________________
આગમ-કથાઓ
232
આવશ્યક સૂત્ર(પ્રતિક્રમણ સૂત્ર)ને માટે અસ્વાધ્યાય સંબંધી કોઈ કર્તવ્ય નથી. તેમજ સૂત્રોની વ્યાખ્યા, ભાષાન્તર, અર્થ ચિંતન, વાંચન તેમજ અન્ય સંવર પ્રવૃત્તિ વગેરેને માટે પણ અસ્વાધ્યાય સંબંધી કોઈ નિયમ લાગુ પડતો નથી.
॥ આણાએ ધમ્મો ।
સનત ચક્રીએ દિક્ષા લીધી ત્યારે શરીરમાં રોગ ઉત્પન્ન થઈ ચુકયા હતા.સ્વ સબંધી શરીરના અસ્વાધ્યાયમાં તેમણે દિક્ષા લીધી હતી. તેમ છતાં, ભગવાને કેવળજ્ઞાનમાં જે ભાવ જોયા છે,પ્રરુપયા છે,ભવ્ય જીવોનાં હિત માટે આજ્ઞા કરી છે.તો તત્વ કેવલી ગમ્ય જાણી શ્રધા કરવી જોઈએ.....નારક અને ત્રિયંચ ના ભવમાં જીવ સંજ્ઞાઓનું જીવન જીવ્યો. દેવ અને મનુષ્ય ના ભવમાં જીવ ઈચ્છાઓનું જીવન જીવ્યો . પણ હજી સુધી જીવ ભગવાનની આજ્ઞા પ્રમાણેનું જીવન નથી જીવ્યો. ભગવાનની આજ્ઞા એજ ધર્મ છે.
ક્ષમાપના ભાવ
ક્ષમાપનાનું ધાર્મિક જીવનમાં એટલું વધારે મહત્વ છે કે જો કોઈની સાથે ક્ષમાપના ભાવ ન આવે અને તે અક્ષમા ભાવમાં જ કાળધર્મ પામી જાય તો તે સાધકની કેટલીય ઉગ્ર સાધના હોય છતાં પણ તે વિરાધક થઈ જાય છે.
ક્ષમાપના દ્રવ્ય અને ભાવ ના ભેદથી બે પ્રકારે છે– (૧) દ્રવ્યથી– જો કોઈના પ્રત્યે નારાજગીનો ભાવ કે રોષભાવ હોય તો તેને પ્રત્યક્ષ કહેવું કે ‘હું આપને ક્ષમા કરું છું અને આપના પ્રત્યે પ્રસન્નભાવ ધારણ કરું છું.' જો કોઈ વ્યક્તિ કોઈની પણ ભૂલને કારણે ગુસ્સો કરે તો કહી દેવું કે મારી ભૂલ થઈ ગઈ છે, આપ ક્ષમા કરો; ફરીથી આવી ભૂલ નહિ કરું. (૨) ભાવથી– શાંતિ, સરલતા તેમજ નમ્રતાથી પોતાનાં હૃદયને સંપૂર્ણ પવિત્ર અને પરમ શાંત બનાવી લેવું જોઈએ.
આવી રીતે ભાવોની શુદ્ધિ તેમજ હૃદયની પવિત્રતાની સાથે વ્યવહારથી ક્ષમા દેવી અને ક્ષમા માંગવી, આ પૂર્ણ ‘ક્ષમાપના’ વિધિ છે. પરિસ્થિતિવશ આવું સંભવ ન હોય તોપણ બૃહત્કલ્પસૂત્ર ઉદ્દે.-૧, સૂત્ર–૩૪ અનુસાર સ્વયંને પૂર્ણ ઉપશાંત કરી લેવાથી પણ આરાધના થઈ શકે છે. અંતર હૃદયમાં જો શાંતિ શુદ્ધિ ન થાય તો બાહ્ય– વિધિથી સંલેખના, ૧૫ દિવસનો સંથારો અને વ્યવહારિક ક્ષમાપના કરી લેવાથી પણ આરાધના થઈ શકતી નથી, એવું ભગવતી સૂત્ર શતક ૧૩, ઉર્દૂ.-૬માં આવેલ અભીચિકુમારના વર્ણનથી સ્પષ્ટ થાય છે. માટે સ્વયંના અંતર હૃદયમાં શુદ્ધિ, ઉપશાંતિ થઈ જવી જોઈએ; પોતાના કષાય—ક્લેશના કે નારાજગીના ભાવોથી પૂર્ણ નિવૃત્તિ થવી પરમ આવશ્યક છે. એવું થવા પર જ દ્રવ્ય અને ભાવથી પરિપૂર્ણ ક્ષમાપના કરીને તે સાધક પોતાની સાધનામાં આરાધક થઈ શકે છે.
ઊણોદરી તપની સમજૂતી
ભગવતી સૂત્ર શતક-૭ તથા શતક–૨૫ તેમજ ઉવવાઈ સૂત્રમાં પણ ઊણોદરી તપના વિષયનું વર્ણન છે.‘આહાર ઊણોદરી’ના સ્વરૂપની સાથે જ તે બંને સૂત્રોમાં ઉપકરણ ઊણોદરી વગેરે ભેદોનું પણ સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે.
ઉત્તરા. અ. ૩૦ના તપ વર્ણનમાં આહાર–ઊણોદરીનું જ કથન કરવામાં આવેલ છે. ઉપકરણ ઊણોદરી વગેરે ભેદોની વિવક્ષા ત્યાં કરી નથી. ત્યાં આહાર ઊણોદરીના ૫ ભેદ કહ્યા છે– ૧. દ્રવ્ય ૨. ક્ષેત્ર ૩. કાળ ૪. ભાવ અને ૫. પર્યાય.
૧. દ્રવ્યથી– પોતાનાં પૂર્ણ ખોરાકથી ઓછું ખાવું. ૨. ક્ષેત્રથી– ગ્રામાદિ ક્ષેત્ર સંબંધી અભિગ્રહ કરવો અથવા ભિક્ષાચરીમાં ભ્રમણ કરવાનાં માર્ગમાં પેટી વગેરે છ (૬) આકારમાં ગોચરી કરવાનો અભિગ્રહ કરવો. ૩. કાળથી– ગોચરી લાવવા કે વાપરવા માટે પ્રહર–કલાક વગેરે રૂપમાં અભિગ્રહ કરવો. ૪. ભાવથી– ઘરમાં રહેલા પદાર્થો સંબંધી કે સ્ત્રી–પુરુષોનાં વસ્ત્રનાં વર્ણ– ભાવ વગેરે સંબંધી અભિગ્રહ ધારણ કરવો. ૫. પર્યાયથી– ઉપરોક્ત દ્રવ્યાદિ ચાર પ્રકારોમાંથી એક–એકનો અભિગ્રહ કરવો તે–તે ભેદોમાં સમાવિષ્ટ છે અને આ ચારમાંથી અનેક અભિગ્રહ એક સાથે કરવા તે ‘પર્યાય ઊણોદરી’ છે.
પ્રસ્તુત સૂત્રમાં આ પાંચેયમાંથી ફક્ત પ્રથમ દ્રવ્યથી આહાર–ઊણોદરીનું નીચેના પાંચ ભેદ દ્વારા વર્ણન કરવામાં આવેલ છે. (૧) અલ્પાહાર :– એક કવળ, બે કવળ યાવત્ આઠ કવળ પ્રમાણ આહાર કરવાથી અલ્પાહારરૂપ ઊણોદરી થાય છે.
(૨) અપાર્ધ–ઊણોદરી :– નવથી લઈને બાર કવળ અથવા પંદર કવળ પ્રમાણ આહાર કરવા પર અડધા ખોરાકથી ઓછો આહાર કરવામાં આવે છે તેને ‘અપાર્ધ ઊણોદરી’ કહે છે. અર્થાત્ પહેલી અલ્પાહાર રૂપ ઊણોદરી છે અને બીજી અડધા ખોરાકથી ઓછો અહાર કરવા રૂપ ઊણોદરી છે.
(૩) દ્વિભાગ પ્રાપ્ત ઊણોદરી :- (અર્ધ ઊણોદરી) ૧૬ કવળ પ્રમાણ આહાર કરવા પર અર્ધ ખોરાકનો આહાર કરવામાં આવે છે. પૂર્ણ ખોરાકના ચાર ભાગ પાડવાથી તે બે ભાગ રૂપ આહાર હોય છે; માટે આને સૂત્રમા દ્વિભાગ પ્રાપ્ત ‘ઊણોદરી’ કહેલ છે અને બે ભાગરૂપ અદ્ભુ આહારની ઊણોદરી થવાથી તેને ‘અર્ધ ઊણોદરી’ પણ કહી શકાય છે.
(૪). ત્રિભાગ પ્રાપ્ત—અંશિકા ઊણોદરી ૧ :– ૨૪ કવળ(૨૭ થી ૩૦ કવળ) પ્રમાણ આહાર કરવાથી ત્રિભાગ આહાર થાય છે. તેમાં એક ભાગ આહારની ઊણોદરી થાય છે. એના માટે સૂત્રમાં ‘આંશિક ઊણોદરી’ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. તેમાં આહારના ચાર ભાગમાંથી ત્રણ ભાગનો આહાર કરવામાં આવે છે. માટે આ ત્રણ ભાગ પ્રાપ્ત આહાર રૂપ ઊણોદરી છે અથવા તેને પા (or) ઊણોદરી પણ કહી શકાય છે. (૫). કિંચિત ઊણોદરી :- ૩૧ કવળ પ્રમાણ આહાર કરવા પર એક કવળની જ ઊણોદરી થાય છે. જે ૩૨ કવળ આહારની અપેક્ષાએ અલ્પ હોવાથી તેને ‘કિંચિત ઊણોદરી’ કહેલ છે.
સૂત્રના અંતિમ અંશથી આ સ્પષ્ટ કરવામાં આવેલ છે કે આ પાંચમાંથી કોઈપણ પ્રકારની ઊણોદરી કરનારા સાધુ ‘ પ્રકામભોજી’(ભરપેટ ખાવાવાળા) હોતા નથી. ૩૨ કવળ રૂપ પૂર્ણ આહાર કરવાવાળા પ્રમાણ પ્રાપ્ત ભોજી’ કહેલ છે. તેને થોડી પણ ઊણોદરી થતી નથી.