________________
આગમ-કથાઓ
284
ટિપ્પણ: આ કારણે પંચાંગનું નિર્માણ કરનારા સૂર્યોદયની પ્રધાનતાથી જ તિથિ, તારીખ સૂચિત કરતા થકા સંપૂર્ણ પંચાંગ બનાવે છે. (૯) જ્યોતિષી દેવોના કામ ભોગ જનિત સુખ આદિનું ઉપમાં યુક્ત વર્ણન ભગવતી સૂત્રમાં કથિત વર્ણનની સમાન સમજવું. (૧૦) ગ્રહ ૮૮ છે. એમના અલગ-અલગ ૮૮ નામ સૂત્રમાં છે. જેમાંથી શનિશ્ચર, ભસ્મ, ધૂમકેતુ, બુધ, શુક્ર, બૃહસ્પતિ, રાહુ, કાલ, મહાકાલ, એક જટી, કિજટી, કેતુ આદિ ગ્રહોના નામ લોકમાં વિશેષ પ્રચલિત એવં પરિચિત છે. ઉપસંહાર:- વિનયવાન, વૈર્ય સંપન અને અનેક યોગ્યતાઓથી યુક્ત શિષ્ય માટે જ આગમનું અધ્યયન ગુણ વૃદ્ધિ કરવાવાળું બને છે. અવિનીત, ઘમંડી, કુતુહલી, અસ્થિર પરિણામી, વિષમભાવીને આગમ જ્ઞાનનું સાચું પરિણમન થતું નથી. આગમ સદા કંઠસ્થ પરંપરામાં જ બધા તીર્થકરોના શાસનમાં ચાલે છે. ત્યારે જ ઉક્ત ઉપસંહાર સૂચિત નિર્દેશનું યથાર્થ પાલન થાય છે. પરંતુ હુંડા
અવસર્પિણીના ચોવીસમાં તીર્થકરના આ શાસનમાં ઘણા કારણોથી આગમોના લેખન અને પ્રકાશનનો યુગ ચાલે છે. એમાં ઉક્ત | નિર્દેશનું પાલન વિકૃત થઈ રહ્યું છે. અર્થાત્ યોગ્ય અયોગ્ય કોઈ પણ વાંચી શકે છે. આર્ય અનાર્ય કોઈ પણ વ્યક્તિ આ સૂત્રોની નકલ કરીને પોતાની પાસે રાખી શકે છે અને પ્રકાશિત થવાથી તે નિયમ, નિયમ સુધી જ રહે છે. અને કંઈક(ઘણા) મનમાની અધ્યયન પણ કરે છે અને ઘણા યોગ્ય હોવા છતાં પણ યોગ્ય સમયે અધ્યયન નહીં કરીને અન્ય પ્રવૃત્તિમાં લાગી જાય છે. પ્રત્યેક આગમ જીજ્ઞાસુએ આ ઉપલબ્ધ ભાષાંતરિત આગમોથી ગુણવૃદ્ધિનો વિવેક રાખવો જોઈએ. ગંભીરતા, નમ્રતા ગુણોમાં ઉપસ્થિત રહીને અને લક્ષ્યને કાયમ રાખીને જ જ્ઞાન વૃદ્ધિ કરવી જોઈએ. આવું કરવાથી યુગની ઉપલબ્ધિનો લાભ લેવા છતાં પણ હાનિથી બચી શકાય છે. આ જ સામાન્ય પાઠકો અને સાધકો માટે શ્રેયસ્કર છે.
પ્રસ્તુત આગમ સારાંશ લેખન પણ એવા જ યુગની આવશ્યકતાની પૂર્તિ હેતુ છે અને અત્યંત સરળ રીતે આવશ્યક શેય તત્ત્વોને સામાન્ય જિજ્ઞાસુ સાધકો, પાઠકોની અપેક્ષાએ તૈયાર કરવામાં આવ્યું છે. માટે વિવેકપૂર્વક ગુણોની વૃદ્ધિ કરતા જતાં વિનય તેમજ સરલતાની સાથે આનું અધ્યયન કરવુ જોઈએ.
જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સંપૂર્ણ
પરિશિષ્ટ - ૧ :-જ્ઞાતવ્ય ગણિત (૧) સૂર્ય એક વર્ષના ૩૬૬ દિવસોમાં ૧૮૪ મંડલમાં સંચરણ કરે છે. જેમાં પહેલા અને અંતિમમાં એકવાર અને શેષ ૧૮૨ માં બે વાર એવી રીતે ૧૮૦ x ૨ + ૨ ઊ ૩૬૬ દિવસ એક વર્ષમાં થાય છે. ૫ વર્ષનો યુગ કહેવાય છે. અતઃ ૩૬૬ ૪ ૫ ઊ ૧૮૩). દિવસનો યુગ હોય છે. એના જ આધારથી ચન્દ્ર નક્ષત્ર આદિના માસ દિવસ આદિ કાઢવામાં આવે છે. મુખ્યતા સૂર્ય વર્ષથી જ છે. યુગ પણ સૂર્ય સંવત્સરના દિવસોનો યોગ છે. શેષ ચન્દ્ર નક્ષત્ર આદિના માસ વર્ષ આદિનો આમાં સમવતાર કરવામાં આવે છે. એટલે જ બધા જ્યોતિષોમાં સૂર્ય લોકવ્યવહારમાં પ્રધાન છે. યુગ તિથિ આદિનો આદિ કર્તા પ્રારંભ કર્તા છે, એટલે જ લૌકિક પંચાગમાં સૂર્યના ઉદયની મુખ્યતાથી તિથિઓ અંકિત કરવામાં આવે છે. (૨) ચંદ્રની સાથે શતભિષક નક્ષત્ર ૧૫ મુહૂર્ત યોગ કરે છે અર્થાત્ અ દિવસ યોગ કરે છે અને એક દિવસના ૨૭ ભાગની અપેક્ષા ૬૭ X ૧/ર ઊ ૩૩ ૧/ર ભાગ દિવસ. સૂર્યની સાથે એના પાંચમા ભાગ જેટલા દિવસના યોગ હોય છે. દિવસ ૨૧ મુહૂર્ત. ૩૦ મુહૂર્તવાળાના એનાથી બે ગણા ૪૫ મુહૂર્તવાળાના એનાથી ત્રણ ગણા હોય છે. અર્થાત્ ચંદ્રના યોગ કાલથી સૂર્યના યોગ કાલ ૬૭/૫ ગણા હોય છે. (૩) એક યુગ ૧૮૩) અહોરાત્રનો હોય છે. જેમાં સૂર્ય ૧૮૩૦ અર્ધ મંડલ ગતિ કરે છે. ચંદ્ર ૧૭૬૮ અર્ધ મંડલ ગતિ કરે છે. નક્ષત્ર ૧૮૩૫ અર્ધ મંડલ ગતિ કરે છે. અતઃ એક અહોરાત્રમાં સૂર્ય અર્ધ મંડલ, ચંદ્ર અર્ધ મંડલ અને નક્ષત્ર અર્ધ મંડલ ગતિ કરે છે. અર્થાતુ એક અહોરાત્રમાં સૂર્ય એક અર્ધ મંડલ, ચંદ્ર એક અર્ધ મંડલમાં કંઈક ભાગ ઓછું, નક્ષત્ર એક અર્ધ મંડલથી કંઈક ભાગ અધિક ચાલે છે. જ્યારે ચંદ્રને ૧૭૬૮ અર્ધ મંડલમાં ૧૮૩૦ દિવસ લાગે છે. ત્યારે ૧ અર્ધ મંડલમાં સાધિક એક દિવસ. અને એક પૂર્ણ મંડલમાં સાધિક ૨ દિવસ લાગે છે.
પરિશિષ્ટ – ૨: નક્ષત્ર તત્વ વિચાર (નક્ષત્રનો થોકડો) બાર દ્વારોથી અહીં નક્ષત્રોનો વિચાર કરવાનો છે. યથા– (૧) નક્ષત્ર નામ (૨) આકાર (૩) તારા સંખ્યા (૪) મંડલમાં નક્ષત્ર (૫) રાત્રિ વાહક (૬) મંડલ સંબંધ (૭) યોગ (૮) સીમા વિખંભ (૯) યોગકાલ (૧૦) મુહૂર્ત ગતિ (૧૧) મંડલઅંતર (૧૨) માસ સંવત્સર કાલમાન. (૧ થી ૩) નામ આકાર તારા – એમનો ચાર્ટ ૧૦ મા પ્રાભૃતના આઠમા નવમા પ્રતિ પ્રાભૃતમાં આપવામાં આવ્યો છે. (૪) મંડલમાં નક્ષત્ર :- નક્ષત્રના આઠ મંડલ છે એમાં નક્ષત્ર આ પ્રકારે છે– (૧) પહેલા મંડલમાં - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષક, પૂર્વાભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાલ્ગની, ઉત્તરા ફાલ્ગની અને સ્વાતિ એ ૧૨ નક્ષત્ર છે.(૨) બીજા મંડલમાં – પુનર્વસુ, મઘા એ બે છે.(૩) ત્રીજા મંડલમાં – કૃતિકા. (૪) ચોથા મંડલમાં – ચિત્રા, રોહિણી (૫) પાંચમા મંડલમાં – વિશાખા (૬) છઠ્ઠા મંડલમાં – અનુરાધા (૭) સાતમા મંડલમાં – જયેષ્ઠા (૮) આઠમા મંડલમાં – મૃગશીર્ષ, આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્ર છે. (૫) રાત્રિ વાહક – આનો ચાર્ટ દસમા પ્રાભૃતના દસમાં પ્રતિપ્રાભૃતમાં છે. (૬) મંડલ સંબંધ:- (૧) ચંદ્રના મંડલથી નક્ષત્ર મંડલનો સંબંધ – ૧, ૩, ૬, ૭, ૮, ૧૦, ૧૧ અને ૧૫.(૨) નક્ષત્ર મંડલનો સૂર્યના મંડલથી સંબંધ – ૧, ૨, ૭, ૮ (૩) સૂર્ય મંડલનો ચંદ્ર મંડલથી સંબંધ – ૧, ૨, ૩,૪,૫, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ (૪) ચંદ્ર