________________
કથાસાર
jain
233 ભિક્ષુને ઇન્દ્રિય સંયમ તેમજ બ્રહ્મચર્ય સમાધિને માટે હંમેશાં ઊણોદરી તપ કરવું જરૂરી છે– અર્થાત્ તેણે ક્યારે ય પેટ ભરીને આહાર કરવો ન જોઈએ.
આચારાંગ સૂત્ર શ્રત.-૧, અધ્ય-૯, ઉદ્દે.-૪માં ભગવાન મહાવીર સ્વામીના આહાર-વિહારનું વર્ણન કરતાં થકા કહેવામાં આવેલ છે કે ભગવાન સ્વસ્થ અવસ્થામાં પણ સદા ઊણોદરી તપયુક્ત આહાર કરતા હતા. યથા
(મોરિયં ચાઈ, અપુ વિ ભગવં રોગેહિં).
પ્રકરણ : અનુકંપામાં દોષ-ના ભમ્રનું નિવારણ કોલુણ શબ્દનો અર્થ કરુણા અથવા અનુકંપા થાય છે. જેમ કે– કોલુણં– કારુણ્ય અનુકંપા – શૂર્ણિ.
બંધાયેલા પશુ બંધનથી મુક્ત થવા માટે તડપે છે. તેને બંધનથી મુક્ત કરી દેવા અથવા સુરક્ષા માટે છૂટા પશુને નિયત સ્થાન પર બાંધી દેવા. આ પશુ પ્રત્યે કરુણા ભાવ છે. - પશુને બાંધવાથી તે બંધનથી પીડિત થાય અથવા આકુળ-વ્યાકુલ થાય તો જઘન્ય હિંસા દોષ લાગે છે. તેનું બંધન ખોલવાથી તેને કોઈપણ નુકસાન કરે, તે બહાર નીકળી ક્યાંક ખોવાઈ જાય; જંગલમાં ચાલ્યા જાય અને ત્યાં બીજા પશુ જો તેને ખાઈ જાય અથવા મારી નાંખે તો પણ દોષ લાગે છે.
પશુ આદિને બાંધવા, ખોલવા આદિ કાર્ય સંયમ સમાચારમાં વિહિત નથી. આ કાર્યતો ગૃહસ્થનું કાર્ય છે. માટે તેનું પ્રાયશ્ચિત્ત ગૃહસ્થ કાર્ય કરવાવાળા પ્રાયશ્ચિત્તના બરાબર ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત થાય છે, પરંતુ અનુકંપાના ભાવની મુખ્યતા હોવાથી અહીં તેનું ગુરુ પ્રાયશ્ચિત્તને બદલે લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાયું છે.
અનકંપા ભાવ રાખવો એ સમ્યકત્વને મખ્ય લક્ષણ છે. તો પણ ભિક્ષ આવા અનેક ગહસ્થ જીવનના કાર્યોમાં લાગી ન જાય માટે એના સંયમ જીવનની અનેક મર્યાદા છે. ભિક્ષુની પાસે આહાર અથવા પાણી આવશ્યકતાથી અધિક હોય તો તેને પરઠવાની | સ્થિતિમાં કોઈ ભૂખ્યા અથવા તરસ્યા વ્યક્તિને માંગવાથી અથવા ન માંગનારાને પણ દેવું કલ્પતું નથી. કેમ કે આ પ્રકારની દેવાની પ્રવૃત્તિથી અથવા પ્રસ્તુત સૂત્ર કથિત પ્રવૃત્તિ કરવાથી ક્રમશઃ ભિક્ષુ અનેક ગૃહસ્થ કર્તવ્યમાં; સંયમ સાધનાના મુખ્ય લક્ષ્યથી દૂર થઈ જાય છે. ઉત્તરાધ્યયન અ. ૯, ગા.૪૦ માં નમિરાજર્ષિ શક્રેન્દ્ર દ્વારા થયેલી દાનની પ્રેરણાના જવાબમાં કહે છે કે (તસ્યાવિ સંજમો સેઓ અદિતસ્સ વિ ઈકચણું) અર્થાત્ કાંઈ પણ દાન ન કરવા છતાં, મહાન દાન આપનાર ગૃહસ્થ કરતાં મુનિનો સંયમ શ્રેષ્ઠ છે.
અનકંપા ભાવ યુક્ત પ્રવૃત્તિમાં પણ સામાન્ય પરિસ્થિતીના પ્રાયશ્ચિત્તમાં તેમજ વિશેષ પરિસ્થિતિના પ્રાયશ્ચિત્તમાં અંતર હોય છે. જે પ્રાયશ્ચિત્તદાતા ગીતાર્થના નિર્ણય પર નિર્ભય હોય છે. જો કોઈ પશુ અથવા મનુષ્ય મૃત્યુના સંકટમાં આવી ગયા હોય અને તેને બચાવનાર કોઈ ન હોય, એવી સ્થિતિમાં ભિક્ષુ તેને બચાવી લે તો તેને છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત આવતું નથી. માત્ર ગુરુની પાસે આલોચના રૂપ નિવેદન કરવું આવશ્યક છે. એ અનુકંપાની પ્રવૃત્તિમાં બાંધવું, છોડવું આદિ ગૃહકાર્ય, આહાર- પાણી દેવું આદિ મર્યાદા ભંગના કાર્ય અથવા જીવવિરાધનાના કોઈ કાર્ય થઈ જાય તો એ
કે પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ અનુકંપાનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. તો પણ સૂત્રમાં અનુકંપા શબ્દ લગાવીને કથન કર્યું છે તે મોહભાવનો અભાવ સૂચિત કરીને લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાની અપેક્ષાએ છે તેમજ સાથે એ પણ બતાવવામાં આવ્યું છે કે કરુણાભાવની પ્રમુખતા હોવાથી ગૃહસ્થ પ્રવૃત્તિનું ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત હોવા છતાં લઘુ પ્રાયશ્ચિત્ત થઈ જાય છે.
તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ સંયમ સાધનાના કાળમાં તેજો- લેશ્યાથી ભસ્મ થનારા ગૌશાલકને પોતાની શીતલેશ્યાથી બચાવ્યા અને કેવળજ્ઞાન પછી આ પ્રકારે કહ્યું છે– મેં ગૌશાલકની અનુકંપા માટે શીતલેશ્યા છોડી હતી, જેનાથી વેશ્યાયન બાલતપસ્વીની તેજોલેશ્યા પ્રતિહત થઈ ગઈ હતી. – ભગવતી સૂત્ર શતક-૧૫.
આ રીતે પ્રસ્તુત સૂત્રમાં કરુણાભાવ કે અનુકંપા ભાવનું પ્રાયશ્ચિત્ત નથી. પરંતુ એની સાથે ગૃહસ્થની પ્રવૃત્તિ અથવા સંયમ મર્યાદાના ભંગની પ્રવૃત્તિનું જ પ્રાયશ્ચિત્ત છે અને કરુણાભાવ સાથે હોવાથી તે પ્રવૃત્તિનું લઘુ પ્રાયશ્ચિત્ત છે, એવું સમજવું જોઈએ. અનુકંપા પવિત્ર આત્મ પરિણામ છે :
અનુકંપાનો અર્થ છે– કોઈ પ્રાણીને દુઃખી જોઈને જોનારાનું હૃદય કરુણાથી ભરાય જાય અને ભાવના જાગૃત થાય કે એનું આ દુઃખ દૂર થઈ જાય એને જ અનુકંપા કહે છે. આ અનુકંપા આત્માનું પરિણામ છે, આત્માનો ગુણ છે અને એકાંત નિર્વદ્ય છે. માટે અનુકંપાનો સાવદ્ય કે નિર્વધ આવો વિકલ્પ કરવાની કોઈ આવશ્યકતા નથી.
અનુકંપાના પરિણામોના કારણે કોઈનું દુઃખ દૂર કરવા માટે જે સાધનરૂપ પ્રવૃત્તિ કરાય છે તે પ્રવૃત્તિ સાવદ્ય અને નિર્વદ્ય બન્ને પ્રકારની થઈ શકે છે. જેમ કે– ભૂખ તરસથી વ્યાકુલ પુરુષને શ્રાવક દ્વારા અચિત્ત ભોજન અથવા અચિત્ત પાણી દેવામાં આવી શકે છે. અથવા સચિત્ત ભોજન અને સચિત્ત પાણી દેવામાં આવી શકે છે. પરંતુ એનાથી આત્મ પરિણામ રૂપ જે અનુકંપા ભાવ છે, એ ભાવોને અથવા આત્મગુણોને સાવદ્ય નિર્વધના વિકલ્પથી કહી શકાતું નથી. કારણ કે તે તો શુભ તેમજ પવિત્ર આત્મ પરિણામ જ છે.
આત્માના આ પવિત્ર પરિણામોના કારણે ગૃહસ્થ પ્રવૃત્તિનું પણ પ્રસ્તુત સૂત્રમાં લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાયું છે.
અનુકંપાના ભાવોના નિમિત્તથી અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિ માટે યથાયોગ્ય સાવધ અથવા નિર્વધનો ભેદ સમજી લેવો જોઈએ. સાર:- (૧) અનુકંપાના આત્મ પરિણામ તો સદા સર્વદા શ્રેષ્ઠ તેમજ પવિત્ર જ હોય છે. (૨) અનુકંપાથી કોઈના દુઃખને દૂર કરવાની જે પ્રવૃત્તિ કરાય છે તે નિર્વદ્ય પણ હોય છે અથવા સાવદ્ય પણ હોય છે. પ્રવૃત્તિ કરવામાં સાધુ તેમજ શ્રાવકને પોત-પોતાની અલગ-અલગ મર્યાદા હોય છે, તદ અનુસાર વિવેક રાખવો જોઈએ.