________________
આગમ-કથાઓ
234 પ્રકરણ : દંત–મંજનઃ ઉત્સર્ગ–અપવાદ અને વિવેક જ્ઞાન [ઉદ્દેશક-૩ સૂત્ર-૪૮-પ૦] દશવૈકાલિક અધ્યયન-૩, ગાથા-૩માં દંત પ્રક્ષાલનને અનાચાર કહેલ છે તથા ઔપપાતિક વગેરે અન્ય આગમોમાં અનેક સ્થાનો પર સાધુ-ચર્યામાં (અદંત ધાવણ) પણ એક મહત્ત્વની આવશ્યક ચર્યા કહી છે. વર્તમાન યુગમાં સાધુ-સાધ્વીઓની આહાર–પાણીની સામગ્રી પ્રાચીનકાળ જેવી ન રહેવાને કારણે દંતપ્રક્ષાલન (દંતમંજન) વગેરે ન કરવાથી દાંતોમાં દંતક્ષય' કે પાયરિયા વગેરે રોગો થવાની સંભાવના રહે છે. તેમ છતાં સાધુ-સાધ્વીઓને જિનાજ્ઞાના યથાર્થ પાલન કરવા માટે નીચે લખેલ સાવધાની રાખવી જોઈએ. (૧) પૌષ્ટિક પદાર્થોનું સેવન ન કરવું, જો સેવન કરવામાં આવે તો ઉપવાસ વગેરે તપ અવશ્ય કરતા રહેવું જોઈએ. (૨) હંમેશાં ઉણોદરી તપ અવશ્ય કરવું અર્થાત્ ભૂખથી ઓછું ખાવું.(૩) અત્યંત ગરમ કે અત્યંત ઠંડા પદાર્થો(વસ્તુઓ) ન વાપરવા. (૪) ભોજન કર્યા પછી કે કંઈક ખાધા-પીધા પછી દાંતોને સાફ કરતા થકા થોડું પાણી પી લેવું જોઈએ. સાંજે ચૌવિહાર કરતા સમયે પણ દાંતોને સારી રીતે સાફ કરતાં પાણી પી લેવું જોઈએ. (૫) આખો દિવસ એટલે કે વારંવાર ન ખાવું, મર્યાદિત વાર જ ખાવું.
ઉપર પ્રમાણે સાવધાની રાખવાથી અદંત ધોવણ નિયમનું પાલન કરતાં–છતાં પણ દાંત સ્વસ્થ રહી શકે છે, તેમજ ઇન્દ્રિય નિગ્રહ, બ્રહ્મચર્ય પાલન વગેરેમાં પણ સમાધિ ભાવ રહી શકે છે. આગમોક્ત અદંત ધોવન, અસ્નાન, બ્રહ્મચર્ય, ઉણોદરી તપ, વિગય ત્યાગ તથા અન્ય બાહ્ય–આત્યંતર તપ તેમજ બીજા બધા નિયમો પરસ્પર સંબંધિત છે. માટે આગમોક્ત બધા નિયમોનું યથાર્થ પાલન કરવાથી સ્વાથ્ય તેમજ સંયમમાં સમાધિ કાયમ રહે છે
તાત્પર્ય એ છે કે અદંતધાવણ નિયમના પાલનમાં ખાવા-પીવાનો વિવેક જરૂરી છે અને ખાન-પાનના વિવેકથી જ ઇન્દ્રિય | નિગ્રહ, બ્રહ્મચર્ય પાલન વગેરેમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ઇન્દ્રિયનિગ્રહની સફળતામાં જ સંયમ આરાધનની સફળતા રહેલી છે. આજ કારણોથી આગમોમાં અદંતધાવણને આટલું વધારે મહત્ત્વ આપેલ છે. - સામાન્ય રીતે મંજન કરવું અને દાંત સાફ કરવા સંબંધી ક્રિયાઓ કરવી તે બધી સંયમ જીવનની અયોગ્ય પ્રવૃત્તિઓ છે. પરંતુ જો અસાવધાનીથી કે અન્ય કોઈ કારણોથી દાંત સડી જવા પર ચિકિત્સાને માટે મંજન કરવું કે દાંત સાફ કરવાની ક્રિયાઓ કરવી પડે તો તે અનાચાર નથી, તેમજ તેનું પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી.
દાંતોના સડાની ખબર પડ્યા પછી સાધકે ઉપર્યુક્ત સાવધાનીઓ રાખીને જલદીથી ચિકિત્સા(દવા) નિમિત્તે કરવામાં આવતા દંત પ્રક્ષાલનથી મુક્ત થઈ જવું જોઈએ અર્થાત્ સદાને માટે દંતપ્રક્ષાલન પ્રવૃત્તિનો સ્વીકાર ન કરતાં ખાવા-પીવાનો વિવેક કરીને અદંતધાવણ ચર્યાને ફરીથી સ્વીકારી લેવી જોઈએ.
પ્રસ્તુત સૂત્રોમાં અકારણ(બ્રમથી, રોગના ભયથી, ખોટા સંસ્કારથી કે આદતથી) મંજન કરવાનું તેમજ પ્રક્ષાલન કરવાનું અને અન્ય કોઈ પદાર્થ લગાવવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે, એવું સમજવું જોઈએ.
વિભૂષાના સંકલ્પથી મંજન વગેરે કરવાનું પ્રાયશ્ચિત્ત અહીં આ લઘુમાસિક પ્રાયશ્ચિત્તના સૂત્રોમાં ન સમજવું. વિભૂષા સંકલ્પને માટે તો પંદરમા ઉદ્દેશકમાં લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત જુદું કહેલ છે. એવું સમજવું જોઈએ.
આ દંત પ્રક્ષાલન વિષયે દશવૈકાલિક સૂત્રના પરિશિષ્ટમાં સ્વતંત્ર નિબંધ છે. પાના નં. ૧૮૮.
પ્રકરણ : વિભૂષાવૃત્તિ સંબંધી જ્ઞાન-વિજ્ઞાન [ઉદ્દેશક–૧૫: સૂત્ર-૧૫૩–૧૫૪] ભિક્ષુ વસ્ત્ર–પાત્ર વગેરે ઉપકરણો સંયમ નિર્વાહ માટે રાખે છે અને ઉપયોગમાં લે છે. યથા–
જંપિ વત્થ ચ પાયે વા, કંબલ પાયપુચ્છણે.- તંપિ સંજમ લજજા ધારંતિ પરિહરતિ યી - દશર્વે. સૂત્ર અ.૬, ગાથા.૨૦ પ્રશ્નવ્યાકરણ સૂત્ર .૨, અ.૧,પમાં પણ કહ્યું છે– એયં પિ સંજમસ્ત ઉવહણઠ્ઠયાએ વાયા તવ દંસમસગસીય પરિરખ્ખણયાએ ઉવગરણે રાગદોસરહિયં પરિહરિયä સંજએણે | ભાવાર્થ – સંયમ નિર્વાહના માટે, લજ્જા નિવારણના માટે, ગરમી, ઠંડી, હવા, ડાંસ-મચ્છર વગેરેથી શરીરના સંરક્ષણ માટે ભિક્ષુ વસ્ત્રાદિ ધારણ કરે કે ઉપયોગમાં લે. આ પ્રકારે ઉપકરણોને રાખવાનું પ્રયોજન આગમમાં સ્પષ્ટ છે. પરંતુ સાધુ જો વિભૂષાને માટે, શરીર વગેરેની શોભાને માટે, પોતાને સુંદર દેખાડવાને માટે તેમજ નિમ્પ્રયોજન ઉપકરણોને ધારણ કરે, તો તેને પ્રસ્તુત ૧૫૩ માં સૂત્ર અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. ૧૫૪ માં સૂત્રમાં વિભૂષાવૃત્તિથી અર્થાત્ સુંદર દેખાવાને માટે જો સાધુ વસ્ત્રાદિ ઉપકરણોને ધોવે કે સુસજિજત રાખે તો તેનું પ્રાયશ્ચિત્ત કહેલ છે.
આ બંન્ને સૂત્રોથી એ સ્પષ્ટ છે કે ભિક્ષુ વિભૂષા વૃત્તિ વિના, કોઈ પ્રયોજન(કારણ)થી વસ્ત્રાદિ ઉપકરણ રાખે કે તેને ધોવે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત નથી આવતું અર્થાત્ સાધુ સંયમ ઉપયોગી ઉપકરણો રાખી શકે છે. તેને આવશ્યકતા અનુસાર યથાવિધિ ધોઈ પણ શકે છે. પરંત ધોવામાં વિભષાનો ભાવ ન થવો જોઈએ તેમજ અનાવશ્યક પણ ન હોવું જોઈએ.
જો સાધુને વસ્ત્રો ધોવા સંપૂર્ણ અકલ્પનીય હોત તો તેનું પ્રાયશ્ચિત્ત કથન અલગ પ્રકારથી હોત; પણ આ સૂત્રમાં વિભૂષા વૃત્તિથી ધોવાનું જ પ્રાયશ્ચિત્ત કહેલ છે. પરંતુ આ વિષયક અન્ય પ્રાયશ્ચિત્ત કોઈ પણ ઉદ્દેશકમાં કહેલ નથી.
શરીર પરિકર્મ સંબંધી ૫૪ સૂત્ર તો અનેક ઉદ્દેશકોમાં આપેલ છે પરંતુ અહીંયા વિભૂષાવૃત્તિના પ્રકરણમાં બે સૂત્ર વધારીને પ૬ સૂત્ર કહેલ છે. માટે આ સૂત્રપાઠથી સાધને વસ્ત્ર ધોવા વિહિત થાય છે. વિશિષ્ટ અભિગ્રહ ધારણ કરનારાની અપેક્ષાથી જ આચા. શ્ર. ૧, અધ્યયન ૮ ના ઉદેશક ૪,૫.૬ માં વસ્ત્ર ધોવાનો એકાંત નિષેધ છે. તેવું ત્યાંના વર્ણનથી સ્પષ્ટ થાય છે.
આ ઉદ્દેશકમાં વિભૂષાના સંકલ્પથી ૫૪ સૂત્રોથી શરીર પરિકર્મોનું અને તે સિવાય બે સૂત્રોથી ઉપકરણ રાખવા તથા ધોવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. અન્ય આગમોમાં પણ સાધુને માટે વિભૂષાવૃત્તિનો ભિન્ન-ભિન્ન પ્રકારે નિષેધ કરવામાં આવેલ છે. (૧) દશવૈકાલિક સૂત્ર અ.૩, ગાથા-૯ માં વિભૂષા કરવાને અનાચાર કહેલ છે.