________________
203
કથાસાર
jain ૧૧)પુત્રિપચ્છાસંઘવ, ૧૨)વિજજા ૧૩)મંત ૧૪)ચણ ૧૫)જોગે ય.- ઉષ્માયણાઈ દોસા, સોલસમે ૧૬)મૂલકમે 18ા
૧)સંકિય ૨)મમ્બિય ૩)ણિમ્બિર, ૪)પિહિય ૫)સાહરિય ૬)દાયગ ૭)ઉમિસ્ટે.૮)અપરિણય ૯)લિત્ત ૧૦)છડ઼િય, એસણ દોસા દસ હવંતિ પી
અહીં પહેલી બે ગાથામાં ઉદ્ગમના સોળ દોષ; ત્રીજી, ચોથી ગાથામાં ઉત્પાદનના સોળ દોષ અને પાંચમી ગાથામાં એષણાના દસ દોષ છે. તે દોષોનો નિર્દેશ ભગવતી સૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્ર આદિ અનેક આગમોમાં થયો છે. તેનું સ્પષ્ટીકરણ પિંડનિયુક્તિ આદિ ગ્રંથ અને વ્યાખ્યાઓમાં છે. તે આ પ્રમાણે છેઉદ્ગમના ૧૬ દોષ–આહાર વગેરેની ઉત્પત્તિ સંબંધી દોષને ઉદ્ગમ દોષ કહે છે. આ સોળ દોષો ગૃહસ્થ દ્વારા લાગે છે. તે આ પ્રમાણે છે
(૧) એક કે અનેક સાધુ-સાધ્વીજીના નામ નિર્દેશ સાથે તેના માટે જ આહાર આદિ બનાવવામાં આવે તે આદ્યાકર્મી દોષ છે. | (૨) કોઈના સ્પષ્ટ નિર્દેશ વિના સામાન્ય રીતે જૈન મુનિ માટે, સર્વ ભિક્ષુ માટે, શ્રમણો માટે, શ્રમણીઓ માટે આ પ્રકારના ઉદ્દેશ્યથી
જે આહારાદિ બનાવવામાં આવે તે ઔદ્દેશિક દોષ છે. (૩) હાથ, ચમચા કે વાસણ વગેરેના માધ્યમે આધાકર્મી આહારનો અંશ જો શુદ્ધ આહારમાં ભળી જાય તો તે આહાર પૂતિકર્મ દોષ યુક્ત કહેવાય છે. (૪) ગૃહસ્થ પોતાના માટે અને જૈન મુનિ માટે, એમ મિશ્ર ભાવોથી જે આહારાદિ બનાવે તે મિશ્રજાત દોષ કહેવાય છે. (૫) ગૃહસ્થ માટે બનેલા નિર્દોષ આહાર આદિને દાતા સાધુ માટે જુદો રાખી મૂકે અને ઘર માટે બીજો બનાવે, જ્યારે-જ્યારે પણ સાધુ-સાધ્વી પધારે ત્યારે તે રાખેલો પદાર્થ તેને જ વહોરાવે. આ રીતે સાધુઓ માટે સ્થાપિત કરે, તે સ્થાપના દોષ છે. (૬) સાધુના નિમિત્તે ભોજન આદિના આયોજનને વહેલું કે મોડું કર્યું હોય અર્થાત્ મહેમાન માટેના ભોજન સમારંભની તારીખ કે સમય પરિવર્તન કરીને આહારાદિ તૈયાર કરે, તે પાહુડિયા દોષ છે. સાધુના નિમિત્તે આહારાદિ એકાદ બે કલાક વહેલો કે મોડો કરે તો પણ આ દોષ લાગે છે. (૭) સાધુ માટે દાતા દીપક, લાઈટ વગેરેનો પ્રકાશ કરી, અગ્નિનો આરંભ કરીને આહારાદિ વહોરાવે; તે પાઓઅર દોષ છે. (૮) સાધુ-સાધ્વી માટે દાતા બજારમાંથી કોઈ પણ વસ્તુ કે આહારાદિ ખરીદીને વહોરાવે, તે ક્રીત દોષ છે. કોઈ કારણે દવા વગેરે વહોરાવવી જરૂરી થાય તો પણ તેને દોષ રૂપ તો સ્વીકારવું જ જોઈએ. (૯) સાધુ માટે કોઈ વસ્તુ ઉધાર લાવીને દાતા વહોરાવે, તે પામૃત્ય દોષ છે. (૧૦) સાધુ માટે વસ્તુની અદલા બદલી કરે અર્થાત્ પોતાની કોઈ વસ્તુ બીજાને આપી, તેના બદલે સાધુને જરૂરી હોય તેવી વસ્તુ તેની પાસેથી લઈને આપે, તે પરિવર્તિત દોષ છે. (૧૧) સાધુ જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં લાવીને દાતા આહારાદિ વહોરાવે, તે અભિત દોષ છે. (૧૨) પેક બંધ રાખેલા ઘડા વગેરે વાસણોના બંધનને કે ઢાંકણાને ખોલીને કે જેને ખોલવામાં ત્રણ કે સ્થાવર જીવોની વિરાધના થતી હોય, તેવા આહારાદિ વહોરાવે તો તે ઉદ્ભિન દોષ કહેવાય છે, પરંતુ જો તે ઢાંકણ વગેરે સહજ રીતે ખોલી શકાય તેમ હોય તો તે દોષરૂપ નથી. (૧૩) જેનાથી પડી જવાય તેવી નીસરણી વગેરે સાધનનો ઉપયોગ કરીને દાતા ઊંચે–નીચેથી લાવીને કોઈ પદાર્થ વહોરાવે તે માલોહડ દોષ છે. એકદમ નીચા નમીને કે સુઈને વસ્તુ કાઢવી પડે, તેવા સ્થાનમાંથી વસ્તુ કાઢીને વહોરાવે, તે પણ માલોહડ દોષ છે. (૧૪) દાતા કોઈ પાસેથી છીનવીને કે બળજબરીથી લઈને તેમજ કોઈની ઇચ્છા વિના તેની વસ્તુ કે આહારાદિ વહોરાવે, તે આછિન્ન દોષ છે. (૧૫) ઘરમાં બીજા સદસ્યની માલિકીની કોઈ વસ્તુ હોય તે તેને પૂછયા વિના વહોરાવે, તે અનિસષ્ટ દોષ છે. આ એક પ્રકારે અદત્ત દોષ છે. (૧૬) ગૃહસ્થો માટે થઈ રહેલા આહારાદિમાં સાધુના નિમિત્તે આહારની માત્રા વધારે તે અધ્યવપૂર્વક (અધ્યવસાય યુક્ત) દોષ કહેવાય છે. ઉત્પાદનના ૧૬ દોષ છે, તે સાધુ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવા પર લાગે છે. જેમ કે
(૧૭) મુનિ ગૃહસ્થના બાળકોને રમાડી, તેને ખુશ કરી, ધાવ માતાનું કાર્ય કરી, આહારાદિ પ્રાપ્ત કરે, તો તે ધાય દોષ છે. (૧૮) મુનિ દૂતપણું કરીને, ગૃહસ્થના સમાચારોની લેવડ–દેવડ કરીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે દૂતી દોષ છે. (૧૯) મુનિ હસ્તરેખા, કુંડલી વગેરે દ્વારા ભૂત અને ભાવી જીવનના નિમિત્ત બતાવી આહારાદિ પ્રાપ્ત કરે, તે નિમિત્ત દોષ છે. (૨૦) મુનિ પોતાનો પરિચય કે ગુણો બતાવીને અથવા મહેનત-મજૂરી કરીને આહારાદિ પ્રાપ્ત કરે, તે આજીવિકા દોષ છે. (૨૧) મુનિ ભિખારીની જેમ દીનતાપૂર્વક માંગી-માંગીને આહાર પ્રાપ્ત કરે, દાતાને દાનના ફળરૂપ આશીર્વચન કહીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વનીપક દોષ છે. (૨૨) મુનિ ગૃહસ્થને ઔષધ, ભેષજ બતાવીને ચિકિત્સા વૃત્તિ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે, તે ચિકિત્સા દોષ છે. (૨૩) મુનિ ક્રોધિત થઈને કે કોપ કરવાનો ભય દેખાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે ક્રોધ દોષ છે. (૨૪) કોઈ ગૃહસ્થ ભિક્ષા ન આપે ત્યારે મુનિ ઘમંડપૂર્વક કહે કે- “ હું ભિક્ષા લઈને જ રહીશ” એમ કહીને પછી ઘરના બીજા સદસ્યો દ્વારા બુદ્ધિમાનીપૂર્વક ભિક્ષા પ્રાપ્ત કરે, તે માન દોષ છે. (૨૫) રૂપ અથવા વેશ પરિવર્તન કરીને અથવા અન્ય કોઈ પણ પ્રકારે માયા-કપટના માધ્યમે ભિક્ષા પ્રાપ્ત કરવી તે માયા દોષ છે. (૨૬) મુનિ ઇચ્છિત વસ્તુ મળે ત્યારે લેવામાં માત્રાનો વિવેક ન જાળવે, અતિમાત્રમાં આહારાદિ લઈ લે અથવા ઇચ્છિત પદાર્થ ન મળે ત્યાં સુધી સમય મર્યાદાનો વિવેક રાખ્યા વિના ફર્યા જ કરે, તે લોભ દોષ છે. (૨૭) આહાર પ્રાપ્તિ અર્થે, આહાર ગ્રહણ પૂર્વે કે પછી દાતાની પ્રશંસા કરે, તે પૂર્વ પશ્ચાત્ સંસ્તવ દોષ છે.(૨૮) સિદ્ધ થયેલી વિદ્યાના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે તેમજ ગૃહસ્થને વિદ્યા
બવાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વિદ્યા દોષ છે. (૨૯) મંત્ર, તત્ર, યંત્રના પ્રયોગે ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થને તે પ્રયોગ બતાવીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મંત્ર દોષ છે. (૩૦) વશીકરણ ચૂર્ણ વગેરેના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થને તે પ્રયોગ શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે ચૂર્ણ દોષ છે. (૩૧) પાદ લેપ, અંજન પ્રયોગ, અંતર્ધાન ક્રિયા વગેરેના પ્રયોગથી ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ તે પ્રયોગ ગૃહસ્થને બતાવીને અથવા આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે યોગ દોષ છે. (૩૨) ગર્ભપાત વગેરે પાપકૃત્યની વિધિ દર્શાવીને તેમજ તેમાં સહકાર આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મૂળકર્મ દોષ છે. એષણાના(ગ્રહëષણાના)૧૦ દોષ છે તે ગોચરી લેતા સમયે દાતા કે સાધુના અવિવેક અસાવધાનીથી લાગે છે, તે આ પ્રમાણે છે–
(૩૩) ગ્રાહ્ય વસ્તુ અચિત્ત થઈ કે નહીં? ગ્રાહ્ય અચેત પદાર્થ સચિત્તના સંઘટ્ટામાં છે કે દૂર છે? દાતા દ્વારા પાણી વગેરે સચિત્ત પદાર્થનો સ્પર્શ(સંઘો) થયો કે નહીં? વગેરે શંકાશીલ સ્થિતિમાં પદાર્થ લેવા તે શંકિત દોષ છે. (૩૪) પાણીથી ભીના કે