________________
jain
(૨) દશવૈકાલિક સૂત્ર અ.૬, ગાથા-૬૫ થી ૬૭ સુધીમાં કહ્યું છે કે નગ્નભાવ તેમજ ફંડભાવ સ્વીકાર કરનારા કેશ તથા નખોને સંસ્કાર ન કરનારા તથા મૈથુનથી વિરત ભિક્ષુને વિભૂષાથી શું પ્રયોજન છે ? અર્થાત્ એવા સાધુ-સાધ્વીઓને વિભૂષા કરવાનું કોઈ પ્રયોજન પણ નથી, તેમ છતાં જે ભિક્ષુ વિભૂષાવૃત્તિ કરે છે તે ચીકણા કર્મોનો બંધ કરે છે અને તેનાથી તે ઘોર એવા દુસ્તર સંસાર સાગરમાં પડે છે.
235
કથાસાર
તે પછીની ગાથામાં ફક્ત વિભૂષાના વિચારોને પણ જ્ઞાનીઓએ વિભૂષા પ્રવૃત્તિ કરવાના સમાન જ કર્મબંધ તેમજ સંસારનું કારણ કહ્યું છે. આ વિભૂષા વૃત્તિથી અનેક સાવધ પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય છે. માટે આ પ્રવૃત્તિ છકાય રક્ષક મુનિએ આચરવા યોગ્ય નથી. (૩) દશવૈકાલિક સૂત્ર અ.૮, ગાથા-૫૭ માં સંયમને માટે વિભૂષાવૃત્તિને તાલપુટ(હળાહળ) ઝેરની ઉપમા આપી છે. (૪) ઉત્તરાધ્યયન સૂત્ર અ.૧૬ માં કહ્યું છે કે જે ભિક્ષુ વિભૂષાને માટે પ્રવૃત્તિ કરે તે નિગ્રંથ નથી; માટે ભિક્ષુએ વિભૂષા કરવી જોઈએ જ નહીં.ભિક્ષુ વિભૂષા અને શરીર પરિમંડન(શોભા)નો ત્યાગ કરે તથા બ્રહ્મચર્યરત ભિક્ષુ શ્રૃંગારને માટે વસ્ત્રાદિને પણ ધારણ ન કરે આ આગમ સ્થળોથી સ્પષ્ટ થાય છે કે બ્રહ્મચર્યને માટે વિભૂષાવૃત્તિ સર્વથા અહિતકારી છે, કર્મબંધનું કારણ છે તથા પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. માટે ભિક્ષુ વિભૂષાના સંકલ્પોનો ત્યાગ કરે તથા શારીરિક શ્રૃંગાર કરવાનો તેમજ ઉપકરણોને સુંદર દેખાડવાનો પ્રયત્ન જ ન કરે. સાધુ ઉપકરણોને સંયમ અને શરીરની સુરક્ષાને માટે જ ધારણ કરે. તેમજ પ્રક્ષાલન કરવું હોય તો સામાન્ય રીતે અચિત્ત પાણીથી જ પ્રક્ષાલન કરવું જોઈએ. વિશેષ કારણથી કોઈ પદાર્થ(સાબુઆદિ)નો ઉપયોગ કરવો હોય તો જીવ વિરાધના ન થાય તેનો પૂર્ણ વિવેક રાખવો જોઈએ, તેમજ મન વિભૂષાવૃત્તિ વાળું ન બને, તેની પણ સતત સાવધાની રાખવી જોઈએ. (નોંધઃ નખ કાપવા આવશ્યક એટલા માટે છે કે કયારેક અન્ય સાધુની સેવાનો અવસર આવતાં, પહેલા નખ કાપવા જવાતુ નથી, તથા કોઈ વાર ઠેસ લાગવાથી આખો નખ તુટી અને ઉખડી શકે છે. નખનો મેલ પોતાને કે અન્યને રોગનુ કારણ બની શકે છે. વિભુષા માટે નખ કાપી શકાતા નથી . વસ્ત્ર-પાત્ર ધોવા સંબંધી કાર્ય કરતાં નખનો મેલ સ્વતઃ પણ નીકળી જાય છે.)
આદર્શ શ્રમણ
=
ભાવશુદ્ધિ :– (૧) કોઈપણ ગામ, ઘર કે ગૃહસ્થમાં મમત્વ બુદ્ધિ કરવી નહીં અર્થાત્ તેઓને મારા છે, મારા છે, તેમ કરવું નહીં. (૨) વિભૂષા વૃત્તિ કરવી નહીં એટલે કે સુંદર દેખાવ માટે શરીર કે વસ્ત્રાદિને સંવારવા નહીં. (૩) કોઈપણ વ્યક્તિ, પ્રાણી કે સાધુથી ઘૃણા કરવી નહીં .પરંતુ ગુસ્સા ઘમંડની ઘૃણા કરવી. (૪) કોઈની નિંદા તિરસ્કાર કે ઈન્સલ્ટ કરવા નહીં. (૫) કયારે ય શોક સંતપ્ત થવું નહીં, સદાય પ્રસન્નચિત્ત અને સંતુષ્ટ રહેવું. ( સદાય પ્રસન્નચિત્ત અને સંતુષ્ટ રહેવાથી ધર્મની મૂક પ્રસંસા અને પ્રભાવના થાય છે.) આચારશુદ્ધિ :- (૧) નવ વાડ યુક્ત બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરવું (૨) ભાવ અને ભાષાને પવિત્ર રાખવા (૩) આહાર-પાણી, મકાન–પાટ, વસ્ત્ર–પાત્ર આદિની શુદ્ધ ગવેષણા કરવી (૪) ગમનાગમન આદિ પ્રવૃત્તિઓ વિવેકપૂર્વક કરવી (૫) મૃદુ ભાષી, પવિત્ર હૃદયી, સરળ શાંત સ્વભાવી બનવું (૬) આગમ સ્વાધ્યાય, એકત્વ ભાવના અને તપસ્યામાં લીન રહેવું (૭) આગમોને અર્થ સાથે કંઠસ્થ કરવા અને કંઠસ્થ રાખવા.
:
આદર્શ શ્રાવક
=
પાંચ કામ કરો :– (૧) નિત્ય સામાયિક (૨) મહીનામાં છ પોષધ (૩) દરરોજ ચૌદ નિયમ ધારણ (૪) તીન મનોરથ ચિંતન (૫) પ્રતિદિન પ્રતિક્રમણ કે પાક્ષિક પ્રતિક્રમણ.
=
પાંચ કામ છોડો :– (૧) રાત્રિ ભોજન (૨) કંદ-મૂળ (૩) સચિત્ત પદાર્થ (૪) કર્માદાન–મહાઆરંભનાં કામ (૫) મિથ્યાત્વ અનુમોદક પ્રવૃત્તિઓ એટલે પ્રવૃત્તિમિથ્યાત્વ.
મુનિદર્શનની પહેલાં : શ્રાવકની પ્રથમ કક્ષા
=
પાંચ વિવેક રાખવા :- (૧) ફળ, પાન, એલચી આદિ સચિત્ત વસ્તુઓ સાથે ન રાખવી – મોબાઈલ તથા સેલવાળી ઘડિયાલ અગ્નિકાય થી સંકળાયેલી હોવાથી સચિત જ છે. પ્રમાણ :– પુદગલ સવયં તથા પ્રયોગથી ચલીત થાય છે.પ્રયોગ ફકત જીવને જ હોય છે.ચાવી વાળી ઘડિયાલ માં જીવનો પૂર્વ પ્રયોગ છે. સેલવાળા ઉપકરણો અગ્નિકાય તથા વાયુકાય જીવોના કાયબલ ( વેદના સમુદધાત ) થી ચાલે છે. (૨) જોડા, ચંપ્પલ નીકાળવા, હથિયાર-શસ્ત્ર દૂર રાખવા (૩) ઉઘાડે મુખે રહેવું નહીં, ઉત્તરાસન કે મુહપત્તિ રાખવી (૪) બંને હાથ જોડીને મુનિ સીમામાં પ્રવેશ કરવો (૫) રાગ–દ્વેષની મનોવૃત્તિઓનું નિવારણ કરી ચિત્તને નિર્મળ અને એકાગ્ર કરવું.
:
જિનકલ્પી અને છદ્મસ્થ તીર્થંકર જેવા વિશિષ્ટ સાધકોનું વિચરણ માત્ર નિર્જરાર્થે હોય છે. તેઓ અનાર્ય ક્ષેત્રમાં પણ જઈ શકે છે. સ્થવિર કલ્પી શ્રમણોનું વિચરણ ધર્મ પ્રભાવનાર્થ તથા સંયમરક્ષક હોય છે. તેઓ આર્ય ક્ષેત્ર અને સહજ માર્ગવાળા ક્ષેત્રમાં જ વિચરણ કરે, એવી તેઓ માટે હિતાવહ પ્રભુ આજ્ઞા છે.
નય દ્વાર :– વસ્તુને વિભિન્ન દૃષ્ટિઓથી સમજવા માટે અથવા એના મૂળસુધી પ્રવેશ કરવા માટે એ વસ્તુની ‘નય’ દ્વારા વિચારણા કરાય છે. અપેક્ષાએ ‘નય’ના વિવિધ પ્રકાર હોય છે, અથવા તો જેટલા વચન માર્ગ છે, જેટલા આશયથી વસ્તુનું કથન કરી શકાય છે, તેટલા નય હોય છે. અર્થાત્ પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ(ગુણ) રહેલા હોય છે; એમાંથી એક સમયમાં અપેક્ષિત કોઈ એક ધર્મનું કથન કરી શકાય છે. એ એક ધર્મના કહેવાની અપેક્ષાવાળા વચનને નય કહેવાય છે. અતઃ અનંત ધર્માત્મક વસ્તુઓની અપેક્ષા નયોની સંખ્યા પણ અનંત છે. તેમ છતાં કોઈપણ વસ્તુને સરળતાથી સમજવા માટે એ અનેક ભેદોનો સંગ્રહ કરી સીમિત ભેદોમાં સમાવિષ્ટ કરીને કથન કરવું આવશ્યક છે. આ જ કારણે ઉક્ત અનેક ભેદોનો સમાવેશ સાત નયોમાં કરવામાં આવેલ છે. તે ઉપરાંત સંક્ષિપ્ત અપેક્ષાથી બબ્બે ભેદ પણ કરવામાં આવે છે. યથા– દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય; નિશ્ચય નય અને વ્યવહાર નય. જ્ઞાન નય એવં ક્રિયા નય. અતિ સંક્ષેપ વિધિથી તે સાત ભેદોને આ બે—બેમાં સમાવિષ્ટ કરીને પણ કથન કરી દેવામાં આવે છે. સૂત્રોક્ત સાત