ પૂર્ણ વિકસિત અવસ્થા થઈ જાય છે. તે લાંબી સ્થિતિ સુધી સચિત્ત રહી શકે છે, પરંતુ ઉગવાની યોગ્યતા તો પૂર્ણ પરિપકવ થવા પર જ થાય છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 230 તેથી કોઈ બીજમાં ઉગવાની યોગ્યતા રહે છે ને કોઈ બીજમાં રહેતી નથી. જેમાં ઉગવાની યોગ્યતા છે તે ૩–૫–૭ વર્ષની સ્થિતિ સમાપ્ત થવા પર અચિત્ત થઈ જવા છતાં પણ ઉગી શકે છે. અને ઉગવાની યોગ્યતા વગરનાં સચિત હોવા છતાં પણ નથી ઉગતા. તેથી ફળની પૂર્ણ વિકસિત અવસ્થાનું પૂર્ણ વિકસિત બીજ પોતાની સ્થિતિ પર્યત સચિત્ત રહી શકે છે અને ફળની પૂર્ણ પરિપક્વ અવસ્થાનું પૂર્ણ પરિપક્વ બીજ પોતાની સ્થિતિ પર્યત તથા તેના પછી તે અચિત્ત થઈ જવા પર પણ અખંડ રહે ત્યાં સુધી ઉગી શકે છે. તેથી એમ સમજવું જોઈએ કે ઉગવાના લક્ષણ જુદા છે અને સચિત્ત હોવાના લક્ષણ જુદા છે. બંનેને કંઈક તો સંબંધ છે પણ અવિનાભાવ સંબંધ કરી શકાતો નથી. બીજ અને ફળનો ગર(માવા) સાથેનો સંબંધ - ફળમાં બીજ પૂર્ણ પરિપક્વ ન થયું હોય યા ફળ સ્વયં પૂર્ણ પરિપક્વ ન થયું હોય તો ફળનો માવો(ગર) પણ પૂર્ણ અચિત્ત કહી શકાતો નથી. ફળના પૂર્ણ પરિપક્વ થયા પછી તેના ડીંટીયામાં અને બીજમાં જીવ રહે છે. શેષ ગર(માવા) વિભાગ અચિત્ત થઈ જાય છે. જો ફળમાં બીજનો વિકાસ થયો ન હોય અથવા બીજ પૂરું પરિપક્વ થયું ન હોય તો તેનો ગર(માવો) સચિત્ત કે મિશ્ર હોય છે. શસ્ત્ર પરિણત થવા પર જ તે અચિત્ત થઈ શકે છે, તેની પહેલા તે અચિત્ત થતું નથી. ત્રણ યોનિ – પન્નવણા સૂત્રના યોનિપદ ૯ માં વનસ્પતિની સચિત્ત, અચિત્ત મિશ્ર ત્રણ યોનિ બતાવી છે. તેથી પૂર્ણ અચિત્ત બીજ પણ ઉગી શકે છે. આ આગમ પ્રમાણથી પણ ઉગવાની અને સચિત્ત હોવાની સાથે અવિનાભાવ સંબંધ કરી શકાતો નથી. પરંતુ એ સ્પષ્ટ થાય છે કે વનસ્પતિ સચિત્ત અચિત્ત બીજોથી પણ ઉગી શકે છે અને સંમૂર્છાિમ અર્થાત્ બીજ વિના પણ ઉગે છે. અનંતકાય જિmશ – અનંતકાયનો શો અર્થ છે? જેમાં એક નાનકડા શરીરમાં અનંત જીવ હોય અને જેમાં પ્રતિક્ષણ તે જીવ જન્મ્યા કે મર્યા કરે છે, તે પદાર્થને અનંતકાય કહે છે. જિગ્નેશ – નાના શરીરનો આશય શું થાય? જ્ઞાનચંદ –એક સોયના અગ્રભાગ પર અસંખ્ય ગોળા હોય, પ્રત્યેક ગોળામાં અસંખ્ય પ્રતર હોય છે, પ્રત્યેક પ્રતરમાં અસંખ્ય શરીર હોય છે અને એ નાના નાનકડા) શરીરમાં અનંત જીવ હોય છે. જિગ્નેશ :- આ અનંતકાય શું કંદમૂળ જ હોય છે? જ્ઞાનચંદ – કંદમૂળ તો અનંતકાય હોય જ છે. તે સિવાય પણ અનેક અનંતકાય હોય છે. જેમ કે– (૧) જ્યાં પણ, જેમાં પણ ફુગ થાય તે અનંતકાય છે. (૨) જે વનસ્પતિના પાંદડા વગેરે કોઈપણ ભાગમાંથી દૂધ નીકળે ત્યારે તે અવસ્થામાં. દા.ત. તરીકે આકડાનું પાન, કાચી મગફળી વગેરે. (૩) જો કોઈ પણ લીલું શાક કે વનસ્પતિનો ભાગ તોડતા એક સાથે “તડ એવો અવાજ આવે અને તે ભાગ ટૂટી જાય. જેમ કે ભીંડા, કાકડી, તુરિયા વગેરે. (૪) જે વનસ્પતિને ચાકૂ વડે ગોળાકાર કાપવાથી તેની સપાટી પર રજકણ જેવા જલબિંદુ દેખાય તે. (૫) જે વનસ્પતિની છાલ અંદરથી પણ જાડી હોય તે અનંતકાય છે. (૬) જે પાંદડામાં રગો દેખાય નહીં તે. (૭) જે કંદ અને મૂળ ભૂમિની અંદર પાકીને નીકળે તે. (૮) બધી જ વનસ્પતિના કાચા મૂળિયા. (૯) બધીજ વનસ્પતિની કાચી કૂંપળો. (૧૦) કોમળ તથા રગો દેખાય નહીં તેવી પાંખડીયોવાળાં ફૂલ. (૧૧) પલાળેલા કઠોળ કે ધાન્યમાં તત્કાળ ફણગા ફૂટયા હોય તે. (૧૨) કાચા કોમળ ફળ-આમલી, મંજરી વગેરે. ઉપર જણાવેલ લક્ષણો વનસ્પતિના કોઈ પણ વિભાગમાં દેખાય તો તે બધાં વિભાગો અનંતકાય છે. વિશેષ જાણકારી તથા પ્રમાણ માટે પન્નવણા સૂત્રનું અધ્યયન કરવું જોઈએ. જુઓ સારાંશ. કંદમૂળના કેટલાક નામો આ મુજબ છે– (૧) બટેટા (૨) રતાળુ (૩) સૂરણ (૪) વજકંદ (૫) લીલી હળદર (૬) આદુ (૭) ડુંગળી (૮) લસણ (૯) ગાજર (૧૦) મૂળા (૧૧) અડવી (૧૨) સક્કરીયા વગેરે. પાંચ વ્યવહાર (૧) આગમ વ્યવહાર - નવ પૂર્વથી લઈ ચૌદ પૂર્વના જ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની પોતાના જ્ઞાનના આધારે જે વ્યવહાર કરે, પ્રાયશ્ચિત્ત આપે કે કોઈ નિર્ણય આપે તે આગમ વ્યવહાર કહેવાય છે. (૨) શ્રત વ્યવહાર – ઉપરોકત જ્ઞાનીઓના અભાવમાં જઘન્ય આચારાંગ તથા નિશીથ સૂત્ર અને ઉત્કૃષ્ટ નવ પૂર્વ જ્ઞાનના આધારે જે વ્યવહાર, પ્રાયશ્ચિત્ત કે નિર્ણય કરવામાં આવે તે “શ્રત વ્યવહાર કહેવાય છે. (૩) આજ્ઞા વ્યવહાર - કોઈ આગમ વ્યવહારી કે શ્રત વ્યવહારીની આજ્ઞા કરવામાં આવે તે મળવા પર તે આજ્ઞાના આધારથી પ્રાયશ્ચિત્ત દેવામાં આવે, તે “આજ્ઞા વ્યવહાર' કહેવાય છે. (૪) ધારણા વ્યવહાર:- આગમના આધારથી, ફલિતાર્થથી બહુશ્રુતોએ પ્રાયશ્ચિત્તની કંઈક મર્યાદા કરી હોય તેમજ કોઈ વ્યવહાર કે નિર્ણય લીધા હોય તે ધારણા, પરંપરા અનુસાર કરવું તે ધારણા વ્યવહાર કહેવાય છે. (૫) જીત વ્યવહાર :- જે વિષયોમાં કોઈ સ્પષ્ટ સૂત્રનો આધાર ન હોય એ વિષયમાં બહુશ્રુત સાધુ, સૂત્રથી અવિરુદ્ધ અને સંયમ પોષક પ્રાયશ્ચિત્તની મર્યાદાઓ કરી દીધી હોય કે કોઈ અન્ય વ્યવહાર અથવા તત્ત્વ નિર્ણય કર્યા હોય તે પ્રમાણે વર્તન કરવું, તે “જીત વ્યવહાર કહેવાય છે. વાચનાને અયોગ્ય Page #232 -------------------------------------------------------------------------- ________________ jain 231 કથાસાર ૧. અવિનીત :- જે વિનય રહિત છે, આચાર્ય કે દીક્ષાજયેષ્ઠ સાધુ વગેરેના આવવા જવા પર ઊભા થવું, સત્કાર, સન્માન વગેરે યથાયોગ્ય વિનય કરતા નથી તે “અવિનીત' કહેવાય છે. ૨. વિગય પ્રતિબદ્ધ :- જે દૂધ, દહીં વગેરે રસોમાં આસક્ત છે, તે રસો નહિ મળવા પર સૂત્રાર્થ વગેરે ગ્રહણ કરવામાં મંદ ઉદ્યમી રહે છે, તે “વિકૃતિ પ્રતિબદ્ધ' કહેવામાં આવે છે. ૩. અવ્યપશમિત પ્રાભૃત(અનુપશાંત-ક્લેશ) – જે અલ્પ અપરાધ કરનાર અપરાધી પર પ્રચંડ ગુસ્સો કરે છે અને ક્ષમાયાચના કરી લેવા છતાં પણ વારંવાર તેના પર ગુસ્સો કર્યા કરે છે, તેને “અવ્યપશમિત પ્રાભૃત' કહે છે. આ ત્રણ પ્રકારના સાધુ સૂત્ર વાચના, અર્થ વાચના અને ઉભય વાચનાને અયોગ્ય છે કારણ કે વિનયથી જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અવિનયી શિષ્યને વિદ્યા ભણાવવી નિષ્ફળ તો જાય છે, પણ ક્યારેક- “દુષ્કળ' પણ આપે છે. જે દૂધ, દહીં વગેરે વિકૃતિઓમાં આસક્ત છે, તેને આપેલી વાચના હૃદયમાં સ્થિર રહી શકતી નથી. માટે તેને પણ વાચના આપવી અયોગ્ય છે. જેના સ્વભાવમાં ઉગ્રતા છે, થોડો પણ અપરાધ થઈ જવા પર જે અપરાધી પર વધારે ગુસ્સો કરે છે, ક્ષમા માંગવા છતાં પણ વારંવાર ગુસ્સો કર્યા કરે છે, એવી વ્યક્તિને પણ વાચના દેવી અયોગ્ય છે. એવી વ્યક્તિને લોકો આ જન્મમાં પણ સ્નેહ કરવો છોડી દે છે અને પરભવ માટે પણ તે તીવ્ર વેરનો અનુબંધ કરે છે. એટલા માટે ઉપરોક્ત ત્રણ પ્રકારના શિષ્ય સૂત્ર-અર્થ અને સૂત્રાર્થની વાચના લેવા માટે અયોગ્ય કહેવામાં આવેલ છે. જે વિનય યુક્ત છે, દૂધ-દહીં વગેરેના સેવનમાં જેની આસક્તિ નથી અર્થાત્ ગુરુ આજ્ઞા હોય તો વિગય સેવન કરે અન્યથા ત્યાગ કરી દે અને જે ક્ષમાશીલ તેમજ સમભાવી છે, એવા શિષ્યોને જ સૂત્રની, તેના અર્થની તથા બન્નેની વાચના આપવી જોઈએ. તેને આપવામાં આવેલ વાચનાથી શ્રુતનો વિસ્તાર થાય છે, ગ્રહણ કરનારાનો આલોક અને પરલોક સુધરે છે અને જિનશાસનની પ્રભાવના થાય છે. શિક્ષણને અયોગ્ય (૧) દુષ્ટઃ જે શાસ્ત્રની પ્રરૂપણા કરનારા ગુરુ વગેરે પર દ્વેષ રાખે અથવા યથાર્થ પ્રતિપાદન કરવામાં આવતા તત્ત્વો ઉપર દ્વેષ રાખે તે. (૨) મૂઢ – ગુણ-અવગુણના વિવેકથી રહિત વ્યક્તિ. (૩) ધ્રાહિત – વિપરીત શ્રદ્ધાવાળા અત્યંત કદાગ્રહી પુરુષ. આ ત્રણે પ્રકારના સાધુ “દુઃસંજ્ઞાપ્ય છે અર્થાત્ તેને સમજાવવા ઘણા મુશ્કેલ છે. સમજાવવા છતાં પણ તે સમજતા નથી. તેને શિક્ષા આપવાથી કે સમજાવવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. માટે એ સૂત્ર વાચના માટે પૂર્ણ અયોગ્ય હોય છે. જે દ્વેષભાવથી રહિત છે, હિત–અહિતના વિવેકથી યુક્ત છે અને વિપરીત શ્રદ્ધાવાળા કે કદાગ્રહી નથી, તે શિક્ષા દેવાને યોગ્ય હોય છે. એવી વ્યક્તિઓને જ શ્રત તેમજ અર્થની વાચના દેવી જોઈએ, કારણ કે તે પ્રતિપાદિત તત્ત્વને સરળતાથી કે સુગમતાથી ગ્રહણ કરે છે. દરેક વ્યકતિનો ક્ષયોપક્ષમ એકસરખો હોતો નથી, તથા હંમેશા એક સરખો રહેતો પણ નથી. તેથી કોઈ યોગ્ય પછીથી અયોગ્ય પણ થાય છે.તથા કોઈ અયોગ્ય ભાગ્યનો ઉદય થતા યોગ્ય પણ થઈ જાય છે. તેથી પૂર્વગ્રહથી નિર્ણય ન કરતાં જીવની હાલની દશા જોવી જોઈએ. અસ્વાધ્યાયનો મર્મ તેમજ વિવેક અસ્વાધ્યાયમાં સ્વાધ્યાયનો નિષેધ કરવાનું મુખ્ય કારણ એ છે કે ભગવતી સૂત્ર શતક–૫, ઉ.-૪માં દેવોની ભાષા અર્ધમાગધી કહી છે અને આ ભાષા આગમની પણ છે માટે મિથ્યાત્વી તેમજ કુતૂહલી દેવો દ્વારા ઉપદ્રવ કરવાની સંભાવના રહે છે. અસ્વાધ્યાયના આ સ્થાનોથી એ પણ સ્પષ્ટ થાય છે કે સ્પષ્ટ ઘોષની સાથે ઉચ્ચારણ કરતા થકા આગમોની પુનરાવૃત્તિ રૂપ સ્વાધ્યાય કરવાની પદ્ધતિ હોય છે, તે અપેક્ષાથી આ અસ્વાધ્યાય કહેલ છે. તેની અનુપ્રેક્ષા, આગમના ભાષાંતરનો સ્વાધ્યાય કરવાથી અસ્વાધ્યાય થતો નથી. અસ્વાધ્યાયના સંબંધમાં વિશેષ વિધાન એ છે કે આવશ્યક સૂત્રના પઠન-પાઠનમાં અસ્વાધ્યાય થતો નથી કારણ કે એ હંમેશાં બન્ને કાળ સંધ્યા સમયે જ અવશ્ય કરણીય હોય છે. માટે “નમસ્કાર મંત્ર” “લોગસ્સ વગેરે આવશ્યક સૂત્રના પાઠ પણ હંમેશાં વાંચી કે બોલી શકાય છે. કોઈપણ અસ્વાધ્યાયની જાણકારી થયા પછી બાકી રહેલા અધ્યયન કે ઉદ્દેશકને પૂર્ણ કરવાને માટે સ્વાધ્યાય કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્યના રકત વગેરેની જળથી શુદ્ધિ કરવી હોય તો સ્વાધ્યાય સ્થળથી ૬૦ હાથ કે ૧૦૦ હાથ દૂર જઈને કરવી જોઈએ. તે ઇન્દ્રિય, ચઉરિદ્રિયના લોહી કે કલેવરનો અસ્વાધ્યાય ગણવામાં આવતો નથી. ઔદારિક સંબંધી અશુચિ પદાર્થોની વચમાં રાજમાર્ગ હોય તો અસ્વાધ્યાય થતો નથી. ઉપાશ્રયમાં તથા તેની બહાર ૬) હાથ બરાબર પ્રતિલેખન કરીને સ્વાધ્યાય કરવાથી પણ કોઈ ઔદારિક અસ્વાધ્યાય રહી જાય તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી. માટે સાધ દિવસમાં બધા પ્રકારના અસ્વાધ્યાયનું પ્રતિલેખન અને વિચાર કરીને સ્વાધ્યાય કરે છે અને રાત્રિમાં સ્વાધ્યાય કાળનું પ્રતિલેખન કરવા યોગ્ય ભૂમિ, અર્થાત્ જયાં ઊભા રહેવાથી બધી દિશાઓ તેમજ આકાશ સ્પષ્ટ દેખાય, એવી ત્રણ ભૂમિઓનું સૂર્યાસ્ત પહેલાં પ્રતિલેખન કરી રાખે છે, વર્ષા વગેરેના કારણે ક્યારેક મકાનમાં રહીને પણ કાળ પ્રતિલેખન કરવામાં આવે છે. વિશાળ સાધુ સમુદાયમાં બે સાધુ આચાર્યની આજ્ઞા લઈને કાળનું પ્રતિલેખન કરે છે. પછી સૂચના દેવા પર બધા સાધુ સ્વાધ્યાય કરે છે. વચ્ચે અસ્વાધ્યાયનું કારણ જણાય તો તેનો પૂર્ણ નિર્ણય કરીને સ્વાધ્યાય બંધ કરી દેવાય છે. સ્વાધ્યાય આવ્યેતર તપ તેમજ મહાન નિર્જરાનું સાધન હોવા છતાં પણ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. મર્યાદા ભંગ વગેરેથી કર્મબંધ થાય છે. ક્યારેક અપયશ તેમજ ઉપદ્રવ પણ થાય છે. સંયમ વિરાધનાની તેમજ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે. – નિશીથ ચૂર્ણિ. સ્વાધ્યાય પ્રિય ભિક્ષુઓએ અસ્વાધ્યાય સંબંધમાં પણ હંમેશા સાવધાની રાખવાની ફરજનું આવશ્યક રૂપથી પાલન કરવું જોઈએ. યાદ રાખવાનું કે આ કર્તવ્ય ફક્ત અર્ધમાગધી ભાષાવાળા કાલિક તેમજ ઉત્કાલિક સૂત્રોનાં મૂળ પાઠની અપેક્ષાએ છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 232 આવશ્યક સૂત્ર(પ્રતિક્રમણ સૂત્ર)ને માટે અસ્વાધ્યાય સંબંધી કોઈ કર્તવ્ય નથી. તેમજ સૂત્રોની વ્યાખ્યા, ભાષાન્તર, અર્થ ચિંતન, વાંચન તેમજ અન્ય સંવર પ્રવૃત્તિ વગેરેને માટે પણ અસ્વાધ્યાય સંબંધી કોઈ નિયમ લાગુ પડતો નથી. ॥ આણાએ ધમ્મો । સનત ચક્રીએ દિક્ષા લીધી ત્યારે શરીરમાં રોગ ઉત્પન્ન થઈ ચુકયા હતા.સ્વ સબંધી શરીરના અસ્વાધ્યાયમાં તેમણે દિક્ષા લીધી હતી. તેમ છતાં, ભગવાને કેવળજ્ઞાનમાં જે ભાવ જોયા છે,પ્રરુપયા છે,ભવ્ય જીવોનાં હિત માટે આજ્ઞા કરી છે.તો તત્વ કેવલી ગમ્ય જાણી શ્રધા કરવી જોઈએ.....નારક અને ત્રિયંચ ના ભવમાં જીવ સંજ્ઞાઓનું જીવન જીવ્યો. દેવ અને મનુષ્ય ના ભવમાં જીવ ઈચ્છાઓનું જીવન જીવ્યો . પણ હજી સુધી જીવ ભગવાનની આજ્ઞા પ્રમાણેનું જીવન નથી જીવ્યો. ભગવાનની આજ્ઞા એજ ધર્મ છે. ક્ષમાપના ભાવ ક્ષમાપનાનું ધાર્મિક જીવનમાં એટલું વધારે મહત્વ છે કે જો કોઈની સાથે ક્ષમાપના ભાવ ન આવે અને તે અક્ષમા ભાવમાં જ કાળધર્મ પામી જાય તો તે સાધકની કેટલીય ઉગ્ર સાધના હોય છતાં પણ તે વિરાધક થઈ જાય છે. ક્ષમાપના દ્રવ્ય અને ભાવ ના ભેદથી બે પ્રકારે છે– (૧) દ્રવ્યથી– જો કોઈના પ્રત્યે નારાજગીનો ભાવ કે રોષભાવ હોય તો તેને પ્રત્યક્ષ કહેવું કે ‘હું આપને ક્ષમા કરું છું અને આપના પ્રત્યે પ્રસન્નભાવ ધારણ કરું છું.' જો કોઈ વ્યક્તિ કોઈની પણ ભૂલને કારણે ગુસ્સો કરે તો કહી દેવું કે મારી ભૂલ થઈ ગઈ છે, આપ ક્ષમા કરો; ફરીથી આવી ભૂલ નહિ કરું. (૨) ભાવથી– શાંતિ, સરલતા તેમજ નમ્રતાથી પોતાનાં હૃદયને સંપૂર્ણ પવિત્ર અને પરમ શાંત બનાવી લેવું જોઈએ. આવી રીતે ભાવોની શુદ્ધિ તેમજ હૃદયની પવિત્રતાની સાથે વ્યવહારથી ક્ષમા દેવી અને ક્ષમા માંગવી, આ પૂર્ણ ‘ક્ષમાપના’ વિધિ છે. પરિસ્થિતિવશ આવું સંભવ ન હોય તોપણ બૃહત્કલ્પસૂત્ર ઉદ્દે.-૧, સૂત્ર–૩૪ અનુસાર સ્વયંને પૂર્ણ ઉપશાંત કરી લેવાથી પણ આરાધના થઈ શકે છે. અંતર હૃદયમાં જો શાંતિ શુદ્ધિ ન થાય તો બાહ્ય– વિધિથી સંલેખના, ૧૫ દિવસનો સંથારો અને વ્યવહારિક ક્ષમાપના કરી લેવાથી પણ આરાધના થઈ શકતી નથી, એવું ભગવતી સૂત્ર શતક ૧૩, ઉર્દૂ.-૬માં આવેલ અભીચિકુમારના વર્ણનથી સ્પષ્ટ થાય છે. માટે સ્વયંના અંતર હૃદયમાં શુદ્ધિ, ઉપશાંતિ થઈ જવી જોઈએ; પોતાના કષાય—ક્લેશના કે નારાજગીના ભાવોથી પૂર્ણ નિવૃત્તિ થવી પરમ આવશ્યક છે. એવું થવા પર જ દ્રવ્ય અને ભાવથી પરિપૂર્ણ ક્ષમાપના કરીને તે સાધક પોતાની સાધનામાં આરાધક થઈ શકે છે. ઊણોદરી તપની સમજૂતી ભગવતી સૂત્ર શતક-૭ તથા શતક–૨૫ તેમજ ઉવવાઈ સૂત્રમાં પણ ઊણોદરી તપના વિષયનું વર્ણન છે.‘આહાર ઊણોદરી’ના સ્વરૂપની સાથે જ તે બંને સૂત્રોમાં ઉપકરણ ઊણોદરી વગેરે ભેદોનું પણ સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે. ઉત્તરા. અ. ૩૦ના તપ વર્ણનમાં આહાર–ઊણોદરીનું જ કથન કરવામાં આવેલ છે. ઉપકરણ ઊણોદરી વગેરે ભેદોની વિવક્ષા ત્યાં કરી નથી. ત્યાં આહાર ઊણોદરીના ૫ ભેદ કહ્યા છે– ૧. દ્રવ્ય ૨. ક્ષેત્ર ૩. કાળ ૪. ભાવ અને ૫. પર્યાય. ૧. દ્રવ્યથી– પોતાનાં પૂર્ણ ખોરાકથી ઓછું ખાવું. ૨. ક્ષેત્રથી– ગ્રામાદિ ક્ષેત્ર સંબંધી અભિગ્રહ કરવો અથવા ભિક્ષાચરીમાં ભ્રમણ કરવાનાં માર્ગમાં પેટી વગેરે છ (૬) આકારમાં ગોચરી કરવાનો અભિગ્રહ કરવો. ૩. કાળથી– ગોચરી લાવવા કે વાપરવા માટે પ્રહર–કલાક વગેરે રૂપમાં અભિગ્રહ કરવો. ૪. ભાવથી– ઘરમાં રહેલા પદાર્થો સંબંધી કે સ્ત્રી–પુરુષોનાં વસ્ત્રનાં વર્ણ– ભાવ વગેરે સંબંધી અભિગ્રહ ધારણ કરવો. ૫. પર્યાયથી– ઉપરોક્ત દ્રવ્યાદિ ચાર પ્રકારોમાંથી એક–એકનો અભિગ્રહ કરવો તે–તે ભેદોમાં સમાવિષ્ટ છે અને આ ચારમાંથી અનેક અભિગ્રહ એક સાથે કરવા તે ‘પર્યાય ઊણોદરી’ છે. પ્રસ્તુત સૂત્રમાં આ પાંચેયમાંથી ફક્ત પ્રથમ દ્રવ્યથી આહાર–ઊણોદરીનું નીચેના પાંચ ભેદ દ્વારા વર્ણન કરવામાં આવેલ છે. (૧) અલ્પાહાર :– એક કવળ, બે કવળ યાવત્ આઠ કવળ પ્રમાણ આહાર કરવાથી અલ્પાહારરૂપ ઊણોદરી થાય છે. (૨) અપાર્ધ–ઊણોદરી :– નવથી લઈને બાર કવળ અથવા પંદર કવળ પ્રમાણ આહાર કરવા પર અડધા ખોરાકથી ઓછો આહાર કરવામાં આવે છે તેને ‘અપાર્ધ ઊણોદરી’ કહે છે. અર્થાત્ પહેલી અલ્પાહાર રૂપ ઊણોદરી છે અને બીજી અડધા ખોરાકથી ઓછો અહાર કરવા રૂપ ઊણોદરી છે. (૩) દ્વિભાગ પ્રાપ્ત ઊણોદરી :- (અર્ધ ઊણોદરી) ૧૬ કવળ પ્રમાણ આહાર કરવા પર અર્ધ ખોરાકનો આહાર કરવામાં આવે છે. પૂર્ણ ખોરાકના ચાર ભાગ પાડવાથી તે બે ભાગ રૂપ આહાર હોય છે; માટે આને સૂત્રમા દ્વિભાગ પ્રાપ્ત ‘ઊણોદરી’ કહેલ છે અને બે ભાગરૂપ અદ્ભુ આહારની ઊણોદરી થવાથી તેને ‘અર્ધ ઊણોદરી’ પણ કહી શકાય છે. (૪). ત્રિભાગ પ્રાપ્ત—અંશિકા ઊણોદરી ૧ :– ૨૪ કવળ(૨૭ થી ૩૦ કવળ) પ્રમાણ આહાર કરવાથી ત્રિભાગ આહાર થાય છે. તેમાં એક ભાગ આહારની ઊણોદરી થાય છે. એના માટે સૂત્રમાં ‘આંશિક ઊણોદરી’ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. તેમાં આહારના ચાર ભાગમાંથી ત્રણ ભાગનો આહાર કરવામાં આવે છે. માટે આ ત્રણ ભાગ પ્રાપ્ત આહાર રૂપ ઊણોદરી છે અથવા તેને પા (or) ઊણોદરી પણ કહી શકાય છે. (૫). કિંચિત ઊણોદરી :- ૩૧ કવળ પ્રમાણ આહાર કરવા પર એક કવળની જ ઊણોદરી થાય છે. જે ૩૨ કવળ આહારની અપેક્ષાએ અલ્પ હોવાથી તેને ‘કિંચિત ઊણોદરી’ કહેલ છે. સૂત્રના અંતિમ અંશથી આ સ્પષ્ટ કરવામાં આવેલ છે કે આ પાંચમાંથી કોઈપણ પ્રકારની ઊણોદરી કરનારા સાધુ ‘ પ્રકામભોજી’(ભરપેટ ખાવાવાળા) હોતા નથી. ૩૨ કવળ રૂપ પૂર્ણ આહાર કરવાવાળા પ્રમાણ પ્રાપ્ત ભોજી’ કહેલ છે. તેને થોડી પણ ઊણોદરી થતી નથી. Page #234 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 233 ભિક્ષુને ઇન્દ્રિય સંયમ તેમજ બ્રહ્મચર્ય સમાધિને માટે હંમેશાં ઊણોદરી તપ કરવું જરૂરી છે– અર્થાત્ તેણે ક્યારે ય પેટ ભરીને આહાર કરવો ન જોઈએ. આચારાંગ સૂત્ર શ્રત.-૧, અધ્ય-૯, ઉદ્દે.-૪માં ભગવાન મહાવીર સ્વામીના આહાર-વિહારનું વર્ણન કરતાં થકા કહેવામાં આવેલ છે કે ભગવાન સ્વસ્થ અવસ્થામાં પણ સદા ઊણોદરી તપયુક્ત આહાર કરતા હતા. યથા (મોરિયં ચાઈ, અપુ વિ ભગવં રોગેહિં). પ્રકરણ : અનુકંપામાં દોષ-ના ભમ્રનું નિવારણ કોલુણ શબ્દનો અર્થ કરુણા અથવા અનુકંપા થાય છે. જેમ કે– કોલુણં– કારુણ્ય અનુકંપા – શૂર્ણિ. બંધાયેલા પશુ બંધનથી મુક્ત થવા માટે તડપે છે. તેને બંધનથી મુક્ત કરી દેવા અથવા સુરક્ષા માટે છૂટા પશુને નિયત સ્થાન પર બાંધી દેવા. આ પશુ પ્રત્યે કરુણા ભાવ છે. - પશુને બાંધવાથી તે બંધનથી પીડિત થાય અથવા આકુળ-વ્યાકુલ થાય તો જઘન્ય હિંસા દોષ લાગે છે. તેનું બંધન ખોલવાથી તેને કોઈપણ નુકસાન કરે, તે બહાર નીકળી ક્યાંક ખોવાઈ જાય; જંગલમાં ચાલ્યા જાય અને ત્યાં બીજા પશુ જો તેને ખાઈ જાય અથવા મારી નાંખે તો પણ દોષ લાગે છે. પશુ આદિને બાંધવા, ખોલવા આદિ કાર્ય સંયમ સમાચારમાં વિહિત નથી. આ કાર્યતો ગૃહસ્થનું કાર્ય છે. માટે તેનું પ્રાયશ્ચિત્ત ગૃહસ્થ કાર્ય કરવાવાળા પ્રાયશ્ચિત્તના બરાબર ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત થાય છે, પરંતુ અનુકંપાના ભાવની મુખ્યતા હોવાથી અહીં તેનું ગુરુ પ્રાયશ્ચિત્તને બદલે લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. અનકંપા ભાવ રાખવો એ સમ્યકત્વને મખ્ય લક્ષણ છે. તો પણ ભિક્ષ આવા અનેક ગહસ્થ જીવનના કાર્યોમાં લાગી ન જાય માટે એના સંયમ જીવનની અનેક મર્યાદા છે. ભિક્ષુની પાસે આહાર અથવા પાણી આવશ્યકતાથી અધિક હોય તો તેને પરઠવાની | સ્થિતિમાં કોઈ ભૂખ્યા અથવા તરસ્યા વ્યક્તિને માંગવાથી અથવા ન માંગનારાને પણ દેવું કલ્પતું નથી. કેમ કે આ પ્રકારની દેવાની પ્રવૃત્તિથી અથવા પ્રસ્તુત સૂત્ર કથિત પ્રવૃત્તિ કરવાથી ક્રમશઃ ભિક્ષુ અનેક ગૃહસ્થ કર્તવ્યમાં; સંયમ સાધનાના મુખ્ય લક્ષ્યથી દૂર થઈ જાય છે. ઉત્તરાધ્યયન અ. ૯, ગા.૪૦ માં નમિરાજર્ષિ શક્રેન્દ્ર દ્વારા થયેલી દાનની પ્રેરણાના જવાબમાં કહે છે કે (તસ્યાવિ સંજમો સેઓ અદિતસ્સ વિ ઈકચણું) અર્થાત્ કાંઈ પણ દાન ન કરવા છતાં, મહાન દાન આપનાર ગૃહસ્થ કરતાં મુનિનો સંયમ શ્રેષ્ઠ છે. અનકંપા ભાવ યુક્ત પ્રવૃત્તિમાં પણ સામાન્ય પરિસ્થિતીના પ્રાયશ્ચિત્તમાં તેમજ વિશેષ પરિસ્થિતિના પ્રાયશ્ચિત્તમાં અંતર હોય છે. જે પ્રાયશ્ચિત્તદાતા ગીતાર્થના નિર્ણય પર નિર્ભય હોય છે. જો કોઈ પશુ અથવા મનુષ્ય મૃત્યુના સંકટમાં આવી ગયા હોય અને તેને બચાવનાર કોઈ ન હોય, એવી સ્થિતિમાં ભિક્ષુ તેને બચાવી લે તો તેને છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત આવતું નથી. માત્ર ગુરુની પાસે આલોચના રૂપ નિવેદન કરવું આવશ્યક છે. એ અનુકંપાની પ્રવૃત્તિમાં બાંધવું, છોડવું આદિ ગૃહકાર્ય, આહાર- પાણી દેવું આદિ મર્યાદા ભંગના કાર્ય અથવા જીવવિરાધનાના કોઈ કાર્ય થઈ જાય તો એ કે પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ અનુકંપાનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. તો પણ સૂત્રમાં અનુકંપા શબ્દ લગાવીને કથન કર્યું છે તે મોહભાવનો અભાવ સૂચિત કરીને લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાની અપેક્ષાએ છે તેમજ સાથે એ પણ બતાવવામાં આવ્યું છે કે કરુણાભાવની પ્રમુખતા હોવાથી ગૃહસ્થ પ્રવૃત્તિનું ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત હોવા છતાં લઘુ પ્રાયશ્ચિત્ત થઈ જાય છે. તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ સંયમ સાધનાના કાળમાં તેજો- લેશ્યાથી ભસ્મ થનારા ગૌશાલકને પોતાની શીતલેશ્યાથી બચાવ્યા અને કેવળજ્ઞાન પછી આ પ્રકારે કહ્યું છે– મેં ગૌશાલકની અનુકંપા માટે શીતલેશ્યા છોડી હતી, જેનાથી વેશ્યાયન બાલતપસ્વીની તેજોલેશ્યા પ્રતિહત થઈ ગઈ હતી. – ભગવતી સૂત્ર શતક-૧૫. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં કરુણાભાવ કે અનુકંપા ભાવનું પ્રાયશ્ચિત્ત નથી. પરંતુ એની સાથે ગૃહસ્થની પ્રવૃત્તિ અથવા સંયમ મર્યાદાના ભંગની પ્રવૃત્તિનું જ પ્રાયશ્ચિત્ત છે અને કરુણાભાવ સાથે હોવાથી તે પ્રવૃત્તિનું લઘુ પ્રાયશ્ચિત્ત છે, એવું સમજવું જોઈએ. અનુકંપા પવિત્ર આત્મ પરિણામ છે : અનુકંપાનો અર્થ છે– કોઈ પ્રાણીને દુઃખી જોઈને જોનારાનું હૃદય કરુણાથી ભરાય જાય અને ભાવના જાગૃત થાય કે એનું આ દુઃખ દૂર થઈ જાય એને જ અનુકંપા કહે છે. આ અનુકંપા આત્માનું પરિણામ છે, આત્માનો ગુણ છે અને એકાંત નિર્વદ્ય છે. માટે અનુકંપાનો સાવદ્ય કે નિર્વધ આવો વિકલ્પ કરવાની કોઈ આવશ્યકતા નથી. અનુકંપાના પરિણામોના કારણે કોઈનું દુઃખ દૂર કરવા માટે જે સાધનરૂપ પ્રવૃત્તિ કરાય છે તે પ્રવૃત્તિ સાવદ્ય અને નિર્વદ્ય બન્ને પ્રકારની થઈ શકે છે. જેમ કે– ભૂખ તરસથી વ્યાકુલ પુરુષને શ્રાવક દ્વારા અચિત્ત ભોજન અથવા અચિત્ત પાણી દેવામાં આવી શકે છે. અથવા સચિત્ત ભોજન અને સચિત્ત પાણી દેવામાં આવી શકે છે. પરંતુ એનાથી આત્મ પરિણામ રૂપ જે અનુકંપા ભાવ છે, એ ભાવોને અથવા આત્મગુણોને સાવદ્ય નિર્વધના વિકલ્પથી કહી શકાતું નથી. કારણ કે તે તો શુભ તેમજ પવિત્ર આત્મ પરિણામ જ છે. આત્માના આ પવિત્ર પરિણામોના કારણે ગૃહસ્થ પ્રવૃત્તિનું પણ પ્રસ્તુત સૂત્રમાં લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. અનુકંપાના ભાવોના નિમિત્તથી અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિ માટે યથાયોગ્ય સાવધ અથવા નિર્વધનો ભેદ સમજી લેવો જોઈએ. સાર:- (૧) અનુકંપાના આત્મ પરિણામ તો સદા સર્વદા શ્રેષ્ઠ તેમજ પવિત્ર જ હોય છે. (૨) અનુકંપાથી કોઈના દુઃખને દૂર કરવાની જે પ્રવૃત્તિ કરાય છે તે નિર્વદ્ય પણ હોય છે અથવા સાવદ્ય પણ હોય છે. પ્રવૃત્તિ કરવામાં સાધુ તેમજ શ્રાવકને પોત-પોતાની અલગ-અલગ મર્યાદા હોય છે, તદ અનુસાર વિવેક રાખવો જોઈએ. Page #235 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 234 પ્રકરણ : દંત–મંજનઃ ઉત્સર્ગ–અપવાદ અને વિવેક જ્ઞાન [ઉદ્દેશક-૩ સૂત્ર-૪૮-પ૦] દશવૈકાલિક અધ્યયન-૩, ગાથા-૩માં દંત પ્રક્ષાલનને અનાચાર કહેલ છે તથા ઔપપાતિક વગેરે અન્ય આગમોમાં અનેક સ્થાનો પર સાધુ-ચર્યામાં (અદંત ધાવણ) પણ એક મહત્ત્વની આવશ્યક ચર્યા કહી છે. વર્તમાન યુગમાં સાધુ-સાધ્વીઓની આહાર–પાણીની સામગ્રી પ્રાચીનકાળ જેવી ન રહેવાને કારણે દંતપ્રક્ષાલન (દંતમંજન) વગેરે ન કરવાથી દાંતોમાં દંતક્ષય' કે પાયરિયા વગેરે રોગો થવાની સંભાવના રહે છે. તેમ છતાં સાધુ-સાધ્વીઓને જિનાજ્ઞાના યથાર્થ પાલન કરવા માટે નીચે લખેલ સાવધાની રાખવી જોઈએ. (૧) પૌષ્ટિક પદાર્થોનું સેવન ન કરવું, જો સેવન કરવામાં આવે તો ઉપવાસ વગેરે તપ અવશ્ય કરતા રહેવું જોઈએ. (૨) હંમેશાં ઉણોદરી તપ અવશ્ય કરવું અર્થાત્ ભૂખથી ઓછું ખાવું.(૩) અત્યંત ગરમ કે અત્યંત ઠંડા પદાર્થો(વસ્તુઓ) ન વાપરવા. (૪) ભોજન કર્યા પછી કે કંઈક ખાધા-પીધા પછી દાંતોને સાફ કરતા થકા થોડું પાણી પી લેવું જોઈએ. સાંજે ચૌવિહાર કરતા સમયે પણ દાંતોને સારી રીતે સાફ કરતાં પાણી પી લેવું જોઈએ. (૫) આખો દિવસ એટલે કે વારંવાર ન ખાવું, મર્યાદિત વાર જ ખાવું. ઉપર પ્રમાણે સાવધાની રાખવાથી અદંત ધોવણ નિયમનું પાલન કરતાં–છતાં પણ દાંત સ્વસ્થ રહી શકે છે, તેમજ ઇન્દ્રિય નિગ્રહ, બ્રહ્મચર્ય પાલન વગેરેમાં પણ સમાધિ ભાવ રહી શકે છે. આગમોક્ત અદંત ધોવન, અસ્નાન, બ્રહ્મચર્ય, ઉણોદરી તપ, વિગય ત્યાગ તથા અન્ય બાહ્ય–આત્યંતર તપ તેમજ બીજા બધા નિયમો પરસ્પર સંબંધિત છે. માટે આગમોક્ત બધા નિયમોનું યથાર્થ પાલન કરવાથી સ્વાથ્ય તેમજ સંયમમાં સમાધિ કાયમ રહે છે તાત્પર્ય એ છે કે અદંતધાવણ નિયમના પાલનમાં ખાવા-પીવાનો વિવેક જરૂરી છે અને ખાન-પાનના વિવેકથી જ ઇન્દ્રિય | નિગ્રહ, બ્રહ્મચર્ય પાલન વગેરેમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ઇન્દ્રિયનિગ્રહની સફળતામાં જ સંયમ આરાધનની સફળતા રહેલી છે. આજ કારણોથી આગમોમાં અદંતધાવણને આટલું વધારે મહત્ત્વ આપેલ છે. - સામાન્ય રીતે મંજન કરવું અને દાંત સાફ કરવા સંબંધી ક્રિયાઓ કરવી તે બધી સંયમ જીવનની અયોગ્ય પ્રવૃત્તિઓ છે. પરંતુ જો અસાવધાનીથી કે અન્ય કોઈ કારણોથી દાંત સડી જવા પર ચિકિત્સાને માટે મંજન કરવું કે દાંત સાફ કરવાની ક્રિયાઓ કરવી પડે તો તે અનાચાર નથી, તેમજ તેનું પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી. દાંતોના સડાની ખબર પડ્યા પછી સાધકે ઉપર્યુક્ત સાવધાનીઓ રાખીને જલદીથી ચિકિત્સા(દવા) નિમિત્તે કરવામાં આવતા દંત પ્રક્ષાલનથી મુક્ત થઈ જવું જોઈએ અર્થાત્ સદાને માટે દંતપ્રક્ષાલન પ્રવૃત્તિનો સ્વીકાર ન કરતાં ખાવા-પીવાનો વિવેક કરીને અદંતધાવણ ચર્યાને ફરીથી સ્વીકારી લેવી જોઈએ. પ્રસ્તુત સૂત્રોમાં અકારણ(બ્રમથી, રોગના ભયથી, ખોટા સંસ્કારથી કે આદતથી) મંજન કરવાનું તેમજ પ્રક્ષાલન કરવાનું અને અન્ય કોઈ પદાર્થ લગાવવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે, એવું સમજવું જોઈએ. વિભૂષાના સંકલ્પથી મંજન વગેરે કરવાનું પ્રાયશ્ચિત્ત અહીં આ લઘુમાસિક પ્રાયશ્ચિત્તના સૂત્રોમાં ન સમજવું. વિભૂષા સંકલ્પને માટે તો પંદરમા ઉદ્દેશકમાં લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત જુદું કહેલ છે. એવું સમજવું જોઈએ. આ દંત પ્રક્ષાલન વિષયે દશવૈકાલિક સૂત્રના પરિશિષ્ટમાં સ્વતંત્ર નિબંધ છે. પાના નં. ૧૮૮. પ્રકરણ : વિભૂષાવૃત્તિ સંબંધી જ્ઞાન-વિજ્ઞાન [ઉદ્દેશક–૧૫: સૂત્ર-૧૫૩–૧૫૪] ભિક્ષુ વસ્ત્ર–પાત્ર વગેરે ઉપકરણો સંયમ નિર્વાહ માટે રાખે છે અને ઉપયોગમાં લે છે. યથા– જંપિ વત્થ ચ પાયે વા, કંબલ પાયપુચ્છણે.- તંપિ સંજમ લજજા ધારંતિ પરિહરતિ યી - દશર્વે. સૂત્ર અ.૬, ગાથા.૨૦ પ્રશ્નવ્યાકરણ સૂત્ર .૨, અ.૧,પમાં પણ કહ્યું છે– એયં પિ સંજમસ્ત ઉવહણઠ્ઠયાએ વાયા તવ દંસમસગસીય પરિરખ્ખણયાએ ઉવગરણે રાગદોસરહિયં પરિહરિયä સંજએણે | ભાવાર્થ – સંયમ નિર્વાહના માટે, લજ્જા નિવારણના માટે, ગરમી, ઠંડી, હવા, ડાંસ-મચ્છર વગેરેથી શરીરના સંરક્ષણ માટે ભિક્ષુ વસ્ત્રાદિ ધારણ કરે કે ઉપયોગમાં લે. આ પ્રકારે ઉપકરણોને રાખવાનું પ્રયોજન આગમમાં સ્પષ્ટ છે. પરંતુ સાધુ જો વિભૂષાને માટે, શરીર વગેરેની શોભાને માટે, પોતાને સુંદર દેખાડવાને માટે તેમજ નિમ્પ્રયોજન ઉપકરણોને ધારણ કરે, તો તેને પ્રસ્તુત ૧૫૩ માં સૂત્ર અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. ૧૫૪ માં સૂત્રમાં વિભૂષાવૃત્તિથી અર્થાત્ સુંદર દેખાવાને માટે જો સાધુ વસ્ત્રાદિ ઉપકરણોને ધોવે કે સુસજિજત રાખે તો તેનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. આ બંન્ને સૂત્રોથી એ સ્પષ્ટ છે કે ભિક્ષુ વિભૂષા વૃત્તિ વિના, કોઈ પ્રયોજન(કારણ)થી વસ્ત્રાદિ ઉપકરણ રાખે કે તેને ધોવે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત નથી આવતું અર્થાત્ સાધુ સંયમ ઉપયોગી ઉપકરણો રાખી શકે છે. તેને આવશ્યકતા અનુસાર યથાવિધિ ધોઈ પણ શકે છે. પરંત ધોવામાં વિભષાનો ભાવ ન થવો જોઈએ તેમજ અનાવશ્યક પણ ન હોવું જોઈએ. જો સાધુને વસ્ત્રો ધોવા સંપૂર્ણ અકલ્પનીય હોત તો તેનું પ્રાયશ્ચિત્ત કથન અલગ પ્રકારથી હોત; પણ આ સૂત્રમાં વિભૂષા વૃત્તિથી ધોવાનું જ પ્રાયશ્ચિત્ત કહેલ છે. પરંતુ આ વિષયક અન્ય પ્રાયશ્ચિત્ત કોઈ પણ ઉદ્દેશકમાં કહેલ નથી. શરીર પરિકર્મ સંબંધી ૫૪ સૂત્ર તો અનેક ઉદ્દેશકોમાં આપેલ છે પરંતુ અહીંયા વિભૂષાવૃત્તિના પ્રકરણમાં બે સૂત્ર વધારીને પ૬ સૂત્ર કહેલ છે. માટે આ સૂત્રપાઠથી સાધને વસ્ત્ર ધોવા વિહિત થાય છે. વિશિષ્ટ અભિગ્રહ ધારણ કરનારાની અપેક્ષાથી જ આચા. શ્ર. ૧, અધ્યયન ૮ ના ઉદેશક ૪,૫.૬ માં વસ્ત્ર ધોવાનો એકાંત નિષેધ છે. તેવું ત્યાંના વર્ણનથી સ્પષ્ટ થાય છે. આ ઉદ્દેશકમાં વિભૂષાના સંકલ્પથી ૫૪ સૂત્રોથી શરીર પરિકર્મોનું અને તે સિવાય બે સૂત્રોથી ઉપકરણ રાખવા તથા ધોવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. અન્ય આગમોમાં પણ સાધુને માટે વિભૂષાવૃત્તિનો ભિન્ન-ભિન્ન પ્રકારે નિષેધ કરવામાં આવેલ છે. (૧) દશવૈકાલિક સૂત્ર અ.૩, ગાથા-૯ માં વિભૂષા કરવાને અનાચાર કહેલ છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ jain (૨) દશવૈકાલિક સૂત્ર અ.૬, ગાથા-૬૫ થી ૬૭ સુધીમાં કહ્યું છે કે નગ્નભાવ તેમજ ફંડભાવ સ્વીકાર કરનારા કેશ તથા નખોને સંસ્કાર ન કરનારા તથા મૈથુનથી વિરત ભિક્ષુને વિભૂષાથી શું પ્રયોજન છે ? અર્થાત્ એવા સાધુ-સાધ્વીઓને વિભૂષા કરવાનું કોઈ પ્રયોજન પણ નથી, તેમ છતાં જે ભિક્ષુ વિભૂષાવૃત્તિ કરે છે તે ચીકણા કર્મોનો બંધ કરે છે અને તેનાથી તે ઘોર એવા દુસ્તર સંસાર સાગરમાં પડે છે. 235 કથાસાર તે પછીની ગાથામાં ફક્ત વિભૂષાના વિચારોને પણ જ્ઞાનીઓએ વિભૂષા પ્રવૃત્તિ કરવાના સમાન જ કર્મબંધ તેમજ સંસારનું કારણ કહ્યું છે. આ વિભૂષા વૃત્તિથી અનેક સાવધ પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય છે. માટે આ પ્રવૃત્તિ છકાય રક્ષક મુનિએ આચરવા યોગ્ય નથી. (૩) દશવૈકાલિક સૂત્ર અ.૮, ગાથા-૫૭ માં સંયમને માટે વિભૂષાવૃત્તિને તાલપુટ(હળાહળ) ઝેરની ઉપમા આપી છે. (૪) ઉત્તરાધ્યયન સૂત્ર અ.૧૬ માં કહ્યું છે કે જે ભિક્ષુ વિભૂષાને માટે પ્રવૃત્તિ કરે તે નિગ્રંથ નથી; માટે ભિક્ષુએ વિભૂષા કરવી જોઈએ જ નહીં.ભિક્ષુ વિભૂષા અને શરીર પરિમંડન(શોભા)નો ત્યાગ કરે તથા બ્રહ્મચર્યરત ભિક્ષુ શ્રૃંગારને માટે વસ્ત્રાદિને પણ ધારણ ન કરે આ આગમ સ્થળોથી સ્પષ્ટ થાય છે કે બ્રહ્મચર્યને માટે વિભૂષાવૃત્તિ સર્વથા અહિતકારી છે, કર્મબંધનું કારણ છે તથા પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. માટે ભિક્ષુ વિભૂષાના સંકલ્પોનો ત્યાગ કરે તથા શારીરિક શ્રૃંગાર કરવાનો તેમજ ઉપકરણોને સુંદર દેખાડવાનો પ્રયત્ન જ ન કરે. સાધુ ઉપકરણોને સંયમ અને શરીરની સુરક્ષાને માટે જ ધારણ કરે. તેમજ પ્રક્ષાલન કરવું હોય તો સામાન્ય રીતે અચિત્ત પાણીથી જ પ્રક્ષાલન કરવું જોઈએ. વિશેષ કારણથી કોઈ પદાર્થ(સાબુઆદિ)નો ઉપયોગ કરવો હોય તો જીવ વિરાધના ન થાય તેનો પૂર્ણ વિવેક રાખવો જોઈએ, તેમજ મન વિભૂષાવૃત્તિ વાળું ન બને, તેની પણ સતત સાવધાની રાખવી જોઈએ. (નોંધઃ નખ કાપવા આવશ્યક એટલા માટે છે કે કયારેક અન્ય સાધુની સેવાનો અવસર આવતાં, પહેલા નખ કાપવા જવાતુ નથી, તથા કોઈ વાર ઠેસ લાગવાથી આખો નખ તુટી અને ઉખડી શકે છે. નખનો મેલ પોતાને કે અન્યને રોગનુ કારણ બની શકે છે. વિભુષા માટે નખ કાપી શકાતા નથી . વસ્ત્ર-પાત્ર ધોવા સંબંધી કાર્ય કરતાં નખનો મેલ સ્વતઃ પણ નીકળી જાય છે.) આદર્શ શ્રમણ = ભાવશુદ્ધિ :– (૧) કોઈપણ ગામ, ઘર કે ગૃહસ્થમાં મમત્વ બુદ્ધિ કરવી નહીં અર્થાત્ તેઓને મારા છે, મારા છે, તેમ કરવું નહીં. (૨) વિભૂષા વૃત્તિ કરવી નહીં એટલે કે સુંદર દેખાવ માટે શરીર કે વસ્ત્રાદિને સંવારવા નહીં. (૩) કોઈપણ વ્યક્તિ, પ્રાણી કે સાધુથી ઘૃણા કરવી નહીં .પરંતુ ગુસ્સા ઘમંડની ઘૃણા કરવી. (૪) કોઈની નિંદા તિરસ્કાર કે ઈન્સલ્ટ કરવા નહીં. (૫) કયારે ય શોક સંતપ્ત થવું નહીં, સદાય પ્રસન્નચિત્ત અને સંતુષ્ટ રહેવું. ( સદાય પ્રસન્નચિત્ત અને સંતુષ્ટ રહેવાથી ધર્મની મૂક પ્રસંસા અને પ્રભાવના થાય છે.) આચારશુદ્ધિ :- (૧) નવ વાડ યુક્ત બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરવું (૨) ભાવ અને ભાષાને પવિત્ર રાખવા (૩) આહાર-પાણી, મકાન–પાટ, વસ્ત્ર–પાત્ર આદિની શુદ્ધ ગવેષણા કરવી (૪) ગમનાગમન આદિ પ્રવૃત્તિઓ વિવેકપૂર્વક કરવી (૫) મૃદુ ભાષી, પવિત્ર હૃદયી, સરળ શાંત સ્વભાવી બનવું (૬) આગમ સ્વાધ્યાય, એકત્વ ભાવના અને તપસ્યામાં લીન રહેવું (૭) આગમોને અર્થ સાથે કંઠસ્થ કરવા અને કંઠસ્થ રાખવા. : આદર્શ શ્રાવક = પાંચ કામ કરો :– (૧) નિત્ય સામાયિક (૨) મહીનામાં છ પોષધ (૩) દરરોજ ચૌદ નિયમ ધારણ (૪) તીન મનોરથ ચિંતન (૫) પ્રતિદિન પ્રતિક્રમણ કે પાક્ષિક પ્રતિક્રમણ. = પાંચ કામ છોડો :– (૧) રાત્રિ ભોજન (૨) કંદ-મૂળ (૩) સચિત્ત પદાર્થ (૪) કર્માદાન–મહાઆરંભનાં કામ (૫) મિથ્યાત્વ અનુમોદક પ્રવૃત્તિઓ એટલે પ્રવૃત્તિમિથ્યાત્વ. મુનિદર્શનની પહેલાં : શ્રાવકની પ્રથમ કક્ષા = પાંચ વિવેક રાખવા :- (૧) ફળ, પાન, એલચી આદિ સચિત્ત વસ્તુઓ સાથે ન રાખવી – મોબાઈલ તથા સેલવાળી ઘડિયાલ અગ્નિકાય થી સંકળાયેલી હોવાથી સચિત જ છે. પ્રમાણ :– પુદગલ સવયં તથા પ્રયોગથી ચલીત થાય છે.પ્રયોગ ફકત જીવને જ હોય છે.ચાવી વાળી ઘડિયાલ માં જીવનો પૂર્વ પ્રયોગ છે. સેલવાળા ઉપકરણો અગ્નિકાય તથા વાયુકાય જીવોના કાયબલ ( વેદના સમુદધાત ) થી ચાલે છે. (૨) જોડા, ચંપ્પલ નીકાળવા, હથિયાર-શસ્ત્ર દૂર રાખવા (૩) ઉઘાડે મુખે રહેવું નહીં, ઉત્તરાસન કે મુહપત્તિ રાખવી (૪) બંને હાથ જોડીને મુનિ સીમામાં પ્રવેશ કરવો (૫) રાગ–દ્વેષની મનોવૃત્તિઓનું નિવારણ કરી ચિત્તને નિર્મળ અને એકાગ્ર કરવું. : જિનકલ્પી અને છદ્મસ્થ તીર્થંકર જેવા વિશિષ્ટ સાધકોનું વિચરણ માત્ર નિર્જરાર્થે હોય છે. તેઓ અનાર્ય ક્ષેત્રમાં પણ જઈ શકે છે. સ્થવિર કલ્પી શ્રમણોનું વિચરણ ધર્મ પ્રભાવનાર્થ તથા સંયમરક્ષક હોય છે. તેઓ આર્ય ક્ષેત્ર અને સહજ માર્ગવાળા ક્ષેત્રમાં જ વિચરણ કરે, એવી તેઓ માટે હિતાવહ પ્રભુ આજ્ઞા છે. નય દ્વાર :– વસ્તુને વિભિન્ન દૃષ્ટિઓથી સમજવા માટે અથવા એના મૂળસુધી પ્રવેશ કરવા માટે એ વસ્તુની ‘નય’ દ્વારા વિચારણા કરાય છે. અપેક્ષાએ ‘નય’ના વિવિધ પ્રકાર હોય છે, અથવા તો જેટલા વચન માર્ગ છે, જેટલા આશયથી વસ્તુનું કથન કરી શકાય છે, તેટલા નય હોય છે. અર્થાત્ પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ(ગુણ) રહેલા હોય છે; એમાંથી એક સમયમાં અપેક્ષિત કોઈ એક ધર્મનું કથન કરી શકાય છે. એ એક ધર્મના કહેવાની અપેક્ષાવાળા વચનને નય કહેવાય છે. અતઃ અનંત ધર્માત્મક વસ્તુઓની અપેક્ષા નયોની સંખ્યા પણ અનંત છે. તેમ છતાં કોઈપણ વસ્તુને સરળતાથી સમજવા માટે એ અનેક ભેદોનો સંગ્રહ કરી સીમિત ભેદોમાં સમાવિષ્ટ કરીને કથન કરવું આવશ્યક છે. આ જ કારણે ઉક્ત અનેક ભેદોનો સમાવેશ સાત નયોમાં કરવામાં આવેલ છે. તે ઉપરાંત સંક્ષિપ્ત અપેક્ષાથી બબ્બે ભેદ પણ કરવામાં આવે છે. યથા– દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય; નિશ્ચય નય અને વ્યવહાર નય. જ્ઞાન નય એવં ક્રિયા નય. અતિ સંક્ષેપ વિધિથી તે સાત ભેદોને આ બે—બેમાં સમાવિષ્ટ કરીને પણ કથન કરી દેવામાં આવે છે. સૂત્રોક્ત સાત Page #237 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 236 નય આ પ્રકારે છે– (૧) નૈગમ નય (૨) સંગ્રહ નય (૩) વ્યવહાર નય (૪) ઋજુ સૂત્ર નય (૫) શબ્દ નય (દ) સમભિરૂઢ નય (૭) એવંભૂત નય. (૧) નૈગમ નય – આ નયમાં વસ્તુના સામાન્ય અને વિશેષ ઉભય ધર્મોના અલગ-અલગ અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે. અર્થાત્ કોઈ વસ્તુમાં અંશ માત્ર પણ પોતાનો વાચ્ય ગુણ હોય તો પણ એને સત્યરૂપમાં સ્વીકાર કરાય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલનો પણ અલગ-અલગ સ્વીકાર કરાય છે. અર્થાત્ જે થઈ ગયું છે, જે થઈ રહ્યું છે, જે થવાનું છે, એને સત્યરૂપમાં આ નય સ્વીકાર કરે છે. ન + એક + ગમ ઊ નૈગમ – જેમાં વિચાર ફકત એક નહિ પણ અનેક પ્રકારોથી કરાય છે. વસ્તુઓના ધર્મોનું અલગ–અલગ અસ્તિત્વ સ્વીકાર કરવાવાળો આ નય છે. તીર્થકર આદિ મહાપુરુષોના જન્મ દિનનો સ્વીકાર કરીને ઉજવાય છે તે પણ નૈગમ નયથી સ્વીકાર કરાય છે. આ નય ચારે ય નિક્ષેપોનો સ્વીકાર કરે છે. (૨) સંગ્રહનય :- આ નયમાં વસ્તુના સામાન્ય ધર્મનો સ્વીકાર કરાય છે. અલગ-અલગ ભેદોથી વસ્તુને ભિન્ન ભિન્નરૂપે સ્વીકાર નહીં કરતા, સામાન્ય ધર્મથી જાતિવાચકરૂપથી વસ્તુનો સંગ્રહ કરીને એને એક વસ્તુરૂપ સ્વીકાર કરીને કથન કરવામાં આવે છે. એની વિભિન્નતાઓ અને વિશેષતાઓને એક રૂપ સ્વીકાર કરીને આ નય કથન કરે છે. અર્થાત્ આ નય યુક્ત કથનમાં સામાન્ય ધર્મની વિવિક્ષાની પ્રમુખતા રહે છે અને વિશેષ ધર્મ ગૌણ હોય છે. આ નય ભેદ-પ્રભેદોને ગૌણ કરે છે અને સામાન્ય-સામાન્યને ગ્રહણ કરે છે. આવું કરતાં એ વિશેષને પણ ગ્રહણ કરે છે પરંતુ વિશેષ ધર્મને સામાન્ય ધર્મરૂપમાં સ્વીકાર કરીને એમાં અનેક વસ્તુઓને સંગ્રહિત કરે છે. યથા– “ઘડા' દ્રવ્યનું કથન કરીને બધાજ ઘડાનો સ્વીકાર કરાયો છે. ભલે તે નાનો હોય કે મોટો હોય અથવા એક કે અનેક રંગનો હોય અથવા તેમાં અનેક ગુણ ભેદ કે મૂલ્યભેદ કેમ ન હોય, પરંતુ ઘડી એ ઘડો છે અને ભેદ, પ્રભેદ અને અલગ અલગ વસ્તુનો સ્વીકાર એમાં નથી હોતો. જ્યારે “વાસણ' દ્રવ્યનો બોધ પણ બધી જાતના વાસણોને એકમાં સમાવિષ્ટ કરીને કરાય છે. અલગ-અલગ જાતિ યા અલગ-અલગ પદાર્થોની ભિન્નતાની અપેક્ષા આ નયમાં રખાતી નથી. આ નય વિશેષનો ગ્રાહક નથી. તે પણ ત્રણે ય કાળની અવસ્થા અને ચારે ય નિક્ષેપનો સ્વીકાર કરે છે. (૩) વ્યવહાર નય - વ્યવહારમાં ઉપયુક્ત જે પણ વસ્તુનો વિશેષ વિશેષતર ગુણ ધર્મ છે તેને સ્વીકાર કરનારો આ વ્યવહાર નય છે. એ નયવસ્તુની સામાન્ય સામાન્યતર ધર્મની અપેક્ષા રાખતો નથી. પોતાના લક્ષિત વ્યવહારોપયુક્ત વિશેષ ધર્મને સ્વીકાર કરવાની અપેક્ષા રાખે છે. એ ત્રણે ય કાળની વાતનો અને ચારે નિક્ષેપોનો સ્વીકાર કરે છે. સંગ્રહ નય જીવોને જીવ શબ્દથી કહેશે તો આ નય એને નારકી દેવતા આદિ વિશેષ ભેદથી કહેશે. (૪) ઋજુ સૂત્ર નય - આ નય ભૂત-ભવિષ્યનો સ્વીકાર નથી કરતો. ફક્ત વર્તમાન ગુણધર્મનો સ્વીકાર કરે છે અર્થાતુ વર્તમાનમાં જે પદાર્થનું સ્વરૂપ કે અવસ્થા કે ગુણ છે તેને એ નય માનશે અને કહેશે પરંતુ શેષ અવસ્થાની અપેક્ષા કરતો નથી. આ નય ફક્ત ભાવ નિક્ષેપનો સ્વીકાર કરે છે. (૫) શબ્દનય – કાલ, કારક, લિંગ, વચન, સંખ્યા, પુરુષ, ઉપસર્ગ આદિ શબ્દોના જે અર્થ પ્રસિદ્ધ થાય, તેનો સ્વીકાર કરવાવાળો નય એ શબ્દ નય છે. એક પદાર્થને કહેવાવાળા પર્યાયવાચી શબ્દોને એકાઈક એક રૂપમાં આ નય સ્વીકાર કરી લે છે. અર્થાત્ શબ્દોને વ્યુત્પત્તિ અર્થથી, રૂઢ પ્રચલનથી અને પર્યાયવાચી રૂપમાં પણ સ્વીકાર કરે છે. (૬) સમભિરૂઢ નય - પર્યાયવાચી શબ્દોમાં નિરૂક્તિ ભેદથી જે ભિન્ન અર્થ હોય છે એને અલગ-અલગ સ્વીકાર કરનારો એવંભૂત નય છે. શબ્દ નય શબ્દોની અપેક્ષા રાખે છે. અર્થાત્ સર્વે શબ્દોને અને એના પ્રચલનને માને છે, પરન્તુ આ નય એ શબ્દોના અર્થની અપેક્ષા રાખે છે. પર્યાય શબ્દોના વાચ્ય અર્થવાળા પદાર્થોને ભિન્ન ભિન્ન માને છે. આ નય વિશેષનો સ્વીકાર કરે છે. સામાન્યને નથી માનતો; વર્તમાન કાળને માને છે અને એક ભાવ નિક્ષેપનો જ સ્વીકાર કરે છે. (૭) એવંભૂત નય – અન્ય કોઈપણ અપેક્ષા યા શબ્દ અથવા શબ્દાર્થ આદિનો સ્વીકાર નહીં કરતાં એ જ અર્થમાં ઉપયુક્ત (ઉપયોગ સહિત) અવસ્થામાં એ નય વસ્તુનો સ્વીકાર કરે છે; અન્ય અવસ્થામાં વસ્તુનો સ્વીકાર કરતો નથી, સમભિરૂઢ નય તો અર્થ ઘટિત હોવાથી એ વસ્તુનો અલગ સ્વીકાર કરી લે છે. પરંતુ આ નય તો અર્થની જે ક્રિયા છે તેમાં વર્તમાન વસ્તુનો જ સ્વીકાર કરે છે અર્થાત્ ક્રિયાવિત રૂપમાં જ શબ્દ અને વાચ્યાર્થવાળી વસ્તુનો સ્વીકાર કરે છે. આ પ્રકારે આ નય શબ્દ, અર્થ અને ક્રિયા ત્રણેને જુએ છે. વસ્તુના જે નામ અને અર્થ છે, તેવી જ તેની ક્રિયા અને પરિણામની ધારા હોય, વસ્તુ સ્વયંના ગુણધર્મમાં પૂર્ણ હોય અને પ્રત્યક્ષ દેખાય, સમજાય તેને જ તે એવંભૂત નય વસ્તુરૂપમાં સ્વીકાર કરે છે. એક અંશ પણ ઓછો હોય તો તે આ નયને સ્વીકાર્ય નથી. આ પ્રકારે આ નય સામાન્યને સ્વીકારતો નથી, વિશેષને સ્વીકારે છે. વર્તમાનકાળ એવં ભાવનિક્ષેપનો સ્વીકાર કરે છે. દષ્ટાંતો દ્વારા પુનઃ નયસ્વરૂપ વિચારણા નૈગમ નય - આ નયમાં વસ્તુ સ્વરૂપને સમજવામાં કે કહેવામાં તેના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ બન્નેની પ્રધાનતાનો સ્વીકાર હોય છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન સર્વે અવસ્થાને પ્રધાનતા આપીને તેનો સ્વીકાર કરે છે. વસ્તુના વિશાળરૂપથી પણ તે વસ્તુનો સ્વીકાર કરે છે અને વસ્તુના એક અંશથી પણ તે વસ્તુનો સ્વીકાર કરવામાં આવે છે. આ નયના અપેક્ષા–સ્વરૂપને સમજવા માટે ત્રણ દષ્ટાંત આપ્યા છે. યથા– ૧.નિવાસનું ૨. પ્રસ્થક નામના કાષ્ઠ પાત્રનું ૩. ગામનું. (૧) એક વ્યક્તિએ બીજી વ્યક્તિને પૂછ્યું કે આપ ક્યાં રહો છો? તો એના પ્રશ્નના ઉત્તરમાં તે કહે કે હું લોકમાં રહું છું અથવા | તિરછા લોકમાં રહું છું અથવા જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં હિન્દુસ્તાનમાં, આ રીતે ગુજરાત, રાજકોટ, કાલાવડ રોડ, ઓમાનવાળા ઉપાશ્રય, બીજા માળે વગેરે કોઈપણ ઉત્તર આપે. નૈગમ નય તે બધી અપેક્ષાઓને સત્ય યા પ્રમુખતાથી સ્વીકાર કરે છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ jain (૨) કાષ્ઠપાત્ર બનાવવા માટે લાકડા કાપવા જંગલમાં જતી વખતે કોઈના પૂછવા પર તે વ્યક્તિ કહે કે પ્રસ્થક(કાષ્ઠ પાત્ર) લેવા જઈ રહ્યો છું. વૃક્ષ કાપતી વખતે, પાછા આવતી વખતે, છોલતી વખતે, સુધારતી વખતે અને પાત્ર બનાવતી વખતે, આ પ્રકારે સર્વે અવસ્થાઓમાં એનું પ્રસ્થક બનાવવાનું કહેવું નૈગમ નય સત્ય સ્વીકાર કરે છે. (૩) જયપુર જનારો વ્યક્તિ જયપુરની સીમામાં પ્રવેશ કરતાં કહે કે જયપુર આવી ગયું, નગર કે બગીચામાં પ્રવેશતાં કહે જયપુર આવી ગયું, શહેરમાં પહોંચતાં, પ્રવેશતાં, મોટા રસ્તા પર પહોંચતાં અને તેમાં પણ લાલ ભવનમાં બેસતાં, પોતાના સાથીઓને કહે કે આપણે જયપુરમાં બેઠા છીએ. આ સર્વે અવસ્થાઓના વાક્ય પ્રયોગોને નૈગમ નય વગર સંકોચે સત્ય સ્વીકાર કરી લે છે. આ નૈગમ નયની અપેક્ષા છે. આ પ્રકારે દ્રવ્ય પર્યાય સામાન્ય અને વિશેષ તથા ત્રણે કાળને સત્ય સ્વીકાર કરનારો નૈગમ નય છે. 237 કથાસાર સંગ્રહ નય :– નૈગમ નય સામાન્ય અને વિશેષ બન્નેની ઉપયોગિતાનો સ્વીકાર કરે છે. સંગ્રહ નય ફક્ત સામાન્યનો સ્વીકાર કરે છે, વિશેષને ગૌણ કરે છે. સામાન્ય ધર્મથી અનેક વસ્તુઓને એકમાં જ સ્વીકાર કરવાવાળો સંગ્રહ નય છે. યથા– ભોજન લાવો. આ કથનમાં રોટલી, શાક, મિઠાઈ, દહીં, નમકીન ઇત્યાદિ સર્વે પદાર્થોને ગ્રહણ કરી એને આદેશ અપાય તેને સંગ્રહ નય કહે છે. એવી જ રીતે અહીં વનસ્પતિઓ છે. તેમ કહેવાથી લીલું ઘાસ, છોડ, વેલ, આંબાનું વૃક્ષ આદિ અનેકોના સમાવેશ યુક્ત કથન સંગ્રહ નયની અપેક્ષાએ છે. એ પ્રકારે દ્રવ્યથી ૬ દ્રવ્યોનું, જીવથી ચાર ગતિના જીવોનું કથન સંગ્રહ નયની અપેક્ષાએ છે. આ પ્રકારે આ નય એક શબ્દમાં અનેક પદાર્થોનો સંગ્રહ કરે છે. વિશેષ વિશેષતર ભેદ– પ્રભેદોની અપેક્ષા રાખતો નથી. વ્યવહાર નય :– સામાન્ય ધર્મોને છોડીને વિશેષ ધર્મોને ગ્રહણ કરી વસ્તુનું કથન કરવાવાળો અને ભેદ–પ્રભેદ કરી વસ્તુનું કથન કરનારો વ્યવહાર નય છે. જેમ કે દ્રવ્યને છ ભેદથી, એમાં પણ જીવ દ્રવ્યને ચાર ગતિથી, પછી જાતિથી, કાયાથી, પછી દેશ વિશેષથી કથન કરે છે. જેમકે સંગ્રહ નય મનુષ્ય જાનવર આદિ અથવા તેના સમૂહને આ જીવ છે, એવા સામાન્ય ધર્મની પ્રમુખતાથી કથન કરે. જ્યારે વ્યવહાર નય આ મનુષ્ય ભારતવર્ષના રાજસ્થાન પ્રાંતના જયપુર નગરનો બ્રાહ્મણ જાતિનો ત્રીસ વર્ષનો જુવાન છે, એવું કહેશે. એ રીતે વિશેષ ધર્મ કથન તથા આશયને વ્યવહાર નય પ્રમુખ કરે છે. (૧) નૈગમ નય સામાન્ય અને વિશેષ બન્નેને ઉપયોગી સ્વીકારે છે. (૨) સંગ્રહ નય સામાન્યને ઉપયોગી સ્વીકાર કરે છે. (૩) વ્યવહાર નય વિશેષ (વ્યવહારિક) અવસ્થા સ્વીકાર કરીને કથન કરે છે. આ ત્રણ નયને દ્રવ્યાર્થિક નય કહે છે. આ નયો ત્રણે કાળને સ્વીકારે છે. ૠજુસૂત્ર નય :– ફક્ત વર્તમાનકાળને પ્રમુખતા આપવાવાળો યા સ્વીકાર કરનારો આ નય જુસૂત્ર નય છે. આ વર્તમાનની ઉપયોગિતા સ્વીકાર કરે છે. ભૂત અને ભાવીના ધર્મોની, અવસ્થાઓની અપેક્ષા રાખતો નથી. કોઈ વ્યક્તિ પહેલાં દુ:ખી હતો, પછી એનું ભવિષ્ય પણ દુ:ખી હશે, પરંતુ અત્યારે વર્તમાનમાં સુખી છે, સુખનો અનુભવ કરી રહ્યો છે. તેને ભૂત અને ભવિષ્યના દુઃખનો અત્યારે શું સંબંધ ? આથી તે વ્યક્તિને સુખી કહેવામાં આવશે. કોઈ પહેલાં રાજા હતો, હમણાં ભિખારી બની ગયો છે. પછી ફરી કયારેક રાજા બનશે. પરંતુ અત્યારે તે ભીખારીપણાનો અનુભવ કરી રહ્યો છે. અતઃ એને ભૂતકાળ અને રાજાપણાનો અત્યારે કંઈ જ સંબંધ નથી. અત્યારે તો એ ભિખારી જ કહેવાશે. કોઈ વ્યક્તિ મુનિ બન્યો હતો, અત્યારે તે ગૃહસ્થ છે, ફરી મુનિ બની જશે. વર્તમાનમાં તે ગૃહસ્થરૂપમાં છે. પૂર્વ અને ભાવી મુનિપણાનો એને કોઈ આત્માનંદ નથી. અતઃ આ નય વર્તમાન અવસ્થામાં વસ્તુ સ્વરૂપને દેખે છે, જાણે છે અને કથન કરે છે. " શબ્દ નય :– શબ્દથી પદાર્થોનું જ્ઞાન થાય છે. એટલા માટે આ નય પદાર્થનો કોઈપણ પ્રકારે બોધ કરાવનાર શબ્દોનો સ્વીકાર કરે છે. તે શબ્દ જે પદાર્થનો બોધ કરાવે છે તેને આ નય પ્રધાનતા આપીને સ્વીકાર કરે છે. આ નય વર્તમાનને સ્વીકાર કરે છે. યથા જિન’ શબ્દ જે વર્તમાનમાં રાગદ્વેષ વિજેતા છે એને એ ગ્રહણ કરે છે. પરંતુ ભવિષ્યમાં કોઈ જિન થશે એ દ્રવ્ય ‘જિન’નો સ્વીકાર કરતો નથી. તેવી રીતે કોઈનું નામ ‘જિન’ છે, એ નામ જિનનો પણ સ્વીકાર કરતો નથી. પ્રતિમા, યા ચિત્ર પર કોઈ ‘જિન’ની સ્થાપના કરી તે ‘સ્થાપના જિન’ને પણ આ નય સ્વીકાર કરતો નથી . આ પ્રકારે આ નય કેવલ ભાવ નિક્ષેપનો સ્વીકાર કરે છે. નામ, સ્થાપના એવં દ્રવ્યનિક્ષેપને આ નય સ્વીકાર કરતો નથી. જે શબ્દ જે વસ્તુનું કથન કરવાની અર્થ યોગ્યતા અથવા બોધકતા ધરાવે છે એના માટે એ શબ્દનો પ્રયોગ કરવો શબ્દ નય છે. શબ્દ– યોગિક, રૂઢ અને યોગિકરૂઢ પણ હોય છે. તે જે—જે શબ્દના બોધક હોય છે, તેને આ નય ઉપયોગી સ્વીકાર કરે છે. યથા ૧‘પાચક’ આ યૌગિક નિરુક્ત શબ્દ છે. એનો અર્થ રસોઈયો, રસોઈ કરનારો હોય છે. ૨– ‘ગૌ’ આ રૂઢ શબ્દ છે. એનો અર્થ છે– જવાની ક્રિયા કરનારો. પરંતુ બળદ અથવા ગાય જાતિ માટે એનો અર્થ રૂઢ થયો છે. અતઃ શબ્દનય એનો પણ સ્વીકાર કરે છે. ૩– પંકજ’ યૌગિક પણ છે અને રૂઢ પણ છે. એનો અર્થ છે કીચડમાં ઉત્પન્ન થનારું ‘કમળ’. પરંતુ કીચડમાં તો દેડકો, શેવાળ આદિ ઘણી વસ્તુઓ ઉત્પન્ન થાય છે. એને નહીં સમજતા ફક્ત ‘કમળ’ને જ સમજવામાં આવે છે. આ રીતે ‘પંકજ’ એ યૌગિકરૂઢ શબ્દ છે. એનાથી કમળનો જ બોધ થાય છે. શબ્દ નય એનો પણ સ્વીકાર કરે છે. એ પ્રકારે વિભિન્ન રીતે અર્થનો બોધક અને સર્વે શબ્દોની ઉપયોગિતા કરનારો એ ‘શબ્દનય’ છે. સમભિરૂઢ નય :– આ નય પણ એક પ્રકારનો શબ્દનય છે. એનું સ્વરૂપ પણ શબ્દનયની સમાન સમજવું જોઈએ. વિશેષતાએ છે કે આ રૂઢ શબ્દ આદિને પદાર્થનો અર્થ બોધક તરીકે સ્વીકાર કરતો નથી, ફક્ત યૌગિક, નિરુકત શબ્દ જે અર્થને કહે છે તે પદાર્થનો જ આ નય સ્વીકાર કરે છે. અર્થાત્ રૂઢ શબ્દનો સ્વીકાર નથી કરતો, સાથે પર્યાયવાચી શબ્દ છે એને પણ એકરૂપમાં સ્વીકાર નથી કરતો પરન્તુ ભિન્ન ભિન્ન રૂપમાં એનો સ્વીકાર કરે છે. અર્થાત્ એ પર્યાયવાચી શબ્દોનો જે નિરુક્ત અર્થ હોય છે એ શબ્દથી એ પદાર્થનો સ્વીકાર કરે છે અને બીજા પર્યાયવાચી શબ્દને વાચ્ય પદાર્થથી એનો અલગ સ્વીકાર કરે છે. યથા– જિન, કેવળી, તીર્થંકર આ જિનેશ્વરના જ બોધક શબ્દ છે એવું એકાર્થક રૂપમાં પણ છે. તો પણ એ નય એનો અલગ–અલગ અર્થમાં અલગ-અલગ સ્વીકાર Page #239 -------------------------------------------------------------------------- ________________ 238 આગમ-કથાઓ કરશે. આ પ્રકારે આ નય નિરૂક્ત અર્થની પ્રધાનતાએ શબ્દનો પ્રયોગ તે પદાર્થ માટે કરે છે તથા આવો પ્રયોગ કરવો ઉપયોગી માને છે. એ પર્યાય શબ્દને અલગ-અલગ પદાર્થનો બોધક માને છે. જિન,અહંત, તીર્થકર, કેવળી એ ભિન્ન-ભિન્ન ગુણવાળા ના બોધક છે. એવંભૂત નય :- જે શબ્દનો જે અર્થ છે અને તે અર્થ જે પદાર્થનો બોધક છે તે પદાર્થ જ્યારે એ અર્થનો અનુભવ કરાવે, એ અર્થની ક્રિયાશીલ અવસ્થામાં હોય ત્યારે એ માટે એ શબ્દનો પ્રયોગ કરવો, એ આ એવંભૂત નયનો આશય છે. અર્થાત્ જે દિવસે જે સમયે તીર્થની સ્થાપના કરી તે સમયે તીર્થકર શબ્દનો પ્રયોગ કરવો. જે સમયે સુરાસુર દ્વારા પૂજા કરાય છે તે સમયે અર્વત્ કહેવું, કલમથી જ્યારે લખવાનું કાર્ય કરાય છે ત્યારે એને માટે લેખની’ શબ્દનો પ્રયોગ કરવો. સમભિરુઢ નય નિરુક્ત અર્થવાળા શબ્દનો સ્વીકાર કરે છે અને એવંભૂત નય પણ એનો સ્વીકાર કરે છે. પરંતુ એ ભાવ થા ક્રિયામાં પરિણત વસ્તુ માટે એ શબ્દનો પ્રયોગ કરવાનો સ્વીકાર કરે છે; એ એની વિશેષતા છે. આ પ્રકારે આ નય કેવળ શુદ્ધ ભાવ નિક્ષેપનો જ સ્વીકાર કરવાનું કથન કરે છે. આ સાતે નય પોતપોતાની અપેક્ષાએ વચન પ્રયોગ અને વ્યવહાર કરે છે, એ અપેક્ષાએ જ એ નય કહેવાય છે. અન્ય અપેક્ષાનો સ્પર્શ કરતા નથી, ઉપેક્ષા રાખે છે, માટે તે નય કહેવાય છે. જો એ નયો બીજી અપેક્ષાનું ખંડન, વિરોધ કરે તો એ નય વચન નયની સીમાનું ઉલ્લંઘન કરીને દર્નય બની જાય છે અર્થાત એની નય૩પતા કનયતામાં બદલાઈ જાય છે. આવા કનયને ? વિવાદ તથા મત મતાંતર કેનિન્દવ આદિ ઉત્પન્ન થાય છે. નયમાં ક્લેશ ઉત્પાદકતા નથી. દર્નયમાં કલેશોત્પાદકતા છે. યથા બે વ્યક્તિઓએ એક ઢાલ જોઈ. બન્ને અલગ અલગ દિશામાં દૂર ઉભા હતા. ઢાલ એક બાજુ સુવર્ણ યુક્ત હતી તો બીજી બાજુ ચાંદીના રસયુક્ત બનાવેલી હતી. જો આ બન્ને વ્યક્તિ નથી બોલે તો એક કહેશે ‘ઢાલ સુર્વણ મય છે તો બીજો કહેશે “ઢાલ ચાંદીમય છે'. આમ કહી બન્ને પોતાના કથનના અનુભવમાં શાંત રહે તો એ નય છે. એક બીજાની નિંદા કરે કે અરે તું ગાંડો થઈ ગયો છે, જોતો નથી આ ઢાલ પીળી સોનાની દેખાય છે. બીજો કહેશે તારી આંખોમાં પીળિયો (કમળો) છે, ઢાલ તો ચાંદી જેવી સ્વચ્છ સફેદ દેખાય છે, તો આ દુર્નય છે. દુર્નયમાં ઝઘડા છે, લડાઈ છે. અહીંયા જો સ્યાદ્વાદ, અનેકાંતવાદ આવીને ઊભો રહી જાય તો તે કહેશે કે ઢાલ સફેદ પણ છે, પીળી પણ છે. સોનારૂપ પણ છે, ચાંદીરૂપ પણ છે; તો શાંતિ થઈ જશે. આ પ્રકારે નય અને દુર્નયને ઓળખીને નય સુધી સીમિત રહેવું જોઈએ અથવા એના પર સર્વ રીતે ચિંતન કરીને અનેકાંતવાદમાં જવું જોઈએ. પરંતુ એકાંતવાદ અથવા દુર્નયનો આશરો કયારે ય ન લેવો જોઈએ. દુર્નયરૂપ એકાંતવાદના મિથ્યાત્વથી ક્લેશ તથા દુઃખની પ્રાપ્તિ થાય છે અને નયવાદ, અનેકાંતવાદથી શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે. એક વ્યક્તિ કોઈનો પિતા છે તો પત્રની અપેક્ષાએ તેને પિતા કહેવ નય છે. પરંતુ એ પિતા જ છે. કોઈનો ભાઈ. પત્ર. મામા. આદિ નથી એવું કથન કરવું એ દુર્નય છે. મોક્ષમાર્ગમાં શ્રદ્ધાનું સ્થાન અતિ મહત્ત્વશીલ બતાવ્યું છે, એ નય છે. પરંતુ જ્ઞાન યા ક્રિયાનું ખંડન, નિષેધ કરવો, એ દુર્નય છે. એ પ્રકારે જ્ઞાનનું મહત્ત્વ બતાવતાં તે કથનનો વિસ્તાર કરવો નય છે, પરંતુ તેની સાથે ક્રિયાનો નિષેધ નહીં હોવો જોઈએ. ક્રિયાનો નિષેધ જો જ્ઞાનના મહત્ત્વ કથનની સાથે આવી જાય છે તો તે દુર્નય છે. અથવા કયારેક ક્રિયાનું મહત્ત્વ બતાવી વિસ્તારથી તેનું કથન કરી શકાય. પણ તેની સાથે જ્ઞાનનો નિષેધ કરે કે તેને નિરર્થક કહે તો તે પણ દુર્નય થઈ જાય છે. માટે પોતાની અપેક્ષિત કોઈપણ અપેક્ષાનું કથન કરવું નય છે. બીજાની અપેક્ષાઓને વિષયભૂત ન બનાવવો એ પણ નય છે. પરંતુ અન્યની અપેક્ષાને લઈને વિવાદ કરવો, અન્ય સર્વે અપેક્ષાઓને અથવા કોઈ પણ અપેક્ષાને ખોટી યા નિરર્થક કહેવી દુર્નય છે. સ્યાદ્વાદ-અનેકાંતવાદ જૈનધર્મની સમન્વય મૂલકતાનો બોધક છે, તે નયોનો સમન્વય કરે છે. પ્રત્યેક વિષય કે વસ્તુને અનેક ધર્મોથી, અનેક અપેક્ષાથી જોઈ–જાણીને એનું ચિંતન કરવું અને નિર્ણય લેવો એ સમ્યગૂ અનેકાંત સિદ્ધાંત છે અને એનાથી સમભાવ સામાયિકની પ્રાપ્તિ થાય છે. અનેકાંતવાદ, નયથી સ્વયંની ભિન્ન વિશેષતા રાખે છે. તે બન્નેને એક નહીં સમજવા જોઈએ. કારણ કે નય સ્વયંની અપેક્ષા દષ્ટિને મુખ્ય બતાવી, અન્ય દષ્ટિને ગૌણ કરી વસ્તુનું પ્રતિપાદન કરે છે; અન્ય દષ્ટિની ઉપેક્ષા કરે છે. જ્યારે સ્યાદ્વાદ, અનેકાંતવાદ સર્વ દષ્ટિઓને સન્મુખ રાખીને, સર્વ સત્ય આશયોને અને વિભિન્ન ધર્મોને અપેક્ષાએ જુએ છે; કોઈને ગૌણ કે કોઈને મુખ્ય પોતાની દષ્ટિએ કરતો નથી. ટૂંકમાં, નય પોતાનામાં મસ્ત છે, બીજાની અપેક્ષા નથી રાખતો તેમજ તિરસ્કાર પણ નથી કરતો અને અનેકાંતવાદ બધાની અપેક્ષા રાખીને એની સાથે ઉદારતાથી વર્તે છે; જ્યારે દુર્નય સ્વને સર્વસ્વ સમજીને અન્યનો તિરસ્કાર કરે છે. આ પ્રકારે નય, દુર્નય એવં અનેકાંતવાદને સમજીને સમન્વય દષ્ટિ પ્રાપ્ત કરી સમભાવ રૂપ સામાયિકની પ્રાપ્તી(પર્યાપ્તી) કરવી જોઈએ. ઉદાહરણ: નરક ત્રણનાં આધારે રહેલ છે.– પૃથ્વી, આકાશ અને આત્માઓ. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયથી પૃથ્વીનાં આધારે. ઋજસુત્ર નયથી આકાશનાં આધારે. શબ્દ, સમભિરુઢ અને એવંભુત નયથી આત્માઓ નાં આધારે નરક રહેલ છે. ચોથો નય દ્વાર સંપૂર્ણ અનુયોગદ્વાર સંપૂર્ણ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રસ્તાવના : આ લોક ૧૪ રાજુ પ્રમાણ છે. તેમાં જીવ પરિભ્રમણ કરતો રહે છે. ઉર્ધ્વલોક, તિછલોક અને અધોલોકમાં પણ પરિભ્રમણ કરી રહ્યો છે. તિરછાલોકમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, તેમાં પણ જીવો જન્મ-મરણ કરી રહ્યા છે. પરંતુ તે દ્વિીપ સમુદ્રોની મધ્યમાં અઢીદ્વિીપ અને બે સમુદ્રો છે. તેમાં જીવો જન્મ મરણ પણ કરી રહ્યા છે અને મુકત પણ થઈ શકે છે. આ અઢીદ્વીપની વચ્ચોવચ્ચ અથવા બધા દ્વીપ સમુદ્રોની વચ્ચેના કેન્દ્રસ્થાને જંબુદ્વીપ છે. આ સંપૂર્ણ તિરછાલોકની પણ મધ્યમાં છે અને તેમાં જ આપણું નિવાસ સ્થાન દક્ષિણ ભારતનો પ્રથમ ખંડ છે. તેથી મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય આ ક્ષેત્રરૂપ આપણા નિવાસસ્થાન સંબંધિત ભૌગોલિક Page #240 -------------------------------------------------------------------------- ________________ jain (239 કથાસાર જાણકારી પણ હોવી આવશ્યક છે. આગમોમાં આધ્યાત્મિક જ્ઞાનની સાથે અન્ય વિષય લોકસ્વરૂપ, જીવાદિ સ્વરૂપ આદિના જ્ઞાનને પણ મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલ છે. તેને પણ અપેક્ષાથી અધ્યાત્મનું સહયોગી જ્ઞાન માનેલ છે. લોક અલોક ક્ષેત્ર તેમજ જગત પદાર્થોનું સત્ય સાત્વિક જ્ઞાન પણ આત્મા માટે પરમ સંતુષ્ટિ તેમજ આનંદદાયક છે. સમ્યક શ્રદ્ધાનને પુષ્ટ કરનાર પણ થાય સૂત્રનામ :- આ જ ઉપક્રમમાં આ જંબુદ્વીપ પ્રજ્ઞાપ્તિ આગમરૂપે ઉપલબ્ધ છે. તે અંગ બાહ્ય કાલિક સૂત્ર છે. નંદીસૂત્રની આગમ સૂચિમાં તેની પરિગણના કરેલ છે. જંબુદ્વીપના સંબંધમાં વિવિધ પ્રકારનું જ્ઞાન કરાવનાર હોવાથી આ સૂત્રનું નામ પણ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ રાખવામાં આવેલ છે. આકાર સ્વરૂપ - તેના અધ્યાયોને વક્ષસ્કાર કહેલ છે. જેની સંખ્યા ૭ છે. તે સિવાય તેમાં કોઈ વિભાગ કે પ્રતિવિભાગ નથી. આ આખું સૂત્ર એક જ શ્રુતસ્કંધરૂપ છે અને આ સૂત્રનું પરિમાણ ૪૧૪૬ શ્લોક તુલ્ય માનવામાં આવે છે. સૂત્ર વિષય :- આ સૂત્રમાં જંબૂઢીપ સંબંધી વિસ્તૃત વર્ણન એક સાથે ઉપલબ્ધ છે. જેમાં ભરતક્ષેત્ર, કાળચક્રના છ-છ આરા, ચક્રવર્તી દ્વારા છ ખંડનું સાધવું તેમજ તેની ઋદ્ધિ, જેબૂદ્વીપમાં આવેલા બધા પર્વત, નદી, ક્ષેત્ર, દ્રહ, કૂટ, વાવડીઓ, ભવન, જંબૂ સૂદર્શન તેમજ કૂટ શાલ્મલિ નામના શાશ્વત વૃક્ષ તથા તે બધાનો ગણિતયોગ, તીર્થકરનો જન્માભિષેક આદિ વિષયોનું વિસ્તૃત સ્પષ્ટ વર્ણન છે. અંતમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા જ્યોતિષી સંબંધી જ્ઞાન પણ આપેલ છે, કે જે જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ(સૂર્ય પ્રજ્ઞપ્તિ)નો સંક્ષિપ્ત સાર માત્ર છે. આ રીતે આ સૂત્રમાં જેબૂદ્વીપના ક્ષેત્રીય, પ્રવૃત્તીય તેમજ જ્યોતિષી મંડલ સંબંધી વિષયોનું સુંદર સંકલન છે. આ એક જ સૂત્ર દ્વારા આત્મ સાધકને પોતાના ક્ષેત્ર સંબંધી વિવિધ પ્રકારના તત્ત્વોનો પરિબોધ થઈ શકે છે. જંબદ્વીપ પ્રજ્ઞપ્તિનો સારાંશ પ્રથમ વક્ષસ્કાર ના ત્રણ વિભાગ છે. ઉર્ધ્વલોક, અધોલોક અને તિરછાલોક તિરછાલોકમાં રત્નપ્રભા નરક પૃથ્વી પિંડની છતનો ઉપરી ભાગ જ તિરછાલોકનો સમભાગ છે. આની ઉપર અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, જે એકની પછી બીજો એમ ક્રમશઃ ગોળાઈમાં ઘેરાએલા છે. જેમાં પહેલો મધ્યનો દ્વીપ પૂર્ણ ચંદ્રના આકારે, થાળીના આકાર જેવો ગોળ છે. શેષ સર્વે દ્વીપ સમુદ્ર એકબીજાને ઘેરાયેલા હોવાથી વલયાકારે, ચૂડીના આકારમાં રહેલા છે. વચમાં થાળીના આકારનો જે ગોળ દ્વીપ છે, તે જંબૂદ્વીપ છે. આ સંપૂર્ણ તિરછાલોકનું મધ્ય કેન્દ્ર બિન્દુ છે. ચારે દિશાઓનો પ્રારંભ પણ આ દ્વીપની વચ્ચોવચમાં સ્થિત મેરુ પર્વતથી થાય છે. આ જંબુદ્વીપનું વર્ણન આ પ્રમાણે છેજંબૂઢીપ - તિરછાલોકની વચ્ચોવચ્ચ સમભૂમિ પર સ્થિત આ જંબૂઢીપ એક લાખ યોજન લાંબો, એક લાખ યોજન પહોળો, પરિપૂર્ણ ગોળ ચક્રાકાર, થાળીના આકાર અથવા પૂર્ણ ચન્દ્રમાના આકાર જેવો છે. આમાં મુખ્ય ૬ લાંબા પર્વત છે, જે આ દ્વીપના પૂર્વી કિનારાથી પશ્ચિમી કિનારા સુધી લાંબા છે. જેનાથી આ દ્વીપના મુખ્ય સાત વિભાગ(ક્ષેત્ર) થાય છે. ૧ ભરતક્ષેત્ર, ૨ હેમવંતક્ષેત્ર, ૩ હરિવર્ષક્ષેત્ર, ૪ મહાવિદેહ ક્ષેત્ર, ૫ રમ્યવાસક્ષેત્ર, ૬ હરણ્યવંત ક્ષેત્ર ૭ ઐરાવત ક્ષેત્ર. એમાં પ્રથમ ભરતક્ષેત્ર દક્ષિણ દિશામાં છે. ત્યાર પછી બીજા ત્રીજા એમ ક્રમશઃ ઉત્તર દિશામાં છે. અંતમાં ઐરાવત ક્ષેત્ર આ દ્વીપના અંતિમ ઉત્તરભાગમાં સ્થિત છે. નારા પર ભરતક્ષેત્ર આવેલ છે. અર્થાત આપણે જે ક્ષેત્રમાં નિવાસ કરી રહ્યા છીએ તે આ ભરતક્ષેત્ર છે. તેના ઉત્તરી કિનારા પર ચુલ્લ હિમવંત પર્વત છે. શેષ ત્રણે દિશાઓના કિનારે ગોળાકાર લવણ સમુદ્ર છે. સમુદ્ર અને ભરતક્ષેત્રની વચમાં આઠ યોજનની ઊંચી જગતી છે. જગતીમાં રહેલા છિદ્રો દ્વારા સમુદ્રી જળ ભરતક્ષેત્રના કિનારાપર આવ્યા છે. આ સમુદ્રી જળમાં ત્રણે દિશાઓમાં એક એક કરીને ત્રણ તીર્થ આવેલા છે. એમના નામ પૂર્વમાં માગધ તીર્થ, દક્ષિણમાં વરદામ તીર્થ અને પશ્ચિમમાં પ્રભાસ તીર્થ છે. આ ત્રણે તીથમાં એમના અધિપતિ દેવ રહે છે. આ લવણ સમુદ્રી જળને વર્તમાન વ્યવહારમાં લવણની ખાડી, પ્રશાંત મહાસાગર, હિન્દ મહાસાગર વગેરે કહે છે. વૈતાઢય પર્વતઃ– આ ભરતક્ષેત્રની મધ્યમાં વૈતાઢય પર્વત છે. જે પૂર્વ-પશ્ચિમ લાંબો છે. એના બન્ને કિનારા જગતને ભેદીને લવણ સમુદ્રને સ્પર્શ કરે છે. આ પર્વત ચાંદીમય પૃથ્વીનો ૫૦ યોજન જાડો અને ૨૫ યોજન ઊંચો છે. એ મધ્યમાં સ્થિત હોવાથી તેના દ્વારા પર યોજન પહોળુ ભરતક્ષેત્ર બે વિભાગોમાં વિભાજિત છે. તે પ્રત્યેક ભાગ ૨૩૬ યોજનના પહોળા છે અને લંબાઈમાં કિનારા | (જગતી) સુધી છે. વિદ્યાધર શ્રેણી :- દસ યોજન ઉપર જવાથી આ પર્વત બન્ને બાજુમાં જાડાઈમાં એક સાથે ૧૦-૧૦ યોજન ઘટી જાય છે. જેથી ૧૦–૧૦ યોજનની બન્ને બાજુમાં સમતલ ભૂમિ છે. ત્યાં વિદ્યાધર મનુષ્યોના નગર છે અને વિદ્યાધર મનુષ્ય ત્યાં નિવાસ કરે છે. અતઃ આ બન્ને ક્ષેત્રને વિધાધર શ્રેણી કહેલ છે, ઉત્તરની વિદ્યાધર શ્રેણીમાં ૬૦ નગર છે. દક્ષિણની શ્રેણીમાં ૫૦ નગર છે. અહીં મનુષ્ય વિદ્યા સમ્પન્ન હોય છે. આભિયોગિક શ્રેણી - એજ પ્રકારે વિદ્યાધર શ્રેણીથી દસ યોજન ઉપર જતાં ત્યાં પણ ૧૦–૧૦ યોજન પહોળી સમભૂમિ બન્ને બાજુ છે. આમાં વાણવ્યંતર જાતિના દેવોના ભવન છે અને તે દેવ શક્રેન્દ્રના લોકપાલોના આભિયોગિક દેવ છે. એટલે આ બન્ને શ્રેણિઓને આભિયોગિક શ્રેણી કહેવાય છે. વ્યંતરમાં પણ મુખ્યત્વે અહીં ૧૦ જાંભક દેવોના નિવાસ સ્થાન છે. શિખર તલ:આભિયોગિક શ્રેણીથી પાંચ યોજન ઉપર જતાં વૈતાઢય પર્વતના શિખર તલ આવે છે, જે દસ યોજન પહોળો છે. આ શિખર તલ પધવર વેદિકા એવં વન ખંડથી ઘેરાએલ છે અર્થાત્ શિખર તલના બન્ને કિનારા પર વેદિકા (પાલી–ભિતિ) છે અને આ બન્ને વેદિકાઓની પાસે એક એક વનખંડ છે. આ વનખંડોમાં વાવડીઓ,પુષ્કરણિઓ, આસન, શિલાપટ્ટ મંડપ, પર્વત ગૃહ આદિ છે. વેદિકા વન ખંડોની પહોળાઈ જમ્બુદ્વીપની જગતીના ઉપર કહેલ પઘવર વેદિકા એવં વનખંડની સમાન છે. એમની લંબાઈ એવું શિખર તલની લંબાઈ આ પર્વતની લંબાઈ જેટલી છે. બન્ને વિદ્યાધર શ્રેણીમાં, બન્ને અભિયોગિક શ્રેણીમાં અને સમભૂમિ પર બન્ને બાજુ આ પ્રકારે પાવર વેદિકા એવં વનખંડ છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ ફૂટ :– શિખરતલ પર પૂર્વથી પશ્ચિમ તરફ ક્રમશઃ ૯ ફૂટ આ પ્રકારે છે– (૧) સિદ્ધાયતન ફૂટ (૨) દક્ષિણાર્દ્ર ભરત ફૂટ (૩) ખંડ પ્રપાત ગુફા ફૂટ (૪) માણિભદ્રકૂટ (૫) વૈતાઢય ફૂટ (૬) પૂર્ણ ભદ્ર ફૂટ (૭) તિમિસ ગુફા ફૂટ (૮) ઉત્તરાર્દ્ર ભરત ફૂટ (૯) વૈશ્રમણ ફૂટ. -- ગુફાઓ :– વૈતાઢય પર્વતના પૂર્વી ભાગમાં અને પશ્ચિમી ભાગમાં એમ બે ગુફાઓ છે જે વૈતાઢય પર્વતના ઉત્તરી કિનારાથી દક્ષિણી કિનારા સુધી ૫૦ યોજનની લાંબી છે, ૧૨ યોજન પહોળી છે અને ૮ યોજન ઊંચી છે. ગુફાઓની ઉત્તર દક્ષિણ બન્ને બાજુમાં એક એક દ્વાર છે, જેનો પ્રવેશ ૪ યોજનનો છે. પૂર્વી ગુફાની અંદર પૂર્વી કિનારે અને પશ્ચિમી ગુફાની અંદર પશ્ચિમી કિનારે ક્રમશઃ ગંગા, સિંધુ નદી ભિત્તિની અંદર નીચે વહે છે. એની સામેની દિશાની ભિત્તિમાંથી ઉમગજલા અને નિમગજલા નામની બે નદીઓ નીકળે છે. જે પૂર્ણ ગુફાના ૧૨ યોજન ક્ષેત્રને પાર કરી ગંગા સિંધુ નદીમાં મળી જાય છે. આ નદિઓ ૩–૩ યોજનની પહોળી છે અને એમનું પરસ્પરનું અંતર ૨–૨ યોજનનું છે. પૂર્વી ગુફાનું નામ ખંડ પ્રપાત છે અને પશ્ચિમી ગુફાનું નામ તમિશ્ર ગુફા છે. બન્ને ગુફાઓ અંધકાર પૂર્ણ એવં સદા બંધ દરવાજા વાળી છે. ચક્રવર્તીના સેનાપતિ રત્ન એમાં પ્રવેશ હેતુ એક એક તરફથી દરવાજા ખોલે છે અને બહાર નીકળવા માટે બીજી દિશાનો દરવાજો સ્વતઃ ખુલી જાય છે. આ બન્ને ગુફાઓનો એક–એક માલિક દેવ છે. ખંડપ્રપાત ગુફાના કૃતમાલક દેવ અને તમિશ્ર ગુફાના નૃતમાલક દેવ છે. વૈતાઢયનામ :– ભરતક્ષેત્રના બે વિભાગ કરવાવાળો હોવાથી તેને વૈતાઢય કહ્યો છે. વૈતાઢયંગર કુમાર નામક મહર્ક્ટિક દેવ પલ્યોપમની સ્થિતિવાળા એમના માલિક દેવ છે. તેથી આ નામ શાશ્વત છે. આ નામ કોઈના દ્વારા અપાયેલું નથી. 240 ગંગા સિંધુ નદી ઃ– · ચુલ્લ હિમવંત પર્વતની લંબાઈ, પહોળાઈની મધ્યમાં એક પદ્મદ્રહ છે. જે પૂર્વ પશ્ચિમ ૧૦૦૦ યોજન લાંબો, ઉત્તરદક્ષિણ ૫૦૦ યોજન પહોળો છે. એના પૂર્વી કિનારાથી ગંગા નદી નીકળે અને પશ્ચિમી કિનારાથી સિંધુ નદી નીકળે છે. આ નદિઓ ૫૦૦–૫૦૦ યોજન પર્વત પર સીધી વહે છે. પછી ગંગાવર્ત ફૂટ અને સિન્ધુઆવર્ત ફૂટ પાસેથી દક્ષિણની તરફ વળાંક લઈ પર્વતના દક્ષિણી કિનારાથી ભરત ક્ષેત્રમાં પર્વતના નિતંબ(તળેટી)માં આવેલા ગંગા કુંડ અને સિંધુ કુંડમાં પડે છે. પડવાના સ્થાન પર આ નદિઓ એક જિહ્વાકાર માર્ગથી નીકળે છે તે ૬.૨૫ યોજનનો પહોળો, ૧/૨ યોજન લાંબો, ૧/૨ કોશ મોટો હોય છે. અર્થાત્ તે જિલ્હા પર્વતથી ૧/૨ યોજન બહાર નીકળેલી હોવાથી પાણી ૧૦૦ યોજન સાધિક નીચે પડે છે. બન્ને કુંડોના દક્ષિણી તોરણથી બન્ને નદી ૬ .૨૫ યોજનના વિસ્તારથી તથા ૧/૨ કોશની જાડાઈથી પ્રવાહિત થાય છે. દક્ષિણની તરફ આગળ વધતાં ઉતરાર્ધ ભરત ક્ષેત્રમાં થઈ વૈતાઢય પર્વતની ખંડપ્રપાત ગુફાની નીચેથી ગંગા નદી અને તમિશ્ર ગુફાની નીચેથી સિંધુ નદી નીકળે છે. વૈતાઢય પર્વતને ઉત્તરદિશાથી ભેદી દક્ષિણ દિશાથી બન્ને નદીઓ પર્વતથી બહાર નીકળે છે. દક્ષિણાર્ધ ભારતના ૧/૨ ભાગ સુધી સીધી દક્ષિણમાં વહેતી ગંગાનદી પૂર્વની તરફ અને સિંધુ નદી પશ્ચિમની તરફ વળાંક લઈ લે છે. આગળ જઈને બન્ને નદિઓ ક્રમશઃ પૂર્વી લવણ સમુદ્ર અને પશ્ચિમી લવણ સમુદ્રમાં મળી જાય છે. બન્ને નદિઓ ભરત ક્ષેત્રની કુલ ૧૪,૦૦૦ અન્ય નદીઓને પોતાનામાં સમાવિષ્ટ કરી સમુદ્રમાં ૬૨.૫ યોજન વિસ્તાર અને સવા યોજનની ઊંડાઈથી મળે છે. નદિઓના બન્ને કિનારા પર વેદિકા અને વનખંડ છે. ભરતક્ષેત્રના છ ખંડ :– આ પ્રકારે આ બન્ને નદીઓના ભરતક્ષેત્રમાં વહેવાથી ઉત્તર ભરતના અને દક્ષિણ ભરતના ત્રણ ત્રણ વિભાગ થઈ જાય છે. અર્થાત્ વૈતાઢય પર્વતના કારણે બે વિભાગ અને નદિઓના કારણથી છ વિભાગ બને છે. તે ભરતક્ષેત્રના છ ખંડ કહેવાય છે. દક્ષિણ ભરતની મધ્યમાં વચ્ચોવચ વિનીતા નગરી છે. એજ પહેલો ખંડ છે. જે સૌથી મોટો ખંડ છે. સિંધુ નદીના નિષ્કુટવાળો વિભાગ બીજો ખંડ છે. ત્રીજો ખંડ ઉત્તર ભરતમાં સિંધુ નિષ્કુટ છે. ચોથો ખંડ ઉત્તર ભરતનો મધ્યમ વિભાગ છે. પાંચમો ખંડ ગંગાનિષ્કુટ ઉત્તર ભરતનો છે અને છઠ્ઠો ખંડ દક્ષિણ ભરતનો ગંગાનિષ્કુટ(ખુણો) છે. આ છએય ખંડોમાં મનુષ્ય પશુ આદિ નિવાસ કરે છે. એમાંથી દક્ષિણ ભરતમાં આવેલા પહેલા, બીજા, છઠ્ઠા ખંડ પર વાસુદેવ, બલદેવનું રાજ્ય હોય છે અને છએય ખંડો પર ચક્રવર્તીનું એક છત્ર રાજ્ય હોય છે. આ છ ખંડોમાં અને વિદ્યાધરોની બન્ને શ્રેણીઓમાં ઉત્સર્પિણી અવસર્પિણી ના ૬ આરાનું પ્રવર્તન હોય છે. ત્રીજો અને પાંચમો ખંડ સમાન છે. તે બીજા, ચોથા અને છઠ્ઠા ખંડથી મોટા છે. : ૠષભકૂટ પર્વત ઉત્તર ભરતના વચલા ખંડમાં વચ્ચોવચ ચુલ્લ હિમવંત પર્વતની પાસે ઋષભ કૂટ નામક પર્વત છે. આઠ યોજન ઊંચો એવં મૂલમાં આઠ યોજનના વિસ્તારવાળો છે. ઉપર ક્રમશઃ પહોળાઈ ઓછી હોય છે. શિખર તલ ચાર યોજનના પહોળા છે. સર્વત્ર ગોળ છે. અતઃ ત્રિગુણી સાધિક પરિધિ છે. સમ ભૂમિ પર એવં શિખર તલ પર પદ્મવર વેદિકા અને વનખંડ છે. શિખર તલની વચમાં એક ભવન છે. જે એક કોશ લાંબુ ૧/૨ કોશ પહોળુ અને દેશોન એક કોશ ઊંચુ છે. એમાં મહર્દિક દેવ સપરિવાર રહેતા હોય છે, જે આ ૠષભકૂટ પર્વતના માલિક દેવ છે. ગોપુચ્છાકાર ફૂટના સમાન આકારવાળા હોવાથી એના નામ સાથે કૂટ શબ્દ જોડવામાં આવેલ છે. સમસ્ત ફૂટ જેટલા ઊંચા હોય છે, તેટલા જ મૂળમાં પહોળા હોય છે. નોંધ – ગંગા સિંધુ નદીઓનું વર્ણન ચોથા વક્ષસ્કારમાં આપવામાં આવ્યું છે. - બીજો વક્ષસ્કાર ઉત્સર્પિણી અવસર્પિણી । :– સમય આવલિકાથી લઈને પલ્યોપમ સાગરોપમનું કાળમાન અનુયોગદ્વાર સૂત્ર માં આપવામાં આવેલ છે. ૧૦ ક્રોડા ક્રોડ સાગરોપમનો એક ઉત્સર્પિણીકાળ હોય છે અને એટલો જ અવસર્પિણી કાળ હોય છે, ઉત્સર્પિણી કાળમાં જીવોની અવગાહના, આયુ, શારીરિક સંયોગ આદિ ક્રમિક વધતા જાય અને પુદ્ગલ સ્વભાવ પણ વર્ધમાન અવસ્થાને પ્રાપ્ત થતા હોય છે. આ કારણે આ ૧૦ ક્રોડા ક્રોડ સાગર કાળમાનને ઉત્સર્પિણી(વિકાસ માન) કાળ કહેવાય છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ jain 241 કથાસાર આનાથી વિપરીત અવસર્પિણી કાળમાં ઉક્ત જીવ અને પુદ્ગલના ગુણો– સ્વભાવોમાં ક્રમિક હ્રાસ(હાનિ) થતી રહે છે. એટલા માટે આ ૧૦ ક્રોડા ક્રોડ કાળમાનને અવસર્પિણી(હાયમાનકાળ) કહેલ છે. અવસર્પિણી કાલ ઃ– તેના ૬ વિભાગો છે, જેમાં ક્રમિક હાનિ થતી હોય છે. આ ૬ વિભાગોને ૬ આરા કહે છે. આ ૬ આરાના નામ આ પ્રકારે છે– (૧) સુખમ સુખમ (૨) સુખમ (૩) સુખમ દુઃખમ (૪) દુ:ખમ સુખમ (૫) દુ:ખમ (૬) દુઃખમ દુઃખમ. (૧) ‘સુખમ–સુખમ’ પહેલો આરો :– આ આરો ૪ ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. આ કાળમાં ભરતક્ષેત્રના પૃથ્વી પાણી અને વાયુ મંડલના તથા પ્રત્યેક પ્રાકૃતિક પદાર્થોના સ્વભાવ અતિ ઉત્તમ, સુખકારી એવં સ્વાસ્થ્યપ્રદ હોય છે. મનુષ્યોની તથા પશુ પક્ષીઓની સંખ્યા અલ્પ હોય છે. જલ સ્થાનોની એવં દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષોની બહુલતા હોય છે. આ વિશિષ્ટ વૃક્ષ ૧૦ જાતિના હોય છે. એનાથી મનુષ્યો આદિના જીવન સંબંધી આવશ્યકતાની પૂર્તિ થાય છે. આ કાળમાં ખેતી, વ્યાપાર આદિ કર્મ હોતા નથી; નગર, મકાન, વસ્ત્ર, વાસણ આદિ હોતા નથી; ભોજન રાંધવાનું, સંગ્રહ કરવાનું હોતું નથી, અગ્નિ પણ આ કાળમાં ઉત્પન્ન થતો નથી. ઇચ્છિત ખાદ્ય પદાર્થ વૃક્ષોથી પ્રાપ્ત થઈ જાય છે. નિવાસ અને વસ્ત્રના કાર્ય પણ વૃક્ષ અને વૃક્ષની છાલ, પત્ર આદિથી થઈ જાય છે. પાણી માટે અનેક સુંદર જલ સ્થાન સરોવર આદિ હોય છે. દસ વૃક્ષોનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં જુઓ. યુગલ મનુષ્ય :– આ સમયમાં સ્ત્રી, પુરુષ સુંદર એવં પૂર્ણ સ્વસ્થ હોય છે. એમને જીવન ભર ઔષધ, ઉપચાર વૈદ્ય આદિની આવશ્યકતા રહેતી નથી, માનુષિક સુખ ભોગવતા જીવનભરમાં એમને કેવલ એક જ યુગલ ઉત્પન્ન થાય છે. અર્થાત્ એમને એક પુત્ર અને એક પુત્રી એક સાથે જન્મે છે. એ યુગલ પુત્ર પુત્રીનું ૪૯ દિવસ માતા પિતા પાલન કરે છે. પછી તે સ્વનિર્ભર સ્વાવલંબી બની જાય છે. ૬ મહિના થાય ત્યારે તેમના માતા પિતા છીંક એવં બગાસાના નિમિત્તે લગભગ સાથે મરી જાય છે. પછી તે યુગલ ભાઈ બહેનના રૂપમાં સાથે સાથે વિચરણ કરે છે અને યૌવન વય પ્રાપ્ત થતાં સ્વતઃ પતિ પત્નીનું રૂપ ધારણ કરી લે છે. યુગલ શરીર :– તે સમયના મનુષ્યની ઉંમર ૩ પલ્યોપમની હોય છે અને ક્રમિક ઘટતાં ઘટતાં પ્રથમ આરાની સમાપ્તિ સુધી ૨ પલ્યોપમની થઈ જાય છે. તે મનુષ્યોના શરીરની અવગાહના ૩ કોશની હોય છે. સ્ત્રી પુરુષથી ૨-૪ અંગુલ નાની હોય છે. આ અવગાહના પણ ઘટતાં ઘટતાં પહેલા આરાના અંતમાં ૨ કોશ (ગાઉ) થઈ જાય છે. આ યુગલ મનુષ્યોના શરીર વજ્રૠષભનારાચ સંહનન– વાળા હોય છે. તેનું સંસ્થાન સુંદર સુડોલ સમચોરસ હોય છે. એમના શરીરમાં ૨૫૬ પાંસળીઓ હોય છે. ક્ષેત્ર એવું યુગલ સ્વભાવ :– આ યુગલ મનુષ્યને ત્રણ દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. એમનો આહાર પૃથ્વી, પુષ્પ અને ફલ રૂપ હોય છે. આ પદાર્થોનો આસ્વાદ ચક્રવર્તીના ભોજનથી પણ અધિક સ્વાદિષ્ટ હોય છે. સોના ચાંદી અને ઝવેરાત જ્યાં ત્યાં પડયા હોય પરંતુ કોઈના ઉપયોગમાં આવતા નથી. તે મનુષ્ય વૈર ભાવથી રહિત હોય છે. તીવ્ર અનુરાગ પ્રેમ બંધન પણ એમને નથી હોતા. તેઓ પગે વિહાર વિચરણ કરતા હોય છે અર્થાત્ ઉપલબ્ધ હાથી, ઘોડા આદિ પર સવારી કરતા નથી. પશુના દૂધ આદિ પદાર્થોનો પણ તે મનુષ્ય ઉપયોગ કરતા નથી. હિંસક પશુ, સિંહ આદિ પણ આ મનુષ્યને જરા પણ બાધા–પીડા પહોંચાડતા નથી. ધાન્ય આદિ પણ એમના ઉપયોગમાં આવતા નથી. ત્યાંની ભૂમિ સ્વચ્છ નિર્મલ કંટક આદિ થી રહિત હોય છે. ડાંસ, મચ્છર, માંકડ આદિ ક્ષુદ્ર જંતુ હોતા નથી. સર્પ આદિ પણ ભદ્ર પ્રકૃતિવાળા હોય છે. ત્યાંના દસ વિશિષ્ટ વૃક્ષોને વ્યવહાર ભાષામાં કલ્પવૃક્ષ કહે છે. આ ઉપરાંત પણ અનેક જાતિના વૃક્ષ એ કાળમાં હોય છે. તે યુગલ મનુષ્ય અલ્પેચ્છાવાળા, ભદ્ર, વિનીત, ગુપ્ત, સંગ્રહવૃતિ રહિત અને વૃક્ષની શાખાની વચ્ચે નિવાસ કરનારા હોય છે. તે સમયે ઘણા વૃક્ષ મહેલ એવં હવેલી આદિના સદશ હોય છે. રાજા,માલિક,નોકર,સેવક આદિ એ સમયે હોતા નથી. નાચ, ગાન, મહોત્સવ આદિ થતા નથી. વાહન યાન આદિ હોતા નથી. મિત્ર, સખા, ભાઈ, બહેન, માતા, પિતા, પતિ, પત્ની, પુત્ર, પુત્રી એટલા સંબંધ હોય છે. કાકા, મામા, નાના, દાદા, દૌહિત્ર, પૌત્ર, પુત્ર વધૂ, ફૈબા, ભત્રીજા, માસી, આદિ સંબંધ હોતા નથી. મૂલ પાઠમાં પુત્રવધૂનો શબ્દ લિપિ પ્રમાદ આદિ કોઈ કારણથી પ્રવિષ્ટ થઈ ગયો લાગે છે. કારણ કે ૬ મહિનાના ભાઈ બહેનમાં પતિ પત્નિના ભાવ ન હોઈ શકે. ૬ મહિના પછી માતા પિતા જીવિત રહેતા નથી. તે મનુષ્ય જીવનમાં કોઈ પણ પ્રકારના કષ્ટ દુઃખ ભોગવતા નથી. સહજ શુભ પરિણામોથી મરીને તે દેવ ગતિમાં જાય છે. તેઓ દેવગતિમાં ભવનપતિથી લઈને પહેલા બીજા દેવલોક સુધી જન્મે છે, આગળ જતા નથી. તેઓ પોતાની સ્થિતિથી ઓછી સ્થિતિના દેવ બની શકે છે, વધારે સ્થિતિના નહીં અર્થાત્ તે યુગલ મનુષ્ય ત્રણ પલ્યથી અધિક સ્થિતિના દેવ નથી બની શકતા. દશ હજાર વર્ષથી લઈને ૩ પલ્ય સુધી કોઈ પણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. અન્ય કોઈ પણ ગતિમાં તે જતા નથી. તિર્યંચ યુગલ પણ આજ રીતે જીવન જીવે છે અને દેવલોકમાં જાય છે. એમની ઉત્કૃષ્ટ અવગાહના મનુષ્યથી બે ગણી હોય છે અને જઘન્ય અનેક ધનુષની હોય છે. ત્યાં સામાન્ય તિર્યંચ પણ અનેક જાતિના હોય છે. આ રીતે પ્રથમ આરાનું વર્ણન પૂર્ણ થયું. તે કાળ ૪ ક્રોડા ક્રોડી સાગરોપમ સુધી ચાલે છે. તે સમયના સ્ત્રી પુરુષના શરીરનું વિસ્તૃત વર્ણન પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં છે. (૨) ‘સુખમ’ બીજો આરો :– પહેલો આરો પૂર્ણ થતાં બીજો આરો શરૂ થાય છે. બધા રૂપી પદાર્થોના ગુણોમાં અનંત ગણી હાનિ થાય છે. આ આરાની શરૂઆતમાં મનુષ્યની ઉમર બે પલ્યોપમ અને અંતમાં એક પલ્યોપમની હોય છે. અવગાહના પ્રારંભમાં બે કોશ અને અંતમાં એક કોશ હોય છે. એમના શરીરમાં ૧૨૮ પાંસળીઓ હોય છે. તેમને બે દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. માતા પિતા, પુત્ર ને પુત્રીનો ઉછેર ૬૪ દિવસ કરે છે. આ બધા પરિવર્તન ક્રમિક હોય છે એવું સમજવું. શેષ વર્ણન પ્રથમ આરાની સમાન છે. તિર્યંચનું વર્ણન પણ પ્રથમ આરાની સમાન છે. આ આરો ૩ ક્રોડા ક્રોડી સાગરોપમ સુધી ચાલે છે. = (૩) ‘સુખમ–દુ:ખમ’ ત્રીજો આરો :– બીજો આરો પૂર્ણ થતાં ત્રીજો આરો શરૂ થાય છે. બધા રૂપી પદાર્થોના ગુણોમાં અનંતગણી હાનિ થાય છે. પ્રારંભમાં મનુષ્યોની ઉંમર એક પલ્યોપમની હોય છે, અંતમાં એક કરોડ પૂર્વની હોય છે. તેમની અવગાહના પ્રારંભમાં એક કોશની હોય છે, અંતમાં ૫૦૦ ધનુષની હોય છે. તેમના શરીરમાં ૬૪ પાંસળીઓ હોય છે. એક દિવસે આહારની ઇચ્છા થાય છે. પુત્રપુત્રીનો ઉછેર ૭૯ દિવસ કરે છે. શેષ વર્ણન પ્રથમ આરાની સમાન છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 242 આ આરાના તૃતીયાંશ ભાગ સુધી ઉક્ત વ્યવસ્થામાં ક્રમિક હાનિ થતી હોવાનું વર્ણન સમજવું. પરંતુ પાછળના એક તૃતીયાંશ(૧/૩) ભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહે ત્યારે અક્રમિક હાનિ વૃદ્ધિનો મિશ્રણ કાળ ચાલે છે. દસ વિશિષ્ટ વૃક્ષોની સંખ્યા ઓછી થવા લાગે છે. યુગલ વ્યવસ્થામાં પણ પાછું અંતર આવવા લાગે છે. આ રીતે મિશ્રણ કાળ ચાલતાં-ચાલતાં ૮૪ લાખ પૂર્વ જેટલો સમય આ આરાનો રહે છે, ત્યારે લગભગ પૂર્ણ પરિવર્તન થઈ જાય છે. અર્થાત્ યુગલકાલથી કર્મ ભૂમિકાળ આવી જાય છે. ત્યારે ખાવાપીવા, રહેણી કરણી, કાર્ય-કલાપ, સંતાનોત્પત્તિ, શાંતિ, સ્વભાવ, પરલોકગમન વગેરેમાં અંતર આવી જાય છે. ચારે ગતિ અને મોક્ષગતિ ચાલુ થઈ જાય છે. શરીરની અવગાહના અને ઉમરનો પણ કોઈ ધ્રુવ કાયદો રહેતો નથી સંહનન સંસ્થાન બધા(છએ) પ્રકારના થઈ જાય છે. કુલકર વ્યવસ્થા:- પાછળના ૧/૩ ભાગમાં અને પૂર્ણ કર્મભૂમિ કાળના થોડા વર્ષ પૂર્વ વૃક્ષોની કમી વગેરેને કારણે અને કાળ પ્રભાવના કારણે ક્યારેક કયાંક પરસ્પર વિવાદ કલહ પેદા થવા લાગે છે. ત્યારે આ યુગલ પુરુષોમાં કોઈ ન્યાય કરવા– વાળું પંચ કાયમ કરી દેવાય છે. તેમને કુલકર કહ્યા છે. આ કુલકરોની વ્યવસ્થા ૫-૭–૧૦–૧૫ પેઢી લગભગ ચાલે છે. ત્યાં સુધીમાં તો પ્રથમ તીર્થકર ઉત્પન્ન થઈ જાય છે. કુલકરોને કઠોર દંડ નીતિ નહોતી ચલાવવી પડતી. સામાન્ય ઉપાલંભ માત્રથી અથવા અલ્પ સમજાવટથી એમની સમસ્યા હલ થઈ જતી. આ કુલકરોની ત્રણ નીતિ કહેલ છે. હકાર, મકાર, ધિક્કારે આવા શબ્દોના પ્રયોગથી આ યુગલ મનુષ્ય લજ્જિત ભયભીત અને વિનયવાન થઈને શાંત થઈ જાય છે. આ વર્તમાન અવસર્પિણી કાળના ત્રીજા આરામાં થયેલા ૧૪ કુલકરોના નામ છે. (૧) સુમતિ, (૨) પ્રતિકૃતિ (૩) સીમંકર (૪) સીમંધર (૫) ક્ષેમકર (૬) ક્ષેમંધર (૭) વિમલવાહન (૮) ચક્ષુષ્માન (૯) યશોવાન (૧૦) અભિચંદ્ર (૧૧) ચન્દ્રાભ (૧૨) પ્રસેન– જીત (૧૩) મરૂદેવ (૧૪) નાભિ. ત્યાર પછી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન પણ થોડો સમય કુલકર અવસ્થામાં રહ્યા. તેઓ ૮૩ લાખ પૂર્વ સંસાર અવસ્થામાં રહ્યા. આ પ્રકારે પ્રત્યેક અવસર્પિણીના ત્રીજા આરાની મિશ્ર કાળની અવસ્થા તેમજ વ્યવસ્થા સમજવી જોઈએ. પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ :- નાભી અને મરૂદેવી પણ યગલ પરુષ અને સ્ત્રી હતા. પરંત મિશ્રણ કાલ હોવાથી એમના અનેક વર્ષોની ઉમર અવશેષ રહેવા છતાં ભગવાન ઋષભ દેવનો ઈશ્વાકુ ભૂમિમાં જન્મ થયો હતો. તે સમય સુધી નગર આદિનું નિર્માણ નહોતું થયું. ૬૪ ઇન્દ્ર આદિ આવ્યા અને યથાવિધિ જન્માભિષેક કર્યો. બાલ્યકાળ બાદ ભગવાને યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો, કુલકર બન્યા પછી રાજા બન્યા. વીસ લાખ પૂર્વની વયે રાજા બન્યા. ૬૩ લાખ પૂર્વ સુધી રાજા રૂપમાં રહ્યા. કુલ ૮૩ લાખ પૂર્વ સંસારાવસ્થામાં રહ્યા. તેમણે લોકોને કર્મ ભૂમિની યોગ્યતાના અનેક કર્તવ્યો, કાર્યકલાપોનો બોધ દીધો. પ્રભુએ પુરુષોની ૭૨ કળા, સ્ત્રીઓની ૬૪ કળા, શિલ્પ, વ્યાપાર, રાજનીતિ આદિની વિવિધ નૈતિક સામાજિક વ્યવસ્થાઓ અને સંસાર વ્યવહારોના જ્ઞાન-વિજ્ઞાન પ્રદાન કર્યા. શક્રેન્દ્રએ વૈશ્રમણ દેવ દ્વારા દક્ષિણ ભારતના મધ્ય સ્થાનમાં વિનિતા નગરીનું નિર્માણ કરાવ્યું અને ભગવાનનો રાજ્યાભિષેક કર્યો. અન્ય પણ ગામ નગરોનું નિર્માણ થયું. રાજ્યોના વિભાજન થયા. ભગવાન ઋષભ દેવના ૧૦૦ પુત્ર થયા. એ બધાને અલગ-અલગ ૧૦૦ રાજ્ય આપી રાજા બનાવી દીધા. ભગવાનને બે પુત્રીઓ થઈ, બ્રાહ્મી અને સુંદરી. જેમનો ભરત અને બાહુબલીની સાથે યુગલરૂપમાં જન્મ થયો હતો. ભગવાન 2ષભદેવની વિવાહ વિધિનું વર્ણન સૂત્રમાં નથી. વ્યાખ્યા ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે મિશ્રણ કાલના કારણે સુનંદા અને સુમંગલા નામક બે કુંવારી કન્યાઓના સાથે યુગલરૂપમાં ઉત્પન્ન બાળકોનું મૃત્યુ થવાથી તે કન્યાઓને કુલકર નાભિના સંરક્ષણમાં પહોંચાડવામાં આવી. તે બન્ને ઋષભદેવ ભગવાનની સાથે સંચરણ કરતી હતી. યોગ્ય વય થતાં શક્રેન્દ્ર પોતાનો જીતાચાર જાણીને કે “અવસર્પિણીના પ્રથમ તીર્થકરનું પાણિગ્રહણ કરાવવું મારું કર્તવ્ય છે.” ભરત– ક્ષેત્રમાં આવીને દેવ દેવીઓના સહ્યોગથી સુમંગલા અને સુનંદા નામની કુંવારી કન્યાઓની સાથે ભગવાનની વિવાહ વિધિ સમ્પન્ન કરી.(તીર્થકરોના જન્મ વિશિષ્ટ હોય છે એની સાથે કોઈ બાલિકા ગર્ભમાં કે જન્મમાં હોય તેમ થતું નથી. તેઓના જન્મ મહોત્સવના વર્ણનમાં પણ બીજી બાલિકાનું વર્ણન નથી.) ભગવાન ઋષભદેવની દીક્ષા :- ૮૩ લાખ પૂર્વ (૨૦૧૬૩) કુમારાવસ્થા અને રાજ્યકાલના વ્યતીત થતાં ગ્રીષ્મ ઋતુના પહેલા મહિનાના પહેલા પક્ષમાં ચૈત્ર વદી નવમીના દિવસે ભગવાને વિનીતા નગરીની બહાર સિદ્ધાર્થવન નામક ઉદ્યાનમાં દીક્ષા અંગીકાર કરી. દીક્ષા મહોત્સવ ૬૪ ઇન્દ્રોએ કર્યો. તેની સાથે ૪૦૦૦ વ્યક્તિઓએ પણ સંયમ અંગીકાર કર્યો. એક વર્ષ પર્યત ભગવાને દેવદુષ્ય વસ્ત્ર ધારણ કર્યું, ખભા પર રાખ્યું. એક વર્ષ સુધી મૌન અને તપ અભિગ્રહ ધારણ કર્યો. પ્રથમ પારણું એક વર્ષે રાજા શ્રેયાંસકુમારના હાથે થયું. ૧૦૦૦ વર્ષ સુધી તપ સંયમથી આત્માને ભાવિત કરતા ભગવાને વિચરણ કર્યું. ૧૦૦૦ વર્ષ વ્યતીત થતાં પરિમતાલ નગરીની બહાર શકટમખ ઉદ્યાનમાં ધ્યાનાવસ્થામાં અક્રમની તપસ્યામાં ફાગણ વદી ૧૧ એ ક8ષભદેવ ભગવાનને કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉત્પન્ન થયું. ભગવાને ઉપદેશ આપવાનું શરૂ કર્યું; ચાર તીર્થની સ્થાપના કરી; ૮૪ ગણ, ૮૪ ગણધર, ઋષભસેન પ્રમુખ ૮૪૦૦૦ શ્રમણ, બ્રાહ્મી સુંદરી પ્રમુખ ૩ લાખ શ્રમણીઓ, શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ પાંચ હજાર શ્રાવક અને સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ૬૪ હજાર શ્રાવિકાઓ થઈ. ભગવાનની અસંખ્ય પાટ સુધી કેવલ જ્ઞાન પ્રાપ્ત થતું રહ્યું; તેને યુગાન્તરકૃત ભૂમિ કહેવાય છે. અને ભગવાનના કેવલ જ્ઞાન ઉત્પત્તિના અંતર્મુહૂર્ત બાદ મોક્ષ જવાનો પ્રારંભ થયો તેને પર્યાયાન્તર કૃત ભૂમિ કહેવાય છે. આ પ્રકારે ભગવાન ઋષભદેવ આ અવસર્પિણી કાળના પ્રથમ રાજા, પ્રથમ શ્રમણ, પ્રથમ તીર્થકર, પ્રથમ કેવલી થયા. પાંચ સો ધનુષનું એમનું શરીરમાન હતું. એક લાખ પૂર્વ સંયમ પર્યાય, ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવન એમ ૮૪ લાખ પૂર્વ વર્ષ નું આયુષ્ય પૂર્ણ કરી માઘવદી ૧૩ ના દિવસે ૧૦ હજાર સાધુઓની સાથે દિવસની તપસ્યામાં અષ્ટાપદ પર્વત પર ભગવાન ઋષભદેવે પરમ નિર્વાણને પ્રાપ્ત કર્યું. દેવોએ ભગવાન તથા શ્રમણોના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો. એ દિવસથી ત્રીજા આરા ના ૮૯ પક્ષ (૩ વર્ષ ૮.૫ મહીના) અવશેષ હતા. આ રીતે ઋષભદેવ ભગવાનનું વર્ણન કહેવામાં આવ્યું છે. બધા અવસર્પિણીના ત્રીજા આરાના અંતિમ Page #244 -------------------------------------------------------------------------- ________________ jain 243 કથાસાર ભાગનું વર્ણન અને પ્રથમ તીર્થકરનું વર્ણન યથાયોગ્ય નામ પરિવર્તન આદિની સાથે તે જ રીતે સમજી લેવું. આ ત્રીજો આરો બે ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે. (૪) “દુઃખમ સુખમ” ચોથો આરો - પ્રથમ તીર્થકરના મોક્ષ જવાના ૩ વર્ષ, સાડા આઠ મહિના બાદ ચોથા આરાની શરૂઆત થાય છે. પૂર્વઅપેક્ષા પદાર્થોના ગુણ ધર્મમાં અનંતગણી હાનિ થાય છે. આ આરામાં મનુષ્યની અવગાહના અનેક ધનુષની અર્થાત્ ૨ થી ૫૦૦ ધનુષની હોય છે, આયુષ્ય આરાની શરૂઆતમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વનું હોય છે અને આરાના અંતમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક સો વર્ષ અર્થાત્ ૨૦૦ વર્ષથી કંઈક ઓછું હોય છે. ૬ સંહનન ૬ સંસ્થાન એવં આરાની શરૂઆતમાં ૩ર, અંતમાં ૧૬ પાંસળી મનુષ્યના શરીરમાં હોય છે. ૭ર કળા, ખેતી, વ્યાપાર, શિલ્પકર્મ, મોહભાવ, વૈર, વિરોધ, યુદ્ધ, સંગ્રામ, રોગ, ઉપદ્રવ આદિ અનેક કર્મભૂમિજન્ય અવસ્થા હોય છે. આ કાલમાં ૨૩ તીર્થકર ૧૧ ચક્રવર્તી થાય છે. એક તીર્થકર અને એક ચક્રવર્તી ત્રીજા આરામાં થઈ જાય છે. ૯ બલદેવ, ૯ વાસુદેવ ૯ પ્રતિવાસુદેવ આદિ વિશિષ્ટ પુરુષ થાય છે. આ કાળમાં જન્મેલા મનુષ્ય ચાર ગતિમાં અને મોક્ષ ગતિમાં જાય છે. આ સમયે યુગલકાળ નથી હોતો તેથી હિંસક જાનવર એવં ડાંસ મચ્છર આદિ ક્ષદ્ર જીવ જંત મનુષ્યોના માટે કષ્ટ પ્રદ હોય છે. રાજા, પ્રજા, શેઠ, માલિક, નોકર, દાસ આદિ ઉચ્ચ-નિગ્ન અવસ્થાઓ હોય છે. કાકા, મામા, નાના, દાદા, દાદી, પૌત્ર, પ્રપૌત્ર માસી, ફૈબા આદિ ઘણાં સંબંધ હોય છે અને જે જે ભાવોનો પ્રથમ આરામાં નિષેધ કર્યો છે તે બધા ભાવ આ આરામાં મળી રહે છે. આ આરાના ૭૫ વર્ષ સાડા આઠ મહિના અવશેષ રહે ત્યારે ૨૪માં તીર્થકરનો જન્મ થાય છે અને ૩ વર્ષ સાડા આઠ મહિના રહે ત્યારે ૨૪માં તીર્થકર નિર્વાણને પ્રાપ્ત થાય છે. આ આરો એક ક્રોડા ક્રોડી સાગરોપમમાં ૪૨૦૦૦ વર્ષ ઓછાનો હોય છે. (૫) “દુઃખમ” પાંચમો આરો :- ૨૪માં તીર્થકરના મોક્ષ જવાના ૩ વર્ષ સાડા આઠ મહિના થયા પછી પાંચમા દુઃખમ આરાની શરૂઆત થાય છે. આ આરાઓના નામ સાથે સુખ દુઃખના સ્વભાવ પણ સ્પષ્ટ થાય છે. અર્થાત્ પહેલા બીજા આરા સુખમય હોય છે. દુઃખની કોઈ ગણના ત્યાં નથી હોતી. ત્રીજામાં અલ્પ દુઃખ છે અર્થાત્ અંતમાં મિશ્રણ કાળ અને કર્મભૂમિજ કાળમાં દુઃખ, કલેશ, કષાય, રોગ, ચિંતા આદિ હોય છે. ચોથા આરામાં સુખ અને દુઃખ બન્ને છે અર્થાત્ કેટલાક મનુષ્ય સંપૂર્ણ જીવનભર માનુષિક સુખ ભોગવે છે. પુણ્યથી પ્રાપ્ત અપાર ધન રાશિમાં સંતુષ્ટ રહે છે અને પછી દીક્ષા લઈને આત્મ કલ્યાણ કરે છે. અધિક માનવ સંસાર પ્રપંચ, જીવન વ્યવસ્થા, કષાય, કલેશમાં પડયા રહે. આના અનંતર પાંચમો આરો દુઃખમય છે અર્થાત્ આ કાળમાં સુખની કોઈ ગણતરી નથી માત્ર દ:ખ ચોતરફ ઘેરો કરે છે. સુખી દેખાવાવાળા માત્ર દેખાવ પૂરતા હોય છે. વાસ્તવમાં તે પણ ડગલે અને પગલે તન, મન, ધન, જનના દુ:ખોથી વ્યાપ્ત હોય છે. પૂર્વની અપેક્ષા આ આરામાં પુગલ સ્વભાવમાં અનંતગણી હાનિ હોય છે. મનુષ્યોની સંખ્યા અધિક હોય છે. ઉપભોગ, પરિભોગની સામગ્રી હીનાધિક થતી રહે છે. દુષ્કાળ દુર્ભિક્ષ થતાં રહે છે. રોગ, શોક, ઘડપણ, મહામારી, જન સંહાર, વૈર-વિરોધ, યુદ્ધ-સંગ્રામ થતા રહે છે. જન સ્વભાવ પણ ક્રમશઃ અનૈતિક, હિંસક, ક્રૂર બનતો જાય છે. રાજા, નેતા પણ પ્રાયઃ અનૈતિક અને કર્તવ્ય શ્રુત અધિક હોય છે. તેઓ પ્રજાના પાલનની અપેક્ષા શોષણ અધિક કરે છે. ચોર, ડાકુ, લૂંટારા, દુર્વ્યસની આદિ લોકો વધારે હોય છે. ધાર્મિક સ્વભાવના લોકો ઓછા હોય છે. દે ઘણા હોય છે. આ આરામાં જન્મનાર ચારે ગતિમાં જાય છે. મોક્ષ ગતિમાં જતા નથી. સંઘયણ, સંસ્થાનવાળા હોય છે એવં પ્રારંભમાં ૧૬ અને અંતમાં ૮ પાંસળી માનવ શરીરમાં હોય છે. અવગાહના અંતમાં ઉત્કૃષ્ટ બે હાથ અને પ્રારંભમાં તેમજ મધ્યમાં અનેક હાથ હોય છે. અનેક હાથથી ૭ કે ૧૦ હાથ પણ હોઈ શકે છે. એક હાથ લગભગ એક ફૂટનો માનવામાં આવે છે. ઉમર શરૂઆતમાં તેમજ મધ્યમાં ઉત્કૃષ્ટ ૨૦૦ વર્ષથી કાંઈ ઓછી હોઈ શકે છે. અંતમાં ઉત્કૃષ્ટ ૨૦ વર્ષ હોય છે. આ કાળમાં મનુષ્યોમાં વિનય, શીલ, ક્ષમા, લજ્જા, દયા, દાન, ન્યાય, નૈતિકતા, સત્યતા આદિ ગુણોની અધિકતમ હાનિ હોય છે અને એનાથી વિપરીત અવગુણોની અધિકતમ વૃદ્ધિ હોય છે. ગુરુ અને શિષ્ય પણ અવિનીત, અયોગ્ય તેમજ અલ્પજ્ઞ હોય છે. ચારિત્રનિષ્ઠા ક્રમશઃ ઓછી થતી જાય છે, ચારિત્રહીન અધિક હોય છે. ધાર્મિક, સામાજિક અને રાજકીય મર્યાદા લોપક વધતા જાય છે અને મર્યાદા પાલક ઘટતા જાય છે. આ આરામાં દસ બોલોનો વિચ્છેદ થાય છે. ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થકરના મોક્ષ ગયા બાદ ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, સુધી ૧૨+૮+૪૪ ઊ ૬૪ વર્ષ સુધી કેવલજ્ઞાન રહ્યું. ત્યાર પછી આ આરાના અંતિમ દિવસ સુધી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ધર્મની આરાધના કરનારા અને દેવલોકમાં જનારા હોય છે. વિચ્છેદના દસ બોલ:- (૧) પરમ અવધિજ્ઞાન, (૨) મન:પર્યવ જ્ઞાન (૩) કેવળ જ્ઞાન (૪-૬) છેલ્લા ત્રણ ચારિત્ર, (૭) જુલાક લબ્ધિ (૮) આહારક શરીર (૯) જિન કલ્પ (૧૦) બે શ્રેણી ઉપશમ અને પક. કેટલાક ભિક્ષુ પડિમા, એકલ વિહાર, સંહનન આદિનો વિચ્છેદ કહે છે. ભગવાન મહાવીરના શાસનમાં ૧૦૦૦ વર્ષ બાદ સંપૂર્ણ પૂર્વ જ્ઞાનનો મૌલિકરૂપમાં વિચ્છેદ થયો. આંશિક રૂપાંતરિત અવસ્થામાં અત્યારે પણ ઉપાંગ છેદ આદિમાં વિદ્યમાન છે. ૨૧ હજાર વર્ષ સુધી ભગવાન મહાવીરનું શાસન ઉતાર ચઢાવથી ઝોલા ખાતા ખાતા પણ ચાલશે. સર્વથા(આત્યંતિક વિચ્છેદ) ભગવાનના શાસનના મધ્ય અવધિમાં નહિ થાય. પરંતુ છઠ્ઠો આરો શરૂ થતાં પાંચમા આરાના અંતિમ દિવસે પ્રથમ પ્રહરમાં જૈન ધર્મ, બીજા પ્રહરમાં અન્ય ધર્મ, ત્રીજા પ્રહરમાં રાજ ધર્મ, ચોથા પ્રહરમાં અગ્નિનો વિચ્છેદ થશે. આ પ્રકારનું વર્ણન બધા અવસર્પિણીના પાંચમા આરાનું સમજવું. આ આરો ૨૧૦૦૦ વર્ષનો હોય છે.. (૬) છઠ્ઠો “દુઃખમ દુઃખમ આરો:- આ આરો પણ ૨૧૦૦૦ વર્ષનો હોય છે. આ કાળ મહાન દુઃખ પૂર્ણ હોય છે. આ સમયે જોવા પૂરતું પણ સુખ હોતું નથી. આ ઘોર દુઃખોનું વર્ણન નરકના દુઃખોની સ્મૃતિ કરાવનારું હોય છે. આ આરાનું વર્ણન ભગવતી સૂત્ર શ. ૭ ઉ.૬ માં જુઓ. Page #245 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 244 ઉત્સર્પિણી કાળ - આ કાળ પણ ૧૦ ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. આમાં પણ ૬ આરા(વિભાગ) હોય છે. જેમના નામ અવસર્પિણીના સમાન હોય છે. પરંતુ ક્રમ એનો ઉલ્ટો હોય છે. યથા– પહેલા આરાનું નામ દુઃખમ દુઃખમ હોય છે અને છઠ્ઠા આરાનું નામ “સુખમ સુખમ” હોય છે. (૧) પહેલો દુઃખમ દુઃખમ' આરો – ઉત્સર્પિણીના પહેલા આરાનું વર્ણન અવસર્પિણીના છઠ્ઠા આરાના અંતિમ સ્વભાવના સમાન છે અર્થાત્ છઠ્ઠા આરાની શરૂઆતમાં જે પ્રલયનું વર્ણન છે તે અહીં નહીં સમજવું કિંતુ એ આરાના મધ્ય અને અંતમાં જે ક્ષેત્ર એવું જીવોની દશા છે, તેજ અહી સમજવી આ આરો ૨૧000 વર્ષનો હોય છે. ઉત્સર્પિણી કાળનો પ્રારંભ શ્રાવણ વદી એકમનો હોય છે. શેષ આરા કોઈ પણ દિવસ કે મહિનામાં પ્રારંભ થઈ શકે છે. આનો કોઈ નિયમ નથી કારણ કે આગમમાં એવું કથન નથી. આમ છતાં એવા નિયમ માનવાથી આગમ વિરોધ પણ થાય છે. યથા- ઋષભ દેવ ભગવાન માઘ મહિનામાં મોક્ષ પધાર્યા એના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાદ શ્રાવણ વદી એકમ કોઈપણ ગણિતમાં નથી આવતી. અતઃ ચોથો આરો કોઈપણ દિવસે પ્રારંભ થઈ શકે છે. એમ જ બીજા આરા પણ સમજવા. મૂળપાઠમાં કેવળ ઉત્સર્પિણીનો પ્રારંભ શ્રાવણ વદી એકમથી કહેલ છે. અન્ય આરા માટે મનકલ્પિત ન માનવું જ શ્રેયસ્કર છે. આરો:- ૨૧+૨૧ ઊ ૪ર હજાર વર્ષનો મહાન દ:ખમય સમય વ્યતીત થયા પછી ઉત્સર્પિણીના બીજા આરાની શરૂઆત થાય છે. આની શરૂઆત થતાં જ (૧) સાત દિવસ પુષ્કર સંવર્તક મહામેઘ મુસળધાર જલ વૃષ્ટિ કરશે. જેથી ભરતક્ષેત્રની દાહકતા તાપ આદિ સમાપ્ત થઈને ભૂમિ શીતલ થઈ જશે. (૨) પછી સાત દિવસ સુધી ક્ષીર મેઘ વર્ષા કરશે. જેથી અશુભ ભૂમિમાં શુભ વર્ણ, ગંધ રસ આદિ ઉત્પન્ન થશે. (૩) પછી સાત દિવસ નિરંતર ધૃત મેઘ વૃષ્ટિ કરશે. જેથી ભૂમિમાં સ્નેહ સ્નિગ્ધતા ઉત્પન્ન થશે. (૪) આના પછી અમૃત મેઘ પ્રકટ થશે. તે પણ સાત દિવસ રાત નિરંતર વર્ષા કરશે. જેથી ભૂમિમાં વનસ્પતિને ઉગાડવાની બીજ શક્તિ ઉત્પન્ન થશે. (૫) આના પછી રસ મેઘ પ્રકટ થશે તે પણ સાત દિવસ મૂસળધાર વૃષ્ટિ કરશે જેથી ભૂમિમાં વનસ્પતિને માટે તીખાં-કડવા મધુર આદિ રસ ઉત્પન્ન કરવાની શક્તિનો સંચાર થશે. આ પ્રકારે પાંચ સપ્તાહની નિરંતર વૃષ્ટિ બાદ આકાશ વાદળોથી સાફ થઈ જશે. ત્યારબાદ ભરતક્ષેત્રમાં વૃક્ષ, લતા, ગુચ્છ, તૃણ, ઔષધિ, હરિયાળી આદિ ઉગવા લાગશે અને ક્રમશઃ શીઘ વનસ્પતિનો વિકાસ થઈ જવાથી તે ક્ષેત્ર મનુષ્યોના સુખપૂર્વક વિચરણ કરવા યોગ્ય થઈ જશે. અર્થાતુ થોડા જ મહિના અને વર્ષોમાં ભરતક્ષેત્રનો ભૂમિ ભાગ વૃક્ષ, લતા, ફળ, ફૂલ આદિથી યુક્ત થઈ જશે. અહીં કેટલાક લોકો એવા ભ્રામક અર્થની કલ્પના કરે છે કે વૃષ્ટિ થતાં જ ભૂમિ વૃક્ષાદિથી યુક્ત થઈ જાય છે. એવું કથન અનુપયુક્ત છે કારણ કે વૃક્ષોથી યુક્ત થવામાં વર્ષો લાગે છે અને વનસ્પતિ ગુચ્છ ગુલ્મ લતા આદિને ફળ ફૂલ લાગવામાં પણ મહિનાઓ લાગે છે. કારણ કે તે પ્રાકૃતિક છે, કોઈ જાદુ મંતર યા કરામત તો નથી કે એક જ દિવસમાં ૪૨ હજાર વર્ષથી ઉજ્જડ બનેલી જમીનમાં વર્ષા બંધ થતા જ ફળ, ફૂલ, વૃક્ષ આદિ તૈયાર થઈ જાય. કાલાંતરે જ્યારે પૃથ્વી વૃક્ષ, લતા, ફળ, ફૂલ આદિથી યુક્ત થઈ જશે ત્યારે વૈતાઢય પર્વતના ગુફાવાસી માનવ જોશે કે હવે અમારા માટે ક્ષેત્ર સુખપૂર્વક રહેવા વિચરવા યોગ્ય છે. આ ક્ષેત્રમાં જીવન નિર્વાહ યોગ્ય અનેક વૃક્ષ, લતા, છોડ, વેલ અને અનેક ફળ, ફૂલ આદિ વિપુલ માત્રામાં ઉપલબ્ધ થવા લાગ્યા છે, ત્યારે એમનામાંથી કોઈ સભ્ય સંસ્કારના માનવ ભેગા મળીને મંત્રણા કરશે કે "હવે વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ થવા લાગ્યા છે તેથી હવે આપણામાંથી કોઈ માનવ માંસાહાર નહીં કરે અને જે કોઈ આ નિયમનો ભંગ કરશે તે અમારા સમાજથી દેશનિકાલ માનવામાં આવશે અને કોઈ વ્યક્તિ એ માંસાહારીની સંગતિ નહીં કરે. એની પાસે પણ નહીં જાય, બધા એને ધૃણા નફરત કરશે. એના પડછાયાને સ્પર્શના પણ નહીં કરે." આ ઘટના મધ્યમ ખંડના આર્યભૂમિના કોઈ એક સ્થલના મનુષ્યો માટે સમજવી. છ ખંડમાં બધેય એમ થતું નથી. તીર્થકરો વિચરે ત્યારે પણ સર્વત્ર એમ થતું નથી. આ પ્રકારની એક વ્યવસ્થાને માનવ કાયમ કરી જીવન યાપન કરશે. શેષ વર્ણન અવસર્પિણીના પાંચમા આરાના સમાન છે. ધર્મ પ્રવર્તન આ આરામાં નથી હોતું. તો પણ માનવ ચારે ગતિમાં જવાવાળા હોય છે. જ્યારે આની પહેલા ૪૨ હજાર વર્ષોમાં માનવ પ્રાયઃ નરક તિર્યંચમાં જ જાય. આ બીજા આરામાં ધર્મ પ્રવર્તન નથી હોતું તો પણ મનુષ્યોના નૈતિક ગુણોનો ક્રમિક વિકાસ થાય છે અવગુણોનો હ્રાસ થાય છે. આ પ્રકારે ૨૧ હજાર વર્ષના કાળનો બીજો આરો વ્યતીત થાય છે. ટિપ્પણ:- આ બીજા આરાની આગમિક સ્પષ્ટ વર્ણન વાળી નિરંતર પાંચ સાપ્તાહિક વૃષ્ટિને સાત સાપ્તાહિક માની એવં કાલાંતરથી માનવ દ્વારા લેવાતી માંસાહાર નિષેધની પ્રતિજ્ઞાને લઈને કેટલાક એક તરફી દષ્ટિવાળા અર્ધ ચિંતક લોકો આને સંવત્સરીનો ઉગમ કહી બેસે છે. કયાં શ્રમણ વર્ગ દ્વારા નિરાહાર મનાવવામાં આવતી ધાર્મિક પર્વરૂપ સંવત્સરી અને કયાં સચિત વનસ્પતિ કંદ મૂલાદિ ખાનારા અસંયત ધર્મ રહિત કાળવાળા માનવોનું જીવન ! સંવત્સરીનો સુમેળ જરા પણ નહીં હોવા છતાં પોતાને વિદ્વાન માનનારા શાસ્ત્રના નામથી એ અવ્રતી સચિત ભલી માનવો દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સામાન્ય વ્યવસ્થાને સંવત્સરી માની એનું અનુસરણ સ્વયં કરવું સાથે તીર્થકર ભગવાન ગણધરો અને વ્રતી શ્રમણોને આનું અનુસરણ કરનારા બતાવવામાં આ વિદ્વાનો માત્ર બુદ્ધિની હાંસી ઉડાડવાનું કાર્ય કરે છે. ત્રષિ પંચમીનો ઉગમ તો ઋષિ મહિર્ષિઓ દ્વારા ધર્મ પ્રવર્તનની સાથે થાય છે. એને ભુલાવી પાંચ સપ્તાહના સાત સપ્તાહ કરીને અને વર્ષા બંધ થતા જ વૃક્ષોની, વેલોની, ફળોની, ધાન્યોની અસંગત કલ્પના કરીને; અવ્રતી, સચિત બક્ષી લોકોની નકલથી સંવત્સરીને ખેંચતાણ કરી, ધર્મ પ્રણેતા તીર્થકર સાથે જોડીને આત્મ સંતુષ્ટી કરી, જાણે આગમોથી સંવત્સરી પર્વનું બહુ મોટું પ્રમાણ ૪૯ દિવસનું શોધી કાઢયું હોય! આવા બુદ્ધિમાનોની બુદ્ધિ પર આશ્ચર્ય અને અનુકંપા ઉત્પન્ન થાય છે. પરંતુ આ પંચમ કાલના પ્રભાવથી આવી કેટલીય કલ્પનાઓ, ગાડરિયા પ્રવાહરૂપે પ્રવાહિત થતી હોય છે અને થતી રહેશે. સાચા | ચિંતન અને જ્ઞાનનો સંયોગ મહાન ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ 245 jain કથાસાર (૩) ત્રીજો દુઃખમ–સુખમ આરો – અવસર્પિણી કાળના ચોથા આરાની સમાન આ ત્રીજો આરો હોય છે. આના ત્રણ વર્ષ સાડા આઠ મહીના વીતવા પર પ્રથમ તીર્થકર માતાના ગર્ભમાં આવે છે, નવ મહીના સાડા સાત દિવસે જન્મ લે છે, પછી યથાસમય દીક્ષા ધારણ કરે છે અને કેવલજ્ઞાન થાય છે. ચાર તીર્થની સ્થાપના કરે છે. ધર્મ પ્રવર્તન કરે છે. ત્યારે ૬૩ હજાર વર્ષથી વિચ્છેદ થયેલ જિન ધર્મ પુનઃ પ્રારંભ થાય છે. ઉપદેશ શ્રવણ કરીને કેટલાય જીવ શ્રમણ બનશે, કેટલાય શ્રાવક ધર્મ અંગીકાર કરશે. શેષ સંપૂર્ણ વર્ણન પૂર્વ વર્ણિત ચોથા આરાની સમાન સમજવું. આ આરો એક ક્રોડા ક્રોડ સાગરમાં ૪૨000 વર્ષ ઓછો હોય છે. આમાં પુદ્ગલ સ્વભાવ, ક્ષેત્ર સ્વભાવમાં ક્રમિક ગુણ વર્ધન થાય છે. (૪) ચોથો સુખ-દુઃખમ આરો:- આ આરાના ત્રણ વર્ષ સાડા આઠ મહીના વ્યતીત થવા પર અંતિમ ૨૪મા તીર્થંકરનો જન્મ થાય છે. એમની ઉમર ૮૪ લાખ પૂર્વ હોય છે. ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવનમાં રહે છે અને એક લાખ પૂર્વ સંયમ પાલન કરે છે. સંપૂર્ણ વર્ણન ઋષભ દેવ ભગવાનના સમાન સમજવું. કિંતુ વ્યાવહારિક જ્ઞાન શિખવાડવું, ૭ર કળા શિખવાડવી આદિ વર્ણન અહીં નહીં સમજવું. કારણ કે અહીં કર્મ ભૂમિ કાળ તો પહેલાથી જ છે. આના પછી યુગલ કાલ આવે છે. એ ક્રમશઃ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા અને ધર્મનો તથા અગ્નિનો વિચ્છેદ થઈ જાય છે. ૧૦ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ ઉત્પન્ન થાય છે. માનવ પોતાના કર્મ, શિલ્પ, વ્યાપાર આદિથી મુક્ત થઈ જાય છે. એમ ક્રમિક યુગલ કાળ રૂપમાં પરિવર્તન થતું જાય છે. પલ્યોપમના આઠમા ભાગ સુધી કુલકર વ્યવસ્થા અને મિશ્રણ કાલ ચાલે છે. પછી કુલકરોની આવશ્યકતા પણ રહેતી નથી. ધીરે ધીરે મિશ્રણ કાળથી પરિવર્તન થઈને શુદ્ધ યુગલ કાળ થઈ જાય છે. પૂર્ણ સુખમય શાંતિમય જીવન થઈ જાય છે. શેષ વર્ણન અવસર્પિણીના ત્રીજા બીજા અને પહેલા આરાની સમાન ઉત્સર્પિણીના ચોથા, પાંચમા અને છઠ્ઠા આરાનું છે તથા કાળમાન પણ એજ પ્રકારે છે. અર્થાત્ આ ચોથો આરો બે ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. પછી પાંચમો આરો ત્રણ ક્રોડા ક્રોડ સાગરોપમનો અને છઠ્ઠો આરો ચાર ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. પાંચમા આરાનું નામ સુખમ આરો અને છઠ્ઠા આરાનું નામ સુખમ–સુખમ છે. ટિપ્પણ:- આ ૬ આરા રૂપ ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પાંચ ભરત, પાંચ એરાવત તેમ દસ ક્ષેત્રોમાં હોય છે. શેષ- પાંચ કર્મ ભૂમિ રૂપ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ૩૦ અકર્મ ભૂમિમાં અને ૫૬ અંતરદ્વીપોમાં આ કાલ પરિવર્તન થતું નથી. આ ૯૧ ક્ષેત્રોમાં સદા એક સરખો કાળ પ્રવર્તમાન હોય છે. યથા૫ મહાવિદેહમાં - અવસર્પિણીના ચોથા આરાનો પ્રારંભકાલ ૫ દેવકુરુ – ૫ ઉત્તરકુરુમાં – અવસર્પિણીના પ્રથમ આરાનો પ્રારંભકાલ ૫ હરિવર્ષ- ૫ રમ્યવર્ષમાં:- બીજા આરાનો પ્રારંભકાલ પ હેમવય – પ હરણ્યવયમાં:- ત્રીજા આરાનો પ્રારંભકાલ ૫ અંતર દ્વીપોમાં ત્રીજા આરાના અંતિમ વિભાગનો શુદ્ધ યુગલ કાલ, અર્થાત્ મિશ્રણ કાલનો પૂર્વવર્તી કાળ. ત્રીજો વક્ષસ્કાર ભરત ચક્રવર્તી :- દક્ષિણ ભરતક્ષેત્રના મધ્યમાં, જગતી એવં વૈતાઢય પર્વત બન્નેથી ૧૧૪ યોજન દૂર વિનીતા નગરી હતી. જે શક્રેન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવની બુદ્ધિ દ્વારા ભગવાન ઋષભ દેવને માટે નિર્માણ કરવામાં આવી હતી. તે ૧૨ યોજન લાંબી ૯ યોજન પહોળી દ્વારિકા જેવી પ્રત્યક્ષ દેવલોક ભૂત ઋદ્ધિ સમૃદ્ધિથી સંપન્ન હતી. ત્યાં ભગવાન ઋષભદેવના જયેષ્ઠ પુત્ર ભરત સ્વયં ભગવાન દ્વારા પ્રદત્ત રાજ્યના કુશલ સંચાલન એવં રાજય ઋદ્ધિના ભોગોપભોગ કરતા સુખપૂર્વક રહેતા હતા. એક સમયે આ ભરત રાજાની આયુધશાળામાં (શસ્ત્રાગારમાં) ચક્ર રત્ન ઉત્પન્ન થયું, જે એક હજાર દેવો દ્વારા સેવિત હતું. આયુધશાળાના અધિકારીએ ભરત રાજાને ખુશખબર આપ્યા. ભરત રાજાએ સિંહાસનથી ઉતરી પાદુકા ઉતારી, હાથ જોડી આયુધશાળાની દિશામાં ૭-૮ પગલા જઈને ચક્ર રત્નને પ્રણામ કર્યા. પછી આયુધશાળાના અધિકારીને મુકુટ સિવાય આભૂષણ એવું વિપલ ધન પ્રીતિદાનમાં દીધું. એને સત્કારિત સન્માનિત કરી અર્થાત ધન્યવાદ આ કી સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા. રાજાએ નગરી સજાવવાનો આદેશ આપ્યો અને સભા વિસર્જિત કરી, સ્વયં પણ સ્નાનાદિ કરી, વિભૂષિત થઈને તૈયાર થઈ ગયા. પછી મંત્રીમંડળ તથા પ્રમુખજનોથી પરિવૃત થઈ ઐશ્વર્ય સાથે આયુધશાળા તરફ પ્રસ્થાન કર્યું. આયુધ– શાળામાં પ્રવેશ કરતા ભરત રાજાને જેવું ચક્ર રત્ન દષ્ટિગોચર થયું કે તરત જ એને પ્રણામ કર્યા પછી નજીક પહોંચી ચક્ર રત્નને પ્રમાર્જન, જલ સિંચન, ચંદન અનલેપન કર્યા; પુષ્પમાળા, વસ્ત્ર, આભૂષણ આદિ સમર્પિત કરી પૂજન સન્માન કર્યું. પછી સ્વચ્છ સફેદ ચોખાથી સ્વસ્તિક આદિ મંગલોનું આલેખન કર્યું. પછી એની સમક્ષ સુગન્ધિત વિવિધ પુષ્પો અર્પણ કર્યા. ધૂપ આદિ સંપૂર્ણ પૂજન વિધિ પૂર્ણ કરી; ત્યાર પછી ત્યાંથી પાછા ફરી રાજસભામાં આવ્યા અને અષ્ટ દિવસીય પ્રમોદની ઘોષણા કરી તથા મહોત્સવની વ્યવસ્થા કરાવી. મહામહિમાનો મહોત્સવ પૂર્ણ થતાં ચક્રરત્ન આયુધશાળામાંથી સ્વતઃ નીકળી માગધ તીર્થની દિશામાં આકાશમાં ચાલવા લાગ્યું. ભરત ચક્રવર્તીએ પણ પૂર્ણ તૈયારીની સાથે દિગ્વિજય માટે સૈન્ય બલ સહિત પ્રસ્થાન કર્યું. ચક્ર દ્વારા પ્રદર્શિત માર્ગથી પોતાના હસ્તિરત્ન પર આરૂઢ થઈ ભરત રાજા માર્ગમાં યથાસ્થાને પડાવ કરતાં પૂર્વ દિશામાં આગળ વધવા લાગ્યા. અનેક નગરો, રાજ્યો આદિમાં પોતાના વિજય પતાકા ફરકાવતા ભરત રાજા ગંગા નદીના કિનારે કિનારે થઈ જ્યાં ગંગા નદી સમુદ્રમાં પ્રવેશ કરે છે એની પાસે માગધ તીર્થ છે ત્યાં પહોંચ્યા. ચક્ર રત્ન પણ યથાસ્થાને આકાશમાં સ્થિર થઈ ગયું(પછી આયુધશાળા બની જતાં એમાં પહોંચી જાય છે.). વાર્ધિકરત્નએ પડાવમાં રહેવાની બધી વ્યવસ્થા કરી અને પૌષધશાળાની તથા આયુધશાલા આદિની રચના કરી. ભરત રાજાએ પૌષધશાળામાં જઈને યથા વિધિ અટ્ટમ કર્યા પછી અશ્વ રથ પર આરૂઢ થઈને ચતુરંગિણી સેના સહિત માગધ તીર્થ પાસે આવ્યા, રથની ધુરી પાણીને સ્પર્શે ત્યાં સુધી પાણીમાં પ્રવેશ કર્યો. પછી ધનુષ ઉઠાવી પ્રત્યંચા ખેંચી આ પ્રકારે કહ્યું કે 'હે નાગકુમાર Page #247 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 246 સુવર્ણ કુમાર આદિ દેવો! જે મારા આ બાણની મર્યાદાથી બહાર છે એમને હું પ્રણામ કરું છું અને મારા બાણની સીમામાં છે તે મારા વિષયભૂત છે, એમ કહી બાણ છોડ્યું. જે ૧૨ યોજન જઈને માગધ તીર્થાધિપતિ દેવના ભવનમાં પડ્યું. એને દેખતા જ પહેલા તો દેવ અત્યંત કુપિત થયા. પરંતુ બાણની પાસે આવીને એને ઉઠાવીને જોયું, એમાં અંકિત શબ્દ વાંચ્યા તો એમનો ગુસ્સો શાંત થઈ ગયો અને પોતાના કર્તવ્ય જીતાચાર એમની સ્મૃતિમાં આવી ગયા. તે તરત વિવિધ ભેટણ લઈને ભરત રાજાની સેવામાં ઉપસ્થિત થયા. આકાશમાં રહી હાથ જોડી રાજાને જય વિજય શબ્દોથી વધાવ્યા, સન્માનિત કર્યા અને કહ્યું કે આપના દ્વારા જીતવામાં આવેલ દેશનો હું નિવાસી છું, આપનો આજ્ઞાવર્તી સેવક છું. પછી ભરતરાજાએ એની ભેટનો સ્વીકાર કર્યો અને એને સત્કારિત સન્માનિત કરી | વિદાય કર્યા. પછી પોતાના આવાસમાં જઈને રાજાએ પારણું કર્યું. પછી ત્યાં માગધ તીર્થ વિજયનો અષ્ટાબ્દિકા મહોત્સવ મનાવ્યો. પછી ચક્રરત્ન આયધશાળામાંથી નીકળીને દક્ષિણ દિશામાં પ્રસ્થાન કર્યું. ભરત ચક્રવર્તી પણ માર્ગમાં દિગ્વિજય કરતા ચક્ર દ્વારા નિર્દિષ્ટ માર્ગ પાર કરવા લાગ્યા. ચક્રરત્ન વરદામ તીર્થ પાસે આવીને આકાશમાં સ્થિત થઈ ગયું. આ તીર્થ દક્ષિણ દિશામાં વિનીતા નગરીની દક્ષિણે સીધાણમાં છે અને જંબૂદ્વીપની જગતના દક્ષિણી વૈજયંત દ્વારની સીધાણમાં છે. માગધ તીર્થ વિજયની સમાન અક્રમનું, બાણ ફેંકવાનું, દેવ આવવાનું આદિ વર્ણન એ જ પ્રકારે સમજવું. અષ્ટ દિવસીય મહોત્સવના અનંતર ચક્રરને ત્યાંથી પ્રસ્થાન કર્યું. હવે ચક્રરત્ન દક્ષિણ ભારતથી પશ્ચિમ ભારતની તરફ ચાલવા માંડ્યું. માર્ગની આસપાસના ક્ષેત્રોમાં વિજય પતાકા ફરકાવતા ભરતરાજા પશ્ચિમ દિશામાં સિંધુ નદીના સમુદ્રમાં પ્રવેશ કરવાના સ્થાનની નજીક પ્રભાસ તીર્થ પાસે પહોંચી ગયા. ચક્રરત્ન આકાશમાં સ્થિર થઈ ગયા પછી ત્યાં પ્રભાસ તીર્થાધિપતિના અઠ્ઠમ આદિ વિધિ પૂર્ણ કરી ભરત રાજાએ તેને પોતાના અધિનસ્થ બનાવ્યા અને ત્યાં પણ આઠ દિવસનો મહોત્સવ મનાવ્યો. મહોત્સવ પૂર્ણ થતાં ચક્રરત્ન પૂર્વ દિશામાં સિંધુ દેવીના ભવનની તરફ રવાના થયું. સિંધુ નદીના કિનારે કિનારે ચાલતા - વિજય પ્રાપ્ત કરતા ભરત રાજા સિંધુ નદીના વળાંકના સ્થાન પર પહોંચી ગયા. જ્યાં સિંધ દેવીન ભવન છે. સિંધુ નદી વૈતાઢય પર્વતની નીચેથી નીકળી દક્ષિણ દિશામાં વિનીતા નગરીની સીધ સુધી ચાલે છે. પછી પૂર્વની તરફ વળી જાય છે. આ વળાંક પર સિંધુ દેવીનું ભવન છે ત્યાં પડાવ નાંખ્યો; અટ્ટમ કર્યો; સિંધુ દેવીનું સ્મરણ કરી પૌષધ પૂર્ણ કર્યો; દેવીનું આસન ચલાયમાન થયું અર્થાત્ અંગ ફુરણ થયું. પોતાના જ્ઞાનનો ઉપયોગ લગાવી દેવીએ ભરત રાજાના આગમનને જાણ્યું અને વિવિધ ભટણા લઈને પહોંચ્યા અને નિવેદન કર્યું કે હું તમારી આજ્ઞાકારી સેવિકા (દાસી) છું. પછી ભરત રાજાએ આ દેવીને સત્કારિત સમ્માનિત કરી વિસર્જિત કર્યા. ત્યાં સિંધુ નદીના એ વળાંકથી ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધ્યા. યથા– ક્રમથી માર્ગના તથા આસપાસના ક્ષેત્રોને પોતાના વિષયભૂત બનાવી ભરત મહારાજા વૈતાઢય પર્વતના મધ્ય સ્થાનની નજીક પહોંચ્યા. વૈતાઢયગિરિકુમારનું સ્મરણ કરતાં પૌષધ યુક્ત અટ્ટમ કરવાથી તે દેવ પણ ભરત રાજાની સેવામાં ઉપસ્થિત થયા અને અધીનતા સ્વીકારી, ભટણા દઈ યથાસ્થાન ચાલ્યા ગયા. ત્યાંથી રૂંધાવારે પશ્ચિમદિશામાં પ્રયાણ કર્યું અને તિમિશ્રા ગુફાની નજીક પહોંચી સ્થાયી પડાવ કર્યો. ભરત રાજાએ તિમિશ્રા ગુફાના માલિક દેવ કૃતમાલીની મનમાં અવધારણા કરી અટ્ટમ કર્યો. આસન કંપન આદિ સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ સમજવું; ત્યારપછી અઠ્ઠાઈ મહોત્સવ મનાવ્યો. ત્યાર પછી ભરત રાજાએ સુષેણ નામના સેનાપતિ રત્નને બોલાવી બે દિશામાં સિંધુ નદીથી એવં બે દિશામાં ક્રમશઃ સાગર અને વૈતાઢય પર્વતથી ઘેરાયેલ નિષ્ફટ ક્ષેત્ર(બીજા ભરતખંડ)માં જઈને બધા ક્ષેત્રોને જીતી પોતાની આજ્ઞા શિરોધાર્ય કરવાનો આદેશ દીધો. આ ભરતક્ષેત્રના છ ખંડમાંથી બીજો નાનો ખંડ છે. અત્યાર સુધી પહેલો મોટો ખંડ(મધ્યખંડ), ત્રણ તીથ, સિંધુ દેવી, વૈતાઢય ગિરિકુમાર દેવ અને કૃતમાલ દેવની વિજય યાત્રાની વચમાં આવેલા બધા ક્ષેત્ર જીતી લીધા હતા. કોઈક ક્ષેત્ર ખંડપ્રપાત ગુફાની આસપાસ અવશેષ રહ્યા, તે પહેલાં ખંડમાં પાછા ફરતી વખતે જીતી લેવાય. માટે હવે ક્રમથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમાં અને પછી છઠ્ઠો ખંડ સાધવામાં(જીતવામાં આવે છે. સુષેણ સેનાપતિએ આજ્ઞા મળતાં પૂર્ણ તૈયારી સાથે ચર્મરત્ન આદિ લઈને હસ્તિરત્ન પર આરૂઢ થઈને પ્રસ્થાન કર્યું. સિંધુ નદીની પાસે પહોંચી, ચર્મરત્ન લઈને નાવરૂપમાં તૈયાર કરી સંપૂર્ણ સ્કંધાવાર સહિત સિંધુ નદીને પાર કરી, સિંધુ નિષ્ફટ(બીજા ભરતખંડ)માં પહોંચી, દિશા વિદિશાઓમાં પડાવ કરતા વિજય પતાકા ફરકાવતાં, એ ખંડના ગ્રામ, નગર, રાજ્ય, દેશ આદિના અધિપતિઓને પોતાની આજ્ઞામાં કર્યા, અધિનસ્થ બનાવ્યા અને ભરત ચક્રવર્તીની આજ્ઞા પૂર્ણ કરીને સેનાપતિ સુષેણ પાછા ફર્યા. ચર્મ રત્ન દ્વારા સિંધુ નદીને પાર કરી ભરત રાજા પાસે પહોંચી એમને જય વિજય શબ્દથી વધાવ્યા અને કાર્ય સિદ્ધ થયાની ખુશ ખબર સાથે પ્રાપ્ત ભેટોને સમર્પિત કરી. પછી રાજા ભરતે સેનાપતિને સત્કારિત, સમ્માનિત કરી વિસર્જિત કર્યા. સેનાપતિ પણ વસ્ત્રમય પડાવવાળા આવાસ (તંબુ)માં પહોંચી અને સ્નાન ભોજન નૃત્યગાન આદિ વિવિધ માનુષિક કામ ભોગોનું સેવન કરતાં સુખપૂર્વક રહેવા લાગ્યા. અહીં સુધી બે ખંડ સાધવારૂપ કાર્ય અર્થાત્ મંજિલ પૂર્ણ થઈ જાય છે. અતઃ ચક્રવર્તી અહીં થોડા દિવસ વિશ્રાંતિ- રૂપમાં નિવાસ કરે છે. કેટલાક સમય પછી ભરત ચક્રવર્તીએ સુષેણ સેનાપતિને બોલાવીને તમિસા ગુફાના દ્વાર ખોલવાનો આદેશ દીધો. સેનાપતિએ પૌષધયુક્ત અટ્ટમ કર્યો. સુસજ્જિત થઈને વિશાળ જનમેદની અને સેના સહિત દ્વાર પાસે પહોંચ્યા, દ્વારને દેખતા જ પ્રણામ કર્યા, મોર પીંછીથી પ્રમાર્જન કર્યું, પછી યથાવિધિ પૂજન કર્યું. પુનઃ શિરસાવર્ત પ્રણામ કર્યા. પછી દંડ રત્ન હાથમાં લીધું. સાત આઠ પગલા પાછા સરકયા પછી દંડ રત્નથી દ્વાર પર ત્રણ વાર જોરથી પ્રહાર કર્યા. જેથી મોટા અવાજ સાથે જોડાયેલા એ દરવાજાના બન્ને વિભાગ અંદર તરફ સરકતા બન્ને બાજની પાછળની ભીંત પાસે જઈને થોભ્યા. બન્ને બાજુના દ્વાર વિભાગનું અંતર એવં દ્વારનો પ્રવેશ માર્ગ સર્વત્ર સમાન ૪ યોજનનો થઈ ગયો. Page #248 -------------------------------------------------------------------------- ________________ jain 247 કથાસાર દ્વાર ખોલીને સેનાપતિ ભરત ચક્રવર્તી પાસે આવ્યો. જય વિજયના શબ્દોથી વધાવ્યા એવં દ્વાર ખોલી દીધાનું નિવેદન કર્યું. ત્યારે ભરત ચક્રવર્તીનું ચક્રરત્ન આયુધશાળાથી નીકળીને આકાશમાં ચાલવા લાગ્યું. ભરત ચક્રવર્તી પોતાના હસ્તિરત્ન પર આરૂઢ થયા. હાથીના મસ્તક પર જમણી બાજુ મણિરત્ન (ગુફામાં પ્રકાશ કરનાર) બાંધી દીધો. પછી ચક્ર નિર્દિષ્ટ માર્ગથી રાજા ચાલતા ગુફાની પાસે પહોંચ્યા અને દક્ષિણી દ્વારથી ગુફામાં પ્રવેશ કર્યો. તમિસા નામક ગુફા સઘન અંધકારમય હતી. કારણ કે તે ૫૦ યોજન લાંબી હતી. અતઃ ચક્રવર્તીએ સ્થાયી પ્રકાશ માટે કાંગણિ રત્ન હાથમાં લીધું અને એના દ્વારા પ્રત્યેક યોજનના અંતરે ગુફાની બન્ને બાજુની ભીંતો પર કુલ ૪૯ મંડલ બનાવ્યા. તે મંડલ ચક્રની ધરીના આકારથી પ્રતિપૂર્ણ ચંદ્રના આકારવાળા ૫૦૦ ધનુષની લંબાઈ પહોળાઈ એવં સાધિક ત્રણ ગણી પરિધિવાળા બનાવ્યા હતા. બંગડીના જેવા વલયાકાર બનાવેલ ન હતા. પ્રત્યેક મંડલ ગુફાના એક યોજન ક્ષેત્રને પ્રકાશિત કરે છે. અર્થાત્ અર્ધી-અર્ધા યોજના બન્ને બાજુ અને ઉપર આઠ યોજન તથા સામે ૧૨ યોજન આ મંડલ પ્રકાશ ફેલાવે છે. પહેલું મંડલ દ્વાર પર પ્રવેશ મુખથી એક યોજન દૂર, બીજું કારની પાછળ એને રોકવાવાળા તોડક પર, અર્થાત્ દ્વારની આલંબન ભીંત પર, ત્રીજા મંડલ ત્રીજા યોજનાની સમાપ્તિ પર, ચોથું મંડલ ચોથા યોજનાની સમાપ્તિ પર ગુફાની એક ભીંત પર, પાંચમં મંડલ પાંચમા યોજનની સમાપ્તિ પર બીજી ભીંત પર એમ ક્રમશઃ છઠ્ઠ પ્રથમ ભીંત પર, સાતમે બીજી ભીંત પર, આ પ્રકારે ૮, ૧૦, ૧૨, ૧૪,........૪૨, ૪૪, ૪૬મું મંડલ પ્રથમ ભીંત પર એવં ૯, ૧૧, ૧૩, ૧૫,.........૪૧, ૪૩, ૪૫ મું મંડલ બીજી ભીંત પર બનાવ્યું. ૪૭ અને ૪૮મું ઉત્તર દિશાના દરવાજાના બન્ને તોડક પર એક એક બનાવ્યા. પછી ૪૯ મું મંડલ ઉત્તરી દ્વારના બન્ને વિભાગના ખુલી જવાથી એક વિભાગ પર બનાવ્યું. તમિસા ગુફામાં ૨૧ યોજન ચાલ્યા પછી ત્રણ યોજનની પહોળાઈ(પાટ) વાળી મિગ જલા નદી પાસે પહોંચ્યા. ભરત ચક્રવર્તીની આજ્ઞાથી વાર્દિક રત્ન(શ્રેષ્ઠ શિલ્પી)એ તે નદી પર પુલ બનાવી દીધો. જે અનેક સ્તંભો પર સ્થિત ઉપર બન્ને બાજુ ભત યુક્ત હતો. જે યથાયોગ્ય પહોળો એવં ત્રણ યોજન લાંબો હતો. પુલ બન્યા પછી એ ઉમગજલા નદીને પાર કરી ચક્રવર્તી આગળ વધ્યા. બે યોજન ચાલ્યા બાદ ફરી ત્રણ યોજનાના વિસ્તારની નિમગજલા નદી પાસે પહોંચ્યા. એજ પ્રકારે પુલ બનાવવામાં આવ્યો અને બીજી નદી પણ પાર કરી. આ બન્ને નદિઓ પૂર્વી ભીંતમાંથી પ્રવાહિત થાય છે અને પશ્ચિમી ભીતના નીચે ચાલવાવાળી સિંધુ નદીમાં સમાવિષ્ટ થઈ જાય છે. ઉમગજલા નદીમાં કોઈ પણ પદાર્થ યા જીવ પડી જાય તો એને તે ત્રણવાર ઘુમાવીને બહાર એકાંતમાં ફેંકી દે છે અને નિમગજલા નદી ત્રણ વાર ઘુમાવીને અંદર નીચે પાણીમાં સમાવિષ્ટ કરી દે છે. આ કારણે બન્નેના નામ સાર્થક છે. આ બન્ને નદિઓએ મળીને ૭+૩+૨ કુલ આઠ યોજના ક્ષેત્રનું અવગાહન કર્યું છે. આ નદિઓના સ્થાન પર ચક્રવર્તી ગુફાની ભીંત પર વૈક્રિયથી મંડલ કરી શકે અથવા પુલની ભીંત પર પણ કરી શકે છે. સૂત્રમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. બન્ને નદિઓને પાર કરી ભરત ચક્રવર્તી સેના સહિત ગુફાના ઉત્તરી દ્વાર તરફ આગળ વધ્યા ગુફાનું ઉત્તરી દ્વારા સ્વતઃ ખુલી ગયું અને ચક્રવર્તીના અગ્ર વિભાગની સેના ગુફામાંથી બહાર નીકળવા લાગી. ત્યારે એ ક્ષેત્રના(ચોથા ખંડના) શ્લેચ્છ અનાર્ય આપાત કિરાત જાતિના મનુષ્યોએ યુદ્ધ કરીને સામનો કર્યો અને ચક્રવર્તીની અગ્રિમ ભાગની સેનાને પરાસ્ત કરી દીધી. પછી સુષેણ સેનાપતિ અશ્વરત્ન પર આરૂઢ થઈને અસિરત્ન લઈને યુદ્ધ ભૂમિમાં ઉતર્યા, આપાત કિરાતોની હાર થઈ. તે અનેક યોજન દૂર ભાગી ગયા અને જઈને પરસ્પર ભેગા થઈને તેઓએ સિંધુ નદીની વાળુ રેતીમાં મેઘમુખ નામક નાગકુમાર જાતિના કુલ દેવતાનું સ્મરણ કરી અટ્ટમની આરાધના કરી. દેવનું આસન ચલાયમાન થયું. દેવ આવ્યા એવં એમના આગ્રહથી ૭ દિવસની ઘોર વૃષ્ટિ ચક્રવર્તીની સેના પર કરી. ચક્રવતીએ ચર્મરત્નથી નાવા અને છત્ર રત્નથી છત્ર કરીને સંપૂર્ણ સૈન્યની સુરક્ષા કરી. સાત દિવસ બાદ ભરત રાજાને ઉપદ્રવની આશંકા થઈ, ત્યારે એમના ચિંતનથી ૧૬૦૦૦ દેવ સાવધાન થયા અને જાણકારી કરી; તે મેઘમુખ નાગકુમાર દેવોને ત્યાંથી ભગાડી દીધા, ઉપદ્રવ સમાપ્ત થયો. પોતાના કુલ દેવતા મેઘમુખ નાગકુમારોના કહેવા પર તે કિરાતોએ ભરત ચક્રવર્તીનું આધિપત્ય સ્વીકાર કર્યું. સત્કાર, સમ્માન કર્યા તથા ક્ષમા માંગી. ભરત ચક્રવર્તીએ ગુફાની બહાર નીકળીને યથાસ્થાન પડાવ નાખ્યો અને સેનાપતિ ને ઉત્તરી ભરતક્ષેત્રના સિંધુ નિખુંટને જીતવા માટે મોકલ્યો. દક્ષિણી ભરતના સિંધુ નિષ્ફટની વિજય યાત્રાની સમાન અહીં પણ સંપૂર્ણ વર્ણન જાણવું. વિજય યાત્રા પછી થોડો સમય ત્યાં વિશ્રામ કર્યો. પછી યથાસમય ચક્રરત્ન રવાના થયું. ભરત રાજા ઉત્તરી ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં વિજય પતાકા ફરકાવીને ચુલ્લ હિમવંત પર્વતના મધ્યભાગમાં તળેટીમાં પહોંચ્યા. ત્યાં ચક્રવર્તીએ અઠ્ઠમ કરીને ચુલ્લ હિમવંતકુમાર દેવના ભવનમાં માગધ તીર્થની સમાન જ નામાંકિત બાણ ફેંક્યું. જે ચુલ્લ હિમવંત પર્વતના શિખર તલ પર રહેલા ભવનમાં પહોંચી ગયું. દેવનું વર્ણન માગધ તીર્થાધિપતિ દેવની સમાન જાણવું યાવત્ એણે કહ્યું કે હું આપનો સીમાવર્તી દેવ છું, દાસ છું. રાજાએ એને પણ સમ્માનિત કરી વિદાય કર્યો. પછી ભરત ચક્રવર્તી ત્યાં નિકટવર્તી ઋષભકૂટ પર પહોંચ્યા. જ્યાં બધા ચક્રવર્તી પોતાના નામ લખતા હોય છે. એ પરંપરા અનુસાર ભરત ચક્રવર્તીએ પણ કાંગણી રત્ન દ્વારા પોતાનું નામ એવં પરિચય લખ્યા કે "હું ભરત ક્ષેત્રના અવસર્પિણીના ત્રીજા આરાનો પ્રથમ ચક્રવર્તી રાજા ભરત છું. મેં ભરતક્ષેત્રને જીતી લીધું છે. કોઈ પણ મારો પ્રતિશત્રુ નથી." ત્યાર બાદ અટ્ટમનું પારણું કર્યું. ચક્ર રત્નના પ્રસ્થાન કરવા પર રાજા સેના સહિત દક્ષિણ દિશામાં આગળ વધ્યા. ઉત્તર ભારતના અનેક ક્ષેત્રો પર પોતાનું આધિપત્ય કરતા થકા વૈતાઢય પર્વત પાસે પહોંચ્યા. ત્યાં નમિ વિનમિ નામક વિધાધરોના પ્રમુખ રાજાઓનું સ્મરણ કરીને અટ્ટમ કર્યો. વિદ્યાધર રાજાઓને અંગ ફુરણ અને મતિજ્ઞાનનો ઉપયોગ લગાવતા સ્થિતિનો આભાસ થઈ ગયો. બન્ને બાજુની વિધાધર શ્રેણીના બન્ને પ્રમુખ રાજા પરસ્પર મંત્રણા કરીને ભરત ચક્રવર્તીની સેવામાં ભેંટણા લઈને પહોંચ્યા. જેમાં વિનમિ રાજા સ્ત્રી રત્ન લઈને ઉપસ્થિત થયા. ચક્રવર્તીએ પૂર્વોક્ત વિધિ અનુસાર એમને વિસર્જિત કર્યા. તદઅંતર ચક્રરત્ન ગંગાનદીની ગંગા દેવીના ભવન તરફ ઉત્તર પૂર્વમાં ચાલ્યું. સિંધુ દેવીના સમાન અહીં ગંગા દેવીનું વર્ણન જાણવું. Page #249 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 248 ગંગાદેવીના અઠ્ઠાઈ મહોત્સવના અનંતર ચક્રદર્શિત માર્ગથી ભરત ચક્રવર્તી ગંગા નદીના કિનારે કિનારે ચાલતા દક્ષિણ દિશામાં આગળ વધ્યા. ક્રમશઃ વિજિત ક્ષેત્ર પાર કરીને ખંડ પ્રપાત ગુફા પાસે પહોંચ્યા. ત્યાં લાંબા વખતના પડાવ હેતુ વાર્ષિક રત્નને આદેશ કર્યો. તદનંતર ઉત્તર ભરત ખંડના ગંગા નિષ્કુટ સાધન(વિજય) કરવા સેનાપતિ રત્નને આદેશ દીધો. સિંધુ નિષ્ફટની જેમ આ પાંચમાં ખંડને પણ સેનાપતિએ ચર્મ રત્નથી નદી પાર કરી વિજિત કર્યો તથા સર્વત્ર વિજય પતાકા ફરકાવી ભરત ચક્રવર્તીની સેવામાં આવીને નિવેદન કર્યું, અર્થાત્ જય વિજયથી ભરત ચક્રવર્તીને વધાવ્યા અને સફળતા ખુશ ખબર તેમજ આજ્ઞા પાલન કરી લીધા ની જાણકારી આપી. થોડા દિવસ વિશ્રાંતિ બાદ ચક્રવર્તીએ સેનાપતિ રત્નને ખંડપ્રપાત ગુફાનું દ્વાર ખોલવાનો આદેશ દીધો. સુષેણ સેનાપતિએ યથાવત્ આદેશનું પાલન કર્યું. અઠ્ઠમ આદિ બધુ વર્ણન તમિસા ગુફાના દ્વાર ખોલવા સમાન જાણવું. આ ગુફામાં પણ ઉમગજલા અને નિમગજલા બે નદિઓ પર પુલ બનાવવામાં આવ્યો. ૪૯ માંડલા બનાવવા આદિ વર્ણન જાણવું. નદિઓ પાર કરી દક્ષિણ તરફ આગળવધવા પર ખંડપ્રપાત ગુફાનો દક્ષિણી દરવાજો સ્વતઃ ખુલી જાય છે. ચક્રવર્તીની સંપૂર્ણ સેના ગુફાના દ્વારથી બહાર નીકળી અને ગંગા નદીના પશ્ચિમી કિનારા પર સૈન્ય શિવિર સ્થાપિત કર્યો. અહીં ભરત ચક્રવર્તીએ નવ નિધિનો અઠ્ઠમ કર્યો. અટ્ટમ અને સ્મરણથી તે નિધિઓ ચક્રવર્તીને વશવર્તી થઈ જાય છે. નિધિ સાધ્યા બાદ અઠ્ઠાઈ મહોત્સવ મનાવવામાં આવ્યો. આ નિધિઓ ગંગા નદીના સમુદ્રમાં પ્રવેશ કરવાના સ્થાન ૫૨ ભૂમિમાં સ્થિત ૨હે છે. તેની સાધના ખંડપ્રપાત ગુફાની બહાર નીકળી યથા સ્થાન પર થાય છે. તદનંતર દક્ષિણી ભરતનો ગંગા નિષ્કુટ અર્થાત્ છઠ્ઠો ખંડ સાધવા માટે સુષેણ સેનાપતિને આદેશ દીધો. સેનાપતિની વિજય યાત્રા અને ગંગાનદી પાર કરવી વગેરેનું વર્ણન પૂર્વ નિષ્કુટ વિજય યાત્રાની સમાન છે. યાવત્ તે સેનાપતિ વસ્ત્રના તંબૂ રૂપ પોતાના નિવાસમાં સુખપૂર્વક રહેવા લાગ્યા. થોડા સમય પછી ચક્રરત્ન રાજધાની વિનીતાની તરફ પશ્ચિમ દક્ષિણ દિશામાં રવાના થયું. આસપાસના માર્ગના ક્ષેત્રોને પોતાને આધીન કરતા થકા ચક્રવર્તીનો વિજય સ્કંધવાર વિનીતા તરફ આગળ વધવા લાગ્યો. યોજન–યોજન પર પડાવ કરતા ભરત ચક્રવર્તી રાજાનો સૈન્ય સમૂહ વિનીતા નગરીની નિકટ પહોંચી ગયો. પડાવ અને પૌષધશાળા તૈયાર કરવામાં આવી. રાજાએ વિનીતા પ્રવેશ નિમિત્તે અઠ્ઠમ કર્યો; પછી વિશાલ સરઘસની સાથે નગરીમાં પ્રવેશ કર્યો. ચતુરંગિણી સેના અને નવ નિધિઓ નગરીની બહાર રહ્યા. બાકી બધી મંગલ સામગ્રી તથા ઋદ્ધિ સંપદાની સાથે રાજા ભરત ચક્રવર્તી હસ્તિરત્ન પર આરૂઢ થઈને નગરીના રાજમાર્ગો પરથી પોતાના આવાસ પ્રાસાદાવંતસક–રાજભવનની તરફ આગળ વધ્યા. જય–જયના ઘોષ સાથે અને અનેક વિજયના નારા સાથે ચક્રવર્તી રાજા ભરત પોતાના ભવનના દ્વાર પર પહોંચ્યા. હસ્તિરત્નથી ઉતરી ચક્રવર્તી રાજાએ યથાક્રમે બધાને સમ્માનિત સત્કારિત કર્યા. જેમ કે– ૧૬ હજાર દેવો, ૩૨ હજાર રાજાઓ, સેનાપતિ રત્ન, ગાથાપતિ રત્ન, વર્ધકી રત્ન, પુરોહિત રત્ન, ૩૬૦ રસોઈયા, ૧૮ શ્રેણી પ્રશ્રેણીના સામાન્ય રાજાઓ, ઈશ્વર આદિ સાર્થવાહ પર્યન્તનો; સ્ત્રીરત્ન ઇત્યાદિ પ્રમુખ જનોનો સત્કાર, સન્માન કરી વધાવ્યા. પછી પોતાના ભવનમાં પ્રવેશ કર્યો; પારિવારિક અને મિત્રજનોને કુશલક્ષેમ પૃચ્છા કરી. પછી સ્નાન અને વિશ્રાંતિ બાદ અક્રમનું પારણું કર્યું. આ પ્રકારે ચક્રવર્તીના ૬ ખંડ સાધનની આ વિજય યાત્રા સાઠ હજાર વર્ષે પૂર્ણ થઈ. જેમાં ચાર ગુફાઓની પાસે નિષ્કંટોની વિજય યાત્રાના સમયે વધારે લાંબા સમયનો પડાવ રહ્યો. તે ઉપરાંત સંપૂર્ણ સમય ચાલવામાં અને થોડો રોકાવામાં જ પૂર્ણ થયો. થોડા સમય બાદ ભરત રાજાએ રાજ્યાભિષેક મહોત્સવ રાખ્યો. મહોત્સવ વ્યવસ્થાનો આદેશ આભિયોગિક દેવોને દીધો અને બધા રાજા આદિને નિર્દેશ કર્યો. પછી પોતે પૌષધ શાળામાં જઈને અષ્ટમ ભક્ત પૌષધ(અટ્ટમ) અંગીકાર કર્યો. રાજાની આજ્ઞાનુસાર રાજધાની વિનીતાની બહાર ઉત્તરપૂર્વ દિશામાં રાજ્યાભિષેક મંડલ તૈયાર કરવામાં આવ્યું. દેવની બુદ્ધિ એવં શક્તિથી નિર્મિત હજારો સ્તંભોથી યુક્ત તે મંડલ સમવસરણની જેમ અત્યંત આકર્ષણ યુક્ત એવં મનોહર હતું. પૌષધ પૂર્ણ કરી ભરત ચક્રવર્તી મંડપમાં પહોંચ્યા. ત્યાં એમની રાજ્યાભિષેક વિધિ પ્રારંભ થઈ. રાજાઓ આદિ દ્વારા યથાક્રમથી વૈક્રિયકૃત અને સ્વભાવિક કલશોમાં ભરેલા સુગંધી જળ થી ભરત રાજાનો રાજ્યાભિષેક કર્યો અને શુભ શબ્દોથી, મંગલ કામનાઓથી, જય જયકારના શબ્દોથી, મસ્તક પર અંજલી કરતાં, સ્તુતિ દ્વારા ભરત ચક્રવર્તીનું મહાન સમ્માન કર્યું. પછી ચંદનના અનુલેપથી અને પુષ્પમાલાઓથી સન્માનિત કર્યા. ત્યાર પછી બે સુંદર વસ્ત્ર યુગલ પહેરાવ્યા અને વિવિધ આભૂષણોથી અલંકૃત,વિભૂષિત કર્યા. આ પ્રકારે મહાન રાજ્યાભિષેક થઈ જવા પર ભરત રાજા, સ્ત્રી રત્નયુક્ત ૬૪ હજાર ૠતુ કલ્યાણિક અને ૬૪ હજાર જનપદ કલ્યાણિક સ્ત્રિઓની સાથે અભિષેક મંડપથી નીચે ઉતરી હસ્તિરત્ન પર આરૂઢ થયા. સંપૂર્ણ ઋદ્ધિ સંપદાની સાથે રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. રાજમાર્ગોથી જતાં રાજભવનમાં પહોંચ્યા. યથાસમય ભોજન મંડપમાં સુખાસન પર બેસીને રાજાએ અક્રમનું પારણું કર્યું, તદનંતર ૧૨ વર્ષનો પ્રમોદ ઘોષિત કર્યો. આના પછી પુનઃ સ્ત્રીરત્ન અને ઉપરોકત બધાનો સત્કાર સન્માન કરી આગંતુકોને વિદાય કર્યા. વિદાય કર્યા બાદ રાજા પોતાના રાજ્ય ઐશ્વર્યનો તથા મારુષિક સુખોનો ઉપભોગ કરતા રહેવા લાગ્યા. ભરત ચક્રવર્તીની રાજ્ય સંપદા :– પૂર્વ વર્ણિત દેવ અને રાણીઓ આદિના ઉપરાંત બત્રીસ વિધિથી યુક્ત ૩૨૦૦૦ નાટક, ૮૪ લાખ અશ્વ, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ૨થ, ૯૬ કરોડ પાયદળ સેના, ૭૨૦૦૦ નગર, ૩૨૦૦૦ દેશ, ૯૬ કરોડ ગામ, ૯૯ હજાર દ્રોણમુખ ૪૮૦૦૦ પટ્ટન(પાટણ), ૨૪૦૦૦ કસ્બા, ૨૪૦૦૦ મડંબ, ૨૦૦૦૦ ખાણો, ૧૬૦૦૦ ખેડા(ખેટક) ૧૪૦૦૦ સંબાહ, ૫૬ જલનગર, ૪૯ જંગલી પ્રદેશવાળા રાજય, છ ખંડ યુક્ત સંપૂર્ણ ભરત ક્ષેત્ર, ગંગા– સિંધુ નદી, ચુલ્લહિમવંત પર્વત, ઋષભ કૂટ, વૈતાઢય પર્વત, એની બે ગુફાઓ, બે વિધાધર શ્રેણિઓ, માગધ, વરદામ, પ્રભાસ તીર્થ, ૧૪ રત્ન, ૯ નિધિ આદિ ઋદ્ધિ મહા પુણ્ય પ્રભાવથી ભરત ચક્રવર્તીને આધીન એવં વિષય ભૂત હતી. Page #250 -------------------------------------------------------------------------- ________________ jain 249 કથાસાર ચૌદ રત્ન:- (૧) ચક્રરત્ન (૨) દંડરત્ન (૩) અસિરત્ન (૪) છત્રરત્ન આ ચારે ય એકેન્દ્રિય રત્ન શસ્ત્રાગાર શાળામાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ દેવ સંહરણ કરીને ત્યાં પ્રતિષ્ઠિત કરે છે. (૫) ચર્મરત્ન (૬) મણિરત્ન (૭) કાંગણિરત્ન આ ત્રણે શ્રીઘર–લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. આ કુલ સાત એકેન્દ્રિય રત્નોના સ્થાન છે. ચર્મરત્ન ચર્મની સમાન હોય છે પરંતુ પૃથ્વીકાયમય હોય છે. (૮) સેનાપતિ રત્ન (૯) ગાથાપતિરત્ન (૧૦) વાર્ધિકરત્ન (૧૧) પુરોહિતરત્ન એ ચાર મનુષ્ય રત્ન રાજધાનીમાં ઉત્પન્ન થાય છે અર્થાત્ વિનીતામાં ઉત્પન્ન થયા. (૧૨) અશ્વરત્ન (૧૩) હસ્તિરત્ન આ બે તિર્યંચ પંચેન્દ્રિય રત્ન વૈતાઢય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થાય છે. (૧૪) સ્ત્રીરત્ન વિધાધરોની ઉત્તરી શ્રેણીમાં ઉત્પન્ન થાય છે. આ ૧૪ રત્નોના એક–એક હજાર દેવ સેવક હોય છે. અર્થાત આ ૧૪ રત્નો દેવાધિષ્ઠિત હોય છે. આ ૧૪ રત્નોનું થોડું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૨૦મા પદમાં પણ છે નવ નિધિઓ – નવ નિધિઓ શ્રી ઘરમાં લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. છ ખંડ સાધ્યા પછી નિધિઓના મુખ લક્ષ્મી ભંડારમાં થઈ જાય છે. તે મુખ સુરંગની સમાન હોય છે. જે નિધિઓ અને લક્ષ્મી ભંડારનું જોડાણ કરે છે. આ નિધિઓ શાશ્વત છે. પેટીના આકારની છે. તેમની લંબાઈ ૧૨ યોજન, પહોળાઈ ૯ યોજન અને ઊંચાઈ ૮ યોજનની છે. આ માપ પ્રત્યેક નિધિનું છે. આ નવ નિધિઓ ચક્રવર્તી દ્વારા અટ્ટમની આરાધના કરવાથી પોતાના અધિષ્ઠાતા દેવોની સાથે તે ચક્રવર્તીની સેવામાં ઉપસ્થિત થઈ જાય છે. આ શાશ્વત નિધિઓના મૂળ સ્થાન ગંગાસુખ સમુદ્રી કિનારા પર છે. નિધિઓના નામ અનુસાર એમના માલિક દેવોના નામ હોય છે. તે દેવ એક પલ્યોપમની સ્થિતિવાળા હોય છે. આ નિધિઓની બાહ્ય ભીંતો પણ વિવિધ વર્ણના રત્નોથી જડાયેલી હોય છે. (૧) નૈસર્પ નિધિઃ- ગ્રામ નગર આદિને વસાવવાની વિધિ એવં સામગ્રીથી યુક્ત હોય છે. (૨) પાંડુક નિધિ – નારિયેળ આદિ, ધાન્ય આદિ, સાકર ગોળ આદિ, ઉત્તમ શાલિ આદિ સંબંધી ઉત્પાદનની વિધિઓ, સામગ્રીઓ અને બીજોથી યુક્ત હોય છે. તેમજ આ પદાર્થોનો આમાં સંગ્રહ એવં સંરક્ષણ પણ થઈ શકે છે. (૩) પિંગલક નિધિ :- પુરુષો, સ્ત્રીઓ, હાથી, ઘોડા આદિના વિવિધ આભૂષણોના ભંડાર યુક્ત એવં એમને બનાવવામાં, ઉપયોગમાં લેવાની વિધિઓથી યુક્ત હોય છે. (૪) સર્વ રત્નનિધિઃ- બધા પ્રકારના રત્નોના ભંડાર રૂપ આ નિધિ છે. (૫) મહાપાનિધિઃ- બધા પ્રકારના વસ્ત્રોના ભંડારરૂપ તથા વસ્ત્ર ઉત્પાદન કરવાની, રંગવાની, ધોવાની અને ઉપયોગમાં લેવાની વિધિઓથી યુક્ત હોય છે. તેમજ તત્સંબંધી અનેક પ્રકારની સાધન-સામગ્રીથી યુક્ત હોય છે. (૬) કાલ નિધિ - જ્યોતિષ શાસ્ત્ર જ્ઞાન, વંશોની ઉત્પતિ વગેરે ઐતિહાસિક જ્ઞાન, એકસો પ્રકારના શિલ્પનું તથા વિવિધ કર્મોનું જ્ઞાન દેનારી હોય છે. તેમજ તે સંબંધી વિવિધ સાધનો અને ચિત્રો આદિથી યુક્ત હોય છે. (૭) મહાકાલ નિધિ - લોખંડ, સોનું, ચાંદી, મણિ, મુક્તા આદિની ખાણોની જાણકારીથી યુક્ત હોય છે. તેમજ તેવા પદાર્થોના ભંડારરૂપ હોય છે. (૮) માણવક નિધિઃ યુદ્ધનીતિઓ અને રાજનીતિઓનું જ્ઞાન દેનારી તેમજ વિવિધ શસ્ત્રાસ્ત્ર કવચ આદિના ભંડારરૂપ આ નિધિ છે. | (૯) સંખ નિધિ :- નાટક, નૃત્ય આદિ કલાઓના ભંડાર રૂપ તેમજ તેને ઉપયોગી સામગ્રીથી યુક્ત આ નિધિ હોય છે. તે ઉપરાંત ધર્મ, અર્થ, કામ, મોક્ષ પ્રતિપાદક કાવ્યો એવં અન્ય અનેક કાવ્યો, સંગીતો, વાદ્યોને દેનારી અને આ કલાઓનું જ્ઞાન કરાવનારી અને વિવિધ ભાષાઓ, શૃંગારોનું જ્ઞાન કરાવનારી આ નિધિ છે. આ બધી નિધિઓ સુવર્ણમય ભીંતોવાળી રત્ન જડિત હોય છે તથા તે ભીંતો અનેક ચિત્રો, આકારોથી પરિમંડિત હોય છે. આ નિધિઓ આઠ ચક્રો પર (પૈડા પર) અવસ્થિત રહે છે. ભરત ચક્રવર્તીને કેવલ જ્ઞાન - કથાઓમાં ભરત બાહુબલીના યુદ્ધનું વર્ણન, બાહુબલીની દીક્ષા, ૯૯ ભાઈઓ તથા બે બહેનો(બ્રાહ્મી સુંદરી)ની દીક્ષા, ભરતની ધાર્મિકતા, રાજ્યમાં અનાશક્તિ આદિનું વિવિધ વર્ણન પ્રાપ્ત થાય છે. તે વર્ણન તે ગ્રંથોમાં જોવું. અહીં શાસ્ત્રમાં ઉક્ત વર્ણન કોઈપણ કારણે ઉપલબ્ધ થતું નથી. કેવલજ્ઞાન પ્રાપ્તિનું વર્ણન શાસ્ત્રમાં આ પ્રમાણે છે એકવાર ભરત ચક્રવર્તી સ્નાન કરીને, વિવિધ શૃંગાર કરીને, સુસજ્જિત, અલંકૃત, વિભૂષિત થઈને પોતાના અરીસા મહેલમાં પહોંચ્યા અને સિંહાસન પર બેસીને પોતાના શરીરને જોતાં વિચારોમાં લીન બની ગયા. અરીસા મહેલ હોય કે કલા મંદિર હોય, વ્યક્તિના વિચારોનો પ્રવાહ સદા સ્વતંત્ર છે; તે ગમે ત્યાં વળાંક લઈ શકે છે. ભરત ચક્રવર્તી પોતાના વિભૂષિત શરીરને જોતાં ચિંતન ક્રમમાં વધતાં–વધતાં વૈરાગ્ય ભાવોમાં પહોંચ્યા, શુભ અને પ્રશસ્ત અધ્યવસાયોની અભિવૃદ્ધિ થતાં, લેગ્યાઓ વિશુદ્ધ વિશુદ્ધતર થવાથી, તેના મોહ કર્મ યુક્ત સર્વ ઘાતિકર્મોનો ક્ષય થયો અને ત્યાં જ તેમને કેવલજ્ઞાન કેવલદ આ રીતે ભરત ચક્રવર્તી અરીસા મહેલમાં જ ભરત કેવલી બની ગયા. જિનમતાનુસાર એક બાજુ વિચારોનો વેગ ધ્યાનમાં ઊભેલા મુનિ(પ્રસન્નચંદ્ર રાજસ્કૃષિ)ને સાતમી નરકમાં જવા યોગ્ય બનાવી દે છે. જ્યારે બીજી બાજુ આ જ વિચાર પ્રવાહ વ્યક્તિને રાજભવન અને અરીસા મહેલમાં સર્વજ્ઞ સર્વદર્શી બનાવી શકે છે. એવું પણ વર્ણન મળી આવે છે કે ભરત ચક્રવર્તીના દાદી એટલે ભગવાન ઋષભદેવની માતાને તો હાથી પર બેઠા જ કેવલજ્ઞાન થઈ ગયું હતું. - ત્યાર પછી ભરત કેવલીએ પોતાના આભૂષણ આદિ ઉતારી પંચ મુષ્ઠિલોચ કર્યો અને અરીસા મહેલથી નીકળ્યા. અંતઃપુરમાં થઈ વિનીતા નગરીથી બહાર નીકળ્યા અને ૧૦ હજાર રાજાઓને પોતાની સાથે દીક્ષિત કરી મધ્યખંડમાં વિચરણ કરવા લાગ્યા. અંતમાં અષ્ટાપદ પર્વત પર સંલેખના (પાદપોપગમન) સંથારો કરી પંડિત મરણનો સ્વીકાર કર્યો. આ પ્રકારે ભરત ચક્રવર્તી ૭૭ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહી એક હજાર વર્ષ માંડલિક રાજારૂપમાં, ૬ લાખ પૂર્વમાં હજાર વર્ષ ઓછા ચક્રવર્તીરૂપમાં રહ્યા. કુલ ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવનમાં રહ્યા. એક લાખ પૂર્વ દેશોન કેવલી પર્યાયમાં રહ્યા. એક મહિનાના સંથારાથી કુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં સંપૂર્ણ કર્મોને ક્ષય કરી મુકત થયા; બધા દુઃખોનો અંત કર્યો. આ ભરત ક્ષેત્રના પ્રથમ ચક્રવર્તી રાજા ભરત થયા. એ ક્ષેત્રના માલિક દેવનું નામ પણ ભરત છે. જેમની એક પલ્યોપમની સ્થિતિ છે. આ પ્રકારે આ ભરતક્ષેત્રનું આ નામ શાશ્વત છે, અનાદિ કાલીન છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ 250 આગમ-કથાઓ વિશેષ:-ચક્રવર્તીના ખંડ સાધનનાં મુખ્ય કેન્દ્ર અને ૧૩ અઠ્ઠમ – ત્રણ તીર્થ, બે નદીની દેવી, બે ગુફાના દેવ, બે પર્વતના દેવ, વિદ્યાધર, નવ નિધિ, વિનીતા પ્રવેશ અને રાજ્યાભિષેક, એ કુલ ૧૩ અઠ્ઠમના સ્થાન ચક્રવર્તીના છે. પૌષધ યુક્ત આ અઠ્ઠમ સંસારિક | વિધિ વિધાનરૂપ છે. કિંતુ તેને ધર્મ આરાધના હેતુ નહીં સમજવી જોઈએ. બે ગુફાના દ્વાર ખોલવા માટે બે અઠ્ઠમ સેનાપતિ કરે છે. ચુલ્લહિમવંત પર્વતના દેવ માટેની અટ્ટમની સાથે જ ઋષભકૂટ પર નામાંકન કરવામાં આવે છે. બે-બે એમ ચાર નદિઓ પર સ્થાઈ પૂલ અને બન્ને ગફાઓમાં ૪૯-૪૯ માંડલા સ્થાયી પ્રકાશ કરનારા બનાવવામાં આવે છે. ત્રણ તીર્થ અને ચુલ્લહિમવંત પર્વત પર તીર ફેંકવામાં આવે છે, શેષ ક્યાંય પણ ફેંકવામાં આવતું નથી. ફક્ત મનમાં સ્મરણ યુક્ત અદમથી તે દેવ દેવીઓ અને વિદ્યાધર ઉપસ્થિત થઈ જાય છે. ચલહિમવંત પર્વત પર ૭૨ યોજન દૂર બાણ જાય છે ત્યારે ભવનમાં પડે છે. અહીં ચક્રવર્તીને એક લાખ યોજનનું વૈક્રિયરૂપ બનાવવું પડે છે, ત્યારે બાણ ત્રાંસુ ૭ર યોજન જાય છે અને તેમનું શરીર ચલહિમવંત પર્વતની ઊંચાઈ સદશ (શાશ્વતા ૧૦૦ યોજનનું) થઈ જાય છે. ચોથો વક્ષસ્કાર જંબુદ્વીપના વર્ણન ક્રમમાં ભરતક્ષેત્રનું વર્ણન ઉત્સર્પિણી, અવસર્પિણીના ૬-૬ આરાના વર્ણનની સાથે એવં પ્રથમ તીર્થકર, પ્રથમ ચક્રવર્તીના વર્ણનની સાથે પૂર્ણ થાય છે. જેમાં ચક્રવર્તી ભરત દ્વારા ખંડોને સાધવા(જીતવાનું) વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે બધા મળીને ભરત ક્ષેત્રનું સાંગોપાંગ વર્ણન ત્રણ વક્ષસ્કારમાં કરવામાં આવ્યું છે. આ ચોથા વક્ષસ્કારમાં અવશેષ જંબૂદ્વીપના વર્ષધર પર્વત અને ક્ષેત્રોનું વર્ણન એના અંતર્ગત આવેલ પર્વતો નદીઓ, ક્ષેત્રો, વિભાગો આદિની સાથે કરવામાં આવે છે. આ વક્ષસ્કારનો વિષય ક્રમ – (૧) ચુલ્લહિમવંત પર્વત-પઘદ્રહ, નદી, ફૂટ યુક્ત (૨) હેમવંત યુગલિક ક્ષેત્ર (૩) મહાહિમવંત પર્વત (૪) હરિવર્ષ યુગલિક ક્ષેત્ર (૫) નિષધ પર્વત (૬) મહાવિદેહ ક્ષેત્રના વર્ણનમાં ઉત્તરકુરુ તથા એના વૃક્ષ, પર્વત, દ્રહ, વક્ષસ્કાર ગજદંતા આદિ (૭) પહેલી વિજયથી આઠમી વિજય અને તેની વચ્ચેના પર્વત તથા અંતર નદી (૮) બન્ને સીતામુખ વન (૯) નવમી વિજયથી સોળમી વિજય, અંતર નદી અને પર્વત યુક્ત (૧૦) દેવકુરુક્ષેત્ર તથા એના વૃક્ષ, દ્રહ, પર્વત, નદી, ગજદંતા આદિ (૧૧). સત્તરમી વિજયથી ચોવીસમી વિજય (૧૨) બન્ને સાતોદામુખવન (૧૩) પચ્ચીસમી વિજયથી બત્રીસમી વિજય (૧૪) મેરુ પર્વત, ભદ્રસાલ આદિ ચાર વન, અભિષેક શિલા આદિ (૧૫) નીલ પર્વત (૧૬) રમ્ય વાસ યુગલિક ક્ષેત્ર (૧૭) રુક્ષ્મી પર્વત (૧૮) હરણ્યવત યુગલિક ક્ષેત્ર (૧૯) શિખરી પર્વત (૨૦) કર્મ ભૂમિજ એરાવત ક્ષેત્ર. આ ક્રમથી આગળ વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ચુલ્લહિમવંત પર્વત :- દક્ષિણ દિશામાં ભરતક્ષેત્રની સીમા કરનારો, ઉત્તરદિશામાં હેમવંત ક્ષેત્રની સીમા કરનારો, પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રના સીમાંત પ્રદેશોને સ્પર્શ કરનારો સુવર્ણમય ચુલ્લ હિમવંત નામનો લઘુ પર્વત છે. તે પૂર્વ પશ્ચિમ સમુદ્ર સુધી લાંબો ઉત્તર દક્ષિણ ભરત ક્ષેત્રથી બે ગણો ૧૦પર યોજન પહોળો અને 100 યોજન ઊંચો છે. સમ ભૂમિ પર બન્ને બાજુ એક–એક પદ્રવર વેદિકા અને વનખંડથી સુશોભિત છે. મહાહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષા આ પર્વત નાનો છે. તેથી એનું ચુલ્લ– નાનો હિમવંત પર્વત એ શાશ્વત નામ છે. ચોખ્ખણ લાંબો હોવાથી આ પર્વતને રુચક સંસ્થાન કહેવામાં આવેલ છે. કારણ કે રુચક નામક ગળાનું આભૂષણ આ પ્રકારનું હોય છે. (૨) હેમવંત યુગલિક ક્ષેત્ર - આ ક્ષેત્રની દક્ષિણમાં ચુલ્લહિમવંત પર્વત છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રી સીમાંત પ્રદેશોને અડતુ આ ચોખ્ખણ લાંબુ પર્ઘક (પર્યક) સંસ્થાનવાળું ક્ષેત્ર છે. આ ક્ષેત્રની લંબાઈ, પહોળાઈ થી મધ્યમાં શબ્દાપાતી વૃત વૈતાઢય પર્વત છે. જે એક હજાર યોજન ઊંચો અને એક હજાર યોજન લાંબો પહોળો ગોળ છે. એના સમ ભૂમિ ભાગ પર ચારે બાજુ પધવર વેદિકા અને વનખંડ છે. શિખર તલ પર પણ ચારે બાજુ કિનારા પર પદ્મવર વેદિકા અને વનખંડ છે. શિખર તલની વચમાં શ્રેષ્ઠ પ્રાસાદ છે. જે દ૨ યોજન ઊંચો ૩૧ યોજન લાંબો, પહોળો છે. શબ્દાપાતિ દેવ અહીં સપરિવાર રહે છે. રોહિતા અને રોહિતાશા બે નદીઓ અને વૃત(ગોલ) વૈતાઢય પર્વતથી આ ક્ષેત્રમાં ચાર વિભાગ(ખંડ) થાય છે.આ ક્ષેત્રની પહોળાઈ ચુલ્લહિમવંત પર્વતની પહોળાઈથી બે ગણી ૨૧૦૫ યોજનની છે. આ ક્ષેત્રમાં અકર્મભૂમિજ મનુષ્ય રહે છે. ત્યાં અવસર્પિણીના ત્રીજા આરાની શરૂઆતની સમાન ભાવ વર્તે છે. મનુષ્યની ઉમર ઉત્કૃષ્ટ એક પલ્યોપમની હોય છે. દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષો (પ્રચલનમાં કલ્પ વૃક્ષો)થી આ મનુષ્યોના જીવનનિર્વાહ થાય છે. ઇત્યાદિ વર્ણન ત્રીજા આરાના વર્ણન સમાન જાણવું. આ ક્ષેત્રની બન્ને બાજુ સુવર્ણમય પર્વત છે. તે સુવર્ણમય પુદ્ગલ એવં સોનેરી પ્રકાશ આ ક્ષેત્રને આપતા રહે છે. આ ક્ષેત્રના અધિપતિ દેવનું નામ હિમવંત છે. એટલે કે આ ક્ષેત્રનું હેમવંત' એ અનાદિ શાશ્વત નામ છે. (૩) મહાહિમવંત પર્વત :- આ પર્વત દક્ષિણમાં હેમવંત ક્ષેત્રની અને ઉત્તરમાં હરિવર્ષ ક્ષેત્રની સીમા કરે છે. પૂર્વ પશ્ચિમ લવણ સમુદ્રી ચરમાંત પ્રદેશોને સ્પર્શ કરે છે. પૂર્વ પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ હેમવંત ક્ષેત્રથી બે ગણા ૪૨૧૦ યોજન પહોળો એવું ૨૦૦ યોજન ઊંચો રુચક સંસ્થાન મય છે. તે સંપૂર્ણ સુવર્ણમય છે. શેષ વર્ણન વેદિકા, દ્રહ, કૂટ આદિનું ચુલ્લહિમવંત પર્વતના વર્ણન જેવું છે. આ ચુલ્લહિમવંત પર્વતથી આ પર્વત બધી અપેક્ષાએ વિશાળ છે. એવું મહાહિમવંત એના અધિપતિ દેવ અહીં રહે છે. એટલે મહાહિમવંત પર્વત એ શાશ્વત નામ છે. (૪) હરિવર્ષ ક્ષેત્ર :- હેમવંત ક્ષેત્રના જેવું જ આ ક્ષેત્ર બે નદીઓ અને વૃત વૈતાઢય પર્વતથી ચાર ભાગોમાં વિભાજિત છે. પૂર્વ પશ્ચિમ લાંબુ, ઉત્તર દક્ષિણ મહાહિમવંત પર્વતથી બેગણુ(૮૪૨૧ યોજન) પહોળુ છે. પથંક(પર્યક) સંસ્થાન સંસ્થિત છે. એના ઉત્તરમાં નિષધ મહાપર્વત છે, દક્ષિણમાં મહાહિમવંત પર્વત છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્ર છે. એમાં અકર્મભૂમિજ યુગલિક મનુષ્ય રહે છે. ૧૦ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ હોય છે, ઈત્યાદિ અવસર્પિણીના બીજા આરાના શરૂઆત કાળનું વર્ણન જાણવું. Page #252 -------------------------------------------------------------------------- ________________ jain 251 કથાસાર લંબાઈ પહોળાઈની વચ્ચોવચ વિકટાપાતી વૃત વૈતાઢય પર્વત છે. જેનું વર્ણન શબ્દાપાતી વૃત વૈતાઢયના જેવું છે. આ વૃત વૈતાઢય પર ભવનમાં અરુણ નામક સ્વામી દેવ રહે છે. આ ક્ષેત્રનો હરિવર્ષ નામક સ્વામી દેવ છે. જે મહર્દિક યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળો છે. આ કારણે આ ક્ષેત્રનું શાશ્વત નામ ‘હરિવર્ષ ક્ષેત્ર’ છે. હરી અને હરિકતા નામની બે નદિઓ આ ક્ષેત્રમાં છે. હેમવંત ક્ષેત્રના જેવું જ એના પણ ચાર વિભાગ ઇત્યાદિ અવશેષ વર્ણન છે. (૫) નિષધ વર્ષધર પર્વત :– આ પર્વત ઉત્તરમાં મહાવિદેહ ક્ષેત્રની એવં દક્ષિણમાં હરિવર્ષ ક્ષેત્રની સીમા કરે છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રી ચરમાંત પ્રદેશોને સ્પર્શ કરે છે અર્થાત્ બધા પર્વત જગતીને ભેદી સમુદ્ર સુધી પહોંચે છે. એ પૂર્વ પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ હરિવર્ષ ક્ષેત્રથી બે ગણો (૧૬૮૪૨ યોજન) પહોળો અને ૪૦૦ યોજન ઊંચો, રુચક સંસ્થાન સંસ્થિત છે. શેષ વર્ણન મહા—હિમવંત પર્વત જેવું જ છે. એના શિખર તલ પર તિગિચ્છ નામક બ્રહ છે. જે મહા– પદ્મ દ્રહ થી બે ગણો છે અને એના અંદર પદ્મ અને ભવન પણ બે ગણી લંબાઈ— પહોળાઈવાળા છે. પદ્મોનું શેષ વર્ણન મહાપદ્મ દ્રહના જેવું જ છે. અહીં ધૃતિ નામક દેવી સપરિવાર નિવાસ કરે છે. આ દ્રહની ઉત્તર દક્ષિણથી મહાપદ્મ દ્રહની જેમ બે નદિઓ નીકળે છે. દક્ષિણથી હિર નદી નીકળે છે. જે હરિવર્ષક્ષેત્રમાં હરિપ્રપાત કુંડમાં પડે છે અને ત્યાંથી વિકટાપાતી વૃત વૈતાઢય સુધી દક્ષિણમાં ચાલી પછી પૂર્વ દિશામાં વળે છે. આ નદી પૂર્વી હરિવર્ષ ક્ષેત્રને લંબાઈમાં બે વિભાજન કરતી પૂર્વી લવણ સમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે. આ દ્રહની ઉત્તરથી સીતોદા મહાનદી નીકળે છે. જે ઉત્તરી શિખરતલ પર ચાલતી કિનારા પર આવીને ૪૦૦ યોજન નીચે દેવકુરુક્ષેત્રમાં રહેલ સીતોદાપ્રપાત કુંડમાં પડે છે. પછી કુંડના ઉત્તરી તોરણથી નીકળી દેવકુરુ ક્ષેત્રને બે ભાગોમાં વિભાજિત કરતી આગળ વધે છે. ચિત્રકૂટ પર્વત અને વિચિત્રકૂટ પર્વતોની વચમાંથી નીકળી, પાંચ દ્રહોને બે ભાગોમાં વિભાજિત કરે છે. પછી ૫૦૦ યોજન ભદ્રશાલ વનમાં જઈને એના પણ પૂર્વ પશ્ચિમ બે વિભાગ કરે છે. પછી મેરુ પર્વતથી બે યોજન દૂર રહેલા વિદ્યુત્પ્રભ ગજદંતા પર્વતની નીચેથી નીકળી પશ્ચિમની બાજુ વળી જાય છે. ત્યાં પણ પશ્ચિમી ભદ્રશાલ વનમાં ૨૨૦૦૦ યોજન જઈને એના ઉત્તરી દક્ષિણી બે વિભાગ કરતી આગળ વધે છે. આના પછી પશ્ચિમી મહાવિદેહને બે ભાગોમાં વિભાજિત કરતી ત્યાંના ૧૬ વિજયોથી આવનારી નદિઓને પોતાનામાં સમાવિષ્ટ કરતી આગળ વધે છે. અંતમાં જગતીના જયંત દ્વારની નીચે(૧૦૦૦ યોજન નીચે) જઈને લવણ સમુદ્રની સીમામાં પ્રવેશ કરે છે. કારણ કે પશ્ચિમી મહાવિદેહ આગળ જતાં નીચે ઢોળાવ રૂપમાં રહેલું હોવાથી ૨૪મી અને ૨૫મી વિજય અધોલોકમાં છે અર્થાત્ સમભૂમિથી ૧૦૦૦ યોજન નીચે છે. પૂર્વી મહાવિદેહ આ રીતે નથી પરંતુ સમતળ છે. મહાવિદેહ ક્ષેત્ર :– · આની ઉત્તરમાં નીલવંત પર્વત, દક્ષિણમાં નિષધ પર્વત સીમા કરે છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્ર છે. જંબુદ્રીપની મધ્યમાં આ મહાવિદેહ ક્ષેત્ર પૂર્વ પશ્ચિમ એક લાખ યોજન લાબું, ઉત્તર દક્ષિણ ૩૩૬૮૪ યોજન પહોળું પથંક સંસ્થાન સંસ્થિત, જંબુદ્રીપના બધા ક્ષેત્રોમાં વિશાળ ક્ષેત્ર છે. આના મુખ્ય ચાર મોટા વિભાગ છે. ૧. ઉત્તરકુરુ ૨. પૂર્વ વિદેહ ૩. દેવકુરુ ૪. પશ્ચિમ વિદેહ. (૬) ઉત્તર કુરુક્ષેત્ર :– આ યુગલિક ક્ષેત્ર ઉત્તરમાં નીલવંત મહાપર્વતથી અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ ત્રણ દિશાઓમાં અર્ધ ગોળાકારમાં રહેલા બે ગજદન્તાકાર વક્ષસ્કાર પર્વતોથી, એમ ચારે તરફ પર્વતોથી ઘેરાયેલું ક્ષેત્ર છે. એ પૂર્વ-પશ્ચિમ ૫૩૦૦૦ યોજન લાંબુ, ઉત્તર દક્ષિણ ૧૧૮૪૨ યોજન પહોળું અર્ધ ચંદ્રાકાર સંસ્થાનવાળું છે. જેની ધનુપૃષ્ટ ૬૦૪૧૮ યોજનની છે. આની વચમાં નીલવંત પર્વતના શિખર તલથી કુંડમાં પડીને દક્ષિણી તોરણથી નીકળનારી સીતા નદી છે. જે સીધી મેરુપર્વતના દક્ષિણ કિનારા સુધી(બે યોજન પૂર્વ) અર્થાત્ આ ક્ષેત્રના ઉત્તર કિનારા સુધી ગઈ છે. આને કારણે આ ક્ષેત્ર બરાબર બે વિભાગોમાં વિભાજિત છે. યથા– (૧) પશ્ચિમ વિભાગ (૨) પૂર્વ વિભાગ. ગંધમાદન વક્ષસ્કાર પર્વત :– ઉત્તર કુરુક્ષેત્રમાં પશ્ચિમી વિભાગના પશ્ચિમી કિનારે ગંધમાદન ગજદંતાકાર વક્ષસ્કાર પર્વત છે. જે નીલવંત પર્વતની પાસે ૫૦૦ યોજન પહોળો અને ૪૦૦ યોજન ઊંચો છે. મેરુ પર્વતની પાસે અંગુલના અસંખ્યાતમા ભાગનો પહોળો અને ૫૦૦ યોજન ઊંચો છે. આ પ્રકારે આ પર્વત મેરુ પર્વત સુધી ક્રમશઃ ઊંચાઈમાં વધતો ગયો છે અને પહોળાઈમાં ઘટતો ગયો છે. સમભૂમિ ૫૨ આની બંને તરફ પદ્મવર વેદિકા અને વનખંડ છે. સુગંધી પદાર્થમાંથી જેમ મનોજ્ઞ સુગંધ નીકળે અને પ્રસરે છે, એવીજ રીતે આ પર્વતમાંથી સદાય ઇષ્ટ સુગંધ ફેલાતી રહે છે, ગંધમાદન નામક પરમ ૠદ્ધિ સંપન્ન દેવ આના પર નિવાસ કરે છે, એના લીધે આ પર્વતનું અનાદિ શાશ્વત નામ ‘ગંધમાદન વક્ષસ્કાર’ સીમા કરવાવાળો પર્વત છે. ઉત્તર કુરુક્ષેત્રમાં ૩ પલ્યોપમની સ્થિતિવાળા, ૩ કોશની અવગાહનાવાળા યુગલિક મુનષ્ય રહે છે. આ ક્ષેત્રનું અને મનુષ્યોનું સંપૂર્ણ વર્ણન અવસર્પિણીના પ્રથમ આરાના પ્રારંભકાળની સમાન છે. = યમક પર્વત ઃ– નીલવંત વર્ષઘર પર્વતની ૮૩૪ યોજન દક્ષિણમાં સીતા નદીની બંને બાજુ હજાર યોજન ઊંચા, હજાર યોજન મૂળમાં પહોળા, ૭૫૦ યોજન વચમાં અને ૫૦૦ યોજન ઉપર પહોળા બે પર્વત છે. બન્નેના નામ યમક પર્વત છે. એ ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. સુવર્ણમય છે. બન્ને ઉપર ૬૨.૫ યોજન ઊંચા ૩૧.૨૫ યોજન લાંબા-પહોળા એક–એક પ્રાસાદાવતંસક છે. એમા યમક નામનો દેવ પોતાના પરિવાર સહિત રહે છે. ઉત્તર દિશામાં એની યમિકા રાજધાની અન્ય જંબુદ્વીપમાં છે. પાંચદ્રહ અને ૧૦૦ કંચનક પર્વત ઃ– આ બંને પર્વતોથી ૮૩૪ યોજન દૂર દક્ષિણમાં સીતા નદીના મધ્યમાં નીલવંત દ્રહ છે. પૂર્વ પશ્ચિમ ૫૦૦ યોજન પહોળો અને ઉત્તર દક્ષિણ ૧૦૦૦ યોજન લાંબો છે. લંબાઈના ૧૦૦૦ યોજનની પાસે ૧૦–૧૦ યોજનના અંતરે ૧૦–૧૦ કંચનક પર્વત છે. અર્થાત્ દ્રહના પૂર્વ કિનારે ૧૦ અને પશ્ચિમ કિનારે ૧૦ એમ કુલ ૨૦ કંચનક પર્વત એક દ્રહના બંને તટો પર છે. આ પર્વતો ૧૦૦ યોજન ઊંચા અને મૂળમાં સો યોજન અને શિખર પર ૫૦ યોજન વિષ્મભવાળા છે; ગોપુચ્છ સંસ્થાનમાં છે. આ દસ-દસ પર્વતોના ૧૦ યોજનનું અંતર અને ૧૦૦ યોજન અવગાહન મળીને કુલ ૧૦૯૦ યોજન ક્ષેત્ર Page #253 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 252 અવગાહન કરેલ છે. જેમાં પહેલો અને અંતિમ કંચનક પર્વત નીલવંત પદ્મદ્રહની લંબાઈની સીમા થી ૪૫-૪૫ યોજન બહાર નીકળેલા હોવાથી ૧૦૯૦ યોજન ક્ષેત્ર હોય છે. (૧) નીલવંત દ્રહની સમાન જ (૨) ઉત્તર કુરુ દ્રહ (૩) ચન્દ્ર દ્રહ (૪) ઐરાવત દ્રહ (૫) માલ્યવંત દ્રહનું વર્ણન સમજવું અને બંને તરફ મળીને ૨૦–૨૦ કંચનક પર્વતનું વર્ણન પણ જાણવું. આ રીતે કુલ ૫ દ્રહ અને ૧૦૦ કંચનક પર્વત છે. આ બધાના સ્વામી દેવ પલ્યોપમની સ્થિતિવાળા છે. જંબૂ સુદર્શન વૃક્ષ નામ શાશ્વત :– ઉત્તર કુરુ ક્ષેત્રમાં સીતા મહાનદીના પૂર્વ કિનારે જંબૂપીઠ છે, જે વચમાં ૧૦ યોજન જાડો છે. કિનારા પર બે કોશ જાડો છે. ૫૦૦ યોજન લાંબો પહોળો ગોળાકાર છે. પદ્મવરવેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. સર્વ જંબૂનદ જાતીય સુવર્ણમય છે. ચારે દિશામાં સોપાન–સીડીઓ છે. જંબૂસુદર્શનનું આ નામ શાશ્વત છે. અનાદત દેવ જંબુદ્રીપના અધિપતિ દેવ આના પર રહે છે. એમની એક પલ્યોપમની સ્થિતિ છે. એના ૧૨ પર્યાય નામ છે. ઉત્તર કુરુક્ષેત્રમાં ઉત્તર કુરુનામક આ ક્ષેત્રના અધિપતિ દેવ અહીંયા રહે છે. આ ઉત્તરકુરુક્ષેત્ર નામ પણ શાશ્વત છે. આ અકર્મભૂમિ રૂપ યુગલિક ક્ષેત્ર છે. અવસર્પિણીના પહેલા આરાના પ્રારંભ જેવું અહીંયાનું ક્ષેત્ર અને માનવ સ્વભાવ તથા અન્ય વ્યવહાર છે. માલ્યવાન વક્ષસ્કાર :- ગંધમાદન ગજદંતાકાર વક્ષસ્કાર પર્વતની સમાન જ આ પર્વતનું વર્ણન છે. ગંધમાદન ઉત્તરકુરુક્ષેત્રના પશ્ચિમી કિનારે છે અને આ માલ્યવાન વક્ષસ્કાર પૂર્વ કિનારે છે. આ બંને વક્ષસ્કાર પહેલી અને બત્રીસમી વિજયની સીમા કરનારા પણ છે. તે લંબાઈમાં અડધી વિજય સુધી અર્થાત્ વૈતાઢય સુધી આ સીમા કરે છે. એની આગળ એ મેરુની તરફ વળેલ હોવાથી વિજયની સીમાથી દૂર થઈ જાય છે. આ પ્રકારે આ ઉત્તર કુરુક્ષેત્રના વર્ણનમાં બે વક્ષસ્કાર, બે યમક પર્વત, ૫ દ્રહ, ૨૦૦ કંચનક પર્વત, જંબૂ સુદર્શન વૃક્ષ, એના ૧૦૦ યોજનવાળા પ્રથમ વનખંડમાં ભવન પુષ્કરણિઓ, ૮ કૂટ, માલ્યવાન વક્ષસ્કાર અને એના પર ૧૦૦૦ યોજનવાળા હરિસ્સહ કૂટ ઇત્યાદિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉત્તર કુરુક્ષેત્રનું વર્ણન પૂર્ણ થયું. (૭) ૧ થી ૮ વિજય :– માલ્યવાન પર્વતથી અર્થાત્ ઉત્તર કુરુક્ષેત્રથી પૂર્વમાં પહેલી કચ્છ વિજય છે. એની ઉત્તરમાં નીલવંત પર્વત, દક્ષિણમાં સીતા નદી, પશ્ચિમમાં અડધી દૂર સુધી માલ્યવંત પર્વત અને અડધે દૂર સુધી ભદ્રશાલ વનની વેદિકા વનખંડ છે, પૂર્વમાં ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત છે. આ વિજય પૂર્વ-પશ્ચિમ ૨૨૧૩ યોજન થોડી ઓછી પહોળી ઉત્તર દક્ષિણ ૧૬૫૯૨ યોજન લાંબી ચોખ્ખણ છે. વચમાં ૫૦ યોજન પહોળો વૈતાઢય પર્વત છે, જેનાથી ઉત્તરી કચ્છખંડ અને દક્ષિણી કચ્છખંડ ૮૨૭૧ યોજનના બે વિભાગ બને છે. નીલવંત પર્વતના પાસેના ગંગાકુંડ અને સિંધુ કુંડમાંથી ગંગા અને સિંધુ નદી નીકળી કચ્છ વિજયના ઉત્તરીખંડથી થઈ વૈતાઢય પર્વતની નીચેથી ગુફાઓના કિનારેથી પસાર થતી દક્ષિણખંડમાં પ્રવેશ કરે છે. આગળ વધતાં વિદિશામાં ચાલતી એક નદી ચિત્રકૂટ પર્વત અને બીજી નદી ભદ્રશાલવનની પાસે વિજયના કિનારે સીતા નદીમાં મળે છે. આ પ્રકારે ભરત ક્ષેત્રના સમાન આ વિજયના પણ વૈતાઢય અને ગંગા સિંધુ નદીના દ્વારા ૬ ખંડ થાય છે. બાકી ચક્રવર્તી આદિના બધા વર્ણન ભરતક્ષેત્રની સમાન છે. વિશેષતા એ છે કે ૬ આરાઓનું વર્ણન અને ભરતના કેવલી થયાનું વર્ણન અહીંયા નથી. અહીં સદા ચોથા આરાના પ્રારંભ જેવા ભાવ વર્તે છે. તે વર્ણન અવસર્પિણીના ચોથા આરાની સમાન છે. વૈતાઢય પર્વત પૂર્વ–પશ્ચિમ બંને દિશાઓમાં વક્ષસ્કાર પર્વતને સ્પર્શેલ છે. (૧) માલ્યવંતને (૨) ચિત્રકૂટને. ભરતની સમાન અહીંયા ક્ષેમા રાજધાનીમાં કચ્છ નામક રાજા ઉત્પન્ન થાય છે. કચ્છ નામક દેવ આ વિજયનો અધિપતિ દેવ છે, એના લીધે આ વિજયનું ‘કચ્છ’ એ શાશ્વત નામ છે. બીજીથી આઠમી વિજયનું વર્ણન પણ આ પ્રમાણે જ છે જે ક્રમશઃ પૂર્વ દિશાની તરફ છે. આઠમી વિજય સીતા મુખવનની પાસે છે. આ આઠે ય વિજયોના સાત મધ્ય સ્થાન છે, જેમાં ૩ નદીઓ અને ૪ વક્ષસ્કાર પર્વત છે. સાતે ય વિજયોના નામ અને રાજધાનીના નામ અલગ અલગ છે. ચક્રવર્તી રાજાના નામ અને વિજય ના નામ સમાન છે. યથા— ૮ વિજય ૮રાજધાની કચ્છ ક્ષેમા ક્ષેમપુરા મહાકચ્છ અરિષ્ટા સુકચ્છ કચ્છાવતી આવર્ત ખડગી મંગલાવર્ત મંજૂષા ૭ પુષ્કલાવર્ત ઔષધિ પુષ્કલાવતી પુંડરીકિણી ८ ચાર વક્ષસ્કાર ત્રણ નદીઓ :– ૧) ચિત્રકૂટ પર્વત ૨) ગ્રાહાવતી નદી ૩) પદ્મ કૂટ પર્વત ૪) દ્રહાવતી નદી ૫) નલિનકૂટ પર્વત ૬) પંકાવતી નદી ૭) એક શૈલ પર્વત. ચિત્રકૂટ પહેલી બીજી વિજયની વચમાં છે. ગ્રાહાવતી નદી બીજી ત્રીજી વિજયની વચમાં છે. આ પ્રકારે યાવત્ એક શૈલ પર્વત ૭મી ૮મી વિજયની વચમાં છે. ક્રમાંક ૧ ૨ ૩ ૪ ૫ અરિષ્ટપુરા આ ચારે પર્વત ઉત્તર—દક્ષિણ વિજ્ય પ્રમાણ લાંબા, પૂર્વ પશ્ચિમ પહોળા, નીલવંત પર્વતની પાસે ૫૦૦ યોજન છે અને સીતા નદીની પાસે ૪૦૦ યોજન પહોળા છે. ઊંચાઈ નીલવંત પર્વતની પાસે ૪૦૦ યોજન અને સીતા નદીની પાસે ૫૦૦ યોજન છે. આ સર્વે રત્ન Page #254 -------------------------------------------------------------------------- ________________ jain 253 કથાસાર મય અને અશ્વસ્કંધના આકાર(ઉપરી ભાગ) વાળા છે. બંને તરફ પઘવર વેદિકા અને વનખંડથી સુશોભિત છે. આ ત્રણે અંતર નદીઓ નીલવંત પર્વતના નિતંબથી સમાન નામવાળા કૂંડમાંથી નીકળે છે અને સીધી દક્ષિણમાં જતાં સીતા નદીમાં મળી જાય છે. આ ૧૨૫ યોજન પહોળી ૨.૫ યોજન ઊંડી સર્વત્ર સમાન છે. સીતા નદીમાં પ્રવેશ કરવાના સ્થાન પર આ બંને બાજુની ગંગા સિંધુની સાથે જ સીતા નદીમાં મળે છે. અર્થાત્ ત્યાં ત્રણે નદિઓનું સીતા નદીમાં પ્રવેશ સ્થાન સંલગ્ન છે. માટે આ અપેક્ષાથી અંતર નદિઓનો પરિવાર ગંગા નદીથી બેગણો કહેવાયેલ છે. વાસ્તવમાં આ સર્વત્ર સમાન પહોળાઈથી જ સંપૂર્ણ વિજયના કિનારે ચાલે વચમાં વિજયોના એક કિનારે ઉક્ત અંતર નદી છે અને બીજે કિનારે ઉક્ત વક્ષસ્કાર પર્વત છે. અંતિમ આઠમી વિજયના એક કિનારે વક્ષસ્કાર પર્વત છે અને બીજા કિનારે ઉત્તરી સીતામુખવન છે. (૮) સીતામુખ વન :- આ વનની વચમાં સીતા નદી હોવાથી એના બે વિભાગ છે. (૧) ઉત્તરી સીતામુખવન (૨) દક્ષિણી સીતામુખવન. આ બંને વનો ઉત્તર-દક્ષિણ લાંબા(વિજય પ્રમાણ) છે. પૂર્વ પશ્ચિમ પહોળા ૨૯૨૨ યોજન છે. આ સીતા નદીની પાસે એટલા પહોળા છે અને નિષધ તથા નીલ વર્ષધર પર્વતની પાસે ૦.૦૫ યોજન માત્ર પહોળા છે. એની પૂર્વ દિશામાં જગતી છે અને પશ્ચિમમાં વિજય છે. એક દિશામાં સીતા નદી અને એક દિશામાં વર્ષધર પર્વત છે. બે તરફ પદ્મવર વેદિકા અને વનખંડ છે, ઉત્તર દક્ષિણમાં નથી. ઉક્ત આઠેય વિજયના વૈતાઢય પર્વત પર જે ૧૬ આભિયોગિક શ્રેણીઓ છે, એના પર ઉત્તરી લોકાધિપતિ ઈશાનેન્દ્રના આભિયોગિક દેવ છે. કેમ કે એ આઠ વિજય જંબૂદ્વીપના ઉત્તર–દક્ષિણ બે વિભાગમાંથી ઉત્તરી વિભાગમાં સમાવિષ્ટ છે. ઉત્તરી સીતામુખવન નીલવંત પર્વતની પાસે ૦.૦૫ યોજન પહોળું છે અને દક્ષિણી સીતામુખ વન નિષધ પર્વતની પાસે ૦.૦૫ યોજના પહોળું છે. સીતા નદીની પાસે બંને ૨૯રર યોજન પહોળા છે માટે એનું શાશ્વત નામ દક્ષિણી અને ઉત્તરી સીતા મુખવન છે. (૯) નવમીથી સોળમી વિજય :- આ આઠ વિજય નિષધ પર્વતની ઉત્તરમાં સીતા નદીની દક્ષિણમાં છે. એ આઠની વચમાં ત્રણ નદીઓ અને ૪ વક્ષસ્કાર પર્વત છે. જેમનું વર્ણન ઉપરોક્ત આઠ વિજયોના વર્ણનની સમાન છે. પૂર્વોક્ત આઠ વિજય સીતા નદીની ઉત્તરમાં અને જંબુદ્વીપના ઉત્તરાર્ધ ભાગમાં છે અને આ આઠ વિજય ૪ પર્વત અને ૩ નદિઓ સીતા નદીની દક્ષિણમાં અને દક્ષિણી જંબદ્વીપ વિભાગમાં છે. માટે આ વિજયોના વૈતાઢય પર્વતની અભિયોગિક શ્રેણિના દેવ દક્ષિણ લોકના અધિપતિ શક્રેન્દ્રના આજ્ઞાધીન છે. આ વિભાગની વિજય, રાજધાની, પર્વત અને નદીના નામોમાં ભિન્નતા છે. યથા ક્રમ | વિજય નામ | રાજધાની નામ | અંતરનદી અને પર્વત ૧૨ ૧૩ વન્સ સુસીમાં ૧૦. સુવન્સ કુંડલા તdજલા ૧૧ મહાવસ અપરાજિતા વૈશ્રમણ કૂટ વત્સકાવતી પ્રભંકરા મરજલા ૨ ) અંકાવતી અંજનકૂટ ૧૪ ૨મ્યક પદ્માવતી ઉન્મત્તજલા ૧૫ ૨મણીય શુભાં માતજનકૂટ ૧ મંગલાવતી રત્નસંચયા સૌમનસ ગજદંતા વક્ષસ્કાર નોટ:- અંતરનદી અને પર્વત જે જેની વિજયના સામે સૂચિત કરવામાં આવ્યા છે તે તેના વિજયની પછી પશ્ચિમમાં છે. આ ઉક્ત આખો ક્રમ પૂર્વથી પશ્ચિમ છે, સીતામુખ વનની પાસેથી સૌમનસ(ગજદંતા) વક્ષસ્કાર તરફ છે. સીતામુખ વનની પાસે નવમી વિજય છે. પછી ક્રમથી ૧૦મી આદિ વિજય છે. ૧૬મી વિજય ગજદન્તા સૌમનસની પાસે છે. (૧૦) દેવકુરુક્ષેત્ર – ઉત્તર કુરુની સમાન અને એની બરોબર સામે દક્ષિણમાં દેવકુરુક્ષેત્ર છે. ૧૬મી વિજયની પાસે સોમનસ વક્ષસ્કાર પર્વત છે. જેનું વર્ણન ગંધમાદન વક્ષસ્કારની સમાન છે. સાતકૂટ આ પ્રકારે છે (૧) સિદ્ધ (૨) સોમનસ (૩) મંગલાવતી (૪) દેવકુરુ (૫) વિમલ (૬) કંચન (૭) વશિષ્ટ, વિમલ અને કંચન કૂટ પર સુવત્સા અને વત્સમિત્રા દેવીનો નિવાસ છે. શેષ ૪ પર સદશ નામના દેવોનો નિવાસ છે. શેષ વર્ણન ગંધમાદન વક્ષસ્કારની સમાન છે. ચિત્રકટ પર્વત :- નિષધ પર્વતથી ૮૩૪ યોજન દર. ઉત્તરમાં સીસોદા નદીની પાસે, બંને તરફ બંને યમક પર્વતોની સમાન ચિત્ર વિચિત્ર કૂટ નામક પર્વત છે. એનાથી ૮૩૪ યોજન દૂર ઉત્તરમાં સીસોદા નદીની વચમાં પહેલો નિષધ દ્રહ, એના પછી એટલા જ અંતર પર ક્રમશઃ (૧) નિષધ, (૨) દેવકુ, (૩) સુર (૪) સુલસ, (૫) વિદ્યુતપ્રભ આ પાંચ દ્રહ છે અને ૧૦૦ કંચનક પર્વત છે. તેનું વર્ણન ઉત્તર કુરુની સમાન છે. કૂટશાલ્મલી પીઠ – સીસોદા મહાનદીના દ્વારા દેવકુરુક્ષેત્ર બે વિભાગોમાં વિભાજિત છે. (૧) પૂર્વી દવ કુરુ (૨) પશ્ચિમી દેવ કુરુ, પશ્ચિમી દેવ કુરુક્ષેત્રની વચ્ચોવચ તૂટ શાલ્મલી પીઠ છે, એના પર ચબૂતરો છે અને એ ચબૂતરા પર કૂટ શાલ્મલી વૃક્ષ છે. સંપૂર્ણ વર્ણન જંબૂ સુદર્શન વૃક્ષની સમાન છે. એનો અધિપતિ ગરુડ દેવ છે. યુગલિકક્ષેત્ર સંબંધી અને અન્ય અવશેષ વર્ણન ઉત્તર કુરુની સમાન છે. વિધુ—ભ વક્ષસ્કાર પર્વત - આ ગજદંતાકાર પર્વત ૧૭મી વિજયના પૂર્વમાં અને દેવકુરુ ક્ષેત્રના પશ્ચિમી કિનારા પર છે. એનું સંપૂર્ણ વર્ણન માલ્યવંત વક્ષસ્કાર પર્વતની સમાન છે. એના પર ૯ ફૂટ છે. યથા (૧) સિદ્ધાયતન (૨) વિધુ—ભ (૩) દેવકુ (૪) પા (૫) કનક (દ) સ્વસ્તિક (૭) સીતોદા (૮) શતંજ્વલ (૯) હરિકૂટ, નવમા હરિકૂટનું વર્ણન હરિસ્સહ કૂટની સમાન છે, જે ૧૦00 યોજન ઊંચો છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. આઠ કૂટોનું વર્ણન અન્ય કૂટોની સદશ છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 254 આ દેવકરુયુગલિક ક્ષેત્રનું વર્ણન અધિકાંશતઃ ઉત્તર કુરુક્ષેત્રના સમાન પૂર્ણ થયું. (૧૧) વિજય વર્ણન ૧૭ થી ૨૪ સુધી – વિદ્યુ—ભ વક્ષસ્કારની પાસે પશ્ચિમમાં, નિષધ પર્વતથી ઉત્તરમાં, સીતોદા નદીની દક્ષિણમાં ૧૭ મી પમ વિજય છે. એના પછી ક્રમશઃ ૧૮ થી ૨૪ સુધી વિજય છે. એની વચમાં ૩ નદીઓ અને ચાર પર્વત પૂર્વવર્ણન સમાન છે. એના નામ આ પ્રકારે છે– વિજય - ૧૭. પહ્મ ૧૮. સુપÆ ૧૯. મહાપમ, ૨૦. પહ્મકાવતી ૨૧. શંખ ૨૨. કુમુદ ૨૩. નલિન ૨૪. નલિનાવતી(સલિલાવતી). એની રાજધાનીઓ - ૧. અશ્વપુરી ૨. સિંહપુરી ૩. મહાપુરી ૪. વિજયપુરી પ. અપરાજીતા ૬. અરજા ૭. અશોકા ૮. વીતશોકા. વક્ષસ્કાર પર્વતઃ– ૧. અંકાવતી ૨. પક્ષમાવતી ૩. આર્શીવિષ ૪. સુખાવહ. નદિઓ:- ૧. ક્ષીરોદા, ૨. શીતસોતા નદી ૩. અંતરવાહિની. (૧૨) સીતોદા મુખવન - સીતોદા નદીનું જ્યાં લવણ સમુદ્રમાં પ્રવેશ સ્થાન છે એના બંને તરફ ૨૪ મી અને ૨૫ મી વિજયની લંબાઈની સમાંતરે ઉત્તરી અને દક્ષિણી સીતોદા મુખ વન છે. એનું વર્ણન સીતા મુખવનની સમાન છે. અન્યત્ર આવેલ વર્ણનો અનુસાર આ બંને વન તથા ૨૪મી અને ૨૫મી વિજય નીચા લોકમાં છે. અર્થાત્ ૧000 યોજન ઊંડે છે. (૧૩) વિજય ૨૫ થી ૩ર સુધી – ઉત્તરી સીતોદા મુખવનની પાસે પૂર્વમાં ૨૫મી વિજય છે. એ વિજયની ઉત્તરમાં નીલવંત પર્વત છે. પછી ક્રમશઃ ૨૬મીથી ૩ મી વિજય પણ પૂર્વ-પૂર્વમાં છે. એની વચમાં ચાર પર્વત અને ૩ નદિઓ પૂર્વવત્ છે. એના નામ આ પ્રકારે છે.– વિજય - ૨૫. વપ્રા ૨૬. સુવપ્રા ૨૭. મહાવપ્રા ૨૮. પ્રાવતી ૨૯. વલ્ગ ૩૦. સુવઘૂ ૩૧. ગંધિલ ૩૨. ગન્ધિલાવતી. રાજધાની - ૧. વિજય ૨. વેજયંતી ૩. જયંતિ ૪. અપરાજિતા પ. ચક્રપુરી ૬. ખગપુરી ૭. અવધ્યા ૮. અયોધ્યા. પર્વત – ૧. ચન્દ્ર પર્વત ૨. સૂર્ય પર્વત ૩. નાગ પર્વત ૪. દેવ પર્વત. નદિઓ – ૧. ઉર્મિમાલિની ૨. ફેણમાલિની ૩. ગંભીરમાલિની. (૧૪) મંદર મેરુ પર્વત - આ પર્વતનું નામ "મંદર" છે. એનો અર્થ છે કેન્દ્રસ્થાન, મધ્યસ્થાન. આ પર્વત પણ જમ્બુદ્વીપની બધી દિશાઓથી મધ્યમાં છે, અઢી દ્વીપની મધ્યમાં છે, તિચ્છા લોકની મધ્યમાં છે અને આ મહાવિદેહ ક્ષેત્રની પણ લંબાઈ અને પહોળાઈ બંને અપેક્ષાથી મધ્યમાં છે. અર્થાત્ આ પર્વતથી પૂર્વમાં અને પશ્ચિમમાં મહાવિદેહ ક્ષેત્ર ૪૫000 યોજન છે. ઉત્તરમાં અને દક્ષિણમાં ૧૧૮૪૨ યોજન છે. વચમાં આ પર્વત ૧0000 યોજનનો ભૂમિ પર લાંબો પહોળો ગોળાકાર છે. ત્રણ ગણી સાધિક પરિધિ છે. ૯૯ હજાર યોજન ભૂમિથી ઊંચો છે. ૧000 યોજન ભૂમિમાં ઊંડો છે. શિખર તલ પર ૧000 યોજન લાંબો પહોળો ગોળાકાર સમતલ છે. વચમાં ક્રમશઃ વિષ્કમ ઓછા થતા ગયા છે જે ૧૦000 થી ઘટતાં-ઘટતાં શિખર સુધી 1000 યોજન થાય છે. સમભૂમિ પર આ પર્વત વન ખંડ અને પદ્મવર વેદિકાથી ઘેરાએલો છે. આ પર્વત પર ચાર શ્રેષ્ઠવન છે. ૧. ભદ્રશાલ વન ૨. નંદન વન ૩. સોમનસ વન ૪. પંડક વન. (૧) ભદ્રશાલવનઃ આ વન ઉપવન સમભૂમિ પર મેરુની ચારે તરફ પથરાયેલું છે. ઉત્તર દક્ષિણમાં મેથી ૫૦૦-૫૦૦ યોજના પ્રમાણ છે. મેરુથી પૂર્વમાં ૨૨000 યોજન પ્રમાણ છે. એટલો જ પશ્ચિમમાં છે. આ ભદ્રશાલ વનમાં ચારે ય વક્ષસ્કાર(ગજદંતા) પર્વત પણ મેરુને સ્પર્શ કરી રહ્યા છે. સીતા સીતોદા બંને નદિઓ પણ મેરુના બે યોજન પાસેથી નીકળી રહી છે. આ પ્રકારે ચાર પર્વતોથી ચાર વિભાગ થાય છે અને આ ચારે ય વિભાગોમાં એક એક નદી બે બે વિભાગોમાં જવાથી ચારે વિભાગોના બે બે ખંડ કરે છે. માટે ચાર પર્વત અને બે નદીથી આ ભદ્રશાલ વનના ૮ વિભાગ થઈ ગયા છે. આ આઠે વિભાગોની એક દિશામાં નદી અને એક | દિશામાં વક્ષસ્કાર પર્વત છે અને એક દિશામાં મેરુપર્વત છે. ચોથી દિશા વિસ્તૃત છે જેમાં આગળ જઈને વિજયો છે. અથવા નિષધ–નીલ પર્વત છે. આ વનમાં મેરુથી આઠ દિશાઓમાં (૪ દિશા ૪ વિદિશામાં) સિદ્ધાયતન અને પુષ્કરણિઓ છે. તે આ પ્રકારે છે– પૂર્વ આદિ ચાર દિશાઓમાં મેથી ૫૦ યોજન દૂર એક એક સિદ્વાયતન છે અને વિદિશાઓમાં ૫૦-૫૦ યોજન દૂર ચાર ચાર પુષ્કરણિઓ છે. એ ચારેની વચમાં એક–એક પ્રાસાદાવતંસક(મહેલ) છે. ચાર પ્રાસાદોમાંથી બે શક્રેન્દ્રના અને બે ઈશાનેન્દ્રના છે. મહાવિદેહની મધ્યરેખાથી ઉત્તરવાળા બંને ઈશાનેન્દ્રના છે અને દક્ષિણવાળા બંને શક્રેન્દ્રના છે. આ વનમાં રહેલા આઠેય વિભાગોમાં વિદિશામાં એક એક હસ્તિકૂટ છે. જે પોત પોતાના ખંડની મધ્યમાં હોવા સંભવ છે. એના નામ આ પ્રકારે છે. ૧. પદ્યોતર ૨. નીલવંત ૩. સુહસ્તી ૪. અંજનાગિરિ ૫. કુમુદ ૬. પલાસ ૭. અવતંસ ૮. રોચનાગિરિ. ચુલ્લહિમવંત પર્વતના કૂટો જેવી એની ઊંચાઈ આદિ છે. આ વન ચારે દિશામાં કિનારા પર પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. ઉત્તર દક્ષિણનું ભદ્રશાલવન દેવકુ ઉત્તરકુરુક્ષેત્રમાં અવસ્થિત છે અને તે પૂર્વમાં પહેલી, ૧૬ મી વિજય સુધી અને પશ્ચિમમાં ૧૭ મી, ૩ર મી વિજય સુધી વિસ્તૃત છે. (૨) નંદનવન - સમભૂમિથી ૫૦૦ યોજન ઉપર નંદનવન છે. જે ૫૦૦ યોજન પહોળું વલયાકાર મેરુની ચારેતરફ છે. અહીંયા પર આવ્યંતર પર્વતનો ૮૯૫૪ યોજન વિષ્કમ છે અને નંદનવનની બહારની અપેક્ષા પર્વતનો વિખંભ ૯૯૫૪ યોજન છે. આ વનની ચારે તરફ પાવર વેદિકા અને વનખંડ છે. ભદ્રશાલ વનની સમાન આમાં પણ ચાર દિશાઓમાં સિદ્ધાયતન વિદિશાઓમાં વાવડીઓ પ્રાસાદ તથા ૮ ફૂટ છે. કૂટોના નામ- (૧) નન્દનવન ફૂટ (૨) મંદર કૂટ (૩) નિષધ ફૂટ (૪) હિમવંતકૂટ (૫) રજતકૂટ (૬) ચકકૂટ. (૭) સાગરકૂટ (૮) વજશૂટ. આ ઉપરાંત એક બલ નામક નવમો ફૂટ ઉત્તરપૂર્વમાં વિશેષ છે. જે હજાર યોજન ઊંચો છે. અર્થાત્ હરિસ્સહકૂટના સદશ પરિમાણવાળો છે. આઠ કૂટોના સ્વામી દેવીઓ છે. નવમાં "બલ" કૂટનો સ્વામી બલ નામક દેવ છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 255 સ્વામી દેવ દેવીના નામ પણ કૂટના સદશ નથી, પ્રાયઃ ભિન્ન નામ છે. જ્યારે ભદ્રશાલ વનના હસ્તિ કૂટોના નામ અને સ્વામી દેવોના નામ પૂર્ણ સદશ છે અને બધા દેવ છે, દેવી નથી. (૩) સોમનસવન - નંદનવનની સમભૂમિથી ૬૨૫00 યોજન ઉપર ૫00 યોજનના વિસ્તારવાળું વલયાકાર આ વન છે. પદ્મવર વેદિકા અને વન ખંડથી ઘેરાએલ છે. અહીં કૂટ નથી. શેષ પ્રાસાદ આદિ નંદનવનની સમાન છે. આ વનમાં મેરુ પર્વતનો આત્યંતર | વિખંભ ૩૨૭ર યોજન અને બાહ્ય નિખંભ ૪ર૭ર યોજન છે. (૪) પંડગવન :- સોમનસ વનની સમભૂમિથી ૩૬000 યોજન ઉપર મંદર મેરુનું શિખર તલ છે. ત્યાં ૪૯૪ યોજનના વિસ્તારવાળું વલયાકાર આ વન છે. એની મધ્યમાં મંદર ચૂલિકા નામક મેરની ચૂલિકા છે. તે ૪૦ યોજન ઊંચી મૂલમાં ૧૨ મધ્યમાં ૮ અને ઉપર ૪ યોજન વિસ્તારવાળી છે. ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. વૈડૂર્યમય છે. પદ્મવર વેદિકા વનખંડથી ઘેરાયેલી છે. ચૂલિકાની ઉપર સિદ્ધાયતન છે.. આ વનમાં ભવનો, પુષ્કરણિઓ, પ્રાસાદોના વર્ણન ભદ્રશાલ વનની સમાન છે. અભિષેક શિલાઓ :- પંડગ વનમાં ચારે દિશાઓમાં કિનારા પર ચાર અભિષેક શિલાઓ છે. યથા– (૧) પાંડુશિલા (૨) પાંડુકમ્બલ શિલા (૩) રક્ત શિલા (૪) રક્તકમ્બલ શિલા. પહેલી પાંડુ શિલા પૂર્વમાં છે. ૫00 યોજન ઉત્તરદિક્ષણમાં લાંબી ૨૫૦ યોજના પૂર્વ પશ્ચિમમાં પહોળી અર્ધ ચંદ્રકાર છે. તે ૪ યોજન મોટી જાડી છે. સ્વર્ણમય છે. પદ્મવર વેદિકા વનખંડથી ઘેરાએલી છે. એની ચારે દિશાઓમાં સીડીઓ છે. એની રમણીય સમભૂમિની વચમાં ઉત્તર તથા દક્ષિણમાં બે સિંહાસન છે. ઉત્તરી સિંહાસન પર ૧ થી ૮ સુધીની વિજયના તીર્થકરોના જન્મ મહોત્સવ જન્માભિષેક થાય છે. જે દેવ દેવી અને ૬૪ ઇન્દ્ર મળીને કરે છે. દક્ષિણી સિંહાસન પર ૯ થી ૧૬ સુધીની વિજયોના તીર્થકરોના અભિષેક કરવામાં આવે છે. ત્રીજી રક્ત શિલા પંડગ વનનો પશ્ચિમ કિનારા પર છે. શેષ વર્ણન પ્રથમ શિલાની સમાન છે. અહીં ૧૭ થી ૨૪ અને ૨૫ થી ૩૨ વિજયોના તીર્થકરોનો જન્માભિષેક કરવામાં આવે છે. બીજી ચોથી અભિષેક શિલાઓ ક્રમશઃ દક્ષિણી ઉત્તરી કિનારા ઉપર છે. એમાં સિંહાસન એક એક જ છે બે નથી. બીજી પાંડુ કમ્બલ શિલાના સિંહાસન પર ભરતક્ષેત્રના તીર્થકરનો જન્માભિષેક કરવામાં આવે છે અને ચોથી રક્ત કંબલ શિલાના સિંહાસન પર ઐરવતના તીર્થંકરનો જન્માભિષેક કરવામાં આવે છે. ક્રમાંક | શિલાનામ દિશા | સિંહાસન તીર્થકર વિજય 0 | I | 3 ૧ | પાંડુશિલા | પૂર્વમાં | ૨ | ૧ થી ૮ અને ૯ થી ૧૬ | ૨ | પાંડકંબલ શિલા | દક્ષિણમાં | ૧ | ભરતક્ષેત્ર | રક્ત શિલા | પશ્ચિમમાં ૨ | ૧૭ થી ૨૪ અને ૨૫ થી ૩૨ ૪ | ૨ક્તકંબલ શિલા ઉત્તરમાં | ૧ ઐરવત ક્ષેત્ર બે શિલાઓ સફેદ સુવર્ણમય છે અને બે લાલ સુવર્ણમય છે. સિંહાસન ૫૦૦ ધનુષ લાંબા પહોળા અને ૨૫૦ ધનુષ ઊંચા છે. તે દેવદૂષ્ય વસ્ત્ર રહિત છે. મેરુપર્વતના કાંડ – બનાવટ વિશેષના વિભાગો અર્થાત્ પુદ્ગલ વિશેષના વિભાગોને કાંડ કહેવામાં આવે છે. મંદર મેરુ પર્વતના ત્રણ વિભાગ છે. (૧) નીચેનો (૨) મધ્યનો (૩) ઉપરનો. નીચેનો વિભાગ ચાર પ્રકારનો છે. (૧) પૃથ્વીમય-માટીમય (૨) પાષાણ– મય (૩) વજમય-હીરકમય. (૪) શર્કરા-કંકરમય. મધ્યમ વિભાગ ચાર પ્રકારનો છે– (૧) અંકરત્નમય (૨) સ્ફટિક રત્નમય (૩) સુવર્ણમય (૪) રજત (ચાંદી) મય. ઉપરનો વિભાગ એક પ્રકારનો સર્વજબૂનદ સુવર્ણમય છે. નીચેનો કાંડ ૧૦૦૦ યોજનાનો છે. મધ્યમકાંડ ૬૩૦૦૦ યોજનાનો છે અને ઉપરીકાંડ ૩૬૦૦૦ યોજનાનો છે. એમ કુલ એક લાખ યોજનનો મંદર મેરુ પર્વતનો સર્વાગ્ર છે. મંદર મેરુ પર્વતના નામ – મેરુ પર્વતના ૧૬ નામ છે– (૧) મંદિર (૨) મેરુ (૩) મનોરમ (૪) સુદર્શન (૫) સ્વયંપ્રભ (૬) ગિરિરાજ (૭) રત્નોચ્ચય (૮) શિલોચ્ચય (૯) લોકમધ્ય (૧૦) લોકનાભિ (૧૧) અચ્છ (૧૨) સૂર્યાવર્ત (૧૩) સૂર્યાવરણ (૧૪) ઉત્તમ (૧૫) દિશાદિ(દિશાઓના આદિ સ્થલ) (૧૬) અવતંસક. મંદર નામક સ્વામી દેવ આ પર્વત પર નિવાસ કરે છે. માટે મંદર મેરુ પર્વત એ એનું અનાદિ શાશ્વત નામ છે. (સ્વામી દેવનું રહેવાનું સ્થાન બતાવવામાં આવ્યું નથી, જયાં હોવુ જોઈએ ત્યાં સિદ્ધાયતન, જિનમંદિર છે.) આ પ્રકારે આ સંપૂર્ણ મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન પૂર્ણ થયું. (૧૫) નીલવાન વર્ષધર પર્વતઃ– આ પર્વત દક્ષિણમાં મહાવિદેહ ક્ષેત્રની અને ઉત્તરમાં રમકુવાસ યુગલિક ક્ષેત્રની સીમા કરવાવાળો છે. મેરૂ પર્વતથી ઉત્તર દિશામાં છે. શેષ સંપૂર્ણ વર્ણન નિષધ પર્વતના જેવું છે. નામોમાં અંતર છે. યથા– કેશરીદ્રહ, સીતાનદી, નારી કંતા નદી, કૂટોના નામ- (૧) સિદ્ધ (૨) નીલ (૩) પૂર્વ વિદેહ (૪) સીતા (૫) કીર્તિ (૬) નારી (૭) અપરવિદેહ (૮) રમ્યકકૂટ (૯) ઉપદર્શન કૂટ. સીતાનદીનું સંપૂર્ણ વર્ણન સીતાદા નદીના જેવું છે. પરંતુ એ કેશરી દ્રહમાંથી નીકળી દક્ષિણમાં જાય છે. સીતા કુંડથી નીકળી દક્ષિણાભિમુખ જઈને મેરુની પાસે પૂર્વાભિમુખ થઈને પૂર્વ મહાવિદેહની વચમાંથી જઈને બંને બાજુ સ્થિત ૧ થી ૮ એવં ૯ થી ૧૬ વિજયોની હજારો નદિઓને પોતાનામાં ભેળવતી જંબૂઢીપની જગતીના પૂર્વ વિજયદ્વાર નીચેથી થઈને લવણ સમુદ્રમાં મળે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 256 નારીકંતા નદીનું વર્ણન હરિકતા નદી જેવું છે. વિશેષ એ કે નારીકંતા ઉત્તરાભિમુખ થઈને રમકુવાસ ક્ષેત્રમાં જાય છે. ગંધાપાતી વૃત વૈતાઢયથી પશ્ચિમમાં વળી જાય છે. રમ્યવાસ ક્ષેત્રની વચ્ચોવચ થઈને આગળ જગતીના નીચેથી પશ્ચિમી લવણ સમદ્રમાં મળી જાય છે. આ પર્વત નીલા રંગનો નીલી પ્રભાવાળો છે. નીલવંત નામક મહર્તિક સ્વામી દેવ અહીં નિવાસ કરે છે. એ વૈડૂર્યમય છે. એનું અનાદિ શાશ્વત નામ નીલવંત છે. (૧૬) રમ્યફ વર્ષ ક્ષેત્ર - આ મેરુથી ઉત્તરમાં છે. ઉત્તર દક્ષિણમાં નીલવંત અને રુક્ષ્મી પર્વતથી ઘેરાયેલું છે. શેષ વર્ણન હરિવર્ષ ક્ષેત્રના જેવું છે. નામોમાં અંતર છે. યથા– ગંધાપાતી વ્રત વૈતાઢય, નારી કંતા નદી, નરકતા નદી, રમ્યક નામક આ ક્ષેત્રનો માલિક દેવ છે અને રમ્યક આ ક્ષેત્રનું શાશ્વત અનાદિ નામ છે. (૧૭) રુક્ષ્મી વર્ષધર પર્વત - આ પર્વત ઉત્તરમાં હેરણ્યવત ક્ષેત્રની એવં દક્ષિણમાં રમ્યક વર્ષ ક્ષેત્રની સીમા કરવાવાળો છે. આનું સંપૂર્ણ વર્ણન મહાહિમવાન પર્વતના જેવું છે. આ પર્વતના શિખર તલ પર મહાપુણ્ડરીક નામનું દ્રહ છે, એમાંથી દક્ષિણમાં હરિકંતા એવં ઉત્તરમાં રુપ્પકૂલા નદી નીકળે છે સર્વથા રજતમય આ “રુકમી’ પર્વત છે.આને રુકમી પર્વત કહેવાનું પ્રચલન છે. રુકમી નામક અધિપતિ દેવ અહીં નિવાસ કરે છે. એટલા માટે આ પર્વતનું "રુકમી" એ શાશ્વત નામ છે. (૧૮) હૈરણ્યવત યુગલિક ક્ષેત્ર – એ મેરૂથી ઉત્તર દિશામાં રુકમી અને શિખરી પર્વતની વચમાં છે. હેમવંત યુગલિક ક્ષેત્રના જેવું આનું સંપૂર્ણ વર્ણન છે. આમાં માલ્યવંત પર્યાય નામક વૃત્ત વૈતાઢય છે. સુવર્ણકૂલા અને રુપ્પકૂલા નામની બે નદિઓ આ ક્ષેત્રને વિભાજિત કરે છે. આની બન્ને બાજુ સ્થિત પર્વત સર્વત્ર સુવર્ણ વિખેરતા રહે છે, દેતા રહે છે. હૈરણ્યવત નામના સ્વામી દેવ અહીં નિવાસ કરે છે. તેથી એનું શાશ્વત નામ હૈરણ્યવત ક્ષેત્ર છે. (૧૯) શિખરી પર્વત - ચુલ્લહિમવંત પર્વતના જેવા જ વર્ણનવાળો આ પર્વત મેરુથી ઉત્તરમાં ઐરાવત અને હૈરણ્યવત ક્ષેત્રની સીમા કરવાવાળો છે. આના પર પુંડરીક નામનું દ્રહ છે. એમાંથી સુવર્ણકૂલા નદી દક્ષિણી દ્વારથી નીકળી હૈરણ્યવત ક્ષેત્રમાં પૂર્વી સમુદ્રમાં મળે છે. બે નદિઓ પૂર્વે પશ્ચિમી તોરણથી નીકળે છે. જેનું વર્ણન ગંગા–સિંધુ નદીના જેવું છે. આ બન્ને નદીઓના નામ રક્તા અને રક્તવતી છે અહીં શિખરી નામના દેવ નિવાસ કરે છે. અતઃ “શિખરી' તે આનું શાશ્વત અનાદિ નામ છે. શિખરના આકારમાં અહીં કેટલાય કૂટ છે. (૨૦) ઐરાવત ક્ષેત્ર - શિખરી પર્વતથી ઉત્તરમાં અને મેરુથી ઉત્તર દિશામાં આ કર્મભૂમિ ક્ષેત્ર છે. આનું સંપૂર્ણ વર્ણન ભરતક્ષેત્રની સમાન છે. ક્ષેત્ર સ્વરૂપ, કાલ– આરા પરિવર્તન સ્વરૂપ, તીર્થકર ચક્રવર્તી આદિનું વર્ણન, ૬ ખંડ સાધન, મનુષ્યોનું વર્ણન આદિ, ગંગા-સિંધના સ્થાન પર અહીં રક્તા-રક્તવતી નદીઓ છે. બે નદી અને વૈતાઢય પર્વતના કારણે આ ક્ષેત્રમાં પણ ૬ ખંડ છે. ઐરાવત નામના પ્રથમ ચક્રવર્તી અહીં ઉત્પન્ન થાય છે. ઐરાવત દેવ અહીં આ ક્ષેત્રમાં આધિપત્ય કરતા નિવાસ કરે છે. એટલા માટે ઐરાવત તે આનું નામ અનાદિ શાશ્વત છે. આ પ્રકારે ઐરાવતના વર્ણનની સાથે આ જંબૂઢીપના ક્ષેત્રીય વર્ણનવાળો ચોથો વક્ષસ્કાર પૂર્ણ થાય છે. આમાં વર્ણિત ક્ષેત્ર પર્વત આદિના સંક્ષિપ્ત સાંકેતિક તાલિકામય વર્ણન આ પ્રકારે છે. જીવા આદિનું તાત્પર્ય :- ધનુષ્યની દોરીને જીવા કહેવાય છે અને ગોળાઈને ધનુષ્ય કહેવાય છે. આ પ્રકારે ગોળાકાર યા અદ્ધ ચંદ્રાકાર ક્ષેત્રની સીધી રેખાને અહીં જીવા કહેવાય છે. એવં ગોળાઈના વિભાગને ધનુ:પૃષ્ટ(ધનુષપીઠીકા) કહેવાય છે. જે પ્રકારે ઝબ્બા આદિમાં બાંયોનું મૂળ સ્થાન ગોળાઈ લે છે તે પ્રકારે વૃત્તાકાર જંબૂઢીપની વચ્ચોવચ આયત આકારના ક્ષેત્ર કે પર્વત છે. એમના ગોળાઈવાળા કિનારાના ભાગને અહીં બાહા કહેવામાં આવેલ છે. - લંબાઈને આયામ અને પહોળાઈને વિખંભ કહેલ છે. ગોળાકાર પર્વત અને કૂટ તથા ક્ષેત્ર આદિની લંબાઈ પહોળાઈ સમાન હોય છે. એને આયામ વિખંભ એક શબ્દથી કહેલ છે. જે પર્વત લાંબા અને ઊંચા હોય છે, એને રુચક સંસ્થાનના કહેલ છે. જે ક્ષેત્ર લાંબા વધારે છે અને પહોળા ઓછા છે, ઊંચા નથી પરંતુ સમ ભૂમિ ભાગ- વાળા હોય છે એને પર્યકના આકારના કહેવામાં આવેલ છે. જે ગોળ પર્વત સમભૂમિ પર અધિક આયામ વિખંભવાળા છે અને ઉપર ક્રમશઃ ઓછા આયામ વિખંભ- વાળા છે તેને ગોપુચ્છ સંસ્થાન(ગોપુચ્છના અગ્રભાગ જેવા)વાળા કહેલ છે.જે ગોળ પર્વત આયામ વિખંભ અને ઊંચાઈમાં સર્વત્ર સમાન હોય છે એને પલ્ય (પાલી)ના સંસ્થાનના કહેલ છે. પલ્યોપમની ઉપમામાં એવા જ લંબાઈ, પહોળાઈ. ઊંચાઈના સમાન પલ્ય લીધા છે. સમાન આયામ વિખંભવાળા ગોલ પર્વત આદિ સ્થળોની પરિધિ એના આયામ વિખંભથી ત્રણ ગણી સાધિક હોય છે. અર્થાત્ વિખંભનો વર્ગ કરીને, ૧૦ ગણા કરી પછી એનું વર્ગમૂલ કાઢવાથી ત્રણગણી સાધિક સંખ્યા પ્રાપ્ત થાય છે. અથવા આયામ | વિખંભને ૧૦ ના વર્ગમૂલથી ગુણાકાર કરવાથી ત્રણ ગણી સાધિક પરિધિ નીકળી જાય છે. પ્રત્યેક પર્વતની સમભૂમિથી જેટલી ઊંચાઈ હોય છે તેનો ચોથા ભાગ પ્રમાણ તે ભૂમિમાં હોય છે, તેને ઉધ(ઉÒહ) કહેવાય છે. જંબુદ્વીપના પ્રમુખ ક્ષેત્ર અને પર્વત – ક્રમ નું નામ વિખંભ ઊંચા. | બાહા જીવા | ધન પૃષ્ટ યો. કળા યો. કળા યો. કળા યો./કળા | ભરત ક્ષેત્ર પ૨૬/૬ ૧૪૪૭૧/૬ | ૧૪૫૨૮/૧૧ | ૨ | ચલહિમવંત ૫. | ૧૦૫૨/૧૨ | 100 | ૫૩૫0/૧૫.૫ | ૨૪૯૩૨/૦.૫ | રપર૩૦/૪ | હિમવંતક્ષેત્ર ૨૧0૫/૫ ૬૭પપ૩ | ૩૭૬૭૪/૧૬ | ૩૮૭૪/૧૦ | ૪ | મહાહિમવંત ૫. | ૪૨૧૦/૧0 | 200 | ૯૨૭૬ ૯.૫ | ૫૩૯૩૧/૬ | પ૭૨૯૩/૧૦ ૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ (૪ jain 257 કથાસાર | ૫ | હરિવર્ષક્ષેત્ર | ૮૪૨૧/૧ |- | ૧૩૩૬૧/૬.૫ ૭૩૯૭૧/૧૭ | ૮૪૦૧૬/૪ | | નિષધપર્વત | ૧૬૮૪૨/૨ | ૪00 | ૨૦૧૬૫/૨.૫ | ૯૪૧૫૬/ર | ૧૨૪૩૪૬૯ | ૭ | મહાવિદેહ ક્ષેત્ર | ૩૩૬૮૪/૪ |– ૩૩૭૬૭/૭ | 1,00,000 | ૧૫૮૧૧૩/૧૬ નીલવંત પર્વત | ૧૪૯૪ર/ર | ૪00 | ૨૦૧૬૫/.૫ | ૯૪૧૫૬/ર | ૧૨૪૩૪૬૯ | રયકવર્ષ ક્ષેત્ર | ૮૪૨૧/૧ | ૧૩૩૬૧/૬.૫ ૭૩૯૭૧/૧૭ | ૮૪૦૧૬/૪ ૧૦ | રુક્મિ પર્વત | ૪૨૧૦/૧૦ | ૨00 | ૯૨૭૬૯.૫ | પ૩૯૩૧/૬ | પ૭૨૯૩/૧૦ ૧૧ | હૈરણ્યવત ક્ષેત્ર | ૨૧૦૫/૫ ૬૭૫૫/૧૫.૫ | ૩૭૬૭૪/૧૬ | ૩૮૭૪/૧૦ ૧૨ | શિખરી પર્વત | ૧૦પ/૧૨ | 100 | ૫૩૫0/૧૫.૫ ૨૪૯૩૨, ૦.૫ ૨૫૨૩૦/૪ ૧૩ | ઐરાવત ક્ષેત્ર | પ૨૬/૬ ૧૪૪૭૧/૬ | ૧૪૫૨૮/૧૧ કુલ યોગ | ૧ લાખ યો. ૧૪૩૫૮૫૩ | XXX XXX નોંધ:- ચાર્ટમાં યો. – યોજન, ઊંચા. - ઊંચાઈ, કળા –૧/૧૯ યોજન, ૫. – પર્વત. વિશેષ - બાહાના સરવાળાને બેગણા કરીને ભરત ઐરાવતની ધનુષ પીઠિકા ઉમેરવાથી સંપૂર્ણ બૂઢીપની પરિધિ નીકળે છે યથા ૧૪૩૫૮૫ ૩ /૧૯૪૨ – ૨૮૭૧૭૦ ૬ /૧૮ +૧૪૫૨૮ ૧૧/૧૯ × ૨ – ૨૯૦૫૭ ૩/૧૯ ઊ જંબુદ્વીપની પરિધિ – ૩૧૬૨૨૭ ૯/૧૯ ભરતક્ષેત્ર :ક્રમ ક્ષેત્ર નામ | વિખંભ જીવા બાહા ધનુપૃષ્ટ | | ઊંચાઈ | ઊંડાઈ યો. કળા યો. કળા યો. કળા યો. કળા ૧ | વૈતાઢય પર્વત | ૫૦ ૧૦૭૨૦/૧૨ ૪૮૮/૧૬.૫ ૧૦૭૪૩/૧૫ | ૨૫ યો. | ૬.૨૫ યો. ૨ | વેદિકા ૫૦૦ ધનુષ ૦.૫ યો. ૩ | ઉત્તર ભારત | ૨૨૮/૩ ૧૪૪૭૧/૬ | ૧૮૯૨/૭.૫ | ૧૪૫૨૮/૧૧ | વનખંડ ૧યો.દેશોના ૫ | દક્ષિણ ભારત ૨૨૮/૩ ૯૭૪૮૧૨ ૯૭૬૬/૧ સા. ૬ | બે ગુફાઓ ૧૨ | NO નોંધ:- ચાર્ટમાં જે સંખ્યા આપવામાં આવી છે તેને યોજન સમજવા અને યો. – યોજન. કળા ૧/૧૯ યોજન. વિખંભ એટલે પહોળાઈ, જીવા એટલે લંબાઈ સમજવી. ગોળ પર્વતો એવં કૂટોના પરિમાણ યોજનમાં:નામ ઊંચાઈ ભૂમિ પર મધ્યમાં વિ. | ઉપર વિ. વિખંભ ઋષભકૂટ ૩૪). વૈતાઢય પર્વતનાકૂટ ૬.૨૫ | ૬.૨૫ દેશોન.૫ યો. | ૩યો. ૦.૫ ગાઉ અન્યપર્વતોનાકૂટ પ00 પ00 | ૩૭૫ ૨૫૦ હરિ,હરિસ્સહકૂટ ૧OOO ૧OOO | ૭૫૦ પ00 ચિત્રવિચિત્રપર્વત ૧OOO ૧OOO ૭પ૦ પ00 યમકપર્વત ૧૦૦૦ ૧OOO | ૭૫૦ ૫૦૦ કંચન પર્વત ૧oo ૧૦૦ ૭૫ ૫૦. વૃત વૈતાઢય ૧ooo ૧૦૦૦ | ૧૦૦૦ ૧ooo ભદ્રશાલવનના ૮ કૂટ | પ00 ૩૭૫ ૨૫૦ નંદનવનના ૮ કૂટ પ00 ૩૭૫ ૨૫૦ નંદનવનનો બલ કૂટ | ૧000 | ૧૦૦૦ | ૭૫૦ ૫00 સૂચના:- વિ. – વિખંભ, યો. – યોજન, ચાર્ટમાં દરેક સંખ્યાને યોજનમાં સમજવી. નોટ :- (૧) મેરુના સોમનસ અને પંડક વનમાં કૂટ નથી. (૨) હરિસ્સહ કૂટ પહેલી વિજયની પાસેના માલ્યવંત ગજદંતાકાર વક્ષસ્કાર પર્વત પર છે અને હરિકૂટ ૧૭ મી વિજયની પાસે વિધુ—ભ ગજદંતાકાર વક્ષસ્કાર પર્વત પર છે. (૩) ભૂમિ પર સ્થિત બધા કુટ એવં પર્વતોની ઊંચાઈથી ભૂમિગત ઊંડાઈ ચોથા ભાગની હોય છે. પર્વત ગત કૂટોની ઊંડાઈ કહેવામાં આવી નથી. માત્ર મેરુ પર્વત જ ઊંચાઈથી ચોથા ભાગે ઊંડો નથી. તે ૯૯૦00 યોજન ઊંચો અને ૧૦૦૦ યોજન ઊંડો છે. (૪) સાધિક અને દેશોનનો મતલબ ૧/૨ કોશ જાણવો. મહાવિદેહ ક્ષેત્ર ગત લાંબા પર્વત: નામ | આયામ | મૂલમાં કિનારે | મૂલમાં | કિનારે (લંબાઈ) | ઊંચાઈ| ઊંચાઈ પહોળાઈ, પહોળાઈ ગજદંતાકાર ૩૦૨૬૯૬ ૪૦૦ ૫૦૦ ૫૦૦ | અંગુલનો અસં. ભાગ | પર્વત Page #259 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 258 નામ કુલ નદીઓ | વિજયની વચ્ચેના ૧૬૫૯૨૨ ૪૦૦ | ૫૦૦ ૫૦૦ | ૫૦૦ પર્વત. નદિઓના યોજના પરિમાણ :- (કુલ નદીઓ સપરિવાર–૧૪૫૬૦૯૦) વિસ્તાર ઊંડાઈ પ્રત્યેક નદીનો મૂલમાં મુખમાં મૂલમાં મુખમાં પરિવાર ગંગાસિંધુ ૬ ૨૫ ૬૨.૫ ૦.૫ કો. ૧.૨૫ યો. | ૧૪-૧૪ હજાર ૨ક્તા ૨ક્તવતી | ૬ ૨૫ ૬૨.૫ ૦.૫ કો. | ૧.૨૫ યો. | ૧૪-૧૪ હજાર હેમ. હેરણ્યની નદી | ૧૨.૫ ૧૨૫ ૧ કોશ ૨ ૫ ય. | ૨૮-૨૮ હજાર હરિ. ૨મ્યકુ.ની નદી | ૨૫ ૨૫૦ | ૨ કોશ ૫ યો. ૫-૫ હજાર સીતા ૫O પ00 ૧ યો. ૧૦ યો. ૫૩૨OOO સીતોદા ૫૦. ૫૦૦ | ૧ યો. ૧૦ યો. ૫૩૨૦૦૦ અંતરનદીઓ ૧૨૫ ૨.૫ યો. ૧૪૫૬૦૯૦ સૂચનાઃ ચાર્ટમાં હેમ - હેમવંત, હેરણ્ય - હરણ્યવત, હરિ – હરિયાસ, રમ્ય - રમ્યવાસ. નોંધઃ- (૧) વિસ્તાર અને ઊંચાઈ બે-બે પ્રકારની બતાવવામાં આવી છે. એક શરૂઆતની બીજી અંતિમ સમુદ્ર પાસેની (૨) અંતર નદીઓ સર્વત્ર સમાન વિસ્તારવાળી છે. અતઃ ગંગા-સિંધુનો પરિવાર જ એમનો પરિવાર છે. અર્થાત્ પરિવાર રહિત છે કેમ કે એમના માર્ગમાં કોઈ નદી એમાં ભળતી નથી. (૩) પાણીની ઊંડાઈથી વિસ્તાર ૫૦ ગણો હોય છે. પ્રારંભની અપેક્ષા અંત ૧૦ ગણો હોય છે. (૪) મહાવિદેહ ક્ષેત્રની ૬૪+૧૨ ઊ ૭૬ નદીઓ ભૂમિગત કુંડોમાંથી નીકળી છે. બાકી બધી નદીઓ પર્વત પરના દ્રહોમાંથી નીકળી છે. (૫) નદીઓની કુલ સંખ્યામાં હેમવત-હરણ્યવતની નદીઓ ૨૮,૦૦૦૪૪ઊ૧,૧૨,૦૦૦ નદીઓ સમજવી. તેમજ હરિયાસ–રમ્યવાસની બમણી ૨,૨૪,૦૦૦ નદીઓ સમજવી.(+ ૯૦ મુખ્ય નદી) દ્રહોના યોજન પરિમાણ:- (કુલ દ્રહ –૧૬). નામ લંબાઈ | પહોળાઈ ઊંડાઈ દેવી | પાન પદ્મદ્રહ / પુંડરીક દ્રહ | ૧૦૦૦ ૫૦૦ | ૧૦ | શ્રી/કીર્તી | ૧૨૦૫૦૧૨૦ | મહાપદ્મદ્રહ/ મહાપુંડરીકદ્રહ ૨૦00 | 3000 | ૧૦ | હી/લક્ષ્મી ૨૪૧૦૦૨૪૦ તિગિચ્છદ્રહ, કેસરી દ્રહ | ૪000 2000 | ૧૦ | ધૃતિ/બુદ્ધિ ૪૮૨૦૦૪૮૦ | ૧૦ દ્રહ ભૂમિપર | 1000 ૫00 | ૧૦ |- | ૧૨૦૫૦૧૨00 | પર્વત સંખ્યા (૨૬૯):- કંચન ગિરિ ૨૦૦, મહાવિદેહમાં ૧૬+૪ ઊ ૨૦ વક્ષસ્કાર, ૪ યમક, ચિત્ર વિચિત્ર, ૬ વર્ષધર, ૩૪ વૈતાઢ, ય, ૪ વૃતવૈતાઢય, ૧ મેરુ પર્વત. આ પ્રકારે કુલ પર્વત ૨૦૦+૨૦+૪+૬+૩૪+૪+૧ ઊ ૨૬૯. કૂટ સંખ્યા-૫૨૫:- (૪૬૭+૫૮+ ઊ પર૫) ૫૬ ૩૦૬ ६४ વર્ષધર ૬ પર્વતો પર ૧૧ + ૮+૯ ઊ ૨૮ ૪૨ ચોત્રીસ વૈતાઢયો પર – ૩૪ ૪૯ સોળ વક્ષસ્કાર પર – ૧૬૪૪ ૪ ગજદંતા પર – ૯+૯+ ૭+ ૭ મેરુના નંદનવનમાં ૯ પર્વતો પર કૂટ સંખ્યા કુલ ઊ ૪૬૭ ભદ્રશાલ વનમાં જંબૂ વૃક્ષના વનમાં કૂટ શાલ્મલી વૃક્ષના વનમાં ૩૪ ચક્રવર્તી વિજયમાં ઋષભકૂટ ભૂમિ પર ફૂટ સંખ્યા કુલ ઊ ૫૮ મહાવિદેહ પૂર્વ પશ્ચિમના એક લાખ યોજન:મેરુ. ઊ | 10,000 યોજના બે ભદ્રશાલ વન ૨૨000 + ૨૨૦૦૦ ઊ| ૪૪,000 યોજન ૧૬ વિજય ૨૨૧૨.૭૫ x ૧૬ | ઊ ૩૫,૪૦૪ યોજન ૮ વક્ષસ્કાર ૫૦૦ X ૮ ઊ ૪,૦૦૦ યોજન ૬ અંતર નદી ૧૨૫ x ૬ | ઊ| ૭૫0 યોજના ૨ સીતાસીતોદા મુખવન ૨૯૨૩ x ૨ | ઊ ૫,૮૪૬ યોજના Page #260 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 259 કુલ ઊ ૧,૦૦,૦૦૦ યોજન નોંધઃ મેરુના પંડક વનનો પાઠ જોવાથી જાણ થાય છે કે ભવનને જ કાલાંતરમાં સિદ્ધાયતન કહેવાની સર્વત્ર કોશીશ કરવામાં આવી છે. કારણ કે સિદ્ધાયતન કોનું હોઈ શકે છે? કોઈ પણ સિદ્ધ તો સાદિ અનંત છે અને આ સિદ્ધાયતન અનાદિનું છે તો એમાં પ્રતિમા કોની હોઈ શકે? પ્રતિમા તો કોઈ સાદિ વ્યક્તિની હોય છે. તેથી અનાદિ પ્રતિમાઓ અને સિદ્ધાયતનોના હોવાની કાંઈપણ સાર્થકતા એવં સંગતિ થઈ શકતી નથી. જો કોઈ વ્યક્તિની કે મનુષ્યના આત્માની પ્રતિમા ત્યાં નથી તો તે વગર વ્યક્તિત્વની પ્રતિમા કેવી છે? અને કોની છે ? અર્થાત તે વગર અસ્તિત્વની આકાશ કસમવત હોય છે. આ પ્રકારે વગર વ્યક્તિત્વની પ્રતિમા અને જિનાલયનું હોવું નિરર્થક છે. તેથી એવું પ્રતીત થાય છે કે આ શાશ્વત સ્થાનોના ઉક્ત જિનાલયો સિદ્ધાયતનો અને પ્રતિમાઓથી કોઈ પણ પ્રયોજન નથી. જેથી આ સ્પષ્ટ થાય છે કે મધ્ય કાલમાં કોઈના દ્વારા એવા પાઠ કલ્પિત કરી યત્ર તત્ર આગમમાં જોડી દીધા છે. ૬૮ ૨૬ પુષ્કરણીઓ: બે વૃક્ષોના વનોમાં ૧૬ x ૨ ઊ ૩૨ મેરુના ચાર વનોમાં ૧૬ ૪૪ ઊ ૬૪ કુલ ૯૬ ભવન પ્રાસાદ :દ દ્રહોમાં | ઊ ૭,૦૧,૬૮૦ ૧૦ દ્રહોમાં ઊ ૫,૦૧,૨૦૦ ૩૪૪૩ ઊ ૧૦૨ તીર્થોમાં ઊ ૧૦૨ ૩૪ ૪૨ ઊ ૬૮ નદીઓના કુંડોની મધ્યમાં ૧૪+ ૧૨ ઊ ૨૬ નદીઓના કુંડોમાં ઊ ૪૬૭ પર્વતીય કૂટો પર ૪૬૭–૨૦ ઊ બે વૃક્ષોની શાખાઓ પર ૪ x ૨ ઊ બે વૃક્ષોના વનોમાં ભવન ૪ ૪૨ ઊ બે વૃક્ષોના વનોમાં પુષ્કરણિઓમાં ૪ ૪૨ મેરુના ચાર વનોમાં પુષ્કરણિઓમાં ૪ ૪૪ મેરુના બે વનોમાં ૧૭ કૂટો પર ઊ બે વૃક્ષોના આઠ આઠ કૂટો પર ઊ ૧૬ ૩૪ ઋષભ કૂટો પર કુલ ૧૨,૦૩,૫૯૦ નોટ - સિદ્ધાયતનોના પાઠોને પ્રક્ષિપ્ત માનવાથી કૂટોની સંખ્યામાં અને ભવનોની સંખ્યામાં પણ હીનાધિકતા થાય કારણ કે સિદ્ધાયતન નામક કૂટનું અસ્તિત્વ જ નહીં રહે એવું કેટલાક સિદ્ધાયતન તો ભવનની ગણતરીમાં આવી જાય. ૧૬ ૧૭ उ४ પાંચમો વક્ષસ્કાર જે કોઈ પણ ક્ષેત્રોમાં તીર્થકરોની માતા તીર્થકરને જન્મ દે છે ત્યાં ભવનપતિ દેવોની પ્રસિદ્ધ ઋદ્ધિ સંપન ૫૬ દિશા કુમારી દેવીઓ આવીને તીર્થકરના જન્મ સંબંધી કૃત્ય ઉત્સવ કરે છે. એના પછી ૬૪ ઇન્દ્ર ક્રમશઃ આવે છે અને બધા મળીને મેરુ પર્વત પર જન્માભિષેક કરે છે. એનું વિવરણ આ પ્રમાણે છે. દિશાકુમારીઓ દ્વારા જન્મ કૃત્ય – (૧)અધોલોક વાસિની આઠ દિશાકુમારીઓ આસન ચલાયમાન થવાના સંકેતથી મનુષ્ય લોકમાં તીર્થકરના જન્મ નગરમાં આવે છે. એમની સાથે ૪ મહરિકા, ચાર હજાર સામાનિક દેવ આદિ અનેક દેવ દેવીઓનો પરિવાર સેંકડો સ્તંભોવાળા વિકુર્વણાથી તૈયાર કરેલા વિશાલ વિમાનમાં આવે છે. આકાશમાં રહેલા વિમાન દ્વારા તીર્થકર જન્મ ભવનની ત્રણ વાર પ્રદક્ષિણા લગાવીને ઉત્તર પૂર્વ વિભાગમાં યથાસ્થાન વિમાનને ભૂમિ પર ઉતારે છે. તે વિમાન ભૂમિથી ચાર અંગુલ ઉપર રહે વિમાનથી ઉતરીને બધા દેવ-દેવી શોભાયાત્રારૂપે તીર્થકરના જન્મ ભવનની પાસે આવે છે. દિશાકુમારીઓ અંદર જઈને તીર્થકરની માતાને મસ્તક પર અંજલિ કરતા આવર્તન કરીને પ્રણામ કરે છે. “રત્ન કુક્ષ ધારિણી' આદિ સારા સંબોધન(વિશેષણો)થી એમને સંમાનિત કરી ધન્યવાદ, પુણ્યવાદ અને કૃતાર્થવાદ દેતાં, પોતાનો પરિચય અને આવવાનું કારણ કહે છે તથા ‘ભયભીત થશો નહીં' એવું નિવેદન કરે છે. પછી તે એ નગરીની તથા એની આસપાસ એક યોજન પ્રમાણના ક્ષેત્રની સફાઈ કરે છે. જે પણ નાનો મોટો કચરો ગંદકી આદિ હોય એને પૂર્ણતયા સાફ કરી, પુનઃ આવીને તીર્થકરની માતાથી યોગ્ય દૂર રહીને ગીત ગાતા સમય વ્યતીત કરે છે. (૨) ઉર્ધ્વ લોકમાં મેરુના નંદનવનમાં ૮ કૂટો પર રહેવાવાળી ઉર્ધ્વ લોકવાસિની આઠ દિશાકુમારીઓ પણ આવે છે. આના સંબંધી વર્ણન પૂર્વવત્ સમજવું. આ દિશાકુમારીઓ મંદ મંદ વૃષ્ટિ કરી એવં પુષ્પ વૃષ્ટિ કરી તે નગરીને દેવોને આવવાને યોગ્ય સુગંધિત બનાવીને, તીર્થકરની માતાની પાસે આવીને ગીત ગાતા ઊભી રહે છે. (૩) રુચક દીપના મધ્યવર્તી રુચક પર્વત પર પૂર્વદિશામાં રહેવાવાળી ૮ દિશા કુમારીઓ પૂર્વવતું આવે છે, તીર્થકરની માતાને આદિ કરીને હાથમાં દર્પણ લઈને પૂર્વદિશામાં ઉભી રહે છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 260 આ પ્રકારે રુચક પર્વતની દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેવાવાળી ૮-૮ દિશાકુમારીઓ આવે છે અને વંદના નમસ્કાર કરીને ક્રમશઃ ઝારી, પંખા અને ચામર હાથમાં લઈને પોત પોતાની દિશામાં ઉભી રહે છે. ચાર વિદિશાની એક એક એમ કુલ ચાર દેવીઓ રૂચક પર્વતથી આવે છે. ઉક્ત વિધિ પૂર્વક ચારે વિદિશામાં દીપક લઈને ઉભી રહે છે. (૪) મધ્ય રુચક પર્વત વાસિની ચાર દિશાકુમારીઓ આવે છે અને ઉક્ત વિધિથી શિષ્ટાચાર કરીને પછી તીર્થકરના નાભિનાલને ચાર અંગલ છોડીને કાપે છે અને યથાસ્થાન પર ખાડો ખોદીને એમાં દાટી દે છે(અવશેષ ખાડાને રત્નોથી પરીને હરતાલના દ્વારા એના પર ચબૂતરો બનાવે છે). એની ત્રણ દિશાઓમાં કદલી ગ્રહની રચના કરીને એ ત્રણેમાં એક-એક ચોખંડું બનાવે છે. પ્રત્યેક ચોખંડામાં સિંહાસન બનાવે છે. પછી તીર્થકરની માતાની પાસે આવીને તીર્થકરને હથેળીઓમાં ગ્રહણ કરે છે અને તીર્થકર માતાને હાથથી પકડીને એ દક્ષિણી કદલી ગૃહના ચોખંડામાં લાવે છે. બંનેને સિંહાસન પર બેસાડીને તેલાદિથી અત્યંગ કરીને એના પછી ઉબટન કરીને પૂર્વી કદલી ગૃહના ચોખંડામાં લાવે છે. ત્યાં સ્નાન વિધિ કરાવીને પછી ઉત્તરી ગૃહના ચોખંડામાં લાવે છે અને ચલહિમવંત પર્વતથી મંગાવેલા ચંદનથી હવન કરે છે. પછી એ રાખની રક્ષા પોટલી બનાવીને તીર્થકર અને એની માતાને ડાકણ, શાકન, નજર આદિ દોષોથી બચાવવા માટે બાંધી દે છે. પછી બે મણિ- રત્નમય પત્થરોને ઘસીને અવાજ ભગવાનના કાનની પાસે કરીને એને પોતાની તરફ આકર્ષિત કરીને દીર્ધાય થવાના આર્શીવચન આપે છે. પછી યથા સ્થાન લાવીને માતાને સુવડાવી દે છે અને તેની બાજુમાં તીર્થકર ભગવાનને સુવડાવી દે છે. આ બધા કાર્યક્રમમાં એ બધા દેવ દેવીઓ ભાગ લે છે, ગાવાનું વગાડવાનું વગેરે કરે છે. સુવડાવ્યા પછી એ ૫૬ દિશાકુમારીઓ મળીને ત્યાંજ રહીને મંગળ ગીત ગાય છે. ચોસઠ ઇન્દ્રો દ્વારા જન્માભિષેક:- શક્રેન્દ્રનું આસન ચલાયમાન થતાં અને જ્ઞાનમાં ઉપયોગ લગાવવાથી તીર્થકર ભગવાનનો જન્મ થવાની જાણ થાય છે. સિંહાસનથી ઉતરીને મુખ સામે ઉત્તરાસંગ લગાવીને ડાબો પગ ઊંચો કરીને ત્રણ વાર મસ્તક નમાવીને વંદન કરે છે. પછી સિદ્ધોને નમોત્થણે દઈને તીર્થકર ભગવાનને નમોત્થણના પાઠથી સ્તુતિ કરીને નમસ્કાર કરે છે. પુનઃ સિંહાસનારુઢ થઈને પાયદળ સેનાના અધિપતિ હરિપ્લેગમેલી દેવના દ્વારા સુઘોષા ઘંટા વગડાવીને બધા દેવ દેવીઓને સાવધાન કરીને તીર્થકર જન્મ મહોત્સવ પર જવાની સૂચના દેવડાવે છે. અવિલંબ બધા દેવો ઉપસ્થિત થાય છે. પાલક વિમાનનો અધિપતિ આભિયોગિક દેવ શક્રેન્દ્રનો આદેશ પામીને વિમાનને સુસજ્જિત અને તૈયાર કરે છે. આ પ્રકારે અવિલંબ પ્રસ્થાન કરે છે. નંદીશ્વર દ્વીપમાં દક્ષિણ-પૂર્વમાં રતિકર પર્વત(ઉત્પાત પર્વત) પર આવીને વિમાનને સંકુચિત કરીને તીર્થકરની જન્મ- નગરીમાં આવે છે. અધોલોકની દિશાકુમારીની સમાન યાવત્ માતાને ભયભીત નહીં થવાને માટે નિવેદન કરે છે. શક્રેન્દ્રના પાંચ રૂપ :- તત્પશ્ચાત્ માતાને નિદ્રાધીન કરી દે છે અને તીર્થકર ભગવાનના જેવા શિશુરૂપની વિદુર્વણા કરીને માતાની પાસે રાખી દે છે. શક્રેન્દ્ર સ્વયંના પાંચ રૂ૫ વિકર્વિત કરે છે. એક રૂપથી તીર્થકરને પોતાની હથેળીમાં લે છે, એક રૂપથી છત્ર, બે રૂપોથી બંને બાજુમાં ચામર અને એક રૂપમાં વજ હાથમાં લઈને આગળ ચાલે છે. આ પ્રકારે બધા દેવ દે જ હાથમાં લઈને આગળ ચાલે છે. આ પ્રકારે બધા દેવ દેવીઓની સાથે તે શક્રેન્દ્ર મેરુ પર્વત પર પંડકવનમાં પહોંચીને દક્ષિણી અભિષેક શિલા પર સ્થિત સિંહાસન પર તીર્થકરને લઈને બેસી જાય છે. બધા ઈન્દ્ર મેરુ પર:– આ જ ક્રમથી બીજા દેવલોકથી ૧૨મા દેવલોક સુધીના ઈન્દ્ર અને ભવનપતિ વ્યંતર જયોતિષીના ઇન્દ્ર પણ જન્મ નગરીમાં ન જતાં સીધા મેરુ પર્વત પર જ પહોંચી જાય છે. તીર્થકર ભગવાનને વંદન નમસ્કાર કરીને પર્યાપાસના કરે છે. અચ્યતેન્દ્ર દ્વારા અભિષેક પ્રારમ – બારમા દેવલોકના અચ્યતેન્દ્ર પોતાના આભિયોગિક દેવોને અભિષેક સામગ્રી લાવવાનો આદેશ દે છે. તે દેવ કળશ, કડછી, છાબડી, રત્ન કરંડક આદિ હજારો વસ્તુઓ વિર્તિત કરતા જાય છે. ક્ષીર સમુદ્ર, માગધાદિ તીર્થ, પર્વત, ક્ષેત્રો, નદી, દ્રહ, આદિ ક્યાંકથી પાણી, કયાંકથી પાણી અને કૂલ, કયાંકથી પાણી માટી આદિ પવિત્ર અભિષેક સામગ્રી સંપૂર્ણ અઢી દ્વીપના ક્ષેત્ર, પર્વતો, નદીઓ તીર્થો આદિમાં જઈને ઉપયુક્ત સામગ્રી લઈને મેરુ પર અય્યતેન્દ્ર પાસે પહોંચે છે. પછી અચ્યતેન્દ્ર તે મંગલ પદાર્થોથી જળ માટી કૂલ આદિથી તીર્થકર ભગવાનનો જન્માભિષેક કરે છે. કોઈક દેવ વાજિંત્ર આદિનો ધ્વનિ ફેલાવે છે. અનેક કુતૂહલી દેવ અનેક પ્રકારે હર્ષાતિરેકથી કુતૂહલ કૃત્ય કરે છે. અય્યતેન્દ્ર જળ આદિથી અભિષેક કરી મસ્તક પર અંજલિ કરી, નમન કરી, જય જય કાર કરે છે. પછી મુલાયમ રૂંવાટીદાર વસ્ત્રથી ભગવાનના શરીરને લૂછીને ગોશીર્ષ ચંદન આદિ લગાવીને વસ્ત્ર યુગલ પહેરાવે છે, અલંકૃત વિભૂષિત કરે છે. પછી ચોખાથી ભગવાનની સમક્ષ અષ્ટ મંગલ ચિન્હ બનાવે છે. પુષ્પ એવં રત્ન આદિના ભટણા ચઢાવે છે. જેથી ગોઠણ પ્રમાણ ઢગલા થઈ જાય છે. પછી ૧૦૮ શ્લોકથી ભગવાનની સ્તુતિ કરતાં અનેક ગુણો, ઉપમાઓથી સત્કારિત સમ્માનિત કરી, વંદન નમસ્કાર કરી, યથાસ્થાન રહીને પર્યાપાસના કરે છે. શેષ ઇન્દ્રો દ્વારા અભિષેક:- આ પ્રકારે ૩ ઇન્દ્રો જન્માભિષેક કરે છે. અંતમાં ઈશાનેન્દ્ર પાંચ રૂપ બનાવીને ભગવાનને હાથમાં લઈને બેસે છે. ત્યારે શક્રેન્દ્ર ઉક્ત વિધિથી તીર્થકર ભગવાનનો જન્માભિષેક કરે છે. વિશેષતા એ છે કે ચાર સફેદ બળદ વિકર્વિત કરીને તેના આઠ શિંગડાંથી પાણીને ઉપર ફેલાવી એક સ્થાનમાં મેળવીને ભગવાનના મસ્તક પર અભિષેક કરે છે. સમારોહ સમાપન, શક્રેન્દ્ર જન્મ નગરીમાં - આ રીતે સંપૂર્ણ અભિષેક વિધિના સમાપન થવા પર શકેન્દ્ર પૂર્વ વિધિ અનુસાર ભગવાનને લઈને જન્મ નગરીમાં આવે છે. ભગવાનને માતા પાસે સુવડાવીને વિકર્વિત શિશુ રૂપને હટાવીને માતાની નિદ્રા સમાપ્ત કરે છે. વસ્ત્ર યુગલ અને કુંડલ યુગલ ભગવાનના ઓશીકા પાસે રાખી દે છે. એક સુંદર રત્નોનું ઝૂમખું ભગવાનના દષ્ટિ પથ ઉપર છત પર લટકાવી દે છે. વૈશ્રમણ દેવના દ્વારા ૩૨ ક્રોડ સોના મહોર આદિ ભંડારમાં રખાવી દે છે. અન્ય પણ અનેક વસ્તુઓ ૩૨–૩ર ની સંખ્યામાં રખાવી દે છે. પછી નગરીમાં ઘોષણા કરાવી દે છે કે કોઈ પણ દેવદાનવ(માનવ) તીર્થકર ભગવાન અને Page #262 -------------------------------------------------------------------------- ________________ jain 261 કથાસાર એમની માતાના પ્રતિ અશુભ અહિતકર મન આદિ કરશે તો એના મસ્તકના ૧૦૦ ટુકડા કરવામાં આવશે. પછી બધા દેવો નંદીશ્વર દ્વીપમાં મહોત્સવ મનાવે છે અને પોતપોતાના દેવલોકમાં પહોંચે છે. વિશેષ : ૫૬ દિશાકુમારીઓ :– ૮ અધો લોકમાં, ૮ મેરુના નંદનવનમાં, ૮ × ૪ – ૩૨ રુચક પર્વતની ચાર દિશાઓમાં, ૪ વિદિશાઓમાં અને ચાર મધ્ય ભાગમાં આ પ્રકારે ૮+૮+૩૨+૪+૪ ૫૬ દિશાકુમારીઓ ભવનપતિના દિશાકુમાર જાતિની ઋદ્ધિવાન દેવીઓ છે. ૬૪ ઇન્દ્ર :- ૧૦ ભવનપતિના ઉત્તર દક્ષિણની અપેક્ષા ૨૦ ઇન્દ્ર છે. ભૂત પિશાચ આદિ આઠ અને આણપત્ની આદિ આઠ એમ ૧૬ જાતિના વ્યંતરોના ઉત્તર દક્ષિણની અપેક્ષા ૩૨ ઇન્દ્ર છે. જયોતિષીના બે ઇન્દ્ર છે અને વૈમાનિકના આઠ દેવલોકોના આઠ ઇન્દ્ર છે. નવમા દસમાના એક અને અગિયારમા બારમાના એક એમ કુલ ૧૦ વૈમાનિકના ઇન્દ્ર છે. આ પ્રકારે ૨૦+૩૨+૨+૧૦-૬૪. ઇન્દ્રોના ઘંટા વૈમાનિકના પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા ઇન્દ્રના સુઘોષા ઘંટા, હરિણેગમેષી સેનાધિપતિ, ઉત્તરમાં નિર્માણ માર્ગ અને દક્ષિણ પૂર્વમાં રતિકર ઉત્પાત પર્વત છે. = બીજા, ચોથા, છઠ્ઠા, આઠમા અને દસમા ઇન્દ્રની મહાઘોષા ઘંટા, લઘુ પરાક્રમ નામક સેનાધિપતિ, નિર્માણ માર્ગ(દેવલોકથી નીકળવાનો રસ્તો), દક્ષિણમાં એવં ઉત્તર પૂર્વમાં રતિકર ઉત્પાત પર્વત છે. છઠ્ઠો વક્ષસ્કાર પૂર્વ વક્ષસ્કારોમાં જે જંબુદ્વીપ સંબંધી વિસ્તૃત વર્ણન કર્યું છે. એજ વિષયોને અહીં સંકલન પદ્ધતિથી કહેલ છે. તે સંકલનના વિષય ૧૦ છે. (૧) ખંડ :– એક લાખ યોજન લાંબા પહોળા જંબૂદ્વીપના ભરતક્ષેત્ર પ્રમાણ પહોળાઈ વાળા ૧૯૦ ખંડ થઈ શકે છે. અર્થાત્ પર૬.૩૨ × ૧૯૦ ઊ એક લાખ થાય છે. (૨) યોજન :– જો જંબુદ્રીપ ક્ષેત્રના એક યોજનના લાંબા, પહોળા ખંડ કલ્પિત કરીએ તો ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ સાત અરબ, નેવું કરોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, એક સો પચાસ ખંડ થાય છે. (૩) વર્ષ ક્ષેત્ર ! :– સાત છે– ભરત, ઐરવત, હેમવત, હૈરણ્યવત, હરિવર્ષ, ૨મ્યવર્ષ, અને મહાવિદેહ. (૪) પર્વતઃ– ૨૬૯ છે. જુઓ— ચોથા વક્ષસ્કારમાં. (૫) કૂટ :- ૪૬૭+૫૮ ઊ પ૨૫ છે. જુઓ– ચોથા વક્ષસ્કારમાં. (૬) તીર્થ :– માગધ, વરદામ, પ્રભાસ, આ ત્રણે તીર્થ ૩૨ વિજયમાં અને ભરત ઐરાવતમાં છે. અતઃ ૩૪ × ૩ ઊ ૧૦૨ છે. (૭) શ્રેણિઓ :– ૩૪ વિજયોમાં બે વિદ્યાધરોની અને બે આભિયોગીકોની શ્રેણિઓ છે. અતઃ ૩૪ × ૨ × ૨ ઊ ૧૩૬ શ્રેણિઓ છે. (૮) વિજય, ગુફા, રાજધાની આદિ :– ૩૪ વિજય છે, ૩૪ રાજધાનીઓ છે, ૩૪ ઋષભ ફૂટ છે, ૩૪ × ૨ ઊ ૬૮ ગુફાઓ છે અને એમના ૬૮ કૃતમાલક અને નૃતમાલક નામક કુલ દેવ છે. (૯) દ્રહ :– ૧૬ મહાદ્રહ છે. ૫ દેવ કુરુમાં ૫ ઉત્તર કુરુમાં ૬ વર્ષધર પર્વતો પર છે. એમ કુલ ૫+૫+૬ ઊ ૧૬ છે. (૧૦) નદી :– ૬ વર્ષધર પર્વતોમાંથી ૧૪ મહાનદીઓ નીકળી છે. ૩૨ વિજયોમાં ૬૪ નદીઓ કુંડોમાંથી નીકળી છે અને ૧૨ અંતર નદીઓ પણ કુંડોમાંથી નીકળી છે. તે કુલ ૧૪+૬૪+૧૨ ઊ ૯૦ મહાનદીઓ છે. ચૌદ મહાનદીઓના નામ આ પ્રકારે છે ઃ– (૧) ગંગા (૨) સિંધુ (૩) ૨કતા, (૪) ૨કતવતી (૫) રોહિતા (૬) રોહિતાંશા (૭) સુવર્ણ કૂલા (૮) રુપ્પકૂલા (૯) હિરસિલલા (૧૦) હિરકાંતા (૧૧) નરકાંતા (૧૨) નારીકંતા (૧૩) સીતા (૧૪) સીતોદા એમ ક્રમશઃ ભરત ઐરવત, હેમવંત, હૈરણ્યવંત, હરિવાસ, રમ્યાસ અને મહાવિદેહની નદીઓ છે. ૬૪ નદીઓ ગંગા, સિંધુ, ૨ક્તા, રક્તવતી એમ ચારે ૧૬–૧૬ની સંખ્યામાં મહાવિદેહમાં છે. ૧૨ અંતર નદીઓના નામ પહેલી વિજયથી ૩૨ વિજય સુધી ક્રમશઃ આ પ્રકારે છે. (૧) ગ્રાહાવતી (૨) દ્રહાવતી (૩) પંકાવતી (૪) તપ્તજલા (૫) મત્તજલા (૬) ઉન્મત્તજલા (૭) ક્ષીરોદા (૮) શીતશ્રોતા (૯) અંતરવાહિની (૧૦) ઉર્મિમાલિની (૧૧) ફેણમાલિની (૧૨) ગંભીરમાલિની. આ બધી નદીઓનો કુલ પરીવાર ૧૪,૫૬,૦૦૦ ચૌદ લાખ છપ્પન હજાર છે. એમાં ૭,૨૮,૦૦૦ નદીઓ પૂર્વી સમુદ્રમાં મળે છે અને ૭,૨૮,૦૦૦ નદીઓ પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે. પરિવારની અલગ અલગ નદીઓ ચોથા વક્ષસ્કારમાં જુઓ. સાતમો વક્ષસ્કાર (૧) જંબૂદ્વીપમાં ૧૮૦ યોજન ક્ષેત્રમાં ૬૫ સૂર્ય મંડળ છે. લવણ સમુદ્રમાં ૩૩૦ યોજન ક્ષેત્રમાં ૧૧૯ સૂર્ય મંડળ છે. કુલ ૫૧૦ યોજનમાં ૧૮૪ મંડળ છે. (૨) મેરુ પર્વતથી પહેલું મંડળ ૪૪૮૨૦ યોજન અને અંતિમ મંડલ ૪૫૩૩૦ યોજન દૂર છે. (૩) પાંચ ચંદ્ર મંડળ જંબુદ્રીપમાં છે. એવં દસ ચંદ્ર મંડલ લવણ સમુદ્રમાં છે. ચંદુનાં મંડળને માટે અયન અને સૂર્યનાં મંડળને માટે માંડલા શબ્દ વપરાયો છે. ચંદુની ચાંદની(ચંદ્રીકા) અને સૂર્યનો તડકો(આતાપ) છે. દેવ દ્વારા અનવસ્થીત પ્રકાશ તથા આતાપ આપે છે. પૃથ્વી તથા જીવોને સ્પર્શ કરે છે. ધ્વજા ઉપાડી હોય એમ હર્ષપૂર્વક કલકલ અવાજ કરતાં ગતિ કરે છે. ચારે દિશામાં વિવિધ રૂપોની વિકર્વણા કરે છે. ચંદ્ર મંડલોનો આયામ વિખુંભ, મુહૂર્ત ગતિ, ચક્ષુસ્પર્શઃ મંડલ મુહૂર્તગતિ ચક્ષુસ્પર્શ આયામ વિખંભ યો. પરિધિ યો. Page #263 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 08522 ૩૧૫૦૮૯ ૩૧૫૩૧૯ ૫૦૭૭ ૩૧૫૫૪૯ ૫૦૮૦ આત્યંતર પહેલું આત્યંતરથી બીજું આત્યંતરથી ત્રીજું બાહ્ય પહેલું બાહ્યથી બીજું બાહ્યથી ત્રીજું ૧૦૦૬૬૦|૩૧૮૩૧૫ ૫૧૫૨ ૩૧૮૩૧ ૧૦૦૫૮૭ ૩૧૮૦૮૫ ૫૧૨૧ ૧૦૦૫૧૪ ૩૧૭૮૫૫ ૫૧૧૮ નોંધ :– એક ચંદ્ર મંડલનું બીજા ચંદ્ર મંડલથી અંતર ૩૬.૪ યોજન છે. એનાથી બે ગણો ૭૨.૮ વિખંભ વધે છે. આનાથી ત્રણ ગણી સાધિક પરિધિ અધિક અધિક હોય છે. ૯૯૦૧૨ h2622 262 મુહૂર્ત ગતિ પ્રતિ મંડલમાં વધે છે. ૩.૭૦ યોજન પ્રતિ મંડલમાં પરિધિ વધે છે. – ૨૩૦ યોજન. (૪) નક્ષત્રના આઠ મંડલમાંથી જંબૂદ્વીપમાં બે છે અને લવણ સમુદ્રમાં છ છે. (૫) નક્ષત્રના પહેલા મંડલોમાં મુહૂર્ત ગતિ ૫૨૬૫ યોજન છે. નક્ષત્રના છેલ્લા મંડલમાં મુહૂર્ત ગતિ ૫૩૧૯ યોજન છે. ૫૦૭૩ ૪૭૨૬૩ (૬) ચંદ્ર એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. ૦.૦૧૬૧ યોજન. સૂર્ય એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. ૦.૦૧૬૬ યોજન . નક્ષત્ર એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. ૦.૦૧૬૭ યોજન . (૭) બૃહસ્પતિ મહાગ્રહ ૧૨ વર્ષોમાં બધા નક્ષત્રોની સાથે યોગ સમાપન કરે છે. શનિશ્ચર મહાગ્રહ ૩૦ વર્ષોમાં બધા નક્ષત્રોની સાથે યોગ સમાપન કરે છે. (૮) કરણ ૧૧ હોય છે. યથા— ૧. બવ ૨. બાલવ ૩. કૌલવ ૪. સ્ત્રીવિલોચન ૫. ગરાદિ ૬. વણિજ ૭. વિષ્ટિ ૮. શકુનિ ૯. ચતુષ્પદ ૧૦. નાગ ૧૧. કિંસ્ટ્રુઘ્ન. (૯) ચંદ્ર, ચંદ્ર, અભિવર્જિત, ચંદ્ર, અભિવર્ધિત તેપાંચ સંવત્સરનો યુગ હોય છે. આ સંવત્સર ચંદ્રથી શરૂ થનારા હોય છે. અયન બે છે દક્ષિણાયન, ઉત્તરાયન. એમાં પ્રથમ દક્ષિણાયન હોય છે. પક્ષ બે હોય છે– કૃષ્ણ અને શુકલ. એમાં કૃષ્ણ પક્ષ પહેલા હોય છે. એજ પ્રકારે કરણોમાં બાલવ, નક્ષત્રોમાં અભિજિત, અહોરાત્રમાં દિવસ અને મુહૂર્તમાં રૌદ્ર મુહૂર્ત એ બધાથી પહેલા હોય છે. (૧૦) એક યુગમાં ૧૦ અયન, ૩૦ ૠતુ, ૬૦ મહિના, ૧૨૦ પક્ષ, ૧૮૩૦ દિવસ, ૫૪૯૦૦ મુહૂર્ત હોય છે. (૧૧) નક્ષત્ર સંબંધી વર્ણન અહીં દસ દ્વારોથી છે– ૧. પ્રમર્દ આદિ યોગ ૨. દેવતા ૩. તારા ૪. ગોત્ર ૫. સંસ્થાન ૬. ચન્દ્ર સૂર્ય યોગ ૭. કુલ ૮. પૂનમ અમાસમાં કુલ ૯. પૂનમ અમાસના કુલોમાં મહિનાઓનો સંબંધ ૧૦, રાત્રિવાહક. આ દસે દ્વારોનું વર્ણન જયોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં જીઓ અન્ય પણ આ સાતમાં વક્ષસ્કારનું વર્ણન તે સૂત્રમાં જોવું જોઈએ. (૧૨) અષાઢ મહિનાના અંતિમ દિવસે બે પગની પોરસી છાયા થાય છે. અર્થાત્ પગના ઘૂંટણ પર્યંતની છાયા બે પગ જેટલી હોય છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે બે પગ અને ચાર અંગુલ છાયા હોય છે. ત્યારે પોરસી આવે છે. આ રીતે પ્રતિ મહિના ૪ અંગુલ વધતા પોષ સુધી ૬ મહિનામાં ૨૪ અંગુલ – ૨ પગ છાયા વધી જાય છે. અર્થાત્ ૨+૨ ઊ ૪ પગ જેટલી છાયા હોય છે. ત્યારે પોરસી આવે છે. આ પગના ઘૂંટણ સુધીના પગની છાયાના માપથી પોરસી જાણવાનું માપ બતાવવામાં આવેલ છે. (૧૩) સોળ દ્વાર આ પ્રકારે છે– ૧. તારા અને સૂર્ય ચન્દ્રની અલ્પ અથવા સમ ઋદ્ધિ સ્થિતિ ૨. ચન્દ્રનો પરિવાર ૩. મેરુથી અંતર ૪. લોકાંતથી અંતર ૫. સમભૂમિથી અંતર ૬. બધાથી ઉપર નીચે વગેરે ૭. વિમાનોના સંસ્થાન ૮. જ્યોતિષી દેવોની સંખ્યા ૯. વાહક દેવ ૧૦. શીઘ્ર મંદ ગતિ ૧૧. અલ્પáિક મહર્દિક ૧૨. તારાઓનું પરસ્પર અંતર ૧૩. અગ્રમહિષીઓ ૧૪. પરિષદ અને ભોગ ૧૫. આયુષ્ય ૧૬. અલ્પબહુત્વ.(આ બધા દ્વારોનું વર્ણન જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ માં જોવું) જંબુદ્રીપમાં તીર્થંકર વગેરેની સંખ્યા :– નામ જઘન્ય ઉત્કૃષ્ટ નામ જઘન્ય ઉત્કૃષ્ટ 30 ૨૮ તીર્થંકર ૪ ૩૪ બલદેવ | ૪ વાસુદેવ ૪ 30 ચક્રવર્તી ૪ ૨૮ ૩૦ નિધિ રત્ન ઉપભોગ | ૩૬ ૨૦૦ જંબૂદ્રીપ વર્ણનનો ઉપસંહાર :– આ પ્રકારે આ જંબુદ્રીપ એક લાખ યોજન લાંબો, પહોળો, ગોળ છે. ૩,૧૬,૨૨૭ યોજન ૩ કોશ ૧૨૮ ધનુષ ૧૩.૫ અંગુલ સાધિક પરિધિ છે. એક હજાર યોજન ઊંડો છે; (૨૪મી અને ૨૫મી વિજયની અપેક્ષા) ૯૯૦૦૦ યોજન સાધિક(મેરુની અપેક્ષા) ઊંચો છે; એક લાખ યોજન સાધિક સર્વાગ્ર છે. વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ વગેરેની પર્યાયોની અપેક્ષા અશાશ્વત છે અને અસ્તિત્વની અપેક્ષા સદા હતો અને સદા રહેશે, તેથી શાશ્વત છે. આ જંબુદ્રીપ પૃથ્વી પાણી જીવ અને પુદ્ગલ પરિણામ રૂપ છે. બધા જીવ અહીંયા પાંચ સ્થાવર રૂપમાં અનંતવાર અથવા અનેકવાર ઉત્પન્ન થઈ ચૂકયા છે. આ દ્વીપમાં અનેક જંબૂવૃક્ષ છે, જંબૂવન છે, વનખંડ છે.જંબૂ સુદર્શન નામક શાશ્વત વૃક્ષ છે. જેના પર જંબૂઠ્ઠીપનો સ્વામી અનાદત મહદ્ધિક દેવ રહે છે, આ કારણે આ દ્વીપનું જંબુદ્રીપ એ શાશ્વત નામ છે. નિધિ રત્ન અસ્તિત્વ પંચેન્દ્રિય રત્ન એકેન્દ્રિય રત્ન - ૩૦ ૨૧૦ ૨૧૦ Page #264 -------------------------------------------------------------------------- ________________ 263 કથાસાર jain નોંધ:- વિશેષ જાણકારી માટે આ સૂત્રના અનુવાદ યુક્ત અને વિવેચન યુક્ત સંસ્કરણોનું તથા જંબુદ્વીપના નકશાનું અધ્યયન કરવું જોઈએ. છે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ સંપૂર્ણ બિંબ એટલે પ્રતિકૃતી ગ્રંથોમાં સૂર્ય-ચંદૂનાં બિંબો કહેવાયા છે. બિંબ શબ્દ પ્રતિકૃતીના માટે વપરાય છે, જેમકે ભગવાનને મેરુ પર્વત પર જન્મ અભિષેક માટે લઈ જવાનાં પાઠમાં માતા પાસે ઈન્દ્રતેમનું બિંબ મુકીને બાળકને ઉપાડી લે છે. પ્રતિબિંબ જોઈને તીર ચલાવવાની ક્ષમતાનાં કારણે શ્રેણિક બિંબસાર તરીકે પણ ઓળખાય છે. બિંબ શબ્દ ભ્રમણાનું સુચક છે. બિંબો પ્રતિકૃતી કે વિક્રય રુપ હોય છે. જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂિર્યચન્દ્ર પ્રજ્ઞપ્તિ] પ્રસ્તાવના:- પ્રત્યેક પ્રાણી આ સંસારચક્રથી મુક્ત થવા ઈચ્છે છે. તો પણ ભાગ્યથી જ કોઈ કોઈ જીવોને સાચા મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. જેને શાસ્ત્રોમાં નિર્વાણ સાધનાના સાધકો માટે વિવિધ વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. જેનાથી એમને આત્મ સ્વરૂપનું અને આજુબાજુ રહેલ પુદ્ગલ–અજીવ સ્વરૂપનું તથા સાથે જ જે ક્ષેત્રમાં, લોકમાં તે સુસ્થિત છે ત્યાંની લોક સંસ્થિતિનું, નું પણ એને પરિજ્ઞાન થાય અને એનાથી તે પોતાના આત્માની લોકગત વિવિધ અવસ્થાઓનું જ્ઞાન કરી શકે અને અધ્યાત્મ ચિંતન પ્રાપ્ત કરી શકે. આ જ ક્રમમાં કાલમાન પરિજ્ઞાનના હેતુભૂત જયોતિષીમંડલ સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર અને ગ્રહ તારાઓ સંબંધી પરિજ્ઞાનની સંકલના પણ જૈન આગમોમાં કરાઈ છે. પ્રાચીનકાળમાં ગણધર કૃત અંગ શાસ્ત્રોમાં પ્રમુખ રૂપમાં દષ્ટિવાદમાં આ વિષયની વ્યવસ્થા ઉપલબ્ધ રહી છે અને સામાન્ય રૂપમાં ભગવતી આદિ સૂત્રોમાં પણ જ્યોતિષી મંડલનો વિષયાવબોધ રહ્યો છે. સૂત્ર નામ :- કાલાંતરથી અંગબાહ્ય સૂત્રોની રચના ક્રમમાં પૂર્વ શાસ્ત્રોના આધારથી આ “જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ” સૂત્રની સંકલના બહુશ્રુત આચાર્યો દ્વારા કરાઈ છે. આ સૂત્રની પ્રારંભિક ગાથાઓમાં નામ નિર્દેશપૂર્વક કથન પૃચ્છા કહેવાઈ છે એનાથીએ સ્પષ્ટ છે કે આ આગમ જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર અથવા જ્યોતિષ રાજ પ્રજ્ઞપ્તિના નામથી જ બનાવવામાં આવ્યું છે. જ્યોતિષીમંડળ ના રાજા અર્થાત્ ઈન્દ્ર રૂપમાં ચન્દ્ર અને સૂર્ય બન્નેનો સ્વીકાર આ સૂત્રમાં કરાયો છે. માટે જ વ્યવહાર અને પરિચયમાં કયારેક એના માટે સૂર્ય પ્રજ્ઞપ્તિ યા ચન્દ્ર પ્રજ્ઞપ્તિ સંજ્ઞારૂપ નામ પણ પ્રયુક્ત થવા લાગ્યા છે. કારણ કે આ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિમાં ચંદ્ર અને સૂર્ય અને સંબંધી પ્રાયઃ બધા વિષયોનું સંકલન છે. કોઈ વ્યક્તિને એક અથવા અનેક નામ હોય છે. એ જ કાલાંતરથી ભ્રમના કારણે બે ભિન વ્યક્તિ માની લેવાય છે અને કયારેક કોઈ બે સમાન નામવાળા જુદા જુદા વ્યક્તિઓને પણ કાલાંતરે ભ્રમથી એક માની લેવાય છે, એવો ભ્રમ થવો સ્વાભાવિક છે અને કેટલાય ઐતિહાસિક તત્ત્વોમાં પણ એવું થયું છે. - આ જ પ્રકારે આ આગમ સમ્મત સુસ્પષ્ટ નામવાળા જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રના પણ સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ એમ નામ પ્રચલિત થયા છે અને આ પ્રચલનના પ્રવાહમાં આ સૂત્રમાં સ્પષ્ટ ઉપલબ્ધ નામ ભુલાઈ ગયું છે અને પર્યાય રૂપથી પ્રચલિત નામે જ પૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. કાલાંતરથી સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ બે જુદા સૂત્ર પણ માનવામાં આવે છે. એક જ આ આગમમાં પૂર્ણ સમન્વયની સાથે સૂર્ય ચન્દ્ર સંબંધી બંને પ્રકારના વિષયોનું સાંગોપાંગ પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું છે રચનાકાલ અને રચનાકાર :- ગણધર પ્રભુ દ્વારા રચિત બારમા દષ્ટિવાદ અંગમાં વર્ણિત (આવેલ) જ્યોતિષ સંબંધી જ્ઞાનના આધારથી પૂર્વજ્ઞાનધારી કોઈ બહુશ્રુત આચાર્ય દ્વારા આ સૂત્રની રચના કરાઈ છે. ઇતિહાસમાં એ મહાન સૂત્રકારનું નામ પ્રાપ્ત થતું નથી. સાથે જ આની રચના વીર નિર્વાણ પછી કયારે થઈ એ પણ અજ્ઞાત છે. સંભવતઃ પૂર્વોનું જ્ઞાન જ્યાં સુધી નિરાબાધ ચાલે છે ત્યાં સુધી અંગ બાહ્ય તત્ત્વજ્ઞાન વિષયક શાસ્ત્રોની રચનાની આવશ્યકતા ઉત્પન્ન થતી નથી, એ જ્ઞાનની પૂર્તિ ત્યાંથી જ થઈ જાય છે. અતઃ સંપૂર્ણ પૂર્વ વિચ્છેદ જવાની આસપાસના કે નજીકના પૂર્વના કાલમાં આવા તત્ત્વજ્ઞાનવાળા ઉપાંગ શાસ્ત્રોની પૃથક રૂપમાં સંકલના-રચના કરાય છે. તળુસાર દેવદ્ધિગણી(દેવવાચક) કૃત નંદીસૂત્રની પૂર્વે કે સમકાલમાં આવા આગમોની રચના થઈ ગઈ હતી અને એને દેવર્ધ્વિગણિ દ્વારા શ્રુતજ્ઞાનની સૂચિમાં સ્વીકાર કરવામાં આવેલ છે. માટે આ જૈનશાસનની શ્રુત નિધિનું એક પ્રામાણિક શાસ્ત્ર છે. કાલાંતરમાં આનું મુખ્ય સૂત્રોક્ત નામ જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ ગૌણ થઈને સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ એ નામ પ્રમુખ બની ગયા છે અને બે સૂત્ર માનવાને કારણે નંદીમાં પણ બે નામ લિપિ- કાલથી સંપાદિત કરવામાં આવે છે. આ પ્રકારે આ શાસ્ત્ર અજ્ઞાત આચાર્યના દ્વારા અજ્ઞાતકાલમાં રચવામાં આવ્યું છે અને જેનાગમમાં પ્રામાણિક રૂપથી સ્વીકાર કરવામાં આવ્યો છે. જે આજે પરિવર્તિત નામથી પ્રચલિત છે. આકાર સ્વરુપ :- આ સૂત્ર એક શ્રુત સ્કંધ રૂપ છે. આના અધ્યયન વિભાગોને “પાહુડ-પ્રાભૃત” સંજ્ઞાથી કહેવાયા છે. આના અધ્યયનોના અવાંતર વિભાગ પણ છે અને પ્રાભૃત-પ્રાભૃત અર્થાત્ પ્રતિપ્રાત કહેવાયું છે. આ શાસ્ત્ર પૂર્ણરૂપથી પ્રશ્નોત્તર શૈલીમાં છે. પ્રશ્રની અને ઉત્તરની ભાષા શૈલી પણ એક વિલક્ષણ પ્રકારની “તકાર” પ્રયોગપૂર્વક છે. ભાષા અને શૈલી સદા રચનાકારના એ સમયના માનસ પર નિર્ભર રહે છે. અનેક પ્રકારની ભાષા શૈલી અને પદ્ધતિઓના જ્ઞાતા વિદ્વાન પણ પોતાના તાત્કાલિક માનસના અનુસાર જ રચના તૈયાર કરે છે. માટે આગમ ભાષા શૈલીથી કોઈ પ્રકારની એકાંતિક કલ્પના ન કરવી જોઈએ. આ સૂત્રમાં ૨૦ પ્રાભૃત છે. કોઈક પ્રાભૃતમાં પ્રતિપ્રાભૃત પણ છે. દસમા પ્રાભૃતમાં ૨૨ પ્રતિપ્રાભૃત છે. એના પછી ૧૧ થી ૨૦ સુધીમાં પ્રતિપ્રાભૃત નથી. ગણિત વિષયમાં સ્વાભાવિક જ થોડી વ્યક્તિઓને રસ પડે છે. માટે આ આગમનું અધ્યયન પ્રચલન ઓછું જ રહ્યું છે. જેનાથી આ સૂત્રના અર્થ પરમાર્થના જ્ઞાનમાં વધારે કઠિનતાનો અનુભવ થાય છે. સાથે જ આ વિષયનો પરિચય અલ્પ હોવાને કારણે Page #265 -------------------------------------------------------------------------- ________________ 264 આગમ-કથાઓ તથા ભાષા પણ વિચિત્ર હોવાને કારણે લિપિકાલમાં પણ થોડી અલનાઓ થવી સ્વાભાવિક છે. આ કારણે વર્તમાન યુગના વિદ્વાન સંપાદક અને વ્યવસ્થિત પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરવા છતાં આના પાઠોના સંબંધમાં પણ અનેક શંકાઓ ઉપસ્થિત કરવાની પ્રવૃત્તિ કરે છે. આટલું થવા છતાં પણ એ સમસ્ત અલનાઓ સુસાધ્ય છે અને એ સંદેહ પણ સમાધાન સંભાવિત છે. જેનો અનુભવ આ સારાંશ પુસ્તિકથી પણ કરી શકાય છે. વર્તમાને જે રૂપમાં આ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ઉપલબ્ધ છે એનું પરિમાણ ૨૨00 શ્લોક પ્રમાણ માનવામાં આવેલ છે. સૂત્રવિષય – આ સૂત્રનો વિષય સીમિત છે, તે છે જ્યોતિષ મંડલનો ગણિત વિષય અને એનો પરિચય. આચાર અને ધર્મકથા આમાં નથી. આ પ્રસંગથી આ સૂત્રમાં સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા આ પાંચ પ્રકારના જ્યોતિષ ગણનું વર્ણન છે. સૂર્યચન્દ્રની ગતિ, ભ્રમણ મંડલ, દિવસ રાત્રિ માન તથા એની વૃદ્ધિ, હાનિ, પ્રકાશક્ષેત્ર, નક્ષત્રોના યોગ, યોગકાલ, પાંચ પ્રકારના સંવત્સર સંબંધી | વિચારણાઓ, ચન્દ્રની કલાવૃદ્ધિ હાનિ, રાહુવિમાન, એ પાંચે ય જ્યોતિષ ગણની સંખ્યા અને સમભૂમિથી અંતર વગેરે વિષયોનું સાંગોપાંગ વર્ણન કરાયું છે. વધારે જાણકારી પ્રારંભિક વિષય સૂચિ અને સૂત્ર સારાંશના અધ્યયનથી જ થઈ શકશે. આ સૂત્રમાં દસમા પ્રાભૂતનો સત્તરમો પ્રતિપ્રાભૃત જૈન સમાજમાં ચર્ચાનો અને સંદિગ્ધતાનો વિષય બનેલ છે. જે આજથી નહીં સેંકડો વર્ષોથી એક પ્રશ્ન ચિહ્ન બનેલ છે. જ્યાં આવીને પ્રત્યેક સંપાદક વિવેચક કાંતો થોભી જાય છે, અથવા તો કલ્પનાઓમાં ઉતરી જાય છે. આ બાબતમાં પ્રસ્તુત સંસ્કરણમાં પણ નવો ચિંતન અનુભવ પ્રસ્તુત કરેલ છે જેને પાઠક સ્વયં સત્તરમાં પ્રતિ પ્રાભૃતમાં જોઈ શકે છે. એનું તાત્પર્ય એ છે કે માંસ વગેરે અખાદ્ય પદાર્થોના પ્રેરક વાકયવાળા પાઠોને સૂત્રકાર યા ગણધર કે બહુશ્રુત રચનાકાર રચે નહીં પરંતુ એ લિપિકાલમાં દૂષિતમતિ લોકોના દ્વારા પ્રક્ષિપ્ત અને વિકૃત તત્ત્વ છે. બીજા સૂત્રોમાં પણ એવા તત્ત્વો કોઈક અંશે જોઈ શકાય છે. જૈનશાસ્ત્રોના નિર્માણ કર્તા એવા ભ્રમકારક શબ્દોનો પ્રયોગ, પ્રેરણાત્મક વાક્યોના રૂપમાં, કોઈપણ અન્ય અર્થના લક્ષ્યથી પણ કરી શકતા નથી. કેમ કે એવું કરવું તેઓને માટે યોગ્ય પણ નથી અને સંયમોચિત પણ નથી. સૂત્ર સંસ્કરણ – આ સૂત્ર પર આચાર્ય મલયગિરિની ટીકા ઉપલબ્ધ છે, જે મુદ્રિત છે. નિર્યુક્તિકાર શ્રી દ્વિતીય ભદ્રબાહુ સ્વામીએ પણ આ સૂત્ર પર નિયુક્તિ વ્યાખ્યા કરેલ હતી, એવો સંકેત પ્રાપ્ત થાય છે. આચાર્ય ઘાસીલાલજી મ.સા. એ પોતાની સમસ્ત આગમોની ટીકા કરવાની પ્રતિજ્ઞા અનુસાર આ સૂત્રની પણ ટીકા લખી છે. જે મુદ્રિત હિન્દી, સંસ્કૃત, ગુજરાતી ત્રણેય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આના પૂર્વે આચાર્યશ્રી અમોલક ઋષિજી મ.સાહેબે ઉર આગમોનું હિન્દી અનુવાદ સાથે મુદ્રણ કરાવ્યું હતું. એમાં પણ અનુવાદ સહિત અને આવશ્યક ગણિત વિસ્તાર સાથે આ સૂત્ર મુદ્રિત છે. વર્તમાન યુગની આધુનિક આકર્ષક પદ્ધતિના સંસ્કરણ આગમ પ્રકાશન સમિતિ બાવરથી મુદ્રિત થયા છે. જે સૂત્રોના અર્થ, | વિવેચન, ટિપ્પણો વગેરેથી સુસજ્જત છે. ૩ર સૂત્રોનું એવું સર્વાગીણ મુદ્રણ પૂર્ણ થઈ ગયું છે. જે જૈન સમાજ માટે સંપ્રદાયનિરપેક્ષ રૂપની અનુપમ ઉપલબ્ધિ છે. એ શૃંખલામાં આ સૂત્રનું સંપાદન પૂજ્ય પં. રત્ન શ્રી કનૈયાલાલજી મ.સા. કમલ' એ અર્થ પરમાર્થ ટિપ્પણોની સાથે અનેક પ્રયત્નથી કર્યો, પરંતુ કોઈ કારણોસર બાવરની તે પ્રકાશન સમિતિએ આ સૂત્રને કેવળ મૂળ પાઠ રૂપમાંજ મુદ્રિત કરાવ્યું છે. તો પણ એમાં ટિપ્પણ અને પરિશિષ્ટો દ્વારા સૂત્રનો અલ્પાંશ સ્પષ્ટ કરેલ છે. ત્યાર પછી પૂજ્ય શ્રી કનહૈયાલાલજી મ.સા. ‘કમલ” દ્વારા સ્વતંત્રરૂપે આ સૂત્રના અનુવાદનું પ્રકાશન અનુયોગ ટ્રસ્ટ અમદાવાદથી કરવામાં આવ્યું છે. તે સંસ્કરણની ખાસ વિશેષતા એ છે કે તેમાં પ્રક્ષિપ્તતાના સંદેહવાળા અને જૈન સિદ્ધાંતના બાધક, સત્તરમાં પ્રતિપાહુડને યોગ્ય સૂચન સાથે રિક્ત કરી દીધેલ છે. તે તેઓના શાસન પ્રત્યેના પ્રેમ યક્ત નિડર વ્યક્તિત્વને પ્રગટ કરે છે. પ્રસ્તુત સંસ્કરણ – આ બધા સંસ્કરણો, વિચારો અને કલ્પનાઓને સમક્ષ રાખતા યથા પ્રસંગ આવશ્યક સમાધાનોથી સંયુક્ત કરીને આ પ્રસ્તુત સારાંશ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું મૂલ્યાંકન વાચક ગણ, સામાન્ય સ્વાધ્યાયી અને વિદ્વાન મનીષી સ્વયં જ કરી શકશે. વિષય સૂચિ પ્રાભૃત પ્રતિપ્રાકૃત વિષય નક્ષત્રમાસના દિવસ, મુહૂર્તઃ–પરિક્રમા અને મંડલ પરિમાણ, નાના મોટા દિવસનું પરિમાણ, દિવસની ઘટ–વધ (હાનિ વદ્ધિ), હાનિ-વૃદ્ધિનાં કારણ. વર્ષ પ્રારંભ. નાના મોટા દિવસ રાત્રિ કયારે અને કેટલી વાર? અર્ધ મંડલ ગમન અને મંડલાંતર પ્રવેશ, કયા દિવસે, કયો સૂર્ય, કયુ અર્ધમંડલ ચાલે? બે સૂર્યોના નામ, ચલિત અચલિત માર્ગ ગમન, પુનઃચલિતમાં સ્વ–પર ચલિતનો અને અચલિતનોહિસાબ. બંને સૂર્યોનું અંતર અને એની હાનિ વૃદ્ધિ હિસાબ, મતાંતર પાંચ. સૂર્ય ભ્રમણના કુલ ક્ષેત્રનું પરિમાણ અને પાંચ માન્યતાઓ. વિકમ્પન પરિમાણ અને સાત માન્યતાઓ. સૂર્ય ચન્દ્ર વિમાનનું સંસ્થાન અને સાત મિથ્યા માન્યતાઓ. મંડલોનો વિખંભ અને પરિધિ, હાનિ વૃદ્ધિનો હિસાબ, ત્રણ માન્યતાઓ. બંને સૂર્યોનું ભ્રમણ સ્વરૂપ અને સૂર્યોદય. આઠ માન્યતાઓ. કર્ણ કલા અને ભેદઘાત ગતિથી સંક્રમણ. સૂર્યની મંડલોમાં મુહૂર્ત ગતિ અને ચક્ષુ સ્પર્શ, ચક્ષુ સ્પર્શના ઘટ–વધનું ગણિત, ચાર માન્યતાઓ. પ્રકાશ ક્ષેત્રાંશ અને અંધકાર ક્ષેત્રાંશ, ૧૨ માન્યતાઓ. 6 | ... | જ | દ | ૦ | ૦ | | ૦ ૦ ૦ | 0 | Page #266 -------------------------------------------------------------------------- ________________ jain ૪ ૐ ... છુ ૨ ૩ ૧૦ ............│I ││││ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ 8 । । હૈં। ૧ ૨ ૩ ૪ ૫ E ૭ ८ ૐ ૧૦ ૧૧ ૧૨-૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ T │││││ 265 કથાસાર બે સૂર્ય, બે ચન્દ્રની અવસ્થિતિના સંસ્થાન, ૧૬ માન્યતાઓ. તાપ ક્ષેત્ર અને અંધકાર ક્ષેત્રના સંસ્થાન અને બાહા વગેરેનું માપ. તાપક્ષેત્રની રુકાવટ શેનાથી ? ૨૦ માન્યતાઓ. પ્રકાશ સંસ્થિતિમાં ઘટ–વધ, ૨૫ માન્યતાઓ. પુદ્ગલો દ્વારા લેશ્યા વરણ, પ્રકાશ ગ્રહણ ૨૦ માન્યતાઓ. ચાર વિભાગોમાં સૂર્યોદય, સૂર્યાસ્ત અને ઋતુ પ્રારંભ, ત્રણ માન્યતાઓ. છાયા પ્રમાણ અને એનાથી દિવસનો ભાગ વીતવાનું જ્ઞાન, તાપ લેશ્યા દ્વારા અનંતર પરંપર પુદ્ગલોને આતાપિત કરવા, છાયાના પચીસ અને આઠ આકાર. નક્ષત્રોનો ક્રમ, પાંચ માન્યતાઓ. નક્ષત્રોનો ચન્દ્ર સૂર્યથી સંયોગ કાલ. નક્ષત્ર ચન્દ્ર સંયોગનો પ્રારંભકાલ, સમાપ્તિ કાલ. પ્રત્યેક નક્ષત્રનો ક્રમ યુક્ત યોગ અને પછી બીજાને સમર્પણ. ૨૮ નક્ષત્રોના કુલ, ઉપકુલનો બોધ. પૂનમ અને અમાસના દિવસે નક્ષત્ર યોગ. મહિના અને અમાસ પૂનમના નક્ષત્ર યોગ સંબંધ. નક્ષત્રોના આકાર. નક્ષત્રોના તારાની(વિમાનોની) સંખ્યા. રાત્રિ વાહક નક્ષત્ર અને એની રાત્રિ વહન સંખ્યા. પ્રમર્દ યોગ પર્યન્ત પાંચ પ્રકારના ચન્દ્ર નક્ષત્ર યોગ, ચન્દ્ર નક્ષત્રની મંડલ સંખ્યા અને પારસ્પરિક સીધ. સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર મંડલોનું સીધ સમવતાર. સૂર્ય, ચન્દ્ર અને નક્ષત્રના મંડલોનું પોતાનું અંતર. નક્ષત્ર સ્વામી દેવતાના ૩૦ મુહૂર્તોના અને રાત્રિ—દિવસોના નામ. પંદર તિથિઓના ૫–૫ નામ. નક્ષત્રોના ગોત્ર અને સ્વામી દેવના નામનો ચાર્ટ. × અહીં પરિશિષ્ટ છે. એક યુગમાં ચન્દ્ર સૂર્યની સાથે નક્ષત્ર યોગ. મહિનાના લૌકિક લોકોત્તરિક નામ. પાંચ પ્રકારના સંવત્સર-પ્રમાણ, શનિશ્ચર સંવત્સર વગેરે. નક્ષત્રોમાં યાત્રા નિર્દેશ, પાંચ મતાંતર. નક્ષત્રોના સીમા વિષ્ફભ હિસાબ; નક્ષત્ર, ચન્દ્ર, સૂર્યના પૂર્ણિમા અમાસમાં અલગ અને સમ્મિલિત યોગ અને મુહૂર્ત વિશેષ.એક નામવાળા બે નક્ષત્રોની સાથે ચન્દ્ર સૂર્યથી યોગ કાલનું અંતર. ચન્દ્ર અને અભિવર્જિત સંવત્સરના તથા યુગના પ્રારંભ અને સમાપ્તિમાં નક્ષત્ર યોગ. પાંચ સંવત્સરોના દિવસ અને મુહૂર્તનું પરિમાણ. યુગ અને નો—યુગના દિવસ તથા મુહૂર્તનું પરિમાણ પાંચ સંવત્સરોના આદિ અને અંતનું મિલાન (મેળ) વર્ષોમાં સૂર્ય સંવત્સરના અને અયન પ્રારંભના યોગ, સૂર્ય ચન્દ્રની આવૃત્તિઓ (અયન) સૂર્ય આવૃત્તિના પ્રથમ દિવસની તિથિ.છત્રાતિછત્ર યોગ અને ૧૨ યોગ સંસ્થાન પ્રકાર. દક્ષિણ ઉત્તરના અર્ધ મંડલ, યુગની સમાપ્તિ મંડલ ચન્દ્રના ચન્દ્રની હાનિવૃદ્ધિ, ચન્દ્રના અયન. ચલિત અચલિત માર્ગ; સ્વ પર, ઉભય ચલિત માર્ગ. ચન્દ્રનો પ્રકાશ અંધકાર, હાનિ વૃદ્ધિ. ચન્દ્ર સૂર્ય નક્ષત્રની મંડલ વિભાગરૂપ મુહૂર્ત ગતિ. ગતિના કારણે યોગ સંબંધ. પાંચ પ્રકારના મહિનામાં ચન્દ્ર સૂર્ય નક્ષત્રના મંડલ પાર કરવાના માપ. ચન્દ્ર સૂર્ય લક્ષણ. થયોપચય. સમભૂમિથી ઊંચાઈ, ૨૫ માન્યતાઓ. ચન્દ્ર સૂર્ય અને તારાની તુલ્ય અને અલ્પ ઋદ્ધિ સ્થિતિથી. બન્નેનો પરિવાર, મેરુ અને લોકાંત થી જયોતિષ મંડલનું અંતર. નક્ષત્રોમાં સહુથી ઉપર નીચે, અંદર, બહારના નક્ષત્ર. જ્યોતિષી વિમાનોના આકાર,લંબાઈ,પહોળાઈ, ઊઁચાઈ. દેવો, દેવીઓની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ. વાહક દેવ. અલ્પ બહુત્વ. દ્વીપ સમુદ્રોમાં સૂર્ય ચન્દ્ર વગેરેની સંખ્યા. ઊંચાઈમાં સ્થિરતા અને મંડલમાં સ્થિરતા, અસ્થિરતા. સુખ દુઃખ નિમિત્તક ચાલ વિશેષ. તાપક્ષેત્ર પ્રકાશ ક્ષેત્ર, ચલ અચલ જ્યોતિષી. સમુદ્રોમાં સૂર્ય ચન્દ્ર જાણવાની વિધિ. દ્વીપ ચન્દ્ર, સૂર્ય અને રાહુના સંબંધમાં લૌકિક કથન. ચન્દ્ર વિમાનનું નામ મૃગાંક. સૂર્ય વિમાનનું નામ આદિત્ય. ''આદિત્ય"નો વ્યુત્પતિ અર્થ અને એની પ્રમુખતાની વિચારણા પર ટિપ્પણ. Page #267 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 266 જયોતિષીના ભોગ સુખ. ગ્રહોના ભેદ ૮૮ અને નામ. ઉપસંહાર સૂત્ર–અધ્યયન વિવેક પર ટિપ્પણ. ચન્દ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર એક વિચારણા પરિશિષ્ટ – ૧ જ્ઞાતવ્ય ગણિત પરિશિષ્ટ – ૨ નક્ષત્ર તત્ત્વ વિચાર(થોકડો). પરિશિષ્ટ – ૩ જ્યોતિષ મંડલ ઃ વિજ્ઞાન અને આગમની દૃષ્ટિમાં નથી. વિશેષ વાર્તા :– પહેલા બીજા અને દસમાં આ ત્રણે પ્રાભૂતમાં ક્રમશ ૮, ૩, ૨૨ પ્રતિ પ્રાભૂત છે. શેષમાં પ્રતિ પ્રાકૃત મૂલ પાઠમાં આના માટે પાહુડ અને પાહુડ–પાહુડ શબ્દ પ્રયોગ કરેલ છે. કુલ ૨૦ પાહુડ છે. મતાંતર સંગ્રહ :– પહેલા પ્રાભૂતના ચોથાથી આઠમા પ્રતિ પ્રામૃત સુધી બધામાં મતાંતર પ્રરૂપણ છે. દસમા પ્રાભૂતના પહેલા અને એકવીસમા પ્રતિ પ્રાભૂતમાં મતાંતર કથન છે. અઢારમા પ્રાભૂતમાં પણ માન્યતાઓનું કથન છે. શેષ પ્રાભૂતો અને પ્રતિ પ્રાભૂતોમાં મતાંતર રહિત કેવલ જિનાનુમત તત્ત્વોનું કથન છે. જયોતીષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સારાંશ [સૂર્ય – ચંદ્ર પ્રજ્ઞપ્તિ ] પહેલો પ્રાભૂત ઃ પહેલો પ્રતિ પ્રાભૂત એક નક્ષત્ર મહિનામાં ૮૧૯ મુહૂર્ત હોય છે. જ્યારે એક દિવસ રાત્રિમાં ૩૦ મુહૂર્ત હોય છે. નક્ષત્ર મહિનાના દિવસ જાણવા માટે આ મુહૂર્તોની સંખ્યાનો ૩૦ વડે ભાગાકાર કરવાથી ૮૧૯ + ૩૦ ઊ ૨૭ દિવસ આવે છે. અર્થાત્ સાધિક સત્યાવીસ દિવસનો નક્ષત્ર મહિનો થાય છે.(આ સૂત્ર લિપિ કાળમાં સૂત્રની વચમાંથી ક્યાંકથી નીકળીને ભૂલથી અહીં શરૂઆતમાં લખાઈ ગયું છે. વિષય સૂચક ગાથાઓ અને પ્રકરણથી એ સ્પષ્ટ થાય છે.) પરિક્રમા પરિમાણ :- સૂર્યના ચાલવાના મંડલ(ગોળાકાર માર્ગ) ૧૮૪ છે. જ્યારે સૂર્ય સર્વ આવ્યંતર અર્થાત્ પહેલા મંડલમાં છે અને ત્યાંથી ફરીને બીજા મંડલમાં પરિક્રમા કરીને એ સ્થાનની સીધમાં પહોંચે છે તો એનું તે પરિક્રમારૂપ પ્રથમ ચક્કર હોય છે. ત્રીજા મંડલમાં પહોંચવા પર બે ચક્કર પૂરા થાય છે. એમ ૧૮૪મા મંડલમાં પહોંચવા પર ૧૮૩ ચક્કર પૂરા થાય છે. સર્વ બહારના ૧૮૪મા મંડલના સ્થાનથી સૂર્ય પાછો ફરે છે. અર્થાત્ અંદરની તરફ ચાલીને ૧૮૩મા મંડલમાં તે સ્થાનની સીધમાં પહોંચે છે, ત્યારે એક ચક્કર થાય છે. જ્યારે ૧૮૨મા મંડલમાં પહોંચે છે તો બે ચક્કર પૂર્ણ થાય છે. એમ ૧૮૩ ચક્કર પૂરા થવાથી તે પ્રથમ મંડલમાં તે સીધવાળા ધ્રુવ સ્થાન પર પહોંચી જાય છે. એમ પ્રથમ મંડલથી ચાલીને ૧૮૪માં મંડલમાં જઈને પુનઃ પ્રથમ મંડલમાં આવવાથી સૂર્યની એક(પરિક્રમા) પ્રદક્ષિણા ૧૮૩ + ૧૮૩ ઊ ૩૬ ૬ દિવસ રાત પૂર્ણ થાય છે. પહેલા અને છેલ્લા એમ બે મંડલોમાં સૂર્ય એક એક ચક્કર લગાવે છે. અર્થાત્ એનો સ્પર્શ યા આ બન્ને રસ્તા પર ભ્રમણ એક વાર કરે છે. બાકીના વચ્ચેના ૧૮૨ મંડલો(માર્ગ) પર બે બે વાર ભ્રમણ કરે છે. તેથી ૧૮૨૪૨ ઊ ૩૬૪+ર ઊ ૩૬ ૬ ચક્કરમાં ૩૬ ૬ દિવસ રાત થાય છે. એવી એક પ્રદક્ષિણાથી એક સૂર્ય સંવત્સર અર્થાત્ એક વર્ષ પૂર્ણ થાય છે. [ટિપ્પણ :– આ સૂર્ય મંડલની પ્રદક્ષિણાનો રસ્તો જલેબી જેવા આકારનો હોય છે. અર્થાત્ કોઈ અંદરના ઘેરાવથી પ્રારંભ કરી બહાર લઈ જઈને જલેબી પૂરી કરે છે એવી ગતિથી સૂર્ય અંદરથી બહાર જાય છે અને કોઈ વ્યક્તિ બહારના સ્થાનથી જલેબીની શરૂઆત કરીને અંદરના સ્થાન પર લાવીને પૂરી કરે. એવી જ રીતે સૂર્ય બહારથી અંદર આવીને માર્ગ ભ્રમણ કરે છે. બન્ને આકારોમાં વળાંક એક દિશા તરફી જ હોય છે. અર્થાત્ સૂર્ય સદાય પૂર્વથી દક્ષિણ,પશ્ચિમ થી ઉત્તરની તરફ આગળ વધે છે. માટે બહાર જવાના ૧૮૩ માર્ગ અને અંદર આવવાના ૧૮૩ માર્ગના સ્થળ કંઈક અલગ અલગ હોય છે.] નાના મોટા દિવસનું પ્રમાણ :– નવા વર્ષની શરૂઆતમાં સૂર્ય જ્યારે પ્રથમ મંડલના ધ્રુવ સ્થળથી ચાલે છે ત્યારે તે પહેલો દિવસ ૧૮ મુહૂર્તનો હોય છે અને રાત ૧૨ મુહૂર્તની હોય છે. અર્થાત્ સહુથી મોટો દિવસ હોય છે. એ દિવસથી વર્ષની શરૂઆત થાય છે. આ પ્રથમ દિવસના પ્રથમ ચક્કરમાં સૂર્ય બીજા મંડલમાં ચાલ્યો હોય છે. વધ–ઘટ :– આ પ્રકારે ક્રમશઃ સૂર્ય અંતિમ મંડલમાં જઈને તેના અંતિમ ધ્રુવ સ્થળમાં ૬ મહિનાથી ૧૮૩ દિવસે પહોંચે છે. ત્યારે ૧૨ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત હોય છે. એવી રીતે ૧૮૩ દિવસમાં ૬ મુહૂર્ત દિવસો નાના થાય છે અને રાત મોટી થાય છે. અતઃ એક દિવસમાં ૦.૦૩ મુહૂર્ત દિવસ નાનો હોય છે અને રાત મોટી હોય છે. નાના મોટા દિવસનું કારણ :- - જ્યારે સૂર્ય પ્રથમ મંડલથી બીજા ત્રીજા મંડલમાં જાય છે, તેમ તેમ તે દૂર થતો જાય છે. એનાથી તેનું પ્રકાશ ક્ષેત્ર(વિસ્તાર) ઘટતું જાય છે. એ કારણ ૦.૦૩ મુહૂર્ત જેટલો દિવસ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં નાનો થાય છે અને રાત મોટી થાય છે અને જ્યારે બહારના મંડલથી અંદરના મંડલમાં સૂર્ય આવે છે ત્યારે ૬ મહીના સુધી દિવસ મોટો થાય છે અને રાત નાની થાય છે. અર્થાત્ સૌથી નાનો દિવસ(શિયાળામાં) સૂર્ય બહારના મંડલમાં અર્થાત્ ૧૮૪મા મંડલમાં રહે છે ત્યારે અને સૌથી મોટો દિવસ સૂર્ય સર્વ આવ્યંતર (પહેલા) મંડલમાં રહે છે ત્યારે થાય છે. વર્ષ પ્રારંભ :– આ હિસાબે વર્ષની શરૂઆત પ્રથમ મંડલથી અર્થાત્ શ્રાવણ વદ એકમથી(ગુજરાતી તિથિ પ્રમાણે અષાઢ વદ એકમથી) થાય છે. એ અનાદિ કુદરતી સિદ્ધાંત છે. પરંતુ લોકો પોત પોતાના આશયોને પ્રમુખતા આપીને કોઈ દિવાળીથી વર્ષની શરૂઆત કરે છે, કોઈ ચૈત્રથી, કોઈ માર્ચમાં સમાપ્તિ કરી ૧ એપ્રિલથી શરૂઆત કરે છે. એ લોકોની પરંપરા પોત પોતાની અપેક્ષા માત્ર છે. તેને કોઈ સિદ્ધાંત માનવાનો ભ્રમ કરવો ન જોઈએ. સિદ્ધાંતથી કુદરતી વર્ષનો પ્રારંભ શ્રાવણ વદ એકમથી અર્થાત્ સહુથી મોટા દિવસના અનંતર દિવસથી થાય છે. નાના મોટા દિવસો કયારે અને કેટલીવાર ? :- સહુથી મોટો દિવસ વર્ષનો અંતિમ દિવસ ગણાય છે. નવા વર્ષનો પહેલો દિવસ ૦.૦૩ ભાગ ઓછો ૧૮ મુહૂર્તનો હોય છે. પ્રથમ છ મહીનાનો અંતિમ દિવસ ૧૮૪માં મંડલમાં સહુથી નાનો દિવસ હોય છે અને Page #268 -------------------------------------------------------------------------- ________________ 267 કથાસાર jain બીજા છ મહીનાનો અંતિમ દિવસ પહેલા મંડલમાં સહુથી મોટો દિવસ હોય છે. સહુથી મોટો દિવસ ૧૮ મુહૂર્તનો વર્ષમાં એકવાર આવે છે અને સહુથી નાનો દિવસ ૧૨ મુહૂર્તનો વર્ષમાં એકવાર હોય છે. બાકીના સર્વ મધ્યમ દિવસો વર્ષમાં બે વાર હોય છે. કેમ કે પ્રથમ અને અંતિમ મંડલમાં સૂર્યના એકવાર ચાલવાથી આ બન્ને નાના અને મોટા દિવસો એક વાર હોય છે. બાકીના મંડલોમાં આવવાના અને જવાના સમય એમ સૂર્યના બે વાર ચાલવાથી મધ્યમ સર્વે દિવસો બે બે વાર હોય છે. રાત કેટલી વાર?:- દિવસની જેમ જ નાની અને મોટી રાત ૧૨ અને ૧૮ મુહૂર્તની પ્રથમ અને અંતિમ મંડલમાં એક એક વાર હોય છે અને બાકીની વચ્ચેની રાત વચ્ચેના મંડલોમાં હોવાથી બે-બે વાર હોય છે. બીજો પ્રતિ પ્રાભૃત અર્ધ મંડલગતિ - આ જંબુદ્વીપમાં બે સૂર્ય છે. બંને મળીને એક દિવસમાં એક મંડલ પૂરું કરે છે. સંવત્સર(વર્ષ) ની શરૂઆતના સમયમાં એક સૂર્ય પશ્ચિમ દિશાના અંતમાં હોય છે. અર્થાત્ ત્યાંથી ભ્રમણની શરૂઆત કરે છે. બીજો સૂર્ય પૂર્વ દિશાના અંતમાં હોય છે. તે ત્યાંથી ભ્રમણની શરૂઆત કરે છે. પહેલા દિવસે ૩0 મુહૂર્તમાં બને સૂર્ય બીજા મંડલને પાર કરે છે. અર્થાત્ પશ્ચિમમાં સ્થિત ઐરાવતીય સૂર્ય ઉત્તર અર્ધ મંડલમાં ચાલીને પૂર્વ દિશાના અંતમાં આવીને બીજા મંડલનાં અંતિમ સ્થાને પહોંચે છે, જ્યારે પૂર્વ દિશામાં રહેલ ભારતીય સૂર્ય દક્ષિણી અર્ધ મંડલમાં ચાલીને પશ્ચિમ દિશાના અંતમાં બીજા મંડલના અંતિમ સ્થાને પહોંચે છે. આ રીતે બને સૂર્ય અર્ધા–અર્ધા મંડલ પાર કરી બીજા દિવસના પ્રારંભમાં ત્રીજા આદિ મંડલમાં પ્રવેશ કરે છે. આ રીતે બીજા દિવસે બન્ને સૂર્ય મળીને અર્ધા–અર્ધા ત્રીજા મંડલ પાર કરે છે. ત્યારે પૂર્વી સૂર્ય પુનઃ પોતાની શરૂઆતના સ્થાનની સીધમાં આવી જાય છે. એવી જ રીતે પશ્ચિમી સૂર્ય પણ પોતાની શરૂઆતના સ્થાનની સીધમાં આવી જાય છે. આ રીતે પશ્ચિમી સૂર્ય બીજા મંડલના અર્ધા ઉત્તરી વિભાગને અને ત્રીજા મંડલના અર્ધા દક્ષિણી વિભાગને પાર કરે. જ્યારે પૂર્વી સૂર્ય બીજા મંડલના દક્ષિણી અર્ધ વિભાગને અને ત્રીજા મંડલના ઉત્તરી અર્ધ વિભાગને પાર કરે. આ રીતે અર્ધા–અર્ધા મંડલ સામ સામે દક્ષિણી, ઉત્તરી વિભાગોના બને સૂર્ય મળીને પાર કરી પોતે અર્ધા ચક્કર પછી આગલા મંડલમાં પ્રવેશ કરી જાય છે. કયા દિવસે કયા મંડલનો કયો વિભાગ પાર કરે? – વર્ષના પહેલા દિવસે પશ્ચિમી(ઐરાવતીય) સૂર્ય બીજા મંડલનો ઉત્તર વિભાગ પાર કરે છે અને છઠ્ઠા મહિનાના અંતિમ ૧૮૩મે દિવસે ૧૮૪માં મંડલના અર્ધ ઉત્તરી વિભાગને પાર કરે છે. જ્યારે પૂર્વી(ભારતીય) સૂર્ય પહેલા દિવસે બીજા મંડલનો દક્ષિણી અધ વિભાગ પાર કરે છે અને અંતિમ ૧૮૩માં દિવસે ૧૮૪માં મંડલનો દક્ષિણી અર્ધા વિભાગ પાર કરે છે. અંદર પ્રવેશ કરતા બીજા છ મહિનાના પ્રથમ દિવસે તે પશ્ચિમી (ઐરાવતીય) સૂર્ય ૧૮૩માં મંડલના દક્ષિણ વિભાગને પાર કરે છે અને વર્ષનાં અંતિમ દિવસે પહેલા મંડલના દક્ષિણી વિભાગને પાર કરી પોતાના પશ્ચિમી સ્થાન પર પુનઃ પહોંચી જાય છે. આ જ પ્રકારે પૂર્વી(ભારતીય) સૂર્ય પણ બીજા છ મહીનાની શરૂઆતમાં ૧૮૩માં મંડલના ઉત્તર વિભાગને પાર કરે છે અને વર્ષના અંતિમ દિવસે પહેલા મંડલના ઉત્તર વિભાગને પાર કરી પોતાના સ્થાન પર પુનઃ પહોંચી જાય છે. આ પ્રકારે બન્ને સૂર્ય મળીને અર્ધા–અર્ધા મંડલ પાર કરી એક વર્ષમાં એક પ્રદક્ષિણા પૂર્ણ કરી પુનઃ પોતાના સ્થાને પહોંચી જાય છે. ત્રીજો પ્રતિ પ્રાભૃત બે સૂર્ય - જંબૂઢીપમાં બે સૂર્ય છે– (૧) ભારતીય સૂર્ય (૨) ઐરાવતીય સૂર્ય. જે વર્ષના શરૂઆતના દિવસે પશ્ચિમ કેન્દ્ર સ્થળથી રવાના થઈને ઉત્તરી ઐરાવત ક્ષેત્રની તરફ જાય છે તેને ઐરાવતીય સૂર્ય કહે છે અને જે સૂર્ય વર્ષની શરૂઆતના દિવસે પૂર્વીય કેન્દ્ર સ્થળથી રવાના થઈને દક્ષિણ ભરતક્ષેત્ર તરફ જાય છે તેને ભારતીય સૂર્ય કહે છે. ચલિત અચલિત માર્ગ :- અંદરથી બહાર જતા બન્ને સૂર્ય પોત પોતાના માર્ગથી અર્ધા અર્ધા મંડલ પાર કરે છે. કોઈ પણ ચલિત થી કરતા અર્થાત સ્વતંત્ર માર્ગથી તેઓ આગળને આગળ વધતા જાય છે. એ જ પ્રકારે બહારથી અંદર આવતા સમયે પણ સ્વતંત્ર માર્ગથી આગળના મંડલમાં પહોંચતા રહે છે. કોઈના પણ અંદર આવતા સમયે ચાલેલા માર્ગમાં નથી ચાલતા. પરંતુ અંદર આવતા સમયે પહેલાના બહાર જતા સમયે ચાલેલા માર્ગને પુનઃ કાપતા જતા એ માર્ગોમાં અવશ્ય ચાલે છે. એ અપેક્ષાથી એ બને સૂર્ય અંદર આવતા સમયે પહેલાના સ્વયંના ચાલેલા માર્ગોને અને અન્યના ચાલેલા માર્ગોને કાપતા જતા તેના પર થોડું ચાલે છે. એક જગ્યા જૂના માર્ગને કાપતા જતા એ સૂર્ય પોતાના મંડલના ૧૨૪માં ભાગમાંથી ૧૮ ભાગ જેટલા ચાલેલા ક્ષેત્ર પર ચાલે છે. પછી એને છોડીને અલગ(અંદરની બાજુમાં) સરકી જાય છે. ચોથો પ્રતિ પ્રાભૃત બંને સૂર્યનું અંતર – અંદરથી બહાર જતા અને બહારથી અંદર આવતા સમયે બંને સૂર્યનું પરસ્પરનું અંતર ક્રમશઃ ૫ યોજન વધે છે અને ઘટે છે. યથા અત૨. પહેલા મંડલમાં | બીજા મંડલમાં ત્રીજા મંડલમાં અંદરથી બહાર જતા સમયે | ૯૯૬૪) યો. | ૯૯૬૪૫ + (અધિક) | ૯૯૬૫૧ + (અધિક). બહારથી અંદર આવતા | ૧૦૦૬ ૬૦ યો. ૧૦૦૬૫૪ + (અધિક) ૧૮૦૬૪૮+ (અધિક) Page #269 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 268 સમયે અંતરની હાનિ વૃદ્ધિ – આ ચાર્ટમાં બન્ને સૂર્યોનું અંતર દર્શાવેલ છે. પ્રત્યેક મંડલમાં આપસમાં બે બે યોજન દૂર રહી બને સૂર્ય ગતિ કરે છે. બન્ને સૂર્ય સામ સામે પ્રતિપક્ષ દિશામાં સદા ચાલતા હોય છે. સૂર્ય વિમાન, ૪૮/૬૧ યોજનાના હોય છે. એટલું ક્ષેત્ર બે યોજનથી અધિક વ્યાપ્ત કરે છે. એટલે એક દિશામાં એક સૂર્ય ૨,૪૮,૬૧ યોજન પ્રતિ મંડલમાં આગળ વધે છે અને બીજો સૂર્ય પણ બીજી દિશામાં એટલો આગળ વધે છે. બન્ને સૂર્યોનું પરસ્પરનું અંતર પ્રતિ મંડલમાં ૨,૪૮/૬૧ ૪ ૨ ઊ ૫ ૩૫/૬૧ યોજન વધતું ઘટતું હોય છે. વૃદ્ધિનો હિસાબ - આ પ્રકારે (૧) પ્રત્યેક મંડલમાં પરસ્પરનું અંતર બે-બે યોજનાનું હોય છે. (૨) પ્રત્યેક મંડલમાં સૂર્ય ૨,૪૮/૧ યોજન આગળ વધે છે. (૩) પ્રત્યેક મંડલમાં બને સૂર્યોનું પરસ્પરનું અંતર ૫ ૩૫/૬૧ યોજન વધે છે. (૪) ૬ મહિનામાં એક સૂર્ય ૨,૪૮,૬૧ ૪૧૮૩ ઊ ૫૧૦ યોજના અંતર વધારે છે. બન્ને સૂર્યો મળીને ૫૫ ૮૧૮૩ ઊ ૧૦૨૦ યોજના અંતર વધારે છે. જેથી પહેલા મંડલમાં રહેલ ૯૯૬૪૦ યોજનનું પરસ્પરનું અંતર વધીને ૯૯૬૪૦+૧૦૨૦ઊ૧૦૦૬૬૦ યોજન થઈ જાય છે. તેથી બને સૂર્યોનું પરસ્પરનું અંતર સદા પરિવર્તિત થતું રહે છે. એક સરખુ અંતર સ્થિર રહેતું નથી. પાંચમો પ્રતિ પ્રાભૃત દ્વીપ સમુદ્રમાં સૂર્યનું ભ્રમણ ક્ષેત્ર – એક દિશામાં સૂર્ય કુલ ૫૧૦ યોજના ક્ષેત્રમાં અંદરથી બહાર અને બહારથી અંદર આવતા જતા મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ ૫૧૦ યોજનમાં ૧૮૦ યોજના ક્ષેત્ર જંબુદ્વીપનું છે અને ૩૩૦ યોજના ક્ષેત્ર લવણ સમુદ્રનું છે. અર્થાત્ બને સૂર્ય ૧૮૦ યોજન જંબુદ્વીપની અંદર હોય ત્યારે તે પ્રથમ મંડલમાં હોય છે અને જ્યારે ૩૩૦ યોજન લવણ સમુદ્રમાં હોય છે ત્યારે તે બાહ્ય મંડલમાં હોય છે. છઠ્ઠો પ્રતિ પ્રાભૃત પ્રતિ દિવસ વિકંપન - સૂર્ય એક દિવસમાં ૨,૪૮/૬૧ યોજના ક્ષેત્ર વિકંપન કરે છે અર્થાત્ આગળ સરકે છે, એ રીતે ૧૮૩ દિવસ(મહીના) માં ૫૧૦ યોજન આગળ સરકે છે. આનું વિશેષ સ્પષ્ટીકરણ ચોથા પ્રતિ પ્રાભૃતમાં થયેલ છે. સાતમો પ્રતિ પ્રાભૃત સૂર્ય ચંદ્ર વિમાન સંસ્થાન :- સૂર્ય ચંદ્રના વિમાન છત્રઆકારના છે. અર્ધ કોઠાના ફળના આકારવાળા અર્થાત્ નીચેથી સમતલ, ઉપરથી ગોળ અને ચોતરફથી ગોળાકાર હોય છે. સર્વજ્ઞોક્ત ઉક્ત છત્રાકાર સંસ્થાન માનવાવાળા પણ લોકો જગતમાં છે તે જિનમતથી સમ્મત છે, મિથ્યા નહિ. આઠમો પ્રતિ પ્રાભૃત મંડલોનો વિખંભ અને પરિધિ - સૂર્યના પ્રત્યેક મંડલ(માર્ચ)ની પહોળાઈ ૪૮૬૧ યોજનાની હોય છે. કારણ કે સૂર્ય વિમાનની લંબાઈ, પહોળાઈ એટલી જ છે. મંડલ-મંડલનું અંતર ર-૩ યોજનાં હોય છે. આખા મંડલનો વિદ્ધભ એક દિશામાં ર.ટાઇલ યોજન વધે છે. બંને દિશામાં મળીને ૫૫ યોજન કુલ વિખંભ પ્રતિમંડલમાં (એક મંડલથી બીજા મંડલનું) વધે છે. તે વિખંભથી ત્રણ ગણી સાધિક પરિધિ રહ્યા કરે છે. ૫૫ x ૩ સાધિક(૩.૧ સાધિક) ઊ ૧૭ “ યોજન પ્રતિ મંડલમાં પરિધિ વધે છે. તેને જ સ્થૂલ દષ્ટિથી ૧૮ યોજન પરિધિ વધવી કહેવાય છે. વાસ્તવમાં દેશોન ૧૮ યોજન પરિધિ વધે છે. સર્વ આત્યંતર મંડલ જંબુદ્વીપના એક કિનારાથી ૧૮૦ યોજન અંદર છે. બીજા કિનારાથી પણ ૧૮૦ યોજન અંદર છે. એમ કુલ એક લાખ યોજનના આયામ વિખંભ(વ્યાસ)માંથી ૩૬૦ યોજના ઓછા થાય છે. આને સાધિક ત્રણ ગણા કરવાથી ૧૧૩૮ યોજન થાય છે. જંબુદ્વીપની પરિધિમાંથી આટલા યોજન ઓછા કરવાથી અર્થાત્ ૩૧ ૨૨૭–૧૧૩૮ઊ ૩૧૫૦૮૯ યોજન થાય છે. આ પહેલા મંડલની પરિધિ છે. આ પરિધિમાં પ્રતિ મંડલમાં દેશોન ૧૮ યોજન ઉમેરવાથી આગલા મંડલની પરિધિ નીકળી જાય છે. સૂર્યનું વિમાન જ્યારે છેલ્લા મંડલમાં ચાલે છે ત્યારે તે ૫૧૦ યોજનના મંડલક્ષેત્રથી બહાર સ્થિત થાય છે. અતઃ આ અપેક્ષા આત્યંતર કિનારાથી બાહ્ય અવગાહિત કિનારો ૫૧૦,“ યોજના અંતરવાળો કહેવાય છે. આત્યંતર અને બાહ્ય બંને તરફ સૂર્ય વિમાનના અવગાહનને ન ગણીને ફક્ત મંડલ ક્ષેત્રને ગણીએ તો “ ૪૨ ઊ ૧૫ ઓછા કરવાથી ૫૧૦ “ – ૧ ઊ ૫૦૯ યોજન થાય છે. બીજો પ્રાભૃત: પહેલો પ્રતિ પ્રાભૂત બંને સૂર્યોનું ભ્રમણ સ્વરૂપ અને સૂર્યોદય:- બંને સૂર્ય સમભૂમિથી ૮00 યોજન ઊંચાઈ પર પરિભ્રમણ કરે છે. ભારતીય સૂર્ય પૂર્વ દિશા પાર કરી જ્યારે પૂર્વ દક્ષિણમાં પહોંચે છે ત્યારે તે દક્ષિણક્ષેત્રમાં સૂર્યોદય કરે છે. તે સમયે ઐરાવતીય સૂર્ય પશ્ચિમ દિશા પાર કરી પશ્ચિમ ઉત્તરદિશામાં પહોંચે છે અને ઉત્તર ક્ષેત્રમાં સૂર્યોદય કરે છે. પછી આ બને સૂર્ય સંપૂર્ણ દક્ષિણ દિશા અને સંપૂર્ણ ઉત્તર દિશાને સાથે પાર કરતા બન્ને ક્ષેત્રમાં દિવસ કરે છે. આ પ્રકારે ગતિ કરતા ઉત્તર દિશાને પાર કરનાર ઐરાવતીય સર્ય ઉત્તર પર્વમાં આવે છે અને દક્ષિણ દિશાને પાર કરનાર ભારતીય સૂર્યદક્ષિણ પશ્ચિમ દિશામાં આવે છે. આ સમયે આ બન્ને સૂર્ય પૂર્વ પશ્ચિમ ક્ષેત્ર(મહાવિદેહક્ષેત્ર) ને પ્રકાશિત કરે છે. જ્યારે આ સૂર્ય ઉત્તર દક્ષિણને પ્રકાશિત કરે છે ત્યારે પૂર્વ પશ્ચિમમાં રાત્રિ કરે છે અને જ્યારે પૂર્વ પશ્ચિમને પ્રકાશિત કરે છે, ત્યારે ઉત્તર દક્ષિણમાં રાત્રિ કરે છે. બીજો પ્રતિ પ્રાકૃત Page #270 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 269 સંક્રમણ ગતિ નિર્ણય – એક મંડલથી બીજા મંડલનું અંતર બે યોજનાનું છે અને તે બે પ્રકારે પાર કરી શકાય છે. (૧) આખું મંડલ ચાલીને એક નિશ્ચિત સ્થાન પર આવીને બે યોજન સીધા ચાલે અને પછી બીજા મંડલનું ભ્રમણ શરૂ કરે. ભ્રમણ કરીને ફરીથી નિશ્ચિત સ્થાનની સીધમાં આવીને આગલા મંડલમાં સંક્રમણ કરે. આ “ભેદ ઘાત-સંક્રમણ” ગતિ છે. (૨) કર્ણ કલા ગતિનો અર્થ છે જલેબીની જેમ. મંડલ પાર કરવાની સાથે જ એ બે યોજના અંતરને સમાવિષ્ટ કરતાં કરતાં એક નિશ્ચિત સ્થાનની જગ્યાએ સ્વતઃ આગલા મંડલને પ્રાપ્ત થઈ જાય; આ ગતિને કર્ણકલા ગતિ કહે છે. કર્ણકલા ગતિ નિર્દોષ - આ બન્ને ગતિઓમાં બીજી કર્ણકલા ગતિ સૂર્યના મંડલ ભ્રમણની ઉચિતગતિ છે. અર્થાત્ કર્ણકલા ગતિથી સૂર્યનું ભ્રમણ થાય, તે સાચી માન્યતા છે. ત્રીજો પ્રતિ પ્રાભૃત સૂર્યની મુહૂર્ત ગતિ - ૧૮૪ મંડલોમાંથી સૌથી પ્રથમ મંડલની ગતિ સહુથી ઓછી હોય છે અને છેલ્લા મંડલમાં સૌથી વધારે ગતિ હોય છે. આ પ્રકારે સૂર્યની ગતિ એક નથી. ૧૮૪ પ્રકારની ગતિ હોય છે. કેમ કે પ્રત્યેક અર્ધ મંડલને ૩૦ મુહૂર્તમાં જ પાર કરવાનું હોય છે અને મંડલોની પરિધિ આગળથી આગળ વધારે હોય છે. એટલે પ્રત્યેક મંડલની મુહૂર્તગતી અલગ હોય છે તે આ પ્રકારે છે. મુહૂર્ત ગતિ એવં ચક્ષુસ્પર્શ – + સાધિક મંડલ મહુર્ત ગતિ યો. દષ્ટિ ક્ષેત્ર(યો.) . પ્રથમ મંડલ પ૨૫૧ + ૪૭૨૬૩+ બીજ મંડલ પ૨૫૧ + | ૪૭૧૭૯ + ત્રીજ મંડલ પ૨પર + | ૪૭૦૯૬ + છેલ્લું મંડલ ૫૩૦૫ + | | ૩૧૮૩૧ + | છેલ્લેથી બીજ મંડલ ૫૩૦૪ + | ૩૧૯૧૬ + | છેલ્લેથી ત્રીજ મંડલ પ૩૦૪ + | ૩૨૦૦૧ + મુહૂર્ત ગતિને ૩૦ મુહૂર્તથી ગુણાકાર કરવાથી અર્ધ મંડલની પરિધિ મળી જાય છે. અર્ધ મંડલ એક સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. અર્ધ મંડલ બીજો સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. દષ્ટિક્ષેત્ર – ચક્ષસ્પર્શ – આટલે દૂરથી મનુષ્યને સૂર્ય સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે દેખાય છે. " પ્રત્યેક મંડલમાં “ યોજન મુહૂર્ત ગતિ વધે છે. પ્રતિ મંડલમાં દષ્ટિક્ષેત્ર ૮૪ યોજનની આસપાસ ઘટે છે. આ સ્કૂલ દષ્ટિથી સમજવું. સૂક્ષ્મ દૃષ્ટિથી 10 યોજનમાં પણ થોડું ઓછું હોય છે અને દષ્ટિક્ષેત્ર પહેલાથી બીજા મંડલમાં ૮૩ ૨ યોજન ઘટે છે અને અંતિમ મંડલથી બીજા મંડલમાં ૮૫°0 યોજન વધે છે. આને જ મૂળ પાઠમાં ૮૪ યોજનથી ઓછી અને ૮૫ યોજનથી વધારે આ પ્રકારે પુરુષ છાયાની હાનિ વૃદ્ધિ કહેલ છે. ત્રીજો પ્રાભૃત પ્રકાશિત ક્ષેત્ર :- બને સૂર્ય મળીને પહેલા મંડલમાં રહીને જંબુદ્વીપના ૩/પ ત્રણ પંચમાંશ ભાગને પ્રકાશિત કરે છે અને છેલ્લા મંડલમાં ૨/૫ બે પંચમાંશ ભાગને પ્રકાશિત કરે છે. જો દશાંશમાં કહીએ તો પ્રથમ મંડલમાં ૬ દશાંશ અને છેલ્લા મંડલમાં ૪ દશાંશ જંબુદ્વીપના ક્ષેત્રને બને સૂર્ય પ્રકાશિત કરે છે. એટલે એક સૂર્ય પહેલા મંડલમાં ૩/૧૦ ત્રણ દશાંશ ભાગ ઉત્તર જંબુદ્વીપક્ષેત્રનો પ્રકાશિત કરે છે. જ્યારે બીજો સૂર્ય ૩/૧૦ ત્રણ દશાંશ ભાગ દક્ષિણ જંબુદ્વીપક્ષેત્રમાં પ્રકાશિત કરે છે. આ સમયે પૂર્વમાં ૨/૧૦ બે દશાંશ ભાગ અને પશ્ચિમમાં ૨/૧૦ બે દશાંશ ભાગ અપ્રકાશિત રહે છે. આ રીતે પ્રથમ મંડલમાં ૬૦ મુહૂર્તના ર/૧૦ ઊ ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે અને ૬૦ મુહૂર્તના ૩/૧૦ ઊ ૧૮ મુહૂર્ત નો દિવસ હોય છે. અંતિમ મંડલમાં પ્રત્યેક સૂર્ય ર/૧૦ ભાગને પ્રકાશિત કરે છે તેથી ૧૨ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત હોય છે. ચોથો પ્રાભૃત મંડલ સંસ્થાન - બે સૂર્યને બે ચંદ્રની સમચોરસ સંસ્થિતિ છે. એટલે કે યુગના પ્રારંભમાં એક સૂર્ય દક્ષિણ પૂર્વમાં હોય છે. જ્યારે બીજો પશ્ચિમ ઉત્તરમાં હોય છે. આ સમયે એક ચંદ્ર “દક્ષિણ પશ્ચિમમાં હોય છે. જ્યારે બીજો “ઉત્તર પૂર્વમાં હોય છે. આ રીતે ચારે વિદિશાઓમાં સમકોણ થાય છે. તેથી આ સંસ્થિતિ સમચોરસ કહેલ છે. અથવા સૂર્ય ચંદ્રના વિમાન પણ લંબાઈ, પહોળાઈમાં સમાન છે. આ કારણે વિમાનની અપેક્ષાએ પણ સમચોરસ સંસ્થાન સૂર્ય અને ચંદ્ર મંડલના કહેવાય છે. તાપક્ષેત્ર સંસ્થાન:- કદમ્બ વૃક્ષના ફૂલ જેવો અથવા ગાડાની ધૂંસરી જેવો (સગડુદ્ધિ સંસ્થાન)સૂર્યના તાપક્ષેત્રનો આકાર હોય છે. આ તાપક્ષેત્ર મેરુની પાસે સંકુચિત પુષ્પ, મૂલ ભાગના સમાન હોય છે અને લવણ સમુદ્રની તરફ વિસ્તૃત પુષ્પમુખના ભાગ સમાન હોય છે. પ્રથમ મંડલમાં સૂર્યનો પ્રકાશ મેરુની પાસે મેરુની પરિધિના ૩/૧૦ ભાગમાં હોય છે અને લવણ સમુદ્રની તરફ અંતિમ પ્રકાશિત થવાવાળા ક્ષેત્રની પરિધિનો પણ ૩/૧૦ ભાગ પ્રકાશક્ષેત્ર હોય છે. આ સંપૂર્ણ પ્રકાશ ક્ષેત્ર કદમ્બ વૃક્ષના પુષ્પના આકારનું હોય છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 270 આ સંસ્થાનમાં ચાર બાહાઓ હોય છે, બે લાંબી અને બે ગોળાઈવાળી. તાપ ક્ષેત્રની પહોળાઈની બંને બાજુ લાંબી બાહા હોય છે અને તાપક્ષેત્રના મૂળ અને મુખ વિભાગની તરફ અર્થાતુ મેરુ અને સમુદ્રની તરફની બાહા ગોળાઈ– વાળી હોય છે. જંબૂદ્વીપની અંદર આ બન્ને લાંબી બાહા પરસ્પર સમાન ૪૫-૪૫ હજાર યોજનની અવસ્થિત હોય છે અને બને ગોળ બાહાઓનું માપ પરસ્પર અસમાન હોય છે અને પ્રતિ મંડલમાં પરિવર્તિત થયા કરે છે. તે પ્રથમ મંડલમાં મેરુની પાસે ૯૪૮૬ ૯/૧૦ યોજન હોય છે અને સમુદ્રની તરફ ૯૪૮૬૮ ૦૪/૧૦ યોજન હોય છે. આ મેરુની પરિધિ એવં જંબૂદ્વીપની પરિધિનો ૩/૧૦ ત્રણ દશાંશ ભાગ છે. આ જંબુદ્વીપની અંદરના ક્ષેત્રની અપેક્ષાએ પહેલા મંડલનું માપ કહેવાય છે. સૂર્યનું તાપ ક્ષેત્ર લવણ સમુદ્રમાં પણ જાય છે. તેથી તાપ ક્ષેત્રની કુલ લંબાઈ ૪૫૦૦૦ + ૩૩૩૩૩.૩૩ ઊ ૭૮૩૩૩.૩૩ યોજન થાય છે. આ લંબાઈ પહેલા અને છેલ્લા આદિ બધા મંડલોમાં સમાન હોય છે. અંધકાર સંસ્થાન :- તાપક્ષેત્રના જેવો જ અંધકારનો આકાર હોય છે. જંબૂદીપની અંદરની બને બાહા તાપક્ષેત્રની સમાન ૪૫-૪૫ હજાર યોજનાની હોય છે. અંધકારની સંપૂર્ણ લંબાઈ પણ તાપ ક્ષેત્રની જેમ જ ૭૮૩૩૩.૩૩ યોજન હોય છે. ગોળ આવ્યંતર બાહા પહેલા મંડલમાં મેરુની પાસે મેરુની પરિધિથી ૨/૧૦ બે દશાંશ હોય છે. અર્થાત્ ૬૩૨૪ ૬/૧૦ યોજન હોય છે. બાહ્ય ગોળ બાહા જંબુદ્વીપની પરિધિનો ર/૧૦ બે દશાંશ ઊ ૬૩૨૪૫ ૬/૧૦ યોજન થાય છે. આત્યંતર મંડલમાં જે માપ કહેવામાં આવેલ છે તે બાહ્ય મંડલમાં પણ એ જ પ્રકારે કહેવું પરંતુ આત્યંતર અને બાહ્ય ગોળાઈ વાળી બાહામાં ફરક છે. તે આ પ્રમાણે છે કે આત્યંતર મંડલમાં તાપ ક્ષેત્રનું જે માપ છે તે બાહ્ય મંડલમાં અંધકારનું માપ સમજવું અને જે આત્યંતર મંડલમાં અંધકારનું માપ કહ્યું છે તે બાહ્ય મંડલમાં પ્રકાશનું માપ સમજવું. સૂર્ય ઉક્ત તાપ સંસ્થાન માપમાં ૧૦૦ ચો. ઉપર પ્રકાશ કરે છે. ૧૮૦૦ યોજન નીચે પ્રકાશ કરે છે. અને તિરછા ૪૦૨૬૩ ૨૧/૬૦ યોજન આગળ અને એટલા જ યોજન પાછળ બને બાજુમાં પ્રકાશ કરે છે મંડલ | તાપક્ષેત્ર સ્થિરબાહા આત્યંતર | બાહ્ય પ્રકાશ | ભાગ લંબાઈ જંબુદ્વીપમાં પ્રકાશ બાહા | બાહા આવ્યંતર | ૭૮૩૩૩.૩૩] ૪૫000 | ૯૪૮૬.૯0 | ૯૪૮૬૮.૪૦ | 0.૩૦ બાહ્ય | ૭૮૩૩૩.૩૩ ૪૫000 | ૬૩૨૪.૬૦ ૬૩૨૪૫.૬૦ ૦.૨૦ નોંધ :- પ્રકાશક્ષેત્રનું જે માપ આત્યંતર મંડલમાં છે તે જ અંધકારના બાહ્ય મંડલમાં છે અને જે માપ પ્રકાશક્ષેત્રનું બાહ્ય મંડલમાં છે. તે જ અંધકારના આત્યંતર મંડલમાં છે. ચાર્ટગત સંખ્યાઓ યોજનની છે. આત્યંતર પ્રકાશ બાહા મેરુ પાસે છે. બાહા પ્રકાશ બાહા જંબૂઢીપની જગતીની છે. પાંચમો પ્રાભૃત તાપ ક્ષેત્રમાં રુકાવટ(લેશ્યા પ્રતિઘાત) - સૂર્યની વેશ્યા અર્થાત્ સૂર્યનો પ્રકાશ–તાપ અંદર મેરુ પર્વત સુધી જાય છે. પછી તેની દિવાલના સૂક્ષ્મ બાદર પુદ્ગલોથી રોકાઈ જાય છે. બહાર લવણ સમુદ્રમાં તથા બન્ને બાજુ પ્રકાશ સીમાના કિનારા પર, એમ આ ત્રણે તરફ ચરમ સ્પર્શિત પુદ્ગલોથી સૂર્યનો પ્રકાશ રોકાઈ જાય. મતલબ એ કે ત્યાં સુધી જ જાય. આગળ સીમા સ્વભાવથી ન જાય. ત્રણે બાજુની સીમાનું માપ ચોથા પાહુડમાં છે. એના સિવાય તાપક્ષેત્રની સીમામાં પણ જે પદાર્થોથી પ્રકાશ રોકાઈને છાયા થાય ત્યાં પણ તે પદાર્થો વડે સૂર્યની વેશ્યા-પ્રકાશ રોકાઈ જાય છે, પ્રતિહત થાય છે. છઠ્ઠો પ્રાભૃત પ્રકાશ સંસ્થિતિમાં ઘટ વધ:- આત્યંતર મંડલથી બાહ્ય મંડલમાં જતા સમયે સૂર્યના પ્રકાશની સંસ્થિતિ એટલે પ્રકાશનું સંસ્થાન અર્થાત્ પ્રકાશ ક્ષેત્ર પ્રતિ મંડલમાં ઘટે છે અને બાહ્ય મંડલથી આત્યંતર મંડલમાં આવતા સમયે પ્રતિ મંડલમાં પ્રકાશ ક્ષેત્ર વધે છે. પ્રત્યેક મંડલને સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. અતઃ દર ત્રીસ મુહૂર્તે સૂર્યનું પ્રકાશક્ષેત્ર એટલે પ્રકાશ સંસ્થિતિ ઘટે વધે છે. આ સ્કૂલ દષ્ટિની અપેક્ષાએ છે. સૂક્ષ્મ દૃષ્ટિથી સૂર્ય પ્રતિક્ષણ આગલા મંડલની તરફ કર્ણ ગતિથી વધે છે. એક મંડલથી બીજા મંડલ પહોંચવા સુધી ક્રમશઃ ગતિ વધારતા બે યોજનક્ષેત્ર વધારે છે અને એટલી ગતિ પણ વધારે છે, જેથી તાપક્ષેત્રમાં થોડી વધ-ઘટ થતી રહે. માટે સૂક્ષ્મ દષ્ટિથી ઘડીયાલની અંદર રહેલા કલાક અને તારીખના કાંટા કે તેના અક્ષરોની સમાન પ્રતિપલ તાપક્ષેત્ર એટલે પ્રકાશ સંસ્થિતિ ઘટતી વધતી હોય છે. આ પ્રકારે સ્કૂલ દષ્ટિથી એક દિવસના ૩૦ મુહૂર્ત સૂર્ય પ્રકાશ સંસ્થિતિ અવસ્થિત રહે છે અને પછી ઘટે અથવા વધે છે. જે છ મહિના બહાર આવવા સુધી ઘટે છે અને પછી છ મહીના અંદર આવતાં વધે છે. પ્રતિદિવસ મુહૂર્તનો ૨/૬૧ ભાગ ઘટે–વધે છે. છ મહિનામાં કુલ ૬ મુહૂર્ત દિવસ ઘટે, વધે છે. મંડલની અપેક્ષાએ ૨/૧૮૩૦ ભાગ તાપ ક્ષેત્ર ઘટે–વધે છે. સાતમો પ્રાભૃત Page #272 -------------------------------------------------------------------------- ________________ jain 271 કથાસાર લેશ્યા વરણ:- સૂર્યના પ્રકાશને સ્પર્શ કરવાવાળા બધા પુદ્ગલ તેની વેશ્યાનું વરણ(ગ્રહણ) કરે છે. આથી જોઈ શકાતા અને ન જોઈ શકાતા, સૂક્ષ્મ કે બાદર, જે કોઈપણ પુદ્ગલ સૂર્યની પ્રકાશ સીમામાં આવે તે સૂર્ય વેશ્યાને વરણ કરનારા ગણાય, ગ્રહણ કરી પ્રકાશિત થનારા ગણાય. આઠમો પ્રાભૃત સૂર્ય ઉત્તર પૂર્વમાં ઉદય થઈને દક્ષિણ પૂર્વમાં આવે છે. દક્ષિણ પૂર્વમાં ઉદય થઈને દક્ષિણ પશ્ચિમમાં આવે છે. આમ જ ક્રમવાર આગળ વધતા ઉદય થાય છે. જ્યારે જંબૂદ્વીપમાં મેથી દક્ષિણ વિભાગમાં સૂર્ય ઉદય થાય છે ત્યારે ઉત્તરી વિભાગમાં પણ ઉદય થાય છે તે પૂર્વે પશ્ચિમી ભાગમાં અસ્ત થાય છે. જ્યારે દક્ષિણ ભાગમાં ૧૮ મુહૂર્તથી લઈને ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તર ભાગમાં પણ એટલા જ મુહૂર્તનો દિવસ હોય છે. પૂર્વે પશ્ચિમી બન્ને વિભાગમાં એજ સમયે સાથે-સાથે રાત હોય છે. તે પણ બન્નેમાં ૧૨ મુહૂર્તથી લઈને ૧૮ મુહૂર્ત સુધી સરખી હોય છે. જ્યારે દક્ષિણમાં વર્ષનો, ઋતુનો પહેલો સમયાદિ હોય છે ત્યારે ઉત્તરમાં પણ વર્ષ, ઋતુ આદિનો પ્રથમ સમય આદિ હોય છે. પરંતુ પૂર્વ પશ્ચિમ વિભાગમાં તેના પછીના સમયે(દિવસે) વર્ષ, ઋતુ આદિનો પ્રથમ સમય હોય છે. અહીં જંબૂદ્વીપના ચાર સરખા વિભાગની કલ્પના કરી છે અને એમના પ્રારંભિક પ્રદેશોમાં જ્યારે સૂર્યોદય થાય છે અથવા વર્ષનો પ્રથમ સમય હોય છે ત્યારે આખા એ વિભાગમાં પ્રથમ સમય અપેક્ષિત કરીને કહેવાયો છે. એટલા માટે ઉત્તર દક્ષિણ વિભાગના વર્ષ આદિ પ્રારંભના અનંતર સમય (દિવસોમાં જ પૂર્વ પશ્ચિમ વિભાગમાં વર્ષ આ અહીંયા કોઈ આ ચાર વિભાગોને ભરત, ઐરાવત, મહાવિદેહમાં આગ્રહિત કરે તો (ઉક્ત) આ વિષયની સાચી સમજ આવશે નહીં અને સંદેહશીલ માનસ બની જશે. એટલામાટે જંબૂદ્વીપના બરાબર ચાર વિભાગની કલ્પના કરીને એક–એક વિભાગને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વિભાગ માનીને આ(ઉક્ત) વિષય સમજવો જોઈએ. આ પ્રકારે જ લવણ સમુદ્રમાં, ધાતકી ખંડમાં, કાલોદધિ સમુદ્રમાં, અર્ધ પુષ્કરદ્વીપમાં સૂર્યની ઉદય સંસ્થિતિ અને વર્ષાઋતુનો પ્રથમ સમય આદિ સમજી લેવા. સર્વત્ર એ ક્ષેત્રના સમાન ચાર વિભાગ કલ્પિત કરવા અને એમાંથી પ્રત્યેક વિભાગમાં ઉક્ત જંબૂદ્વીપના વિભાગોની સમાન જ સૂર્યોદયની ઉદય સંસ્થિતિ અને વર્ષ આદિની શરૂઆત સમજી લેવી. નવમો પ્રાભૃત તાપ લેશ્યા – સૂર્યમાંથી જે તાપ વેશ્યા નીકળે છે તે સ્પર્શમાં આવનાર યુગલને આતાપિત કરે છે તથા આ તાપ વેશ્યાના સ્પર્શમાં ન આવનારા પુદ્ગલને પણ આતાપિત કરે છે. તે આ વેશ્યાઓમાંથી જે છિન લેશ્યાઓ નીકળે છે, તેનાથી આતાપિત થાય છે. તાત્પર્ય એ છે કે સૂર્યના કિરણો જે વસ્તુ પર પડે છે તે ગરમ થાય છે. પરંતુ જ્યાં તડકો નથી પહોંચતો તે પુદ્ગલ, ભૂમિ વગેરે પણ ગરમ થતાં દેખાય છે. એમને સીધા કિરણોથી તાપ નહીં મળતાં, તાપ કિરણોમાંથી જે અંતર કિરણો નીકળે છે એનાથી તાપ મળે છે અર્થાત છાયાવાળા ક્ષેત્રને પણ સૂર્યના કિરણો કંઈક પ્રકાશિત અને આતાપિત કરે છે. છાયા પ્રમાણ – પોરસી છાયાનો મતલબ એ છે કે જે ચીજ જેટલી છે તેની એટલી જ છાયા હોય તે(એક) પોરસી(અર્થાત્ પુરુષની પુરુષ પ્રમાણ) છાયા હોય છે. આ છાયાનું માપ યુગના આદિ સમય અર્થાત્ શ્રાવણ વદ એકમની અપેક્ષાએ અહીં કહેવાયું છે તે આ પ્રકારે છેછાયાનું માપ દિવસનો સમય ૧ અપાઈ પોરસી(અડધી) છાયા ત્રીજો ભાગ દિવસ- મુહૂર્ત વીતવા પર. ૨ પોરસી(પુરુષ પ્રમાણ) છાયા ચોથો ભાગ દિવસ –૪.૫ મુહૂર્ત વીતવા પર થાય છે. એટલો જ દિવસ શેષ રહેવા પર પોરસી છાયા હોય છે. ૩ દોઢ પોરસી(દોઢગણી) છાયા પાંચમો ભાગ દિવસ- ૩ મુહૂર્ત ૩૦ મિનટ વીતવા પર ૪ બે પોરસી છાયા(બે ગણી) છઠ્ઠો ભાગ દિવસ – ૩ મુહૂર્ત વીતવા પર ૫ અઢી પોરસી છાયા(અઢી ગણી) સાતમો ભાગ દિવસ – ૨ મુહૂર્ત ૨૭ મિનિટ વીતવા પર. ૬ ૫૮.૫ પોરસી(૫૮.૫ ગણી) ૧૯૦૦મો ભાગ- ૨૭.૨૫ સેંકડ દિવસ વીતવા પર. ૭ ઓગણસાઠ પોરસી(પ૯ ગણી) ૨૨000 મો ભાગ- ૨.૩૩ સેંકડ દિવસ વીતવા પર. ૮ સાધિક ઓગણસાઈઠ પોરસી સૂર્યોદય અને સૂર્યાસ્તનો પ્રારંભિક પ્રથમ સમય થાય છે. અર્થાત્ દિવસનો કોઈ પણ ભાગ વ્યતીત નથી થતો. છાયાનો આકાર:- લાંબી, ચોરસ, ગોળ,અનુકૂલ, પ્રતિકૂલ વગેરે છાયાના પચ્ચીસ પ્રકાર કહેવાયા છે. અર્થાત્ વસ્તુઓનો પોતાનો આકાર, પ્રકાશમાન વસ્તુની સંસ્થિતિ અને અંતર આદિના કારણે છાયા અનેક પ્રકારની હોય છે. પચ્ચીસ પ્રકારમાંથી ગોળ છાયાના પુનઃ અર્ધગોળ, પા ગોળ, સઘન ગોળ, વગેરે આઠ પ્રકાર છે. દસમો પ્રાભૃત: પહેલો પ્રતિ પ્રાભૃત નક્ષત્ર નામ ક્રમ:- (૧) અભિજિત (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) શતભિષક (૫) પૂર્વ ભાદ્રપદ (૬) ઉત્તર ભાદ્રપદ (૭) રેવતી (૮) અશ્વિની (૯) ભરણી (૧૦) કૃતિકા ૧૧) રોહિણી (૧૨) મૃગશીર્ષ (૧૩) આર્કા (૧૪) પુનર્વસુ (૧૫) પુષ્ય (૧૬) અશ્લેષા Page #273 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 272 (૧૭) મઘા (૧૮) પૂર્વા ફાલ્ગની (૧૯) ઉત્તરા ફાલ્ગની (૨૦) હસ્ત (૨૧) ચિત્રા (૨૨) સ્વાતિ (૨૩) વિશાખા (૨૪) અનુરાધા | (૨૫) જ્યેષ્ઠા (૨૬) મૂલ (૨૭) પૂર્વાષાઢા (૨૮) ઉત્તરાષાઢા. અભિજિત નક્ષત્રથી જ ઉત્સર્પિણીકાળનો પ્રારંભ થવો જંબૂઢીપ પ્રજ્ઞપ્તિમાં બતાવેલ છે. બીજો પ્રતિ પ્રાભૃત નક્ષત્રોનો ચંદ્ર સંયોગ – એના ચાર પ્રકાર છે. (૧) ૯ ૨૭૬૭ મુહૂર્ત– અભિજિત. (૨) ૧૫ મુહૂર્ત- (૧) શતભિષક (ર) ભરણી (૩) આર્કા (૪) અશ્લેષા (૫) સ્વાતિ (s) જયેષ્ઠા (૩) ૩૦ મુહૂર્ત- (૧) શ્રવણ (૨) ધનિષ્ઠા (૩) પૂર્વ ભાદ્રપદ (૪) રેવતી (૫) અશ્વિની (૬) કૃતિકા (૭) મૃગશીર્ષ (૮) પુષ્ય (૯) મઘા (૧૦) પૂર્વા ફાલ્ગની (૧૧) હસ્ત (૧૨) ચિત્રા (૧૩) અનુરાધા (૧૪) મૂલ (૧૫) પૂર્વાષાઢા. (૪) ૪૫ મુહૂર્ત- (૧) ઉત્તરભાદ્રપદ (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) ઉત્તરા ફાલ્યુની (૫) વિશાખા (૬) ઉત્તરાષાઢા નક્ષત્રોનો સૂર્ય સંયોગ – તેના ચાર પ્રકાર છે. (૧) ૪ દિવસ મુહૂર્ત—અભિજિત. (૨) ૬ દિવસ ૨૧ મુહૂર્ત-શતભિષક આદિ ૬ ઉપર પ્રમાણે (૩) ૧૩ દિવસ ૧૨ મુહૂર્ત-શ્રવણ આદિ ૧૫ ઉપર પ્રમાણે (૪) ૨૦ દિવસ ૩ મુહૂર્ત–ઉત્તરભાદ્રપદ આદિ ૬ ઉપરવતુ. ત્રીજો પ્રતિ પ્રાભૃત નક્ષત્રોનો ચંદ્ર સંયોગ ક્યારે? – એના ચાર પ્રકાર છે. ૧ દિવસના પ્રથમ ભાગમાં શરૂઆત થાય અને ત્રીસ મહર્ત રહે. પૂર્વ ભાગ સમક્ષેત્ર ૨ દિવસના પશ્ચિમ ભાગમાં શરૂઆત થાય અને ત્રીસ મુહૂર્ત રહે. પશ્ચાત્ ભાગ સમક્ષેત્ર ૩ રાત્રિમાં શરૂઆત થાય અને ૧૫ મુહૂર્ત રહે. નક્ત ભાગ–અદ્ધક્ષેત્ર ૪ રાત્રિ દિવસ બન્નેમાં શરૂઆત થાય અને ૪પ મુહૂર્ત રહે. ઉભય ભાગ-દોઢ ક્ષેત્ર (૧) પૂર્વ ભાગમાં – (૧) પૂર્વા ભાદ્રપદ (૨) કૃતિકા (૩) મઘા (૪) પૂર્વાફાલ્ગની (૫) મૂલ (૬) પૂર્વાષાઢા. (૨) પશ્ચિમ ભાગમાં – (૧) અભિજિત (શ્રવણ નક્ષત્રના સંયોગથી ઉપચારથી માનવામાં આવ્યું છે.) (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) રેવતી (૫) અશ્વિની (૬) મૃગશીર્ષ (૭) પુષ્ય (૮) હસ્ત (૯) ચિત્રા (૧૦) અનુરાધા. (૩) નક્ત ભાગમાં – (૧) શતભિષક (૨) ભરણી (૩) આદ્ર (૪) અશ્લેષા (૫) સ્વાતિ (૬) જ્યેષ્ઠા. (૪) ઉભય ભાગમાં – (૧) ઉત્તરભાદ્રપદ (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) ઉત્તરાફાલ્ગની (૫) વિશાખા (૬) ઉત્તરાષાઢા. ચોથો પ્રતિ પ્રાભૃત નક્ષત્ર ચંદ્ર સંયોગ અને સમર્પણ – આ પૂર્વેના પ્રતિ પ્રાભૃતમાં સમુચ્ચયથી કહેલ વિષયને અહીં એક–એક નક્ષત્રના ક્રમથી સ્પષ્ટ કર્યો છે. સાથે જ અભિજિત શ્રવણ બને નક્ષત્રોની એક સાથે સંમિલિત વિવક્ષા કરવામાં આવી છે. (૧-૨)અભિજિત શ્રવણ બને નક્ષત્ર મળીને પશ્ચિમ દિવસમાં યોગ પ્રારંભ કરી ૩૯ મુહૂર્ત સાધિક રહી બીજા દિવસે પશ્ચાત્ ભાગમાં ધનિષ્ઠાને સંયોગ સમર્પણ કરે છે. (૩) ધનિષ્ઠા નક્ષત્ર પણ ત્રીસ મુહૂર્ત રહીને બીજા દિવસે પશ્ચાત્ ભાગમાં શતભિષકને સંયોગ સમર્પિત કરી દે છે. અર્થાત્ પહેલા નક્ષત્રનો યોગ સમાપ્ત થતા આગલા નક્ષત્રનો સંયોગ પ્રારંભ થાય છે. આ પ્રકારે પ્રથમ પ્રતિ પ્રાભૃતમાં કહેલ ક્રમમાં બધા નક્ષત્રોનો સંયોગ જાણવો કારણ કે એ જ ક્રમથી સંયોગ ચાલે છે. સંયોગના મુહૂર્તની સંખ્યા બીજા ત્રીજા પ્રતિ પાહુડમાં બતાવવામાં આવી છે. એટલા સમય સુધી ચંદ્રની સાથે નક્ષત્ર સંયોગ કરે છે. પછી બીજા નક્ષત્રનો સંયોગ કહેવાય છે. આ પ્રકારે યાવત્ પૂર્વાષાઢા નક્ષત્ર દિવસના પૂર્વ ભાગમાં સંયોગ કરીને ૩૦ મુહૂર્ત રહી બીજા દિવસે પૂર્વ ભાગમાં ઉત્તરાષાઢાને સંયોગ સમર્પિત કરે છે. પછી ઉત્તરાષાઢા પૂર્વ દિવસ ભાગમાં સંયોગ શરૂઆત કરીને ૪૫ મુહૂર્ત રહીને બીજા દિવસે સાંજના અભિજિત શ્રવણ નક્ષત્રને યોગ સમર્પિત કરે છે. આ પ્રકારે આ આખું ચક્ર યથા સમય શરૂ થઈને યથા સમય સમાપ્ત થાય છે અને પુનઃ યથા સમય શરૂ થઈ જાય છે. પાંચમો પ્રતિ પ્રાભૃત નક્ષત્રોના કુલ ઉપકુલ વિભાગ:- જે નક્ષત્રમાં માસની સમાપ્તિ થાય, જે માસના નામવાળા નક્ષત્ર હોય એ કુલ કહેવાય. એના પૂર્વવાળા નક્ષત્ર ઉપકુલ કહેવાય છે અને એના પૂર્વ ક્રમ વાળા નક્ષત્રને કુલીપકુલ કહેવાય. યથાકુલ:- (૧) ધનિષ્ઠા (૨) ઉત્તરભાદ્રપદ (૩) અશ્વિની (૪) કૃતિકા (૫) મૃગશીર્ષ (૬) પુષ્ય (૭) મઘા (૮) ઉત્તરા ફાલ્ગની (૯) ચિત્રા (૧૦) વિશાખા (૧૧) મૂલ (૧૨) ઉત્તરાષાઢા. Page #274 -------------------------------------------------------------------------- ________________ jain 273 કથાસાર અહીં ધનિષ્ઠા અને મૂલ આ બે નક્ષત્ર મહીનાના નામ સિવાયના લેવાયા છે. કારણ કે તે મહિનાની સમાપ્તિ કરવાવાળા એ જ નક્ષત્ર છે. ઉપકુલઃ- (૧) શ્રવણ (૨) પૂર્વા ભાદ્રપદ (૩) રેવતી (૪) ભરણી (૫) રોહિણી (૬) પુનર્વસુ (૭) અશ્લેષા (૮) પૂર્વા ફાલ્ગની (૯) હસ્ત (૧૦) સ્વાતિ (૧૧) જ્યેષ્ઠા (૧૨) પૂર્વાષાઢા. કુલીપકુલ:- (૧) અભિજિત (૨) શતભિષક (૩) આદ્ર (૪) અનુરાધા. છઠ્ઠો પ્રતિ પ્રાભૃત પૂર્ણિમાના દિવસે સંયોગઃ- શ્રાવણ, ભાદરવા, પોષ, જ્યેષ્ઠ માસમાં કુલ, ઉપકુલ અને કુલીપકુલ ત્રણ નક્ષત્રનો યોગ હોય છે. બાકી બધી પૂર્ણિમામાં કુલ, ઉપકુલ બે નક્ષત્રનો સંયોગ હોય છે. ૧૨ મહિનાની ૧૨ પૂર્ણિમા હોય છે. એ કુલ, ઉપકુલ અથવા કુલપકુલ ત્રણેમાંથી કોઈ પણ સાથે યોગ યુક્ત થઈ શકે છે. મહિનાના નામવાળા કુલ અને એમના ઉપકુલ, કુલીપકુલ પાંચમા પ્રતિ પ્રાભૃતમાં કહ્યા છે, તે અનુસાર જ ક્રમથી ૧૨ મહિનાની પૂર્ણિમામાં સમજી લેવું. અમાસ અને એના નક્ષત્ર સંયોગ – ૧૨ મહિનાની ૧૨ અમાસ હોય છે. જે મહિનાની અમાસના નક્ષત્ર સંયોગ જાણવા હોય એના ૬ મહિના પછી આવનાર મહિનાના કુલ, ઉપકુલ, કુલોપકુલનો સંયોગ આ અમાસનો હોય છે. યથા શ્રાવણ મહિનાના ૬ મહિના પછી માઘ(મહા) મહિનો હોય છે. અતઃ માઘ મહિનાના કુલ, ઉપકુલ મઘા અને અશ્લેષાનો સંયોગ શ્રાવણની અમાસના દિવસે થાય છે. આ રીતે માગસર, મહા, ફાગણ અને અષાઢ મહિનાની અમાસમાં ક્રમશઃ જેઠ, શ્રાવણ, ભાદરવા, પોષ મહિનાના કુલ, ઉપકુલ, કુલીપકુલ ત્રણમાંથી કોઈપણ નક્ષત્રનો સંયોગ થવાથી તે અમાસ યોગ યુક્ત હોય છે. બાકી ૮ મહીનાની અમાસમાં એ મહિનાથી આગલા ૬ મહિના પછી એ મહિનાના કુલ ઉપકુલ બન્નેમાંથી કોઈ એકનો સંયોગ થવાથી એ અમાસ યોગ યુક્ત હોય છે. સાતમો પ્રતિ પ્રાભૃત મહિનાની અમાસ અને પૂનમનો નક્ષત્ર યોગ સાથે સંબંધ :- છઠ્ઠા પ્રતિ પ્રાભૃતમાં બતાવ્યું કે શ્રાવણ મહિનાની અમાસના દિવસે મહા મહિનાના કુલ, ઉપકુલનો સંયોગ થાય છે. અર્થાત્ છ મહિના પછીના કુલ ઉપકુલ ૬ મહિના પહેલાવાળા મહિનાની અમાસના દિવસે જોગ જોડે છે અને આ બન્ને મહિનાનો પરસ્પર સંબંધ થાય છે. આ સાતમાં પ્રતિ પ્રાભૃતમાં બતાવ્યું છે. શ્રાવણ મહિનામાં માઘી(માઘ મહિનાના કુલ, ઉપકુલવાળી) અમાસ હોય છે અને શ્રાવણી પૂનમ હોય છે. માઘ મહિનામાં શ્રાવણી અમાસ હોય છે અને માઘી પૂનમ હોય છે. આ પ્રકારનો સંબંધ ક્રમશઃ (૨) ભાદરવા- ફાગણનો (૩) આસો- ચૈત્રનો (૪) કારતક- વૈશાખનો (૫) માગસરજયેષ્ઠનો (૬) પોષ–અષાઢનો હોય છે. અર્થાત્ પોષમાં અષાઢી અમાવસ્યા અને પોષી પૂનમ હોય છે. અષાઢમાં પોષી અમાવસ્યા અને અષાઢી પૂનમ હોય છે. આઠમો, નવમો પ્રતિ પ્રાભૃત આ બન્ને પ્રતિ પ્રાભૃતમાં નક્ષત્રોના આકાર અને તારાઓની (વિમાનોની) સંખ્યા કહેલ છે જે ચાર્ટ દ્વારા દર્શાવેલ છે. નક્ષત્ર, આકાર, યોગ આદિ: સત્તર | સંયોગ 1 | અભિજિત | ગોશીષ | ૩ | કલોપકુલન શ્રવણ | ઉપકુલ ધનિષ્ઠા પોપનું પિંજર | ૫ | | શ્રાવણ પાપી શતભિષક | પુખ ચંગેરી ૦૦) કુલપકુલર ૫ પૂર્વ ભાદ્રપદ| અર્ધ વાવ | ૨ | ઉપકુલ 5 T6. ભાદ્રપદ | અર્ધ વાવ | ૨ | કુલ ભોદવા | ફાગણી ૭ | રેવતી | નાવા | ૩૨ | ઉપકુલ ૮ | અરિની | અઔધ | 3 | કુલ આસો ચૈત્રી શ્રેરણી ભગ ઉપકુલ કૃતિકા સુરવર | કારતક | વૈશાખી | ૧૧| રોહિણી | ઘૂંઢ ઉપકુલ ૧૨ | મૃગશીપ | પૃગનું શિર | ૩ | કુલ | માગસર 1 જયેષ્ઠ ૧૩] અદ્ધ | ધરબિંદુ | ૧ | કુલીપકુલ૩ તુલા | ૫ | ઉપકુલ તમાનક | ૩ | કુલ | આપાડી, પતાકા | 5 | ઉપકુલ મથા પ્રાકાર | 8 | | મહી | શ્રાવણી | ૮ | પૂર્વા ફા. પલિયંક ઉપકુલ કારોફL || કારણ પુનર્વસ ] पुष्य | એશ્લેષ પોષ | Page #275 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 274 ૨૦| હરત | હાથ | ૫ | ઉપકુલ | | ચિત્રા | ખીલેલા પુખ | ૧ | કુલ | ત્ર | આસો સ્વાતિ | ખીલા | ૧ | ઉપકુલ ૨૩] વિશાખા | દામણિ | ૫ | કુલ | વૈશાખ | કાર્તિકી : અનુરાધ | એકાવલી (૫) કુલપકુલજ રપ જયેષ્ઠા | ગજદંત | ૩ | ઉપકુલ મૂલ | વીંછી | 11 | કુલ | | ઠ | માગસરી ૨૭| પૂર્વાષાઢા હાથીનાં પગલા | ૪ | | ઉપકુલ ૨૮ | ઉત્તરાષાઢા | બેઠેલો સિંહ | 1 | કુલ | આષાઢ | પૌષી | : | ૨૪ સંખ્યા ર પુષ્ય અશ્લેષા | ૧૧_ દસમો પ્રતિ પ્રાભૃત દરેક રાતની શરૂઆત થતા જે નક્ષત્ર ઉદય થાય છે અને સંપૂર્ણ રાતમાં આકાશમાં રહીને રાત સમાપ્ત થતા અસ્ત થાય છે એ નક્ષત્ર રાત વાહક નક્ષત્ર કહેવાય છે. અર્થાત્ તે નક્ષત્ર સંપૂર્ણ રાતનું વહન કરે છે. જેમ સૂર્યથી કાલમાન પોરસી જ્ઞાન થાય છે, એવી જ રીતે રાત વાહક નક્ષત્રને જાણવા જોવાથી રાતના સમયનું અનુમાન થાય છે. ૨૮ નક્ષત્રમાં કોઈ નક્ષત્ર ૭ દિવસ રાત વહન કરે છે તો કોઈ ૧૫ દિવસ વહન કરે છે. તે સિવાય કોઈ મહિનામાં ત્રણ નક્ષત્ર તો કોઈમાં ચાર નક્ષત્ર રાત વહન કરે છે અને ચાર્ટથી જુઓ. રાત્રિવાહક નક્ષત્ર : ક્રમ | મહીના | નક્ષત્ર | રાત્રિ | નક્ષત્ર | રાત્રિ | નક્ષત્ર ત્રિ, નક્ષત્ર રાત્રિ નામ સંo સંo સંo ૧ | શ્રાવણ | ઉત્તરાષાઢા ૧૪ | અભિજિત | ૭ | શ્રવણ | ધનિષ્ઠા | ૧ | ભાદરવો| ધનિષ્ટા | ૧૪ | શતભિષક | ૭ | પુ.ભાદ્રપદ | ૮ | ઉ.ભાદ્રપદ | ૧ આસો | ઉ.ભાદ્રપદ | ૧૪ રેવતી ૧૫ | અશ્વિની | ૧ ૪ | કારતક | અશ્વિની | ૧૪ | ભરણી | ૧૫ | કૃતિકા | ૧ માગસર | કૃતિકા | ૧૪ | રોહિણી | ૧૫ | મૃગશીર્ષ | ૧ | પોષ | મૃગશીર્ષ | ૧૪ | આદ્ર | ૭ | પુનર્વસુ | મહા પુષ્ય | ૧૪ | | | ૧૫ | મઘા ફાગણ | મા ૧૪ | પૂ.ફાલ્યુની ૧૫ | ઉ.ફાલ્ગની | ૧ | ૯ | ચૈત્ર | ઉ.ફાલ્યુની ૧૪ | હસ્ત | ૧૫ | ચિત્રા ૧૦ વૈશાખ | ચિત્રા | ૧૪ | સ્વાતિ | ૧૫ | વિશાખા | ૧ | - | ૧૧ જ્યેષ્ઠ | વિશાખા | ૧૪ | અનુરાધા | ૭ | જ્યેષ્ઠા | ૮ | મૂલ ૧૨ | અષાઢ | મૂલ | ૧૪ | પૂર્વાષાઢા | ૧૫ | ઉત્તરષાઢા | ૧ સૂચના:- ચાર્ટમાં– સં૦ – સંખ્યા, ઉ. – ઉત્તરા, પૂ. – પૂર્વા. - દરેક મહિનામાં તેનું “કુલનક્ષત્ર' એક જ દિવસ પૂનમની રાત્રિને વહન કરે છે. ચાર મહિનામાં કુલીપકુલ હોય છે. તે મહિનામાં ચાર નક્ષત્ર રાત્રિ વહન કરે છે. શેષ મહિનામાં ત્રણ નક્ષત્ર રાત્રિ વહન કરે છે. દરેક મહીનાના “કુલનક્ષત્ર' આગલા મહિનાની શરૂઆતના ૧૪ દિવસ રાત વહન કરે છે. બાકીના ૧૬ દિવસોમાંથી તે મહિનાના છેલ્લા એક દિવસે તે જ મહીનાના કુલ નક્ષત્ર વહન કરે છે. બાકી રહેલા ૧૫ દિવસોમાં જો તે જ મહિનાના ઉપકુલ અને કુલોપકુલ બંને હોય તો ક્રમશઃ ૮ અને ૭ રાત્રિ વહન કરે છે અને માત્ર ઉપકુલ જ હોય તો તે ૧૫ દિવસ સુધી રાત્રિ વહન કરે છે. અગિયારમો પ્રતિ પ્રાભૃત ચંદ્રની સાથે જોગ જોડવાવાળા નક્ષત્રનો પાંચ રીતે સંયોગ થાય છે– (૧) દક્ષિણમાં રહીને સાથે ચાલે છે. (૨) ઉત્તરમાં રહીને સાથે ચાલે છે. (૩) ઉપર નીચેની અપેક્ષાએ સીધાણમાં રહીને પ્રમર્દ યોગથી ચાલે છે. (૪) કયારેક દક્ષિણથી તો કયારેક પ્રમર્દ સાથે ચાલે છે. (૫) કયારેક દક્ષિણથી તો કયારેક ઉત્તરથી તો કયારેક પ્રમથી એમ ત્રણે ય રીતે સાથે ચાલે છે. (૧) દક્ષિણથી– (૧) મૃગ (૨) આર્કા (૩) પુષ્ય (૪) અશ્લેષા (૫) હસ્ત (૬) મૂલ. (૨) ઉત્તરથી– (૧ થી ૯) અભિજિતથી ભરણી સુધી (૧૦) પૂર્વા ફાલ્ગની (૧૧) ઉત્તરા ફાલ્ગણી (૧૨) સ્વાતિ. (૩) ત્રણેયથી– (૧) કૃતિકા (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) મઘા (૫) ચિત્રા (૬) વિશાખા (૭) અનુરાધા. | (૪) દક્ષિણથી અને પ્રમર્દથી– (૧) પૂર્વાષાઢા (૨) ઉત્તરાષાઢા. (૫) પ્રમર્દ યોગથી– (૧) જયેષ્ઠા. સ્પષ્ટીકરણ :- (૧) છેલ્લા મંડલમાં રહેતા મૃગશીર્ષ આદિ નક્ષત્રને હંમેશાં ચંદ્રની દક્ષિણમાં રહીને ચાલવાનો યોગ મળે છે. (૨) આત્યંતર મંડલમાં રહેતા ૧૨ નક્ષત્ર હંમેશાં એક જ ઉત્તર દિશાના યોગથી સાથે ચાલે છે. (૩) કૃતિકા આદિ ૭ નક્ષત્રોને જ્યારે ચંદ્રની સાથે ચાલવા અર્થાત્ યોગ જોડવાનો પ્રસંગ આવે છે તો ચંદ્ર કયારેક દક્ષિણમાં થઈ જાય છે તો કયારેક ઉત્તરમાં થઈ જાય છે, કયારેક સીધમાં એ જ મંડલમાં ઉપર નીચે ચાલે છે ત્યારે એનો યોગ જોડાય છે અર્થાત્ સાથે ચાલે છે. આનું કારણ એ છે કે ચંદ્ર હંમેશાં મંડલ પરિવર્તન કરે છે, અંદરથી બહાર અને બહારથી અંદરના મંડલોમાં સંક્રમણ કરે છે, જ્યારે નક્ષત્ર પોત પોતાના એક જ મંડલમાં હંમેશાં પોતાની એક જ ગતિથી ભ્રમણ કરે છે. અર્થાત્ તે નથી મંડલ બદલતા કે નથી ચાલ બદલતા. Page #276 -------------------------------------------------------------------------- ________________ jain 275 કથાસાર | ૪ | ૨૭. x| ૫૩ x|| જ|| x (૪) પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રના ચાર ચાર તારા છે. એમના બે તારા બાહ્ય મંડલથી બહારની તરફ રહે છે અને બે અંદરની તરફ રહે છે. બાહ્ય મંડલવાળા બને તારા હંમેશાં દક્ષિણમાં રહીને યોગ જોડે છે. અંદરવાળા બને તારા હંમેશાં સીધથી ઉપર નીચે રહીને યોગ જોડે છે. અર્થાત્ આની સાથે ચાલતા સમયે ચંદ્ર પણ સદા અંતિમ મંડલમાં હોય છે. અન્ય મંડલમાં રહીને બન્ને નક્ષત્રનાં સાથે ચાલવાના સંયોગ થતા નથી એમ દક્ષિણ પ્રમર્દ મિશ્રિત યોગ જોડે છે. (૫) જ્યેષ્ઠા નક્ષત્રનો ચંદ્ર સાથે જ્યારે યોગ થાય અર્થાત્ તે ચંદ્ર સાથે ચાલે છે ત્યારે ચંદ્રના એ જ મંડલ સાથે ચાલવાનો સંયોગ મળે છે જેથી તે સીધમાં ઉપર નીચે રહીને જ યોગ જોડે છે, તેથી તેને માટે ફકત પ્રમર્દ યોગ કહેલ છે. ચંદ્ર અને નક્ષત્રના મંડલ:- ચંદ્રના ચાલવાના રસ્તા ૧૫ મંડલ છે અને નક્ષત્રના ચાલવાના માર્ગ ૮ છે. આ આઠ મંડલ ચંદ્રના આઠ મંડલોની સીધમાં છે અને ચંદ્રના સાત મંડલોની સીધમાં નક્ષત્રના મંડલ નથી. આ આઠ ચંદ્ર મંડલ ક્રમશઃ આ છે ૧, ૩, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૫ એ કમશ: પહેલાથી આઠમ સુધીના નક્ષત્ર મંડલની સીધમાં છે. અતઃ ચંદ્રનાં ૨, ૪, ૫, ૯, ૧૨, ૧૩, ૧૪ આ સાત મંડલ એવા છે જેમની સીધમાં કોઈ નક્ષત્ર મંડલ નથી. સૂર્યની સીધમાં ચંદ્ર નક્ષત્ર મંડલ – ચંદ્રના ૬, ૭, ૮, ૯, ૧૦ એમ પાંચ મંડલ સૂર્ય મંડલની સીધમાં નથી આવતા. શેષ દસ મંડલ ૧, ૨, ૩, ૪, ૫ અને ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ એ મંડલ સૂર્ય મંડલની સીધમાં આવે છે. ચંદ્રના ૧, ૩, ૧૧, ૧૫ એમ ચાર મંડલ એવા છે જેમની સીધાણમાં નક્ષત્રના મંડલ પણ છે અને સૂર્ય મંડલ પણ છે. નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય મંડલ સીધાણ : સંયોગ | ચંદ્ર મંડલ નક્ષત્ર મંડલ | સૂર્ય મંડલ ત્રણે સાથે | ૧ | બે સાથે | ૨ | X | ૧૪ ત્રણે સાથે | ૩. બે સાથે | ૪ ૪૦ બે સાથે | ૫ | X | બે સાથે | ૬ | ૩ | x (૬૬-૬૭) બે સાથે *(૭૯-૮૦) | બે સાથે | ૮ x (૯૨-૯૩) સાથે નહીં ૯ x (૧૦૫-૧૦૬). બે સાથે ૧૦ x (૧૧૮-૧૧૯). ત્રણે સાથે | ૧૧ ૧૩ર. બે સાથે | ૧૨ | x ૧૪૫ | બે સાથે | ૧૩ | x ૧૫૮ બે સાથે | ૧૪ | x ૧૭૧ | ત્રણે સાથે | ૧૫ | ૮ | ૧૮૪ વિશેષ - ચંદ્રના છઠ્ઠાથી દસમા સુધીના મંડલ ક્રમશઃ , ૭૯, ૯૨, ૧૦૫, ૧૧૮માં સૂર્ય મંડલથી થોડા થોડા આગળ થઈ જવાથી તેનું સીધાણ છૂટી જાય છે જે ૧૩રમાં મંડલમાં જતા એક સૂર્ય મંડલ જેટલું આગળ વધી જવાથી સૂર્ય-ચંદ્ર મંડલ સાથે થઈ જાય છે. ૧૩૧ના સ્થાન પર ૧૩રના સાથે થઈ જાય છે જે ૧૧ થી ૧૫ સુધી પાંચ મંડલમાં સાથે ચાલે છે. ચંદ્ર મંડલની વચ્ચે સૂર્ય મંડલ સમવતાર – એક ચંદ્ર મંડલની વચ્ચે ૧૨ સૂર્ય મંડલ હોય છે અને ૧૩માં મંડલે સાથે થવાના હોય છે. આમ ૧૩–૧૩ મંડલ પછી સાથે થાય છે, માટે ૧૩–૧૩ ઉમેરવાથી આગલા ચંદ્રમંડલના અને સૂર્ય મંડલના સંગમ મંડલ આવે છે. આ ક્રમ પાંચ મંડલ સુધી ચાલે છે. પછી ૧૩ મું સૂર્ય મંડલ કંઈક પાછળ રહી જાય છે અને ૧૪મા સૂર્ય મંડલ સુધી છઠ્ઠ, સાતમું ચંદ્ર મંડલ પહોંચી શકતું નથી તેથી તેરમાથી આગળ અને ચૌદમાંથી પહેલા, વચમાં રહી જાય છે. આ ક્રમ ચંદ્રના દસમા મંડલ સુધી ચાલે છે. અગિયારમા મંડલમાં સૂર્યના એક મંડલનું અંતર પાર થઈ જવાથી ચૌદમા મંડલના અંતરમાં જઈને ચંદ્ર સૂર્યના મંડલ ફરી સીધમાં આવી જાય છે. અગિયારથી પંદરમાં મંડલ સુધી જતા દેશોન એક મંડલ જેટલું અંતર થઈને બન્નેના વિમાન સીધમાં આવી જાય છે. આમ ચંદ્રના ૧૫ મંડલમાં ૧૪ અંતર છે. પ્રત્યેકમાં ૧૩ સૂર્ય મંડલ અધિકનું અંતર છે. ૧૪ x ૧૩ ઊ ૧૮૨ થાય. એક મંડલ જેટલું અંતર અગિયારમાં વધી જાય છે. અતઃ ૧૮૩ સૂર્ય મંડલનું અંતર ચંદ્રના પહેલા મંડલથી ૧૫ મંડલની વચમાં પડે છે. કુલ ૧૮૪ સૂર્ય મંડલ છે તેના અંતર ૧૮૩ થાય છે. ચંદ્ર મંડલ અંતર:- પ્રત્યેક ચંદ્ર મંડલમાં ૩૫.૫, યોજનાનું અંતર હોય છે અને ૦.૯૨ યોજનનું વિમાન હોય છે. અતઃ અંતર અને | વિમાનને જોડીને ૧૪ અંતરોથી ગુણ્યા કરીને ૦.૯૨ ઉમેરતાં ૫૧૦ યોજના ક્ષેત્ર આવે છે. સૂર્ય મંડલ અંતર – પ્રત્યેક સૂર્ય મંડલનું અંતર બે યોજન છે અને ૦.૭૯ યોજનાનું વિમાન છે. આ બન્નેને જોડવાથી અને ૧૮૩ અંતરોથી ગુણા કરીને ૦.૭૯ જોડવાથી ૫૧૦ યોજન આવે છે. નક્ષત્ર મંડલ અંતર:- નક્ષત્ર મંડલોના અંતરનું એક સરખું ક્રમિક હિસાબ વાળું માપ નથી, પરંતુ સ્થિર સ્થાઈ હિસાબ વગરનું માપ x x તેના આઠ મંડલ છે જેમના સાત અંતર વિમાન સહિત આ પ્રમાણે છે– (૧) ૭૨.૮૪ (૨) ૧૦૯.૨૫ (૩) ૩૬.૦૮ (૪). ૩૬.૪૧ (૫) ૭૨.૪૧ (૬) ૩૬.૪૧ (૭) ૧૪૫.૬૭ આ સાતેયનો સરવાળો કરતાં ૫૧૦ યોજન થાય છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 276 નોંધ :– અહીં ૫૧૦ યોજન થવામાં સૂક્ષ્મતમ ફરક હોઈ શકે છે. કારણ કે સમ ભિન્ન હોવાથી કંઈક સાધિક કે કંઈક ન્યૂન અંશ રહી જાય છે. બારમો પ્રતિ પ્રામૃત નક્ષત્ર દેવતા :–પ્રત્યેક નક્ષત્ર વિમાનના સ્વામી અધિપતિ દેવતા હોય છે. એમના નામ આગળના સોળમા ઉદ્દેશકના ચાર્ટમાં જુઓ. તેરમો પ્રતિ પ્રામૃત મુહૂર્તોનાં નામ ઃ– એક અહોરાત્રમાં ત્રીસ મુહૂર્ત હોય છે. એક મુહૂર્ત ૪૮ મિનિટનું હોય છે. ૬૦ મિનિટનો એક કલાક થાય છે. અર્થાત્ ૨૪ કલાકમાં ૩૦ મુહૂર્ત થાય છે. આ ત્રીસ મુહૂર્તોના નામ સૂત્રમાં કહ્યા છે. ચોદમો પ્રતિ પ્રામૃત દિવસ રાતનાં નામ ઃ– એક પક્ષમાં એકમ બીજ આદિ ૧૫ દિવસ હોય છે. તેમાં ૧૫ રાત અને ૧૫ દિવસ હોય છે. તે સર્વના અલગ–અલગ નામ હોય છે, જે સૂત્રમાં બતાવવામાં આવ્યા છે. પંદરમો પ્રતિ પ્રામૃત તિથિઓનાં નામ :– ૧૫ તિથિઓના વિશિષ્ટ ગુણસૂચક નામ હોય છે. એમાં ૧૫ દિવસ તિથિના ૫ નામ છે અને ૧૫ રાત તિથિના પાંચ નામ છે. સોળમો પ્રતિ પ્રામૃત = નક્ષત્રના ગોત્ર અને અધિપતિ દેવ :– પહેલું અભિજિત છે અને ૨૮મું ઉત્તરાષાઢા નક્ષત્ર છે આ ક્રમથી ચાર્ટમાં જુઓ નક્ષત્ર | દેવનામ ગોત્ર ગોત્ર ૧ નક્ષત્ર | દેવનામ મગલાયન ૧૫ બૃહસ્પતિ શંખાયન ૧૬ સર્પ અગ્નિતાપસ ૧૭ પિતૃ કર્ણલોચન ૧૮ ભગ ર ૩ ૪ ૫ ૭ ८ ૭ ૧૦ |||2| ૧૧ બ્રહ્મા વિષ્ણુ ૧૪ વસુ વરુણ અજ જાતુકર્ણ અભિવૃદ્ધિ ધનંજય પુષ્ય અશ્વ યમ અગ્નિ પ્રજાપતિ સોમ ૧૩ રુદ્ર અદિતિ ૧૯ અર્યમ ૨૦ સવિતા પુષ્યાયન ૨૧ આશ્વાદન ૨૨ ભગ્નવેશ ૨૩ અગ્નિવેશ ૨૪ ગૌતમ ૨૫ ભારદ્વાજ ૨૬ લોહિત્યાયન ૨૭ વાશિષ્ટ ૨૮ તુષ્ઠ વાયુ ઇન્દ્રાગ્નિ મિત્ર ઇન્દ્ર જલ વિશ્વ ઉથાયન માંડવ્યાયન પિંગલાયન ગોપાલ્યાયન સત્તરમો પ્રતિ પ્રામૃત કાશ્યપ કોશિક દર્ભિયાયન નિરતિ(નૈઋતિ) કાત્યાયન વર્ધિતાયન વ્યાઘ્રાવૃત્ય ચામરક્ષા સંગાયણ ગોલવ્યાયણ ચિકિત્સ્યાયન આ પ્રાભૂતની ઐતિહાસિક વિચારણા જિનાનુમત કથનમાં નક્ષત્રોના (૧) નામ (૨)આકાર (૩) તારા (૪) દેવતા (૫) ગોત્ર આદિ વિષય અભિજિતથી શરૂ કરી ને કહેલ છે. જે ૮, ૯, ૧૨, ૧૬ પ્રતિ પ્રામૃતમાં કહેલ છે. આ રીતે (૬) પૂનમ (૭) અમાવસ્યા (૮) કુલ ઉપકુલ આદિનું સ્વમત કથન પણ શ્રાવણ મહિનાના નક્ષત્રથી શરૂ કરવામાં આવેલ છે. કૃતિકા નક્ષત્રથી શરૂઆત :– આ સત્તરમા પ્રતિ પ્રાભૂતમાં નક્ષત્રોના ભોજન સંબંધી વર્ણન કૃતિકા નક્ષત્રથી શરૂઆત કરીને ભરણી નક્ષત્ર સુધી કહેલ છે. અન્ય કોઈ ક્રમ કે મતાંતર અથવા સ્વમતના અભિજિત નક્ષત્રના ક્રમવાળું કોઈ પણ વર્ણન અહીં નથી. માટે કૃતિકાથી શરૂ કરીને કહેલ આ વર્ણન જિનાનુમત તો નથી જ, એ નિશ્ચિત એવં સ્પષ્ટ છે. કેમ કે જિનાનુમત કથન આ સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રમાં અભિજિત નક્ષત્રથી શરૂ કરવામાં આવે છે, એ પૂર્ણ પ્રામાણિત તત્ત્વ છે, જેના અનેક પ્રાભૂતોના ઉદાહરણ ઉપર દેવામાં આવ્યા છે. જૈન મુનિનો કલ્પ :– આ પ્રતિ પ્રાભૂતમાં જે કાંઈ નક્ષત્ર ભોજનનું વર્ણન છે તે કોઈપણ જૈન શ્રમણને બોલવા, લખવા, પ્રરૂપણ કરવા અકલ્પનીય છે. આવા પ્રરૂપણ તો શાસ્ત્રોમાં, આગમોમાં, સિદ્ધાંત રૂપથી કોઈ પણ સત્બુદ્ધિવાળો સામાન્ય અહિંસક સાધક પણ કરી શકતો નથી. ત્યારે છ કાયના પરિપૂર્ણ રક્ષક જૈન શ્રમણ એવા સચિત પદાર્થોના ખાવા સંબંધી અને આમિષ ભોજન સંબંધી કથન કદાપિ કરી શકતા નથી. વાસ્તવિકતા તો આ છે કે જૈનાગમ મધ, માંસના આહારને નરક ગતિમાં જવાનું પ્રબલ કારણ બતાવે છે અને જૈન ધર્મની હાર્દિક શ્રદ્ધા રાખવા વાળો આજના હુંડા અવસર્પિણી(મહા કલિયુગ) કાલનો નાનામાં નાનો સાધક પણ મદ્ય માંસનું સેવન કરવાનું તો દૂર રહ્યું પરંતુ એના સેવનનો સંકલ્પ પણ કરી શકતો નથી. એટલા માટે સત્ય એ છે કે મહાજ્ઞાની આગમ રચયિતા શ્રમણ એવી રચના કદાપિ કરી શકતા નથી. સચિત પદાર્થ ભક્ષણ પ્રરૂપક પાઠની અકલ્પનીયતા :– ઘણાં આધુનિક પરંપરાગ્રહી વિદ્વાન આ આમિષ શબ્દોથી વનસ્પતિ પરક અર્થોના સમન્વય કરવાના પ્રયત્ન કરે છે. કિંતુ આ શ્રમણો સચિત વનસ્પતિઓના ખાવાની પ્રેરણા– વાળા પાઠોના કથન, લેખન Page #278 -------------------------------------------------------------------------- ________________ jain 277 કથાસાર અને પ્રચાર કરવાથી પોતાના સંયમ અને કલ્પ મર્યાદાને દૂષિત કરે છે. કારણ કે આ નક્ષત્ર ભોજનના કથનનું પ્રરૂપણ પણ પાપનું પ્રેરણાત્મક છે. આવા સાવદ્ય સચિત ભક્ષણના પ્રેરણાત્મક ભાવોવાળા કથન કે લેખન જૈન શ્રમણોને કદાપિ ઉપયુક્ત થઈ શકતા નથી. રચનાકારની યોગ્યતા:- બીજી વાત એ છે કે આગમ રચના કરનારા બહુશ્રુત શ્રમણ અને મૌલિક રચનાકાર ગણધર આવા ભ્રમિત, લોકોમાં પ્રચલિત, માંસ સૂચક, વનસ્પતિ શબ્દોના પ્રયોગ કરી ભ્રમ ફેલાવવાના કાર્યો કરે એ સંભવ જ નથી. અનેક ભાષા શબ્દોના પ્રકાંડ વિદ્વાન, વિશિષ્ટ અવધિજ્ઞાની, ૧૪ પૂર્વી ગણધર પ્રભુથી એવી રચના કરવાનું માનવું એ એક પ્રકારનો પરંપરાગ્રહ માત્ર છે પરંત તર્કસંગત અને આગમભાવ સંગત નથી. વાસ્તવમાં આવી ક્લિષ્ટ કલ્પનાઓની આવશ્યકતા નથી. કારણ કે અનેક પ્રહારો લિપિ કાળમાં આગમોમાં થયા છે એ નિઃસંદેહ છે. તેથી અનર્થકારી દૂષિત એવા પાઠોને રાખવાનો આગ્રહ કરવો જરા પણ આવશ્યક નથી. અઢારમો પ્રતિ પ્રાભૃત યુગમાં નક્ષત્ર યોગ ચંદ્ર સૂર્યની સાથે :- ૫ વર્ષનો એક યુગ થાય છે. આ યુગમાં ચંદ્રની સાથે પ્રત્યેક નક્ષત્ર ૬૭ વાર જોગ જોડે છે અર્થાત્ સાથે ચાલે છે અને સૂર્યની સાથે પાંચ વર્ષમાં પ્રત્યેક નક્ષત્ર ૫૫ વાર જોગ જોડે છે. તાત્પર્ય એ કે પાંચ વર્ષમાં ૬૭ નક્ષત્ર માસ હોય છે. એક નક્ષત્ર માસ ૨૮(અઠ્ઠાવીસે ય) નક્ષત્રનો ચંદ્રની સાથે એક–એક વાર યોગ જોડવાથી બને છે. માટે એમને ૬૭ નક્ષત્ર મહિનામાં ૬૭ વાર ચંદ્રની સાથે યોગ કરવાનો અવસર મળે છે અને સૂર્યની સાથે એક નક્ષત્રનો એક વર્ષમાં એક વાર યોગ કરવાનો સંયોગ હોય છે. માટે પાંચ વર્ષમાં બધા નક્ષત્રોનો પાંચ-પાંચ વાર સૂર્ય સાથે યોગ થાય છે. ઓગણીસમો પ્રતિ પ્રાભૃત બાર મહિનાના લૌકિક નામ પણ છે અને લોકોત્તર નામ પણ છે. જે આ પ્રમાણે છે- લૌકિક નામ શ્રાવણ ભાદરવા આદિ છે. લોકોત્તરિક નામ શ્રાવણ આદિના ક્રમથી આ પ્રમાણે છે– (૧) અભિનંદન (૨) સુપ્રતિષ્ઠ (૩) વિજય (૪) પ્રીતિવર્ધન (૫) શ્રેયાંસ (૬) શિવ (૭) શિશિર (૮) હેમંત (૯) વસંત (૧૦) કુસુમસંભવ (૧૧) નિદાહ (૧૨) વનવિરોધી. વીસમો –એકવીસમો પ્રતિ પ્રાભૃત (૧) નક્ષત્ર સંવત્સર :- દરેક નક્ષત્ર વડે ચંદ્રની સાથે એકવાર યોગ જોડવાથી એક નક્ષત્ર માસ થાય છે. ૧૨ વાર જોડવાથી એક નક્ષત્ર સંવત્સર થાય છે. આ ૧૨ માસ અથવા ૧૨ વાર યોગની અપેક્ષા નક્ષત્ર સંવત્સર બાર પ્રકારના કહેલ છે. અન્ય અપેક્ષાએ નક્ષત્ર સંવત્સર ૧૨ વર્ષનો હોય છે. કારણકે બૃહસ્પતિ મહાગ્રહ એક એક નક્ષત્રની સાથે ક્રમશઃ યોગ કરતા કરતા ૧૨ વર્ષમાં ૨૮ નક્ષત્રોની સાથે યોગ પૂર્ણ કરે છે. (૨) યુગ સંવત્સર – યુગ પાંચ વર્ષનો હોય છે. શ્રાવણ આદિ મહિનાની અપેક્ષા એક વર્ષ ૧૨ મહિના અર્થાત્ ૨૪ પક્ષનું હોય છે. યુગનું પહેલું ચંદ્ર વર્ષ ૧૨ માસ – ૨૪ પક્ષોનું હોય છે. યુગનું બીજું ચંદ્ર વર્ષ પણ ૧૨ માસ – ૨૪ પક્ષોનું હોય છે. યુગનું ત્રીજું અભિવર્ધિત વર્ષ ૧૩ માસ – ૨૬ પક્ષનું હોય છે. યુગનું ચોથું ચંદ્ર વર્ષ ૧૨ માસ – ૨૪ પક્ષનું હોય છે. યુગનું પાંચમું અભિવર્ધિત વર્ષ ૧૩ માસ – ૨૬ પક્ષનું હોય છે. આ પ્રકારે પાંચ વર્ષનો યુગ ૬૨ માસ – ૧૨૪ પક્ષનો હોય છે. (૩) પ્રમાણ સંવત્સર:- સંવત્સરનું પ્રમાણ પાંચ પ્રકારથી કહેલ છે. અર્થાત્ પરિમાણ, કાળમાપની અપેક્ષા પાંચ પ્રકારના સંવત્સર હોય છે. તે આ પ્રમાણે છેક્રમ નામ માસ-દિવસ વર્ષ-દિવસ નક્ષત્ર સંવત્સર ૨૭.૩ ૩૨૭.૭૬ ચંદ્ર સંવત્સર ૨૯.૫ ૩૫૪.૨ ૩ ઋતુ સંવત્સર ૩૦ ૩૬૦ ૪ સૂર્ય સંવત્સર ૩૦.૫ ૩૬૬ ૫ અભિવર્ધિત ૩૧.૯૮ ૩૮૩.૭ બાવીસમો પ્રતિ પ્રાભૂત આ જંબૂદ્વીપમાં બે ચંદ્ર પ્રકાશ કરે છે બે સૂર્ય તપે છે, પદ નક્ષત્ર જોગ જોડે છે યથા બે અભિજિત યાવત્ બે ઉત્તરાષાઢા. ચંદ્ર સૂર્યની સાથે તેનો યોગ થવાનો સમય બીજા પ્રતિ પ્રાભૃતમાં કહ્યો છે. તેથી ત્યાં જુઓ. નક્ષત્રોનો સીમા વિખંભ :- પોત-પોતાના મંડલના ૧,૦૯,૮૦૦ ભાગ કરવામાં આવે તો એ ભાગોમાંથી નીચેના ભાગ પ્રમાણ નક્ષત્રોનો યોગ જોડવાનો પોતાનો ક્ષેત્ર(સીમા વિખંભ) હોય છે. યથા નામ નક્ષત્ર સંo સીમા વિખંભ કુલ યોગ ૧ | અભિજિત | ૨ | x ૬૩૦ | ૧,૨૬). ૨ | શતભિષક આદિ ૬ | ૧૨ [૪] ૧૦૦૫ | ૧૨,૦૬૦ ૩ શ્રવણ આદિ ૧૫ | ૩૦ | x ૨૦૧૦ | ૬૦,૩00 ૪ ઉત્તરાભાદ્રપદ આદિ ૬ ૧૨ x ૩૦૧૫ | ૩૬,૧૮૦ Page #279 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ કુલ ૫૬ ૧,૦૯,૮૦૦ અહીં જે ૬૩૦ આદિ છે તે મંડલના ભાગ છે. એમને જોડવાથી કુલ ૧,૦૯,૮૦૦ ભાગ થાય છે. ઉપરના સીમા ક્ષેત્ર નક્ષત્રોના આગળ પાછળ મધ્ય મળીને કુલ ક્ષેત્ર છે. આ ક્ષેત્રની સીધમાં ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી એમનો યોગ ગણવામાં આવે છે. એમના વિમાન આ સીમા ક્ષેત્રની વચમાં હોય છે. ૬, ૧૫ આદિ નક્ષત્ર સંખ્યાના નામ આ પ્રામૃતના બીજા પ્રતિ પ્રાભૂતમાં છે. જે નક્ષત્રને જેટલા દિવસનો ચંદ્ર સાથે યોગ હોય છે તેના સડસઠિયા ભાગના ત્રીસ ભાગ કરવાથી ઉક્ત રાશિ થઈ જાય છે. યથા—જે નક્ષત્ર ૩૦ મુહૂર્ત ઊ ૧ દિવસ યોગ જોડે છે એનો સીમા વિષ્ફભ ૧૪૬૭૪૩૦ઊ ૨૦૧૦ ભાગનો છે. એટલા માટે સૂત્રમાં '(સત્તસિદ્ધ ભાગ તીસઈ ભાગાણું)' ૬૭ મા ભાગનો ત્રીસમો ભાગ વિશેષણ લગાવ્યું છે. નક્ષત્ર અમાવસ્યા યોગ :– અભિજિત નક્ષત્ર દર ૪૪મી અમાવાસ્યાએ સવાર સાંજ ચંદ્રની સાથે યોગ જોડે છે. એના સિવાય કોઈ પણ નક્ષત્ર ચંદ્રની સાથે અમાવસ્યાના દિવસે યોગ જોડતા નથી પરંતુ પૂર્ણિમાના દિવસે રાતમાં જ ચંદ્રની સાથે યોગ જોડે છે. ચંદ્ર પૂર્ણિમા યોગ ચંદ્ર જે મંડલમાં જે સ્થાન પર યુગની અંતિમ ૬૨ મી પૂર્ણિમા પૂર્ણ કરે છે તે સ્થાનથી ૦.૨૬ મંડલ ભાગ જેટલા ક્ષેત્રમાં આગળ જઈને પ્રથમ પૂર્ણિમા(નવા યુગની) પૂર્ણ કરે છે. એ જ પ્રકારે બીજી ત્રીજી પૂર્ણિમા પણ આગળની પૂર્ણિમા કૃત મંડલ સ્થાનથી ૦.૨૬ મંડલ ભાગ આગળ જઈને પૂર્ણ કરે છે. આ રીતે કરતાં કરતાં યુગ સમાપ્તિની ૬૨ મી પૂર્ણિમા મંડલના દક્ષિણી ચતુર્થાંશ ભાગમાં (૦.૯)નવ ભાગ જવા પર અને (૦.૧)એક ભાગ એ જ ચતુર્થાંશ દક્ષિણી ભાગનો શેષ રહેવા પર ત્યાં સમાપ્ત થાય છે. = સૂર્ય પૂર્ણિમા યોગ :- સૂર્ય પણ યુગની ૬૨ મી પૂર્ણિમા જ્યાં સમાપ્ત કરે છે એ જ સ્થાનથી ૦.૭૬ મંડલ ભાગ જેટલા ક્ષેત્રમાં આગળ જઈને પ્રથમ પૂર્ણિમા (નવા યુગની) પૂર્ણ કરે છે. એ જ પ્રકારે બીજી ત્રીજી પૂર્ણિમા તે પહેલી પૂર્ણિમા કૃત મંડલ સ્થાનથી ૦.૭૬ મંડલ ભાગ આગળ જઈને પૂર્ણ કરે છે. આ રીતે કરતાં કરતાં યુગ સમાપ્તિની ૬૨ મી પૂર્ણિમા મંડલના પૂર્વી ચતુર્થાંશમાં ૨૭/૩૧, ૦.૯ ભાગ ગયા પછી અને ૩/૩૧, ૦.૧ ભાગ તે પૂર્વી ચતુર્થાંશનો અવશેષ રહેવા પર ત્યાં સમાપ્ત કરે છે. ચંદ્ર અમાવસ્યા યોગ :– ચંદ્ર જે મંડલમાં જે સ્થાન પર યુગની અંતિમ અમાવસ્યા પૂર્ણ કરે છે એ જ સ્થાનથી ૦.૨૬ ભાગ મંડલ જેટલું ક્ષેત્ર આગળ જઈને યુગની પ્રથમ અમાવસ્યા પૂર્ણ કરે છે. એ જ રીતે પૂર્ણિમાના વર્ણન સમાન જાણવું. જ્યાં ચંદ્ર ૬૨ મી પૂર્ણિમા પૂર્ણ કરે છે ત્યાંથી ૦.૧૩ ભાગ મંડલ પહેલાથી ૬૨ મી અમાવસ્યા પૂર્ણ કરે છે. અર્થાત્ દક્ષિણી ચતુર્થાંશ મંડલના ૧૧.૯/૩૧ (૦.૩૮)ચાર ભાગ ગયા પછી અને ૧૯.૧/૩૧ (૦.૬૨)છ ભાગ એ દક્ષિણી ચતુર્થાંશ ભાગનો અવશેષ રહેતાં તે સ્થાન પર ચંદ્ર ૬૨ મી અમાવસ્યા સમાપ્ત કરે છે. 278 સૂર્ય અમાવસ્યા યોગ :– સૂર્ય પહેલા પહેલાની અમાવસ્યા સમાપ્તિ સ્થાનથી ૦.૭૬ મંડલ ભાગ આગળ આગલી અમાવસ્યા પૂર્ણ કરે છે. જે સ્થાને ૬૨ મી પૂર્ણિમા પૂર્ણ કરે છે તે જ સ્થાનથી ૦.૩૮ મંડલ ભાગ પહેલા જ સૂર્ય ૬૨ મી અમાવસ્યા પૂર્ણ કરે છે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર પૂર્ણિમા યોગ ઃ— પૂનમ મુહૂર્ત ૨૮+ પહેલી પૂનમ બીજી પૂનમ ૭ + ૧ + ત્રીજી પૂનમ બારમી પૂનમ બાસઠમી પૂનમ ઉત્તરાષાઢા ઉત્તરાષાઢા ૨૬ + ૧૬ + ચરમ સમય | પુષ્ય ૧૯+ જે મુહૂર્ત પ્રમાણ દીધા છે, એટલા સમયનો યોગ કાલ અવશેષ રહેતાં તે નક્ષત્ર પૂર્ણિમા પૂર્ણ કરે છે. ચંદ્ર સૂર્ય નક્ષત્ર અમાસ યોગ : - અમાસ ચંદ્ર-સૂર્ય અશ્લેષા ઉત્તરા ફાલ્ગુની હસ્ત આર્દ્ર મુહૂર્ત ચંદ્રધનિષ્ઠા ૩+ ઉત્તરા ભાદ્રપદ | ૨૭+ અશ્વિની ૨૧+ મુહૂર્ત ૧ + ૪૦+ ૪૦+ *+ પહેલી અમાસ બીજી અમાસ ત્રીજી અમાસ બારમી અમાસ બાસઠમી અમાસ પુનર્વસુ ૨૨ + નોંધ :– ચંદ્ર અમાવસ્યાના દિવસે સૂર્યની સાથે જ રહે છે. માટે બન્નેના નક્ષત્ર યોગ એક જ સમાન હોય છે. એટલા માટે ચાર્ટમાં બંનેયને સાથે રાખવામાં આવ્યા છે. સૂર્ય પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની ચિત્રા પુનર્વસુ ચંદ્ર નક્ષત્રનો યોગ કાળ ઃ— · એક નામના બે—બે નક્ષત્ર છે. જે નક્ષત્રની સાથે ચંદ્ર આજે જે સમયે યોગ પૂર્ણ કરે છે, એનાથી ૮૧૯+ મુહૂર્ત પછી એજ નામ– વાળા બીજા નક્ષત્રની સાથે અન્ય સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૬૩૮ + મુહૂર્ત પછી પુનઃ એ જ નક્ષત્રની સાથે અન્ય સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૫૪૯૦૦ મુહૂર્ત પછી એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૦૯૮૦૦ મુહૂર્ત પછી એ જ નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. સૂર્ય નક્ષત્રનો યોગ કાળ :– ૩૬ ૬ દિવસ બાદ સૂર્ય એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે યોગ પૂર્ણ કરે છે. ૭૩૨ દિવસ પછી પુનઃ એ જ નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૮૩૦ દિવસ પછી એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૩૬ ૬૦ દિવસ પછી એ જ નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ jain સંવત્સર યુગની આદિ સમાપ્તિ યોગઃ– ઉપસંહાર : જંબુદ્રીપમાં ૨ સૂર્ય ૨ ચંદ્ર અને બધા નક્ષત્ર પણ બે—બે છે. જ્યારે એક સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર ગતિ કરતા હોય છે ત્યારે બીજા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર પણ એ જ સીધમાં પ્રતિપક્ષ દિશામાં ગતિ કરતા થકા પ્રતિપક્ષ ક્ષેત્રને પ્રકાશિત અને આતાપિત કરે છે. જ્યારે એક ચંદ્ર જે નક્ષત્રની સાથે યુક્ત હોય છે ત્યારે બીજો ચંદ્ર પણ એજ નામવાળા બીજા નક્ષત્રથી યોગ યુક્ત હોય છે. એ જ રીતે બન્ને સૂર્ય પણ સદશ નક્ષત્રથી યોગ યુક્ત હોય છે. આ પ્રકારે બન્ને સૂર્ય, ચંદ્ર યથાક્રમથી ગ્રહ, નક્ષત્રના યોગથી યુક્ત થતા રહે છે. આ દસમા પ્રાભૂતનો ૨૨ મો પ્રતિપ્રામૃત પૂર્ણ થયો. અગિયારમો પ્રાભૃત ક્રમ સંવત્સર યુગની આદિ સમાપ્તિ યુગનો પ્રારંભ ૧ પ્રથમ ચંદ્ર સંવત્સરની સમાપ્તિ બીજા ચંદ્ર સંવત્સરની આદિ બીજા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ ત્રીજા અભિ. સંવત્સરની આદિ | ચંદ્ર યોગ મુહૂર્ત અભિજિત– પ્રથમ સમય ઉત્તરાષાઢા– ૨૬ +(બાકી) ઉત્તરાષાઢા– ૨૬ + ૨ ૩ ૪ ૫ પૂર્વાષાઢા– ૭ + (બાકી) | પૂર્વાષાઢા− ૭ + ઉત્તરાષાઢા– ૧૩ + (બાકી) E ૭ ८ ઉત્તરાષાઢા- ૧૩+ ઉત્તરાષાઢા- ૪૦ + (બાકી) ઉત્તરાષાઢા– ૪૦+ ઉત્તરાષાઢા– ચરમ સમય ત્રીજા અભિ. સંવ. સમાપ્તિ | ચોથા ચંદ્ર સંવત્સરની આદિ ચોથા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ પાંચમા અભિ.સંવ. આદિ ૧૦ પાંચમા અભિ. સંવ. સમાપ્તિ સૂચના :– ચાર્ટમાં અભિ. ઊ અભિવર્ધિત, સંવ. ઊ સંવત્સર. + જાઝેરુ નોંધ :– સમાપ્તિમાં જે મુહૂર્ત સંખ્યા છે એટલા મુહૂર્ત એ નક્ષત્રના અવશેષ રહેતા એના પૂર્વના સમયમાં જતા એ નક્ષત્ર, ચંદ્ર—સૂર્યની સાથે યોગ કરતાં વર્ષની સમાપ્તિ કરે છે. માટે આ ચાર્ટમાં આપવામાં આવેલી સંખ્યા મુહૂર્ત વિશેષ સંખ્યા છે. એના પૂર્વ સમયમાં સમાપ્તિ અને એ નિર્દિષ્ટ સમયમાં નક્ષત્રના રહેતાં આગળના સંવત્સરની શરૂઆત થાય છે. અર્થાત્ સમાપ્તિમાં નક્ષત્રનો અવશેષ સમય કહ્યો છે. એટલા માટે એ સમય આગલા વર્ષનો પ્રારંભ યોગ છે. 279 આ પ્રકારે યુગની સમાપ્તિના સમયે ચંદ્રની સાથે ઉત્તરાષાઢા નક્ષત્રનો અંતિમ સમય હોય છે અને યુગ પ્રારંભમાં અભિજિતનો પ્રથમ સમય હોય છે. જ્યારે યુગની સમાપ્તિમાં સૂર્યની સાથે પુષ્ય નક્ષત્રના રહેવાનું ૨૧+ મુહૂર્ત અવશેષ રહી જાય છે અને નવા યુગનો પ્રારંભ ઉક્ત અવશેષ સમયના પ્રથમ સમયથી થાય છે. બારમો પ્રાભૃત ૧ સંવત્સરોના કાળમાન – સંવત્સર ૫ પ્રકારના હોય છે. યથા– (૧) નક્ષત્ર (૨) ચંદ્ર (૩) ૠતુ (૪) સૂર્ય (૫) અભિવર્ધિત. એના દિવસ અને મુહૂર્ત સંખ્યા આ પ્રકારે હોય છે. સંવત્સર માદિન વર્ષદિન માસના મુહૂર્ત વર્ષના મુહૂર્ત ૨૭ ૩૨૭ ૮૧૯ ૯૮૩૨ ૨૯ ૩૫૪ ૮૮૫ ૧૦૬૨૫ ૩૦ 390 ૯૦૦ ૧૦૮૦૦ ૩૦ ૩૬૬ ૯૧૫ ૧૦૯૮૦ અભિવર્ધિત | ૩૧ ૩૮૩ ૯૫૯ ૧૧૫૧૧ કુલ ૫૩૭૪૯ મુહૂર્ત નોંધ :– આ જે યોગ બતાવવામાં આવ્યા છે તેને આગળના ચાર્ટમાં ‘નો યુગ’ (કાંઈક ન્યૂન) કાલ કહેવામાં આવ્યો છે. યુગના કાલમાન : ૨ ૩ ૪ ૫ નક્ષત્ર ચંદ્ર સૂર્ય યોગ મુહૂર્ત પુષ્ય-૨૧ + પુનર્વસુ– ૧૬ + (બાકી) પુનર્વસુ– ૧૬ + | પુનર્વસુ– ૪૨+ (બાકી) પુનર્વસુ– ૪૨ + પુનર્વસુ– ૨ + (બાકી) પુનર્વસુ– ૨ + પુનર્વસુ– ૨૯ + (બાકી) પુનર્વસુ– ૨૯ + પુષ્ય–૨૧ + (બાકી) ત સૂર્ય કથાસાર ૧૭૯૧ દિવસ. બાસઠીયા ભાગ ३४०३८०० દિન મુહૂર્ત ૧૮૩૦ ૫૪૯૦૦ એક યુગમાં નો યુગમાં યુગ પ્રાપ્ત થવામાં ૧૭૯૧ ૫૩૭૪૯ ૩૮ ૧૧૫૦ નોંધ – નો યુગ ઊ યુગમાં કંઈક ન્યૂન. ઉક્ત દિવસ અને મુહૂર્ત સંખ્યા નક્ષત્ર સૂર્ય ચંદ્ર, ઋતુ અને અભિવર્ધિત એ પાંચે સંવત્સરોના દિવસોના અને મુહૂર્તોના યોગ, નો યુગની અપેક્ષા છે. સંવત્સરના પ્રારંભ અને અંતની સમાનતા :– (૧) સૂર્ય ચંદ્ર સંવત્સરના ક્રમશઃ ૩૦ અને ૩૧ સંવત્સર વીતવાથી સમાનતા થાય છે. (૨) સૂર્ય સંવત્સરના ૬૦, ૠતુ સંવત્સરના ૬૧, ચંદ્ર સંવત્સરના ૬૨, નક્ષત્ર સંવત્સરના ૬૭ વર્ષ વીતવાથી ચારેય સંવત્સરોની સમાનતા થાય છે અર્થાત્ અંત સમાન હોય છે અને આગળનો પ્રારંભ પણ સાથે થાય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ 280 مياه | | આગમ-કથાઓ (૩) એ પ્રકારે બે(ચંદ્ર, સૂર્ય)ની સમાનતા ૩૦ સૂર્ય સંવત્સરોમાં થાય છે; ચારેયની ૬૦ સૂર્ય સંવત્સરમાં અને પાંચેયની ૭૮૦ સૂર્ય સંવત્સરોમાં સમાનતા થાય છે ત્યારે સૂર્ય સંવત્સર-૭૮૦, ઋતુ સંવત્સર ૭૯૩, ચંદ્ર સંવત્સર ૮૦૬, નક્ષત્ર સંવત્સર ૮૭૧, અભિવધિત સંવત્સર ૭૪૪ થાય છે. (૪) એક યુગમાં સૂર્ય મહિના ૬૦, ઋતુ મહિના ૬૧, ચંદ્ર મહિના ૬૨, નક્ષત્ર મહિના ૬૭, અને અભિવર્ધિત માસ – પ૭ મહિના, ૭ દિવસ અને ૧૧.૩૭+ મુહૂર્ત થાય છે. ઋતુ – (૧) પ્રાવૃટ (૨) વર્ષા (૩) શરદ (૪) હેમંત (૫) વસંત (૬) ગ્રીષ્મ આ ઋતુઓ પ૯-૫૯ દિવસની હોય છે. ચંદ્ર સંવત્સરમાં ૬ તિથિઓ ઘટે છે– (૧) ત્રીજા (૨) સાતમા (૩) અગીયારમા (૪) પંદરમા (૫) ઓગણીસમા (૬) ત્રેવીસમા પક્ષમાં એમ ચંદ્ર ઋતુના ૫૯ દિવસો છે. સૂર્ય સંવત્સરમાં ૬ તિથિઓ વધે છે– ચોથા,આઠમા, બારમાં, સોળમા, વિસમા, ચોવીસમા, પક્ષમાં. આમ સૂર્ય ઋતુના ૬૧ દિવસ હોય છે. આ કારણે ચંદ્ર સંવત્સરના બે મહિના ૫૯ દિવસના હોય છે અને સૂર્ય સંવત્સરના બે મહિના ૬૧ દિવસોના હોય છે. જેથી ચંદ્ર સંવત્સર ૩૫૪ દિવસનો અને સૂર્ય સંવત્સર ૩૬૬ દિવસનો હોય છે. પાંચ ચંદ્ર સંવત્સર ૧૭૭૦ દિવસના અને પાંચ સૂર્ય સંવત્સર ૧૮૩૦ દિવસના હોય છે. ચંદ્ર સંવત્સરમાં ૬૦ દિવસ ઓછા હોય છે. તેને જ મેળવવા માટે પાંચ વર્ષમાં બે મહિના વધારવામાં આવે છે. સૂર્ય સંવત્સરના પ્રારંભિક માધ્યમિક યોગ:- સૂર્ય પ્રથમ મંડલમાંથી બીજા મંડલમાં જાય છે ત્યારે સંવત્સર(વર્ષ)ની શરૂઆત થાય છે અને સૂર્યની પરિક્રમા પણ ત્યાંથી જ પ્રારંભ થાય છે. તે પ્રારંભ સમયમાં ચંદ્ર સૂર્યની સાથે યુગના પાંચ વર્ષોની અપેક્ષા નક્ષત્ર યોગ આ પ્રમાણે છે પરિક્રમા ચંદ્ર-નક્ષત્ર યોગ મુહૂર્ત | સૂર્ય-નક્ષત્ર યોગ મુહૂર્ત ૧ | અભિજિત પ્રથમ સમય પુષ્ય ૧૯ ૨ | મૃગશીર્ષ ૧૧ પુષ્ય ૧૯ | | વિશાખા ૧૩ પુષ્ય | ૧૯ ૪ | રેવતી ૨૫ | ૫ | પૂર્વા ફાલ્ગની | ૨ પુષ્ય | ૧૯ બાહ્ય મંડલથી અંદર પ્રવેશ કરતા સમયે :ક્રમ સમય નક્ષત્ર | મહૂર્ત નક્ષત્ર | મુહૂર્ત | ૧ | પહેલા શિયાળામાં હસ્ત | ૫ | ઉત્તરાષાઢા ચરમ સમય | ૨ | બીજા શિયાળામાં | શતભિષક ૨ | ઉત્તરાષાઢા ચરમ સમય ૩ | ત્રીજા શિયાળામાં | પુષ્ય | ૧૦ | ઉત્તરાષાઢા ચરમ સમય | ૪ | ચોથા શિયાળામાં મૂલ | | ઉત્તરાષાઢા ચરમ સમય | ૫ પાંચમા શિયાળામાં કૃત્તિકા | ૧૮ | ઉત્તરાષાઢા ચરમ સમય આત્યંતર મંડલથી બાહ્ય મંડલ સુધી અને બાહ્ય મંડલથી આત્યંતર મંડલ સુધી; એ સૂર્યની બે આવૃતિઓ(અયન)કહેલ છે. એવી ૧૦ આવૃત્તિઓ એક યુગ (૫ વર્ષ)માં થાય છે. ચંદ્રની એવી આવૃત્તિઓ એક યુગમાં ૧૩૪ થાય છે. ચંદ્રની એક આવૃત્તિ ૧૩.૬૫ + દિવસની હોય છે. સૂર્યની એક આવૃતિ ૧૮૩ દિવસની હોય છે. ૧૮૩ ૪ ૧૦ ઊ ૧૮૩૦ અને ૧૩.૫ ૪૧૩૪ ઊ ૧૮૩૦ થાય છે. સર્ય આવત્તિના પ્રથમ દિવસ :- (૧) શ્રાવણવદી એકમ (૨) માઘવદી સપ્તમી (૩) શ્રાવણવદી તેરસ (૪) માઘ સદી ચોથ (૫) શ્રાવણ સુદી દસમી (દ) માઘવદી એકમ (૭) શ્રાવણ વદી સપ્તમી (૮) માઘવદી તેરસ (૯) શ્રાવણ સુદી ચોથ (૧૦) માઘ સુદી દસમી. છત્રાતિછત્ર યોગઃ ઉપર ચંદ્ર, વચમાં નક્ષત્ર અને નીચે સૂર્ય એ રીતે ત્રણેનો એક સાથે યોગ થાય છે તેને છત્રાતિછત્ર યોગ કહેવાય છે. - દક્ષિણ પૂર્વના મંડલ ચતુર્ભાગના ૨૭/૩૧,(૦.૯)ભાગ જાય અને ૩/૩૧ ,(૦.૧)ભાગ ચતુર્થાશ મંડલના શેષ રહે તે સ્થાને ચંદ્ર, સૂર્ય, નક્ષત્રનો છત્રાતિછત્ર યોગ થાય છે. આ યોગમાં ચિત્રા નક્ષત્ર ચરમ સમયમાં હોય છે. આ ઉક્ત ભાગ આખા મંડલનો ૧૨૪મો ભાગ છે અને ચતુર્ભાગ મંડલનો ૩૧મો ભાગ છે. અર્થાત્ ૨૭ ભાગ ચાલવાથી અને ૨૮મા ભાગનો (૦.૯ નવ ભાગ જતાં અને ૦.૧(એક)-બે વિશાંશ)ભાગ અવશેષ રહે, તે છત્રાતિછત્ર યોગનું સ્થાન છે. તેમજ જુદા-જુદા યોગના કુલ ૧૨ પ્રકાર કહેવાયા છે જેમાં છત્રાતિછત્ર યોગ છઠ્ઠો યોગ પ્રકાર છે. પુષ્ય - ૧૯ | તેરમો પ્રાભૃત ચંદ્રની વધઘટ:- ચંદ્ર માસમાં ર૯.૫ + દિવસ હોય છે. જેના ૮૮૫ ૫ મુહૂર્ત હોય છે. એમાં બે પક્ષ હોય છે. તેથી એક પક્ષમાં ૪૪૨ + મુહૂર્ત હોય છે. એક પક્ષમાં ચંદ્રની હાનિ અને બીજા પક્ષમાં વૃદ્ધિ થાય છે. આથી ૪૪૨ + મુહૂર્ત સુધી ઘટ (હાનિ) થાય છે. તે વદપક્ષ, કૃષ્ણ પક્ષ, અંધકાર પક્ષ છે અને પછી ૪૪૨ + મુહૂર્ત સુધી વૃદ્ધિ થાય છે. તે સુદ પક્ષ, ઉદ્યોત પક્ષ, જયોત્સના પક્ષ છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ jain 281 કથાસાર અમાવસ્યાના દિવસે એક સમયે ચંદ્ર પૂર્ણ આચ્છાદિત(ઢંકાયેલો) રહે છે અને પૂનમના દિવસે એક સમયે ચંદ્ર પૂર્ણ પ્રગટ રહે છે. બાકીના બધા સમયોમાં કંઈક આચ્છાદિત તો કંઈક પ્રગટ રહે છે. એક યુગમાં ૬૨ ચંદ્રમાસ અને ૧૨૪ પક્ષ હોય છે. દર અમાસ, ૨ પૂનમ હોય છે. એના અસંખ્ય સમય હોય છે. અર્થાત્ યુગમાં અસંખ્ય સમય ચંદ્રની હાનિ અને અસંખ્ય સમય વૃદ્ધિ થાય છે. ચંદ્રનું અયન – અર્ધ ચંદ્ર મહિનામાં ચંદ્ર ૧૪ + મંડલ ચાલે છે. અર્થાત્ ૧૪ મંડલ પૂરા પાર કરીને ૧૫માં મંડલનો ૦.૨૬ મો ભાગ | (ચોથો ભાગ) ચાલે છે. સૂર્યના અર્ધ માસમાં ચંદ્ર ૧૬ મંડલ ચાલે છે. આત્યંતરથી બહાર જતા સમયે અમાસના અંતમાં ૦.૦૬ ભાગ મંડલ સ્વ-પર અચલિત મંડલમાં ચાલે છે. પ્રવેશ કરતા સમયે પૂનમના અંતમાં ૦.૦૬ ભાગ મંડલ અચલિતમાં ચાલે છે. લોકરૂઢિથી વ્યક્તિ ભેદની અપેક્ષા ન કરીને કેવળ જાતિ ભેદના આશ્રયથી એવું કહેવાય છે કે ચંદ્ર ૧૪ + મંડલ ચાલે છે, પરંતુ વાસ્તવમાં બે ચંદ્ર મળીને એટલું ચાલે છે. તેથી એક ચંદ્ર ૧૪+ અર્ધ મંડલ ચાલે છે. માટે પ્રથમ અયનમાં ચંદ્ર ૨, ૪, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪ મું અર્ધ મંડલ દક્ષિણમાં અને ૩, ૫, ૭, ૯, ૧૧, ૧૩, ૧૫નો ૦.૨ ભાગ (પાંચમો ભાગ)અર્ધ મંડલ ઉત્તરમાં ચાલે છે. એ પ્રકારે ૭ અર્ધ મંડલ દક્ષિણમાં, ૬.૨ અર્ધ મંડલ ઉત્તરમાં એમ કુલ ૧૩ ૨ અર્ધ મંડલ ચાલવાથી પ્રથમ ચંદ્ર અયન થાય છે. ચંદ્ર, યુગની સમાપ્તિ અંતિમ મંડલમાં પૂનમમાં કરે છે. માટે નવા પ્રથમ અયનને બહારથી આવ્યંતર મંડલમાં પ્રવેશ કરતા સમયે પ્રારંભ કરે છે. બીજું અયન આત્યંતરથી બહાર જતા સમયે કરે છે. - ચંદ્ર, નક્ષત્ર અર્ધ માસમાં ચંદ્ર અર્ધ માસની અપેક્ષા ૧ + અર્ધ મંડલ અધિક ચાલે છે. પૂર્ણ માસની અપેક્ષા બમણા સમજવા. તેથી ઉક્ત ૧૩.૨ અર્ધ મંડલ નક્ષત્ર અર્ધ માસથી કહેલ છે. ચંદ્રના ચલિત અચલિત માર્ગ:- બીજા અયનમાં આવ્યંતરથી બહાર જતા સમયે ચંદ્ર ઉત્તરમાં ૦.૮ અવશેષ ભાગ અર્ધ મંડલના ચાલીને, પછી બીજા મંડલના ૦.૨ ભાગ દક્ષિણમાં અર્ધ મંડલના ચાલીને બીજા અયનનું પ્રથમ અર્ધ મંડલ પૂર્ણ કરે છે. આ રીતે ૧૩ ૨ મંડલ પાર કરીને બીજાં અયન પૂર્ણ કરે છે ત્યારે ૭.૮ ભાગ પૂર્વમાં પરચલિતમાં ચાલે છે. ૭.૨ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે અને પશ્ચિમમાં ૬.૮ ભાગ પર ચલિત ઉપર ચાલે છે. ૬ ૨ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે. અવશેષ ૨.૨ ભાગ અચલિત ઉપર ચાલે છે. આમાં આત્યંતર મંડલમાં ૦.૨ અને બાહ્ય મંડલમાં ૦.૨ ભાગ અચલિત ઉપર ચાલે છે. ત્રીજા અયનમાં બહારથી અંદર જતાં સમયે પહેલા મંડલમાં ૦.૬૧ બંનેના ચલિત ઉપર ચાલે છે. ૦.૨ ભાગ પરચલિત ઉપર અને ૦.૨ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે. એટલું જ બીજા મંડલમાં ચાલે છે. ત્રીજા મંડલમાં ૦.૧૨ બંનેના ચલિત પર ચાલે છે. આ રીતે આખા મહિનામાં ૧૩.૮ + ૨.૨ પરચલિત પર, ૧૩.૨ પોતાના ચલિત ઉપર, ૨.૬ + ૨.૨ + ૦.૧૨ ઉભય. ચલિત ઉપર ચાલે છે. અને ૨ ૨ અચલિત પર ચાલે છે. ચૌદમો પ્રાભૃત શુકલ પક્ષમાં નિરંતર પ્રકાશ વધે છે. વદ પક્ષમાં નિરંતર અંધકાર વધે છે. શેષ વિવરણ તેરમા પ્રાભૃતના પ્રારંભમાં કહ્યા અનુસાર છે. ૧/૧૫ ભાગ ચંદ્ર પ્રતિ દિન આવૃત્ત અનાવૃત્ત થાય છે. પંદરમો પ્રાભૃત ગતિ(ચાલ) - બધાથી ધીમી ગતિ ચંદ્રની છે. એનાથી સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાની ક્રમશઃ વધારે–વધારે ગતિ છે. ચંદ્ર એક મુહૂર્તમાં પોતાના મંડલનો ૧૭૬૮/૧૦૯૮૦૦ ભાગ ચાલે છે. સૂર્ય એક મુહૂર્તમાં પોતાના મંડલનો ૧૮૩૦/૧૦૯૮૦૦ ભાગ ચાલે છે. નક્ષત્ર એક મહુર્તમાં પોતાના મંડલનો ૧૮૩૫/૧૦૯૮00 ભાગ ચાલે છે. ચંદ્રથી સૂર્ય ૬૨ ભાગ વધારે ચાલે છે. ચંદ્રથી નક્ષત્ર ૬૭ ભાગ વધારે ચાલે છે. સૂર્યથી નક્ષત્ર પાંચ ભાગ વધારે ચાલે છે. ગતિ સાથે યોગનો સંબંધ – આ ગતિની હીનાધિકતાના કારણે ચંદ્રની સાથે નક્ષત્ર થોડો સમય ચાલીને યોગ જોડીને આગળ વધી જાય છે. પછી પાછળ- વાળું નક્ષત્ર આગળ વધીને સાથે થઈ જાય છે અને જોગ જોડે છે. આ પ્રકારે એક એક નક્ષત્ર ક્રમશઃ ૧૫, ૩૦ કે ૪૫ મુહૂર્ત યોગ જોડીને આગળ નીકળી જાય છે. આટલા મુહૂર્ત સાથે રહેવાનું કારણ એ છે કે નક્ષત્રોનો સીમા વિખંભ વિમાનની આગળ પાછળ પણ બહુ હોય છે. એ સીમા જ્યારે ચંદ્રની સીધમાં રહે છે ત્યારે યોગ એજ નક્ષત્રનો ગણવામાં આવે છે. એની સીમા સમાપ્ત થવા પર પાછળ– વાળા નક્ષત્રની આગળની સીમા ચંદ્રની સીધમાં આવે છે. પછી એનું વિમાન અને પછી એની પાછલી સીમા. આમ પુરી સીમાની અપેક્ષા એટલા વધારે અર્થાતુ ૪૫ મુહૂર્ત સુધી યોગ કહેલ છે. આ રીતે ચંદ્રની સાથે ગ્રહોનો યોગ ક્રમ પણ ઉત્તરોત્તર મુહૂર્તોમાં ચાલતો રહે છે. સૂર્ય અને નક્ષત્રની ગતિમાં વધારે અંતર નથી માટે આ બન્નેનો યોગ અનેક દિવસો સુધી ચાલે છે. જેથી ૨૮ નક્ષત્રોનો યોગ થવામાં ૧ વર્ષ પૂર્ણ થઈ જાય છે. જ્યારે કે ચંદ્રની સાથે આ બધા નક્ષત્ર એક મહિનામાં યોગ પૂર્ણ કરે છે. એમના યોગકાળનું વર્ણન ૧૦મા પ્રાભૃતના બીજા પ્રતિ પ્રાભૃતમાં કહ્યું છે. આ જ રીતે સૂર્ય અને ૮૮ ગ્રહોનો યોગ કાળ પણ એક વર્ષમાં પૂર્ણ થાય છે. ચંદ્ર-સૂર્ય-નક્ષત્રની મંડલ ગતિ:| માસ આદિમાં ચંદ્ર મંડલ ગતિ | સૂર્ય મંડલ ગતિ નક્ષત્ર મંડલ ગતિ નક્ષત્ર માસમાં ૧૩ + ૧૩ + ૧૩+ ચંદ્ર માસમાં ૧૪+ ૧૪+ ૧૪ + ઋત માસમાં ૧૪+ ૧૫ + ૧૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 282 સૂર્ય માસમાં ૧૪ + ૧૫ + અભિવદ્ધિ માસમાં | ૧૫ + | ૧૫ + એક અહોરાત્રમાં ૧/૨ માં ઓછું ૧/૨ | એક મંડલ ચાલવાનો સમય ૨+ દિન | ૨ દિવસ એક યુગમાં ८८४ | ૯૧૫ ૧૫ + ૧૬ + ૧/૨ થી વધુ ૨ દિવસમાં ઓછું ૯૧૭.૫ સોળમો પ્રાભૃત લક્ષણ :- (૧) ચંદ્રનું લક્ષણ પ્રકાશ કરવાનું છે. (૨) સૂર્યનું લક્ષણ પ્રકાશ અને તાપ કરવાનું છે. (૩) છાયા (ચંદ્રઆચ્છાદન-સૂર્યઆચ્છાદન)નું લક્ષણ અંધકાર કરવાનું છે. (સૂર્યગ્રહણ–ચંદ્રગ્રહણ) સત્તરમો પ્રાભૃત ચયાપચયઃ- ચંદ્ર સૂર્ય દેવ સાધિક એક પલ્યોપમ સ્થિતિ પૂર્ણ થતાં, એક ચવે છે, બીજા ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે પરંપરાથી અનંતકાળ સુધી થતું રહે છે. ચંદ્ર સૂર્ય વિમાનમાં પણ પૃથ્વીકાયના પુગલ ચવતા રહે છે અને નવા આવતા રહે છે. અઢારમો પ્રાભૃત ઊંચાઈ - (૧) સમભૂમિથી સૂર્ય વિમાન ૮00 યોજન ઊંચાઈ પર છે. ૮૮૦ યોજન ઊંચાઈ પર ચંદ્ર વિમાન છે. ૭૧૦ યોજનથી ૯૦૦ યોજનની વચમાં ગ્રહ, નક્ષત્ર તારા વિમાન છે (૨) ચંદ્ર સૂર્યની નીચે પણ તારા વિમાન છે અને ઉપર પણ તારા વિમાન છે. આ ઉપર નીચેના તારા વિમાનમાં રહેનારા દેવ ચંદ્ર સૂર્ય વિમાનવાસી દેવોની અપેક્ષા કોઈ અલ્પ ઋદ્ધિવાળા પણ છે અને કોઈ તુલ્ય(સમાન) પણ છે. પૂર્વ ભવની તપ આદિ આરાધનાના કારણે એમ સંભવ છે, તે પણ ઇન્દ્ર સિવાયના દેવોની અપેક્ષાએ સમજવું. કારણ કે સામાન્ય સૂર્ય દેવોની ઉમર જઘન્ય ૧/૪ પલ્યોપમ હોઈ શકે છે અને તારા વિમાનવાસી દેવોની ઉત્કૃષ્ટ ઉમર ૧/૪ પલ્યોપમની હોય છે. તેથી સ્થિતિની અપેક્ષા જે સમાન છે તે સમાન ઋદ્ધિવાળા હોઈ શકે છે. પછી ભલે એ ઉપરના વિમાનમાં હોય કે નીચેના વિમાનમાં હોય. સૂર્ય ચંદ્રના ઇન્દ્રથી વિશેષ ઋદ્ધિવાળા તારા દેવ નથી હોતા કારણ કે એમની સ્થિતિ ઈન્દ્રથી વધારે કે સમાન હોતી નથી. દેવોની ઋદ્ધિની મહત્તા, ન્યૂનતામાં સ્થિતિનું પ્રમખ કારણ હોય છે. (૩) ચંદ્ર સૂર્ય બને બલદેવ વાસુદેવની જેમ હોય છે. તે બંનેની રાજ્ય ઋદ્ધિ એક જ હોય છે. પછી ભલે એને બલદેવની ઋદ્ધિ કહો કે વાસુદેવની. એજ પ્રકારે ચંદ્ર અને સૂર્ય બન્નેનો સંયુક્ત પરિવાર છે. ૨૮ નક્ષત્ર ૮૮ ગ્રહ ૬૬૯૭૫ ક્રોડા ક્રોડી તારા આ એક સૂર્ય ચંદ્રનો પરિવાર છે. (૪) મેરુથી જ્યોતિષી દૂર રહે છે- ૧૧૨૧ યોજન અને લોકાંતથી જ્યોતિષી દૂર રહે છે-૧૧૧૧ યોજન. (૫) જ્યોતિષી ક્ષેત્રમાં (૧) અભિજિત નક્ષત્ર બધા નક્ષત્રોમાં મેરુથી અધિક નજીક છે અને આત્યંતર મંડલમાં છે. (૨) મૂળ નક્ષત્ર બધાથી વધારે બાહ્ય ક્ષેત્ર સુધી લવણ સમુદ્રમાં છે. (૩) સ્વાતિ નક્ષત્ર બધાથી ઉપર છે અને (૪) ભરણી નક્ષત્ર બધા નક્ષત્રોથી નીચે છે. (૬) ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા બધાના વિમાન અર્ધ કપીત્ય(કોઠા) ફળના આકારવાળા હોય છે. બધા નીચે સમતલ–ઉપરથી ગોળ ગુંબજના સમાન આકારવાળા હોય છે. સર્વ સ્ફટિક રત્નમય છે. તપનીય સુવર્ણની રેતી વિમાનમાં પથરાયેલી હોય છે. (૭) લંબાઈ પહોળાઈ આદિ આ પ્રમાણે છે– નામ | આયામ | બાહલ્ય | વાહકદેવ | સ્થિતિ | દેવીની વિખંભ જઘન્ય | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિ ચંદ્ર ૦.૯૨ યો. ૦.૪ | ૧૬૦૦૦ ૧/૪ પલ. ૧ ૫. ૧ લા. વર્ષ ૧/૨ પલ. ૫૦ હ. સૂર્ય ૦.૭૯ યો. ૦.૩૯ | ૧૬૦૦૦] ૧/૪ પલ. ૧૫. ૧ હ. વર્ષ | ૧/૨ પલ. ૫૦૦.. | ગ્રહ | ૨ કોશ | ૧ કોશ | ૮૦૦૦ | ૧/૪ પલ. | ૧ પલ. | ૧/૨ પલ.. નક્ષત્ર ૧ કોશ | ૧/૨ કોશ ૪000 | ૧/૪ પલ. ૧/૨ પલ. | ૧/૪ પલ. સાધિક | તારા | ૧/૨ કોશ | ૫૦૦ ધ. | ૨000 | ૧/૮ પલ. ૧/૪ પલ. ૧/૮ પલ. સાધિક સૂચના:- ચાર્ટમાં યો. ઊ યોજન, ધ. ઊ ધનુષ, ૫. ઊ પલ્યોપમ, પલ. ઊ પલ્યોપમ, લા. ઊ લાખ, હ. ઊ હજાર. ચંદ્ર અને સૂર્યની દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિમાં પ૦ હજાર. અને પ00 વર્ષ સમજવા. (૮) તારા, નક્ષત્ર, ગ્રહ, સૂર્ય, ચંદ્ર ક્રમશઃ એક બીજાથી મહદ્ધિક હોય છે, જાતિ વાચકની અપેક્ષાથી. વ્યક્તિગત અપેક્ષાથી સ્થિતિ અનુસાર યથાયોગ્ય હીનાધિક થઈ શકે છે. અર્થાત્ સમાન સ્થિતિ હોય તો આ ક્રમિક મહદ્ધિકતા સમજવી. Page #284 -------------------------------------------------------------------------- ________________ jain 283 કથાસાર (૯) હાથી, ઘોડા, બળદ અને સિંહના આકારમાં વાહક દેવ ચારે દિશાઓમાં વિમાનની નીચે રહે છે. આ કેવલ ઔપચારિકતા માત્ર છે. વિમાન સ્વાભાવિક રીતે અનાદિથી ગતિ કરે છે. ચાર્ટમાં જેટલા વાહક દેવ કહ્યા છે એને ચાર ભાગોમાં વિભાજીત કરી ચારે દિશાઓમાં સમજી લેવું જોઈએ. (૧૦) મેરુ પર્વત અને નિષધ નીલ પર્વતોનાં કૂટના કારણે તારાઓનું પરસ્પર અંતર જઘન્ય ૨૬૬ યોજન છે, ઉત્કૃષ્ટ ૧૨૨૪૨ યોજન છે. સ્વાભાવિક અંતર જઘન્ય ૫૦૦ ધનુષ, ઉત્કૃષ્ટ ૨ કોશ છે. ચંદ્ર સૂર્યનો દેવી પરિવાર જીવાભિગમ સૂત્રમાં અને સુખ ભોગ સંબંધી વર્ણન ભગવતી સૂત્રમાં શ. ૧૨, ઉ. ૬માં છે. ઓગણીસમો પ્રાભૃત (૧) જંબૂદ્વીપમાં બે સૂર્ય, બે ચંદ્ર, ૫૬ નક્ષત્ર, ૧૭૨ ગ્રહ, ૧૩૩૯૫૦ ક્રોડાકોડી તારા છે. આગળ પ્રત્યેક દ્વીપ સમુદ્રમાં વધારે વધારેની સંખ્યા છે. જીવાભિગમ સૂત્રમાં જુઓ. સંપૂર્ણ લોકમાં અસંખ્ય સૂર્ય અને અસંખ્ય ચંદ્ર છે અને એ બધાનો પોતાનો સ્વતંત્ર પરિવાર છે. | (૨) નક્ષત્ર અને તારા હંમેશાં એક મંડલમાં રહીને પરિક્રમા કરે છે. સૂર્ય, ચંદ્ર ગ્રહોના મંડલ બદલતા રહે છે. આ બધા પોત પોતાના મંડલમાં મેરુ પર્વતની પરિક્રમા કરે છે. (૩) આ સૂર્ય, ચંદ્ર આદિ ઊંચાઈની અપેક્ષા જયાં છે ત્યાં જ રહે છે. નીચે કે ઊંચે નથી થતા, એ જ ઊંચાઈમાં મંડલ પરિવર્તન કરે છે. (૫) બાહ્યથી આત્યંતર મંડલમાં આવતા સમયે સૂર્યનું તાપ ક્ષેત્ર વધે છે અને બહાર જતા સમયે ઘટે છે. ચંદ્રની નીચે ચાર અંગુલ દૂર નિત્ય રાહુનું વિમાન ચાલે છે. એક દિવસમાં ૧/૧૫ ભાગ ચંદ્ર ઘટવધ થાય છે અને ૨ ભાગ કરવાની અપેક્ષાએ સ્થૂળ દષ્ટિથી ૪ો ૨ ભાગ પ્રતિ દિન વધે ઘટે છે. (૬) મનુષ્યક્ષેત્રમાં સૂર્ય ચંદ્ર આદિ ચાલે છે. તેનાથી બહાર બધા ચંદ્ર, સૂર્ય પોતાના સ્થાને જ સ્થિર છે. (૭) ધાતકી ખંડના આગળ આગળના દ્વીપ સમુદ્રોમાં એના પછીના પૂર્વના દ્વીપ સમુદ્રની સૂર્ય સંખ્યાથી ત્રણ ગણા કરીને એની અંદર બધા દ્વીપ સમુદ્રોના સૂર્યની સંખ્યા ઉમેરવાથી જે રાશિ આવે તેટલા સૂર્ય, ચંદ્ર અને એના પરિવાર હોય છે. (૮) અઢી દ્વીપની બહાર ચંદ્રની સાથે અભિજિત નક્ષત્રનો યોગ છે અને સૂર્યની સાથે પુષ્યનક્ષત્રનો યોગ રહે છે. આ પ્રકારે તે હંમેશાં સ્થિર હોય છે. ત્યાં પ્રત્યેક સૂર્ય–સૂર્યનું અને ચંદ્ર-ચંદ્રનું પરસ્પર અંતર 1,00,000(એક લાખ) યોજન છે તથા સૂર્ય અને ચંદ્રનું અંતર ૫૦ હજાર યોજનાનું હોય છે. (૯) જ્યોતિષીના ઈન્દ્રનો વિરહ ૬ મહિનાનો હોઈ શકે છે. એ સમયે ૪-૫ સામાનિક દેવો મળીને એ સ્થાન સંબંધી કાર્યની પૂર્તિ કરે છે. (૧૦) દ્વીપ સમુદ્રનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં જુઓ. નોટ – ગ્રહોના મંડલ આદિનું સ્પષ્ટીકરણ આગમમાં નથી. અર્થાત્ એમના મંડલ કેટલા છે? મુહૂર્ત ગતિ કેટલી છે? ઈત્યાદિ કોઈ પણ વર્ણન ઉપલબ્ધ નથી. વીસમો પ્રાભૃત (૧) ચંદ્ર, સૂર્યને કોઈ અજીવ પુલ છે એમજ માને છે. રાહુને પણ ૧૫ પ્રકારના કાળા પુગલ માને છે અને કોઈ જીવ પણ માને છે. વાસ્તવમાં આ બધા વિમાન છે અને એના સ્વામી ચંદ્ર, સૂર્ય, રાહુ આદિ મહાન ઋદ્ધિ સંપન્ન વૈક્રિય શક્તિ સંપન્ન દેવ છે. (૩) વાસ્તવમાં રાહુ મહદ્ધિક દેવ છે. એના પાંચ રંગના વિમાન છે. કાળા રંગ- વાળા વિમાન સૂર્ય, ચંદ્રને આચ્છાદિત કરે છે. અર્થાત્ મનુષ્યો અને સૂર્ય, ચંદ્રની વચમાં રાહુ આવી જાય છે. તેથી જોવામાં બાધક થઈ જાય છે અને એમના પ્રકાશને આચ્છાદિત કરી દે છે. આ રાહુવિમાન સૂર્ય ચંદ્રની પાસે નીચે આવી જાય છે. ત્યારે મનુષ્ય લોકમાં સૂર્ય, ચંદ્ર પૂર્ણ નથી દેખાતા. એમના પ્રકાશ પુંજ પણ અપૂર્ણ જેવા થઈ જાય ત્યારે સૂર્ય, ચંદ્ર ખંડિત કે આચ્છાદિત દેખાય છે. નિત્યરાહુ ચંદ્રના પૂર્ણ દેખાવમાં હંમેશાં બાધક બની રહે છે. કાંઈને કાંઈ ઓછું હીનાધિક સીધમાં આવતો રહે છે, સરકતો રહે છે. પર્વ રાહુ, સૂર્ય, ચંદ્ર બન્નેની નીચે ક્યારેક ક્યારેક આવે છે. એના પુગલ નિત્ય રાહુથી પણ વધારે કાળા હોય છે. (૪) પર્વ રાહુ ચંદ્રની નીચે ઓછામાં ઓછા ૬ મહિના પછી આવે છે અને ઉત્કૃષ્ટ ૪૨ મહિના પછી આવે છે. એનાથી, વધારે સમય નથી જતો. સૂર્યની નીચે આવતા ઓછામાં ઓછા ૬ મહિનાનો સમય વ્યતીત થઈ જાય છે અને ઉત્કૃષ્ટ ૪૮ વર્ષ સુધી પણ કયારેક એ પર્વરાહુ સૂર્યની નીચે, આડે નથી આવતો. (૫) રાહુના દ્વારા ચંદ્ર, સૂ દ્ર, સર્ય– પર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કયાંય પણ આચ્છાદિત કરી શકાય છે. કારણ કે એ ત્રણે મંડલ પરિવર્તિત કરે છે. એક જ મંડલમાં નથી ચાલતા. એ કારણે આચ્છાદિત થતા સૂર્ય ચંદ્ર વિવિધ આકારમાં(આડા, ઊભા, તિરછા, બેઠા, સુતા ઈત્યાદિ કલ્પિત આકારોમાં) દષ્ટિ ગોચર થાય છે, માનવામાં કે કહેવામાં આવે છે. વાસ્તવમાં આ સર્વેય આચ્છાદિત થવાના વિવિધ પ્રકાર છે અને મંડલ પરિવર્તનના કારણે એમ બને છે. (૭) ચંદ્ર વિમાનનું નામ મૃગાંક છે. તે સુંદર સુરૂપ છે. તે દેવ પણ સુંદર, સૌમ્ય, ક્રાંતિવાળા હોય છે. એટલા માટે ચંદ્રને શશિ પણ કહેવામાં આવે છે. વિમાનના રત્નોની પ્રભામાં કંઈક હીનઅધિક એવં વિશેષતા એ પ્રકારની છે કે જેમાં મનુષ્ય લોકમાં દેખાતા ચંદ્રની વચમાં મૃગ જેવા આકારનો આભાસ થાય છે. (૮) લોકમાં સમય, આવલિકા, મુહૂર્ત, દિવસની આદિ કરનારો સૂર્ય જ છે. સૂર્યોદયથી નવો વર્ષ, નવા દિવસ, નવા યુગ અને ઉત્સર્પિણી-અવસર્પિણીનો પ્રારંભ થાય છે, આદિ થાય છે માટે એને આદિત્ય કહેવામાં આવે છે. દિવસ અને રાત પણ સૂર્યની પ્રમુખતાથી થાય છે. આકાશ મંડલમાં પ્રકાશ અને તાપરૂપે પણ સૂર્યનું સામ્રાજય છે. સૂર્યના અભાવથી અંધકાર એવં રાત થાય છે. દિવસે એના સમકક્ષ ચંદ્ર આદિ બધા પ્રકાશમાન પદાર્થ ફિક્કા નજરે પડે છે. આ રીતે સૂર્ય કાળ, દિવસ, સંવત્સર, યુગ વિગેરેની આદિનું અને નિર્માણનું પ્રધાન નિમિત્ત છે. એટલા માટે એને આદિત્ય કહેવામાં આવ્યો છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 284 ટિપ્પણ: આ કારણે પંચાંગનું નિર્માણ કરનારા સૂર્યોદયની પ્રધાનતાથી જ તિથિ, તારીખ સૂચિત કરતા થકા સંપૂર્ણ પંચાંગ બનાવે છે. (૯) જ્યોતિષી દેવોના કામ ભોગ જનિત સુખ આદિનું ઉપમાં યુક્ત વર્ણન ભગવતી સૂત્રમાં કથિત વર્ણનની સમાન સમજવું. (૧૦) ગ્રહ ૮૮ છે. એમના અલગ-અલગ ૮૮ નામ સૂત્રમાં છે. જેમાંથી શનિશ્ચર, ભસ્મ, ધૂમકેતુ, બુધ, શુક્ર, બૃહસ્પતિ, રાહુ, કાલ, મહાકાલ, એક જટી, કિજટી, કેતુ આદિ ગ્રહોના નામ લોકમાં વિશેષ પ્રચલિત એવં પરિચિત છે. ઉપસંહાર:- વિનયવાન, વૈર્ય સંપન અને અનેક યોગ્યતાઓથી યુક્ત શિષ્ય માટે જ આગમનું અધ્યયન ગુણ વૃદ્ધિ કરવાવાળું બને છે. અવિનીત, ઘમંડી, કુતુહલી, અસ્થિર પરિણામી, વિષમભાવીને આગમ જ્ઞાનનું સાચું પરિણમન થતું નથી. આગમ સદા કંઠસ્થ પરંપરામાં જ બધા તીર્થકરોના શાસનમાં ચાલે છે. ત્યારે જ ઉક્ત ઉપસંહાર સૂચિત નિર્દેશનું યથાર્થ પાલન થાય છે. પરંતુ હુંડા અવસર્પિણીના ચોવીસમાં તીર્થકરના આ શાસનમાં ઘણા કારણોથી આગમોના લેખન અને પ્રકાશનનો યુગ ચાલે છે. એમાં ઉક્ત | નિર્દેશનું પાલન વિકૃત થઈ રહ્યું છે. અર્થાત્ યોગ્ય અયોગ્ય કોઈ પણ વાંચી શકે છે. આર્ય અનાર્ય કોઈ પણ વ્યક્તિ આ સૂત્રોની નકલ કરીને પોતાની પાસે રાખી શકે છે અને પ્રકાશિત થવાથી તે નિયમ, નિયમ સુધી જ રહે છે. અને કંઈક(ઘણા) મનમાની અધ્યયન પણ કરે છે અને ઘણા યોગ્ય હોવા છતાં પણ યોગ્ય સમયે અધ્યયન નહીં કરીને અન્ય પ્રવૃત્તિમાં લાગી જાય છે. પ્રત્યેક આગમ જીજ્ઞાસુએ આ ઉપલબ્ધ ભાષાંતરિત આગમોથી ગુણવૃદ્ધિનો વિવેક રાખવો જોઈએ. ગંભીરતા, નમ્રતા ગુણોમાં ઉપસ્થિત રહીને અને લક્ષ્યને કાયમ રાખીને જ જ્ઞાન વૃદ્ધિ કરવી જોઈએ. આવું કરવાથી યુગની ઉપલબ્ધિનો લાભ લેવા છતાં પણ હાનિથી બચી શકાય છે. આ જ સામાન્ય પાઠકો અને સાધકો માટે શ્રેયસ્કર છે. પ્રસ્તુત આગમ સારાંશ લેખન પણ એવા જ યુગની આવશ્યકતાની પૂર્તિ હેતુ છે અને અત્યંત સરળ રીતે આવશ્યક શેય તત્ત્વોને સામાન્ય જિજ્ઞાસુ સાધકો, પાઠકોની અપેક્ષાએ તૈયાર કરવામાં આવ્યું છે. માટે વિવેકપૂર્વક ગુણોની વૃદ્ધિ કરતા જતાં વિનય તેમજ સરલતાની સાથે આનું અધ્યયન કરવુ જોઈએ. જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સંપૂર્ણ પરિશિષ્ટ - ૧ :-જ્ઞાતવ્ય ગણિત (૧) સૂર્ય એક વર્ષના ૩૬૬ દિવસોમાં ૧૮૪ મંડલમાં સંચરણ કરે છે. જેમાં પહેલા અને અંતિમમાં એકવાર અને શેષ ૧૮૨ માં બે વાર એવી રીતે ૧૮૦ x ૨ + ૨ ઊ ૩૬૬ દિવસ એક વર્ષમાં થાય છે. ૫ વર્ષનો યુગ કહેવાય છે. અતઃ ૩૬૬ ૪ ૫ ઊ ૧૮૩). દિવસનો યુગ હોય છે. એના જ આધારથી ચન્દ્ર નક્ષત્ર આદિના માસ દિવસ આદિ કાઢવામાં આવે છે. મુખ્યતા સૂર્ય વર્ષથી જ છે. યુગ પણ સૂર્ય સંવત્સરના દિવસોનો યોગ છે. શેષ ચન્દ્ર નક્ષત્ર આદિના માસ વર્ષ આદિનો આમાં સમવતાર કરવામાં આવે છે. એટલે જ બધા જ્યોતિષોમાં સૂર્ય લોકવ્યવહારમાં પ્રધાન છે. યુગ તિથિ આદિનો આદિ કર્તા પ્રારંભ કર્તા છે, એટલે જ લૌકિક પંચાગમાં સૂર્યના ઉદયની મુખ્યતાથી તિથિઓ અંકિત કરવામાં આવે છે. (૨) ચંદ્રની સાથે શતભિષક નક્ષત્ર ૧૫ મુહૂર્ત યોગ કરે છે અર્થાત્ અ દિવસ યોગ કરે છે અને એક દિવસના ૨૭ ભાગની અપેક્ષા ૬૭ X ૧/ર ઊ ૩૩ ૧/ર ભાગ દિવસ. સૂર્યની સાથે એના પાંચમા ભાગ જેટલા દિવસના યોગ હોય છે. દિવસ ૨૧ મુહૂર્ત. ૩૦ મુહૂર્તવાળાના એનાથી બે ગણા ૪૫ મુહૂર્તવાળાના એનાથી ત્રણ ગણા હોય છે. અર્થાત્ ચંદ્રના યોગ કાલથી સૂર્યના યોગ કાલ ૬૭/૫ ગણા હોય છે. (૩) એક યુગ ૧૮૩) અહોરાત્રનો હોય છે. જેમાં સૂર્ય ૧૮૩૦ અર્ધ મંડલ ગતિ કરે છે. ચંદ્ર ૧૭૬૮ અર્ધ મંડલ ગતિ કરે છે. નક્ષત્ર ૧૮૩૫ અર્ધ મંડલ ગતિ કરે છે. અતઃ એક અહોરાત્રમાં સૂર્ય અર્ધ મંડલ, ચંદ્ર અર્ધ મંડલ અને નક્ષત્ર અર્ધ મંડલ ગતિ કરે છે. અર્થાતુ એક અહોરાત્રમાં સૂર્ય એક અર્ધ મંડલ, ચંદ્ર એક અર્ધ મંડલમાં કંઈક ભાગ ઓછું, નક્ષત્ર એક અર્ધ મંડલથી કંઈક ભાગ અધિક ચાલે છે. જ્યારે ચંદ્રને ૧૭૬૮ અર્ધ મંડલમાં ૧૮૩૦ દિવસ લાગે છે. ત્યારે ૧ અર્ધ મંડલમાં સાધિક એક દિવસ. અને એક પૂર્ણ મંડલમાં સાધિક ૨ દિવસ લાગે છે. પરિશિષ્ટ – ૨: નક્ષત્ર તત્વ વિચાર (નક્ષત્રનો થોકડો) બાર દ્વારોથી અહીં નક્ષત્રોનો વિચાર કરવાનો છે. યથા– (૧) નક્ષત્ર નામ (૨) આકાર (૩) તારા સંખ્યા (૪) મંડલમાં નક્ષત્ર (૫) રાત્રિ વાહક (૬) મંડલ સંબંધ (૭) યોગ (૮) સીમા વિખંભ (૯) યોગકાલ (૧૦) મુહૂર્ત ગતિ (૧૧) મંડલઅંતર (૧૨) માસ સંવત્સર કાલમાન. (૧ થી ૩) નામ આકાર તારા – એમનો ચાર્ટ ૧૦ મા પ્રાભૃતના આઠમા નવમા પ્રતિ પ્રાભૃતમાં આપવામાં આવ્યો છે. (૪) મંડલમાં નક્ષત્ર :- નક્ષત્રના આઠ મંડલ છે એમાં નક્ષત્ર આ પ્રકારે છે– (૧) પહેલા મંડલમાં - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષક, પૂર્વાભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાલ્ગની, ઉત્તરા ફાલ્ગની અને સ્વાતિ એ ૧૨ નક્ષત્ર છે.(૨) બીજા મંડલમાં – પુનર્વસુ, મઘા એ બે છે.(૩) ત્રીજા મંડલમાં – કૃતિકા. (૪) ચોથા મંડલમાં – ચિત્રા, રોહિણી (૫) પાંચમા મંડલમાં – વિશાખા (૬) છઠ્ઠા મંડલમાં – અનુરાધા (૭) સાતમા મંડલમાં – જયેષ્ઠા (૮) આઠમા મંડલમાં – મૃગશીર્ષ, આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્ર છે. (૫) રાત્રિ વાહક – આનો ચાર્ટ દસમા પ્રાભૃતના દસમાં પ્રતિપ્રાભૃતમાં છે. (૬) મંડલ સંબંધ:- (૧) ચંદ્રના મંડલથી નક્ષત્ર મંડલનો સંબંધ – ૧, ૩, ૬, ૭, ૮, ૧૦, ૧૧ અને ૧૫.(૨) નક્ષત્ર મંડલનો સૂર્યના મંડલથી સંબંધ – ૧, ૨, ૭, ૮ (૩) સૂર્ય મંડલનો ચંદ્ર મંડલથી સંબંધ – ૧, ૨, ૩,૪,૫, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ (૪) ચંદ્ર Page #286 -------------------------------------------------------------------------- ________________ jain 285 કથાસાર મંડલ સાથે સૂર્ય અને નક્ષત્ર મંડલનો અર્થાત્ ત્રણેનો મંડલ સંબંધ :– ચંદ્રનો ૧–૩–૧૧–૧૫. નક્ષત્રનો ૧–૨–૭–૮. સૂર્યનો ૧-૨૭–૧૪૪-૧૮૪. (૭) જોગ ઃ– ક્રમ નક્ષત્ર ૧ ૬-નક્ષત્ર મૃગશીર્ષ આદિ ૧૨-નક્ષત્ર અભિજિત આદિ ૨ ૩ ૪ દક્ષિણ અને પ્રમર્દ ૭–કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા અનુરાધા ૨–પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા ૧–જ્યેષ્ઠા ૫ પ્રમર્દ = (૮) સીમા વિષ્ફભ :– પોત પોતાના મંડલના ૧૦૯૮૦૦ ભાગમાંથી નિમ્ન ભાગ પ્રમાણ આ નક્ષત્રોનો સીમા વિખંભ (પોતાનો યોગ ક્ષેત્ર) છે. ૬૩૦ ભાગ ૧૦૦૫ ભાગ ૨૦૧૦ ભાગ ૩૦૧૫ ભાગ (૯) યોગ કાલ :– યોગ દક્ષિણ યોગ ઉત્તર યોગ ત્રણે યોગ નક્ષત્ર અભિજિત ૬ નક્ષત્ર ૧૫ નક્ષત્ર ૬ નક્ષત્ર (૧૦) મુહૂર્ત ગતિ : સૂર્ય ચંદ્ર નક્ષત્ર અભિજિત શતભિષક, ભરણી, આદ્દા, અશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા શ્રવણ ધનિષ્ઠા આદિ- ૧૫. (પ્રામૃત ૧૦/૨) ઉત્તરા ભાદ્રપદ, રોહિણી, પુનર્વસુ, ઉત્તરા– ફાલ્ગુની વિશાખા, ઉત્તરાષાઢા ચંદ્રની સાથે ૯ + મુહૂર્ત ૧૫ મુહૂર્ત ૩૦ મુહૂર્ત ૪૫ મુહૂર્ત પ્રથમ મંડલ પર૫૧ + ૫૦૭૩+ ૫૨૫+ ૧ ૨ (૧૧) મંડલ અંતર :- સૂર્ય વિમાન ૪૮/૬૧ યોજન, ચંદ્ર ૫૬/૬૧ યોજન, નક્ષત્ર વિમાન એક કોશ છે. આ લંબાઈ પહોળાઈ છે. ઊંચાઈ એનાથી અડધી છે. આઠ નક્ષત્ર મંડલમાં સાત અંતર |9||5 (૧) ૭૨+ (૨) ૧૦૯ +(૩) ૩૬+ (૪) ૩૬+ (૫) ૭૨+ (૬) ૩૬+ (૭) ૧૪૫ + સૂર્ય મંડલનું અંતર ૨–૨ યોજન છે. ચંદ્ર મંડલનું ૩૫ + યોજનનું અંતર છે. (૧૨)પાંચ સંવત્સરનું કાળમાન :– ક્રમ સંવત્સર સૂર્યની સાથે ૪ દિવસ ૬ મુહૂર્ત ૬ દિવસ ૨૧ મુહૂર્ત નક્ષત્ર ૧૩ દિવસ ૧૨ મુહૂર્ત ૨૦ દિવસ ૩ મુહૂર્ત | ચંદ્ર છેલ્લું મંડલ ૫૩૦૫ + ૫૧૨૫+ ૫૩૧૯+ માસના દિવસ ૨૭+ ૨૯ + ૩૦ ૩૦+ અભિવર્ધિત ૩૧+ ઋતુ | સૂર્ય યુગમાં સંવત્સરના યુગના માસ દિવસ દિવસ ૬ ૭ ૩૨૭+ ૧૬૩૮ + ૬૨ ૩૫૪+ ૧૭૭૦ + ૬૧ ૩૦ ૧૮૦૦ Fo ૩૬૬ ૧૮૩૦ ૧૯૧૮ + ૫૭ મા. ૭ | ૩૮૩+ દિ. ૧૧ + મુહૂર્ત સૂચનાઃ · ચાર્ટમાં મા. ઊ માસ, દિ. ઊ દિવસ. મેળાપ ક્યારે ? :– (૧) ચંદ્ર સૂર્યના માસનો મેળાપ–૨ .૫ વર્ષમાં લગભગ (૨) ચંદ્ર સૂર્ય સંવત્સરનો મેળા૫-૩૦ વર્ષમાં (૨ .૫ ×૧૨) (૩) ચંદ્ર, સૂર્ય, ઋતુ અને નક્ષત્ર સંવત્સરનો મેળાપ-૬૦ વર્ષમાં (૪) પાંચેયનો મેળાપ– ૧) ૭૮૦ સૂર્ય સંવત્સરમાં, ૨) ૮૦૬ ચંદ્ર સંવત્સરમાં, ૩) ૮૭૧ નક્ષત્ર સંવત્સરમાં, ૪) ૭૯૩ ૠતુ સંવત્સરમાં, ૫) ૭૪૪ અભિવર્ધિત સંવત્સરમાં થાય છે. પરિશિષ્ટ-૩ :જ્યોતિષ મંડલ વિજ્ઞાન અને આગમની દૃષ્ટિમાં જૈન સિદ્ધાંતાનુસાર પૃથ્વી પ્લેટના આકારે ગોળ અસંખ્ય યોજન રૂપ છે. તે સ્થિર છે. પ્રાણી જગત એના પર ભ્રમણ કરે છે. યાન, વાહન એના પર ભ્રમણ કરે છે. અને આ ભૂમિની ઉપર ઊંચે આકાશમાં જ્યોતિષ મંડલ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, સ્વાભાવિક અનાદિ કાલથી ભ્રમણ કરે છે અને યાન વિમાન માનવિક દૈવિક શક્તિથી આકાશમાં ગમન કરે છે. પક્ષી આદિ તિર્યંચ યોનિક જીવ પણ સ્વભાવથી આકાશમાં ગમનાગમન કરે છે. જ્યોતિષ મંડલમાં પણ ઉત્તર દિશામાં દેખાતો લોકમાન્ય ધ્રુવ તારો સદા ત્યાં સ્થિર Page #287 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 286 રહે છે. અર્થાત્ મનુષ્યો અને વૈજ્ઞાનિકોને તે સર્વદા એક જ સ્થળ પર દેખાય છે. હજારો વર્ષથી પહેલાં પણ ત્યાં દેખાતો હતો અને હજારો વર્ષ પછી પણ એ જ નિશ્ચિત સ્થળ પર દેખાતો રહેશે. = ગોળ અને પરિભ્રમણ કરતી પૃથ્વી :– વૈજ્ઞાનિક લોકો પૃથ્વીને ગોળ દડાના આકારે માને છે. તેને એક કેન્દ્ર બિંદુ પર સદા કાલ ફરતી અને સૂર્યની આસપાસ પણ ચકર લગાવતી માને છે. સૂર્યને પણ સૌરિ ગ્રહની આસપાસ ફરતો માને છે. સાથે જે સૂર્ય માનવને ચાલતો દેખાય છે, તેને ભ્રમ પૂર્ણ માને છે. પૃથ્વીને ૧૦૦૦ માઈલ પ્રતિ કલાક ચાલવા વાળી માને છે. આ ચાલથી તે પોતાની ધરી પર ફરતી રહે છે. સાથે બીજી ગતિથી તે પોતાનું સ્થાન છોડીને પૂર્ણતઃ સૂર્યની પરિક્રમા પણ લગાવે છે. સત્ય શુ છે ? : જીવ અને અજીવ બંને ધરતી સ્થિર હોવાની સાક્ષી પુરે છે. ૧.) કુતુબ મિનાર જે ૨૪૦ ફૂટ ઉંચો છે. ૮૨૦ વર્ષ થી પોતાની જગ્યા પર સ્થિર છે. જર્જરિત અવસ્થામાં, જયાં લોકોના આવાગમન થી પણ પડી જશે, એ ભયથી બંધ કરી દેવામાં આવેલ છે. તેને કલાકનાં ૧,૦૭,૨૨૦ કિ.મી. ની ઝડપથી ચાલતી પૃથ્વી, જેની ભ્રમણ કક્ષા ૯ કરોડ કી.મી. ની વિજ્ઞાન ધારે છે, ૮૨૦ વર્ષ માં ૯ × ૮૨૦ કરોડ કી.મી. ના પ્રવાસ દરમીયાન કયાંય પણ ગુરુત્વાકષણ નો ફેરફાર નથી નડયો. જયારે કે વિજ્ઞાનના મતે તો આખી સૂર્યમાળાને પોતાની તરફ ખેચીં લે, એટલુ ગુરુત્વાકષણ ધરાવતાં અનેક પિોં અવકાશમાં છે. વિદેશમાં કેટલાક સ્થાપત્યો ઈસા પૂર્વ ૫૦૦ વરસના છે. એટલે ૨૫૦૦ વરસ પહેલાનાં. ૨.) મનુષ્યનુ ચેતના તંત્ર સુક્ષ્મથી સુક્ષ્મ સ્પંદન જાણી શકે છે. તેને આટલી મોટી ભ્રમણા થવી શકય નથી . ૩.) મૂળ સમુદ્રથી કપાઈ ગયેલા સમુદ્રો માં ભરતી ઓટ થતાં નથી . (ભૂમધ્ય સમુદ્ર, રાતો સમુદ્ર, કાસ્પીયન સમુદ્ર-ક્ષેત્રફળ ૪,૩૮,૬૯૫ ચોરસ કી.મી.) મેડીટેરીયન સી. ક્ષેત્રફળ ૨૫ લાખ સ્કે.કી.મી.(આટલા મોટા પાણીના જથ્થા પર પણ ગુરુત્વાકર્ષની અસર થતી નથી.) આ સત્ય સ્પષ્ટ છે કે પૃથ્વી સ્થિર છે ભ્રમણશીલ નથી. સૂર્ય આદિ જ્યોતિષ મંડલ ભ્રમણ શીલ છે. આ સંપૂર્ણ જ્યોતિષ મંડલ સમભૂમિથી ૭૯૦ યોજન ઉપર જવા બાદ ૯૦૦ યોજન સુધી અર્થાત્ કુલ ૧૧૦ યોજન મોટા ક્ષેત્રમાં અને હજારો યોજન લાંબા પહોળા ક્ષેત્રમાં છે. ધ્રુવતારો ક્યાં છે ? :– - ભૂમિથી એટલી ઊંચાઈ પર રહેતા સૂર્ય આદિ સદા ભ્રમણ કરે છે. એક ધ્રુવ કેન્દ્રની પરિક્રમા લગાવતા રહે છે. તે ધ્રુવ કેન્દ્ર મેરુ પર્વત છે, જે ૯૯૦૦૦ યોજન ઊંચો છે. એની ચૂલિકાને આપણે ધ્રુવ તારા રૂપે જોઈએ છીએ. મેરુ પણ સ્થિર ભૂમિનો એક અંશ છે. અતઃ ધ્રુવ તારો જે દેખાય છે અને જે માનવામાં આવે છે તે તારો નહીં કિંતુ ધ્રુવ કેન્દ્ર રૂપ મેરુ પર્વતનું ચોટી સ્થલ છે. જે વૈર્ય મણિમય હોવાથી ચમકતું નજરે આવે છે. તે ભરતક્ષેત્રની મધ્યથી ૪૯૮૮૬ યોજન દૂર અને સમભૂમિથી ૯૯૦૦૦ યોજન ઊંચું છે. સપ્તર્ષિ મંડલ એની અત્યંત નજીક પરિક્રમા લગાવતું દેખાય છે. પરિક્રમા સ્થિર વસ્તુમાં લગાવાય છે. મેરુ સ્થિર કેન્દ્ર છે. સંપૂર્ણ જયોતિષ મંડલ એની જ પરિક્રમા લગાવે છે. વૈજ્ઞાનિક સૂર્ય, પૃથ્વી આદિને ગતિમાન માનીને પણ તેને જ પરિક્રમા કેન્દ્ર માને છે, જે તેમનું એક વ્યાપક ભ્રમ છે. વૈજ્ઞાનિકોનાં જુઠાણાં : ધ્રુવ તારો ઉતરમાં ધ્રુવપ્રદેશ પર ૯૦ માથા પર દેખાય છે, એ વિજ્ઞાનનું જુઠાણું છે. કારણ કે તે વિષુવૃત પર ૬૦ નાં ખુણે ઉતરમાં દેખાય છે. તથા દક્ષિણ ગોળાર્ધમાં પણ ૪૦ અક્ષાંસ સુધી દેખાય છે. જયારે કે સૂર્ય જેવો સૂર્ય પણ વિષુવૃત ૫૨ ૯૦ માથા પર હોય છે, તયારે ધ્રુવપ્રદેશ પર ક્ષિતીજે પણ નથી દેખાતો . તો જે તારો ધ્રુવપ્રદેશ પર ૯૦ માથા પર હોય, તે વિષુવૃત પર કેમ દેખાય ? ધ્રુવપ્રદેશ પર રાત્રે કોઈએ મુસાફરી કરી હોય એવું જાણમાં નથી. અને દિવસે ગયા પછી રાત્રિ તો વિજ્ઞાનનાં મતે છ મહિને આવે છે. તો ત્યાં ત્રણ કે છ મહિનાં સુધી કોણ રોકાયું હશે ? વૈજ્ઞાનિકોના સિદ્ધાંત :– વૈજ્ઞાનિક લોકો સૂર્યને આગનો ગોળો માને છે. ચંદ્રને પૃથ્વીનો ટુકડો માને છે. ચંદ્ર પૃથ્વીને ચક્કર લગાવે છે. પૃથ્વી સૂર્યને ચક્કર લગાવે છે. સૂર્ય અન્ય સૌર મંડલને ચક્કર લગાવે છે. પૃથ્વી પોતાની ધરી પર ૧૦૦૦ માઈલ પ્રતિ કલાકની ચાલથી ફરે છે. એ પ્રકારે સૂર્યને પણ ચક્કર મારવાવાળો બતાવે છે. પૃથ્વી તથા ચંદ્રને ત્રણ-ત્રણ પ્રકારની ગતિમાં કલ્પિત કર્યા છે. યથા પૃથ્વી– (૧) પોતાની ધરી ઉપર ફરે છે. (૨) સૂર્યને ચક્કર લગાવે છે. (૩) સૂર્ય કોઈ સૌર મંડલને ચક્કર લગાવે છે, એની સાથે પૃથ્વી પણ કરે છે. ચંદ્ર પણ– ૧. પૃથ્વીને ચક્કર લગાવે છે. ૨. પૃથ્વીની સાથે સૂર્યને પણ ચક્કર લગાવે છે. ૩. અને સૂર્યની સાથે સૌરમંડલને પણ ચક્કર લગાવે છે. આ કલ્પનામાં પૃથ્વી અને ચંદ્રની ત્રણ ગણી ગતિ અર્થાત્ કરોડો માઈલ પ્રતિ ૧ કલાકની ગતિ હોય છે. આ પ્રકારની તીવ્ર ગતિ કરવાવાળા ચંદ્ર પર કોઈના જવાની કલ્પના કરવી, પ્રયત્ન કરવો અને પ્રચાર કરવો કેવલ ભ્રમ છે. તથા હાસ્યાસ્પદ પણ છે. મૂલક વાસ્તવિક સત્ય :– સૂર્ય, ચંદ્ર આદિ જ્યોતિષ દેવોના વિમાન છે. જે ગતિ સ્વભાવવાળા હોવાથી સદા અનાદિથી ગતિમાન રહે છે. એ વિવિધ રત્નોના અનાદિ શાશ્વત વિમાન છે. એ પોતાના નિશ્ચિત સીમિત મંડલો(માર્ગો)માં એક સીમિત ગતિથી સદા નિરંતર ભ્રમણ કરતા રહે છે અને આ રત્નમય વિમાનોના રત્ન મનુષ્ય લોકને પ્રકાશિત એવં તાપિત કરે છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ jain વિષુવૃત્ત ઉત્તર 287 મેરુની ચલીકા કાલ્પનીક ધ્રુવતારો. સૂર્યપ્રકાશ એ અગ્નિ નાં પ્રકાશથી ભિન્ન છે.: કારણ કે ... અગ્નિ નાં પ્રકાશમાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવતી નથી, ઉલટું સુકાઈ જાય છે. સૂર્યપ્રકાશમાં વૃધ્ધિ પામે છે. મધમાખી સૂર્યથી દિશા ભાન પામે છે, તે અગ્નિથી છેતરાતી નથી . ૐ સૂર્યમુખીનું ફુલ પણ સૂર્યના કિરણોને ઓળખે છે, તે અગ્નિ તરફ મુખ ફેરવતું નથી . અનેક બીમારીઓ નો પ્રભાવ સૂર્યપ્રકાશમાં મંદ થઈ જાય છે, અને રાત્રે વધી જાય છે. ઉતર કરતાં દક્ષિણમાં સૂર્યની ગતિ વધારે હોય છે, કારણ કે વર્તળનો ચકરાવો મોટો થતો જાય છે. તેથી ... સંધીકાળ ઉતરમાં ૪૦ અક્ષાંસ પર ૯૦ મીનીટનો છે. જયારે દક્ષિણમાં ૪૦ અક્ષાંસ પર પાંચજ મીનીટનો છે. કથાસાર સૌથી ઉંચું તાપમાન ધરાવતાં પ્રદેશો ઉતરમાં છે. લીબીયા ૧૩ ફે.(૫૭.૭ સેં.)પહેલા નંબરે, બીજા નંબરનું કેલીફોર્નીયા (ડેથવેલી,યુએસએ) તો એકદમ ઉતરમાં છે. જુન-જુલાઈ તાપમાન ૧૩૪ ફે.(૫૬.૭ સેં.). જયારે કે દક્ષિણમાં તાપમાન કયારે પણ ૩ સેં.થી વધતું નથી. કારણ કે સૂર્ય શીગ્ર ગતિમાં હોય છે. દક્ષિણમાં મોટામાં મોટો દિવસ ૧૮ કલાકનો જ છે. તેથી મોટો દિવસ નથી . -- ઉતરમાં નોર્વે—સ્વીડનમાં પણ મોટામાં મોટો દિવસ ૧૮ કલાકનો જ છે. સૂર્ય સતત નથી દેખાતો, સવાર સાંજ જે ૯૦ મીનીટનો સંધિકાળ હોય છે તેને ઉમેરતાં પ્રકાશ નો સમય ૨૧ કલાકનો થાય છે. દિવસની વચ્ચે ૩ કલાક જેટલું અંધારું પણ હોય છે.આનેજ છ મહિનાનો દિવસ માની લેવામાં આવે છે. વર્ષનાં બાકીનાં છ મહિના સામાન્ય દિવસ રાત વાળાજ હોય છે. વૈજ્ઞાનિકોને સત્યાવબોધ :– વૈજ્ઞાનિકોએ કયારેય પૃથ્વીને ચાલતી જોઈ નથી. કોઈએ ચંદ્રને પૃથ્વીનો ટુકડો થતો જોયો નથી. સૂર્યને અગ્નિ પિંડરૂપ ગોળાકારમાં કોઈ વૈજ્ઞાનિકે જઈને જોયો નથી. કલ્પનાઓથી માન્ય કરી વૈજ્ઞાનિક સદા પોતાની માન્યતા અને કલ્પનાઓની તે રીતે શોધ કરે છે. એમની શોધનો અંત નથી આવતો. આજે પણ તે શોધ કરીને નવી હજારો લાખો માઈલની પૃથ્વી સ્વીકાર કરી શકે છે. કેટલાક વૈજ્ઞાનિકો પૃથ્વીને દડા સમાન ગોળ માનતા નથી. આ પ્રકારે વૈજ્ઞાનિક કલ્પના, શોધ, ઉપલબ્ધિ, ભ્રમ, અપૂર્ણતા, પ્રયાસ, નિરાશ, પુનઃ કલ્પના, ઉપલબ્ધિ, ભ્રમ એવા ક્રમિક ચક્કરમાં ચાલતા રહે છે. કોઈ વૈજ્ઞાનિકે આ શોધને સમાપ્તિનું રૂપ નથી આપ્યું. તે અત્યારે પણ કાંઈક નવું શોધી શકે છે. નવો નિર્ણય લઈ શકે છે. જૂના નિર્ણય ફેરવી પણ શકે છે. સાર ઃ- અત્યારે વૈજ્ઞાનિકોનો જ્યોતિષ મંડલ સંબંધી નિર્ણય ભ્રમિત એવં વિપરીત છે. એવી જ વિપરીતતાથી પૃથ્વીના સ્વરૂપને પણ વાસ્તવિકતાથી વિપરીત માનીને પોતાના ગણિતનું સમાધાન મેળવી લે છે. અનેક ધર્મ સિદ્ધાંતોમાં આવેલ પૃથ્વી અને જ્યોતિષ મંડલના સ્વરૂપથી વૈજ્ઞાનિકોની કલ્પના વિપરીત છે. જ્યારે આ વૈજ્ઞાનિકોની પોતાની કલ્પના જ છે તો એની કલ્પનાને સત્ય માનીને ધર્મ શાસ્ત્રના સંગત વચનોને ખોટા ઠરાવવાનું કોઈ પણ અપેક્ષાએ ઉચિત થઈ શકતું નથી. કારણ કે વિજ્ઞાનનું મૂળ જ કલ્પના છે અને પછી શોધ પ્રયત્ન છે. માટે શોધનું અંતિમ પરિણામ ખરૂં ન આવે ત્યાં સુધી એને સત્ય હોવાનો નિર્ણય નથી આપી શકાતો. જ્યારે જૈન શાસ્ત્રોક્ત સિદ્ધાંત કલ્પના મૂલક નથી પરંતુ જ્ઞાન Page #289 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 288 મૂલક છે. માટે તુલનાત્મક દૃષ્ટિથી પણ આગમોક્ત સિદ્ધાંત વિશેષ આદરણીય, ભ્રમ રહિત એવં વિશાળ દૃષ્ટિકોણવાળા છે. એવા જ્ઞાન મૂલક સિદ્ધાંતોને વિજ્ઞાનના કલ્પના મૂલક કથનોથી પ્રત્યક્ષીકરણનું જ ખોટું આલંબન લઈને બાધિત કરવું અને ગલત કહેવું, સમજ ભ્રમ માત્ર છે. ચંદ્ર લોકની યાત્રા વ્યર્થ :– વૈજ્ઞાનિકોની ચંદ્રલોક યાત્રા અને એના પ્રયાસ માટે કરેલ ખર્ચ અત્યાર સુધી સફળ થયો નથી. એમને અસફળતા સિવાય કાંઈ પણ હાથ લાગ્યું નથી. વાસ્તવમાં મૂળ દૃષ્ટિકોણ સુધાર્યા વગર વૈજ્ઞાનિકોને જ્યોતિષ મંડલના સંબંધમાં કોઈ પણ પ્રકારની ઉપલબ્ધિ નથી થઈ શકવાની, એ દાવા સાથે કહી શકાય છે. કારણ કે જ્યોતિષ મંડલ વૈજ્ઞાનિકોની શક્તિ સામર્થ્યથી બાહ્ય સીમામાં છે અને એના સંબંધી વૈજ્ઞાનિકોની કલ્પનાઓ પણ સત્યથી ઘણી દૂર છે. માટે કલ્પનાઓમાં વહેતા રહેવામાં જ તેઓને સંતોષ માનવાનું રહેશે. પૃથ્વી સંબંધી શોધ કરતાં આગળને આગળ કોઈ ક્ષેત્રની ઉપલબ્ધિ એમને થઈ શકે છે. કોઈ નવા—નવા સિદ્ધાંતોની પ્રાપ્તિ પણ થઈ શકે છે. પરંતુ દૈવિક વિમાનરૂપ જ્યોતિષ મંડલ જે અતિ દૂર છે એને આગનો ગોળો કે પૃથ્વીનો ટુકડો માનીને ચાલવાથી કાંઈ નહીં વળે, વ્યર્થ જ મહેનત થાય અને દેશને ખર્ચ થાય. -- પુનશ્વ ઃ– પૃથ્વી સ્થિર છે. અસંખ્ય યોજનમય એક રાજુ પ્રમાણ વિસ્તૃત છે. સૂર્ય ચંદ્ર આદિ ગતિમાન છે. સદા ભ્રમણશીલ છે. સદા એક જ ઊંચાઈ પર રહેતાં પોત–પોતાના મંડલો(માર્ગો)માં ચાલતા રહે છે. આપણે જોઈએ છીએ તે સૂર્ય, ચંદ્ર, તારા આદિ જ્યોતિષી દેવોના ગતિમાન વિમાન છે. તે આપણને પ્રકાશ એવં તાપ આપે છે. દિન રાત રૂપ કાલની વર્તના કરે છે. તે જુદી–જુદી ગતિવાળા છે. માટે તે એક બીજા ક્યારેક આગળ, ક્યારેક પાછળ અને ક્યારેક સાથે ચાલતા જોવા મળે છે. આ સંબંધી વિવિધ વર્ણન પ્રસ્તુત જ્યોતિષ ગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં બતાવેલ છે, જેનું ધ્યાનપૂર્વક અધ્યયન મનન તેમજ શ્રદ્ધાન કરવું જોઈએ. છ કે ત્રણ મહિનાનાં દિવસ-રાતનું રહસ્ય રશિયાના સાયલેરીયામાં ખોદકામ કરતાં બરફ નીચેથી હાથીઓના ઝૂંડ મળી આવ્યા છે. જે બતાવે છે કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો હતા. જે સૂર્ય પ્રકાશ વગર સંભવ નથી. અાર્ટીકા પર અમેરિકાનાં તેલનાં વા છે. તેલ એ મૃત પ્રાણીઓનાં શરીરની ચરબી જ હોય છે. તો જ્યાં પહેલા સૂર્ય પ્રકાશ પહોંચતો હતો ત્યાં હવે કેમ નહિ? જ્વાબ છે ધૂળનાં રજ્કશો. કાર્બન ડાયોક્સાઈડ અને પ્રદુષણ જેનું પ્રમાણ એક ક્યુબીક મિટરે ૦.૧ ગ્રામનું ગણો તો પણ સૂર્ય જ્યારે દક્ષિણાયનમાં હોય છે ત્યારે પહેલાં કરતા ૬૦૦૦ કી.મી. દક્ષિણ તરફ ખસે છે. એટલે કે ૬૦,૦૦,૦૦૦ મીટર. આથી ૬૦ કીલો ધૂળ માટી અને કાર્બનનું પ્રમાણ એક સ્ક્વેર મીટર દીઠ વધે છે. જેને ભેદીને સૂર્ય પ્રકાશ ધ્રુવ પ્રદેશ પર પહોંચતો નથી. ઉત્તરાયણમાં દિવસ મોટો હોય છે તથા હજારો કે લાખો માઈલ સુધી ફેલાયેલો બરફની ચાદરને કરાશે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી પણ લાંબા સમય સુઘી પ્રકાશ રહે છે. બરફની ચાદરનાં દૂરના ભાગમાં પણ ક્યાંક પ્રકાશ પડે તો આખી ચાદર ગ્લાસ ઇફેકટથી પ્રકાશીત થઇ જાય છે. અને ત્રણ કલાક જેટલી રાત્રી તો ત્યાં પણ હોય છે. આમ જ્યાં સૂર્યના દર્શન પણ દુર્લભ છે. ત્યાં પ્રકાશને જ દિવસ ગણી લેવામાં આવે છે. કાળનાં પ્રભાવથી પુદગલોનું રુક્ષ-રાખ જેવા થઈ જ્વાથી પ્રદુષણ વધ્યું છે ( અદિઠા પુગલ સૂરિયસ લેસં પડિહાંતિ ) પ્રાકૃત પાંચમું - સૂર્ય પ્રશ્નપતિ. નરી આંખે નહીં દેખાતા પુદગલોથી પણ સૂર્યનો પ્રકાશ પ્રતિઘાત પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા એક ભ્રમણા એક પુઠા જેવા કાગળમાં ડૉક્ટરની લાલ ચોકડીની નિશાની જેવો આકાર કાપો. અને તેની ચારે દિશાઓ અણિયાળી બનાવો. પછી સામ સામેના છેડે ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ લખો. આ તમારો હોકાયંત્ર છે. જેની મદદથી આજ સુધીની બધી પૃથ્વીની પ્રદક્ષિણાઓ થઇ છે, હવે કોઇ એક બીંદુ જ્મીન પર દોરી તેને ઉત્તરધ્રુવ-ચુંબકીય ક્ષેત્ર તરીકે સ્થાપો. તેનાથી અડધો ફૂટ દૂર તમારા બનાવેલા હોકાયંત્રને એવી રીતે રાખો કે જેથી તેનો ઉત્તર લખેલો છેડો તમારા સ્થાપેલા ચુંબકીય ક્ષેત્ર તરફ રહે. હવે પૂર્વ કે Page #290 -------------------------------------------------------------------------- ________________ jain 289 કથાસાર પશ્ચિમ કોઈ પણ દિશામાં એ હોકાયંત્રને ખસેડો. અડધો કુટ કે તેથી વધારે ખસેડતાં ખ્યાલ આવશે કે હવે ઉત્તર લખેલો છેડો ચુંબકીય ધ્રુવ-ઉતરધ્રુવ તરીકે સ્થાપેલા બાંદુ તરફ નથી. હવે તે ગ્યાએ સ્થિર રહી ઉતર લખેલા છેડાને ધ્રુવ બીંદુ તરફ ફેરવો. જેવું હકીકતમાં કાને છે. કારણકે હોકાયંત્રનો ઉતરનો છેડો હંમેશા ચુંબકીય ક્ષેત્ર તરફ ખેંચાયેલો રહે છે. આ ચુંબકીય ક્ષેત્ર અનેક કારણોથી હોઇ શકે છે. તેને પૃથ્વીના ગોળ દળા જ્વા હોવા સાથે સંબંધ નથી. ઉપર મુમ્બ હોકાયંત્રના મોડેલને બે-ચાર વાર કોઇ એક દિશામાં તપૂર્વ કે પશ્ચિમ) ખસેડીને જોશો અને વારંવાર તેના ઉત્તર લખેલા છેડાને ચુંબકીય ધ્રુવ તરીકે સ્થાપેલા બીંદુ તરફ ફેરવતાં રહેશો તો જણાશે કે, આખું ગાળ પરિભ્રમણ સપાટ જમીન કે ટેબલ ઉપર પણ થયું. આ પરિક્રમા ચુંબકીય ધ્રુવની કરી કહેવાય, નહિં કે પૃથ્વીની. કલ્પેલી ગોળ પૃથ્વીનાં અડધા ભાગ પર અફાટ સમુદ છે. જ્યાંથી મુસાફરી કરવામાં નથી આવતી અને કર્કવૃતની બાજુએથી જ આ પરિક્રમા કરવામાં આવે છે. દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં બરફમાં લાંબી મુસાફરી કર્યા પછી મત્યુનાં ભયથી પાછા ફરેલા સહસીકો જણાવે છે કે આગળ અંધકાર અને અમાપ બરફની ચાદર શિવાય કશું જોવા નથી મળયું. દૂરનાં દરેક પ્રદેશને જ્યાં ન પહોંચે અને બરફ દેખાય તેને ધ્રુવ પ્રદેશ માની લેવાય છે. દરિયો પણ હજારો માઈલ સુધી થીલો જ હોય છે. આમ વિજ્ઞાન પોતાની કલ્પનાઓની કોઇ નકકર સાબીતી આપી શક્યું નથી. વિજ્ઞાન પ્રત્યે માન ધરાવતા કેટલાક બુધ્ધીવાદીઓ પણ તેની આ કલ્પનાઓ અને થીયરીઓ ને માનવા તૈયાર નથી. હાલનાં ક્નોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. એકતો શ્રધ્ધાળુઓ જ વિજ્ઞાનને ઉપેક્ષા ભાવથી જુએ છે. બીજા વિજ્ઞાન પ્રત્યે માન ધરાવે છે તેમ છતાં તેમની ધર્મસિધ્ધાંતોમાં શ્રધ્ધા અડગ છે. જીવના સુખ દુખ પ્રત્યક્ષ દેખાઈ રહયા છે અને કર્મ સિધ્ધાંતો ની આથી મોટી બીજી કોઇ સાબિતીની દૃર નથી. ત્રીજા મકો શ્રધ્ધાવાન બન્યા પછી વિજ્ઞાનના પ્રભાવથી અંજાઇ ઈ શ્રધ્ધા ગુમાવી છે , વિજ્ઞાનને રાજકીય આધ્યે મળવાથી પાઠ્યપુસ્તકો માં સ્થાન મળયું છે. જેનોએ શાળાઓ અને કોલેજો બહુ નથી બનાવી, તેથી આજે નાનાં બાળકો ને એડમિશન માટે ડોનેશન આપવું પડે છે. કેથલિક કે મુસ્લીમ મેનેજમેન્ટ ધરાવતી સંસ્થાઓમાં એડમીશન લેવું પડે છે. ત્યાંના સંસ્કારોથી બાળક ભૌતિકવાદી બની જાય છે. પાંજરાપોળ વૃધ્ધાશ્રમ હોસ્પીટલ શાળા કોલેજ અન્નક્ષેત્ર આ કાર્યો સંપતિ અને સાહસનો ઉપયોગ કરવા જ્વા છે. ગુત્વાકર્ષણ બળ એક કલ્પના ટેબલ પરથી વસ્તુ નીચે પડે છે. પણ તેને પહેલા જમીન પરથી ઉપાડીને ટેબલ પર મુકવામાં આવી છે. ચાવીવાળી ઘડિયાળમાં જીવનાં પૂર્વ પ્રયોગથી મારેલી ચાવી પોતાની પૂર્વની સ્થિતીમાં આવી જાય છે તેમ વનસ્પતિ નાં જીવોનાં શરીરબળથી ઉપર ચઢેલા તત્વો ફળ રૂપે ઝાડ પરથી પડે છે. અને પોતાની પુર્વની સ્થિતી જમીન પર આવી જાય છે. જ્યાં આધાર મળવાથી અટકી જાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કયાં રહેલું છે? તેનો ખુલાસો હજી વિજ્ઞાન નથી કર્યો છે. જો તે પૃથ્વીનાં દરેક કણમાં હોય, તો | દિવાલ પરથી ધુળની રજ નીચે ન પડવી જોઈએ તથા દિવાલ તરફ ધુળનાં રજકણો ખેંચાવા જોઈએ, જે નથી બનતું. જો તે પૃથ્વીના કેન્દ્ર બીંદુમાં હોય તો, સૌથી દૂરનો પ્રદેશ, જે ઈકવેટર એટલે કે વિષુવૃત છે, તયાં તે સૌથી ઓછું હોવું જોઈએ. પણ એમ નથી. | વિષુવૃત પરનાં વર્ષાવનનાં જંગલોમાં હજારો નદીઓ, ગુરુત્વાકર્ષણ ની ઐસીતૈસી કરીને કોઈ ઉતરથી દક્ષિણ અને કોઈ દક્ષિણથી ઉતરમાં વહી રહી છે. બ્રમાંડની ઉતપતીનું અને શકિતનું મૂળ જેને માનવામાં આવે છે, તે ગુરુત્વાકર્ષણ નો સિધ્ધાંત જ હજી સિધ્ધ નથી. અને હવે તેને ઈશ્વરીય શકતિ માની. વિજ્ઞાનીઓ પણ પોતાના કાર્યની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરતાં જોવા મળે છે. વિજ્ઞાને કહ્યુયું તે ભાવસત્ય પથ્વી પરની સમગ્ર જીવ સૃષ્ટિની દિનચર્યા અને જીવન સૂર્યની આસપાસ ફરે છે. ત્રસ્તુઓ બદલાય છે વર્ષા થાય છે, સુર્યનાં તાપથી ખેતરોમાં પાક થાય છે, ખાબોચીયાનાં પાણી સુકાવાથી રોગચાળો અટકે છે. તળાવનાં ખુલ્લા પાળી પણ સૂર્યનાં કિરણોથી શુધ્ધ થઇ પીવા લાયક રહે છે. સૂર્ય રાતે અલોપ થઇ લોકોને નીંદાધીન થવાનું કહે છે, વૈદીક શાસ્ત્રોમાં સૂર્યને દાદાની ઉપમા આપી છે. શોધાયેલી પથ્વી કરતાં ૧૧૦ ગા પ્રદેશ પર તેનું ભ્રમણ છે. આમ તે પથ્વી કરતાં ૧૧૦ ગળો વિશાળ પણ છે. સૂર્ય પૃથ્વીની અને જીવોની સ્પર્શના કરતાં આગળ વધે છે. તે જીવોનાં સુખદુખને જાણે છે. રાત્રીનાં પુદગલો અશુભ હોય છે ભયનું પ્રમાણ વધે છે તથા વિચારો અશુભ થાય છે. સૂર્યની વેશ્યાથી પુદગલો શુભ થાય છે. આ સૂર્યનો સ્નેહ દાદા જો અપાર છે. એક મંડલ ડીવીઝન) ને ૧૨ કલાકમાં પાર કરવાનાં લક્ષ્યથી તે ગતિ કરે છે. અહિં મંડલ એ એક જીવસૃષ્ટિ વાળો પ્રદેશ છે. અને તે પ્રદેશ પર દિવસ રાતની અને ત્રસ્તુઓની નિયમીતતા જાળવવાના લક્ષ્યથી તે પોતાની ગતિમાં શિતા કે મંદતા કરે છે. કર્ક વત પર પ૮ સુધી ઉષ્ણતામાન વધે છે એજ સૂર્ય જ્યારે મકરવૃત પર હોય છે ત્યાં કયારેય તાપમાન વધતું નથી કારણકે ગતિમાં શીવ્રતા હોય છે. વિશ્વના વધારે ગરમ પ્રદેશો બધા ઉતરમાં છે. જેમ ધ્વને ઉપાડનાર આનંદનો અનુભવ કરે છે. તેમ સૂર્યના દેવો પ્રસન્નતા અને હર્ષ ઉલ્લાસ સાથે પોતે જીવસૃષ્ટિને ઉપયોગી થઈ રહયા છે એવું જાળી પરિભ્રમણ કરે છે. કેવલી પણ પોતાની દીનચર્યા સૂર્યના ઉદય અસ્તથી કરે છે. સૂર્યનાં આ મહાન કાર્યનો અનુભવ થવાથી વેદિક મતવાળાઓ જગતનો કોઇ કર્તા - Page #291 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 290 ભગવાન હોવાની ધારણા કરી રહયા છે. અહીં અકસ્માતથી પૃથ્વીનું સર્જન માનનારાઓ એ વિચારવાનું કે અકસ્માતથી અંધાધૂંધી અને અવ્યવસ્થા સર્જાય છે. વ્યવસ્થા અને નિયમીતતા પાછળ કોઈનો સ્નેહ અને પરિશ્રમ રહેલા હોય છે, છેઓકસિજન વનસ્પતિનું છોડેલું વિસમયનો સમય. સવારે સૂર્યોદય પહેલા હવામાં ઓકસિજનનું પ્રમાણ અચાનકજ વધી જાય છે. રાત આખી ગરમી માં પસાર થઈ હોય તો પણ સવારે અચાનક ઠંડક વર્તાય છે.અને શીતળ પવન વાય છે. આ પવન દરિયો બહુ દૂર હોય તો પણ શીતળ હોય છે. હજી સૂર્યોદય થયો નથી તેથી આ નું છાડલુ પણ નથી. સૂર્ય પોતે તાપ આપે છે, તો તેના આગમન પૂર્વે ઠંડક કેમ વર્તાય છે. આજ સવાર જો શિયાળાની હોય, તો સૂર્યોદયનાં સમયે હૂંફ વર્તાય છે. સવારનાં પ્રતિક્રમણ કરવા વાળાઓ ને નિયત સમયે કોણ ઉઠાળે છે. પક્ષીઓ પણ પછી કલરવ કરે છે. તેના પહેલા સાધુગણ અને શ્રાવકગણ જે પ્રતિક્રમણનાં ઈચ્છુક હોય છે, તેઓ જાગી જાય છે. તેઓ કદી સમયનું ભાન ન રહયાની ફરીયાદ કરતાં નથી. કે અલાર્મ પણ મુકતાં નથી. નવા પ્રતિક્રમણ શિખેલાઓ ને આ વાતનું હંમેશા આશ્ચર્ય થતું હોય છે. હાલનાં બધાજ ઈન્દ્ર અને સુર્ય-ચંદના ઈન્દ્ર સમકતી દેવ છે. આત્મિયોગીક દેવો દારા દરિયાની સફાઈનો સંકેત શાસ્ત્રોમાં આપેલો છે. તો જયાં દરિયાની સફાઈ થતી હોય તો ધરતી પર ચતુર્વીધ સંદ્ય તથા કયાંક તો સ્વયં તીર્થકર બીરાજમાન હોય છે.તો એ ઈન્દ્રો ધરતીની શુધ્ધી જરુરથી કરાવેજ. સૂર્યની દેવ તરીકે પુજા પણ ઘણાં લોકો કરે છે. તેના આગમન પૂર્વે,આજ્ઞા ઉપાડનારા દેવો એનો પ્રભાવ જરુરથી બતાડે. રાત્રીનાં અશુભ પુદગલોનું હનન સૂર્યની વેશ્યાથી થાય છે. અને પ્રદુસણ ની દેવો દ્રારા શુધ્ધી થતી હોય એવી પુરી શકયતા છે. શાસ્ત્રો એમ ન કહે કે નચત થઈને પ્રદુષણ કરો, દેવો સફાઈ કરે જ છે. પણ સંકેતથી જાણકારી આપી હોય. આવંજ બીજી બાબતો માં પણ ધારી શકાય, લવણ સમદુમાં આવેલા ડગમાળાનું વર્ણન, પાતાલ કળશા કે તમસકાય અને કૃષ્ણરાજીઓ વગેરેનું વર્ણન સુચવે છે કે લોકમાં આશ્ચર્ય પમાડે એવી કંઈ કેટલીય આકૃતીઓ અને સંસ્થાનો આવેલા છે.જે ભૌતિક શાસ્ત્રના નિયમોને આધિન નથી, પણ લોક સ્વભાવથી જ છે.આ બધી શાસ્વત આકૃતીઓ તથા કોઈ કાળ પ્રભાવથી નિષ્પન્ન આકૃતિઓ, લોકમાં એક આકાશ પ્રદેશની શ્રેણીથી સમ હોય છે.વિસમ નથી હોતી. આ સપાટીઓ અરીસા કરતાં પણ અસંખ્યગુણી સમ થાય. જેના પરથી પરાવર્તન થઈ દેખાતી આકૃતીઓ સાચી છે કે પ્રતિબીંબ રૂ૫, તે ઓળખવું માનવીની શકિતીની બહાર છે. પશ્ચિમના દેશોમાં સૂર્યનો પ્રકાશ અહિયાં જેવો સફેદ ન દેખાતાં નિલી ઝાંય વાળો દેખાય છે. જે એક વિચારણીય બાબત છે. શાસ્ત્રમાં પ્રતિસૂર્ય પ્રતિચંદ્રની વાત આવે છે, જેના સમાચાર સોમ લોકપાલ દ્રારા ઈન્દ્રને પહોચાડવામાં આવે છે. આ ધટનાઓ આવીજ કોઈ સપાટીથી પરાવર્તિત થઈ બનવાની શકયતા છે. અલગ અલગ પદાર્થમાંથી પસાર થતાં પ્રકાશનાં | કિરણોનું વક્રીભવન જુદુ જુદુ હોય છે. અને વિજ્ઞાન હજી ભૌતિકનાં નવા નિયમો બનાવ્યાજ કરે છે. જયારે પણ કોઈ પરિસ્થીતી જુના નિયમોથી વિપરીત સર્જાય, ત્યારે નવા નિયમો બનાવીને કામ ચલાવી લેવાય છે. | ધરતીનો નકશો બનાવવામાં જયારે મુશકેલી ઉભી થઈ, ત્યારે ધરતીને દળા જેવી ગોળ કલ્પી, ઉભી થયેલી મુશકેલીનું સમાધાન કરવામાં આવ્યું. અને પછી એ સમાધાનનાં કારણે અનેક બીજી મુશકેલીઓ ઉભી થઈ. અને તેની પાછળ સમાધાન અને કલ્પનાઓ ની હારમાળા ચાલી. ધરતીને ફરતી કરી, જેથી દિવસ-રાત થાય, પછી સૂર્યની આસપાસ ફેરવી જેથી ઋતુચક્ર થાય, પરિભ્રમણ લંબગોળ બનાવ્યું જેથી ઉતરાયણ–દક્ષિણાયન અને શીત-ગ્રીષ્મ વ્હતુઓ થાય, પ્રદુસણના કારણે દૂરના પ્રદેશોમાં સૂર્યનો પ્રકાશ નહિં પહોચતો હોવાથી એ પ્રદેશોને ચપટા કરી નાખ્યા જેથી આકાર નારંગી જેવો કલ્પયો. હજી પણ જયાં બે-ત્રણ મહિનાં પ્રકાશનું કારણ ન શોધી શકયા તો ધરતીને પોતાની ધરી પર સૂર્ય તરફ ઝુકાવીને સમાધાન કર્યુ. આમ અનેક પ્રકારનાં સમાધાનો અને કલ્પનાઓ કરી એક નકશો બનાવવાની મુશકેલીનો તોડ કાઢયો. હજી પણ વિજ્ઞાન પૃથ્વી ગોળ હોવાની કોઈ નકકર સાબીતી. આપી શકયું નથી. અને તેની આ કલ્પનાઓ સામે ૧૦૧ પ્રશનો બીજા ઉભા થઈ ગયા છે. વિજ્ઞાનનાં પ્રભાવ સાથે ભણતા આજનાં બાળકોને ધર્મ સિધ્ધાંતો શિખવાળવાની અને સાથે યોગ્ય માર્ગદર્શન આપવાની ફરજ માતાપિતાએ બજાવવી જોઈએ. નાનપણથી જ જો ધર્મનાં સંસકારો બાળકને આપવામાં આવશે તો તેનું પોતાનું, કુટુંબનું અને સમાજનું ભાવિ અવશ્ય ઉજળું થશે. - છઠા આરામાં જયારે પુદગલો વૃક્ષ થશે ત્યારે તયાં બાદર અગની પણ ઉત્પન નહિં થાય. આવા અશુભ પદગલોને બીજા પુણ્યનાં પ્રભાવ વાળા પ્રદેશોમાં જતા રોકવા માટે કોઈ ક્ષેત્રની સીમારુ૫ આવરણ અવશ્ય હશેજ.અને તેથીજ બીજા પ્રદેશનાં શુભ પદગલો પણ અહિં નથી પ્રવેશી શકતાં. બાવીસ અભક્ષ્ય જિગ્નેશ :- ૨૨ અભક્ષ્યના સંબંધમાં શું સમજવું જોઈએ? જ્ઞાનચંદ – કોઈપણ સાધુએ કે સમુદાયે ત્યાગ બુદ્ધિથી ચલાવેલું હોય ત્યાં સુધી તો ઠીક છે. કેમ કે જિનશાસનમાં ત્યાગનું તો વિશેષ મહત્વ છે જ. પરંતુ તેમાં કોઈ પણ વસ્તુને માટે એકાંતિક સર્વ વ્યાપક નિષેધ કરવાનું અનુચિત છે. સાથે જ તે પદાર્થોના વિષયમાં કોઈ નિરૂપણ–પ્રરૂપણ આગમ નિરપેક્ષ(આગમ પ્રમાણ વિનાનો) તથા આગમ વિરુદ્ધ કરવાનું તો સર્વથા અનુચિત કર્તવ્ય છે. ૨૨ અમોને માટે આવી અનેક વાતો થઈ છે, અર્થાત્ આગમ નિરપેક્ષ તથા આગમ વિરુદ્ધ ખોટી પ્રરૂપણાઓ ચાલું થઈ છે અને એટલે આ ત્યાગવૃત્તિવાળા ૨૨ અભક્ષ્ય પણ પરઅપકર્ષ કે નિંદા કરવા માટેના થઈ રહ્યા છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ jain 291 કથાસાર જેમ કે– માખણના ત્યાગની સાથે એવી નકામી વાતો જોડી દીધી છે, જે મૂળ આગમોથી વિરુદ્ધ છે તથા નિર્યુક્તિ વ્યાખ્યાઓથી પણ વિરુદ્ધ છે. કેમ કે આગમોમાં અનેક જગ્યાએ માખણ સાધુએ વાપરી શકાય તેવું વિધાન છે અને ૧૦ કલાક સુધી રાખી શકાય તેવું મૌલિક વિધાન પણ આગમમાં છે. પરિઠાવણિયા નિર્યુક્તિમાં પણ માખણ વહોરીને ઉપયોગમાં લેવા સંબંધી વિવેક બતાવેલ છે. એટલે માખણ સંબંધી એકાંતિક ખોટી માન્યતાઓ જે ચાલે છે, તે અપ્રમાણિક છે અને તે કારણે તેને એકાંત—અભક્ષ્ય કહેવું તે દુરાગ્રહ છે. દ્વિદળ સંબંધી દહીં સંયોગથી જે જીવોત્પતિ માનવાની પરંપરા છે, તે પણ તર્કથી અસંગત અને અપ્રમાણિક છે. કેમ કે કોઈપણ વસ્તુનું તત્કાળ વિકૃત થવાનું અને તેમાં તત્કાલ જીવોત્પત્તિ થવાનો કાયદો કરવો તે જ ખોટું છે. જેમ કે માખણ માટે પણ તત્કાલ જીવોત્પત્તિ થવાનો કરેલો કાયદો આગમ પ્રમાણથી ખોટો સાબિત થઈ ચૂક્યો છે. એ જ આગમ પ્રમાણોથી એવો નિષ્કર્ષ નીકળે છે કે પ્રત્યેક વસ્તુનો સ્વભાવ અને શુદ્ધ રહેવાની ક્ષમતા જુદી–જુદી હોય છે. ક્ષેત્રકાળ વાતાવરણ પણ તેમાં ઘણો ભાગ ભજવે છે. તેની પરીક્ષાનું જ્ઞાન એ છે કે જે તે વસ્તુની અંદર વર્ણમાં, ગંધમાં, રસમાં, સ્પર્શમાં, અશુભ વિકૃતિ થતાં જીવોત્પતિ થવાનો સ્વભાવ હોઈ શકે છે, જેનો કોઈ સમય નિર્ધારિત કરી શકાતો નથી. પરંતુ વાતાવરણ, સંયોગ, વિયોગ વગેરેની તારતમ્યતાથી તેના વિકૃત થવાના સમયમાં અંતર પડી શકે છે. જેમ કે લોટમાંથી બાંધેલી કણિક શિયાળામાં ૧૦ કલાક સુધી પણ ખરાબ નથી થતી પરંતુ ગરમીના ઉનાળાના દિવસોમાં ૪ થી ૫ કલાકમાં જ બગડી જઈ શકે છે. પરંતુ ફ્રીજમાં રાખવામાં આવે તો તેની અવધિ વધારે થઈ જાય છે. એજ રીતે માખણને પાણી અથવા છાશની અંદર રાખવાથી; ગરમીમાં, ફ્રીજમાં રાખવાથી પણ પાણી કે છાશ વગર રાખવાથી તેની અંદર વિકૃતિ થવાના સમયમાં ફેરફાર થઈ જાય છે. આ જ રીતે બધા જ પદાર્થો વિશે સમજી લેવું જોઈએ. જેની પરીક્ષા, ચાખવાથી વિકૃત સ્વાદ ફેર લાગે, સૂંઘવાથી વિકૃત અશુભ ગંધ આવે, સ્પર્શ કરવાથી ચીકાશ– વાળું લાગે, કે ઉપર લીલ ફુગ થાય વગેરે જુદા–જુદા પ્રકારેથી ખાવા-પીવાની સામગ્રીની પરીક્ષા કરી શકાય છે અને વિકૃતિ જણાય તો ત્યારે જ તેમાં જીવોત્પત્તિ છે તેમ નિર્ણય લઈ શકાય છે. આ બધું જ્ઞાન પણ અનુભવ ચિંતન તથા વિવેક બુદ્ધિ તથા અભ્યાસથી પ્રાપ્ત થાય છે. મધ અને માખણને મહાવિગય કહેવામાં આવ્યું છે એટલે તેનો ત્યાગ કરવાનું શ્રેષ્ઠ જ છે. પરંતુ દારૂ અને માંસાહારને આગમમાં નરકાયુ બાંધવાના કારણભૂત માનવામાં આવ્યું છે. તેની સમાન અખાદ્ય અભક્ષ્ય તો આ મધ અને માખણને ન કહી શકાય. બીજા અભક્ષ્યમાં રાત્રિ ભોજન તથા અનેક વનસ્પતિઓ છે, જેનો ત્યાગ કરવામાં લાભ જ છે, હાનિનો કોઈ પ્રશ્ન જ નથી. સાર એટલો જ કે ૨૨ અને ૨૨ થી પણ વધારે વસ્તુઓનાં ત્યાગ કે ત્યાગની પ્રેરણા કરવી શ્રેષ્ઠ જ છે, પરંતુ તેના સ્વરૂપ કથનમાં આગમ વિપરીત અતિશયોક્તિ યુક્ત કથન પ્રરૂપણા ન કરવી જોઈએ તથા ગાડરિયા પ્રવાહમાં વહેવાનો દૃષ્ટિભ્રમ પણ ન હોવો જોઈએ. જાણકારી માટે એ પ્રચારિત ૨૨ અભક્ષ્ય આ મુજબ છે– (૧ થી ૫) વડ, પીપળો, પીપળ, ઉબરો, કાલંબર આ પાંચના ફૂલ, ઘણાં બધાં બી, તથા સૂક્ષ્મ બીજ હોવાથી, (૬ થી ૯) મધ, માખણ, દારૂ, માંસ આ ચાર મહાવિગય છે. આમાં બે પ્રશસ્ત અને બે અપ્રશસ્ત છે. (૧૦) બરફ, (૧૧) વરસાદના કરાં, (૧૨) ખડી માટી, (૧૩) વિષ, (૧૪) રાત્રિભોજન (૧૫) દ્વિદળ (કાચુ દહીં તથા કઠોળનું સંયોજન) (૧૬) રસ ચલિત પદાર્થ (વિકૃત ૨સ થવાથી દુર્ગંધ આવે તે) (૧૭) તુચ્છ ફળ (૧૮) ઘણાં બીજ વાળું ફળ (૧૯) અજાણ્યું ફળ (૨૦) રીંગણા (૨૧) બોરનું અથાણું (૨૨) અનંતકાય. ધાતુ ગ્રહણ–ધારણ જિજ્ઞેશ :– ધાતુની વસ્તુ રાખવા સંબંધી શી પરંપરા છે ? = જ્ઞાનચંદ : – ત્રણ જાતિના પાત્ર રાખવાનું તથા અન્ય કોઈ બીજું પાત્ર ન રાખવાનું વર્ણન આગમોમાં છે તથા સકારણ રાખવા માટેનો દંડ પણ કાષ્ટ, વાંસ વગેરેનો જ રાખવાનું વિધાન છે. સાધના પ્રમુખ, સાધકની પ્રત્યેક ઉપધિ અત્યાવશ્યક તથા સામાન્ય જાતિની હોવી જોઈએ. આ તેનો અપરિગ્રહ મહાવ્રતનો વિષય છે. પરંતુ સમય પ્રભાવથી જ્યારે લેખન કાર્ય કરવું પડે છે ત્યારે તેમાં સમય શક્તિના ખર્ચનો વિવેક રાખવો પડે. ત્યાં પરંપરાનો દુરાગ્રહ રાખવાને બદલે હાનિ તથા લાભાલાભનો વિચાર કરી આગમ દ્વારા તેની ચિંતવના કરવી જોઈએ. આમ કરવા જતાં અત્યાવશ્યક ઉપકરણ ચશ્મા, પેન વગેરે ધાતુનો ઉપયોગ થઈ જાય તો તે આગમ વિરુદ્ધ ન ગણાય તથા અન્ય બીજા ઘણાં દોષો, પ્રમાદોનો પણ આનાથી બચાવ થઈ જાય છે. એ ઉપકરણો કે વસ્તુઓ, સાધનો પર આસકત કે મમત્વ ભાવ આવે તો અપરિગ્રહ વ્રત દુષિત થાય છે. અન્ય કોઈ આવશ્યક ઉપધી પણ મમત્વ ભાવથી રહિત થઈને ગ્રહણ–ધારણ કરવાની હોય છે. નિત્ય ગોચરી જવા સંબંધી જિજ્ઞેશ :– ગોચરી જવા સંબંધી, આજે જવું કે કાલે જવું, સવારે જવું અથવા સાંજે ન જવું વગેરે શી પરંપરા છે ? = જ્ઞાનચંદ : – એષણાના ૪૨ દોષમાં આ સંબંધી કોઈ ચર્ચા નથી. આગમ વર્ણિત અન્ય વિધિ નિષેધોમાં પણ આવો એકાંતિક કોઈ નિયમ જડતો નથી. હાં, નિયંત્રણ અને તૈયારીપૂર્વક રોજ રોજ એક ઘરમાં જઈને આહારાદિ લેવા બાબતમાં નિયાગપિંડ નામક દોષ છે. નિત્યપિંડ નામે એક દાનપિંડ દોષ આચારાંગમાં દર્શાવેલ છે જેનો અર્થ છે કે, જે ઘરમાં દાનપિંડ બનાવીને રોજ તે પૂરેપૂરો દાનમાં આપી દે ત્યાં ગોચરી જવાનો નિષેધ છે અને નિશીથ સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત છે. આ વિષે વિશેષ સપ્રમાણ ચર્ચા દશવૈકાલિક સૂત્ર સારાંશના પરિશિષ્ટમાં છે, ધોવણ પાણી દેરાવાસી સાધુ સાધ્વી, ધોવણ પાણી નથી લેતાં અને તેનો નિષેધ કરે છે. સ્થાનકવાસી કોઈ ધોવણ પાણી લે છે, કોઈ ગરમ પાણી લે છે. આવી જુદીજુદી પરંપરાઓ કેમ ? Page #293 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ આગમોમાં જણાવ્યા અનુસાર ગરમ પાણી તથા ધોવણમાંથી જ્યારે જે કાંઈ પણ સુલભ નિર્દોષ મળે તે જ લેવું જોઈએ. આધાકર્મી વગેરે દોષ લાગવાની શક્યતા હોય તો તેવું ધોવણ પણ ન લેવું જોઈએ અને ગરમ પાણી બાબતે પણ આધાકર્મી વગેરે દોષ લાગતો હોય તો તે પણ ન લેવું જોઈએ. એષણા દોષની ગવેષણા સિવાય આનો કોઈ એકાંતિક આગ્રહ રાખવો જોઈએ નહીં. 292 દેરાવાસીઓના કલ્પસૂત્રમાં અઠ્ઠમ સુધીની તપસ્યામાં ધોવણ પાણી પી શકાય તેવો ઉલ્લેખ છે. તો સામાન્ય આહારના દિવસોમાં ધોવણ પાણી પીવાનું સિદ્ધ થઈ જાય છે. તેમ છતાં લોકો પોતાની જકડી રાખેલી પરંપરાની અસરમાં સૂત્રો અને ગ્રંથોના બધા પ્રમાણોને ભૂલી જાય છે અને એટલા માટે જ ધોવણ પાણીનો નિષેધ કર્યા કરે છે. દયા દાન એવું કહેવાય છે કે તેરાપંથી દયાદાનને નથી માનતા ? આ તો આગ્રહપૂર્વક કહેલી વાત છે જે શબ્દો સુધી સિમીત છે. બાકી તેમના ભોજન કે પાણીમાં કોઈ માખી વગે૨ે પડે તો તેઓ તરફડતી માખીને તત્કાળકાઢીને તેના જીવની રક્ષા તો કરે જ છે. ગુરુથી જુદા થયા પછી પણ તે સાધુઓ આવું કરતા હતા તથા ક્યારેક કોઈ સાધુ–સાધ્વીના માથામાં જૂ પડી જાય તો તેને પણ તેઓ પોતાનું રક્ત પીવરાવીને રક્તદાન તો કરતા જ હતા. દયા અને અનુકંપા તો સમકિતના લક્ષણો છે, તે કોઈ ધર્મિષ્ટ લોકોમાંથી નીકળી શકે તેમ નથી. દાન, શીલ, તપ અને ભાવના આ ચાર આત્મકલ્યાણના અંગો છે, તેમાં પણ દાન તો પ્રથમ છે. કોઈ જીવ સ્વયં મરવા પડયો હોય કે તેને કોઈ મારતું હોય અને આપણે તેને ન બચાવીએ તો તેમાં આપણું શું નુકસાન થાય ? જે રીતે જૈન સાધુના સ્વયંના ગચ્છના કે અન્ય કોઈ પણ ગચ્છના પરિચિત અથવા અપરિચિત સાધુ પાણીમાં ડૂબતાં હોય અને જોનાર સાધુને તરતાં આવડતું હોય તો તેણે તત્કાલ ડૂબતાને બચાવવા એવી ઠાણાંગ સૂત્રની આજ્ઞા છે. તેથી પાણી અને પાણીમાંના જીવોની હિંસા પ્રત્યક્ષ હોવા છતાં, તેને સાધુનું કર્તવ્ય આગમમાં બતાવ્યું છે. જ્યારે પાણીમાં મરતા સાધુને સાધુ બચાવી શકે છે, આહાર પાણીમાં પડેલા જીવ(તિર્યંચ)ને કોઈ આગમમાં નથી કહ્યું છતાં સાધુ બચાવી શકે છે, ‘જૂ’ને પોતાનું રક્ત પાઈ શકે છે તે સાધુ ધર્મ છે. તેવી જ રીતે ગૃહસ્થ માનવના દ્વારા કોઈ માનવને કે પશુને મરતા બચાવવું તે પણ ગૃહસ્થ ધર્મ છે. સાધુને બચાવવામાં નદીના ત્રસ સ્થાવર જીવોની પ્રત્યક્ષ થયેલી હિંસા પણ અનુકંપાની પ્રમુખતાએ ગૌણ થઈ જાય છે. જિંદગીભર સાધુ પણ ગમના– ગમન ક્રિયાઓ કરે જ છે, ખાય છે, શૌચ જાય છે. એ જ પ્રકારે માણસ પણ માણસની કે પશુની રક્ષા કરે છે, તેમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ દ્રવ્ય અને ભાવ હિંસા સંભવ હોય તો તે પણ અનુકંપાની પ્રમુખતામાં ગૌણ બની જાય છે. જો કોઈ વ્યક્તિની સામે કોઈ બીજી વ્યક્તિ ગળે ફાંસો ખાય કે કોઈ ઝેર ખાઈને મરવાનો પ્રયત્ન કરતો હોય તો તેને જોઈને તે વ્યક્તિ તેને બચાવવાનો પ્રયત્ન ન કરે અથવા એક વ્યક્તિ ચોરી કરતી હોય ને બીજી વ્યક્તિ ત્યાં મૂક બની જોયા કરે કે હું શા માટે એને અંતરાયનો ભાગીદાર બનું; તો વ્યવહારમાં તે પણ અપરાધી ગણાય છે. એ જ રીતે મરતા કે મારતા જીવોને પોતાની ક્ષમતા અનુસાર પણ બચાવવાનો કોઈ પ્રયત્ન ન કરવો તે પણ પ્રત્યક્ષ અનુકંપા ભાવનું હનન છે. તીર્થંકર પ્રભુ પોતાના સંયમ ભાવમાં, સાતમા ગુણસ્થાનકેથી જ્યારે લાખો કરોડોને અનુકંપા દાન દઈ શકે છે તો તેને એકાંત પાપ તો ન જ કહી શકાય. જ્યારે તેમના હાથેથી દેવામાં આવેલી સોના મહોર તો સંસારના પાપકાર્યોમાં જ કામ આવતી હોય છે. તેમ છતાં દાનનું મહત્વ અને લાભ સમજીને જ તેઓ આમ કરતાં હોય છે. તીર્થંકર પ્રભુના દ્વારા એકાંત પાપની પ્રવૃતિ ધર્મ ભાવનાની પ્રમુખતાથી કરવાનું સંભવી જ ન શકે. એટલે અનુકંપાદાન પણ એકાંત હેય(છોડવા લાયક) સમજવું ઉપયુક્ત નથી. આગમના પ્રમાણો :– (૧) સૂયગડાંગ સૂત્રના અગિયારમા અધ્યયનમાં આવા અનુકંપાદાનના કાર્યોને એકાંત પાપ કહેવાનો સ્પષ્ટ નિષેધ છે અને તેનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેવી ખોટી પ્રરૂપણા કરવામાં અંતરાય કર્મનો બંધ થાય છે. (૨) આગમમાં સ્પષ્ટ રૂપથી નવ પ્રકારના પુણ્ય કહ્યાં જ છે, તેનો પણ નિષેધ ન કરી શકાય. (૩) પરદેશી રાજાએ ધર્મી બન્યા પછી દાનશાળા ખોલી, જેનો કેશી શ્રમણે નિષેધ નહોતો કર્યો અને શાસ્ત્રકારે ધર્મી બન્યા પછી જ આ કાર્ય થયું તેવું કથન કર્યું છે. (૪) દુષ્ટ તથા વિધર્મનો પ્રચાર કરનાર ગોશાલકને લેશ્યાથી બળતો જોઈ, ભગવાને તત્કાળ બચાવી લીધો અને તે કાર્યને ખોટું ગણીને પ્રાયશ્ચિત્ત લીધું હોય તેવું કથન ભગવતી સૂત્રમાં ગણધરોએ કર્યું નથી. એટલે વિવિધ આગમ પ્રમાણોથી તથા અન્ય હેતુઓથી એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ મરતા પ્રાણીને બચાવવું તે અનુચિત નથી; એકાંત પાપ કે અધર્મ પણ નથી પરંતુ મહાપુરુષો દ્વારા આચરિત અને આગમોક્ત છે મંજન ઃ સ્નાન ઃ વિભૂષા મંજન કરવું, સ્નાન કરવું અથવા સાબુ, સોડા વગેરેથી કપડા ધોઈને સાફ—ચોખ્ખા રાખવાની પ્રવૃત્તિ પરંપરા ઉચિત છે ? મંજન તથા સ્નાન કરવાને દશવૈકાલિક સૂત્રમાં અનાચાર કહેલ છે. એટલે એ કાર્યો કરવા સાધુઓ માટે સર્વથા અનુચિત છે. મંજન કરવું કે ન કરવું તે માટે ઉપચારની આવશ્યક પરિસ્થિતિમાં કાંઈ પણ કરવામાં આવે તો સ્થવિર કલ્પીને તેની છૂટ રહે છે. વિશેષ જાણકારી માટે દશવૈકાલિક સૂત્ર સારાંશ માં જુઓ. વસ્ત્ર ધોવાનું તો સ્થવિર કલ્પીઓ માટે એકાંત નિષેધ અને અનાચાર નથી પરંતુ તેમાં વિભૂષાની વૃત્તિ હોય તો તે અનાચાર છે. વિભૂષાની વૃત્તિનો અભાવ હોય અર્થાત્ ક્ષમતાની કમી વગેરે કારણોથી વસ્ત્રો ધોવા પડે તો તે મેલ પરિષહથી હારવા સમાન છે Page #294 -------------------------------------------------------------------------- ________________ jain અને જીવ રક્ષા હેતુ ધોવા, તે વિવેક છે ; કિંતુ આદત અને સફાઈની વૃત્તિથી ધોવું તે શિથિલાચાર તથા બકુશવૃત્તિ છે. અતઃ વસ્ત્ર ધોવા પાછળની માનસ વૃત્તિ શી છે તેનું મૂલ્યાંકન હોવું જોઈએ પરંતુ ધોવા સંબંધી એકાંતિક નિષેધ ન સમજવો જોઈએ. 293 દૈનિક સમાચાર પત્ર કથાસાર જિજ્ઞેશ :– દૈનિક અખબાર વાંચવાની પ્રવૃત્તિ યોગ્ય છે ? = જ્ઞાનચંદ :– આ પણ શિથિલાચાર યુગની દેન છે, તેમાં વિશેષ કરીને વિકથા વિભાગ જ અધિક છે. જેની સાધુઓ માટે આગમમાં મનાઈ કરવામાં આવી છે. શિથિલાચાર પ્રવૃત્તિઓ જિજ્ઞેશ :– સંયમ તથા ભગવદાશાથી વિપરીત મુખ્ય કઈ-કઈ પ્રવૃત્તિઓ જૈન સમાજમાં ચાલી રહી છે ? અર્થાત્ વર્તમાન યુગની અત્યંત વિકૃત પ્રવૃત્તિઓની પરંપરા શી છે ? જ્ઞાનચંદ :–શિથિલાચારથી ચાલી રહેલી મુખ્ય પ્રવૃત્તિઓ આ પ્રકારે છે– (૧) એકબીજાની પરસ્પર નિંદા અવહેલના કરવી (૨) તંબાકુ રાખવી કે સૂંઘવી (૩) મંજન, બજર ઘસવી, બ્રસ કરવું (૪) મધ્યમ અથવા મોટું સ્નાન કરવું (૫) મેલ–પરીષહ જરા પણ ન સહેવો (૬) વાળ ઓળવા કે દાઢી કરવી (૭) વિભૂષા વૃત્તિ કરવી, પ્રયત્નપૂર્વક સાફ-સુથરા રહેવું કે અતિ પ્રક્ષાલન વૃત્તિ રાખવી (૮) ચંપલ, પગરખાં પહેરવાં (૯) ડોળી, ગાડી, વ્હીલચેર વગેરેથી વિચરણ કરવું (૧૦) લાઉડ સ્પીકરમાં બોલવું (૧૧) ફોટા વગેરે પડાવવા (૧૨) વીડીયો કેસેટ કઢાવવી (૧૩) વીજળીના પંખાનો ઉપયોગ કરવો (૧૪) ફલશ, સંડાસ–જાજરૂનો ઉપયોગ કરવો (૧૫) દૈનિક સમાચાર પેપરો વાંચવા (૧૬) ચારે કાળમાં સ્વાધ્યાય ન કરવો (૧૭) શાસ્ત્રનું જ્ઞાન કંઠસ્થ ન કરવું (૧૮) દિવસે સૂવું (૧૯) સાધ્વીઓ પાસે સીવવાનું કાર્ય કરાવવું, વસ્ત્ર પ્રક્ષાલન, પ્રતિલેખના, ગોચરી વગેરેના કાર્યો કરાવવા, તેમની સાથે આહારની લેવડ–દેવડ કરવી, તેમની સાથે ગમના—ગમન, ભ્રમણ કે વિહાર કરવો, વધારે સંપર્ક રાખવો (૨૦) ગૃહસ્થો પાસે સેવા કરાવવી, કામ કરાવવું, વિહારમાં સામાન ઉપડાવવો અને પૈસા દેવડાવવા (૨૧) ઓપરેશન કરાવવું (૨૨) ખરીદી કરાવીને દવા વગેરે મંગાવવી. (૨૩) ખરીદાવીને કપડાં, રજોહરણ વગેરે મંગાવવા અથવા ક્રીતદોષ વાળા આવા પદાર્થો લેવા (૨૪) ફાળો એકઠો કરાવવો (૨૫) બેંકોમાં ખાતા રાખવા કે રખાવવા (૨૬) નિર્માણ કાર્યોમાં ભાગ લેવો, પ્રેરણા કરવી જેમ કે સ્થાનક, સ્કૂલ, દેરાસર, હોસ્પીટલ, બોર્ડિંગ, સંસ્થા વગેરે (૨૭) પોતાની પાસે દવા રાખવી (૨૮) પ્રતિલેખન પ્રમાર્જન ન કરવું (૨૯) પ્રતિક્રમણ ન કરવું (૩૦) રાત્રિના વિહાર કરવો કે બહાર જવું (૩૧) પોતે ન ઉપાડી શકે તેટલો સામાન વગેરે રાખવો (૩૨) આધાકર્મી નિમિત્તનું ધોવણ પાણી કે ગરમ પાણી લેવું (૩૩) આધાકર્મી દોષયુક્ત આહાર પાણી લઈને આયંબિલ કરવી (૩૪) કોઈ પણ જગ્યાએ પોતાનો સામાન રાખવો કે રખાવવો, સંગ્રહવૃત્તિ રાખવી (૩૫) ટી. વી. (ટેલીવિઝન) જોવું (૩૬) રેડિયાનો ઉપયોગ કરવો (૩૭) દર્શનીય સ્થળ જોવા જવું (૩૮) પત્રિકાઓ છપાવવી (૩૦) બેંડવાજા કે વરઘોડા સાથે ચાલવું (૪૦) ઉઘાડા મોં એ બોલવું (૪૧) પોતાની તપસ્યાની કે જન્મ, દીક્ષા વિગેરે તિથિઓએ સભાઓ રાખવી (૪૨) શિષ્યોને ક્રમથી આગમોની વાંચના ન આપવી, અધ્યયન અધ્યાપનની દેખરેખ ન જાળવવી, શિક્ષિત કરાવીને યોગ્ય લાયક બનાવવાની કોશિશ ન કરવી (૪૩) સાધુઓ દ્વારા સ્ત્રીઓનો વધારે સંપર્ક રાખવો કે રાખવા દેવો તેમજ સાધ્વીઓ દ્વારા પુરુષોનો સંપર્ક રાખવો કે રાખવા દેવો (૪૪) બહુમૂલ્ય ઉપકરણ, માળાઓ વગેરે રાખવી, ગળામાં પહેરવી (૪૫) ભાષાનો કોઈ વિવેક ન રાખવો, યોગ્યાયોગ્યનો વિચાર ન કરવો (૪૬) સામેથી લાવેલું કે ટીફીનમાં આણેલો આહાર લેવો (૪૭) ઉતાવળે ચાલવું (૪૮) વાતો કરતાં–કરતાં ચાલવું (૪૯) યંત્ર, મંત્ર, તંત્ર, ચિકિત્સા વગેરે પ્રવૃત્તિઓ કરવી, કરાવવી તથા શુભ મુહૂર્ત વગેરે ગૃહસ્થોને જણાવવા (૫૦) દીક્ષા, વય, શ્રુતજ્ઞાન, ગંભીરતા વિચક્ષણતા વગેરે યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના જ મુખી બનીને અથવા એકલા થઈને વિહાર કરવો કે કરવા દેવો (૫૧) ચિંતન જાગૃતિયુક્ત પ્રતિક્રમણ ન કરવું બલ્કે વાતો કરવી કે ઊંઘવું (૫૨) ચા, દૂધ, મેવા, ફળો વગેરે માટે નિમંત્રણ પૂર્વક અથવા સંકેતપૂર્વક જાવું (૫૩) રાત્રિ વ્યાખ્યાન માટે કે શૌચ નિવૃત્તિ માટે ઘણું દૂર જાવું (૫૪) પ્રકાશન કાર્યમાં ભાગ લેવો, નિબંધ છાપવા આપવો, પુસ્તકો છપાવવા અથવા છપાવવા માટે પુસ્તકો લખવા .(૫૫) મોબાઈલ વાપરવો (પ્રત્યક્ષ કે પરોક્ષ ). જિજ્ઞેશ :– શિથિલાચારની સાચી અને સચોટ પરિભાષા કઈ છે ? જ્ઞાનચંદ ઃ- (૧) આગમ વિપરીત, ભગવદાશા વિપરીત પ્રવૃત્તિઓનું પરંપરાના રૂપમાં આચરણ કરવું, તેનું પ્રાયશ્ચિત્ત ન લેવું અથવા પ્રાયશ્ચિત્ત લેવાનો સંકલ્પ પણ ન રાખવો, અકારણ અથવા સામાન્ય કારણોસર આગમ વિપરીત પ્રવૃત્તિ કરતાં રહેવું, આ બધા શિથિલાચાર છે, આવી વૃત્તિઓવાળાને શિથિલાચારી જાણવા. (૨) સકારણ પરિસ્થિતિવશ હાનિ લાભનો વિવેક રાખીને આગમ વિપરીત નાનું કે મોટું આચરણ કરવું, તેને છોડવાનો કે પ્રાયશ્ચિત્ત લેવાનો સંકલ્પ કરવો, તે પ્રવૃત્તિને ટેવ કે પરંપરારૂપ ન બનાવવી અને તેને પોતાનો દોષ છે તેમ દોષ રૂપ જાણવું તથા અંતર મનમાં પણ દોષ સમજી પ્રાયશ્ચિત્ત લેવું તે શિથિલાચાર નથી. આવી વૃત્તિવાળાને શિથિલાચારી ન કહી શકાય. સંજ્યા નિયંઠા જિજ્ઞેશ :– નિયંઠા અવસ્થાની કે સંયમ અવસ્થાની શી સીમા રહી છે ? જ્ઞાનચંદ : – આગમમાં નિયંઠારૂપ સંયમાવસ્થાના ૬ પ્રકાર બતાવ્યા છે જેમાં અત્યારે ત્રણ નિયંઠા હોય છે. જેમ કે– (૧) બકુશ (૨) પ્રતિસેવના કુશીલ (૩) કષાય કુશીલ. Page #295 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 294 (૧) શરીર ઉપકરણ સંબંધી પ્રમાદ વૃત્તિઓ તથા સંયમ સ્વાધ્યાય વગેરે યોગોમાં જાગૃતિની કમીને કારણે થતાં આચરણો સિવાય સંયમની મૂળગુણ ઉત્તરગુણની આગમોક્ત બધી પ્રવૃત્તિઓનું યથાવતું પાલન કરનારા તથા સાચી પ્રરૂપણા કરવાવાળા “ બકુશ નિયંઠા'ની સીમામાં ગણાય છે. (૨) પરિસ્થિતિવશ ઉત્સર્ગ અપવાદનું ધ્યાન રાખીને, તેની સીમા અને ક્ષેત્રકાળનો વિવેક રાખીને, મૂળગુણમાં કે ઉત્તરગણોમાં અત્યાવશ્યક દોષ લગાડનારા અને તેને યથાસમયે છોડીને શદ્ધિ કરવાની ભાવનાવાળા, પ્રતિસેવના કુશીલ નિયંઠાની સીમામાં ગણવામાં આવે છે. આમાં પણ જ્ઞાનના સંબંધમાં મૂળ ગુણ અને ઉત્તરગુણમાં દોષ લગાડનારા અને ફરી દોષને છોડીને શુદ્ધિ કરવાનો સંકલ્પ રાખનારાને જ્ઞાન પ્રતિસેવના કુશીલ ગણવામાં આવે છે વિશેષ ધ્યાન એ રાખવું જોઈએ કે સીમિત આવશ્યક દોષ સિવાય અન્ય બધા સંયમ વિધિ વિધાનોનું આગમોક્ત વિધિથી પાલન કરનારા હોય અને સાચી પ્રરૂપણા કરનારા હોય, તે પ્રતિસેવના કુશીલ નિગ્રંથ કહેવાય છે. (૩) કષાય કુશીલ નિગ્રંથ શુદ્ધ નિરતિચાર સંયમ પાલન કરે છે, કોઈ પણ નિમિત્તથી કોઈપણ રીતે સંયમને દૂષિત કરતા નથી. સ્વગચ્છીય સમાચારી પાલન જિગ્નેશ :- પોતાના ગચ્છની સમાચારી ન પાળવાથી શિથિલાચારી બને છે. કે અન્ય ગચ્છોની સમાચારીને ન પાળવાથી પણ શિથિલાચારી બને છે, અથવા ફક્ત આગમોક્ત સમાચારીનું પાલન ન કરવાથી જ શિથિલાચારી બને છે? જ્ઞાનચંદ :- આગમોક્ત સમાચારીના અપાલનથી જ શિથિલાચારી બને છે. અન્ય ગચ્છોની સમાચારીનું પાલન–અપાલનથી | શિથિલાચારીનો કોઈ સંબંધ ન ગણવો જોઈએ. સ્વગચ્છ સમુદાય કે પોતાના સંઘની સમાચારીનું પાલન ન કરવું, જેની નિશ્રામાં, આજ્ઞામાં વિચરવાનું હોય તેની જ ઉપેક્ષા કરવી, તે મહાન અપરાધ છે. આવું કરનારા નાના સાધુ હોય કે મોટા સાધુ, અનુશાસ્તા હોય કે અનુશાસિત હોય, તે શિથિલાચારીની સાથે-સાથે સ્વચ્છંદાચારી પણ છે. આવું કરવું તે નૈતિકતાની બહાર છે. એટલે જે સમુદાય કે સંઘમાં સાધુએ રહેવાનું હોય, તેના નિર્ણિત પ્રત્યેક સમાચારીનું નિષ્ઠાપૂર્વક ઇમાનદારીથી પાલન કરવું જોઈએ. શિથિલાચારીની પરિભાષામાં આવતા કોઈ નિયંઠા હોય છે અને નિયંઠાની પરિભાષામાં શિથિલાચારી પણ આવે છે ? તથા આ શિથિલાચારી અને નિયંઠાવાળા પરસ્પર વંદન વ્યવહાર પણ કરે છે ખરાં? નિયંઠાવાળા, નિયંઠાવાળાના વંદન વ્યવહાર બંધ કરાવી શકે અથવા શિથિલાચારી બીજા હીનાવિક શિથિલાચારીને વંદન કરી શકે ખરા? શિથિલાચારી કહેવાને યોગ્ય વ્યક્તિ નિયંઠાવાળા ન કહી શકાય પરંતુ નિયંઠાને અભિમુખ હોઈ શકે ખરાં અને કોઈ પણ નિયંઠાની પરિભાષામાં ગણાતા શિથિલાચારી ન ગણાય, પણ તે શિથિલાચારીની અભિમુખ હોઈ શકે ખરાં. વ્યવહારની વંદન વ્યવસ્થા વ્યવહારપક્ષને અનુરૂપ હોય છે અને ભાવવંદના ભાવ સંયમવાન ગુણવાનોને ભાવથી જ થઈ જાય છે. શ્રાવક શાસ્ત્ર વાંચન વિચારણા વિજય - ત્રણ વર્ષના દીક્ષા પર્યાય પહેલાં સાધુઓએ પણ શાસ્ત્ર વાંચવાની મનાઈ છે તો ગૃહસ્થ તો ક્યારેય શાસ્ત્ર વાંચી જ ન શકાય ને? તેમને તો વાંચવાનો અધિકાર જ ન હોય ને? ઘણી જગ્યાએ આગમ વિધાનના અર્થની પરંપરા બરોબર જળવાઈ નથી એટલે તેમાં વિકૃતિ ઘર કરી ગઈ છે. શાસ્ત્રમાં ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળાને ઉપાધ્યાય પદ આપી શકાય તેવું વિધાન છે અને ત્રણ વર્ષની દીક્ષાવાળાને ઉપાધ્યાય બનવા માટે બહુશ્રુત હોવું પણ આવશ્યક જણાવ્યું છે. એટલે ત્રણ વર્ષની દીક્ષાના સમય પહેલાં શાસ્ત્રાધ્યયન ન કરી શકાય એવો અર્થ ખોટો છે. તે સૂત્રોનો એવો અર્થ સમજવો જોઈએ કે ત્રણ વર્ષવાળા યોગ્ય સાધુને ઓછામાં ઓછો એટલો અભ્યાસ (શાસ્ત્રમાં કહ્યા મુજબનો) કરાવી લેવો જોઈએ; યોગ્યતા હોય તો વધારે કરાવી શકાય તેનો કોઈ નિષેધ ન સમજવો જોઈએ. ગૃહસ્થને માટે શાસ્ત્ર વાંચવા સંબંધી નિશીથમાં પ્રાયશ્ચિત્ત કહેલ છે, તેનો અર્થ પણ ભાષ્યકારે મિથ્યાદષ્ટિની અપેક્ષાએ કર્યો છે અને કહ્યું છે કે તે તેનો દુરુપયોગ કરશે. પરંતુ જિનેશ્વર ભગવાન પ્રતિ જે અનુરક્ત છે અને જે શ્રાવક છે, તેને માટે કદાપિ નિષેધ ન સમજવો જોઈએ. નંદી સૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં જે રીતે સાધુઓ માટે શાસ્ત્ર અધ્યયન અને ઉપધાનનું કથન છે, તેવું જ કથન શ્રાવકો માટે પણ છે. અન્ય આગમોના વર્ણનોથી યોગ્ય શ્રદ્ધાળુ શ્રાવક પણ આગમજ્ઞાની, બહુશ્રુત, કોવિદ, જિનમતમાં નિપુણ થઈ શકે છે. આગમમાં પણ શ્રાવક, સાધુને સમાન રૂપે તીર્થ રૂપ કહ્યાં છે તથા ચાર પ્રકારના શ્રમણ સંઘમાં પણ શ્રાવકોને ગણાવ્યા છે, એટલે આગમકારની દષ્ટિથી શ્રાવકોને માટે આગમ અધ્યયનનો નિષેધ કે અનધિકાર નથી તેથી ઉક્ત એકાંતિક આગ્રહ પણ અવિવેક પૂર્ણ છે. આવા શ્રાવક તો જિનશાસનના તીર્થરૂપ છે. તેમને શાસ્ત્રના પઠન માટે દોષ હોઈ ન શકે, ઉલટું તેથી મહાન લાભ જ થાય તેમ છે. એટલે વિવેક એટલો જ સમજવો જોઈએ કે યોગ્ય સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા શાસ્ત્રનું અધ્યયન કરે અથવા કરાવે. મુખવસ્ત્રિકા વિચારણા શાસ્ત્રમાં કહેલ ચૌદ પ્રકારના સંમૂર્છાિમ મનુષ્યના બોલમાં, તે વડીનીત, પેશાબ, કફ, શ્લેષ્મ, લોહી, રસી(પરુ), વીર્ય, ક્લેવર વગેરે બધા નામો સ્પષ્ટ કહ્યાં છે. થેંકનું નામ તો કફ, શ્લેષ્મની સાથે પણ નથી કહ્યું એટલે ઘૂંકમાં સંમૂર્છાિમ મનુષ્યની ઉત્પત્તિ કહેવી તે અતિપ્રરૂપણા દોષરૂપ છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ jain 295 કથાસાર આ ઉપકરણના નામથી જ એ સ્પષ્ટ નિર્દેશ થાય છે કે તે મુખ પરની વસ્તુ છે. મુખવસ્ત્રિકા તથા રજોહરણ એ બે ઉપકરણ જિનકલ્પીઓએ તથા અચેલ ભિક્ષએ પણ અવશ્ય રાખવા જોઈએ. આ બંને જૈન લિંગના આવશ્યક ઉપકરણો છે અને બંને સંયમ રક્ષાર્થ ઉપકરણ છે. ભગવતી સૂત્રમાં ઉઘાડા મોએ બોલાતી ભાષાને સાવધ ભાષા કહી છે. મુખવસ્ત્રિકાથી માં ઢાંક્યા વિના વાત ન કરાય એ સિદ્ધાંત દેરાવાસી તથા સ્થાનક– વાસી બંને સ્વીકારે છે. શ્રાવકો માટે પણ દેવ-ગુરુ દર્શન હેતુ તેના અવગ્રહમાં પ્રવેશ કરવા માટે પ્રથમ મુખ પર વસ્ત્ર લગાડવું, તે આવશ્યક વિધિ છે. જેનું કથન ભગવતી આદિ અનેક સૂત્રોમાં છે. એટલે બોલતી વખતે, ઉપાશ્રયમાંથી બહાર જતી વખતે, પ્રતિક્રમણ કરતી વખતે મુખવસ્ત્રિકા મુખ પર હોવી જોઈએ; તેવું આવશ્યક મનાય છે. ઉઘાડા મુખે બોલવાથી ઘૂંક, સામે બેઠેલી વ્યક્તિ ઉપર અને શાસ્ત્રો પર પડે છે, જેથી મહાન આશાતના થાય છે અને સાવદ્ય ભાષાનું પાપ પણ લાગે છે. જો દોરી બાંધવાથી પાપ હોત તો ચોલપટ્ટામાં જાડી દોરી લગાડવાનો પ્રારંભ ન થાત. આ રીતે દોરીમાં તો કોઈ પાપ નથી અને ઉઘાડા મોંએ બોલવાથી પાપ લાગે, વગેરે બાબતોને ધ્યાનમાં રાખી મુહપત્તિ બાંધવી ઉચિત જ છે. સામેની વ્યક્તિ પર અને શાસ્ત્ર પર ઘૂંક પણ ન પડે તે ફાયદો વધારામાં! પરસેવામાં તથા ઘૂંકમાં સંમૂર્છાિમ મનુષ્યની ઉત્પત્તિ થતી નથી. સાધુ- સાધ્વીઓ માટે કેટલાય કલાકો સુધી વિહાર કરવાનો કે બોલ્યા કરવાનો (વ્યાખ્યાન આદિ) પ્રસંગ આવે જ છે. ત્યારે ગરમીથી કપડાં પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, તેમાં સંમૂર્છાિમ જીવ ઉત્પન્ન થાય તો સાધુ જીવન પાળવાનું અસંભવ થઈ જાય. પરસેવાના કપડા શરીરથી સંલગ્ન રહે છે તેથી તેમાં જીવોત્પત્તિ થતી નથી. જ્યારે શરીરથી સંલગ્ન પરસેવાવાળા કપડામાં સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થતાં નથી તો મુખની અત્યંત નજીકમાં લાગેલી મુહપત્તિમાં સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થવાની કલ્પના કરવી વ્યર્થ જ છે. નિષ્કર્ષ એવો થયો કે મોઢાં પર મુહપત્તિ બાંધવાથી સંમૂચ્છેિમને પાપ લાગે નહી અને સાવધ ભાષા બોલવાથી બચી શકાય તથા શાસ્ત્રની આશાતના પણ મખવસ્ત્રિકા હાથમાં રાખવાનો કે મો પર બાંધવાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેમ છતાં આગમ વિધાનોના આશયથી એવો વિવેક પ્રગટ થાય છે કે બોલવાના સમયે તથા ઉપાશ્રયમાંથી બહાર જતી વખતે મુખ પર મુખવસ્ત્રિકા બાંધવાનું લિંગને માટે તથા સાવધ ભાષાથી બચવા માટે આવશ્યક છે. સૂતાં, જાગતાં, મૌન, ધ્યાન બધી અવસ્થાઓમાં મુખવસ્ત્રિકા બાંધવી, તે પણ આવશ્યક જ છે. અને બેધડક ઉઘાડા મોએ વાત કરવી મર્યાદા યુક્ત નથી. એટલે વિવેકપૂર્વક, યોગ્ય સમયે મુહપત્તિ બાંધીને દોષોથી બચવું હિતાવહ છે. જો દોરાનો ઉપયોગ ન કરવો હોય તો પુજા વખતે જેમ રુમાલ બાંધવામાં આવે છે તેમ રુમાલ બાંધીને બોલવું જોઈએ કે હાથમાંની મુહપતિ આડી ધરીને બોલવું જોઈએ પણ ઉગાડે મોઢેતો નહિંજ. સાધુને વનવાસ કે વસતિમાં વાસ-આગમ ચિંતન (જૈન આચાર વિચારમાં અનેકાંતિકતા) “સાધુ પહેલાં પહાડોમાં રહેતાં હતાં, પછી પાછળથી કમજોરી– વશ વસતિવાસ(ગામોમાં રહેવું) શરૂ કર્યું” આવું વિદ્વાનો તથા ઇતિહાસકારો દ્વારા કહેવાયું છે પણ, તે કથન આગમાનુસાર નથી. આર્ય ભદ્રબાહુસ્વામી કૃત છેદ સૂત્રો તથા આચારાંગ સૂત્ર વગેરે ગણધર કૃત આચાર શાસ્ત્રોથી સર્વજ્ઞ કથિત વીતરાગ માર્ગનું આવું એકાંતિક રૂપ હોય તેવું લાગતું નથી. ભગવાનના સમયમાં પણ નવદીક્ષિત, સ્થવિર, વૃદ્ધ, ગ્લાન, અશક્ત, સ્થવિર વાસ | વિરાજિત સાધુ કે સાધ્વીઓ વગેરે અનેક પ્રકારના સાધકો હતાં. અંગ સૂત્રોમાં અને છેદ સૂત્રોમાં જ્યાં ઉપાશ્રયોનું વર્ણન છે ત્યાં ૧૮ પ્રકારના અથવા ૨૧ પ્રકારના રહેઠાણો સાધુ-સાધ્વીઓને રહેવા માટે કહ્યાં છે. બૃહત્કલ્પ સૂત્રમાં કહ્યું છે કે સાધુને પુરુષ સાગરિક ઉપાશ્રયમાં રહેવાનું કલ્પ પણ સ્ત્રી સાગરિક ઉપાશ્રયમાં રહેવાનું કલ્પ નહીં. અનાજ તથા ખાદ્ય સામગ્રી યુક્ત મકાનમાં કેવી વ્યવસ્થિત સ્થિતિ સાંપડતા રહેવાનું કલ્પ?(શેષ કાળ માટે) અને ક્યાં, ક્યારે ચાર્તુમાસ રહેવાનું કલ્પ વગેરેનું સ્પષ્ટ વર્ણન છે. દુકાનોમાં, ગલીના નાકે, ત્રણ રસ્તે કે ચાર રસ્તે બનેલા મકાનોમાં સાધ્વીને ઉતરવું કલ્પ નહીં, પરંતુ સાધુને કહ્યું, એવું સ્પષ્ટ વિધાન છે. પરંતુ બંનેને માટે એવું સ્થળ કહ્યું નહીં, એવું વિધાન નથી. આમ આર્ય ભદ્રબાહુ રચિત, આ છેદ સૂત્રમાં ગામડા ઓમાં રહેવાનો નિષેધ નથી અપિતુ વિધિરૂપ રહેવાનું જ સિદ્ધ થાય છે. બીજી અનેક વૈકલ્પિક અવસ્થાઓ જેવી કે, સ્થવિર કલ્પી તથા જિનકલ્પના, એક વસ્ત્રધારી કે અનેક વસ્ત્રધારી હોવાની; કરપાત્રી કે એક પાત્રી હોવાની અને કારણસર અસમર્થ વગેરેને અધિક પાત્ર ધારણ કરવાનું કે નિષ્કારણ નહીં લેવાનું વગેરે કેટલીય અવસ્થાઓનું અંગસૂત્ર તથા છેદસૂત્રમાં વર્ણન મળે છે. ઘણાં આચાર વિધાનો પણ અનેકાંતિકતાથી ભર્યા છે. જેવા કે(૧) વિગય રહિત સદા નીરસ આહાર લેવો, તો ક્યાંક એવું પણ કહ્યું છે કે વારંવાર વિનયનું સેવન ન કરવું, તો ક્યાંક વિગય સેવન કરીને જે મુનિ તપમાં રત ન રહે તેને પાપી શ્રમણ કહેવામાં આવેલ છે, પરંતુ વિગય યુક્ત આહાર કરીને તપમાં લીન રહેતા શ્રમણને પાપી નથી કહ્યા. (૨) ક્યાંક એવું વિધાન છે કે ગોચરીમાં નવું વાસણ ન ભરાવવું, તો ક્યાંક એવું છે કે પશ્ચાત્કર્મ ન હોય તો લઈ લેવું, તો ક્યાંક થાળીમાં મોદકભરીને વહોરાવે તો પણ તે લઈ લેવાં, તેવું વર્ણન છે. (૩) ક્યાંક એવું લખ્યું છે કે (પત કુલાઈ પરિવએ સ ભિષ્મ). અર્થાત્ નિર્ધન- ગરીબ ઘરોમાં ભિક્ષાચારી કરનારા સાચા ભિક્ષુ છે. તો ક્યાંક મોટા-મોટા શ્રીમંતો અને રાજમહેલોમાં પણ ગોચરીએ જવાનું સ્પષ્ટ વર્ણન છે. ક્યાંક ખીરખાંડની ભોજન પ્રાપ્તિનું વર્ણન પણ છે. આ પ્રમાણે આપણા જૈન આગમ તાત્ત્વિક સિદ્ધાંતોની અપેક્ષાએ જેમ સ્યાદવાદથી પરિપૂર્ણ છે તેમ આચાર વિધાનોના પણ અનેક વિષયોમાં અનેકાંતતા ધારણ કરેલ છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 296 એટલા માટે જૈન સાધ્વાચાર સંબંધી નિયમો માટે, ઊંડું શાસ્ત્ર-ચિંતન કર્યા વિના ફક્ત ગ્રંથો, ઇતિહાસ અને ઉદાહરણો તથા શિલાલેખોમાંથી અથવા કથાઓમાંથી કોઈ પણ એકાંત કલ્પના કરવી યુક્તિ સંગત નથી. ઓછામાં ઓછું બે અંગ સૂત્ર, ચાર છેદ સૂત્ર અને બે મૂળસૂત્ર એમ કુલ આઠ આચાર સૂત્રોનું ચિંતનયુક્ત અનુભવ જ્ઞાન રાખવું અને તેને સામે રાખી ચિંતન કરવાનું પર્યાપ્ત થઈ જાય છે. અર્થાત્ આટલું ધ્યાન રાખી લેવાથી પણ અર્થ વગરની વર્તમાન સાધુઓની નબળાઈઓ જણાવવાની સ્થિતિ પેદા થાય નહી. વાસ્તવમાં એવી કલ્પિત અવાસ્તવિક નબળાઈઓ દેખાડવાથી ધર્મશ્રદ્ધા અને ઉત્સાહમાં કોઈ પણ પ્રકારે લાભ થવાની શક્યતા નથી. સર્વજ્ઞોની વાણીમાં અને તેમાં પણ આચાર સંબંધી વિધાનોમાં તો બધાય પ્રકારના સાધકોને ધ્યાનમાં રાખીને અનેક દરજ્જાના વિધાનોનો સમાવેશ કરાય છે. જઘન્ય દરજ્જાની પણ પોતાની એક સીમા હોય છે, એટલે ભગવતી સૂત્રમાં કહ્યું છે કે બકુશ અને પ્રતિસેવના નિયંઠાવાળા પણ વૈમાનિક દેવો સિવાય ક્યાંય પણ જઈ શકતા નથી તેમના જઘન્ય ચારિત્ર પર્જાવા પણ પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પજવાથી અનંત ગણા વધારે હોય છે ત્યારે તો તે નિયંઠાવાળા ટકી શકે છે અન્યથા નીચે પડતાં વાર શી? અર્થાત્ અસંયમ અવસ્થા પ્રાપ્ત કરી લે. સ્વયં ભગવાન મહાવીર સ્વામીના છઘર્થીકાળનું વર્ણન, આચારાંગ સૂત્રમાં છે. તેને જો ધ્યાનથી વાંચી, સમજી લઈએ તો રહેઠાણ સંબંધી સાચી સ્થિતિનો ખ્યાલ આવી જાય. એટલે વ્યર્થમાં એવી ભ્રમણાઓ કે- પહેલાંના વખતના સાધુઓ પહાડોમાં, વનમાં ચોમાસું કરતાં અને વસતિવાસ પાછળથી શરૂ થયો; એ સ્પષ્ટપણે આગમ વિપરીત પ્રરૂપણા છે. આજકાલ ઉત્કૃષ્ટતાની આવી ઘણી બધી ફાલતુ વાતો ઇતિહાસ કે આગમના નામે ઠોકી દેવાય છે. પરંતુ હકીકત તો એ છે કે પહેલાંના જમાનામાં પણ આવી ઉત્કૃષ્ટતા વાળા અનેક સાધકો થતા હતા અને સામાન્ય સાધકો પણ થતા હતા. તેમ છતાં તેઓની તે ઉત્કૃષ્ટતાને આગમ પ્રમાણ વગર ફક્ત ઉદાહરણને ખાતર ઈતિહાસમાં અને ઘસાડીને તે સંબંધી એકાંતિક કથન કરવું અનચિત કહેવાય. સાધના આચાર હોય કે પછી જૈન સિદ્ધાંતના મખ્ય તત્ત્વો હોય, પ્રમાણિક પૂર્વધારીઓના આગમોમાંથી જ કસોટીની એરણ પર તેને ચડાવી તેનું યોગ્ય ચિંતન-મનન કરવું જોઈએ. એજ નિરાબાધ માર્ગ છે. આપણા આગમો નગ્નતાનું ખંડન અને અવહેલના કરતાં નથી. સચેલકતાનું પણ વિસ્તૃત કથન કરે છે અને અચલકતાને પણ પ્રશસ્ત કહે છે. તેજ પ્રમાણે આગમોમાં ત્રણ જાતિના પાત્ર કહ્યાં છે. અસમર્થ સાધુ ત્રણે જાતિના પાતરાં એક સાથે રાખે છે. સામર્થ્યવાન સાધુ ફક્ત એક જાતના જ પાત્ર રાખી શકે છે. સ્થવિરકલ્પી સાધુનું વર્ણન કરતાં કહ્યું છે કે તે પોતાના પાત્રમાં, પોતાના માત્રકમાં (પલાસકમાં) પોતાના કમંડળમાં કે પોતાના હસ્તયુગલમાં (ખોબા)માં આહાર લઈ ખાઈ શકે છે. આવું વ્યવહાર સૂત્રમાં છે. એવી જ રીતે વધારે પાતરાં રાખવા સંબંધી કે તેમાં ગોચરી આરોગવા સંબંધી, હાથમાં લેવા સંબંધી ઘણાં વર્ણનો આપેલાં છે. જો ઉણોદરી કરવાની હોય તો એક વસ્ત્ર રાખવાનું કે પરિત્યક્ત ઉપકરણ જ લેવાનો નિર્દેશ પણ કરેલો છે, પરંતુ એકાંત દષ્ટિથી એક પાતરું રાખવાની પ્રરૂપણા કરી નથી. દવા વગેરે ઔષધની ઇચ્છા માત્રનો (પરિષહ સહન કરવાની અપેક્ષાએ) નિષેધ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય.—૨ તથા ૧૯માં કરવામાં આવ્યો છે. તેમ છતાં નિશીથ સૂત્રમાં સ્વસ્થ સાધુને ઔષધ સેવનનું પ્રાયશ્ચિત્ત પણ કહ્યું છે અને અસ્વસ્થ સાધુ માટે ત્યાં પ્રાયશ્ચિત્ત કહ્યું નથી તેમજ એજ ભવે મોક્ષે જનારા સાધુઓ માટે ઔષધ ઉપચાર કરાવ્યાંના વર્ણનો પણ આગમમાં આપ્યાં છે. સાધુની મર્યાદાઓમાં સંયમ, સમિતિ–ગુપ્તિ, મહાવ્રત સુરક્ષિત રહે એ જ મુખ્ય છે. બાકી અન્ય વિધિઓમાંથી કેટલીક તો લોકોની દષ્ટિએ વ્યવહારિક પણ છે, તો કેટલીક અવ્યવહારિક જેવી લાગતી વિધિઓ પણ આગમ સિદ્ધ છે, જેમ કે– અદંત ધાવન વગેરે. તેના સંબંધમાં પણ કોઈ માત્ર વ્યવહાર દષ્ટિ રાખીને તેની મજાક કરે તો તે વ્યક્તિગત અસભ્યતા અને અવિવેક જ છે જેનો કોઈ ઈલાજ નથી. દુનિયામાં બધી જાતના લોકો રહે છે. સાધુએ વ્યવહારનું પણ ધ્યાન રાખવું જોઈએ અને તે રાખે જ છે. પરંતુ ભગવદાશા, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તથા આગમ સંબંધી બધા નિયમોની ઉપેક્ષા કર્યા વગર વ્યવહાર કરવો જોઈએ કારણ કે પોતાના નિયમોમાં ભગવદ આજ્ઞા મુજબ રહેવું, તે સાધુનું પરમ કર્તવ્ય છે. પરઠવા સંબંધી જ્ઞાન : દ્વિદળ, માખણ શ્રમણ સૂત્રના ચોથા પાઠના પાંચમી સમિતિના પ્રસંગે વિવેચનમાં આચાર્ય હરિભદ્ર સૂરિએ અન્યત્રથી સંપૂર્ણ પરિઠાવણિયા | નિયુક્તિ પોતાની ટીકામાં ઉદ્ધત કરી છે. જેમાં અજીવ અને જીવ, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોના પરઠવાના પ્રસંગ તેમજ વિધિ બતાવી છે ધોવણમાં પાણીના જીવ હોય તો (ધાવન જલે પૂતરેષ સત્સુ) ગાળીને થોડા પાણીમાં તે જીવોને લઈ અપકાયમાં યતનાથી પરઠી દેવું જોઈએ. પાણીમાં જીવંત કડીઓ પડી જાય તો તુરંત ગાળીને વિવેક કરવો. માખી હોય તો જોઈને જ કાઢી નાખવી અને ગાળીને ઉપયોગ કરવો – આવશ્યક હરિભદ્રીય ટીકા : પારિઠાવણિયા નિયુક્તિ. સારાર્થ:- (૧) પાણીમાં દેડકાં કે માછલાં આવી જાય તો તેને પાણીમાં રાખી, બીજા પાણીમાં પરઠી આવવા (૨) પશુ પક્ષીના મૃત ક્લેવર ઉપાશ્રયમાં હોય તો વિવેકપૂર્વક યથાસ્થાને પરઠવા (૫) પાણીમાં, પાણીના જીવ હોય તો તેને થોડા પાણીમાં કાઢીને બીજા જળમાં યતનાથી પરઠી દેવું (૬) રસજ જીવોત્પતિ યુક્ત આહાર હોય તો પરઠી દેવું અને એવું પાણી આવી જાય તો પાત્ર સાથે પરઠી દેવું અથવા માટીના વાસણમાં નાખી પરઠી આવવું (૭) પાણીમાં કીડી પડી જાય તો તરત જ વિવેકથી કાઢી નાખવી, માખી પડે તો કાઢી નાખી, પછી ઉપયોગમાં લઈ શકાય. ચીકણો પદાર્થ હોય તો માખીને કાઢી રાખમાં નાખી દેવી (2) કીડી, માખી આદિ Page #298 -------------------------------------------------------------------------- ________________ jain 297 કથાસાર મરી જાય તો તે પાણી ગાળીને ઉપયોગમાં લઈ શકાય (૯) ગૃહસ્થના હાથમાં રહેલ આહાર વહોરાવતી વખતે તેમાં માખી પડી જાય અને મરી જાય તો તે આહાર અનેષનીય છે(અગ્રાહય છે) અને સાધુએ વહોર્યા પછી તે આહારના પાત્રમાં ત્યાં જ માખી પડે તો તુરંત કાઢી નાખવી જોઈએ. ટિપ્પણઃ (૧)અત્રે માખણ સંબંધી લેવા તથા સંશોધન કરવા અને ખાવા કે પરઠવાનું જે વર્ણન છે, તેનાથી સ્પષ્ટ થાય છે, કે માખણને અભક્ષ્ય કહેવાની પ્રથા આ ટીકાના કર્તા હરિભદ્રસૂરિના સમય સુધી ઉત્પન્ન થઈ નહોતી પાછળથીજ કોઈએ પ્રચારિત કરી છે (૨) રસજ જીવોત્પતિવાળા આહાર અને જીવયુક્ત આહારાદિ પરઠવાના આ અનેક પ્રકરણોમાં “દ્વિદળ” સંબંધી કિંચિત્ પણ કથન નથી. એટલે દ્વિદળ સંબંધી અયુક્ત તથા અનાવશ્યક કલ્પના પણ પાછળથી કોઈની સ્વચ્છંદ મતિથી ઉત્પન્ન થઈ હશે. ૨૨ અભક્ષ્યોની કલ્પના પણ પાછળથી શરૂ થઈ હશે. (૩) જળના જીવોને પરઠવાની વિધિથી એટલું સ્પષ્ટ થાય છે કે તેને ગમે ત્યાં પણ પાણીમાં જ પરઠવા જોઈએ. સમકિતનાં ૫ લક્ષણ સમ–સંવેદ–નિર્વેદ–આસ્થા–અનુકંપા. સમઃ સમભાવ– સંવેદઃ સંવેદના(બીજાને દુખી જોઈ મનમાં ખેદ થવો)- નિર્વેદ અનાસકતિપણું(સંસારની ઈચ્છાનો અંત,મોક્ષની ઈચ્છા)- આસ્થા શ્રધ્ધા– અનુકંપાઃ જીવો પર અનુકંપા અજીવો પર અનાસકતિ. સમ્યગુદષ્ટિનો કષાય-રંજ ભાવ પાણી સુકાઈ જવાથી તળાવની માટીમાં પડેલી તિરાડની સમાન હોય છે. જે આવતા વર્ષમાં વરસાદ પડવાથી પુરાઈ જાય છે. એજ પ્રકારે ધર્મી પુરુષ અથવા સમ્યગુ દષ્ટિ પુરુષનો કષાય સંવત્સરી પછી સમાપ્ત થઈ જવો જરૂરી છે. જે વ્યક્તિ સંવત્સરી પર્વ પછી પણ કોઈ વ્યક્તિ પ્રત્યે નારાજગીરંજ કષાય ભાવ રાખે છે, તેનું સમક્તિ રહેતું નથી. તે ભાવથી મિથ્યાદષ્ટિ હોય છે, ચાહે તે સાધુ અથવા શ્રાવક કહેવાતો હોય. - એકતાના અભાવમાં પણ વીતરાગ ધર્મ નિપ્રાણ નથી જૈનધર્મ મોક્ષપ્રાપ્તિનો સાચો અને શુદ્ધ માર્ગ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ મોક્ષ માર્ગ છે અર્થાત્ આ ચાર મોક્ષના ઉપાય છે. આ ચારને જ જૈન ધર્મના પ્રાણ સમજવા જોઈએ. (૧) જ્ઞાન - જો કે વર્તમાનમાં સિંધુમાં બિંદુ જેટલું જ્ઞાન શેષ રહ્યું છે. તો પણ એટલું જૈન સાહિત્ય ઉપલબ્ધ છે કે આજના માનવને મોક્ષ સાધના માટે પર્યાપ્ત સાધનરૂપ છે. ઘણા સંત-સતીજીઓ આગમ અભ્યાસ, ચિંતન, મનન અને તેનું પ્રવચન-વિવેચન સમાજને અલગ-અલગ રૂપમાં દેવામાં નિરંતર પ્રયત્નશીલ છે. તેઓ પોતે પણ ભણે છે તેમજ બીજાને માટે સરલ સાહિત્ય તૈયાર કરે છે. શાસ્ત્ર કંઠસ્થ કરવામાં, વાંચન કરવામાં તેમજ આગમ પ્રકાશનના નિમિત્તથી સાધુ સમાજમાં જાગૃતિ પ્રત્યક્ષ દેખાય છે. કેટલાય સંત–સતીજીઓનું તેમજ શ્રાવક-શ્રાવિકાઓનું જીવન આગમ વાંચનમાં ઓતપ્રોત બનેલું છે. જનતામાં અનેક રીતે સ્વાધ્યાયની પ્રેરણા અને પ્રવૃત્તિ ચાલુ છે. સેંકડો ધાર્મિક પાઠશાળાઓ, ધાર્મિક જુદી જુદી શિબિર, ધાર્મિક પત્ર પત્રિકાઓ, કથા સાહિત્ય, પ્રચારક મંડળી ચારે બાજુ જાય છે. ચારેય તીર્થ જૈન અર્જુનને યોગ્યતા પ્રમાણે જ્ઞાન દેવામાં પુરુષાર્થ કરી રહ્યા છે, તેમાં જ લાગેલા છે. સાધુ-સાધ્વી સિવાય સેંકડો વ્યાખ્યાનકાર શ્રાવક તૈયાર થયા છે ને જનતામાં જૈનધર્મનો પ્રચાર કરવામાં લાગેલા છે. (૨) દર્શન:- આજે જૈન સમાજમાં અવધિજ્ઞાની નથી, મન:પર્યવજ્ઞાની નથી, કેવળજ્ઞાની નથી, પૂર્વોના પાઠી નથી, કોઈ ચમત્કારી વિદ્યા કે લબ્ધિઓ પણ નથી તોપણ જૈન સમાજની ધર્મ પ્રત્યે અડોલ શ્રદ્ધા, ભક્તિભાવ, ગુરુઓ પ્રત્યે આદરભક્તિભાવ અને આગમો પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ આજે પણ વિદ્યમાન છે. પ્રાણોથી પણ પ્રિય લાગે એવી પોતાની લાખોની સંપત્તિનું મમત્વ ધર્મ અને ગુરુના નામે છોડી દે છે. કેટલાય પયુષણનાં દિવસોમાં ઘર-દુકાનનો ત્યાગ કરીને સમયનો ભાંગ દેવા ઉત્સુક બને છે. કેટલાય નિવૃત્તિમય સેવા કરવામાં તત્પર છે. ઘણું કરીને બધા જૈન ફિરકાવાળા પોતાના ગુરુઓ તેમજ ધર્મ પ્રત્યે તન-મન-ધનથી આગળ વધી રહ્યા છે. સંયમ લેવામાં પણ પાછળ રહેતા નથી. સેંકડો શિક્ષિત યુવક-યુવતિઓ દીક્ષા લઈને પોતાને ધન્ય માને છે. સેંકડો યુવાન અને પીઢ બુઝર્ગ શ્રાવક-શ્રાવિકા સંસારમાં રહેવા છતાં પણ પર્યુષણમાં સાધુની સમાન પાટ પર બેસવામાં ડરતા નથી અને સેંકડો હજારો લોકોને સંત સતીજીઓની હાજરીનો આભાસ કરાવે છે. જૈન ધર્મમાં આપણા તીર્થકરો પ્રત્યે, નવકારમંત્ર પ્રત્યે, વ્રત, નિયમોના પ્રત્યે, શ્રાવકના વ્રતો તથા સંયમ જીવન પ્રત્યે પણ લાખો મનુષ્યોની શ્રદ્ધા અડોલ છે. સેંકડો પ્રહારો આવવા છતાં પણ અને વિજ્ઞાનની ચમક-દમકમાં પણ જૈનોની ધર્મનિષ્ઠા અને ઉન્નતિ જોઈને બીજા લોકો પણ પ્રભાવિત થાય છે. (૩) ચારિત્ર:- આજના માનવને સંપૂર્ણ કર્મોથી મુક્તિ આ ભવમાં થઈ શકતી નથી. તો પણ જૈન સમાજમાં ધર્મ આચરણની પ્રવૃત્તિ દિવસે-દિવસે વૃદ્ધિ પામતી જાય છે. જૈન ધર્મના આચરણ માર્ગના બે વિભાગ છે– (૧) સર્વવિરતી(સંયમ) (૨) દેશવિરતિ(શ્રાવક વ્રત). સર્વ વિરતિ ધારક સંત-સતીજીઓનો સમાજમાં અભાવ નથી. નવા ચારિત્ર ધારણ કરવાવાળાનો પણ ક્રમ ચાલુ જ છે. તેમાં પણ યુવાનોનો નંબર તો વૃદ્ધોથી પણ આગળ છે. સાથે-સાથે શિક્ષિત અને ડીગ્રીધારી યુવકોનો પણ તેમાં નંબર છે. કેટલાય તો પરિવાર સહિત દીક્ષિત થાય છે તો કોઈ નાની ઉમરમાં સજોડે દીક્ષિત થવામાં પાછળ નથી. દેશ વિરતિ ધારણ કરવામાં પણ પાછળ નથી. હજારો જૈનો વ્રત-પ્રત્યાખ્યાન, નિત્યનિયમ, સામાયિક, ૧૪ નિયમ, પૌષધ આદિ કરે છે, બાર વ્રતધારણ કરવાવાળા શ્રાવકોનો પ્રવાહ પણ ચાલુ જ છે. પૂર્ણ નિવૃત્તિમય જીવન જીવવાવાળાઓનો પણ અભાવ નથી. સંત સતીજીઓનું ચાતુર્માસ પ્રાપ્ત કરીને ગામે-ગામ શ્રદ્ધાળુઓ પ્રસન્નતાપૂર્વક ધર્મારાધનામાં અજોડ વૃદ્ધિ કરે છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 298 (૪) તપ - આત્યંતર-બાહ્ય રૂપથી તપ બે પ્રકારના છે તેમાં પણ સાધુ કે શ્રાવક સમાજ સુસ્ત નથી. આત્યંતર તપમાં આજે જ્ઞાન અને ધ્યાનની શિબિર પ્રવૃત્તિઓ, ગુરુઓના દર્શનરૂપ વિનયની પ્રવૃત્તિઓ પણ ચાલુ જ છે. સાધુઓમાં સેવા વિનયના અનોખા પ્રમાણ સમાજની સામે સમયે-સમયે આવે છે. સાધુઓનો સ્વાધ્યાય જ્ઞાનનો પ્રચાર પણ અનેક જગ્યાએ જોવા મળે છે. ધ્યાનની વિચારણામાં પણ સંત સતીજીઓ અગ્રેસર થઈ રહ્યા છે. બાહા તપમાં શ્રાવક-શ્રાવિકાઓમાં જે તપની વૃદ્ધિ, આ વિસ્તાર ખાવા પીવાના સમયમાં પણ થઈ રહી છે તે અનુપમ છે, અજોડ છે, વર્ણવવા લાયક છે. ચાતુર્માસ આદિના વર્ણનોને જોનારા કે વાંચનારાથી કંઈ છૂપું નથી. નાની ઉમરના સંત-સતી પણ તપમાં માસખમણ સુધી વધી જાય છે. ગામે ગામમાં તપસ્યાના તોરણ બંધાય જાય છે. આયંબિલની ઓળીઓ, એકાંતર તપ(વર્ષીતપ) કરવાવાળાઓનો ઉત્સાહ પણ કંઈ ઓછો નથી. કેટલાક તો વર્ષોથી એકાંતર તપ, આયંબિલ, એકાસણા આદિ કરે છે. કોઈ વરસ સુધી છઠ્ઠ, અઠમ અને પંચોલાનો વરસીતપ કરે છે. કોઈ સાધુ શ્રાવક સંખના સંથારા યુક્ત પંડિત મરણ પ્રાપ્ત કરે છે. તેઓનો બે ત્રણ માસ સુધી પણ સંથારો ચાલે છે. રાત્રી ભોજનના ત્યાગી જૈન ધર્મના બધા ફિરકાઓમાં હજારો છે. આ ચોથો તપ પ્રાણ કેટલો જાગૃત છે જુઓ. જૈન ધર્મ જીવંત હોવાની કસોટી કરવાનું આ શ્રેષ્ઠ દર્પણ આપી દીધું છે, પરંતુ જન સંખ્યાની દષ્ટિએ જૈનધર્મનો બહુમત દુનિયામાં તીર્થકરોના સમયે પણ ન હતો. અનેકતા, એકતા અને અધિકતા આ જૈનધર્મના પ્રમાણની સાચી કસોટી નથી. તીર્થકર ભગવાન મહાવીરના જીવન સમયમાં બે તીર્થકર અને તેના શ્રાવક સમાજનું અસ્તિત્વ અને વાતાવરણ દુનિયાની સામે હતું. સેંકડો લબ્ધિધારી અને સ્વયં ભગવાન અતિશયવાન હતા. સેંકડો હજારો દેવ પણ આવતા હતા, તોપણ અનેકતા ન અટકી. જમાલીએ પોતે છધસ્થ હોવા છતાં પણ ભગવાનની સામે કેવળી હોવાનો સ્વાંગ સજીને અલગ પંથ ચલાવ્યો. ભગવાનના જીવન કાળમાં ધર્મની અનેકતામાં પણ ધર્મ જીવિત હતો, મોક્ષ ચાલ હતો. તીર્થકરોના કાળમાં પણ આખાયે વિશ્વને જૈનધર્મ વિષે ભણાવવું, સંભળાવવું, મનાવવું કોઈ ઇન્દ્રના હાથમાં પણ ન હતું. સ્વયં ભગવાન મહાવીરના પ્રમુખ શ્રાવકના ઘરે પણ માંસાહાર થઈ જવો અસંભવ ન હતો. તો પણ ભગવાન અને ભગવાનના ધર્મના પ્રાણમાં શંકા કરવામાં આવતી ન હતી. ભગવાનના સમવસરણમાં નિરપરાધી ભિક્ષુઓને એક અન્યાયી દુષ્ટાત્મા બાળીને ભસ્મીભૂત કરી દે અથવા અન્યત્ર સેંકડો સાધુઓને કોઈ ઘાણીમાં પીલી દે, કૃષ્ણની રાજધાનીનો એક વ્યક્તિ તેના ભાઈ સાધુના પ્રાણ સમાપ્ત કરી દે તો પણ ધર્મ જીવંત હોવામાં શંકા કરવામાં આવતી ન હતી. તો આજે ધણી વગરના પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ પ્રાણની આ ઉન્નત દશામાં ધમેના જીવત હોવામાં કેમ શંકા થાય ? એકતા થવી એ સારું છે. બધા ઈચ્છે છે; છતાંય એ તીર્થકરોના પણ હાથની વાત નથી. એકતા થવી સોનામાં સુગંધની ઉક્તિને ચરિતાર્થ કરવા બરોબર છે પરંતુ ન હોય તો સોનાને પિત્તળ કહેવાનું દુસ્સાહસ તો કરી શકાતું નથી. સંપૂર્ણ દેશમાં છુટ્ટી કરાવવામાં જ ધર્મને જીવંત માનવા કરતાં તો સંવત્સરી અને મહાવીર જયંતીના દિવસે સંપૂર્ણ જૈન સમાજ પોતાના વ્યાપાર કાર્ય ન કરે. જૈનના બચ્ચા–બચ્ચા તે દિવસે સામાયિક કર્યા વગર ન જમે, અથવા દયા, પૌષધ, પાપ ત્યાગ આદિ ધર્માનુષ્ઠાન કરે. કુવ્યસન, મનોરંજન આદિનો તે દિવસે પૂર્ણરૂપે ત્યાગ કરે તો તેને માટે તો રજા થઈ જ જશે. ધર્મઆરાધનામાં, ધર્મના પ્રાણમાં સરકારી રજા ન હોય તો પણ કાંઈ બાધારૂપ થશે નહીં. તીર્થકરોની ઉપસ્થિતિમાં દેશભરમાં રાજકીય રજા હોવાનો કોઈ પ્રશ્ન જ ન હતો, તોપણ જૈન ધર્મની આરાધના તેમજ પ્રભાવના થતી જ હતી. કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ ઉન્નત ગુણનું મહત્ત્વ પોતાની સીમા સુધી જ સમજવું જોઈએ. તેમજ તેને સ્યાદ્વાદમય ચિંતનથી મૂલવવું જોઈએ. એકાંતિક ચિંતન અને કસોટી કરવી લાભરૂપ નથી. પોતાનો ત્યાગ જ શ્રેષ્ઠ ત્યાગ છે. સંવત્સરી એકતા સમાજનું ભાગ્ય છે. સિકકાની બીજી બાજ– વર્તમાનમાં જન્મે જેનનું જીવન. ૧.અપ્રત્યાખ્યાની ક્રોધ, અપ્રત્યાખ્યાની માન, અપ્રત્યાખ્યાની લોભ નિરંતર છે. અને માયા પણ છે તો અપ્રત્યાખ્યાની પરંતુ હાલનાં શહેરી જીવનમાં તે નિરંતર કરવાની જરૂર નથી પડતી. ક્રોધ પર અંકુશ નથી, લોભ,માન પર અંકુશ નથી, સ્વતંત્રતા બંધારણની જોગવાઈથી મળેલી છે. તેથી માયા કરવાને બદલે આત્માના અશુભ ભાવોનેજ સીધા પ્રગટ કરાય છે. ૨. રાગ અજીવ પુદગલો પર, પોતાના શરીર પર અને પોતાનાં જીવનની સુખસવલતો સાચવતી વસ્તુઓ પર. દેશ સજીવો પર નિરંતર છે. ૩. રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા અને હાસ્ય. - શોક આર્તધ્યાનનાં રૂપમાં છે. જે ગમતી વસ્તુ ન મળવા પર અને મળેલી છુટી ન જાય તે લાલસાથી છે. રતિ ૧૮ પાપમાં, અરતિ ધર્મમાં, ભય બધાંજ(આલોક ભય,પરલોક ભય, રોગ ભય, મરણ ભય,આજીવિકા ભય, અપયશ ભય, અકસ્માત ભય), હાસ્ય બીજા પર અને દુર્ગછા પુદગલોનું સ્વરુપ અમનોજ્ઞ દેખીને. શુભ કે અશુભ પુદગલો, લેશ્યાઓની ઓળખ નથી. તેના બદલે મનોજ્ઞ, અમનોજ્ઞ, પોતાને અનુકુળ કે પ્રતિકુળ એ દ્રષ્ટિથી જુએ છે. વાટથી ૧૮ પાપસ્થાનમાં રચ્યો રહે છે. અશભ પદગલો અને અશભ લેશ્યાઓનું આલંબન મળે છે. ૫. પાંચ આશ્રવ–મિથ્યાત્વ–શુધ્ધ સમકિત નથી, મિશ્ર છે. દેવી દેવતા પુજે છે. અવ્રત–જયાં સુધી સંત મળતા નથી ત્યાં સુધી કોઈ વ્રત નિયમ આદરાવતું નથી. પ્રમાદ–પાંચ પ્રમાદ, નિંદ્રા, વિકથા, મદ, વિષય, કષાયથી ઘેરાયેલો છે. યોગ–મનવચનકાયાના યોગ માઠા પ્રવર્તાવે છે. કષાય–અપ્રત્યાખ્યાની છે. ૬. છ કાય જીવોનો આરંભ કર્યા કરે છે. પૃથ્વી,પાણી,અગ્નિ,વનસ્પતિ,વાયરાનાં જીવોનું નિકંદન પોતાના શરીર અને સુખસવલતો માટે કરે છે. પૈસામાં સુખ માને છે. પરંતુ પૈસો એમજ સુખ નથી આપતો. પૈસો કમાતી વખતે અને ખર્ચતી વખતે, બંને બાજુએ Page #300 -------------------------------------------------------------------------- ________________ jain 299 કથાસાર આરંભ અને હિંસાથી વ્યાપ્ત છે. સંગ્રહથી મોહ, લોભ અને આસકતિ વધારનાર છે.સુખ સગવડો બહુધા એકેન્દ્રીય જીવો તથા છકાય જીવોની વિરાધનાથીજ થાય છે. વિગલેનદ્રીય જીવો પર અયતના પ્રવર્તાવે છે. પોતાની સવલતોનાં રસ્તામાં આવે તો હણી નાખે છે. તથા મહાપ્રસાદથી એ જીવોની અવગણના કરતો વિચરે છે. ૭. પંચેનદ્રીયને કાંઈક જીવો તરીકે ઓળખે છે.અને કોઈક દયા ધરમ પણ કરે છે. પરંતુ ધર્મની સમજણ કે અંતરમાં કરૂણાં દયા ઓછાનેજ હોય છે. મોટા ભાગે પુણયની આશાથી કરે છે. ૮. પાંચ ઈનÉીયનો અસંયમ છે. ૯. જેન કુળમાં જનમયા છે, તેથી આ બધું હજી અનંતાનુબંધી નથી. કોઈકને ધર્મ કરણી કરતાં જુએ છે, તેને ભલું જાણે છે. પરંતુ પોતાને હજી ચારિત્ર મોહનીય કર્મનો ભયંકર ઉદય છે. સંપતિ છે ત્યાં સુધી બધા સગા છે, એ વાસ્તવીકતાને જાણે છે. તેથી સમાજ અને કુટુંબમાં પોતાનું સ્થાન કાયમ રાખવા બધું કરે છે. ડોકટરો પણ તેને અતિક્રોધ કે અતિકાર્ય કરતાં રોકે છે. ૧૦. આવા આ આપણે નથી, તો આસપાસનાં જૈનોને જુઓ અને બેધ્યાન, ઉપયોગ રહિત અવસ્થામાં આપણે કેમ વર્તીએ છીએ, તેનું નિરીક્ષણ કરો. પોતાને આ માયાજાળમાં થી બહાર કાઢો. નથી નીકળતું તો સંતોનું શરણું લો. આર્યપ્રદેશ અને સમકતી જીવોનું આલંબન લો. મન ચંગા તો કથરોટમાં ગંગાની કહેવત ખોટી જ પડી છે. શુભ પદગલો અને શુભ લેશ્યાઓથી ધર્મમાં રતિ થશે. આ માયા કયારે સંકેલાઈ જશે એ કોઈ નથી જાણતું. તેથી પ્રમાદ છોડી મનુષ્ય જન્મનાં ધ્યેયને પામો. આહાર સંજ્ઞા. ભૂખ એ અસાતવેદનીય કર્મનો પ્રકાર છે, આહાર સંજ્ઞા મોહનીય કર્મનો પ્રકાર છે. ખાવાનાં કારણો: નવા નવા સ્વાદ ચાખવા અજાણી વસ્તુ ખાવી. જુના સ્વાદની સમૃતિથીઃ પહેલા ખાધેલી વસ્તુ ખાવી. આસ્વાદનથી ખાવું દરેક વસ્તુને ચટણી, નમક, મરચી વગેરેથી સ્વાદિષ્ટ કરી ખાવું. ચાખવા માટે . ભૂખનાં ભયથી: મુસાફરી વગેરેમાં ભૂખ લાગશે તો! ભૂખ લાગવાથીઃ કાળે અથવા અકાળે ભૂખ લાગવાથી. રોજીંદા વ્યવહારથી: નિયત સમયે ૨ ટાઈમ ચાપાણી–જમવાના વ્યવહારથી ખાવું. શરીરને પુષ્ટ કરવા : શકતિ વર્ધક ખોરાક નીયમીત કે સતત ખાવું. આહાર પર આસકતિ એ શરીર પરની આસકતિ છે. મગજ શકતિ વધારવા: બદામ, ઘી, દૂધ વગેરે. વ્યસનનાં કારણે : ચા, તંબાક આદિ. જાનવરોમાં આહારસંજ્ઞા અધિક હોવાથી જયાં મળે, જયારે મળે, જેવું મળે, જેટલું મળે તે બધું, જલ્દી જલ્દી અંતરાય પડે તે પહેલા ખાઈ લે છે. – નહિં ખાવાથી હું દુબળો પડી જઈશ, એવો ભય પણ ધણાંને, આપણને હોય છે. – આપણા ખોરાકનો ત્રીજો ભાગ શરીરની જરુરીયાત માટે પુરતો હોય છે. – કેટલીક માનસીક ભૂખ અને સ્વાદ માટે તથા કયારેક તો પેટ ના પાડે ત્યારે જ ખાવાનું આપણે બંદ કરીએ છીએ. - નાનપણથી માબાપ છોકરાને ઠાસીઠુસીને ખવડાવીને આદત પાડે છે. મારો દિકરો ખાશે તોજ મોટો અને હષ્ટપુષ્ટ થશે. એવી માનસીક ભ્રમણાથી જમાડે છે, જે સમય જતાં એનામાં આદતનું રૂપ ધારણ કરે છે. – ધર્મની, પુદગલ જગતની, શરીરની અસારતાની સમજણ ન મળે તો આ ધારણા જીવનભર ટકી રહે છે. – પૂર્વનાં ઉપાર્જીત નામ કર્મ પ્રમાણે શરીર બળ અને શકતિ મળે છે. – ગાય કાગળ ખાઈને પણ દૂધ આપે છે. ગધેડાનો માલીક આખો દિવસ કામ કરાવી સાંજે ભૂખ્યો જ કાઢી મૂકે છે, પછી ઉકરડા પરથી તે કચરો ખાય છે.તોય તેની એક લાત કોઈ જીરવી શકતું નથી. એકજ માટીમાં ઉગતા છોડમાથી લીંબુનો છોડ ખાટો અને આંબાનો છોડ મીઠો રસ ધારણ કરે છે. – મેદસ્વી જાડા લોકો, નહિ ખાઈને પણ પાતડા થઈ શકતાં નથી. દૂબડા ખાઈને પણ દૂબડાજ રહે છે. કચરામાંથી વીણીને ખાતાં ગરીબ ભિખારીનાં શરીરમાં પણ લોહીનાં બધાંજ તત્વો પુરા જોવા મળે છે. જયારે કયારેક કોઈ ધનિકનાં લોહીમાં હિમોગ્લોબીન કે એવાજ કોઈ તત્વ ઓછા હોવાનું તારણ ડોકટરો કરે છે. – આ વસ્તુમાં આ વિટામીન કે આયર્ન કે બુધ્ધિવર્ધક તત્વો છે, એ બધો માનસીક ભ્રમ છે. કર્મ ઉદય આવતાં શરીર કોઈ પણ પ્રકારે બચતું નથી કે બચાવી શકાતું નથી. – બહુધા માનસીક ચિંતા કે અતિશય પરિશ્રમ અથવા બીમારીનાં કારણે કયારેક કોઈનું શરીર દુબળું પડી જાય છે. ઓછુ ખાવાનું કારણ કદી હોતું નથી. ન ખાવાથી કોઈ રોગો થતાં નથી. આડેધડ ખાવાથીજ રોગો થાય છે. – આહારસંશા વધારવાથી વધે છે, ઘટાડવાથી ઘટે છે. તેથી ખાતાં પહેલાં અને ખાતી વખતે સુપાત્ર દાનની ભાવના ભાવવી. હું કયારે અણાહારી થઈશ, અસંખ્ય સ્થાવર જીવ અને કેટલાંય ત્રસ જીવોની વિરાધનાથી આહાર બને છે. એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી, રસ લાલુપ ન થવું, સિમીત પરિમીત આહાર કરવો. અજાણી વસ્તુ ન ખાવી. રાત્રી ભોજન ત્યાગનું લક્ષ્ય રાખવું. – જેમ જેમ ઉમર વધે તેમ આહારની માત્રામાં ધટાડો કરવાથી તંદુરસ્તી સારી રહે છે. – શું નથી ખાવું એ નકકી કરવાથી ખાવાની આદતો આપોઆપ સધરી જશે. દા.ત. બેકરીની વસ્તુઓ પાંઉ,ખારી, નાનખટાઈ, કેક, બીસ્કીટ(સાદા એકબે છોડીને ક્રીમવાળા કે અજાણ્યા નહિ ખાવા), આઈસ્ક્રીમ બધાજ,કંદમૂળ બધાજ,રસ્તા પરની લારીનું નહિં ખાવું Page #301 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 300 હોટલમાં પણ નછૂટકે અન્ય પ્રબંધ ન થાય તો જ ખાવું, ફળોથી ચલાવી લેવું, ભોજન સમારંભમાં જતાં પહેલાંજ દૂવ્ય ગણીને નકકી કરી લેવા, કયાંય પણ અજાણી વસ્તુ ખાવી નહિં, સોપારી પાન મુખવાસ ખાવા નહિં, ઠંડા પીણાંનો ત્યાગ, પીઝા ચીઝ સાબુદાણા, કેડબરી જેલીવાળી પીપર, પેક કરેલાં ડબાનાં ફળો કે રસ(તેમાં હાનીકારક રસાયણો હોય છે), અથાણા(એક બે બીજોરુ જેવા આગાર રાખીને બાકીનાં નહિ ખાવા), અનેક જાતનાં જામ,સરબત(બધાંજ પ્રીજરવેટીવ યુકત હોય છે), ધાર વિગય એટલે કે તેલ મરચું વધારે હોય તેવા પદાર્થ નહિં ખાવા. આંબલીથી હાથ પગનો દુખાવો, સાંધાનો દુખાવો અને મનોવિકાર થાય છે. તુચ્છ ફળો કે જેમાં ખાવાનું ઓછું ફેકવાનું વધારે હોય જેવા કે બોર, આખી શેરડી, બીઆર વગેરેને ફેકવાથી ત્રસ જીવો મટે છે. રેફ્રીજરેટરનાં ખોરાકથી હાડકામાં તિરાડ પડવાના બનાવો વધ્યા છે.અનેક બેકટેરીયા અને શરદીનાં જંતુઓ રેફ્રીજરેટરમાં હોય છે. ઘી, દૂધ વગેરે અલ્પ માત્રામાં વાપરવા, સૂકું શરીર રાગોથી વધારે દૂર હોય છે. ઉનાળામાં ફળો ખાસ જોઈને લેવા કે ખાવા, ઈયળોની ઉતપતી વધારે હોય છે.અકુદરતી રીતે પકાવેલા, ફ્રિીજ કરીને સાચવેલા ફળો નહિં ખાવા. મીઠાઈ પર વપરાતાં બધાજ રંગો હાનીકારક કેમાકલસ હોય છે. કચોરી, ભાકરવડી જેવા ફરસાણ વધેલા, બનાવટ સમયે બગડી ગયેલા, પાછા આવેલા બધાનો ભૂકો કરી રીસાયકલડ કરીને બનાવાય છે. તહેવારો વખતે માવાનો સંગ્રહ અનેક દિવસો સુધી કરાય છે. જેથી ફૂગ અને બેકટેરીયા વાળો થઈ જાય છે. સાકર ચઢાવેલી વરીયારીની અંદર કોઈ વાર ઈયળ કે ધનેડો હોય છે. ઉપરની બધી વસ્તુઓનો સાધુસંતોને આગ્રહ કરવો નહિં કે સામે લઈ જવી નહિં. તેઓ પણ ઘણીવાર પરિસ્થીતિથી અજાણ હોય છે. આમ જે વસ્ત શરીરને અને સ્વભાવને બેઉને નથી સદતી તે આસાનીથી છોડી શકાય. જરૂર છે ફકત યથાર્થ સમજણની. આહાર, નિંદ્રા, કામભોગ વધારવાથી વધે છે અને ઘટાડવાથી ઘટે છે. જ્ઞાન અભ્યાસથી અને તપ અનુભવથી વધે છે. – જ્ઞાતાસૂત્ર અ.૨. ધ શેઠ અને વિજયચોરનું તથા અ.૧૮. સુષમાદારિકા, બે રુપક કથા આહાર શા માટે અને કેવી ભાવનાથી કરવો તે સમજાવવા માટે છે. તેનું ફરી ફરી અધધ્યન કરવું. – અરસ નિરસ અલ્પ આહાર મળે તો, આજે મારા અન પુણ્યનો ઉદય નથી એમ વિચારી સમભાવ રાખવો. – અંત સમયે સંલેખના સંથારાની ભાવના રાખવી. ૨૦ વર્ષ સુધી ભાવના રાખવાથી ૨૦ વર્ષનો સંથારો એક અપેક્ષાથી કહી શકાય – વિશેષ જ્ઞાન અભ્યાસ ન હોય તો ફકત ભગવદ આજ્ઞામાં રહેવું એ પણ સંપૂર્ણ ધર્મ છે. વળગાળ – થિણંધી નિંદ્રા દર્શનાવરણીય કર્મનો પ્રકાર નિંદ્રા અને તેનો પ્રકાર સ્તાનગર્ધિ નિંદ્રા અને તેનો પણ એક પ્રકાર, આ ડીપ્રેશન છે અથવા જેને વળગાળ માનવામાં આવે છે. જેમાં શરીરમાં અનેક ધણું બળ આવી જાય છે. મગજ અસ્થિર થવાથી સમયકત્વ પણ ટકતું નથી. આ સ્થીતિ માં આયુષ્યનો બંધ પડે તો જીવની અવગતી થવાની શકયતા છે. નરકમાં જવાની વાત શાસ્ત્રોમાં વજરુષભ નારી સંધયણ વાળાઓ માટે કહી છે. સામાન્ય રીતે શ્રાવકોને ન હોય, તેટલા મધ્યમ કદનું આ મોહનીય કર્મ છે. સંક્રમણથી બધાજ કર્મોનો વિપાક ઉદય હોય છે. એક પ્રકારની સ્તાનગધિ નિંદ્રા અને એ નિંદ્રામાં (જાગતાં) આવતાં સ્વપ્ન, એટલેજ વળગાળ કે ભૂતપિશાચનો શરીરમાં પ્રવેશ કહેવાય છે. કોઈ મિથ્યાત્વી દેવ કે યક્ષનો પ્રવેશ આમાં જવલેજ હોય છે. બહુધા તો એ શરીરની માનસીક બીમારી હોય છે. આંખમાં ઝામર આવવાથી જેમ દેખાતું નથી તેમ મગજમાં કેમીકલનો સ્ત્રાવ થવાથી વિચાર અવ્યવસ્થીત થઈ જાય છે. મંત્ર-તંત્ર, પીર-ફકીર, કે ભુવા-ડાકલા નો સહારો ન લેતાં ધર્મનું શરણું જ આવી સ્થીતિમાં લેવું જોઈએ. દરદીને જેટલી સંજ્ઞા કે ભાન હોય તે પ્રમાણે તેની પાસે ધર્માચરણનું કર્તવ્ય કરાવવું જોઈએ. સાથે યોગ્ય સાયક્રેટીસ્ટ ડોકટરની દવા લેવાથી સારું થઈ જવાની શકયતા છે. અબુધ અજ્ઞાની કે ફકત જન્મે જૈન હોય તેવાને માટે આમાં મનુષ્ય ભવ હારી જવા જેવું થાય છે. નિયતિ વાદ (ઉપાસકદશા. અ.૭ સકડાલ.) વસ્તુ સ્વભાવ, કાળ, કર્મ, પુરુષાર્થ અને નિયતિ આ પાંચ સમવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ અનુસાર કોઈ એક સમવાયનું પ્રભુત્વ હોઈ શકે છે. બીજા સમવાયોનું પણ અસ્તીત્વ તો હોય જ છે, પણ બળ વધારે ઓછું થઈ જાય છે. નિગોદથી અસંજ્ઞિ પંચેન્દ્રીય સુધી નિયતિ નું પ્રભુત્વ છે. કર્મનું પણ પ્રભુત્વ છે. સ્વભાવ સમવાયનાં પ્રભુત્વનાં કારણે અભવી જીવો મોક્ષમાં જતાં નથી. કાળ સમવાયનાં કારણે શનિવાર પછી સીધો સોમવાર નથી આવતો,આજે આંબો વાવતાં કાલે ફળ નથી મળતાં. મનુષ્ય ભવમાં પુરુષાર્થ નું પ્રભુત્વ અને મહત્વ છે. જે કાર્ય મનુષ્યભવમાં થઈ શકે છે તે બીજે કયાંય શકય નથી. તેથી મનુષ્યભવ પ્રાપ્ત થતાં જીવે સમયક પુરુષાર્થ કરી આત્મકલ્યાણ સાધી લેવું જોઈએ. હેત - તર્ક – પ્રમાણ નાં ૧૨ પ્રકાર. યાપક – સરળતાથી ન સમજાય તેવું. સ્થાપક– તરત સિધ્ધ થાય તેવું, પ્રસિધ્ધ વ્યાપ્તી વાળુ. વયંસક– ભ્રમિત કરનારું, ચકરાવનારુ. લુસક જેવા સાથે તેવા થવું, ધૂર્તતા કરવી. Page #302 -------------------------------------------------------------------------- ________________ jain 301 કથાસાર આસ્તી થી આસ્તી – ધુમાડાથી અગ્ની. આસ્તી થી નાસ્તી- અગ્ની છે તો શીતળતા નથી. નાસ્તી થી આસ્તી- અગ્ની નથી તો શીતળતા છે. નાસ્તી થી નાસ્તી– અગ્ની નથી તેથી ધુમ પણ નથી પ્રતયક્ષ – ઈન્દ્રીય પ્રત્યક્ષ અને નોઈન્દ્રીય પ્રત્યક્ષ. અનુમાન - આસ્તીથી અને નાસ્તીથી વયાપ્તી આપીને. એક સિકકા જેવોજ બીજો સિકકો . ઉપમાન - ગણીમ: ગણાય, નારીયલ આદિ. ધરીમ: વજન થાય. મેય: માપ થાય, તેલ–લીટરમાં કપડુ–મીટરમાં પરિચ્છેદ: કસોટીથી, રત્ન મોતી વગેરે. આગમ પ્રમાણ – ફકત શ્રધાળુને જ આ પ્રમાણ આપી શકાય છે. અશ્રધાળુ જો કોઈ સરલ હોય તો ન્યાય શાસ્ત્રનો ઉપયોગ થઈ શકે છે. કોઈની શ્રધાને ચલીત થતી રોકવા પણ જાય શાસ્ત્રનો ઉપયોગ થાય છે. મિથ્યા હેતુ–હેતુ આભાસ ના ૪ પ્રકાર છે. અસિધ્ધ: અનિશ્ચીત કે શંકાસ્પદ વિરુધ્ધ સાધ્યથી વિપરીત પદાર્થથી વ્યાપ્ત અનેકાંતીક: પક્ષ, સપક્ષ, વિપક્ષ ત્રણેમાં વ્યાપ્ત અકિંચીતકર : અસમર્થ તેના બે ભેદ સિધ્ધ સાધન અને બાધિત વિષય સિધ્ધ–જે વિપક્ષમાં સિધ્ધ હોય બાધીત–જે કોઈ રીતે બાધીત થતું હોય અનુમાનનું સંક્ષિપ્ત રુપ: શંકાનું કારણ– અજ્ઞાન, અશ્રધા, અવિશ્વાસ છે. તર્ક – મતિજ્ઞાન અને બુધ્ધીથી થાય છે. અનુમાન–બુધ્ધીનાં વિવેકથી થાય છે. ધારણા–અનુમાનમાં શ્રધ્ધા ઉમેરાતાં થાય છે. કલ્પના–બુધ્ધીનાં વિવેક વગરની હોય છે. શ્રધ્ધા–પોતાના હિતકારી પર વિતરાગી પર,કેવળજ્ઞાની પર હોય છે. સાધન-સાધ્ય સાથે સંબંધથી વ્યાપ્ત હોય છે.(કાર્ય-કારણની જેમ) સમાધાન-શ્રદ્ધાને કાયમ રાખી, પ્રત્યક્ષ પ્રમાણોની ઉપેક્ષા ન કરતાં, શકયતાઓથી કરવામાં આવતો નિર્ણય. પરિક્ષણ– નિરીક્ષણ, પરિક્ષણમાં શ્રધ્ધા એકજ હોય છે, પણ અનુમાન છે કે તેથી વધારે હોય છે. નોલોજી અને વિજ્ઞાન જૈન ધર્મગ્રંથોમાં જ્યોતિષશાસ્ત્રની ઓળખ પાપશાસ્ત્ર તરીકે કરવામાં આવી છે. અહિં વિજ્ઞાન અને ધર્મને કોઇ મતભેદ નથી, ાતનો કોઇ કર્તા કે સર્જનહાર નથી એ બાબતે પણ વિજ્ઞાન અને ધર્મ સંમત છે, અનાદિ અનંત પુદગલ mત હતું, છે અને રહેશે એ બાબતે પણ બેઉ એકમત છે. પરંતુ વિજ્ઞાન જીવ તત્વને માટે આ ધારણા કરવા તૈયાર નથી. વિજ્ઞાન આત્માનું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નથી. આ અત્માની સાબીતી માંગનાર પોતે કોણ છે? કોઇ પુદગલ છે? જ સાબીતી માંગી રહયા છે ? આત્મા પોતે જ પોતાના હોવા પર શંકા કરે, એ અચરજ અપાર છે. વિજ્ઞાનનો આધાર નિયમો છે જે બુદ્ધિનો વિષય છે. ધર્મનો આધાર સિધ્ધાંતો છે જ શ્રધ્ધાને વિષય છે, અને આચરણ કર્યા પછી જ અનુભવથી તેની સાબીતી મળે છે. બન્નેનું લક્ષ્ય માનવ સમાજ અને જીવસૃષ્ટિની ઉન્નતિ છે પરંતુ સાધનો જુદા છે. ધર્મ આ લક્ષ્ય માટે આત્માને સંસ્કારીત કરવાનું કામ કરે છે. બુદ્ધિવાદીઓ આને ભય તરીકે ઓળખાવે છે. સંસ્કાર અને ભય વચ્ચેની ભેદરેખા ભલે ગમે તેટલી પાતળી હોય, પરંતુ બેઉ અલગ તો છે જ. ભય એ અજ્ઞાનનું સંતાન છે જ્યારે સંસ્કારો જ્ઞાન થી જન્મે છે. જ કાર્ય કરવાને માટે કે ન કરવાને માટે તમારે કોઈ પ્રયત્ન કે પુરુષાર્થ કરવો પડતો નથી, મગજ પણ વાપરવું પડતું નથી. સ્વભાવકજ થાય છે. તે જ સંસ્કારો છે. બાકી જ્યાં વિચારવું પડે કે પ્રયત્નથી થાય, ત્યાં પોતાનું હજી નિરિક્ષણ કરવું જોઇએ. આજથી પૂર્વે જીવે ધર્મકરી તો કરી, પણ કાં તો સંસાર અને નર્કનાં દુઃખોથી ભય પામીને અથવા તો મોક્ષ અને સ્વર્ગનાં સુખોને પામવા. પ્રાથમિક અવસ્થામાં આ કારણો હોવા સમજાય છે. પરંતુ સર્વ જીવો પર અનુકંપા અને અજીવ પુદગલ ગત પર Page #303 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 302 અનાસકતિ જ જ્ઞાનનું પરિણામ છે. જ્યારે આવા સંસ્કારોની જીવ પરયાપતિ કરી લે છે. ત્યારે તે ગુણથી પણ પર્યાપ્ત થયો કહેવાય. નહિતો હજી અપર્યાપ્તોજ છે, એટલે કે અપરિપક્વ, આગમ અને આધ્યાત્મ જીવ, અજીવ, નવ તત્વ, છ દૃવ્ય, લોક અને તેના સર્વ સ્વભાવ વિશેનું વર્ણન અને ચિંતન કરે તે આગમ. ફકત આત્માના સ્વભાવ અને ગુડ્ડાધર્મ વિષેનું જ્ઞાન તે આધ્યાત્મિક જ્ઞાન. અહિં અન્ય તત્વોની નાસ્તિ નથી જ્ગાવવામાં આવતી પણ તેની ચર્ચાનો ફક્ત રુર પુરતો ઉપયોગ કરી ફરી અત્મા તરફ વળી જ્વાય છે. મુખત્વે આત્માનો વિચાર અને આત્માની વાત આવે તે અધ્યાત્મ અને લોકગત સર્વ ભાવ અને સ્વાભાવ કે ગુણધર્મો વિષે જ્ગાવે તે અગામ. શ્રીમદ રાચંદ, કાનજીસ્વામી, ઊગંબર સંપ્રદાય, દાદા ભગવાન- તેમનાં બધા સાહિત્યો, ગ્રંથો આધ્યાત્મીક પ્રધાનતા વાળા છે. બાકીનાં શ્વેતાંબર મંદિરમાર્ગી તથા બધા સ્થાનક્વાસી સંપ્રદાયો આગમ પ્રધાન એટલે કે લોકનાં સર્વ ગુણધર્મોનાં જ્ઞાનને મહત્વ આપે છે. આત્મજ્ઞાન કે ભેદવિજ્ઞાન જરૂરી હોવા છતાં અનુકંપાનાં ગુણ વગર હિતકારી થતું નથી. માટે પૃથ્વી, પાણી, અગ્નિ વનસ્પતિ અને વયરો આ એકેન્દ્રીય જીવો સહિત સર્વ ત્રસ જીવો પ્રત્યેની અનુકંપા એ સમકીત માટે જરૂરી અને મુખ્ય ગુણ છે. શ્રધ્ધા નો જ્ન્મ રાગમાંથી પ્રેમ, લાગણી, વાતસલ્ય અને મમતામાંથી શ્રધ્ધાના જ્ન્મ થાય છે. માતા-પિતા અને મુખ્યત્વે મા શ્રધ્ધા આપી શકે છે. મા તો વ્યવહારથી બાળકને શીખવાડેલું સંબંધનું નામ છે. ખરેખર તો બાળક માને એવી વ્યક્તિ તરીકે ઓળખે છે, જે તેના સુખે સુખી અને દુઃખે, દુઃખી થાય છે. જ્યારે તે બોલી પણ નહોતો શક્યો ત્યારે ફક્ત તેના રડવાથી. તેને ભુખ લાગી છે, કે સુંવું છે, કે ગંદુ કર્યું છે તે જાણી શકનારી વ્યક્તિને લોકોએ મા તરીકે સંબોધવાનું કહયું છે. આ તેની સમજણ છે. અનંત ભવનાં સંસ્કારોથી દરેક વ્યક્તિ મા પણ છે. ચાહે તે પુરૂષ હોય કે સ્ત્રી, ગુરુ પણ શિષ્યને માટે મા છે. શિક્ષક વિદ્યાર્થી માટે મા છે. પોતાની હિતકારી વ્યક્તિ તરીકે ની ઓળખ આત્માને હોય, તેની વાત પર શ્રધ્ધા રાખી શકાય છે. પહેલા દિવસે નવા કપડા પહેરી, માથું ઓળી, તૈયાર થઇ નિશાળે Ō રહેલો બાળક નથી જાણતો કે શિક્ષક કોણ છે. નિશાળ શું છે. અને કેટલા વર્ષ સુધી આ રસ્તા પર લેફટ-રાઇટ કરવાની છે. પરંતુ એ વ્યક્તિ જેને લોકો મા તરીકે સંબોધવાનું કહે છે. એના ચહેરા પર આજે ખુશી છે. નકકી મારું કાંઇક ભલું થઈ રહ્યું છે. આમ માએ શિક્ષક પર શ્રધ્ધા અપાવી. ધર્મની શ્રધ્ધા પણ માના પ્રત્યાઘાતથી નક્કી થાય છે. અમુતા બાળક જ્યારે ગૌતમ સ્વામીને આંગળી પકડી ઘરે લઈ જાય છે. ત્યારે માતા તેમને અહોભાવથી વહોરાવે છે. ધ્યાનથી નીરખી રહેલા બાળક અઇમ્રુતાને ગૌતમ સ્વામી પર શ્રધ્ધા થાય છે. સંસારનાં સંબધો બધા ખોટા છે એ વાક્યને એકાંત દૃષ્ટીકોણથી ન જોતાં, કહેવાના હાર્દ સમજ્યો જોઈએ. મમતા, શા, વાતસલ્ય, પ્રેમ વગેરે પણ આત્માનાં શુભ ભાવો છે. એકાંતે હૅય નથી. જેમ મનુષ્યનો જ્ન્મ પામવા અશુચીમાંથી પસાર થવું પડે છે, તેમ શ્રધ્ધા અને સમક્તિનો જન્મ પણ લાગણી-પ્રેમ (રાગ) માંથી થાય છે. માટી ભલે ખાવામાં કામ ન આવે પણ માટી વગર ફળની ઉત્પતી પણ સંભવ નથી. સમયકત્વની પરયાપતી થતાં સર્વ જીવો પ્રત્યે જ્યારે અનુકંપાનો ભાવ આવે છે. ત્યારે વ્યક્તિગત લાગણીઓ તેમાં વીલીન થઈ જાય છે. સદગતિ નું મહત્વ અત્યારે મનુષ્યનાં ભવમાં પણ નરક ગતિ યોગ્ય કર્મની પ્રદેશથી ઉદીરણા થઈ રહી છે. પણ વિપાકોદય, દૃવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ-ભવ એવા ન હોવાથી પુણ્યનાં પ્રતાપે એ અશાતા ભોગવવી નથી પડી રહી. આ છે સદગતિનું મહત્વ. કર્મો ભલે અનંત ભવનાં હોય, પણ જીવ ગતિ ફક્ત વર્તમાન ભવની કરણીથી સુધારી શકે છે. અને જો આયુષ્ય કર્મનો બંધ ન કર્યો હોય તો અનંત વેદનાથી બચી શકે છે. આમ જીવ સુખવિપાકથી મોક્ષ સુધીની સફર પુરી કરી શકે છે. અનંત ભવનાં કર્મ સાથે હોવા છતાં આ શક્ય છે. ભાવો નું મહત્વ મને કર્મ બંધ થશે.દુખ ભોગવવુ પડશે . માટે હું બીજાને દુખ પહોચાડતો નથી. તો હજી એ સદવર્તન દુખ નાં ભયથી છે. જો કર્મ બંધ ન થતો હોય તો મને દુખ પહોચાડવામાં વાંધો નથી. આ અનુકંપા ભાવ નથી. મારા આત્મા જેવોજ એનો આત્મા છે.મને દુખ અપ્રિય છે તેમ એને પણ અપ્રિય છે. પોતાના સરખો કે પોતાનો જ એ આત્મા જાણી જે પ્રવૃતિ કરે છે તે અંગે આયા ( આત્મા એક છે ) ની ઉકતિ ને સાર્થક કરે છે, Page #304 -------------------------------------------------------------------------- ________________ કથાસાર jain 303 કષાય ભાવ મન, વચન, કાયાનાં યોગ અયતનાથી અને અશુભ રીતે પ્રવર્તાવવા એટલે પ્રમાદ અને હિંસા. અશુભ ભાવોને પ્રકટ કરવા એ ક્રોધ. અશુભ ચિંતન એ આર્તધ્યાન. આત્મામાં અશુભ ભાવ રાખવા એ દૃશ. અશુભ ભાવોને છુપાવી સારા પ્રકટ કરવા એ માયા. આજનું શાંત દેખાતું જીવન બહુધા ઉપશમ ભાવ હોય છે, આત્મામાં કષાયો કેટલા ક્ષીણ થયા છે એ અવસરે સમજાય છે. વધારે ઓછી ક્રિયા કરવાનાં કે ન કરવાનાં કારણો એકજ જીવનકાળ દરમિયાન પણ અનેક કારણોથી ધર્મકરણીમાં ચઢાવ ઉતાર આવે છે. તેથી નીરાશ ન થવું,પણ સમયક જ્ઞાન ઉપયોગથી પુરુષાર્થરતા રહેવું. અને પોતાનું સતત નિરીક્ષણ કરતાં રહેવું કે હું કયા માર્ગે જઈ રહયો છું. કોઈ કારણથી મારી ધર્મકરણી બાધીત તો નથી થઈ રહીને.! કેટલાક અસર પાડી શકતા કારણોજ્ઞાન અભ્યાસ ઓછો હોવાથી. સમયક કે મિથ્યા વિચાર વાળાઓનાં સંગથી. સારીખરાબ લેગ્યાઓ નાં પ્રભાવથી. આર્ય કે અનાર્ય ક્ષેત્રનાં પુદગલોનાં પ્રભાવથી. પ્રમાદથી – રતિ અરતિથી. ચારિત્ર મોહ કર્મનાં અલગ અલગ પ્રકારનાં ક્ષયોપશમથી કે ઉદયથી. ધારણાઓ અને વિચારધારાનાં ભેદથી. વૃધ્ધાવસ્થા કે બિમારીથી . આત્મપરિણામો, આત્મબળ માં ભિન્નતાથી (દુસમકાળમાં શરીર ભલે નબળું મળ્યું પણ આત્મા ત્રિકાળ એવોજ બલવાન છે) પૂર્વનાં અભ્યાસ, અનુભવથી, કોઈની પ્રેરણાથી. દીર્ઘ આયુષ્ય વાળાને ધર્મકરણી કરવાની શકયતા વધારે મળે છે. છકાય જીવોની દયા પાળવાથી જીવ દીર્ઘ આયુષ્ય બાંધે છે. રીધી ગારવેણું , રસ ગારવણ , સાયા ગારવણ . અનંત ભવ સાગરમાં જીવ નરક અને ત્રિયંચનાં દુખ સહન કરી આવ્યો. દાસ પણે માન અપમાન પણ સહન કર્યા. પુણ્ય વધતાં જીવ મનુષ્ય જન્મ પામે છે, ત્યારે આ બધુ ભુલી, નાના એવા દુખો કે અપમાનને સહન કરવાની શકિત ગુમાવે છે અને કષાય કે હિંસાના ભાવોમાં જઈ સંસાર વધારી લે છે. પુણ્યનાં ઉદયને પચાવવું મહા મુશકેલ છે. સાધારણ માનવી મનુષ્ય જન્મ પામી, ત્યાથી પાછો વળી જાય છે. અને ફરી પાછો ત્રિપંચ કે નરકનાં ભવોમાં પરિભ્રમણ કરે છે. રણથી ઉચા માનવોનાં પણ પુણ્ય જયારે વધી જાય છે, અનેક અનકળતાઓ અને સાતા કર્મ નો ઉદય હોય છે. તપ-ઉપવાસ પછી આહાર પણ સ્વાદ વાળ લાગવા માંડે છે. ત્યારે રસ આસ્વાદનમાં ન મુંજાતા, એકેન્દ્રીય જીવોનાં કલેવર છે, અને જીવ હજી અણાહારી નથી થયો, એવું વિચારી ક્ષોભ કરવો. આવું જ શરીરની શાતા માટે છે, તથા રીધી, ખ્યાતી, પ્રભાવ વધતાં અનુકુળતાઓ વધતી જાય છે. અને જીવ કયારે માન અને અહંકારના ડુંગર પર ચઢી જાય છે તેની ખબર રહેતી નથી. રીધી, રસ અને સાતામાં ગરકાવ થઈને ધણા જીવો સામાન્ય કરતાં થોડી વધારે પ્રગતિ કરીને પાછા વળી જાય છે. અનંતર દેવનો ભવ તો મળે છે, પણ મોક્ષનું લક્ષ્ય ચકી જવાય છે. માટે અનકળતાઓ માં પણ સંસાર પ્રત્યે પ્રિતી ન થવી જોઈએ. અહિ જીવને વિશેષ સાવધાની અને ઉપયોગ દશા રાખવાની છે. એજ પડિકમામી તિન્હીં ગારવણ નો અર્થ છે. આવી અનુકુળતાઓ માં જયારે કોઈ પરિસ્થીતી કે વ્યકિત પ્રતિકુળ થાય, તો તેનો ઉપકાર જાણી આભાર માનવો જોઈએ. કંઠસ્થ કરવા માટે ગાથા- અર્થ સાથે જયં ચરે, જયં ચિટઠે, જયં આસે, જયં સએ જયં ભુજંતો ભાસંતો, પાવ કર્મ ન બંધઈ છે - દશવૈકાલીક. જતનાથી ચાલે, જતનાથી ઉભો રહે, જતનાથી બેસે, સુએ. જતનાથી ભોજન કરતાં, બોલતાં, પાપકર્મનો બંધ નથી થતો. કર્મ અને પાપકર્મ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે પાપકર્મ અશુભ અનુબંધ વાળા હોય છે. જેનાથી કર્મોની પરંપરા ચાલુ રહે છે. જેવી રીતે બીજ વાળા ફળોમાંથી નવો વૃક્ષ કે વેલો થાય છે. શુભ અનુબંધ વાળા કર્મોની પરંપરા હોતી નથી. બી વગરનાં ફળ જેવા. Page #305 -------------------------------------------------------------------------- ________________ આગમ-કથાઓ 304 કેટલીક ગાથાઓનાં અર્થ અને સુવાક્યો. સર્વ ગીત વિલાપરુપ છે, સર્વ નાટક વિટંબણા છે. સર્વ આભારણો ભારરુપ છે, સર્વ કામભોગ દુઃખ ઉપજાવનારા છે. અર્થાત - સંસારમાં કોઈ પણ સ્થળે સુખ નથી. - ઉતરાધ્યન. અ. 13. ચિતસંભૂતિ માંથી. જેમ પક્ષીની ચાંચમાં જયાં સુધી માંસનો ટુકડો હોય ત્યાં સુધી બીજા પક્ષીઓ તેને હેરાન કરે છે, પરંતુ માંસને છોડી દીધા પછી કોઈ તેને હેરાન કરતું નથી. તેમ ધન ધાન્ય, સ્ત્રી આદી પરિગ્રહને છોડી દેવાથી સંસારનાં તમામ બાહય દુઃખો, કલહ દૂર થાય છે. અ૧૪ હે દારિદ્રય, તને નમસ્કાર. તારા કારણથી હું ચમત્કારી પુરુષ થયો છું.(અહં સર્વસું પશ્યામી, મા કોપિન પશ્યતિ–ભાવનાશતક) હું બધાને જોઈ શકું છું, પણ મને કોઈ જોઈ શકતું નથી.(આ મારો કાકો છે, આ મારો ભાઈ છે. પણ મારી સામે કોઈ જોતું નથી) પાપી જીવ ભયભીત થઈ અંત સમયે અસમાધિ ભોગવે છે. દુર્ગતિમાં જવાના ડરે શરીરને વળગી રહે છે, જયારે ધર્માત્મા સહજ સમાધિ ભાવે શરીર તજી દે છે. અરુચીથી ઉભો રહેનારને ભાર વધારે લાગે છે, સતત ગતિવાનને ભાર હળવો લાગે છે. તેથી ધર્મકાર્યમાં કદી પ્રમાદ કે અરૂચી ન કરી સાધુ ધર્મ વીધીથી પ્રાપ્ત, પરિમીત માત્રામાં, ઉચીત સમય પર, સંયમ નિર્વાહનાં અર્થે, શાંત ચિતે ભોજન કરે. કષાયોની મંદતાજ ધર્મનું અંતિમ પરિણામ છે. અપરિગ્રહવૃતિ અને ભાવોમાં સરલતા તેનાં લક્ષ્ય છે. પુનરકતિ કોઈ દોષ નથી, ફરી ફરી એજ વાંચન, સ્વાધ્યાય કરવાથી જ્ઞાનની નવી નવી પર્યાયો આત્મામાં ઉપસ્થીત થાય છે. અને એવું કરતાં જો કંઠસ્થ થઈ જાય, તો એનાથી રૂડું પછી આચરણ હોઈ શકે. આચારમાં શીથીલતાં હોવા છતાં સુધ્ધ પરુપણા કરતાં રહેવાથી, આચારસુધ્ધીની સંભાવના રહેલી છે. જે વૃધ્ધાવસ્થા આવશે ત્યારે ધર્મ કરીશું, પછી કરીશું પછી કરીશું એમ કહે છે, તે અનુભવ અને અભ્યાસ ન હોવાથી પછી પણ ધર્મ કરી શકતો નથી અને પહેલાં પણ કરી શકતો નથી. અંતે તે હાયવોય કરતો , આર્તધ્યાનમાં જ રામશરણ થઈ જાય છે. સાધુને સચિત, બહુમુલ્યવાન વસ્ત, કલાકૃતિઓ (જેને જોઈને મોહ ઉપજે, બીજાને એ મેળવવાનું મન થાય) રાખવી કલપતી નથી અચિત વસ્તુ પણ આકર્ષણ થાય તેવી નથી કલપતી. શરીર પણ આકર્ષણ થાય તેવું નથી કલપતું. (નાની ઉંમરની સાધ્વીઓએ પીઠમાં કાપડનો ગોળો મુકી, શરીરને ખુંધવાળું બેડોળ બનાવી, વિહાર કરવો કે ગોચરીએ જવું.) અબ્રમ અને પરિગ્રહ એકબીજાનાં પુરક છે. કામભોગો માટે પરિગ્રહ કરાય છે અને પરિગ્રહથી કામભોગો થાય છે. કામભોગનું સેવન એ પુરુષમાં રહેલું સ્ત્રીત્વ છે. તેથી વિરતિ એ સ્ત્રી કરે તોય પુરુષાર્થ છે. સ્ત્રીમાં રહેલું પુરુષત્વ છે. ક્રોધ હિંસાને જન્મ આપે છે. માનથી અભ્રમ સેવાય છે. માયાથી અદતાદાન, અસત્ય થાય છે. લોભથી પરિગ્રહ થાય છે. 1. સંસ્કૃત આત્મા કમાન પર ચઢાવેલા તીર જેવો, લક્ષ્યવાળો, ગતિ,દિશા,બેલ વાળો, મકકમ, બીજાને ઉપકારી હોય છે. અસંસ્કૃત રસ્તામાં પડેલા કાંટા જુવો,બીજાને પીડાકારી,લક્ષ્ય,ગતિ, દિશા,બલ વગરનો, સહેલાઈથી ભાંગી શકાય તેવો, દયાને પાત્ર હોય છે. 2. જેમ એકાગ્રતા વગર અને દૃષ્ટિ હટી જવાથી નિશાન ચૂકી જવાય છે. તેમ મિથ્યાત્વનાં અલ્પ સેવનથી પણ જીવ મોક્ષથી દૂર રહે છે આર્યક્ષેત્ર : શુભ લેશ્યા પુદગલોથી શુભમન અને ધર્મકરણી માટે ઉત્સાહ મળે છે. અનાર્યક્ષેત્રનાં પુદગલોથી આત્મામાં પ્રમાદ અને અરતિ પ્રાપ્ત થાય છે. તેથી ધંધાર્થે ભલે મુંબઈ જેવા શહેરોમાં રહેતાં હોઈએ, પણ તેમાંથી સમય કાઢી આર્યક્ષેત્રમાં જવું જોઈએ. છે મિચ્છામી દુક્કડમ છે જીન માર્ગથી ઓછું– અધિક– વિપરીત લખવાની કોઈ ઈચ્છા-હેતુ–પ્રયત્ન ન હોવા છતાં પ્રમાદ,અજ્ઞાન,મોહ, કે કષાયના કારણે કાંઈ લખાયું હોય તો અનંતા સિધ્ધ-કેવલી–ગુરુ ભગવંતની સાંખે તસ–મિચ્છા-મી-દુકડમ. કથાસાર પૂર્ણ.