________________
201
jain
કથાસાર (૧૯) સવાર-સાંજની ગોચરીમાં કે ગુરુ આજ્ઞા થાય ત્યારે સંક્ષિપ્ત વિધિ કરવી જેમ કે– ૧. ગોચરી ગયા હોય તો ઇરિયાવહિ આદિનો કાઉસ્સગ્ગ કરવો. ૨. પચ્ચકખાણ પાળવા, પાંચ નમસ્કાર મંત્ર ગણવા. (અહો જિર્ણહિ અસાવજજા.) ગાથાનું ચિંતન કરવું. મૌન સ્વીકાર કરી મુખવસ્ત્રિકા ખોલવી તેમજ આહાર પ્રારંભ કરવો. ખુલ્લા મોઢે જરા પણ ન બોલવું. (૨૦) આહાર કર્યા બાદ નમસ્કાર સહિતનાં સાગારી પચ્ચખાણ કરવા. (૨૧) આહાર કરવાના સ્થાન તેમજ પાત્રાની શુદ્ધિ કરવી.
નિહાર વિધિ (૧) લઘુનીતની ઇચ્છા(બાધા) થાય ત્યારે પ્રસવણ પાત્રમાં કરવું.(૨) અવર જવર રહિતના સ્થાને ઉકડુ આસને બેસવું. (૩) અવાજ ન થાય તે રીતે પાત્રમાં મૂત્ર વ્યુત્સર્જન કરવું. (૪) યોગ્ય, અચેત તેમજ ત્રસ–સ્થાવર જીવ રહિત ભૂમિમાં વિસ્તૃત સ્થાનમાં છૂટું છવાયું કરી પરઠવું. એક જ જગ્યાએ સઘન રૂપથી ન પરઠવું. (૫) પરઠવા પૂર્વે આજ્ઞા લેવી, ભૂમિ જોવી અથવા પ્રમાર્જન કરવું. (૬) પરઠયા બાદ વોસિરે–વોસિરે બોલવું, પછી સ્થાન પર આવી તસ્સ ઉત્તરીનો પાઠ ગણી ઈરિયાવહીનો કાયોત્સર્ગ કરવો. (૧) વડનીતની બાધા થાય ત્યારે જો અનુકૂળતા હોય તો ગામથી બહાર જવું. (૨) ચાલવાના માર્ગમાં કે બેસવાના સ્થાન પર લીલી વનસ્પતિ, અંકુર, કીડી આદિ ન હોવા. (૩) લોકોની અવર જવર ન હોય. (૪) લોકોને આપત્તિ ન હોય તેવા સ્થાન પર બેસી, વસ્ત્ર ખંડથી અંગ શુદ્ધિ કરી, પછી જળથી શુદ્ધિ કરવી. અધિક જળ પ્રયોગ ન કરવો. મળથી થોડા દૂર થઈને શુદ્ધિ કરવી. બાકી વિધિ પૂર્વવતુ! (૫)જો બાધાનો વેગ તીવ્ર હોય કે બહાર જવામાં શરીરની અનુકૂળતા ઓછી હોય, માર્ગ તેમજ સ્થાન વિરાધના વાળા હોય, લોકોની અવર જવર રહિત સ્થાન ન મળે તો ઉપાશ્રયના કોઈપણ એકાંત સ્થાને પોતાના ઉચ્ચાર માત્રકમાં શૌચ નિવૃત્તિ કરવી. ત્યારબાદ યોગ્ય સ્થાને પૂર્વોક્ત વિધિપૂર્વક પરઠી દેવું.
વિહાર વિધિ (૧) રસ્તે ચાલતાં વાર્તાલાપ ન કરવો. એકની પાછળ એક એમ ક્રમથી ચાલવું, ઝુંડ બનાવીને ન ચાલવું. (૨) ઉતાવળથી ન ચાલવું. (૩) ઈર્યામાં જ એકાગ્ર ચિત્ત રાખવું, અન્ય જે તે વિચાર ન કરવા.(૪) ઈર્યા સંબંધી વિવેક વૃદ્ધિ થાય તેવું ચિંતન કરતા રહેવું, જેમકે રસ્તે ચાલતા ચિંતનના વિષયો - (૧) પત્થરના ટૂકડા, માટી, ગારો, મીઠું, પત્થરના કોલસા વગેરે તો નથી ને!(૨) સચેત કે મિશ્ર પાણી તો ઢોળાયેલું કે ફેકેલું તો નથી ને!(૩) સ્ત્રી-પુરુષનો, બીડીવાળાનો અને સ્કૂટરવાળા આદિનો સંઘટ્ટો કરવાનો નથી.(૪) કપડા, પાત્ર, શરીરને વધારે હલાવવાના નથી.(૫) લીલું ઘાસ, અંકુર, કૂલણ, અનાજ, મરચાના બીજ, શાક આદિના છોતરા, ફૂલ, પાંદડાં આદિ તો વિખરાયેલા નથી ને! તેને બચાવીને પગ મૂકવાના છે. (૬) કીડી-મકોડા-કંથવા આદિ જીવ તો નથી ને !(૭) ચાલતાં-ચાલતાં વાતો કરવાની નથી, આજુબાજુ જોવાનું નથી.(૮) ચિત્ત એકાગ્ર રાખવાનું છે, અન્ય વિચાર કરવાનો નથી.(૯) ઈર્યામાં મૂર્તિ તેમજ તન્મય બનીને ચાલવાની ભગવાનની આજ્ઞા છે.(૧૦) આગળની ભૂમિ અને વાહન આદિ જોઈને ચાલવાનું છે. (૧૧) શાંતિથી ચાલવાનું છે. પગ ધીરે મૂકવાનો છે. ઉતાવળ કરવાની નથી. (ચરે મંદ મણુવિથ્થો) તેવી ભગવાનની આજ્ઞા છે. (૧૨) જીવ, કાંટો, પત્થર, લીલ, બીજ, કીડી વગેરેનું જરૂર પડ્યે(પ્રસંગે) રટણ કરવાનું છે, યાદ કરવાના છે.
પ્રતિલેખન કરતા ચિંતનના વિષયોઃ(૧) ત્રણ દષ્ટિ ગણવી અર્થાત્ પ્રતિલેખન માટે હાથમાં સામે રાખેલ વસ્ત્ર વિભાગને ઉપરે, મધ્યમાં અને નીચે એમ ક્રમશઃ ત્રણ દષ્ટિથી જોવું, એક જ દષ્ટિમાં તે વિભાગને ન જોઈ લેવું.(૨) એકાગ્ર ચિત્ત રાખવું. (૩) અન્ય વિચાર ન કરવા. (૪) ઉતાવળ ન કરવી. શાંતિથી કાર્ય કરવું.(૫) હાથ તેમજ વસ્ત્રને ધીરે—ધીરે ચલાવવાં, વધારે નહલાવવા. (૬) જીવ છે કે શું છે? તેવી અન્વેષણ બુદ્ધિ રાખવી. (૭) પ્રતિલેખન સમયે વાતો ન કરવી, મૌન રાખવાનું અને સ્થિર આસને બેસવાનું. (૮) પ્રતિલેખન કરતાં કપડાને આજુ-બાજુ કે જમીન સાથે સ્પર્શ ન કરાવવો.(૯) કપડાને નીચે રાખતી વખતે ભૂમિ જોવી. (૧૦) પ્રતિલેખિત તેમજ અપ્રતિલેખિત વસ્ત્ર જુદા-જુદા રાખવાના. (૧૧)પ્રતિલેખના પૂરી થઈ ગઈ છે, તેવો ઉપયોગ લગાવી, વિચારી, પછી શ્રમણ સૂત્રના ત્રીજા પાઠનો કાયોત્સર્ગ કરવો.
શયન વિધિ (૧) ભૂમિ પ્રમાર્જન કરવું, આસન બિછાવવું, શરીર પ્રમાર્જન કરવું, આસન પ્રમાર્જન કરી બેસવું, ઇરિયાવહી કરી, ૧. પ્રગટ લોગસ્સ ૨. ત્રણ વાર કરેમિ ભંતે, ૩. ચત્તારિ મંગલનો પાઠ ૪. અરિહંતો મહદેવો ૫. ખામેમિ સવૅજીવા ૬. અઢાર પાપસ્થાન આ પાઠોનું ઉપયોગ સહિત ઉચ્ચારણ કરવું. પ્રમાદ કરવાની લાચારીનું કે આત્માનું ચિંતન કરવું. પાંચ નમસ્કાર મંત્ર ગણવા. શરીર અને આસનનું પ્રમાર્જન કરતા સૂઈ જવું. (૨) ઊઠયા પછી અતિ જરૂરી હોય તો શરીરની બાધાઓથી નિવૃત્ત થવું. અતિ આવશ્યક ન હોય તો નમસ્કાર મંત્ર, તસ્સ ઉત્તરી, પગામસિક્કાએ પાઠનો કાઉસ્સગ્ન કરવો, પ્રગટ લોગસ્સ ગણવો, આકાશ(કાળ) પ્રતિલેખન કરવું. ગુરુ વંદન કરીને સ્વાધ્યાય કરવો, પછી સવારનું પ્રતિક્રમણ કરવું.