________________
આગમ-કથાઓ
પરિશિષ્ટ : ધર્માચરણ— તપના હેતુ કેવા હોય
ધર્મનું કોઈપણ આચરણ કરવામાં આવે ત્યારે તેનો હેતુ શુદ્ધ હોવો આવશ્યક છે. તેને ત્રણ વિભાગથી સમજવા જોઈએ. ૧. ધર્મના આચરણ ૨. અશુદ્ધ હેતુ ૩. શુદ્ધ હેતુ.
202
ધર્મના આચરણ :– ૧. નમસ્કાર મંત્રની માળા ફેરવવી ૨. આનુપૂર્વી ગણવી ૩. પ્રત્યેક કાર્યમાં નમસ્કાર મંત્ર ગણવા ૪. મુનિ દર્શન કરવા ૫. માંગલિક સાંભળવું. ૬. કીર્તન કરવું ૭. વ્રત–પચ્ચખાણ આદિ ધર્મ પ્રવૃતિ કરવી. ૮. તપસ્યા કરવી.
અશુદ્ધ હેતુ :– ઇહલૌકિક સુખ-સમૃદ્ધિ, પુત્ર, ધન આદિની પ્રાપ્તિ; કાર્ય સિદ્ધિ; ઇચ્છા પૂર્તિ; આપત્તિ-સંકટ વિનાશ આદિના હેતુ ધર્મ પ્રવૃતિમાં અશુદ્ધ હેતુ છે. યશ, કીર્તિ, પ્રશંસાની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય પણ અશુદ્ધ હેતુ છે.
શુદ્ધ હેતુ = કર્મોની નિર્જરા માટે, થોડો સમય ધર્મ ભાવમાં તેમજ ધર્માચરણમાં વ્યતીત થાય તે માટે, પાપકાર્ય ઓછા થાય, પાપકાર્ય કરતાં પહેલાં પણ ધર્મ ભાવ સંસ્કારોની જાગૃતિ થાય તે માટે, ભગવદ્ આજ્ઞાની આરાધના માટે, ચિત્ત સમાધિ તેમજ આત્માનંદની પ્રાપ્તિ માટે વગેરે તે શુદ્ધ હેતુ છે.
સાર :– ધર્મની કોઈપણ પ્રવૃતિમાં ઇહલૌકિક ઇચ્છા બિલકુલ ન હોવી જોઈએ; એકાંત નિર્જરા ભાવ, આત્મ ઉન્નતિ અને મોક્ષ પ્રાપ્તિનો હેતુ હોવો જોઈએ.
ઐહિક ચાહના યુક્ત કોઈપણ પ્રવૃતિ હોય પછી ભલે તે માળા ફેરવવાની હોય કે વ્રતની હોય કે તપની પ્રવૃતિ હોય તેને ધર્મ આચરણ ન સમજી સંસારભાવની લૌકિક પ્રવૃતિ સમજવી, તે આત્માની ઉન્નતિમાં એક કદમ પણ આગળ વધવા દેવાવાળી પ્રવૃતિ નથી. ભગવદાશાની આરાધના અને કર્મ–મુક્તિના શુદ્ધ લક્ષ્યવાળી ધર્માચરણની પ્રવૃત્તિ જ ધાર્મિક પ્રવૃત્તિ છે, એવું સમજવું જોઈએ.
ધાર્મિક પ્રવૃત્તિની સાથે લૌકિક રુચિની પ્રવૃત્તિઓ મિશ્રિત કરી દેવી તે પણ ધાર્મિક પ્રવૃત્તિને લૌકિક પ્રવૃત્તિ બનાવી દેવા સમાન માનવું જોઈએ. જેમ કે અઠ્ઠાઈ આદિ વિભિન્ન તપસ્યાઓ સાથે આડંબર, દેખાડો, શ્રૃંગાર તેમજ આરંભ–સમારંભ પ્રવૃત્તિ જોડી તેને વિકૃત કરવી તે ભગવદાજ્ઞાની બહાર છે, વિપરીત છે એવું સમજવું જોઈએ.
માટે ધાર્મિક કોઈપણ પ્રવૃત્તિમાં લૌકિક રુચિઓ, લૌકિક પ્રવૃત્તિઓને મિશ્રિત કરવી નહીં. જેમ કે મહેંદી લગાવવી, વસ્ત્ર—આભૂષણ વધારે પહેરવા, બેંડવાજા બોલાવવા આદિ. તાત્પર્ય એ જ છે કે ધાર્મિક પ્રવૃત્તિને સંપૂર્ણ લૌકિક પ્રવૃત્તિઓથી પૂર્ણ મુક્ત રાખવી જોઈએ, તેમજ લૌકિક રુચિથી કરવામાં આવતી પ્રવૃત્તિને ધર્મ ન સમજતા માત્ર સાંસારિક કે લૌકિક પ્રવૃત્તિ જ સમજવી જોઈએ.
હેતુ શુદ્ધિ માટે પ્રત્યેક પ્રવૃત્તિમાં અંતર્મનને જ્ઞાન–ચેતનાથી જાગૃત રાખી સાચું ચિંતન કરવું જોઈએ અને અશુદ્ધ ચિંતનોને વિવેકપૂર્વક દૂર કરી શુદ્ઘમાં પરિવર્તન કરી દેવા જોઈએ. જેમ કે– દુકાન ખોલતી વખતે નમસ્કાર મંત્ર ગણવામાં સારી ગ્રાહકી થાય તેવા વિચાર ન કરતાં એમ ચિંતન રાખવું કે સંસારમાં આ પ્રવૃત્તિઓ કરવી આવશ્યક છે છતાં પણ પહેલાં એક મિનિટ આત્મા માટે ધર્મભાવ કરી લેવો. આ રીતે દરેક પ્રવૃત્તિમાં ચિંતનનું સંશોધન કરી લેવું જોઈએ.
પરિશિષ્ટ : જૈન શ્રમણોની ગોચરી અને શ્રાવકઆચાર – પિંડનિર્યુકતિ .
સંયમ જીવનમાં શુદ્ધ આહાર વગેરેની ગવેષણાનું(તપાસવાનું) અતિ મહત્ત્વ છે. તેમજ શ્રમણોપાસક(શ્રાવક) જીવનમાં પણ મોક્ષસાધક નિગ્રંથ મુનિઓને વહોરાવવાનું(સુપાત્રદાનનું) વિશિષ્ટ મહત્ત્વ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર સ્થાન–૪ અનુસાર નિર્દોષ આહારની તપાસમાં દત્તચિત્ત શ્રમણ(સાધુ) અલભ્ય, અતિશય જ્ઞાન પ્રાપ્ત કરે છે. શ્રી ભગવતી સૂત્ર અનુસાર નિર્દોષ આહારની તપાસ(ગવેષણા) કરનાર શ્રમણોને હિંસા, જૂઠ રહિત નિર્દોષ સુપાત્રદાન આપનાર શ્રમણોપાસક, શ્રમણની સંયમ સમાધિની પ્રાપ્તિ કરે છે. તાત્પર્ય એ છે કે સુપાત્રદાન આપનાર દાતા(શ્રાવક) સંયમની અનુમોદના અને સંયમના લાભને પ્રાપ્ત કરનાર થાય છે.
વિશેષ :– ભગવતી સૂત્ર શતક-૩, ઉદ્દેશક-૬ અનુસાર નિર્દોષ આહારની તપાસ કરનાર(ગદ્વેષક) સાધુ માટે સાવઘ હિંસાયુક્ત આચરણ કરી, જૂઠનો પ્રયોગ કરી, સદોષ આહાર આપનાર અલ્પ શુભાયુ પ્રાપ્ત કરે છે. (૨) ત્યાં જ હિંસા જૂઠ રહિત નિર્દોષ સુપાત્રદાન આપનાર શુભ દીર્ઘાયુ બંધ કરે છે. (૩) નિગ્રંથ શ્રમણોને અનાદર, અસન્માન ભાવથી અવહેલના, નિંદા કે ટીકા કરી અમનોશ ભિક્ષા આપનાર અશુભ દીર્ઘાયુ બંધ કરે છે.
સાર ઃ- (૧) નિર્દોષ આહાર-પાણીની તપાસ કરનાર શ્રમણોને આદરભાવથી આગમોક્ત દોષોથી રહિત તેના શરીર અને સંયમોચિત ભિક્ષા પ્રદાન કરવાથી શ્રમણોપાસકને બારમા વ્રતની આરાધના થાય છે. તેમજ તેનું શ્રાવક જીવન યશસ્વી બને છે. (૨) તે ઉપરાંત વિશેષ પ્રસંગને કારણે પરિસ્થિતિવશ શ્રમણ નિગ્રંથનો ઔષધ ઉપચાર કરવામાં આવે કે સેવા ભાવથી, જૂઠ—કપટ રહિતપણે, સંયમ— નિયમથી અતિરિક્ત વ્યવહાર કરવામાં આવે તો તેનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધિ કરવી આવશ્યક હોય છે. તે પણ શ્રાવક ધર્મને યોગ્ય આચાર કહેવાય છે.
શ્રમણાચાર અને શ્રાવકાચારની આરાધના યથા યોગ્ય થાય તે હેતુથી આ પ્રકરણનું સંકલન આગમ અને ગ્રંથોથી કરવામાં આવ્યું છે. તેથી દરેક સાધક પોતાની પ્રવૃત્તિને જિનાજ્ઞા અનુસાર બનાવી નિર્જરા લાભ પ્રાપ્ત કરે, તેવી શુભ ભાવના. ગોચરી સંબંધી : દોષ–નિયમ
એષણા સમિતિના ૪૨ દોષ પ્રસિદ્ઘ છે તે માટે પિંડ નિયુક્તિની ગાથાઓ આ પ્રમાણે છે–
૧)આહાકÆ ૨)ઉદેસિય, ૩)પૂઈકમ્મ ૪)મીસજાએ ય .– ૫)ઠવણા ૬)પાહુડિયાએ, ૭)પાઓઅર ૮)કીય ૯)પામિચ્ચે ।૧। ૧૦)પરિયટ્ટિય ૧૧)અભિહડે, ૧૨)ઉષ્મિણે ૧૩)માલોહડે . ૧૪)આચ્છજજે ૧૫)અણિસિક્કે, ૧૬)અજઝોયરએ સોલસમે ।૨। ૧)ધાઇ ૨)દૂઇ ૩)ણિમિત્તે, ૪)આજીવે ૫)વણીમગે ૬)તિગિચ્છાએ .૭)કોહે ૮)માણે ૯)માયા ૧૦)લોભે, હવંતિ દસ એએ II