________________
jain
283
કથાસાર (૯) હાથી, ઘોડા, બળદ અને સિંહના આકારમાં વાહક દેવ ચારે દિશાઓમાં વિમાનની નીચે રહે છે. આ કેવલ ઔપચારિકતા માત્ર છે. વિમાન સ્વાભાવિક રીતે અનાદિથી ગતિ કરે છે. ચાર્ટમાં જેટલા વાહક દેવ કહ્યા છે એને ચાર ભાગોમાં વિભાજીત કરી ચારે દિશાઓમાં સમજી લેવું જોઈએ. (૧૦) મેરુ પર્વત અને નિષધ નીલ પર્વતોનાં કૂટના કારણે તારાઓનું પરસ્પર અંતર જઘન્ય ૨૬૬ યોજન છે, ઉત્કૃષ્ટ ૧૨૨૪૨ યોજન છે. સ્વાભાવિક અંતર જઘન્ય ૫૦૦ ધનુષ, ઉત્કૃષ્ટ ૨ કોશ છે. ચંદ્ર સૂર્યનો દેવી પરિવાર જીવાભિગમ સૂત્રમાં અને સુખ ભોગ સંબંધી વર્ણન ભગવતી સૂત્રમાં શ. ૧૨, ઉ. ૬માં છે.
ઓગણીસમો પ્રાભૃત (૧) જંબૂદ્વીપમાં બે સૂર્ય, બે ચંદ્ર, ૫૬ નક્ષત્ર, ૧૭૨ ગ્રહ, ૧૩૩૯૫૦ ક્રોડાકોડી તારા છે. આગળ પ્રત્યેક દ્વીપ સમુદ્રમાં વધારે વધારેની સંખ્યા છે. જીવાભિગમ સૂત્રમાં જુઓ.
સંપૂર્ણ લોકમાં અસંખ્ય સૂર્ય અને અસંખ્ય ચંદ્ર છે અને એ બધાનો પોતાનો સ્વતંત્ર પરિવાર છે. | (૨) નક્ષત્ર અને તારા હંમેશાં એક મંડલમાં રહીને પરિક્રમા કરે છે. સૂર્ય, ચંદ્ર ગ્રહોના મંડલ બદલતા રહે છે. આ બધા પોત પોતાના મંડલમાં મેરુ પર્વતની પરિક્રમા કરે છે. (૩) આ સૂર્ય, ચંદ્ર આદિ ઊંચાઈની અપેક્ષા જયાં છે ત્યાં જ રહે છે. નીચે કે ઊંચે નથી થતા, એ જ ઊંચાઈમાં મંડલ પરિવર્તન કરે છે. (૫) બાહ્યથી આત્યંતર મંડલમાં આવતા સમયે સૂર્યનું તાપ ક્ષેત્ર વધે છે અને બહાર જતા સમયે ઘટે છે. ચંદ્રની નીચે ચાર અંગુલ દૂર નિત્ય રાહુનું વિમાન ચાલે છે. એક દિવસમાં ૧/૧૫ ભાગ ચંદ્ર ઘટવધ થાય છે અને ૨ ભાગ કરવાની અપેક્ષાએ સ્થૂળ દષ્ટિથી ૪ો ૨ ભાગ પ્રતિ દિન વધે ઘટે છે. (૬) મનુષ્યક્ષેત્રમાં સૂર્ય ચંદ્ર આદિ ચાલે છે. તેનાથી બહાર બધા ચંદ્ર, સૂર્ય પોતાના સ્થાને જ સ્થિર છે. (૭) ધાતકી ખંડના આગળ આગળના દ્વીપ સમુદ્રોમાં એના પછીના પૂર્વના દ્વીપ સમુદ્રની સૂર્ય સંખ્યાથી ત્રણ ગણા કરીને એની અંદર બધા દ્વીપ સમુદ્રોના સૂર્યની સંખ્યા ઉમેરવાથી જે રાશિ આવે તેટલા સૂર્ય, ચંદ્ર અને એના પરિવાર હોય છે. (૮) અઢી દ્વીપની બહાર ચંદ્રની સાથે અભિજિત નક્ષત્રનો યોગ છે અને સૂર્યની સાથે પુષ્યનક્ષત્રનો યોગ રહે છે. આ પ્રકારે તે હંમેશાં સ્થિર હોય છે. ત્યાં પ્રત્યેક સૂર્ય–સૂર્યનું અને ચંદ્ર-ચંદ્રનું પરસ્પર અંતર 1,00,000(એક લાખ) યોજન છે તથા સૂર્ય અને ચંદ્રનું અંતર ૫૦ હજાર યોજનાનું હોય છે. (૯) જ્યોતિષીના ઈન્દ્રનો વિરહ ૬ મહિનાનો હોઈ શકે છે. એ સમયે ૪-૫ સામાનિક દેવો મળીને એ સ્થાન સંબંધી કાર્યની પૂર્તિ કરે છે. (૧૦) દ્વીપ સમુદ્રનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં જુઓ. નોટ – ગ્રહોના મંડલ આદિનું સ્પષ્ટીકરણ આગમમાં નથી. અર્થાત્ એમના મંડલ કેટલા છે? મુહૂર્ત ગતિ કેટલી છે? ઈત્યાદિ કોઈ પણ વર્ણન ઉપલબ્ધ નથી.
વીસમો પ્રાભૃત (૧) ચંદ્ર, સૂર્યને કોઈ અજીવ પુલ છે એમજ માને છે. રાહુને પણ ૧૫ પ્રકારના કાળા પુગલ માને છે અને કોઈ જીવ પણ માને છે. વાસ્તવમાં આ બધા વિમાન છે અને એના સ્વામી ચંદ્ર, સૂર્ય, રાહુ આદિ મહાન ઋદ્ધિ સંપન્ન વૈક્રિય શક્તિ સંપન્ન દેવ છે. (૩) વાસ્તવમાં રાહુ મહદ્ધિક દેવ છે. એના પાંચ રંગના વિમાન છે. કાળા રંગ- વાળા વિમાન સૂર્ય, ચંદ્રને આચ્છાદિત કરે છે. અર્થાત્ મનુષ્યો અને સૂર્ય, ચંદ્રની વચમાં રાહુ આવી જાય છે. તેથી જોવામાં બાધક થઈ જાય છે અને એમના પ્રકાશને આચ્છાદિત કરી દે છે. આ રાહુવિમાન સૂર્ય ચંદ્રની પાસે નીચે આવી જાય છે. ત્યારે મનુષ્ય લોકમાં સૂર્ય, ચંદ્ર પૂર્ણ નથી દેખાતા. એમના પ્રકાશ પુંજ પણ અપૂર્ણ જેવા થઈ જાય ત્યારે સૂર્ય, ચંદ્ર ખંડિત કે આચ્છાદિત દેખાય છે. નિત્યરાહુ ચંદ્રના પૂર્ણ દેખાવમાં હંમેશાં બાધક બની રહે છે. કાંઈને કાંઈ ઓછું હીનાધિક સીધમાં આવતો રહે છે, સરકતો રહે છે. પર્વ રાહુ, સૂર્ય, ચંદ્ર બન્નેની નીચે ક્યારેક ક્યારેક આવે છે. એના પુગલ નિત્ય રાહુથી પણ વધારે કાળા હોય છે. (૪) પર્વ રાહુ ચંદ્રની નીચે ઓછામાં ઓછા ૬ મહિના પછી આવે છે અને ઉત્કૃષ્ટ ૪૨ મહિના પછી આવે છે. એનાથી, વધારે સમય નથી જતો. સૂર્યની નીચે આવતા ઓછામાં ઓછા ૬ મહિનાનો સમય વ્યતીત થઈ જાય છે અને ઉત્કૃષ્ટ ૪૮ વર્ષ સુધી પણ કયારેક એ પર્વરાહુ સૂર્યની નીચે, આડે નથી આવતો. (૫) રાહુના દ્વારા ચંદ્ર, સૂ
દ્ર, સર્ય– પર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કયાંય પણ આચ્છાદિત કરી શકાય છે. કારણ કે એ ત્રણે મંડલ પરિવર્તિત કરે છે. એક જ મંડલમાં નથી ચાલતા. એ કારણે આચ્છાદિત થતા સૂર્ય ચંદ્ર વિવિધ આકારમાં(આડા, ઊભા, તિરછા, બેઠા, સુતા ઈત્યાદિ કલ્પિત આકારોમાં) દષ્ટિ ગોચર થાય છે, માનવામાં કે કહેવામાં આવે છે. વાસ્તવમાં આ સર્વેય આચ્છાદિત થવાના વિવિધ પ્રકાર છે અને મંડલ પરિવર્તનના કારણે એમ બને છે. (૭) ચંદ્ર વિમાનનું નામ મૃગાંક છે. તે સુંદર સુરૂપ છે. તે દેવ પણ સુંદર, સૌમ્ય, ક્રાંતિવાળા હોય છે. એટલા માટે ચંદ્રને શશિ પણ કહેવામાં આવે છે. વિમાનના રત્નોની પ્રભામાં કંઈક હીનઅધિક એવં વિશેષતા એ પ્રકારની છે કે જેમાં મનુષ્ય લોકમાં દેખાતા ચંદ્રની વચમાં મૃગ જેવા આકારનો આભાસ થાય છે. (૮) લોકમાં સમય, આવલિકા, મુહૂર્ત, દિવસની આદિ કરનારો સૂર્ય જ છે. સૂર્યોદયથી નવો વર્ષ, નવા દિવસ, નવા યુગ અને ઉત્સર્પિણી-અવસર્પિણીનો પ્રારંભ થાય છે, આદિ થાય છે માટે એને આદિત્ય કહેવામાં આવે છે. દિવસ અને રાત પણ સૂર્યની પ્રમુખતાથી થાય છે. આકાશ મંડલમાં પ્રકાશ અને તાપરૂપે પણ સૂર્યનું સામ્રાજય છે. સૂર્યના અભાવથી અંધકાર એવં રાત થાય છે. દિવસે એના સમકક્ષ ચંદ્ર આદિ બધા પ્રકાશમાન પદાર્થ ફિક્કા નજરે પડે છે. આ રીતે સૂર્ય કાળ, દિવસ, સંવત્સર, યુગ વિગેરેની આદિનું અને નિર્માણનું પ્રધાન નિમિત્ત છે. એટલા માટે એને આદિત્ય કહેવામાં આવ્યો છે.