SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ-કથાઓ 200 (૭) બૌદ્ધ મતના “મજ઼મનિકાય' તેમજ “લકુટિકોપમ સુત્ત'માં રાત્રિ ભોજનનો નિષેધ કર્યો છે. (૮) હેમચન્દ્રાચાર્ય એ દિવસે અને રાત્રે કોઈ રોકટોક વિના ખાનારને 'શિંગડા અને પૂંછડા વગરના જાનવર' હોવાનું સૂચિત કરેલ છે જીવન શિક્ષાઓ :| (૧) રાત્રે ઘણા નાના-નાના જીવો દેખાતા નથી, તે ખાવામાં આવી જાય તો તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. (૨) અનેક પક્ષીઓ પણ રાત્રે ખાતા નથી, કહ્યું પણ છે કે ચિડી, કમેડી, કાગલા, રાત ચુગણ નહી જાય!– નરદેહધારી જીવ તું, રાત પડ્યે ક્યાં ખાય? (૩) રાત્રે અંધકાર હોય છે, અંધકારમાં જો ભોજન સાથે કડી ખાવામાં આવી જાય તો બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. માખી જો આવી જાય તો તરત જ ઉલ્ટી થઈ જાય છે. જો ભોજનમાં જું આવી જાય તો જલોદર જેવો ભયંકર રોગ પેદા થઈ જાય છે. ગરોળી આવી જાય તો કુષ્ટ જેવી મહાવ્યાધિ ઉત્પન્ન થઈ જાય છે. તે સિવાય ઉચ્ચ રક્તપાત (હાઈ બ્લડપ્રેશર), દમ, હૃદયરોગ, પાચનશક્તિની ખરાબી આદિ બીમારીઓની સંભાવના રહે છે. (૪) સૂર્યાસ્ત પૂર્વે ભોજન કરવું પાચનની દષ્ટિએ સર્વોત્તમ છે. સુવાના ત્રણ કલાક પહેલાં ભોજન કરવું આરોગ્યદાયક છે. એવું કરવાથી પાણી બરાબર પી શકાય છે તથા ભોજનને પચવા માટે સમય મળી જાય છે. રાત્રે ૯-૧૦ વાગ્યે ભોજન કરી સૂઈ જવાથી ભોજનનું પાચન પણ બરાબર થતું નથી. (૫) સૂર્યના પ્રકાશની પોતાની અલગ જ વિશેષતા છે. સૂર્યના પ્રકાશમાં હીરા– જવેરાત આદિનું જે પરીક્ષણ કરવામાં આવે છે તેવું વિદ્યુત પ્રકાશમાં ન થઈ શકે. સૂર્યની રોશનીમાં કમળ ખીલે છે. સૂર્યોદય થતાં જ પ્રાણવાયુની માત્રા વધી જતી હોય છે. રાત્રે પાચન સંસ્થાન પણ બરાબર કામ કરતું નથી. તે સિવાય કોઈ સૂક્ષ્મ જીવ સૂર્યની રોશનીમાં જ જોઈ શકાય છે. વિદ્યત પ્રકાશમાં નહીં. આ બધી વાતોને ધ્યાનમાં રાખતા થકા વિદ્યુતના પ્રકાશને સૂર્યના પ્રકાશ સમકક્ષ ન સમજવો જોઈએ. બંનેમાં ઘણું અંતર છે, જે સ્વયંસિદ્ધ છે. (૬) તેથી ધર્મી પુરુષો એ તેમજ વિશેષ કરી સાધુ-સાધ્વીજીઓ એ રાત્રિભોજનનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. પરિસ્થિતિવશ શ્રાવક હીનાધિક રૂપમાં પણ તેનો અભ્યાસ કરતાં-કરતાં પૂર્ણ ત્યાગનું લક્ષ્ય રાખે છે, અંતે એક સમયે તેના માટે પણ રાત્રિભોજનનો ત્યાગ આવશ્યક બની જાય છે. સંક્ષેપમાં- મુનિઓએ પૂર્ણ અને ગૃહસ્થીએ યથાશક્તિ રાત્રિ ભોજનનો ત્યાગ કરી સ્વાસ્થ-લાભ તેમજ આત્મોન્નતિનો લાભ પ્રાપ્ત કરવો જોઈએ. પરિશિષ્ટ : અધ્યયન-૫ –ગોચરીએ જાવાની તેમજ આહાર કરવાની વિધિ (૧) ગોચરી જતાં પહેલાં મુનિએ મુખવસ્ત્રિકાની તેમજ જોળી તથા પાત્રાની પ્રતિલેખના કરવી. (૨) કાયોત્સર્ગ કરી ચિંતનમાં લેવું– ૧. ગોચરીમાં દષ્ટિની ચંચળતા ન થવી ૨. ચાલમાં શાન્તિ રાખવી, ઉતાવળ ન કરવી ૩. ગવેષણામાં ઈમાનદારી રાખવી, લાપરવાહી ન કરવી ૪. આહાર સંબંધી વિશેષ ત્યાગ નિયમ અથવા અભિગ્રહ કરવો, પ્રાતઃ કરેલો હોય તો સ્મૃતિમાં લેવો. (૩) ગુરુ આદિની આજ્ઞા લેવી. (૪) આવસ્સહિ, આવસ્યહિ ઉચ્ચારણ કરી ઉપાશ્રયની બહાર નીકળવું. (૫) ગોચરી લઈ આવતી વખતે નિસ્સહિ, નિસ્સહિ ઉચ્ચારણ કરી વિનયયુક્ત ઉપાશ્રયમાં પ્રવેશ કરવો. (૬) ભૂમિ પ્રમાર્જન કરી આહાર રાખવો, ગુરુને દેખાડવો.(૭) જોળીનું પ્રતિલેખન કરવું. (૮) આવશ્યક સામગ્રી અને આસન તેમજ ભાજન (માત્રક) લઈ બેસવું. (૯) તસ્સ ઉત્તરીનો પાઠ બોલી ઇરિયાવહિનો કાયોત્સર્ગ કરવો તથા ગોચરીના ઘરોને યાદ કરીને ક્રમશઃ અતિચારોનું ચિંતન કરવું. (૧૦) કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ બોલવો. (૧૧) ગોયરષ્ણચરિયાનો પાઠ ઉચ્ચારણ કરવો. (૧૨) તસ્સ ઉત્તરીનો પાઠ બોલી (અહો જિPઈહ અસાવજજા.) આ ગાથાનું ચિંતન કાયોત્સર્ગ મુદ્રામાં કરવું. (૧૩) કાયોત્સર્ગ પૂર્ણ કરી લોગસ્સનો પાઠ પ્રગટપણે બોલવો. (૧૪) સ્વાધ્યાય કરવો. (૧૫) વિશ્રાંતિ કર્યા પછી ભાવપૂર્વક અન્ય મુનિવરોને આહાર નિમંત્રણ કરવું. કોઈ લે તો સહર્ષ દેવું. (૧૬) જ્ઞાતા સૂત્રમાં કહેલા દષ્ટાંતોનું ચિંતન કરી આહાર કરવો. ૧. પિતા-પુત્રોએ અટવીમાં ફસાઈ જવાથી પ્રાણ રક્ષાર્થે ઉદાસીનતાપૂર્વક મૃત પુત્રીના શરીરનો આહાર કર્યો તેવી ગ્લાનિ તેમજ ઉદાસીનતાથી શરીર સંરક્ષણાર્થે આહાર કરવો અર્થાત્ પણ આનંદ ન માનવો ૨. પત્ર ઘાતક વિજય ચોરને ધન્ના શેઠ દ્વારા પોતાના આહારમાંથી દેવાની જેમ પૂર્ણ લાચારી તેમજ વિવશતા સાથે આહાર કરવો. સંયમ ક્રિયા, તેમજ જ્ઞાન તથા ચિત્ત સમાધિ માટે શરીરને આહાર પુદ્ગલ દેવા જરૂરી બની જાય છે, એવી વૃત્તિથી આહાર કરવો. (૧૭) માંડલાના દોષ ટાળવા માટે સ્મૃતિમાં લેવું. યથા– ૧. સ્વાદ વૃદ્ધિ માટે સંયોગ ન મેળવવા ૨. આહારની પ્રશંસા-નિંદા ન કરવી ૩. આહાર નિમિત્તે આનંદિત કે ખિન્ન ન થવું ૪. ભૂખથી ઓછું ખાવું ૫. અતિ ધીરે ન ખાવું ૪. ઉતાવળથી પણ ન ખાવું. સુખાસને બેસવું . આહાર નીચે જમીન પર ઢોળવો નહિ. ૮. મોઢેથી ચવ–ચવ, સુડ–સુડ અવાજ ન કરવો ૯. ખાદ્ય પદાર્થને પૂર્ણ ચાવવો, તેમજ મોઢામાં રસ થઈ જાય પછી જ ઉતારવો. (૧૮) (અરસં વિરસં વાવિ.) અને (અલોલે ન રસે ગિદ્દે.) આ બને ગાથાઓનું ઉચ્ચારણ મનન કરી પચ્ચખાણ પાળવા, પાંચ વાર નમસ્કાર મંત્ર ગણવા. ત્યાર પછી મૌન વ્રત લઈ આહાર કરવો.
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy